Pravachan Ratnakar (Gujarati). Gatha: 183-184,298-299.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 147 of 210

 

PDF/HTML Page 2921 of 4199
single page version

અનિત્ય છું; વસ્તુપણે હું એક છું, ભેદ અપેક્ષાએ અનેક છું-એવા અપેક્ષિત ધર્મો કથંચિત્- વ્યવહારથી હોય તો ભલે હોય પણ શુદ્ધ ચૈતન્યમાત્ર એવા મારામાં નિશ્ચયે કોઈ ભેદ નથી. અહીં ધર્મ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મની વાત નથી, તેમ જ ગુણની પણ વાત નથી, પણ અપેક્ષિત સ્વભાવોને અહીં ધર્મ કહ્યા છે. સત્ નામ પોતાથી છે, અસત્ નામ પરથી નથી-આવા વસ્તુના અપેક્ષિત સ્વભાવને અહીં ધર્મ કીધો છે. એને પર્યાય હોતી નથી, ગુણો વસ્તુમાં ત્રિકાળ હોય છે અને એને પર્યાય હોય છે. આ પ્રમાણે ગુણ અને ધર્મમાં ફેર છે. એક અને અનેક ગુણ પણ છે. સમયસારમાં ૪૭ શક્તિના વર્ણનમાં આ બન્નેને ગુણોમાં લીધા છે. પણ અહીં એક, અનેક અપેક્ષિત ધર્મની વાત લેવી છે.

હવે ત્રીજી વાતઃ- જ્ઞાન, દર્શન આદિ ગુણો આત્મામાં ત્રિકાળ છે. જ્ઞાનગુણ, દર્શનગુણ, આનંદગુણ, અસ્તિત્વગુણ, પ્રભુત્વગુણ, કર્તા, કર્મ, કરણ આદિ છ ગુણ ઇત્યાદિ અનંતગુણ આત્મામાં ત્રિકાળ છે. એની વર્તમાન પર્યાય પણ હોય છે. જ્ઞાનગુણને જ્ઞાનગુણના લક્ષથી જોવામાં આવે તો તે છે, પણ શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુમાં એવા ગુણભેદ નથી-એમ કહે છે.

શું કહે છે? છ કારકના ભેદો, સત્-અસત્ આદિ ધર્મભેદો તથા જ્ઞાન, દર્શન આદિ ગુણભેદો જાણવા માટે હો તો ભલે હો, પરંતુ આદરવા માટે એ કોઈ ભેદો નથી. અહા! ધર્મનું પહેલું પગથિયું જે સમ્યગ્દર્શન એના વિષયરૂપ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં આ કોઈ ભેદો નથી. અહીં શુદ્ધ ચૈતન્યમાત્ર કહીને બધા ભેદો કાઢી નાખ્યા છે. અહો! આવો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ એક સમ્યગ્દર્શનનો વિષય છે, ધ્યેય છે.

તેથી કહે છે- ‘આમ શુદ્ધનયથી અભેદરૂપ આત્માને ગ્રહણ કરવો.’ આ અભેદ છે એટલો ભેદ-વિકલ્પ પણ નહિ, પણ દ્રષ્ટિ અભેદ-એકમાં અંદરમાં જાય છે એને અભેદ કહે છે. આ દ્રષ્ટિ અને આ દ્રષ્ટિનો વિષય એમ ભેદ નહિ પણ દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્ય ઉપર રહે તે અભેદની દ્રષ્ટિ છે અને એ રીતે અભેદ એક આત્માનું ગ્રહણ થાય છે. આ સામાન્ય અભેદ છે એમ વિકલ્પ નહિ, પરંતુ પર્યાય પર તરફ ઝુકતી હતી તે અંદર અભેદ એક સામાન્ય તરફ ગઈ તેને અભેદનો અનુભવ કહેવામાં આવે છે. લ્યો, આનું નામ સમકિત અને આ ધર્મ છે. બાકી તો બધાં થોથાં છે.

કારક ભેદો, ધર્મભેદો અને ગુણભેદોને જાણવા તે અનુપચરિત સદ્ભૂત વ્યવહારનય છે અને વ્યવહારરત્નત્રયને જાણવો તે ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનય છે. શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુને અનુભવવી તે શુદ્ધનય છે.

[પ્રવચન નં. ૩પપ-૩પ૬*દિનાંક ૩-૬-૭૭ અને ૪-૬-૭૭]

PDF/HTML Page 2922 of 4199
single page version

ગાથા ૨૯૮–૨૯૯
पण्णाए घित्तव्वो जो दट्ठा सो अहं तु णिच्छयदो।
अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा।। २९८।।
पण्णाए घित्तव्वो जो णादा सो अहं तु णिच्छयदो।
अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा।। २९९।।
प्रज्ञया गृहीतव्यो यो द्रष्टा सोऽहं तु निश्चयतः।
अवशेषा ये भावाः ते मम परा इति ज्ञातव्याः।। २९८।।
प्रज्ञया गृहीतव्यो यो ज्ञाता सोऽहं तु निश्चयतः।
अवशेषा ये भावाः ते मम परा इति ज्ञातव्याः।। २९९।।
પ્રજ્ઞાથી ગ્રહવો–નિશ્ચયે જે દેખનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર–જાણવું. ૨૯૮.
પ્રજ્ઞાથી ગ્રહવો–નિશ્ચયે જે જાણનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર–જાણવું. ૨૯૯.

ગાથાર્થઃ– [प्रज्ञया] પ્રજ્ઞા વડે [गृहीतव्यः] એમ ગ્રહણ કરવો કે- [यः द्रष्टा] જે દેખનારો છે [सः तु] તે [निश्चयतः] નિશ્ચયથી [अहम्] હું છું, [अवशेषाः] બાકીના [ये भावाः] જે ભાવો છે [ते] તે [मम पराः] મારાથી પર છે [इति ज्ञातव्याः] એમ જાણવું.

[प्रज्ञया] પ્રજ્ઞા વડે [गृहीतव्यः] એમ ગ્રહણ કરવો કે- [यः ज्ञाता] જે જાણનારો છે [सः तु] તે [निश्चयतः] નિશ્ચયથી [अहम्] હું છું, [अवशेषाः] બાકીના [ये भावाः] જે ભાવો છે [ते] તે [मम पराः] મારાથી પર છે [इति ज्ञातव्याः] એમ જાણવું.

ટીકાઃ– ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું. ‘ગ્રહણ કરું છું’ એટલે ‘દેખું જ છું’; દેખતો જ (અર્થાત્ દેખતો થકો જ) દેખું છું, દેખતા વડે જ દેખું છું, દેખતા માટે જ દેખું છું, દેખતામાંથી જ દેખું છું, દેખતામાં જ દેખું છું, દેખતાને જ દેખું છું, અથવા-નથી દેખતો; નથી દેખતો થકો દેખતો, નથી દેખતા વડે દેખતો, નથી દેખતા માટે દેખતો, નથી


PDF/HTML Page 2923 of 4199
single page version

દેખતામાંથી દેખતો, નથી દેખતામાં દેખતો, નથી દેખતાને દેખતો; પરંતુ સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું. વળી એવી જ રીતે-હું જાણનારા આત્માને ગ્રહણ કરું છું, ‘ગ્રહણ કરું છું’ એટલે ‘જાણું જ છું’; જાણતો જ (અર્થાત્ જાણતો થકો જ) જાણું છું, જાણતા વડે જ જાણું છું, જાણતા માટે જ જાણું છું, જાણતામાંથી જ જાણું છું, જાણતામાં જ જાણું છું, જાણતાને જ જાણું છું. અથવા-નથી જાણતો; નથી જાણતો થકો જાણતો, નથી જાણતા વડે જાણતો, નથી જાણતા માટે જાણતો, નથી જાણતામાંથી જાણતો, નથી જાણતામાં જાણતો, નથી જાણતાને જાણતો; પરંતુ સર્વવિશુદ્ધ જ્ઞપ્તિમાત્ર (જાણનક્રિયામાત્ર) ભાવ છું. (આમ દેખનારા આત્માને તેમ જ જાણનારા આત્માને કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકોના ભેદપૂર્વક ગ્રહણ કરીને, પછી કારકભેદોનો નિષેધ કરી આત્માને અર્થાત્ પોતાને દર્શનમાત્ર ભાવરૂપે તેમ જ જ્ઞાનમાત્ર ભાવરૂપે અનુભવવો અર્થાત્ અભેદરૂપે અનુભવવો.)

(ભાવાર્થઃ– આ ત્રણ ગાથાઓમાં, પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાનું કહ્યું છે. ‘ગ્રહણ કરવું’ એટલે કોઈ અન્ય વસ્તુને ગ્રહવાની-લેવાની નથી; ચેતનાનો અનુભવ કરવો, તે જ, આત્માનું ‘ગ્રહણ કરવું’ છે.

પ્રથમની ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો હતો. ત્યાં, અનુભવ કરનાર, જેનો અનુભવ કરવામાં આવે તે, જેના વડે અનુભવ કરવામાં આવે તે-ઇત્યાદિ કારકભેદરૂપે આત્માને કહીને, અભેદવિવક્ષામાં કારકભેદનો નિષેધ કરી, આત્માને એક શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો હતો.

હવે આ બે ગાથાઓમાં દ્રષ્ટા અને જ્ઞાતાનો અનુભવ કરાવ્યો છે, કારણ કે ચેતનાસામાન્ય દર્શનજ્ઞાનવિશેષોને ઉલ્લંઘતી નથી. અહીં પણ, છ કારકરૂપ ભેદ-અનુભવન કરાવી, પછી અભેદ-અનુભવનની અપેક્ષાએ કારકભેદ દૂર કરાવી, દ્રષ્ટાજ્ઞાતામાત્રનો અનુભવ કરાવ્યો છે.)

