Pravachan Ratnakar (Gujarati). Gatha: 14.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 12 of 210

 

PDF/HTML Page 221 of 4199
single page version

છે. જે રાગ ઉત્પન્ન થાય છે એ દુઃખનું કારણ છે, દુઃખ જ છે. તેથી ભેદને ગૌણ કરી ભગવાન સર્વજ્ઞદેવે જેવો આત્મા જોયો છે તે શુદ્ધ ચૈતન્યઘન આનંદદળમાં દ્રષ્ટિ કરવી જોઈએ. તેથી સમ્યગ્દર્શનરૂપ ધર્મ થાય છે.

વસ્તુ જેવી અનંતગુણરૂપ અને એક સમયની પર્યાયરૂપ કે જેમાં લોકાલોક જાણવાની શક્તિ છે એવી વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના અનુભવ કરવામાં આવે તે મિથ્યાત્વ છે. વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના ઘણા વેદાંતી એમ કહે છે કે અમે શુદ્ધ અદ્વૈતનો અનુભવ કરીએ છીએ પણ એ અનુભવ જ નથી.

ભગવાને અનંત આત્મા, એનાથી અનંતગુણા પરમાણુ, અસંખ્ય કાલાણુ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ અને એક આકાશ એવાં છ દ્રવ્યો જોયાં છે. અને એ બધાં દ્રવ્યોને જાણવાવાળી પર્યાય પણ છે. એ પર્યાયથી ભિન્ન આખું આત્મદળ પડયું છે. પર્યાયથી આવા ચૈતન્યદળની દ્રષ્ટિ કરતાં વિકલ્પ તૂટી જાય છે, રાગ રહેતો નથી. ત્યારે નિર્વિકલ્પદશામાં શુદ્ધ અદ્વૈતનો અનુભવ થાય છે, અને ત્યારે પ્રગટ પરમ આનંદ પ્રાપ્ત થાય છે. એને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે.

હું શુદ્ધ છું, હું શુદ્ધ છું એમ કહ્યા કરે પણ શુદ્ધ ચીજ શું છે અને કઈ રીતે છે એ જાણ્યા વિના શુદ્ધ અનુભવ સાચો નથી, એ તો મિથ્યાત્વ છે. સર્વથા અદ્વૈતવાદીને શૂન્યનો પ્રસંગ હોવાથી ઉલટી શ્રદ્ધામાં જે રાગનો અનુભવ થયો એ તો આકાશના ફૂલના અનુભવ જેવો અનુભવ થયો. આકાશમાં જેમ ફૂલ નથી તેમ એને વસ્તુનો અનુભવ નથી.

જ્ઞાનમાં પ્રથમ એવો નિર્ણય કરે કે હું તો અનંતગુણનો પિંડ ચૈતન્યમાત્ર વસ્તુ છું. આ નિર્ણય કરનારી તો પર્યાય છે, પણ તે પર્યાય એમ જાણે છે કે-હું તો ત્રિકાળી ધ્રુવ છું. સમયસાર ગાથા ૩૨૦ની જયસેનાચાર્યની ટીકામાં આવે છે કેઃ પર્યાય એવો નિર્ણય કરે છે કે-સકળ નિરાવરણ, અખંડ-ખંડ નહીં, એક-ભેદ નહીં, પ્રત્યક્ષ-પરોક્ષ નહીં પ્રતિભાસમય-જાણવામાં આવે છે એવો, અવિનશ્વર, નિત્ય ધ્રુવ શુદ્ધપારિણામિક- પરમભાવલક્ષણ, નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું. પર્યાય એમ જાણે છે કે હું આ છું, હું પર્યાય છું એમ જાણતી નથી. નિર્ણય-કાર્ય પર્યાયમાં થાય છે, ધ્રુવમાં નહીં. ધ્રુવ તો ત્રિકાળ-નિરાવરણ કારણરૂપ છે, તેને કારણપરમાત્મા કહે છે.

ભાઈ! પરમાત્મસ્વરૂપ ભગવાન આત્માનો માર્ગ તો કોઈ અલૌકિક છે. તે વસ્તુદ્રષ્ટિ વિના અનંતકાળમાં પણ પ્રાપ્ત થયો નહીં. અગિયાર અંગનું જ્ઞાન કર્યું, નવ પૂર્વની લબ્ધિ પ્રગટી, અને શુકલ લેશ્યા-ચામડી ઉતારીને ખાર છાંટે તોપણ આંખનો ખૂણો લાલ થાય


PDF/HTML Page 222 of 4199
single page version

નહીં-એવા શુકલ લેશ્યાના મંદકષાયના પરિણામ થયા, તથા તેના ફળમાં સ્વર્ગે ગયો. પણ એમાં શું થયું? જન્મ-મરણ મટયાં નહીં. સ્વર્ગનો ભવ હો કે નરકનો-ચારેય ગતિ દુર્ગતિ છે, એક સિદ્ધપદ સુગતિ છે. ભગવાન આત્માની યથાર્થ દ્રષ્ટિ કરી સિદ્ધપદની સાધના પ્રગટ કરવી જોઈએ.

હવે શુદ્ધનયનો ઉદય થાય છે, એની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-

* કળશ–૧૦ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘शुद्धनयः आत्मस्वभावम् प्रकाशयन् अभ्युदेति’ શુદ્ધનય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. જ્ઞાનની જે પર્યાય ત્રિકાળી ધ્રુવને વિષય કરે તેને શુદ્ધનય કહે છે. વિષય અને વિષયી એવો ભેદ કાઢી નાખીને ગાથા ૧૧માં ત્રિકાળી ધ્રુવ વસ્તુને જ શુદ્ધનય કહ્યો છે. ‘भूयत्थो देसिदो दु सुद्धनओ. એક સમયની પર્યાય સિવાયની આખી ચીજ જે સત્યાર્થ અનાદિ-અનંત શુદ્ધ અખંડ દ્રવ્ય છે તે શુદ્ધનય છે- એમ કુંદકુંદાચાર્ય દેવ કહે છે. અધ્યાત્મમાં નય-વિષયી અને એનો વિષય-દ્રવ્ય એટલો ભેદ પણ કાઢી નાખવામાં આવે છે. ત્રિકાળીને સત્યાર્થ કહીને પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી. પર્યાય અને પરનું લક્ષ છોડાવવા માટે પર્યાય હોવા છતાં એને ગૌણ કરીને વ્યવહાર કહી. પરવસ્તુ જે વ્યવહાર છે એ સ્વની અપેક્ષાએ અસત્ છે. સ્વદ્રવ્યની અપેક્ષાએ પરવસ્તુ અદ્રવ્ય છે. એવી રીતે ત્રિકાળીની અપેક્ષાએ પર્યાયને ગૌણ કરીને અસત્-અસત્યા કહેવામાં આવી છે. ભાઈ! આ તો કેવળી પરમાત્માની કહેલી વાત છે. નિયમસાર ગાથા ૮ ની ટીકામાં કહ્યું છે કે-“પરમાગમ ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી પીવા યોગ્ય અમૃત છે.” આ તો અમૃતના પ્યાલા છે; જેનાં ભાગ્ય હોય તેને સાંભળવા મળે. વર્તમાનમાં બહુ જ ગરબડ છે. સત્ય વાતને નિશ્ચયાભાસ કહે છે. કહે છે કે વ્યવહારને માનતા નથી. પરંતુ કોણ કહે છે કે વ્યવહાર નથી? વ્યવહાર છે, પરદ્રવ્ય છે, રાગ છે, પર્યાય છે. પરંતુ સમ્યગ્દર્શન અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવવાના પ્રયોજનની સિદ્ધિ અર્થે ત્રિકાળી દ્રવ્યને સત્ય કહ્યું અને પર્યાયને ગૌણ કરી વ્યવહાર કહી અસત્ય કહી છે. વેદાંતમાં આ દ્રવ્ય અને આ પર્યાય એવું કયાં છે? આ ગૌણ કરવું એવું કયાં છે? બધી જૂઠી વાત છે. વેદાંતમાં નિશ્ચયની વાતો બહુ કરે પણ પર્યાય અનિત્ય છે એમ વાત આવે ત્યાં ભડકે. જૈનમાં પણ વ્રત કરવાં, તપ કરવું, ઉપવાસ કરવા એમ વાત આવે તો સમજે, પણ અધ્યાત્મની વાત આવે તો ચમકે કે હેં!

