Moksha Marg Prakashak (Gujarati). Shithilacharni Poshak Yukti Ane Tenu Nirakaran; Kudharmanu Niroopan Ane Teni Shraddha Aadino Nishedh; Adhikar Saatmo; Jain Matanuyayi Mithyadrashtionu Swaroop; Keval Nishchayavalambi Jainabhasonu Nirupan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 11 of 20

 

Page 173 of 370
PDF/HTML Page 201 of 398
single page version

શ્રી યોગેન્દ્રદેવકૃત પરમાત્મપ્રકાશમાં કહ્યું છે કે
चेल्ला-चेल्ली पुत्थियहिं तूसइ मूढु णिभंतु
एयहिं लज्जइ णाणियउ बंधहं हेउ मुणंतु ।।२१५।।
અર્થઃચેલાચેલી અને પુસ્તકો વડે તો મૂઢ સંતુષ્ટ થાય છે, પણ ભ્રાંતિરહિત એવો
જ્ઞાની, તેને બંધનું કારણ જાણી, તેનાથી લજ્જાયમાન થાય છે.
केण वि अप्पउ वंचियउ सिरु लुंचिवि छारेण
सयल वि संग ण परिहरिय जिणवर लिंगधरेण ।।२१७।।
અર્થઃજે જીવ વડે પોતાનો આત્મા ઠગાયો, તે જીવ ક્યો? કે જે જીવે જિનવરનું
લિંગ ધાર્યું, રાખવડે માથાનો લોચ કર્યો, પણ સમસ્ત પરિગ્રહ છોડ્યો નહિ.
जे जिण-लिंगु धरेवि मुणि इट्ठ परिग्गह लेंति
छद्दि करेविणु ते जि जिय सा पुणु छद्दि गिलंति ।।२१८।।
અર્થઃહે જીવ! જે મુનિલિંગધારી ઇષ્ટપરિગ્રહને ગ્રહણ કરે છે, તે ઊલટી કરીને
તે જ ઊલટીને પાછો ભક્ષણ કરે છે, અર્થાત્ તે નિંદનીય છે; ઇત્યાદિ ત્યાં કહ્યું છે.
એ પ્રમાણે શાસ્ત્રોમાં પણ કુગુરુ, તેનાં આચરણ, અને તેની સુશ્રુષાનો નિષેધ કર્યો છે,
તે જાણવો.
વળી જ્યાં મુનિને ધાત્રી દૂત આદિ છેતાલીસ દોષ* આહારાદિમાં કહ્યાં છે, ત્યાં
१.गृहस्थो मोक्षमार्गस्थो, निर्मोहो नैव मोहवान्
अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः ।।
અર્થઃદર્શનમોહવિનાનો ગૃહસ્થ તો મોક્ષમાર્ગમાં છે, પણ મોહવાન એવો અણગાર અર્થાત્
ગૃહરહિત મુનિ મોક્ષમાર્ગી નથી, તેથી મોહીમુનિ કરતાં દર્શનમોહરહિત ગૃહસ્થ સર્વોત્કૃષ્ટ છે. ભાવાર્થ
જેને મોહ અર્થાત્ મિથ્યાત્વ નથી, એવો અવ્રતસમ્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગી છે. કારણ કેસાત આઠ ભવ
દેવમનુષ્યના ગ્રહણ થઈ નિયમથી તે મોક્ષે જશે, પણ મુનિવ્રતધારી મિથ્યાદ્રષ્ટિ સાધુ થયો છે, તોપણ
મરીને ભવનત્રયાદિકમાં ઊપજી સંસારમાં જ પરિભ્રમણ કરશે. (श्रीरत्नकरण्डश्रावकाचार)
સંગ્રાહકઅનુવાદક.
* એ છેંતાલીસ દોષ આ પ્રમાણે છેઃ
દાતારઆશ્રયી સોળ પ્રકારના ઉદ્ગમ દોષનું વર્ણનઃ
૧. ઔદેશિકદોષઅઠ્ઠાવીસ મૂલગુણોને ધારવાવાળા નિર્ગ્રંથને સાધુ કહે છે. તેમના નિમિત્તથી
જે આહાર બનાવવામાં આવે, તે ઔદેશિકદોષવાળો આહાર છે. એ ઔદેશિકદોષસહિત આહારના ચાર

Page 174 of 370
PDF/HTML Page 202 of 398
single page version

ગૃહસ્થોના બાળકોને પ્રસન્ન કરવા, સમાચાર કહેવા, મંત્રઔષધિજ્યોતિષાદિકાર્ય બતાવવાં,
ભેદ છે૧. સર્વ સાધારણના ઉદ્દેશથી કરેલો આહાર, ૨. પાખંડીઓના ઉદ્દેશથી કરેલો આહાર.
૩. પાર્શ્વસ્થના ઉદ્દેશથી કરેલો આહાર તથા ૪ સાધુઓના ઉદ્દેશથી કરેલો આહાર.
૨. સાધિાકદોષદાતાર પોતાના માટે પાકતા ભાત, દાળ, જળ, ઇંધનમાં, મુનિઓને દાન
દેવાના અભિપ્રાયથી ‘‘આજ તો હું મુનિને આહાર આપીશ’’ એવો સંકલ્પ કરી તેમાં બીજા નવા ચોખા,
દાળ, પાની, ઇંધન વગેરે ઉમેરે, તે સાધિકદોષ આહાર છે.
૩. પૂતિદોષપ્રાસુકવસ્તુમાં અપ્રાસુકવસ્તુ મેળવી દે, તે પૂતિદોષ છે. અથવા આ પાત્રમાંનું
વા આ પાત્રમાંનું બનાવેલું અન્ન જ્યાં સુધી મુનિને ન આપવામાં આવે, ત્યાં સુધી તેનો કોઈએ ઉપયોગ
કરવો નહિ, એવો સંકલ્પ કરવો. તે પણ પૂતિદોષસહિત આહાર છે. પહેલાને અપ્રાસુકમિશ્રદોષ તથા
બીજાને પૂતિકર્મકલ્પનાદોષ કહે છે.
૪. મિશ્રદોષપાખંડીઓ તથા ગૃહસ્થોની સાથે સાથે મુનિઓને આપવા માટે બનાવેલા
અચિત્તભોજનને, મિશ્રદોષસહિત ભોજન કહે છે.
૫. પ્રાભૃતદોષજે કાળમાં જે વસ્તુ આપવા યોગ્ય છે, તે તે કાળમાં નહિ આપતાં અન્ય
કાળમાં આપે, તે પ્રાભૃત દોષ છે. તેના બે ભેદ છે. ૧. સ્થૂલપ્રાભૃત, ૨. સૂક્ષ્મપ્રાભૃત.
૬. બલિદોષયક્ષ, નાગ, માતા, કુળદેવી તથા પિત્રાદિક માટે બનાવેલા ભોજનમાંથી સંયમી
સાધુઓને જે ભોજન આપવામાં આવે, તે બલિદોષસહિત ભોજન છે.
૭. ન્યસ્તદોષએક વાસણમાંથી બીજા વાસણમાં ફેરવી, પોતાના ઘરમાં વા બીજાના ઘરમાં
રાખી મૂકેલું ભોજન હોય, તે ન્યસ્તદોષસહિત ભોજન છે. તે એટલા માટે દોષિત છે કેકોઈ અન્ય
મનુષ્ય સાધુને ભોજન દે, તો તેમાં ગરબડ વા ભૂલથાપ થવા સંભવ છે.
૮. પ્રાદુષ્કારદોષતેના બે ભેદ છે. ૧. સંક્રમ, ૨. પ્રકાશ. સાધુના આવ્યા પછી ભોજનના
વાસણ આદિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાં, તે સંક્રમપાદુષ્કારદોષ છે, તથા સાધુના આવ્યા
પછી કમાડમંડપાદિ દૂર કરવાં, ભસ્મજલાદિથી વાસણ માંજવાં, દીવોદેવતા સળગાવવો, તે પ્રકાશપ્રાદુષ્કાર
દોષ છે.
૯. ક્રીતદોષભિક્ષા અર્થે સાધુ ઘરમાં આવ્યા પછી તેમને માટે બદલામાં અન્ય સામગ્રી આપી
ભોજન સામગ્રી લાવવી, તે ક્રીતદોષ છે, તથા ગાય, ધન, વિદ્યા આદિ આપી ભોજન સામગ્રી લાવવી,
તે પણ ક્રીતદોષસહિત આહાર છે.
૧૦. પ્રામિત્યદોષમુનિદાન માટે ઉધાર લાવેલા અન્નને પ્રામિત્યદોષસહિત આહાર કહે છે.
જેથી અંતે દાતારને ક્લેશ પરિશ્રમ ઉઠાવવો પડે છે. કદર્થિત થવું પડે છે. તે દ્રવ્યભોજનના બે ભેદ
છે
૧ વ્યાજવું, ૨ ઉછીનું.
૧૧. પરિવર્તિતદોષએક ચીજને બદલામાં આપીને બીજી ચીજ દાન અર્થે લાવવામાં આવે,
તેવી ભોજનસામગ્રી પરિવર્તિત દોષસહિત છે. કારણ તેથી પણ દાતારને સંક્લેશ, પરિશ્રમ અને સંકોચ થાય
છે.

