Moksha Marg Prakashak (Gujarati). Brahma-Vishnu-Maheshane Shrushtina Karta, Rakshak Ane Sanharakapananu Nirakaran; Lokana Anadinidhanapanani Pushti; Avatar Mimamsa; Yagyama Pashuvadhathi Dharma Kalpana - Pashu Hinsano Nishedh; Nirgun Ane Sagun Bhaktini Mimamsa; Bhaktiyog Mimansha; Gyanyog Mimamsa; Pavanadi Sadhan Vade Gyani Hovano Pratishedh.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 20

 

Page 93 of 370
PDF/HTML Page 121 of 398
single page version

જો તું કહીશ કે‘‘એ નવીન પદાર્થ નીપજ્યા’’ તો એ માયાથી ભિન્ન નીપજ્યા કે
અભિન્ન નીપજ્યા? જો માયાથી ભિન્ન નીપજ્યા છે તો શરીરાદિકને માયામય કેમ કહે છે?
કારણ કે તે તો પદાર્થમય થયા. તથા અભિન્ન નીપજ્યા છે તો માયા તદ્રૂપ જ થઈ, નવીન
પદાર્થ નીપજ્યા કેમ કહે છે?
એ પ્રમાણે શરીરાદિક માયાસ્વરૂપ છે એમ કહેવું માત્ર ભ્રમ છે.
વળી તે કહે છે કે‘‘માયામાંથી રાજસ, તામસ અને સાત્ત્વિક એ ત્રણ ગુણ
ઊપજ્યા’’ એમ કહેવું એ પણ મિથ્યા છે. કારણ કેમાનાદિ કષાયરૂપ ભાવને રાજસ, ક્રોધાદિક
કષાયરૂપ ભાવને તામસ તથા મંદકષાયરૂપ ભાવને સાત્ત્વિક કહેવામાં આવે છે. હવે એ ભાવ
તો ચેતનામય પ્રત્યક્ષ જોવામાં આવે છે અને માયાનું સ્વરૂપ જડ છે તો જડથી એ ભાવ કેવી
રીતે નીપજ્યા? જો જડને પણ એ ભાવ હોય તો પાષાણાદિકને પણ હોય. એ ભાવ તો
ચેતનાસ્વરૂપ જીવના જ દેખાય છે. માટે તે ભાવ માયાથી નીપજ્યા નથી. જો માયાને ચેતન
ઠરાવે તો માનીએ. હવે માયાને ચેતન ઠરાવતાં શરીરાદિક માયાથી ભિન્ન
ભિન્ન નીપજ્યાં
કહીશ તો એ નહિ માનીએ. માટે નિર્ધાર કર. ભ્રમરૂપ માનવાથી શું લાભ છે?
વળી તે કહે છે કે‘‘એ ગુણોમાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણ દેવ પ્રગટ થાય.’’
તે કેમ સંભવે? અર્થાત્ એ કહેવું પણ મિથ્યા જ છે. કારણ કે ગુણીથી તો ગુણ થાય પણ
ગુણમાંથી ગુણી કેવી રીતે ઊપજે? જેમ કોઈ પુરુષથી તો ક્રોધ થાય પણ ક્રોધમાંથી પુરુષ
કેવી રીતે ઊપજે? વળી એ ગુણોની તો નિંદા કરવામાં આવે છે તો તેનાથી નીપજેલા બ્રહ્માદિકને
પૂજ્ય કેમ મનાય? વળી ગુણને તો માયામય અને તેને બ્રહ્મના અવતાર કહે છે પણ તે તો
માયાના અવતાર થયા, તેને વળી બ્રહ્મના
*અવતાર કેવી રીતે કહે છે? એ ગુણો જેનામાં
થોડા પણ હોય તેને તો છોડાવવાનો ઉપદેશ આપીએ છીએ તો પછી તેની જ મૂર્તિને પૂજ્ય
માનીએ તો એ કેવો ભ્રમ છે? (એ તો મોટો ભ્રમ છે.)
વળી તેમનું કર્તવ્ય પણ એ ગુણોમય ભાસે છે. કુતૂહલાદિક, યુદ્ધાદિક વા સ્ત્રીસેવનાદિક
કાર્ય તેઓ કરે છે, એ બધી ક્રિયા રાજસાદિક ગુણો વડે જ હોય છે. તેથી તેમને રાજસાદિક
હોય છે એમ કહે. તેમને પૂજ્ય અને પરમેશ્વર કહેવા તો ન બને. જેમ અન્ય સંસારી જીવો
છે તેવા એ પણ છે.
* બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એત્રણે બ્રહ્મની પ્રધાન શક્તિ છે. (વિષ્ણુપુરાણ અ૦ ૨૨-૫૮.)
કલિકાળના પ્રારંભમાં પરબ્રહ્મપરમાત્માએ રજોગુણથી ઉત્પન્ન થઈ બ્રહ્મા થઈને પ્રજાની રચના કરી.
પ્રલય વખતે તમોગુણથી ઉત્પન્ન થઈ કાળ (
શિવ) બનીને તે સૃષ્ટિને ગળી ગયા તથા તે જ
પરમાત્માએ સત્વગુણથી ઉત્પન્ન થઈ નારાયણ બની સમુદ્રમાં શયન કર્યું.
(વાયુપુરાણ અ૦ ૭, ૬૮, ૬૯.)

Page 94 of 370
PDF/HTML Page 122 of 398
single page version

તું કહીશ કે‘‘સંસારી તો માયાને આધીન છે, તેથી તેઓ વિના જાણે એ કાર્યો
કરે છે, પણ એ બ્રહ્માદિકને તો માયા આધીન હોવાથી જાણપૂર્વક એ કાર્યો કરે છે.’ એમ
કહેવું એ પણ ભ્રમ છે, કારણ કે
માયાને આધીન થતાં તો કામક્રોધાદિક જ ઊપજે છે,
અન્ય શું થાય છે? એ બ્રહ્માદિકને તો કામક્રોધાદિકની તીવ્રતા હોય છે. જુઓ, કામની તીવ્રતા
વડે સ્ત્રીઓને વશીભૂત થઈ નૃત્યગાનાદિક કરવા લાગ્યા, વિહ્વળ થવા લાગ્યા અને નાના
પ્રકારની કુચેષ્ટા કરવા લાગ્યા; ક્રોધને વશીભૂત થતાં અનેક યુદ્ધાદિક કાર્ય કરવા લાગ્યા; માનને
વશીભૂત થતાં પોતાની ઉચ્ચતા પ્રગટ કરવા માટે અનેક ઉપાય કરવા લાગ્યા; માયાને વશીભૂત
થતાં અનેક છળ કરવા લાગ્યા; તથા લોભને વશીભૂત થતાં પરિગ્રહનો સંગ્રહ કરવા લાગ્યા.
ઇત્યાદિ ઘણું શું કહીએ? એ પ્રમાણે કષાયને વશીભૂત થતાં ચીરહરણાદિ નિર્લજ્જોની ક્રિયા
દધિલૂટનાદિ ચોરોની ક્રિયા, રુંડમાલાધારણાદિ બહાવરાઓની ક્રિયા,
બહુરૂપધારણાદિ ભૂતોની
ક્રિયા અને ગાયચરાવવાદિ નીચા કુળવાળાઓની ક્રિયા,ઇત્યાદિ નિંદ્ય ક્રિયાઓ તેઓ કરવા
લાગ્યા. તો એથી અધિક માયાવશ થતાં શું શું ક્રિયા થાત તે સમજાતું નથી. બાહ્ય કુચેષ્ટાસહિત
તીવ્ર કામ
ક્રોધાદિકધારી એ બ્રહ્માદિકોને માયારહિત માનવા તે તો જેમ કોઈ મેઘપટલસહિત
અમાસની રાતને અંધકાર રહિત માને તેની બરાબર છે.
ત્યારે તે કહે છે કે‘‘એમને કામક્રોધાદિ વ્યાપ્ત થતાં નથી એ પણ પરમેશ્વરની
લીલા છે.’’ તેને અમે કહીએ છીએ કેએવાં કાર્ય કરે છે તે ઇચ્છા વડે કરે છે કે ઇચ્છા
વિના? જો ઇચ્છાવડે કરે છે તો સ્ત્રીસેવનની ઇચ્છાનું જ નામ કામ છે, યુદ્ધ કરવાની ઇચ્છાનું
જ નામ ક્રોધ છે, ઇત્યાદિ અન્ય પણ એ જ પ્રમાણે જાણવું. તથા જો ઇચ્છા વિના કરે છે
તો પોતે જેને ન ઇચ્છે એવાં કાર્ય તો પરવશ થતાં જ થાય પણ તેને પરવશપણું કેમ સંભવે?
વળી તું લીલા કહે છે તો જ્યારે પરમેશ્વર જ અવતાર ધરી એ કાર્યોમાં લીલા કરે છે તો
પછી અન્ય જીવોને એ કાર્યોથી છોડાવી મુક્ત કરવાનો ઉપદેશ શા માટે આપે છે? ક્ષમા,
સંતોષ, શીલ અને સંયમાદિકનો સર્વ ઉપદેશ જૂઠો જ ઠર્યો.
વળી તે કહે છે કે‘‘પરમેશ્વરને તો કાંઈ પ્રયોજન નથી, પણ લોકરીતિની પ્રવૃત્તિ
માટે વા ભક્તોની રક્ષા અને દુષ્ટોના નિગ્રહ માટે તે અવતાર ધરે છે.’’ પણ પ્રયોજન વિના
એક કીડી પણ કોઈ કાર્ય ન કરે તો પરમેશ્વર શા માટે કરે? વળી એ પ્રયોજન પણ શું
લોક-રીતિની પ્રવૃત્તિ માટે કરે છે? એ તો જેમ કોઈ પુરુષ પોતે કુચેષ્ટા કરી પોતાના પુત્રોને
શિખવાડે અને તે પુત્રો એ કુચેષ્ટારૂપ પ્રવર્તતાં તેમને મારે તો એવા પિતાને ભલો કેમ કહેવાય?
नानारूपाय मुण्डाय वरूथपृथुदंडिने
नमः कपालहस्ताय दिग्वासाय शिखण्डिने ।। (મત્સપુરાણ અ૦ ૨૫૦ શ્લોક નં. ૨)
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।।।। (ગીતા૮)

