Moksha Marg Prakashak (Gujarati). Ashravatattva Sambandhi Ayatharth Shraddhan; Bandhatattva Sambandhi Ayatharth Shraddhan; Sanvaratattva Sambandhi Ayatharth Shraddhan; Nirjaratattva Sambandhi Ayatharth Shraddhan; Mokshatattva Sambandhi Ayatharth Shraddhan; Punya-pap Tattva Sambandhi Ayatharth Shraddhan; Mithyagyananu Swaroop; Mithyacharitranu Swaroop; Ishta-anishtani Mithya Kalpana; Rag-dveshanu Vidhan Tatha Vistar; Mohano Mahima; Adhikar Panchmo; Anyamat Nirakaran; Gruhitamithyatvanu Nirakaran; Sarvavyapi Advaitabrahmamat Nirakaran; Shrushtikartutvavadanu Nirakaran; Jivoni Chetnane Brahmani Chetana Manavi; Shariradikanu Mayaroop Thavu.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 20

 

Page 73 of 370
PDF/HTML Page 101 of 398
single page version

જીવને કષાયભાવ થતાં શરીરની ચેષ્ટા એ કષાયભાવ અનુસાર થઈ જાય છે. જેમ
ક્રોધાદિક થતાં રક્ત નેત્રાદિ થઈ જાય, હાસ્યાદિક થતાં પ્રફુલ્લિત વદનાદિક થઈ જાય અને
પુરુષવેદાદિ થતાં લિંગકાઠિણ્યાદિ થઈ જાય. હવે એ સર્વને એકરૂપ માની આ એમ માને છે
કે
‘‘એ બધા કાર્ય હું કરું છું.’’ શરીરમાં શીતઉષ્ણ, ક્ષુધાતૃષા અને રોગાદિ અવસ્થાઓ
થાય છે તેના નિમિત્તથી મોહભાવવડે પોતે સુખદુઃખ માને છે. એ બધાને એકરૂપ જાણી
શીતાદિક વા સુખદુઃખ પોતાને જ થયાં એમ માને છે. વળી શરીરના પરમાણુઓનું મળવું
વિખરાવું આદિ થવાથી, અથવા શરીરની અવસ્થા પલટાવાથી વા શરીર સ્કંધના ખંડાદિક થવાથી
સ્થૂલ
કૃશાદિક, બાળવૃદ્ધાદિક વા અંગહીનાધિક થાય છે અને તે અનુસાર પોતાના પ્રદેશોનો
પણ સંકોચવિસ્તાર થાય છે. એ બધાને એકરૂપ માની આ જીવ ‘‘હું સ્થૂલ છું, હું કૃશ છું,
હું બાળક છું, હું વૃદ્ધ છું તથા મારાં અમુક અંગોનો ભંગ થયો’’ ઇત્યાદિ માને છે.
શરીરની અપેક્ષાએ ગતિકુલાદિક હોય છે તેને પોતાના માની ‘‘હું મનુષ્ય છું, હું તિર્યંચ
છું, હું ક્ષત્રિય છું તથા હું વૈશ્ય છું’’ઇત્યાદિરૂપ માને છે. શરીરનો સંયોગ થવા અને
છૂટવાની અપેક્ષાએ જન્મમરણ હોય છે તેને પોતાનાં જન્મમરણ માની ‘‘હું ઊપજ્યો, હું
મરીશ’’ એમ માને છે. વળી શરીરની જ અપેક્ષાએ અન્ય વસ્તુઓથી સંબંધ માને છે. જેમ
કે
જેનાથી શરીર નીપજ્યું તેને પોતાનાં માતાપિતા માને છે, શરીરને રમાડે તેને પોતાની
રમણી માને છે, શરીર વડે નીપજ્યાં તેને પોતાનાં દીકરાદીકરી માને છે, શરીરને જે ઉપકારક
છે તેને પોતાનો મિત્ર માને છે તથા શરીરનું બૂરું કરે તેને પોતાનો શત્રુ માને છે,ઇત્યાદિરૂપ
તેની માન્યતા હોય છે. ઘણું શું કહીએ? હરકોઈ પ્રકાર વડે પોતાને અને શરીરને તે એકરૂપ
જ માને છે. ઇન્દ્રિયાદિકનાં નામ તો અહીં કહ્યાં છે, પણ તેને તો કાંઈ ગમ્ય નથી. માત્ર અચેત
જેવો બની પર્યાયમાં જ અહંબુદ્ધિ ધારણ કરે છે, તેનું શું કારણ છે તે અહીં કહીએ છીએ.
આ આત્માને અનાદિ કાળથી ઇન્દ્રિયજ્ઞાન છે, જેથી અમૂર્તિક એવો પોતે તો પોતાને
ભાસતો નથી, પણ મૂર્તિક એવું શરીર જ ભાસે છે. અને તેથી આત્મા કોઈ અન્યને આપરૂપ
જાણી તેમાં અહંબુદ્ધિ અવશ્ય ધારણ કરે, કારણ કે પોતે પોતાને પરથી જુદો ન ભાસ્યો એટલે
તેના સમુદાયરૂપ પર્યાયમાં જ તે અહંબુદ્ધિ ધારણ કરે છે. વળી પોતાને અને શરીરને નિમિત્ત
નૈમિત્તિકસંબંધ ઘણો હોવાથી (શરીરથી પોતાની) ભિન્નતા ભાસતી નથી. હવે જે વિચારો વડે
ભિન્નતા ભાસી શકે એમ છે એ વિચારો મિથ્યાદર્શનના જોરથી થઈ શકતા નથી તેથી તેને
પર્યાયમાં જ અહંબુદ્ધિ હોય છે. મિથ્યાદર્શનવડે આ જીવ કોઈ વેળા બાહ્ય સામગ્રીનો સંયોગ
થતાં તેને પણ પોતાની માને છે. પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, હાથી, ઘોડા, મકાન અને નોકર
ચાકરાદિ જે પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન છે, સદાકાળ પોતાને આધીન નથીએમ પોતાને જણાય
તોપણ તેમાં મમકાર કરે છે. પુત્રાદિકમાં ‘‘આ છે તે હું જ છું.’’ એવી પણ કોઈ વેળા
ભ્રમબુદ્ધિ થાય છે. મિથ્યાદર્શનથી શરીરાદિકનું સ્વરૂપ પણ અન્યથા જ ભાસે છે. અનિત્યને

Page 74 of 370
PDF/HTML Page 102 of 398
single page version

નિત્ય, ભિન્નને અભિન્ન, દુઃખનાં કારણોને સુખનાં કારણ માને છે તથા દુઃખને સુખ માને
છે
ઇત્યાદિ પ્રકારે વિપરીત ભાસે છે. એ પ્રમાણે જીવઅજીવ તત્ત્વોનું અયથાર્થ જ્ઞાન થતાં
શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે.
આuાવતત્ત્વ સંબંધાી અયથાર્થ શ્રદ્ધાન
વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વકષાયાદિક ભાવ થાય છે તેને તે પોતાનો
સ્વભાવ માને છે, પરંતુ તે કર્મઉપાધિથી થાય છે, એમ જાણતો નથી. દર્શનજ્ઞાન ઉપયોગ
અને આસ્રવભાવ એ બંનેને તે એકરૂપ માને છે, કારણ કેતેનો આધારભૂત એક આત્મા છે.
વળી તેનું અને આસ્રવભાવનું પરિણમન એક જ કાળમાં હોવાથી તેનું ભિન્નપણું તેને ભાસતું
નથી તથા એ ભિન્નપણું ભાસવાના કારણરૂપ વિચારો છે તે મિથ્યાદર્શનના બળથી થઈ શકતા
નથી. એ મિથ્યાત્વભાવ અને કષાયભાવ વ્યાકુળતા સહિત છે તેથી તે વર્તમાનમાં દુઃખમય છે
અને કર્મબંધના કારણરૂપ હોવાથી ભાવિમાં દુઃખ ઉત્પન્ન કરશે. તેને એ પ્રમાણે ન માનતાં
ઊલટા ભલા જાણી પોતે એ ભાવોરૂપ થઈ પ્રવર્તે છે. વળી દુઃખી તો પોતાના મિથ્યાત્વ અને
કષાયભાવોથી થાય છે છતાં નિરર્થક અન્યને દુઃખ ઉપજાવવાવાળા માને છે. જેમ દુઃખી તો
મિથ્યાશ્રદ્ધાનથી થાય છે છતાં પોતાના શ્રદ્ધાન અનુસાર જો પદાર્થ ન પ્રવર્તે તો તેને દુઃખદાયક
માનવા લાગે છે. દુઃખી તો ક્રોધથી થાય છે છતાં જેનાથી ક્રોધ કર્યો હોય તેને દુઃખદાયક
માનવા લાગે છે તથા દુઃખી તો લોભથી થાય છે પણ ઇષ્ટ વસ્તુની અપ્રાપ્તિને દુઃખદાયક
માને છે
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ ભાવોનું જેવું ફળ આવે તેવું તેને ભાસતું
નથી. એની તીવ્રતાવડે નરકાદિક તથા મંદતાવડે સ્વર્ગાદિક પ્રાપ્ત થાય છે ત્યાં ઘણીથોડી
વ્યાકુળતા થાય તેવું તેને ભાસતું નથી તેથી તે ભાવો બૂરા પણ લાગતા નથી. તેનું કારણ શું?
કારણ એ જ કે એ ભાવો પોતાના કરેલા ભાસે છે તેથી તેને બૂરા કેમ માને? એ પ્રમાણે
આસ્રવતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે.
બંધાતત્ત્વ સંબંધાી અયથાર્થ શ્રદ્ધાન
વળી એ આસ્રવભાવોવડે જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ થાય છે તેનો ઉદય થતાં જ્ઞાન
દર્શનનું હીનપણું થવું, મિથ્યાત્વકષાયરૂપ પરિણમન થવું, ઇચ્છાનુસાર ન બનવું, સુખદુઃખનાં
કારણો મળવાં, શરીરનો સંયોગ રહેવો, ગતિજાતિશરીરાદિક નીપજવાં અને નીચુંઊચું કુળ
પામવું થાય છે. એ બધાં હોવામાં મૂળ કારણ કર્મ છે, તેને આ જીવ ઓળખતો નથી કારણ
કે તે સૂક્ષ્મ છે તેથી તેને સૂજતાં નથી અને પોતાને એ કાર્યોનો કર્તા કોઈ દેખાતો નથી એટલે
એ બધાં હોવામાં કાં તો પોતાને કર્તારૂપ માને છે અગર તો અન્યને કર્તારૂપ માને છે. તથા
કદાચિત્ પોતાનું વા અન્યનું કર્તાપણું ન ભાસે તો ઘેલા જેવો બની ભવિતવ્ય માનવા લાગે
છે, એ પ્રમાણે બંધતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે.

