PDF/HTML Page 2901 of 4199
single page version
‘આત્મા અને બંધને પ્રથમ તો તેમનાં નિયત સ્વલક્ષણોના વિજ્ઞાનથી સર્વથા જ છેદવા અર્થાત્ ભિન્ન કરવા.’
‘પ્રથમ તો’ -સંસ્કૃતમાં ‘तावत्’ શબ્દ છે ને? એટલે કે સમકિત પામવા પહેલાં અને પામવા કાળે સૌ પહેલાં શું કરવું? પહેલામાં પહેલું આ કરવું એમ કહે છે. શું? કે તું આત્મા કોણ છો? ને આ વિકાર કોણ છે? અહા! એ બન્નેના નિયત સ્વલક્ષણોને જાણીને-નિશ્ચિત કરીને જ્ઞાન વડે બન્નેને સર્વથા જ છેદવા-ભિન્ન કરવા. અહા! પોતે ત્રિકાળ શાશ્વત શુદ્ધ એક ચેતનાલક્ષણ જીવ છે ને આ રાગાદિ વિકારના ઉત્પન્નધ્વંસી ક્ષણિક ભાવો બંધનું લક્ષણ છે એમ બન્નેને નિયત સ્વલક્ષણોના ભેદથી ભિન્ન જાણી જ્ઞાન વડે બન્નેને સર્વથા જ ભિન્ન કરવા. રાગ વડે છેદવા એમ નહિ; રાગ તો અજ્ઞાનમય જડ આંધળો છે, એનાથી કેમ છેદાય? ન છેદાય. વળી ‘સર્વથા જ’ છેદવા એમ કહ્યું છે; મતલબ કે સમસ્તપણે છેદવા એમ કહેવું છે. ભાઈ! વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવની આ આજ્ઞા છે.
લોકો કહે છે ને? કે દયા પાળો, વ્રત કરો, દાન કરો, ભક્તિ કરો, પૂજા કરો-એ કરતાં કરતાં (નિશ્ચય ધર્મ) થશે; પણ એની અહીં ના પાડે છે. અહીં તો કહે છે-એ સર્વ વ્યવહાર છે તે રાગ છે, બંધનું લક્ષણ છે અને એને સર્વથા જ ભિન્ન પાડતાં લાભ થાય, સમકિત થાય, એનાથી ન થાય; એનાથી તો બંધ થાય. વ્યવહાર પહેલો ને નિશ્ચય પછી એમ અહીં કહ્યું નથી. કોઈ ઠેકાણે શાસ્ત્રમાં એમ આવે તો એ ભૂતનૈગમનયે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહ્યું છે એમ યથાર્થ સમજવું. (અને એ તો જેને સમકિત થયું છે એની વાત છે).
કોઈને થાય કે બહારમાં ગીલોડાં વગેરે શાકના છરી વડે કટકા કરવાનું કહે તો એ તો સમજાય પણ આને (-આત્મા અને બંધને) સર્વથા જ જુદા કરવાનું શેં સમજાય? એમ કે આ સમજાતું નથી.
અરે ભાઈ! શાકના કટકા તો તું કયાં કરી શકે છે? શાકના કટકા કરવાનું તો તારું સામર્થ્ય જ નથી. (પરદ્રવ્ય પરદ્રવ્યનું કાંઈ કરે એવું કોઈ દ્રવ્યમાં સામર્થ્ય જ હોતું નથી). પણ રાગથી-બંધથી ભિન્ન પોતાના આત્માને અનુભવવો એ તો તારું સામર્થ્ય છે. અંતર્મુખ વળેલી જ્ઞાનની દશા વડે ભિન્ન આત્માને અનુભવી શકાય છે. ભાઈ! આ તો તને સમજાય એવું છે ને નાથ!
અહા! પણ એને કયાં સમજવાની દરકાર છે? અરેરે! ચિદાનંદઘન પ્રભુ આત્માની સમજણ વિના જગત આખું ચોરાસીના અવતારમાં રખડી-રવડી મરે છે! અનંતકાળમાં એને નારકી ને પશુના અનંતભવ કર્યા. કદાચિત્ મનુષ્ય થયો અને
PDF/HTML Page 2902 of 4199
single page version
એમાં કંઈક પુણ્યયોગથી સગવડતા મળી તો બધું ભૂલી ગયો, ને ચઢી ગયો મદમાં. વળી કોઈ રાગની મંદતામાં સલવાઈ ગયો; એમ કે વ્યવહાર કરતાં કરતાં થાય. અરે! એણે આ વાત સાંભળવાની ને સમજવાની દરકાર કરી નહિ!
હવે કહે છે- ‘પછી, રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને જ ગ્રહણ કરવો.’
જુઓ, આ ભેદજ્ઞાન કહ્યું. આને છોડવો ને આને ગ્રહણ કરવો એ ભેદ કરવાના સૂક્ષ્મ વિકલ્પ તો વિકલ્પરૂપ ભેદજ્ઞાન છે. પણ આત્માની ભૂમિકામાં જે જાણવા-દેખવાનો ઉપયોગ થાય તેને એકદમ જાણનાર... જાણનાર... જાણનાર પ્રભુ જ્ઞાયક પ્રતિ વાળીને શુદ્ધાત્માનુભૂતિ કરે ત્યારે રાગાદિ જે પુણ્ય-પાપના બંધભાવો છે તેનું લક્ષ છૂટી જાય છે અને તે વાસ્તવિક ભેદજ્ઞાન છે, સમ્યગ્જ્ઞાન છે, ધર્મ છે. સમજાણું કાંઈ...?
વળી કહે છે- ‘આ જ ખરેખર આત્મા અને બંધને દ્વિધા કરવાનું પ્રયોજન છે કે બંધના ત્યાગથી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.’
જોયું? બન્નેને જુદા પાડવાનું પ્રયોજન જ આ છે કે રાગનું લક્ષ છોડી ચિદાનંદઘન પ્રભુ આત્માને જ ગ્રહણ કરવો-અનુભવવો. આ રીતે જ એને સમ્યગ્દર્શનજ્ઞાન ને અંતર- રમણતારૂપ ધર્મ પ્રગટ થાય છે. આ સિવાય બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાથી સમકિત થવાનું કોઈ કહે તો તે અસત્ય છે, સત્યાર્થ નથી.
‘શિષ્યે પૂછયું હતું કે આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું? તેનો આ ઉત્તર આપ્યો કે બંધનો તો ત્યાગ કરવો અને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.’
આત્મા ચૈતન્યલક્ષણે જાણવાલાયક છે, અને બંધને રાગલક્ષણે જાણવાલાયક- ઓળખવાલાયક છે. આમ બેને લક્ષણભેદે ભિન્ન જાણીને અંતર્મુખ ઉપયોગ વડે શુદ્ધ ચૈતન્યમય આત્માને ગ્રહણ કરવો-અનુભવવો અને રાગલક્ષણ જે બંધ એને છોડી દેવો- એમ કહે છે. આમાં એમ ન આવ્યું કે પહેલાં દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહાર કરો ને પછી નિશ્ચય થશે. ભાઈ! વ્યવહારથી નિશ્ચય થાય એમ વસ્તુ જ નથી. રાગ જે બંધનું લક્ષણ છે એનાથી અબંધસ્વભાવી આત્મા કેમ પ્રાપ્ત થાય? ન થાય. આવી વાત છે.
PDF/HTML Page 2903 of 4199
single page version
जह पण्णाइ विभत्तो तह पण्णाएव घेत्तव्वो।। २९६।।
यथा प्रज्ञया विभक्तस्तथा प्रज्ञयैव गृहीतव्यः।। २९६।।
(‘આત્મા અને બંધને ભિન્ન તો પ્રજ્ઞા વડે કર્યા પરંતુ આત્માને ગ્રહણ શા વડે કરાય?’ -એવા પ્રશ્નની તથા તેના ઉત્તરની ગાથા કહે છેઃ-
પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૨૯૬.
ગાથાર્થઃ– (શિષ્ય પૂછે છે કે-) [सः आत्मा] તે (શુદ્ધ) આત્મા [कथं] કઈ રીતે [गृह्यते] ગ્રહણ કરાય? (આચાર્યભગવાન ઉત્તર આપે છે કે-) [प्रज्ञया तु] પ્રજ્ઞા વડે [सः आत्मा] તે (શુદ્ધ) આત્મા [गृह्यते] ગ્રહણ કરાય છે. [यथा] જેમ [प्रज्ञया] પ્રજ્ઞા વડે [विभक्तः] ભિન્ન કર્યો, [तथा] તેમ [प्रज्ञया एव] પ્રજ્ઞા વડે જ [गृहीतव्यः] ગ્રહણ કરવો.
ટીકાઃ– શુદ્ધ એવો આ આત્મા શા વડે ગ્રહણ કરવો? પ્રજ્ઞા વડે જ શુદ્ધ એવો આ આત્મા ગ્રહણ કરવો; કારણ કે શુદ્ધ આત્માને, પોતે પોતાને ગ્રહતાં, પ્રજ્ઞા જ એક કરણ છે-જેમ ભિન્ન કરતાં પ્રજ્ઞા જ એક કરણ હતું તેમ. માટે જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો.
ભાવાર્થઃ– ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં કરણો જુદાં નથી; માટે પ્રજ્ઞા વડે જ આત્માને ભિન્ન કર્યો અને પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો.
