Page 420 of 660
PDF/HTML Page 441 of 681
single page version
બુદ્ધિમાનોએ સદા ધર્મનું જ ચિંતન કરવું.
અને ભામંડળના આગમનનું વર્ણન કરનાર પંચાવનમું પર્વ પૂર્ણ થયું.
અક્ષૌહિણીનું પ્રમાણ સંક્ષેપમાં કહું છું. પ્રથમ ભેદ પત્તિ, બીજો ભેદ સેના, ત્રીજો ભેદ
સેનામુખ, ચોથો ગુલ્મ, પાંચમો વાહિની, છઠ્ઠો પૃતના, સાતમો ચમૂ અને આઠમો
અનીકિની. હવે એમના યથાર્થ ભેદ સાંભળ. એક રથ, એક ગજ, પાંચ પ્યાદા, ત્રણ અશ્વ.
એમનું નામ પત્તિ છે. ત્રણ રથ, ત્રણ ગજ, પંદર પ્યાદા, નવ અશ્વ, એને સેના કહે છે.
નવ રથ, નવ ગજ, પિસ્તાળીસ પ્યાદા અને સત્તાવીસ અશ્વને સેનામુખ કહે છે. સત્તાવીસ
રથ, સત્તાવીસ ગજ, એકસો પાંત્રીસ પ્યાદાં અને એકાસી અશ્વને ગુલ્મ કહે છે. એકાસી
રથ, એકાસી ગજ, ચારસો પાંચ પ્યાદાં અને બસો તેંતાળીસ અશ્વને વાહિની કહેવાય છે,
બસ્સો તેતાંલીસ રથ, બસ્સો તૈતાલીસ ગજ, બારસો પંદર પ્યાદાં, ઓગણત્રીસ ઘોડા એને
પૂતના કહે છે. સાતસો ઓગણત્રીસ રથ, સાતસો ઓગણત્રીસ ગજ, છત્રીસસો
પિસ્તાળીસ પ્યાદાં અને એકસોવીસસો સત્તાસી અશ્વને ચમૂ કહીએ છીએ. એકવીસસો
સત્તાસી રથ, એકવીસસો સત્તાશી, ગજ, દસ હજાર નવસો પાંત્રીસ પ્યાદાં અને પાંસઠસો
એકસઠ અશ્વને અનીકિની કહે છે. આ રીતે પત્તિથી લઈને અનીકિની સુધીના આઠ ભેદ
થયા. અહીં સુધી તો ત્રણ ત્રણ ગણા વધ્યા. દશ અનીકિનીની એક અક્ષૌહિણી થાય છે.
તેનું વર્ણન-એકવીસ હજાર આઠસો સીત્તેર રથ, એકવીસ હજાર આઠસો સીત્તેર ગજ,
પ્યાદાં એક લાખ નવ હજાર ત્રણસો પચાસ અને ઘોડા પાંસઠ હજાર છસો દસઃ આ એક
અક્ષૌહિણીનું પ્રમાણ થયું. આવી ચાર હજાર અક્ષૌહિણી યુક્ત રાવણને અતિબળવાન
જાણવા છતાં પણ કિહકંધાપુરના સ્વામી સુગ્રીવની સેના શ્રી રામના પ્રસાદથી નિર્ભયપણે
રાવણની સન્મુખ આવી ઊભી. શ્રી રામની સેનાને અતિનિકટ આવેલી જોઈ જુદા જુદા
વિચાર પક્ષવાળા લોકો પરસ્પર આ પ્રમાણે વાતો કરવા લાગ્યા કે જુઓ રાવણરૂપ ચંદ્રમા,
વિમાનરૂપ નક્ષત્રોનો સ્વામી અને શાસ્ત્રમાં પ્રવીણ પણ પરસ્ત્રીની ઈચ્છારૂપ વાદળોથી
આચ્છાદિત થયો છે. જેને મહાકાંતિની ધારક અઢાર હજાર રાણીઓ છે તેનાથી તે તૃપ્ત
થયો નહિ અને જુઓ એક સીતાને માટે શોકથી વ્યાપ્ત થયો છે. હવે જોઈએ છીએ કે
રાક્ષસવંશી અને વાનરવંશી આમાંથી કોનો ક્ષય થાય
Page 421 of 660
PDF/HTML Page 442 of 681
single page version
સૂર્ય તુલ્ય છેઃ આ પ્રમાણે કેટલાક રામના પક્ષના યોદ્ધાઓના યશનું વર્ણન કરતા હતા
અને કેટલાક સમુદ્રથીય વધારે ગંભીર રાવણની સેનાનું વર્ણન કરતા હતા. કેટલાક
દંડકવનમાં ખરદૂષણ અને લક્ષ્મણ વચ્ચે થયેલા યુદ્ધનું વર્ણન કરતા હતા અને કહેતા હતા
કે ચંદ્રોદયનો પુત્ર વિરાધિત જેનું શરીર છે એવા લક્ષ્મણે ખરદૂષણને હણ્યો. અતિબળના
સ્વામી લક્ષ્મણનું બળ શું તમે નથી જાણ્યું? એમ કેટલાક કહેતા હતા. કેટલાક બોલતાં કે
રામ-લક્ષ્મણની શી વાત? તે તો મોટા પુરુષ છે, એક હનુમાને કેટલાં કામ કર્યાં,
મંદોદરીનો તિરસ્કાર કરી સીતાને ધૈર્ય બંધાવ્યું, રાવણની સેનાને જીતીને લંકામાં વિઘ્ન
કર્યું, કોટ દરવાજા પાડી નાખ્યા, આ પ્રમાણે જાતજાતની વાતો કરવા લાગ્યા. ત્યારે એક
સુવક્ર નામનો વિદ્યાધર હસીને કહેતો હતો કે ક્યાં સમુદ્ર સમાન રાવણની સેના અને ક્યાં
ગાયની ખરી જેવડી વાનરવંશીઓની સેના? જે રાવણ ઇન્દ્રને પકડી લાવ્યો અને બધાનો
વિજેતા છે તે વાનરવંશીઓથી કેવી રીતે જિતાય? તે સર્વ તેજસ્વીઓના શિરમોર છે,
મનુષ્યોમાં ચક્રવર્તીનું નામ સાંભળી કોણ ધૈર્ય રાખી શકે? અને જેના ભાઈ કુંભકર્ણ
મહાબળવાન, ત્રિશૂળના ધારક યુદ્ધમાં પ્રલયકાળના અગ્નિસમાન ભાસે છે તે જગતમાં
પ્રબળ પરાક્રમના ધારક કોનાથી જીતી શકાય? ચંદ્રમા સમાન જેનું છત્ર જોઈને શત્રુઓની
સેનારૂપ અંધકાર નાશ પામે છે તે ઉદાર તેજના ધણીની આગળ કોણ ટકી શકે? જે
જીવનની ઈચ્છા તજે તે જ તેની સામે આવે. આ પ્રમાણે અનેક પ્રકારનાં રાગદ્વેષરૂપ
વચન સેનાના માણસો પરસ્પર કહેતા હતા. બન્ને સેનામાં જાતજાતની વાતો લોકોના મુખે
થતી રહી. જીવોના ભાવ જુદી જુદી જાતના છે. રાગદ્વેષના પ્રભાવથી જીવ પોતાના કર્મ
ઉપાર્જે છે અને જેવો જેનો ઉદય થાય છે તેવા જ કામમાં પ્રવર્તે છે. જેમ સૂર્યનો ઉદય
ઉદ્યમી જીવોને જુદા જુદા કામમાં પ્રવતાર્વે છે તેમ કર્મનો ઉદય જીવોને જાતજાતના ભાવો
ઉત્પન્ન કરે છે.
વર્ણવનાર છપ્પનમું પર્વ પૂર્ણ થયું.
સિંહની પેઠે લંકામાંથી બહાર નીકળ્યા, કોઈ સુભટની સ્ત્રી રણસંગ્રામનું વૃત્તાંત જાણી
પોતાના પતિના હૃદય સાથે ભેટીને કહેવા લાગી, હે નાથ! તમારા કુળની એ જ રીત છે
કે રણસંગ્રામથી પીછેહઠ
Page 422 of 660
PDF/HTML Page 443 of 681
single page version
પ્રાણત્યાગ કરીશ. યોદ્ધાઓના કિંકરોની સ્ત્રીઓ કાયરોની સ્ત્રીઓને ‘ધિક્કાર’ એવા શબ્દ
સંભળાવે, એના જેવું બીજું કષ્ટ કયું હોય? જો તમે છાતીએ ઘા ઝીલીને સારી કીર્તિ
કમાઈને પાછા આવશો તો તમારા ઘા જ આભૂષણ બનશે અને જેનું બખ્તર તૂટી ગયું
હશે અને જેની અનેક યૌદ્ધા સ્તુતિ કરતા હશે, એવી સ્થિતિમાં તમને જો હું જોઈશ તો
મારો જન્મ ધન્ય માનીશ અને સુવર્ણના કમળોથી જિનેશ્વરદેવની પૂજા કરાવીશ. જે યોદ્ધા
રણમાં જઈને મરણ પામે તેમનું જ મરણ ધન્ય છે અને તે યુદ્ધની પરાઙમુખ થઈ ધિક્કાર
શબ્દથી મલિન થઈને જીવે છે તેમના જીવવાથી શો લાભ? કોઈ સ્ત્રી પોતાના સુભટ
પતિને વળગીને આમ કહેતી હતી કે તમે સારા દેખાઈને યશ કમાઈને આવશો તો
અમારા પતિ રહેશો અને જો ભાગીને આવશો તો મારે અને તમારે કોઈ સંબંધ નથી.
કોઈક સ્ત્રી પોતાના પતિને કહેતી હતી કે હે પ્રભો! તમારા જૂના ઘા હવે રુઝાઈ ગયા છે
માટે નવા ઘા લગાવડાવજો, ઘાથી શરીર અતિ શોભે છે. એ દિવસ ક્યારે હશે જ્યારે તમે
વીરલક્ષ્મીના વર બની પ્રફુલ્લ વદને અમારી પાસે આવશો અને અમે તમને આનંદયુક્ત
જોઈએ. તમારી હાર અમે રમતમાં પણ જોઈ નહિ શકીએ તો યુદ્ધમાં તો હાર કેવી રીતે
દેખી શકીએ? અને કોઈ કહેવા લાગી કે હે દેવ! જેમ અમે પ્રેમથી તમારા વદનકમળનો
સ્પર્શ કરીએ છીએ તેમ વક્ષસ્થળમાં લાગેલા ઘા અમે જોઈશું ત્યારે અત્યંત હર્ષ પામશું.
કેટલીક તાજી જ પરણેલી અત્યંત નાની ઉંમરની છે, પરંતુ સંગ્રામમાં પતિને જવા તૈયાર
જોઈને પ્રૌઢા જેવી ભાવના કરવા લાગી. કેટલીક માનવતી ઘણા દિવસોથી માન કરી રહી
હતી તે પતિને સંગ્રામ માટે તૈયાર થયેલ જોઈ માન તજી પતિને ગળે વળગી અને
અત્યંત સ્નેહ બતાવ્યો, યુદ્ધને યોગ્ય શિખામણ પણ આપવા લાગી. કોઈ કમળનયની
પતિનું મુખ ઊંચું કરી સ્નેહની દ્રષ્ટિથી જોવા લાગી અને યુદ્ધમાં દ્રઢ કરવા લાગી. કોઈ
સામંતની સ્ત્રી પતિના વક્ષસ્થળમાં પોતાના નખનું ચિહ્ન કરીને ભાવિ શસ્ત્રોના ઘાનું
જાણે કે સ્થળ કરવા લાગી. આ પ્રમાણે જેમની ચેષ્ટા થઈ રહી છે એવી રાણીઓ,
સામંતની પત્નીઓ પોતાના પ્રીતમ સાથે નાના પ્રકારના સ્નેહપ્રદર્શન વડે વીરરસમાં દ્રઢ
કરવા લાગી. ત્યારે મહાન યુદ્ધ કરનારા યોદ્ધા તેમને કહેવા લાગ્યા, હે પ્રાણવલ્લભે! જે
યુદ્ધમાં પ્રશંસા મેળવે તે જ નર છે તથા યુદ્ધની સન્મુખ પ્રાણ તજે તેમની કીર્તિ શત્રુઓ
પણ ગાય છે અને હાથીના દાંત પર પગ મૂકી શત્રુઓ પર પ્રહાર કરે તેમની કીર્તિ
શત્રુઓ ગાય. પુણ્યના ઉદય વિના આવું સુભટપણું મળતું નથી, હાથીઓના ગંડસ્થળને
વિદારનારા નરસિંહોને જે આનંદ થાય છે તેનું કથન કરવા કોણ સમર્થ છે? હે પ્રાણપ્રિયે!
