Moksha Marg Prakashak (Gujarati). Shwetambar Mat Nirakaran; Anyalingathi Muktino Nishedh; Gruhastha Muktino Nishedh; Stri Muktino Nishedh; Shudra Mukti Nishedh; Acherano Nishedh; Shwetambar Mat Kathit Dev-guru-dharmanu Anyatha Swaroop; Munine Vastradik Upakaranano Nishedh; Gurunu Anyatha Swroop; Dharmanu Anyatha Swroop; Dhoondhakamatanu Nirakaran; Pratimadhari Shravak Na Hovani Manyatano Nishedh; Mukhapatti Aadino Nishedh; Moortipooja Nishedhanu Nirakaran.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 20

 

Page 133 of 370
PDF/HTML Page 161 of 398
single page version

पशुरिंद्रमाहुतिरिति स्वाहा ।। ॐ त्रातारमिंद्रं ऋषभं वदन्ति अमृतारमिंद्रं हवे सुगतं सुपार्श्वमिदं हवे
शक्रमर्जितं तद्वर्द्धमानपुरुहूतमिंद्रमाहुरिति स्वाहा ।। ॐ नग्नं सुधीरं दिग्वाससं ब्रह्मगर्भं सनातनं उपैमि वीरं
पुरुषमर्हंतमादित्यवर्णं तमसः परस्तात् स्वाहाः ।। ॐ स्वस्तिन् इन्द्रो वृद्धश्रवा स्वस्तिनः पूषा विश्ववेदाः
स्वस्तिनस्तार्क्ष्यों अरिष्टनेमिः स्वस्तिन बृहस्पतिदधातु ।। दीर्घायुस्त्वायुबलायुवा शुभजातायु ॐ रक्ष रक्ष
अरिष्टनेमिः स्वाहा ।। वामदेव शान्त्यर्थमनुविधीयते सोऽरमार्कं अरिष्टनेमिः स्वाहाः ।।
અહીં જે જૈનતીર્થંકરોના નામ તથા પૂજન કહ્યાં, તેથી એમ ભાસે છે કેવેદરચના
તેના પછી થઈ છે.’’
એ પ્રમાણે અન્યમતોની સાક્ષીથી પણ જૈનમતની ઉત્તમતા તથા પ્રાચીનતા દ્રઢ થઈ. વળી
જૈનમતને જોતાં પણ એ મતો કલ્પિત જ ભાસે છે, તેથી જે પોતાના હિતના ઇચ્છુક હોય,
તેઓ પક્ષપાત છોડી સાચા જૈનધર્મને અંગીકાર કરે!
અન્યમતોમાં પૂર્વાપર વિરોધ દેખાય છે. પહેલા અવતારમાં વેદનો ઉદ્ધાર કર્યો ત્યાં
યજ્ઞાદિકમાં હિંસાદિકનું પોષણ કર્યું, ત્યારે બુદ્ધાવતારે યજ્ઞના નિંદક થઈ હિંસાદિ નિષેધ્યાં.
વૃષભાવતારે વીતરાગસંયમનો માર્ગ બતાવ્યો, ત્યારે કૃષ્ણાવતારે પરસ્ત્રીરમણાદિ વિષય
કષાયાદિકના માર્ગ બતાવ્યા. હવે એમાં આ સંસારી જીવ કોનું કહેલું કરે? કોના અનુસાર પ્રવર્તે?
તથા એ બધા અવતારોને એક બતાવે છે. એ એક પણ કોઈ વેળા કેવી રીતે તથા કોઈ વેળા
કેવી રીતે કહે છે, વા પ્રવર્તે છે, તો આ જીવને તેના કહેવાની વા પ્રવર્તવાની પ્રતીતિ કેમ આવે?
કોઈ ઠેકાણે ક્રોધાદિક કષાયો વા વિષયોનો નિષેધ કરે છે, ત્યારે કોઈ ઠેકાણે લડવાનો
વા વિષય સેવવાનો ઉપદેશ આપે છે, અને ત્યાં પ્રારબ્ધ બતાવે છે. પણ ક્રોધાદિક થયા વિના
જો એ લડાઈ આદિ કાર્યો સ્વયં થતાં હોય તો એ અમે પણ માનીએ; પણ એમ તો થતાં
નથી. વળી લડાઈ વગેરે કાર્યો થતાં ક્રોધાદિક થયા ન માનીએ, તો એ જુદા ક્રોધાદિક કોણ
છે? તેનો તો તમે નિષેધ કર્યો છે, તેથી એમ પણ બનતું નથી. એમાં પૂર્વાપર વિરોધ છે.
ગીતામાં વીતરાગતા બતાવી વળી લડવાનો ઉપદેશ કર્યો, એ પ્રત્યક્ષ વિરોધ દેખાય છે.
ૠષીશ્વરાદિકો દ્વારા શ્રાપ આપ્યા બતાવે છે, પણ એવો ક્રોધ કરતાં નિંદ્યપણું શું ન થયું?
ઇત્યાદિ જાણવું.
વળી ‘‘अपुत्रस्यगतिर्नास्ति’’ એમ પણ તેઓ કહે છે, ત્યારે ભારતમાં એમ પણ કહ્યું
છે કેઃ
अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम्
दिवं गतानि राजेन्द्र अकृत्वा कुलसन्ततिम् ।।
૩.ૠગ્વેદ અષ્ટ ૧ અ૦ ૬ વર્ગ ૧૬.
૪.
યજુર્વેદ અ૦ ૨૫ મંત્ર ૧૬, અષ્ટ ૯૧ અ૦ ૬ વર્ગ

Page 134 of 370
PDF/HTML Page 162 of 398
single page version

અહીં કુમારબ્રહ્મચારીઓને સ્વર્ગ ગયા બતાવ્યા, પણ પરસ્પર વિરોધ છે.
વળી ૠષીશ્વરભારતમાં એમ કહ્યું છે કેઃ
मद्यमांसाशनं रात्रौ भोजनं कन्दभक्षणम्
ये कुर्वन्ति वृथास्तेषां तीर्थयात्रां जपस्तपः ।।।।
वृथा एकादशी प्रोक्ता वृथा जागरणं हरेः
वृथा च पौष्करी यात्रा कृत्स्नं चान्द्रायणं वृथा ।।।।
चातुर्मास्ये तु सम्प्राप्ते रात्रिभोज्यं करोति यः
तस्य शुद्धिर्न विद्येत चान्द्रायणशतैरपि ।।।।
અહીં મદ્યમાંસ, રાત્રિભોજન, ચોમાસામાં તો વિશેષપણે રાત્રિભોજન અને કંદભક્ષણનો
નિષેધ કર્યો, ત્યારે મોટા પુરુષોને મદ્યમાંસાદિકનું સેવન કરવું બતાવે છે, તથા વ્રતાદિકમાં
રાત્રિભોજન વા કંદાદિભક્ષણને સ્થાપન કરે છે. એ પ્રમાણે વિરુદ્ધ નિરૂપણ કરે છે.
એ જ પ્રમાણે અન્યમતના શાસ્ત્રોમાં પૂર્વાપરવિરુદ્ધ અનેક વચનો છે. શું કરીએ? કોઈ
ઠેકાણે તો પૂર્વપરંપરા જાણી વિશ્વાસ અણાવવા માટે યથાર્થ કહ્યું, ત્યારે કોઈ ઠેકાણે વિષય
કષાય પોષવા અર્થે અયથાર્થ કહ્યું. હવે જ્યાં પૂર્વાપરવિરોધ હોય, તેનાં વચન પ્રમાણ કેવી રીતે
કરીએ?
અન્યમતોમાં ક્ષમાશીલસંતોષાદિકને પોષણ કરતાં વચનો છે તે તો જૈનમતમાં હોય
છે, પણ વિપરીત વચનો છે તે તેમનાં કલ્પિત છે. જૈનમતાનુસાર વચનોના વિશ્વાસથી તેમના
વિપરીત વચનોનું પણ શ્રદ્ધાનાદિક થઈ જાય, માટે અન્યમતોનું કોઈ અંગ ભલું દેખીને પણ ત્યાં
શ્રદ્ધાનાદિક ન કરવું, પણ
જેમ વિષ મેળવેલું ભોજન હિતકારી નથી, તેમ અહીં જાણવું.
વળી કોઈ ઉત્તમધર્મનું અંગ જૈનમતમાં ન હોય અને અન્યમતમાં હોય; અથવા કોઈ
નિષિદ્ધધર્મનું અંગ જૈનમતમાં હોય અને અન્યમતમાં ન હોય, તો અન્યમતને આદરો. પણ એમ
તો સર્વથા હોય જ નહિ, કારણ કે
સર્વજ્ઞના જ્ઞાનથી કાંઈ છૂપું નથી, માટે અન્યમતોનું
શ્રદ્ધાનાદિક છોડી જૈનમતનું દ્રઢ શ્રદ્ધાનાદિક કરવું. વળી કાળદોષથી કષાયી જીવોએ જૈનમતમાં
પણ કલ્પિતરચના કરી છે, તે અહીં દર્શાવીએ છીએ.
શ્વેતાંબરમતનિરાકરણ
શ્વેતાંબરમતવાળા કોઈએ સૂત્ર બનાવ્યાં, તેને તેઓ ગણધરનાં કર્યાં કહે છે, તેમને
પૂછીએ છીએ કેગણધરે આચારાંગાદિક બનાવ્યાં, કે જે વર્તમાનમાં તમારે છે, તે એટલા
પ્રમાણ સહિત જ કર્યાં હતાં, કે ઘણા પ્રમાણ સહિત કર્યાં હતાં? જો એટલા પ્રમાણ સહિત

