Atmadharma magazine - Ank 358
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 49
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
બળી રહ્યો છે. જ્ઞાનીને પણ જેટલો રાગ છે તેટલી અશાંતિ છે. રાગ તે આગ છે, તેના
વગરની વીતરાગી ચૈતન્યશાંતિ તે આત્માનું સ્વરૂપ છે. હે ભાઈ! વીતરાગી સમતારૂપી
જળવડે તું રાગની આગને બુઝાવ. હે ભાઈ! ક્ષમાવડે તું ક્રોધને જીતી લે. શાંતરસના
દરિયાથી ભરેલું આ ચૈતન્યતત્ત્વ, તેના અનુભવમાં કોઈ કષાય કે કોઈ રાગ–દ્વેષ સમાય
નહીં, એટલે તેનો અનુભવ કરતાં કષાયો જીતાઈ જાય છે.
શાંતિમાં તો રાગાદિ છે જ નહિ. ધર્માત્માને જેટલી શાંતિ પ્રગટી છે તે તો
કષાયથી જુદી જ છે, તે શાંતિમાં દુઃખનું વેદન નથી; પણ હજી જેટલો રાગ છે, જેટલા
ક્રોધાદિ કષાયો છે તેટલું દુઃખનું વેદન પણ છે; તેને ધર્મી કલેશરૂપ સમજે છે. આમ
ધર્મીને એકબાજુ વીતરાગી શાંતિનું વેદન છે ને એકબાજુ સંસારનો કલેશ પણ છે, –
બંને ધારા એકબીજાથી વિરુદ્ધ જાતની હોવા છતાં ધર્મીને એકસાથે તે બંને ધારા વર્તે છે,
– એવી આશ્ચર્યકારી ધર્મીની દશા છે.
એકકોર સિદ્ધ જેવો અતીન્દ્રિય મહા આનંદ પણ વર્તે છે, સાથે કષાયોનો કલેશ
પણ વર્તે છે; જ્ઞાનભાવથી કષાયભાવ જુદો છે –એમ ધર્મી જાણે છે, છતાં જે અલ્પ પણ
કષાય છે તે ચૈતન્યની શાંતિની પૂર્ણતાને અટકાવે છે ને કલેશ આપે છે. આમ ધર્મીજીવ
પોતાની દશાના બંને પ્રકારોને જેમ છે તેમ બરાબર જાણે છે; ને વીતરાગી ક્ષમાદિ ભાવો
વડે ક્રોધાદિ પરભાવોને તે દૂર કરે છે, – તેને ક્રોધાદિના અભાવ રૂપ સામાયિક હોય છે.
સામાયિકમાં તો પરમ શાંતિ છે.
અરે, અંદરના ચૈતન્યપાતાળ ફાટીને તેમાંથી જે વીતરાગી શાંતિ નીકળી, તે
શાંતિની શી વાત! ચૈતન્યમાંથી આવેલી એ અપાર શાંતિને કોઈ પ્રતિકૂળ સંયોગો
ડગાવી શકે નહિ; કોઈ સંયોગો તે શાંતિને હણી શકે નહિ. જુઓને, શત્રુંજય પર
ચારેકોર અગ્નિના ભડકા પણ પાંડવોની શાંતિને હણી શક્યા નહિ; એ તો ચૈતન્યની
શાંતિના બરફ વચ્ચે બેઠા હતા.
પોતાની પરિણતિને અંતરમાં એકાગ્ર કરીને તેમાં ઉત્કૃષ્ટ જ્ઞાનરૂપ નિજ આત્માને
ધારણ કર્યો ત્યાં હવે તે પરિણતિમાં ક્રોધાદિનો અવકાશ જ ન રહ્યો, એટલે ત્યાં ખરેખર
ક્ષમા, સામાયિક અને ‘પ્રાયશ્ચિત્ત’ છે, ઉત્કૃષ્ટ જ્ઞાનપરિણતિ થઈ તે પોતે જ પ્રાયશ્ચિત
છે, તેમાં સર્વ દોષનો અભાવ છે. અંતર્મુખ પરિણતિએ ક્રોધાદિ ભાવને ધારણ ન કરતાં,
પોતામાં પોતાના ઉત્કૃષ્ટ જ્ઞાનસ્વભાવને ધારણ કર્યો, તે જ પ્રાયશ્ચિત્ત છે. ઉત્કૃષ્ટ જ્ઞાનને

PDF/HTML Page 22 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૧૯ :
ધારણ કરીને તેણે ક્રોધાદિ કષાયોને જીતી લીધા ને પરમ સમરસભાવરૂપ પોતે થઈ
ગઈ, આવી પરિણતિ તે પોતે સામાયિક છે.
જુઓને, પાંડવો! શરીર બળે છે છતાં ઉત્કૃષ્ટ જ્ઞાનસ્વભાવમાં ઊતરીને એવા
મશગુલ થયા કે શાંતરસમાંથી બહાર જ ન નીકળ્‌યા. જડ શરીર બળતું હતું પણ આત્મા
તો ચૈતન્યના શાંતરસમાં ઠર્યો હતો. શાંતરસમાં લીનતા આડે કોઈ વિકલ્પનો અવકાશ
ન રહ્યો, ને પરમ વીતરાગી ક્ષમા ધારણ કરીને કેવળજ્ઞાન પામીને, શત્રુંજય પરથી મોક્ષ
પામ્યા; અત્યારે પણ ત્યાં જ ઉપર લોકાગ્રે સિદ્ધાલયમાં બિરાજે છે, ને અનંત કાળ સુધી
અનંત વીતરાગી સુખમાં જ લીન રહેશે. પર્યાયમાં જે અનંતસુખ વગેરે પ્રગટે છે તે
બધુંય સ્વભાવમાં ભર્યું છે. આવા સ્વભાવને શ્રદ્ધામાં – જ્ઞાનમાં – ચારિત્રમાં સ્વીકારવો
તે જ સર્વ દોષના અભાવરૂપ ને શુદ્ધ જ્ઞાનના પ્રકાશરૂપ પ્રાયશ્ચિત્ત છે. ધર્મીજીવને
પોતાના પરમતત્ત્વની પ્રાપ્તિથી પરમ સંતોષ થયો, સ્વાનુભૂતિથી પરમ તૃપ્તિ થઈ, ત્યાં
પરદ્રવ્યની આશા ન રહી, લોભ ન રહ્યો – આ રીતે પરમતત્ત્વની પ્રાપ્તિરૂપ સંતોષ વડે
જ લોભ વગેરેને જીતી શકાય છે.
ધર્માત્માની પર્યાયમાં ઉલ્લસતો આનંદનો સમુદ્ર
[અષાડ વદ સાતમ: નિયમસાર ગાથા ૧૨૧]
અંતર્મુખ થઈને જેણે નિજકારણપરમાત્માને જાણ્યો છે ને મિથ્યાત્વાદિ ભાવોને
છોડીને જેણે પ્રાયશ્ચિત કર્યું છે – ચિત્તને ઉજ્વળ કર્યું છે – તે ધર્મીજીવન કહે છે કે અહો!
ચૈતન્યસુખનો ઢગલો અમને પ્રગટ થયો છે, સહજ સુખથી ભરેલો ચૈતન્યચમત્કાર
આત્મા અનુભવમાં આવ્યો છે; આવા આત્મસુખને અમે સર્વદા અનુભવીએ છીએ, અને
એનાથી વિરુદ્ધ ભવસુખના (–ખરેખર ભવદુઃખના) કારણરૂપ પરભાવોને અમે
આત્માની શક્તિથી સર્વ પ્રકારે છોડીએ છીએ; કાયાને અને માયાને (–કાયા તરફના
ભાવોને) છોડીને, અમારી પરિણતિને અમે ચૈતન્યસુખમાં જોડી દીધી છે. અરે, અમારી
આવી સહજ આત્મસંપદા – કે જે અમારા હૃદયમાં જ છે ને અમારી સ્વાનુભૂતિનો જ
વિષય – છે – તેને પૂર્વે એક ક્ષણ પણ અમે જાણી ન હતી; હવે આનંદમય ધ્યાનવડે
અમારી આવી અદ્ભુત આત્મસંપદાને અમારા અંતરમાં અમે પ્રગટ સ્વસંવેદનથી જાણી
છે, ને તેને જ સદાય અનુભવીએ છીએ.
અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા, તેમાં સન્મુખ થતાં સમ્યગ્દ્રર્શનમાં

