Moksha Marg Prakashak (Gujarati). Charananuyogama Vyakhyananu Vidhan; Dravyanuyogama Vyakhyananu Vidhan; Chare Anuyogama Vyakhyanani Paddhati; Vyakaran, Nyay, Chand, Kosh, Vaidhak, Jyotish Ane Mantradi Shastronu Prayojan; Prathamanuyogama Dosh Kalpnanu Nirakaran; Karananuyogama Dosh Kalpnanu Nirakaran; Charanuyogama Dosh Kalpnanu Nirakaran; Dravyanuyogama Dosh Kalpnanu Nirakaran; Vyakaran-nyayadik Shastroni Upayogita; Apesha Gyanana Abhave Agamama Dekhata Paraspar Virodhnu Nirakaran.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 16 of 20

 

Page 273 of 370
PDF/HTML Page 301 of 398
single page version

પણ સમજવું. વળી કોઈ ઠેકાણે મુખ્યતાની અપેક્ષાએ વ્યાખ્યાન હોય તેને સર્વપ્રકારરૂપ ન
જાણવું. જેમ મિથ્યાદ્રષ્ટિ અને સાસાદનગુણસ્થાનવાળા જીવોને પાપજીવ કહ્યા તથા અસંયતાદિ
ગુણસ્થાનવાળા જીવોને પુણ્યજીવ કહ્યા, એ તો મુખ્યપણાથી એમ કહ્યું છે પણ તારતમ્યતાથી
તો બંનેમાં યથાસંભવ પાપ
પુણ્ય હોય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ પ્રમાણે
અન્ય પણ નાના પ્રકાર હોય છે તે યથાસંભવ સમજવા. એ પ્રમાણે કરણાનુયોગમાં વ્યાખ્યાનનું
વિધાન દર્શાવ્યું.
ચરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાાન
હવે ચરણાનુયોગમાં કેવી રીતે વ્યાખ્યાન છે તે અહીં દર્શાવીએ છીએચરણાનુયોગમાં
જેમ જીવોને પોતાના બુદ્ધિગોચર ધર્મનું આચરણ થાય તેવો ઉપદેશ આપ્યો છે. હવે ધર્મ તો
નિશ્ચયરૂપ મોક્ષમાર્ગ છે તે જ છે. તેનાં સાધનાદિક ઉપચારથી ધર્મ છે. તેથી વ્યવહારનયની
પ્રધાનતાથી નાનાપ્રકારરૂપ ઉપચારધર્મના ભેદાદિકનું આમાં નિરૂપણ કરવામાં આવે છે; કારણ
કે નિશ્ચયધર્મમાં તો કાંઈ ગ્રહણ
ત્યાગનો વિકલ્પ નથી, તથા નીચલી અવસ્થામાં વિકલ્પ છૂટતો
નથી તેથી આ જીવને ધર્મવિરોધી કાર્યોને છોડાવવાનો તથા ધર્મસાધનાદિ કાર્યોને ગ્રહણ કરાવવાનો
આમાં ઉપદેશ છે. એ ઉપદેશ બે પ્રકારથી કરીએ છીએ. એક તો વ્યવહારનો જ ઉપદેશ આપીએ
છીએ તથા એક નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ. તેમાં જે જીવોને નિશ્ચયનું જ્ઞાન
નથી વા ઉપદેશ આપવા છતાં પણ થતું જણાતું નથી એવા મિથ્યાદ્રષ્ટિ જીવો કંઈક ધર્મસન્મુખ
થતાં તેમને વ્યવહારનો જ ઉપદેશ આપીએ છીએ, તથા જે જીવોને નિશ્ચય-વ્યવહારનું જ્ઞાન છે
વા ઉપદેશ આપતાં તેનું જ્ઞાન થતું જણાય છે એવા સમ્યગ્દ્રષ્ટિ જીવોને વા સમ્યક્ત્વસન્મુખ
મિથ્યાદ્રષ્ટિ જીવોને નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ; કારણ કે શ્રીગુરુ તો સર્વ
જીવોના ઉપકારી છે. હવે અસંજ્ઞી જીવ તો ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય જ નથી તેથી તેમનો
તો એટલો જ ઉપકાર કર્યો કે
અન્ય જીવોને તેમની દયા કરવાનો ઉપદેશ આપ્યો, તથા જે જીવ
કર્મની પ્રબળતાથી નિશ્ચયમોક્ષમાર્ગને પ્રાપ્ત થઈ શકતા નથી તેમનો એટલો જ ઉપકાર કર્યો કે
તેમને વ્યવહારધર્મનો ઉપદેશ આપી કુગતિનાં દુઃખોના કારણરૂપ પાપકાર્યો છોડાવી સુગતિનાં
ઇન્દ્રિયજનિત સુખોના કારણરૂપ પુણ્યકાર્યોમાં લગાવ્યા. ત્યાં જેટલું દુઃખ મટ્યું તેટલો તો ઉપકાર
થયો! વળી પાપીને તો પાપવાસના જ રહે છે અને એ કુગતિમાં જાય છે ત્યાં ધર્મનાં નિમિત્ત
નહિ હોવાથી તે પરંપરાએ દુઃખ જ પામ્યા કરે છે; તથા પુણ્યવાનને ધર્મવાસના રહે છે અને
સુગતિમાં જાય છે ત્યાં ધર્મનાં નિમિત્ત પ્રાપ્ત થાય છે તેથી પરંપરાએ સુખને પામે છે, અથવા
કર્મ શક્તિહીન થઈ જાય તો તે મોક્ષમાર્ગને પણ પ્રાપ્ત થઈ જાય છે, માટે તેમને વ્યવહારના
ઉપદેશવડે હિંસાદિ પાપથી છોડાવી પુણ્યકાર્યમાં લગાવે છે. વળી જે જીવો મોક્ષમાર્ગને પ્રાપ્ત થયા
છે વા પ્રાપ્ત થવા યોગ્ય છે તેમનો એવો ઉપકાર કર્યો કે
તેમને નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ
આપી મોક્ષમાર્ગમાં પ્રવર્તાવ્યા. એમ શ્રીગુરુ તો સર્વનો એવો જ ઉપકાર કરે છે, પરંતુ જે જીવોને

Page 274 of 370
PDF/HTML Page 302 of 398
single page version

એવો ઉપકાર ન થાય તો ત્યાં શ્રીગુરુ શું કરે? તેમણે તો જેવો બન્યો તેવો ઉપકાર જ કર્યો.
એ પ્રમાણે બે પ્રકારથી ઉપદેશ આપીએ છીએ.
હવે, વ્યવહાર ઉપદેશમાં તો બાહ્યક્રિયાઓની જ પ્રધાનતા છે, તેના ઉપદેશથી જીવ
પાપક્રિયા છોડી પુણ્યક્રિયાઓમાં પ્રવર્તે છે તથા ત્યાં ક્રિયા અનુસાર પરિણામ પણ તીવ્રકષાય
છોડી કંઈક મંદકષાયરૂપ થઈ જાય છે, મુખ્યપણે તો એ પ્રમાણે છે છતાં કોઈને ન થાય તો
ન પણ થાય, શ્રીગુરુ તો પરિણામ સુધારવા અર્થે બાહ્યક્રિયાઓને ઉપદેશે છે. વળી નિશ્ચયસહિત
વ્યવહારના ઉપદેશમાં પરિણામોની જ પ્રધાનતા છે, તેના ઉપદેશથી તત્ત્વજ્ઞાનના અભ્યાસવડે વા
વૈરાગ્યભાવનાવડે પરિણામ સુધારે ત્યાં પરિણામો અનુસાર બાહ્યક્રિયા પણ સુધરી જાય છે.
પરિણામ સુધરતાં બાહ્યક્રિયા અવશ્ય સુધરે જ, માટે શ્રીગુરુ મુખ્ય તો પરિણામ સુધારવાનો
ઉપદેશ કરે છે. એ પ્રમાણે બંને પ્રકારના ઉપદેશમાં જ્યાં વ્યવહારનો જ ઉપદેશ હોય ત્યાં
સમ્યગ્દર્શનના અર્થે તો અરહંતદેવ
નિર્ગ્રંથગુરુદયાધર્મને જ માનવા પણ અન્યને ન માનવા,
જીવાદિતત્ત્વોનું જે વ્યવહારસ્વરૂપ કહ્યું છે તેનું શ્રદ્ધાન કરવું. શંકાદિક પચ્ચીસ દોષ ન લગાવવા
તથા નિઃશંકિતાદિ અંગ વા સંવેગાદિ ગુણ પાળવા ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ.
સમ્યગ્જ્ઞાનના અર્થે જૈનમતનાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને અર્થ
વ્યંજનાદિ અંગોનું સાધન
કરવું, ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. તથા સમ્યક્ચારિત્રના માટે એકદેશ વા સર્વદેશ હિંસાદિ
પાપોનો ત્યાગ કરવો અને વ્રતાદિ અંગોને પાળવાં, ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. વળી કોઈ
જીવને વિશેષ ધર્મસાધન ન થતું જાણી એક આખડી આદિનો પણ ઉપદેશ આપીએ છીએ,
જેમ
ભીલને કાગડાનું માંસ છોડાવ્યું. ગોવાળને નમસ્કારમંત્ર જપવાનો ઉપદેશ આપ્યો તથા
ગૃહસ્થને ચૈત્યાલયપૂજાપ્રભાવનાદિ કાર્યોનો ઉપદેશ દે છે. ઇત્યાદિ જેવો જીવ હોય તેને તેવો
ઉપદેશ દે છે.
વળી જ્યાં નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ હોય ત્યાં સમ્યગ્દર્શનના અર્થે યથાર્થ
તત્ત્વોનું શ્રદ્ધાન કરાવીએ છીએ, તેનું જે નિશ્ચયસ્વરૂપ છે તે તો ભૂતાર્થ છે તથા વ્યવહારસ્વરૂપ
છે તે ઉપચાર છે, એવા શ્રદ્ધાનસહિત વા સ્વ
પરના ભેદવિજ્ઞાનાદિવડે પરદ્રવ્યમાં રાગાદિ
છોડવાના પ્રયોજન સહિત તે તત્ત્વોનું શ્રદ્ધાન કરવાનો ઉપદેશ આપીએ છીએ, એવા શ્રદ્ધાનથી
અરહંતાદિક વિના અન્ય દેવાદિક જૂઠ ભાસે ત્યારે તેની માન્યતા સ્વયં છૂટી જાય છે તેનું પણ
નિરૂપણ કરીએ છીએ. સમ્યગ્જ્ઞાનના અર્થે સંશયાદિરહિત એ તત્ત્વોને એ જ પ્રકારથી જાણવાનો
ઉપદેશ આપીએ છીએ, તે જાણવાના કારણરૂપ જૈનશાસ્ત્રોનો અભ્યાસ છે તેથી તે પ્રયોજન અર્થે
જૈનશાસ્ત્રોનો પણ અભ્યાસ સ્વયમેવ થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ. તથા સમ્યક્ચારિત્ર
અર્થે રાગાદિક દૂર કરવાનો ઉપદેશ આપીએ છીએ. ત્યાં એકદેશ વા સર્વદેશ તીવ્રરાગાદિકનો
અભાવ થતાં તેના નિમિત્તથી જે એકદેશ વા સર્વદેશ પાપક્રિયા થતી હતી તે છૂટે છે. વળી
મંદરાગથી શ્રાવક
મુનિઓના વ્રતોની પ્રવૃત્તિ થાય છે તથા મંદરાગાદિકનો પણ અભાવ થતાં