ભગવાન! એકવાર સાંભળ તો ખરો. જે પર્યાયને સ્પર્શતી નથી એવી તારી ચીજ અંદર પરમાત્મસ્વરૂપે પડી છે. પ્રવચનસાર ગાથા ૧૭૨ ના અલિંગગ્રહણના ૧૯ મા બોલમાં


PDF/HTML Page 223 of 4199
single page version

આ વાત લીધી છે કે-‘આત્મા પર્યાયવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે.’ ઉપરાંત સમયસાર ગાથા ૪૯ ના અવ્યક્તના પાંચમા બોલમાં પણ આવે છે કે- ‘વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.’ અહીં કહે છે કે આવો જે આત્મા શુદ્ધ જ્ઞાયકભાવ પરમ-પારિણામિકસ્વભાવ તેને પ્રગટ કરતો શુદ્ધનય ઉદયરૂપ થાય છે.

તે (શુદ્ધનય) આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે?-‘परभावभिन्नम्’ પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો-એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. જોયું? ‘પોતાના વિભાવો’ એમ શબ્દ લીધો છે. પરદ્રવ્યના નિમિત્તથી થતાં નૈમિત્તિક વિભાવભાવો એ કોઈ નિમિત્તથી થયા નથી નિમિત્ત તો નિમિત્તમાં છે અને પોતાની પર્યાય પોતામાં થાય છે પંચાસ્તિકાય ગાથા ૬૨ માં આવે છે કે-વિકાર થવામાં પરકારકની અપેક્ષા નથી. નિશ્ચયથી વિકાર પરની અપેક્ષા વિના થાય છે. અહીં જે કહ્યું કે ‘પરદ્રવ્યના નિમિત્તથી થવાવાળા’ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. બાકી નિશ્ચયથી વિકાર થાય છે પોતામાં પોતાની અપેક્ષાથી, પરકારકની એમાં અપેક્ષા છે જ નહિ. પરદ્રવ્યના નિમિત્તના સંબંધે પોતામાં યોગ્યતાથી પર્યાય થાય છે. પર્યાય થાય છે પોતાથી, પરથી નહીં. એ વિકારી પર્યાયથી પણ આત્મા ભિન્ન છે. અહીં ત્રણ વાત કહી પરદ્રવ્ય જે શરીર, મન, વચન, કર્મ આદિ, પરદ્રવ્યના ભાવ એટલે કર્મના ઉદયાદિ તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવભાવો જે વિકારાદિ-તે સર્વ પરભાવોથી ભિન્ન આત્માને શુદ્ધનય પ્રગટ કરે છે.

કોઈ પ્રશ્ન કરે કે ‘એવા પરભાવોથી’ એમ કહ્યું એમાં પર્યાય (વર્તમાન) આવે કે નહીં? સમાધાન એમ છે કે-પર્યાય છે તો દ્રવ્યથી ભિન્ન, પણ એ વાત અહીં નથી. ત્રિકાળીને વિષય કરનારી પર્યાય, કર્મ, કર્મનો ભાવ અને વિભાવથી ભિન્ન પડીને અંતરમાં દ્રવ્ય તરફ ઝુકે છે-ત્યારે એ પર્યાય આત્મસ્વભાવને પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે.

વળી તે, ‘आपूर्णम्’ આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે એમ પ્રગટ કરે છે. જ્ઞાનથી પૂર્ણ, દર્શનથી પૂર્ણ, આનંદથી પૂર્ણ, શાંતિથી પૂર્ણ, સ્વચ્છતાથી પૂર્ણ, પ્રભુતાથી પૂર્ણ, કર્તાથી પૂર્ણ, કર્મથી પૂર્ણ ઇત્યાદિ સમસ્ત અનંત શક્તિઓથી આત્મસ્વભાવ પરિપૂર્ણ છે.

ત્રણ લોકમાં (સંખ્યાએ) અનંત જીવ છે. એનાથી અનંતગુણા પરમાણુ છે. એનાથી અનંતગુણા ત્રણકાળના સમયો છે. એનાથી અનંતગુણા આકાશના પ્રદેશો છે.


PDF/HTML Page 224 of 4199
single page version

એનાથી અનંતગુણા એક જીવમાં ગુણ છે. આ બધા ગુણ પૂર્ણ છે. અને આવા અનંત ગુણ-શક્તિઓથી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છે. શુદ્ધનય આવા પૂર્ણશક્તિઓથી મંડિત જે સમસ્ત લોકાલોકને જાણવાના સામર્થ્યવાળો આત્મસ્વભાવ છે તેને પ્રગટ કરે છે. જ્ઞાનમાં જે ભેદ પડે છે એ તો કર્મસંયોગથી છે. શું કહ્યું? આ મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય, કેવળજ્ઞાનએ જે પર્યાયના ભેદો છે એ તો કર્મના નિમિત્તની અપેક્ષાથી છે. વસ્તુમાં (જ્ઞાન-સ્વભાવમાં) ભેદ નથી. શુદ્ધનયમાં કર્મ અને કર્મની અપેક્ષા ગૌણ છે. શુદ્ધનય તો એકમાત્ર પૂર્ણ સ્વભાવને પ્રગટ કરે છે. ભાઈ! આ ચીજને સમજવી એ કોઈ અલૌકિક પુરુષાર્થ છે.

વળી તે, ‘आदि–अन्त–विमुक्तम्’ આત્મસ્વભાવને આદિઅંતથી રહિત પ્રગટ કરે છે. વસ્તુ ત્રિકાળી પૂર્ણસ્વરૂપ ભગવાન આત્મા છે. એ આદિ-અંતવિમુક્ત છે. જેવો આત્મા આદિ-અંત રહિત છે તેવો સ્વભાવ પણ આદિ-અંત રહિત છે. ‘છે’ એની આદિ શું? ‘છે’ એનો અંત શું? ‘છે’ એમાં અપૂર્ણતા શું? ‘છે’ એમાં વિકાર શું? ચીજ છે તે જ્યારે નજર નાખે ત્યારે ચીજ છે. શુદ્ધનય, કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને કયારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિકભાવને પ્રગટ કરે છે. પારિણામિક એટલે જેમાં નિમિત્તના સદ્ભાવ કે અભાવની અપેક્ષા નથી એવો સહજસ્વભાવ. એકલો પરમ પારિણામિકસ્વભાવ- ભાવરસ જ્ઞાનરસ, આનંદરસ, શાંતરસ, વીતરાગરસ એવા અનંતરસનું જે અનાદિ- અનંત એકરૂપ તેને પ્રગટ કરે છે. પરમાણુ જે પર્યાયવિનાનું (દ્રવ્ય) છે તેને પણ પારિણામિકભાવ કહે છે. અહીં તો જીવના જ્ઞાયક-ભાવરૂપ પારિણામિકની વાત છે. પર્યાય રહિત દ્રવ્ય એ પરમપારિણામિકભાવ છે. તેને શુદ્ધનય પ્રગટ કરે છે.

વળી તે, ‘एकम्’ આત્મસ્વભાવને એક એટલે સર્વ ભેદભાવોથી રહિત એકાકાર પ્રગટ કરે છે. આત્મા અને પર્યાય એવા દ્વૈતભાવથી રહિત અભેદ એકાકાર પ્રગટ કરે છે. કોઈને લાગે કે વેદાંત જેવું તો નથી થઈ જતું ને? ભાઈ, વેદાંતમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય છે જ કયાં? અહીં તો શુદ્ધનય એકરૂપ ચૈતન્યપ્રકાશનો પુંજ જે પરમસ્વભાવભાવ તેને પ્રગટ કરે છે એમ વાત છે.

અને ‘विलान सङ्कल्प–विकल्प–जालं’ જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. દ્રવ્યકર્મ-જડ, ભાવકર્મ-વિકાર, નોકર્મ-શરીરાદિ પુદ્ગલ દ્રવ્યોમાં મારાપણાની કલ્પના કરવી એને સંકલ્પ કહે છે, એ મિથ્યાત્વ છે.


PDF/HTML Page 225 of 4199
single page version

શુભરાગના વિકલ્પને પણ પોતાનો માનવો એ મિથ્યાત્વ છે. પુણ્ય-પાપના ભાવને શાસ્ત્રમાં પુદ્ગલના કહ્યા છે, કારણ કે એમાં ચેતનનો-જ્ઞાનનો અંશ નથી. રાગ ચૈતન્યના અભાવરૂપ છે, તેમાં ચૈતન્યના નૂરનો અંશ પણ નથી. દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ વિકલ્પમાં ભગવાન ચૈતન્યની જાતિ નથી, તેથી પુદ્ગલના કહ્યા છે.

અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ પડવો તેને વિકલ્પ કહે છે. જ્ઞેયના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ પડે છે એ અનંતાનુબંધીનો વિકલ્પ છે. અનેકને જાણવારૂપ પર્યાય તો થઈ છે પોતાથી અને ખરેખર તો જ્ઞાન એકરૂપે રહીને પોતાને જાણે છે. એકપણામાં અનંતપણું-ખંડપણું થઈ જાય છે એમ નથી; છતાં જ્ઞેયના ભેદથી જ્ઞાનમાં ખંડ-ભેદ માલૂમ પડવો એ વિકલ્પ છે. આવા સંકલ્પવિકલ્પથી ભગવાન આત્મા ભિન્ન છે. સમ્યગ્દર્શન થતાં અર્થાત્ પૂર્ણસ્વરૂપનો અનુભવ થતાં સંકલ્પ-વિકલ્પ નાશ પામી જાય છે. આવા આત્મસ્વભાવને પ્રગટ કરતો શુદ્ધનય ઉદય પામે છે.



PDF/HTML Page 226 of 4199
single page version

ગાથા–૧૪
जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं अणण्णयं णियदं।
अविसेसमसंजुत्तं तं
सुद्धणयं वियाणीहि।।
१४।।

यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यकं नियतम्।
अविशेषमसंयुक्तं तं
शुद्धनयं विजानीहि।। १४।।

એ શુદ્ધનયને ગાથાસૂત્રથી કહે છેઃ-

અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, અણસંયુક્ત,
તેને શુદ્ધનય તું જાણજે. ૧૪.

ગાથાર્થઃ– [यः] જે નય [आत्मानम्] આત્માને [अबद्धस्पृष्टम्] બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, [अनन्यकं] અન્યપણા રહિત, [नियतम्] ચળાચળતા રહિત, [अविशेषम्] વિશેષ રહિત, [असंयुक्तं] અન્યના સંયોગ રહિત-એવા પાંચ ભાવરૂપ [पश्यति] દેખે છે [तं] તેને, હે શિષ્ય! તું [शुद्धनयं] શુદ્ધનય [विजानीहि] જાણ.

ટીકાઃ– નિશ્ચયથી અબદ્ધ-અસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત- એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. (શુદ્ધનય કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો-એક જ છે, જુદાં નથી.) અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? તેનું સમાધાનઃ-બદ્ધસ્પૃષ્ટત્વ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. આ વાતને દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છેઃ-

જેમ કમલિનીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ જળથી જરાય નહિ


PDF/HTML Page 227 of 4199
single page version

સ્પર્શાવાયોગ્ય એવા કમલિની-પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું અભૂતાર્થ-છે અસત્યાર્થ છે; એવી રીતે અનાદિ કાળથી બંધાયેલા આત્માનો, પુદ્ગલકર્મથી બંધાવા-સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં બદ્ધસ્પૃષ્ટપણું ભૂતાર્થ છે- સત્યાર્થ છે, તોપણ પુદ્ગલથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં બદ્ધસ્પૃષ્ટપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. વળી, જેમ માટીનો, કમંડળ, ઘડો, ઝારી, રામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતાં અન્યપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ સર્વતઃ અસ્ખલિત (-સર્વ પર્યાયભેદોથી જરાય ભેદરૂપ નહિ થતા એવા) એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, નારક આદિ પર્યાયોથી અનુભવ કરતાં (પર્યાયોના બીજા-બીજાપણારૂપ) અન્યપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ સર્વતઃ અસ્ખલિત (સર્વ પર્યાયભેદોથી જરાય ભેદરૂપ નહિ થતા એવા) એક ચૈતન્યાકાર આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. જેમ સમુદ્રનો, વૃદ્ધિહાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતાં અનિયતપણું (અનિશ્ચિતપણું) ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ નિત્ય-સ્થિર એવા સમુદ્રસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, વૃદ્ધિહાનિરૂપ પર્યાયભેદોથી અનુભવ કરતાં અનિયતપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ નિત્ય-સ્થિર (નિશ્ચલ) એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. જેમ સુવર્ણનો, ચીકણાપણું, પીળાપણું, ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા સુવર્ણસ્વભાવથી સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે- અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, જ્ઞાન, દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે- અસત્યાર્થ છે. જેમ જળનો, અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ- તપ્તપણારૂપ-અવસ્થાથી અનુભવ કરતાં (જળને) ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર્થ છે- સત્યાર્થ છે, તોપણ એકાંત શીતળતારૂપ જળસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં (ઉષ્ણતા સાથે) સંયુક્તપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં સંયુક્તપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે,


PDF/HTML Page 228 of 4199
single page version

તોપણ જે પોતે એકાંત બોધરૂપ (જ્ઞાનરૂપ) છે એવા જીવસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં સંયુક્તપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. ભાવાર્થઃ– આત્મા પાંચ પ્રકારથી અનેકરૂપ દેખાય છેઃ (૧) અનાદિ કાળથી કર્મપુદ્ગલના સંબંધથી બંધાયેલો કર્મપુદ્ગલના સ્પર્શવાળો દેખાય છે, (૨) કર્મના નિમિત્તથી થતા નર, નારક આદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે, (૩) શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ (અંશ) ઘટે પણ છે, વધે પણ છે-એ વસ્તુનો સ્વભાવ છે તેથી તે નિત્ય-નિયત એકરૂપ દેખાતો નથી, (૪) વળી તે દર્શન, જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષરૂપ દેખાય છે અને (પ) કર્મના નિમિત્તથી થતા મોહ, રાગ, દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુઃખરૂપ દેખાય છે. આ સૌ અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ વ્યવહાર નયનો વિષય છે. એ દ્રષ્ટિ (અપેક્ષા)થી જોવામાં આવે તો એ સર્વ સત્યાર્થ છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નયથી ગ્રહણ નથી થતો, અને એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય? આ કારણે બીજા નયને-તેના પ્રતિપક્ષી શુદ્ધદ્રવ્યાર્થિક નયને-ગ્રહણ કરી, એક અસાધારણ જ્ઞાયકમાત્ર આત્માનો ભાવ લઈ, તેને શુદ્ધનયની દ્રષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર, હાનિવૃદ્ધિથી રહિત, વિશેષોથી રહિત અને નૈમિત્તિક ભાવોથી રહિત જોવામાં આવે તો સર્વ (પાંચ) ભાવોથી જે અનેકપ્રકારપણું છે તે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.

અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે, તે સ્યાદ્વાદથી યથાર્થ સિદ્ધ થાય છે. આત્મા પણ અનંત ધર્મવાળો છે. તેના કેટલાક ધર્મો તો સ્વાભાવિક છે અને કેટલાક પુદ્ગલના સંયોગથી થાય છે. જે કર્મના સંયોગથી થાય છે, તેમનાથી તો આત્માને સંસારની પ્રવૃત્તિ થાય છે અને તે સંબંધી સુખદુઃખ આદિ થાય છે તેમને ભોગવે છે. એ, આ આત્માને અનાદિ અજ્ઞાનથી પર્યાયબુદ્ધિ છે; અનાદિઅનંત એક આત્માનું જ્ઞાન તેને નથી, તે બતાવનાર સર્વજ્ઞનું આગમ છે. તેમાં શુદ્ધદ્રવ્યાર્થિક નયથી એ બતાવ્યું છે કે આત્માનો એક અસાધારણ ચૈતન્યભાવ છે તે અખંડ છે, નિત્ય છે, અનાદિનિધન છે. તેને જાણવાથી પર્યાયબુદ્ધિનો પક્ષપાત મટી જાય છે. પરદ્રવ્યોથી, તેમના ભાવોથી અને તેમના નિમિત્તથી થતા પોતાના વિભાવોથી પોતાના આત્માને ભિન્ન જાણી તેનો અનુભવ જીવ કરે ત્યારે પરદ્રવ્યના ભાવોરૂપ પરિણમતો નથી; તેથી કર્મ બંધાતાં નથી. અને સંસારથી નિવૃત્તિ થઈ જાય છે. માટે પર્યાયાર્થિકરૂપ વ્યવહારનયને ગૌણ કરી અભૂતાર્થ (અસત્યાર્થ) કહ્યો છે અને શુદ્ધનિશ્ચયનયને સત્યાર્થ કહી તેનું આલંબન દીધું છે. વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું પણ આલંબન રહેતું નથી. આ કથનથી એમ ન સમજી લેવું કે શુદ્ધનયને સત્યાર્થ કહ્યો તેથી અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ જ છે. એમ માનવાથી વેદાંતમતવાળા જેઓ સંસારને સર્વથા અવસ્તુ માને છે


PDF/HTML Page 229 of 4199
single page version

(मालिनी)
न हि
विदधति बद्धस्पृष्टभावादयोऽमी
स्फुटमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्।

__________________________________________________________________ તેમનો સર્વથા એકાંત પક્ષ આવી જશે અને તેથી મિથ્યાત્વ આવી જશે, એ રીતે એ શુદ્ધનયનું આલંબન પણ વેદાંતીઓની જેમ મિથ્યાદ્રષ્ટિપણું લાવશે. માટે સર્વ નયોના કથંચિત્ રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે. આ રીતે સ્યાદ્વાદને સમજી જિનમતનું સેવન કરવું, મુખ્ય-ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો. આ ગાથાસૂત્રનું વ્યાખ્યાન કરતાં ટીકાકાર આચાર્યે પણ કહ્યું છે કે આત્મા વ્યવહારનયની દ્રષ્ટિમાં જે બદ્ધસ્પૃષ્ટ આદિ રૂપે દેખાય છે તે એ દ્રષ્ટિમાં તો સત્યાર્થ જ છે પરંતુ શુદ્ધનયની દ્રષ્ટિમાં બદ્ધસ્પૃષ્ટાદિપણું અસત્યાર્થ છે. આ કથનમાં ટીકાકાર આચાર્યે સ્યાદ્વાદ બતાવ્યો છે એમ જાણવું.

