Moksha Shastra (Gujarati). Sutra: 19-40 (Chapter 9).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 32 of 36

 

Page 566 of 655
PDF/HTML Page 621 of 710
single page version

અ. ૯ સૂત્ર ૧૮ ] [ પ૬૭

૩. છઠ્ઠા ગુણસ્થાનની દશા

સાતમા ગુણસ્થાનથી તો નિર્વિકલ્પદશા હોય છે. છઠ્ઠા ગુણસ્થાને મુનિને આહાર વિહારાદિનો વિકલ્પ હોય છે ત્યારે પણ તેમને ત્રણ કષાય નહિ હોવાથી સંવર-નિર્જરા થાય છે અને શુભભાવનો અલ્પ બંધ થાય છે; જે વિકલ્પ ઉઠે છે તે વિકલ્પના સ્વામીત્વનો તેમને નકાર વર્તે છે અને અકષાયદ્રષ્ટિએ જેટલે દરજ્જે રાગ ટળે છે તેટલે દરજ્જે સંવરનિર્જરા છે, તથા જેટલો શુભભાવ થાય છે તેટલું બંધન છે. (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ર૩પ)

૪. ચારિત્રનું સ્વરૂપ

કેટલાક જીવો માત્ર હિંસાદિક પાપના ત્યાગને ચારિત્ર માને છે અને મહાવ્રતાદિરૂપ શુભોપયોગને ઉપાદેયપણાથી ગ્રહણ કરે છે. પણ તે યથાર્થ નથી. આ શાસ્ત્રના સાતમા અધ્યાયમાં આસ્રવ પદાર્થનું નિરૂપણ કરવામાં આવ્યું છે, ત્યાં મહાવ્રત અને અણુવ્રતને આસ્રવરૂપ માન્યાં છે, તો તે ઉપાદેય કેવી રીતે હોય? આસ્રવ તો બંધનું કારણ છે અને ચારિત્ર તો મોક્ષનું કારણ છે, માટે તે મહાવ્રતાદિરૂપ આસ્રવભાવોને ચારિત્રપણું સંભવતું નથી; પણ જે સર્વ કષાયરહિત ઉદાસીન ભાવ છે તેનું જ નામ ચારિત્ર છે. સમ્યગ્દર્શન થયા પછી જીવના કંઈક ભાવ વીતરાગ થયા હોય છે અને કંઈક ભાવ સરાગ હોય છે; તેમાં જે અંશ વીતરાગરૂપ છે તે જ ચારિત્ર છે અને તે સંવરનું કારણ છે.

(જુઓ, મોક્ષમાર્ગ - પ્રકાશક પા. ૨૩૧-૨૩૩)
પ. ચારિત્રમાં ભેદો શા માટે બતાવ્યા?

પ્રશ્નઃ– વીતરાગભાવ તે ચારિત્ર છે અને વીતરાગભાવ તો એક જ પ્રકારનો છે, તો પછી ચારિત્રના ભેદો શા માટે કહ્યા?

ઉત્તરઃ– વીતરાગભાવ એક પ્રકારનો છે પરંતુ તે એક સાથે આખો પ્રગટતો નથી પણ ક્રમે ક્રમે પ્રગટે છે તેથી તેમાં ભેદ પડે છે. જેટલે અંશે વીતરાગભાવ પ્રગટે છે તેટલે અંશે ચારિત્ર પ્રગટે છે, માટે ચારિત્રના ભેદો કહ્યા છે.

પ્રશ્નઃ– જો એમ છે તો છઠ્ઠા ગુણસ્થાને જે શુભભાવ છે તેને પણ ચારિત્ર કેમ કહો છો?

ઉત્તરઃ– ત્યાં શુભભાવને ખરું ચારિત્ર કહેવામાં આવતું નથી પણ તે શુભભાવ વખતે જે અંશે વીતરાગભાવ છે, તેને ખરું ચારિત્ર કહેવામાં આવે છે.

પ્રશ્નઃ– શુભભાવરૂપ સમિતિ, ગુપ્તિ, મહાવ્રતાદિને પણ કેટલેક ઠેકાણે ચારિત્ર કહે છે, તેનું શું કારણ?


Page 567 of 655
PDF/HTML Page 622 of 710
single page version

પ૬૮ ] [ મોક્ષશાસ્ત્ર

ઉત્તરઃ– ત્યાં તેને વ્યવહાર ચારિત્ર કહ્યું છે. વ્યવહાર એટલે ઉપચાર; છઠ્ઠા ગુણસ્થાને જે વીતરાગચારિત્ર હોય છે તેની સાથે મહાવ્રતાદિ હોય છે, એવો સંબંધ જાણીને એ ઉપચાર કર્યો છે. એટલે કે તે નિમિત્ત અપેક્ષાએ અર્થાત્ વિકલ્પના ભેદો બતાવવા માટે કહ્યું છે, પણ ખરી રીતે તો નિષ્કષાયભાવ તે જ ચારિત્ર છે, શુભરાગ તે ચારિત્ર નથી.

પ્રશ્નઃ– નિશ્ચયમોક્ષમાર્ગ તો નિર્વિકલ્પ છે, તે વખતે સવિકલ્પ (-સરાગ, વ્યવહાર) મોક્ષમાર્ગ નથી હોતો, તો પછી તે સવિકલ્પ મોક્ષમાર્ગને સાધક કેમ કહી શકાય?

ઉત્તરઃ– ભુતનૈગમનયની અપેક્ષાએ તે સવિકલ્પપણાને મોક્ષમાર્ગ કહ્યો છે, એટલે કે ભૂતકાળમાં તે વિકલ્પો (રાગમિશ્રિત વિચારો) થયા હતા, તે વર્તમાનમાં નથી, છતાં પણ ‘તે વર્તમાન છે’ એમ ભુતનૈગમનયની અપેક્ષાએ ગણી શકાય છે, તેથી તે નયની અપેક્ષાએ સવિકલ્પ મોક્ષમાર્ગને સાધક કહ્યો છે એમ સમજવું. (જુઓ, પરમાત્મપ્રકાશ પા. ૧૪૨ અ. ૨ ગાથા-૧૪ સંસ્કૃત ટીકા તથા આ ગ્રંથમાં છેલ્લે પરિશિષ્ટ ૧ માં આપેલ ‘મોક્ષમાર્ગનું બે પ્રકારે કથન’ -એ વિષય.)

૬. સામાયિકનું સ્વરૂપ

પ્રશ્નઃ– મોક્ષના કારણભૂત સામાયિકનું સ્વરૂપ શું છે? ઉત્તરઃ– જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થ જ્ઞાનના ભવનમાત્ર (પરિણમનમાત્ર) છે, એકાગ્રતા લક્ષણવાળી છે તે સામાયિક મોક્ષના કારણભૂત છે. (જુઓ, સમયસાર ગાથા ૧પ૪ પા. ૨૦૦)

શ્રી નિયમસાર ગાથા ૧૨પ થી ૧૩૩ માં ખરી સામાયિકનું સ્વરૂપ આપ્યું છે તે આ પ્રમાણે છે-

જે કોઈ મુનિ એકેન્દ્રિયાદિ પ્રાણીઓના સમૂહને દુઃખ દેવાના કારણરૂપ જે સંપૂર્ણ પાપભાવ સહિત વેપાર, તેનાથી અલગ થઈ મન, વચન અને કાયાના શુભ અશુભ સર્વ વ્યાપારોને ત્યાગીને ત્રણ ગુપ્તિરૂપ રહે તથા જિતેન્દ્રિય રહે છે તેવા સંયમીને ખરું સામાયિક વ્રત હોય છે. (ગાથા-૧૨પ)

જે સર્વ ત્રસ અને સ્થાવર પ્રાણીઓમાં સમતાભાવ રાખે છે, મધ્યસ્થ ભાવમાં આરૂઢ છે, તેને જ ખરી સામાયિક હોય છે (ગાથા-૧ર૬).

સંયમ પાળતાં, નિયમ કરતાં તથા તપ ધરતાં જેને એક આત્મા જ નિકટ વર્તી રહ્યો છે, તેને ખરી સામાયિક હોય છે. (ગા. ૧૨૭).

જેને રાગ-દ્વેષ વિકાર પ્રગટ નથી થતાં તેને ખરી સામાયિક હોય છે (ગાથા ૧ર૮).


Page 568 of 655
PDF/HTML Page 623 of 710
single page version

અ. ૯ સૂત્ર ૧૮ ભૂમિકા ] [ પ૬૯

જે આર્ત્ત અને રૌદ્રધ્યાનને ટાળે છે, તેને ખરું સામાયિક વ્રત થાય છે. (ગાથા. ૧૨૯).

જે પુણ્ય અને પાપ એ બન્ને ભાવોને નિત્ય છોડે છે તેને ખરી સામાયિક હોય છે. (ગાથા. ૧૩૦).