Page 175 of 370
PDF/HTML Page 203 of 398
single page version

અને કર્યોકરાવ્યોઅનુમોદ્યો આહાર લેવો, ઇત્યાદિ ક્રિયાનો નિષેધ કર્યો છે. પણ આજે
કાળદોષથી એ જ દોષો લગાવી આહારાદિ ગ્રહણ કરે છે.
૧૨. નિષિદ્ધદોષકોઈએ મના કરેલી વસ્તુ પણ મુનિને આપવામાં આવે, તો તે
નિષિદ્ધદોષસહિત આહાર છે. તેના બે ભેદ છે. ૧. માલિકની નિષેધ કરેલી તથા બીજી પોતે તે વસ્તુનો
માલિક તો નથી, પણ પોતાને તે માલિક સમજે છે, તેવાએ નિષેધ કરેલી.
૧૩. અભિˆતદોષએક સરલપંક્તિમાં આવેલ ત્રણ અથવા સાત મકાનો છોડીને બાકી
સર્વજગ્યાએથી મુનિના ભોજન માટે લાવેલી અયોગ્ય અન્નાદિ ભોજનસામગ્રીને અભિહ્નતદોષસહિત ભોજન
કહે છે.
૧૪. ઉદ્દભિન્નદોષએવી કોઈ પણ ઘી, ખાંડ, ગોળ આદિ વસ્તુ કે જે કર્દમ વ લાખ આદિથી
ઢાંકેલી હોય. અથવા કોઈ પ્રકારની નામની સીલમહોર કરેલી હોય તેવી વસ્તુ ખોલીને સાધુને આપવામાં
આવે, તો તે ઉદ્દભિન્નદોષસહિત છે.
૧૫. આછેદ્યદોષરાજા વા મંત્રી આદિના ભયથી સાધુને ગૃહસ્થ જે આહાર આપે, તે
આછેદ્યદોષસહિત છે.
૧૬. માલારોહણદોષનીસરણીદાદર આદિ ઉપર ચઢી, માળ પરથી ભોજન લાવી સાધુને
આપવામાં આવે, તે માલારોહણદોષસહિત આહાર છે. એમ કરતાં દાતારને હરકત, મુશ્કેલી થાય છે, તેથી
તે પણ સદોષઆહાર છે.
હવે મુનિ આશ્રયે સોળ પ્રકારના ઉત્પાદન દોષ કહે છેઃ
૧. ધાાત્રીદોષધાત્રી પાંચ પ્રકારની છેઃ માર્જન, ખેલન, સ્વાપન, મંડન અને ક્ષીર. એમાંથી
એક યા અનેક કાર્યોનો સંયમી સાધુ પ્રયોગ કરે, જેથી અનુરાગી થઈ ગૃહસ્થ ભોજન આપે, તેને સંયમી
ગ્રહણ કરે, તે ધાત્રીદોષસહિત ભોજન છે. આ પાંચ પ્રકારનું ધાત્રીકર્મ સંયમી પોતે કરે, કરાવે વા ઉપદેશે,
તેથી મેળવેલું ભોજન પણ સદોષ છે.
૨. દૂતદોષસંબંધીઓનાં વચનો, વૃત્તાન્તો, સંદેશાઓ સ્થાનાંતરે પહોંચાડી, દાતારને સંતુષ્ટ
અનુરાગી કરી, તે દ્વારા નિપજાવેલા ભોજનને દૂતદોષસહિત ભોજન કહે છે.
૩. નિમિત્તદોષઅષ્ટાંગનિમિત્ત (લાંચ્છન, અંગ, સ્વર, છેદ, ભૌમ, અંતરિક્ષ, લક્ષણ તથા સ્વપ્ન)
દ્વારા ગૃહસ્થને સંતુષ્ટ કરી ભોજન કરે, તે નિમિત્તદોષસહિત ભોજન છે.
૪. વનિપકવચનદોષદાતારના અનુકૂલવચન બોલી આહારાદિ ગ્રહણ કરે, તે વનિપકવચન
દોષસહિત ભોજન છે. એમાં સાધુની દીનતા જ થાય છે. પોતાની સત્ય સમજ વિરુદ્ધ બોલાય છે, તે જ
દીનતા.
૫. આજીવદોષહસ્તરેખા, શિલ્પશાસ્ત્રાદિજ્ઞાન વા (પોતાનાં) કુળ, જાતિ, ઐશ્વર્ય, તપ, અનુષ્ઠાન
આદિ પ્રગટ કરી ભોજન ગ્રહણ કરવું. તે આજીવદોષસહિત ભોજન છે.
૬. ક્રોધાદોષક્રોધિત થઈ ભોજનાદિ ગ્રહણ કરવું, તે ક્રુદ્ધદોષસહિત ભોજન છે.
૭. માનદોષઅભિમાનવશ થઈ ભોજન લેવું, તે માનદોષસહિત ભોજન છે.

Page 176 of 370
PDF/HTML Page 204 of 398
single page version

વળી પાર્શ્વસ્થ અને કુશીલાદિ ભ્રષ્ટચારી મુનિઓનો નિષેધ કર્યો છે, તેમનાં જ લક્ષણોને
૮. માયાદોષસમાનઆચારવેષ ધારણ કરી ભોજન ગ્રહણ કરવું, તે માયાદોષસહિત ભોજન
છે.
૯. લોભદોષઆસક્તતાપૂર્વક ભોજન ગ્રહણ કરવું, તે લોભદોષસહિત ભોજન છે.
૧૦. પૂર્વસ્તુતિદોષદાતારની પ્રશંસા કરી, વા તેના પિતાપ્રપિતા આદિના દાનગુણોની
દાતારની આગળ પ્રશંસા કરી, દાતારને દાનનું સ્મરણ કરાવી, પછી ભોજન કરવું. તે પૂર્વસ્તુતિદોષ છે.
૧૧. પશ્ચાત્સ્તુતિદોષભોજન લીધા પછી ઉપર પ્રમાણે દાતારની સ્તુતિ કરવી તે પશ્ચાત્-
સ્તુતિદોષ છે.
૧૨. ચિકિત્સાદોષરસાયણ, વિષ, ક્ષાર, બાળ, શરીર, ભૂત, શલ્ય તથા શલાકા એ ચિકિત્સાનાં
આઠ અંગ છે. એ વડે દાતારની વ્યાધિબાધાનો પોતે જ પ્રતિકાર કરી, વા તેના નિરાકરણનો ઉપદેશ
દઈ, દાતારને પ્રસન્ન કરી ભોજન કરવું, તે ચિકિત્સાદોષસહિત ભોજન છે.
૧૩. વિદ્યાદોષજલ, સ્થલ, આકાશગામિની આદિ વિદ્યાઓનું મહાત્મ્ય બતાવી તે વિદ્યાઓ
સિદ્ધ કરાવી આપી વા ‘અમુક વિદ્યાઓ હું આપીશ’ એવું આશ્વાસન આપી, દાતારને પ્રસન્ન કરી ભોજન
લેવું, તે વિદ્યાદોષસહિત ભોજન છે.
૧૪. મંત્રદોષએ જ પ્રમાણે મંત્રનું મહાત્મ્યાદિ બતાવી, આપી વા આપવાનું આશ્વાસન આપી,
ભોજન લેવું તે મંત્રદોષસહિત ભોજન છે.
૧૫. ચૂર્ણદોષભૂસાચૂર્ણ, અંજનચૂર્ણ એ બે પ્રકારનાં ચૂર્ણ આપી, વા આપવાનું આશ્વાસન
આપી ભોજન લેવું, તે ચૂર્ણદોષસહિત ભોજન છે.
૧૬. મૂલકર્મદોષકોઈને તાબે થવાનો ઉપાય બતાવી વા તેમ થવાની યોજના કરી, વિરહી
સ્ત્રીપુરુષનો મેળ કરાવી, વા તેનો ઉપાય બતાવી, ગૃહસ્થને પ્રસન્ન કરી ભોજન લેવું તે મૂલકર્મદોષસહિત
ભોજન છે.
હવે આહારના આશ્રયે રહેલા દશ પ્રકારના અશન દોષ કહે છેઃ
૧. શંકિતદોષઆ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે કે અયોગ્ય? આમાં શું કહ્યું છે? એવી
શંકાયુક્ત વસ્તુને ગ્રહણ કરવી, તે શંકિતદોષસહિત આહાર છે.
૨. પિહિતદોષઅપ્રાસુક વસ્તુવડે અથવા પ્રાસુક પણ ભારે પદાર્થદ્વારા ઢાંકેલી ભોજ્યસામગ્રીને
ઉઘાડી પછી તેમાંથી આપેલું ભોજન, તે પિહિતદોષસહિત ભોજન છે.
૩. મૃક્ષિપ્તદોષસચ્ચીકણ હાથ, ચમચો કડછી આદિ દ્વારા આપેલી ભોજનસામગ્રી ગ્રહણ
કરવી, તે મૃક્ષિપ્તદોષસહિત છે.
૪. નિક્ષિપ્તદોષસચિત્તપૃથ્વી, જલ, અગ્નિ, બીજ, હરિતકાય એ પાંચ ઉપર અથવા બે
ઇન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવો પર રાખેલી ભોજનસામગ્રી હોય, તેને ગ્રહણ કરવી, તે નિક્ષિપ્ત-
દોષસહિત ભોજન છે.
24

Page 177 of 370
PDF/HTML Page 205 of 398
single page version

ધારણ કરે છે. એટલું વિશેષ છે કેએ દ્રવ્યથી તો નગ્ન રહે છે, ત્યારે આ નાનાપ્રકારના
૫. છોટિતદોષઘણી ભોજન સામગ્રી વેરી નાખી અથવા છોડી દઈ, થોડી ભોજનસામગ્રી ગ્રહણ
કરવી તે, પીરસવાવાળાના હાથપર છોડી દીધેલી પરંતુ છાશ આદિ દ્વારા ઝરતી વસ્તુ ગ્રહણ કરવી તે, ભોજન
સામગ્રી ટપકી રહે છે એવા હાથ દ્વારા ભોજન કરવું તે, બે હાથને જુદા કરી ભોજન કરવું તે, તથા
અનિષ્ટઆહાર છોડી ઇષ્ટઆહાર ગ્રહણ કરવો તે એ પાંચે પ્રકારનો આહાર છોટિતદોષસહિત આહાર છે.
૬. અપરિણતદોષજે આહારજળ ગરમ છતાં પાછળથી ઠંડા થઈ ગયાં હોય, કે જેનાં વર્ણ,
રસ, ગંધ, સ્પર્શનું પરિવર્તન ન થયું હોય, તેવાં આહારજળાદિ ગ્રહણ કરવાં, તે અપરિણતદોષસહિત
આહાર છે.
૭. સાધાારણદોષઆકુળતા વા ભયથી અથવા આદરપૂર્વક, વા વસ્ત્રાદિકનું સંકોચન કરી સારી
રીતે પર્યાલોચન કર્યા વિના જ દાતારે આપેલાં આહારઔષધાદિ ગ્રહણ કરવાં, તે સાધારણ દોષસહિત
આહાર છે.
૮. દાયકદોષરજસ્વતિ, ગર્ભવતી, આર્યિકા, રક્તપટીકાઆદિ સ્ત્રીઓ તથા સ્મશાનમાંથી મૃતકને
અગ્નિદાહ કરી આવેલા, સુતકયુક્ત, વ્યાધિયુક્ત, નપુંસકાદિપુરુષો, દાયાણી, મદ્યપાની, પ્રસુતા, રોગી,
ભૂતપિશાચાદિથી મૂર્છિત, પંચશ્રમણિકા, તેલાદિસંસ્કારયુક્ત, અતિ નીચા વા ઊંચાસ્થાન પર ઊભેલી, અગ્નિને
ફૂંકી, જલાવી, વધારી રાખમાં દબાવી, જળથી, બૂઝાવી, વિખેરી નાંખી વા લાકડાં વગેરે કમ કરીને આવેલી
હોય તેવી, વા ઘર, આંગણું, દીવાલ લીંપતી હોય, સ્નાન કરતી હોય, બચ્ચાને દૂધ પીતું છોડીને આવી
હોય, અતિશય બાલિકા હોય, વૃદ્ધા હોય, રોગી હોય, એવી સ્ત્રીઓ તથા ટટ્ટી
પેશાબ કરીને આવેલો હોય,
આક્રાંત હોય, એવા પુરુષો દ્વારા આપેલો આહાર દાયકદોષ સહિત છે.
૯. લિપ્તદોષગેરૂ, હડતાલ, ખડી, કાચો આટો, લીલું શાક, અપ્રાસુક જળ આદિથી લિપ્ત થયેલો
આહાર લેવો, તે લિપ્તદોષસહિત આહાર છે.
૧૦. મિશ્રદોષસચિત્ત પૃથ્વી, જળ બીજ (ઘઉંજવ આદિ) હરિતકાય (ફલફૂલપાત્રાદિ) ત્રસ
જેમાં બેઇન્દ્રિયાદિ જીવો સાક્ષાત્ દેખાતા હોય એવા સચિત્ત-અચિત્ત અન્નને મિશ્રદોષયુકત માન્યું છે તેનો
બનાવેલો આહાર મિશ્રદોષસહિત છે.
હવે ભોજનક્રિયા સંબધી ચાર દોષ કહીએ છીએ
૧. અંગારદોષઆ વસ્તુ બહુ સુંદર અને રુચિકર છે. મને ઇષ્ટ છે, કંઈક વધારે મળે તો
ઠીક, એ પ્રમાણે આહારમાં અતિ લંપટતાસહિત ભોજન કરવું, તે અંગારદોષયુકત ભોજન છે.
૨. ધાૂમદોષઆ વસ્તુ બહુ જ ખરાબ બની છે, મને બિલકુલ સારી લાગતી નથી, અને પ્રમાણે
આહારમાં જુગુપ્સા-સહિત ભોજન કરવું તે ધૂમદોષસહિત ભોજન છે.
૩. સંયોજનદોષગરમના ભેગું ઠંડુ, ઠંડાના ભેગું ગરમ, ચીકણાના ભેગું રૂખું અને રૂખાના
ભેગું ચીકણું, એ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ પદાર્થોને એકબીજામાં મેળવી ગ્રહણ કરવા, તે સંયોજનદોષ છે.
૪. અતિમાત્રાહારદોષબે ભાગ આહાર તથા એક ભાગ જલથી ઉદર ભરવું એ જ ઉચિત
છે. છતાં એ ક્રમનું ઉલ્લંઘન કરી જે સાધુ પેટ ઠાંસીને આહાર લે, તે અતિમાત્રાહારદોષસહિત ભોજન
છે. એ પ્રમાણે છેંતાલીસ દોષ છે.