વળી, અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુતજ્ઞાન-પ્રમાણનો અંશ છે; શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે; તેથી આ નય પણ પરોક્ષ જ જણાવે છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષયભૂત, બદ્ધસ્પૃષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત આત્મા ચૈતન્યશક્તિમાત્ર છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ. વળી તેની વ્યક્તિ કર્મસંયોગથી મતિ-શ્રુતાદિ જ્ઞાનરૂપ છે તે કંથચિત્ અનુભવગોચર હોવાથી પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે, અને સંપૂર્ણજ્ઞાન જે કેવળજ્ઞાન તે જોકે છદ્મસ્થને પ્રત્યક્ષ નથી તોપણ આ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાનરૂપને પરોક્ષ જણાવે છે. જ્યાં સુધી આ નયને જીવ જાણે નહિ ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી. તેથી શ્રી ગુરુએ આ શુદ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો કે બદ્ધસ્પૃષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત પૂર્ણજ્ઞાનઘનસ્વભાવ આત્માને જાણી શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે-એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખ્યે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. તેનો ઉત્તરઃ-દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જિનમતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ-બન્ને પ્રમાણ માનવામાં આવ્યાં છે. તેમાં આગમપ્રમાણ પરોક્ષ છે. તેનો ભેદ શુદ્ધનય છે. આ શુદ્ધનયની દ્રષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું, કેવળ વ્યવહાર-પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો. અહીં, આ શુદ્ધનયને મુખ્ય કરી કલશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [जगत् तम् एव सम्यक्स्वभावम् अनुभवतु] જગતના પ્રાણીઓ એ સમ્યક્ સ્વભાવનો અનુભવ કરો કે [यत्र] જ્યાં [अमी बद्धस्पृष्टभावादयः] બદ્ધસ્પૃષ્ટ


PDF/HTML Page 230 of 4199
single page version

अनुभवतु तमेव द्योतमानं समन्तात्
जगदपगतमोहीभूय सम्यक्स्वभावम्।।
११।।

(शार्दूलविक्रीडित)
भूतं भान्तमभूतमेव
रभसान्निर्भिद्य बन्धं सुधी
र्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात्।
आत्मात्मानुभवैकगम्यमहिमा
व्यक्तोऽयमास्ते ध्रुवं
नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः।। १२।।

__________________________________________________________________ આદિ ભાવો [एत्य स्फुटम् उपरि तरन्तः अपि] સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તોપણ [प्रतिठाम् न हि विदधति] (તેમાં) પ્રતિષ્ઠા પામતા નથી, કારણ કે દ્રવ્યસ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને આ ભાવો અનિત્ય છે, અનેકરૂપ છે; પર્યાયો દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે. [समन्तात् द्योतमानं] શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. [अपगतमोहीभूय] એવા શુદ્ધ સ્વભાવનો, મોહ રહિત થઈને જગત અનુભવ કરો; કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાંસુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી.

ભાવાર્થઃ– શુદ્ધનયના વિષયરૂપ આત્માનો અનુભવ કરો એમ ઉપદેશ છે. ૧૧.

હવે, એ જ અર્થનું કલશરૂપ કાવ્ય ફરીને કહે છે જેમાં એમ કહે છે કે આવો અનુભવ કર્યે આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છેઃ-

શ્લોકાર્થઃ– [यदि] જો [कः अपि सुधीः] કોઈ સુબુદ્ધિ (સમ્યગ્દ્રષ્ટિ) [भूतं भान्तम् अभूतम् एव बधिं] ભૂત, વર્તમાન અને ભાવિ એવા ત્રણે કાળનાં કર્મોના બંધને પોતાના આત્માથી [रभसात्] તત્કાળ-શીઘ્ર [निर्भिद्य] ભિન્ન કરીને તથા [मोहं] તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ (અજ્ઞાન)ને [हठात्] પોતાના બળથી (પુરુષાર્થથી) [व्याहत्य] રોકીને અથવા નાશ કરીને [अन्तः] અંતરંગમાં [किल अहो कलयति] અભ્યાસ કરે-દેખે તો [अयम् आत्मा] આ આત્મા [आत्म– अनुभव–एक–गम्य–महिमा] પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો [व्यक्तः] વ્યક્ત (અનુભવગોચર), [ध्रुवं] નિશ્ચલ, [शाश्वतः] શાશ્વત, [नित्यं कर्म–कलङ्क–पङ्क–विकलः] નિત્ય કર્મકલંક-કર્દમથી રહિત-[स्वयं देवः] એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ [आते] વિરાજમાન છે.


PDF/HTML Page 231 of 4199
single page version

(वसंततिलका)
आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या
ज्ञानानुभूतिरियमेव किलेति बुद्ध्वा।
आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्प
मेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात्।।
१३।।

__________________________________________________________________

ભાવાર્થઃ– શુદ્ધનયની દ્રષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત ચૈતન્યમાત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે. આ પ્રાણી-પર્યાયબુદ્ધિ બહિરાત્મા-તેને બહાર ઢૂંઢે છે તે મોટું અજ્ઞાન છે. ૧૨.

હવે, શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [इति] એ રીતે [या शुद्धनयात्मिका आत्म–अनुभूतिः] જે પૂર્વકથિત શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે [इयम् एव किल ज्ञान–अनुभूतिः] તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે [इति बुद्ध्वा] એમ જાણીને તથા [आत्मनि आत्मानम् सुनिष्प्रकम्पम् निवेश्य] આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, [नित्यम् समन्तात् एकः अवबोध–घनः अस्ति] ‘સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે’ એમ દેખવું.

ભાવાર્થઃ– પહેલાં સમ્યગ્દર્શનને પ્રધાન કરી કહ્યું હતું; હવે જ્ઞાનને મુખ્ય કરી કહે છે કે આ શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યગ્જ્ઞાન છે. ૧૩.






PDF/HTML Page 232 of 4199
single page version

પ્રવચન નંબરઃ દિનાંકઃ પ્રવચન નંબરઃ દિનાંકઃ
૪૨ ૧૧-૧-૭૬ ૪૭ ૧૬-૧-૭૬
૪૩ ૧૨-૧-૭૬ ૪૮ ૧૭-૧-૭૬
૪૪ ૧૩-૧-૭૬ ૪૯ ૧૮-૧-૭૬ અને
૪પ ૧૪-૧-૭૬ પ૦ ૧૯-૧-૭૬
૪૬ ૧પ-૧-૭૬
* સમયસાર ગાથા–૧૪ *

હવે શુદ્ધનયને ગાથાસુત્રથી કહે છેઃ-

કેવો જીવ જાણવાથી જીવ જાણ્યો કહેવાય એ વાત કરે છે. ખરેખર ભગવાન આત્મા અબદ્ધ છે, રાગ અને કર્મના સંબંધ વિનાની ચીજ છે. (જ્ઞાનની) પર્યાયમાં રાગની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ તો વ્યવહાર છે, પરંતુ રાગનો કર્મની સાથે જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એ પણ અસદ્ભૂત વ્યવહાર છે. આત્મા અબદ્ધ કહેતાં રાગ અને કર્મના સંબંધ વિનાની ત્રિકાળી ચીજ છે એની અંતર્દ્રષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. એવા આત્માને જાણે ત્યારે આત્માને જાણ્યો એમ ખરેખર કહેવામાં આવે છે.

