Atmadharma magazine - Ank 333
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૧૯ :
સાદિ અનંત અનંત સમાધિસુખમાં,
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.
જગતના કોઈપણ પદાર્થને સિદ્ધ કરતાં તેને જાણનારો હું જ્ઞાનસ્વરૂપ આત્મા
છું– એમ તો પહેલાંં જ નક્ક્ી થવું જોઈએ. આત્માનું પોતાનું અસ્તિત્વ નકકી કર્યાં વગર
કોઈપણ જ્ઞેયોનું સાચું જ્ઞાન થઈ શકે નહીં. – માટે સર્વપદાર્થોમાં આત્મા ઊર્ધ્વ છે.
જગતમાં અનંતા સિદ્ધ ભગવંતો છે..... જાણ્યું કોણે? .... કે આત્માએ.
જગતમાં પંચપરમેષ્ઠી
છે..... જાણ્યું કોણે? .... કે આત્માએ.
જગતમાં જડ–ચેતન તત્ત્વો છે..... જાણ્યું કોણે? .... કે આત્માએ.
જગતમાં છ દ્રવ્યો છે..... જાણ્યું કોણે? ... કે આત્માએ.
જગતમાં અંત વગરનું આકાશ છે..... જાણ્યું કોણે? ... કે આત્માએ.
આ રીતે બધાયને જાણવામાં જાણનારની પહેલી મુખ્યતા છે. અનંતા સિદ્ધ
ભગવંતોનું અસ્તિત્વ છે – તે જાણ્યું કોણે? કે જ્ઞાને; જ્ઞાનના અસ્તિત્વમાં અનંતા
સિદ્ધોનું અસ્તિત્વ જણાયું. તો જે જ્ઞાને અનંતા સિદ્ધભગવંતોના અસ્તિત્વનો સ્વીકાર
કર્યો તે જ્ઞાનની તાકાત કેટલી? તે જ્ઞાન કેટલું મોટું? – આવા જ્ઞાનસામર્થ્ય વડે
આત્માની ઊર્ધ્વતા ને મહાનતા છે. રાગમાં એ તાકાત નથી; રાગથી ભિન્ન જ્ઞાનમાં જ
એ તાકાત છે. તે જ્ઞાન પોતે રાગથી ઊર્ધ્વ (– ઊંચું – જુદું – અધિક) થઈને
જ્ઞાનસ્વભાવમાં તન્મય પરિણમ્યું છે. આવા જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતાં મહાન
આનંદ થાય છે, ને અંતરના દરવાજા ઊઘડી જાય છે.
[नाटक सुनत हिये फाटक खुलत है।]
વળી જીવમાં જ્ઞાયકતા અને સુખસ્વભાવ છે તે બતાવે છે:
(જ્ઞાયકતા –) ‘પ્રગટે એવા જડ પદાર્થો અને જીવ, તેઓ જે કારણે કરી ભિન્ન
પડે છે તે લક્ષણ જીવનો ‘જ્ઞાયકપણા’ નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકતા
રહિતપણે આ જીવપદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં; અને તે ‘જીવ’ નામના
પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે જ્ઞાયકપણું સંભવી શકે નહીં; એવું જે
અત્યંત અનુભવનું કારણ ‘જ્ઞાયકતા’ – તે લક્ષણ જેનામાં છે તે પદાર્થને તીર્થંકર
ભગવાને ‘જીવ’ કહ્યો છે.

PDF/HTML Page 22 of 44
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
શ્રીમદ્ રાજચંદ્રજીએ સહેલી ભાષામાં જીવના સ્વરૂપનું ઘણું સરસ સ્પષ્ટીકરણ
કર્યું છે. જ્ઞાનીની અંદરની દશાને વિરલા લોકો જ ઓળખે છે. જ્ઞાનીના જે ન્યાયો
આત્માને સ્પર્શીને નીકળતા હોય તે શાસ્ત્રની ધારણા કરતાં જુદી જાતના હોય છે.
હવે ‘સુખભાસ’ શબ્દનો અર્થ કહે છે, તેમાં જીવના સુખસ્વભાવની સિદ્ધિ કરે
છે– (તે આવતા અંકમાં વાંચશોજી.)
ઉત્તમ પુરુષોના શુદ્ધ હૃદયસરોવરમાં કોણ બિરાજે છે?
ઉત્તમ પુરુષોના હૃદયસરોવરમાં કારણઆત્મા બિરાજે છે, શોભે છે.
ઉત્તમ પુરુષ કોણ છે?
જેના અંતરમાં રાગાદિ પરભાવો નથી બિરાજતા, પણ પરમબ્રહ્મ પરમાત્મા
પોતે જેના અંતરમાં બિરાજે છે – એવા ધર્મી જીવો જ ઉત્તમ પુરુષ છે. જેના
અંતરમાં રાગ વિરાજે છે– રાગથી જે આત્માની શોભા માને છે તે જીવ ઉત્તમ
નથી પણ હીન છે.
ઉત્તમ ધર્માત્માઓ કોને ભજે છે?
અંતરમાં બિરાજમાન પોતાના કારણપરમાત્માને જ ભજે છે.
કારણ–પરમાત્મા કોણ છે?
‘તે તું જ છો’
[सत्वम्]
મોક્ષને માટે કોને ભજવું?
અંતરમાં બિરાજમાન પોતાના કારણપરમાત્માને જ શીઘ્ર ભજ.
સિંહ જેવા પુરુષાર્થવાળા હે ભવ્યશાર્દૂલ! અંતરમાં શુદ્ધદ્રષ્ટિવડે જેને તું ભજી
રહ્યો છે તેને જ તું ઊગ્રપણે શીઘ્ર ભજ.
તીક્ષ્ણબુદ્ધિવાળા ઉત્તમપુરુષો એટલે કે અંતર્મુખ બુદ્ધિવાળા શુદ્ધદ્રષ્ટિ જીવો
પોતાના શુદ્ધાત્માને એકને જ ભજતા થકા પરમઆનંદરૂપ મોક્ષને સાધે છે.
આ ઉત્તમ પુરુષોના હૃદયની વાત છે; તે જાણીને તું પણ તેને ભજ.

PDF/HTML Page 23 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૨૧ :
સમકિતસહિત આચાર હી સંસારમેં ઈક સાર હૈ,
જિનને કિયા આચરણ ઉનકો નમન સોસો વાર હૈ;
ઉનકે ગુણોંકે કથનસે ગુણગ્રહણ કરના ચાહિયે,
અરૂ પાપિયોંકા હાલ સુનકે પાપ તજના ચાહિએ.
(૪) અમૂઢદ્રષ્ટિ–અંગમાં પ્રસિદ્ધ રેવતીરાણીની કથા
(પ્રથમ નિઃશંકઅંગમાં પ્રસિદ્ધ અંજનચોરની કથા, બીજી નિઃકાંક્ષઅંગમાં
પ્રસિદ્ધ સતી અનંતમતિની કથા, તથા ત્રીજી નિર્વિચિકિત્સા – અંગમાં પ્રસિદ્ધ ઉદાયન
રાજાની કથા આપે વાંચી; ચોથી કથા આપ અહીં વાંચશો.)
આ ભરતક્ષેત્રની વચ્ચે વિજયાર્દ્ધ – પર્વત આવેલો છે, તેના પર વિદ્યાધર
મનુષ્યો રહે છે; તે વિદ્યાધરોના રાજા ચંદ્રપ્રભુનું ચિત્ત સંસારથી વિરક્ત હતું;
રાજયકારભાર પોતાના પુત્રને સોંપીને તે તીર્થયાત્રા કરવા નીકળ્‌યા હતા. તેઓ
કેટલોક વખત દક્ષિણ મથુરામાં રહ્યા; દક્ષિણદેશના પ્રસિદ્ધ તીર્થો, અને રત્નોનાં
જિનબિંબથી શોભતા જિનાલયો દેખીને તેમને આનંદ થયો. મથુરામાં તે વખતે
ગુપ્તાચાર્ય નામના મહાન મુનિરાજ બિરાજતા હતા, તેઓ વિશિષ્ટ જ્ઞાનના ધારક
હતા અને મોક્ષમાર્ગનો ઉત્તમ ઉપદેશ દેતા હતા, ચંદ્રરાજાએ કેટલાક દિવસ સુધી
મુનિરાજનો ઉપદેશ સાંભળ્‌યો અને ભક્તિપૂર્વક તેમની સેવા કરી.
ત્યાર પછી ઉત્તર મથુરાનગરીની યાત્રાએ જવાનો વિચાર કર્યો –કે જ્યાંથી
જંબુસ્વામી મોક્ષ પામ્યા છે અને જ્યાં અનેક મુનિરાજ બિરાજતા હતા, તેમાં
ભવ્યસેન નામના એક મુનિ પણ પ્રસિદ્ધ હતા. તે વખતે મથુરામાં વરુણરાજા હતા
અને તેમની રાણીનું નામ રેવતીદેવી હતું.
ચંદ્રરાજાએ મથુરા જવાની પોતાની ઈચ્છા ગુપ્તાચાર્ય પાસે રજુ કરી અને
આજ્ઞા માંગી, તથા ત્યાંના સંઘ માટે કાંઈ સંદેશ લઈ જવાનું પૂછયું.