Page 135 of 370
PDF/HTML Page 163 of 398
single page version

જ કર્યાં હતાં, તો તમારા શાસ્ત્રોમાં આચારાંગાદિકના પદોનું પ્રમાણ અઢારહજાર આદિ કહ્યું
છે, તેની વિધિ મેળવી આપો!
પદનું પ્રમાણ કેટલું? જો વિભક્તિના અંતને પદ કહેશો તો કહેલા પ્રમાણથી ઘણાં પદ
થઈ જશે, તથા જો પ્રમાણપદ કહેશો, તો એ એક પદના સાધિક (કંઈક અધિક) એકાવન
ક્રોડ શ્લોક છે. હવે આ તો ઘણાં અલ્પશાસ્ત્ર છે, તેથી એ બનતું નથી. આચારાંગાદિકથી
દશવૈકાલિકાદિકનું પ્રમાણ ઓછું કહ્યું છે, પણ તમારે વધારે છે, તો એ કેમ બને?
તમે કહેશો કે‘‘આચારાંગાદિક તો મોટાં હતાં, પણ કાળદોષ જાણી તેમાંથી જ
કેટલાંક સૂત્ર કાઢી આ શાસ્ત્રો બનાવ્યાં છે.’’ પણ પ્રથમ તો તૂટક ગ્રંથ પ્રમાણ નથી. વળી
એવો પ્રબંધ છે કે
જો કોઈ મોટો ગ્રંથ બનાવે, તો તેમાં સર્વ વર્ણન વિસ્તાર પૂર્વક કરે,
તથા નાનો ગ્રંથ બનાવે, તો તેમાં સંક્ષેપ વર્ણન કરે, પરંતુ સંબંધ તૂટે નહિ. તથા કોઈ મોટા
ગ્રંથમાંથી થોડુંઘણું કથન કાઢી લઈએ તો ત્યાં સંબંધ મળે નહિ
કથનનો અનુક્રમ તૂટી જાય.
પણ તમારાં સૂત્રોમાં તો કથાદિકનો પણ સંબંધ મળતો ભાસે છેતૂટકપણું ભાસતું નથી.
વળી અન્ય કવિઓથી ગણધરની બુદ્ધિ તો વધારે હોવી જોઈએ. એટલે તેના કરેલા
ગ્રંથોમાં તો થોડા શબ્દોમાં ઘણો અર્થ હોવો જોઈએ. પરંતુ અહીં તો અન્ય કવિઓના જેવી
પણ ગંભીરતા નથી.
વળી જે ગ્રંથ બનાવે, તે પોતાનું નામ આ પ્રમાણે તો ન ધરે કે‘‘અમુક કહે છે,’’
પરંતુ ‘‘હું કહું છું’’ એમ કહે. હવે તમારાં સૂત્રોમાં ‘‘હે ગૌતમ’’ વા ‘‘ગૌતમ કહે છે’’ એવાં
વચન છે. એવાં વચન તો ત્યારે જ સંભવે કે
જ્યારે અન્ય કોઈ કર્તા હોય. તેથી એ સૂત્રો
ગણધરકૃત નથી, પણ અન્યનાં કરેલાં છે. માત્ર ગણધરના નામવડે કલ્પિત રચનાને તેઓ પ્રમાણ
કરાવવા ઇચ્છે છે, પણ વિવેકી તો પરીક્ષાવડે માને, કહેવામાત્રથી તો ન માને.
વળી તેઓ એમ પણ કહે છે કે‘‘કોઈ દશપૂર્વધારી થયા, તેણે ગણધરસૂત્રોના
અનુસાર આ સૂત્રો બનાવ્યાં છે.’’ ત્યાં અમે પૂછીએ છીએ કેજો નવા ગ્રંથ બનાવ્યા હતા,
તો નવાં નામ રાખવાં હતાં, અંગાદિકનાં નામ શા માટે રાખ્યાં? જેમ કોઈ મોટા શાહુકારની
પેઢીના નામવડે પોતાનું શાહુકારું પ્રગટ કરે, તેવું આ કાર્ય થયું. એ સાચા હોત તો (
જેમ
દિગંબર આચાર્યોએ અનેક ગ્રંથ રચ્યા તે સર્વ ગણધરદેવદ્વારા ભાષિત અંગપ્રકીર્ણક અનુસાર
રચ્યા, તથા તે સર્વમાં ગ્રંથકર્તાનું નામ સર્વ આચાર્યોએ પોતાનું જુદું જુદું રાખ્યું, તથા એ ગ્રંથોનાં
નામ પણ જુદાં જુદાં રાખ્યાં, પરંતુ કોઈ પણ ગ્રંથનું નામ અંગાદિક ન રાખ્યું, વા ન એમ
લખ્યું કે
એ ગણધરદેવનાં રચેલાં છે.)જેમ દિગંબરોમાં ગ્રંથોનાં નામ રાખ્યાં, તથા પૂર્વગ્રંથોનું
અનુસારીપણું કહ્યું, તેમ કહેવું યોગ્ય હતું. પણ અંગાદિકનું નામ ધરી ગણધરદેવનો ભ્રમ શા
માટે ઉપજાવ્યો? તેથી એ ગણધરદેવના વા પૂર્વધારીનાં વચન નથી. વળી એ સૂત્રોમાં વિશ્વાસ

Page 136 of 370
PDF/HTML Page 164 of 398
single page version

અણાવવા અર્થે જે જિનમતાનુસાર કથન છે તે તો સત્ય જ છે, દિગંબર પણ તેમ જ કહે
છે. પરંતુ જે કલ્પિત રચના કરી છે, તેમાં પૂર્વાપરવિરુદ્ધપણું વા પ્રત્યાક્ષદિ પ્રમાણમાં વિરુદ્ધપણું
ભાસે છે, તે અહીં દર્શાવીએ છીએ
અન્યલિંગથી મુક્તિનો નિષેધ
અન્યલિંગીને, ગૃહસ્થને, સ્ત્રીને વા ચાંડાલાદિ શૂદ્રોને સાક્ષાત્ મોક્ષપ્રાપ્તિ હોવી માને છે,
પણ એમ બને નહિ. કારણ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની એકતા મોક્ષમાર્ગ છે. હવે તેઓ
સમ્યગ્દર્શનનું સ્વરૂપ તો એવું કહે છે કે
अरहंतो महादेवो जावज्जीवं सुसाहणो गुरुणो
जिणपण्णत्तं तत्तं ए सम्मत्तं मए गहियं ।।।।
હવે અન્યલિંગીને અરહંત દેવ, સાધુ, ગુરુ, જિનપ્રણીત તત્ત્વની માન્યતા કેમ સંભવે?
અને તેથી સમ્યક્ત્વ પણ ન હોય, તો મોક્ષ કેવી રીતે હોય?
અહીં જો કહેશો કે‘‘અંતરંગ શ્રદ્ધાન હોવાથી તેમને સમ્યક્ત્વ હોય છે.’’ હવે
વિપરીતલિંગધારકની પ્રશંસાદિક કરતાં પણ સમ્યક્ત્વને અતિચાર કહ્યો છે, તો
સત્યશ્રદ્ધાન થયા પછી પોતે વિપરીતલિંગનો ધારક કેવી રીતે રહે?
સત્યશ્રદ્ધાન થયા
પછી મહાવ્રતાદિ અંગીકાર કર્યે સમ્યક્ચારિત્ર હોય તે અન્યલિંગીમાં ક્યાંથી બને? જો
અન્યલિંગમાં પણ સમ્યક્ચારિત્ર હોય, તો જૈનલિંગ અન્યલિંગ સમાન થયું, માટે અન્યલિંગીને
મોક્ષ કહેવો મિથ્યા છે.
ગૃહસ્થમુકિત નિષેધા
વળી ગૃહસ્થને મોક્ષ કહે છે; પણ હિંસાદિક સર્વસાવદ્યયોગનો ત્યાગ કરતાં
સમ્યક્ચારિત્ર હોય છે. હવે સર્વસાવદ્યયોગનો ત્યાગ કરતાં ગૃહસ્થપણું કેમ સંભવે? અહીં કહેશો
કે
‘‘અંતરંગનો ત્યાગ થયો છે, પણ અહીં તો ત્રણે યોગ વડે ત્યાગ કરે છે, તો કાયવડે ત્યાગ
કેવી રીતે થયો? વળી બાહ્યપરિગ્રહાદિક રાખવા છતાં પણ મહાવ્રત હોય છે.’’ તો મહાવ્રતોમાં
બાહ્યત્યાગ કરવાની તો પ્રતિજ્ઞા કરવામાં આવે છે, ત્યાગ કર્યા વિના મહાવ્રત હોય નહિ, અને
મહાવ્રત વિના છઠ્ઠું આદિ ગુણસ્થાન પણ ન હોઈ શકે, તો મોક્ષ કેવી રીતે હોય? માટે ગૃહસ્થને
મોક્ષ કહેવો એ મિથ્યાવચન છે.
સ્ત્રીમુકિત નિષેધા
વળી સ્ત્રીને મોક્ષ કહે છે, પણ જેનાથી સાતમી નરકગમનયોગ્ય પાપ ન થઈ શકે,
તેનાથી મોક્ષકારણરૂપ શુદ્ધભાવ કેવી રીતે થઈ શકે? કારણ કેજેના ભાવ દ્રઢ હોય તે જ
19

Page 137 of 370
PDF/HTML Page 165 of 398
single page version

ઉત્કૃષ્ટ પાપ વા ધર્મ ઉપજાવી શકે છે. સ્ત્રીને નિઃશંક એકાંતમાં ધ્યાન ધરવું, તથા સર્વ
પરિગ્રહાદિકનો ત્યાગ કરવો સંભવતો નથી.
તમે કહેશો કે‘‘એક સમયમાં પુરુષવેદી, સ્ત્રીવેદી તથા નપુંસકવેદીને સિદ્ધિ થવી
સિદ્ધાંતમાં કહી છે, તેથી સ્ત્રીનો મોક્ષ માનીએ છીએ.’’ પણ ત્યાં ભાવવેદી છે કે દ્રવ્યવેદી છે?
જો ભાવવેદી છે, તો તે અમે પણ માનીએ છીએ, તથા દ્રવ્યવેદી છે, તો પુરુષ
સ્ત્રીવેદી લોકમાં
ઘણા દેખાય છે, અને નપુંસક તો કોઈ વિરલા જ દેખાય છે, તો એક સમયમાં મોક્ષ જવાવાળા
આટલા નપુંસક કેવી રીતે સંભવે? માટે દ્રવ્યવેદની અપેક્ષાએ એ કથન બનતું નથી.
જો તમે કહેશો કે‘‘નવમા ગુણસ્થાન સુધી વેદ કહ્યો છે,’’ તો એ કથન પણ
ભાવવેદની અપેક્ષાએ જ છે, જો દ્રવ્યવેદની અપેક્ષાએ હોય તો ચૌદમા ગુણસ્થાન સુધી વેદનો
સદ્ભાવ સંભવે.
માટે સ્ત્રીનો મોક્ષ કહેવો મિથ્યા છે.
શૂદ્રમુકિત નિષેધા
વળી શૂદ્રોનો મોક્ષ કહે છે, પણ ચાંડાલાદિકને ઉત્તમ કુળવાળા ગૃહસ્થો સન્માનાદિક
કરી દાનાદિક કેવી રીતે આપે? આપે તો લોકવિરુદ્ધ થાય. વળી નીચ કુલવાળાને ઉત્તમ
પરિણામ થઈ શકે નહિ, તથા નીચ ગોત્રકર્મનો ઉદય તો પાંચમા ગુણસ્થાન સુધી જ છે,
ઉપરનાં ગુણસ્થાન ચઢ્યા વિના મોક્ષ કેવી રીતે થાય? તમે કહેશો કે
‘‘સંયમ ધાર્યા પછી
તેને ઉચ્ચગોત્રનો ઉદય કહીએ છીએ.’’ તો સંયમ ધારવા, ન ધારવાની અપેક્ષાએ નીચ
ઉચ્ચગોત્રનો ઉદય ઠર્યો. એમ થતાં અસંયમી મનુષ્યતીર્થંકરક્ષત્રિયાદિકને પણ નીચગોત્રનો
ઉદય ઠરશે. જો તેમને કુલ અપેક્ષાએ ઉચ્ચગોત્રનો ઉદય કહેશો, તો ચાંડાલાદિકને પણ કુલ
અપેક્ષાએ જ નીચગોત્રનો ઉદય કહો! તમારાં સૂત્રોમાં પણ તેનો સદ્ભાવ પાંચમા ગુણસ્થાન
સુધી જ કહ્યો છે. કલ્પિત કહેવામાં તો પૂર્વાપર વિરોધ જ થાય, માટે શૂદ્રોનો મોક્ષ કહેવો
મિથ્યા છે.
એ પ્રમાણે તેમણે સર્વને મોક્ષની પ્રાપ્તિ કહી, તેનું પ્રયોજન એ છે કેસર્વને ભલું
મનાવવું, મોક્ષની લાલચ આપવી, તથા પોતાના કલ્પિત મતની પ્રવૃત્તિ કરવી; પરંતુ વિચાર કરતાં
એ મિથ્યા ભાસે છે.
અચ્છેરાનો નિષેધા
વળી તેમનાં શાસ્ત્રોમાં ‘‘અછેરાં’’ કહે છે, અને કહે છે કે‘‘હુંડાવસર્પિણીકાળના
નિમિત્તથી એ થયાં છે, એને છેડવાં નહિ.’’ પણ કાળદોષથી ઘણી ય વાતો થાય, પરંતુ
પ્રમાણવિરુદ્ધ તો ન થાય. જો પ્રમાણવિરુદ્ધ પણ થાય. તો આકાશમાં ફૂલ તથા ગધેડાંને શીંગડાં

