Moksha Marg Prakashak (Gujarati). Samyaktva Sanmukh Mithyadrashtinu Niroopan; Pancha Labdhionu Swaroop; Adhikar Aathmo; Upadeshanu Swaroop; Anuyoganu Prayojan; Prathamanuyoganu Prayojan; Karananuyoganu Prayojan; Charananuyoganu Prayojan; Dravyanuyoganu Prayojan; Prathmanuyogama Vyakhyananu Vidhan; Karananuyogama Vyakhyananu Vidhan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 15 of 20

 

Page 253 of 370
PDF/HTML Page 281 of 398
single page version

કારણ નથી; હા એટલું ખરું કેશુભોપયોગ થતાં શુદ્ધોપયોગનો જો યત્ન કરે તો થઈ જાય,
પણ જો શુભોપયોગને જ ભલો જાણી તેનું સાધન કર્યા કરે તો શુદ્ધોપયોગ ક્યાંથી થાય?
માટે મિથ્યાદ્રષ્ટિનો શુભોપયોગ તો શુદ્ધોપયોગનું કારણ છે જ નહિ, સમ્યગ્દ્રષ્ટિને શુભોપયોગ
થતાં નિકટ શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય છે એવા મુખ્યપણાથી કોઈ ઠેકાણે શુભોપયોગને
શુદ્ધોપયોગનું કારણ પણ કહીએ છીએ
એમ સમજવું.
વળી આ જીવ પોતાને નિશ્ચયવ્યવહારરૂપ મોક્ષમાર્ગનો સાધક માને છે, ત્યાં પૂર્વે કહ્યા
પ્રમાણે આત્માને શુદ્ધ માન્યો તે તો સમ્યગ્દર્શન થયું, તે જ પ્રમાણે જાણ્યો તે સમ્યગ્જ્ઞાન થયું,
તથા તે જ પ્રમાણે વિચારમાં પ્રવર્ત્યો તે સમ્યક્ચારિત્ર થયું. એ પ્રમાણે તો પોતાને નિશ્ચયરત્નત્રય
થયું માને છે; પણ હું પ્રત્યક્ષ અશુદ્ધ છતાં શુદ્ધ કેવી રીતે માનું
જાણુંવિચારું છું? ઇત્યાદિ
વિવેકરહિત ભ્રમથી સંતુષ્ટ થાય છે.
વળી અર્હંતાદિક વિના અન્ય દેવાદિકને માનતો નથી વા જૈનશાસ્ત્રાનુસાર જીવાદિકના
ભેદ શીખી લીધા છે તેને જ માને છે, અન્યને માનતો નથી તે તો સમ્યગ્દર્શન થયું, જૈનશાસ્ત્રોના
અભ્યાસમાં ઘણો પ્રવર્ત્તે છે તે સમ્યગ્જ્ઞાન થયું, તથા વ્રતાદિરૂપ ક્રિયાઓમાં પ્રવર્ત્તે છે તે
સમ્યક્ચારિત્ર થયું,
એ પ્રમાણે પોતાને વ્યવહારરત્નત્રય થયું માને છે; પણ વ્યવહાર તો
ઉપચારનું નામ છે અને તે ઉપચાર પણ ત્યારે જ બને કે જ્યારે તે સત્યભૂત નિશ્ચયરત્નત્રયના
કારણાદિક થાય, અર્થાત્ જેમ નિશ્ચયરત્નત્રય સધાય તેમ તેને સાધે તો તેમાં વ્યવહારપણું પણ
સંભવે. પણ આને તો સત્યભૂત નિશ્ચયરત્નત્રયની પિછાણ જ થઈ નથી તો આ એ પ્રમાણે
કેવી રીતે સાધી શકે? માત્ર આજ્ઞાનુસારી બની દેખાદેખી સાધન કરે છે તેથી તેને નિશ્ચય
વ્યવહાર મોક્ષમાર્ગ થયો નહિ.
નિશ્ચયવ્યવહાર મોક્ષમાર્ગનું નિરૂપણ આગળ કરીશું તેનું સાધન થતાં જ
મોક્ષમાર્ગ થશે.
એ પ્રમાણે આ જીવ નિશ્ચયાભાસને માનેજાણે છે, પરંતુ વ્યવહારસાધનને પણ ભલાં
જાણે છે તેથી સ્વચ્છંદી બની અશુભરૂપ પ્રવર્તતો નથી પણ વ્રતાદિ શુભોપયોગરૂપ પ્રવર્તે
છે તેથી અંતિમ ગ્રૈવેયકસુધીનાં પદ પ્રાપ્ત કરે છે, તથા જો નિશ્ચયાભાસની પ્રબળતાથી
અશુભરૂપ પ્રવૃત્તિ થઈ જાય તો કુગતિમાં પણ ગમન થાય છે. પરિણામાનુસાર ફળ પામે
છે, પરંતુ સંસારનો જ ભોક્તા રહે છે, અર્થાત્ સાચો મોક્ષમાર્ગ પામ્યા વિના સિદ્ધપદને પામી
શકતો નથી.
એ પ્રમાણે નિશ્ચયવ્યવહારાભાસ બંને નયાવલંબી મિથ્યાદ્રષ્ટિઓનું નિરૂપણ કર્યું.
હવે સમ્યક્ત્વસન્મુખ જે મિથ્યાદ્રષ્ટિ છે, તેનું નિરૂપણ કરીએ છીએ

Page 254 of 370
PDF/HTML Page 282 of 398
single page version

સમ્યક્ત્વસન્મુખ મિથ્યાદ્રષ્ટિનું નિરુપણ
કોઈ મંદકષાયાદિનું કારણ પામીને જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોપશમ થયો, તેથી
તત્ત્વવિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ, તથા મોહ મંદ થયો તેથી તત્ત્વવિચારમાં ઉદ્યમી થયો,
અને બાહ્યનિમિત્ત દેવ
ગુરુશાસ્ત્રાદિકનું થતાં એ વડે સત્ય ઉપદેશનો લાભ થયો.
ત્યાં પોતાના પ્રયોજનભૂત મોક્ષમાર્ગના, દેવગુરુધર્માદિકના, જીવાદિતત્ત્વોના, સ્વ
પરના વા પોતાને અહિતકારીહિતકારી ભાવોના, ઇત્યાદિના ઉપદેશથી સાવધાન થઈ એવો
વિચાર કર્યો કેઅહો! મને તો આ વાતની ખબર જ નથી, હું ભ્રમથી ભૂલી પ્રાપ્ત પર્યાયમાં
જ તન્મય થયો, પણ આ પર્યાયની તો થોડા જ કાળની સ્થિતિ છે, અહીં મને સર્વ નિમિત્તો
મળ્યાં છે માટે મારે આ વાતનો બરાબર નિર્ણય કરવો જોઈએ કારણ કે, આમાં તો મારું
જ પ્રયોજન ભાસે છે; એમ વિચારી જે ઉપદેશ સાંભળ્યો તેનો નિર્ધાર કરવાનો ઉદ્યમ કર્યો.
ત્યાં ઉદ્દેશ, લક્ષણનિર્દેશ અને પરીક્ષા વડે તેનો નિર્ધાર થાય છે માટે પ્રથમ તો તેનાં
દેવગુરુશાસ્ત્રના ઉદ્દેશ એટલે નામ જાણે લક્ષણથી ઓળખે, નામ શીખે તે ઉદ્દેશ, પછી તેનાં
લક્ષણ જાણે, પછી આમ સંભવે છે કે નહિ? એવા વિચારપૂર્વક પરીક્ષા કરવા લાગે.
હવે ત્યાં નામ શીખી લેવાં તથા લક્ષણ જાણી લેવાં એ બંને તો ઉપદેશાનુસાર થાય
છે; જેવો ઉપદેશ મળ્યો હોય તેવો યાદ કરી લેવો, તથા પરીક્ષા કરવામાં પોતાનો વિવેક
જોઈએ, એટલે વિવેકપૂર્વક એકાંતમાં પોતાના ઉપયોગમાં વિચાર કરે કે
‘જેમ ઉપદેશ આપ્યો
તેમ જ છે કે અન્યથા છે’ તેનો અનુમાનાદિ પ્રમાણવડે યથાર્થ નિર્ણય કરે, વા ‘ઉપદેશ તો
આમ છે, તથા આમ ન માનીએ તો આમ થાય,’ હવે તેમાં પ્રબળયુક્તિ કઈ છે તથા
નિર્બળયુક્તિ કઈ છે? જે પ્રબળ ભાસે તેને સત્ય જાણે; વળી જો એ ઉપદેશથી અન્યથા સત્ય
ભાસે વા તેમાં સંદેહ રહે, નિર્ધાર ન થાય તો જે કોઈ વિશેષ જ્ઞાની હોય તેને પૂછે, અને
તે જે ઉત્તર આપે તેનો વિચાર કરે. એ પ્રમાણે જ્યાંસુધી નિર્ધાર ન થાય ત્યાંસુધી પ્રશ્ન
ઉત્તર કરે અથવા સમાનબુદ્ધિના ધારક હોય તેમને પોતાનો જેવો વિચાર થયો હોય તેવો કહે,
તેમની સાથે પ્રશ્ન
ઉત્તર દ્વારા પરસ્પર ચર્ચા કરે, એ પ્રશ્નોત્તરમાં જે નિરૂપણ થયું હોય તેનો
એકાંતમાં વિચાર કરે, એ પ્રમાણે જ્યાંસુધી પોતાના અંતરંગમાં જેવો ઉપદેશ આપ્યો હતો તેવો
જ નિર્ણય થઈ તેનો ભાવ ન ભાસે ત્યાંસુધી એવો જ ઉદ્યમ કર્યા કરે.
વળી અન્યમતીઓ દ્વારા જે કલ્પિત તત્ત્વોનો ઉપદેશ આપ્યો છે તે વડે જૈન ઉપદેશ
અન્યથા ભાસે, તેમાં સંદેહ થાય, તોપણ ઉપર કહ્યા પ્રમાણે ઉદ્યમ કરે.
એ પ્રમાણે ઉદ્યમ કરતાં, ‘જેવો શ્રી જિનદેવનો ઉપદેશ છે તેમ જ સત્ય છે, મને પણ
એમ જ ભાસે છે’ એવો નિર્ણય થાય છે; કારણ કે જિનદેવ અન્યથાવાદી નથી.

