Pravachan Ratnakar (Gujarati). Gatha: 201-202 ; Kalash: 138.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 102 of 210

 

PDF/HTML Page 2021 of 4199
single page version

कथं रागी न भवति सम्यग्द्रष्टिरिति चेत्–
परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स।
ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि।। २०१।।
अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो।
कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो।। २०२।।
परमाणुमात्रमपि खलु रागादीनां तु विद्यते यस्य।
नापि स जानात्यात्मानं तु सर्वागमधरोऽपि।। २०१।।
आत्मानमजानन् अनात्मानं चापि सोऽजानन्।
कथं भवति सम्यग्द्रष्टिर्जीवाजीवावजानन्।।
२०२।।
હવે પૂછે છે કે રાગી (જીવ) કેમ સમ્યગ્દ્રષ્ટિ ન હોય? તેનો ઉત્તર કહે છેઃ-
અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને,
તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧.
નહિ જાણતો જ્યાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતો,
તે કેમ હોય સુદ્રષ્ટિ જે જીવ–અજીવને નહિ જાણતો? ૨૦૨.
ગાથાર્થઃ– [खलु] ખરેખર [यस्य] જે જીવને [रागादीनां तु परमाणुमात्रम्

अपि] પરમાણુમાત્ર-લેશમાત્ર-પણ રાગાદિક [विद्यते] વર્તે છે [सः] તે જીવ [सर्वागमधरः अपि] ભલે સર્વ આગમ ભણેલો હોય તોપણ [आत्मानं तु] આત્માને [न अपि जानाति] નથી જાણતો; [च] અને [आत्मानम्] આત્માને [अजानन्] નહિ જાણતો થકો [सः] તે [अनात्मानं अपि] અનાત્માને (પરને) પણ [अजानन्] નથી જાણતો; [जीवाजीवौ] એ રીતે જે જીવ અને અજીવને [अजानन्] નથી જાણતો તે [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [कथं भवति] કેમ હોઈ શકે?

ટીકાઃ– જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ છે તે ભલે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો; અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા-એ બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે;


PDF/HTML Page 2022 of 4199
single page version

(मंदाक्रान्ता)
आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः
सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः।
एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः
शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वमेति।। १३८।।

(જેને અનાત્માનો-રાગનો-નિશ્ચય થયો હોય તેને અનાત્મા અને આત્મા-બન્નેનો નિશ્ચય હોવો જોઈએ.) એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને નથી જાણતો; અને જે જીવ-અજીવને નથી જાણતો તે સમ્યગ્દ્રષ્ટિ જ નથી. માટે રાગી (જીવ) જ્ઞાનના અભાવને લીધે સમ્યગ્દ્રષ્ટિ હોતો નથી.

ભાવાર્થઃ– અહીં ‘રાગ’ શબ્દથી અજ્ઞાનમય રાગદ્વેષમોહ કહેવામાં આવ્યા છે. ત્યાં ‘અજ્ઞાનમય’ કહેવાથી મિથ્યાત્વ-અનંતાનુબંધીથી થયેલા રાગાદિક સમજવા, મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો; કારણ કે અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાનસહિત છે; તે રાગને સમ્યગ્દ્રષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે; તે રાગ પ્રત્યે તેને રાગ નથી. વળી સમ્યગ્દ્રષ્ટિને રાગનો લેશમાત્ર સદ્ભાવ નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છેઃ- સમ્યગ્દ્રષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો (સારો) સમજતો નથી-તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. માટે તેને લેશમાત્ર રાગ નથી.

જો કોઈ જીવ રાગને ભલો જાણી તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરે તો-ભલે તે સર્વ શાસ્ત્રો ભણી ચૂક્યો હોય, મુનિ હોય, વ્યવહારચારિત્ર પણ પાળતો હોય તોપણ-એમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થસ્વરૂપ નથી જાણ્યું, કર્મોદયજનિત રાગને જ સારો માન્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે. આ રીતે પોતાના અને પરના પરમાર્થ સ્વરૂપને નહિ જાણતો હોવાથી જીવ-અજીવના પરમાર્થ સ્વરૂપને જાણતો નથી. અને જ્યાં જીવ અને અજીવ-બે પદાર્થોને જ જાણતો નથી ત્યાં સમ્યગ્દ્રષ્ટિ કેવો? માટે રાગી જીવ સમ્યગ્દ્રષ્ટિ હોઈ શકે નહિ.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, જે કાવ્ય દ્વારા આચાર્યદેવ અનાદિથી રાગાદિકને પોતાનું પદ જાણી સૂતેલાં રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છેઃ-

શ્લોકાર્થઃ– (શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કેઃ) [अन्धाः] હે અંધ પ્રાણીઓ! [आसंसारात्] અનાદિ સંસારથી માંડીને [प्रतिपदम्] પર્યાયે પર્યાયે [अमी रागिणः] આ રાગી જીવો [नित्यमत्ताः] સદાય મત્ત વર્તતા થકા [यस्मिन् सुप्ताः] જે પદમાં સૂતા છે-ઊંધે છે [तत्] તે પદ અર્થાત્ સ્થાન [अपदम् अपदं] અપદ


PDF/HTML Page 2023 of 4199
single page version

છે-અપદ છે, (તમારું સ્થાન નથી,) [विबुध्यध्वम्] એમ તમે સમજો. (બે વાર કહેવાથી અતિ કરુણાભાવ સૂચિત થાય છે.) [इतः एत एत] આ તરફ આવો-આ તરફ આવો, (અહીં નિવાસ કરો,) [पदम् इदम् इदं] તમારું પદ આ છે-આ છે [यत्र] જ્યાં [शुद्धः शुद्धः चैतन्यधातुः] શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ [स्व–रस–भरतः] નિજ રસની અતિશયતાને લીધે [स्थायिभावत्वम् एति] સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર છે-અવિનાશી છે. (અહીં ‘શુદ્ધ’ શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્યે શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે.)

ભાવાર્થઃ– જેમ કોઈ મહાન પુરુષ મદ્ય પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડે-સંબોધન કરે કે “તારી સૂવાની જગ્યા આ નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા”; તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિંત સૂતાં છે-સ્થિત છે, તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે-જગાડે છે-સાવધાન કરે છે કે “હે અંધ પ્રાણીઓ! તમે જે પદમાં સૂતાં છો તે તમારું પદ નથી; તમારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે, બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે; તે પદને પ્રાપ્ત થાઓ-શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો”. ૧૩૮.

*
સમયસાર ગાથા ૨૦૧–૨૦૨ઃ મથાળું

હવે પૂછે છે કે રાગી (જીવ) કેમ સમ્યગ્દ્રષ્ટિ ન હોય? તેનો ઉત્તર કહે છેઃ-

* ગાથા ૨૦૧–૨૦૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ છે તે ભલે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો;...’

ભાષા જુઓ! ‘જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના’ એમ કહી અહીં, રાગાદિ, અજ્ઞાનમય ભાવો છે એમ કહ્યું છે. આ વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો જે રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે. એટલે શું? એટલે કે તે મિથ્યાત્વ છે એમ નહિ, પણ એમાં ચૈતન્યનો-જ્ઞાનનો અભાવ છે. અહાહા...! ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ ઝળહળ જ્યોતિસ્વરૂપ ચૈતન્યબિંબ છે. આવા ચૈતન્યબિંબનું કિરણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગના વિકલ્પોમાં છે નહિ માટે તે અજ્ઞાનમય છે. સમજાણું કાંઈ...?


PDF/HTML Page 2024 of 4199
single page version

અહાહા...! જેમ સૂર્યનાં કિરણ સફેદ ઉજ્જ્વળ પ્રકાશમય હોય પણ કોલસા જેવાં કાળાં ન હોય તેમ ચૈતન્યસૂર્ય પ્રભુ આત્માનું કિરણ (પર્યાય) નિર્મળ ચૈતન્યમય હોય પણ આંધળા (અંધારિયા) રાગમય ન હોય. ભાઈ! રાગ છે તે ચાહે વ્રતનો હો, તપનો હો, ભક્તિનો હો કે દયા-દાનનો હો, તે અંધકારમય-અચેતન-અજ્ઞાનમય છે. તેમાં જાણપણાનો અભાવ છે ને? જેમ સમ્યગ્દર્શન-જ્ઞાનમાં ચૈતન્યજ્યોતિનું કિરણ છે તેમ રાગમાં જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનું કિરણ નથી તેથી રાગ બધોય અજ્ઞાનમય છે.

અરેરે! લોકો બિચારા બહારમાં ફસાઈ ગયા છે! ભાઈ! આ અવતાર (મનુષ્ય ભવ) વ્યર્થ ચાલ્યો જાય છે હોં. બાપુ! આ દેહની સ્થિતિ તો નિશ્ચિત જ છે; અર્થાત્ કયા સમયે દેહ છૂટી જશે તે નિશ્ચિત જ છે. તું જાણે કે હું મોટો થતો જાઉં છું, વધતો જાઉં છું, પણ ભાઈ! તું તો વાસ્તવમાં મૃત્યુની સમીપ જ જાય છે. (માટે જન્મ-મરણનો અંત લાવનારું આ તત્ત્વજ્ઞાન સમજી લે).

