Moksha Marg Prakashak (Gujarati). Nishchayabhashini Svachandata Ane Temano Nishedh; Shastrabhyasani Niratharkata Mananarano Nishedh; Subhane Chhodine Ashubhama Pravartavu Yogya Nathi; Keval Nishchayavalambi Jivani Pravrutti; Swadravya-pardravyana Chintavana Vade Nirjara-bandhano Pratibandh; Nirvikalp Dashano Vichar; Keval Vyavaharavalmbi Jainabhashonu Niroopan; Kul Apeshae Dhrmadharak Vyavaharabhashi; Pariksharahit Agnyanusari Dharmadharak Vyavharabhasi.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 12 of 20

 

Page 193 of 370
PDF/HTML Page 221 of 398
single page version

નોકર્મથી ભિન્ન કહ્યો છે. કારણ કે દ્રવ્ય પલટી જઈ, એક થઈ જતું નથી, એ જ અપેક્ષાએ
આત્માને અબદ્ધસ્પૃષ્ટ કહ્યો છે, તથા નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અપેક્ષાએ બંધન છે જ; તેના
નિમિત્તથી આત્મા અનેક અવસ્થા ધારણ કરે જ છે. તેથી પોતાને સર્વથા નિર્બંધ માનવો, એ
મિથ્યાદ્રષ્ટિ છે.
પ્રશ્નઃઅમારે બંધ-મોક્ષનો વિકલ્પ કરવો નથી, કારણ કેશાસ્ત્રમાં એમ
કહ્યું છે કે‘‘जो बंधउ मुक्कउ मुणइ, सो बंधई णभंति। અર્થજે જીવ બંધાયો તથા મુક્ત
થયો માને છે, તે નિઃસંદેહ બંધાય છે.’’
ઉત્તરઃજે જીવ કેવળ પર્યાયદ્રષ્ટિ થઈ બંધ-મુક્ત અવસ્થાને જ માને છે,
દ્રવ્યસ્વભાવને ગ્રહણ કરતો નથી, તેને એવો ઉપદેશ આપ્યો છે કેદ્રવ્યસ્વભાવને નહિ જાણતો
એવો જીવ બંધાયોમુક્ત થયો માને છે, તે બંધાય છે. જો સર્વથા જ બંધ-મોક્ષ ન હોય તો
એ જીવ ‘બંધાય છે’ એવું શામાટે કહે છે? બંધના નાશનો તથા મુક્ત થવાનો ઉદ્યમ શા માટે
કરવામાં આવે છે? અને આત્માનુભવ પણ શામાટે કરવામાં આવે છે? માટે દ્રવ્યદ્રષ્ટિવડે તો
એક દશા છે, તથા પર્યાયદ્રષ્ટિવડે અનેક અવસ્થા થાય છે. એમ માનવું યોગ્ય છે.
એ જ પ્રમાણે અનેક પ્રકારથી કેવળ નિશ્ચયનયના અભિપ્રાયથી વિરુદ્ધશ્રદ્ધાનાદિક કરે
છે.
જિનવાણીમાં તો અનેક નયોની અપેક્ષાથી કોઈ ઠેકાણે કેવું તથા કોઈ ઠેકાણે કેવું
નિરૂપણ કર્યું છે. હવે આ પોતાના અભિપ્રાયથી નિશ્ચયનયની મુખ્યતાથી જે કથન કર્યું હોય,
તેને જ ગ્રહણ કરી મિથ્યાદ્રષ્ટિને ધારણ કરે છે
જિનવાણીમાં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા થતાં મોક્ષમાર્ગ કહ્યો છે; હવે તેને
સમ્યગ્દર્શનજ્ઞાનમાં તો સાત તત્ત્વોનું શ્રદ્ધાન-જ્ઞાન થવું જોઈએ, તેનો આને વિચાર નથી; તથા
સમ્યક્ચારિત્રમાં રાગાદિક દૂર કરવા જોઈએ, તેનો આને ઉદ્યમ નથી, એક પોતાના આત્માના
શુદ્ધ અનુભવને જ મોક્ષમાર્ગ માની સંતુષ્ટ થયો છે. વળી તેનો અભ્યાસ કરવા માટે અંતરંગમાં
એવું ચિંતવન કર્યા કરે છે કે
‘‘હું સિદ્ધસમાન શુદ્ધ છું, કેવલજ્ઞાનાદિસહિત છું, દ્રવ્યકર્મનોકર્મ-
રહિત છું, પરમાનંદમય છું, તથા જન્મમરણાદિ દુઃખ મને નથી,’’ ઇત્યાદિ ચિંતવન કરે છે.
હવે અહીં પૂછીએ છીએ કેએ ચિંતવન જો દ્રવ્યદ્રષ્ટિથી કરો છો, તો દ્રવ્ય તો શુદ્ધ
-અશુદ્ધ સર્વ પર્યાયોનો સમુદાય છે, તમે શુદ્ધ જ અનુભવ શામાટે કરો છો? તથા પર્યાયદ્રષ્ટિથી
કરો છો, તો તમારે તો વર્તમાનમાં અશુદ્ધ પર્યાય છે, છતાં તમે પોતાને શુદ્ધ કેવી રીતે માનો
છો?
જો શક્તિ અપેક્ષાએ શુદ્ધ માનો છો તો ‘હું આવો હોવા યોગ્ય છું’ એમ માનો, પણ

Page 194 of 370
PDF/HTML Page 222 of 398
single page version

‘હું આવો છું’ એમ શામાટે માનો છો? માટે પોતાને શુદ્ધરૂપ ચિંતવન કરવો એ ભ્રમ છે,
કારણ કે તમે પોતાને સિદ્ધસમાન માન્યો તો આ સંસારઅવસ્થા કોની છે? તથા તમને
કેવલજ્ઞાનાદિ છે, તો આ મતિજ્ઞાનાદિ કોને છે? તમે દ્રવ્યકર્મ-નોકર્મ રહિત છો, તો જ્ઞાનાદિકની
વ્યકતતા તમને કેમ નથી? તમે પરમાનંદ છો, તો હવે કર્તવ્ય શું રહ્યું છે? તથા જન્મ-મરણાદિ
દુઃખ નથી, તો દુઃખી શામાટે થાઓ છો? માટે અન્ય અવસ્થામાં અન્ય અવસ્થા માનવી એ
ભ્રમ છે.
પ્રશ્નઃતો શાસ્ત્રમાં શુદ્ધ ચિંતવન કરવાનો ઉપદેશ શામાટે આપ્યો છે?
ઉત્તરઃએક દ્રવ્યઅપેક્ષાએ શુદ્ધપણું છે, તથા એક પર્યાયઅપેક્ષાએ શુદ્ધપણું છે; ત્યાં
દ્રવ્યઅપેક્ષાએ તો પરદ્રવ્યથી ભિન્નપણું તથા પોતાના ભાવોથી અભિન્નપણું તેનું નામ શુદ્ધપણું
છે, તથા પર્યાયઅપેક્ષાએ ઔપાધિકભાવોનો અભાવ થવો, તેનું નામ શુદ્ધપણું છે. હવે
શુદ્ધચિંતવનમાં તો દ્રવ્યઅપેક્ષાએ શુદ્ધપણું ગ્રહણ કર્યું છે. શ્રી સમયસાર વ્યાખ્યામાં પણ એ
જ કહ્યું છેઃ
यथा‘प्रमत्तोऽप्रमत्तश्च न भवत्येष एवाशेषद्रव्यांतरभावेभ्यो भिन्नत्वेनोपास्यमानः शुद्ध
इत्यभिलप्यते’(સમયસાર ગાથા૬ની ટીકા)
અર્થઃ‘‘આત્મા પ્રમત્ત-અપ્રમત્ત નથી; એ જ સર્વ પરદ્રવ્યોના ભાવોથી ભિન્નપણાવડે
સેવતાં ‘શુદ્ધ’ એવો કહીએ છીએ.’’
વળી ત્યાં જ એમ કહ્યું છે કેसमस्तकारकचक्रप्रक्रियोत्तीर्णनिर्मलानुभूतिमात्रत्वाच्छुद्धः।
(સમયસાર ગાથા૭૩ની ટીકા)
અર્થઃસમસ્ત જ કર્તા-કર્મ આદિ કારકોના સમૂહની પ્રક્રિયાથી પારંગત એવી જે
નિર્મળ અનુભૂતિ, અભેદજ્ઞાનતન્માત્ર છે, તેથી શુદ્ધ છે.’’ માટે શુદ્ધ શબ્દનો અર્થ એ પ્રમાણે
જાણવો.
કેવળશબ્દનો અર્થ પણ આ જ પ્રમાણે જાણવો કે ‘પરભાવથી ભિન્ન નિઃકેવળ પોતે
જ’ તેનું નામ કેવળ છે. એ જ પ્રમાણે અન્ય પણ યથાર્થ અર્થ અવધારવા.
પર્યાય અપેક્ષાએ શુદ્ધપણું માનવાથી વા પોતાને કેવળી માનવાથી મહાવિપરીતતા થાય
છે, માટે પોતાને દ્રવ્યપર્યાયરૂપ અવલોકવો. દ્રવ્યથી તો સામાન્યસ્વરૂપ અવલોકવું, તથા પર્યાયથી
અવસ્થાવિશેષ અવધારવી.
એ જ પ્રમાણે ચિંતવન કરવાથી સમ્યગ્દ્રષ્ટિ થાય છે, કારણ કેસત્ય અવલોક્યા વિના
સમ્યગ્દ્રષ્ટિ નામ કેવી રીતે પામે?