‘આત્મા અને બંધને ભિન્ન તો પ્રજ્ઞા વડે કર્યા પરંતુ આત્માને ગ્રહણ શા વડે કરાય?’ અર્થાત્ શુદ્ધાત્માને અનુભવવો કેવી રીતે? -એવા પ્રશ્નની તથા તેના ઉત્તરની ગાથા કહે છેઃ-
લ્યો, આ એકદમ સાર-સાર ગાથા છે. ઝગડા બધા મટી જાય એવી આ ગાથા છે. ગાથામાં પ્રશ્ન અને ઉત્તર બન્ને છે. શું કહે છે? કે-
PDF/HTML Page 2904 of 4199
single page version
‘શુદ્ધ એવો આ આત્મા શા વડે ગ્રહણ કરવો? પ્રજ્ઞા વડે જ શુદ્ધ એવો આ આત્મા ગ્રહણ કરવો;...’
જુઓ આ પ્રશ્ન ને ઉત્તર! જેમ અંતરમાં વળેલી જ્ઞાનની દશા ભગવતી પ્રજ્ઞા વડે રાગને આત્માથી સર્વથા જુદો કર્યો હતો તેમ તે જ જ્ઞાનની દશા ભગવતી પ્રજ્ઞા વડે શુદ્ધ આત્માને અનુભવવો.
શિષ્યનો પ્રશ્ન છે કે એક વાર રાગને જુદો પાડયા પછી વારંવાર શુદ્ધાત્માનો અનુભવ શા વડે કરવો? એમ કે એકવાર અનુભવ થયા પછી વ્યવહાર તો આવે છે, તો શું તે વ્યવહાર વડે વા વ્યવહાર કરતાં કરતાં કાંઈ અંદરમાં વિશ્રામ-સ્થિરતા થતાં હશે એમ છે? એનો આ ઉત્તર આપવામાં આવે છે કે-
પછી પણ પ્રજ્ઞા વડે જ શુદ્ધાત્માને ગ્રહણ કરવો કેમકે પ્રજ્ઞા વડે જ અર્થાત્ આત્માના અનુભવ વડે જ આત્મા ગ્રહાય છે-પકડાય છે. ભાષા જોઈ? ‘प्रज्ञयैव’ - ‘પ્રજ્ઞા વડે જ’ એમ કહ્યું છે. મતલબ કે બીજી કોઈ રીતે નહિ. આગળની ગાથામાં બેને ‘સર્વથા જ’ ભિન્ન કરવા એમ કહ્યું હતું.
પ્રશ્નઃ– હા, પણ ભગવાનનો માર્ગ તો અનેકાન્ત છે. ઉત્તરઃ– પ્રજ્ઞા વડે જ શુદ્ધાત્માનું ગ્રહણ થાય, બીજી રીતે ન થાય એ અનેકાંત છે. હવે તેનું કારણ આપે છેઃ- ‘કારણ કે શુદ્ધ આત્માને, પોતે પોતાને ગ્રહતાં, પ્રજ્ઞા જ એક કરણ છે-જેમ ભિન્ન કરતાં પ્રજ્ઞા જ એક કરણ હતું તેમ.’
શું કહે છે? કે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માને જ્ઞાનલક્ષણે લક્ષિત કરીને તથા દયા, દાન, વ્રતાદિ વ્યવહારના રાગને બંધના લક્ષણપણે જાણીને જેમ બંધને સર્વથા જ લક્ષમાંથી છોડી દીધો ને ભગવાન આત્માને અંતર-એકાકાર જ્ઞાન-પ્રજ્ઞા વડે ગ્રહણ કર્યો -અનુભવ્યો તેમ ભગવાન આત્માને દ્રષ્ટિમાં લઈ, મોક્ષને માટે, પોતે પોતાને વિશેષપણે પ્રજ્ઞા વડે જ અનુભવવો. અહા! પ્રજ્ઞા જ એક મોક્ષનું કરણ-સાધન છે. અહા! આત્માનો અનુભવ જ એક રાગથી ભિન્ન પડવાનું ને આત્માને ગ્રહવાનું સાધન છે. પણ એમ નથી કે બીજું કોઈ (દયા, દાન, વ્રત આદિ વ્યવહારરત્નત્રય) પણ સાધન છે.
કહે છે-રાગથી ભિન્ન પડવામાં અને આત્માને ગ્રહવામાં પ્રજ્ઞા જ એક કરણ છે. આત્મા આત્માના અનુભવમાં રહે એ એક જ મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન છે. વ્યવહાર સાધન છે એમ બીલકુલ નથી. સાધન એક જ છે; પણ તેનું નિરૂપણ બે પ્રકારે કરવામાં આવે છે. શાસ્ત્રમાં જ્યાં વ્યવહારને સાધન કહ્યું હોય તો તે નિમિત્ત વા સહચરનું જ્ઞાન કરાવવા ઉપચારથી કહ્યું છે એમ યથાર્થ જાણવું.
લ્યો, નિમિત્તથી ને વ્યવહારથી થાય એ વાતનો અહીં સ્પષ્ટ નિષેધ કર્યો છે. ‘પ્રજ્ઞા જ એક કરણ છે’ એમ ઉત્તર કરીને નિમિત્ત ને વ્યવહારના સર્વ વિવાદનું સમાધાન કરવામાં આવ્યું છે.
PDF/HTML Page 2905 of 4199
single page version
પણ એ તો લોકો માને તો ને? ભાઈ! શું થાય? ભગવાને કહેલી હિતની વાત ન માને એને શું કરીએ? એ તો એનું ભવિતવ્ય જ એવું છે એમ જાણી સમભાવમાં રહેવું યોગ્ય છે.
હવે કહે છે- ‘માટે જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો.’ આત્મા અને બંધને ભિન્ન કરવામાં પ્રજ્ઞા જ એક કરણ કહ્યું હતું. તેમ આત્માને ગ્રહવામાં પણ પ્રજ્ઞા જ એક કરણ છે. માટે જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ આત્માને પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો. અહીં ‘જ’ કાર મૂકીને એકાન્ત કર્યું છે. આ સમ્યક્ એકાન્ત છે.
કથંચિત્ પ્રજ્ઞા વડે ને કથંચિત્ રાગ વડે-એમ અહીં કહ્યું નથી. અહા! આવી સ્પષ્ટ ચોકખી વાત છે છતાં ‘વ્યવહારથી ન થાય’ -એ માન્યતા એકાન્ત છે એમ કોઈ લોકો રાડુ પાડે છે. પણ શું થાય? અહીં આ કેવળીના કેડાયતીઓ દિગંબર આચાર્યો બહુ ઊંચેથી પોકાર કરી કહે છે કે- ‘પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો, પ્રજ્ઞા જ એક કરણ છે.’
ભાઈ! આ તો ધીરાનાં કામ છે બાપા! બહુ ભણતર કર્યાં હોય ને શાસ્ત્રમાં હોશિયાર હોય, બહુ ગર્જના કરતાં આવડતું હોય, બીજાને સમજાવતાં આવડતું હોય એટલે એને વહેલું સમકિત ને મોક્ષ થઈ જાય એમ છે નહિ. ભિન્ન ચીજને ભિન્ન કરી આત્માનુભવ કરનારી ભગવતી પ્રજ્ઞા જ સમકિત અને મોક્ષનું સાધન છે.
બાપુ! આ દેહ તો આત્માથી છૂટો પડશે જ; પણ તે છૂટો પડે તે પહેલાં જ્ઞાનમાં અંદર છૂટો પાડી નાખ. એ સિવાય એને પરિભ્રમણ નહિ મટે હોં. અંદર આત્માને ભિન્ન અનુભવ્યા વિના પ્રભુ! તારા જન્મ-મરણનો અંત નહિ આવે. ભાઈ! આ ભવસમુદ્ર તો એકલા દુઃખનો સમુદ્ર છે. એના દુઃખનું શું કરીએ?
ઘણા વરસ પહેલાં ધંધુકામાં બનેલી આ ઘટના છે. કોઈ એક કોમના લોકોએ એક ગાયને પહેલાં ખૂબ ખવડાવ્યું. પછી શણગારીને આખા નગરમાં ફેરવી જેથી બીજા લોકોને ખબર થાય કે આ ગાયને હવે મારી નાખશે. ત્યાર પછી એકાંત સ્થાનમાં લઈ તે જીવતી ગાયના જીણા જીણા ટુકડા કરી નાખ્યા અને લોકોને વહેંચ્યા. રે અજ્ઞાન! રે દુઃખ!
બીજી એક બનેલી ઘટના છે. એક ભાઈ એક વખત પોતાના એક અન્યમતી મિત્રને ત્યાં ગએલ. તે વખતે તે મિત્રને ઘરે એક મોટી અગ્નિની ભટ્ઠી સળગાવી હતી, અને તેમાં એક જીવતા ભુંડને આખે આખું સળિયામાં બાંધી નાખ્યું હતું. એ તો આભો જ થઈ ગયો. અરરર! જેમ શક્કરિયું શેકે તેમ જીવતા ભુંડને ભટ્ઠીમાં શેકે! અહા! કહ્યું ન જાય એવું પારાવાર દુઃખ!!
