Moksha Marg Prakashak (Gujarati). Sansarik Prayojan Arthe Dharmadharak Vyavaharabhasi; Vyavaharabhasi Dharmadharakoni Samanya Pravrutti; Dharmabuddhithi Dharmadharak Vyavaharabhasi; Samyagdarshananu Anyatharoop; Jainabhasani Sudev-guru-shastra Bhaktinu Mithyapanu; Devbhaktinu Anyatharoop; Guru Bhaktinu Anyatharoop; Shastrabhaktinu Anyathapanu; Tattvarthashraddhananu Ayatharthapanu; Jiv-Ajiva Tattvanu Anyatharoop; Jivajivatattvana Shraddhanani Ayatharthata; Ashravtattvana Shraddhanani Ayatharthata; Bandhatattvanu Anyatharoop; Sanvaratattvanu Anyatharoop; Nirjaratattvana Shraddhanani Ayatharthata; Mokshatattvana Shraddhanani Ayatharthata; Samyak Gyananu Anyatharoop.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 13 of 20

 

Page 213 of 370
PDF/HTML Page 241 of 398
single page version

ઉત્તરઃત્યાં દયાદિકનો અંશમાત્ર તો આવ્યો! માટે એ લક્ષણોને અતિવ્યાપ્તિપણું
હોય છે, તેથી એનાથી સાચી પરીક્ષા થાય નહિ.
તો કેવી રીતે થાય? જૈનધર્મમાં તો સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે,
ત્યાં સત્યદેવાદિક વા જીવાદિકનું શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શન થાય છે, તેને યથાર્થ જાણતાં
સમ્યગ્જ્ઞાન થાય છે, તથા ખરેખરા રાગાદિક મટતાં સમ્યક્ચારિત્ર થાય છે. હવે તેના સ્વરૂપનું
જેવું જૈનમતમાં નિરૂપણ કર્યું છે, તેવું કોઈપણ ઠેકાણે નિરૂપણ કર્યું નથી, તથા જૈન વિના
અન્યમતીઓ એવાં કાર્યો કરી શકતા નથી. માટે એ જ જૈનમતનું સાચું લક્ષણ છે. એ લક્ષણને
ઓળખીને જે પરીક્ષા કરે છે તે જ શ્રદ્ધાની છે, પણ એ વિના અન્ય પ્રકારથી જે પરીક્ષા કરે
છે, તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
વળી કેટલાક સંગતિવડે જૈનધર્મ ધારે છે, કેટલાક મહાન પુરુષને જૈનધર્મમાં પ્રવર્તતા
દેખી પોતે પણ તેમાં પ્રવર્તે છે, તથા કોઈ દેખાદેખી જૈનધર્મની શુદ્ધઅશુદ્ધ ક્રિયાઓમાં પ્રવર્તે
છે,ઇત્યાદિ અનેક પ્રકારના જીવો પોતે તો વિચારપૂર્વક જૈનધર્મનાં રહસ્યને પિછાણતા નથી,
અને જૈનનામ ધરાવે છે, તે સર્વ મિથ્યાદ્રષ્ટિ જ જાણવા.
હા, એટલું ખરું કેજૈનમતમાં પાપપ્રવૃત્તિ વિશેષ થઈ શકતી નથી અને પુણ્યનાં
નિમિત્ત ઘણાં છે, તથા સાચા મોક્ષમાર્ગનાં કારણ પણ ત્યાં બન્યાં રહે છે; તેથી જે કુળાદિકથી
પણ જૈની છે તેઓ બીજાઓ કરતાં તો ભલા જ છે.
સાંસારિક પ્રયોજન અર્થે ધાર્મધાારક વ્યવહારાભાસી
જે જીવ આજીવિકા અર્થે, મોટાઈ માટે, વા કોઈ વિષયકષાયસંબંધી પ્રયોજન વિચારી
કપટથી જૈન થાય છે તે તો પાપી જ છે; કારણ કેઅતિ તીવ્રકષાય થતાં જ એવી બુદ્ધિ થાય
છે; તેમનું સુલઝવું પણ કઠણ છે. જૈનધર્મ તો સંસારનાશના અર્થે સેવવામાં આવે છે, જે એ
વડે સાંસારિક પ્રયોજન સાધવા ઇચ્છે છે તે મોટો અન્યાય કરે છે, માટે તે તો મિથ્યાદ્રષ્ટિ
જ છે.
પ્રશ્નઃહિંસાદિકવડે જે કાર્યો કરીએ, તે કાર્યો ધર્મસાધનવડે સિદ્ધ કરીએ
તો તેમાં બૂરું શું થયું? એથી તો બંને પ્રયોજન સધાય છે?
ઉત્તરઃપાપકાર્ય અને ધર્મકાર્યનું એકસાધન કરતાં તો પાપ જ થાય. જેમ કોઈ
ધર્મના સાધનરૂપ ચૈત્યાલય બનાવી, તેને જ સ્ત્રીસેવનાદિ પાપોનું પણ સાધન કરે; તો તેથી
પાપ જ થાય. હિંસાદિક કરી ભોગાદિકના અર્થે જુદું મંદિર બનાવે તો બનાવો, પરંતુ
ચૈત્યાલયમાં ભોગાદિક કરવા યોગ્ય નથી; તેમ પૂજા
શાસ્ત્રાદિક કે જે ધર્મનાં સાધનરૂપ કાર્યો
છે, તેને જ આજીવિકાદિ પાપનાં પણ સાધન બનાવે તો પાપી જ થાય. આજીવિકાદિક અર્થે

Page 214 of 370
PDF/HTML Page 242 of 398
single page version

હિંસાદિકવડે વ્યાપારાદિક કરે તો કરો, પરંતુ પૂજનાદિ કાર્યોમાં તો આજીવિકાદિનું પ્રયોજન
વિચારવું યોગ્ય નથી.
પ્રશ્નઃજો એ પ્રમાણે છે તો મુનિ પણ ધર્મસાધન અર્થે પરઘર ભોજન કરે
છે, તથા સાધર્મી સાધર્મીનો ઉપકાર કરેકરાવે છે, તે કેમ બને?
ઉત્તરઃતેઓ પોતે કાંઈ આજીવિકાદિનું પ્રયોજન વિચારી ધર્મ સાધતા નથી, પરંતુ
તેમને ધર્માત્મા જાણી કેટલાક સ્વયં ભોજનઉપકારાદિક કરે છે તો તેમાં કાંઈ દોષ નથી; પણ
જે પોતે જ ભોજનાદિકનું પ્રયોજન વિચારી ધર્મ સાધે છે, તે તો પાપી જ છે. જે વૈરાગ્યવાન
થઈ મુનિપણું અંગીકાર કરે છે, તેને ભોજનાદિનું પ્રયોજન હોતું નથી, કોઈ સ્વયં ભોજનાદિક
આપે તો શરીરની સ્થિતિ અર્થે લે, નહિ તો સમતા રાખે છે
સંક્લેશરૂપ થતા નથી, વળી તેઓ
પોતાના હિત અર્થે ધર્મ સાધે છે, તથા પોતાને જેનો ત્યાગ નથી એવો ઉપકાર કરાવે છે, પણ
ઉપકાર કરાવવાનો અભિપ્રાય નથી. કોઈ સાધર્મી સ્વયં ઉપકાર કરે તો કરે, તથા ન કરે તો
તેથી પોતાને કાંઈ સંક્લેશ થતો નથી. હવે એ પ્રમાણે તો યોગ્ય છે, પણ જો પોતે જ આજીવિકાદિનું
પ્રયોજન વિચારી બાહ્યધર્મસાધન કરે અને કોઈ ભોજનાદિક ઉપકાર ન કરે તો સંક્લેશ કરે, યાચના
કરે, ઉપાય કરે વા ધર્મસાધનમાં શિથિલ થઈ જાય, તો તેને પાપી જ જાણવો.
એ પ્રમાણે સાંસારિક પ્રયોજન અર્થે જે ધર્મ સાધે છે તે પાપી પણ છે અને મિથ્યાદ્રષ્ટિ
તો છે જ.
એ પ્રમાણે જૈનમતવાળા પણ મિથ્યાદ્રષ્ટિ જાણવા.
વ્યવહારાભાસી ધાર્મધાારકોની સામાન્ય પ્રવૃત્તિ
હવે તેમને ધર્મનું સાધન કેવું હોય છે તે અહીં વિશેષ દર્શાવીએ છીએઃ
જે જીવો કુળપ્રવૃત્તિવડે વા દેખાદેખી લોભાદિકના અભિપ્રાયપૂર્વક ધર્મ સાધન કરે છે,
તેમને તો ધર્મદ્રષ્ટિ જ નથી, કારણ કે તેઓ જો ભક્તિ કરે છે તો ચિત્ત તો ક્યાંય છે, દ્રષ્ટિ
ફર્યા કરે છે, તથા મુખેથી પાઠાદિક વા નમસ્કારાદિક કરે છે, પરંતુ તે ઠીક નથી. તેમને ‘‘હું
કોણ છું , કોની સ્તુતિ કરું છું, શું પ્રયોજન અર્થે સ્તુતિ કરું છું, તથા આ પાઠનો શો અર્થ
છે?’’ એ આદિનું કાંઈ ભાન નથી.
કદાચિત્ કુદેવાદિકની પણ સેવા કરવા લાગી જાય છે, ત્યાં સુદેવગુરુશાસ્ત્રાદિમાં
અને કુદેવગુરુશાસ્ત્રાદિમાં વિશેષતાની પિછાણ નથી.
વળી તે દાન આપે છે તો પાત્રઅપાત્રના વિચારરહિત જેમ પોતાની પ્રશંસા થાય તેમ
આપે છે.

