Pravachan Ratnakar (Gujarati). Aasrav Adhikar; Kalash: 113 ; Gatha: 164-165.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 84 of 210

 

PDF/HTML Page 1661 of 4199
single page version

ગુણસ્થાન ધારણ કરે છતાં ૯૬ હજાર રાણીઓના ભોગમાં હોય. આવી જે રાગની ધારા સમકિતીને હોય છે તે બંધનું કામ કરે છે. અને જોડે જાણનાર જ્ઞાયક જે જાગ્યો છે તે એ રાગનો જાણનાર જ્ઞાતાપણાનું જ કાર્ય કરે છે. એ જાણવા-દેખવાનું જ્ઞાતાપણે જે પર્યાય કામ કરે છે તે સંવર-નિર્જરારૂપ છે. જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલી સંવર-નિર્જરા છે અને વચ્ચે જેટલા અંશે રાગધારા રહે એ વડે કર્મબંધ જ થાય છે, એના વડે જરાય સંવર-નિર્જરા નથી. અહીં તો કહ્યું ને કે-વિષયકષાયના વિકલ્પો, વ્રત-નિયમના વિકલ્પો-શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં-કર્મબંધનું કારણ છે.

આ જ વાત કળશ ટીકાકારે કળશ ૧૧૦ માં આ પ્રમાણે કહી છે-

‘‘અહીં કોઈ ભ્રાન્તિ કરશે કે મિથ્યાદ્રષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે. તે બંધનું કારણ છે. સમ્યગ્દ્રષ્ટિનું છે જે યતિપણું શુભક્રિયારૂપ, તે મોક્ષનું કારણ છે; કારણ કે અનુભવ-જ્ઞાન તથા દયા-વ્રત-તપ-સંયમરૂપ ક્રિયા બન્ને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે.

ત્યાં સમાધાન આમ છે કે-જેટલી શુભ-અશુભ ક્રિયા, બહિર્જલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધ સ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે, સમ્યગ્દ્રષ્ટિ-મિથ્યાદ્રષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી; એવા કરતૂતથી એવો બંધ છે. શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે. જોકે એક જ કાળમાં સમ્યગ્દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે, ક્રિયારૂપ પરિણામ પણ છે, તોપણ ક્રિયારૂપ છે જે પરિણામ તેનાથી એકલો બંધ થાય છે, કર્મનો ક્ષય એક અંશમાત્ર પણ થતો નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે, સહારો કોનો? તે જ કાળે શુદ્ધ સ્વરૂપ-અનુભવ-જ્ઞાન પણ છે, તે જ્ઞાનથી કર્મક્ષય થાય છે, એક અંશમાત્ર પણ બંધ થતો નથી. વસ્તુનું એવું જ સ્વરૂપ છે.’’

વળી ત્યાં આગળ કહ્યું છે કે-‘‘એક જીવમાં એક જ કાળે જ્ઞાન-ક્રિયા બંને કઈ રીતે હોય છે? સમાધાન આમ છે કે-વિરુદ્ધ તો કાંઈ નથી. કેટલાક કાળ સુધી બંને હોય છે, એવો જ વસ્તુનો પરિણામ છે; પરંતુ વિરોધી જેવાં લાગે છે, છતાં પણ પોતપોતાના સ્વરૂપે છે, વિરોધ તો કરતાં નથી.’’

આ પ્રમાણે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થઈને પ્રવર્તમાન જેટલી જ્ઞાનધારા છે એ સંવરનિર્જરાનું કારણ છે, એમાં જરાય બંધનું કારણ નથી અને બર્હિમુખપણે પ્રવર્તતી જેટલી શુભાશુભ રાગધારા છે તેટલું બંધનું જ કારણ છે, અંશ પણ સંવર-નિર્જરાનું કારણ નથી. ભાવલિંગી મુનિવરને જે પંચમહાવ્રતના પરિણામ છે એ બંધનું કારણ છે. એક શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. કથંચિત્ જ્ઞાનધારા અને કથંચિત્ રાગધારા મોક્ષનું કારણ છે એવું સ્વરૂપ નથી. લોકોને શુભભાવ કોઠે પડી ગયો છે અને શુભભાવમાંથી નીકળવું ગોઠતું નથી તેથી સમયસાર ગાથા-૧૬૧ થી ૧૬૩ ] [ ૨૦૧


