Moksha Marg Prakashak (Gujarati). Adhikar Navamo; Mokshamarganu Swaroop: ,; Atmanu Hit Ek Moksha Ja Chhe; Sansarik Sukh Dukha J Chhe; Purusharththi Ja Moksha Prapti; Lakshan Ane Tena Dosh; Samyagdarshanadikanu Sachu Lakshan; Tattva Sat Ja Kem?.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 17 of 20

 

Page 293 of 370
PDF/HTML Page 321 of 398
single page version

તો આ કાર્ય થઈ ગયું.’ એવું જ પ્રયોજન અહીં ગ્રહણ કરવું. એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ
સમજવું.
વળી કોઈ ઠેકાણે પ્રમાણાદિક કાંઈ કહ્યા હોય તે જ પ્રમાણાદિ ન માની લેવાં પણ
ત્યાં જે પ્રયોજન હોય તે જાણવું. જેમ જ્ઞાનાર્ણવમાં કહ્યું કે‘આ કાળમાં બેત્રણ સત્પુરુષ
છે; હવે નિયમપૂર્વક કાંઈ એટલા જ નથી પણ અહીં ‘થોડા છે’ એવું પ્રયોજન જાણવું, એ
જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
એ જ પદ્ધતિપૂર્વક તથા અન્ય પણ અનેક પ્રકારથી શબ્દોના અર્થ થાય છે તેને
યથાસંભવ જાણવા પણ વિપરીત અર્થ ન જાણવા.
વળી જે ઉપદેશ થાય તેને યથાર્થપણે ઓળખી પોતાના યોગ્ય જે ઉપદેશ હોય તેને
અંગીકાર કરવો. જેમ વૈદ્યકશાસ્ત્રમાં અનેક ઔષધિ કહી છે. તેને જાણે તો ખરો પણ ગ્રહણ
તો તેનું જ કરે કે જેથી પોતાનો રોગ દૂર થાય. પોતાને શીતનો રોગ હોય તો ઉષ્ણઔષધિનું
જ ગ્રહણ કરે પણ શીતળ ઔષધિનું ગ્રહણ ન કરે, એ બીજાઓને કાર્યકારી છે એમ જાણે;
તેમ જૈનશાસ્ત્રોમાં અનેક ઉપદેશ છે તેને જાણે તો ખરો પણ ગ્રહણ તો તેનું જ કરે કે જેથી
પોતાનો વિકાર દૂર થાય. પોતાને જે વિકાર હોય તેનો નિષેધ કરવાવાળા ઉપદેશને ગ્રહણ કરે
પણ તેને પોષવાવાળા ઉપદેશને ન ગ્રહણ કરે. એ ઉપદેશ અન્યને કાર્યકારી છે એમ જાણે.
અહીં ઉદાહરણજેમ શાસ્ત્રમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયપોષક ઉપદેશ છે તથા કોઈ
ઠેકાણે વ્યવહારપોષક ઉપદેશ છે, ત્યાં પોતાને જો વ્યવહારની અધિકતા હોય તો નિશ્ચયપોષક
ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે તથા જો પોતાને નિશ્ચયની અધિકતા હોય તો વ્યવહારપોષક
ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે વળી પહેલાં તો વ્યવહારશ્રદ્ધાનવડે પોતે આત્મજ્ઞાનથી ભ્રષ્ટ
થઈ રહ્યો હતો અને પછી વ્યવહાર ઉપદેશની જ મુખ્યતા કરી આત્મજ્ઞાનનો ઉદ્યમ ન કરે
અથવા પહેલાં તો નિશ્ચયશ્રદ્ધાનવડે વૈરાગ્યભ્રષ્ટ બની સ્વચ્છંદી થઈ રહ્યો હતો, પછી નિશ્ચય
ઉપદેશની જ મુખ્યતા કરી વિષય
કષાયને પોષણ કરે, એમ વિપરીત ઉપદેશને ગ્રહણ કરે તો
તેનું બૂરું જ થાય.
વળી આત્માનુશાસનમાં એમ કહ્યું છે કે ‘તું ગુણવાન થઈ દોષ કેમ લગાવે છે?
દોષવાન થવું હતું તો દોષમય જ કેમ ન થયો?’ હવે પોતે તો ગુણવાન હોય પણ કોઈ
१.दुःप्रज्ञाबललुप्तवस्तु निचया विज्ञान शून्याशयाः,
विद्यंते प्रतिमंदिरं निजनिज स्वार्थोद्यता देहिनः
२.आनंदामृतसिन्धुशिकरचयैर्निर्वाप्य जन्मज्वरं,
ये मुक्तेर्वदनेन्दु विक्षणपरास्ते सन्ति द्वित्रा यदि
(ज्ञानार्णव३३)

Page 294 of 370
PDF/HTML Page 322 of 398
single page version

દોષ તેનાથી થતો હોય તો ત્યાં એ દોષ દૂર કરવા માટે એ ઉપદેશને અંગીકાર કરવો પરંતુ
પોતે દોષવાન હોય અને ઉપદેશને ગ્રહણ કરી ગુણવાન પુરુષોને નીચા દર્શાવે તો તેનું બૂરું
જ થાય, સર્વદોષમય હોવા કરતાં તો કિંચિત્ દોષરૂપ હોવું બૂરું નથી, માટે મારાથી તો એ
ભલો છે! વળી અહીં એમ કહ્યું કે
‘દોષમય જ કેમ ન થયો?’ એ તો તર્ક કર્યો છે, પણ
કાંઈ સર્વદોષમય થવા માટે એ ઉપદેશ નથી. બીજું, એ ગુણવાન પુરુષને કિંચિત્ દોષ થવા
છતાં પણ નિંદા છે તો સર્વદોષરહિત તો સિદ્ધભગવાન છે, નીચલી દશામાં તો કોઈ ગુણ
અને કોઈ દોષ જ હોય.
પ્રશ્નઃજો એમ છે તો ‘મુનિલિંગ ધારણ કરી કિંચિત્ પરિગ્રહ રાખે તો તે
પણ નિગોદમાં જાય એમ ષટ્પાહુડમાં શા માટે કહ્યું છે?
ઉત્તરઃઉચ્ચપદ ધારણ કરી તે પદમાં અસંભવિત નીચું કાર્ય કરે તો પ્રતિજ્ઞા-
ભંગાદિ થવાથી મહાદોષ લાગે છે પણ નીચી પદવીમાં ત્યાં સંભવિત ગુણ--દોષ હોય તો ત્યાં
તેનો દોષ ગ્રહણ કરવો યોગ્ય નથી.
વળી ઉપદેશસિદ્ધાંતરત્નમાળામાં કહ્યું છે કે‘આજ્ઞાનુસાર ઉપદેશ આપવાવાળાનો ક્રોધ
પણ ક્ષમાનો ભંડાર છે’ હવે એ ઉપદેશ વકતાને ગ્રહણ કરવા યોગ્ય નથી. જો એ ઉપદેશથી
વક્તા ક્રોધ કર્યા કરે તો તેનું બૂરું જ થાય; એ ઉપદેશ તો શ્રોતાઓએ ગ્રહણ કરવા યોગ્ય
છે કે
કદાચિત્ વક્તા ક્રોધ કરીને પણ સત્ય ઉપદેશ આપે તો ત્યાં શ્રોતાએ ગુણ જ માનવો.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી જેમ કોઈને અતિશીતાંગ રોગ હોય તેના માટે અતિ ઉષ્ણ રસાદિક ઔષધિ કહી
છે, પણ જેને દાહ હોય વા અલ્પશીત હોય તે એ ઔષધિને ગ્રહણ કરે તો દુઃખ જ પામે;
તેમ કોઈને કોઈ કાર્યની અતિમુખ્યતા હોય તેના માટે તેના નિષેધનો અતિ ખેંચપૂર્વક ઉપદેશ
આપ્યો હોય છે, પણ જેને તે કાર્યની મુખ્યતા ન હોય વા અલ્પમુખ્યતા હોય તે એ ઉપદેશને
ગ્રહણ કરે તો તેનું બૂરું જ થાય.
हे चंद्रमः किमिति लांच्छनवान भूस्त्वं,
तद्वान् भवे किमिति तन्मय एव नाभू
किंज्योत्स्नयामलमलं तव घोषयन्त्या,
स्वर्भानुबन्ननु तथा सति नाऽसि लक्ष्यः
।।१४०।।
૧.जह, जायरूव, सरिसो तिलतुसमत्तं ण गिहदि हत्तेसु;
जइ लेइ अप्प, बहुचं तत्तो पुण जाइ णिग्गोदम्
।।१८।। (સૂત્રપાહુડ)
૨.रोसोवि खमाकोसो, सुत्तं भासंत जस्सधण्णस्स
उत्सूत्तेण खमाबिय, दोस महामोहआवासो