PDF/HTML Page 24 of 44
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
ત્યારે શ્રી આચાર્યદેવે સમ્યકત્વની દ્રઢતાનો ઉપદેશ આપતાં કહ્યું કે –
આત્માનું સાચું સ્વરૂપ સમજનાર સમ્યગ્દ્રષ્ટિ જીવ, વીતરાગ અરિહંતદેવ સિવાય
બીજા કોઈને દેવ માનતા નથી. જે દેવ ન હોય તેને દેવ માનવા તે દેવમૂઢતા છે; એવી
મૂઢતા ધર્મીને હોતી નથી. મિથ્યામતના દેવાદિક બહારથી ગમે તેવા સુંદર દેખાતા
હોય, બ્રહ્મા–વિષ્ણુ કે શંકર જેવા હોય – તોપણ ધર્મીજીવ તેના પ્રત્યે આકર્ષાતા નથી.
મથુરાની રાજરાણી રેવતીદેવી આવા સમ્યકત્વની ધારક છે, જૈનધર્મની શ્રદ્ધામાં તે
ઘણી જ દ્રઢ છે, તેને ધર્મવૃદ્ધિના આશીષ કહેજો. તથા ત્યાં બિરાજમાન સુરત મુનિ– કે
જેમનું ચિત્ત રત્નત્રયમાં રત છે – તેમને વાત્સલ્યપૂર્વક નમસ્કાર કહેજો.
–આ પ્રમાણે આચાર્યદેવે સુરત – મુનિરાજને તથા રેવતીરાણીને માટે સન્દેશ
કહ્યો, પણ ભવ્યસેન મુનિને તો યાદ પણ ન કર્યાં, આથી રાજાને આશ્ચર્ય થયું, ને
ફરીને પણ આચાર્ય–મહારાજને પૂછ્યું કે બીજા કોઈને કાંઈ કહેવાનું છે? પણ
આચાર્યદેવે એથી વિશેષ કાંઈ ન કહ્યું.
આથી તે ચંદ્રરાજાને એમ થયું કે શું આચાર્યદેવ ભવ્યસેનમુનિને ભૂલી ગયા
હશે? –ના, ના; તેઓ ભૂલે તો નહીં; તેઓ વિશિષ્ટ જ્ઞાનના ધારક છે; તેથી તેમની
આ આજ્ઞામાં જરૂર કાંઈક રહસ્ય હશે. ઠીક, જે હશે તે ત્યાં પ્રત્યક્ષ દેખાશે. – એમ
સમાધાન કરી, આચાર્યદેવના ચરણોમાં નમસ્કાર કરીને તે મથુરા તરફ વિદાય થયો.
મથુરામાં આવીને સૌ પ્રથમ તો સુરતમુનિરાજનાં દર્શન કર્યાં; તેઓ ઘણા જ
ઉપશાંત અને શુદ્ધરત્નત્રયનું પાલન કરનારા હતા; ચંદ્રરાજાએ તેમને ગુપ્તાચાર્યનો
સન્દેશ કહ્યો અને તેમની વતી નમસ્કાર કર્યાં.
ચંદ્રરાજાની વાત સાંભળીને સુરતમુનિરાજે પ્રસન્નતા વ્યક્ત કરી, અને પોતે
પણ વિનયપૂર્વક હાથ જોડીને શ્રી ગુપ્તઆચાર્ય પ્રત્યે પરોક્ષ નમસ્કાર કર્યાં.
મુનિવરોનું એકબીજા પ્રત્યે આવું વાત્સલ્ય દેખીને રાજા ઘણો પ્રસન્ન થયો. સુરત
મુનિરાજે કહ્યું: હે વત્સ! વાત્સલ્ય વડે ધર્મ શોભે છે. ધન્ય છે એ રત્નત્રયના ધારક
આચાર્યદેવને, – કે જેમણે આટલે દૂરથી પણ સાધર્મી તરીકે મને યાદ કર્યો. શાસ્ત્રમાં
ખરું કહ્યું છે કે –
ये कुर्वन्ति सुवात्सल्यं भव्या धर्मानुरागतः।
साधर्मिकेषु तेषां हि सफलं जन्म भूतले।।
અહો! ધર્મના પ્રેમવડે જે ભવ્યજીવો સાધર્મીજનો પ્રત્યે ઉત્તમ વાત્સલ્ય કરે છે
તેમનો જન્મ જગતમાં સફળ છે.

PDF/HTML Page 25 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૨૩ :
પ્રસન્નચિત્તથી ભાવપૂર્વક ફરીફરીને એ મુનિરાજને નમસ્કાર કરીને રાજા
વિદાય થયો અને ભવ્યસેન મુનિરાજ પાસે આવ્યો... તેમણે ઘણું શાસ્ત્રજ્ઞાન હતું ને
લોકોમાં તેઓ ખૂબ પ્રસિદ્ધ હતા. રાજા તેમની સાથે કેટલોક વખત રહ્યા, પણ તે
મુનિરાજે ન તો આચાર્યસંઘના કાંઈ કુશલ–સમાચાર પૂછયા કે ન કોઈ ઉત્તમ
ધર્મચર્ચા કરી મુનિને યોગ્ય વ્યવહારઆચાર પણ તેમના સરખા ન હતા; શાસ્ત્રો
ભણવા છતાં શાસ્ત્રાનુસાર તેમનું આચરણ ન હતું. મુનિને ન કરવા યોગ્ય પ્રવૃત્તિ
તેઓ કરતા હતા. આ બધું નજરે દેખીને રાજાને ખ્યાલ આવી ગયો કે તે ભવ્યસેન
મુનિ ગમે તેટલા પ્રસિદ્ધ હોય પણ તે સાચા મુનિ નથી. – તો પછી ગુપ્તઆચાર્ય
તેમને કેમ યાદ કરે? ખરેખર, એ વિચક્ષણ આચાર્યભગવાને યોગ્ય જ કર્યું છે.
આ રીતે સુરતિમુનિરાજ અને ભવ્યસેનમુનિને તો નજરે દેખીને પરીક્ષા કરી;
હવે રેવતી રાણીને આચાર્ય મહારાજે ધર્મવૃદ્ધિના આશીષ કહ્યા છે તેથી તેની પણ
પરીક્ષા કરું – એમ રાજાને વિચાર થયો.
* * *
બીજે દિવસે મથુરા નગરીના ઉદ્યાનમાં એકાએક સાક્ષાત્ બ્રહ્મા પધાર્યા.
નગરજનોના ટોળેટોળાં એનાં દર્શન માટે ઉમટયા... ને ગામ આખામાં ચર્ચા ચાલી કે
અહા! સૃષ્ટિના સરજનહાર બ્રહ્માજી સાક્ષાત્ પધાર્યા છે... તેઓ કહે છે કે હું આ
સૃષ્ટિનો સર્જનહાર છું ને દર્શન દેવા આવ્યો છું.
મૂઢ લોકોનું તો શું કહેવું? મોટા ભાગના લોકો એ બ્રહ્માજીના દર્શન કરી
આવ્યા. પેલા પ્રસિદ્ધ ભવ્યસેન મુનિ પણ કુતૂહલવશ ત્યાં જઈ આવ્યા ન ગયા એક
સુરત – મુનિ, અને ન ગઈ રેવતીરાણી.
જ્યારે રાજાએ સાક્ષાત્ બ્રહ્માની વાત કરી ત્યારે મહારાણી રેવતીએ
નિઃશંકપણે કહ્યું – મહારાજ! એ બ્રહ્મા હોઈ શકે નહીં; કોઈક માયાચારીએ ઈન્દ્રજાળ
ઊભી કરી છે, કેમકે કોઈ બ્રહ્મા આ સૃષ્ટિના સરજનહાર છે જ નહીં. બ્રહ્મા તો
આપણો જ્ઞાનસ્વરૂપ આત્મા છે; અથવા ભરતક્ષેત્રમાં ભગવાન ઋષભદેવે
મોક્ષમાર્ગની રચના કરી તેથી તેઓને બ્રહ્મા કહેવાય છે. – એ સિવાય બીજો કોઈ
બ્રહ્મા નથી – કે જેને હું વંદન કરું.
બીજો દિવસ થયો અને મથુરાનગરીના બીજા દરવાજે નાગશય્યાસહિત
સાક્ષાત્ વિષ્ણુભગવાન પધાર્યા, જેને અનેક શણગાર હતા ને ચાર હાથમાં શસ્ત્રો
હતાં. લોકોમાં

