Moksha Marg Prakashak (Gujarati). Anyamatakalpit Mokshamargani Mimamsa; Islamamat Sambandhi Vichar; Anyamat Niroopit Tattva Vichar; Sankhya Mat Nirakaran; Naiyayika Mat Nirakaran; Vaisheshika Mat Nirakaran; Mimamsaka Mat Nirakaran; Jaimini Mat Nirakaran; Bauddha Mat Nirakaran; Charvaka Mat-nirakaran; Anyamat Nirakaran Upsanhar; Anyamatathi Jain dharmani Tulana; Anyamatana Granthothi Prachinata Ane Samichinata.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 20

 

Page 113 of 370
PDF/HTML Page 141 of 398
single page version

વળી તેઓ કોઈને ઘણાં તપશ્ચરણાદિ વડે મોક્ષનું સાધન કઠણ બતાવે છે. ત્યારે કોઈને
સુગમપણે જ મોક્ષ થયો કહે છે. ઉદ્ધવાદિકને પરમ ભક્ત કહી તેને તો તપનો ઉપદેશ આપ્યો
કહે છે, ત્યારે વેશ્યાદિકને પરિણામ વિના કેવળ નામાદિકથી જ તરવું બતાવે છે. કાંઈ ઠેકાણું
જ નથી.
એ પ્રમાણે તેઓ મોક્ષમાર્ગનું અન્યથા પ્રરૂપણ કરે છે.
અન્યમતકલ્પિત મોક્ષમાર્ગની મીમાંસા
કેટલાક મોક્ષસ્વરૂપનું પણ અન્યથા પ્રરૂપણ કરે છે. ત્યાં મોક્ષ અનેક પ્રકારે બતાવે
છેઃ
એક તો મોક્ષ એવો કહે છે કે‘‘વૈકુંઠધામમાં ઠાકોરજી ઠકુરાણીસહિત નાના
ભોગવિલાસ કરે છે, ત્યાં જઈ પ્રાપ્ત થાય અને તેમની ટહેલ (સેવા) કર્યા કરે તે મોક્ષ છે.’’
પણ એ તો વિરુદ્ધ છે, કારણ કે પ્રથમ તો ઠાકોરજી પણ સંસારીવત્ વિષયાસક્ત થઈ રહ્યા
છે, તો જેમ રાજાદિક છે તેવા જ ઠાકોરજી થયા. વળી અન્યની પાસે સેવા કરાવવી થઈ,
ત્યારે તો ઠાકોરજીને પરાધીનપણું થયું. અને આ મોક્ષ પામી ત્યાં પણ સેવા કર્યાં કરે, તો
જેવી રાજાની ચાકરી કરવી, તેવી આ પણ ચાકરી જ થઈ. તો ત્યાં પરાધીનતા થતાં સુખ
કેવી રીતે હોય? તેથી તે પણ બનતું નથી.
એક મોક્ષ એવો કહે છે કે‘‘ત્યાં ઈશ્વરની સમાન પોતે થાય છે.’’ એ પણ મિથ્યા
છે. જો ઈશ્વરની સમાન અન્ય પણ જુદાં હોય તો ઘણા ઈશ્વર થતાં લોકનો કર્તાહર્તા કોણ
ઠરશે? બધાય ઠરશે તો તેમાં જુદીજુદી ઇચ્છા થતાં પરસ્પર વિરોધ થાય. તથા ઈશ્વર એક
જ છે તો સમાનતા ન થઈ, અને તેથી ન્યૂન છે તેનામાં નીચાપણાથી ઉચ્ચતા પામવાની
વ્યાકુલતા રહી, ત્યારે તે સુખી કેમ હોય? જેમ સંસારમાં નાના
મોટા રાજાઓ હોય છે, તેમ
મોક્ષમાં પણ નાનામોટા ઈશ્વર થયા. એમ પણ બને નહિ.
એક મોક્ષ એવો કહે છે કેવૈકુંઠમાં દીપકના જેવી જ્યોતિ છે, ત્યાં એ જ્યોતમાં
જ્યોત જઈ મળે છે,’’ એ પણ મિથ્યા છે. કારણ કેદીપકની જ્યોતિ તો મૂર્તિકઅચેતન છે
એવી જ્યોતિ ત્યાં કેમ સંભવે? વળી જ્યોતમાં જ્યોત મળતાં આ જ્યોત રહે છે કે નાશ પામે
છે? જો રહે છે તો જ્યોત વધતી જશે; અને તેથી જ્યોતિમાં હીનાધિકપણું થશે તથા જો વિણસી
જાય છે તો જ્યાં પોતાની જ સત્તા નાશ થાય, એવું કાર્ય ઉપાદેય કેમ માનીએ? માટે એમ
પણ બનતું નથી.
એક મોક્ષ એવો કહે છે કે‘‘આત્મા બ્રહ્મ જ છે, માયાનું આવરણ મટતાં મુક્તિ જ
છે.’’ એ પણ મિથ્યા છે. કારણ કે તે માયાના આવરણસહિત હતો; ત્યારે બ્રહ્મથી એક હતો

Page 114 of 370
PDF/HTML Page 142 of 398
single page version

કે જુદો? જો એક હતો તો બ્રહ્મ જ માયારૂપ થયો, તથા જો જુદો હતો તો માયા દૂર થતાં
એ બ્રહ્મમાં મળે છે, ત્યારે તેનું અસ્તિત્વ રહે છે કે નહિ? જો રહે છે તો સર્વજ્ઞને તો તેનું
અસ્તિત્વ જુદું ભાસે, એટલે સંયોગ થવાથી મળ્યા ભલે કહો, પરંતુ પરમાર્થથી મળ્યા નથી. તથા
જો અસ્તિત્વ નથી રહેતું, તો પોતાનો જ અભાવ થવો કોણ ઇચ્છે? માટે એમ પણ બનતું નથી.
વળી એક પ્રકારે કોઈ મોક્ષનું સ્વરૂપ આ પ્રમાણે પણ કહે છે કેઃ‘બુદ્ધિ આદિનો
નાશ થતાં મોક્ષ થાય છે.’’ પણ ‘શરીરના અંગભૂત મનઇન્દ્રિયને આધીન જ્ઞાન ન રહ્યું’
એ પ્રમાણે કહેવું તો કામક્રોધાદિક દૂર થતાં જ બને છે તથા ત્યાં ચેતનતાનો અભાવ પણ
થયો માનીએ; તો એવી પાષાણાદિ સમાન જડ અવસ્થાને ભલી કેમ માનીએ? વળી રૂડું સાધન
કરતાં તો જાણપણું વધે છે છતાં રૂડું સાધન કરતાં જાણપણાનો અભાવ થવો કેમ મનાય?
લોકમાં પણ જ્ઞાનની મહત્તાથી જડપણાની મહત્તા નથી. માટે એ પણ બનતું નથી.
એ જ પ્રમાણે અનેક પ્રકારની કલ્પના વડે તેઓ મોક્ષ બતાવે છે, પણ કાંઈ યથાર્થ જાણતા
નથી. માત્ર સંસારઅવસ્થાની મોક્ષઅવસ્થામાં કલ્પના કરી પોતાની ઇચ્છાનુસાર બોલે છે.
એ પ્રમાએ વેદાંતાદિ મતોમાં અન્યથા નિરૂપણ કરે છે.
£સ્લામમત સંબંધી વિચાર
વળી એ જ પ્રમાણે મુસલમાનોના મતનું અન્યથાપણું નિરૂપણ કરીએ છીએ. જેમ તેઓ
બ્રહ્મને સર્વવ્યાપી, એક નિરંજન, સર્વનો કર્તા માને છે, તેમ આ ખુદાને માને છે. જેમ તેઓ
અવતાર થયા માને છે, તેમ આ પેગંબર થયા માને છે. જેમ તેઓ પુણ્ય
પાપના હિસાબ
લેવા તથા યથાયોગ્ય દંડાદિક દેવા ઠરાવે છે, તેમ આ ખુદાને ઠરાવે છે. જેમ તેઓ ગાય
આદિને પૂજ્ય કહે છે, તેમ આ સુવર આદિને કહે છે. એ બધાં તિર્યંચાદિક જ છે. જેમ
તેઓ ઈશ્વરની ભક્તિથી મુક્તિ થવી કહે છે, તેમ આ ખુદાની ભક્તિ કહે છે. જેમ તેઓ
કોઈ ઠેકાણે દયાને પોષે છે, તથા કોઈ ઠેકાણે હિંસાને પોષે છે તેમ આ પણ કોઈ ઠેકાણે
‘‘રહમ્’’ (-દયા) કરવી પોષે છે, તથા કોઈ ઠેકાણે ‘‘કતલ’’ કરવી પોષે છે. જેમ તેઓ કોઈ
ઠેકાણે તપશ્ચરણ કરવું પોષે છે, ત્યારે કોઈ ઠેકાણે વિષયસેવન પોષે છે. તે જ પ્રમાણે આ
પણ પોષે છે. તથા જેમ તેઓ કોઈ ઠેકાણે માંસ, મદિરા અને શિકાર આદિનો નિષેધ કરે
છે ત્યારે કોઈ ઠેકાણે ઉત્તમ પુરુષો દ્વારા તેનો જ અંગીકાર કરવો બતાવે છે; તેમ આ પણ
તેનો નિષેધ વા અંગીકાર કરવો બતાવે છે; એ પ્રમાણે અનેક પ્રકારથી તેમાં સમાનતા છે જોકે
નામાદિક જુદાં
જુદાં છે તોપણ પ્રયોજનભૂત અર્થની તેમાં એકતા છે.
વળી ઇશ્વર, ખુદા વગેરે મૂળ શ્રદ્ધાનની તો એકતા છે, પણ ઉત્તરશ્રદ્ધાનમાં ઘણા જ
ભેદો છે, ત્યાં તેઓથી પણ વિપરીતરૂપ વિષયકષાયહિંસાદિ પાપના પોષક પ્રત્યક્ષાદિ
પ્રમાણથી વિરુદ્ધ નિરૂપણ કરે છે, માટે મુસલમાનોનો મત મહાવિપરીતરૂપ જાણવો.

