Benshreena Vachanamrut (Gujarati). Bol: 418-432.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 11

 

Page 164 of 186
PDF/HTML Page 181 of 203
single page version

background image
લગની લાગી છે. ચૈતન્યનગરમાં જ વાસ છે. ‘હું ને
મારા આત્માના અનંત ગુણો તે જ મારા ચૈતન્યનગરની
વસ્તી છે. તેનું જ મારે કામ છે. બીજાનું મારે શું કામ
છે?’ એમ એક આત્માની જ ધૂન છે. વિશ્વની વાર્તાથી
ઉદાસ છે. બસ
, એક આત્મામય જ જીવન થઈ ગયું
છે;જાણે હાલતા-ચાલતા સિદ્ધ! જેમ પિતાનો
અણસાર પુત્રમાં દેખાય તેમ જિનભગવાનનો અણસાર
મુનિરાજમાં દેખાય છે. મુનિ છઠ્ઠે-સાતમે ગુણસ્થાને રહે
તેટલો કાળ કાંઈ (
આત્મશુદ્ધિની દશામાં આગળ વધ્યા
વિના) ત્યાં ને ત્યાં ઊભા નથી રહેતા, આગળ વધતા
જાય છે; કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી શુદ્ધિ વધારતા
જ જાય છે.
, મુનિની અંતઃસાધના છે. જગતના
જીવો મુનિની અંદરની સાધના દેખતા નથી. સાધના
કાંઈ બહારથી જોવાની ચીજ નથી, અંતરની દશા છે.
મુનિદશા આશ્ચર્યકારક છે, વંદ્ય છે. ૪૧૭.
સિદ્ધભગવાનને અવ્યાબાધ અનંત સુખ પ્રગટ્યું
તે પ્રગટ્યું. તેનો કદી નાશ થતો નથી. જેને દુઃખનાં
બીજડાં જ બળી ગયાં છે તે કદી સુખ છોડીને
દુઃખમાં ક્યાંથી આવે? એક વાર જેઓ ક્ષાયિક
સમ્યગ્દર્શન પામીને છૂટા પરિણમે છે તેઓ પણ કદી
૧૬૪
બહેનશ્રીનાં વચનામૃત

Page 165 of 186
PDF/HTML Page 182 of 203
single page version

background image
ભેગા થતા નથી, તો પછી જે સિદ્ધપણે પરિણમ્યા તે
અસિદ્ધપણે ક્યાંથી પરિણમે? સિદ્ધત્વપરિણમન પ્રવાહરૂપે
સાદિ
અનંત છે. સિદ્ધભગવાન સાદિ-અનંત કાળ
પ્રતિસમય પૂર્ણરૂપે પરિણમ્યા કરે છે. જોકે સિદ્ધ-
ભગવાનને જ્ઞાન-આનંદાદિ સર્વ ગુણરત્નોમાં ચમક
ઊઠ્યા જ કરે છે
ઉત્પાદવ્યય થયા જ કરે છે,
તોપણ તે સર્વ ગુણો પરિણમનમાં પણ સદા તેવા ને
તેવા જ પરિપૂર્ણ રહે છે. સ્વભાવ અદ્ભુત છે. ૪૧૮.
પ્રશ્નઃઅનંત કાળના દુખિયારા અમે; અમારું
આ દુઃખ કેમ મટે?
ઉત્તરઃહું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, વિભાવથી
જુદો હું જ્ઞાયક છું’ એ રસ્તે જવાથી દુઃખ ટળશે અને
સુખની ઘડી આવશે. જ્ઞાયકની પ્રતીતિ થાય અને
વિભાવની રુચિ છૂટેએવા પ્રયત્નની પાછળ વિકલ્પ
તૂટશે અને સુખની ઘડી આવશે. ‘હું જ્ઞાયક છું’ એમ
ભલે પહેલાં ઉપલકપણે કર, પછી ઊંડાણથી કર, પણ
ગમે તેમ કરીને એ રસ્તે જા
. શુભાશુભ ભાવથી જુદા
જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરીને જ્ઞાયકની પ્રતીતિ
દ્રઢ કરવી
, જ્ઞાયકને ઊંડાણથી પ્રાપ્ત કરવો, તે જ
સાદિ-અનંત સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. આત્મા
બહેનશ્રીનાં વચનામૃત
૧૬૫