PDF/HTML Page 23 of 49
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
આત્માના સહજ આનંદનો સમુદ્ર ઉલ્લસે છે; ને પછી ચારિત્રમાં તો ઘણો આનંદનો
સમુદ્ર ઉલ્લસે છે. બાપુ! આ જીંદગીનું આયુષ્ય તો મર્યાદિત છે તે ક્ષણેક્ષણે ઘટતું જાય છે,
ને તારો વખત બહારનાં કામમાં ચાલ્યો જાય છે. કરવાનું આ ખરૂં કામ બાકી રહી જાય
છે, – તો જીવનમાં તેં શું કર્યું? અરે, આત્માના કલ્યાણ વગર જીવનું ચાલ્યું જાય તો તે
શું કામનું? આત્માનું સમ્યક્ જ્ઞાન કરવું તે જ્ઞાનની ખરી કળા છે, તે જીવનમાં કરવા
જેવું કામ છે ને તે જ ભણવા જેવું ભણતર છે. આત્માના અતીન્દ્રિય આનંદને સ્પર્શીને
જે જ્ઞાન પ્રગટ્યું તે જ્ઞાન મોક્ષને સાધે છે. ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રર્શન ને સમ્યગ્જ્ઞાનમાં
આત્માનો અતીન્દ્રિય આનંદ છે. જેમ ક્ષીરણસાગર તે દૂધનો દરિયો છે. (એનું પાણી જ
દૂધ જેવું છે) તેમ ચૈતન્યસમુદ્ર આત્મા તે આનંદનો મહા સમુદ્ર છે, તેમાં સન્મુખ થતાં
આનંદના હીલોળા પર્યાયમાં ઊંછળે છે. જે આનંદનો દરિયો હોય તેના મોજાં પણ
આનંદરૂપ જ હોય ને? વીતરાગચારિત્રવત મુનિઓ.... તે તો સિંહ જેવા સંતો,
ચૈતન્યના આનંદની મસ્તીમાં મસ્તપણે વનમાં વસતા હોય છે. અંદર ચૈતન્યરસનો
સ્વાદ લેવામાં અવિચલપણે એવા ચોંટયા છે કે ઉપસર્ગાદિથી પણ ડગતા નથી. અહા,
ચૈતન્યના આનંદને સાધનારા આવા સંતોને નમસ્કાર છે. સમ્યગ્દ્રષ્ટિ ને પણ આત્માના
આવા આનંદનો અનુભવ છે; ભલે થોડો, પણ મુનિ જેવા અતીન્દ્રિય આત્મ આનંદનો
સ્વાદ સમ્યગ્દ્રર્શનમાં ધર્મીને આવ્યો છે. વાહ, ધન્ય અવતાર! આત્માના આનંદને
સાધીને એણે અવતારને સફળ કર્યો છે.
જેમ જન્મકલ્યાણકમાં ક્ષીરસાગરના નિર્મળ જળશી કળશ ભરીભરીને તીર્થંકર
પરમાત્માનો જન્માભિષેક સૌધર્મ–ઐશાનઈન્દ્રો કરે છે, તેમ આનંદરસનો ક્ષીરસમુદ્ર
આત્મા, તેમાંથી સમ્યક્ત્વના કળશ ભરી–ભરીને આનંદજળથી તારા આત્માનો
અભિષેક કર....આનંદના સમુદ્રમાં આત્માને તરબોળ કર. ભાઈ, અત્યારે આવા
કલ્યાણનો અવસર છે. અહા, સીમંધર પરમાત્મા પાસેથી આવો ઊંચો માલ લાવીને
કુંદકુંદાચાર્યદેવે આ ભરતક્ષેત્રેના જીવોને આપ્યો છે. ધર્મના આડતિયા તરીકે આવો
ઊંચો માલ લાવ્યા છે. અહો, ભરતક્ષેત્રના સંત....તેમણે સદેહે વિદેશક્ષેત્રની યાત્રા
કરીને સાક્ષાત પરમાત્માના ભેટા કર્યાં; તેમણે બતાવેલો આ માર્ગ છે. તેઓ
ભરતક્ષેત્રમાં જૈનશાસનની પ્રભાવના કરનારા મહાન સંત છે. તેમણે દર્શાવેલો માર્ગ
અત્યારે ચાલી રહ્યો છે.
સંતોના હૃદયમાં પરમાત્મતત્ત્વ પ્રસિદ્ધ છે; તેના સહજ સુખને અનુભવનારા

PDF/HTML Page 24 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૧ :
ધર્માત્મા ભવસુખને પણ અત્યંત છોડે છે; – ભવસુખનું કારણ તો પુણ્ય – શુભરાગ છે,
તે રાગને અને પુણ્યને ચૈતન્યસુખથી જુદા જાણીને ધર્મી પોતાની શક્તિથી તેને છોડે છે,
અત્યંત છોડે છે, ભવસુખ એટલે પુણ્યના ફળરૂપ સ્વર્ગાદિનાં સુખ, – તે કાંઈ ખરેખર
સુખ નથી, તે તો કલ્પનામાત્ર સુખ છે; ખરૂં સુખ એટલે આત્મિકસુખ તો સહજ
ચૈતન્યપરમતત્ત્વના અનુભવમાં જ છે. આવા સુખને ધર્મી નિરંતર અનુભવે છે; ને એના
સિવાયના સમસ્ત શુભાશુભને ભવદુઃખનું કારણ જાણીને છોડે છે. તે જાણે છે કે અમારી
દ્રષ્ટિમાં, અમારા જ્ઞાનમાં, અમારી અનુભૂતિમાં આનંદમય પરમતત્ત્વ જયંવત વર્તી રહ્યું
છે અમારી પરિણતિથી તે દૂર નથી, અમારી અંતર્મુખ પરિણતિમાં તે પરમ તત્ત્વ બિરાજી
જ રહ્યું છે; તેમાં મોહનો કોઈ સંબંધ નથી. મોહનો જેમાં અભાવ છે ને અનંત ગુણના
નિર્મળભાવો જેમાં ઉલ્લસે છે – એવી અંર્તપરિણતિ ધર્મીને નિરંતર વર્તે છે.
ચૈતન્યપરિણતિમાં અપૂર્વ સુખના વેદનપૂર્વક પોતાની આત્મસંપદાને જાણ્યા પછી
ધર્મી જીવ કહે છે કે અરેરે! મારી આવી સરસ આત્મસંપદાને પૂર્વે અજ્ઞાનભાવને લીધે
મેં કદી ન જાણી તેથી હું ભવ–ભવમાં પૂર્વે દુઃખી થઈને સંસારમાં માર્યો ગયો. પણ હવે
તો હું જાગ્યો, મેં મારું મોક્ષઘર દેખ્યું, મારી અપૂર્વ આત્મસંપદા દેખી; તેથી હવે હું
ચૈતન્યસ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલા ઉત્તમ સુખને અનુભવું છું; આત્માના સહજ સુખનો
નિજવિલાસ મને પ્રગટ થયો છે, ને કર્મરૂપી વિષવૃક્ષના સમસ્ત ફળને મેં છોડયા છે. –
આવી ઉજ્વળ જ્ઞાનપરિણતિ તે પોતે જ પ્રાયશ્ચિત્ત છે.
ધર્મીજીવ પરમભાવમાં સ્થિત થઈને અચિંત્ય આત્મસંપદાને અનુભવે છે. અહો!
આવી પરમ આત્મસંપદા એ જ અમારી અનુભૂતિનો વિષય છે. બહારના ઈન્દ્રિયવિષયો
અમારા નથી, તેનાથી દૂર થઈને અંતરની વચનાતીત સમાધિવડે આત્મસંપદાને વિષય
કરીને તેના પરમ સુખને અમે અનુભવીએ છીએ. અજ્ઞાનીનો આ વિષય નથી, આ તો
ધર્માત્માની અનુભૂતિનો જ વિષય છે. અહા, અંદરની અનુભૂતિમાં જેણે આવી અપૂર્વ
આત્મસંપદાને જાણી લીધી તેને જગતના કોઈ બાહ્યવિષયો પોતાના લાગતા નથી, તેમાં
તેનું ચિત્ત ઠરતું નથી. એક ચૈતન્યભાવમાં ચિત્ત ઠરે છે, તે જ પોતાનો લાગે છે.
અંતરમાં ચૈતન્યપ્રભુ ભગવાન બિરાજે છે; શુદ્ધોપયોગ – પરિણતિને સાથે લઈને
તે પ્રભુ પાસે જા. મોટા પુરુષો પાસે જાય ત્યારે કંઈક ઉત્તમ વસ્તુનું ભેટણું સાથે લઈને
જાય છે, તેમ મહા ચૈતન્યપ્રભુ આત્મા, તેની પાસે શુદ્ધોપયોગરૂપ ઉત્તમ ભેટણું લઈને
જા. અંદર ભગવાનને ભેટતાં તું ન્યાલ થઈ જઈશ. અંતર્મુખ થઈને આત્માને સાધવો એ
જ જૈનસંસ્કૃતિ છે. તેમાં જીવને વીતરાગતાના સંસ્કાર પડે છે. જેનાથી આત્મામાં
વીતરાગભાવના સંસ્કાર પડે એ જ સાચી જૈનસંસ્કૃતિ છે. [વધુ માટે જુઓ પાનુ ૨પ]

PDF/HTML Page 25 of 49
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
દશ પ્રશ્ન..... દશ ઉત્તર
(પ્રવચનમાંથી સુંદર સંકલન)
જૈન મુનિઓનું ચારિત્ર કેવું હોય છે?
જેનાથી ભવનો અંત આવે – એવું જૈન મુનિઓનું વીતરાગ ચારિત્ર છે.
વીતરાગી વાણી શેનું નિમિત્ત છે?
તે આત્માના પરમઆનંદનું ને વીતરાગતાનું જ નિમિત્ત છે.
સમ્યગ્દ્રર્શન પછી મુક્તિ ક્્યારે થશે?
સમ્યગ્દ્રષ્ટિને જેટલી શુદ્ધી છે તેટલી તો મુક્તિ વર્તે જ છે.
અત્યારે કેવળી ભગવાન છે?
હા; વિદેહમાં બિરાજે છે; ને અહીં બેઠા બેઠા તેમના શ્રદ્ધા – જ્ઞાન થઈ
શકે છે.
કેવળીની પ્રતીત કેવી રીતે થાય?
પોતાના જ્ઞાનસ્વભાવની સન્મુખ થતાં કેવળીની પણ પ્રતીત થાય છે.
અત્યારે મોક્ષ છે?
હા; દરેક છ મહિના – આઠ સમયે ૬૦૮ જીવો મોક્ષ પામે જ છે. આ
રીતે મોક્ષનો માર્ગ સદાય ખુલ્લો જ છે, ક્્યારેય બંધ નથી.
ધર્માત્માનું કર્તવ્ય શું?
સ્વાત્મચિંતન કરવું તે.
ત્યાર પહેલાંં શું કરવું?
જ્ઞાનમાં આત્મવસ્તુનો નિર્ણય કરવો.
આત્માનો શુભવિકલ્પ કરતાં કરતાં અનુભવ થશે?
ના; વિકલ્પથી છૂટો પડીને આત્માનો અનુભવ થશે.
સાચી વિદ્યા કઈ છે?
સત્ એવો આત્મા જે જ્ઞાનવડે જણાય, તે જ સાચી વિદ્યા છે.