ટીકાઃ– અહીં પ્રશ્ન થાય છે કે-ચેતના દર્શનજ્ઞાનભેદોને કેમ ઉલ્લંઘતી નથી કે જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા હોય છે? તેનો ઉત્તર કહેવામાં આવે છેઃ- પ્રથમ તો ચેતના પ્રતિભાસરૂપ છે. તે ચેતના દ્વિરૂપતાને અર્થાત્ બે-રૂપપણાને ઉલ્લંઘતી નથી, કારણ કે સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. (બધીયે વસ્તુઓ સામાન્ય-વિશેષસ્વરૂપ છે, તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ બે-રૂપપણાને ઉલ્લંઘતી નથી.) તેનાં જે બે રૂપો છે તે દર્શન અને જ્ઞાન છે. માટે તે તેમને (-દર્શનજ્ઞાનને) ઉલ્લંઘતી નથી. જો ચેતના દર્શન જ્ઞાનને ઉલ્લંઘે તો સામાન્યવિશેષને ઉલ્લંઘવાથી ચેતના જ ન હોય (અર્થાત્ ચેતનાનો અભાવ થાય). તેના અભાવમાં બે દોષ આવે- (૧) પોતાના ગુણનો નાશ થવાથી ચેતનને અચેતનપણું આવી પડે, અથવા


PDF/HTML Page 2924 of 4199
single page version

(शार्दूलविक्रीडित)
अद्वैतापि हि चेतना जगति चेद् द्रग्ज्ञप्तिरूपं त्यजेत्
तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत्।
तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापका–
दात्मा चान्तमुपैति तेन नियतं द्रग्ज्ञप्तिरूपाऽस्तु चित्।। १८३।।

(ર) વ્યાપકના (-ચેતનાના-) અભાવમાં વ્યાપ્ય એવા ચેતનનો (આત્માનો) અભાવ થાય. માટે તે દોષોના ભયથી ચેતનાને દર્શનજ્ઞાનસ્વરૂપ જ અંગીકાર કરવી.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [जगति हि चेतना अद्वैता] જગતમાં ખરેખર ચેતના અદ્વૈત છે [अपि चेत् सा द्रग्ज्ञप्तिरूपं त्यजेत्] તોપણ જો તે દર્શનજ્ઞાનરૂપને છોડે [तत्सामान्यविशेषरूपविरहात्] તો સામાન્યવિશેષરૂપના અભાવથી [अस्तित्वम् एव त्यजेत्] (તે ચેતના) પોતાના અસ્તિત્વને જ છોડે; [तत्–त्यागे] એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડતાં, (૧) [चितः अपि जडता भवति] ચેતનને જડપણું આવે અર્થાત્ આત્મા જડ થઈ જાય. [च] અને (ર) [व्यापकात् विना व्याप्यः आत्मा अन्तम् उपैति] વ્યાપક વિના (-ચેતના વિના-) વ્યાપ્ય જે આત્મા તે નાશ પામે (-આમ બે દોષ આવે છે). [तेन चित् नियतं द्रग्ज्ञप्तिरूपा अस्तु] માટે ચેતના નિયમથી દર્શનજ્ઞાનરૂપ જ હો.

ભાવાર્થઃ– સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્યપ્રતિભાસરૂપ (-દર્શનરૂપ) અને વિશેષપ્રતિભાસરૂપ (-જ્ઞાનરૂપ) હોવી જોઈએ. જો ચેતના પોતાની દર્શનજ્ઞાનરૂપતાને છોડે તો ચેતનાનો જ અભાવ થતાં, કાં તો ચેતન આત્માને (પોતાના ચેતનાગુણનો અભાવ થવાથી) જડપણું આવે, અથવા તો વ્યાપકના અભાવથી વ્યાપ્ય એવા આત્માનો અભાવ થાય. (ચેતના આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતી હોવાથી વ્યાપક છે અને આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ્ય છે. તેથી ચેતનાનો અભાવ થતાં આત્માનો પણ અભાવ થાય.) માટે ચેતના દર્શનજ્ઞાનસ્વરૂપ જ માનવી.

અહીં તાત્પર્ય એવું છે કે-સાંખ્યમતી આદિ કેટલાક લોકો સામાન્ય ચેતનાને જ માની એકાંત કહે છે, તેમનો નિષેધ કરવા માટે ‘વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષરૂપ છે તેથી ચેતનાને સામાન્યવિશેષરૂપ અંગીકાર કરવી’ એમ અહીં જણાવ્યું છે. ૧૮૩.

હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-


PDF/HTML Page 2925 of 4199
single page version

(इन्द्रवज्रा)
एकश्चितश्चिन्मय एव भावो
भावाः परे ये किल ते परेषाम्।
ग्राह्यस्ततश्चिन्मय एव भावो
भावाः परे सर्वत एव हेयाः।। १८४।।

શ્લોકાર્થઃ– [चितः] ચૈતન્યનો (આત્માનો) તો [एकः चिन्मयः एव भावः] એક ચિન્મય જ ભાવ છે, [ये परे भावाः] જે બીજા ભાવો છે [ते किल परेषाम्] તે ખરેખર પરના ભાવો છે; [ततः] માટે [चिन्मयः भावः एव ग्राह्यः] (એક) ચિન્મય ભાવ જ ગ્રહણ કરવાયોગ્ય છે, [परे भावाः सर्वतः एव हेयाः] બીજા ભાવો સર્વથા છોડવાયોગ્ય છે. ૧૮૪.

*
સમયસાર ગાથા ૨૯૮–૨૯૯ મથાળું

‘આત્માને શુદ્ધ ચૈતન્યમાત્ર તો ગ્રહણ કરાવ્યો; હવે સામાન્ય ચેતના દર્શન- જ્ઞાનસામાન્યમય હોવાથી અનુભવમાં દર્શનજ્ઞાનસ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવવો- એમ કહે છેઃ-’ ચેતન દ્રવ્યનું લક્ષણ જે ચેતના છે તે જ્ઞાનદર્શનરૂપે બે સ્વરૂપે છે. માટે દર્શનજ્ઞાનસ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવવો-એમ ગાથામાં કહે છેઃ-

* ગાથા ૨૯૮–૨૯૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે.’

અભેદથી સામાન્યપણે જેને ચેતના કહેવામાં આવે છે તે જ ચેતના જ્ઞાન અને દર્શન એવા ભેદથી બે પ્રકારે-સ્વરૂપે છે. ચેતના આત્માનું લક્ષણ છે એમ કહેતાં રાગ કે જે બંધનું લક્ષણ છે તેનું તે ઉલ્લંઘન કરે છે, અર્થાત્ રાગ આત્માથી ભિન્ન છે એમ સિદ્ધ કરે છે પરંતુ તે ચેતના, દર્શન અને જ્ઞાનરૂપ ભેદો કે જે આત્માના ગુણો-સ્વભાવો છે તેનું ઉલ્લંઘન કરતી નથી. જ્ઞાન અને દર્શન ગુણો અર્થાત્ સામાન્યપણે ચેતના એ તો આત્માનો સ્વભાવ છે. ચૈતન્યસ્વરૂપી આત્માનો એક જ્ઞાન જ સ્વભાવ છે એમ નથી. દર્શન અને જ્ઞાન બન્ને એના સ્વભાવો છે. માટે ચેતકપણાની જેમ દર્શન અને જ્ઞાન બન્ને આત્માનું સ્વલક્ષણ જ છે. અનુભવમાં જ્ઞાન અને દર્શન બન્ને આવે છે.

સનાતન દિગંબર માર્ગ સિવાય અન્યમતમાં એમ કહે છે કે જ્ઞાન અને દર્શન


PDF/HTML Page 2926 of 4199
single page version

ઉપયોગ બન્ને એક જ છે. પરંતુ એમ છે નહિ; બન્ને ઉપયોગ ભિન્ન ભિન્ન છે-એમ અહીં કહે છે.

વળી શ્વેતાંબરમતવાળા એમ કહે છે કે-કેવળીને એક સમયે એક જ ઉપયોગ હોય; જ્યારે દર્શન-ઉપયોગ હોય ત્યારે જ્ઞાન-ઉપયોગ ન હોય અને જ્ઞાન-ઉપયોગ હોય ત્યારે દર્શન-ઉપયોગ ન હોય. પરંતુ આ વાત સત્યાર્થ-યથાર્થ નથી. કેવળી પરમાત્માને એક જ સમયમાં કેવળદર્શન અને કેવળજ્ઞાન એમ બન્ને ઉપયોગ સાથે જ હોય છે.

અલ્પજ્ઞ હોવાથી છદ્મસ્થને ઉપયોગ ક્રમે હોય છે. તેને દર્શનપૂર્વક જ્ઞાન-ઉપયોગ હોય છે. છદ્મસ્થને એક સમયમાં બન્ને ઉપયોગ સાથે હોતા નથી; પરંતુ કેવળી પરમાત્મા તો એક સમયમાં પરિપૂર્ણ દશાને પામ્યા છે, માટે તેમને તો એક જ સમયમાં જ્ઞાન અને દર્શન ઉપયોગ એક સાથે જ હોય છે.

ચેતકપણાની જેમ દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માને સ્વલક્ષણ જ છે. ‘માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું,’ “ગ્રહણ કરું છું” એટલે “દેખું જ છું”;...’ જુઓ, આ સામાન્ય વાત કરી, હવે ષટ્કારકના ભેદ પાડી તેને જ વિશેષ સમજાવે છે-

‘દેખતો જ (અર્થાત્ દેખતો થકો જ) દેખું છું, દેખતા વડે જ દેખું છું, દેખતા માટે જ દેખું છું, દેખતામાંથી જ દેખું છું, દેખતામાં જ દેખું છું, દેખતાને જ દેખું છું.’