Page 255 of 370
PDF/HTML Page 283 of 398
single page version

પ્રશ્નઃજો જિનદેવ અન્યથાવાદી નથી તો જેવો તેમનો ઉપદેશ છે તેમ જ
શ્રદ્ધાન કરી લઈએ, પરીક્ષા શામાટે કરીએ?
ઉત્તરઃપરીક્ષા કર્યા વિના એવું તો માનવું થાય કે‘જિનદેવે આ પ્રમાણે કહ્યું છે
તે સત્ય છે,’ પરંતુ તેનો ભાવ પોતાને ભાસે નહિ, અને ભાવ ભાસ્યા વિના શ્રદ્ધાન નિર્મળ
થાય નહિ, કારણ કે
જેની કોઈના વચનદ્વારા જ પ્રતીતિ કરી હોય તેની અન્યના વચનવડે
અન્યથા પણ પ્રતીતિ થઈ જાય તેથી વચનવડે કરેલી પ્રતીતિ શક્તિઅપેક્ષાએ અપ્રતીતિ સમાન
જ છે; પણ જેનો ભાવ ભાસ્યો હોય તેને અનેક પ્રકારવડે પણ અન્યથા માને નહિ, માટે
ભાવભાસનસહિત જે પ્રતીતિ થાય તે જ સાચી પ્રતીતિ છે.
અહીં કહેશો કે‘પુરુષની પ્રમાણતાથી વચનની પ્રમાણતા કરીએ છીએ,’ પરંતુ પુરુષની
પ્રમાણતા પણ સ્વયં તો થતી નથી, પહેલાં તેનાં કેટલાંક વચનોની પરીક્ષા કરી લઈએ ત્યારે
પુરુષની પ્રમાણતા થાય છે.
પ્રશ્નઃઉપદેશ તો અનેક પ્રકારના છે, ત્યાં કોની કોની પરીક્ષા કરીએ?
ઉત્તરઃઉપદેશમાં કોઈ ઉપાદેય કોઈ હેય તથા કોઈ જ્ઞેયતત્ત્વોનું નિરૂપણ કરવામાં
આવે છે, ત્યાં એ ઉપાદેયહેયતત્ત્વોની પરીક્ષા તો અવશ્ય કરી લેવી, કારણ કેતેમાં
અન્યથાપણું થતાં પોતાનું બૂરું થાય છે, અર્થાત્ જો ઉપાદેયને હેય માની લે તો બૂરું થાય,
અગર હેયને ઉપાદેય માની લે તોપણ બૂરું થાય.
પ્રશ્નઃપોતે પરીક્ષા ન કરે અને જિનવચનથી જ ઉપાદેયને ઉપાદેય જાણે
તથા હેયને હેય જાણે તો તેમાં કેવી રીતે બૂરું થાય?
ઉત્તરઃઅર્થનો ભાવ ભાસ્યા વિના વચનનો અભિપ્રાય ઓળખાય નહિ. પોતે તો
માની લે કે હું ‘જિનવચન અનુસાર માનું છું,’ પરંતુ ભાવ ભાસ્યા વિના અન્યથાપણું થઈ જાય.
લોકમાં પણ નોકરને કોઈ કાર્ય માટે મોકલીએ છીએ ત્યાં એ નોકર જો તે કાર્યના ભાવને
જાણે તો એ કાર્ય સુધારે, પણ જો એ નોકરને તેનો ભાવ ન ભાસે તો કોઈ ઠેકાણે તે ચૂકી
જ જાય; માટે ભાવ ભાસવા અર્થે હેય
ઉપાદેયતત્ત્વોની પરીક્ષા અવશ્ય કરવી.
પ્રશ્નઃજો પરીક્ષા અન્યથા થઈ જાય તો શું કરવું?
ઉત્તરઃજિનવચન અને પોતાની પરીક્ષા એ બંનેની સમાનતા થાય ત્યારે તો જાણવું
કે સત્ય પરીક્ષા થઈ છે. જ્યાંસુધી તેમ ન થાય, ત્યાંસુધી જેમ કોઈ હિસાબ કરે છે ને તેની
વિધિ ન મળે ત્યાંસુધી પોતાની ભૂલ ખોળે છે; તેમ આ પણ પોતાની પરીક્ષામાં વિચાર
કર્યા કરે.

Page 256 of 370
PDF/HTML Page 284 of 398
single page version

તથા જે જ્ઞેયતત્ત્વ છે તેની પણ પરીક્ષા થઈ શકે તો કરે; નહિ તો તે અનુમાન કરે કે
જેણે હેયઉપાદેયતત્ત્વ જ અન્યથા નથી કહ્યાં તે જ્ઞેયતત્ત્વ અન્યથા શા માટે કહે? જેમ કોઈ
પ્રયોજનરૂપ કાર્યોમાં પણ જૂઠ ન બોલે તે અપ્રયોજનરૂપ જૂઠ શા માટે બોલે? માટે જ્ઞેયતત્ત્વોનું
સ્વરૂપ પરીક્ષાવડે વા આજ્ઞાવડે પણ જાણવું, છતાં તેનો યથાર્થ ભાવ ન ભાસે તોપણ દોષ નથી.
એટલા જ માટે જૈનશાસ્ત્રમાં જ્યાં તત્ત્વાદિકનું નિરૂપણ કર્યું છે ત્યાં તો હેતુયુક્તિ
આદિવડે જેમ તેને અનુમાનાદિવડે પ્રતીતિ થાય તેમ કથન કર્યું. તથા ત્રિલોક, ગુણસ્થાન, માર્ગણા
અને પુરાણાદિનું કથન આજ્ઞાનુસાર કર્યું એટલા માટે હેય
ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરવી
યોગ્ય છે.
ત્યાં જીવાદિ દ્રવ્યો વા તત્ત્વોને તથા સ્વપરને પીછાણવાં, ત્યાગવાયોગ્ય મિથ્યાત્વ-
રાગાદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિકનું સ્વરૂપ પીછાણવું તથા નિમિત્ત
નૈમિત્તિકાદિકને જેમ છે તેમ પીછાણવાં, ઇત્યાદિ જેને જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે
તેને અવશ્ય જાણવાં, તેની તો પરીક્ષા કરવી, સામાન્યપણે કોઈ હેતુ
યુક્તિવડે તેને જાણવાં,
પ્રમાણનયોવડે જાણવાં, વા નિર્દેશસ્વામિત્વાદિવડે વા સત્સંખ્યાદિવડે તેના વિશેષો જાણવા,
અર્થાત્ જેવી બુદ્ધિ હોય અને જેવું નિમિત્ત બને તે પ્રમાણે તેને સામાન્યવિશેષરૂપ ઓળખવા.
તથા એ જાણવાના ઉપકારી ગુણસ્થાનમાર્ગણાદિક, પુરાણાદિક વા વ્રતાદિક ક્રિયાદિકનું પણ
જાણવું યોગ્ય છે. ત્યાં જેની પરીક્ષા થઈ શકે તેની પરીક્ષા કરવી, ન થઈ શકે તેનું આજ્ઞાનુસાર
જાણપણું કરવું.
એ પ્રમાણે તેને જાણવા અર્થે કોઈ વખત પોતે જ વિચાર કરે છે, કોઈ વખત શાસ્ત્ર
વાંચે છે, કોઈ વખત સાંભળે છે, કોઈ વખત અભ્યાસ કરે છે તથા કોઈ વખત પ્રશ્નોત્તર
કરે છે, ઇત્યાદિરૂપ પ્રવર્તે છે, પોતાનું કાર્ય કરવાનો તેને ઘણો હર્ષ છે તેથી અંતરંગ પ્રીતિથી
તેનું સાધન કરે છે.
એ પ્રમાણે સાધન કરતાં જ્યાંસુધી સાચું તત્ત્વજ્ઞાન ન થાય,
૧. ‘આ આમ જ છે’ એવી પ્રતીતિસહિત જીવાદિતત્ત્વોનું સ્વરૂપ પોતાને ન ભાસે,
૨. જેવી પર્યાયમાં અહંબુદ્ધિ છે તેવી કેવળ આત્મામાં અહંબુદ્ધિ ન થાય, ૩. અને
હિત
અહિતરૂપ પોતાના ભાવો છે, તેને ન ઓળખે ત્યાંસુધી તે સમ્યક્ત્વસન્મુખ
મિથ્યાદ્રષ્ટિ છે. આવો જીવ થોડા જ કાળમાં સમ્યક્ત્વને પ્રાપ્ત થશે. આ જ ભવમાં
વા અન્ય પર્યાયમાં સમ્યક્ત્વને પામશે.
આ ભવમાં અભ્યાસવડે પરલોકમાં તિર્યંચાદિ ગતિમાં પણ જાય તો ત્યાં આ સંસ્કારના
બળથી દેવગુરુશાસ્ત્રના નિમિત્ત વિના પણ તેને સમ્યક્ત્વ થઈ જાય છે. કારણ કેએના
અભ્યાસના બળથી મિથ્યાકર્મનો અનુભાગ (રસ) ઓછો થાય છે. જ્યાં તેનો ઉદય ન થાય
ત્યાં જ સમ્યક્ત્વ થઈ જાય છે.

Page 257 of 370
PDF/HTML Page 285 of 398
single page version

એવો અભ્યાસ જ મૂળ કારણ છે. દેવાદિકનું તો બાહ્યનિમિત્ત છે. હવે મુખ્યપણે
તો તેના નિમિત્તથી જ સમ્યક્ત્વ થાય છે અને તારતમ્યતાથી પૂર્વ અભ્યાસના સંસ્કારથી
વર્તમાનમાં તેનું નિમિત્ત ન હોય તોપણ સમ્યક્ત્વ થઈ શકે છે. સિદ્ધાંતમાં એવું સૂત્ર છે કે
‘तन्निसर्गादधिगमाद्वा’ (મોક્ષશાસ્ત્ર અ. ૧, સૂત્ર ૩) અર્થાત્એ સમ્યગ્દર્શન નિસર્ગ વા
અધિગમથી થાય છે, ત્યાં દેવાદિ બાહ્યનિમિત્ત વિના થાય તેને તો નિસર્ગથી થયું કહીએ છીએ,
દેવાદિના નિમિત્તથી થાય તેને અધિગમથી થયું કહીએ છીએ.
જુઓ, તત્ત્વવિચારનો મહિમા! તત્ત્વવિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે,
ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રતાદિક પાળે, તપશ્ચરણાદિ કરે છતાં તેને તો સમ્યક્ત્વ
થવાનો અધિકાર નથી અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યક્ત્વનો અધિકારી
થાય છે.
વળી કોઈ જીવને તત્ત્વવિચાર થવા પહેલાં કોઈ કારણ પામીને દેવાદિકની પ્રતીતિ થાય,
વા વ્રતતપ અંગીકાર થાય અને પછી તે તત્ત્વવિચાર કરે, પરંતુ સમ્યક્ત્વનો અધિકારી
તત્ત્વવિચાર થતાં જ થાય છે.
વળી કોઈને તત્ત્વવિચાર થયા પછી તત્ત્વપ્રતીતિ ન થવાથી સમ્યક્ત્વ તો ન થયું અને
વ્યવહારધર્મની પ્રતીતિરુચિ થઈ ગઈ તેથી તે દેવાદિકની પ્રતીતિ કરે છે વા વ્રતતપને
અંગીકાર કરે છે. તથા કોઈને દેવાદિકની પ્રતીતિ અને સમ્યક્ત્વ એકસાથે થાય છે તથા વ્રત
તપ સમ્યક્ત્વની સાથે પણ હોય અથવા પહેલાં પછી પણ હોય, પરંતુ દેવાદિકની પ્રતીતિનો
તો નિયમ છે. એ વિના સમ્યક્ત્વ થાય નહિ. વ્રતાદિક હોવાનો નિયમ નથી. ઘણા જીવો તો
પહેલાં સમ્યક્ત્વ થાય પછી જ વ્રતાદિક ધારણ કરે છે, કોઈને એકસાથે પણ થઈ જાય છે.
એ પ્રમાણે આ તત્ત્વવિચારવાળો જીવ સમ્યક્ત્વનો અધિકારી છે; પરંતુ તેને સમ્યક્ત્વ થાય જ
એવો નિયમ નથી, કારણ કે
શાસ્ત્રમાં સમ્યક્ત્વ હોવા પહેલાં પાંચ લબ્ધિ હોવી કહી છે.
પાંચ લબ્ધિાઓનું સ્વરુપ
ક્ષયોપશમલબ્ધિ, વિશુદ્ધિલબ્ધિ, દેશનાલબ્ધિ, પ્રાયોગ્યલબ્ધિ અને કરણલબ્ધિ. ત્યાં
૧. જેના હોવાથી તત્ત્વવિચાર થઈ શકે એવો જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોપશમ થાય
અર્થાત્ ઉદયકાળને પ્રાપ્ત સર્વઘાતી સ્પર્ધકોના નિષેકોના ઉદયનો અભાવ તે ક્ષય, તથા
ભાવીકાળમાં ઉદય આવવા યોગ્ય કર્મોનું સત્તારૂપ રહેવું તે ઉપશમ, એવી દેશઘાતી સ્પર્ધકોના
ઉદયસહિત કર્મોની અવસ્થા તેનું નામ ક્ષયોપશમ છે, તેની જે પ્રાપ્તિ તે ક્ષયોપશમલબ્ધિ છે.
૨. મોહનો મંદ ઉદય આવવાથી મંદકષાયરૂપ ભાવ થાય, કે જ્યાં તત્ત્વવિચાર થઈ
શકે, તે વિશુદ્ધિલબ્ધિ છે.

