Page 6 of 655
PDF/HTML Page 61 of 710
single page version
મંગળાચરણ] [૩
ર- આ અધ્યાયમાં જીવના ભાવો, લક્ષણ અને જીવનો શરીર સાથેનો
૬-૭- આ અધ્યાયોમાં જીવના નવા વિકારીભાવો (આસ્રવો) તથા તેનું
રીતે ત્રીજા આસ્રવતત્ત્વનું વર્ણન કર્યું છે.
કર્મ કેટલો વખત જીવ સાથે રહે છે તે જણાવ્યું છે; એ રીતે ચોથા બંધતત્ત્વનું આ અધ્યાયમાં વર્ણન કર્યું છે.
છે, જીવની આ અવસ્થા થતાં તેને સાચા સુખની શરૂઆત થાય છે અને ક્રમેક્રમે શુદ્ધિ વધતાં વિકાર ટળે છે તેથી નિર્જરા એટલે કે જડ કર્મ સાથેના બંધનો અંશે અંશે અભાવ થાય છે-એ જણાવ્યું છે; એ રીતે પાંચમું અને છઠ્ઠું એટલે સંવર અને નિર્જરાતત્ત્વ નવમા અધ્યાયમાં જણાવ્યાં છે.
પવિત્રતા તે મોક્ષતત્ત્વ હોવાથી આચાર્ય ભગવાને સાતમું મોક્ષતત્ત્વ આ અધ્યાયમાં જણાવ્યું છે.
(૮) મંગલાચરણમાં ભગવાનને ‘કર્મરૂપી પર્વતોના ભેદનાર’ કહ્યા છે. કર્મ બે પ્રકારના છેઃ- ૧-ભાવકર્મ, ર-દ્રવ્યકર્મ. જીવ જ્યારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી ભાવકર્મરૂપી પર્વતોને ટાળે છે ત્યારે દ્રવ્યકર્મ સ્વયં પોતાથી ટળી જાય છે નાશ પામે છે એવો જીવની શુદ્ધતાને અને કર્મના ક્ષયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે- એમ અહીં બતાવ્યું છે. જીવ જડ કર્મનો પરમાર્થે નાશ કરી શકે છે-એમ કહેવાનો હેતુ નથી.
(૯) મંગલાચરણમાં નમસ્કાર કરતાં તીર્થંકર ભગવાન પાસે દેવાગમન, સમોસરણ, ચામર, દિવ્ય શરીરાદિ જે પુણ્યની વિભૂતિ છે તે લીધી નથી, કેમકે પુણ્ય તે ગુણ નથી.
(૧૦) મંગલાચરણમાં ગુણથી ઓળખાણ કરીને ભગવાનને નમસ્કાર કર્યા છે. એટલે કે-ભગવાન વિશ્વના અર્થાત્ બધા તત્ત્વોના જાણનાર છે, મોક્ષમાર્ગના નેતા છે અને તેમણે સર્વ વિકારનો (દોષનો) નાશ કર્યો છે-એમ ભગવાનના ગુણોનું સ્વરૂપ બતાવી ગુણોની ઓળખાણ કરીને તેમની સ્તુતિ કરી છે.
Page 7 of 655
PDF/HTML Page 62 of 710
single page version
૪] [મોક્ષશાસ્ત્ર
એ ત્રણે મળીને [मोक्षमार्गः] મોક્ષનો માર્ગ છે અર્થાત્ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે.
સમ્યગ્જ્ઞાન-સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત પોતાના આત્માનું
તેને સંશય કહે છે; જેમ કે આત્મા પોતાના કાર્યને કરી શકતો
હશે કે જડના કાર્યને કરી શકતો હશે! એવું જાણવું તે સંશય છે.
શરીરને આત્મા જાણવો તે વિપર્યય છે.
‘હું કોઈક છું’ એમ જાણવું તે અનધ્યવસાય છે.
સમ્યક્ચારિત્ર છે.
આ ત્રણે અનુક્રમે આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ગુણોના શુદ્ધ પર્યાયો (હાલતો) છે.
Page 8 of 655
PDF/HTML Page 63 of 710
single page version
અ. ૧ સૂત્ર ૧] [પ
પોતાના આત્માની શુદ્ધિનો પંથ-રસ્તો-માર્ગ-ઉપાય; તેને
અમૃતમાર્ગ, સ્વરૂપમાર્ગ અથવા કલ્યાણમાર્ગ પણ કહેવાય છે.
(ર) આ કથન ‘હકાર’થી છે, તે એમ સૂચવે છે કે આનાથી વિરુદ્ધભાવો જેવાં કે રાગ, પુણ્ય વગેરેથી ધર્મ થાય કે તે ધર્મમાં સહાયરૂપ થાય એવી માન્યતા, જ્ઞાન અને આચરણ તે મોક્ષમાર્ગ નથી.
વ્યવહારરત્નત્રય નથી, તેનું કારણ એ છે કે વ્યવહારરત્નત્રય રાગ હોવાથી બંધરૂપ છે.
(૪) આ સૂત્રમાં મોક્ષમાર્ગ શબ્દ નિશ્ચયમોક્ષમાર્ગ બતાવવા માટે કહેલ છે એમ સમજવું.
(પ) મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે- “નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાન- જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મકમાર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષમાર્ગ છે અને તે શુદ્ધરત્નત્રયનું ફળ નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિ છે.” (નિયમસાર ગા. રની ટીકા)
આ સૂત્રમાં ‘સમ્યગ્દર્શન’ કહ્યું છે તે નિશ્ચયસમ્યગ્દર્શન છે એ વાત ત્રીજા સૂત્રથી સિદ્ધ થાય છે, તેમાં જ નિસર્ગજ અને અધિગમજ એવા ભેદ કહ્યા છે તે નિશ્ચયસમ્યગ્દર્શનના જ ભેદ છે. અને આ સૂત્રની સંસ્કૃત ટીકા શ્રી તત્ત્વાર્થ રાજવાર્ત્તિકમાં જે કારિકા તથા વ્યાખ્યા દ્વારા વર્ણન કર્યું છે તે આધારે આ સૂત્ર તથા બીજા સૂત્રમાં કહેલ સમ્યગ્દર્શન છે તે નિશ્ચયસમ્યગ્દર્શન છે એમ સિદ્ધ થાય છે.
તથા આ સૂત્રમાં “જ્ઞાન” કહ્યું છે તે નિશ્ચયસમ્યગ્જ્ઞાન છે. અધ્યાય ૧ સૂત્ર ૬માં તેના જ પાંચ ભેદ કહ્યા છે, તેમાં જ મનઃપર્યય અને કેવળજ્ઞાન પણ આવી જાય છે. તેથી સિદ્ધ થાય કે અહીં નિશ્ચયસમ્યગ્જ્ઞાન કહ્યું છે. પછી આ સૂત્રમાં “ચારિત્રાણિ” શબ્દ નિશ્ચય સમ્યકચારિત્ર બતાવવા માટે કહેલ છે. શ્રી તત્ત્વાર્થ રાજવાર્ત્તિકમાં આ સૂત્રકથિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર માનેલ છે. કેમકે વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (વ્યવહારરત્નત્રય) આસ્રવ અને બંધરૂપ છે, તેથી આ સૂત્રનો અર્થ કરવામાં આ ત્રણે આત્માની શુદ્ધપર્યાય એકત્વરૂપ પરિણમેલ છે. આ પ્રકારે શાસ્ત્રકારે જ બતાવ્યું છે એમ સ્પષ્ટ થાય છે.
(૬) અજ્ઞાનદશામાં જીવો દુઃખ ભોગવી રહ્યા છે તેનું કારણ એ છે કે-તેઓને પોતાના સ્વરૂપની ભ્રમણા છે. આ ભ્રમણાને ‘મિથ્યાદર્શન’ કહેવામાં આવે છે.