જુઓ, આવા કર્તા, કર્મ, કરણ આદિ છ ભેદ વિચાર કરતાં પ્રથમ પડે છે, પરંતુ ભેદથી વિચાર કરતાં તો આત્મામાં વિકલ્પ-રાગ જ ઉત્પન્ન થાય છે. માટે સમ્યગ્દ્રષ્ટિ એ છ ભેદનું લક્ષ (કે જે સદ્ભૂત વ્યવહારનયનો વિષય છે) પણ છોડી એક અભેદ આત્માને જ ગ્રહણ કરે છે. અહા! દયા, દાન આદિ રાગ તો હું નહિ પણ કારકના આ છ ભેદ પણ મારામાં નથી એમ જાણતો ધર્મી છ ભેદનું લક્ષ છોડી દે છે. કેવી રીતે-તે હવે સમજાવે છેઃ-

‘અથવા-નથી દેખતો; નથી દેખતો થકો દેખતો, નથી દેખતા વડે દેખતો, નથી દેખતા માટે દેખતો, નથી દેખતામાંથી દેખતો, નથી દેખતામાં દેખતો, નથી દેખતાને દેખતો; પરંતુ સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું’ .

નથી દેખતો એ સામાન્ય કહ્યું. નથી દેખતો થકો દેખતો એ કર્તાનો ભેદ, નથી દેખતા વડે દેખતો એ કરણનો ભેદ, નથી દેખતા માટે દેખતો એ સંપ્રદાનનો ભેદ, નથી દેખતામાંથી દેખતો એ અપાદાનનો ભેદ, નથી દેખતામાં દેખતો એ આધારનો ભેદ, નથી દેખતાને દેખતો એ કર્મનો ભેદ-આમ છ ભેદના નિષેધપૂર્વક હું


PDF/HTML Page 2927 of 4199
single page version

સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું-એમ ધર્મી સમ્યગ્દર્શન વિષયની ભાવના કરે છે-એટલે કે નિર્વિકલ્પ અનુભવ કરે છે. અહા! સમ્યગ્દર્શનનો વિષય અભેદ એક સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છે અને એમાં ષટ્કારકના ભેદ નથી. અભેદ એક દર્શનમાત્ર વસ્તુની દ્રષ્ટિ તે સમ્યગ્દર્શન છે અને તે ધર્મનું પહેલું પગથિયું છે. સૂક્ષ્મ વાત છે ભાઈ!

જુઓ, હવે પછી સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર આવવાનો છે ને? એના ઉપોદ્ઘાતની અહીંથી શરૂઆત કરે છે. હું દેખતો જ દેખું છું, હું દેખતાને જ દેખું છું, હું દેખતા વડે જ દેખું છું ઇત્યાદિ કર્તા, કર્મ, કરણ આદિ ભેદ રાગનું-વિકલ્પનું કારણ છે. એ અનુપચરિત સદ્ભૂત વ્યવહારનય છે. અહીં કહે છે-એ ભેદો હું નહિ, હું તો સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું. અહાહા...! એક અભેદ દષ્ટાસ્વભાવભાવ એ જ હું છું. લ્યો, અંતરમાં આવા અભેદ આત્માની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. અહા! આવા સમ્યગ્દર્શનથી એને ધર્મની શરૂઆત થાય છે. આ જ વીતરાગનો મારગ છે ભાઈ! આ સમજ્યા વિના લાખ ક્રિયાકાંડ કરે તોય એનાથી ધર્મ થતો નથી.

આવી જ રીતે હવે જ્ઞાનથી સમજાવે છેઃ-

‘વળી એવી જ રીતે-હું જાણનાર આત્માને ગ્રહણ કરું છું. “ગ્રહણ કરું છું” એટલે “જાણું જ છું.” આ સામાન્ય વાત કરી. હવે ષટ્કારકના ભેદ પાડી વિશેષ સમજાવે છે-

‘જાણતો જ જાણું છું’ -એ કર્તા. આ હજુ ભેદ-વિકલ્પ છે; ‘જાણતા વડે જ જાણું છું’ -આ કરણ. નિમિત્ત કે ભેદ વડે જાણું છું એમ નહિ. ‘જાણતા માટે જ જાણું છું’ -એ સંપ્રદાન, ‘જાણતામાંથી જ જાણું છું’ એ અપાદાન, ‘જાણતામાં જ જાણું છું’ -એ આધાર, ‘જાણતાને જ જાણું છું-એ કર્મ-આ પ્રમાણે છ કારકોના ભેદના વિચાર પ્રથમ આવે છે ખરા પણ ભેદનું લક્ષ કરતાં તો વિકલ્પ-રાગ જ ઉત્પન્ન થાય છે. તેથી ભેદનું લક્ષ છોડી સમકિતી પુરુષ અભેદ એક જ્ઞાનમાત્ર વસ્તુ આત્માને જ ગ્રહણ કરે છે. તે કેવી રીતે? તો કહે છે-

‘અથવા-નથી જાણતો; નથી જાણતો થકો જાણતો, નથી જાણતા વડે જાણતો, નથી જાણતા માટે જાણતો, નથી જાણતામાંથી જાણતો, નથી જાણતામાં જાણતો, નથી જાણતાને જાણતો; પરંતુ સર્વવિશુદ્ધ જ્ઞપ્તિમાત્ર (જાણનક્રિયામાત્ર) ભાવ છું’

જોયું? છ કારકોના ભેદોને આ પ્રમાણે રદ કર્યા અર્થાત્ દ્રષ્ટિમાંથી છોડી દીધા અને હું તો અભેદ એક સર્વવિશુદ્ધ જ્ઞપ્તિમાત્ર ભાવ છું-એમ જ્ઞાનની ક્રિયાને જ્ઞાનસ્વભાવમાં જોડી દીધી. અહા! જાણનસ્વભાવમાત્ર હું છું-એમ અભેદ એક આત્માની દ્રષ્ટિ થતાં પર્યાયમાં પણ જાણનસ્વભાવ એકલો આવ્યો, રાગ ને ભેદ ન આવ્યો. (રાગ ને ભેદ


PDF/HTML Page 2928 of 4199
single page version

તે હું આત્મા એમ ન આવ્યું) આનું નામ ધર્મ છે. આત્મા ત્રિકાળ જાણનસ્વભાવમાત્ર છે એમ જાણતાં (-જ્ઞાનની પર્યાયમાં ભગવાન ત્રિકાળીને ઉપાદેય કરતાં) પર્યાયમાં પણ જાણનસ્વભાવની પરિણતિ પ્રગટ થાય છે. આ સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન છે.

અહા! આત્માનું અસ્તિત્વ કેટલું અને કયા પ્રકારે છે એ જાણીને અંદર ત્રિકાળી એક અભેદની દ્રષ્ટિ કરે ત્યારે એને સત્યદ્રષ્ટિ-સમ્યગ્દ્રષ્ટિ કહે છે. અહીં કહે છે-આ સદ્ભૂત વ્યવહારનયનો વિષય જે કારકના ભેદો એ હું નહિ, હું તો સર્વવિશુદ્ધ જ્ઞપ્તિમાત્ર ભાવ છું. જ્ઞપ્તિમાત્ર છું-એમ કહીને રાગ અને સર્વ ભેદ-વિકલ્પનો નિષેધ કર્યો છે. અહાહા...! એકલા જાણન-જાણનસ્વભાવી અભેદ એકરૂપ આત્માની દ્રષ્ટિ તે સમ્યગ્દર્શન છે.

અરે! લોકો તો માને છે કે વ્યવહારથી નિશ્ચય થાય, રાગથી વીતરાગતા થાય. પરંતુ ભાઈ! રાગ એ તો અસદ્ભૂત વ્યવહાર છે. જો તો ખરો, અહીં તો સદ્ભૂત વ્યવહારનોય નિષેધ કર્યો છે. અહીં કહે છે-નિર્મળ કારકોના ભેદનો વિચાર પ્રથમ આવે છે ખરો, આવ્યા વિના રહેતો નથી, પણ જ્યાં સુધી ભેદનું લક્ષ રહે છે ત્યાં સુધી નિશ્ચય ધર્મ પ્રગટ થતો નથી. બાપુ! વસ્તુનું નિશ્ચય સ્વરૂપ જ એવું છે કે તેને કોઈ વ્યવહારની કે ભેદની અપેક્ષા નથી. શ્રી નિયમસાર ગાથા ૩ માં કહ્યું છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રયાત્મક મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે અર્થાત્ પરની અપેક્ષા વિના નિરપેક્ષ પ્રગટ થાય છે.

અહા! લોકોને અભ્યાસ નહિ ને સત્ને સમજવાની દરકાર નહિ એટલે આવું ભગવાને કહેલું અને સંતોએ પ્રસિદ્ધ કરેલું સત્નું સ્વરૂપ સમજવું કઠણ લાગે છે. એટલે અજ્ઞાનવશ જીવો એમ માની બેઠા છે કે-બીજાની દયા પાળવી, વ્રત કરવાં, સામાયિક કરવી, પોસહ કરવો, પ્રતિક્રમણ કરવું ઇત્યાદિ રાગની ક્રિયાઓ કરવી તે ધર્મ છે. તેને સંતો કહે છે-બાપુ! તને ખબર નથી પણ જેને તું માને છે તે સાચું સામાયિક નથી, અને પોસહ પણ નથી. અહા! અંદર રાગ વિનાનો જે અભેદ એક ચૈતન્યમાત્ર ચિદાનંદ પ્રભુ આત્મા વિરાજે છે તેના આશ્રયે અનુભવ થતાં પ્રથમ સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે અને ત્યાર બાદ એ જ સ્વસ્વરૂપમાં વિશેષ લીનતા-રમણતા થાય તેને સામાયિક કહે છે. જેમાં સમતાનો લાભ થાય તેને સામાયિક કહે છે. હવે આવું ધર્મનું વાસ્તવિક સ્વરૂપ બિચારાએ કદી સાંભળ્‌યુંય ન હોય. દેહ તો છૂટી જાય ને જિંદગી (- અવસર) એમ ને એમ (-વ્યર્થ) ચાલી જાય.