* ગાથા–૧૪ઃ ગાથાર્થ ઉપરનું પ્રવચન *

यः જે નય आत्मानम् આત્માને अबद्धस्पृष्टम् બંધરહિત અને પરના સ્પર્શરહિત, अनन्यकं અન્યપણા રહિત, नियतम् ચળાચળતા રહિત, अविशेषम् વિશેષ રહિત, असंयुक्तम् અન્યના સંયોગ રહિત-એવા પાંચભાવરૂપ पश्यति દેખે છે तं તેને, હે શિષ્ય! તું शुद्धनयं શુદ્ધનય विजानिहि જાણ.

જુઓ, નિશ્ચયનય-શુદ્ધનય આત્માને અબદ્ધસ્પૃષ્ટ જુએ છે, બંધરહિત અને પરના સ્પર્શરહિત જુએ છે. અબદ્ધસ્પૃષ્ટને અબદ્ધસ્પૃષ્ટ સ્વભાવ દેખતો નથી. અબદ્ધસ્પૃષ્ટ એ તો ત્રિકાળી વસ્તુ છે. એવા ત્રિકાળી વસ્તુ તરફ નિર્મળ જ્ઞાનની પર્યાય ઝૂકે છે ત્યારે અબદ્ધસ્પૃષ્ટનો અનુભવ થાય છે. એને શુદ્ધોપયોગ કહે છે. ત્રિલોકનાથ જિનેન્દ્રદેવનું જિનશાસન એ શુદ્ધોપયોગ છે. એ શુદ્ધોપયોગ આત્માને અબદ્ધસ્પૃષ્ટ એટલે બંધરહિત અને પરના સ્પર્શરહિત, અન્યપણા રહિત નામ અનેરી નરનારકાદિ ગતિ રહિત, ચળાચળતા રહિત કહેતાં વૃદ્ધિ-હાનિ રહિત, વિશેષ રહિત એટલે ગુણ-ગુણીના ભેદ રહિત


PDF/HTML Page 233 of 4199
single page version

અને અન્યના સંયોગ રહિત એટલે કર્મ અને કર્મના નિમિત્તે જે વિકાર, દુઃખ થાય છે એનાથી રહિત એમ પાંચ ભાવોથી રહિત દેખે છે. પાંચ ભાવોથી રહિત એમ કહ્યું ને? એનો અર્થ જ એમ થયો કે એવા પાંચ ભાવો છે. પણ એનાથી રહિત જે આત્માને દેખે છે એને હે શિષ્ય! તું શુદ્ધનય જાણ. કુંદકુંદાચાર્ય શિષ્યને આદેશ કરી કહે છે કે આ અબદ્ધસ્પૃષ્ટ આદિ જે પાંચ ભાવો સહિત જે એકરૂપ શુદ્ધવસ્તુ તે શુદ્ધના અનુભવને તું શુદ્ધનય જાણ. આ પાંચ ભાવો સમજાવવામાં ક્રમ પડે છે, અનુભવમાં ક્રમ નથી. વસ્તુનું સ્વરૂપ અર્થાત્ જિનશાસનનો આત્મા આવો કહેવામાં આવે છે. * ગાથા–૧૪ ટીકા ઉપરનું પ્રવચન *

નિશ્ચયથી આ જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા અબદ્ધસ્પૃષ્ટ છે. અબદ્ધ કહેતાં રાગ અને કર્મના બંધથી રહિત છે. તથા અસ્પૃષ્ટ કહેતાં જે વિસ્રસા પરમાણુઓ (કર્મ બંધાવાને યોગ્ય પરમાણુઓ જે એક-ક્ષેત્રાવગાહી છે) તેના સ્પર્શથી રહિત છે. વળી તે અનન્ય છે. અનેરી અનેરી જે નર-નારકાદિ પર્યાયો તેથી રહિત છે. વળી તે નિયત છે. જ્ઞાન અને બીજા અનંત ગુણોની પર્યાયોમાં હીનાધિકપણું થાય છે એ અનિયત છે. એનાથી રહિત ભગવાન આત્મા નિયત છે. જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણોના જે વિશેષો-ભેદો એ દ્રવ્ય સામાન્યમાં નથી તેથી અવિશેષ છે. તથા કર્મના નિમિત્તથી જે વિકારી શુભાશુભભાવો પર્યાયમાં ઉત્પન્ન થાય છે એનાથી ભગવાન આત્મા અસંયુક્ત છે, સંબંધ રહિત છે.

આવા અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે. જોયું? આત્માની અનુભૂતિ તે શુદ્ધનય છે. સામાન્ય, એક ધ્રુવ ચૈતન્યસ્વરૂપને અનુસરીને શાંતિ અને આનંદનો જે અનુભવ થયો એ શુદ્ધનય છે. એક ત્રિકાળીનું લક્ષ કરતાં પર્યાયમાં જે દ્રવ્ય ત્રિકાળી જણાયું તે શુદ્ધનય છે. અને એ અનુભૂતિ આત્મા જ છે. આત્માનું પરિણામ હોવાથી અનુભૂતિ એ આત્મા જ છે. આત્માના આનંદનું વેદન આવ્યું એ આત્મા જ છે. શુદ્ધનય કહો, આત્માનુભૂતિ કહો કે આત્મા કહો એ બધું એક જ છે, જુદાં નથી. અભેદથી અનુભૂતિ અને અનુભૂતિનો વિષય આત્મા એક કહ્યાં છે. આ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે, રાગાદિ અનાત્મા પ્રકાશમાન થતા નથી.

એક બાજુ ગાથા ૩૮ માં એમ કહ્યું કે ખરેખર તો પર્યાય વિનાનો જે ત્રિકાળી એક જ્ઞાયકભાવ તેને આત્મા કહીએ. આત્મા એક ત્રિકાળી જ્ઞાયકભાવ છે એમ અનેક સ્થળે આવે છે. પણ એની અનુભૂતિ જ્ઞાનમાં થઈ ત્યારે ખ્યાલમાં આવ્યું કે આત્મા ત્રિકાળી


PDF/HTML Page 234 of 4199
single page version

જ્ઞાયક છે; આ અનુભૂતિને શુદ્ધનય કહ્યો છે. ગાથા ૬ માં એમ કહ્યું કે-જ્ઞાયકભાવ છે તે શુભાશુભભાવના સ્વભાવરૂપે થતો નથી. શુભાશુભભાવ અચેતન છે, અને જ્ઞાયક છે તે ચેતન-જ્ઞાનરસરૂપ છે, તે કદીય અચેતનરૂપ થતો નથી તેથી તે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. પ્રમત્ત-અપ્રમત્ત જે સંયોગજનિત પર્યાયો છે તેથી જ્ઞાયક ભિન્ન છે. પહેલા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રમત્ત અને સાતમાથી ચૌદમા ગુણસ્થાન સુધી અપ્રમત્ત ગુણસ્થાનો છે. બન્નેમાંથી કોઈ જ્ઞાયકમાં નથી. આ દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે. પણ અહીં તો જે જ્ઞાનની પર્યાયમાં આત્માની-જ્ઞાયકની અનુભૂતિ થઈ કે આત્મા આવો અબદ્ધસ્પૃષ્ટ છે તેને શુદ્ધનય કહ્યો છે. આ અનુભૂતિ આત્મા જ છે. રાગાદિ તે આત્મા નથી. વળી ગાથા ૬ માં આવે છે કે-તે જ (જ્ઞાયક) અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘શુદ્ધ’ કહેવાય છે. એટલે પરદ્રવ્યોનું લક્ષછોડી એક નિજ જ્ઞાયકનું લક્ષ કરતાં જે શુદ્ધતા પ્રગટ થાય તે શુદ્ધતામાં આ ‘શુદ્ધ’ છે એવું ભાન થાય છે. એવું ભાન થયા વિના, જાણ્યા વિના ‘શુદ્ધ’ છે એમ કેવી રીતે કહેવાય? ત્રિકાળી શુદ્ધ છે એને જાણ્યા વિના ત્રિકાળી શુદ્ધ કયાંથી આવ્યો? આ ત્રિકાળી શુદ્ધને જાણનારી જે પર્યાય (જ્ઞાનની) તેને શુદ્ધનય કહે છે. આસ્રવ અધિકારમાં આવે છે કે શુદ્ધનયની પૂર્ણતા કેવળજ્ઞાન થતાં થાય છે. એટલે કે પૂર્ણ કેવળજ્ઞાન જ્યારે પ્રગટ થાય ત્યારે શુદ્ધનયનો આશ્રય કરવાનો રહેતો નથી તે અપેક્ષાએ શુદ્ધનયની પૂર્ણતા થઈ ગઈ એમ કહેવામાં આવ્યું છે. ત્યારે અહીં તો જ્ઞાયકને વિષય કરનારી પર્યાયને અનુભૂતિ અથવા શુદ્ધનય કહે છે અને તે આત્માના જ પરિણામ છે તેથી અનુભૂતિ આત્મા જ છે એમ કહ્યું છે. એક બાજુ કહે કે અનુભૂતિના પરિણામ આત્માથી ભિન્ન નથી અને વળી બીજે ઠેકાણે એમ કહે કે કેવળજ્ઞાનની પર્યાય પણ આત્માથી ભિન્ન છે, બહિઃતત્ત્વ છે. અંતઃતત્ત્વ એક આત્મા જ્ઞાયક છે. અપેક્ષા શું છે તે બરાબર જાણવું જોઈએ. કેવળજ્ઞાનને બહિઃતત્ત્વ કહ્યું ત્યાં તો કેવળજ્ઞાન પર્યાય છે અને તેના આશ્રયે ધર્મ થતો નથી-પર્યાયમાંથી નવી પર્યાય ન આવે પણ એક જ્ઞાયકભાવના આશ્રયે જ ધર્મ પ્રગટ થાય છે એ વાત બતાવી છે. અહાહા...! શુદ્ધનયનો વિષય તો દ્રવ્ય એકલું જ છે. પણ દ્રવ્યનું લક્ષ કરવાથી પરિણતિ શુદ્ધ પ્રગટ થઈ જાય છે ત્યારે પ્રમાણજ્ઞાન થઈ જાય છે. ત્યાં કોઈ પ્રશ્ન કરે કે નિશ્ચયનય તો એકલા ત્રિકાળીને જાણે છે અને પ્રમાણ તો ત્રિકાળી અને પર્યાય બન્નેને એક કાળમાં જાણે છે તો શુદ્ધ કોણ? (પૂજ્ય કોણ?) નિશ્ચયનય કે પ્રમાણ? ઉત્તરઃ