Page 138 of 370
PDF/HTML Page 166 of 398
single page version

ઇત્યાદિ થવું પણ બને, પણ તેમ થવું સંભવતું નથી. માટે તેઓ જે અછેરાં કહે છે, તે
પ્રમાણવિરુદ્ધ છે. શામાટે તે અહીં કહીએ છીએઃ
‘‘વર્ધમાનજિન કેટલોક કાળ બ્રાહ્મણીના ગર્ભમાં રહી, પછી ક્ષત્રિયાણીના ગર્ભમાં વધ્યા’’
એમ તેઓ કહે છે. હવે કોઈનો ગર્ભ કોઈમાં મૂક્યો પ્રત્યક્ષ ભાસતો નથી, તેમ અનુમાનાદિકમાં
પણ આવતો નથી. તીર્થંકરને થયો કહીએ, તો ગર્ભકલ્યાણક કોઈના ઘેર થયું તથા જન્મકલ્યાણક
કોઈ અન્યના ઘેર થયું, રત્નવૃષ્ટિ આદિ કેટલાક દિવસ કોઈના ઘેર થઈ, અને કેટલાક દિવસ
કોઈ અન્યના ઘેર થઈ, સોળસ્વપ્ન કોઈને આવ્યાં ત્યારે પુત્ર કોઈને થયો; ઇત્યાદિક
અસંભવિતતા ભાસે છે. વળી માતા તો બે થઈ, ત્યારે પિતા તો એક બ્રાહ્મણ જ રહ્યો, અને
જન્મકલ્યાણાદિકમાં તેનું સન્માન ન કર્યું, અન્ય કલ્પિત પિતાનું કર્યું, તથા તીર્થંકરને બે પિતા
કહેવા મહાવિપરીત ભાસે છે, સર્વોત્કૃષ્ટપદના ધારક માટે એવાં વચન સાંભળવાં પણ યોગ્ય
નથી.
વળી તીર્થંકરની પણ એવી અવસ્થા થઈ, તો અન્ય સ્ત્રીનો ગર્ભ અન્ય સ્ત્રીમાં ધરી દેવો
સર્વત્ર ઠરે. અને એમ થતાં વૈષ્ણવો જેમ અનેક પ્રકારથી પુત્રપુત્રીનું ઊપજવું બતાવે છે, તેવું
આ કાર્ય પણ થયું. હવે આવા નિકૃષ્ટકાળમાં પણ એ પ્રમાણે હોય જ નહિ, તો ચોથાકાળમાં
એમ થવું કેવી રીતે સંભવે? માટે એ કથન મિથ્યા છે.
વળી મલ્લિ તીર્થંકરને તેઓ કન્યા કહે છે, પણ મુનિદેવાદિકની સભામાં સ્ત્રીની સ્થિતિ
કરવી, ઉપદેશ આપવો સંભવતો નથી. વા સ્ત્રીપર્યાય હીન છે, જે ઉત્કૃષ્ટ તીર્થંકરપદધારકને હોય
નહિ. વળી તેઓ તીર્થંકરને નગ્નલિંગ જ કહે છે, પણ સ્ત્રીને નગ્નપણું સંભવે નહિ. ઇત્યાદિક
વિચાર કરતાં અસંભવિત ભાસે છે.
હરિક્ષેત્રના ભોગભૂમિઆને નરકમાં ગયો કહે છે, પણ બંધવર્ણનમાં તો ભોગભૂમિઆને
દેવગતિદેવાયુનો જ બંધ કહે છે, તો તે નરકમાં કેવી રીતે ગયો? સિદ્ધાંતમાં તો અનંતકાળમાં
જે વાત હોય, તે પણ કહે છે. જેમ ત્રીજા નરક સુધી તીર્થંકરપ્રકૃતિનું સત્ત્વ કહ્યું, તથા
ભોગભૂમિયાને નરકાયુ
ગતિનો બંધ ન કહ્યો. હવે કેવલજ્ઞાની તો ભૂલે નહિ. માટે એ મિથ્યા
છે.
એ પ્રમાણે સર્વ અચ્છેરાં અસંભવિત જાણવા.
વળી તેઓ કહે કે‘‘એને છેડવાં નહિ.’’ પણ જૂઠ કહેવાવાળો એમ જ કહે. અહીં
જો કહેશો કે‘‘દિગંબરમાં જેમ તીર્થંકરને પુત્રી અને ચક્રવર્તીનું માનભંગ, ઇત્યાદિ કાર્ય
કાળદોષથી થયાં કહે છે, તેમ આ પણ થયાં’’ પણ એ કાર્યો તો પ્રમાણવિરુદ્ધ નથી અન્યને
થતાં હતાં. તે મહાનપુરુષોને થયાં, તેથી કાળદોષ થયો કહે છે. પણ ગર્ભહરણાદિ કાર્ય, કે
જે પ્રત્યક્ષ
અનુમાનાદિકથી વિરુદ્ધ છે, તે તેમને હોવા કેમ સંભવે?

Page 139 of 370
PDF/HTML Page 167 of 398
single page version

વળી અન્ય પણ ઘણાં કથનો પ્રમાણવિરુદ્ધ કહે છે. જેમ કહે છે કેસર્વાર્થસિદ્ધિનો દેવ
મનથી જ પ્રશ્ન કરે છે, અને કેવલીભગવાન મનથી જ ઉત્તર આપે છે. હવે સામાન્ય જીવના
જ મનની વાત મનઃપર્યય જ્ઞાની વિના જાણી શકે નહિ, તો કેવળીના મનની વાત સર્વાર્થસિદ્ધિનો
દેવ કેવી રીતે જાણે? વળી કેવલીને ભાવમનનો તો અભાવ છે, તથા દ્રવ્યમન જડ છે
આકારમાત્ર છે, તો ઉત્તર કોણે આપ્યો? માટે એ મિથ્યા છે.
એ પ્રમાણે અનેક પ્રમાણવિરુદ્ધ કથન કર્યાં છે, માટે તેમનાં આગમ કલ્પિત જાણવાં.
શ્વેતાંબરમત કથિત દેવગુરુધાર્મનું અન્યથા સ્વરુપ
શ્વેતાંબરમતવાળા દેવગુરુધર્મનું સ્વરૂપ પણ અન્યથા નિરૂપણ કરે છે.
દેવનું અન્યથા સ્વરુપ
કેવળીને ક્ષુધાદિક દોષ કહે છે, એ દેવનું અન્યથા સ્વરૂપ છે. કારણ કેક્ષુધાદિક દોષ
હોતાં આકુલતા હોય ત્યારે અનંત સુખ કેવી રીતે બને? અહીં જો કહેશો કે‘‘શરીરને ક્ષુધા
લાગે છે, પણ આત્મા તદ્રૂપ થતો નથી’’ તો ક્ષુધાદિકનો ઉપાય, આહારાદિક ગ્રહણ કર્યો શા
માટે કહો છો? ક્ષુધાદિવડે પીડિત થાય, ત્યારે જ આહાર ગ્રહણ કરે. જો કહેશો કે
‘‘જેમ
કર્મોદયથી વિહાર થાય છે, તે જ પ્રમાણે આહાર ગ્રહણ થાય છે.’’ પણ વિહાર તો
વિહાયોગતિપ્રકૃતિના ઉદયથી થાય છે, તથા એ પીડાનો ઉપાય નથી, ઇચ્છા વિના પણ કોઈ
જીવને થતો જોઈએ છીએ; પરંતુ આહાર છે, તે પ્રકૃતિના ઉદયથી નથી, ક્ષુધા વડે પીડિત થતાં
જ ગ્રહણ કરે છે. વળી આત્મા પવનાદિકને પ્રેરે ત્યારે જ તેનું ગળી જવું થાય છે, માટે
વિહારવત્ આહાર નથી.
જો કહેશો ક‘‘શાતાવેદનીયના ઉદયથી આહાર ગ્રહણ થાય છે,’’ તો એ પણ બનતું
નથી. કારણ કેજે જીવ ક્ષુધાવડે પીડિત હોય, અને પાછળથી આહારાદિ ગ્રહણથી સુખ માને,
તેને આહારાદિક શાતાના ઉદયથી થયાં કહેવાય. શાતાવેદનીયના ઉદયથી આહારાદિકનું ગ્રહણ
સ્વયં થાય, એમ તો નથી. જો એમ હોય તો શાતાવેદનીયનો મુખ્ય ઉદય દેવોને છે, તો તેઓ
નિરંતર આહાર કેમ કરતા નથી? વળી મહામુનિ ઉપવાસાદિક કરે છે તેમને શાતાનો ઉદય
પણ હોય છે, ત્યારે નિરંતર ભોજન કરવાવાળાને અશાતાનો ઉદય પણ સંભવે છે.
માટે જેમ ઇચ્છાવિના પણ વિહાયોગતિના ઉદયથી વિહાર સંભવે છે, તેમ ઇચ્છા
વિના કેવળ શાતાવેદનીયના જ ઉદયથી આહાર ગ્રહણ સંભવતું નથી. ત્યારે તે કહે છે કે
‘‘સિદ્ધાંતમાં કેવળીને ક્ષુધાદિક અગિયાર પરિષહ કહ્યા છે, તેથી તેને ક્ષુધાનો સદ્ભાવ સંભવે
છે. વળી આહારાદિક વિના તેની (ક્ષુધાની) ઉપશાંતતા કેવી રીતે થાય? માટે તેને આહારાદિક
માનીએ છીએ.’’

Page 140 of 370
PDF/HTML Page 168 of 398
single page version

તેનું સમાધાનકર્મપ્રકૃતિનો ઉદય મંદતીવ્ર ભેદસહિત હોય છે. ત્યાં અતિ મંદ ઉદય
થતાં તેના ઉદયજનિત કાર્યની વ્યક્તતા ભાસતી નથી, તેથી મુખ્યપણે તેનો અભાવ કહીએ છીએ,
પણ તારતમ્યપણે તેનો સદ્ભાવ કહીએ છીએ. જેમ
નવમા ગુણસ્થાનમાં વેદાદિકનો ઉદય મંદ
છે, ત્યાં મૈથુનાદિ ક્રિયા વ્યક્ત નથી, તેથી ત્યાં બ્રહ્મચર્ય જ કહ્યું, પણ તારતમ્યમાં ત્યાં મૈથુનાદિકનો
સદ્ભાવ કહીએ છીએ. તેમ કેવળીને અશાતાનો ઉદય અતિમંદ છે, કારણ કે
એક એક કાંડકમાં
અનંતમા ભાગઅનુભાગ રહે છે, એવા ઘણા અનુભાગકાંડકોવડે વા ગુણસંક્રમણાદિકવડે સત્તામાં
અશાતાવેદનીયનો અનુભાગ અત્યંત મંદ થયો છે, પણ તેના ઉદયમાં એવી ક્ષુધા વ્યક્ત થતી નથી
કે જે શરીરને ક્ષીણ કરે, તથા મોહના અભાવથી ક્ષુધાજનિત દુઃખ પણ નથી, તેથી કેવળીને
ક્ષુધાદિકનો અભાવ કહીએ છીએ, તથા તારતમ્યમાં તેનો સદ્ભાવ કહીએ છીએ.
વળી તેં કહ્યું કે‘‘આહારાદિક વિના ક્ષુધાની ઉપશાંતતા કેવી રીતે થાય?’’ પણ
આહારાદિક ઉપશાંતતા હોવાયોગ્ય ક્ષુધા લાગે તો મંદ ઉદય ક્યાં રહ્યો? દેવભોગભૂમિયા
આદિને કિંચિત્ મંદ ઉદય થતાં, ઘણાકાળ પછી કિંચિત્ આહારગ્રહણ હોય છે. તો કેવળીને
અતિ મંદ ઉદય થયો છે, તેથી તેમને આહારનો અભાવ સંભવે છે.
ત્યારે તે કહે છે કે‘‘દેવ ભોગભૂમિયાનું તો શરીર જ એવું છે કે જેને તો ઘણાકાળ
પછી થોડી ભૂખ લાગે, પણ કેવળીનું શરીર તો કર્મભૂમિનુંઔદારિક છે, તેથી તેનું શરીર
આહારવિના ઉત્કૃષ્ટપણે દેશેન્યૂનક્રોડપૂર્વ સુધી કેવી રીતે રહે?’’
તેનું સમાધાનદેવાદિકનું શરીર પણ એવું છે, જે કર્મના જ નિમિત્તથી છે, અહીં
કેવળજ્ઞાન થતાં એવા જ કર્મનો ઉદય થયો, જેથી શરીર એવું થયું કે જેને ભૂખ પ્રગટ થતી
જ નથી. જેમ કેવળજ્ઞાન થયા પહેલાં કેશ નખ વધતા હતા તે હવે વધતા નથી, છાયા થતી
હતી તે હવે થતી નથી, અને શરીરમાં નિગોદ હતા તેનો અભાવ થયો, ઘણા પ્રકારથી જેમ
શરીરની અવસ્થા અન્યથા થઈ, તેમ આહાર વિના પણ શરીર જેવું ને તેવું રહે, એવી પણ
અવસ્થા થઈ. પ્રત્યક્ષ જુઓ! અન્યને ઘડપણ વ્યાપતાં શરીર શિથિલ થઈ જાય છે. ત્યારે
કેવળીને આયુના અંત સુધી પણ શરીર શિથિલ થતું નથી, તેથી અન્ય મનુષ્યોનું શરીર અને
કેવળીના શરીરની સમાનતા સંભવતી નથી.
પ્રશ્નઃ‘‘દેવાદિકને આહાર જ એવો છે કે જેથી ઘણાકાળની ભૂખ મટી
જાય, પણ કેવળીને ભૂખ શાનાથી મટી, તથા શરીર કેવી રીતે પુષ્ટ રહ્યું?’’
ઉત્તરઃઅશાતાનો ઉદય મંદ થવાથી ભૂખ મટી, તથા સમય સમય પરમ-
ઔદારિકશરીર વર્ગણાનું ગ્રહણ થાય છે, એટલે હવે તો નોકર્મઆહાર છે, તેથી એવી
નોકર્મવર્ગણાનું ગ્રહણ થાય છે કે જેથી ક્ષુધાદિક વ્યાપે જ નહિ, વા શરીર શિથિલ થાય નહિ.
અને સિદ્ધાંતમાં એ જ અપેક્ષાએ કેવળીને આહાર કહ્યો છે.