Page 75 of 370
PDF/HTML Page 103 of 398
single page version

સંવરતત્ત્વ સંબંધાી અયથાર્થ શ્રદ્ધાન
વળી આસ્રવનો અભાવ થવો તે સંવર છે. જો આસ્રવને યથાર્થ ન ઓળખે તો તેને
સંવરનું યથાર્થ શ્રદ્ધાન ક્યાંથી થાય? જેમ કોઈનું અહિત આચરણ છે, પણ તેને તે અહિતરૂપ
ન ભાસે તો તેના અભાવને તે હિતરૂપ કેમ માને? એ જ પ્રમાણે જીવને આસ્રવની પ્રવૃત્તિ
છે; તે તેને અહિતરૂપ ન ભાસે તો તેના અભાવરૂપ સંવરને હિતરૂપ કેમ માને? વળી
અનાદિકાળથી આ જીવને આસ્રવભાવ જ થયો છે, પણ સંવર કોઈ કાળે થયો નથી તેથી સંવર
થવો તેને ભાસતો પણ નથી, સંવર થતાં સુખ થાય છે તથા ભાવિમાં દુઃખ પણ નહિ થાય.
પરંતુ એમ તેને ભાસતું નથી તેથી તે આસ્રવનો તો સંવર કરતો નથી પણ એ અન્ય પદાર્થોને
દુઃખદાયક માની તેને જ ન થવા દેવાનો ઉપાય કર્યા કરે છે, પણ તે પોતાને આધીન નથી,
માત્ર નિરર્થક ખેદખિન્ન થાય છે. એ પ્રમાણે સંવરતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ
અયથાર્થ થાય છે.
નિર્જરાતત્ત્વ સંબંધાી અયથાર્થ શ્રદ્ધાન
બંધનો એકદેશ અભાવ થવો તે નિર્જરા છે. બંધને યથાર્થ ન ઓળખે તેને નિર્જરાનું
યથાર્થ શ્રદ્ધાન ક્યાંથી હોય? જેમ ભક્ષણ કરેલા વિષાદિકથી દુઃખ થતું જે ન જાણે તે તેને
નષ્ટ કરવાના ઉપાયને ભલો કેમ જાણે? તેમ એ બંધનરૂપ કરેલાં કર્મોથી દુઃખ થાય છે એમ
જે ન જાણે તે તેની નિર્જરાના ઉપાયને ભલો કેમ જાણે? વળી આ જીવને ઇંદ્રિયો વડે સૂક્ષ્મરૂપ
કર્મોનું તો જ્ઞાન થતું નથી તથા તેમાં દુઃખના કારણભૂત શક્તિ છે તેનું પણ જ્ઞાન નથી તેથી
અન્ય પદાર્થોનાં નિમિત્તોને જ દુઃખદાયક જાણી તેનો જ અભાવ કરવાનો ઉપાય કરે છે; પણ
તે પોતાના આધીન નથી. કદાચિત્ દુઃખ દૂર કરવાના નિમિત્તરૂપ કોઈ ઇષ્ટ સંયોગાદિ કાર્ય
બને છે તે પણ કર્માનુસાર બને છે. છતાં તેનો ઉપાય કરી વ્યર્થ ખેદ કરે છે.
એ પ્રમાણે
નિર્જરાતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે.
મોક્ષતત્ત્વ સંબંધાી અયથાર્થ શ્રદ્ધાન
સર્વ કર્મબંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. જો બંધને વા બંધજનિત સર્વદુઃખોને
ન ઓળખે તો તેને મોક્ષનું યથાર્થ શ્રદ્ધાન પણ ક્યાંથી થાય? જેમ કોઈને રોગ છે તે આ રોગને
વા રોગજનિત દુઃખોને ન જાણે તો રોગના સર્વથા અભાવને તે ભલો કેમ જાણે? એ રીતે આ
જીવને કર્મબંધન છે, આ તે બંધનને તથા બંધજનિત દુઃખોને ન જાણે તો સર્વથા બંધના અભાવને
કેવી રીતે જાણે? વળી આ જીવને કર્મોનું વા તેની શક્તિનું તો જ્ઞાન નથી અને તેથી બાહ્યપદાર્થોને
દુઃખના કારણરૂપ જાણી તેનો સર્વથા અભાવ કરવાનો ઉપાય કરે છે, તથા આ જીવ એમ તો
જાણે છે કે
‘‘સર્વથા દુઃખ દૂર થવાના કારણરૂપ ઇષ્ટ સામગ્રી છે, તેના મેળાપથી સર્વથા સુખી

Page 76 of 370
PDF/HTML Page 104 of 398
single page version

થવું છે,’’ પણ એમ તો કદી પણ બની શકે નહિ. આ જીવ નિરર્થક જ ખેદ કરે છે. એ પ્રમાણે
મિથ્યાદર્શનથી મોક્ષતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. એવી રીતે આ
જીવ મિથ્યાદર્શનથી જીવાદિ સાતે પ્રયોજનભૂત તત્ત્વોનું અયથાર્થ શ્રદ્ધાન કરે છે.
પુણ્યપાપ સંબંધાી અયથાર્થ શ્રદ્ધાન
વળી પુણ્યપાપ છે તે તેનાં જ વિશેષ છે, એ પુણ્યપાપની એક જાતિ છે તોપણ
મિથ્યાદર્શનથી પુણ્યને ભલું તથા પાપને બૂરું જાણે છે. પુણ્યવડે પોતાની ઇચ્છાનુસાર કિંચિત્
કાર્ય બને તેને ભલું જાણે છે તથા પાપવડે ઇચ્છાનુસાર કાર્ય ન બને તેને બૂરું જાણે છે. હવે
એ બંને આકુળતાનાં જ કારણો હોવાથી બૂરાં જ છે. છતાં આ જીવ પોતાની માન્યતાથી જ
ત્યાં સુખ
દુઃખ માને છે. વાસ્તવિકપણે જ્યાં આકુળતા છે ત્યાં દુઃખ જ છે; માટે પુણ્યપાપના
ઉદયને ભલોબૂરો જાણવો એ ભ્રમ જ છે. તથા કોઈ જીવ કદાચિત્ પુણ્યપાપના કારણરૂપ
શુભાશુભ ભાવોને ભલાબૂરા જાણે છે તે પણ ભ્રમ છે, કારણ કે એ બંને કર્મબંધનાં જ
કારણો છે. એ પ્રમાણે પુણ્યપાપનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. એ
રીતે અતત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યાદર્શનનું સ્વરૂપ કહ્યું. તે અસત્યરૂપ છે; માટે તેનું જ નામ મિથ્યાત્વ
છે તથા સત્યશ્રદ્ધાનથી રહિત છે માટે તેનું જ નામ અદર્શન છે. હવે મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ
કહીએ છીએ.
મિથ્યાજ્ઞાનનું સ્વરુપ
પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને અયથાર્થ જાણવાં તેનું નામ મિથ્યાજ્ઞાન છે. એ વડે એ
તત્ત્વોને જાણવામાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય થાય છે. ત્યાં ‘‘આ પ્રમાણે છે કે આ
પ્રમાણે છે’’
એવું જે પરસ્પર વિરુદ્ધતા પૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન તેનું નામ સંશય છે. જેમ
‘‘હું આત્મા છું કે શરીર છું’’ એમ જાણવું તે સંશય. વસ્તુસ્વરૂપથી વિરુદ્ધતા પૂર્વક ‘‘આ આમ
જ છે,’’ એવું એકરૂપ જ્ઞાન તેનું નામ વિપર્યય છે. જેમ ‘‘હું શરીર છું’’ એમ જાણવું તે
વિપર્યય છે, તથા ‘‘કંઈક છે’’ એવો નિર્ધારરહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે. જેમ ‘‘હું
કોઈક છું’’ એમ જાણવું તે અનધ્યવસાય છે. એ પ્રમાણે પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોમાં સંશય,
વિપર્યય અને અનધ્યવસાય જે જાણવું થાય તેનું નામ મિથ્યાજ્ઞાન છે. પણ અપ્રયોજનભૂત
પદાર્થોને યથાર્થ જાણે અથવા અયથાર્થ જાણે તેની અપેક્ષાએ કાંઈ મિથ્યાજ્ઞાન
સમ્યગ્જ્ઞાન નથી.
જેમ મિથ્યાદ્રષ્ટિ દોરડીને દોરડી જાણે તેથી કાંઈ સમ્યગ્જ્ઞાન નામ પામે નહિ તથા સમ્યગ્દ્રષ્ટિ
દોરડીને સાપ જાણે તેથી કાંઈ તે મિથ્યાજ્ઞાન નામ પામે નહિ.
પ્રશ્નઃપ્રત્યક્ષ સાચાજૂઠા જ્ઞાનને સમ્યગ્જ્ઞાનમિથ્યાજ્ઞાન કેમ ન કહેવાય?
ઉત્તરઃજ્યાં જાણવાનું જ
સાચજૂઠ નિર્ધાર કરવાનું જપ્રયોજન હોય ત્યાં તો

Page 77 of 370
PDF/HTML Page 105 of 398
single page version

કોઈ પદાર્થોને તેના સાચાજૂઠા જાણવાની અપેક્ષાએ જ સમ્યગ્જ્ઞાનમિથ્યાજ્ઞાન નામ પામે છે.
જેમ પ્રત્યક્ષપરોક્ષ પ્રમાણના વર્ણનમાં કોઈ પદાર્થ હોય તેને સાચા જાણવારૂપે સમ્યગ્જ્ઞાન કહ્યું
છે તથા સંશયાદિરૂપ જાણવાપણાને અપ્રમાણરૂપ મિથ્યાજ્ઞાન કહ્યું છે. પણ અહીં તો સંસાર
મોક્ષના કારણભૂત સત્યઅસત્ય જાણવાનો નિર્ધાર કરવો છે, દોરડીસર્પાદિકનું યથાર્થ વા
અન્યથા જ્ઞાન કાંઈ સંસારમોક્ષનું કારણ નથી, માટે એની અપેક્ષાએ અહીં મિથ્યાજ્ઞાન
સમ્યગ્જ્ઞાન કહ્યું નથી, પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને જાણવાની અપેક્ષાએ જ મિથ્યાજ્ઞાન
સમ્યગ્જ્ઞાન કહ્યું છે. અને એ જ અભિપ્રાયથી સિદ્ધાંતમાં મિથ્યાદ્રષ્ટિના સર્વ જાણવાને મિથ્યાજ્ઞાન
જ કહ્યું તથા સમ્યગ્દ્રષ્ટિના સર્વ જાણવાને સમ્યગ્જ્ઞાન કહ્યું.
પ્રશ્નઃમિથ્યાદ્રષ્ટિના જીવાદિ તત્ત્વોના અયથાર્થ જાણવાને મિથ્યાજ્ઞાન ભલે
કહો, પણ દોરડીસર્પાદિકના યથાર્થ જાણવાને તો સમ્યગ્જ્ઞાન કહો?
ઉત્તરઃમિથ્યાદ્રષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તાઅસત્તાનો વિશેષ (ભેદ) નથી, તેથી
તે કારણવિપરીતતા, સ્વરૂપવિપરીતતા વા ભેદાભેદવિપરીતતા ઉપજાવે છે. ત્યાં જેને તે જાણે
છે તેના મૂળ કારણને તો ન ઓળખે અને અન્યથા કારણ માને તે કારણવિપરીતતા છે, જેને
જાણે છે તેના મૂળ વસ્તુભૂત સ્વરૂપને તો ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને તે
સ્વરૂપવિપરીતતા છે, તથા જેને તે જાણે છે તેને ‘‘એ આનાથી ભિન્ન છે તથા એ આનાથી
અભિન્ન છે’’ એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન
અભિન્નપણું માને તે
ભેદાભેદવિપરીતતા છે. એ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિના જાણવામાં વિપરીતતા હોય છે. જેમ દારૂનો
કેફી મનુષ્ય માતાને પોતાની સ્ત્રી માને તથા સ્ત્રીને માતા માને તેમ મિથ્યાદ્રષ્ટિમાં અન્યથા જાણવું
હોય છે. વળી જેમ કોઈ કાળમાં એ કેફી મનુષ્ય માતાને માતા વા સ્ત્રીને સ્ત્રી જાણે તોપણ
તેને નિશ્ચયરૂપ નિર્ધારવડે શ્રદ્ધાનપૂર્વક જાણવું ન હોવાથી તેને યથાર્થજ્ઞાન કહેતા નથી; તેમ
મિથ્યાદ્રષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સત્ય પણ જાણે તોપણ તેના નિશ્ચયરૂપ નિર્ધારથી શ્રદ્ધાન
સહિત જાણતો નથી તેથી તેને સમ્યગ્જ્ઞાન કહેતા નથી અથવા સત્ય જાણે છતાં એ વડે પોતાનું
અયથાર્થ જ પ્રયોજન સાધે છે તેથી તેને સમ્યગ્જ્ઞાન કહેતા નથી. એ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને
મિથ્યાજ્ઞાન કહીએ છીએ.
પ્રશ્નઃએ મિથ્યાજ્ઞાનનું કારણ શું છે?
ઉત્તરઃમોહના ઉદયથી જે મિથ્યાત્વભાવ થાય છેસમ્યગ્ભાવ નથી થતો એ જ
મિથ્યાજ્ઞાનનું કારણ છે. જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષરૂપ કહેવામાં આવે છે તેમ
મિથ્યાત્વના સંબંધથી જ્ઞાન પણ મિથ્યાજ્ઞાન નામ પામે છે.
પ્રશ્નઃઅહીં જ્ઞાનાવરણનું નિમિત્ત તમે કેમ કહેતા નથી?
ઉત્તરઃજ્ઞાનાવરણના ઉદયથી તો જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાનભાવ હોય છે તથા

