Moksha Marg Prakashak (Gujarati). Samyakcharitra Arthe Thati Pravruttima Ayatharthata; Dravyalingina Dharmasadhanama Anyathapanu; Dravyalingina Abhiprayanu Anyathapanu; Ubhayabhasi Mithyadrashti.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 20

 

Page 233 of 370
PDF/HTML Page 261 of 398
single page version

હસ્તામલકવત્ જાણે છે, તથા એમ પણ જાણે છે કે‘આનો જાણવાવાળો હું છું’ પરંતુ ‘હું
જ્ઞાનસ્વરૂપ છું’એવો પોતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્યદ્રવ્ય અનુભવતો નથી,
માટે આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન પણ કાર્યકારી નથી.
એ પ્રમાણે તે સમ્યગ્જ્ઞાન અર્થે જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે તોપણ તેને સમ્યગ્જ્ઞાન નથી.
સમ્યક્ચારિત્ર અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા
હવે તેને સમ્યક્ચારિત્ર અર્થે કેવી પ્રવૃત્તિ છે તે કહીએ છીએ
બાહ્યક્રિયા ઉપર તો તેને દ્રષ્ટિ છે પણ પરિણામ સુધારવા-બગાડવાનો વિચાર નથી;
જો પરિણામોનોે પણ વિચાર થાય તો જેવો પોતાનો પરિણામ થતો દેખે તેના જ ઉપર દ્રષ્ટિ
રહે છે; પરંતુ તે પરિણામોની પરંપરા વિચારતાં અભિપ્રાયમાં
જે વાસના છે તેને વિચારતો
નથી, અને ફળ તો અભિપ્રાયમાં વાસના છે તેનું લાગે છે. તેનું વિશેષ વ્યાખ્યાન
આગળ કરીશું ત્યાં તેનું સ્વરૂપ બરાબર ભાસશે.
એવી ઓળખાણ વિના તેને માત્ર બાહ્ય આચરણનો જ ઉદ્યમ છે.
ત્યાં કોઈ જીવ તો કુળક્રમથી વા દેખાદેખી વા ક્રોધ-માન-માયા-લોભાદિથી આચરણ
આચરે છે તેમને તો ધર્મબુદ્ધિ જ નથી તો સમ્યક્ચારિત્ર તો ક્યાંથી હોય? એ જીવોમાં કોઈ
તો ભોળા છે તથા કોઈ કષાયી છે. હવે જ્યાં અજ્ઞાનભાવ અને કષાય હોય ત્યાં સમ્યક્ચારિત્ર
હોતું જ નથી.
કોઈ જીવ એવું માને છે કેજાણવામાં શું છે, કંઈક કરીશું તો ફળ પ્રાપ્ત થશે; એવું
વિચારી તેઓ વ્રત-તપાદિ ક્રિયાના જ ઉદ્યમી રહે છે પણ તત્ત્વજ્ઞાનનો ઉપાય કરતા નથી; હવે
તત્ત્વજ્ઞાન વિના મહાવ્રતાદિકનું આચરણ પણ મિથ્યાચારિત્ર નામ જ પામે છે તથા તત્ત્વજ્ઞાન
થતાં કાંઈ પણ વ્રતાદિક ન હોય તોપણ તે અસંયતસમ્યગ્દ્રષ્ટિ નામ પામે છે; માટે પહેલાં
તત્ત્વજ્ઞાનનો ઉપાય કરવો, પછી કષાય ઘટાડવા અર્થે બાહ્યસાધન કરવાં. શ્રી યોગેન્દ્રદેવકૃત
શ્રાવકાચારમાં પણ કહ્યું છે કે
दंसणभूमिह बाहिरा जिय वयरुक्ख ण होंति।
અર્થઃહે જીવ! આ સમ્યગ્દર્શનભૂમિ વિના વ્રતરૂપી વૃક્ષ ન થાય. અર્થાત્જે
જીવોને તત્ત્વજ્ઞાન નથી તેઓ યથાર્થ આચરણ આચરતા નથી.
વાત સિદ્ધ થાય છે કે-વીતરાગનિર્વિકલ્પસમાધિરૂપ આત્મજ્ઞાનથી શૂન્ય પુરુષની આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન
અને સંયમભાવની એકતા પણ કિંચિત્ કાર્યકારી નથી.
(શ્રી પ્રવચનસાર અ. ૩ ગા. ૩૯ની વ્યાખ્યા.) અનુવાદક.

Page 234 of 370
PDF/HTML Page 262 of 398
single page version

એ જ અહીં વિશેષ દર્શાવીએ છીએ
કોઈ જીવ પહેલાં તો મોટી પ્રતિજ્ઞા ધારણ કરી બેસે છે પણ અંતરંગમાં વિષય-
કષાયવાસના મટી નથી તેથી જેમતેમ કરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા ઇચ્છે છે; ત્યાં તે પ્રતિજ્ઞાથી
પરિણામ દુઃખી થાય છે. જેમ કોઈ ઘણા ઉપવાસ આદરી બેઠા પછી પીડાથી દુઃખી થતો
રોગીની માફક કાળ ગુમાવે છે પણ ધર્મસાધન કરતો નથી; તો પ્રથમ જ સાધી શકાય તેટલી
જ પ્રતિજ્ઞા કેમ ન લઈએ? દુઃખી થવામાં તો આર્ત્તધ્યાન થાય અને તેનું ફળ ભલું ક્યાંથી
આવશે? અથવા એ પ્રતિજ્ઞાનું દુઃખ ન સહન થાય ત્યારે તેની અવેજ (અવેજીમાં-બદલામાં)
વિષય પોષવા અર્થે તે અન્ય ઉપાય કરે છે, જેમકે
તરસ લાગે ત્યારે પાણી તો ન પીએ પણ
અન્ય અનેક પ્રકારના શીતલ ઉપચાર કરે છે, વા ઘી તો છોડે પણ અન્ય સ્નિગ્ધવસ્તુ ઉપાય
કરીને પણ ભક્ષણ કરે, એ પ્રમાણે અન્ય પણ જાણવું.
હવે જો પરીષહ સહ્યા જતા નથી તથા વિષયવાસના છૂટી નથી તો એવી પ્રતિજ્ઞા
શામાટે કરી કે સુગમ વિષય છોડી વિષમ વિષયના ઉપાય કરવા પડે! એવું કાર્ય શા માટે
કરો છો? ત્યાં તો ઊલટો રાગભાવ તીવ્ર થાય છે.
અથવા પ્રતિજ્ઞામાં દુઃખ થાય ત્યારે પરિણામ લગાવવા માટે કોઈ આલંબન વિચારે છે;
જેમ કોઈ ઉપવાસ કરી પછી ક્રીડા કરવા લાગે છે, કોઈ પાપી જુગારાદિ કુવ્યસનમાં લાગે
છે, તથા કોઈ સૂઈ રહેવા ઇચ્છે છે, એ એમ જાણે છે કે કોઈ પણ પ્રકારથી વખત પૂરો
કરવો. એ જ પ્રમાણે અન્ય પ્રતિજ્ઞામાં પણ સમજવું.
અથવા કોઈ પાપી એવા પણ છે કે પહેલાં તો પ્રતિજ્ઞા કરે પણ પછી તેનાથી દુઃખી
થાય ત્યારે તેને છોડી દે, પ્રતિજ્ઞા લેવીમૂકવી એ તેને ખેલ માત્ર છે. પણ પ્રતિજ્ઞા ભંગ કરવાનું
તો મહાપાપ છે, એ કરતાં તો પ્રતિજ્ઞા ન લેવી જ ભલી છે.
એ પ્રમાણે પહેલાં તો વિચાર સિવાય પ્રતિજ્ઞા કરે અને પાછળથી એવી દશા થાય.
હવે જૈનધર્મમાં પ્રતિજ્ઞા ન લેવા બદલ દંડ તો છે નહિ, જૈનધર્મમાં તો એવો
ઉપદેશ છે કેપહેલાં તત્ત્વજ્ઞાની થાય, પછી જેનો ત્યાગ કરે તેના દોષ ઓળખે;
ત્યાગ કરવાથી જે ગુણ થાય તેને જાણે અને પોતાના પરિણામોનો વિચાર કરે;
વર્તમાન પરિણામોના જ ભરોસે પ્રતિજ્ઞા ન કરી બેસે
પરંતુ ભવિષ્યમાં તેનો નિર્વાહ
થતો જાણે તો પ્રતિજ્ઞા કરે, વળી શરીરની શક્તિ વા દ્રવ્યક્ષેત્રકાળભાવાદિકનો પણ વિચાર
કરે, આ પ્રમાણે વિચાર કર્યા પછી પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે; તે પણ એવી પ્રતિજ્ઞા કરવી કે
જે પ્રતિજ્ઞા પ્રત્યે નિરાદરભાવ ન થાય પણ ચઢતાભાવ રહે, એવી જૈનધર્મની આમ્નાય છે.
પ્રશ્નઃચાંડાળાદિકોએ પ્રતિજ્ઞા કરી તેમને આટલો બધો વિચાર ક્યાં હોય છે?

