Moksha Shastra (Gujarati). Sutra: 21-32 (Chapter 1).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 36

 

Page 66 of 655
PDF/HTML Page 121 of 710
single page version

અ. ૧. સૂત્ર ૨૦] [૬૩ (૭) ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત

શ્રુતજ્ઞાનમાં તારતમ્યતાની અપેક્ષાએ ભેદ પડે છે; અને તેના નિમિત્તમાં પણ ભેદ પડે છે. ભાવશ્રુત અને દ્રવ્યશ્રુત એ બન્નેમાં બે, અનેક અને બાર ભેદ પડે છે. ભાવશ્રુતને ભાવાગમ પણ કહી શકાય છે, અને તેમાં દ્રવ્યઆગમ નિમિત્ત હોય છે. દ્રવ્ય આગમ (શ્રુત) ના બે ભેદ-૧-અંગપ્રવિષ્ટ અને ર-અંગબાહ્ય છે; અંગ- પ્રવિષ્ટના બાર ભેદ છે. (૮) અનક્ષરાત્મક અને અક્ષરાત્મક શ્રુતજ્ઞાન

અનક્ષરાત્મક શ્રુતજ્ઞાનના બે ભેદ-પર્યાયજ્ઞાન અને પર્યાયસમાસ છે. સૂક્ષ્મ નિગોદિયા જીવને ઉત્પન્ન થતી વખતે જે પહેલે સમયે સર્વ જઘન્ય શ્રુતજ્ઞાન હોય છે તે પર્યાયજ્ઞાન છે. બીજો ભેદ પર્યોયસમાસ છે. સર્વ જઘન્ય જ્ઞાનથી અધિક જ્ઞાનને પર્યાયસમાસ કહે છે. [તેના અસંખ્યાત લોકપ્રમાણ ભેદ છે.] નિગોદિયા જીવને સમ્યક્ શ્રુતજ્ઞાન હોતું નથી પણ મિથ્યાશ્રુત હોય છે; માટે આ બે ભેદ સામાન્ય શ્રુતજ્ઞાનની અપેક્ષાએ કહ્યા છે એમ સમજવું. (૯) સમ્યક્ અને મિથ્યા એવા બે ભેદ નહિ લેતાં; સામાન્ય મતિ-શ્રુતજ્ઞાનનો વિચાર કરીએ તો દરેક છદ્મસ્થ જીવને મતિ અને શ્રુતજ્ઞાન હોય છે. સ્પર્શવડે કોઈ વસ્તુનું જાણવું થયું તે મતિજ્ઞાન છે; અને તેના સંબંધથી ‘આ હિતકારી નથી’ ઇત્યાદિ જ્ઞાન થવું તે શ્રુતજ્ઞાન છે, તે અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. એકેન્દ્રિયાદિક અસંજ્ઞી જીવોને અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન જ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને બન્ને પ્રકારનું શ્રુતજ્ઞાન હોય છે.

(૧૦) પ્રમાણના બે પ્રકાર

પ્રમાણના- બે પ્રકારનાં છે-૧-સ્વાર્થ પ્રમાણ, ર-પરાર્થ પ્રમાણ. સ્વાર્થ પ્રમાણ તો જ્ઞાનસ્વરૂપ છે અને પરાર્થ પ્રમાણ વચનરૂપ છે. શ્રુત સિવાયના ચાર જ્ઞાન સ્વાર્થ પ્રમાણ છે. શ્રુતપ્રમાણ સ્વાર્થ-પરાર્થ બન્નેરૂપ છે, તેથી જ્ઞાનરૂપ અને વચનરૂપ છે. શ્રુત ઉપાદાન છે, વચન તેનું નિમિત્ત છે. [વિકલ્પનો સમાવેશ વચનમાં થઈ જાય છે.] પરાર્થપ્રમાણનો અંશ તે ‘નય’ છે.

[જુઓ, પંચાધ્યાયી ભાગ-૧ પૃ.-૩૪૪ શ્રી દેવકીનંદનકૃત; જૈન સિદ્વાંત દર્પણ પાનું-૨૨;

રાજવાર્તિક-પાનું-૧પ૩; સર્વાર્થસિદ્વિ પાનું-પ૬ અધ્યાય-૧ સૂત્ર-૬] (૧૧) ‘શ્રુ’તનો અર્થ

શ્રુતનો અર્થ ‘સાંભળેલો વિષય’ અથવા ‘શબ્દ’ એવો થાય છે. જોકે

Page 67 of 655
PDF/HTML Page 122 of 710
single page version

૬૪] [મોક્ષશાસ્ત્ર

શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પછી થઈ શકે છે. તોપણ વર્ણવવા લાયક તથા શિક્ષાયોગ્ય સર્વ વિષયો તેમાં (શ્રુતજ્ઞાનમાં) આવે છે, અને તે સાંભળીને જાણી શકાય છે. એ રીતે ‘શ્રુતજ્ઞાન’ માં શ્રુતનો (શબ્દનો) સંબંધ મુખ્યતાથી છે; તે કારણે શ્રુતજ્ઞાનને શાસ્ત્રજ્ઞાન (ભાવશાસ્ત્રજ્ઞાન) પણ કહેવામાં આવે છે. (શબ્દો સાંભળીને જે શ્રુતજ્ઞાન થાય છે તે સિવાય બીજા પ્રકારનું પણ શ્રુતજ્ઞાન થાય છે.) સમ્યગ્જ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળવા ઉપરથી પાત્ર જીવોને આત્માનું યથાર્થ જ્ઞાન થઈ શકે છે તે અપેક્ષાએ તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. (૧૨) રૂઢિના બળથી પણ મતિપૂર્વક થતા આ વિશેષ જ્ઞાનને ‘શ્રુતજ્ઞાન’ કહેવામાં

આવે છે. (૧૩) શ્રુતજ્ઞાનને વિતર્ક પણ કહેવામાં આવે છે. [અધ્યાય ૯, સૂત્ર-૩૯] (૧૪) અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય

અંગપ્રવિષ્ટ બાર ભેદનાં નામ–૧-આચારાંગ, ૨-સૂત્રકૃતાંગ, ૩-સ્થાનાંગ, ૪- સમવાયાંગ, પ-વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અંગ, ૬-જ્ઞાતૃધર્મકથા અંગ, ૭-ઉપાસક અધ્યયનાંગ, ૮-અન્તકૃતદશાંગ, ૯-અનુત્તરૌપપાદિક અંગ, ૧૦-પ્રશ્નવ્યાકરણ અંગ, ૧૧-વિપાકસૂત્રાંગ અને ૧૨-દ્રષ્ટિપ્રવાદ અંગ. અંગબાહ્ય શ્રુતમાં ચૌદ પ્રકીર્ણક હોય છે. આ બાર અંગ અને ચૌદ પૂર્વની રચના, જે દિવસે તીર્થંકર ભગવાનનો દિવ્ય- ધ્વનિ છુટે છે ત્યારે ભાવશ્રુતરૂપ પર્યાયથી પરિણત ગણધરભગવાન એક જ મુહૂર્ત માં ક્રમથી કરે છે. (૧પ) આ બધાં શાસ્ત્રો નિમિત્ત માત્ર છે; ભાવશ્રુતજ્ઞાનમાં તેને અનુસરીને

તારતમ્યતા હોય છે-એમ સમજવું. (૧૬) મતિ અને શ્રુતજ્ઞાન વચ્ચેનો ભેદ

પ્રશ્નઃ– જેમ મતિજ્ઞાન ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે, તેમ શ્રુતજ્ઞાન પણ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે- તો પછી તેમાં ભેદ શું છે?

શંકાકારનાંકારણો–ઇન્દ્રિય અને મનથી મતિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે તે પ્રસિદ્ધ છે, અને શ્રુતજ્ઞાન વકતાના કહેવાથી અને શ્રોતાના સાંભળવાથી ઉત્પન્ન થાય છે તેથી વક્તાની જીભ અને શ્રોતાના કાન તથા મન એ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણો છે; એ રીતે મતિ-શ્રુત બન્નેના ઉત્પાદક કારણ ઇન્દ્રિયો અને મન થયાં, માટે તેને એક માનવાં જોઈએ.