PDF/HTML Page 26 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૩ :
આત્મજ્ઞાન તે વીતરાગ – વિજ્ઞાન.
વીતરાગવિજ્ઞાન છે સુખની ખાણ.
દેહથી ભિન્ન આત્મા આનંદનું ધામ છે. આવા આત્માનું જ્ઞાન કરવું તે
વીતરાગવિજ્ઞાન છે, અને જે વીતરાગવિજ્ઞાન છે તે સુખની ખાણ છે.
શરીર સુંદર – રૂપાળું હોય કે કદરૂપું હોય, તે બંનેથી આત્મા જુદો છે. ખરેખર તો
આત્માનું ચેતન – રૂપ છે તે જ સુંદર છે; પણ પોતાના સુંદર નિજરૂપને ન દેખતાં
અજ્ઞાની શરીરની સુંદરતા વડે પોતાની શોભા માને છે, અને શરીર કદરૂપ હોય ત્યાં
પોતાને હલકો માને છે. પણ ભાઈ, કદરૂપું શરીર કાંઈ કેવળજ્ઞાન લેવામાં વિઘ્ન નથી
કરતું, અને સુંદર રૂપવાળા હોવા છતાં પણ પાપ કરીને નરકે ગયા છે, અને કુરૂપ
શરીરવાળા પણ અનેક જીવો આત્મજ્ઞાન કરીને મોક્ષ પામ્યા છે. જોકે તીર્થંકરાદિ ઉત્તમ
પુરુષોને તો દેહ પણ લોકોત્તર હોય છે, પરંતુ તે પણ આત્માથી તો જુદો જ છે. દેહ કાંઈ
આત્માની વસ્તુ નથી. દેહથી ભિન્ન આત્માને જે ઓળખે તેણે જ ભગવાનના સાચા
રૂપને ઓળખ્યું છે. દેહ છે તે કાંઈ ભગવાન નથી; ભગવાન તો અંદરમાં જે ચૈતન્યમૂર્તિ
કેવળજ્ઞાનાદિ ગુણસહિત બિરાજમાન છે–તે જ છે. દરેક આત્મા આવો ચેતનરૂપ છે;
શરીર સુરૂપ હો કે કુરૂપ,–તે તો જડનું રૂપ છે, આત્મા કદી તે જડ રૂપપણે થયો નથી. જડ
ત્રણેકાળ જડ રહે છે, ને ચેતન ત્રણેકાળ ચેતન રહે છે; જડ અને ચેતન કદી પણ એક
થતા નથી; શરીર અને જીવ સદાય જીવ જ છે. આવા આત્માને અનુભવમાં લેતાં
સમ્યગ્દ્રર્શન અને અપૂર્વ શાંતિ થાય છે. આવા આત્માની ધર્મદ્રષ્ટિ વગર કદી દુઃખ મટે
નહીં ને શાંતિ થાય નહીં.
હે જીવ! શરીરના શણગાર વડે તારી શોભા નથી, તારી શોભા તો તારા
નિજગુણવડે છે. સમ્યગદ્રર્શનાદિ અપૂર્વ રત્નોવડે જ આત્માની શોભા છે. શરીર તો
ચેતના વગરનું મૃતકકલેવર છે, – શું તેની સજાવટથી આત્મા શોભે છે? ના; ચેતન
ભગવાનની શોભા જડ શરીરવડે હોય નહીં. સમ્યગ્દ્રર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયવડે
જ આત્મા શોભે છે. માટે દેહદ્રષ્ટિ છોડીને આત્માને ઓળખો. આત્માની આવી
ઓળખાણ તે વીતરાગવિજ્ઞાન છે, અને વીતરાગવિજ્ઞાન તે જ સુખની ખાણ છે.

PDF/HTML Page 27 of 49
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
સાચા કર્તવ્યની પ્રેરણા
જીવવું હોય તો રત્નત્રય – જીવન જીવો.....રાગ–જીવન નહીં.
કરવું હોય તો આત્મહિતનું કાર્ય કરો.....સંસારનું નહીં.
ભોગવવું હોય તો વીતરાગી – આનંદને ભોગવો.....વિષયોને નહીં.
વસવું હોય તો નિજસ્વરૂપમાં વસો.....શરીરમાં નહીં.
મરવું હોય તો સમાધિ–મરણે મરો.....અજ્ઞાનથી નહીં.
જોવું હોય તો નિજસ્વરૂપને જુઓ.....સિનેમા નહીં.
લડવું હોય તો મોહસામે લડો.....પાડોશી સામે નહીં.
રક્ષા કરવી હોય તો આત્મભાવની રક્ષા કરો.....રાગની નહીં.
રહેવું હોય તો સ્વસમયમાં રહો.....પરસમયમાં નહીં.
સેવા કરવી હોય તો જૈનધર્મને સેવો.....અન્યને નહીં.
વાંચવું હોય તો વીતરાગ – સાહિત્ય વાંચો.....રાગપોષક નહીં.
ભણવું હોય તો વીતરાગવિજ્ઞાન ભણો.....કુવિદ્યા નહીં.
ચિંતન કરવું હોય તો નિજસ્વરૂપને ચિંતવો.....સંસારને નહીં.
પૂજવા હોય તો વીતરાગદેવને પૂજો.....રાગને નહીં.
છોડવું હોય તો રાગનું કર્તૃત્વ છોડો.....નિજભાવને નહીં.
ગ્રહવું હોય તો નિજભાવને ગ્રહો.....પરભાવને નહીં.
માનવું હોય તો સત્માર્ગને માનો.....અસત્ને નહીં.
પરણવું હોય તો નિજપરિણતિને પરણો.....અન્યને નહીં.
લગની કરવી હોય તો મોક્ષની કરો.....બીજાની નહીં.
શાંતિ જોઈતી હોય તો સ્વમાંથી લ્યો.....પરમાંથી નહીં.
સ્વતંત્ર થવું હોય તો સ્વને આધીન થાઓ.....પરને નહીં.
સુખી થવું હોય તો રત્નત્રયધર્મને સાધો.....ધનને નહીં.
રાજી થવું હોય તો ચૈતન્યરાજાને રીઝવો.....પરને નહીં.
ડુબવું હોય તો ચૈતન્યસમુદ્રમાં ડુબો.....ભવસમુદ્રમાં નહીં.
દીવાળી કરવી હોય તો ચૈતન્યદીવડા પ્રગટાવો.....જડ નહીં.
હોળી કરવી હોય તો આઠકર્મની કરો.....લાકડાની નહીં.
પરમાત્મા થવું હોય તો પરમતત્ત્વને આરાધે.....પરને નહીં.
મોક્ષમાં જવું હોય તો રત્નત્રયમાર્ગે ચાલો.....રાગમાર્ગે નહીં.

PDF/HTML Page 28 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૨પ :
સમ્યગ્જ્ઞાનો મહિમા
અહો, જીવને પરમસુખનું કારણ સમ્યગ્જ્ઞાન છે, તેનો મહિમા બતાવે છે; તથા
તેનું ઉત્તમ ફળ બતાવીને તેની આરાધનાને ઉત્સાહ જગાડે છે:–
ज्ञानसमान न आन जगतमें सुखको कारन।
यही परमामृत जन्म – जरा – मृति रोग निवारन।।
कोटि जनम तप तपें ज्ञानबिन कर्म झरें जे।
ज्ञानीके छिनमें त्रिगुप्तितें सहज टरैं ते।।
मुनिव्रत धार अनंतबार ग्रीवक उपजायो।
पै निज आतम – ज्ञान बिना सुख लेश न पायो।।
આહો, જગતમાં જીવને સમ્યગ્જ્ઞાનસમાન સુખનું કારણ બીજું કોઈ નથી; પુણ્ય
કે પાપના ભાવ સુખનું કારણ નથી, બહારનો વૈભવ સુખનુંકારણ નથી; અંતરમાં
ચૈતન્યનું જ્ઞાનપરિણમન જ જીવને સર્વત્ર સુખનું કારણ છે. જન્મ–જરા મરણના રોગને
નિવારવા માટે આ સમ્યગ્જ્ઞાન પરમ અમૃત છે. સમ્યગ્જ્ઞાનરૂપી અમૃત વડે જન્મ–
મરણનો નાશ કરીને જીવ અમરપદને પામે છે.
સમ્યગ્જ્ઞાન વગર કરોડો જન્મો તપ તપવાથી અજ્ઞાનીને જે કર્મો ઝરે છે તે કર્મો
જ્ઞાનીને ત્રિગુપ્તિ વડે એક ક્ષણમાં સહેજે ટળી જાય છે; સમ્યગ્જ્ઞાનના પ્રતાપે જ્ઞાનીને
મન–વચન–કાયાથી ભિન્ન ચૈતન્પરિણતિ સદાય વર્તે છે ને તેથી સહેજે નિર્જરા થયા જ
કરે છે,–એવી નિર્જરા અજ્ઞાનીને ઘણા તપ વડે પણ થતી નથી. અજ્ઞાની જીવ અનંતવાર
મુનિવ્રત ધારણ કરીને નવમી ગ્રૈવેયક સુધી ઊપજ્યો, પરંતુ પોતાના આત્મજ્ઞાન વગર
તે લેશમાત્ર સુખ ન પામ્યો. જુઓ તો ખરા! અજ્ઞાનીના પંચમહાવ્રત પણ જરાય સુખનું
કારણ ન થયા.–ક્યાંથી થાય? એ તો શુભરાગ છે. રાગ તે કાંઈ સુખનું કારણ હોય?
રાગના ફળમાં તો બહારનો સંયોગ મળે ને અંદર આકુળતા થાય, પણ કાંઈ ચૈતન્યની
શાંતિ રાગથી ન મળે; એ તો ચૈતન્યના જ્ઞાનથી જ મળે.