Page 195 of 370
PDF/HTML Page 223 of 398
single page version

નિશ્ચયાભાસીની સ્વચ્છંદતા અને તેમનો નિષેધા
વળી મોક્ષમાર્ગમાં તો રાગાદિક મટાડવાનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ કરવાનું હોય છે. તેનો
તો વિચાર જ નથી, પોતાના શુદ્ધ અનુભવથી જ પોતાને સમ્યગ્દ્રષ્ટિ માની અન્ય સર્વ
સાધનોનો નિષેધ કરે છે.
શાસ્ત્રાભ્યાસની નિરર્થકતા માનનારનો નિષેધા
શાસ્ત્રાભ્યાસ કરવો નિરર્થક બતાવે છે, દ્રવ્યાદિકના, ગુણસ્થાન-માર્ગણાસ્થાનના, અને
ત્રિલોકાદિકના વિચારોને વિકલ્પ ઠરાવે છે, તપશ્ચરણ કરવાને વૃથાક્લેશ કરવો માને છે, વ્રતાદિક
ધારણ કરવાં તેને બંધનમાં પડવું ઠરાવે છે તથા પૂજનાદિ કાર્યોને શુભાસ્રવ જાણી ત્યાગવારૂપ
પ્રરૂપે છે,
ઇત્યાદિ સર્વ સાધનોને ઉઠાવી પ્રમાદી બની પરિણમે છે.
જો શાસ્ત્રાભ્યાસ નિરર્થક હોય તો મુનિઓને પણ ધ્યાનઅધ્યયન એ બે જ કાર્ય મુખ્ય
છે. ધ્યાનમાં ઉપયોગ ન જોડાય ત્યારે અધ્યયનમાં જ ઉપયોગને લગાવે છે, પણ વચમાં અન્ય
ઠેકાણે ઉપયોગ લગાવવા યોગ્ય નથી. શાસ્ત્રવડે તો તત્ત્વોનાં વિશેષો જાણવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન
નિર્મળ થાય છે, તથા જ્યાં સુધી તેમાં ઉપયોગ રહે, ત્યાં સુધી કષાય મંદ રહે છે, અને ભાવી
વીતરાગભાવોની વૃદ્ધિ થાય છે, તો એવાં કાર્યોને નિરર્થક કેમ મનાય?
પ્રશ્નઃજૈનશાસ્ત્રોમાં અધ્યાત્મ ઉપદેશ છે તેનો અભ્યાસ કરવો, અન્ય
શાસ્ત્રોના અભ્યાસથી કાંઈ સિદ્ધિ નથી?
ઉત્તરઃજો તારી દ્રષ્ટિ સાચી થઈ છે, તો બધાય જૈનશાસ્ત્રો કાર્યકારી છે. તેમાં
પણ મુખ્યપણે અધ્યાત્મશાસ્ત્રોમાં તો આત્મસ્વરૂપનું કથન મુખ્ય છે. હવે સમ્યગ્દ્રષ્ટિ થતાં
આત્મસ્વરૂપનો તો નિર્ણય થઈ ચૂક્યા પછી, જ્ઞાનની નિર્મળતા માટે વા ઉપયોગને મંદકષાયરૂપ
રાખવા અર્થે અન્ય શાસ્ત્રોનો અભ્યાસ મુખ્ય જરૂરનો છે, તથા આત્મસ્વરૂપનો નિર્ણય થયો છે,
તેને સ્પષ્ટ રાખવા માટે અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ પણ જરૂરનો છે. પરંતુ અન્ય શાસ્ત્રોમાં અરુચિ
તો ન હોવી જોઈએ. જેને અન્ય શાસ્ત્રોની અરુચિ છે તેને અધ્યાત્મની રુચિ પણ સાચી નથી.
જેમ કેજેનામાં વિષયાસક્તપણું હોય તે વિષયાસક્ત પુરુષોની કથા પણ રુચિથી
સાંભળે, વિષયના વિશેષોને પણ જાણે, વિષયાચરણમાં જે સાધનો હોય તેને પણ હિતરૂપ જાણે,
તથા વિષયના સ્વરૂપને પણ ઓળખે; તેમ જેને આત્મરુચિ થઈ હોય, તે આત્મરુચિના ધારક
તીર્થંકરાદિનાં પુરાણને પણ જાણે, આત્માના વિશેષો જાણવા માટે ગુણસ્થાનાદિકને પણ જાણે,
આત્મ આચરણમાં જે વ્રતાદિકસાધન છે તેને પણ હિતરૂપ માને તથા આત્માના સ્વરૂપને પણ
ઓળખે. એ પ્રમાણે ચારે અનુયોગ કાર્યકારી છે.

Page 196 of 370
PDF/HTML Page 224 of 398
single page version

તથા તેનું યથાર્થ જ્ઞાન થવા અર્થે શબ્દન્યાયશાસ્ત્રાદિક પણ જાણવાં જોઈએ, એટલે તેનો
પણ પોતાની શક્તિઅનુસાર થોડો અથવા ઘણો અભ્યાસ કરવો યોગ્ય છે.
પ્રશ્નઃપદ્મનંદિપંચવિંશતિમાં એમ કહ્યું છે કેજે બુદ્ધિ આત્મસ્વરૂપમાંથી
નીકળી બહાર શાસ્ત્રોમાં વિચરે છે, તે બુદ્ધિ વ્યભિચારિણી છે?
ઉત્તરઃએ સત્ય કહ્યું છે, કારણ કેબુદ્ધિ તો આત્માની છે, તે તેને છોડી પરદ્રવ્ય
શાસ્ત્રોમાં અનુરાગિણી થઈ, તેથી તેને વ્યભિચારિણી જ કહીએ છીએ.
પરંતુ જેમ સ્ત્રી શીલવતી રહે તો યોગ્ય જ છે, અને તેનાથી ન રહી શકાય તો ઉત્તમ
પુરુષને છોડી ચાંડાલાદિકનું સેવન કરવાથી તો તે અત્યંત નિંદનીક થાય, તેમ બુદ્ધિ
આત્મસ્વરૂપમાં પ્રવર્તે તો તે યોગ્ય જ છે, પરંતુ ન રહી શકાય તો પ્રશસ્તશાસ્ત્રાદિક પરદ્રવ્યને
છોડી અપ્રશસ્તવિષયાદિકમાં લાગે તો તે મહાનિંદનીક જ થાય. હવે મુનિજનોને પણ સ્વરૂપમાં
ઘણોકાળ બુદ્ધિ રહેતી નથી, તો તારી કેવી રીતે રહે છે?
માટે શાસ્ત્રાભ્યાસમાં ઉપયોગ લગાવવો યોગ્ય છે.
વળી દ્રવ્યાદિકના અને ગુણસ્થાનાદિકના વિચારોને તું વિકલ્પ ઠરાવે છે, હવે એ વિકલ્પ
તો છે, પરંતુ ઉપયોગ નિર્વિકલ્પ ન રહે, અને આ વિકલ્પોને ન કરે તો અન્ય વિકલ્પ થાય
છે, અને તે ઘણા રાગાદિગર્ભિત હોય છે. વળી નિર્વિકલ્પદશા નિરંતર રહેતી નથી, કારણ કે
છદ્મસ્થનો ઉપયોગ એકરૂપ ઉત્કૃષ્ટ રહે તો અંતર્મુહૂર્ત જ રહે છે.
તું કહીશ કે‘હું આત્મસ્વરૂપનું જ ચિંતવન અનેક પ્રકારે કર્યા કરીશ’. પણ સામાન્ય
ચિંતવનમાં તો અનેક પ્રકાર બનતા નથી, તથા વિશેષ કરીશ, તો દ્રવ્ય, ગુણ , પર્યાય, ગુણસ્થાન
અને માર્ગણાદિ શુદ્ધ-અશુદ્ધ અવસ્થા ઇત્યાદિકના વિચાર થશે.
વળી સાંભળ, કેવળ આત્મજ્ઞાનથી જ તો મોક્ષમાર્ગ થાય નહિ, પણ સાત તત્ત્વોનું
શ્રદ્ધાન-જ્ઞાન થતાં તથા રાગાદિક દૂર કરતાં મોક્ષમાર્ગ થશે. હવે સાત તત્ત્વોના વિશેષો જાણવા
માટે જીવ
અજીવના વિશેષો વા કર્મના આસ્રવ-બંધાદિકના વિશેષો અવશ્ય જાણવા યોગ્ય છે,
જેથી સમ્યગ્દર્શનજ્ઞાનની પ્રાપ્તિ થાય.
ત્યાર પછી રાગાદિક દૂર કરવા માટે જે રાગાદિક વધારવાનાં કારણો હોય, તેને છોડી
જે રાગાદિક ઘટાડવાનાં કારણો હોય ત્યાં ઉપયોગને લગાવવો. હવે દ્રવ્યાદિકના વા
ગુણસ્થાનાદિકના વિચાર તો રાગાદિક ઘટાડવાનાં કારણો છે, કારણ કે એમાં કોઈ રાગાદિકનું
નિમિત્ત નથી, માટે સમ્યગ્દ્રષ્ટિ થયા પછી પણ ત્યાં જ ઉપયોગ લગાડવો.
પ્રશ્નઃરાગાદિક મટાડવાનાં કારણો જે હોય તેમાં તો ઉપયોગ લગાવવો ઠીક
છે, પણ ત્રિલોકવર્તી જીવોની ગતિ આદિનો વિચાર કરવો, કર્મોના બંધ-ઉદય-સત્તાદિકના

Page 197 of 370
PDF/HTML Page 225 of 398
single page version

ઘણા વિશેષો જાણવા તથા ત્રિલોકના આકાર-પ્રમાણાદિકને જાણવા, ઇત્યાદિ વિચાર શું
કાર્યકારી છે?
ઉત્તરઃએને વિચારતાં પણ રાગાદિક વધતા નથી, કારણ કેએ જ્ઞેયો ઇષ્ટ
અનિષ્ટરૂપ નથી, તેથી વર્તમાન રાગાદિકનાં કારણ નથી, તથા એને વિશેષ જાણતાં તત્ત્વજ્ઞાન
નિર્મળ થાય છે, તેથી એ ભાવી રાગાદિક ઘટાડવાનાં જ કારણ છે, માટે એ કાર્યકારી છે.
પ્રશ્નઃસ્વર્ગનરકાદિને જાણવાથી તો ત્યાં રાગ{દ્વેષ થાય છે?
ઉત્તરઃજ્ઞાનીને તો એવી બુદ્ધિ થાય નહિ, અજ્ઞાનીને થાય. જ્યાં પાપ છોડી
પુણ્યકાર્યમાં લાગે, ત્યાં કંઈક રાગાદિક ઘટે જ છે.
પ્રશ્નઃશાસ્ત્રમાં તો એવો ઉપદેશ છે કેપ્રયોજનભૂત થોડું જ જાણવું
કાર્યકારી છે, માટે ઘણા વિકલ્પ શા માટે કરીએ?
ઉત્તરઃજે જીવ અન્ય ઘણું જાણે પણ પ્રયોજનભૂતને ન જાણે, અથવા જેની ઘણું
જાણવાની શક્તિ નથી, તેને એ ઉપદેશ આપ્યો છે; પણ જેને ઘણું જાણવાની શક્તિ હોય,
તેને તો એ કહ્યું નથી કે
‘ઘણું જાણવાથી બૂરું થશે.’ તેને તો જેટલું ઘણું જાણશે તેટલું
પ્રયોજનભૂત જાણવું નિર્મળ થશે. શાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે
‘‘सामान्यशास्त्रतो नुनं विशेषो बलवान् भवेत्
અર્થઃસામાન્ય શાસ્ત્રથી વિશેષ બળવાન છે,’’ વિશેષથી જ સારી રીતે નિર્ણય થાય
છે, માટે વિશેષ જાણવા યોગ્ય છે.
વળી તે તપશ્ચરણને વ્યર્થ કલેશ ઠરાવે છે. પણ મોક્ષમાર્ગ થતાં તો સંસારી જીવોથી
ઊલટી પરિણતિ જોઈએ. સંસારી જીવોને ઇષ્ટઅનિષ્ટ સામગ્રીથી રાગદ્વેષ હોય છે, ત્યારે
આને રાગદ્વેષ ન હોય. હવે ત્યાં રાગ છોડવા અર્થે તો ભોજનાદિક ઇષ્ટસામગ્રીનો તે ત્યાગી
થાય છે, તથા દ્વેષ છોડવા અર્થે અનિષ્ટસામગ્રી અનશનાદિકને અંગીકાર કરે છે, જો સ્વાધીનપણે
એવું સાધન થાય, તો પરાધીનપણે ઇષ્ટ અનિષ્ટસામગ્રી મળતાં પણ રાગ
દ્વેષ ન થાય. હવે
જોઈએ તો એ પ્રમાણે, પણ તને અનશનાદિકથી દ્વેષ થયો છે, તેથી તેને તું કલેશ ઠરાવે છે.
જ્યારે એ કલેશ થયો, ત્યારે ભોજનાદિ કરવાં સ્વયમેવ સુખ ઠર્યાં, અને ત્યાં રાગ આવ્યો,
પણ એવી પરિણતિ તો સંસારીઓને હોય જ છે, તો તેં મોક્ષમાર્ગી થઈ શું કર્યું?
પ્રશ્નઃકોઈ સમ્યગ્દ્રષ્ટિ પણ તપશ્ચરણ નથી કરતા?
ઉત્તરઃકોઈ કારણ વિશેષથી તેનાથી તપ થઈ શકતું નથી, પરંતુ શ્રદ્ધાનમાં તો તપને
તે ભલું જાણે છે, અને તેના સાધનનો ઉદ્યમ રાખે છે; પણ તારું તો શ્રદ્ધાન જ એવું છે
કે
‘તપ કરવો કલેશ છે,’ તથા તપનો તને ઉદ્યમ પણ નથી, તો તને સમ્યગ્દર્શન ક્યાંથી હોય?