Page 141 of 370
PDF/HTML Page 169 of 398
single page version

વળી અન્નાદિકનો આહાર કાંઈ શરીરપુષ્ટતાનું મુખ્ય કારણ નથી. પ્રત્યક્ષ જુઓ! કોઈ
થોડો આહાર કરે છે, છતાં શરીર ઘણું પુષ્ટ હોય છે, કોઈ ઘણો આહાર કરે છે, છતાં શરીર
ક્ષીણ રહે છે, પવનાદિક સાધવાવાળા ઘણા કાળ સુધી આહાર લેતા નથી, છતાં તેમનું શરીર
પુષ્ટ રહ્યા કરે છે, તથા ૠદ્ધિધારી મુનિ ઘણા ઉપવાસાદિ કરે છે, છતાં તેમનું શરીર પુષ્ટ
બન્યું રહે છે, તો કેવળીને તો સર્વોત્કૃષ્ટપણું છે, એટલે તેમને અન્નાદિક વિના પણ શરીર
પુષ્ટ બન્યું રહે, તો એમાં શું આશ્ચર્ય થયું? વળી કેવળી કેવી રીતે આહાર માટે જાય, કેવી
રીતે યાચે?
તેઓ આહાર અર્થે જાય, ત્યારે સમવસરણ ખાલી કેમ રહે? અથવા કોઈ અન્યનું લાવી
આપવું ઠરાવશો, તો કોણ લાવી આપે? તેમના મનની વાત કોણ જાણે? પૂર્વે ઉપવાસાદિકની
પ્રતિજ્ઞા કરી હતી, તેનો નિર્વાહ કેવી રીતે થાય? જીવ અંતરાય સર્વત્ર પ્રતિભાસે ત્યાં કેવી રીતે
આહારગ્રહણ કરે? ઇત્યાદિ વિરુદ્ધતા ભાસે છે. ત્યારે તે કહે છે કે
‘‘આહાર ગ્રહે છે, પરંતુ
કોઈને દેખાતો નથી.’’ હવે આહારગ્રહણને નિંદ્ય જાણ્યું ત્યારે તો ‘તેને ન દેખવું’ અતિશયમાં
લખ્યું, પણ તેનું નિંદ્યપણું તો રહ્યું, બીજા નથી દેખતા તેથી શું થયું? એ પ્રમાણે અનેક પ્રકારથી
વિરુદ્ધતા ઉપજે છે.
વળી તેઓ અન્ય પણ અવિવેકપણાની વાત કહે છે‘‘કેવળીને નિહાર (શૌચ જવું) કહે
છે, રોગાદિ થયા કહે છે, તથા કહે છે કે, કોઈએ તેજોલેશ્યા છોડી જે વડે વર્ધમાન સ્વામીને
પેઠુંગાનો (પેચિસનો) રોગ થયો, જેથી તેમને ઘણીવાર નિહાર થવા લાગ્યો.’’ પણ તીર્થંકર
કેવળીને પણ એવા કર્મનો ઉદય રહ્યો અને અતિશય ન થયો, તો ઇંદ્રાદિવડે પૂજ્યપણું કેમ
શોભે? વળી તેઓ નિહાર કેવી રીતે કરે? ક્યાં કરે? એ પ્રમાણે અનેક વિપરીતરૂપ પ્રરૂપણા
કરે છે. ક્યાં સુધી કહીએ? કોઈ સંભવતી વાત જ નથી. જેમ કોઈ રોગાદિકયુક્તિ છદ્મસ્થને
ક્રિયા હોય તેવી જ ક્રિયા કેવળીને પણ ઠરાવે છે.
વર્ધમાનસ્વામીના ઉપદેશમાં ‘હે ગૌતમ?’ એમ વારંવાર કહેવું ઠરાવે છે, પણ તેમને
તો પોતાના કાળમાં દિવ્યધ્વનિ સહજ થાય છે, અને ત્યાં સર્વને ઉપદેશ થાય છે, એકલા
ગૌતમને જ સંબોધન કેમ બને? કેવળીને નમસ્કારાદિ ક્રિયા ઠરાવે છે, પણ અનુરાગ વિના
વંદના સંભવે નહિ, વળી ગુણાધિકને વંદના સંભવે, પણ તેમનાથી કોઈ ગુણાધિક રહ્યો નથી,
તો એ કેમ બને?
વળી તેઓ ‘હાટમાં સમવસરણ ઊતર્યું’ કહે છે, પણ ઇંદ્રકૃત સમવસરણ હાટમાં કેવી
રીતે રહે? એટલી બધી રચના ત્યાં કેવી રીતે સમાય? પ્રભુ હાટમાં શા માટે રહ્યા? શું હાટ
જેવી રચના કરવા પણ ઇંદ્ર સમર્થ નહોતો, કે જેથી હાટનો આશ્રય લેવો પડ્યો?
વળી કહે છે કે‘‘કેવળી ઉપદેશ દેવા ગયા,’’ પર ઘેર જઈને ઉપદેશ દેવો તો

Page 142 of 370
PDF/HTML Page 170 of 398
single page version

અતિરાગથી હોય છે, મુનિને પણ એમ સંભવે નહિ તો કેવળીને કેવી રીતે બને? એ જ પ્રમાણે
અનેક વિપરીતતા ત્યાં પ્રરૂપે છે. કેવળી શુદ્ધજ્ઞાન
દર્શનમય રાગાદિરહિત થયા છે, તેમને
અઘાતિના ઉદયથી સંભવતી ક્રિયા કોઈ હોય છે, પણ મોહાદિકનો અભાવ થયો છે, તેથી
ઉપયોગ જોડવાથી જે ક્રિયા થઈ શકે, તે ક્રિયા સંભવતી નથી. પાપપ્રકૃતિનો અનુભાગ અત્યંત
મંદ થયો છે, એવો મંદ અનુભાગ અન્ય કોઈને નથી, તેથી અન્ય જીવોને પાપઉદયથી જે ક્રિયા
થતી જોવામાં આવે છે, તે કેવળીને હોય નહિ.
એ પ્રમાણે સામાન્ય મનુષ્ય જેવી ક્રિયાનો સદ્ભાવ કેવળી ભગવાનને પણ કહી તેઓ
દેવના સ્વરૂપને અન્યથા પ્રરૂપે છે.
મુનિને વસ્ત્રાદિક ઉપકરણનો નિષેધા
ગુરુનું અન્યથા સ્વરુપ
વળી ગુરુના સ્વરૂપને પણ અન્યથા પ્રરૂપે છે. મુનિને વસ્ત્રાદિક ચૌદ
ઉપકરણ કહે છે, ત્યાં અમે પૂછીએ છીએ કે મુનિને નિર્ગ્રંથ કહે છે, તથા મુનિપદ લેતાં
નવપ્રકારે સર્વપરિગ્રહના ત્યાગ વડે મહાવ્રત અંગીકાર કરે છે, ત્યાં એ વસ્ત્રાદિક પરિગ્રહ છે
કે નહિ? જો છે, તો ત્યાગ કર્યા પછી તેઓ શામાટે રાખે છે? તથા નથી, તો એ વસ્ત્રાદિક
ગૃહસ્થ રાખે છે, તેને પણ પરિગ્રહ ન કહો, માત્ર સુવર્ણાદિકને જ પરિગ્રહ કહો!
અહીં જો એમ કહેશો કે‘‘જેમ ક્ષુધા અર્થે આહાર ગ્રહણ કરીએ છીએ, તેમ શીત
ઉષ્ણાદિક અર્થે વસ્ત્રાદિક ગ્રહણ કરીએ છીએ,’’ પરંતુ મુનિપદ અંગીકાર કરતાં આહારનો તો
ત્યાગ કર્યો નથી, પણ પરિગ્રહનો તો ત્યાગ કર્યો છે. અન્નાદિકનો સંગ્રહ કરવો એ તો પરિગ્રહ
છે, પરંતુ ભોજન કરવા જાય, એ પરિગ્રહ નથી.
વસ્ત્રાદિકનો સંગ્રહ કરવો વા પહેરવાં,
એ સર્વ પરિગ્રહ જ છે. લોકમાં પણ પ્રસિદ્ધ છે.
જો કહેશો કેે‘‘શરીરની સ્થિતિ અર્થે વસ્ત્રાદિક રાખીએ છીએ પણ મમત્વ નથી, તેથી
તેને પરિગ્રહ કહેતા નથી.’’ પણ શ્રદ્ધાનમાં તો જ્યારથી સમ્યગ્દ્રષ્ટિ થયો, ત્યારથી જ સર્વ
પરદ્રવ્યમાં મમત્વનો અભાવ થયો છે, એટલે એ અપેક્ષાએ તો ચોથું ગુણસ્થાન જ પરિગ્રહરહિત
કહો! તથા જો પ્રવૃત્તિમાં મમત્વ નથી તો ગ્રહણ કેવી રીતે કરે છે? માટે વસ્ત્રાદિક ગ્રહણ
ધારણ જ્યારે છૂટશે, ત્યારે જ નિષ્પરિગ્રહી થશે.
જો કહેશો કે‘‘વસ્ત્રાદિક કોઈ લઈ જાય તો ક્રોધ ન કરે, ક્ષુધાદિક લાગતાં તેને વેચે
૧. પાત્ર૧, બંધ૨, પાત્ર કેસરીકર૩, પાટલીયો૫, રજસ્ત્રાણ૬, ગોચ્છક૭, રજોહરણ૮,
મુખવસ્ત્રિકા૯, બે સુતરાઉ કપડા૧૦૧૧, એક ઊનનું કપડું૧૨. માત્રક (પેશાબનું પાત્ર) -
૧૩, ચોલપટ્ટ૧૪, (બૃ૦ કલ્પસૂત્ર ઉ૦ ભાગ ૩ ગા. ૩૯૬૨ થી ૩૯૬૫ સુધી)