PDF/HTML Page 29 of 49
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
અંતરમાં રાગથી પાર આત્માના શુદ્ધ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું તે સમ્યગ્જ્ઞાન
છે; ત્યાં બહારનું વિશેષ જાણપણું હો કે ન હો, શાસ્ત્રજ્ઞાન ઓછું હો કે વધારે, તેની સથે
સંબંધ નથી; આત્માને જાણનારું સમ્યગ્જ્ઞાન પોતે જ સુખનું કારણ છે. આત્માના
અતીન્દ્રિય સુખના અનુભવસહિત જ સમ્યગ્જ્ઞાન પ્રગટ્યું છે, ને તે પોતે જ પરમ સુખથી
ભરેલું છે. આત્મામાં જ્ઞાનના પરિણમન સાથે સુખનું પરિણમન પણ ભેગું જ છે.
સમ્યગ્જ્ઞાનની અંદર તો ચૈતન્યના અનંત ભાવો ભર્યા છે. અહા, સમ્યગ્જ્ઞાનની કિંમતની
જગતને ખબર નથી. સમ્યગ્જ્ઞાન જેવું સુખકારી ત્રણકાળ ત્રણલોકમાં બીજું કોઈ નથી.
પહેલાં સમ્યગ્દ્રર્શનના પ્રકરણમાં કહ્યું હતું કે –
‘तीनलोक तिहुंकाल माहिं नहीं दर्शनसो सुखकारी’
અહીં સમ્યગ્જ્ઞાન માટે કહે છે કે –
‘ज्ञान समान न आन जगतमें सुखको कारन’
જુઓ તો ખરા, સમ્યગદ્રર્શન ને સમ્યગ્જ્ઞાનનો પરમ મહિમા! તેને પરમ હિતરૂપ
જાણીને હે ભવ્ય જીવો! તેની આરાધના કરો.
આત્માના સમ્યગ્જ્ઞાનમાં સર્વ સમાધાન ને પરમ સુખ છે, સંસારના બધા ઝેર
ઉતારી નાંખનારું તે ઉત્કૃષ્ટ અમૃત છે. સુખ માટે બીજું કાંઈ શોધ મા! અંતર્મુખ થઈને
તારા આત્માનું સમ્યગ્જ્ઞાન કર. આનંદની ઉત્પત્તિ તારા સમ્યગ્જ્ઞાનમાં છે; કુટુંબમાં –
પૈસામાં – શરીરમાં ક્્યાંય આનંદ મળે તેમ નથી. આત્માના સમ્યગ્જ્ઞાન વગર દેવલોકના
દેવો પણ દુઃખી છે, ત્યાં બીજાની શી વાત? શુભરાગ, પુણ્ય અને તેનું ફળ – એ બધુંય
આત્માના જ્ઞાનથી જુદું છે; તે રાગમાં, પુણ્યમાં કે પુણ્યફળમાં ક્્યાંય જે સુખ માને તેને
સાચા જ્ઞાનની કે સાચા સુખની ખબર નથી, જ્ઞાનના ને સુખના બહાને તે અજ્ઞાનને
તથા દુઃખને જ સેવે છે. બાપુ! સુખ અને જ્ઞાન તો તારો સ્વભાવ છે, તેને ઓળખ, તો
જ સમ્યગ્જ્ઞાન અને અતીન્દ્રિય સુખનો અનુભવ થાય. અતીન્દ્રિય જ્ઞાનમાં જે સુખ છે
તેવું સુખ ઈન્દ્રપદમાં નથી, ચક્રવર્તીપદમાંય નથી, કે જગતમાં બીજે ક્્યાંય નથી, એટલે કે
જ્ઞાન સિવાય બીજે ક્્યાંય સુખ છે જ નહીં. સમ્યગ્જ્ઞાનમાં સુખ છે, ને બીજે ક્્યાંય સુખ
નથી. એ અપેક્ષાએ કેવળી ભગવંતોને એકાંત સુખી કહ્યા છે.

PDF/HTML Page 30 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૭ :
અહો, સમ્યગ્જ્ઞાન તો પરમ અમૃત છે. ‘અમૃત’ એટલે મરણ વગરનું એવું
મોક્ષપદ તે સમ્યગ્જ્ઞાન વડે પમાય છે, માટે સમ્યગ્જ્ઞાન તે પરમ અમૃત છે; તે જન્મ–
જરા–મરણના રોગને મટાડીને મોક્ષરૂપી અમરપદ દેનાર છે. બહારનું ભણતર કે
દુનિયાદારીનું ડહાપણ જેમાં કામ આવતું નથી, આત્મામાંથી જ જે આવે છે – એવું આ
સમ્યગ્જ્ઞાન પરમ અમૃત છે. આત્માનો સ્વભાવ અનાકુળ આનંદસ્વરૂપ અમૃત છે, તેમાં
તન્મય થઈને તેને જાણનારું જ્ઞાન પણ આનંદરૂપ થયું છે તેથી તે પણ પરમ અમૃત છે,
તેમાં તન્મય થઈને તેને જાણનારું જ્ઞાન પણ આનંદરૂપ થયું છે તેથી તે પણ પરમ અમૃત
છે. અને એવા સ્વરૂપને દેખાડનારી વાણીને પણ ઉપચારથી અમૃત કહેવાય છે.
વચનામૃત વીતરાગનાં..... પરમ શાંતરસ મૂળ આવી વીતરાગવાણી દ્વારા થતું આત્માનું
સમ્યગ્જ્ઞાન, તે જીવના ભવરોગને મટાડનાર અમોધ ઔષધ છે. શરીરમાં ભલે
વૃદ્ધાવસ્થા હો કે બાળક અવસ્થા હો, નરકમાં હો કે સ્વર્ગમાં હો, રોગાદિ હો કે નીરોગતા
હો, – પણ આવું સમ્યગ્જ્ઞાન સર્વત્ર પરમ શાંતિ દેનાર છે.
આત્માનું જ્ઞાન છે તે આનંદ સહિત છે; જેમાં આનંદ નહીં તે જ્ઞાન નહીં. જે
દુઃખનું કારણ થાય તેને જ્ઞાન કોણ કહે? – એ તો અજ્ઞાન છે. જ્ઞાન તો ત્રણકાળ
ત્રણલોકમાં અપૂર્વ સુખનું જ કારણ થાય છે, તે પરમ અમૃત છે. આવું જ્ઞાન જ જન્મ
મરણથી છૂટીને મુક્તિસુખ પામવાનો ઉપાય છે; જ્ઞાન સિવાય બીજો ઉપાય નથી જે
જીવો પૂર્વે સિદ્ધ થયા છે, અત્યારે થાય છે ને ભવિષ્યમાં થશે તે બધાય જીવો ભેદજ્ઞાન
વડે જ સિદ્ધ થયા છે, થાય છે ને થશે એમ જાણો –
સિદ્ધો થયા જે જીવ સૌ જાણજો ભેદજ્ઞાનથી,
બંધ્યા અરે! જે જીવ તે સૌ ભેદજ્ઞાન – અભાવથી.
–આમ ધારીને હે જીવ! તું અત્રૂટ ધારાએ ભેદજ્ઞાનને ભાવ; રાગાદિથી ભિન્ન
શુદ્ધ આત્માને જાણીને તેને જ નિરંતર ભાવ. ભેદજ્ઞાની જીવ સદાય આત્માના આનંદમાં
કેલિ કરે છે. આત્માના આનંદમાં કેલિ કરતો કરતો તે મુક્તિતાં જાય છે.
અહો, હું તો પરમ આનંદ સ્વરૂપ છું, જગતથી જુદો ને મારાથી પરિપૂર્ણ છું, સિદ્ધ
ભગવાન જેવું મારું ચૈતન્યપદ છે, – એમ જે જ્ઞાને આત્માની કિંમત કરી તે જ્ઞાનમાં
અપૂર્વ જ્ઞાનકળા ઊઘડી; તેના વડે તે શિવમાર્ગને સાધે છે ને શરીરમાં વાસ છૂટીને તે
સિદ્ધપદને પામે છે. ભેદજ્ઞાન – કળાવડે ધર્મી જીવ એમ અનુભવે છે કે