Page 68 of 655
PDF/HTML Page 123 of 710
single page version

અ. ૧. સૂત્ર ૨૦] [૬પ

ઉત્તરઃ– મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને એક માનવાં તે બરાબર નથી. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બન્ને ઇન્દ્રિયો અને મનથી ઉત્પન્ન થાય છે એ હેતુ અસિદ્ધ છે; કેમકે જીભ અને કાનને શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ માનવાં તે ભૂલ છે. જીભ તો શબ્દનું ઉચ્ચારણ કરવામાં કારણ છે, શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ નથી. કાન પણ જીવને થતા મતિજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ છે, શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ નથી; તેથી શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં બે ઇન્દ્રિયોને કારણ બતાવવી, મતિ અને શ્રુતજ્ઞાન બન્ને ઇન્દ્રિયો અને મનથી ઉત્પન્ન થાય છે એમ કહીને બન્નેની એકતા માનવી તે મિથ્યા છે. તે બે ઇન્દ્રિયો શ્રુતજ્ઞાનમાં નિમિત્ત નથી. એ રીતે મતિ અને શ્રુતજ્ઞાનની ઉત્પત્તિના કારણમાં ભેદ છે. મતિજ્ઞાન ઇન્દ્રિયો અને મનના કારણે ઉત્પન્ન થાય છે, અને જે પદાર્થનો ઇન્દ્રિયો તથા મન દ્વારા મતિજ્ઞાનથી નિર્ણય થઈ ગયો હોય તે પદાર્થનું મન દ્વારા જે વિશેષતાથી જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન છે; માટે બન્ને જ્ઞાન એક નથી પણ જુદાં જુદાં છે. (૧૭) વિશેષ ખુલાસો

૧. ઇન્દ્રિય અને મન દ્વારા ‘આ ઘડો છે’ એમ નિશ્ચય કર્યો તે મતિજ્ઞાન છે; ત્યારપછી એ ઘડાથી જુદા, અનેક સ્થળો અને અનેક કાળમાં રહેવાવાળા અથવા ભિન્ન રંગોના સમાન જાતિના બીજા ઘડાનું જ્ઞાન કરવું તે શ્રુતજ્ઞાન છે. એક પદાર્થને જાણ્યા બાદ સમાન જાતિના બીજા પ્રકારને જાણવા તે શ્રુતજ્ઞાનનો વિષય છે. અથવા-

૨. ઈન્દ્રિય અને મન દ્વારા જે ઘડાનો નિશ્ચય કર્યો, ત્યારપછી તેના ભેદોનું જ્ઞાન કરવું તે શ્રુતજ્ઞાન છે; જેમકે -અમુક ઘડો અમુક રંગનો છે, અથવા અમુક ઘડો માટીનો છે- અમુક ઘડો તાંબા પિત્તળનો છે; એવી રીતે ઇન્દ્રિય અને મન દ્વારા નિશ્ચય કરી તેના ભેદ-પ્રભેદને જાણનારું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. તે જ (મતિજ્ઞાને જાણેલા) પદાર્થના ભેદ-પ્રભેદનું જ્ઞાન તે પણ શ્રુતજ્ઞાન છે. અથવા-

૩. ‘આ જીવ છે’ કે ‘આ અજીવ છે’ એવો નિશ્ચય કર્યા પછી જે જ્ઞાનથી સત્-સંખ્યાદિ દ્વારા તેનું સ્વરૂપ જાણવામાં આવે છે તે શ્રુતજ્ઞાન છે; કેમકે તે વિશેષસ્વરૂપનું જ્ઞાન ઇન્દ્રિય દ્વારા થઈ શકતું નથી, તેથી તે મતિજ્ઞાનનો વિષય નથી પણ શ્રુતજ્ઞાનનો વિષય છે. જીવ-અજીવ જાણ્યા પછી તેના સત્-સંખ્યાદિ વિશેષોનું જ્ઞાન માત્ર મનના નિમિત્તથી થાય છે. મતિજ્ઞાનમાં એક પદાર્થ સિવાય બીજા પદાર્થનું કે તે જ પદાર્થના વિશેષોનું જ્ઞાન થતું નથી; માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જુદાજુદા છે. અવગ્રહ પછી ઈહાજ્ઞાનમાં તે જ પદાર્થનું વિશેષજ્ઞાન છે અને ઈહા પછી અવાયમાં તે જ પદાર્થનું વિશેષ જ્ઞાન છે; પણ તેમાં (ઈહા કે અવાયમાં) તે જ પદાર્થના ભેદ-પ્રભેદનું જ્ઞાન નથી, માટે તે મતિજ્ઞાન છે-શ્રુતજ્ઞાન નથી. (અવગ્રહ, ઈહા, અવાય એ મતિજ્ઞાનના ભેદો છે.)


Page 69 of 655
PDF/HTML Page 124 of 710
single page version

૬૬] [મોક્ષશાસ્ત્ર

સૂત્ર ૧૧ થી ર૦ સુધીનો સિદ્ધાંત

જીવને સમ્યગ્દર્શન થતાં જ સમ્યક્મતિ અને સમ્યક્શ્રુતજ્ઞાન થાય છે. સમ્યગ્દર્શન કારણ છે અને સમ્યગ્જ્ઞાન કાર્ય છે-એમ સમજવું આ સમ્યક્મતિ અને શ્રુતજ્ઞાનના જે ભેદ આપ્યા છે તે જ્ઞાનની વિશેષ નિર્મળતા થવા માટે આપ્યા છે; પણ તે ભેદમાં અટકી, રાગમાં રોકાઈ રહેવા માટે આપ્યા નથી; માટે તે ભેદોનું સ્વરૂપ જાણી જીવે પોતાના ત્રિકાળી અખંડ અભેદ ચૈતન્યસ્વભાવ તરફ વાળી નિર્વિકલ્પ થવાની જરૂર છે. ।। ૨૦।।

અવધિજ્ઞાનનું વર્ણન
भवप्रत्ययोऽवधिर्देवनारकाणाम्।। २१।।
અર્થઃ– [भवप्रत्ययः] ભવપ્રત્યય નામનું [अवधिः] અવધિજ્ઞાન

[देवनारकाणाम्] દેવ અને નારકીઓને હોય છે.

ટીકા

(૧) અવધિજ્ઞાનના બે ભેદ છેઃ- ૧-ભવપ્રત્યય, ર-ગુણપ્રત્યય. કારણ અને નિમિત્ત

એ ત્રણ એકાર્થવાચક શબ્દો છે. અહીં ‘ભવપ્રત્યય’ શબ્દ બાહ્ય નિમિત્તની અપેક્ષાએ કહેલ છે, અંતરંગ નિમિત્ત તો દરેક પ્રકારના અવધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. (૨) દેવ અને નારકપર્યાય ધારણ કરતાં, જીવને જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે

ભવપ્રત્યય કહેવાય છે. જેમ પક્ષીઓમાં જન્મ થવો તે જ આકાશમાં ગમનનું
નિમિત્ત છે, નહિ કે શિક્ષા, જપ, તપ આદિક; તેમજ નારકી અને દેવના
પર્યાયમાં ઉત્પત્તિમાત્રથી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે.
[અહીં સમ્યગ્જ્ઞાનનો વિષય
છે તોપણ અહીં સમ્યક્ કે મિથ્યાના ભેદ વગર સામાન્ય અવધિજ્ઞાનને માટે
‘ભવપ્રત્યય’ શબ્દ વાપર્યો છે.
]

(૩) ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવ, નારકી તથા તીર્થંકરોને (છદ્મસ્થ દશામાં) હોય

છે, તે નિયમથી દેશાવધિ હોય છે; તે સમસ્ત પ્રદેશથી ઉત્પન્ન થાય છે. (૪) ‘ગુણપ્રત્યય’-કોઈ ખાસ પર્યાય (ભવ) ની અપેક્ષા ન રાખતાં, જીવના

પુરુષાર્થ વડે જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ગુણપ્રત્યય અથવા
ક્ષયોપશમનિમિત્તક કહેવાય છે.
।। ૨૧।।

Page 70 of 655
PDF/HTML Page 125 of 710
single page version

અ. ૧. સૂત્ર ૨૨] [૬૭

ક્ષયોપશમ–નિમિત્તક અવધિજ્ઞાનના ભેદ તથા તેના સ્વામી

क्षयोपशमनिमित्तः षड्विकल्पः शेषाणाम्।। २२।।

અર્થઃ– [क्षयोपशमनिमित्तः] ક્ષયોપશમ-નિમિત્તક અવધિજ્ઞાન [षड्विकल्पः]

અનુગામી, અનનુગામી, વર્દ્ધમાન, હીયમાન, અવસ્થિત, અનવસ્થિત-એવા છ ભેદવાળું છે, અને તે [शेषाणाम्] મનુષ્ય તથા તિર્યંચને થાય છે.

ટીકા

(૧) અનુગામી–જે અવધિજ્ઞાન સૂર્યના પ્રકાશની માફક જીવની સાથે સાથે જાય તેને

અનુગામી કહે છે.
અનનુગામી–જે અવધિજ્ઞાન જીવની સાથે સાથે ન જાય તેને અનનુગામી કહે છે.
વર્દ્ધમાન–જે અવધિજ્ઞાન શુક્લપક્ષના ચંદ્રની કળાની માફક વધતું રહે તેને
વર્દ્ધમાન કહે છે.
હીયમાન–જે અવધિજ્ઞાન કૃષ્ણપક્ષના ચંદ્રની કળાની માફક ઘટતું રહે તેને
હીયમાન કહે છે.
અવસ્થિત–જે અવધિજ્ઞાન એક સરખું રહે, ન વધે-ન ઘટે, તેને અવસ્થિત કહે
છે.
અનવસ્થિત–પાણીના તરંગોની માફક ઘટતું-વધતું રહે, એકસરખું ન રહે તેને
અનવસ્થિત કહે છે.

(૨) મનુષ્યોને આ અવધિજ્ઞાન થાય છે એમ કહ્યું છે તેમાં તીર્થંકરો ન લેવા, બીજા

મનુષ્યો સમજવા; તે પણ બહુ થોડા મનુષ્યોને થાય છે. આ અવધિજ્ઞાનને ‘ગુણપ્રત્યય’ પણ કહેવામાં આવે છે. તે નાભિની ઉપર શંખ, પદ્મ, વજ્ર, સ્વસ્તિક, કલશ, માછલાં આદિ શુભ ચિહ્ન દ્વારા થાય છે. (૩) અવધિજ્ઞાનના *પ્રતિપાતિ, ×અપ્રતિપાતિ, દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ

એવા ભેદો પણ પડે છે. (૪) +જઘન્ય દેશાવધિ સંયત તથા અસંયત મનુષ્યો અને તિર્યંચને થાય છે; (દેવ-

નારકીને થતું નથી) ઉત્કૃષ્ટ દેશાવધિ સંયત ભાવમુનિને જ થાય છે, અન્ય તીર્થંકરાદિક ગૃહસ્થ-મનુષ્ય, દેવ, નારકીને નહી; તેમને દેશાવધિ થાય છે. _________________________________________________________________ *પ્રતિપાતિ=પડી જાય તેવું; × અપ્રતિપાતિ = ન પડે તેવું. +જઘન્ય=સૌથી થોડું.