Page 275 of 370
PDF/HTML Page 303 of 398
single page version

શુદ્ધોપયોગની પ્રવૃત્તિ થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ; તથા યથાર્થશ્રદ્ધાનસહિત
સમ્યગ્દ્રષ્ટિઓને જેવાં કોઈ યથાર્થ આખડી, ભક્તિ, પૂજા
પ્રભાવનાદિ કાર્ય હોય છે વા ધ્યાનાદિ
હોય છે તેનો ઉપદેશ આપીએ છીએ. અહીં જૈનમતમાં જેવો સાચો પરંપરા માર્ગ છે તેવો
ઉપદેશ આપવામાં આવે છે. એ પ્રમાણે ચરણાનુયોગમાં બે પ્રકારથી ઉપદેશ છે એમ સમજવું.
વળી ચરણાનુયોગમાં તીવ્રકષાયોનાં કાર્યો છોડાવી મંદકષાયરૂપ કાર્યો કરવાનો ઉપદેશ
આપીએ છીએ. જોકે કષાય કરવો બૂરો જ છે તોપણ સર્વ કષાય ન છૂટતો જાણી જેટલો
કષાય ઘટે તેટલું તો ભલું થશે! એવું ત્યાં પ્રયોજન જાણવું. જેમ
જે જીવોને આરંભાદિ
કરવાની, મંદિરાદિ બનાવવાની, વિષય સેવવાની વા ક્રોધાદિક કરવાની ઇચ્છા સર્વથા દૂર ન
થતી જાણે તેને પૂજા
પ્રભાવનાદિક કરવાનો, ચૈત્યાલયાદિ બનાવવાનો, જિનદેવાદિકની આગળ
શોભાદિક અને નૃત્યગાનાદિક કરવાનો વા ધર્માત્મા પુરુષોને સહાય આદિ કરવાનો ઉપદેશ
આપીએ છીએ; કારણ કે તેમાં પરંપરા કષાયોનું પોષણ થતું નથી અને પાપકાર્યોમાં તો પરંપરા
કષાયોનું પોષણ થાય છે તેથી પાપકાર્યોથી છોડાવી આ કાર્યોમાં લગાવીએ છીએ; થોડાં ઘણાં
જેટલા છૂટતાં જાણે તેટલાં પાપકાર્યો છોડાવી સમ્યક્ત્વ વા અણુવ્રતાદિ પાળવાનો તેને ઉપદેશ
આપીએ છીએ તથા જે જીવોને આરંભાદિકની ઇચ્છા સર્વથા દૂર થઈ છે તેમને પૂર્વોક્ત
પૂજનાદિ કાર્યો વા સર્વ પાપકાર્યો છોડાવી મહાવ્રતાદિ ક્રિયાઓનો ઉપદેશ આપીએ છીએ. તથા
જેમને કિંચિત્ રાગાદિક છૂટતાં જાણે તેમને દયા, ધર્મોપદેશ અને પ્રતિક્રમણાદિ કાર્યો કરવાનો
ઉપદેશ આપીએ છીએ; પણ જ્યાં સર્વરાગ દૂર થયો હોય ત્યાં કોઈ પણ કાર્ય કરવાનું રહ્યું
જ નથી તેથી તેમને કાંઈ ઉપદેશ જ નથી, એવો ક્રમ જાણવો.
વળી ચરણાનુયોગમાં કષાયી જીવોને કષાય ઉપજાવીને પણ પાપથી છોડાવી ધર્મમાં
લગાવીએ છીએ. જેમપાપનાં ફળ નર્કાદિકનાં દુઃખ બતાવી ત્યાં ભયકષાય ઉપજાવી તેને
પાપકાર્ય છોડાવીએ છીએ, તથા પુણ્યનાં ફળ સ્વર્ગાદિનાં સુખ બતાવી ત્યાં લોભકષાય ઉપજાવી
તેને ધર્મકાર્યોમાં લગાવીએ છીએ. બીજું આ જીવ ઇંદ્રિયવિષય, શરીર, પુત્ર અને ધનાદિના
અનુરાગથી પાપ કરે છે
ધર્મથી પરાઙ્મુખ રહે છે માટે ઇંદ્રિયવિષયોને મરણક્લેશાદિનાં કારણ
દર્શાવી તેમાં અરતિકષાય કરાવીએ છીએ; શરીરાદિને અશુચિરૂપ બતાવી ત્યાં જુગુપ્સાકષાય
કરાવીએ છીએ; પુત્રાદિને ધનાદિકનાં ગ્રાહક બતાવી ત્યાં દ્વેષ કરાવીએ છીએ તથા ધનાદિકને
મરણ
ક્લેશાદિનાં કારણ બતાવી ત્યાં અનિષ્ટબુદ્ધિ કરાવીએ છીએ; ઇત્યાદિ ઉપાયોથી
વિષયાદિમાં તીવ્રરાગ દૂર થવાથી તેને પાપક્રિયા છૂટી ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. નામસ્મરણ,
સ્તુતિકરણ, પૂજા, દાન
શીલાદિકથી આ લોકમાં દરિદ્રકષ્ટ દૂર થાય છે, પુત્રધનાદિની પ્રાપ્તિ
થાય છે એમ નિરૂપણ કરી તેને લોભ ઉપજાવી તે ધર્મકાર્યોમાં લગાવીએ છીએ, એ જ પ્રમાણે
અન્ય ઉદાહરણ પણ જાણવાં.
પ્રશ્નઃકોઈ કષાય છોડાવી વળી કોઈ અન્ય કષાય કરાવવાનું શું પ્રયોજન?

Page 276 of 370
PDF/HTML Page 304 of 398
single page version

ઉત્તરઃજેમ રોગ તો શીતાંગ પણ છે તથા જ્વર પણ છે, પરંતુ કોઈને શીતાંગથી
મરણ થતું જાણે તો ત્યાં વૈદ્ય તેને જ્વર થવાનો ઉપાય કરે છે અને જ્વર પણ થયા પછી
તેને જીવવાની આશા થતાં પાછળથી જ્વર મટાડવાનો ઉપાય કરે છે, તેમ કષાય તો બધાય
હેય છે, પરંતુ કોઈ જીવોને કષાયોથી પાપકાર્ય થતાં જાણે, ત્યાં શ્રીગુરુ તેમને પુણ્યકાર્યના
કારણભૂત કષાય થવાનો ઉપાય કરે છે અને પાછળથી તેને સાચી ધર્મબુદ્ધિ થઈ જાણે ત્યારે
એ કષાય મટાડવાનો ઉપાય કરે છે. એવું પ્રયોજન જાણવું.
વળી ચરણાનુયોગમાં જેમ જીવ પાપને છોડી ધર્મમાં જોડાય તેવી અનેક યુક્તિથી વર્ણન
કરીએ છીએ. ત્યાં લૌકિક દ્રષ્ટાંત, યુક્તિ, ઉદાહરણ, ન્યાયપદ્ધતિથી સમજાવીએ છીએ તથા કોઈ
ઠેકાણે અન્યમતનાં પણ ઉદાહરણાદિ આપીએ છીએ. જેમ સૂક્તમુક્તાવલિમાં લક્ષ્મીને
કમળવાસિની કહી તથા સમુદ્રમાં વિષ અને લક્ષ્મી બંને ઊપજે છે એ અપેક્ષાએ તેને વિષની
ભગિની કહી, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ કહીએ છીએ. ત્યાં કોઈ ઉદાહરણ જૂઠાં પણ
છે, પરંતુ સાચા પ્રયોજનને પોષે છે તેથી ત્યાં દોષ નથી. કોઈ કહે કે
અહીં જૂઠનો દોષ તો
લાગે છે? તેનું સમાધાનજો જૂઠ પણ છે, પરંતુ જો તે સાચા પ્રયોજનને પોષે છે તો તેને જૂઠ
કહેતા નથી તથા સત્ય પણ છે પરંતુ જો તે જૂઠા પ્રયોજનને પોષે છે તો તે જૂઠ જ છે. એ
પ્રમાણે અલંકારયુક્ત નામાદિકમાં વચનઅપેક્ષાએ સાચ
જૂઠ નથી પણ પ્રયોજનઅપેક્ષાએ સાચ
જૂઠ છે. જેમ તુચ્છશોભાસહિત નગરને ઇંદ્રપુરી સમાન કહીએ છીએ તે જોકે જૂઠ છે પરંતુ
શોભાના પ્રયોજનને પોષે છે માટે જૂઠ નથી. વળી ‘આ નગરમાં છત્રને જ દંડ છે, અન્ય ઠેકાણે
નથી’ એમ કહ્યું, તે જોકે જૂઠ છે, કારણ કે
અન્ય ઠેકાણે પણ દંડ થતો જોવામાં આવે છે,
પરંતુ ત્યાં અન્યાયવાન થોડા છે અને ન્યાયવાન ઘણા છે તથા ન્યાયવાનને દંડ થતો નથી, એવા
પ્રયોજનને પોષે છે માટે તે જૂઠ નથી. વળી બૃહસ્પતિનું નામ ‘સુરગુરુ’ લખ્યું વા મંગળનું નામ
‘કુજ’ લખ્યું, હવે એવાં નામ તો અન્યમત અપેક્ષાએ છે, એનો અક્ષરાર્થ છે તે તો જૂઠો છે
પરંતુ એ નામો તે પદાર્થને પ્રગટ કરે છે માટે તે જૂઠાં નથી. એ પ્રમાણે અન્યમતાદિકનાં
ઉદાહરણાદિ આપીએ છીએ તે જૂઠાં છે પરંતુ અહીં ઉદાહરણાદિનું તો શ્રદ્ધાન કરાવવાનું નથી,
શ્રદ્ધાન તો પ્રયોજનનું કરાવવાનું છે, અને પ્રયોજન સાચું છે તેથી દોષ નથી.
વળી ચરણાનુયોગમાં છદ્મસ્થની બુદ્ધિગોચર સ્થૂળપણાની અપેક્ષાએ લોકપ્રવૃત્તિની
મુખ્યતાસહિત ઉપદેશ આપીએ છીએ, પણ કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મપણાની અપેક્ષાએ આપતા
નથી, કારણ કે
તેનું આચરણ થઈ શકતું નથી અને અહીં તો આચરણ કરાવવાનું પ્રયોજન
છે. જેમ અણુવ્રતીને ત્રસહિંસાનો ત્યાગ કહ્યો, હવે આને સ્ત્રીસેવનાદિ કાર્યમાં ત્રસહિંસા થાય
છે, વળી આ જાણે પણ છે કે
જિનવાણીમાં અહીં ત્રસજીવ કહ્યા છે, પરંતુ આને ત્રસજીવ
મારવાનો અભિપ્રાય નથી તથા લોકમાં જેનું નામ ત્રસઘાત છે તેને આ કરતો નથી તેથી એ
અપેક્ષાએ તેને ત્રસહિંસાનો ત્યાગ છે. બીજું, મુનિને સ્થાવરહિંસાનો પણ ત્યાગ કહ્યો, હવે