PDF/HTML Page 1662 of 4199
single page version

સમયસાર નાટકમાં પણ મુનિરાજને જે પંચમહાવ્રતના પરિણામ હોય છે તે પ્રમાદના પરિણામ છે અને તે જગપંથ છે, સંસારનો પંથ છે, બંધનો માર્ગ છે એમ કહ્યું છે. એનાથી ભવ મળશે અને આત્માની જે આત્મરૂપ જ્ઞાનધારા છે એનાથી જ મોક્ષ થશે. આવી તો ચોખ્ખી વાત છે. ભગવાન! આવો અવસર મળ્‌યો એમાં આ વિવાદ-ઝઘડા શાના? બધા વિવાદ મૂકીને નક્કી કર કે-તરવાનો ઉપાય એક સ્વ-આશ્રયથી જ થાય છે અને પરાશ્રયના સઘળા ભાવ બંધનું જ કારણ બને છે.

બંધ અધિકાર, કળશ ૧૭૩ માં પણ કહ્યું છે કે-જિન ભગવાનોએ સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય ત્યાગવા યોગ્ય કહ્યાં છે. તેથી અમે એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. તો પછી આ સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ આત્મસ્વરૂપમાં સ્થિરતા કેમ ધરતા નથી? આચાર્યદેવે અહીં આશ્ચર્ય સાથે સર્વ પરાશ્રય છોડીને સંપૂર્ણ અંતઃસ્થિતિને પ્રાપ્ત થવાની પ્રેરણા કરી છે. ગાથા ૨૭૨ માં પણ કહ્યું છે કે-‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની.

અહાહા...! આટલું સ્પષ્ટ હોવા છતાં જેના અંતરમાં શુભરાગનો મહિમા વસ્યો છે તેને પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન પૂર્ણ વીતરાગતાના, પ્રભુતાના અને ઈશ્વરતાના સ્વભાવથી ભરેલો પોતાનો જે આત્મા તેનો મહિમા કેમ આવે? તેને તો રાગની રુચિની આડમાં આખો પરમાત્મા નજરથી દૂર થઈ ગયો છે. જેમ એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે તેમ રાગનો મહિમા અને શુદ્ધ ચિદ્રૂપનો મહિમા બે સાથે રહી શકતાં નથી. ભગવાન! જો તને મોક્ષની ઇચ્છા છે તો રાગની રુચિ છોડી શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મદ્રવ્યનો મહિમા કરી તેમાં જ અંતર્લીન થા. અહીં કહે છે કે ધર્મી જીવને થતા જે પંચમહાવ્રતાદિના પરિણામ તે પણ એકાંત બંધનું જ કારણ છે અને એક માત્ર શુદ્ધત્વપરિણમનરૂપ જે જ્ઞાનધારા છે તે જ એકાંતે મોક્ષનું કારણ છે.

પ્રશ્નઃ– જેટલો અશુભથી બચ્યો એટલો તો સંવર છે ને?

ઉત્તરઃ– ના; અશુભથી બચી જે શુભમાં આવ્યો તે શુભ પોતે પણ બંધનું જ કારણ છે. એક જ્ઞાન-પરિણતિ જ સંવર-નિર્જરાનું કારણ છે. સમજાણું કાંઈ...?

* * *

હવે કર્મ અને જ્ઞાનનો નયવિભાગ બતાવે છેઃ-


PDF/HTML Page 1663 of 4199
single page version

* કળશ ૧૧૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘कर्मनयावलंबनपराः मग्नाः’ કર્મનયના આલંબનમાં તત્પર (અર્થાત્ કર્મનયના પક્ષપાતી) પુરુષો ડૂબેલા છે, ‘यत्’ કારણ કે ‘ज्ञानं न जानन्ति’ તેઓ જ્ઞાનને જાણતા નથી.

જુઓ, કર્મ એટલે શુભભાવનું આલંબન લેનારા શુભકર્મના પક્ષપાતી પુરુષો ડૂબેલા છે એટલે સંસારમાં ખૂંચેલા છે કેમકે તેઓ પોતે સદા ચૈતન્યમૂર્તિ ભગવાન છે એમ જાણતા નથી. અહા! રાગને અવલંબનારા પુરુષો રાગરહિત પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એને જાણતા નથી, અનુભવતા નથી અને તેથી તેઓ ભવસમુદ્રમાં ડૂબેલા છે અર્થાત્ ભવસમુદ્રમાં ગોથાં ખાયા કરે છે. વળી કહે છે-

‘ज्ञाननय–एषिणः अपि मग्नाः’ જ્ઞાનનયના ઇચ્છક (-પક્ષપાતી) પુરુષો પણ ડૂબેલા છે, ‘यत्’ કારણ કે ‘अतिस्वच्छन्दमन्द–उद्यमाः’ તેઓ સ્વચ્છંદથી અતિ મંદ ઉદ્યમી છે.