Page 166 of 186
PDF/HTML Page 183 of 203
single page version

background image
સુખનું ધામ છે, તેમાંથી સુખ મળશે. ૪૧૯.
પ્રશ્નઃજિજ્ઞાસુને ચોવીશે કલાક આત્માના વિચાર
ચાલે?
ઉત્તરઃવિચારો ચોવીશે કલાક ન ચાલે. પણ
આત્માની ખટક, લગની, રુચિ, ધગશ રહ્યા કરે. ‘મારે
આત્માનું કરવું છે, મારે આત્માને ઓળખવો છે’ એમ
લક્ષ આત્મા તરફ વારંવાર વળ્યા કરે. ૪૨૦.
પ્રશ્નઃમુમુક્ષુએ શાસ્ત્રનો અભ્યાસ વિશેષ રાખવો
કે ચિંતનમાં સમય વિશેષ ગાળવો?
ઉત્તરઃસામાન્ય અપેક્ષાએ તો, શાસ્ત્રાભ્યાસ ચિંતન
સહિત હોય, ચિંતન શાસ્ત્રાભ્યાસપૂર્વક હોય. વિશેષ
અપેક્ષાએ, પોતાની પરિણતિ જેમાં ટકતી હોય અને પોતાને
જેનાથી વિશેષ લાભ થતો જણાય તે કરવું
. જો
શાસ્ત્રાભ્યાસ કરતાં પોતાને નિર્ણય દ્રઢ થતો હોય, વિશેષ
લાભ થતો હોય, તો એવો પ્રયોજનભૂત શાસ્ત્રાભ્યાસ
વિશેષ કરવો અને જો ચિંતનથી નિર્ણયમાં દ્રઢતા થતી
હોય
, વિશેષ લાભ થતો હોય, તો એવું પ્રયોજનભૂત
ચિંતન વિશેષ કરવું. પોતાની પરિણતિને લાભ થાય તેમ
૧૬૬
બહેનશ્રીનાં વચનામૃત

Page 167 of 186
PDF/HTML Page 184 of 203
single page version

background image
કરવું. પોતાની ચૈતન્યપરિણતિ આત્માને ઓળખે એ જ
ધ્યેય હોવું જોઈએ. તે ધ્યેયની સિદ્ધિ અર્થે દરેક મુમુક્ષુએ
આમ જ કરવું જોઈએ એવો નિયમ ન હોય. ૪૨૧.
પ્રશ્નઃવિકલ્પ અમારો પીછો નથી છોડતા!
ઉત્તરઃવિકલ્પ તને વળગ્યા નથી, તું વિકલ્પને
વળગ્યો છો. તું ખસી જા ને! વિકલ્પમાં જરા પણ
સુખ અને શાન્તિ નથી, અંદરમાં પૂર્ણ સુખ અને
સમાધાન છે.
પહેલાં આત્મસ્વભાવની પ્રતીતિ થાય, ભેદજ્ઞાન
થાય, પછી વિકલ્પ તૂટે અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ
થાય
. ૪૨૨.
પ્રશ્નઃસર્વગુણાંશ તે સમ્યક્ત્વ કહ્યું છે, તો શું
નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થતાં આત્માના બધા ગુણોનું
આંશિક શુદ્ધ પરિણમન વેદનમાં આવે
?
ઉત્તરઃનિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદ-
ગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતાં આત્માના બધા
ગુણોનું (
યથાસંભવ) આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય
છે અને બધા ગુણોની પર્યાયોનું વેદન થાય છે.
બહેનશ્રીનાં વચનામૃત
૧૬૭