Page 258 of 370
PDF/HTML Page 286 of 398
single page version

૩. શ્રી જિનેન્દ્રદેવદ્વારા ઉપદેશેલા તત્ત્વનું ધારણ થવું, તેનો વિચાર થવો તે દેશનાલબ્ધિ
છે. નર્કાદિકમાં જ્યાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં તે પૂર્વસંસ્કારથી થાય છે.
૪. કર્મોની પૂર્વસત્તા ઘટી અને અંતઃકોડાકોડીસાગર પ્રમાણ રહી જાય તથા નવીનબંધ
પણ અંતઃકોડાકોડીસાગર પ્રમાણે સંખ્યાતમા ભાગમાત્ર થાય, તે પણ એ લબ્ધિકાળથી માંડીને
ક્રમથી ઘટતો જ જાય અને કેટલીક પાપપ્રકૃતિઓનો બંધ ક્રમથી મટતો જાય; ઇત્યાદિ યોગ્ય
અવસ્થા થવી તેનું નામ પ્રાયોગ્યલબ્ધિ છે.
એ ચારે લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બંનેને હોય છે. એ ચાર લબ્ધિઓ થયા પછી
સમ્યક્ત્વ થાય તો થાય અને ન થાય તો ન પણ થાય એમ શ્રી *લબ્ધિસાર ગાથા ૩ માં
કહ્યું છે, માટે એ તત્ત્વવિચારવાળાને સમ્યક્ત્વ હોવાનો નિયમ નથી. જેમ કોઈને હિતશિક્ષા
આપી, તેને જાણી તે વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે? પછી વિચાર કરતાં
તેને
‘આમ જ છે’ એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, વા
અન્ય વિચારમાં લાગી તે શિક્ષાનો નિર્ધાર ન કરે તો તેને પ્રતીતિ ન પણ થાય; તેમ શ્રીગુરુએ
તત્ત્વોપદેશ આપ્યો તેને જાણી વિચાર કરે કે
આ ઉપદેશ આપ્યો તે કેવી રીતે છે? પછી વિચાર
કરતાં તેને ‘આમ જ છે’ એવી શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, અથવા
અન્ય વિચારમાં લાગી તે ઉપદેશનો નિર્ધાર ન કરે તો પ્રતીતિ ન પણ થાય. પણ તેનો ઉદ્યમ
તો માત્ર તત્ત્વવિચાર કરવાનો જ છે.
૫. પાંચમી કરણલબ્ધિ થતાં સમ્યક્ત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે. પણ તે તો
જેને પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહૂર્ત પછી જેને સમ્યક્ત્વ થવાનું હોય
તે જ જીવને કરણલબ્ધિ થાય છે.
એ કરણલબ્ધિવાળા જીવને બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉદ્યમ હોય છે કેતે
તત્ત્વવિચારમાં ઉપયોગને તદ્રૂપ થઈ લગાવે તેથી સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા
જાય છે. જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ
તુરત જ થઈ જશે, તેમ તત્ત્વ ઉપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને તેનું
તુરત જ શ્રદ્ધાન થઈ જાય, વળી એ પરિણામોનું તારતમ્ય કેવળજ્ઞાનવડે દેખ્યું તેનું
કરણાનુયોગમાં નિરૂપણ કર્યું છે.
એ કરણલબ્ધિના ત્રણ ભેદ છેઅધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ; તેનું
વિશેષ વ્યાખ્યાન તો શ્રી લબ્ધિસાર શાસ્ત્રમાં કર્યું છે ત્યાંથી જાણવું, અહીં સંક્ષેપમાં કહીએ
છીએ
ત્રિકાળવર્તી સર્વ કરણલબ્ધિવાળા જીવોના પરિણામોની અપેક્ષાએ એ ત્રણ નામ છે, તેમાં
કરણનામ તો પરિણામનું છે.

Page 259 of 370
PDF/HTML Page 287 of 398
single page version

અધઃકરણઃજ્યાં પહેલાં અને પાછલા સમયોના પરિણામ સમાન હોય તે
અધઃકરણ છે. જેમ કોઈ જીવના પરિણામ તે કરણના પહેલા સમયે અલ્પવિશુદ્ધતા સહિત થયા,
પછી સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતાથી વધતા થયા, વળી તેને જેમ બીજા
ત્રીજા આદિ
સમયોમાં પરિણામ થાય તેવા કોઈ અન્ય જીવોને પ્રથમ સમયમાં જ થાય તેને તેનાથી સમયે
સમયે અનંત ગુણી વિશુદ્ધતાવડે વધતા હોય એ પ્રમાણે
અધઃપ્રવૃત્તકરણ જાણવું.
અપૂર્વકરણઃજેમાં પહેલા અને પાછલા સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ
જ હોય તે અપૂર્વકરણ છે. જેમકેતે કરણના પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવા કોઈ
પણ જીવને દ્વિતીયાદિ સમયોમાં ન હોય પણ વધતા જ હોય, તથા અહીં અધઃકરણવત્ જે
જીવોને કરણનો પ્રથમ સમય જ હોય તે અનેક જીવોના પરિણામ પરસ્પર સમાન પણ હોય
છે તથા અધિક
હીન વિશુદ્ધતા સહિત પણ હોય છે, પરંતુ અહીં એટલું વિશેષ થયું કેતેની
ઉત્કૃષ્ટતાથી પણ દ્વિતીયાદિ સમયવાળાના જઘન્ય પરિણામ પણ અનંતગુણી વિશુદ્ધતા સહિત જ
હોય છે. એ જ પ્રમાણે જેને કરણ માંડ્યે દ્વિતીયાદિ સમય થયા હોય, તેને તે સમયવાળાઓના
પરિણામ તો પરસ્પર સમાન વા અસમાન હોય છે, પરંતુ ઉપરના સમયવાળાના પરિણામ તે
સમયે સર્વથા સમાન હોય નહિ પણ અપૂર્વ જ હોય છે. એ
અપૂર્વકરણ જાણવું.
અનિવૃત્તિકરણઃવળી જેમાં સમાન સમયવર્તી જીવોના પરિણામ સમાન જ હોય,
નિવૃત્તિ અર્થાત્ પરસ્પર ભેદ તેનાથી રહિત હોય છે. જેમ તે કરણના પહેલા સમયમાં સર્વ
જીવોના પરિણામ પરસ્પર સમાન જ હોય છે એ જ પ્રમાણે દ્વિતીયાદિ સમયોમાં પરસ્પર
સમાનતા જાણવી, તથા પ્રથમાદિ સમયવાળાઓથી દ્વિતીયાદિ સમયવાળાઓને અનંતગુણી
વિશુદ્ધતાસહિત હોય છે, એ પ્રમાણે
અનિવૃત્તિકરણ જાણવું.
એ પ્રમાણે એ ત્રણ કરણ જાણવાં.
તેમાં પહેલાં અંતર્મુહૂર્ત કાળપર્યંત અધઃકરણ થાય છે ત્યાં ચાર આવશ્યક થાય છે
લબ્ધિસાર ગા૦ ૩૫.
૨.समए समए भिण्णा भावा तम्हा अपुव्वकरणो हु ।। लब्धिसार३६ ।।
जम्हा उवरिमभावा हेट्ठिमभावेहिं णत्थि सरिसत्तं
तम्हा बिदियं करणं अपुव्वकरणेत्ति णिद्दिट्ठं ।। लब्धि० ।।
करणं परिणामो अप्पुब्बाणि च ताणि करणाणि च अपुव्वकरणाणि, असमाणपरिणामा त्ति जं उत्तं होदि ।।
धवला १।।
૩.एगसमए वट्टंताणं जीवाणं परिणामेहि ण विज्जदे णियट्ठी णिव्वत्ती जत्थ ते अणियट्टीपरिणामा धवला १
एक्कम्हि कालसमये संठाणादीहिं जह णिवट्टंति ण णिवट्टंति तहा परिणामेहिं मिहो जेहि ।। गो० जीव० ५६ ।।

Page 260 of 370
PDF/HTML Page 288 of 398
single page version

સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતા થાય, ૨નવીનબંધની સ્થિતિ એક એક અંતર્મુહૂર્તથી
ઘટતી જાય છે તે સ્થિતિબંધાપસરણ છે. ૩સમયે સમયે પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ
અનંતગુણો વધે, ૪સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગબંધ અનંતમા ભાગે થાય
એ પ્રમાણે ચાર આવશ્યક થાય છે.
તે પછી અપૂર્વકરણ થાય છે, તેનો કાળ અધઃકરણના કાળના સંખ્યાતમા ભાગ છે.
તેમાં આ આવશ્યક બીજા થાય છે. (૧) સત્તાભૂત પૂર્વકર્મની સ્થિતિને એક એક અંતર્મુહૂર્તથી
ઘટાડે તેવો સ્થિતિકાંડકઘાત થાય, (૨) તેનાથી અલ્પ એક એક અંતર્મુહૂર્તથી પૂર્વકર્મના
અનુભાગને ઘટાડે તેવો અનુભાગકાંડકઘાત થાય, (૩) ગુણશ્રેણિના કાળમાં ક્રમથી અસંખ્યાત-
ગુણા પ્રમાણસહિત કર્મ, નિર્જરવા યોગ્ય કરે તેવી ગુણશ્રેણિ નિર્જરા થાય, તથા ગુણસંક્રમણ
અહીં થતું નથી પણ અન્યત્ર અપૂર્વકરણ થાય છે ત્યાં થાય છે.
એ પ્રમાણે અપૂર્વકરણ થયા પછી અનિવૃત્તિકરણ થાય છે તેનો કાળ અપૂર્વકરણના પણ
સંખ્યાતમા ભાગ છે, તેમાં પૂર્વોક્ત આવશ્યકસહિત કેટલોક કાળ ગયા પછી અંતરકરણ કરે
છે, જે અનિવૃત્તિકરણના કાળ પછી ઉદય આવવા યોગ્ય એવાં મિથ્યાત્વકર્મનાં મુહૂર્તમાત્ર
નિષેકોનો અભાવ કરે છે; અને તે પરમાણુઓને અન્ય સ્થિતિરૂપ પરિણમાવે છે. (તેને
અંતરકરણ કહેવાય છે.) તે અંતરકરણ પછી ઉપશમકરણ કરે છે, અર્થાત્ અંતઃકરણ વડે
અભાવરૂપ કરેલા નિષેકોના ઉપરના જે મિથ્યાત્વના નિષેક છે તેને ઉદય આવવાને અયોગ્ય
કરે છે, ઇત્યાદિ ક્રિયાવડે અનિવૃત્તિકરણના અંતસમયના અનંતર જે નિષેકોનો અભાવ કર્યો હતો
તેનો ઉદય કાળ આવતાં તે કાળે નિષેકો વિના ઉદય કોનો આવે? તેથી મિથ્યાત્વનો ઉદય ન
હોવાથી પ્રથમોપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિને સમ્યક્ત્વમોહનીય અને
મિશ્રમોહનીયની સત્તા નથી તેથી તે એક મિથ્યાત્વકર્મનો જ ઉપશમ કરી ઉપશમસમ્યગ્દ્રષ્ટિ થાય
છે, તથા કોઈ જીવ સમ્યક્ત્વ પામી પછી ભ્રષ્ટ થાય છે તેની દશા પણ અનાદિ મિથ્યાદ્રષ્ટિ
જેવી થઈ જાય છે.
પ્રશ્નઃપ્રથમ પરીક્ષાવડે તત્ત્વશ્રદ્ધાન કર્યું હતું છતાં તેનો અભાવ કેવી રીતે થાય?
ઉત્તરઃજેમ કોઈ પુરુષને શિક્ષા આપી. તેની પરીક્ષા વડે તેને ‘આમ જ છે’ એવી
પ્રતીતિ પણ આવી હતી, પછી કોઈ પ્રકારે અન્યથા વિચાર થયો. તેથી એ શિક્ષામાં તેને સંદેહ
થયો કે
‘આમ છે કે આમ છે?’ અથવા ‘ન માલૂમ કેમ હશે?’ અથવા તે શિક્ષાને જૂઠ જાણી
તેનાથી વિપરીતતા થઈ ત્યારે તેને અપ્રતીતિ થઈ અને તેથી તે શિક્ષાની પ્રતીતિનો તેને અભાવ
થયો. અથવા પહેલાં તો અન્યથા પ્રતીતિ હતી જ, વચમાં શિક્ષાના વિચારથી યથાર્થ પ્રતીતિ
૧.किमंतरकरणं णाम ? विवक्खियकम्माणं हेट्ठिमोवरिमट्ठिदीओ मोत्तूण मज्झे अन्तोमुहुत्तमेत्ताणं ट्ठिदीणं परिणाम-
विसेसेण णिसेगाणमभावीकरण मंतरकरणमिदि भण्णदे
।।(जयधवला, अ० प० ९५३)