Page 215 of 370
PDF/HTML Page 243 of 398
single page version

તપ કરે છે તો ભૂખ્યા રહેવાથી જેમ પોતાનું મહંતપણું થાય તે કાર્ય કરે છે; પણ
પરિણામોની પિછાણ નથી.
વ્રતાદિક ધારે છે તો બાહ્યક્રિયા ઉપર જ દ્રષ્ટિ છે; તેમાં પણ કોઈ સાચી ક્રિયા કરે
છે તો કોઈ જૂઠી કરે છે, પણ અંતરંગ રાગાદિકભાવ થાય છે તેનો તો વિચાર જ નથી; અથવા
બાહ્ય સાધન પણ રાગાદિક પોષવા કરે છે.
વળી પૂજાપ્રભાવનાદિ કાર્ય કરે છે તો ત્યાં લોકમાં પોતાની જેમ મોટાઈ થાય વા
વિષયકષાય પોષાય તેમ એ કાર્યો કરે છે, તથા ઘણાં હિંસાદિક ઉપજાવે છે.
પણ એ કાર્યો તો પોતાના વા અન્ય જીવોના પરિણામ સુધારવા માટે કહ્યાં છે, વળી
ત્યાં કિંચિત્ હિંસાદિક પણ થાય છે, પરંતુ ત્યાં થોડો અપરાધ થાય અને ઘણો ગુણ થાય તે
કાર્ય કરવું કહ્યું છે; હવે પરિણામોની તો ઓળખાણ નથી કે
અહીં અપરાધ કેટલો થાય છે,
અને ગુણ કેટલો થાય છે, એ પ્રમાણે નફાતોટાનું કે વિધિઅવિધિનું જ્ઞાન નથી.
વળી શાસ્ત્રાભ્યાસ કરે છે તો ત્યાં પદ્ધતિરૂપ પ્રવર્તે છે, જો વાંચે છે તો બીજાઓને
સંભળાવી દે છે, ભણે છે તો પોતે ભણી જાય છે તથા સાંભળે છે તો કહે છે તે સાંભળી
લે છે; પણ શાસ્ત્રાભ્યાસનું જે પ્રયોજન છે, તેને પોતે અંતરંગમાં અવધારતો નથી. ઇત્યાદિક
ધર્મકાર્યોના મર્મને પિછાણતો નથી.
કોઈ તો કુળમાં જેમ વડીલો પ્રવર્તે તેમ અમારે પણ કરવું, અથવા બીજાઓ કરે છે
તેમ અમારે પણ કરવું, વા આ પ્રમાણે કરવાથી અમારા લોભાદિકની સિદ્ધિ થશે. ઇત્યાદિ
વિચારપૂર્વક અભૂતાર્થધર્મને સાધે છે.
વળી કેટલાક જીવો એવા હોય છે કેજેમને કંઈક તો કુળાદિરૂપ બુદ્ધિ છે તથા કંઈક
ધર્મબુદ્ધિ પણ છે, તેથી તેઓ કંઈક પૂર્વોક્ત પ્રકારે પણ ધર્મનું સાધન કરે છે, તથા કંઈક
આગમમાં કહ્યું છે તે પ્રમાણે પણ પોતાના પરિણામોને સુધારે છે; એ પ્રમાણે તેમનામાં મિશ્રપણું
હોય છે.
ધાર્મબુદ્ધિથી ધાર્મધાારક વ્યવહારાભાસી
વળી કેટલાક ધર્મબુદ્ધિથી ધર્મ સાધે છે પરંતુ નિશ્ચયધર્મને જાણતા નથી, તેથી તેઓ
અભૂતાર્થરૂપ ધર્મને સાધે છે, અર્થાત્ માત્ર વ્યવહારસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ જાણી
તેનું સાધન કરે છે.
સમ્યગ્દર્શનનું અન્યથારુપ
શાસ્ત્રમાં દેવગુરુધર્મની પ્રતીતિ કરવાથી સમ્યક્ત્વ હોવું કહ્યું છે, એવી આજ્ઞા માની
અરહંતદેવ, નિર્ગ્રંથગુરુ તથા જૈનશાસ્ત્ર વિના બીજાઓને નમસ્કારાદિ કરવાનો ત્યાગ કર્યો છે,

Page 216 of 370
PDF/HTML Page 244 of 398
single page version

પરંતુ તેના ગુણઅવગુણની પરીક્ષા કરતા નથી અથવા પરીક્ષા પણ જો કરે છે, તો
તત્ત્વજ્ઞાનપૂર્વક સાચી પરીક્ષા કરતા નથી પણ માત્ર બાહ્યલક્ષણો વડે પરીક્ષા કરે છે, અને એવી
પ્રતીતિવડે તેઓ સુદેવ
ગુરુશાસ્ત્રની ભક્તિમાં પ્રવર્તે છે. તે અહીં કહીએ છીએ
જૈનાભાસાનીે સુદેવ-ગુરુ-શાસ્ત્ર ભકિતનું મિથ્યાપણું
દેવભકિતનું અન્યથારુપ
અર્હંતદેવ છે, ઇન્દ્રાદિ દ્વારા પૂજ્ય છે, અનેક અતિશય સહિત છે, ક્ષુધાદિદોષ રહિત
છે, શરીરની સુંદરતાને ધારણ કરે છે; સ્ત્રીસંગમાદિથી રહિત છે, દિવ્યધ્વનિવડે ઉપદેશ આપે
છે, કેવલજ્ઞાનવડે લોકાલોકને જાણે છે, તથા જેણે કામ
ક્રોધાદિ નાશ કર્યા છેઇત્યાદિ વિશેષણ
કહે છે; તેમાં કેટલાક વિશેષણ તો પુદ્ગલાશ્રિત છે તથા કેટલાક વિશેષણ જીવાશ્રિત છે, તેને
ભિન્ન
ભિન્ન ઓળખતો નથી. જેમ કોઈ અસમાનજાતીય મનુષ્યાદિ પર્યાયોમાં ભિન્નતા ન
જાણી મિથ્યાદ્રષ્ટિને ધારણ કરે છે તેમ આ પણ અસમાનજાતીય અરહંતપર્યાયમાં જીવ
પુદ્ગલનાં વિશેષણોને ભિન્ન ન જાણી મિથ્યાદ્રષ્ટિપણું ધારણ કરે છે.
વળી જે બાહ્ય વિશેષણો છે તેને તો જાણી તેનાથી અરહંતદેવનું મહાનપણું વિશેષ માને
છે, અને જે જીવનાં વિશેષણો છે તેને યથાવત્ ન જાણતાં એ વડે અરહંતદેવનું મહાનપણું
આજ્ઞાનુસાર માને છે અથવા અન્યથા માને છે.
જો જીવનાં યથાવત્ વિશેષણો જાણે તો
મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.
વળી તે અરહંતોને સ્વર્ગમોક્ષદાતા, દીનદયાળ, અધમોદ્ધારક અને પતિતપાવન માને
છે, તે તો જેમ અન્યમતીઓ કર્તુત્વબુદ્ધિથી ઈશ્વરને માને છે, તેમ આ પણ અરહંતને માને છે,
પણ એમ નથી જાણતો કે
ફળ તો પોતાના પરિણામોનું લાગે છે. તેને અરહંત તો નિમિત્તમાત્ર
છે, તેથી ઉપચારથી એ વિશેષણો સંભવે છે.
પોતાના પરિણામ શુદ્ધ થયા વિના અરહંત પણ સ્વર્ગ મોક્ષાદિ દાતા નથી. વળી
અરહંતાદિકના નામાદિકથી શ્વાનાદિકે સ્વર્ગ પ્રાપ્ત કર્યું ત્યાં તે નામાદિનો જ અતિશય માને છે,
પણ પરિણામ વિના નામ લેવાવાળાને પણ સ્વર્ગપ્રાપ્તિ ન થાય તો સાંભળવાવાળાને તો ક્યાંથી
થાય? નામ સાંભળવાના નિમિત્તથી એ શ્વાનાદિકને જે મંદકષાયરૂપ ભાવ થયા, તેનું ફળ તેને
સ્વર્ગપ્રાપ્તિ થઈ છે, ઉપચારથી ત્યાં નામની મુખ્યતા કરી છે.
વળી અરહંતાદિના નામપૂજનાદિકથી અનિષ્ટ સામગ્રીનો નાશ તથા ઇષ્ટ સામગ્રીની
પ્રાપ્તિ થવી માની, રોગાદિ મટાડવા વા ધનાદિની પ્રાપ્તિ અર્થે તેનું નામ લે છે વા પૂજનાદિ
કરે છે. પણ ઇષ્ટ
અનિષ્ટના કારણ તો પૂર્વકર્મનો ઉદય છે, અરહંત તો કર્તા નથી,
અરહંતાદિકની ભક્તિરૂપ શુભોપયોગ પરિણામોથી પૂર્વ પાપનું સંક્રમણાદિ થઈ જાય છે, માટે

Page 217 of 370
PDF/HTML Page 245 of 398
single page version

ત્યાં અનિષ્ટ નાશ અને ઇષ્ટ પ્રાપ્તિના કારણમાં ઉપચારથી અરહંતાદિની ભક્તિ કહીએ છીએ;
પણ જે જીવ પહેલાંથી જ સાંસારિક પ્રયોજન સહિત ભક્તિ કરે છે તેને તો પાપનો જ
અભિપ્રાય રહ્યો કાંક્ષા, વિચિકિત્સારૂપ ભાવ થતાં એ વડે પૂર્વ પાપનું સંક્રમણાદિ કેવી રીતે
થાય? તેથી તેનું કાર્ય સિદ્ધ થયું નહિ.
વળી કેટલાક જીવ ભક્તિને મોક્ષનું કારણ જાણી તેમાં અતિ અનુરાગી થઈ પ્રવર્તે છે,
પણ તે તો જેમ અન્યમતી ભક્તિથી મુક્તિ માને છે તેવું આનું પણ શ્રદ્ધાન થયું; પરંતુ ભક્તિ
તો રાગરૂપ છે અને રાગથી બંધ છે માટે તે મોક્ષનું કારણ નથી. રાગનો ઉદય આવતાં
જો ભક્તિ ન કરે તો પાપાનુરાગ થાય એટલા માટે અશુભરાગ છોડવા અર્થે જ્ઞાની ભક્તિમાં
પ્રવર્તે છે અને મોક્ષમાર્ગમાં બાહ્ય નિમિત્તમાત્ર પણ જાણે છે, પરંતુ ત્યાં જ ઉપાદેયપણું માની
સંતુષ્ટ થતો નથી પણ શુદ્ધોપયોગનો ઉદ્યમી રહે છે.
તે જ શ્રી પંચાસ્તિકાયની (ગાથા ૧૩૬ની) વ્યાખ્યામાં પણ કહ્યું છે કે अयं हि स्थूल-
लक्ष्यतया केवलभक्ति प्राधान्यस्योअज्ञानिनो भवति। उपरितनभूमिकायालब्धास्पदस्यास्थानरागनिषेधार्थं
तीव्ररागज्वरविनोदार्थं वा कदाचिज्ज्ञानिनोऽपि भवतीति।
અર્થઃઆ ભક્તિ, કેવળભક્તિ જ છે પ્રધાન જેને એવા અજ્ઞાની જીવોને જ હોય
છે, તથા તીવ્ર રાગજ્વર મટાડવા અર્થે વા કુસ્થાનના રાગનો નિષેધ કરવાને અર્થે કદાચિત્
જ્ઞાનીને પણ હોય છે.
પ્રશ્નઃજો એમ છે, તો જ્ઞાની કરતાં અજ્ઞાનીને ભક્તિની વિશેષતા થતી હશે?
ઉત્તરઃયથાર્થપણાની અપેક્ષાએ તો જ્ઞાનીને સાચી ભક્તિ છે, અજ્ઞાનીને નહિ; તથા
રાગભાવની અપેક્ષાએ અજ્ઞાનીને શ્રદ્ધાનમાં પણ ભક્તિને મુક્તિનું કારણ જાણવાથી અતિ
અનુરાગ છે; જ્ઞાનીના શ્રદ્ધાનમાં તેને શુભબંધનું કારણ જાણવાથી તેવો અનુરાગ નથી. બાહ્યમાં
કદાચિત્ જ્ઞાનીને ઘણો અનુરાગ હોય છે, કદાચિત્ અજ્ઞાનીને પણ હોય છે
એમ જાણવું.
એ પ્રમાણે દેવભક્તિનું સ્વરૂપ બતાવ્યું.
ગુરુભકિતનું અન્યથારુપ
હવે તેને ગુરુભક્તિ કેવી હોય છે તે કહીએ છીએઃ
કેટલાક જીવ આજ્ઞાનુસારી છે તેઓ તો ‘આ જૈનના સાધુ છે, અમારા ગુરુ છે, માટે
તેમની ભક્તિ કરવી’એમ વિચારી તેમની ભક્તિ કરે છે; તથા કેટલાક જીવ પરીક્ષા પણ કરે
છે તો ત્યાં ‘‘આ મુનિ દયા પાળે છે, શીલ પાળે છે, ધનાદિ રાખતા નથી, ઉપવાસાદિ તપ
કરે છે, ક્ષુધાદિપરિષહ સહન કરે છે, કોઈથી ક્રોધાદિ કરતા નથી, ઉપદેશ આપી બીજાઓને
ધર્મમાં લગાવે છે,’’
ઇત્યાદિ ગુણ વિચારી તેમાં ભક્તિભાવ કરે છે, પણ એવા ગુણો તો

