Moksha Marg Prakashak (Gujarati). Adhikar Chhatho; Kudev-kuguru-kudharma Nirakaran; Kudevanu Niroopan Ane Teni Sevano Nishedh; Vyantaradinu Swaroop Ane Temane Poojavano Nishedh; Kshetrapal, Padmavati Aadine Pujavano Nishedh; Kuguruna Shraddhanadikano Nishedh; Kul Apeksha Gurupanano Nishedh.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 20

 

Page 153 of 370
PDF/HTML Page 181 of 398
single page version

દેખવાથી જેવો ભાવ થાય, તેવો પરોક્ષ સ્મરણ કરતાં ન થાય. લોકમાં પણ સ્ત્રીનો અનુરાગી
એટલા જ માટે સ્ત્રીનું ચિત્ર બનાવે છે. તેથી પ્રતિમાના અવલંબનવડે વિશેષ ભક્તિ થવાથી
વિશેષ શુભની પ્રાપ્તિ થાય છે.
અહીં કોઈ કહે કે‘‘પ્રતિમાને જુઓ, પણ પૂજનાદિ કરવાનું શું પ્રયોજન છે?’
ઉત્તરઃજેમ કોઈ, કોઈ જીવનો આકાર બનાવી રૌદ્રભાવોથી તેનો ઘાત કરે, તો તેને
તે જીવની હિંસા કરવા સરખું પાપ લાગે છે; વા કોઈ, કોઈનો આકાર બતાવી દ્વેષબુદ્ધિથી
તેની બૂરી અવસ્થા કરે, તો જેનો આકાર બનાવ્યો છે, તેની બૂરી અવસ્થા કરવા સરખું ફળ
નીપજે છે, તેમ અરહંતનો આકાર બનાવી ધર્માનુરાગબુદ્ધિથી તેનું પૂજનાદિ કરે તો અરહંતનું
પૂજનાદિ કરવા સમાન શુભભાવ ઉત્પન્ન થાય છે. તથા એવું જ ફળ થાય છે. અતિ અનુરાગ
થતાં, પ્રત્યક્ષ દર્શન ન હોવાથી તેનો આકાર બનાવી પૂજનાદિ કરીએ છીએ, અને એ
ધર્માનુરાગથી મહાપુણ્ય ઊપજે છે.
વળી તેઓ એવો કુતર્ક કરે છે કે જેને જે વસ્તુનો ત્યાગ હોય, તેની આગળ તે વસ્તુ
ધરવી, એ હાસ્ય કરવા જેવું છે. માટે ચંદનાદિવડે અરહંતનું પૂજન યુક્ત નથી.
તેનું સમાધાનમુનિપદ લેતાં જ સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો, હવે પાછળથી
કેવળજ્ઞાન થતાં તીર્થંકરદેવને ઇંદ્રે સમવસરણાદિ બનાવ્યાં, છત્રચામરાદિ કર્યાં તે હાસ્ય કર્યું
કે ભક્તિ કરી? જો હાસ્ય કર્યું તો ઇંદ્ર મહાપાપી થયો, પણ એ તો બને નહિ; તથા ભક્તિ
કરી, તો પૂજનાદિમાં પણ ભક્તિ જ કરીએ છીએ. છદ્મસ્થની આગળ ત્યાગ કરેલી વસ્તુ ધરવી
એ હાસ્ય છે, કારણ કે તેને વિક્ષિપ્તતા થઈ આવે છે, પણ કેવળી વા પ્રતિમાની આગળ
અનુરાગવડે ઉત્તમ વસ્તુ ધરવામાં દોષ નથી, કારણ કે
તેમને વિક્ષિપ્તતા થતી નથી, અને
ધર્માનુરાગથી જીવનનું ભલું થાય છે.
ત્યારે તે કહે છે કે‘‘પ્રતિમા બનાવવામાં, ચૈત્યાલયાદિ કરાવવામાં અને પૂજનાદિ
કરાવવામાં હિંસા થાય છે, અને ધર્મ તો અહિંસા છે, માટે હિંસાવડે ધર્મ માનવાથી મહાપાપ
થાય છે, તેથી અમે એ કાર્યોને નિષેધીએ છીએ.’’
તેનો ઉત્તરઃતેમનાં જ શાસ્ત્રોમાં એવું વચન છે કેઃ
सुच्चा जाणइ कल्लाणं सुच्चा जाणइ पावगं
उभयं पि जाणए सुच्चा जं सेयं तं समाचर ।।
१.श्रुत्वा जानीहि कल्याणं, श्रुत्वा जानीहि पापम्,
उभयंपि जानीहि श्रुत्वा यत्सेव्यं तत्समाचर
અર્થઃકલ્યાણ (પુણ્ય) અને પાપને સાંભળીને જાણ તથા એ બંનેને સાંભળીને જાણ અને
એમાંથી જે સેવવા યોગ્ય હોય તેનું સેવન કર.

Page 154 of 370
PDF/HTML Page 182 of 398
single page version

અહીં ‘‘કલ્યાણ, પાપ અને ઉભય એ ત્રણને શાસ્ત્ર સાંભળીને જાણ’’, એમ કહ્યું. હવે
ઉભય તો પાપ અને કલ્યાણ મળતાં થાય, એવા કાર્યનું હોવું પણ ઠર્યું. ત્યાં અમે પૂછીએ
છીએ કે
કેવળ ધર્મથી તો ઉભય ઘટતું જ છે, પરંતુ કેવળ પાપથી ઉભય બૂરું છે કે ભલું?
જો બૂરું છે, તો એમાં તો કંઈક કલ્યાણનો અંશ મળેલો છે, તો તેને કેવળ પાપથી બૂરું કેમ
કહેવાય? તથા જો ભલું છે, તો કેવળ પાપ છોડી એવાં કાર્ય કરવાં યોગ્ય ઠર્યાં, વળી યુક્તિથી
પણ એમ જ સંભવે છે. કોઈ ત્યાગી મંદિરાદિ કરાવતો નથી, પણ સામાયિકાદિ નિરવદ્ય
કાર્યોમાં પ્રવર્તે છે, તો તેને છોડી તેણે પ્રતિમાદિ કરાવવા
પૂજનાદિ કરવું ઉચિત નથી, પરંતુ
કોઈ પોતાને રહેવા માટે મકાન બનાવે, તે કરતાં ચૈત્યાલયાદિ કરાવવાવાળો હીન નથી, હિંસા
તો થઈ પણ પેલાને તો લોભપાપાનુરાગની વૃદ્ધિ થઈ, ત્યારે આને લોભ છૂટ્યો અને ધર્માનુરાગ
થયો. વળી કોઈ વ્યાપારાદિ કાર્ય કરે છે, તે જેમાં નુકશાન થોડું અને નફો ઘણો હોય તેવું
જ કાર્ય કરે છે, તેમ જ પૂજનાદિ કાર્ય પણ જાણવા, એટલે કે કોઈ વ્યાપારાદિ કાર્ય કરે
તો તેનાથી પૂજનાદિ કાર્ય કરવાં હીણા નથી, કારણ કે
ત્યાં તો હિંસાદિક ઘણી થાય છે,
લોભાદિક વધે છે, તથા એ પાપની જ પ્રવૃત્તિ છે, અને અહીં હિંસાદિક કિંચિત્ થાય છે,
લોભાદિક ઘટે છે, તથા ધર્માનુરાગ વધે છે અથવા જે ત્યાગી ન હોય, પોતાના ધનને પાપમાં
ખરચતા હોય, તેમણે તો ચૈત્યાલયાદિ કરાવવાં યોગ્ય છે. તથા નિરવદ્ય સામાયિકાદિ કાર્યોમાં
ઉપયોગને ન લગાવી શકે, તેમને પૂજનાદિ કાર્ય કરવાનો નિષેધ નથી.
અહીં તમે કહેશો કે‘‘નિરવદ્ય સામાયિક આદિ કાર્ય જ કેમ ન કરીએ, ધર્મમાં જ
કાળ ગાળવો ત્યાં એવાં કાર્ય શા માટે કરીએ?’’
તેનો ઉત્તરજો શરીરવડે પાપ છોડવાથી જ નિરવદ્યપણું થતું હોય તો એમ જ કરો,
પણ તેમ તો થતું નથી, પરિણામોથી પાપ છૂટતાં જ નિરવદ્યપણું થાય છે. હવે અવલંબન વિના
સામાયિકાદિકમાં જેનો પરિણામ ન લાગે, તે પૂજનાદિવડે ત્યાં પોતાનો ઉપયોગ લગાવે છે, અને
ત્યાં નાનાપ્રકારનાં અવલંબનવડે ઉપયોગ લાગી જાય છે. જો તે ત્યાં ઉપયોગ ન લગાવે, તો
પાપકાર્યોમાં ઉપયોગ ભટકે, અને તેથી બૂરું થાય, માટે ત્યાં પ્રવૃત્તિ કરવી યુક્ત છે.
તમે કહો છો કે‘‘ધર્મના અર્થે હિંસા કરતાં તો મહાપાપ થાય છે, અને બીજા
ઠેકાણે હિંસા કરતાં થોડું પાપ થાય છે’’ પણ પ્રથમ તો એ સિદ્ધાંતનું વચન નથી, અને
યુક્તિથી પણ મળતું નથી. કારણ કે
એમ માનતાં તો ઇન્દ્ર જન્મકલ્યાણકમાં ઘણા જળવડે
અભિષેક કરે છે, તથા સમવસરણમાં દેવો પુષ્પવૃષ્ટિ, ચમર ઢાળવા ઇત્યાદિ કાર્ય કરે છે,
તો તે મહાપાપી થયો.
તમે કહેશો કે‘‘તેમનો એવો જ વ્યવહાર છે.’’ પણ ક્રિયાનું ફળ તો થયા વિના
રહેતું નથી. જો પાપ છે, તો ઇન્દ્રાદિક તો સમ્યગ્દ્રષ્ટિ છે, તેઓ એવું કાર્ય શા માટે કરે?
તથા જો ધર્મ છે, તો તેને નિષેધ શા માટે કરો છો?