Page 95 of 370
PDF/HTML Page 123 of 398
single page version

તેમ બ્રહ્માદિક પોતે કામક્રોધરૂપ ચેષ્ટા કરી પોતાના નીપજાવેલા લોકોમાં પ્રવૃત્તિ કરાવે અને
એ લોકો તેમ પ્રવર્તે ત્યારે તેમને નરકાદિકમાં નાખે, કારણ કે
એ ભાવોનું ફલ નરકાદિક જ
શાસ્ત્રોમાં લખ્યું છે. તો એવા પ્રભુને ભલો કેમ મનાય?
વળી તે ‘‘ભક્તોની રક્ષા અને દુષ્ટોનો નિગ્રહ કરવો’’ એ પ્રયોજન કહ્યું. પરંતુ
ભક્તજનોને દુઃખદાયક જે દુષ્ટો થયા તે પરમેશ્વરની ઇચ્છાથી થયા કે ઇચ્છા વિના થયા?
જો ઇચ્છાથી થયા તો જેમ કોઈ પોતાના સેવકને પોતે જ કોઈને કહી મરાવે અને વળી પછી
તે મારવાવાળાને પોતે મારે તો એવા સ્વામીને ભલો કેમ કહેવાય? તેમ જે પોતાના ભક્તોને
પોતે જ ઇચ્છાવડે દુષ્ટો દ્વારા પીડિત કરાવે અને પછી એ દુષ્ટોને પોતે અવતાર ધારી મારે
તો એવા ઈશ્વરને ભલો કેમ કહેવાય?
તું કહીશ કે‘‘ઇચ્છા વિના દુષ્ટો થયા’’ તો કાં તો પરમેશ્વરને એવું ભવિષ્યનું જ્ઞાન
નહિ હોય કેમારા ભક્તોને દુષ્ટો દુઃખ આપશે, અગર પહેલાં એવી શક્તિ નહિ હોય કે
તેમને એવા થવા જ ન દે. વળી એવાં કાર્ય માટે તેણે અવતાર ધાર્યો, પણ શું અવતાર ધાર્યા
વિના તેનામાં શક્તિ હતી કે નહોતી? જો શક્તિ હતી તો અવતાર શા માટે ધાર્યો? તથા
જો નહોતી તો પાછળથી સામર્થ્ય થવાનું કારણ શું થયું?
ત્યારે તે કહે છે કે‘‘એમ કર્યા વિના પરમેશ્વરનો મહિમા કેમ પ્રગટ થાય?’’ તેને
અમે પૂછીએ છીએ કેપોતાના મહિમા માટે પોતાના અનુચરોનું પાલન કરે તથા પ્રતિપક્ષીઓનો
નિગ્રહ કરે એ જ રાગદ્વેષ છે અને રાગદ્વેષ તો સંસારી જીવોનું લક્ષણ છે. હવે જો
પરમેશ્વરને પણ રાગદ્વેષ હોય છે તો અન્ય જીવોને રાગદ્વેષ છોડી સમતાભાવ કરવાનો
ઉપદેશ શા માટે આપે છે? વળી તેણે રાગદ્વેષ અનુસાર કાર્ય કરવું વિચાર્યું પણ થોડો વા
ઘણો કાળ લાગ્યા વિના કાર્ય થાય નહિ, તો એટલો કાળ પણ પરમેશ્વરને આકુલતા તો થતી
જ હશે? વળી જેમ કોઈ કાર્યને હલકો મનુષ્ય જ કરી શકે તે કાર્યને રાજા પોતે જ કરે
તો તેથી કંઈ રાજાનો મહિમા થતો નથી પણ ઊલટી નિંદા જ થાય છે; તેમ જે કાર્યને રાજા
વા વ્યંતરદેવાદિક કરી શકે તે કાર્યને પરમેશ્વર પોતે અવતાર ધારી કરે છે એમ માનીએ,
તો તેથી કંઈ પરમેશ્વરનો મહિમા થતો નથી પણ ઊલટી નિંદા જ થાય છે.
વળી મહિમા તો કોઈ અન્ય હોય તેને બતાવવામાં આવે છે પણ તું તો અદ્વૈતબ્રહ્મ
માને છે તો એ પરમેશ્વર કોને મહિમા બતાવે છે? તથા મહિમા બતાવવાનું ફળ તો સ્તુતિ
કરાવવી એ છે, તો તે કોની પાસે સ્તુતિ કરાવવા ઇચ્છે છે? વળી તું કહે છે કે
‘‘સર્વ જીવ
પરમેશ્વરની ઇચ્છાનુસાર પ્રવર્તે છે.’’ હવે જો તેને પોતાની સ્તુતિ કરાવવાની ઇચ્છા છે તો
બધાને પોતાની સ્તુતિરૂપ જ પ્રવર્તાવો શા માટે અન્ય કાર્ય કરવું પડે? તેથી મહિમા અર્થે પણ
એવાં કાર્ય બનતાં નથી.

Page 96 of 370
PDF/HTML Page 124 of 398
single page version

વળી તે કહે છે કે‘‘પરમેશ્વર એ કાર્યોને કરતો હોવા છતાં પણ અકર્તા છે. પણ
તેનો નિરધાર થતો નથી.’’ તેને કહીએ છીએ કેતું કહીશ કે‘‘આ મારી માતા પણ છે અને
વંધ્યા પણ છે’’એવું તારું કહેવું કોણ સાચું માનશે? જે કાર્ય કરે છે તેને અકર્તા કેમ
મનાય? વળી તું કહે છે કે ‘‘તેનો નિરધાર થતો નથી’’ પણ નિરધાર વિના માની લેવું તો
એવું ઠર્યું કે
જેમ આકાશને ફૂલ તથા ગધેડાને શીંગડાં હોવા માનવાં. પરંતુ એમ સંભવતું નથી.
એ પ્રમાણે અસંભવિત કહેવું યુક્ત નથી.
એ પ્રમાણે તેઓ બ્રહ્માવિષ્ણુમહેશનું હોવું કહે છે તે મિથ્યા જાણવું.
બ્રÙાવિષ્ણુમહેશને સૃષ્ટિનાં કર્તા, રક્ષક અને
સંહારકપણાનું નિરાકરણ
વળી તે કહે છે કે‘‘બ્રહ્મા સૃષ્ટિને ઉપજાવે છે, વિષ્ણુ રક્ષા કરે છે તથા મહેશ
સંહાર કરે છે.’’ એમ કહેવું એ પણ સંભવ નથી, કારણ કેઆ કાર્યો કરતાં કોઈ કાંઈ કરવા
ઇચ્છે તથા કોઈ કાંઈ કરવા ઇચ્છે ત્યારે પરસ્પર વિરોધ થાય.
તું કહીશ કે‘‘એ તો એક જ પરમેશ્વરનાં જ સ્વરૂપ છે, વિરોધ શા માટે થાય,’’ તો
પોતે જ ઉપજાવે અને પોતે જ નાશ કરે એવા કાર્યોનું ફળ શું? જો સૃષ્ટિ પોતાને અનિષ્ટ
છે તો ઉપજાવી શા માટે? તથા જો ઇષ્ટ છે તો તેને નાશ કરી એ શા માટે? કદાપિ પહેલાં
ઇષ્ટ લાગી ત્યારે ઉપજાવી અને પાછળથી અનિષ્ટ લાગતાં તેનો નાશ કર્યો, એમ હોય તો એ
પરમેશ્વરનો સ્વભાવ અન્યથા થયો કે સૃષ્ટિનું સ્વરૂપ અન્યથા થયું? જો પ્રથમ પક્ષ ગ્રહણ કરીશ
તો તેથી પરમેશ્વરનો એક સ્વભાવ ન ઠર્યો; એ એક સ્વભાવ ન રહેવાનું કારણ શું તે બતાવ?
વિના કારણ એક સ્વભાવનું પલટાવું શા માટે હોય તથા બીજો પક્ષ ગ્રહણ કરીશ તો સૃષ્ટિ
તો પરમેશ્વરને આધીન હતી તેને એવી તે શા માટે થવા દીધી કે
તે પોતાને અનિષ્ટ લાગે?
વળી બ્રહ્મા સૃષ્ટિ ઉપજાવે છે તે કેવી રીતે ઉપજાવે છે? એક પ્રકાર તો આ છે
કે‘‘જેમ મંદિર ચણવાવાળો ચૂનોપથ્થર વગેરે સામગ્રી એકઠી કરી તેના આકારાદિક બનાવે
છે, તે જ પ્રમાણે સામગ્રી એકઠી કરી બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે.’’ તો એ સામગ્રી જ્યાંથી
લાવી એકઠી કરી હોય તે ઠેકાણું બતાવ? વળી એક બ્રહ્માએ જ આટલી બધી રચના બનાવી
તે આગળ
પાછળ બનાવી હશે કે પોતાના શરીરનાં હસ્તાદિ ઘણાં કર્યાં હશે? એ કેવી રીતે
છે તે બતાવ? જે બતાવીશ તેમાં પણ વિચાર કરતાં વિરુદ્ધતા જ ભાસશે.
વળી એક પ્રકાર આ છે કે‘‘જેમ રાજા આજ્ઞા કરે તે અનુસાર કાર્ય થાય, તેમ
બ્રહ્માની આજ્ઞાથી સૃષ્ટિ નીપજે છે.’’ તો તેણે એ આજ્ઞા કોને આપી? તથા જેને તે આજ્ઞા
આપી તે ક્યાંથી સામગ્રી લાવી કેવી રીતે રચના કરે છે? તે કહે.
વળી એક પ્રકાર આ છે કેજેમ ૠદ્ધિધારી ઇચ્છા કરે તે અનુસાર કાર્ય સ્વયં બને
14

Page 97 of 370
PDF/HTML Page 125 of 398
single page version

છે તેમ બ્રહ્મા ઇચ્છા કરે તે અનુસાર સૃષ્ટિ નીપજે છે, તો તેથી બ્રહ્મા તો માત્ર ઇચ્છાનો
જ કર્તા થયો અને લોક તો સ્વયં નીપજ્યો! વળી ઇચ્છા તો પરમબ્રહ્મે કરી હતી તેમાં બ્રહ્માનું
કર્તવ્ય શું થયું કે જેથી તું બ્રહ્માને સૃષ્ટિનો નિપજાવવાવાળો કહે છે?
તું કહીશ કે‘‘પરમબ્રહ્મે પણ ઇચ્છા કરી તથા બ્રહ્માએ પણ ઇચ્છા કરી ત્યારે લોક
નીપજ્યો.’’ તો તેથી એમ જણાય છે કે કેવળ પરમબ્રહ્મની ઇચ્છા કાર્યકારી નથી અને તેથી
તેનામાં શક્તિહીનપણું આવ્યું.
વળી અમે પૂછીએ છીએ કેજો લોક કેવળ બનાવ્યો બને છે તો બનાવવાવાળો તો
સુખના અર્થે જ બનાવે અને ઇષ્ટ રચના જ કરે, પણ લોકમાં તો ઇષ્ટ પદાર્થ થોડા અને
અનિષ્ટ પદાર્થ ઘણા દેખાય છે! જીવોમાં દેવાદિક બનાવ્યા તે તો રમવા અર્થે વા ભક્તિ
કરાવવા અર્થે ઇષ્ટ બનાવ્યા હશે, પણ ઇયળ, કીડી, કૂતરાં, સૂવર અને સિંહાદિક શા માટે
બનાવ્યા? એ તો કાંઈ રમણીક નથી તથા ભક્તિ પણ કરતાં નથી, સર્વ પ્રકારે અનિષ્ટ જ
છે. દરિદ્રી, દુઃખી અને નારકીઓને જોવાથી પણ પોતાને જુગુપ્સા આદિ દુઃખ ઊપજે એવા
અનિષ્ટ શા માટે બનાવ્યા?
ત્યારે તે કહે છે કે‘‘એ જીવો પોતાના પાપ વડે ઇયળ, કીડી, દરિદ્રી અને નરકાદિ
પર્યાય ભોગવે છે.’’ ત્યાં અમે પૂછીએ છીએ કેપાછળથી તો પાપના જ ફળથી એવા પર્યાય
થયા કહે, પરંતુ પહેલાં લોકરચના કરતાં જ તેમને એવા શા માટે બનાવ્યા? વળી તે જીવો
પાછળથી પાપરૂપ પરિણમ્યા તે કેવી રીતે પરિણમ્યા? જો પોતે જ પરિણમ્યા એમ કહીશ તો
એમ જણાય છે કે
બ્રહ્માએ પહેલાં તો તેમને નિપજાવ્યા પણ પાછળથી તેઓ તેના આધીન
ન રહ્યા તેથી બ્રહ્માને દુઃખ જ થયું.
તું કહીશ કેબ્રહ્માના પરિણમાવ્યા તેઓ પરિણમે છે તો તેમને પણ પાપરૂપ શા માટે
પરિણમાવ્યા? જીવો તો પોતાના નિપજાવેલા હતા, તો તેમનું બૂરું તેણે શા માટે કર્યું? એટલે
એમ પણ બનતું નથી.
વળી અજીવ પદાર્થોમાં સુવર્ણસુગંધાદિ સહિત વસ્તુ બનાવી તે તો રમવા માટે બનાવી
પણ કુવર્ણદુર્ગંધાદિ સહિત દુઃખદાયક વસ્તુ બનાવી તે શા માટે બનાવી? એનાં દર્શનાદિકથી
બ્રહ્માને કાંઈ સુખ તો નહિ ઊપજતું હોય. તું કહીશ કે‘‘પાપી જીવોને દુઃખ આપવા માટે
બનાવી.’’ તો પોતે જ નિપજાવેલા જીવોથી તેણે આવી દુષ્ટતા શા માટે કરી કે તેમને દુઃખદાયક
સામગ્રી પહેલાંથી જ બનાવી? વળી ધૂળ પર્વતાદિક કેટલીક વસ્તુઓ એવી છે કે જે રમણીક
પણ નથી તથા દુઃખદાયક પણ નથી, એવી વસ્તુઓને શા માટે બનાવી? પોતાની મેળે તો
જેમ તેમ જ હોય તથા બનાવવાળો બનાવે તે તો પ્રયોજનસહિત જ બનાવે. માટે ‘‘બ્રહ્મા
સૃષ્ટિનો કર્તા છે’’ એ મિથ્યા વચન છે.