Page 178 of 370
PDF/HTML Page 206 of 398
single page version

પરિગ્રહ રાખે છે. વળી ત્યાં મુનિઓને ભ્રામરી આદિ* આહાર લેવાની વિધિ કહી છે, ત્યારે
આ આસક્ત બની દાતારના પ્રાણ પીડી આહારાદિ ગ્રહણ કરે છે. ગૃહસ્થધર્મમાં પણ ઉચિત
ન હોય એવા અન્યાય અને લોકનિંદ્ય કાર્ય કરતા પ્રત્યક્ષ જોવામાં આવે છે.
વળી જિનબિંબશાસ્ત્રાદિક સર્વોત્કૃષ્ટ પૂજ્ય છે, તેનો પણ તેઓ અવિનય કરે છે. પોતે
તેનાથી પણ મહંતતા રાખી, ઉચ્ચ આસને બેસવું, ઇત્યાદિ પ્રવૃત્તિ કરે છે. એ પ્રમાણે અનેક
વિપરીતતા પ્રત્યક્ષ ભાસે છે, છતાં પોતાને મુનિ માને છે, મૂલગુણાદિકના ધારક કહેવડાવે છે.
એ પ્રમાણે પોતાની મહિમા કરાવે છે. અને ગૃહસ્થ ભોળા તેમના દ્વારા તેમની પ્રશંસાદિવડે
ઠગાતા છતાં ધર્મનો વિચાર કરતા નથી, અને તેમની ભક્તિમાં તત્પર થાય છે. પણ મોટા
પાપને મોટો ધર્મ માનવો, એ મિથ્યાત્વનું ફળ અનંતસંસાર કેમ ન હોય? શાસ્ત્રમાં એક
જિનવચનને અન્યથા માનતાં મહાપાપી હોવું કહ્યું છે, તો અહીં તો જિનવચનની કોઈ પણ વાત
* ગોચરીવૃત્તિ, ભ્રામરીવૃત્તિ, અક્ષમૃક્ષણવૃત્તિ, ગર્તપૂરણવૃત્તિ અને અગ્નિપ્રશમનવૃત્તિ એ પાંચ
પ્રકારની વૃત્તિપૂર્વક સાધુઓએ ગૃહસ્થના ઘેર આહાર લેવો ઘટે છે, તે પાંચેનું સ્વરૂપ નીચે પ્રમાણે
૧. ગાય જંગલમાં ચારો ચરે છે, પણ તેનું લક્ષ જંગલની શોભા નિહાળવા તરફ નથી. તેમ સાધુ
ગૃહસ્થના ઘેર ૪૬ દોષ, ૩૨ અંતરાય અને ૧૪ મળદોષ ટાળી શુદ્ધ ભોજન અનાસક્તભાવે લે પણ તેનું
લક્ષ ગૃહસ્થની શ્રીમંતાઈ, ગરીબાઈ, મકાનાદિની શોભા કે સ્ત્રીઆદિ તરફ ન રાખે તે ગોચરીવૃત્તિ છે.
૨. ભ્રમર જંગલમાં જઈ અનેક પુષ્પાદિક ઉપર બેસી એ કોમળપુષ્પના રસને ચૂસી એકઠો કરે,
પણ તે પુષ્પને કિંચિત્માત્ર પણ હરકત કે દુઃખ ન પહોંચવા દે. (જોકે શક્તિ તો પાટડાને પણ કોચી
નાખવાની છે) તેમ સાધુ, ગૃહસ્થના ઘેર આહાર લે, પણ પોતાના નિમિત્તે ગૃહસ્થના આખા કુટુંબને કિંચિત્
પણ દુઃખ પહોંચવા દે નહિ એવી તેની દયામય કોમળવૃત્તિને ભામરીવૃત્તિ કહે છે.
૩. ખેડૂત ગાડાની ધરીમાં દીવેલ ભરેલાં ચીંથરાં પ્રમાણસરપ્રયોજન પૂરતાં ઘાલે, પણ તેનું લક્ષ
બીજું કાંઈ ન હોય તેમ સાધુ પોતાનાં હાડકાંઆદિ આપસમાં ન ઘસાય, એટલા જ પ્રયોજન પૂરતો ગૃહસ્થના
ઘેર આહાર લે, તેને અક્ષમૃક્ષણવૃત્તિ કહે છે.
૪. જેમ એક ખાડો, માટીપથ્થરરોડાંધૂળ આદિ જે નિર્મૂલ્ય વસ્તુઓ મળે તેનાથી પૂરવામાં
આવે છે. પણ તેને પૂરવા માટે મૂલ્યવાન પદાર્થોની જરૂર નથી; તેમ સાધુ પોતાના ઉદરરૂપ ખાડો નિર્દોષ
રસ કે નિરસ ભોજનવડે પૂરે, પરંતુ તે ઉદરરૂપી ખાડાને પૂરવા સારા સારા પુષ્ટ અને રસવાન પદાર્થો
તરફ વૃત્તિ ન રાખે, તે ગર્તપૂરણવૃત્તિ છે.
૫. જેમ ભંડારમાં અગ્નિ લાગ્યો હોય, તો તેને બુઝાવવા કોઈ અમુક ખાસ જળની આવશ્યકતા
નથી, પણ જેવું અને જ્યાંનું પાણી મળે, તેથી તેને બુઝાવવામાં આવે છે; તેમ સાધુ પોતાની ઉદરાગ્નિને
ખોરાકના રસાદિ તરફ લક્ષ નહિ રાખતાં જે નિર્દોષ રસનિરસ પ્રાસુકઆહાર મળે, તેથી શમાવી, ગુણરૂપ
રત્નભંડારની રક્ષા કરે, તેને અગ્નિપ્રશમનવૃત્તિ કહે છે.
એ પ્રમાણે પાંચ ભ્રામરીઆદિ વૃત્તિપૂર્વક સાધુ દાતારને કાંઈ પણ હરકત પહોંચાડ્યા સિવાય
આહાર લે.સંગ્રાહકઅનુવાદક.

Page 179 of 370
PDF/HTML Page 207 of 398
single page version

રાખી જ નથી, તો એ સમાન બીજું પાપ કયું? હવે અહીં કુયુક્તિઓવડે જેઓ એ કુગુરુઓનું
સ્થાપન કરે છે, તેનું નિરાકરણ કરીએ છીએ.
શિથિલાચારની પોષક યુક્તિ અને તેમનું નિરાકરણ
પ્રશ્નઃગુરુ વિના તો નગુરા કહેવાય હવે એવા ગુરુ આ કાળમાં દેખાતા
નથી તેથી આમને જ ગુરુ માનવા જોઈએ?
ઉત્તરઃનગુરો તો એનું નામ કે જે ગુરુ જ માને નહિ. હવે જે ગુરુને તો માને
છે, પણ આ ક્ષેત્રમાં ગુરુનું લક્ષણ ન દેખાવાથી, કોઈને ગુરુ ન માને, તો તે શ્રદ્ધાનથી તો
નગુરો થતો નથી. જેમ
નાસ્તિક તો તેનું નામ, કે જે પરમેશ્વરને માને જ નહિ. હવે જે
પરમેશ્વરને તો માને છે, પણ આ ક્ષેત્રમાં પરમેશ્વરનું લક્ષણ ક્યાંય ન દેખાવાથી કોઈને પરમેશ્વર
ન માને, તો તેથી કાંઈ તે નાસ્તિક થતો નથી. એ જ પ્રમાણે અહીં જાણવું.
પ્રશ્નઃજૈનશાસ્ત્રોમાં આ કાળમાં કેવળીનો તો અભાવ કહ્યો છે, પણ કાંઈ
મુનિનો અભાવ કહ્યો નથી?
ઉત્તરઃએવું તો કહ્યું નથી કેઆ દેશમાં સદ્ભાવ રહેશે, પણ ભરતક્ષેત્રમાં
રહેશે, એમ કહ્યું છે. હવે ભરતક્ષેત્ર તો ઘણું જ મોટું છે, તેમાં કોઈ ઠેકાણે સદ્ભાવ હશે,
તેથી તેનો અભાવ કહ્યો નથી. જો તમે રહો છો તે જ ક્ષેત્રમાં સદ્ભાવ માનશો, તો જ્યાં
આવા પણ ગુરુ (મુનિ) નહિ દેખો ત્યાં તમે જશો, ત્યારે કોને ગુરુ માનશો? વળી જેમ આ
કાળમાં હંસોનો સદ્ભાવ કહ્યો છે, પણ હંસ દેખાતા નથી, તો તેથી અન્ય પક્ષીઓમાં
(કાગાદિમાં) કાંઈ હંસપણું મનાતું નથી. તેમ આ કાળમાં મુનિનો સદ્ભાવ કહ્યો છે, હવે મુનિ
દેખાતા નથી, તો તેથી બીજાઓને તો મુનિ મનાય નહિ.
પ્રશ્નઃએક અક્ષરદાતાને ગુરુ માનવામાં આવે છે, તો જે શાસ્ત્ર શિખવાડે,
સંભળાવે તેમને ગુરુ કેમ ન માનીએ?
ઉત્તરઃગુરુનામ મહાનનું છે, હવે જેનામાં જે પ્રકારની મહંતતા સંભવ હોય તેને
તે પ્રકારની ગુરુસંજ્ઞા સંભવે. જેમ કુળઅપેક્ષાએ માતાપિતાને ગુરુસંજ્ઞા છે, તેમ વિદ્યા
ભણાવવાવાળાને પણ વિદ્યા અપેક્ષાએ ગુરુસંજ્ઞા છે, પરંતુ અહીં તો ધર્મનો અધિકાર છે, તેથી
જેનામાં ધર્મ અપેક્ષાએ મહંતતા સંભવિત હોય તે જ ગુરુ જાણવો. હવે ધર્મ નામ ચારિત્રનું
છે, યથા
*
‘चरित्तं खलु धम्मो’ એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ચારિત્રધારકને જ ગુરુસંજ્ઞા છે.
વળી જેમ ભૂતાદિનું નામ પણ દેવ છે, તોપણ અહીં દેવના શ્રદ્ધાનમાં અરહંતદેવનું જ ગ્રહણ
* શ્રી પ્રવચનસાર ગાથા ૭.