Page 295 of 370
PDF/HTML Page 323 of 398
single page version

અહીં ઉદાહરણજેમ કોઈને શાસ્ત્રાભ્યાસની અતિ મુખ્યતા છે પણ આત્માનુભવનો
તેને ઉદ્યમ જ નથી, તેના અર્થે ઘણા શાસ્ત્રાભ્યાસનો નિષેધ કર્યો પણ જેને શાસ્ત્રાભ્યાસ નથી
વા અલ્પ શાસ્ત્રાભ્યાસ છે તેવો જીવ એ ઉપદેશથી શાસ્ત્રાભ્યાસ છોડી દે અને આત્માનુભવમાં
ઉપયોગ રહે નહિ એટલે તેનું તો બૂરું જ થાય.
વળી જેમ કોઈને યજ્ઞસ્નાનાદિવડે હિંસાથી ધર્મ માનવાની મુખ્યતા છે તેના અર્થે
‘જો પૃથ્વી ઊલટી થાય તોપણ હિંસા કરવાથી પુણ્યફળ થાય નહિ’ એવો ઉપદેશ આપ્યો, પણ
જે જીવ પૂજનાદિ કાર્યોવડે કિંચિત્ હિંસા લગાવે અને ઘણું પુણ્ય ગુણ ઉપજાવે છે તે જીવ
એ ઉપદેશથી પૂજનાદિ કાર્યો છોડી દે તથા હિંસારહિત સામાયિકાદિ ધર્મમાં ઉપયોગ જોડાય
નહિ એટલે તેનું તો બૂરું જ થાય. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી જેમ કોઈ ઔષધિ ગુણકારક તો છે પરંતુ જ્યાંસુધી તે ઔષધિથી પોતાને હિત
થાય ત્યાંસુધી જ તેનું ગ્રહણ કરે છે, જો શીત મટવા છતાં પણ ઉષ્ણઔષધિનું સેવન કર્યા
જ કરે તો ઊલટો રોગ થાય; તેમ કોઈ ધર્મકાર્ય તો છે પરંતુ પોતાને જ્યાંસુધી તે ધર્મકાર્યથી
હિત થાય ત્યાંસુધી જ તેનું ગ્રહણ કરવું, પણ જો ઊંચીદશા થતાં નીચીદશા સંબંધી ધર્મના
સેવનમાં લાગ્યો જ રહે તો ઊલટો બગાડ જ થાય.
અહીં ઉદાહરણજેમ પાપ મટાડવા અર્થે પ્રતિક્રમણાદિ ધર્મકાર્ય કહ્યાં છે, પણ
આત્માનુભવ થતાં પ્રતિક્રમણાદિનો જ વિકલ્પ કર્યા કરે તો ઊલટો વિકાર વધે અને એટલા
માટે જ સમયસારમાં પ્રતિક્રમણાદિને વિષ કહ્યું છે. બીજું, અવ્રતીને કરવા યોગ્ય પ્રભાવનાદિ
ધર્મકાર્ય કહ્યાં છે તેને વ્રતી થઈ કોઈ કરે તો તે પાપ જ બાંધે. વ્યાપારાદિ આરંભ છોડી
ચૈત્યાલયાદિ કાર્યો કરવાનો અધિકારી થાય એ કેમ બને! એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ
સમજવું.
વળી જેમ પાકાદિક ઔષધિ પૌષ્ટિક તો છે પરંતુ જો જ્વરવાન તેને ગ્રહણ કરે
તો તેથી મહાદોષ ઊપજે, તેમ ઊંચો ધર્મ ઘણો ભલો છે પરંતુ પોતાને વિકારભાવ દૂર ન
થયો હોય અને ઊંચો ધર્મ ગ્રહણ કરે તો તેથી મહાદોષ ઊપજે. અહીં ઉદાહરણ
જેમ
પોતાને અશુભવિકાર પણ છૂટ્યો નથી અને જો નિર્વિકલ્પદશાને અંગીકાર કરે તો ઊલટો
વિકાર વધે; જેમ
ભોજનાદિ વિષયોમાં આસક્ત હોય અને આરંભત્યાગાદિ ધર્મને અંગીકાર
કરે તો દોષ જ ઉત્પન્ન થશે તથા જેમવ્યાપારાદિ કરવાનો વિકાર તો છૂટ્યો નથી અને
જો ત્યાગના વેષરૂપધર્મ અંગીકાર કરે તો મહાન દોષ ઉત્પન્ન થશે. એ જ પ્રમાણે અન્ય
ઠેકાણે સમજવું.
એ જ પ્રમાણે અન્ય પણ ઉપદેશને સાચા વિચારથી યથાર્થ જાણી અંગીકાર કરવો.
અહીં તેનો વિસ્તાર ક્યાં સુધી કરીએ? સમ્યગ્જ્ઞાન થતાં પોતાને જ યથાર્થ ભાસે છે.

Page 296 of 370
PDF/HTML Page 324 of 398
single page version

ઉપદેશ તો વચનાત્મક છે અને વચનદ્વારા અનેક અર્થ એકસાથે કહ્યા જતા નથી, માટે ઉપદેશ
તો કોઈ એક જ અર્થની મુખ્યતાપૂર્વક હોય છે.
જે અર્થનું જ્યાં વર્ણન ચાલે છે ત્યાં તેની જ મુખ્યતા છે, જો બીજા અર્થની ત્યાં જ
મુખ્યતા કરવામાં આવે તો બંને ઉપદેશ દ્રઢ ન થાય, તેથી ઉપદેશમાં એક અર્થને દ્રઢ કરવામાં
આવે છે, પરંતુ સર્વ જિનમતનું ચિહ્ન સ્યાદ્વાદ છે, ‘સ્યાત્’ પદનો અર્થ ‘કથંચિત્’ છે, માટે
જે ઉપદેશ હોય તેને સર્વથા ન જાણી લેવો. ઉપદેશના અર્થને જાણી ત્યાં આટલો વિચાર કરવો
કે
‘આ ઉપદેશ કયા પ્રકારે છે, કયા પ્રયોજનસહિત છે અને કયા જીવને કાર્યકારી છે’ ઇત્યાદિ
વિચાર કરી તેના યથાર્થ અર્થને ગ્રહણ કરવો, પછી પોતાની દશા દેખે; એ ઉપદેશ જેમ પોતાને
કાર્યકારી થાય તે પ્રમાણે તેને પોતે અંગીકાર કરે, તથા જે ઉપદેશ જાણવા યોગ્ય જ હોય
તો તેને યથાર્થ જાણી લે, એ પ્રમાણે ઉપદેશના ફળને પ્રાપ્ત કરે.
પ્રશ્નઃજો અલ્પબુદ્ધિવાન એટલો વિચાર ન કરી શકે તો તે શું કરે?
ઉત્તરઃજેમ વ્યાપારી પોતાની બુદ્ધિ અનુસાર જેમાં નફો સમજે તે થોડો વા ઘણો
વ્યાપાર કરે પરંતુ નફાતોટાનું જ્ઞાન તો અવશ્ય જોઈએ; તેમ વિવેકી પુરુષ પોતાની બુદ્ધિ
અનુસાર જેમાં પોતાનું હિત સમજે તે થોડો વા ઘણો ઉપદેશ ગ્રહણ કરે પરંતુ ‘મને આ
કાર્યકારી છે, આ કાર્યકારી નથી’ એટલું જ્ઞાન તો અવશ્ય જોઈએ. હવે
કાર્ય તો એટલું છે
કેયથાર્થ શ્રદ્ધાનજ્ઞાનવડે રાગાદિક ઘટાડવા, એ કાર્ય પોતાને જેમ સધાય તે જ ઉપદેશનું
પ્રયોજન ગ્રહણ કરે, વિશેષ જ્ઞાન ન હોય તોપણ પ્રયોજનને તો ભૂલે નહિ, એ સાવધાનતા
તો અવશ્ય જોઈએ, જેમાં પોતાના હિતની હાનિ થાય તેમ ઉપદેશનો અર્થ સમજવો યોગ્ય નથી.
એ પ્રમાણે સ્યાદ્વાદદ્રષ્ટિસહિત જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરવાથી પોતાનું કલ્યાણ થાય છે.
પ્રશ્નઃજ્યાં અન્ય અન્ય પ્રકાર સંભવે ત્યાં તો સ્યાદ્વાદ સંભવે પણ એક
જ પ્રકારથી શાસ્ત્રોમાં વિરુદ્ધતા ભાસે તો ત્યાં શું કરીએ? જેમ પ્રથમાનુયોગમાં એક
તીર્થંકરની સાથે હજારો મુનિ મોક્ષ ગયા બતાવ્યા છે; કરણાનુયોગમાં છ મહિના અને
આઠ સમય છસો આઠ જીવ મોક્ષ જાય એવો નિયમ કહેલ છે; પ્રથમાનુયોગમાં એવું
કથન કર્યું કે
દેવદેવાંગના ઊપજીને પછી મરણ પામી સાથે જ મનુષ્યાદિ પર્યાયમાં
ઊપજે છે, ત્યારે કરણાનુયોગમાં દેવનું આયુષ્ય સાગરોપ્રમાણ અને દેવાંગનાનું આયુ
પલ્યોપપ્રમાણ કહ્યું છે. ઇત્યાદિ વિધિ કેવી રીતે મળે?
ઉત્તરઃકરણાનુયોગમાં જે કથનો છે તે તો તારતમ્યસહિત છે પણ અન્ય
અનુયોગમાં પ્રયોજન અનુસાર કથનો છે; માટે કરણાનુયોગનાં કથનો તો જેમ કર્યાં છે તેમ
જ છે પણ બીજા અનુયોગના કથનની જેમ વિધિ મળે તેમ મેળવી લેવી. જ્યાં હજારો મુનિ

Page 297 of 370
PDF/HTML Page 325 of 398
single page version

તીર્થંકરની સાથે મોક્ષ ગયા બતાવ્યા ત્યાં એમ જાણવું કેએક જ કાળમાં એટલા મુનિ મોક્ષ
ગયા નથી પણ જ્યાં તીર્થંકર ગમનાદિ ક્રિયા મટી સ્થિર થયા ત્યાં તેમની સાથે આટલા મુનિ
બેઠા અને મોક્ષ તો આગળપાછળ ગયા. એ પ્રમાણે પ્રથમાનુયોગ અને કરણાનુયોગના કથનોનો
વિરોધ દૂર થાય છે. વળી દેવદેવાંગના સાથે ઊપજી, પાછળથી દેવાંગનાએ તે શરીર તજી
વચમાં અન્ય શરીર ધર્યાં; તેનું પ્રયોજન ન જાણી કથન ન કર્યું અને પાછળથી તેઓ સાથે
સાથે મનુષ્યપર્યાયમાં ઊપજ્યાં. એ પ્રમાણે વિધિ મેળવતાં વિરોધ દૂર થાય છે. એ જ પ્રમાણે
અન્ય ઠેકાણે વિધિ મેળવી લેવી.
પ્રશ્નઃએવાં કથનોમાં કોઈ પ્રકારે વિધિ મળે છે પરંતુ અન્ય વિરોધ પણ
ત્યાં જોવામાં આવે છે. જેમ કેનેમિનાથ સ્વામીનો જન્મ કોઈ ઠેકાણે સૌરીપુરીમાં તથા
કોઈ ઠેકાણે દ્વારાવતિમાં કહ્યો, રામચંદ્રાદિકની કથા જુદાજુદા પ્રકારથી લખી તથા
એકેંદ્રિયાદિને કોઈ ઠેકાણે સાસાદનગુણસ્થાન હોવું લખ્યું અને કોઈ ઠેકાણે ન લખ્યું,
ઇત્યાદિ. હવે એ કથનોની વિધિ કેવી રીતે મળે?
ઉત્તરઃએવાં વિરોધસહિત કથનો કાળદોષથી થયાં છે. આ કાળમાં પ્રત્યક્ષજ્ઞાનની
વા બહુશ્રુતિ પુરુષોનો તો અભાવ થયો અને અલ્પબુદ્ધિ ગ્રંથ કરવાના અધિકારી થયા, તેમને
ભ્રમથી કોઈ અર્થ અન્યથા ભાસે તો તેને કેવી રીતે લખે, અથવા આ કાળમાં જૈનમતમાં પણ
કેટલાક કષાયી થયા છે તેમણે કોઈ કારણ પામીને અન્યથા કથન લખ્યાં છે, એ પ્રમાણે અન્યથા
કથન થયાં તેથી જૈનશાસ્ત્રોમાં પણ વિરોધ ભાસવા લાગ્યો.
હવે જ્યાં વિરોધ ભાસે ત્યાં આટલું કરવું કેઆ કથન કરવાવાળા ઘણા પ્રામાણિક
છે કે આ કથન કરવાવાળા ઘણા પ્રામાણિક છે? એવો વિચાર કરી મહાન આચાર્યાદિકોનાં
કહેલાં કથનને પ્રમાણ કરવાં, વળી જિનમતનાં ઘણાં શાસ્ત્રો છે તેની આમ્નાય મેળવવી અને
જો પરંપરા આમ્નાયથી મળે તો તે કથન પ્રમાણ કરવાં. એટલો વિચાર કરવા છતાં પણ સત્ય
અસત્યનો નિર્ણય ન થઈ શકે તો ‘જેમ કેવળીને ભાસ્યું તેમ પ્રમાણ છે’ એમ માની લેવું.
કારણ કે
દેવાદિકનો વા તત્ત્વોનો નિર્ધાર થયા વિના તો મોક્ષમાર્ગ થાય નહિ, તેનો તો નિર્ધાર
પણ થઈ શકે છે, જો કોઈ તેનું સ્વરૂપ વિરુદ્ધરૂપ કહે તો પોતાને જ તે ભાસી જાય છે.
પણ અન્ય કથનનો નિર્ધાર ન થાય, સંશયાદિ રહે વા અન્યથા પણ જાણપણું થઈ જાય, અને
જો, ‘કેવળીનું કહ્યું પ્રમાણ છે’ એવું શ્રદ્ધાન રહે તો તેથી મોક્ષમાર્ગમાં વિઘ્ન નથી, એમ સમજવું.
શંકાઃજેમ જિનમતમાં નાના પ્રકારનાં કથન કહ્યાં તેમ અન્યમતમાં પણ
કથન હોય છે, હવે તમારા મતનાં કથનને તો તમે જેતે પ્રકારથી સ્થાપન કર્યાં અને
અન્ય મતનાં એવાં કથનને તમે દોષ લગાવો છો એ તમને રાગદ્વેષ છે.
સમાધાનઃકથન તો નાનાપ્રકારનાં હોય પણ જો તે એક જ પ્રયોજનને પોષતાં