Page 98 of 370
PDF/HTML Page 126 of 398
single page version

વળી તે વિષ્ણુને લોકનો રક્ષક કહે છે તે પણ મિથ્યા છે. કારણ કે રક્ષક હોય તે
તો બે જ કાર્ય કરે છે. એક તો દુઃખ ઉપજાવવાવાળાં કારણ ન થવા દે તથા બીજું સુખનો
નાશ કરનારાં કારણો ન થવા દે. પણ લોકમાં તો દુઃખ જ ઉપજાવનારાં કારણ ઠામ ઠામ
જોવામાં આવે છે, અને તેનાથી જીવોને દુઃખ જ થતું દેખાય છે. ભૂખ
તરસ આદિ લાગી
રહ્યાં છે, શીતઉષ્ણાદિક વડે દુઃખ થાય છે, જીવો એકબીજાને દુઃખ ઉપજાવે છે તથા શસ્ત્રાદિ
દુઃખના કારણો બની રહ્યાં છે. વળી વિનાશનાં કારણ પણ અનેક બની રહ્યાં છે. જેમકે
રોગાદિક વા અગ્નિવિષશસ્ત્રાદિક પર્યાય નાશનાં કારણો જીવોને જોવામાં આવે છે, તથા
જીવોને પરસ્પર વિનાશનાં કારણો પણ જોઈએ છીએ. એ પ્રમાણે બંને પ્રકારથી રક્ષા કરી નહિ
તો એ વિષ્ણુએ રક્ષક થઈને શું કર્યું?
ત્યારે તે કહે છે કે‘‘વિષ્ણુ રક્ષક જ છે. જુઓ, ક્ષુધાતૃષાદિક મટાડવા અર્થે અન્ન
જળાદિક બનાવ્યાં છે, કીડીને કણ અને હાથીને મણ પહોંચાડે છે, સંકટમાં સહાય કરે છે
અને મરણનાં કારણ બનતાં પણ
ટિટોડીની
માફક બચાવે છે, ઇત્યાદિ પ્રકારથી વિષ્ણુ રક્ષા
કરે છે.’’ તેને અમે પૂછીએ છીએ કેજો એમ છે તો જ્યાં જીવોને ક્ષુધાતૃષાદિક ઘણાં પીડે
છે, અન્નજળાદિક તેમને મળતાં નથી, સંકટ વેળા કોઈ સહાય હોતી નથી તથા કિંચિત્ કારણ
પામતાં તેમનું મરણ થઈ જાય છે, ત્યાં એ વિષ્ણુની શક્તિ જ નહોતી કે તેને જ્ઞાન નહોતું?
તથા લોકમાં એવા બીજા ઘણા જ દુઃખી થાય છે
મરણ પામે છે તો તેમની રક્ષા વિષ્ણુએ
કેમ ન કરી?
ત્યારે તે કહે છે કે‘‘એ જીવોના પોતાના કર્તવ્યનું ફળ છે.’’ તેને અમે કહીએ છીએ
કેજેમ લોભી જૂઠો શક્તિહીન વૈદ્ય કોઈનું કાંઈ ભલું થાય તેને તો કહે કે ‘‘મારું કર્યું થયું’’
તથા જ્યાં બૂરું થાયમરણ થાય ત્યારે કહે કે‘એનું એમ જ થવા યોગ્ય હતું.’ તેમ તું કહે
છે કે‘‘ભલું થયું ત્યાં તો વિષ્ણુનું કર્યું થયું તથા બૂરું થયું ત્યાં જીવોના કર્તવ્યનું ફળ થયું.’’
પણ એવી જૂઠી કલ્પના શા માટે કરે છે? કાં તો બૂરુંભલું બંને વિષ્ણુનું કર્યું કહે અગર
કાં તો પોતાના કર્તવ્યનું ફળ કહે. જો વિષ્ણુનું કર્યું થયું હોય તો ઘણા જીવો દુઃખ અને શીઘ્ર
મરણ પામતા જોઈએ છીએ. હવે એવું કાર્ય કરે તેને રક્ષક કેવી રીતે કહીએ? તથા જો પોતાના
કર્તવ્યનું ફળ છે તો ‘‘કરશે તે પામશે’’ એમાં વિષ્ણુએ શું રક્ષા કરી?
ત્યારે તે કહે છે કે‘‘જે વિષ્ણુના ભક્ત છે તેમની તે રક્ષા કરે છે.’’ ત્યાં અમે કહીએ
છીએ કેજો એમ છે તો કીડી કુંજરાદિ તેમનાં ભક્ત નથી છતાં તેમને અન્નાદિક
પહોંચાડવામાં, સંકટ વેળા સહાય થવામાં તથા મરણ ન થવામાં વિષ્ણુનું કર્તવ્ય માની તેને
૧. એક પ્રકારનું પક્ષી (ટીટોડી) એક સમુદ્રના કિનારે રહેતી નથી. તેનાં ઇંડાં સમુદ્ર વહેવડાવી
લઈ જતો હતો તેથી દુઃખી થઈ તેણે ગરુડપક્ષીની મારફત વિષ્ણુને અરજ કરી એટલે વિષ્ણુએ સમુદ્રની
પાસેથી તેના ઇંડાં પાછાં અપાવ્યાં. આવી કથા પુરાણોમાં છે.

Page 99 of 370
PDF/HTML Page 127 of 398
single page version

સર્વનો રક્ષક શા માટે માને છે? માત્ર ભક્ત ભક્ત જે હોય તેમનો જ રક્ષક માન. પરંતુ
ભક્તોનો પણ રક્ષક તે દેખાતો નથી કારણ કે અભક્તો પણ ભક્ત પુરુષોને પીડા ઉપજાવતા
જોઈએ છીએ.
ત્યારે તે કહે છે કે‘‘ઘણીય જગ્યાએ પ્રહ્લાદિકની સહાય તેણે કરી છે.’’ તેને અમે
કહીએ છીએ કેજ્યાં સહાય કરી ત્યાં તો તું એમ માન, પરંતુ મ્લેચ્છમુસલમાન આદિ
અભક્ત પુરુષોથી ભક્ત પુરુષો પ્રત્યક્ષ પીડિત થવા વા મંદિરાદિકને વિઘ્ન કરતાં દેખી અમે
પૂછીએ છીએ કે
ત્યાં તે સહાય નથી કરતો, તો ત્યાં શું વિષ્ણુની શક્તિ જ નથી કે તેને આ
વાતની ખબર નથી? જો શક્તિ નથી તો તેમનાથી પણ તે (વિષ્ણુ) હીનશક્તિનો ધારક થયો,
તથા જો તેને ખબર નથી તો જેને એટલી પણ ખબર નથી તો તે અજ્ઞાની થયો.
તું કહીશ કે‘‘તેનામાં શક્તિ પણ છે તથા તે જાણે પણ છે, પરંતુ તેને એવી જ
ઇચ્છા થઈ,’’ તો પછી તેને ભક્તવત્સલ તું શા માટે કહે છે?
એ પ્રમાણે વિષ્ણુને લોકનો રક્ષક માનવો સાબિત થતું નથી માટે મિથ્યા છે.
વળી તે કહે છે કે
‘‘મહેશ સંહાર કરે છે,’’ એ કહેવું પણ મિથ્યા છે. કારણ કે
પ્રથમ તો મહેશ સંહાર કરે છે તે સદાય કરે છે કે મહાપ્રલય થાય છે ત્યારે જ કરે છે?
જો સદાય કરે છે તો જેમ વિષ્ણુની રક્ષા કરવાપણાથી સ્તુતિ કરી તેમ આની સંહાર
કરવાપણાથી નિંદા કર! કારણ કે
રક્ષા અને સંહાર પરસ્પર પ્રતિપક્ષી છે.
વળી તે સંહાર કેવી રીતે કરે છે? જેમ કોઈ પુરુષ હસ્તાદિક વડે કોઈને મારે વા
કોઈ પાસે મરાવે, તેમ એ મહેશ પોતાનાં અંગો વડે સંહાર કરે છે કે કોઈને આજ્ઞા કરી
મરાવે છે? જો પોતાનાં અંગો વડે સંહાર કરે છે તો સર્વલોકમાં ઘણા જીવોનો ક્ષણે ક્ષણે
સંહાર થાય છે, તો એ કેવા કેવા અંગોવડે વા કોને કોને આજ્ઞા આપી, કેવી રીતે એકસાથે
સંહાર કરે છે? તું કહીશ કે
‘‘મહેશ તો ઇચ્છા જ કરે છે તથા એની ઇચ્છાનુસાર તેમનો
સંહાર સ્વયં થાય છે.’’ તો તેને સદાકાળ મારવારૂપ દુષ્ટ પરિણામ જ રહ્યા કરતાં હશે? તથા
અનેક જીવોને એકસાથ મારવાની ઇચ્છા કેવી રીતે થતી હશે? વળી તે મહાપ્રલય થતાં સંહાર
કરે છે તો પરમબ્રહ્મની ઇચ્છા થતાં કરે છે કે તેની ઇચ્છા વિના જ કરે છે? જો ઇચ્છા
થતાં કરે છે તો પરમબ્રહ્મને એવો ક્રોધ ક્યાંથી થયો કે
સર્વનો પ્રલય કરવાની તેને ઇચ્છા થઈ?
કારણ કેકોઈ કારણ વિના નાશ કરવાની તો ઇચ્છા થાય નહિ. અને નાશ કરવાની ઇચ્છા
તેનું જ નામ ક્રોધ છે. તો એ કારણ બતાવ! તથા જો કારણ વિના પણ ઇચ્છા થાય છે
તો એ બહાવરા જેવી ઇચ્છા થઈ.
તું કહીશ કે‘‘પરબ્રહ્મે આ ખેલ બનાવ્યો હતો અને વળી તે દૂર કર્યો, એમાં કારણ
કાંઈ પણ નથી.’’ તો ખેલ બનાવવાવાળો પણ ખેલ ઇષ્ટ લાગે છે ત્યારે બનાવે છે તથા અનિષ્ટ

Page 100 of 370
PDF/HTML Page 128 of 398
single page version

લાગે છે ત્યારે દૂર કરે છે. હવે જો તેને આ લોક ઇષ્ટઅનિષ્ટ લાગે છે તો તેને લોકની
સાથે રાગદ્વેષ થયો, તો પરમબ્રહ્મનું સ્વરૂપ સાક્ષીરૂપ શા માટે કહે છે? સાક્ષીભૂત તો તેનું
નામ છે કેજે સ્વયં જેમ હોય તેમ જ દેખ્યાજાણ્યા કરે. પણ જે ઇષ્ટઅનિષ્ટ માની ઉત્પન્ન-
નાશ કરે તેને સાક્ષીભૂત કેવી રીતે કહીએ? કારણ કેસાક્ષીભૂત રહેવું અને કર્તાહર્તા થવું
એ બંને પરસ્પર વિરોધી છે, એકને એ બંને સંભવતાં નથી.
વળી પરમબ્રહ્મને પહેલાં તો એવી ઇચ્છા થતી હતી કે‘હું એક છું તે ઘણો થાઉં.’’
જ્યારે તે ઘણો થયો ત્યારે વળી એવી ઇચ્છા થઈ હશે કે‘‘હું ઘણો છું તે એક થાઉં.’’ તે
તો જેમ કોઈ ભોળપણથી કાર્ય કરી પછી પસ્તાઈ તે કાર્યને દૂર કરવા ઇચ્છે, તેમ પરમબ્રહ્મે
પણ ઘણો થઈ એક થવાની ઇચ્છા કરી તો જાણી શકાય છે કે પોતે પહેલાં ઘણા થવાનું કાર્ય
કર્યું તે ભોળપણથી જ કર્યું હતું એમ જણાય છે. જો ભાવિજ્ઞાનપૂર્વક કાર્ય કર્યું હોત તો તેને
દૂર કરવાની ઇચ્છા શા માટે થાત?
વળી જો પરમબ્રહ્મની ઇચ્છા વિના જ મહેશ સંહાર કરે છે, તો તે પરબ્રહ્મનો વા
બ્રહ્મનો વિરોધી થયો.
તથા અમે પૂછીએ છીએ કેમહેશ લોકનો સંહાર કેવી રીતે કરે છે? પોતાનાં
અંગોવડે સંહાર કરે છે, કે તેને ઇચ્છા થતાં સ્વયં સંહાર થાય છે? જો પોતાનાં અંગોવડે
સંહાર કરે છે, તો તે સર્વનો યુગપત્ (એકસાથ) સંહાર કેવી રીતે કરે છે? તથા તેની ઇચ્છા
થતાં સ્વયં સંહાર થાય છે, તો ઇચ્છા તો પરબ્રહ્મે કરી હતી, મહેશે સંહાર શો કર્યો?
વળી અમે પૂછીએ છીએ કેએ સંહાર થતાં સર્વ લોકમાં જે જીવઅજીવ હતા તે
ક્યાં ગયા? ત્યારે તે કહે છે કે‘‘જીવોમાં ભક્ત હતા તેઓ તો બ્રહ્મમાં મળી ગયા તથા અન્ય
માયામાં મળ્યા.’’
હવે તેને અમે પૂછીએ છીએ કેમાયા બ્રહ્મથી જુદી રહે છે કે પછી એક થઈ જાય
છે? જો જુદી રહે છે તો બ્રહ્મની માફક માયા પણ નિત્ય થઈ તેથી અદ્વૈતબ્રહ્મ તો ન રહ્યો.
તથા માયા બ્રહ્મમાં એકરૂપ થઈ જાય છે તો જે જીવો માયામાં મળેલા હતા તેઓ પણ માયાની
સાથે બ્રહ્મમાં મળી ગયા. જ્યારે મહાપ્રલય થતાં સર્વનું પરમબ્રહ્મમાં મળવું ઠર્યું તો મોક્ષનો
ઉપાય શા માટે કરીએ?
વળી જે જીવો માયામાં મળ્યા હતા તેઓ જ ફરી લોકરચના થતાં લોકમાં આવશે,
કે તેઓ બ્રહ્મમાં મળી ગયેલા હોવાથી અન્ય નવા ઊપજશે? જો તેઓ જ આવશે તો જણાય
છે કે
તેઓ જુદા જુદા જ રહે છે, મળી ગયા શા માટે કહે છે? તથા નવા ઊપજશે તો
જીવનું અસ્તિત્વ થોડા કાલ સુધી જ રહે છે એટલે મુક્ત થવાનો ઉપાય જ શા માટે કરીએ?
વળી તે કહે છે કે‘‘પૃથ્વી આદિ છે તે માયામાં મળી જાય છે.’’ તો માયા