પ્રશ્નઃ– હા; પણ આ પૈસા વધે, કુટુંબ-પરિવાર વધે તો એટલું તો વધ્યો કે નહિ? ઉત્તરઃ– ધૂળમાંય વધ્યો નથી સાંભળને. એ પૈસા-લક્ષ્મી અને કુટુંબ-પરિવાર એ બધાં કયાં તારામાં છે? એ તો પ્રગટ ભિન્ન ચીજ છે. ભગવાન! તું અનંત અનંત ગુણોની સમૃદ્ધિથી ભરેલો જ્ઞાનાનંદસ્વભાવી સ્વરૂપલક્ષ્મીનો સ્વામી છો. આવી નિજ ચૈતન્યલક્ષ્મીનો વિશ્વાસ-પ્રતીતિ અને એના અનુભવ વિના જેને માત્ર રાગની ભાવના છે તે ચાહે મોટો રાજા હો, મોટો અબજોપતિ શેઠ હો કે મોટો દેવ હો, તે રાંક ભિખારી જ છે. અહા! જેને માત્ર રાગની ભાવના છે તે પોતાની ચૈતન્યલક્ષ્મીથી રહિત એવા ચાર ગતિમાં રખડનારા બિચારા ભિખારા છે. સમજાણું કાંઈ...? અહા! ભાષા તો જુઓ! ગાથા જ એવી છે ને!

કહે છે-જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોનો લેશમાત્ર પણ સદ્ભાવ છે અર્થાત્ અંશમાત્ર રાગની પણ જેને અંતરમાં રુચિ છે તે ચાહે શ્રુતકેવળી જેવો હો તોપણ અજ્ઞાની છે. ગજબ વાત છે ભાઈ! જુઓ, અહીં મિથ્યાત્વસહિત અનંતાનુબંધી રાગને રાગ ગણવામાં આવ્યો છે. ભાઈ! આ તો લોજીકથી-ન્યાયથી વાત છે. પણ માણસને જ્યાં સમજવાની દરકાર જ ન હોય તો શું થાય? ભાઈ! ત્રણલોકના નાથ અરિહંત પરમાત્માની દિવ્યધ્વનિમાં ન્યાયથી માર્ગ સિદ્ધ કરેલો છે. કહે છે-જેને રાગાદિ ભાવોના એટલે પુણ્ય-પાપના ભાવોના લેશમાત્રનો પણ સદ્ભાવ છે તે, ભલે તેને અગિયાર અંગની લબ્ધિ પ્રગટ થઈ હોય તોપણ અજ્ઞાની છે.

જુઓ, ભગવાને કહેલા આચારાંગમાં અઢાર હજાર પદ છે, અને એક એક પદમાં એકાવન કરોડ જાજેરા શ્લોક છે. આવાં આવાં ૧૧ અંગ ભણ્યો હોય તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે તે અજ્ઞાની છે. અહા! જાણપણું તો એવું અજબ-ગજબ હોય


PDF/HTML Page 2025 of 4199
single page version

કે લાખો માણસોને ખુશી-ખુશી કરી દે. પણ તે શું કામનું? કેમકે બધું અજ્ઞાન છે ને? તેણે આત્માને કયાં જાણ્યો છે? રાગને પોતાનું સ્વરૂપ માનનારો તે આત્માને- પોતાને જાણતો નથી.

‘સવ્વાગમધરોવિ’-સર્વ આગમધર પણ-એવો પાઠ છે ને? મતલબ કે તે ભગવાને કહેલાં આગમોને ભણેલો છે, અજ્ઞાનીનાં કહેલાં નહિ. અજ્ઞાનીનાં આગમ તો કોઈ વસ્તુ જ નથી, કેમકે તેમાં તત્ત્વનું યથાર્થ સ્વરૂપ જ નથી. અહીં કહે છે-વીતરાગ પરમેશ્વર સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલાં એવાં જે આગમ તેનું ક્ષયોપશમ જ્ઞાન કર્યું છે તોપણ જેને રાગની હયાતી છે અર્થાત્ ‘રાગ તે હું છું અને એનાથી મને લાભ છે’-એમ જે માને છે તે સમ્યગ્દ્રષ્ટિ નથી, અજ્ઞાની છે. આવી ભારે આકરી વાત પ્રભુ! ભગવાન જિનેશ્વરદેવનો માર્ગ બહુ ઝીણો છે ભાઈ!

કહે છે-જે ભગવાનની ભક્તિથી મુક્તિ થવાનું માને છે તે રાગની હયાતીને માને છે પણ આત્માને માનતો નથી. સમજાણું કાંઈ...? શું કહ્યું? અહા! દેવાધિદેવ ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે-‘મારી (-ભગવાનની) ભક્તિ વડે પોતાનું કલ્યાણ થાય છે એમ જે જીવ માને છે તે અજ્ઞાની છે, કેમકે હું (-ભગવાન) તો પરદ્રવ્ય છું અને પરદ્રવ્યના લક્ષે તો રાગ જ થાય છે.’ ભક્તિના રાગથી મુક્તિ માને એણે રાગથી ભિન્ન આત્માને માન્યો જ નથી અને તેથી તે અજ્ઞાની છે. આવી વાત છે. અરે ભાઈ! રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમય સ્વદ્રવ્યનો આશ્રય લે ત્યારે રાગરહિત દશા થાય છે અને ત્યારે મુક્તિમાર્ગની પહેલી સીડી એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આવો માર્ગ બહુ આકરો, પણ આ જ માર્ગ છે ભાઈ! અહીં તો અતિ સ્પષ્ટ કહે છે કે-શ્રુતકેવળી જેવો હો અર્થાત્ સર્વ આગમ જાણતો હોય છતાં પણ રાગનો જે અંશ છે-દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો જે વિકલ્પ છે-તે મારો છે એમ જે માને છે તેને રાગની જ હયાતી છે, તેને શુદ્ધ ચૈતન્યની હયાતીની ખબર જ નથી.

પરંતુ રાગને કોઈ પોતાનો ન માને તો? અહા! રાગને પોતાનો ન માને તો તે રાગ કરે જ કેમ? એ તો એનો જાણનાર જ રહે. એ તો વાત અહીં ચાલે છે કે જ્ઞાનીને ભક્તિ આદિનો રાગ આવે છે, હોય છે પણ તેનો તે જાણનાર જ રહે છે. રાગ મારું કર્તવ્ય છે વા એનાથી મને લાભ છે એમ જ્ઞાની માનતો નથી; જ્યારે અજ્ઞાની રાગથી લાભ (ધર્મ) થવાનું માને છે અને તેથી તે રાગનો કર્તા થાય છે.

અહાહા...! આત્મા શુદ્ધ ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન છે. શ્રીમદ્ રાજચંદ્રકૃત આત્મસિદ્ધિમાં આવે છે ને કે-

“શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ
બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.”

PDF/HTML Page 2026 of 4199
single page version

શુદ્ધ કહેતાં પરમ પવિત્ર, બુદ્ધ એટલે એકલો જ્ઞાનનો પિંડ અને ચૈતન્યઘન કહીને અસંખ્ય પ્રદેશ દર્શાવ્યા છે. અહા! ભગવાન સર્વજ્ઞદેવ સિવાય અસંખ્ય પ્રદેશી જીવ કોઈએ જોયો નથી અને કહ્યો નથી. ભાઈ! આ વસ્તુ જે આત્મા છે તે ચૈતન્યમય અસંખ્ય પ્રદેશનો અનંત ગુણનો પિંડ છે. અહો! ક્ષેત્રથી અસંખ્યપ્રદેશી છે અને ભાવથી અનંત ગુણનો પિંડ એવો ચૈતન્યઘન પ્રભુ આત્મા છે. સ્વયંજ્યોતિ એટલે કોઈથી નહિ કરાયેલો એવો આત્મા સ્વયંસિદ્ધ છે; ઈશ્વર કે બીજો કોઈ તેનો કર્તા છે એમ નથી. વળી તે અતીન્દ્રિય આનંદનું સ્થાન એવો સુખધામ છે. અહો! આવો આત્મા કેમ પમાય! તો કહે છે-ભક્તિ આદિ રાગની ક્રિયાથી તે ન પમાય, કેમકે રાગમાં જ્ઞાન કયાં છે? એ તો જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્રતા કરી તેનું સ્વસંવેદનજ્ઞાન કરીને પમાય છે. કહ્યું ને કે-‘કર વિચાર તો પામ.’ વિચાર કહેતાં તેનું જ્ઞાન (-સ્વસંવેદનજ્ઞાન) કરવાથી તે પમાય છે.

ત્યારે કોઈ કહે છે-શું આવો માર્ગ? આમાં તો વ્યવહારનો બધો લોપ થઈ જાય છે. બાપુ! વ્યવહાર વ્યવહારના સ્થાનમાં હો ભલે, પણ વ્યવહારનાં પ્રેમ અને રુચિ કરવાથી તો મિથ્યાત્વ થાય છે. એ જ અહીં કહે છે કે શ્રુતકેવળી જેવો હો તોપણ જો એને વ્યવહારનાં પ્રેમ અને રુચિ છે તો તે સમ્યગ્દ્રષ્ટિ નથી, અજ્ઞાની છે, કેમકે વ્યવહારની રુચિની આડમાં તેને આખો ભગવાન આત્મા ભળાતો નથી. વ્યવહાર હોય છે એની કોણ ના પાડે છે? ભાવલિંગી સાચા સંતો-મુનિવરો જેમને સ્વાત્મજનિત પ્રચુર અતીન્દ્રિય આનંદનું વેદન હોય છે તેમને પંચમહાવ્રતાદિ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે, પણ તેને તેઓ ભલો કે કર્તવ્ય માનતા નથી. વાસ્તવમાં તેમને વ્યવહારના વિકલ્પમાં હેયબુદ્ધિ હોય છે.