Page 298 of 370
PDF/HTML Page 326 of 398
single page version

હોય તો કાંઈ દોષ નથી, પરંતુ જો કોઈ ઠેકાણે કોઈ પ્રયોજન તથા કોઈ ઠેકાણે કોઈ
પ્રયોજન પોષે તો ત્યાં દોષ જ છે. હવે
જિનમતમાં તો રાગાદિક મટાડવાનું એક પ્રયોજન
છે તેથી તેમાં કોઈ ઠેકાણે સર્વરાગાદિ છોડાવી અલ્પરાગાદિ કરાવવાનું પ્રયોજન પોષ્યું છે
તથા કોઈ ઠેકાણે સર્વરાગાદિ છોડાવવાનું પ્રયોજન પોષ્યું છે, પરંતુ રાગાદિ વધારવાનું પ્રયોજન
કોઈ પણ ઠેકાણે નથી માટે જિનમતનાં સર્વ કથન નિર્દોષ છે. તથા અન્યમતમાં કોઈ ઠેકાણે
રાગાદિ મટાડવાના પ્રયોજનસહિત કથન કરે છે ત્યારે કોઈ ઠેકાણે રાગાદિ વધારવાના
પ્રયોજનસહિત કથન કરે છે, એ જ પ્રમાણે અન્ય પણ પ્રયોજનની વિરુદ્ધતાપૂર્વક કથન કરે છે,
તેથી અન્યમતનાં કથન સદોષ છે. લોકમાં પણ એક જ પ્રયોજનને પોષતાં જુદાં જુદાં વચન
કહે તેને પ્રામાણિક કહીએ છીએ, પણ જે અન્ય અન્ય પ્રયોજન પોષતી વાત કરે તેને મૂર્ખ
કહીએ છીએ.
બીજું, જિનમતમાં નાનાપ્રકારનાં કથન કરે છે તે જુદી જુદી અપેક્ષાસહિત છે, ત્યાં
દોષ નથી પણ અન્યમતમાં એક જ અપેક્ષાપૂર્વક અન્ય અન્ય કથન કરે છે ત્યાં દોષ છે. જેમ
કે
‘જિનદેવને વીતરાગભાવ છે તથા સમવસરણાદિ વિભૂતિ પણ હોય છે’ ત્યાં વિરોધ નથી;
કારણ કેસમવસરણાદિ વિભૂતિની રચના ઇંદ્રાદિક કરે છે અને તીર્થંકરને તેમાં રાગાદિક નથી
તેથી એ બંને વાતો તો સંભવે છે, પણ અન્યમતમાં ઈશ્વરને સાક્ષીભૂતવીતરાગ પણ કહે છે
તથા તેના જ વડે કરેલા કામક્રોધાદિભાવ નિરૂપણ કરે છે; હવે એક આત્માને વીતરાગપણું
તથા કામક્રોધાદિભાવ કેમ સંભવે? એ જ પ્રમાણે અન્ય પણ સમજવું.
કાળદોષથી જિનમતમાં એક જ પ્રકારે કોઈ કથન વિરુદ્ધ લખ્યાં છે તે તો તુચ્છ-
બુદ્ધિવાનોની ભૂલ છે, કાંઈ મતમાં દોષ નથી. ત્યાં પણ જિનમતનો એટલો તો અતિશય છે
કે
પ્રમાણવિરુદ્ધ કથન કોઈ કરી શકે નહિ. શ્રી નેમિનાથસ્વામીનો જન્મ કોઈ ઠેકાણે સૌરીપુરમાં
તથા કોઈ ઠેકાણે દ્વારાવતીમાં લખ્યો છે તે ગમે ત્યાં થયો હોય પણ નગરમાં જન્મ હોવો
પ્રમાણવિરુદ્ધ નથી, આજ પણ થતો દેખાય છે. બીજુંઃ
અન્યમતમાં સર્વજ્ઞાદિ યથાર્થ જ્ઞાનીના કરેલા ગ્રંથ બતાવે છે, તેમાં પરસ્પર વિરુદ્ધતા
ભાસે છે. ત્યાં કોઈ ઠેકાણે તો બાળબ્રહ્મચારીની પ્રશંસા કરે છે ત્યારે કોઈ ઠેકાણે કહે છે કે
‘પુત્ર વિના ગતિ થાય નહિ.’ હવે એ બંને વિરુદ્ધ કથન સાચાં કેમ હોય? એવાં કથન ત્યાં
ઘણાં જોવામાં આવે છે. વળી પ્રમાણ વિરુદ્ધ કથન પણ તેમાં હોય છે. જેમ કે
‘મુખમાં વીર્ય
પડવાથી માછલીને પુત્ર થયો.’ હવે આ કાળમાં પણ એમ થતું કોઈને દેખાતું નથી અને
અનુમાનથી પણ એ મળતું નથી; એવાં કથન પણ તેમાં ઘણાં જોવામાં આવે છે. અહીં કદાચિત્
સર્વજ્ઞાદિકની ભૂલ માનીએ પણ તે કેમ ભૂલે? અને વિરુદ્ધ કથન માનવામાં પણ આવે નહિ,
માટે તેમના મતમાં દોષ ઠરાવીએ છીએ. એમ જાણી એક જિનમતનો જ ઉપદેશ ગ્રહણ કરવા
યોગ્ય છે.

Page 299 of 370
PDF/HTML Page 327 of 398
single page version

બીજું, પ્રથમાનુયોગાદિનો અભ્યાસ કરવો કહ્યો ત્યાં પહેલાં આનો અભ્યાસ કરવો પછી
આનો અભ્યાસ કરવો, એવો કોઈ નિયમ નથી, પણ પોતાના પરિણામોની અવસ્થા જોઈ જેના
અભ્યાસથી પોતાને ધર્મમાં પ્રવૃત્તિ થાય તેનો જ અભ્યાસ કરવો. અથવા કોઈ વખત કોઈ
શાસ્ત્રનો તથા કોઈ વખત કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરવો. વળી જેમ રોજનામામાં તો અનેક રકમો
જ્યાં
ત્યાં લખી છે તેની તે તે ખાતામાં બરાબર ખતવણી કરે તો લેણાદેણાનો નિશ્ચય થાય;
તેમ શાસ્ત્રમાં તો અનેક પ્રકારનો ઉપદેશ જ્યાંત્યાં આપ્યો છે પણ તેને સમ્યગ્જ્ઞાનમાં યથાર્થ
પ્રયોજનપૂર્વક ઓળખે તો હિતઅહિતનો નિશ્ચય થાય.
માટે સ્યાત્પદની સાપેક્ષતાસહિત સમ્યગ્જ્ઞાનવડે જે જીવ જિનવચનમાં રમે છે તે જીવ
થોડા જ વખતમાં શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત થાય છે. મોક્ષમાર્ગમાં પ્રથમ ઉપાય આગમજ્ઞાન
કહ્યો છે, આગમજ્ઞાન વિના ધર્મનું સાધન થઈ શકે નહિ, માટે તમારે પણ યથાર્થ બુદ્ધિવડે
આગમનો અભ્યાસ કરવો, એથી તમારું કલ્યાણ થશે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક શાસ્ત્રમાં ઉપદેશનું સ્વરૂપ
પ્રતિપાદન કરવાવાળો આઠમો અધિકાર સમાપ્ત

Page 300 of 370
PDF/HTML Page 328 of 398
single page version

અધિકાર નવમો
મોક્ષમાર્ગનું સ્વરુપ
શિવ ઉપાય કરતાં પ્રથમ, કારણ મંગળરૂપ;
વિઘન વિનાશક સુખકરણ, નમો શુદ્ધ શિવભૂત.
પ્રથમ મોક્ષમાર્ગના પ્રતિપક્ષી મિથ્યાદર્શનાદિકનું સ્વરૂપ દર્શાવ્યું તેને તો દુઃખરૂપ અને
દુઃખના કારણ જાણી હેયરૂપ માની તેનો ત્યાગ કરવો, વચમાં ઉપદેશનું સ્વરૂપ દર્શાવ્યું. તેને
જાણી ઉપદેશને યથાર્થ સમજવો તથા હવે મોક્ષનો માર્ગ જે સમ્યગ્દર્શનાદિક તેનું સ્વરૂપ
દર્શાવીએ છીએ, તેને સુખરૂપ અને સુખનાં કારણ જાણી ઉપાદેયરૂપ માની અંગીકાર કરવાં,
કારણ કે આત્માનું હિત મોક્ષ જ છે તેથી તેનો જ ઉપાય આત્માને કર્તવ્ય છે, માટે તેનો જ
ઉપદેશ અહીં આપીએ છીએ.
આત્માનું હિત એક મોક્ષ જ છે આત્માનું હિત એક મોક્ષ જ છે
ત્યાં આત્માનું હિત મોક્ષ જ છે અન્ય નથી, એવો નિશ્ચય કેવી રીતે થાય તે કહીએ
છીએઃ
આત્માને અનેક પ્રકારની ગુણપર્યાયરૂપ અવસ્થા થાય છે તેમાં અન્ય તો ગમે તે
અવસ્થા થાઓ પણ તેથી આત્માનો કાંઈ બગાડસુધાર નથી, પરંતુ એક દુઃખસુખ અવસ્થાથી
તેનો બગાડસુધાર છે. અહીં કાંઈ હેતુદ્રષ્ટાંતની જરૂર નથી, પ્રત્યક્ષ એમ જ પ્રતિભાસે છે.
લોકમાં જેટલા આત્માઓ છે તેમને આ એક જ ઉપાય જોવામાં આવે છે કે‘દુઃખ
ન થાયસુખ જ થાય;’ તેઓ અન્ય જેટલા ઉપાય કરે છે તે બધાય એક એ જ પ્રયોજનસહિત
કરે છે. બીજું કાંઈ પ્રયોજન નથી. જેના નિમિત્તથી દુઃખ થતું જાણે તેને દૂર કરવાનો ઉપાય
કરે છે, તથા જેના નિમિત્તથી સુખ થતું જાણે તેને રાખવાનો ઉપાય કરે છે.
વળી સંકોચવિસ્તાર આદિ અવસ્થા પણ આત્માને જ થાય છે વા પરદ્રવ્યનો પણ
સંયોગ મળે છે, પરંતુ જેનાથી સુખદુઃખ થતું ન જાણે તેને દૂર કરવાનો વા હોવાનો કાંઈ
પણ ઉપાય કોઈ કરતું નથી.
અહીં આત્મદ્રવ્યનો એવો જ સ્વભાવ જાણવો. અન્ય તો બધી અવસ્થાઓને તે સહન
કરી શકે છે પરંતુ એક દુઃખને સહન કરી શકતો નથી. પરવશપણે દુઃખ થાય તો આ શું
કરે, તેને ભોગવે; તેને પણ સ્વવશપણે તો કિંચિત્ પણ દુઃખને સહન કરી શકતો નથી. તથા