Page 101 of 370
PDF/HTML Page 129 of 398
single page version

અમૂર્તિકસચેતન છે કે મૂર્તિકઅચેતન છે? જો અમૂર્તિકસચેતન છે તો તેમાં મૂર્તિકઅચેતન
કેવી રીતે મળે? તથા જો મૂર્તિકઅચેતન છે તો તેમાં અમૂર્તિકસચેતન કેવી રીતે મળે? તથા
મૂર્તિકઅચેતન છે તો બ્રહ્મમાં મળે છે કે નહિ? જો મળે છે તો તેના મળવાથી બ્રહ્મ પણ
મૂર્તિકઅચેતનવડે મિશ્રિત થયું તથા જો નથી મળતા તો અદ્વૈતતા ન રહી! તું કહીશ કે
‘‘એ સર્વ અમૂર્તિક છે તે ચેતન બની જાય છે.’’ તો આત્મા અને શરીરાદિકની એકતા થઈ.
હવે તેને સંસારી જીવો પણ એકતા જ માને છે તો તેમને અજ્ઞાની શા માટે કહે છે?
વળી લોકનો પ્રલય થતાં મહેશનો પ્રલય થાય છે કે નહિ? જો થાય છે તો તે એકસાથ
થાય છે કે આગળ પાછળ થાય છે? જો એકસાથ થાય છે તો પોતે જ નષ્ટ થતો મહેશ
લોકને નષ્ટ કેવી રીતે કરી શકે? તથા આગળ પાછળ થાય છે તો લોકને નષ્ટ કરી એ મહેશ
પોતે ક્યાં રહ્યો? કારણ કે પોતે પણ સૃષ્ટિમાં જ હતો.
એમ મહેશને સૃષ્ટિનો સંહારકર્તા માને છે તે અસંભવ છે.
એ પ્રમાણે વા અન્ય અનેક પ્રકારથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશને સૃષ્ટિને ઉપજાવવાવાળા,
રક્ષા કરવાવાળા તથા સંહાર કરવાવાળા માનવા તે બનતું જ નથી તેથી મિથ્યા છે એમ સમજી
લોકને અનાદિનિધન માનવો.
‘‘લોકના અનાદિનિધાનપણાની પુષ્ટિ’’
આ લોકમાં જે જીવાદિ પદાર્થો છે તે જુદા જુદા અનાદિનિધન છે. તેમની અવસ્થાની
પલટના થયા કરે છે એ અપેક્ષાએ તેમને ઊપજતાવિણસતા કહીએ છીએ. સ્વર્ગ, નરક અને
દ્વીપાદિક છે તે અનાદિથી એ જ પ્રમાણે છે અને સદાકાળ એમ જ રહેશે.
તું કહીશ કેકોઈના બનાવ્યા વિના એવા આકારાદિક કેમ સંભવે? થાય તો
બનાવવાથી જ થાય. પણ એમ નથી; કારણ કેઅનાદિથી જ જે છે ત્યાં તર્ક શો? જેમ તું
પરમબ્રહ્મનું સ્વરૂપ અનાદિનિધન માને છે તેમ એ સ્વર્ગાદિક તથા જીવાદિક પણ અનાદિનિધન
માને છે. તું કહીશ કે
જીવાદિક વા સ્વર્ગાદિક કેવી રીતે થયા? તો અમે પૂછીએ છીએ કે
પરમબ્રહ્મ કેવી રીતે થયો? તું કહીશ કેએની (લોકની) રચના આવી કોણે કરી? તો અમે
પૂછીએ છીએ કેપરમબ્રહ્મને આવો કોણે બનાવ્યો? તું કહીશ કે પરમબ્રહ્મ સ્વયંસિદ્ધ છે. તો
અમે કહીએ છીએ કેજીવાદિક વા સ્વર્ગાદિક પણ સ્વયંસિદ્ધ છે. તું કહીશ કેતેની અને
પરમબ્રહ્મની સમાનતા કેમ સંભવે? અમે કહીએ છીએ કેએવી સંભવતામાં દૂષણ બતાવ. જેમ
લોકને નવો ઉપજાવવો, તેનો નાશ કરવો તેમાં અમે અનેક દોષ બતાવ્યા, તેમ લોકને
અનાદિનિધન માનવામાં શો દોષ છે? તે તું બતાવ!
તું જે પરમબ્રહ્મ માને છે તે જુદો કોઈ નથી, પરંતુ સંસારમાં જીવ છે તે જ
યથાર્થજ્ઞાનવડે મોક્ષમાર્ગ સાધનથી સર્વજ્ઞવીતરાગ થાય છે.

Page 102 of 370
PDF/HTML Page 130 of 398
single page version

પ્રશ્નઃતમે તો ન્યારા ન્યારા જીવો અનાદિનિધન કહો છો, પણ મોક્ષ થયા
પછી તો તે નિરાકાર થાય છે, તો ત્યાં ન્યારા ન્યારા કેવી રીતે સંભવે?
ઉત્તરઃમુક્ત થયા પછી સર્વજ્ઞને તે દેખાય છે કે નહિ? જો દેખાય છે તો કોઈ
આકાર જ દેખાતો હશે, આકાર દીઠા વિના તેણે શું દેખ્યું? તથા જો નથી દેખાતા તો કાં
તો વસ્તુ જ નથી અગર કાં તો સર્વજ્ઞ નથી. માટે ઇન્દ્રિયજ્ઞાનગમ્ય એ આકાર નથી એ
અપેક્ષાએ તે (જીવો) નિરાકાર છે તથા સર્વજ્ઞજ્ઞાનગમ્ય છે તેથી તે આકારવાન છે. હવે જ્યારે
તે આકારવાન ઠર્યા તો જુદા જુદા તેઓ હોય તેમાં શો દોષ આવે છે? વળી તું જો જાતિ
અપેક્ષાએ એક કહે તો તે અમે પણ માનીએ છીએ. જેમ ઘઉંના દાણા જુદા જુદા છે પણ
તેની જાતિ એક છે તેમ એક માનીએ તો તેમાં કાંઈ દોષ નથી.
એ પ્રમાણે યથાર્થશ્રદ્ધાનવડે લોકમાં સર્વ પદાર્થો અકૃત્રિમ જુદા જુદા અનાદિનિધન
માનવા. પણ જો માત્ર નિરર્થક ભ્રમવડે સાચજૂઠનો નિર્ણય ન કરે તો તું જાણે, કારણ કે
તારા શ્રદ્ધાનનું ફળ તું જ પામીશ.
વળી તેઓ જ બ્રહ્માથી પુત્રપૌત્રાદિકવડે કુળપ્રવૃત્તિ ચાલી કહે છે. એ કુળોમાં રાક્ષસ,
મનુષ્ય, દેવ વા તિર્યંચોમાં પરસ્પર પ્રસૂતિભેદ તેઓ બતાવે છે. દેવથી મનુષ્ય અને મનુષ્યથી
દેવ વા તિર્યંચથી મનુષ્ય ઇત્યાદિ કોઈ માતા અને કોઈ પિતાથી પુત્ર
પુત્રીનું ઊપજવું બતાવે
છે. પણ એ કેવી રીતે સંભવે?
વળી મનથી, પવનાદિથી વા વીર્ય સૂંઘવા આદિથી પ્રસૂતિ થવી બતાવે છે. પણ એ
પ્રત્યક્ષ વિરુદ્ધ ભાસે છે. કારણ એમ થતાં પુત્રપૌત્રાદિનો નિયમ કેવી રીતે રહ્યો? વળી મોટા
મોટા મહાન પુરુષો અન્ય અન્ય માતપિતાથી થયા તેઓ કહે છે, મહાન પુરુષો કુશીલવાન
માતપિતાથી કેમ ઊપજે ? એ તો લોકમાં પણ ગાળ મનાય છે. તો એમ કહી તેની મહંતતા
શા માટે કહે છે?
વળી મેલ આદિ વડે ગણેશાદિકની ઉત્પત્તિ બતાવે છે, વા કોઈનું અંગ કોઈને જોડાયું
એમ બતાવે છે. ઇત્યાદિ અનેક પ્રત્યક્ષવિરુદ્ધ તેઓ કહે છે.
અવતાર મીમાંસા
વળી ચોવીસ અવતાર થયા તેઓ કહે છે, તેમાં કોઈ અવતારોને તો પૂર્ણાવતાર કહે
૧. સનતકુમાર૧, શૂકર (-વારાહ) અવતાર૨, દેવર્ષિનારદ૩, નરનારાયણ૪,
કપિલ૫, દતાત્રય૬, યજ્ઞપુરુષ૭, ૠષભાવતાર૮, પૃથુ અવતાર૯, મત્સ્ય ૧૦, કચ્છપ૧૧,
ધનવંતરી૧૨, મોહિની૧૩, નૃસિંહાવતાર૧૪, વામન૧૫, પરશુરામ૧૬, વ્યાસ૧૭, હંસ૧૮,
રામાવતાર૧૯, કૃષ્ણાવતાર૨૦, હયગ્રીવ૨૧, હરિ૨૨, બુદ્ધ૨૩, કલ્કિ૨૪. એમ ચોવીશ અવતાર
માને છે. (ભાગવતસ્કંધ૫ અ. ૬
૧૧.)