જે જીવ નિત્યધર્મધ્યાન તથા શુક્લધ્યાનને ધ્યાવે છે તેને ખરી સામાયિક હોય છે (ગાથા ૧૩૩).

સામાયિક ચારિત્રને. પરમ સમાધિ પણ કહેવામાં આવે છે. ૭. પ્રશ્નઃ– આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં સંવરના કારણ તરીકે જે દસ પ્રકારના ધર્મ કહ્યા છે તેમાં સંયમ આવી જાય છે અને સંયમ તે જ ચારિત્ર છે, છતાં અહીં ફરીથી ચારિત્રને સંવરના કારણ તરીકે કેમ કહ્યું?

ઉત્તરઃ– જો કે સંયમધર્મમાં ચારિત્ર આવી જાય છે તોપણ આ સૂત્રમાં ચારિત્રનું કથન નિરર્થક નથી. ચારિત્ર તે મોક્ષપ્રાપ્તિનું સાક્ષાત્ કારણ છે એમ જણાવવા માટે અહીં અંતમાં ચારિત્રનું કથન કર્યું છે. ચૌદમા ગુણસ્થાનને અંતે ચારિત્રની પૂર્ણતા થતાં જ મોક્ષ થાય છે તેથી મોક્ષપ્રાપ્તિ માટે ચારિત્ર સાક્ષાત્ હેતુ છે-એવું જ્ઞાન કરાવવા માટે આ સૂત્રમાં તે જુદું જણાવ્યું છે.

૮. વ્રત અને ચારિત્ર વચ્ચે તફાવત.

શુભ-અશુભની નિવૃત્તિ તે સંવર છે, અને આસ્રવ અધિકારમાં (અ. ૭. સૂ. ૧ માં) હિંસા, અનૃત, અદત્તાદાન વગેરેના ત્યાગથી અહિંસા, સત્ય, દત્તાદાન વગેરે ક્રિયામાં શુભ પ્રવૃત્તિ છે તેથી (ત્યાં અવ્રતોની જેમ વ્રતોમાં) પણ કર્મોનો પ્રવાહ ચાલે છે, પણ તે વ્રતોથી કર્મોની નિવૃત્તિ થતી નથી. એ અપેક્ષા લક્ષમાં રાખીને ગુપ્તિ વગેરે સંવરનો પરિવાર કહ્યો છે. જેટલી આત્માના સ્વરૂપમાં અભેદતા થાય છે તેટલો સંવર છે. શુભાશુભભાવનો ત્યાગ તે નિશ્ચય વ્રત અથવા વીતરાગ ચારિત્ર છે. જે શુભભાવરૂપ વ્રત છે તે વ્યવહારચારિત્રરૂપ રાગ છે અને તે સંવરનું કારણ નથી. (જુઓ, શ્રી સર્વાર્થસિદ્ધિ, અધ્યાય ૭, પા. પ થી ૭)।। ૧૮।।

બીજા સૂત્રમાં કહેલાં સંવરનાં છ કારણોનું વર્ણન અહીં પૂરું થયું. એ રીતે સંવરતત્ત્વનું વર્ણન પૂરું થયું. હવે નિર્જરા તત્ત્વનું વર્ણન કરે છે.

નિર્જરાતત્ત્વનું વર્ણન
ભૂમિકા

૧. પહેલાં અઢાર સૂત્રોમાં સંવરતત્ત્વનું વર્ણન કર્યું; હવે ઓગણીસમા સૂત્રથી


Page 569 of 655
PDF/HTML Page 624 of 710
single page version

પ૭૦ ] [ મોક્ષશાસ્ત્ર નિર્જરાતત્ત્વનું વર્ણન શરૂ થાય છે. જેને સંવર થાય તેને નિર્જરા થાય. પ્રથમ સંવર તો સમ્યગ્દર્શન છે, તેથી જે જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે તેને જ સંવર-નિર્જરા થઈ શકે. મિથ્યાદ્રષ્ટિને સંવર-નિર્જરા હોય નહિ.

૨. અહીં નિર્જરાતત્ત્વનું વર્ણન કરવું છે અને નિર્જરાનું કારણ તપ છે (જુઓ, અધ્યાય ૯. સૂત્ર ૩) તેથી તપનું અને તેના ભેદોનું વર્ણન કર્યું છે. તપની વ્યાખ્યા ૧૯ મા સૂત્રની ટીકામાં આપી છે અને ધ્યાનની વ્યાખ્યા ર૭મા સૂત્રમાં આપી છે.

૩. નિર્જરાના કારણો સંબંધી થતી ભૂલો અને તેનું નિરાકરણ

(૧) કેટલાક જીવો અનશનાદિ તપથી નિર્જરા માને છે પણ તેતો બાહ્યતપ છે. હવે પછીનાં સૂત્ર ૧૯-૨૦માં બાર પ્રકારનાં તપ કહ્યાં છે તે બધાં બાહ્યતપ છે, પણ તેઓ એક બીજાની અપેક્ષાએ બાહ્ય અભ્યંતર છે; તેથી તેનાં બાહ્ય અને અભ્યંતર એવા બે ભેદ કહ્યાં છે. કેવળ બાહ્ય તપ કરવાથી નિર્જરા થાય નહિ. જો ઘણા ઉપવાસાદિ કરવાથી ઘણી નિર્જરા થાય અને થોડા કરવાથી થોડી થાય એમ હોય તો નિર્જરાનું કારણ ઉપવાસાદિક જ ઠરે, પણ તેવો નિયમ નથી. ઇચ્છાનો નિરોધ તે તપ છે; તેથી સ્વાનુભવની એકાગ્રતા વધતાં શુભાશુભ ઇચ્છા ટળે છે, તેને તપ કહેવાય છે.

(૨) અહીં અનશનાદિકને તથા પ્રાયશ્ચિત્તાદિકને તપ કહ્યાં છે તેનું કારણ એ છે કે-જો જીવ અનશનાદિ તથા પ્રાયશ્ચિત્તાદિરૂપ પ્રવર્તે અને રાગને ટાળે તો વીતરાગભાવરૂપ સત્ય તપ પોષી શકાય છે, તેથી તે અનશનાદિ તથા પ્રાયશ્ચિત્તાદિને ઉપચારથી તપ કહ્યાં છે. જો કોઈ જીવ વીતરાગભાવરૂપ સત્ય તપને તો ન જાણે અને તે અનશનાદિને જ તપ જાણી સંગ્રહ કરે તો તે સંસારમાં જ ભ્રમણ કરે.

(૩) આટલું ખાસ સમજી લેવું કે-નિશ્ચય ધર્મ તો વીતરાગભાવ છે, અન્ય અનેક પ્રકારના જે ભેદો કહેવાય છે તે ભેદો બાહ્ય નિમિત્ત અપેક્ષાએ ઉપચારથી કહ્યાં છે, તેને વ્યવહારમાત્ર ધર્મ સંજ્ઞા જાણવી. આ રહસ્યને જે જીવ જાણતો નથી તેને નિર્જરાતત્ત્વની સાચી શ્રદ્ધા નથી.

તપ તે નિર્જરાનું કારણ છે, તેથી તેનું વર્ણન કરે છે. તેમાં પ્રથમ તપના પ્રકારો કહે છે-

બાહ્ય તપના છ પ્રકારો
अनशनावमौदर्यवृत्तिपरिसंखानरसपरित्यागविविक्त–
शय्यासनकायक्लेशा बाह्यं तपः।। १९।।

અર્થઃ– [अनशन अवमौदर्य वृत्तिपरिसंखयान] સમ્યક્ પ્રકારે અનશન, સમ્યક્


Page 570 of 655
PDF/HTML Page 625 of 710
single page version

અ. ૯ સૂત્ર ૧૯ ] [ પ૭૧ અવમૌદર્ય, સમ્યક્ વૃત્તિપરિસંખ્યાન, [रसपरित्याग विविक्तशय्यासन कायकलेशाः] સમ્યક્ રસપરિત્યાગ, સમ્યક્ વિવિક્ત શય્યાસન અને સમ્યક્ કાયકલેશ [बाह्यं तपः] એ છ પ્રકારના બાહ્ય તપ છે.

નોંધઃ– આ સૂત્રમાં ‘સમ્યક્’ શબ્દનું અનુસંધાન આ અધ્યાયના ચોથા સૂત્રથી આવે છે. અનશનાદિ છએ પ્રકારમાં ‘સમ્યક્’ શબ્દ લાગુ પડે છે.

ટીકા
૧. સૂત્રમાં કહેલા શબ્દોની વ્યાખ્યા

(૧) સમ્યક્ અનશન– સમ્યગ્દ્રષ્ટિ જીવને આહાર ત્યાગનો ભાવ થતાં વિષય

કષાયનો ભાવ ટળી, અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.

(૨) સમ્યક્ અવમૌદર્ય– સમ્યગ્દ્રષ્ટિ જીવને રાગ ભાવ દૂર કરવા માટે ભૂખ

હોય તે કરતાં ઓછું ભોજન કરવાનો ભાવ થતાં, અંતરંગ
પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.