PDF/HTML Page 235 of 4199
single page version

નિશ્ચયનય. કેમકે પ્રમાણમાં પર્યાયનો નિષેધ આવતો નથી. નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ આવે છે. તેથી નિશ્ચયનય શુદ્ધ છે. (પૂજ્ય છે). (નિશ્ચયનય એકને જ વિષય કરે છે અને એક છે તે જ શુદ્ધ છે).

૧૧ મી ગાથામાં ‘भूदत्थो देसिदो दु सुद्धनओ’ એમ કહ્યું ત્યાં જે ત્રિકાળી જ્ઞાનાનંદ એકરૂપ વસ્તુ આત્મા તેને સત્યાર્થ કહી શુદ્ધનય કહ્યો. નય અને નયના વિષયનો ભેદ ત્યાં કાઢી નાખીને ત્રિકાળીને શુદ્ધનય કહ્યો છે. અહીં કહે છે કે એવી સત્યાર્થ અબદ્ધસ્પૃષ્ટ ત્રિકાળી જે ચીજ તેની અનુભૂતિ તે શુદ્ધનય છે. ત્રિકાળી સત્યાર્થ વસ્તુમાં ઝૂકીને એકાગ્ર થતાં જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિમાં ત્રિકાળીનો યથાર્થ નિર્ણય થાય છે અને તે શુદ્ધનય છે.

સવિકલ્પ નિર્ણય પ્રથમ હોય છે. ૧૩ મી ગાથામાં આવ્યું ને કે અજ્ઞાનીના (વેદાંતાદિના) અભિપ્રાયથી ભિન્ન ભગવાને જેવું વસ્તુતત્ત્વ કહ્યું છે તેવું સિદ્ધ કરવા પ્રથમ નય, નિક્ષેપ, પ્રમાણથી વિકલ્પપૂર્વક નિર્ણય કરે છે પણ એ કોઈ વાસ્તવિક નિર્ણય નથી. વસ્તુતત્ત્વનો અનુભવ કરીને નિર્ણય કરવો અને એ નિર્વિકલ્પ અનુભૂતિમાં વસ્તુ આ જ્ઞાયક શુદ્ધ છે એવો ભાસ થઈ જવો એને યથાર્થ નિર્ણય અને શુદ્ધનય કહે છે.

વેદાંત કહે છે એવો શુદ્ધ આત્મા છે નહીં. આ તો શુદ્ધ છે એવો પર્યાયમાં અનુભવ થવો એને શુદ્ધ કહે છે. વેદાંત તો પર્યાયને માનતો જ નથી. વેદાંત સાથે જૈનધર્મને કોઈ મેળ નથી.

વળી કોઈ એમ કહે છે કે કુંદકુંદાચાર્યદેવે સમયસારને વેદાંતના ઢાંચામાં ઢાળી દીધું છે. એવા લોકોને કાંઈ ખબર જ નથી. વેદાંત એ કોઈ ચીજ છે? વેદાંતમાં દ્રવ્ય, ગુણ, પર્યાય ક્યાં છે? ભાઈ! આ તો સર્વજ્ઞદેવ વીતરાગની વાણી છે. આવી વાત બીજે છે જ કયાં? અહાહા...! આત્મા અનંત ગુણનો પિંડ ત્રિકાળી ધ્રુવ શુદ્ધ છે અને એવા શુદ્ધ એની અનુભૂતિ થવી એ શુદ્ધનયછે. આ અનુભૂતિ એ આત્મા જ છે. આવી વાત બીજે કયાંય નથી.

એ અનુભૂતિ આત્મા જ છે. એને શુદ્ધનય કહો, આત્મા કહો એ બધું એક જ છે, અલગ નથી. અહીં અલગ નથી એ આખી ચીજની અપેક્ષાએ વાત છે. નિશ્ચયથી અનુભૂતિ એ તો દ્રવ્યનું પરિણામ છે, દ્રવ્ય નથી. એ દ્રવ્યથી ભિન્ન છે. પરંતુ જેવું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે તેવી શુદ્ધની જે અનુભૂતિ થઈ તે અનુભૂતિ આત્માની જાતની જ છે તેથી આત્મા જ છે એમ કહ્યું છે. જેમ રાગ ભિન્ન ચીજ છે તેમ અનુભૂતિ ભિન્ન નથી તેથી


PDF/HTML Page 236 of 4199
single page version

આત્મા જ છે. ભાઈ! આ તો જિનેન્દ્રનો માર્ગ એટલે આત્માનો માર્ગ. આત્મા જિનસ્વરૂપ જ છે. કહ્યું છે ને કે- ‘જિન સોહી હૈ આત્મા,

અન્ય સોહી હૈ કર્મ;
એ હી વચન સે સમજ લે, જિનપ્રવચનકા મર્મ.’

શિષ્યે એટલું તો લક્ષમાં લીધું કે અબદ્ધ-સ્પૃષ્ટ એવા ભૂતાર્થને આત્મા કહે છે. તથા એવા આત્માની અનુભૂતિને ધર્મ કહે છે. હવે શિષ્ય પૂછે કે એવા આત્માની અનુભૂતિ કેમ થાય? એવો આત્મા તો અમારા દેખવામાં આવતો નથી તો અનુભવ કેમ થાય? અમારી નજરમાં તો બદ્ધસ્પૃષ્ટત્વાદિ ભાવો આવે છે તો એનો અનુભવ કેમ થાય? એનું સમાધાનઃ– શિષ્યના પ્રશ્નને સમજીને ગુરુ સમાધાન કરે છે કે બદ્ધસ્પૃષ્ટત્વાદિ ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે. બદ્ધસ્પૃષ્ટત્વાદિ ભાવો ત્રિકાળ રહેવાવાળી ચીજ નથી, બદલી જાય છે, તેથી અભૂતાર્થ છે. એ કારણે એનાથી ભિન્ન અનુભૂતિ થઈ શકે છે. કર્મનો સંબંધ અને રાગાદિનો સંબંધ જે છે એ કાયમ રહેવાવાળી ચીજ નથી, અભૂતાર્થ છે. માટે ભૂતાર્થનો આશ્રય કરવાથી અભૂતાર્થનો નાશ થઈ જાય છે. પ્રશ્નઃ– જે છે એને અભૂતાર્થ-અસત્યાર્થ કેમ કહ્યા? વર્તમાન પર્યાય તરીકે સત્ય છે, પણ ત્રિકાળ ધ્રુવમાં એ નથી. તથા બદલી જાય છે તેથી કાયમ રહેવાવાળા નથી માટે ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કહ્યા છે. ભૂતાર્થ ત્રિકાળી ચીજ ભગવાન આત્માનો આશ્રય કરતાં એ અભૂતાર્થ છે એટલે એનો નાશ થઈ જાય છે. વ્યવહારે વ્યવહાર છે, પરંતુ ભૂતાર્થનું લક્ષ થતાં એ છૂટી જાય છે એ અપેક્ષાથી અભૂતાર્થ કહેવામાં આવે છે. બદ્ધસ્પૃષ્ટત્વાદિ ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે એ વાતને હવે દ્રષ્ટાંતથી પ્રગટ કરે છેઃ- જેવી રીતે કમલિનીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. અવસ્થાદ્રષ્ટિથી જોઈએ તો પાણીમાં ડૂબેલું કમલિનીનું પત્ર પાણી સાથે વ્યવહારથી સંબંધમાં છે એ સત્ય છે. પાણીના સંબંધમાં કમલિનીનું પત્ર છે જ નહીં એમ નથી. જળમાં ડૂબેલું છે એવી અવસ્થાથી જોતાં જળ અને કમલિની-પત્રનો સંબંધ ભૂતાર્થ છે, તોપણ જળથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા કમલિની-પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. કમલિનીના પત્રની રૂંવાટી જ એવી સુંવાળી હોય છે કે પાણી તેને અડતું-સ્પર્શતું જ નથી. કમલિની-પત્રના સ્વભાવની