Page 103 of 370
PDF/HTML Page 131 of 398
single page version

છે તથા કોઈને અંશાવતાર કહે છે. હવે પૂર્ણાવતાર થતાં બ્રહ્મ અન્ય ઠેકાણે વ્યાપી રહ્યો છે
કે નહિ? જો વ્યાપી રહ્યો છે તો આ અવતારોને તું પૂર્ણાવતાર શા માટે કહે છે? તથા જો
નથી વ્યાપી રહ્યો તો એટલો જ માત્ર બ્રહ્મ રહ્યો. વળી અંશાવતાર થયો ત્યાં બ્રહ્મનો અંશ
તો તું સર્વત્ર કહે છે, તો આમાં અધિકતા શું થઈ? વળી તુચ્છ કાર્ય માટે બ્રહ્મે પોતે અંશાવતાર
ધાર્યો કહે છે, તેથી જણાય છે કે અવતાર ધાર્યા વિના બ્રહ્મની શક્તિ એ કાર્ય કરતી નહોતી.
કારણ કે
જે કાર્ય અલ્પ ઉદ્યમથી થાય ત્યાં ઘણો ઉદ્યમ શા માટે કરીએ?
વળી એ અવતારોમાં મચ્છ કચ્છાદિ અવતાર થયા, પણ કિંચિત્ કાર્ય કરવા માટે હીન
તિર્યંચપર્યાયરૂપ બ્રહ્મ થયો. પણ એ કેમ સંભવે? પ્રહ્લાદ માટે નરસિંહ અવતાર થયો પણ
હિરણાકશ્યપને એવો થવા જ કેમ દીધો? અને કેટલાક કાળ સુધી પોતાના ભક્તને શા માટે દુઃખ
અપાવ્યું? તથા વિરૂપ (કદરૂપો) સ્વાંગ શા માટે ધર્યો? તેઓ નાભિરાજાને ત્યાં વૃષભાવતાર થયો
બતાવે છે. નાભિરાજાને પુત્રપણાનું સુખ ઉપજાવવા માટે અવતાર ધારણ કર્યો તો તેણે ઘોર
તપશ્ચરણ શા માટે કર્યું ? તેને તો કાંઈ સાધ્ય હતું જ નહિ. તું કહીશ કે
‘‘જગતને બતાવવા
માટે એમ કર્યું.’’ તો કોઈ અવતાર તપશ્ચરણ બતાવે, કોઈ અવતાર ભોગાદિક બતાવે, કોઈ
અવતાર ક્રોધાદિક પ્રગટ કરે તથા કોઈ કુતૂહલ માત્ર નાચે, તો તેમાં જગત કોને ભલો જાણે?
વળી તે કહે છે કે‘‘એક ‘અરહંત’ નામનો રાજા થયો તેણે વૃષભાવતારનો મત
અંગીકાર કરી જૈનમત પ્રગટ કર્યો.’’ પણ જૈનમાં તો કોઈ ‘અરહંત’ નામનો રાજા થયો નથી.
ત્યાં તો સર્વજ્ઞપદ પામી પૂજવા યોગ્ય હોય તેનું જ નામ અર્હંત્ છે.
વળી તેઓ રામ અને કૃષ્ણ એ બે જ અવતારોને મુખ્ય કહે છે. પણ રામાવતારે શું
કર્યું? સીતાને માટે વિલાપ કરી રાવણથી લડી તેને મારી રાજ્ય કર્યું. તથા કૃષ્ણાવતારે પહેલાં
ગોવાળ થઈ પરસ્ત્રી ગોપિકાઓને માટે નાના પ્રકારની વિપરીત નિંદ્ય ચેષ્ટા કરી, પછી જરાસંઘ
આદિને મારી રાજ્ય કર્યું. પણ એવાં કાર્યો કરવાથી શું સિદ્ધિ થઈ?
રામકૃષ્ણાદિનું તેઓ એક સ્વરૂપ કહે છે. તો વચ્ચેના એટલા કાળ સુધી તેઓ ક્યાં
રહ્યા? જો બ્રહ્મમાં રહ્યા તો ત્યાં જુદા રહ્યા કે એક રહ્યા? જો જુદા રહ્યા તો જણાય છે
કે
તેઓ બ્રહ્મથી જુદા જ ઠર્યા. તથા એક રહે છે તો રામ પોતે જ કૃષ્ણ થયા અને સીતા
પોતે જ રુક્મિણી થઈ ઇત્યાદિ કેવી રીતે કહો છો?
વળી તેઓ રામાવતારમાં તો સીતાને મુખ્ય કહે છે, તથા કૃષ્ણાવતારમાં એ જ સીતાને
રુક્મિણી થઈ કહે છે. હવે તેને તો પ્રધાનરૂપ ન કહેતાં રાધિકાકુમારીને મુખ્ય કહે છે. ત્યાં
પૂછીએ છીએ ત્યારે કેમ કહે છે કે
‘‘રાધિકા ભક્ત હતી.’’ પણ પોતાની સ્ત્રીને છોડી એક
દાસીને મુખ્ય કરવી કેમ બને? વળી કૃષ્ણને તો રાધિકા સહિત પરસ્ત્રીસેવનનાં સર્વવિધાન થયાં,
પણ એ ભક્તિ કેવી? એવાં કાર્ય તો મહાનિંદ્ય છે. વળી રુક્મિણીને છોડી રાધિકાને મુખ્ય

Page 104 of 370
PDF/HTML Page 132 of 398
single page version

કરી તે શું પરસ્ત્રીસેવનને ભલું જાણી કરી હશે? તથા એ કૃષ્ણ એક રાધા જ વિષે આસક્ત
ન થયા પરંતુ અન્ય ગોપીઓ
*કુબ્જા આદિ અનેક પરસ્ત્રીઓમાં પણ આસક્ત થયા. એ
અવતાર એવાં જ કાર્યોનો અધિકારી થયો.
વળી તેઓ કહે છે કે‘‘લક્ષ્મી તેની સ્ત્રી છે’’ અને ધનાદિકને લક્ષ્મી કહે છે? પણ
તે તો પૃથ્વી આદિમાં જેમ પાષાણ અને ધૂળ આદિ છે તેમ રત્નસુવર્ણાદિકને જોઈએ છીએ.
એથી જુદી લક્ષ્મી કોણ છે કે જેનો ભરથાર નારાયણ છે? વળી તેઓ સીતાદિકને માયાનું
સ્વરૂપ કહે છે. હવે તેમાં તે આસક્ત થયા ત્યારે તે માયામાં જ આસક્ત થયા કેમ ન કહેવાય?
બહુ ક્યાં સુધી કહીએ? તેઓ જે નિરૂપણ કરે છે તે બધું વિરુદ્ધ કરે છે. પરંતુ જીવોને
ભોગાદિકની વાત ગમે છે તેથી તેમનું કહેવું વહાલું લાગે છે.
એ પ્રમાણે તેઓ અવતાર કહે છે, અને તેને બ્રહ્મસ્વરૂપ કહે છે. તથા અન્ય જીવોને
પણ બ્રહ્મસ્વરૂપ કહે છે. એક તો મહાદેવને તેઓ બ્રહ્મસ્વરૂપ માને છે, અને તેને વળી યોગી
કહે છે, પણ તેણે યોગ શા માટે ગ્રહણ કર્યો? મૃગછાલા અને ભસ્મ ધારણ કરે છે તે શા
માટે ધારણ કરે છે? તે રુંડમાલા પહેરે છે. હવે જ્યારે હાંડકાંને અડકવું પણ નિંદ્ય છે. તો
તેને ગળામાં શા માટે ધારણ કરે છે? સર્પાદિક સહિત છે, અને આંકડો
ધતૂરો ખાય છે તેમાં
શું મોટાઈ કે ભલાઈ છે? ત્રિશૂલાદિ તે રાખે છે પણ તેને કોનો ભય છે? પાર્વતીના સંગસહિત
છે પણ યોગી બની જોડે સ્ત્રી રાખે છે એવું વિપરીતપણું તેણે શા માટે કર્યું? જો કામાસક્ત
હતા તો ઘરમાં જ રહેવું હતું! તથા નાનાપ્રકારે તેણે વિપરીત ચેષ્ટાઓ કરી તેનું પ્રયોજન તો
કાંઈ જણાતું નથી, માત્ર બહાવરા જેવું કર્તવ્ય દેખાય છે છતાં તેને તેઓ બ્રહ્મસ્વરૂપ કહે છે.
વળી તેઓ કૃષ્ણને મહાદેવના સેવક કહે છે, કોઈ વેળા તેને કૃષ્ણના સેવક કહે છે
તથા કોઈ વેળા બંનેને એક કહે છે. કાંઈ ઠેકાણું જ નથી.
સૂર્યાદિકને બ્રહ્મનું સ્વરૂપ કહે છે. વિષ્ણુએ કહ્યું છે કે‘‘ધાતુઓમાં સુવર્ણ, વૃક્ષોમાં
કલ્પવૃક્ષ તથા જુગારમાં જૂઠ ઇત્યાદિકમાં હું જ છું,’’ એમ તેઓ કહે છે, પણ પૂર્વાપર કંઈ
વિચારતા જ નથી. કોઈ એક અંગ વડે સંસારી જીવને મહંત માને અને તેને જ બ્રહ્મનું સ્વરૂપ
પણ કહે તો ‘‘બ્રહ્મ સર્વવ્યાપી છે’’ એવું વિશેષણ શા માટે આપો છો? ‘સૂર્યાદિકમાં વા
સુવર્ણાદિકમાં પણ બ્રહ્મ છે;’’ હવે સૂર્ય અજવાળું કરે છે અને સુવર્ણ ધન છે ઇત્યાગિ ગુણો
વડે તેમાં બ્રહ્મ માન્યો, તો સૂર્યની માફક દીપાદિક પણ અજવાળું કરે છે તથા સુવર્ણની માફક
રૂપું, લોખંડ આદિ પણ ધન છે, ઇત્યાદિ ગુણ અન્ય પદાર્થોમાં પણ છે તો તેમને પણ બ્રહ્મ
માનો! તેમને નાના
મોટા માનો પણ જાતિ તો એક થઈ. એમ જૂઠી મહંતતા ઠરાવવા માટે
તેઓ અનેક પ્રકારની યુક્તિઓ બનાવે છે.
* ભાગવતસ્કંધ ૧૦, અ. ૪૮, ૧૧૧.
15

Page 105 of 370
PDF/HTML Page 133 of 398
single page version

વળી તેઓ જ્વાલા માલિની આદિ અનેક દેવીઓને માયાનું સ્વરૂપ કહી હિંસાદિક પાપ
ઊપજાવી તેનું પૂજન ઠરાવે છે. પણ માયા તો નિંદ્ય છે, તેનું પૂજન કેમ સંભવે? તથા હિંસાદિક
કરતાં ભલું કેમ થાય? ગાય, સર્પાદિક અભક્ષ્ય
ભક્ષણાદિસહિત પશુને તેઓ પૂજ્ય કહે છે;
અગ્નિ, પવન અને જળાદિકને દેવ ઠરાવી તેને પૂજ્ય કહે છે, તથા વૃક્ષાદિકને પણ કલ્પિત
યુક્તિ બનાવી પૂજ્ય કહે છે.
ઘણું શું કહીએ? પુરુષલિંગી નામ સહિત જે હોય તેમાં તો બ્રહ્મની કલ્પના કરી તથા
સ્ત્રીલિંગી નામ સહિત જે હોય તેમાં માયાની કલ્પના કરી તેઓ અનેક વસ્તુઓનું પૂજન ઠરાવે
છે. એમને પૂજવાથી શું ફળ થશે, તેનો પણ કાંઈ વિચાર નથી. માત્ર જૂઠાં લૌકિક પ્રયોજનરૂપ
કારણો ઠરાવી તેઓ જગતને ભમાવે છે.
વળી તેઓ કહે છે કે‘‘વિધાતા શરીરને ઘડે છે, યમ મારે છે, મરતી વેળા યમના
દૂત લેવા આવે છે, મર્યા પછી માર્ગમાં ઘણો કાળ લાગે છે, ત્યાં પુણ્યપાપના હિસાબ લેવાય
છે તથા ત્યાં દંડાદિક દે છે.’’ પણ એ બધી કલ્પિત જૂઠી યુક્તિ છે. કારણ કેસમય સમય
અનંત જીવો ઊપજે છે અને મરે છે, તે સર્વનું યુગપત્ કેવી રીતે આ પ્રકારે સંભવે? અને
એમ માનવા માટે કોઈ કારણ પણ ભાસતું નથી.
વળી તેઓ મરણ પછી શ્રાદ્ધાદિકવડે તેનું ભલું થવું કહે છે, પણ જીવતાં તો કોઈનાં
પુણ્યપાપવડે કોઈ બીજો સુખીદુઃખી થતો દેખાતો જ નથી, તો મરણ પછી કેવી રીતે થશે?
માત્ર મનુષ્યોને ભમાવી પોતાનો લોભ સાધવા માટે તેઓ આવી યુક્તિઓ બનાવે છે.
કીડી, પતંગ અને હિંસાદિક જીવ પણ ઊપજેમરે છે તેમને તેઓ પ્રલયના જીવ ઠરાવે
છે. પણ જેમ મનુષ્યાદિકને જન્મમરણ થતાં જોઈએ છીએ, તે જ પ્રમાણે તેમને પણ થતાં
જોઈએ છીએ. માત્ર જૂઠી કલ્પના કરવાથી શું સિદ્ધિ છે?
વળી તેઓ શાસ્ત્રોમાં કથાદિકનું નિરૂપણ કરે છે, ત્યાં પણ વિચાર કરતાં વિરુદ્ધતા જ
ભાસે છે.
યજ્ઞમાં પશુવધાથી ધાર્મકલ્પનાપશુહિંસાનો નિષેધા
વળી તેઓ યજ્ઞાદિક કરવામાં ધર્મ ઠરાવે છે. યજ્ઞમાં મોટા જીવોનો હોમ કરે છે,
અગ્નિકાષ્ઠાદિકનો મહાઆરંભ કરે છે અને તેમાં જીવઘાત થાય છે. હવે તેમનાં જ શાસ્ત્રોમાં
વા લોકમાં હિંસાનો તો નિષેધ છે, પરંતુ તેઓ એવા નિર્દય છે કેએ બધું કાંઈ ગણતા જ
નથી. તેઓ કોઈ કહે છે કે‘‘यज्ञार्थं पशवः सृष्टाः અર્થાત્ યજ્ઞ માટે જ પશુ બનાવ્યાં છે, તેથી
ત્યાં ઘાત કરવાનો કાંઈ દોષ નથી.’’
વળી મેઘ આદિનું થવું, શત્રુ આદિનો વિનાશ થવો, ઇત્યાદિ ફળ બતાવી તેઓ પોતાના