Page 155 of 370
PDF/HTML Page 183 of 398
single page version

વળી તમને જ પૂછીએ છીએ કેતીર્થંકરની વંદના માટે રાજાઓ આદિ ગયા,
સાધુવંદનાર્થે દૂર દૂર જઈએ છીએ, તથા સિદ્ધાંત સાંભળવા આદિ કાર્યો અર્થે ગમનાદિ કરીએ
છીએ, ત્યાં માર્ગમાં હિંસા થાય છે. વળી સાધર્મી જમાડીએ છીએ, સાધુનું મરણ થતાં તેનો
સંસ્કાર કરીએ છીએ, સાધુ થતાં ઉત્સવ કરીએ છીએ. ઇત્યાદિ પ્રવૃત્તિ આજે પણ દેખાય છે.
હવે ત્યાં પણ હિંસા તો થાય છે, પણ એ કાર્યો તો ધર્મના અર્થે જ છે. અન્ય કોઈ પ્રયોજન
નથી. જો ત્યાં મહાપાપ ઊપજે છે, તો પૂર્વે એવાં કાર્ય કર્યાં તેનો નિષેધ કરો, તથા આજે
પણ ગૃહસ્થો એવાં કાર્ય કરે છે, તેનો પણ ત્યાગ કરો. અને જો ધર્મ ઊપજે છે, તો ધર્મને
અર્થે હિંસામાં મહાપાપ બતાવી શા માટે ભમાવો છો?
માટે આ પ્રમાણે માનવું યુક્ત છે કેજેમ થોડું ધન ઠગાતાં જો ઘણા ધનનો લાભ
થતો હોય, તો તે કાર્ય કરવું ભલું છે, તેમ થોડી હિંસાદિક પાપ થતાં પણ જો ઘણો ધર્મ
ઊપજતો હોય, તો તે કાર્ય કરવું યોગ્ય છે. જો થોડા ધનના લોભથી કાર્યને બગાડે તો તે
મૂર્ખ છે, તેમ થોડી હિંસાના ભયથી મહાધર્મ છોડે તો તે પાપી જ થાય છે. વળી કોઈ ઘણું
ધન ઠગાવે તથા થોડું ધન ઉપજાવે, વા ન ઉપજાવે તો તે મૂર્ખ છે; તેમ હિંસાદિવડે ઘણા પાપ
ઉપજાવે, અને ભક્તિ આદિ ધર્મમાં થોડો પ્રવર્તે, વા ન પ્રવર્તે, તો તે પાપી જ થાય છે. વળી
જેમ ઠગાયા વિના જ ધનનો લાભ હોવા છતાં પણ ઠગાય તો તે મૂર્ખ છે; તેમ નિરવદ્યધર્મરૂપ
ઉપયોગ હોય, તો સાવદ્યધર્મમાં ઉપયોગ લગાવવો યોગ્ય નથી.
એ પ્રમાણે અનેક પરિણામો વડે પોતાની અવસ્થા જોઈ, જેથી ભલું થાય તે
કરવું, પણ એકાંતપક્ષ કાર્યકારી નથી. બીજું, અહિંસા જ કેવળ ધર્મનું અંગ નથી, પણ
રાગાદિકભાવ ઘટવા એ ધર્મનું મુખ્ય અંગ છે, માટે જેથી પરિણામોમાં રાગાદિ ઘટે તે
કાર્ય કરવું.
વળી ગૃહસ્થોને અણુવ્રતાદિનું સાધન થયા વિના જ સામાયિક, પ્રતિક્રમણ અને પ્રૌષધાદિ
ક્રિયાઓનું આચરણ મુખ્ય કરાવે છે. હવે સામાયિક તો રાગ-દ્વેષરહિત સામ્યભાવ થતાં થાય
છે, પણ પાઠમાત્ર ભણવાથી વા ઊઠ
બેસ કરવાથી તો થતું નથી.
કદાચિત્ કહેશો કે‘‘અન્ય કાર્ય કરત, તે કરતાં તો ભલું છે!’’ એ સાચું, પરંતુ
સામાયિકપાઠમાં પ્રતિજ્ઞા તો એવી કરે છે કે‘‘મનવચનકાયાથી સાવદ્યને કરીશ નહિ,
કરાવીશ નહિ.’’ હવે મનમાં તો વિકલ્પ થયા જ કરે છે, તથા વચનકાયામાં પણ કદાચિત્
અન્યથા પ્રવૃત્તિ થાય છે, ત્યાં પ્રતિજ્ઞા ભંગ થાય છે. હવે પ્રતિજ્ઞા ભંગ કરવા કરતાં તો ન
કરવું ભલું છે, કારણ પ્રતિજ્ઞા ભંગ કરવી એ મહાપાપ છે.
વળી અમે પૂછીએ છીએ કેકોઈ પ્રતિજ્ઞા કરતો નથી પણ ભાષાપાઠ ભણે છે, અને
તેનો અર્થ જાણી તેમાં ઉપયોગ રાખે છે; તથા કોઈ પ્રતિજ્ઞા કરી તેને બરાબર પાળતો નથી,

Page 156 of 370
PDF/HTML Page 184 of 398
single page version

પ્રાકૃતાદિના પાઠ ભણે છે પણ તેના અર્થનું પોતાને જ્ઞાન નથી, અને અર્થ જાણ્યા વિના ત્યાં
ઉપયોગ રહે નહીં ત્યારે ઉપયોગ અન્ય ઠેકાણે ભટકે છે, તેથી પ્રતિજ્ઞાભંગ થાય છે; હવે એ
બંનેમાં વિશેષ ધર્માત્મા કોણ? જો પહેલાને કહેશો, તો તમે એવો જ ઉપદેશ કેમ કરતા નથી?
તથા બીજાને કહેશો, તો પ્રતિજ્ઞાભંગમાં પાપ ન થયું, અથવા પરિણામો અનુસાર ધર્માત્માપણું
ન ઠર્યું, પણ પાઠાદિક કરવા અનુસાર ઠર્યું.
માટે પોતાનો ઉપયોગ જેમ નિર્મળ થાય તે કાર્ય કરવું, સાધી શકાય તે
પ્રતિજ્ઞા કરવી, તથા જેનો અર્થ જાણીએ તે પાઠ ભણવા, પણ પદ્ધતિવડે નામ ધરાવવામાં
નફો નથી.
વળી ‘‘પડિક્કમણ’’ નામ પૂર્વદોષ નિરાકરણ કરવાનું છે. હવે ‘‘मिच्छामि दुक्कडं’’ એટલું
કહેવામાત્રથી તો દુષ્કૃત મિથ્યા થાય નહિ, પણ મિથ્યા થવા યોગ્ય પરિણામ થતાં જ દુષ્કૃત
મિથ્યા થાય છે. માટે એકલા પાઠ જ કાર્યકારી નથી.
વળી પડિક્કમણના પાઠમાં તો એવો અર્થ છે કે બાર વ્રતાદિકમાં જે દુષ્કૃત લાગ્યાં
હોય તે મિથ્યા થાઓ, પણ વ્રત ધાર્યા વિના જ તેનું પડિક્કમણ કરવું કેમ સંભવે? જેને ઉપવાસ
ન હોય, તે ઉપવાસમાં લાગેલા દોષનું નિરાકરણપણું કરે તો તે અસંભવપણું જાણવું.
તેથી એ પાઠ ભણવા કોઈ પ્રકારે બનતા નથી.
વળી પોસહમાં પણ સામાયિકવત્ પ્રતિજ્ઞા કરી પાળતા નથી, તેથી ત્યાં પણ પૂર્વોક્ત
દોષ જ છે. ‘‘પોસહ’’ નામ તો પર્વનું છે. હવે પર્વના દિવસે પણ કેટલોક વખત પાપક્રિયા
કરે છે, અને પાછળથી પોસહધારી થાય છે; હવે જેટલા કાળ બને તેટલા કાળ સાધન કરવામાં
તો દોષ નથી, પણ ત્યાં પોસહનું નામ રાખવું એ યોગ્ય નથી. કારણ કે સંપૂર્ણ પર્વમાં નિરવદ્ય
રહે તો જ પોસહ કહેવાય. જો થોડા કાળથી પણ ‘પોસહ’ નામ થાય, તો સામાયિકને પણ
પોસહ કહો! નહિ તો શાસ્ત્રમાં પ્રમાણ બતાવો કે જઘન્ય પોસહનો આટલો કાળ છે, અમને
તો મોટું નામ ધરાવી લોકોને ભમાવવા, એ પ્રયોજન ભાસે છે.
વળી આખડી લેવાનો પાઠ તો કોઈ અન્ય ભણે, તથા અંગીકાર કોઈ અન્ય કરે. હવે
પાઠમાં તો ‘મારે ત્યાગ છે’ એવું વચન છે, માટે જે ત્યાગ કરે તે જ પાઠ ભણે, એમ જોઈએ.
જો પાઠ ન આવડતો હોય તો ભાષામાં જ કહે. પરંતુ પદ્ધતિ અર્થે જ એવી રીતિ છે.
બીજું પ્રતિજ્ઞા ગ્રહણ કરવાકરાવવાની મુખ્યતા છે, પણ તેને યથાવિધિ પાલન કરવામાં
શિથિલતા છે, અને ભાવ નિર્મળ થવાનો કાંઈ વિવેક નથી. આર્ત્તપરિણામોવડે વા લોભાદિક
વડે પણ ઉપવાસાદિક કરી ત્યાં ધર્મ માને છે, પણ ફળ તો પરિણામોવડે થાય છે.
ઇત્યાદિક અનેક કલ્પિત વાતો તેઓ કહે છે, જે જૈનધર્મમાં સંભવે નહિ.

Page 157 of 370
PDF/HTML Page 185 of 398
single page version

એ પ્રમાણે જૈનમાં શ્વેતાંબરમત છે, તે પણ દેવાદિક, તત્ત્વાદિક અને મોક્ષમાર્ગાદિકનું
અન્યથા નિરૂપણ કરે છે, માટે તે પણ મિથ્યાદર્શનાદિકના પોષક છે, તેથી ત્યાજ્ય છે.
જૈનધર્મનું સત્યસ્વરૂપ આગળ કહીશું, જે વડે મોક્ષમાર્ગમાં પ્રવર્તવું યોગ્ય છે. તેમાં
પ્રવર્તવાથી તમારું કલ્યાણ થશે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક શાસ્ત્રવિષે અન્યમત નિરૂપક
પાંચમો અધિકાર સમાપ્ત