Page 168 of 186
PDF/HTML Page 185 of 203
single page version

background image
આત્મા અખંડ છે, બધા ગુણો આત્માના જ છે,
તેથી એક ગુણની પર્યાય વેદાય તેની સાથે સાથે બધા
ગુણોની પર્યાયો અવશ્ય વેદનમાં આવે છે. ભલે બધા
ગુણોનાં નામ ન આવડે
, અને બધા ગુણોની સંજ્ઞા
ભાષામાં હોય પણ નહિ, તોપણ તેમનું સંવેદન તો થાય
છે જ.
સ્વાનુભૂતિકાળે અનંતગુણસાગર આત્મા પોતાના
આનંદાદિ ગુણોની ચમત્કારિક સ્વાભાવિક પર્યાયોમાં
રમતો પ્રગટ થાય છે. તે નિર્વિકલ્પ દશા અદ્ભુત છે,
વચનાતીત છે. તે દશા પ્રગટતાં આખું જીવન પલટો
ખાય છે. ૪૨૩.
પ્રશ્નઃઆત્મદ્રવ્યનો ઘણો ભાગ શુદ્ધ રહીને માત્ર
થોડા ભાગમાં જ અશુદ્ધતા આવી છે ને?
ઉત્તરઃનિશ્ચયથી અશુદ્ધતા દ્રવ્યના થોડા ભાગમાં
પણ આવી નથી, તે તો ઉપર ઉપર જ તરે છે.
ખરેખર જો દ્રવ્યના થોડા પણ ભાગમાં અશુદ્ધતા આવે
અર્થાત
્ દ્રવ્યનો થોડો પણ ભાગ અશુદ્ધ થાય, તો
અશુદ્ધતા કદી નીકળે જ નહિ, સદાકાળ રહે!
બદ્ધસ્પૃષ્ટત્વ આદિ ભાવો દ્રવ્યના ઉપર તરે છે પણ
તેમાં ખરેખર સ્થાન પામતા નથી
. શક્તિ તો શુદ્ધ જ
૧૬૮
બહેનશ્રીનાં વચનામૃત

Page 169 of 186
PDF/HTML Page 186 of 203
single page version

background image
છે, વ્યક્તિમાં અશુદ્ધતા આવી છે. ૪૨૪.
પ્રશ્નજિજ્ઞાસુ જીવ તત્ત્વને યથાર્થ ધારવા છતાં
કેવા પ્રકારે અટકી જાય છે?
ઉત્તરતત્ત્વને ધારવા છતાં જગતના કોઈક
પદાર્થોમાં ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જાય અથવા
શુભ પરિણામમાં આશ્રયબુદ્ધિ રહી જાય
ઇત્યાદિ
પ્રકારે તે જીવ અટકી જાય છે. બાકી જે ખાસ
જિજ્ઞાસુ
આત્માર્થી હોય અને જેને ખાસ પ્રકારની
પાત્રતા પ્રગટી હોય તે તો ક્યાંય અટકતો જ નથી,
અને તે જીવને જ્ઞાનની કોઈ ભૂલ રહી ગઈ હોય તો
તે પણ સ્વભાવની લગનીના બળે નીકળી જાય છે;
અંતરની ખાસ પ્રકારની પાત્રતાવાળો જીવ ક્યાંય અટક્યા
વિના પોતાના આત્માને પ્રાપ્ત કરી લે છે. ૪૨૫.
પ્રશ્નમુમુક્ષુએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે શું
કરવું?
ઉત્તરઅનાદિકાળથી આત્માએ પોતાનું સ્વરૂપ
છોડ્યું નથી, પણ ભ્રાન્તિને લીધે ‘છોડી દીધું છે
એમ તેને ભાસ્યું છે. અનાદિકાળથી દ્રવ્ય તો શુદ્ધતાથી
બહેનશ્રીનાં વચનામૃત
૧૬૯