અહીં કહ્યું ને કે રાગાદિ ભાવો અજ્ઞાનમય છે; એટલે કે પંચમહાવ્રતાદિના જે વિકલ્પ છે તેમાં શુદ્ધ ચૈતન્યનો કણ નથી, તેમાં ચૈતન્યની ગંધ પણ નથી, કેમકે એ તો જડના પરિણામ છે. આવી ચોકખી વાત છે; જેને માનવું હોય તે માને. આવી વાત સંપ્રદાયમાં કરી હોય તો ‘દૂર કરી દો એને’-એમ કહે. બાપુ! સંપ્રદાયથી તો દૂર જ છીએ ને! અહીં તો જંગલ છે બાપા! પ્રભુ! એકવાર તારી મોટપનાં ગીત તો સાંભળ. નાથ! તું એકલા ચિદાનંદરસથી ભરેલો ભગવાન છો. અહા! તું રાગના કણમાં જાય (અર્પાઈ જાય) તે તને કલંક છે પ્રભુ! રાગનો કણ-અંશમાત્ર પણ રાગ જેને (પોતાપણે) હયાત છે તે શ્રુતકેવળી જેવો હોય તોપણ મિથ્યાદ્રષ્ટિ છે એમ અહીં કહે છે. અહા! શાસ્ત્રનાં પાનાનાં પાનાં પાણીના પૂરની જેમ મોઢે બોલી જતો હોય તોપણ એથી શું? એ કાંઈ સાચું જ્ઞાન નથી.

અહો! દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્માએ જે ફરમાવ્યું તે અહીં સંતો તેમના આડતિયા થઈને જગત સમક્ષ જાહેર કરે છે કે-ભગવાનના ઘરનો આ માલ છે; તને


PDF/HTML Page 2027 of 4199
single page version

ગોઠે તો લે. જુઓ, મેરુ પર્વત ઉપર સૌધર્મ દેવલોક છે. તેમાં ૩૨ લાખ વિમાન છે. એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે. તેનો સ્વામી પહેલો ઇન્દ્ર-શક્રેન્દ્ર છે જે એકાવતારી છે, અર્થાત્ ત્યાંથી નીકળીને તે મોક્ષ જનાર છે. તે સૌધર્મ-ઇન્દ્ર ગલુડિયાની જેમ અતિ વિનમ્ર થઈ જે ભગવાનની વાણી સાંભળે છે. તે આ વાત છે. અહો! ગણધરો, મુનિવરો અને ઇન્દ્રો ધર્મસભામાં જે વાણી સાંભળે છે તે અહીં ભગવાન કુંદકુંદાચાર્ય લઈ આવ્યા છે. ભાઈ! જેનાં પરમ ભાગ્ય હોય તેના કાને આ વાણી પડે છે. કહે છે-

ભગવાન! તું કોણ છો? તું કેવો અને કેવડો છો તેનો તને વિચાર-વિવેક નથી. ‘અમૂલ્ય તત્ત્વવિચાર’માં શ્રીમદે કહ્યું છે ને કે-

“હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા;
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં.”

જોયું? પોતે કોણ છે એનો શાંતભાવે વિવેકપૂર્વક વિચાર કરે તેને આત્મજ્ઞાન અને આત્માનુભવ થાય એમ કહે છે. ૧૬ વર્ષની ઉંમરે આ શ્રીમદે લખ્યું છે. પણ એ તો દેહની ઉંમર છે ને? ઉંમર સાથે આત્માને શું સંબંધ છે? આત્મા તો અંદર અનાદિઅનંત ભગવાન છે. એ કયાં જન્મે-મરે છે? જન્મ-મરણ તો લોકો દેહના સંયોગ-વિયોગને કહે છે; એ તો દેહની-માટીની સ્થિતિ છે, જ્યારે આત્મા તો એકલી ચૈતન્યસત્તાસ્વરૂપ ત્રિકાળી ભગવાન છે. આવી પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાથી વિપરીત જે વિકલ્પ છે તે-ચાહે તો વ્રતનો હો, તપનો હો, કે ભક્તિનો હો-તોપણ તે હું છું એમ માનનારને રાગનો સદ્ભાવ છે અને તેથી તે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે તે આત્માને જાણતો નથી. ‘જ્ઞાનમય ભાવના અભાવને લીધે’-એમ કહ્યું ને? મતલબ કે જેને રાગની રુચિ છે તેને અજ્ઞાનની રુચિ છે પણ જ્ઞાનાનંદમય પ્રભુ આત્માની રુચિ નથી-તેથી તેને જ્ઞાનમય ભાવનો અભાવ છે, અને જ્ઞાનમય ભાવના અભાવને લીધે તે જ્ઞાનના નૂરનું પૂર એવા પોતાના આત્માને જાણતો નથી. લ્યો, આવી વાત છે. રાગમાં અર્પાઈ જાય તો અજ્ઞાની થાય છે અને જ્ઞાનમાં અર્પાઈ જાય તો જ્ઞાની થાય છે. આવો આકરો ભગવાનનો માર્ગ બાપા! આવી વાત સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે કયાંય નથી.

આ લાપસી નથી રાંધતા? લાપસી રાંધે ત્યારે જો લાકડાં કાચાં હોય તો ચૂલા માથે તપેલું હોય તે અને અંદર લાપસી હોય તે દેખાય નહીં, એકલો ધૂમાડો દેખાય, ધૂમાડાના ગોટામાં તપેલું અને અંદર લાપસી ન દેખાય. તેમ અજ્ઞાની જીવ પુણ્ય અને પાપના-રાગના અંધારાને દેખે છે પણ અંદર ભિન્ન ભગવાન ચિદાનંદમય આનંદકંદ પ્રભુ પરમાત્મા વિરાજી રહ્યો છે તેને દેખતો નથી. રાગની રુચિવાળાને


PDF/HTML Page 2028 of 4199
single page version

રાગના અંધકાર આડે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા દેખાતો નથી. અહા! જેને લેશમાત્ર પણ રાગની હયાતી છે તે આત્માને જાણતો નથી. હવે કહે છે-

‘અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા-એ બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે.’

શું કહે છે? કે જે આત્માને નથી જાણતો તે અનાત્માને એટલે રાગાદિને પણ નથી જાણતો; અર્થાત્ રાગ પણ અનાત્મા છે તેવું જ્ઞાન તેને થતું નથી. કેમ? કારણ કે સ્વરૂપે સત્ તે પરરૂપે અસત્ છે. શું કહ્યું આ? સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા સ્વરૂપથી સત્ છે ને પરરૂપથી-રાગથી અસત્ છે. જે! વસ્તુ પોતાથી અસ્તિપણે છે તે પરદ્રવ્યથી નાસ્તિપણે છે. અહો! સ્વદ્રવ્યથી સત્ ને પરદ્રવ્યથી અસત્ એવું જ વસ્તુનું સ્વરૂપ છે; અર્થાત્ એ બન્ને વડે જ વસ્તુનો નિશ્ચય થાય છે. આવો ઝીણો ભગવાનનો માર્ગ છે. લોકોને બિચારાઓને રળવું-કમાવું, બૈરાં-છોકરાં સાચવવાં અને વિષયભોગ ભોગવવા ઇત્યાદિ પાપની મજુરી આડે નવરાશ મળે નહિ તો આનો નિર્ણય તો કયારે કરે? ખરે! આવા મનુષ્યદેહમાં પણ વીતરાગના-પરમાત્માના માર્ગનો નિર્ણય કરતા નથી તે કયાં જશે? (એકેન્દ્રિયાદિમાં-ચારગતિમાં કયાંય ખોવાઈ જશે).

કહે છે-જેને રાગાદિથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપનું જ્ઞાન નથી તેને રાગાદિ અનાત્માનું પણ જ્ઞાન હોતું નથી; કારણ કે આત્મા સ્વરૂપથી-ચૈતન્યસ્વરૂપથી સત્તા છે અને પરરૂપથી-રાગથી અસત્તા છે. વસ્તુ સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા છે; છે અંદર? ભાઈ! પોતાના સ્વરૂપથી આત્મા છે અને પરરૂપથી તે અસત્તા છે. આ પંચપરમેષ્ઠી જગતમાં છે તેનાથી પણ આ આત્મા અસત્ છે. તેવી રીતે જે પંચ પરમેષ્ઠી છે તે પોતાથી સત્ છે અને પરથી અસત્ છે, આ આત્માથી અસત્ છે. માટે જેને પોતાના સત્નું યથાર્થ જ્ઞાન નથી તેને સત્થી વિરુદ્ધ રાગનું પણ યથાર્થ જ્ઞાન નથી. નિશ્ચય નિજ પરમાત્મદ્રવ્યનું જ્ઞાન નથી તેને વ્યવહારનું પણ યથાર્થ જ્ઞાન નથી.

પ્રશ્નઃ– પણ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય ને? ઉત્તરઃ– ભાઈ! એમ નથી; અહીં તો કહે છે-જેને સ્વરૂપનું જ્ઞાન નથી તેને વ્યવહારનું પણ સાચું જ્ઞાન નથી કેમકે સ્વસત્તાનું જ્ઞાન નથી તેને પરની પોતામાં અસત્તા છે એનું પણ જ્ઞાન નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ! લોકો તો બહારથી બધું માની બેસે છે. અંદર આનંદસ્વરૂપ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદના અનુભવ અને જ્ઞાન વિના જો કોઈ ‘રાગ મારો છે’ એવું માને છે તો તે સ્વસત્તાને જાણતો નથી અને તેથી પરસત્તાને-રાગને પણ યથાર્થ જાણતો નથી. નિર્વિકલ્પ નિજસત્તાને ઓળખ્યા વિના દયા, દાન, વ્રત ઇત્યાદિ વિકલ્પને તે યથાર્થ કેવી રીતે જાણે? ભાઈ! આ તો


PDF/HTML Page 2029 of 4199
single page version

લોજીકથી-ન્યાયથી વાત છે. ભગવાનનો માર્ગ ન્યાયનો છે, હઠનો નહિ. જેવી વસ્તુની સ્થિતિ છે તે તરફ જ્ઞાનને દોરી જવું તેનું નામ ન્યાય છે. સમજાણું કાંઈ...?

