Moksha Marg Prakashak (Gujarati). Namkarmana Udayathi Thatu Dukha Ane Tena Upayonu Juthapanu; Gotrakarmana Udayathi Thatu Dukha Ane Tena Upayonu Juthapanu; Ekendriy Paryayna Dukha; Vikalendriy Tatha Asangnyi Panchedriy Paryayana Duhkha; Narak Avasthana Dukhonu Varnan; Tiryanch Avasthana Dukhonu Varnan; Manushyagatina Dukhonu Varnan ^; Devgatina Dukhonu Varnan; Sarva Dukhonu Samanya Swaroop; Mokshasukh Ane Teni Praptino Upay; Siddha Avasthama Duhkhana Abhavni Siddhi; Adhikar Chotho; Mithyadarshan-gyan-charitranu Vishesha Niroopan; Mithyadarshananu Swaroop; Prayojanabhoot-aprayojanabhoot Padarth; Mithyadarshanani Pravrutti; Jiv-Ajivtattva Sambandhi Ayathartha Shraddhan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 20

 

Page 53 of 370
PDF/HTML Page 81 of 398
single page version

સ્થિતિ અવશ્ય પૂર્ણ થાય છે અને તેથી મરણ પણ અવશ્ય થાય છે. માટે એ ઉપાયો કરવા
જૂઠા જ છે.
તો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શનાદિકથી પર્યાયમાં અહંબુદ્ધિ છૂટે, પોતે જ
અનાદિનિધન ચૈતન્યદ્રવ્ય છે તેમાં અહંબુદ્ધિ આવે અને પર્યાયને સ્વાંગ સમાન જાણે તો
મરણનો ભય રહે નહિ. અને સમ્યગ્દર્શનાદિકથી જ જ્યારે સિદ્ધપદ પામે ત્યારે જ મરણનો
અભાવ થાય માટે સમ્યગ્દર્શનાદિક જ તેના સાચા ઉપાય છે.
નામકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂLાપણું
નામકર્મના ઉદયથી ગતિ, જાતિ અને શરીરાદિક નીપજે છે. તેમાંથી પુણ્યના ઉદયથી
જે પ્રાપ્ત થાય તે તો સુખનાં કારણ થાય છે, અને પાપના ઉદયથી જે પ્રાપ્ત થાય તે દુઃખનાં
કારણ થાય છે, પણ ત્યાં સુખ માનવું એ ભ્રમ છે. વળી દુઃખનાં કારણ મટાડવાના તથા
સુખના કારણ મેળવવાના એ જે ઉપાય કરે છે તે બધા જૂઠા છે. સાચા ઉપાય તો માત્ર
સમ્યગ્દર્શનાદિક છે તે તો વેદનીયકર્મનું કથન કરતાં જેમ નિરૂપણ કર્યા તેમ અહીં પણ જાણવા.
કારણ કે વેદનીયકર્મ અને નામકર્મમાં સુખ
દુઃખના કારણપણાની સમાનતા હોવાથી તેના
નિરૂપણની પણ સમાનતા જાણવી.
ગોત્રકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂLાપણું
ગોત્રકર્મના ઉદયથી આત્મા નીચઉચ્ચ કુળમાં ઊપજે છે. ત્યાં ઊંચ કુળમાં ઊપજતાં
પોતાને ઊંચો માને છે તથા નીચ કુળમાં ઊપજતાં પોતાને નીચો માને છે. વળી કુળ પલટવાનો
ઉપાય તો તેને કાંઈ ભાસતો નથી, તેથી જેવું કુળ પામ્યો હોય તેવા જ કુળમાં સ્વપણું માને
છે; પણ કુળ અપેક્ષાએ પોતાને ઊંચ
નીચ માનવો ભ્રમ છે. ઉચ્ચ કુળવાળો કોઈ નિંદ્ય કાર્ય
કરે તો તે નીચ થઈ જાય તથા નીચ કુળમાં કોઈ પ્રશંસનીય કાર્ય કરે તો તે ઉચ્ચ થઈ જાય.
લોભાદિક વડે નીચ કુળવાળાની ઉચ્ચ કુળવાળો સેવા કરવા લાગી જાય છે.
વળી કુળ કેટલા કાળ સુધી રહે છે? કારણ પર્યાય છૂટતાં કુળનો પણ પલટો થઈ
જાય છે માટે ઊંચાનીચા કુળ વડે પોતાને ઊંચોનીચો માનવો એ ભ્રમ છે. ઉચ્ચ કુળવાળાને
નીચા થવાના ભયનું તથા નીચ કુળવાળાને પ્રાપ્ત થયેલા નીચપણાનું દુઃખ જ છે.
તો એ દુઃખ દૂર થવાનો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શનાદિક વડે ઉચ્ચનીચ કુળમાં
હર્ષવિષાદ ન માને અને એ બધા કરતાં પણ જેનો ફરી પલટો ન થાય એવા સર્વથી શ્રેષ્ઠ
સિદ્ધપદને પ્રાપ્ત કરે છે ત્યારે જ સર્વ દુઃખ મટી જાય અને સુખી થાય. (માટે
સમ્યગ્દર્શનાદિક જ દુઃખ મટવાના તથા સુખી થવાના સાચા ઉપાયો છે.)

Page 54 of 370
PDF/HTML Page 82 of 398
single page version

એ પ્રમાણે કર્મના ઉદયની અપેક્ષાએ મિથ્યાદર્શનાદિકના નિમિત્તથી સંસારમાં કેવળ
દુઃખ જ હોય છે તેનું વર્ણન કર્યું.
પર્યાયની અપેક્ષાએ
હવે એ દુઃખોનું પર્યાય અપેક્ષાએ વર્ણન કરીએ છીએ.
એકેન્દ્રિય પર્યાયનાં દુઃખ
આ સંસારમાં જીવનો ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જ જાય છે. તેથી અનાદિથી
જ તેનું નિત્ય નિગોદમાં રહેવું થાય છે. ત્યાંથી નીકળવું એવું છે કેજેમ ભાડભૂંજાએ શેકવા
નાખેલા ચણામાંથી અચાનક કોઈ ચણો ઊછળી બહાર પડે તેમ ત્યાંથી નીકળી જીવ અન્ય
પર્યાય ધારણ કરે તો ત્રસ પર્યાયમાં તો ઘણો જ થોડો કાળ રહે, પણ ઘણો કાળ તો એકેન્દ્રિય
પર્યાયમાં જ વ્યતીત કરે છે.
ત્યાં ઇતર નિગોદમાં તો ઘણો કાળ રહે છે તથા કેટલોક કાળ પૃથ્વી, અપ, તેજ,
વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં રહે છે. નિત્યનિગોદમાંથી નીકળી ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ
કાળ કંઈક અધિક બે હજાર સાગર જ છે. એકેન્દ્રિય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ અસંખ્યાત
પુદ્ગલપરાવર્તન માત્ર છે. એ પુદ્ગલપરાવર્તન કાળ એટલો બધો લાંબો છે કે
જેના અનંતમા
ભાગમાં પણ અનંતા સાગર હોય છે. માટે આ સંસારી જીવનો ઘણો કાળ તો મુખ્યપણે
એકેન્દ્રિય પર્યાયમાં જ વ્યતીત થાય છે.
એકેન્દ્રિય જીવને જ્ઞાનદર્શનની શક્તિ કિંચિત્માત્ર જ હોય છે, કારણ કે એક સ્પર્શન
ઇન્દ્રિયના નિમિત્તથી થયેલું મતિજ્ઞાન અને તેના નિમિત્તથી થયેલું શ્રુતજ્ઞાન તથા સ્પર્શન-
ઇન્દ્રિયજનિત અચક્ષુદર્શન વડે તે શીત
ઉષ્ણાદિકને કિંચિત્માત્ર જાણેદેખે છે. પણ જ્ઞાનાવરણ;
દર્શનાવરણના તીવ્ર ઉદયથી તેને વધારે જ્ઞાનદર્શન હોતું નથી. અને વિષયોની ઇચ્છા હોય
છે તેથી તે મહાદુઃખી છે. દર્શનમોહના ઉદયથી તેમને મિથ્યાદર્શન જ હોય છે. તેથી તેઓ
પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે, પણ તેમને અન્ય વિચાર કરવાની શક્તિ જ નથી.
ચારિત્રમોહના ઉદયથી તેઓ તીવ્ર ક્રોધાદિ કષાયરૂપ પરિણમે છે તેથી જ શ્રી
કેવળીભગવાને તેમને કૃષ્ણ, નીલ અને કાપોતએ ત્રણ અશુભ લેશ્યાઓ કહી છે. એ લેશ્યાઓ
તીવ્ર કષાય થતાં જ હોય છે. હવે કષાય તો ઘણો પણ શક્તિ સર્વ પ્રકારે કરીને ઘણી જ અલ્પ
હોવાથી તેઓ ઘણા જ દુઃખી થઈ રહ્યા છે. કાંઈ ઉપાય પણ કરી શકતા નથી.
પ્રશ્નઃજ્ઞાન તો કિંચિત્માત્ર જ રહ્યું છે તો તેઓ શું કષાય કરે?
ઉત્તરઃએવો તો કોઈ ખાસ નિયમ નથી કે જેટલું જ્ઞાન હોય તેટલો જ કષાય