ક્ષત્રિયનો એ જ ધર્મ છે કે કાયરને ન મારે, શરણાગતને ન મારે, કે ન કોઈને મારવા દે.
જે પીઠ બતાવે તેની ઉપર ઘા ન કરે, જેની પાસે આયુધ ન હોય તેની સાથે યુદ્ધ ન કરે
તેથી અમે બાળક, વૃદ્ધ, દીનને છોડી યોદ્ધાઓના મસ્તક પર તૂટી પડશું, તમે હર્ષથી
રહેજો, અમે યુદ્ધમાં વિજય મેળવીને તમને આવી મળશું. આ પ્રમાણે અનેક વચનો વડે
પોતપોતાની વધૂઓને
Page 423 of 660
PDF/HTML Page 444 of 681
single page version
કેટલીક સુભટ સ્ત્રીઓ ચાલતા પતિના ગળે બન્ને હાથ વીંટાળીને વળગી પડી અને
ડોલવા લાગી, જેમ ગજેન્દ્રના કંઠમાં કમલિની લટકે. કેટલીક રાણીઓ બખ્તર પહેરેલા
પતિના અંગ સાથે ભેટી પણ શરીરનો સ્પર્શ ન થયો તેથી ખેદખિન્ન થઈ ગઈ. કેટલીક
અર્ધબાહુલિકા એટલે કે પેટી વલ્લભના અંગ સાથે જોડાયેલી જોઈને ઈર્ષાના રસથી સ્પર્શ
કરવા લાગી કે અમને છોડી આ બીજી કોણ એમની છાતીએ વળગી, એમ જાણીને આંખો
ખેંચવા લાગી. ત્યારે પતિ પ્રિયાને અપ્રસન્ન જોઈને કહેવા લાગ્યા, હે પ્રિયે! આ અર્ધું
બખ્તર છે, સ્ત્રીવાચક શબ્દ નથી. પછી પુરુષનો અવાજ સાંભળીને રાજી થઈ. કેટલીક
પોતાના પતિને પાન ખવડાવતી હતી અને પોતે તાંબુલ ચાવતી હતી. કેટલીક પતિએ
મના કરવા છતાં થોડે દૂર સુધી પતિની પાછળ પાછળ જવા લાગી. પતિને રણની
અભિલાષા છે તેથી એમની તરફ જોતા નથી. અને રણની ભેરી વાગી એટલે યોદ્ધાઓનું
ચિત્ત રણભૂમિમાં અને સ્ત્રીઓથી વિદાય લેવાની આમ બન્ને કારણો પ્રાપ્ત થવાથી
યોદ્ધાઓનું ચિત્ત જાણે હીંડોળે હીંચવા લાગ્યું. નવોઢાઓને તજીને ચાલ્યા, પણ તે નવોઢાએ
આંસુ ન સાર્યાં કેમ કે આંસુ અમંગળ છે. કેટલાક યોદ્ધા યુદ્ધમાં જવાની ઉતાવળથી બખ્તર
ન પહેરી શક્યા, જે હથિયાર હાથમાં આવ્યું તે જ લઈને ગર્વથી ભરેલા નીકળ્યા. રણભેરી
સાંભળીને જેને આનંદ ઉપજ્યો છે અને તેથી શરીર પુષ્ટ થઈ ગયું તેથી તેને બખ્તર અંગ
પર આવી શકતું નથી. કેટલાક યોદ્ધાઓને રણભેરીનો અવાજ સાંભળીને એવો હર્ષ
ઉપજ્યો કે જૂના ઘા ફાટી ગયા, તેમાંથી લોહી નીકળવા લાગ્યું, કોઈએ નવું બખ્તર
બનાવીને પહેર્યું તે હર્ષ થવાથી તૂટી ગયું તેથી જાણે કે નવું બખ્તર જૂના બખ્તર જેવું થઈ
ગયું. કેટલાકના માથાનો ટોપ ઢીલો પડી ગયો તે તેમની પ્રાણવલ્લભા મજબૂત કરવા
લાગી. કોઈ સંગ્રામનો લાલચુ સુભટને તેની સ્ત્રી સુગંધી પદાર્થનો લેપ કરવાની
અભિલાષા કરતી હતી તો પણ તેણે સુગંધ તરફ ચિત્ત ન દીધું, યુદ્ધ માટે નીકળી ગયો.
અને તે સ્ત્રીઓ વ્યાકુળતાથી પોતપોતાની સેજ પર પડી રહી. પ્રથમ જ લંકામાંથી રાજા
હસ્ત અને પ્રહસ્ત યુદ્ધ માટે નીકળ્યા. કેવા છે બન્ને? સર્વમાં મુખ્ય એવી કીર્તિરૂપી
અમૃતના આસ્વાદમાં લાલચુ અને હાથીઓના રથ પર બેઠેલા, જે વેરીઓના શબ્દ
સાંભળી શકતા નથી, મહાપ્રતાપી અને શૂરવીર, રાવણને પૂછયા વિના જ નીકળી ગયા.
જોકે સ્વામીની આજ્ઞા થયા વિના કાર્ય કરવું તે દોષ છે તો પણ સ્વામીના કાર્ય માટે
આજ્ઞા વિના જાય તો તે દોષ નથી, ગુણનો ભાવ ભજે છે. મારીચ, સિંહજઘ્રાણ, સ્વયંભૂ,
શંભૂ, પ્રથમ, વિસ્તીર્ણ સેના સહિત, શુક અને સારણ, ચંદ્ર-સુર્ય જેવા, ગજ બીભત્સ,
વજ્રાક્ષ, વજ્રભૂતિ, ગંભીરનાદ, નક્ર, મકર, વજ્રઘોષ, ઉગ્રનાદ, સુંદ, નિકુંભ, કુંભ, સંધ્યાક્ષ,
વિભ્રમક્રૂર, માલ્યવાન, ખરનિસ્વન, જંબુમાલી, શીખાવીર, દુર્ધૂર્ષ મહાબળવાન આ સામંતો
સિંહ જોડેલા રથ પર ચડયા. વજ્રોદર, ધૂમ્રાક્ષ, મુદિત, વિદ્યુત્જિહ્ય, મહામાલી, કનક, ક્રોધન,
ક્ષોભણ, ધુંધુર, ઉદમ, ડિંડી, ડિંડમ, ડિભવ, પ્રચંડ, ડંબર, ચંડ, કુંડ, હાલાહલ ઈત્યાદિ
અનેક રાજા વાઘ જોડેલા રથ પર બેઠા. તે
Page 424 of 660
PDF/HTML Page 445 of 681
single page version
કરવામાં પ્રવૃત્ત થઈ છે. વિદ્યાકૌશિક, વિદ્યાવિખ્યાત, સર્પબાહુ, મહાદ્યુતિ, શંખ, પ્રશંખ,
રાજભિન્ન, અંજનપ્રભ, પુષ્પચૂડ, મહારક્ત, ઘટાસ્ત્ર, પુષ્પખેચર, અનંગકુસુમ, કામ,
કામાવર્ત, સ્મરાયણ, કામાગ્નિ, કામરાશિ, કનકપ્રભ, શિલીમુખ, સૌમ્યવકત્ર, મહાકામ,
હેમગોર આ બધા પવન જેવા ઝડપી અશ્વોના રથ પર ચઢીને નીકળ્યા. અને કદંબ,
વિટપ, ભીમ ભીમનાદ, ભયાનક, શાદૂલસિંહ, ચલાંગ, વિદ્યુદંશ, લ્હાદન, ચપળ, ચોલ,
ચંચળ ઈત્યાદિ હાથીઓના રથ પર ચઢીને નીકળ્યા. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે
કે હે મગધાધિપતિ! સામંતોના નામ કેટલાંક કહીએ. સૌમાં અગ્રેસર અઢી કરોડ
નિર્મળવંશમાં ઉત્પન્ન થયેલા રાક્ષસોના કુમારો દેવકુમાર તુલ્ય પરાક્રમી, જેમનો યશ
પ્રસિદ્ધ છે એવા યુદ્ધ માટે નીકળ્યા. મહાબળવાન મેઘવાહન કુમાર, ઇન્દ્ર જેવો રાવણપુત્ર
અતિપ્રિય ઇન્દ્રજિત પણ નીકળ્યો. જયંત સમાન વીરબુદ્ધિ કુંભકુર્ણ સૂર્યના વિમાન જેવા
જ્યોતિપ્રભવ નામના વિમાનમાં આરૂઢ થઈ, ત્રિશૂળનું આયુધ લઈને નીકળ્યો. રાવણ પણ
સુમેરુના શિખર સમાન પુષ્પક નામના પોતાના વિમાનમાં બેઠો. જેનું પરાક્રમ ઇન્દ્રતુલ્ય છે,
સેના વડે આકાશ અને પૃથ્વીને ઢાંકી દેતો, દેદીપ્યમાન આયુધો ધારણ કરી, સૂર્ય સમાન
જેની જ્યોતિ છે તે પણ અનેક સામંતો સહિત લંકાની બહાર નીકળ્યો. તે સામંતો
શીઘ્રગામી, અનેકરૂપ ધારણ કરનારાં વાહનો ઉપર ચડયા. કેટલાકના રથ, કેટલાકના
તુરંગ, કેટલાકના હાથી, કેટલાકના સિંહ તથા સાબર, બળદ, પાડા, ઊંટ, મેંઢા, મૃગ,
અષ્ટાપદ, ઈત્યાદિ સ્થલચર જીવો અને મગરમચ્છ આદિ અનેક જળના જીવો અને
જાતજાતના પક્ષીઓ, તેમનું રૂપ બદલાવીને દેવરૂપી વાહન પર ચડયા, રાવણના સાથી
અનેક યોદ્ધા નીકળ્યા. ભામંડળ અને સુગ્રીવ પર રાવણને ખૂબ ક્રોધ હતો તેથી રાક્ષસવંશી
તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. રાવણના પ્રયાણ સમયે અનેક અપશુકન થયા.
જમણી તરફ શલ્ય એટલે કે શેઢી ટોળામાં ભયાનક અવાજ કરતી પ્રયાણને રોકે છે અને
ગીધ ભયંકર અપશબ્દ કાઢતો આકાશમાં ભમે છે જાણે કે રાવણનો ક્ષય જ કહે છે, બીજા
પણ અનેક અપશુકન થયા. સ્થળના જીવ, આકાશના જીવ અત્યંત વ્યાકુળ થયા. ક્રૂર
અવાજ કરતા રુદન કરવા લાગ્યા. જોકે રાક્ષસોના સમૂહમાં બધા જ પંડિત છે, શાસ્ત્રનો
વિચાર જાણે છે તો પણ શૂરવીરતાના ગર્વથી મૂઢ થઈને મોટી સેના સહિત યુદ્ધ કરવા
નીકળ્યા. કર્મના ઉદયથી જીવોનો જ્યારે કાળ આવે છે ત્યારે અવશ્ય આવું જ કારણ બને
છે. કાળને રોકવા ઇન્દ્ર પણ શક્તિમાન નથી, બીજાઓની તો શી વાત? આ રાક્ષસવંશી
યોદ્ધા મહાબળવાન, યુદ્ધમાં ચિત્તવાળા, અનેક વાહનો પર બેસી, નાના પ્રકારનાં આયુધો
લઈને અનેક અપશુકનો થયા તો પણ તેમને ગણકાર્યા વિના, નિર્ભય થઈને રામની સેના
સન્મુખ આવ્યા.