Page 235 of 370
PDF/HTML Page 263 of 398
single page version

ઉત્તરઃ‘‘મરણપર્યંત કષ્ટ થાઓ તો ભલે થાઓ, પરંતુ પ્રતિજ્ઞા ન છોડવી’’એવા
વિચારથી તે પ્રતિજ્ઞા કરે છે પરંતુ પ્રતિજ્ઞામાં નિરાદરપણું નથી.
તથા સમ્યગ્દ્રષ્ટિ જે પ્રતિજ્ઞા કરે છે તે તત્ત્વાજ્ઞાનાદિપૂર્વક જ કરે છે.
પણ જેને અંતરંગવિરક્તતા નથી થઈ અને બાહ્યથી પ્રતિજ્ઞા ધારણ કરે છે, તે પ્રતિજ્ઞાની
પહેલા વા પાછળ જેની તે પ્રતિજ્ઞા કરે છે તેમાં અતિ આસક્ત થઈ લાગે છે; જેમ ઉપવાસના
ધારણા
પારણાનાં ભોજનમાં અતિલોભી થઈ ગરિષ્ટાદિ ભોજન કરે છે, ઉતાવળ ઘણી કરે છે;
જેમ જળને રોકી રાખ્યું હતું તે જ્યારે છૂટ્યું ત્યારે ઘણો પ્રવાહ વહેવા લાગ્યો, તેમ આણે
પ્રતિજ્ઞાથી વિષયપ્રવૃત્તિ રોકી, પણ અંતરંગમાં આસક્તતા વધી ગઈ અને પ્રતિજ્ઞા પૂરી થતાં જ
અત્યંત વિષયપ્રવૃત્તિ થવા લાગી, એટલે તેને પ્રતિજ્ઞાના કાળમાં પણ વિષયવાસના મટી નથી
તથા આગળ
પાછળ તેની અવેજ ઉપર (અવેજી અર્થાત્ બદલા ઉપર) અધિક રાગ કર્યો, પણ
ફળ તો રાગભાવ મટતાં જ થશે; માટે જેટલી વિરક્તતા થઈ હોય તેટલી જ પ્રતિજ્ઞા કરવી.
મહામુનિ પણ થોડી પ્રતિજ્ઞા કરી પછી આહારાદિમાં ઉછટિ (ઓછપ
ઘટાડો) કરે છે, તથા
મોટી પ્રતિજ્ઞા કરે છે તો પોતાની શક્તિ વિચારી કરે છે પણ જેમ પરિણામ ચઢતા રહે તેમ
કરે છે; માટે જેથી પ્રમાદ પણ ન થાય તથા આકુળતા પણ ન ઉપજે એવી પ્રવૃત્તિ કાર્યકારી
છે, એમ સમજવું.
વળી જેને ધર્મ ઉપર દ્રષ્ટિ નથી તે પણ કોઈ વેળા તો મોટો ધર્મ આચરે છે ત્યારે
કોઈ વેળા અધિક સ્વચ્છંદી થઈ પ્રવર્તે છે. જેમ કોઈ ધર્મપર્વમાં તો ઘણા ઉપવાસાદિ કરે છે
ત્યારે કોઈ ધર્મપર્વમાં વારંવાર ભોજનાદિ કરે છે; હવે જો તેને ધર્મબુદ્ધિ હોય તો સર્વ
ધર્મપર્વોમાં યથાયોગ્ય સંયમાદિક ધારણ કરે. વળી કોઈ વેળા કોઈ કાર્યોમાં તો ઘણું ધન ખર્ચે
ત્યારે કોઈ વેળા કોઈ ધર્મકાર્ય આવી પ્રાપ્ત થયું હોય તો પણ ત્યાં થોડું પણ ધન ન ખર્ચે;
જો તેને ધર્મબુદ્ધિ હોય તો યથાશક્તિ સર્વ ધર્મકાર્યોમાં જ યથાયોગ્ય ધન ખર્ચ્યા કરે. એ જ
પ્રમાણે અન્ય પણ જાણવું.
વળી જેને સાચું ધર્મસાધન નથી તે કોઈ ક્રિયા તો ઘણી મોટી અંગીકાર કરે છે ત્યારે
કોઈ હીન ક્રિયા કરે છે; જેમ ધનાદિકનો તો ત્યાગ કર્યો અને સારાં ભોજન, સારાં વસ્ત્ર ઇત્યાદિ
વિષયોમાં વિશેષ પ્રવર્તે છે, તથા કોઈ પાયજામો પહેરવો વા સ્ત્રીસેવન કરવું ઇત્યાદિ કાર્યોનો
ત્યાગ કરી ધર્માત્માપણું પ્રગટ કરે છે અને પછી ખોટા વ્યાપારાદિ કાર્ય કરે છે તથા ત્યાં
લોકનિંદ્ય પાપક્રિયામાં પણ પ્રવર્તે છે; એ જ પ્રમાણે કોઈ ક્રિયા અતિ ઊંચી તથા કોઈ અતિ
નીચી કરે છે ત્યાં લોકનિંદ્ય થઈને ધર્મની હાંસી કરાવે છે કે
‘‘જુઓ, અમુક ધર્માત્મા આવાં
કાર્ય કરે છે!’’ જેમ કોઈ પુરુષ એક વસ્ત્ર તો અતિ ઉત્તમ પહેરે તથા એક વસ્ત્ર અતિ હીન
પહેરે તો તે હાસ્યપાત્ર જ થાય, તેમ આ પણ હાંસી જ પામે છે.

Page 236 of 370
PDF/HTML Page 264 of 398
single page version

સાચા ધર્મની તો આ આમ્નાય છે કેજેટલા પોતાના રાગાદિક દૂર થયા હોય તે
અનુસાર જે પદમાં જે ધર્મક્રિયા સંભવે તે બધી અંગીકાર કરે, જો થોડા રાગાદિક મટ્યા હોય
તો નીચા જ પદમાં પ્રવર્તે, પરંતુ ઉચ્ચપદ ધરાવી નીચી ક્રિયા ન કરે.
પ્રશ્નઃસ્ત્રીસેવનાદિનો ત્યાગ ઉપરની પ્રતિમામાં કહ્યો છે તો નીચલી અવસ્થાવાળો
તેનો ત્યાગ કરે કે ન કરે?
ઉત્તરઃનીચલી અવસ્થાવાળો તેનો સર્વથા ત્યાગ કરી શકતો નથી, કોઈ દોષ લાગે
છે તેથી ઉપરની પ્રતિમામાં તેનો ત્યાગ કહ્યો છે, પણ નીચલી અવસ્થામાં જે પ્રકારથી ત્યાગ
સંભવે તેવો ત્યાગ નીચલી અવસ્થાવાળો પણ કરે, પરંતુ જે નીચલી અવસ્થામાં જે કાર્ય સંભવે
જ નહિ તેવો ત્યાગ કરવો તો કષાયભાવોથી જ થાય છે. જેમ કોઈ સાત વ્યસન તો સેવે
અને સ્વસ્ત્રીનો ત્યાગ કરે એ કેમ બને? જોકે સ્વસ્ત્રીનો ત્યાગ કરવો એ ધર્મ છે, તોપણ પહેલાં
સાત વ્યસનનો ત્યાગ થાય ત્યારે જ સ્વસ્ત્રીનો ત્યાગ કરવો યોગ્ય છે. એ જ પ્રમાણે અન્ય
પણ સમજવું.
વળી સર્વપ્રકારથી ધર્મના સ્વરૂપને નહિ જાણતા એવા કેટલાક જીવો, કોઈ ધર્મના
અંગને મુખ્ય કરી અન્ય ધર્મોને ગૌણ કરે છે. જેમ કોઈ જીવદયા ધર્મને મુખ્ય કરી પૂજા
પ્રભાવનાદિ કાર્યોને ઉથાપે છે, કોઈ પૂજાપ્રભાવનાદિ ધર્મને મુખ્ય કરી હિંસાદિકનો ભય
રાખતા નથી, કેટલાક તપની મુખ્યતા કરી આર્તધ્યાનાદિ કરીને પણ ઉપવાસાદિક કરે છે વા
પોતાને તપસ્વી માની નિઃશંક ક્રોધાદિક કરે છે, કેટલાક દાનની મુખ્યતા કરી ઘણાં પાપ કરીને
પણ ધન ઉપજાવી દાન આપે છે, કેટલાક આરંભત્યાગની મુખ્યતા કરી યાચના આદિ કરવા
લાગી જાય છે, તથા કેટલાક જીવહિંસા મુખ્ય કરી જળવડે સ્નાન
શૌચાદિક કરતા નથી વા
લૌકિક કાર્ય આવતાં ધર્મ છોડીને પણ ત્યાં લાગી જાય છે, ઇત્યાદિ પ્રકારથી કોઈ ધર્મને મુખ્ય
કરી અન્ય ધર્મને ગણતા નથી વા તેને આશ્રયે પાપ પણ આચરે છે. જેમ કોઈ અવિવેકી
વ્યાપારીને કોઈ વ્યાપારના નફા અર્થે અન્ય પ્રકારથી ઘણો તોટો થાય છે તેવું આ કાર્ય થયું.
જેમ વિવેકી વ્યાપારીનું પ્રયોજન નફો છે તેથી તે સર્વ વિચાર કરી જેમ નફો ઘણો
થાય તેમ કરે; તેમ જ્ઞાનીનું પ્રયોજન વીતરાગભાવ છે, તેથી તે સર્વ વિચાર કરી જેમ
વીતરાગભાવ ઘણો થાય તેમ કરે, કારણ કે મૂળધર્મ વીતરાગભાવ છે.
એ પ્રમાણે અવિવેકી જીવ અન્યથા ધર્મ અંગીકાર કરે છે તેથી તેમને તો સમ્યક્-
ચારિત્રનો આભાસ પણ હોતો નથી.
વળી કોઈ જીવ અણુવ્રતમહાવ્રતાદિરૂપ યથાર્થ આચરણ કરે છે તથા આચરણાનુસાર
જ પરિણામ છે, કોઈ માયાલોભાદિક અભિપ્રાય નથી; એને ધર્મ જાણી મોક્ષ અર્થે તેનું સાધન

Page 237 of 370
PDF/HTML Page 265 of 398
single page version

કરે છે, કોઈ સ્વર્ગાદિકના ભોગોની ઇચ્છા રાખતો નથી, પરંતુ પ્રથમ તત્ત્વજ્ઞાન ન થયેલું
હોવાથી પોતે તો જાણે છે કે ‘હું મોક્ષનું સાધન કરું છું’ પણ મોક્ષનું સાધન જે છે તેને જાણતો
પણ નથી. કેવળ સ્વર્ગાદિકનું જ સાધન કરે છે. સાકરને અમૃત જાણી ભક્ષણ કરે છે પણ
તેથી અમૃતનો ગુણ તો ન થાય; પોતાની પ્રતીતિ અનુસાર ફળ થતું નથી પણ જેવું સાધન
કરે છે તેવું જ ફળ લાગે છે.
શાસ્ત્રમાં એમ કહ્યું છે કેચારિત્રમાં જે ‘सम्यक्’ પદ છે, તે અજ્ઞાનપૂર્વકના આચરણની
નિવૃત્તિ અર્થે છે, માટે પહેલાં તત્ત્વજ્ઞાન થાય તે પછી ચારિત્ર હોય તે જ સમ્યક્ચારિત્ર
નામ પામે છે. જેમ કોઈ ખેડૂત બીજ તો વાવે નહિ અને અન્ય સાધન કરે તો તેને અન્ન
પ્રાપ્તિ ક્યાંથી થાય? ઘાસફૂસ જ થાય; તેમ અજ્ઞાની તત્ત્વજ્ઞાનનો તો અભ્યાસ કરે નહિ અને
અન્ય સાધન કરે તો મોક્ષપ્રાપ્તિ ક્યાંથી થાય? દેવપદાદિક જ થાય.
તેમાં કેટલાક જીવ તો એવા છે કે જેઓ તત્ત્વાદિકનાં નામ પણ બરાબર જાણતા નથી
અને માત્ર વ્રતાદિકમાં જ પ્રવર્તે છે, તથા કેટલાક જીવ એવા છે કે જેઓ પૂર્વોક્ત પ્રકારે
સમ્યગ્દર્શન
જ્ઞાનનું અયથાર્થ સાધન કરી વ્રતાદિકમાં પ્રવર્તે છે; જો કે તેઓ વ્રતાદિક યથાર્થ
આચરે છે તોપણ યથાર્થ શ્રદ્ધાનજ્ઞાન વિના તેમનું સર્વ આચરણ મિથ્યાચારિત્ર જ છે.
શ્રી સમયસારકળશમાં પણ કહ્યું છે કે
क्लिश्यंतां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः
क्लिश्यतां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्
साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं
ज्ञानं ज्ञानगुणं बिना कथमपि प्राप्तुं क्षमंते न हि
।।१४२।।
અર્થઃકોઈ મોક્ષથી પરાઙ્મુખ એવા અતિ દુસ્તર પંચાગ્નિતપનાદિ કાર્યવડે પોતે જ
ક્લેશ કરે છે તો કરો, તથા અન્ય કેટલાક જીવ મહાવ્રત અને તપના ભારથી ઘણા કાળ સુધી
ક્ષીણ થઈને ક્લેશ કરે છે તો કરો, પરંતુ આ સાક્ષાત્ મોક્ષસ્વરૂપ સર્વ રોગરહિતપદ આપોઆપ
અનુભવમાં આવે એવો જ્ઞાનસ્વભાવ તે તો જ્ઞાનગુણવિના અન્ય કોઈપણ પ્રકારથી પામવાને
સમર્થ નથી.
વળી પંચાસ્તિકાયમાં જ્યાં અંતમાં વ્યવહારાભાસવાળાઓનું કથન કર્યું છે, ત્યાં તેર
१. अथ ये तु केवलव्यवहारावलम्बिनस्ते खलु भिन्नसाध्यसाधनभावावलोकनेनाऽनवरतं नितरां
खिद्यमाना मुहुर्मुहुर्धर्मादिश्रद्धानरुपाध्यवसायानुस्यूतचेतसः, प्रभूतश्रुतसंस्काराधिरोपितविचित्रविकल्पजालकल्माषित-
चैतन्य-वृत्तयः, समस्तयतिवृत्तसमुदायरुपतपःप्रवृत्तिरुपकर्मकाण्डोड्डमराचलिताः, कदाचित्किञ्चिद्रोचमानाः,
कदाचि-त्किङ्चिद्विकल्पयन्तः कदाचित्किञ्चिदाचरन्तः, दर्शनाचरणाय कदाचित्प्रशाम्यन्तः कदाचित्संविजमानः,