Page 301 of 370
PDF/HTML Page 329 of 398
single page version

સંકોચવિસ્તારાદિ અવસ્થા જેવી થાય તેવી થાઓ, તેને સ્વવશપણાથી પણ ભોગવે છે, ત્યાં
સ્વભાવમાં તર્ક નથી, આત્માનો એવો જ સ્વભાવ છે એમ સમજવું.
જુઓ! દુઃખી થાય ત્યારે સૂવા ઇચ્છે છે, જોકે સૂવામાં જ્ઞાનાદિક મંદ થઈ જાય છે
પરંતુ જડ જેવો બનીને પણ દુઃખને દૂર કરવા ઇચ્છે છે વા મરવા ઇચ્છે છે; હવે મરવામાં
પોતાનો નાશ માને છે પરંતુ પોતાનું અસ્તિત્વ ગુમાવીને પણ દુઃખ દૂર કરવા ઇચ્છે છે. માટે
એક દુઃખરૂપ પર્યાયનો અભાવ કરવો એ જ તેનું કર્તવ્ય છે.
હવે દુઃખ ન થાય એ જ સુખ છે. કારણ કેઆકુળતાલક્ષણ સહિત દુઃખ છે, તેનો
જે અભાવ થવો એ જ નિરાકુળલક્ષણ સુખ છે. અને એ પણ પ્રત્યક્ષ જણાય છે કેબાહ્ય કોઈ
પણ સામગ્રીનો સંયોગ મળતાં જેના અંતરંગમાં આકુળતા છે તે દુઃખી જ છે તથા જેને આકુળતા
નથી તે સુખી છે. વળી આકુળતા થાય છે તે રાગાદિક કષાયભાવ થતાં થાય છે, કારણ કે
રાગાદિભાવો વડે આ જીવ તો દ્રવ્યોને અન્ય પ્રકારે પરિણમાવવા ઇચ્છે છે અને તે દ્રવ્યો અન્ય
પ્રકારે પરિણમે છે ત્યારે આને આકુળતા થાય છે. હવે કાં તો પોતાને રાગાદિભાવ દૂર થાય
અથવા પોતાની ઇચ્છાનુસાર જ સર્વ દ્રવ્યો પરિણમે તો આકુળતા મટે, પરંતુ સર્વ દ્રવ્યો તો
આને આધીન નથી. કોઈ વેળા કોઈ દ્રવ્ય જેવી આની ઇચ્છા હોય તેમ જ પરિણમે તોપણ
આની આકુળતા સર્વથા દૂર થતી નથી. સર્વ કાર્ય આની ઇચ્છાનુસાર જ થાય, અન્યથા ન થાય
ત્યારે જ આ નિરાકુળ રહે; પણ એમ તો થઈ જ શકતું નથી.
કારણ કેકોઈ દ્રવ્યનું
પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી માટે પોતાના રાગાદિભાવ દૂર થતાં નિરાકુળતા
થાય છે, અને તે કાર્ય બની શકે એમ છે.
કારણ કે રાગાદિભાવો આત્માના સ્વભાવભાવ
તો છે નહિ પણ ઔપાધિકભાવ છે, પરનિમિત્તથી થયા છે અને એમાં નિમિત્ત મોહકર્મનો ઉદય
છે, તેનો અભાવ થતાં સર્વ રાગાદિભાવ નાશ પામી જાય ત્યારે આકુળતાનો નાશ થતાં દુઃખ
દૂર થઈ સુખની પ્રાપ્તિ થાય છે. માટે મોહકર્મનો નાશ હિતકારી છે.
વળી તે આકુળતાને સહકારી કારણ જ્ઞાનાવરણાદિકનો ઉદય છે, જ્ઞાનાવરણ
દર્શનાવરણના ઉદયથી જ્ઞાનદર્શન સંપૂર્ણ પ્રગટ થતાં નથી અને તેથી આને દેખવાજાણવાની
આકુળતા થાય છે; અથવા વસ્તુનો સ્વભાવ યથાર્થ સંપૂર્ણ જાણી શકતો નથી ત્યારે રાગાદિરૂપ
થઈ પ્રવર્તે છે ત્યાં આકુળતા થાય છે.
વળી અંતરાયના ઉદયથી ઇચ્છાનુસાર દાનાદિ કાર્ય ન બને ત્યારે આકુળતા થાય છે,
એનો ઉદય છે તે મોહનો ઉદય થતાં આકુળતાને સહકારી કારણ છે. મોહના ઉદયનો નાશ
થતાં એનું બળ નથી, અંતર્મુહૂર્તમાં આપોઆપ તે નાશ પામે છે. અને સહકારી કારણ પણ
દૂર થઈ જાય ત્યારે પ્રગટરૂપ નિરાકુળદશા ભાસે ત્યાં કેવળજ્ઞાની ભગવાન અનંતસુખરૂપ દશાને
પ્રાપ્ત કહીએ છીએ.

Page 302 of 370
PDF/HTML Page 330 of 398
single page version

અઘાતિકર્મોના ઉદયના નિમિત્તથી શરીરાદિકનો સંયોગ થાય છે, મોહકર્મનો ઉદય થતાં
શરીરાદિકનો સંયોગ આકુળતાને બાહ્ય સહકારી કારણ છે. અંતરંગ મોહના ઉદયથી રાગાદિક
થાય અને બાહ્ય અઘાતિકર્મોના ઉદયથી રાગાદિકનું કારણ શરીરાદિનો સંયોગ થાય ત્યારે
આકુળતા ઊપજે છે. મોહનો ઉદય નાશ થવા છતાં પણ અઘાતિકર્મોનો ઉદય રહે છે પણ
તે કાંઈપણ આકુળતા ઉપજાવી શકતો નથી, પરંતુ પૂર્વે આકુળતાને સહકારી કારણરૂપ હતો
માટે એ અઘાતિકર્મોનો નાશ પણ આત્માને ઇષ્ટ જ છે. કેવળીભગવાનને એના હોવા છતાં
પણ કાંઈ દુઃખ નથી માટે તેના નાશનો ઉદ્યમ પણ નથી. પરંતુ મોહનો નાશ થતાં એ સર્વ
કર્મો આપોઆપ થોડા જ કાળમાં નાશને પ્રાપ્ત થઈ જાય છે.
એ પ્રમાણે સર્વ કર્મોનો નાશ થવો એ આત્માનું હિત છે. અને સર્વ કર્મોના નાશનું
જ નામ મોક્ષ છે માટે આત્માનું હિત એક મોક્ષ જ છે, અન્ય કાંઈ નથી, એવો નિશ્ચય કરવો.
પ્રશ્નઃસંસારદશામાં પુણ્યકર્મનો ઉદય થતાં જીવ સુખી પણ થાય છે, તો
‘કેવળ મોક્ષ જ હિત છે’ એમ શા માટે કહો છો?
સાંસારિક સુખ દુઃખ જ છે
ઉત્તરઃસંસારદશામાં સુખ તો સર્વથા છે જ નહિ, દુઃખ જ છે; પરંતુ કોઈને કોઈ
વેળા ઘણું દુઃખ હોય છે તથા કોઈને કોઈ વેળા થોડું દુઃખ હોય છે. હવે પૂર્વે ઘણું દુઃખ
હતું વા અન્ય જીવોને ઘણું દુઃખ હોય છે એ અપેક્ષાએ થોડા દુઃખવાળાને સુખી કહીએ છીએ,
તથા એ જ અભિપ્રાયથી થોડા દુઃખવાળો પોતાને સુખી માને છે, પણ વસ્તુતાએ તેને સુખ
નથી. વળી એ થોડું દુઃખ પણ જો સદાકાળ રહે તો તેને પણ હિતરૂપ ઠરાવીએ પરંતુ તેમ
પણ નથી. પુણ્યનો ઉદય થોડો કાળ જ રહે છે અને ત્યાં સુધી જ થોડું દુઃખ થાય છે પણ
પાછળથી ઘણું દુઃખ થઈ જાય છે. માટે સંસારઅવસ્થા હિતરૂપ નથી.
જેમ કોઈને વિષમજ્વર છે તેને કોઈ વેળા ઘણી અશાતા થાય છે તથા કોઈ વેળા
થોડી થાય છે, થોડી અશાતા હોય ત્યારે તે પોતાને ઠીક માને છે; લોક પણ કહે છે કે ઠીક
છે; પરંતુ પરમાર્થથી જ્યાંસુધી જ્વરનો સદ્ભાવ છે ત્યાંસુધી તેને ઠીક નથી; તેમ સંસારી જીવને
મોહનો ઉદય છે તેને કોઈ વેળા ઘણી આકુળતા થાય છે તથા કોઈ વેળા થોડી થાય છે; થોડી
આકુળતા હોય ત્યારે તે પોતાને સુખી માને છે, લોક પણ કહે છે કે સુખી છે; પરંતુ પરમાર્થથી
જ્યાંસુધી મોહનો સદ્ભાવ છે ત્યાંસુધી સુખ નથી.
તથા સાંભળો, સંસારદશામાં પણ આકુળતા ઘટતાં સુખ નામ પામે છે તથા આકુળતા
વધતાં દુઃખ નામ પામે છે, ક્યાંય બાહ્ય સામગ્રીથી સુખદુઃખ નથી. જેમ કોઈ દરિદ્રીને કિંચિત્
ધનની પ્રાપ્તિ થઈ, ત્યાં કંઈક આકુળતા ઘટવાથી તેને સુખી કહીએ છીએ અને તે પણ પોતાને