Page 143 of 370
PDF/HTML Page 171 of 398
single page version

નહિ, વા વસ્ત્રાદિક પહેરી પ્રમાદ કરે નહિ, પણ પરિણામોની સ્થિરતાવડે ધર્મ જ સાધે છે
તેથી મમત્વ નથી.’’ હવે બાહ્ય ક્રોધ કરો વા ન કરો પરંતુ જેના ગ્રહણમાં ઇષ્ટબુદ્ધિ હોય તેના
વિયોગમાં અનિષ્ટબુદ્ધિ થઈ જ જાય. જો ઇષ્ટબુદ્ધિ નથી, તો તેના અર્થે યાચના શામાટે કરવામાં
આવે છે? વળી વેચતા નથી, પણ તે તો ધાતુ રાખવાથી પોતાની હીનતા થશે એમ જાણી
વેચતા નથી; પરંતુ જેમ ધનાદિક રાખવામાં આવે છે, તે જ પ્રમાણે વસ્ત્રાદિક રાખવામાં આવે
છે. લોકમાં પરિગ્રહના ઇચ્છુક જીવોને એ બંનેની ઇચ્છા છે, તેથી ચોરાદિકના ભયાદિ કારણમાં
એ બંને સમાન છે. વળી પરિણામોની સ્થિરતાવડે ધર્મ સાધવાથી જ પરિગ્રહપણું ન થાય, તો
કોઈને ઘણી શીત લાગતાં રજાઈ રાખી પરિણામોની સ્થિરતા કરે, અને ધર્મ સાધે, તેને પણ
નિષ્પરિગ્રહી કહો? અને એ પ્રમાણે તો ગૃહસ્થધર્મ
મુનિધર્મમાં વિશેષતા શું રહી? જેને પરિગ્રહ
સહવાની શક્તિ ન હોય, તે પરિગ્રહ રાખી ધર્મ સાથે તેનું નામ ગૃહસ્થધર્મ, તથા જેના પરિણામ
નિર્મળ થયા હોય; પરિગ્રહથી વ્યાકુળ ન થાય તે પરિગ્રહ ન રાખે અને ધર્મ સાધે તેનું નામ
મુનિધર્મ, એટલો એ બંનેમાં ભેદ છે.
અહીં જો કહેશો કે‘‘શીતાદિકના પરિષહ વડે વ્યાકુળ કેમ ન થાય?’’ પણ વ્યાકુળતા
તો મોહ ઉદયના નિમિત્તથી છે. હવે મુનિને છઠ્ઠાઆદિ ગુણસ્થાનોમાં ત્રણ ચોકડીનો* ઉદય
નથી, તથા સંજ્વલનના સર્વઘાતીસ્પર્દ્ધકોનો પણ ઉદય નથી, પણ માત્ર દેશઘાતીસ્પર્દ્ધકોનો ઉદય
છે, પણ તેનું કાંઈ બળ નથી. જેમ વેદકસમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્મોહનીયનો ઉદય છે, પણ તે
સમ્યક્ત્વનો ઘાત કરી શકતો નથી, તેમ દેશઘાતી સંજ્વલનનો ઉદય પરિણામોને વ્યાકુળ કરી
શકતો નથી. મુનિના તથા અન્યના પરિણામોની સમાનતા નથી, કારણ કે
સર્વને સર્વઘાતીનો
ઉદય છે, ત્યારે મુનિને દેશઘાતીનો ઉદય છે, તેથી અન્યના જેવા પરિણામ થાય તેવા તેમના
કદી પણ થાય નહિ. માટે જેમને સર્વઘાતીકષાયોનો ઉદય હોય તે ગૃહસ્થ જ રહે. તથા જેમને
દેશઘાતીનો ઉદય હોય તે મુનિધર્મ અંગીકાર કરે, એટલે તેમને શીતાદિથી પરિણામ વ્યાકુળ
થતા નથી, તેથી તેઓ વસ્ત્રાદિક રાખતા નથી.
કદાપિ કહેશો કે ‘‘જૈનશાસ્ત્રોમાં ચૌદ ઉપકરણ મુનિ રાખે, એમ કહ્યું છે.’’ એ તમારા
જ શાસ્ત્રોમાં કહ્યું છે, દિગંબર જૈનશાસ્ત્રોમાં નહિ, તેમાં તો લંગોટમાત્ર પરિગ્રહ રહેતાં પણ
અગિયારમી પ્રતિમાધારી શ્રાવક જ કહ્યો છે.
હવે અહીં વિચારો કેબંનેમાં કલ્પિત વચન કોનાં છે? પ્રથમ તો કષાયી હોય તે
જ કલ્પિત રચના કરે, અને તે જ નીચાપદમાં ઉચ્ચપણું પ્રગટ કરે. હવે, દિગંબરમાં વસ્ત્રાદિક
રાખતાં ધર્મ હોય જ નહિ
એમ તો કહ્યું નથી, પરંતુ ત્યાં શ્રાવકધર્મ કહ્યો છે; ત્યારે
શ્વેતાંબરમાં મુનિધર્મ કહ્યો. તેથી અહીં જેણે નીચી ક્રિયા હોવા છતાં પણ ઉચ્ચપદ પ્રગટ કર્યું,
* અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી તથા પ્રત્યાખ્યાનાવરણી એ ત્રણ ચોકડી.અનુવાદક.

Page 144 of 370
PDF/HTML Page 172 of 398
single page version

તે જ કષાયી છે. એમ કલ્પિત કહેવાથી વસ્ત્રાદિ રાખવા છતાં પણ પોતાને લોક મુનિ માનવા
લાગે, તેથી એ માનકષાય પોષ્યો. તથા અન્યને સુગમક્રિયામાં ઉચ્ચપદ પ્રાપ્ત થવું બતાવ્યું, તેથી
ઘણા લોક તેમાં જોડાઈ ગયા. જે કલ્પિતમત થયા છે તે એ જ પ્રમાણે થયા છે. માટે કષાયવાન
થઈને વસ્ત્રાદિ હોવા છતાં પણ મુનિપણું કહ્યું છે, તે પૂર્વોક્ત યુક્તિવડે વિરુદ્ધ ભાસે છે, તેથી
એ કલ્પિતવચન છે; એમ જાણવું.
અહીં કહેશો કેદિગંબરમાં પણ શાસ્ત્રપીંછી આદિ મુનિને ઉપકરણ કહે છે, તેમ
અમારે પણ ચૌદ ઉપકરણ કહે છે.
તેનું સમાધાનઃજેનાથી ઉપકાર થાય, તેનું નામ ઉપકરણ છે. હવે અહીં શીતાદિક
વેદના દૂર કરવાથી જો ઉપકરણ ઠરાવીએ તો સર્વ પરિગ્રહસામગ્રી ઉપકરણ નામ પામે, પણ
ધર્મમાં તેનું શું પ્રયોજન છે? એ તો પાપનું કારણ છે. ધર્મમાં તો જે ધર્મને ઉપકારી થાય
તેનું જ નામ ઉપકરણ છે. હવે શાસ્ત્ર તો જ્ઞાનનું, પીંછી દયાનું, તથા કમંડલ શૌચનું કારણ
છે, તેથી એ તો ધર્મના ઉપકારી થયા, પણ વસ્ત્રાદિક કેવી રીતે ધર્મના ઉપકારી થાય? એ
તો કેવળ શરીરના સુખને જ અર્થે ધારીએ છીએ.
હા, મુનિ જો શાસ્ત્ર રાખી મહંતતા બતાવે, પીંછીવડે વાસીદું કાઢે; તથા કમંડલવડે
જલાદિ પીવે વા મેલ ઉતારે તો એ શાસ્ત્રાદિક પરિગ્રહ જ છે. પણ મુનિ એવાં કાર્ય કરે જ
નહિ, માટે ધર્મના સાધનને પરિગ્રહસંજ્ઞા નથી, પણ ભોગના સાધનને પરિગ્રહ સંજ્ઞા હોય છે,
એમ જાણવું.
અહીં જો કહેશો કે ‘‘કમંડલથી તો શરીરનો મળ જ દૂર કરવામાં આવે છે’’ પણ
મળ દૂર કરવાની ઇચ્છાથી મુનિ કમંડલ રાખતા નથી, પરંતુ શાસ્ત્રવાંચનાદિ કાર્ય કરે, ત્યાં
મલલિપ્ત હોય તો તેનો અવિનય થાય અને લોકનિંદ્ય થાય, તેથી એ ધર્મને અર્થે કમંડલ રાખે
છે. એ જ પ્રમાણે પીંછી આદિ ઉપકરણ તો સંભવે છે પરંતુ વસ્ત્રાદિ ઉપકરણસંજ્ઞા સંભવતી
નથી.
કામઅરતિ આદિ મોહના ઉદયથી વિકાર બાહ્ય પ્રગટ થાય, તથા શીતાદિ સહ્યાં જાય
નહિ, તેથી વિકારને ઢાંકવા માટે, વા શીતાદિક મટાડવા માટે, વસ્ત્રાદિક રાખી માનના ઉદયથી
પોતાની મહંતતા ઇચ્છે છે, તેથી કલ્પિતયુક્તિદ્વારા તેને ઉપકરણ ઠરાવવામાં આવે છે.
વળી ઘરઘર યાચના કરી આહાર લાવવો તેઓ ઠરાવે છે. પણ પ્રથમ તો એ પૂછીએ
છીએ કે‘‘યાચના ધર્મનું અંગ કે પાપનું અંગ છે?’’ જો ધર્મનું અંગ છે, તો માગવાવાળા
બધાય ધર્માત્મા થયા. તથા જો પાપનું અંગ છે, તો મુનિને એ કેમ સંભવે?
તું કહીશ કે‘‘લોભ વડે કાંઈ ધનાદિક યાચે તો પાપ થાય, પણ અહીં તો ધર્મસાધન
અર્થે શરીરની સ્થિરતા કરવા ઇચ્છે છે.’’
20

Page 145 of 370
PDF/HTML Page 173 of 398
single page version

તેનું સમાધાનઃઆહારાદિક વડે તો ધર્મ થતો નથી, પણ શરીરના સુખને અર્થે
અતિલોભ થતાં યાચના કરવામાં આવે છે. જો અતિલોભ ન હોય તો પોતે શામાટે માગે?
તે આપે, તો આપે, ન આપે તો ન આપે, અતિલોભ થયો ત્યાં જ પાપ થયું, અને મુનિધર્મ
નષ્ટ થયો, તો બીજો ધર્મ શો સાધશે?
ત્યારે તે કહે છે કે‘‘મનમાં તો આહારની ઇચ્છા હોય, અને યાચે નહિ તો તે
માયાકષાય થયો; તથા યાચનામાં હીનતા થાય છે, તેથી ગર્વ વડે યાચે નહિ, તો તે માનકષાય
થયો; તેથી આહાર લેવો હતો તે માગી લીધો, એમાં વળી અતિલોભ શો થયો, તથા એમાં
મુનિધર્મ કેવી રીતે નષ્ટ થયો? તે કહો.’’ તેને કહીએ છીએ કે
જેમ કોઈ વ્યાપારીને કમાવાની ઇચ્છા મંદ છે, તે દુકાન ઉપર તો બેસે છે, મનમાં
વેપાર કરવાની ઇચ્છા પણ છે, પરંતુ તે વસ્તુ લેવાદેવા રૂપ વ્યાપાર માટે કોઈને પ્રાર્થના કરતો
નથી, સ્વયં કોઈ આવે અને પોતાની વિધિ મળી જાય, તો વ્યાપાર કરે, તો ત્યાં તેને લોભની
મંદતા છે પણ માયા
માન નથી. માયામાન કષાય તો ત્યારે થાય જ્યારે છળ કરવા અર્થે
વા પોતાની મહંતતા અર્થે એવો સ્વાંગ તે કરે. પણ સારા વ્યાપારીને એવું પ્રયોજન હોતું નથી,
તેથી તેને માયા
માન કહેતા નથી; તેમ મુનિને આહારાદિકની ઇચ્છા મંદ છે. હવે તેઓ આહાર
લેવા આવે તથા મનમાં આહાર લેવાની ઇચ્છા પણ છે, પરંતુ આહારના અર્થે પ્રાર્થના કરતા
નથી. સ્વયં કોઈ આપે અને પોતાની વિધિ મળે તો આહાર લે; ત્યાં તેમને લોભની મંદતા
છે પણ માયા વા માન નથી. માયા
માન તો ત્યારે હોય, કે જ્યારે છળ કરવા માટે વા મહંતતા
માટે એવો સ્વાંગ કરે; પણ મુનિને એવાં પ્રયોજન તો નથી, તેથી તેમને માયામાન નથી.
જો એમ જ માયામાન થઈ જાય, તો જે મન વડે જ પાપ કરે પણ વચનકાયથી ન કરે,
તે સર્વને માયા ઠરે તથા કોઈ ઉચ્ચપદના ધારક નીચવૃત્તિ અંગીકાર કરતા નથી, તે બધાને
માન ઠરે એવો અનર્થ થાય.
તેં કહ્યું કે‘‘આહાર માગવામાં અતિ લોભ શો થયો?’’ પણ અતિ કષાય હોય, ત્યારે
જ લોકનિંદ્ય કાર્ય અંગીકાર કરીને પણ, પોતાનો મનોરથ પૂર્ણ કરવા ઇચ્છે, હવે માગવું એ
લોકનિંદ્ય છે, તેને અંગીકાર કરીને પણ આહારની વાંછા પૂર્ણ કરવાની ઇચ્છા થઈ, તેથી ત્યાં
અતિલોભ થયો.
વળી તમે કહ્યું કે‘‘એમાં મુનિધર્મ કેવી રીતે નષ્ટ થયો?’’ પણ મુનિધર્મમાં એવો
તીવ્રકષાય સંભવે નહિ, વળી કોઈને આહાર આપવાનો પરિણામ નહોતો, આણે તેના ઘરમાં
જઈ યાચના કરી, ત્યાં તેને સંકોચ થયો, વા ન આપવાથી લોકનિંદ્ય થવાનો ભય થયો, તેથી
તેણે આને આહાર આપ્યો, પણ તેના અંતરંગ પ્રાણ પીડવાથી
હિંસાનો જ સદ્ભાવ આવ્યો.
જો પોતે તેના ઘરમાં ન ગયો હોત, અને તેને જ દેવાનો ઉપાય હોત, તો તે આપત, અને