Page 9 of 655
PDF/HTML Page 64 of 710
single page version
૬] [મોક્ષશાસ્ત્ર ‘દર્શન’ નો એક અર્થ માન્યતા થાય છે, તેથી મિથ્યાદર્શનનો અર્થ ખોટી માન્યતા છે. પોતાના સ્વરૂપની ખોટી માન્યતા હોય ત્યાં પોતાના સ્વરૂપનું જ્ઞાન જીવને ખોટું જ હોય; તે ખોટા જ્ઞાનને ‘મિથ્યાજ્ઞાન’ કહેવામાં આવે છે. જ્યાં સ્વરૂપની ખોટી માન્યતા અને ખોટું જ્ઞાન હોય ત્યાં ચારિત્ર પણ ખોટું જ હોય; આ ખોટા ચારિત્રને ‘મિથ્યાચારિત્ર’ કહેવામાં આવે છે. અનાદિથી જીવોને ‘મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર’ ચાલ્યાં આવે છે તેથી જીવો અનાદિથી દુઃખ ભોગવી રહ્યા છે.
પોતાની આ દશા જીવ પોતે કરતો હોવાથી પોતે તેને ટાળી શકે. એ ટાળવાનો ઉપાય ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર’ જ છે, બીજો નથી એમ અહીં કહ્યું છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે બીજા જે ઉપાયો જીવ સતત્ કર્યા કરે છે તે બધા ખોટા છે. જીવ ધર્મ કરવા માગે છે પણ તેને સાચા ઉપાયની ખબર નહિ હોવાથી તે ખોટા ઉપાયો કર્યા વિના રહે નહિ; માટે જીવોએ આ મહાન ભૂલ ટાળવા માટે પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. તે વિના ધર્મની શરૂઆત કદી કોઈને થાય જ નહિ. ।। ૧।।
પદાર્થોની શ્રદ્ધા કરવી તે [सम्यग्दर्शनम्] સમ્યગ્દર્શન છે.
(૧) તત્ત્વોની સાચી શ્રદ્ધાનું નામ સમ્યગ્દર્શન છે. ‘અર્થ’ એટલે દ્રવ્ય-ગુણ- પર્યાય; ‘તત્ત્વ’ એટલે તેનો ભાવ-સ્વરૂપ; સ્વરૂપ (ભાવ) સહિત પ્રયોજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે.
(ર) આ ગાથામાં સમ્યગ્દર્શનને ઓળખવાનું લક્ષણ આપ્યું છે. સમ્યગ્દર્શન લક્ષ્ય અને તત્ત્વાર્થશ્રદ્ધા તેનું લક્ષણ છે.
(૩) કોઈ જીવને ‘આ જાણપણું છે, આ શ્વેત વર્ણ છે’ ઇત્યાદિ પ્રતીતિ તો હોય, પરંતુ દર્શન-જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને હું આત્મા છું તથા પુદ્ગલ મારાથી ભિન્ન (જુદો) પદાર્થ છે, એવું શ્રદ્ધાન ન હોય તો ઉપર કહેલા માત્ર ‘ભાવ’નું શ્રદ્ધાન જરાપણ કાર્યકારી નથી.. ‘હું આત્મા છું’ એવું શ્રદ્ધાન કર્યું પણ આત્માનું જેવું સ્વરૂપ છે તેવું શ્રદ્ધાન કર્યું નહિ, તો ‘ભાવ’ના શ્રદ્ધાન વિના આત્માનું શ્રદ્ધાન ખરું નથી; માટે ‘તત્ત્વ’ અને તેના ‘અર્થ’નું શ્રદ્ધાન હોય તે જ કાર્યકારી છે.
Page 10 of 655
PDF/HTML Page 65 of 710
single page version
અ. ૧ સૂત્ર ૨] [૭
(૪) બીજો અર્થઃ– જીવાદિને જેમ ‘તત્ત્વ’ કહેવામાં આવે છે તેમ ‘અર્થ’ પણ કહેવામાં આવે છે; જે તત્ત્વ છે તે જ અર્થ છે, અને તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. જે પદાર્થ જેમ અવસ્થિત છે તેમ તેનું હોવું તે તત્ત્વ છે, અને ‘अर्थते’ કહેતાં નિશ્ચય કરીએ તે અર્થ છે. તેથી તત્ત્વસ્વરૂપનો જે નિશ્ચય તે તત્ત્વાર્થ છે. તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે.
(પ) વિપરીત અભિનિવેશ (ઊંધા અભિપ્રાય) રહિત જીવાદિનું તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. સમ્યગ્દર્શનમાં વિપરીત માન્યતા હોતી નથી એમ બતાવવા માટે ‘દર્શન’ પહેલાં’ સમ્યક્’ પદ વાપર્યું છે. જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે-એમ ચોથા સૂત્રમાં કહેશે.
(૬) નિશ્ચયથી શુદ્ધ આત્માનો પ્રતિભાસ તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. અભેદદ્રષ્ટિમાં આત્મા તે જ સમ્યગ્દર્શન છે.
‘તત્ત્વ’ શબ્દનો અર્થ તત્પણું-તેપણું’ થાય છે. દરેક વસ્તુને-તત્ત્વને સ્વરૂપથી તત્પણું અને પરરૂપથી અતત્પણું છે. જીવ વસ્તુ હોવાથી તેને પોતાના સ્વરૂપથી તત્પણું છે અને પરના સ્વરૂપથી અતત્પણું છે. જીવ ચૈતન્યસ્વરૂપ હોવાથી તે જ્ઞાતા છે અને અન્ય સર્વ વસ્તુઓ જ્ઞેય છે તેથી જીવ બીજા સર્વ પદાર્થોથી તદ્ન ભિન્ન છે. જીવ પોતાથી તત્ હોવાથી તેનું જ્ઞાન તેને પોતાથી થાય છે; જીવ પરથી અતત્ હોવાથી તેને પરથી જ્ઞાન થઈ શકે નહિ. ‘ઘડાનું જ્ઞાન ઘડાના આધારે થાય છે’ -એમ કેટલાક જીવો માને છે પણ તે ભૂલ છે. જ્ઞાન જીવનું સ્વરૂપ હોવાથી તે જ્ઞાન પોતાથી તત્ છે અને પરથી અતત્ છે. જીવને દરેક સમયે પોતાની લાયકાત અનુસાર જ્ઞાનની અવસ્થા થાય છે; પરજ્ઞેય સંબંધી પોતાનું જ્ઞાન થતી વખતે પરજ્ઞેય હાજર હોય છે, પણ તે પરવસ્તુથી જીવને જ્ઞાન થાય છે એમ માનનારે જીવને ‘તત્ત્વ’ માન્યું નથી. જો ઘડાથી ઘડા સંબંધી જ્ઞાન થતું હોય તો અણસમજુ જીવ હોય તેની પાસે ઘડો હોય ત્યારે તેને તે ઘડાનું જ્ઞાન થવું જોઈએ, પણ તેમ થતું નથી; માટે જ્ઞાન પોતાથી થાય છે એમ સમજવું જીવને જો પરથી જ્ઞાન થાય તો જીવ અને પર એક તત્ત્વ થઈ જાય, પણ તેમ બને નહિ.
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ એ જો મિથ્યાદર્શન સહિત હોય તો ગુણ થવાને બદલે સંસારમાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરાવવાવાળા દોષોને ઉત્પન્ન કરે છે. જેમ ઝેરસહિતના ઔષધથી લાભ થતો નથી તેમ મિથ્યાત્વ સહિત
Page 11 of 655
PDF/HTML Page 66 of 710
single page version
૮] [મોક્ષશાસ્ત્ર અહિંસાદિથી જીવનો સંસારરોગ મટતો નથી. મિથ્યાત્વ હોય ત્યાં નિશ્ચયથી (ખરેખર) તો અહિંસાદિ હોતાં જ નથી. “આત્મભ્રાંતિ સમ રોગ નહિ” એ પદ ખાસ લક્ષમાં રાખવા લાયક છે. અનાદિકાળથી જીવને મિથ્યાત્વદશા ચાલી આવતી હોવાથી જીવને સમ્યગ્દર્શન નથી; માટે પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા આચાર્ય ભગવાન વારંવાર ઉપદેશ કરે છે.