Page 78 of 370
PDF/HTML Page 106 of 398
single page version

તેના ક્ષયોપશમથી કિંચિત્ જ્ઞાનરૂપ મતિશ્રુત આદિ જ્ઞાન હોય છે. હવે જો તેમાંથી કોઈને
મિથ્યાજ્ઞાન તથા કોઈને સમ્યગ્જ્ઞાન કહીએ તો એ બંને ભાવ મિથ્યાદ્રષ્ટિ વા સમ્યગ્દ્રષ્ટિમાં હોય
છે, તેથી એ બંનેને મિથ્યાજ્ઞાન વા સમ્યગ્જ્ઞાનનો સદ્ભાવ થઈ જાય, જે સિદ્ધાંતવિરુદ્ધ છે.
માટે અહીં જ્ઞાનાવરણનું નિમિત્ત બનતું નથી.
પ્રશ્નઃદોરડીસર્પાદિકનું અયથાર્થ જ્ઞાન હોવાનું કયું કારણ છે? તેને જ
જીવાદિ તત્ત્વના અયથાર્થયથાર્થ જ્ઞાનનું કારણ કહો તો શું વાંધો?
ઉત્તરઃજાણવામાં જેટલું અયથાર્થપણું હોય છે તેટલું તો જ્ઞાનાવરણના ઉદયથી હોય
છે તથા યથાર્થપણું હોય છે તેટલું જ્ઞાનાવરણના ક્ષયોપશમથી હોય છે. જેમ દોરડીને સર્પ
જાણવામાં આવે ત્યાં અયથાર્થ જાણવાની શક્તિના કારણરૂપ જ્ઞાનાવરણનો ઉદય છે તેથી તે
અયથાર્થ જાણે છે, તથા દોરડીને દોરડી જાણવામાં આવે છે ત્યાં યથાર્થ જાણવાની શક્તિના
કારણરૂપ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે તેથી તે યથાર્થ જાણે છે, તેમ જીવાદિ તત્ત્વોને યથાર્થ
જાણવાની શક્તિ ન હોવા અથવા હોવામાં તો જ્ઞાનાવરણનું જ નિમિત્ત છે, પરંતુ જેમ કોઈ
પુરુષને ક્ષયોપશમથી દુઃખ વા સુખના કારણભૂત પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, ત્યાં
જેને અશાતાવેદનીયનો ઉદય હોય તે દુઃખના કારણભૂત જે પદાર્થો હોય તેને જ વેદે પણ સુખના
કારણભૂત પદાર્થોને ન વેદે. જો તે સુખના કારણભૂત પદાર્થોને વેદે તો સુખી થાય, પણ
અશાતાના ઉદયથી તેનાથી એમ બની શકતું નથી, માટે અહીં દુઃખ કે સુખના કારણભૂત
પદાર્થોને વેદવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પણ અશાતા
શાતાવેદનીયનો ઉદય જ કારણભૂત
છે. એ જ પ્રમાણે જીવમાં પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વ તથા અપ્રયોજનભૂત અન્ય પદાર્થોને યથાર્થ
જાણવાની શક્તિ હોય, પણ ત્યાં જેને મિથ્યાત્વનો ઉદય હોય તે તો અપ્રયોજનભૂત હોય તેને
જ વેદે
જાણે છે પણ પ્રયોજનભૂતને જાણતો નથી. જો તે પ્રયોજનભૂતને જાણે તો સમ્યગ્દર્શન
થઈ જાય, પણ મિથ્યાત્વનો ઉદય હોવાથી એમ બની શકતું નથી. માટે ત્યાં પ્રયોજનભૂત
અપ્રયોજનભૂત પદાર્થો જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી; પરંતુ મિથ્યાત્વનો ઉદયઅનુદય
જ કારણભૂત છે.
અહીં એમ જાણવું કેજ્યાં એકેન્દ્રિયાદિક જીવોને જીવાદિ તત્ત્વોને યથાર્થ જાણવાની
શક્તિ જ ન હોય ત્યાં તો જ્ઞાનાવરણ અને મિથ્યાત્વના ઉદયથી થયેલું મિથ્યાજ્ઞાનમિથ્યાદર્શન
એ બંનેનું નિમિત્ત છે, તથા જ્યાં સંજ્ઞી મનુષ્યાદિકને ક્ષયોપશમાદિ લબ્ધિજનિત શક્તિ હોય
અને તે ન જાણે ત્યાં તો મિથ્યાત્વનો ઉદય જ નિમિત્તરૂપ જાણવો. તેથી મિથ્યાજ્ઞાનનું મુખ્ય
કારણ જ્ઞાનાવરણ ન કહેતાં દર્શનમોહનીયના ઉદયજનિત ભાવને જ કારણરૂપ કહ્યો.
પ્રશ્નઃજો જ્ઞાન થયા પછી શ્રદ્ધાન થાય છે, તો પહેલાં મિથ્યાજ્ઞાન કહો
અને પછી મિથ્યાદર્શન કહો?

Page 79 of 370
PDF/HTML Page 107 of 398
single page version

ઉત્તરઃછે તો એ જ પ્રમાણે, કારણ કે જાણ્યા વિના શ્રદ્ધાન કેવી રીતે થાય?
પરંતુ જ્ઞાનમાં મિથ્યા તથા સમ્યગ્ એવી સંજ્ઞા મિથ્યાદર્શનસમ્યગ્દર્શનના નિમિત્તથી થાય છે.
જેમ મિથ્યાદ્રષ્ટિ વા સમ્યગ્દ્રષ્ટિ સુવર્ણાદિક પદાર્થોને જાણે છે તો સમાન, પરંતુ એ જ જાણપણું
મિથ્યાદ્રષ્ટિને મિથ્યાજ્ઞાન તથા સમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્જ્ઞાન નામ પામે છે. એ જ પ્રમાણે સર્વ
મિથ્યાજ્ઞાન
સમ્યગ્જ્ઞાનનું કારણ મિથ્યાદર્શનસમ્યગ્દર્શન જાણવું. તેથી જ્યાં સામાન્યપણે જ્ઞાન
શ્રદ્ધાનું નિરૂપણ હોય ત્યાં જ્ઞાન કારણભૂત છે, માટે તેને પહેલાં કહેવું, તથા શ્રદ્ધાન કાર્યભૂત
છે માટે તેને પાછળ કહેવું; પણ જ્યાં મિથ્યા સમ્યગ્જ્ઞાન
શ્રદ્ધાનનું નિરૂપણ હોય ત્યાં તો શ્રદ્ધાન
કારણભૂત હોવાથી તેને પહેલાં કહેવું તથા જ્ઞાન કાર્યભૂત હોવાથી તેને પાછળ કહેવું.
પ્રશ્નઃજ્ઞાનશ્રદ્ધાન તો યુગપત્ હોય છે, તો તેમાં કારણકાર્યપણું કેવી
રીતે કહો છો?
ઉત્તરઃ‘એ હોય તો એ હોય’ એ અપેક્ષાએ કારણકાર્યપણું હોય છે. જેમ દીપક
અને પ્રકાશ એ બંને યુગપત્ હોય છે, તોપણ દીપક હોય તો પ્રકાશ હોય, તેથી દીપક કારણ
છે અને પ્રકાશ કાર્ય છે. એ જ પ્રમાણે જ્ઞાન
શ્રદ્ધાનને પણ છે અથવા મિથ્યાદર્શનમિથ્યાજ્ઞાનને
તથા સમ્યગ્દર્શનસમ્યગ્જ્ઞાનને કારણકાર્યપણું જાણવું.
પ્રશ્નઃજો મિથ્યાદર્શનના સંયોગથી જ જ્ઞાન મિથ્યાજ્ઞાન નામ પામે છે તો એક
મિથ્યાદર્શનને જ સંસારનું કારણ કહેવું જોઈએ, પણ અહીં મિથ્યાજ્ઞાન જુદું શા માટે કહ્યું?
ઉત્તરઃજ્ઞાનની જ અપેક્ષાએ તો મિથ્યાદ્રષ્ટિ વા સમ્યગ્દ્રષ્ટિને ક્ષયોપશમથી થયેલા
યથાર્થ જ્ઞાનમાં કાંઈ વિશેષ નથી તથા તે જ્ઞાન કેવળજ્ઞાનમાં પણ જઈ મળે છે, જેમ નદી
સમુદ્રમાં જઈ મળે છે; તેથી જ્ઞાનમાં કાંઈ દોષ નથી, પરંતુ ક્ષયોપશમ જ્ઞાન જ્યાં લાગે ત્યાં
એક જ્ઞેયમાં લાગે. હવે આ મિથ્યાદર્શનના નિમિત્તથી તે જ્ઞાન અન્ય જ્ઞેયોમાં તો લાગે પણ
પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવામાં ન લાગે એ જ જ્ઞાનમાં દોષ થયો, અને
તેને જ મિથ્યાજ્ઞાન કહ્યું. તથા જીવાદિ તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન ન થાય તે આ શ્રદ્ધાનમાં દોષ
થયો તેથી તેને મિથ્યાદર્શન કહ્યું. એ પ્રમાણે લક્ષણભેદથી મિથ્યાદર્શન
મિથ્યાજ્ઞાન જુદાં કહ્યાં
છે. એ પ્રમાણે મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેને તત્ત્વજ્ઞાનના અભાવથી અજ્ઞાન કહીએ છીએ
તથા પોતાનું પ્રયોજન સાધતું નથી માટે તેને જ કુજ્ઞાન પણ કહીએ છીએ. હવે મિથ્યાચારિત્રનું
સ્વરૂપ કહે છે.
મિથ્યાચારિત્રનું સ્વરુપ
ચારિત્રમોહના ઉદયથી કષાયભાવ થાય છે, તેનું નામ મિથ્યાચારિત્ર છે. અહીં પોતાની
સ્વભાવરૂપ પ્રવૃત્તિ નથી. (‘‘આ સુખી છે.’’) એવી જૂઠી પરસ્વભાવરૂપ પ્રવૃત્તિ કરવા ઇચ્છે