Page 218 of 370
PDF/HTML Page 246 of 398
single page version

પરમહંસાદિ અન્યમતીઓમાં તથા જૈની મિથ્યાદ્રષ્ટિઓમાં પણ હોય છે, માટે એમાં
અતિવ્યાપ્તિપણું છે, એ વડે સાચી પરીક્ષા થાય નહિ; વળી તે જે ગુણોનો વિચાર કરે છે તેમાં
કેટલાક જીવાશ્રિત છે તથા કેટલાક પુદ્ગલાશ્રિત છે, તેની વિશેષતા નહિ જાણવાથી
અસમાનજાતીય મુનિપર્યાયમાં એકત્વબુદ્ધિથી તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
સમ્યગ્દર્શનજ્ઞાન
ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ મુનિઓનું સાચું લક્ષણ છે તેને ઓળખતો નથી.
જો એ ઓળખાણ થાય તો તે મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.
એ પ્રમાણે મુનિનું સાચું સ્વરૂપ
જ ન જાણે તો તેને સાચી ભક્તિ કેવી રીતે હોય? માત્ર પુણ્યબંધના કારણભૂત શુભક્રિયારૂપ
ગુણોને ઓળખી તેની સેવાથી પોતાનું ભલું થવું જાણી તેનામાં અનુરાગી થઈ ભક્તિ કરે છે.
એ પ્રમાણે તેની ગુરુભક્તિનું સ્વરૂપ કહ્યું.
શાસ્ત્રભકિતનું અન્યથાપણું
હવે શાસ્ત્રભક્તિનું સ્વરૂપ કહીએ છીએઃ
કેટલાક જીવ તો આ કેવળી ભગવાનની વાણી છે માટે કેવળીના પૂજ્યપણાથી આ પણ
પૂજ્ય છેએમ જાણી ભક્તિ કરે છે, તથા કેટલાક આ પ્રમાણે પરીક્ષા કરે કેઆ શાસ્ત્રોમાં
વૈરાગ્યતા, દયા, ક્ષમા, શીલ, સંતોષાદિકનું નિરૂપણ છે માટે તે ઉત્કૃષ્ટ છે, એમ જાણી તેની
ભક્તિ કરે છે, પણ એવાં કથન તો અન્ય શાસ્ત્ર
વેદાન્તાદિકમાં પણ હોય છે.
વળી આ શાસ્ત્રોમાં ત્રિલોકાદિનું ગંભીર નિરૂપણ છે માટે ઉત્કૃષ્ટતા જાણી ભક્તિ કરે
છે; પરંતુ અહીં અનુમાનાદિકનો તો પ્રવેશ નથી તેથી સત્ય-અસત્યનો નિર્ણય કરીને મહિમા
કેવી રીતે જાણે? માટે એ પ્રમાણે તો સાચી પરીક્ષા થાય નહિ. અહીં તો
અનેકાન્તરૂપ સાચા
જીવાદિતત્ત્વોનું નિરૂપણ છે તથા સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ દર્શાવ્યો છે તેથી
જૈનશાસ્ત્રોની ઉત્કૃષ્ટતા છે તેને ઓળખતો નથી, કેમકે જો એ ઓળખાણ થઈ જાય
તો તે મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.
એ પ્રમાણે શાસ્ત્રભક્તિનું સ્વરૂપ કહ્યું.
એ પ્રમાણે તેને દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રતીતિ થઈ છે તેથી તે પોતાને વ્યવહારસમ્યક્ત્વ થયું
માને છે, પરંતુ તેનું સાચું સ્વરૂપ ભાસ્યું નથી તેથી પ્રતીતિ પણ સાચી થઈ નથી, અને સાચી
પ્રતીતિ વિના સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી તેથી મિથ્યાદ્રષ્ટિ જ છે.
તત્ત્વાર્થશ્રદ્ધાનનું અયથાર્થપણું
વળી શાસ્ત્રમાં ‘तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्’ (મોક્ષશાસ્ત્ર અ. ૧ સૂત્ર ૨) એવું વચન કહ્યું
છે; તેથી શાસ્ત્રોમાં જેમ જીવાદિતત્ત્વ લખ્યાં છે તેમ પોતે શીખી લે છે, અને ત્યાં ઉપયોગ

Page 219 of 370
PDF/HTML Page 247 of 398
single page version

લગાવે છે, અન્યને ઉપદેશ આપે છે, પરંતુ તે તત્ત્વોનો ભાવ ભાસતો નથી; અને ત્યાં તો
તે વસ્તુના ભાવનું જ નામ તત્ત્વ કહ્યું છે તેથી ભાવ ભાસ્યા વિના તત્ત્વાર્થશ્રદ્ધાન ક્યાંથી હોય?
ભાવ ભાસવો શું છે, તે અહીં કહીએ છીએ
જેમ કોઈ પુરુષ ચતુર થવા અર્થે સંગીતશાસ્ત્ર દ્વારા સ્વર, ગ્રામ, મૂર્છના, રાગનું સ્વરૂપ
અને તાલ-તાનના ભેદો તો શીખે છે, પરંતુ સ્વરાદિનું સ્વરૂપ ઓળખતા નથી, અને સ્વરૂપ
ઓળખાણ થયા વિના અન્ય સ્વરાદિને અન્ય સ્વરાદિરૂપ માને છે, અથવા સત્ય પણ માને તો
નિર્ણય કરીને માનતો નથી; તેથી તેને ચતુરપણું થતું નથી; તેમ કોઈ જીવ, સમ્યક્ત્વી થવા
અર્થે શાસ્ત્ર દ્વારા જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ શીખી લે છે, પરંતુ તેના સ્વરૂપને ઓળખતો નથી,
અને સ્વરૂપ ઓળખાણ સિવાય અન્ય તત્ત્વોને અન્ય તત્ત્વરૂપ માની લે છે, અથવા સત્ય પણ
માને છે તો ત્યાં નિર્ણય કરીને માનતો નથી, તેથી તેને સમ્યક્ત્વ થતું નથી. વળી જેમ કોઈ
સંગીત શાસ્ત્રાદિ ભણ્યો હોય વા ન ભણ્યો હોય પણ જો તે સ્વરાદિના સ્વરૂપને ઓળખે છે
તો તે ચતુર જ છે; તેમ કોઈ શાસ્ત્ર ભણ્યો હોય વા ન ભણ્યો હોય, પણ જો તે જીવાદિના
સ્વરૂપને ઓળખે છે તો તે સમ્યગ્દ્રષ્ટિ જ છે. જેમ હિરણ સ્વર-રાગાદિનાં નામ જાણતું નથી
પણ તેના સ્વરૂપને ઓળખે છે, તેમ અલ્પબુદ્ધિ, જીવાદિકનાં નામ જાણતો નથી પણ તેના
સ્વરૂપને ઓળખે છે કે ‘‘ આ હું છું, આ પર છે, આ ભાવ બૂરા છે, આ ભલા છે,’’ એ
પ્રમાણે સ્વરૂપને ઓળખે તેનું નામ ભાવભાસન છે.
શિવભૂતિમુનિ જીવાદિકનાં નામ જાણતા
નહોતા અને ‘तुषमाषभिन्न’ (ભાવપાહુડ ગા. ૫૩) એમ રટવા લાગ્યા. હવે એ સિદ્ધાંતનો
શબ્દ નહોતો પરંતુ સ્વપરના ભાવરૂપ ધ્યાન કર્યું તેથી તેઓ કેવળજ્ઞાની થયા; અને અગિઆર
અંગનોે પાઠી જીવાદિ તત્ત્વોના વિશેષ ભેદો જાણે છે, પરંતુ ભાવ ભાસતો નથી તેથી તે
મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
હવે તેને તત્ત્વશ્રદ્ધાન કેવા પ્રકારનું હોય છે તે અહીં કહીએ છીએ
જીવ-અજીવતત્ત્વનું અન્યથારુપ
જીવાજીવતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા
જૈનશાસ્ત્રોથી જીવના ત્રસ-સ્થાવરાદિરૂપ તથા ગુણસ્થાન-માર્ગણાદિરૂપ ભેદોને જાણે છે.
અજીવના પુદ્ગલાદિભેદોને તથા તેના વર્ણાદિભેદોને જાણે છે, પરંતુ અધ્યાત્મશાસ્ત્રોમાં ભેદ-
વિજ્ઞાનના કારણભૂત વા વીતરાગદશા થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી.
વળી કોઈ પ્રસંગવશ તેવું પણ જાણવું થઈ જાય, ત્યારે શાસ્ત્રાનુસાર જાણી તો લે છે,
तुसमासं घोसंतो भावविसुद्धो महाणुभावो य
णामेण य सिवभूई केवलणाणी फु डं जाओ ।।५३।। (ભાવપાહુડ)

Page 220 of 370
PDF/HTML Page 248 of 398
single page version

પરંતુ સ્વને સ્વ-રૂપ જાણી પરનો અંશ પણ પોતાનામાં ન મેળવવો તથા પોતાનો
અંશ પણ પરમાં ન મેળવવોએવું સાચું શ્રદ્ધાન કરતો નથી. જેમ અન્ય મિથ્યાદ્રષ્ટિ,
નિર્ધાર વિના પર્યાયબુદ્ધિથી જાણપણામાં વા વર્ણાદિમાં અહંબુદ્ધિ ધારે છે, તેમ આ પણ
આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત ઉપદેશ-ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે.
વળી કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બનાવે પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ
શ્રદ્ધાન નથી, તેથી જેમ ક્રેફી મનુષ્ય માતાને માતા પણ કહે તોપણ તે શાણો નથી, તેમ આને
પણ સમ્યગ્દ્રષ્ટિ કહેતા નથી.
વળી જેમ કોઈ બીજાની જ વાતો કરતો હોય તેમ આ આત્માનું કથન કરે છે, પરંતુ
‘આ આત્મા હું છું’એવો ભાવ ભાસતો નથી.
વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આત્મા અને શરીરની
ભિન્નતા પ્રરૂપે છે; પરંતુ હું એ શરીરાદિથી ભિન્ન છુંએવો ભાવ ભાસતો નથી.
વળી પર્યાયમાં જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે તે સર્વને
બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે પણ આ જીવની ક્રિયા છે તેનું પુદ્ગલ નિમિત્ત છે તથા
આ પુદ્ગલની ક્રિયા છે તેનું જીવ નિમિત્ત છે
એમ ભિન્ન-ભિન્ન ભાવ ભાસતો નથી. ઇત્યાદિ
ભાવ ભાસ્યા વિના તેને જીવ-અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહિ. કારણ કે જીવ-અજીવ
જાણવાનું પ્રયોજન તો એ જ હતું તે થયું નહિ.
આuાવતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા
વળી આસ્રવતત્ત્વમાંજે હિંસાદિરૂપ પાપાસ્રવ છે તેને હેય જાણે છે, તથા અહિંસાદિ-
રૂપ પુણ્યાસ્રવ છે તેને ઉપાદેય માને છે, હવે એ બંને કર્મબંધનાં જ કારણ છે, તેમાં ઉપાદેયપણું
માનવું એ જ મિથ્યાદ્રષ્ટિ છે. શ્રી સમયસારના બંધાધિકારમાં પણ એ જ કહ્યું છે કે?
સર્વજીવોને જીવન-મરણ, સુખ-દુઃખ પોતપોતાના કર્મના નિમિત્તથી થાય છે. જ્યાં
અન્ય જીવ અન્ય જીવના એ કાર્યોનો કર્તા થાય, એ જ મિથ્યાઅધ્યવસાય બંધનું કારણ છે.
ત્યાં અન્ય જીવને જીવાડવાનો વા સુખી કરવાનો અધ્યવસાય થાય તે તો પુણ્યબંધનું કારણ
છે, તથા મારવાનો વા દુઃખી કરવાનો અધ્યવસાય થાય તે પાપબંધનું કારણ છે.
૧ સમયસાર ગા. ૨૫૪ થી ૨૫૬ તથા સમયસાર કળશ બંધ અધિકાર
सर्वं सदैव नियतं भवति स्वकीय कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्
अज्ञानमेतदिह यत्तु परः परस्य कुर्यात्पुमान् मरणजीवितदुःखसौख्यम् ।।।।
अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम्
कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते मिथ्यादृशो नियतमात्महनो भवन्ति ।।।।