સમ્યગ્દર્શન વિના જ્ઞાન, ચારિત્ર અને તપમાં સમ્યક્પણું આવતું નથી; સમ્યગ્દર્શન જ જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને તપનો આધાર છે. આંખોથી જેમ મોઢાને શોભા-સુંદરતા પ્રાપ્ત થાય છે તેમ સમ્યગ્દર્શનથી જ્ઞાનાદિકમાં સમ્યક્પણું-શોભા- સુંદરતા પ્રાપ્ત થાય છે.
श्रेयोऽश्रेयश्च मिथ्यात्वसमं नान्यत्तनुभृताम्।। ३४।।
અર્થઃ– સમ્યગ્દર્શન સમાન આ જીવને ત્રણકાળ ત્રણલોકમાં બીજું કોઈ કલ્યાણ નથી અને મિથ્યાત્વ સમાન ત્રણકાળ ત્રણલોકમાં બીજું કોઈ અકલ્યાણ નથી.
ભાવાર્થઃ– અનંતકાળ વીતી ગયો, એક સમય વર્તમાન ચાલે છે અને ભવિષ્યમાં અનંતકાળ આવશે-એ ત્રણે કાળમાં અને અધોલોક, તથા મધ્યલોક તથા ઊર્ધ્વલોક-એ ત્રણે લોકમાં જીવને સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનાર સમ્યક્ત્વ સમાન બીજું કોઈ છે નહિ, થયું નથી અને થશે નહિ. ત્રણલોકમાં રહેલા ઇન્દ્ર, અહમિન્દ્ર, ભુવનેન્દ્ર, ચક્રવર્તી, નારાયણ, બલભદ્ર કે તીર્થંકર વગેરે ચેતન અને મણિ, મંત્ર, ઔષધ વગેરે જડ દ્રવ્ય-એ કોઈ સમ્યક્ત્વ સમાન ઉપકાર કરનાર નથી; અને આ જીવનું સૌથી મહાન અહિત-બૂરું જેવું મિથ્યાત્વ કરે છે એવું અહિત બૂરું કરનાર કોઈ ચેતન કે અચેતન દ્રવ્ય ત્રણકાળ ત્રણલોકમાં છે નહિ. થયું નથી અને થશે નહિ; તેથી મિથ્યાત્વને છોડવા માટે પરમ પુરુષાર્થ કરો. સમસ્ત સંસારના દુઃખનો નાશ કરનાર, આત્મકલ્યાણ પ્રગટ કરનાર એક સમ્યક્ત્વ છે; માટે તે પ્રગટ કરવાનો જ પુરુષાર્થ કરો.
વળી સમ્યક્ત્વ એ જ પ્રથમ કર્તવ્ય છે એ સંબંધમાં શ્રી અષ્ટપાહુડમાં નીચે પ્રમાણે કહ્યું છેઃ-
तं
Page 12 of 655
PDF/HTML Page 67 of 710
single page version
અ. ૧ સૂત્ર ૨] [૯
અર્થઃ– પ્રથમ તો શ્રાવકે સુનિર્મળ એટલે કે સારી રીતે નિર્મળ અને મેરુવત્ નિષ્કંપ, અચળ અને ચળ, મલિન તથા અગાઢ દૂષણ રહિત અત્યંત નિશ્ચળ એવા સમ્યક્ત્વને ગ્રહણ કરીને તેને (સમ્યક્ત્વના વિષયભૂત એકરૂપ આત્માને) ધ્યાનમાં ધ્યાવવું; શા માટે ધ્યાવવું? દુઃખના ક્ષય અર્થે ધ્યાવવું.
ભાવાર્થઃ– શ્રાવકે પહેલાં તો નિરતિચાર નિશ્ચળ સમ્યક્ત્વને ગ્રહણ કરી તેનું ધ્યાન કરવું કે જે સમ્યક્ત્વની ભાવનાથી ગૃહસ્થને ગૃહકાર્ય સંબંધી આકુળતા, ક્ષોભ, દુઃખ હોય તે મટી જાય, કાર્યના બગડવા-સુધરવામાં વસ્તુના સ્વરૂપનો વિચાર આવે ત્યારે દુઃખ મટી જાય, સમ્યગ્દ્રષ્ટિને એવો વિચાર હોય છે કે સર્વજ્ઞે જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તેમ નિરંતર પરિણમે છે, અને તેમ થાય છે તેમાં ઇષ્ટ-અનિષ્ટ માની સુખી-દુઃખી થવું તે નિષ્ફળ છે. આવા વિચારથી દુઃખ મટે, તે પ્રત્યક્ષ અનુભવગોચર છે, તેથી સમ્યકત્વનું ધ્યાન કરવાનું કહ્યું છે.
सम्मत्तपरिणदो उण खवेइ दुट्ठट्ठकम्माणि।।
અર્થઃ– જે જીવ સમ્યકત્વને ધ્યાવે છે તે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે; વળી તે સમ્યક્ત્વરૂપ પરિણમતાં દુષ્ટ જે આઠ કર્મો તેનો ક્ષય થાય છે.
ભાવાર્થઃ– સમ્યક્ત્વનું ધ્યાન એવું છે કે, જો પહેલાં સમ્યક્ત્વ ન થયું હોય તો પણ, તેના સ્વરૂપને જાણી તેને ધ્યાવે તો તે સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય છે. વળી સમ્યક્ત્વ પ્રાપ્ત થયે જીવનાં પરિણામ એવાં હોય છે કે સંસારના કારણરૂપ જે દુષ્ટ આઠ કર્મો તેનો ક્ષય થાય છે; સમ્યક્ત્વ થતાં જ કર્મની ગુણશ્રેણી નિર્જરા થતી જાય છે. અનુક્રમે મુનિ થાય ત્યારે, ચારિત્ર અને શુક્લધ્યાન તેના સહકારી હોય ત્યારે સર્વ કર્મોનો નાશ થાય છે.
सिज्झिहहि जे वि भविया तं जाणइ सम्ममाहप्पं।।
અર્થઃ– શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે- “ ઘણું કહેવાથી શું સાધ્ય છે? જે નરપ્રધાન ભૂતકાળમાં સિદ્ધ થયા તથા ભવિષ્યમાં સિદ્ધ થશે તે સમ્યક્ત્વનું જ માહાત્મ્ય જાણો!”
Page 13 of 655
PDF/HTML Page 68 of 710
single page version
૧૦] [મોક્ષશાસ્ત્ર
ભાવાર્થઃ– આ સમ્યક્ત્વનું એવું માહાત્મ્ય છે કે આઠ કર્મોનો નાશ કરી જે ભૂતકાળમાં મુક્તિ-પ્રાપ્ત થયા છે તથા ભવિષ્યમાં થશે, તે આ સમ્યકત્વથી જ થયા છે અને થશે; તેથી આચાર્ય દેવ કહે છે કે વિશેષ શું કહેવું? સંક્ષેપમાં સમજો કે મુક્તિનું પ્રધાન કારણ આ સમ્યકત્વ જ છે. એમ ન જાણો કે ગૃહસ્થીઓને શું ધર્મ હોય! આ સમ્યકત્વ-ધર્મ એવો છે કે જે સર્વધર્મના અંગને સફળ કરે છે.
सम्मतं
અર્થઃ– જે પુરુષને મુકિતનું કરવાવાળું સમ્યકત્વ છે, અને તે સમ્યકત્વને સ્વપ્રાવસ્થા વિષે પણ મલિન કર્યું નથી-અતિચાર લગાવ્યો નથી, તે પુરુષ ધન્ય છે, તે જ મનુષ્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે અને તે જ પંડિત છે.
ભાવાર્થઃ– લોકમાં કંઈ દાનાદિક કરે તેને ધન્ય કહીએ તથા વિવાહ, યજ્ઞાદિક કરે છે તેને કૃતાર્થ કહીએ, યુદ્ધમાં પાછો ન ફરે તેને શૂરવીર કહીએ, ઘણાં શાસ્ત્રો ભણે તેને પંડિત કહીએ-આ બધું કથનમાત્ર છે. મોક્ષનું કારણ જે સમ્યકત્વ તેને જે મલિન ન કરે, નિરતિચાર પાળે તે જ ધન્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત છે, તે જ મનુષ્ય છે; એ (સમ્યકત્વ) વિના મનુષ્ય પશુસમાન છે. એવું સમ્યકત્વનું માહાત્મ્ય કહ્યું છે.