Page 71 of 655
PDF/HTML Page 126 of 710
single page version

૬૮] [મોક્ષશાસ્ત્ર (પ) દેશાવઘિ એ ઉપર [પારા ૧ માં] કહેલા છ પ્રકાર તથા પ્રતિપાતિ અને

અપ્રતિપાતિ એમ આઠ પ્રકારનું હોય છે. પરમાવધિ અનુગામી, અનનુગામી, વર્દ્ધમાન, અવસ્થિત, અનવસ્થિત અને અપ્રતિપાતી હોય છે. (૬) અવધિજ્ઞાન રૂપી– પુદ્ગલ તથા તે પુદ્ગલના સંબંધવાળા સંસારી જીવ (ના

વિકારી ભાવ) ને પ્રત્યક્ષ જાણે છે. (૭) દ્રવ્ય અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનનો વિષય–એક જીવના ઔદારિક શરીર

સંચયના લોકાકાશ-પ્રદેશપ્રમાણ ખંડ કરતાં તેના એક ખંડ સુધીનું જ્ઞાન હોય છે.
દ્રવ્ય અપેક્ષાએ સર્વાવધિજ્ઞાનનો વિષય– એક પરમાણ સુધી જાણે છે.
[જુઓ, સૂત્ર ૨૮ ટીકા]
દ્રવ્ય અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય–જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેના
દ્રવ્યોના ભેદોને જાણે છે.
ક્ષેત્ર અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનનો વિષય-ઉત્સેધાંગુલના
[આઠ યવ
મધ્યના] અસંખ્યાતમાં ભાગ સુધીના ક્ષેત્રને જાણે છે.
ક્ષેત્ર અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો વિષય–અસંખ્યાત લોકપ્રમાણ સુધી
ક્ષેત્રને જાણે છે.
ક્ષેત્ર અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય-જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેના
ક્ષેત્રભેદોને જાણે છે.
કાળ અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનનો વિષય-(જઘન્યથી) આવલિના
અસંખ્યાતભાગપ્રમાણ ભૂત અને ભવિષ્યને જાણે છે.
કાળ અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો વિષય-અસંખ્યાત લોકપ્રમાણ અતીત
ને અનાગત કાળ ને જાણે છે.
કાળ અપેક્ષાએ મધ્યમ અવધિજ્ઞાનનો વિષય–જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેના
કાળભેદોને જાણે છે.
ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાનનો વિષય–પહેલાં દ્રવ્યપ્રમાણ નિરૂપણ કરેલ
દ્રવ્યોની શક્તિને જાણે છે.
[શ્રી ધવલા પુસ્તક ૧, પાનું ૯૩-૯૪]

(૮) કર્મનો ક્ષયોપશમ નિમિત્તમાત્ર છે એમ સમજવું, એટલે કે જીવ પોતાના

પુરુષાર્થથી પોતાના જ્ઞાનનો વિશુદ્ધ અવધિજ્ઞાનપર્યાય પ્રગટ કરે છે તેમાં પોતે જ
કારણ છે. અવધિજ્ઞાન વખતે અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ સ્વયં હોય એટલો

Page 72 of 655
PDF/HTML Page 127 of 710
single page version

અ. ૧. સૂત્ર ૨૨] [૬૯

સંબંધ બતાવવા નિમિત્ત જણાવ્યું છે. કર્મની તે વખતની સ્થિતિ કર્મના પોતાના કારણે ક્ષયોપશમરૂપ હોય છે, એટલો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તે અહીં બતાવ્યો છે. (૯) ક્ષયોપશમનો અર્થ–(૧) સર્વઘાતિ સ્પર્દ્ધકોનો ઉદયાભાવી ક્ષય; (ર) દેશઘાતિ

સ્પર્દ્ધકોમાં ગુણનો સર્વથા ઘાત કરવાની શક્તિનો ઉપશમ તેને ક્ષયોપશમ કહે
છે. તથા-
ક્ષાયોપશમિક સમ્યગ્દર્શનમાં વેદક સમ્યક્ત્વપ્રકૃતિના સ્પર્દ્ધકોને ‘ક્ષય’ અને
મિથ્યાત્વ તથા સમ્યક્મિથ્યાત્વ પ્રકૃતિઓના ઉદયભાવને ઉપશમ કહે છે.
પ્રકૃતિઓના ક્ષય તથા ઉપશમને ક્ષયોપશમ કહે છે.
[શ્રી ધવલા, પુસ્તક પ,
પાનું ર૦૦-૨૧૧-૨૨૧]

(૧૦) ગુણપ્રત્યય અવધિજ્ઞાન, સમ્યગ્દર્શન, દેશવ્રત અથવા મહાવ્રતના નિમિત્તથી થાય

છે તોપણ તે બધા સમ્યગ્દ્રષ્ટિ, દેશવ્રતી કે મહાવ્રતી જીવોને હોતું નથી; કેમકે-
અસંખ્યાત લોકપ્રમાણ સમ્યક્ત્વ, સંયમાસંયમ અને સંયમરૂપ પરિણામોમાં,
અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમના કારણભૂત પરિણામ બહુ થોડા હોય છે.
[શ્રી
જયધવલા પાનું-૧૭]. ગુણપ્રત્યય સુ-અવધિજ્ઞાન સમ્યગ્દ્રષ્ટિ જીવોને જ થઈ
શકે છે, પરંતુ બધા સમ્યગ્દ્રષ્ટિ જીવોને તે હોતું નથી-એમ સમજવું.
સૂત્ર ૨૧–૨૨નો સિદ્ધાંત

“જે જીવોને અવધિજ્ઞાન થયું હોય તે જ જીવો, અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી દર્શનમોહકર્મના રજકણોની અવસ્થા જોઈને તે ઉપરથી પોતાને સમ્યગ્દર્શન થયું છે- એમ યથાર્થપણે જાણી શકે”-એવી માન્યતા બરાબર નથી, કેમકે બધા જ સમ્યગ્દ્રષ્ટિ જીવોને અવધિજ્ઞાન હોતું નથી, પણ સમ્યગ્દ્રષ્ટિ જીવોમાંથી ઘણા જ ઓછા જીવોને અવધિજ્ઞાન થાય છે. ‘પોતાને સમ્યગ્દર્શન થયું છે’ તે જો અવધિજ્ઞાન વગર નક્કી ન થઈ શકતું હોય તો, જે જીવોને અવધિજ્ઞાન ન થાય તેઓને હંમેશાં એ સંબંધની શંકા-સંશય રહ્યા જ કરે, પરંતુ નિઃશંકપણું એ સમ્યગ્દર્શનનો પહેલો જ આચાર છે; તેથી જે જીવોને સમ્યગ્દર્શન સંબંધી શંકા રહ્યા કરે તે જીવ ખરી રીતે સમ્યગ્દ્રષ્ટિ હોય જ નહિ, પણ મિથ્યાદ્રષ્ટિ હોય છે. માટે અવધિજ્ઞાનનું, મનઃપર્યયજ્ઞાનનું તથા તેના ભેદોનું સ્વરૂપ જાણી, ભેદો તરફના રાગને ટાળી, અભેદ જ્ઞાનસ્વરૂપ પોતાના સ્વભાવ તરફ જીવે વળવું.।। २२।।


Page 73 of 655
PDF/HTML Page 128 of 710
single page version

૭૦] [મોક્ષશાસ્ત્ર

મનઃપર્યયજ્ઞાનના ભેદ
ऋजुविपुलमती मनः पर्ययः।। २३।।
અર્થઃ– [मनःपर्ययः] મનઃપર્યયજ્ઞાન [ऋजुमति विपुलमति] ઋજુમતિ અને

વિપુલમતિ-એવા બે પ્રકારનું છે.