Page 198 of 370
PDF/HTML Page 226 of 398
single page version

પ્રશ્નઃતો શાસ્ત્રમાં એમ કહ્યું છે કેતપ આદિ કલેશ કરે છે તો કરો, પરંતુ
જ્ઞાન વિના સિદ્ધિ નથી, તેનું શું કારણ?
ઉત્તરઃજે જીવો તત્ત્વજ્ઞાનથી પરાઙ્મુખ છે, તથા તપથી જ મોક્ષ માને છે, તેમને
એવો ઉપદેશ આપ્યો છે કે‘‘તત્ત્વજ્ઞાન વિના કેવળ તપથી જ મોક્ષ ન થાય.’ પણ તત્ત્વજ્ઞાન
થતાં રાગાદિક મટાડવા માટે તપ કરવાનો તો ત્યાં નિષેધ નથી, જો નિષેધ હોય તો ગણધરાદિક
શામાટે તપ કરે? માટે પોતાની શક્તિ અનુસાર તપ કરવું યોગ્ય છે.
વળી તું વ્રતાદિકને બંધન માને છે, પણ સ્વચ્છંદવૃત્તિ તો અજ્ઞાનઅવસ્થામાં પણ હતી
જ, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પરિણતિને તે રોકે જ છે, તથા એ પરિણતિ રોકવા માટે
બાહ્યહિંસાદિકનાં કારણોનો ત્યાગી અવશ્ય થવો જોઈએ.
પ્રશ્નઃઅમારા પરિણામ તો શુદ્ધ છે, બાહ્ય ત્યાગ ન કર્યો તો ન કર્યો?
ઉત્તરઃજો એ હિંસાદિ કાર્ય તારા પરિણામ વિના સ્વયં થતાં હોય તો અમે એમ
જ માનીએ, પણ તું પોતાના પરિણામવડે કાર્ય કરે છે, તો ત્યાં તારા પરિણામ શુદ્ધ કેવી રીતે
કહીએ? વિષયસેવનાદિક ક્રિયા વા પ્રમાદગમનાદિક ક્રિયા પરિણામ વિના કેવી રીતે હોય? એ
ક્રિયા તો તું પોતે ઉદ્યમી થઈ કરે છે તથા ત્યાં હિસાદિક થાય છે તેને તો તું ગણતો નથી,
અને પરિણામ શુદ્ધ માને છે, પણ એવી માન્યતાથી તારા પરિણામ અશુદ્ધ જ રહેશે.
પ્રશ્નઃપરિણામોને રોકવા, બાહ્યહિંસાદિક પણ ઘટાડવાં, પરંતુ પ્રતિજ્ઞા
કરવામાં તો બંધ થાય છે, માટે પ્રતિજ્ઞારૂપ વ્રત અંગીકાર કરવાં નહિ?
ઉત્તરઃજે કાર્ય કરવાની આશા રહે તેની પ્રતિજ્ઞા લેવાતી નથી , અને આશા રહે
તેનાથી રાગ પણ રહે છે. તથા એ રાગભાવથી કાર્ય કર્યા વિના પણ અવિરતિનો બંધ થયા
જ કરે છે, માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. વળી કાર્ય કરવાનું બંધન થયા વિના પરિણામ
કેવી રીતે રોકાશે? પ્રયોજન પડતાં તદ્રૂપપરિણામ અવશ્ય થઈ જાય, વા પ્રયોજન પડ્યા વિના
પણ તેની આશા રહે છે, માટે પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે.
પ્રશ્નઃપ્રતિજ્ઞા કર્યા પછી ન જાણે કેવો ઉદય આવશે, અને તેથી પાછળથી
પ્રતિજ્ઞાભંગ થાય તો મહાપાપ લાગે, માટે પ્રારબ્ધાનુસાર જે કાર્ય બને તે બનો, પણ
પ્રતિજ્ઞાનો વિકલ્પ ન કરવો?
ઉત્તરઃપ્રતિજ્ઞા ગ્રહણ કરતાં જેનો નિર્વાહ થવો ન જાણે તે પ્રતિજ્ઞા તો ન કરે,
પણ પ્રતિજ્ઞા લેતાં જ એવો અભિપ્રાય રહે કે‘પ્રયોજન પડતાં છોડી દઈશ,’ તો એવી પ્રતિજ્ઞા
શું કાર્યકારી થઈ?
પ્રતિજ્ઞા ગ્રહણ કરતાં તો એવો પરિણામ હોય કેમરણાંત થતાં

Page 199 of 370
PDF/HTML Page 227 of 398
single page version

પણ પ્રતિજ્ઞા નહિ છોડું, તો એવી પ્રતિજ્ઞા કરવી યોગ્ય જ છે. પ્રતિજ્ઞા કર્યા વિના
અવિરત સંબંધી બંધ મટે નહિ.
વળી જો ભવિષ્યના ઉદયના ભયથી પ્રતિજ્ઞા ન લેવામાં આવે તો, ઉદયને વિચારતાં
તો બધાય કર્તવ્યનો નાશ જ થાય. જેમપોતાને જેટલું પચતું જાણે તેટલું ભોજન કરે, પણ
કદાચિત્ કોઈને ભોજનથી અજીર્ણ થયું હોય અને તે ભયથી પોતે ભોજન છોડે, તો મરણ
જ થાય; તેમ પોતાનાથી નિર્વાહ થવો જાણે તેટલી પ્રતિજ્ઞા કરે, પણ કદાચિત્ કોઈને પ્રતિજ્ઞાથી
ભ્રષ્ટપણું થયું હોય, તે ભયથી પોતે પ્રતિજ્ઞા કરવી છોડી દે તો અસંયમ જ થાય, માટે જે
બની શકે તે જ પ્રતિજ્ઞા લેવી યોગ્ય છે.
વળી પ્રારબ્ધાનુસાર કાર્ય તો બને જ છે, પણ તું ઉદ્યમી બની ભોજનાદિક શામાટે
કરે છે? જો ત્યાં ઉદ્યમ કરે છે, તો ત્યાગ કરવાનો પણ ઉદ્યમ કરવો યોગ્ય જ છે. જ્યારે
પ્રતિમાવત્ તારી દશા થઈ જશે, ત્યારે અમે પ્રારબ્ધ જ માનીશું, તારું કર્તવ્ય નહિ માનીએ.
માટે સ્વચ્છંદી થવાની યુક્તિ શા માટે બનાવે છે? બની શકે તે પ્રતિજ્ઞા કરીને વ્રત ધારણ
કરવા યોગ્ય જ છે.
શુભને છોMી અશુભમાં પ્રવર્તવું યોગ્ય નથી
વળી તું પૂજનાદિ કાર્યોને શુભાસ્રવ જાણી હેય માને છે એ સત્ય છે, પણ જો એ
કાર્યોને છોડી તું શુદ્ધોપયોગરૂપ થાય તો તો ભલું જ છે, પરંતુ વિષયકષાયરૂપઅશુભરૂપ પ્રવર્તે
તો તેં તારું પોતાનું બૂરું જ કર્યું.
શુભોપયોગથી સ્વર્ગાદિક થાય, વા ભલી વાસનાથી અથવા ભલાં નિમિત્તોથી કર્મના
સ્થિતિઅનુભાગ ઘટી જાય તો સમ્યક્ત્વાદિકની પણ પ્રાપ્તિ થઈ જાય, અને અશુભોપયોગથી
તો નરકનિગોદાદિક થાય, વા બૂરી વાસના અને બૂરાં નિમિત્તોથી કર્મનાં સ્થિતિઅનુભાગ
વધી જાય તો સમ્યક્ત્વાદિક મહાદુર્લભ થઈ જાય.
વળી શુભોપયોગથી કષાય મંદ થાય છે, ત્યારે અશુભોપયોગથી તીવ્ર થાય છે. હવે
મંદકષાયનાં કાર્યો છોડી તીવ્રકષાયનાં કાર્ય કરવાં તો એવાં છે, કે જેમ‘કડવી વસ્તુ ન ખાવી
અને વિષ ખાવું,’ પણ એ અજ્ઞાનતા છે.
પ્રશ્નઃશાસ્ત્રમાં શુભઅશુભને સમાન કહ્યા છે, માટે અમારે તો વિશેષ
જાણવું યોગ્ય નથી?
ઉત્તરઃજે જીવ શુભોપયોગને મોક્ષનું કારણ માની ઉપાદેય માને છે, તથા
શુદ્ધોપયોગને ઓળખતો નથી, તેને અશુદ્ધતાની અપેક્ષા વા બંધકારણની અપેક્ષા શુભઅશુભ
બંનેને સમાન બતાવ્યા છે.