કેવળી અને સિદ્ધ ભગવાન રાગાદિરૂપ પરિણમતા નથી અને સંસાર અવસ્થા ઇચ્છતા નથી, તે આ સમ્યગ્દર્શનનું જ બળ જાણવું.
જ્ઞાનાદિકની હીનતા-અધિકતા હોવા છતાં પણ, તિર્યંચાદિકના (ઢોર વગેરેના) અને કેવળી તથા સિદ્ધ ભગવાનના સમ્યગ્દર્શનને સમાન કહ્યું છે, તેઓને આત્માની પ્રતીતિ એક જ પ્રકારની હોય છે; પણ સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ સમ્યગ્દર્શનના ત્રણ ભેદ પડે છે, તેનાં નામ-(૧) ઔપશમિક સમ્યગ્દર્શન, (ર) ક્ષાયોપશમિક સમ્યગ્દર્શન, (૩) ક્ષાયિક સમ્યગ્દર્શન.
ઔપશમિક સમ્યગ્દર્શન– તે દશામાં મિથ્યાત્વકર્મનાં તથા અનંતાનુબંધી કષાયના જડ રજકણો સ્વયં ઉપશમરૂપ હોય છે, જેમ મેલા પાણીમાંથી મેલ નીચે બેસી જાય છે તેમ,
Page 14 of 655
PDF/HTML Page 69 of 710
single page version
અ. ૧ સૂત્ર ૨] [૧૧ અથવા જેમ અગ્નિને રાખથી ઢાંક્યો હોય તેમ; આત્માના પુરુષાર્થ વડે જીવ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે ત્યારે ઔપશમિક સમ્યગ્દર્શન જ હોય છે.×
ક્ષાયોપશમિક સમ્યગ્દ્રર્શન- તે દશામાં મિથ્યાત્વ અને મિશ્રમિથ્યાત્વ કર્મના રજકણો આત્મપ્રદેશોથી છૂટા પડતાં તેનું ફળ આવતું નથી, અને સમ્યકમોહનીય કર્મના રજકણો ઉદયરૂપે હોય છે, તથા અનંતાનુબંધી કષાયકર્મના રજકણો વિસંયોજનરૂપે હોય છે.
ક્ષાયિક સમ્યગ્દ્રર્શન– તે દશામાં મિથ્યાત્વપ્રકૃતિના (ત્રણ પેટા વિભાગોના) રજકણો આત્મપ્રદેશેથી તદ્ન ખસી જાય છે, તેથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધીની સાતે પ્રકૃતિનો ક્ષય થયો કહેવાય છે.
સર્વ સમ્યગ્દ્રષ્ટિ જીવોને આત્માની-તત્ત્વની પ્રતીત એક સરખી હોય છે તો પણ ચારિત્રદશાની અપેક્ષાએ તેઓમાં બે ભેદો પડે છેઃ (૧) વીતરાગ સમ્યગ્દર્શન, (ર) સરાગ સમ્યગ્દર્શન.
સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્યારે પોતાના આત્મામાં સ્થિર હોય છે ત્યારે તેને નિર્વિકલ્પ દશા હોય છે; ત્યારે રાગ સાથે બુદ્ધિપૂર્વક જોડાણ હોતું નથી; જીવની આ દશાને ‘વીતરાગ સમ્યગ્દર્શન’ કહેવામાં આવે છે; અને જ્યારે સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતામાં સ્થિર ન રહી શકે ત્યારે રાગમાં તેનું અનિત્ય-જોડાણ થતું હોવાના કારણે તે દશાને ‘સરાગ સમ્યગ્દર્શન’ કહેવામાં આવે છે. શુભરાગથી ધર્મ થાય કે ધર્મમાં સહાય થાય એમ સમ્યગ્દ્રષ્ટિ જીવ કદી માનતા નથી-એ ખાસ લક્ષમાં રાખવું.
સમ્યગ્દ્રષ્ટિને રાગ સાથે જોડાણ હોય ત્યારે ચાર પ્રકારના શુભભાવ હોય છે; તેનાં _________________________________________________________________ × નોંધ- અનાદિ મિથ્યાદ્રષ્ટિને ઔપશમિક સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીની ચાર, એમ પાંચ પ્રકૃતિ ઉપશમરૂપ હોય છે. અને સાદિમિથ્યાદ્રષ્ટિને ઔપશમિક સમ્યગ્દર્શન થતાં, જેને મિથ્યાત્વની ત્રણ પ્રકૃતિ સત્તારૂપે હોય છે તેને, મિથ્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીની ચાર, એમ સાત પ્રકૃતિ ઉપશમરૂપે હોય છે; અને જે સાદિ મિથ્યાદ્રષ્ટિને એક મિથ્યાત્વ પ્રકૃતિ જ સત્તામાં હોય છે તેને મિથ્યાત્વની એક અને અનંતાનુબંધીની ચાર એમ પાંચ પ્રકૃતિ ઉપશમરૂપે હોય છે.
Page 15 of 655
PDF/HTML Page 70 of 710
single page version
૧૨] [મોક્ષશાસ્ત્ર નામ-(૧) પ્રશમ (ર) સંવેગ (૩) અનુકંપા અને (૪) આસ્તિકય.
સંવેગ = સંસાર એટલે કે વિકારી ભાવનો ભય.
અનુકંપા = પોતે અને પર એમ સર્વ પ્રાણીઓ પર દયાનો પ્રાદુર્ભાવ.
આસ્તિકય = જીવાદિ તત્ત્વોનું જેવું અસ્તિત્વ છે તેવું આગમ અને યુક્તિ
સરાગ સમ્યગ્દ્રષ્ટિને આ ચાર પ્રકારના રાગમાં જોડાણ હોય છે, તેથી એ ચાર ભાવોને ઉપચારથી સમ્યગ્દર્શનનાં લક્ષણ કહેવામાં આવે છે. જીવને સમ્યગ્દ્રર્શન ન હોય તો તે શુભભાવો પ્રશમાભાસ, સંવેગાભાસ, અનુકંપાભાસ અને આસ્તિકયાભાસ છે એમ સમજવું. પ્રશમાદિ સમ્યગ્દર્શનનાં ખરાં (નિશ્ચય) લક્ષણ નથી, તેનું ખરું લક્ષણ પોતાના શુદ્ધાત્માની પ્રતીતિ છે.
પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિ પોતાના આત્માને કેવો માને છે? ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિ પોતાના આત્માને પરમાર્થે ત્રિકાળી શુદ્ધ, ધ્રુવ, અખંડ ચૈતન્યસ્વરૂપ માને છે.
પ્રશ્નઃ– તે વખતે જીવની વિકારી અવસ્થા તો હોય છે તેનું શું? ઉત્તરઃ– વિકારી અવસ્થા સમ્યગ્જ્ઞાનનો વિષય છે તેથી તેને સમ્યગ્દ્રષ્ટિ જાણે છે ખરા પણ સમ્યગ્દ્રષ્ટિનું લક્ષ અવસ્થા (પર્યાય, ભેદ) ઉપર હોતું નથી; કારણ કે અવસ્થાના લક્ષે જીવને રાગ થાય છે અને ધ્રુવસ્વરૂપના લક્ષે શુદ્ધ પર્યાય પ્રગટે છે.
સંસાર-સમુદ્રથી રત્નત્રયરૂપી (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી) જહાજને પાર કરવા માટે સમ્યગ્દર્શન ચતુર ખેવટિયો (નાવિક) છે. જે જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તે અનંત સુખને પામે છે; જે જીવને સમ્યગ્દર્શન નથી તે પુણ્ય કરે તો પણ તે અનંત દુઃખ ભોગવે છે; માટે ખરું સુખ પ્રાપ્ત કરવા જીવોએ તત્ત્વનું સ્વરૂપ યથાર્થ સમજી સમ્યગ્દર્શન પ્રગટ કરવું. તત્ત્વનું સ્વરૂપ સમજ્યા વિના કોઈ જીવને સમ્યગ્દર્શન થાય નહિ; જે જીવો તત્ત્વનું સ્વરૂપ યથાર્થપણે સમજે તેને સમ્યગ્દર્શન થાય જ-એમ આ સૂત્ર પ્રતિપાદન કરે છે. ।। ર।।
Page 16 of 655
PDF/HTML Page 71 of 710
single page version
અ. ૧ સૂત્ર ૩] [૧૩
[अधिगमात्] પરના ઉપદેશ વગેરેથી ઉત્પન્ન થાય છે.
