Moksha Shastra (Gujarati). Sutra: 12-20 (Chapter 1).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 36

 

Page 46 of 655
PDF/HTML Page 101 of 710
single page version

અ. ૧. સૂત્ર ૧૨-૧૩] [૪૩ સન્મુખ જે ભાવશ્રુતજ્ઞાન છે (તે જોકે કેવળજ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ છે તોપણ) તેને વિશેષ કથનમાં પ્રત્યક્ષ કહ્યું છે.

જો મતિ અને શ્રુત બન્ને માત્ર પરોક્ષ જ હોત તો સુખ-દુઃખાદિનું જે સંવેદન (જ્ઞાન) થાય છે તે પણ પરોક્ષ હોત, પણ તે સંવેદન પ્રત્યક્ષ છે, એમ દરેક જાણે છે. (જુઓ, શ્રી બૃહદ્-દ્રવ્યસંગ્રહ ગાથા પ-નીચે ટીકા. હિંદી પાનું ૧૩ થી ૧પ, ઈંગ્લિશ પાનું ૧૭-૧૮.) ઉત્સર્ગ = સામાન્ય, General ordinance-સામાન્ય નિયમ; અપવાદ = ખાસ નિયમ, Exception-વિશેષ.

નોંધઃ– આવું ઉત્સર્ગકથન ‘ધ્યાન’ સંબંધમાં અધ્યાય ૯ સૂત્ર ર૭-પ૭માં કહ્યું છે ત્યાં

અપવાદનું કથન નથી કર્યું. (જુઓ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ ગાથા પ૭ નીચે હિંદી ટીકા પાનું-ર૧૧) એ રીતે જ્યાં ઉત્સર્ગકથન હોય ત્યાં અપવાદકથન ગર્ભિત છે-એમ સમજવું. ૧૧.

પ્રત્યક્ષ પ્રમાણના ભેદ
प्रत्यक्षमन्यत्।। १२।।
અર્થઃ– [अन्यत्] બાકીનાં ત્રણ અર્થાત્ અવધિ, મનઃપર્યય અને કેવળજ્ઞાન

[प्रत्यक्षम] પ્રત્યક્ષ પ્રમાણ છે.

ટીકા

અવધિજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાન વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલ-પ્રત્યક્ષ છે. [પ્રત્યક્ષ = પ્રતિ × અક્ષ] ‘અક્ષ’નો અર્થ આત્મા છે. આત્મા પ્રતિ જેનો નિયમ હોય એટલે પર નિમિત્ત-ઈંદ્રિયો, મન, આલોક, ઉપદેશ વગેરે રહિત આત્માને આશ્રયે જે ઊપજે, જેમાં બીજું કાંઈ નિમિત્ત ન હોય એવું જ્ઞાન તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. ૧ર.

મતિજ્ઞાનનાં બીજાં નામો
मतिःस्मृतिःसंज्ञाचिंताभिनिबोधइत्यनर्थांतरम्।। १३।।
અર્થઃ– [मतिः] મતિ, [स्मृतिः] સ્મૃતિ, [संज्ञा] સંજ્ઞા, [चिंता] ચિંતા,

[अभिनिबोध] અભિનિબોધ, [इति] ઈત્યાદિ [अनर्थांतरम्] અન્ય પદાર્થો નથી અર્થાત્ તે મતિજ્ઞાનનાં નામાંતર છે.

ટીકા

મતિઃ– મન અગર ઈન્દ્રિયોથી, વર્તમાનકાળવર્તી પદાર્થને અવગ્રહાદિરૂપ સાક્ષાત્ જાણવો તે મતિ છે.


Page 47 of 655
PDF/HTML Page 102 of 710
single page version

૪૪] [મોક્ષશાસ્ત્ર

સ્મૃતિઃ– પહેલાં જાણેલા, સાંભળેલા કે અનુભવ કરેલા પદાર્થનું વર્તમાનમાં સ્મરણ આવે તે સ્મૃતિ છે.

સંજ્ઞાઃ– તેનું બીજું નામ પ્રત્યભિજ્ઞાન છે. વર્તમાનમાં કોઈ પદાર્થને જોતાં ‘આ પદાર્થ તે જ છે કે જેને પહેલાં જોયો હતો,’ એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને સંજ્ઞા કહે છે.

ચિંતાઃ– ચિંતવન જ્ઞાન અર્થાત્ કોઈ ચિહ્નને દેખીને ‘અહીં તે ચિહ્નવાળો જરૂર હોવો જોઈએ’ એવો વિચાર તે ચિંતા છે. આ જ્ઞાનને ઊહ, ઊહા, તર્ક અથવા વ્યાપ્તિજ્ઞાન પણ કહે છે.

અભિનિબોધઃ– સ્વાર્થાનુમાન-અનુમાન એ તેનાં બીજા નામ છે. સન્મુખ ચિહ્નાદિ દેખી તે ચિહ્નવાળા પદાર્થનો નિર્ણય કરવો તે ‘અભિનિબોધ’ છે.

જોકે આ બધાનો અર્થભેદ છે પણ પ્રસિદ્ધ રૂઢિના બળથી તે મતિના નામાંતર કહેવાય છે. તે બધાંના પ્રગટ થવામાં મતિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ નિમિત્તમાત્ર છે, તે લક્ષમાં રાખી તેને મતિજ્ઞાનનાં નામાંતર કહેવામાં આવે છે.

આ સૂત્ર સિદ્ધ કરે છે કે જેણે આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કર્યું ન હોય તે આત્માનું સ્મરણ કરી શકે નહિ; કેમકે સ્મૃતિ તો પૂર્વે અનુભવેલા પદાર્થની જ હોય છે તેથી અજ્ઞાનીને પ્રભુસ્મરણ (આત્મસ્મરણ) હોતું જ નથી; પરંતુ ‘રાગ મારો’ એવી પક્કડનું સ્મરણ હોય છે કેમકે તેનો તેને અનુભવ છે. એ રીતે અજ્ઞાની ધર્મના નામે ગમે તે કાર્યો કરે તોપણ તેનું જ્ઞાન મિથ્યા હોવાથી તેને ધર્મનું સ્મરણ થતું નથી પણ રાગની પક્કડનું સ્મરણ થાય છે.

સંવેદન, બુદ્ધિ, મેધા, પ્રતિભા, પ્રજ્ઞા એ વગેરે પણ મતિજ્ઞાનના ભેદો છે. સ્વસંવેદનઃ– સુખાદિ અંતરંગ વિષયોનું જ્ઞાન તે સ્વસંવેદન છે. બુદ્ધિઃ– બોધનમાત્રપણું તે બુદ્ધિ છે, બુદ્ધિ, પ્રતિભા, પ્રજ્ઞા એ મતિજ્ઞાનની તારતમ્યતા (હીન-અધિકપણું) સૂચક જ્ઞાનના ભેદો છે.

અનુમાન બે પ્રકારના છે. એક મતિજ્ઞાનનો ભેદ છે, બીજો શ્રુતજ્ઞાનનો ભેદ છે. સાધન દેખતાં પોતાથી સાધ્યનું જ્ઞાન થવું તે મતિજ્ઞાન છે. બીજાના હેતુ અને તર્કના વાક્ય સાંભળીને જે અનુમાનજ્ઞાન થાય તે શ્રુતઅનુમાન છે; ચિહ્નાદિ ઉપરથી તે જ પદાર્થનું અનુમાન થવું તે મતિજ્ઞાન છે, અને ચિહ્નાદિ ઉપરથી બીજા પદાર્થનું અનુમાન થવું તે શ્રુતજ્ઞાન છે.


Page 48 of 655
PDF/HTML Page 103 of 710
single page version

અ. ૧. સૂત્ર ૧૪] [૪પ

મતિજ્ઞાનની ઉત્પત્તિ સમયે નિમિત્ત
तदिन्द्रियानिन्द्रियनिमित्तम्।। १४।।
અર્થઃ– [इन्द्रियानिन्द्रिय] ઇન્દ્રિયો અને મન [तत्] તે મતિજ્ઞાનમાં

[निमित्तम्] નિમિત્ત છે.

ટીકા

ઇન્દ્રિય–આત્મા (ઇન્દ્ર=આત્મા) પરમ ઐશ્વર્યરૂપ પ્રવર્તે છે. એમ અનુમાન કરાવનારું શરીરનું ચિહ્ન.

નોઇન્દ્રિય–મન; જે સૂક્ષ્મ પુદ્ગલસ્કંધ મનોવર્ગણા નામથી ઓળખાય છે તેનું બનેલું શરીરનું અંતરંગનું અંગ, તે આઠ પાંખડીના કમળના આકારે હૃદયસ્થાન પાસે છે.