Page 200 of 370
PDF/HTML Page 228 of 398
single page version

તથા શુભઅશુભનો પરસ્પર વિચાર કરીએ તો શુભભાવોમાં કષાય મંદ થાય છે, તેથી
બંઘ હીન થાય છે, તથા અશુભભાવોમાં કષાય તીવ્ર થાય છે અને તેથી બંધ ઘણો થાય છે,
એ પ્રમાણે વિચાર કરતાં સિદ્ધાંતમાં અશુભની અપેક્ષાએ શુભને ભલો પણ કહે છે. જેમ
રોગ તો થોડો વા ઘણો બૂરો જ છે, પરંતુ ઘણા રોગની અપેક્ષાએ થોડા રોગને ભલો પણ
કહીએ છીએ.
માટે શુદ્ધોપયોગ ન હોય ત્યારે અશુભથી છૂટી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે, પણ શુભને
છોડી અશુભમાં પ્રવર્તવું તો યોગ્ય નથી.
પ્રશ્નઃકામાદિક વા ક્ષુધાદિક મટાડવા માટે અશુભરૂપ પ્રવૃત્તિ તો થયા વિના
રહેતી નથી, તથા શુભપ્રવૃત્તિ ઇચ્છા કરીને કરવી પડે છે. જ્ઞાનીને ઇચ્છા કરવી નથી,
માટે શુભનો ઉદ્યમ ન કરવો?
ઉત્તરઃશુભપ્રવૃત્તિમાં ઉપયોગ લાગવાથી વા તેના નિમિત્તથી વિરાગતા વધવાથી
કામાદિક હીન થાય છે; ક્ષુધાદિકમાં પણ સંકલેશ થોડો થાય છે, માટે શુભોપયોગનો અભ્યાસ
કરવો. ઉદ્યમ કરવા છતાં પણ જો કામાદિક વા ક્ષુધાદિકની પીડા રહે, તો તેના અર્થે જેથી
થોડું પાપ લાગે તે કરવું, પણ શુભોપયોગને છોડી નિઃશંક પાપરૂપ પ્રવર્તવું તો યોગ્ય નથી.
વળી તું કહે છે કે‘‘જ્ઞાનીને ઇચ્છા નથી, અને શુભોપયોગ ઇચ્છા કરવાથી થાય છે;’’
પણ જેમ કોઈ પુરુષ કિંચિત્માત્ર પણ પોતાનું ધન આપવા ઇચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણું
ધન જ્તું જાણે, ત્યાં પોતાની ઇચ્છાથી અલ્પધન આપવાનો ઉપાય કરે છે; તેમ જ્ઞાની કિંચિત્માત્ર
પણ કષાયરૂપ કાર્ય કરવા ઇચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણા કષાયરૂપ અશુભકાર્ય થતું જાણે,
ત્યાં ઇચ્છા કરીને અલ્પકષાયરૂપ શુભકાર્ય કરવાનો ઉદ્યમ કરે છે.
એ પ્રમાણે આ વાત સિદ્ધ થઈ કેજ્યાં શુદ્ધોપયોગ થતો જાણે ત્યાં તો શુભકાર્યનો
નિષેધ જ છે, અને જ્યાં અશુભોપયોગ થતો જાણે, ત્યાં શુભકાર્ય ઉપાયવડે અંગીકાર કરવા
યોગ્ય છે.
એ પ્રમાણે જે અનેક વ્યવહારકાર્યોને ઉથાપી સ્વચ્છંદપણાને સ્થાપે છે, તેનો નિષેધ કર્યો.
કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ
હવે એ કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ દર્શાવીએ છીએ.
એક શુદ્ધાત્માને જાણવાથી જ્ઞાની થઈ જાય છે, અન્ય કશાની જરૂર નથી;એવું જાણી
કોઈ વેળા એકાંતમાં બેસી ધ્યાનમુદ્રા ધારી ‘‘હું સર્વકર્મઉપાધિરહિત સિદ્ધસમાન આત્મા છું.’’
ઇત્યાદિ વિચારવડે તે સંતુષ્ટ થાય છે; પણ એ વિશેષણ કેવી રીતે સંભવિત છે તેનો વિચાર

Page 201 of 370
PDF/HTML Page 229 of 398
single page version

નથી. અથવા અચલ, અખંડિત અને અનુપમાદિ વિશેષણોવડે આત્માને ધ્યાવે છે; પણ એ
વિશેષણો તો અન્ય દ્રવ્યોમાં પણ સંભવે છે. વળી એ વિશેષણો કઈ અપેક્ષાએ છે, તેનો વિચાર
નથી. કોઈ વેળા સૂતાં
બેસતાં જેતે અવસ્થામાં એવો વિચાર રાખી પોતાને જ્ઞાની માને છે.
જ્ઞાનીને આસ્રવબંધ નથી,’એમ આગમમાં કહ્યું છે. તેથી કોઈ વેળા વિષય-કષાયરૂપ
થાય છે ત્યાં બંધ થવાનો ભય નથી, માત્ર સ્વચ્છંદી બની રાગાદિરૂપ પ્રવર્તે છે.
સ્વપરને જાણ્યાનું ચિહ્ન તો વૈરાગ્યભાવ છે. શ્રી સમયસાર નિર્જરા અધિકાર કળશમાં
પણ કહ્યું છે કેसम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्ति : (કળશ૧૩૬)
અર્થઃસમ્યગ્દ્રષ્ટિને નિશ્ચયથી જ્ઞાનવૈરાગ્યશક્તિ હોય છે.
તથા ત્યાં એમ પણ કહ્યું છે કે
सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्या-
दित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु
आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा
आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः
।।१३७।।
અર્થઃપોતાની મેળે જ ‘‘હું સમ્યગ્દ્રષ્ટિ છું, મને કદીપણ બંધ નથી’’ એ પ્રમાણે
ઊંચું ફુલાવ્યું છે મુખ જેણે, એવા રાગી, વૈરાગ્યશક્તિરહિત પણ આચરણ કરે છે તો કરો,
તથા કોઈ પાંચ સમિતિની સાવધાનતાને અવલંબે છે તો અવલંબો, પરંતુ જ્ઞાનશક્તિ વિના હજુ
પણ તે પાપી જ છે; એ બંને આત્મા
અનાત્માના જ્ઞાનરહિતપણાથી સમ્યક્ત્વરહિત જ છે.
વળી અમે પૂછીએ છીએપરને પર જાણ્યું, તો પરદ્રવ્યમાં રાગાદિ કરવાનું શું
પ્રયોજન રહ્યું? ત્યાં તે કહે છેમોહના ઉદયથી રાગાદિ થાય છે, પૂર્વે ભરતાદિ જ્ઞાની
થયા તેમને પણ વિષયકષાયરૂપ કાર્ય થયાં સાંભળીએ છીએ?
ઉત્તરઃજ્ઞાનીને પણ મોહના ઉદયથી રાગાદિક થાય છે એ સત્ય છે, પરંતુ
બુદ્ધિપૂર્વક રાગાદિક થતાં નથી, તેનું વિશેષ વર્ણન આગળ કરીશું.
જેને રાગાદિ થવાનો કંઈપણ ખેદ નથીતેના નાશનો ઉપાય નથી, તેને ‘‘રાગાદિક બૂરા
છે’’એવું શ્રદ્ધાન પણ સંભવતું નથી. અને એવા શ્રદ્ધાન વિના તે સમ્યગ્દ્રષ્ટિ કેવી રીતે હોય?
જીવઅજીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કરવાનું પ્રયોજન તો એટલું જ શ્રદ્ધાન છે.
વળી ભરતાદિ સમ્યગ્દ્રષ્ટિઓને વિષયકષાયોની પ્રવૃત્તિ જેવી રીતે હોય છે, તે
પણ આગળ વિશેષરૂપ કહીશું; તું તેમના ઉદાહરણ વડે સ્વચ્છંદી થઈશ તો તને તીવ્ર આસ્રવ
બંધ થશે.

Page 202 of 370
PDF/HTML Page 230 of 398
single page version

શ્રીસમયસાર કળશમાં પણ એ જ કહ્યું છે કે‘‘मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्द-
मन्दोद्यमाः (સમયસાર કળશ૧૧૧)
અર્થઃજ્ઞાનનયને અવલોકવાવાળા પણ જે સ્વચ્છંદી અને મંદ ઉદ્યમી થાય છે તે
પણ સંસારમાં બૂડે છે’’
તથા ત્યાં અન્ય પણ ‘‘ज्ञानिन् कर्म न जातु कर्तृमुचितं’’ (સમયસાર કળશ૧૫૧)
ઇત્યાદિ કળશમાં વા ‘‘तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां’’ (સમયસાર કળશ૧૬૬) ઇત્યાદિ
કળશમાં સ્વચ્છંદી થવાનો નિષેધ કર્યો છે. ઇચ્છા વિના જે કાર્ય થાય તે કર્મબંધનું કારણ નથી
પણ પોતાના અભિપ્રાયથી કર્તા થઈ કરે, અને જ્ઞાતા રહે એમ તો બને નહિ, ઇત્યાદિ નિરૂપણ
કર્યું છે.
માટે રાગાદિકને બૂરાઅહિતકારી જાણી તેના નાશને અર્થે ઉદ્યમ રાખવો.
તેના અનુક્રમમાં પહેલાં તીવ્રરાગાદિ પણ છોડવા અર્થે અનેક અશુભકાર્યો છોડી
શુભકાર્યમાં લાગવું, પછી મંદરાગાદિ પણ છોડવા અર્થે શુભને પણ છોડી શુદ્ધોપયોગરૂપ થવું.
વળી કેટલાક જીવો અશુભમાં કલેશ માનીને વ્યાપારાદિ વા સ્ત્રીસેવનાદિ કાર્યોને પણ
ઘટાડે છે, તથા શુભને હેય જાણી શાસ્ત્રાભ્યાસાદિ કાર્યોમાં પ્રવર્તતા નથી, અને વીતરાગભાવરૂપ
શુદ્ધોપયોગને પ્રાપ્ત થયા નથી, તેથી તે જીવો ધર્મ
અર્થકામમોક્ષરૂપ પુરુષાર્થથી રહિત થઈ
આળસુનિરુદ્યમી થાય છે.
તેની નિંદા પંચાસ્તિકાયની વ્યાખ્યામાં કરી છે. ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે કે‘‘જેમ ઘણી
१. येऽत्र केवलनिश्चयावलम्बिनः सकलक्रियाकर्मकाण्डाडम्बरविरक्त बुद्धयोऽर्धमीलितविलोचनपुटाः किमपि
स्वबुद्धयावलोक्य यथासुखमासते; ते खल्ववधीरितभिन्नसाध्यसाधनभावा अभिन्नसाध्यसाधनभावमलभमाना अन्तराल एव
प्रमादकादम्बरीमदभरालसचेतसो मत्ता इव, मूर्च्छिता इव, सुषुप्ता इव, प्रभूतघृतसितोपलपायसासादिकसाहित्या इव,
समुल्बणबलसज्जनितजाडया इव, दारुणमनोभ्रंशविहितमोह इव, मुद्रितविशिष्टचैतन्या वनस्पतय इव, मौनीन्द्रीं कर्मचेतनां
पुण्यबन्धभयेनानवलम्बमाना अनासादितपरमनैष्कर्म्यरुपज्ञानचेतनाविश्रान्तयो व्यक्ताव्यक्त प्रमादतन्द्रा अरमागतकर्मफल-
चेतनाप्रधानप्रवृत्तयो वनस्पतय इव केवलं पापमेव बध्नन्ति
અર્થઃજે જીવો કેવલ નિશ્ચયનયના અવલંબી છે, વ્યવહારરૂપ સ્વસમયમય ક્રિયાકર્મકાંડને
આડંબર જાણી વ્રતાદિકમાં વિરાગી બની રહ્યા છે, તેઓ અર્ધઉન્મીલિત લોચનથી ઊર્ધ્વમુખી બની
સ્વચ્છંદવૃત્તિને ધારણ કરે છે. કોઈ કોઈ પોતાની બુદ્ધિથી એવું માને છે કે‘‘અમે સ્વરૂપને અનુભવીએ
છીએ’’ એવી સમજણથી સુખરૂપ પ્રવર્તે છે, તેઓ ભિન્ન સાધ્યસાધનભાવરૂપ વ્યવહારને તો માનતા
નથી પણ નિશ્ચયરૂપ અભિન્ન સાધ્યસાધનને પોતાનામાં માનતા છતાં એમ જ બ્હેકી રહ્યા છે, વસ્તુતત્ત્વને
પામતા નથી, એવા જીવો ન નિશ્ચયપદને પ્રાપ્ત થાય છે કેન વ્યવહારપદને પ્રાપ્ત થાય છે, પરંતુ इतोभ्रष्ट
उतोभ्रष्ट બની અધવચમાં જ પ્રમાદરૂપી મદિરાના પ્રભાવથી ચિત્તમાં મતવાલા બની મૂર્ચ્છિત જેવા થઈ