Page 55 of 370
PDF/HTML Page 83 of 398
single page version

થાય. જ્ઞાન તો જેટલો ક્ષયોપશમ હોય તેટલું હોય. જેમ કોઈ આંધળા અથવા બહેરા પુરુષને
જ્ઞાન થોડું હોવા છતાં પણ ઘણો કષાય થતો જોવામાં આવે છે તેમ એ એકેન્દ્રિય જીવોને
જ્ઞાન થોડું હોવા છતાં પણ ઘણો કષાય થવો માન્યો છે.
વળી બાહ્ય કષાય પ્રગટ તો ત્યારે થાય જ્યારે કષાય અનુસાર તેઓ કંઈક ઉપાય
કરે, પણ તે શક્તિહીન છે તેથી ઉપાય કાંઈ કરી શકતા નથી તેથી તેમનો કષાય પ્રગટ થતો
નથી. જેમ કોઈ શક્તિહીન પુરુષને કોઈ કારણથી તીવ્ર કષાય થાય પણ તે કાંઈ કરી શકતો
નથી તેથી તેનો કષાય બાહ્યમાં પ્રગટ થતો નથી તેથી તે જ મહાદુઃખી થાય છે, તેમ એકેન્દ્રિય
જીવો શક્તિહીન છે, તેમને કોઈ કારણથી કષાય થાય છે, પણ તેઓ કાંઈ કરી શકતા નથી
તેથી તેમનો કષાય બહાર પ્રગટ થતો નથી; માત્ર પોતે જ દુઃખી થઈ રહ્યા છે.
વળી એમ જાણવું કે જ્યાં કષાય ઘણો હોય અને શક્તિ અલ્પ હોય ત્યાં ઘણું જ
દુઃખ થાય છે. જેમ જેમ કષાય ઘટતો જાય અને શક્તિ વધતી જાય તેમ તેમ દુઃખ પણ
ઘટતું જાય છે. એકેન્દ્રિય જીવોને કષાય ઘણો છે અને શક્તિ ઘણી અલ્પ છે તેથી તેઓ
મહાદુઃખી છે. એમનાં દુઃખ તો એ જ ભોગવે, એને શ્રી કેવલી ભગવાન જ જાણે, જેમ
સન્નિપાતનો રોગી જ્ઞાન ઘટી જવાથી તથા બાહ્યશક્તિ હીન હોવાથી પોતાનું દુઃખ પ્રગટ કરી
શકતો નથી, પરંતુ તે મહાદુઃખી છે. તેમ એકેન્દ્રિય જીવો જ્ઞાન બહુ જ અલ્પ અને બાહ્યશક્તિ
હીન હોવાથી પોતાનું દુઃખ પ્રગટ પણ કરી શકતા નથી, પરંતુ મહાદુઃખી છે.
અંતરાયના તીવ્ર ઉદયથી ઘણી ચાહના છતાં પણ ઇચ્છાનુસાર થતું નથી માટે પણ
તેઓ દુઃખી જ થાય છે.
અઘાતી કર્મોમાં મુખ્યપણે તેમને પાપપ્રકૃતિઓનો ઉદય છે. અશાતાવેદનીયનો ઉદય
થતાં તેના નિમિત્તથી તેઓ મહાદુઃખી હોય છે. વનસ્પતિ પવનથી તૂટી જાય છે, શીત
ઉષ્ણતાથી અને જળ ન મળવાથી સુકાઈ જાય છે, અગ્નિથી બળી જાય છે, કોઈ છેદે છે,
ભેદે છે, મસળે છે, ખાય છે, તોડે છે
ઇત્યાદિ અવસ્થા થાય છે. એ જ પ્રમાણે યથાસંભવ
પૃથ્વીકાળ આદિમાં પણ અવસ્થા થાય છે. એ અવસ્થાઓ હોવાથી એ એકેન્દ્રિય જીવો
મહાદુઃખી થાય છે.
જેમ મનુષ્યના શરીરમાં પણ એવી અવસ્થાઓ થતાં દુઃખ થાય છે તે જ પ્રમાણે તેમને
પણ દુઃખ થાય છે. એ અવસ્થાઓનું જાણપણું એક સ્પર્શનઇન્દ્રિય દ્વારા થાય છે. હવે
સ્પર્શનઇન્દ્રિય તો તેમને છે; જે વડે એ અવસ્થાઓને જાણી મોહવશથી તેઓ મહાવ્યાકુળ થાય
છે, પરંતુ તેમનામાં ભાગી જવાની, લડવાની કે પોકાર કરવાની શક્તિ ન હોવાથી અજ્ઞાની
લોક તેમનાં દુઃખોને જાણતા નથી. વળી કદાચિત્ કિંચિત્ શાતાવેદનીયનો ઉદય તેમને હોય
છે, પણ તે બળવાન હોતો નથી.

Page 56 of 370
PDF/HTML Page 84 of 398
single page version

આયુકર્મના ઉદયથી એ એકેન્દ્રિય જીવોમાં જે અપર્યાપ્ત જીવો છે તેમના પર્યાયની સ્થિતિ
તો એક ઉચ્છ્વાસના અઢારમા ભાગમાત્ર જ છે અને પર્યાપ્ત જીવોની સ્થિતિ એક અંતર્મુહૂર્ત
આદિ કેટલાંક વર્ષ સુધીની છે. તેમને આયુષ્ય થોડું હોવાથી જન્મ-મરણ થયાં જ કરે છે, જેથી
તેઓ દુઃખી છે.
નામકર્મના ઉદયમાં તિર્યંચગતિ આદિ પાપપ્રકૃતિઓનો જ ઉદય વિશેષપણે તેમને હોય
છે. કોઈક હીન પુણ્યપ્રકૃતિનો ઉદય તેમને હોય પણ તેનું બળવાનપણું નથી તેથી એ વડે કરીને
મોહવશપણે તેઓ દુઃખી થાય છે.
ગોત્રકર્મમાં માત્ર એક નીચ ગોત્રનો જ તેમને ઉદય છે, તેથી તેમની મહત્તા કાંઈ થતી
નથી; તેથી પણ તેઓ દુઃખી જ છે.
એ પ્રમાણે એકેન્દ્રિય જીવો મહાદુઃખી છે. આ સંસારમાં જેમ પાષાણને આધાર હોય
તો ત્યાં ઘણો કાળ રહે છે પણ નિરાધાર આકાશમાં તો કદાચિત્ કિંચિત્માત્ર કાળ રહે છે;
તેમ આ જીવ એકેન્દ્રિય પર્યાયમાં તો ઘણો કાળ રહે છે, પણ અન્ય પર્યાયમાં કદાચિત્
કિંચિત્માત્ર કાળ રહે છે. માટે આ જીવ સંસાર-અવસ્થામાં મહાદુઃખી છે.
વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાયનાં દુઃખ
વળી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાયોને જીવ ધારણ કરે
છે. ત્યાં પણ એકેન્દ્રિય પર્યાય જેવાં જ દુઃખ હોય છે. વિશેષમાં એટલું કેઅહીં ક્રમપૂર્વક
એક એક ઇન્દ્રિયજનિત જ્ઞાનદર્શનની વા કંઈક શક્તિની અધિકતા થઈ છે તથા બોલવા
ચાલવાની શક્તિ પણ પ્રાપ્ત થઈ છે. તેમાં પણ જે અપર્યાપ્ત છે વા પર્યાપ્ત છતાં પણ હીનશક્તિના
ધારક નાના જીવો છે તેમની શક્તિ તો પ્રગટ થતી નથી, પણ કેટલાક પર્યાપ્ત અને ઘણી શક્તિના
ધારક મોટા જીવો છે તેમની શક્તિ પ્રગટ હોય છે. તેથી તે જીવો વિષયોને પ્રાપ્ત કરવાનો તથા
દુઃખ દૂર થવાનો ઉપાય કરે છે. ક્રોધાદિકથી કાપવું, મારવું, લડવું, છળ કરવો, અન્નાદિકનો
સંગ્રહ કરવો, ભાગી જવું, દુઃખથી તડફડાટ કરવો અને પોકાર કરવો ઇત્યાદિ કાર્ય તેઓ કરે
છે, માટે તેમનાં દુઃખ કંઈક પ્રગટ પણ થાય છે. લટ, કીડી વગેરે જીવોને શીત, ઉષ્ણ, છેદન,
ભેદન વા ભૂખ
તરસ આદિ વડે પરમ દુઃખી જોઈએ છીએ. એ સિવાય બીજાં દુઃખો પણ
જે પ્રત્યક્ષ દેખાય છે તેનો વિચાર વાચકે કરી લેવો. અહીં વધારે શું લખીએ?
એ પ્રમાણે બેઇન્દ્રિયાદિ જીવો પણ મહાદુઃખી જાણવા.
નરક અવસ્થાનાં દુઃખોનું વર્ણન
સંજ્ઞી પંચેન્દ્રિયોમાં નરકના જીવો છે તે તો સર્વ પ્રકારે મહાદુઃખી છે. તેમનામાં
જ્ઞાનાદિકની શક્તિ કંઈક છે, પણ વિષયોની ઇચ્છા ઘણી હોવાથી તથા ઇષ્ટ વિષયોની સામગ્રી
9

Page 57 of 370
PDF/HTML Page 85 of 398
single page version

કિંચિત્ પણ ન મળવાથી એ શક્તિ હોવા છતાં પણ તેઓ મહાદુઃખી છે. ક્રોધાદિક કષાયોનું
અતિ તીવ્રપણું હોવાથી તેમને કૃષ્ણાદિક અશુભ લેશ્યાઓ જ હોય છે.
ક્રોધમાનવડે એકબીજાને દુઃખ આપવાની જ નિરંતર પ્રવૃત્તિ હોય છે. જો તેઓ
એકબીજાની સાથે મિત્રતા કરે તો એ દુઃખ મટી જાય. વળી અન્યને દુઃખ આપવાથી તેમનું
કાંઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી, છતાં ક્રોધ
માનના અતિ તીવ્રપણા વડે કરીને તેઓનામાં
એકબીજાને દુઃખી કરવાની જ બુદ્ધિ રહે છે. વિક્રિયાવડે અન્યને દુઃખદાયક શરીરના અંગ
વા શસ્ત્રાદિક બનાવી એ વડે પોતે બીજાને દુઃખી કરે વા પોતાને અન્ય કોઈ દુઃખી કરે છે.
કોઈ પણ વેળા તેમનો કષાય શાંત થતો નથી. વળી તેમનામાં માયા
લોભની પણ અતિ તીવ્રતા
છે. પરંતુ કોઈ ઇષ્ટ સામગ્રી ત્યાં દેખાતી નથી તેથી તેઓ એ કષાયોનું કાર્ય પ્રગટ કરી શકતા
નથી, પણ એ વડે અંતરંગમાં તેઓ મહાદુઃખી જ છે. વળી કદાચિત્ કિંચિત્ કોઈ પ્રયોજન
પામી તેનું પણ કાર્ય બને છે.
તેઓમાં હાસ્ય અને રતિ કષાય છે પણ બાહ્ય નિમિત્ત ન હોવાથી તે પ્રગટ થતા
નથી. કદાચિત્ કિંચિત્ કોઈ કારણવશાત્ પ્રગટ થાય છે. અરતિ, શોક, ભય અને જુગુપ્સાનાં
બાહ્ય કારણો ત્યાં સદા હોય છે તેથી એ કષાયો તીવ્રપણે પ્રગટ હોય છે. ત્રણ પ્રકારના વેદમાં
માત્ર એક નપુંસકવેદ તેમનામાં હોય છે. હવે ઇચ્છા ઘણી હોય છે પણ ત્યાં સ્ત્રી
પુરુષથી
રમવાનું નિમિત્ત ન હોવાથી તેઓ મહાદુઃખી છે.
એ પ્રમાણે કષાયો વડે તેઓ મહાદુઃખી છે.
વેદનીયમાં એક અશાતાનો જ તેમને ઉદય હોવાથી ત્યાં અનેક વેદનાનાં નિમિત્ત મળ્યા
જ કરે છે. શરીરમાં કોઢ, કાસ અને ખાંસી આદિ અનેક રોગ યુગપત્ હોય છે. ભૂખતરસ
તો તેમને એવી તીવ્ર હોય છે કે સર્વનું ભક્ષણપાન કરવા તેઓ ઇચ્છે છે. ત્યાંની માટીનું ભોજન
તેમને મળે છે, પણ એ માટી એવી હોય છે જે અહીં આવે તો તેની દુર્ગંધથી કેટલાય ગાઉ
સુધીના મનુષ્યો મરી જાય. શીત
ઉષ્ણતા ત્યાં એવાં હોય છે કે લાખ યોજનનો લોખંડનો ગોળો
હોય તે પણ તેનાથી ભસ્મ થઈ જાય. તેમાં કેટલાંક નરકોમાં અતિ શીતતા છે અને કેટલાંક
નરકોમાં અતિ ઉષ્ણતા છે. ત્યાંની પૃથ્વી શસ્ત્રથી પણ મહાતીક્ષ્ણ કંટકના સમૂહથી ભરેલી છે.
એ પૃથ્વીના વનનાં ઝાડ શસ્ત્રની ધાર જેવાં પાદડાંથી ભરેલાં છે, જેનો સ્પર્શ થતાં શરીરના ખંડખંડ
થઈ જાય એવા જલ સહિત તો જ્યાં નદીઓ છે, તથા જેથી શરીર દગ્ધ થઈ જાય એવો પ્રચંડ
જ્યાં પવન છે. એ નારકીઓ એકબીજાને અનેક પ્રકારે દુઃખી કરે, ઘાણીમાં પીલે, શરીરના
ખંડખંડ કરે, હાંડીમાં રાંધે, કોરડા મારે તથા લાલચોળ ગરમ લોખંડ આદિથી સ્પર્શ કરાવે
ઇત્યાદિ વેદના પરસ્પર ઉપજાવે છે. ત્રીજી નરક સુધી તો અસુરકુમાર દેવ જઈને પોતે પીડા
આપે વા તેમને પરસ્પર લડાવે. એવી તીવ્ર વેદના હોવા છતાં પણ તેમનું શરીર છૂટતું નથી,
પારાની માફક ખંડખંડ થઈ જવા છતાં પણ પાછું મળી જાય છે. એવી ત્યાં તીવ્ર પીડા છે.