Page 115 of 370
PDF/HTML Page 143 of 398
single page version

એ પ્રમાણે આ ક્ષેત્રકાળમાં જે જે મતોની ઘણી પ્રવૃત્તિ છે તેનું મિથ્યાપણું દર્શાવ્યું.
પ્રશ્નઃજો એ મતો મિથ્યા છે, તો મોટા મોટા રાજાદિકો વા મોટા વિદ્યાવાન
એ મતોમાં કેવી રીતે પ્રવર્તે છે?
ઉત્તરઃજીવોને મિથ્યાવાસના અનાદિથી છે, હવે એ મતોમાં મિથ્યાત્વનું જ પોષણ
છે, વળી જીવોને વિષયકષાયરૂપ કાર્યોની ઇચ્છા વર્તે છે અને તેમાં વિષયકષાયરૂપ કાર્યોનું
જ પોષણ છે. તથા રાજાદિકો અને વિદ્યાવાનોનું એવા ધર્મમાં વિષયકષાયરૂપ પ્રયોજન સિદ્ધ
થાય છે, અને જીવ તો લોકનિંદ્યપણાને પણ ઉલ્લંઘી પાપ પણ જાણીને તે જે કાર્યોને કરવા
ઇચ્છે તે કાર્યો કરતાં કોઈ ધર્મ બતાવે તો એવા ધર્મમાં કોણ ન જોડાય? તેથી એ ધર્મોની
પ્રવૃત્તિ વિશેષ છે.
પ્રશ્નઃએ ધર્મમતોમાં પણ વિરાગતા અને દયા ઇત્યાદિક કહ્યાં છે?
ઉત્તરઃજેમ ઝમક આપ્યા વિના ખોટું દ્રવ્ય (નાણું) ચાલે નહિ, તેમ સાચ મેળવ્યા
વિના જૂઠ ચાલે નહિ; પરંતુ સર્વના હિતરૂપ પ્રયોજનમાં વિષયકષાયનું જ પોષણ કર્યું છે.
જેમ ગીતામાં ઉપદેશ આપીને યુદ્ધ કરાવવાનું પ્રયોજન પ્રગટ કર્યું, તથા વેદાંતમાં શુદ્ધનિરૂપણ
કરી સ્વચ્છંદી થવાનું પ્રયોજન દર્શાવ્યું, તેમ અન્ય પણ જાણવું. વળી આ કાળ તો નિકૃષ્ટ છે,
તેથી આ કાળમાં નિકૃષ્ટધર્મની જ પ્રવૃત્તિ વિશેષ હોય છે.
જુઓ! આ કાળમાં મુસલમાન ઘણા પ્રધાન થઈ ગયા અને હિંદુઓ ઘટી ગયા, તથા
હિંદુઓમાં પણ અન્ય તો વધી ગયા અને જૈનો ઘટી ગયા, એ બધો કાળનો દોષ છે.
એ પ્રમાણે આ ક્ષેત્રમાં, આ કાળમાં મિથ્યાધર્મની પ્રવૃત્તિ ઘણી જોવામાં આવે છે.
અન્યમત નિરુપિત તત્ત્વ વિચાર
હવે પંડિતપણાના બળથી કલ્પિત યુક્તિવડે જુદાજુદા મત સ્થાપિત થયા છે, તેમાં જે
તત્ત્વાદિક માને છે, તેનું નિરૂપણ કરીએ છીએ.
સાંખ્યમત નિરાકરણ
સાંખ્યમતમાં પચીસ તત્ત્વ માને છે, તે અહીં કહીએ છીએસત્ત્વ, રજ અને તમઃ એ
ત્રણ ગુણ કહે છે. સત્ત્વવડે પ્રસાદ (પ્રસન્નતા) થાય છે, રજોગુણવડે ચિત્તની ચંચળતા થાય છે,
તથા તમોગુણવડે મૂઢતા થાય છે ઇત્યાદિ લક્ષણ તેઓ કહે છે. એ રૂપ અવસ્થાનું નામ પ્રકૃતિ
છે તેનાથી બુદ્ધિ ઊપજે છે. તેનું જ નામ મહત્ત્વ છે. તેનાથી અહંકાર ઊપજે છે, અહંકારથી
સોળ માત્રા થાય છે, પાંચ જ્ઞાનઇન્દ્રિય થાય છે
સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર તથા

Page 116 of 370
PDF/HTML Page 144 of 398
single page version

એક મન થાય છે, પાંચ કર્મેન્દ્રિય થાય છેવચન, પગ, હાથ, ગુદા અને લિંગ, પાંચ તન્માત્રા
થાય છેરૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. વળી રૂપથી અગ્નિ, રસથી જળ, ગંધથી પૃથ્વી,
સ્પર્શથી પવન, શબ્દથી આકાશ એ પ્રમાણે થયાં કહે છે. એ રીતે ચોવીસ તત્ત્વ તો પ્રકૃતિસ્વરૂપ
છે, એનાથી ભિન્ન નિર્ગુણ કર્તા
ભોક્તા પુરુષ એક છે.
એ પ્રમાણે પચીસ તત્ત્વ કહે છે, પણ એ કલ્પિત છે. કારણ કેએ રાજસાદિ ગુણ આશ્રય
વિના કેવી રીતે હોય? એનો આશ્રય તો ચેતનદ્રવ્ય જ સંભવે છે. વળી એનાથી બુદ્ધિ થઈ કહે
છે, પણ બુદ્ધિ નામ તો જ્ઞાનનું છે, કોઈ જ્ઞાનગુણધારી પદાર્થમાં જ એ થતી દેખાય છે, તો
એનાથી જ્ઞાન થયું કેમ મનાય? અહીં કોઈ કહે કે
‘‘બુદ્ધિ જુદી છે અને જ્ઞાન જુદું છે’’ તો
મન તો આગળ સોળ માત્રામાં કહ્યું, તથા જ્ઞાન જુદું કહેશો તો બુદ્ધિ કોનું નામ ઠરાવશો? વળી
તેનાથી અહંકાર થયો કહ્યો. હવે પર વસ્તુમાં ‘‘હું કરું છું’’ એવું માનવાનું નામ અહંકાર છે,
પણ સાક્ષીભૂતપણે જાણવાથી તો અહંકાર થતો નથી, તો તે જ્ઞાનવડે ઊપજ્યો કેમ કહેવાય?
વળી અહંકારવડે સોળ માત્રા ઊપજી કહી. તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો કહી, હવે શરીરમાં
નેત્રાદિ આકારરૂપ દ્રવ્યઇન્દ્રિયો છે, તે તો પૃથ્વીઆદિવત્ દેખાય છે, અને અન્ય વર્ણાદિકને
જાણવારૂપ ભાવઇન્દ્રિય છે તે જ્ઞાનરૂપ છે, ત્યાં અહંકારનું શું પ્રયોજન છે? શું અહંકાર બુદ્ધિરહિત
કોઈને દેખાય છે? તો અહંકારવડે નીપજવાં કેમ સંભવે?
વળી મન કહ્યું, પણ એ મન ઇન્દ્રિયવત્ જ છે. કારણ કે દ્રવ્યમન શરીરરૂપ છે, તથા
ભાવમન જ્ઞાનરૂપ છે. પાંચ કર્મેન્દ્રિયો કહી, પણ એ તો શરીરનાં જ અંગ છે, મૂર્તિક છે. અમૂર્તિક
અહંકારથી તેનું ઊપજવું કેવી રીતે મનાય?
વળી પાંચ જ કર્મેન્દ્રિયો નથી, પણ શરીરનાં બધાંય અંગો કાર્યકારી છે. તથા વર્ણન તો
સર્વજીવાશ્રિત છે. કેવળ મનુષ્યપર્યાયાશ્રિત જ નથી, તેથી સૂંઢપૂંછ ઇત્યાદિ અંગ પણ કર્મેન્દ્રિયો
જ છે. તો અહીં પાંચની જ સંખ્યા કેમ કહો છો?
વળી સ્પર્શાદિક પાંચ તન્માત્રા કહી, પણ રૂપાદિક કાંઈ જુદી વસ્તુ નથી, એ તો
પરમાણુઓથી તન્મય ગુણ છે, તો એ જુદા કેવી રીતે નીપજ્યા? વળી અહંકાર તો અમૂર્તિક
જીવનો પરિણામ છે, તેથી એ મૂર્તિકગુણ તેનાથી નીપજ્યો કેવી રીતે માનીએ?
તથા એ પાંચેથી અગ્નિ આદિ નીપજ્યા કહે છે, તે પણ પ્રત્યક્ષ જૂઠ છે, કારણ કે
રૂપાદિક અને અગ્નિ આદિને સહભૂત ગુણગુણીસંબંધ છે, માત્ર કહેવામાં ભિન્નતા છે; પણ
વસ્તુમાં ભેદ નથી. કોઈ પ્રકારે જુદા થતા ભાસતા નથી, કહેવામાત્ર વડે જ તેમાં ભેદ ઉપજાવીએ
છીએ, તો રૂપાદિકવડે અગ્નિ આદિ ઊપજ્યા કેવી રીતે માનીએ? કહેવામાં પણ ગુણીમાં ગુણ
છે. પણ ગુણથી ગુણી નીપજ્યો કેવી રીતે મનાય?

Page 117 of 370
PDF/HTML Page 145 of 398
single page version

વળી એ સર્વથી ભિન્ન એક પુરુષ કહે છે, પણ તેનું સ્વરૂપ અવક્તવ્ય કહી કાંઈ પ્રત્યુત્તર
કરતા નથી. તો કોણ સમજે? જો પૂછીએ કેતે કેવો છે? ક્યાં છે? કેવી રીતે કર્તાહર્તા છે?
તે બતાવ. જે બતાવે તેમાં વિચાર કરતાં અન્યથાપણું ભાસે.
એ પ્રમાણે સાંખ્યમતમાં કહેલાં કલ્પિત તત્ત્વ મિથ્યા જાણવાં.
વળી તેઓ પુરુષને પ્રકૃતિથી ભિન્ન જાણવાનું નામ મોક્ષમાર્ગ કહે છે; પણ પ્રથમ તો
પ્રકૃતિપુરુષ કોઈ છે જ નહિ. તથા કેવળ જાણવામાત્રથી તો સિદ્ધિ થતી નથી. પણ જાણપણાવડે
રાગાદિક મટાડતાં સિદ્ધિ થાય છે. કેવળ જાણવામાત્રથી તો કાંઈ રાગાદિક ઘટે નહિ. કારણ કે
પ્રકૃતિનું કર્તવ્ય માને અને પોતે અકર્તા રહે, ત્યારે રાગાદિ શામાટે ઘટાડે? માટે એ મોક્ષમાર્ગ
નથી.
વળી પ્રકૃતિથી પુરુષનું ભિન્ન થવું તેને મોક્ષ કહે છે. હવે પચીસ તત્ત્વોમાં ચોવીસ તત્ત્વ
તો પ્રકૃતિ સંબંધી કહ્યાં અને એક પુરુષ ભિન્ન કહ્યો, હવે તે તો જુદો જ છે. કોઈ જીવપદાર્થ
એ પચીસ તત્ત્વોમાં કહ્યો જ નથી, વળી પુરુષને જ પ્રકૃતિ સંયોગ થતાં જીવસંજ્ઞા થાય છે, તો
જુદા
જુદા પુરુષ પ્રકૃતિસહિત છે, તેમાં પાછળથી સાધન વડે કોઈ પુરુષ પ્રકૃતિરહિત થાય છે
એમ સિદ્ધ થયું, પુરુષ એક તો ન ઠર્યો!
વળી પ્રકૃતિ એ પુરુષની ભૂલ છે કે કોઈ વ્યંતરીવત્ જુદી જ છે? કે જે જીવને આવી
વળગે છે? જો તેની ભૂલ છે, તો પ્રકૃતિથી ઇન્દ્રિયાદિક વા સ્પર્શાદિક તત્ત્વ ઊપજ્યાં કેવી રીતે
માનીએ? તથા જો જુદી છે, તો તે પણ એક વસ્તુ થઈ, સર્વ કર્તવ્ય તેનું ઠર્યું, પુરુષનું કાંઈ
કર્તવ્ય જ રહ્યું નહિ, પછી ઉપદેશ શા માટે આપો છો?
એ પ્રમાણે મોક્ષમાર્ગપણું માનવું મિથ્યા છે.
વળી ત્યાં પ્રત્યક્ષ, અનુમાન અને આગમ ત્રણ પ્રમાણ કહે છે, પણ તેના સત્ય
અસત્યનો
નિર્ણય જૈનના ન્યાયગ્રંથોથી જાણવો.
એ સાંખ્યમતમાં કોઈ તો ઈશ્વરને માનતા નથી, કોઈ એક પુરુષને ઈશ્વર માને છે, કોઈ
શિવને તથા કોઈ નારાયણને દેવ માને છે. એમ તેઓ પોતાની ઇચ્છાનુસાર કલ્પના કરે છે, કાંઈ
નિશ્ચય નથી. એ મતમાં કોઈ જટા ધારણ કરે છે, કોઈ ચોટી રાખે છે, કોઈ મુંડિત થાય છે.
તથા કોઈ કથ્થઈ વસ્ત્ર પહેરે છે. ઇત્યાદિક અનેક પ્રકારના વેષધારી તત્ત્વજ્ઞાનના આશ્રયવડે પોતાને
મહંત કહેવડાવે છે.
તે પ્રમાણે સાંખ્યમત નિરૂપણ કર્યું.
નૈયાયિક મતનિરાકરણ
શિવમતમાં નૈયાયિક અને વૈશેષિક એવા બે ભેદ છે.