PDF/HTML Page 237 of 4199
single page version

સમીપ જઈને એટલે કે એના સ્વભાવનું લક્ષ કરીને જોવામાં આવે તો જળથી સ્પર્શાવાપણું જૂઠું છે. કમલિનીપત્રને જળ સાથે બિલકુલ સ્પર્શ નથી. પાણીમાં ડૂબેલું ભલે હોય, છતાં તે કાળે પણ સ્વભાવથી જ કમલિનીપત્ર પાણીને સ્પર્શતું નથી. તેથી જળના સંબંધનું લક્ષ છોડી કમલિનીપત્રના સ્વભાવનું લક્ષ કરવામાં આવે તો તેનું જળથી સ્પર્શાવાપણું અભૂતાર્થ છે, જૂઠું છે.

આવો વીતરાગનો માર્ગ છે. દર્શનશુદ્ધિ વિના ગમે તેટલાં વ્રત, તપ, નિયમ પાળે, નગ્નદશા ધારણ કરે તોપણ આત્માના ધર્મનો કિંચિત્ લાભ થાય નહીં. સૌ પ્રથમ દર્શન-શુદ્ધિ પ્રગટ કરવી એ મુખ્ય છે. એ દર્શનશુદ્ધિ કેમ થાય એ કમલિનીના દ્રષ્ટાંતથી સમજાવે છે. અવસ્થાદ્રષ્ટિથી જુઓ તો કમલિની-પત્ર જળમાં ડૂબેલું છે જળને સ્પર્શ્યું છે. જળમાં ડૂબેલું છે તે કાળે પણ સ્વભાવને જોતાં એટલું (એટલો સંબંધ) પણ નથી. આ દ્રષ્ટાંત થયું.

હવે સિદ્ધાંતઃ-એવી રીતે અનાદિ કાળથી બંધાયેલા આત્માનો, પુદ્ગલકર્મથી બંધાવા-સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં બદ્ધ-સ્પૃષ્ટપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધરૂપ અવસ્થાથી જ્ઞાન કરવામાં આવે તો બદ્ધસ્પૃષ્ટપણું સત્ય છે, પર્યાયથી નથી એમ નહીં. આત્માની વર્તમાન પર્યાયમાં રાગનો અને કર્મનો સંબંધ વ્યવહારથી છે. ભગવાન આત્માને અનાદિ કર્મરૂપ અવસ્થાથી જુઓ તો ભિન્ન-ભિન્ન અવસ્થાઓ એમાં છે. તોપણ પુદ્ગલથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં બદ્ધ-સ્પૃષ્ટપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. દ્રવ્ય-સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો આત્મા પુદ્ગલથી કિંચિત્માત્ર સ્પર્શાયેલો નથી. અવસ્થાદ્રષ્ટિ છોડીને આત્માના એક ત્રિકાળી સ્વભાવનું લક્ષ કરતાં, પર્યાયની રુચિમાં સ્વભાવથી દૂર હતો તે સ્વભાવની સમીપ થયો. એ સ્વભાવની સમીપ થઈને અનુભવ કરતાં બદ્ધ-સ્પૃષ્ટપણું જૂઠું છે. આમાં ધર્મ શું આવ્યો? તો અવસ્થાદ્રષ્ટિ છોડીને ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિ કરી તેમાં એકાગ્ર થતાં ભૂતાર્થનો અનુભવ થાય છે અને તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે.

આ ધર્મ છે, ભાઈ! બાકી દયા પાળો, વ્રત કરો, ઉપવાસ કરો ઇત્યાદિ ધૂળેય નથી. એ તો બધો રાગ છે.

પ્રશ્ન ક્રિયાકાંડથી જ્ઞાનકાંડ થાય છે ને? પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડ થાય છે એવું જે શાસ્ત્રમાં (પ્રવચનસારમાં) આવે છે એ તો નિમિત્તનું વ્યવહારનયનું કથન છે.


PDF/HTML Page 238 of 4199
single page version

અવસ્થાદ્રષ્ટિથી જુઓ તો કર્મનો સંબંધ છે અનેતે જાણવા લાયક છે. સર્વથા બંધ છે એ માન્યતા દ્રષ્ટિની વિપરીતતા છે. પર્યાયમાં સંબંધ છે, પરંતુ પર્યાયથી અધિક એવા ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવ ઉપર દ્રષ્ટિ દેતાં પર્યાયદ્રષ્ટિનો સંબંધ અસત્યાર્થ થઈ જાય છે. (એક ચોકડીનો અનંતાનુબંધીનો અભાવ થઈ જાય છે) થોડો સંબંધ છે એનો પણ ત્રિકાળીમાં તો અભાવ જ છે. દ્રષ્ટિમાં તો એકસાથે અભાવ થયો છે, થોડો સંબંધ પર્યાયમાં છે એ પછી વ્યવહારથી ગૌણપણે જાણવામાં આવે છે. સમ્યગ્દર્શન થતાં અનંતાનુબંધી કર્મનો અભાવ થઈ જાય છે. બીજા જે કર્મનો સંબંધ પર્યાયમાં છે તે વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી જોતાં જૂઠો છે. વસ્તુ જે ત્રિકાળ નિરાવરણ નિર્લેપ, જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનનો પુંજ પડી છે એની દ્રષ્ટિ કરતાં પર્યાયભાવ ગૌણ થઈ અસત્યાર્થ થઈ જાય છે. દ્રવ્યસ્વભાવ સાથે કર્મનો સંબંધ કેવો?

ભાઈ! રત્નકરંડશ્રાવકાચારમાં સ્વામી સમંતભદ્રાચાર્યે એમ કહ્યું છે કે વસ્તુનું જ્ઞાન ન્યૂનતા, અધિકતા અને વિપરીતતા રહિત યથાર્થ હોય તે સત્ય છે, તે સમ્યગ્જ્ઞાન છે અને તે સમ્યગ્દર્શન સહિત હોય છે. ખાલી શાસ્ત્રનું ભણતર તે સમ્યગ્જ્ઞાન નથી.

ભગવાન આત્મા પૂર્ણ, પૂર્ણસ્વરૂપે અંદરમાં છે. અત્યારે જ છે, હમણાં અહીં અંદર પડયો છે. જેમ લીંડીપીપરમાં ૬૪ પહોરી-૬૪ પૈસા-૧૬ આના એટલે પૂર્ણ રૂપિયો-પૂર્ણ તીખાશ શક્તિરૂપે છે તે વ્યક્તરૂપે પૂર્ણ પ્રગટ થાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. એવી રીતે ભગવાન આત્મા પૂર્ણસ્વરૂપ, મોક્ષસ્વરૂપ છે. શાસ્ત્રમાં આવે છે ને કે ‘તું છો મોક્ષસ્વરૂપ.’ એવા ત્રિકાળ સ્વભાવ ઉપર લક્ષ દેતાં વર્તમાન અવસ્થા ગૌણ થઈ જાય છે-અસત્યાર્થ થઈ જાય છે. ભલે થોડી અશુદ્ધતા હોય, પણ તે વસ્તુમાં નથી.

બીજો બોલઃ– વળી જેમ માટીને કમંડળ, ઘડો, ઝારી, રામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતાં અન્ય-અન્યપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. માટીને અવસ્થાદ્રષ્ટિથી જુઓ તો ભિન્ન ભિન્ન આકારો જેમકે પ્યાલા, વાટકા, આદિ સત્ય છે. માટીને ભિન્ન ભિન્ન પર્યાયથી જોવી એ અશુદ્ધનય, વ્યવહારનય છે. એ મલિનપણું છે. પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં આવે છે કે માટીને પર્યાયથી જોવી એ અશુદ્ધનય છે. પરંતુ સર્વતઃ અસ્ખલિત એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે. એકલી માટી, માટી, માટી જોતાં ભિન્ન ભિન્ન અવસ્થાઓ એમાં નથી, અભૂતાર્થ છે-એટલે એમાં દેખાતી નથી. આ દ્રષ્ટાંત છે.