PDF/HTML Page 26 of 44
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
તો ફરી પાછી હલચલ મચી ગઈ; લોકો વગરવિચાર્યે દોડ્યા, ને કહેવા લાગ્યા કે
અહા! મથુરાનગરીના મહાભાગ્ય ખીલ્યા છે કે ગઈકાલે સાક્ષાત્ બ્રહ્માએ દર્શન દીધા
ને આજે વિષ્ણુભગવાન પધાર્યા.
રાજાને એમ થયું કે આજે તો જરૂર રાણી આવશે, એટલે તેણે હોંશથી રાણીને
તે વાત કરી. – પણ રેવતી જેનું નામ! વીતરાગદેવના ચરણમાં જ ચોટેલું એનું મન
જરાય ડગ્યું નહીં. શ્રીકૃષ્ણાદિ નવ વિષ્ણુ (એટલે કે વાસુદેવ) થાય છે, અને તે તો
નવ ચોથા કાળમાં થઈ ચુકયા. દશમાં વિષ્ણુનારાયણ કદી થાય નહીં, માટે જરૂર આ
બધું બનાવટી જ છે; કેમકે જિનવાણી કદી મિથ્યા હોય નહીં. આમ જિનવાણીમાં
દ્રઢશ્રદ્ધાપૂર્વક, અમૂઢદ્રષ્ટિઅંગથી તે જરા પણ ચલાયમાન ન થઈ.
ત્રીજા દિવસે વળી નવો ફણગો ફૂટ્યો. બ્રહ્મા અને વિષ્ણુ પછી આજે તો
પાર્વતી દેવીસહિત જટાધારી શંકર મહાદેવ પધાર્યા. ગામના ઘણા લોકો એના દર્શન
કરવા ઉમટયા; કોઈ ભક્તિથી ગયા તો કોઈ કુતૂહલથી ગયા. પણ જેના રોમેરોમમાં
વીતરાગદેવ વસતા હતા એવી રેવતીરાણીનું તો રૂંવાડુંય ન ફરકયું, એને કંઈ આશ્ચર્ય
ન થયું, અને તો લોકોની દયા આવી કે અરેરે! પરમ વીતરાગ સર્વજ્ઞદેવ મોક્ષમાર્ગને
દેખાડનારા ભગવાન, તેમને ભૂલીને મૂઢતાથી લોકો ઈન્દ્રજાળમાં કેવા ફસાઈ રહ્યા
છે! ખરેખર, ભગવાન અરિહંતદેવનો માર્ગ પ્રાપ્ત થવો જીવોને બહુ દુર્લભ છે.
હવે ચોથા દિવસે તો મથુરાના આંગણે તીર્થંકર ભગવાન પધાર્યા.... અદ્ભુત
સમવસરણની રચના, ગંધકૂટી જેવો દેખાવ અને તેમાં ચતુર્મખસહિત તીર્થંકર
ભગવાન! લોકો તો ફરી પાછા દર્શન કરવા દોડયા. રાજાને એમ કે આ વખતે તો
તીર્થંકર ભગવાન પધાર્યા છે એટલે રેવતીદેવી જરૂર આવશે.
પણ રેવતીરાણીએ તો કહ્યું કે અરે મહારાજ! અત્યારે આ પંચમકાળમાં વળી
તીર્થંકર કેવા? ભગવાને આ ભરતક્ષેત્રમાં એક ચોવીસીમાં ચોવીસ જ તીર્થંકર થવાનું
કહ્યું છે, ને તે ઋષભથી માંડીને મહાવીર સુધી ૨૪ તીર્થંકરો થઈને મોક્ષ પધારી ગયા,
આ પચ્ચીસમા તીર્થંકર કેવા? એ તો કોઈ કપટીની માયાજાળ છે. મૂઢલોકો દેવના
સ્વરૂપનો વિચાર પણ કરતા નથી ને એમને એમ દોડયા જાય છે.
બસ, પરીક્ષા થઈ ચુકી... વિદ્યાધર રાજાને ખાતરી થઈ ગઈ કે આ
રેવતીરાણીની પ્રશંસા ગુપ્તાચાર્યે કરી છે તે યોગ્ય જ છે, તે સમ્યકત્વના સર્વે અંગોથી
શોભી રહી છે.

PDF/HTML Page 27 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૨૫ :
શું પવનથી કદી મેરૂપર્વત હલતો હશે! નહીં; તેમ સમ્યગ્દર્શનમાં મેરુ જેવા અકંપ
સમ્યગ્દ્રષ્ટિ જીવો કુધર્મરૂપી પવન વડે જરાપણ ડગતા નથી; દેવ – ગુરુ – ધર્મ સંબંધી
મૂઢતા તેમને હોતી નથી; તેઓ બરાબર ઓળખાણ કરીને સાચા વીતરાગી દેવ–ગુરુ–
ધર્મને જ નમે છે.
રેવતીરાણીની આવી દ્રઢ ધર્મશ્રદ્ધા દેખીને વિદ્યાધરને ઘણી પ્રસન્નતા થઈ,
અને પોતાના અસલી સ્વરૂપે પ્રગટ થઈને તેણે કહ્યું – હે માતા! મને ક્ષમા કરો. ચાર
દિવસ સુધી આ બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ વગેરેની ઈન્દ્રજાળ મેં જ ઊભી કરી હતી; ગુપ્તા
ચાર્યદેવે તારા સમ્યક્ત્વની પ્રશંસા કરી તેથી તમારી પરીક્ષા કરવા માટે જ મેં આ બધું
કર્યું હતું. અહા! ધન્ય છે આપની શ્રદ્ધાને! ધન્ય છે આપની અમૂઢદ્રષ્ટિને! હે માતા!
આપના સમ્યક્ત્વની પ્રશંસાપૂર્વક શ્રી ગુપ્તાચાર્યભગવાને આપને માટે ધર્મવૃદ્ધિના
‘આશીર્વાદ’ મોકલાવ્યા છે.
અહા! મુનિરાજના આશીર્વાદની વાત સાંભળતા જ રેવતી રાણીને અપાર
હર્ષ થયો.... હર્ષથી ગદગદ થઈને તેણે એ આશીર્વાદનો સ્વીકાર કર્યો; ને જે દિશામાં
મુનિરાજ બિરાજતા હતા તે તરફ સાત પગલાં જઈને પરમ ભક્તિથી મસ્તક
નમાવીને મુનિરાજને પરોક્ષ નમસ્કાર કર્યાં.
વિદ્યાધર રાજાએ રેવતીમાતાનું ઘણું સન્માન કર્યું અને તેની પ્રશંસા કરીને
આખી મથુરાનગરીમાં તેનો મહિમા ફેલાવી દીધો. રાજમાતાની આવી દ્રઢશ્રદ્ધા દેખીને
અને જિનમાર્ગનો આવો મહિમા દેખીને મથુરાનગરીના કેટલાય જીવો કુમાર્ગ છોડી
જૈનધર્મના ભક્ત થયા, અને ઘણા જીવોની શ્રદ્ધા દ્રઢ થઈ. આ રીતે જૈનધર્મની મહાન
પ્રભાવના થઈ.
[બંધુઓ, આ કથા આપણને એમ કહે છે કે
વીતરાગ પરમાત્મા અરિહંતદેવનું સાચું સ્વરૂપ ઓળખો
અને તેમના સિવાયના બીજા કોઈ પણ દેવ – ભલે સાક્ષાત્
બ્રહ્મા – વિષ્ણુ – શંકર જેવા દેખાતા હોય તોપણ તેને નમો
નહીં. જિનવચનથી વિરુદ્ધ કોઈ વાતને માનો નહીં. ભલે
આખું જગત બીજું માને ને તમે એકલા પડી જાઓ –
તોપણ જિનમાર્ગની શ્રદ્ધા છોડો નહીં.]

PDF/HTML Page 28 of 44
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
i શ્રુતપંચમી–પ્રવચન i
જયપુરશહેરમાં જેઠ સુદ પાંચમનું પ્રવચન
હે જીવો! પરમઆનંદની પ્રાપ્તિ માટે શુદ્ધોપયોગરૂપે પરિણમો,
તેનો આ અવસર છે.
આજે જેઠસુદ પાંચમ, તે શ્રુતપંચમીનો મહાન દિવસ છે. જિનવાણીમાં કહેલા
વીતરાગી જ્ઞાનના મહિમાનો ને તેની આરાધનાનો આજે દિવસ છે. અંકલેશ્વર
(ગુજરાત) માં બે હજાર વર્ષ પહેલાંં શ્રુતની રચનાનો (
षट्खंडागम સિદ્ધાતગ્રંથની
રચના પૂરી થઈ તેનો) મોટો ઉત્સવ ઉજવાયો હતો, ચતુવિંધસંઘે શ્રુતના
બહુમાનપૂર્વક મહાપૂજા કરી હતી; ત્યારથી તે દિવસ શ્રુતપંચમી તરીકે ઉજવાય છે.
षट्खंडागम મહાવીર ભગવાનની વાણી સાથે સીધો સંબંધ ધરાવે છે.
ભગવાન મહાવીરપ્રભુની વાણી ઝીલીને ગણધરદેવે ગૂંથેલું બારઅંગનું જ્ઞાન,
પરંપરા અનુક્રમે ઘટતાં–ઘટતાં ૬૮૩ વર્ષ બાદ ધરસેનસ્વામીને મળ્‌યું હતું. રત્નત્રયને
ધરનારા ધરસેનસ્વામી મહાન દિગંબર સંત હતા અને શ્રુતજ્ઞાનના દરિયા હતા.
તેઓ ગીરનારતીર્થની ચંદ્રગુફામાં એકાંતમાં રહીને આત્મસાધના કરતા હતા. (આ
પત્રના સંપાદકે ગીરનારની એ ચંદ્રગુફા જોયેલી છે અને તેમાં બેસીને ષટ્ખંડાગમ –
સમયસાર વગેરેની સ્વાધ્યાય કરેલી છે. પર્વતપરના દિગંબર જિનમંદિરના પૂજારીને
કહેવાથી તે સાથે આવીને બતાવે છે. દિગંબર મંદિરેથી લગભગ પંદર મિનિટનો
રસ્તો છે.) તે ચંદ્રગુફામાં રહેતા શ્રી ધરસેનમુનિરાજને પોતાની આયુસ્થિતિ અલ્પ
જાણીને શ્રુતની રક્ષાનો એવો વિકલ્પ ઊઠ્યો કે – ભગવાનની પરંપરાથી આવેલું આ
શ્રુતજ્ઞાન અચ્છિન્ન રહે, તે માટે મુનિઓને તેનું જ્ઞાન આપું. તેમણે દક્ષિણદેશમાંથી બે
મુનિઓને બોલાવ્યા. જ્યારે તે મુનિઓ આવતા હતા ત્યારે ધરસેનસ્વામીએ
સ્વપ્નામાં બે ઉત્તમ સફેદ વૃષભ આવતા દેખ્યા ને પોતાના ચરણમાં નમતા દેખ્યા. તે
ઉપરથી, શ્રુતની ધૂરાનો ભાર વહન કરી શકે એવા સમર્થ બે મુનિઓનું આગમન
જાણીને, અને તેમના દ્વારા