PDF/HTML Page 31 of 49
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
‘ચેતનરૂપ અનૂપ અમૂરત સિદ્ધસમાન સદા પદ મેરો. ’ પોતાનો જ વેદનથી તે નિઃશંક
જાણે છે કે ‘જ્ઞાનકલા ઉપજી અબ મોહે.... ’ મને જ્ઞાનકળા ઉપજી છે ને તેના પ્રસાદે હું
મોક્ષમાર્ગને સાધી રહ્યો છું. અલ્પકાળમાં આ ભવથી છૂટીને હવે હું સિદ્ધપદને પામીશ.
આવા આત્મજ્ઞાનનો અપાર મહિમા ને અપાર કિંમત ભાસવી જોઈએ અરે,
અનંત ચૈતન્યગુણોમાં વસનારો હું, આ માટીના ઘરમાં મમતા કરીને વસવું એ તે મને
કેમ શોભે? દેહ હું નથી, હું તો દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા છું – એવું સમ્યગ્જ્ઞાન
થતાં હવે જ્ઞાનકળા જાગી છે, તે જ્ઞાનકળાના પ્રસાદથી હવે આ માટીના ઘટમાંથી છૂટી
જઈશું ને અશરીરી થઈને, સિદ્ધાલયમાં રહેશું, ફરીને કદી આ શરીરમાં કે સંસારમાં
આવશું નહીં. જુઓ, આ સમ્યજ્ઞાનનો પ્રસાદ! આવા જ્ઞાનના પ્રસાદથી મુક્તિ પમાય છે.
સમ્યગ્જ્ઞાનના પ્રતાપે હવે આ હાડ– માંસના માળખામાં રહેવાનું બંધ થઈ જશે, ને
આનંદમય મોક્ષમહેલાં સદા રહેશું. આ રીતે સમ્યગ્જ્ઞાનના અમૃત વડે જન્મ–મરણનો
રોગ મટે છે ને પરમસુખ થાય છે. જગતમાં જીવને જ્ઞાન સમાન સુખનું કારણ બીજું
કોઈ નથી. આમ – સમ્યગ્જ્ઞાનનો મહિમા જાણીને તેની આરાધના કરો.
આત્મધર્મ – પ્રચાર તથા બાલવિભાગ ખાતે આવેલ રકમોની યાદી
૧૧ દીપકકુમાર મણિલાલ ૨પ મનહરલાલ મગનલાલ સોનગઢ
૨૧ ચેતનકુમાર નવનીતલાલ ઘાટકોપર ૨ એસ. એન. પવાર ભાવનગર
પ કાન્તાબેન દવે સોનગઢ ૨૧ દૂધીબેન દેવચંદ મોદી સોનગઢ
પ૧ કંચનબેન અમુલખરાય જોરાવરનગર ૨૧ લક્ષ્મીબેન મુંબઈ
૧૧ કિરણબેન મનસુખલાલ પાલેજ ૨પ રમણિકલાલ તારાચંદ મુંબઈ
પ દીપકકુમાર ગુણવંતરાય સુરત પ૧ નવલભાઈ જે શાહ સોનગઢ
પ૧ કસુંબાબેન ખીમચંદ સોનગઢ ૧૦૧ હિંમતલાલ હરગોવિંદદાસ ભાવનગર
૨પ સમતાબેન રતિલાલ સોનગઢ ૨પ સુરતના ભાઈ – બહેનો સુરત
૨પ વિનયકાંત હીરાચંદ રાજકોટ ૨પ છોટાલાલ ડામરશી સોનગઢ
૨૧ સુનિલકુમાર ભૂપેન્દ્ર પ૧ સુશીલાબેન ભોગીલાલ અમદાવાદ
૨૧ પ્રેમચંદ ખેમરાજજી ખૈરાગઢ પ૧ શાંતિલાલ લક્ષ્મીચંદ રાજકોટ
(તા. ૨પ–૭–૭૩ સુધી)

PDF/HTML Page 32 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૯ :
સોનગઢ (સૌરાષ્ટ્ર)
તા. ૮–૮–૭૩
શ્રી દિગંબર જૈન મુમુક્ષ મંડળ – સંઘ – સમાજ મું
શ્રી સદ્ગુરુવંદન સાથે જણાવવાનું કે આ વર્ષે શ્રી જૈન અતિથિ સેવા સમિતિ
તથા આપણા મહામંડળની શ્રી કાર્યવાહક કમિટિની મીટિંગ તથા શ્રી સામાન્ય સભા
અત્રે સોનગઢ મુકામે નીચે મુજબ રાખવામાં આવી છે, તો આપના ગામના
પ્રતિનિધિઓને હાજર રહેવા સૂચના આપશોજી.
એજન્ડા
(૧) સને ૧૯૭૨–૭૩ વર્ષના વાર્ષિક હિસાબી સરવૈયા, કમિટિઓના હિસાબો અને
અહેવાલો મંજૂર કરવા.
(૨) સને ૧૯૭૩–૭૪ ના વર્ષ માટેના નવા બજેટો મંજૂર કરવા.
(૩) માનનીય પ્રમુખ સાહેબની મંજૂરીથી જે કાંઈ રજૂ થાય તે અંગે.
તારીખ
વાર સમય
શ્રી જૈન અતિથિ સેવા સમિતિ ૧–૯–૭૩ શનિવાર સવારે ૯–૧પ થી ૯–૪પ
શ્રી કાર્યવાહક કમિટિની મીટિંગ ૧–૯–૭૩ શનિવાર સવારે ૯–૪પ થી
શ્રી સામાન્ય સભા ૨–૯–૭૩ રવિવાર સવારે ૯–૧પ
શ્રી ટ્રસ્ટીઓની મીટિંગ ૨–૯–૭૩ રવિવાર બપોરે ૪–૧પ
આ ઉપરાંત શ્રી જૈન વિદ્યાર્થી – ગૃહ, સોનગઢની વાર્ષિક મીટિંગો નીચે મુજબ
રાખવામાં આવી છે. તો તે પ્રમાણે હાજર રહેવા સૂચના છે.
(૧) ભાદરવા સુદ પ શનિવાર તા. ૧–૯–૭૩ સાંજે ૪–૧પ વાગે ટ્રસ્ટીઓની
તથા વ્યવસ્થાપક કમિટિની મીટિંગ.
(૨) ભાદરવા સુધ ૬ રવિ તા. ૨–૯–૭૩ સવારે ૯–૪પ થી સામાન્ય સભા.
નોંધ – બધી મીટીંગોનું સ્થળ: પ્રવચન મંડપ
લિ. લિ.
નેમીદાસ ખુશાલ શેઠ નવનીતલાલ ચુનીલાલ જવેરી
ટ્રસ્ટી પ્રમુખ
શ્રી જૈન વિદ્યાર્થી – ગૃહ સોનગઢ શ્રી દિ. જૈન મુમુક્ષુ મહામંડળ, સોનગઢ