Page 303 of 370
PDF/HTML Page 331 of 398
single page version

સુખી માને છે, તથા કોઈ ઘણા ધનવાનને કિંચિત્ ધનની હાનિ થઈ ત્યાં કંઈક આકુળતા
વધવાથી તેને દુઃખી કહીએ છીએ અને તે પણ પોતાને દુઃખી માને છે.
એ જ પ્રમાણે સર્વત્ર જાણવું.
વળી એ આકુળતાનું ઘટવુંવધવું પણ બાહ્યસામગ્રી અનુસાર નથી પણ કષાયભાવો
ઘટવાવધવાના અનુસારે છે. જેમ કોઈને થોડું ધન છે પણ જો સંતોષ છે તો તેને આકુળતા
ઘણી થોડી છે, તથા કોઈને ઘણું ધન છે પણ તૃષ્ણા છે તો તેને આકુળતા ઘણી છે. બીજું
કોઈને કોઈએ બૂરું કહ્યું, અને જો તેને થોડો પણ ક્રોધ ન થાય તો તેને આકુળતા થતી નથી
તથા જેને થોડી વાતો કહેતાં જ ઘણો ક્રોધ થઈ આવે તો તેને આકુળતા ઘણી થાય છે. વળી
જેમ ગાયને વાછરડાથી કાંઈ પણ પ્રયોજન નથી પરંતુ મોહ ઘણો હોવાથી તેની રક્ષા કરવાની
તેને ઘણી આકુળતા હોય છે, ત્યારે સુભટને શરીરાદિકથી ઘણાં કાર્ય સધાય છે પરંતુ રણક્ષેત્રમાં
માનાદિના કારણે શરીરાદિકથી મોહ ઘટી જતાં મરણની પણ તેને થોડી આકુળતા થાય છે. માટે
એમ જાણવું કે
સંસારઅવસ્થામાં પણ આકુળતા ઘટવાવધવાથી જ સુખદુઃખ માનવામાં
આવે છે, અને આકુળતાનું ઘટવુંવધવું રાગાદિ કષાયો ઘટવાવધવાના અનુસારે છે.
વળી પરદ્રવ્યરૂપ બાહ્યસામગ્રી અનુસાર સુખદુઃખ નથી. કષાયથી ઇચ્છા ઉત્પન્ન
થાય તથા તેની ઇચ્છાનુસાર બાહ્યસામગ્રી મળે અને તે કાળે તેને કંઈક કષાયનું ઉપશમન
થવાથી આકુળતા ઘટે ત્યારે સુખ માને છે, તથા ઇચ્છાનુસાર સામગ્રી ન મળે ત્યારે કષાય
વધવાથી આકુળતા વધે છે અને દુઃખ માને છે. હવે છે તો આ પ્રમાણે, પણ આ એવું
જાણે છે કે
મને પરદ્રવ્યના નિમિત્તથી સુખદુઃખ થાય છે; પણ એમ જાણવું એ ભ્રમ જ
છે. માટે અહીં આવો વિચાર કરવો કેસંસારઅવસ્થામાં કિંચિત્ કષાય ઘટવાથી સુખ માને
છે અને તેને હિતરૂપ જાણે છે, તો જ્યાં સર્વથા કષાય દૂર થતાં વા કષાયનાં કારણો દૂર
થતાં પરમ નિરાકુળતા થવાથી અનંતસુખ પ્રાપ્ત થાય છે
એવી મોક્ષ અવસ્થાને હિતરૂપ કેમ
ન માને?
વળી સંસારઅવસ્થામાં ઉચ્ચપદ પામે તોપણ કાં તો વિષયસામગ્રી મેળવવાની આકુળતા
થાય છે, કાં તો વિષયસેવનની આકુળતા થાય છે, અગર કાં તો પોતાને ક્રોધાદિ કષાયથી
કોઈ અન્ય ઇચ્છા ઊપજે તેને પૂર્ણ કરવાની આકુળતા થાય છે, પણ કોઈ વેળા તે સર્વથા
નિરાકુળ થઈ શકતો નથી; અભિપ્રાયમાં તો અનેક પ્રકારની આકુળતા બની જ રહે છે. વળી
કોઈ આકુળતા મટાડવાનો બાહ્ય ઉપાય કરે પણ પ્રથમ તો કાર્ય સિદ્ધ થાય નહિ, કદાચિત્
જો ભવિતવ્યયોગથી તે કાર્ય સિદ્ધ થઈ જાય તો તે જ ક્ષણે અન્ય આકુળતા મટાડવાના
ઉપાયમાં લાગે છે; એ પ્રમાણે આકુળતા મટાડવાની પણ આકુળતા નિરંતર રહ્યા કરે છે. જો
એવી આકુળતા ન રહે તો નવા નવા વિષયસેવનાદિ કાર્યોમાં તે શામાટે પ્રવર્તે છે? માટે

Page 304 of 370
PDF/HTML Page 332 of 398
single page version

સંસાર-અવસ્થામાં પુણ્યના ઉદયથી ઇન્દ્ર-અહમિન્દ્રાદિ પદ પામે તોપણ તેને નિરાકુળતા થતી
નથી પણ દુઃખી જ રહે છે; માટે સંસારઅવસ્થા હિતકારી નથી.
બીજું, મોક્ષ અવસ્થામાં કોઈ પણ પ્રકારની આકુળતા રહી નથી, માટે ત્યાં આકુળતા
મટાડવાના ઉપાય કરવાનું પણ પ્રયોજન નથી અને સદાકાળ શાંતરસવડે તે સુખી રહે છે માટે
મોક્ષ અવસ્થા જ હિતકારી છે. પહેલાં પણ સંસાર અવસ્થાના દુઃખનું તથા મોક્ષ અવસ્થાના
સુખનું વિશેષ વર્ણન કર્યું છે તે માત્ર આ જ પ્રયોજન અર્થે કર્યું છે,
તેને પણ વિચારી મોક્ષને
હિતરૂપ જાણી એક મોક્ષનો ઉપાય કરવો એ જ સર્વ ઉપદેશનું તાત્પર્ય છે.
પુરુષાર્થથી જ મોક્ષપ્રાપ્તિ
પ્રશ્નઃમોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે કે
મોહાદિકનો ઉપશમાદિક થતાં બને છે, કે પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતાં બને છે?
તે કહો. જો પહેલાં બેઉ કારણો મળતાં બને છે તો તમે અમને ઉપદેશ શામાટે આપો
છો? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે છતાં તેમાં કોઈ ઉપાય
કરી શકે છે તથા કોઈ નથી કરી શકતા તેનું શું કારણ?
ઉત્તરઃએક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો
પૂર્વોક્ત ત્રણ કારણો મળે છે તથા નથી બનતો ત્યાં એ ત્રણે કારણો નથી મળતા; પૂર્વોક્ત
ત્રણ કારણ કહ્યાં તેમાં કાળલબ્ધિ વા હોનહાર (ભવિતવ્ય) તો કોઈ વસ્તુ નથી, જે કાળમાં
કાર્ય બને છે તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ હોનહાર. તથા જે કર્મના ઉપશમાદિક
છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તાહર્તા આત્મા નથી, તથા પુરુષાર્થથી ઉદ્યમ કરે છે
તે આ આત્માનું કાર્ય છે માટે આત્માને પુરુષાર્થથી ઉદ્યમ કરવાનો ઉપદેશ દે છે.
હવે આ આત્મા જે કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો
અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ, તથા જે કારણથી
કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં અન્ય કારણ મળે તો કાર્યસિદ્ધિ
થાય, ન મળે તો ન થાય.
હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ, માટે
જે જીવ શ્રીજિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થથી મોક્ષનો ઉપાય કરે છે તેને કાળલબ્ધિ વા
ભવિતવ્ય પણ થઈ ચૂક્યાં તથા કર્મનાં ઉપશમાદિ થયાં છે તો તે આવો ઉપાય કરે છે, માટે
જે પુરુષાર્થવડે મોક્ષનો ઉપાય કરે છે તેને સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ
થાય છે, એવો નિશ્ચય કરવો. તથા જે જીવ પુરુષાર્થવડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો
કાળલબ્ધિ અને ભવિતવ્ય પણ નથી, અને કર્મનાં ઉપશમાદિ થયાં નથી તેથી તે ઉપાય કરતો

Page 305 of 370
PDF/HTML Page 333 of 398
single page version

નથી, માટે જે પુરુષાર્થવડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કોઈ કારણ મળતાં નથીએવો
નિશ્ચય કરવો, તથા તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
વળી તું કહે છે કે‘ઉપદેશ તો બધાય સાંભળે છે, છતાં કોઈ મોક્ષનો ઉપાય કરી
શકે છે અને કોઈ નથી કરી શકતા, તેનું શું કારણ?’
તેનું કારણ આ છે કેજે ઉપદેશ સાંભળીને પુરુષાર્થ કરે છે તે મોક્ષનો ઉપાય કરી
શકે છે પણ જે પુરુષાર્થ નથી કરતો તે મોક્ષનો ઉપાય કરી શકતો નથી. ઉપદેશ તો
શિક્ષામાત્ર છે પણ ફળ તો જેવો પુરુષાર્થ કરે તેવું આવે.
પ્રશ્નઃદ્રવ્યલિંગી મુનિ મોક્ષના અર્થે ગૃહસ્થપણું છોડી તપશ્ચરણાદિ કરે છે,
ત્યાં તેણે પુરુષાર્થ તો કર્યો છતાં કાર્ય સિદ્ધ ન થયું, માટે પુરુષાર્થ કરવાથી તો કાંઈ
સિદ્ધિ નથી?
ઉત્તરઃઅન્યથા પુરુષાર્થ કરી ફળ ઇચ્છે છે પણ તેથી કેવી રીતે ફળસિદ્ધિ થાય!
તપશ્ચરણાદિ વ્યવહારસાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ શાસ્ત્રમાં તો શુભબંધ કહ્યું છે અને
આ તેનાથી મોક્ષ ઇચ્છે છે તે કેવી રીતે થાય? એ તો ભ્રમ છે.
પ્રશ્નઃએ ભ્રમનું કારણ પણ કોઈ કર્મ જ છે, પુરુષાર્થ શું કરે?
ઉત્તરઃસાચા ઉપદેશથી નિર્ણય કરતાં ભ્રમ દૂર થાય છે, પરંતુ આ તેવો પુરુષાર્થ
કરતો નથી, તેથી જ ભ્રમ રહે છે. નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું કારણ જે મોહકર્મ
તેના પણ ઉપશમાદિ થાય ત્યારે ભ્રમ દૂર થઈ જાય, કારણ કે
નિર્ણય કરતાં પરિણામોની
વિશુદ્ધતા થાય છે, તેથી મોહનાં સ્થિતિઅનુભાગ ઘટે છે.
પ્રશ્નઃનિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી તેનું કારણ પણ કર્મ છે ને?
ઉત્તરઃએકેન્દ્રિયાદિકને વિચાર કરવાની શક્તિ નથી તેમને તો કર્મ જ કારણ છે,
પણ આને તો જ્ઞાનાવરણાદિના ક્ષયોપશમથી નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે. જ્યાં ઉપયોગ
લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે; પરંતુ આ અન્ય નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે
છે અને અહીં ઉપયોગ લગાવતો નથી એ તો એનો પોતાનો જ દોષ છે, ત્યાં કર્મનું તો કાંઈ
પ્રયોજન નથી.
પ્રશ્નઃસમ્યક્ત્વચારિત્રનો ઘાતક તો મોહ છે, એટલે તેનો અભાવ થયા
વિના મોક્ષનો ઉપાય કેવી રીતે બને?
ઉત્તરઃતત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી એ તો આનો જ દોષ છે.
પુરુષાર્થ વડે જો તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગને લગાવે તો સ્વયં જ મોહનો અભાવ થતાં