Page 146 of 370
PDF/HTML Page 174 of 398
single page version

તેથી તેને હર્ષ જ થાત. પણ તેના મકાનમાં જઈ ભોજન માંગવું, એ તો તેને દબાણ કરી
કાર્ય કરાવવા જેવું થયું. વળી પોતાના કાર્ય માટે યાચનારૂપ વચન છે તે તો પાપરૂપ છે, તેથી
ત્યાં
અસત્ય વચન પણ થયું. તેને આપવાની ઇચ્છા નહોતી, છતાં આણે યાચના કરી, ત્યારે
તેણે પોતાની ઇચ્છાથી તો આપ્યો નહિ પણ સંકોચ કરી આપ્યો, તેથી એ અદત્તગ્રહણ પણ
થયું. ગૃહસ્થના ઘરમાં સ્ત્રી જેમતેમ બેઠી હતી અને આ ચાલ્યો ગયો, તેથી ત્યાં બ્રહ્મચર્યની
વાડનો ભંગ થયો. આહાર લાવી કેટલોક વખત રાખ્યો, આહારાદિક રાખવા પાત્રાદિક રાખ્યાં,
એટલે તે પરિગ્રહ પણ થયો. એ પ્રમાણે પાંચ મહાવ્રતનો ભંગ થવાથી ત્યાં મુનિધર્મ નષ્ટ
થાય છે, તેથી યાચનાપૂર્વક આહાર લેવો મુનિને યુક્ત નથી.
ત્યારે તે કહે છે કે‘‘મુનિને બાવીસ પરિષહોમાં યાચના પરિષહ કહ્યો છે; હવે
માગ્યા વિના એ પરિષહનું સહેવું કેવી રીતે થાય?’’
તેનું સમાધાનઃયાચના કરવાનું નામ યાચનાપરિષહ નથી, પણ યાચના ન કરવી તેનું
નામ યાચનાપરિષહ છે, જેમ અરતિ કરવાનું નામ અરતિપરિષહ નથી, પણ અરતિ ન કરવાનું
નામ અરતિપરિષહ છે. તેમ અહીં જાણવું. જો યાચના કરવી એ પરિષહ ઠરે, તો રંક આદિ
ઘણી યાચના કરે છે, તો તેમને ઘણો ધર્મ હોય. જો કહેશો કે
‘‘માન ઘટાડવાથી તેને પરિષહ
કહીએ છીએ.’’ પણ કોઈ કષાયી કાર્યના અર્થે કોઈ કષાય છોડે, તોપણ તે પાપી જ છે. જેમ
કોઈ લોભ અર્થે પોતાના અપમાનને પણ ન ગણે, તો તેને લોભની અતિ તીવ્રતા જ છે, તેથી
એ અપમાન કરાવવાથી પણ મહાપાપ થાય છે. તથા પોતાને કાંઈ પણ ઇચ્છા નથી, અને કોઈ
સ્વયં અપમાન કરે, તો તે (સહન કરનારને) મહાધર્મ થાય છે. હવે અહીં તો ભોજનના લોભથી
યાચના કરી અપમાન કરાવ્યું તેથી તે પાપ જ છે, ધર્મ નથી. વળી વસ્ત્રાદિક માટે પણ યાચના
કરે છે, પણ વસ્ત્રાદિક કાંઈ ધર્મનું અંગ નથી, તે તો શરીરસુખનું કારણ છે, તેથી તેનો પણ પૂર્વોક્ત
રીતે નિષેધ જાણવો. પોતાના ધર્મસ્વરૂપ ઉચ્ચપદને યાચના કરી નીચો કરે છે, એમાં તો ધર્મની
હીનતા થાય છે, ઇત્યાદિ અનેક પ્રકારથી મુનિધર્મમાં યાચનાદિ સંભવતાં નથી, છતાં એવી
અસંભવતી ક્રિયાના ધારકને તેઓ સાધુ
ગુરુ કહે છે, તેથી તેઓ ગુરુનું સ્વરૂપ અન્યથા કહે
છે. તથા ધર્મનું સ્વરૂપ પણ અન્યથા કહે છે તેથી એ વચન કલ્પિત છે.
ધાર્મનું અન્યથા સ્વરુપ
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની એકતા એ મોક્ષમાર્ગ છે, અને એ જ ધર્મ છે. હવે તેનું
સ્વરૂપ પણ તેઓ અન્યથા પ્રરૂપે છે, એ જ અહીં કહીએ છીએઃ
તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન છે, તેની તો પ્રધાનતા નથી, પણ પોતે જેવા અર્હંતદેવસાધુ
ગુરુદયાધર્મને નિરૂપણ કરે છે, તેના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહે છે. હવે પ્રથમ તો

Page 147 of 370
PDF/HTML Page 175 of 398
single page version

અરહંતાદિકનું સ્વરૂપ જ અન્યથા કહે છે. વળી તત્ત્વશ્રદ્ધાન થયા વિના માત્ર એટલા જ
શ્રદ્ધાનથી સમ્યક્ત્વ કેવી રીતે હોય? માટે તે મિથ્યા કહે છે.
વળી તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહે છે. પણ પ્રયોજનસહિત તત્ત્વોનું શ્રદ્ધાન કહેતા
નથી. ગુણસ્થાનમાર્ગણાદિરૂપ જીવનું, અણુસ્કંધાદિરૂપ અજીવનું, પુણ્યપાપના સ્થાનોનું,
અવિરતિ આદિ આસ્રવોનું, વ્રતાદિરૂપ સંવરનું, તપશ્ચરણાદિરૂપ નિર્જરાનું, તથા સિદ્ધ થવાના
લિંગાદિભેદોવડે મોક્ષનું સ્વરૂપ જેવું તેમના શાસ્ત્રોમાં લખ્યું છે, તે પ્રમાણે શીખી લઈએ, અને
કેવલીનું વચન પ્રમાણ છે. એવા જ તત્ત્વાર્થશ્રદ્ધાનવડે સમ્યક્ત્વ થયું માને છે.
અમે પૂછીએ છીએ કેગ્રૈવેયક જવાવાળા દ્રવ્યલિંગી મુનિને એવું શ્રદ્ધાન હોય
છે કે નહિ? જો હોય છે, તો તેને મિથ્યાદ્રષ્ટિ શા માટે કહો છો? તથા નથી, તો તેણે તો
જૈનલિંગ ધર્મબુદ્ધિપૂર્વક ધાર્યું છે, તો તેને દેવાદિકની પ્રતીતિ કેમ ન થઈ? તેને ઘણો શાસ્ત્રાભ્યાસ
છે, છતાં તેણે જીવાદિકના ભેદ કેમ ન જાણ્યા? તથા અન્યમતનો લવલેશ પણ અભિપ્રાયમાં
નથી, છતાં તેને અરહંતવચનની પ્રતીતિ કેમ ન થઈ? તેને એવું શ્રદ્ધાન તો છે, પરંતુ સમ્યક્ત્વ
ન થયું. વળી નારકી, ભોગભૂમિયા અને તિર્યંચાદિને એવું શ્રદ્ધાન થવાનું નિમિત્ત નથી, છતાં
તેમને ઘણાકાળ સુધી સમ્યક્ત્વ રહે છે, તેથી તેમને એવું શ્રદ્ધાન નથી હોતું, તોપણ સમ્યક્ત્વ
હોય છે.
તેથી સમ્યક્શ્રદ્ધાનનું સ્વરૂપ એવું નથી. સાચું સ્વરૂપ આગળ વર્ણન કરીશું
ત્યાંથી જાણવું.
વળી શાસ્ત્રોનો અભ્યાસ કરવો, તેને તેઓ સમ્યગ્જ્ઞાન કહે છે. હવે દ્રવ્યલિંગી મુનિને
શાસ્ત્રાભ્યાસ હોવા છતાં પણ મિથ્યાજ્ઞાન કહ્યું, તથા અસંયતસમ્યગ્દ્રષ્ટિના વિષયાદિક જાણવાને
પણ સમ્યગ્જ્ઞાન કહ્યું,
તેથી એવું સ્વરૂપ નથી. સાચું સ્વરૂપ આગળ કહીશું તે જાણવું.
વળી તેમનાં નિરૂપણ કરેલાં અણુવ્રતમહાવ્રતાદિરૂપ શ્રાવકયતિનો ધર્મ ધારવાવડે
સમ્યક્ચારિત્ર થયું માને છે. પણ પ્રથમ તો વ્રતાદિકનું સ્વરૂપ જ અન્યથા કહે છે, એ કંઈક
પૂર્વે ગુરુવર્ણનમાં કહ્યું છે, તથા દ્રવ્યલિંગીને મહાવ્રત હોવા છતાં પણ સમ્યક્ચારિત્ર હોતું નથી.
વળી તેમના મતાનુસાર ગૃહસ્થાદિકને મહાવ્રતાદિ અંગીકાર કર્યા વિના પણ સમ્યક્ચારિત્ર થાય
છે,
પણ એવું સ્વરૂપ નથી. સાચું સ્વરૂપ અન્ય છે, જે આગળ કહીશું.
અહીં તે કહે છે કે‘‘દ્રવ્યલિંગીના અંતરંગમાં પૂર્વોક્ત શ્રદ્ધાનાદિક નથી, માત્ર બાહ્ય
જ થયાં છે, તેથી તેમને સમ્યક્ત્વાદિક ન થયાં.’’
તેનો ઉત્તરઃજો અંતરંગ નથી અને બાહ્ય ધારે છે, તો તે કપટથી ધારે છે. હવે
તેને જો કપટ હોય તો ગ્રૈવેયક કેવી રીતે જાય? તે તો નરકાદિમાં જાય. બંધ તો અંતરંગ
પરિણામોથી થાય છે, તેથી અંતરંગ જૈનધર્મરૂપ પરિણામ થયા વિના ગ્રૈવેયક જવું સંભવે નહિ.
વળી તેઓ વ્રતાદિરૂપ શુભોપયોગથી જ દેવગતિનો બંધ માને છે, તથા તેને