મતિજ્ઞાન થવામાં ઇન્દ્રિય-મન નિમિત્ત થાય છે એમ આ સૂત્રમાં કહ્યું છે, તે પરદ્રવ્યોના થતા જ્ઞાનની અપેક્ષાએ કહ્યું છે એમ સમજવું. અંદર સ્વલક્ષમાં મન- ઇન્દ્રિય નિમિત્ત નથી. જીવ તેનાથી (મન-ઇન્દ્રિયના અવલંબનથી) અંશે જુદો પડે ત્યારે સ્વતંત્રતત્ત્વનું જ્ઞાન કરી તેમાં ઠરી શકે છે. [સમયસાર-પ્રવચનો ભાગ ૧ પાનું-પ૧૩]

ઇન્દ્રિયોનો ધર્મ તો એ છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણને જાણવામાં નિમિત્ત થાય; આત્મામાં તે નથી તેથી સ્વલક્ષમાં ઇન્દ્રિયો નિમિત્ત નથી. મનનો ધર્મ એ છે કે- અનેક વિકલ્પમાં તે નિમિત્ત થાય, તે વિકલ્પ પણ અહીં (સ્વલક્ષમાં) નથી. જે જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા તથા મનદ્વારા પ્રવર્તતું તે જ જ્ઞાન નિજઅનુભવમાં વર્તે છે; એ રીતે આ મતિજ્ઞાનમાં મન-ઇન્દ્રિય નિમિત્ત નથી. આ જ્ઞાન અતીન્દ્રિય છે. મનનો વિષય મૂર્તિક-અમૂર્તિક પદાર્થો છે તેથી મન સંબંધી પરિણામ સ્વરૂપ વિષે એકાગ્ર થઈ અન્ય ચિંતવનનો નિરોધ કરે છે એ કારણે તેને (ઉપચારથી) મનદ્વારા થયું કહેવામાં આવે છે. [મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૩૪પ-૩૪૬] આવો અનુભવ ચોથા ગુણસ્થાનથી જ થાય છે. [મો. મા. પ્ર. પાનું-૩૪૯]

આ સૂત્રમાં મતિજ્ઞાનને ઇન્દ્રિય-મન નિમિત્ત છે એમ જણાવ્યું છે, પણ મતિજ્ઞાનમાં જણાતા અર્થ (વસ્તુ) અને પ્રકાશ (અજવાળું, આલોક) ને નિમિત્ત કહ્યાં નથી; તેનું કારણ એ છે કે અર્થ અને પ્રકાશ મતિજ્ઞાનમાં નિમિત્ત નથી. તેમને નિમિત્ત માનવાં એ ભૂલ છે. આ વિષય ખાસ સમજવા જેવો હોવાથી તે શ્રી પ્રમેયરત્નમાળા હિંદી પાનું પ૦ થી પપ માંથી અહીં ટૂંકમાં આપવામાં આવે છેઃ-


Page 49 of 655
PDF/HTML Page 104 of 710
single page version

૪૬] [મોક્ષશાસ્ત્ર

પ્રશ્નઃ– સાંવ્યવહારિક મતિજ્ઞાનનું નિમિત્તકારણ ઇંદ્રિયાદિ કહ્યું તેમ (જ્ઞેય) પદાર્થ અને અજવાળાને નિમિત્તકારણ કેમ કહ્યાં નથી?

પ્રશ્નકારની દલીલઃ– અર્થ-વસ્તુથી પણ જ્ઞાન ઊપજે છે; અને પ્રકાશથી પણ જ્ઞાન ઊપજે છે; તેને નિમિત્ત કહેવામાં ન આવે તો બધાં નિમિત્તકારણો આવી જતાં નથી, તેથી સૂત્ર અપૂર્ણ રહે છે.

સમાધાનઃ– આચાર્ય ભગવાન કહે છે કે-
नार्थालोकौकारणं परिच्छेद्यत्वात्तमोवत्।।
(બીજો સમુદ્દેશ)

અર્થઃ– અર્થ (વસ્તુ) અને આલોક (પ્રકાશ) એ બન્ને સાંવ્યવહારિક પ્રત્યક્ષનું કારણ નથી, પણ તે માત્ર પરિચ્છેદ્ય (જ્ઞેય-જાણવા યોગ્ય) છે, જેમ અંધકાર જ્ઞેય છે તેમ જ તે જ્ઞેય છે.

આ ન્યાય સમજાવવા માટે ત્યારપછી સાતમું સૂત્ર આપ્યું છે તેમાં જણાવ્યું છે કે-અર્થ અને આલોક હોય ત્યારે જ્ઞાન ઊપજે જ અને ન હોય ત્યારે ન ઊપજે એવો નિયમ નથી. તેનાં દ્રષ્ટાંતોઃ-

દ્રષ્ટાંત–(૧)ઃ– એક માણસના માથા ઉપર મચ્છરનો સમૂહ ઊડતો હતો પણ બીજાએ તેને વાળનો ઝૂમખો દીઠો-જાણ્યો; અહીં અર્થ (વસ્તુ) જ્ઞાનનું કારણ ન થયું,

દ્રષ્ટાંત–(ર)ઃ– અંધારામાં બિલાડી, ચોર, રાતના ચરનારા વગેરે દેખે છે, તેથી જ્ઞાન થવામાં પ્રકાશ કારણ આવ્યું નહિ.

ઉપર દ્રષ્ટાંત ૧ માં તો મચ્છરોનો સમૂહ હતો છતાં જ્ઞાન તો કેશ (વાળ) ના ઝૂમખાનું થયું; જો અર્થ જ્ઞાનનું કારણ હોય તો કેશના ઝૂમખાનું જ્ઞાન કેમ થયું અને મચ્છરોના સમૂહનું જ્ઞાન કેમ ન થયું? અને દ્રષ્ટાંત ર માં બિલાડી આદિને અંધારામાં જ્ઞાન થયું; જો પ્રકાશ જ્ઞાનનું કારણ હોય તો તેને અંધારામાં જ્ઞાન કેમ થયું?

પ્રશ્નઃ– ત્યારે આ મતિજ્ઞાન શું કારણે થાય છે? ઉત્તરઃ– ક્ષાયોપશમિક જ્ઞાન (ઉઘાડ) ની યોગ્યતાને અનુસરીને જ્ઞાન થાય છે; જ્ઞાન થવાનું એ કારણ છે. જ્ઞાનના તે ઉઘાડને અનુસરીને આ જ્ઞાન થાય છે, વસ્તુને અનુસરીને થતું નથી, તેથી વસ્તુ જ્ઞાન થવામાં નિમિત્તકારણ નથી એમ સમજવું. આગળ સૂત્ર ૯ માં આ ન્યાય સિદ્ધ કર્યો છે.

જેમ દીપક ઘટ વગેરે પદાર્થોથી ઊપજતો નથી તોપણ તે અર્થનો પ્રકાશક છે. [સૂત્ર-૮]


Page 50 of 655
PDF/HTML Page 105 of 710
single page version

અ. ૧. સૂત્ર ૧૪] [૪૭

જે જ્ઞાનની ક્ષયોપશમલક્ષણયોગ્યતા છે તે જ વિષય પ્રત્યે નિયમરૂપ જ્ઞાન થવાનું કારણ છે-એમ સમજવું. [સૂત્ર ૯]

જ્યારે આત્માને મતિજ્ઞાન થાય છે ત્યારે ઇન્દ્રિય અને મન એ બન્ને નિમિત્તમાત્ર છે, તે માત્ર એટલું બતાવે છે કે ‘આત્મા’ ઉપાદાન છે. નિમિત્ત પોતામાં (નિમિત્તમાં) સોએ સો ટકા કાર્ય કરે છે પણ ઉપાદાનમાં તે અંશમાત્ર કાર્ય કરતું નથી. નિમિત્ત પર દ્રવ્ય છે, આત્મા તેનાથી જુદું દ્રવ્ય છે; તેથી આત્મામાં (ઉપાદાનમાં) તેનો (નિમિત્તનો) અત્યંત અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના ક્ષેત્રમાં પેસી શકતું નથી, તેથી નિમિત્ત ઉપાદાનને કાંઈ કરી શકે નહિ; ઉપાદાન પોતામાં પોતાનું કાર્ય પોતાથી સોએ સો ટકા કરે છે. મતિજ્ઞાન તે પરોક્ષજ્ઞાન છે એમ ૧૧ મા સૂત્રમાં કહ્યું છે;-પરોક્ષજ્ઞાન હોવાથી તે જ્ઞાન વખતે નિમિત્તની પોતાથી પોતાને કારણે હાજરી હોય છે. તે હાજર રહેલું નિમિત્ત કેવા પ્રકારનું હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે આ સૂત્ર કહ્યું છે, પણ ‘નિમિત્ત આત્મામાં કાંઈ પણ કરી શકે છે’ એમ બતાવવા આ સૂત્ર કહ્યું નથી. જો નિમિત્ત આત્મામાં કાંઈ કરતું હોય તો નિમિત્ત પોતે જ ઉપાદાન થઈ જાય.

વળી ‘નિમિત્ત’ એ પણ ઉપાદાનને કારણે માત્ર આરોપ છે; જો જીવ ચક્ષુ દ્વારા જ્ઞાન કરે તો ચક્ષુ ઉપર નિમિત્તનો આરોપ આવે, અને જો જીવ બીજી ઇન્દ્રીય કે મન દ્વારા જ્ઞાન કરે તો તેના ઉપર નિમિત્તનો આરોપ આવે.

એક દ્રવ્ય પરમાં અકિંચિત્કર છે અર્થાત્ કાંઈ કરી શકતું નથી. અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ છે જ નહિ; અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના પર્યાયનો ઉત્પાદક છે જ નહિ; કેમકે દરેક વસ્તુ પોતાના અંતરંગમાં અત્યંત (સંપૂર્ણ) પ્રકાશે છે, પરમાં લેશમાત્ર નહિ; તેથી નિમિત્તભૂત વસ્તુ ઉપાદાનભૂત વસ્તુને કાંઈ કરી શકે નહિ. ઉપાદાનમાં નિમિત્તની દ્રવ્યે-ક્ષેત્રે-કાળે અને ભાવે નાસ્તિ છે, અને નિમિત્તમાં ઉપાદાનની દ્રવ્યે-ક્ષેત્રે-કાળે અને ભાવે નાસ્તિ છે; એટલે એકબીજાનું શું કરી શકે? જો એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરે તો વસ્તુ પોતાનું વસ્તુપણું જ ખોઈ બેસે પણ તેમ બને જ નહિ.

[નિમિત્ત=સંયોગરૂપ કારણઃ ઉપાદાન=વસ્તુની સહજ શક્તિ.] સૂત્ર ૧૦ની

ટીકામાં નિમિત્ત-ઉપાદાન સંબંધી ખુલાસો કર્યો છે માટે ત્યાંથી વાંચી સમજી લેવો.