(૧) ઉત્પત્તિની અપેક્ષાએ સમ્યગ્દર્શનના બે ભેદ છે- (૧) નિસર્ગજ (ર) અધિગમજ.
(ર) જે જીવને સમ્યગ્દર્શન પ્રગટે છે તે જીવે તે વખતે અથવા પૂર્વ ભવે સમ્યગ્જ્ઞાની આત્મા પાસેથી ઉપદેશ સાંભળેલ હોય છે, (તેને દેશનાલબ્ધિ કહેવામાં આવે છે.) તે વિના કોઈને સમ્યગ્દર્શન થાય નહિ; આ ઉપરથી એમ ન સમજવું કે તે ઉપદેશ સમ્યગ્દર્શનને ઉત્પન્ન કરે છે. સમ્યગ્દર્શન તો જીવ પોતાથી જ પોતાનામાં પ્રગટ કરે છે, જ્ઞાનીનો ઉપદેશ તો નિમિત્તમાત્ર છે. અજ્ઞાનીનો ઉપદેશ સાંભળીને કોઈ સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે નહિ. વળી, જો સદ્ગુરુનો ઉપદેશ સમ્યગ્દર્શન ઉત્પન્ન કરતો હોય તો, જે જે જીવો તે ઉપદેશ સાંભળે તેને તેને તે થવું જોઈએ, પણ તેમ થતું નથી; સદ્ગુરુના ઉપદેશથી સમ્યગ્દર્શન થયું એમ કહેવું તે વ્યવહાર છે- નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે.
(૩) અધિગમનું સ્વરૂપ આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં આપવામાં આવ્યું છે, ત્યાં જણાવ્યું છે કે ‘પ્રમાણ અને નયવડે અધિગમ થાય છે’ (પ્રમાણ અને નયનું સ્વરૂપ તે સૂત્રની ટીકામાં આપ્યું છે, માટે ત્યાંથી જાણી લેવું.)
જીવને પોતાની ભૂલના કારણે અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે; તેથી જ્યારે તે ભ્રમણા પોતે ટાળે ત્યારે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. જીવ જ્યારે પોતાનું સાચું સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા કરે છે ત્યારે તેને આત્મજ્ઞાની પુરુષના ઉપદેશનો યોગ મળે છે; તે ઉપદેશ સાંભળી જીવ પોતાના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે તો તેને સમ્યગ્દર્શન
Page 17 of 655
PDF/HTML Page 72 of 710
single page version
૧૪] [મોક્ષશાસ્ત્ર થાય છે, કોઈ જીવને આત્મજ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળે ત્યારે તુરત સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે અને કોઈને તે ભવમાં લાંબે વખતે કે પછીના ભવમાં ઉત્પન્ન થાય છે; જેને તુરત સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તેને અધિગમજ સમ્યગ્દર્શન થયું એમ કહેવામાં આવે છે, અને જેને પૂર્વના સંસ્કારથી ઉત્પન્ન થાય છે તેને નિસર્ગજ સમ્યગ્દર્શન થયું એમ કહેવામાં આવે છે.
જેમ વૈદક સંબંધીનું જ્ઞાન મેળવવું હોય તો વૈદકના જ્ઞાની ગુરુની શિક્ષા દ્વારા તે પ્રાપ્ત કરી શકાય, પણ વૈદકના અજ્ઞાની દ્વારા પ્રાપ્ત કરી શકાય નહિ; તેમ આત્મજ્ઞાની ગુરુના ઉપદેશ દ્વારા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકાય છે, પણ આત્માના અજ્ઞાની એવા ગુરુના ઉપદેશ દ્વારા પ્રાપ્ત કરી શકાતું નથી; માટે સાચા સુખના ઉમેદવાર જીવોએ ઉપદેશકની પસંદગી કરવામાં કાળજી રાખવાની જરૂર છે. જો ઉપદેશકની પસંદગી કરવામાં ભૂલ કરે તો જીવ સમ્યગ્દર્શન પામી શકે નહિ-એમ સમજવું. ।। ૩।।
जीवाजीवास्त्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम्।। ४।।
આસ્રવ, ૪-બંધ, પ-સંવર, ૬-નિર્જરા અને ૭-મોક્ષ એ સાત [तत्त्वम्] તત્ત્વ છે.
૧. જીવઃ– જીવ એટલે આત્મા, તે સદાય જાણનારો, પરથી જુદો ને ત્રિકાળ ટકનારો છે. જ્યારે તે પરનિમિત્તના શુભ અવલંબનમાં જોડાય છે ત્યારે તેને શુભભાવ (પુણ્ય) થાય છે; અશુભ અવલંબનમાં જોડાય છે ત્યારે અશુભભાવ (પાપ) થાય છે; અને જ્યારે સ્વાવલંબી થાય ત્યારે શુદ્ધભાવ (ધર્મ) થાય છે.
ર. અજીવઃ– જેમાં ચેતના-જાણપણું નથી; તેવાં દ્રવ્યો પાંચ છે. તેમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તે ચાર અરૂપી છે અને પુદ્ગલ રૂપી-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ સહિત છે.
અજીવ વસ્તુઓ આત્માથી જુદી છે તેમ જ અનંત આત્માઓ પણ એકબીજાથી સ્વતંત્ર-જુદા છે. પર લક્ષ વગર જીવમાં વિકાર થાય નહિ; પર તરફ વલણ કરતાં જીવને પુણ્ય-પાપની શુભાશુભ વિકારી લાગણી થાય છે.
૩. આસ્રવઃ– વિકારી શુભાશુભ ભાવપણે અરૂપી અવસ્થા જીવમાં થાય તે ભાવઆસ્રવ અને તે સમયે નવાં કર્મ યોગ્ય રજકણોનું આવવું (આત્મા સાથે એકક્ષેત્રે રહેવું) તે દ્રવ્ય-આસ્રવ છે.
Page 18 of 655
PDF/HTML Page 73 of 710
single page version
અ. ૧ સૂત્ર ૪] [૧પ
પુણ્ય-પાપ એ બન્ને આસ્રવના પેટા ભાગ છે. પુણ્યઃ– દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત વગેરેના શુભભાવ જીવની પર્યાયમાં થાય છે તે અરૂપી વિકારી ભાવ છે-તે ભાવપુણ્ય છે, અને તે સમયે કર્મ યોગ્ય જડ પરમાણુઓનો જથ્થો સ્વયં (પોતાના કારણે પોતાથી) એકક્ષેત્રાવગાહ સંબંધે જીવની સાથે બંધાય છે તે દ્રવ્યપુણ્ય છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.)
પાપઃ– હિંસા, અસત્ય, ચોરી, અવ્રત વગેરેના અશુભભાવ તે ભાવપાપ છે અને તે સમયે કર્મ યોગ્ય જડની શક્તિથી પરમાણુઓનો જથ્થો સ્વયં બંધાય તે દ્રવ્ય-પાપ છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.) પરમાર્થે-ખરેખર આ પુણ્ય-પાપ (શુભાશુભભાવ) આત્માને અહિતકર છે, આત્માની ક્ષણિક અશુદ્ધ દશા છે, આત્માનું અસલી સ્વરૂપ નથી. દ્રવ્ય પુણ્ય-પાપ પુદ્ગલ દ્રવ્યની અશુદ્ધ અવસ્થા છે તે આત્માનું હિત-અહિત કરી શકે નહીં.