જેઓ બહારથી માત્ર જ્ઞાનની વાતો કરે છે પણ દ્રષ્ટિ અને રમણતા જ્ઞાનમાં એટલે અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં કરતા નથી એવા જ્ઞાનના પક્ષપાતીઓ પણ ભવસમુદ્રમાં ડૂબેલા છે અર્થાત્ સંસારમાં રખડે છે. તેઓ સ્વચ્છંદથી અતિ મંદ-ઉદ્યમી છે. એટલે એકલા સ્વચ્છંદથી જ્ઞાનની વાતો કરે છે પણ સ્વરૂપની પ્રાપ્તિનો અંતરસન્મુખતાનો પુરુષાર્થ કરતા નથી તેથી નિરુદ્યમી છે, પ્રમાદી છે; વિષય-કષાયમાં વર્તે છે અને સ્વસન્મુખતા દ્વારા સ્વરૂપ-પ્રાપ્તિનો વિચાર સરખો પણ કરતા નથી. કળશટીકામાં લીધું છે કે ‘મંદ-ઉદ્યમી’ એટલે શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો વિચારમાત્ર પણ કરતા નથી. ખાલી જ્ઞાનની વાતો કરે છે, શુભથી દૂર રહે છે અને શુદ્ધનો વિચાર સરખો કરતા નથી તેઓ સ્વચ્છંદે પરિણમતા થકા અશુભમાં ચાલ્યા જાય છે અને ૮૪ ના અવતારમાં રઝળી મરે છે.

જેને દ્રષ્ટિને અંદર ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર કરવા પ્રતિ વલણ હજુ થયું નથી અને માત્ર જે કોરી જ્ઞાનની-આત્માની વાતો કરે છે તે પુરુષ મિથ્યાદ્રષ્ટિ છે. વળી સ્વભાવમાં દ્રષ્ટિની એકાગ્રતાનો વિચાર તો કરે છે પણ સ્વરૂપનો પ્રત્યક્ષ આસ્વાદ નથી તો તે પણ સમ્યક્ત્વ- સન્મુખ મિથ્યાદ્રષ્ટિ છે. બેય વાત છે ને? અહીં બે પ્રકારના જીવો લીધા છે-એક શુભરાગની ક્રિયાને ધર્મ માનનારા અને બીજા જ્ઞાનની માત્ર કોરી વાતો કરનારા. એક શુભરાગની અનેક ક્રિયાઓમાં રોકાઈ રહીને મિથ્યાત્વસહિત હોવાથી સંસારમાં ડૂબે છે અને બીજા પુરુષાર્થરહિત પ્રમાદી થઈને વિષય-કષાયમાં સ્વચ્છંદે વર્તતા થકા સંસાર સમુદ્રમાં ડૂબે છે.

હવે કહે છે-‘ते विश्वस्य उपरि तरन्ति’ તે જીવો વિશ્વના ઉપર તરે છે કે ‘ये स्वयं सततं ज्ञानं भवन्तः कर्म न कुर्वन्ति’ જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા-પરિણમતા


PDF/HTML Page 1664 of 4199
single page version

થકા કર્મ કરતા નથી ‘च’ અને ‘जातु प्रमादस्य वशं न यान्ति’ કયારેય પ્રમાદને વશ પણ થતા નથી.

આત્મા સદા જ્ઞાનાનંદ પરમાનંદસ્વરૂપી અંદર વિરાજમાન છે. તેનાં દ્રષ્ટિ-જ્ઞાન અને રમણતારૂપે થવું-પરિણમવું તે જ્ઞાનરૂપ પરિણમન છે. અહીં કહે છે જે જીવો જ્ઞાનરૂપ પરિણમતા થકા કર્મ કરતા નથી તેઓ તરી જાય છે. ‘કર્મ કરતા નથી’ એટલે કે અનુભવ કાળે બુદ્ધિપૂર્વકનો રાગ હોતો નથી અને જ્ઞાનીને જે રાગ આવે છે તે રાગના કર્તાપણાનો તેને અભિપ્રાય નથી, તેનું સ્વામિત્વ નથી તેથી તે કર્મનો કર્તા નથી. રાગને તદ્ન વશ થઈને તે અશુભમાં (-મિથ્યાત્વમાં) જતો નથી. આ પ્રમાણે સ્વરૂપમાં નિરંતર ઉદ્યમશીલ એવા તે જીવો પ્રમાદરહિત થઈને સંસારને તરી જાય છે. સ્વરૂપમાં જેઓ ઝુકેલા છે અને તેમાં જ ઉદ્યમી રહે છે, પ્રયત્નશીલ રહે છે તેઓ મોક્ષમાર્ગી છે અને તેઓ તરી જાય છે; બીજા કે જેઓ સ્વરૂપથી વિમુખ છે તેઓ તો મિથ્યાદ્રષ્ટિ છે અને સંસારમાં ડૂબેલા છે. આવી વાત છે.