ભાઈ! જે સ્વરૂપે સત્તા છે તે પરરૂપે અસત્તા છે. આત્મા પોતાના સ્વરૂપે સત્તા છે તે પંચપરમેષ્ઠી તથા તે તરફના રાગથી અસત્તા છે. ‘સ્વરૂપે સત્તા’-એમ છે ને? મતલબ કે પોતાના જ્ઞાનાનંદસ્વરૂપથી સત્તા છે અને પરરૂપથી-પંચપરમેષ્ઠી, દેહ કે રાગથી અસત્તા છે. જેમ સ્વરૂપથી સત્તા છે તેમ પરરૂપથી સત્તા હોય તો સ્વ અને પર બન્ને એક થઈ જાય, એકમેકમાં ભળી જાય. આત્મા જેમ જ્ઞાનથી સત્ છે તેમ પરથી-રાગથી પણ સત્ હોય તો જ્ઞાન અને રાગ એક થઈ જાય, જ્ઞાન અને પર એક થઈ જાય. પણ એમ છે નહિ, બાપુ! આ કોઈ પંડિતાઈની ચીજ નથી, આ તો અંતરઅનુભવની વાત છે. મૂળ ગાથામાં દોહીને અમૃતચંદ્રાચાર્યે આ અર્થ કાઢયો છે.

કહે છે-‘એ બન્ને વડે...’ -કયા બે? કે જ્ઞાનાનંદમય ભગવાન આત્મા પોતાથી છે ને રાગાદિ પરદ્રવ્યથી નથી-એમ તે બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે. અહાહા...! હું મારામાં છું અને પર રાગાદિ મારામાં નથી એમ બે (અસ્તિ-નાસ્તિ) વડે આત્માનો- પોતાનો યથાર્થ નિશ્ચય થાય છે. આ રીતે જેને પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો તેને દયા, દાન, વ્રતાદિના વિકલ્પ પર અનાત્મા છે, આત્મભૂત નથી એવો અનાત્માનો ભેગો નિશ્ચય થઈ જ જાય છે. આમ બે વડે એકનો (આત્માનો) નિશ્ચય થાય છે અને એકનો (આત્માનો) નિશ્ચય થતાં બેનો (આત્મા-અનાત્માનો) નિશ્ચય સાથે થઈ જ જાય છે. આવું ઝીણું અટપટું છે. ભાઈ! આ તો વીતરાગ પરમેશ્વરની ૐધ્વનિમાં આવેલી વાત છે. આવે છે ને કે-

“ૐકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારૈ,
રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારૈ.”

હાલ પરમાત્મા (સીમંધરસ્વામી) મહાવિદેહમાં વિરાજે છે. તેમને હોઠ કે કંઠ કંપ્યા વિના આખા શરીરમાંથી ૐધ્વનિ-દિવ્ય વાણી છૂટે છે. તે ૐકારધ્વનિ સાંભળી ‘અર્થ ગણધર વિચારૈ’ અર્થાત્ ગણધરદેવ તેનો વિચાર અર્થાત્ જ્ઞાન કરે છે. અને આગમ- ઉપદેશની રચના કરી તે દ્વારા ભવ્ય જીવોના સંશયને મટાડી દે છે, મિથ્યાત્વનો નાશ કરે છે. અહા! ભવ્ય જીવો આગમ-ઉપદેશને જાણી મોહનો નાશ કરી આત્માનો અનુભવ કરે છે. ભાઈ! એ ૐધ્વનિમાં આવેલી આ વાત છે.

કહે છે-જે આત્માને જાણે છે તે અનાત્માને-રાગને પણ જાણે છે. વળી જેને અનાત્મા-રાગનો યથાર્થ નિશ્ચય થયો છે તેને આત્મા-અનાત્મા બન્નેનો નિશ્ચય થવો જોઈએ કેમકે રાગને જે જાણે તે રાગરહિત હું આત્મા છું એમ જાણે છે. અહાહા...! રાગને જાણે તો ‘મારામાં રાગ નથી’-તેમ પોતાના આત્માને પણ જાણે છે. ભાઈ!


PDF/HTML Page 2030 of 4199
single page version

સ્વસ્વરૂપનો-આત્માનો નિશ્ચય થયા વિના એકલા રાગપણું કાંઈ નથી અર્થાત્ મિથ્યા છે. કહ્યું ને કે જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો. જે આત્માને જાણે છે તે અનાત્માને પણ જાણે છે અર્થાત્ તેને વ્યવહારનું સાચું જ્ઞાન હોય છે. આમાં વ્યવહારથી મને લાભ થાય વા નિશ્ચય પ્રગટે એ વાત કયાં રહી? (ન રહી); કેમકે વ્યવહારનું સાચું જ્ઞાન પણ જે આત્માને જાણે તેને જ થાય છે. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– શ્રી કુંદકુંદાચાર્યદેવે (સમયસારની) ૧૨ મી ગાથામાં તો એમ કહ્યું છે કે જે વ્યવહારમાં પડયા છે તેમને વ્યવહારનો ઉપદેશ છે; એમ કે તેમને વ્યવહાર જ કરવાનું કહ્યું છે. નીચેની ભૂમિકાએ તો વ્યવહાર જ હોય છે ને તે ધર્મ છે. ચોથે, પાંચમે અને છટ્ઠે ગુણસ્થાને તો વ્યવહાર જ કરવો જોઈએ.

સમાધાનઃ– ભાઈ! તું શું કહે છે આ? જેને નિજ સ્વરૂપનાં દ્રષ્ટિ અને અનુભવ સહિત પોતાના ભૂતાર્થ સ્વભાવના આશ્રયે સમ્યક્ત્વ થયું છે તેની પર્યાયમાં કંઈક અશુદ્ધતા પણ છે. પ્રગટ શુદ્ધતા અને બાકી જે અલ્પ અશુદ્ધતા તે બન્નેને જાણવું તે વ્યવહાર છે. વ્યવહાર કરવો કે વ્યવહાર કરવાથી લાભ થાય એ પ્રશ્ન જ કયાં છે ત્યાં? અરે! લોકો શાસ્ત્રના અર્થ કરવામાં ભૂલ કરે છે! શું થાય? अपरमे ट्ठिदा भावे–એટલે કે જે અપરમ ભાવમાં સ્થિત છે તેને વ્યવહારનો ઉપદેશ છે-હવે આમાં વ્યવહાર કરવો એવો અર્થ કયાં છે? એવો અર્થ છે જ નહિ. ટીકામાં તેનો અર્થ સ્પષ્ટ કર્યો છે કે-‘व्यवहारनयो... परिज्ञायमानस्तदात्वे प्रयोजनवान्’ વ્યવહાર નય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. એટલે કે તે કાળે વ્યવહાર છે એમ જાણેલો પ્રયોજનવાન છે. વાસ્તવમાં તો તે પોતાની પર્યાયને જાણે છે તેમાં તે જણાઈ જાય છે. આવી વાત છે.

ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ આવે છે ને? હા, પણ એ તો અસદ્ભૂત વ્યવહારનય છે. ખરેખર તો ભગવાન જેમાં લોકાલોક પ્રકાશે છે એવી પોતાની પર્યાયને જ જાણે છે. તેમ જ્ઞાની રાગને જાણે છે એમ ઉપચારથી-વ્યવહારથી કથન છે. રાગ કરવો જોઈએ કે એનાથી લાભ થાય છે એવી ત્યાં (ગાથા ૧૨ માં) વાત જ કયાં છે? (નથી). तदात्वे–એટલે તે કાળે જેટલી શુદ્ધતા અને રાગની અશુદ્ધતા પ્રગટ છે તેને જાણવું પ્રયોજનવાન છે; બસ આ વાત છે. બીજે બીજે સમયે જે શુદ્ધિની વૃદ્ધિ થઈ અને ક્રમશઃ અશુદ્ધિની હાનિ થઈ તેને તે તે સમયે જાણેલાં પ્રયોજનવાન છે આમ અર્થ છે, પોતાની દ્રષ્ટિથી કોઈ ઊંધા અર્થ કરે તો શું થાય? અરે ભગવાન! તું પણ ભગવાન છે હોં; પર્યાયમાં ભૂલ છે તેથી અર્થ ન બેસે ત્યાં શું કરીએ? કહ્યું છે ને કે-


PDF/HTML Page 2031 of 4199
single page version

“જામેં જિતની બુદ્ધિ હૈ ઇતનો દિયો બતાય;
વાંકો બૂરો ન માનિયે ઔર કહાઁસે લાય.”

વસ્તુ આત્મા બાપુ! બહુ સૂક્ષ્મ અગમ્ય છે. તે રાગ કરવાથી કેમ જણાય? એમ તો અનંતકાળમાં ભગવાન! તેં હજારો રાણીઓ છોડીને, મુનિવ્રત ધારી નગ્ન દિગંબર થઈ જંગલમાં રહ્યો, પણ એક સમયમાત્ર આત્મામાં ન ગયો, શુદ્ધ ચૈતન્યતત્ત્વનો અનુભવ ન કર્યો, તેથી અંદર મિથ્યાત્વનો ત્યાગ ન થયો. ભાઈ! મિથ્યાત્વનો ત્યાગ ત્યાગ છે, બાકી બાહ્ય ગ્રહણ-ત્યાગ તો આત્મામાં કયાં છે? છે જ નહિ.

શું કહ્યું? આત્મામાં એક ત્યાગ-ઉપાદાનશૂન્યત્વ શક્તિ છે. તે વડે તે બાહ્યચીજના ત્યાગ-ગ્રહણથી રહિત છે. ભાઈ! બાહ્ય ચીજ જ્યાં ગ્રહણ જ નથી કરી તો તેનો ત્યાગ શું? તેણે પોતાની પર્યાયમાં કમજોરીથી રાગને ગ્રહ્યો છે, અને સ્વરૂપનું ગ્રહણ કરતાં તેનો ત્યાગ સહજ થઈ જાય છે. એણે રાગનો ત્યાગ કર્યો એમ કહેવું એ પણ વ્યવહાર છે. ગાથા ૩૪ (ટીકા)માં આવ્યું ને કે-આત્મા રાગના ત્યાગનો કર્તા છે તે પણ નામમાત્ર કથન છે; કેમકે ભગવાન આત્મા જે જ્ઞાનમય છે તે રાગમય થયો જ નથી ને. પોતે જ્ઞાનમય સ્વરૂપમાં ઠરી ગયો ત્યારે રાગ ઉત્પન્ન જ થયો નહિ, તો રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કહેવામાં આવે છે પરમાર્થે રાગના ત્યાગનો કર્તા આત્મા છે જ નહિ. સંયોગથી જુએ તેને ભાસે કે મેં સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ અને વસ્ત્ર આદિ છોડયાં, પણ એવી માન્યતા તો અજ્ઞાન છે ભાઈ! કેમકે એ બધાં તેં કે દિ’ ગ્રહ્યાં હતાં તે છોડયાં એમ માને છે?