અહીં કહે છે-આ પ્રમાણે દેખનાર-જાણનાર આત્માને કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણરૂપ કારકોના ભેદપૂર્વક ગ્રહણ કરીને એટલે કે પ્રથમ જ્ઞાનમાં ભેદપૂર્વક જાણીને, પછી કારકભેદોને દૂર કરીને એટલે કે ભેદોનું લક્ષ છોડીને આત્માને


PDF/HTML Page 2929 of 4199
single page version

અર્થાત્ પોતાને શુદ્ધ એક દર્શનમાત્રભાવરૂપે તેમ જ જ્ઞાનમાત્રભાવરૂપે અનુભવવો આ રીતે અભેદના અનુભવને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કહે છે.

* ગાથા ૨૯૮–૨૯૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આ ત્રણ ગાથાઓમાં પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાનું કહ્યું છે. “ગ્રહણ કરવું”-એટલે કોઈ અન્ય વસ્તુને ગ્રહવાની-લેવાની નથી; ચેતનાનો અનુભવ કરવો, તે જ આત્માનું “ગ્રહણ કરવું” છે.’

સત્ ચિત્ જે આત્મા તે વસ્તુ, એનો ત્રિકાળી જે ચૈતન્યભાવ તે સ્વભાવ; એની સન્મુખ થઈ વર્તમાનમાં આ ચૈતન્યમાત્ર ભાવ તે હું-એમ અનુભવવો એનું નામ આત્માનું ‘ગ્રહણ કરવું’ છે. ચિત્ એ દ્રવ્ય-સ્વભાવ, ચેતના એ ગુણસ્વભાવ અને અનુભવ કરવો તે પર્યાયસ્વભાવ-એમ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે આવી ગયાં. અહા! જેને ધર્મ કરવો છે અર્થાત્ સુખી થવું છે તેણે નિમિત્ત, રાગ ને ભેદની દ્રષ્ટિ દૂર કરીને, એ સર્વથી વિમુખ થઈ અભેદ એક ચૈતન્યમાત્ર આત્મામાં જ દ્રષ્ટિ એકાગ્ર કરવી જોઈએ. ભાઈ! આ જ એક માર્ગ છે; બાકી બધાં થોથાં છે.

આ પહેલાં ગાથા ૨૯૭ના ભાવાર્થમાં આવી ગયું કે-જેનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો લક્ષ્ય એવા આત્માથી ભિન્ન છે. અહા! આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવ અથવા હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિના અશુભભાવ-એ સર્વ ભાવ ચૈતન્યથી રહિત હોવાથી ભગવાન આત્માથી ભિન્ન છે. ભિન્ન છે એટલે શું? કે એનાથી અંતર-અનુભવ, શુદ્ધ આત્માનો અનુભવ ન થાય, અર્થાત્ તેઓ આદરણીય નથી. વ્યવહારના શુભભાવ આદરણીય નથી. વ્યવહાર હોય ખરો, પણ તે આદરણીય નથી. જે ચૈતન્યસ્વભાવ નથી તે વિભાવ છે, અને વિભાવ સ્વભાવનું સાધન કેમ હોય? ન હોય. માટે શુભભાવ ધર્મનું સાધન નથી. જેમ અગ્નિનો ત્રિકાળ ઉષ્ણસ્વભાવ છે, સાકરનો મીઠાશ કાયમી સ્વભાવ છે તેમ ભગવાન આત્માનો ત્રિકાળ ચૈતન્યસ્વભાવ છે. અહા! આવા ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવનો અનુભવ કરવો તે ધર્મ છે. વ્યવહાર રત્નત્રયનો રાગ હો ભલે, પણ એ ધર્મ નથી. આવી સૂક્ષ્મ વાત!

અહીં તો નિર્મળ કારકોના ભેદને પણ દૂર કરે છે. અહા! ચૈતન્યની નિર્મળ પર્યાય કર્તા, નિર્મળ પર્યાય કર્મ, નિર્મળ પર્યાય કરણ ઇત્યાદિ ષટ્કારકના પરિણમનમાં લક્ષ જાય તે વ્યવહાર છે. ભેદ પડે છે ને? માટે એ વ્યવહાર છે. એ ભેદનું લક્ષ છોડી ચૈતન્યપ્રકાશનો પુંજ એવા અભેદ એક શુદ્ધ અંતઃતત્ત્વની દ્રષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે અને એનો એ સૌ પહેલામાં પહેલો ધર્મ છે. પહેલું શું કરવું એમ પૂછે છે ને? પહેલું આ કરવું એમ વાત છે.


PDF/HTML Page 2930 of 4199
single page version

હવે કહે છે- ‘પ્રથમની ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો હતો. ત્યાં, અનુભવ કરનાર, જેનો અનુભવ કરવામાં આવે તે, જેના વડે અનુભવ કરવામાં આવે તે-ઇત્યાદિ કારકભેદરૂપે આત્માને કહીને, અભેદવિવક્ષામાં કારકભેદનો નિષેધ કરી, આત્માને એક શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો હતો.’

પ્રથમ છ કારકના ભેદ પાડી સમજાવ્યું હતું, પછી ભેદનો નિષેધ કરી અભેદનો અનુભવ કરાવ્યો. કેમકે ભેદની દ્રષ્ટિમાં અભેદનો અનુભવ થતો નથી, તેથી ભેદને ગૌણ કરી અભેદની-શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુની દ્રષ્ટિ કરાવી.

‘હવે આ બે ગાથાઓમાં દ્રષ્ટા અને જ્ઞાતાનો અનુભવ કરાવ્યો છે, કારણ કે ચેતનાસામાન્ય દર્શનજ્ઞાનવિશેષોને ઉલ્લંઘતી નથી. અહીં પણ, છ કારકરૂપ ભેદ-અનુભવન કરાવી. પછી અભેદ-અનુભવનની અપેક્ષાએ કારકભેદ દૂર કરાવી, દ્રષ્ટા-જ્ઞાતામાત્રનો અનુભવ કરાવ્યો છે.’

અહા! વીતરાગ જૈનદર્શનમાં એક વીતરાગભાવ જ ધર્મ છે. એ વીતરાગભાવ કેમ પ્રગટ થાય? તો કહે છે કે-આત્મા ત્રિકાળી સત્ શાશ્વત્ શુદ્ધ સદા ચૈતન્યસ્વરૂપ છે. એને ભેદથી કહીએ તો તે દર્શનજ્ઞાનસ્વભાવી છે, જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ છે. માટે દર્શન- જ્ઞાનસ્વભાવી આત્માને જાણી અંતરમાં અભેદ એક આત્મસ્વરૂપનો અનુભવ કરવો તે ધર્મ છે. આ વાત હવે ટીકામાં વિશેષ સમજાવે છેઃ-

* ટીકાઃ હવેના અંશ ઉપરનું પ્રવચન *

‘અહીં પ્રશ્ન થાય છે કે-ચેતના દર્શનજ્ઞાનભેદોને કેમ ઉલ્લંઘતી નથી કે જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા હોય છે?’

જુઓ, આ પ્રશ્ન! એમ કે આત્મા ચેતનદ્રવ્ય વસ્તુ, અને એનો સ્વભાવ ચેતનાગુણ-તે દર્શનજ્ઞાન ભેદોનું ઉલ્લંઘન કેમ કરતો નથી? અર્થાત્ ચેતના એકરૂપ કેમ નહિ? ચેતના બેરૂપ કેમ? જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા થાય છે તે ચેતનામાં બે સ્વભાવપણું કેમ? તેનો ઉત્તર કહેવામાં આવે છેઃ-

‘પ્રથમ તો ચેતના પ્રતિભાસરૂપ છે.’ શું કીધું? કે ચેતનામાં જગતની ચીજો સામાન્યવિશેષપણે પ્રતિભાસે છે. એટલે શું? કે ચેતનામાં જગતની ચીજો સામાન્ય (અભેદપણે) દેખાય છે અને વિશેષ (ભેદપણે) જણાય છે. સમજાણું કાંઈ...? અહીં એમ કહે છે કે-આત્મા એક વસ્તુ છે, ચેતના એનો સ્વભાવ-ગુણ છે. એની પર્યાયમાં સ્વ અને પરનો પ્રતિભાસ એટલે કે સામાન્ય દેખવાપણું ને વિશેષ જાણવાપણું થાય છે. અહાહા...! જેટલી ચીજો સામે હોય તેનું ચેતનામાં સામાન્ય અને વિશેષપણે દેખવા-જાણવાપણું થાય છે.


PDF/HTML Page 2931 of 4199
single page version

આથી, ‘તે ચેતના દ્વિરૂપતાને અર્થાત્ બે-રૂપપણાને ઉલ્લંઘતી નથી, કારણ કે સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. તેનાં જે બે રૂપો છે તે દર્શન અને જ્ઞાન છે. માટે તે તેમને ઉલ્લંઘતી નથી.’

જોયું? સર્વ વસ્તુઓ એટલે બધા આત્મા ને જડ દ્રવ્યો, દ્રવ્ય તરીકે વસ્તુપણે સામાન્ય છે અને ગુણપર્યાયપણે વિશેષ છે. આ રીતે પ્રત્યેક વસ્તુનો સામાન્ય-વિશેષ સ્વભાવ છે. તે સમસ્ત વસ્તુઓનો જ્ઞાનદર્શનની પર્યાયમાં પ્રતિભાસ થાય છે. આ પ્રમાણે આત્મામાં ચેતના સ્વભાવ સામાન્યપણે દર્શન અને વિશેષપણે જ્ઞાન એમ બે-રૂપે છે. અહા! સમસ્ત વસ્તુઓને પ્રતિભાસનારાં દર્શન અને જ્ઞાન એ ચૈતન્યમય આત્માનો સ્વભાવ છે, માટે ચેતના તેમને ઉલ્લંઘતી નથી. હવે કહે છેઃ-

‘જો ચેતના દર્શન-જ્ઞાનને ઉલ્લંઘે તો સામાન્યવિશેષને ઉલ્લંઘવાથી ચેતના જ ન હોય (અર્થાત્ ચેતનાનો અભાવ થાય.) .’