* કળશ ૧૧૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અહીં સર્વથા એકાન્ત અભિપ્રાયનો નિષેધ કર્યો છે કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે.’

જુઓ, નિશ્ચયથી લાભ થાય અને વ્યવહારથી-રાગથી પણ લાભ થાય એમ કેટલાક અનેકાન્ત કરે છે પણ તેમની એ માન્યતા એકાન્ત છે. વ્યવહારથી (-શુભભાવથી) બંધ જ છે અને નિશ્ચયથી-શુદ્ધ પરિણતિથી મોક્ષ છે-આનું નામ અનેકાન્ત છે. પણ શુદ્ધભાવ-સન્મુખતાથી પણ મોક્ષ થાય અને રાગથી પણ મોક્ષ થાય-એમ અનેકાન્ત નથી. એ તો મિથ્યા એકાન્ત છે. વળી રાગ-વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય-એવી માન્યતા પણ એકાન્ત છે. તે સર્વથા એકાન્ત હોવાથી મિથ્યાત્વ છે, તેથી તેનો અહીં નિષેધ કર્યો છે.

ત્યારે કોઈ કહે-કે વ્યવહાર સાધન નથી એમ તમે કહો છો તો તેથી લોકો સ્વચ્છંદી થઈ જશે.

અરે ભાઈ! જેને ભવનો ભય છે અને અંતરમાં મુમુક્ષુતા પ્રગટી છે એ સ્વચ્છંદી કેમ થાય! જેને આત્માની આરાધના પ્રગટી છે વા જે આત્માની આરાધનાના પ્રયત્નમાં વર્ત્યા જ કરે છે તે સ્વચ્છંદી કેમ થશે? (નહિ થાય).

હવે કહે છે-‘કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને તો જાણતા નથી અને વ્યવહાર દર્શનજ્ઞાનચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે- તેનો પક્ષપાત કરે છે.’

જોયું? કેટલાક લોકો-પોતે પરમાનંદનો નાથ જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ ભગવાન છે એવા


PDF/HTML Page 1665 of 4199
single page version

આત્માને જાણતા નથી અને વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરમાં તત્પર રહે છે. આ વ્યવહાર સમકિત-જ્ઞાન-ચારિત્ર એ બધું ક્રિયાકાંડ છે. દેવ-શાસ્ત્ર-ગુરુની રાગરૂપ શ્રદ્ધા ક્રિયાકાંડ છે, શાસ્ત્રનું ભણતર અને વ્રતાદિનું આચરણ એ બધું ક્રિયાકાંડ છે. રાગ છે ને? વ્યવહારરત્નત્રયની બધી રાગની ક્રિયા છે અને તે ક્રિયાકાંડ જ છે.

હવે આ ક્રિયાકાંડનો મોટો આડંબર રચે. મહિના-મહિનાના ઉપવાસ કરે ને વ્રત કરે ને તપ કરે ને વળી એનાં ઉજમણાં કરે, વરઘોડા કાઢે-એ બધો ક્રિયાકાંડનો આડંબર છે. ભગવાનની પાસે ભક્તિમાં માગે કે મને મોક્ષ આપો અને આઠ-દસ કલાક શાસ્ત્ર વાંચે ને સામાયિક-પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરે એ બધો ક્રિયાકાંડનો-રાગની ક્રિયાનો આડંબર છે. અહીં કહે છે-કેટલાક લોકો એને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે, તેનો પક્ષપાત કરે છે. એટલે એમ કે આ ક્રિયાકાંડના વ્યવહારથી કદીક નિશ્ચય પ્રગટ થશે એમ જાણી વ્યવહારરત્નત્રયમાં તત્પર રહે છે. અશુભથી તો શુદ્ધ ન થાય પણ શુભ કરતાં કરતાં શુદ્ધ ઉપયોગ થઈ જશે એમ જાણી વ્રત, નિયમ, તપ, શીલ, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવમાં તત્પર રહે છે. આવા લોકો કર્મનયના, એકાંત પક્ષપાતી છે, મિથ્યાદ્રષ્ટિ છે. હવે કહે છે-

‘આવા કર્મનયના પક્ષપાતી લોકો-જેઓ જ્ઞાનને તો જાણતા નથી અને કર્મનયમાં જ ખેદખિન્ન છે તેઓ-સંસારમાં ડૂબે છે.’