Page 80 of 370
PDF/HTML Page 108 of 398
single page version

પણ તેમ બનતું નથી. તેથી તેનું નામ મિથ્યાચારિત્ર છે. એ જ અહીં કહીએ છીએઃ
પોતાનો સ્વભાવ તો દ્રષ્ટાજ્ઞાતા છે. હવે પોતે કેવળ દેખવાવાળોજાણવાવાળો તો
રહેતો નથી, પણ જે જે પદાર્થોને તે દેખેજાણે છે તેમાં ઇષ્ટઅનિષ્ટપણું માને છે અને તેથી
રાગીદ્વેષી થાય છે. કોઈના સદ્ભાવને તથા કોઈના અભાવને ઇચ્છે છે પણ તેનો સદ્ભાવ
કે અભાવ આ જીવનો કર્યો થતો જ નથી, કારણ કેકોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કર્તાહર્તા
છે જ નહિ પણ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે. માત્ર આ જીવ વ્યર્થ
કષાયભાવ કરી વ્યાકુળ થાય છે. વળી કદાચિત્ પોતે ઇચ્છે તેમ જ પદાર્થ પરિણમે તોપણ
તે પોતાનો પરિણમાવ્યો તો પરિણમ્યો નથી પણ જેમ ચાલતા ગાડાને બાળક ધકેલી એમ માને
કે ‘‘આ ગાડાને હું ચલાવું છું’’
તો તે અસત્ય માને છે. જો એ ગાડું તેનું ચલાવ્યું ચાલે
છે તો જ્યારે એ ન ચાલતું હોય ત્યારે તે કેમ ચલાવી શકતો નથી? તેમ પદાર્થ પરિણમે
છે અને જ્યારે કોઈવાર જીવને અનુસારે પરિણમે ત્યારે એમ માને કે ‘આને હું આમ
પરિણમાવું છું’ પણ તે અસત્ય માને છે. જો તેનો પરિણમાવ્યો પરિણમે છે તો જ્યારે તે એમ
ન પરિણમતો હોય ત્યારે તે કેમ પરિણમાવતો નથી? એટલે પોતાની ઇચ્છાનુસાર પદાર્થનું
પરિણમન તો કદી પણ થતું નથી, કદાચિત્ થાય તો તેવા જોગાનુજોગ બનતાં જ થાય છે,
ઘણાં પરિણમન તો પોતાની ઇચ્છા વિરુદ્ધ જ થતાં જોઈએ છીએ. માટે નિશ્ચય થાય છે કે
પોતાનો કર્યો કોઈ પણ પદાર્થોનો સદ્ભાવ અથવા અભાવ થતો નથી, અને જો પોતાના કરવાથી
કોઈ પણ પદાર્થોનો સદ્ભાવ
અભાવ થતો જ નથી તો કષાયભાવ કરવાથી શું વળે? કેવળ
પોતે જ દુઃખી થાય છે. જેમ કોઈ વિવાહાદિ કાર્યમાં જેનું કહ્યું કામ થતું ન હોય છતાં પોતે
કર્તા બની કષાય કરે તો પોતે જ દુઃખી થાય; તેમ અહીં પણ સમજવું. માટે કષાયભાવ કરવો
એ ‘જેમ જળને વલોવવું કાંઈ કાર્યકારી નથી’ એવો છે, તેથી એ કષાયોની પ્રવૃત્તિને
મિથ્યાચારિત્ર કહીએ છીએ. તથા કષાયભાવ થાય છે તે પદાર્થોને ઇષ્ટ
અનિષ્ટરૂપ માનવાથી
થાય છે. એ ઇષ્ટઅનિષ્ટપણું માનવું પણ મિથ્યા છે; કારણ કે કોઈ પણ પદાર્થ ઇષ્ટ
અનિષ્ટરૂપ છે નહિ. તે કેવી રીતે તે અહીં કહીએ છીએઃ
£ષ્ટઅનિષ્ટની મિથ્યા કલ્પના
જે પોતાને સુખદાયકઉપકારી હોય તેને ઇષ્ટ કહીએ છીએ તથા જે પોતાને દુઃખ-
દાયકઅનુપકારી હોય તેને અનિષ્ટ કહીએ છીએ. હવે લોકમાં સર્વ પદાર્થો તો પોતપોતાના
સ્વભાવનાં કર્તા છે. કોઈ કોઈને સુખદાયકદુઃખદાયક કે ઉપકારીઅનુપકારી નથી, માત્ર આ
જીવ પોતાના પરિણામોમાં તેમને સુખદાયક અને ઉપકારી જાણી ઇષ્ટરૂપ માને છે અથવા
દુઃખદાયક અને અનુપકારી જાણી અનિષ્ટરૂપ માને છે. જુઓ, એક જ પદાર્થ કોઈને ઇષ્ટરૂપ
લાગે છે ત્યારે કોઈને અનિષ્ટરૂપ લાગે છે. જેમ જેને વસ્ત્ર ન મળતું હોય તેને ઘટ વસ્ત્ર
ઇષ્ટરૂપ લાગે છે તથા જેને બારીક વસ્ત્ર મળે છે તેને તે અનિષ્ટરૂપ લાગે છે. ભૂંડાદિકને
12

Page 81 of 370
PDF/HTML Page 109 of 398
single page version

વિષ્ટા ઇષ્ટરૂપ લાગે છે ત્યારે દેવાદિકને અનિષ્ટરૂપ લાગે છે. તથા મેઘની વૃષ્ટિ કોઈને ઇષ્ટ
લાગે છે ત્યારે કોઈને અનિષ્ટ લાગે છે. એમ અન્ય પણ જાણવું. વળી એ જ પ્રમાણે એક
જીવને પણ એક જ પદાર્થ કોઈ કાળમાં ઇષ્ટ લાગે છે ત્યારે કોઈ કાળમાં અનિષ્ટ લાગે છે.
તથા આ જીવ જેને મુખ્યપણે ઇષ્ટરૂપ માને છે તે પણ અનિષ્ટ થતું જોવામાં આવે છે. જેમ
શરીર ઇષ્ટ છે પણ રોગાદિસહિત થતાં અનિષ્ટ થઈ જાય છે; તથા પુત્રાદિક ઇષ્ટ છે પણ
કારણ મળતાં અનિષ્ટ થતાં જોઈએ છીએ. ઇત્યાદિ અન્ય પણ જાણવું. વળી મુખ્યપણે આ
જીવ જેને અનિષ્ટ માને છે તે પણ ઇષ્ટ થતું જોઈએ છીએ. જેમ કોઈની ગાળ અનિષ્ટ લાગે
છે પણ તે સાસરામાં ઇષ્ટ લાગે છે.
ઇત્યાદિ સમજવું. એ પ્રમાણે પદાર્થોમાં તો ઇષ્ટ
અનિષ્ટપણું છે નહીં. જો પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટપણું હોય તો જે પદાર્થ ઇષ્ટ હોય તે સર્વને
ઇષ્ટ જ થાય તથા જે અનિષ્ટ હોય તે અનિષ્ટ જ થાય; પણ એમ તો થતું નથી. માત્ર આ
જીવ પોતે જ કલ્પના કરી તેને ઇષ્ટ
અનિષ્ટ માને છે, પણ એ કલ્પના જૂઠી છે.
વળી એ પદાર્થો સુખદાયકઉપકારી યા દુઃખદાયકઅનુપકારી થાય છે તે કાંઈ
પોતાની મેળે થતા નથી. પણ પુણ્યપાપના ઉદયાનુસાર થાય છે. જેને પુણ્યનો ઉદય થાય
છે તેને પદાર્થનો સંયોગ સુખદાયકઉપકારી થાય છે તથા જેને પાપનો ઉદય થાય છે તેને
પદાર્થનો સંયોગ દુઃખદાયકઅનુપકારી થાય છે, એ પ્રત્યક્ષ જોઈએ છીએ. કોઈને સ્ત્રીપુત્રાદિક
સુખદાયક છે ત્યારે કોઈને દુઃખદાયક છે. વ્યાપાર કરતાં કોઈને નફો થાય છે ત્યારે કોઈને
નુકશાન થાય છે. કોઈને સ્ત્રી
પુત્ર પણ અહિતકારી થાય છે ત્યારે કોઈને શત્રુ પણ નોકર
બની જાય છે. તેથી સમજાય છે કે પદાર્થ પોતાની મેળે ઇષ્ટઅનિષ્ટ હોતા નથી પણ કર્મોદય
અનુસાર પ્રવર્તે છે. જેમ કોઈનો નોકર પોતાના સ્વામીની ઇચ્છાનુસાર કોઈ પુરુષને ઇષ્ટ
અનિષ્ટ ઉપજાવે તો એ કાંઈ નોકરનું કર્તવ્ય નથી પણ તેના સ્વામીનું કર્તવ્ય છે, છતાં એ
પુરુષ પેલા નોકરને જ ઇષ્ટ
અનિષ્ટ માને તો એ જૂઠ છે. તેમ કર્મોદયથી પ્રાપ્ત થયેલા પદાર્થો
કર્માનુસાર જીવને ઇષ્ટઅનિષ્ટ ઉપજાવે ત્યાં એ કાંઈ પદાર્થોનું તો કર્તવ્ય નથી પણ કર્મનું
કર્તવ્ય છે, છતાં આ જીવ પદાર્થોને જ ઇષ્ટઅનિષ્ટ માને એ જૂઠ છે. તેથી આ વાત સિદ્ધ
થાય છે કે એ પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટ માની રાગદ્વેષ કરવો મિથ્યા છે.
પ્રશ્નઃબાહ્ય વસ્તુઓનો સંયોગ કર્મના નિમિત્તથી થાય છે, તો એ કર્મોમાં
તો રાગદ્વેષ કરવો?
ઉત્તરઃકર્મ તો જડ છે, તેમને કાંઈ સુખદુઃખ આપવાની ઇચ્છા નથી. વળી તે
સ્વયમેવ તો કર્મરૂપ પરિણમતાં નથી, પણ જીવભાવના નિમિત્તથી કર્મરૂપ થાય છે. જેમ કોઈ
પોતાના હાથમાં મોટો પથ્થર લઈ પોતાનું માથું ફોડે તો તેમાં પથ્થરનો શો દોષ? તેમ જ
આ જીવ પોતાના રાગાદિક ભાવોવડે પુદ્ગલને કર્મરૂપ પરિણમાવી પોતાનું બૂરું કરે ત્યાં કર્મનો
શો દોષ? માટે એ કર્મોથી પણ રાગ
દ્વેષ કરવો મિથ્યાત્વ છે.

Page 82 of 370
PDF/HTML Page 110 of 398
single page version

એ પ્રમાણે પરદ્રવ્યોને ઇષ્ટઅનિષ્ટ માની રાગદ્વેષ કરવો મિથ્યા છે. જો પરદ્રવ્ય
ઇષ્ટઅનિષ્ટ હોત અને ત્યાં આ જીવ રાગદ્વેષ કરતો હોય તો મિથ્યા નામ ન પામત, પણ
તે તો ઇષ્ટઅનિષ્ટ નથી અને આ જીવ તેને ઇષ્ટઅનિષ્ટ માની રાગદ્વેષ કરે છે તેથી એ
પરિણામોને મિથ્યા કહ્યા છે. મિથ્યારૂપ જે પરિણમન તેનું નામ મિથ્યાચારિત્ર છે.
રાગદ્વેષનું વિધાાન તથા વિસ્તાર
પ્રથમ તો આ જીવને પર્યાયમાં અહંબુદ્ધિ છે તેથી તે પોતાને અને શરીરને એક જાણી
પ્રવર્તે છે. આ શરીરમાં પોતાને રુચે એવી ઇષ્ટ અવસ્થા થાય છે તેમાં રાગ કરે છે તથા પોતાને
અણરુચતી એવી અનિષ્ટ અવસ્થા થાય છે તેમાં દ્વેષ કરે છે. શરીરની ઇષ્ટ અવસ્થાના કારણભૂત
બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં દ્વેષ કરે છે. શરીરની અનિષ્ટ અવસ્થાના
કારણભૂત બાહ્ય પદાર્થોથી દ્વેષ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં રાગ કરે છે. તેમાં પણ જે
બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે તેના કારણભૂત અન્ય પદાર્થોમાં રાગ કરે છે તથા તેના ઘાતક
પદાર્થોમાં દ્વેષ કરે છે. વળી જે બાહ્ય પદાર્થોથી દ્વેષ કરે છે તેના કારણભૂત અન્ય પદાર્થોમાં
દ્વેષ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં રાગ કરે છે. તેમાં પણ જેનાથી રાગ છે તેના કારણ
વા ઘાતક અન્ય પદાર્થોમાં રાગ વા દ્વેષ કરે છે તથા જેનાથી દ્વેષ છે તેના કારણ વા ઘાતક
અન્ય પદાર્થોમાં દ્વેષ વા રાગ કરે છે. એ જ પ્રમાણે રાગ
દ્વેષની પરંપરા પ્રવર્તે છે. વળી કોઈ
બાહ્યપદાર્થ શરીરની અવસ્થાને કારણ નથી છતાં તેમાં પણ તે રાગદ્વેષ કરે છે. જેમ ગાય આદિને
પુત્રાદિકથી શરીરનું કાંઈ ઇષ્ટ થતું નથી તોપણ તેમાં તે રાગ કરે છે, તથા શ્વાનાદિકને બિલાડી
આદિ આવતાં શરીરનું કાંઈ અનિષ્ટ થતું નથી તોપણ તેમાં તે દ્વેષ કરે છે. કોઈ વર્ણ
ગંધ
શબ્દાદિના અવલોકનાદિથી શરીરનું કાંઈ ઇષ્ટ થતું નથી તોપણ તેમાં રાગ કરે છે, તથા કોઈ
વર્ણાદિકના અવલોકનાદિથી શરીરનું કાંઈ અનિષ્ટ થતું નથી તોપણ તેમાં દ્વેષ કરે છે, એ પ્રમાણે
ભિન્ન
ભિન્ન બાહ્ય પદાર્થોમાં રાગદ્વેષ કરે છે. વળી તેમાં પણ જેનાથી રાગ કરે છે તેના કારણ
વા ઘાતક અન્ય પદાર્થોમાં રાગ વા દ્વેષ કરે છે તથા જેનાથી દ્વેષ કરે છે તેના કારણ વા ઘાતક
અન્ય પદાર્થોમાં દ્વેષ વા રાગ કરે છે. એ પ્રમાણે ત્યાં પણ રાગ
દ્વેષની જ પરંપરા પ્રવર્તે છે.
પ્રશ્નઃઅન્ય પદાર્થોમાં તો રાગદ્વેષ કરવાનું પ્રયોજન જાણ્યું, પરંતુ પ્રથમ
મૂળભૂત શરીરની અવસ્થામાં વા શરીરની અવસ્થાને કારણરૂપ નથી એવા પદાર્થોમાં
ઇષ્ટ
અનિષ્ટપણું માનવાનું શું પ્રયોજન છે?
ઉત્તરઃપ્રથમ મૂળભૂત શરીરની અવસ્થાદિક છે તેમાં પણ જો પ્રયોજન વિચારી
રાગદ્વેષ કરે તો મિથ્યાચારિત્ર નામ શા માટે પામે? પરંતુ તેમાં પ્રયોજન વિના જ રાગદ્વેષ
કરે છે, તથા તેના અર્થે અન્યની સાથે પણ રાગદ્વેષ કરે છે, તેથી સર્વ રાગદ્વેષ પરિણતિનું
નામ મિથ્યાચારિત્ર કહ્યું છે.