Page 158 of 370
PDF/HTML Page 186 of 398
single page version

અધિકાર છઠ્ઠો
કુદેવ-કુગુરુ-કુધાર્મનિરાકરણ
મિથ્યાદેવાદિક ભજે, થાયે મિથ્યાભાવ;
તજી તેને સાચા ભજો, એ હિત હેતુ ઉપાય.
અર્થઃઅનાદિકાળથી જીવોને મિથ્યાદર્શનાદિકભાવ છે, અને તેની પુષ્ટતાનું કારણ
કુદેવ, કુગુરુ અને કુધર્મસેવન છે, તેનો ત્યાગ થતાં જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે, તેથી અહીં
તેનું નિરૂપણ કરીએ છીએઃ
કુદેવનું નિરુપણ અને તેની સેવાનો નિષેધા
જે હિતકર્તા નથી, તેને ભ્રમથી હિતકર્તા જાણી સેવન કરે, તે કુદેવ છે.
તેનું સેવન ત્રણ પ્રકારના પ્રયોજનસહિત કરવામાં આવે છે. કોઈ ઠેકાણે મોક્ષનું પ્રયોજન
છે, કોઈ ઠેકાણે પરલોકનું પ્રયોજન છે, તથા કોઈ ઠેકાણે આ લોકનું પ્રયોજન છે. હવે એમાંથી
કોઈ પણ પ્રયોજન તો સિદ્ધ થતું નથી, પણ કંઈક વિશેષ હાનિ થાય છે, તેથી તેનું સેવન
મિથ્યાભાવ છે. તે અહીં દર્શાવીએ છીએઃ
અન્યમતમાં જેના સેવનથી મુક્તિ થવી કહી છે, તેને કોઈ જીવ મોક્ષને અર્થે સેવન
કરે છે, પણ તેથી મોક્ષ થતો નથી. તેનું વર્ણન પૂર્વે અન્યમત અધિકારમાં જ કહ્યું છે.
અન્યમતમાં કહેલા દેવને કોઈ ‘પરલોકમાં સુખ થાય
દુઃખ ન થાય’ એવા પ્રયોજન અર્થે સેવે
છે. હવે તેની સિદ્ધિ તો પુણ્ય ઉપજાવતાં, અને પાપ ન ઉપજાવતાં થાય છે; પણ પોતે તો
પાપ ઉપજાવે, તથા કહે કે
‘‘ઈશ્વર મારું ભલું કરશે,’’ પણ એ તો અન્યાય ઠર્યો. કારણ કે
ઈશ્વર કોઈને પાપનું ફળ આપે, કોઈને ન આપે, એવું તો છે નહિ. જેવો પોતાનો પરિણામ
કરશે, તેવું જ ફળ પામશે. માટે કોઈનું ભલું
બૂરું કરવાવાળો ઈશ્વર કોઈ છે નહિ.
વળી એ દેવોનું સેવન કરતાં, એ દેવોનું તો નામ દે, અને અન્ય જીવોની હિંસા કરે,
તથા ભોજનનૃત્યાદિ વડે પોતાના ઇન્દ્રિયવિષયોને પોષે, પણ પાપપરિણામોનું ફળ તો લાગ્યા
વિના રહેતું નથી. હિંસા અને વિષયકષાયોને સર્વ લોક પાપ કહે છે, તથા પાપનું ફળ પણ
ખોટું જ છે, એમ સર્વ માને છે. વળી એ કુદેવોના સેવનમાં હિંસા અને વિષયાદિકનો જ
અધિકાર છે, તેથી એ કુદેવોના સેવનથી પરલોકમાં ભલું થતું નથી.

Page 159 of 370
PDF/HTML Page 187 of 398
single page version

વ્યન્તરાદિનું સ્વરુપ અને તેમને પૂજવાનો નિષેધા
વળી ઘણા જીવો શત્રુનાશાદિક, રોગાદિનાશ, ધનાદિપ્રાપ્તિ તથા પુત્રાદિની પ્રાપ્તિ
ઇત્યાદિક આ પર્યાય સંબંધી દુઃખ મટાડવા, વા સુખ પામવાના અનેક પ્રયોજનપૂર્વક એ
કુદેવાદિનું સેવન કરે છે. હનુમાનાદિક, ભૈરવ, દેવીઓ, ગણગૌર, સાંઝી, ચોથ, શીતલા, દહાડી,
ભૂત, પિતૃ, વ્યંતરાદિક, સૂર્ય, ચંદ્ર, શનીશ્ચરાદિ જ્યોતિષીઓને, પીર
પેગંબરાદિકોને, ગાય
ઘોડાદિ તિર્યંચોને, અગ્નિજળાદિને તથા શસ્ત્રાદિકને પૂજે છે. ઘણું શું કહીએ! રોડાં ઇત્યાદિકને
પણ પૂજે છે.
એવા કુદેવોનું સેવન મિથ્યાદ્રષ્ટિથી જ થાય છે. કારણ કે પ્રથમ તો તે જેનું સેવન
કરે છે તેમાંથી કેટલાક તો કલ્પનામાત્ર જ દેવ છે, એટલે તેમનું સેવન કેવી રીતે કાર્યકારી
થાય? વળી કોઈ વ્યંતરાદિક છે, પણ તે કોઈનું ભલું
બૂરું કરવા સમર્થ નથી, જો તેઓ સમર્થ
હોય, તો તેઓ જ કર્તા ઠરે, પણ તેમનું કર્યું થતું કાંઈ દેખાતું નથી; તેઓ પ્રસન્ન થઈ ધનાદિક
આપી શકતા નથી. તથા દ્વેષી થઈ બૂરું કરી શકતા નથી.
અહીં કોઈ કહે કેતેઓ દુઃખ દેતા તો જોઈએ છીએ, તથા તેમને માનતાં દુઃખ
આપતા અટકી પણ જાય છે.
ઉત્તરઃઆને પાપનો ઉદય હોય, ત્યારે તેમને એવી જ કુતૂહલબુદ્ધિ થાય, જે વડે
તેઓ ચેષ્ટા કરે છે; અને ચેષ્ટા કરતાં આ દુઃખી થાય છે. વળી કુતૂહલથી તે કંઈ કહે, અને
આ તેનું કહ્યું ન કરે, ત્યારે તે ચેષ્ટા કરતાં પોતાની મેળે જ અટકી જાય છે, આને શિથિલ
જાણીને જ તે કુતૂહલ કર્યા કરે છે. તથા જો આને પુણ્યનો ઉદય હોય, તો તેઓ કાંઈ પણ
કરી શકતા નથી.
એ અહીં દર્શાવીએ છીએકોઈ જીવ તેમને પૂજે નહિ, અથવા તેની નિંદા કરે, તો
તે પણ આનાથી દ્વેષ કરે, પરંતુ આને દુઃખ દઈ શકે નહિ. અથવા એમ પણ કહેતા જોવામાં
આવે છે કે
‘અમને ફલાણો માનતો નથી, પણ તે અમારા વશ નથી, માટે વ્યંતરાદિક કાંઈ
પણ કરવા સમર્થ નથી, પણ આના પુણ્યપાપથી જ સુખદુઃખ થાય છે. એટલે તેમને
માનવાપૂજવાથી તો ઊલટો રોગ થાય છે, પણ કાંઈ કાર્યસિદ્ધિ થતી નથી.
અહીં એમ જાણવું કેજે કલ્પિત દેવ છે, તેમનો પણ કોઈ ઠેકાણે અતિશયચમત્કાર
થતો જોવામાં આવે છે, પણ તે વ્યંતરાદિવડે કરેલો હોય છે. કોઈ પૂર્વપર્યાયમાં આનો સેવક
હતો, અને તે પાછળથી મરીને વ્યંતરાદિ થયો, ત્યાં જ કોઈ નિમિત્તથી તેને એવી બુદ્ધિ થઈ,
ત્યારે તે લોકમાં તેને સેવવાની પ્રવૃત્તિ કરાવવા અર્થે, કોઈ ચમત્કાર દેખાડે છે. ભોળા લોક
કિંચિત્ ચમત્કાર દેખી તે કાર્યમાં લાગી જાય છે. જેમ
જિનપ્રતિમાદિકનો પણ અતિશય થતો
સાંભળીએ, જોઈએ છીએ, તે જિનકૃત નથી, પણ જૈની વ્યંતરાદિકૃત થાય છે, તેમ કુદેવોનો

Page 160 of 370
PDF/HTML Page 188 of 398
single page version

કોઈ ચમત્કાર થાય છે તે તેમના અનુચર વ્યંતરાદિકો દ્વારા કર્યો હોય છે.
વળી અન્યમતમાં‘‘ભક્તોને પરમેશ્વરે સહાય કરી, વા પ્રત્યક્ષ દર્શન આપ્યાં,’’
ઇત્યાદિક કહે છે. ત્યાં કોઈ તો કલ્પિત વાતો કહે છે, તથા કોઈ તેમના અનુચરવ્યંતરાદિક
દ્વારા કરેલાં કાર્યોને પરમેશ્વરે કર્યાં કહે છે. હવે જો પરમેશ્વરે કર્યાં હોય તો પરમેશ્વર તો
ત્રિકાલજ્ઞાની છે, સર્વ પ્રકારે સમર્થ છે, તો ભક્તોને દુઃખ જ શામાટે થવા દે? પરંતુ આજે
પણ જોઈએ છીએ કે
મ્લેચ્છ આવીને ભક્તોને ઉપદ્રવ કરે છે, ધર્મ વિધ્વંસ કરે છે, ધર્મકાર્યમાં
ઉપદ્રવ કરે છે, તથા મૂર્તિને વિઘ્ન કરે છે. હવે પરમેશ્વરને જો એ કાર્યોનું જ્ઞાન ન હોય,
તો તેનામાં સર્વજ્ઞપણું રહે નહિ, તથા જાણ્યા પછી જો તે સહાય ન કરે તો તેની ભક્તવત્સલતા
ગઈ, વા તે સામર્થ્યહીન થયો. વળી જો તે સાક્ષીભૂત રહે છે, તો આગળ ભક્તોને સહાય
કરી કહો છો, તે જૂઠ છે; કારણ
તેની તો એકસમાન વૃત્તિ છે.
વળી જો કહેશો કે‘‘એવી ભક્તિ નથી.’’ પણ મ્લેચ્છોથી તો આ ભલા છે! વા
મૂર્તિ આદિ તો તેમની જ સ્થાપિત હતી, તેને તો વિઘ્ન ન થવા દેવું હતું? વળી મ્લેચ્છ
પાપીઓનો ઉદય થાય છે, તે પરમેશ્વરનો કર્યો થાય છે કે નહિ! જો પરમેશ્વરનો કર્યો થાય
છે, તો તેઓ નિંદકોને સુખી કરે છે તથા ભક્તોને દુઃખ દેવાવાળાઓને પેદા કરે છે, તો ત્યાં
ભક્તવત્સલપણું કેવી રીતે રહ્યું? તથા જો પરમેશ્વરનો કર્યો નથી થતો, તો એ પરમેશ્વર
સામર્થ્યહીન થયો; માટે એ પરમેશ્વરકૃત કાર્ય નથી, પણ કોઈ અનુચર
વ્યંતરાદિક જ એ
ચમત્કારો બતાવે છે; એવો જ નિશ્ચય કરવો.
પ્રશ્નઃ‘‘કોઈ વ્યંતર પોતાનું પ્રભુત્વ કહે છે, અપ્રત્યક્ષને બતાવે છે, કોઈ
કુસ્થાનનિવાસાદિ બતાવી પોતાની હીનતા કહે છે, પૂછવા છતાં બતાવતા નથી, ભ્રમરૂપ
વચન કહે છે, અન્યને અન્યથા પરિણમાવે છે, તથા અન્યને દુઃખ આપે છે, ઇત્યાદિ
વિચિત્રતા કેવી રીતે છે?’’
ઉત્તરઃવ્યંતરોમાં પ્રભુત્વની અધિકતાહીનતા તો છે, પરંતુ કુસ્થાનમાં નિવાસાદિક
બતાવી હીનતા દેખાડે છે, તે તો કુતૂહલથી વચન કહે છે. વ્યંતર બાળકની માફક કુતૂહલ
કર્યા કરે છે, જેમ બાળક કુતૂહલથી પોતાને હીન દર્શાવે, ચિડાવે, ગાળ સાંભળે, રાડ પાડે,
તથા પાછળથી હસવા લાગી જાય, તેમ વ્યંતર પણ ચેષ્ટા કરે છે. જો તેઓ કુસ્થાનવાસી
હોય, તો ઉત્તમસ્થાનમાં આવે છે તે કોના લાવ્યા આવે છે? જો પોતાની મેળે જ આવે છે,
તો પોતાની શક્તિ હોવા છતાં તેઓ કુસ્થાનમાં શામાટે રહે છે? માટે તેમનું ઠેકાણું તો તેઓ
જ્યાં ઊપજે છે ત્યાં આ પૃથ્વીના નીચે વા ઉપર છે અને તે મનોજ્ઞ છે, પણ કુતૂહલ અર્થે
તેઓ ઇચ્છાનુસાર કહે છે. વળી જો તેમને પીડા થતી હોય, તો રોતા રોતા કેવી રીતે હસવા
લાગી જાય?
22