જુઓ, આવા લોકો જ્ઞાનને કહેતાં ક્રિયા-રાગથી રહિત પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જાણતા નથી-અનુભવતા નથી અને માત્ર કર્મ એટલે શુભરાગની ક્રિયામાં રચ્યા-પચ્યા રહી ખેદખિન્ન થાય છે. જુઓ, શુભરાગ છે તે ખેદરૂપ-દુઃખરૂપ છે, કેમકે તે આત્માની નિરાકુળ શાન્તિનો ક્ષય કરે છે. શુભભાવમાં ભગવાન આત્માની શાન્તિનો ક્ષય થાય છે. માટે જેઓ શુભરાગના પક્ષપાતી જીવો છે તેઓ સંસારમાં ડૂબે છે, સંસારમાં ૮૪ ના અવતાર કરી-કરીને રઝળે છે. આ એક પ્રકારના લોકોની (વ્યવહારાભાસી મિથ્યાદ્રષ્ટિઓની) વાત થઈ.

હવે બીજી (નિશ્ચયાભાસી મિથ્યાદ્રષ્ટિઓની) વાત કરે છે. જેઓ જ્ઞાનની વાતો કરે છે પણ જ્ઞાનની સન્મુખ થતા નથી એમની વાત કરે છે. કહે છે-

‘વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે.’

જ્ઞાન એટલે આત્મા પોતે સદાય જ્ઞાતા-દ્રષ્ટારૂપે છે એની તેઓને ખબર નથી, એનો અનુભવ પણ નથી અને ખાલી એનો પક્ષપાત કરે છે.


PDF/HTML Page 1666 of 4199
single page version

‘પોતાની પરિણતિમાં જરાય ફેર પડયા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે અને વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણી છોડી દે છે.’

અહા! પોતાની પરિણતિમાં તો એવા ને એવા વિષય-કષાયનું સેવન રહ્યા કરે છે, આત્મસ્વરૂપના વલણનો વિચાર સરખો પણ કરતા નથી અને અમને બંધ નથી એમ માનીને વ્યવહારના ક્રિયાકાંડને-વ્રત, તપ, શીલ, સંયમ, ઇત્યાદિ આચરણને નિરર્થક-નિષ્ફળ જાણી છોડી દે છે. અહા! તેઓ શુદ્ધની પ્રતિ ઢળતા નથી, શુભ છોડી દે છે, તેથી અશુભમાં-વિષયકષાયમાં જ મગ્ન રહે છે.

‘આવા જ્ઞાનનયના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય કષાયમાં વર્તે છે તેઓ પણ સંસારસમુદ્રમાં ડૂબે છે.’

આવા જ્ઞાનનયના એકાંત પક્ષપાતી લોકો એકલી કોરી આત્માની વાતો કરે છે પણ શુદ્ધ સ્વરૂપમાં ઢળવાનો પુરુષાર્થ કરતા નથી અને શુભભાવને છોડી દઈ સ્વેચ્છાચારી બનીને નિરંકુશપણે વિષય-કષાયમાં વર્તે છે. અહા! સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન સંબંધી અશુદ્ધતા ટળી નથી અને માત્ર કોરી આત્માની વાતો કરનારા તેઓ સંસારસમુદ્રમાં ડૂબે છે. શ્રીમદે કહ્યું છે ને કે-

‘‘કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.’’

આથી એમ ન સમજવું કે શુભભાવ છોડીને અશુભ કરવા; વળી અુશભભાવ છોડયા છે માટે શુભથી હળવે હળવે નિશ્ચય (ધર્મ) થશે એમ પણ અર્થ નથી. આશય એમ છે કે નિશ્ચયસ્વરૂપ જે નિજ શુદ્ધાત્મા તેનો વિચાર અને તેનું લક્ષ કર્યા વિના, અંતરમાં ઢળ્‌યા વિના બાહ્ય ક્રિયા કે ખાલી આત્માની કોરી વાતો કરવાથી જીવો સંસારમાં જ ડૂબે છે.