શું કીધું? કે જો ચેતનામાં સામાન્ય ને વિશેષરૂપ પ્રતિભાસવાની શક્તિ જ ન હોય અર્થાત્ દેખવા-જાણવારૂપ શક્તિ જ ન હોય તો ચેતનાનો અભાવ થઈ જાય. તેના અભાવમાં બે દોષ આવે-

૧. ‘પોતાના ગુણનો નાશ થવાથી ચેતનને અચેતનપણું આવી પડે, અથવા

૨. વ્યાપકના (-ચેતનાના) અભાવમાં વ્યાપ્ય એવા ચેતનનો (આત્માનો) અભાવ થાય.’

જુઓ, આ ન્યાય આપ્યો. ન્યાયમાં ‘नी’ (नय्) ધાતુ છે; એટલે કે જેવી વસ્તુ છે એ તરફ (તેવી જાણવારૂપ) જ્ઞાનને દોરી જવું તેને ન્યાય કહે છે. શું કહે છે? કે ચેતના જ્ઞાન અને દર્શન બેપણે ન હોય તો ચેતના ગુણનો અભાવ થઈ જાય અને ગુણનો અભાવ થતાં, જેમ સાકરમાં મીઠાશનો નાશ થતાં સાકરનો નાશ થઈ જાય તેમ આત્માનો નાશ થઈ જાય; અર્થાત્ ચેતનને અચેતનપણું આવી પડે.

જો ચેતના ગુણનો અભાવ થઈ જાય તો વ્યાપક ચેતનાના અભાવમાં વ્યાપ્ય એવા ચેતનનો અભાવ થાય. જુઓ, ચેતના ગુણ તે વ્યાપક એને આત્મા વ્યાપ્ય છે. અહીં આત્મા વ્યાપક અને પર્યાય તેનું વ્યાપ્ય એ વાત નથી લેવી. ગુણ વ્યાપક ને ત્રિકાળી દ્રવ્ય-આત્મા તે વ્યાપ્ય એમ અહીં કહેવું છે; કેમકે ગુણ આત્મામાં વ્યાપીને કાયમ રહે છે ને? માટે ચેતના ગુણ વ્યાપક અને આત્મા વ્યાપ્ય એમ કહ્યું છે. અહા! ત્રિકાળ જ્ઞાતા- દ્રષ્ટા સ્વભાવ તે વ્યાપક થયો ને આત્મા એનું વ્યાપ્ય થયું. હવે વ્યાપક એવા ચેતનાનો- જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવનો અભાવ થાય તો વ્યાપ્ય એવો આત્મા જ ન રહે-આમ દોષ-આપત્તિ આવી પડે.


PDF/HTML Page 2932 of 4199
single page version

‘માટે તે દોષોના ભયથી ચેતનાને દર્શનજ્ઞાનસ્વરૂપ જ અંગીકાર કરવી.’ કહે છે-ચેતનાને દર્શનજ્ઞાનસ્વરૂપ એમ બે-રૂપ યથાર્થ જાણીને અભેદ એક જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવનો અનુભવ કરવો, અને રાગ ને પર્યાયનું લક્ષ છોડવું. આનું નામ નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે એમ ભગવાન કહે છે.

અરે! લોકો તો બિચારા સંસારમાં ધંધા-વેપાર આદિથી નવરા જ પડતા નથી. આખો દિ’ એકલા પાપમાં રચ્યાપચ્યા રહે છે. એવા જીવોને કદાચિત્ બે-પાંચ કરોડ એકઠા થઈ જાય તોય શું? તેઓ બિચારા જ છે, રાંકા-ભિખારા જ છે. શાસ્ત્રમાં આવા જીવોને ‘वराकाः’ વરાકા કહ્યા છે.

આટલા બધા પૈસા હોય તોય? હા, તોય; કેમકે અંદર પોતે ચૈતન્યલક્ષ્મી જ્ઞાનાનંદની લક્ષ્મીનો પૂરણ ભંડાર છે એનું એને ક્યાં ભાન છે? અહા! પોતાની સ્વરૂપલક્ષ્મીના ભાન વિના બહારમાં ધનાદિ વૈભવનો ગમે તેટલો સંયોગ હોય તે શું કામનો? અંદર સંતોષ ને તૃપ્તિ તો છે નહિ. લાવ-લાવ-લાવ એમ વૃત્તિમાં તો તૃષ્ણા જ રહ્યા કરે છે. માટે તેઓ રાંકા-વરાકા જ છે. સમજાણું કાંઈ...?

અરે! આ પૈસા મારા ને હું તે કમાયો એવી મમતા કરી કરીને જીવો બિચારા મરી જાય છે (દુઃખી થાય છે).

એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ જૈનમાં જન્મેલા છતાં અંબાજીને ખૂબ માનતા; એમ કે આ ધનસંપત્તિ અંબાજીથી મળી છે. અરે ભાઈ! લક્ષ્મી આદિ સંયોગ તો પૂર્વે જે શુભભાવ કર્યા હતા અને તે કાળે જે શુભબંધ પડયો હતો તે ઉદયમાં આવતાં સંયોગરૂપે મળે છે. એ કાંઈ કોઈની (માતા વગેરેની) માનતા કરવાથી મળે છે એમ નથી. ભાઈ! કોઈનીય માનતા કરવાથી લક્ષ્મી મળે છે એ માન્યતા જૂઠી છે અને તે વડે એને મિથ્યાત્વાદિનો જ બંધ પડે છે.

વળી લક્ષ્મી આદિના સંયોગથી આને કાંઈ લાભ થાય છે એમેય નથી, ઉલટું એ સંયોગ વડે આને નુકશાન જ થાય છે કેમકે એ સંયોગના લક્ષે આને રાગ-દ્વેષાદિ જ થાય છે અને તે દુઃખરૂપ અને દુઃખના કારણરૂપ જ છે.

વળી ખરેખર, પૈસા મળતાં પૈસા કાંઈ એને મળે છે એમ નથી. પૈસા તો જડ છે; એ જીવને કેવી રીતે મળે? જીવને તો એની મમતા મળે છે અને એની મમતાનો ભાવ એને દુઃખરૂપ જ છે. હવે આમાં શું થાય? વસ્તુનું સ્વરૂપ જ આવું છે.

અરે! અનંતકાળમાં એણે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો એક ક્ષણ પણ અનુભવ કર્યો નહિ. એણે નિરંતર રાગદ્વેષાદિનું જ વેદન કીધા કર્યું. અહા! એને ક્ષુદ્રભવો


PDF/HTML Page 2933 of 4199
single page version

થયા એની વાત તો છોડો, અનંતકાળમાં અનંતવાર તે મોટો દેવ, મોટો રાજા અને મોટો શેઠ પણ થયો. પણ હા! એણે શુદ્ધ અંતઃચેતનાનો અનુભવ ના કર્યો!

જુઓ, અજ્ઞાની જીવોને અનાદિથી રાગદ્વેષરૂપ કર્મચેતના અને કર્મફળચેતનાનું જ વેદન છે. એને જડનો સ્વાદ તો કદી હોતો જ નથી અને સ્વસ્વરૂપનો સ્વાદ એણે કદી લીધો નહિ. શું કીધું? આ લાડું, બરફી, પેંડા, મોસંબી, ધન, લક્ષ્મી ને સ્ત્રીનું સુંવાળું શરીર ઈત્યાદિ જડ પદાર્થોનો સ્વાદ એને હોતો નથી, પરંતુ એના લક્ષે એણે રાગાદિનો સ્વાદ-આ ઠીક છે, આ ઠીક નથી એવો સ્વાદ-એણે લીધા કર્યો છે. અહા! પણ એ તો દુઃખનો સ્વાદ છે બાપા અહો! એક ક્ષણ પણ જ્ઞાનચેતનાનો સ્વાદ કરે તો એનાં જન્મ- મરણ બધાં ટળી જાય; ટળ્‌યા વિના રહે નહિ.

*

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૮૩ઃશ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘जगति हि चेतना अद्वैता’ જગતમાં ખરેખર ચેતના અદ્વૈત છે....

નિશ્ચયથી જગતમાં ચેતના અદ્વૈત છે. ચિદ્ અર્થાત્ ચેતન એ દ્રવ્ય અને ચેતના એનો ગુણ-સ્વભાવ તે એક (અભેદ) છે. ચેતના તરીકે એક હોવા છતાં...

‘अपि चेत् सा दग्ज्ञप्तिरूपं त्यजेत्’ તોપણ જો તે દર્શન-જ્ઞાનરૂપને છોડે ‘तत्सामान्यविशेषरूपविरहात् તો સામાન્યવિશેષરૂપના અભાવથી ‘अस्तित्वम् एव त्यजेत्’ (તે ચેતના) પોતાના અસ્તિત્વને જ છોડે; ‘तत्–त्याजे’ એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડતા ‘चितः अपि जडता भवति’ ચેતનને જડપણું આવે.

શું કહે છે? કે ચેતન એ દ્રવ્ય અને ચેતના એ ગુણ વસ્તુપણે-દ્રવ્યપણે એક હોવા છતાં ચેતના સ્વરૂપથી જ સામાન્ય અને વિશેષ-એમ દર્શન-જ્ઞાનસ્વરૂપે બેપણે રહેલી છે. હવે જો ચેતના પોતાના સામાન્ય-વિશેષસ્વરૂપને અર્થાત્ દર્શનજ્ઞાનરૂપને છોડી દે તો જીવ ચેતનાના અભાવમાં જડ થઈ જાય; ચેતનને જડપણું આવી જાય.