(૩) સમ્યક્ વૃત્તિપરિસંખ્યાન– સમ્યગ્દ્રષ્ટિ જીવને સંયમના હેતુએ નિર્દોષ

આહારની ભિક્ષા માટે જતી વખતે, ભોજનની વૃત્તિ તોડનારો
નિયમ કરતાં, અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.

(૪) સમ્યક્ રસ પરિત્યાગ– સમ્યગ્દ્રષ્ટિ જીવને ઇન્દ્રિયો ઉપરના રાગનું દમન

કરવા માટે ઘી, દૂઘ, દહીં, તેલ, મીઠાઈ, લવણ વગેરે રસોનો
યથાશક્તિ ત્યાગ કરવાનો ભાવ થતાં, અંતરંગ પરિણામોની જે
શુદ્ધતા થાય છે તે.

(પ) સમ્યક્ વિવિક્ત શય્યાશન– સમ્યગ્દ્રષ્ટિ જીવને સ્વાધ્યાય, ધ્યાન

વગેરેની પ્રાપ્તિ માટે કોઈ એકાંત નિર્દોષ સ્થાનમાં પ્રમાદરહિત સૂવા-
બેસવાની વૃત્તિ થતાં અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.

(૬) સમ્યક્ કાયકલેશ–સમ્યગ્દ્રષ્ટિ જીવને શરીર ઉપરની આસક્તિ ઘટાડવા

આતપન વગેરે યોગ ધારણ કરતી વખતે અંતરંગ પરિણામોની જે
શુદ્ધતા થાય છે તે.

૨. ‘સમ્યક્’ શબ્દ એમ સૂચવે છે કે સમ્યગ્દ્રષ્ટિને જ આ તપ હોય છે, મિથ્યાદ્રષ્ટિને તપ હોતું નથી.

૩. સમ્યગ્દ્રષ્ટિ જીવ અનશનની પ્રતિજ્ઞા કરે છે તે વખતે નીચે પ્રમાણે જાણે છે-


Page 571 of 655
PDF/HTML Page 626 of 710
single page version

પ૭૨] [ મોક્ષશાસ્ત્ર

(૧) આહાર ન લેવાનો જે રાગ મિશ્રિત વિચાર આવે છે તે શુભભાવ છે અને તેનું ફળ પણ્ય-બંધન છે; હું તેનો સ્વામી નથી.

(૨) અન્ન, પાણી વગેરે પર વસ્તુઓ છે; આત્મા તેને કોઈ પ્રકારે ગ્રહી કે છોડી શકે નહિ. પણ જ્યારે સમ્યગ્દ્રષ્ટિ જીવ પરવસ્તુ ઉપરનો તે પ્રકારનો રાગ છોડે છે ત્યારે પુદ્ગલ પરાવર્તનના નિયમ પ્રમાણે એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ હોય છે કે તેટલો વખત તેને અન્ન. પાણી વગેરેનો સંબંધ હોતો નથી.

(૩) અન્ન, પાણી વગેરેનો સંયોગ ન થયો તે પર દ્રવ્યની ક્રિયા છે, તેનાથી આત્માને ધર્મ કે અધર્મ થતો નથી.

(૪) સમ્યગ્દ્રષ્ટિને રાગનું સ્વામીત્વ નહિ હોવાથી જે સમ્યક્ માન્યતા છે તે દ્રઢ થાય છે, અને તેથી સાચા અભિપ્રાયપૂર્વક જે અન્ન, પાણી વગેરે લેવાનો રાગ ટળ્‌યો તે સમ્યક્ અનશન તપ છે, તે વીતરાગતાનો અંશ છે તેથી તે ધર્મનો અંશ છે. તેમાં જેટલે અંશે અંતરંગ પરિણામોની શુદ્ધતા થઈ અને શુભાશુભ ઇચ્છાનો નિરોધ થયો તેટલે અંશે સમ્યક્તપ છે, અને તે જ નિર્જરાનું કારણ છે.

છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના અંતરંગ એ બારે પ્રકારના તપ સંબંધમાં ઉપર પ્રમાણે સમજી લેવું.

સમ્યક્ તપની વ્યાખ્યા

(૧) स्वरुपविश्रांतनिस्तरंगचैतन्यप्रतपनात् तपः એટલે કે સ્વરૂપની સ્થિરતારૂપ તરંગ વગરનું (-નિર્વિકલ્પ) ચૈતન્યનું પ્રતપન (દેદીપ્યમાન થવું) તે તપ છે. (જુઓ, શ્રી પ્રવચનસાર અ. ૧. ગા. ૧૪ ની ટીકા.)

(૨) सहजनिश्चयनयात्मकपरस्वभावात्मपरमात्मनि प्रतपनं तपः એટલે કે સહજ-નિશ્ચયનયરૂપપરમસ્વભાવમય પરમાત્માનું પ્રતપન (અર્થાત્ દ્રઢતા થી તન્મય થવું) તે તપ છે. (નિયમસાર. પપ ટીકા)

(૩) प्रसिद्धशुद्धकारणपरमात्मतत्त्वे सदान्तर्मुखतया प्रतपन यत्तत्तपः એટલે કે પ્રસિદ્ધ-શુદ્ધકારણપરમાત્મતત્ત્વમાં સદા અંતરમુખપણે જે પ્રતપન (અર્થાત્ લીનતા) તે તપ છે. (નિયમસાર ટીકા, ગાથા. ૧૮૮ નું મથાળું)

(૪) आत्मानमात्मना संधत्त इत्यध्यात्मं तपनं એટલે કે આત્માને આત્મદ્વારા ધરવો તે અધ્યાત્મ તપ છે. (નિયમસાર ગા. ૧૨૩ ટીકા)

(પ) इच्छानिरोधः तपः એટલે કે શુભાશુભ ઇચ્છાનો નિરોધ તે તપ છે.


Page 572 of 655
PDF/HTML Page 627 of 710
single page version

અ. ૯ સૂત્ર ૧૯] [ પ૭૩

પ. તપના ભેદો શા માટે?

પ્રશ્નઃ– જો તપની વ્યાખ્યા ઉપર પ્રમાણે છે તો તે તપના ભેદ પડી શકે નહિ, છતાં અહીં તપના બાર ભેદ કેમ કહ્યા છે?

ઉત્તરઃ– શાસ્ત્રોનું કથન કોઈ વાર ઉપાદાન (-નિશ્ચય) ની અપેક્ષાએ અને કોઈવાર નિમિત્ત (-વ્યવહાર) ની અપેક્ષાએ હોય છે. નિમિત્ત જુદા જુદા હોવાથી તેમાં ભેદ પડે, પણ ઉપાદાન તો આત્માનો શુદ્ધ સ્વભાવ હોવાથી તેમાં ભેદ પડે નહિ. અહીં તપના જે બાર ભેદ જણાવ્યા છે તે ભેદો નિમિત્ત અપેક્ષાએ છે. આ શાસ્ત્ર મુખ્યપણે પર્યાયાર્થિકનયથી કથન કરતું હોવાથી તે ભેદો જણાવ્યા છે.

૬. જે જીવને સમ્યગ્દર્શન ન હોય તે જીવ વનમાં રહે, ચોમાસામાં ઝાડ નીચે રહે. ગરમીમાં અત્યંત તીવ્ર કિરણોથી સંતપ્ત પર્વતના શિખર ઉપર આસન લગાવે, શિયાળામાં ખુલ્લા મેદાનમાં ધ્યાન કરે, બીજા અનેક પ્રકારના કાયકલેશ કરે, ઘણા ઉપવાસો કરે, શાસ્ત્રો ભણવામાં ઘણો ચતુર હોય, મૌનવ્રત ધારે ઇત્યાદિ બધું કરે પણ તેનું તે બધું વૃથા છે- સંસારનું કારણ છે, તેનાથી ધર્મનો અંશ પણ થતો નથી. જે જીવ સમ્યગ્દર્શનથી રહિત હોય તે જીવ અનશનાદિ બાર તપો કરે તોપણ તેના કાર્યની સિદ્ધિ થતી નથી. માટે હે જીવ! આકુળતારહિત સમતાદેવીનું કુળમંદિર જે પોતાનું આત્મિકતત્ત્વ તેનું જ તું ભજન કર (જુઓ, શ્રી નિયમસાર, ગાથા ૧૨૪). ।। ૧૯।।

અભ્યંતર તપના છ પ્રકારો
प्रायश्रित्तविनयवैयावृत्यस्वाध्यायव्युत्सर्गध्यानान्युत्तरम्।। २०।।

અર્થઃ– [प्रायश्चित्त विनय वैयावृत्य] સમ્યક્ પ્રકારે પ્રાયશ્ચિત્ત, સમ્યક્ વિનય, સમ્યક્ વૈયાવૃત્ય, [स्वाध्याय व्युत्सर्ग ध्यानानि] સમ્યક્ સ્વાધ્યાય, સમ્યક્ વ્યુત્સર્ગ અને સમ્યક્ ધ્યાન [उत्तरम्] એ છ પ્રકાર આભ્યંતર તપના છે.