Page 180 of 370
PDF/HTML Page 208 of 398
single page version

છે, તેમ અન્યનું નામ પણ ગુરુ છે, તોપણ અહીં ગુરુના શ્રદ્ધાનમાં નિર્ગ્રંથ ગુરુનું જ ગ્રહણ
છે. જૈનધર્મમાં તો અરહંતદેવ, નિર્ગ્રંથગુરુ એવું પ્રસિદ્ધ વચન છે.
પ્રશ્નઃ‘નિર્ગ્રંથ વિના અન્યને ગુરુ ન માનવા’ તેનું શું કારણ?
ઉત્તરઃનિર્ગ્રંથ વિના અન્ય જીવ સર્વપ્રકારથી મહંતતા ધારતો નથી. જેમ કોઈ
લોભી શાસ્ત્રવ્યાખ્યાન કરે, ત્યાં તે આને શાસ્ત્ર સંભળાવવાથી મહંત થયો, અને આ તેને
ધનવસ્ત્રાદિ આપવાથી મહંત થયો. જોકે બાહ્યથી શાસ્ત્ર સંભળાવવાવાળો મહંત રહે છે, તોપણ
અંતરંગમાં લોભી હોય છે તેથી (દાતારને ઉચ્ચ માને, તથા દાતાર લોભીને નીચો જ માને,
માટે) તેનામાં સર્વથા (બિલકુલ) મહંતતા ન થઈ.
પ્રશ્નઃનિર્ગ્રંથ પણ આહાર તો લે છે?
ઉત્તરઃલોભી બની દાતારની સુશ્રુષા કરી, દીનતાપૂર્વક તે આહાર લેતા નથી, તેથી
તેમની મહંતતા ઘટતી નથી. જે લોભી હોય તે જ હીનતા પામે છે. એ જ પ્રમાણે અન્ય જીવ
જાણવા, માટે નિર્ગ્રંથ જ સર્વપ્રકારથી મહંતતાયુક્ત છે, પણ નિર્ગ્રંથ વિના અન્ય જીવ
સર્વપ્રકારથી ગુણવાન નથી, ગુણોની અપેક્ષાએ મહંતતા, તથા દોષોની અપેક્ષાએ હીનતા ભાસે
છે, તેથી તેની નિઃશંક સ્તુતિ પણ કરી શકાય નહિ.
વળી નિર્ગ્રંથ વિના અન્ય જીવ જેવું ધર્મસાધન કરે છે, તેવું વા તેનાથી અધિક ધર્મસાધન
ગૃહસ્થ પણ કરી શકે છે, તો ત્યાં ગુરુસંજ્ઞા કોને હોય? માટે બાહ્યાભ્યંતર પરિગ્રહરહિત
નિર્ગ્રંથમુનિ છે તે જ ગુરુ છે.
પ્રશ્નઃઆ કાળમાં એવા ગુરુ તો અહીં નથી, તેથી જેમ અરહંતની સ્થાપના
પ્રતિમા છે, તેમ ગુરુની સ્થાપના આ વેષધારીઓ છે?
ઉત્તરઃજેમ ચિત્રાદિવડે રાજાની સ્થાપના કરીએ, તો ત્યાં પ્રતિપક્ષી નથી, પણ કોઈ
સામાન્ય મનુષ્ય પોતાને રાજા મનાવે, તો તે રાજાનો પ્રતિપક્ષી થાય છે. તેમ પાષાણાદિમાં
અરહંતાદિની સ્થાપના બનાવે, તો ત્યાં તેનો કોઈ પ્રતિપક્ષી નથી, પણ કોઈ સામાન્ય મનુષ્ય
પોતાને મુનિ મનાવે, તો તે મુનિજનોમાં પ્રતિપક્ષી થયો. એ પ્રમાણે જ જો સ્થાપના થતી હોય
તો પોતાને અરહંત પણ મનાવો! પણ તેમની સ્થાપના હોય તો બાહ્યમાં તો એ પ્રમાણે જ
હોવી જોઈએ; પરંતુ તે નિર્ગ્રંથ અને આ ઘણા પરિગ્રહનો ધારક છે, ત્યાં એમ કેવી રીતે બને?
પ્રશ્નઃઆ કાળમાં શ્રાવક પણ જેવા સંભવે તેવા નથી, તેથી જેવા શ્રાવક
તેવા મુનિ?
ઉત્તરઃશાસ્ત્રમાં શ્રાવકસંજ્ઞા તો સર્વ ગૃહસ્થ જૈનોને છે. શ્રેણિક પણ અસંયમી હતો
છતાં તેને ઉત્તરપુરાણમાં શ્રાવકોત્તમ કહ્યો. બારસભામાં શ્રાવક કહ્યા ત્યાં તેઓ બધા વ્રતધારી

Page 181 of 370
PDF/HTML Page 209 of 398
single page version

નહોતા, જો તેઓ સર્વ વ્રતધારી હોત તો અસંયમી મનુષ્યોની જુદી સંખ્યા કહેત, પણ તેમ
કહી નથી; માટે ગૃહસ્થ જૈન તો શ્રાવક નામ પામે છે. પરંતુ મુનિસંજ્ઞા તો નિર્ગ્રંથ વિના કોઈ
પણ ઠેકાણે કહી નથી.
વળી મદ્યમાંસમધુ અને પંચઉદંબરાદિ ફળોનું ભક્ષણ શ્રાવકોને નથી, તેથી શ્રાવકને
તો આઠ મૂળગુણ કહે છે, માટે તેનામાં કોઈ પ્રકારવડે પણ શ્રાવકપણું તો સંભવે છે, પણ
મુનિને અટ્ઠાવીસ મૂળગુણ છે, તે આ વેષધારીઓમાં દેખાતા જ નથી, માટે તેમનામાં કોઈ
પ્રકારથી પણ મુનિપણું સંભવતું નથી. વળી ગૃહસ્થ અવસ્થામાં તો પૂર્વે જંબુકુમારાદિકે ઘણાં
હિંસાદિ કાર્ય કર્યાં સાંભળવામાં આવે છે, પણ મુનિ થઈને કોઈએ હિંસાદિ કાર્ય કર્યાં નથી,
પરિગ્રહ રાખ્યા નથી, તેથી એવી યુક્તિ કાર્યકારી નથી.
જુઓ! શ્રી આદિનાથજીની સાથે ચાર હજાર રાજાઓ દીક્ષા લઈ પાછળથી ભ્રષ્ટ થયા,
ત્યારે દેવો તેમને કહેવા લાગ્યા કે‘જિનલિંગી બની અન્યથા પ્રવર્તશો તો અમે તમને દંડ
આપીશું; જિનલિંગ છોડી તમારી ઇચ્છા હોય તેમ કરો.’ માટે જિનલિંગી કહેવડાવી જો અન્યથા
પ્રવર્તે તે તો દંડ યોગ્ય છે, તો વંદનાદિ યોગ્ય કેવી રીતે હોય?
ઘણું શું કહીએ! જે જૈનમતમાં કુવેષ ધારણ કરે છે, તે મહાપાપ ઉપજાવે છે. તથા
જે અન્ય જીવો તેમની સેવાદિ કરે છે, તે પણ પાપી થાય છે. પદ્મપુરાણમાં એક કથા છે
કે
કોઈ શ્રેષ્ઠી ધર્માત્માએ ચારણમુનિઓને ભ્રમથી ભ્રષ્ટ જાણીને આહાર ન આપ્યો, તો આ
પ્રત્યક્ષભ્રષ્ટને દાનાદિક આપવાં કેમ સંભવે?
પ્રશ્નઃઅમારા અંતરંગમાં શ્રદ્ધાન તો સત્ય છે, પરંતુ બાહ્ય લજ્જાદિ વડે
માત્ર શિષ્ટાચાર કરીએ છીએ, ફળ તો અંતરંગનું થશે?
ઉત્તરઃષટ્પાહુડગ્રંથમાં લજ્જાદિવડે પણ વંદનાદિકનો નિષેધ બતાવ્યો છે, જે અમે
પહેલા જ કહી ગયા. વળી કોઈ બળાત્કારથી મસ્તક નમાવી હાથ જોડાવતો હોય, ત્યારે તો
એમ સંભવે કે
‘અમારું અંતરંગ નહોતું,’ પણ પોતે જ જ્યાં માનાદિવડે નમસ્કારાદિ કરે, ત્યાં
અંતરંગશ્રદ્ધા કેમ ન કહેવાય? જેમ કોઈ પોતાના અંતરંગમાં તો માંસને બૂરું જાણે છે, પણ
રાજાદિકને ભલું મનાવવાં અર્થે માંસ ભક્ષણ કરે, તો તેને વ્રતી કેવી રીતે મનાય? તેમ કોઈ
પોતાના અંતરંગમાં તો કુગુરુ સેવનને બૂરું જાણે છે, પણ તેને વા લોકોને ભલું મનાવવા અર્થે
તેનું સેવન કરે, તો તેને સાચો શ્રદ્ધાની કેવી રીતે મનાય? માટે બાહ્યથી તેનો ત્યાગ કરતાં
જ અંતરંગત્યાગ સંભવે છે, તેથી જે શ્રદ્ધાનસહિત જીવ છે તેમણે તો કોઈ પ્રકારથી પણ એ
કુગુરુઓની સેવા
સુશ્રુષાદિ કરવી યોગ્ય નથી.
१.भयाशास्नेहलोभाश्च कुदेवागमलिंगिनाम्
प्रणामं विनयं चैव न कुर्युः शुद्धदृष्टयः ।।
(શ્રી રત્નકરંડશ્રાવકાચાર૩૦)