૪. બંધઃ– આત્માનું અજ્ઞાન, રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવમાં અટકી જવું તે ભાવબંધ છે અને તે સમયે કર્મ યોગ્ય પુદ્ગલનું સ્વયં કર્મરૂપ બંધાવું તે દ્રવ્યબંધ છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.)
પ. સંવરઃ– પુણ્ય-પાપના વિકારી ભાવને (આસ્રવને) આત્માના શુદ્ધભાવ દ્વારા રોકવા તે ભાવસંવર છે અને તે અનુસાર નવાં કર્મ બંધાતાં અટકે તે દ્રવ્યસંવર છે.
૬. નિર્જરાઃ– અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના અવલંબનના બળથી સ્વરૂપ સ્થિરતાની વૃદ્ધિ વડે અશુદ્ધ (શુભાશુભ) અવસ્થાનો અંશે નાશ કરવો તે ભાવનિર્જરા અને તે સમયે ખરવા યોગ્ય જડ કર્મોનું અંશે ખરી જવું તે દ્રવ્યનિર્જરા છે.
૭. મોક્ષઃ– સમસ્ત કર્મોના ક્ષયના કારણભૂત તથા નિશ્ચયરત્નત્રયસ્વરૂપ પરમ વિશુદ્ધ પરિણામો તે ભાવમોક્ષ છે અને પોતાની યોગ્યતાથી સ્વયં સ્વતઃ દ્રવ્યકર્મોનો આત્મપ્રદેશોથી અત્યંત અભાવ થવો તે દ્રવ્યમોક્ષ છે, જીવ અત્યંત શુદ્ધ થઈ જાય તે દશાને મોક્ષતત્ત્વ કહે છે.
(૧) આ પ્રમાણે જેવું સાત તત્ત્વોનું (પુણ્ય-પાપને આસ્રવના પેટામાં ગણ્યા છે તેથી અહીં સાત તત્ત્વો કહ્યાં છે) સ્વરૂપ છે તેવું જે જીવ શુભભાવથી વિચારે છે તેને શુદ્ધનું લક્ષ હોય તો વ્યવહાર-સમકિત છે. વ્રતાદિના શુભભાવ સંવર-નિર્જરામાં ગણે તો આસ્રવતત્ત્વની શ્રદ્ધામાં ભૂલ આવે. વ્યવહારશ્રદ્ધામાં કોઈ પડખે ભૂલ ન આવે તેમ સાત તત્ત્વમાંથી શુદ્ધનય વડે એકરૂપ અખંડ જ્ઞાયકસ્વભાવી આત્માને તારવી
Page 19 of 655
PDF/HTML Page 74 of 710
single page version
૧૬] [મોક્ષશાસ્ત્ર લેવો (તેનું લક્ષ કરવું) તે પરમાર્થશ્રદ્ધા એટલે કે સમ્યગ્દર્શન છે. [સમયસાર પ્રવભાગ ૧, પૃષ્ઠ ૪૬૧ થી ૪૬૩]
(ર) સાત તત્ત્વોમાં પહેલાં બે તત્ત્વો-‘જીવ’ અને ‘અજીવ’ એ દ્રવ્યો છે, અને બીજાં પાંચ તત્ત્વો તેમના (જીવ અને અજીવના) સંયોગી અને વિયોગી પર્યાયો (વિશેષ અવસ્થાઓ) છે. આસ્રવ અને બંધ તે સંયોગી છે તથા સંવર, નિર્જરા અને મોક્ષ તે જીવ-અજીવના વિયોગી પર્યાય છે, જીવ અને અજીવ તત્ત્વો સામાન્ય છે અને બીજા પાંચ તત્ત્વો, પર્યાયો હોવાથી વિશેષ કહેવાય છે.
(૩) જેની દશાને અશુદ્ધમાંથી શુદ્ધ કરવી છે તેનું નામ તો જરૂર પ્રથમ દેખાડવું જ જોઈએ, તેથી ‘જીવ’ તત્ત્વ પ્રથમ કહ્યું; પછી જે તરફના લક્ષે અશુદ્ધતા અર્થાત્ વિકાર થાય છે તેનું નામ આપવું જરૂરી છે તેથી ‘અજીવ’ તત્ત્વ કહ્યું. અશુદ્ધદશાનાં કારણ-કાર્યનું જ્ઞાન કરવા માટે ‘આસ્રવ’ અને ‘બંધ’ તત્ત્વ કહ્યાં. એ કહ્યા પછી મુક્તિનું કારણ કહેવું જોઈએ; અને મુક્તિનું કારણ તે જ થઈ શકે કે જે બંધ અને બંધના કારણથી ઊલટા પ્રકારે હોય; તેથી આસ્રવનો નિરોધ થવો તે ‘સંવર’ તત્ત્વ કહ્યું. અશુદ્ધતા-વિકારના નીકળી જવાના કાર્યને ‘નિર્જરા’ તત્ત્વ કહ્યું. જીવ અત્યંત શુદ્ધ થઈ જાય તે દશા ‘મોક્ષ’ તત્ત્વ છે-એ કહ્યું. આ તત્ત્વો સમજવાની અત્યંત જરૂર છે માટે તે કહ્યાં છે. તેને સમજવાથી જીવ મોક્ષ-ઉપાયમાં લાગી શકે છે. માત્ર જીવ-અજીવને જાણનારું જ્ઞાન ઉપયોગી થતું નથી, માટે જેઓ ખરા સુખના માર્ગમાં પ્રવેશ કરવા માગે છે તેમણે આ તત્ત્વો યથાર્થપણે જાણવાં જોઈએ.
બતાવનાર શબ્દ વાપર્યો છે તે એમ બતાવે છે કે આ સાત તત્ત્વોનું જ્ઞાન કરી, ભેદ ઉપરનું લક્ષ ટાળી, જીવના ત્રિકાળી જ્ઞાયકભાવનો આશ્રય કરવાથી જીવ શુદ્ધતા પ્રગટ કરી શકે છે.
આ સૂત્રમાં સાત તત્ત્વો કહ્યાં છે; તેમાં પુણ્ય અને પાપનો સમાવેશ આસ્રવ અને બંધ તત્ત્વોમાં થઈ જાય છે. જે વડે સુખ ઊપજે અને દુઃખનો નાશ થાય એ કાર્યનું નામ પ્રયોજન છે. જીવ અને અજીવના વિશેષો (ભેદ) ઘણા છે, તેમાં જે વિશેષોસહિત જીવ-અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરતાં સ્વ-પરનું શ્રદ્ધાન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય અને તેથી સુખ ઊપજે, તથા જેનું અયથાર્થ શ્રદ્ધાન કરતાં સ્વ- પરનું શ્રદ્ધાન ન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન ન થાય અને તેથી દુઃખ ઊપજે, એ વિશેષોસહિત જીવ-અજીવ પદાર્થ પ્રયોજનભૂત સમજવા. આસ્રવ અને બંધ દુઃખનાં
Page 20 of 655
PDF/HTML Page 75 of 710
single page version
અ. ૧ સૂત્ર પ] [૧૭ કારણો છે, તથા સંવર, નિર્જરા અને મોક્ષ એ સુખનાં કારણો છે; માટે જીવાદિ સાત તત્ત્વોનું શ્રદ્ધાન કરવાની જરૂરિયાત છે. આ સાત તત્ત્વોની શ્રદ્ધા વગર શુદ્ધભાવ પ્રગટ થઈ શકે નહિ. ‘સમ્યગ્દર્શન’ તે જીવના શ્રદ્ધાગુણની શુદ્ધ અવસ્થા છે; માટે તે શુદ્ધભાવ પ્રગટ કરવા માટે સાત તત્ત્વોનાં શ્રદ્ધા-જ્ઞાન અનિવાર્ય છે. જે જીવ આ સાત તત્ત્વોની શ્રદ્ધા કરે તે જ પોતાના જીવ એટલે શુદ્ધાત્માને જાણી તે તરફ પોતાનો પુરુષાર્થ વાળી સમ્યગ્દર્શન પ્રગટાવી શકે છે. આ સાત (અથવા પુણ્ય-પાપ સહિત નવ) તત્ત્વ સિવાય બીજાં કોઈ ‘તત્ત્વ’ નથી-એમ સમજવું. .।। ૪।।
न्यासः] તે સાત તત્ત્વો તથા સમ્યગ્દર્શનાદિનો લોકવ્યવહાર થાય છે.