Page 58 of 370
PDF/HTML Page 86 of 398
single page version

વળી શાતાવેદનીયનું કોઈ નિમિત્ત ત્યાં નથી, છતાં કોઈ અંશે કદાચિત્ કોઈને પોતાની
માન્યતાથી કોઈ કારણ અપેક્ષાએ શાતાનો ઉદય છે, પણ તે બળવાન નથી. ત્યાંનું આયુષ્ય
ઘણું દીર્ઘ છે. જઘન્ય દશ હજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરનું હોય છે. એટલો બધો
કાળ ઉપર કહેલાં દુઃખો તેમને સહન કરવાં પડે છે. નામકર્મમાં બધી પાપ
પ્રકૃતિઓનો જ
તેમને ઉદય વર્તે છે. એક પણ પુણ્યપ્રકૃતિનો ઉદય નથી જેથી તેઓ મહાદુઃખી છે. અને
ગોત્રકર્મમાં માત્ર નીચગોત્રનો જ તેમને ઉદય છે જેથી તેમની કાંઈ પણ મહત્તા થતી નથી
માટે તેઓ દુઃખી જ છે. એ પ્રમાણે નરકગતિમાં મહાદુઃખ છે.
તિર્યંચ અવસ્થાનાં દુઃખોનું વર્ણન
તિર્યંચગતિમાં ઘણા જીવો તો લબ્ધિઅપર્યાપ્ત છે. તેમને તો ઉચ્છ્વાસના અઢારમા ભાગ
માત્ર આયુષ્ય છે. કેટલાક નાના (ઝીણા) જીવો પર્યાપ્ત પણ હોય છે. પણ તેમની શક્તિ પ્રગટ
જણાતી નથી. તેમનાં દુઃખો તો એકેન્દ્રિય જેવાં જ જાણવાં. વિશેષમાં જ્ઞાનાદિકની તેમનામાં
વિશેષતા છે. વળી મોટા પર્યાપ્ત જીવોમાં કેટલાક સન્મૂર્છન છે તથા કેટલાક ગર્ભજ છે.
તેઓમાં જ્ઞાનાદિક પ્રગટ હોય છે, પણ તેઓ વિષયોની ઇચ્છા વડે સદા વ્યાકુળ હોય છે,
કારણ કે ઘણા જીવોને તો ઇષ્ટ વિષયોની પ્રાપ્તિ હોતી જ નથી, પણ કોઈને કદાચિત્
કિંચિત્માત્ર હોય છે.
વળી તેઓ મિથ્યાત્વભાવવડે અતત્ત્વશ્રદ્ધાવાળા બની રહ્યા છે. કષાયમાં મુખ્યપણે
તીવ્રકષાય જ તેમને હોય છે. ક્રોધમાનવડે તેઓ પરસ્પર લડે છે, ભક્ષણ કરે છે તથા દુઃખ
આપે છે. માયાલોભવડે તેઓ છળપ્રપંચ કરે છે, વસ્તુની ઇચ્છા કરે છે તથા ઇચ્છિત વસ્તુને
ચોરે છે. હાસ્યાદિક વડે તે તે કષાયોનાં કાર્યોમાં પ્રવર્તે છે. વળી કોઈને કદાચિત્ મંદ કષાય
હોય છે પરંતુ થોડા જીવોને હોય છે તેથી તેમની અહીં મુખ્યતા નથી.
વેદનીયમાં મુખ્યપણે તેમને અશાતાવેદનીયનો ઉદય હોય છે, જેથી તેમને રોગ, પીડા,
ક્ષુધા, તૃષા, છેદન, ભેદન, બહુભારવહન, ટાઢ, તાપ અને અંગભંગાદિ અવસ્થાઓ થાય છે તે
વડે દુઃખી થતા પ્રત્યક્ષ જોઈએ છીએ. માટે અહીં ઘણું કહેતા નથી. વળી કોઈને કદાચિત્ કિંચિત્
શાતાવેદનીયનો પણ ઉદય હોય છે, પરંતુ એ થોડા જીવોને હોય છે તેથી અહીં તેની મુખ્યતા
નથી. તેમનું આયુષ્ય અંતર્મુહૂર્તથી કોટીપૂર્વ સુધીનું હોય છે. ત્યાં ઘણા જીવો તો અલ્પઆયુષ્યના
ધારક હોય છે તેથી તેઓ વારંવાર જન્મ
મરણનાં દુઃખ પામે છે. વળી ભોગભૂમિના જીવોનું
આયુષ્ય ઘણું હોય છે તથા તેમને શાતાવેદનીયનો ઉદય પણ હોય છે, પરંતુ એવા જીવો થોડા
છે. નામકર્મમાં મુખ્યપણે તિર્યંચગતિ આદિ પાપ પ્રકૃતિઓનો જ તેમને ઉદય વર્તે છે. કોઈને
કદાચિત્ કોઈ પુણ્ય
પ્રકૃતિઓનો પણ ઉદય હોય છે. પરંતુ તે થોડા જીવોને અને થોડો હોય છે
તેથી અહીં તેની મુખ્યતા નથી. ગોત્રકર્મમાં એક નીચ ગોત્રનો જ ઉદય હોય છે તેથી તેઓ હીન
બની રહ્યા છે. એ પ્રમાણે તિર્યંચગતિમાં પણ મહાદુઃખ હોય છે.

Page 59 of 370
PDF/HTML Page 87 of 398
single page version

મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન
મનુષ્યગતિમાં અસંખ્યાતા જીવો તો લબ્ધિઅપર્યાપ્તક છે. તેઓ તો સન્મૂર્છન જ હોય
છે. તેમનું આયુ ઉચ્છ્વાસના અઢારમા ભાગમાત્ર હોય છે. વળી કેટલાક જીવો ગર્ભમાં આવી
થોડા જ કાળમાં મરણ પામે છે. તેમની શક્તિ પ્રગટ ભાસતી નથી એટલે એમનાં દુઃખ તો
એકેન્દ્રિયવત્ સમજવાં. વિશેષ છે તે વિશેષ સમજવાં.
ગર્ભજ જીવોને કેટલોક કાળ ગર્ભમાં રહેવાનું થઈ પછી બહાર નીકળવું થાય છે. તેમનાં
દુઃખોનું વર્ણન કર્મઅપેક્ષાએ પૂર્વે કર્યું છે તેવું સમજવું. એ બધું વર્ણન ગર્ભજ મનુષ્યોને સંભવે
છે. અથવા તિર્યંચોનું વર્ણન કર્યું છે તેમ જાણવું.
વિશેષ એ છે કેઅહીં કોઈ શક્તિ વિશેષ હોય છે, રાજાઓ આદિને શાતાનો વિશેષ
ઉદય હોય છે, ક્ષત્રિયાદિકોને ઉચ્ચ ગોત્રનો પણ ઉદય હોય છે તથા ધનકુટુંબાદિકનાં નિમિત્ત
અહીં વિશેષ હોય છે; ઇત્યાદિ વિશેષ સમજવાં.
અથવા ગર્ભાદિ અવસ્થાનાં દુઃખો તો પ્રત્યક્ષ ભાસે છે. જેમ વિષ્ટામાં લટ ઉત્પન્ન થાય
તેમ ગર્ભમાં શુક્રશોણિતના બિંદુને પોતાના શરીરરૂપ કરી જીવ ઉત્પન્ન થાય છે. પછી ત્યાં
ક્રમપૂર્વક જ્ઞાનાદિકની વા શરીરની વૃદ્ધિ થાય છે. ગર્ભનાં દુઃખ ઘણાં છે, સંકોચરૂપ અને
અધોમુખ રહી ક્ષુધા
તૃષાદિ સહિત ગર્ભનો કાળ પૂર્ણ કરે છે. ત્યાંથી જ્યારે બહાર નીકળે
છે ત્યારે બાળ અવસ્થામાં તે મહાદુઃખી થાય છે. કોઈ એમ કહે કે બાળઅવસ્થામાં થોડાં
દુઃખ હોય છે પણ એમ નથી. પરંતુ શક્તિ થોડી હોવાથી તે વ્યક્ત થઈ શકતાં નથી. પછી
વ્યાપારાદિક વા વિષયઇચ્છા આદિ દુઃખોની પ્રગટતા થાય છે. ત્યાં ઇષ્ટ
અનિષ્ટજનિત વ્યાકુળતા
રહ્યા જ કરે છે. અને વૃદ્ધ થતાં શક્તિહીન થઈ જવાથી તે પરમ દુઃખી થાય છે. એ દુઃખ
પ્રત્યક્ષ થતાં જોઈએ છીએ.
અમે અહીં ઘણું શું કહીએ? પ્રત્યક્ષ જેને નથી ભાસતાં તે કહેલાં કેમ સાંભળશે? વળી
મનુષ્યગતિમાં કોઈ વેળા કિંચિત્ શાતાનો ઉદય હોય છે પણ તે આકુળતામય છે. અને
તીર્થંકરાદિ પદ મોક્ષમાર્ગ પ્રાપ્ત થયા વિના હોતાં નથી.
એ પ્રમાણે મનુષ્યપર્યાયમાં દુઃખ જ છે. પણ એ મનુષ્યપર્યાયમાં કોઈ પોતાનું ભલું
થવાનો પ્રયત્ન કરે તો તે થઈ શકે છે. જેમ કાણાં સાંઠાની જડ વા સાંઠા ઉપરનો ફિક્કો ભાગ
તો ચૂસવા યોગ્ય જ નથી અને વચ્ચેની કાણી ગાંઠો હોવાથી તે પણ ચૂસી શકાતી નથી. છતાં
કોઈ સ્વાદનો લોલુપી તેને બગાડો તો ભલે બગાડો, પરંતુ જો તેને વાવવામાં આવે તો તેમાંથી
ઘણા સાંઠા થાય અને તેનો સ્વાદ પણ ઘણો મીઠો આવે. તેમ મનુષ્યપણામાં બાળ અને વૃદ્ધપણું
તો સુખ ભોગવવા યોગ્ય નથી, વચ્ચેની અવસ્થા તે પણ રોગ
ક્લેશાદિ યુક્ત હોવાથી ત્યાં