સિદ્ધાંતઃ–એવી રીતે નર-નારકાદિ પર્યાયથી અનુભવતાં-આ નારકી છે, આ મનુષ્ય છે, આ દેવ છે, આ એકેન્દ્રિય છે, આ પંચેન્દ્રિય છે, ઇત્યાદિ અવસ્થાથી


PDF/HTML Page 239 of 4199
single page version

વર્તમાનમાં જોતાં અન્ય-અન્ય ગતિરૂપ અવસ્થાઓ છે. અંદરમાં આત્માની મનુષ્યપણાની, નારકીપણાની આદિ યોગ્યતારૂપ પર્યાય છે. બહારમાં મનુષ્ય કે નારકીનો દેહ દેખાય છે એની વાત નથી. એ તો જડ માટી છે, એ કાંઈ મનુષ્યાદિ પર્યાય નથી. વર્તમાન અવસ્થાથી જોવામાં આવે તો ગતિ આદિના ભિન્ન-ભિન્ન- અન્ય-અન્ય ભાવ સત્યાર્થ છે પણ એમાં અખંડ આત્મા ન આવ્યો. ખંડ-અંશ-પર્યાય આવી. તેથી તે વ્યવહારનય છે.

વ્યવહારનયથી નરક, મનુષ્ય, દેવ, તિર્યંચપણું ઇત્યાદિ પર્યાયમાં છે, તોપણ સર્વતઃ અસ્ખલિત એટલે સર્વ પર્યાયભેદોમાં જરાય ભેદપણે નહિ થવારૂપ એવા ચૈતન્યાકાર આત્મસ્વભાવને જોતાં નરક, મનુષ્ય કે પંચેન્દ્રિયાદિની જે યોગ્યતાઓ પર્યાયમાં છે તે સર્વ યોગ્યતાઓ અભૂતાર્થ છે. તે અન્ય-અન્ય પર્યાયોથી જ્ઞાયકભાવ ભેદરૂપ થતો નથી. પર્યાયમાં ત્રિકાળી આવતો જ નથી.

માટીનાં વાસણ કહેવાં એ વ્યવહાર છે. માટી માટીરૂપ છે એ નિશ્ચય છે. એકરૂપ માટી, માટીને જુઓ તો એ ભેદરૂપ અવસ્થાને સ્પર્શતી નથી. ભગવાન આત્માને કર્મના સંબંધમાં નારકી, પશુ, એકેન્દ્રિયાદિ ભિન્ન-ભિન્ન ગતિ છે એ વ્યવહાર છે. અવસ્થાની દ્રષ્ટિથી જોતાં એ સત્ય છે, તોપણ ચૈતન્યાકાર એક ધ્રુવ જ્ઞાયકભાવની દ્રષ્ટિ કરતાં એ પર્યાયભેદો કાંઈ નથી. ત્રિકાળીભાવ ભેદોને સ્પર્શતો નથી. એકરૂપ સ્વભાવમાં ભેદો કાંઈ નથી.

ભાઈ! આ તો વીતરાગ માર્ગ! અનંતકાળમાં અનંતવાર દ્રવ્યલિંગી નગ્ન દિગંબર મુનિ થઈને નવમી ગ્રૈવેયક ગયો પણ આત્મજ્ઞાન વિના લેશપણ સુખ પામ્યો નહીં. અહીં કહે છે ભગવાન આત્મા-જ્ઞાયકભાવ-એક ચૈતન્યરસસ્વભાવ કદીય ભેદરૂપ થયો જ નથી. જેમ સૂર્યનો પ્રકાશ અંધકારરૂપે થતો નથી તેમ ભગવાન જ્ઞાન- પ્રકાશપુંજ કદીય પુણ્ય-પાપ જે અંધકાર અને અચેતનરૂપ છે તે રૂપે થતો નથી. એથી વિશેષ વાત અહીં કહે છે કે જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયક એક ચૈતન્યાકાર સ્વરૂપ આત્મા ગતિ આદિ કોઈ પર્યાયોથી કિંચિત્માત્ર ભેદરૂપ થતો નથી.

અહીં એમ કહે છે કે ત્રિલોકીનાથ ભગવાન સત્ વસ્તુ એ માઝા (મર્યાદા-હદ) ન મૂકે. એ ભેદમાં કે પર્યાયમાં આવે નહીં. અનાદિની એક સમયની પર્યાય ઉપર દ્રષ્ટિ છે ત્યાંસુધી આત્મભગવાન દૂર છે. પર્યાયદ્રષ્ટિ છોડી ત્રિકાળીમાં જુએ તો આત્મસ્વભાવ સમીપ થઈ જાય અને ત્યારે પર્યાયભેદ અસત્યાર્થ થઈ જાય છે. અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી એનું નામ સમ્યગ્દર્શન છે. અહો! આ પંચમ આરામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે તીર્થંકર જેવાં અને અમૃતચંદ્રાચાર્યદેવે ગણધર જેવાં કામ કર્યાં છે.


PDF/HTML Page 240 of 4199
single page version

જેવી રીતે સ્વચેતનની અપેક્ષાએ બીજા ચેતન અને જડ અસત્ છે. ભલે એ પોત-પોતાની અપેક્ષાએ સત્ હોય. આ આત્માની અપેક્ષાએ અરિહંત અને સિદ્ધ પરમાત્મા પણ અનાત્મા (આ આત્મા નહિ) છે. એવી રીતે અંદરમાં ત્રિકાળીની અપેક્ષાએ પર્યાય અસત્ છે. પર્યાયની અપેક્ષાએ પર્યાય સત્ છે.

અહીં કોઈ એમ કહે કે-તો પછી પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય અસત્-એમ ખરું કે નહીં? પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય અભૂતાર્થ અને દ્રવ્યની અપેક્ષાએ પર્યાય અભૂતાર્થ એ તો જાણવાની અપેક્ષાએ વાત છે. આશ્રય કરવાની અપેક્ષાએ તો દ્રવ્ય જ એક ત્રિકાળ સત્ રહે છે અને એ જ ભૂતાર્થ છે. આશ્રય કરવા માટે કદીય પર્યાય સત્ અને ભૂતાર્થ હોય નહીં.

અહીં ‘પર્યાયથી અનુભવ કરતાં’ એમ જ્યાં આવે ત્યાં ‘અનુભવ કરતાં’ એટલે ‘જ્ઞાન કરતાં’ અને ‘દ્રવ્યનો અનુભવ કરતાં’ એમ આવે ત્યાં ‘દ્રવ્યનો આશ્રય કરીને’ એમ અર્થ છે. દ્રવ્યસ્વભાવ સર્વતઃ અસ્ખલિત છે. ત્રિકાળી જ્ઞાયકભાવ અભેદ એકરૂપ વસ્તુ કદીય અનેકરૂપમાં જતો નથી, પર્યાયને સ્પર્શતો નથી. દ્રવ્ય પર્યાયને આલિંગન કરતું નથી. પ્રવચનસાર ૧૭૨ ગાથાની ટીકામાં અલિંગગ્રહણના ૧૯મા બોલમાં આવે છે કે લિંગ નામ પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી; કેમકે સ્પર્શ કરે તો એક થઈ જાય. ત્રિકાળીની અપેક્ષા અનેરી અનેરી ગતિ અભૂતાર્થ છે, એની હયાતી જ નથી. પ્રશ્નઃ– એકાંત થઈ જાય છે ને? ઉત્તરઃ– ત્રિકાળીનું જ્ઞાન સમ્યક્ એકાંત છે.

પ્રશ્નઃ– શું એકાંત પણ સમ્યક્ હોય?

ઉત્તરઃ– હા, ‘એક’ ચૈતન્યસ્વભાવ સમ્યક્ એકાંત છે. સમ્યક્ એકાંત વિના

અનેકાંતનું સાચું જ્ઞાન થતું નથી.

ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં કહેલો માર્ગ છે. લોકોને સાંભળવા ન મળે એટલે શું થાય? બિચારા ક્રિયાકાંડમાં રચ્યાપચ્યા રહે અને એમ ને એમ કાળ પૂરો થઈ જાય. વળી મહિમા પણ એનો કરે કે આને આ ત્યાગ છે અને આને તે ત્યાગ છે. પણ અરે! દ્રષ્ટિમાં આખા આત્માનો ત્યાગ થઈ જાય છે એની ખબર ન મળે. ત્રીજો બોલઃ– જેમ સમુદ્રનો, વૃદ્ધિ-હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતાં અનિયતપણું (અનિશ્ચિતપણું) ભૂતાર્થ છે, સત્યાર્થ છે. પર્યાયથી જોવામાં આવે તો ભરતી અને