PDF/HTML Page 33 of 49
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
આત્મધર્મ.
[આવતું વર્ષ મહાન ઐતિહાસિક વર્ષ છે...]
આવતા વર્ષનું (વીર નિર્વાણ સંવત અઢી હજારનું) આત્મધર્મનું લવાજમ
(ચારરૂપિયા) ભરવાનું અનેક જિજ્ઞાસુઓએ શરૂ કરી દીધું છે. આપ પણ આપના ગામના
ગામના મુમુક્ષુઓ સહિત આપનું લવાજમ વેલાસર મોકલી આપશો. દિન–દિન વૃદ્ધિગત
થઈ રહેલું મુમુક્ષુઓનું પ્રિય ‘આત્મધર્મ’ હિન્દી – ગુજરાતી મળીને છ હજાર જેટલા ગ્રાહકો
ધરાવે છે, અને દરમહિને આશરે ત્રીસ હજાર જેટલા મુમુક્ષુઓ ખૂબ ઉલ્લાસથી તેનું વાંચન
કરે છે. વળી આવતું વર્ષ એ વીરનિર્વાણની અઢી હજારમી જયંતિનું મહાન ઐતિહાસિક વર્ષ
છે, તે ઉજવવા ભારતભરમાં અનેકવિધ આયોજનો થઈ રહ્યા છે, આપણે પણ ઉત્સાહથી
તેમાં સાથે પૂરાવવા ભાવના છે. એટલે વીરશાસનની પ્રભાવના અનેક પ્રસંગો જાણવા
આપ આત્મધર્મ જરૂર નિયમિત વાંચતા રહેશો. અધવચ્ચેથી ગ્રાહક થનારને પાછલા અંકો
વગર નીરાશ થવું પડે છે. માટે શરૂથી જ ગ્રાહક થવું સારૂં છે. અત્યારે ગુજરાતી આવૃત્તિની
ગ્રાહક સંખ્યા ૩૩૦૦ જેટલી થઈ ગઈ છે. – ને આવતી સાલ આપ સૌના સહકારથી આ
સંખ્યા ચાર હજાર સુધી સહેલાઈથી પહોંચી જશે – એવો વિશ્વાસ છે. આત્મધર્મ વાંચે એવા
સ્નેહીનોને અત્યારથી જ આત્મધર્મ પહોંચતું કરો અને એ રીતે તેમને આત્મહિતના
માર્ગમાં સાથે જ રાખો.
દસલક્ષણી –પર્યુષણપર્વ
સોનગઢમાં દર વર્ષની જેમ દશલક્ષણી – પર્યુષણપર્વ ભાદરવા સુદ પાંચમને શનિવાર
તા. ૧ સપ્ટેમ્બરથી શરૂ કરીને ભાદરવા શરૂ ચૌદશને મંગળવાર તા. ૧૧ સુધી ઊજવાશે. ત્યાર
પહેલાંં શ્રાવણ વદ ૧૨ ને શનિવાર તા. ૨પ ઓગષ્ટથી ભાદરવા સુદ પાંચમને શનિવાર તા.
૧ સપ્ટેમ્બર સુધીના આઠ દિવસો ખાસ પ્રવચનના દિવસો તરીકે ગણાશે.
(સમિતિની વ્યવસ્થામાં સહકાર આપવા માટે મહેમાનોને ખાસ સૂચના કે આપના
આગમનના સમાચાર જૈન અતિથિ સેવા સમિતિ –સોનગઢને લખી જણાવશો.)
આપનું ભેટપુસ્તક મેળવી લ્યો –
પ્રવચનસાર ગા. ૧૭૨ ઉપરનાં પ્રવચનનું પુસ્તક આત્મધર્મના ચાલુવર્ષના (૩૦મા
વર્ષના) ગ્રાહકોને ભેટ આપવાનું છે. તો સોનગઢથી રૂબરૂ (ઓફિસમાંથી) મેળવી લેવું
અથવા પચીસ પૈસાની ટિકિટ (તથા પૂરૂં નામ – સરનામું) મોકલીને પોસ્ટથી મંગાવી લેવું.
આ ભેટપુસ્તક સૌએ દીવાળી પહેલાંં મેળવી લેવા વિનંતિ છે.
– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 34 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૧:
સુખ
જ્ઞાનચેતના વડે જ સુખ અનુભવાય છે.
જ્ઞાનચેતના પોતે સુખરસથી તરબોળ છે.
દેવલોકના દેવ કરતાંય અસંખ્યગણું મોઘું એવું આ મનુષ્યપણું પામીને, વિષય
કષાયરૂપ પાપના અશુભમાં ભવ ગુમાવે કે કુદેવ – કુગુરુના સેવનમાં જીવન ગુમાવે
તેની તો વાત શી? પણ સાચા વીતરાગી દેવ–ગુરુને જ માને, બીજાને માને નહિ, વિષય
કષાયના પાપભાવ છોડીને શીલ–વ્રતના શુભભાવમાં લયલીન રહે, અને તેમાં જ સંતોષ
માને કે આનાથી હવે મોક્ષ થઈ જશે, પણ તે વ્રતાદિના શુભરાગથી પાર જ્ઞાનચેતનાનો
અનુભવ ન કરે તો તેવો જીવ પણ જરાય સુખ નથી પામતો. તે સ્વર્ગમાં જાય છે, – પણ
તેથી શું? સુખ તો રાગવગરની ચૈતન્યપરિણતિમાં છે, કાંઈ સ્વર્ગના વૈભવમાં સુખ
નથી. જ્ઞાનચેતનાવડે જ સુખ અનુભવાય છે, જ્ઞાનચેતના પોતે સુખરસથી ભરેલી છે.
આ કોની વાત છે? – તારી પોતાની! બાપુ! તું પોતે જ્ઞાનચેતનાસ્વરૂપ છો...
તારી જ્ઞાનચેતનાને ભૂલીને અનંતવાર તું શુભભાવ કરી ચૂક્યો છો. શુભ સાથે અજ્ઞાન
પડ્યું છે એટલે રાગમાં સર્વસ્વ માનીને રાગવગરના આખા જ્ઞાનસ્વભાવનો તું અનાદર
કરી રહ્યો છે. સમ્યગ્જ્ઞાન વગર રાગમાં તો સુખ ક્્યાંથી હોય? શુભરાગમાં એવી તાકાત
નથી કે અજ્ઞાનરૂપી અંધકારને કે દુઃખને દૂર કરે. જ્ઞાનચીજ રાગથી જુદી છે; તે
જ્ઞાનચેતનાના પ્રકાશ વડે જ અજ્ઞાન–અંધારા ટળે છે ને સુખ પ્રગટે છે. નિજાનંદી
જ્ઞાનસ્વરૂપ આત્મા તરફ વળીને સમ્યગ્જ્ઞાન–ચેતના પ્રગટ કર્યાં વગર સુખનો અંશ પણ
પ્રાપ્ત ન થાય.
અતીન્દ્રિય આનંદનો પિંડ આત્મા પોતે છે; રાગમાં કાંઈ સુખ ભર્યું નથી.
રાગમાંથી કે બહારથી સુખ લેવા માંગે તે તો, સુખની સત્તા આત્મામાં છે તેનો
ઈન્કાર કરે છે. અરે, જ્યાં સુખ છે – જે પોતે સુખ છે તેનો સ્વીકાર કર્યાં વગર સુખ
ક્્યાંથી થાય?
પ્રશ્ન: – શુભરાગમાં સુખ ભલે ન હોય, પણ દુઃખ તો નથી?

PDF/HTML Page 35 of 49
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
ઉત્તર: – અરે ભાઈ! એમાં આકુળતારૂપ દુઃખ જ છે. જડમાં સુખ – દુઃખની કોઈ
લાગણી નથી; ચૈતન્યતત્ત્વ પોતાના જ્ઞાનભાવ વડે સુખ વેદે છે, ને અજ્ઞાનભાવથી દુઃખ
વેદે છે. ભેદજ્ઞાન તે સિદ્ધપદનું કારણ, ને ભેદજ્ઞાનનો અભાવ એટલે કે અજ્ઞાન, તે
સંસારદુઃખનું કારણ છે. જ્યાં ચૈતન્યના જ્ઞાનની શાંતિનું વેદન નથી ત્યાં કષાય છે, –
ભલે અશુભ હો કે શુભ હો – પણ જે કષાય છે તે તો દુઃખ જ છે. શુભકષાય તે કાંઈ
શાંતિ તો ન જ કહેવાય. આત્માના જ્ઞાન વડે ક્ષણમાત્રમાં કરોડો ભવના કર્મો છૂટી જાય
છે, ને સમ્યગ્જ્ઞાન વગર કરોડો વર્ષના તપ વડે પણ સુખનો છાંટોય મળતો નથી. જુઓ
તો ખરા, જ્ઞાનનો અપાર મહિમા! અજ્ઞાની જીવને જ્ઞાનના મહિમાની ખબર નથી, એને
રાગ દેખાય છે, – પણ રાગથી પાર થઈને અંદર ચૈતન્યમાં ઊંડુ ઊતરી ગયેલુંજ્ઞાન તેને
દેખાતું નથી. માટે કહે છે કે હે ભાઈ! મોક્ષનું કારણ તો સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન સહિતનું
ચારિત્ર છે. સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન વગરનું આચરણ તો થોથાં છે, તેમાં લેશ પણ સુખ નથી.
આ રીતે સમ્યગ્જ્ઞાનો મહિમા જાણીને, તેને પરમ અમૃત સમાન જાણીને તેનું સેવન કરો.
આ રત્નચિંતામણી જેવી મનુષ્યપર્યાય પામીને તથા જિનવાણીનું શ્રવણ કરીને,
હે જીવો! તમે દુર્લભ એવા સમ્યગ્જ્ઞાનનો અભ્યાસ કરો, અને આત્માનો ઓળખી લ્યો –
એમ સર્વે સંતોનો ઉપદેશ છે.
સ્વ વિષયમાં સુખ * પર વિષયમાં દુઃખ
જીવને બધા પદાર્થો જાણવાની ઈચ્છા છે, પણ ઈન્દ્રિયાધીન થયેલું
જ્ઞાન પોતપોતાના અલ્પ વિષયોને જ ગ્રહણ કરી શકે છે, ને બાહ્યવિષયો
તરફના વેગથી તે આકુળ – વ્યાકુળ દુઃખી રહે છે. જો ઈન્દ્રિયોથી ભિન્નતા
જાણી, જ્ઞાનને અંતર્મુખ કરીને સ્વ–વિષયને ગ્રહણ કરે તો આનંદનો અનુભવ
થાય ને બાહ્યવિષયોના ગ્રહણની આકુળતા મટી જાય.