નોંધઃ– આ સૂત્રમાં ‘સમ્યક્’ શબ્દનું અનુસંધાન આ અધ્યાયના ચોથા સૂત્રથી આવે છે; પ્રાયશ્ચિત્તાદિ છ એ પ્રકારમાં તે લાગુ પડે છે. જો ‘સમ્યક્’ શબ્દનું અનુસંધાન ન લેવામાં આવે તો નાટક વગેરે સંબંધી અભ્યાસ કરવો તે પણ સ્વાધ્યાય તપ ઠરશે. પરંતુ ‘સમ્યક્’ શબ્દ વડે તેનો નિષેધ થાય છે.

ટીકા

૧. ઉપરના સૂત્રની જે ટીકા છે તે અહીં પણ લાગુ પડે છે.


Page 573 of 655
PDF/HTML Page 628 of 710
single page version

પ૭૪] [ મોક્ષશાસ્ત્ર

૨. સૂત્રોમાં કહેલા શબ્દોની વ્યાખ્યા

(૧) સમ્યક્ પ્રાયશ્ચિત્ત– પ્રમાદ અથવા અજ્ઞાનથી લાગેલા દોષોની શુદ્ધિ

કરતાં વીતરાગ સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા
થાય છે તે.

(૨) સમ્યક્વિનય– પૂજ્ય પુરુષોનો આદર કરતાં વીતરાગ સ્વરૂપના લક્ષ

વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.

(૩) સમ્યક્ વૈયાવૃત્ય–શરીર તથા અન્ય વસ્તુઓથી મુનિઓની સેવા કરતાં

વીતરાગ સ્વરૂપ લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય તે.

(૪) સમ્યક્ સ્વાધ્યાય–જ્ઞાનની ભાવનામાં આળસ ન કરવી-તેમાં વીતરાગ

સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.

(પ) સમ્યક્ વ્યુત્સર્ગ– બાહ્ય અને આભ્યંતર પરિગ્રહના ત્યાગની ભાવનાથી

વીતરાગ સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.

(૬) સમ્યક્ ધ્યાન–ચિત્તની ચંચળતાને રોકીને તત્ત્વના ચિંતવનમાં લાગવું,

તેમાં વીતરાગ સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા
થાય છે તે.

૩. આ છએ પ્રકારનાં તપ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. આ છએ પ્રકારમાં સમ્યગ્દ્રષ્ટિને પોતાના સ્વરૂપના લક્ષે જેટલી અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય તેટલું જ તપ છે. શુભ વિકલ્પ છે તેને ઉપચારથી તપ કહેવાય છે, પણ ખરેખર તો તે રાગ છે, તપ નથી. ।। ૨૦।।

આભ્યંતર તપના પેટા ભેદો

नवचतुर्दशपंचद्विभेदा यथाक्रमं प्राग्ध्यानात्।। २१।।

અર્થઃ– [प्राक् ध्यानात्] ધ્યાન પહેલાંના પાંચ તપના [यथाक्रमं नव चतुः

दश पंच द्विभेदा] અનુક્રમે નવ, ચાર, દસ, પાંચ અને બે ભેદો છે, અર્થાત્ સમ્યક્ પ્રાયશ્ચિત્તના નવ, સમ્યક્ વિનયના ચાર, સમ્યક્ વૈયાવૃત્યના દસ, સમ્યક્ સ્વાધ્યાયના પાંચ અને સમ્યક્ વ્યુત્સર્ગના બે ભેદ છે.

નોંધઃ– આભ્યંતર તપનો છઠ્ઠો પ્રકાર ધ્યાન છે તેના ભેદોનું વર્ણન ર૮મા સૂત્રમાં આવશે. ।। ૨૧।।


Page 574 of 655
PDF/HTML Page 629 of 710
single page version

અ. ૯ સૂત્ર ૨૨] [ પ૭પ

સમ્યક્ પ્રાયશ્ચિત્તતપના નવ ભેદો
आलोचनप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्गतपश्छेद–
परिहारोपस्थापनाः।। २२।।

અર્થઃ– [आलोचना प्रतिक्रमण तदुभय] આલોચના, પ્રતિક્રમણ, તદુભય [विवेक व्युत्सर्ग तपः] વિવેક વ્યુત્સર્ગ, તપ, [छेदपरिहार उपस्थापनाः] છેદ, પરિહાર અને ઉપસ્થાપન- આ નવ ભેદો પ્રાયશ્ચિત્તતપના છે.

ટીકા
૧. સૂત્રોમાં આવેલા શબ્દોની વ્યાખ્યા

પ્રાયશ્ચિત્ત– પ્રાયઃ= અપરાધ, ચિત્ત = શુદ્ધિ; અપરાધની શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત્ત છે. (૧) આલોચના–પ્રમાદથી થયેલા દોષોને ગુરુ પાસે જઈને નિષ્કપટ રીતે

કહેવા તે.

(૨) પ્રતિક્રમણ– પોતે કરેલા અપરાધ મિથ્યા થાઓ-એવી ભાવના.
(૩) તદુભય–તે બન્ને અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણ બન્ને કરવાં તે.
(૪) વિવેક– આહાર-પાણીનો નિયમિત સમય સુધી ત્યાગ કરવો તે.
(પ) વ્યુત્સર્ગ–કાયોત્સર્ગ કરવો.
(૬) તપ–ઉપવાસાદિ કરવા તે.
(૭) છેદ– એક દિવસ, પખવાડિયું, મહિનો વગેરે વખત સુધી દીક્ષાનો છેદ કરવો તે.
(૮) પરિહાર– એક દિવસ, પખવાડિયું, મહિનો વગેરે નિયમિત સમય સુધી
સંઘથી પૃથક્ કરવો તે.

(૯) ઉપસ્થાપન– દીક્ષાનો સંપૂર્ણ છેદ કરીને ફરીથી નવી દીક્ષા દેવી તે. ૨. આ બધા ભેદો વ્યવહારપ્રાયશ્ચિત્તના છે. જે જીવને નિશ્ચયપ્રાયશ્ચિત્ત પ્રગટયું હોય તે જીવના આ નવ પ્રકારના પ્રાયશ્ચિત્તને વ્યવહારપ્રાયશ્ચિત્ત કહેવાય; પણ જો નિશ્ચયપ્રાયશ્ચિત્ત ન પ્રગટયું હોય તો તે વ્યવહારાભાસ છે.

૩. નિશ્ચયપ્રાયશ્ચિત્તનું સ્વરૂપ

પોતાના જ આત્માના જે ઉત્કૃષ્ટ બોધ, જ્ઞાન તથા ચિત્ત છે તેને જે જીવ નિત્ય ધારણ કરે છે તેને જ પ્રાયશ્ચિત્ત હોય છે. (બોધ, જ્ઞાન ને ચિત્તનો અર્થ એક જ છે.)


Page 575 of 655
PDF/HTML Page 630 of 710
single page version

પ૭૬] [ મોક્ષશાસ્ત્ર પ્રાયઃ = પ્રકૃષ્ટપણે અને ચિત્ત = જ્ઞાન; પ્રકૃષ્ટપણે જે જ્ઞાન તે જ પ્રાયશ્ચિત્ત છે. ક્રોધાદિવિભાવભાવનો ક્ષય કરવાની ભાવનામાં વર્તવું તથા પોતાના આત્મિક ગુણોની ચિંતા કરવી તે ખરું પ્રાયશ્ચિત્ત છે. પોતાના આત્મિકતત્ત્વમાં રમણરૂપ જે તપશ્ચરણ તે જ શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત છે (જુઓ, શ્રી નિયમસાર ગાથા ૧૧૩ થી ૧૨૧).

૪. નિશ્ચયપ્રતિક્રમણનું સ્વરૂપ

વચનની રચનાને છોડીને તથા રાગદ્વેષાદિ ભાવોનું નિવારણ કરીને જે કોઈ પોતાના આત્માને ધ્યાવે છે તેને પ્રતિક્રમણ હોય છે. સર્વે વિરાધના અર્થાત્ અપરાધને છોડીને જે મોક્ષાર્થી જીવ સ્વરૂપની આરાધનામાં વર્તન કરે છે તેને ખરું પ્રતિક્રમણ છે.