Page 161 of 370
PDF/HTML Page 189 of 398
single page version

હા! એટલું છે કેમંત્રાદિકની અચિંત્યશક્તિ છે. ત્યાં કોઈ સાચા મંત્રને નિમિત્ત
નૈમિત્તિક સંબંધ થાય, તો તેનાથી કિંચિત્ ગમનાદિ થઈ શકે નહિ, વા કિંચિત્ દુઃખ ઊપજે
છે, વા કોઈ પ્રબળ તેને મનાઈ કરે તો તે અટકી જાય. વા પોતાની મેળે પણ અટકી જાય.
ઇત્યાદિ મંત્રની શક્તિ છે. પરંતુ સળગાવવું આદિ થતું નથી; મંત્રવાળો જ સળગાવ્યું કહે છે.
તે ફરી પ્રગટ થઈ જાય છે કારણ કે
વૈક્રિયિક શરીરને સળગાવવું આદિ સંભવતું નથી.
વળી વ્યંતરોને અવધિજ્ઞાન કોઈને અલ્પક્ષેત્ર-કાળ જાણવાનું છે, તથા કોઈને ઘણું છે,
ત્યાં તેને જો ઈચ્છા હોય, અને ઘણું જ્ઞાન હોય, તો કોઈ અપ્રત્યક્ષને પૂછતાં તેનો ઉત્તર આપે,
વા પોતાને અલ્પજ્ઞાન હોય, તો કોઈ અન્ય મહત્જ્ઞાનીને પૂછી આવી જવાબ આપે. વળી જો
પોતાને અલ્પજ્ઞાન હોય, અને ઈચ્છા ન હોય, તો પૂછવા છતાં પણ તેનો ઉત્તર ન આપે, એમ
સમજવું. વળી અલ્પજ્ઞાનવાળા વ્યંતરાદિકને ઊપજ્યા પછી કેટલોક કાળ જ પૂર્વજન્મનું જ્ઞાન
હોઈ શકે છે, પછી તેનું સ્મરણમાત્ર જ રહે છે. તેથી ત્યાં કોઈ ઇચ્છાવડે પોતે કાંઈ ચેષ્ટા
કરે તો કરે, પૂર્વજન્મની વાત કહે, પણ કોઈ અન્ય વાત પૂછે, તો તેને અવધિજ્ઞાન થોડું હોવાથી
જાણ્યા વિના કેવી રીતે કહે? વળી તેનો ઉત્તર પોતે આપી શકે નહિ, વા ઇચ્છા ન હોય,
અથવા માન
કુતૂહલાદિથી ઉત્તર ન આપે વા જૂઠ પણ બોલે; એમ સમજવું.
દેવોમાં એવી શક્તિ છે કેતેઓ પોતાના વા અન્યના શરીરને વા પુદ્ગલસ્કંધોને
પોતાની ઇચ્છાનુસાર પરિણમાવે છે, તેથી નાનાપ્રકારના આકારાદિરૂપ પોતે થાય. નાના પ્રકારનાં
ચરિત્ર બતાવે, વા અન્ય જીવના શરીરને રોગાદિયુક્ત કરે.
અહીં એટલું સમજવું કેપોતાના શરીરનો, અન્ય પુદ્ગલસ્કંધોને, પોતાની જેટલી
શક્તિ હોય તેટલા પ્રમાણમાં જ તેઓ પરિણમાવી શકે છે, કારણ કેતેમનામાં સર્વ કાર્ય
કરવાની શક્તિ નથી. વળી અન્ય જીવોના શરીરાદિકને તેના પુણ્યપાપાનુસાર પરિણમાવી શકે
છે. જો તેને પુણ્યનો ઉદય હોય, તો પોતે રોગાદિરૂપ પરિણમાવી શકે નહિ, તથા પાપનો ઉદય
હોય તો તેનું ઇષ્ટકાર્ય પણ કરી શકે નહિ.
એ પ્રમાણે વ્યંતરાદિકની શક્તિ જાણવી.
પ્રશ્નઃએટલી જેની શક્તિ હોય, તેને માનવાપૂજવામાં શો દોષ?
ઉત્તરઃપોતાને પાપનો ઉદય જો હોય તો તેઓ સુખ આપી શકે નહિ, તથા પુણ્યનો
ઉદય હોય તો દુઃખ આપી શકે નહિ. વળી તેમને પૂજવાથી કાંઈ પુણ્યબંધ થતો નથી, પણ
રાગાદિવૃદ્ધિ થઈ ઊલટો પાપબંધ જ થાય છે, તેથી તેમને માનવા
પૂજવા કાર્યકારી નથી, પણ
બૂરું કરવાવાળા છે. વ્યંતરાદિક મનાવેપૂજાવે છે, તે તો કુતૂહલાદિક જ કરે છે, પણ કાંઈ વિશેષ
પ્રયોજન રાખતાં નથી. જે તેમને માનેપૂજે તેનાથી કુતૂહલ કર્યા કરે, તથા જે ન માનેપૂજે તેને
કાંઈ કહે નહિ. જો તેમને પ્રયોજન જ હોય. તો ન માનવાપૂજવાવાળાને તેઓ ઘણા દુઃખી કરે,

Page 162 of 370
PDF/HTML Page 190 of 398
single page version

પણ જેને ન માનવાપૂજવાનો નિશ્ચય છે, તેને તેઓ કાંઈ પણ કહેતા દેખાતા નથી. વળી પ્રયોજન
તો ક્ષુધાદિકની પીડા હોય તો હોય, પણ તે તો તેમને વ્યક્ત થતી નથી, જો થતી હોય તો તેમના
અર્થે નૈવેદ્યાદિક આપીએ છીએ, તેને તેઓ કેમ ગ્રહણ કરતા નથી? અથવા બીજાઓને જમાડવા
આદિ કરવાનું શા માટે કહે છે? તેથી તેમની ક્રિયા કુતૂહલમાત્ર છે. અને પોતાને તેમને કુતૂહલનું
સ્થાન થતાં દુઃખ જ થાય, હીનતા થાય, માટે તેમને માનવા
પૂજવા યોગ્ય નથી.
પ્રશ્નઃએ વ્યંતરો એમ કહે છે કે‘‘ગયા આદિમાં પિંડદાન કરો, તો અમારી
ગતિ થાય, અમે ફરીથી આવીએ નહિ.’’ એ શું છે?
ઉત્તરઃજીવોને પૂર્વભવના સંસ્કાર તો રહે જ છે, અને વ્યંતરોને પૂર્વભવના
સ્મરણાદિથી વિશેષ સંસ્કાર છે, તેથી પૂર્વભવમાં તેને એવી જ વાસના હતી કે ‘‘ગયાદિકમાં
પિંડદાનાદિ કરતાં ગતિ થાય છે,’’ તેથી તેઓ એવાં કાર્ય કરવાનું કહે છે. મુસલમાન વગેરે
મરીને વ્યંતર થાય છે, તેઓ એ પ્રમાણે કહેતા નથી. તેઓ પોતાના સંસ્કારરૂપ જ વાક્ય કહે
છે. જો સર્વ વ્યંતરોની ગતિ એ જ પ્રમાણે થતી હોય, તો બધા સમાન પ્રાર્થના કરે, પણ
એમ તો નથી, એમ સમજવું.
એ પ્રમાણે વ્યંતરાદિનું સ્વરૂપ સમજવું.
વળી સૂર્ય, ચંદ્ર, ગ્રહાદિક જ્યોતિષીને પૂજે છે, તે પણ ભ્રમ છે. સૂર્યાદિકને પણ
પરમેશ્વરનો અંશ માની પૂજે છે, પણ તેમનામાં તો એક પ્રકારની જ અધિકતા ભાસે છે, હવે
પ્રકાશમાન તો અન્ય રત્નાદિક પણ છે, તેનામાં અન્ય કોઈ એવું લક્ષણ નથી, કે જેથી તેને
પરમેશ્વરનો અંશ માનીએ. ચંદ્રમાદિકને પણ ધનાદિની પ્રાપ્તિ અર્થે પૂજે છે. પણ તેને પૂજવાથી
જ જો ધન થતું હોય, તો સર્વ દરિદ્રી એ કાર્ય કરે છે, તેથી એ પણ મિથ્યાભાવ છે. વળી
જ્યોતિષના વિચારથી ખોટા ગ્રહાદિક આવતાં તેનું પૂજનાદિક કરે છે, તેના અર્થે દાનાદિક આપે
છે, પણ તે તો જેમ હરણાદિક પોતાની મેળે ગમનાદિક કરે છે, હવે તે પુરુષને જમણી
ડાબી બાજુએ આવતાં આગામી સુખદુઃખના જ્ઞાનનું કારણ થાય છે, પણ કાંઈ સુખદુઃખ
આપવા તે સમર્થ નથી; તેમ ગ્રહાદિક સ્વયં ગમનાદિક કરે છે, અને તે પ્રમાણે યથાસંભવ
યોગ પ્રાપ્ત થતાં, આગામી સુખ
દુઃખ થવાના જ્ઞાનનું કારણ થાય છે, પણ કાંઈ સુખદુઃખ
આપવા તે સમર્થ નથી. કોઈ તેમનું પૂજનાદિક કરે છે, તેને પણ ઇષ્ટ થતું નથી, તથા કોઈ
નથી કરતા, છતાં તેને ઇષ્ટ થાય છે, માટે તેમનું પૂજનાદિ કરવું તે મિથ્યાભાવ છે.
અહીં કોઈ કહે છે કે‘‘આપવું, પૂજનાદિ કરવું એ તો પુણ્ય છે, તેથી તે ભલું
જ છે.’’
તેનો ઉત્તરધર્મના અર્થે આપવું, પૂજનાદિ કરવું એ પુણ્ય છે. પણ અહીં તો દુઃખના
ભયથી અને સુખના લોભથી આપે છે, પૂજે છે, તેથી તે પાપ જ છે.