Page 60 of 370
PDF/HTML Page 88 of 398
single page version

સુખ ઊપજતું નથી, છતાં કોઈ વિષયસુખનો લોલુપી તેને બગાડે તો ભલે બગાડે, પરંતુ જો
તેને ધર્મસાધનમાં લગાવે તો તેથી ઘણા ઉચ્ચપદને તે પામે. ત્યાં ઘણું નિરાકુળ સુખ પામે.
માટે અહીં જ પોતાનું હિત સાધવું; પણ સુખ થવાના ભ્રમથી આ મનુષ્યજન્મને વૃથા ન ગુમાવવો.
દેવગતિનાં દુઃખોનું વર્ણન
દેવગતિમાં જ્ઞાનાદિકની શક્તિ અન્ય કરતાં કંઈક વધારે હોય છે. ઘણા દેવો તો
મિથ્યાત્વવડે અતત્ત્વશ્રદ્ધાનયુક્ત જ થઈ રહ્યા છે; તેઓને કષાય કંઈક મંદ છે; ભવનવાસી,
વ્યંતર અને જ્યોતિષી દેવોને કષાય ઘણો મંદ નથી, ઉપયોગ બહુ ચંચળ છે તથા શક્તિ કંઈક
છે તે દ્વારા કષાયનાં કાર્યોમાં જ પ્રવર્તે છે. કુતૂહલાદિ તથા વિષયાદિ કાર્યોમાં જ તેઓ લાગી
રહેલા હોવાથી એ વ્યાકુળતાવડે તેઓ દુઃખી જ છે. વૈમાનિક દેવોમાં ઉપર ઉપરના દેવોમાં
વિશેષ મંદ કષાય છે. શક્તિ પણ વિશેષ છે તેથી વ્યાકુળતા ઘટવાથી દુઃખ પણ ઘટતું છે.
આ દેવોને ક્રોધમાન કષાય છે, પરંતુ કારણો થોડા હોવાથી તેના કાર્યની પણ ગૌણતા
હોય છે. કોઈનું બૂરું કરવું, કોઈને હીન કરવો ઇત્યાદિ કાર્ય નિકૃષ્ટ દેવોમાં તો કુતૂહલાદિવડે
હોય છે, પણ ઉત્કૃષ્ટ દેવોમાં થોડાં હોય છે તેથી ત્યાં તેની મુખ્યતા નથી. માયા
લોભ કષાયનાં
કારણો ત્યાં હોવાથી તેના કાર્યની મુખ્યતા છે. છળ કરવું, વિષયસામગ્રીની ઇચ્છા કરવી ઇત્યાદિ
કાર્ય ત્યાં વિશેષ હોય છે. એ પણ ઉપર ઉપરના દેવોને થોડાં હોય છે.
હાસ્ય અને રતિકષાયનાં કારણો ઘણાં હોવાથી તેના કાર્યોની ત્યાં મુખ્યતા હોય છે.
અરતિ, શોક, ભય અને જુગુપ્સાનાં કારણો થોડાં હોવાથી તેનાં કાર્યોની ત્યાં ગૌણતા હોય છે.
તથા સ્ત્રી
પુરુષવેદનો ત્યાં ઉદય છે અને રમવાનાં નિમિત્ત પણ છે તેથી તેઓ કામસેવન કરે
છે; એ કષાય પણ ઉપર ઉપરના દેવોમાં મંદ હોય છે. અહમિન્દ્ર દેવોમાં વેદની મંદતા હોવાથી
કામસેવનનો પણ અભાવ હોય છે.
એ પ્રમાણે દેવોને કષાયભાવ હોય છે અને કષાયથી જ દુઃખ છે.
તેમને જેટલો કષાય થોડો છે તેટલું દુઃખ પણ થોડું છે, તેથી અન્યની અપેક્ષાએ તેમને
સુખી કહીએ છીએ. પરંતુ વાસ્તવિકપણે કષાયભાવ જીવિત છે તેથી તે દુઃખી જ છે.
વળી વેદનીયમાં શાતાનો ઉદય તેમને ઘણો છે. તેમાં ભવનત્રિક દેવોને થોડો હોય છે
તથા વૈમાનિક દેવોમાં ઉપર ઉપરના દેવોને વધારે હોય છે. શરીરની ઇષ્ટ અવસ્થા તથા સ્ત્રી
મકાનાદિક સામગ્રીઓનો સંયોગ હોય છે. કદાચિત્ કિંચિત્ અશાતાનો ઉદય પણ કોઈ કારણથી
તેમને હોય છે. એ અશાતાનો ઉદય હલકા દેવોને કંઈક પ્રગટપણે છે, પરંતુ ઉત્કૃષ્ટ દેવોને
તે વિશેષ પ્રગટ નથી. તેમનું આયુષ્ય ઘણું છે, ઓછામાં ઓછું દશહજાર વર્ષ તથા ઉત્કૃષ્ટ
તેત્રીસ સાગર છે. અને ૩૧ સાગરથી વધારે આયુષ્યનો ધારક મોક્ષમાર્ગ પામ્યા વિના કોઈ

Page 61 of 370
PDF/HTML Page 89 of 398
single page version

હોઈ શકતો નથી. એટલો બધો કાળ એ દેવો વિષયસુખમાં મગ્ન રહે છે. નામકર્મમાં દેવગતિ
આદિ સર્વ પુણ્ય
પ્રકૃતિઓનો જ તેમને ઉદય છે તેથી એ તેમને સુખનું કારણ છે. ગોત્રકર્મમાં
તેમને ઉચ્ચ ગોત્રનો જ ઉદય છે તેથી તેઓ મહાનપણાને પ્રાપ્ત છે.
એ પ્રમાણે પુણ્યઉદયની વિશેષતાવડે તેમને ઇષ્ટ સામગ્રી મળી છે અને કષાયો વડે
ઇચ્છા હોવાથી તેને ભોગવવામાં તેઓ આસક્ત બની રહ્યા છે; એમ છતાં પણ ઇચ્છા તો
અધિક જ રહે છે તેથી તેઓ સુખી થતા નથી. ઊંચા દેવોને ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય છે અને
કષાય ઘણા મંદ છે, તથાપિ તેમને પણ ઇચ્છાનો અભાવ થતો નથી તેથી વસ્તુતાએ તેઓ
દુઃખી જ છે. એ પ્રમાણે સંસારમાં સર્વત્ર કેવળ દુઃખ, દુઃખ અને દુઃખ જ છે.
સર્વ દુઃખોનું સામાન્ય સ્વરુપ
એ પ્રમાણે પર્યાય અપેક્ષાએ દુઃખનું વર્ણન કર્યું.
હવે સર્વ દુઃખનું સામાન્ય સ્વરૂપ કહીએ છીએ. દુઃખનું લક્ષણ આકુળતા છે અને
આકુળતા ઇચ્છા થતાં થાય છે તથા સંસારી જીવોને અનેક પ્રકારની ઇચ્છા હોય છે.
ઇચ્છાઓ ચાર પ્રકારની છેઃ
એક તો વિષયગ્રહણની ઇચ્છા હોય છે અર્થાત્ તેને દેખવાજાણવા ઇચ્છે છે. જેમ
વર્ણ દેખવાની, રાગ સાંભળવાની તથા અવ્યક્તને જાણવા આદિની ઇચ્છા થાય છે. ત્યાં બીજી
કાંઈ પીડા નથી, પરંતુ જ્યાંસુધી દેખે
જાણે નહિ ત્યાંસુધી તે મહાવ્યાકુળ થાય છે. એ ઇચ્છાનું
નામ વિષય છે.
એક ઇચ્છા કષાયભાવો અનુસાર કાર્ય કરવાની હોય છે, જેથી તે કાર્ય કરવા ઇચ્છે
છે. જેમ બૂરું કરવાની, હીન કરવાની ઇત્યાદિ ઇચ્છા થાય છે. હવે અહીં પણ બીજી તો કાંઈ
પીડા નથી, પરંતુ જ્યાંસુધી એ કાર્ય ન થાય ત્યાંસુધી તે મહાવ્યાકુળ થાય છે. એ ઇચ્છાનું
નામ કષાય છે.
એક ઇચ્છા પાપના ઉદયથી શરીરમાં અથવા બાહ્ય અનિષ્ટ કારણ મળતાં તેને દૂર
કરવાની થાય છે. જેમકરોગ, પીડા અને ક્ષુધા આદિનો સંયોગ થતાં તેને દૂર કરવાની ઇચ્છા
થાય છે. હવે ત્યાં તે પીડા માને છે, તેથી જ્યાંસુધી એ દૂર ન થાય ત્યાંસુધી મહાવ્યાકુળ
રહે છે. એ ઇચ્છાનું નામ પાપનો ઉદય છે.
એ પ્રમાણે એ ત્રણ પ્રકારની ઇચ્છા થતાં બધા દુઃખ જ માને છે, અને તે દુઃખ જ
છે.