Page 170 of 186
PDF/HTML Page 187 of 203
single page version

background image
ભરેલું છે, જ્ઞાયકસ્વરૂપ જ છે, આનંદસ્વરૂપ જ છે.
અનંત ચમત્કારિક શક્તિ તેમાં ભરેલી છે.
આવા
જ્ઞાયક આત્માને બધાંથી જુદોપરદ્રવ્યથી જુદો,
પરભાવોથી જુદોજાણવાનો પ્રયત્ન કરવો. ભેદજ્ઞાનનો
અભ્યાસ કરવો. જ્ઞાયક આત્માને ઓળખવો.
જ્ઞાયકસ્વરૂપ છું’ એવો અભ્યાસ કરવો, તેની
પ્રતીતિ કરવી; પ્રતીતિ કરી તેમાં ઠરી જતાં, અનંત
ચમત્કારિક શક્તિ તેમાં છે તે પ્રગટ અનુભવમાં આવે
છે. ૪૨૬.
પ્રશ્નમુમુક્ષુ જીવ પ્રથમ શું કરે?
ઉત્તરપ્રથમ દ્રવ્ય-ગુણ-પર્યાયબધાંને ઓળખે.
ચૈતન્યદ્રવ્યના સામાન્યસ્વભાવને ઓળખીને, તેના ઉપર
દ્રષ્ટિ કરીને, તેનો અભ્યાસ કરતાં કરતાં ચૈતન્ય તેમાં
ઠરી જાય, તો તેમાં વિભૂતિ છે તે પ્રગટ થાય છે.
ચૈતન્યના અસલી સ્વભાવની લગની લાગે, તો પ્રતીતિ
થાય; તેમાં ઠરે તો તેનો અનુભવ થાય છે.
પહેલામાં પહેલાં ચૈતન્યદ્રવ્યને ઓળખવું, ચૈતન્યમાં
જ વિશ્વાસ કરવો અને પછી ચૈતન્યમાં જ ઠરવું...તો
ચૈતન્ય પ્રગટે, તેની શક્તિ પ્રગટે.
પ્રગટ કરવામાં પોતાની તૈયારી જોઈએ; એટલે કે
૧૭૦
બહેનશ્રીનાં વચનામૃત

Page 171 of 186
PDF/HTML Page 188 of 203
single page version

background image
ઉગ્ર પુરુષાર્થ વારંવાર કરે, જ્ઞાયકનો જ અભ્યાસ,
જ્ઞાયકનું જ મંથન, તેનું જ ચિંતવન કરે, તો પ્રગટ થાય.
પૂજ્ય ગુરુદેવે માર્ગ બતાવ્યો છે; ચારે પડખેથી
સ્પષ્ટ કર્યું છે. ૪૨૭.
પ્રશ્નઆત્માની વિભૂતિને ઉપમા આપી સમજાવો.
ઉત્તરચૈતન્યતત્ત્વમાં વિભૂતિ ભરી છે. કોઈ
ઉપમા તેને લાગુ પડતી નથી. ચૈતન્યમાં જે વિભૂતિ
ભરી છે તે અનુભવમાં આવે છે; ઉપમા શી
અપાય
? ૪૨૮.
પ્રશ્નપ્રથમ આત્માનુભવ થતાં પહેલાં, છેલ્લો
વિકલ્પ કેવો હોય?
ઉત્તરછેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. ભેદ-
જ્ઞાનપૂર્વક શુદ્ધાત્મતત્ત્વની સન્મુખતાનો અભ્યાસ કરતાં
કરતાં ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થાય છે. જ્યાં જ્ઞાયક તરફ
પરિણતિ ઢળી રહી હોય છે, ત્યાં ક્યો વિકલ્પ છેલ્લો
હોય (
અર્થાત્ છેલ્લે અમુક જ વિકલ્પ હોય) એવો
વિકલ્પસંબંધી કોઈ નિયમ નથી. જ્ઞાયકધારાની ઉગ્રતા-
તીક્ષ્ણતા થાય ત્યાં ‘વિકલ્પ ક્યો?’ તેનો સંબંધ નથી.
બહેનશ્રીનાં વચનામૃત
૧૭૧