Page 163 of 370
PDF/HTML Page 191 of 398
single page version

ઇત્યાદિ અનેક પ્રકારથી જ્યોતિષીદેવોને પૂજે છે, તે મિથ્યા છે.
વળી દેવીદહાડી આદિ છે, તેમાં કોઈ તો વ્યંતરી વા જ્યોતિષિણી છે, તેનું અન્યથા
સ્વરૂપ માની કોઈ પૂજનાદિક કરે છે, તથા કોઈ કલ્પિત છે, તેનું પણ કલ્પના વડે જ પૂજનાદિક
કરે છે.
એ પ્રમાણે વ્યંતરાદિકના પૂજનનો નિષેધ કર્યો.
ક્ષેત્રપાલ, પદ્માવતી આદિને પૂજવાનો નિષેધા
પ્રશ્નઃક્ષેત્રપાલ, દહાડી અને પદ્માવતી આદિ દેવી, તથા યક્ષયક્ષિણી
આદિ કે જે જૈનમતને અનુસરે છે, તેમનું પૂજનાદિ કરવામાં તો દોષ નથી?
ઉત્તરઃજૈનમતમાં તો સંયમ ધારવાથી પૂજ્યપણું હોય છે. હવે દેવોને સંયમ હોતો
જ નથી, વળી તેમને સમ્યક્ત્વી માની પૂજીએ છીએ; તો ભવનત્રિક દેવોમાં સમ્યક્ત્વની પણ
મુખ્યતા નથી. તથા જો સમ્યક્ત્વવડે જ પૂજીએ, તો સર્વાર્થસિદ્ધિ અને લૌકાંતિક દેવોને જ કેમ
ન પૂજીએ? તમે કહેશો તે ‘‘આમને જિનભક્તિ વિશેષ છે,’’ પણ ભક્તિની વિશેષતા તો સૌધર્મ
ઇન્દ્રને પણ છે તથા તે સમ્યગ્દ્રષ્ટિ પણ છે, તો તેને છોડી આમને શામાટે પૂજો છો? તમે
કહેશો કે ‘‘જેમ રાજાને પ્રતિહારાદિક છે, તેમ તીર્થંકરને આ ક્ષેત્રપાલાદિક છે,’’ પણ
સમવસરણાદિમાં તો તેમનો અધિકાર જ નથી. માટે એ જૂઠી માન્યતા છે. વળી જેમ
પ્રતિહારાદિક દ્વારા રાજાને મળી શકાય છે, તેમ એ તીર્થંકરનો મેળાપ કરાવતા નથી, ત્યાં તો
જેને ભક્તિ હોય, તે તીર્થંકરનાં દર્શનાદિક કરે છે. અને એ પણ કાંઈ કોઈને આધીન નથી.
જુઓ તો ખરા આ અજ્ઞાનતા! આયુધાદિસહિત, અને રૌદ્ર છે સ્વરૂપ જેનું, તેની ગાઈ
ગાઈને ભક્તિ કરે છે. હવે જૈનમતમાં પણ જો રૌદ્ર રૂપ પૂજ્ય થયું તો એ પણ અન્યમતના
સમાન જ થયો. તીવ્ર મિથ્યાત્વભાવથી જૈનમતમાં પણ એવી વિપરીત પ્રવૃત્તિરૂપ માન્યતા
હોય છે.
એ પ્રમાણે ક્ષેત્રપાળાદિકને પણ પૂજવા યોગ્ય નથી.
વળી ગાયસર્પાદિક તિર્યંચ, કે જે પોતાનાથી પ્રત્યક્ષ હીન ભાસે છે, તેમનો
તિરસ્કારાદિક પણ કરી શકીએ છીએ, તથા તેમની નિંદ્યદશા પ્રત્યક્ષ જોઈએ છીએ. વૃક્ષ, અગ્નિ,
જલાદિક સ્થાવર છે, તે તો તિર્યંચોથી પણ અત્યંત હીન અવસ્થાને પ્રાપ્ત જોઈએ છીએ. તથા
શસ્ત્ર, ખડિયો વગેરે તો અચેતન છે, સર્વશક્તિથી હીન પ્રત્યક્ષ જોઈએ છીએ. તેમાં પૂજ્યપણાનો
ઉપચાર પણ સંભવતો નથી, તેથી તેમને પૂજવા એ મહામિથ્યાભાવ છે. તેમને પૂજવાથી પ્રત્યક્ષ
વા અનુમાનથી પણ કોઈ ફળપ્રાપ્તિ ભાસતી નથી. તેથી તેમને પૂજવા એ યોગ્ય નથી.

Page 164 of 370
PDF/HTML Page 192 of 398
single page version

એ પ્રમાણે સર્વ કુદેવોને પૂજવામાનવાનો નિષેધ છે.
જુઓ તો ખરા મિથ્યાત્વની મહિમા! લોકમાં તો પોતાનાથી નીચાને નમતાં પોતાને નિંદ્ય
માને છે, પણ અહીં મોહિત બની રોડાંપર્યંતને પૂજતાં પણ નિંદ્યતા માનતો નથી. લોકમાં પણ
જેનાથી પોતાનું કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું જાણે, તેની જ સેવા કરે છે, પણ મોહિત બની
‘‘કુદેવોથી મારું પ્રયોજન કેમ સિદ્ધ થશે’’ તેનો વિચાર કર્યા વિના જ કુદેવોનું સેવન કરે છે.
વળી આ કુદેવોનું સેવન કરતાં હજારો વિઘ્ન થાય, તેને તો ગણે નહિ, અને કોઈ પુણ્યના
ઉદયથી ઇષ્ટકાર્ય થઈ જાય તેને કહે કે
‘‘આના સેવનથી આ કાર્ય થયું.’’ કુદેવાદિકના સેવન
કર્યા વિના જે ઇષ્ટકાર્યો થાય, તેને તો ગણે નહિ, પણ કોઈ અનિષ્ટ થાય, તેને કહે કે‘‘આનું
સેવન કર્યું નહિ, તેથી અનિષ્ટ થયું.’ એટલું પણ વિચારતો નથી કેજો ઇષ્ટઅનિષ્ટ કરવું
તેમના જ આધીન હોય, તો જે તેમને પૂજે, તેને ઇષ્ટ જ થવું જોઈએ, તથા કોઈ ન પૂજે,
તેને અનિષ્ટ જ થવું જોઈએ, પણ તેવું તો દેખાતું નથી. કારણ કે
શીતલાને ઘણી માનવા છતાં
પણ કોઈને ત્યાં પુત્રાદિ મરતા જોઈએ છીએ, તથા કોઈને ન માનવા છતાં પણ જીવતા જોઈએ
છીએ. માટે શીતલાને માનવી કાંઈ પણ કાર્યકારી નથી.
એ જ પ્રમાણે સર્વ કુદેવોને માનવા કાંઈ પણ કાર્યકારી નથી.
પ્રશ્નઃ‘કાર્યકારી ભલે ન હો! પણ તેને માનવાથી કાંઈ બગાડ તો થતો નથી?’
ઉત્તરઃજો બગાડ ન થતો હોય, તો અમે શામાટે નિષેધ કરીએ? પરંતુ તેમને
માનવાથી એક તો મિથ્યાત્વાદિક દ્રઢ થવાથી મોક્ષમાર્ગ દુર્લભ થઈ જાય છે, અને એ મોટો
બગાડ છે. બીજું એનાથી પાપબંધ થાય છે, અને તેથી ભાવિમાં દુઃખ પામીએ છીએ એ જ
બગાડ છે.
પ્રશ્નઃમિથ્યાત્વાદિભાવ તો અતત્ત્વશ્રદ્ધાનાદિક થતાં થાય, તથા પાપબંધ
ખરાબ કાર્યો કરતાં થાય છે, પણ આમને માનવાથી મિથ્યાત્વાદિભાવ અને પાપબંધ કેવી
રીતે થાય?
ઉત્તરઃપ્રથમ તો પરદ્રવ્યોને ઇષ્ટઅનિષ્ટ માનવાં, એ જ મિથ્યાત્વ છે. કારણ કે
કોઈ દ્રવ્ય કોઈનું મિત્રશત્રુ છે જ નહિ. વળી જે ઇષ્ટઅનિષ્ટ પદાર્થ મળે છે, તેનું કારણ
પુણ્યપાપ છે, માટે જેમ પુણ્યબંધ થાય, પાપબંધ ન થાય તેમ કરો. જો કર્મના ઉદયનો પણ
નિશ્ચય ન હોય, અને કેવળ ઇષ્ટઅનિષ્ટ બાહ્યકારણોના સંયોગવિયોગનો ઉપાય કરે, તોપણ
કુદેવને માનવાથી ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ કાંઈ દૂર થતી નથી, પરંતુ કેવળ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે.
વળી તેથી પુણ્યબંધ પણ થતો નથી, પાપબંધ જ થાય છે. એ કુદેવો કોઈને ધનાદિક આપતા
કે ખૂંચવી લેતા જોવામાં આવતા નથી, તેથી એ બાહ્યકારણ પણ નથી, તો એની માન્યતા શામાટે
કરવામાં આવે છે? જ્યારે અત્યંત ભ્રમબુદ્ધિ થાય, જીવાદિતત્ત્વોના શ્રદ્ધાન
જ્ઞાનનો અંશ પણ