ઉપાદાન–નિમિત્ત કારણો
દરેક કાર્યમાં બે કારણો હોય છે-(૧) ઉપાદાન, (ર) નિમિત્ત. તેમાં ઉપાદાન તો

Page 51 of 655
PDF/HTML Page 106 of 710
single page version

૪૮] [મોક્ષશાસ્ત્ર નિશ્ચય (ખરું) કારણ છે અને નિમિત્ત તે વ્યવહારકારણ છે એટલે કે તે (જ્યારે ઉપાદાન કાર્ય કરતું હોય ત્યારે તેને) અનુકૂળ હાજરરૂપ હોય છે. કાર્ય વખતે નિમિત્ત હોય છે પણ ઉપાદાનમાં તે કંઈ કાર્ય કરી શકતું નથી તેથી તેને ‘વ્યવહારકારણ’ કહેવામાં આવે છે. કાર્ય થાય ત્યારે નિમિત્તની હાજરીના બે પ્રકાર છેઃ (૧) ખરેખર હાજરી, (ર) કલ્પિત હાજરી. જ્યારે છદ્મસ્થ જીવ વિકાર કરે ત્યારે દ્રવ્યકર્મનો ઉદય હાજરરૂપ હોય જ, ત્યાં દ્રવ્યકર્મનો ઉદય તે વિકારનું ખરેખર હાજરીરૂપ નિમિત્તકારણ છે, (જો જીવ વિકાર ન કરે તો તે જ દ્રવ્યકર્મની નિર્જરા થઈ કહેવાય છે,) તથા જીવ વિકાર કરે ત્યારે નોકર્મની હાજરી ખરેખર હોય અથવા કલ્પનારૂપ હોય.

નિમિત્ત હોતું જ નથી એમ કહી કોઈ નિમિત્તના અસ્તિત્વનો નકાર કરે ત્યારે, ‘ઉપાદાન અપૂર્ણ હોય ત્યારે નિમિત્ત હાજર હોય જ.’ એ બતાવાય, પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે છે. તેથી નિમિત્તનું જ અસ્તિત્વ જે કબૂલ ન કરે તેનું જ્ઞાન સમ્યગ્જ્ઞાન નથી. અહીં સમ્યગ્જ્ઞાનનો વિષય હોવાથી આચાર્યભગવાને નિમિત્ત કેવું હોય તેનું જ્ઞાન કરાવ્યું છે. નિમિત્ત ઉપાદાનને કાંઈ કરે એમ જે માને તેની માન્યતા ખોટી છે, તેથી તેને સમ્યગ્દર્શન નથી-એમ સમજવું. .।। ૧૪।।

મતિજ્ઞાનના ક્રમના ભેદો
अवग्रहेहावायधारणाः।। १५।।
અર્થઃ– [अवग्रह ईहा अवाय धारणाः] અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા

એમ ચાર ભેદો છે.

ટીકા

અવગ્રહ-ચેતનામાં જે થોડો વિશેષાકાર ભાસવા લાગે છે તે પહેલાં થનારું જ્ઞાન-તેને ‘અવગ્રહ’ કહે છે. વિષય અને વિષયી (વિષય કરનાર) નું યોગ્ય સ્થાનમાં આવ્યા પછી આદ્યગ્રહણ તે અવગ્રહ છે. સ્વ અને પર બન્નેનો (જે વખતે જે વિષય હોય તેનો) પહેલાં અવગ્રહ થાય છે. [Perception]

ઈહા–અવગ્રહ દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષરૂપ જાણવાની ચેષ્ટાને ‘ઈહા’ કહે છે. ઈહાનું વિશેષ વર્ણન ૧૧મા સૂત્રની નીચે આપ્યું છે. [Conception]

અવાય–વિશેષ ચિહ્ન દેખવાથી તેનો નિશ્ચય થઈ જાય તે અવાય છે. [Judgment] _________________________________________________________________ ૧ ઉપસ્થિત; વિદ્યમાન.


Page 52 of 655
PDF/HTML Page 107 of 710
single page version

અ. ૧. સૂત્ર ૧૬] [૪૯

ધારણા– અવાયથી નિર્ણય કરેલા પદાર્થને કાળાંતરે ન ભૂલવો તે ધારણા છે. [Retention]

આત્માના અવગ્રહ–ઈહા–અવાય અને ધારણા

જીવને અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે, માટે પ્રથમ આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળીને, યુક્તિદ્વારા આત્મા જ્ઞાનસ્વભાવી છે એવો નિર્ણય કરવો... પછી-

પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇન્દ્રિય દ્વારા તથા મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિ તેને મર્યાદામાં લાવીને એટલે પર પદાર્થો તરફથી પોતાનું લક્ષ ખેંચી આત્મા પોતે જ્યારે સ્વસન્મુખ લક્ષ કરે છે ત્યારે, પ્રથમ સામાન્ય સ્થૂળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું; તે આત્માનો અર્થાવગ્રહ થયો. પછી વિચારના નિર્ણય તરફ વળ્‌યો તે ઈહા, નિર્ણય થયો તે અવાય અર્થાત્ ઈહાથી જાણેલા આત્મામાં આ તે જ છે, અન્ય નથી એવા મજબૂત જ્ઞાનને અવાય કહે છે. આત્મા સંબંધી કાળાંતરમાં સંશય તથા વિસ્મરણ ન થાય તેને ધારણા કહે છે. ત્યાં સુધી તો પરોક્ષ એવા મતિજ્ઞાનમાં ધારણા સુધીનો છેલ્લો ભેદ થયો. પછી આ આત્મા અનંત જ્ઞાનાનંદ શાંતિસ્વરૂપે છે તેમ મતિમાંથી લંબાતું તાર્કિક જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. અંદર સ્વલક્ષમાં મન-ઇન્દ્રિય નિમિત્ત નથી. જીવ તેનાથી અંશે જુદો પડે ત્યારે સ્વતંત્ર તત્ત્વનું જ્ઞાન કરી તેમાં ઠરી શકે છે.

અવગ્રહ કે ઈહા થાય પરંતુ જો તે લક્ષ ચાલુ ન રહે તો આત્માનો નિર્ણય ન થાય એટલે કે અવાયજ્ઞાન ન થાય, માટે અવાયની ખાસ જરૂર છે. આ જ્ઞાન થતી વખતે વિકલ્પ, રાગ, મન કે પરવસ્તુ તરફ લક્ષ હોતું જ નથી, પણ સ્વસન્મુખ લક્ષ હોય છે.

સમ્યગ્દ્રષ્ટિને પોતાનું (આત્માનું) જ્ઞાન થતી વખતે આ ચારે પ્રકારનું જ્ઞાન થાય છે. ધારણા એ સ્મૃતિ છે; જે આત્માને સમ્યગ્જ્ઞાન અપ્રતિહત ભાવે થયું હોય તેને આત્માનું જ્ઞાન ધારણારૂપે રહ્યા જ કરે છે. ।। ૧પ।।

અવગ્રહાદિના વિષયભૂત પદાર્થ
बहुबहुविधक्षिप्रानिःसृतानुक्तध्रुवाणां सेतराणांय।। १६।।
અર્થઃ– [बहु] બહુ [बहुविध] બહુ પ્રકાર [क्षिप्र] ક્ષિપ્ર-જલદી, [अनिःसृत]

અનિસૃત, [अनुक्त] અનુક્ત, [ध्रुवाणां] ધ્રુવ, [सइतराणाम्] તેમના ઊલટા ભેદો


Page 53 of 655
PDF/HTML Page 108 of 710
single page version

પ૦] [મોક્ષશાસ્ત્ર સહિત અર્થાત્ એક, એકવિધ, અક્ષિપ્ર, નિઃસૃત, ઉક્ત અને અધ્રુવ એમ બાર પ્રકારના પદાર્થોનું અવગ્રહ, ઈહાદિરૂપ જ્ઞાન થાય છે.

ટીકા

૧. બહુ–એકી સાથે ઘણા પદાર્થોનું અથવા ઘણા જથ્થાનું અવગ્રહાદિ થવું (જેમ લોકોનાં ટોળાંનું અથવા ખડની ગંજીનું), ઘણા પદાર્થો જ્ઞાનગોચર થવા.

ર. એક– અલ્પ અથવા એક પદાર્થનું જ્ઞાન થવું (જેમ-એક માણસનું અથવા પાણીના પ્યાલાનું), થોડા પદાર્થ જ્ઞાનગોચર થવા.

૩. બહુવિધ– ઘણા પ્રકારના પદાર્થોનું અવગ્રહાદિ જ્ઞાન થવું (જેમ કૂતરા સાથેનો માણસ અથવા ઘઉં-ચણા-ચોખા વગેરે ઘણી જાતના પદાર્થો), યુગપત્ ઘણા પ્રકારના પદાર્થો જ્ઞાનગોચર થવા.

૪. એકવિધ– એક પ્રકારના પદાર્થોનું જ્ઞાન થવું (જેમ-એક જાતના ઘઉંનું જ્ઞાન); એક પ્રકારના પદાર્થો જ્ઞાનગોચર થવા.

પ. ક્ષિપ્ર– શીઘ્રતાથી પદાર્થનું જ્ઞાન થવું. ૬. અક્ષિપ્ર– કોઈ પદાર્થને ધીરે ધીરે ઘણા વખતે જાણવો-ચિરગ્રહણ. ૭. અનિઃસૃત– એક ભાગના જ્ઞાનથી સર્વભાગનું જ્ઞાન થવું (જેમ બહાર નીકળેલી સૂંઢને દેખી પાણીમાં ડૂબેલા પૂરા હાથીનું જ્ઞાન થવું), એક ભાગ અવ્યક્ત રહ્યા છતાં જ્ઞાનગોચર થવું.

૮. નિઃસૃત– બહાર નીકળેલા પ્રગટ પદાર્થોનું જ્ઞાન થવું, પૂર્ણ વ્યક્ત હોય તેવા પદાર્થનું જ્ઞાનગોચર થવું.

૯. અનુક્ત– (નહિ કહેલ) -જે વસ્તુનું વર્ણન આપ્યું નથી તેને જાણવી, જેનું વર્ણન ન સાંભળવા છતાં પદાર્થ જ્ઞાનગોચર થવો.

૧૦. ઉક્ત– કહેલા પદાર્થનું જ્ઞાન થવું, વર્ણન સાંભળ્‌યા પછી પદાર્થ જ્ઞાનગોચર થવો.