Page 106 of 370
PDF/HTML Page 134 of 398
single page version

લોભ માટે રાજા વગેરેને ભ્રમમાં નાખે છે. પણ કોઈ વિષથી જીવનવૃદ્ધિ થવી કહે એ જેમ
પ્રત્યક્ષવિરુદ્ધ છે તેમ હિંસા કરતાં ધર્મ અને કાર્યસિદ્ધિ થવી કહેવી એ પ્રત્યક્ષવિરુદ્ધ છે, પરંતુ
તેમણે જેમની હિંસા કરવી કહી, તેમની તો કાંઈ શક્તિ નથી અને તેમની કોઈને કાંઈ પીડા
પણ નથી. જો કોઈ શક્તિવાનનો કે ઇષ્ટનો હોમ કરવો ઠરાવ્યો હોત તો ઠીક પડત, પણ
પાપનો ભય નથી તેથી તેઓ પોતાના લોભ માટે દુર્બળના ઘાતક બની પોતાનું વા અન્યનું
બૂરું કરવામાં તત્પર થયા છે.
નિર્ગુણ અને સગુણ ભકિતની મીમાંસા
તેઓ ભક્તિયોગ અને જ્ઞાનયોગ એમ બે પ્રકાર વડે મોક્ષમાર્ગ પ્રરૂપણ કરે છે.
ભકિતયોગ મીમાંસા
તેમાં પ્રથમ ભક્તિયોગવડે મોક્ષમાર્ગ તેઓ કહે છે, તેનું સ્વરૂપ અહીં કહીએ છીએ
નિર્ગુણ અને સગુણ ભેદરૂપ બે પ્રકારની ભક્તિઓ તેઓ કહે છે. અદ્વૈત પરબ્રહ્મની
ભક્તિ કરવી તે નિર્ગુણભક્તિ છે. તે આ પ્રમાણે કહે છેઃ‘‘તમે નિરાકાર છો, નિરંજન
છો, મનવચનથી અગોચર છો, અપાર છો, સર્વવ્યાપી છો, એક છો, સર્વના પ્રતિપાલક છો,
અધમઉદ્ધારક છો અને સર્વના કર્તાહર્તા છો.’’ ઇત્યાદિ વિશેષણોવડે ગુણ ગાય છે. હવે તેમાં
નિરાકારાદિ કોઈ વિશેષણો તો અભાવરૂપ છે, તેને સર્વથારૂપ માનવાથી અભાવ જ ભાસે.
કારણ કે
વસ્તુ વિના આકારાદિ કેવી રીતે ભાસે? તથા સર્વવ્યાપી આદિ કેટલાંક વિશેષણો
અસંભવરૂપ છે, તેનું અસંભવણું પહેલાં દર્શાવ્યું છે.
વળી એમ કહે છે કે‘‘જીવબુદ્ધિવડે હું તારો દાસ છું, શાસ્ત્રદ્રષ્ટિવડે તારો અંશ છું
તથા તત્ત્વબુદ્ધિવડે તું જ હું છું? પણ એ ત્રણે ભ્રમ છે. વળી એ ભક્તિ કરવાવાળો ચેતન
છે કે જડ? જો ચેતન છે તો એ ચેતના બ્રહ્મની છે કે તેની જ છે? જો બ્રહ્મની છે તો
‘‘હું તારો દાસ છું’’ એમ માનવું ચેતનાને જ થાય છે. હવે ચેતના તો બ્રહ્મનો સ્વભાવ ઠર્યો
તથા સ્વભાવ
સ્વભાવીને તાદાત્મ્ય સંબંધ છે, તો ત્યાં દાસ અને સ્વામીનો સંબંધ કેમ બને?
દાસસ્વામી સંબંધ તો બે ભિન્ન પદાર્થો હોય ત્યાં જ બને. તથા જો એ ચેતના તેની જ
છે તો તે પોતાની ચેતનાનો ધણી બ્રહ્મથી જુદો પદાર્થ ઠર્યો. તો પછી ‘‘હું અંશ છું, અથવા
તું છે તે હું છું,’’
એમ કહેવું જૂઠ થયું. વળી ભક્તિ કરવાવાળો જડ છે, તો જડને બુદ્ધિનું
હોવું અસંભવિત છે, તો તેને એવી બુદ્ધિ ક્યાંથી થઈ કે‘‘હું દાસ છું’’ એમ કહેવું તો ત્યારે
જ બને કેજ્યારે બંને પદાર્થ જુદા હોય. તથા ‘‘તારો હું અંશ છું’’ એમ કહેવું પણ બનતું
નથી. કારણ કે‘તું’ અને ‘હું’ એમ કહેવું તો ત્યારે જ બને કેજ્યારે પોતે અને તે જુદા
જ હોય. પણ અંશઅંશી જુદા કેવી રીતે હોય? કારણ કેઅંશી એ કોઈ જુદી વસ્તુ નથી
પણ અંશોનો સમુદાય તે જ અંશી છે. વળી ‘‘તું છે તે હું છું’’એવું વચન જ વિરુદ્ધ છે.

Page 107 of 370
PDF/HTML Page 135 of 398
single page version

કારણ કેએક જ પદાર્થમાં પોતાપણું માનવું અને પરપણું પણ માનવું એમ બંને કેવી રીતે
સંભવે? માટે ભ્રમ છોડી નિર્ણય કરવો યોગ્ય છે.
વળી કોઈ નામ જ જપે છે, પણ જેનું તે નામ જપે છે તેનું સ્વરૂપ ઓળખ્યા વિના
કેવળ નામ જ જપવું કેવી રીતે કાર્યકારી થાય? તું કહીશ કે‘‘નામનો એવો અતિશય છે.’’
તો જે નામ ઈશ્વરનું છે તે જ નામ કોઈ પાપી પુરુષનું ધર્યું હોય તો ત્યાં બંનેનાં નામ
ઉચ્ચારણમાં ફળની તો સમાનતા થઈ? પણ એમ કેવી રીતે બને? માટે પહેલાં સ્વરૂપનો નિર્ણય
કરી પછી ભક્તિ કરવા યોગ્ય હોય તેની ભક્તિ કરવી.
એ પ્રમાણે નિર્ગુણભક્તિનું સ્વરૂપ દર્શાવ્યું. હવે સગુણ ભક્તિ કહીએ છીએ.
જ્યાં કામ ક્રોધાદિજન્ય કાર્યોના વર્ણનવડે, સ્તુતિ આદિ કરવામાં આવે તેને તેઓ
સગુણભક્તિ કહે છે.
એ સગુણભક્તિમાં જેમ લૌકિક શૃંગારપૂર્વક નાયકનાયિકાનું વર્ણન કરીએ છીએ, તેમ
તેઓ ઠાકોરઠકુરાણીનું વર્ણન કરે છે, ત્યાં સ્વસ્ત્રીપરસ્ત્રી સંબંધી સંયોગવિયોગરૂપ સર્વ
વ્યવહાર નિરૂપણ કરે છે. સ્નાન કરતી સ્ત્રીઓનાં વસ્ત્ર ચોરવાં, દહીં લૂંટવું, સ્ત્રીઓના ચરણે
પડવું અને સ્ત્રીઓની આગળ નાચવું ઇત્યાદિ કાર્યો કે
જે કરતાં સંસારી જીવો લજ્જા પામે
તેવાં કાર્યો કરવાં તેઓ ઠરાવે છે. પણ એવાં કાર્યો તો અતિ કામની પીડા થતાં જ બને.
વળી યુદ્ધાદિક કાર્ય કર્યાં કહે છે, પણ એ ક્રોધનાં કાર્ય છે, પોતાનો મહિમા બતાવવા
માટે ઉપાય કર્યા કહે છે, પણ એ માનનાં કાર્ય છે. અનેક છળ કર્યાં કહે છે. પણ એ માયાનાં
કાર્ય છે. વિષયસામગ્રીની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કર્યાં કહે છે, પણ એ લોભનાં કાર્ય છે, તથા
કુતૂહલાદિક કાર્યો કર્યાં કહે છે, પણ એ હાસ્યાદિકનાં કાર્ય છે, એ પ્રમાણે એ બધાં કાર્યો
ક્રોધાદિયુક્ત થતાં જ બને.
એ પ્રમાણે કામક્રોધાદિથી ઉત્પન્ન થયેલાં કાર્યોને પ્રગટ કરી કહે છે કે‘‘અમે સ્તુતિ
કરીએ છીએ.’’ હવે જો કામક્રોધાદિજન્ય કાર્યો જ સ્તુતિયોગ્ય થતાં હોય તો નિંદ્ય કાર્ય ક્યાં
ઠરશે? જેની લોકમાં અને શાસ્ત્રમાં અત્યંત નિંદા હોય તે જ કાર્યોનું વર્ણન કરી સ્તુતિ કરવી
એ તો હસ્તચુગલ જેવું કાર્ય થયું.
અમે પૂછીએ છીએ કેકોઈનું નામ કહ્યા વિના આવાં કાર્યોનું જ નિરૂપણ કરી કોઈ
તેમને કહે કે‘‘ફલાણાએ આવાં કાર્યો કર્યાં’’ તો તેને તમે ભલા જાણશો કે બૂરો? જો ભલો
જાણશો તો પાપી ભલા થયા પણ બૂરો કોણ થયો, તથા બૂરો જાણશો તો એવાં કાર્ય કોઈ
પણ કરો, પરંતુ એ બૂરો જ થયો. પક્ષપાત રહિત ન્યાય કરો?
જો પક્ષપાતપૂર્વક કહેશો કે‘‘ઠાકોરજીનું એવું વર્ણન કરવું એ પણ સ્તુતિ છે’’ તો