Page 165 of 370
PDF/HTML Page 193 of 398
single page version

ન હોય, તથા રાગદ્વેષની અત્યંત તીવ્રતા હોય ત્યારે જ જે કારણ નથી, તેને પણ ઇષ્ટ
અનિષ્ટનું કારણ માને છે ત્યારે કુદેવોની માન્યતા થાય છે.
એ પ્રમાણે તીવ્ર મિથ્યાત્વાદિભાવ થતાં, મોક્ષમાર્ગ અતિ દુર્લભ થઈ જાય છે.
કુગુરુના શ્રદ્ધાનાદિકનો નિષેધા
હવે આગળ કુગુરુના શ્રદ્ધાનાદિકનો નિષેધ કરીએ છીએઃ
જે જીવ વિષયકષાયાદિક અધર્મરૂપ તો પરિણમે છે, અને માનાદિકથી પોતાને ધર્માત્મા
મનાવે છે, ધર્માત્માયોગ્ય નમસ્કારાદિ ક્રિયા કરાવે છે, કિંચિત્ ધર્મનું કોઈ અંગ ધારી મહાન
ધર્માત્મા કહેવડાવે છે, તથા મહાન ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છે, એ પ્રમાણે ધર્મના આશ્રયવડે
પોતાને મહાન મનાવે છે, તે બધા કુગુરુ જાણવા. કારણ કે
ધર્મપદ્ધતિમાં તો વિષયકષાયાદિ
છૂટતાં જેવો ધર્મ ધારે, તેવું જ પોતાનું પદ માનવું યોગ્ય છે.
કુળઅપેક્ષા ગુરુપણાનો નિષેધા
ત્યાં કોઈ તો કુળવડે પોતાને ગુરુ માને છે. તેમાં કેટલાક બ્રાહ્મણાદિક તો કહે છે કે
‘‘અમારું કુળ જ ઉચ્ચ છે, તેથી અમે સર્વના ગુરુ છીએ.’’ પણ કુળની ઉચ્ચતા તો ધર્મસાધનથી
છે. જો કોઈ ઉચ્ચકુળમાં ઊપજીને હીન આચરણ કરે, તો તેેને ઉચ્ચ કેવી રીતે માનીએ? જો
કુળમાં ઊપજવાથી જ ઉચ્ચપણું રહે, તો માંસભક્ષણાદિ કરવા છતાં પણ તેને ઉચ્ચ જ માનો,
પણ એમ બને નહિ. ભારતગ્રંથમાં પણ અનેક પ્રકારના બ્રાહ્મણો કહે છે, ત્યાં ‘‘જે બ્રાહ્મણ
થઈ ચાંડાલકાર્ય કરે, તેને ચાંડાલબ્રાહ્મણ કહેવા,’’ એમ કહ્યું છે. જો કુળથી જ ઉચ્ચપણું રહે,
તો એવી હીનસંજ્ઞા શા માટે આપી?
વળી વૈષ્ણવશાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે કે‘‘વેદવ્યાસાદિક માછલી આદિથી ઊપજ્યાં.’’
તો ત્યાં કુળનો અનુક્રમ કેવી રીતે કહ્યો? તથા મૂળ ઉત્પત્તિ તો બ્રહ્માથી કહે છે, તેથી સર્વનું
એક જ કુળ છે, ભિન્ન કુળ ક્યાં રહ્યું? વળી ઉચ્ચકુળની સ્ત્રીને નીચકુળના પુરુષથી તથા
નીચકુળની સ્ત્રીને ઉચ્ચકુળના પુરુષથી સંગમ થતાં સંતતિ થતી જોવામાં આવે છે, ત્યાં ઉચ્ચ
નીચ કુળનું પ્રમાણ ક્યાં રહ્યું?
પ્રશ્નઃજો એમ છે, તો ઉચ્ચનીચ કુળનો વિભાગ શા માટે માનો છો?
ઉત્તરઃલૌકિક કાર્યમાં તો અસત્યપ્રવૃત્તિ પણ સંભવે, પરંતુ ધર્મકાર્યમાં તો અસત્યતા
સંભવે નહિ. માટે ધર્મપદ્ધતિમાં તો કુળ અપેક્ષા મહંતપણું સંભવતું નથી, પણ ધર્મસાધનથી જ
મહંતપણું હોય છે. બ્રાહ્મણાદિ કુળોમાં જે મહંતતા છે, તે ધર્મપ્રવૃત્તિથી છે; ધર્મપ્રવૃત્તિ છોડી
હિંસાદિક પાપપ્રવૃત્તિમાં પ્રવર્તતાં મહંતપણું કેવી રીતે રહે?
વળી કોઈ કહે છે કે‘‘અમારા પૂર્વવડીલો મહાન ભક્ત થઈ ગયા છે, સિદ્ધ થયા

Page 166 of 370
PDF/HTML Page 194 of 398
single page version

છે, વા ધર્માત્મા થયા છે અને અમે તેની સંતતિ છીએ. માટે અમે ગુરુ છીએ.’’ પણ એ
વડીલોના વડીલો તો એવા હતા નહિ, હવે તેમની સંતતિમાં આમને ઉત્તમકાર્ય કરતાં જો ઉત્તમ
માનો છો, તો એ ઉત્તમ પુરુષોની સંતતિમાં જે ઉત્તમ કાર્ય ન કરે, તેને શામાટે ઉત્તમ માનો
છો? શાસ્ત્રોમાં વા લોકમાં પણ પ્રસિદ્ધ છે કે
પિતા શુભકાર્યવડે ઉચ્ચપદ પામે છે, તથા પુત્ર
અશુભકાર્યવડે નીચપદ પામે છે. વા પિતા અશુભકાર્યવડે નીચપદ પામે છે, ત્યારે પુત્ર
શુભકાર્યવડે ઉચ્ચપદ પામે છે. માટે પૂર્વ વડીલોની અપેક્ષાએ મહંતતા માનવી યોગ્ય નથી.
એ પ્રમાણે કુળવડે ગુરુપણું માનવું, એ મિથ્યાભાવ સમજવો.
વળી કોઈપટ્ટવડે ગુરુપણું માને છે. પૂર્વે કોઈ મહાનપુરુષ થયો હોય, તેની પાટે જે
શિષ્યપ્રતિશિષ્ય ચાલ્યા આવતા હોય, તેમાં એ મહંતપુરુષ જેવા ગુણ ન હોય, તોપણ તેમાં
ગુરુપણું માનવામાં આવે છે જો એમ જ હોય, તો એ પાટમાં કોઈ ગાદીપતિ પરસ્ત્રીગમનાદિક
મહાપાપકાર્ય કરશે, તે પણ ધર્માત્મા થશે તથા સુગતિને પ્રાપ્ત થશે, પણ એમ તો સંભવે નહિ.
તથા જો તે મહાપાપી છે, તો તેને ગાદીનો અધિકાર જ ક્યાં રહ્યો? માટે જે ગુરુપદયોગ્ય
કાર્ય કરે, તે જ ગુરુ છે.
વળી કોઈપહેલાં તો સ્ત્રી આદિના ત્યાગી હતા, પણ પાછળથી ભ્રષ્ટ થઈ વિવાહાદિ
કાર્ય કરી ગૃહસ્થ થયા, તેમની સંતતિ પણ પોતાને ગુરુ માને છે. પણ ભ્રષ્ટ થયા પછી ગુરુપણું
ક્યાં રહ્યું? ગૃહસ્થવત્ એ પણ થયા. હા! એટલું વિશેષ થયું કે
આ ભ્રષ્ટ થઈ ગૃહસ્થ થયા,
તો તેમને મૂળગૃહસ્થધર્મી કેવી રીતે ગુરુ માને?
વળી કોઈઅન્ય તો બધાં પાપકાર્ય કરે, પણ માત્ર એક સ્ત્રી પરણે નહિ, અને એ
જ અંગ વડે પોતાનામાં ગુરુપણું માને છે. હવે એક અબ્રહ્મચર્ય જ પાપ નથી, પરંતુ હિંસા
પરિગ્રહાદિક પણ પાપ છે. એ કરવા છતાં પણ તેમને ધર્માત્માગુરુ કેવી રીતે મનાય? બીજું
એ કાંઈ ધર્મબુદ્ધિથી વિવાહાદિકનો ત્યાગી થયો નથી, પણ કોઈ આજીવિકા વા લજ્જાદિ
પ્રયોજન અર્થે વિવાહ કરતો નથી. જો ધર્મબુદ્ધિ હોત, તો હિંસાદિક શામાટે વધારત? વળી
જેનામાં ધર્મબુદ્ધિ નથી, તેની શીલની દ્રઢતા પણ રહે નહિ, અને વિવાહ કરે નહિ ત્યારે તે
પરસ્ત્રીગમનાદિ મહાપાપ ઉપજાવે, તેથી એવી ક્રિયા હોવા છતાં તેનામાં ગુરુપણું માનવું એ
મહા ભ્રમબુદ્ધિ છે.
વળી કોઈકોઈ પ્રકારના વેષ ધારવાથી ગુરુપણું માને છે. પણ માત્ર વેષ ધારવામાં
શો ધર્મ થયો, કે જેથી ધર્માત્મા તેને ગુરુ માને? તેમાં કોઈ ટોપી પહેરે છે, કોઈ ગૂદરી
(ગોદડી) રાખે છે, કોઈ ચોળો પહેરે છે. કોઈ ચાદર ઓઢે છે, કોઈ લાલવસ્ત્ર રાખે છે, કોઈ
શ્વેતવસ્ત્ર રાખે છે, કોઈ ભગવાં રાખે છે, કોઈ ટાટ પહેરે છે, કોઈ મૃગછાલા પહેરે છે, તથા
કોઈ રાખ લગાવે છે, ઇત્યાદિ અનેક સ્વાંગ બનાવે છે. પણ જો શીત
ઉષ્ણાદિક સહન થતાં