ટીકા

(૧) મનઃપર્યયજ્ઞાનની વ્યાખ્યા નવમા સૂત્રની ટીકામાં આપી છે. બીજાના મનોગત

(મનમાં રહેલાં) મૂર્તિક દ્રવ્યોને, તે મનની સાથે જે પ્રત્યક્ષ જાણે તે મનઃપર્યયજ્ઞાન છે. (૨) દ્રવ્ય અપેક્ષાએ મનઃપર્યયજ્ઞાનનો વિષય–જઘન્યરૂપથી એક સમયમાં થતા

ઔદારિક શરીરના નિર્જરારૂપ દ્રવ્ય સુધી જાણી શકે; ઉત્કૃષ્ટરૂપે આઠ કર્મોના
એક સમયમાં બંધાયેલા સમય પ્રબદ્ધરૂપ*દ્રવ્યના અનંત ભાગોમાંથી એક
ભાગ સુધી જાણી શકે.
ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય–જઘન્યરૂપે બે, ત્રણ કોશ સુધીના ક્ષેત્રને
જાણે; અને ઉત્કૃષ્ટરૂપે મનુષ્યક્ષેત્રની અંદર જાણી શકે.
[વિષ્કંભરૂપ મનુષ્યક્ષેત્ર
સમજવું].
કાળ અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય–જઘન્યરૂપે બે, ત્રણ ભવોનું ગ્રહણ કરે છે;
ઉત્કૃષ્ટરૂપે અસંખ્યાત ભવોનું ગ્રહણ કરે છે-જાણે છે.
ભાવ અપેક્ષાએ આ જ્ઞાનનો વિષય–દ્રવ્યપ્રમાણમાં કહેલા દ્રવ્યોની શક્તિને
(ભાવને) જાણે છે.
[શ્રી ધવલા પુસ્તક ૧ પાનું-૯૪]

આ જ્ઞાન થવામાં મન અપેક્ષામાત્ર(-નિમિત્તમાત્ર) કારણ છે, ઉત્પત્તિનું તે કારણ નથી. આ જ્ઞાનની ઉત્પત્તિ આત્માની શુદ્ધિથી થાય છે. આ જ્ઞાન દ્વારા સ્વ તથા પર બન્નેના મનમાં સ્થિત રૂપી પદાર્થો જાણી શકાય છે. [શ્રી સર્વાર્થસિદ્ધિ પાનું ૪૪૮-૪પ૧-૪પ૨] બીજાના મનમાં સ્થિત પદાર્થને પણ ‘મન’ કહેવામાં આવે છે; તેના પર્યાયો (વિશેષો) ને મનઃપર્યય કહે છે, તેને જે જ્ઞાન જાણે તે મનઃપર્યયજ્ઞાન છે. મનઃપર્યયજ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ એવા બે ભેદ છે. _________________________________________________________________

*સમયપ્રબદ્ધ=એક સમયમાં જેટલા કર્મપરમાણુ અને નોકર્મપરમાણુ બંધાય તે સર્વને

સમયપ્રબદ્ધ કહે છે.


Page 74 of 655
PDF/HTML Page 129 of 710
single page version

અ. ૧. સૂત્ર ૨૩] [૭૧

ઋજુમતિઃ– મનમાં ચિંતવન કરેલા પદાર્થોને જાણે છે, અચિંતિત પદાર્થને નહિ; અને તે પણ સરલરૂપથી ચિંતિત પદાર્થને જાણે છે.

[જુઓ, સૂત્ર ર૮-નીચે ટીકા]

વિપુલમતિઃ– ચિંતિત અને નહિ ચિંતિત પદાર્થને તથા વક્રચિંતિત અને અવક્રચિંતિત પદાર્થને પણ જાણે છે.

[જુઓ, સૂત્ર ૨૮ નીચે ટીકા]
મનઃપર્યયજ્ઞાન વિશિષ્ટ સંયમધારીને થાય છે. [શ્રી ધવલા પુસ્તક ૬ પાનું

૨૮-૨૯] ‘વિપુલ’નો અર્થ વિસ્તીર્ણ-વિશાળ-ગંભીર થાય છે. [તેમાં કુટિલ, અસરળ, વિષમ, સરળ વગેરે ગર્ભિત છે.) વિપુલમતિજ્ઞાનમાં ઋજુ અને વક્ર (એટલે સરળ અને આડા) સર્વ પ્રકારના રૂપી પદાર્થનું જ્ઞાન થાય છે. પોતાનાં તથા પરનાં જીવિત, મરણ, સુખ, દુઃખ, લાભ, અલાભનું પણ જ્ઞાન થાય છે. વ્યક્ત મન કે અવ્યક્ત મનથી ચિંતવન કરેલા કે નહિ ચિંતવેલા કે આગળ જઈ જેનું ચિંતવન કરશે એવા સર્વ પ્રકારના પદાર્થોને વિપુલમતિ મનઃપર્યયજ્ઞાની જાણે છે.

[સર્વાર્થસિદ્ધિ પાનું ૪૪૮-૪પ૧-૪પ૨]

કાળ અપેક્ષાએ ઋજુમતિનો વિષય–જઘન્યપણે ભૂત-ભવિષ્યના બે ત્રણ ભવ પોતાના અને બીજાના જાણે, ઉત્કૃષ્ટપણે સાત-આઠ ભવ તે મુજબ જાણે.

ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાન જઘન્યપણે ત્રણથી ઉપર અને નવથી નીચે કોશ અને ઉત્કૃષ્ટપણે ત્રણથી ઉપર અને, નવથી નીચે યોજનની અંદર જાણે છે, તેથી બહાર નહિ.

[કોશ=૧ ગાઉ; યોજન= ૨૦૦૦ ગાઉ]

કાળ અપેક્ષાએ વિપુલમતિનો વિષય–જઘન્યથી સાત-આઠ ભવ આગલા- પાછલા જાણે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ આગલા-પાછલા જાણે.

ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાન–જઘન્યપણે ત્રણથી ઉપર અને નવથી નીચે યોજન પ્રમાણ જાણે; ઉત્કૃષ્ટપણે માનુષોત્તર પર્વતની અંદર જાણે-તેથી બહાર નહિ.

[સર્વાર્થસિદ્ધિ પાનું-૪પ૪]
વિપુલમતિનો અર્થ ઇંગ્લિશ તત્ત્વાર્થસૂત્રમાં નીચે પ્રમાણે આપ્યો છેઃ-

Complex direct knowledge of complex mental things. e. g. of what a man is thinking of now along with what he has thought of it in the past and will think of it in the future. [પાનું-૪૦]

અર્થઃ– આંટીઘૂંટી વાળી મનમાં સ્થિત વસ્તુઓનું આંટીઘૂંટી સહિત પ્રત્યક્ષજ્ઞાન જેમકે-એક માણસ વર્તમાનમાં શું વિચારે છે. તેની સાથે ભૂતકાળમાં તેણે શું


Page 75 of 655
PDF/HTML Page 130 of 710
single page version

૭૨] [મોક્ષશાસ્ત્ર વિચાર્યું છે અને ભવિષ્યમાં તે શું વિચારશે તે જ્ઞાનનો મનોગત વિકલ્પ તે મનઃપર્યયજ્ઞાનનો વિષય છે. (બાહ્ય વસ્તુની અપેક્ષા મનોગતભાવ એક અતિ સૂક્ષ્મ અને વિજાતીય ચીજ છે.) ૨૩

ઋજુમતિ અને વિપુલમતિમાં અંતર
विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः।। २४।।
અર્થઃ– [विशुद्धयप्रतिपाताभ्यां] પરિણામોની શુદ્ધતા અને અપ્રતિપાત અર્થાત્

કેવળજ્ઞાન થયા પહેલાં ન છૂટવું [तद्विशेष] એ બે વાતોથી ઋજુમતિ અને વિપુલમતિ જ્ઞાનમાં વિશેષતા-તફાવત છે.

ટીકા

ઋજુમતિ અને વિપુલમતિ એ બે પ્રકારના મનઃપર્યયના ભેદ સૂત્ર ૨૩ની ટીકામાં આપ્યા છે. આ સૂત્રમાં સ્પષ્ટ જણાવે છે કે વિપુલમતિ વિશુદ્ધ શુદ્ધ છે, વળી તે કદી પડી જતું નથી પણ કેવળજ્ઞાન થતાં સુધી ચાલુ રહે છે. ઋજુમતિ જ્ઞાન તો થઈને છૂટી પણ જાય. ચારિત્રની તીવ્રતાના ભેદના કારણે આ ભેદ પડે છે. સંયમપરિણામનું ઘટવું-તેની હાનિ થવી તે પ્રતિપાત છે, તે (પ્રતિપાત) ઋજુમતિવાળા કોઈને હોય છે.।। ૨૪।।

અવધિજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાનમાં વિશેષતા विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्यययोः।। २५।।

અર્થઃ– [अवधिमनःपर्यययोः] અવધિ અને મનઃપર્યય જ્ઞાનમાં

[विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्यः] વિશુદ્ધતા, ક્ષેત્ર, સ્વામી અને વિષયની અપેક્ષાથી- વિશેષતા હોય છે.

ટીકા

મનઃપર્યયજ્ઞાન ઉતમ ઋદ્ધિધારી ભાવ-મુનિઓને જ હોય છે; અને અવધિજ્ઞાન ચારે ગતિના સંજ્ઞી જીવને હોય છે; એ સ્વામી અપેક્ષાએ ભેદ છે.

ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનું ક્ષેત્ર અસંખ્યાત લોકપ્રમાણ સુધી છે, મનઃપર્યયનું અઢી દ્વીપ મનુષ્યક્ષેત્ર છે. આ ક્ષેત્ર અપેક્ષાએ ભેદ છે.

સ્વામી તથા વિષયના ભેદથી વિશુદ્ધિમાં અંતર જાણી શકાય છે, અવધિજ્ઞાનનો વિષય પરમાણુપર્યંત રૂપી પદાર્થ છે અને મનઃપર્યયજ્ઞાનનો વિષય મનોગત વિકલ્પ છે.


Page 76 of 655
PDF/HTML Page 131 of 710
single page version

અ. ૧. સૂત્ર ૨૬-૨૭] [૭૩

વિષયનો ભેદ સૂત્ર ૨૭-૨૮ ની ટીકામાં આપ્યો છે; તથા સૂત્ર ૨૨ ની ટીકામાં અવધિજ્ઞાનનો, અને સૂત્ર ૨૩ ની ટીકામાં મનઃપર્યયજ્ઞાનનો વિષય આપ્યો છે, તે ઉપરથી આ ભેદ સમજી લેવા. ૨પ.