આ તો દ્રષ્ટાંત કહ્યાં. બાકી આનાથીય અનંત ગુણાં દુઃખ પહેલી નરકથી સાતમી નરકમાં એણે વેઠયાં છે. અહીં ન્યાય શું કહેવો છે કે-ભાઈ! આવાં પારાવાર દુઃખોથી છૂટવું હોય તો આ એક ઉપાય કર. શું? કે રાગનો પ્રેમ છોડ ને જ્ઞાનને
PDF/HTML Page 2906 of 4199
single page version
ભગવાન આત્મામાં જોડ. બાપુ! રાગ ચાહે શુભ હો કે અશુભ-એ સ્વયં દુઃખરૂપ ને દુઃખના કારણરૂપ જ છે. અહા! રાગ બંધ એટલે દુઃખનું-સંસારનું જ લક્ષણ છે. એમ જાણી એનું લક્ષ સર્વથા છોડી, ઉપયોગને અંતરમાં વાળી સુખધામ પ્રભુ આત્મામાં જોડી દે. અહા! ઉપયોગની-જ્ઞાનની અંતર-એકાકાર દશા-પ્રજ્ઞા જ શુદ્ધાત્માને ગ્રહવાનો ઉપાય છે. ભાઈ! જન્મ-મરણનાં દુઃખોથી મુક્ત થવાની આ એક જ રીત છે. સમજાય છે કાંઈ...?
માણસને અભ્યાસ નહિ એટલે આ સમજવું કઠણ પડે, પણ આ સમજ્યા વિના તારા દુઃખનો અંત આવે એમ નથી. બાકી તો કહ્યું છે ને કે-
‘બાલપણ ખેલમાં ખોયા, જુવાની સ્ત્રીમાં મોહ્યા, અને બુઢાપા દેખકર રોયા.’ બધાં દુઃખ જ દુઃખ છે. દોલતરામજીએ કહ્યું છે ને કે-
પોતાના સ્વરૂપને જાણ્યા વિના બધે દુઃખ જ છે ભાઈ! માટે ટૂંકામાં કહીએ કે-રાગથી ખસ, આત્મામાં વસ; આ ટુંકું ને ટચ, એટલું બસ. પણ આમાં તો અનંતો પુરુષાર્થ જોઈએ હોં. કાંઈ વાતે વડાં થાય એમ નથી.
ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં કરણો જુદાં નથી. અહા! સાધ્ય જે મોક્ષ તેનું સાધન આત્માથી અભિન્ન એક પ્રજ્ઞા જ છે. આત્માનું સાધન આત્મામાં જ છે. એનું સાધન કોઈ બીજી ચીજ-નિમિત્ત કે વ્યવહાર-નથી. માટે પ્રજ્ઞા વડે જ આત્માને ભિન્ન કર્યો અને પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો. બન્નેમાં ‘જ’ લીધું છે. સમ્યક્ એકાંત કર્યું છે.
PDF/HTML Page 2907 of 4199
single page version
कथमयमात्मा प्रज्ञया गृहीतव्य इति चेत्–
अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा।। २९७।।
अवशेषा ये भावाः ते मम परा इति ज्ञातव्याः।। २९७।।
હવે પુછે છે કે-આ આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો? તેનો ઉત્તર કહે છેઃ-
ગાથાર્થઃ– [प्रज्ञया] પ્રજ્ઞા વડે [गृहीतव्यः] (આત્માને) એમ ગ્રહણ કરવો કે- [यः चेतयिता] જે ચેતનારો છે [सः तु] તે [निश्चयतः] નિશ્ચયથી [अहं] હું છું, [अवशेषाः] બાકીના [ये भावाः] જે ભાવો છે [ते] તે [मम पराः] મારાથી પર છે [इति ज्ञातव्यः] એમ જાણવું.
ટીકાઃ– નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જુદો કરવામાં આવેલો જે ચેતક (-ચેતનારો), તે આ હું છું; અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય (અર્થાત્ ચૈતન્યલક્ષણ સિવાય બીજાં લક્ષણોથી ઓળખાવાયોગ્ય) જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય, ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ્ય નહિ થતા હોવાથી, મારાથી અત્યંત ભિન્ન છે. માટે હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. આત્માની, ચેતના જ એક ક્રિયા હોવાથી, ‘હું ગ્રહણ કરું છું’ એટલે ‘હું ચેતું જ છું’; ચેતતો જ (અર્થાત્ ચેતતો થકો જ) ચેતું છું, ચેતતા વડે જ ચેતું છું, ચેતતા માટે જ ચેતું છું, ચેતતામાંથી જ ચેતું છું, ચેતતામાં જ ચેતું છું, ચેતતાને જ ચેતું છું. અથવા-નથી ચેતતો; નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતામાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતાને ચેતતો; પરંતુ સર્વવિશુદ્ધ ચિન્માત્ર (-ચૈતન્યમાત્ર) ભાવ છું.
PDF/HTML Page 2908 of 4199
single page version
चिन्मुद्राङ्कितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्।
भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि
भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति।। १८२।।
ભાવાર્થઃ– પ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો જે ચેતક તે આ હું છું અને બાકીના ભાવો મારાથી પર છે; માટે (અભિન્ન છ કારકોથી) હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. ‘ગ્રહણ કરું છું’ એટલે ‘ચેતું છું’ , કારણ કે ચેતવું તે જ આત્માની એક ક્રિયા છે. માટે હું ચેતું જ છું; ચેતનારો જ, ચેતનાર વડે જ, ચેતનાર માટે જ, ચેતનારમાંથી જ, ચેતનારમાં જ, ચેતનારને જ ચેતું છું. અથવા દ્રવ્યદ્રષ્ટિએ તો-છ કારકોના ભેદ પણ મારામાં નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું. - આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો અર્થાત્ પોતાને ચેતનાર તરીકે અનુભવવો.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [यत् भेत्तुं हि शक्यते सर्वम् अपि स्वलक्षणबलात् भित्त्वा] જે કાંઈ ભેદી શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને, [चिन्मुद्रा–अङ्कित–निर्विभाग– महिमा शुद्धः चिद् एव अहम् अस्ति] જેનો ચિન્મુદ્રાથી અંક્તિ નિર્વિભાગ મહિમા છે (અર્થાત્ ચૈતન્યની છાપથી ચિહ્નિત વિભાગરહિત જેનો મહિમા છે) એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું. [यदि कारकाणि वा यदि धर्माः वा यदि गुणाः भिद्यन्ते, भिद्यन्ताम्] જો કારકોના, અથવા ધર્મોના, અથવા ગુણોના ભેદો પડે, તો ભલે પડો; [विभौ विशुद्धे चिति भावे काचन भिदा न अस्ति] પરંતુ *વિભુ એવા શુદ્ધ (-સમસ્ત વિભાવોથી રહિત-) ચૈતન્યભાવમાં તો કોઈ ભેદ નથી. (આમ પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરાય છે.)
ભાવાર્થઃ– જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો તો મારાથી ભિન્ન છે, માત્ર શુદ્ધ ચૈતન્ય જ હું છું. કર્તા, કર્મ, કારણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકભેદો, સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ આદિ ધર્મભેદો અને જ્ઞાન, દર્શન આદિ ગુણભેદો જો કથંચિત્ હોય તો ભલે હો; પરંતુ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી. -આમ શુદ્ધનયથી અભેદરૂપે આત્માને ગ્રહણ કરવો. ૧૮૨.
_________________________________________________________________ * વિભુ = દ્રઢ; અચળ; નિત્ય; સમર્થ; સર્વ ગુણપર્યાયોમાં વ્યાપક.
PDF/HTML Page 2909 of 4199
single page version
હવે પૂછે છે કે-આ આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો? તેનો ઉત્તર કહે છેઃ-
આત્માને રાગથી ભિન્ન પાડવાની કે શુદ્ધાત્માને અંદર ગ્રહણ કરવાની- અનુભવવાની રીત શું? એમ શિષ્યનો પ્રશ્ન છે. બીજી રીતે કહીએ તો અનંતકાળમાં જે કર્યું નથી તે સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય? સમ્યગ્દર્શનનું ધ્યેય શું હોય? અહા! એની વર્તમાન ક્રિયા શું હોય? આ પ્રશ્નનો ઉત્તર કહે છેઃ-
અહા! ભગવાન સર્વજ્ઞદેવે જે પ્રત્યેક આત્મા જોયો તે દ્રવ્યે અને ગુણે શુદ્ધ છે. એની પર્યાયમાં જે મિથ્યાત્વ ને રાગદ્વેષાદિ વિકાર છે એનાં ષટ્કારક-કર્તા, કર્મ આદિ પર્યાયનાં પર્યાયમાં છે, શુદ્ધ આત્મદ્રવ્ય એમાં કાંઈ કરતું નથી. તેવી રીતે જે નિર્મળ નિર્વિકાર ધર્મની પરિણતિ થાય એનાં ષટ્કારક એનામાં છે; અહા! તે નિર્મળ પરિણતિ રાગ-વ્યવહારને લઈને થઈ છે એમ નથી, વા શુદ્ધ દ્રવ્ય-ગુણને લઈને થઈ છે એમ પણ નથી. અહા! આવી ઓમ્ધ્વનિમાં આવેલી બહુ સૂક્ષ્મ વાત અહીં કહે છે.
‘નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જુદો કરવામાં આવેલો જે ચેતક (- ચેતનારો), તે આ હું છું...’
નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા...’ શું કહ્યું એ? કે અંદરમાં જ્ઞાનની દશા અંતઃસ્વભાવને (-સ્વને) જાણતાં રાગને જાણે (પરને જાણે) એવું સ્વપરપ્રકાશક પ્રજ્ઞાનું નિયત નામ નિશ્ચય સ્વલક્ષણ છે. અહા! જાણવું એ એનો સ્વભાવ છે. જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન-એ આત્માનો સ્વભાવ છે અને તે એનું સ્વલક્ષણ છે. રાગ બંધનું લક્ષણ છે અને જ્ઞાન આત્માનું સ્વલક્ષણ છે. અહા! આવા સ્વલક્ષણને જ્ઞાનસ્વભાવને અવલંબનારી પ્રજ્ઞા નામ જ્ઞાનની દશા આત્માને રાગથી ભિન્ન અનુભવે છે, જાણે છે. અહાહા! જે જ્ઞાનની દશા રાગથી ભિન્ન પડી અંદર ભગવાન જ્ઞાનસ્વભાવમાં એકાકાર થઈ તે જ્ઞાનની દશામાં ભગવાન આત્મા ભિન્ન જણાય છે, અનુભવાય છે. આનું નામ પ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો ચેતક; સમજાણું કાંઈ...? જ્ઞાનસ્વભાવને આલંબીને અંતર્મુખ થયેલી જ્ઞાનની દશા-પ્રજ્ઞા જે પ્રગટ થઈ તેમાં ભગવાન આત્મા-ચેતક ચેતનારો જણાયો અને એમાં આ ચેતક-ચેતનારો તે આ હું છું એમ પ્રત્યક્ષ થાય છે. ચેતનારો તે આ હું-એમ વિકલ્પ નહિ, પણ અંતરમાં વળેલી જ્ઞાનની દશામાં જે જુદો જણાયો ચેતક-ચેતનારો, તે આ હું છું એમ પ્રત્યક્ષ અનુભવ થાય છે. એમ વાત છે સમજાણું કાંઈ...?
હવે કહે છે- ‘અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય (અર્થાત્ ચૈતન્યલક્ષણ સિવાય બીજાં લક્ષણોથી ઓળખવા યોગ્ય) જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય
PDF/HTML Page 2910 of 4199
single page version
ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ્ય નહિ થતા હોવાથી, મારાથી અત્યંત ભિન્ન છે.’
શું કીધું? કે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિના ભાવ અને કામ, ક્રોધાદિ ભાવ- એ બધા વ્યવહારરૂપ ભાવો છે, ને તે બધાય ચૈતન્યલક્ષણથી ભિન્ન બંધલક્ષણથી ઓળખાવાયોગ્ય છે. અહા! નિશ્ચય આત્માનું લક્ષણ ભિન્ન છે ને વ્યવહાર ભાવોનું લક્ષણ ભિન્ન છે. જ્ઞાનલક્ષણથી (-સ્વભાવથી) જણાય એવો ચેતનારો તે હું છું અને અન્યલક્ષણોથી ઓળખાય એવા બાકીના બધાય ભાવ વ્યવહારરૂપ ભાવો છે. આત્મા ગુણી, અને જ્ઞાન, દર્શન એના ગુણ એવો ગુણ-ગુણીના ભેદનો વિકલ્પએ વ્યવહારભાવ છે. અહીં કહે છે-એ બધાય વ્યવહારભાવો ચેતનારો જે ચેતક-જ્ઞાયક એની અવસ્થા થવાને લાયક નથી. આવી સૂક્ષ્મ વાત છે!
સૂક્ષ્મ પડે પણ વાત તો આ છે. માર્ગ તો આ છે ભાઈ! અનંતકાળના જન્મ- મરણના દુઃખથી છૂટવાનો આ જ માર્ગ છે.
ભગવાન આત્મા ચેતનારો-ચેતક, વ્યાપક થઈને-પ્રસરીને-વિસ્તરીને રાગરૂપ- વિકારરૂપ થાય એવી વસ્તુ જ નથી-એમ કહે છે. અહાહા...! મારો નાથ સચ્ચિદાનંદ પ્રભુ વિસ્તરીને-વિશાળરૂપ થઈને વિકારપણે થાય એમ છે જ નહિ. વિકારરૂપ થાય એ હું- આત્મા નહિ એમ અહીં કહે છે. આત્મા અંદર વસ્તુ એકલું ચૈતન્યનું દળ નિર્મળ નિર્વિકાર આનંદસ્વરૂપ છે; અને આ વિકારના ભાવ એનાથી વિપરીત વિભાવભાવ છે. અહીં કહે છે-શુદ્ધ આત્મવસ્તુ પોતે વ્યાપક થઈને વિભાવભાવની અવસ્થાઓને ધારણ કરે એવું એનું સ્વરૂપ જ નથી. અંદર જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય કે આ ચેતનારો તે હું છું, અન્ય જે વ્યવહારરૂપ ભાવો તે મારા ચેતકપણારૂપી વ્યાપકનું વ્યાપ્ય નથી માટે મારાથી અત્યંત ભિન્ન છે ત્યારે એને સમકિત થાય છે. આવો જૈન ધર્મ છે બાપા!
આ વાણીયાઓ માને કે અમે જૈન છીએ પણ એને ખબરેય નથી કે જૈન શું છે? બાપુ! ભેદજ્ઞાન-સમ્યગ્જ્ઞાન વિના કયાંય જૈનપણું હોતું નથી. ભેદજ્ઞાન વડે સમકિત પ્રગટ કરે તે જૈન છે. ભાઈ! કોથળીમાં કાળીજીરી ભરે ને ઉપર નામ (લેબલ) સાકર લખે એટલે કાંઈ અંદર સાકર થઈ જાય? એમ નામ જૈનનું રાખે પણ અંદર સમકિત વિના જૈનપણું કોઈનેય હોતું નથી. સમજાણું કાંઈ...?
ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરની વાણી! એને સમજવા માટે ઉપયોગ સૂક્ષ્મ સ્વાભિમુખ કરવો જોઈએ. સર્વજ્ઞના પેટની વાત ત્યારે સમજાય છે.
‘જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય...’ એમ કહ્યું છે ને! એટલે કે તે ભાવો છે તો ખરા, પણ તે બધાય-બધાય હોં-ચેતકપણારૂપ વ્યાપકનું વ્યાપ્ય નથી. જે કોઈ શુભાશુભ વિકલ્પો ઉઠે છે તે મારા ચેતન-ચિદ્રૂપ સ્વરૂપનું વ્યાપ્ય થાય અર્થાત્ મારા થનારનું થવું થાય એવું વસ્તુસ્વરૂપ જ નથી. અહા! ચેતનારો હું વિસ્તરું તો શુદ્ધ ચૈતન્યમય પર્યાયપણે વિસ્તરું, મારો વિસ્તાર થાય તો ચૈતન્યની નિર્મળ
PDF/HTML Page 2911 of 4199
single page version
વીતરાગી પર્યાયપણે થાય. પણ આ શુભાશુભ રાગનો વિસ્તાર તે કાંઈ મારો વિસ્તાર નથી, તે મારી અવસ્થા નથી; માટે એ વ્યવહારરૂપ ભાવો બધાય મારાથી અત્યંત ભિન્ન છે.
અહા! ભગવાનનું નામ-સ્મરણ કરવું, ભગવાનનાં દર્શન-સ્તુતિ-ભક્તિ-પૂજા કરવાં એ બધા વ્યવહારના ભાવ છે. એ વિકલ્પો કાંઈ ચેતક-ચેતનાર આત્માની દશા નથી. વ્યવહાર-રાગ હોય છે ખરો, ધર્મીને પણ હોય છે. ચેતનારો ચેતક એને પોતાના સ્વભાવ-સામર્થ્યથી જાણે છે. ત્યાં એ વ્યવહાર છે માટે એને જાણે છે એમે નહિ; પણ આ હું ચેતનારો છું એમ જાણતાં, ધર્મી તે કાળે પોતાથી પોતામાં પોતાનાં કારણે સ્વપરને પ્રકાશનારી જ્ઞાનની દશાએ પરિણમે છે. આનું નામ તે તે કાળે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. ગાથા ૧૨ માં આવ્યું ને? કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે-તે આ. સમજાણું કાંઈ...?
હવે કહે છે- ‘માટે હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. આત્માની ચેતના જ એક ક્રિયા હોવાથી, “હું ગ્રહણ કરું છું” એટલે ‘હું ચેતું જ છું;’
જોયું? હું જ-એ કર્તા, મારા વડે જ-એ સાધન, મારા માટે જ-એ સંપ્રદાન, મારામાંથી જ-એ અપાદાન અને મારામાં જ-એ આધાર;-આ પ્રમાણે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અને અધિકરણ એ છ કારકોથી હું મને જ ગ્રહણ કરું છું એમ કહે છે. આત્માની ચેતના જ એટલે ધર્મની નિર્મળ વીતરાગી દશા થઈ તે જ એક ક્રિયા હોવાથી હું ગ્રહણ કરું છું એટલે હું ચેતું જ છું એમ અર્થ છે.
શું કહે છે? કે હું જ કર્તા છું; મારી ચેતવારૂપ વીતરાગી દશાનો કર્તા કોઈ બાહ્ય નિમિત્ત કે વ્યવહાર નથી. વ્યવહારરત્નત્રયનો વિકલ્પ ઉઠે છે તે મારી નિર્મળ પર્યાયનો કર્તા નથી. પ્રજ્ઞાબ્રહ્મ એવો હું જ એનો કર્તા છું. રાગાદિ તો મારાથી અત્યંત ભિન્ન છે. આ પ્રમાણે ધર્મી પુરુષ, વીતરાગી નિર્મળ પર્યાય તે મારું વ્યાપ્ય અને હું એનો વ્યાપક કર્તા છું એમ જાણે છે. પણ નિર્મળ રત્નત્રય વ્યાપ્ય અને વ્યવહાર રત્નત્રય વ્યાપક એમ છે નહિ. અહા! વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એમ છે નહિ.