૧૧. ધ્રુવ– ઘણા કાળ સુધી જ્ઞાન એવું ને એવું રહેવું, દ્રઢતાવાળું જ્ઞાન. ૧ર. અધ્રુવ– જે ક્ષણે ક્ષણે હીન-અધિક થાય તેવું જ્ઞાન, અસ્થિર જ્ઞાન. આ બધા ભેદો સમ્યક્મતિજ્ઞાનના છે. જેને સમ્યગ્જ્ઞાન થયું હોય તે જાણે છે કે- આત્મા ખરેખર પોતાના જ્ઞાન પર્યાયને જાણે છે, પર તો તે જ્ઞાનનું નિમિત્તમાત્ર છે. ‘પરને જાણ્યું’ એમ કહેવું તે વ્યવહાર છે. જો ‘પરને જાણે છે’ એમ પરમાર્થદ્રષ્ટિએ


Page 54 of 655
PDF/HTML Page 109 of 710
single page version

અ. ૧. સૂત્ર ૧૬] [પ૧ કહીએ તો તે ખોટું છે, કેમકે તેમ થતાં આત્મા અને પર (જ્ઞાન અને જ્ઞેય) બન્ને એક થઈ જાય; કેમકે “જેનું જે હોય તે તે જ હોય” તેથી ખરેખર ‘પુદ્ગલનું જ્ઞાન’ છે એમ કહીએ તો જ્ઞાન પુદ્ગલરૂપ-જ્ઞેયરૂપ થઈ જાય, માટે નિમિત્ત સંબંધી પોતાના જ્ઞાનના પર્યાયને આત્મા જાણે છે એમ સમજવું (જુઓ, શ્રી સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ પાનું ૪ર૩ થી ૪૩૦).

પ્રશ્નઃ– અનુક્ત વિષય શ્રોત્રજ્ઞાનનો વિષય કેમ સંભવે? ઉત્તરઃ– શ્રોત્રજ્ઞાનમાં ‘અનુક્ત’ નો અર્થ ‘ઈષત્ (થોડું) અનુક્ત’ કરવો જોઈએ; અને ‘ઉક્ત’ નો અર્થ ‘વિસ્તારથી લક્ષણાદિ દ્વારા વર્ણન કર્યું છે’ એવો કરવો, કે જેથી નામમાત્ર સાંભળતાં જ જીવને વિશદ (વિસ્તારરૂપ) જ્ઞાન થઈ જાય તો તે જીવને અનુક્તજ્ઞાન જ થયું એમ કહેવું જોઈએ; તે જ પ્રમાણે બીજી ઇન્દ્રિયો દ્વારા અનુક્તનું જ્ઞાન જ થાય છે એમ સમજવું.

પ્રશ્નઃ– નેત્રજ્ઞાનમાં ‘ઉક્ત’ વિષય કેમ સંભવે? ઉત્તરઃ– કોઈ વસ્તુને વિસ્તારથી સાંભળી લીધી હોય અને પછી તે દેખવામાં આવે તો તે સમયનું નેત્રજ્ઞાન ‘ઉક્તજ્ઞાન’ કહેવાય છે. તેમ જ શ્રોત્ર ઇન્દ્રિય સિવાયની બીજી ઇન્દ્રિયો દ્વારા પણ ‘ઉક્ત’ નું જ્ઞાન થાય છે.

પશ્નઃ– ‘અનુક્ત’ નું જ્ઞાન પાંચ ઇન્દ્રિયો દ્વારા શી રીતે થાય? ઉત્તરઃ– શ્રોત્ર ઇન્દ્રિય સિવાય ચાર ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન હમેશાં અનુક્ત હોય છે. શ્રોત્રઇન્દ્રિય દ્વારા અનુક્તનું જ્ઞાન કેમ થાય તેનો ખુલાસો પહેલા ઉત્તરમાં કરવામાં આવ્યો છે.

પ્રશ્નઃ– અનિઃસૃત અને અનુક્ત પદાર્થોની સાથે શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોનો સંયોગ થાય છે એમ અમે દેખી શકતા નથી માટે અમે તે સંયોગનો સ્વીકાર કરી શકતા નથી?

ઉત્તરઃ– તે પણ ઠીક નથી; જેમ જન્મથી જમીનની અંદર રાખવામાં આવેલો પુરુષ કોઈ કારણે બહાર નીકળે તો તેને ઘટપટાદિ સમસ્ત પદાર્થોનો આભાસ થાય છે, પરંતુ ‘આ ઘટ છે, આ પટ છે’ ઇત્યાદિ જે વિશેષજ્ઞાન તેને થાય છે તે તેને પરના ઉપદેશથી જ થાય છે, તે સ્વયં તેવું જ્ઞાન કરી શકતો નથી; તેવી રીતે સૂક્ષ્મ અવયવોની સાથે જે ઇન્દ્રિયોનો ભિડાવ થાય છે અને તેનાથી અવગ્રહાદિ જ્ઞાન થાય છે તે વિશેષ જ્ઞાન પણ વીતરાગના ઉપદેશથી જ જાણવામાં આવે છે, આપણી અંદર એવું સામર્થ્ય નથી કે આપણે સ્વયં જાણી શકીએ; માટે કેવળજ્ઞાનીના ઉપદેશથી જ્યારે અનિઃસૃત અને અનુક્ત પદાર્થોના અવગ્રહ વગેરે સિદ્ધ છે ત્યારે તેનો અભાવ કદી કહી શકાય નહિ.


Page 55 of 655
PDF/HTML Page 110 of 710
single page version

પ૨] [મોક્ષશાસ્ત્ર

દરેક ઇન્દ્રિય દ્વારા થતા આ બાર પ્રકારના મતિજ્ઞાનનો ખુલાસો
૧–શ્રોત્રેન્દ્રિય દ્વારા

બહુ–એક–તત (તાંતનો શબ્દ), વિતત (તાલનો શબ્દ), ઘન (કાંસાના વાધનો શબ્દ) અને સુષિર (વાંસળી આદિનો શબ્દ) વગેરે શબ્દોનું એક સાથે અવગ્રહ-જ્ઞાન થાય છે, તેમાં તત વગેરે જુદા જુદા શબ્દોનું ગ્રહણ અવગ્રહથી થતું નથી પણ તેના સમુદાયરૂપ સામાન્યને તે ગ્રહણ કરે છે, એવો અર્થ અહીં સમજવો; અહીં બહુ પદાર્થનો અવગ્રહ થયો.

પ્રશ્નઃ– સંભિન્ન સંશ્રોતૃઋદ્ધિના ધારક જીવને તત વગેરે શબ્દે-શબ્દનું સ્પષ્ટપણે ભિન્નભિન્ન રૂપથી જ્ઞાન હોય છે તો તેને આ અવગ્રહજ્ઞાન હોવાનું બાધિત છે?

ઉત્તરઃ– તે બરાબર નથી; સામાન્ય મનુષ્યની માફક તેને પણ ક્રમથી જ જ્ઞાન થાય છે, માટે તેને પણ અવગ્રહજ્ઞાન થાય છે; જે જીવને વિશુદ્ધ જ્ઞાન મંદ હોય તેને તત આદિ શબ્દોમાંથી કોઈ એક શબ્દનો અવગ્રહ થાય છે; આ એક પદાર્થનો અવગ્રહ થયો.

બહુવિધ–એકવિધ–ઉપરના દષ્ટાંતમાં ‘તત’ આદિ શબ્દોમાં હરેક શબ્દના બે, ત્રણ, ચાર, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ભેદોને જીવ ગ્રહણ કરે છે ત્યારે તેને ‘બહુવિધ’ પદાર્થનો અવગ્રહ થાય છે.

વિશુદ્ધતા મંદ રહેતાં જીવ તત આદિ શબ્દોમાંથી કોઈ એક પ્રકારના શબ્દને ગ્રહણ કરે છે તેને ‘એકવિધ’ પદાર્થોનો અવગ્રહ થાય છે.

ક્ષિપ્ર–અક્ષિપ્ર–વિશુદ્ધિના બળથી કોઈ જીવ ઘણો શીઘ્ર શબ્દને ગ્રહણ કરે છે તેને ‘ક્ષિપ્ર’ અવગ્રહ કહેવામાં આવે છે.

વિશુદ્ધિની મંદતા હોવાથી શબ્દને ગ્રહણ કરવામાં જીવને ઢીલ થાય છે તેને ‘અક્ષિપ્ર’ અવગ્રહ કહેવામાં આવે છે.

અનિઃસૃત–નિઃસૃત–વિશુદ્ધિના બળથી જીવ જ્યારે કહ્યા વિના અથવા બતાવ્યા વિના શબ્દને ગ્રહણ કરે છે ત્યારે તેને ‘અનિઃસૃત પદાર્થનો અવગ્રહ કહેવામાં આવે છે.

વિશુદ્ધિની મંદતાને લીધે મોઢામાંથી નીકળેલા શબ્દને જીવ ગ્રહણ કરે છે ત્યારે ‘નિઃસૃત’ પદાર્થનો અવગ્રહ થયો કહેવામાં આવે છે.

શંકાઃ– મોઢેથી પૂરા શબ્દના નીકળવાને ‘નિઃસૃત’ કહ્યો, અને ‘ઉક્ત’નો અર્થ પણ તે જ થાય છે તો પછી બેમાંથી એક ભેદ કહેવો જોઈએ, બન્ને કેમ કહો છો?


Page 56 of 655
PDF/HTML Page 111 of 710
single page version

અ. ૧. સૂત્ર ૧૬] [પ૩

સમાધાનઃ– જ્યાં કોઈ અન્યના કહેવાથી શબ્દનું ગ્રહણ થાય છે, જેમકે- કોઈએ ‘ગો’ શબ્દનું એવું ઉચ્ચારણ કર્યું કે ‘અહીં આ ગો શબ્દ છે,’ તે ઉપરથી જે જ્ઞાન થાય છે તે ‘ઉક્ત’ જ્ઞાન છે; અને તે પ્રમાણે અન્યના બતાવ્યા વિના શબ્દ સામે હોય તેનું ‘આ અમુક શબ્દ છે’ એમ જ્ઞાન થવું તે નિઃસૃત જ્ઞાન છે.

અનુક્ત–ઉક્ત–જે વખતે સમસ્ત શબ્દનું ઉચ્ચારણ કરવામાં ન આવ્યું હોય, પણ મોઢામાંથી એક વર્ણ નીકળતાં જ વિશુદ્વતાના બળવડે અભિપ્રાય માત્રથી સમસ્ત શબ્દને કોઈ અન્યના કહ્યા વગર ગ્રહણ કરી લે કે ‘તે આ કહેવા માગે છે’ -તે સમયે તેને ‘અનુક્ત’ પદાર્થનો અવગ્રહ થયો કહેવાય છે.