Page 203 of 370
PDF/HTML Page 231 of 398
single page version

ખીરખાંડ ખાઈ પુરુષ આળસુ થાય છે, વા જેમ વૃક્ષ નિરુદ્યમી છે, તેમ તે જીવો આળસુ
નિરુદ્યમી થયા છે.’’
હવે તમને પૂછીએ છીએ કેતમે બાહ્ય તો શુભઅશુભ કાયોેર્ને ઘટાડ્યાં, પણ ઉપયોગ
તો આલંબન વિના રહેતો નથી, તો તમારો ઉપયોગ ક્યાં રહે છે? તે કહો.
જો તે કહો કે‘‘આત્માનું ચિંતવન કરીએ છીએ.’’ તો શાસ્ત્રાદિવડે અનેક પ્રકારના
આત્માના વિચારોને તો તેં વિકલ્પ ઠરાવ્યા, તથા કોઈ વિશેષણથી આત્માને જાણવામાં ઘણો
કાળ લાગે નહિ, કારણ કે
વારંવાર એકરૂપ ચિંતવનમાં છદ્મસ્થનો ઉપયોગ લાગતો નથી.
શ્રીગણધરાદિકનો પણ ઉપયોગ એ પ્રમાણે રહી શકતો નથી, તેથી તેઓ પણ શાસ્ત્રાદિ કાર્યોમાં
પ્રવર્તે છે, તો તારો ઉપયોગ શ્રીગણધરાદિથી પણ શુદ્ધ થયો કેમ માનીએ? તેથી તારું કહેવું
પ્રમાણ નથી.
જેમ કોઈ વ્યાપારાદિકમાં નિરુદ્યમી થઈ વ્યર્થ જેમતેમ કાળ ગુમાવે, તેમ તું ધર્મમાં
નિરુદ્યમી થઈ પ્રમાદસહિત એ જ પ્રમાણે વ્યર્થ કાળ ગુમાવે છે. કોઈ વેળા કાંઈ ચિંતવન જેવું
કરે છે, કોઈ વેળા વાતો બનાવે છે, તથા કોઈ વેળા ભોજનાદિ કરે છે; પણ પોતાનો ઉપયોગ
નિર્મળ કરવા માટે તું શાસ્ત્રાભ્યાસ, તપશ્ચરણ અને ભક્તિ આદિ કાર્યોમાં પ્રવર્તતો નથી; માત્ર
શૂન્ય જેવો પ્રમાદી થવાનું નામ શુદ્ધોપયોગ ઠરાવી, ત્યાં કલેશ થોડો થવાથી જેમ કોઈ આળસુ
બની પડ્યા રહેવામાં સુખ માને, તેમ તું આનંદ માને છે.
અથવા જેમ કોઈ સ્વપ્નમાં પોતાને રાજા માની સુખી થાય તેમ તું પોતાને ભ્રમથી
સિદ્ધસમાન શુદ્ધ માની પોતાની મેળે જ આનંદિત થાય છે, અથવા જેમ કોઈ ઠેકાણે રતિ
માની કોઈ સુખી થાય, તેમ કાંઈક વિચાર કરવામાં રતિ માની સુખી થાય તેને તું અનુભવ-
જનિત આનંદ કહે છે. વળી જેમ કોઈ, કોઈ ઠેકાણે અરતિ માની ઉદાસ થાય છે, તેમ
રહ્યા છે. જેમ કોઈ ઘણાં ઘીસાકરદૂધ આદિ ગરિષ્ટ (ભારે) વસ્તુના ભોજનપાનથી સુથિરઆળસુ
બની રહે છે, અર્થાત્ પોતાના ઉત્કૃષ્ટ દેહના બળથી જડ જેવા બની રહે છે, તેમ તેઓ મહા ભયાનક
ભાવથી સમજો કે
મનની ભ્રષ્ટતાથી મોહિતવિક્ષિપ્ત થઈ રહ્યા છે, ચૈતન્યભાવથી રહિત જાણે વનસ્પતિ
જ છે, મુનિપદ પ્રાપ્ત કરનારી કર્મચેતનાને પુણ્યબંધના ભયથી અવલંબન કરતા નથી તથા પરમ
નિષ્કર્મદશારૂપ જ્ઞાનચેતનાને પણ અંગીકાર કરી જ નથી, તેથી તેઓ અતિશય ચંચળભાવોને ધારી રહ્યા
છે, પ્રગટ અને અપ્રગટરૂપ પ્રમાદના આધીન થઈ રહ્યા છે; એવા જીવો મહા અશુદ્ધોપયોગથી
આગામીકાળમાં કર્મફળચેતનાથી પ્રધાન થતા થકા વનસ્પતિસમાન જડ બની કેવળ પાપને જ બાંધવાવાળા
છે. કહ્યું છે કે
‘‘णिच्छयमालम्बता णिच्छयदो णिच्छयं अयाणंता;
णसंति चरणकरणं बाहरिचरणालसा केई
’’
(શ્રી પંચાસ્તિકાય ગાથા૧૭૨ની વ્યાખ્યામાંથી)અનુવાદક.

Page 204 of 370
PDF/HTML Page 232 of 398
single page version

વ્યાપારાદિક અને પુત્રાદિકને ખેદનું કારણ જાણી તેનાથી ઉદાસ રહે છે તેને તું વૈરાગ્ય માને
છે; પણ એવાં જ્ઞાન
વૈરાગ્ય તો કષાયગર્ભિત છે. વીતરાગરૂપ ઉદાસીનદશામાં તો જે
નિરાકુળતા થાય છે તે સાચો આનંદ, જ્ઞાન, વૈરાગ્ય જ્ઞાની જીવોને ચારિત્રમોહની હીનતા થતાં
પ્રગટ થાય છે.
વળી તે વ્યાપારાદિ કલેશ છોડી ઇચ્છાનુસાર ભોજનાદિવડે સુખી થતો પ્રવર્તે છે, અને
પોતાને ત્યાં કષાયરહિત માને છે, પરંતુ એ પ્રમાણે આનંદરૂપ થતાં તો રૌદ્રધ્યાન હોય છે.
અને જ્યાં સુખસામગ્રી છોડી દુઃખસામગ્રીનો સંયોગ થતાં સંકલેશ ન થાય, રાગ
દ્વેષ ન ઊપજે
ત્યાં નિષ્કષાયભાવ હોય છે.
એ પ્રમાણે ભ્રમરૂપ પ્રવૃત્તિ તેમની હોય છે.
એ પ્રકારે જે જીવો કેવળ નિશ્ચયાભાસના અવલંબી છે, તે મિથ્યાદ્રષ્ટિ જાણવા. જેમ
વેદાંતી વા સાંખ્યમતવાળા જીવ કેવળશુદ્ધાત્માના શ્રદ્ધાની છે, તેમ આ પણ જાણવા; કારણ કે
શ્રદ્ધાનની સમાનતાથી તેમનો ઉપદેશ આમને ઇષ્ટ લાગે છે, અને આનો ઉપદેશ તેમને ઇષ્ટ
લાગે છે.
સ્વદ્રવ્યપરદ્રવ્યનાં ચિંતવનવMે નિર્જરાબંધાનો પ્રતિબંધા
વળી તે જીવોને એવું શ્રદ્ધાન છે કેકેવળ શુદ્ધાત્માના ચિંતવનથી તો સંવરનિર્જરા થાય
છે, વા ત્યાં મુક્તાત્માના સુખનો અંશ પ્રગટ થાય છે; તથા જીવના ગુણસ્થાનાદિ અશુદ્ધભાવોનું
અને પોતાના સિવાય અન્ય જીવ
પુદ્ગલાદિનું ચિંતવન કરવાથી આસ્રવબંધ થાય છે, માટે
તે અન્ય વિચારથી પરાઙ્મુખ રહે છે.
એ પણ સત્યશ્રદ્ધાન નથી; કારણ કેશુદ્ધ સ્વદ્રવ્યનું ચિંતવન કરો અથવા અન્ય ચિંતવન
કરો, પણ જો વીતરાગસહિત ભાવ હોય, તો ત્યાં સંવરનિર્જરા જ છે અને જ્યાં રાગાદિરૂપ
ભાવ હોય, ત્યાં આસ્રવબંધ જ છે; જો પરદ્રવ્યને જાણવાથી જ આસ્રવબંધ થાય તો
કેવળીભગવાન સમસ્ત પરદ્રવ્યને જાણે છે, તેથી તેમને પણ આસ્રવબંધ થાય.
પ્રશ્નઃછદ્મસ્થને તો પરદ્રવ્યચિંતવન થતાં આસ્રવબંધ થાય છે?
ઉત્તરઃએમ પણ નથી. કારણ કે શુકલધ્યાનમાં પણ મુનિઓને છએ દ્રવ્યોનાં દ્રવ્ય-
ગુણપર્યાયનું ચિંતવન હોવું નિરૂપણ કર્યું છે. અવધિમનઃપર્યયાદિમાં પરદ્રવ્યને જાણવાની જ
વિશેષતા હોય છે, વળી ચોથાગુણસ્થાનમાં કોઈ પોતાના સ્વરૂપનું ચિંતવન કરે છે, તેને પણ
આસ્રવ
બંધ વધારે છે, તથા ગુણશ્રેણી નિર્જરા નથી; ત્યારે પાંચમાછઠ્ઠા ગુણસ્થાનમાં આહાર
વિહારાદિ ક્રિયા હોવા છતાં પરદ્રવ્ય ચિંતવનથી પણ આસ્રવબંધ થોડો છે, અને ગુણશ્રેણી
નિર્જરા થયા જ કરે છે. માટે સ્વદ્રવ્યનાપરદ્રવ્યના ચિંતવનથી નિર્જરાબંધ નથી, પણ રાગાદિક