Page 118 of 370
PDF/HTML Page 146 of 398
single page version

તેમાં નૈયાયિકમાં પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દ્રષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય,
વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છળ, જાતિ અને નિગ્રહસ્થાનએ સોળ તત્ત્વ કહે છે.
પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમા એ ચાર પ્રકારના પ્રમાણ કહે છે; આત્મા, દેહ,
અર્થ અને બુદ્ધિ ઇત્યાદિને પ્રમેય કહે છે; ‘‘આ શું છે’’ તેનું નામ સંશય છે; જેના અર્થે પ્રવૃત્તિ
થાય તે પ્રયોજન છે; જેને વાદી
પ્રતિવાદી માને તે દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંત વડે જેને ઠરાવીએ તે સિદ્ધાંત
છે; અનુમાનનાં પ્રતિજ્ઞા આદિ પાંચ અંગ તે અવયવ છે, સંશય દૂર થતાં કોઈ વિચારથી ઠીક
થાય તે તર્ક છે. તે પછી પ્રતીતિરૂપ જાણવું થાય તે નિર્ણય છે, આચાર્ય
શિષ્યમાં પક્ષ પ્રતિપક્ષ
વડે અભ્યાસ તે વાદ છે, જાણવાની ઇચ્છારૂપ કથામાં જે છળજાતિ આદિ દૂષણ તે જલ્પ છે,
પ્રતિપક્ષરહિત વાદ તે વિતંડા છે, સાચા હેતુ નહિ એવા અસિદ્ધ આદિ ભેદસહિત તે હેત્વાભાસ
છે, છળપૂર્વક વચન તે છલ છે, ખરાં દૂષણ નથી એવા દૂષણાભાસ તે જાતિ છે, અને જેનાથી
પરવાદીનો નિગ્રહ થાય તે નિગ્રહસ્થાન છે.
એ પ્રમાણે સંશયાદિ તત્ત્વ કહે છે, પણ એ કોઈ વસ્તુસ્વરૂપ તત્ત્વ તો નથી. જ્ઞાનનો
નિર્ણય કરવાને વા વાદવડે પાંડિત્ય પ્રગટ કરવાના કારણભૂત વિચારોને તત્ત્વ કહે છે, પણ એનાથી
પરમાર્થકાર્ય કેવી રીતે થાય? કામ
ક્રોધાદિ ભાવોને મટાડી નિરાકુળ થવું એ કાર્ય છે. હવે એ
પ્રયોજન તો અહીં કાંઈ પણ દેખાડ્યું જ નહિ. પાંડિત્યની અનેક યુક્તિઓ બનાવી, એ પણ એક
ચાતુર્ય છે. તેથી એ તત્ત્વ તત્ત્વભૂત નથી.
તમે કહેશો કે‘‘એને જાણ્યા વિના પ્રયોજનભૂત તત્ત્વનો નિર્ણય કરી શકાતો નથી, માટે
એને તત્ત્વ કહે છે.’’ હવે એવી પરંપરા તો વ્યાકરણવાળા પણ કહે છે કેવ્યાકરણ ભણવાથી
અર્થનો નિર્ણય થાય છે, તથા ભોજનાદિકના અધિકારી પણ કહે છે કેભોજન કરવાથી શરીરની
સ્થિરતા થતાં તત્ત્વનિર્ણય કરવાને સમર્થ થાય, પણ એવી યુક્તિ કાર્યકારી નથી.
અહીં જો એમ કહેશો કે‘‘વ્યાકરણભોજનાદિક તો અવશ્ય તત્ત્વજ્ઞાનનાં કારણ નથી,
એ તો લૌકિકકાર્ય સાધવાનાં કારણ છે.’’ તો જેમ એ છે તેમ કહેલાં તત્ત્વો પણ લૌકિક કાર્ય
સાધવાનાં જ કારણો છે. જેમ ઇન્દ્રિયાદિકથી જાણવાને પ્રત્યક્ષાદિ પ્રમાણ કહે છે વા સ્થાણુ
પુરુષાદિમાં સંશયાદિકનું નિરૂપણ કર્યું. તેથી જેને જાણવાથી કામક્રોધાદિક અવશ્ય દૂર થાય,
નિરાકુળતા ઊપજે તે જ તત્ત્વ કાર્યકારી છે.
તમે કહેશો કે‘‘પ્રમેય તત્ત્વમાં આત્માદિકનો નિર્ણય થાય છે, તેથી તે કાર્યકારી છે,’’
પણ પ્રમેય તો બધીય વસ્તુઓ છે, પ્રમીતિનો વિષય નથી એવી કોઈ પણ વસ્તુ નથી, માટે પ્રમેયને
તત્ત્વ શા માટે કહ્યું? આત્મા આદિ તત્ત્વ કહેવાં હતાં.
વળી આત્માદિકનું સ્વરૂપપણું અન્યથા પ્રરૂપણ કર્યું છે, એમ પક્ષપાતરહિત વિચાર
કરવાથી ભાસે છે. જેમ કેઆત્માના બે ભેદ તેઓ કહે છેઃપરમાત્મા અને જીવાત્મા. હવે

Page 119 of 370
PDF/HTML Page 147 of 398
single page version

પરમાત્માને સર્વનો કર્તા કહે છે, ત્યાં તેઓ એવું અનુમાન કરે છે કે‘‘આ જગત કર્તાવડે નીપજ્યું
છે કારણ કેેએ કાર્ય છે, જે કાર્ય છે તે કર્તાવડે નીપજે છે, જેમ કેઘટાદિક.’’ પણ એ
અનુમાનાભાસ છે. કારણ કેઅહીં અનુમાનાન્તર સંભવે છે. આ જગત સમસ્ત કર્તાવડે નીપજ્યું
નથી, કારણ કેેએમાં કોઈ અકાર્યરૂપ પદાર્થો પણ છે. અને જે અકાર્ય છે, તે કર્તાવડે નીપજ્યા
નથી, જેમ કેસૂર્યબિંબાદિક અનેક પદાર્થોના સમુદાયરૂપ જગતમાં કેટલાક પદાર્થો કૃત્રિમ છે,
કે જે મનુષ્યાદિક વડે કરવામાં આવે છે. તથા કેટલાક અકૃત્રિમ છે, જેનો કોઈ કર્તા નથી. એ
પ્રત્યક્ષાદિ પ્રમાણથી અગોચર છે, તેથી ઈશ્વરને કર્તા માનવો મિથ્યા છે.
વળી તેઓ જીવાત્માને પ્રત્યેક ભિન્ન-ભિન્ન કહે છે, તે તો સત્ય છે, પરંતુ મોક્ષ ગયા
પછી પણ તેમને ભિન્ન જ માનવા યોગ્ય છે. વિશેષ તો પ્રથમ કહ્યું જ છે. એ જ પ્રમાણે તેઓ
અન્ય તત્ત્વોને પણ મિથ્યા પ્રરૂપે છે.
પ્રમાણાદિકનું સ્વરૂપ પણ અન્યથા કલ્પે છે, તે જૈનગ્રંથોથી પરીક્ષા કરતાં ભાસે છે.
એ પ્રમાણે નૈયાયિકમતમાં કહેલાં તત્ત્વ કલ્પિત જાણવાં.
વૈશેષિકમત નિરાકરણ
વૈશેષિકમતમાં‘‘દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાયએ છ તત્ત્વો કહે
છે.
તેમાં દ્રવ્યતત્ત્વપૃથ્વી, જલ, અગ્નિ, પવન, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન એ
નવ પ્રકારે છે. ત્યાં પૃથ્વી, જળ, અગ્નિ અને પવનના પરમાણુ ભિન્ન ભિન્ન છે અને તે નિત્ય
છે, તેનાથી કાર્યરૂપ પૃથ્વી આદિ થાય છે તે અનિત્ય છે.’’ પણ એમ કહેવું પ્રત્યક્ષાદિકથી વિરુદ્ધ
છે, કારણ કે
ઇંધનરૂપ પૃથ્વી આદિનાં પરમાણુ અગ્નિરૂપ થતાં જોઈએ છીએ, અગ્નિનાં
પરમાણુની રાખરૂપ પૃથ્વી થતી જોઈએ છીએ, તથા જળનાં પરમાણુ મુક્તાફલ (મોતી) રૂપ પૃથ્વી
થતાં જોઈએ છીએ. તું કહીશ કે
‘‘એ પરમાણુ જતાં રહે છે અને બીજાં જ પરમાણુ તે રૂપ
થાય છે,’’ પણ પ્રત્યક્ષને તું અસત્ય ઠરાવે છે. કોઈ એવી પ્રબળ યુક્તિ કહે તો અમે એ જ
પ્રમાણે માનીએ, પરંતુ કેવળ કહેવા માત્રથી જ એમ ઠરે નહિ. તેથી કે
સર્વ પરમાણુઓની એક
પુદ્ગલરૂપ મૂર્તિકજાતિ છે, તે પૃથ્વી આદિ અનેક અવસ્થારૂપે પરિણમે છે.
વળી તેઓ એ પૃથ્વી આદિનું કોઈ ઠેકાણે જુદું શરીર ઠરાવે છે, તે પણ મિથ્યા જ છે,
કારણ તેનું કોઈ પ્રમાણ નથી. પૃથ્વી આદિ તો પરમાણુપિંડ છે, એનું શરીર અન્ય ઠેકાણે, અને
એ અન્ય ઠેકાણે એમ સંભવતું જ નથી, તેથી એ મિથ્યા છે. વળી જ્યાં પદાર્થ અટકે નહિ એવું
જે પોલાણ, તેને તેઓ આકાશ કહે છે, તથા ક્ષણ
પળ આદિને કાળ કહે છે. હવે એ બંને અવસ્તુ
જ છે. પણ સત્તારૂપ પદાર્થ નથી. માત્ર પદાર્થોના ક્ષેત્રપરિણમન આદિકનો પૂર્વાપર વિચાર કરવા