PDF/HTML Page 29 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૨૭ :
શ્રુતની અચ્છિન્નધારા રહેવાનું જાણીને, પ્રસન્નતાથી તેના મુખમાંથી આશીર્વાદ
નીકળ્‌યા કે ‘જય હો શ્રુતદેવતા. ’
પછી તે બે મહા વિનયવંત, બુદ્ધિમાન, વીતરાગી મુનિઓ આવ્યા; તે પુષ્પદંત
અને ભૂતબલિ મુનિઓને ગીરનાર પર ધરસેનસ્વામીએ ષટ્ખંડાગમ – સિદ્ધાંતનું
અલૌકિક જ્ઞાન આપ્યું જ્યારે ભણાવવાનું પૂરું થયું ત્યારે દેવોએ પણ તે મુનિઓની
પૂજા કરીને શ્રુતનું બહુમાન કર્યું હતું.
પછી મુનિઓ ત્યાંથી વિદાય થયા અને અંકલેશ્વરમાં તે જ્ઞાન ષટ્ખંડાગમના
સૂત્રોરૂપે ગૂથ્યું; જેઠસુદ પાંચમે તેની પૂજાનો મોટો ઉત્સવ થયો હતો. તે જિનવાણીની
પૂજાનો આજે દિવસ છે.
જિનવાણી મહા પૂજ્ય છે. મહા ભાગ્યે ષટ્ખંડાગમ રહી ગયા, ને વીરસેન
સ્વામીએ તેની ધવલા ટીકા કરી; તે ટીકા પણ અલૌકિક છે, હવે તો તેનું હિંદી પણ
થઈને ૧૬+૭ (૨૩) પુસ્તકોમાં છપાઈને પ્રસિદ્ધ પણ થઈ ગયા છે. પહેલાંં તો
મૂડબિદ્રિમાં તેના દર્શન પણ માંડમાંડ થતા. શ્રુતજ્ઞાનનો ભંડાર તેમાં ભર્યો છે. એક
તરફ સમયસારાદિ અધ્યાત્મશ્રુતજ્ઞાન અખંડ રહ્યા છે – જે શુદ્ધાત્માનું સ્વરૂપ દેખાડે
છે; બીજી તરફ ષટ્ખંડાગમ જેવા સિદ્ધાંતસૂત્રજ્ઞાન પણ અખંડ રહી ગયા. આમ બંને
પ્રકારનાં પરમાગમદ્વારા વીતરાગશ્રુતી અખંડ ધારા ચાલી રહી છે. તેના બહુમાનપૂર્વક
અભ્યાસ કરવા જેવો છે.
અહા, ધરસેનસ્વામી અને કુંદકુંદસ્વામી વગેરે મુનિઓ તો જ્ઞાનના દરિયા હતા.
અહા! એ મુનિઓ.... તો જાણે સર્વજ્ઞ હોય! જેને જોતાં સર્વજ્ઞની પ્રતીત થઈ જાય....
એવા મુનિમાં ને સર્વજ્ઞમાં જાણે કાંઈ ફેર ન હોય! એમ નિયમસારમાં કહ્યું છે.
હવે અહીં સર્વજ્ઞભગવાનની વાણીરૂપ જે પ્રવચનસાર, તેમાં ૧૩ મી ગાથામાં
શુદ્ધોપયોગના ફળરૂપ શુદ્ધાત્મપ્રાપ્તિ તેની પ્રશંસા કરે છે. શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિનું
સાધન શુદ્ધોપયોગ છે. તે શુદ્ધોપયોગ વડે, બીજા કોઈ પણ કારણની અપેક્ષા વગર,
આત્મા સ્વયમેય છ કારકરૂપ થઈને કેવળજ્ઞાનરૂપ પરિણમે છે; શુદ્ધોપયોગી આત્મા,
પોતે પોતાના આત્માને જ આધીન સ્વતંત્રપણે કેવળજ્ઞાનરૂપ થાય છે એટલે કે
શુદ્ધાત્મ સ્વભાવને પ્રાપ્ત કરે છે.
શુદ્ધોપયોગદશા ચોથા ગુણસ્થાને પણ હોય છે. ધર્મની શરૂઆત જ શુદ્ધોપયોગ
વડે થાય છે. ચોથા ગુણસ્થાને શુદ્ધોપયોગ હોય છે – પણ કોઈ કોઈ વાર થાય છે;

PDF/HTML Page 30 of 44
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
કોઈ વાર ટૂંકાગાળે પણ થાય ને કોઈ વાર મહિને પણ એકાદવાર થાય. પછી પાંચમા
ગુણસ્થાને તેનાથી વિશેષ શુદ્ધોપયોગ હોય છે, ને થોડાથોડા કાળના અંતરે થાય છે.
પછી મુનિદશામાં તો વારંવાર અંતર્મુહૂર્તમાં જ શુદ્ધ નિર્વિકલ્પ ઉપયોગ થયા કરે છે.
અહા, શુદ્ધોપયોગ દશાની શી વાત! શુદ્ધોપયોગી નિર્વિકલ્પપણે સિદ્ધભગવાન જેવા
આનંદરૂપે પોતાને અનુભવે છે.
આવો શુદ્ધોપયોગ તે જ ધર્મ છે, તે જ કેવળજ્ઞાનનું સાધન છે. આવા શુદ્ધો
પયોગ સિવાય બીજા કોઈ સાધનની અપેક્ષા કેવળજ્ઞાન–પ્રાપ્તિમાં નથી. બીજા કોઈ
સાધનવડે કેવળજ્ઞાન કરવા માંગે, અરે! સમ્યગ્દર્શન કરવા માંગે, તો તેને ધર્મની કે
ધર્મના સાધનની ખબર નથી. રાગથી પાર શુદ્ધોપયોગ અપૂર્વ છે, તેનું ફળ પણ
અપૂર્વ આનંદ છે. આવો શુદ્ધોપયોગ અને તેનું ફળ બંને અત્યંત પ્રશંસનીય છે....
તેમાં ઉત્સાહ કરવા જેવો છે.
આવો શુદ્ધોપયોગ પોતામાં થાય ત્યારે ધર્મ થયો કહેવાય. તેણે શ્રુતજ્ઞાનને
ઓળખ્યું કહેવાય. શ્રુતજ્ઞાનરૂપ જિનવાણી તો પરથી ભિન્ન આત્મા દેખાડીને
શુદ્ધપયોગ કરાવે છે. શુદ્ધોપયોગી થઈને જેણે જ્ઞાનસ્વભાવનો અનુભવ કર્યો તેણે જ
શ્રુતજ્ઞાનને જાણ્યું છે. શ્રુતજ્ઞાનનું ફળ જ્ઞાનસ્વભાવનો અનુભવ છે. જ્ઞાનનો અનુભવ
જેણે ન કર્યો તેનું શ્રુતજ્ઞાન સાચું નથી; તે કદાચ ૧૧ અંગ ભણે તો પણ તેના જ્ઞાનને
સાચું જ્ઞાન કહેતા નથી, તે મોક્ષમાર્ગને સાધતું નથી. જ્ઞાનસ્વભાવ તરફ વળીને
રાગથી જે જુદું પડ્યું તે જ સાચું જ્ઞાન છે, તે જ મોક્ષમાર્ગને સાધે છે, અને આવા
જ્ઞાનની ઉત્પત્તિ શુદ્ધોપયોગપૂર્વક જ થાય છે. માટે આચાર્યદેવ કહે છે કે જીવો! પરમ
આનંદની પ્રાપ્તિ માટે આવા શુદ્ધોપયોગરૂપે તમે પરિણમો....... તેનો આ અવસર છે.
(ઈતિ શ્રુતપંચમી – પ્રવચન)
આ હસ્તાક્ષર ગુરુદેવે ગીરનારતીર્થ ઉપર બેઠા બેઠા લખેલા છે.