Page 277 of 370
PDF/HTML Page 305 of 398
single page version

મુનિ, પૃથ્વીજળાદિકમાં ગમનાદિક કરે છે ત્યાં ત્રસનો પણ સર્વથા અભાવ નથી કારણ કે
ત્રસ જીવોની પણ એવી સૂક્ષ્મ અવગાહના હોય છે કે જે દ્રષ્ટિગોચર થતી નથી, તથા તેની
સ્થિતિ પૃથ્વી
જળાદિમાં જ છે એ આ મુનિ જિનવાણીથી જાણે છે વા કોઈ વેળા
અવધિજ્ઞાનાદિ વડે પણ જાણે છે, પરંતુ આને પ્રમાદથી સ્થાવરત્રસહિંસાનો અભિપ્રાય નથી.
લોકમાં ભૂમિ ખોદવી તથા અપ્રાસુક જળથી ક્રિયા કરવી, ઇત્યાદિ પ્રવૃત્તિનું નામ સ્થાવરહિંસા
છે અને સ્થૂળ ત્રસજીવોને પીડવાનું નામ ત્રસહિંસા છે, તેને આ કરતો નથી તેથી મુનિને
હિંસાનો સર્વથા ત્યાગ કહીએ છીએ. તે જ પ્રમાણે અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનો
તેમને ત્યાગ કહ્યો છે, પણ કેવળજ્ઞાનમાં જાણવાની અપેક્ષાએ અસત્યવચનયોગ બારમા
ગુણસ્થાન સુધી કહ્યો છે, અદત્તકર્મપરમાણુ આદિ પરદ્રવ્યોનું ગ્રહણ તેરમા ગુણસ્થાન સુધી
છે, વેદનો ઉદય નવમા ગુણસ્થાન સુધી છે, અંતરંગપરિગ્રહ દશમા ગુણસ્થાન સુધી છે, તથા
બાહ્યપરિગ્રહ સમવસરણાદિ કેવળીભગવાનને પણ હોય છે પરંતુ મુનિને પ્રમાદપૂર્વક પાપરૂપ
અભિપ્રાય નથી, લોકપ્રવૃત્તિમાં જે ક્રિયાઓ વડે ‘આ જૂઠું બોલે છે, ચોરી કરે છે, કુશીલ
સેવે છે, તથા પરિગ્રહ રાખે છે’
એવું નામ પામે છે તે ક્રિયાઓ આને નથી, તેથી તેને
અસત્યાદિકનો ત્યાગ કહીએ છીએ. વળી જેમ મુનિને મૂળગુણોમાં પાંચ ઇંદ્રિયોના વિષયોનો
ત્યાગ કહ્યો, પણ ઇંદ્રિયોનું જાણવું તો મટતું નથી તથા જો વિષયોમાં રાગ
દ્વેષ સર્વથા દૂર
થયો હોય તો ત્યાં યથાખ્યાતચારિત્ર થઈ જાય, તે અહીં થયું નથી પરંતુ સ્થૂળપણે વિષય
ઇચ્છાનો અભાવ થયો છે તથા બાહ્ય વિષયસામગ્રી મેળવવાની પ્રવૃત્તિ દૂર થઈ છે તેથી તેને
ઇન્દ્રિયવિષયોનો ત્યાગ કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી વ્રતી જીવ ત્યાગ
વા આચરણ કરે છે. તે ચરણાનુયોગની પદ્ધતિ અનુસાર વા લોકપ્રવૃત્તિ અનુસાર ત્યાગ કરે
છે. જેમ કોઈએ ત્રસહિંસાનો ત્યાગ કર્યો છે, ત્યાં ચરણાનુયોગમાં વા લોકમાં જેને ત્રસહિંસા
કહીએ છીએ તેનો તેણે ત્યાગ કર્યો છે પણ કેવળજ્ઞાનવડે જે ત્રસ જીવો દેખાય છે તેની
હિંસાનો ત્યાગ બનતો નથી. અહીં જે ત્રસહિંસાનો ત્યાગ કર્યો ત્યાં એ રૂપ મનનો વિકલ્પ
ન કરવો તે મનથી ત્યાગ છે, વચન ન બોલવાં તે વચનથી ત્યાગ છે તથા કાયાથી ન પ્રવર્તવું
તે કાયાથી ત્યાગ છે. એમ અન્ય પણ ત્યાગ વા ગ્રહણ હોય છે તે એવી પદ્ધતિ સહિત
જ હોય છે એમ જાણવું.
પ્રશ્નઃકરણાનુયોગમાં તો કેવળજ્ઞાનની અપેક્ષાએ તારતમ્ય કથન છે, તો
ત્યાં છઠ્ઠા ગુણસ્થાનવાળાને બાર અવિરતિનો સર્વથા અભાવ કહ્યો તે કેવી રીતે કહ્યો?
ઉત્તરઃઅવિરતિ પણ યોગકષાયમાં ગર્ભિત હતી પરંતુ ત્યાં પણ ચરણાનુયોગની
અપેક્ષાએ ત્યાગનો અભાવ, તેનું જ નામ અવિરતિ કહ્યું છે માટે ત્યાં તેનો અભાવ છે.
મનઅવિરતિનો અભાવ કહ્યો, પણ મુનિને મનના વિકલ્પો તો થાય છે પરંતુ મનની સ્વેચ્છાચારી
પાપરૂપ પ્રવૃત્તિના અભાવથી ત્યાં મનઅવિરતિનો અભાવ કહ્યો.

Page 278 of 370
PDF/HTML Page 306 of 398
single page version

વળી ચરણાનુયોગમાં વ્યવહારલોકપ્રવૃત્તિની અપેક્ષાએ જ નામાદિક કહીએ છીએ. જેમ
સમ્યગ્દ્રષ્ટિને પાત્ર તથા મિથ્યાદ્રષ્ટિને અપાત્ર કહ્યા, ત્યાં જેને જિનદેવાદિકનું શ્રદ્ધાન છે તે તો
સમ્યગ્દ્રષ્ટિ છે તથા જેને તેનું શ્રદ્ધાન નથી તે મિથ્યાદ્રષ્ટિ જાણવો. કારણ કે
દાન આપવું
ચરણાનુયોગમાં કહ્યું છે ત્યાં ચરણાનુયોગની અપેક્ષાએ જ સમ્યક્ત્વમિથ્યાત્વ ગ્રહણ કરીએ
છીએ, જો ત્યાં કરણાનુયોગની અપેક્ષાએ સમ્યક્ત્વમિથ્યાત્વ ગ્રહણ કરવામાં આવે તો જે જીવ
અગિયારમાં ગુણસ્થાનમાં છે તે જ પાછો અંતર્મુહૂર્તમાં પ્રથમ ગુણસ્થાનમાં આવે, તો ત્યાં દાતાર
પાત્ર
અપાત્રનો નિર્ણય કેવી રીતે કરી શકે? તથા જો દ્રવ્યાનુયોગની અપેક્ષાએ ત્યાં સમ્યક્ત્વ
મિથ્યાત્વ ગ્રહણ કરવામાં આવે તો મુનિસંઘમાં દ્રવ્યલિંગી પણ છે અને ભાવલિંગી પણ છે,
હવે પ્રથમ તો તેનો બરાબર નિર્ણય થવો કઠણ છે કારણ કે
બાહ્યપ્રવૃત્તિ બંનેની સમાન છે,
તથા જો કદાચિત્ સમ્યગ્દ્રષ્ટિને કોઈ બાહ્યચિહ્નવડે તેનો નિર્ણય થઈ જાય અને તે આની ભક્તિ
ન કરે તો બીજાઓને સંશય થાય કે
‘આની ભક્તિ કેમ ન કરી?’ એ પ્રમાણે જો તેનું
મિથ્યાદ્રષ્ટિપણું પ્રગટ થાય તો સંઘમાં વિરોધ ઉત્પન્ન થાય, માટે ત્યાં વ્યવહારસમ્યક્ત્વ
મિથ્યાત્વની અપેક્ષાએ કથન જાણવાં.
પ્રશ્નઃસમ્યગ્દ્રષ્ટિ તો દ્રવ્યલિંગીને પોતાનાથી હીનગુણવાન માને છે તો તે
તેની ભક્તિ કેવી રીતે કરે?
ઉત્તરઃવ્યવહારધર્મનું સાધન દ્રવ્યલિંગીને ઘણું છે તથા ભક્તિ કરવી એ પણ
વ્યવહાર જ છે, માટે જેમ કોઈ ધનવાન ન હોય પરંતુ જો કુળમાં મોટો હોય તો તેને કુળ
અપેક્ષાએ મોટો જાણી તેનો સત્કાર કરવામાં આવે છે. તેમ પોતે સમ્યક્ત્વગુણસહિત છે, પરંતુ
જો કોઈ વ્યવહારધર્મમાં પ્રધાન હોય તને વ્યવહારધર્મની અપેક્ષાએ ગુણાધિક માની તેની ભક્તિ
કરે છે, એમ સમજવું. એ જ પ્રમાણે જે જીવ ઘણા ઉપવાસાદિ કરે છે તેને તપસ્વી કહીએ
છીએ, જોકે કોઈ ધ્યાન
અધ્યયનાદિ વિશેષ કરે છે તે ઉત્કૃષ્ટ તપસ્વી છે તોપણ અહીં
ચરણાનુયોગમાં બાહ્ય તપની જ પ્રધાનતા છે, માટે તેને જ તપસ્વી કહીએ છીએ. એ પ્રમાણે
અન્ય નામાદિક સમજવાં.
એ જ પ્રમાણે અન્ય અનેક પ્રકાર સહિત ચરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન જાણવું.
દ્રવ્યાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન
હવે દ્રવ્યાનુયોગમાં કેવી રીતે વ્યાખ્યાન છે તે અહીં દર્શાવીએ છીએ.
જીવને જીવાદિ દ્રવ્યોનું યથાર્થ શ્રદ્ધાન જેમ થાય તેમ ભેદ, યુક્તિ, હેતુ અને
દ્રષ્ટાંતાદિકનું અહીં નિરૂપણ કરવામાં આવે છે. કારણ કે આ અનુયોગમાં યથાર્થ શ્રદ્ધાન કરવાનું
પ્રયોજન છે. જોકે જીવાદિ વસ્તુ અભેદ છે તોપણ તેમાં ભેદકલ્પનાવડે વ્યવહારથી દ્રવ્ય
ગુણ

Page 279 of 370
PDF/HTML Page 307 of 398
single page version

પર્યાયાદિના ભેદ નિરૂપણ કરીએ છીએ, વળી પ્રતીતિ અણાવવા અર્થે અનેક યુક્તિવડે અથવા
પ્રમાણ નયવડે ઉપદેશ આપીએ છીએ તે પણ યુક્ત છે, તથા વસ્તુના અનુમાનપ્રત્યક્ષજ્ઞાનાદિ
કરાવવા માટે હેતુદ્રષ્ટાંતાદિક આપીએ છીએ, એ રીતે અહીં વસ્તુની પ્રતીતિ કરાવવા માટે
ઉપદેશ આપે છે.
તથા અહીં મોક્ષમાર્ગનું શ્રદ્ધાન કરાવવા અર્થે જીવાદિ તત્ત્વોના ભેદયુક્તિહેતુ
દ્રષ્ટાંતાદિકવડે નિરૂપણ કરીએ છીએ. જેમ સ્વપરભેદવિજ્ઞાનાદિક થાય તેમ અહીં જીવ
અજીવનો નિર્ણય કરીએ છીએ, તથા જેમ વીતરાગભાવ થાય તેમ આસ્રવાદિકનું સ્વરૂપ
દર્શાવીએ છીએ અને ત્યાં મુખ્યપણે જ્ઞાન
વૈરાગ્યનાં કારણ જે આત્માનુભવનાદિક તેનું માહાત્મ્ય
ગાઈએ છીએ.
દ્રવ્યાનુયોગમાં નિશ્ચય અધ્યાત્મ ઉપદેશની પ્રધાનતા હોય છે, ત્યાં વ્યવહારધર્મનો પણ
નિષેધ કરીએ છીએ. જે જીવ, આત્માનુભવનો ઉપાય કરતો નથી અને માત્ર બાહ્યક્રિયાકાંડમાં
મગ્ન છે તેને ત્યાંથી ઉદાસ કરી આત્માનુભવનાદિમાં લગાવવા અર્થે વ્રત
શીલસંયમાદિનું
હીનપણું પ્રગટ કરીએ છીએ, ત્યાં એમ ન સમજી લેવું કે એને (વ્રતશીલસંયમાદિને) છોડી
પાપમાં લાગી જવું, કારણ કે એ ઉપદેશનું પ્રયોજન કાંઈ અશુભમાં જોડવાનું નથી
પણ શુદ્ધોપયોગમાં લગાવવા માટે શુભોપયોગનો નિષેધ કરીએ છીએ.
પ્રશ્નઃઅધ્યાત્મશાસ્ત્રોમાં પુણ્ય{પાપને સમાન કહ્યાં છે માટે શુદ્ધોપયોગ થાય
તો ભલું જ છે, ન થાય તો પુણ્યમાં લાગો વા પાપમાં લાગો?
ઉત્તરઃજેમ શૂદ્ર જાતિની અપેક્ષાએ જાટ અને ચાંડાળને સમાન કહ્યા છે, પરંતુ
ચાંડાળથી જાટ કાંઈક ઉત્તમ છે, એ અસ્પૃશ્ય છે ત્યારે આ સ્પૃશ્ય છે. તેમ બંધારણની
અપેક્ષાએ પુણ્ય અને પાપ સમાન છે, પરંતુ પાપથી પુણ્ય કાંઈક ભલું છે, એ તીવ્રકષાયરૂપ
છે ત્યારે આ મંદકષાયરૂપ છે; માટે પુણ્યને છોડી પાપમાં લાગવું યોગ્ય નથી એમ સમજવું.
વળી જે જીવ, જિનબિમ્બ ભક્તિ આદિ કાર્યોમાં જ નિમગ્ન છે તેને આત્મશ્રદ્ધાનાદિ
કરાવવા માટે ‘દેહમાં દેવ છે દેરામાં નથી,’ ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ; ત્યાં એમ ન
સમજી લેવું કે
ભક્તિ છોડી ભોજનાદિથી પોતાને સુખી કરવો. કારણ કે એ ઉપદેશનું પ્રયોજન
કાંઈ એવું નથી.
એ જ પ્રમાણે જ્યાં અન્ય વ્યવહારનો નિષેધ કર્યો હોય ત્યાં તેને યથાર્થ જાણી પ્રમાદી
ન થવું, એમ સમજવું. જે કેવળ વ્યવહારસાધનમાં જ મગ્ન છે તેને નિશ્ચયરુચિ કરાવવા અર્થે
ત્યાં વ્યવહારને હીન બતાવ્યો છે.
વળી એ જ શાસ્ત્રોમાં સમ્યગ્દ્રષ્ટિના વિષયભોગાદિને બંધના કારણરૂપ ન કહ્યા પણ