Page 205 of 370
PDF/HTML Page 233 of 398
single page version

ઘટતાં નિર્જરા છે. તથા રાગાદિક થતાં બંધ છે, તને રાગાદિકના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી,
તેથી અન્યથા માને છે.
નિર્વિકલ્પ દશાનો વિચાર
પ્રશ્નઃજો એમ છે, તો નિર્વિકલ્પ અનુભવદશામાં નયપ્રમાણનિક્ષેપાદિનો
વા દર્શનજ્ઞાનાદિકના પણ વિકલ્પોનો નિષેધ કર્યો છે, તેનું શું કારણ?
ઉત્તરઃજે જીવ એ જ વિકલ્પોમાં લાગી રહે છે, અને અભેદરૂપ એક પોતાના
આત્માને અનુભવતા નથી, તેમને એવો ઉપદેશ આપ્યો છે કેએ સર્વ વિકલ્પો વસ્તુનો નિશ્ચય
કરવા માટે કારણ છે, વસ્તુનો નિશ્ચય થતાં એનું કાંઈ પ્રયોજન રહેતું નથી; માટે એ વિકલ્પોને
પણ છોડી અભેદરૂપ એક આત્માનો અનુભવ કરવો, પણ એના વિચારરૂપ વિકલ્પોમાં જ ફસાય
રહેવું યોગ્ય નથી.
વળી વસ્તુનો નિશ્ચય થયા પછી પણ એમ નથી કેસામાન્યરૂપ સ્વદ્રવ્યનું જ ચિંતવન
રહ્યા કરે, ત્યાં તો સ્વદ્રવ્ય વા પરદ્રવ્યનું સામાન્યરૂપ વા વિશેષરૂપ જાણવું થાય છે. પણ તે
વીતરાગતા સહિત થાય છે, અને તેનું જ નામ નિર્વિકલ્પદશા છે.
પ્રશ્નઃત્યાં તો ઘણા વિકલ્પ થયા. તો નિર્વિકલ્પદશા કેવી રીતે સંભવે છે?
ઉત્તરઃનિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી, કેમકે છદ્મસ્થનું જાણવું વિચાર સહિત
હોય છે, તેનો અભાવ માનતાં જ્ઞાનનો પણ અભાવ થાય ત્યારે એ તો જડપણું થયું, પણ
આત્માને એ હોતું નથી; માટે વિચાર તો રહે છે.
વળી જો એક સામાન્યનો જ વિચાર રહે છે, વિશેષનો નહિએમ કહીએ, તો
સામાન્યનો વિચાર તો ઘણોકાળ રહેતો નથી, વા વિશેષની અપેક્ષા વિના સામાન્યનું સ્વરૂપ
ભાસતું નથી.
અહીં જો એમ કહીએ કે‘પોતાનો જ વિચાર રહે છે, પરનો નહિ.’ પણ પરમાં
પરબુદ્ધિ થયા વિના, નિજમાં નિજબુદ્ધિ કેવી રીતે આવે?
ત્યારે તે કહે છે કે‘‘શ્રી સમયસારમાં એમ કહ્યું છે કે
भावयेत् भेदविज्ञानमिदमच्छिन्नधारया
तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ।। (કળશ૧૩૦)
અર્થઃઆ ભેદવિજ્ઞાન ત્યાં સુધી નિરંતર ભાવવું કેજ્યાંસુધી પરથી છૂટી જ્ઞાન
જ્ઞાનમાં સ્થિર થાય, માટે ભેદવિજ્ઞાન છૂટતાં પરનું જાણવું મટી જાય છે, કેવળ પોતે પોતાને
જ જાણ્યા કરે છે.’’

Page 206 of 370
PDF/HTML Page 234 of 398
single page version

હવે ત્યાં તો આમ કહ્યું છે કેપૂર્વે સ્વપરને એક જાણતો હતો, પછી એ બંને જુદાં
જાણવા માટે ભેદજ્ઞાનને ત્યાં સુધી જ ભાવવું યોગ્ય છે કેજ્યાંસુધી જ્ઞાન પરરૂપને ભિન્ન
જાણી પોતાના જ્ઞાનસ્વરૂપમાં જ નિશ્ચિત થાય, પણ તે પછી ભેદવિજ્ઞાન કરવાનું પ્રયોજન રહેતું
નથી; પરને પરરૂપ અને આપને આપરૂપ સ્વયં જાણ્યા જ કરે છે; પણ અહીં એમ નથી કે
પરદ્રવ્યને જાણવાનું જ મટી જાય છે. કારણ કે પરદ્રવ્યને જાણવાં વા સ્વદ્રવ્યના વિશેષો
જાણવાનું નામ વિકલ્પ નથી.
તો કેવી રીતે છે? તે કહીએ છીએરાગદ્વેષવશથી કોઈ જ્ઞેયને જાણવામાં ઉપયોગ
લગાવવો, વા કોઈ જ્ઞેયને જાણતાં ઉપયોગને છોડાવવો, એ પ્રમાણે વારંવાર ઉપયોગને ભમાવવો
તેનું નામ વિકલ્પ છે. તથા જ્યાં વીતરાગરૂપ થઈ જેને જાણે છે તેને યથાર્થ જાણે છે, અન્ય
અન્ય જ્ઞેયને જાણવા માટે ઉપયોગને ભમાવતો નથી ત્યાં નિર્વિકલ્પદશા જાણવી.
પ્રશ્નઃછદ્મસ્થનો ઉપયોગ તો નાના જ્ઞેયમાં અવશ્ય ભમે, તો ત્યાં
નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે?
ઉત્તરઃજેટલો કાળ એક જાણવારૂપ રહે, તેટલો કાળ નિર્વિકલ્પતા નામ પામે,
સિદ્ધાંતમાં ધ્યાનનું લક્ષણ એવું જ કહ્યું છે.
एकाग्रचिंतानिरोधो ध्यानम् (મોક્ષશાસ્ત્ર અ. ૮ સૂત્ર ૨૭)
અર્થાત્ એકનું મુખ્ય ચિંતવન હોય તથા અન્ય ચિંતવન રોકાય તેનું નામ ધ્યાન છે.
સૂત્રની સર્વાર્થસિદ્ધિ ટીકામાં તો આમ વિશેષ કહ્યું છે કે‘‘જો સર્વ ચિંતા રોકવાનું નામ ધ્યાન
હોય તો અચેતનપણું થઈ જાણ.’’ વળી એવી પણ વિવક્ષા છે કેસંતાન અપેક્ષા નાના જ્ઞેયનું
પણ જાણવું થાય છે, પરંતુ જ્યાંસુધી વીતરાગતા રહે, રાગાદિક વડે પોતે ઉપયોગને ભમાવે
નહિ, ત્યાં સુધી નિર્વિકલ્પદશા કહીએ છીએ.
પ્રશ્નઃજો એમ છે, તો પરદ્રવ્યથી છોડાવી ઉપયોગને સ્વરૂપમાં લગાવવાનો
ઉપદેશ શામાટે આપ્યો છે?
ઉત્તરઃજે શુભઅશુભ ભાવોનાં કારણરૂપ પરદ્રવ્ય છે, તેમાં ઉપયોગ લાગતાં જેને
રાગદ્વેષ થઈ આવે છે, તથા સ્વરૂપચિંતવન કરે તો જેને રાગદ્વેષ ઘટે છે, એવા નીચલી
અવસ્થાવાળા જીવોને પૂર્વોક્ત ઉપદેશ છે. જેમકોઈ સ્ત્રી વિકારભાવથી કોઈના ઘરે જતી હતી,
તેને મનાઈ કરી કે પરઘરે ન જા, ઘરમાં બેસી રહે; તથા જે સ્ત્રી નિર્વિકારભાવથી કોઈના
ઘરે જાય, અને યથાયોગ્ય પ્રવર્તે તો કાંઈ દોષ નથી; તેમ ઉપયોગરૂપ પરિણતિ રાગ
દ્વેષભાવથી
પરદ્રવ્યોમાં પ્રવર્ત્તતી હતી, તેને મના કરી રહ્યું કે ‘પરદ્રવ્યોમાં ન પ્રવર્ત, સ્વરૂપમાં મગ્ન રહે;’
પણ જે ઉપયોગરૂપ પરિણતિ વીતરાગભાવથી પરદ્રવ્યોને જાણી યથાયોગ્ય પ્રવર્ત્તે તો તેને કાંઈ
દોષ નથી.

Page 207 of 370
PDF/HTML Page 235 of 398
single page version

પ્રશ્નઃજો એમ છે, તો મહામુનિ પરિગ્રહાદિના ચિંતવનનો ત્યાગ શામાટે કરે છે?
ઉત્તરઃજેમ વિકારરહિત સ્ત્રી કુશીલના કારણરૂપ પરઘરોનો ત્યાગ કરે છે, તેમ
વીતરાગ પરિણતિ રાગદ્વેષના કારણરૂપ પરદ્રવ્યોનો ત્યાગ કરે છે; પણ જે વ્યભિચારનાં કારણ
નથી એવાં પરઘર જવાનો ત્યાગ નથી; તેમ જે રાગદ્વેષનાં કારણ નથી એવાં પરદ્રવ્ય
જાણવાનો ત્યાગ નથી.
ત્યારે તે કહે છે કેજેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિકના ઘરે જાય તો ભલે જાય,
પણ પ્રયોજન વિના જેનાતેના ઘરે જવું તે યોગ્ય નથી; તેમ પરિણતિને પ્રયોજન જાણી સપ્ત
તત્ત્વોનો વિચાર કરવો તો યોગ્ય છે, પરંતુ વિના પ્રયોજન ગુણસ્થાનાદિકનો વિચાર કરવો યોગ્ય
નથી.
સમાધાનઃજેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિ વા મિત્રાદિકના ઘરે પણ જાય, તેમ
પરિણતિ તત્ત્વોનાં વિશેષ જાણવા માટે ગુણસ્થાનાદિક અને કર્માદિકને પણ જાણે. અહીં એમ
જાણવું કે
જેમ શીલવતી સ્ત્રી ઉદ્યમ કરીને તો વિટપુરુષના સ્થાનમાં જતી નથી, પણ
પરવશતાથી ત્યાં જવું બની જાય, અને ત્યાં કુશીલ ન સેવે, તો તે સ્ત્રી શીલવતી જ છે; તેમ
વીતરાગ પરિણતિ ઉપાય કરીને તો રાગાદિક માટે પરદ્રવ્યોમાં લાગે નહિ. પણ સ્વયં તેનું જાણવું
થઈ જાય, અને ત્યાં રાગાદિક ન કરે તો તે પરિણતિ શુદ્ધ જ છે. તેથી સ્ત્રી આદિનો પરિષહ
મુનિજનોને હોય અને તેને તેઓ જાણે જ નહિ, માત્ર પોતાના સ્વરૂપનું જાણવું જ રહે
એમ
માનવું મિથ્યા છે; તેને તેઓ જાણે તો છે, પરંતુ રાગાદિક કરતા નથી.
એ પ્રમાણે પરદ્રવ્યોને જાણવા છતાં પણ વીતરાગભાવ હોય છે, એવું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નઃજો એમ છે, તો શાસ્ત્રમાં એમ શામાટે કહ્યું છે કેઆત્માનું
શ્રદ્ધાનજ્ઞાનઆચરણ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર છે?
ઉત્તરઃઅનાદિકાળથી પરદ્રવ્યોમાં પોતારૂપે શ્રદ્ધાનજ્ઞાનઆચરણ હતું તેને
છોડાવવા માટે એ ઉપદેશ છે. પોતાનામાં જ પોતારૂપ શ્રદ્ધાનજ્ઞાનઆચરણ થવાથી પરદ્રવ્યમાં
રાગદ્વેષાદિ પરિણતિ કરવાનું શ્રદ્ધાનજ્ઞાન વા આચરણ મટી જાય ત્યારે સમ્યગ્દર્શનાદિ થાય
છે; પણ જો પરદ્રવ્યનું પરદ્રવ્યરૂપ શ્રદ્ધાનાદિ કરવાથી સમ્યગ્દર્શનાદિ ન થતાં હોય, તો
કેવળીભગવાનને પણ તેનો અભાવ થાય. જ્યાં પરદ્રવ્યને બૂરાં જાણવાં તથા નિજદ્રવ્યને ભલું
જાણવું થાય ત્યાં તો રાગ
દ્વેષ સહજ જ થયા; પણ જ્યાં આપને આપરૂપ તથા પરને પરરૂપ
યથાર્થ જાણ્યા કરે તથા તેવું જ શ્રદ્ધાનાદિરૂપ પ્રવર્તન કરે ત્યારે જ સમ્યગ્દર્શનાદિક થાય છે
એમ જાણવું.
માટે ઘણું શું કહીએ! જેમ રાગાદિક મટાડવાનું શ્રદ્ધાન થાય તે જ શ્રદ્ધાન