PDF/HTML Page 31 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૨૯ :
આત્મા સમજવાની જિજ્ઞાસા વિરલાને જાગે છે
ભેદજ્ઞાનવડે જ જીવ મહાન થાય છે. હે જીવ! તું એવો દ્રઢ નિર્ણય કર કે
જરૂર નિર્વિકલ્પ અનુભવ થાય.
ગત જેઠ માસમાં ગુરુદેવ ચારદિવસ ભાવનગર પધાર્યા; ત્યારે ટાઉનહોલમાં
સ. ગા. ૭૨ ઉપરના પ્રવચનમાં કહ્યું કે જ્ઞાનસ્વભાવી આત્માનો ચેતકસ્વભાવ છે;
અને રાગાદિ ભાવોમાં ચેતકપણું નથી એટલે કે તેનામાં સ્વને કે પરને જાણવાનો
સ્વભાવ નથી, ઊલ્ટું બીજા વડે તે જણાય છે.
‘હું રાગ છું’ એવી રાગને ખબર નથી, પણ તેનાથી જુદું એવું જ્ઞાન જ તેને
જાણે છે કે ‘આ રાગ છે, ને હું જ્ઞાન છું.’
આ રીતે જ્ઞાનને અને રાગને ભિન્નસ્વભાવપણું છે. એકપણું નથી. આવું
ભિન્નપણાનું જ્ઞાન કરે તે જીવ જ્ઞાનમાં રાગનો અંશ પણ ભેળવે નહિ, એટલે તેનું
જ્ઞાન રાગાદિ આસ્ત્રોવોથી નિવૃત્ત થયું, છૂટું પડ્યું. – આવું થાય ત્યારે આત્મા
મોક્ષમાર્ગમાં આવે.
એકલા શાસ્ત્રના જાણપણાવડે આસ્રવો અટકતા નથી. જ્ઞાન અંતર્મુખ થઈને
રાગથી ભિન્નપણે પોતાને અનુભવે ત્યારે જ આસ્રવો છૂટે છે. આત્માનું જ્ઞાન થાય
ને રાગમાં એકતાબુદ્ધિ પણ રહે એમ બનતું નથી.
જિજ્ઞાસુ જીવને એમ થાય છે કે આ રાગાદિ ભાવો મને દુઃખદાયક છે, ને
તેનાથી મારે છૂટવું છે; એટલે તેનાથી આત્મા કેમ છૂટે એવો તેને પ્રશ્ન થયો છે.
પ્રશ્નમાં તેને એટલી કબુલાત તો કરી છે કે રાગાદિભાવોમાં મને સુખ નથી, ને તે
રાગાદિભાવ મારું સ્વરૂપ નથી એટલે તેનાથી છૂટી શકાય છે. – તે છૂટવા માટેનો આ
પ્રશ્ન છે.
અંતરમાં આવો પ્રશ્ન પણ વિરલાને જ ઊઠે છે. આત્માની આવી વાત પ્રેમથી
સાંભળનારા પણ થોડા જ હોય છે, ને તે સમજીને અનુભવ કરનારા તો બહુ જ
વિરલા

PDF/HTML Page 32 of 44
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
હોય છે. આ તો આત્મા જેને વહાલો હોય તેની વાત છે. જેને સંસાર ને પૈસા વગેરે
વહાલા લાગતા હોય, જેને રાગ અને પુણ્ય વહાલા લાગતા હોય તેને આત્માની વાત
ક્યાંથી ગમશે? આત્મા તો એ બધાથી રહિત, એક જ્ઞાનનંદસ્વરૂપ છે. આવું
આત્મસ્વરૂપ સમજવાની અંદરમાં સાચી જિજ્ઞાસા પણ બહુ થોડા જીવોને જાગે છે.
અને સાક્ષાત્ અનુભવ કરનારા તો અતિ વિરલ છે.
સ્વસંવેદન જ્ઞાનવડે પોતાના આત્માને પરમેશ્વરપણે અનુભવમાં લીધો ત્યારે
રાગાદિ પરભાવોથી અત્યંત ભિન્નતા થઈ. આત્માની અનુભૂતિ વિકલ્પોથી પાર છે;
કર્તા–કર્મ વગેરેના ભેદો તેમાં નથી; જ્ઞાનમાં ઈન્દ્રિયોનું અવલંબન નથી; આત્મા સ્વયં
પ્રત્યક્ષ, વિજ્ઞાનઘન છે; વિકલ્પોથી પાર અનુભૂતિમાત્ર છે. – આમ પોતાના સ્વરૂપનો
નિર્ણય કરીને જ્યાં અંતરમાં વળે છે ત્યાં ચૈતન્યસમુદ્ર પોતે પોતાના શાંતરસમાં મગ્ન
થાય છે, વિકલ્પનાં વમળ શમી જાય છે ને આસ્રવો છૂટી જાય છે. આ રીતે જ્ઞાનનો
અનુભવ તે જ દુઃખથી છૂટવાનો રસ્તો છે.
જીવને અરિહંત ભગવાન અને સિદ્ધભગવાન જેવું મોટું થવું છે; તો પોતાને
તેમના જેવો મોટો (પૂર્ણસ્વભાવથી ભરેલો) માન્યે મોટો થવાય, કે પોતાને રાગ
જેટલો તુચ્છ નાનો માન્ય મોટો થવાય? સિદ્ધભગવાન જેવું જ શુદ્ધ ચિદાનંદ મારું
સ્વરૂપ છે– એમ અંતર્મુખ નિર્ણય કરીને, તે સ્વરૂપના અનુભવ વડે આત્મા પોતે
કેવળજ્ઞાનાદિ પ્રગટ કરીને સિદ્ધભગવાન જેવો મહાન થાય છે. પણ, હું તો રાગનો
કર્તા, હું તો શરીરનો કર્તા–એમ અનુભવનાર જીવ કદી મહાન થાય નહીં. ભેદજ્ઞાન
વડે જ મહાનુપણું થાય છે.
ભાઈ, બીજાના આશરાથી તું સુખી થવા માગે, તે તો તારી દીનતા છે.
મહાનતા તો એમાં છે કે –હું પોતે સર્વજ્ઞતા ને પૂર્ણ આનંદથી ભરપૂર ભગવાન છું,
મારા જ્ઞાન કે સુખ માટે કોઈ બીજાનું આલંબન નથી –એમ સ્વસંવેદનથી પોતાના
આત્માની શ્રદ્ધા કરવી. જે સિદ્ધને તું નમસ્કાર કરે છે તેમના જેવા થવાનું સામર્થ્ય
તારામાં પણ છે. જ આત્મા જ પોતે પરમાત્મા થાય છે. ‘अप्पा सो परमप्पा’ (સર્વ
જીવ છે સિદ્ધસમ.)
અરે જીવ! આવા સ્વરૂપને સાધવાના ટાણે તું નિશ્ચિત થઈને મોહની ઊંઘમાં
કાં સૂતો? તું જાગ રે જાગ! તારા ચૈતન્યના નિધાન લૂંટાઈ જાય છે, તેને સંભાળ!
આત્મભાન વિના બાહ્યક્રિયા અને રાગના મોહમાં તું સંસારમાં રખડી રહ્યો છે, તેનાથી
છૂટવાનો હવે આ અવસર તને મળ્‌યો છે. તો સત્સમાગમે આત્માના સ્વભાવનો
નિર્ણય કર. એવો દ્રઢ નિર્ણય કર કે નિર્વિકલ્પ થઈને સ્વસંવેદન પ્રત્યક્ષ અનુભવ થાય.

PDF/HTML Page 33 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૩૧ :
જયપુર – પ્રવચનો આપ વાંચી રહ્યા છો....... (પૃષ્ઠ ૧પ થી ચાલુ)
જ્ઞાયકભાવનો અનુભવ કરાવવા સમયસારની છઠ્ઠી ગાથામાં પયાર્યભેદોનો
નિષેધ કર્યો, એટલે પર્યાયભેદના લક્ષરૂપ વ્યવહાર છોડાવ્યો; ને સાતમી ગાથામાં
ગુણભેદના લક્ષરૂપ વ્યવહાર છોડાવ્યો છે. એ રીતે વ્યવહારથી પાર એકરૂપ જ્ઞાયક
ભાવનો નિર્વિકલ્પ અનુભવ થતાં શુદ્ધ આત્મા જણાય છે. આ રીતે ભેદરહિત
આત્માનો અનુભવ કરીને તેને શુદ્ધઆત્મા કહ્યો છે. વિકલ્પનો અને ભેદનો અનુભવ
તે અશુદ્ધતા છે; શુદ્ધઆત્માના અનુભવમાં તેનો અભાવ છે.
આવા આત્માનો અનુભવ થતાં ચોથું ગુણસ્થાન થયું, એટલે પોતામાં પોતાના
પરમાત્માનો ભેટો થયો. આ પરમાત્મામાં વિભાવ છે જ નહિ, એટલે તેની ચિંતા
પરમાત્મામાં નથી. આવા આત્માને અનુભવનાર ધર્મી કહે છે કે અહા, અમારું આવું
પરમાત્મતત્ત્વ! તેમાં વિભાવ છે જ ક્્યાં, – કે તેને ટાળવાની ચિંતા કરીએ? અમે તો
વિભાવથી પાર એવા અમારા આ પરમ તત્ત્વને જ અનુભવીએ છીએ. આવી
અનુભૂતિ તે જ મુક્તિને સ્પર્શે છે. આ સિવાય બીજી કોઈ રીતે મુક્તિ નથી – નથી.
જે શુદ્ધ પરમ તત્ત્વ છે તેના અનુભવમાં તો જ્ઞાન–દર્શન–ચારિત્ર–આનંદ બધું
સમાઈ જાય છે; પણ હું જ્ઞાન છું– હું દર્શન છું – હું ચારિત્ર છું – એવા વિકલ્પોનો
પરમતત્ત્વમાં પ્રવેશ નથી; તેથી આત્માને જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદથી કહેવો તે પણ
વ્યવહાર છે. એવા વ્યવહારના આશ્રયે વિકલ્પ થાય છે, શુદ્ધતત્ત્વ અનુભવમાં નથી
આવતું. અભેદના આશ્રયે શુદ્ધતત્ત્વનો નિર્વિકલ્પ અનુભવ થાય છે.
‘નીકટવર્તી શિષ્યને’ અભેદ સમજાવતાં વચ્ચે ભેદ આવી જાય છે.
શિષ્ય કેવો છે? – નીકટવર્તી છે. તેમાં બે પ્રકાર–
એક તો સ્વભાવની નજીક આવેલો છે ને હવે નજીકમાં જ સ્વભાવનો
અનુભવ કરવાનો છે, એટલે નીકટવર્તી છે
બીજું, સમજવાની ધગશપૂર્વક જ્ઞાની ગુરુની નીકટમાં આવ્યો છે, માટે
નીકટવર્તી છે.
– આમ ભાવથી અને દ્રવ્યથી બંને રીતે નીકટવર્તી છે.