મતિ–શ્રુત જ્ઞાનનો વિષય

मतिश्रुतयोर्निबंधो द्रव्येष्वसर्वपर्यायेषु।। २६।।

અર્થઃ– [मतिश्रुतयोः] મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો [निबंघः]

વિષયસંબંધ[असर्वपर्यायेषु] સર્વ પર્યોયોથી રહિત [द्रव्येषु] જીવ-પુદ્ગલાદિ સર્વે દ્રવ્યો છે.

ટીકા

મતિ અને શ્રુતજ્ઞાન રૂપી-અરૂપી સર્વે દ્રવ્યોને જાણે છે, પણ તેના સર્વે પર્યાયોને જાણતાં નથી, તેના વિષય-સંબંધ સર્વે દ્રવ્યો અને તેના કેટલાક પર્યાયો સાથે હોય છે.

આ સૂત્રમાં ‘द्रव्येषु’ શબ્દ વાપર્યો છે તેથી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ,

આકાશ અને કાળ એ સમસ્ત દ્રવ્યો સમજવાં; તેના કેટલાક પર્યાયો આ જ્ઞાન જાણે છે, સર્વ પર્યાયોને નહિ.

પ્રશ્નઃ– જીવ, ધર્માસ્તિકાય વગેરે અમૂર્તદ્રવ્યો છે તેને મતિજ્ઞાન કેમ જાણે કે જેથી મતિજ્ઞાન સર્વ દ્રવ્યોને જાણે એમ કહી શકાય?

ઉત્તરઃ– અનિન્દ્રિય (મન) ના નિમિત્તે અરૂપી દ્રવ્યોનું અવગ્રહ, ઇહા, અવાય અને ધારણારૂપ મતિજ્ઞાન પ્રથમ ઊપજે છે, પછી તે મતિજ્ઞાન પૂર્વક શ્રુતજ્ઞાન સર્વ દ્રવ્યને જાણે છે; અને પોતપોતાને યોગ્ય પર્યાયોને તે જાણે છે-એમ સમજવું.

આ બંને જ્ઞાનોવડે જીવને પણ યથાર્થપણે જાણી શકાય છે. ।। ૨૬।।
અવધિજ્ઞાનનો વિષય
रूपिष्ववधेः।। २७।।
અર્થઃ– [अवधेः] અવધિજ્ઞાનનો વિષય-સંબંધ [रूपिषु] રૂપી દ્રવ્યોમાં છે

અર્થાત્ અવધિજ્ઞાન રૂપી પદાર્થોને જાણે છે.

ટીકા

જેને રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય તે પુદ્ગલ દ્રવ્ય (રૂપી દ્રવ્ય) છે; પુદ્ગલ દ્રવ્યથી સંબંધ રાખવાવાળા સંસારી જીવને પણ આ જ્ઞાનના હેતુ માટે રૂપી કહેવામાં આવે છે. [જુઓ સૂત્ર ૨૮ નીચે ટીકા]


Page 77 of 655
PDF/HTML Page 132 of 710
single page version

૭૪] [મોક્ષશાસ્ત્ર

જીવના પાંચ ભાવોમાંથી ઔદયિક, ઔપશમિક અને ક્ષાયોપશમિક એ ત્રણ ભાવો(પરિણામો) જ અવધિજ્ઞાનનો વિષય થાય છે; અને જીવના બાકીના-ક્ષાયિક તથા પારિણામિક એ બે ભાવો તથા ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય અરૂપી પદાર્થ છે તે અવધિજ્ઞાનના વિષયભૂત થતા નથી.

આ જ્ઞાન સર્વ રૂપી પદાર્થોને અને તેના કેટલાક પર્યોયોને જાણે છે એમ સમજવું. ।। २७।।

મનઃપર્યયજ્ઞાનનો વિષય
तदनंतभागे मनःपर्ययस्य।। २८।।
અર્થઃ– [तत् अनंतभागे] સર્વાવધિજ્ઞાનના વિષયભૂત રૂપી દ્રવ્યના અનંતમા

ભાગે [मनःपर्ययस्य] મનઃપર્યયજ્ઞાનનો વિષય-સંબંધ છે.

ટીકા

પરમઅવધિજ્ઞાનના વિષયભૂત જે પુદ્ગલસ્કંધ છે તેનો અનંતમો ભાગ કરતાં જે એક પરમાણુ માત્ર થાય છે તે સર્વાવધિનો વિષય છે, તેનો અનંતમો ભાગ ઋજુમતિ-મનઃપર્યયજ્ઞાનનો વિષય છે અને તેનો અનંતમો ભાગ વિપુલમતિમનઃપર્યયનો વિષય છે. (સર્વાર્થસિદ્ધિ પાનું-૪૭૩)

સૂત્ર ૨૭–૨૮ નો સિદ્ધાંત

અવધિજ્ઞાનનો અને મનઃપર્યયજ્ઞાનનો વિષય રૂપી છે એમ અહીં કહ્યું છે. અધ્યાય ર ના સૂત્ર ૧ માં આત્માના પાંચ ભાવો કહ્યા છે તેમાંથી ઔદયિક, ઔપશમિક તથા ક્ષાયોપશમિક એ ત્રણ ભાવો આ જ્ઞાનનો વિષય થાય છે એમ સૂત્ર ૨૭ માં કહ્યું છે, તેથી નક્કી થાય છે કે પરમાર્થ તે ત્રણ ભાવો રૂપી છે-એટલે કે અરૂપી આત્માનું સ્વરૂપ તે નથી. કેમકે આત્મામાંથી તે ભાવો ટળી શકે છે અને જે ટળી શકે તે પરમાર્થે આત્માનું હોય નહિ. ‘રૂપી’ ની વ્યાખ્યા અધ્યાય પ ના સૂત્ર પ માં આપી છે, ત્યાં પુદ્ગલ ‘રૂપી’ છે-એમ કહ્યું છે; અને પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા છે એમ અધ્યાય પ સૂત્ર ૨૩ માં કહ્યું છે. શ્રી સમયસારની ગાથા પ૦ થી ૬૮ તથા ૨૦૩ માં વર્ણાદિથી ગુણસ્થાન પર્યંતના ભાવો પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી જીવની અનુભૂતિથી ભિન્ન છે માટે તે જીવ નથી એમ કહ્યું છે; તે જ સિદ્ધાંત આ (વ્યવહાર) શાસ્ત્રમાં ઉપર કહેલાં ટૂંકાં સૂત્રો દ્વારા પ્રતિપાદન કર્યો છે.

[જુઓ, સમયસાર પૃ. ૮૨ થી ૧૦૨ તથા ૨૬૧]

Page 78 of 655
PDF/HTML Page 133 of 710
single page version

અ. ૧. સૂત્ર ૯] [૭પ

અધ્યાય ર સૂત્ર ૧ માં તે ભાવોને જીવના કહ્યા છે તે વ્યવહારે કહ્યા છે. જો ખરેખર તે જીવના હોય તો જીવમાંથી કદી ટળે નહિ અને એક સરખા રહે; પણ એક સરખા રહેતા નથી અને ટાળી શકાય છે, માટે તે જીવસ્વરૂપ-જીવના નિજભાવ નથી.।। ૨૮।।

કેવળજ્ઞાનનો વિષય
सर्वद्रव्यपर्यायेषु केवलस्य।। २९।।
અર્થઃ– [केवलस्य] કેવળજ્ઞાનનો વિષય-સંબંધ[सर्वद्रव्यपर्यायेषु] સર્વ દ્રવ્યો

અને તેના સર્વે પર્યાયો છે-અર્થાત્ કેવળજ્ઞાન એક સાથે સર્વ પદાર્થોને અને તેના સર્વ પર્યાયોને જાણે છે.

ટીકા

કેવળજ્ઞાન=અસહાય જ્ઞાન; એટલે કે ઇન્દ્રિય, મન કે આલોકની અપેક્ષારહિત આ જ્ઞાન છે. ત્રિકાળગોચર અનંત પર્યાયોને પ્રાપ્ત અનંત વસ્તુઓને તે જાણે છે, અસંકુચિત (સંકોચ વગરનું) છે, અને પ્રતિપક્ષીરહિત છે; કેવળજ્ઞાન અમર્યાદિત છે.

શંકાઃ– જે પદાર્થનો નાશ થઈ ચૂક્યો છે અને જે પદાર્થ હજી ઉત્પન્ન નથી થયો તેને કેવળજ્ઞાન કેમ જાણી શકે?

સમાધાનઃ– કેવળજ્ઞાન નિરપેક્ષ હોવાથી બાહ્ય પદાર્થોની અપેક્ષા વિના તેને એટલે કે નષ્ટ અને અનુત્પન્ન પદાર્થોને જાણે તેમાં કાંઈ વિરોધ નથી. કેવળજ્ઞાનને વિપર્યયજ્ઞાનપણાનો પણ પ્રસંગ નથી, કેમકે યથાર્થ સ્વરૂપથી તે પદાર્થોને જાણે છે. નષ્ટ અને અનુત્પન્ન વસ્તુઓનો જોકે વર્તમાનમાં સદ્ભાવ નથી તોપણ તેનો અત્યંત અભાવ નથી.