Page 280 of 370
PDF/HTML Page 308 of 398
single page version

નિર્જરાના કારણરૂપ કહ્યા, ત્યાં ભોગોનું ઉપાદેયપણું ન સમજી લેવું. ત્યાં સમ્યગ્દ્રષ્ટિનું માહાત્મ્ય
બતાવવા માટે જ પ્રગટ તીવ્રબંધનાં કારણ ભોગાદિક પ્રસિદ્ધ હતા તે ભોગાદિક હોવા છતાં
પણ શ્રદ્ધાનશક્તિના બળથી તેને મંદબંધ થવા લાગ્યો તેને ગણ્યો નહિ. અને તે જ બળથી
નિર્જરા વિશેષ થવા લાગી તેથી ઉપચારથી ભોગોને પણ ત્યાં બંધના કારણરૂપ ન કહ્યા પણ
નિર્જરાના કારણરૂપ કહ્યા. વિચાર કરતાં ભોગ જો નિર્જરાનું કારણ હોય તો તેને છોડી
સમ્યગ્દ્રષ્ટિ જીવ, મુનિપદને શામાટે ગ્રહણ કરે? અહીં તો એ કથનનું એટલું જ પ્રયોજન
છે કે
જુઓ સમ્યક્ત્વનું માહાત્મ્ય! કે જેના બળથી ભોગ પણ પોતાના ગુણનું ફળ આપી
શકતા નથી.
એ પ્રમાણે અન્ય કથન પણ હોય તો ત્યાં તેનું યથાર્થપણું સમજી લેવું.
વળી દ્રવ્યાનુયોગમાં પણ ચરણાનુયોગની માફક ગ્રહણ
ત્યાગ કરવાનું પ્રયોજન છે. તેથી
છદ્મસ્થની બુદ્ધિગોચર પરિણામોની અપેક્ષાએ જ ત્યાં કથન કરવામાં આવે છે. એટલું વિશેષ
છે કે
ચરણાનુયોગમાં તો બાહ્યક્રિયાની મુખ્યતાથી વર્ણન કરીએ છીએ. દ્રવ્યાનુયોગમાં
આત્મપરિણામોની મુખ્યતાથી નિરૂપણ કરીએ છીએ, પણ કરણાનુયોગની માફક સૂક્ષ્મવર્ણન
કરતા નથી. તેના ઉદાહરણ
ઉપયોગના શુભ, અશુભ અને શુદ્ધ એ ત્રણ ભેદ કહ્યા છે, તેમાં ધર્માનુરાગરૂપ
પરિણામ એ શુભોપયોગ છે, પાપાનુરાગરૂપ વા દ્વેષરૂપ પરિણામ એ અશુભોપયોગ છે તથા
રાગદ્વેષરહિત પરિણામ એ શુદ્ધોપયોગ છે એમ કહ્યું. હવે, એ કથન છદ્મસ્થના બુદ્ધિગોચર
પરિણામોની અપેક્ષાએ છે પણ કરણાનુયોગમાં કષાયશક્તિની અપેક્ષાએ ગુણસ્થાનાદિમાં જે
સંક્લેશવિશુદ્ધ પરિણામો નિરૂપણ કર્યા છે તે વિવક્ષા અહીં નથી.
કરણાનુયોગમાં તો રાગાદિરહિત શુદ્ધોપયોગ યથાખ્યાતચારિત્ર થતાં જ થાય છે અને
તે મોહનો નાશ થતાં સ્વયં થાય છે, ત્યાં નીચલી અવસ્થાવાળા એ શુદ્ધોપયોગનું સાધન કેવી
રીતે કરે? તથા દ્રવ્યાનુયોગમાં શુદ્ધોપયોગ કરવાનો જ મુખ્ય ઉપદેશ છે માટે ત્યાં છદ્મસ્થ જીવ
જે કાળમાં બુદ્ધિગોચર ભક્તિ આદિ વા હિંસા આદિ કાર્યરૂપ પરિણામોને છોડી
આત્માનુભવનાદિ કાર્યોમાં પ્રવર્તે તે કાળમાં તેને શુદ્ધોપયોગી કહીએ છીએ. જોકે અહીં
કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મ રાગાદિક છે તોપણ તેની અહીં વિવક્ષા કહી નથી, પણ પોતાની
બુદ્ધિગોચર રાગાદિક છોડ્યો એ અપેક્ષાએ તેને શુદ્ધોપયોગી કહ્યો છે.
એ જ પ્રમાણે સ્વપર શ્રદ્ધાનાદિ થતાં સમ્યક્ત્વાદિ કહ્યાં તે બુદ્ધિગોચર અપેક્ષાએ
નિરૂપણ છે, સૂક્ષ્મભાવોની અપેક્ષાએ ગુણસ્થાનાદિમાં સમ્યક્ત્વાદિનું નિરૂપણ કરણાનુયોગમાં
હોય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
જો દ્રવ્યાનુયોગના કથનની વિધિ કરણાનુયોગથી મેળવવા જઈએ તો તે કોઈ ઠેકાણે

Page 281 of 370
PDF/HTML Page 309 of 398
single page version

તો મળે તથા કોઈ ઠેકાણે ન મળે; જેમયથાખ્યાતચારિત્ર થતાં તો બંને અપેક્ષાએ શુદ્ધોપયોગ
છે પરંતુ નીચલી દશામાં દ્રવ્યાનુયોગ અપેક્ષાએ તો કદાચિત્ શુદ્ધોપયોગ હોય છે પણ
કરણાનુયોગ અપેક્ષાએ નિરંતર કષાય અંશના સદ્ભાવથી શુદ્ધોપયોગ નથી. એ જ પ્રમાણે અન્ય
કથન પણ સમજવાં.
વળી દ્રવ્યાનુયોગમાં પરમતમાં કહેલાં તત્ત્વાદિકને અસત્યરૂપ દર્શાવવા માટે તેનો નિષેધ
કરીએ છીએ ત્યાં દ્વેષબુદ્ધિ છે એમ ન સમજવું, પણ તેને અસત્યરૂપ દર્શાવી સત્યશ્રદ્ધાન
કરાવવાનું પ્રયોજન છે એમ જાણવું.
એ પ્રમાણે તથા અન્ય પણ અનેક પ્રકારથી દ્રવ્યાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન કહ્યું છે.
એ પ્રમાણે ચારે અનુયોગના વ્યાખ્યાનનું વિધાન કહ્યું ત્યાં કોઈ ગ્રંથમાં એક અનુયોગની,
કોઈમાં બેની, કોઈમાં ત્રણની તથા કોઈમાં ચારે અનુયોગની પ્રધાનતાસહિત વ્યાખ્યાન હોય છે,
ત્યાં જ્યાં જેમ સંભવે તેમ સમજી લેવું.
હવે એ અનુયોગોમાં કેવી પદ્ધતિની મુખ્યતા હોય છે તે અહીં કહીએ છીએઃ
ચારે અનુયોગોમાં વ્યાખ્યાનની પદ્ધતિ
પ્રથમાનુયોગમાં તો અલંકારશાસ્ત્રો વા કાવ્યઆદિ શાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે. કારણ કે
અલંકારાદિથી મન રંજાયમાન થાય છે, સીધી વાત કહેતાં એવો ઉપયોગ જોડાતો નથી કે જેવો
ઉપયોગ અલંકારાદિ યુક્તિસહિત કથનથી જોડાય. બીજું, પરોક્ષ વાતને કંઈક અધિકતાપૂર્વક
નિરૂપણ કરીએ તો તેનું સ્વરૂપ બરાબર ભાસે છે.
કરણાનુયોગમાં ગણિતાદિ શાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે કારણ કે ત્યાં દ્રવ્યક્ષેત્રકાળ
ભાવના પ્રમાણાદિનું નિરૂપણ કરીએ છીએ, અને ગણિતગ્રંથોની આમ્નાયથી તેનું સુગમપણે
જાણપણું થાય છે.
ચરણાનુયોગમાં સુભાષિત નીતિશાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે, કારણ કે ત્યાં આચરણ
કરાવવું છે તેથી લોકપ્રવૃત્તિ અનુસાર નીતિમાર્ગ દર્શાવતાં તે આચરણ કરે છે.
તથા દ્રવ્યાનુયોગમાં ન્યાયશાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે કારણ કે ત્યાં નિર્ણય કરાવવાનું
પ્રયોજન છે, તથા ન્યાયશાસ્ત્રોમાં નિર્ણય કરવાનો માર્ગ દર્શાવ્યો છે.
એ પ્રમાણે એ અનુયોગોમાં મુખ્ય પદ્ધતિ છે, તથા અન્ય પણ અનેક પદ્ધતિસહિત
વ્યાખ્યાન તેમાં હોય છે.
પ્રશ્નઃઅલંકાર, ગણિત, નીતિ અને ન્યાયનું જ્ઞાન તો પંડિતોને થાય છે,