નીકળી તેનું વર્ણન કરનાર સત્તાવનમું પર્વ પૂર્ણ થયું
Page 425 of 660
PDF/HTML Page 446 of 681
single page version
પ્રકારના હાથીઓના રથ પર ચઢીને નીકળ્યા, સન્માન, જય, મિત્ર, ચંદ્રપ્રભ, રતિવર્દ્ધન,
કુમુદાવર્ત, મહેન્દ્ર, ભાનુમંડળ, અનુધર, દ્રઢરથ, પ્રીતિકંઠ, મહાબળ, સુમન્નતબળ,
સર્વજ્યોતિ, સર્વપ્રિય, બળસકસાર, સર્વદ, શરભભર, અભૃષ્ટ, નિર્વિનષ્ટ, સંત્રાસ,
વિઘ્નસૂદન, નાદ, બર્બર, પાપ, લોલ, પાટન, મંડળ, સંગ્રામચપળ, ઈત્યાદિ વિદ્યાધરો સિંહ
જોડેલા રથો પર ચડીને નીકળ્યા. જેમનું તેજ વિશાળ છે એવાં નાના પ્રકારના આયુધો
ધારણ કરીને, મહાસામંતપણાનું સ્વરૂપ દેખાડતા પ્રસ્તાર, હિમવાન, ભંગ, પ્રિયરૂપ,
ઈત્યાદિ સુભટો હાથીઓના રથ પર ચડીને નીકળ્યા, દુઃપ્રેક્ષ પૂર્ણચંદ્ર, વિધિ, સાગરઘોષ,
પ્રિયવિગ્રહ, સ્કંધ, ચંદન, પાદપ, ચંદ્રકિરણ, પ્રતિઘાત, ભૈરવકિર્તન દુષ્ટ સિંહ, કટિ, ક્રષ્ટ,
સમાધિ, બકુલ, હલ, ઇન્દ્રાયુધ, ગતત્રાસ, સંકટ અને પ્રહાર આ વાઘના રથ પર ચડીને
નીકળ્યા. વિદ્યુતકર્ણ, બળશીલ, સુપક્ષરચન, ધન, સંમેદ, વિચળ, ચાલ, કાળ, ક્ષત્રવર,
અંગદ, વિકાળ, લોલક, કાલી, ભંગ, ભંગોર્મિ, અર્જિત, તરંગ, તિલક, કીલ, સુષેણ, તરલ,
બલી, ભીમરથ, ધર્મ, મનોહરમુખ, સુખપ્રમત, મર્દક, મત્તસાર, રત્નજટી, શિવ, ભૂષણ,
દૂષણ, કૌલ, વિઘટ, વિરાધિત, મેરુ, રણ, ખનિ, ક્ષેમ, બેલા, આક્ષેપી, મહાધર, નક્ષત્ર,
લુબ્ધ, સંગ્રામ, વિજય, જય, નક્ષત્રમાલ, ક્ષોદ, અતિ, વિજય, ઈત્યાદિ ઘોડા જોડેલા રથમાં
બેસીને નીકળ્યા. એ રથ મનના મનોરથ જેવા શીઘ્ર વેગવાળા છે. વિદ્યુતપ્રવાહ, મરુદ્વાહ,
સાનુ, મેઘવાહન, રવિયાન, પ્રચંડાલિ, ઈત્યાદિ નાના પ્રકારનાં વાહનો પર ચઢીને યુદ્ધની
શ્રદ્ધા રાખતા હનુમાનની સાથે નીકળ્યા. રાવણનો ભાઈ વિભીષણ રત્નપ્રભ નામના
વિમાનમાં બેઠો. શ્રી રામના પક્ષકારો અત્યંત શોભતા હતા. યુદ્ધાવર્ત, વસંત, કાંત,
કૌમુદિનંદન, ભૂરિ, કોલાહલ, હેડ, ભાવિત સાધુ, વત્સલ, અર્ધચંદ્ર, જિનપ્રેમ, સાગર,
સાગરોપમ, મનોજ્ઞ, જિન, જિનપતિ, ઈત્યાદિ યોદ્ધા જુદા જુદા રંગવાળાં વિમાનોમાં ચડયા.
મહાપ્રબળ સન્નાહ, એટલે કે બખ્તર પહેરીને યુદ્ધ માટે નીકળ્યા. રામ, લક્ષ્મણ, સુગ્રીવ
અને હનુમાન એ હંસ વિમાનમાં બેઠા. તેમનાં વિમાન આકાશમાં શોભતાં હતા. રામના
સુભટો મેઘમાળા સરખા નાના પ્રકારનાં વાહનોમાં બેઠા અને લંકાના સુભટો સાથે લડવા
તૈયાર થયા. પ્રલયકાળના મેઘ સમાન ભયંકર શબ્દ, શંખ આદિના અવાજ થવા લાગ્યા.
ઝાંઝ, ભેરી, મૃદંગ, કંપાલ, ધુધુમંદય, હેમગુંજ, કાહલ, વીણા ઈત્યાદિ અનેક વાજાં વાગવા
માંડયાં. સિંહોના, હાથીઓના, પાડાઓના, રથોના, ઊંટોના, મૃગોના, પક્ષીઓના, અવાજ
થવા લાગ્યા. તેનાથી દશે દિશાઓ ભરાઈ ગઈ. જ્યારે રામ રાવણની સેનાનો ભેટો થયો
ત્યારે બધા લોકો જીવતા રહેવા બાબતમાં સંદેહ પામ્યા, પૃથ્વી ધ્રુજવા લાગી, પહાડો
ધ્રુજ્યા, યોદ્ધાઓ ગર્વથી ભરેલા નીકળ્યા, બન્ને સૈન્ય અતિપ્રબળ હતાં, એ બન્ને સેના
વચ્ચે યુદ્ધ થવા લાગ્યું, સામાન્ય ચક્ર કરવત,
Page 426 of 660
PDF/HTML Page 447 of 681
single page version
કુહાડા, બરછી, ખડ્ગ, ગદા, શક્તિ, બાણ, ભીંડીપાલ, ઈત્યાદિ અનેક આયુધોથી પરસ્પર
યુદ્ધ થવા લાગ્યું. યોદ્ધાઓ સામેવાળા યોદ્ધાઓને પડકારીને બોલાવવા લાગ્યા. જેમના
હાથમાં શસ્ત્રો શોભતા હતા અને જેમની પાસે યુદ્ધનો બધો સાજ તૈયાર હતો તે યોદ્ધાઓ
તૂટી પડયા, અતિવેગથી દોડયા, દુશ્મનસેનામાં પ્રવેશવા લાગ્યા. લંકાના યોદ્ધાઓએ
વાનરવંશી યોદ્ધાઓને જેમ સિંહ ગજોને દબાવે તેમ દબાવ્યા. પછી વાનરવંશીઓના પ્રબળ
યોદ્ધા પોતાના બળનો ભંગ થતો જોઈને રાક્ષસોને હણવા લાગ્યા અને પોતાના યોદ્ધાઓને
ધીરજ આપી. વાનરવંશીઓ સામે લંકાના લોકોને પાછા પડતા જોઈને રાવણના
સ્વામીભક્ત, અનુરાગી મોટા મોટા યોદ્ધાઓ, જેમની ધજા પર હાથીના ચિહ્ન છે એવા
હાથીના રથમાં ચડેલા હસ્ત અને પ્રહસ્ત વાનરવંશીઓ તરફ ધસ્યા. પોતાના લોકોને ધૈર્ય
બંધાવ્યું કે હે સામંતો! ડરો નહિ. અત્યંત તેજસ્વી હસ્ત અને પ્રહસ્ત વાનરવંશીઓના
યોદ્ધાઓને નસાડવા લાગ્યા. તે વખતે વાનરવંશીઓના નાયક, મહાપ્રતાપી, હાથીઓના
રથમાં બેસી, પરમ તેજના ધારક સંગ્રીવના કાકાના દિકરા નળ અને નીલ અત્યંત ક્રુદ્ધ
થઈ જાતજાતનાં શસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યા. અનેક પ્રકારનાં શસ્ત્રોથી ઘણો લાંબો સમય
યુદ્ધ થયું. બન્ને તરફના અનેક યોદ્ધા મરણ પામ્યા. નળે ઊછળીને હસ્તને અને નીલે
પ્રહસ્તને હણી નાખ્યો. જ્યારે આ બન્ને પડયા ત્યારે રાક્ષસોની સેના પાછી ફરી. ગૌતમ
સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે-હે મગધાધિપતિ! સેનાના માણસો જ્યાં સુધી સેનાપતિને
જુએ ત્યાં સુધી જ સ્થિર રહે અને સેનાપતિનો નાશ થતાં સેના વિખરાઈ જાય. જેમ
દોરડું તૂટે એટલે અરહરના ઘડા તૂટી પડે છે અને શિર વિના શરીર પણ રહેતું નથી. જોકે
પુણ્યના અધિકારી મોટા રાજાઓ બધી બાબતોમાં પૂર્ણ હોય છે. તોપણ મુખ્ય માણસ
વિના કાર્યની સિદ્ધિ થતી નથી. પ્રધાન પુરુષોના સંબંધથી મનવાંછિત કાર્યની સિદ્ધિ થાય
છે. પ્રધાન પુરુષોનો સંબંધ ન હોય તો કાર્ય મંદ પડે છે. જેમ રાહુના યોગથી આચ્છાદિત
થતાં કિરણોનો સમૂહ પણ મંદ થાય છે.
કરનાર અઠ્ઠાવનમું પર્વ પૂર્ણ થયું.
પૂર્વભવની દુશ્મનાવટ હતી કે આ જ ભવની? ત્યારે ગણધર દેવે કહ્યું, હે રાજન્! કર્મોથી
બંધાયેલા જીવોની જાતજાતની ગતિ હોય છે. પૂર્વકર્મના પ્રભાવથી જીવોની એ રીતે છે કે
જેણે જેને માર્યો હોય તે પણ તેનો
Page 427 of 660
PDF/HTML Page 448 of 681
single page version
એ જ મર્યાદા છે. એક કુશસ્થળ નામનું નગર હતું. ત્યાં એક નિર્ધન બ્રાહ્મણીના બે પુત્રો
ઈંધક અને પલ્લવ ખેતી કરતા. પુત્ર, સ્ત્રી આદિ તેમનું કુટુંબ સ્વભાવથી જ દયાળું,
સાધુઓની નિંદાથી પરાઙમુખ હતું. તે એક જૈની મિત્રના પ્રસંગથી દાનાદિ ધર્મના ધારક
થયા અને એક બીજું નિર્ધન યુગલ અત્યંત નિર્દય, મિથ્યામાર્ગી હતું. રાજાએ દાન વહેંચ્યું
તો વિપ્રોમાં પરસ્પર કજિયો થયો. તેથી ઈંધક અને પલ્લવને આ દુષ્ટોએ મારી નાખ્યા. તે
દાનના પ્રસાદથી મધ્યમ ભોગભૂમિમાં ઉપજ્યા, બે પલ્યનું આયુષ્ય પૂરું કરીને મરીને દેવ
થયા. પેલા ક્રૂર આમના હત્યારા અધર્મ પરિણામોથી મરીને કાલિંજર, નામના વનમાં
સસલા થયા. મિથ્યાદ્રષ્ટિ, સાધુઓના નિંદક પાપીની એ જ ગતિ થાય છે. પછી ચિરકાળ
તિર્યંચગતિમાં ભ્રમણ કરી મનુષ્ય થયા અને તાપસી થયા. લાંબી દાઢી, ફળ, પાંદડાં
વગેરેનો આહાર કરનાર, તીવ્ર તપથી શરીર કૃશ થયું. કુજ્ઞાનના અધિકારી બન્ને મરીને
વિજ્યાર્ધની દક્ષિણ શ્રેણીમાં અરિજ્યપુરના રાજા અગ્નિકુમાર અને રાણી અશ્વિનીના આ
બન્ને પુત્રો જગપ્રસિદ્ધ રાવણના સેનાપતિ થયા. પેલા બે ભાઈ ઈંધક અને પલ્લવ
દેવલોકમાંથી ચ્યવીને મનુષ્ય થયા. પછી શ્રાવકના વ્રત પાળી સ્વર્ગમાં ઉત્તમ દેવ થયા.