વિશુદ્ધિની મંદતાથી જે સમયે સમસ્ત શબ્દ કહે ત્યારે કોઈ અન્યના કહેવા ઉપરથી જીવ ગ્રહણ કરે છે તે સમયે ‘ઉક્ત’ પદાર્થનો અવગ્રહ થયો કહેવાય છે. અથવા-

તંત્રી વા મૃદંગાદિકમાં ક્યો સ્વર ગાવામાં આવશે તેનો સ્વર-સંચાર કર્યો ન હોય તે પહેલાં જ કેવળ તે વાજિંત્રમાં ગાવામાં આવનાર સ્વરનો મિલાપ થાય તે જ સમયે જીવને વિશુદ્ધિના બળથી એવું જ્ઞાન થઈ જાય કે ‘તે આ સ્વર વાજિંત્રમાં વગાડશે,’ તે જ સમયે ‘અનુક્ત’ પદાર્થનો અવગ્રહ થાય છે.

વિશુદ્ધિની મંદતાને કારણે વાજિંત્રો દ્વારા તે સ્વરને ગાવામાં આવે તે સમયે જાણવો તે ‘ઉક્ત’ પદાર્થનો અવગ્રહ છે.

ધ્રુવ–અધુવ–વિશુદ્ધિના બળથી જીવે જે પ્રકારે પ્રથમ સમયમાં શબ્દને ગ્રહણ કર્યો તે પ્રકારે નિશ્ચયરૂપથી કેટલોક કાળ ગ્રહણ કરવાનું ચાલુ રહે- તેમાં કિંચિત્ માત્ર પણ ઓછું-અધિક ન થાય તે ‘ધ્રુવ’ પદાર્થનો અવગ્રહ છે.

વારંવાર થતા સંકલેશ તથા વિશુદ્ધ પરિણામોરૂપ કારણોથી જીવને શ્રોત્રેન્દ્રિયાદિકનું કાંઈક આવરણ અને કાંઈક ઉઘાડ (ક્ષયોપશમ) પણ રહે છે, એવી રીતે શ્રોત્રેન્દ્રિયાદિના આવરણની ક્ષયોપશમરૂપ વિશુદ્ધિની કાંઈક પ્રકર્ષ અને કાંઈક અપ્રકર્ષ દશા રહે છે, તે વખતે અધિકતા-હીનતાથી જાણવાને કારણે કાંઈક ચલ- વિચલપણું રહે છે તેથી તે ‘અધ્રવુ’ પદાર્થનો અવગ્રહ કહેવાયછે; તથા ક્યારેક તત વગેરે ઘણા શબ્દોનું ગ્રહણ કરવું, કયારેક થોડાનું, કયારેક ઘણાનું, કયારેક ઘણા પ્રકારના શબ્દોનું ગ્રહણ કરવું, કયારેક એક પ્રકારનું, કયારેક જલદી, કયારેક ઢીલથી, ક્યારેક અનિઃસૃત શબ્દનું ગ્રહણ કરવું, ક્યારેક નિઃસૃતનું, ક્યારેક અનુક્ત શબ્દનું ગ્રહણ કરવું, કયારેક ઉક્તનું- એમજે ચલ-વિચલપણે શબ્દનું ગ્રહણ કરવું તે સર્વે ‘અધ્રુવાવગ્રહ’નો વિષય છે.


Page 57 of 655
PDF/HTML Page 112 of 710
single page version

પ૪] [મોક્ષશાસ્ત્ર

શંકા–સમાધાન

શંકાઃ–‘બહુ’ શબ્દોના અવગ્રહમાં તત આદિ શબ્દોનું ગ્રહણ માન્યું અને ‘બહુવિધ’ શબ્દોના અવગ્રહમાં પણ તત આદિ શબ્દોનું ગ્રહણ માન્યું તો તેમાં શું ફેર છે?

ઉત્તરઃ– જેમ વાચાળતારહિત કોઈ વિદ્વાન ઘણા શાસ્ત્રોના વિશેષ વિશેષ અર્થ કરતો નથી અને એક સામાન્ય (સંક્ષેપ) અર્થ જ પ્રતિપાદન કરે છે, અન્ય વિદ્વાન ઘણા શાસ્ત્રોમાં રહેલા એકબીજાથી ફેર બતાવનારા ઘણા પ્રકારના અર્થોને પ્રતિપાદન કરે છે. તેમ બહુ અને બહુવિધ બન્ને પ્રકારના અવગ્રહમાં સામાન્યરૂપે તત આદિ શબ્દોનું ગ્રહણ છે તોપણ જે અવગ્રહમાં તત આદિ શબ્દોના એક બે, ચાર, સંખ્યાત, અસંખ્યાત કે અંનત પ્રકારના ભેદોનું ગ્રહણ છે અર્થાત્ અનેક પ્રકારના ભેદ- પ્રભેદયુક્ત તત આદિ શબ્દોનું ગ્રહણ છે તે બહુવિધ-બહુ પ્રકારના શબ્દોને ગ્રહણ કરવાવાળો અવગ્રહ કહેવાય છે; અને જે અવગ્રહમાં ભેદ-પ્રભેદ રહિત સામાન્યરૂપથી તત આદિ શબ્દોનું ગ્રહણ છે તે બહુ શબ્દોનો અવગ્રહ કહેવાય છે.

૨. ચક્ષુ–ઇન્દ્રિય દ્વારા

બહુ–એક-જે સમયે વિશુદ્વિના બળથી જીવ ધોળા, કાળા લીલા આદિ વર્ણોને (રંગોને) ગ્રહણ કરે છે તે સમયે તેને ‘બહુ’ પદાર્થોનો અવગ્રહ થાય છે. જે સમયે મંદતાના કારણે જીવ એક વર્ણને ગ્રહણ કરે છે તે સમયે તેને ‘એક’ પદાર્થનો અવગ્રહ થાય છે.

બહુવિધ–એકવિધ–જે સમયે વિશુદ્વિના બળથી જીવ શુક્લ-કૃષ્ણાદિ હરેક વર્ણના બે, ત્રણ, ચાર, સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભેદ-પ્રભેદોને ગ્રહણ કરે છે તે સમયે તેને ‘બહુવિધ’ પદાર્થનો અવગ્રહ થાય છે.

જે સમયે મંદતાના કારણે જીવ શુક્લ, કૃષ્ણાદિ વર્ણોમાંથી એક પ્રકારના વર્ણને ગ્રહણ કરે છે તે સમયે તેને ‘એકવિધ’ પદાર્થનો અવગ્રહ થાય છે.

ક્ષિપ્ર–અક્ષિપ્ર–જે સમયે તીવ્ર ક્ષયોપશમ (વિશુદ્વિ) ના બળથી જીવ શુક્લાદિવર્ણને જલદી ગ્રહણ કરે છે તે સમયે તેને ‘ક્ષિપ્ર’ પદાર્થનો અવગ્રહ છે.

વિશુદ્વિની મંદતાના કારણે જે સમયે ઢીલથી પદાર્થને ગ્રહણ કરે છે તે સમયે તેને ‘અક્ષિપ્ર’ પદાર્થનો અવગ્રહ થાય છે.

અનિઃસૃત–નિઃસૃત–જે સમયે વિશુદ્વિના બળે જીવ કોઈ પચરંગી વસ્ત્ર, કામળી, ચિત્ર વગેરેના એકવાર કોઈ ભાગમાંથી પાંચ રંગને દેખે છે તે સમયે જોકે શેષ ભાગનું પચરંગીપણું તેને દીઠું નથી તથા તે સમયે તેની સામે આખુું વસ્ત્ર ખુલ્લું કર્યા વગરનું


Page 58 of 655
PDF/HTML Page 113 of 710
single page version

અ. ૧. સૂત્ર ૧૬] [પપ જ રાખ્યું છે તોપણ તે વસ્ત્રના સમસ્ત ભાગોને પચરંગીપણું છે એમ તે ગ્રહણ કરે છે તે ‘અનિઃસૃત’ પદાર્થનો અવગ્રહ છે.

જે સમયે વિશુદ્વિની મંદતાને કારણે જીવની સામે બહાર કાઢીને રાખેલ પચરંગી વસ્ત્રના પાંચે રંગોને જીવ ગ્રહણ કરે છે તે સમયે તેને ‘નિઃસૃત’ પદાર્થનો અવગ્રહ થાય છે.

૩–૪–પ. ઘ્રાણેન્દ્રિય. રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય

ઘ્રાણ, રસના અને સ્પર્શન એ ત્રણ ઇન્દ્રિયો દ્વારા ઉપર્યુકત બાર પ્રકારના અવગ્રહના ભેદો શ્રોત્ર અને ચક્ષુ ઇન્દ્વિયની માફક સમજી લેવા.

ઈહા, અવાય અને ધારણા

ચાલુ સૂત્રનું મથાળું ‘અવગ્રહાદિના વિષયભૂત પદાર્થ’ એમ છે; તેમાં અવગ્રહ આદિ કહેતાં, જેવી રીતે બાર ભેદ અવગ્રહના કહ્યા તેવી જ રીતે ઈહા, અવાય અને ધારણા જ્ઞાનોનો પણ વિષય માનવો.

શંકા–સમાધાન

શંકાઃ– જે ઇન્દ્રિયો પદાર્થને સ્પર્શીને જ્ઞાન કરાવે છે તે પદાર્થોના જેટલા ભાગો (અવયવો) સાથે સંબંધ થાય તેટલા જ ભાગોનું જ્ઞાન કરાવી શકે, અધિક અવયવોનું નહિ. શ્રોત્ર, ઘ્રાણ, સ્પર્શન અને રસના એ ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે, માટે જેટલા અવયવોની સાથે તે ભિડાય તેટલા જ અવયવોનું જ્ઞાન કરાવી શકે, અધિકનું નહિ. છતાં અનિઃસૃત અને અનુક્તમાં તેમ થતું નથી કેમકે ત્યાં પદાર્થોનો એક ભાગ દેખી લેવાથી કે કહેવાથી સમસ્ત પદાર્થનું જ્ઞાન માનવામાં આવે છે, તેથી શ્રોત્ર વગેરે ચાર ઇન્દ્રિયોથી જે અનિઃસૃત તથા અનુક્ત પદાર્થોનો અવગ્રહ, ઇહાદિક માન છે તે વ્યર્થ છે?