Page 108 of 370
PDF/HTML Page 136 of 398
single page version

ઠાકોરજીએ એવાં કાર્ય શા અર્થે કર્યાં? એવાં નિંદ્યકાર્ય કરવામાં શું સિદ્ધિ થઈ? તમે કહેશો
કે
પ્રવૃત્તિ ચલાવવા માટે કર્યાં. પણ પરસ્ત્રીસેવન આદિ નિંદ્યકાર્યોની પ્રવૃત્તિ ચલાવવામાં પોતાને
વા અન્યને શું નફો થયો? માટે ઠાકોરજીએ આવાં કાર્યો કરવાં સંભવતાં નથી. વળી જો એ
કાર્યો ઠાકોરે નથી કર્યાં. કેવળ તમે જ કહો છો, તો જેમાં દોષ નહોતો તેમાં દોષ લગાવ્યો!
એટલે એવું વર્ણન કરવું તો નિંદા જ છે, સ્તુતિ નહિ.
વળી સ્તુતિ કરતાં જે ગુણોનું વર્ણન કરીએ તે રૂપ જ પરિણામ થાય વા તેમાં જ અનુરાગ
આવે. હવે કામક્રોધાદિ કાર્યોનું વર્ણન કરતાં પોતે પણ કામક્રોધાદિરૂપ થાય, અથવા કામ
ક્રોધાદિમાં અનુરાગી થાય, તેથી એવા ભાવ તો ભલા નથી. તમે કહેશો કે‘‘ભક્ત એવા ભાવ
કરતો નથી’’ તો પરિણામ થયા વિના ભક્તિ કેવી રીતે કરી? અને અનુરાગ થયા વિના
વર્ણન કેવી રીતે કર્યું? ભક્તિ કેવી રીતે કરી? જો એ ભાવો જ રૂડા હોય તો બ્રહ્મચર્ય
અને ક્ષમાદિકને ભલા શામાટે કહો છો? કારણ કે તેમને તો એકબીજાથી પ્રતિપક્ષપણું છે.
વળી સગુણભક્તિ કરવા માટે રામકૃષ્ણાદિકની મૂર્તિ પણ શૃંગારાદિકવડે વક્રત્વાદિ
સહિત અને સ્ત્રી આદિ સંગસહિત બનાવે છે, તેને જોતાં જ કામક્રોધાદિભાવ પ્રગટ થઈ આવે
મહાદેવને માત્ર લિંગનો જ આકાર બનાવે છે. જુઓ, કેટલી વિટંબણા કેજેનું નામ લેતાં પણ
લાજ આવે, જગત પણ જેને ઢાંકી રાખે છે, તેના જ આકારનું તેઓ પૂજન કરાવે છે. શું
તેને અન્ય અંગ નહોતાં? પરંતુ ઘણી વિટંબણા તો એમ જ કરતાં પ્રગટ થાય છે.
વળી સગુણભક્તિ માટે નાનાપ્રકારની વિષયસામગ્રી તેઓ એકઠી કરે છે, ત્યાં નામ
તો ઠાકોરજીનું દે, અને તેને પોતે જ ભોગવે. ભોજનાદિક બનાવી ‘‘ઠાકોરજીને ભોગ લગાવ્યો,’’
એમ કહી પછી તેમાં પ્રસાદની કલ્પના કરી પોતે જ ભક્ષણ કરી જાય છે. ત્યાં અમે પૂછીએ
છીએ કે પહેલાં ઠાકોરજીને ક્ષુધા
તૃષાદિકની પીડા હશે? જો પીડા ન હોય તો આવી કલ્પના
કેમ સંભવે? તથા ક્ષુધાદિકવડે પીડિત હોય તો તે વ્યાકુળ પણ હોય, ત્યારે એ ઈશ્વર તો દુઃખી
થયો, તે અન્યના દુઃખને કેવી રીતે દૂર કરે? વળી ભોજનાદિક સામગ્રી પોતે તો તેના માટે
મંગાવે, તથા તેને અર્પણ કરી તે કરી, પછી પ્રસાદ તો એ ઠાકોરજી આપે ત્યારે જ થાય,
પોતાનો કર્યો તો ન જ થાય. જેમ કોઈ રાજાને કાંઈ ભેટ કરે પછી રાજા બક્ષિસ કરે તો
તે ગ્રહણ કરવી યોગ્ય છે, પણ પોતે રાજાને ભેટ કરે અને રાજા તો કંઈ કહે નહિ, માત્ર
‘‘રાજાએ મને બક્ષિસ કરી’’ એમ પોતે જ કહી તેને અંગીકાર કરે, એ તો માત્ર ખેલ જ
થયો. તેમ અહીં પણ એમ કરવાથી ભક્તિ તો ન થઈ પણ માત્ર હાસ્ય કરવું જ થયું.
વળી ઠાકોરજી અને તું બે છો કે એક? જો બે છો તો તેં ભેટ કરી, હવે તેને ઠાકોરજી
બક્ષિસ આપે તો ગ્રહણ કર, તું પોતે જ શા માટે ગ્રહણ કરે છે? તું કહીશ કે‘‘ઠાકોરજીની
તો મૂર્તિ છે, તેથી એવી હું જ કલ્પના કરું છું.’’ તો ઠાકોરજીને કરવાનું કાર્ય તેં જ કર્યું,

Page 109 of 370
PDF/HTML Page 137 of 398
single page version

તેથી તું જ ઠાકોરજી થયો? તથા જો એક છો તો ભેટ કરવી, પ્રસાદ કરવો, એ બધું જૂઠું
થયું. કારણ કે
એક થતાં એવો વ્યવહાર સંભવતો નથી. તેથી માત્ર ભોજનાસક્ત પુરુષો દ્વારા
આવી કલ્પના કરવામાં આવે છે.
વળી ઠાકોરજીના માટે નૃત્યગીતાદિક કરવામાં તથા શીતગ્રીષ્મવસંતાદિ ૠતુઓમાં
સંસારીઓમાં સંભવતી એવી વિષયસામગ્રી એકઠી કરવી, ઇત્યાદિ કાર્યો તેઓ કરે છે. ત્યાં નામ
તો ઠાકોરજીનું લેવું, અને ઇન્દ્રિયવિષય પોતાના પોષવા, એવા બધા ઉપાય માત્ર વિષયાસક્ત
જીવોએ જ કર્યા છે. ઠાકોરજીનો જન્મ, વિવાહાદિક, રાજભોગ, શયન અને જાગરણાદિની
કલ્પના તેઓ કરે છે, તે જેમ કોઈ છોકરા
છોકરી, ગુડ્ડાગુડ્ડીના ખેલ બનાવી કુતૂહલ કરે,
તેમ આ પણ કુતૂહલ કરવા જેવું જ છે. પરમાર્થરૂપ ગુણ તેમાં કાંઈ પણ નથી. બાળ
ઠાકોરજીનો સ્વાંગ બનાવી તેઓ ચેષ્ટા બતાવે છે, તેમાં એ વડે પોતાના જ વિષય
પોષણ કરે
અને કહે કે‘‘આ પણ ભક્તિ છે.’’ ઇત્યાદિ ઘણું શું કહીએ? એવી એવી અનેક વિપરીતતા
સગુણભક્તિમાં હોય છે.
એ પ્રમાણે બે પ્રકારની ભક્તિવડે તેઓ મોક્ષમાર્ગ કહે છે, પણ તેનું સ્વરૂપ મિથ્યા
સમજવું.
હવે અન્યમત પ્રરૂપિત જ્ઞાનયોગવડે મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવીએ છીએ.
જ્ઞાનયોગ મીમાંસા
એક અદ્વૈતસર્વવ્યાપી પરમબ્રહ્મને જાણવો, તેને જ્ઞાન કહે છે. તેનું મિથ્યાપણું તો
પહેલાં જ કહ્યું છે.
વળી પોતાને સર્વથા શુદ્ધ બ્રહ્મસ્વરૂપ માનવો, કામક્રોધાદિક વા શરીરાદિકને ભ્રમરૂપ
જાણવાં તેને જ્ઞાન કહે છે, પણ એ ભ્રમ છે. જો પોતે શુદ્ધ છે તો મોક્ષનો ઉપાય શા માટે
કરે છે? પોતે શુદ્ધ બ્રહ્મ ઠર્યો ત્યારે કર્તવ્ય શું રહ્યું? પોતાને પ્રત્યક્ષ કામ
ક્રોધાદિક થતા દેખાય
છે તથા શરીરાદિકનો સંયોગ પ્રત્યક્ષ જોઈએ છીએ. હવે એનો અભાવ થશે ત્યારે થશે, પરંતુ
વર્તમાનમાં એનો સદ્ભાવ માનવો એ ભ્રમ કેમ કહેવાય?
વળી તેઓ કહે છે કે‘‘મોક્ષનો ઉપાય કરવો એ પણ ભ્રમ છે. જેમ દોરડી તે દોરડી
જ છે, તેને સર્પ જાણ્યો હતો તે ભ્રમ હતોએ ભ્રમ મટતાં તે દોરડી જ છે; તેમ પોતે તો
બ્રહ્મ જ છે, પણ પોતાને અશુદ્ધ માન્યો હતો એ જ ભ્રમ હતો. ભ્રમ મટતાં પોતે બ્રહ્મ જ
છે.’’ એમ કહેવું પણ મિથ્યા છે. જો પોતે શુદ્ધ હોય અને તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ
ખરો, પણ પોતે કામ
ક્રોધાદિ સહિત અશુદ્ધ થઈ રહ્યો છે, તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ
શાનો? શુદ્ધ જાણે તો ભ્રમ હોય ભ્રમથી પોતાને જૂઠો શુદ્ધ માનવાથી શું સિદ્ધિ છે?

Page 110 of 370
PDF/HTML Page 138 of 398
single page version

તમે કહેશો કે‘‘એ કામક્રોધાદિક તો મનના ધર્મ છે, બ્રહ્મ તો ન્યારો છે.’’ તો
તેને પૂછીએ છીએ કેમન છે તે તારું સ્વરૂપ છે કે નહિ? જો છે તો એ કામક્રોધાદિ પણ
તારા જ થયા, તથા નથી તો અમે પૂછીએ છીએ કેતું જ્ઞાનસ્વરૂપ છે કે જડ છે? જો
જ્ઞાનસ્વરૂપ છે, તો તને જ્ઞાન તો મન વા ઇન્દ્રિય દ્વારા જ થતું દેખાય છે, એના વિના કોઈ
જ્ઞાન બતાવે તો તેને જુદું તારું સ્વરૂપ માનીએ. પણ એ ભાસતું નથી વળી
‘मनज्ञाने’ ધાતુથી
‘મન’ શબ્દ ઉત્પન્ન થાય છે. હવે મન તો જ્ઞાનસ્વરૂપ છે, તો એ જ્ઞાન કોનું છે તે બતાવ?
પણ જુદું તો કોઈ ભાસતું નથી, વળી જો તું જડ છે તો જ્ઞાન વિના પોતાના સ્વરૂપનો વિચાર
કેવી રીતે કરે છે? એમ તો બને નહિ. તું કહે છે કે
‘‘બ્રહ્મ ન્યારો છે.’’ પણ એ ન્યારો
બ્રહ્મ તું જ છે કે કોઈ બીજો? જો તું જ છે તો તારામાં ‘‘હું બ્રહ્મ છું’’ એવું માનવાવાળું
જ્ઞાન છે તે તો મનસ્વરૂપ જ છે, મનથી જુદું નથી. હવે પોતાપણું માનવું તો પોતાનામાં જ
હોય, પણ જેને જુદું જાણે તેમાં પોતાપણું માન્યું જાય નહિ. તથા જો બ્રહ્મ મનથી જુદો છે
તો મનરૂપ જ્ઞાન એ બ્રહ્મમાં પોતાપણું શા માટે માને છે? તથા જો બ્રહ્મ કોઈ બીજો જ છે
તો તું એ બ્રહ્મમાં પોતાપણું શા માટે માને છે? માટે ભ્રમ છોડી એમ માન કે
જેમ સ્પર્શનાદિ
ઇન્દ્રિયો તો શરીરનું સ્વરૂપ છેજડ છે, પણ એ દ્વારા જે જાણપણું થાય છે તે આત્માનું સ્વરૂપ
છે. તેમ મન પણ સૂક્ષ્મ પુદ્ગલપરમાણુઓનો પુંજ છે, અને તે શરીરનું જ અંગ છે, તે દ્વારા
જાણપણું થાય છે, વા કામ
ક્રોધાદિભાવ થાય છે તે સર્વ આત્માનું સ્વરૂપ છે.
વિશેષતા એટલી છે કેજાણપણું તો નિજ સ્વભાવ છે તથા કામક્રોધાદિક ઉપાધિક
ભાવ છે, તેનાથી આત્મા અશુદ્ધ છે. જ્યારે અવસર પામીને કામક્રોધાદિક મટશે તથા
જાણપણાને મનઇન્દ્રિયોનું આધીનપણું મટશે ત્યારે કેવળજ્ઞાનસ્વરૂપ આત્મા શુદ્ધ થશે.
એ જ પ્રમાણે બુદ્ધિઅહંકારાદિ પણ જાણી લેવાં. કારણ કેમન અને બુદ્ધિ આદિ
એકાર્થ જ છે, તથા અહંકારાદિ છે તે કામક્રોધાદિવત્ ઉપાધિકભાવ છે, તેને પોતાનાથી ભિન્ન
જાણવા એ ભ્રમ છે. પણ તે પોતાને છે એમ જાણી એ ઉપાધિકભાવોનો અભાવ કરવાનો
ઉદ્યમ કરવો યોગ્ય છે. પણ જેનાથી તેનો અભાવ ન થઈ શકે અને પોતાની મહંતતા ઇચ્છે,
તે જીવ એ ભાવો પોતાના નથી એમ ઠરાવી સ્વચ્છંદે પ્રવર્તે છે, અને કામ
ક્રોધાદિક ભાવોને
વધારી વિષયસામગ્રીમાં વા હિંસાદિ કાર્યોમાં તત્પર થાય છે.
વળી અહંકારાદિના ત્યાગને પણ તે અન્યથા માને છે. સર્વને પરબ્રહ્મ માનવું, કોઈ
ઠેકાણે પોતાપણું ન માનવું તેને તે અહંકારનો ત્યાગ બતાવે છે, પણ તે મિથ્યા છે. કારણ કે
કોઈ પોતે છે કે નહિ? જો છે તો પોતામાં પોતાપણું કેમ ન માનીએ? તથા પોતે નથી તો
સર્વને બ્રહ્મ કોણ માને છે? માટે શરીરાદિ પરમાં અહંબુદ્ધિ ન કરવી, ત્યાં કર્તારૂપ ન થવું
એ અહંકારનો ત્યાગ છે. પોતાનામાં અહંબુદ્ધિ કરવામાં દોષ નથી.
વળી સર્વને સમાન જાણવા, તથા કોઈમાં ભેદ ન કરવો, તેને તે રાગદ્વેષનો ત્યાગ બતાવે