Page 62 of 370
PDF/HTML Page 90 of 398
single page version

વળી એક ઇચ્છા બાહ્ય નિમિત્તથી થાય છે અર્થાત્ એ ત્રણ પ્રકારની ઇચ્છાઓ
અનુસાર પ્રવર્તવાની ઇચ્છા થાય છે. હવે એ ત્રણ પ્રકારની ઇચ્છાઓમાં એક એક પ્રકારની ઇચ્છા
અનેક પ્રકારની હોય છે. ત્યાં કોઈ પ્રકારની ઇચ્છા પૂર્ણ કરવાનાં કારણો પુણ્યના ઉદયથી મળે,
પણ તેનું સાધન યુગપત્ થઈ શકે નહિ તેથી એકને છોડી બીજાને લાગે તથા તેને છોડી કોઈ
અન્યને લાગે. જેમ કોઈને અનેક પ્રકારની સામગ્રી મળી છે; હવે તે કોઈને દેખે છે. તેને છોડી
રાગ સાંભળવા લાગે છે, તેને છોડી કોઈનું બૂરું કરવા લાગી જાય છે તથા તેને છોડી ભોજન
કરવા લાગી જાય છે. અથવા દેખવામાં પણ એકને દેખી વળી અન્યને દેખવા લાગે છે એ
જ પ્રમાણે અનેક કાર્યોની પ્રવૃત્તિમાં ઇચ્છા થાય છે. એ ઇચ્છાનું નામ પુણ્યનો ઉદય છે.
એને જગત્ સુખ માને છે, પરંતુ એ સુખ નથી પણ દુઃખ જ છે. કારણ કેપ્રથમ
તો સર્વ પ્રકારની ઇચ્છા પૂર્ણ થવાનાં કારણો કોઈને પણ બની આવતાં નથી. કદાચિત્ કોઈ
પ્રકારની ઇચ્છા પૂર્ણ થવાનાં કારણો બની આવે તોપણ તે સર્વનું યુગપત્ સાધન થઈ શકતું
નથી, તેથી જ્યાંસુધી એકનું સાધન ન હોય ત્યાંસુધી તેની વ્યાકુળતા રહે છે, અને એનું સાધન
થતાં તે જ સમયે અન્યના સાધનની ઇચ્છા થાય છે, ત્યારે વળી તેની વ્યાકુળતા થાય છે. એક
સમય પણ નિરાકુળ રહેતો નથી તેથી તે મહાદુઃખી જ છે. અથવા જ્યારે એ ત્રણ પ્રકારના
ઇચ્છારોગ મટાડવાનો કિંચિત્ ઉપાય કરે છે ત્યારે કિંચિત્ દુઃખ ઘટે છે, પરંતુ સર્વ દુઃખનો
નાશ તો થતો જ નથી, તેથી તેને દુઃખ જ છે. એ પ્રમાણે સંસારી જીવોને સર્વ પ્રકારે દુઃખ
જ છે.
વિશેષમાં અહીં એટલું સમજવું કેપ્રથમની ત્રણ પ્રકારની ઇચ્છાઓ વડે સર્વ જગત
પીડિત થઈ રહ્યું છે. અને ચોથી ઇચ્છા તો પુણ્યનો ઉદય પ્રાપ્ત થતાં જ થાય છે, અને પુણ્યનો
બંધ ધર્માનુરાગથી થાય છે. હવે ધર્માનુરાગમાં જીવ થોડો જોડાય છે પણ ઘણો ભાગ તો
પાપક્રિયાઓમાં જ પ્રવર્તે છે, તેથી ચોથી ઇચ્છા કોઈ જીવને કોઈ કાળમાં જ થાય છે.
અહીં એટલું સમજવાનું કેસામાન્ય ઇચ્છાવાન જીવોની અપેક્ષાએ ચોથી
ઇચ્છાવાળાઓને કંઈક ત્રણ પ્રકારની ઇચ્છાઓ ઘટવાથી સુખી કહીએ છીએ. વળી ચોથી
ઇચ્છાવાળાની અપેક્ષાએ તેથી મહાન ઇચ્છાવાળો ચોથી ઇચ્છા હોવા છતાં પણ દુઃખી જ છે.
જેમ કોઈને ઘણી વિભૂતિ હોવા છતાં જો તેને ઇચ્છા ઘણી છે તો તે ઘણો
વ્યાકુળતાવાન છે, તથા કોઈને થોડી વિભૂતિ હોવા છતાં જો ઇચ્છા થોડી તો તે થોડો
વ્યાકુળતાવાન છે, અથવા કોઈને અનિષ્ટ સામગ્રી મળવા છતાં જો તેને દૂર કરવાની ઇચ્છા
ઘણી થોડી છે, તો તે થોડો વ્યાકુળતાવાન છે તથા કોઈને ઇષ્ટ સામગ્રી મળવા છતાં જો તેને
ભોગવવાની વા અન્ય સામગ્રીની ઘણી ઇચ્છા છે તો તે ઘણો વ્યાકુળતાવાન છે;
તેથી સુખી
દુઃખી થવું ઇચ્છાના અનુસારે જાણવું પણ બાહ્ય કારણોને આધીન નથી.

Page 63 of 370
PDF/HTML Page 91 of 398
single page version

નરકના જીવોને દુઃખી તથા દેવોને સુખી કહીએ છીએ. એ ઇચ્છાની અપેક્ષાએ જ
કહીએ છીએ. કારણ કેનારકીઓને કષાયની તીવ્રતા હોવાથી ઇચ્છા ઘણી છે તથા દેવોને
કષાયની મંદતા હોવાથી ઇચ્છા થોડી છે. વળી મનુષ્ય અને તિર્યંચો પણ ઇચ્છાની અપેક્ષાએ
જ સુખી
દુઃખી જાણવાં. તીવ્ર કષાયથી જેને ઇચ્છા ઘણી હોય તેને દુઃખી કહીએ છીએ તથા
મંદકષાયથી જેને ઇચ્છા થોડી હોય તેને સુખી કહીએ છીએ, પરંતુ વાસ્તવિકપણે
ત્યાં દુઃખ જ ઘણું વા થોડું હોય છે, સુખ નહિ.
દેવાદિકોને પણ સુખી માનીએ છીએ
તે ભ્રમ જ છે, કારણ કેતેમને ચોથી ઇચ્છાની મુખ્યતા છે તેથી તેઓ વ્યાકુળ છે.
એ પ્રમાણે ઇચ્છા થાય છે તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમથી થાય છે તથા
ઇચ્છામાત્ર આકુળતામય છે અને આકુળતા એ જ દુઃખ છે. એ પ્રમાણે સર્વ સંસારી જીવો
અનેક પ્રકારનાં દુઃખોથી પીડિત જ થઈ રહ્યા છે.
મોક્ષસુખ અને તેની પ્રાપ્તિનો ઉપાય
હવે જે જીવોને દુઃખોથી છૂટવું હોય તેમણે ઇચ્છા દૂર કરવાનો ઉપાય કરવો અને
ઇચ્છા તો ત્યારે જ દૂર થાય જ્યારે મિથ્યાત્વ, અજ્ઞાન તથા અસંયમનો અભાવ થઈ
સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્રની પ્રાપ્તિ થાય. માટે જ એ કાર્યનો ઉદ્યમ કરવો યોગ્ય છે. એ
પ્રમાણે સાધન કરતાં જેટલી જેટલી ઇચ્છા મટે તેટલું તેટલું જ દુઃખ દૂર થતું જાય અને
મોહના સર્વથા અભાવથી જ્યારે ઇચ્છાનો સર્વથા અભાવ થાય ત્યારે સર્વ દુઃખ મટી સત્ય
સુખ પ્રગટે. વળી જ્યારે જ્ઞાનાવરણ
દર્શનાવરણઅંતરાયનો અભાવ થાય ત્યારે ઇચ્છાના
કારણરૂપ ક્ષાયોપશમિક જ્ઞાનદર્શનનો વા શક્તિહીનપણાનો પણ અભાવ થાય છે, અનંત
જ્ઞાનદર્શનવીર્યની પ્રાપ્તિ થાય છે, તથા કેટલાક કાળ પછી અઘાતિ કર્મોનો પણ અભાવ
થતાં ઇચ્છાનાં બાહ્ય કારણોનો પણ અભાવ થાય છે. કારણ કેમોહ ગયા પછી કોઈ કાળમાં
એ કારણો કિંચિત્ ઇચ્છા ઉપજાવવા સમર્થ નથી. મોહના અસ્તિત્વમાં જ એ કારણ હતાં તેથી
તેને કારણ કહ્યાં. તેનો પણ અભાવ થતાં તે સિદ્ધપદને પ્રાપ્ત થાય છે.
ત્યાં દુઃખનો વા દુઃખનાં કારણોનો સર્વથા અભાવ હોવાથી સદાકાળ અનુપમ અખંડિત
સર્વોત્કૃષ્ટ આનંદ સહિત અનંતકાળ બિરાજમાન રહે છે. તે કેવી રીતે? તે અહીં કહીએ
છીએઃ
સિદ્ધ અવસ્થામાં દુઃખના અભાવની સિદ્ધિ
જ્ઞાનાવરણદર્શનાવરણનો ક્ષયોપશમ થતાં વા ઉદય થતાં મોહદ્વારા એક એક વિષયને
દેખવાજાણવાની ઇચ્છાવડે મહાવ્યાકુળ થતો હતો, પરંતુ હવે મોહના અભાવથી ઇચ્છાનો પણ
અભાવ થયો જેથી દુઃખનો પણ અભાવ થયો. વળી જ્ઞાનાવરણદર્શનાવરણનો ક્ષય થવાથી

Page 64 of 370
PDF/HTML Page 92 of 398
single page version

સર્વ ઇન્દ્રિયોના સર્વ વિષયોનું યુગપત્ ગ્રહણ થતાં દુઃખનાં કારણો પણ દૂર થયાં. જેમ નેત્રવડે
પહેલાં એક વિષયને દેખવા ઇચ્છતો હતો, પણ હવે ત્રણલોકનાં ત્રિકાળવર્તી સર્વ વર્ણોને યુગપત્
દેખે છે, કોઈ દેખ્યા વિનાનો રહ્યો નથી કે જેને દેખવાની ઇચ્છા થાય. એ જ પ્રમાણે
સ્પર્શનાદિક ઇંદ્રિયોવડે એક એક વિષયને ગ્રહણ કરવા ઇચ્છતો હતો, પરંતુ હવે ત્રણલોકના
ત્રિકાલવર્તી સર્વ સ્પર્શ
રસ
ગંધશબ્દાદિક વિષયોને યુગપત્ ગ્રહણ કરવા લાગ્યો. કોઈ ગ્રહણ
કર્યા વિનાનો રહ્યો નથી કે જેને ગ્રહણ કરવાની ઇચ્છા ઊપજે.
પ્રશ્નઃશરીરાદિક વિના એ ગ્રહણ શી રીતે થાય?
ઉત્તરઃજ્યાંસુધી જ્ઞાન ઇન્દ્રિયજનિત હતું ત્યાંસુધી તો દ્રવ્ય ઇન્દ્રિયાદિ વિના ગ્રહણ
થઈ શકતું નહોતું, પણ હવે એવો સ્વભાવ પ્રગટ થયો કે ઇન્દ્રિયો વિના જ ગ્રહણ થઈ
શકે છે.
અહીં કોઈ એમ કહે કેજેમ મનવડે તો સ્પર્શાદિકને જાણીએ છીએ તેમ અહીં
જાણવું થતું હશે પણ ત્વચાજીભ આદિ વડે ગ્રહણ થાય છે તેમ નહિ થતું હોય? પણ એમ
નથી. કારણ કેમનવડે તો સ્મરણાદિ થતાં કંઈક અસ્પષ્ટ જાણવું થાય છે, પરંતુ અહીં તો
ત્વચાજીભ આદિ વડે સ્પર્શરસાદિકને સ્પર્શવામાં, આસ્વાદવામાં, સૂંઘવામાં, દેખવામાં અને
સાંભળવામાં જેવું સ્પષ્ટ જાણવું થાય છે તેથી પણ અનંતગણું સ્પષ્ટ જાણવું તેમને હોય છે.
વિશેષતા એ છે કેત્યાં ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થતાં જ જાણવું થતું હતું,
હવે અહીં દૂર રહેવા છતાં પણ તેવું જ જાણવું થાય છે. એ બધો શક્તિનો મહિમા છે.
વળી પહેલાં મન વડે કંઈક અતીત
અનાગતને વા અવ્યક્તને જાણવા ઇચ્છતો હતો, પણ હવે
બધુંય અનાદિથી અનંતકાળ પર્યંત સંપૂર્ણ કાળના સર્વ પદાર્થોના દ્રવ્યક્ષેત્રકાળભાવને
યુગપત્ જાણે છે, કોઈ જાણ્યા વિના રહ્યા નથી કે જેને જાણવાની ઇચ્છા થાય. એ પ્રમાણે
દુઃખ અને દુઃખનાં કારણોનો તેમને અભાવ જાણવો.
વળી પહેલાં મોહના ઉદયથી મિથ્યાત્વ વા કષાયભાવ થતો હતો, પણ તેનો સર્વથા
અભાવ થવાથી દુઃખનો પણ અભાવ તથા તેનાં કારણોનો પણ અભાવ થવાથી દુઃખના
કારણોનો પણ અભાવ થયો. એ કારણોનો અભાવ અહીં બતાવીએ છીએ.
સર્વ તત્ત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે તો તેમને અતત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ કેમ થાય?
કોઈ અનિષ્ટરૂપ રહ્યો નથી, નિંદક પોતે જ અનિષ્ટ પામે છે તો પોતે ક્રોધ કોનાથી કરે?
સિદ્ધોથી ઊંચો કોઈ છે નહિ; ઇન્દ્રાદિક દેવો પણ જેને નમે છે અને ઇષ્ટ ફળ પામે છે,
તો પછી તેઓ કોનાથી માન કરે? કોઈ અન્ય ઇષ્ટ રહ્યું નથી તો કોના માટે તેઓ છળ
(માયા) કરે?
સર્વ ભવિતવ્ય પ્રત્યક્ષ ભાસી ગયું છે, કોઈ કાર્ય રહ્યું નથી કે કોઈથી
10