શું કીધું? ફરીને-કે આત્મા ચેતન છે અને ચેતના એનો ગુણ અર્થાત્ સ્વભાવ છે, સ્વભાવે ચેતના એક હોવા છતાં જ્ઞાતા-દ્રષ્ટાપણું પણ એનું રૂપ છે. હવે જો તે જ્ઞાતા- દ્રષ્ટાપણું છોડી દે તો ચેતનાનો અભાવ થાય અને ચેતના વિના ચેતનદ્રવ્યજીવ જડ થઈ જાય.

કોઈને વળી થાય કે આમાં ધર્મ ક્યાં આવ્યો? અરે ભાઈ! આવું પોતાનું સ્વરૂપ જાણી દ્રષ્ટિ સ્વસ્વરૂપમાં અખંડ એક ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મામાં સ્થાપિત કરવી એનું નામ ધર્મ છે. ભગવાને એને ધર્મ કહ્યા છે.


PDF/HTML Page 2934 of 4199
single page version

તો શું ધર્મ માટે આવું બધું સમજવું પડે? હા ભાઈ! અનંતા જીવો આ રીતે સમજીને સિદ્ધદશાને પામ્યા છે.

‘च’ અને (૨) ‘व्यापकात विना व्याप्यः आत्मा अन्तम् उपैति’ વ્યાપક વિના (-ચેતના વિના) વ્યાપ્ય જે આત્મા તે નાશ પામે.

પહેલાં બોલમાં આત્મા જડ થઈ જાય એમ કહ્યું ને હવે બીજા બોલમાં નાશ થઈ જાય એમ કહે છે. જો વ્યાપક એવી ચેતના જ ન રહે તો વ્યાપ્ય એવો આત્મા નાશ પામી જાય.

ત્યારે કોઈ કહે છે-આવું બધું સમજવું એના કરતાં દયા પાળવી, વ્રત કરવાં એ બધો સહેલો ધર્મ છે.

પણ ભાઈ! એ ધર્મ ક્યાં છે? એ તો રાગ છે. આત્માનો સ્વભાવ તો ચેતના એટલે જ્ઞાતા-દ્રષ્ટા છે. હવે આવા સ્વભાવને છોડીને જો એ રાગનો કર્તા થાય તો તે મિથ્યાદ્રષ્ટિ થઈ જાય. જો દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર-ભણતરનો રાગ અને પંચમહાવ્રતાદિનો રાગ-એનો કર્તા જો ચેતન થાય તો ચેતન જ્ઞાતાદ્રષ્ટાપણે રહે નહિ; રાગનો કર્તા થતાં તે અવશ્ય મિથ્યાદ્રષ્ટિ થઈ જાય. આવી હવે બહુ કઠણ વાત!

તો મુનિરાજને એવો વ્યવહાર તો હોય છે? હા, હોય છે; પણ એના તો કર્તા નથી. જ્ઞાની તો એના જાણનારમાત્ર રહે છે. ઉપર પ્રમાણે, ચેતનાને દ્વિરૂપ નહિ માનવાથી બે દોષ-આપત્તિ આવે છે. તેથી કહે છે- ‘तेन चित् नियतं दग्ज्ञप्तिरूपा अस्तु’ માટે ચેતના નિયમથી દર્શનજ્ઞાનરૂપ જ હો. અર્થાત્ ચેતના નિયમથી દર્શનજ્ઞાનમય જ છે.

* કળશ ૧૮૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્ય પ્રતિભાસરૂપ (-દર્શનરૂપ) અને વિશેષ પ્રતિભાસરૂપ (-જ્ઞાનરૂપ) હોવી જોઈએ.’

જુઓ, ભગવાને જોયાં છે એ બધાં દ્રવ્યો જગતમાં જાતિ અપેક્ષાએ છ છે, અને સંખ્યા અપેક્ષાએ જીવ-આત્મા અનંત, પરમાણુ અનંતાનંત, ધર્માસ્તિકાય એક, અધર્માસ્તિકાય એક, એક આકાશ અને અસંખ્યાત કાલાણુ છે. એ બધા પદાર્થ પ્રત્યેક સામાન્યવિશેષરૂપ છે. તે બધાય પદાર્થ દ્રવ્યપણે એકરૂપ સામાન્ય છે ને ગુણ-પર્યાયથી વિશેષરૂપ છે. સામાન્યવિશેષરૂપે હોવું વસ્તુનો સહજ સ્વભાવ જ છે. તેથી તેને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્યવિશેષરૂપ છે; સામાન્યપ્રતિભાસરૂપ દર્શન અને વિશેષ પ્રતિભાસરૂપ જ્ઞાન છે. જુઓ, આ ન્યાયથી-લોજીકથી વાત છે.


PDF/HTML Page 2935 of 4199
single page version

‘જો ચેતના પોતાની દર્શનજ્ઞાનરૂપતાને છોડે તો ચેતનાનો જ અભાવ થતાં, કાં તો ચેતન આત્માને જડપણું આવે, અથવા તો વ્યાપકના અભાવથી વ્યાપ્ય એવા આત્માનો અભાવ થાય.’

અહીં કહે છે કે ચેતનાના જ્ઞાતા-દ્રષ્ટાપણે બે રૂપ ન માનો તો ચેતનાનો અભાવ થઈ જાય અને ચેતનાનો અભાવ થતાં ચેતન આત્મા જડ થઈ જાય. અથવા ચેતના વ્યાપક છે, અને આત્મા વ્યાપ્ય છે. તેથી વ્યાપકનો અભાવ થતાં વ્યાપ્ય આત્માનો નાશ થઈ જાય.

‘માટે ચેતના દર્શનજ્ઞાનસ્વરૂપ જ માનવી.’ ચેતન (દ્રવ્ય) ને ચેતના (ગુણ) અભેદ છે. માટે જેને ધર્મ કરવો હોય તેણે ચેતના-જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવથી અભેદ ભગવાન આત્માની દ્રષ્ટિ કરીને તેમાં જ એકાગ્ર થવું જોઈએ. હવે આવી વાત કઠણ પડે એટલે લોકો ‘એકાન્ત છે’ -એમ રાડુ પાડે પણ ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે.

વળી કોઈ કહે છે કે-પર્યાય અને દ્રવ્ય તો અભિન્ન જ છે, માટે પર્યાયમાં અશુદ્ધતા હોય તો દ્રવ્ય પણ અશુદ્ધ થઈ જાય.

ભાઈ! એમ નથી બાપા! દ્રવ્ય તો ત્રિકાળ છે અને પર્યાય તો એક સમયવર્તી જ છે. સિદ્ધની નિર્વિકારી પર્યાય પણ એક સમયની જ છે, એ કાંઈ ત્રિકાળી વસ્તુ નથી. સિદ્ધની પર્યાય પણ દ્રવ્યનો એક ભેખ છે. તેવી રીતે મોક્ષમાર્ગની પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યનો એક સમયનો ભેખ છે અને સંસારની પર્યાય પણ ચેતન દ્રવ્યનો એક સમયનો વિકારી ભેખ છે.

આ શાસ્ત્રની ગાથા ૩૨૦માં કહ્યું છે કે મોક્ષમાર્ગની પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ (-નિશ્ચયથી) ભિન્ન છે. ચેતન જે દ્રવ્ય છે એનો ચેતના સ્વભાવ છે. ત્યાં ચેતન દ્રવ્યમાં- અભેદમાં એકાગ્ર થતાં ચેતનાસ્વભાવમય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના-મોક્ષમાર્ગના પરિણામ પ્રગટ થાય છે. હવે એ પર્યાય જો દ્રવ્યમાં એકરૂપ (અભેદ) થઈ જાય તો મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થતાં ત્રિકાળી પારિણામિકભાવનો પણ નાશ થઈ જાય.

શું કીધું? કે આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ એક શુદ્ધ ચૈતન્યરસકંદ છે. એને જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવતાં જે સ્વસંવેદનજ્ઞાન થયું એની સાથે ‘આ અખંડ એક પરિપૂર્ણ ચિન્માત્ર વસ્તુ હું છું’ -એવી પ્રતીતિ પ્રગટ થઈ અને સાથે સ્વરૂપમાં ચરવા- રમવારૂપ આચરણ પ્રગટ થયું. આમ પ્રગટ થયેલ શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગની પર્યાય જો ત્રિકાળી આત્મદ્રવ્ય સાથે એક થઈ જાય તો તે મોક્ષમાર્ગની પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જાય. માટે નિશ્ચયથી પર્યાય દ્રવ્યથી ભિન્ન જ છે.

સંવર અધિકારની આરંભની ગાથાઓમાં લીધું છે કે-ભગવાન આત્મા એક


PDF/HTML Page 2936 of 4199
single page version

વસ્તુ છે ને દયા, દાન આદિના જે શુભાશુભ પરિણામ થાય છે એ એનાથી ભિન્ન બીજી વસ્તુ છે, કેમકે રાગના પ્રદેશો ને આત્માના પ્રદેશો ભિન્ન છે. જેટલા ક્ષેત્રમાં રાગ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર, ધ્રુવના ક્ષેત્રની ભિન્ન ગણવામાં આવ્યું છે. અને તેથી વિકારનો આધાર આત્મા નહિ, કે આત્માનો આધાર વિકાર નહિ-એમ બન્નેને પરસ્પર આધાર-આધેય સંબંધ નથી એમ ત્યાં સિદ્ધ કર્યું છે. (મતલબ કે પર્યાય દ્રવ્યથી વાસ્તવમાં ભિન્ન જ છે.)

મોક્ષમાર્ગની પર્યાય છે તેના પણ પ્રદેશો ત્રિકાળીના ક્ષેત્રથી ભિન્ન ગણવામાં આવ્યા છે. આ વાત ચિદ્દવિલાસમાં આવે છે. પ્રવચનસારમાં પણ કહ્યું છે કે-ઉત્પાદ ઉત્પાદથી છે, ધ્રુવ કે વ્યયથી નહિ; વ્યય વ્યયથી છે, ઉત્પાદ કે ધ્રુવથી નહિ; ને ધ્રુવ ધ્રુવથી છે, ઉત્પાદ કે વ્યયથી નહિ. બહુ ઝીણી વાત છે ભાઈ! તત્ત્વ બહુ સૂક્ષ્મ છે પ્રભુ!