Page 282 of 370
PDF/HTML Page 310 of 398
single page version

તુચ્છબુદ્ધિ જીવો તે સમજી શકતા નથી, માટે સીધું કથન કેમ ન કર્યું?
ઉત્તરઃશાસ્ત્ર છે તે મુખ્યપણે તો પંડિત અને ચતુર પુરુષોને અભ્યાસ કરવા યોગ્ય
છે. જો અલંકારાદિ આમ્નાયસહિત કથન હોય તો તેમનું મન ત્યાં જોડાય, તથા જે તુચ્છબુદ્ધિ
છે તેને પંડિતપુરુષ સમજાવી દે પણ જે ન સમજી શકે તો તેને મુખથી જ સીધું કથન કહે,
પરંતુ ગ્રંથોમાં સીધાં કથન લખવાથી વિશેષબુદ્ધિજીવ તેના અભ્યાસમાં વિશેષ પ્રવર્તે નહિ માટે
અલંકારાદિ આમ્નાયસહિત કથન કરીએ છીએ.
એ પ્રમાણે એ ચારે અનુયોગનું નિરૂપણ કર્યું.
જૈનમતમાં ઘણાં શાસ્ત્ર તો એ ચારે અનુયોગમાં ગર્ભિત છે.
વળી વ્યાકરણ, ન્યાય, છંદ, કોષ, વૈદ્યક, જ્યોતિષ અને મંત્રાદિ શાસ્ત્ર પણ જૈનમતમાં
હોય છે તેનું શું પ્રયોજન છે? તે સાંભળો
વ્યાકરણ, ન્યાય, છંદ, કોષ, વૈદ્યક, જ્યોતિષ અને
મંત્રાદિશાસ્ત્રનું પ્રયોજન
વ્યાકરણન્યાયાદિકનો અભ્યાસ થતાં અનુયોગરૂપ શાસ્ત્રોનો અભ્યાસ થઈ શકે છે માટે
વ્યાકરણાદિ શાસ્ત્રો કહ્યાં છે.
કોઈ કહેભાષારૂપ સીધું નિરૂપણ કર્યું હોત તો વ્યાકરણાદિનું શું પ્રયોજન રહેત?
ઉત્તરઃભાષા તો અપ્રભંશરૂપ અશુદ્ધવાણી છે, દેશ દેશમાં અન્ય અન્ય છે, ત્યાં
મહાનપુરુષ શાસ્ત્રોમાં એવી રચના કેવી રીતે કરે? વળી વ્યાકરણન્યાયાદિવડે જેવો યથાર્થ સૂક્ષ્મ
અર્થ નિરૂપણ થાય છે તેવો સીધી (સરલ) ભાષામાં થઈ શકતો નથી માટે વ્યાકરણાદિ
આમ્નાયથી વર્ણન કર્યું છે, તેનો પોતાની બુદ્ધિ અનુસાર થોડોઘણો અભ્યાસ કરી અનુયોગરૂપ
પ્રયોજનભૂત શાસ્ત્રોનો અભ્યાસ કરવો.
વળી વૈદ્યકાદિ ચમત્કારથી જૈનમતની પ્રભાવના થાય, ઔષધાદિથી ઉપકાર પણ બને
તથા જે જીવ લૌકિક કાર્યોમાં અનુરક્ત છે તે વૈદ્યકાદિ ચમત્કારથી જેની થાય અને પાછળથી
સત્યધર્મ પામી પોતાનું કલ્યાણ કરે, ઇત્યાદિ પ્રયોજનસહિત વૈદ્યકાદિ શાસ્ત્રો કહ્યાં છે.
અહીં એટલું છે કેઆ પણ જૈનશાસ્ત્ર છે એમ જાણી તેના અભ્યાસમાં ઘણું લાગવું
નહિ; જો ઘણી બુદ્ધિથી તેનું સહજ જાણવું થાય તથા તેને જાણતાં પોતાને રાગાદિ વિકારો
વધતા ન જાણે તો તેનું પણ જાણવું ભલે થાય, પરંતુ અનુયોગશાસ્ત્રવત્ એ શાસ્ત્રો ઘણાં
કાર્યકારી નથી માટે તેના અભ્યાસનો વિશેષ ઉદ્યમ કરવો યોગ્ય નથી.

Page 283 of 370
PDF/HTML Page 311 of 398
single page version

પ્રશ્નઃજો એમ છે તો ગણધરાદિ પુરુષોએ તેની શા માટે રચના કરી?
ઉત્તરઃપૂર્વોક્ત કિંચિત્ પ્રયોજન જાણી તેની રચના કરી છે. જેમ ઘણો ધનવાન
કોઈ વેળા અલ્પકાર્યકારી વસ્તુનો પણ સંચય કરે છે પણ જો અલ્પ ધનવાન એ વસ્તુનો સંચય
કરે તો ધન તો ત્યાં જ ખર્ચાઈ જાય, પછી તે ઘણી કાર્યકારી વસ્તુનો સંગ્રહ શા વડે કરે?
તેમ ઘણા બુદ્ધિમાન ગણધરાદિક કોઈ પ્રકારે અલ્પકાર્યકારી વૈદ્યકાદિ શાસ્ત્રોનો પણ સંચય કરે
છે પણ જો અલ્પબુદ્ધિમાન તેના અભ્યાસમાં જોડાય તો બુદ્ધિ તો ત્યાં લાગી જાય, પછી ઉત્કૃષ્ટ
કાર્યકારી શાસ્ત્રોનો અભ્યાસ તે કેવી રીતે કરે?
વળી જેમ મંદરાગી તો પુરાણાદિમાં શ્રૃંગારાદિનું નિરૂપણ કરે તોપણ તે વિકારી થતો
નથી, પણ જો તીવ્રરાગી એ પ્રમાણે શ્રૃંગારાદિ નિરૂપણ કરે તો તે પાપ જ બાંધે; તેમ મંદરાગી
ગણધરાદિ છે તેઓ વૈદ્યકાદિ શાસ્ત્રોનું નિરૂપણ કરે તોપણ તેઓ વિકારી થતા નથી પણ જો
તીવ્રરાગી તેના અભ્યાસમાં લાગી જાય તો તે રાગાદિક વધારી પાપકર્મને બાંધશે એમ સમજવું.
એ પ્રમાણે જૈનમતના ઉપદેશનું સ્વરૂપ જાણવું.
હવે તેમાં કોઈ દોષકલ્પના કરે છે તેનું નિરાકરણ કરીએ છીએઃ
પ્રથમાનુયોગમાં દોષકલ્પનાનું નિરાકરણ
કેટલાક જીવ કહે છે કેપ્રથમાનુયોગમાં શ્રૃંગારાદિ વા સંગ્રામાદિનું ઘણું કથન કરે
છે તેના નિમિત્તથી રાગાદિક વધી જાય, માટે એવું કથન કરવું ઠીક નથી; વા એવું કથન
સાંભળવું નહિ.
તેને કહીએ છીએ કે કથા કહેવી હોય ત્યારે તો બધીય અવસ્થાનું કથન કરવું જોઈએ,
વળી જે અલંકારાદિ વડે વધારીને કથન કરે છે તે તો પંડિતોનાં વચન યુક્તિસહિત જ નીકળે.
પ્રશ્નઃસંબંધ મેળવવા માટે સામાન્ય કથન કરવું હતું પણ વધારીને કથન
શામાટે કર્યું?
ઉત્તરઃપરોક્ષ કથનને વધારીને કહ્યા વિના તેનું સ્વરૂપ ભાસે નહિ કે‘પહેલાં તો
આવા આવા ભોગસંગ્રામાદિ કર્યા પણ પછી સર્વનો ત્યાગ કરી મુનિ થયા,’ ઇત્યાદિ ચમત્કાર
તો ત્યારે જ ભાસે કે જ્યારે વધારીને કથન કરવામાં આવે.
તું કહે છે કે‘એના નિમિત્તથી રાગાદિક વધી જાય છે,’ પણ જેમ કોઈ ચૈત્યાલય
બનાવે છે ત્યાં તેનું પ્રયોજન તો ધર્મકાર્ય કરાવવાનું છે, છતાં કોઈ પાપી ત્યાં પાપકર્મ કરે
તો ત્યાં ચૈત્યાલય બનાવવાવાળાનો તો દોષ નથી; તેમ શ્રીગુરુએ પુરાણાદિમાં શ્રૃંગારાદિનું વર્ણન

Page 284 of 370
PDF/HTML Page 312 of 398
single page version

કર્યું ત્યાં તેમનું પ્રયોજન રાગાદિક કરાવવાનું તો નથી પણ ધર્મમાં લગાવવાનું છે; છતાં કોઈ
પાપી ધર્મ ન કરે અને રાગાદિક જ વધારે તો તેમાં શ્રીગુરુનો શો દોષ?
પ્રશ્નઃજે રાગાદિકનાં નિમિત્ત હોય તે કથન જ કરવાં નહોતાં?
ઉત્તરઃસરાગી જીવોનું મન કેવળ વૈરાગ્યકથનમાં જોડાય નહિ, તેથી જેમ બાળકને
પતાસાના આશ્રયે ઔષધ આપીએ છીએ તેમ સરાગીને ભોગાદિકથનના આશ્રયે ધર્મમાં રુચિ
કરાવીએ છીએ.
પ્રશ્નઃજો એમ છે, તો વૈરાગી પુરુષોએ તો એવા ગ્રંથોનો અભ્યાસ કરવો
યોગ્ય નથી?
ઉત્તરઃજેના અંતરંગમાં રાગભાવ નથી તેને તો શ્રૃંગારાદિ કથન સાંભળવા છતાં
પણ રાગાદિભાવ ઊપજતા જ નથી; એ તો જાણે છે કેઆ પ્રમાણે જ અહીં કથન કરવાની
પદ્ધતિ છે.
પ્રશ્નઃતો જેને શ્રૃંગારાદિ કથન સાંભળતાં રાગાદિભાવ થઈ આવે છે, તેણે
તો એવા કથન સાંભળવાં યોગ્ય નથી?
ઉત્તરઃજ્યાં ધર્મનું જ પ્રયોજન છે તથા જ્યાંત્યાં ધર્મને જ પોષણ કરવામાં
આવ્યો છે એવાં જૈનપુરાણાદિકોમાં પ્રસંગોપાત્ શ્રૃંગારાદિકનું કથન કર્યું હોય તેને સાંભળતાં પણ
જે ઘણો રાગી થયો તો તે અન્ય ક્યા ઠેકાણે વિરાગી થશે? તે તો પુરાણ સાંભળવાં છોડીને
અન્ય પણ એવાં જ કાર્ય કરશે કે જ્યાં ઘણા રાગાદિ થાય? માટે તેને પણ પુરાણ સાંભળતાં
થોડીઘણી ધર્મબુદ્ધિ થાય તો થાય? બીજાં કાર્યોથી તો આ કાર્ય ભલું જ છે.
પ્રશ્નઃપ્રથમાનુયોગમાં તો અન્ય જીવોની કથાઓ છે તો તેથી પોતાનું
પ્રયોજન શું સધાય છે?
ઉત્તરઃજેમ કામી પુરુષોની કથા સાંભળતાં પોતાને પણ કામ્યપ્રેમ વધે છે તેમ
ધર્માત્મા પુરુષોની કથા સાંભળતાં પોતાને પણ ધર્મમાં વિશેષ પ્રીતિ થાય છે. માટે
પ્રથમાનુયોગનો અભ્યાસ કરવો યોગ્ય છે.
કરણાનુયોગમાં દોષકલ્પનાનું નિરાકરણ
કેટલાક જીવ કહે છે કેકરણાનુયોગમાં ગુણસ્થાનનું, માર્ગણાદિકનું, કર્મપ્રકૃતિઓનું વા
ત્રિલોકાદિનું કથન કર્યું છે, હવે તેને જાણી લીધું કે આ ‘આમ છે અને આ આમ છે.’ પણ
તેમાં પોતાનું કાર્ય શું સિદ્ધ થયું? કાં તો ભક્તિ કરીએ, કાં તો વ્રત
દાનાદિ કરીએ અગર