Page 221 of 370
PDF/HTML Page 249 of 398
single page version

એ પ્રમાણે અહિંસાની માફક સત્યાદિક તો પુણ્યબંધનાં કારણ છે તથા હિંસાની માફક
અસત્યાદિક પાપબંધના કારણ છે; એ સર્વ મિથ્યાઅધ્યવસાય છે તે ત્યાજ્ય છે, માટે હિંસાદિની
માફક અહિંસાદિકને પણ બંધનાં કારણ જાણી હેયરૂપ જ માનવાં.
હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેના આયુપૂર્ણ થયા વિના તે મરે નહિ અને પોતાની
દ્વેષપરિણતિથી પોતે જ પાપ બાંધે છે; તથા અહિંસામાં રક્ષા કરવાની બુદ્ધિ થાય પણ તેના
આયુઅવશેષ વિના તે જીવે નહિ, આ પોતાની પ્રશસ્તરાગપરિણતિથી પોતે જ પુણ્ય બાંધે છે
એ પ્રમાણે એ બંને હેય છે, જ્યાં વીતરાગ થઈ દ્રષ્ટા-જ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં નિર્બંધ છે, તે
ઉપાદેય છે.
હવે એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્તરાગરૂપ પ્રવર્તો, પરંતુ શ્રદ્ધાન તો એવું રાખો
કેઆ પણ બંધનું કારણ છેહેય છે; જો શ્રદ્ધાનમાં તેને મોક્ષમાર્ગ જાણે તો
મિથ્યાદ્રષ્ટિ જ થાય છે.
વળી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગએ આસ્રવના ભેદ છે, તેને બાહ્યરૂપથી
તો માને પણ અંતરંગમાં એ ભાવોની જાતિને ઓળખે નહિ.
ત્યાં અન્ય દેવાદિકના સેવનરૂપ ગૃહીતમિથ્યાત્વને તો મિથ્યાત્વ જાણે, પણ અનાદિ
અગૃહીતમિથ્યાત્વ છે તેને ન ઓળખે.
બાહ્ય ત્રસ-સ્થાવરની હિંસાને વા ઇન્દ્રિય-મનના વિષયોમાં પ્રવૃત્તિને અવિરતિ માને,
પણ હિંસામાં પ્રમાદપરિણતિ મૂળ છે તથા વિષયસેવનમાં અભિલાષા મૂળ છે તેને અવલોકે નહિ.
બાહ્ય ક્રોધાદિ કરવો તેને કષાય જાણે, પણ અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહેલા છે તેને
ઓળખતો નથી.
તથા બાહ્યચેષ્ટા થાય તેને યોગ જાણે, પણ શક્તિભૂત યોગોને ન જાણે.
એ પ્રમાણે તે આસ્રવોનું સ્વરૂપ અન્યથા જાણે છે.
વળી રાગ-દ્વેષ-મોહરૂપ જે આસ્રવભાવ છે, તેનો તો નાશ કરવાની ચિંતા નથી, અને
બાહ્યક્રિયા વા બાહ્યનિમિત્ત મટાડવાનો ઉપાય રાખે છે, પણ એ મટવાથી કાંઈ આસ્રવ મટતા
નથી. કારણ કે દ્રવ્યલિંગી મુનિ અન્યદેવાદિકની સેવા કરતા નથી, હિંસા વા વિષયોમાં પ્રવર્તતા
નથી, ક્રોધાદિ કરતા નથી, તથા મન-વચન-કાયાને રોકે છે, તોપણ તેને મિથ્યાત્વાદિ ચારે આસ્રવ
હોય છે; બીજું એ કાર્યો તેઓ કપટવડે પણ કરતા નથી, જો કપટથી કરે તો તે ગ્રૈવેયક સુધી
કેવી રીતે પહોંચે?
માટે અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વાદિરૂપ રાગાદિભાવ છે તે જ
આસ્રવ છે. તેને ઓળખતો નથી તેથી તેને આસ્રવતત્ત્વનું પણ સાચું શ્રદ્ધાન નથી.

Page 222 of 370
PDF/HTML Page 250 of 398
single page version

બંધાતત્ત્વનું અન્યથારુપ
વળી બંધતત્ત્વમાં જે અશુભભાવોથી નરકાદિરૂપ પાપબંધ થાય તેને તો બૂરો જાણે અને
શુભભાવવડે દેવાદિરૂપ પુણ્યબંધ થાય તેને ભલો જાણે; પણ એ પ્રમાણે દુઃખ-સામગ્રીમાં દ્વેષ
અને સુખસામગ્રીમાં રાગ તો બધા જીવોને હોય છે, તેથી તેને પણ રાગ-દ્વેષ કરવાનું શ્રદ્ધાન
થયું. જેવો આ પર્યાયસંબંધી સુખદુઃખસામગ્રીમાં રાગ-દ્વેષ કરવો થયો, તેવો જ ભાવી
પર્યાયસંબંધી સુખદુઃખસામગ્રીમાં રાગ-દ્વેષ કરવો થયો.
વળી શુભાશુભભાવોવડે પુણ્ય-પાપનાં વિશેષો તો અઘાતિકર્મોમાં થાય છે, પણ
અઘાતિકર્મો આત્મગુણનાં ઘાતક નથી. બીજું શુભાશુભભાવોમાં ઘાતિકર્મોનો તો નિરંતર બંધ થાય
છે, જે સર્વ પાપરૂપ જ છે અનેે એ જ આત્મગુણનો ઘાતક છે; માટે અશુદ્ધ (શુભાશુભ)
ભાવોવડે કર્મબંધ થાય છે તેમાં ભલો-બૂરો જાણવો એ જ મિથ્યાશ્રદ્ધાન છે.
એવા શ્રદ્ધાનથી બંધતત્ત્વનું પણ તેને સત્યશ્રદ્ધાન નથી.
સંવરતત્ત્વનું અન્યથારુપ
વળી સંવરતત્ત્વમાં-અહિંસાદિરૂપ શુભાસ્રવભાવને સંવર માને છે, પરંતુ એક જ કારણથી
પુણ્યબંધ પણ માનીએ તથા સંવર પણ માનીએ એમ બને નહિ.
પ્રશ્નઃમુનિને એક કાળમાં એક ભાવ થાય છે, ત્યાં તેમને બંધ પણ થાય
છે, તથા સંવર-નિર્જરા પણ થાય છે, તે કેવી રીતે?
ઉત્તરઃએ ભાવ મિશ્રરૂપ છે, કંઈક વીતરાગ થયા છે તથા કંઈક સરાગ રહેલ છે.
જે અંશ વીતરાગ થયો તે વડે તો સંવર છે, તથા જે અંશ સરાગ રહ્યો તે વડે બંધ છે;
હવે (મિશ્ર એવા) એક ભાવથી તો બે કાર્ય બને છે, પણ એક પ્રશસ્તરાગથી જ પુણ્યાસ્રવ
પણ માનવો તથા સંવર-નિર્જરા પણ માનવી એ ભ્રમ છે. મિશ્રભાવમાં પણ આ સરાગતા છે,
આ વિરાગતા છે
એવી ઓળખાણ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, તેથી તે અવશેષ સરાગભાવને
હેયરૂપ શ્રદ્ધે છે. મિથ્યાદ્રષ્ટિને એવી ઓળખાણ નથી, તેથી તે સરાગભાવમાં સંવરના ભ્રમથી
પ્રશસ્તરાગરૂપ કાર્યોને ઉપાદેય શ્રદ્ધે છે.
વળી સિદ્ધાંતમાં ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય તથા ચારિત્રતે વડે સંવર
થાય છે એમ કહ્યું છે, તેનું પણ તે યથાર્થ શ્રદ્ધાન કરતો નથી.
કેવી રીતે તે અહીં કહીએ છીએઃ
ગુપ્તિઃમન-વચન-કાયાની બાહ્ય ચેષ્ટા મટાડે, પાપચિંતવન ન કરે, મૌન ધારે,
ગમનાદિ ન કરે, તેને તે ગુપ્તિ માને છે; હવે મનમાં તો ભક્તિ આદિરૂપ પ્રશસ્તરાગાદિ