Page 65 of 370
PDF/HTML Page 93 of 398
single page version

પ્રયોજન કાંઈ રહ્યું નથી તો શા અર્થે તેઓ લોભ કરે? કોઈ આશ્ચર્યકારક વસ્તુ પોતાથી છાની
નથી તો ક્યા કારણથી તેમને હાસ્ય થાય? કોઈ અન્ય ઇષ્ટ પ્રીતિ કરવા યોગ્ય છે નહિ તો
કોનાથી રતિ થાય? કોઈ દુઃખદાયક સંયોગ તેમને રહ્યો નથી તો કોનાથી અરતિ કરે? કોઈ
ઇષ્ટ
અનિષ્ટ સંયોગવિયોગ તેમને થતો નથી તો તેઓ શા અર્થે શોક કરે? કોઈ અનિષ્ટ
કરવાવાળું કારણ રહ્યું નથી તો તેઓ કોનાથી ભય કરે? સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવ
સહિત પ્રત્યક્ષ ભાસે છે, અને તેમાં પોતાને કોઈ અનિષ્ટ નથી તો તેઓ કોનાથી જુગુપ્સા
કરે? તથા કામપીડા દૂર થવાથી સ્ત્રી
પુરુષ બંનેની સાથે રમવાનું પ્રયોજન કાંઈ રહ્યું નથી
તો તેમને સ્ત્રીપુરુષનપુંસકવેદરૂપ ભાવ ક્યાંથી થાય? એ પ્રમાણે મોહ ઊપજવાના કારણોનો
તેમને અભાવ જાણવો.
વળી અંતરાયના ઉદયથી શક્તિ હીનપણાના કારણે પૂર્ણ થતી નહોતી, હવે તેનો અભાવ
થયો એટલે દુઃખનો પણ અભાવ થયો અને અનંત શક્તિ પ્રગટ થઈ, તેથી દુઃખનાં કારણોનો
પણ અભાવ થયો.
પ્રશ્નઃદાન, લોભ, ભોગ અને ઉપભોગ તો તેઓ કરતા નથી તો તેમને શક્તિ
પ્રગટ થઈ કેમ કહેવાય?
ઉત્તરઃએ બધાં કાર્યો તો રોગના ઉપચાર હતા, પણ જ્યારે રોગ જ અહીં નથી
તો ઉપચાર શા માટે કરે? માટે એ કાર્યોનો અહીં સદ્ભાવ નથી અને તેને રોકવાવાળા કર્મોનો
અભાવ થયો છે તેથી શક્તિ પ્રગટ થઈ એમ કહીએ છીએ. જેમ કોઈ ગમન કરવા ઇચ્છતો
હતો, તેને કોઈએ રોક્યો હતો ત્યારે તે દુઃખી હતો અને જ્યારે એ રોકાણ દૂર થયું ત્યારે
જે કાર્ય અર્થે તે ગમન કરવા ઇચ્છતો હતો તે કાર્ય ન રહ્યું એટલે ગમન પણ ન કર્યું, તેથી
ગમન ન કરવા છતાં પણ તેને શક્તિ પ્રગટ થઈ એમ કહીએ છીએ. તેમ અહીં પણ સમજવું.
જ્ઞાનાદિકની શક્તિરૂપ અનંતવીર્ય તેમને પ્રગટ હોય છે.
વળી અઘાતિ કર્મોમાં પાપપ્રકૃતિઓનો ઉદય થતાં મોહથી દુઃખ માનતો હતો તથા
પુણ્યપ્રકૃતિઓના ઉદયથી સુખ માનતો હતો, પરંતુ વાસ્તવિકપણે આકુળતા વડે એ સર્વ દુઃખ
જ હતું. હવે અહીં મોહના નાશથી સર્વ આકુળતા દૂર થવાથી સર્વ દુઃખનો નાશ થયો. જે
કારણોથી તે દુઃખ માનતો હતો તે કારણો તો સર્વ નષ્ટ થયાં તથા જે કારણો વડે કિંચિત્
દુઃખ દૂર થતાં સુખ માનતો હતો તે હવે અહીં મૂળમાં જ દુઃખ ન રહ્યું તેથી તે દુઃખના
ઉપચારોનું કાંઈ પ્રયોજન રહ્યું નહિ કે જે વડે કાર્યની સિદ્ધિ કરવા ચાહે, તેની સિદ્ધિ સ્વયં
થઈ જ રહી છે.
તેના વિશેષ બતાવવામાં આવે છે. વેદનીયકર્મમાં અશાતાના ઉદયથી શરીરમાં રોગ
ક્ષુધાદિ દુઃખનાં કારણો થતાં હતાં, પણ હવે શરીર જ રહ્યું નથી ત્યાં ક્યાંથી થાય? શરીરની

Page 66 of 370
PDF/HTML Page 94 of 398
single page version

અનિષ્ટ અવસ્થાના હેતુરૂપ આતાપાદિક હતા, પણ શરીર વિના તે કોને કારણરૂપ થાય? બાહ્ય
અનિષ્ટ નિમિત્તો બનતાં હતાં પણ હવે તેને અનિષ્ટ કોઈ રહ્યું જ નથી; એ પ્રમાણે દુઃખનાં
કારણોનો અભાવ થયો.
વળી શાતાના ઉદયથી કિંચિત્ દુઃખ મટવાના કારણરૂપ જે ઔષધિભોજનાદિક હતાં
તેનું કાંઈ પ્રયોજન રહ્યું નથી તથા કોઈ ઇષ્ટ કાર્ય પરાધીન ન રહેવાથી બાહ્ય મિત્રાદિકને ઇષ્ટ
માનવાનું પ્રયોજન રહ્યું નથી, કારણ કે
એ વડે દુઃખ મટાડવા વા ઇષ્ટ પ્રાપ્ત કરવા ઇચ્છતો
હતો પણ હવે અહીં સંપૂર્ણ દુઃખ નષ્ટ થતાં સંપૂર્ણ ઇષ્ટ પામ્યો.
આયુકર્મના નિમિત્તથી મરણજીવન થતાં હતાં; હવે મરણવડે તો દુઃખ માનતો હતો
પણ અહીં જ્યાં અવિનાશી પદ પ્રાપ્ત કરી લીધું તેથી દુઃખનું કોઈ કારણ રહ્યું નહિ. દ્રવ્યપ્રાણને
ધારી કેટલોક કાળ જીવવા
મરવાથી સુખ માનતો હતો; તેમાં પણ નરક પર્યાયમાં દુઃખની
વિશેષતા હોવાથી ત્યાં જીવવા ઇચ્છતો નહોતો, પરંતુ હવે આ સિદ્ધપર્યાયમાં દ્રવ્યપ્રાણ વિના
જ પોતાના ચૈતન્યપ્રાણવડે સદાકાળ જીવે છે કે જ્યાં દુઃખનો લવલેશ પણ રહ્યો નથી.
નામકર્મવડે પ્રાપ્ત અશુભ ગતિજાતિ આદિમાં દુઃખ માનતો હતો, પણ હવે એ સર્વનો
અભાવ થયો એટલે દુઃખ ક્યાંથી થાય? અને શુભગતિજાતિ આદિમાં કિંચિત્ દુઃખ દૂર
થવાથી સુખ માનતો હતો, હવે એ વિના પણ સર્વ દુઃખનો નાશ તથા સર્વ સુખનો પ્રકાશ
હોવાથી તેનું પણ કાંઈ પ્રયોજન રહ્યું નથી.
ગોત્રકર્મના નિમિત્તથી નીચકુળ પામતાં દુઃખ માનતો હતો તથા ઊંચકુળ પામતાં સુખ
માનતો હતો, પણ અહીં નીચકુળનો અભાવ થવાથી દુઃખનું કારણ રહ્યું નહિ તથા ઊંચકુળ
વિના પણ ત્રૈલોક્યપૂજ્ય ઊંચપદને પામે છે.
એ પ્રમાણે સિદ્ધોને સર્વ કર્મોનો નાશ થવાથી સર્વ દુઃખોનો પણ નાશ થયો છે.
દુઃખનું લક્ષણ તો આકુળતા છે. હવે આકુળતા તો ત્યારે જ હોય કે જ્યારે કંઈક
ઇચ્છા હોય. એ ઇચ્છાનો વા ઇચ્છાના કારણોનો સર્વથા અભાવ હોવાથી તેઓ સર્વ દુઃખરહિત
નિરાકુળ અનંત સુખ અનુભવે છે. કારણ કે
નિરાકુળપણું એ જ સુખનું લક્ષણ છે. સંસારમાં
પણ કોઈ પ્રકારે નિરાકુળ થતાં જ બધાય સુખ માને છે. તો જ્યાં સર્વથા નિરાકુળ થયા ત્યાં
સંપૂર્ણ સુખ કેમ ન માનીએ?
એ પ્રમાણે સમ્યગ્દર્શનાદિ સાધન વડે સિદ્ધપદ પામતાં સર્વ દુઃખનો અભાવ થાય છે,
સર્વ સુખ પ્રગટ થાય છે.
અહીં ઉપદેશ કરીએ છીએ કે હે ભવ્ય! હે ભાઈ! તને સંસારનાં જે દુઃખો બતાવ્યાં
તેનો અનુભવ તને થાય છે કે નહિ? તે વિચાર. તું જે ઉપાયો કરી રહ્યો છે તેનું જૂઠાપણું