PDF/HTML Page 34 of 44
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
સ્વભાવની વાત સાંભળતાં ભડકીને દૂર નથી ભાગતો, પણ સ્વભાવની વાત
સાંભળવા પ્રેમથી નજીક આવે છે, ને સાંભળીને તેની રુચિ કરીને સ્વભાવમાં નજીક
આવે છે. આવો નિકટવર્તી શિષ્ય વ્યવહારના ભેદકથનમાં ન અટકતાં તેનો પરમાર્થ
સમજીને આત્માના સ્વભાવનો અનુભવ કરી લ્યે છે. કેવો અનુભવ કરે છે? – કે
અનંત ધર્મોને જે પી ગયો છે, અને જેમાં અનંત ધર્મોનો સ્વાદ પરસ્પર (કિંચિંત્
મળી ગયેલો છે – એવો એક અભેદ સ્વભાવપણે ધર્મી પોતાને અનુભવે છે. જ્ઞાન–
દર્શન–ચારિત્રના ભેદને તે નથી અનુભવતો આવો અનુભવ કરવા માટે તત્પર
થયેલા નીકટવર્તી શિષ્યજનને માટે આ શુદ્ધાત્માનો ઉપદેશ છે. પોતાના સ્વાનુભવથી
જ આવો આત્મા પમાય છે, બીજા કોઈ પ્રકારે પમાતો નથી.
ધર્મી અને ધર્મ વચ્ચે સ્વભાવભેદ નથી; છતાં ભેદનો વિકલ્પ કરે તો એક
ધર્મી –આત્મા અનુભવમાં આવતો નથી. એટલે ભેદરૂપ વ્યવહારને ઓળંગીને,
અનંતધર્મસ્વરૂપ એક આત્માને સીધો લક્ષમાં લેતાં નિર્વિકલ્પપણે શુદ્ધ આત્મા
અનુભવમાં આવે છે.
પોતાની ચૈતન્યવસ્તુનો અનુભવ કરતાં ગુણગુણીભેદનો વિકલ્પ પણ નથી
રહેતો, નિર્વિકલ્પ આનંદનો અનુભવ રહે છે. એકલો આનંદ નહિ પણ અનંત ગુણનો
રસ અનુભવમાં એક સાથે વર્તે છે. સમ્યગ્દર્શન થતાં આવી દશા થાય છે.
સમ્યગ્દર્શન થવા કાળે શુદ્ધોપયોગ હોય છે; પણ, ‘આ શુદ્ધોપયોગ અને હું
આત્મા’ એવો ભેદ પણ ત્યાં નથી; અભેદ એક વસ્તુનો જ અનુભવ છે. ‘હું શુદ્ધ છું’
એવો પણ વિકલ્પ અનુભૂતિમાં નથી. ‘હું જ્ઞાયક છું’ – એવા વિકલ્પથી શું? તે
વિકલ્પમાં કાંઈ આત્મા નથી. વિકલ્પથી પાર થઈને જ્ઞાન જ્યારે સ્વસન્મુખ એકાગ્ર
થયું ત્યારે આત્મા સાક્ષાત્ અનુભવમાં આવ્યો, ત્યારે તે જ્ઞાન ઈન્દ્રિયોથી ને
આકુળતાથી પાર થઈને આત્મામાં વળ્‌યું. આત્મા પોતાના યથાર્થસ્વરૂપે પોતામાં
પ્રસિદ્ધ થયો. આવી સમ્યગ્દર્શનની રીત છે.
અનાદિનું તો મિથ્યાત્વ છે, પણ જ્ઞાન જ્યાં જાગ્યું ને જ્ઞાનસ્વભાવરૂપ
પોતાનો નિર્ણય કરીને, રાગથી જુદું પડી સ્વસન્મુખ થયું ત્યાં એકક્ષણમાં સમ્યગ્દર્શન
થાય છે. એકક્ષણમાં મિથ્યાત્વનો નાશ કરીને સમ્યગ્દર્શન કરવાની આત્મામાં અચિંત્ય
તાકાત છે.

PDF/HTML Page 35 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૩૩ :
સમ્યગ્દર્શન માટે શુદ્ધ આત્માનું સ્વરૂપ આચાર્યદેવ સમજાવે છે ત્યારે જિજ્ઞાસુ
શિષ્ય આંખો ફાડીને એટલે કે સમજવાની ધગશથી જ્ઞાનને એકાગ્ર કરીને લક્ષમાં લ્યે
છે; તેને શુદ્ધાત્માને લક્ષમાં લેવાની ઇંતેજારી છે. સાંભળતાં – સાંભળતાં ઊંઘતો નથી,
અથવા સંદેહ કે કંટાળો કરતો નથી, પણ ટગટગ મીટ માંડીને સમજવા તરફ જ્ઞાનને
એકાગ્ર કરે છે.
શુદ્ધાત્માનું સ્વરૂપ સાંભળતાં તત્કાળ જ તેમાં ઉપયોગ લગાવીને એકાગ્ર કરે
છે, પ્રમાદ કરતો નથી, ‘પછી વિચાર કરીશ, ઘરે જઈને પછી કરીશ, ફૂરસદે કરીશ’ –
એમ બેદરકારી કરતો નથી, પણ તત્ક્ષણે જ તેવા શુદ્ધ આત્મામાં ઉપયોગને એકાગ્ર
કરે છે ને આનંદપૂર્વક આત્માને અનુભવે છે. આવી ઉત્તમ પાત્રતાવાળો શિષ્ય તરત
જ સમ્યગ્દર્શન પામી જાય છે. જેમ ઋષભદેવના જીવને જુગલિયાના ભવમાં
મુનિઓએ સમ્યગ્દર્શનનો ઉત્તમ ઉપદેશ આપીને કહ્યું કે કે હે આર્ય! તું હમણાં જ
આવા સમ્યક્ત્વને ગ્રહણ કર [तत्गृहाणाद्य सम्यक्त्वं तत्लामे काल पष ते।]
મુનિઓનો તે ઉપદેશ સાંભળતાંવેંત તે જ ક્ષણે અંતર્મુખ થઈને તે જીવે સમ્યગ્દર્શન
પ્રગટ કર્યું. – આ રીતે ઉત્તમ પાત્રતાવાળા જીવની વાત લીધી છે, કે જેને ઉપદેશ
સાંભળતાંવેત તરત અંતરમાં પરિણમી જાય છે.
શ્રીગુરુએ જ્ઞાયકઆત્મા બતાવ્યો; અને શિષ્યને સમજાવવા માટે એકલો ભેદ
પાડીને કહ્યું કે ‘જ્ઞાન–દર્શન–ચારિત્રસ્વરૂપ આત્મા છે.’ –એટલું સાંભળતાં પણ
શિષ્ય, દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદના વિકલ્પમાં ઊભો ન રહ્યો પણ જ્ઞાનને અભેદમાં
એકાગ્ર કરીને સીધો આત્માને પકડી લીધો કે અહો! આવો મારો આત્મા ગુરુએ મને
બતાવ્યો! આ રીતે શ્રીગુરુએ અભેદ આત્મા સમજાવવા ભેદ પાડીને સમજાવ્યું અને
પાત્ર શિષ્ય પણ તત્કાળ ભેદનું લક્ષ છોડીને અભેદ આત્માને સમજી ગયો. વાર ન
લગાડી, બીજા કોઈ લક્ષમાં ન અટક્યો, પણ તરત જ જ્ઞાનને અંતરમાં ટગટગ
એકાગ્ર કરીને આત્માને સમજી ગયો. સમજતાં તેને આત્મામાં શું થયું? – કે તત્કાળ
અત્યંત આનંદ સહિત સુંદર બોધતરંગ ઊછળવા લાગ્યા. અહા, જ્ઞાન સાથે પરમ
આનંદના તરંગ ઊછળ્‌યા. જાણે આખો આનંદનો દરિયો ઊછળ્‌યો. પોતામાં જ
આનંદનો દરિયો દેખ્યો. નિર્વિકલ્પ અનુભૂતિ કરીને ભગવાનસ્વરૂપે પોતે જ પોતામાં
પ્રગટ થયો.
જેમ આ શિષ્યે તત્કાળ નિર્વિકલ્પ આનંદસહિત આત્માનો અનુભવ કર્યો તેમ
દરેક જીવમાં એવો અનુભવ કરવાની તાકાત છે. અંદર જ્ઞાનને એકાગ્ર કરવું જોઈએ.