સર્વ દ્રવ્ય અને તે દ્રવ્યના ત્રિકાળવર્તી અનંતાનંત પર્યાયોને અક્રમથી એક કાળે કેવળજ્ઞાન જાણે છે; તે જ્ઞાન સહજ (ઇચ્છાવિના) જાણે છે. કેવળજ્ઞાનમાં એવી શક્તિ છે કે અનંતાનંત લોક-અલોક હોય તોપણ તેને જાણવાને કેવળજ્ઞાન સમર્થ છે.

શંકાઃ– કેવળી ભગવાનને એક જ જ્ઞાન હોય છે કે પાંચે જ્ઞાન હોય છે? સમાધાનઃ– પાંચે જ્ઞાનોનું એકી સાથે રહેવું માની શકાય નહિ, કેમકે મતિજ્ઞાનાદિ આવરણીય જ્ઞાન છે અને કેવળજ્ઞાની ભગવાન ક્ષીણ આવરણીય છે તેથી ભગવાનને આવરણીય જ્ઞાન હોવું સંભવે નહિ; કેમકે આવરણના નિમિત્તથી થતાં જ્ઞાનોનું (આવરણનો અભાવ થયા પછી) રહેવાનું બની શકે એમ માનવું તે ન્યાયવિરુદ્ધ છે.

[શ્રી ધવલા પુસ્તક ૬ પાનું ૨૯-૩૦]

Page 79 of 655
PDF/HTML Page 134 of 710
single page version

૭૬] [મોક્ષશાસ્ત્ર

મતિ આદિ જ્ઞાનોનું આવરણ કેવળજ્ઞાનાવરણના નાશ થવાની સાથે જ પૂરેપૂરું નષ્ટ થાય છે. [જુઓ, સૂત્ર ૩૦ ની ટીકા]

એક સાથે સર્વથા જાણવાનું એક એક જીવમાં સામર્થ્ય છે.
૨૯ મા સૂત્રનો સિદ્ધાંત

‘હું પરને જાણું તો મોટો’ એમ નહિ, પણ મારું બેહદ સામર્થ્ય અનંતજ્ઞાન- ઐશ્વર્યપણે હોવાથી હું પૂર્ણજ્ઞાનઘન સ્વાધીન આત્મા છું-એમ પૂર્ણ સાધ્યને દરેક જીવે નક્કી કરવું જોઈએ; એમ નક્કી કરી સ્વથી એકત્વ અને પરથી વિભક્ત (ભિન્ન) પોતાના એકાકાર સ્વરૂપ તરફ જીવે વળવું જોઈએ, પોતાના એકાકાર સ્વરૂપ તરફ વળતાં સમ્યગ્દર્શન પ્રગટી ક્રમેક્રમે જીવ આગળ વધે છે અને તેની પૂર્ણ જ્ઞાનદશા થોડા વખતમાં પ્રગટે છે. ।। ૨૯।।

એક જીવને એક સાથે કેટલાં જ્ઞાન હોઈ શકે છે?
एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्भ्यः।। ३०।।
અર્થઃ– [एकस्मिन्] એક જીવમાં [युगपत्] એક સાથે [एकादीनि] એકથી

શરૂ કરીને [आचतुर्भ्य] ચાર જ્ઞાન સુધી [भाज्यानि] વિભક્ત કરવા યોગ્ય છે અર્થાત્ હોઈ શકે છે.

ટીકા

(૧) એક જીવને એક સાથે એકથી શરૂ કરી ચાર જ્ઞાન સુધી હોઈ શકે છે; એક જ્ઞાન હોય તો કેવળજ્ઞાન હોય છે; બે હોય તો મતિ અને શ્રુત હોય છે; ત્રણ હોય તો મતિ, શ્રુત અને અવધિ અગર મતિ, શ્રુત અને મનઃપર્યયજ્ઞાન હોય છે; ચાર હોય તો મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યય જ્ઞાન હોય છે. એકી સાથે પાંચ જ્ઞાનો કોઈને હોતાં નથી. વળી એક જ જ્ઞાન એક વખતે ઉપયોગરૂપ હોય છે. કેવળજ્ઞાન પ્રગટયું ત્યારથી તે કાયમ માટે ટકે છે; બીજાં જ્ઞાનોનો ઉપયોગ વધારેમાં વધારે અંતર્મુહૂર્ત હોય છે, તેથી વધારે હોતો નથી, પછી જ્ઞાનના ઉપયોગનો વિષય બદલે જ છે. કેવળી સિવાય બધા સંસારી જીવોને ઓછામાં ઓછા બે એટલે કે મતિ અને શ્રુતજ્ઞાન હોય જ છે.

(૨) ક્ષાયોપશમિક જ્ઞાન ક્રમવર્તી છે, એક કાળમાં એક જ પ્રવર્તે છે; પણ અહીં જે ચાર જ્ઞાન એકી સાથે કહ્યાં છે તે ચારનો ઉઘાડ એકી વખતે હોવાથી ચાર જ્ઞાનની જાણનરૂપ લબ્ધિ એક કાળમાં હોય એમ કહેવું છે, ઉપયોગ તો એક કાળે એક સ્વરૂપે જ હોય છે. ।। ૩૦।।


Page 80 of 655
PDF/HTML Page 135 of 710
single page version

અ. ૧. સૂત્ર ૩૧] [૭૭

સૂત્ર ૯ થી ૩૦ સુધીનો સિદ્ધાંત

આત્મા ખરેખર પરમાર્થ છે અને તે જ્ઞાન છે; આત્મા પોતે જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ છે. જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થ-સ્વરૂપ સાક્ષાત્ મોક્ષ ઉપાય છે. આ સૂત્રોમાં જ્ઞાનના જે ભેદો કહ્યા છે તે આ એક પદને અભિનંદે છે.

જ્ઞાનના હીનાધિકરૂપ ભેદો, તેના સામાન્ય જ્ઞાનસ્વભાવને ભેદતા નથી, પણ અભિનંદે છે; માટે જેમાં સમસ્ત ભેદનો અભાવ છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું-એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જ અવલંબન કરવું. જ્ઞાનસ્વરૂપ આત્માના અવલંબનથી જ નીચે મુજબ પ્રાપ્તિ થાય છેઃ-

૧-નિજપદની પ્રાપ્તિ થાય છે. ર-ભ્રાંતિનો નાશ થાય છે. ૩-આત્માનો લાભ થાય છે. ૪-અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, પ-ભાવકર્મ જોરાવર થઈ શકતું નથી. ૬-રાગ, દ્વેષ, મોહ ઉત્પન્ન થતા નથી. ૭-ફરી કર્મ આસ્રવતું નથી. ૮-ફરી કર્મ બંધાતું નથી. ૯-પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થકું નિર્જરી જાય છે. ૧૦-સમસ્ત કર્મોનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે. આવું જ્ઞાનસ્વરૂપ આત્માના આલંબનનું માહામ્ય છે.

ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થાય છે તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે; માટે આ બધા ભેદો ઉપરનું લક્ષ ગૌણ કરી જ્ઞાનસામાન્યનું અવલંબન લેવું. સૂત્ર ૯ માં છેડે એકવચન સૂચક ‘ज्ञानम्’ શબ્દ વાપર્યો છે, તે ભેદોનું સ્વરૂપ જાણી, ભેદો ઉપરનું લક્ષ છોડી, શુદ્ધનયના વિષયભૂત અભેદ અખંડ જ્ઞાનસ્વરૂપ આત્મા તરફ પોતાનું લક્ષ વાળવા- લઈ જવા માટે વાપર્યો છે, એમ જાણવું.

[જુઓ, શ્રી સમયસાર ગાથા-૨૦૪ પાનું ૨૬૨ થી ૨૬૪]
મતિ શ્રુત અને અવધિ જ્ઞાનમાં મિથ્યાપણું
मतिश्रुतावधयो विपर्ययश्च।। ३१।।
અર્થઃ– [मतिश्रुतअवधयः] મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન

[विपर्ययाश्च] વિપર્યય પણ હોય છે.

ટીકા

(૧) ઉપર કહેલાં પાંચે જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે, પરંતુ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન મિથ્યાજ્ઞાન પણ હોય છે, તે મિથ્યાજ્ઞાનને કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન તથા કુઅવધિ


Page 81 of 655
PDF/HTML Page 136 of 710
single page version

૭૮] [મોક્ષશાસ્ત્ર (વિભંગ) જ્ઞાન કહે છે. અત્યાર સુધી સમ્યગ્જ્ઞાનનો અધિકાર ચાલતો આવ્યો છે; હવે આ સૂત્રમાં ‘च’ શબ્દથી એમ સૂચવ્યું છે કે આ ત્રણ જ્ઞાન સમ્યક્ પણ હોય છે અને મિથ્યા પણ હોય છે. સૂત્રમાં ‘विपर्ययः’ શબ્દ વાપર્યો છે તેમાં સંશય અને અનધ્યવસાય ગર્ભિતપણે આવી જાય છે-એમ જાણવું. મતિ અને શ્રુતજ્ઞાનમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય એ ત્રણ દોષો છે; અવધિજ્ઞાનમાં સંશય હોતો નથી, પણ અનધ્યવસાય અથવા વિપર્યય બે દોષો હોય છે, તેથી તેને કુઅવધિ અથવા વિભંગ કહે છે. વિપર્યય સંબંધી વિશેષ હકીકત ૩૨ માં સૂત્રની ટીકામાં આપી છે.