વળી તે ધર્મની નિર્મળ વીતરાગી પર્યાયનું સાધન પણ વીતરાગસ્વભાવી આત્મા પોતે જ છે. ‘મારા વડે જ’ એમ લીધું છે ને? એટલે કે ચિદ્રૂપ એવો હું જ સાધન-કરણ છું, પણ વ્રતાદિ વ્યવહાર કાંઈ નિર્મળ પર્યાયનું સાધન નથી. અહા! ચેતનાર એવા મારા વીતરાગ ભાવ (-ગુણ) વડે જ વીતરાગ ભાવ (-પર્યાય) થયો છે, રાગ કે નિમિત્ત વડે વીતરાગ ભાવ થયો નથી. કર્તાનું કરણ કર્તાથી અભિન્ન જ હોય. તેથી ચેતનારો એવો હું જ એની ચેતવારૂપ નિર્મળ દશાનો કર્તા અને કરણ છું જુઓ બધે ‘જ’ મૂકીને (સમ્યક્) એકાન્ત કર્યું છે.
PDF/HTML Page 2912 of 4199
single page version
તેવી જ રીતે મને જે વીતરાગભાવ પ્રગટ થયો છે તેનું સંપ્રદાન હું જ છું. ‘મારા માટે જ’ એમ લીધું છે ને? મતલબ કે કોઈ બીજાને દેવું છે કે કોઈ બીજાને લેવું છે એમ નથી; વીતરાગી પર્યાયનો દેનારેય હું છું ને લેનારેય હું છું, -હું જ સંપ્રદાન છું.
હવે અપાદાનની વાતઃ એ વીતરાગી પર્યાય મારામાંથી જ આવી છે. દેવ-ગુરુ- શાસ્ત્રમાંથી કે તેના પ્રત્યેના રાગમાંથી નિર્મળ પર્યાય આવી છે એમ નથી. ખરેખર તો તે પર્યાયમાંથી (તે) પર્યાય આવી છે. વીતરાગ સર્વજ્ઞદેવ એમ કહે છે કે-અમે તારે માટે પરદ્રવ્ય છીએ. અમારી સામું જોઈશ તો તને રાગ જ થશે અને તેથી તને પુણ્યબંધ થશે, ધર્મ નહિ થાય. અમારી જેમ તું અંદર સ્વસન્મુખ થા; એમ કરવાથી તારામાંથી જ તને નિર્મળ વીતરાગી દશા પ્રગટ થશે. લ્યો, આવી વાત છે! સમજાય છે કાંઈ...?
આધારઃ મારી વીતરાગી પર્યાયનો હું જ આધાર છું. રાગ કે વ્યવહાર એનો આધાર છે એમ છે નહિ.
વળી એ નિર્મળ વીતરાગી પર્યાયને જ મેં ગ્રહણ કરી છે તેથી એ મારું જ કાર્ય છે. અહા! મને જ ગ્રહણ કરું છું એમ કીધું ને? એટલે હું વીતરાગી પર્યાય સિવાય રાગને-વ્યવહારને ગ્રહણ કરું છું એમ છે નહિ.
અહા! ચેતક-ચેતનારો એવો ચૈતન્યસ્વરૂપી ભગવાન આત્મા હું મારી ચેતવાની- જાણવા-દેખવાની વર્તમાન દિશાને મેં, મારા વડે, મારા માટે, મારામાંથી, મારા આધારે પ્રગટ કરી છે. આ જ મારું કાર્ય છે એમ ધર્મી જાણે છે. આઠ વર્ષની કુમારિકા હોય અને સમ્યગ્દર્શન પામે તો આ રીતે તે જાણે છે. સમ્યગ્દર્શન પામ્યા પછી એને રાગ હોય અને કદાચ વિવાહ આદિ પણ કરે તોય એ રાગની ક્રિયાનો કર્તા પોતાને ન માને. એ તો એક નિર્મળ પરિણતિનો હું કર્તા છું એમ જ માને છે.
અહીં કહે છે-આત્માની, ચેતના જ એક ક્રિયા હોવાથી હું ગ્રહણ કરું છું’ એટલે ‘હું ચેતું જ છું.’ જુઓ, ચેતના એટલે જાણવું-દેખવું એ એક જ આત્માની ક્રિયા છે. કથંચિત્ ચેતના ને કથંચિત્ રાગની ક્રિયા આત્માની છે એમ કહ્યું નથી. આત્માની ચેતના જ એક ક્રિયા છે, રાગ નહિ. આ અનેકાન્ત છે. ભાઈ! દયા, દાન, વ્રત આદિનો રાગ એ આત્માની ક્રિયા જ નથી.
જુઓ, આ રૂપાળી ચામડીથી મઢેલું હાડ-માંસનું પોટલું એવો આ દેહ તો જડ માટી-ધૂળ છે. એની ક્રિયા તો આત્માને કદી છે નહિ. પણ અંદર દયા, દાન-વ્રત આદિની વૃતિ જે ઉઠે એનો કરનારોય આત્મા નથી. શું કીધું? આ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, શાસ્ત્ર-શ્રવણનો વિકલ્પ કે પંચમહાવ્રતાદિનો વિકલ્પ એ ભગવાન
PDF/HTML Page 2913 of 4199
single page version
આત્માનું કાર્ય નહિ. એ બધા વ્યવહારના ભાવો તો ભગવાન આત્માથી ભિન્ન છે, તે એની ક્રિયા કેમ હોય?
અરે! સત્ય સાંભળવાય મળે નહિ તે સત્યને શરણે કયારે જાય? કપડાં સહિત મુનિપણું તો વીતરાગમાર્ગમાં છે નહિ; પરંતુ જૈનનો દિગંબર સાધુ થઈને પંચમહાવ્રત પાળતો હોય ને એમ માને કે એ મારું કર્તવ્ય છે અને હું એનો કર્તા છું તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે. બહુ આકરી વાત. પણ બાપુ! આવાં દ્રવ્યલિંગ તો એણે અનંતકાળમાં અનંતવાર ધારણ કર્યાં છે. પણ અંતરની ભેદજ્ઞાનની ક્રિયા વિના ભાઈ! એ બધાં થોથેથોથાં છે, સંસારમાં રખડવા સિવાય કાંઈ કામનાં નથી.
હવે આચાર્ય મહારાજ પોતે પ્રથમ જે સામાન્ય ષટ્કારકોની વાત કરી હતી તે વિસ્તારથી સમજાવે છે. આચાર્ય અમૃતચંદ્રદેવ ભગવાન કુંદકુંદાચાર્યની ગાથાનું વિશેષ સ્પષ્ટીકરણ કરે છે કે ભગવાન કુંદકુંદદેવ આ કહેવા માગે છે-
‘ચેતતો જ (અર્થાત્ ચેતતો થકો જ) ચેતું છું, ચેતતા વડે જ ચેતું છું, ચેતતા માટે જ ચેતું છું. ચેતતામાંથી જ ચેતું છું, ચેતતામાં જ ચેતું છું, ચેતતાને જ ચેતું છું.’
શું કહે છે? કે ચેતતો જ ચેતું છું. એટલે રાગને ચેતતો થકો ચેતું છું એમ નહિ, પણ પોતાને ચેતતો થકો ચેતું છું. ચેતતા વડે ચેતું છું એટલે ચેતવારૂપ કાર્યનું સાધન પોતે જ છે, કોઈ અન્ય સાધન છે એમ નહિ. ચેતતા માટે જ ચેતું છું, એટલે બીજા-પરજ્ઞેય માટે ચેતું છું એમ નહિ. ચેતતામાંથી જ ચેતું છું, એટલે રાગમાંથી કે વ્યવહારમાંથી ચેતું છું એમ નહિ. ચેતતામાં જ ચેતું છું એ આધાર કહ્યો. ચેતતાને જ ચેતું છું-એ કર્મ લીધું. હું મારા ચેતવારૂપ કાર્યને ચેતું છું, રાગને કે વ્યવહારને ચેતું છું એમ નહિ.
આ પ્રમાણે વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એ વાતને પણ અહીં કાઢી નાખી. વ્યવહારને કરવું કે વ્યવહારને જાણવું એ તો કાઢી નાખ્યું પણ અહીં તો સદ્ભૂત વ્યવહારના છ ભેદ જે સમજાવવા માટે પાડયા હતા તેનું લક્ષ પણ છોડાવે છે. રાગાદિ તો અસદ્ભૂત વ્યવહાર છે. જુઓ, શું કહે છે?
‘અથવા-નથી ચેતતો; નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતામાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતાને ચેતતો; પરંતુ સર્વવિશુદ્ધ ચિન્માત્ર (-ચૈતન્યમાત્ર) ભાવ છું.’
કહે છે-મારામાં કોઈ ભેદ જ નથી, હું તો જે છું તે સર્વવિશુદ્ધ ચિન્માત્ર ભાવ છું. ‘સર્વવિશુદ્ધ’ એટલોય ભેદ પડયો એ અશુદ્ધતા છે. પણ સમજાવવું કેવી
PDF/HTML Page 2914 of 4199
single page version
રીતે? સમજાવવામાં ભેદ પડયા વિના રહેતો નથી અર્થાત્ ભેદ પાડયા વિના અભેદ સમજાવી શકાતો નથી. પણ અનુભવ કાળે ભેદ નથી. સમ્યગ્દર્શનનો વિષય આવો અભેદ એક ચિન્માત્ર ભાવ છે. સમ્યગ્દર્શનનું ધ્યેય એક અભેદ આત્મા છે. ભેદ એ સમકિતનું ધ્યેય નથી. અહાહા...! હું તો ચિન્માત્ર-જાણનાર-દેખનાર માત્ર ભાવ છું એવી નિર્વિકલ્પ દ્રષ્ટિ અને અનુભવ એનું નામ સમ્યગ્દર્શન છે, અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે.