Page 111 of 370
PDF/HTML Page 139 of 398
single page version

છે. એ પણ મિથ્યા છે. કારણ કેસર્વ પદાર્થ સમાન નથી. કોઈ ચેતન છે, કોઈ અચેતન છે,
તથા કોઈ કેવા છે, કોઈ કેવા છે, તેને સમાન કેવી રીતે માનીએ? માટે પરદ્રવ્ય ઇષ્ટઅનિષ્ટ
ન માનવાં એ રાગદ્વેષનો ત્યાગ છે, પણ પદાર્થોના વિશેષો જાણવામાં તો કાંઈ દોષ નથી.
એ જ પ્રમાણે બીજા પણ મોક્ષમાર્ગરૂપ ભાવોની તેઓ અન્યથા કલ્પના કરે છે, વળી
એવી કલ્પનાથી તેઓ કુશીલ સેવે છે, અભક્ષ્યભક્ષણ કરે છે, વર્ણાદિ ભેદ કરતા નથી, તથા
હીનક્રિયા આચરે છે, ઇત્યાદિ વિપરીતરૂપ પ્રવર્તે છે. જ્યારે કોઈ પૂછે ત્યારે કહે છે કે
‘‘આ
તો શરીરનો ધર્મ છે, અથવા જેવું પ્રારબ્ધ છે તેમ થાય છે, અથવા જેવી ઈશ્વરની ઇચ્છા હોય
છે તેમ થાય છે, તેમાં અમારે વિકલ્પ ન કરવો.’’
જુઓ તો ખરા, પોતે જાણવા છતાં જૂઠરૂપ પ્રવર્તે છે, તેને તો શરીરનો ધર્મ બતાવે
છે; જ્યાં પોતે ઉદ્યમી બની કાર્ય કરે છે, તેને પ્રારબ્ધ કહે છે; પોતે ઇચ્છાપૂર્વક સેવે તેને
ઈશ્વરની ઇચ્છા બતાવે છે, તથા વિકલ્પ કરે અને કહે કે
અમારે તો વિકલ્પ ન કરવો. પણ
માત્ર ધર્મનો આશ્રય લઈ વિષયકષાય સેવવા છે માટે જ તે આવી જૂઠી યુક્તિ બનાવે છે.
જો પોતાના પરિણામ કિંચિત્ પણ તેમાં ન મેળવે, તો અમે તેનું કર્તવ્ય ન માનીએ. જેમ પોતે
ધ્યાન ધરી બેઠો હોય, અને કોઈ પોતાના ઉપર વસ્ત્ર નાખી જાય, ત્યાં પોતે જો કિંચિત્ પણ
સુખી ન થાય, તો ત્યાં તેનું કર્તવ્ય નથી એ સાચું, પણ જ્યાં પોતે વસ્ત્રને અંગીકાર કરી પહેરે,
અને પોતાની શીતાદિક વેદના મટાડી સુખી થાય, ત્યાં જો પોતાનું કર્તવ્ય ન માને તો એ કેમ
બને? વળી કુશીલસેવન, અભક્ષ્યભક્ષણ ઇત્યાદિ કાર્ય તો પરિણામ મળ્યા વિના થતાં જ નથી,
ત્યાં પોતાનું કર્તવ્ય કેવી રીતે ન માનીએ? જો કામ
ક્રોધાદિનો અભાવ જ થયો હોય તો ત્યાં
કોઈ ક્રિયાઓમાં પ્રવૃત્તિ સંભવે જ નહીં તથા જો કામક્રોધાદિક હોય, તો જેમ એ ભાવો ઘટતા
જાય તેમ પ્રવૃત્તિ કરવી. પણ સ્વચ્છંદી બની તેને વધારવા યોગ્ય નથી.
પવનાદિ સાધાન વMે જ્ઞાની હોવાનો પ્રતિષેધા
વળી કેટલાક જીવો પવનાદિકના સાધન વડે પોતાને જ્ઞાની માને છે. ત્યાં ઇંડાપીંગળા
સુષુમ્ણારૂપ નાસિકાદ્વાર વડે પવન નીકળે, ત્યાં વર્ણાદિક ભેદોથી પવનને જ પૃથ્વીતત્ત્વાદિરૂપ
કલ્પના કરે છે. તેના વિજ્ઞાનવડે કંઈક સાધનાથી નિમિત્તનું જ્ઞાન થાય, જે વડે તે જગતને ઇષ્ટ
અનિષ્ટ બતાવે અને પોતાને મહંત કહેવડાવે. પણ એ તો લૌકિક કાર્ય છે, એ કાંઈ મોક્ષમાર્ગ
નથી. જીવોને ઇષ્ટ
અનિષ્ટ બતાવી તેમનાં રાગદ્વેષ વધારે અને પોતાને માનલોભાદિક
ઉપજાવે તેમાં શું સિદ્ધિ છે?
પ્રાણાયામાદિક સાધન કરે, પવનને ચઢાવી સમાધિ લગાવી કહે છે, પણ એ તો જેમ
નટ સાધનાવડે હસ્તાદિક વડે ક્રિયા કરે છે, તેમ અહીં પણ સાધનાથી પવનવડે ક્રિયા કરી
હસ્તાદિક અને પવન એ તો શરીરનાં જ અંગ છે. તેની સાધનાથી આત્મહિત કેમ સધાય?

Page 112 of 370
PDF/HTML Page 140 of 398
single page version

તું કહીશ કે‘‘ત્યાં મનનો વિકલ્પ મટી સુખ ઊપજે છે, અને યમને વશીભૂતપણું થતું
નથી.’’ પણ એ મિથ્યા છે. જેમ નિદ્રામાં ચેતનાની પ્રવૃત્તિ મટે છે તેમ પવનસાધનાથી અહીં
ચેતનાની પ્રવૃત્તિ મટે છે. ત્યાં મનને રોકી રાખ્યું છે; પણ કાંઈ વાસના તો મટી નથી, તેથી ત્યાં
મનનો વિકલ્પ મટ્યો ન કહેવાય, અને ચેતના વિના સુખ કોણ ભોગવે છે? તેથી સુખ ઊપજ્યું
ન કહેવાય. વળી એ સાધનાવાળા તો આ ક્ષેત્રમાં થયા છે, તેમાં કોઈ અમર દેખાતા નથી. અગ્નિ
લગાવતાં તેનું મરણ થતું દેખાય છે, માટે તે ‘‘યમના વશીભૂત નથી’’ એ કલ્પના જૂઠી છે.
વળી જ્યાં સાધનામાં કંઈક ચેતના રહે અને ત્યાં સાધનાથી શબ્દ સાંભળે તેને તે
‘‘અનાહત’’ શબ્દ બતાવે છે. તે તો જેમ વીણાદિકના શબ્દ સાંભળવાથી સુખ માનવું થાય છે,
તેમ તેના સાંભળવાથી સુખ માનવા જેવું છે. એ તો માત્ર વિષયનું પોષણ થયું, પણ પરમાર્થ
તો કાંઈ પણ ન ઠર્યો. વળી પવનના નીકળવા
પેસવામાં ‘‘सोहं’’ એવા શબ્દની કલ્પના કરી
તેને તેઓ ‘અજપા જાપ’ કહે છે, પણ તે તો જેમ તેતરના શબ્દમાં ‘તું હી’ શબ્દની કલ્પના
કરે છે, કાંઈ અર્થને અવધારી એ તેતર એવો શબ્દ કહેતું નથી. તેમ અહીં
‘‘सोहं’’ શબ્દની
કલ્પના છે. કાંઈ પવન અર્થને અવધારી એવો શબ્દ રહેતો નથી. વળી શબ્દને જપવા
સાંભળવાથી જ કાંઈ ફળપ્રાપ્તિ નથી, પણ અર્થ અવધારવાથી ફલપ્રાપ્તિ થાય છે.
‘‘सोहं’’ શબ્દનો તો એ અર્થ છે કે‘‘તે હું છું.’’ હવે અહીં એવી અપેક્ષા જોઈએ
કે‘‘તે’’ કોણ? તેનો નિર્ણય કરવો જોઈએ. કારણ કે‘‘तत्’’ શબ્દને અને ‘‘यत्’’ શબ્દને
નિત્યસંબંધ છે. તેથી વસ્તુનો નિર્ણય કરી તેમાં અહંબુદ્ધિ ધારવામાં ‘‘सोहं’’ શબ્દ બને છે.
ત્યાં પણ જ્યાં પોતાને પોતારૂપ અનુભવે છે, ત્યાં તો ‘‘सोहं’’ શબ્દ સંભવતો નથી, પણ અન્યને
પોતાનું સ્વરૂપ બતાવવામાં ‘‘सोहं’’ શબ્દ સંભવે છે. જેમ કોઈ પુરુષ પોતાને પોતારૂપ જાણે
ત્યાં તે ‘‘તે હું છું’ એવું શા માટે વિચારે? પણ કોઈ અન્ય જીવ કે જે પોતાને ન ઓળખતો
હોય, તથા કોઈ પોતાનું લક્ષણ ન ઓળખતો હોય, ત્યારે તેને એમ કહેવાય કે
‘‘જે આવો
છે તે હું છું.’’ એ જ પ્રમાણે અહીં જાણવું.
વળી કોઈ લલાટ, ભ્રમર અને નાસિકાના અગ્રભાગ દેખવાના સાધનવડે ત્રિકૂટી આદિનું
ધ્યાન થયું કહી પરમાર્થ માને છે. ત્યાં નેત્રની પૂતળી ફરવાથી કોઈ મૂર્તિક વસ્તુ દીઠી એમાં
શું સિદ્ધિ છે? વળી એવાં સાધનોથી કિંચિત્ ભૂત
ભવિષ્યાદિકનું જ્ઞાન થાય, વચનસિદ્ધ થાય,
પૃથ્વીઆકાશાદિકમાં ગમનાદિકની શક્તિ ઉત્પન્ન થાય, વા શરીરમાં આરોગ્યાદિક થાય, તોપણ
એ બધાં લૌકિક કાર્યો છે. દેવાદિકમાં એવી શક્તિ સ્વયં હોય છે, તેનાથી કાંઈ પોતાનું ભલું
થતું નથી, પણ ભલું તો વિષયકષાયની વાસના મટતાં જ થાય છે. અને એ તો વિષય
કષાય
પોષવાના ઉપાય છે; એથી એ બધાં સાધન કાંઈ પણ હિતકારી નથી. એમાં કષ્ટ ઘણું છે,
મરણાદિ સુધી પણ થઈ જાય છે અને હિત સધાતું નથી, માટે જ્ઞાની પુરુષ એવો વ્યર્થ ખેદ
કરતા નથી. કષાયી જીવો જ એવા સાધનમાં લાગે છે.
16