Page 261 of 370
PDF/HTML Page 289 of 398
single page version

થઈ હતી પણ તે શિક્ષાનો વિચાર કર્યે ઘણો કાળ થઈ ગયો ત્યારે તેને ભૂલી, જેવી પહેલાં
અન્યથા પ્રતીતિ હતી તેવી જ સ્વયં થઈ ગઈ, ત્યારે તે શિક્ષાની પ્રતીતિનો અભાવ થઈ જાય
છે, અથવા પહેલાં તો યથાર્થ પ્રતીતિ કરી હતી, પછી ન તો કોઈ અન્યથા વિચાર કર્યો કે
ન ઘણો કાળ ગયો પરંતુ કોઈ એવા જ કર્મોદયથી હોનહાર અનુસાર સ્વયમેવ તે પ્રતીતિનો
અભાવ થઈ અન્યથાપણું થયું. એ પ્રમાણે અનેક પ્રકારથી તે શિક્ષાની યથાર્થ પ્રતીતિનો અભાવ
થાય છે; તેમ જીવને શ્રીજિનદેવનો તત્ત્વાદિરૂપ ઉપદેશ થયો, તેની પરીક્ષા વડે તેને આ ‘આમ
જ છે’ એવું શ્રદ્ધાન થયું પણ પાછળથી પહેલાં જેમ કહ્યું હતું તેમ અનેક પ્રકારથી તે
યથાર્થશ્રદ્ધાનનો અભાવ થાય છે. આ કથન સ્થૂળપણાથી બતાવ્યું છે પરંતુ તારતમ્યતાથી તો
કેવળજ્ઞાનમાં ભાસે છે કે
‘આ સમયમાં શ્રદ્ધાન છે કે આ સમયમાં નથી,’ કારણ કેઅહીં
(નિમિત્તમાં તો) મૂળકારણ મિથ્યાત્વકર્મ છે, તેનો ઉદય થાય ત્યારે તો અન્ય વિચારાદિ કારણો
મળો વા ન મળો, સ્વયમેવ સમ્યક્શ્રદ્ધાનનો અભાવ થાય છે, તથા તેનો ઉદય ન હોય ત્યારે
અન્ય કારણ મળો વા ન મળો, સમ્યક્શ્રદ્ધાન સ્વયમેવ થઈ જાય છે. હવે એ પ્રમાણે અંતરંગ
સમય સમય સંબંધી સૂક્ષ્મદશાનું જાણવું. છદ્મસ્થને હોતું નથી તેથી તેને પોતાની મિથ્યા
સમ્યક્શ્રદ્ધારૂપ અવસ્થાના તારતમ્યનો નિશ્ચય થઈ શકતો નથી પણ કેવળજ્ઞાનમાં ભાસે છે, એ
અપેક્ષાએ ગુણસ્થાનોની પલટના શાસ્ત્રમાં કહી છે.
એ પ્રમાણે જે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય તેને સાદિમિથ્યાદ્રષ્ટિ કહીએ છીએ, તેને પણ ફરી
સમ્યક્ત્વની પ્રાપ્તિમાં પૂર્વોક્ત પાંચ લબ્ધિઓ થાય છે, વિશેષ એટલું કે અહીં કોઈ જીવને
દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓની સત્તા હોય છે તે ત્રણેનો ઉપશમ કરી તે પ્રથમોપશમસમ્યક્ત્વી
થાય છે, અથવા કોઈને સમ્યક્મોહનીયનો ઉદય આવે છે અને બે પ્રકૃતિઓનો ઉદય થતો નથી
તે ક્ષયોપશમસમ્યક્ત્વી થાય છે. તેને ગુણશ્રેણી આદિ ક્રિયા તથા અનિવૃત્તિકરણ હોતાં નથી; કોઈને
મિશ્રમોહનીયનો ઉદય આવે છે અને બે પ્રકૃતિઓનો ઉદય થતો નથી તે મિશ્રગુણસ્થાનને પ્રાપ્ત
થાય છે, તેને કરણ થતાં નથી. એ પ્રમાણે સાદિમિથ્યાદ્રષ્ટિને મિથ્યાત્વ છૂટતાં દશા થાય છે.
ક્ષાયિકસમ્યક્ત્વને વેદકસમ્યગ્દ્રષ્ટિ જ પામે છે, તેથી તેનું કથન અહીં કર્યું નથી. એ પ્રમાણે સાદિ-
મિથ્યાદ્રષ્ટિનો જઘન્ય (કાળ) તો મધ્યમ અંતર્મુહૂર્તમાત્ર તથા ઉત્કૃષ્ટ કિંચિત્ન્યૂન અર્ધપુદ્ગલ-
પરાવર્તન માત્ર (કાળ) જાણવો.
જુઓ, પરિણામોની વિચિત્રતા! કેકોઈ જીવ તો અગિયારમા ગુણસ્થાને યથાખ્યાત-
ચારિત્ર પામી પાછો મિથ્યાદ્રષ્ટિ બની કિંચિત્ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્તનકાળ સુધી સંસારમાં રખડે
છે, ત્યારે કોઈ જીવ નિત્યનિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ આઠ વર્ષની આયુમાં મિથ્યાત્વથી
अर्थ :अन्तरकरणका क्या स्वरूप है ? उत्तर :विवक्षितकर्मोंको अधस्तन और उपरिम स्थितियोंको
छोडकर मध्यवर्ती अन्तर्मुहूर्तमात्र स्थितियोंके निषेकोंका परिणाम विशेषके द्वारा अभाव करनेको अन्तरकरण कहते
हैं

Page 262 of 370
PDF/HTML Page 290 of 398
single page version

છૂટી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. એમ જાણી પોતાના પરિણામ બગાડવાનો
ભય રાખવો તથા તેને સુધારવાનો ઉપાય કરવો.
વળી એ સાદિમિથ્યાદ્રષ્ટિને થોડો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તો બાહ્ય જૈનીપણું નષ્ટ
થતું નથી, તત્ત્વોનું અશ્રદ્ધાન પ્રગટ થતું નથી તથા વિચાર કર્યા વિના જ યા અલ્પ વિચારથી
જ તેને ફરી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જાય છે, તથા જો ઘણો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તો
જેવી અનાદિ મિથ્યાદ્રષ્ટિની દશા હોય છે તેવી તેની પણ દશા થઈ જાય છે, ગૃહીતમિથ્યાત્વને
પણ તે ગ્રહણ કરે છે તથા નિગોદાદિકમાં પણ રખડે છે, એનું કાંઈ પ્રમાણ નથી.
વળી કોઈ જીવ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ સાસાદની થાય છે તો જઘન્ય એકસમય તથા
ઉત્કૃષ્ટ છ આવલીપ્રમાણ કાળ રહે છે. તેના પરિણામની દશા વચન દ્વારા કહી શકાતી નથી.
અહીં સૂક્ષ્મકાળમાત્ર કોઈ જાતિના કેવળજ્ઞાનગમ્ય પરિણામ હોય છે, ત્યાં અનંતાનુબંધીનો ઉદય
તો હોય છે પણ મિથ્યાત્વનો ઉદય હોતો નથી, તેનું સ્વરૂપ આગમપ્રમાણથી જાણવું.
વળી કોઈ જીવ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ મિશ્રગુણસ્થાનને પ્રાપ્ત થાય છે ત્યાં
મિશ્રમોહનીયનો ઉદય થાય છે. તેનો કાળ મધ્યમઅંતર્મુહૂર્તમાત્ર છે; તેનો કાળ પણ થોડો છે
એટલે તેના પરિણામ પણ કેવળજ્ઞાનગમ્ય છે. અહીં એટલું ભાસે છે કે
જેમ કોઈને શિક્ષા
આપી તેને તે કંઈક સત્ય અને કંઈક અસત્ય એક કાળમાં માને છે, તેમ આને તત્ત્વોનું શ્રદ્ધાન
અશ્રદ્ધાન એક કાળમાં હોય છે, તે મિશ્રદશા છે.
પ્રશ્નઃ‘અમારે તો જિનદેવ વા અન્યદેવ બધાય વંદન કરવા યોગ્ય છે.’
ઇત્યાદિ મિશ્રશ્રદ્ધાનને મિશ્રગુણસ્થાન કહે છે?
ઉત્તરઃના, એ તો પ્રત્યક્ષ મિથ્યાત્વદશા છે; વ્યવહારરૂપ દેવાદિકનું શ્રદ્ધાન હોવા
છતાં પણ મિથ્યાત્વ રહે છે ત્યારે આને તો દેવકુદેવનો કાંઈ નિર્ણય જ નથી, એટલે આને
તો પ્રગટ વિનયમિથ્યાત્વ છે એમ જાણવું.
એ પ્રમાણે સમ્યક્ત્વસન્મુખ મિથ્યાદ્રષ્ટિઓનું કથન કર્યું; પ્રસંગોપાત્ અન્ય પણ કથન
કર્યું.
એ પ્રમાણે જૈનમતવાળા મિથ્યાદ્રષ્ટિઓના સ્વરૂપનું નિરૂપણ કર્યું.
અહીં નાના પ્રકારના મિથ્યાદ્રષ્ટિઓનું કથન કર્યું છે તેનું પ્રયોજન એ જાણવું કે
પ્રકારોને ઓળખી પોતાનામાં એવા દોષ હોય તો તેને દૂર કરી સમ્યક્શ્રદ્ધાનયુક્ત થવું, પણ
અન્યના એવા દોષ જોઈ જોઈને કષાયી ન થવું. કારણ કે
પોતાનું ભલુંબૂરું તો પોતાના
પરિણામોથી છે; જો અન્યને રુચિવાન દેખે તો કંઈક ઉપદેશ આપી તેનું ભલું કરે. પોતાના