Page 67 of 370
PDF/HTML Page 95 of 398
single page version

દર્શાવ્યું તે તેમ જ છે કે નહિ? તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતાં જ સુખ થાય છે કે નહિ?
તેનો પણ વિચાર કર!
જો ઉપર કહ્યા પ્રમાણે જ તને પ્રતીતિ આવતી હોય તો
સંસારથી છૂટી સિદ્ધ અવસ્થા પામવાના અમે જે ઉપાય કહીએ છીએ તે કર. વિલંબ
ન કર. એ ઉપાય કરતાં તારું કલ્યાણ જ થશે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગપ્રકાશક શાસ્ત્ર વિષે સંસારદુઃખ અને
મોક્ષસુખ નિરૂપક ત્રીજો અધિકાર સમાપ્ત

Page 68 of 370
PDF/HTML Page 96 of 398
single page version

અધિકાર ચોથો
મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રનું વિશેષ નિરુપણ
દોહરો
ભવનાં સર્વ દુઃખોતણું, કારણ મિથ્યાભાવ;
તેની સત્તા નાશ કરે, પ્રગટે મોક્ષ ઉપાય.
હવે અહીં સંસારદુઃખોના બીજભૂત મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર છે તેનું વિશેષ સ્વરૂપ
નિરૂપણ કરીએ છીએ. જેમ વૈદ્ય રોગનાં કારણોને વિશેષરૂપથી કહે તથા કુપથ્ય સેવનનો નિષેધ
કરે તો રોગી કુપથ્યસેવન ન કરે અને તેથી રોગમુક્ત થાય; તેમ અહીં સંસારનાં કારણનું વિશેષ
નિરૂપણ કરીએ છીએ. જ્યારે સંસારીજીવ મિથ્યાદર્શનાદિકનું સેવન ન કરે, ત્યારે જ સંસારરહિત
થાય. તેથી એ મિથ્યાદર્શનાદિકનું વર્ણન કરીએ છીએ.
મિથ્યાદર્શનનું સ્વરુપ
આ જીવ અનાદિ કાળથી કર્મસંબંધ સહિત છે. તેને દર્શનમોહના ઉદયથી થયેલું જે
અતત્ત્વશ્રદ્ધાન તેનું નામ મિથ્યાદર્શન છે. કારણ કે તદ્ભાવ તે તત્ત્વ અર્થાત્ શ્રદ્ધાન કરવા યોગ્ય
જે અર્થ તેનો જે ભાવ અર્થાત્ સ્વરૂપ તેનું નામ તત્ત્વ છે. અને તત્ત્વ નથી તેનું નામ અતત્ત્વ
છે. તેથી અતત્ત્વ તે અસત્ય છે તેનું જ નામ મિથ્યા છે. વળી ‘‘આ આમ જ છે’’
એવા
પ્રતીતિભાવનું નામ શ્રદ્ધાન છે.
અહીં શ્રદ્ધાનનું જ નામ દર્શન છે. જોકે દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકન થાય
છે તોપણ અહીં પ્રકરણાનુસાર એ જ ધાતુનો અર્થ શ્રદ્ધાન સમજવો, અને શ્રી સર્વાર્થસિદ્ધિ
સૂત્રની ટીકામાં પણ એમ જ કહ્યું છે. કારણ કે
સામાન્ય અવલોકન કાંઈ સંસારમોક્ષનું કારણ
થાય નહિ, પણ શ્રદ્ધાન જ સંસારમોક્ષનું કારણ છે. તેથી સંસારમોક્ષના કારણ સંબંધી
વિવેચનમાં દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધાન જ ગ્રહણ કરવો.
હવે મિથ્યારૂપ જે દર્શન અર્થાત્ શ્રદ્ધાન તેનું નામ મિથ્યાદર્શન છે. જેવું વસ્તુસ્વરૂપ
નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું એવો વિપરીતાભિનિવેશ અર્થાત્ વિપરીત અભિપ્રાય
તે સહિત મિથ્યાદર્શન હોય છે.
પ્રશ્નઃકેવળજ્ઞાન વિના સર્વ પદાર્થ યથાર્થ ભાસતા નથી અને યથાર્થ ભાસ્યા
વિના યથાર્થ શ્રદ્ધાન પણ ન હોય, તો મિથ્યાદર્શનનો ત્યાગ કેવી રીતે બને?

Page 69 of 370
PDF/HTML Page 97 of 398
single page version

ઉત્તરઃપદાર્થોને જાણવા, ન જાણવા વા અન્યથા જાણવા તે જ્ઞાનાવરણકર્મના
અનુસાર હોય છે અને તેની પ્રતીતિ થાય છે તે પણ જાણવાથી જ થાય છે, જાણ્યા વિના
પ્રતીતિ ક્યાંથી થાય? એ તો સાચું, પરંતુ જેમ કોઈ પુરુષ જે પદાર્થથી પોતાનું કાંઈ પ્રયોજન
નથી તે પદાર્થને અન્યથા જાણે, યથાર્થ જાણે વા જેવું જાણે તેવું જ માને છતાં તેથી તેનો
કાંઈ પણ સુધાર
બગાડ થતો નથી અને એવી રીતે જાણવા વા માનવાથી તે પુરુષ કાંઈ ડાહ્યો
કે પાગલ ગણાય નહિ, પરંતુ જેનાથી પ્રયોજન છે તેને જો અન્યથા જાણે વા તેમ જ માનવા
લાગે તો તેનો બગાડ થાય અને તેથી તે પાગલ કહેવાય. તથા જો એ પ્રયોજનભૂત પદાર્થોને
યથાર્થ જાણે વા તેમ જ માને તો તેનો સુધાર થાય અને તેથી ડાહ્યો કહેવાય. એ જ પ્રમાણે
જેનાથી પ્રયોજન નથી તેવા પદાર્થોને આ જીવ અન્યથા જાણે, યથાર્થ જાણે વા જેવું જાણે તેવું
જ શ્રદ્ધાન કરે, તો તેથી તેનો કોઈ સુધાર કે બગાડ નથી અથવા તેથી તે મિથ્યાદ્રષ્ટિ
સમ્યગ્દ્રષ્ટિ
નામ પામે નહિ. પણ જેનાથી પ્રયોજન છે તેને જો અન્યથા જાણે તથા તેવું જ શ્રદ્ધાન કરે
તો તેનો બગાડ થાય અને એટલા માટે તેને મિથ્યાદ્રષ્ટિ કહીએ છીએ. તથા જો તેને યથાર્થ
જાણે અને તેવું જ શ્રદ્ધાન કરે તો તેનો સુધાર થાય માટે સમ્યગ્દ્રષ્ટિ કહીએ છીએ.
અહીં એટલું સમજવું કેઅપ્રયોજનભૂત વા પ્રયોજનભૂત પદાર્થોને ન જાણવા વા
યથાર્થઅયથાર્થ જાણવામાં આવે છે તેમાં તો માત્ર જ્ઞાનની જ હીનતાઅધિકતા થાય છે
એટલો જ જીવનો બગાડસુધાર છે અને તેનું નિમિત્ત તો જ્ઞાનાવરણકર્મ છે. પરંતુ પ્રયોજનભૂત
પદાર્થોને અન્યથા વા યથાર્થ શ્રદ્ધાન કરવાથી જીવનો કાંઈ બીજો પણ બગાડસુધાર થાય છે
તેથી તેનું નિમિત્ત દર્શનમોહકર્મ છે.
પ્રશ્નઃજેવું જાણે તેવું શ્રદ્ધાન કરે માટે અમને તો જ્ઞાનાવરણના અનુસાર જ
શ્રદ્ધાન ભાસે છે, પણ અહીં દર્શનમોહનું વિશેષ નિમિત્ત કહ્યું તે કેવી રીતે ભાસે છે?
ઉત્તરઃપ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ
તો સર્વ સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને થયો છે. પરંતુ દ્રવ્યલિંગી મુનિ અગિયાર અંગ સુધી ભણે છે
તથા ગ્રૈવેયકના દેવો અવધિજ્ઞાનાદિ યુક્ત છે તેમને જ્ઞાનાવરણનો ઘણો ક્ષયોપશમ હોવા છતાં
પણ પ્રયોજનભૂત જીવાદિક તત્ત્વોનું શ્રદ્ધાન હોતું નથી, તથા તિર્યંચાદિકને જ્ઞાનાવરણનો
ક્ષયોપશમ થોડો હોવા છતાં પણ પ્રયોજનભૂત જીવાદિક તત્ત્વોનું શ્રદ્ધાન હોય છે, માટે સમજાય
છે કે જ્ઞાનાવરણના ક્ષયોપશમ અનુસાર જ શ્રદ્ધાન નથી, પરંતુ કોઈ જુદું કર્મ છે અને તે
દર્શનમોહ છે. તેના ઉદયથી જ્યારે જીવને મિથ્યાદર્શન થાય છે ત્યારે તે પ્રયોજનભૂત જીવાદિ
તત્ત્વોનું અન્યથા શ્રદ્ધાન કરે છે.
પ્રયોજનભૂતઅપ્રયોજનભૂત પદાર્થ
પ્રશ્નઃએ પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત તત્ત્વ કયા કયા છે?