Page 148 of 370
PDF/HTML Page 176 of 398
single page version

જ પાછો મોક્ષમાર્ગ માને છે. એ તો બંધમાર્ગ અને મોક્ષમાર્ગને એક કર્યો, પણ
એ મિથ્યા છે.
વ્યવહારધર્મમાં પણ અનેક વિપરીત નિરૂપણ કરે છે. *નિંદકને મારવામાં પાપ નથી.’
એમ કહે છે. હવે તીર્થંકરાદિના અસ્તિત્વમાં પણ અન્યમતી નિંદકો થયા, તેમને ઇંદ્રાદિકે માર્યા
નહિ, જો પાપ ન થતું હોય તો તેમને ઇંદ્રાદિકે કેમ ન માર્યા? વળી પ્રતિમાને આભરણાદિ
બનાવે છે, પણ પ્રતિબિંબ તો વીતરાગભાવ વધારવા માટે સ્થાપન કર્યું હતું? ત્યાં આભરણાદિ
બનાવ્યાં, એટલે એ પણ અન્યમતની મૂર્તિવત્ થઈ, ઇત્યાદિક અનેક અન્યથા નિરૂપણ તેઓ
કરે છે. અહીં ક્યાં સુધી કહીએ?
એ પ્રમાણે શ્વેતાંબર મત કલ્પિત જાણવો. કારણ કેત્યાં સમ્યગ્દર્શનાદિકનું અન્યથા
નિરૂપણ હોવાથી મિથ્યાદર્શનાદિક જ પુષ્ટ થાય છે, માટે તેનું શ્રદ્ધાનાદિક ન કરવું.
ઢૂંઢકમતનિરાકરણ
એ શ્વેતાંબરમાં ઢૂંઢિયા પ્રગટ થયા. તેઓ પોતાને સાચા ધર્માત્મા માને છે, પણ તે ભ્રમ
છે. શા માટે? એ અહીં કહીએ છીએ.
કોઈ તો વેષ ધારણ કરી સાધુ કહેવડાવે છે, પણ તેમના ગ્રંથાનુસાર પણ વ્રત-સમિતિ
ગુપ્તિ આદિનું સાધન ભાસતું નથી. મનવચનકાય અને કૃતકારિતઅનુમોદનાવડે સર્વ-
સાવદ્યયોગ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી, પાછળથી પાળતા નથી, બાળકને, ભોળાને વા કોઈ
શૂદ્રાદિકને પણ દીક્ષા આપે છે. એ પ્રમાણે ત્યાગ કરે, તથા ત્યાગ કરતી વેળા કાંઈ વિચાર
પણ ન કરે કે
હું શાનો ત્યાગ કરું છું? પાછળથી પાળે પણ નહિ, છતાં તેને બધા સાધુ
માને છે.
વળી તે કહે છે કે‘‘પાછળથી ધર્મબુદ્ધિ થઈ જાય, ત્યારે તો તેનું ભલું થાય ને?’’
પણ પ્રથમથી જ દીક્ષા આપવાવાળાએ પ્રતિજ્ઞાભંગ થતી જાણીને પણ પ્રતિજ્ઞાભંગ કરાવી, તથા
આણે પ્રતિજ્ઞા અંગીકાર કરી ભંગ કરી, એ પાપ કોને લાગ્યું? પાછળથી તે ધર્માત્મા થવાનો
નિશ્ચય શો? વળી જે સાધુનો ધર્મ અંગીકાર કરી, યથાર્થ ન પાળે, તેને સાધુ માનવો કે ન
માનવો? જો માનવો, તો જે સાધુ
મુનિ નામ ધરાવે છે, પણ ભ્રષ્ટ છે, તે સર્વને સાધુ માનો!
તથા ન માનવો, તો તેને સાધુપણું ન રહ્યું! તમે જેવા આચરણથી સાધુ માનો છો, તેનું પાલન
પણ કોઈ વિરલાને જ હોય છે, તો પછી સર્વને સાધુ શામાટે માનો છો?
* શ્વેતાંબરમાન્ય મહાનિશીથ શાસ્ત્રમાં લખ્યું છે કે‘देवगुरु धम्मकज्जे, चूरिज्जई चक्कवटी सेणंजो
णवि कुणदि साहू तओ अनंत संसारी होई ।।।। संघस्स कारणेणं चूरिज्जई चक्कवटी सेण्णंपि, जओ णं चूरिज्जई
तं अणंत संसारी होई ।।।। ભગવતી સૂત્રમાં સુમંગળાચાર્યનું દ્રષ્ટાન્ત પણ છે. (નરહત્યા, પશુહત્યા કરી
પાપ ન લાગ્યું.)

Page 149 of 370
PDF/HTML Page 177 of 398
single page version

અહીં કોઈ કહે કે‘‘અમે તો જેનામાં યથાર્થ આચરણ દેખીશું, તેને જ સાધુ માનીશું,
અન્યને નહિ’’ તેને અમે પૂછીએ છીએ કે‘‘એક સંઘમાં ઘણા વેષધારી છે, ત્યાં જેને યથાર્થ
આચરણ માનો છો, તે બીજાઓને સાધુ માને છે કે નહિ? જો માને છે, તો તે તમારાથી
પણ અશ્રદ્ધાની થયો, તો પછી તેને પૂજ્ય કેવી રીતે માનો છો! તથા નથી માનતો, તો તેની
સાથે સાધુનો વ્યવહાર શામાટે રાખો છો? વળી પોતે તો તેને સાધુ ન માને, પણ પોતાના
સંઘમાં રાખી બીજાઓની પાસે સાધુ મનાવી અન્યને અશ્રદ્ધાની કરે, એવું કપટ શામાટે કરે?
વળી તમે જેને સાધુ માનતા નથી, તો અન્ય જીવોને પણ એવો જ ઉપદેશ આપશો કે
‘‘આને
સાધુ ન માનો.’’ તો એ પ્રમાણે તો ધર્મપદ્ધતિમાં વિરુદ્ધતા થાય! તથા જેને તમે સાધુ માનો
છો, તેનાથી પણ તમારો વિરોધ થયો; કારણ કે
તે આને સાધુ માને છે. વળી તમે જેનામાં
યથાર્થ આચરણ માનો છો, ત્યાં વિચારવડે જુઓ, તો તે પણ યથાર્થ મુનિધર્મ પાળતો નથી.
અહીં કોઈ કહે‘‘અન્ય વેષધારી કરતાં તો આ ઘણા સારા છે, તેથી અમે તેમને સાધુ
માનીએ છીએ.’’ પણ અન્યમતિઓમાં તો નાના પ્રકારના વેષ સંભવે, કારણ કે ત્યાં રાગભાવનો
નિષેધ નથી, પણ આ જૈનમતમાં તો જેમ કહ્યું છે તેમ જ થતાં, સાધુસંજ્ઞા હોય.
અહીં કોઈ કહે કે‘‘શીલસંયમાદિ પાળે છે, તપશ્ચરણાદિ કરે છે, તેથી જેટલું
કરે તેટલું તો ભલું છે?’’
તેનું સમાધાનઃએ સત્ય છે. ધર્મ થોડો પણ પાળવો ભલો છે, પરંતુ પ્રતિજ્ઞા તો
મહાનધર્મની કરવામાં આવે અને પાળીએ થોડો તો ત્યાં પ્રતિજ્ઞાભંગથી મહાપાપ થાય છે. જેમ
કોઈ ઉપવાસની પ્રતિજ્ઞા કરી એકવાર ભોજન કરે, તો તેને ઘણી વખત ભોજનનો સંયમ હોવા
છતાં પણ, પ્રતિજ્ઞાભંગથી પાપી કહીએ છીએ. તેમ મુનિધર્મની પ્રતિજ્ઞા કરી કોઈ કિંચિત્ ધર્મ
ન પાળે તો તેને શીલ
સંયમાદિ હોવા છતાં પણ પાપી જ કહેવાય તથા જેમ કોઈ એકાસણાની
પ્રતિજ્ઞા કરી એકવાર ભોજન કરે, તો તે ધર્માત્મા જ છે; તેમ પોતાનું શ્રાવકપદ ધારણ કરી,
થોડું પણ ધર્મસાધન કરે, તો તે ધર્માત્મા જ છે. પણ અહીં તો ઉચ્ચનામ ધરાવી, નીચી ક્રિયા
કરવાથી પાપીપણું સંભવે છે. જો યથાયોગ્ય નામ ધરાવી ધર્મક્રિયા કરતો હોત તો પાપીપણું
થાત નહિ. જેટલો ધર્મ સાધે તેટલો જ ભલો છે.
અહીં કોઈ કહે કે‘‘પંચમકાળના અંત સુધી ચતુર્વિધસંઘનો સદ્ભાવ કહ્યો
છે. તેથી આમને સાધુ ન માનીએ તો કોને માનીએ?’’
તેનો ઉત્તરઃજેમ આ કાળમાં હંસનો સદ્ભાવ કહ્યો છે, તથા ગમ્યક્ષેત્રમાં હંસ
દેખાતા નથી, તેથી કાંઈ બીજાઓને તો હંસ માન્યા જતા નથી, હંસ જેવું લક્ષણ મળતાં જ
હંસ માન્યા જાય તેમ આ કાળમાં સાધુનો સદ્ભાવ છે તથા ગમ્યક્ષેત્રમાં સાધુ દેખાતા નથી,
તેથી કાંઈ બીજાઓને તો સાધુ માન્યા જાય નહિ, પણ સાધુનાં લક્ષણ મળતાં જ સાધુ માન્યા
જાય. વળી એમનો પણ આ કાળમાં થોડા જ ક્ષેત્રમાં સદ્ભાવ દેખાય છે, ત્યાંથી દૂર ક્ષેત્રમાં

Page 150 of 370
PDF/HTML Page 178 of 398
single page version

સાધુનો સદ્ભાવ કેવી રીતે માનશો? જો લક્ષણ મળતાં માનો, તો અહીં પણ એ જ પ્રમાણે
માનો, તથા લક્ષણ વિના માનો, તો ત્યાં અન્ય કુલિંગી છે તેને પણ સાધુ માનો, પણ એ
પ્રમાણે માનવાથી વિપરીતતા થાય, માટે એમ પણ બનતું નથી.
કોઈ કહે‘‘આ પંચમકાળમાં આવું પણ સાધુપદ હોય છે’’ તો એવું સિદ્ધાંત વચન
બતાવો! સિદ્ધાંત સિવાય પણ તમે માનો છો, તો પાપી થશો. એ પ્રમાણે અનેક યુક્તિવડે તેમને
સાધુપણું બનતું નથી, તથા સાધુપણા વિના તેમને સાધુ
ગુરુ માનતાં મિથ્યાદર્શન થાય છે. કારણ
કેસાચા સાધુને જ ગુરુ માનતાં સમ્યગ્દર્શન હોય છે.
પ્રતિમાધાારી શ્રાવક ન હોવાની માન્યતાનો નિષેધા
વળી તેઓ શ્રાવકધર્મની પણ અન્યથા પ્રવૃત્તિ કરાવે છે. ત્રસહિંસા અને સ્થૂલમૃષાદિ
હોવા છતાં પણ, જેનું કાંઈ પ્રયોજન નથી એવો કિંચિત્ ત્યાગ કરાવી, તેને દેશવ્રતી થયો કહે
છે, અને તે ત્રસઘાતાદિ જેમાં થાય એવાં કાર્ય કરે છે. હવે દેશવ્રત ગુણસ્થાનમાં તો તેઓ
અગિયાર અવિરતિ કહે છે, તો ત્યાં ત્રસઘાત કેવી રીતે સંભવે? શ્રાવકના અગિયાર પ્રતિમાભેદ
છે, તેમાં દશમી
અગિયારમી પ્રતિમાધારી શ્રાવક તો કોઈ થતો નથી, અને સાધુ થાય છે.
પૂછીએ છીએ ત્યારે કહે છે કે‘‘પડિમાધારી શ્રાવક આ કાળમાં થઈ શકતો નથી.’’
જુઓ‘શ્રાવક ધર્મ તો કઠણ તથા મુનિધર્મ સુગમ’ એ પ્રમાણે વિરુદ્ધ કહે છે. વળી અગિયારમી
પ્રતિમાધારકને થોડો પરિગ્રહ, તથા મુનિને ઘણો પરિગ્રહ બતાવે છે, પણ એ સંભવિત વચન
નથી. તેઓ કહે છે કે
એ પ્રતિમા તો થોડો જ કાળ પાળી છોડી દઈએ છીએ.’’ હવે એ
ઉત્તમ કાર્ય છે, તો ધર્મબુદ્ધિ જીવ ઉચ્ચ ક્રિયાને શામાટે છોડે? તથા નીચું કાર્ય છે, તો તેને
શામાટે અંગીકાર કરે? તેથી એ સંભવતું જ નથી.
વળી કુદેવકુગુરુને નમસ્કારાદિ કરતાં પણ શ્રાવકપણું બતાવે છે. તેઓ કહે છે કે
‘‘ધર્મબુદ્ધિ વડે અમે વંદતા નથી, પણ લૌકિક વ્યવહાર છે.’’ પણ સિદ્ધાંતમાં તો તેમની પ્રશંસા
સ્તવનને પણ સમ્યક્ત્વમાં અતિચાર દોષ કહ્યો છે. તો ગૃહસ્થોને ભલું મનાવવા અર્થે વંદના
કરવી કેમ સંભવે?
અહીં કહેશો કે‘‘ભયલજ્જાકુતૂહલાદિવડે જ અમે વંદીએ છીએ.’’ તો એ કારણો
વડે કુશીલાદિક સેવતાં પણ પાપ ન કહો, માત્ર અંતરંગમાં તેને પાપ જાણવું જોઈએ, પણ
એ પ્રમાણે તો સર્વ આચરણમાં વિરુદ્ધતા થશે.
વળી ખેદનો વિષય છે કેમિથ્યાત્વ જેવા મહાપાપની પ્રવૃત્તિ છોડાવવાની તો મુખ્યતા
નથી, પણ પવનકાયની હિંસા ઠરાવી, ખુલ્લા મુખે બોલવાનું છોડાવવાની મુખ્યતા જોવામાં આવે
છે. પણ એ ક્રમભંગ ઉપદેશ છે. વળી ધર્મનાં અંગ ઘણાં છે, તેમાં એક પરજીવની દયાને
જ મુખ્ય કહે છે, તેનો પણ વિવેક નથી. જળ ગાળવું, અન્ન શોધવું, સદોષવસ્તુનું ભક્ષણ ન