Page 223 of 370
PDF/HTML Page 251 of 398
single page version

નાનાપ્રકારના વિકલ્પો થાય છે, અને વચન-કાયાની ચેષ્ટા પોતે રોકી રાખે છે પણ એ તો
શુભપ્રવૃત્તિ છે, હવે પ્રવૃત્તિમાં તો ગુપ્તિપણું બને નહિ. વીતરાગભાવ થતાં જ્યાં મન-વચન-
કાયાની ચેષ્ટા થાય નહિ એ જ સાચી ગુપ્તિ છે.
સમિતિઃવળી પરજીવોની રક્ષા અર્થે યત્નાચાર પ્રવૃત્તિ તેને સમિતિ માને છે, પણ
હિંસાના પરિણામોથી તો પાપ થાય છે તથા રક્ષાના પરિણામોથી સંવર કહેશો તો પુણ્યબંધનું
કારણ કોણ ઠરશે? એષણા સમિતિમાં દોષ ટાળે છે ત્યાં રક્ષાનું પ્રયોજન નથી, માટે રક્ષાને
અર્થે જ સમિતિ નથી.
તો સમિતિ કેવી રીતે હોય છે?મુનિઓને કિંચિત્ રાગ થતાં ગમનાદિક્રિયા થાય છે,
ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસક્તતાના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી, તથા બીજા
જીવોને દુઃખી કરી પોતાનું ગમનાદિ પ્રયોજન સાધતા નથી તેથી સ્વયમેવ જ દયા પળાય છે;
એ પ્રમાણે સાચી સમિતિ છે.
ધર્મઃવળી બંધાદિકના ભયથી વા સ્વર્ગ-મોક્ષની ઇચ્છાથી ક્રોધાદિ કરતો નથી, પણ
ત્યાં ક્રોધાદિ કરવાનો અભિપ્રાય તો ગયો નથી; જેમ કોઈ રાજાદિકના ભયથી વા મહંતપણાના
લોભથી પરસ્ત્રી સેવતો નથી તો તેને ત્યાગી કહી શકાય નહિ, તે જ પ્રમાણે આ ક્રોધાદિનો
ત્યાગી નથી. તો કેવી રીતે ત્યાગી હોય? પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ ભાસતાં ક્રોધાદિક થાય છે, જ્યારે
તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયમેવ જ ક્રોધાદિક ઊપજતા નથી,
ત્યારે સાચો ધર્મ થાય છે.
અનુપ્રેક્ષાઃવળી અનિત્યાદિ ચિંતવનથી શરીરાદિકને બૂરાં જાણી, હિતકારી ન જાણી,
તેનાથી ઉદાસ થવું તેનું નામ તે અનુપ્રેક્ષા કહે છે; પણ એ તો જેમ કોઈ મિત્ર હતો ત્યારે
તેનાથી રાગ હતો અને પાછળથી તેના અવગુણ જોઈ તે ઉદાસીન થયો; તેમ શરીરાદિકથી
રાગ હતો પણ પાછળથી તેના અનિત્યત્વાદિ અવગુણ દેખી આ ઉદાસીન થયો, પરંતુ એવી
ઉદાસીનતા તો દ્વેષરૂપ છે; જ્યાં જેવો પોતાનો વા શરીરાદિનો સ્વભાવ છે તેવો ઓળખી ભ્રમ
છોડી, તેને ભલાં જાણી રાગ ન કરવો તથા બૂરાં જાણી દ્વેષ ન કરવો
એવી સાચી ઉદાસીનતા
અર્થે યથાર્થ અનિત્યત્વાદિકનું ચિંતવન કરવું એ જ સાચી અનુપ્રેક્ષા છે.
પરીષહજયઃવળી ક્ષુધાદિક લાગતાં તેના નાશનો ઉપાય ન કરવો, તેને તે
પરિષહસહનતા કહે છે. હવે ઉપાય તો ન કર્યો અને અંતરંગમાં ક્ષુધાદિ અનિષ્ટસામગ્રી મળતાં
દુઃખી થયો તથા રતિ આદિનું કારણ મળતાં સુખી થયો, એ તો દુઃખ-સુખરૂપ પરિણામ છે,
અને એ જ આર્ત-રૌદ્રધ્યાન છે, એવા ભાવોથી સંવર કેવી રીતે થાય? દુઃખનાં કારણો મળતાં
દુઃખી ન થાય તથા સુખનાં કારણો મળતાં સુખી ન થાય પણ જ્ઞેયરૂપથી તેનો જાણવાવાળો
જ રહે, એ જ સાચો પરિષહજય છે.

Page 224 of 370
PDF/HTML Page 252 of 398
single page version

ચારિત્રઃવળી હિંસાદિ સાવદ્ય (પાપકારી) યોગના ત્યાગને ચારિત્ર માને છે, ત્યાં
મહાવ્રતાદિરૂપ શુભયોગને ઉપાદેયપણાથી ગ્રાહ્ય માને છે, પણ તત્ત્વાર્થસૂત્રમાં આસ્રવપદાર્થનું
નિરૂપણ કરતાં મહાવ્રતઅણુવ્રતને પણ આસ્રવરૂપ કહ્યાં છે તો એ ઉપાદેય કેવી
રીતે હોય? તથા આસ્રવ તો બંધનો સાધક છે અને ચારિત્ર મોક્ષનું સાધક છે, તેથી
મહાવ્રતાદિરૂપ આસ્રવભાવોને ચારિત્રપણું સંભવતું નથી; સર્વ કષાયરહિત જે
ઉદાસીનભાવ તેનું જ નામ ચારિત્ર છે.
જે ચારિત્રમોહના દેશઘાતિ સ્પર્દ્ધકોના ઉદયથી મહામંદ પ્રશસ્તરાગ થાય છે તે તો
ચારિત્રનો મળ છે, એને નહિ છૂટતો જાણીને તેનો ત્યાગ કરતા નથી અને સાવધયોગનો જ
ત્યાગ કરે છે; પરંતુ જેમ કોઈ પુરુષ કંદમૂળાદિ ઘણા દોષવાળી હરિતકાયનો ત્યાગ કરે છે
તથા કેટલાક હરિતકાયોનું ભક્ષણ કરે છે પણ તેને ધર્મ માનતો નથી, તેમ મુનિ હિંસાદિ
તીવ્રકષાયરૂપ ભાવોનો ત્યાગ કરે છે તથા કેટલાક મંદકષાયરૂપ મહાવ્રતાદિનું પાલન કરે છે
પરંતુ તેને મોક્ષમાર્ગ માનતા નથી.
પ્રશ્નઃજો એ પ્રમાણે છે તો ચારિત્રના તેર ભેદોમાં મહાવ્રતાદિક કેમ કહ્યાં છે?
ઉત્તરઃત્યાં તેને વ્યવહારચારિત્ર કહ્યું છે, અને વ્યવહાર નામ ઉપચારનું છે. એ
મહાવ્રતાદિ થતાં જ વીતરાગચારિત્ર થાય છેએવો સંબંધ જાણી એ મહાવ્રતાદિકમાં ચારિત્રનો
ઉપચાર કર્યો છે; નિશ્ચયથી નિષ્કષાયભાવ છે તે જ સાચું ચારિત્ર છે.
એ પ્રમાણે સંવરના કારણોને અન્યથા જાણતો હોવાથી સંવરતત્ત્વનો પણ એ સાચો
શ્રદ્ધાની થતો નથી.
નિર્જરાતત્ત્વનાં શ્રદ્ધાનની અયથાર્થતા
વળી તે અનશનાદિ તપથી નિર્જરા માને છે, પણ કેવળ બાહ્યતપ જ કરવાથી તો નિર્જરા
થાય નહિ. બાહ્યતપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે, શુદ્ધોપયોગ નિર્જરાનું
કારણ છે તેથી ઉપચારથી તપને પણ નિર્જરાનું કારણ કહ્યું છે. જો બાહ્યદુઃખ સહન કરવું
એ જ નિર્જરાનું કારણ હોય તો તિર્યંચાદિક પણ ભૂખ
તરસાદિ સહન કરે છે.
પ્રશ્નઃએ તો પરાધીનપણે સહે છે, સ્વાધીનપણે ધર્મબુદ્ધિપૂર્વક ઉપવાસાદિરૂપ
તપ કરે તેને નિર્જરા થાય છે.
ઉત્તરઃધર્મબુદ્ધિથી બાહ્ય ઉપવાસાદિક તો કરે, પણ ત્યાં ઉપયોગ તો અશુભ,
શુભ વા શુદ્ધ જેમ પરિણમે તેમ પરિણમો. જો ઘણા ઉપવાસાદિ કરતાં ઘણી નિર્જરા થાય
તથા થોડા કરતાં થોડી થાય એવો નિયમ ઠરે ત્યારે તો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસાદિક

Page 225 of 370
PDF/HTML Page 253 of 398
single page version

જ ઠરે, પણ એમ તો બને નહિ, કારણપરિણામ દુષ્ટ થતાં ઉપવાસાદિ કરતાં પણ નિર્જરા
થવી કેમ સંભવે?
વળી અહીં જો એમ કહેશો કે‘જેવો અશુભશુભશુદ્ધરૂપ ઉપયોગ પરિણમે તે
અનુસાર બંધનિર્જરા છે.’ તો ઉપવાસાદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ ક્યાં રહ્યું? ત્યાં તો
અશુભશુભ પરિણામ બંધના કારણ ઠર્યાં, તથા શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ ઠર્યો.
પ્રશ્નઃતો તત્ત્વાર્થસૂત્રમાં ‘तपसा निर्जरा च’ (અ. ૯ સૂ. ૩) એમ શામાટે કહ્યું છે?
ઉત્તરઃશાસ્ત્રમાં ‘इच्छानिरोधस्तपः’ એમ કહ્યું છે અર્થાત્ ઇચ્છાને રોકવી તેનું નામ તપ
છે. શુભઅશુભ ઇચ્છા મટતાં ઉપયોગ શુદ્ધ થાય છે ત્યાં નિર્જરા થાય છે તેથી તપવડે નિર્જરા
કહી છે.
પ્રશ્નઃઆહારાદિરૂપ અશુભની ઇચ્છા તો દૂર થતાં જ તપ થાય પરંતુ
ઉપવાસાદિ વા પ્રાયશ્ચિત્તાદિ શુભકાર્ય છે તેની ઇચ્છા તો રહે?
ઉત્તરઃજ્ઞાનીપુરુષોને ઉપવાસાદિની ઇચ્છા નથી, એક શુદ્ધોપયોગની ઇચ્છા છે, હવે
ઉપવાસાદિ કરતાં શુદ્ધોપયોગ વધે છે તેથી તેઓ ઉપવાસાદિક કરે છે, પણ જો ઉપવાસાદિથી
શરીરની વા પરિણામોની શિથિલતાને કારણે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે તો તેઓ
આહારાદિક ગ્રહણ કરે છે. જો ઉપવાસાદિથી જ સિદ્ધિ થાય તો શ્રી અજિતનાથાદિ ત્રેવીસ
તીર્થંકરો દીક્ષા લઈ બે ઉપવાસ જ કેમ ધારણ કરે? તેમની તો શક્તિ પણ ઘણી હતી, પરંતુ
જેવા પરિણામ થયા તેવાં બાહ્યસાધનવડે એક વીતરાગ શુદ્ધોપયોગનો અભ્યાસ કર્યો.
પ્રશ્નઃજો એમ છે તો અનશનાદિકને તપસંજ્ઞા કેવી રીતે કહી?
ઉત્તરઃએને બાહ્યતપ કહ્યાં છે. બાહ્યનો અર્થ એ છે કે--બહાર બીજાઓને દેખાય
કે‘આ તપસ્વી છે,’ પણ પોતે તો જેવો અંતરંગપરિણામ થશે તેવું જ ફળ પામશે. કારણ
કે-પરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી.
પ્રશ્નઃશાસ્ત્રમાં તો અકામનિર્જરા કહી છે, ત્યાં ઇચ્છા વિના ભૂખ-તૃષાદિ
સહન કરતાં નિર્જરા થાય છે તો ઉપવાસાદિવડે કષ્ટ સહતાં નિર્જરા કેમ ન થાય?
ઉત્તરઃઅકામનિર્જરામાં પણ બાહ્યનિમિત્ત તો ઇચ્છારહિત ભૂખ-તૃષા સહન કરવી એ
થયું છે તથા ત્યાં જો મંદકષાયરૂપ ભાવ હોય તો પાપની નિર્જરા થાયદેવાદિ પુણ્યનો બંધ
થાય; પરંતુ જો તીવ્રકષાય થતાં પણ કષ્ટ સહન કરતાં પુણ્યબંધ થાય તો સર્વ તિર્યંચાદિક દેવ
જ થાય, પણ એમ બને નહિ, એ જ પ્રમાણે ઇચ્છા કરી ઉપવાસાદિ કરતાં ત્યાં ભૂખ-તૃષાદિ
કષ્ટ સહન કરીએ છીએ તે બાહ્યનિમિત્ત છે પણ ત્યાં જેવા પરિણામ હોય તેવું ફળ પામે છે.