Page 263 of 370
PDF/HTML Page 291 of 398
single page version

પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે, સર્વ પ્રકારના મિથ્યાત્વભાવ છોડી
સમ્યગ્દ્રષ્ટિ થવું યોગ્ય છે, કારણ કે સંસારનું મૂળ મિથ્યાત્વ છે, મિથ્યાત્વ સમાન
અન્ય કોઈ પાપ નથી.
એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનુબંધી (કષાય)નો અભાવ થતાં એકતાલીસ
પ્રકૃતિઓનો બંધ તો મટી જ જાય છે, તથા સ્થિતિ અંતઃકોડાકોડીસાગરની રહી જાય છે અને
અનુભાગ થોડો જ રહી જાય છે. શીઘ્ર જ મોક્ષપદ પ્રાપ્ત કરે છે; પણ મિથ્યાત્વનો સદ્ભાવ
રહેતાં અનેક ઉપાય કરવા છતાં પણ મોક્ષમાર્ગ થતો નથી, માટે હરકોઈ ઉપાયવડે સર્વ પ્રકારે
મિથ્યાત્વનો નાશ કરવો યોગ્ય છે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક શાસ્ત્રમાં જૈનમતવાળા
મિથ્યાદ્રષ્ટિઓનું નિરૂપણ કરવાવાળો સાતમો
અધિકાર સમાપ્ત
૧. એ એકતાળીસ પ્રકૃતિઓનાં નામમિથ્યાત્વ, હુંડકસંસ્થાન, નપુંસકવેદ, અસંપ્રાપ્તાસૃપાટિકા-
સંહનન, એકેન્દ્રિય, સ્થાવર, આતાપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, બેઇન્દ્રિય, ત્રૈન્દ્રિય, ચૌરિન્દ્રિય, નર્કગતિ,
નર્કગત્યાનુપૂર્વિ, નર્કાયુ.
એ સોળ પ્રકૃતિઓના બંધનું કારણ એક મિથ્યાત્વ જ છે, તે મિથ્યાત્વગુણસ્થાનના
અંતસમયમાં એ સોળ પ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થાય છે; તથા અનંતાનુબંધી કષાયના કારણે પચીસ
કર્મપ્રકૃતિ તેમાં
અનંતાનુબંધીની ચાર, સ્ત્યાનગૃદ્ધિનિદ્રાનિદ્રાપ્રચલાપ્રચલાએ ત્રણ નિદ્રા, દુર્ભગ, દુસ્વર,
અનાદેય, ન્યગ્રોધપરિમંડલસ્વાતિકુબ્જ અને વામન એ ચાર સંસ્થાન, વજ્રનારાચનારાચઅર્ધનારાચ
અને કીલિત એ ચાર સંહનન, અપ્રશસ્તવિહાયોગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વિ, તિર્યંચાયુ
અને ઉદ્યોત એ ૨૫ પ્રકૃતિઓની વ્યુચ્છિતિ બીજા સાસાદન ગુણસ્થાનના અંત સમયમાં થાય છે.
(ગોમ્મટસાર કર્મકાંડ ગાથા. ૯૫૯૬)

Page 264 of 370
PDF/HTML Page 292 of 398
single page version

અધિકાર આઠમો
ઉપદેશનું સ્વરુપ
હવે મિથ્યાદ્રષ્ટિ જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ જ ઉત્તમ
ઉપકાર છે. શ્રી તીર્થંકરગણધરાદિ પણ એવો જ ઉપકાર કરે છે. માટે આ શાસ્ત્રમાં પણ તેમના
જ ઉપદેશાનુસાર ઉપદેશ આપીએ છીએ.
ત્યાં પ્રથમ ઉપદેશનું સ્વરૂપ જાણવા અર્થે કંઈક વ્યાખ્યાન કરીએ છીએ, કારણ કે જો
ઉપદેશને યથાવત્ ન પિછાણે તો તે અન્યથા માની વિપરીત પ્રવર્તે, માટે અહીં પ્રથમ ઉપદેશનું
સ્વરૂપ કહીએ છીએ
જૈનમતમાં ઉપદેશ ચાર અનુયોગદ્વારા આપ્યો છેપ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુ-
યોગ અને દ્રવ્યાનુયોગ; એ ચાર અનુયોગ છે.
ત્યાં તીર્થંકરચક્રવર્તી આદિ મહાન પુરુષોનાં ચરિત્ર જેમાં નિરૂપણ કર્યાં હોય તે
પ્રથમાનુયોગ છે; ગુણસ્થાનમાર્ગણાદિરૂપ જીવનું, કર્મોનું વા ત્રિલોકાદિનું જેમાં નિરૂપણ હોય તે
કરણાનુયોગ છે; ગૃહસ્થમુનિના ધર્મઆચરણ કરવાનું જેમાં નિરૂપણ હોય તે ચરણાનુયોગ છે તથા
છ દ્રવ્ય, સાત તત્ત્વાદિક અને સ્વપરભેદવિજ્ઞાનાદિકનું જેમાં નિરૂપણ હોય તે દ્રવ્યાનુયોગ છે.
અનુયોગનું પ્રયોજન
હવે તેનું પ્રયોજન કહીએ છીએ
પ્રથમાનુયોગનું પ્રયોજન
પ્રથમાનુયોગમાં તો સંસારની વિચિત્રતા, પુણ્યપાપનાં ફળ તથા મહાપુરુષોની પ્રવૃત્તિ
ઇત્યાદિ નિરૂપણથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ તુચ્છબુદ્ધિવાન હોય તે પણ આ
અનુયોગથી ધર્મસન્મુખ થાય છે, કારણ કે તે જીવ સૂક્ષ્મનિરૂપણને સમજતો નથી, પણ લૌકિક
વાર્તાઓને જાણે છે તથા ત્યાં તેનો ઉપયોગ લાગે છે. પ્રથમાનુયોગમાં લૌકિકપ્રવૃત્તિરૂપ જ નિરૂપણ
હોવાથી તેને તે બરાબર સમજી શકે છે. વળી લોકમાં તો રાજાદિકની કથાઓમાં પાપનું પોષણ
થાય છે, પણ અહીં પ્રથમાનુયોગમાં મહાપુરુષો જે રાજાદિક તેની કથાઓ તો છે પરંતુ પ્રયોજન
તો જ્યાં
ત્યાંથી પાપને છોડાવી ધર્મમાં લગાવવાનું પ્રગટ કર્યું છે, તેથી તે જીવ કથાઓની
લાલચવડે તેને વાંચેસાંભળે છે તો પાછળથી પાપને બૂરું તથા ધર્મને ભલો જાણી ધર્મમાં
રુચિવાન થાય છે.

Page 265 of 370
PDF/HTML Page 293 of 398
single page version

એ પ્રમાણે તુચ્છબુદ્ધિવાનોને સમજાવવા માટે આ અનુયોગ છે. ‘પ્રથમ’ અર્થાત્
‘અવ્યુત્પન્ન-મિથ્યાદ્રષ્ટિ’ તેમના માટે જે અનુયોગ છે તે પ્રથમાનુયોગ છે, એવો અર્થ
ગોમ્મટસારની ટીકામાં કર્યો છે.
વળી જે જીવોને તત્ત્વજ્ઞાન થયું હોય પછી તેઓ આ પ્રથમાનુયોગ વાંચેસાંભળે તો તેમને
આ તેના ઉદાહરણરૂપ ભાસે છે; જેમ કેજીવ અનાદિનિધન છે, શરીરાદિ સંયોગી પદાર્થ છે,
એમ આ જાણતો હતો, હવે પુરાણાદિકમાં જીવોનાં ભવાંતરોનું નિરૂપણ કર્યું છે તે એ જાણવામાં
ઉદાહરણરૂપ થયું, વળી આ શુભ
અશુભશુદ્ધોપયોગને જાણતો હતો, વા તેના ફળને જાણતો
હતો, હવે પુરાણોમાં તે ઉપયોગની પ્રવૃત્તિ તથા તેનું ફળ જીવોને જે થયું હોય તેનું નિરૂપણ કર્યું
છે એ જ આ જાણવામાં ઉદાહરણરૂપ થયું એ જ પ્રમાણે અન્ય પણ જાણવું.
અહીં ઉદાહરણનો અર્થ એ છે કેજેમ આ જાણતો હતો તેમ જ કોઈ જીવને અવસ્થા
થઈ તેથી તે આના જાણવામાં સાક્ષી થઈ.
વળી જેમ કોઈ સુભટ છે તે સુભટોની પ્રશંસા અને કાયરોની નિંદા જેમાં હોય એવી
કોઈ પુરાણપુરુષોની કથા સાંભળવાથી સુભટતામાં અતિ ઉત્સાહવાન થાય છે, તેમ ધર્માત્મા છે
તે ધર્મીઓની પ્રશંસા અને પાપીઓની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણપુરુષોની કથા
સાંભળવાથી ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે.
એ પ્રમાણે આ પ્રથમાનુયોગનું પ્રયોજન જાણવું.
કરણાનુયોગનું પ્રયોજન
કરણાનુયોગમાં જીવોની વા કર્મોની વિશેષતા તથા ત્રિલોકાદિકની રચના નિરૂપણ કરી
જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ ધર્મમાં ઉપયોગ લગાવવા ઇચ્છે છે તે જીવોના ગુણસ્થાન
માર્ગણાદિ ભેદ તથા કર્મોનાં કારણઅવસ્થાફળ કોને કોને કેવી રીતે હોય છે. ઇત્યાદિ ભેદ
તથા ત્રણલોકમાં નર્કસ્વર્ગાદિનાં ઠેકાણાં ઓળખી પાપથી વિમુખ થઈ ધર્મમાં લાગે છે. વળી
જો એવા વિચારમાં ઉપયોગ રમી જાય તો પાપપ્રવૃત્તિ છૂટી સ્વયં તત્કાળ ધર્મ ઊપજે છે, તથા
તેના અભ્યાસથી તત્ત્વજ્ઞાનની પણ પ્રાપ્તિ શીઘ્ર થાય છે. વળી આવું સૂક્ષ્મ અને યથાર્થ કથન
જૈનમતમાં જ છે, અન્ય ઠેકાણે નથી
એવો તેનો મહિમા જાણી તે જૈનમતનો શ્રદ્ધાની થાય છે.
બીજું, જે જીવ તત્ત્વજ્ઞાની થઈને આ કરણાનુયોગનો અભ્યાસ કરે તેને આ તેના
१. प्रथमानुयोगः प्रथमं मिथ्यादृष्टिमव्रतिकमव्युत्पन्नं वा प्रतिपाद्यमाश्रित्य प्रवृत्तोऽनुयोगोऽधिकारः प्रथमानुयोगः।
અર્થઃપ્રથમ અર્થાત્ મિથ્યાદ્રષ્ટિઅવ્રતી વિશેષજ્ઞાનરહિતને ઉપદેશ આપવા અર્થે જે પ્રવૃત્ત થયેલો અધિકાર
અર્થાત્ અનુયોગ તેને પ્રથમાનુયોગ કહે છે.
(ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૩૬૧૩૬૨ ની ટીકા.)અનુવાદક.