(નિયમસાર ગાથા ૮૩-૮૪).
પ. નિશ્ચયઆલોચનાનું સ્વરૂપ

જે જીવ પોતાના આત્માને નોકર્મ, દ્રવ્યકર્મ તથા વિભાવ ગુણપર્યાયથી રહિત ધ્યાવે છે તેને ખરી આલોચના હોય છે. સમતાભાવમાં પોતાના પરિણામને ધરીને પોતાના આત્માને દેખવો તે ખરી આલોચના છે. (જુઓ, શ્રી નિયમસાર ગાથા ૧૦૭ થી ૧૧૨). ।। ૨૨।।

સમ્યક્ વિનયતપના ચાર ભેદ
ज्ञानदर्शनचारित्रोपचाराः।। २३।।

અર્થઃ– [ज्ञान दर्शन चारित्र उपचाराः] જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય-આ ચાર ભેદ વિનયતપના છે,

(૧) જ્ઞાનવિનય– આદરપૂર્વક યોગ્યકાળમાં સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો;

મોક્ષને માટે જ્ઞાનનું ગ્રહણ-અભ્યાસ-સંસ્મરણ વગેરે કરવું તે જ્ઞાનવિનય છે.

(૨) દર્શનવિનય– શંકા, કાંક્ષા વગેરે દોષરહિત સમ્યગ્દર્શનને ધારણ કરવું તે

દર્શનવિનય છે.

(૩) ચારિત્રવિનય– ચારિત્રને નિર્દોષ રીતે પાળવું તે ચારિત્રવિનય છે.
(૪) ઉપચારવિનય–આચાર્ય વગેરે પૂજ્ય પુરુષોને દેખીને ઊભા થવું,

નમસ્કાર કરવા એ વગેરે ઉપચારવિનય છે. આ બધા ભેદો વ્યવહારવિનયના છે.


Page 576 of 655
PDF/HTML Page 631 of 710
single page version

અ. ૯. સૂત્ર ૨૪-૨પ ] [ પ૭૭

નિશ્ચયવિનયનું સ્વરૂપ

શુદ્ધભાવ તે નિશ્ચયવિનય છે. પોતાના અકષાયભાવમાં અભેદપરિણમન સહિત શુદ્ધતારૂપે ટકવું તે નિશ્ચયવિનય છે; તેથી જ કહેવાય છે કે ‘વિનયવંત ભગવાન કહાવૈ, નહિ કિસીકો શિષ નમાવે’ (આત્મસિદ્ધિ-પ્રવચનો પા. ૧૭૩), અર્થાત્ ભગવાન વિનયવંત કહેવાય છે પણ કોઈને શિષ નમાવતા નથી. ।। ૨૩।।

સમ્યક્ વૈયાવૃત્યતપના દસ ભેદ

आचार्योपाध्ययतपस्विशैक्ष्यग्लानगणकुलसंघसाधुमनोज्ञानाम्।। २४।।

અર્થઃ– [आचार्य उपाध्याय तपस्वि] આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, [शैक्ष्य ग्लान गण कुल] શૈક્ષ્ય, ગ્લાન, ગણ, કુળ, [संघ साधु मनोज्ञानाम्] સંઘ, સાધુ અને મનોજ્ઞ-એ દસ પ્રકારનાં મુનિઓની સેવા કરવી તે દસ પ્રકાર વૈયાવૃત્યતપના છે.

ટીકા
૧. સૂત્રમાં આવેલા શબ્દોના અર્થ

(૧) આચાર્ય- જે મુનિ પોતે પાંચ આચારને આચરે અને બીજાને આચરણ

કરાવે તે.

(૨) ઉપાધ્યાય-જેની પાસે શાસ્ત્રોનું અધ્યયન કરવામાં આવે તે.
(૩) તપસ્વી- મહાન ઉપવાસ કરનાર સાધુ.
(૪) શૈક્ષ્ય- શાસ્ત્રના અધ્યયનમાં તત્પર મુનિ.
(પ) ગ્લાન- રોગથી પીડિત મુનિ.
(૬) ગણ- વૃદ્ધ મુનિઓ અનુસાર ચાલનારા મુનિઓનો સમુદાય.
(૭) કુળ- દીક્ષા દેનાર આચાર્યના શિષ્યો.
(૮) સંઘ- ઋષિ, યતિ, મુનિ અને અણગાર એ ચાર પ્રકારના મુનિઓનો

સમૂહ. (સંઘના બીજા પ્રકારે ચાર ભેદો આ પ્રમાણે છે-સાધુ, અર્જિકા, શ્રાવક અને શ્રાવિકા.)

(૯) સાધુ- જેણે ઘણા કાળથી દીક્ષા લીઘી હોય તે, અથવા રત્નત્રયભાવનાથી

પોતાના આત્માને સાધે તે.

(૧૦) મનોજ્ઞ- લોકમાં જેની ઘણી પ્રશંસા થઈ રહી હોય એવા મુનિ. ૨. આ દરેકની સેવા કરવી તે વૈયાવૃત્ય છે. આ વૈયાવૃત્ય શુભભાવરૂપ છે, તેથી


Page 577 of 655
PDF/HTML Page 632 of 710
single page version

પ૭૮ ] [ મોક્ષશાસ્ત્ર વ્યવહાર છે. વૈયાવૃત્યનો અર્થ સેવા છે. પોતાના અકષાયભાવની સેવા તે નિશ્વય વૈયાવૃત્ય છે. (આત્મસિદ્ધિ-પ્રવચનો પા. ૧૭૪).

૩. સંઘના ચાર ભેદ કહ્યા તેના અર્થ

ઋષિ = ઋદ્ધિધારી સાધુ. યતિ = ઈન્દ્રિયોને વશ કરનારા સાધુ અથવા ઉપશમ કે ક્ષપકશ્રેણી માંડનારા સાધુ. મુનિ = અવધિજ્ઞાની કે મનઃપર્યયજ્ઞાની સાધુ. અણગાર = સામાન્ય સાધુ.

વળી ઋદ્ધિના પણ ચાર ભેદ છે- (૧) રાજર્ષિ = વિક્રિયા, અક્ષીણ ઋદ્ધિપ્રાપ્ત. (૨) બ્રહ્મર્ષિ = બુદ્ધિ ઔષધયુક્ત ઋદ્ધિ પ્રાપ્ત. (૩) દેવર્ષિ = ગગનગમન ઋદ્ધિપ્રાપ્ત. (૪) પરમઋષિ = કેવળજ્ઞાની।। ૨૪।।

સમ્યક્ સ્વાધ્યાયતપના પાંચ ભેદ

वाचनापृच्छनानुप्रेक्षाम्नायधर्मापदेशाः।। २५।।

અર્થઃ– [वाचना पृच्छना अनुप्रेक्षा] વાચના, પૂછવું, અનુપ્રેક્ષા, [आम्नाय

धर्मोपदेशाः] આમ્નાય અને ધર્મોપદેશ કરવો- આ પાંચ ભેદો સ્વાધ્યાયતપના છે.

ટીકા

વાચના - નિર્દોષ ગ્રંથ, તેના અર્થ તથા તે બન્નેનું ભવ્ય જીવોને શ્રવણ કરાવવું તે.

પૃચ્છના - સંશયને દૂર કરવા માટે અથવા નિશ્ચયને દ્રઢ કરવા માટે પ્રશ્ન પૂછવા તે.

પોતાનું ઉચ્ચપણું પ્રગટ કરવા માટે. કોઈને ઠગવા માટે, કોઈનો પરાજય કરવા માટે, બીજાનું હાસ્ય કરવા માટે ઈત્યાદિ ખોટા પરિણામોથી પ્રશ્ન કરવા તે પૃચ્છના-સ્વાધ્યાયતપ નથી.

અનુપ્રેક્ષા- જાણેલા પદાર્થોનું વારંવાર ચિંતવન કરવું તે. આમ્નાય- નિર્દોષ ઉચ્ચારણ કરીને પાઠ બોલવા તે. ધર્મોપદેશ- ધર્મનો ઉપદેશ કરવો તે. પ્રશ્નઃ– આ પાંચ પ્રકારનાં સ્વાધ્યાય શા માટે છે? ઉત્તરઃ- પ્રજ્ઞાની અધિકતા, પ્રશંસનીય અભિપ્રાય કે આશય, ઉત્કૃષ્ટ ઉદાસીનતા, તપની વૃદ્ધિ, અતિચારની વિશુદ્ધિ એ વગેરેના હેતુથી આ પાંચ પ્રકારના સ્વાધ્યાય કહેવામાં આવ્યા છે. ।। ૨પ।।


Page 578 of 655
PDF/HTML Page 633 of 710
single page version

અ. ૯. સૂત્ર ૨૬-૨૭ ] [ પ૭૯

સમ્યક્ વ્યુત્સર્ગતપના બે ભેદ
बाह्याभ्यंतरोपध्योः।। २६।।

અર્થઃ– [बाह्य आभ्यंतर उपध्योः] બાહ્ય ઉપધિ વ્યુત્સર્ગ અને આભ્યંતર ઉપધિ વ્યુત્સર્ગ- એ બે ભેદ વ્યુત્સર્ગતપના છે.