Page 120 of 370
PDF/HTML Page 148 of 398
single page version

માટે એની કલ્પના કરે છે. વળી ‘‘દિશા’’ એ પણ કાંઈ છે નહિ. આકાશમાં ખંડકલ્પનાવડે દિશા
માને છે. વળી આત્મા બે પ્રકારના કહે છે, પણ તેનું નિરૂપણ પહેલાં કર્યું છે. મન કોઈ જુદો
પદાર્થ નથી. ભાવમન તો જ્ઞાનરૂપ છે અને તે આત્માનું સ્વરૂપ છે, તથા દ્રવ્યમન પરમાણુઓનો
પિંડ છે અને તે શરીરનું અંગ છે. એ પ્રમાણે એ દ્રવ્યો કલ્પિત જાણવાં.
વળી તેઓ ગુણ ચોવીસ કહે છેસ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, સંખ્યા, વિભાગ, સંયોગ,
પરિમાણ, પૃથક્ત્વ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, સંસ્કાર,
દ્વેષ, સ્નિગ્ધ, ગુરુત્વ અને દ્રવ્યત્વ. હવે તેમાં સ્પર્શાદિક ગુણ તો પરમાણુઓમાં હોય છે, પરંતુ
પૃથ્વીને ગંધવતી જ કહેવી, તથા જળને શીતસ્પર્શવાન કહેવું, ઇત્યાદિ મિથ્યા છે. કારણ કે
કોઈ
પૃથ્વીમાં ગંધની મુખ્યતા ભાસતી નથી, તથા કોઈ જળ ઉષ્ણ પણ જોવામાં આવે છે.ઇત્યાદિક
પ્રત્યક્ષાદિકથી વિરુદ્ધ છે. વળી તેઓ શબ્દને આકાશનો ગુણ કહે છે, એ પણ મિથ્યા છે. કારણ
કે
ભીંત ઇત્યાદિકથી શબ્દ રોકાય છે માટે તે મૂર્તિક છે, અને આકાશ તો અમૂર્તિક સર્વવ્યાપી
છે; ભીંતમાં આકાશ રહે અને શબ્દગુણ તેમાં પ્રવેશ કરી શકે નહિ એ કેમ બને? વળી સંખ્યાદિક
છે, કાંઈ વસ્તુમાં તો નથી, પણ અન્ય પદાર્થની અપેક્ષાએ અન્ય પદાર્થના હીનાધિકપણાને જાણવા
માટે પોતાના જ્ઞાનમાં સંખ્યાદિકની કલ્પનાવડે વિચાર કરીએ છીએ. વળી બુદ્ધિ આદિ છે તે
આત્માનું પરિણમન છે. ત્યાં ‘બુદ્ધિ નામ તો જ્ઞાનનું છે. અને તે આત્માનો જ ગુણ છે, તથા
‘મન’ નામ છે, પણ તેને તો દ્રવ્યોમાં કહ્યું જ હતું, તો અહીં તેને ગુણ શા માટે કહ્યો? વળી
સુખાદિક છે, તે આત્મામાં કદાચિત્ જ હોય છે, તેથી એ ગુણ આત્માના લક્ષણભૂત તો નથી,
પણ અવ્યાપ્તપણાથી લક્ષણાભાસ છે. સ્નિગ્ધાદિ તો પુદ્ગલપરમાણુમાં હોય છે, અને સ્નિગ્ધ,
ગુરુત્વ ઇત્યાદિ તો સ્પર્શનઇન્દ્રિયવડે જાણીએ છીએ, તેથી સ્પર્શનગુણમાં ગર્ભિત થયા, જુદાં શા
માટે કહો છો? વળી દ્રવ્યત્વગુણ જળમાં કહ્યા, પણ એમ તો અગ્નિ આદિમાં પણ ઊર્ધ્વગમનત્વ
આદિ હોય છે, તો કાં તો એ બધા કહેવા હતા, અગર તો સામાન્યમાં ગર્ભિત કહેવા હતા?
એ પ્રમાણે એ ગુણો કહ્યા તે પણ કલ્પિત છે.
વળી તેઓઉત્ક્ષેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન એ પાંચ પ્રકારનાં કર્મ
કહે છે. પણ એ તો શરીરની ચેષ્ટાઓ છે. તેને જુદાં કહેવાનો શો અર્થ? વળી એટલી જ ચેષ્ટાઓ
હોતી નથી, ચેષ્ટા તો ઘણા જ પ્રકારની થાય છે. વળી એમને જુદી તત્ત્વસંજ્ઞા કહી, પણ કાં
તો જુદા પદાર્થ હોય તો તેને જુદાં તત્ત્વ કહેવાં હતાં, અગર કાં તો કામ
ક્રોધાદિ મટાડવામાં
એ વિશેષ પ્રયોજનભૂત હોય, તો તત્ત્વ કહેવાં હતાં, પણ અહીં તો એ બંને નથી, જેમતેમ કહેવું
હોય તો પાષાણાદિકની પણ અનેક અવસ્થાઓ થાય છે, તો તેને પણ કહ્યા કરો, પણ તેથી કાંઈ
સાધ્ય નથી.
વળી ‘‘સામાન્ય બે પ્રકારે છેપર અને અપર. ત્યાં ‘પર’ તો સત્તારૂપ છે, તથા ‘અપર’
દ્રવ્યત્વાદિરૂપ છે. વળી નિત્યદ્રવ્યમાં જેની પ્રવૃત્તિ હોય તે વિશેષ છે. અયુતસિદ્ધિ સંબંધનું નામ
17

Page 121 of 370
PDF/HTML Page 149 of 398
single page version

સમવાય છે.’’ હવે એ સામાન્યાદિક તો ઘણાને એક પ્રકારવડે એકવસ્તુમાં ભેદકલ્પનાવડે, તથા
ભેદકલ્પના અપેક્ષાએ સંબંધ માનવાવડે પોતાના વિચારોમાં જ થાય છે, પણ કોઈ જુદા પદાર્થો
તો નથી. વળી એને જાણવાથી કામ
ક્રોધાદિક મટાડવારૂપ વિશેષ પ્રયોજનની પણ સિદ્ધિ થતી
નથી, તેથી એને તત્ત્વ શા માટે કહો છો? જો એ જ પ્રમાણે તત્ત્વ કહેવાં હતાં તો પ્રમેયત્વાદિ
વસ્તુના અનંત ધર્મો છે, વા સંબંધ
આધારાદિ કારકોના અનેક પ્રકાર વસ્તુમાં સંભવે છે, એટલે
કાં તો એ બધા કહેવા હતા અથવા કાં તો પ્રયોજન જાણી કહેવા હતા. તેથી એ સામાન્યાદિક
તત્ત્વ પણ તેઓ વૃથા જ કહે છે.
એ પ્રમાણે વૈશેષિકોવડે કહેલાં તત્ત્વ કલ્પિત જાણવાં.
વળી તેઓ બે જ પ્રમાણ માને છે, પ્રત્યક્ષ અને અનુમાન. પણ એના સત્યઅસત્યનો
નિર્ણય જૈનના ન્યાયગ્રંથોથી જાણવો.
વળી નૈયાયિકો તો કહે છે કે‘‘વિષય, ઇન્દ્રિય, બુદ્ધિ, શરીર, સુખ, દુઃખ એ સર્વના
અભાવથી આત્માની જે સ્થિતિ, તે મોક્ષ છે.’’ અને વૈશેષિકો કહે છે કેચોવીસ ગુણોમાંથી બુદ્ધિ
આદિ નવ ગુણોનો અભાવ થવો તે મોક્ષ છે.’’ અહીં બુદ્ધિનો અભાવ કહ્યો પણ બુદ્ધિ નામ
તે જ્ઞાનનું છે અને જ્ઞાનનું અધિકરણપણું એ આત્માનું લક્ષણ કહ્યું હતું. હવે જ્ઞાનનો અભાવ
થતાં, લક્ષણનો અભાવ થવાથી લક્ષ્યનો પણ અભાવ થતાં, આત્માની સ્થિતિ કેવી રીતે રહી?
તથા જો બુદ્ધિ નામ મનનું છે, તો ભાવમન જ્ઞાનરૂપ જ છે, અને દ્રવ્યમન શરીરરૂપ છે. હવે
મોક્ષ થતાં દ્રવ્યમનનો સંબંધ અવશ્ય છૂટે છે, એટલે જડ એવા દ્રવ્યમનનું નામ બુદ્ધિ કેવી રીતે
હોય? વળી મનવત્ જ ઇન્દ્રિયો પણ જાણવી. તથા જો વિષયનો અભાવ થાય, વા સ્પર્શાદિક
વિષયોનું જાણવું મટે, તો જ્ઞાન કોનું નામ ઠરાવશો? તથા એ વિષયનો અભાવ થશે, તો લોકનો
પણ અભાવ થશે! વળી ત્યાં સુખનો અભાવ કહ્યો; પણ સુખના જ અર્થે તો ઉપાય કરીએ છીએ
તો તેનો જ્યાં અભાવ હોય, તે ઉપાદેય કેવી રીતે હોય? તથા આકુળતામય ઇન્દ્રિયજનિત સુખનો
ત્યાં અભાવ કહો તો એ સત્ય છે, કારણ કે
નિરાકુળતાલક્ષણ અતીન્દ્રિયસુખ તો ત્યાં સંપૂર્ણ
સંભવે છે, તેથી ત્યાં સુખનો અભાવ નથી. વળી શરીર, દુઃખ અને દ્વેષાદિકનો ત્યાં અભાવ કહે
છે, તે સત્ય છે.
વળી શિવમતમાં કર્તા નિર્ગુણઈશ્વર શિવ છે. તેને દેવ માને છે. તેના સ્વરૂપનું અન્યથાપણું
પૂર્વોક્ત પ્રકારથી જાણવું. તેઓમાં ભસ્મ, કોપીન, જટા, જનોઈ ઇત્યાદિ ચિહ્ન સહિત વેષ હોય
છે, તેના આચારાદિભેદથી ચાર પ્રકાર છેઃ
શેષ પાશુપત્, મહાવ્રતી અને કાલમુખ. એ બધા
૧. આપ્તમીમાંસા (દેવાગમ સ્તોત્ર) યુકત્પનુશાસન, અષ્ટસહસ્ત્રી, ન્યાય વિનિશ્ચય, સિદ્ધિવિનિશ્ચય
પ્રમાણસંગ્રહ, તત્ત્વાર્થશ્લોકવાર્ત્તિક, રાજવાર્ત્તિક, પ્રમેયકમલમાર્તંડ અને ન્યાયકુમુદચંદ્રોદય આદિ દાર્શનિક
ગ્રન્થોથી જાણવું જોઈએ.