Page 182 of 370
PDF/HTML Page 210 of 398
single page version

એ પ્રમાણે કુગુરુ સેવનનો અહીં નિષેધ કર્યો.
પ્રશ્નઃકોઈ તત્ત્વશ્રદ્ધાનીને એ કુગુરુસેવનથી કેવી રીતે મિથ્યાત્વ થયું?
ઉત્તરઃજેમ શીલવતી સ્ત્રી પોતાના ભર્તારની માફક પરપુરુષની સાથે રમણક્રિયા
સર્વથા કરે નહિ, તેમ તત્ત્વશ્રદ્ધાની પુરુષ સુગુરુની માફક કુગુરુને નમસ્કારાદિ ક્રિયા સર્વથા
કરે નહિ. કારણ કે
તે જીવાદિતત્ત્વનો શ્રદ્ધાની થયો છે, તેથી ત્યાં રાગાદિકનો નિષેધ કરનારી
શ્રદ્ધા કરે છે, વીતરાગભાવને શ્રેષ્ઠ માને છે, તેથી જેનામાં વીતરાગતા હોય, એવા ગુરુને જ
ઉત્તમ જાણી નમસ્કારાદિ કરે છે, પણ જેનામાં રાગાદિક હોય, તેને નિષેધ જાણી નમસ્કાર
કદી પણ કરે નહિ.
પ્રશ્નઃજેમ રાજાદિકને (નમસ્કારાદિ) કરીએ છીએ, તેમ આમને પણ કરીએ
છીએ?
ઉત્તરઃરાજાદિક કાંઈ ધર્મપદ્ધતિમાં નથી, અને ગુરુનું સેવન તો ધર્મપદ્ધતિમાં છે,
રાજાદિકનું સેવન તો લોભાદિકથી થાય છે, એટલે ત્યાં તો ચારિત્રમોહનો જ ઉદય સંભવે છે,
પણ ગુરુઓના ઠેકાણે કુગુરુઓને સેવ્યા, ત્યાં તત્ત્વશ્રદ્ધાનના કારણરૂપ તો ગુરુ હતા, તેમનાથી
આ પ્રતિકૂળ થયો. હવે લજ્જાદિકથી પણ જેણે કારણમાં વિપરીતતા ઉપજાવી, તેના કાર્યભૂત
તત્ત્વશ્રદ્ધાનમાં દ્રઢતા ક્યાંથી હોય? માટે ત્યાં તો દર્શનમોહનો જ ઉદય સંભવે છે. એ પ્રમાણે
કુગુરુઓનું નિરૂપણ કર્યું.
હવે કુધર્મનું નિરૂપણ કરીએ છીએ
કુધાર્મનું નિરુપણ અને તેની શ્રદ્ધા આદિનો નિષેધા
જ્યાં હિંસાદિક પાપ ઊપજે વા વિષયકષાયોની વૃદ્ધિ થાય, ત્યાં ધર્મ માનીએ તે કુધર્મ
જાણવો. યજ્ઞાદિ ક્રિયાઓમાં મહાહિંસાદિ ઉપજાવે, મોટા જીવોનો ઘાત કરે, ત્યાં ઇન્દ્રિયોના
વિષય પોષણ કરે. તે જીવો પ્રત્યે દુષ્ટબુદ્ધિ કરી રૌદ્રધ્યાની થાય, તીવ્રલોભથી અન્યનું બૂરું
કરી, પોતાનું કોઈ પ્રયોજન સાધવા ઇચ્છે, અને વળી એવાં કાર્ય કરી ત્યાં ધર્મ માને, તે સર્વ
કુધર્મ છે.
વળી તીર્થોમાં વા અન્ય ઠેકાણે સ્નાનાદિ કાર્ય કરે, ત્યાં નાનામોટા ઘણા જીવોની હિંસા
થાય, પોતાના શરીરને સુખ ઊપજે, તેથી વિષયપોષણ થાય છે, તથા કામાદિક વધે છે.
કુતૂહલાદિવડે ત્યાં કષાયભાવ વધારે છે અને ધર્મ માને છે તે કુધર્મ છે.
અર્થઃશુદ્ધદ્રષ્ટિવાન જીવે ભયઆશાસ્નેહ અને લોભથી પણ કુદેવ, કુઆગમ અને કુલિંગીને
પ્રણામવિનયાદિ કરવા યોગ્ય નથી.
સંગ્રાહકઅનુવાદક.

Page 183 of 370
PDF/HTML Page 211 of 398
single page version

સંક્રાંતિ, ગ્રહણ અને વ્યતિપાતાદિમાં દાન આપે છે, ખોટા ગ્રહાદિ અર્થે દાન આપે
છે, પાત્ર જાણીને લોભી પુરુષોને દાન આપે છે, દાનમાં સોનું, હાથીઘોડા અને તલ આદિ
વસ્તુઓ આપે છે, પણ સંક્રાંતિ આદિ પર્વ ધર્મરૂપ નથી, જ્યોતિષીના સંચારાદિવડે (ગમના-
ગમનવડે) સંક્રાંતિ આદિ થાય છે. તથા દુષ્ટગ્રહાદિઅર્થે આપ્યું ત્યાં ભય, લોભાદિકની અધિકતા
થઈ, તેથી ત્યાં દાન આપવામાં ધર્મ નથી. વળી લોભી પુરુષ આપવાયોગ્ય પાત્ર પણ નથી,
કારણ કે લોભી નાનાપ્રકારની અસત્ય યુક્તિઓવડે ઠગે છે, પણ કાંઈ ભલું કરતો નથી. ભલું
તો ત્યારે થાય કે જ્યારે આના દાનની સહાયવડે તે ધર્મ સાધે; પરંતુ તે તો ઊલટો પાપરૂપ
પ્રવર્તે છે. હવે પાપના સહાયકનું ભલું કેવી રીતે થાય?
શ્રી રયણસારશાસ્ત્રમાં પણ કહ્યું છે કે
सप्पुरिसाणं दाणं कप्पतरुणं फलाण सोहं वा
लोहीणं दाणं जइ विमाणसोहा सवस्स जाणेह ।।२६।।
અર્થઃસત્પુરુષોને દાન આપવું, એ કલ્પવૃક્ષોના ફૂલની શોભા જેવું તથા સુખદાયક
છે, પણ લોભી પુરુષોને દાન આપવું થાય છે, તે શબ અર્થાત્ મડદાની ઠાઠડીની શોભાસમાન
જાણવું. શોભા તો થાય, પરંતુ ધણીને પરમદુઃખદાયક થાય છે, માટે લોભી પુરુષને દાન
આપવામાં ધર્મ નથી.
વળી દ્રવ્ય તો એવું આપીએ કે જેનાથી તેનો ધર્મ વધે, પણ સુવર્ણ, હાથી વગેરે
આપવાથી એ વડે હિંસાદિ ઊપજે વા માનલોભાદિ વધે, અને તેથી મહાપાપ થાય; તેથી એવી
વસ્તુઓ આપવાવાળાને પુણ્ય ક્યાંથી થાય?
વળી વિષયાસક્ત જીવ રતિદાનાદિમાં પુણ્ય ઠરાવે છે. પણ પ્રત્યક્ષ કુશીલાદિ પાપ જ્યાં
થાય ત્યાં પુણ્ય કેવી રીતે થાય? તથા યુક્તિ મેળવવા તે કહે છે કે‘‘તે સ્ત્રી સંતોષ પામે
છે.’’ પણ સ્ત્રી વિષયસેવન કરવાથી સુખ અવશ્ય પામે, તો પછી શીલનો ઉપદેશ શામાટે
આપ્યો? રતિસમય વિના પણ તેના મનોરથાનુસાર ન પ્રવર્તે તો તે દુઃખ પામે છે; માત્ર એવી
અસત્ યુક્તિ બનાવી તેઓ વિષય પોષવાનો ઉપદેશ આપે છે.
એ પ્રમાણે દયાદાન અને પાત્રદાન વિના અન્ય દાન આપી ત્યાં ધર્મ માનવો, તે સર્વ
કુધર્મ છે.
વળી કોઈ, વ્રતાદિ કરીને ત્યાં હિંસાદિક વા વિષયાદિક વધારે છે; પણ વ્રતાદિક તો
એ હિંસાવિષયાદિ ઘટાડવા માટે કરવામાં આવે છે. જ્યાં અન્નનો તો ત્યાગ કરે પણ
કંદમૂળાદિકોનું ભક્ષણ કરે, તો ત્યાં હિંસા વિશેષ થઈ, તથા સ્વાદાદિ વિષયની વિશેષતા થઈ.
વળી કોઈ, દિવસમાં તો ભોજન કરે નહિ, પણ રાત્રિમાં ભોજન કરે છે; હવે ત્યાં