Page 238 of 370
PDF/HTML Page 266 of 398
single page version

પ્રકારનું ચારિત્ર હોવા છતાં પણ તેનો મોક્ષમાર્ગમાં નિષેધ કર્યો છે.
कदाचिदनुकम्प्यमानाः, कदाचिदास्तिक्यमुद्वहन्तः शङ्काकाङ्क्षाविचिकित्सामूढदृष्टितानांव्युत्थापन-निरोधायन्यवृत्तयः,
नित्यबद्धपरिकराः उपबृंहणस्थितिकरणवात्सल्यप्रभावनां भावयमाना वारंवारमभिवर्धितोत्साहाः ज्ञानाचरणाय
स्वाध्यायकालमवलोकयन्तो, बहुधा विनयं प्रपंचयन्तः, प्रविहितदुर्धरोपधानाः, सुष्ठुबहुमानमातन्वन्तो, निन्हवापत्तिं
नितरां निवारयन्तोऽर्थव्यञ्जनतदुभयशुद्धौ नितान्तसावधानाः, चारित्राचरणाय हिंसानृतस्तेयाब्रह्मपरिग्रह-
समस्तविरतिरुपेषु पंचमहाव्रतेषु तन्निष्ठवृत्तयः, सम्यग्योगनिग्रहलक्षणासु गुप्तिषु नितान्तं गृहीतोद्योगा,
ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गरुपासु समितिध्वत्यन्तानिवेशितप्रयत्नास्तपआचरणायानशनावमौदर्यवृत्तयः वृत्तिपरिसंख्या-
नरसपरित्यागविविक्तशैयासनकायक्लेशेष्वभीक्ष्णामुत्सहमानाः, प्रायश्चितविनयवैयावृत्यव्युत्सर्गस्वाध्यायध्यानपरिकरां-
कुशितस्वान्ता; वीर्याचरणाय कर्मकाण्डे सर्वशक्त्या व्याप्रियमाणाः, कर्मचेतनाप्रधानत्वदूरनिवारिता-
ऽशुभकर्मप्रवृत्तोऽपि, समुपात्तशुभकर्मप्रवृत्तयः, सकलक्रियाकाण्डाडम्बरोत्तीर्णदर्शनज्ञानचारित्रैक्यपरिणतिरूपां,
ज्ञानचेतनांमनागप्यसंभावयन्तः; प्रभूतपुण्यभारमन्थरितचित्तवृत्तियः, सुरलोकादिक्लेशप्राप्तिपरम्परया सुचिरं
संसारसागरेभ्रमंतीति
અર્થઃજે જીવો કેવલમાત્ર વ્યવહારનયનું અવલંબન કરે છે, તે જીવોને પરદ્રવ્યરૂપ ભિન્ન
સાધ્યસાધન ભાવની દ્રષ્ટિ છે. પણ સ્વદ્રવ્યરૂપ નિશ્ચયનયાત્મક અભેદ સાધ્યસાધન ભાવ નથી, તેથી
તેઓ એકલા વ્યવહારથી જ ખેદખિન્ન છે. તેઓ વારંવાર પરદ્રવ્યસ્વરૂપ ધર્માદિક પદાર્થોમાં શ્રદ્ધાનાદિક
અનેક પ્રકારની બુદ્ધિ કરે છે, ઘણા દ્રવ્યશ્રુતના પઠનપાઠનાદિ સંસ્કારોથી નાનાપ્રકારના વિકલ્પજાળોથી
કલંકિત અંતરંગ વૃત્તિને ધારણ કરે છે, અનેક પ્રકાર યતિનું દ્રવ્યલિંગ કે જે બાહ્યવ્રત
તપશ્ચર્યાદિક કર્મકાંડો
દ્વારા હોય છે તેનું જ અવલંબન કરી સ્વરૂપથી ભ્રષ્ટ થયા છે, દર્શનમોહના ઉદયથી વ્યવહારધર્મરાગના
અંશથી તેઓ કોઈ વેળા પુણ્યક્રિયામાં રુચિ કરે છે, કોઈ કાળમાં દયાવંત થાય છે, કોઈ કાળમાં અનેક
વિકલ્પો ઉપજાવે છે, કોઈ કાળમાં કાંઈક આચરણ કરે છે, કોઈ કાળમાં દર્શનના આચરણ અર્થે સમતાભાવ
ધરે છે, કોઈ કાળમાં વૈરાગ્યદશાને ધારણ કરે છે, કોઈ કાળમાં અનુકંપા ધારણ કરે છે, કોઈ કાળમાં
ધર્મ પ્રત્યે આસ્તિક્યભાવ ધારણ કરે છે, શુભોપયોગ પ્રવૃત્તિથી શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને મૂઢદ્રષ્ટિ
આદિ ભાવોના ઉત્થાપન અર્થે સાવધાન થઈ પ્રવર્તે છે, કેવલ વ્યવહારનયરૂપ, ઉપબૃંહણ, સ્થિતિકરણ,
વાત્સલ્ય અને પ્રભાવનાદિ અંગોની ભાવના ચિંતવે છે, વારંવાર ઉત્સાહને વધારે છે, જ્ઞાનભાવના અર્થે
પઠન
પાઠનનો કાળ પણ વિચારે છે, ઘણા પ્રકારના વિનયમાં પ્રવર્તે છે, શાસ્ત્રની ભક્તિ અર્થે ઘણો આરંભ
પણ કરે છે, રૂડા પ્રકારે શાસ્ત્રનું બહુમાન કરે છે, ગુરુ આદિમાં ઉપકાર પ્રવૃત્તિને ભૂલતા નથી, અર્થ,
અક્ષર તથા અર્થ અને અક્ષરની એક કાળમાં એકતાની શુદ્ધતામાં સાવધાન રહે છે, ચારિત્ર ધારણ કરવા
અર્થે હિંસા, અસત્ય, ચોરી, સ્ત્રીસેવન અને પરિગ્રહ એ પાંચ અધર્મોના સર્વથા ત્યાગરૂપ પંચમહાવ્રતમાં
સ્થિરવૃત્તિ ધારણ કરે છે, મન
વચનકાયાનો નિરોધ છે જેમાં એવી ત્રણ ગુપ્તિઓ વડે નિરંતર યોગનું
અવલંબન કરે છે. ઇર્યાભાષાએષણા આદાનનિક્ષેપણ અને ઉત્સર્ગ એ પાંચ સમિતિમાં સર્વથા પ્રયત્નવંત
છે, તપ આચરણ અર્થે અનશનઅવમૌદર્યવૃત્તિપરિસંખ્યાનરસપરિત્યાગવિવિક્તશય્યાસન, અને
કાયક્લેશ એ છ પ્રકારના બાહ્યતપોમાં નિરંતર ઉત્સાહ કરે છે, પ્રાયશ્ચિત્તવિનયવૈયાવૃતવ્યુત્સર્ગસ્વાધ્યાય
અને ધ્યાન એ છ પ્રકારના અંતરંગ તપો અર્થે ચિત્તને વશ કરે છે. વીર્યાચાર અર્થે કર્મકાંડમાં પોતાની
સર્વશક્તિપૂર્વક પ્રવર્તે છે, કર્મચતેનાની પ્રધાનતાપૂર્વક સર્વથા નિવારણ કરી છે અશુભ કર્મની પ્રવૃત્તિ જેણે
તે જ શુભકર્મની પ્રવૃત્તિનો અંગીકાર કરે છે તથા સંપૂર્ણ ક્રિયાકાંડના આડંબરથી ગર્ભિત એવા જીવો