અહીં કહે છે-જે આત્માને જાણતો નથી તે અનાત્માને-રાગાદિને પણ જાણતો નથી. વળી કહે છે-‘એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને નથી જાણતો.’

જે પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાને જાણતો નથી તે એનાથી ભિન્ન રાગાદિ અનાત્માને જાણતો નથી, ભાઈ! આ વ્યવહારરત્નત્રયનો રાગ અનાત્મા છે, અજીવ છે. જીવ-અજીવ અધિકારમાં તેને અજીવ કહ્યો છે, જીવ નહિ. માટે વ્યવહારરત્નત્રય વડે મને લાભ છે વા તેનાથી નિશ્ચય પ્રગટે છે એમ જે માને છે તે અનાત્માને-અજીવને પોતાનો માને છે. તેથી તેને આત્મા-અનાત્મા બન્નેનું જ્ઞાન નથી; તે જીવ-અજીવ બન્નેને જાણતો નથી. આવી સૂક્ષ્મ પડે તેવી વાત છે, પણ ભાઈ! આ ભગવાનની દિવ્યધ્વનિમાં કહેલી વાત છે.

કહે છે-ભગવાન સચ્ચિદાનંદમય પ્રભુ આત્મા અનંત ગુણરત્નોથી ભરેલો ભંડાર છે. તેની સન્મુખ જેની દ્રષ્ટિ નથી, તેનો જેને આશ્રય નથી અને તેમાં નથી એવા રાગનો (વ્યવહારનો) જેને આશ્રય છે તેને આત્મા ને અનાત્માનું જ્ઞાન નથી અને તે બન્નેનું જ્ઞાન નથી તો જીવ-અજીવનું પણ જ્ઞાન નથી.


PDF/HTML Page 2032 of 4199
single page version

હા, પણ આપ વ્યવહારરત્નત્રયને અજીવ કેમ કહો છો? સમાધાનઃ– ભાઈ! વ્યવહારરત્નત્રયનો મુનિરાજને જે વિકલ્પ છે તે રાગ છે અને રાગ છે તે અજીવ છે. જો તે જીવ હોય તો જીવમાંથી તે નીકળે જ કેમ? પરંતુ તે તો સ્વરૂપમાં સ્થિર થતાં નીકળી જાય છે. માટે તે જીવના સ્વરૂપભૂત નહિ હોવાથી જીવ નથી, અજીવ છે. અજીવ અધિકારમાં પણ તેને અજીવ કહ્યો છે. માટે તે વ્યવહારનું-અજીવનું જેને યથાર્થ જ્ઞાન નથી તેને તેનાથી પૃથક્ જીવનું પણ યથાર્થ જ્ઞાન નથી, અને જીવ- અજીવને નહિ જાણતો તે સમકિતી કેમ હોય? એ જ કહે છે કે-

‘અને જે જીવ-અજીવને નથી જાણતો તે સમ્યગ્દ્રષ્ટિ જ નથી. માટે રાગી (જીવ) જ્ઞાનના અભાવને લીધે સમ્યગ્દ્રષ્ટિ હોતો નથી.’

જે વ્યવહારરત્નત્રયના રાગને પોતાનો જાણે છે તે જીવ-અજીવને જાણતો નથી અને તેથી તે સમ્યગ્દ્રષ્ટિ જ નથી, પછી શ્રાવક અને મુનિપણાની તો વાત જ કયાં રહી? બાપુ! પાંચમું ગુણસ્થાન શ્રાવકનું અને છઠ્ઠું મુનિરાજનું તો કોઈ અલૌકિક ચીજ છે ભાઈ!

રાગી જીવને રાગનો રાગ છે, રાગની રુચિ છે અને તેથી તેને જ્ઞાનનો-જ્ઞાનમય ભાવનો અભાવ છે; અર્થાત્ તેને આત્મા-અનાત્માના જ્ઞાનનો, સમ્યગ્જ્ઞાનનો અભાવ છે. આ કારણે આત્મા-અનાત્માના જ્ઞાનથી રહિત તે મિથ્યાદ્રષ્ટિ છે, પણ તે સમ્યગ્દ્રષ્ટિ નથી. અહાહા...! જેને વ્યવહારની રુચિ છે તે રાગી જીવ સમ્યગ્દ્રષ્ટિ નથી. આવી આકરી વાત છે, પણ ભાઈ! આ સત્ય વાત છે.

* ગાથા ૨૦૧–૨૦૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અહીં “રાગ” શબ્દથી અજ્ઞાનમય રાગદ્વેષમોહ કહેવામાં આવ્યા છે. ત્યાં “ અજ્ઞાનમય” કહેવાથી મિથ્યાત્વ-અનંતાનુબંધીથી થયેલા રાગાદિક સમજવા, મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો;’...

જુઓ, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપ છે. તેમાં (પર્યાયમાં) જે વિકલ્પ ઊઠે છે તે-ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ કે તપનો વિકલ્પ હો, - તોપણ તે રાગ છે, વિકાર છે, વિભાવ છે. તેને જે પોતાનો માની તેનાથી લાભ માને છે તે અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે. એવા મિથ્યાદ્રષ્ટિના રાગદ્વેષમોહને અહીં (ગાથામાં) ‘રાગ’ ગણવામાં આવ્યો છે. ભગવાન! આવા અજ્ઞાનમય રાગને કરી કરીને ૮૪ ના અવતારમાં તું અનંતકાળ રખડી-રઝળી મર્યો છે. છહઢાલામાં આવે છે ને કે-

“મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયૌ;
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયૌ.”

PDF/HTML Page 2033 of 4199
single page version

ભગવાન! નવમી ગ્રૈવેયકના ભવ તેં અનંતવાર કર્યા એમ ભગવાનના શાસ્ત્રમાં કહે છે. તે નવમી ગ્રૈવેયક કોણ જાય? એક તો આત્મજ્ઞાની જાય અને બીજા મિથ્યાદ્રષ્ટિ પણ જાય છે. જેને પાંચ મહાવ્રતનો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનો વ્યવહાર ચોખ્ખો હોય એવા દ્રવ્યલિંગી મુનિ પણ નવમી ગ્રૈવેયક જતા હોય છે. પણ તે રાગની ક્રિયાથી પોતાની શુદ્ધ ચૈતન્યચમત્કાર વસ્તુ ભિન્ન છે એવી દ્રષ્ટિ કરી નહિ અને તેથી ભવભ્રમણ અર્થાત્ ચારગતિની રઝળપટ્ટી મટી નહિ. લ્યો, હવે રાગ કોને કહેવો એની ખબર ન મળે અને મંડી પડે વ્રત ને તપ કરવા પણ એથી શું વળે? એથી સંસાર ફળે, બસ. ઝીણી વાત છે ભગવાન!

અહાહા...! કહે છે-ભગવાન! તું કોણ છો? કે સર્વજ્ઞસ્વભાવી આત્મા છો. સર્વજ્ઞસ્વભાવ તારું સ્વપદ છે. હવે અલ્પજ્ઞતા પણ જ્યાં તારામાં નથી ત્યાં વળી રાગ કય ાંથી આવ્યો? પર્યાયમાં જે શુભાશુભ રાગની વૃત્તિ ઊઠે તે વિકાર છે, વિભાવ છે. અરે! વિભાવને જે પોતાનો માને છે તે અપદને સ્વપદ માને છે. ભાઈ! આ વ્રતાદિના પુણ્યપરિણામ અપદ છે તે જીવનું સ્વપદ નથી.

અહા! આનંદનો કંદ પ્રભુ આત્મા છે, જેમ સક્કરકંદ છે તેમાં જે ઉપરની લાલ છાલ છે તે સક્કરકંદ નથી, પણ અંદર સાકરનો કંદ-મીઠાશનો પિંડ જે છે તે સક્કરકંદ છે. છાલ વિનાનો મીઠાશનો પિંડ છે તે સક્કરકંદ છે. તેમ શુભાશુભ રાગની જે વૃત્તિઓ ઉઠે એનાથી રહિત અંદર અતીન્દ્રિય આનંદનો જે કંદ છે તે આત્મા છે. આવા આનંદકંદસ્વરૂપ પ્રભુ આત્મામાં (પર્યાયમાં) જે રાગનો વિકલ્પ ઉઠે તે મારો છે અને એનાથી મને લાભ છે એમ માનવું તે મિથ્યાત્વ છે. આવા મિથ્યાત્વ સહિતના રાગને અહીં રાગ ગણ્યો છે.

આવી વાત છે. પણ કોને પડી છે? મરીને કયાં જશું અને શું થશે એ વિચાર જ કયાં છે? એમ ને એમ બધું કર્યે રાખો; જ્યાં જવાના હોઈશું ત્યાં જશું. આવું અજ્ઞાન! અરે બાપુ! તું અનંત અનંત જ્ઞાન, આનંદ અને શાંતિનો પિંડ છો. તેની દ્રષ્ટિ છોડીને ક્રિયાકાંડનો રાગ મારી ચીજ છે અને એનાથી મને લાભ છે એમ માને છે પણ એ તો મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વના ફળમાં તારે અનંતકાળ નરક-નિગોદમાં કાઢવો પડશે. બાપુ! એ આકરાં દુઃખ તને સહ્યાં નહિ જાય.