Page 172 of 186
PDF/HTML Page 189 of 203
single page version

background image
ભેદજ્ઞાનની ઉગ્રતા, તેની લગની, તેની જ તીવ્રતા
હોય; શબ્દથી વર્ણન ન થઈ શકે. અભ્યાસ કરે,
ઊંડાણમાં જાય, તેના તળમાં જઈને ઓળખે, તળમાં
જઈને ઠરે, તો પ્રાપ્ત થાયજ્ઞાયક પ્રગટ થાય. ૪૨૯.
પ્રશ્નનિર્વિકલ્પ દશા થતાં વેદન શાનું હોય?
દ્રવ્યનું કે પર્યાયનું?
ઉત્તરદ્રષ્ટિ તો ધ્રુવસ્વભાવની જ હોય છે;
વેદાય છે આનંદાદિ પર્યાય.
સ્વભાવે દ્રવ્ય તો અનાદિ-અનંત છે જે ફરતું નથી,
બદલતું નથી. તેના ઉપર દ્રષ્ટિ કરવાથી, તેનું ધ્યાન
કરવાથી, પોતાની વિભૂતિનો પ્રગટ અનુભવ થાય
છે. ૪૩૦.
પ્રશ્નનિર્વિકલ્પ અનુભૂતિ વખતે આનંદ કેવો
થાય?
ઉત્તરતે આનંદનો, કોઈ જગતનાવિભાવના
આનંદ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે, મેળ
નથી. જેને અનુભવમાં આવે છે તે જાણે છે. તેને
કોઈ ઉપમા લાગુ પડતી નથી. એવો અચિંત્ય
૧૭૨
બહેનશ્રીનાં વચનામૃત

Page 173 of 186
PDF/HTML Page 190 of 203
single page version

background image
અદભુત તેનો મહિમા છે. ૪૩૧.
પ્રશ્નઆજે વીરનિર્વાણદિનપ્રસંગે કૃપા કરી બે
શબ્દ કહો.
ઉત્તરશ્રી મહાવીર તીર્થાધિનાથ આત્માના પૂર્ણ
અલૌકિક આનંદમાં અને કેવળજ્ઞાનમાં પરિણમતા હતા.
આજે તેમણે સિદ્ધદશા પ્રાપ્ત કરી. ચૈતન્યશરીરી ભગવાન
આજે પૂર્ણ અકંપ થઈને અયોગીપદને પામ્યા
, ચૈતન્ય-
ગોળો છૂટો પડી ગયો, પોતે પૂર્ણ ચિદ્રૂપ થઈ
ચૈતન્યબિંબરૂપે સિદ્ધાલયમાં બિરાજી ગયા; હવે સદાય
સમાધિસુખાદિ અનંત ગુણોમાં પરિણમ્યા કરશે. આજે
ભરતક્ષેત્રમાંથી ત્રિલોકીનાથ ચાલ્યા ગયા, તીર્થંકર-
ભગવાનનો વિયોગ થયો, વીરપ્રભુના આજે વિરહ
પડ્યા. ઇન્દ્રોએ ઉપરથી ઊતરીને આજ નિર્વાણ-
મહોત્સવ ઊજવ્યો. દેવોએ ઊજવેલો તે નિર્વાણકલ્યાણક-
મહોત્સવ કેવો દિવ્ય હશે! તેને અનુસરીને હજુ પણ
લોકો દર વર્ષે દિવાળીદિને દીપમાળા પ્રગટાવીને
દીપોત્સવીમહોત્સવ ઊજવે છે.
આજે વીરપ્રભુ મોક્ષ પધાર્યા. ગણધરદેવ શ્રી
ગૌતમસ્વામી તરત જ અંતરમાં ઊંડા ઊતરી ગયા અને
વીતરાગદશા પ્રાપ્ત કરી કેવળજ્ઞાનને પામ્યા
. આત્માના
બહેનશ્રીનાં વચનામૃત
૧૭૩