Page 83 of 370
PDF/HTML Page 111 of 398
single page version

પ્રશ્નઃશરીરની અવસ્થા વા બાહ્ય પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટપણું માનવાનું
પ્રયોજન તો ભાસતું નથી અને ઇષ્ટઅનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી તેનું શું કારણ?
ઉત્તરઃઆ જીવને ચારિત્રમોહના ઉદયથી રાગદ્વેષભાવ થાય છે અને તે ભાવ
કોઈ પદાર્થના આશ્રય વિના થઈ શકતા નથી. જેમ રાગ થાય તો કોઈ પદાર્થોમાં થાય છે,
અને દ્વેષ થાય તે પણ કોઈ પદાર્થમાં જ થાય છે, એ પ્રમાણે એ પદાર્થોને તથા રાગ
દ્વેષને
નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. તેમાં વિશેષતા એ છે કે કોઈ પદાર્થ તો મુખ્યપણે રાગનું કારણ
છે તથા કોઈ પદાર્થ મુખ્યપણે દ્વેષનું કારણ છે, કોઈ પદાર્થ કોઈને કોઈ કાળમાં રાગનું કારણ
થાય છે ત્યારે કોઈને કોઈ કાળમાં દ્વેષનું કારણ થાય છે. અહીં એટલું સમજવું કે એક કાર્ય
થવામાં અનેક કારણોની આવશ્યકતા હોય છે. રાગાદિક થવામાં અંતરંગ કારણ તો મોહનો
ઉદય છે, તે તો બળવાન છે તથા બાહ્ય કારણ પદાર્થ છે તે બળવાન નથી. મહામુનિને મોહ
મંદ હોવાથી બાહ્ય પદાર્થોનાં નિમિત્ત હોવા છતાં પણ તેમને રાગ
દ્વેષ ઊપજતો નથી તથા
પાપી જીવોને તીવ્ર મોહ હોવાથી બાહ્ય કારણો ન હોવા છતાં પણ તેમને સંકલ્પથી જ રાગ
દ્વેષ થાય છે. માટે મોહનો ઉદય થતાં જ રાગાદિક થાય છે. ત્યાં જે બાહ્ય પદાર્થના આશ્રય
વડે રાગભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના વા કંઈક પ્રયોજનસહિત ઇષ્ટબુદ્ધિ હોય છે તથા
જે પદાર્થોના આશ્રય વડે દ્વેષભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના વા કંઈક પ્રયોજનસહિત
અનિષ્ટબુદ્ધિ થાય છે. તેથી મોહના ઉદયથી પદાર્થોને ઇષ્ટ
અનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી.
એ પ્રમાણે પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ થતાં રાગદ્વેષરૂપ પરિણમન થાય છે તેનું નામ
મિથ્યાચારિત્ર જાણવું.
વળી એ રાગદ્વેષનાં જ વિશેષો ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક,
ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદરૂપ કષાયભાવ છે, એ બધા આ
મિથ્યાચારિત્રના જ ભેદ સમજવા. એનું વર્ણન પહેલાં જ કરી ગયા. એ મિથ્યાચારિત્રમાં
સ્વરૂપાચરણ ચારિત્રનો અભાવ હોવાથી તેને અચારિત્ર પણ કહીએ છીએ, તથા એ પરિણામ
મટતા નથી વા વિરક્ત નથી તેથી તેને અસંયમ વા અવિરતિ પણ કહીએ છીએ. કારણ કે
પાંચ ઇન્દ્રિયો અને મનના વિષયોમાં તથા પાંચ સ્થાવર અને એક ત્રસની હિંસામાં સ્વચ્છંદપણું
હોય, તેના ત્યાગરૂપ ભાવ ન થાય એ જ અસંયમ વા બાર પ્રકારની અવિરતિ કહી છે.
કષાયભાવ થતાં જ એવાં કાર્યો થાય છે તેથી મિથ્યાચારિત્રનું નામ અસંયમ વા અવિરતિ
જાણવું. વળી એનું જ નામ અવ્રત પણ જાણવું. કારણ કે હિંસા, અનૃત, ચોરી, અબ્રહ્મચર્ય
અને પરિગ્રહ એ પાપકાર્યોમાં પ્રવૃત્તિનું નામ અવ્રત છે. અને તેનું મૂળ કારણ પ્રમત્તયોગ છે.
એ પ્રમત્તયોગ કષાયમય છે તેથી મિથ્યાચારિત્રનું નામ અવ્રત પણ કહીએ છીએ. એ પ્રમાણે
મિથ્યાચારિત્રનું સ્વરૂપ કહ્યું.

Page 84 of 370
PDF/HTML Page 112 of 398
single page version

એ પ્રમાણે સંસારી જીવને મિથ્યાદર્શનમિથ્યાજ્ઞાનમિથ્યાચારિત્રરૂપ પરિણમન અનાદિ-
કાળથી છે. એવું પરિણમન એકેન્દ્રિયાદિથી અસંજ્ઞી સુધી સર્વ જીવોને હોય છે તથા સંજ્ઞી
પંચેન્દ્રિયોમાં સમ્યગ્દ્રષ્ટિ વિના અન્ય સર્વ જીવોનું એવું પરિણમન હોય છે. વળી એ પરિણમન
જેવું જ્યાં સંભવે તેવું ત્યાં જાણવું. જેમ એકેન્દ્રિયાદિકને ઇન્દ્રિયાદિકની હીનતા
અધિકતા હોય
છે વા ધનપુત્રાદિકનો સંબંધ મનુષ્યાદિકને જ હોય છે. તેના નિમિત્તથી મિથ્યાદર્શનાદિકનું
વર્ણન કર્યું છે ત્યાં જેવા વિશેષો સંભવે તેવા સમજવા. જેમ એકેન્દ્રિયાદિક જીવો ઇન્દ્રિય
શરીરાદિકનાં નામ પણ જાણતા નથી, પરંતુ એ નામના અર્થરૂપ ભાવમાં પૂર્વોક્ત પ્રકારે
પરિણમન હોય છે. જેમ
‘‘હું સ્પર્શ વડે સ્પર્શું છું, શરીર મારું છે.’’ એ પ્રમાણે તેઓ નામ
જાણતા નથી તોપણ તેના અર્થરૂપ જે ભાવ છે તે-રૂપ તેઓ પરિણમે છે. અને મનુષ્યાદિક
કોઈ નામ પણ જાણે છે તથા તેના ભાવરૂપ પણ પરિણમે છે. ઇત્યાદિ જે વિશેષો સંભવે
તે જાણી લેવા.
મોહનો મહિમા
એ પ્રમાણે આ જીવને મિથ્યાદર્શનાદિક ભાવ અનાદિથી હોય છે, નવીન ગ્રહેલા નથી.
જુઓ તો ખરા એનો મહિમા કેજે પર્યાય ધારણ કરે છે ત્યાં વગર શિખવાડે પણ મોહના
ઉદયથી સ્વયં એવું જ પરિણમન થાય છે. વળી મનુષ્યાદિકને સત્ય વિચાર થવાનાં કારણો
મળવા છતાં પણ સમ્યક્પરિણમન થતું નથી. શ્રીગુરુના ઉપદેશનું નિમિત્ત બને અને તેઓ
વારંવાર સમજાવે છતાં આ જીવ કાંઈ વિચાર જ કરતો નથી. વળી પોતાને પણ પ્રત્યક્ષ ભાસે
તે તો ન માને અને અન્યથા જ માને છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએઃ
મરણ થતાં શરીર અને આત્મા પ્રત્યક્ષ જુદા થાય છે, એક શરીરને છોડી આત્મા અન્ય
શરીર ધારણ કરે છે, તે વ્યંતરાદિક પોતાના પૂર્વ ભવનો સંબંધ પ્રગટ કરતા જોઈએ છીએ,
તોપણ આ જીવને શરીરથી ભિન્નબુદ્ધિ થઈ શકતી નથી. સ્ત્રી
પુત્રાદિક પ્રત્યક્ષ પોતાના સ્વાર્થનાં
સગાં જોઈએ છીએ, તેમનું પ્રયોજન ન સધાય ત્યારે વિપરીત જ થતાં જોઈએ છીએ, છતાં
આ જીવ તેમાં મમત્વ કરે છે અને તેમના અર્થે નરકાદિમાં જવાના કારણરૂપ નાના પ્રકારનાં
પાપ ઉપજાવે છે. ધનાદિક સામગ્રી કોઈની કોઈને થતી જોઈએ છીએ, છતાં આ જીવ તેને
પોતાની માને છે. વળી શરીરની અવસ્થા વા બાહ્ય સામગ્રી સ્વયં ઉપજતી
વિણસતી જોઈએ
છીએ, છતાં આ જીવ તેનો નિરર્થક પોતે કર્તા થાય છે. ત્યાં જો પોતાની ઇચ્છાનુસાર કાર્ય
થાય તેને તો કહે કે
‘‘આ મેં કર્યું’’, અને તેથી અન્યથા થાય તો કહે કે‘‘હું શું કરું?
આમ જ થવા યોગ્ય હતું, વા આમ કેમ થયું?’’ એમ માને છે. પણ કાં તો સર્વના કર્તા
જ રહેવું હતું અગર કાં તો અકર્તા જ રહેવું હતું! પણ આ જીવને તેનો કાંઈ વિચાર નથી.
મરણ અવશ્ય થશે એમ તો જાણે, પણ મરણના નિશ્ચયવડે પોતે કાંઈ કર્તવ્ય કરે નહિ,