Page 151 of 370
PDF/HTML Page 179 of 398
single page version

કરવું, તથા હિંસાદિરૂપ વ્યાપાર ન કરવો, ઇત્યાદિ તેનાં અંગોની તો મુખ્યતા નથી,
મુખપÀી આદિનો નિષેધા
પણ મુખપટ્ટી બાંધવી અને શૌચાદિક થોડું કરવું, ઇત્યાદિ કાર્યોની તેઓ મુખ્યતા કરે
છે, પણ મેલયુક્ત પટ્ટીમાં થૂંકના સંબંધથી જીવ ઊપજે, તેનો તો યત્ન નથી, પણ પવનની
હિંસાનો યત્ન બતાવે છે, તો નાસિકાદ્વારા ઘણો પવન નીકળે છે, તેનો યત્ન કેમ કરતા નથી?
વળી તેમના શાસ્ત્રાનુસાર જો બોલવાનો જ યત્ન કર્યો તો તેને (મુખપટ્ટીને) સર્વદા શામાટે રાખો
છો? જ્યારે બોલો ત્યારે યત્ન કરી લો! કહે છે કે
‘‘ભૂલી જઈએ છીએ.’’ હવે જો એટલું
પણ યાદ રહેતું નથી. તો અન્ય ધર્મસાધન કેવી રીતે થશે? શૌચાદિક થોડાં કરો છો, પણ
સંભવિત શૌચ તો મુનિ પણ કરે છે, માટે ગૃહસ્થોએ પોતાના યોગ્ય શૌચ તો કરવો. કારણ
કે
સ્ત્રીસંગમાદિ કરી શૌચ કર્યા વિના સામાયિકાદિ ક્રિયા કરવાથી, અવિનયવિક્ષિપ્તતાદિવડે
પાપ ઊપજે છે. એ પ્રમાણે તેઓ જેની મુખ્યતા કરે છે તેનું પણ ઠેકાણું નથી. તેઓ દયાનાં
કેટલાંક અંગ યોગ્ય પાળે છે, હરિતકાય આદિનો ત્યાગ કરે છે, જળ થોડું નાખે છે, તેનો
અમે નિષેધ કરતા નથી.
મૂર્તિપૂજા નિષેધાનું નિરાકરણ
વળી એવી અહિંસાનો એકાંત પકડી તેઓ પ્રતિમા, ચૈત્યાલય અને પૂજનાદિ ક્રિયાનું
ઉત્થાપન કરે છે. પણ તેમના જ શાસ્ત્રોમાં પ્રતિમા આદિનું નિરૂપણ કરે છે, તેને આગ્રહથી
લોપ કરે છે.
ભગવતી સૂત્રમાં ૠદ્ધિધારી મુનિનું નિરૂપણ છે, ત્યાં મેરુગિરિ આદિમાં
જઈ ‘‘तत्थ चेचयाइं वंदई’’ એવો પાઠ છે. તેનો અર્થ‘‘ત્યાં ચૈત્યોને વંદું છું.’’ હવે ચૈત્ય
નામ પ્રસિદ્ધ રીતે પ્રતિમાનું છે, છતાં તેઓ હઠ કરી કહે છે કે‘‘ચૈત્ય શબ્દના જ્ઞાનાદિક
અનેક અર્થ થાય છે, ત્યાં બીજા અર્થ છે, પણ પ્રતિમા અર્થ નથી.’’ હવે તેને પૂછીએ છીએ
કે
મેરુગિરિ અને નંદીશ્વરદ્વીપમાં જઈ ત્યાં ચૈત્યવંદના કરી. હવે ત્યાં જ્ઞાનાદિકની વંદના કરવાનો
અર્થ કેવી રીતે સંભવે? જ્ઞાનાદિકની વંદના તો સર્વત્ર સંભવે છે. પણ જે વંદના યોગ્ય ચૈત્ય
હોય ત્યાં જ સંભવે તથા સર્વત્ર ન સંભવે તેને, ત્યાં વંદના કરવાનો વિશેષ સંભવે. હવે એવી
સંભવિત અર્થ પ્રતિમા જ છે, તથા ચૈત્ય શબ્દનો મુખ્ય અર્થ પણ પ્રતિમા જ છે, એ પ્રસિદ્ધ
છે. એ જ અર્થ વડે ચૈત્યાલય નામ સંભવે છે. તેને હઠ કરી શામાટે લોપો છો?
વળી દેવાદિક નંદીશ્વરદ્વીપાદિમાં જઈ પૂજનાદિ ક્રિયા કરે છે, તેનું વ્યાખ્યાન તેમનામાં
જ્યાંત્યાં છે. તથા લોકમાં પણ જ્યાંત્યાં અકૃત્રિમપ્રતિમાનું નિરૂપણ છે. હવે એ રચના
અનાદિ છે. તે કાંઈ ભોગ કુતૂહલાદિ માટે તો નથી. તથા ઇન્દ્રાદિકોનાં સ્થાનોમાં નિષ્પ્રયોજન
રચના સંભવે નહિ. હવે ઇન્દ્રાદિક તેને જોઈ શું કરે છે? કાં તો પોતાના મંદિરોમાં એ
નિષ્પ્રયોજન રચના જોઈ તેનાથી ઉદાસીન થતા હશે અને ત્યાં તેમને દુખ થતું હશે, પણ એ

Page 152 of 370
PDF/HTML Page 180 of 398
single page version

સંભવતું નથી, અગર કાં તો સારી રચના જોઈ વિષય પોષતા હશે, પણ સમ્યગ્દ્રષ્ટિ
અર્હંતમૂર્તિવડે પોતાનો વિષય પોષે, એમ પણ સંભવતું નથી, પરંતુ ત્યાં તેની ભકિત આદિ જ
કરે છે, એમ જ સંભવે છે.
તેમનામાં સૂર્યાભદેવનું વ્યાખ્યાન છે, ત્યાં પ્રતિમાજીને પૂજવાનું વિશેષ વર્ણન કર્યું છે;
તેને લોપવા માટે તેઓ કહે છે કે‘‘દેવનું એવું જ કર્તવ્ય છે.’’ એ સાચું, પરંતુ કર્તવ્યનું ફળ
તો અવશ્ય હોય જ. હવે ત્યાં ધર્મ થાય છે કે પાપ થાય છે? જો ધર્મ થાય છે તો બીજે
ઠેકાણે પાપ થતું હતું અને અહીં ધર્મ થયો, તો તેને અન્યની સદ્રશ કેમ કહેવાય? કારણ કે
એ તો યોગ્યકાર્ય થયું. તથા પાપ થાય છે, તો ત્યાં ‘‘णमोत्थुणं’’ નો પાઠ ભણ્યો, હવે પાપના
ઠેકાણે એવો પાઠ શામાટે ભણ્યો?
વળી એક વિચાર અહીં એ થાય છે કે‘‘णमोत्थुणं’’ના પાઠમાં તો અર્હંતની ભક્તિ
છે. પ્રતિમાજીની આગળ જઈ એ પાઠ ભણ્યો, માટે જે અરિહંતભક્તિની ક્રિયા છે તે
પ્રતિમાજીની આગળ કરવી યોગ્ય થઈ.
વળી જો તે એમ કહે કે‘‘દેવોને એવાં કાર્ય હોય છે, પણ મનુષ્યોને નહિ, કારણ
કે પ્રતિમાદિ બનાવતાં મનુષ્યોને હિંસા થાય છે.’’ તો તેમના જ શાસ્ત્રોમાં એવું કથન છે કે
‘‘દ્રૌપદીરાણી સૂર્યાભદેવની માફક પ્રતિમાજીનું પૂજનાદિક કરવા લાગી, માટે મનુષ્યોને પણ એ
કાર્ય કર્તવ્ય છે.
અહીં એક એ વિચાર થાય છે કેજો ચૈત્યાલયપ્રતિમા બનાવવાની પ્રવૃત્તિ નહોતી,
તો દ્રૌપદીએ પ્રતિમાનું પૂજન કેવી રીતે કર્યું? તથા એ પ્રવૃત્તિ જો હતી, તો બનાવવાવાળા
ધર્માત્મા હતા કે પાપી? જો તેઓ ધર્માત્મા હતા, તો ગૃહસ્થોને પણ એવું કાર્ય કરવું યોગ્ય
થયું. તથા પાપી હતા, તો ત્યાં ભોગાદિકનું પ્રયોજન તો હતું નહિ, પછી શામાટે બનાવ્યું?
વળી દ્રૌપદીએ ત્યાં
‘‘णमोत्थुणं’’નો પાઠ કર્યો, વા પૂજનાદિક કર્યું તે કુતૂહલ કર્યું કે ધર્મ કર્યો?
જો કુતૂહલ કર્યું તો તે મહાપાપિણી થઈ, કારણ ધર્મથી કુતૂહલ શું? તથા ધર્મ કર્યો, તો
બીજાઓએ પણ પ્રતિમાજીની સ્તુતિ
પૂજા કરવી યુક્ત છે.
અહીં તેઓ એવી મિથ્યાયુક્તિ બનાવે છે કે‘‘જેમ ઇન્દ્રની સ્થાપનાથી ઇન્દ્રની કાર્યસિદ્ધિ
નથી, તેમ અરહંતપ્રતિમાવડે કાર્યસિદ્ધિ નથી.’’ પણ અરહંત કોઈને ભક્ત માની ભલું કરતા
હોય તો એમ પણ માનીએ, પરંતુ તે તો વીતરાગી છે. આ જીવ ભક્તિરૂપ પોતાના ભાવોથી
શુભફળ પામે છે. જેમ સ્ત્રીના આકારરૂપ કાષ્ઠ
પાષાણની મૂર્તિ દેખી ત્યાં વિકારરૂપ થઈ
અનુરાગ કરે, તો તેને પાપબંધ થાય, તેમ અરહંતના આકારરૂપ ધાતુકાષ્ઠપાષાણની મૂર્તિ
દેખી ધર્મબુદ્ધિથી ત્યાં અનુરાગ કરે તો શુભની પ્રાપ્તિ કેમ ન થાય? ત્યારે તે કહે છે કે
‘‘પ્રતિમા વિના જ અમે અરહંતમાં અનુરાગવડે શુભ ઉપજાવીશું.’’ તેને કહીએ છીએ કેઆકાર
21