Page 184 of 370
PDF/HTML Page 212 of 398
single page version

દિવસભોજનથી રાત્રિભોજનમાં વિશેષ હિંસા પ્રત્યક્ષ દેખાય છે, તથા પ્રમાદ વિશેષ થાય છે.
વળી કોઈ, વ્રતાદિક કરીને નાનાપ્રકારના શૃંગાર બનાવે છે, કુતૂહલ કરે છે, તથા
જુગારઆદિરૂપ પ્રવર્તે છે, ઇત્યાદિ પાપક્રિયા કરે છે. તથા કોઈ, વ્રતાદિકના ફળમાં લૌકિક
ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટનો નાશ ઇચ્છે, પણ ત્યાં તો કષાયની તીવ્રતા વિશેષ થઈ.
એ પ્રમાણે વ્રતાદિકવડે ધર્મ માને, તે કુધર્મ છે.
વળી, કોઈ ભક્તિ આદિ કાર્યોમાં હિંસાદિ પાપ વધારે છે, ગીત
નૃત્યગાનાદિ, વા
ઇષ્ટ ભોજનાદિક વા અન્ય સામગ્રીઓવડે વિષયોને પોષણ કરે છેકુતૂહલપ્રમાદાદિરૂપ પ્રવર્તે
છે, ત્યાં તે પાપ તો ઘણું ઉપજાવે પણ ધર્મનું કિંચિત્ સાધન નથી, છતાં ત્યાં ધર્મ માને તે
સર્વ કુધર્મ છે.
વળી કોઈ, શરીરને તો ક્લેશ ઉપજાવે, હિંસાદિક નિપજાવે વા કષાયાદિરૂપ પ્રવર્તે છે.
જેમ કોઈ પંચાગ્નિ તાપે છે, પણ ત્યાં અગ્નિવડે નાનામોટા જીવો સળગી જઈ હિંસાદિક વધે
છે, એમાં ધર્મ શો થયો? કોઈ અધોમુખ ઝૂલે તથા કોઈ ઊર્ધ્વબાહુ રાખે, ઇત્યાદિ સાધનથી
તો ત્યાં ક્લેશ જ થાય; તેથી એ કાંઈ ધર્મના અંગ નથી.
વળી કોઈ, પવનસાધન કરે છે. ત્યાં નેતીધોતી આદિ કાર્યોમાં જલાદિવડે હિંસાદિ
ઊપજે છે. કોઈ ચમત્કાર ત્યાં ઊપજે તો તેથી માનાદિક વધે છે, પણ ત્યાં કિંચિત્ ધર્મસાધન
નથી; ઇત્યાદિક ક્લેશ તો કરે છે, પણ વિષય
કષાય ઘટાડવાનું કાંઈ સાધન કરતો નથી,
અંતરંગ ક્રોધમાનમાયાલોભનો અભિપ્રાય છે, છતાં નિરર્થક ક્લેશ કરી ત્યાં ધર્મ માને છે,
પણ એ કુધર્મ છે.
વળી કોઈ, આ લોકનાં દુઃખ સહન ન થવાથી, પરલોકમાં ઇષ્ટની ઇચ્છાથી, તથા
પોતાની પૂજા વધારવા અર્થે પ્રવર્તે છે, વા કોઈ ક્રોધાદિકથી આપઘાત કરે છે; જેમ કોઈ
પતિવિયોગથી અગ્નિમાં બળી સતી કહેવડાવે છે, કોઈ હિમાલયમાં ગળી જાય છે, કોઈ કાશીમાં
જઈ કરવત લે છે, તથા કોઈ જીવતાં મરણ લે છે,
ઇત્યાદિ કાર્ય કરી ત્યાં ધર્મ માને છે,
પણ આપઘાત એ તો મહાન પાપ છે. જો શરીરાદિથી અનુરાગ ઘટ્યો હતો, તો તપશ્ચરણાદિ
કરવું હતું પણ મરણ પામવામાં કયું ધર્મનું અંગ થયું? કારણ કે
આપઘાત કરવો એ કુધર્મ
છે.
એ જ પ્રમાણે અન્ય પણ ઘણાં કુધર્મના અંગ છે. અહીં ક્યાં સુધી કહીએ? ટૂંકામાં
જ્યાં વિષયકષાય વધવા છતાં ધર્મ માનવામાં આવે છે, તે સર્વ કુધર્મ જાણવા.
જુઓ! કાળદોષથી જૈનધર્મમાં પણ કુધર્મની પ્રવૃત્તિ થઈ રહી છે. જૈનમતમાં જે ધર્મપર્વ
કહ્યાં છે, તેમાં તો વિષયકષાય છોડી સંયમરૂપ પ્રવર્તવું યોગ્ય છે, છતાં સંયમને તો આદરતા
25

Page 185 of 370
PDF/HTML Page 213 of 398
single page version

નથી, અને વ્રતાદિ નામ ધરાવી ત્યાં નાનાપ્રકારના શૃંગાર બનાવે છે. ઇષ્ટ ભોજનાદિ કરે છે,
કુતૂહલાદિ કરે છે, તથા કષાય વધારવાનાં કાર્ય કરે છે, જુગાર આદિ મહાપાપરૂપ પ્રવર્તે છે.
વળી પૂજનાદિ કાર્યોમાં ઉપદેશ તો એ હતો કે‘‘सावद्यलेशो बहुपुण्यराशौ दोषाय
नालंઘણાં પુણ્યસમૂહમાં પાપનો અંશ દોષના અર્થે નથી.’’ પણ એ છળવડે પૂજા
પ્રભાવનાદિ કાર્યોમાં રાત્રિમાં દીપિકાદિવડે, વા અનંતકાયાદિના સંગ્રહવડે, વા
અયત્નાચારપ્રવૃત્તિવડે, હિંસાદિરૂપ પાપ તો ઘણું ઉપજાવે, પણ સ્તુતિ
ભક્તિ આદિ
શુભપરિણામોમાં પ્રવર્તે નહિ, વા થોડો પ્રવર્તે તો ત્યાં તોટો તો ઘણો અને નફો થોડો વા કાંઈ
નહિ. એટલે એવાં કાર્ય કરવામાં તો બૂરું જ દેખાય છે.
વળી જિનમંદિર તો ધર્મનું સ્થાન છે, છતાં ત્યાં નાનાપ્રકારની કુકથાઓ કરવી, શયન
કરવું ઇત્યાદિ પ્રમાદરૂપ કોઈ પ્રવર્તે છે, વળી ત્યાં બાગબગીચાદિ બનાવી, પોતાના વિષય
કષાય પોષે છે, લોભી પુરુષને ગુરુ માની દાનાદિ આપી તેમની અસત્ય સ્તુતિવડે પોતાનું
મહંતપણું માને છે, ઇત્યાદિ પ્રકાર વડે પોતાના વિષય કષાયને તો વધારે છે, અને ધર્મ માને
છે, પણ જૈનધર્મ તો વીતરાગભાવરૂપ છે, તેમાં આવી વિપરીત પ્રવૃત્તિ માત્ર કાળદોષથી જ
જોવામાં આવે છે.
એ પ્રમાણે કુધર્મસેવનનો નિષેધ કર્યો.
હવે તેમાં મિથ્યાત્વભાવ કેવી રીતે છે, તે અહીં કહીએ છીએ
તત્ત્વશ્રદ્ધાનમાં પ્રયોજનભૂત તો એક એ છે કે‘‘રાગાદિક છોડવા,’ એ જ ભાવનું નામ
ધર્મ છે. જો રાગાદિભાવો વધારીને ધર્મ માને, તો ત્યાં તત્ત્વશ્રદ્ધાન ક્યાં રહ્યું? ત્યાં તો તે
જિનઆજ્ઞાથી પ્રતિકૂલ થયો. રાગાદિભાવ તો પાપ છે, તેને ધર્મ માન્યો એ જ જૂઠ શ્રદ્ધાન
થયું. માટે કુધર્મસેવનમાં મિથ્યાત્વભાવ છે.
એ પ્રમાણે કુદેવકુગુરુકુશાસ્ત્ર સેવનમાં મિથ્યાત્વભાવની પુષ્ટતા થતી જાણી, અહીં તેનું
નિરૂપણ કર્યું.
શ્રી ષટ્પાહુડમાં પણ કહ્યું છે કે
कुच्छियदेवं धम्मं कुच्छियलिंगं च वंदए जो दु
लज्जाभयगारवदो मिच्छादिट्ठी हवे सो हु ।।९२।। (મોક્ષપાહુડ)
અર્થઃજે કોઈ લજ્જા, ભય અને મોટાઈથી પણ કુત્સિત્દેવધર્મલિંગને વંદન કરે
છે, તે મિથ્યાદ્રષ્ટિ છે.
पूज्यं जिनं त्वाऽर्चयतो जनस्य सावद्यलेशो बहुपुण्यराशौ
दोषाय नालं कणिका विषस्य न दूषिका शीत शिवाम्बु राशौ ।।५८।। (बृ० स्वयंभूस्तोत्र)

Page 186 of 370
PDF/HTML Page 214 of 398
single page version

માટે જે મિથ્યાત્વનો ત્યાગ કરવા ઇચ્છે છે, તે પ્રથમ જ કુદેવકુગુરુકુધર્મનો ત્યાગી
થાય, સમ્યક્ત્વના પચ્ચીસ મળદોષોના ત્યાગમાં પણ અમૂઢદ્રષ્ટિ વા છ આયતનમાં પણ તેનો
જ ત્યાગ કરાવ્યો છે. માટે તેનો અવશ્ય ત્યાગ કરવો.
વળી એ કુદેવાદિના સેવનથી જે મિથ્યાત્વભાવ થાય છે, તે હિંસાદિપાપોથી પણ
મહાનપાપ છે. કારણ કેએના ફળથી નિગોદનર્કાદિપર્યાય પ્રાપ્ત થાય છે, ત્યાં અનંતકાળસુધી
મહાસંકટ પામે છે, તથા સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ પણ મહાદુર્લભ થઈ જાય છે.
શ્રી ષટ્પાહુડમાં (ભાવપાહુડમાં) પણ કહ્યું છે કે
कुच्छियधम्मम्मि रओ कुच्छियपाखंडिभत्तिसंजुत्तो
कुच्छियतवं कुणंतो कुच्छियगइभायणो होइ ।।१४०।।
અર્થઃજે કુત્સિત્ધર્મમાં લીન છે, કુત્સિત્ પાખંડીઓની ભક્તિવડે સંયુક્ત છે, તથા
કુત્સિત્ તપ કરે છે, તે જીવ કુત્સિત્ અર્થાત્ માઠીગતિ ભોગવવાવાળો થાય છે.
હે ભવ્ય! કિંચિત્માત્ર લોભ વા ભયથી પણ એ કુદેવાદિનું સેવન ન કર! કારણ કે
તેનાથી અનંતકાળ સુધી મહાદુઃખ સહન કરવું થાય છે, માટે એવો મિથ્યાત્વભાવ કરવો યોગ્ય
નથી.
જૈનધર્મમાં તો એવી આમ્નાય છે કે પહેલાં મોટું પાપ છોડાવી પછી નાનું પાપ
છોડાવવામાં આવે છે. તેથી એ મિથ્યાત્વને સાતવ્યસનાદિથી પણ મહાનપાપ જાણી પહેલાં
છોડાવ્યું છે. માટે જે પાપના ફળથી ડરતો હોય, તથા પોતાના આત્માને દુઃખસમુદ્રમાં ડુબાવવા
ન ઇચ્છતો હોય, તે જીવ આ મિથ્યાત્વપાપને અવશ્ય છોડો. નિંદા-પ્રશંસાદિના વિચારથી શિથિલ
થવું યોગ્ય નથી. નીતિશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु,
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम्
अद्यैव वा मरणमस्तु युगान्तरे वा,
न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः
।। (નીતિશતક-૮૪)
કોઈ નિંદે છે તો નિંદો, સ્તુતિ કરે છે તો સ્તુતિ કરો, લક્ષ્મી આવો વા ગમે ત્યાં
જાઓ, તથા મરણ આજે જ થાઓ વા યુગાંતરે થાઓ; પરંતુ નીતિમાં નિપુણ પુરુષો
ન્યાયમાર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી.
એવો ન્યાય વિચારી, નિંદા-પ્રશંસાદિના ભયથી વા લોભાદિકથી પણ અન્યાયરૂપ
મિથ્યાત્વપ્રવૃત્તિ કરવી યોગ્ય નથી.