અભેદની દ્રષ્ટિ-દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દર્શન છે. અહા! આમાં વ્યવહારને ચેતવું તો દૂર રહો, ભેદને પણ ચેતવું નથી એમ વાત છે. આ સ્વાનુભવદશાની વાત છે. હવે પછી સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર આવવાનો છે ને? એનો અહીં આ ઉપોદ્ઘાત કરે છે.
અહા! આવું દુર્લભ મનુષ્યપણું એને ક્યારે મળે અને ક્યારે એને આવી સત્ય વાત સાંભળવા મળે? અરે! છતાં હજી તેને કયાં નવરાશ છે? રળવું, કમાવું ને બાયડી- છોકરાં સાચવવાં ઇત્યાદિ જંજાળમાં ગુંચાયેલો રહીને અરે! એણે પોતાના આત્માને મારી નાખ્યો છે. વળી કોઈ દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત આદિ બાહ્ય ક્રિયામાં રચ્યાપચ્યા રહીને પોતાને ધર્મ થવાનું માને છે. પણ ભાઈ! ધર્મનું એવું સ્વરૂપ નથી. એ રાગની ક્રિયાથી પુણ્ય બંધાય પણ ધર્મ ન થાય. રાગથી ભેદ કરી સ્વભાવનું ગ્રહણ કર્યા વિના ભાઈ! તારી એ ક્રિયા બધી રણમાં પોક મૂકવા જેવી છે. અરે! એમ ને એમ આ જિંદગી (-અવસર) વેડફાઈ જાય છે!
‘પ્રજ્ઞા વડે ભિન્ન કરવામાં આવેલો જે ચેતક તે આ હું છું અને બાકીના ભાવો મારાથી પર છે;...’
શું કહે છે? પ્રજ્ઞા-પ્ર એટલે વિશેષ-પ્રકુષ્ટ જ્ઞાન. અહા! જે વર્તમાન જ્ઞાનની દશામાં દ્રવ્યનો-નિત્યાનંદ ચૈતન્યમહાપ્રભુ આત્માનો-અનુભવ થાય તે દશાને પ્રજ્ઞા કહે છે. સ્વાનુભવની-સ્વસંવેદનજ્ઞાનની દશા તે પ્રજ્ઞા છે, તે રાગને છેદનારી છે માટે તેને પ્રજ્ઞાછીણી કહે છે. અહા! પ્રજ્ઞા વડે આત્માને ચેતતાં-અનુભવતાં આત્મા રાગથી ભિન્ન પડી જાય છે અર્થાત્ આ અનુભવાય છે તે ચેતનાલક્ષણ આત્મા હું છું અને એનાથી ભિન્ન આ રાગ છે તે બંધનું લક્ષણ છે એમ બન્ને ભિન્ન ભિન્ન જણાય છે. અહા! જેની સત્તામાં આ ચેતવું-જાણવું-દેખવું છે તે ચેતક-ચેતનારો હું છું અને બાકીના સર્વ ભાવો પર છે એમ સ્વાભિમુખ જ્ઞાનની દશામાં આત્મા ભિન્ન અનુભવાય છે.
રાગની દશાની દિશા પર તરફ છે અને પ્રજ્ઞા એટલે જ્ઞાનની દિશા સ્વ તરફ છે. દશા-અવસ્થા બેય છે, પણ બેયની દિશા ભિન્ન છે, એકની પર ભણી અને બીજાની સ્વ ભણી. રાગ પરલક્ષી છે, ને જ્ઞાન-પ્રજ્ઞા સ્વલક્ષી.
PDF/HTML Page 2915 of 4199
single page version
વર્તમાન જ્ઞાનની દશા-ભગવતી પ્રજ્ઞા સ્વ જે ચેતક તે તરફ જાય છે ત્યારે આ ચેતક-ચેતનારો છે તે હું છું એમ દ્રષ્ટિ થાય છે, અને બાકીના ભાવો પરથી દ્રષ્ટિ છૂટી જાય છે અર્થાત્ બાકીના ભાવો મારા છે એમ એને ભાસતું નથી, તેઓ પર છે એમ ભાસે છે.
પ્રજ્ઞારૂપી જ્ઞાનની દશા વડે બન્નેને ભિન્ન કરવામાં આવતાં આ ચેતક તે હું છું એમ અનુભવમાં આવે છે. ત્યાં ખરેખર આખું ચેતક-દ્રવ્ય કાંઈ જ્ઞાનની પર્યાયમાં આવી જતું નથી. દ્રવ્ય તો દ્રવ્યરૂપે રહે છે; પણ ત્રિકાળી દ્રવ્યની જે અનંતી શક્તિ તે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જણાઈ જાય છે. અહા! આવું અદ્ભુત સામર્થ્ય એક સમયની જ્ઞાનની દશાનું-પ્રજ્ઞાનું હોય છે કે જે સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માના સામર્થ્યને પૂરણ જાણી લે છે. અહો પ્રજ્ઞા!
પહેલાં જે જ્ઞાનની દશા પર તરફના વલણવાળી હતી તેમાં રાગાદિ સ્વપણે ભાસતા હતા. અહા! હવે તે પર્યાય વ્યય થઈને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે નથી પર્યાય ઉત્પન્ન થઈ તેમાં આ ચેતક છે તે હું છું એમ જણાયું, વ્યવહાર તો હું નહીં પણ ચેતકનો જેમાં અનુભવ થયો તે જ્ઞાનની દશા-પ્રજ્ઞા પણ હું નહિ, તે બધા ભાવો પર છે એમ યથાર્થ ભાસ્યું. આનું નામ ભેદજ્ઞાન ને ધર્મ છે. આ હું ને આ હું નહિ-એ તો સમજાવવા માટે ભેદથી વાત કરી, બાકી સ્વાનુભવમાં તો એક અભેદ દ્રવ્યનો જ આશ્રય હોય છે, ભેદનું લક્ષ હોતું નથી. અહો! આવી પરમ સત્ય વાત દિગંબર ધર્મ સિવાય બીજે કયાંય નથી; સૂક્ષ્મ પડે પણ આ જ વસ્તુસ્થિતિ છે. હવે કહે છે-
માટે (અભિન્ન છ કારકોથી) હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું.’
જોયું? હું જ ગ્રહણ કરું છું તે કર્તા કહ્યો અને હું મને જ ગ્રહણ કરું છું તે કર્મ કહ્યું. અહા! પ્રજ્ઞા એટલે સ્વાનુભવની નિર્મળ દશાને મેં જ ગ્રહણ કરી છે, એ મારું જ કાર્ય છે. ભગવાનની વાણી સાંભળી માટે એ કાંઈ વાણીનું કાર્ય નથી. વ્યવહાર કે નિમિત્તનું એ કાર્ય નથી. આ પ્રમાણે કર્તા-કર્મ અભિન્ન જ છે. વળી મારા વડે જ હું મને ગ્રહણ કરું છું-એ સાધન કહ્યું. વ્યવહારરત્નત્રય સાધન છે એમ નહિ, પણ મારી અંતરમાં વળેલી જ્ઞાનની દશા-પ્રજ્ઞા જ સાધન છે. મારા માટે જ ગ્રહણ કરું છું-આ સંપ્રદાન કીધું. જે સ્વાનુભવ થયો તે મેં મને જ દીધો ને મેં મારા માટે જ રાખ્યો, બીજાને માટે નહિ. મારામાંથી જ ગ્રહણ કરું છું આ અપાદાન કીધું; સ્વાનુભવની દશા નિમિત્ત કે વ્યવહારમાંથી પ્રગટ થઈ છે એમ નહિ, પણ પોતે પોતામાંથી જ પ્રગટ થઈ છે. મારામાં જ ગ્રહણ કરું છું-આ આધાર કીધો. અહા! સ્વાનુભવની દશાને કોઈ બહારનો-નિમિત્ત
PDF/HTML Page 2916 of 4199
single page version
કે વ્યવહારનો-આધાર નથી. પોતાને પોતામાં જ આધાર છે. આ અભિન્ન ષટ્કારકનું પરિણમન પર્યાયનું પર્યાયમાં છે; ધ્રુવમાં નથી કેમકે ધ્રુવ તો કૂટસ્થ અપરિણામી છે.
શું કીધું? કે ધ્રુવ તો કૂટસ્થ અપરિણામી છે. દ્રવ્ય અને ગુણ-બન્ને ત્રિકાળ ધ્રુવ છે. માટે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ-એમ ષટ્કારકરૂપ પરિણમન ધ્રુવમાં નથી. પર્યાયનું ષટ્કારકરૂપ પરિણમન પર્યાયમાં છે. પર્યાયનો પર્યાય કર્તા, પર્યાયનું પર્યાય કર્મ, પર્યાયનું પર્યાય સાધન એમ પર્યાયનું ષટ્કારકરૂપ પરિણમન અભિન્ન પર્યાયમાં જ છે. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ વળી કહે છે-પોતાથીય થાય ને નિમિત્તથીય થાય એમ અનેકાન્ત કહેવું જોઈએ.