પર્યાયની સ્થિતિ એક સમયની છે, જ્યારે દ્રવ્ય ત્રિકાળ છે. પર્યાયનો ભાવ જે પ્રદેશમાં ઉત્પન્ન થાય છે તે પ્રદેશનો અંશ ભિન્ન છે ને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. અહા! પર્યાયનું વીર્ય પર્યાયથી છે, પર્યાયની ઉત્પત્તિ પર્યાયથી છે. પર્યાયનું ટકવું પર્યાયથી છે. પર્યાયનાં ષટ્કારક પર્યાયમાં પર્યાયથી છે. આમ નિશ્ચયથી પર્યાય દ્રવ્યથી ભિન્ન છે.

માટે અશુદ્ધ પર્યાય હોતાં ત્રિકાળી દ્રવ્ય આખું અશુદ્ધ થઈ જાય છે એમ નથી. પર્યાયની અશુદ્ધતાના કાળમાં પણ દ્રવ્ય તો એકરૂપ શુદ્ધ જ છે. (તેને પર્યાય અપેક્ષા અશુદ્ધ કહેવું એ બીજી વાત છે.)

અરે! અનંતકાળમાં પોતે કોણ છે એ સમજવાની એણે દરકાર કરી નથી. ભાઈ! પર્યાય છે ખરી; પર્યાય છે જ નહિ એમ કોઈ કહે તો એ ખોટું છે. પર્યાય છે અને કાર્ય પર્યાયમાં જ થાય છે, ત્રિકાળી દ્રવ્યમાં નહિ. ત્રિકાળી દ્રવ્ય જે શુદ્ધ એકરૂપ છે તેનો આશ્રય કરવાથી (પર્યાય એના વલણમાં જવાથી) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે. પરંતુ તે એક સમયની અવસ્થા છે. અહા! એક સમયની અવસ્થાનો ભાવ ભિન્ન, કાળ ભિન્ન, ક્ષેત્ર ભિન્ન અને વીર્ય ભિન્ન છે. અહો! વસ્તુનું સ્વરૂપ આવું છે; ભગવાને આવું દેખ્યું છે અને કહ્યું છે. (ભગવાનની વાણીમાં એ પ્રમાણે આવ્યું છે).

અહીં કહે છે-ચેતના દર્શનજ્ઞાનસ્વરૂપ જ માનવી. અહા! જેમ વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષરૂપ છે તેમ વસ્તુને ચેતનારી ચેતના પણ સામાન્ય દર્શનસ્વરૂપ અને વિશેષ જ્ઞાનસ્વરૂપ છે. અહા! આવા પોતાના જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવને જાણી, તેમાં જ એકાગ્રપણે લીન થઈને રહેવું એનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ...?

અહીં તાત્પર્ય એવું છે કે-“સાંખ્યમતી આદિ કેટલાક લોકો સામાન્ય ચેતનાને જ માની એકાંત કહે છે, તેમનો નિષેધ કરવા માટે ‘વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષરૂપ


PDF/HTML Page 2937 of 4199
single page version

છે તેથી ચેતનાને સામાન્ય વિશેષરૂપ અંગીકાર કરવી’ -એમ અહીં જણાવ્યું છે.”

જુઓ, સાંખ્યમત આદિ અન્યમત છે તે સામાન્યને માને છે, પરંતુ વિશેષને માનતો નથી. ચેતના જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ છે એમ ચેતનાના યથાર્થ સ્વરૂપને માનતા નથી. તેથી એવા એકાન્તનો પરિહાર કરવા માટે જેમ વસ્તુ સામાન્ય-વિશેષ-સ્વરૂપ છે તેમ તેને પ્રતિભાસનારી ચેતના પણ દ્રષ્ટાપણે સામાન્ય અને જ્ઞાતાપણે વિશેષરૂપ છે એમ અહીં દર્શાવ્યું છે. ચેતના ગુણ-શક્તિ-સ્વભાવ છે અને તેનાં દર્શન અને જ્ઞાન બેરૂપ છે એમ યથાર્થ માનવું.

અહા! દિગંબર ધર્મ સિવાય આવું વસ્તુનું સત્યાર્થ સ્વરૂપ બીજે ક્યાંય કહ્યું નથી. અહા! સત્યાર્થ સ્વરૂપની સમજણ વિના સમ્યગ્દર્શન થાય નહિ અને સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર કદીય સાચાં હોતાં નથી. છહઢાલામાં આવે છે ને કે-

‘મોક્ષમહલકી પરથમ સીઢી યા બિન જ્ઞાન ચરિત્રા,
સમ્યક્તા ન લહૈ સો દર્શન ધારો ભવ્ય પવિત્રા.’

માટે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને યથાર્થ ઓળખી તેના આશ્રયે પ્રથમ સમકિતી થવું જોઈએ.

હવે આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-

* કળશ ૧૮૪ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘चितः’ ચૈતન્યનો (આત્માનો) તો ‘एकः चिन्मयः एव भावः’ એક ચિન્મય જ ભાવ છે, ‘ये परे भावाः’ જે બીજા ભાવો છે ‘ते किंल परेषाम्’ તે ખરેખર પરના ભાવો છે;....

ચિત્ એટલે ચેતનદ્રવ્ય, જીવદ્રવ્ય, અહીં કહે છે-ચેતનદ્રવ્યનો એટલે કે ભગવાન આત્માનો તો ચિન્મય જ ભાવ છે. અહા! જાણવું-દેખવું બસ એ એક જ આત્માનો સ્વભાવ છે. આ રાગાદિ જે બીજા ભાવો છે તે ખરેખર પરના ભાવો છે. શું કીધું? હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ઇત્યાદિના જે વિકલ્પ ઉઠે છે તે પાપભાવ છે, ને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના જે વિકલ્પ ઉઠે છે તે પુણ્યભાવ છે; એ પુણ્ય-પાપના ભાવ શુદ્ધ ચૈતન્યના ભાવ નથી, પણ ખરેખર તે પરના ભાવો છે.

અહાહા....! ભગવાન આત્મા શુદ્ધ ચિન્મય એટલે ચેતનામય છે; ચેતનાવાળો છે એમે નહિ, ચેતનાવાળો કહીએ ત્યાં તો ભેદ થઈ જાય. આ તો અભેદ એકરૂપ શુદ્ધ ચિન્મય પ્રભુ આત્મા છે એમ કહે છે. અહા! આવા અભેદ એક ચિન્મય આત્માની દ્રષ્ટિ કરી એનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. આવા અનુભવમાં સ્થિરતા ધરવી તે ધર્મ નામ મોક્ષમાર્ગ-મોક્ષનો ઉપાય છે.


PDF/HTML Page 2938 of 4199
single page version

કેટલાક લોકોને સત્ સામે (વસ્તુના સ્વરૂપ સામે) બે વાંધા છે. તેઓ કહે છે-

૧. દ્રવ્ય અને પર્યાય એક છે માટે પર્યાય અશુદ્ધ થઈ જતાં દ્રવ્ય પણ અશુદ્ધ થઈ જાય છે.

૨. વ્યવહારથી નિશ્ચય થાય અર્થાત્ શુભરાગ કરતાં કરતાં સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે.

ખરેખર તો ચેતનાની એક સમયની જાણનક્રિયારૂપ- જાણવાદેખવાના અનુભવરૂપ પર્યાય (-નિર્મળ પર્યાય) દ્રવ્યથી કથંચિત્ (-નિશ્ચયથી) ભિન્ન છે; અને આ જે રાગાદિ વિકલ્પ ઉઠે છે એ અશુદ્ધ પર્યાય દ્રવ્યથી સર્વથા ભિન્ન છે. હવે જે સર્વથા ભિન્ન છે એનાથી અંદર નિશ્ચયસ્વરૂપમાં (જ્ઞાયકમાં) કેમ જવાય? ભિન્ન છે એને તો ભિન્ન રાખીને જ અર્થાત્ એને છોડીને જ અંતરમાં જવાય. લ્યો, આવો મારગ છે.

અહાહા...! ચિત્ એટલે કારણજીવ, કારણપરમાત્મા. તે કેવો છે? તો કહે છે-એક શુદ્ધ ચિન્મય છે, ત્રણેકાળ શુદ્ધ છે. વર્તમાન પર્યાયની અશુદ્ધતાના કાળે પણ એ અંદર તો શુદ્ધ જ છે. ગુણી જે વસ્તુ છે તે ગુણમય છે. જેમ સાકર છે તે મીઠાશથી તન્મય છે તેમ ચિત્ ચેતનાથી તન્મય છે, અભેદ એક ચિન્મય છે. અહા! આવા અભેદ એક આત્મામાં આ ગુણ ને આ ગુણી એમ ભેદ પાડવો તે અન્યભાવ છે કેમકે ભેદને લક્ષમાં લેતાં વિકલ્પરાગ જ ઉઠે છે. માટે ભેદને ગૌણ કરી એક અભેદનું જ લક્ષ કરવા યોગ્ય છે. અહા! દ્રષ્ટિમાં લેવા યોગ્ય તો એક ચિન્મય આત્મા જ છે. સમજાણું કાંઈ...? ભાઈ! ભાષા તો સાદી છે, બાકી ભાવ તો જે છે તે છે. (સૂક્ષ્મ દ્રષ્ટિએ પકડવા યોગ્ય છે).