(૧) બોલનારના મુખથી નીકળેલા શબ્દોના, અપેક્ષાના વશે જુદાજુદા અર્થો થાય છે; તે અર્થોમાં વ્યભિચાર (દોષ) ન આવે અને સાચો અર્થ કેમ થાય તે બતાવવા આ સૂત્ર કહ્યું છે.
(ર) એ અર્થોના સામાન્ય પ્રકાર ચાર કરવામાં આવ્યા છે. પદાર્થના ભેદને ન્યાસ અથવા નિક્ષેપ કહેવામાં આવે છે. (પ્રમાણ અને નયના અનુસારે પ્રચલિત થયેલા લોકવ્યવહારને નિક્ષેપ કહે છે) જ્ઞેય પદાર્થ અખંડ છે છતાં તેને જાણતાં જ્ઞેય પદાર્થના જે ભેદ (-અંશ, પડખાં) કરવામાં આવે છે તેને નિક્ષેપ કહે છે. તે અંશને જાણનાર જ્ઞાનને નય કહે છે. નિક્ષેપ નયનો વિષય છે. નય નિક્ષેપનો વિષય કરનાર (વિષયી) છે.
નામનિક્ષેપઃ– ગુણ, જાતિ કે ક્રિયાની અપેક્ષારહિત માત્ર ઈચ્છાનુસાર કોઈનું નામ રાખવું તે નામનિક્ષેપ છે. જેમ કોઈનું નામ ‘જિનદત્ત’ રાખ્યું, ત્યાં જોકે તે જિનદેવનો દીધેલો નથી તો પણ લોકવ્યવહાર (ઓળખવા) માટે તેનું ‘જિનદત્ત’ નામ રાખવામાં આવ્યું છે. એક વસ્તુની ઓળખાણ થઈ જાય તેટલા જ માટે માત્ર જે સંજ્ઞા આપવામાં આવી હોય તેને નામનિક્ષેપ કહેવામાં આવે છે.
સ્થાપનાનિક્ષેપઃ– અનુપસ્થિત (હાજર ન હોય એવી) કોઈ વસ્તુનો બીજી ઉપસ્થિત વસ્તુમાં સંબંધ યા મનોભાવના જોડીને આરોપ કરી દેવો કે ‘આ તે જ
Page 21 of 655
PDF/HTML Page 76 of 710
single page version
૧૮] [મોક્ષશાસ્ત્ર છે’-એવી ભાવનાને સ્થાપના કહેવામાં આવે છે. આ આરોપ જ્યાં થાય છે ત્યાં જીવોને એવી મનોભાવના થવા લાગે છે કે ‘આ તે જ છે.’
સ્થાપના બે પ્રકારની થાય છે-તદાકાર અને અતદાકાર. જે પદાર્થનો જેવો આકાર હોય તેવો આકાર તેની સ્થાપનામાં કરવો તે ‘તદાકાર સ્થાપના’ છે અને ગમે તે આકાર કરવામાં આવ્યો હોય તે ‘અતદાકાર સ્થાપના’ છે. સદ્રશતાને સ્થાપના નિક્ષેપનું કારણ સમજવું નહિ, પણ કેવળ મનોભાવના જ તેનું કારણ છે. જનસમુદાયની એ માનસિક ભાવના જ્યાં થાય છે ત્યાં સ્થાપનાનિક્ષેપ માનવો જોઈએ. વીતરાગ-પ્રતિમા જોતાં ઘણા જીવોને ભગવાન અને તેમની વીતરાગતાની મનોભાવના થાય છે, માટે તે સ્થાપનાનિક્ષેપ છે. ×
દ્રવ્યનિક્ષેપઃ– ભૂત, ભવિષ્ય પર્યાયની મુખ્યતા લઈ તેને વર્તમાનમાં કહેવી- જાણવી તે દ્રવ્યનિક્ષેપ છે. જેમ શ્રેણીક રાજા ભવિષ્યમાં તીર્થંકર થવાના છે તેને વર્તમાનમાં તીર્થંકર કહેવા-જાણવા, અને મહાવીર ભગવાનાદિ ભૂતકાળમાં થયેલા તીર્થંકરોને વર્તમાન તીર્થંકરો ગણી સ્તુતિ કરવી તે દ્રવ્યનિક્ષેપ છે.
ભાવનિક્ષેપઃ– કેવળ વર્તમાન પર્યાયની મુખ્યતાથી જે પદાર્થ વર્તમાન જે દશામાં છે તે-રૂપ કહેવો-જાણવો તે ભાવનિક્ષેપ છે. જેમ સીમંધર ભગવાન વર્તમાન તીર્થંકરપદે મહાવિદેહમાં બિરાજે છે તેમને તીર્થંકર કહેવા-જાણવા, અને મહાવીર ભગવાન હાલ સિદ્ધ છે તેમને સિદ્ધ કહેવા-જાણવા તે ભાવનિક્ષેપ છે.
(૪) ‘સમ્યગ્દર્શનાદિ’ કે ‘જીવાજીવાદિ’ એવા શબ્દો જ્યાં વાપર્યા હોય ત્યાં ક્યો નિક્ષેપ લાગુ પડે છે તે નક્કી કરી જીવે સાચો અર્થ સમજી લેવો જોઈએ.
"In Sthapna the connotation is merely attributed. It is never there it cannot be there. In Dravya it will be there or has been there. The common factor between the two is that it is not there now, and to that extent connotation is fictitious in both. " (English Tatvarth Sutram page-11)
અર્થઃ– સ્થાપનાનિક્ષેપમાં બતાવણી માત્ર આરોપિત છે, તેમાં તે (મૂળ વસ્તુ) કદી નથી, તે ત્યાં કદી હોઈ શકતી નથી. દ્રવ્યનિક્ષેપમાં તે (મૂળ વસ્તુ) ભવિષ્યમાં પ્રગટશે અથવા ભૂતમાં હતી. બે વચ્ચેનું સામાન્યપણું એટલું છે કે- _________________________________________________________________
× નોંધઃ– નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપમાં એ અંતર છે કે નામનિક્ષેપમાં પૂજ્ય- અપૂજ્યનો વ્યવહાર થતો નથી, પણ સ્થાપનાનિક્ષેપમાં પૂજ્યનો વ્યવહાર થાય છે.
Page 22 of 655
PDF/HTML Page 77 of 710
single page version
અ. ૧ સૂત્ર ૬] [૧૯ વર્તમાનકાળમાં તે બન્નેમાં વિદ્યમાન નથી, અને તેટલે દરજ્જે બન્નેમાં આરોપ છે. (ઈંગ્લિશ તત્ત્વાર્થસૂત્ર પાનું-૧૧)
ભગવાનના નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપ તે શુભભાવનાં નિમિત્ત છે, તેથી વ્યવહાર છે; દ્રવ્યનિક્ષેપ તે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોવાથી પોતાનો શુદ્ધ પર્યાય થોડા વખતમાં પ્રગટશે એમ સૂચવે છે. ભાવનિક્ષેપ તે નિશ્ચયપૂર્વક પોતાનો શુદ્ધ પર્યાય હોવાથી ધર્મ છે, એમ સમજવું. નિશ્ચય અને વ્યવહારનયનો ખુલાસો હવે પછીના સૂત્રની ટીકામાં કરવામાં આવ્યો છે. ।। પ।।
[प्रमाणनयैः] પ્રમાણ અને નયોથી થાય છે.
(૧) પ્રમાણઃ– સાચા જ્ઞાનને-નિર્દોષ જ્ઞાનને અર્થાત્ સમ્યગ્જ્ઞાનને પ્રમાણ કહે છે. અનંત ગુણ યા ધર્મના સમુદાયરૂપ પોતાનું તથા પરવસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને (બધાં પડખાંને) ગ્રહણ કરે છે- જાણે છે.