(૨) અનાદિ મિથ્યાદ્રષ્ટિને કુમતિ અને કુશ્રુત હોય છે અને તેને દેવ અને નારકીના ભવમાં કુઅવધિ પણ હોય છે. જ્યાં જ્યાં મિથ્યાદર્શન હોય છે ત્યાં ત્યાં મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર અવિનાભાવીપણે હોય છે. ।। ૩૧।।

પ્રશ્ન- સમ્યગ્દ્રષ્ટિ જેમ નેત્રાદિક ઇન્દ્રિયોથી રૂપાદિને સુમતિથી જાણે છે તેમ મિથ્યાદ્રષ્ટિ પણ કુમતિજ્ઞાનથી તેને જાણે છે, તથા જેમ સમ્યગ્દ્રષ્ટિ શ્રુતજ્ઞાનથી તેને જાણે છે, તથા કથન કરે છે તેમ મિથ્યાદ્રષ્ટિ પણ કુશ્રુતજ્ઞાનથી જાણે છે અને કથન કરે છે, તથા જેમ સમ્યગ્દ્રષ્ટિ અવધિજ્ઞાનથી રૂપી વસ્તુઓને જાણે છે તેમ મિથ્યાદ્રષ્ટિ કુઅવધિજ્ઞાનથી જાણે છે-તો મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને મિથ્યાજ્ઞાન શા માટે કહો છો?

–ઉત્તર–

सदसतोरविशेषाघद्रच्छोपलब्धेरुन्मत्तवत्।। ३२।।

અર્થઃ– [यद्रच्छ उपलब्धेः] પોતાની ઇચ્છાદ્વારા જેમ તેમ (Whims) ગ્રહણ

કરવાને કારણે [सत् असतोः] વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોનું [अविशेषात्] ભેદરૂપ જ્ઞાન (યથાર્થ વિવેક) ન હોવાને કારણે [उन्मत्तवत्] પાગલ પુરુષોના જ્ઞાનની માફક મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન વિપરીત અર્થાત્ મિથ્યાજ્ઞાન જ હોય છે.

ટીકા

(૧) આ સૂત્ર ઘણું ઉપયોગી છે. આ ‘મોક્ષશાસ્ત્ર’ હોવાથી, અવિનાશી સુખ માટે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ એક જ રસ્તો છે એમ પહેલા સૂત્રમાં જણાવીને, બીજા સૂત્રમાં સમ્યગ્દર્શનનું લક્ષણ બતાવ્યું;; જેની શ્રદ્ધા વડે સમ્યગ્દર્શન થાય તે સાત તત્ત્વો ચોથા સૂત્રમાં જણાવ્યાં; તત્ત્વોને જાણવા માટે પ્રમાણ અને નયના જ્ઞાનની જરૂરિયાત છે એમ છઠ્ઠા સૂત્રમાં કહ્યું; પાંચ જ્ઞાનો સમ્યક્ હોવાથી તે પ્રમાણ છે એમ


Page 82 of 655
PDF/HTML Page 137 of 710
single page version

અ. ૧. સૂત્ર ૩૨] [૭૯ સૂત્ર ૬-૧૦ માં જણાવ્યું અને તે પાંચ સમ્યગ્જ્ઞાનોનું સ્વરૂપ સૂત્ર ૧૧ થી ૩૦ સુધીમાં બતાવ્યું....

(૨) એટલી ભૂમિકા બાંધ્યા પછી મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ મિથ્યાજ્ઞાન પણ હોય છે; અને જીવ અનાદિનો મિથ્યાદ્રષ્ટિ હોવાથી તે સમ્યક્ત્વ ન પામે ત્યાં સુધી તેનું જ્ઞાન વિપર્યય છે એમ સૂત્ર ૩૧ માં બતાવ્યું. સુખના સાચા અભિલાષીએ તે મિથ્યાદર્શન પહેલું જ ટાળવું જોઈએ-એમ બતાવવા આ સૂત્રમાં મિથ્યાજ્ઞાન-કે જે જ્ઞાન હંમેશાં મિથ્યાદર્શનપૂર્વક જ હોય છે-તેનું સ્વરૂપ બતાવ્યું છે.

(૩) સુખના સાચા અભિલાષીને મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ સમજાવવા માટે કહ્યું કે- ૧-મિથ્યાદ્રષ્ટિ જીવ સત્ અને અસત્ વચ્ચેનો ભેદ (વિવેક) જાણતો નથી; તેથી સિદ્ધ થયું કે દરેક ભવ્ય જીવે પ્રથમ સત્ શું અને અસત્ શું તેનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી મિથ્યાજ્ઞાન ટાળવું જોઈએ.

૨-જ્યાં સત્ અને અસત્ ભેદનું અજ્ઞાન હોય ત્યાં અણસમજ પૂર્વક પોતાને ઠીક પડે તેમ ગાંડા પુરુષની માફક (મદિરા પીધેલા માણસની માફક) ખોટી કલ્પનાઓ જીવ કર્યા જ કરે છે; તેથી એમ સમજાવ્યું કે સુખના સાચા અભિલાષી જીવોએ સાચી સમજણ કરી ખોટી કલ્પનાઓનો નાશ કરવો જ જોઈએ.

(૪) પહેલેથી ત્રીસ સુધીના સૂત્રોમાં મોક્ષમાર્ગ અને સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ સમજાવી તે ગ્રહણ કરવાનું કહ્યું, તે ઉપદેશ ‘અસ્તિ’થી આપ્યો; અને ૩૧મા સૂત્રમાં મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ બતાવી તેનું કારણ ૩૨મા સૂત્રમાં કહી તે મિથ્યાજ્ઞાનનો નાશ કરવા ઉપદેશ આપ્યો; એટલે આ સૂત્રમાં ‘નાસ્તિ’થી સમજાવ્યું. આ રીતે ‘અસ્તિ-નાસ્તિ’ વડે એટલે કે અનેકાન્ત વડે સમ્યગ્જ્ઞાન પ્રગટ કરી મિથ્યાજ્ઞાનની નાસ્તિ કરવા માટે ઉપદેશ આપ્યો.

(પ) સત્ = વિદ્યમાન (વસ્તુ),
અસત્ = અવિદ્યમાન-અણછતી (વસ્તુ),
અવિશેષાત્= એ બેનો યથાર્થ વિવેક ન હોવાથી.
યદ્રચ્છ (વિપર્યય) ઉપલબ્ધેઃ =
[વિપર્યય શબ્દની ૩૧મા સૂત્રથી અનુવૃતિ
આવે છે.] વિપરીત-પોતાની મનમાની ઈચ્છા મુજબ કલ્પનાઓ-હોવાથી
તે મિથ્યાજ્ઞાન છે.
‘ઉન્મત્તવત્’ = મદિરા પીધેલા માણસની જેમ.

Page 83 of 655
PDF/HTML Page 138 of 710
single page version

૮૦] [મોક્ષશાસ્ત્ર

વિપર્યય=વિપરીતતા; તે ત્રણ પ્રકારે છે. ૧-કારણવિપરીતતા, ૨-
સ્વરૂપવિપરીતતા, ૩-ભેદાભેદવિપરીતતા.
કારણવિપરીતતાઃ– મૂળકારણને ન ઓળખે અને અન્યથા કારણ માને તે.
સ્વરૂપવિપરીતતાઃ– જેને જાણે છે તેના મૂળવસ્તુભૂત સ્વરૂપને ન ઓળખે
અને અન્યથા સ્વરૂપ માને તે.
ભેદાભેદવિપરીતતાઃ– જેને તે જાણે છે તેને ‘એ આનાથી ભિન્ન છે’ અને
‘એ એનાથી અભિન્ન છે’ -એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન-
અભિન્નપણું માને તે ભેદાભેદ વિપરીતતા છે.

એ ત્રણ વિપરીતતા ટાળવાનો ઉપાય–

સાચા ધર્મની તો એવી પરિપાટી છે કે, પહેલાં જીવ સમ્યક્ત્વ પ્રગટે કરે, પછી વ્રતરૂપ શુભભાવ હોય. હવે સમ્યક્ત્વ તો સ્વ અને પરનું શ્રદ્ધાન થતાં થાય છે; તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગ (અધ્યાત્મશાસ્ત્રો) નો અભ્યાસ કરવાથી થાય છે, માટે પહેલાં જીવે દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધા કરી સમ્યગ્દ્રષ્ટિ થવું, અને ત્યારપછી પોતે ચરણાનુયોગ અનુસાર સાચાં વ્રતાદિક ધારણ કરી વ્રતી થવું.

એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે. યથાર્થ અભ્યાસને પરિણામે વિપરીતતા ટળતાં નીચે મુજબ યથાર્થપણે માને છે-

૧-એક દ્રવ્ય, તેના ગુણ કે પર્યાય બીજા દ્રવ્ય, તેના ગુણ કે પર્યાયમાં કાંઈ પણ કરી શકતા નથી. દરેક દ્રવ્ય પોતપોતાના કારણે પોતાનો પર્યાય ધારણ કરે છે. વિકારી અવસ્થા વખતે પરદ્રવ્ય નિમિત્તરૂપ એટલે કે હાજર હોય ખરું પણ તે કોઈ બીજા દ્રવ્યમાં વિક્રિયા (કાંઈપણ) કરી શકતું નથી. દરેક દ્રવ્યમાં અગુરુલધુત્વ નામનો ગુણ છે તેથી તે દ્રવ્ય બીજારૂપ થતું નથી, એક ગુણ બીજારૂપ થતો નથી અને એક પર્યાય બીજારૂપ થતો નથી. એક દ્રવ્યના ગુણ કે પર્યાય તે તે દ્રવ્યથી છૂટા પડી શકતા નથી; હવે તે પ્રમાણે પોતાના ક્ષેત્રથી છૂટા પડે નહિ અને પરદ્રવ્યમાં જાય નહિ તો પછી તેને શું કરી શકે? કાંઈ જ ન કરી શકે. એક દ્રવ્ય, ગુણ કે પર્યાય બીજા દ્રવ્યના પર્યાયમાં કારણ થાય નહિ, તેમ તે બીજાનું કાર્ય થાય નહિ, એવી અકારણકાર્યત્વશક્તિ દરેક દ્રવ્ય માં રહેલી છે; આ રીતે સમજતાં કારણવિપરીતતા ટળે છે.