ટીકા

૧. બાહ્ય ઉપધિ એટલે બાહ્ય પરિગ્રહ અને આભ્યંતર ઉપધિ એટલે અંતરંગ પરિગ્રહ. દસ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહનો ત્યાગ વ્યુત્સર્ગતપ છે. આત્માના વિકારી પરિણામ તે અંતરંગ પરિગ્રહ છે; તેને બાહ્યપરિગ્રહ સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે.

૨. પ્રશ્નઃ– આ વ્યુત્સર્ગતપ શા માટે છે? ઉત્તરઃ- નિઃસંગપણું, નિડરતા, જીવિતની આશાનો અભાવ, એ વગેરે માટે આ તપ છે.

૩. જે ચૌદ અંતરંગ પરિગ્રહ છે તેમાં સૌથી પ્રથમ મિથ્યાત્વ ટળે છે; તે ટળ્‌યા સિવાય બીજા કોઈ પણ પરિગ્રહ ટળે જ નહિ. એ સિદ્ધાંત બતાવવા માટે આ શાસ્ત્રના પહેલા જ સૂત્રમાં મોક્ષમાર્ગ તરીકે આત્માના જે ત્રણ શુદ્ધ ભાવોના એકત્વની જરૂરિયાત બતાવી છે તેમાં પણ પહેલાં જ સમ્યગ્દર્શન જણાવ્યું છે. સમ્યગ્દર્શન વગર જ્ઞાન કે ચારિત્ર પણ સમ્યક્ હોતાં નથી. ચારિત્ર માટે જે ‘સમ્યક્’ વિશેષણ મૂકવામાં આવે છે તે અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ સૂચવે છે. પહેલાં સમ્યક્ શ્રદ્ધા-જ્ઞાન થયા પછી જે યથાર્થ ચારિત્ર હોય તે જ સમ્યક્ચારિત્ર છે. માટે મિથ્યાત્વ ટાળ્‌યા વગર કોઈ પ્રકારનું તપ કે ધર્મ થાય નહિ. ।। ૨૬।।

નિર્જરાતત્ત્વનું વર્ણન ચાલે છે. નિર્જરાનું કારણ તપ છે; તપના ભેદોનું વર્ણન ચાલે છે, તેમાં આભ્યંતર તપના પહેલા પાંચ ભેદોનું વર્ણન પૂરું થયું. હવે છઠ્ઠો ભેદ ધ્યાન છે; તેનું વર્ણન કરે છે.

સમ્યક્ ધ્યાનતપનું લક્ષણ
उत्तमसंहननस्यैकाग्रचिंतानिरोधोध्यानमान्तर्मुहूर्तात्।। २७।।

અર્થઃ– [उत्तमसंहननस्य] ઉત્તમ સંહનનવાળાને [आ अन्तर्महूर्तात्] અંતર્મુહૂર્ત સુધી [एकाग्रचिंतानिरोधः ध्यानम] એકાગ્રતા પૂર્વક ચિંતાનો નિરોધ તે ધ્યાન છે.


Page 579 of 655
PDF/HTML Page 634 of 710
single page version

પ૮૦ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

૧. ઉત્તમસંહનન- વજ્રર્ષભનારાચ વજ્રનારાચ, અને નારાચ એ ત્રણ

ઉત્તમસંહનન છે. તેમાં મોક્ષ પામનાર જીવને પહેલું સંહનન હોય છે.

એકાગ્ર- એકાગ્રનો અર્થ મુખ્ય, સહારો, અવલંબન, આશ્રય પ્રધાન અથવા
સન્મુખ થાય છે. વૃત્તિને અન્ય ક્રિયાથી ખેંચીને એક જ વિષયમાં
રોકવી તે એકાગ્ર ચિંતાનિરોધ છે અને તે જ ધ્યાન છે. જ્યાં
એકાગ્રતા નથી ત્યાં ભાવના છે.
૨. આ સૂત્રમાં ધ્યાતા, ધ્યાન, ધ્યેય અને ધ્યાનનો કાળ એ ચાર બાબતો

નીચે પ્રમાણે આવી જાય છે- ૧. ઉત્તમસંહનનધારી પુરુષ તે ધ્યાતા. ૨. એકાગ્રચિંતાનિરોધ તે ધ્યાન. ૩. જે એક વિષયને પ્રધાન કર્યો તે ધ્યેય. ૪. અંતર્મુહૂર્ત તે ધ્યાનનો ઉત્કૃષ્ટ કાળ.

મુહૂર્ત એટલે ૪૮ મિનિટ, અને અંતર્મુહૂર્ત એટલે ૪૮ મિનિટની અંદર કાળ. ૪૮ મિનિટમાં એક સમય ઓછો તે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે.

૩. ઉત્તમ સંહનનવાળાને અંતર્મુહૂર્ત સુધી ધ્યાન રહી શકે છે એમ અહીં કહ્યું છે, તેનો અર્થ એવો થયો કે અનુત્તમ સંહનનવાળાને સામાન્ય ધ્યાન થાય છે, એટલે કે જેટલો વખત ઉત્તમ સંહનનવાળાને રહે છે તેટલો વખત તેને રહેતું નથી. આ સૂત્રમાં કાળનું કથન કર્યું છે તેમાં આ બાબત ગર્ભિતપણે આવી જાય છે.

૪. અષ્ટપ્રાભૃતમાં મોક્ષપ્રાભૃતમાં કહ્યું છે કે- જીવ આજે પણ ત્રિરત્નવડે શુદ્ધાત્માને ધ્યાવીને સ્વર્ગલોકમાં વા લૌકાંતિકમાં દેવપણું પામે છે અને ત્યાંથી ચ્યવીને મનુષ્ય થઈ મોક્ષ પામે છે (ગાથા-૭૭); માટે પંચમકાળના અનુત્તમ સંહનનવાળા જીવોને પણ ધર્મધ્યાન થઈ શકે છે.

. પ્રશ્નઃ– ધ્યાનમાં ચિંતાનો નિરોધ છે, અને ચિંતાનો નિરોધ તે અભાવ છે, તેથી તે અભાવના કારણે ધ્યાન પણ ગધેડાના શિંગડાની જેમ અસત્ થયું?

ઉત્તરઃ- ધ્યાન અસત્રૂપ નથી. બીજા વિચારોથી નિવૃત્તિની અપેક્ષાએ અભાવ છે, પરંતુ સ્વવિષયના આકારની અપેક્ષાએ સદ્ભાવ છે એટલે કે તેમાં સ્વરૂપની પ્રવૃત્તિનો સદ્ભાવ છે, એમ ‘એકાગ્ર’ શબ્દથી નક્કી કરી શકાય છે. સ્વરૂપની અપેક્ષાએ ધ્યાન વિદ્યમાન-સત્રૂપ છે.


Page 580 of 655
PDF/HTML Page 635 of 710
single page version

અ. ૯ સૂત્ર ૨૮-૨૯ ] [ પ૮૧

૬. આ સૂત્રનો એવો અર્થ પણ થઈ શકે છે કે, જે જ્ઞાન ચળાચળતા રહિત અચલ પ્રકાશવાળું અથવા દેદિપ્યમાન થાય છે તે ધ્યાન છે. ।। ૨૭।।

ધ્યાનના ભેદ
आर्त्तरौद्रधर्म्यशुक्लानि।। २८।।

અર્થઃ– [आर्त रौद्र धर्म्य शुक्लानि] આર્ત્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ- એ ચાર ભેદ ધ્યાનના છે.

ટીકા

પ્રશ્નઃ– આ સંવર-નિર્જરાનો અધિકાર છે અને અહીં નિર્જરાના કારણોનું વર્ણન ચાલે છે. આર્ત્ત અને રૌદ્રધ્યાન તો બંધનાં કારણ છે, તો તેને અહીં કેમ લીધા?

ઉત્તરઃ- નિર્જરાના કારણરૂપ જે ધ્યાન છે તેનાથી આ ધ્યાનને જુદાં બતાવીને, ધ્યાનના બધા પ્રકારો સમજાવ્યા છે.

આર્ત્તધ્યાન- દુઃખ-પીડા વિષે ચિંતવન. રૌદ્રધ્યાન- નિર્દય-ક્રૂર આશયનું ચિંતવન. ધર્મધ્યાન- ધર્મસહિત ચિંતવન. શુક્લધ્યાન- શુદ્ધ પવિત્ર ઉજ્જ્વળ પરિણામવાળું ચિંતવન. આ ચાર ધ્યાનોમાં પહેલા બે અશુભ છે અને બીજાં બે ધર્મરૂપ છે. ।। ૨૮।।

મોક્ષના કારણરૂપ ધ્યાન
परे मोक्षहेतू।। २९।।

અર્થઃ– [परे] જે ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં તેમાંથી પાછળનાં બે અર્થાત્ ધર્મ અને શુક્લધ્યાન [मोक्षहेतू] મોક્ષનાં કારણ છે.

ટીકા

પહેલાં બે-આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન-સંસારનાં કારણ છે અને ધર્મ તથા શુક્લધ્યાન મોક્ષનાં કારણ છે.