Page 266 of 370
PDF/HTML Page 294 of 398
single page version

વિશેષણરૂપ ભાસે છે. જેમ જીવાદિક તત્ત્વોને પોતે જાણે છે, હવે તેના જ વિશેષ (ભેદ)
કરણાનુયોગમાં કર્યા છે, તેમાં કેટલાંક વિશેષણ તો યથાવત્ નિશ્ચયરૂપ છે તથા કેટલાંક
ઉપચારસહિત વ્યવહારરૂપ છે, કેટલાંક દ્રવ્ય
ક્ષેત્રકાળભાવાદિકનું સ્વરૂપ પ્રમાણાદિરૂપ છે
તથા કેટલાંક નિમિત્તઆશ્રયાદિની અપેક્ષાસહિત છે; ઇત્યાદિ અનેક પ્રકારનાં વિશેષણ નિરૂપણ
કર્યાં છે, તેને જેમ છે તેમ માનીને આ કરણાનુયોગનો અભ્યાસ કરે છે.
એ અભ્યાસથી તત્ત્વજ્ઞાન નિર્મળ થાય છે. જેમ કોઈ એમ તો જાણતો હતો કે ‘આ
રત્ન છે,’ પરંતુ એ રત્નોના ઘણા વિશેષણ (ભેદો) જાણતાં તે નિર્મળ રત્નનો પરીક્ષક થાય
છે, તેમ આ તત્ત્વોને જાણતો તો હતો કે ‘આ જીવાદિક છે,’ પરંતુ એ તત્ત્વોના ઘણા ભેદો
જાણે તો તેને તત્ત્વજ્ઞાન નિર્મળ થાય છે, અને તત્ત્વજ્ઞાન નિર્મળ થતાં પોતે જ વિશેષ ધર્માત્મા
થાય છે.
વળી અન્ય ઠેકાણે ઉપયોગને લગાવે તો રાગાદિકની વૃદ્ધિ થાય છે અને છદ્મસ્થનો
ઉપયોગ નિરંતર એકાગ્ર રહે નહિ, માટે જ્ઞાની આ કરણાનુયોગના અભ્યાસમાં પોતાના
ઉપયોગને લગાવે છે, જે વડે કેવળજ્ઞાનવડે દેખેલા પદાર્થોનું જાણપણું તેને થાય છે. ભેદમાત્ર
ત્યાં પ્રત્યક્ષ
અપ્રત્યક્ષનો જ છે પણ ભાસવામાં વિરુદ્ધતા નથી.
એ પ્રમાણે આ કરણાનુયોગનું પ્રયોજન જાણવું.
‘કરણ’ એટલે ગણિતકાર્યના કારણરૂપ જે સૂત્ર, તેનો જેમાં ‘અનુયોગ’ અર્થાત્ અધિકાર
હોય તે કરણાનુયોગ છે. આ અનુયોગમાં ગણિતવર્ણનની મુખ્યતા છે. એમ સમજવું.
ચરણાનુયોગનું પ્રયોજન
ચરણાનુયોગમાં નાનાપ્રકારનાં ધર્મસાધન નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવીએ છીએ.
જે જીવ હિતઅહિતને જાણતો નથી અને હિંસાદિ પાપકાર્યોમાં તત્પર થઈ રહ્યો છે, તેને જેમ
તે પાપકાર્યોને છોડી ધર્મકાર્યમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપ્યો છે. તેને જાણી જિનધર્માચરણ
કરવાને સન્મુખ થતાં તે જીવ ગૃહસ્થ
મુનિધર્મનું વિધાન સાંભળી પોતાનાથી જેવો ધર્મ સધાય
તેવા ધર્મસાધનમાં લાગે છે.
એવા સાધનથી કષાય મંદ થાય છે અને તેના ફળમાં એટલું તો થાય છે કે તે કુગતિનાં
દુઃખ ન પામતાં સુગતિનાં સુખ પ્રાપ્ત કરે છે. વળી એવા સાધનથી જૈનમતનાં નિમિત્ત બન્યાં
રહે છે. ત્યાં તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય તો થઈ જાય.
બીજું, જે જીવ તત્ત્વજ્ઞાની થઈ ચરણાનુયોગનો અભ્યાસ કરે છે તેને એ બધાં આચરણ
પોતાના વીતરાગભાવ અનુસાર ભાસે છે. એકદેશવા સર્વદેશ વીતરાગતા થતાં એવી
શ્રાવકદશામુનિદશા થાય છે, કારણ કે (એ એકદેશ
સર્વદેશ વીતરાગતા અને આ શ્રાવક

Page 267 of 370
PDF/HTML Page 295 of 398
single page version

મુનિદશાને) તેને નિમિત્ત-નૈમિત્તિકપણું હોય છે, એમ જાણી શ્રાવકમુનિધર્મના ભેદોને ઓળખી
જેવો પોતાને વીતરાગભાવ થયો હોય તેવો પોતાને યોગ્ય ધર્મ સાધે છે. ત્યાં જેટલા અંશે
વીતરાગતા હોય છે તેને કાર્યકારી જાણે છે. જેટલા અંશે રાગ રહે છે તેને હેય જાણે છે
તથા સંપૂર્ણ વીતરાગતાને પરમધર્મ માને છે.
એ પ્રમાણે ચરણાનુયોગનું પ્રયોજન છે.
દ્રવ્યાનુયોગનું પ્રયોજન
દ્રવ્યાનુયોગમાં દ્રવ્યોના અને તત્ત્વોના નિરૂપણ વડે જીવોને ધર્મમાં લગાવીએ છીએ. જે
જીવ, જીવઅજીવાદિ દ્રવ્યોને વા તત્ત્વોને ઓળખતો નથી તથા સ્વપરને ભિન્ન જાણતો નથી
તેને હેતુદ્રષ્ટાંતયુક્તિદ્વારા અને પ્રમાણનયાદિવડે તેનું સ્વરૂપ એ પ્રમાણે બતાવ્યું છે કે જેથી
તેને તેની પ્રતીતિ થઈ જાય; અને તેના અભ્યાસથી અનાદિ અજ્ઞાનતા દૂર થાય છે. અન્યમતનાં
કલ્પિત તત્ત્વાદિક જૂઠાં ભાસે ત્યારે જૈનમતની પ્રતીતિ થાય, તથા જો તેના ભાવને ઓળખવાનો
અભ્યાસ રાખે તો તેને તુરત જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય.
વળી જેને તત્ત્વજ્ઞાન થયું હોય તે જીવ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે તો તેને પોતાના
શ્રદ્ધાનાનુસાર એ બધાં કથન પ્રતિભાસે છે. જેમ કોઈએ કોઈ વિદ્યા શીખી લીધી હોય પણ
જો તે તેનો અભ્યાસ રાખ્યા કરે તો તે યાદ રહે, ન રાખે તો ભૂલી જાય; તેમ આને તત્ત્વજ્ઞાન
તો થયું છે પરંતુ જો તેના પ્રતિપાદક દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યા કરે તો તે તત્ત્વજ્ઞાન ટકી
રહે, ન કરે તો ભૂલી જાય. અથવા સંક્ષેપતાથી તત્ત્વજ્ઞાન થયું હતું તે અહીં નાના યુક્તિ
હેતુદ્રષ્ટાંતાદિવડે સ્પષ્ટ થઈ જાય તો પછી તેમાં શિથિલતા થઈ શકે નહિ અને તેના અભ્યાસથી
રાગાદિક ઘટવાથી અલ્પકાળમાં મોક્ષ સધાય છે.
એ પ્રમાણે દ્રવ્યાનુયોગનું પ્રયોજન જાણવું.
હવે એ અનુયોગોમાં કેવા પ્રકારથી વ્યાખ્યાન છે તે અહીં કહીએ છીએ
પ્રથમાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાાન
પ્રથમાનુયોગમાં જે મૂળકથાઓ છે તે તો જેવી છે તેવી જ નિરૂપવામાં આવે છે તથા
તેમાં પ્રસંગોપાત્ જે વ્યાખ્યાન હોય છે તે કોઈ તો જેવું ને તેવું હોય છે તથા કોઈ ગ્રંથકર્તાના
વિચારાનુસાર હોય છે, પરંતુ ત્યાં પ્રયોજન અન્યથા હોતું નથી.
ઉદાહરણજેમ, તીર્થંકરદેવોના કલ્યાણકોમાં ઇન્દ્રો આવ્યા એ કથા તો સત્ય છે. પરંતુ
ત્યાં ઇન્દ્રે સ્તુતિ કરી તેનું જે અહીં વ્યાખ્યાન કર્યું, ત્યાં ઇન્દ્રે તો અન્યપ્રકારથી જ સ્તુતિ કરી
હતી અને અહીં ગ્રંથકર્તાએ અન્યપ્રકારથી જ સ્તુતિ કરવી લખી, પરંતુ સ્તુતિરૂપ પ્રયોજન

Page 268 of 370
PDF/HTML Page 296 of 398
single page version

અન્યથા નથી. વળી કોઈને પરસ્પર વચનાલાપ થયો હોય ત્યાં તેમને તો અન્યપ્રકારે અક્ષરો
નીકળ્યા હતા અને અહીં ગ્રંથકર્તાએ અન્યપ્રકારે કહ્યા, પરંતુ ત્યાં પ્રયોજન એક જ દર્શાવે છે.
નગર
વનસંગ્રામાદિકનાં નામાદિક તો જેમ છે તેમ જ લખ્યાં, પરંતુ ત્યાં વર્ણન હીનાધિક
પણ પ્રયોજનને પોષક નિરૂપવામાં આવે છે. ઇત્યાદિ એ જ પ્રમાણે સમજવું.
વળી પ્રસંગરૂપ કથાઓ પણ ગ્રંથકર્તા પોતાના વિચારાનુસાર કહે છે. જેમ ધર્મપરીક્ષામાં
મૂર્ખની કથા લખી ત્યાં એ જ કથા મનોવેગે કહી હતી એવો નિયમ નથી, પરંતુ મૂર્ખપણાને
પોષક જ એવી કોઈ વાર્તા કહી હતી એવા અભિપ્રાયનું પોષણ કરે છે. એ જ પ્રમાણે અન્ય
ઠેકાણે પણ સમજવું.
પ્રશ્નઃઅયથાર્થ કહેવું તૌ જૈનશાસ્ત્રોમાં સંભવે નહિ?
ઉત્તરઃઅન્યથા તો તેનું નામ છે કે જો પ્રયોજન અન્યનું અન્ય પ્રગટ કરવામાં
આવે. જેમકોઈને કહ્યું કે તું ફલાણાને ‘આ પ્રમાણે’ કહેજે, હવે તેણે તે જ અક્ષર તો ન
કહ્યા પરંતુ તે જ પ્રયોજનસહિત કહ્યા તો તેને મિથ્યાવાદી કહેતા નથી. અહીં એમ જાણવું
કે
જો જેમ છે તેમ લખવાનો સંપ્રદાય હોય તો કોઈએ ઘણા પ્રકારથી વૈરાગ્યચિંતવન કર્યું હતું
તેનું સર્વ વર્ણન લખતાં ગ્રંથ વધી જાય, તથા કાંઈ પણ લખવામાં ન આવે તો તેનો ભાવ
ભાસે નહિ, માટે વૈરાગ્યના ઠેકાણે પોતાના વિચારાનુસાર થોડું ઘણું વૈરાગ્યપોષક જ કથન કરે
પણ સરાગપોષક ન કરે તો ત્યાં અન્યથા પ્રયોજન ન થયું, તેથી તેને અયથાર્થ કહેતા નથી.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી પ્રથમાનુયોગમાં જેની મુખ્યતા હોય તેને જ પોષવામાં આવે છે. જેમ કોઈએ
ઉપવાસ કર્યો તેનું ફળ તો અલ્પ હતું, પરંતુ તેને અન્ય ધર્મપરિણતિની વિશેષતા થવાથી
ઉચ્ચપદની પ્રાપ્તિ થઈ ત્યાં તેને ઉપવાસનું જ ફળ નિરૂપણ કરે છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે
પણ સમજવું.
વળી જેમ કોઈએ શીલની જ પ્રતિજ્ઞા દ્રઢ રાખી વા નમસ્કારમંત્રનું સ્મરણ કર્યું વા
અન્ય ધર્મસાધન કર્યું અને તેને કષ્ટ દૂર થયાંઅતિશય પ્રગટ થયા, ત્યાં તેનું જ એવું ફળ
નથી થયું પણ અન્ય કોઈ કર્મના ઉદયથી એવાં કાર્ય થયાં, તોપણ તેને તે શીલાદિકના જ
ફળરૂપે નિરૂપણ કરે છે. એ જ પ્રમાણે કોઈ પાપકાર્ય કર્યું, તેને તેનું જ તેવું ફળ તો નથી
થયું પણ અન્ય કર્મના ઉદયથી નીચ ગતિ પ્રાપ્ત થઈ વા કષ્ટાદિક થયાં, છતાં તેને તે જ પાપના
ફળરૂપે નિરૂપણ કરે છે. ઇત્યાદિ એ જ પ્રમાણે સમજવું.
પ્રશ્નઃએમ જૂઠાં ફળ દર્શાવવાં તો યોગ્ય નથી, એવાં કથનને પ્રમાણ કેમ કરીએ?
ઉત્તરઃજે અજ્ઞાની જીવ ઘણું ફળ દર્શાવ્યા વિના ધર્મમાં ન જોડાય વા પાપથી