Page 122 of 370
PDF/HTML Page 150 of 398
single page version

રાગાદિક સહિત છે, માટે તે સુલિંગ નથી.
એ પ્રમાણે શિવમતનું નિરૂપણ કર્યું. હવે મીમાંસકમતનું સ્વરૂપ કહીએ છીએ.
મીમાંસકમતનિરાકરણ
મીમાંસકના બે પ્રકાર છેઃબ્રહ્મવાદી અને કર્મવાદી.
તેમાં બ્રહ્મવાદી તો ‘આ સર્વ બ્રહ્મ છે, બીજું કાંઈ નથી’’એ પ્રમાણે વેદાંતમાં
અદ્વૈતબ્રહ્મને નિરૂપણ કરે છે. તેઓ ‘‘આત્મામાં લીન થવું તે મુક્તિ’’ કહે છે. એનું મિથ્યાપણું
પૂર્વે દર્શાવ્યું છે તે વિચારવું.
તથા કર્મવાદીક્રિયા, આચાર અને યજ્ઞાદિક કાર્યોના કર્તવ્યપણાને પ્રરૂપણ કરે છે, પણ
એ ક્રિયાઓમાં રાગાદિકનો સદ્ભાવ હોવાથી એ કાર્યો કોઈ કાર્યકારી નથી.
વળી ત્યાં ‘‘ભટ્ટ’’ અને ‘‘પ્રભાકર’’ વડે કરેલી બે પદ્ધતિ છે. તેમાં ભટ્ટ તો પ્રત્યક્ષ,
અનુમાન, વેદ, ઉપમા, અર્થાપત્તિ અને અભાવ એ છ પ્રમાણ માને છે અને પ્રભાકર અભાવ
વિના પાંચ જ પ્રમાણ માને છે, પણ તેનું સત્યાસત્યપણું જૈનશાસ્ત્રોથી જાણવું.
વળી ત્યાં ષટ્કર્મ સહિત, બ્રહ્મસૂત્રના ધારક અને શૂદ્રઅન્નાદિકના ત્યાગી, ગૃહસ્થાશ્રમ
છે નામ જેનું, એવા ભટ્ટ છે, તથા વેદાંતમાં યજ્ઞોપવીત રહિત, વિપ્રઅન્નાદિકના ગ્રાહક અને
ભાગવત છે નામ જેમનું, તેમના ચાર પ્રકાર છે
કુટીયર, બહૂદક, હંસ અને પરમહંસ. હવે
એ કંઈક ત્યાગ વડે સંતુષ્ટ થયા છે, પરંતુ જ્ઞાનશ્રદ્ધાનનું મિથ્યાપણું અને રાગાદિકનો સદ્ભાવ
તેમને હોય છે, તેથી એ વેષ કાર્યકારી નથી.
જૈમિનીયમતનિરાકરણ
જૈમિનીયમતમાં એમ કહે છે કે‘‘સર્વજ્ઞદેવ કોઈ છે નહિ; વેદવચન નિત્ય છે; તેનાથી
યથાર્થ નિર્ણય થાય છે; માટે પહેલાં વેદપાઠ વડે ક્રિયામાં પ્રવર્તવું એવું, ‘‘નોદના’’ (પ્રેરણા) છે
લક્ષણ જેનું, એવા ધર્મનું સાધન કરવું. જેમ કહે છે કે
‘‘स्वःकामोऽग्नि यजेत्સ્વર્ગાભિલાષી
અગ્નિને પૂજે,’’ ઇત્યાદિ તેઓ નિરૂપણ કરે છે.
અહીં પૂછીએ છીએ કેશૈવ, સાંખ્ય, નૈયાયિકાદિક બધા વેદને માને છે, અને તમે પણ
માનો છો, તો તમારા અને તેઓ બધાના તત્ત્વાદિક નિરૂપણમાં પરસ્પર વિરુદ્ધતા દેખાય છે,
તેનું શું કારણ? વેદમાં જ કોઈ ઠેકાણે કંઈ અને કોઈ ઠેકાણે કંઈ નિરૂપણ કર્યું, તો તેની પ્રમાણતા
કેવી રીતે રહી? તથા જો મતવાળા જ એવું નિરૂપણ કરે છે, તમે પરસ્પર ઝઘડી, નિર્ણય કરી,
એકને વેદના અનુસાર તથા અન્યને વેદથી વિરુદ્ધ ઠરાવો. અમને તો એમ ભાસે છે કે
વેદમાં
જ પૂર્વાપર વિરુદ્ધતા સહિત નિરૂપણ છે, તેથી તેનો પોતપોતાની ઇચ્છાનુસાર અર્થ ગ્રહણ કરી

Page 123 of 370
PDF/HTML Page 151 of 398
single page version

જુદાજુદા મતના અધિકારી થયા છે. હવે એવા વેદને પ્રમાણ કેવી રીતે માનીએ? વળી અગ્નિ
પૂજવાથી સ્વર્ગ થાય, પણ અગ્નિને મનુષ્યથી ઉત્તમ કેમ માનીએ? એ તો પ્રત્યક્ષવિરુદ્ધ છે. એ
સ્વર્ગદાતા કેવી રીતે હોય? એ જ પ્રમાણે અન્ય વેદવચન પણ પ્રમાણવિરુદ્ધ છે. વળી વેદમાં
બ્રહ્મ કહ્યો છે, તો સર્વજ્ઞ કેમ માનતા નથી? ઇત્યાદિ પ્રકારથી જૈમિનીયમત કલ્પિત જાણવો.
બૌદ્ધમતનિરાકરણ
બૌદ્ધમતમાં ચાર આર્યસત્ય પ્રરૂપણ કરે છેદુઃખ, આયતન, સમુદાય અને માર્ગ. ત્યાં
સંસારીને બંધરૂપ તે દુઃખ છે. તેના પાંચ પ્રકાર છેવિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ.
રૂપાદિકને જાણવું તે વિજ્ઞાન છે, સુખદુઃખને અનુભવવું તે વેદના છે, સૂતેલાનું જાગવું
તે સંજ્ઞા છે, ભણેલાને યાદ કરવું તે સંસ્કાર છે, તથા રૂપને ધારણ કરવું તે રૂપ છે. હવે અહીં
વિજ્ઞાનાદિકને દુઃખ કહ્યું તે મિથ્યા છે, કારણ કે
દુઃખ તો કામક્રોધાદિક છે, જ્ઞાન કાંઈ દુઃખ
નથી. પ્રત્યક્ષ જોઈએ છીએ કેકોઈને જ્ઞાન થોડું છે, પણ ક્રોધલોભાદિક ઘણા છે, તો તે દુઃખી
છે, તથા કોઈને જ્ઞાન ઘણું છે પણ ક્રોધલોભાદિક અલ્પ છે, વા નથી, તો તે સુખી છે. તેથી
વિજ્ઞાનાદિક દુઃખ નથી.
વળી આયતન બાર કહે છેપાંચ ઇન્દ્રિયો, તેના શબ્દાદિક પાંચ વિષયો, એક મન, અને
એક ધર્માયતન. હવે એ આયતન શામાટે કહે છે? કારણ કેતેઓ સર્વને ક્ષણિક કહે છે. તો
તેનું શું પ્રયોજન છે?
વળી જેનાથી રાગાદિકનો સમૂહ નીપજે, એવો આત્મા અને આત્મીય એ છે નામ જેનું,
તે સમુદાય છે. ત્યાં અહંરૂપ આત્મા અને મમરૂપ આત્મીય જાણવા. પણ તેને ક્ષણિક માને છે
એટલે એને કહેવાનું પણ કાંઈ પ્રયોજન નથી.
તથા સર્વ સંસ્કાર ક્ષણિક છે, એવી જે વાસના તે માર્ગ છે. હવે ઘણા કાળ સુધી સ્થાયી
હોય, એવી કેટલીક વસ્તુઓ પ્રત્યક્ષ જોઈએ છીએ. તમે કહેશો કેએક અવસ્થા રહેતી નથી
તે તો અમે પણ માનીએ છીએ. સૂક્ષ્મ પર્યાય ક્ષણસ્થાયી છે. વળી એ વસ્તુનો જ નાશ માનો,
તો એ નાશ થતો દેખાતો નથી, તો અમે કેવી રીતે માનીએ? કારણ કે
બાળ, વૃદ્ધાદિ અવસ્થામાં
એક આત્માનું અસ્તિત્વ જણાય છે. જો તે એક નથી, તો પહેલાં અને પછીના કાર્યનો એક કર્તા
કેમ માને છે? તું કહીશ કે
‘‘સંસ્કારથી એમ છે.’’ તો એ સંસ્કાર કોને છે? જેને (એ સંસ્કાર)
१.दुःखमायतनं चैव ततः समुदयो मतः
मार्गश्चेत्यस्य च व्याख्या क्रमेण श्रूयतामतः ।।३६।।
२.दुःखं संसारिणः स्कंधास्ते च पंञ्चप्रकीर्तिताः
विज्ञानं वेदना संज्ञा संस्कारोरूपमेव च ।।३७।। वि. वि. ।।३७।।

Page 124 of 370
PDF/HTML Page 152 of 398
single page version

છે તે નિત્ય છે કે ક્ષણિક? જો નિત્ય છે, તો સર્વ ક્ષણિક શાથી કહે છે? તથા જો ક્ષણિક છે,
તો જેનો આધાર જ ક્ષણિક છે, તે સંસ્કારોની પરંપરા કેવી રીતે કહે છે? વળી સર્વ ક્ષણિક
થયું ત્યારે પોતે પણ ક્ષણિક થયો, તો તું એવી વાસનાને માર્ગ કહે છે, પણ એ માર્ગના ફળને
પોતે તો પામતો જ નથી, તો પછી એ માર્ગમાં શા માટે પ્રવર્તે છે? વળી તારા મતમાં નિરર્થક
શાસ્ત્ર શા માટે કર્યાં? કારણ કે
ઉપદેશ તો કાંઈ કર્તવ્યવડે ફળ પામવા માટે આપીએ છીએ.
એ પ્રમાણે આ માર્ગ પણ મિથ્યા છે.
વળી રાગાદિક જ્ઞાનસંતાનવાસનાનો ઉચ્છેદ અર્થાત્ નિરોધ, તેને મોક્ષ કહે છે. પણ ક્ષણિક
થયો ત્યારે મોક્ષ કોને કહે છે? રાગાદિકનો અભાવ થવો અમે પણ માનીએ છીએ, પણ પોતાના
જ્ઞાનાદિક સ્વરૂપનો અભાવ થતાં તો પોતાનો અભાવ થાય, તો તેનો ઉપાય કરવો હિતકારી કેમ
હોય? હિતાહિતનો વિચાર કરવાવાળું તો જ્ઞાન જ છે, તો પોતાના અભાવને જ્ઞાની હિત કેમ
માને?
બૌદ્ધમતમાં પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ પ્રમાણ માને છે. પણ તેના સત્યાસત્યનું
નિરૂપણ જૈનશાસ્ત્રોથી જાણવું. જો એ બે જ પ્રમાણ છે, તો તેમના શાસ્ત્ર અપ્રમાણ થયાં તો
તેનું નિરૂપણ શા માટે કર્યું? કારણ કે
પ્રત્યક્ષ અનુમાન તો જીવ પોતે જ કરી લેશે, તમે શાસ્ત્ર
શા માટે બનાવ્યાં?
વળી તેઓ સુગતને દેવ માને છે, અને તેનું નગ્ન વા વિક્રિયારૂપ સ્વરૂપ સ્થાપે છે, જે
વિટંબણારૂપ છે. કમંડળ અને રક્તાંબરના ધારક, પૂર્વાહ્નકાળમાં ભોજન કરનાર, ઇત્યાદિ લિંગરૂપ
બૌદ્ધમતના ભિક્ષુક હોય છે, પણ ક્ષણિકને વેષ ધારવાનું પ્રયોજન શું? પરંતુ મહંતતા માટે કલ્પિત
નિરૂપણ કરવું વા વેષ ધારવું થાય છે.
એ પ્રમાણે બૌદ્ધ છે, તેના ચાર પ્રકાર છેવૈભાષિક, સૌત્રાંતિક, યોગાચાર અને
માધ્યમિક. તેમાં વૈભાષિકજ્ઞાનસહિત પદાર્થ માને છે, સૌત્રાંતિકપ્રત્યક્ષ દેખાય છે તે જ
છે, એ સિવાય કંઈ નથી, એમ માને છે, યોગાચારઆચારસહિત બુદ્ધિને માને છે, તથા
માધ્યમપદાર્થના આશ્રય વિના જ્ઞાનને જ માને છે. તેઓ માત્ર પોતપોતાની કલ્પના કરે છે,
પણ વિચાર કરતાં તેમાં કાંઈ ઠેકાણાની વાત નથી.
એ પ્રમાણે બૌદ્ધમતનું નિરૂપણ કર્યું.
ચાર્વાકમતનિરાકરણ
‘‘કોઈ સર્વજ્ઞદેવ, ધર્મ, અધર્મ, મોક્ષ, પરલોક અને પાપપુણ્યનું ફળ છે જ નહિ. આ
ઇન્દ્રિયગોચર જે કંઈ છે તે જ લોક છે’’એમ ચાર્વાક કહે છે.
તેને પૂછીએ છીએ કેસર્વજ્ઞદેવ આ કાળક્ષેત્રમાં નથી કે સર્વકાળક્ષેત્રમાં નથી? આ