હવે ત્રીજી મોક્ષમાર્ગી જીવોની વાત કરે છે-‘મોક્ષમાર્ગી જીવો જ્ઞાનરૂપે પરિણમતા થકા શુભાશુભ કર્મને હેય જાણે છે અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે.’

જુઓ, આ જયચંદજી પંડિત ખુલાસો કરે છે. મોક્ષમાર્ગી જીવો શુદ્ધતાપણે થયા થકા, શુદ્ધ ઉપયોગપણે પરિણમતા થકા શુભાશુભ કર્મને હેય જાણે છે. જુઓ, અશુભ અને શુભ-બેયનેય હેય જાણે છે. શુભથી આત્માને લાભ થશે એમ જ્ઞાની જાણતા નથી. વળી વિષય-કષાયના પરિણામમાં પણ હોંશથી જોડાતા નથી. સમાધાન થતું નથી એટલે એને રાગનું આચરણ થઈ જાય છે, પણ તે એમાં સ્વચ્છંદી નથી આ રાગ ઠીક છે એવો ભાવ એને નથી, જો એવી ઠીકપણાની બુદ્ધિ હોય તો તો એ મિથ્યાત્વ છે. વિષયકષાયમાં સુખ છે, આનંદ-મઝા છે એવી જેને બુદ્ધિ હોય એ તો


PDF/HTML Page 1667 of 4199
single page version

મિથ્યાદ્રષ્ટિ છે. ધર્મી તો અંદર સ્વભાવમાં ટકીને રહી શકતા નથી અને એથી એને રાગ આવે છે, પણ તે રાગને હેય જાણે છે અને શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે.

‘તેઓ માત્ર અશુભ કર્મને જ નહિ પરંતુ શુભકર્મને પણ છોડી, સ્વરૂપમાં સ્થિર થવાને નિરંતર ઉદ્યમવંત છે-સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા થતાં સુધી તેનો પુરુષાર્થ કર્યા જ કરે છે.’

જુઓ, શું કહે છે? કે મોક્ષમાર્ગી જીવો માત્ર અશુભ કર્મને (-ભાવને) જ નહિ પણ શુભ કર્મને (-ભાવને) પણ છોડી સ્વરૂપ-રમણતા કરે છે. પણ શુભભાવને છોડી સ્વચ્છંદમાં જાય છે-અશુભ કરે છે એમ નથી. અહાહા...! સંપૂર્ણ સ્વરૂપમાં સ્થિરતા થાય ત્યાં સુધી સ્વરૂપનું જ વલણ કર્યા કરે છે, સ્વરૂપમાં જ ઉદ્યમી રહે છે. હવે કહે છે-

‘જ્યાંસુધી, પુરુષાર્થની અધૂરાશને લીધે, શુભાશુભ પરિણામોથી છૂટી સ્વરૂપમાં સંપૂર્ણપણે ટકી શકાતું નથી ત્યાંસુધી-જોકે સ્વરૂપસ્થિરતાનું અંર્ત-આલંબન તો શુદ્ધ પરિણતિ પોતે જ છે તોપણ અંર્ત-આલંબન લેનારને જેઓ બાહ્ય આલંબનરૂપ કહેવાય છે એવા શુભ પરિણામોમાં તે જીવો હેયબુદ્ધિએ પ્રવર્તે છે.’

જુઓ, પુરુષાર્થની કચાશને લીધે ઉપયોગ સંપૂર્ણપણે ટકીને રહેતો નથી તો તેઓ શુભ પરિણામોમાં-વ્રત, તપ, ભક્તિ, સ્વરૂપના વિચાર, ઇત્યાદિમાં હેયબુદ્ધિએ પ્રવર્તે છે. આ શુભ પરિણામો બાહ્ય આલંબન છે એટલે કે નિમિત્તરૂપે છે. એનાથી શુદ્ધ પ્રગટશે એમ નહિ, પણ ઉપયોગ શુદ્ધમાં ટકયો નથી ત્યારે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, સ્વરૂપના વિચાર, વ્રત, તપ આદિ શુભભાવમાં તેઓ હેયબુદ્ધિએ પ્રવર્તતા હોય છે. હવે કહે છે-

‘પરંતુ શુભ કર્મોને નિરર્થક ગણી છોડી દઈને સ્વચ્છંદપણે અશુભ કર્મોમાં પ્રવર્તવાની બુદ્ધિ તેમને કદી હોતી નથી.’