પ્રશ્નઃ– છેલ્લાં બે ધ્યાન મોક્ષનાં કારણ છે એ તો સૂત્રમાં કહ્યું છે; પરંતુ પહેલાં બે ધ્યાન સંસારનું કારણ છે એવો અર્થ સૂત્રમાંથી શી રીતે કાઢયો?

ઉત્તરઃ- મોક્ષ અને સંસાર એ બે સિવાય વચલો કોઈ સાધવા યોગ્ય પદાર્થ નથી.


Page 581 of 655
PDF/HTML Page 636 of 710
single page version

પ૮૨ ] [ મોક્ષશાસ્ત્ર આ જગતમાં બે જ માર્ગ છે- મોક્ષમાર્ગ અને સંસારમાર્ગ. આ બે સિવાય ત્રીજો કોઈ સાધનીય પદાર્થ નથી, તેથી આ સૂત્ર એમ પણ સ્થાપન કરે છે કે ધર્મધ્યાન અને શુક્લધ્યાન સિવાયના આર્ત્ત અને રૌદ્રધ્યાન સંસારનાં કારણ છે. ।। ૨૯।।

આર્ત્તધ્યાનના ચાર ભેદ છે; તેનું વર્ણન હવે અનુક્રમે ચાર સૂત્રો દ્વારા કરે છે.

आर्त्तममनोज्ञस्य संप्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वा हारः।। ३०।।

અર્થઃ– [अमनोज्ञस्य संप्रयोगे] અનિષ્ટ પદાર્થનો સંયોગ થતાં [तत् विप्रयोगाय] તેને દૂર કરવા માટે [स्मृति समन्वाहारः] વારંવાર વિચાર કરવો તે [आर्त्तम्] અનિષ્ટ સંયોગજ નામનું આર્ત્તધ્યાન છે. ।। ૩૦।।

विपरीतं मनोज्ञस्य।। ३१।।

અર્થઃ– [मनोज्ञस्य] ઈષ્ટ પદાર્થ સંબંધી [विपरीतं] ઉપર કરતાં વિપરીત અર્થાત્ ઈષ્ટ પદાર્થનો વિયોગ થતાં તેનાં સંયોગ માટે વારંવાર વિચાર કરવો તે ‘ઈષ્ટ વિયોગજ’ નામનું આર્ત્તધ્યાન છે. ।। ૩૧।।

वेदनायाश्च।। ३२।।

અર્થઃ– [वेदनाया च] રોગજનિત પીડા થતાં તેને દૂર કરવા માટે વારંવાર ચિંતવન કરવું, તે વેદનાજન્ય આર્ત્તધ્યાન છે. ।। ૩૨।।

निदानं च।। ३३।।

અર્થઃ– [निदानं च] ભવિષ્યકાળ સંબંધી વિષયોની પ્રાપ્તિમાં ચિત્તને તલ્લીન કરી દેવું તે નિદાનજ આર્ત્તધ્યાન છે. ।। ૩૩।।

ગુણસ્થાન અપેક્ષાએ આર્ત્તધ્યાનના સ્વામી
तदविरतदेशविरतप्रमत्तसंयतानाम्।। ३४।।

અર્થઃ– (तत्) તે આર્ત્તધ્યાન [अविरत] અવિરત- પહેલા ચાર ગુણસ્થાન, [देशविरत] દેશવિરત- પાંચમું ગુણસ્થાન અને [प्रमत्तसंयतानाम्] પ્રમત્ત સંયત- છઠ્ઠા ગુણસ્થાને હોય છે.

નોંધ– ‘નિદાનજ’ આર્ત્તધ્યાન છઠ્ઠા ગુણસ્થાને હોતું નથી.

ટીકા

મિથ્યાદ્રષ્ટિ જીવ તો અવિરત છે અને સમ્યગ્દ્રષ્ટિ જીવ પણ અવિરત હોય છે. જેથી


Page 582 of 655
PDF/HTML Page 637 of 710
single page version

અ. ૯ સૂત્ર ૩પ ] [ પ૮૩ ચાર પ્રકારના જીવોને આર્ત્તધ્યાન હોય છે- (૧) મિથ્યાદ્રષ્ટિ (૨) સમ્યગ્દ્રષ્ટિ- અવિરતિ (૩) દેશવિરત અને (૪) પ્રમત સંયત. મિથ્યાદ્રષ્ટિને સૌથી ખરાબ આર્ત્તધ્યાન હોય છે અને ત્યારપછી પ્રમત્તસંયત સુધી તે ક્રમેક્રમે મંદ થતું જાય છે. છઠ્ઠા ગુણસ્થાન પછી આર્ત્તધ્યાન હોતું નથી.

મિથ્યાદ્રષ્ટિ જીવ પર વસ્તુના સંયોગ-વિયોગને આર્ત્તધ્યાનનું કારણ માને છે, તેથી તેને આર્ત્તધ્યાન ખરેખર મંદ પણ થતું નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવોને આર્ત્તધ્યાન કવચિત થાય છે અને તેનું કારણ તેઓના પુરુષાર્થની નબળાઈ છે; તેથી તેઓ પોતાનો પુરુષાર્થ વધારીને ક્રમે ક્રમે આર્ત્તધ્યાનનો અભાવ કરીને છેવટે તેનો સર્વથા નાશ કરે છે. મિથ્યાદ્રષ્ટિ જીવને પોતાના જ્ઞાનસ્વભાવની અરુચિ છે તેથી તેને સર્વત્ર નિરંતર દુઃખમય એવું આર્ત્તધ્યાન વર્તે છે; સમ્યગ્દ્રષ્ટિને પોતાના જ્ઞાનસ્વભાવની અખંડ રુચિ વર્તે છે, તેથી તેને નિત્ય ધર્મધ્યાન વર્તે છે, માત્ર પુરુષાર્થની નબળાઈથી કોઈક વખત અશુભભાવરૂપ આર્ત્તધ્યાન હોય છે, પણ તે મંદ હોય છે. ।। ૩૪।।

રૌદ્રધ્યાનના ભેદ અને સ્વામી
हिंसाऽनृतस्तेयविषयसंरक्षणेभ्योरौद्रमविरतदेशविरतयोः।। ३५।।

અર્થઃ– [हिंसा अनृत स्तेय विषयसंरक्षणभ्यो] હિંસા, અસત્ય, ચોરી અને વિષય-સંરક્ષણના ભાવથી ઉત્પન્ન થતું ધ્યાન [रौद्रम्] રૌદ્ર ધ્યાન છે, આ ધ્યાન [अविरत देशविरतयोः] અવિરત અને દેશવિરત (પહેલેથી પાંચ) ગુણસ્થાનોએ હોય છે.

ટીકા

ક્રૂર પરિણામોથી જે ધ્યાન થાય છે તે રૌદ્રધ્યાન છે. નિમિત્તના ભેદની અપેક્ષાએ રૌદ્રધ્યાનના ચાર પ્રકાર પડે છે. તે નીચે પ્રમાણે-

૧. હિંસાનંદી– હિંસામાં આનંદ માની તેના સાધન મેળવવામાં તલ્લીન રહેવું તે. ૨. મૃષાનંદી– અસત્ય બોલવામાં આનંદ માની તેનું ચિંતવન કરવું તે. ૩. ચૌર્યાનંદી– ચોરીમાં આનંદ માની તેનું ચિંતવન કરવું તે. ૪. પરિગ્રહાનંદી– પરિગ્રહની રક્ષાની ચિંતા કરવામાં તલ્લીન થઈ જવું તે.।। ૩પ।।


Page 583 of 655
PDF/HTML Page 638 of 710
single page version

પ૮૪ ] [ મોક્ષશાસ્ત્ર

ધર્મધ્યાનના ભેદ

आज्ञाऽपायविपाकसंस्थानविचयाय धर्म्यम्।। ३६।।

અર્થઃ– [आज्ञापआयविपाकसंस्थानविचयाय] આજ્ઞાવિચય, અપાયવિચય,

વિપાકવિચય અને સંસ્થાનવિચયને માટે ચિંતવન કરવું તે [धर्म्यम्] ધર્મધ્યાન છે.

ટીકા
૧. ધર્મધ્યાનના ચાર પ્રકાર નીચે પ્રમાણે છે-
(૧) આજ્ઞાવિચય– આગમની પ્રમાણતાથી અર્થનો વિચાર કરવો તે.
(૨) અપાયવિચય– સંસારી જીવોના દુઃખનો અને તેમાંથી છૂટવાના

ઉપાયનો વિચાર કરવો તે.

(૩) વિપાકવિચય– કર્મના ફળનો (-ઉદયનો) વિચાર કરવો તે.
(૪) સંસ્થાનવિચય– લોકના આકારનો વિચાર કરવો તે.
૨. ઉપર્યુક્ત ચાર પ્રકારનો વિચાર-
(૧) વીતરાગઆજ્ઞાવિચાર, સાધક દશાનો વિચાર, હું વર્તમાનમાં કેટલી

ભૂમિકામાં છું એ સંબંધી વિચાર કરવો તે આજ્ઞાવિચય છે.