૨-દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. જીવદ્રવ્ય ચેતનાગુણસ્વરૂપ છે; પુદ્ગલદ્રવ્ય સ્પર્શ, રસ, ગંધ અને વર્ણસ્વરૂપ છે. જીવ પોતે ‘હું પરનું કરી શકું, પર મારું કરી શકે અને શુભવિકલ્પથી લાભ થાય’ એવી ઊંધી પક્કડ કરે ત્યાંસુધી તેનો અજ્ઞાનરૂપ પર્યાય થાય


Page 84 of 655
PDF/HTML Page 139 of 710
single page version

અ. ૧. સૂત્ર ૩૩] [૮૧ છે. જીવ યથાર્થ સમજે એટલે કે સત્ સમજે ત્યારે સાચી માન્યતા પૂર્વક તેને સાચું જ્ઞાન થાય છે, તેના પરિણામે ક્રમેક્રમે શુદ્ધતા વધી સંપૂર્ણ વીતરાગતા પ્રગટે છે. બીજાં ચાર દ્રવ્યો (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ) અરૂપી છે. તેને કદી અશુદ્ધ અવસ્થા હોતી નથી; આ પ્રમાણે સમજતાં સ્વરૂપવિપરીતતા ટળે છે.

૩-પરદ્રવ્યો, જડ કર્મ અને શરીરથી જીવ ત્રણેકાળે ભિન્ન છે; એકક્ષેત્રાવગાહસંબંધે રહે ત્યારે પણ જીવ સાથે એક થઈ શકતા નથી. એક દ્રવ્યના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બીજા દ્રવ્યમાં નાસ્તિરૂપે છે, કેમકે બીજા દ્રવ્યથી તે દ્રવ્ય ચારે પ્રકારે ભિન્ન છે. દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણથી અભિન્ન છે, કેમકે તેનાથી કદી તે દ્રવ્ય જુદું થઈ શકતું નથી; આ પ્રમાણે સમજતાં ભેદાભેદવિપરીતતા ટળે છે.

સત્ = ત્રિકાળ ટકનાર, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, નિશ્ચય, શુદ્ધ; એ બધા એકાર્થવાચક શબ્દો છે. જીવનો જ્ઞાયકભાવ ત્રિકાળી અખંડ છે; તેથી તે સત્, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, નિશ્ચય અને શુદ્ધ છે. આ દ્રષ્ટિને દ્રવ્યદ્રષ્ટિ, વસ્તુદ્રષ્ટિ, શિવદ્રષ્ટિ, તત્ત્વદ્રષ્ટિ, કલ્યાણકારીદ્રષ્ટિ પણ કહેવામાં આવે છે.

અસત્ = ક્ષણિક, અભૂતાર્થ, અપરમાર્થ, વ્યવહાર, ભેદ, પર્યાય, ભંગ, અવિદ્યમાન; જીવમાં થતો વિકારભાવ અસત્ છે કેમકે તે ક્ષણિક છે અને ટાળ્‌યો ટાળી શકાય છે.

જીવ અનાદિથી આ અસત્ વિકારી ભાવ ઉપર દ્રષ્ટિ રાખી રહ્યો છે તેથી તેને પર્યાયબુદ્ધિ, વ્યવહારવિમૂઢ, અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ, મોહી અને મૂઢ પણ કહેવામાં આવે છે. અજ્ઞાની આ અસત્ ક્ષણિક ભાવને પોતાનો માની રહ્યો છે, એટલે કે તે અસત્ને સત્ માની રહ્યો છે; માટે આ ભેદ જાણી જે અસત્ને ગૌણ કરી સત્સ્વરૂપ ઉપર વજન રાખી પોતાના જ્ઞાયકભાવ તરફ વળે છે તે મિથ્યાજ્ઞાન ટાળી સમ્યગ્જ્ઞાન પ્રગટ કરે છે; તેનું ઉન્મત્તપણું ટળે છે.

વિપર્યય પણ બે પ્રકારે હોય છે-સહજ અને આહાર્ય. (૧) સહજ-જે પોતાથી-પોતાની ભૂલથી એટલે કે પરોપદેશ વિના વિપરીતતા

ઉત્પન્ન થાય છે તે. (૨) આહાર્ય-પરના ઉપદેશથી ગ્રહેલ વિપરીતતા. આ શ્રોત્રેન્દ્રિય દ્વારા થતા

કુમતિજ્ઞાનપૂર્વક ગ્રહણ કરેલ કુશ્રુતજ્ઞાન છે.

શંકાઃ– દયાધર્મના જાણવાવાળા જીવોને ભલે આત્માની ઓળખાણ ન હોય તોપણ દયાધર્મની શ્રદ્ધા હોય છે, તો પછી તેના જ્ઞાનને અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) કેમ મનાય?


Page 85 of 655
PDF/HTML Page 140 of 710
single page version

૮૨] [મોક્ષશાસ્ત્ર

સમાધાનઃ– દયાધર્મના જ્ઞાતાઓમાં પણ આપ્ત, આગમ અને પદાર્થ (નવતત્ત્વ) ની યથાર્થ શ્રદ્ધાથી રહિત જે જીવો છે તેમને દયાધર્મ આદિમાં યથાર્થ શ્રદ્ધા હોવાનો વિરોધ છે; તેથી તેમનું જ્ઞાન અજ્ઞાન જ છે. જ્ઞાનનું કાર્ય જે હોવું જોઈએ તે ન હોય ત્યાં જ્ઞાનને અજ્ઞાન ગણવાનું લોકમાં પણ પ્રસિદ્ધ છે, જેમકે પુત્રનું કાર્ય નહિ કરનાર એવા પુત્રને પણ લોકોમાં કુપુત્ર કહેવાનો વ્યવહાર જોવામાં આવે છે.

શંકા–જ્ઞાનનું કાર્ય શું છે? સમાધાનઃ– જાણેલા પદાર્થની શ્રદ્ધા કરવી તે જ્ઞાનનું કાર્ય છે. એ પ્રકારનું જ્ઞાનનું કાર્ય મિથ્યાદ્રષ્ટિ જીવમાં થતું નથી તેથી તેના જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે.

[શ્રી ધવલા પુસ્તક પ પાનું-૨૨૪]

વિપર્યયમાં સંશય અને અનધ્યવસાય સમાઈ જાય છે એમ સૂત્ર ૩૧ ની ટીકામાં કહ્યું છે, તે સંબંધે હવે થોડું જણાવવામાં આવે છેઃ-

૧. કેટલાકને ધર્મ કે અધર્મ એ કાંઈ હશે કે નહિ તેવો સંશય હોય છે.
૨. કેટલાકને સર્વજ્ઞના અસ્તિત્વ-નાસ્તિત્વનો સંશય હોય છે.
૩. કેટલાકને પરલોકના અસ્તિત્વ-નાસ્તિત્વનો સંશય હોય છે.
૪. કેટલાકને અનધ્યવસાય (અનિર્ણય) હોય છે; તેઓ કહે છે કે-હેતુવાદરૂપ
તર્કશાસ્ત્ર છે તેથી તેનાથી કાંઈ નિર્ણય થઈ શકતો નથી, અને આગમો
છે તે ભિન્ન ભિન્ન રીતે વસ્તુના સ્વરૂપને કહે છે, કોઈ કાંઈ કહે છે
અને કોઈ કાંઈ કહે છે; તેથી તેની પરસ્પર વાત મળતી નથી.
પ. કેટલાકને એવો અનધ્યવસાય (અનિર્ણય) હોય છે કે કોઈ જ્ઞાતા સર્વજ્ઞ
અથવા કોઈ મુનિ કે જ્ઞાની પ્રત્યક્ષ દેખાતા નથી કે જેમનાં વચન અમે
પ્રમાણ કરી શકીએ; વળી ધર્મનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે તેથી કેમ નિર્ણય
થાય? માટે મોટા જે માર્ગે જાય તે માર્ગે આપણે જવું.
૬. કોઈ વીતરાગધર્મનો લૌકિક વાદો સાથે સમન્વય કરે છે; શુભભાવોના
વર્ણનનું સમાનપણું કેટલાક અંશે દેખી જગતમાં ચાલતી બધી ધાર્મિક
માન્યતાઓ એક છે એમ માને છે (તે વિપર્યય છે).
૭. કોઈ મંદ કષાયથી ધર્મ (શુદ્ધતા) થાય એમ માને છે (તે પણ વિપર્યય છે).
૮. આ જગત કોઈ એક ઈશ્વરે પેદા કર્યું છે, એ તેનો નિયામક છે-એમ
ઈશ્વરનું સ્વરૂપ વિપર્યય સમજે છે.