Page 167 of 370
PDF/HTML Page 195 of 398
single page version

નથી, તથા લજ્જા છૂટી નથી, તો પાઘડી અને અંગરખાદિ પ્રવૃત્તિરૂપ વસ્ત્રાદિકનો શામાટે ત્યાગ
કર્યો? તથા એને છોડી આવા સ્વાંગ બનાવવામાં કયું ધર્મનું અંગ થયું? પણ માત્ર ગૃહસ્થોને
ઠગવા માટે જ એવા વેષો છે, એમ જાણવું. કારણ કે
જો તેઓ ગૃહસ્થ જેવો પોતાનો સ્વાંગ
રાખે, તો ગૃહસ્થ કેવી રીતે ઠગાય? પણ તેમને આવા વેષ દ્વારા આ ગૃહસ્થો પાસેથી
આજીવિકા, ધનાદિક તથા માનાદિક પ્રયોજન સાધવું છે. તેથી તેઓ એવા સ્વાંગ બનાવે છે,
અને ભોળું જગત એ સ્વાંગને જોઈ ઠગાય છે, ધર્મ થયો માને છે. પણ એ ભ્રમ છે,
‘ઉપદેશસિદ્ધાંતરત્ન’માં કહ્યું છે કે
जह कुवि वेस्सारत्तो मुसिज्जमाणो विमण्णए हरिसं,
तह मिच्छवेसमुसिया गयं पि ण मुणंति धम्म-णिहिं
।।।।
(ઉપદેશસિદ્ધાન્તરત્નમાળા)
અર્થઃજેમ કોઈ વેશ્યાસક્ત પુરુષ ધનાદિ ઠગાવતો હોવા છતાં પણ હર્ષ માને છે,
તેમ મિથ્યાવેષવડે ઠગાતા જીવો, નાશ પામતા ધર્મધનને જાણતા નથી. ભાવાર્થ
મિથ્યાવેષવાળા જીવોની સુશ્રુષાદિથી પોતાનું ધર્મધન નાશ થાય છે, તેનો તો તેમને ખેદ નથી,
પણ ઊલટા મિથ્યાબુદ્ધિથી હર્ષ કરે છે.
ત્યાં કોઈ તોમિથ્યાશાસ્ત્રોમાં નિરૂપણ કરેલા વેષને ધારણ કરે છે; એ શાસ્ત્રોના
રચવાવાળા પાપાશયીઓએ સુગમક્રિયાથી, ઉચ્ચપદપ્રાપ્તિના પ્રરૂપણથી ‘‘અમારી માન્યતા થશે, વા
અન્ય ઘણા જીવો આ માર્ગમાં જોડાશે,’’ એવા અભિપ્રાયથી મિથ્યા ઉપદેશ આપ્યો. અને તેની
પરંપરાવડે વિચારરહિત જીવો, એટલો પણ વિચાર કરતા નથી કે
સુગમક્રિયાથી ઉચ્ચપદપ્રાપ્તિ
બતાવે છે, ત્યાં કંઈક દગો છે! પણ માત્ર ભ્રમપૂર્વક તેમના કહેલા માર્ગમાં તેઓ પ્રવર્તે છે.
વળી કોઈશાસ્ત્રોમાં નિરૂપણ કરેલા કઠણ માર્ગ તો પોતાનાથી સધાય નહિ, અને પોતાનું
ઉચ્ચનામ ધરાયા વિના લોક માને પણ નહિ, એ અભિપ્રાયથી યતિ, મુનિ, આચાર્ય, ઉપાધ્યાય,
સાધુ, ભટ્ટારક, સંન્યાસી, યોગી, તપસ્વી અને નગ્ન ઇત્યાદિ નામ તો ઉચ્ચ ધરાવે છે, પણ
તેવા આચરણોને સાધી શકતા નથી, તેથી ઇચ્છાનુસાર નાના પ્રકારના વેષ બનાવે છે, તથા
કેટલાક તો પોતાની ઇચ્છાનુસાર જ નવીન નામ ધારણ કરે છે અને ઇચ્છાનુસાર વેષ બનાવે
છે. અને એવા અનેક વેષ ધારવાથી પોતાનામાં ગુરુપણું માને છે, પણ એ મિથ્યા છે.
પ્રશ્નઃવેષ તો ઘણા પ્રકારના દેખાય છે, તો તેમાં સાચા{જૂઠા વેષની
પિછાણ કેવી રીતે થાય?
ઉત્તરઃજે વેષમાં વિષયકષાયનો કાંઈ પણ લગાવ નથી, તે વેષ સાચો છે. એ
સાચો વેષ ત્રણ પ્રકારનો છે, બાકીના સર્વવેષ મિથ્યા છે.

Page 168 of 370
PDF/HTML Page 196 of 398
single page version

એ જ વાત ષટ્પાહુડમાં શ્રીકુંદકુંદાચાર્યે કહી છેઃ
एगं जिणस्स रूवं र्बायं उक्किट्ठसावयाणं तु,
अवरट्ठियाण तइयं चउत्थ पुण लिंग दंसणं णत्थि
।।१८।। (दर्शनपाहुड)
અર્થઃએક તો જિનસ્વરૂપનિર્ગ્રંથ દિગંબર મુનિલિંગ, બીજું ઉત્કૃષ્ટશ્રાવકરૂપ
દશમીઅગિયારમી પ્રતિમાધારક શ્રાવકલિંગ, અને ત્રીજું આર્યિકાઓનું રૂપ એ સ્ત્રીઓનું લિંગ,
એ પ્રમાણે એ ત્રણ લિંગ તો શ્રદ્ધાનપૂર્વક છે, ચોથું લિંગ સમ્યક્દર્શનસ્વરૂપ કોઈ નથી.
ભાવાર્થ
એ ત્રણ લિંગ વિના અન્ય લિંગને જે માને છે તે શ્રદ્ધાની નથી, પણ મિથ્યાદ્રષ્ટિ
છે. વળી એ વેષોમાં કોઈ વેષી પોતાના વેષની પ્રતીતિ કરાવવા અર્થે કિંચિત્ ધર્મના અંગને
પણ પાળે છે, જેમ કોઈ ખોટા રૂપિયા ચલાવવાવાળો તેમાં કંઈક રૂપાનો અંશ પણ રાખે છે,
તેમ આ પણ ધર્મનું કોઈ અંગ બતાવી પોતાનું ઉચ્ચપદ મનાવે છે.
પ્રશ્નઃજેટલું ધર્મસાધન કર્યું, તેનું તો ફળ થશે?
ઉત્તરઃજેમ કોઈ ઉપવાસનું નામ ધરાવી, કણમાત્ર પણ ભક્ષણ કરે તો તે પાપી
છે; પણ એકાશનનું નામ ધરાવી, કોઈ કિંચિત્ન્યૂન ભોજન કરે, તોપણ તે ધર્માત્મા છે; તેમ
કોઈ ઉચ્ચપદનું નામ ધરાવી, તેમાં કિંચિત્ પણ અન્યથા પ્રવર્તે, તો તે મહાપાપી છે. પણ
નીચાપદનું નામ ધરાવી, થોડું પણ ધર્મસાધન કરે, તો તે ધર્માત્મા છે. માટે ધર્મસાધન તો જેટલું
બને તેટલું કરો, એમાં કોઈ દોષ નથી, પણ ઉચ્ચ ધર્માત્મા નામ ધરાવી નીચી ક્રિયા કરતાં
તો તે મહાપાપી જ થાય છે. ષટ્પાહુડમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે
जहजायरूवसरिसो तिलतुसमित्तं ण गिहदि हत्तेसु
जइ लेइ अप्पबहुयं तत्तो पुण जाइ णिग्गोदम्
।।१८।। (सूत्रपाहुड)
અર્થઃમુનિપદ છે તે યથાજાતરૂપ સદ્રશ છે; જેવો જન્મ થયો હતો તેવું નગ્ન છે.
એ મુનિ, અર્થ જે ધનવસ્ત્રાદિ વસ્તુને તિલતુસમાત્ર પણ ગ્રહણ કરે નહિ. કદાપિ તેને થોડીઘણી
પણ ગ્રહણ કરે, તો તેથી તે નિગોદ જાય.
જુઓ! ગૃહસ્થપણામાં ઘણો પરિગ્રહ રાખી, કંઈક પ્રમાણ કરે, તોપણ તે સ્વર્ગમોક્ષનો
અધિકારી થાય છે, ત્યારે મુનિપણામાં કિંચિત્ પરિગ્રહ અંગીકાર કરતાં પણ તે નિગોદગામી
થાય છે, માટે ઉચ્ચ નામ ધરાવી નીચી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી.
જુઓ! આ હુંડાવસર્પિણીકાળમાં આ કળિકાળ પ્રવર્તે છે. જેના દોષથી જૈનમતમાં પણ
આજે વિષયકષાયાસક્ત જીવ મુનિપદ ધારણ કરે છે. તેઓ સર્વસાવદ્યના ત્યાગી થઈ
પંચમહાવ્રતાદિ અંગીકાર કરે છે, છતાં શ્વેત
રક્તાદિ વસ્ત્રોને ગ્રહણ કરે છે, ભોજનાદિમાં
લોલુપી હોય છે, પોતપોતાની પદ્ધતિ વધારવામાં ઉદ્યમી હોય છે. કોઈ ધનાદિક પણ રાખે છે,
23

Page 169 of 370
PDF/HTML Page 197 of 398
single page version

તથા હિંસાદિ નાના પ્રકારના આરંભ કરે છે. પણ અલ્પપરિગ્રહ ગ્રહણ કરવાનું ફળ નિગોદ
કહ્યું છે, તો આવા પાપોનું ફળ તો અનંતસંસાર અવશ્ય હોય.
વળી લોકોની અજ્ઞાનતા તો જુઓ! કોઈ એક નાની પ્રતિજ્ઞા ભંગ કરે, તેને તો તેઓ
પાપી કહે છે, પણ આવી મહાન પ્રતિજ્ઞા ભંગ કરતા જોવા છતાં તેને ગુરુ માને છે. મુનિ
સમાન તેનું સન્માનાદિક કરે છે. શાસ્ત્રમાં કૃત
કારિતઅનુમોદનાનું એકસરખું ફળ કહ્યું છે,
તેથી તેમને પણ એવું જ ફળ લાગે છે.
મુનિપદ લેવાનો ક્રમ તો આ છે કેપહેલાં તત્ત્વજ્ઞાન થાય, પછી ઉદાસીન પરિણામ
થાય, પરિષહાદિ સહન કરવાની શક્તિ થાય. અને તે પોતાની મેળે જ મુનિ થવા ઇચ્છે, ત્યારે
શ્રીગુરુ તેને મુનિધર્મ અંગીકાર કરાવે.
આ તે કઈ જાતની વિપરીતતા છે કેતત્ત્વજ્ઞાનરહિત અને વિષયાસક્ત જીવને, માયા
વડે વા લોભ બતાવી મુનિપદ આપી, પાછળથી અન્યથા પ્રવૃત્તિ કરાવવી! પણ એ મહાન
અન્યાય છે.
એ પ્રમાણે કુગુરુ અને તેના સેવનનો અહીં નિષેધ કર્યો.
હવે એ કથનને દ્રઢ કરવા માટે અન્ય શાસ્ત્રોની સાક્ષી આપીએ છીએ.
‘ઉપદેશસિદ્ધાંતરત્નમાળા’માં કહ્યું છે કે
गुरुणो भट्टा जाचा सद्दे थुणि ऊण लिंति दाणाइं
दोण्णवि अमुणिचसारा दूसमिसमयम्मि बुड्ढंति ।।३१।।
અર્થઃકાળદોષથી ગુરુ જે છે તે તો ભાટ થયા, ભાટ સમાન શબ્દોવડે દાતારની
સ્તુતિ કરીને, દાનાદિ ગ્રહણ કરે છે. પણ તેથી આ દુષમકાળમાં દાતાર અને પાત્ર બંને
સંસારસમુદ્રમાં ડૂબે છે. વળી ત્યાં કહ્યું છે કે
सप्पे दिट्ठे णासइ लोओ णहि कोवि किंपि अक्खेइ
जो चयइ कुगुरु सप्पं हा मूढा भणई तं दुट्ठं ।।३६।।
અર્થઃસર્પને દેખી કોઈ ભાગે, તેને તો લોક કાંઈ પણ કહે નહિ, પણ હાય હાય
જુઓ તો ખરા! કે આ કુગુરુસર્પને કોઈ છોડે, તેને મૂઢ લોકો દુષ્ટ અને બૂરો કહે છે.
सप्पो इक्कं मरणं कुगुरु अणंताइ देह मरणाईं
तो वर सप्पं गहियं मा कुगुरु सेवणं भद्दं ।।३७।।
અર્થઃસર્પવડે તો એક જ વખત મરણ થાય છે, પણ આ કુગુરુ અનંતમરણ આપે