Page 285 of 370
PDF/HTML Page 313 of 398
single page version

કાં તો આત્માનુભવ કરીએ તો તેથી પોતાનું ભલું થાય.
સમાધાનઃપરમેશ્વર તો વીતરાગ છે. ભક્તિ કરવાથી પ્રસન્ન થઈ કાંઈ કરતા નથી
પણ ભક્તિ કરતાં જે મંદકષાય થાય છે તેનું સ્વયં જ ઉત્તમફળ થાય છે, હવે કરણાનુયોગના
અભ્યાસમાં તેનાથી (ભક્તિથી) પણ અધિક મંદકષાય થઈ શકે છે તેથી તેનું ફળ અતિ ઉત્તમ
થાય છે. વળી વ્રત
દાનાદિક તો કષાય ઘટાડવાનાં બાહ્ય નિમિત્ત સાધન છે અને કરણાનુયોગનો
અભ્યાસ કરતાં ત્યાં ઉપયોગ જોડાઈ જાય ત્યારે રાગાદિક દૂર થાય છે તેથી તે
અંતરંગનિમિત્તસાધન છે, માટે તે વિશેષ કાર્યકારી છે; વ્રતાદિક ધારણ કરીને પણ અધ્યયનાદિ
કરીએ છીએ. બીજું, આત્માનુભવ સર્વોત્તમ કાર્ય છે પરંતુ સામાન્ય અનુભવમાં ઉપયોગ ટકતો
નથી અને ઉપયોગ ત્યાં ન ટકે ત્યારે અન્ય વિકલ્પો થાય છે, ત્યાં જો કરણાનુયોગનો અભ્યાસ
હોય તો તે વિચારોમાં ઉપયોગને જોડે.
એ વિચારો વર્તમાન રાગાદિક પણ ઘટાડે છે તથા ભાવી રાગાદિક ઘટાડવાનાં કારણ
છે. માટે અહીં (કરણાનુયોગમાં) ઉપયોગને જોડવો.
જીવકર્માદિકના નાના પ્રકારના ભેદ જાણે તેમાં રાગાદિ કરવાનું પ્રયોજન નથી તેથી
રાગાદિક વધતા નથી, અને વીતરાગ થવાનું પ્રયોજન તેમાં ઠામ ઠામ પ્રગટ છે તેથી રાગાદિ
મટાડવાનું એ કારણ છે.
પ્રશ્નઃકોઈ કથન તો એમ છે, પરંતુ દ્વીપ{સમુદ્રાદિ અને તેના યોજનાદિનું
તેમાં નિરૂપણ કર્યું છે તેથી શું સિદ્ધિ છે?
ઉત્તરઃતેને જાણતાં પણ કાંઈ તેમાં ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ થતી નથી તેથી પૂર્વોક્ત
સિદ્ધિ થાય છે.
પ્રશ્નઃજો એમ છે, તો જેનાથી કાંઈ પ્રયોજન નથી એવા પાષાણાદિને પણ
જાણતાં ત્યાં ઇષ્ટઅનિષ્ટપણું માનતા નથી એટલે તે પણ કાર્યકારી થયું?
ઉત્તરઃસરાગી જીવ રાગાદિ પ્રયોજન વિના કોઈને જાણવાનો ઉદ્યમ કરે નહિ; જો
સ્વયમેવ તેનું જાણવું થાય તો અંતરંગ રાગાદિકના અભિપ્રાયવશ ત્યાંથી ઉપયોગને છોડાવવા
જ ઇચ્છે છે. અહીં ઉદ્યમપૂર્વક દ્વીપ
સમુદ્રાદિકને જાણે છે, ત્યાં ઉપયોગ લગાવે છે તેથી
રાગાદિ ઘટતાં એવું કાર્ય થાય છે. વળી પાષાણાદિકમાં જો આ લોકનું કોઈ પ્રયોજન ભાસી
જાય તો રાગાદિક થઈ આવે પણ દ્વીપ
સમુદ્રાદિકમાં આ લોક સંબંધી કોઈ કાર્ય નથી તેથી
તે રાગાદિકનું કારણ નથી.
જો સ્વર્ગાદિકની રચના સાંભળી ત્યાં રાગ થાય તો પરલોક સંબંધી થાય અને તેનું

Page 286 of 370
PDF/HTML Page 314 of 398
single page version

કારણ પુણ્યને જાણે એટલે તે પાપને છોડી પુણ્યમાં પ્રવર્તે એટલો જ લાભ થાય, વળી
દ્વીપાદિકને જાણતાં યથાવત્ રચના ભાસે ત્યારે અન્યમતાદિકનું કહ્યું જૂઠ ભાસતાં તે સત્ય
શ્રદ્ધાની થાય અને એ યથાવત્ રચના જાણવાથી ભ્રમ મટી ઉપયોગની નિર્મળતા થાય છે માટે
આ (કરણાનુયોગનો) અભ્યાસ કાર્યકારી છે.
પ્રશ્નઃકરણાનુયોગમાં ઘણી કઠણતા હોવાથી તેના અભ્યાસમાં ખેદ થાય છે.
ઉત્તરઃજો વસ્તુને શીઘ્ર જાણવામાં આવે તો ત્યાં ઉપયોગમાં ઉલઝતો નથી તથા
જાણેલી વસ્તુને વારંવાર જાણવાનો ઉત્સાહ પણ થાય નહિ એટલે ઉપયોગ પાપકાર્યોમાં લાગી
જાય છે, માટે પોતાની બુદ્ધિ અનુસાર જેનો અભ્યાસ થતો જણાય તેનો કઠણતા છતાં પણ
અભ્યાસ કરવો, તથા જેનો અભ્યાસ થઈ જ શકે નહિ તેનો તો કેવી રીતે કરે?
વળી તું કહે છે કે ‘અહીં ખેદ થાય છે’ પણ પ્રમાદી રહેવામાં તો ધર્મ છે નહિ!
પ્રમાદથી સુખશીલિયા રહેવામાં આવે તો પાપ થાય છે માટે ધર્મ અર્થે તો ઉદ્યમ કરવો જ
યોગ્ય છે.
એમ વિચારી કરણાનુયોગમાં અભ્યાસ કરવો યોગ્ય છે.
ચરણાનુયોગમાં દોષકલ્પનાનું નિરાકરણ
કેટલાક જીવ કહે છે કે‘ચરણાનુયોગમાં બાહ્ય વ્રતાદિ સાધનનો ઉપદેશ છે એટલે
તેનાથી કાંઈ સિદ્ધિ નથી, પોતાના પરિણામ નિર્મળ જોઈએ પછી બાહ્ય તો ઇચ્છાનુસાર પ્રવર્તો,
એમ વિચારી તે આ ઉપદેશથી પરાઙ્મુખ રહે છે.
તેને કહીએ છીએ કેઆત્મપરિણામોને અને બાહ્યપ્રવૃત્તિને નિમિત્તનૈમિત્તિક સંબંધ
છે, કારણ કે છદ્મસ્થ જીવને પરિણામપૂર્વક ક્રિયા થાય છે, તથા કોઈ વેળા પરિણામ વિના
કોઈ ક્રિયા થાય છે તો તે પરવશતાથી થાય છે, પણ જ્યાં સ્વવશથી ઉદ્યમપૂર્વક કાર્ય કરવામાં
આવે અને ‘પરિણામ એ રૂપ નથી’ એમ કહે તો તે ભ્રમ છે. અથવા બાહ્યપદાર્થોનો આશ્રય
પામીને પરિણામ થઈ શકે છે માટે પરિણામ મટાડવા અર્થે બાહ્યવસ્તુનો નિષેધ શ્રી
સમયસારાદિમાં કહ્યો છે. માટે રાગાદિભાવ ઘટતાં અનુક્રમે બાહ્ય એવા શ્રાવક
મુનિધર્મ હોય
છે, અથવા એ પ્રમાણે શ્રાવકમુનિધર્મ અંગીકાર કરતાં પાંચમાછઠ્ઠા આદિ ગુણસ્થાનોમાં
રાગાદિ ઘટવારૂપ પરિણામોની પ્રાપ્તિ થાય છે એવું નિરૂપણ ચરણાનુયોગમાં કર્યું છે.
વળી જો બાહ્યસંયમથી કાંઈ પણ સિદ્ધિ ન હોય તો સર્વાર્થસિદ્ધિવાસી દેવો સમ્યગ્દ્રષ્ટિ
અને ઘણા જ્ઞાની છે તેમને તો ચોથું ગુણસ્થાન છે ત્યારે ગૃહસ્થ શ્રાવકમનુષ્યોને પાંચમું
ગુણસ્થાન હોય છે તેનું કારણ શું? તથા શ્રી તીર્થંકરાદિ ગૃહસ્થપદ છોડી શામાટે સંયમ ગ્રહણ

Page 287 of 370
PDF/HTML Page 315 of 398
single page version

કરે? માટે આ નિયમ છે કેબાહ્યસંયમ સાધન વિના પરિણામ નિર્મળ થઈ શકતા
નથી; માટે બાહ્યસાધનનું વિધાન જાણવા અર્થે ચરણાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવા યોગ્ય
છે.
દ્રવ્યાનુયોગમાં દોષકલ્પનાનું નિરાકરણ
કોઈ જીવ કહે છે કેદ્રવ્યાનુયોગમાં વ્રતસંયમાદિ વ્યવહારધર્મનું હીનપણું પ્રગટ કર્યું
છે, સમ્યગ્દ્રષ્ટિના વિષયભોગાદિને નિર્જરાનાં કારણ કહ્યાં છે, ઇત્યાદિ કથન સાંભળી જીવ
સ્વચ્છંદી બની પુણ્ય છોડી પાપમાં પ્રવર્તશે તેથી તેનું વાંચવું, સાંભળવું યોગ્ય નથી. તેને કહીએ
છીએ કે
જેમ સાકર ખાઈને ગધેડું મરી જાય તો મનુષ્ય તો સાકર ખાવી ન છોડે, તેમ કોઈ
વિપરીતબુદ્ધિ જીવ અધ્યાત્મગ્રંથો સાંભળી સ્વચ્છંદી થઈ જાય તો વિવેકી તો અધ્યાત્મગ્રંથોનો
અભ્યાસ ન છોડે. હા, એટલું કરે કે
જેને સ્વચ્છંદી થતો જાણે તેને જેમ તે સ્વચ્છંદી ન થાય
તેવો ઉપદેશ આપે. વળી અધ્યાત્મગ્રંથોમાં પણ સ્વચ્છંદી થવાનો ઠામઠામ નિષેધ કરવામાં આવે
છે, તેથી જે તેને બરાબર સાંભળે છે તે તો સ્વચ્છંદી થતો નથી. છતાં કોઈ એકાદ વાત
સાંભળી કોઈ પોતાના અભિપ્રાયથી સ્વચ્છંદી થાય તો ત્યાં ગ્રંથનો તો દોષ નથી પણ તે જીવનો
જ દોષ છે.
વળી જો જૂઠી દોષકલ્પનાવડે અધ્યાત્મશાસ્ત્રોના વાંચનશ્રવણનો નિષેધ કરવામાં આવે
તો મોક્ષમાર્ગનો મૂળ ઉપદેશ તો ત્યાં જ છે! એટલે તેનો નિષેધ કરતાં મોક્ષમાર્ગનો
નિષેધ થાય છે.
જેમ મેઘવૃષ્ટિ થતાં ઘણા જીવોનું કલ્યાણ થાય છે છતાં કોઈને ઊલટું નુકશાન
થાય તો તેની મુખ્યતા કરી મેઘનો તો નિષેધ ન કરવો; તેમ સભામાં અધ્યાત્મઉપદેશ થતાં
ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, છતાં કોઈ ઊલટો પાપમાં પ્રવર્તે તો તેની મુખ્યતા
કરી અધ્યાત્મશાસ્ત્રોનો તો નિષેધ ન કરવો.
બીજું, અધ્યાત્મગ્રંથોથી કોઈ સ્વચ્છંદી થાય તે તો પહેલાં પણ મિથ્યાદ્રષ્ટિ હતો અને
આજે પણ મિથ્યાદ્રષ્ટિ જ રહ્યો. હા, એટલું જ નુકશાન થાય કેતેને સુગતિ ન થતાં કુગતિ
થાય. પરંતુ અધ્યાત્મઉપદેશ ન થતાં ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિનો અભાવ થાય છે અને
તેથી ઘણા જીવોનું ઘણું બૂરું થાય છે માટે અધ્યાત્મઉપદેશનો નિષેધ કરવો નહીં.
શંકાઃદ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મઉપદેશ છે તે ઉત્કૃષ્ટ છે, અને તે ઉચ્ચદશાને
પ્રાપ્ત હોય તેને કાર્યકારી છે પણ નીચલી દશાવાળાઓને તો વ્રતસંયમાદિનો જ ઉપદેશ
આપવો યોગ્ય છે.
સમાધાનઃજિનમતમાં તો એવી પરિપાટી છે કેપહેલાં સમ્યક્ત્વ હોય