Page 208 of 370
PDF/HTML Page 236 of 398
single page version

સમ્યગ્દર્શન છે, જેમ રાગાદિક મટાડવાનું જાણવું થાય તે જ જાણવું સમ્યગ્જ્ઞાન
છે, તથા જેમ રાગાદિક મટે તે જ આચરણ સમ્યક્ચારિત્ર છે અને એવો જ
મોક્ષમાર્ગ માનવો યોગ્ય છે.
એ પ્રમાણે નિશ્ચયનયના આભાસસહિત એકાંતપક્ષધારી જૈનાભાસોના મિથ્યાત્વનું
નિરૂપણ કર્યું.
કેવળ વ્યવહારાવલંબી જૈનાભાસોનું નિરુપણ
હવે વ્યવહારાભાસ પક્ષના ધારક જૈનાભાસોના મિથ્યાત્વનું નિરૂપણ કરીએ છીએ.
જિનાગમમાં જ્યાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે, તેને માની જે બાહ્યસાધનાદિકનું
જ શ્રદ્ધાનાદિક કરે છે, તેને ધર્મનાં સર્વ અંગ અન્યથારૂપ થઈ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે
તે વિસ્તારથી કહે છે.
અહીં એમ જાણવું કેવ્યવહારધર્મની પ્રવૃત્તિથી પુણ્યબંધ થાય છે માટે પાપપ્રવૃત્તિની
અપેક્ષાએ તો તેનો નિષેધ નથી, પણ જે જીવ વ્યવહારપ્રવૃત્તિ વડે જ સંતુષ્ટ થાય છે અને
સાચા મોક્ષમાર્ગમાં ઉદ્યમી થતો નથી, તેને મોક્ષમાર્ગમાં સન્મુખ કરવા માટે તે શુભરૂપ
પ્રવૃત્તિનો પણ નિષેધ નિરૂપણ કરીએ છીએ.
આ કથનને સાંભળીને જો શુભપ્રવૃત્તિ છોડી અશુભમાં પ્રવર્તશો તો તમારું બૂરું થશે,
અને જો યથાર્થ શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તશો તો તમારું ભલું થશે. જેમ કોઈ રોગી નિર્ગુણ
ઔષધિનો નિષેધ સાંભળી ઔષધિસાધન છોડી જો કુપથ્યસેવન કરે તો તે મરે છે, તેમાં વૈદ્યનો
કાંઈ દોષ નથી; તેમ કોઈ સંસારી પુણ્યરૂપ ધર્મનો નિષેધ સાંભળી ધર્મસાધન છોડી
વિષયકષાયરૂપ પ્રવર્ત્તશે, તો તે નરકાદિક દુઃખને પામશે; તેમાં ઉપદેશદાતાનો તો દોષ નથી.
ઉપદેશ આપવાવાળાનો અભિપ્રાય તો અસત્ય શ્રદ્ધાનાદિક છોડાવી મોક્ષમાર્ગમાં લગાવવાનો
જ જાણવો.
એવા અભિપ્રાયથી અહીં નિરૂપણ કરીએ છીએ.
કુળ અપેક્ષા ધાર્મધાારક વ્યવહારાભાસી
કોઈ જીવ તો કુળક્રમવડે જ જૈની છે પણ જૈનધર્મનું સ્વરૂપ જાણતા નથી, માત્ર કુળમાં
જેવી પ્રવૃત્તિ ચાલતી આવે છે તે જ પ્રમાણે પ્રવર્તે છે. ત્યાં જેમ અન્યમતી પોતાના કુળધર્મમાં
પ્રવર્તે છે તે જ પ્રમાણે આ પણ પ્રવર્તે છે. જો કુળક્રમથી જ ધર્મ હોય તો મુસલમાનાદિ સર્વ
ધર્માત્મા જ ઠરે, અને તો પછી જૈનધર્મનું વિશેષપણું શું રહ્યું?

Page 209 of 370
PDF/HTML Page 237 of 398
single page version

કહ્યું છે કે
लोयम्मि रायणीई णायं ण कुलकम्म कइयावि
किं पुण तिलोयपहुणो जिणंदधम्मादिगारम्मि ।।
(ઉપ સિ. ૨. માળા, ગા. ૭)
અર્થઃલોકમાં એવી રાજનીતિ છે કેકુળક્રમવડે કદી તેનો ન્યાય થતો નથી. જેનું
કુળ ચોર છે, તેને ચોરી કરતાં પકડી લે તો તેનો કુળક્રમ છે એમ માનીને છોડતા નથી પણ
દંડ જ આપે છે, તો ત્રિલોકપ્રભુ જિનેન્દ્રદેવના ધર્માધિકારમાં શું કુળક્રમાનુસાર ન્યાય સંભવે છે?
વળી જો પિતા દરિદ્રી હોય અને પોતે ધનવાન થાય તો ત્યાં કુળક્રમ વિચારી પોતે
દરિદ્રી રહેતો જ નથી, તો ધર્મમાં કુળનું શું પ્રયોજન છે? પિતા નરકમાં જાય અને પુત્ર મોક્ષ
જાય છે ત્યાં કુળક્રમ કયાં રહ્યો? જો કુળ ઉપર જ દ્રષ્ટિ હોય તો પુત્ર પણ નરકગામી થવો
જોઈએ, માટે ધર્મમાં કુળક્રમનું કાંઈપણ પ્રયોજન નથી.
શાસ્ત્રોના અર્થને વિચારીને જો કાળદોષથી જૈનધર્મમાં પણ પાપી પુરુષોએ કુદેવકુગુરુ
કુધર્મ સેવનાદિરૂપ તથા વિષયકષાય પોષણાદિરૂપ વિપરીત પ્રવૃત્તિ ચલાવી હોય તો તેનો ત્યાગ
કરી જિનઆજ્ઞાનુસાર પ્રવર્તવું યોગ્ય છે.
પ્રશ્નઃપરંપરા છોડી નવીન માર્ગમાં પ્રવર્તવું યોગ્ય નથી?
ઉત્તરઃજો પોતાની બુદ્ધિથી નવીન માર્ગ પકડે તો યોગ્ય નથી. જે પરંપરા
અનાદિનિધન જૈનધર્મનું સ્વરૂપ શાસ્ત્રોમાં પ્રરૂપણ કર્યું છે, તેની પ્રવૃત્તિ છોડી વચ્ચે કોઈ પાપી
પુરુષોએ અન્યથા પ્રવૃત્તિ ચલાવી હોય, તેને પરંપરા માર્ગ કેવી રીતે કહેવાય? તથા તેને છોડી
પુરાતન જૈનશાસ્ત્રોમાં જેવો ધર્મ પ્રરૂપ્યો હતો તેમ પ્રવર્ત્તે તો તેને નવીન માર્ગ કેમ કહેવાય?
બીજું, કુળમાં જેવી જિનદેવની આજ્ઞા છે તેવી જ ધર્મની પ્રવૃતિ હોય તો પોતે પણ
તે જ પ્રમાણે પ્રવર્તવું યોગ્ય છે, પરંતુ તેને કુળાચરણ ન જાણી, ધર્મ જાણી તેના સ્વરૂપ
ફળાદિનો નિશ્ચય કરી અંગીકાર કરવો. જે સાચા ધર્મને પણ કુળાચાર જાણી પ્રવર્તે છે તેને
ધર્માત્મા કહી શકાય નહિ, કારણ કે
કુળના સર્વ તે આચરણને છોડે તો પોતે પણ છોડી દેશે.
વળી તે જે આચરણ કરે છે તે કુળના ભયથી કરે છે, પણ કાંઈ ધર્મબુદ્ધિથી કરતો નથી,
માટે તે ધર્માત્મા નથી.
તેથી કુળસંબંધી વિવાહાદિક કાર્યોમાં તો કુળક્રમનો વિચાર કરવો, પણ ધર્મ-
સંબંધી કાર્યોમાં કુળનો વિચાર ન કરવો, પરંતુ જેમ સત્યધર્મમાર્ગ છે તેમ જ પ્રવર્તવું
યોગ્ય છે.

Page 210 of 370
PDF/HTML Page 238 of 398
single page version

પરીક્ષારહિત આજ્ઞાનુસારી ધાર્મધાારક વ્યવહારાભાસી
વળી કોઈ આજ્ઞાનુસારી જૈન થાય છે, તેઓ જેમ શાસ્ત્રમાં આજ્ઞા છે તેમ માને છે,
પરંતુ આજ્ઞાની પરીક્ષા કરતા નથી; જો આજ્ઞા જ માનવી ધર્મ હોય તો સર્વમતવાળા પોતપોતાના
શાસ્ત્રની આજ્ઞા માની ધર્માત્મા થઈ જાય. માટે પરીક્ષા કરીને જિનવચનનું સત્યપણું ઓળખી
જિનઆજ્ઞા માનવી યોગ્ય છે.
કારણ કે પરીક્ષા કર્યા વિના સત્યઅસત્યનો નિર્ણય કેવી રીતે થાય? અને નિર્ણય કર્યા
વિના જેમ અન્યમતી પોતપોતાના શાસ્ત્રોની આજ્ઞા માને છે તેમ આણે જૈનશાસ્ત્રની આજ્ઞા માની,
એ તો પક્ષવડે જ આજ્ઞા માનવા બરાબર છે.
પ્રશ્નઃતો શાસ્ત્રમાં દશ પ્રકારના સમ્યક્ત્વમાં આજ્ઞાસમ્યક્ત્વ કહ્યું છે,
આજ્ઞાવિચય ધર્મધ્યાનનો ભેદ કહ્યો છે, તથા નિઃશંકિતઅંગમાં જિનવચનમાં સંશય
કરવાનો નિષેધ કર્યો છે, તે કેવી રીતે?
ઉત્તરઃશાસ્ત્રમાં કોઈ કથન તો એવાં છે કે જેની પ્રત્યક્ષઅનુમાનાદિવડે પરીક્ષા
કરી શકાય છે, તથા કોઈ કથન એવાં છે કે જે પ્રત્યક્ષઅનુમાનાદિગોચર નથી, તેથી તે
આજ્ઞાવડે જ પ્રમાણ થાય છે. હવે ત્યાં જુદાજુદા શાસ્ત્રોમાં જે સમાન કથન હોય તેની તો
પરીક્ષા કરવાનું પ્રયોજન જ નથી, પણ જે કથનો પરસ્પર વિરુદ્ધ હોય, તેમાં જે કથન પ્રત્યક્ષ
અનુમાનાદિગોચર હોય તેની તો પરીક્ષા કરવી, તેમાં જે શાસ્ત્રના કથનની પ્રમાણતા ઠરે, તે
શાસ્ત્રમાં જે પ્રત્યક્ષ
અનુમાનાદિગોચર નથી એવાં કથન કર્યાં હોય તેની પણ પ્રમાણતા કરવી,
તથા જે શાસ્ત્રોના કથનની પ્રમાણતા ન ઠરે, તેના સર્વ કથનની અપ્રમાણતા માનવી.
પ્રશ્નઃપરીક્ષા કરતાં કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાસે તથા કોઈ
કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાસે, તો શું કરવું?
ઉત્તરઃજે આપ્તભાષિત શાસ્ત્ર છે, તેમાં તો કોઈ પણ કથન પ્રમાણવિરુદ્ધ હોય
નહિ, કારણ કેજેનામાં કાં તો જાણપણું જ ન હોય, અગર કાં તો રાગદ્વેષ હોય, તે જ
અસત્ય કહે; હવે આપ્ત એવા હોય નહિ. તેં પરીક્ષા બરાબર કરી નથી, માટે ભ્રમ છે,
પ્રશ્નઃછદ્મસ્થથી અન્યથા પરીક્ષા થઈ જાય તો શું કરવું?
ઉત્તરઃસત્યઅસત્ય બંને વસ્તુઓને કસવામાં તથા પ્રમાદ છોડી પરીક્ષા કરવામાં
આવે તો સાચી જ પરીક્ષા થાય; પણ જ્યાં પક્ષપાતથી બરાબર પરીક્ષા કરવામાં ન આવે, ત્યાં
જ અન્યથા પરીક્ષા થાય છે.
પ્રશ્નઃશાસ્ત્રોમાં પરસ્પર વિરુદ્ધ કથન તો ઘણાં છે, તો કોની કોની પરીક્ષા કરીએ?