Page 85 of 370
PDF/HTML Page 113 of 398
single page version

માત્ર વર્તમાન પર્યાય સંબંધી જ જતન કર્યા કરે છે. એ મરણના નિશ્ચયથી કોઈ વેળા તો કહે
કે
‘‘હું મરીશ અને શરીરને બાળી મૂકશે,’’ ત્યારે કોઈ વેળા કહે કે‘‘મને બાળી મૂકશે,’’
કોઈ વેળા કહે કે‘‘જશ રહ્યો તો હું જીવતો જ છું,’’ ત્યારે કોઈ વેળા કહે‘‘પુત્રાદિક રહેશે
તો હું જ જીવું છું.’’ એ પ્રમાણે માત્ર બહાવરાની માફક બકે છે પણ કાંઈ સાવધાનતા નથી.
પોતાને પરલોકમાં પ્રત્યક્ષ જવાનું જાણે છતાં એ સંબંધી તો કાંઈ પણ ઇષ્ટ
અનિષ્ટનો ઉપાય
કરતો નથી, પણ અહીં પુત્રપૌત્રાદિક મારી સંતતિમાં ઘણા કાળ સુધી ઇષ્ટ રહ્યા કરે, અનિષ્ટ
ન થાય એવા અનેક ઉપાય કરે. કોઈના પરલોક ગયા પછી આ લોકની સામગ્રીવડે ઉપકાર
થયો જોયો નથી, પરંતુ આ જીવને પરલોક હોવાનો નિશ્ચય થવા છતાં પણ માત્ર આ લોકની
સામગ્રીનું જ જતન રહે છે. વળી વિષય-કષાયની પ્રવૃત્તિવડે વા હિંસાદિ કાર્યવડે પોતે દુઃખી
થાય, ખેદખિન્ન થાય, અન્યનો વેરી થાય, આ લોકમાં નિંદાપાત્ર બને તથા પરલોકમાં બૂરું
થાય એ બધું પોતે પ્રત્યક્ષ જાણે તોપણ એ જ કાર્યોમાં પ્રવર્તે,
ઇત્યાદિ અનેક પ્રકારે પ્રત્યક્ષ
ભાસે તેને પણ અન્યથા શ્રદ્ધાન કરેજાણેઆચરે એ બધું મોહનું જ માહાત્મ્ય છે.
એ પ્રમાણે આ જીવ મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રરૂપ અનાદિ કાળથી પરિણમે છે અને
એ જ પરિણમનવડે સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ ઉપજાવવાવાળાં કર્મોનો સંબંધ થાય છે.
એ જ ભાવ દુઃખોનું બીજ છે, અન્ય કોઈ નથી. માટે હે ભવ્ય! જો તું દુઃખથી
મુક્ત થવા ઇચ્છે છે તો એ મિથ્યાદર્શનાદિક વિભાવભાવોનો અભાવ કરવો એ જ
કાર્ય છે, એ કાર્ય કરવાથી તારું પરમ કલ્યાણ થશે.
ઇતિ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામ શાસ્ત્ર વિષે મિથ્યાદર્શન-જ્ઞાન
ચારિત્ર નિરૂપક ચોથો અધિકાર સમાપ્ત
I

Page 86 of 370
PDF/HTML Page 114 of 398
single page version

અધિકાર પાંચમો
અન્યમત નિરાકરણ
બહુવિધિ મિથ્યા ગહનથી, મલિન થયા નિજ ભાવ;
અભાવ થતાં એ
હેતુનો,
સહજરૂપ દર્શાવ.
પૂર્વોક્ત પ્રકારે અનાદિ કાળથી આ જીવ મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રરૂપ પરિણમી રહ્યો
છે, જેથી સંસારમાં દુઃખ સહન કરતો કરતો કોઈ વેળા મનુષ્યાદિ પર્યાયોમાં વિશેષ શ્રદ્ધાનાદિ
કરવાની શક્તિને પ્રાપ્ત થાય છે. હવે ત્યાં જો મિથ્યાશ્રદ્ધાનાદિકનાં વિશેષ કારણો વડે એ જ
મિથ્યાશ્રદ્ધાનાદિકને પોષણ કરે તો તે જીવનું દુઃખમુક્ત થવું અતિ દુર્લભ થઈ પડે છે.
જેમ કોઈ રોગી કંઈક સાવધાનતા પામીને પણ જો કુપથ્ય સેવન કરે તો તેનું રોગમુક્ત
થવું અત્યંત કઠણ થઈ પડે છે; તેમ મિથ્યાત્વાદિ રોગ સહિત આ જીવ પણ કંઈ જ્ઞાનાદિશક્તિ
પામીને પણ જો વિશેષ વિપરીતશ્રદ્ધાનાદિનાં કારણોનું સેવન કરે તો તેનું સંસારરોગથી મુક્ત
થવું કઠણ જ થઈ પડે.
તેથી જેમ વૈદ્ય કુપથ્યનાં વિશેષો બતાવી તેના સેવનનો નિષેધ કરે છે તેમ અહીં પણ
વિશેષ મિથ્યાશ્રદ્ધાનાદિકનાં કારણોનાં વિશેષો બતાવી તેનો નિષેધ કરીએ છીએ.
અનાદિકાળથી જે મિથ્યાત્વાદિક ભાવ વર્તે છે તે અગૃહીતમિથ્યાત્વાદિ જાણવા, કારણ
કે તે નવીન ગ્રહણ કરેલા નથી. તથા તેને પુષ્ટ કરવાના કારણરૂપ જે વિશેષ મિથ્યાત્વાદિભાવ
થાય છે તે ગૃહીતમિથ્યાત્વાદિક જાણવાં. અગૃહીતમિથ્યાત્વાદિકનું વર્ણન તો પૂર્વે કરી ગયા એ
જ પ્રમાણે સમજવું. હવે અહીં ગૃહીતમિથ્યાત્વાદિકનું નિરૂપણ કરીએ છીએ.
ગૃહીતમિથ્યાત્વનું નિરાકરણ
કુદેવ, કુગુરુ, કુધર્મ તથા કલ્પિત તત્ત્વોનું શ્રદ્ધાન કરવું એ મિથ્યાદર્શન છે, તથા જેમાં
વિપરીત નિરૂપણ દ્વારા રાગાદિભાવોને પોષવામાં આવ્યા હોય એવાં કુશાસ્ત્રોનો શ્રદ્ધાનપૂર્વક
અભ્યાસ કરવો એ મિથ્યાજ્ઞાન છે, તથા જે આચરણમાં કષાયનું સેવન થતું હોય છતાં તેને
ધર્મરૂપ અંગીકાર કરવું તે મિથ્યાચારિત્ર છે.
હવે તેનું વિશેષ સ્વરૂપ કહીએ છીએ.
ઇંદ્ર, લોકપાલ, અદ્વૈતબ્રહ્મ, રામ, કૃષ્ણ, મહાદેવ, બુદ્ધ, ખુદા, પીર, પેગંબર ઇત્યાદિ.
૧. ‘‘તેથી આપ સમ્હારીને’’ અહીં આવો પણ લાહોરવાળી પ્રતમાં પાઠ છે. અનુવાદક.

Page 87 of 370
PDF/HTML Page 115 of 398
single page version

હનુમાન, ભૈરવ, ક્ષેત્રપાલ, દેવી, દહાડી, સતી, શીતલા, ચોથ, સાંઝી ગણગૌરી, હોલી, ઇત્યાદિ.
સૂર્ય, ચંદ્રમા, ગૃહ, પિતૃ, વ્યંતર ઇત્યાદિ. રૂપિયા
મહોર, ગાય, સર્પ, અગ્નિ, જળ, વૃક્ષ, શસ્ત્ર,
ખડિયો તથા વાસણાદિ અનેકને અન્યથા શ્રદ્ધાનપૂર્વક જગતમાં પૂજવામાં આવે છે, એનાથી
પોતાનાં કાર્ય સિદ્ધ થાય છે એમ શ્રદ્ધાનમાં માને છે, પણ એ કોઈ કાંઈ કાર્યસિદ્ધિનાં કારણો
નથી; તેથી એવા શ્રદ્ધાનને ગૃહીતમિથ્યાત્વ કહીએ છીએ.
હવે તેનું અન્યથા શ્રદ્ધાન કેવું હોય છે તે અહીં કહીએ છીએઃ
સર્વવ્યાપી અદ્વૈતબ્રÙમત નિરાકરણ
કેટલાક અદ્વૈતબ્રહ્મને સર્વવ્યાપી સર્વનો કર્તા માને છે, પણ એવો (અદ્વૈતબ્રહ્મ) કોઈ
છે જ નહિ. માત્ર તેઓ મિથ્યા કલ્પના કરે છે. પ્રથમ એને જો સર્વવ્યાપી માનીએ તો સર્વ
પદાર્થ તથા તેના સ્વભાવ જુદા જુદા પ્રત્યક્ષ જોવામાં આવે છે. તો એ બ્રહ્મને એક કેમ મનાય?
હા, આ પ્રકારો વડે એક માની શકાયઃ
એક પ્રકાર તો આ છે કેસર્વ જુદા જુદા પદાર્થોના સમુદાયને કલ્પના પૂર્વક કોઈ
એક નામ આપવું હોય તો આપી શકાય. જેમ હાથી, ઘોડા ઇત્યાદિ ભિન્નભિન્ન છે છતાં
તેના સમસ્ત સમુદાયને સૈન્ય કહેવામાં આવે છે, પણ સૈન્ય નામની કોઈ ખાસ જુદી વસ્તુ
નથી; તેમ સર્વ પદાર્થોનું સમૂહાત્મક નામ બ્રહ્મ રાખવામાં આવ્યું હોય તોપણ તેથી એ બ્રહ્મ
નામની કોઈ ખાસ જુદી વસ્તુ તો ન ઠરી, પણ માત્ર એક કલ્પના જ ઠરી.
એક પ્રકાર આ છે કેવ્યક્તિ અપેક્ષાએ તો સર્વ પદાર્થો જુદા જુદા છે પણ તે સર્વને
જાતિઅપેક્ષાએ કલ્પનાપૂર્વક એક કહીએ તો કહી શકાય. જેમ સો ઘોડા વ્યક્તિઅપેક્ષાએ પ્રત્યેક
જુદા જુદા છે, પરંતુ તેના આકારાદિની સમાનતા જોઈ કલ્પનાપૂર્વક એક જાતિરૂપ કહેવામાં
આવે છે. હવે એ જાતિ ઘોડાઓના સમૂહથી કોઈ જુદી વસ્તુ નથી. તેમ જો એ સર્વને
એકજાતિની અપેક્ષાએ એક બ્રહ્મ માનવામાં આવે તો તેથી કાંઈ બ્રહ્મ ખાસ જુદી વસ્તુ ન ઠરી,
પણ માત્ર કલ્પના જ ઠરી.
એક પ્રકાર આ છે કેપ્રત્યેક પદાર્થ જુદા જુદા છે, તેના મેળાપથી જે એક સ્કંધ
થાય છે તેને એક કહીએ છીએ. જેમ જળના પરમાણુ જુદા જુદા છે, પણ તેનો સમુદાયરૂપ
મેળાપ થતાં સમુદ્રાદિ કહીએ છીએ. અથવા પૃથ્વીના પરમાણુઓનો મેળાપ થતાં ઘટાદિક કહીએ
છીએ. હવે અહીં એ સમુદ્ર
ઘટાદિક તેના પરમાણુઓથી ભિન્ન કોઈ જુદી વસ્તુ નથી. તેમ
૧.‘‘सर्व खलु इदं ब्रह्म’’ છાંદોગ્યોપનિષદ પ્રથમ ખંડ ૧૪, મંત્ર ૧।; ‘‘नेह नानास्तिकिंचन’’ કઠોપનિષદ
અ. ૨, ખંડ ૪૧, મંત્ર ૧૧।; ब्रह्मदेवममृतं पुरस्ताद् ब्रह्म दक्षिणं तपश्चोत्तरेण। अघश्चोर्ध्व च प्रसूतं
ब्रह्मवेद विश्वमिदं वरिष्ठम्। मण्डूकोपनिषद खंड २, मंत्र ११.