Page 170 of 370
PDF/HTML Page 198 of 398
single page version

છે, અનંતવાર જન્મમરણ કરાવે છે. માટે હે ભદ્ર! સાપને ગ્રહણ કરવો તો ભલો છે, પરંતુ
કુગુરુનું સેવન ભલું નથી.
બીજી ગાથાઓ પણ ત્યાં આ શ્રદ્ધાન દ્રઢ કરવા માટે ઘણી કહી છે, તે ગ્રંથમાંથી જોઈ
લેવી.
સંઘપટ્ટકમાં પણ કહ્યું છે કે
क्षुत्क्षामः किल कोपि रंकशिशुकः प्रवृज्य चैत्ये क्वचित्,
कृत्वा किंच न पक्षमक्षतकलिः प्राप्तस्तदाचार्यकम्;
चित्रं चैत्यगृहे गृहीयति निजे गच्छे कुटुम्बीयति,
स्वं शक्रीयति बालिशीयति बुधान् विश्व बराकीयति
અર્થઃજુઓ! ક્ષુધાવડે કૃશ કોઈ રંકનું બાળક, કોઈ ચૈત્યાલયાદિમાં દીક્ષા ધારી,
પાપરહિત ન હોવા છતાં, કોઈ પક્ષવડે આચાર્યપદને પ્રાપ્ત થયું; હવે તે ચૈત્યાલયમાં પોતાના
ઘરસમાન પ્રવર્તે છે, પોતાના ગચ્છમાં કુટુંબસમાન પ્રવર્તે છે, પોતાને ઇંદ્રસમાન મહાન માને
છે, જ્ઞાનીજનોને બાળકસમાન અજ્ઞાની માને છે, તથા સર્વ ગૃહસ્થોને રંકસમાન માને છે. એ
મહાન આશ્ચર્ય છે.
વળી‘‘यैर्जातो न च वर्द्धितो न च क्रीतो’’ ઇત્યાદિ કાવ્ય છે. જેનાથી જન્મ થયો નથી,
વધ્યો નથી, મૂલ્ય આપી દીધો નથી, તથા દેણદાર થયો નથી, ઇત્યાદિ કોઈ પ્રકારનો સંબંધ
નથી, છતાં ગૃહસ્થોને બળદની માફક હાંકે છે, તથા જોરાવરીથી દાનાદિ લે છે, પણ હાય!
હાય! આ જગત રાજા વડે રહિત છે, અર્થાત્ કોઈ ન્યાય પૂછવાવાળો નથી.
અહીં કોઈ કહે કે‘‘એ તો શ્વેતાંબરરચિત ઉપદેશ છે, તેની સાક્ષી શામાટે આપો છો?’’
ઉત્તરઃજેમ કોઈ નીચો પુરુષ જેનો નિષેધ કરે, તેનો ઉત્તમ પુરુષને તો સહજ નિષેધ
થયો. તેમ જેને વસ્ત્રાદિ ઉપકરણ કહ્યાં છે, તેઓ પણ જેનો નિષેધ કરે, તો દિગંબરધર્મમાં
તો એવી વિપરીતતાનો સહજ જ નિષેધ થયો.
વળી દિગંબર ગ્રંથોમાં પણ એ શ્રદ્ધાનનાં પોષક વચનો છે.
શ્રીકુંદકુંદાચાર્ય ષટ્પાહુડમાં (દર્શનપાહુડમાં) પણ કહ્યું છે કે
दंसणमूलो धम्मो उवइट्ठो जिणवरेहिं सिस्साणं
तं सोऊण सकण्णे दंसणहीणो ण वंदिव्वो ।।।। (दर्शनपाहुड)
અર્થઃસમ્યગ્દર્શન છે મૂળ જેનું, એવો જિનવર દ્વારા ઉપદેશેલો ધર્મ સાંભળી, હે
કર્ણસહિત પુરુષો! તમે એમ માનો કે સમ્યક્ત્વરહિત જીવ વંદન યોગ્ય નથી. જે પોતે કુગુરુ

Page 171 of 370
PDF/HTML Page 199 of 398
single page version

છે અને કુગુરુના શ્રદ્ધાન સહિત છે, તે સમ્યગ્દ્રષ્ટિ ક્યાંથી હોય? તથા સમ્યક્ત્વ વિના અન્ય
ધર્મ પણ ન હોય, તો તે ધર્મ વિના વંદન યોગ્ય ક્યાંથી હોય?
जे दंसणेसु भट्ठाः णाणे भट्ठा चरित्तभट्ठा य
एदे भट्ठ वि भट्ठा सेस पि जणं विणासंति ।।।। (दर्शनपाहुड)
અર્થઃજે શ્રદ્ધાનમાં, ભ્રષ્ટ છે, જ્ઞાનમાં ભ્રષ્ટ છે, તથા ચારિત્રમાં ભ્રષ્ટ છે. તે જીવ
ભ્રષ્ટમાં પણ ભ્રષ્ટ છે, અન્ય જીવો કે જેઓ તેનો ઉપદેશ માને છે, તે જીવોનો પણ તે નાશ
કરે છે
બૂરું કરે છે.
વળી કહે છે કે
जे दंसणेसु भट्ठा पाए पाडंति दंसणधराणं
ते होंति लल्लमूआ बोही पुण दुल्लहा तेसिं ।।१२।। (दर्शनपाहुड)
અર્થઃજે પોતે તો સમ્યક્ત્વથી ભ્રષ્ટ છે. છતાં સમ્યક્ત્વધારકોને પોતાના પગે
પડાવવા ઇચ્છે છે, તે લૂલા, ગૂંગા, વા સ્થાવર થઈ જાય છે, તથા તેને બોધિની પ્રાપ્તિ
મહાદુર્લભ થઈ જાય છે.
जे वी पडंति च तेसिं जाणंता लज्जागारवभयेण
तेसिं पि णत्थि बोही पावं अणुमोचमाणाणं ।।१३।। (दर्शनपाहुड)
અર્થઃજે જાણતો હોવા છતાં પણ, લજ્જા, ગારવ અને ભયથી તેના પગે પડે
છે, તેને પણ બોધિ અર્થાત્ સમ્યક્ત્વ નથી. કેવા છે એ જીવો? માત્ર પાપની અનુમોદના કરે
છે. પાપીઓનું સન્માનાદિક કરતાં પણ તે પાપની અનુમોદનાનું ફળ લાગે છે.
વળી કહે છે કે
जस्स परिग्गहगहणं अप्पं बहुयं च हवइ लिंगस्स
सो गरहिउ जिणवयणे परिगहरहिओ णिरायारो ।।१९।। (सूत्रपाहुड)
અર્થઃજે લિંગમાં થોડો વા ઘણો પરિગ્રહનો અંગીકાર છે, તે લિંગ જિનવચનમાં
નિંદા યોગ્ય છે. પરિગ્રહરહિત જ અણગાર હોય છે. કહે છે કે
धम्मम्मि णिप्पवासो दोसावासो य इच्छुफु ल्लसमो
णिष्फलनिग्गुणयारो, णडसवणो णग्गरूवेण ।।७१।। (भावपाहुड)
અર્થઃજે ધર્મમાં નિરુદ્યમી અને દોષોનું ઘર છે, તે ઈક્ષુફૂલ સમાન નિષ્ફળ છે;
જે ગુણોના આચરણથી રહિત છે, તે માત્ર નગ્નરૂપવડે નટશ્રમણ છેભાંડસમાન વેષધારી છે.

Page 172 of 370
PDF/HTML Page 200 of 398
single page version

હવે નગ્ન થતાં તો ભાંડનું દ્રષ્ટાંત સંભવે છે, પણ પરિગ્રહ રાખે તો એ દ્રષ્ટાંત પણ બને નહિ.
કહ્યું છે કે
जे पावमोहियमई लिंगं घेत्तूण जिणवरिंदाणं
पावं कुणंति पावा ते चत्ता मोक्खमग्गम्मि ।।७८।। (मोक्षपाहुड)
અર્થઃપાપવડે મોહિત થઈ છે બુદ્ધિ જેની, એવા જે જીવો જિનવરનું લિંગ ધારી
પાપ કરે છે, તે પાપમૂર્તિ મોક્ષમાર્ગમાં ભ્રષ્ટ જાણવા.
વળી કહ્યું છે કે
जे पंचचेलसत्ता गंथग्गाहींय जायणासीला
आधाकम्मम्मि रया ते चत्ता मोक्खमग्गम्मि ।।७९।। (मोक्षपाहुड)
અર્થઃજે પાંચપ્રકારના વસ્ત્રોમાં આસક્ત છે, પરિગ્રહને ગ્રહણ કરવાવાળા છે,
યાચના સહિત છે, તથા આધાકર્માદિ દોષોમાં લીન છે, તે મોક્ષમાર્ગમાં ભ્રષ્ટ જાણવા.
બીજી પણ ગાથા ત્યાં તે શ્રદ્ધાનને દ્રઢ કરવા માટે કહેલ છે તે ત્યાંથી જાણવું.
શ્રી કુંદકુંદાચાર્યકૃત લિંગપાહુડમાં, જેઓ મુનિલિંગધારી હિંસા, આરંભ, યંત્ર
મંત્રાદિ કરે
છે, તેનો ઘણો નિષેધ કર્યો છે.
શ્રીગુણભદ્રાચાર્યકૃત આત્માનુશાસનમાં પણ કહ્યું છે કે
इतस्ततश्च त्रस्यन्तो विभावर्य्यां यथा मृगाः
वनाब्दिषन्त्युपग्रामं कलौ कष्ट तपस्विनः ।।१९७।।
અર્થઃજેમ રાત્રિ વિષે મૃગ જ્યાં ત્યાંથી ભયવાન બની વનમાંથી નગરની સમીપ
આવીને વસે છે, તેમ આ કળિકાળમાં તપસ્વી પણ મૃગની માફક જ્યાં ત્યાંથી ભયભીત
બની, વનમાંથી નગરની સમીપ આવી વસે છે, એ મહાખેદકારક કાર્ય છે. અહીં નગર-
સમીપ જ રહેવું નિષેધ્યું તો નગરમાં રહેવું તો સ્વયં નિષેધ થયું. વળી એ જ ગ્રંથમાં કહ્યું
છે કે
वरं गार्हस्थ्यमेवाद्य तपसो भावि जन्मनः
सुस्त्रीकटाक्षलुण्टाकैर्लुप्तवैराग्यसंपदः ।।१९८।।
અર્થઃજેનાથી અનંતસંસાર થવા યોગ્ય છે, એવા તપ કરતાં તો ગૃહસ્થપણું જ
ભલું છે, કેવું છે એ તપ? પ્રભાત થતાં જ સ્ત્રીઓના કટાક્ષરૂપ લુંટારાઓવડે જેની વૈરાગ્યસંપદા
લુંટાઈ ગઈ છે.