Page 125 of 370
PDF/HTML Page 153 of 398
single page version

કાળક્ષેત્રમાં તો અમે પણ માનતા નથી, પણ સર્વકાળક્ષેત્રમાં નથી, એવું સર્વજ્ઞ વિના જાણવું
કોને થયું? જે સર્વ કાળક્ષેત્રને જાણે તે જ સર્વજ્ઞ, તથા નથી જાણતો, તો નિષેધ કેવી રીતે
કરે છે?
વળી ધર્મઅધર્મ લોકમાં પ્રસિદ્ધિ છે, જો એ કલ્પિત હોય તો સર્વજનસુપ્રસિદ્ધ કેવી
રીતે હોય? ધર્મઅધર્મરૂપ પરિણતિ થતી પણ જોઈએ છીએ, અને તેનાથી વર્તમાનમાં જ
સુખીદુઃખી થતાં જોઈએ છીએ, તો તેને કેમ ન માનીએ? મોક્ષનું હોવું અનુમાનમાં આવે
છે, કારણ કેક્રોધાદિક દોષ કોઈમાં ઓછા છે, કોઈમાં વધારે છે, તેથી જાણીએ છીએ કે
કોઈમાં એની નાસ્તિ પણ થતી હશે. તથા જ્ઞાનાદિક ગુણો કોઈમાં ઓછા ને કોઈમાં વધારે
દેખાય છે, તેથી જાણીએ છીએ કે
કોઈને સંપૂર્ણ પણ થતાં હશે. એ પ્રમાણે જેને સર્વ દોષોની
હાનિ તથા ગુણોની પ્રાપ્તિ હોય તે જ મોક્ષ અવસ્થા છે.
વળી પુણ્યપાપનું ફળ પણ જોઈએ છીએ, જુઓકોઈ ઉદ્યમ કરે તોપણ દરિદ્રી રહે
છે, ત્યારે કોઈને સ્વયં લક્ષ્મી થાય છે. તથા કોઈ શરીરનો યત્ન કરે તોપણ રોગી રહે છે,
ત્યારે કોઈને વિના યત્ને પણ રોગ મટી જાય છે
નીરોગતા રહે છે ઇત્યાદિ પ્રત્યક્ષ જોઈએ
છીએ. હવે એનું કારણ કોઈ તો હશે? જે એનું કારણ છે, તે જ પુણ્યપાપ છે.
વળી પરલોક પ્રત્યક્ષઅનુમાનથી ભાસે છે, વ્યંતરાદિક છે તે એવું કહેતા જોવામાં આવે
છે,‘‘હું અમુક હતો, તે દેવ થયો છું’’ તું કહીશ કે‘‘એ તો પવન છે,’’ પણ અમે તો
‘‘હું છું’’ ઇત્યાદિ ચેતનાભાવ જેના આશ્રયે હોય, તેને જ આત્મા કહીએ છીએ. હવે એનું નામ
તું પવન કહે છે, પણ પવન તો ભીંત આદિવડે અટકે છે, પરંતુ આત્મા તો દાટ્યો કે બંધ
કર્યો છતાં પણ અટકતો નથી, તેથી તેને પવન કેમ મનાય?
તથા જેટલો ઇન્દ્રિયગોચર છે તેટલો જ તું લોક કહે છે, પણ તારી ઇન્દ્રિયગોચર તો
થોડા જ યોજનના દૂરવર્તી ક્ષેત્ર અને થોડા સરખા અતીતઅનાગત કાળ અર્થાત્ એટલા પણ
ક્ષેત્રકાળવર્તી પદાર્થો થઈ શકતા નથી, અને દૂરદેશની વા ઘણાકાળની વાતો પરંપરાગત
સાંભળીએ છીએ. માટે સર્વનું જાણવું તને નથી, તો તું આટલો જ લોક કેવી રીતે કહે છે?
વળી ચાર્વાક મતમાં કહે છે કે‘‘પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ મળતાં ચેતના
થઈ આવે છે. હવે મર્યા પછી પૃથ્વી આદિ તો અહીં રહ્યાં, અને ચેતનાવાન પદાર્થ ગયો તે
વ્યંતરાદિક થયો, એટલે પ્રત્યક્ષ તે જુદા
જુદા જોઈએ છીએ. વળી એક શરીરમાં પૃથ્વી આદિ
તો ભિન્નભિન્ન ભાસે છે, અને ચેતના એક ભાસે છે. હવે જો પૃથ્વી આદિના આધારે ચેતના
હોય તો હાડ, લોહી, ઉચ્છ્વાસાદિને પણ જુદી જુદી જ ચેતના ઠરે તથા હાથ વગેરે કાપતાં
જેમ તેની સાથે વર્ણાદિક રહે છે, તેમ ચેતના પણ રહે. વળી અહંકારબુદ્ધિ તો ચેતનાને છે.
હવે પૃથ્વીઆદિરૂપ શરીર તો અહીં જ રહ્યું, તો વ્યંતરાદિક પર્યાયમાં પૂર્વપર્યાયનું અહંપણું માનતાં

Page 126 of 370
PDF/HTML Page 154 of 398
single page version

જોઈએ છીએ, તે કેવી રીતે હોય છે? તથા પૂર્વપર્યાયના ગુપ્ત સમાચાર પ્રગટ કરે છે, એ
જાણવું કોની સાથે ગયું? જેની સાથે એ જાણવું ગયું, તે જ આત્મા છે.
વળી ચાર્વાક મતમાં ખાનપાન, ભોગવિલાસ ઇત્યાદિ સ્વચ્છંદ વૃત્તિનો ઉપદેશ છે.
હવે એ પ્રમાણે તો જગત પોતાની મેળે જ પ્રવર્તે છે. તો ત્યાં શાસ્ત્રાદિ બનાવી શું ભલું થવાનો
ઉપદેશ આપ્યો? તું કહીશ કે
‘‘તપશ્ચરણ, શીલ, સંયમાદિ છોડાવવા માટે એ ઉપદેશ આપ્યો
છે.’’ પણ એ કાર્યોથી તો કષાય ઘટવાથી આકુળતા ઘટે છે, અને તેથી અહીં જ સુખી થવું
થાય છે
યશ આદિ થાય છે. તું એને છોડાવી શું ભલું કરે છે? માત્ર વિષયાસક્ત જીવોને
ગમતી વાતો કહી. પોતાનું વા બીજાઓનું બૂરું કરવાનો તને ભય નથી, તેથી સ્વચ્છંદી બની
વિષયસેવન માટે આવી જૂઠી યુક્તિ બતાવે છે.
એ પ્રમાણે ચાર્વાક મતનું નિરૂપણ કર્યું.
અન્યમત નિરાકરણ ઉપસંહાર
એ જ પ્રકારે અન્ય અનેક મતો વિષયાસક્તપાપઅભીરુ જીવોએ જૂઠી યુક્તિ બનાવી
પ્રગટ કર્યા છે, તેના શ્રદ્ધાનાદિથી જીવોનું બૂરું થાય છે. એક જૈનમત છે, તે જ સત્ય અર્થનો
પ્રરૂપક છે. શ્રીસર્વજ્ઞવીતરાગદેવ દ્વારા ભાષિત છે, તેના શ્રદ્ધાનાદિ વડે જ જીવોનું ભલું થાય છે.
જૈનમતમાં જીવાદિતત્ત્વ નિરૂપણ કર્યાં છે, પ્રત્યક્ષપરોક્ષ બે પ્રમાણ કહ્યાં છે,
સર્વજ્ઞવીતરાગઅર્હંત દેવ છે; બાહ્યાભ્યંતરપરિગ્રહરહિત નિર્ગ્રંથ ગુરુ છે. એ સર્વનું વર્ણન આ
ગ્રંથમાં આગળ વિશેષતાથી લખીશું, ત્યાંથી જાણવું.
પ્રશ્નઃતમને રાગદ્વેષ છે, તેથી તમે અન્ય મતોનો નિષેધ કરી પોતાના મતને
સ્થાપન કરો છો?
ઉત્તરઃવસ્તુના યથાર્થ પ્રરૂપણ કરવામાં રાગદ્વેષ નથી, પણ કોઈ પોતાનું પ્રયોજન
વિચારી અન્યથા પ્રરૂપણ કરીએ તો રાગદ્વેષ નામ પામે.
પ્રશ્નઃજો રાગદ્વેષ નથી, તો અન્ય મત બૂરા અને જૈનમત ભલો, એમ કેવી
રીતે કહો છો? જો સામ્યભાવ હોય તો સર્વને સમાન જાણો, મતપક્ષ શા માટે કરો છો?
ઉત્તરઃબૂરાને બૂરો કહીએ તથા ભલાને ભલો કહીએ, એમાં રાગદ્વેષ શો કર્યો?
બૂરાભલાને સમાન જાણવા, એ તો અજ્ઞાનભાવ છે, પણ કાંઈ સામ્યભાવ નથી.
પ્રશ્નઃસર્વ મતોનું પ્રયોજન તો એક જ છે, માટે સર્વને સમાન જાણવા?
ઉત્તરઃપ્રયોજન જો એક જ હોય, તો જુદાજુદા મત શા માટે કહો છો? એક મતમાં