Page 187 of 370
PDF/HTML Page 215 of 398
single page version

અહો! દેવ-ગુરુ-ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે, તેમાં શિથિલતા
રાખે તો અન્યધર્મ કેવી રીતે થાય? તેથી ઘણું શું કહેવું? સર્વથા પ્રકારે એ કુદેવ-કુગુરુ-કુધર્મના
ત્યાગી થવું યોગ્ય છે.
કુદેવાદિનો ત્યાગ ન કરવાથી મિથ્યાત્વભાવ ઘણો પુષ્ટ થાય છે. અને આ કાળમાં અહીં
તેની પ્રવૃત્તિ વિશેષ જોવામાં આવે છે, માટે અહીં તેના નિષેધરૂપ નિરૂપણ કર્યું છે. તેને જાણી
મિથ્યાત્વભાવ છોડી પોતાનું કલ્યાણ કરો.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક નામના શાસ્ત્રમાં કુદેવ-કુગુરુ
-કુધર્મ નિષેધ વર્ણનરૂપ છઠ્ઠો અધિકાર સમાપ્ત

Page 188 of 370
PDF/HTML Page 216 of 398
single page version

અધિકાર સાતમો
જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરુપ
આ ભવતરુનું મૂળ એક, જાણો મિથ્યાત્વ ભાવ;
તેહને કરી નિર્મૂળ હવે, કરીએ મોક્ષ ઉપાય.
હવે જે જીવો જૈન છે તથા જિનઆજ્ઞાને માને છે, તેમને પણ મિથ્યાત્વ રહે છે, તેનું
અહીં વર્ણન કરીએ છીએકારણ કે એ મિથ્યાત્વશત્રુનો અંશ પણ બૂરો છે, તેથી એ
સૂક્ષ્મમિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે.
જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા
ઉપચારનું નામ વ્યવહાર છે. તેના સ્વરૂપને નહિ જાણતાં અન્યથા પ્રવર્તે છે, તે અહીં કહીએ
છીએ.
કેવળ નિશ્ચયનયાવલંબી જૈનાભાસોનું નિરુપણ
કોઈ જીવ નિશ્ચયને નહિ જાણતાં માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષમાર્ગી
માને છે, પોતાના આત્માને સિદ્ધસમાન અનુભવે છે, પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં
ભ્રમથી પોતાને સિદ્ધ માને, એ જ મિથ્યાદ્રષ્ટિ છે.
શાસ્ત્રોમાં આત્માને જે સિદ્ધસમાન કહ્યો છે, તે દ્રવ્યદ્રષ્ટિથી કહ્યો છે, પણ પર્યાયઅપેક્ષા
સિદ્ધસમાન નથી. જેમ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ તો સમાન છે, પણ રાજા તથા
રંકપણાની અપેક્ષાએ તો સમાન નથી; તેમ સિદ્ધ અને સંસારી જીવપણાની અપેક્ષાએ તો સમાન
છે, પરંતુ સિદ્ધપણા અને સંસારીપણાની અપેક્ષાએ તો સમાન નથી, છતાં આ જીવ તો જેવા
સિદ્ધ શુદ્ધ છે તેવો જ પોતાને શુદ્ધ માને છે, પણ શુદ્ધ-અશુદ્ધ અવસ્થા એ તો પર્યાય છે,
એ પર્યાયઅપેક્ષાએ સમાનતા માનવામાં આવે તો તે જ મિથ્યાદ્રષ્ટિ છે.
વળી કોઈ પોતાને કેવળજ્ઞાનાદિનો સદ્ભાવ માને છે. પોતાને ક્ષયોપશમરૂપ મતિશ્રુતાદિ-
જ્ઞાનનો સદ્ભાવ છે, અને ક્ષાયિકભાવ તો કર્મનો ક્ષય થતાં જ થાય છે, છતાં ભ્રમથી કર્મનો
ક્ષય થયા વિના પણ પોતાને ક્ષાયિકભાવ માને છે, તે પણ મિથ્યાદ્રષ્ટિ છે.
શાસ્ત્રોમાં સર્વજીવોનો કેવળજ્ઞાનસ્વભાવ કહ્યો છે, પણ તે શક્તિઅપેક્ષાએ કહ્યો છે,
કારણ કેસર્વજીવોમાં કેવળજ્ઞાનાદિરૂપ થવાની શક્તિ તો છે, પણ વર્તમાન વ્યક્તતા તો તે વ્યક્ત
થતાં જ કહી છે.

Page 189 of 370
PDF/HTML Page 217 of 398
single page version

કેવળજ્ઞાન માનવામાં ભૂલ
કોઈ એમ માને છે કે‘‘આત્માના પ્રદેશોમાં તો કેવળજ્ઞાન જ છે, ઉપર આવરણ
હોવાથી તે પ્રગટ થતું નથી’’ પણ એ ભ્રમ છે. જો કેવળજ્ઞાન હોય તો વજ્રપટલાદિ આડા
હોય છતાં પણ વસ્તુને જાણે છે, તે કર્મ આડાં આવતાં કેમ અટકે? માટે કર્મના નિમિત્તથી
કેવળજ્ઞાનનો
અભાવ જ છે. જો તેનો નિરંતર સદ્ભાવ રહે, તો તેને પારિણામિકભાવ કહેત,
પણ તે તો ક્ષાયિકભાવ છે. સર્વભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્યભાવ, તે જ
પારિણામિકભાવ છે, પણ તેની મતિજ્ઞાનાદિરૂપ વા કેવળજ્ઞાનાદિરૂપ અનેક અવસ્થા છે, તે
પારિણામિકભાવ નથી, તેથી કેવળજ્ઞાનનો સદ્ભાવ સર્વદા માનવો યોગ્ય નથી.
વળી શાસ્ત્રોમાં જે સૂર્યનું દ્રષ્ટાન્ત આપ્યું છે, તેનો એટલો જ પરમાર્થ સમજવો કે
જેમ મેઘપટલ દૂર થતાં સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય છે, તેમ કર્મોદય દૂર થતાં કેવળજ્ઞાન થાય
છે, તથા જેમ મેઘપટલ થતાં સૂર્યપ્રકાશ પ્રગટ થતો નથી, તેમ કર્મઉદય થતાં કેવળજ્ઞાન થતું
નથી; પણ એવો ભાવ ન લેવો કે
જેમ સૂર્યમાં પ્રકાશ રહે છે, તેમ આત્મામાં કેવળજ્ઞાન રહે
છે, કારણ કે દ્રષ્ટાંત સર્વપ્રકારે મળતું આવે નહિ. જેમ પુદ્ગલમાં વર્ણગુણ છે, તેની લીલી,
પીળી આદિ અવસ્થા છે, તેમાં વર્તમાનમાં કોઈ અવસ્થાના સદ્ભાવમાં તેની અન્ય અવસ્થાનો
અભાવ જ છે, તેમ આત્મામાં ચૈતન્યગુણ છે, તેની મતિજ્ઞાનાદિરૂપ અવસ્થા છે, તેમાં વર્તમાનમાં
કોઈ અવસ્થાના સદ્ભાવમાં તેની અન્ય અવસ્થાનો અભાવ જ છે.
પ્રશ્નઃઆવરણ નામ તો વસ્તુને આચ્છાદવાનું છે, હવે જો કેવળજ્ઞાનનો
સદ્ભાવ નથી, તો કેવળજ્ઞાનાવરણ શા માટે કહો છો?
ઉત્તરઃઅહીં શક્તિ છે તેને વ્યક્ત ન થવા દે, તે અપેક્ષાએ આવરણ કહ્યું છે,
જેમ દેશચારિત્રનો અભાવ હોતાં શક્તિ ઘાતવાની અપેક્ષાએ અપ્રત્યાખ્યાનાવરણકષાય કહ્યો છે,
તેમ અહીં જાણવું.
અહીં એમ સમજવું કેવસ્તુમાં પરનિમિત્તથી જે ભાવ થાય તેનું નામ ઔપાધિકભાવ
છે. તથા પરનિમિત્ત વિના જે ભાવ થાય તેનું નામ સ્વભાવભાવ છે. જેમ જળને અગ્નિનું
નિમિત્ત થતાં ઉષ્ણપણું થયું, ત્યાં તો શીતળપણાનો અભાવ જ છે, પરંતુ અગ્નિનું નિમિત્ત મટતાં
તે શીતળ જ થઈ જાય છે, તેથી સદાકાળ જળનો સ્વભાવ શીતળ કહેવામાં આવે છે, કારણ
કે
એવી શક્તિ તેમાં સદા હોય છે, પણ તે પ્રગટ થતાં જ ‘સ્વભાવ વ્યક્ત થયો’ કહેવામાં
આવે છે. કોઈ વેળા તે વ્યક્તરૂપ થાય છે; તેમ આત્માને કર્મનું નિમિત્ત થતાં અન્યરૂપ થયું,
ત્યાં તો કેવળજ્ઞાનનો અભાવ જ છે, પરંતુ કર્મનું નિમિત્ત મટતાં સર્વદા કેવળજ્ઞાન થઈ જાય
છે, તેથી સદાકાળ આત્માનો સ્વભાવ કેવળજ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે એવી શક્તિ