સમાધાનઃ– એ શંકા ઠીક નથી. જેમ કીડી આદિ જીવોના નાક તથા જીભ સાથે ગોળ આદિ દ્રવ્યોનો ભિડાવ નથી થતો, તોપણ તેનાં ગંધ અને રસનું જ્ઞાન કીડી આદિને થાય છે; કેમકે ત્યાં અત્યંત સૂક્ષ્મ-જેને આપણે દેખી શકતા નથી-તેવા ગોળ વગેરેના અવયવોની સાથે કીડી આદિ જીવોના નાક તથા જીભ ઇન્દ્રિયોનો એક બીજા સાથે સ્વાભાવિક સંયોગસંબંધ રહે છે; તે સંબંધમાં કોઈ બીજા પદાર્થની અપેક્ષા રહેતી નથી, તેથી સૂક્ષ્મ અવયવોની સાથે સંબંધ રહેવાથી તે પ્રાપ્ત થઈ ને જ પદાર્થ ને ગ્રહણ કરે છે. તેવી રીતે અનિઃસૃત અને અનુક્ત પદાર્થોના અવગ્રહ વગેરેમાં પણ અનિઃસૃત અને અનક્ત પદાર્થોના સૂક્ષ્મ અવયવોની સાથે શ્રોત્ર આદિ ઇન્દ્રિયોનો પોતાની ઉત્પત્તિમાં પર પદાર્થોની અપેક્ષા નહિ રાખવાવાળો સ્વાભાવિક સંયોગસંબંધ છે, તેથી અનિઃસૃત અને અનુક્ત સ્થળો પર પણ પ્રાપ્ત થઈને ઇન્દ્રિયો પદાર્થોનું જ્ઞાન કરાવે છે, અપ્રાપ્ત થઈને નહિ.


Page 59 of 655
PDF/HTML Page 114 of 710
single page version

પ૬] [મોક્ષશાસ્ત્ર

અનુક્ત–ઉક્ત–સફેદ-કાળા અથવા સફેદ-પીળા આદિ રંગોની મેળવણી કરતા કોઈ પુરુષને દેખીને ‘તે આ પ્રકારના રંગોને મેળવીને અમુક પ્રકારનો રંગ તૈયાર કરવાનો છે.’-એમ, વિશુદ્ધિના બળથી કહ્યા વિના જ જાણી લે છે? તે સમયે તેને ‘અનુક્ત’ પદાર્થનો અવગ્રહ થાય છે; અથાવ-

બીજા દેશમાં બનેલા કોઈ પચરંગી પદાર્થને કહેતી વખતે, કહેનાર પુરુષ કહેવાનો પ્રયત્ન જ કરી રહ્યો છે, પણ તેના કહ્યા પહેલાં જ, વિશુદ્ધિના બળથી જીવ જે સમયે તે વસ્તુના પાંચ રંગોને જાણી લે છે તે સમયે તેને પણ ‘અનુક્ત’ પદાર્થનો અવગ્રહ થાય છે.

વિશુદ્ધિની મંદતાને કારણે પચરંગી પદાર્થને કહેવાથી જે સમયે જીવ પાંચ રંગોને જાણે છે ત્યારે તેને ‘ઉક્ત’ પદાર્થનો અવગ્રહ થાય છે.

ધ્રુવ–અધ્રુવ–સંકલેશ પરિણામ રહિત અને યથાયોગ્ય વિશુદ્ધતા સહિત જીવ જેમ પહેલામાં પહેલો રંગને જે જે પ્રકારે ગ્રહણ કરે છે તે જ પ્રકારે નિશ્ચળરૂપથી કાંઈક કાળ તેવા રંગને ગ્રહણ કરવાનું બન્યું રહે છે, કાંઈ પણ ઓછું-વધારે થતું નથી, તે વખતે તેને ‘ધ્રુવ’ પદાર્થનો અવગ્રહ થાય છે.

વારંવાર થતા સંકલેશ પરિણામ અને વિશુદ્ધિ પરિણામોને કારણે જીવને જે વખતે કાંઈક આવરણ રહે છે અને કાંઈક ઉઘાડ પણ રહે છે તથા ઉઘાડ કંઈક ઉત્કૃષ્ટ કંઈક અનુત્કૃષ્ટ એવી બે દશા રહે છે ત્યારે, જે સમયે કાંઈક હીનતા અને કાંઈક અઘિકતાને કારણે ચલ-વિચલપણું રહે છે તે સમયે તેને ‘અધ્રુવ’ અવગ્રહ થાય છે. અથવા-

કૃષ્ણ આદિ ઘણા રંગોને જાણવા અથવા એક રંગને જાણવો, બહુવિધ રંગોને જાણવા કે એકવિધ રંગને જાણવો, જલદી રંગને જાણવા કે ઢીલથી જાણવા, અનિઃસૃત રંગને જાણવો કે નિઃસૃત રંગને જાણવો, અનુક્તરૂપને જાણવો કે ઉક્તરૂપને જાણવો-એવો જે ચલ-વિચલરૂપે જીવ જાણે છે, તે અધ્રુવ અવગ્રહનો વિષય છે.

વિશેષ સમાધાન– આગમમાં કહ્યું છે કે-ચક્ષુ, શ્રોત્ર, ઘ્રાણ, રસના, સ્પર્શન અને મન-એ છ પ્રકારનું લબ્ધ્યક્ષર શ્રુતજ્ઞાન છે. ‘લબ્ધિ’ એટલે ક્ષાયોપશમિક (ઉઘાડરૂપ) શક્તિ અને ‘અક્ષર’ નો અર્થ અવિનાશી છે; જે ક્ષાયોપશમિક શક્તિનો કદી નાશ ન થાય તેને લબ્ધ્યક્ષર કહેવામાં આવે છે, આ ઉપરથી સિદ્ધ થઈ જાય છે કે અનિઃસૃત અને અનુક્ત પદાર્થોનું પણ અવગ્રહાદિ જ્ઞાન થાય છે. લબ્ધ્યક્ષર જ્ઞાન એ શ્રુતજ્ઞાનનો ઘણો સૂક્ષ્મ ભેદ છે. જ્યારે એ જ્ઞાનને માનવામાં આવે છે ત્યારે અનિઃસૃત અને અનુક્ત પદાર્થોના અવગ્રહાદિ માનવામાં કોઈ દોષ નથી.


Page 60 of 655
PDF/HTML Page 115 of 710
single page version

અ. ૧. સૂત્ર ૧૭-૧૮] [પ૭

આ સૂત્ર પ્રમાણે મતિજ્ઞાનના ભેદોની સંખ્યા નીચે મુજબ છેઃ-
અવગ્રહ-ઈહા-અવાય અને ધારણા એ ૪,
પાંચ ઇન્દ્રિય અને મન એ છ દ્વારા ઉપરના ચાર પ્રકારે જ્ઞાન, (૪×૬) = ૨૪
તથા વિષયોની અપેક્ષાએ બહુ-બહુવિધ આદિ ૧૨= [૨૪×૧૨] ૨૮૮ ભેદો

છે. ।। ૧૬।।

અવગ્રહાદિના વિષયભૂત પદાર્થભેદો જે ઉપર કહ્યા
તે ભેદો કોના છે?
अर्थस्य ।। १७।।
અર્થઃ– ઉપર કહેલા બાર અથવા ર૮૮ ભેદો [अर्थस्य] પદાર્થના (દ્રવ્યના-

વસ્તુના) છે.

ટીકા

આ ભેદો વ્યક્ત પદાર્થના કહ્યા છે; અવ્યક્ત પદાર્થને માટે અઢારમું સૂત્ર કહેશે. કોઈ કહે કે-‘રૂપાદિ ગુણો જ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય છે, માટે રૂપાદિ ગુણોનો જ અવગ્રહ થાય છે- નહિ કે દ્રવ્યોનો.’ આ કહેવું બરાબર નથી- એમ અહીં બતાવ્યું છે. ‘ઇન્દ્રિયો દ્વારા રૂપાદિ જણાય છે’ એમ બોલવાનો માત્ર વ્યવહાર છે; રૂપાદિગુણ દ્રવ્યથી અભિન્ન છે તેથી એવો વ્યવહાર થયો છે કે ‘મેં રૂપ જોયું, મેં ગંધ સૂંઘી;’ પણ ગુણ-પર્યાય દ્રવ્યથી જુદા નહિ હોવાથી પદાર્થનું જ્ઞાન થાય છે ઇન્દ્રિયોનો સંબંધ પદાર્થો સાથે થાય છે, માત્ર ગુણ-પર્યોયો સાથે થતો નથી. ।। ૧૭।।

અવગ્રહજ્ઞાનમાં વિશેષતા
व्यञ्जनस्यावग्रह।। १८।।
અર્થઃ– [व्यञ्जनस्य] અપ્રગટરૂપ શબ્દાદિ પદાર્થોનું [अवग्रह] માત્ર

અવગ્રહ-જ્ઞાન થાય છે-ઇહાદિક ત્રણ જ્ઞાન થતાં નથી.

ટીકા
અવગ્રહના બે ભેદ છે-(૧) વ્યંજન-અવગ્રહ (૨) અર્થ-અવગ્રહ.
વ્યંજનાવગ્રહઃ– અવ્યક્ત-અપ્રગટ અર્થના અવગ્રહને વ્યંજનાવગ્રહ કહે છે.
અર્થાવગ્રહ–વ્યક્ત-પ્રગટ પદાર્થના અવગ્રહને અર્થાવગ્રહ કહે છે.

Page 61 of 655
PDF/HTML Page 116 of 710
single page version

પ૮] [મોક્ષશાસ્ત્ર

અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહનાં દષ્ટાંતો

૧-ચામડીને ચોપડી સ્પર્શી ત્યારે થોડોક વખત (તે વસ્તુનું જ્ઞાન શરૂ થવા છતાં) તે જ્ઞાન પોતાને પ્રગટરૂપ હોતું નથી, તેથી તે ચોપડીનું જ્ઞાન જીવને અવ્યક્ત- અપ્રગટ હોવાથી તે જ્ઞાનને વ્યંજનાવગ્રહ કહેવામાં આવે છે.