ત્યાંથી ચ્યવીને કિહકંધાપુરમાં નળ અને નીલ બન્ને ભાઈ થયા. પહેલાં હસ્ત પ્રહસ્ત જીવે
જેમને માર્યા હતા તે નળ-નીલે હસ્ત-પ્રહસ્તને માર્યા. જે કોઈને મારે છે તે તેનાથી માર્યો
જાય છે. જે કોઈનું રક્ષણ કરે છે તે તેનાથી રક્ષાય છે. જે જેના પ્રત્યે ઉદાસીન રહે છે તો
તે પણ આના પ્રત્યે ઉદાસીન રહે છે. જેને જોતાં નિષ્કારણ ક્રોધ ઉપજે તો જાણવું કે તે
પરભવનો શત્રુ છે અને જેને જોતાં ચિત્ત આનંદ પામે તો તેને નિઃસંદેહ પરભવનો મિત્ર
જાણવો. જળમાં વહાણ તૂટી પડે અને મગરમચ્છાદિ બાધા કરે છે સ્થળ પર મ્લેચ્છો બાધા
કરે છે તે બધું પાપનું ફળ છે. પહાડ સમાન મત્ત હાથીઓ અને નાના પ્રકારનાં આયુધો
ધારણ કરીને અનેક યોદ્ધાઓ તેમ જ તેજસ્વી તુરંગો તેમ જ બખ્તરથી રક્ષાયેલા સામંતો,
અપાર સેના સંયુક્ત રાજાઓ જાગૃત રહે તો પણ પુણ્યના ઉદય વિના યુદ્ધમાં તેમના
શરીરની રક્ષા થઈ શકે નહિ. વળી બીજાઓ જ્યાં ક્યાંય રહે અને જેને કોઈ સહાયક ન
હોય તેમની રક્ષા તેમનાં તપ અને દાન કરે. ન તો દેવ સહાયક છે, ન તો બંધુ સહાયક
છે. પ્રત્યક્ષ જોઈએ છીએ કે ધનવાન, શૂરવીર કુટુંબનો સ્વામી આખા કુટુંબની વચ્ચે પણ
મરણ પામે છે, કોઈ તેનું રક્ષણ કરવાને સમર્થ નથી. પાત્રદાનથી વ્રત, શીલ, સમ્યક્ત્વ,
અને જીવોની રક્ષા થાય છે. જેણે દયા-દાન વડે ધર્મનું ઉપાર્જન કર્યું નથી અને ઘણો કાળ
જીવવા ચાહે તે કેવી રીતે બને? આ જીવોનાં કર્મ તપ વિના નાશ પામતાં નથી, આમ
જાણીને જે પંડિત છે તેમણે દુશ્મનોને પણ ક્ષમા આપવી. ક્ષમા સમાન બીજું તપ નથી. જે
વિચક્ષણ પુરુષ છે તે એવી બુદ્ધિ કરતા નથી કે આ દુષ્ટ આપણું અહિત કરે છે. આ
જીવનો ઉપકાર કે બગાડ કેવળ કર્મને આધીન છે, કર્મ જ સુખદુઃખનું કારણ છે આમ જાણીને
જે વિચક્ષણ પુરુષ છે તે બાહ્ય સુખદુઃખનાં નિમિત્ત કારણ અન્ય પુરુષો પ્રત્યે રાગદ્વેષનો
Page 428 of 660
PDF/HTML Page 449 of 681
single page version
ભાવ રાખે નહિ. જેમ અંધકારથી આચ્છાદિત રસ્તા પર આંખોવાળો પુરુષ પણ પૃથ્વી પર
પડેલા સર્પ પર પગ મૂકે છે અને સૂર્યના પ્રકાશથી માર્ગ પ્રગટ થાય ત્યારે આંખોવાળા
સુખપૂર્વક ગમન કરે છે તેમ જ્યાં સુધી મિથ્યારૂપ અંધકારથી માર્ગ અવલોકતા નથી ત્યાં
સુધી નરકાદિ વિવરમાં પડે છે અને જ્યારે જ્ઞાનસૂર્યનો ઉદય થાય ત્યારે સુખેથી
અવિનાશીપુર જઈ પહોંચે છે.
પૂર્વભવનું વર્ણન કરનાર ઓગણસાઠમું પર્વ પૂર્ણ થયું.
અર્ક, જગત્બીભત્સ, નિસ્વન, જ્વર, ઉગ્ર, ક્રમકર, વજ્રાક્ષ, ઘાતનિષ્ઠુર, ગંભીરનાદ, સંનાદ,
ઈત્યાદિ રાક્ષસ પક્ષના યોદ્ધા સિંહ, અશ્વ, રથ આદિ પર ચડીને આવ્યા અને
વાનરવંશીઓની સેનાને ક્ષોભ ઉપજાવવા લાગ્યા. તેમને પ્રબળ જાણી વાનરવંશીઓના
મદન, મદનાંકુર, સંતાપ, પ્રથિત, આક્રોશ, નંદન, દુરિત, અનધ, પુસ્પાસ્ત્ર, વિઘ્ન, પ્રિયંકર,
ઈત્યાદિ યોદ્ધાઓ રાક્ષસો સાથે લડવા લાગ્યા. એમનાં નાના પ્રકારનાં શસ્ત્રોથી પરસ્પર
સંગ્રામ થયો અને આકાશ ઢંકાઈ ગયું. સંતાપ મારીચ સાથે લડતો હતો, પ્રસ્થિત
સિંહજધન સાથે, વિઘ્ન ઉદ્યાન સાથે, આક્રોશ સારણ સાથે, જવર નંદન સાથે એમ
સરખેસરખા યોદ્ધાઓમાં અદ્ભુત યુદ્ધ થયું. મારીચે સંતાપને પાડી દીધો, નંદને જવરની
છાતીમાં બરછી મારી, સિંહકટીએ પ્રથિતને અને ઉદમકીર્તિએ વિઘ્નને હણ્યો. સૂર્યાસ્ત થયો.
પોતાના પતિનું મૃત્યુ સાંભળી તેમની સ્ત્રીઓ શોકસાગરમાં ડૂબી ગઈ, તેમની રાત્રી લાંબી
થઈ ગઈ.
મોટા મોટા સામંતો અને વાનરવંશીઓના સામંતો પરસ્પર જન્માંતરના ઉપાર્જિત વેરથી
ક્રૂદ્ધ થઈ યુદ્ધ કરતા હતા, જીવન પ્રત્યે બેપરવા હતા. સંક્રોધે ક્ષપિતારિને ઊંચા અવાજે
બોલાવ્યો, બાહુબલિએ મૃગારિદમનને બોલાવ્યો, વિતાપીએ વિધિને એ પ્રમાણે અનેક યોદ્ધા
પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. શાર્દૂલે વજ્રોદરને ઘાયલ કર્યો, ક્ષપિતારિએ સંક્રોધને માર્યો,
શંભુએ વિશાલદ્યુતિને માર્યો, સ્વયંભૂએ વિજયને લોઢાની યષ્ટિથી માર્યો, વિધિએ
વિતાપીને ગદાથી માર્યો. ઘણો લાંબો સમય યુદ્ધ થતું રહ્યું.
Page 429 of 660
PDF/HTML Page 450 of 681
single page version
સાથે યુદ્ધ કરવા લાગ્યો. રાક્ષસોના સામંતો પવનપુત્રને જોઈ સિંહને જોઈ ગાય ડરે તેમ
ડરવા લાગ્યા. રાક્ષસો પરસ્પર બોલતા કે આ હનુમાન આજ ઘણી સ્ત્રીઓને વિધવા
કરશે. તેની સામે માલી આવ્યો. તેને આવેલો જોઈ હનુમાન ધનુષ પર બાણ ચડાવી સામે
થયો. મંત્રી મંત્રીઓ સાથે, રથી રથીઓ સાથે, ઘોડેસવારો ઘોડેસવારો સાથે, હાથીના
સવાર હાથીના સવાર સાથે લડવા લાગ્યા. હનુમાનની શક્તિથી માલી પાછો પડયો. એટલે
મહાપરાક્રમી વજ્રોદર હનુમાન તરફ દોડયો. તેમની વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું.
હનુમાને વજ્રોદરને રથરહિત કર્યોં, તે બીજા રથ પર બેસીને હનુમાન સામે આવ્યો.
હનુમાને તેને ફરી વાર રથરહિત કર્યો તેથી પવનથી પણ અધિક વેગવાળા રથ પર ચઢીને
હનુમાન પર દોડયો. છેવટે હનુમાને તેને હણ્યો, તે પ્રાણરહિત થઈ ગયો. હવે હનુમાનની
સામે રાવણનો પુત્ર જંબુમાલી આવ્યો. તેણે આવતાંવેંત હનુમાનની ધજા છેદી નાખી.
હનુમાને ક્રોધથી જંબુમાલીનું બખ્તર ભેદ્યું, ઘાસને તોડે તેમ તેનું ધનુષ તોડી નાખ્યું.
મંદોદરીનો તે પુત્ર નવું બખ્તર પહેરીને હનુમાનની છાતીમાં તીક્ષ્ણ બાણોથી પ્રહાર કરવા
લાગ્યો. પણ હનુમાનને એવું લાગ્યું કે નવા કમળની નાલિકાનો સ્પર્શ થયો. હનુમાને
ચંદ્રવક્ર નામનું બાણ ચલાવ્યું જેથી જંબુમાલીના રથને ઘણા સિંહ જોડયા હતા તે છૂટી
ગયા, તેમના જ સૈન્યમાં ભાગ્યા, તેમની વિકરાળ દાઢ, વિકરાળ વદન, ભયંકર નેત્રથી
આખી સેના વિહ્વળ બની ગઈ, જાણે કે સેનારૂપ સમુદ્રમાં તે સિંહ કલ્લાલેરૂપ થયા
અથવા દુષ્ટ જળચર જીવસમાન વિચરતા લાગ્યા અથવા સેનારૂપ મેઘમાં વીજળી સમાન
ચમકે છે અથવા સંગ્રામરૂપ સંસારચક્રમાં સેનાના માણસોરૂપી જીવોને આ રથના છૂટેલા
સિંહ કર્મરૂપ થઈને મહાદુઃખી કરે છે. એનાથી આખી સેના દુઃખી થઈ, તુરંગ, રથ, ગજ,
પ્યાદા સર્વ વિહ્વળ થઈ ગયા. રાવણનું કાર્ય છોડીને દશે દિશામાં ભાગ્યા. પછી પવનપુત્ર
બધાને કચરતો રાવણ સુધી જઈ પહોંચ્યો. તેણે દૂરથી રાવણને જોયો. હનુમાન સિંહના
રથ પર ચઢી, ધનુષબાણ લઈ રાવણ સામે ગયો. રાવણ સિંહોથી સેનાને ભયરૂપ જોઈને
અને કાળ સમાન હનુમાનને અત્યંત દુર્દ્ધર જાણીને પોતે યુદ્ધ કરવા તૈયાર થયો. ત્યારે
મહોદર રાવણને પ્રણામ કરી, હનુમાન સામે લડવા આવ્યો. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થયું.
તે વખતે છૂટા થયેલા સિંહોને યોદ્ધાઓએ વશ કરી લીધા હતા. સિંહોને વશ થયેલા જોઈ
સર્વ રાક્ષસો અત્યંત ક્રોધપૂર્વક હનુમાન પર તૂટી પડયા. અંજનાના પુત્ર, મહાભટ, પુણ્યના
અધિકારીએ બધાને અનેક બાણોથી રોકી લીધા. રાક્ષસોએ હનુમાન પર અનેક બાણ
ચલાવ્યાં, પરંતુ હનુમાનને ચલાયમાન ન કરી શક્યા. જેમ દુર્જનો અનેક કુવચનરૂપ બાણ
સંયમીને મારે, પરંતુ તેમને (સંયમીને) એકેય ન વાગે તેમ હનુમાનને રાક્ષસોનું એક પણ
બાણ વાગ્યું નહિ. હનુમાનને અનેક રાક્ષસોથી ઘેરાયેલા જોઈને વાનરવંશી વિદ્યાધરો
સુષેણ, નળ, નીલ, પ્રીતિંકર, વિરાધિત, સંત્રાસિત, હરિકટ, સૂર્યજ્યોતિ, મહાબળ,
જાંબુનદના પુત્ર યુદ્ધ કરવા પહોંચી
Page 430 of 660
PDF/HTML Page 451 of 681
single page version
ગયા. કેટલાક સિંહના રથ પર, કેટલાક ગજના રથ પર, કેટલાક અશ્વના રથપર બેસીને
રાવણની સેના તરફ દોડયા અને તેમણે રાવણની સેનાનો બધી દિશામાં વિધ્વંસ કર્યો.