PDF/HTML Page 36 of 44
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
વાણીમાં કે વિકલ્પમાં ક્્યાંય ન અટકતાં, શુદ્ધાત્મા ઉપર ટગટગ મીટ માંડીને જ્ઞાનને
તેમાં એકાગ્ર કર્યું, ત્યાં અતીન્દ્રિય જ્ઞાનતરંગ પ્રગટ્યા અને સાથે પરમ આનંદનો
અનુભવ થયો. – સમ્યગ્દર્શન થવાનું આ વર્ણન છે.
શ્રોતા – શિષ્ય એવો પાત્ર હતો કે ભેદની દ્રષ્ટિ છોડીને સીધો અભેદમાં ઘૂસી
ગયો.... ભેદનું – વ્યવહારનું – શુભનું આલંબન છોડવામાં એને સંકોચ ન થયો; શુદ્ધ
આત્માને લક્ષમાં લેતાં જ મહાન આનંદસહિત એવું નિર્મળજ્ઞાન ખીલ્યું કે બધા ભેદનું
– વ્યવહારનું –રાગનું આલંબન છૂટી ગયું જ્ઞાન અને રાગની અત્યંત ભિન્નતા
અનુભવમાં આવી ગઈ. જ્ઞાન સાથે આનંદ હોય છે; જેમાં આનંદનું વેદન નહીં તે
જ્ઞાન સાચું જ્ઞાન જ નથી. આનંદ વગરના એકલા જાણપણાને ખરેખર જ્ઞાન કહેતા
નથી. એકલું પરલક્ષી જ્ઞાન તે સાચું જ્ઞાન નથી.
શિષ્ય સીધો અભેદને પહોંચી શક્્યો ન હતો ત્યાં સુધી વચ્ચે ભેદ હતો, શ્રી
ગુરુએ પણ ભેદથી સમજાવ્યું, પણ તે ભેદ, ભેદનું આલંબન કરવા માટે ન હતો,
વકતાને કે શ્રોતાને કોઈને ભેદના આલંબનની બુદ્ધિ ન હતી, તેમનો અભિપ્રાય તો
અભેદ વસ્તુ જ બતાવવાનો અને તેનો જ અનુભવ કરવાનો હતો. તે અભિપ્રાયના
બળે જ્ઞાનને અંતરમાં અભેદ સ્વભાવમાં એકાગ્ર કરીને દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદનું
અવલંબન પણ છોડી દીધું.... ને તરત જ મહાન અતીન્દ્રિય આનંદ સહિત સમ્યગ્જ્ઞાનના
સુંદર તરંગ ખીલી ઊઠયા... સમ્યગ્દર્શન થયું, સમ્યગ્જ્ઞાન થયું, પરમ આનંદ થયો. આવી
નિર્વિકલ્પ અનુભૂતિસહિત શિષ્ય પોતાના આત્માનું શુદ્ધસ્વરૂપ સમજી ગયો.
–આવા ભાવથી સમયસાર સાંભળે તેને પણ નિર્વિકલ્પ આનંદના અનુભવ
સહિત સમ્યગ્દર્શન થાય જ. અહીં તો કહે છે કે– વાર ન લાગે, પણ તરત જ થાય.
પોતાના આત્માની પ્રાપ્તિ માટે જેને સાચી તૈયારી થાય તેને તરત જ તેની પ્રાપ્તિ થાય
જ; અરે, આકાશમાંથી ઊતરીને સંતો તેને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવે. – જેમ
મહાવીરના જીવને સિંહના ભવમાં, અને ઋષભદેવના જીવને ભોગભૂમિના ભવમાં
સમ્યક્ત્વની તૈયારી થતાં ઉપરથી ગગનવિહારી મુનિઓએ ત્યાં ઊતરીને તેને આત્માનું
સ્વરૂપ સમજાવ્યું, ને તે જીવો પણ સમ્યગ્દર્શન પામ્યા. કેવી રીતે પામ્યા? – તે વાત
આ ગાથામાં સમજાવી છે. ભેદનું લક્ષ છોડી, અનંતધર્મથી અભેદ આત્મામાં જ્ઞાનને
એકાગ્ર કરતાં, નિર્વિકલ્પ આનંદના અનુભવસહિત સમ્યગ્દર્શન પામ્યા. સુંદર
બોધતરંગ ઉલ્લસ્યા. આ રીતે તત્કાળ સમ્યગ્દર્શન થવાની રીત સમજાવીને સંતોએ તો
માર્ગ સરલ કરી દીધો છે. (આપે વાંચ્યું जयपुरप्रवचन વિશેષ આવતા અંકે)

PDF/HTML Page 37 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૩૫ :
આપના પ્રશ્નોના જવાબ
બાળકો તથા જિજ્ઞાસુઓ તરફથી આવેલા પ્રશ્નોમાંથી ૭પ
પ્રશ્નો તથા તેના જવાબ ગતાંકમાં આપેલ છે; વિશેષ પ્રશ્નો
તથા તેના જવાબો અહીં આપીએ છીએ. જિજ્ઞાસુઓ આ
વિભાગમાં સારો રસ લઈ રહ્યા છે. (આપ પણ આપના
પ્રશ્નો મોકલી શકો છો.) સં.
(૭૬) પ્રશ્ન:– જ્ઞાનસ્વભાવની સન્મુખ થવા માટે શું કરવું? (પ્રેમચંદ જૈન, ખૈરાગઢ)
ઉત્તર:– ‘જ્ઞાનસ્વભાવ’ જેને કહેવામાં આવે છે તે શું ચીજ છે? અને સમસ્ત
રાગાદિ પરભાવોથી એની અત્યંત ભિન્નતા કયા પ્રકારે છે – તે
બરાબર નકકી કરીને વારંવાર તેનું મનન કરવું. ‘આવો
જ્ઞાનસ્વભાવ જ હું છું’ – એમ પરમપ્રીતિથી વારંવાર વેદનનો
પ્રયત્ન કરતાં જ્ઞાનસ્વભાવની સન્મુખતા થાય છે ને તે જ્ઞાનમાં
પરમશાંતિ વેદાય છે.
(૭૭) પ્રશ્ન:– સમ્યગ્દ્રષ્ટિને કયા ગુણથી ઓળખી શકાય?
ઉત્તર:– હું જે જ્ઞાનસ્વભાવ છું તે જ્ઞાનસ્વભાવ જ છું; કોઈપણ પ્રસંગે કોઈપણ
રાગાદિ પરભાવમાં હું ભળી જતો નથી – આવું ‘આત્મત્વ’
સમ્યગ્દ્રષ્ટિને સદાય વર્તે છે. આવું પરભાવથી ભિન્ન આત્મત્વ આપણે
લક્ષમાં લઈએ તો જ સમ્યગ્દ્રષ્ટિને ઓળખી શકીએ. અને આવા
લક્ષપૂર્વક જોઈએ તો, જ્ઞાનીની વાણીમાં – ચેષ્ટામાં પણ ચૈતન્યભાવ
ઝળકતો દેખાય છે. પોતામાં આવું સૂક્ષ્મલક્ષ થયા વગર જ્ઞાનીની
સાચી ઓળખાણ થતી નથી, માત્ર બાહ્ય ઓળખાણ થાય છે.
(૭૮) પ્રશ્ન:– સંસારની અરુચિ છે, વિભાવનો ડર લાગે છે, ચૈતન્યસ્વભાવની
લગની છે, તોપણ જ્ઞાયકદેવ કેમ પ્રગટ નથી થતા? (મુમુક્ષુબેન)
ઉત્તર:– બેન, પ્રશ્ન બહુ સારો છે; તેના ઉત્તરમાં જ્ઞાયકદેવ પોતે કહે છે – હું તો
પ્રગટ હાજર તમારી પાસે જ છું, તમે કેમ મારી સામે નથી જોતા?