PDF/HTML Page 36 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૩ :
ધર્માત્માની આશ્ચર્યકારી અંતરંગ દશા
એક જ પર્યાયમાં વર્તતું રાગનું અકર્તાપણું તેમજ કર્તાપણું
[સમયસાર ગા. ૩૨૦ ના પ્રવચનમાંથી અષાડ વદ ૭]
ધર્માત્માને ચોથું ગુણસ્થાન થયું ત્યારથી જ આત્માના
આનંદરસની વીતરાગધારા તો નિરંતર વર્તે જ છે, તે
આનંદધારામાં તો રાગાદિનું જરાય કર્તૃત્વ નથી; અને તેને જ
દશમા ગુણસ્થાન સુધી જે રાગ છે તે રાગનું વેદન દુઃખરૂપ છે;
બંને ધારાના અત્યંત ભિન્ન સ્વાદને ધર્મી જાણે છે....
જ્ઞાયકસ્વરૂપ આત્માના અનુભવ સહિત જેને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થયા છે, ને
સાધકદશામાં હજી થોડા રાગાદિ બાધક ભાવો પણ થાય છે, – એવા ધર્મી જીવને
પોતાની શ્રદ્ધા– જ્ઞાન પર્યાયમાં તો રાગનું કર્તાપણું કે ભોકતાપણું નથી; પણ હજી
ચારિત્રની પર્યાયમાં જેટલી અશુદ્ધતા અને રાગાદિ છે તેનું કર્તા–ભોકતાપણું પોતાની તે
પર્યાયમાં છે – એમ ધર્મી જાણે છે.
શુદ્ધ સ્વભાવને ધ્યેય કરીને શ્રદ્ધા–જ્ઞાનાદિમાં જે શુદ્ધ પરિણમન થયું છે તે તો
રાગ વગરનું જ છે, તેમાં તો રાગનું કર્તા–ભોક્તાપણું નથી; પણ દશમા ગુણસન સુધી
ચારિત્રદશામાં જે રાગાદિભાવ થાય છે તે રાગનો કર્તા કર્તૃનયથી આત્મા પોતે છે,
પોતાની પર્યાયમાં તે કાળે તેવો ધર્મ છે, અને તે ધર્મનો અધિષ્ઠાતા આત્મા જ છે, –
એમ જ્ઞાની પોતાની પર્યાયમાં રાગના કર્તૃત્વને તેમજ ભોકતૃત્વને તે કાળે જાણે છે. તે જ
વખતે રાગાદિના અકર્તા–અભોક્તારૂપ પરિણમન પણ શ્રદ્ધા–જ્ઞાનાદિ પર્યાયોમાં વર્તે છે,
તેને પણ ધર્મી જાણે છે. – આવો ભગવાનનો અનેકાન્ત માર્ગ છે.
સાધકની પર્યાયમાં શાંતિનું વેદન તેમજ રાગની આકુળતાનું વેદન – એમ બંને
એક સાથે છે, સાધક પ્રમાણજ્ઞાનમાં બંને ધર્મોને પોતાના જાણે છે. તેમાં જ્યારે
સમ્યક્ત્વાદિ શુદ્ધ ભાવની વિવક્ષાથી જોવામાં આવે ત્યારે આત્માને શાંતિનું વેદન છે,
તેમાં અશાંતિ છે જ નહીં. અને જ્યારે પર્યાયમાં રાગાદિ છે તેની વિવક્ષાથી જોવામાં

PDF/HTML Page 37 of 49
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
આવે ત્યારે તે જ આત્માને રાગના દુઃખનું વેદન છે, તે પોતે જ રાગનો કર્તા ભોક્તા છે.
શુદ્ધતાને મુખ્ય કરીને તેમાં એકલા આનંદનું જ વેદન કહ્યું, ને રાગાદિ ભાવો તે શુદ્ધતાથી
જુદા રહી ગયા, એટલે તેનો કર્તા– ભોક્તા જ્ઞાની નથી – એમ કહ્યું. વસ્તુનું સ્વરૂપ બધા
પડખેથી (બધા ધર્મોથી) જેમ છે તેમ સત્ય જાણવું જોઈએ.
ધર્માત્માને જ્ઞાનનો કોઈ અંશ રાગમાં પ્રવેશતો નથી, ને રાગનો કોઈ અંશ
જ્ઞાનમાં પ્રવેશતો નથી, એટલે જ્ઞાનભાવ પોતે તો કદી રાગનો કર્તા કે ભોક્તા નથી.
અને છતાં પોતાની પર્યાયમાં જે રાગાદિનું કર્તા–ભોક્તાપણું વર્તે છે તે પણ જ્ઞાનીનું
જ્ઞાન બરાબર જાણે છે. – ત્યાં જાણવાની ક્રિયામાં ધર્મીને એકત્વબુદ્ધિ (તન્મયપણું)
છે, રાગાદિની ક્રિયાને જ્ઞાનક્રિયાથી જુદી જાણે છે, એટલે જ્ઞાનાદિ ભાવ તો રાગ
વગરના જ છે.
જ્ઞાનીને રાગનું – દુઃખનું વેદન હોય?
– કે હા; તેમને પોતાની પર્યાયમાં જેટલા રાગાદિ છે તેટલું દુઃખનું વેદન પણ છે;
શુદ્ધતા છે તેટલી શાંતિનું વેદન તો છે જ, ને તેની સાથે જેટલા રાગાદિ છે તેટલું દુઃખનું
વેદન પણ છે. અનંત નયોમાંથી ભોક્તાનયે તે જ્ઞાની તે દુઃખનું ભોક્તાપણું પોતામાંજાણે
છે; પર્યાયમાં એવા ભોક્તાપણાનો ધર્મ છે, ને તે ધર્મોનો અધિષ્ઠાતા આત્મા છે. અરે,
ચૌદમાં ગુણસ્થાનના છેલ્લા સમય સુધી જે અસિદ્ધત્વ ભાવરૂપ વિભાવ છે (ઉદયભાવ)
તે પણ જીવનું સ્વતત્ત્વ છે, જીવની સત્તામાં તેનું અસ્તિત્વ છે.
શ્રુતજ્ઞાન–પ્રમાણ અનંતનયોમાં વ્યાપેલું છે, અને તે અનંતધર્મવાળા એક
આત્માને જાણે છે. પોતાના દ્રવ્યમાં–ગુણમાં–પર્યાયમાં –જે જે ધર્મો છે તેને જ્ઞાની જાણે
છે. તેમાં જેટલું રાગાદિનું કર્તા– ભોક્તાપણું હજી પર્યાયમાં વર્તે છે તેને પણ ધર્મી જાણે
છે. એક તરફ સ્વભાવની શાંતિનું વેદન છે તેને પણ જાણે છે, ને બીજી તરફ (તે જ
પર્યાયમાં) રાગાદિની અશાંતિનું પણ વેદન છે, – બંને ધર્મોને જ્ઞાની પોતાની પર્યાયમાં
જેમ છે તેમ જાણે છે. જે શાંતિ છે તેમાં અશાંતિ નથી, એટલે રાગ વગરનો જે જ્ઞાનભાવ
છે તેમાં તો શાંતિનું જ વેદન છે, ને સાધકને જેટલા રાગાદિ છે તેટલું અશાંતિનું વેદન
છે. આ રીતે જ્ઞાનભાવ અને રાગભાવ બંનેનું કાર્ય જુદું– જુદું છે; છતાં સાધકની
પર્યાયમાં બંને એક સાથે વર્તે છે. પોતાની પર્યાયમાં છે તે અપેક્ષાએ આત્મા જ તેનો
કર્તા ને ભોક્તા છે.

PDF/HTML Page 38 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૩પ:
–પણ આત્માના ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિએ જોતાં તેમાં શુદ્ધતાનું જ કર્તા–ભોકતા
પણું છે, તેમાં અશુદ્ધતાનું કર્તા–ભોક્તાપણું નથી. એટલે જ્ઞાની તે રાગાદિને પોતાની
પર્યાયમાં જાણતા હોવા છતાં, ને પર્યાયમાં તેનું કર્તા ભોક્તાપણું જાણતા હોવા છતાં,
તેમાં તેને એકત્વબુદ્ધિ નથી, એકત્વબુદ્ધિ તો પરથી ભિન્ન પોતાના સુંદર–એકત્વ સ્વભાવ
જ વર્તે છે.
અહો, શ્રુતજ્ઞાનમાં અનંત ધર્મો જાણવાની તાકાત છે, કેમકે તેમાં અનંતનયો
સમાય છે. પોતાના આત્મામાં દ્રવ્ય–ગુણઅપેક્ષાએ, પર્યાયઅપેક્ષાએ જેટલા શુદ્ધ
અશુદ્ધભાવો છે તેને બરાબર પોતાના અસ્તિત્વમાં જાણવા જોઈએ. જ્ઞાનીને રાગ થાય–
તેનું વેદન તેને છે જ નહિ–એમ નથી, તેનેય તે રાગનું દુઃખરૂપ વેદન તો છે, પણ તે જ
વખતે તેનાથી ભિન્ન સ્વભાવથી શુદ્ધતાનું ને શાંતિનું વેદન તેને વર્તી જ રહ્યું છે, તે
વેદનમાં રાગાદિનો અભાવ હોવાથી જ્ઞાનીને તેના અકર્તા–અભોકતા કહ્યા. બંને
અપેક્ષાને ધર્મી જીવ બરાબર જાણે છે. પોતાની પર્યાયમાં રાગ છે તેટલું દુઃખ છે – તેનું
અસ્તિત્વ જ ન માને તો જ્ઞાન આંધળુ થયુ; તે જ્ઞાને પોતાની પર્યાયના દોષને પણ
જાણ્યો નહિ,–એ તો શુભરાગ વગેરે દોષને ગુણ સાથે ખતવી દેશે એટલે ગુણના
સ્વરૂપનુંય સાચું જ્ઞાન તેને નહિ થાય. ધર્મી દોષને દોષરૂપ બરાબર જાણે, પોતામાં
જેટલો શુભ રાગ છે તેટલો પણ અપરાધ છે એમ જાણે, પણ તે દોષના કોઈ અંશને
ગુણમાં ભેળવે નહીં.
અમૃતચંદ્રાઆચાર્ય જેવા પણ કહે છે (કળશ ત્રીજામાં) કે હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ
હોવા છતાં હજી મારી પરિણતિ રાગાદિથી મેલી છે. જેટલી મલિનતા છે તેટલું દુઃખ પણ
છે; ને તે પર્યાય પણ મારી છે–એમ જ્ઞાની જાણે છે. સ્વભાવથી શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું,–તેના
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી પરિણતિમાં શુદ્ધતા પણ થઈ છે અપૂર્વ વીતરાગી શાંતિનું વેદન
પણ વર્તી રહ્યું છે. અને સાથે જે રાગાદિ દોષ બાકી છે તે પણ પોતાની પર્યાયમાં છે,
પોતાના અસ્તિવમાં છે. –એમ અનેકાન્તના શરણે ધર્મી જીવ જાણે છે. પોતામાં દ્રવ્ય–
ગુણ–પર્યાયરૂપ અનંત ધર્મો જેમ છે તેમ જાણ્યા વગર સ્વજ્ઞેયનું સાચું જ્ઞાન ક્્યાંથી
થશે? સ્વ–જ્ઞેયના બધા પડખાને બરાબર જાણે તો તેમાં હેય–ઉપાદેયનો વિવેક કરે, ને
શુદ્ધ સ્વભાવના આશ્રયે ઉપાદેયભાવો પ્રગટ કરીને, રાગાદિ હેય ભાવોને છોડે; એ રીતે
વસ્તુના સાચા જ્ઞાનપૂર્વક મોક્ષમાર્ગ સધાય છે. મહાવીર ભગવાને આત્માનું આવું
સ્વરૂપ પ્રસિદ્ધ કર્યું છે. આવા વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરવું તે જ મહાવીર પરમાત્માના
નિર્વાણમહોત્સવની (અઢી હજારમા