Page 306 of 370
PDF/HTML Page 334 of 398
single page version

સમ્યક્ત્વાદિરૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે; તેથી મુખ્યપણે તો તત્ત્વનિર્ણય કરવામાં
ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો. અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ કરાવવા અર્થે આપીએ
છીએ. એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયમેવ થશે.
વળી તત્ત્વનિર્ણય ન કરવામાં કાંઈ કર્મનો તો દોષ છે નહિ પણ તારો જ દોષ છે.
તું પોતે તો મહંત રહેવા ઇચ્છે છે અને પોતાના દોષ કર્માદિકને લગાવે છે! પણ જિનઆજ્ઞા
માને તો આવી અનીતિ સંભવે નહિ. તારે વિષયકષાયરૂપ જ રહેવું છે માટે આવું જૂઠ બોલે
છે. જો મોક્ષની સાચી અભિલાષા હોય તો તું આવી યુક્તિ શામાટે બનાવે? સંસારના કાર્યોમાં
પોતાના પુરુષાર્થથી સિદ્ધિ થતી ન જાણે તોપણ ત્યાં પુરુષાર્થ વડે ઉદ્યમ કર્યા કરે છે, અને
અહીં પુરુષાર્થ ગુમાવી બેસે છે, તેથી જણાય છે કે
તું મોક્ષને દેખાદેખી ઉત્કૃષ્ટ કહે છે,
પણ તેનું સ્વરૂપ ઓળખી તેને હિતરૂપ જાણતો નથી. હિતરૂપ જાણી જેનો ઉદ્યમ બને તે ન
કરે, એ અસંભવિત છે.
પ્રશ્નઃતમે કહ્યું તે સત્ય છે. પરંતુ દ્રવ્યકર્મના ઉદયથી ભાવકર્મ થાય છે
અને ભાવકર્મથી દ્રવ્યકર્મનો બંધ થાય છે, વળી પાછાં તેના ઉદયથી ભાવકર્મ થાય છે,
એ જ પ્રમાણે અનાદિકાળથી પરંપરા ચાલે છે, ત્યાં મોક્ષનો ઉપાય કેવી રીતે થઈ શકે?
ઉત્તરઃકર્મનો બંધ વા ઉદય સદાકાળ સમાન જ રહ્યા કરે તો તો એમ જ છે,
પરંતુ પરિણામોના નિમિત્તથી પૂર્વે બાંધેલાં કર્મોનું પણ ઉત્કર્ષણ, અપકર્ષણ અને સંક્રમણાદિ થતાં
તેની શક્તિ હીન
અધિક થાય છે, તેથી તેનો ઉદય પણ મંદતીવ્ર થાય છે; તેના નિમિત્તથી
નવીન બંધ પણ મંદતીવ્ર થાય છે; તેથી સંસારી જીવોને કર્મોદયના નિમિત્તથી કોઈ વેળા
જ્ઞાનાદિક ઘણાં પ્રગટ થાય છે, કોઈ વેળા થોડાં પ્રગટ થાય છે; કોઈ વેળા રાગાદિ મંદ થાય
છે, કોઈ વેળા તીવ્ર થાય છે, એ પ્રમાણે પલટના થયા કરે છે.
ત્યાં કદાચિત્ સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તપર્યાય પામ્યો ત્યારે મનવડે વિચાર કરવાની તેને
શક્તિ પ્રગટ થઈ. વળી તેને કોઈ વેળા તીવ્ર રાગાદિક થાય છે તથા કોઈ વેળા મંદ થાય
છે, હવે ત્યાં રાગાદિકનો તીવ્ર ઉદય થતાં તો વિષયકષાયાદિનાં કાર્યોમાં જ પ્રવૃત્તિ થાય છે
તથા રાગાદિકનો મંદ ઉદય થતાં બહારથી ઉપદેશાદિનું નિમિત્ત બને અને પોતે પુરુષાર્થ કરીને
તે ઉપદેશાદિકમાં ઉપયોગને જોડે તો ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ થાય. તથા નિમિત્ત ન બને વા પોતે
પુરુષાર્થ ન કરે તો અન્ય કાર્યોમાં જ પ્રવર્તે પરંતુ મંદરાગાદિ સહિત પ્રવર્તે, એવા અવસરમાં
ઉપદેશ કાર્યકારી છે.
વિચારશક્તિ રહિત જે એકેંદ્રિયાદિક છે તેને તો ઉપદેશ સમજવાનું જ્ઞાન જ નથી
તથા તીવ્રરાગાદિ સહિત જીવોનો ઉપયોગ ઉપદેશમાં જોડાતો નથી, માટે જે જીવ વિચારશક્તિ
સહિત હોય તથા જેમને રાગાદિક મંદ હોય તેમને ઉપદેશના નિમિત્તથી ધર્મની પ્રાપ્તિ થઈ

Page 307 of 370
PDF/HTML Page 335 of 398
single page version

જાય તો તેનું ભલું થાય, અને એ જ અવસરમાં પુરુષાર્થ કાર્યકારી છે.
એકેન્દ્રિયાદિક તો ધર્મકાર્ય કરવાને સમર્થ જ નથી એટલે તેઓ કેવી રીતે પુરુષાર્થ
કરે? તથા તીવ્રકષાયી પુરુષાર્થ કરે તો તે પાપકાર્યનો જ કરે પણ ધર્મકાર્યનો પુરુષાર્થ થઈ
શકે નહિ.
માટે જે વિચારશક્તિ સહિત હોય તથા જેને રાગાદિક મંદ હોય તે જીવ પુરુષાર્થ વડે
ઉપદેશાદિકના નિમિત્તથી તત્ત્વનિર્ણયાદિકમાં ઉપયોગ લગાવે તો તેનો ઉપયોગ ત્યાં લાગે, ત્યારે
તેનું ભલું થાય. જો આ અવસરમાં પણ તત્ત્વનિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે, પ્રમાદથી કાળ
ગુમાવે, અગર કાં તો મંદરાગાદિ સહિત વિષય
કષાયોનાં કાર્યોમાં જ પ્રવર્તે વા કાં તો
વ્યવહારધર્મકાર્યોમાં પ્રવર્તે તો અવસર તો ચાલ્યો જાય અને સંસારમાં જ પરિભ્રમણ રહે.
બીજું, આ અવસરમાં જીવ જો પુરુષાર્થ વડે તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો
અભ્યાસ રાખે તો તેને વિશુદ્ધતા વધે છે અને તેથી કર્મોની શક્તિ હીન થાય છે, તથા કેટલાક
કાળમાં આપોઆપ દર્શનમોહનો ઉપશમ થતાં તેને તત્ત્વોમાં યથાવત્ પ્રતીતિ આવે છે. હવે આનું
કર્તવ્ય તો તત્ત્વનિર્ણયનો અભ્યાસ જ છે અને તેનાથી જ દર્શનમોહનો ઉપશમ તો સ્વયં જ
થાય છે. એમાં જીવનું કર્તવ્ય કાંઈ નથી.
વળી એ (દર્શનમોહનો ઉપશમ) થતાં જીવને સમ્યગ્દર્શન તો સ્વયં થાય છે, અને
સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધાન તો આવું થયું કે‘હું આત્મા છું, મારે રાગાદિક ન કરવા;’ પરંતુ
ચારિત્રમોહના ઉદયથી રાગાદિક થાય છે, ત્યાં તીવ્ર ઉદય થાય ત્યારે તો તે વિષયાદિકમાં પ્રવર્તે
છે અને મંદ ઉદય હોય ત્યારે પોતાના પુરુષાર્થથી ધર્મકાર્યોમાં વા વૈરાગ્યાદિ ભાવનામાં
ઉપયોગને લગાવે છે, તેના નિમિત્તથી ચારિત્રમોહ મંદ થતો જાય છે. એ પ્રમાણે થતાં
દેશચારિત્ર વા સકલચારિત્ર અંગીકાર કરવાનો પુરુષાર્થ પ્રગટ થાય છે. વળી ચારિત્ર ધારણ
કરી પોતાના પુરુષાર્થ વડે ધર્મમાં પરિણતિને વધારે છે, ત્યાં વિશુદ્ધતા વડે કર્મની શક્તિ હીન
થાય છે તેથી વિશુદ્ધતા વધે છે ને તેથી કર્મની શક્તિ વધારે હીન થાય છે. એ પ્રમાણે ક્રમથી
મોહનો નાશ કરે ત્યારે પરિણામ સર્વથા વિશુદ્ધ થાય છે, તે વડે જ્ઞાનાવરણાદિનો નાશ થઈ
કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ત્યાર પછી ઉપાય વિના અઘાતિકર્મોનો પણ નાશ કરીને શુદ્ધ
સિદ્ધપદને પ્રાપ્ત કરે છે.
એ પ્રમાણે ઉપદેશનું તો નિમિત્ત બને અને પોતાનો પુરુષાર્થ કરે તો કર્મનો નાશ થાય છે.
વળી જ્યારે કર્મનો ઉદય તીવ્ર હોય ત્યારે પુરુષાર્થ થઈ શકતો નથી, ઉપરના
ગુણસ્થાનેથી પણ પડી જાય છે, ત્યાં તો જેવું હોનહાર હોય તેવું થાય છે, પરંતુ જ્યાં મંદ
ઉદય હોય અને પુરુષાર્થ બની શકે ત્યાં તો પ્રમાદી ન થવું, સાવધાન થઈ પોતાનું કાર્ય કરવું.