Page 174 of 186
PDF/HTML Page 191 of 203
single page version

background image
સ્વક્ષેત્રમાં રહીને લોકાલોકને જાણનારું આશ્ચર્યકારક,
સ્વપરપ્રકાશક પ્રત્યક્ષજ્ઞાન તેમને પ્રગટ થયું
, આત્માના
અસંખ્ય પ્રદેશોમાં આનંદાદિ અનંત ગુણોની અનંત પૂર્ણ
પર્યાયો પ્રકાશી નીકળી
.
અત્યારે આ પંચમ કાળે ભરતક્ષેત્રમાં તીર્થંકર-
ભગવાનના વિરહ છે, કેવળજ્ઞાની પણ નથી. મહાવિદેહ-
ક્ષેત્રમાં કદી તીર્થંકરનો વિરહ પડતો નથી
, સદાય
ધર્મકાળ વર્તે છે. આજે પણ ત્યાં ભિન્ન ભિન્ન
વિભાગમાં એક એક તીર્થંકર થઈને વીશ તીર્થંકર
વિદ્યમાન છે. હાલમાં વિદેહક્ષેત્રના પુષ્કલાવતીવિજયમાં
શ્રી સીમંધરનાથ વિચરી રહ્યા છે અને સમવસરણમાં
બિરાજી દિવ્યધ્વનિના ધોધ વરસાવી રહ્યા છે. એ રીતે
અન્ય વિભાગોમાં અન્ય તીર્થંકરભગવંતો વિચરી રહ્યા છે.
જોકે વીરભગવાન નિર્વાણ પધાર્યા છે તોપણ
આ પંચમ કાળમાં આ ભરતક્ષેત્રે વીરભગવાનનું
શાસન પ્રવર્તી રહ્યું છે, તેમનો ઉપકાર વર્તી રહ્યો
છે. વીરપ્રભુના શાસનમાં અનેક સમર્થ આચાર્ય-
ભગવંતો થયા જેમણે વીરભગવાનની વાણીનાં
રહસ્યને વિધવિધ પ્રકારે શાસ્ત્રોમાં ભરી દીધાં છે.
શ્રી કુંદકુંદાદિ સમર્થ આચાર્યભગવંતોએ દિવ્યધ્વનિનાં
ઊંડાં રહસ્યોથી ભરપૂર પરમાગમો રચી મુક્તિનો માર્ગ
અદ્ભુત રીતે પ્રકાશ્યો છે.
૧૭૪
બહેનશ્રીનાં વચનામૃત

Page 175 of 186
PDF/HTML Page 192 of 203
single page version

background image
હાલમાં શ્રી કહાનગુરુદેવ શાસ્ત્રોનાં સૂક્ષ્મ રહસ્યો
ખોલીને મુક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છે.
તેઓશ્રીએ પોતાનાં સાતિશય જ્ઞાન અને વાણી દ્વારા
તત્ત્વ પ્રકાશી ભારતને જાગૃત કર્યું છે. ગુરુદેવનો
અમાપ ઉપકાર છે. આ કાળે આવા માર્ગ સમજાવનાર
ગુરુદેવ મળ્યા તે અહોભાગ્ય છે. સાતિશય ગુણરત્નોથી
ભરપૂર ગુરુદેવનો મહિમા અને તેમનાં ચરણકમળની
ભક્તિ અહોનિશ અંતરમાં રહો
. ૪૩૨.
બહેનશ્રીનાં વચનામૃત
૧૭૫

Page 176 of 186
PDF/HTML Page 193 of 203
single page version

background image
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ ક્હાન તું નાવિક મળ્યો.
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
અહો! ઉપકાર જિનવરનો, કુંદનો, ધ્વનિ દિવ્યનો;
જિન-કુંદ-ધ્વનિ આપ્યા, અહો! તે ગુરુક્હાનનો.
[ ૧૭૬ ]

Page 177 of 186
PDF/HTML Page 194 of 203
single page version

background image
પૂજ્ય બહેનશ્રી ચંપાબેન વિષે
જન્મજયંતી પ્રસંગે
પાંચ ગીત
[ ૧૭૭ ]