અરેરે! એણે કદી પોતાની દયા પાળી નહિ! પોતાની દયા પાળી નહિ એટલે? એટલે કે પોતે અનંત જ્ઞાન ને અનંતદર્શનનો પિંડ પ્રભુ છે એવા પોતાના જીવનના જીવતરની હયાતી છે તે એણે કદી માની નહિ, જાણી નહિ અને રાગની ક્રિયાવાળો હું છું એમ જ સદા માન્યું છે. આવી મિથ્યા માન્યતા વડે એણે પોતાને સંસારમાં-દુઃખના સમુદ્રમાં ડૂબાડી રાખ્યો છે. આમ એણે પોતાની દયા તો કરી નહિ અને પરની દયા


PDF/HTML Page 2034 of 4199
single page version

કરવાના ભાવ કર્યે કર્યા છે. પણ ભાઈ! પરની દયા તો કોઈ પાળી શકતું નથી. પરનું આત્મા શું કરી શકે? સ્વદ્રવ્ય, પરદ્રવ્યનું શું કરે? કાંઈ જ નહિ. ભાઈ! પરની દયા પાળવાનો ભાવ તે રાગ છે, હિંસા છે અને હું પરની દયા પાળી શકું છું એવી માન્યતા મિથ્યાત્વ છે, મહાહિંસા છે. અહીં આવા મિથ્યાત્વસહિતના રાગને રાગ ગણ્યો છે. સમજાણું કાંઈ...?

૭૨ મી ગાથામાં આવ્યું ને કે-પુણ્ય ને પાપના ભાવ છે તે અશુચિ છે, જડ છે અને દુઃખરૂપ છે. આ ત્રણ બોલ ત્યાં લીધા છે. અને ભગવાન આત્મા અત્યંત શુચિ, વિજ્ઞાનઘનસ્વભાવી હોવાથી શુદ્ધ ચૈતન્યમય અને દુઃખનું અકારણ એવું આનંદધામ પ્રભુ છે. ત્યાં ૭૨ મી ગાથામાં આત્માને ‘ભગવાન’ કહીને બોલાવ્યો છે. ‘ભગવાન’ એટલે આ આત્મા હોં, જે ભગવાન (અરિહંત, સિદ્ધ) થઈ ગયા એની વાત નથી. આ તો આત્મા પોતે ‘ભગ’ નામ અનંત જ્ઞાન ને આનંદની લક્ષ્મી અને ‘વાન’ નામ વાળો-અર્થાત્ આત્મા અનંત-બેહદ જ્ઞાન અને આનંદની સ્વરૂપલક્ષ્મીથી ભરેલો ભગવાન છે. તેને પામર માનવો વા પુણ્ય-પાપના રાગ જેવડો માનવો તે મિથ્યાત્વભાવ છે. ભાઈ! પંચમહાવ્રત, પાંચસમિતિ, ત્રણગુપ્તિ ઇત્યાદિના જે વિકલ્પ છે તે અશુચિ, અચેતન અને દુઃખરૂપ છે; જ્યારે પોતાનો આત્મા પરમ પવિત્ર આનંદનું ધામ ચૈતન્યમૂર્તિ ભગવાન છે. આવું જેને અંતરમાં ભેદજ્ઞાન નથી તે રાગના ભાવને પોતાનો માને છે. અહા! જેને પોતાની જ્ઞાનાનંદમય ચૈતન્યસત્તાનો અંતરમાં સ્વીકાર નથી તે, જે પોતામાં નથી એવા શુભાશુભ વિકલ્પને પોતાપણે સ્વીકારે છે. ભાઈ! આ બધા શેઠિયા-કરોડપતિ ને અબજપતિ-અમે લક્ષ્મીપતિ (ધૂળપતિ) છીએ એમ માનનારા બધા મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે તેઓ અજીવને જીવ માને છે. અહીં તો એથીય વિશેષ રાગના અંશને પણ જે પોતાનો માને તે રાગી મિથ્યાદ્રષ્ટિ છે અને તેના રાગને અહીં રાગ ગણવામાં આવ્યો છે. મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયના રાગને અહીં ગણવામાં આવ્યો નથી.

અહા! શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદકંદ પ્રભુ આત્માનો જેને સ્વાનુભવમાં સ્વાદ આવ્યો છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. પણ અજ્ઞાનીને સમ્યગ્દર્શન વિના રાગનો સ્વાદ આવે છે અને તે રાગના સ્વાદને લીધે વિષયના સ્વાદથી નવાંકર્મ બાંધે છે. પરંતુ જેણે રાગના સ્વાદની રુચિ છોડીને ચિદાનંદઘનસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યમાં અંતર્દ્રષ્ટિ કરી છે તેને આત્માના અનાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. તેને ચારિત્રમોહના ઉદયવશ કિંચિત્ રાગ થાય છે પણ તે રાગની ગણતરી ગણવામાં આવી નથી. અનંતાનુબંધી સિવાયનો તેને રાગ હોય છે પણ તે ગણવામાં આવ્યો નથી. કેમ? કેમકે મુખ્ય પાપ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી જ છે.


PDF/HTML Page 2035 of 4199
single page version

કહે છે-‘મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો; કારણ કે અવિરત- સમ્યગ્દ્રષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયસંબંધી રાગ છે તે જ્ઞાનસહિત છે; તે રાગને સમ્યગ્દ્રષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે; તે રાગ પ્રત્યે તેને રાગ નથી.’

શું કહે છે? કે ચોથે આદિ ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને જે ચારિત્રમોહના ઉદયસંબંધી રાગ છે તે જ્ઞાન સહિત છે. એટલે શું? કે જ્ઞાનીને તે રાગ પોતાના જ્ઞાનમાં ભિન્ન મેલપણે ભાસે છે. અહાહા...! હું તો પૂર્ણાનંદનો નાથ ભગવાન છું અને આ રાગ છે તે મેલ છે, પર છે-એમ સમકિતીને રાગ પોતાનાથી ભિન્નપણે ભાસે છે. હું આત્મા આનંદમય છું અને આ રાગ પર છે એમ રાગનું તેને યથાર્થ જ્ઞાન હોય છે. આવું બધું છે, પણ લોકોને બિચારાઓને કુટુંબ-બાયડી-છોકરાં ને સમાજની સંભાળ-સેવા કરવા આડે નવરાશ જ કયાં છે?

હા, પણ કુટુંબની અને સમાજની તો સેવા કરવી જોઈએ ને? અરે ભાઈ! ધૂળેય સેવા કરતો નથી, સાંભળને. હું પરની સેવા કરું છું એમ માનનારા તો બધા મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની સેવા ત્રણકાળમાં કરી શકે નહિ. સર્વ દ્રવ્યો જ્યાં સ્વતંત્ર પરિણમે ત્યાં કોણ કોનું કામ કરે? શું આત્મા પરનું કાર્ય કરે? પરનો કર્તા આત્મા કદીય છે નહિ.

અહીં તો એમ કહે છે કે સમ્યગ્દ્રષ્ટિને જે રાગ છે તે જ્ઞાન સહિત છે. તીર્થંકર ચક્રવર્તીને ભલે હજી ૯૬ હજાર સ્ત્રી હોય, ૯૬ કરોડ પાયદળ હોય, ને ૯૬ કરોડ ગામ હોય, છતાં તે સંબંધીનો જે રાગ છે તે જ્ઞાન સહિત છે અર્થાત્ તે એને પોતાનાથી ભિન્ન ચીજ છે એમ જાણે છે. રાગમાં કયાંય તેને સ્વામિત્વ નથી. બહુ ઝીણી વાત બાપુ! જન્મ- મરણ રહિત થવાની વાત બહુ ઝીણી છે પ્રભુ!

અરે! એણે આ (-સમકિત) સિવાય બાકી તો બધું અનંતવાર કર્યું છે. પાપ પણ એવાં કર્યાં છે કે અનંતવાર નરકાદિમાં ગયો અને પુણ્ય પણ એવાં કર્યાં છે કે અનંતવાર તે સ્વર્ગમાં ગયો. અહા! નરક કરતાં સ્વર્ગના અસંખ્યગુણા અનંતા ભવ એણે કર્યા છે. શું કહ્યું એ? કે જેટલી (અનંત) વાર નરકમાં ગયો એનાથી અસંખ્યગુણા અનંતા ભવ સ્વર્ગના કર્યા છે. એક નરકના ભવ સામે અસંખ્ય સ્વર્ગના ભવ-એમ નરકના ભવ કરતાં અસંખ્યગુણા અનંતા ભવ એણે સ્વર્ગના કર્યા છે એમ ભગવાનની વાણીમાં આવ્યું છે. મતલબ કે સ્વર્ગમાં અનંતવાર જાય એવા ક્રિયાકાંડ તો ઘણાય કર્યા છે. અરે! શુક્લ લેશ્યાના પરિણામ, જે હમણાં તો છેય નહિ તે કરી કરીને અનંત વાર ગ્રીવક ગયો પણ પાછો ત્યાંથી નીચે પટકાયો. આવે છે ને કે-

‘દ્રવ્ય સંયમસે ગ્રીવક પાયૌ, ફિર પીછો પટકાયૌ.’

PDF/HTML Page 2036 of 4199
single page version

અરે! એ ભગવાન કેવળીના સમોસરણમાં અનંતવાર ગયો છે. ભગવાન અરિહંત પરમાત્મા ત્રણલોકના નાથ મહાવિદેહમાં સદાય વિદ્યમાન હોય છે. ત્યાં મહાવિદેહમાં એ અનંતવાર જન્મ્યો છે અને ભગવાનના સમોસરણમાં અનંતવાર ગયો છે. પણ ‘કેવળી આગળ રહી ગયો કોરો’ એવો ઘાટ એનો થયો છે, કેમકે ભગવાનની વાણીનો ભાવ તેણે અંદર અડકવા દીધો નથી. રાગથી પાર શુદ્ધ ચૈતન્યમય પોતાની ચીજ અંદર ભગવાનસ્વરૂપે છે એવું ભગવાને કહ્યું પણ એણે તે રુચિમાં લીધું જ નથી. તેથી ગ્રીવક જઈ જઈને પણ તે અનંત વાર નીચે નરક-તિર્યંચમાં રખડી મર્યો છે.