Page 190 of 370
PDF/HTML Page 218 of 398
single page version

તેમાં સદા હોય છે, પણ તે વ્યક્ત છતાં જ સ્વભાવ વ્યક્ત થયો’ કહેવામાં આવે છે.
વળી જેમ શીતળસ્વભાવના કારણે ઉષ્ણજળને શીતળ માની તેનું પાનાદિ કરીએ, તો
તેથી દાઝવું જ થાય, તેમ કેવળજ્ઞાનસ્વભાવના કારણે અશુદ્ધ આત્માને કેવળજ્ઞાની માની
અનુભવવામાં આવે, તો તેથી દુઃખી જ થાય.
એ પ્રમાણે જે આત્માને કેવળજ્ઞાનાદિરૂપ અનુભવે છે, તે મિથ્યાદ્રષ્ટિ છે.
વળી કોઈ પોતાને રાગાદિભાવ પ્રત્યક્ષ હોવા છતાં પણ ભ્રમથી આત્માને રાગાદિરહિત
માને છે. ત્યાં અમે પૂછીએ છીએ કે આ રાગાદિ થતા જોવામાં આવે છે, તે ક્યા દ્રવ્યના
અસ્તિત્વમાં છે? જો શરીર વા કર્મરૂપ પુદ્ગલના અસ્તિત્વમાં હોય તો એ ભાવ અચેતન વા
મૂર્તિક હોય, પણ આ રાગાદિક તો પ્રત્યક્ષ ચેતનતા સહિત અમૂર્તિકભાવ જણાય છે, માટે એ
ભાવો આત્માના જ છે.
શ્રી સમયસાર-કળશમાં પણ કહ્યું છે કે
कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयो-
रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः
नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो
जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः
।।२०३।।
એ રાગાદિરૂપ ભાવકર્મ છે તે કોઈ દ્વારા નથી કરાયા એમ નથી, કેમકે એ કાર્ય-
ભૂત છે, તથા જીવ અને કર્મપ્રકૃતિ એ બંનેનું પણ કર્તવ્ય નથી, કારણજો એમ હોય તો
અચેતન કર્મપ્રકૃતિને પણ તે ભાવકર્મનું ફળ સુખ-દુઃખ તેનું ભોગવવું થાય, પરંતુ એ અસંભવ
છે; તથા એકલી કર્મપ્રકૃતિનું પણ એ કર્તવ્ય નથી, કારણ
કે તેને અચેતનપણું પ્રગટ છે, માટે
એ રાગાદિકનો કર્તા જીવ જ છે, અને એ રાગાદિક જીવનું જ કર્મ છે, કારણ કેભાવકર્મ
તો ચેતનાને અનુસારી છે, ચેતના વિના હોય નહિ, તથા પુદ્ગલ જ્ઞાતા નથી.
એ પ્રમાણે રાગાદિકભાવ જીવના અસ્તિત્વમાં છે.
હવે જે રાગાદિકભાવોનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદિકનો અકર્તા માને છે,
તે કર્તા તો પોતે છે, પરંતુ પોતાને નિરુદ્યમી બની પ્રમાદી રહેવું છે, તેથી કર્મનો જ દોષ
ઠરાવે છે. એ દુઃખદાયક ભ્રમ છે.
શ્રી સમયસાર-કળશમાં પણ એમ જ કહ્યું છે કે
रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयंति ये तु ते
उत्तरन्ति न हि मोहवाहिनीं शुद्धबोधविधुरान्धबुद्धयः ।।२२१।।

Page 191 of 370
PDF/HTML Page 219 of 398
single page version

જે જીવ રાગાદિકની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું માને છે, તે જીવ પણ
શુદ્ધજ્ઞાનથી રહિત છે અંધબુદ્ધિ જેની, એવો બની મોહનદીની પાર ઊતરતો નથી.
શ્રી સમયસારના સર્વવિશુદ્ધજ્ઞાનાધિકારમાં જે આત્માને અકર્તા માને છે, અને એમ કહે
છે કેકર્મ જ જગાડે છે, સુવાડે છે, પરઘાતકર્મથી હિસા છે, વેદકર્મથી અબ્રહ્મ છે, માટે કર્મ
જ કર્તા છે, એમ માનનાર જૈનીને સાંખ્યમતી કહ્યો છે. જેમ સાંખ્યમતી આત્માને શુદ્ધ માની
સ્વચ્છંદી થાય છે, તેમ જ આ પણ થયો.
એવા શ્રદ્ધાનથી આ દોષ થયો કેરાગાદિકને પોતાના ન જાણ્યા અને પોતાને તેનો
અકર્તા માન્યો, એટલે રાગાદિક થવાનો ભય રહ્યો નહિ અથવા રાગાદિક મટાડવાનો ઉપાય
કરવાનો પણ રહ્યો નહિ, એટલે સ્વચ્છંદી બની ખોટાં કર્મ બાંધી અનંતસંસારમાં ભટકે છે.
પ્રશ્નઃશ્રી સમયસાર કળશમાં જ એમ કહ્યું છે કે
वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः
तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात् ।।३७।।
અર્થઃવર્ણાદિક વા રાગાદિકભાવ છે, તે બધાય આ આત્માથી ભિન્ન છે.
વળી ત્યાં જ રાગાદિકને પુદ્ગલમય કહ્યા છે, તથા અન્ય શાસ્ત્રોમાં પણ આત્માને
રાગાદિકથી ભિન્ન કહ્યો છે, તે કેવી રીતે છે?
ઉત્તરઃરાગાદિકભાવ પરદ્રવ્યના નિમિત્તથી ઔપાધિકભાવ થાય છે, અને આ જીવ
તેને સ્વભાવ જાણે છે. જેને સ્વભાવ જાણે તેને બૂરો કેમ માને? વા તેના નાશનો ઉદ્યમ શામાટે
કરે? હવે એ શ્રદ્ધાન પણ વિપરીત છે, તેને છોડાવવા માટે સ્વભાવની અપેક્ષાએ એ રાગાદિકને
ભિન્ન કહ્યા છે, તથા નિમિત્તની મુખ્યતાથી પુદ્ગલમય કહ્યા છે. જેમ વૈદ્ય રોગને મટાડવા ઇચ્છે
છે, જો શીતની અધિકતા દેખે, તો તેને ઉષ્ણ ઔષધિ બતાવે, તથા ઉષ્ણતાની અધિકતા દેખે,
તો તેને શીતળ ઔષધિ બતાવે, તેમ શ્રીગુરુ રાગાદિક છોડાવવા ઇચ્છે છે. હવે જે રાગાદિકને
પરના માની સ્વચ્છંદી બની નિરુદ્યમી થાય, તેને તો ઉપાદાનકારણની મુખ્યતાથી ‘‘રાગાદિક
આત્માના છે’’ એવું શ્રદ્ધાન કરાવ્યું; તથા જે રાગાદિકને પોતાનો સ્વભાવ માની તેના નાશનો
ઉદ્યમ કરતો નથી, તેને નિમિત્તકારણની મુખ્યતાથી ‘‘રાગાદિક પરભાવ છે’’ એવું શ્રદ્ધાન કરાવ્યું.
એ બંને વિપરીતશ્રદ્ધાનથી રહિત થતાં સત્યશ્રદ્ધાન થાય ત્યારે તે એમ માને કે
રાગાદિકભાવ આત્માનો સ્વભાવ તો નથી, પણ કર્મના નિમિત્તથી આત્માના અસ્તિત્વમાં
વિભાવપર્યાય ઊપજે છે, નિમિત્ત મટતાં તેનો નાશ થતાં સ્વભાવ રહી જાય છે, માટે તેના
નાશનો ઉદ્યમ કરવો.

Page 192 of 370
PDF/HTML Page 220 of 398
single page version

પ્રશ્નઃજો કર્મના નિમિત્તથી એ થાય છે, તો જ્યાંસુધી કર્મનો ઉદય રહે
ત્યાંસુધી વિભાવ કેવી રીતે દૂર થાય? માટે તેનો ઉદ્યમ કરવો તો નિરર્થક છે?
ઉત્તરઃએક કાર્ય થવામાં અનેક કારણની આવશ્યકતા છે, તેમાં જે કારણ બુદ્ધિ
પૂર્વકનાં હોય, તેને તો ઉદ્યમ કરી મેળવે, તથા અબુદ્ધિપૂર્વકનાં કારણ સ્વયં મળે, ત્યારે કાર્યસિદ્ધિ
થાય છે; જેમ પુત્ર થવાનું કારણ બુદ્ધિપૂર્વક તો વિવાહાદિક કરવો એ છે, તથા અબુદ્ધિપૂર્વક
કારણ ભવિતવ્ય છે, હવે ત્યાં પુત્રનો અર્થી વિવાહાદિકનો તો ઉદ્યમ કરે અને ભવિતવ્ય સ્વયં
થાય ત્યારે પુત્ર થાય; તેમ વિભાવ દૂર કરવાનું કારણ બુદ્ધિપૂર્વક તો તત્ત્વવિચારાદિક છે, તથા
અબુદ્ધિપૂર્વક મોહકર્મના ઉપશમાદિક છે. હવે તેનો અર્થી તત્ત્વવિચારાદિકનો તો ઉદ્યમ કરે, તથા
મોહકર્મના ઉપશમાદિક સ્વયં થાય ત્યારે રાગાદિક દૂર થાય.
પ્રશ્નઃજેમ વિવાહાદિક પણ ભવિતવ્ય આધીન છે, તેમ તત્ત્વવિચારાદિક
પણ કર્મના ક્ષયોપશમાદિકને આધીન છે, માટે ઉદ્યમ કરવો નિરર્થક છે?
ઉત્તરઃતત્ત્વવિચારાદિ કરવાયોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તો તેને થયો છે, તેથી
જ ઉપયોગને ત્યાં લગાવવાનો ઉદ્યમ કરાવીએ છીએ; અસંજ્ઞી જીવોનો ક્ષયોપશમ નથી, તેથી
તેમને શામાટે ઉપદેશ આપીએ?
પ્રશ્નઃહોનહાર (ભાવીભાવ) હોય, તો ત્યાં ઉપયોગ લાગે; હોનહાર સિવાય
કેવી રીતે લાગે?
ઉત્તરઃજો એવું શ્રદ્ધાન છે, તો સર્વત્ર કોઈ પણ કાર્યનો ઉદ્યમ તું ન કર. તું
ખાનપાન અને વ્યાપારાદિકનો તો ઉદ્યમ કરે છે, અને અહીં હોનહાર બતાવે છે, તેથી જાણીએ
છીએ કે તારો અનુરાગ જ અહીં નથી; માનાદિકથી જ આવી જૂઠી વાતો બનાવે છે.
એ પ્રમાણે રાગાદિક હોવા છતાં પણ તેનાથી રહિત જે આત્માને માને છે, તે મિથ્યાદ્રષ્ટિ
જાણવા.
વળી તું કર્મનોકર્મનો સંબંધ હોવા છતાં પણ આત્માને નિર્બંધ માને છે, પણ તેનું
બંધન તો પ્રત્યક્ષ જોઈએ છીએ, જ્ઞાનાવરણાદિકથી જ્ઞાનાદિકનો ઘાત જોઈએ છીએ, શરીરવડે
તેના અનુસાર થતી અવસ્થા જોઈએ છીએ, તો બંધન કેવી રીતે નથી? જો બંધન ન હોય
તો મોક્ષમાર્ગી તેના નાશનો ઉદ્યમ શામાટે કરે?
પ્રશ્નઃતો શાસ્ત્રોમાં આત્માને કર્મ{નોકર્મથી ભિન્ન અબદ્ધસ્પૃષ્ટ કેવી રીતે
કહ્યો છે?
ઉત્તરઃસંબંધ અનેક પ્રકારના છે, ત્યાં તાદાત્મ્યસંબંધ અપેક્ષાએ આત્માને કર્મ