જેમ ક્ષુધાદિ પરીષહ તુચ્છ વ્રતીઓનાં વ્રતનો ભંગ કરે છે. હવે રાવણ પોતાની સેનાને
વ્યાકુળ જોઈને પોતે યુદ્ધ કરવા તૈયાર થયો. પછી કુંભકર્ણ રાવણને નમસ્કાર કરી પોતે
યુદ્ધ માટે ચાલ્યો. મહાપ્રબળ તેને યુદ્ધમાં અગ્રગામી થયેલો જોઈને સુષેણ આદિ વાનરવંશી
સુભટો વ્યાકુળ બન્યા. જ્યારે ચન્દ્રરશ્મિ, જયસ્કંધ, ચન્દ્રાહુ, રતિવર્ધન, અંગ, અંગદ,
સમ્મેદ, કુમુદ, કશમંડળ, બલી, ચંડ, તરંગસાર, રત્નજટી, જય, વેલક્ષિપી, વસંત, કોલાહલ,
ઈત્યાદિ રામના પક્ષના અનેક યોદ્ધાઓ કુંભકર્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. કુંભકર્ણે તે
બધાને નિદ્રા નામની વિદ્યાથી નિદ્રાને વશ કર્યા. જેમ દર્શનાવરણીય કર્મ દર્શનના પ્રકાશને
રોકે તેમ કુંભકર્ણની વિદ્યા વાનરવંશીઓના નેત્રોના પ્રકાશને રોકવા લાગી. બધા જ
કપિધ્વજ નિદ્રાથી ડોલવા લાગ્યા, તેમના હાથમાંથી હથિયાર પડી ગયાં. આ બધાને
નિદ્રાવશ અચેતન સમાન જોઈને સુગ્રીવે પ્રતિબોધિની વિદ્યા પ્રકાશી આથી બધા
વાનરવંશી જાગ્યા અને હનુમાન આદિ યુદ્ધ માં પ્રવર્ત્યા. વાનરવંશીની સેનામાં ઉત્સાહ
આવ્યો અને રાક્ષસોની સેના દબાઈ તેથી રાવણનો મોટો પુત્ર ઇન્દ્રજિત હાથ જોડી, શિર
નમાવી રાવણને વિનંતી કરવા લાગ્યો. કે હે તાત! જો મારી હાજરી હોવા છતાં આપ યુદ્ધ
માટે જાવ તો મારો જન્મ નિષ્ફળ છે, જો ઘાસ નખથી ઉખડી જતું હોય તો એના પર
ફરસી ઊંચકવાની શી જરૂર છે? માટે આપ નિશ્ચિંત રહો. હું આપની આજ્ઞા પ્રમાણે
કરીશ. આમ કહીને અત્યંત હર્ષથી પર્વત સમાન ત્રૈલોક્યકંટક નામના ગજેન્દ્ર પર ચઢીને
યુદ્ધ માટે ચાલ્યો. ગજેન્દ્ર ઇન્દ્રના ગજ સમાન ઇન્દ્રજિતને અતિપ્રિય છે. પોતાનો બધો
સાજ લઈને મંત્રીઓ સહિત ઇન્દ્ર જેવી ઋદ્ધિવાળો રાવણપુત્ર કપિ પ્રત્યે ક્રુર થયો. તે
મહાબળવાન માની આવતાં જ વાનરવંશીઓનું બળ અનેક પ્રકારના આયુધોથી પૂર્ણ હતું
તેને વિહ્વળ કરી નાખ્યું, સુગ્રીવની સેનામાં એવો કોઈ સુભટ ન રહ્યો જે ઇન્દ્રજિતનાં
બાણોથી ઘાયલ ન થયો હોય. લોકોને ખબર પડી આ ઇન્દ્રજિતકુમાર નથી, અગ્નિકુમારોનો
ઇન્દ્ર છે અથવા સૂર્ય છે. સુગ્રીવ અને ભામંડળ એ બન્ને પોતાની સેનાને દબાયેલી જોઈ
યુદ્ધ કરવા તૈયાર થયા. એમના યોદ્ધા ઇન્દ્રજિતના યોદ્ધાઓ સાથે અને આ બન્ને ઇન્દ્રજિત
સાથે યુદ્ધ કરવા લાગ્યા, શસ્ત્રોથી આકાશમાં અંધકાર થઈ ગયો, યોદ્ધાઓને જીવવાની
આશા નથી. ગજ સાથે ગજ, રથ સાથે રથ, તુરંગ સાથે તુરંગ, સામંતો સાથે સામંતો
ઉત્સાહથી યુદ્ધ કરવા લાગ્યા. પોતપોતાના સ્વામી પ્રત્યેના અનુરાગથી યોદ્ધાઓ પરસ્પર
અનેક આયુધોથી પ્રહાર કરવા લાગ્યા. તે જ સમયે ઇન્દ્રજિત સુગ્રીવની સમીપે આવ્યો.
અને ઊંચા અવાજે દુર્વચન બોલવા લાગ્યો. અને વાનરવંશી પાપી! સ્વામીદ્રોહી! રાવણ
જેવા સ્વામીને છોડીને સ્વામીના શત્રુનો કિંકર થયો. હવે મારી પાસેથી ક્યાં જઈશ? તારું
શિર તીક્ષ્ણ બાણથી તત્કાળ છેદું છું. તે બન્ને ભૂમિગોચરી ભાઈઓ તારું રક્ષણ કરો.
સુગ્રીવે જવાબ આપ્યો. આવાં વૃથા ગર્વના વચનોથી તું શા માટે માનના શિખરે ચડયો
છો? હમણાં જ તારું માનભંગ કરું છું. આથી ઇન્દ્રજિતે ક્રોધથી
Page 431 of 660
PDF/HTML Page 452 of 681
single page version
બાણની વર્ષા કરવા લાગ્યા, આકાશ બાણોથી ઢંકાઈ ગયું. મેઘવાહને ભામંડળને પડકાર્યો
અને બન્ને ભેટી ગયા. વિરાધિત, અને વજ્રનક્ર યુદ્ધ કરતા હતા. વિરાધિતે વજ્રનક્રની
છાતીમાં ચક્ર નામના શસ્ત્રનો પ્રહાર કર્યો અને વજ્રનક્રે વિરાધિત પર પ્રહાર કર્યો શૂરવીર
પર ઘા પડે અને શત્રુને ઘા ન કરે તો લજ્જા આવે. ચક્રથી બખ્તર પીસાઈ ગયાં તેના
અગ્નિના કણ ઊછળ્યા તે જાણે કે આકાશમાં ઉલ્કાના સમૂહ પડયા. લંકાનાથના પુત્રે
સુગ્રીવ પર અનેક શસ્ત્રો ચલાવ્યાં. લંકેશ્વરનો પુત્ર સંગ્રામમાં અટલ છે, તેના જેવો બીજો
યોદ્ધો નથી. સુગ્રીવે વજ્રદંડ વડે ઇન્દ્રજિતનાં શસ્ત્રો દૂર કર્યાં. જેને પુણ્યનો ઉદય હોય છે
તેમનો ઘાત થતો નથી. પછી ઇન્દ્રજિત હાથી ઉપરથી ઊતરીને સિંહના રથ પર ચડયો.
જેની બુદ્ધિ સમાધાનરૂપ છે, જે નાના પ્રકારના દિવ્ય શસ્ત્રમાં પ્રવીણ છે એવા તેણે સુગ્રીવ
પર મેધબાણ ચલાવ્યું એટલે બધી દિશા જળરૂપ થઈ ગઈ. સુગ્રીવે સામે પવનબાણ
ચલાવ્યું અને મેઘબાણ વિખરાઈ ગયું. તેણે ઇન્દ્રજિતની ધજા અને છત્ર ઉડાવી દીધાં
મેઘવાહને ભામંડળ પર અગ્નિબાણ ચલાવ્યું તેથી ભામંડળનું ધનુષ ભસ્મ થઈ ગયું અને
સેનામાં આગ સળગી ઊઠી. ભામંડળે મેઘવાહન પર મેઘબાણ ચલાવ્યું એટલે અગ્નિબાણ
વિલય પામ્યું. પોતાની સેનાની આ રીતે રક્ષા કરી. મેઘવાહને ભામંડળને રથરહિત કર્યો.
ભામંડળ બીજા રથ પર બેસીને યુદ્ધ કરવા લાગ્યો. મેઘવાહને તામસબાણ ચલાવ્યું. એટલે
ભામંડળની સેનામાં અંધકાર થઈ ગયો. પોતાના કે પારકાં કંઈ સૂઝતું નહિ. જાણે કે સૌ
મૂર્ચ્છા પામ્યા. પછી મેઘવાહને ભામંડળને નાગપાશથી પકડયો, માયામયી સર્પ આખા
શરીરે વીંટળાઈ ગયા, જેમ ચંદનના વૃક્ષને સર્પ વીંટળાઈ જાય. ભામંડળ ધરતી પર
પડયો. એ જ પ્રમાણે ઇન્દ્રજિતે સુગ્રીવને નાગપાશથી પકડયો તે પણ ધરતી પર પડયો. તે
વખતે વિદ્યાબળમાં મહાપ્રવીણ વિભીષણે શ્રી રામ-લક્ષ્મણને બે હાથ જોડીને શિર નમાવી
કહ્યું, હે મહાબાહુ રામ! હે મહાવીર લક્ષ્મણ! ઇન્દ્રજિતનાં બાણથી વ્યાપ્ત થયેલી બધી દિશા
જુઓ, ધરતી આકાશ બાણોથી આચ્છાદિત છે, ઉલ્કાપાત સ્વરૂપ નાગબાણથી બંધાઈને
સુગ્રીવ અને ભામંડળ બેય જમીન પર પડયા છે. મંદોદરીના બન્ને પુત્રોએ આપણા બેય
સુભટોને પકડયા છે, આપણી સેનાના જે બન્ને મૂળ હતા તે પકડાઈ ગયા પછી આપણા
જીવનનું શું? એમના વિના સેના ઢીલી પડી ગઈ છે, જુઓ દશે દિશામાં લોકો ભાગે છે
અને કુંભકર્ણે મહાન યુદ્ધમાં હનુમાનને પકડયો છે. કુંભકર્ણના બાણોથી હનુમાન ર્જ્જરિત
થઈ ગયો છે, તેનું છત્ર, ધજા ઊડી ગયાં છે, ધનુષ અને બખ્તર તૂટી ગયાં છે. રાવણના
પુત્ર ઇન્દ્રજિત અને મેઘવાહન યુદ્ધમાં ભેગા થઈ ગયા છે. હવે એ આવીને સુગ્રીવ,
ભામંડળને લઈ જશે. તે ન પકડી જાય તે પહેલાં જ આપ એમને લઈ આવો. તે બન્ને
ચેષ્ટારહિત છે તેથી હું તેમને લેવા જાઉં છું. આપ ભામંડળ અને સુગ્રીવની સેના ધણી
વિનાની બની ગઈ છે તેને રોકો. આ પ્રમાણે વિભીષણ રામ-લક્ષ્મણને કહે છે તે જ
સમયે સુગ્રીવનો પુત્ર અંગદ છાનોમાનો કુંભકર્ણ પર ગયો અને તેનું ઉપરનું વસ્ત્ર ખેંચી
કાઢયું એટલે લજ્જાથી વ્યાકુળ બન્યો. વસ્ત્રને
Page 432 of 660
PDF/HTML Page 453 of 681
single page version
પકડવા જાય છે. ત્યાં સુધીમાં હનુમાન તેની ભુજાના ગાળીયામાંથી નીકળી ગયો, જેમ
નવું પકડેલું પક્ષી પીંજરામાંથી નીકળી જાય. હનુમાન નવીન જ્યોતિ ધારણ કરતો અંગદ
સાથે વિમાનમાં બેઠો. બન્ને દેવ જેવા શોભતા હતા. અંગદનો ભાઈ અંગ અને ચંદ્રોદયનો
પુત્ર વિરાધિત એ બન્ને સાથે લક્ષ્મણ, સુગ્રીવ, અને ભામંડળની સેનાને ધૈર્ય આપી રોકવા
લાગ્યા. વિભીષણ ઇન્દ્રજિત અને મેઘવાહન પર ગયો. વિભીષણને આવતો જોઈ ઇન્દ્રજિત
મનમાં વિચારવા લાગ્યો કે જો ન્યાયથી વિચારીએ તો મારા પિતામાં અને આનામાં શું
ભેદ છે? તેથી આની સાથે લડવું ઉચિત નથી માટે એની સામે ઊભા ન રહેવું એ જ
યોગ્ય છે. અને આ બેય ભામંડળ અને સુગ્રીવ નાગપાશમાં બંધાયા છે તે ચોક્કસ મૃત્યુ
પામ્યા હશે અને કાકાથી ભાગીએ તેમાં દોષ નથી, આમ વિચારી બન્ને ભાઈ ન્યાયવેત્તા
વિભીષણથી દૂર ચાલ્યા ગયા જેની પાસે ત્રિશૂળનું આયુધ છે તે વિભીષણ રથમાંથી
ઊતરી સુગ્રીવ ભામંડળની પાસે ગયા. બન્નેને નાગપાશથી મૂર્ચ્છિત જોઈને ખેદખિન્ન
થયા. ત્યારે લક્ષ્મણે રામને કહ્યું, હે નાથ! આ બન્ને વિદ્યાધરોના અધિપતિ મોટી સેનાના
સ્વામી, મહાન શક્તિના ધણી રાવણના પુત્રો દ્રારા શસ્ત્રરહિત થઈને અચેત પડયા છે,
આમના વિના આપ રાવણને કેવી રીતે જીતશો? ત્યારે રામને પુણ્યના ઉદયથી ગરુડેન્દ્રએ
વર આપ્યો હતો તે યાદ કરી લક્ષ્મણને કહેવા લાગ્યા, હે ભાઈ! વંશસ્થળગિરિ પર
દેશભૂષણ-કૂળભૂષણ મુનિનો ઉપસર્ગ નિવાર્યો હતો તે વખતે ગરુડેન્દ્રે વર આપ્યો હતો.