PDF/HTML Page 38 of 44
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
હું અપ્રગટ નથી, પણ તમે તમારી જ્ઞાનઆંખોને ખોલીને મારી તરફ
દેખો. બહારની આંખો (ઈન્દ્રિયચક્ષુ) બંધ કરો.
સંસારની અરુચિ છે – એમ જો ખરેખર હોય તો પરિણતિ
એમાં જ કેમ ઊભી રહે છે? વિભાવનો ડર ખરેખર લાગતો હોય તો
સામેથી દોડીદોડીને તેમાં પરિણામે કેમ લાગ્યા કરે છે?
ચૈતન્યસ્વભાવની લગની ખરેખરી હોય તો કોની તાકાત છે કે
પરિણતિને તેમાં તન્મય થતાં રોકી શકે? ‘ચૈતન્યસ્વભાવ – જ્ઞાયકદેવ’
હું પોતે છું – એમ જો લક્ષગત થાય તો જ સંસારની અરુચિ અને
આત્માની લગની ખરી થાય. ચૈતન્યની લગની તો એવી તીખી હોય છે
કે પરભાવની સામે જોતી નથી, પરભાવો તેની પાસે એવા બળવાન
નથી થઈ શકતા કે આત્માને બીવડાવે; ઊલ્ટું આત્માથી ડરીને
પરભાવો દૂર ભાગે છે. – આ પરિસ્થિતિ લક્ષમાં લઈને પોતાની
દશાનો ફરીફરી વિચાર કરવાથી, આત્મામાં ઊંડે ઊતરવાનું થશે અને
જ્ઞાયકદેવને કેમ દેખવા તેની સૂઝ પડશે..... જ્ઞાયકદેવ જરૂર પ્રગટ થશે.
(૭૯) પ્રશ્ન:– ભગવાન હોય તે તીર્થંકર હોય? (વિમલાબેન, હિંમતનગર)
ઉત્તર:– કેવળજ્ઞાન જેમને પ્રગટ્યું છે એવા અરિહંતો ને સિદ્ધો તે ભગવાન છે;
તે બધા ભગવંતોને તીર્થંકરપણુંનથી હોતું, તીર્થંકર–નામકર્મનો ઉદય
જેમને હોય એવા અમુક અરિહંત ભગવંતોને જ તીર્થંકરણપણુંહોય છે.
તે તીર્થંકરોને પંચકલ્યાણક, સમવસરણરચના, દિવ્યધ્વનિ વગેરે હોય
છે, ને તેમના નિમિત્તે ધર્મતીર્થ પ્રવર્તે છે. (પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ ધર્મતીર્થ પોતામાં પ્રગટ કરીને તે ભગવંતો ભવથી તર્યા–
તે અપેક્ષાએ બધાય ભગવંતોને તીર્થંકર કહી શકાય છે. અને
સમ્યગ્દ્રષ્ટિ પણ પોતાના સમ્યક્ત્વરૂપ તીર્થના કર્તા છે.)
(૮૦) પ્રશ્ન:– શ્રેણીકરાજા ક્ષાયિક સમકિતી હતા, તો તેઓ હાલ ક્્યાં છે? ને
ક્ષાયિક સમકિત એટલે શું ? (પ્રવીણ એમ. જૈન ભાવનગર)
ઉત્તર:– ક્ષાયિક સમકિત એટલે આત્માના સ્વભાવની એવી જોરદાર શ્રદ્ધા કે
જ્યાં મિથ્યાત્વાદિ કર્મનો ક્ષય થઈ જાય. ક્ષાયિક સમ્યગ્દર્શન કેવળી કે
શ્રુતકેવળી પ્રભુની હાજરીમાં જ થાય છે; ક્ષાયિક સમ્યગ્દર્શન થયા
પછી વધુમાં વધુ ત્રીજા ભવે જીવ મોક્ષ પામે જ. શ્રેણીક રાજાને
ક્ષાયિકસમ્યગ્દર્શન થયું છે.

PDF/HTML Page 39 of 44
single page version

background image
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૩૭ :
અને અત્યારે તેઓ ક્ષાયિક સમ્યગ્દર્શન સહિત ચોથા ગુણસ્થાનમાં
બિરાજે છે. ૮૧પ૦૦ વર્ષ પછી તેઓ આ ભરતક્ષેત્રમાં તીર્થંકરણપણે
અવતાર લેશે, ને તે જ ભવે મોક્ષ પામશે. ગતિઅપેક્ષાએ તેઓ
અત્યારે નરકમાં છે, પણ સમ્યક્ત્વસહિત છે ને તીર્થંકરપ્રકૃતિ બાંધી
રહ્યા છે, તેથી એક ભવે મોક્ષ પામશે. નરકમાં જવાનું કારણ એ છે કે
પહેલાંં અજ્ઞાનદશામાં તેમણે જૈનમુનિરાજની મોટી વિરાધના કરી હતી.
દુનિયામાં ગમે ત્યાં હોય – મુમુક્ષુ જીવ પોતાના
આત્મહિતના ધ્યેયને કદી ભૂલતો નથી,
કે ઢીલું કરતો નથી.
બોટાદ મુમુક્ષુ મંડળના એક સભ્ય ભાઈશ્રી દામોદરદાસ સુખલાલ કામદાર
(ઉ. વ. ૬૨) વૈશાખ વદ દશમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
મોરબીના ભાઈશ્રી મણિલાલ તથા ચંદુલાલ ત્રિભુવનદાસ ઘડિયાળીના માતુશ્રી
સમરતબેન (ઉ. ૮૨) જેઠ સુદ ૧૧ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
લીંબડીના રહીશ ભાઈશ્રી મણિલાલ કાળીદાસ (તેઓ રમણીકભાઈ સંઘવીના
પિતાશ્રી (ઉ. વ. ૮૦) રાજકોટ મુકામે તા. ૧૩–૬–૭૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
વીંછીયાના ભાઈ શ્રી શાંતિલાલ જીવરાજ વોરાના સુપુત્ર શશીકાંત, માત્ર ૧૬
વર્ષની યુવાનવયમાં સાતદિવસની માંદગીથી જેઠવદ બીજના રોજ સ્વર્ગવાસ
પામી ગયા છે. (તેઓ બાલવિભાગના સભ્ય હતા ને ધાર્મિક પ્રવૃત્તિમાં
ઉત્સાહથી ભાગ લેતા હતા. આપણા રિવાજ મુજબ બાલવિભાગના સભ્યો
આ સમાચાર વાંચો ત્યારે નવવાર નમસ્કારમંત્રનો જાપ કરશો.)
સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મની ઉપાસના વડે આત્મહિત પામો.
(વૈરાગ્યસમાચારમાં છાપવા માટેના લેખિત સમાચાર એક માસમાં સીધા
સંપાદકને મળી જવા જરૂરી છે. વિશેષ જુના કે મૌખિક સમાચારો સ્વીકારાતા નથી.)

PDF/HTML Page 40 of 44
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : અષાઢ : ર૪૯૭
મુમુક્ષુ કહે છે કે પ્રભો! તારા એકત્વના માર્ગે હું એકલો ચાલ્યો આવું છું. તારી
વીર–હાક સુણીને મોક્ષપંથે એકલો – એકલો (એકત્વમાં પરિણમતો –
પરિણમતો) ચાલ્યો આવું છું. જગત સામે જોવાનું મારે પ્રયોજન નથી. મુક્તિનો
માર્ગ તે ‘એકત્વનો માર્ગ’ છે; આત્મા સિવાય બીજા બધાથી તે નિરપેક્ષ છે.
જે પોતાની ચેતનામાં પરિણમે છે તે આત્મા છે. ચેતનાથી બહાર જે કાંઈ છે
તે આત્મા નથી. આત્મા પોતાની ચેતનાથી બહાર કદી પરિણમે નહિ.
અહા, એકત્વભાવનામાં તત્પર આત્માને કદી બંધન થતું નથી, દુઃખ થતું નથી,
તે પોતે પોતાના એકત્વના આનંદમાં જ ડોલે છે. હે જીવ! સંસારકલેશથી તું
થાક્્યો હો તો અંતરમાં તારા એકત્વને શોધ. “એકત્વ એથી નય – સૂજ્ઞ ગોતે.”
અજ્ઞાનીપણે સંસારના દુઃખ ભોગવવામાં તું એકલો હતો, મોક્ષમાર્ગને
સાધવામાં તું એકલો છો, અને સિદ્ધદશામાં પણ સાદિઅનંતકાળ તું એકલો જ
તારા નિજાનંદમાં મ્હાલીશ.
તારો ચેતનસ્વરૂપ આત્મા ખરેખર ‘એક’ છે; તેમાં બીજું કોઈ નથી. માટે
પરભાવમાં અહંપણું છોડીને તું જાગ, ને તારા એકત્વરૂપ શુદ્ધઆત્માને દેખ.
અરે, એકત્વસ્વરૂપ આત્માની અનુભૂતિમાં ‘હું જ્ઞાન છું’ એટલો વિકલ્પ પણ
જ્યાં નથી પાલવતો, ત્યાં બાહ્યલક્ષી બીજા રાગની તો શી વાત? ગુણભેદના
એક સૂક્ષ્મ વિકલ્પની પણ પક્કડ રહે ત્યાં સુધી એકત્વસ્વરૂપ શુદ્ધઆત્મા
શ્રદ્ધામાં – જ્ઞાનમાં કે વેદનમાં આવતો નથી. આત્માના એકત્વમાં જે
પરિણમ્યો તે સર્વે વિકલ્પથી જુદો થયો. જ્ઞાન અને વિકલ્પની સર્વથા ભિન્નતા
તેણે જાણી – અનુભવી.
તત્ત્વવેદી ધર્માત્મા એમ અનુભવે છે કે સર્વ વિભાવ વગરનું એક
શુદ્ધજીવાસ્તિકાય જ અમારું સ્વતત્ત્વ છે, બીજું કાંઈ અમારું નથી. – આવા
એકત્વનો અનુભવ કરનાર તત્ત્વવેદી જીવ અત્યંત અલ્પકાળમાં જ અતિ
અપૂર્વ સિદ્ધિને પામે છે.