૨- ચોપડી ઉપર દ્રષ્ટિ પડતાં, પ્રથમ જે જ્ઞાન પ્રગટરૂપ થાય છે તે વ્યકત અથવા પ્રગટ પદાર્થનો અવગ્રહ (અર્થાવગ્રહ) કહેવાય છે.

વ્યંજનાવગ્રહ ચક્ષુ અને મન સિવાયની ચાર ઇન્દ્રિયો દ્વારા હોય છે; વ્યંજનાવગ્રહ પછી જ્ઞાન પોતાને પ્રગટરૂપ થાય છે તેને અર્થાવગ્રહ કહે છે. ચક્ષુ અને મન દ્વારા અર્થાવગ્રહ જ થાય છે.

‘અવ્યક્ત’ નો અર્થ

જેમ એક માટીના કોરા વાસણને પાણીના છાંટા નાખી ભીંજાવવું શરૂ કરવામાં આવે ત્યારે થોડાક છાંટા પડવા છતાં પણ તે એવા સૂકાઈ જાય છે કે જોનાર તે ઠામને ભીંજાએલું કહી શકતા નથી, તોપણ યુક્તિથી તો ‘તે ભીનું છે’ એ વાત માનવી જ પડે છે; તેવી રીતે કાન, નાક, જીભ અને ત્વચા એ ચાર ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે ભિડાવાથી જ્ઞાન પેદા થઈ શકે છે તેથી પ્રથમ જ, થોડા વખત સુધી વિષયનો મંદ સંબંધ રહેતો હોવાથી જ્ઞાન (થવાની શરૂઆત થયા છતાં) પ્રગટ જણાતું નથી, તોપણ વિષયનો સંબંધ શરૂ થઈ ગયો છે તેથી જ્ઞાનનું થવું પણ શરૂ થઈ ગયું છે-એ વાત યુક્તિથી અવશ્ય માનવી પડે છે. તેને (તે શરૂ થઈ ગયેલા જ્ઞાન ને) અવ્યક્ત જ્ઞાન અથવા વ્યંજનાવગ્રહ કહે છે

જ્યારે વ્યંજનાવગ્રહમાં વિષયનું સ્વરૂપ જ સ્પષ્ટ જાણવામાં નથી આવતું ત્યારે પછી વિશેષતાની શંકા તથા સમાધાનરૂપ ઇહાદિજ્ઞાન તો ક્યાંથી જ થઈ શકે? તેથી અવ્યક્તનો અવગ્રહમાત્ર જ હોય છે-ઇહાદિક હોતાં નથી.

‘વ્યક્ત’ નો અર્થ’

મન તથા ચક્ષુ દ્વારા થતું જ્ઞાન વિષય સાથે ભિડાઈને (સ્પર્શાઈને) થતું નથી પણ દૂર રહેવાથી જ થાય છે; તેથી મન અને ચક્ષુ દ્વારા જે જ્ઞાન થાય તે જ્ઞાન ‘વ્યક્ત’ કહેવાય છે. ચક્ષુ તથા મન દ્વારા થતું જ્ઞાન અવ્યક્ત હોતું જ નથી, તેથી તે દ્વારા અર્થાવગ્રહ જ થાય છે.

અવ્યક્ત અને વ્યક્તજ્ઞાન
ઉપર કહેલ અવ્યક્તજ્ઞાનનું નામ વ્યંજનાવગ્રહ છે. જ્યારથી વિષયની વ્યક્તતા

Page 62 of 655
PDF/HTML Page 117 of 710
single page version

અ. ૧. સૂત્ર ૧૮] [પ૯ ભાસવા લાગે છે ત્યારથી તે જ્ઞાનને વ્યક્તજ્ઞાન કહે છે-તેનું નામ અર્થાવગ્રહ છે. આ અર્થાવગ્રહ (અર્થ સહિત અવગ્રહ) બધી ઇન્દ્રિયો તથા મન દ્વારા થાય છે.

ઈહા

તે અર્થાવગ્રહ પછી ઈહા થાય છે. અર્થાવગ્રહજ્ઞાનમાં કોઈ પદાર્થની જેટલી વિશેષતા ભાસી ચૂકી છે તેનાથી અધિક જાણવાની ઇચ્છા થાય તો તે જ્ઞાન સત્ય (નક્કી કરવા) તરફ વધારે ઝૂકે છે તેને ઈહાજ્ઞાન કહેવામાં આવે છે; તે (ઈહા) સુદ્રઢ હોતી નથી. ઈહામાં પ્રાપ્ત થયેલ સત્ય વિષયનો જોકે પૂર્ણ નિશ્ચય નથી હોતો તોપણ જ્ઞાનનો અધિકાંશ ત્યાં થાય છે. તે (જ્ઞાનના અધિકાંશ) વિષયના સત્યાર્થગ્રાહી જ હોય છે, તેથી ઈહાને સત્ય જ્ઞાનોમાં ગણાવામાં આવ્યું છે.

અવાય

‘અવાય’ નો અર્થ નિશ્ચય અથવા નિર્ણય થાય છે; ઈહા પછીના કાળ સુધી ઈહાના વિષય પર લક્ષ્ય રહે તો જ્ઞાન સુદ્રઢ થઈ જાય છે અને તેને અવાય કહે છે. જ્ઞાનના અવગ્રહ, ઈહા અને અવાય એ ત્રણે ભેદોમાંથી અવાય ઉત્કૃષ્ટ અથવા સર્વથી અધિક વિશેષજ્ઞાન છે.

ધારણા

ધારણા એ અવાય પછી થાય છે, પરતું તેમાં કાંઈક અધિક દ્રઢતા ઉત્પન્ન થવા સિવાય બીજી વિશેષતા નથી. ધારણા ની સુદ્રઢતાને કારણે એક એવો સંસ્કાર ઉત્પન્ન થાય છે કે જે થઈ જવાથી પૂર્વના અનુભવનું સ્મરણ થઈ શકે છે.

એક પછી બીજું જ્ઞાન થાય જ કે કેમ?

અવગ્રહ થયા પછી ઈહા થાય અગર ન પણ થાય. અવગ્રહ પછી ઈહા થાય તો એક ઈહા જ થઈ છૂટી જાય અને ક્યારેક ક્યારેક અવાય પણ થાય. અવાય થયા પછી ધારણા થાય અગર ન પણ થાય.

ઈહાજ્ઞાન સત્ય કે મિથ્યા?

જે જ્ઞાનમાં બે વિષય એવા આવી પડે કે જેમાં એક સત્ય હોય અને બીજો મિથ્યા હોય, તો (તેવા પ્રસંગે) જે અંશની ઉપર જ્ઞાન કરવાનું અધિક ધ્યાન હોય તેને અનુસાર એ જ્ઞાનને સત્ય કે મિથ્યા માની લેવું જોઈએ. જેમ-એક ચંદ્રમાને દેખતાં જો બે ચંદ્રમાનું જ્ઞાન થાય અને ત્યાં જો દેખનારનું લક્ષ્ય કેવળ ચંદ્રમાને સમજી લેવાની તરફ હોય તો તે જ્ઞાનને સત્ય માનવું જોઈએ, અને જો દેખનારનું લક્ષ્ય એક-બે સંખ્યા નક્કી કરવા તરફ હોય તો તે જ્ઞાનને અસત્ય (મિથ્યા) માનવું જોઈએ.


Page 63 of 655
PDF/HTML Page 118 of 710
single page version

૬૦] [મોક્ષશાસ્ત્ર

આ નિયમને અનુસરીને ઈહામાં જ્ઞાનનો અધિકાંશ વિષયનો સત્યાંશગ્રાહી જ હોય છે તેથી ઈહાને સત્યજ્ઞાનમાં ગણવામાં આવ્યું છે.

‘ધારણા’ અને ‘સંસ્કાર’ સંબંધી ખુલાસો

શંકા–ધારણા નામ કોઈ ઉપયોગ જ્ઞાનનું છે કે સંસ્કારનું? શંકાકારની દલીલઃ– જો ઉપયોગરૂપ જ્ઞાનનું નામ ધારણા હોય તો, તે ધારણા સ્મરણને ઉત્પન્ન કરવાને સમર્થ નહિ થાય, કેમકે કાર્ય-કારણરૂપ પદાર્થોમાં પરસ્પર કાળનું અંતર રહી શકતું નથી. ધારણા ક્યારે થાય છે અને સ્મરણ ક્યારે, તેમાં કાળનું મોટું જ અંતર પડે છે; જો તેને (ધારણાને) સંસ્કારરૂપ માની સ્મરણના સમય સુધી વિદ્યમાન માનવાની કલ્પના કરીએ તો તે પ્રત્યક્ષનોભેદ થતો નથી. કેમકે સંસ્કારરૂપ જ્ઞાન પણ સ્મરણની અપેક્ષાએ મલિન છે; સ્મરણ ઉપયોગરૂપ હોવાથી પોતાના સમયમાં તે બીજો ઉપયોગ થવા દેતું નથી અને પોતે કાંઈક વિશેષ જ્ઞાન ઉત્પન્ન કરે છે; પરંતુ ધારણા સંસ્કારરૂપ હોવાથી તેના રહેવા છતાં પણ અન્ય-અન્ય અનેક જ્ઞાનો ઉત્પન્ન થતા રહે છે અને સ્વયં તે ધારણા તો અર્થનું જ્ઞાન જ કરાવી શકતી નથી. [આ શંકાકારની દલીલ છે, હવે તેનું સમાધાન કરે છે.)

સમાધાનઃ– ‘ધારણા’ ઉપયોગરૂપ જ્ઞાનનું નામ પણ છે અને સંસ્કારનું પણ નામ છે. ધારણાને પ્રત્યક્ષ જ્ઞાનમાં ગણી છે અને તેની ઉત્પત્તિ પણ અવાયની પછી જ થાય છે; તેનું સ્વરૂપ પણ અવાયની અપેક્ષાએ અધિક દ્રઢરૂપ છે, તેથી તેને ઉપયોગરૂપ જ્ઞાનમાં ગર્ભિત કરવું જોઈએ.