Page 239 of 370
PDF/HTML Page 267 of 398
single page version

તથા શ્રી પ્રવચનસારમાં પણ આત્મજ્ઞાનશૂન્ય સંયમભાવ અકાર્યકારી કહ્યો છે.
વળી એ જ ગ્રંથોમાં વા અન્ય પરમાત્મપ્રકાશાદિ શાસ્ત્રોમાં એ પ્રયોજન અર્થે ઠામ ઠામ
નિરૂપણ છે.
માટે પહેલાં તત્ત્વજ્ઞાન થયા પછી જ આચરણ કાર્યકારી છે.
અહીં કોઈ એમ જાણે કેએ બાહ્યથી તો અણુવ્રત મહાવ્રતાદિ સાધે છે? પણ જ્યાં
અંતરંગપરિણામ નથી વા સ્વર્ગાદિની વાંચ્છાથી સાધે છે એવી સાધના કરતાં તો પાપબંધ થાય;
દ્રવ્યલિંગી મુનિ અંતિમ ગ્રૈવેયક સુધી જાય છે તથા પંચપરાવર્તનોમાં એકત્રીસ સાગર સુધીની
દેવાયુની પ્રાપ્તિ અનંતવાર થવી લખી છે, હવે એવાં ઉચ્ચપદ તો ત્યારે જ પામે કે જ્યારે અંતરંગ
પરિણામપૂર્વક મહાવ્રત પાળે, મહામંદકષાયી હોય, આ લોક
પરલોકના ભોગાદિની ઇચ્છારહિત
હોય, તથા કેવળ ધર્મબુદ્ધિથી મોક્ષાભિલાષી બની સાધન સાધે. એટલા માટે દ્રવ્યલિંગીને સ્થૂલ
અન્યથાપણું તો છે નહિ, પણ સૂક્ષ્મ અન્યથાપણું છે તે સમ્યગ્દ્રષ્ટિને ભાસે છે.
હવે તેને ધર્મસાધન કેવાં છે તથા તેમાં અન્યથાપણું કેવી રીતે છે.
તે અહીં કહીએ છીએઃ
દ્રવ્યલિંગીના ધાર્મસાધાનમાં અન્યથાપણું
પ્રથમ તો સંસારમાં નરકાદિકનાં દુઃખ જાણી તથા સ્વર્ગાદિમાં પણ જન્મમરણાદિનાં
દુઃખ જાણી સંસારથી ઉદાસ થઈ તે મોક્ષને ઇચ્છે છે. હવે એ દુઃખોને તો બધાય દુઃખ જાણે
છે, પણ ઇંદ્ર
અહમિંદ્રાદિક વિષયાનુરાગથી ઇન્દ્રિયજનિત સુખ ભોગવે છે તેને પણ દુઃખ જાણી
નિરાકુળ સુખઅવસ્થાને ઓળખીને જે મોક્ષને ચાહે છે તે જ સમ્યગ્દ્રષ્ટિ જાણવો.
વળી વિષયસુખાદિનાં ફળ નરકાદિક છે, શરીર અશુચિમય અને વિનાશીક છે, પોષણ
કરવા યોગ્ય નથી, તથા કુટુંબાદિક સ્વાર્થનાં સગાં છે, ઇત્યાદિ પરદ્રવ્યોનો દોષ વિચારી તેનો
તો ત્યાગ કરે છે; તથા વ્રતાદિનું ફળ સ્વર્ગ
મોક્ષ છે, તપશ્ચરણાદિ પવિત્ર અવિનાશી ફળના
આપનાર છે. એ વડે શરીર શોષવા યોગ્ય છે તથા દેવગુરુશાસ્ત્રાદિ હિતકારી છે. ઇત્યાદિ
છે તેઓ જ્ઞાનદર્શનચારિત્રગર્ભિત જ્ઞાનચેતનાને કોઈપણ કાળમાં પામતા નથી. તેઓ માત્ર ઘણા પુણ્યાચરણના
ભારથી ગર્ભિત ચિત્તવૃત્તિને જ ધારી રહ્યા છે. એવા જે કેવલ માત્ર વ્યવહારાવલંબી મિથ્યાદ્રષ્ટિ જેવા
સ્વર્ગલોકાદિક ક્લેશપ્રાપ્તિની પરંપરાને અનુભવ કરતા થકા પોતાની શુદ્ધ પરમકળાના અભાવથી દીર્ઘર્કાળ
સુધી માત્ર સંસારપરિભ્રમણ કરતા રહેશે યથાઃ
चरणकरणप्पहाणा ससमयपरमत्थमुक्कवावारा
चरणकरणस्स सारं णिच्छयसुद्धं ण जाणंति
(શ્રી પંચાસ્તિકાય ગાથા-૧૭૨ની વ્યાખ્યામાંથી.) સંગ્રાહકઅનુવાદક.

Page 240 of 370
PDF/HTML Page 268 of 398
single page version

પરદ્રવ્યોનો ગુણ વિચારી તેને જ અંગીકાર કરે છે. ઇત્યાદિ પ્રકારથી કોઈ પરદ્રવ્યોને બૂરાં જાણી
અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે તથા કોઈ પરદ્રવ્યોને ભલાં જાણી ઇષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે; હવે
પરદ્રવ્યોમાં ઇષ્ટ-અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરવું એ મિથ્યા છે.
વળી એ જ શ્રદ્ધાનથી તેને ઉદાસીનતા પણ દ્વેષબુદ્ધિરૂપ હોય છે કારણ કેકોઈને બૂરાં
જાણવા તેનું જ નામ દ્વેષ છે.
પ્રશ્નઃતો સમ્યગ્દ્રષ્ટિ પણ પરદ્રવ્યોને બૂરાં જાણીને ત્યાગ કરે છે?
ઉત્તરઃસમ્યગ્દ્રષ્ટિ પરદ્રવ્યોને બૂરાં જાણતો નથી પણ પોતાના રાગભાવને બૂરો
જાણે છે, પોતે રાગભાવને છોડે છે તેથી તેના કારણોનો પણ ત્યાગ થાય છે. વસ્તુ વિચારતાં
કોઈ પરદ્રવ્ય તો ભલાં
બૂરાં છે જ નહિ.
પ્રશ્નઃનિમિત્તમાત્ર તો છે?
ઉત્તરઃપરદ્રવ્ય કોઈ બળાત્કારથી તો બગાડતું નથી, પણ પોતાના ભાવ બગડે ત્યારે
તે પણ બાહ્ય નિમિત્ત છે; વળી એ નિમિત્ત વિના પણ ભાવ તો બગડે છે માટે તે નિયમરૂપ
નિમિત્ત પણ નથી. એ પ્રમાણે પરદ્રવ્યોનો દોષ જોવો એ તો મિથ્યાભાવ છે. રાગાદિક જ બૂરા
છે પણ એવી તેને સમજણ નથી, તે તો પરદ્રવ્યોના દોષ જોઈ તેમાં દ્વેષરૂપ ઉદાસીનતા કરે
છે, સાચી ઉદાસીનતા તો તેનું નામ છે કે
કોઈ પણ પરદ્રવ્યોના ગુણ વા દોષ ભાસે નહિ
અને તેથી તે કોઈને પણ બૂરાંભલાં જાણે નહિ. પોતાને પોતારૂપ જાણે તથા પરને પરરૂપ
જાણે, પર સાથે મારું કાંઈ પણ પ્રયોજન નથી એવું માની સાક્ષીભૂત રહે; હવે એવી ઉદાસીનતા
જ્ઞાનીને જ હોય છે.
વળી તે ઉદાસીન થઈ શાસ્ત્રમાં જે અણુવ્રતમહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર કહેલ છે તેને
અંગીકાર કરે છે, એકદેશ વા સર્વદેશ હિંસાદિ પાપોને છોડે છે અને તેની જગાએ અહિંસાદિ
પુણ્યરૂપ કાર્યોમાં પ્રવર્તે છે. વળી જેમ પહેલાં પર્યાયાશ્રિત પાપકાર્યોમાં પોતાનું કર્તાપણું માનતો
હતો, તે જ પ્રમાણે હવે પર્યાયાશ્રિત પુણ્યકાર્યોમાં પોતાનું કર્તાપણું માનવા લાગ્યો; એ પ્રમાણે
તેને પર્યાયાશ્રિત કાર્યોમાં અહંબુદ્ધિ માનવાની સમાનતા થઈ. જેમ કે
હું જીવને મારું છું, હું
પરિગ્રહધારી છું, ઇત્યાદિરૂપ માન્યતા હતી, તે જ પ્રમાણે હું જીવોની રક્ષા કરું છું, હું નગ્ન
પરિગ્રહરહિત છું એવી માન્યતા થઈ; હવે જેને પર્યાયાશ્રિત કાર્યોમાં અહંબુદ્ધિ છે તે જ
મિથ્યાદ્રષ્ટિ છે.
શ્રી સમયસાર કળશમાં પણ એ જ કહ્યું છે. યથા
ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः
सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षुताम् ।।१९९।।

Page 241 of 370
PDF/HTML Page 269 of 398
single page version

અર્થઃજે જીવ મિથ્યાઅંધકારથી વ્યાપ્ત બની પોતાને પર્યાયાશ્રિત ક્રિયાનો કર્તા માને
છે તે જીવ મોક્ષાભિલાષી હોવા છતાં જેમ અન્યમતી સામાન્ય મનુષ્યોનો મોક્ષ થતો નથી તેમ
તેને મોક્ષ થતો નથી; કારણ કેેેેેે
કર્તાપણાના શ્રદ્ધાનની (બંનેમાં) સમાનતા છે.
વળી એ રીતે પોતે કર્તા બની શ્રાવકધર્મ વા મુનિધર્મની ક્રિયામાં નિરંતર મનવચન
કાયની પ્રવૃત્તિ રાખે છે, જેમ તે ક્રિયાઓમાં ભંગ ન થાય તેમ પ્રવર્તે છે, પણ એવા ભાવ
તો સરાગ છે, અને ચારિત્ર તો વીતરાગભાવરૂપ છે, માટે એવા સાધનને મોક્ષમાર્ગ માનવો
એ મિથ્યાબુદ્ધિ છે.
પ્રશ્નઃત્યારે સરાગ અને વીતરાગ ભેદથી બે પ્રકારે ચારિત્ર કહ્યું છે, તે કેવી રીતે?
ઉત્તરઃજેમ ચાવલ બે પ્રકારે છેએક તો ફોતરાં રહિત અને બીજા ફોતરાં સહિત.
હવે ત્યાં એમ જાણવું કેફોતરાં છે તે ચાવલનું સ્વરૂપ નથી પણ ચાવલમાં દોષ છે. હવે
કોઈ ડાહ્યો માણસ ફોતરાં સહિત ચાવલનો સંગ્રહ કરતો હતો, તેને જોઈ કોઈ ભોળો મનુષ્ય
ફોતરાંને જ ચાવલ માની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદખિન્ન જ થાય; તેમ ચારિત્ર બે પ્રકારથી
છે
એક તો સરાગ છે તથા એક વીતરાગ છે, ત્યાં એમ જાણવું કેરાગ છે તે ચારિત્રનું
સ્વરૂપ નથી પણ ચારિત્રમાં દોષ છે. હવે કેટલાક જ્ઞાની પ્રશસ્ત રાગસહિત ચારિત્ર ધારે છે
તેને દેખી કોઈ અજ્ઞાની પ્રશસ્ત રાગને જ ચારિત્ર માની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદખિન્ન
જ થાય.
શંકાઃપાપક્રિયા કરતાં તીવ્રરાગાદિક થતા હતા, હવે આ ક્રિયાઓ કરતાં મંદરાગ
થયો, તેથી જેટલા અંશ રાગભાવ ઘટ્યો તેટલા અંશ તો ચારિત્ર કહો, તથા જેટલા અંશ રાગ
રહ્યો છે તેટલા અંશ રાગ કહો! એ પ્રમાણે તેને સરાગચારિત્ર સંભવે છે.
સમાધાનઃજો તત્ત્વજ્ઞાનપૂર્વક એ પ્રમાણે હોય તો તો જેમ કહો છો તેમ જ છે,
પરંતુ તત્ત્વજ્ઞાન વિના ઉત્કૃષ્ટ આચરણ હોવા છતાં પણ અસંયમ નામ જ પામે છે, કારણ
કે
રાગભાવ કરવાનો અભિપ્રાય મટતો નથી એ જ અહીં દર્શાવીએ છીએ
દ્રવ્યલિંગીના અભિપ્રાયનું અયથાર્થપણું
દ્રવ્યલિંગી મુનિ રાજ્યાદિક છોડી નિર્ગ્રંથ થાય છે, અઠ્ઠાવીસ મૂળગુણોને પાળે છે, ઉગ્ર
ઉગ્ર અનશનાદિ ઘણું તપ કરે છે, ક્ષુધાદિક બાવીસ પરિષહોને સહન કરે છે, શરીરના ખંડખંડ
થતાં પણ વ્યગ્ર થતો નથી, વ્રતભંગનાં અનેક કારણો મળે તોપણ દ્રઢ રહે છે, કોઈથી ક્રોધ
કરતો નથી, એવા સાધનનું માન કરતો નથી, એવા સાધનમાં તેને કોઈ કપટ પણ નથી, તથા
એ સાધનવડે આ લોક
પરલોકના વિષયસુખને તે ઇચ્છતો પણ નથી, એવી તેની દશા થઈ
છે. જો એવી દશા ન હોય તો તે ગ્રૈવેયક સુધી કેવી રીતે પહોંચે? છતાં તેને શાસ્ત્રમાં