શુભ અને અશુભ બન્નેને તેઓ બંધનું કારણ જાણે છે તેથી તેમાં એમને સુખબુદ્ધિ નહિ હોવાથી શુભને છોડીને શુદ્ધોપયોગપણે પરિણમે છે પણ શુભને છોડીને સ્વચ્છંદી થઈ અશુભમાં પ્રવર્તવાની તેમને કદીય ભાવના થતી નથી. જ્ઞાનીને શુભાશુભ ભાવ બન્ને યથાસંભવ આવે છે, પણ અહીં તેને સ્વછંદ પરિણમન હોવાનો નિષેધ કર્યો છે.

કેટલાક જ્ઞાનની વાતો કરે અને વ્યભિચાર અને લંપટપણું સેવતા હોય અને કહે કે અમારે શું? એ તો ઇન્દ્રિયો ઇન્દ્રિયોનું કામ કરે; શરીર અને ઇન્દ્રિયો તો જડ છે, જડ જડનું કામ કરે એમાં અમારે શું? ભાઈ! એ તો સંસારમાં ઉંડે ડૂબવાના, કેમકે એ તો નિરર્ગલ સ્વચ્છંદ કષાય પ્રવૃત્તિ છે. અહીં કહે છે-આવા એકાંત અભિપ્રાયથી રહિત જ્ઞાની જીવો હોય છે.


PDF/HTML Page 1668 of 4199
single page version

હવે કહે છે-‘આવા જીવો-જેઓ એકાંત અભિપ્રાય રહિત છે તેઓ-કર્મનો નાશ કરી, સંસારથી નિવૃત્ત થાય છે.’

અહાહા...! જેમને આનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ દ્રષ્ટિમાં આવ્યો અને તેના આશ્રયે જેની પરિણતિ નિર્મળ શુદ્ધ થઈ તે એકાંત અભિપ્રાયથી રહિત છે. ઉપયોગ અંદર સ્થિર થઈને ટકતો નથી તો તેઓ શુભાશુભ ભાવમાં જોડાય છે પણ તેમને તેનો અભિપ્રાય નથી. એકલા બહારના જાણપણાથી જ મુક્તિ થાય વા શુભભાવથી જ મુક્તિ થાય એવો એમને એકાંત અભિપ્રાય નથી. આહાહા...! આવા જીવો શુદ્ધ ચૈતન્યસ્વભાવનું ઉગ્ર આલંબન લઈને શુદ્ધ પરિણતિ દ્વારા કર્મનો નાશ કરીને સંસારથી નિવૃત્ત થાય છે.

આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવના આલંબનથી જેટલી શુદ્ધતા પ્રગટ કરે છે તેટલો (પર્યાયમાં) શુદ્ધ થાય છે, પરંતુ પરિપૂર્ણ શુદ્ધ પરિણતિ ન થાય ત્યાં સુધી તેને પુણ્ય-પાપના ભાવ આવી જાય છે પણ તેમાં એને હેયબુદ્ધિ છે. હેયબુદ્ધિ એટલે શું? કે એવા ભાવ એને અવશે આવી પડે છે પણ એનો એને આદર નથી, એમાં એને ઉપાદેયબુદ્ધિ, સુખબુદ્ધિ કે આત્મબુદ્ધિ નથી. શુભનો વ્યવહાર આવે ખરો અને કદાચિત્ અશુભ ભાવ પણ આવે ખરો પણ એમાં એને રુચિનો ભાવ નથી, એનું એને પોસાણ નથી. આવી વાતો છે બધી અંદરની.

આ સમજ્યા વિના જીવ ચોરાસીના અવતાર કરી-કરીને રખડી મર્યો છે. વર્તમાનમાં અહીં મોટો કરોડપતિ શેઠીઓ હોય અને મરીને કુતરીને પેટે ગલુડિયું થાય; કેમકે સ્વરૂપની દ્રષ્ટિનું ભાન નથી અને અશુભને છોડતો નથી, નિરંતર માયા, કપટ, કુટિલતાના ભાવના સેવનમાં રચ્યોપચ્યો રહે છે એટલે એનું ફળ એવું જ આવે. એનું ફળ બીજું શું હોય? અહીં કહે છે-એકાંત અભિપ્રાયથી રહિત થઈ જે શુદ્ધાત્માનું સેવન કરે છે તે જ કર્મનો નાશ કરી સંસારથી નિવૃત્ત થઈ જાય છે.