PDF/HTML Page 39 of 49
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૯
વર્ષની) સાચી ઉજવણી છે. ભગવાન મહાવીરે જે કહ્યું–તેના જ્ઞાન વગર તેમના મોક્ષનો
સાચો ઉત્સવ ક્્યાંથી ઊજવાય?
જ્ઞાનીને સાધકદશામાં સ્વભાવની શાંતિ તેમજ રાગની અશાંતિ–એ બંને વેદાય
છે, તે બંને ભાવોને પોતામાં જેમ છે તેમ જ્ઞાની જાણે છે. જેટલી અશુદ્ધતા પોતામાં છે
તેને જાણે જ નહિ તો તેને ટાળશે ક્્યાંથી? અને અશુદ્ધતા જેટલો જ પોતાને માની લ્યે,
ને તે જ વખતે સ્વભાવની શુદ્ધતાનું વેદન જરાય ન રહે–તો તે મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયમાં
જેટલા રાગાદિ દોષ છે તેનું વેદન પણ પોતાને જ છે, તે ઉપરાંત ધર્મીને તે જ કાળે
રાગથી જુદી પોતાની ચેતનાનું વેદન પણ વર્તે છે.–આવી આશ્ચર્યકારી સાધકદશા છે,
તેને ધર્મી જ ઓળખે છે. એકાંતવાદી તેને ઓળખી શકતા નથી.
જ્ઞાની તો રાગનો અવેદક છેને?
સ્વભાવદ્રષ્ટિએ તેને જેટલી શુદ્ધતા થઈ છે તે શુદ્ધતામાં રાગાદિનું જરાય વેદન
નથી – એ સાચું, પણ પર્યાયમાં હજી જેટલું અશુદ્ધ– રાગાદિરૂપ પરિણમન બાકી છે તે
પરિણમન પોતાનું છે ને પર્યાયમાં તેનું વેદન પણ છે – એમ જ્ઞાની પર્યાયનયથી જાણે
છે. રાગાદિ થતા હોવા છતાં તેને જાણે જ નહિ – તો તો જ્ઞાન ખોટુ પડે. તે પર્યાયમાં
તેક્ષણ પૂરતો તેટલો રાગાદિના કર્તાપણારૂપ ભાવ છે, કર્તૃનયથી આત્મા પોતે તે
કર્તૃધર્મવાળો છે.–પણ તે જ વખતે બીજા અનંત ધર્મોમાં રાગાદિને ન કરે એવો
અકર્તૃસ્વભાવ પણ પોતામાં છે – એનેય ધર્મી જાણે છે, એટલે એકલી પર્યાયબુદ્ધિ તેને
થતી નથી, રાગાદિમાં જ્ઞાનની એકત્વબુદ્ધિ થઈ જતી નથી. રાગ અને જ્ઞાનથી
ભિન્નતાના ભાન સહિત પોતાની પર્યાયમાં જ્ઞાનધારાને અને રાગધારાને જેમ છે તેમ
જાણે છે. તેનો કર્તા પણ છે, તેનો ભોક્તા પણ છે, અને તે જ વખતે રાગાદિના અકર્તા–
અભોક્તાપણાનો ભાવ પણ ધર્મીની પર્યાયમાં વર્તે છે – અહો, અનેકાન્તમય
વસ્તુસ્વરૂપ! આવા વસ્તુસ્વરૂપને જાણીને હે જીવો! તમે આજે જ આત્મામાંથી આનંદ
કાઢીને તે આનંદનો અનુભવ કરો.
(આ વિષય વધુ સ્પષ્ટ સમજવા માટે, પ્રવચનસારમાં પરિશિષ્ટમાં ‘આત્મ
પ્રાપ્તિ’ ના વર્ણનમાં આચાર્યદેવે ૪૭ નયોથી આત્માનું વર્ણન કર્યું છે; તેમાં કર્તૃનય
અનેક અકર્તૃનય, તથા ભોકતૃનય અને અભોકતૃનય પણ છે; તો પ્રવચનમાંથી કેટલોક
સાર અહીં આપીએ છીએ.)

PDF/HTML Page 40 of 49
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૯ આત્મધર્મ : ૩૭ :
પ્રથમ તો જ્ઞાન–સાધકના શ્રુતજ્ઞાનમાં અનંત નયો હોય છે, તથા તેના વિષય
રૂપ અનંત ધર્મો છે. તેમાં કર્તૃનય–અકર્તૃનય વગેરે છે. અને તે નયના વિષયરૂપ ધર્મો
પણ આત્માની પર્યાયમાં વર્તે છે. તેને ધર્મી જાણે છે.–જાણીને પરભાવોથી ભિન્ન
પોતાના શુદ્ધચૈતન્યને પ્રાપ્ત કરે છે.
જેમ રંગારો રંગનો કરનાર છે તેમ કર્તાનયે આત્મા રાગાદિનો કર્તા છે, – એવો
તેનો એક પર્યાયધર્મ છે, તેને ધર્મી જાણે છે. હું અનંત ગુણનો પિંડ શુદ્ધ ચિદાનંદ સ્વભાવ
છું, મારા શુદ્ધ ચૈતન્ય દ્રવ્યમાં રાગનો અંશ પણ નથી એટલે રાગનું કર્તાપણું મારા
સ્વરૂપમાં નથી – આવી અંર્તદ્રષ્ટિપૂર્વક, પર્યાયમાં જે અલ્પ રાગાદિ થાય છે તેને પણ
સાધક જીવ પોતાનું પરિણમન જાણે છે; – તેને પ્રમાણ જ્ઞાનપૂર્વક આ કર્તૃનય હોય છે.
રાગથી ભિન્ન ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ છોડીને એકલા રાગના કર્તાપણામાં રોકાય તેને
આ કર્તૃનય હોતો નથી.
પરનો કર્તા થાય એવો તો કોઈ ધર્મ આત્મામાં કદી નથી; અને રાગાદિનો
કર્તા થાય એવો કોઈ સ્વભાવ દ્રવ્યમાં કે ગુણમાં નથી, તે તો તે પર્યાયનો તે વખતનો
ધર્મ છે. (એ ખાસ લક્ષમાં રાખવું કે સાધકને પર્યાયમાં એકલું રાગનું કર્તૃત્વ જ નથી
પરંતુ તે જ વખતે પર્યાયમાં જેટલી શુદ્ધતા છે તેટલું રાગનું અકર્તૃત્વ પણ વર્તે છે.)
જીવની પર્યાયમાં જે રાગ થાય છે તેનો કર્તા કોણ? આત્મા પોતે પર્યાયમાં વિકારપણે
પરિણમે છે તેથી આત્માનો જ તે ધર્મ છે, તેનો કર્તા આત્મા છે, પણ જડકર્મ તેનું
કર્તા નથી આ સાધકના નયની વાત છે. સાધકના શ્રુતજ્ઞાનમાં આવા નયો હોય છે.
સિદ્ધભગવાનને રાગ પણ નથી ને નય પણ નથી. જેને હજી પર્યાયમાં રાગ થાય છે
એવો સાધકજીવ કર્તૃનયથી એમ જાણે છે કે આ રાગ થાય છે તેનો કર્તા હું છું; બીજું
કોઈ તેનું કર્તા કે કરાવનાર નથી. તેમજ મારા ત્રિકાળી ચૈતન્યસ્વભાવમાં આ રાગનું
કર્તાપણું નથી, તે પર્યાયમાં જેટલી શુદ્ધતા થઈ છે તેમાં પણ રાગનું કર્તાપણું નથી.–
આમ જાણવું તે અનેકાન્ત છે. એકલું કર્તૃત્વ જ જાણે, ને તે જ વખતે અકર્તૃત્વને ન
જાણે, અથવા સર્વથા અકર્તા જાણે ને પર્યાયમાં જેટલું રાગનું કર્તૃત્વ વર્તે છે તેને ન
જાણે–તો પ્રમાણજ્ઞાન એટલે વસ્તુનું સાચું જ્ઞાન થાય નહિ, ને વસ્તુના સાચા જ્ઞાન
વગર શુદ્ધઆત્માની પ્રાપ્તિ થાય નહીં.