બાપુ! મારા વડે થાય ને પર-નિમિત્તાદિ વડે ન થાય એનું નામ અનેકાન્ત છે. મારા વડેય થાય ને પર-નિમિત્તાદિ વડેય થાય એવી માન્યતા તો ફુદડીવાદ છે, અનેકાંત નથી.
અહા! વીતરાગ સર્વજ્ઞદેવ એમ કહે છે કે જે રીતે વસ્તુ છે તે રીતે ન માનતાં એને જે વિપરીત માને છે તે વસ્તુને આળ આપે છે. જેમકે આત્મા રાગથી જણાય, ભેદથી અભેદ જણાય, નિમિત્તથી (ઉપાદાનમાં) કાર્ય થાય-ઇત્યાદિ માને તે વસ્તુને આળ આપે છે. અહા! સતનું સત્ત્વ જે રીતે છે તે રીતે ન માને તે સત્ને આળ આપે છે. અહાહા...! આત્મા અનંત શક્તિઓનો પિંડ સચ્ચિદાનંદ પ્રભુ ચૈતન્યસ્વભાવનો સાગર અંદર પૂરણ પદાર્થ છે. છતાં એને અપૂર્ણ અને રાગવાળો કોઈ માને તો તે સ્વરૂપને જેમ છે તેમ ન માનતાં તે પોતાને આળ આપે છે. અહા! આમ વસ્તુને-પોતાને આળ આપતાં આપતાં એની એવી ભૂંડી દશા થઈ જશે કે તે નિગોદમાં ચાલ્યો જશે જ્યાં બીજા, આ જીવ છે એમ માનવા પણ સંમત નહિ થાય. બાપુ! વસ્તુને આળ દેવાના અપરાધની સજા બહુ આકરી છે.
ભાઈ! આ સમયસાર તો સર્વજ્ઞ ભગવાનની ઓમ્ધ્વનિનો સાર છે. બનારસી વિલાસમાં બનારસીદાસે કહ્યું છે કે-
ભગવાન મુખેથી બોલે છે એમ કહ્યું એ તો લોકશૈલીની ભાષા છે. આનો ખુલાસો પંચાસ્તિકાયમાં છે. ખરેખર તો ભગવાને હોઠ હાલ્યા વિના અંદરમાં સર્વ પ્રદેશોથી ઓમ્ધ્વનિ નીકળે છે. અહા! વસ્તુની સ્થિતિ કાંઈ ભગવાને કરી નથી. એ તો જેવી છે તેવી એમણે જાણી છે અને એવી જ એમની વાણીમાં આવી છે. જેમ આત્માનો સ્વભાવ સ્વપરને જાણવાનો છે તેમ વાણીનો સ્વભાવ સ્વપરને કહેવાનો છે. તો સ્વપરની
PDF/HTML Page 2917 of 4199
single page version
વાર્તા-વસ્તુની સ્થિતિ જેમ છે તેમ ભગવાનની વાણીમાં આવી છે; અને તે આ સમયસારમાં આચાર્યદેવે કહી છે.
એમાં અહીં શું કહે છે? કે- ‘ગ્રહણ કરું છું’ એટલે ‘ચેતું છું,’ કારણ કે ચેતવું તે જ આત્માની એક ક્રિયા છે. માટે હું ચેતું જ છું;...
અહા! જાણવું... જાણવું... જાણવું-બસ જાણવું એ જ એક આત્માની ક્રિયા છે; રાગ-વ્યવહાર પણ બીજી (આત્માની) ક્રિયા છે એમ નથી. માટે કહે છે-હું ચેતું જ છું, હું સ્વરૂપને જાણું જ છું! આ તો સામાન્ય કહ્યું; હવે કારકોના છ ભેદ પાડીને સમજાવે છે-
‘ચેતનારો જ, ચેતનાર વડે જ, ચેતનાર માટે જ, ચેતનારમાંથી જ, ચેતનારમાં જ, ચેતનારને જ ચેતું છું.’
ચેતનારો તે કર્તા ને ‘ચેતું છું’ તે કર્મ. હું ચેતનારો મને જ ચેતું છું. અહાહા...! હું જાણનારને જ જાણું છું; રાગને જાણું છું એમ નહિ. રાગ સંબંધી જે જ્ઞાન છે તે સ્વતંત્ર મારું છે અને હું મને જ જાણું છું, રાગને નહિ. સૂક્ષ્મ વાત ભાઈ! વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ આવે છે ને? (ગાથા ૧૨ માં) એમ વ્યવહાર છે. અહીં તો કહે છે- હું મારા જ્ઞાનને જ જાણું છું. ભાઈ! હું કર્તા, હું કર્મ, હું કરણ ઇત્યાદિ આ છ કારકોના ભેદ તો સમજવા માટે સદ્ભૂતવ્યવહારથી કહ્યા છે. નિશ્ચયથી તો એ ભેદ કાંઈ નથી. એ જ કહે છે કે-
‘અથવા દ્રવ્યદ્રષ્ટિએ તો-છ કારકોના ભેદ પણ મારામાં નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું. -આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો અર્થાત્ પોતાને ચેતનાર તરીકે અનુભવવો.’
જોયું? વસ્તુ જે સામાન્ય... સામાન્ય... સામાન્ય ચિન્માત્ર એકરૂપ ધ્રુવ દ્રવ્ય-એની દ્રષ્ટિએ જોઈએ તો છ કારકોના ભેદ વસ્તુમાં નથી. હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું. ટીકામાં સર્વવિશુદ્ધ ચિન્માત્ર ભાવ છું એમ લીધું હતું. એ તો એક જ વાત છે. અહા! અંતર્મુખ જ્ઞાનની દશા એમ જાણે અનુભવે છે કે-હું શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું; ખંડખંડ ભેદ તે હું નહિ. જુઓ, આ વિકલ્પની વાત નથી; આ તો સ્વાનુભવ પ્રત્યક્ષની વાત છે. અહીં કહે છે-આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને અનુભવવો અર્થાત્ પોતાને ચેતનાર તરીકે અનુભવવો. ભાઈ! આ કાંઈ વાદવિવાદથી પતે એમ નથી, આને માટે અંદરમાં ખૂબ હોંશ ને ધીરજ જોઈએ.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
PDF/HTML Page 2918 of 4199
single page version
‘यत् भेत्तुं हि शक्यते सर्वम् अपि स्वलक्षणबलात् भित्त्वा’ જે કાંઈ ભેદી શકાય છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને,...
શું કહે છે? જુઓ, અહીં વિકારની વાત નથી, કેમકે એ તો આત્માનો ભેદ જ નથી. પરંતુ ચૈતન્યસ્વરૂપી એક જ્ઞાયકભાવ પ્રભુ આત્મામાં ગુણભેદ આદિ જેટલા ભેદ પડે છે તે સર્વને સ્વલક્ષણના બળથી ભેદીને...
‘चिन्मुद्रा–अङ्कत–निर्विभागमहिमा शुद्धः चिद् एव अहम् अस्मि’ જેનો ચિન્મુદ્રાથી અંકિત નિર્વિભાગ મહિમા છે એવો શુદ્ધ ચૈતન્ય જ હું છું.
ચિન્મુદ્રા-જ્ઞાન ને દર્શન એ આત્માની મુદ્રા નામ મહોર-છાપ છે. વળી તે (- આત્મા) એક અભેદ જેનો ચૈતન્યરસ છે એવો નિર્વિભાગ (અભેદ) મહિમા-યુક્ત છે. અહાહા...! ધર્મી જીવ પોતાને એમ અનુભવે છે કે-અભેદ એક ચૈતન્ય જ હું છું; ખંડખંડ ભેદો તે હું નહિ. એ જ કહે છે-
‘यदि कारकाणि वा यदि धर्माः वा यदि गुणाः भिद्यन्ते, भिद्यन्ताम’ જો કારકોના અથવા ધર્મોના અથવા ગુણોના ભેદો પડે, તો ભલે પડો; ‘विभौ विशुद्धे चिति भावे काचन भिदा न अस्ति’ પરંતુ વિભુ એવા શુદ્ધ (સમસ્ત વિભાવોથી રહિત) ચૈતન્યભાવમાં કોઈ ભેદ નથી.
અહાહા...! સમ્યગ્દર્શનનું ધ્યેય એવા ચિન્માત્ર શુદ્ધ આત્મામાં કર્તા-કર્મ આદિ કોઈ ભેદ નથી. એ પ્રમાણે નિત્ય, અનિત્ય; એક, અનેક આદિ અપેક્ષિત ધર્મોના ભેદ પણ શુદ્ધ વસ્તુમાં નથી. તેવી રીતે જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણોના ભેદ વિભુ એવા શુદ્ધ અચલ ચૈતન્યભાવમાં નથી. અહાહા...! એક, નિત્ય, ત્રિકાળી શાશ્વત અખંડ એકરૂપ ધ્રુવ સામાન્ય-સામાન્ય એવા જ્ઞાયકભાવમાત્ર આત્મામાં આ કોઈ ભેદો નથી. સદ્ભૂતવ્યવહારનયથી ષટ્કારકના, નિત્ય-અનિત્ય આદિ અપેક્ષિત ધર્મોના ને જ્ઞાન આદિ અનંત ગુણોના ભેદો છે, પણ નિશ્ચયથી વિભુ એવા શુદ્ધ ચિન્માત્રભાવમાં કોઈ ભેદો નથી. જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન જ્ઞાનના નૂરનું પૂર એવા જ્ઞાનમાત્ર ભૂતાર્થસ્વભાવમાં કોઈ ભેદો નથી.