Page 308 of 370
PDF/HTML Page 336 of 398
single page version

જેમ કોઈ પુરુષ નદીના પ્રવાહમાં પડ્યો વહ્યો જતો હોય, ત્યાં પાણીનું જોર હોય ત્યારે
તો તેનો પુરુષાર્થ કાંઈ કામનો નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી. તથા પાણીનું જોર થોડું હોય
ત્યારે જો પુરુષાર્થ કરી નીકળવા ઇચ્છે તો તે નીકળી શકે છે, અને તેને જ નીકળવાની શિક્ષા
આપીએ છીએ. છતાં જો તે ન નીકળે તો ધીરે ધીરે (પ્રવાહે પ્રવાહે) વહે, અને પાછળથી
પાણીનું જોર થતાં વહ્યો ચાલ્યો જાય. એ જ પ્રમાણે જીવ સંસારમાં ભ્રમણ કરે છે, ત્યાં કર્મોનો
તીવ્ર ઉદય હોય ત્યારે તો તેનો કાંઈ પુરુષાર્થ નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી, અને કર્મનો
મંદ ઉદય હોય ત્યારે જો પુરુષાર્થ કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે તો તે મોક્ષ પ્રાપ્ત કરી લે, અને
તેને જ મોક્ષમાર્ગનો ઉપદેશ દે છે. તથા તે મોક્ષમાર્ગમાં ન પ્રવર્તે તો કિંચિત્ વિશુદ્ધતા પામી
પાછળથી તીવ્ર ઉદય આવતાં નિગોદાદિ પર્યાયને પ્રાપ્ત કરશે.
માટે આ અવસર ચૂકવો યોગ્ય નથી. હવે સર્વ પ્રકારથી અવસર આવ્યો છે,
આવો અવસર પામવો કઠણ છે, તેથી શ્રીગુરુ દયાળુ થઈ મોક્ષમાર્ગને ઉપદેશે, તેમાં
ભવ્ય જીવોએ પ્રવૃત્તિ કરવી.
મોક્ષમાર્ગનું સ્વરુપ
હવે મોક્ષમાર્ગનું સ્વરૂપ કહીએ છીએઃ
જેના નિમિત્તથી આત્મા અશુદ્ધદશા ધારણ કરી દુઃખી થયો છે એવાં જે મોહાદિકર્મ
તેનો સર્વથા નાશ થતાં કેવળ આત્માની જે સર્વ પ્રકારથી શુદ્ધ અવસ્થા થવી તે મોક્ષ છે, તથા
તેનો જે ઉપાય અર્થાત્ કારણ તે મોક્ષમાર્ગ જાણવો.
હવે કારણ તો અનેક પ્રકારનાં હોય છે. કોઈ કારણ તો એવાં હોય છે કેજેના હોવા
વિના તો કાર્ય ન થાય અને જેના હોવાથી કાર્ય થાય વા ન પણ થાય; જેમમુનિલિંગ ધારણ
કર્યા વિના તો મોક્ષ ન થાય, પરંતુ મુનિલિંગ ધારણ કરવાથી મોક્ષ થાય વા ન પણ થાય.
તથા કેટલાંક કારણ એવાં છે કે
મુખ્યપણે તો જેના હોવાથી કાર્ય થાય છે પરંતુ કોઈને તે
હોવા વિના પણ કાર્યસિદ્ધિ થાય છે; જેમ કેમુખ્યપણે તો અનશનાદિ બાહ્યતપનું સાધન કરતાં
મોક્ષ થાય છે, પરંતુ ભરતાદિને બાહ્યતપ કર્યા વિના જ મોક્ષની પ્રાપ્તિ થઈ. તથા કેટલાક કારણ
એવાં છે કે
જેના હોવાથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય જ તથા જેના ન હોવાથી કાર્યસિદ્ધિ સર્વથા
ન થાય; જેમસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની એકતાં થતાં તો અવશ્ય મોક્ષ થાય અને એ થયા
વિના સર્વથા મોક્ષ ન થાય.એ પ્રમાણે એ કારણો કહ્યાં તેમાં અતિશયપૂર્વક નિયમથી મોક્ષનો
સાધક જે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનો ઐક્યભાવ તે મોક્ષમાર્ગ જાણવો. એ સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન તથા સમ્યક્ચારિત્રમાંથી એક પણ ન હોય તો મોક્ષમાર્ગ થાય નહિ.
શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પણ એમ જ કહ્યું છે, યથા‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’
(અ. ૧. સૂત્ર ૧.)

Page 309 of 370
PDF/HTML Page 337 of 398
single page version

આ સૂત્રની ટીકામાં કહ્યું છે કેઅહીં ‘मोक्षमार्ग’ એવું જે એકવચન કહ્યું છે તેનો અર્થ
આ છે કે એ ત્રણે મળીને એક મોક્ષમાર્ગ છે; જુદાજુદા ત્રણ માર્ગ નથી.
પ્રશ્નઃઅસંયતસમ્યગ્દ્રષ્ટિને તો ચારિત્ર નથી; તો તેને મોક્ષમાર્ગ થયો છે કે
નથી થયો?
ઉત્તરઃમોક્ષમાર્ગ તેને થશે એ તો નિયમ થયો; અને તેથી ઉપચારથી તેને મોક્ષમાર્ગ
થયો પણ કહીએ છીએ; પરમાર્થથી સમ્યક્ચારિત્ર થતાં જ મોક્ષમાર્ગ થાય છે. જેમ કોઈ પુરુષને
કોઈ નગરમાં જવાનો નિશ્ચય થયો તેથી તેને વ્યવહારથી એમ પણ કહીએ છીએ કે
‘આ
અમુક નગર જાય છે,’ પણ પરમાર્થથી માર્ગમાં ગમન કરતાં જ ચાલવું થશે; તેમ
અસંયતસમ્યગ્દ્રષ્ટિને વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગનું શ્રદ્ધાન થયું છે તેથી તેને ઉપચારથી મોક્ષમાર્ગી
કહીએ છીએ, પણ પરમાર્થથી વીતરાગભાવરૂપ પરિણમતાં જ મોક્ષમાર્ગ થશે. શ્રી પ્રવચનસારમાં
પણ એ ત્રણેની એકાગ્રતા થતાં જ મોક્ષમાર્ગ કહ્યો છે, માટે એમ જાણવું કે
તત્ત્વશ્રદ્ધાન
જ્ઞાન વિના તો રાગાદિ ઘટાડવા છતાં મોક્ષમાર્ગ નથી તથા રાગાદિ ઘટાડ્યા વિના તત્ત્વશ્રદ્ધાન
જ્ઞાનથી પણ મોક્ષમાર્ગ નથી; એ ત્રણે મળતાં જ સાક્ષાત્ મોક્ષમાર્ગ થાય છે.
હવે તેનું નિર્દેશ તથા લક્ષણનિર્દેશ અને પરીક્ષા દ્વારા નિરૂપણ કરીએ છીએ.
લક્ષણ અને તેના દોષ
ત્યાં સમ્યગ્દર્શનસમ્યગ્જ્ઞાનસમ્યક્ચારિત્ર મોક્ષનો માર્ગ છે’ એવું નામમાત્ર કથન કરવું
તે તો ‘નિર્દેશ’ જાણવો.
તથા જે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવપણાવડે રહિત હોય કે જેથી તેને
ઓળખવામાં આવે તે ‘લક્ષણ’ જાણવું; તેનો જે નિર્દેશ અર્થાત્ નિરૂપણ તે ‘લક્ષણનિર્દેશ’ જાણવો.
ત્યાં જેને ઓળખવાનું હોય તેનું નામ લક્ષ્ય છે અને તે સિવાય અન્યનું નામ અલક્ષ્ય
છે. હવે જે લક્ષ્ય વા અલક્ષ્ય બંનેમાં હોય એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અતિવ્યાપ્તિપણું
જાણવું; જેમ આત્માનું લક્ષણ ‘અમૂર્તત્વ’ કહ્યું ત્યાં અમૂર્તત્વ લક્ષણ લક્ષ્ય જ આત્મા છે તેમાં
પણ હોય છે તથા અલક્ષ્ય જે આકાશાદિ તેમાં પણ હોય છે, માટે એ લક્ષણ અતિવ્યાપ્તિદોષ
સહિત લક્ષણ છે. કારણ કે એ વડે આત્માને ઓળખતાં આકાશાદિ પણ આત્મા થઈ જાય,
એ દોષ આવે તથાઃ
જે કોઈ લક્ષ્યમાં તો હોય તથા કોઈમાં ન હોય, એ પ્રમાણે લક્ષ્યના એકદેશમાં હોય
એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અવ્યાપ્તિપણું જાણવું; જેમ આત્માનું લક્ષણ કેવળજ્ઞાનાદિક
કહીએ ત્યાં કેવળજ્ઞાન તો કોઈ આત્મામાં હોય છે ત્યારે કોઈમાં નથી હોતું માટે એ લક્ષણ

Page 310 of 370
PDF/HTML Page 338 of 398
single page version

અવ્યાપ્તિ દોષસહિત લક્ષણ છે, કારણ કે એ વડે આત્મા ઓળખતાં અલ્પજ્ઞાની આત્મા ન
ઠરે, એ દોષ આવે. તથા
જે લક્ષ્યમાં હોય જ નહિ એવું લક્ષણ જ્યાં કહેવામાં આવે ત્યાં અસંભવપણું જાણવું;
જેમ આત્માનું લક્ષણ જડપણું કહીએ. એ પ્રત્યક્ષાદિ પ્રમાણથી વિરુદ્ધ છે કારણ કે એ અસંભવ
લક્ષણ છે, કારણ કે એ વડે આત્માને માનતાં પુદ્ગલાદિ આત્મા થઈ જાય અને આત્મા છે
તે અનાત્મા થઈ જાય
એ દોષ આવે.
એ પ્રમાણે જે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવિત લક્ષણ હોય તે લક્ષણાભાસ છે,
પરંતુ જે લક્ષણ લક્ષ્યમાં તો સર્વત્ર હોય અને અલક્ષ્યમાં કોઈ પણ ઠેકાણે ન હોય તે જ સાચું
લક્ષણ છે; જેમ કે
આત્માનું સ્વરૂપ (લક્ષણ) ચૈતન્ય. હવે એ લક્ષણ બધાય આત્મામાં તો
હોય છે અને અનાત્મામાં કોઈ પણ ઠેકાણે હોતું નથી માટે એ સાચું લક્ષણ છે. એ વડે આત્મા
માનવાથી આત્મા અને અનાત્માનું યથાર્થજ્ઞાન થાય છે, કોઈ દોષ આવતો નથી. એ પ્રમાણે
લક્ષણનું સ્વરૂપ ઉદાહરણમાત્ર કહ્યું.
સમ્યગ્દર્શનાદિકનું સાચું લક્ષણ
હવે સમ્યગ્દર્શનાદિકનું સાચું લક્ષણ કહીએ છીએઃ
વિપરીતાભિનિવેશરહિત જીવાદિતત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. જીવ, અજીવ,
આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વાર્થ છે, એનું જે શ્રદ્ધાન અર્થાત્ ‘આમ
જ છે અન્યથા નથી’ એવો પ્રતીતિભાવ તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે તથા વિપરીતાભિનિવેશ જે અન્યથા
અભિપ્રાય તેથી જે રહિત તે સમ્યગ્દર્શન છે.
અહીં વિપરીતાભિનિવેશના નિરાકરણ અર્થે ‘સમ્યક્ ’ પદ કહ્યું છે, કારણ ‘સમ્યક્’ એવો
શબ્દ પ્રશંસાવાચક છે તેથી શ્રદ્ધાનમાં વિપરીતાભિનિવેશનો અભાવ થતાં જ પ્રશંસા સંભવે છે,
એમ જાણવું.
પ્રશ્નઃઅહીં ‘તત્ત્વ અને અર્થ’ એ બે પદ કહ્યાં તેનું શું પ્રયોજન?
ઉત્તરઃ‘તત્’ શબ્દ છે તે ‘યત્’ શબ્દની અપેક્ષા સહિત છે તેથી જેનું પ્રકરણ હોય
તેને ‘તત્’ કહીએ અને જેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ તેને તત્ત્વ જાણવું; કારણ કે ‘तस्यभावस्तत्त्वं’
એવો તત્ત્વ શબ્દનો સમાસ થાય છે, તથા જાણવામાં આવતા એવા જે દ્રવ્ય વા ગુણપર્યાય
છે તેનું નામ અર્થ છે. વળી ‘तत्त्वेन अर्थस्तत्त्वार्थः’ તત્ત્વ કહેતાં પોતાનું સ્વરૂપ, એ વડે સહિત
પદાર્થ તેનું શ્રદ્ધાન, તે સમ્યગ્દર્શન છે. અહીં જો ‘તત્ત્વશ્રદ્ધાન’ જ કહીએ તો જેનો આ ભાવ
(તત્ત્વ) છે તેના શ્રદ્ધાન વિના કેવળ ભાવનું જ શ્રદ્ધાન કાર્યકારી નથી. તથા જો ‘અર્થશ્રદ્ધાન’
જ કહીએ તો ભાવના શ્રદ્ધાન વિના કેવળ પદાર્થશ્રદ્ધાન પણ કાર્યકારી નથી.