Page 211 of 370
PDF/HTML Page 239 of 398
single page version

ઉત્તરઃમોક્ષમાર્ગમાં દેવગુરુધર્મ, જીવાદિ તત્ત્વ તથા બંધમોક્ષમાર્ગ પ્રયોજન
ભૂત છે, માટે તેની તો પરીક્ષા અવશ્ય કરવી અને જે શાસ્ત્રોમાં એ સત્ય કહ્યાં હોય તેની
સર્વ આજ્ઞા માનવી, તથા જેમાં એ અન્યથા પ્રરૂપ્યા હોય તેની આજ્ઞા ન માનવી.
જેમ લોકમાં જે પુરુષ પ્રયોજનભૂત કાર્યોમાં જૂઠ બોલતો નથી તે પ્રયોજનરહિત કાર્યમાં
કેવી રીતે જૂઠ બોલશે? તેમ જે શાસ્ત્રોમાં પ્રયોજનભૂત દેવાદિકનું સ્વરૂપ અન્યથા કહ્યું નથી,
તેમાં પ્રયોજનરહિત દ્વીપસમુદ્રાદિનું કથન અન્યથા કેવી રીતે હોય? કારણ કે
દેવાદિકનું કથન
અન્યથા કરતાં તો વક્તાના વિષયકષાય પોષાય છે.
પ્રશ્નઃવિષયકષાયવશ દેવાદિકનું કથન તો અન્યથા કર્યું, પણ તે જ
શાસ્ત્રોમાં બીજાં કથન અન્યથા શામાટે કર્યાં?
ઉત્તરઃજો એક જ કથન અન્યથા કરે તો તેનું અન્યથાપણું તુરત જ પ્રગટ થઈ
જાય, તથા જુદી પદ્ધતિ ઠરે નહિ; તે માટે ઘણાં કથન અન્યથા કરવાથી જુદી પદ્ધતિ ઠરે.
ત્યાં તુચ્છબુદ્ધિ ભ્રમમાં પડી જાય છે કે
‘આ પણ મત છે આ પણ મત છે,’ એટલા માટે
પ્રયોજનભૂતનું અન્યથાપણું ભેળવવા અર્થે અપ્રયોજનભૂત પણ અન્યથા કથન ઘણાં કર્યાં, તથા
પ્રતીતિ કરાવવા અર્થે કોઈ કોઈ સાચા કથન પણ કર્યાં, પરંતુ ચતુર હોય તે ભ્રમમાં પડે નહિ,
પ્રયોજનભૂત કથનની પરીક્ષા કરી જેમાં સત્ય ભાસે તે મતની સર્વ આજ્ઞા માને.
એવી પરીક્ષા કરતાં એક જૈનમત જ સત્ય ભાસે છેઅન્ય નહિ, કારણ કેએના
વક્તા શ્રી સર્વજ્ઞવીતરાગ છે, તેઓ જૂઠ શામાટે કહે? એ પ્રમાણે જિનઆજ્ઞા માનવાથી જે
સત્યશ્રદ્ધાન થાય તેનું નામ આજ્ઞાસમ્યક્ત્વ છે. તથા ત્યાં એકાગ્રચિંતવન હોવાથી તેનું જ નામ
આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
જો એમ ન માનીએ અને પરીક્ષા કર્યા વિના માત્ર આજ્ઞા માનવાથી સમ્યક્ત્વ વા
ધર્મધ્યાન થઈ જાય તો જે દ્રવ્યલિંગી આજ્ઞા માની મુનિ થયો છે, તથા આજ્ઞાનુસાર સાધનવડે
ગ્રૈવેયક સુધી જાય છે, તેને મિથ્યાદ્રષ્ટિપણું કેવી રીતે રહ્યું? માટે કંઈક પરીક્ષા કરી, આજ્ઞા
માનવાથી જ સમ્યક્ત્વ વા ધર્મધ્યાન થાય છે. લોકમાં પણ કોઈ પ્રકારથી પરીક્ષા કરીને જ
પુરુષની પ્રતીતિ કરે છે.
વળી તેં કહ્યું કેજિનવચનમાં સંશય કરવાથી સમ્યક્ત્વમાં શંકા નામનો દોષ થાય
છે, પણ ‘‘ન માલૂમ આ કેમ હશે? એવું માની નિર્ણય ન કરીએ ત્યાં શંકા નામનો દોષ
થાય, તથા જો નિર્ણય કરવા માટે વિચાર કરતાં જ સમ્યક્ત્વમાં દોષ લાગે તો અષ્ટસહસ્રીમાં
આજ્ઞાપ્રધાની કરતાં પરીક્ષાપ્રધાનીને ઉત્તમ શામાટે કહ્યો? પૃચ્છના આદિને સ્વાધ્યાયનાં અંગ
કેવી રીતે કહ્યાં? પ્રમાણ
નયવડે પદાર્થોનો નિર્ણય કરવાનો ઉપદેશ શામાટે આપ્યો? માટે
પરીક્ષા કરી આજ્ઞા માનવી યોગ્ય છે.

Page 212 of 370
PDF/HTML Page 240 of 398
single page version

પણ કેટલાક પાપીપુરુષે પોતાનું કલ્પિત કથન કર્યું છે અને જિનવચન ઠરાવ્યું છે તેને
જૈનમતનાં શાસ્ત્ર જાણી પ્રમાણ ન કરવું. ત્યાં પણ પ્રમાણાદિથી પરીક્ષા કરી વા પરસ્પર શાસ્ત્રોથી
તેની વિધિ મેળવી, વા ‘‘આ પ્રમાણે સંભવિત છે કે નહિ?’’ એવો વિચાર કરી વિરુદ્ધ અર્થને
મિથ્યા જ જાણવો.
જેમ કોઈ ઠગે પોતે પત્ર લખી તેમાં લખવાવાળાની જગ્યાએ કોઈ શાહુકારનું નામ લખ્યું
હોય, ત્યાં તેના નામના ભ્રમથી કોઈ પોતાનું ધન ઠગાય તો તે દરિદ્રી જ થાય; તેમ કોઈ
દુરાશયીએ પોતે ગ્રંથાદિક બનાવી તેમાં કર્તાનું નામ જિન, ગણધર અને આચાર્યોનું ધર્યું હોય
ત્યાં એ નામના ભ્રમથી કોઈ જૂઠું શ્રદ્ધાન કરે, તો તે મિથ્યાદ્રષ્ટિ જ થાય.
પ્રશ્નઃતો ગોમ્મટસાર ગાથા ૨૭માં એમ કહ્યું છે કે‘‘સમ્યગ્દ્રષ્ટિ જીવ
અજ્ઞાની ગુરુના નિમિત્તથી જૂઠું પણ શ્રદ્ધાન કરે તો આજ્ઞા માનવાથી સમ્યગ્દ્રષ્ટિ જ
છે’’
એ કથન કેવી રીતે કર્યું છે?
ઉત્તરઃજે પ્રત્યક્ષઅનુમાનાદિગોચર નથી, તથા સૂક્ષ્મપણાથી જેનો નિર્ણય ન થઈ
શકે તેની અપેક્ષાએ એ કથન છે, પણ મૂળભૂત દેવગુરુધર્માદિક વા તત્ત્વાદિકનું અન્યથા
શ્રદ્ધાન થતાં તો સમ્યગ્દર્શન સર્વથા રહે જ નહિએવો જ નિશ્ચય કરવો, માટે પરીક્ષા કર્યા
વિના કેવળ આજ્ઞાવડે જ જે જૈની છે, તે પણ મિથ્યાદ્રષ્ટિ જાણવા.
વળી કેટલાક પરીક્ષા કરીને પણ જૈની થાય છે, પરંતુ મૂળ પરીક્ષા કરતા નથી, માત્ર
દયાશીલતપસંયમાદિ ક્રિયાઓવડે, પૂજાપ્રભાવનાદિ કાર્યોવડે, અતિશયચમત્કારાદિવડે વા
જૈનધર્મથી ‘ઇષ્ટિપ્રાપ્તિ થવાના કારણે જૈનમતને ઉત્તમ જાણી પ્રીતિવાન થઈ જૈની થાય છે. પરંતુ
અન્યમતમાં પણ એવાં કાર્યો તો હોય છે. તેથી એ લક્ષણોમાં તો અતિવ્યાપ્તિ દોષ હોય છે.
પ્રશ્નઃએ કાર્યો જૈનધર્મમાં જેવાં છે, તેવાં અન્યમતમાં હોતાં નથી, તેથી
ત્યાં અતિવ્યાપ્તિ દોષ નથી?
ઉત્તરઃએ તો સત્ય છે, એમ જ છે, પરંતુ જેવાં તું દયાદિક માને છે, તેવાં તો
તેઓ પણ નિરૂપણ કરે છે. પરજીવોની રક્ષાને તું દયા કહે છે, ત્યારે તેઓ પણ તે જ કહે
છે. એ જ પ્રમાણે અન્ય પણ જાણવાં.
ત્યારે તે કહે છે કેતેમનામાં એ બરાબર નથી, કેમકે તેઓ કોઈ વખત દયા પ્રરૂપે
છે, કોઈ વખત હિંસા પ્રરૂપે છે.
१.सम्माइट्ठी जीवो उवइट्ठं पवयणं तु सद्दहदि
सद्दहदि असब्भावं अजाणमाणां गुरुणियोगा ।।२७।। (જીવકાંડ)