આમ કહી રામે ગરુડેન્દ્રનું ચિંતન કર્યું, તે સુખમાં બેઠો હતો ત્યાં તેનું સિંહાસન કંપ્યું. તે
અવધિજ્ઞાનથી રામ-લક્ષ્મણનું કામ જાણી ચિંતાવેગ નામના દેવને બેય વિદ્યા આપી
મોકલ્યો. તેણે આવી ખૂબ આદરથી રામ-લક્ષ્મણને બેય વિદ્યા આપી. શ્રી રામને
સિંહવાહિની વિદ્યા આપી અને લક્ષ્મણને ગરુડવાહિની વિદ્યા આપી. પછી એ બન્ને વીર
વિદ્યા લઈ ચિંતાવેગનું ખૂબ સન્માન કરી, જિનેન્દ્ર ભગવાનની પૂજા કરવા લાગ્યા.
ગરુડેન્દ્રની ખૂબ પ્રશંસા કરી. પછી દેવે તેમને જળબાણ, અગ્નિબાણ, પવનબાણ, ઈત્યાદિ
અનેક દિવ્ય શસ્ત્રો આપ્યાં અને ચંદ્ર -સૂર્ય જેવા બન્ને ભાઈઓને છત્ર આપ્યા, ચામર
આપ્યા, નાના પ્રકારના કાંતિનાં સમૂહ રત્ન આપ્યા અને લક્ષ્મણને વિદ્યુદ્વક્ર નામની ગદા
આપી તથા રામને દુષ્ટોને ભયના કારણ જેવા હળ-મૂશળ આપ્યા. આ પ્રમાણે તે દેવ
અને દેવોપુનિત શસ્ત્રો આપી સાથે સેંકડો આશિષ આપી પોતાના સ્થાનકે ગયો. આ બધું
ધર્મનું ફળ જાણો, જે સમયને અનુસરીને યોગ્ય વસ્તુની પ્રાપ્તિ થાય છે. જેણે વિધિપૂર્વક
નિર્દોષ ધર્મનું આરાધન કર્યું હોય તેમને માટે આ અનુપમ ફળ છે જે પ્રાપ્ત કરવાથી દુઃખ
મટે છે. મહાવીર્યના ધણી પોતે કુશળરૂપ રહે અને બીજાઓને કુશળરૂપ કરે છે
મનુષ્યલોકની સંપદાની તો શી વાત છે? પુણ્યાધિકારીઓને દેવલોકની વસ્તુ પણ સુલભ
થાય છે તેથી નિરંતર પુણ્ય કરો. અહો, પ્રાણીઓ! જો તમે સુખ ચાહતા હો તો બીજા
પ્રાણીઓને સુખ આપો. જે ધર્મના પ્રસાદથી સૂર્ય સમાન તેજના ધારક થાવ અને
આશ્ચર્યકારી વસ્તુઓનો સંયોગ પ્રાપ્ત કરો.
Page 433 of 660
PDF/HTML Page 454 of 681
single page version
વર્ણન કરનાર સાઠમું પર્વ પૂર્ણ થયું.
મધ્યમાં સિંહ અને ગરુડની ધ્વજા ફરકાવતા શત્રુપક્ષનો ક્ષય કરવા તૈયાર થઈ રણની
મધ્યમાં દાખલ થયા. આગળ આગળ લક્ષ્મણ ચાલ્યા જાય છે, દિવ્ય શસ્ત્રના તેજથી
સૂર્યના તેજને ઢાંકી દેતા, હનુમાનાદિ મોટા મોટા વાનરવંશી યોદ્ધાઓથી મંડિત દેવ સમાન
રૂપ ધારી બાર સૂર્યની જેવી જ્યોતિ સહિત લક્ષ્મણને વિભીષણે જોયો. તે જગતને આશ્ચર્ય
ઉપજાવે એવા તેજથી મંડિત ગરુડવાહનના પ્રતાપથી ભામંડળ અને સુગ્રીવના નાગપાશનું
બંધન દૂર થયું. ગરુડની પાંખોનો પવન ક્ષીરસાગરના જળને ખળભળાવે છે તેથી તે સર્પ
વિખરાઈ ગયા, જેમ સાધુઓના પ્રતાપે કુભાવ મટી જાય છે. ગરુડની પાંખોની કાંતિથી
લોક સુવર્ણના રસથી બનાવ્યા હોય એવા થઈ ગયા. ભામંડળ અને સુગ્રીવ નાગપાશથી
છૂટીને વિશ્રામ પામ્યા, જાણે કે સુખનિદ્રામાંથી જાગીને અધિક શોભવા લાગ્યા. પછી
એમને જોઈને શ્રીવૃક્ષ, પ્રથાદિક બધા વિદ્યાધરો વિસ્મય પામ્યા અને સર્વ શ્રી રામ-
લક્ષ્મણની પૂજા કરી વિનંતી કરવા લાગ્યા કે હે નાથ! આપની આજ જેવી વિભૂતિ અમે
અત્યાર સુધીમાં કદી જોઈ નથી. આપનાં વાહન, વસ્ત્ર, સંપદા, છત્ર, ધ્વજમાં અદ્ભુત
શોભા દેખાય છે. પછી શ્રી રામે અયોધ્યાથી તેઓ નીકળ્યા ત્યારથી માંડીને સર્વ વૃત્તાંત
કહ્યો, કુલભૂષણ-દેશભૂષણનો ઉપસર્ગ દૂર કર્યો તે સર્વ વૃત્તાંત કહ્યો, તેમને કેવળજ્ઞાન
ઉત્પન્ન થયું અને કહ્યું કે અમારા ઉપર ગરુડેન્દ્ર તુષ્ટ થયા અને હમણાં અમે એમનું
ચિંતવન કર્યું, તેમનાથી આ વિદ્યાની પ્રાપ્તિ થઈ છે. તેઓ આ કથા સાંભળીને ખૂબ
પ્રસન્ન થયા. તે કહેવા લાગ્યા કે આ જ ભવમાં સાધુની સેવા કરવાથી પરમ યશ મળે
છે. અને ઉદાર ચેષ્ટા થાય છે, પુણ્યની વિધિ પ્રાપ્ત થાય અને સાધુની સેવાથી જેવું કલ્યાણ
થાય છે તેવું કલ્યાણ માતાપિતા, ભાઈ, મિત્ર કે કોઈ જીવો કરતાં નથી. જેમણે સાધુની
સેવામાં અથવા પ્રશંસામાં ચિત્ત જોડયું છે, જેમને જિનેન્દ્રમાર્ગની ઉન્નતિમાં શ્રદ્ધા ઉપજી છે
એવા રામ બળભદ્ર નારાયણનો આશ્રય લઈને મહાન વિભૂતિથી શોભ્યા. ભવ્યજીવરૂપ
કમળને પ્રફુલ્લિત કરનારી આ પવિત્ર કથા સાંભળીને એ બધા જ આનંદના સાગરમાં ડૂબી
ગયા અને શ્રી રામ-લક્ષ્મણની સેવામાં અત્યંત પ્રેમ બતાવવા લાગ્યા. ભામંડળ અને સુગ્રીવ
મૂર્ચ્છારૂપ નિદ્રામાંથી જાગીને શ્રી ભગવાનની પૂજા કરવા લાગ્યા, તે વિદ્યાધરો શ્રેષ્ઠ દેવો
સમાન ધર્મમાં સર્વ પ્રકારે શ્રદ્ધા કરવા લાગ્યા. જે પુણ્યાધિકારી જીવ છે
Page 434 of 660
PDF/HTML Page 455 of 681
single page version
તે આ લોકમાં પરમ ઉત્સવનો યોગ પામે છે. આ પ્રાણી પોતાના સ્વાર્થથી સંસારમાં
મહિમા પામતો નથી, કેવળ પરમાર્થથી મહિમા થાય છેઃ જેમ સૂર્ય પર પદાર્થને પ્રકાશે તે
પ્રમાણે શોભા પામે છે.
મુક્તિનું નિરૂપણ કરનાર એકસઠમું પર્વ પૂર્ણ થયું.
ગજોની ગર્જના, અશ્વોના હણહણાંટના અવાજ સાંભળી કૈલાસને ઊંચકનાર, પ્રચંડ
બુદ્ધિશાળી, મહામાની, દેવ જેવી વિભૂતિવાળો રાવણ સેનારૂપ સમુદ્રથી સંયુક્ત, શસ્ત્રોના
તેજથી પૃથ્વી પર પ્રકાશ રેલાવતો, પુત્ર અને ભાઈ સહિત લંકામાંથી નીકળી યુદ્ધ માટે
તૈયાર થયો. બન્ને સેનાના યોદ્ધા બખ્તર પહેરી સંગ્રામના અભિલાષી નાના પ્રકારનાં
વાહનોમાં આરૂઢ થઈ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ચક્ર, કરવત, કુહાડા, ધનુષ, બાણ,
ખડ્ગ, લોકયષ્ટિ, વજ્ર, મુદ્ગર, કનક, પરિઘ ઈત્યાદિ આયુધો ચલાવવા લાગ્યા. ઘોડેસવાર
ઘોડેસવારો સાથે, હાથી પર સવાર હાથીના સવારો સાથે, રથના મહાધીર રથીઓ સાથે,
પ્યાદાં પ્યાદાંઓ સાથે લડતાં હતાં. ઘણા વખત પછી વાનરસેના રાક્ષસોના યોદ્ધાઓથી
દબાણી ત્યારે નળ-નીલ સંગ્રામ કરવા લાગ્યા, એમના ઘસારાથી રાક્ષસોની સેના હટી
એટલે લંકેશ્વરના યોદ્ધા સમુદ્રના તરંગો જેવા ચંચળ વિદ્યુદ્વચન, મારીચ, ચન્દ્રાર્ક,
સુખસારણ, કૃતાંત, મૃત્યુ, ભૂતનાદ, સંક્રોધન ઈત્યાદિ પોતાની સેનાને ધૈર્ય આપીને
કપિધ્વજોની સેનાને હટાવવા લાગ્યા. મર્કટવંશી યોદ્ધા પણ રાક્ષસોની સેનાને હણવા
લાગ્યા. પછી રાવણ પોતાની સેનારૂપ સમુદ્રને કપિધ્વજરૂપ કાળાગ્નિથી સુકાતો જોઈને
કોપ કરીને યુદ્ધ કરવા તૈયાર થયા. રાવણરૂપ પ્રલયકાળના પવનથી વાનરવંશી સૂકાં
પાંદડાંની જેમ ઊડવા લાગ્યા ત્યારે મહાન લડવૈયા વિભીષણ તેમને ધૈર્ય બંધાવી તેમની
રક્ષા કરવા પોતે રાવણ સામે યુદ્ધ કરવા આવ્યો. રાવણ નાના ભાઈને યુદ્ધ કરવા આવેલો
જોઈ ક્રોધથી નિરાદરના શબ્દો કહેવા લાગ્યો, અરે બાળક! તું નાનો ભાઈ છે તેથી મારવા
યોગ્ય નથી, મારી સામેથી ખસી જા, હું તને જોવાથી રાજી થતો નથી. વિભીષણે રાવણને
કહ્યું કે કાળના યોગથી તું મારી નજરે પડયો છે, હવે મારી પાસેથી ક્યાં જઈશ? રાવણ
અત્યંત ગુસ્સે થઈ બોલ્યો, હે પુરુષત્વહીન, ધૃષ્ટ, પાપી, કુચેષ્ટા કરનાર! તને ધિક્કાર છે,
તારા જેવા દીનને મારવાથી મને હર્ષ થતો નથી, તું નિર્બળ, રંક, અવધ્ય છે અને તારા
જેવો મૂર્ખ બીજો કોણ છે જે વિદ્યાધરોનું સંતાન હોવા છતાં
Page 435 of 660
PDF/HTML Page 456 of 681
single page version
મિથ્યાત્વનું સેવન કરે છે. ત્યારે વિભીષણે કહ્યું કે, હે રાવણ! ઘણું બોલવાથી શું લાભ?
તારા હિતની વાત તને કહું છું તો સાંભળ. આટલું થયું છે તો પણ હજી કાંઈ બગડયું
નથી, જો તું તારું કલ્યાણ ચાહતો હોય તો રામ સાથે પ્રીતિ રાખ. સીતા રામને સોંપી દે
અને અભિમાન છોડ. રામને પ્રસન્ન કર, સ્ત્રીના નિમિત્તે આપણા કુળને કલંક ન લગાડ.