ભાઈ! તું ભગવાનસ્વરૂપે છો હોં. પર્યાયદ્રષ્ટિ છોડીને અંદર સ્વભાવથી જુએ તો બધાય આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. અહા! આવા પોતાના સ્વરૂપમાં જેણે અંતર્દ્રષ્ટિ કરી તે સમ્યગ્દ્રષ્ટિ છે; અને તે સમ્યગ્દ્રષ્ટિ રાગને કર્મોદયથી થયેલો રોગ જાણે છે. સમ્યગ્દ્રષ્ટિને વ્રત, નિયમ આદિ સંબંધી અને કિંચિત્ વિષય સંબંધી પણ રાગ આવે છે, પણ તેને તે રોગ સમાન જાણે છે, ઝેર સમાન જ જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે.

અહાહા...! જેને આત્માના અનાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે તે સમકિતીને રાગનો સ્વાદ વિરસ દુઃખમય લાગે છે અને તેથી તે સર્વ રાગને મટાડવા જ ઇચ્છે છે. જેમ કાળો નાગ ઘરમાં આવે તો તેને કોઈ બહાર મૂકી આવે કે ઘરમાં રાખે? તેમ સમકિતી જે રાગ આવે છે તેને કાળા નાગ જેવો જાણી દૂર કરવા જ ઇચ્છે છે, રાખવા માગતો નથી. અહા! વ્રતાદિના રાગમાં તેને હોંશ નથી, હરખ નથી.

કોઈને વળી થાય કે આ તે કેવો ધર્મ? શું આવો ધર્મ હશે? તેને કહીએ છીએ-ભગવાન! તેં ધર્મ કદી સાંભળ્‌યો નથી. અંદર (સ્વરૂપ) શું છે તેની તને ખબર નથી. અહાહા...! એક સમયમાં પ્રભુ! તારી શક્તિનો કોઈ પાર નથી એવું મહિમાવંત તારું સ્વરૂપ છે. અહાહા...! ત્રણકાળ-ત્રણલોકના દ્રવ્ય-ગુણ-પર્યાયને એક સમયમાં દેખે-જાણે એવી અચિંત્ય ચૈતન્યશક્તિ અંદર તારામાં પડી છે. આવી પોતાની શક્તિનો મહિમા લાવી જે અંતર-એકાગ્ર થયો તેને સ્વરૂપનો સ્વાદ આવ્યો. તે સ્વરૂપના સ્વાદિયા સમકિતીને જે વ્રતાદિનો રાગ આવે તેનો સ્વાદ ઝેર જેવો લાગે છે એમ અહીં કહે છે. ગજબ વાત છે પ્રભુ! અજ્ઞાનીને શુભરાગ આવે તેમાં તે હરખાઈ જાય, જ્યારે જ્ઞાની તેને રોગ-સમાન જાણે છે. જ્ઞાનીને શુદ્ધ ચૈતન્યનો આશ્રય છે ને? તેથી તે રાગથી વિરક્ત છે અને જે રાગ થાય તેને રોગ સમાન જાણી મટાડવા ઇચ્છે છે. બહુ ઝીણી વાત છે ભાઈ! ચૈતન્યનું શરણ પામ્યા વિના દુનિયા કયાંય રઝળતી-રખડતી દુઃખમાં ડૂબી જશે; પત્તોય નહિ લાગે.


PDF/HTML Page 2037 of 4199
single page version

ખૂબ ગંભીર વાત છે ભાઈ! આ ગાથા પછી કળશ આવશે. તેની વ્યાખ્યા કરતાં ‘અધ્યાત્મતરંગિણીમાં’ ‘પદ’ શબ્દની વ્યાખ્યા કરી છે. ત્યાં કહ્યું છે કે-જે ચૈતન્ય પદ છે તે જીવનું પદ કહેતાં જીવનું રક્ષણ છે, જીવનું લક્ષણ છે, ને જીવનું સ્થાન છે. આ સિવાય રાગાદિ અપદ છે, અરક્ષણ છે, અલક્ષણ છે, અસ્થાન છે. ભાઈ! આ મોટા મોટા મહેલ- મકાન તો અપદ છે જ; અહીં તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો જે વિકલ્પ ઊઠે છે તે અપદ છે, અરક્ષણ છે, અલક્ષણ છે, અસ્થાન છે એમ કહે છે. લ્યો, આવું કયાંય સાંભળ્‌યું’તું? (સાંભળ્‌યું હોય તો આ દશા કેમ રહે?)

કોઈ વળી ગૌરવ કરે કે-અમારે આવા મકાન ને આવા મહેલ! ત્યારે કોઈ વળી કહે-અમે આવાં દાન કર્યાં ને તપ કર્યાં ઇત્યાદિ.

એમાં ધૂળેય તારું નથી બાપુ! સાંભળને; મકાનેય તારું નથી અને દાનાદિ રાગેય તારો નથી. એ તો બધાં અપદ છે, અશરણ છે, અસ્થાન છે. ભગવાન! તું એમાં રોકાઈને અપદમાં રોકાઈ ગયો છો. તારું પદ તો અંદર ચૈતન્યપદ છે તેમાં તું કદી આવ્યો જ નથી. ભગવાન! તું નિજઘરમાં આવ્યો જ નથી. ભજનમાં આવે છે ને કે-

“અબ હમ કબહુઁ ન નિજઘર આયે,
પર ઘર ફિરત બહુત દિન બીતે, નામ અનેક ધરાયે”-અબ હમ

હું પુણ્યવાળો, ને હું દયાવાળો, ને હું વ્રતવાળો, ધનવાળો, સ્ત્રીવાળો, છોકરાવાળો, મકાનવાળો, આબરુવાળો-અહાહાહા...! કેટલા ‘વાળા’ પ્રભુ! તારે? એક ‘વાળો’ જો નીકળે તો રાડ નાખે છે ત્યાં ભગવાન! તને આ કેટલા ‘વાળા’ ચોંટયા?

હા, પણ એ ‘વાળો’ તો દુઃખદાયક છે, શરીરને પીડા આપે છે પણ આ ‘વાળા’ કયાં દુઃખદાયક છે?

ઉત્તરઃ– ભાઈ! એ ‘વાળો’ એક જન્મમાં જ પીડાકારી છે પણ આ ‘વાળા’ તો તને જન્મ-જન્મ મારી નાખે છે; આ ‘વાળા’ તો અનેક જન્મ-મરણનાં દુઃખો આપનારા છે. પણ શું થાય? અજ્ઞાનીને એનું ભાન કે દિ’ છે?

જ્યારે જ્ઞાની સમકિતીને જે રાગ આવે છે તેને તે રોગ જાણે છે. અરે! વ્રતનો જે વિકલ્પ આવે તેને સમકિતી રોગ જાણે છે. ગજબ વાત છે ભાઈ! વીતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે પ્રભુ! બિચારા લોકોને તે સાંભળવા મળ્‌યો નથી! અહા! જ્ઞાનીને રાગ પ્રત્યે રાગ નથી. છે અંદર? જ્યાંસુધી પૂર્ણ વીતરાગતા નથી-પરમાત્મદશા નથી ત્યાં સુધી જ્ઞાનીને વિકલ્પ ઉઠે છે, વ્યવહારનો રાગ આવે છે પરંતુ-

૧. તેને તે રોગ જાણે છે એક વાત,


PDF/HTML Page 2038 of 4199
single page version

૨. તેને તે મટાડવા ઇચ્છે છે-બીજી વાત, અને ૩. તેને રાગનો રાગ નથી. લ્યો, આ વાત છે. હવે કહે છે- ‘વળી સમ્યગ્દ્રષ્ટિને રાગનો લેશમાત્ર સદ્ભાવ નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છેઃ- સમ્યગ્દ્રષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો સમજતો નથી-તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. માટે તેને લેશમાત્ર રાગ નથી.’

શું કહે છે? કે જેને આત્મજ્ઞાન અને આત્મદર્શન થયું છે તેવા સમ્યગ્દ્રષ્ટિને પૂર્ણ વીતરાગદશા ન થાય ત્યાં સુધી રાગ તો આવે છે, પણ તેને તે જરાય ભલો એટલે હિતકારી સમજતો નથી. જુઓ, આ વીતરાગનો માર્ગ અને આ વીતરાગની આજ્ઞા! રાગ ભલો છે એ વીતરાગની આજ્ઞા જ નથી. બાપુ! વીતરાગનો માર્ગ તો વીતરાગભાવથી જ ઊભો થાય છે, રાગથી નહિ. રાગથી ઊભો થાય એ વીતરાગનો માર્ગ છે જ નહિ. એ જ કહે છે-

અશુભ રાગ તો સમકિતીને ગૌણ છે. અર્થાત્ જ્ઞાનીને વિષયવાસનાનો રાગ ક્વચિત્ કિંચિત્ આવે છે પણ તે ગૌણ છે. અને તેને જે શુભ રાગ આવે છે તેને તે જરાય ભલો સમજતો નથી. અહા! જેણે પોતાના ભગવાનને-ચિદાનંદઘન પ્રભુ આત્માને ભલો જાણ્યો અને તેનો આશ્રય કર્યો તે શુભરાગને હવે ભલો કેમ જાણે? ‘જરાય ભલો સમજતો નથી’-છે અંદર? તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. અંદર વસ્તુ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો જ્યાં આદર થયો ત્યાં શુભાશુભ રાગનો આદર રહેતો નથી. વ્રત ને તપ ને ભક્તિ ઇત્યાદિ જેમ થાય છે તેમ થાય છે પણ સમકિતીને તેનો આદર નથી, તેના પ્રત્યે રાગ નથી. નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. જુઓ આ ધર્માત્મા! ધર્મી એને કહીએ જે રાગનો સ્વામી નથી, રાગનો ધણી નથી. લ્યો, પછી આ ધૂળનો (- પૈસાનો) હું ધણી ને બાયડીનો હું ધણી-એ તો કયાંય (દૂર) રહી ગયું. સમજાણું કાંઈ...?