આ શરીર જડ માટી-ધૂળ તો આત્મામાં છે નહિ અને જડ કર્મ પણ આત્માની ચીજ નથી. વળી પાપના ભાવ છે એય આત્મામાં નથી ને પુણ્યના ભાવ પણ આત્માની ચીજ નથી. આ વ્યવહારરત્નત્રયના શુભભાવ આત્માની વસ્તુ નથી. અહા! એક ચિન્મય ભાવ સિવાયના સર્વભાવ પરભાવ છે. જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવ પણ પરભાવ છે, તે જીવભાવ નથી. હવે આવું છે ત્યાં શુભભાવથી-પરભાવથી અંદર સ્વમાં ધર્મ કેમ થાય? ન થાય.

ભાઈ! પોતાના સ્વસ્વરૂપને જાણ્યા વિના જન્મ-મરણનાં અસહ્ય દુઃખોને વેઠતાં વેઠતાં તારો અનંતકાળ ગયો, અહા! પરમાત્મા કહે છે -તેં કેટલાં જન્મ-મરણ કર્યાં કે મરણ ટાણે તારી માતાને જે દુઃખ ભર્યું રૂદન આવ્યું તેનાં આંસુ એકઠાં કરીએ તો અનંતા સમુદ્ર ભરાઈ જાય. અહા! આટલાં એણે અનંતા મરણ કર્યાં છે. ભાઈ! તેં જે પારાવાર દુઃખ સહન કર્યાં છે તેને શું કહીએ? એને દેખનારની આંખમાં પણ


PDF/HTML Page 2939 of 4199
single page version

આંસુ આવી જાય એવાં એ અસહ્ય છે. મનુષ્યપણામાં તો તે દુઃખ

સહન કર્યાં, એ સિવાય પશુયોનિમાં ને નરકમાં અતિ તીવ્ર દુઃખો સહન કર્યાં છે. જુઓ, કોઈ માખણ જેવા સુંવાળા દેહવાળો રૂપાળો રાજકુમાર હોય એને જમશેદપુરની ધગધગતી ભઠ્ઠીમાં નાખે અને જે દુઃખ થાય એનાથી અનંતગણું દુઃખ પહેલી નરકમાં દશ હજાર વર્ષની સ્થિતિમાં હોય છે. બાપુ! એ દશ હજાર વર્ષની સ્થિતિએ ત્યાં તું અનંતવાર જન્મ્યો છે. એ પ્રમાણે દશ હજાર વર્ષને એક સમય, દશ હજાર વર્ષ ને બે સમય, દશ હજાર વર્ષ ને ત્રણ સમય-એમ કરીને સાગરોપમની સ્થિતિએ પ્રત્યેક નરકમાં અનંતવાર જન્મ્યો-મર્યો છે. અહા! આ બધું દુઃખ ભાઈ! તને સ્વરૂપની સમજણ વિના ઊભું થયું છે. માટે હવે (આ અવસરે) તો સ્વરૂપની સમજણ કર. હમણાં નહિ કરે તો કયારે કરીશ ભાઈ? (એમ કે અનંતકાળેય તને આવો અવસર ફરીથી નહિ મળે).

ભગવાન આત્મામાં પુણ્ય-પાપના ભાવ નથી એ તો ઠીક, તેમાં વર્તમાન પર્યાયનો પણ અભાવ છે. ઝીણી વાત પ્રભુ! ત્રિકાળી ધ્રુવમાં વર્તમાન પર્યાયનો અભાવ છે. આથી કોઈ કહે કે પર્યાય પર્યાયમાં પણ નથી તો એમ નથી. સમયસાર ગાથા ૧૧માં પર્યાયને અભૂતાર્થ કહી તે ગૌણ કરીને અભૂતાર્થ કહી છે. ત્યાં એનું પ્રયોજન જે સમ્યગ્દર્શન તેની પ્રાપ્તિ માટે ત્રિકાળી સત્ને સત્યાર્થ કહ્યું ને વર્તમાન પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે, કેમકે ત્રિકાળી ધ્રુવના જ આશ્રયે નિજ પ્રયોજનની-સમ્યગ્દર્શનની સિદ્ધિ થાય છે, પર્યાયના આશ્રયે નહિ. આ પ્રમાણે અભેદ એક ચિન્મય આત્મામાં એકાગ્રતા કરવી એ જ દુઃખની મુક્તિનો ઉપાય છે. વચ્ચે વ્યવહાર આવે છે ખરો, પણ એ કાંઈ ઉપાય નથી, ઉલટું એ તો બંધનું-દુઃખનું જ કારણ છે.

ત્યારે કેટલાક રાડુ પાડે છે કે-તમે વ્યવહારનો લોપ કરો છો. અરે, સાંભળને ભાઈ! તારી ચીજમાં એ ડાઘ-કલંક છે. તને વ્યવહારનો આગ્રહ છે અને એનાથી લાભ થવાનું તું માને છે એ તારી દ્રષ્ટિ જ વિપરીત છે. જેનાથી ભિન્ન પડવું છે એનાથી વળી લાભ કેમ થાય? અહા! નિમિત્તને આધીન થઈને જે ભાવો થાય તે શુભ હો કે અશુભ; એ બધા પરના ભાવો છે.

‘ततः’ માટે ‘चिन्मयः भावः एव ग्राह्यः’ (એક) ચિન્મય ભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે, ‘परे भावाः सर्वतः एव हेयाः’ બીજા ભાવો સર્વથા છોડવાયોગ્ય છે.

આવું ચોક્ખું છે તોય કેટલાક કહે છે-આ એકાન્ત છે; એમ કે તમે વ્યવહારથી નિશ્ચય થાય એમ માનતા નથી.

અરે ભાઈ! આ કહ્યું તો ખરું કે એક ચિન્મય ભાવ જ ગ્રહણ કરવાયોગ્ય છે અને બીજા ભાવો સર્વથા છોડવા યોગ્ય છે. આ અનેકાન્ત છે. વ્યવહારથી પણ થાય અને


PDF/HTML Page 2940 of 4199
single page version

ચિન્મયભાવથી પણ થાય એમ તું અનેકાન્ત કહે પણ એ અનેકાન્ત નથી, એ તો ફૂદડીવાદ છે.

ચિન્મય ભાવ જ ગ્રહણ કરવાયોગ્ય છે. આ સમ્યક્ એકાન્ત છે. એનું (ચિન્મયનું) ગ્રહણ થતાં પરભાવો ઉત્પન્ન થતા નથી એને પરભાવનો ત્યાગ કર્યો એમ કહીએ છીએ. આત્મામાં પરવસ્તુનું તો ગ્રહણ-ત્યાગ છે નહિ. ફક્ત મિથ્યા પર ભાવ વડે પર મારાં એમ માને છે. પણ સ્વનું ગ્રહણ થતાં એ પરભાવ ઉત્પન્ન થતા નથી એને પરભાવનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે.

અરે! અનાદિથી એણે સ્વ-સ્થાન નિજઘર છોડી દીધું છે. ભજનમાં આવે છે ને કે-

‘હમ તો કબહું ન નિજઘર આયે,
પર ઘર ભ્રમત દિન બીતે, નામ અનેક ધરાયે-’ હમ તો

અહા! મેં દયા પાળી, ને વ્રત પાળ્‌યાં, ને તપસ્યા કરી, ને ભક્તિ કરી-એમ અનેક પ્રકારના પુણ્યભાવમાં-પરભાવમાં રહ્યો એ પરઘર છે. જેમ પાપના ભાવમાં રહે એ પરઘર છે તેમ પુણ્યના ભાવ પણ પરઘર છે. અહા! ભજનમાં કહે છે-આવા અનેક પરઘરમાં એને રખડવું થયું એ મહા કલંક છે. અરે! હું કદીય નિજઘરમાં-સ્વધામ પ્રભુ ચૈતન્યધામમાં ન આવ્યો! એમ કે અનંતકાળમાં મેં સ્વનો આશ્રય કરીને આત્મકલ્યાણ કર્યું નહિ! આમ ખેદ પ્રગટ કરે છે. સમજાણું કાંઈ...?

અહીં કહે છે-પરભાવો સર્વ પ્રકારે હેય છે. ‘सर्वत्ः’ એમ શબ્દ છે ને? છે કે નહિ? છે ને પુસ્તકમાં. મતલબ કે કથંચિત્ વ્યવહાર હેય ને કથંચિત્ ઉપાદેય એમ નથી. વ્યવહાર સર્વ પ્રકારે હેય છે.

વ્યવહારનયથી વ્યવહાર પૂજ્ય છે એમ શાસ્ત્રમાં આવે છે; એનો અર્થ એ છે કે વ્યવહારથી વ્યવહાર જાણવાલાયક છે, નિશ્ચયથી તો એ હેય જ છે. વ્યવહારનયથી કહ્યું એનો અર્થ એ કે એ ઉપચારથી કહ્યું છે. કળશટીકામાં વ્યવહારનો અર્થ કથનમાત્ર કર્યો છે.

ભાઈ! તારી ચીજ માલંમાલ છે ને પ્રભુ! અંદર અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત-અનંત ઇશ્વરતા પડયાં છે ને પ્રભુ! અહાહા...! ભગવાન! તું ઈશ્વર છો. તારી ઈશ્વરશક્તિને ગ્રહણ કર ને પરભાવથી છૂટી જા. પરભાવો તો સર્વ પ્રકારે ત્યાગ કરવાલાયક જ છે. સમકિતીને અને મુનિવરોને પરભાવ આવે છે પણ તેમને તે હેય છે. અહો! એક ચિન્મય વસ્તુ આત્મા જ ગ્રાહ્ય છે ઉપાદેય છે.

અહા! આવું તત્ત્વનું સ્વરૂપ સાંભળવા મળવું મહા દુર્લભ છે. મનુષ્યપણા વિના તો એ ક્યાં સાંભળવા મળે? એમાંય જૈનદર્શન સિવાય બીજે ક્યાં આ વાત સાંભળવા મળે? અને જૈનદર્શનમાંય આના સંભળાવનારા કોણ? કો’ ક સમકિતી જવલ્લે જ આવી