Page 269 of 370
PDF/HTML Page 297 of 398
single page version

ન ડરે, તેનું ભલું કરવા અર્થે એ પ્રમાણે વર્ણન કરીએ છીએ. જૂઠ તો ત્યારે થાય કે જ્યારે
ધર્મના ફળને પાપનું ફળ બતાવે તથા પાપના ફળને ધર્મનું ફળ બતાવે. પણ એમ તો છે જ
નહિ. જેમ દશ પુરુષ મળી કોઈ કાર્ય કરે ત્યાં ઉપચારથી કોઈ એક પુરુષે કર્યું પણ કહીએ
તો ત્યાં દોષ નથી; અથવા જેના પિતાદિકે કોઈ કાર્ય કર્યું હોય તેને એકજાતિ અપેક્ષાએ
ઉપચારથી પુત્રાદિકે કર્યું કહીએ તો ત્યાં દોષ નથી, તેમ ઘણા શુભ વા અશુભ કાર્યોનું એક
ફળ થયું. તેને ઉપચારથી એક શુભ વા અશુભ કાર્યનું ફળ કહીએ તો ત્યાં દોષ નથી; અથવા
કોઈ અન્ય શુભ વા અશુભકાર્યનું ફળ જે થયું હોય, તેને એકજાતિ અપેક્ષાએ ઉપચારથી કોઈ
અન્ય જ શુભ વા અશુભ કાર્યનું ફળ કહીએ તો ત્યાં દોષ નથી. ઉપદેશમાં કોઈ ઠેકાણે વ્યવહાર
વર્ણન છે તથા કોઈ ઠેકાણે નિશ્ચય વર્ણન છે. હવે અહીં ઉપચારરૂપ વ્યવહાર વર્ણન કર્યું છે,
એ પ્રમાણે તેને પ્રમાણ કરે છે પણ તેને તારતમ્ય (સૂક્ષ્મ) ન માની લેવું, તારતમ્યનું તો
કરણાનુયોગમાં નિરૂપણ કર્યું છે ત્યાંથી જાણવું.
વળી પ્રથમાનુયોગમાં ઉપચારરૂપ કોઈ ધર્મઅંગ થતાં ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ
છીએ; જેમ જીવોને શંકાકાંક્ષાદિ ન કરતાં તેને સમ્યક્ત્વ થયું કહીએ છીએ; પણ કોઈ એક
કાર્યમાં શંકાકાંક્ષા ન કરવામાત્રથી તો સમ્યક્ત્વ ન થાય, સમ્યક્ત્વ તો તત્ત્વશ્રદ્ધાન થતાં જ
થાય છે; પરંતુ અહીં નિશ્ચયસમ્યક્ત્વનો તો વ્યવહારસમ્યક્ત્વમાં ઉપચર કર્યો તથા વ્યવહાર-
સમ્યક્ત્વના કોઈ એક અંગમાં સંપૂર્ણ વ્યવહારસમ્યક્ત્વનો ઉપચાર કર્યો; એ પ્રમાણે તેને
ઉપચારથી સમ્યક્ત્વ થયું કહીએ છીએ. વળી જૈનશાસ્ત્રનું કોઈ એક અંગ જાણતાં સમ્યગ્જ્ઞાન
થયું કહીએ છીએ, હવે સમ્યગ્જ્ઞાન તો સંશયાદિરહિત તત્ત્વજ્ઞાન થતાં જ થાય, પરંતુ અહીં
પૂર્વવત્ ઉપચારથી સમ્યગ્જ્ઞાન કહીએ છીએ. તથા કોઈ રૂડું આચરણ થતાં સમ્યક્ચારિત્ર થયું
કહીએ છીએ, ત્યાં જેણે જૈનધર્મ અંગીકાર કર્યો હોય અથવા કોઈ નાની
મોટી પ્રતિજ્ઞા ગ્રહણ
કરી હોય તેને શ્રાવક કહીએ છીએ, હવે શ્રાવક તો પંચમગુણસ્થાનવર્તી થતાં જ થાય છે પરંતુ
પૂર્વવત્ ઉપચારથી તેને શ્રાવક કહ્યો છે. ઉત્તરપુરાણમાં શ્રેણિકને શ્રાવકોત્તમ કહ્યો પણ તે તો
અસંયમી હતો, પરંતુ જૈન હતો માટે કહ્યો. એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ
સમ્યક્ત્વરહિત મુનિલિંગ ધારણ કરે વા દ્રવ્યથી પણ કોઈ અતિચાર લગાવતો હોય છતાં તેને
પણ અહીં મુનિ કહીએ છીએ, હવે મુનિ તો છઠ્ઠું આદિ ગુણસ્થાનવર્તી થતાં જ થાય છે પરંતુ
પૂર્વવત્ ઉપચારથી તેને મુનિ કહ્યો છે.
સમવસરણસભામાં મુનિઓની સંખ્યા કહી ત્યાં
કાંઈ બધાય શુદ્ધ ભાવલિંગી મુનિ નહોતા પરંતુ મુનિલિંગ ધારવાથી ત્યાં બધાને મુનિ
કહ્યા;
એ જ પ્રમાણે સર્વ ઠેકાણે સમજવું.
વળી પ્રથમાનુયોગમાં કોઈ ધર્મબુદ્ધિથી અનુચિત કાર્ય કરે તેની પણ પ્રશંસા કરવામાં
આવે છે, જેમ વિષ્ણુકુમારે મુનિજનોનો ઉપસર્ગ દૂર કર્યો તે તો ધર્માનુરાગથી કર્યો, પરંતુ
મુનિપદ છોડી આ કાર્ય કરવું યોગ્ય નહોતું, કારણ કે એવું કાર્ય તો ગૃહસ્થધર્મમાં સંભવે

Page 270 of 370
PDF/HTML Page 298 of 398
single page version

છે, હવે ગૃહસ્થધર્મથી તો મુનિધર્મ શ્રેષ્ઠ છે એટલે શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કર્યો
તે તો અયોગ્ય છે. પરંતુ વાત્સલ્યઅંગની પ્રધાનતાથી અહીં વિષ્ણુકુમારની પ્રશંસા કરી; પણ
એ છળવડે બીજાઓએ શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કરવો યોગ્ય નથી. વળી જેમ
ગોવાળિયાએ મુનિને અગ્નિવડે તપાવ્યા એ કાર્ય તો તેણે કરુણાથી કર્યું, પરંતુ આવ્યા ઉપસર્ગને
દૂર કરતાં તો સહજ અવસ્થામાં જે શીતાદિકનો પરિષહ થાય છે તેને દૂર કરવાથી ત્યાં રતિ
માની લેવાનું કારણ થાય છે, અને તેમને રતિ તો કરવી નથી માટે ત્યાં તો ઊલટો ઉપસર્ગ
થાય છે એટલા માટે વિવેકી તો ત્યાં શીતાદિકનો ઉપચાર કરતા નથી; પરંતુ ગોવાળિયો
અવિવેકી હતો અને કરુણાવડે તેણે આ કાર્ય કર્યું તેથી તેની અહીં પ્રશંસા કરી, પણ તેથી
છળવડે બીજાઓએ ધર્મપદ્ધતિમાં જે વિરુદ્ધ હોય તે કાર્ય કરવું યોગ્ય નથી. વળી જેમ
વજ્રકરણ રાજા સિંહોદર રાજાને નમ્યો નહિ પણ મુદ્રિકામાં પ્રતિમા રાખી, હવે મોટા મોટા
સમ્યગ્દ્રષ્ટિઓ રાજાદિકને નમન કરે છે તેમાં દોષ નથી, તથા મુદ્રિકામાં પ્રતિમા રાખવાથી
અવિનય થાય
યથાવત્ વિધિથી એવી પ્રતિમા હોય નહિ તેથી એ કાર્યમાં દોષ છે, પરંતુ તેને
એવું જ્ઞાન નહોતું, તેને તો ધર્માનુરાગથી ‘હું બીજાઓને નમું નહિ’ એવી બુદ્ધિ થઈ માટે તેની
પ્રશંસા કરી, પણ એ છળથી બીજાઓએ એવાં કાર્ય કરવાં યોગ્ય નથી. વળી કોઈ પુરુષોએ
પુત્રાદિકની પ્રાપ્તિ અર્થે વા રોગ
કષ્ટાદિક દૂર કરવા અર્થે ચૈત્યાલયપૂજનાદિ કાર્ય કર્યાં,
સ્તોત્રાદિ કર્યાં, વા નમસ્કારમંત્ર સ્મરણ કર્યું; હવે એ પ્રમાણે કરતાં તો નિઃકાંક્ષિતગુણનો
અભાવ થાય છે, નિદાનબંધ નામનું આર્તધ્યાન થાય છે; તથા અંતરંગમાં પાપનું જ પ્રયોજન
છે તેથી પાપનો જ બંધ થાય છે, પરંતુ મોહિત થઈને પણ ઘણા પાપબંધના કારણરૂપ
કુદેવાદિનું તો પૂજનાદિ તેણે ન કર્યું! એટલો જ તેનો ગુણ ગ્રહણ કરી અહીં તેની પ્રશંસા
કરીએ છીએ; પણ એ છળથી બીજાઓએ લૌકિક કાર્યો અર્થે ધર્મસાધન કરવું યોગ્ય નથી.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ જ પ્રમાણે પ્રથમાનુયોગમાં અન્ય કથન પણ
હોય તેને યથાસંભવ સમજવાં, પરંતુ ભ્રમરૂપ થવું નહિ.
કરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાાન
હવે કરણાનુયોગમાં કેવા પ્રકારથી વ્યાખ્યાન છે તે અહીં કહીએ છીએજેમ
કેવળજ્ઞાનવડે જાણ્યું તેમ કરણાનુયોગમાં વ્યાખ્યાન છે, તથા કેવળજ્ઞાનવડે તો ઘણું જાણ્યું પરંતુ
આત્માને કાર્યકારી જીવ
કર્માદિકનું વા ત્રિલોકાદિકનું જ આમાં નિરૂપણ હોય છે, તેનું પણ
સર્વ સ્વરૂપ નિરૂપણ થઈ શકતું નથી માટે જેમ વચનગોચર થાય અને છદ્મસ્થના જ્ઞાનમાં તેનો
કંઈક ભાવ ભાસે, એ પ્રમાણે અહીં સંકોચ પૂર્વક નિરૂપણ કરવામાં આવે છે. અહીં
ઉદાહરણ
જેમ, જીવોના ભાવોની અપેક્ષાએ ગુણસ્થાન કહ્યાં છે પણ તે ભાવ અનંત-
સ્વરૂપસહિત હોવાથી વચનગોચર નથી, તેથી ત્યાં ઘણા ભાવોની એકજાતિ કરી ચૌદ ગુણસ્થાન
કહ્યાં, જીવ જાણવાના અનેક પ્રકાર છે છતાં ત્યાં મુખ્ય ચૌદ માર્ગણાઓનું નિરૂપણ કર્યું;