તે ધારણા સ્મરણને ઉત્પન્ન કરે છે અને કાર્યના પૂર્વ ક્ષણ માં કારણ રહેવું જ જોઈએ માટે તેને સંસ્કારરૂપ પણ કહી શકાય છે. તાત્પર્ય એ છે કે જે સ્મરણના સમય સુધી રહે છે તેને કોઈ કોઈ જગ્યાએ ધારણાથી જુદું ગણાવ્યું છે અને કોઈ કોઈ જગ્યાએ ધારણાના નામથી કહ્યું છે. ધારણા તથા તે સંસ્કારમાં કારણ-કાર્ય સંબંધ છે. તેથી જ્યાં ભેદવિવક્ષા મુખ્ય હોય ત્યાં જુદાં ગણવામાં આવે છે અને જ્યાં અભેદ- વિવક્ષા મુખ્ય હોય ત્યાં જુદાં નહિ ગણતાં કેવળ ધારણાને જ સ્મરણનું કારણ કહ્યું છે.

ચાર ભેદોની વિશેષતા

એ રીતે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ ચાર મતિજ્ઞાનના ભેદો છે; તેનું સ્વરૂપ ઉત્તરોત્તર તરતમ-વધારે વધારે શુદ્ધ હોય છે અને તેને પૂર્વ-પૂર્વ જ્ઞાનનું કાર્ય સમજવું જોઈએ. એક વિષયની ઉત્તરોત્તર વિશેષતા તેના દ્વારા જાણવામાં આવે છે, તેથી તે ચારે જ્ઞાનોને એક જ જ્ઞાનના વિશેષ પ્રકાર પણ કહી શકાય છે. મતિ-સ્મૃતિ


Page 64 of 655
PDF/HTML Page 119 of 710
single page version

અ. ૧. સૂત્ર ૧૯-૨૦] [૬૧ આદિની માફક તેમાં કાળનો અસંબંધ નથી તથા બુદ્ધિ-મેધાદિની માફક વિષયનો અસંબંધ તેમાં નથી. ૧૮.

न चक्षुरनिन्द्रियाभ्याम्।। १९।।
અર્થઃ– વ્યંજનાવગ્રહ [चक्षुः अनिन्द्रियाभ्याम्] નેત્ર અને મનથી [न] થતો નથી.
ટીકા

મતિજ્ઞાનના ૨૮૮ ભેદ ૧૬ મા સૂત્રમાં આપ્યા છે. અને વ્યંજનાવગ્રહ ચાર ઇંદ્રિયો દ્વારા થાય છે તેથી તેના બહુ, બહુવિધ આદિ ૧૨ ભેદ ગણાતાં ૪૮ ભેદ થાય છે; એ રીતે મતિજ્ઞાનના ૩૩૬ પ્રભેદ થાય છે. ૧૯.

શ્રુતજ્ઞાનનું વર્ણન, ઉત્પત્તિનો ક્રમ તથા તેના ભેદ
श्रुतं मतिपूर्वं द्वयनेकद्वादशभेदम्।। २०।।
અર્થઃ– [श्रुतम्] શ્રુતજ્ઞાન [मतिपूर्वं] મતિજ્ઞાન પૂર્વક હોય છે- અર્થાત્ મતિજ્ઞાન

પછી થાય છે; તે શ્રુતજ્ઞાન [द्वयनेकद्वादशभेदम्] બે, અનેક અને બાર ભેદવાળું છે.

ટીકા
(૧) સમ્યગ્જ્ઞાનનો વિષય ચાલે છે [જુઓ, સૂત્ર ૯] માટે આ સમ્યક્શ્રુતજ્ઞાનને

લગતું સૂત્ર છે- એમ સમજવું. મિથ્યાશ્રુતજ્ઞાન સંબંધમાં ૩૧મું સૂત્ર છે.

(૨) શ્રુતજ્ઞાનઃ– મતિજ્ઞાનથી ગ્રહણ કરવામાં આવેલા પદાર્થથી, તેનાથી જુદા પદાર્થને ગ્રહણ કરનારું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. તેનાં દષ્ટાંતોઃ-

૧-સદગુરુનો ઉપદેશ સાંભળી, આત્માનું યથાર્થ જ્ઞાન થવું-તેમાં ઉપદેશ
સાંભળવો તે મતિજ્ઞાન છે, પછી વિચાર કરી આત્માનું ભાન પ્રગટ કરવું
તે શ્રુતજ્ઞાન છે.
૨-શબ્દથી ઘટાદિ પદાર્થોનું જાણવું-તેમાં ‘ઘટ’ શબ્દ સાંભળવો તે મતિજ્ઞાન
છે અને તે ઉપરથી ઘડા પદાર્થનું જ્ઞાન થવું તે શ્રુતજ્ઞાન છે.
૩-ધૂમાડાથી અગ્રિનું ગ્રહણ કરવું-તેમાં ધૂમાડો આંખે દેખી જ્ઞાન થયું તે
મતિજ્ઞાન છે અને ધૂમાડા ઉપરથી અગ્નિનું અનુમાન કરવું તે શ્રુતજ્ઞાન છે.
૪-એક માણસ ‘વહાણ’ એવો શબ્દ સાંભળે છે, તે મતિજ્ઞાન છે. પૂર્વે
વહાણના ગુણો સાંભળ્‌યા અથવા વાંચ્યા હતા તે સંબંધી [‘વહાણ’ શબ્દ
સાંભળી] જે વિચારો ઉત્પન્ન કરે છે તે વિચારો શ્રુતજ્ઞાન છે.

Page 65 of 655
PDF/HTML Page 120 of 710
single page version

૬૨] [મોક્ષશાસ્ત્ર (૩) મતિજ્ઞાન દ્વારા જાણેલા વિષયનું અવલંબન લઈ જે ઉત્તર તર્કણા (બીજા વિષય

સંબંધી વિચારો) જીવ કરે છે તે શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનના બે પ્રકાર છે-
૧-અક્ષરાત્મક, ૨-અનક્ષરાત્મક. ‘આત્મા’ શબ્દ સાંભળી આત્માના ગુણોનું
હૃદયમાં પ્રગટ કરવું તે અક્ષરાત્મક શ્રુતજ્ઞાન છે. અક્ષર અને પદાર્થને
વાચકવાચ્ય સંબંધ છે. ‘વાચક’ તે શબ્દ છે તેનું જ્ઞાન મતિજ્ઞાન છે; અને
તેના નિમિત્તે ‘વાચ્ય’નું જ્ઞાન થવું તે શ્રુતજ્ઞાન છે. પરમાર્થે જ્ઞાન કોઈ
અક્ષર નથી, અક્ષર તો જડ છે, તે પુદ્ગલસ્કંધનો પર્યાય છે; તે નિમિત્ત
માત્ર છે. ‘અક્ષરાત્મક શ્રુતજ્ઞાન’ કહેવામાં આવ્યું તે કાર્ય માં કારણનો
(નિમિત્તનો) માત્ર ઉપચાર કર્યો છે-એમ સમજવું.

(૪) શ્રુતજ્ઞાન તે જ્ઞાનગુણનો પર્યાય છે, તે થવામાં મતિજ્ઞાન નિમિત્તમાત્ર છે.

શ્રુતજ્ઞાન પહેલાં જ્ઞાનગુણનો મતિજ્ઞાનરૂપ પર્યાય હોય છે, અને તે પર્યાયનો
વ્યય થતાં શ્રુતજ્ઞાન પ્રગટે છે; તેથી મતિજ્ઞાનનો વ્યય શ્રુતજ્ઞાનનું નિમિત્ત છે,
તે ‘અભાવરૂપ નિમિત્ત’ છે; એટલે કે મતિજ્ઞાનનો જે વ્યય થાય છે તે
શ્રુતજ્ઞાનને ઉત્પન્ન કરતું નથી, શ્રુતજ્ઞાન તો પોતાના ઉપાદાન કારણે ઉત્પન્ન
થાય છે.
[મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે.]

(પ) પ્રશ્નઃ– જગતમાં કારણની સમાન કાર્ય થાય છે, તેથી મતિજ્ઞાન સમાન શ્રુતજ્ઞાન

હોવું જોઈએ?

ઉત્તરઃ– ઉપાદાન કારણની સમાન કાર્ય થાય છે, પણ નિમિત્તકારણ સમાન કાર્ય થતું નથી. જેમ ઘડો થવામાં દંડ, ચક્ર, કુંભાર, આકાશ આદિ નિમિત્ત કારણો છે, પણ ઉત્પન્ન થયેલો ઘડો તે દંડ, ચક્ર, કુંભાર, આકાશ આદિની સમાન નથી, ભિન્ન સ્વરૂપે જ (માટી સ્વરૂપે જ) છે. તેમ શ્રુતજ્ઞાનના ઉત્પન્ન થવામાં મતિ નામ (ફક્ત નામ) માત્ર બાહ્ય કારણ છે, વળી તેનું સ્વરૂપ શ્રુતજ્ઞાનથી ભિન્ન છે. (૬) શ્રુતજ્ઞાન એકવાર થયા પછી વિચાર લંબાય ત્યારે બીજું શ્રુતજ્ઞાન મતિજ્ઞાન

વચ્ચે આવ્યા વિના પણ ઉત્પન્ન થાય છે.
પ્રશ્નઃ– તેવા શ્રુતજ્ઞાનને
‘मतिपूर्व...’ (મતિપૂર્વક) એ સૂત્રમાં આપેલી વ્યાખ્યા
કેમ લાગુ પડે?
ઉત્તરઃ– તેમાં પહેલું શ્રુતજ્ઞાન મતિપૂર્વક થયું હતું તેથી બીજું શ્રુતજ્ઞાન
મતિપૂર્વક છે એવો ઉપચાર કરી શકાય છે. સૂત્રમાં
‘पूर्व’ પહેલાં ‘સાક્ષાત્’
શબ્દ વાપર્યો નથી, માટે શ્રુતજ્ઞાન સાક્ષાત્ મતિપૂર્વક અને પરંપરા મતિપૂર્વક-
એમ બે પ્રકારે થાય છે-એમ સમજવું.