Page 226 of 370
PDF/HTML Page 254 of 398
single page version

જેમ અન્નને પ્રાણ કહ્યો છે તેમ. એ પ્રમાણે બાહ્યસાધન થતાં અંતરંગતપની વૃદ્ધિ થાય છે
તેથી ઉપચારથી તેને તપ કહે છે; પણ જે બાહ્યતપ તો કરે અને અંતરંગતપ ન હોય તો
ઉપચારથી તેને પણ તપસંજ્ઞા નથી. કહ્યું છે કેઃ
कषायविषयाहारोत्यागो यत्र विधीयते
उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः ।। (સુભાષિતરત્નસંદોહ)
અર્થાત્જ્યાં કષાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ
જાણવો; બાકીનાને શ્રીગુરુ લાંઘણ કહે છે.
અહીં કોઈ કહે કેજો એમ છે તો અમે ઉપવાસાદિ નહિ કરીએ?
તેને કહીએ છીએઉપદેશ તો ઊંચે ચઢવા અર્થે આપવામાં આવે છે, પણ તું ઊલટો
નીચો પડેે તો ત્યાં અમે શું કરીએ? જો તું માનાદિકથી ઉપવાસાદિક કરે છે તો કર વા ન કર,
પણ તેથી કાંઈ સિદ્ધિ નથી, પણ જો ધર્મબુદ્ધિથી આહારાદિકનો અનુરાગ છોડે છે તો જેટલો
રાગ છૂટ્યોે તેટલો જ છૂટ્યોે, પરંતુ તેને જ તપ જાણી તેનાથી નિર્જરા માની સંતુષ્ટ ન થા!
પણ અંતરંગતપોમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ
ક્રિયામાં બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્યતપવત્ જ જાણવું. જેવી અનશનાદિ બાહ્યક્રિયા છે તેવી
એ પણ બાહ્યક્રિયા છે. તેથી પ્રાયશ્ચિત્તાદિ બાહ્યસાધન પણ અંતરંગતપ નથી; પરંતુ
એવું
બાહ્યપ્રવર્તન થતાં જે અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય છે તેનું નામ અંતરંગતપ
જાણવું.
ત્યાં પણ એટલું વિશેષ છે કે ઘણી શુદ્ધતા થતાં શુદ્ધોપયોગરૂપ પરિણતિ થાય છે; ત્યાં
તો નિર્જરા જ છે, બંધ થતો નથી. અને થોડી શુદ્ધતા થતાં શુભોપયોગનો પણ અંશ રહે છે,
તેથી
જેટલી શુદ્ધતા થઈ તેનાથી તો નિર્જરા છે તથા જેટલો શુભભાવ છે તેનાથી
બંધ છે અને એવો મિશ્રભાવ જ્યાં યુગપત્ હોય છે ત્યાં બંધ વા નિર્જરા બંને હોય છે.
પ્રશ્નઃશુભભાવોથી પાપની નિર્જરા અને પુણ્યનો બંધ થાય છે પરંતુ
શુદ્ધભાવોથી બંનેની નિર્જરા થાય છેએમ કેમ ન કહો?
ઉત્તરઃમોક્ષમાર્ગમાં સ્થિતિનું તો ઘટવું બધી જ પ્રકૃતિઓનું થાય છે, ત્યાં પુણ્ય-
પાપની વિશેષતા છે જ નહિ, તથા અનુભાગનું ઘટવું પુણ્યપ્રકૃતિઓમાં શુદ્ધોપયોગથી પણ થતું
નથી. ઉપર ઉપર પુણ્યપ્રકૃતિઓના અનુભાગનો તીવ્ર બંધ-ઉદય થાય છે તથા પાપપ્રકૃતિઓના
પરમાણુ પલટી શુભપ્રકૃતિરૂપ થાય છે
એવું સંક્રમણ શુભ અને શુદ્ધ બંને ભાવ થતાં થાય છે,
માટે પૂર્વોક્ત નિયમ સંભવતો નથી પણ વિશુદ્ધતાના જ અનુસાર નિયમ સંભવે છે.

Page 227 of 370
PDF/HTML Page 255 of 398
single page version

જુઓ! ચોથા ગુણસ્થાનવાળો શાસ્ત્રાભ્યાસ, આત્મચિંતવન આદિ કાર્ય કરેત્યાં પણ તેને
(ગુણશ્રેણી) નિર્જરા નથી, બંધ પણ ઘણો થાય છે. અને પાંચમા ગુણસ્થાનવાળો વિષયસેવનાદિ
કાર્ય કરે ત્યાં પણ તેને ગુણશ્રેણી નિર્જરા થતી રહે છે, બંધ પણ થોડો થાય છે તથા પાંચમા
ગુણસ્થાનવાળો ઉપવાસાદિ વા પ્રાયશ્ચિત્તાદિ તપ કરે તે કાળમાં પણ તેને નિર્જરા થોડી હોય
છે, અને છઠ્ઠા ગુણસ્થાનવાળો આહાર વિહારાદિ ક્રિયા કરે તે કાળમાં પણ તેને નિર્જરા ઘણી
થાય છે અને બંધ તેનાથી પણ થોડો થાય છે.
માટે બાહ્યપ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી, પણ અંતરંગ કષાયશક્તિ ઘટવાથી
વિશુદ્ધતા થતાં નિર્જરા થાય છે. તેનું પ્રગટસ્વરૂપ આગળ નિરૂપણ કરીશું ત્યાંથી
જાણવું.
એ પ્રમાણે અનશનાદિ ક્રિયાને તપસંજ્ઞા ઉપચારથી છે એમ જાણવું, અને તેથી જ તેને
વ્યવહારતપ કહ્યું છે, વ્યવહાર ઉપચારનો એક અર્થ છે. વળી એવા સાધનથી જે વીતરાગ-
ભાવરૂપ વિશુદ્ધતા થાય તે જ સાચું તપ નિર્જરાનું કારણ જાણવું.
દ્રષ્ટાંતજેમ ધન વા અન્યને પ્રાણ કહ્યા છે તેનું કારણ, ધનથી અન્ન લાવી તેનું
ભક્ષણ કરી પ્રાણોનું પોષણ કરવામાં આવે છે તેથી ઉપચારથી ધન અને અન્નને પ્રાણ કહ્યા
છે. કોઈ ઇન્દ્રિયાદિક પ્રાણોને ન જાણે અને તેને જ પ્રાણ જાણી સંગ્રહ કરે તો તે મરણ જ
પામે, તેમ
અનશનાદિક વા પ્રાયશ્ચિત્તાદિકને તપ કહ્યાં છે, કારણ કે અનશનાદિ સાધનથી
પ્રાયશ્ચિત્તાદિરૂપ પ્રવર્તન કરીને વીતરાગભાવરૂપ સત્યતપનું પોષણ કરવામાં આવે છે, તેથી એ
અનશનાદિને વા પ્રાયશ્ચિત્તાદિકને ઉપચારથી તપ કહ્યાં છે; પણ કોઈ વીતરાગભાવરૂપ તપને
તો ન જાણે અને તેને જ તપ જાણી સંગ્રહ કરે તો સંસારમાં જ ભ્રમણ કરે.
ઘણું શું કહીએ! આટલું જ સમજી લેવું કેનિશ્ચયધર્મ તો વીતરાગભાવ છે, તથા
અન્ય અનેક પ્રકારના ભેદો બાહ્યસાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેને
વ્યવહારમાત્ર ધર્મસંજ્ઞા જાણવી. આ રહસ્યને જાણતો નથી તેથી તેને નિર્જરાનું પણ
સાચું શ્રદ્ધાન નથી.
મોક્ષતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા
વળી સિદ્ધ થવું તેને તે મોક્ષ માને છે. જન્મ, જરા, મરણ, રોગ, ક્લેશાદિ દુઃખ દૂર
થયાં છે, અનંત જ્ઞાનવડે લોકાલોકનું તેને જાણવું થયું છે, ત્રૈલોક્યપૂજ્યપણું થયું છે
ઇત્યાદિરૂપથી તેનો મહિમા જાણે છે, પણ એ પ્રમાણે દુઃખને દૂર કરવાની, જ્ઞેયને જાણવાની
તથા પૂજ્ય થવાની ઇચ્છા તો સર્વ જીવોને છે; જો એના જ અર્થે તેણે મોક્ષની ઇચ્છા કરી
તો તેને અન્ય જીવોના શ્રદ્ધાનથી વિશેષતા શી થઈ?

Page 228 of 370
PDF/HTML Page 256 of 398
single page version

વળી તેને એવો પણ અભિપ્રાય છે કેસ્વર્ગમાં સુખ છે તેનાથી અનંતગણું મોક્ષમાં
સુખ છે. હવે એ ગુણાકારમાં તે સ્વર્ગ અને મોક્ષસુખની એક જાતિ જાણે છે; સ્વર્ગમાં તો
વિષયાદિ, સામગ્રીજનિત સુખ હોય છે તેની જાતિ તો તેને ભાસે છે, પણ મોક્ષમાં વિષયાદિ
સામગ્રી નથી એટલે ત્યાંના સુખની જાતિ તેને ભાસતી તો નથી, પરંતુ મહાપુરુષો મોક્ષને
સ્વર્ગથી પણ ઉત્તમ કહે છે તેથી આ પણ ઉત્તમ જ માને છે. જેમ કોઈ ગાયનના સ્વરૂપને
ઓળખતો નથી પણ સભાના સર્વલોક વખાણે છે તેથી પોતે પણ વખાણે છે, એ પ્રમાણે આ
મોક્ષને ઉત્તમ માને છે.
પ્રશ્નઃશાસ્ત્રમાં પણ ઇંદ્રાદિકથી અનંતગણું સુખ સિદ્ધોને છે એમ પ્રરૂપ્યું છે,
તેનું શું કારણ?
ઉત્તરઃજેમ તીર્થંકરનાં શરીરની પ્રભાને સૂર્યપ્રભાથી ક્રોડગુણી કહી ત્યાં તેની એક
જાતિ નથી પરંતુ લોકમાં સૂર્યપ્રભાનું માહાત્મ્ય છે તેનાથી પણ ઘણું માહાત્મ્ય જણાવવા અર્થે
એવો ઉપમાલંકાર કરીએ છીએ; તેમ સિદ્ધસુખને ઇન્દ્રાદિસુખથી અનંતગણું કહ્યું છે ત્યાં તેની
એક જાતિ નથી; પરંતુ લોકમાં ઇન્દ્રાદિસુખનું માહાત્મ્ય છે તેનાથી પણ ઘણું માહાત્મ્ય જણાવવા
અર્થે એવો ઉપમાલંકાર કરીએ છીએ.
પ્રશ્નઃસિદ્ધસુખ અને ઇંદ્રાદિસુખની તે એક જાતિ જાણે છેએવો નિશ્ચય
તમે કેવી રીતે કર્યો?
ઉત્તરઃજે ધર્મસાધનનું ફળ સ્વર્ગ માને છે તે જ ધર્મસાધનનું ફળ તે મોક્ષ માને
છે કોઈ જીવ ઇંદ્રાદિપદ પામે તથા કોઈ મોક્ષ પામે ત્યાં એ બંનેને એકજાતિના ધર્મનું ફળ
થયું માને છે. એવું તો માને છે કે
જેને થોડું સાધન હોય છે તે ઇંદ્રાદિપદ પ્રાપ્ત ક્રરે છે
તથા જેને સંપૂર્ણ સાધન હોય છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે, પરંતુ ત્યાં તે ધર્મની જાતિ એક જાણે
છે, હવે જે કારણની જાતિ એક જાણે છે તેને કાર્યની પણ એક જાતિનું શ્રદ્ધાન અવશ્ય હોય.
કારણ કે
કારણ વિશેષતા થતાં જ કાર્ય વિશેષતા થાય છે, તેથી અમે નિશ્ચય કર્યો કેતેના
અભિપ્રાયમાં ઇંદ્રાદિસુખ અને સિદ્ધસુખની જાતિમાં એક જાતિનું શ્રદ્ધાન છે.
વળી કર્મનિમિત્તથી આત્માને ઔપાધિકભાવ હતા તેનો અભાવ થતાં પોતે શુદ્ધ
સ્વભાવરૂપ કેવળ આત્મા થયો; જેમ પરમાણુ સ્કંધથી છૂટતાં શુદ્ધ થાય છે તેમ આ કર્માદિકથી
ભિન્ન થઈને શુદ્ધ થાય છે પણ તેમાં વિશેષતા એટલી છે કે
તે (પરમાણુ) બંને અવસ્થામાં
દુઃખી-સુખી નથી, પરંતુ આત્મા અશુદ્ધ અવસ્થામાં દુઃખી હતો, હવે તેનો અભાવ થવાથી
નિરાકુળલક્ષણ અનંતસુખની પ્રાપ્તિ થઈ.
બીજું ઇન્દ્રાદિકોને જે સુખ છે તે તો કષાયભાવોથી આકુળતારૂપ છે તેથી તે પરમાર્થથી