તો પછી આ બાયડી-છોકરાં મારાં છે એમ માનવું શું જૂઠું છે? ઉત્તરઃ– ભાઈ! આ બાયડી મારી ને છોકરાં મારાં ને પૈસા મારા એમ માનવું એ તો નરી મૂર્ખાઈ છે; એ તો મૂઢ મિથ્યાદ્રષ્ટિની માન્યતા છે. જ્યાં ભગવાન આત્મા પોતે શરીરથી પણ ભિન્ન છે તો પછી તે બધાં તારાં છે એમ કયાંથી આવ્યું? એ બધાંનો તારામાં અભાવ છે અને તારો એ બધામાં અભાવ છે તો પછી કયાંથી એ બધાં તારાં થઈ ગયાં? બાપુ! એ તો બધી સંયોગને જાણવાની-ઓળખવાની રીત છે કે-આ પિતા, આ પુત્ર; બાકી કોણ પિતા? ને કોણ પુત્ર? બધા


PDF/HTML Page 2039 of 4199
single page version

ચૈતન્યસ્વરૂપ ભગવાન છે ત્યાં કોણ કોનો પિતા? ને કોણ કોનો પુત્ર? અજ્ઞાનીને આ કઠણ પડે છે, પણ શું થાય? અહીં તો કહે છે-જ્ઞાની ધર્માત્મા, પોતાને જે શુભરાગ થાય છે તેને પણ સ્વામીપણે મારો છે તેમ માનતા નથી. આવો ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! (ઉપયોગને સૂક્ષ્મ કરે તો જ હાથ લાગે તેમ છે).

પ્રશ્નઃ– જ્ઞાની વ્રતાદિને જરાય ભલાં જાણતો નથી તો તેમાં જે અતિચાર લાગે છે તેનું તે પ્રાયશ્ચિત કેમ લે છે?

સમાધાનઃ– ભાઈ! જ્ઞાની વ્રતાદિના રાગને જરાય ભલો સમજતો નથી; એ તો એમ જ છે. તોપણ તેને રાગ તો આવી જ જાય છે. કદીક વ્રતમાં અતિચાર- અશુભ પણ થઈ જાય છે. તે દોષ છે એમ જાણી તેને તે ટાળે છે. આનું નામ પ્રાયશ્ચિત છે. ત્યાં પ્રાયશ્ચિતનો જે વિકલ્પ છે તે શુભભાવ છે, તે વિષકુંભ છે. સમયસાર, મોક્ષ અધિકાર (ગાથા ૩૦૬) માં દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ ભાવને વિષકુંભ કહ્યો છે. અહા! એકલા અતીન્દ્રિય અમૃતનો સાગર પ્રભુ આત્મા છે. એનાથી વિરુદ્ધના ભાવ બધા ઝેર છે. પ્રાયશ્ચિતનો જે વિકલ્પ છે તે પણ ઝેરનો ઘડો છે. ભાઈ! વિષયવાસનાના પરિણામ તો ઝેર છે જ; જે શુભભાવ છે તે પણ ઝેર જ છે. હવે આનો મર્મ અજ્ઞાની જાણે નહિ એટલે શુભરાગથી ધર્મ થવો માની ક્રિયાકાંડ કરે પણ તેથી શું વળે? ભગવાન! એ રાગ તને શરણ નથી હોં; શરણ તો એક રાગરહિત નિત્ય જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા જ છે. જ્ઞાની પણ શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે જ દોષને ટાળે છે અને તે જ સાચું પ્રાયશ્ચિત છે. સમજાણું કાંઈ...?

અહીં કહે છે-જ્ઞાની રાગ પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. જ્ઞાનીને જે રાગ થાય છે તેનો તે ધણી જ નથી. આ ખાધેલા મૈસૂબની વિષ્ટા નીકળે તેનું કોઈ ધણીપણું રાખે કે આ વિષ્ટા મારી છે? (ન રાખે). તેમ જ્ઞાનીને રાગ ઝેર સમાન છે, વિષ્ટા સમાન છે. બાપા! આકરું લાગે અને લોકો રાડો પાડે પણ શું થાય? રાડ પાડો તો પાડો; ભાઈ! વસ્તુ તો જેમ છે તેમ છે; તેમાં કાંઈ બીજું થાય એમ નથી. અહો! આ તો ત્રણલોકના નાથ અરિહંત પરમાત્માની વાણીનો મર્મ પ્રચુર આનંદની મસ્તીમાં રહેનારા સંતો જાહેર કરે છે. કહે છે-સમ્યગ્દ્રષ્ટિ રાગનો જરીય સ્વામી નથી; આવો વીતરાગનો માર્ગ છે. અરે! લોકોએ કલ્પના કરીને રાગને વીતરાગનો માર્ગ-જૈનમાર્ગ માન્યો છે! (એ ખેદની વાત છે). અહીં તો આ સ્પષ્ટ વાત છે કે નિશ્ચયથી જ્ઞાનીને રાગનું સ્વામિત્વ જ નથી; માટે તેને લેશમાત્ર પણ રાગ નથી. હવે બીજી વાત કહે છે-

‘જો કોઈ જીવ રાગને ભલો જાણી તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરે તો-ભલે તે સર્વ શાસ્ત્રો ભણી ચૂકયો હોય, મુનિ હોય, વ્યવહારચારિત્ર પણ પાળતો હોય તોપણ-


PDF/HTML Page 2040 of 4199
single page version

એમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થસ્વરૂપ નથી જાણ્યું, કર્મોદયજનિત રાગને જ સારો જાણ્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે.’

ભાગ્ય હોય તો સાંભળવાય મળે એવો સરસ અધિકાર છે આ. કહે છે-કોઈ જીવ ભલે સર્વ શાસ્ત્રો ભણી ચૂકયો હોય, ભલે ને તેને અગિયાર અંગનું જ્ઞાન પ્રગટ થયું હોય ને કરોડો શ્લોકો કંઠસ્થ હોય, પણ જો તે રાગને ભલો જાણે છે તો તે અજ્ઞાની છે, તેણે પોતાના આત્માનું પરમાર્થસ્વરૂપ જાણ્યું નથી. જુઓ, એક આચારાંગનાં ૧૮ હજાર પદ છે. એક એક પદમાં પ૧ કરોડ જાજેરા શ્લોક છે. આવાં આવાં અગિયાર અંગ તે અનંતવાર ભણ્યો છે. પણ તેથી શું? એ તો બધું પરલક્ષી જ્ઞાન છે, તે કાંઈ આત્માનું જ્ઞાન નથી. ભાઈ! રાગથી ભિન્ન પડી અંતર-એકાગ્રતા વડે આત્મજ્ઞાન પ્રગટ કર્યા વિના અગિયાર અંગનું બહિર્લક્ષી જ્ઞાન પણ કાંઈ કાર્યકારી નથી. સમજાણું કાંઈ...?

કોઈને થાય કે આ તો બધું સોનગઢથી કાઢયું છે. પણ આમાં સોનગઢનું શું છે ભાઈ! આ ગાથા ૨૦૦૦ વર્ષ ઉપર લખાઈ છે, તેની ટીકા ૧૦૦૦ વર્ષ ઉપર થયેલી છે અને આ ભાવાર્થ ૧પ૦ વર્ષ પહેલાનો છે. એ બધામાં આ વાત છે કે-કોઈ સર્વ શાસ્ત્રો ભણ્યો હોય, મોટો નગ્ન દિગંબર મુનિ થયો હોય અને વ્યવહારચારિત્ર પણ ચુસ્ત અને ચોખ્ખાં પાળતો હોય, પણ જો તે વ્યવહારચારિત્રના રાગને ભલો જાણે છે વા તેને એ રાગ પ્રત્યે રાગ છે તો તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને નિજ ચૈતન્યસ્વરૂપ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન નથી.

શું કહ્યું? કે કોઈ દ્રવ્યલિંગી પંચમહાવ્રતમાં કોઈ દોષ ન લાગે તે રીતે ચુસ્તપણે વ્યવહારચારિત્ર પાળતો હોય, પ્રાણ જાય તોપણ પોતાના માટે બનાવેલા આહારનો કણ પણ ગ્રહણ ન કરે તોપણ તે મિથ્યાદ્રષ્ટિ છે. કેમ? કેમકે તે રાગને ભલો જાણી રાગને ગ્રહણ કરે છે.

આ બધા લોકો તો ભક્તિ-પૂજા કરે અને જાત્રાએ જાય એટલે માની લે કે ધર્મ થઈ ગયો. પણ એમાં તો ધૂળેય ધર્મ થતો નથી સાંભળને. એ તો બધો શુભરાગ છે, પુણ્યબંધનનું કારણ છે; તેને ભલો જાણે છે એ મિથ્યાદર્શન છે. ભાઈ! એક તત્ત્વદ્રષ્ટિ - આત્મદ્રષ્ટિ વિના એ બધા ક્રિયાકાંડ સંસારમાં-ચારગતિમાં રઝળવાના રસ્તા છે. બાપુ! રાગ છે એ તો ઝેર છે, એ કાંઈ ચૈતન્યનું સ્વરૂપ નથી. છતાં તેને ભલો જાણે તે રાગરહિત ચિદાનંદમય નિજ પરમાત્મદ્રવ્યને જાણતો નથી. કહ્યું ને કે તે મહાવ્રતાદિ પાળે તોય આત્માને જાણતો નથી.

મહાવ્રતાદિ પાળે તોય આત્માને જાણતો નથી? હા, રાગને ભલો જાણે, વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે એમ માને તે મહાવ્રતાદિ