Page 288 of 370
PDF/HTML Page 316 of 398
single page version

પછી વ્રત હોય છે, અને તે સમ્યક્ત્વ તો સ્વપરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા
તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાથી થાય છે. માટે પ્રથમ દ્રવ્યાનુયોગ અનુસાર
શ્રદ્ધાનવડે સમ્યગ્દ્રષ્ટિ થાય
અને ત્યારપછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી
થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે તથા ગૌણપણે જેને
મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રતાદિકનો ઉપદેશ આપવામાં આવે છે,
માટે ઉચ્ચદશાવાળાને અધ્યાત્મનો અભ્યાસ કરવા યોગ્ય છે. એમ જાણી નીચલી દશાવાળાઓએ
ત્યાંથી પરાઙ્મુખ થવું યોગ્ય નથી.
શંકાઃઊંચા ઉપદેશનું સ્વરૂપ નીચલી દશાવાળાને ભાસે નહિ.
સમાધાનઃઅન્ય તો અનેક પ્રકારની ચતુરાઈ જાણે છે અને અહીં મૂર્ખપણું પ્રગટ
કરે છે તે યોગ્ય નથી. અભ્યાસ કરવાથી સ્વરૂપ બરાબર ભાસે છે, તથા પોતાની બુદ્ધિ અનુસાર
થોડુંઘણું ભાસે છે, પરંતુ સર્વથા નિરુદ્યમી થવાનું પોષણ કરીએ એ તો જિનમાર્ગના દ્વેષી થવા
જેવું છે.
શંકાઃઆ કાળ નિકૃષ્ટ (હલકો) છે માટે ઉત્કૃષ્ટ અધ્યાત્મના ઉપદેશની
મુખ્યતા ન કરવી.
સમાધાનઃઆ કાળ સાક્ષાત્ મોક્ષ નહિ થવાની અપેક્ષાએ નિકૃષ્ટ છે પણ
આત્માનુભવનાદિક સમ્યક્ત્વાદિક હોવાની આ કાળમાં મના નથી, માટે આત્માનુભવનાદિ અર્થે
દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો.
ષટ્પાહુડમાં (મોક્ષપાહુડમાં) કહ્યું છે કે
अज्ज वि तिरयणसुद्धा अप्पा झाणावि लहइ इंदत्तं
लोचंतियदेवत्तं तत्थ चुआ णिव्वुदिं जंति ।।७७।।
અર્થઃઆજ પણ ત્રિરત્નવડે શુદ્ધ જીવ આત્માને ધ્યાવી સ્વર્ગલોકમાં વા લૌકાંતિકમાં
દેવપણું પ્રાપ્ત કરે છે, અને ત્યાંથી ચવી (મનુષ્ય થઈ) મોક્ષ જાય છે, તથા*.....માટે આ
કાળમાં પણ દ્રવ્યાનુયોગનો ઉપદેશ મુખ્ય જરૂરનો છે.
શંકાઃદ્રવ્યાનુયોગમાં અધ્યાત્મશાસ્ત્રો છે ત્યાં સ્વપરભેદવિજ્ઞાનાદિકનો ઉપદેશ
આપ્યો છે એ તો કાર્યકારી પણ ઘણો છે તથા સમજવામાં પણ જલદી આવે છે, પરંતુ
* તથા.....અહીં ૩૪ લીટી જેટલી જગ્યા મૂળ પ્રતિમાં ખાલી રાખેલ છે, તેથી જણાય છે
કે પંડિતજી ત્યાં કાંઈક બીજું પણ લખવા ઇચ્છતા હતા, પણ લખી શક્યા નથી.

Page 289 of 370
PDF/HTML Page 317 of 398
single page version

ત્યાં દ્રવ્યગુણપર્યાયાદિકનું, પ્રમાણનયાદિકનું અને અન્યમતપ્રરૂપિત તત્ત્વાદિકનું નિરાકરણ
કરી જે કથન કર્યું છે તેના અભ્યાસથી વિકલ્પ વિશેષ થાય છે, અને વળી તે ઘણો પ્રયાસ
કરતાં જાણવામાં આવે છે માટે તેનો અભ્યાસ ન કરવો.
સમાધાનઃસામાન્ય જાણવા કરતાં વિશેષ જાણવું બળવાન છે. જેમ જેમ વિશેષ
જાણે છે તેમ તેમ વસ્તુસ્વભાવ નિર્મળ ભાસે છે, શ્રદ્ધાન દ્રઢ થાય છે, રાગાદિક ઘટે છે માટે
એ અભ્યાસમાં પ્રવર્તવું યોગ્ય છે.
એ પ્રમાણે દોષકલ્પના કરી ચારે અનુયોગના અભ્યાસથી પરાઙ્મુખ થવું યોગ્ય નથી.
વ્યાકરણન્યાયાદિક શાસ્ત્રોની ઉપયોગિતા
વળી વ્યાકરણન્યાયાદિક શાસ્ત્રોનો પણ થોડોઘણો અભ્યાસ કરવો, કારણ કેએના
જ્ઞાનવિના મહાન શાસ્ત્રોનો અર્થ ભાસે નહિ તથા વસ્તુનું સ્વરૂપ પણ એની પદ્ધતિ જાણતાં જેવું
ભાસે તેવું ભાષાદિકથી ભાસે નહિ, માટે પરંપરા કાર્યકારી જાણી એનો પણ અભ્યાસ કરવો,
પરંતુ એમાં જ ફસાઈ રહેવું નહિ, પણ એનો કંઈક અભ્યાસ કરી પ્રયોજનભૂત શાસ્ત્રોના
અભ્યાસમાં પ્રવર્તવું.
બીજું, વૈદ્યકાદિ શાસ્ત્ર છે તેની સાથે મોક્ષમાર્ગમાં કાંઈ પ્રયોજન જ નથી તેથી કોઈ
વ્યવહારધર્મના અભિપ્રાયથી ખેદરહિતપણે એનો અભ્યાસ બની જાય તો ઉપકારાદિ કરવો પણ
પાપરૂપ પ્રવર્તવું નહિ. તથા જો એનો અભ્યાસ ન થાય તો ભલે ન થાઓ, એથી કાંઈ બગાડ
નથી.
એ પ્રમાણે જિનમતનાં શાસ્ત્રો નિર્દોષ જાણી તેનો ઉપદેશ માનવો.
અપેક્ષાજ્ઞાનના અભાવે આગમમાં દેખાતા પરસ્પર વિરોધાનું નિરાકરણ
હવે શાસ્ત્રોમાં અપેક્ષાદિકને નહિ જાણવાથી પરસ્પર વિરોધ ભાસે છે તેનું નિરાકરણ
કરીએ છીએ
પ્રથમાદિ અનુયોગોની આમ્નાય અનુસાર જ્યાં જેમ કથન કર્યું હોય ત્યાં તેમ જાણી
લેવું; અન્ય અનુયોગના કથનને અન્ય અનુયોગના કથનથી અન્યથા જાણી ત્યાં સંદેહ ન કરવો.
જેમ કે
કોઈ ઠેકાણે તો નિર્મળ સમ્યગ્દ્રષ્ટિને જ શંકા, કાંક્ષા, વિચિકિત્સાનો અભાવ કહ્યો ત્યારે
કોઈ ઠેકાણે ભયનો આઠમા ગુણસ્થાન સુધી, લોભનો દશમા સુધી અને જુગુપ્સાનો આઠમા
સુધી ઉદય કહ્યો, ત્યાં વિરોધ ન જાણવો. કારણ કે
શ્રદ્ધાપૂર્વક તીવ્ર શંકાદિકનો સમ્યગ્દ્રષ્ટિને
અભાવ થયો છે અથવા મુખ્યપણે સમ્યગ્દ્રષ્ટિ શંકાદિક કરે નહિ એ અપેક્ષાએ ચરણાનુયોગમાં
સમ્યગ્દ્રષ્ટિને શંકાદિકનો અભાવ કહ્યો પણ સૂક્ષ્મશક્તિની અપેક્ષાએ ભયાદિકનો ઉદય આઠમા

Page 290 of 370
PDF/HTML Page 318 of 398
single page version

આદિ ગુણસ્થાન સુધી હોય છે તેથી કરણાનુયોગમાં ત્યાં સુધી તેનો સદ્ભાવ કહ્યો. એ જ
પ્રમાણે અન્ય ઠેકાણે જાણવું.
પૂર્વે અનુયોગોના ઉપદેશવિધાનમાં કેટલાંક ઉદાહરણ કહ્યાં છે તે જાણવાં અથવા
પોતાની બુદ્ધિથી સમજી લેવાં.
વળી એક જ અનુયોગમાં વિવક્ષાવશ અનેકરૂપ કથન કરવામાં આવે છે. જેમ કે
કરણાનુયોગમાં પ્રમાદોનો સાતમા ગુણસ્થાનમાં અભાવ કહ્યો ત્યાં કષાયાદિકને પ્રમાદના ભેદ
કહ્યા; તથા ત્યાં જ કષાયાદિકનો સદ્ભાવ દશમાદિ ગુણસ્થાન સુધી કહ્યો, ત્યાં વિરોધ ન
સમજવો. કારણ કે
અહીં પ્રમાદોમાં તો જે શુભાશુભભાવોના અભિપ્રાયપૂર્વક કષાયાદિક થાય
છે તેનું ગ્રહણ છે, અને સાતમા ગુણસ્થાનમાં એવો અભિપ્રાય દૂર થયો છે તેથી તેનો ત્યાં
અભાવ કહ્યો છે પણ સૂક્ષ્મઆદિ ભાવોની અપેક્ષાએ તેનો જ દશમાઆદિ ગુણસ્થાન સુધી
સદ્ભાવ કહ્યો છે.
વળી ચરણાનુયોગમાં ચોરી, પરસ્ત્રી આદિ સાત વ્યસનનો ત્યાગ પ્રથમ પ્રતિમામાં કહ્યો
ત્યારે ત્યાં જ તેનો ત્યાગ બીજી પ્રતિમામાં પણ કહ્યો, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે સાત
વ્યસનમાં તો એવાં ચોરી આદિ કાર્ય ગ્રહણ કર્યાં છે કે જેથી દંડાદિક પ્રાપ્ત થાય, લોકમાં
ઘણી નિંદા થાય. તથા વ્રતોમાં એવાં ચોરી આદિ ત્યાગ કરવા યોગ્ય કહ્યાં છે કે જે
ગૃહસ્થધર્મથી વિરુદ્ધ હોય વા કિંચિત્ લોકનિંદ્ય હોય, એવો અર્થ સમજવો, એ જ પ્રમાણે અન્ય
ઠેકાણે જાણવું.
વળી નાના ભાવોની સાપેક્ષતાથી એક જ ભાવને અન્ય અન્ય પ્રકારથી નિરૂપણ કરવામાં
આવે છે. જેમ કેકોઈ ઠેકાણે તો મહાવ્રતાદિકને ચારિત્રના ભેદ કહ્યા ત્યારે કોઈ ઠેકાણે
મહાવ્રતાદિક હોવા છતાં પણ દ્રવ્યલિંગીને અસંયમી કહ્યા, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે
સમ્યગ્જ્ઞાનસહિત મહાવ્રતાદિક તો ચારિત્ર છે પણ અજ્ઞાનપૂર્વક વ્રતાદિક હોવા છતાં પણ તે
અસંયમી જ છે.
વળી જેમ પાંચ મિથ્યાત્વોમાં પણ વિનય કહ્યો તથા બાર પ્રકારના તપોમાં પણ વિનય
કહ્યો, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કેજે વિનય કરવા યોગ્ય ન હોય તેનો પણ વિનય
કરી ધર્મ માનવો તે તો વિનયમિથ્યાત્વ છે, તથા ધર્મપદ્ધતિથી જે વિનય કરવા યોગ્ય હોય
તેનો યથાયોગ્ય વિનય કરવો તે વિનયતપ છે.
વળી જેમ કોઈ ઠેકાણે તો અભિમાનની નિંદા કરી ત્યારે કોઈ ઠેકાણે પ્રશંસા કરી, ત્યાં
વિરોધ ન સમજવો. કારણ કેમાનકષાયથી પોતાને ઉચ્ચ મનાવવા અર્થે વિનયાદિ ન કરવાં
એવું અભિમાન તો નિંદા જ છે, પણ નિર્લોભપણાથી દીનતા આદિ ન કરવામાં આવે એવું
અભિમાન પ્રશંસા યોગ્ય છે.