Page 179 of 186
PDF/HTML Page 196 of 203
single page version

background image
સખી દેખ્યું કૌતુક આજ
[રાગઃઆવો આવો સીમંધરનાથ]
સખી! દેખ્યું કૌતુક આજ માતા ‘તેજ’ ઘરે;
એક આવ્યા વિદેહી મહેમાન, નીરખી નેન ઠરે.
વિદેહી વિભૂતિ મહાન ભરતે પાય ધરે;
મા ‘તેજ’ તણે દરબાર ‘ચંપા’ પુષ્પ ખીલે....સખી૦
શી બાળલીલા નિર્દોષ, સૌનાં ચિત્ત હરે;
શા મીઠા કુંવરીબોલ, મુખથી ફૂલ ઝરે.
શી મુદ્રા ચંદ્રની ધાર, અમૃત-નિર્ઝરણી;
ઉર સૌમ્ય સરલ સુવિશાળ, નેનન ભયહરણી....સખી૦
કરી બાળવયે બહુ જોર, આતમધ્યાન ધર્યું;
સાંધી આરાધનદોર, સમ્યક્ તત્ત્વ લહ્યું.
મીઠી મીઠી વિદેહની વાત તારે ઉર ભરી;
અમ આત્મ ઉજાળનહાર, ધર્મપ્રકાશકરી....સખી૦
સીમંધરગણધરસંતનાં, તમે સત્સંગી;
અમ પામર તારણ કાજ પધાર્યાં કરુણાંગી.
તુજ જ્ઞાન-ધ્યાનનો રંગ અમ આદર્શ રહો;
હો શિવપદ તક તુજ સંગ, માતા! હાથ ગ્રહો....સખી૦
[ ૧૭૯ ]

Page 180 of 186
PDF/HTML Page 197 of 203
single page version

background image
ન્મધાણાં
[રાગઃપુરનો મોરલો હો રાજ]
જન્મવધામણાં હો રાજ! હૈડાં થનગન થનગન નાચે;
જન્મ્યાં કુંવરી ચંદ્રની ધાર, મુખડાં અમીરસ અમીરસ સીંચે.
(સાખી)
કુંવરી પોઢે પારણે, જાણે ઉપશમકંદ;
સીમંધરના સોણલે મંદ હસે મુખચંદ.
હેતે હીંચોળતાં હો રાજ! માતા મધુર મધુર મુખ મલકે;
ખેલે ખેલતાં હો રાજ! ભાવો સરલ સરલ ઉર ઝળકે....જન્મ૦
(સાખી)
બાળાવયથી પ્રૌઢતા, વૈરાગી ગુણવંત;
મેરુ સમ પુરુષાર્થથી દેખ્યો ભવનો અંત.
હૈયુ ભાવભીનું હો રાજ! હરદમ ‘ચેતન’ ‘ચેતન’ ધબકે;
નિર્મળ નેનમાં હો રાજ! જ્યોતિ ચમક ચમક અતિ ચમકે....જન્મ૦
(સાખી)
રિદ્ધિસિદ્ધિ-નિધાન છે ગંભીર ચિત્ત ઉદાર;
ભવ્યો પર આ કાળમાં અદ્ભુત તુજ ઉપકાર.
ચંપો મ્હોરિયો હો રાજ! જગમાં મઘમઘ મઘમઘ મ્હેકે;
ચંપાપુષ્પની સુવાસ, અમ ઉર મઘમઘ મઘમઘ મ્હેકે....જન્મ૦
[ ૧૮૦ ]