(ર) નયઃ– પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય કહે છે. પ્રમાણ દ્વારા નક્કી થયેલ અનંત ધર્માત્મક વસ્તુના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. વસ્તુઓમાં ધર્મ અનંત છે તેથી તેના અવયવો અનંત સુધી થઈ શકે છે, અને તેથી અવયવના જ્ઞાનરૂપ નય પણ અનંત સુધી થઈ શકે છે. શ્રુતપ્રમાણના વિકલ્પ, ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાનમાં જ નયરૂપ અંશ પડે છે. જે નય છે તે પ્રમાણસાપેક્ષરૂપ હોય છે. (મતિ, અવધિ કે મનઃ- પર્યયજ્ઞાનમાં નયના ભેદ પડતા નથી.)
(2) “Right belief is not identical with blind faith. Its authority is neither external nor autocratic. It is reasoned knowledge. It is a sort of a sight of a thing. You cannot doubt its testimony. So long as there is doubt, there is no right belief. But doubt must not be suppressed, it must be destroyed. Things
Page 23 of 655
PDF/HTML Page 78 of 710
single page version
૨૦] [મોક્ષશાસ્ત્ર have not to be taken on trust. They must be tested and tried by every one him-self. This Sutra lays down the mode in which it can be done. It refers the inquirer to the first laws of thought and to the universal principles of all reasoning, that is to logic under the names of PRAMAN and NAYA.” (English Tatvarth Sutram page-15)
અર્થઃ– સમ્યગ્દર્શન તે આંધળી શ્રદ્ધા સાથે એકરૂપ નથી, તેનો અધિકાર આત્માની બહાર કે સ્વચ્છંદી નથી; તે યુક્તિપૂર્વકના જ્ઞાન સહિત હોય છે; તેનો પ્રકાર (વસ્તુના દર્શન) દેખવા સમાન છે. જ્યાંસુધી (સ્વસ્વરૂપની) શંકા છે ત્યાં સુધી સાચી માન્યતા નથી. તે શંકાને દબાવવી ન જોઈએ પરંતુ તેનો નાશ કરવો જોઈએ. (કોઈને) ભરોસે વસ્તુ ગ્રહણ કરવાની નથી. દરેકે પોતે પોતાથી તેની પરીક્ષા કરી તેને માટે યત્ન કરવો જોઈએ. તે ક્યા પ્રકારે થઈ શકે છે તે આ સૂત્ર બતાવે છે. વિચારણાના પ્રાથમિક નિયમો તથા તમામ યુક્તિઓને લગતા વિશ્વના સિદ્ધાંતોને પ્રમાણ અને નયનું નામ આપી તેનો આશ્રય લેવા સત્યના શોધકને આ સૂત્ર સૂચવે છે.
પ્રમાણ અને નય તે યુક્તિનો વિષય છે. સત્શાસ્ત્રનું જ્ઞાન તે આગમજ્ઞાન છે. આગમમાં જણાવેલા તત્ત્વોનું યથાર્થપણું યુક્તિ દ્વારા નક્કી કર્યા સિવાય તત્ત્વોના ભાવોનું યથાર્થ ભાસન થાય નહિ, માટે અહીં યુક્તિ દ્વારા નિર્ણય કરવા જણાવ્યું છે.
જૈનશાસ્ત્રોમાં અનેકાન્ત અને એકાંત એ શબ્દો ખૂબ વાપરવામાં આવે છે; તેથી તેનું ટૂંક સ્વરૂપ અહીં જણાવવામાં આવે છે.
અનેકાન્ત = (અનેક+અંત) અનેક ધર્મો; એકાંત = (એક+અંત) એક ધર્મ; અનેકાન્ત અને એકાંત એ બન્નેના બબ્બે ભેદો છે; અનેકાન્તના બે ભેદો (૧) સમ્યક્ અનેકાન્ત, અને (ર) મિથ્યા અનેકાન્ત; તથા એકાંતના બે ભેદો (૧) સમ્યક્ એકાંત, અને (ર) મિથ્યા એકાંત; સમ્યક્ અનેકાન્ત તે પ્રમાણ છે અને મિથ્યા અનેકાન્ત તે પ્રમાણાભાસ છે. સમ્યક્ એકાંત તે નય છે અને મિથ્યા એકાંત તે નયાભાસ છે.
Page 24 of 655
PDF/HTML Page 79 of 710
single page version
અ. ૧ સૂત્ર ૬] [૨૧ છે તેને નિરૂપણ કરવામાં તત્પર છે તે સમ્યક્ અનેકાન્ત છે. દરેક ચીજ પોતાપણે છે અને પરપણે નથી. આત્મા સ્વસ્વરૂપે છે-પરસ્વરૂપે નથી; પર તેના સ્વરૂપે છે અને આત્માના સ્વરૂપે નથી-આ પ્રમાણે જાણવું તે સમ્યક્ અનેકાન્ત છે. અને તત્-અતત્ સ્વભાવની જે ખોટી કલ્પના કરવામાં આવે તે મિથ્યા અનેકાન્ત છે. જીવ પોતાનું કરી શકે અને બીજા જીવનું પણ કરી શકે-એમાં જીવનું પોતાથી અને પરથી એમ બન્નેથી તત્પણું થયું તેથી તે મિથ્યા-અનેકાન્ત છે.
મિથ્યા અનેકાન્ત.
આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પરનું પણ કરી શકે છે એમ
જાણવું તે મિથ્યા અનેકાન્ત.
આત્માને શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી પણ ધર્મ થાય એમ
જાણવું તે મિથ્યા અનેકાન્ત.
નિશ્ચયસ્વરૂપને આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે પણ ધર્મ થાય
એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત.
ક્રિયાથી લાભ થાય અને શરીરની ક્રિયાથી પણ લાભ થાય એમ જાણવું તે
મિથ્યા અનેકાન્ત.
અનેકાન્ત;
Page 25 of 655
PDF/HTML Page 80 of 710
single page version
૨૨] [મોક્ષશાસ્ત્ર એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીને, એક વસ્તુ બે વસ્તુનું કાર્ય કરે એમ માનવું તે મિથ્યા અનેકાન્ત; અથવા તો સમ્યક્ અનેકાન્તથી વસ્તુનું જે સ્વરૂપ નિશ્ચિત છે તેનાથી વિપરીત વસ્તુસ્વરૂપની કેવળ કલ્પના કરી, તેમાં ન હોય તેવા સ્વભાવોની કલ્પના કરવી તે મિથ્યા અનેકાન્ત છે.
જીવ સૂક્ષ્મ પુદ્ગલોનું કાંઈ ન કરી શકે પણ સ્થૂળ પુદ્ગલોનું કરી શકે
એમ જાણવું તે મિથ્યા અનેકાન્ત.
પોતાના સ્વરૂપે હોવાપણું અને પરરૂપે નહિ હોવાપણું-આદિ વસ્તુનું જે સ્વરૂપ છે તેની અપેક્ષા રાખીને પ્રમાણ દ્વારા જાણેલ પદાર્થના એક દેશનો (એક પડખાંનો) વિષય કરનાર નય તે સમ્યક્ એકાંત છે; અને કોઈ વસ્તુના એક ધર્મનો નિશ્ચય કરી તે વસ્તુમાં રહેલા અન્ય ધર્મોનો નિષેધ કરવો તે મિથ્યા એકાંત છે.
જાય છે. સર્વ જીવો એકાંત સુખી છે-એમ જાણવું તે મિથ્યા એકાંત છે,
કેમકે તેમાં અજ્ઞાની જીવો વર્તમાન દુઃખી છે તેનો નકાર થાય છે.
એમ તેમાં ગર્ભિતપણે આવી જાય છે.
સમ્યગ્જ્ઞાન વિનાનો ‘ત્યાગ તે જ ધર્મ છે’-એમ જાણવું તે મિથ્યા એકાંત
છે, કેમકે તે સમ્યગ્જ્ઞાન વિનાનો હોવાથી મિથ્યા ત્યાગ છે.
પરોક્ષઃ– જે ઈન્દ્રિયોથી સ્પર્શાઈ પ્રવર્તે તથા જે ચક્ષુ અને મનથી વગર સ્પર્શ્યે