Page 271 of 370
PDF/HTML Page 299 of 398
single page version

કર્મપરમાણુ અનંતપ્રકારની શક્તિસહિત છે છતાં તેમાં ઘણાની એકજાતિ કરી આઠ વા એકસો
અડતાલીસ પ્રકૃતિ કહી; ત્રણ લોકમાં અનેક રચના છે છતાં ત્યાં મુખ્ય રચનાઓનું નિરૂપણ
કરે છે, તથા પ્રમાણના અનંત ભેદ છે છતાં ત્યાં સંખ્યાતાદિ ત્રણ ભેદ વા તેના એકવીસ ભેદ
નિરૂપણ કર્યા,
એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કરણાનુયોગમાંજો કે વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિક અખંડિત છે
તોપણ છદ્મસ્થને તેનું હીનાધિક જ્ઞાન થવા અર્થે પ્રદેશ, સમય અને અવિભાગપ્રતિચ્છેદાદિકની
કલ્પના કરી તેનું પ્રમાણ નિરૂપણ કરવામાં આવે છે. એક વસ્તુમાં જુદા જુદા ગુણો વા પર્યાયોનો
ભેદ કરી નિરૂપણ કરીએ છીએ તથા જીવ
પુદ્ગલાદિક જોકે ભિન્ન ભિન્ન છે તોપણ
સંબંધાદિકવડે વા અનેક દ્રવ્યથી નિપજેલા ગતિજાતિ આદિ ભેદોને એક જીવના નિરૂપણ કરે
છે. ઇત્યાદિ વ્યાખ્યાન વ્યવહારનયની પ્રધાનતા સહિત સમજવું. કારણ કેવ્યવહાર વિના વિશેષ
જાણી શકાય નહિ. વળી કોઈ ઠેકાણે નિશ્ચય વર્ણન પણ હોય છે. જેમ કેજીવાદિક દ્રવ્યોનું
પ્રમાણ નિરૂપણ કર્યું ત્યાં જુદાં જુદાં એટલાં જ દ્રવ્ય છે, તે યથાસંભવ જાણી લેવાં.
વળી કરણાનુયોગમાં જે કથન છે તેમાં કોઈ તો છદ્મસ્થને પ્રત્યક્ષઅનુમાનાદિગોચર
થાય છે, પણ જે ન થાય તેને આજ્ઞાપ્રમાણવડે જ માનવાં. જેમ જીવપુદ્ગલના સ્થૂળ ઘણા
કાળસ્થાયી મનુષ્યાદિ પર્યાય વા ઘટાદિ પર્યાય નિરૂપણ કર્યા તેનાં તો પ્રત્યક્ષઅનુમાનાદિક થઈ
શકે છે પરંતુ સમયે સમયે થતાં સૂક્ષ્મ પરિણમનની અપેક્ષાએ જ્ઞાનાદિકના તથા સ્નિગ્ધ
રુક્ષાદિકના અંશોનું જે નિરૂપણ કર્યું છે તે તો આજ્ઞાથી જ પ્રમાણ થાય છે. એ જ પ્રમાણે
અન્ય ઠેકાણે પણ સમજવું.
કરણાનુયોગમાં છદ્મસ્થોની પ્રવૃત્તિ અનુસાર વર્ણન કર્યું નથી પણ કેવળજ્ઞાનગમ્ય
પદાર્થોનું નિરૂપણ છે. જેમ કેટલાક જીવ તો દ્રવ્યાદિકનો વિચાર કરે છે તથા વ્રતાદિક પાળે
છે પરંતુ તેને અંતરંગ સમ્યક્ત્વ
ચારિત્રશક્તિ નહિ હોવાથી તેને મિથ્યાદ્રષ્ટિઅવ્રતી કહીએ
છીએ; તથા કેટલાક જીવ દ્રવ્યાદિકના વા વ્રતાદિકના વિચાર રહિત છે, અન્ય કાર્યોમાં પ્રવર્તે
છે વા નિદ્રાદિ વડે નિર્વિચાર થઈ રહ્યા છે તોપણ તેને સમ્યક્ત્વાદિ શક્તિનો સદ્ભાવ હોવાથી
સમ્યગ્દ્રષ્ટિ વા વ્રતી કહીએ છીએ. વળી કોઈ જીવને કષાયોની પ્રવૃત્તિ તો ઘણી છે પણ જો
તેને અંતરંગ કષાયશક્તિ થોડી છે તો તેને મંદકષાયી કહીએ છીએ, તથા કોઈ જીવને કષાયોની
પ્રવૃત્તિ તો થોડી છે પણ જો તેને અંતરંગ કષાયશક્તિ ઘણી છે તો તેને તીવ્રકષાયી કહીએ
છીએ. જેમ વ્યંતરાદિ દેવો કષાયોથી નગરનાશાદિ કાર્ય કરે છે તોપણ તેમને થોડી કષાયશક્તિ
હોવાથી પીતલેશ્યા કહી, તથા એકેંદ્રિયાદિ જીવો કષાયકાર્ય કરતા જણાતા નથી તોપણ તેમને
ઘણી કષાયશક્તિ હોવાથી કૃષ્ણાદિ લેશ્યાઓ કહી. વળી સર્વાર્થસિદ્ધિના દેવો કષાયરૂપ થોડા
પ્રવર્તે છે તોપણ તેમને ઘણી કષાયશક્તિ હોવાથી અસંયમી કહ્યા, તથા પંચમગુણસ્થાનવર્તી જીવ
વ્યાપાર અને અબ્રહ્મચર્યાદિ કષાયકાર્યરૂપ ઘણો પ્રવર્તે છે તોપણ તેને મંદકષાયશક્તિ હોવાથી

Page 272 of 370
PDF/HTML Page 300 of 398
single page version

દેશસંયમી કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કોઈ જીવને મનવચનકાયાની ચેષ્ટા થોડી થતી દેખાય છે તોપણ કર્મઆકર્ષણ-
શક્તિની અધિકતાની અપેક્ષાએ તેને ઘણો યોગ કહ્યો તથા કોઈને ઘણી ચેષ્ટા દેખાય છે તોપણ
એ કર્માકર્ષણ શક્તિની હીનતાથી અલ્પયોગ કહ્યો. જેમ કેવળજ્ઞાની ગમનાદિક્રિયારહિત થયા
હોય તોપણ તેમને ઘણો યોગ કહ્યો, ત્યારે બે ઇંદ્રિયાદિ જીવો ગમનાદિક્રિયા કરે છે તોપણ
તેમને અલ્પયોગ કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કોઈ ઠેકાણે જેની વ્યક્તતા તો કાંઈ ભાસતી નથી તોપણ સૂક્ષ્મશક્તિના સદ્ભાવથી
તેનું ત્યાં અસ્તિત્વ કહ્યું; જેમ મુનિને અબ્રહ્મચાર્ય તો કાંઈ નથી તોપણ નવમા ગુણસ્થાન સુધી
તેમને મૈથુનસંજ્ઞા કહી; અહમિન્દ્રોને દુઃખનું કારણ વ્યક્ત નથી તોપણ તેમને કદાચિત્ અશાતાનો
ઉદય કહ્યો છે; નારકીઓને સુખનું કારણ વ્યક્ત નથી તોપણ કદાચિત્ શાતાનો ઉદય કહ્યો,
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
કરણાનુયોગમાં સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાદિનું, ધર્મનું નિરૂપણ કર્મપ્રકૃતિઓના ઉપશ-
માદિકની અપેક્ષાસહિત સૂક્ષ્મશક્તિ જેવી હોય તેમ ગુણસ્થાનાદિકમાં નિરૂપણ કરે છે, અથવા
સમ્યગ્દર્શનાદિકના વિષયભૂત જીવાદિકનું નિરૂપણ પણ સૂક્ષ્મભેદાદિસહિત કરે છે, અહીં કોઈ
કરણાનુયોગ અનુસાર સ્વયં ઉદ્યમ કરે તો તેમ થઈ શકે નહિ; કરણાનુયોગમાં તો યથાર્થ પદાર્થ
જણાવવાનું પ્રયોજન મુખ્ય છે, આચરણ કરાવવાની મુખ્યતા નથી. માટે પોતે તો ચરણાનુયોગ
અનુસાર પ્રવર્તે અને તેનાથી જે કાર્ય થવાનું હોય તે સ્વયં જ થાય છે; જેમ પોતે કર્મોનો
ઉપશમાદિ કરવા ઇચ્છે તો કેવી રીતે થાય?
પોતે તો તત્ત્વાદિકનો નિશ્ચય કરવાનો ઉદ્યમ
કરે, તેનાથી ઉપશમાદિકસમ્યક્ત્વ સ્વયં જ થાય છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે સમજવું.
એક અંતર્મુહૂર્તમાં અગિયારમા ગુણસ્થાનથી પડીને ક્રમથી મિથ્યાદ્રષ્ટિ થઈ વળી પાછો ચઢી
કેવળજ્ઞાન ઉપજાવે છે. હવે એવા સમ્યક્ત્વાદિના સૂક્ષ્મભાવ બુદ્ધિગોચર થતા નથી માટે તેને
કરણાનુયોગ અનુસાર જેમ છે તેમ જાણી તો લે પરંતુ પ્રવૃત્તિ તો બુદ્ધિગોચર જેમ ભલું થાય
તેમ કરે.
વળી કરણાનુયોગમાં પણ કોઈ ઠેકાણે ઉપદેશની મુખ્યતાપૂર્વક વ્યાખ્યાન હોય છે તેને
સર્વથા તેમ જ ન માનવું. જેમ હિંસાદિકના ઉપાયને કુમતિજ્ઞાન કહ્યું છે, અન્ય મતાદિકના
શાસ્ત્રાભ્યાસને કુશ્રુતજ્ઞાન કહ્યું છે, બૂરું દેખાય
ભલું ન દેખાય તેને વિભંગજ્ઞાન કહ્યું છે; હવે
તે તો તેને છોડાવવા માટે ઉપદેશરૂપે એમ કહ્યું છે પણ તારતમ્યથી મિથ્યાદ્રષ્ટિનું બધુંય જ્ઞાન
કુજ્ઞાન છે, સમ્યગ્દ્રષ્ટિનું બધુંય જ્ઞાન સુજ્ઞાન છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કોઈ ઠેકાણે સ્થૂળ કથન કર્યું હોય તેને તારતમ્યરૂપ ન જાણવું; જેમ વ્યાસથી ત્રણગુણી
પરિધિ કહીએ છીએ, પણ સૂક્ષ્મપણાથી ત્રણગુણીથી કંઈક અધિક હોય છે. એમ જ અન્ય ઠેકાણે