Page 242 of 370
PDF/HTML Page 270 of 398
single page version

મિથ્યાદ્રષ્ટિઅસંયમી જ કહ્યો છે, તેનું કારણ એ છે કેતેને તત્ત્વોનું શ્રદ્ધાનજ્ઞાન સાચું થયું
નથી, પણ પૂર્વે વર્ણન કર્યું છે તેવું તેને તત્ત્વોનું શ્રદ્ધાનજ્ઞાન થયું છે, અને એ જ અભિપ્રાયથી
સર્વ સાધન કરે છે. હવે એ સાધનોના અભિપ્રાયની પરંપરાને વિચારીએ તો તેને કષાયોનો
અભિપ્રાય આવે છે. કેવી રીતે તે સાંભળો
તે પાપનાં કારણ રાગાદિકને તો હેય જાણી છોડે છે પરંતુ પુણ્યનાં કારણ પ્રશસ્તરાગને
ઉપાદેય માને છે તથા તેને વધવાનો ઉપાય પણ કરે છે. હવે પ્રશસ્તરાગ પણ કષાય છે, કષાયને
ઉપાદેય માન્યો ત્યારે તેને કષાય કરવાનું જ શ્રદ્ધાન રહ્યું; અપ્રશસ્ત પરદ્રવ્યોથી દ્વેષ કરી પ્રશસ્ત
પરદ્રવ્યોમાં રાગ કરવાનો અભિપ્રાય થયો પણ કોઈપણ પરદ્રવ્યોમાં સામ્યભાવરૂપ અભિપ્રાય
ન થયો.
પ્રશ્નઃતો સમ્યગ્દ્રષ્ટિ પણ પ્રશસ્તરાગનો ઉપાય રાખે છે?
ઉત્તરઃજેમ કોઈને ઘણો દંડ થતો હતો તે હવે થોડો દંડ આપવાનો ઉપાય રાખે
છે તથા થોડો દંડ આપીને હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો દંડ આપવો અનિષ્ટ જ
માને છે; તેમ સમ્યગ્દ્રષ્ટિને પણ પાપરૂપ ઘણો કષાય થતો હતો, તે હવે પુણ્યરૂપ થોડો કષાય
કરવાનો ઉપાય રાખે છે તથા થોડો કષાય થતાં હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો કષાયને
હેય જ માને છે. વળી જેમ કોઈ કમાણીનું કારણ જાણી વ્યાપારાદિકનો ઉપાય રાખે છે, ઉપાય
બની આવતાં હર્ષ માને છે, તેમ દ્રવ્યલિંગી મોક્ષનું કારણ જાણી પ્રશસ્તરાગનો ઉપાય રાખે
છે, ઉપાય બની આવતાં હર્ષ માને છે.
એ પ્રમાણે પ્રશસ્ત રાગના ઉપાયમાં વા તેના હર્ષમાં
સમાનતા હોવા છતાં પણ સમ્યગ્દ્રષ્ટિને તો દંડસમાન તથા મિથ્યાદ્રષ્ટિને વ્યાપારસમાન શ્રદ્ધાન
હોય છે. માટે એ બંનેના અભિપ્રાયમાં ભેદ થયો.
વળી તેને પરીષહતપશ્ચરણાદિના નિમિત્તથી દુઃખ થાય તેનો ઇલાજ તો કરતો નથી
પરંતુ દુઃખ વેદે છે; હવે દુઃખ વેદવું એ કષાય જ છે; જ્યાં વીતરાગતા હોય છે ત્યાં તો
જેમ અન્ય જ્ઞેયને જાણે છે તે જ પ્રમાણે દુઃખના કારણ જ્ઞેયને પણ જાણે છે,
એવી દશા
તેને થતી નથી; બીજું તેને સહન કરે છે તે પણ કષાયના અભિપ્રાયરૂપ વિચારથી સહન કરે
છે. એ વિચાર આ પ્રમાણે હોય છે કે
‘‘મેં પરવશપણે નરકાદિ ગતિમાં ઘણા દુઃખ સહ્યાં
છે, આ પરીષહાદિકનું દુઃખ તો થોડું છે, તેને જો સ્વવશપણે સહન કરવામાં આવે તો સ્વર્ગ
મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે, જો તેને ન સહન કરીએ અને વિષયસુખ સેવીએ તો નરકાદિની
પ્રાપ્તિ થઈ ત્યાં ઘણું દુઃખ થશે’’
ઇત્યાદિ વિચારોથી પરીષહોમાં તેને અનિષ્ટબુદ્ધિ રહે છે,
માત્ર નરકાદિકના ભયથી તથા સુખના લોભથી તેને સહન કરે છે, પણ એ બધો કષાયભાવ
જ છે. વળી તેને એવો વિચાર હોય છે કે
‘જે કર્મ બાંધ્યાં છે તે ભોગવ્યા વિના છૂટતાં નથી
માટે સહન કરવાં જોઈએ,’ એવા વિચારથી તે કર્મફળચેતનારૂપ પ્રવર્તે છે. વળી પર્યાયદ્રષ્ટિથી
જે પરિષહાદિરૂપ અવસ્થા થાય છે તે પોતાને થઈ માને છે પણ દ્રવ્યદ્રષ્ટિથી પોતાની અને

Page 243 of 370
PDF/HTML Page 271 of 398
single page version

શરીરાદિકની અવસ્થાને ભિન્ન ઓળખતો નથી. એ જ પ્રમાણે તે નાના પ્રકારના વ્યવહાર
વિચારોથી પરીષહાદિક સહન કરે છે.
વળી તેણે રાજ્યાદિ વિષયસામગ્રીનો ત્યાગ કર્યો છે તથા ઇષ્ટ ભોજનાદિકનો ત્યાગ
કર્યા કરે છે, તે તો જેમ કોઈ દાહજ્વરવાળો વાયુ થવાના ભયથી શીતળ વસ્તુના સેવનનો
ત્યાગ કરે છે, પરંતુ જ્યાંસુધી તેને શીતળ વસ્તુનું સેવન રુચે છે ત્યાંસુધી તેને દાહનો અભાવ
કહેતા નથી; તેમ રાગસહિત જીવ નરકાદિના ભયથી વિષયસેવનનો ત્યાગ કરે છે, પરંતુ
જ્યાંસુધી તેને વિષયસેવન રુચે છે ત્યાંસુધી તેને રાગનો અભાવ કહેતા નથી. જેમ અમૃતના
આસ્વાદી દેવને અન્ય ભોજન સ્વયં રુચતાં નથી, તેમ જ તેને નિજરસના આસ્વાદથી
વિષયસેવનની અરુચિ થઈ નથી. એ પ્રમાણે ફળાદિકની અપેક્ષાએ પરીષહસહનાદિકને તે સુખનાં
કારણ જાણે છે તથા વિષયસેવનાદિકને દુઃખનાં કારણ જાણે છે.
વળી વર્તમાનમાં પરીષહસહનાદિથી દુઃખ થવું માને છે તથા વિષયસેવનાદિકથી સુખ
માને છે; હવે જેનાથી સુખદુઃખ થવું માનવામાં આવે તેમાં ઇષ્ટઅનિષ્ટબુદ્ધિથી રાગ-દ્વેષરૂપ
અભિપ્રાયનો અભાવ થતો નથી, અને જ્યાં રાગદ્વેષ છે ત્યાં ચારિત્ર હોય નહિ, તેથી આ
દ્રવ્યલિંગી વિષયસેવન છોડી તપશ્ચરણાદિક કરે છે તોપણ તે અસંયમી જ છે. સિદ્ધાંતમાં
અસંયત અને દેશસંયત
સમ્યગ્દ્રષ્ટિ કરતાં પણ તેને હીન કહ્યો છે કેમકે તેને તો ચોથુંપાંચમું
ગુણસ્થાન છે ત્યારે આને પહેલું જ ગુણસ્થાન છે.
શંકાઃઅસંયતદેશસંયત સમ્યગ્દ્રષ્ટિને કષાયોની પ્રવૃત્તિ વિશેષ છે અને દ્રવ્યલિંગી
મુનિને થોડી છે તેથી અસંયત વા દેશસંયત સમ્યગ્દ્રષ્ટિ તો સોળમા સ્વર્ગ સુધી જ જાય છે,
ત્યારે દ્રવ્યલિંગી મુનિ અંતિમગ્રૈવેયક સુધી જાય છે માટે ભાવલિંગીમુનિથી તો આ દ્રવ્યલિંગીને
હીન કહો, પણ અસંયત
દેશસંયત સમ્યગ્દ્રષ્ટિથી તેને હીન કેમ કહેવાય?
સમાધાનઃઅસંયતદેશસંયત સમ્યગ્દ્રષ્ટિને કષાયોની પ્રવૃત્તિ તો છે પરંતુ શ્રદ્ધાનમાં
તેને કોઈપણ કષાય કરવાનો અભિપ્રાય નથીેેેેેે. અને દ્રવ્યલિંગીને શુભકષાય કરવાનો અભિપ્રાય
હોય છે, શ્રદ્ધાનમાં તેને ભલો જાણે છે. માટે શ્રદ્ધાન અપેક્ષાએ અસંયતસમ્યગ્દ્રષ્ટિથી પણ તેને
અધિક કષાય છે.
વળી દ્રવ્યલિંગીને યોગોની પ્રવૃત્તિ શુભરૂપ ઘણી હોય છે, અને અઘાતિકર્મોમાં પુણ્ય
પાપબંધનો ભેદ શુભઅશુભયોગોના અનુસારે છે માટે તે અંતિમગ્રૈવેયક સુધી પહોંચે છે પણ
એ કાંઈ કાર્યકારી નથી, કારણ કેઅઘાતિકર્મ કાંઈ આત્મગુણનાં ઘાતક નથી, તેના ઉદયથી
ઊંચાનીચાં પદ પામે તો તેથી શું થયું? એ તો બાહ્યસંયોગમાત્ર સંસારદશાના સ્વાંગ છે, અને
પોતે તો આત્મા છે માટે આત્મગુણનાં ઘાતક જે ઘાતિકર્મ છે તેનું હીનપણું કાર્યકારી છે.
હવે ઘાતિકર્મોનો બંધ બાહ્યપ્રવૃત્તિ અનુસાર નથી પણ અંતરંગ કષાયશક્તિ અનુસાર