Page 181 of 186
PDF/HTML Page 198 of 203
single page version

background image
ભવ્યોનાં દિલમાં દીવડા પ્રગટાવનાર
[રાગઃસોહાગમૂર્તિ શી રે કે]
જન્મવધાઇના રે કે સૂર મધુર ગાજે સાહેલડી,
તેજબાને મંદિરે રે કે ચોઘડિયાં વાગે સાહેલડી;
કુંવરીનાં દર્શને રે કે નરનારી હરખે સાહેલડી,
વીરપુરી ધામમાં રે કે કુમકુમ વરસે સાહેલડી.
(સાખી)
સીમંધર-દરબારના, બ્રહ્મચારી ભડવીર;
ભરતે ભાળ્યા ભાગ્યથી, અતિશય ગુણગંભીર.
નયનોના તેજથી રે કે સૂર્યતેજ લાજે સાહેલડી,
શીતળતા ચંદ્રની રે કે મુખડે વિરાજે સાહેલડી;
ઉરની ઉદારતા રે કે સાગરના તોલે સાહેલડી,
ફૂલની સુવાસતા રે કે બેનીબાના બોલે સાહેલડી....જન્મ૦
(સાખી)
જ્ઞાનાનંદસ્વભાવમાં, બાળવયે કરી જોર;
પૂર્વારાધિત જ્ઞાનનો, સાંધ્યો મંગલ દોર.
જ્ઞાયકના બાગમાં રે કે બેનીબા ખેલે સાહેલડી,
દિવ્ય મતિ-શ્રુતનાં રે કે જ્ઞાન ચડ્યાં હેલે સાહેલડી;
જ્ઞાયકની ઉગ્રતા રે કે નિત્ય વૃદ્ધિ પામે સાહેલડી,
આનંદધામમાં રે કે શીઘ્ર શીઘ્ર જામે સાહેલડી....જન્મ૦
[ ૧૮૧ ]

Page 182 of 186
PDF/HTML Page 199 of 203
single page version

background image
(સાખી)
સમવસરણ-જિનવર તણો, દીધો દ્રષ્ટ ચિતાર;
ઉરમાં અમૃત સીંચીને, કર્યો પરમ ઉપકાર.
સીમંધર-કુંદની રે કે વાત મીઠી લાગે સાહેલડી,
અંતરના ભાવમાં રે કે ઉજ્જ્વળતા જાગે સાહેલડી;
ખમ્મા મુજ માતને રે કે અંતર ઉજાળ્યાં સાહેલડી,
ભવ્યોનાં દિલમાં રે કે દીવડા જગાવ્યા સાહેલડી....જન્મ૦
[ ૧૮૨ ]

Page 183 of 186
PDF/HTML Page 200 of 203
single page version

background image
આવી શ્રાવણની બીજલડી
[રાગરૂપલા રાતલડીમાં]
આવી શ્રાવણની બીજલડી આનંદદાયિની હો બેન,
સુમંગલમાલિની હો બેન!
જન્મ્યાં કુંવરી માતા-‘તેજ’-ઘરે મહા પાવની હો બેન,
પરમ કલ્યાણિની હો બેન!
ઊતરી શીતળતાની દેવી શશી મુખ ધારતી હો બેન,
નયનયુગ ઠારતી હો બેન!
નિર્મળ આંખલડી સૂક્ષમ-સુમતિ-પ્રતિભાસિની હો બેન,
અચલતેજસ્વિની હો બેન!
(સાખી)
માતાની બહુ લાડિલી, પિતાની કાળજ-કોર;
બંધુની પ્રિય બ્હેનડી, જાણે ચંદ્ર-ચકોર.
બ્હેની બોલે ઓછું, બોલાવ્યે મુખ મલકતી હો બેન,
કદીક ફૂલ વેરતી હો બેન!
સરલા, ચિત્તઉદારા, ગુણમાળા ઉર ધારિણી હો બેન,
સદા સુવિચારિણી હો બેન!...આવી૦
(સાખી)
વૈરાગી અંતર્મુખી, મંથન પારાવાર;
જ્ઞાતાનું તલ સ્પર્શીને, કર્યો સફળ અવતાર.
જ્ઞાયક-અનુલગ્ના, શ્રુતદિવ્યા, શુદ્ધિવિકાસિની હો બેન,
પરમપદસાધિની હો બેન!
સંગવિમુખ, એકલ નિજ-નંદનવન-સુવિહારિણી હો બેન,
સુધા-આસ્વાદિની હો બેન!....આવી૦
[ ૧૮૩ ]