Page 229 of 370
PDF/HTML Page 257 of 398
single page version

દુઃખ જ છે; એટલા માટે તેની અને આની એક જાતિ નથી. વળી સ્વર્ગસુખનું કારણ તો
પ્રશસ્તરાગ છે ત્યારે મોક્ષસુખનું કારણ વીતરાગભાવ છે તેથી કારણમાં પણ ભેદ છે;
પરંતુ એવો ભાવ તેને ભાસતો નથી.
તેથી મોક્ષનું પણ તેને સાચું શ્રદ્ધાન નથી.
એ પ્રમાણે તેને સાચું તત્ત્વશ્રદ્ધાન નથી, તેથી શ્રી સમયસાર ગા. ૨૭૬-૭૭ની ટીકામાં
પણ કહ્યું છે કે‘અભવ્યને તત્ત્વશ્રદ્ધાન થવા છતાં પણ મિથ્યાદર્શન જ રહે છે’તથા શ્રી
પ્રવચનસારમાં કહ્યું છે કેઆત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાન કાર્યકારી નથી.’
વળી વ્યવહારદ્રષ્ટિથી સમ્યગ્દર્શનનાં આઠ અંગ કહ્યાં છે તેને તે પાળે છે, પચીસ દોષ
કહ્યા છે તેને ટાળે છે, તથા સંવેગાદિગુણ કહ્યા છે તેને ધારે છે, પરંતુ જેમ બીજ વાવ્યા વિના
ખેતીનાં બધાં સાધન કરવા છતાં પણ અન્ન થતું નથી તેમ સત્યતત્ત્વશ્રદ્ધાન થયા વિના
સમ્યગ્દર્શન થતું નથી. શ્રી પંચાસ્તિકાયની વ્યાખ્યામાં અંતમાં જ્યાં વ્યવહારાભાસવાળાનું વર્ણન
કર્યું છે ત્યાં પણ એવું જ કથન કર્યું છે.
એ પ્રમાણે તેને સમ્યગ્દર્શન અર્થે સાધન કરવા છતાં પણ સમ્યગ્દર્શન થતું નથી.
સમ્યગ્જ્ઞાનનું અન્યથારુપ
શાસ્ત્રમાં સમ્યગ્જ્ઞાન માટે શાસ્ત્રાભ્યાસ કરવાથી સમ્યગ્જ્ઞાન થવું કહ્યું છે તેથી તે
१ अभव्यो हि नित्यकर्मफलचेतनारूपं वस्तु श्रद्धत्ते, नित्यज्ञानचेतनामात्रं न तु श्रद्धत्ते, नित्यमेव
भेदविज्ञानानर्हत्वात् ततः स कर्ममोक्षनिमित्तं ज्ञानमात्रं भूतार्थं धर्मं न श्रद्धत्ते, भोगनिमित्तं शुभकर्ममात्रभूतार्थमेव
श्रद्धत्ते ।। तत एवासौ अभूतार्थधर्मश्रद्धानप्रत्ययनरोचनस्पर्शनैरुपरितनग्रैवेयकभोगमात्रमारकंदन्न पुनः कदाचनापि विमुच्यते,
ततोऽस्य भूतार्थधर्मश्रद्धानाभावात् श्रद्धानमपि नास्ति एवं सति तु निश्चयनयस्य व्यवहारनयप्रतिषेधोे युज्यत एव ।।
અર્થઃઅભવ્ય જીવ નિત્યકર્મફલચેતનારૂપ વસ્તુનું શ્રદ્ધાન કરે છે. પરંતુ નિત્યજ્ઞાનચેતનામાત્ર
વસ્તુનું શ્રદ્ધાન કરતો જ નથી; કારણ અભવ્ય જીવ સદાય સ્વ-પરના ભેદજ્ઞાનને યોગ્ય જ નથી તેથી
તે અભવ્ય જીવ જ્ઞાનમાત્ર સત્યાર્થધર્મ કે જે કર્મક્ષયનો હેતુ છે તેને શ્રદ્ધાન કરતો નથી પરંતુ શુભકર્મમાત્ર
અસત્યાર્થધર્મ કે જે ભોગનો હેતુ છે તેનું જ શ્રદ્ધાન કરે છે તેથી તે અભવ્યજીવ અભૂતાર્થ ધર્મના
શ્રદ્ધાન-પ્રતીતિ-રુચિ અને સ્પર્શન એ વડે અંતિમગ્રૈવેયક સુધીના ભોગમાત્રને પ્રાપ્ત થાય છે. પરંતુ કર્મથી
કદી પણ છૂટતો નથી તેથી તેને સત્યાર્થધર્મના શ્રદ્ધાનનો અભાવ હોવાથી સત્યાર્થ શ્રદ્ધાન પણ નથી.
એમ હોવાથી નિશ્ચયનયથી વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે ( શ્રી સમયસાર ગા. ૨૭૫ની વ્યાખ્યા.)
અનુવાદક.
२ अत आत्मज्ञानशून्यमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्यमप्यकिंचिंत्करमेव
અર્થઃઆત્મજ્ઞાનથી શૂન્ય પુરુષને આગમજ્ઞાન, તત્ત્વાર્થ શ્રદ્ધાન અને સંયમભાવોની એકતા પણ
કાર્યકારી નથી. (શ્રી પ્રવચનસાર અ. ૩ ગા. ૨૩૯ની વ્યાખ્યામાંથી.)અનુવાદક.

Page 230 of 370
PDF/HTML Page 258 of 398
single page version

શાસ્ત્રાભ્યાસમાં તત્પર રહે છે. ત્યાં શીખવું શીખવવું, યાદ કરવું, વાંચવું, ભણવું ઇંત્યાદિ ક્રિયામાં
તો ઉપયોગને રમાવે છે પરંતુ તેના પ્રયોજન ઉપર દ્રષ્ટિ નથી. આ ઉપદેશમાં મને કાર્યકારી
શું છે?’ તે અભિપ્રાય નથી, સ્વયં શાસ્ત્રાભ્યાસ કરીને અન્યને ઉપદેશ આપવાનો અભિપ્રાય
રાખે છે અને ઘણા જીવો ઉપદેશ માને ત્યાં પોતે સંતુષ્ટ થાય છે. પણ જ્ઞાનાભ્યાસ તો પોતાના
અર્થે કરવામાં આવે છે તથા અવસર પામીને પરનું પણ ભલું થતું હોય તો પરનું પણ ભલું
કરે; તથા કોઈ ઉપદેશ ન સાંભળે તો ન સાંભળો, પોતે શા માટે વિષાદ કરે? શાસ્ત્રાર્થનો
ભાવ જાણી પોતાનું ભલું કરવું.
વળી શાસ્ત્રાભ્યાસમાં પણ કેટલાક તો વ્યાકરણ, ન્યાય, કાવ્યાદિ શાસ્ત્રોનો
ઘણો અભ્યાસ કરે છે, પણ એ તો લોકમાં પંડિતતા પ્રગટ કરવાનાં કારણ છે. એમાં
આત્મ
હિતનું નિરૂપણ તો નથી, એનું પ્રયોજન તો એટલું જ છે કેપોતાની બુદ્ધિ
ઘણી હોય તો તેનો થોડોઘણો અભ્યાસ કરી પછી આત્મહિતસાધક શાસ્ત્રોનો અભ્યાસ
કરવો, પણ જો થોડી બુદ્ધિ હોય તો આત્મહિતસાધક સુગમશાસ્ત્રોનો જ અભ્યાસ
કરવો, પરંતુ એ વ્યાકરણાદિનો જ અભ્યાસ કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ થઈ જાય
અને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ન બને એમ તો ન કરવું.
પ્રશ્નઃએવું છે તો વ્યાકરણાદિનો અભ્યાસ ન કરવો જોઈએ?
ઉત્તરઃએના અભ્યાસ વિના મહાન ગ્રંથોનો અર્થ ખુલતો નથી, તેથી એનો પણ
અભ્યાસ કરવો યોગ્ય છે.
પ્રશ્નઃમહાન ગ્રંથ એવા શા માટે બનાવ્યા કે જેનો અર્થ વ્યાકરણાદિ વિના ન
ખુલે? ભાષાવડે સુગમરૂપ હિતોપદેશ કેમ ન લખ્યો? તેમને કાંઈ પ્રયોજન તો હતું નહિ?
ઉત્તરઃભાષામાં પણ પ્રાકૃત-સંસ્કૃતાદિના જ શબ્દો છે, પરંતુ તે અપભ્રંશસહિત છે,
વળી જુદા જુદા દેશોમાં જુદા જુદા પ્રકારની ભાષા છે, હવે મહાનપુરુષ શાસ્ત્રોમાં અપભ્રંશ
શબ્દ કેમ લખે? બાળક તોતડું બોલે પણ મોટા તો ન બોલે; વળી એક દેશનાં ભાષારૂપ શાસ્ત્ર
બીજા દેેશમાં જાય તો ત્યાં તેનો અર્થ કેવી રીતે ભાસે? એટલા માટે પ્રાકૃત-સંસ્કૃતાદિ શુદ્ધ
શબ્દરૂપ ગ્રંથ રચ્યા.
તથા વ્યાકરણ વિના શબ્દનો અર્થ યથાવત્ ભાસે નહિ તથા ન્યાય વિના લક્ષણ પરીક્ષાદિ
યથાયોગ્ય થઈ શકે નહિ, ઇત્યાદિ વચન દ્વારા વસ્તુનો સ્વરૂપનિર્ણય વ્યાકરણાદિ વિના બરાબર
ન થતો જાણી તેની આમ્નાયાનુસાર કથન કર્યું છે. ભાષામાં પણ તેની થોડીઘણી આમ્નાય
મળવાથી જ ઉપદેશ થઈ શકે છે, પણ તેની ઘણી આમ્નાયથી બરાબર નિર્ણય થઈ શકે છે.