Page 127 of 370
PDF/HTML Page 155 of 398
single page version

તો એક જ પ્રયોજન સહિત અનેક પ્રકારે વ્યાખ્યાન હોય છે, તેને જુદા મત કોણ કહે છે? પરંતુ
પ્રયોજન જ ભિન્નભિન્ન હોય છે. તે અહીં દર્શાવીએ છીએઃ
અન્યમતથી જૈનધાર્મની તુલના
જૈનમતમાં એક વીતરાગભાવ પોષવાનું પ્રયોજન છે. કથાઓમાં, લોકાદિકના
નિરૂપણમાં, આચરણમાં વા તત્ત્વમાં જ્યાંત્યાં વીતરાગતાને જ પોષણ કરી છે. પણ અન્ય
મતોમાં સરાગભાવ પોષવાનું પ્રયોજન હોવાથી, કષાયી જીવ અનેક યુક્તિ બનાવી કલ્પિત રચના
કરી, કષાયભાવને જ પોષે છે. જેમ કે
અદ્વૈતબ્રહ્મવાદીસર્વને બ્રહ્મ માનવા વડે, સાંખ્યમતી
સર્વ કાર્યો પ્રકૃતિનાં માની પોતાને શુદ્ધઅકર્તા માનવાવડે, શિવમતી તત્ત્વને જાણવાથી જ સિદ્ધિ
હોવી માનવાવડે, મીમાંસકકષાયજનિત આચરણને ધર્મ માનવાવડે, બૌદ્ધક્ષણિક માનવાવડે,
તથા ચાર્વાકપરલોકાદિક નહિ માનવાવડે, વિષયભોગાદિરૂપ કષાયકાર્યોમાં સ્વચ્છંદી થવાનું જ
પોષણ કરે છે. જોકે તેઓ કોઈ ઠેકાણે કોઈ કષાય ઘટાડવાનું પણ નિરૂપણ કરે છે, તો એ
છળવડે કોઈ ઠેકાણે અન્ય કષાયનું પોષણ કરે છે. જેમ ગૃહકાર્ય છોડી પરમેશ્વરનું ભજન કરવું
ઠરાવ્યું, પણ પરમેશ્વરનું સ્વરૂપ સરાગી ઠરાવી, તેના આશ્રયે પોતાના વિષયકષાયને પોષણ કરે
છે.
ત્યારે જૈનધર્મમાં દેવગુરુધર્માદિકનું સ્વરૂપ વીતરાગ જ નિરૂપણ કરી કેવળ
વીતરાગતાને જ પોષણ કરે છે, અને તે પ્રગટ છે. કેવળ અમે જ કહેતા નથી, પરંતુ સર્વ
મતવાળા કહે છે. અને તે આગળ અન્યમતનાં જ શાસ્ત્રોની સાક્ષીવડે જૈનમતની સમીચીનતા
અને પ્રાચીનતા પ્રગટ કરતાં નિરૂપણ કરીશું.
અન્યમતી ભર્તૃહરિએ પણ શૃંગાર પ્રકરણમાં એમ કહ્યું છે કેઃ
एको रागिषु राजते प्रियतमादेहार्द्धधारी हरो,
र्नरागेषु जिनो विमुक्तललनासङ्गो न यत्मात्परः
दुर्वारस्मरवाणपन्नगविषव्यासक्तमुग्धो जनः
शेषः कामविडंवितो हि विषयान् भोक्तुं न भोक्तुं क्षणः
।।१७।।
આ શ્લોકમાં સરાગીઓમાં મહાદેવ તથા વીતરાગીઓમાં જિનદેવને પ્રધાન કહ્યા છે.
વળી સરાગભાવમાં અને વીતરાગભાવમાં પરસ્પર પ્રતિપક્ષીપણું છે, તેથી એ બંને ભલા નથી;
પરંતુ તેમાં એક જ હિતકારી છે. અર્થાત્ વીતરાગભાવ જ હિતકારી છે. જેના હોવાથી તત્કાળ
* રાગીપુરુષોમાં તો એક મહાદેવ શોભે છે કે જેમણે પોતાની પ્રિયતમા પાર્વતીને અર્ધા શરીરમાં
ધારણ કરી રાખી છે. તથા વિરાગીઓમાં જિનદેવ શોભે છે કેજેમના સમાન સ્ત્રીઓનો સંગ છોડવાવાળો
બીજો કોઈ નથી. બાકીના લોકો તો દુર્નિવાર કામદેવના બાણરૂપ સર્પોના વિષથી મૂર્ચ્છિત થયા છે. કે
જેઓ કામની વિડંબણાથી ન તો વિષયોને સારી રીતે ભોગવી શકે છે કે
ન તો છોડી શકે છે.

Page 128 of 370
PDF/HTML Page 156 of 398
single page version

આકુળતા ઘટી આત્મસ્તુતિ યોગ્ય થાય છે, જેનાથી આગામી ભલું થવું કેવળ અમે જ નથી
કહેતા પણ સર્વે મતવાળા કહે છે. તથા સરાગભાવ થતાં તત્કાળ આકુળતા થાય છેનિંદનીક
થાય છે, અને ભવિષ્યમાં પણ બૂરું થવું ભાસે છે. માટે જેમાં વીતરાગભાવનું જ પ્રયોજન
છે, એવો જૈનમત જ ઇષ્ટ છે, પણ જેમાં સરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું છે એવા અન્ય
મતો અનિષ્ટ છે; તેને સમાન કેમ મનાય?
પ્રશ્નઃએ તો સાચું પરંતુ અન્યમતોની નિંદા કરતાં અન્યમતી દુઃખ પામે, અને
બીજાઓની સાથે વિરોધ થાય, તેથી નિંદા શા માટે કરો છો?
ઉત્તરઃજો કષાયપૂર્વક નિંદા કરીએ વા અન્યને દુઃખ ઉપજાવીએ તો અમે પાપી
જ છીએ, પણ અહીં તો અન્યમતના શ્રદ્ધાનાદિવડે જીવોને અતત્ત્વશ્રદ્ધાન દ્રઢ થાય, અને તેથી
તેઓ સંસારમાં દુઃખી થાય, તેથી કરુણાભાવવડે અહીં યથાર્થ નિરૂપણ કર્યું છે. છતાં કોઈ દોષ
વિના પણ દુઃખ પામે, વિરોધ ઉપજાવે, તો તેમાં અમે શું કરીએ? જેમ મદિરાની નિંદા કરતાં
કલાલ દુઃખ પામે, કુશીલની નિંદા કરતાં વેશ્યાદિક દુઃખ પામે તથા ખરું
ખોટું ઓળખવાની
પરીક્ષા બતાવતાં ઠગ દુઃખ પામે તો તેમાં અમે શું કરીએ? એ પ્રમાણે જો પાપીઓના ભયથી
ધર્મોપદેશ ન આપીએ તો જીવોનું ભલું કેમ થાય? એવો તો કોઈ ઉપદેશ નથી, કે જે વડે
સર્વ જીવોને ચેન થાય. વળી સત્ય કહેતાં વિરોધ ઉપજાવે, પણ વિરોધ તો પરસ્પર ઝગડો
કરતાં થાય; પણ અમે લડીએ નહિ, તો તેઓ પોતાની મેળે જ ઉપશાંત થઈ જશે. અમને
તો અમારા પરિણામોનું જ ફળ થશે.
પ્રશ્નઃપ્રયોજનભૂત જીવાદિતત્ત્વોનું અન્યથા શ્રદ્ધાન કરતાં તો મિથ્યા-
દર્શનાદિક થાય છે, પણ અન્યમતોનું શ્રદ્ધાન કરતાં મિથ્યાદર્શનાદિક કેવી રીતે થાય?
ઉત્તરઃઅન્યમતોમાં વિપરીત યુક્તિ પ્રરૂપી છે, જીવાદિતત્ત્વોનું સ્વરૂપ યથાર્થ ન
ભાસે તેવા ઉપાય કર્યા છે, તે શા માટે કર્યા છે? જો જીવાદિતત્ત્વોનું યથાર્થ સ્વરૂપ ભાસે
તો વીતરાગભાવ થતાં જ મહંતપણું દેખાય, પણ જે જીવો વીતરાગી નથી, અને પોતાની
મહંતતા ઇચ્છે છે, તેઓ સરાગભાવ હોવા છતાં, પોતાની મહંતતા મનાવવા માટે કલ્પિત યુક્તિ
વડે અન્યથા નિરૂપણ કરે છે. અદ્વૈતબ્રહ્માદિકના નિરૂપણ વડે જીવ
અજીવનું, સ્વચ્છંદવૃત્તિ
પોષવા વડે આસ્રવસંવરાદિકનું, તથા સકષાયીવત્ વા અચેતનવત્ મોક્ષ કહીને એ વડે તેઓ
મોક્ષનું અયથાર્થશ્રદ્ધાન પોષણ કરે છે. તેથી અહીં અન્ય મતોનું અયથાર્થપણું પ્રગટ કર્યું છે.
જો એનું અન્યથાપણું ભાસે તો તત્ત્વશ્રદ્ધાનમાં રુચિવાન થાય, અને તેઓની યુક્તિવડે ભ્રમ
ન થાય.
એ પ્રમાણે અન્ય મતોનું નિરૂપણ કર્યું.
18

Page 129 of 370
PDF/HTML Page 157 of 398
single page version

અન્યમતના ગ્રંથોથી જૈનમતની પ્રાચીનતા અને સમીચીનતા
યોગવાસિષ્ઠ છત્રીસહજાર શ્લોક પ્રમાણ છે, તેના પ્રથમ વૈરાગ્યપ્રકરણમાં અહંકાર-
નિષેધાધ્યાયમાં વસિષ્ઠ અને રામના સંવાદમાં કહ્યું છે કેઃ
रामोवाच :‘‘नाहं रामो न मे वांछा भावेषु च न मे मनः
शांतिमास्थातुमिच्छामि स्वात्मन्येव जिनो यथा’’ ।। (સર્ગ ૧૫, પૃ. ૩૩)
આ શ્લોકમાં રામચંદ્રજીએ જિન સમાન થવાની ઇચ્છા કરી, તેથી રામચંદ્રજી કરતાં
જિનદેવનું ઉત્તમપણું અને પ્રાચીનપણું પ્રગટ થયું. વળી દક્ષિણામૂર્તિ સહસ્રનામમાં કહ્યું છે કેઃ
शिवोवाच :‘‘जैनमार्गरतो जैन जिन क्रोधो जितामयः’’
અહીં ભગવંતનું નામ જૈનમાર્ગમાં લીન તથા જૈન કહ્યું તેથી તેમાં જૈનમાર્ગની પ્રધાનતા
વા પ્રાચીનતા પ્રગટ થઈ. વળી વૈશંપાયનસહસ્રનામમાં કહ્યું છે કેઃ
‘‘कालनेमिर्म्महावीरः शूरः शौरिर्जिनेश्वरः’’ (મહાભારત અ. ૫ શ્લોક ૮૨ અ. ૧૪૯)
અહીં ભગવાનનું નામ જિનેશ્વર કહ્યું, તેથી જિનેશ્વર ભગવાન છે. વળી દુર્વાસાૠષિકૃત
‘‘મહામ્નિસ્તોત્ર’’માં એમ કહ્યું છે કેઃ
‘‘तत्तदर्शनमुख्यशक्तिरिति च त्वं ब्रह्मकर्मेश्वरी
कर्तार्हन् पुरुषो हरिश्च सविता बुद्धः शिवस्त्वं गुरुः
’’
અહીં ‘અર્હંત તમે છો,’ એ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી, તેથી અરહંતમાં
ભગવાનપણું પ્રગટ થયું.
વળી હનુમન્નાટકમાં કહ્યું છે કેઃ
‘‘यं शैवाः समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनः
बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्त्तेति नैयायिकाः
अर्हन्नित्यथ जैनशासनरताः कर्मेति मीमांसकाः
सोऽयं वो विदधातु वांछितफलं त्रैलोक्यनाथ
प्रभुः
।।।।
૧.હું રામ નથી, મારી કાંઈ ઇચ્છા નથી, અન્ય ભાવો વા પદાર્થોમાં મારું મન નથી, હું તો
જિનદેવ સમાન મારા આત્મામાં શાંતિ સ્થાપન કરવા જ ઇચ્છું છું.
૨.આ હનુમન્નાટકના મંગલાચરણનો શ્લોક છે તેનો અભિપ્રાય એ છે કેજેની શિવમાર્ગિઓ
શિવ કહીને, વેદાંતિઓ બ્રહ્મ કહીને, બૌદ્ધો બુદ્ધદેવ કહીને, નૈયાયિકો કર્તા કહીને, જૈનો અર્હંત્
કહીને, તથા મીમાંસકો કર્મ કહીને ઉપાસના કરે છે, તે ત્રૈલોકનાથ પ્રભુ તમારા મનોરથને સફળ
કરો! (હનુમાન નાટક મંગળાચરણ શ્લોક
૩)