જો તું મારું વચન નહિ માને તો લાગે છે કે તારું મૃત્યુ નજીક આવ્યું છે. સમસ્ત
બળવાનોમાં મોહ મહા બળવાન છે, તું મોહથી ઉન્મત્ત થયો છો. ભાઈનાં આ વચન
સાંભળીને રાવણને અત્યંત ક્રોધ ચડયો, તીક્ષ્ણ બાણ લઈને વિભીષણ તરફ દોડયો, બીજા
પણ રથ, ઘોડા અને હાથીના સવારો સ્વામીભક્તિમાં તત્પર ભયંકર યુદ્ધ કરવા લાગ્યા.
વિભીષણે પણ રાવણને આવતો જોઈને અર્ધચન્દ્ર બાણથી રાવણની ધજા ઉડાવી અને
રાવણે ક્રોધથી બાણ ચલાવી વિભીષણનું ધનુષ તોડી નાખ્યું અને હાથમાંથી બાણ પડી
ગયું. પછી વિભીષણે બીજું ધનુષ લઈને બાણ ચલાવ્યું અને રાવણનું ધનુષ તોડયું. આ
પ્રમાણે બન્ને ભાઈ પરસ્પર જોરથી યુદ્ધ કરવા લાગ્યા અને અનેક સામંતોનો ક્ષય થયો.
ત્યારે મહાન યોદ્ધો ઇન્દ્રજિત પિતૃભક્ત, પિતાનો પક્ષ લઈ વિભીષણ ઉપર આવ્યો. તેને
જેમ પર્વત સાગરને રોકે તેમ લક્ષ્મણે રોક્યો. અને શ્રી રામે કુંભકર્ણને ઘેર્યો. સિંહકટિ
સાથે નીલ, શંભુ સાથે નળ, સ્વયંભૂ સાથે દૂર્મતિ, ઘટોદર સાથે દુર્મુખ, શક્રાસન સાથે દુષ્ટ
ચંદ્રનખ સાથે કાલી, ભિન્નાનજન સાથે સ્કન્ધ, વિધ્ન સાથે વિરાધિત, મય સાથે અંગદ,
કુંભકર્ણનો પુત્ર કુંભ સાથે હનુમાનનો પુત્ર, સુમાલી સાથે સુગ્રીવ, કેતુ સાથે ભામંડળ, કામ
સાથે દ્રઢરથ, ક્ષોભ સાથે બુદ્ધ ઈત્યાદિ મોટા મોટા રાજા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.
બરાબરિયા સુભટો એકબીજાને બોલાવવા લાગ્યા. કોઈ કહે છે, આ મારું શસ્ત્ર આવે છે
તેને સંભાળ. કોઈ કહે છે તું મારી સાથે લડવાને લાયક નથી, બાળક છો, વૃદ્ધ છો, રોગી
છો, નિર્બળ છો, તું જા. કોઈ કહે છે આને છેદો, કોઈ કહે છે બાણ ચલાવો, કોઈ કહે છે
એને મારો, પકડી લ્યો, બાંધો, છોડો, ચૂરા કરી નાખો, ઘા લાગે તેને સહન કરો, પ્રહાર
કરો, આગળ વધો, મૂર્ચ્છિત ન થાવ, સાવધાન થાવ, તું શા માટે ડરે છે, હું તને નહિ
મારું, કાયરોને ન મારશો, ભાગનારાઓને ન મારો, પડેલાને ન મારશો, આયુધરહિત પર
પ્રહાર ન કરવો. રોગથી પિડાયેલાને, મૂર્ચ્છિત, દીન, બાળ, વૃદ્ધ, યતિ, વ્રતી, સ્ત્રી,
શરણાગત, તપસ્વી, પાગલ, પશુપક્ષી ઈત્યાદિને સુભટ મારતા નથી. એ સામંતોની વૃત્તિ
હોય છે. કોઈ પોતાના વંશનાને ભાગતા જોઈ ધિક્કાર શબ્દ કહે છે કે કાયર છે, નષ્ટમતિ
છે, ધ્રુજે છે, ક્યાં જાય છે, ધીરો થા, પોતાના સમૂહમાં ઊભો રહે, તારાથી શું થાય તેમ
છે, તારાથી કોણ ડરે છે? તું ક્ષત્રિય શાનો છે? શૂરા અને કાયરોને ઓળખવાનો સમય
છે. મીઠું મીઠું ભોજન તો ખૂબ કરતા હતા, યથેષ્ટ ભોજન કરતા, હવે યુદ્ધમાં કેમ પાછા
પડો છો? આ પ્રમાણે વીરોની ગર્જના અને વાજિંત્રોના અવાજથી દશે દિશા અવાજમય
બની ગઈ છે અને ઘોડાની ખરીઓની રજથી અંધકાર થઈ
Page 436 of 660
PDF/HTML Page 457 of 681
single page version
ગયો, ચક્ર, શક્તિ, ગદા, લોહયષ્ટિ, કનક ઇત્યાદિ શસ્ત્રોથી યુદ્ધ થયું, જાણે કે આ શસ્ત્રો
કાળની દાઢ જ છે. લોકો ઘાયલ થયા, બન્ને સેના એવી દેખાતી હતી જાણે કે લાલ
અશોકનું વન છે અથવા કેસૂડાનું વન છે અથવા પારિભદ્ર જાતિનાં વૃક્ષોનું વન છે. કોઈ
યોદ્ધો પોતાનું બખ્તર તૂટેલું જોઈ બીજું પહેરવા લાગ્યો, જેમ સાધુ વ્રતમાં દૂષણ ઉપજ્યું
જોઈને ફરીથી છેદોપસ્થાપના કરે છે. કોઈ દાંતમાં તલવાર પકડી હાથેથી કમર કસતો
પાછો યુદ્ધ કરવા લાગ્યો. કોઈ સામંત મત્ત હાથીઓના દંતશુળની અણીથી વિદારેલી
પોતાની છાતીને ચાલતા હાથીના કાન હલવાથી વીંઝણો ઢોળાતો હોય તેમ હવાથી સુખ
માની રહ્યો છે, કોઈ સુભટ નિરાકુળ થઈ હાથીના દાંત પર બન્ને ભુજા ફેલાવીને સૂવે છે,
જાણે કે સ્વામીના કાર્યરૂપ સમુદ્રને તરી ગયો. જેમ પર્વતમાં ગેરુની ખાણમાંથી લાલ
ઝરણાં વહે તેમ કેટલાક યોદ્ધા યુદ્ધમાં રુધિરનાં નાળાં વહેવડાવે છે. કેટલાક યોદ્ધા પૃથ્વી
પર સામે મોંએ હોઠ કરડતા, હાથમાં શસ્ત્ર પકડીને વાંકી ભ્રમર અને વિકરાળ મુખ કરીને
પ્રાણ તજે છે. કેટલાક ભવ્ય જીવ સંગ્રામમાં અત્યંત ઘાયલ થઈ કષાયનો ત્યાગ કરી,
સંન્યાસ ધારણ કરીને અવિનાશી પદનું ધ્યાન ધરતા દેહ તજી ઉત્તમ લોક પામે છે. કેટલાક
ધીરવીર હાથીના દાંતને હાથથી પકડી ઉખાડી નાખે છે. કેટલાકના હાથમાં શસ્ત્ર છે અને
કામ આવી ગયા છે. તેમના મસ્તક પડયાં છે, સેંકડો ધડ નીચે છે, કેટલાક શસ્ત્રરહિત
થયા, ઘાથી જર્જરિત થયા છે, તુષાતુર થઈ પાણી પીવા બેઠા છે, જીવવાની આશા નથી.
આવો ભયંકર સંગ્રામ થતાં પરસ્પર અનેક યોદ્ધાઓનો ક્ષય થયો. ઇન્દ્રજિત તીક્ષ્ણ બાણથી
લક્ષ્મણને આચ્છાદવા લાગ્યો અને લક્ષ્મણ તેને. ઇન્દ્રજિતે લક્ષ્મણ પર તામસ બાણ
ચલાવ્યું તેથી અંધકાર થઈ ગયો. લક્ષ્મણે સૂર્યબાણ ચલાવ્યું અને અંધકાર દૂર કર્યો. પછી
ઇન્દ્રજિતે આશીવિષ જાતિનું નાગબાણ ચલાવ્યું તો લક્ષ્મણનો રથ નાગોથી વીંટાળવા
લાગ્યો. લક્ષ્મણે ગરુડબાણના યોગથી નાગબાણનું નિરાકરણ કર્યું, જેમ યોગી મહાતાપથી
પૂર્વોપાર્જિત પાપોનું નિરાકરણ કરે છે. લક્ષ્મણે ઇન્દ્રજિતને રથરહિત કર્યો. તે મંત્રીઓની
વચ્ચે હાથીઓની ઘટાથી વીંટળાયેલો છે. ઇન્દ્રજિત બીજા રથ પર બેસી પોતાની સેનાનું
રક્ષણ કરતો લક્ષ્મણ પર તપ્ત બાણ ચલાવવા લાગ્યો. લક્ષ્મણે તેને પોતાની વિદ્યાથી રોકી
ઇન્દ્રજિત પર આશીવિષ જાતનું નાગબાણ ચલાવ્યું એટલે ઇન્દ્રજિત નાગબાણથી અચેત
થઈ જમીન પર પડયો, જેમ ભામંડળ પડયો હતો. રામે કુંભકર્ણને રથરહિત કર્યો. કુંભકર્ણે
રામ પર સૂર્યબાણ ચલાવ્યું, રામે તેનું બાણ રોકી નાગબાણથી તેને વીંટી લીધો એટલે
કુંભકર્ણ પણ નાગોથી વીંટળાયેલો ધરતી પર પડયો.
વીંટી લે છે. આ દિવ્ય શસ્ત્ર દેવોપુનિત છે, મનવાંછિત રૂપ કરે છે, એક ક્ષણમાં બાણ,
એક ક્ષણમાં દંડ, અને ક્ષણમાં પાશરૂપ થઈને પરિણમે છે. જેમ કર્મપાશથી જીવ બંધાય
તેમ નાગપાશથી કુંભકર્ણ બંધાયો તેને રામની આજ્ઞા પામી ભામંડળે પોતાના રથમાં
મૂક્યો. રામે કુંભકર્ણ
Page 437 of 660
PDF/HTML Page 458 of 681
single page version
વિરાધિતે તેને પોતાના રથમાં રાખ્યો. તેનું શરીર ખેદખિન્ન થયું હતું. તે વખતે યુદ્ધમાં
રાવણ વિભીષણને કહેવા લાગ્યો કે જો તું તને યોદ્ધો માનતો હો તો મારો એક પ્રહાર
સહન કર કે જેથી તને યુદ્ધની ખંજવાળ મટે. વિભીષણ રાવણની સામે વિકરાળ રણક્રીડા
કરી રહ્યો છે. રાવણે કોપ કરીને વિભીષણ પર ત્રિશૂળ ચલાવ્યું જેમાંથી પ્રજ્વલિત
અગ્નિના તણખા આકાશમાં પ્રકાશ વેરી રહ્યા છે. તે ત્રિશૂળ લક્ષ્મણે વિભીષણ સુધી
આવવા ન દીધું, પોતાનાં બાણથી તેને વચમાં જ ભસ્મ કરી નાખ્યું. રાવણ પોતાના
ત્રિશૂળને ભસ્મ થયેલું જોઈ અત્યંત ક્રૂદ્ધ થયો અને તેણે નાગેન્દ્રની આપેલી મહાદારૂણ
શક્તિ હાથમાં લીધી અને સામે જોયું તો નીલકમલ જેવા શ્યામસુંદર પુરુષોત્તમ ગરુડધ્વજ
લક્ષ્મણ ઊભા છે. તેણે કાળી ઘટા સમાન ગંભીર, ઊંભા અવાજે લક્ષ્મણને કહ્યું, તારું બળ
ક્યાં કે મૃત્યુના કારણ એવા મારા શસ્ત્રને તું ઝીલે છે. તું બીજા જેવો મને ન જાણજે. હે
દુર્બુદ્ધિ લક્ષ્મણ! જો તું મરવા ઈચ્છતો હો તો મારું આ શસ્ત્ર સહન કર. ત્યારે લક્ષ્મણ
જોકે લાંબો સમય સંગ્રામ કરવાથી અત્યંત થાકેલા છે તો પણ વિભીષણને પાછળ
ખસેડીને પોતે આગળ થઈ રાવણ તરફ દોડયા. આથી રાવણે અત્યંત ક્રોધપૂર્વક લક્ષ્મણ
પર શક્તિ ચલાવી. શક્તિમાંથી તારાઓના આકારના તણખા નીકળી રહ્યા છે તે શક્તિથી
મહાપર્વતના તટ સમાન લક્ષ્મણનું વક્ષસ્થળ છેદાઈ ગયું. શક્તિ દિવ્ય અતિ દેદીપ્યમાન,
જેનો ઘા નિષ્ફળ ન જાય એવી છે, તે લક્ષ્મણના અંગમાં લાગતાં જાણે કે પ્રેમભરેલી વધૂ
ભેટી હોય તેવી શોભતી હતી. લક્ષ્મણ શક્તિના પ્રહારથી, તેનું શરીર પરાધીન થતાં
જમીન પર પડયા, જેમ વજ્રના પ્રહારથી પર્વત પડે. તેને જમીન પર પડેલા જોઈ
કમળલોચન શ્રી રામ શોક દબાવીને શત્રુનો ઘાત કરવા માટે તૈયાર થયા. તેમણે શત્રુને
તત્કાળ રથરહિત કર્યો. ત્યારે રાવણ બીજા રથ પર બેઠો એટલે રામે રાવણનું ધનુષ
તોડયું. રાવણે બીજું ધનુષ લીધું. રામે રાવણનો બીજો રથ પણ તોડી નાખ્યો. રામનાં
બાણથી વિહ્વળ થયેલો રાવણ ધનુષબાણ લેવા અસમર્થ થયો. જેવો તે રથ પર બેસવા
જતો કે રામ રાવણનો રથ તોડી નાખતા. તે અત્યંત ખેદખિન્ન થયો, તેનું બખ્તર છેદાઈ
ગયું. રામે તેને છ વાર રથરહિત કર્યો તો પણ અદ્ભુત પરાક્રમી રાવણ રામથી હણાયો
નહિ ત્યારે આશ્ચર્ય પામી રામ રાવણને કહેવા લાગ્યા કે તું દીર્ઘાયુ નથી, હજી તારું
આયુષ્ય થોડા દિવસનું બાકી છે, તેથી મારાં બાણથી મર્યો નથી. મારી ભુજામાંથી છૂટેલા
અત્યંત તીક્ષ્ણ બાણથી પહાડ પણ ભેદાઈ જાય, મનુષ્યની તો શી વાત છે? તો પણ
આયુષ્યકર્મે તને બચાવ્યો છે. હવે હું તને કહું છું તે સાંભળ-હે વિદ્યાધરોના અધિપતિ!