Page 231 of 370
PDF/HTML Page 259 of 398
single page version

પ્રશ્નઃએમ છે તો હવે ભાષારૂપ ગ્રંથ શામાટે બનાવો છો?
ઉત્તરઃકાળદોષથી જીવોની મંદબુદ્ધિ જાણી કોઈ કોઈ જીવોને ‘જેટલું જ્ઞાન થશે તેટલું
તો થશે,’ એવો અભિપ્રાય વિચારી ભાષાગ્રંથ કરીએ છીએ. માટે ત્યાં જે જીવ વ્યાકરણાદિનો
અભ્યાસ ન કરી શકે તેણે તો આવા ગ્રંથો વડે જ અભ્યાસ કરવો.
પરંતુ જે જીવ નાનાપ્રકારની યુક્તિપૂર્વક શબ્દોના અર્થ કરવા માટે વ્યાકરણ અવગાહે
છે, વાદાદિકવડે મહંત થવા માટે ન્યાય અવગાહે છે, તથા ચતુરપણું પ્રગટ કરવા માટે કાવ્ય
અવગાહે છે, ઇત્યાદિ લૌકિક પ્રયોજનપૂર્વક તેનો અભ્યાસ કરે છે તે ધર્માત્મા નથી, પણ તેનો
બને તેટલો થોડોઘણો અભ્યાસ કરી
આત્મહિત અર્થે જે તત્ત્વાદિકનો નિર્ણય કરે છે તે
જ ધર્માત્મા પંડિત સમજવો.
વળી કેટલાક જીવ પુણ્ય-પાપાદિ ફળનાં નિરૂપક પુરાણાદિ શાસ્ત્ર, પુણ્ય-પાપક્રિયાનાં
નિરૂપક આચારાદિ શાસ્ત્ર, તથા ગુણસ્થાન, માર્ગણા, કર્મપ્રકૃતિ અને ત્રિલોકાદિકનાં નિરૂપક
કરણાનુયોગનાં શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પણ જો તેનું પ્રયોજન પોતે વિચારે નહિ તો એ
પોપટ જેવો જ અભ્યાસ થયો. અને જો તેનું પ્રયોજન વિચારે છે તો ત્યાં પાપને બૂરું જાણવું,
પુણ્યને ભલું જાણવું, ગુણસ્થાનાદિક સ્વરૂપ જાણી લેવું. તથા તેનો જેટલો અભ્યાસ કરીશું તેટલુુંં
અમારું ભલું થશે
ઇત્યાદિ પ્રયોજન વિચાર્યું છે; તેનાથી નરકાદિનો છેદ અને સ્વર્ગાદિની
પ્રાપ્તિ એટલું તો થશે, પરંતુ તેનાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ તો થાય નહિ.
પહેલાં સાચું તત્ત્વજ્ઞાન થાય તો પછી તે પુણ્ય-પાપના ફળને સંસાર જાણે, શુદ્ધો-
પયોગથી મોક્ષ માને, ગુણસ્થાનાદિરૂપ જીવનું વ્યવહારનિરૂપણ જાણે,ઇત્યાદિ જેમ છે તેમ
શ્રદ્ધાન કરી તેનો અભ્યાસ કરે તો સમ્યગ્જ્ઞાન થાય.
હવે તત્ત્વજ્ઞાનનું કારણ તો અધ્યાત્મરૂપ દ્રવ્યાનુયોગના શાસ્ત્ર છે; અને કેટલાક જીવ
એ શાસ્ત્રોનો પણ અભ્યાસ કરે છે પરંતુ જ્યાં જેમ લખ્યું છે તેમ પોતે નિર્ણય કરી
પોતાને પોતારૂપ, પરને પરરૂપ તથા આસ્રવાદિને આસ્રવાદિરૂપ શ્રદ્ધાન કરતા નથી.
કદાપિ મુખથી તો યથાવત્ નિરૂપણ એવું પણ કરે કે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યગ્દ્રષ્ટિ
થઈ જાય; જેમ કોઈ છોકરો સ્ત્રીનો સ્વાંગ કરી એવું ગાયન કરે કે જે સાંભળીને અન્ય પુરુષ-
સ્ત્રી કામરૂપ થઈ જાય, પણ આ તો જેવું શીખ્યો તેવું કહે છે પરંતુ તેનો ભાવ કાંઈ તેને
ભાસતો નથી તેથી પોતે કામાસક્ત થતો નથી; તેમ આ જેવું લખ્યું છે તેવો ઉપદેશ દે છે
પરંતુ પોતે અનુભવ કરતો નથી, જો પોતાને તેનું શ્રદ્ધાન થયું હોત તો અન્યતત્ત્વનો અંશ
અન્યતત્ત્વમાં ન મેળવત પણ તેને તેનું ઠેકાણું નથી, તેથી સમ્યગ્જ્ઞાન થતું નથી.
એ પ્રમાણે તો તે અગીઆર અંગ સુધી ભણે તોપણ તેથી સિદ્ધિ થતી નથી.

Page 232 of 370
PDF/HTML Page 260 of 398
single page version

શ્રી સમયસારાદિમાં મિથ્યાદ્રષ્ટિને અગીઆર અંગનું જ્ઞાન થવું લખ્યું છે.
પ્રશ્નઃજ્ઞાન તો એટલું હોય છે, પરંતુ જેમ અભવ્યસેનને શ્રદ્ધાનરહિત જ્ઞાન
થયું તેમ હોય છે?
ઉત્તરઃએ તો પાપી હતો જેને હિંસાદિની પ્રવૃત્તિનો ભય નથી, પરંતુ જે જીવ
ગ્રૈવેયકાદિમાં જાય છે તેને એવું જ્ઞાન હોય છે તે તો શ્રદ્ધાનરહિત નથી. તેને તો એવું તો
શ્રદ્ધાન છે જ કે
‘આ ગ્રંથ સાચા છે’ પરંતુ તત્ત્વશ્રદ્ધાન સાચું ન થયું .શ્રી સમયસારમાં એક
જ જીવને ધર્મનું શ્રદ્ધાન, અગિયાર અંગનું જ્ઞાન તથા મહાવ્રતાદિનું પાલન લખ્યું છે શ્રી
પ્રવચનસારમાં પણ એમ લખ્યું છે કે
જેને આગમજ્ઞાન એવું થયું છે કેજે વડે સર્વ પદાર્થોને
१. मोक्षं हि न तावदभव्यः श्रद्धते, शुद्धज्ञानमयात्मज्ञानशून्यत्वात् ततो ज्ञानमपि नासौ श्रद्धते,
ज्ञानमश्रद्धानश्चाचाराघेकादशांगं श्रुतमधीयानोऽपि श्रुताध्ययनगुणाभावान्नज्ञानी स्यात् स किल गुणः श्रुताध्ययनस्य
यद्धिविक्तवस्तुभूतज्ञानमयात्मज्ञानं तच्च विविक्तवस्तुभूतं ज्ञानमश्रद्धानस्यभव्यस्य श्रुताध्ययनेन न विधातुं शक्येत ततस्तस्य
तद्गुणाभावाः ततश्च ज्ञानश्रद्धानाभावात् सोऽज्ञानीति प्रतिनियतः
અર્થઃઅભવ્યજીવ પ્રથમ તો નિશ્ચયથી મોક્ષનું જ શ્રદ્ધાન કરતો નથી. કારણ શુદ્ધજ્ઞાન મય
આત્મતત્ત્વનું જ્ઞાન જ અભવ્યને નથી. તેથી અભવ્યજીવ જ્ઞાનને પણ શ્રદ્ધાનરૂપ કરતો નથી અને જ્ઞાનનું
શ્રદ્ધાન નહિ કરવાવાળો અભવ્ય આચારાંગાદિથી માંડીને અગિયાર અંગરૂપ શ્રુતજ્ઞાનને ભણતો હોવા છતાં
પણ શાસ્ત્ર ભણવાના ફળના અભાવથી જ્ઞાની થતો નથી. શાસ્ત્રાધ્યયનનો ગુણ (ફળ) તો એ છે કે--
ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન થાય. એટલે તે ભિન્નવસ્તુભૂત જ્ઞાનને નહિ શ્રદ્ધાન કરવાવાળો
અભવ્ય શાસ્ત્ર ભણવાથી પણ આત્મજ્ઞાન કરવાને સમર્થ થતો નથી (અર્થાત્ શાસ્ત્ર-ભણતર તેને શુદ્ધાત્મજ્ઞાન
કરી શકતું નથી.) તેથી તેને શાસ્ત્ર ભણવાનું ફળ જે ભિન્ન આત્માને જાણવો તે તેને નથી અર્થાત્ સત્યાર્થ
જ્ઞાનશ્રદ્ધાનના અભાવથી તે અભવ્ય અજ્ઞાની જ છે એવો નિયમ છે.
(શ્રી સમયસાર ગા. ૨૭૪ની વ્યાખ્યા અનુવાદક.)
२ यदि करतलामलकीकृतसकलागमसारतया भूतभवद्भावि च स्वोचितपर्यायविशिष्टमशेषद्रव्यजातं
जानन्तमात्मानं जानन् श्रद्धानः संयमयंश्चागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्त्वानां यौगपधेऽपि मनाङ्मोहमलोपलिप्तत्वात् यदा
शरीरादिमुर्च्छोपरक्ततया निरुपरागोपयोगपरिणतं कृत्वा ज्ञानात्मानमात्मानं नानुभवति तदा तावन्मात्रमोहमलकलङ्क-
कीलिकाकीलितैः कर्मभिरविमुच्यमानो न सिद्धयति
अत आत्मज्ञानशून्यमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्व-
यौगपधमप्यकिंचित्करमेव ।।
અર્થઃજેમ હાથમાં રાખેલા નિર્મળ સ્ફટિકમણિનું અંતર બહારથી સારી રીતે દેખાય છે તેમ
જે પુરુષ સર્વ આગમનું રહસ્ય જાણે છે તથા આગમ અનુસાર ત્રિકાળવર્તી સર્વ પર્યાયો સહિત સંપૂર્ણ
દ્રવ્યોને જાણવાવાળા આત્માને જાણે છે
શ્રદ્ધાન કરે છે, આચરણ કરે છે, એમ જે પુરુષને આગમજ્ઞાન-
તત્ત્વાર્થશ્રદ્ધાન અને સંયમરૂપ રત્નત્રયની એકતા પણ થઈ છે, પરંતુ જો તે કોઈ કાળમાં શરીરાદિ પરદ્રવ્યોમાં
રાગભાવરૂપ મળથી મલીન થયો થકો જ્ઞાનસ્વરૂપ નિજ આત્માને વીતરાગ ઉપયોગભાવરૂપ અનુભવ કરતો
નથી તો તે એટલા માત્ર સૂક્ષ્મ મોહકલંકથી કીલિત કર્મોથી છૂટતો નથી
મુક્ત થતો નથી. તેથી આ