Page 244 of 370
PDF/HTML Page 272 of 398
single page version

છે, જ દ્રવ્યલિંગીની અપેક્ષાએ અસંયત વા દેશસંયત સમ્યગ્દ્રષ્ટિને ઘાતિકર્મોનો બંધ થોડો છે.
દ્રવ્યલિંગીને તો સર્વ ઘાતિયા કર્મોનો બંધ ઘણી સ્થિતિ
અનુભાગસહિત હોય છે ત્યારે અસંયત
દેશસંયતસમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ કર્મોનો બંધ તો છે જ નહિ તથા
બાકીની પ્રકૃતિઓનો બંધ હોય છે પણ તે અલ્પસ્થિતિ
અનુભાગસહિત હોય છે. દ્રવ્યલિંગીને
ગુણશ્રેણીનિર્જરા કદી પણ થતી નથી ત્યારે સમ્યગ્દ્રષ્ટિને કોઈ વેળા થાય છે તથા દેશ
સકલસંયમ થતાં નિરંતર થાય છે, માટે તે મોક્ષમાર્ગી થયો છે, એટલા માટે દ્રવ્યલિંગીમુનિને
શાસ્ત્રમાં અસંયત
દેશસંયતસમ્યગ્દ્રષ્ટિથી હીન કહ્યો છે.
શ્રી સમયસાર શાસ્ત્રમાં દ્રવ્યલિંગી મુનિનું હીનપણું ગાથા, ટીકા અને કળશમાં પ્રગટ
કર્યું છે. શ્રી પંચાસ્તિકાયની ટીકામાં પણ જ્યાં કેવળ વ્યવહારાવલંબીનું કથન કર્યું છે, ત્યાં
વ્યવહારપંચાચાર હોવા છતાં પણ તેનું હીનપણું જ પ્રગટ કર્યું છે. શ્રી પ્રવચનસારમાં
દ્રવ્યલિંગીને
સંસારતત્ત્વ
* કહ્યું છે, તથા પરમાત્મપ્રકાશાદિ અન્ય શાસ્ત્રોમાં પણ એ વ્યાખ્યાનને
સ્પષ્ટ કર્યું છે. દ્રવ્યલિંગીને જે જપ, તપ, શીલ, સંયમાદિ ક્રિયાઓ હોય છે તેને પણ એ
શાસ્ત્રોમાં જ્યાં ત્યાં અકાર્યકારી બતાવી છે ત્યાં જોઈ લેવું; અહીં ગ્રંથ વધી જવાના ભયથી
લખતા નથી.
એ પ્રમાણે કેવળ વ્યવહારાભાસના અવલંબી મિથ્યાદ્રષ્ટિઓનું નિરૂપણ કર્યું.
હવે નિશ્ચય
વ્યવહાર બંને નયોના આભાસને અવલંબે છે એવા મિથ્યાદ્રષ્ટિઓનું
નિરૂપણ કરીએ છીએ
ઉભયાભાસી મિથ્યાદ્રષ્ટિ
જે જીવ એમ માને છે કેજિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કહ્યા છે માટે
અમારે એ બંને નયોને અંગીકાર કરવા જોઈએ, એ પ્રમાણે વિચારી જેમ કેવળ નિશ્ચયાભાસના
અવલંબીઓનું કથન કર્યું હતું એ પ્રમાણે તો તે નિશ્ચયનો અંગીકાર કરે છે તથા જેમ કેવળ
વ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તેમ વ્યવહારનો અંગીકાર કરે છે.
ये स्वयमविवेकतोऽन्यथैव प्रतिपद्यार्थानित्थमेव तत्त्वमिति निश्चयमाचरयन्तः सततं समुपचीयमान-
महामोहमलमलीसमानसतया नित्यमज्ञानिनो भवन्ति, ते खलु समचेस्थिताअप्यनासादितपरमार्थश्रामण्यतया श्रमणाभासाः
सन्तोऽनन्तकर्मफलोपभोगप्राग्भारभयंकरमनन्तकालमनन्तभवान्तपरावर्तैरनवस्थितवृत्तयः संसारतत्त्वमेवावबुध्यताम्।
અર્થઃતે અજ્ઞાનીમુનિ મિથ્યાબુદ્ધિથી પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન કરતો નથી પણ અન્યની અન્ય
પ્રકારરૂપ કલ્પના કરે છે, તે મહામોહમલ્લવડે નિરંતર ચિત્તની મલિનતાથી અવિવેકી છે. જોકે તે દ્રવ્યલિંગ
ધારણ કરી રહ્યો છે, મુનિ જેવો દેખાય છે, તોપણ પરમાર્થ મુનિપણાને પ્રાપ્ત થયો નથી. તેવો મુનિ
અનંતકાળ સુધી અનંતપરાવર્તનવડે ભયાનક કર્મફળને ભોગવતો ભટક્યા કરે છે તેથી એવા શ્રમણાભાસ
મુનિને સંસારતત્ત્વ જાણવું. બીજો અન્ય કોઈ સંસાર નથી. જે જીવ મિથ્યાબુદ્ધિસહિત છે તે જીવ પોતે
જ સંસાર છે.
(શ્રી પ્રવચનસાર અ૩. ગા
૨૭૧ ની વ્યાખ્યાઅનુવાદક.)

Page 245 of 370
PDF/HTML Page 273 of 398
single page version

જોકે એ પ્રમાણે અંગીકાર કરવામાં બંને નયોમાં પરસ્પર વિરોધ છે, તોપણ કરે શું!
કારણ બંને નયોનું સાચું સ્વરૂપ તેને ભાસ્યું નથી અને જૈનમતમાં બે નય કહ્યા છે તેમાંથી
કોઈને છોડ્યો પણ જતો નથી તેથી ભ્રમસહિત બંને નયોનું સાધન સાધે છે; એ જીવો પણ
મિથ્યાદ્રષ્ટિ જાણવા.
હવે તેમની પ્રવૃત્તિની વિશેષતા દર્શાવીએ છીએઃ
અંતરંગમાં પોતે તો નિર્ધાર કરી યથાવત્ નિશ્ચયવ્યવહાર મોક્ષમાર્ગને ઓળખ્યો નથી,
પણ જિનઆજ્ઞા માની નિશ્ચયવ્યવહારરૂપ બે પ્રકારનો મોક્ષમાર્ગ માને છે; હવે મોક્ષમાર્ગ
તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને નિરૂપણ
કર્યો છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે, તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત
છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ છે, કારણ કે
નિશ્ચયવ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર
નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો, પણ
એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહારમોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા
મિથ્યા છે.
વળી તે નિશ્ચયવ્યવહાર બંનેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે, કારણ
કે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધ સહિત છે, શ્રી સમયસાર (ગાથા-
૧૧)માં પણ એમ કહ્યું છે કે
ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ
અર્થઃવ્યવહાર અભૂતાર્થ છે, સત્યસ્વરૂપને નિરૂપતો નથી પણ કોઈ અપેક્ષાએ
ઉપચારથી અન્યથા નિરૂપે છે; તથા શુદ્ધનય જે નિશ્ચય છે તે ભૂતાર્થ છે. કારણ કેતે જેવું
વસ્તુનું સ્વરૂપ છે તેવું નિરૂપે છે.
એ પ્રમાણે એ બંનેનું સ્વરૂપ તો વિરુદ્ધતાસહિત છે.
વળી તું એમ માને છે કે
સિદ્ધસમાન શુદ્ધ આત્માનો અનુભવ તે નિશ્ચય તથા વ્રત
શીલસંયમાદિકરૂપ પ્રવૃત્તિ તે વ્યવહાર, પણ તારું એમ માનવું ઠીક નથી; કારણ કેકોઈ
દ્રવ્યભાવનું નામ નિશ્ચય તથા કોઈનું નામ વ્યવહાર એમ નથી; પણ એક જ દ્રવ્યના
ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરવો તે નિશ્ચયનય છે તથા તે દ્રવ્યના ભાવને
ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવસ્વરૂપ નિરૂપણ કરવો તે વ્યવહારનય છે,
જેમ માટીના
૧. સમયસાર ગા. ૫૬ની ટીકા ઉપરથી.

Page 246 of 370
PDF/HTML Page 274 of 398
single page version

ઘડાને માટીનો ઘડો નિરૂપણ કરીએ તે નિશ્ચયનય તથા ઘૃત સંયોગના ઉપચારથી તેને જ ઘૃતનો
ઘડો કહીએ તે વ્યવહારનય છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
માટે તું કોઈને નિશ્ચય માને તથા કોઈને વ્યવહાર માને એ ભ્રમ છે.
વળી તારા માનવામાં પણ નિશ્ચય
વ્યવહારને પરસ્પર વિરોધ આવ્યો, જો તું પોતાને
સિદ્ધ સમાન શુદ્ધ માને છે તો વ્રતાદિક શા માટે છે? તથા વ્રતાદિકના સાધનવડે સિદ્ધ થવા
ઇચ્છે છે તો વર્તમાનમાં શુદ્ધ આત્માનો અનુભવ મિથ્યા થયો.
એ પ્રમાણે બંને નયોને પરસ્પર વિરોધ છે, માટે બંને નયોનું ઉપાદેયપણું તો બનતું નથી.
પ્રશ્નઃશ્રી સમયસારાદિમાં શુદ્ધ આત્માના અનુભવને નિશ્ચય કહ્યો છે તથા
વ્રતતપસંયમાદિકને વ્યવહાર કહ્યો છે અને અમે પણ એમ જ માનીએ છીએ?
ઉત્તરઃશુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે તેથી તેને નિશ્ચય કહ્યો છે.
હવે અહીં સ્વભાવથી અભિન્ન અને પરભાવથી ભિન્ન એવો શુદ્ધ શબ્દનો અર્થ જાણવો, પણ
સંસારીને સિદ્ધ માનવો એવો ભ્રમરૂપ શુદ્ધ શબ્દનો અર્થ ન જાણવો.
વળી વ્રતતપાદિ મોક્ષમાર્ગ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને મોક્ષમાર્ગ
કહીએ છીએ તેથી તેને વ્યવહાર કહ્યો; એ પ્રમાણે ભૂતાર્થઅભૂતાર્થ મોક્ષમાર્ગપણાવડે તેને
નિશ્ચયવ્યવહાર કહ્યા છે, એમ જ માનવું. પણ એ બંને જ સાચા મોક્ષમાર્ગ છે અને એ
બંનેને ઉપાદેય માનવા એ તો મિથ્યાબુદ્ધિ જ છે.
પ્રશ્નઃશ્રદ્ધાન તો નિશ્ચયનું રાખીએ છીએ તથા પ્રવૃત્તિ વ્યવહારરૂપ રાખીએ
છીએ, એ પ્રમાણે એ બંને નયોને અમે અંગીકાર કરીએ છીએ?
ઉત્તરઃએમ પણ બનતું નથી, કારણ કેનિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું
વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું યોગ્ય છે. પણ એક જ નયનું શ્રદ્ધાન થતાં તો એકાંતમિથ્યાત્વ થાય
છે; વળી પ્રવૃત્તિમાં નયનું પ્રયોજન જ નથી; કારણ કે
પ્રવૃત્તિ તો દ્રવ્યની પરિણતિ છે, ત્યાં
જે દ્રવ્યની પરિણતિ હોય તેને તેની જ પ્રરૂપણ કરીએ તે નિશ્ચયનય તથા તેને જ
અન્ય દ્રવ્યની પ્રરૂપીએ તે વ્યવહારનયએ પ્રમાણે અભિપ્રાયાનુસાર પ્રરૂપણથી તે
પ્રવૃત્તિમાં બંને નય બને છે પણ કાંઈ પ્રવૃત્તિ જ તો નયરૂપ છે નહિ. તેથી એ પ્રમાણે પણ
બંને નયોનું ગ્રહણ માનવું મિથ્યા છે.
પ્રશ્નઃતો શું કરીએ?
ઉત્તરઃનિશ્ચયનયવડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન
૧. સમયસાર ગા. ૫૬ની ટીકા. ઉપરથી