Page 88 of 370
PDF/HTML Page 116 of 398
single page version

સર્વ પદાર્થ જુદા જુદા છે, પરંતુ કદાચિત્ એ બધા મળીને એક થઈ જાય એ જ બ્રહ્મ છે,
એમ માનીએ તોપણ તેથી કાંઈ બ્રહ્મ ભિન્ન ઠરતો નથી.
એક પ્રકાર આ છે કેઅંગ તો જુદાંજુદાં છે અને જેનાં તે અંગ છે એવો અંગી
એક છે. જેમ નેત્ર, હાથ, પગ આદિ અંગ જુદાંજુદાં છે પણ જેનાં એ જુદાંજુદાં અંગો
છે તે મનુષ્ય તો એક છે. એ પ્રમાણે સર્વ પદાર્થો તો અંગ છે અને જેને એ જુદાંજુદાં
અંગ છે તેવો અંગી બ્રહ્મ છે. આ સર્વ લોક વિરાટસ્વરૂપ બ્રહ્મના અંગ છે એમ માનીએ તો
મનુષ્યના હાથ, પગ આદિ અંગોમાં પરસ્પર અંતરાલ થતાં એકપણું રહેતું નથી, જોડાયેલાં રહે
ત્યાં સુધી જ એક શરીર નામ પામે છે. તેમ લોકમાં તો સર્વ પદાર્થોનું પરસ્પર અંતરાલ પ્રગટ
દેખાય છે તો તેનું એકપણું કેવી રીતે માનવામાં આવે? અંતરાલ હોવા છતાં પણ એકપણું
માનવામાં આવે તો ભિન્નપણું ક્યાં માનશો?
અહીં કોઈ એમ કહે કે‘સર્વ પદાર્થોના મધ્યમાં સૂક્ષ્મરૂપ બ્રહ્મનું અંગ છે જે વડે
સર્વ પદાર્થ જોડાયેલા રહે છે. તેને કહીએ છીએ કે
જે અંગ જે અંગથી જોડાયેલું છે તે તેનાથી જ જોડાયેલું રહે છે કે તે અંગથી છૂટી
છૂટી અન્યઅન્ય અંગની સાથે જોડાયા કરે છે? જો પ્રથમ પક્ષ ગ્રહણ કરવામાં આવે તો
સૂર્યાદિક ગમન કરે છે તેની સાથે જે જે સૂક્ષ્મ અંગોથી તે જોડાયેલો છે તે પણ ગમન કરશે
વળી તેને ગમન કરતાં એ સૂક્ષ્મ અંગો જે અન્ય સ્થૂલ અંગોથી જોડાયેલાં રહે છે તે સ્થૂલ
અંગો પણ ગમન કરવા લાગે, અને એમ થતાં આખો લોક અસ્થિર થઈ જાય. જેમ શરીરનું
કોઈ એક અંગ ખેંચતાં આખું શરીર ખેંચાય છે, તેમ કોઈ એક પદાર્થનું ગમનાદિક થતાં સર્વ
પદાર્થનું ગમનાદિક થાય, પણ એમ ભાસતું નથી. તથા બીજો પક્ષ ગ્રહણ કરવામાં આવે તો
એ અંગ તૂટવાથી જ્યારે ભિન્નપણું થઈ જાય ત્યારે એકપણું કેવી રીતે કહ્યું? તેથી સિદ્ધ થાય
છે કે સર્વ લોકના એકપણાને બ્રહ્મ માનવું એ કેમ સંભવે?
વળી એક પ્રકાર આ છે કેપ્રથમ તો એક હતું, પછી તે અનેક થયું, ફરી એક થઈ
જાય છે તેથી તે એક છે. જેમ જળ એક હતું તે જુદાજુદા વાસણમાં જુદુંજુદું થયું છતાં
જ્યારે તે મળે છે ત્યારે એક થઈ જાય છે તેથી તે એક છે. અથવા જેમ સોનાનો પાટલો
એક છે તે કંકણ
કુંડલાદિરૂપ થયો ફરી મળીને તે એક સોનાનો પાટલો બની જાય છે; તેમ
બ્રહ્મ એક હતું પણ પાછળથી અનેકરૂપ થયું વળી તે એક થઈ જાય છે તેથી તે એક જ છે.
એ પ્રમાણે એકપણુ માનવામાં આવે તો જ્યારે અનેકરૂપ થયું ત્યારે તે જોડાયેલું રહ્યું
કે ભિન્ન થયું? જો જોડાયેલું છે એમ કહેશો તો પૂર્વોક્ત દોષ આવશે તથા જો ભિન્ન થયું
કહેશો તો તે વેળા એકપણું ન રહ્યું. વળી જલ
સુવર્ણાદિકને ભિન્ન હોવા છતાં પણ એક
કહેવામાં આવે છે, પણ તે તો એક જાતિ અપેક્ષાએ કહેવામાં આવે છે, પરંતુ અહીં તો સર્વ
13

Page 89 of 370
PDF/HTML Page 117 of 398
single page version

પદાર્થોની જાતિ એક ભાસતી નથી કારણ કેતેમાં તો કોઈ ચેતન છે તથા કોઈ અચેતન છે
ઇત્યાદિ અનેકરૂપ છે, તેની એક જાતિ કેમ કહેવાય? એ પ્રમાણે જાતિ અપેક્ષાએ પણ એકપણું
માનવું એ માત્ર કલ્પના જ છે એમ પહેલાં કહ્યું છે. વળી એ બ્રહ્મ પ્રથમ એક હતું પણ
પાછળથી ભિન્ન થયું માનો છો તો જેમ એક મોટો પથ્થર આદિ ફૂટી તેના ટૂકડા થઈ જાય
છે તેમ બ્રહ્મના પણ ખંડ થઈ ગયા, તેને પાછા એકઠા થવા માને છે તો ત્યાં તેનું સ્વરૂપ
ભિન્ન રહે છે કે એક થઈ જાય છે? જો ભિન્ન રહે છે તો ત્યાં પોતપોતાના સ્વરૂપથી તે
ભિન્ન જ છે તથા જો એક થઈ જાય છે તો ત્યાં જડ પણ ચેતન બની જાય અને ચેતન
જડ બની જાય. વળી જો અનેક વસ્તુઓની એક વસ્તુ થઈ હોય તો કોઈ કાળમાં અનેક વસ્તુ
તથા કોઈ કાળમાં એક વસ્તુ એમ કહેવું બને, પણ એમ માનતાં ‘અનાદિ અનંત એક બ્રહ્મ
છે’ એમ કહેવું બનશે નહિ.
તમે કહેશો કે‘લોકરચના થતાં વા ન થતાં પણ બ્રહ્મ તો જેવું ને તેવું જ રહે છે
તેથી એ બ્રહ્મ અનાદિઅનંત છે.’ ત્યાં અમે પૂછીએ છીએ કેલોકમાં પૃથ્વીજળાદિ જોવામાં
આવે છે તે જુદાં કોઈ નવીન ઉત્પન્ન થયાં છે કે બ્રહ્મ પોતે જ એ રૂપ બન્યું છે? જો જુદાં
નવીન ઉત્પન્ન થયાં હોય તો એ સ્વયં ન્યારાં થયાં અને બ્રહ્મ પણ ન્યારું થયું. તો સર્વવ્યાપી
અદ્વૈતબ્રહ્મ ન ઠર્યું. વળી જો બ્રહ્મ પોતે જ એ (પૃથ્વી
જળાદિ) રૂપ થયું છે તો તે કોઈ વેળા
લોકરૂપ અને કોઈ વેળા બ્રહ્મરૂપ થયું પણ જેવું ને તેવું કેવી રીતે રહ્યું?
ત્યારે તેઓ કહે છે કે‘સમસ્ત બ્રહ્મ તો લોકરૂપ થતું નથી પણ તેનો કોઈ અંશ
જ થાય છે.’ તેને અમે કહીએ છીએ કેજેમ સમુદ્રનું એક બિંદુ વિષરૂપ થયું હોય તે
સ્થૂળદ્રષ્ટિવડે તો દેખાતું નથી, પરંતુ સૂક્ષ્મદ્રષ્ટિએ જોતાં એક બિંદુઅપેક્ષાએ પણ સમુદ્રમાં
અન્યથાપણું થયું. તેમ જો બ્રહ્મનો એક અંશ જુદો થઈ લોકરૂપ થયો હોય ત્યાં સ્થૂળદ્રષ્ટિએ
તો એ અંશ દેખાતો નથી પણ સૂક્ષ્મદ્રષ્ટિએ જોતાં એ એક અંશ અપેક્ષા પણ બ્રહ્મમાં
અન્યથાપણું થયું. એવું અન્યથાપણું બીજા કોઈને તો થયું નથી.
એ પ્રમાણે સર્વરૂપ બ્રહ્મ માનવું એ પણ ભ્રમ જ છે.
વળી એક પ્રકાર આ છે કે‘‘જેમ આકાશ સર્વવ્યાપી એક છે તેમ બ્રહ્મ પણ
સર્વવ્યાપી એક છે. જો એ પ્રમાણે તમે માનો છો તો આકાશની માફક વિશાળ બ્રહ્મને માનો,
અથવા જ્યાં ઘટપટાદિક છે ત્યાં જેમ આકાશ છે તેમ ત્યાં બ્રહ્મ પણ છે એમ પણ માનો,
પરંતુ જેમ ઘટપટાદિક તથા આકાશને એક જ કહીએ એ કેમ બને? તેમ લોક અને બ્રહ્મને
એક માનવું કેમ સંભવે? વળી આકાશનું લક્ષણ તો સર્વત્ર ભાસે છે તેથી તેનો તો સદ્ભાવ
સર્વત્ર મનાય છે, પણ બ્રહ્મનું લક્ષણ તો સર્વત્ર ભાસતું નથી તો તેનો સદ્ભાવ સર્વત્ર કેમ
મનાય? એ પ્રમાણે ઉપરોક્ત રીતે સર્વરૂપ બ્રહ્મ કોઈ છે જ નહીં.