Page 130 of 370
PDF/HTML Page 158 of 398
single page version

અહીં છયે મતમાં ઈશ્વર એક કહ્યો, તેમાં અરિહંતદેવને પણ ઈશ્વરપણું પ્રગટ કર્યું.
પ્રશ્નઃજેમ અહીં સર્વ મતોમાં એક ઈશ્વર કહ્યો તેમ તમે પણ માનો?
ઉત્તરઃએમ તો તમે કહો છો પણ અમે કહ્યું નથી, તેથી તમારા મતમાં અરિહંતને
ઈશ્વરપણું સિદ્ધ થયું. અમારા મતમાં પણ જો એમ જ કહીએ, તો અમે પણ શિવાદિકને ઈશ્વર
માનીએ. જેમ કોઈ વ્યાપારી સાચાં રત્ન બતાવે તથા કોઈ જૂઠાં રત્ન બતાવે, હવે ત્યાં જૂઠા
રત્નવાળો તો સર્વ રત્નોનું સરખું મૂલ્ય લેવા માટે બધાને સમાન કહે, પણ સાચાં રત્નવાળો
કેવી રીતે સમાન માને? તેમ જૈન સાચા દેવાદિકને પ્રરૂપે તથા અન્યમતી જૂઠા પ્રરૂપે, હવે
ત્યાં અન્યમતી તો પોતાના માહાત્મ્ય માટે સર્વને સમાન કહે, પણ જૈન કેવી રીતે એમ કહે?
વળી ‘રુદ્રયામલતંત્ર’ માં ભવાનીસહસ્રનામમાં પૃ. ૯માં એમ કહ્યું કેઃ
कुंडासना जगद्धात्री बुद्धमाता जिनेश्वरी
जिनमाता जिनेन्द्रा च शारदा हंसवाहिनी ।।१३।।
અહીં ભવાનીનાં નામ જિનેશ્વરી ઇત્યાદિક કહ્યાં તેથી જિનનું ઉત્તમપણું પ્રગટ થયું.
વળી ‘‘ગણેશપુરાણ’’માં એમ કહ્યું છે કે‘‘जैनं पाशुपतं सांख्यं’’
તથા વ્યાસકૃત સૂત્રમાં પણ એમ કહ્યું છે કે
‘‘जैना एकस्मिन्नैव वस्तुनि उभयं प्ररूपयन्ति स्याद्वादिनः’’
ઇત્યાદિક તેમનાં શાસ્ત્રોમાં જૈનમતનું નિરૂપણ છે, તથા જૈનમતનું પ્રાચીનપણું જણાય
છે.
વળી ભાગવતના પંચમસ્કંધમાં ૠષભાવતારનું વર્ણન છે, ત્યાં તેને કરુણામય,
તૃષ્ણાદિરહિત, ધ્યાનમુદ્રાધારી તથા સર્વાશ્રમદ્વારા પૂજિત કહ્યો છે. તેના અનુસારે અરહંતરાજાએ
પ્રવૃત્તિ કરી, એમ કહે છે. તે જેમ રામકૃષ્ણાદિ અવતારો અનુસાર અન્યમત છે, તેમ
ૠષભાવતાર અનુસાર જૈનમત છે, એમ તમારા મતવડે જ જૈનમત પ્રમાણ થયો.
અહીં આટલો વિચાર વિશેષ કરવો કેકૃષ્ણાદિ અવતારો અનુસાર વિષયકષાયોની
પ્રવૃત્તિ હોય છે, તથા ૠષભાવતાર અનુસાર વીતરાગભાવસામ્યભાવની પ્રવૃત્તિ હોય છે. હવે
અહીં બંને પ્રવૃત્તિ સમાન માનીએ તો ધર્મઅધર્મની વિશેષતા ન રહે, તથા જો વિશેષતા
માનીએ તો જે ભલી હોય તે અંગીકાર કરો.
૧. ભાગવતસ્કંધ ૫ અધ્યાય ૫,૨૯.

Page 131 of 370
PDF/HTML Page 159 of 398
single page version

વળી દશાવતારચરિત્રમાં ‘‘बद्धवा पद्मासनं यो नयनयुगमिदं न्यस्यनासाग्रदेशे’’ ઇત્યાદિ
બુદ્ધાવતારનું સ્વરૂપ અરિહંતદેવ જેવું લખ્યું છે. હવે જો એવું સ્વરૂપ પૂજ્ય છે, તો અરિહંતદેવ
સહજ પૂજ્ય થયા.
વળી કાશીખંડમાં દેવદાસરાજાને સંબોધી રાજ્ય છોડાવ્યું, ત્યાં નારાયણ તો વિનયકીર્તિ
યતી થયો, લક્ષ્મીને તો વિનયથી અર્જિકા કરી, તથા ગરુડને શ્રાવક કર્યો, એવું કથન છે. હવે
જો સંબોધન કરવા કાળે જૈનવેષ બનાવ્યો, તો જૈન હિતકારી અને પ્રાચીન પ્રતિભાસે છે. વળી
પ્રભાસપુરાણમાં કહ્યું છે કેઃ
भवस्य पश्चिमे भागे वामनेन तपः कृतम्
तेनैव तपसाकृष्टः शिवः प्रत्यक्षतां गतः ।।।।
पद्मासनसमासीनः श्याममूर्तिदिगम्बरः
नेमिनाथः शिवेन्येवं नाम चक्रेअस्य वामनः ।।।।
कलिकाले महाघोरे सर्व पापप्रणाशकः
दर्शनात्स्पर्शनादेव कोटियज्ञफलप्रदः ।।।।
અહીં વામનને પદ્માસનસ્થદિગંબર નેમિનાથનું દર્શન થવાનું કહ્યું, તેનું જ નામ શિવ
કહ્યું, તથા તેના દર્શનાદિકથી કોટિયજ્ઞનું ફળ કહ્યું. હવે એવા નેમિનાથનું સ્વરૂપ તો જૈનો પ્રત્યક્ષ
માને છે, તે પ્રમાણ ઠર્યું.
વળી પ્રભાસપુરાણમાં કહ્યું છે કેઃ
रेवताद्रौ जिनो नेमिर्युगादिर्विमलाचले
ऋषीणामाश्रमादेव मुक्तिमार्गस्य कारणम् ।।।।
અહીં નેમિનાથને જિન કહ્યા, તેના સ્થાનને મોક્ષના કારણરૂપ ૠષિનો આશ્રમ કહ્યો,
તથા યુગાદિના સ્થાનને પણ એવો જ કહ્યો, તેથી તે ઉત્તમપૂજ્ય ઠર્યા.
વળી નગરપુરાણમાં ભવાવતારરહસ્યમાં કહ્યું છે કેઃ
अकारादिहकारान्तं मुर्द्धाधोरेफ संयुतम्
नादविन्दुकलाक्रान्तं चंद्रमण्डलसन्निभम् ।।।।
एतद्देवि परं तत्त्वं यो विजानातितत्त्वतः
संसारबन्धनं छित्वा स गच्छेत्परमां गतिम् ।।।।
૧.હે દેવી! અર્હં એવા આ પરમતત્ત્વને જે વસ્તુતઃ જાણે છે તે સંસારના બંધન કાપીને પરમધામને
પામે છે.

Page 132 of 370
PDF/HTML Page 160 of 398
single page version

અહીં ‘‘અર્હં’’ એ પદને પરમતત્ત્વ કહ્યું, અને તેને જે વસ્તુતઃ (ખરેખર) જાણે છે
તેને પરમગતિની પ્રાપ્તિ કહી.
આ ‘‘અર્હં’’ પદ તો જૈનમતોક્તિ છે.
વળી નગરપુરાણમાં કહ્યું છે કે
दशभिर्भोजितैविप्रैः यत्फलं जायते कृते
मुनेरर्हत्सुभक्तस्य तत्फलं जायते फलौ ।।।।
અહીં કૃતયુગમાં દશ બ્રાહ્મણોને ભોજન કરાવવાનું જેટલું ફળ કહ્યું, તેટલું કળિયુગમાં
એક અર્હંતભક્ત મુનિને ભોજન કરાવવાનું કહ્યું છે. તેથી જૈનમુનિ ઉત્તમ ઠર્યા.
વળી મનુસ્મૃતિમાં એમ કહ્યું છે કેઃ
कुलादिबीजं सर्वेषां प्रथमो विमलवाहनः
चक्षुष्मान् यशस्वी वाभिचन्द्रोअथ प्रसेनजित् ।।।।
मरुदेवी च नाभिश्च भरते कुल सत्तमाः
अष्टमो मरुदेव्यां तु नाभेर्जात उरुक्रमः ।।।।
दर्शयन् वर्त्मं वीराणां सुरासुरनमस्कृतः
नीतित्रितयकर्ता यो युगादौ प्रथमो जिनः ।।।।
અહીં વિમલવાહનાદિક મનુ કહ્યા, પણ જૈનો માં કુલકરોનાં એ જ નામ કહ્યા છે,
તથા યુગની આદિમાં પ્રથમજિનને માર્ગદર્શક અને સુરાસુરદ્વારા પૂજિત કહ્યા. હવે જો એમ જ
છે, તો જૈનમત યુગની આદિથી જ છે, તથા પ્રમાણભૂત છે, એમ કેમ ન કહેવું?
વળી ૠગ્વેદમાં પણ કહ્યું છે કેઃ
ॐ त्रैलोक्यप्रतिष्ठातान्, चतुर्विशति तीर्थंकरान्ः ऋषभाद्यावर्द्धमानान्तान्, सिद्धान् शरणं प्रपद्ये.
ॐ पवित्रं नग्नमुपवि प्रसामहे एषां (नग्नये) जातिर्येषां वीरं सुवीर इत्यादि
યજુર્વેદમાં અ. ૨૫ મં. ૧૯ માં પણ કહ્યું છે કેઃ
ॐ नमोऽर्हन्तो ऋषभो ॐ ऋषभ पवित्रं पुरुहूतमध्वरं यज्ञेषु नग्नं परम माहसंस्तुतं शत्रुजयंतं
૧.શ્રી ૠષભદેવથી માંડીને શ્રી વર્દ્ધમાન સુધીના સિદ્ધો કે જેઓ ત્રણ લોકમાં પ્રતિષ્ઠા પામવાવાળા
છે, તથા ચોવીસ તીર્થોને સ્થાપવાવાળા છે, તે સિદ્ધોના શરણને હું પ્રાપ્ત થાઉં છું.
૨.પવિત્ર, શુદ્ધ અને પાપથી બચાવવાવાળા નગ્ન (દિગંબર) દેવોને અમે પ્રસન્ન કરીએ છીએ.
જેમની જાતિ નગ્ન રહે છે, તથા જેઓ બળયુક્ત છે.