Page 70 of 370
PDF/HTML Page 98 of 398
single page version

ઉત્તરઃઆ જીવને પ્રયોજન તો એક એ જ છે કે ‘‘મને દુઃખ ન થાય અને સુખ
થાય,’’ અન્ય કંઈ પણ પ્રયોજન કોઈ જીવને નથી. વળી દુઃખ ન હોવું તથા સુખ હોવું એ
બે એક જ છે, કારણ કે દુઃખનો અભાવ એ જ સુખ છે. હવે એ પ્રયોજનની સિદ્ધિ જીવાદિક
તત્ત્વોનું સત્ય શ્રદ્ધાન કરતાં જ થાય છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ.
પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ-પરનું જ્ઞાન અવશ્ય જોઈએ. કારણ કે સ્વ-પરનું
જ્ઞાન જો ન હોય તો પોતાને ઓળખ્યા વિના પોતાનું દુઃખ તે કેવી રીતે દૂર કરે? અથવા
સ્વ-પરને એકરૂપ જાણી પોતાનું દુઃખ દૂર કરવા અર્થે પરનો ઉપચાર કરે તો તેથી પોતાનું
દુઃખ કેવી રીતે દૂર થાય? અથવા પોતે તથા પર ભિન્ન છે પરંતુ આ જીવ પરમાં અહંકાર
મમકાર કરે તો તેથી દુઃખ જ થાય. માટે સ્વ-પરનું જ્ઞાન થતાં દુઃખ દૂર થાય છે. હવે સ્વ
-પરનું જ્ઞાન જીવ
અજીવનું જ્ઞાન થતાં જ થાય છે, કારણ કે પોતે સ્વયં જીવ છે તથા
શરીરાદિક અજીવ છે.
જો એનાં લક્ષણાદિવડે જીવઅજીવની ઓળખાણ થાય તો જ સ્વપરનું ભિન્નપણું
ભાસે, માટે જીવઅજીવને જાણવા જોઈએ. અથવા જીવઅજીવનું જ્ઞાન થતાં જે પદાર્થોના
અન્યથા શ્રદ્ધાનથી દુઃખ થતું હતું તેનું યથાર્થ જ્ઞાન થવાથી દુઃખ દૂર થાય છે, માટે જીવ
અજીવને જાણવા આવશ્યક છે.
વળી દુઃખનું કારણ તો કર્મબંધન છે અને તેનું કારણ મિથ્યાત્વાદિક આસ્રવ છે. હવે
તેને ન ઓળખે, તેને દુઃખના મૂળ કારણરૂપ ન જાણે તો તેનો અભાવ શી રીતે કરે? તથા
તેનો અભાવ ન કરે તો કર્મબંધન કેમ ન થાય? અને તેથી દુઃખ જ થાય છે. અથવા
મિથ્યાત્વાદિક ભાવ પોતે જ દુઃખમય છે, તેને જેમ છે તેમ ન જાણે તો તેનો અભાવ પણ
તે ન કરે તેથી દુઃખી જ રહે, માટે આસ્રવને જાણવો આવશ્યક છે.
વળી સમસ્ત દુઃખોનું કારણ કર્મબંધન છે. હવે તેને જો ન જાણે તો તેથી મુક્ત થવાનો
ઉપાય પણ તે ન કરે. અને તેના નિમિત્તથી તે દુઃખી જ થાય, માટે બંધને જાણવો આવશ્યક
છે.
આસ્રવનો અભાવ કરવો તે સંવર છે. હવે તેનું સ્વરૂપ જો ન જાણે તો તે સંવરમાં
પ્રવર્તે નહિ અને તેથી આસ્રવ જ રહે, જેથી વર્તમાન વા ભાવિમાં દુઃખ જ થાય છે, માટે
સંવરને જાણવો આવશ્યક છે.
વળી કથંચિત્ કિંચિત્ કર્મબંધનનો અભાવ કરવો તે નિર્જરા છે. તેને ન જાણે તો તેની
પ્રવૃત્તિનો ઉદ્યમી પણ તે ન થાય, ત્યારે સર્વથા બંધ જ રહે અને તેથી દુઃખ જ થાય છે.
માટે નિર્જરાતત્ત્વને જાણવું આવશ્યક છે.
તથા સર્વથા સર્વ કર્મબંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. તેને જો ન ઓળખે તો

Page 71 of 370
PDF/HTML Page 99 of 398
single page version

તેનો ઉપાય પણ તે ન કરે, જેથી સંસારમાં કર્મબંધનથી ઉત્પન્ન થતાં દુઃખોને જ તે સહન કરે,
માટે મોક્ષતત્ત્વને જાણવું આવશ્યક છે. એ પ્રમાણે જીવાદિક સાત તત્ત્વો જાણવાં આવશ્યક છે.
વળી શાસ્ત્રાદિવડે કદાચિત્ તેને જાણે પણ ‘‘તે એમ જ છે’’ એવી પ્રતીતિ ન આવી
તો જાણવાથી પણ શું થાય? માટે તેનું શ્રદ્ધાન કરવું કાર્યકારી છે. એ પ્રમાણે એ જીવાદિક
તત્ત્વોનું સત્ય શ્રદ્ધાન કરવાથી જ દુઃખનો અભાવ થવારૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે. માટે
જીવાદિક પદાર્થો છે તે જ પ્રયોજનભૂત જાણવા.
વળી તેના વિશેષ ભેદ પુણ્યપાપાદિરૂપ છે તેનું શ્રદ્ધાન પણ પ્રયોજનભૂત છે, કારણ
કેસામાન્યથી વિશેષ બળવાન છે એ પ્રમાણે એ પદાર્થો પ્રયોજનભૂત છે, કારણ કેતેનું યથાર્થ
શ્રદ્ધાન કરવાથી તો દુઃખ થતું નથી, સુખ થાય છે અને તેના યથાર્થ શ્રદ્ધાન કર્યા વિના દુઃખ
થાય છે, સુખ થતું નથી.
તથા એ સિવાયના બીજા પદાર્થો છે તે અપ્રયોજનભૂત છે તેથી તેનું યથાર્થ શ્રદ્ધાન
કરો વા ન કરો; તેનું શ્રદ્ધાન કંઈ સુખદુઃખનું કારણ નથી.
પ્રશ્નઃપૂર્વે જીવઅજીવ પદાર્થો કહ્યાં તેમાં તો સર્વ પદાર્થો આવી ગયા તો
એ વિના અન્ય પદાર્થો કયા રહ્યા કે જેને અપ્રયોજનભૂત કહ્યા છે?
ઉત્તરઃપદાર્થ તો સર્વ જીવઅજીવમાં જ ગર્ભિત છે, પરંતુ એ જીવઅજીવના
વિશેષો (ભેદો) ઘણા છે; તેમાં જે વિશેષો સહિત જીવઅજીવનું યથાર્થ શ્રદ્ધાન કરતાં સ્વ
પરનું શ્રદ્ધાન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય તેથી સુખ ઊપજે તથા તેને અયથાર્થ
શ્રદ્ધાન કરતાં સ્વ
પરનું શ્રદ્ધાન ન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન ન થાય, તેથી દુઃખ
ઊપજે, એ વિશેષો સહિત જીવઅજીવ પદાર્થ તો પ્રયોજનભૂત સમજવા.
તથા જે વિશેષો સહિત જીવઅજીવનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી વા ન કરવાથી સ્વ
પરનું શ્રદ્ધાન થાય વા ન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય વા ન થાય, જેનો કાંઈ
નિયમ નથી, એવા વિશેષો સહિત જીવ
અજીવ પદાર્થ અપ્રયોજનભૂત સમજવા.
જેમ જીવ અને શરીરનું તેના ચૈતન્ય તથા મૂર્તત્વાદિ વિશેષો વડે શ્રદ્ધાન કરવું તો
પ્રયોજનભૂત છે તથા મનુષ્યાદિ પર્યાયો તથા ઘટપટાદિનું અવસ્થાઆકારાદિ વિશેષો વડે શ્રદ્ધાન
કરવું અપ્રયોજનભૂત છે. એમ અન્ય પણ સમજવું.
એ પ્રમાણે કહેલાં જે પ્રયોજનભૂત જીવાદિક તત્ત્વો તેના અયથાર્થ શ્રદ્ધાનને મિથ્યાદર્શન
જાણવું.
મિથ્યાદર્શનની પ્રવૃત્તિ
હવે સંસારી જીવોને મિથ્યાદર્શનની પ્રવૃત્તિ કેવી હોય છે તે અહીં કહીએ છીએ. અહીં

Page 72 of 370
PDF/HTML Page 100 of 398
single page version

વર્ણન તો શ્રદ્ધાન કરાવવા માટે છે, પણ જાણે તો શ્રદ્ધાન કરે, તેથી જાણવાની મુખ્યતાપૂર્વક
વર્ણન કરીએ છીએ.
જીવઅજીવતત્ત્વ સંબંધાી અયથાર્થ શ્રદ્ધાન
અનાદિ કાળથી જીવ છે તે કર્મનિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે, ત્યાં પૂર્વ
પર્યાયને છોડી નવીન પર્યાય ધારણ કરે છે તથા તે પર્યાય એક તો પોતે આત્મા તથા અનંત
પુદ્ગલપરમાણુમય શરીર એ બંનેના એક પિંડબંધાનરૂપ છે. તેમાં આ જીવને ‘‘આ હું છું’’
એવી અહંબુદ્ધિ થાય છે. વળી પોતે જીવ છે તેનો સ્વભાવ તો જ્ઞાનાદિક છે અને વિભાવ
ક્રોધાદિક છે. તથા પુદ્ગલ પરમાણુઓનો સ્વભાવ વર્ણ
ગંધરસસ્પર્શાદિક છે. એ સર્વને
પોતાનું સ્વરૂપ માને છે.
‘‘આ મારાં છે’’એવી તેઓમાં મમત્વબુદ્ધિ થાય છે. પોતે જીવ છે તેના જ્ઞાનાદિક
વા ક્રોધાદિકની અધિકતાહીનતારૂપ અવસ્થાઓ થાય છે તથા પુદ્ગલપરમાણુઓની વર્ણાદિ
પલટાવારૂપ અવસ્થાઓ થાય છે તે સર્વને પોતાની અવસ્થા માની તેમાં ‘‘આ મારી અવસ્થા
છે’’
એવી મમકારબુદ્ધિ કરે છે.
વળી જીવને અને શરીરને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે તેથી જે ક્રિયા થાય છે તેને
પોતાની માને છે; પોતાનો સ્વભાવ દર્શનજ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્તમાત્ર શરીરનાં અંગરૂપ
સ્પર્શનાદિક દ્રવ્ય ઇંદ્રિયો છે. હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે‘‘હાથ
વગેરેથી મેં સ્પર્શ્યું, જીભ વડે મેં સ્વાદ લીધો, નાસિકા વડે મેં સૂઘ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન
વડે મેં સાંભળ્યું.’’ મનોવર્ગણા રૂપ આઠ પાખંડી વાળા ફૂલ્યા કમળના આકારે હૃદયસ્થાનમાં
શરીરના અંગરૂપ દ્રવ્યમન છે જે દ્રષ્ટિગમ્ય નથી, તેનું નિમિત્ત થતાં સ્મરણાદિરૂપ જ્ઞાનની પ્રવૃત્તિ
થાય છે. એ દ્રવ્યમન તથા જ્ઞાનને એકરૂપ માની એમ માને છે કે ‘‘મેં મન વડે જાણ્યું.’’
વળી પોતાને જ્યારે બોલવાની ઇચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવાનું બને
તેમ હલાવે છે ત્યારે એકક્ષેત્રાવગાહ સંબંધથી શરીરનું અંગ પણ હાલે છે. તેના નિમિત્તથી
ભાષાવર્ગણારૂપ પુદ્ગલો વચનરૂપ પરિણમે છે, એ બધાને એકરૂપ માની આ એમ માને કે
‘‘હું બોલું છું.’’
તથા પોતાને ગમનાદિક ક્રિયાની વા વસ્તુગ્રહણાદિકની ઇચ્છા થાય ત્યારે પોતાના
પ્રદેશોને જેમ એ કાર્ય બને તેમ હલાવે ત્યાં એકક્ષેત્રાવગાહ સંબંધથી શરીરનાં અંગ હાલે છે
ત્યારે એ કાર્ય બને છે અથવા પોતાની ઇચ્છા વિના શરીર હાલતાં પોતાનાં પ્રદેશો પણ હાલે.
હવે એ બધાંને એકરૂપ માની આ એમ માનવા લાગે કે ‘‘હું ગમનાદિ કાર્ય કરું છું, વા હું
વસ્તુનું ગ્રહણ કરું છું અથવા મેં કર્યું’’
ઇત્યાદિરૂપ માને છે.
11