Page 90 of 370
PDF/HTML Page 118 of 398
single page version

એવા અનેક વિચારો કરતાં કોઈ પ્રકારે પણ એક બ્રહ્મ સંભવતો નથી, પણ સર્વ પદાર્થો
ભિન્ન જ ભાસે છે.
હવે અહીં પ્રતિવાદી કહે છે કે‘‘સર્વ એક જ છે, પણ તમને ભ્રમ હોવાથી તે એક
ભાસતો નથી. વળી તમે યુક્તિઓ કહી પણ બ્રહ્મનું સ્વરૂપ યુક્તિગમ્ય નથી, તે તો
વચનઅગોચર છે. એક પણ છે, અનેક પણ છે, જુદો પણ છે તથા મળેલો પણ છે. એનો
મહિમા જ કોઈ એવો છે.’’ તેને ઉત્તરઃ
ઉત્તરઃતને તથા સર્વને જે પ્રત્યક્ષ ભાસે છે તેને તો તું ભ્રમ કહે છે, તથા જો
ત્યાં યુક્તિઅનુમાનાદિક કરીએ તો ત્યાં કહે છે કે‘‘સાચું સ્વરૂપ યુક્તિગમ્ય નથી, સાચું
સ્વરૂપ તો વચનઅગોચર છે.’’ હવે વચન વિના નિર્ણય પણ કેવી રીતે થાય? તું કહે છે કે,
એક પણ છે
અનેક પણ છે તથા ભિન્ન પણ છેમળેલું પણ છે, પરંતુ તેની અપેક્ષા તો કોઈ
દર્શાવતો નથી, માત્ર ભ્રમિત મનુષ્યની માફક ‘આમ પણ છે અને તેમ પણ છે’ એમ યદ્વાતદ્વા
બોલી એનો મહિમા બતાવે (એ શું ન્યાય છે?) પરંતુ જ્યાં ન્યાય ન હોય ત્યાં માત્ર મિથ્યા
એવું જ વાચાળપણું કરે છે તો કરો પણ ન્યાય તો જેમ સત્ય છે તેમ જ થશે.
સૃષ્ટિકર્તૃત્વવાદનું નિરાકરણ
હવે તે બ્રહ્મને લોકનો કર્તા માને છે તે સંબંધી મિથ્યાપણું દર્શાવીએ છીએઃ
પ્રથમ તો એમ માને છેબ્રહ્મને એવી ઇચ્છા થઈ કે‘‘एकोऽहं बहुस्याम’’ અર્થાત્ ‘‘હું
એક છું તો ઘણો થાઉં.’’
ત્યાં પૂછીએ છીએ કેજે પૂર્વ અવસ્થામાં દુઃખી હોય તે જ અન્ય અવસ્થાને ઇચ્છે.
બ્રહ્મે એકરૂપ અવસ્થાથી બહુરૂપ થવાની ઇચ્છા કરી પણ તેને એકરૂપ અવસ્થામાં શું દુઃખ
હતું? ત્યારે તે કહે છે કે
દુઃખ તો નહોતું પણ તેને એવું જ કુતૂહલ ઊપજ્યું. ત્યાં અમે કહીએ
છીએ કે જે પૂર્વે થોડો સુખી હોય અને કુતૂહલ કરવાથી ઘણો સુખી થાય તે જ એવું કુતૂહલ
કરવું વિચારે, પણ અહીં બ્રહ્મ એક અવસ્થાથી ઘણી અવસ્થારૂપ થતાં ઘણોં સુખી થવો કેમ
સંભવે? વળી જે પ્રથમથી જ સંપૂર્ણ સુખી હોય તે અન્ય અવસ્થા શા માટે પલટે? પ્રયોજન
વિના તો કોઈ કંઈ પણ કાર્ય કરતું નથી.
વળી તે પૂર્વે પણ સુખી હશે તથા ઇચ્છાનુસાર કાર્ય થતાં પણ સુખી થશે, પરંતુ ઇચ્છા
થઈ તે કાળમાં તો તે દુઃખી હશે ને? ત્યારે તે કહે કેબ્રહ્મને જે કાળમાં ઇચ્છા થાય છે
તે જ કાળમાં કાર્ય બની જાય છે તેથી તે દુઃખી થતો નથી. ત્યાં કહીએ છીએ કેસ્થૂળકાળની
અપેક્ષાએ તો એમ માનો, પરંતુ સૂક્ષ્મકાળની અપેક્ષાએ તો ઇચ્છા અને તેના કાર્યનું યુગપત્
હોવું સંભવતું નથી. ઇચ્છા તો ત્યારે જ થાય કે જ્યારે કાર્ય ન હોય અને કાર્ય થતાં ઇચ્છા

Page 91 of 370
PDF/HTML Page 119 of 398
single page version

રહેતી નથી. માટે સૂક્ષ્મકાળમાત્ર ઇચ્છા રહી ત્યારે તો તે દુઃખી થયો હશે? કારણ કેઇચ્છા
છે તે જ દુઃખ છે, અન્ય કોઈ દુઃખનું સ્વરૂપ નથી. તેથી બ્રહ્મને ઇચ્છા કેમ હોય? (બ્રહ્મને
ઇચ્છાની કલ્પના કરે છે તે મિથ્યા છે.)
વળી તે કહે છે કેઃ‘‘ઇચ્છા થતાં બ્રહ્મની માયા પ્રગટ થઈ;’’ તેને કહીએ છીએ
કેબ્રહ્મને માયા થઈ ત્યારે બ્રહ્મ પણ માયાવી થયો, શુદ્ધ સ્વરૂપ કેવી રીતે રહ્યો? વળી બ્રહ્મ
અને માયાને દંડીદંડવત્ સંયોગસંબંધ છે કે અગ્નિઉષ્ણતાવત્ સમવાયસંબંધ છે? જો
સંયોગસંબંધ છે તો બ્રહ્મ ભિન્ન છે, માયા ભિન્ન છે. બન્ને જુદાં ઠર્યાં અને તો પછી અદ્વૈત
બ્રહ્મ તે કેવી રીતે રહ્યો? વળી દંડી દંડને ઉપકારક જાણીને ગ્રહણ કરે છે તેમ બ્રહ્મ પણ
માયાને ઉપકારક જાણે છે તો ગ્રહણ કરે છે, નહિ તો તેને શા માટે ગ્રહણ કરે? વળી જે
માયાને બ્રહ્મ ગ્રહણ કરે છે, તેનો જ નિષેધ કરવો કેમ સંભવે? કારણ કે તે તો ઉપાદેય
થઈ. તથા જો સમવાયસંબંધ છે તો જેમ અગ્નિનો ઉષ્ણપણું સ્વભાવ છે તેમ બ્રહ્મનો માયા
સ્વભાવ જ થયો. હવે જે બ્રહ્મનો સ્વભાવ છે તેનો નિષેધ કરવો કેમ સંભવે? કારણ કે તે
તો ઉત્તમ ઠરી.
વળી તે કહે છે કેઃ‘‘બ્રહ્મ તો ચૈતન્ય છે અને માયા જડ છે,’’ પણ સમવાય-
સંબંધમાં એવા બે સ્વભાવ સંભવતા નથી, જેમ પ્રકાશ અને અંધકાર એકત્ર કેમ સંભવે?
ત્યારે તે કહે છે કે‘‘માયા વડે બ્રહ્મ પોતે તે ભ્રમરૂપ (માયારૂપ) થતો નથી, પણ
તેની માયા વડે જીવ ભ્રમરૂપ થાય છે.’’ તેને કહીએ છીએ કેજેમ પોતાના કપટને પોતે જાણતો
એવો કપટી પોતે તો ભ્રમરૂપ થતો નથી પણ તેના કપટ વડે અન્ય ભ્રમરૂપ થઈ જાય છે.
હવે કપટી તો તેને કહેવાય કે જેણે કપટ કર્યું હોય, પણ તેના કપટ વડે અન્ય ભ્રમરૂપ થયા
હોય તેમને કપટી ન કહેવાય. એ જ પ્રમાણે પોતાની માયાને જાણતો એવો બ્રહ્મ પોતે
તો ભ્રમરૂપ થતો નથી પણ તેની માયા વડે અન્ય જીવ ભ્રમરૂપ થાય છે. હવે ત્યાં માયાવી
તો બ્રહ્મને જ કહેવાય, પણ તેની માયાવડે ભ્રમરૂપ થયેલા અન્ય જીવોને માયાવી શા માટે
કહો છો?
વળી જીવ બ્રહ્મથી એક છે કે જુદો? જો એક છે તો જેમ કોઈ પોતે જ પોતાનાં
અંગોને પીડા ઉપજાવે તો તેને બહાવરો (ઉન્મત્ત) કહીએ છીએ, તેમ બ્રહ્મ પોતે જ, પોતાનાથી
ભિન્ન નથી એવા અન્ય જીવોને માયાવડે દુઃખી કરે છે તો તેને શું કહેશો? વળી જો જુદો
છે તો જેમ કોઈ ભૂત પ્રયોજન વિના પણ અન્યને ભ્રમ અને પીડા ઉપજાવે તો તેને હલકો
જ કહીએ છીએ, તેમ બ્રહ્મ પ્રયોજન વિના પણ અન્ય જીવોને માયા ઉપજાવી પીડા ઉત્પન્ન
કરે તે પણ બનતું નથી.
એ રીતે માયાને બ્રહ્મની કહે છે તે કેમ સંભવે?

Page 92 of 370
PDF/HTML Page 120 of 398
single page version

જીવોની ચેતનાને બ્રÙની ચેતના માનવી
વળી તેઓ કહે છે કે ‘‘માયા હોવાથી લોક ઉત્પન્ન થયો ત્યાં જીવોને જે ચેતના છે
તે તો બ્રહ્મસ્વરૂપ છે અને શરીરાદિક માયા છે; ત્યાં જેમ જળનાં ભરેલાં જુદાં જુદાં ઘણાં
પાત્રો છે તે સર્વમાં ચંદ્રનું પ્રતિબિંબ જુદું જુદું પડે છે પણ ચંદ્રમા તો એક છે, તેમ જુદાં
જુદાં ઘણાં શરીરોમાં બ્રહ્મનો ચૈતન્યપ્રકાશ જુદો જુદો હોય છે, પણ બ્રહ્મ તો એક છે. તેથી
જીવની ચેતના છે તે બ્રહ્મની જ છે.’’
એમ કહેવું પણ ભ્રમ જ છે. કારણ કેશરીર જડ છે તેમાં બ્રહ્મના પ્રતિબિંબથી
ચેતના થઈ તો ઘટપટાદિ જડ છે તેમાં બ્રહ્મનું પ્રતિબિંબ કેમ ન પડ્યું? તથા તેમાં ચેતના
કેમ ન થઈ?
ત્યારે તે કહે છે કે‘‘શરીરને તો ચેતન કરતું નથી પણ જીવને કરે છે.’’
તેને પૂછીએ છીએ કેજીવનું સ્વરૂપ ચેતન છે કે અચેતન? જો ચેતન છે તો ચેતનનું
ચેતન શું કરશે? તથા જો અચેતન છે તો શરીર, ઘટપટાદિ અને જીવની એક જાતિ થઈ?
વળી બ્રહ્મની અને જીવોની ચેતના એક છે કે જુદી? જો એક છે તો (બેઉમાં) જ્ઞાનનું વધતા
ઓછાપણું કેમ દેખાય છે? તથા તે જીવો પરસ્પર એકબીજાની વાતને જાણતા નથી તેનું શું
કારણ? તું કહીશ કે
‘‘એ ઘટઉપાધિનો ભેદ છે’’ તો ઘટઉપાધિ થતાં તો ચેતના ભિન્નભિન્ન
ઠરી. વળી ઘટઉપાધિ મટતાં તેની ચેતના બ્રહ્મમાં મળશે કે નાશ થઈ જશે? જો નાશ થઈ
જશે તો આ જીવ અચેતન રહી જશે. તથા જો તું કહીશ કે
જીવ જ બ્રહ્મમાં મળી જાય
છે તો ત્યાં બ્રહ્મમાં મળતાં જીવનું અસ્તિવ રહે છે કે નથી રહેતું? જો તેનું અસ્તિત્વ રહે
છે તો એ રહ્યો અને તેની ચેતના તેનામાં રહી, તો બ્રહ્મમાં શું મળ્યું? તથા જો અસ્તિત્વ
નથી રહેતું તો તેનો નાશ થયો પછી બ્રહ્મમાં કોણ મળ્યું? તું કહીશ કે ‘‘બ્રહ્મની અને જીવની
ચેતના જુદી જુદી છે’’ તો બ્રહ્મ અને સર્વ જીવો પોતે જ જુદા જુદા ઠર્યા. એ પ્રમાણે જીવોની
ચેતના છે તે બ્રહ્મની છે એમ પણ બનતું નથી.
શરીરાદિકનું માયારુપ થવું
વળી તું શરીરાદિકને માયાના કહે તો ત્યાં માયા જ હાડમાંસાદિરૂપ થાય છે કે માયાના
નિમિત્તથી અન્ય કોઈ હાડમાંસાદિરૂપ થાય છે? જો માયા જ થાય છે તો માયાને વર્ણગંધાદિક
પહેલાંથી જ હતાં કે નવીન થયાં? જો પહેલાંથી જ હતાં તો પહેલાં તો માયા બ્રહ્મની હતી
અને બ્રહ્મ પોતે અમૂર્તિક છે. ત્યાં વર્ણાદિક કેવી રીતે સંભવે? તથા જો નવીન થયાં કહે તો
અમૂર્તિક મૂર્તિક થયો, એટલે અમૂર્તિક સ્વભાવ શાશ્વત ન ઠર્યો? કદાચિત્ એમ કહીશ કે
‘‘માયાના નિમિત્તથી અન્ય કોઈ એ રૂપ થાય છે.’’ તો અન્ય પદાર્થ તો તું ઠરાવતો જ નથી
તો એ રૂપ થયું કોણ?