મારા ભાઈને સંગ્રામમાં શક્તિથી તેં હણ્યો છે, તેની મૃત્યુક્રિયા કરીને હું સવારમાં જ તારી
સાથે યુદ્ધ કરીશ. ત્યારે રાવણે કહ્યું કે એમ જ કરો. આમ કહીને ઇન્દ્રતુલ્ય પરાક્રમી રાવણ
લંકામાં ગયો. રાવણ પ્રાર્થનાભંગ કરવામાં અસમર્થ છે. રાવણ મનમાં વિચારે છે કે આ
બન્ને ભાઈઓમાં એક આ મારો શત્રુ અતિ પ્રબળ હતો તેને તો મેં હણ્યો છે. આમ
વિચારીને કાંઈક આનંદ પામી તે મહેલમાં ગયો.
Page 438 of 660
PDF/HTML Page 459 of 681
single page version
જે કેટલાક યોદ્ધા યુદ્ધમાંથી જીવતા આવ્યા હતા તેમને જોઈ હર્ષિત થયો. કેવો છે રાવણ?
જેને ભાઈઓ પ્રત્યે વાત્સલ્ય છે. વળી તેણે સાંભળ્યું છે કે ઇન્દ્રજિત, મેઘનાદ અને ભાઈ
કુંભકર્ણ પકડાઈ ગયા છે તે સમાચારથી તે અતિખેદખિન્ન થયો, એમના જીવવાની આશા
નથી. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે, હે ભવ્યોત્તમ! જીવોને પોતાના અનેકરૂપ
ઉપાર્જેલા કર્મોના કારણે નાના પ્રકારની શાતા-અશાતા થાય છે. તું જો! આ જગતમાં
નાના પ્રકારનાં કર્મોના ઉદયથી જીવોને જાતજાતના શુભાશુભ થાય છે અને અનેક
પ્રકારનાં ફળ મળે છે. કેટલાક તો કર્મના ઉદયથી રણમાં નાશ પામે છે, કેટલાક વેરીઓને
જીતી પોતાનું સ્થાન પામે છે, કેટલાકની વિશાળ શક્તિ પણ નિષ્ફળ જાય છે અને
બંધનમાં પડે છે. જેમ સૂર્ય પદાર્થોના પ્રકાશનમાં પ્રવીણ છે તેમ કર્મ જીવોને નાના
પ્રકારના ફળ દેવામાં પ્રવીણ છે.
મૂર્ચ્છાનું વર્ણન કરનાર બાસઠમું પર્વ પૂર્ણ થયું.
ગયા. ઘણી વાર પછી સચેત થઈને અત્યંત શોકથી દુઃખરૂપ અગ્નિથી પ્રજ્વલિત અત્યંત
વિલાપ કરવા લાગ્યા-હે વત્સ! કર્મના યોગથી તારી આ દારુણ અવસ્થા થઈ, આપણે
દુર્લંઘ્ય સમુદ્ર તરીને અહીં આવ્યા. તું મારી ભક્તિમાં સદા સાવધાન, મારા કાર્ય માટે સદા
તૈયાર, શીઘ્ર મારી સાથે વાતચીત કર. મૌન ધરીને કેમ રહ્યો છે? તું નથી જાણતો કે
તારો વિયોગ હું એક ક્ષણમાત્ર પણ સહી શકતો નથી? ઊઠ, મારા હૃદય સાથે લાગ. તારો
વિનય ક્યાં ગયો? તારા ભુજ ગજની સૂંઢ સમાન દ્રઢ અને દીર્ઘ ભુજબંધનથી શોભિત એ
હવે ક્રિયારહિત પ્રયોજનરહિત થઈ ગયા, ભાવમાત્ર જ રહી ગયા. અને માતાપિતાએ મને
તારી થાપણ સોંપી હતી, હવે હું તેમને શો ઉત્તર આપીશ? અત્યંત પ્રેમથી ભરેલા, અતિ
અભિલાષી રામ, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ! તારા જેવો મારું હિત ઈચ્છનાર આ જગતમાં
કોઈ નથી, આવાં વચન બોલવા લાગ્યા. બધા લોકો જુએ છે અને અતિદીન થઈને
ભાઈને કહે છે, તું સુભટોમાં રત્ન છે, તારા વિના હું કેવી રીતે જીવીશ? તારા વિના હું
મારા જીવન અને પુરુષાર્થને નિષ્ફળ માનું છું. પાપના ઉદયનું ચરિત્ર મેં પ્રત્યક્ષ જોયું,
તારા વિના મારે સીતાનું પણ શું પ્રયોજન છે? બીજા પદાર્થોનું પણ શું કામ છે? જે
સીતાના નિમિત્તે તારા જેવા ભાઈને નિર્દય
Page 439 of 660
PDF/HTML Page 460 of 681
single page version
ધરતી પર જ્યાં જશું ત્યાં મળશે, પરંતુ માતાપિતા અને ભાઈ ન મળે. હે સુગ્રીવ! તેં
તારી મૈત્રી મને ઘણી બતાવી, હવે તું તારા સ્થાનકે જા અને હે ભામંડળ! તમે પણ જાવ,
હવે મેં સીતાની પણ આશા છોડી છે અને જીવવાની આશા પણ છોડી છે, હવે હું ભાઈ
સાથે નિઃસંદેહપણે અગ્નિમાં પ્રવેશીશ. હે વિભીષણ! મને સીતાનો પણ શોક નથી અને
ભાઈનો પણ શોક નથી, પણ તારો ઉપકાર મારાથી કાંઈ ન થઈ શક્યો, એનો મારા
મનમાં ખટકો છે. જે ઉત્તમ પુરુષો છે તે પહેલાં જ ઉપકાર કરે, જે મધ્યમ પુરુષ છે તે
ઉપકાર પછી ઉપકાર કરે અને જે પાછળથી પણ ઉપકાર ન કરે તે અધમ પુરુષ છે. તેથી
તું તો ઉત્તમ પુરુષ છો, અમારા ઉપર ઉપકાર કર્યો, આવા ભાઈ સાથે વિરોધ કરીને
અમારી પાસે આવ્યો અને મારાથી તારો કાંઈ ઉપકાર થઈ શક્યો નહિ તેથી મને ઘણું
દુઃખ થાય છે. હે ભામંડળ, સુગ્રીવ! ચિતા રચો, હું ભાઈની સાથે અગ્નિમાં પ્રવેશ કરીશ,
તમે જે યોગ્ય લાગે તે કરો. આમ કહીને રામ લક્ષ્મણને સ્પર્શવા લાગ્યા. ત્યારે
મહાબુદ્ધિમાન જાંબુનદે તેમને રોકયા, હે દેવ! આ તમારા ભાઈ દિવ્યાસ્ત્રથી મૂર્ચ્છિત થયા
છે તેથી તેને અડો નહિ. એ સારા થઈ જશે, આમ બને છે. તમે ધીરજ રાખો, કાયરતા
છોડો, આપદા વખતે ઉપાય કરવો તે જ કાર્યકારી છે. આ વિલાપ ઉપાય નથી, તમે સુભટ
છો, તમારે વિલાપ કરવો યોગ્ય નથી, આ વિલાપ કરવો તે ક્ષુદ્ર લોકોનું કામ છે માટે
તમારા ચિત્તમાં ધૈર્ય ધારણ કરો, કોઈક ઉપાય હમણાં જ બનશે. આ તમારા ભાઈ
નારાયણ છે તે અવશ્ય જીવશે. અત્યારે એનું મૃત્યુ નથી, આમ કહીને બધા વિદ્યાધર
વિષાદરૂપ થયા અને લક્ષ્મણના અંગમાંથી શક્તિ નીકળે તેવો ઉપાય પોતાના મનમાં
વિચારવા લાગ્યા. આ દિવ્ય શક્તિ છે, એને કોઈ ઔષધથી દૂર કરવાને સમર્થ નથી અને
કદાચ સૂર્ય ઉગે તો લક્ષ્મણનું જીવવું કઠણ છે. આમ વારંવાર વિચારતા જેમને ચિંતા
ઉત્પન્ન થઈ છે એવા આ વિદ્યાધરો કમરબંધ આદિ બધું દૂર કરી અડધી ઘડીમાં ધરતી
શુદ્ધ કરી કપડાં અને પડાવ ઊભાં કર્યાં. સેનાની સાત ચોકી મૂકી. મોટા મોટા યોદ્ધા
બખ્તર પહેરી, ધનુષબાણ ધારણ કરી બહુ જ સાવધાનીથી ચોકી કરવા બેઠા. પ્રથમ
ચોકીમાં નીલ, બીજીમાં નલ હાથમાં ગદા લઈને, ત્રીજીમાં ત્રિશૂળ લઈને વિભીષણ, ચોથી
ચોકીમાં તીર બાંધીને મહાસાહસિક કુમુદ, પાંચમી ચોકીમાં બરછી લઈને સુષેણ બેઠા,
છઠ્ઠીમાં મહાદ્રઢભુજ સુગ્રીવ ઇન્દ્ર સરખા શોભાયમાન ભીંડપાલ લઈને બેઠા, સાતમી
ચોકીમાં તલવાર લઈને ભામંડળ બેઠા, પૂર્વના દ્વારે અષ્ટાપદી ધ્વજા જાણે મહાબલી
અષ્ટાપદ જ હોય તેવી શોભતી હતી, પશ્ચિમ દ્વારે જાંબુકુમાર વિરાજતા હતા, ઉત્તરના દ્વારે
મંત્રીઓના સમૂહ સહિત વાલીનો પુત્ર મહાબળવાન ચંદ્રમરીચ બેઠો. આ પ્રમાણે વિદ્યાધરો
રક્ષા કરવા બેઠા તે આકાશમાં નક્ષત્રમંડળની જેમ શોભતા હતા. વાનરવંશી મહાભટો
બધા દક્ષિણ દિશા તરફ રક્ષક તરીકે બેઠા. આ પ્રમાણે ચોકીનો પ્રયત્ન કરીને વિદ્યાધરો
રહ્યા, જેમને લક્ષ્મણના જીવનનો સંદેહ છે, જેમને પ્રબળ શોક છે, જીવોને કર્મરૂપ સૂર્યના
ઉદયથી ફળનો પ્રકાશ થાય