Page 247 of 370
PDF/HTML Page 275 of 398
single page version

અંગીકાર કરવું તથા વ્યવહારનયવડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન
છોડવું. શ્રી સમયસાર
કળશમાં પણ એ જ કહ્યું છે કે
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै
स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः
सम्यग्निश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं
शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नंति संतो धृतिम्
।।१७३।।
અર્થઃજેથી બધાય હિંસાદિ વા અહિંસાદિમાં અધ્યવસાય છે તે બધા જ છોડવા
એવું શ્રી જિનદેવે કહ્યું છે; તેથી હું એમ માનું છું કેજે પરાશ્રિત વ્યવહાર છે તે સઘળો
જ છોડાવ્યો છે તો સત્પુરુષ એક પરમ નિશ્ચયને જ ભલા પ્રકારે નિષ્કમ્પપણે અંગીકાર કરી
શુદ્ધ જ્ઞાનઘનરૂપ નિજ મહિમામાં સ્થિતિ કેમ કરતા નથી?
ભાવાર્થઃઅહીં વ્યવહારનો તો ત્યાગ કરાવ્યો છે; માટે નિશ્ચયને અંગીકાર કરી
નિજમહિમારૂપ પ્રવર્તવું યુક્ત છે.
વળી ષટ્પાહુડમાં પણ કહ્યું છે કે
जो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि;
जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणो कज्जे
।।३१।। (મોક્ષપાહુડ)
અર્થઃજે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે તથા જે
વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે.
માટે વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે.
વ્યવહારનય સ્વદ્રવ્યપરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણકાર્યાદિને કોઈના
કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો
ત્યાગ કરવો,
વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો
નથી, તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્નઃજો એમ છે તો જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તેનું
શું કારણ?
ઉત્તરઃજિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન
છે તેને તો ‘‘સત્યાર્થ એમ જ છે’’ એમ જાણવું. તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની
મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને ‘‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ

Page 248 of 370
PDF/HTML Page 276 of 398
single page version

ઉપચાર કર્યો છે’’ એમ જાણવું, અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું
ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘‘આ પ્રમાણે પણ
છે તથા આ પ્રમાણે પણ છે’’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા
કહ્યા નથી.
પ્રશ્નઃજો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શામાટે
આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું?
ઉત્તરઃએવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આપ્યો છે કે
जह णवि सक्कमणज्जो अणज्जभासं विणा उ गाहेदुं
तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं ।।।।
અર્થઃજેમ અનાર્યમલેચ્છને મલેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ
નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છ તેથી વ્યવહારનો ઉપદેશ છે.
વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કેएवं मलेच्छभाषास्थानीयत्वेन परमार्थ-
प्रतिपादकत्वादुपन्यसनीयोऽथ च ब्राह्मणो न म्लेच्छितव्य इति वचनाद्वयवहारनयो नानुसर्त्तव्यः।
એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરવા માટે વ્યવહારવડે ઉપદેશ આપીએ છીએ પણ
વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી.
પ્રશ્નઃવ્યવહાર વિના, નિશ્ચયનો ઉપદેશ ન હોઈ શકે તો વ્યવહારનયને કેમ
અંગીકાર ન કરવો?
ઉત્તરઃનિશ્ચયનયથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન અને સ્વભાવોથી
અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે; તેને જે ન ઓળખતો હોય તેને એમ જ કહ્યા કરીએ તો
તે સમજે નહિ ત્યારે તેને સમજાવવા વ્યવહારનયથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતાવડે નર,
નારકી, પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા, એટલે મનુષ્ય જીવ છે, નારકી જીવ છે ઇત્યાદિ
પ્રકારસહિત તેને જીવની ઓળખાણ થઈ.
અથવા અભેદવસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાનદર્શનાદિ ગુણપર્યાયરૂપ જીવના ભેદ કર્યા,
ત્યારે આ જાણવાવાળો જીવ છે, દેખવાવાળો જીવ છે, ઇત્યાદિ પ્રકારસહિત તેને જીવની
ઓળખાણ થઈ.
વળી નિશ્ચયથી વીતરાગભાવ મોક્ષમાર્ગ છે, તેને જે ન ઓળખે તેને એમ જ કહ્યા
કરીએ તો તે સમજે નહિ, ત્યારે તેને સમજાવવા વ્યવહારનયથી, તત્ત્વશ્રદ્ધાનજ્ઞાનપૂર્વક

Page 249 of 370
PDF/HTML Page 277 of 398
single page version

પરદ્રવ્યનાં નિમિત્ત મટવાની સાપેક્ષતાવડે વ્રત, શીલ, સંયમાદિરૂપ વીતરાગભાવના વિશેષ
બતાવવામાં આવ્યા ત્યારે તને વીતરાગભાવની ઓળખાણ થઈ.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ થતો નથી એમ
સમજવું.
બીજું, અહીં વ્યવહારથી નરનારકી આદિ પર્યાયને જ જીવ કહ્યો પણ ત્યાં પર્યાયને
જ જીવ ન માની લેવો, પર્યાય તો જીવપુદ્ગલના સંયોગરૂપ છે; ત્યાં નિશ્ચયથી જીવદ્રવ્ય
ભિન્ન છે, તેને જ જીવ માનવો. જીવના સંયોગથી શરીરાદિકને પણ ઉપચારથી જીવ કહ્યા
છે પણ એ કહેવામાત્ર જ છે, પરમાર્થથી શરીરાદિક કાંઈ જીવ થતા નથી, એવું જ શ્રદ્ધાન
કરવું.
વળી અભેદ આત્મામાં જ્ઞાનદર્શનાદિ ભેદ કર્યા ત્યાં તેને ભેદરૂપ જ ન માની લેવા,
કેમકે ભેદ તો સમજાવવા માટે કર્યા છે, નિશ્ચયથી આત્મા અભેદ જ છે; તેને જ જીવવસ્તુ
માનવી. સંજ્ઞા
સંખ્યાદિથી ભેદ કહ્યા છે તે તો કહેવામાત્ર જ છે, પરમાર્થથી તે જુદાજુદા નથી
એવું જ શ્રદ્ધાન કરવું.
તથા પરદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષાએ વ્રતશીલસંયમાદિકને મોક્ષમાર્ગ કહ્યો ત્યાં
તેને જ મોક્ષમાર્ગ ન માની લેવો, કારણ કેજો પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ આત્માને હોય
તો આત્મા પરદ્રવ્યનો કર્તાહર્તા થઈ જાય. પણ કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન
છે જ નહિ, તેથી આત્મા પોતાના ભાવ જે રાગાદિક છે તેને છોડી વીતરાગ થાય છે, તેથી
નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. વીતરાગભાવોને તથા વ્રતાદિકોને કદાચિત્ કાર્ય
કારણપણું છે તેથી વ્રતાદિકને મોક્ષમાર્ગ કહ્યો, તે કહેવામાત્ર જ છે; પરમાર્થથી બાહ્યક્રિયા
મોક્ષમાર્ગ નથી
એવું જ શ્રદ્ધાન કરવું.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહારનયનો અંગીકાર ન કરવો એમ જાણી લેવું.
પ્રશ્નઃવ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ
પ્રયોજન સાધે છે?
ઉત્તરઃપોતે પણ જ્યાંસુધી નિશ્ચયનયથી પ્રરૂપિત વસ્તુને ન ઓળખે ત્યાંસુધી
વ્યવહારમાર્ગવડે વસ્તુનો નિશ્ચય કરે માટે નીચલી દશામાં વ્યવહારનય પોતાને પણ કાર્યકારી
છે. પરંતુ વ્યવહારને ઉપચારમાત્ર માની તે દ્વારા વસ્તુનો બરાબર નિર્ણય કરે ત્યારે તો કાર્યકારી
થાય, પણ જો નિશ્ચયની માફક વ્યવહારને પણ સત્યભૂત માની ‘વસ્તુ આમ જ છે,’ એવું શ્રદ્ધાન
કરે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય.
એ જ વાત શ્રી પુરુષાર્થ સિદ્ધ્યુપાયમાં કહી છે. યથા

Page 250 of 370
PDF/HTML Page 278 of 398
single page version

अबुद्धस्य बोधनार्थं मुनिश्वरा देशयन्त्यभूतार्थम्
व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति ।।।।
माणवक एव सिंहो यथा भवत्यनवगीत सिंहस्य;
व्यवहार एव हि तथा निश्चयतां यात्यनिश्चयस्य ।।।।
અર્થઃમુનિરાજ, અજ્ઞાનીને સમજાવવા અર્થે અસત્યાર્થ જે વ્યવહારનય તેનો ઉપદેશ
દે છે, જે કેવળ વ્યવહારને જ જાણે છે તેને તો ઉપદેશ આપવો જ યોગ્ય નથી; વળી જેમ
કોઈ સાચા સિંહને ન જાણતો હોય તેને તો બિલાડું જ સિંહ છે; તેમ જે નિશ્ચયને ન જાણતો
હોય તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પ્રાપ્ત થાય છે. અહીં કોઈ નિર્વિચાર પુરુષ એમ પ્રશ્ન
કરે કે
પ્રશ્નઃતમે વ્યવહારને અસત્યાર્થ અને હેય કહો છો તો અમે વ્રત, શીલ,
સંયમાદિ વ્યવહારકાર્ય શા માટે કરીએ? સર્વ છોડી દઈશું.
ઉત્તરઃકાંઈ વ્રત, શીલ, સંયમાદિકનું નામ વ્યવહાર નથી પણ તેને મોક્ષમાર્ગ
માનવો એ વ્યવહાર છે, એ છોડી દે. વળી એવા શ્રદ્ધાનથી તેને તો બાહ્ય સહકારી જાણી
ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે પણ એ તો પરદ્રવ્યાશ્રિત છે, અને સાચો મોક્ષમાર્ગ
વીતરાગભાવ છે તે સ્વદ્રવ્યાશ્રિત છે,
એ પ્રમાણે વ્યવહારને અસત્યાર્થહેય સમજવો; પણ
વ્રતાદિકને છોડવાથી તો કાંઈ વ્યવહારનું હેયપણું થતું નથી.
વળી અમે પૂછીએ છીએ કેવ્રતાદિકને છોડી તું શું કરીશ? જો હિંસાદિરૂપ પ્રવર્તીશ
તો ત્યાં તો મોક્ષમાર્ગનો ઉપચાર પણ સંભવતો નથી. ત્યાં પ્રવર્તવાથી શું ભલું થશે? નરકાદિક
પામીશ, માટે એમ કરવું એ તો નિર્વિચારપણું છે. જો વ્રતાદિરૂપ પરિણતિને મટાડીને કેવળ
વીતરાગ ઉદાસીનભાવરૂપ થવું બને તો ભલું જ છે, પણ નીચલી દશામાં એમ થઈ શકે નહિ,
માટે વ્રતાદિસાધન છોડી સ્વચ્છંદી થવું યોગ્ય નથી. એ પ્રમાણે શ્રદ્ધાનમાં નિશ્ચયને તથા પ્રવૃત્તિમાં
વ્યવહારને ઉપાદેય માનવો તે પણ મિથ્યાભાવ જ છે.
હવે તે જીવ બંને નયોનો અંગીકાર કરવા અર્થે કોઈ વેળા પોતાને શુદ્ધ સિદ્ધસમાન,
રાગાદિરહિત અને કેવળજ્ઞાનાદિસહિત આત્મા અનુભવે છે, તથા ધ્યાનમુદ્રા ધારણ કરી એવા
વિચારોમાં લાગે છે, પોતે એવો નથી છતાં ભ્રમથી નિશ્ચયથી ‘હું આવો જ છું’ એમ માની
સંતુષ્ટ થાય છે, તથા કોઈ વેળા વચનદ્વારા નિરૂપણ પણ એવું જ કરે છે, પણ પ્રત્યક્ષ પોતે
જેવો નથી તેવો પોતાને માનવો ત્યાં નિશ્ચયનામ કેવી રીતે પામે? કારણ કે
વસ્તુને યથાવત્
પ્રરૂપણ કરે તેનું નામ નિશ્ચય છે, તેથી જેમ કેવળ નિશ્ચયાભાસવાળા જીવનું અયથાર્થપણું પહેલાં
કહ્યું હતું, તેમ જ આને પણ જાણવું.