Page 311 of 370
PDF/HTML Page 339 of 398
single page version

જેમ કોઈને જ્ઞાનદર્શનાદિક વા વર્ણાદિકનું તો શ્રદ્ધાન હોય તે ‘આ જાણપણું છે, આ
શ્વેતવર્ણ છે’ ઇત્યાદિ પ્રતીતિ તો હોય પરંતુ જ્ઞાનદર્શન આત્માનો સ્વભાવ છે અને હું આત્મા
છું, તથા વર્ણાદિક પુદ્ગલનો સ્વભાવ છે અને પુદ્ગલ મારાથી ભિન્નજુદો પદાર્થ છે
પ્રમાણે પદાર્થનું શ્રદ્ધાન ન હોય તો ભાવનું શ્રદ્ધાન કાર્યકારી નથી. વળી ‘હું આત્મા છું’ એવું
શ્રદ્ધાન કર્યું પણ આત્માનું સ્વરૂપ જેવું છે તેવું શ્રદ્ધાન ન કર્યું, તો ભાવના શ્રદ્ધાન વિના પદાર્થનું
શ્રદ્ધાન પણ કાર્યકારી નથી. માટે તત્ત્વસહિત અર્થનું શ્રદ્ધાન હોય તે જ કાર્યકારી છે. અથવા
જીવાદિકને તત્ત્વસંજ્ઞા પણ છે અને અર્થસંજ્ઞા પણ છે તેથી
‘तत्त्वमेवार्थस्तत्त्वार्थः’ જે તત્ત્વ છે
તે જ અર્થ છે, તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે.
એ અર્થ વડે કોઈ ઠેકાણે તત્ત્વશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહેલ છે, વા કોઈ ઠેકાણે
પદાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહેલ છે. ત્યાં વિરોધ ન જાણવો.
એ પ્રમાણે ‘તત્ત્વ’ અને ‘અર્થ’ એ બે પદ કહેવાનું પ્રયોજન છે.
તત્ત્વ સાત જ કેમ?
પ્રશ્નઃતત્ત્વાર્થ તો અનંત છે અને તે બધાં સામાન્ય અપેક્ષાએ જીવઅજીવમાં
ગર્ભિત થાય છે માટે બે જ કહેવાં હતાં અથવા અનંત કહેવાં હતાં; આસ્રવાદિ તો જીવ
અજીવનાં જ વિશેષો છે, તો તેમને જુદાં જુદાં કહેવાનું શું પ્રયોજન?
ઉત્તરઃજો અહીં પદાર્થશ્રદ્ધાન કરવાનું જ પ્રયોજન હોત તો સામાન્યપણે વા
વિશેષપણે જેમ સર્વ પદાર્થોનું જાણવું થાય તેમ જ કથન કરત, પણ એ પ્રયોજન તો અહીં
છે નહિ. અહીં તો મોક્ષનું પ્રયોજન છે તેથી જે સામાન્ય વા વિશેષ ભાવોનું શ્રદ્ધાન કરતાં
મોક્ષ થાય તથા જેના શ્રદ્ધાન કર્યા વિના મોક્ષ ન થાય તેનું જ નિરૂપણ અહીં કર્યું.
જીવઅજીવ એ બે તો ઘણાં દ્રવ્યોની એકજાતિ અપેક્ષાએ સામાન્યરૂપ તત્ત્વ કહ્યાં, એ
બંને જાતિ જાણતાં આત્માને સ્વપરનું શ્રદ્ધાન થાય ત્યારે પરથી ભિન્ન પોતાને જાણી પોતાના
હિતના અર્થે મોક્ષનો ઉપાય કરે તથા પોતાથી ભિન્ન પરને જાણે ત્યારે પરદ્રવ્યથી ઉદાસીન
થઈ રાગાદિક છોડી મોક્ષમાર્ગમાં પ્રવર્તે, તેથી એ બંને જાતિનું શ્રદ્ધાન થતાં જ મોક્ષ થાય;
પણ એ બંને જાતિ જાણ્યા વિના સ્વ
પરનું શ્રદ્ધાન ન થવાથી પર્યાયબુદ્ધિથી તે સાંસારિક
પ્રયોજનનો જ ઉપાય કરે, અને પરદ્રવ્યોમાં રાગદ્વેષરૂપ થઈ પ્રવર્તતાં તે મોક્ષમાર્ગમાં કેવી રીતે
પ્રવર્તે? માટે એ બંને જાતિનું શ્રદ્ધાન ન થતાં મોક્ષ પણ ન થાય. એ પ્રમાણે એ બે સામાન્ય
તત્ત્વો તો અવશ્ય શ્રદ્ધાન કરવા યોગ્ય કહ્યાં.
બીજું, આસ્રવાદિ પાંચ તત્ત્વો કહ્યાં તે જીવપુદ્ગલના જ પર્યાય છે તેથી એ વિશેષરૂપ
તત્ત્વો છે. એ પાંચ પર્યાયોને જાણતાં મોક્ષનો ઉપાય કરવાનું શ્રદ્ધાન થાય.

Page 312 of 370
PDF/HTML Page 340 of 398
single page version

તેમાં મોક્ષને ઓળખે તો તેને હિતરૂપ માની તેનો ઉપાય કરે, તેથી મોક્ષનું શ્રદ્ધાન કરવું.
મોક્ષનો ઉપાય સંવર
નિર્જરા છે તેને ઓળખે તો જેમ સંવરનિર્જરા થાય તેમ પ્રવર્તે
માટે સંવરનિર્જરાનું શ્રદ્ધાન કરવું.
વળી સંવરનિર્જરા તો અભાવલક્ષણસહિત છે તેથી જેનો અભાવ કરવાની જરૂર છે
તેને ઓળખવો જોઈએ. જેમકેક્રોધનો અભાવ થતાં ક્ષમા થાય, હવે ક્રોધને ઓળખે તો તેનો
અભાવ ફરી ક્ષમારૂપ પ્રવર્તે. એ જ પ્રમાણે આસ્રવનો અભાવ થતાં સંવર થાય તથા બંધનો
એકદેશ અભાવ થતાં નિર્જરા થાય, હવે આસ્રવ
બંધને ઓળખે તો તેનો નાશ કરી સંવર
નિર્જરારૂપ પ્રવર્તે, માટે આસ્રવબંધનું પણ શ્રદ્ધાન કરવું.
એ પ્રમાણે એ પાંચ પર્યાયોનું શ્રદ્ધાન થતાં જ મોક્ષમાર્ગ થાય. એને ઓળખે તો તે
મોક્ષને ઓળખે, પણ જો તેને ન ઓળખે તો મોક્ષની ઓળખાણ વિના તેનો ઉપાય શા માટે
એ કરે? સંવર
નિર્જરાની ઓળખાણ વિના તેમાં કેવી રીતે પ્રવર્તે? આસ્રવબંધની ઓળખાણ
વિના તેનો નાશ કેવી રીતે કરે? એમ પાંચ પર્યાયોનું શ્રદ્ધાન ન થવાથી મોક્ષમાર્ગ ન થાય.
એવી રીતે જોકે તત્ત્વાર્થ અનંત છે તેનું સામાન્યવિશેષવડે અનેક પ્રકારે પ્રરૂપણ થાય
છે પરંતુ અહીં એક મોક્ષનું પ્રયોજન છે માટે જાતિ અપેક્ષાએ બે તો સામાન્ય તત્ત્વ તથા
પર્યાયરૂપ પાંચ વિશેષતત્ત્વ મળી સાત તત્ત્વ જ કહ્યાં.
કારણ કેએના યથાર્થશ્રદ્ધાનને આધીન મોક્ષમાર્ગ છે, એ વિના અન્ય પદાર્થોનું શ્રદ્ધાન
હો વા ન હો અથવા અન્યથા હો, પરંતુ કોઈને આધીન મોક્ષમાર્ગ નથીએમ જાણવું.
વળી કોઈ ઠેકાણે પુણ્યપાપ રહિત નવ પદાર્થ કહ્યા છે, એ પુણ્યપાપ આસ્રવાદિકનાં
જ ભેદો છે માટે એ સાત તત્ત્વોમાં ગર્ભિત થયા. અથવા પુણ્યપાપનું શ્રદ્ધાન થતાં પુણ્યને
મોક્ષમાર્ગ ન માને વા સ્વચ્છંદી બની પાપરૂપ ન પ્રવર્તે તેથી મોક્ષમાર્ગમાં એનું શ્રદ્ધાન પણ
ઉપકારી જાણી એ બે તત્ત્વો આસ્રવ વિશેષમાં મેળવી નવ પદાર્થ કહ્યા વા શ્રી સમયસારાદિમાં
એને નવ તત્ત્વ પણ કહ્યાં છે.
પ્રશ્નઃએનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન કહ્યું, પણ દર્શન તો સામાન્ય અવલોકનમાત્ર
છે તથા શ્રદ્ધાન પ્રતીતિમાત્ર છે, તો એને એકાર્થપણું કેવી રીતે સંભવે?
ઉત્તરઃપ્રકરણના વશથી ધાતુનો અર્થ બીજો પણ થાય છે. મોક્ષમાર્ગનું પ્રકરણ છે
તેથી તેમાં દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકનમાત્ર ગ્રહણ કરવો નહિ; કારણ કે ચક્ષુ
અચક્ષુદર્શનવડે સામાન્ય અવલોકન તો સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિને સમાન હોય છે, તેથી એ
વડે કાંઈ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ
અપ્રવૃત્તિ થતી નથી. તથા શ્રદ્ધાન હોય છે તે સમ્યગ્દ્રષ્ટિને જ
હોય છે અને એ વડે મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય છે. માટે દર્શન શબ્દનો અર્થ પણ અહીં
શ્રદ્ધાનમાત્ર જ ગ્રહણ કરવો.