Page 291 of 370
PDF/HTML Page 319 of 398
single page version

વળી જેમ કોઈ ઠેકાણે ચતુરાઈની નિંદા કરી ત્યારે કોઈ ઠેકાણે પ્રશંસા કરી, ત્યાં વિરોધ
ન સમજવો. કારણ કેમાયાકષાયથી કોઈને ઠગવા અર્થે ચતુરાઈ કરવામાં આવે તે તો નિંદ્ય
જ છે પણ વિવેકપૂર્વક યથાસંભવ કાર્ય કરવામાં જે ચતુરાઈ છે તે પ્રશંસા યોગ્ય જ છે. એ
જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી એક જ ભાવની તેનાથી ઉત્કૃષ્ટભાવની અપેક્ષાએ કોઈ ઠેકાણે નિંદા કરી હોય
તથા કોઈ ઠેકાણે તેનાથી હીનભાવની અપેક્ષાએ પ્રશંસા કરી હોય ત્યાં વિરોધ ન સમજવો,
જેમ કે કોઈ શુભક્રિયાની જ્યાં નિંદા કરી હોય ત્યાં તો તેનાથી ઉચ્ચ શુભક્રિયા વા શુદ્ધભાવની
અપેક્ષા છે એમ સમજવું. તથા જ્યાં પ્રશંસા કરી હોય ત્યાં તેનાથી નીચી ક્રિયા વા
અશુભક્રિયાની અપેક્ષા સમજવી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ જાણવું.
બીજું, એ જ પ્રમાણે ઉચ્ચ જીવની અપેક્ષાએ કોઈ જીવની નિંદા કરી હોય ત્યાં તેની
સર્વથા નિંદા છે એમ ન જાણવું તથા કોઈની નીચા જીવોની અપેક્ષાએ પ્રશંસા કરી હોય ત્યાં
સર્વથા પ્રશંસા ન જાણવી, પણ યથાસંભવ તેના ગુણદોષ જાણી લેવા.
એ જ પ્રમાણે અન્ય વ્યાખ્યાન જે અપેક્ષાસહિત કર્યું હોય તે અપેક્ષાએ તેનો અર્થ
સમજવો.
વળી શાસ્ત્રમાં એક જ શબ્દનો કોઈ ઠેકાણે તો કોઈ અર્થ થાય છે તથા કોઈ ઠેકાણે
કોઈ અર્થ થાય છે, ત્યાં પ્રકરણ ઓળખી તેનો સંભવિત અર્થ સમજવો. જેમ કેમોક્ષમાર્ગમાં
‘સમ્યગ્દર્શન’ શબ્દ કહ્યો ત્યાં ‘દર્શન’ શબ્દનો અર્થ શ્રદ્ધાન છે, ઉપયોગ વર્ણનમાં ‘દર્શન’
શબ્દનો અર્થ વસ્તુનું સામાન્ય સ્વરૂપગ્રહણમાત્ર છે, તથા ઇંદ્રિય વર્ણનમાં ‘દર્શન’ શબ્દનો અર્થ
નેત્રવડે દેખવામાત્ર છે. વળી સૂક્ષ્મ અને બાદરનો અર્થ
વસ્તુઓના પ્રમાણાદિક કથનમાં સૂક્ષ્મ
પ્રમાણસહિત હોય તેનું નામ સૂક્ષ્મ તથા સ્થૂળ પ્રમાણસહિત હોય તેનું નામ બાદર, એવો અર્થ
થાય છે; પુદ્ગલ સ્કંધાદિકના કથનમાં ઇંદ્રિયગમ્ય ન હોય તે સૂક્ષ્મ તથા ઇંદ્રિયગમ્ય હોય તે
બાદર, એવો અર્થ થાય છે; જીવાદિકના કથનમાં ૠદ્ધિ આદિના નિમિત્ત વિના સ્વયં રોકાય
નહિ તેનું નામ સૂક્ષ્મ તથા રોકાય તેનું નામ બાદર. એવો અર્થ થાય છે; વસ્ત્રાદિકના કથનમાં
પાતળાપણાનું નામ સૂક્ષ્મ તથા જાડાપણાનું નામ બાદર, એવો અર્થ થાય છે.
વળી પ્રત્યક્ષ શબ્દનો અર્થ લોકવ્યવહારમાં તો ઇંદ્રિયોવડે જાણવાનું નામ પ્રત્યક્ષ છે.
પ્રમાણ ભેદોમાં સ્પષ્ટ વ્યવહારપ્રતિભાસનું નામ પ્રત્યક્ષ છે તથા આત્માનુભવનાદિમાં પોતાનામાં
જે અવસ્થા થાય તેનું નામ પ્રત્યક્ષ છે. વળી મિથ્યાદ્રષ્ટિને અજ્ઞાન કહ્યું ત્યાં તેનામાં સર્વથા
જ્ઞાનનો અભાવ ન જાણવો પણ સમ્યગ્જ્ઞાનના અભાવથી તેને અજ્ઞાન કહ્યું છે, ઉદીરણા શબ્દનો
અર્થ
દેવાદિકને જ્યાં ઉદીરણા ન કહી ત્યાં તો અન્ય નિમિત્તથી મરણ થાય તેનું નામ ઉદીરણા
છે, તથા દશ કરણોના કથનમાં ઉદીરણાકરણ દેવાયુને પણ કહ્યું ત્યાં ઉપરના નિષેકોનું દ્રવ્ય

Page 292 of 370
PDF/HTML Page 320 of 398
single page version

ઉદયાવલીમાં નાખીને તેનું નામ ઉદીરણા જ છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે યથાસંભવ અર્થ
જાણવો.
બીજું, એક જ શબ્દના પૂર્વશબ્દ જોડતાં અનેક પ્રકારના અર્થ થાય છે વા તે જ શબ્દના
અનેક અર્થ છે, ત્યાં જેવો સંભવે તેવો અર્થ સમજવો. જેમકે‘જીતે’ તેનું નામ જિન છે; પરંતુ
ધર્મપદ્ધતિમાં કર્મશત્રુને જીતે તેનું નામ ‘જિન’ સમજવું. અહીં કર્મશત્રુ શબ્દને પ્રથમ જોડતાં જે
અર્થ થાય તે ગ્રહણ કર્યો, અન્ય ન કર્યો. વળી પ્રાણ ધારણ કરે તેનું નામ ‘જીવ’ છે; જ્યાં
જીવન
મરણના વ્યવહાર અપેક્ષાએ કથન હોય ત્યાં ઇન્દ્રિયાદિ પ્રાણ ધારણ કરે તે ‘જીવ’ છે,
દ્રવ્યાદિકના નિશ્ચયની અપેક્ષાએ નિરૂપણ હોય ત્યાં ચૈતન્યપ્રાણને ધારણ કરે તે ‘જીવ’ છે. વળી
‘સમય’ શબ્દના અનેક અર્થ છે
આત્માનું નામ સમય છે, સર્વ પદાર્થોનું નામ સમય છે,
કાળનું નામ સમય છે, સમયમાત્ર કાળનું નામ સમય છે, શાસ્ત્રનું નામ સમય છે તથા મતનું
નામ પણ સમય છે. એ પ્રમાણે અનેક અર્થોમાં જ્યાં જેવો સંભવે ત્યાં તેવો અર્થ સમજવો.
વળી કોઈ ઠેકાણે તો અર્થ અપેક્ષાએ નામાદિક કહેવામાં આવે છે તથા કોઈ ઠેકાણે
રૂઢિ અપેક્ષાએ નામાદિક કહેવામાં આવે છે. ત્યાં જ્યાં રૂઢિઅપેક્ષાએ નામ લખ્યાં હોય ત્યાં
તેનો શબ્દાર્થ ગ્રહણ કરવો નહિ પણ તેનો રૂઢિરૂપ જે અર્થ હોય તે જ ગ્રહણ કરવો. જેમ
કે
સમ્યક્ત્વાદિકને ધર્મ કહ્યો ત્યાં તો આ જીવને ઉત્તમસ્થાનમાં ધારણ કરે છે તેથી તેનું ‘ધર્મ’
નામ સાર્થક છે પણ જ્યાં ધર્મદ્રવ્યનું નામ ધર્મ કહ્યું હોય ત્યાં તો રૂઢિનામ છે, અક્ષરાર્થ ગ્રહણ
કરવો નહિ, એ નામની ધારક એક વસ્તુ છે એવો અર્થ ગ્રહણ કરવો. એ જ પ્રમાણે અન્ય
ઠેકાણે પણ સમજવું.
વળી કોઈ ઠેકાણે શબ્દનો જે અર્થ થતો હોય તે તો ન ગ્રહણ કરવો પણ ત્યાં જે
પ્રયોજનભૂત અર્થ હોય તે ગ્રહણ કરવો. જેમકોઈ ઠેકાણે કોઈનો અભાવ કહ્યો હોય તથા
ત્યાં કિંચિત્ સદ્ભાવ હોય તો ત્યાં સર્વથા અભાવ ન ગ્રહણ કરવો પણ કિંચિત્ સદ્ભાવને
નહિ ગણતાં અહીં અભાવ કહ્યો છે, એવો અર્થ સમજવો. સમ્યગ્દ્રષ્ટિને રાગાદિકનો અભાવ
કહ્યો ત્યાં આ પ્રમાણે અર્થ સમજવો. વળી નોકષાયનો અર્થ તો આ છે કે ‘કષાયનો નિષેધ,’
પણ અહીં એ અર્થ ગ્રહણ ન કરવો, અહીં તો ક્રોધાદિક જેવા એ કષાય નથી, કિંચિત્ કષાય
છે, માટે એ નોકષાય છે એવો અર્થ ગ્રહણ કરવો એમ અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કોઈ ઠેકાણે કોઈ યુક્તિવડે કથન કર્યું હોય ત્યાં તેનું પ્રયોજન ગ્રહણ કરવું. જેમ
શ્રી સમયસાર કળશ નં. ૨૯ માં એમ કહ્યું કેધોબીના દ્રષ્ટાંતવત્ પરભાવના ત્યાગની દ્રષ્ટિ
જ્યાં સુધી પ્રવૃત્તિને પ્રાપ્ત ન થઈ તેટલામાં તો આ અનુભૂતિ પ્રગટ થઈ; હવે ત્યાં આ પ્રયોજન
છે કે
પરભાવનો ત્યાગ થતાં જ અનુભૂતિ પ્રગટ થાય છે. લોકમાં પણ કોઈના આવતાંની સાથે
જ કોઈ કાર્ય થયું હોય તો ત્યાં એમ કહેવામાં આવે છે કે ‘એ આવ્યો જ નથી એટલામાં