Page 251 of 370
PDF/HTML Page 279 of 398
single page version

અથવા તે એમ માને છે કે ‘‘આ નયથી આત્મા આવો છે તથા આ નયથી આવો
છે,’ પણ આત્મા તો જેવો છે તેવો જ છે, પરંતુ ત્યાં નયવડે નિરૂપણ કરવાનો જે અભિપ્રાય
છે તેને આ ઓળખતો નથી. જેમ આત્મા નિશ્ચયનયથી તો સિદ્ધસમાન, કેવળજ્ઞાનાદિસહિત,
દ્રવ્યકર્મ
નોકર્મભાવકર્મરહિત છે, તથા વ્યવહારનયથી સંસારી, મતિજ્ઞાનાદિસહિત, દ્રવ્યકર્મ
નોકર્મભાવકર્મસહિત છે, એમ તે માને છે. હવે એક આત્માને એવાં બે સ્વરૂપ તો હોય નહિ,
કારણ કેજે ભાવનું સહિતપણું તે જ ભાવનું રહિતપણું એક જ વસ્તુમાં કેવી રીતે સંભવે?
માટે એમ માનવું એ ભ્રમ છે.
તો કેવી રીતે છે? જેમ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ સમાન છે, તેમ સિદ્ધ
અને સંસારી એ બંને જીવપણાની અપેક્ષાએ સમાન કહ્યા છે, કેવળજ્ઞાનાદિની અપેક્ષાએ
સમાનતા માનીએ, પણ તેમ તો છે નહિ; કારણ કે
સંસારીને નિશ્ચયથી મતિજ્ઞાનાદિક જ છે
તથા સિદ્ધને કેવળજ્ઞાન છે. અહીં એટલું વિશેષ કેસંસારીને મતિજ્ઞાનાદિક છે તે કર્મના
નિમિત્તથી છે તેથી સ્વભાવ અપેક્ષાએ સંસારીમાં કેવળજ્ઞાનની શક્તિ કહીએ તો તેમાં દોષ નથી;
જેમ રંકમનુષ્યમાં રાજા થવાની શક્તિ હોય છે તેમ આ શક્તિ જાણવી. વળી દ્રવ્યકર્મ
નોકર્મ
તો પુદ્ગલથી નીપજે છે તેથી નિશ્ચયથી સંસારીને પણ તેનું ભિન્નપણું છે, પરંતુ સિદ્ધની માફક
તેનો કારણ
કાર્યઅપેક્ષા સંબંધ પણ ન માને તો તે ભ્રમ જ છે, તથા ભાવકર્મ એ આત્માનો
ભાવ છે, અને તે નિશ્ચયથી આત્માનો જ છે, પરંતુ કર્મના નિમિત્તથી થાય છે તેથી વ્યવહારથી
તેને કર્મનો કહીએ છીએ. બીજું સિદ્ધની માફક સંસારીને પણ રાગાદિક ન માનવા અને કર્મના
જ માનવા, એ પણ ભ્રમ જ છે.
એ પ્રમાણે બંને નયથી એક જ વસ્તુને એકભાવઅપેક્ષાએ ‘આમ પણ માનવી તથા
આમ પણ માનવી’ એ તો મિથ્યાબુદ્ધિ છે, પણ જુદા જુદા ભાવોની અપેક્ષાએ નયોની પ્રરૂપણા
છે એમ માની વસ્તુને યથાસંભવ માનવી એ જ સાચું શ્રદ્ધાન છે, એ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ
અનેકાન્તરૂપ વસ્તુને માને છે પરંતુ તે યથાર્થ ભાવને ઓળખી માની શકતો નથી એમ જાણવું.
વળી આ જીવને વ્રતશીલસંયમાદિકનો અંગીકાર હોય છે તેને વ્યવહારથી ‘આ પણ
મોક્ષમાર્ગનું કારણ છે’ એવું માની તેને ઉપાદેય માને છે, એ તો જેમ પહેલાં કેવળ
વ્યવહારાવલંબી જીવને અયથાર્થપણું કહ્યું હતું તેમ આને પણ અયથાર્થપણું જાણવું.
વળી તે આમ પણ માને છે કે‘યથાયોગ્ય વ્રતાદિ ક્રિયા તો કરવી યોગ્ય છે પરંતુ
તેમાં મમત્વ ન કરવું;’ હવે જેનો પોતે કર્તા થાય તેમાં મમત્વ કેવી રીતે ન કરે, જો પોતે
કર્તા નથી તો ‘મારે કરવી યોગ્ય છે’ એવો ભાવ કેવી રીતે કર્યો? તથા જો પોતે કર્તા છે
તો તે (ક્રિયા) પોતાનું કર્મ થયું એટલે કર્તાકર્મસંબંધ સ્વયં સિદ્ધ થયો, હવે એવી માન્યતા તો
ભ્રમ છે.

Page 252 of 370
PDF/HTML Page 280 of 398
single page version

તો કેવી રીતે છે? બાહ્ય વ્રતાદિક છે તે તો શરીરાદિ પરદ્રવ્યાશ્રિત છે, અને પરદ્રવ્યનો
પોતે કર્તા નથી, માટે તેમાં કર્તૃત્વબુદ્ધિ પણ ન કરવી તથા તેમાં મમત્વ પણ ન કરવું; એ
વ્રતાદિકમાં ગ્રહણત્યાગરૂપ પોતાનો શુભોપયોગ થાય છે તે પોતાના આશ્રયે છે, અને તેનો
પોતે કર્તા છે, માટે તેમાં કર્તૃત્વબુદ્ધિ પણ માનવી તથા ત્યાં મમત્વ પણ કરવું, પરંતુ
શુભોપયોગને બંધનું જ કારણ જાણવું પણ મોક્ષનું કારણ ન જાણવું, કારણ કે
બંધ અને મોક્ષને તો પ્રતિપક્ષપણું છે, તેથી એક જ ભાવ પુણ્યબંધનું પણ કારણ
થાય તથા મોક્ષનું પણ કારણ થાય, એમ માનવું એ ભ્રમ છે.
તેથી વ્રતઅવ્રત એ બંને વિકલ્પરહિત જ્યાં પરદ્રવ્યના ગ્રહણત્યાગનું કાંઈ પ્રયોજન
નથી એવો ઉદાસીન વીતરાગશુદ્ધોપયોગ તે જ મોક્ષમાર્ગ છે; નીચલી દશામાં કેટલાક જીવોને
શુભોપયોગ અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી
મોક્ષમાર્ગ કહ્યો છે,
પણ વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે. કેમ
કે આ રીતે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છે, એવું શ્રદ્ધાન કરવું.
શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા આ રીતે શુભોપયોગ
અશુભોપયોગને હેય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો, અને જ્યાં શુદ્ધોપયોગ ન થઈ
શકે ત્યાં અશુભોપયોગને છોડી શુભમાં જ પ્રવર્તવું, કારણ કેશુભોપયોગની અપેક્ષાએ
અશુભોપયોગમાં અશુદ્ધતાની અધિકતા છે. શુદ્ધોપયોગ હોય ત્યારે તો તે પરદ્રવ્યનો સાક્ષીભૂત
જ રહે છે, એટલે ત્યાં તો કોઈ પરદ્રવ્યનું પ્રયોજન જ નથી. વળી શુભોપયોગ હોય ત્યાં બાહ્ય
વ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે તથા અશુભોપયોગ હોય ત્યાં બાહ્ય અવ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે,
કારણ કે
અશુદ્ધોપયોગને અને પરદ્રવ્યની પ્રવૃત્તિને નિમિત્તનૈમિત્તિક સંબંધ હોય છે, તેથી
પહેલાં અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય, પછી શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય, એવી
ક્રમપરિપાટી છે.
વળી કોઈ એમ માને છે કેશુભોપયોગ છે તે શુદ્ધોપયોગનું કારણ છે, હવે ત્યાં જેમ
અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય છે તેમ શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય છે એમ જ
જો કારણ
કાર્યપણું હોય તો શુભોપયોગનું કારણ અશુભોપયોગ ઠરે; અથવા દ્રવ્યલિંગીને
શુભોપયોગ તો ઉત્કૃષ્ટ હોય છે, શુદ્ધોપયોગ હોતો જ નથી, તેથી વાસ્તવિકપણે તેમને કારણ
કાર્યપણું નથી. જેમ કોઈ રોગીને ઘણો રોગ હતો અને પાછળથી અલ્પરોગ રહ્યો ત્યાં એ
અલ્પરોગ કાંઈ નીરોગ થવાનું કારણ નથી; હા એટલું ખરું કે
અલ્પરોગ રહે ત્યારે નીરોગ
થવાનો ઉપાય કરે તો થઈ જાય, પણ જો અલ્પરોગને જ ભલો જાણી તેને રાખવાનો યત્ન
કરે તો તે નીરોગી કેવી રીતે થાય? તેમ કોઈ કષાયીને તીવ્રકષાયરૂપ અશુભોપયોગ હતો,
પાછળથી મંદકષાયરૂપ શુભોપયોગ થયો. હવે એ શુભોપયોગ કાંઈ નિષ્કષાય શુદ્ધોપયોગ થવાનું