લોકો તો દયા, દાન આદિ શુભરાગ કરવાથી ધર્મ થઈ જશે એમ માનીને વ્યવહારમાં અટકયા છે. હવે એ વાત તો કયાંય રહી ગઈ; અહીં તો કહે છે-પર્યાયમાં ષટ્કારકના ભેદો ઊભા થાય એ પણ વસ્તુમાં નથી. આ કર્તા, આ કર્મ-એવા ભેદ પર્યાયમાં ઉઠે છે તે અભેદ એકરૂપ વસ્તુમાં નથી.
કારકો, ધર્મો અને ગુણોના ભેદો જાણવા માટે છે, પરંતુ અંદર દ્રષ્ટિના વિષયમાં જતાં એમાં કોઈ ભેદો નથી. દ્રવ્યમાં વસ્તુમાં ભેદ છે ખરા, પરંતુ અભેદ ઉપર દ્રષ્ટિ જતાં
PDF/HTML Page 2919 of 4199
single page version
અર્થાત્ નિર્વિકલ્પ અનુભવ થતાં ભેદ દેખાતા નથી, અભેદ આત્મામાં અનંત ગુણો છે ખરા, પરંતુ દ્રષ્ટિ અભેદ ઉપર પડતાં તે દેખાતા નથી. અને જો અભેદને છોડી ભેદને જોવા જાય તો વિકલ્પ-રાગ થયા વિના રહેતો નથી. અર્થાત્ ભેદદ્રષ્ટિમાં રાગ જ થાય છે ધર્મ નહિ.
જ્ઞાનની એક સમયની પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન થાય એટલું સામર્થ્ય છે, અને એવી એવી અનંત પર્યાયોનો પિંડ એક જ્ઞાનગુણ છે; જેવો જ્ઞાનગુણ છે એવા એવા અનંતગુણો અનંત પર્યાયોના સામર્થ્યવાળા છે; અને એવા અનંત ગુણનો અભેદ એક પિંડ આત્મદ્રવ્ય છે. બાપુ! તેં તારી મોટપની (મહિમાની) વાતુ સાંભળી નથી તારી મોટપ અંદરમાં એવડી છે કે ભેદ કે કારકોના કારણોની અપેક્ષા એને છે નહિ. અહા! આવી પોતાની અભેદ વસ્તુમાં ગુણ-ગુણી ભેદ પણ લક્ષમાં લેવા જેવો નથી. આ ગુણ ને આ ગુણી એવા ભેદનું પણ લક્ષ કરવા જેવું નથી, કેમકે એનાથી રાગ જ થાય છે.
સમયસાર ગાથા ૧૧માં પર્યાયોને ગૌણ કરીને ‘વ્યવહારો અભૂદત્થો’ -એમ કહ્યું છે. જોકે ભૂતાર્થનો આશ્રય પર્યાય લે છે, છતાં પર્યાયને અસત્યાર્થ-અભૂતાર્થ કહી છે. વળી ત્યાં ભૂદત્થો દેસિદો દુ સુદ્ધનઓ ‘-શુદ્ધનય ભૂતાર્થ છે એમ કહ્યું છે. જેમાં નય અને નયનો વિષય-એટલો ભેદ પણ નથી તથા જેમાં પર્યાય અને પર્યાયભેદ નથી એવો શુદ્ધ આત્મા એ જ ભૂતાર્થ છે. એ જ વાત અહીં કરી છે કે-એક શુદ્ધ ચૈતન્ય જ હું છું.
આમ પ્રજ્ઞા વડે એટલે કે વર્તમાન જ્ઞાનની દશારૂપ અનુભવ દ્વારા આત્મા ગ્રહણ કરાય છે-જણાય છે. તેમાં શુદ્ધ આત્મા તે દ્રવ્ય છે અને અનુભવ તે પર્યાય છે. આત્મા જ્ઞાનની દશાના અનુભવ દ્વારા જણાય, છતાં તે જ્ઞાનની દશામાં આવતો નથી, અને પર્યાય પણ દ્રવ્યમાં એકમેક (તદ્રૂપ) થતી નથી. તથાપિ જાણે છે પર્યાય કેમકે કાર્ય પર્યાયમાં થાય છે, ધ્રુવમાં નહિ; ધ્રુવ તો અક્રિય છે.
હવે આવી વાત કોઈને ન બેસે તો એની સાથે વિરોધ ન હોય; કેમકે વસ્તુએ તો બધા ભગવાન છે. દ્રવ્ય અપેક્ષાએ તો તે સાધર્મી છે. એક સમયની પર્યાયમાં ભૂલ છે પણ શું થાય? શુદ્ધ દ્રવ્યના આશ્રયે તે નીકળી જવા યોગ્ય છે. ધર્મી પુરુષો તો સૌને દ્રવ્યદ્રષ્ટિથી જ જુએ છે.
‘જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો તો મારાથી ભિન્ન છે, માત્ર શુદ્ધ ચૈતન્ય જ હું છું,
જુઓ, આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવોમાં ચૈતન્યલક્ષણનો અભાવ છે. અહા! એ પરભાવો બધા ચૈતન્યલક્ષણથી ખાલી છે. આગળ ગાથા ૭૨માં તેમને જડ કહ્યા છે. એટલે જેમ આ શરીરના પરમાણુઓ જડ છે તેમ તેઓ જડ છે એમ નહિ, પરંતુ તેમાં ચૈતન્યલક્ષણનો અભાવ છે માટે તેઓ જડ છે-એમ કહ્યું છે. અહા! પોતે
PDF/HTML Page 2920 of 4199
single page version
પોતાને જાણે નહિ, પરને જાણે નહિ; પણ આત્મા વડે જણાય છે તેવા છે માટે તેઓ જડ છે. આટલી તો સ્પષ્ટતા કરી છે. પોતે પોતા વડે જણાતા નથી માટે તેઓ જડ છે.
અહા! પાપ ભાવો તો અચેતન જડ છે જ; પરંતુ પુણ્ય ભાવો-દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતનો રાગ ને શાસ્ત્ર ભણવાનો ભાવ ઇત્યાદિ વ્યવહારરત્નત્રયના ભાવો-પણ અચેતન જડ છે એમ વાત છે કેમકે એનામાં ચૈતન્યલક્ષણ નથી. ભાઈ! કોઈપણ રાગ જાણવાલાયક છે, પણ આદરવા લાયક નથી. આ ન્યાય છે. જેવું જડચેતનનું સ્વરૂપ છે એને એ રીતે જાણવું એ ન્યાય છે.
અરે! એને સંસાર-પરિભ્રમણમાં અનંતકાળ ગયો. એમાં અનંતવાર એણે નગ્ન દિગંબર અવસ્થા ધારી મુનિવ્રત અંગીકાર કર્યાં. પણ અરે! એણે સત્યને ન્યાયથી સમજીને કદી લક્ષમાં લીધું નહિ! છહઢાલામાં આવે છે ને કે-
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાયૌ.”
આનો અર્થ જ એ થયો કે બહારનું દ્રવ્યલિંગ એ કાંઈ જૈનના સાધુનું વાસ્તવિક (નિશ્ચય) લક્ષણ નથી. અટ્ઠવીસ મૂલગુણ આદિનો શુભરાગ તે આત્માના ચૈતન્યલક્ષણથી રહિત છે. માટે એનાથી સ્વભાવની પ્રાપ્તિ થવી સંભવિત નથી. ભાઈ! ચૈતન્યલક્ષણથી શૂન્ય એવા શુભરાગથી-વ્યવહારથી નિશ્ચયની પ્રાપ્તિ ન થાય. વિકારથી નિર્વિકારી દશા ન થાય. શોધ ભાઈ! તારી ભૂલ શોધ બાપુ! અનંતવાર મુનિપણાં લીધાં તોય સમકિત ન થયું તો આ વીતરાગની વાતને ન્યાયથી સમજી ભૂલ મટાડી દે. આ તો દિવા જેવી સ્પષ્ટ વાત છે કે-
‘હું તો માત્ર શુદ્ધ ચૈતન્ય જ છું.’ ચૈતન્યમાં જ્ઞાન ને દર્શન બેય લેવા. માત્ર શુદ્ધ ચૈતન્ય જ છું-એમ ‘જ’ કહીને સમ્યક્ એકાન્ત કર્યું છે. કથંચિત્ રાગ છું ને કથંચિત્ ચૈતન્ય છું એમ નહિ, શુદ્ધ ચૈતન્ય જ છું. જુઓ, આ ધર્મી પુરુષની દ્રષ્ટિ!
હવે કહે છેઃ- ‘કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકભેદો સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ આદિ ધર્મભેદો અને જ્ઞાન, દર્શન આદિ ગુણભેદો જો કથંચિત્ હોય તો ભલે હો; પરંતુ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી.’
શું કીધું? પરભાવો તો મારાથી ભિન્ન છે જ; પરંતુ ચૈતન્યની પરિણતિ-અવસ્થા, એના જે ષટ્કારકો છે એ પણ હું નથી. ચેતન પરિણતિનો કર્તા ચેતન પરિણતિ, ચેતન પરિણતિ પોતે કર્મ, ચેતન પરિણતિનું સાધન ચેતન પરિણતિ ઇત્યાદિ આવા પર્યાયના અભિન્ન છ કારકના ભેદો છે ખરા, પણ તે મારામાં નથી.
બીજી વાતઃ- હું પોતાથી છું, પરથી નથી; હું દ્રવ્યે નિત્ય છું, અવસ્થાએ