(૨) બાધકતાનો વિચાર, વિધ્ન કેટલું બાકી છે તેનો તથા દુઃખના કારણોનો

વિચાર તે અપાયવિચય છે.

(૩) વિપાકનો વિચાર, કર્મોદયજન્ય કષાયભાવની અસ્થિરતા ટાળવાનો

વિચાર કરવો તે વિપાકવિચય છે.

(૪) સંસ્થાનવિચાર, કર્મોદયની સત્તાનો ક્યારે નાશ થશે અને મારા શુદ્ધ

આત્મદ્રવ્યનું પ્રગટ નિરાવરણ સંસ્થાન કેવા પુરુષાર્થથી પ્રગટ થાય; શુદ્ધોપયોગની આકૃતિ સહિત સ્વભાવ વ્યંજન પર્યાયનો સ્વયં સ્થિર શુદ્ધ આકાર ક્યારે પ્રગટ થશે; તે સંબંધી વિચાર કરવો તે સંસ્થાન વિચય છે.

૩. પ્રશ્નઃ– છઠ્ઠા ગુણસ્થાને તો નિર્વિકલ્પ દશા હોતી નથી તો ત્યાં ધર્મધ્યાન કેમ સંભવે?

ઉત્તરઃ– છઠ્ઠા ગુણસ્થાને વિકલ્પ હોય છે ખરું, પરંતુ ત્યાં તે વિકલ્પનું સ્વામિત્વ નથી અને સમ્યગ્દર્શનની દ્રઢતા થઈને અશુભરાગ ટળતો જાય છે, તેથી તેટલે દરજ્જે ત્યાં ધર્મધ્યાન છે, અને તેનાથી સંવર-નિર્જરા થાય છે. ચોથા અને પાંચમા


Page 584 of 655
PDF/HTML Page 639 of 710
single page version

અ. ૯ સૂત્ર ૩૭ ] [ પ૮પ ગુણસ્થાને પણ એ જ રીતે ધર્મધ્યાન હોય છે અને તેનાથી તે ગુણસ્થાનને લાયક સંવર-નિર્જરા થાય છે. જે શુભભાવ હોય તે તો બંધનું કારણ થાય છે, તે ખરું ધર્મધ્યાન નથી.

૪. ધર્મધ્યાન–(ધર્મ = સ્વભાવ; ધ્યાન = એકાગ્રતા;) પોતાના શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા તે નિશ્ચયધર્મધ્યાન છે; જેમાં ક્રિયાકાંડના સર્વ આડંબરોનો ત્યાગ છે એવી અંતરંગક્રિયાના આધારરૂપ જે આત્મા તેને, મર્યાદારહિત તથા ત્રણે કાળના કર્મોની ઉપાધિરહિત એવા સ્વરૂપે જે જાણે છે તે જ્ઞાનની વિશેષપરિણતિ- કે જેમાં આત્મા પોતાના આશ્રયમાં સ્થિર થાય છે-તે નિશ્ચયધર્મધ્યાન છે, અને તે જ સંવર-નિર્જરાનું કારણ છે.

વ્યવહારધર્મધ્યાન તે શુભભાવ છે; કર્મના ચિંતવનમાં મન લાગ્યું રહે એ તો શુભપરિણામરૂપ ધર્મધ્યાન છે. જેઓ કેવળ શુભપરિણામથી મોક્ષ માને છે તેમને સમજાવ્યા છે કે શુભપરિણામથી અર્થાત્ વ્યવહારધર્મધ્યાનથી મોક્ષ થતો નથી. [જુઓ, શ્રી સમયસાર ગાથા ૨૯૧ ટીકા તથા ભાવાર્થ]. ।। ૩૬।।

શુક્લધ્યાનના સ્વામી
शुक्ले चाद्ये पूर्वविदः।। ३७।।

અર્થઃ– [शुक्ले च आद्ये] પહેલા બે પ્રકારનાં શુક્લધ્યાન અર્થાત્ પૃથક્ત્વવિતર્ક અને એકત્વવિતર્ક એ બે ધ્યાન પણ [पूर्वविदः] પૂર્વજ્ઞાનધારી શ્રુતકેવળીને હોય છે.

નોંધઃ– આ સૂત્રમાં શબ્દ છે તે એમ સૂચવે છે કે શ્રુતકેવળીને ધર્મધ્યાન પણ હોય છે.

ટીકા

૧. શુક્લધ્યાનના ચાર પ્રકાર ૩૯ મા સૂત્રમાં કહેશે. શુક્લધ્યાનનો પહેલો ભેદ આઠમા ગુણસ્થાને શરુ થાય છે અને દસમા ગુણસ્થાન સુધી રહે છે; તેના નિમિત્તે મોહનીયકર્મનો ક્ષય કે ઉપશમ થાય છે. બીજો ભેદ બારમા ગુણસ્થાને હોય છે; તેના નિમિત્તે બાકીનાં ઘાતિકર્મોનો ક્ષય થાય છે. અગીયારમા ગુણસ્થાને પહેલો ભેદ હોય છે.

૨. આ સૂત્રમાં પૂર્વધારી શ્રુતકેવળીને શુક્લધ્યાન હોવાનું કહ્યું છે તે ઉત્સર્ગ કથન છે; તેમાં અપવાદ કથનનો સમાવેશ ગૌણપણે થઈ જાય છે. અપવાદ કથન એ છે કે કોઈ જીવને નિશ્ચયસ્વરૂપઆશ્રિત આઠ પ્રવચનમાતા પૂરતું સમ્યગ્જ્ઞાન હોય તો તે પુરુષાર્થ વધારીને પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ શુક્લધ્યાન પ્રગટ કરે છે. તેનું


Page 585 of 655
PDF/HTML Page 640 of 710
single page version

પ૮૬ ] [ મોક્ષશાસ્ત્ર દ્રષ્ટાંત શિવભૂતિ મુનિ છે; તેઓને વિશેષ શાસ્ત્રજ્ઞાન ન હોવા છતાં નિશ્ચયસ્વરૂપઆશ્રિત સમ્યગ્જ્ઞાન હતું અને તેથી પુરુષાર્થ વધારી શુક્લધ્યાન પ્રગટ કરીને કેવળજ્ઞાન પામ્યા હતા.

(જુઓ, તત્ત્વાર્થસાર અ. ૬. ગાથા ૪૬ ની ટીકા). ।। ૩૭।।

શુક્લધ્યાનના ચાર ભેદોમાંથી પહેલા બે ભેદ કોને હોય તે જણાવ્યું, હવે બાકીના બે ભેદ કોને હોય છે તે જણાવે છે.

परे केवलिनः।। ३८।।

અર્થઃ– [परे] શુક્લધ્યાનના છેલ્લા બે ભેદ અર્થાત્ સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ અને વ્યુપરતક્રિયાનિવર્તિ એ બે ધ્યાન [केवलिनः] કેવળી ભગવાનને હોય છે.

ટીકા

ત્રીજો ભેદ તેરમા ગુણસ્થાનના છેલ્લા ભાગમાં હોય છે; ત્યારપછી ચૌદમું ગુણસ્થાન પ્રગટે છે. અને ચોથો ભેદ ચૌદમા ગુણસ્થાને હોય છે. ।। ૩૮।।

શુક્લધ્યાનના ચાર ભેદ

पृथक्त्वैकत्ववितर्कसूक्ष्मक्रियाप्रतिपातिव्युपरतक्रियानिवर्तीनि।। ३९।।

અર્થઃ–[पृथक्त्व एकत्ववितर्क] પૃથકત્વવિતર્ક, એકત્વવિતર્ક, [सूक्ष्मक्रिया– प्रतिपातिव्युपरतक्रियानिवर्तीनि] સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને વ્યુપરતક્રિયાનિવર્તિ - એ ચાર ભેદ શુક્લધ્યાનના છે. ।। ૩૯।।

યોગ અપેક્ષાએ શુક્લધ્યાનના સ્વામી
क्र्येकयोगकाययोगायोगानाम्।। ४०।।

અર્થઃ– [त्रि एकयोग काययोग अयोगानाम्] ઉપર કહેલા ચાર પ્રકારના શુક્લધ્યાન અનુક્રમે ત્રણ યોગવાળા, એક યોગવાળા, માત્ર કાયયોગવાળા અને અયોગી જીવોને હોય છે.

ટીકા

૧. પહેલું પૃથક્ત્વવિતર્કધ્યાન મન, વચન, કાય એ ત્રણ યોગના ધારક જીવોને હોય છે. (ગુણસ્થાન ૮ થી ૧૧)

બીજું એકત્વવિતર્કધ્યાન ત્રણમાંથી કોઈ એક યોગના ધારકને હોય છે. (ગુણસ્થાન ૧૨)