હવે પુણ્ય-પાપ અધિકારને પૂર્ણ કરતાં આચાર્યદેવ જ્ઞાનનો મહિમા કરે છેઃ-

* કળશ ૧૧૨ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

આ પુણ્ય-પાપ અધિકારની છેલ્લી ત્રણ ગાથાઓ પછીના કળશોમાંથી છેલ્લો કળશ છે. શું કહે છે એમાં? કે-‘पीतमोहं’ જેણે મોહરૂપી મદિરા પીધી હોવાથી ‘भ्रम–रस–भरात् भेदोन्मादं नाटयत्’ જે ભ્રમના રસના ભારથી (અતિશયપણાથી) શુભાશુભ કર્મના ભેદરૂપી ઉન્માદને (ગાંડપણાને) નચાવે છે.........

અહાહા...! શું કહ્યું? શુભભાવ-વ્યવહારરત્નત્રયાદિના ભાવ ઠીક-ભલા છે અને અશુભભાવ અઠીક-બૂરા છે-એમ બેમાં જે ઉન્માદપણે ભેદ પાડે છે તેઓ, જેમ દારૂ પીને કોઈ પાગલ થઈ જાય તેમ મિથ્યાત્વના જોરે ભ્રમણારૂપ રસને પીને પાગલ થઈ ગયા છે એમ કહે છે. મોહરૂપી દારૂના અમલથી ઉત્પન્ન ભ્રમણાના રસની અતિશયતાથી,


PDF/HTML Page 1669 of 4199
single page version

પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે-એમ પુણ્ય-પાપમાં ભેદ પાડીને જેઓ ઉન્માદને નચાવે છે તેઓ પાગલ થઈ ગયા છે. હવે આવી વાત લોકોને આકરી પડે; પુણ્યનો પક્ષ થઈ ગયો છે ને?

વ્યવહારથી (નિશ્ચય) થાય, વ્યવહારથી થાય; વ્યવહારથી થાય-એમ રટણ થઈ ગયું છે ને? એમ કે-શુભભાવથી ભલે ન થાય પણ એમાં જે કષાયની મંદતા છે એનાથી થાય. અહીં કહે છે-આવું જે માને છે તેઓ મિથ્યાત્વના જોરથી મોહરૂપી દારૂ પીને પાગલ થઈ ગયા છે.

ત્યારે તેઓ કહે છે-વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય એમ નહિ માનો તો એકાંત થઈ જશે; પ્રમાણજ્ઞાન કરવું હોય તો આમ બન્ને માનવાં જોઈએ.

સમાધાનઃ– ભાઈ! આમાં જ્ઞાન કરવાની વાત તું કયાં કરે છે? એ (-શુભાશુભ ભાવ) જાણવા લાયક (કરવા લાયક નહિ) છે એમ તું કયાં કહે છે? તું તો એ બેમાંથી પુણ્યને કારણે ધર્મ થાય અને પાપને કારણે ધર્મ ન થાય એમ કહે છે. શુભભાવથી શુદ્ધતા થાય અને અશુભભાવથી ન થાય એમ તું ભેદ પાડે છે. જ્યારે છે તો બંનેય જાણવા યોગ્ય માત્ર.

જ્યારે નિશ્ચયથી આત્મા સ્વસ્વરૂપના આશ્રયે નિર્વિકાર સ્વસંવેદન-પ્રત્યક્ષનો અનુભવ કરે છે ત્યારે સમ્યગ્દર્શન પામે છે. તે કાળમાં જે વ્યવહાર હોય છે તેને તે જાણે છે. જાણવાનો એમાં કયાં વાંધો છે? જે રાગ હોય છે તેને હેય તરીકે જાણે છે. આ પ્રમાણજ્ઞાન છે. વ્યવહાર હોતો નથી એમ વાત નથી. પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી વ્યવહાર આવે છે, પણ એનાથી નિશ્ચય પમાય, એનાથી શુદ્ધતા થાય, એ (મોક્ષનું) સાધન થાય એમ તો મોહરૂપી મદિરા પીને ઉન્મત્ત-પાગલ થયેલા હોય તેઓ માને છે એમ અહીં કહે છે. કર્મ-શુભભાવ વળી સાધન કેવું? એ તો પહેલાં આવી ગયું કે કર્મ-શુભભાવ મોક્ષમાર્ગનું ઘાતક એટલે વિઘ્ન કરનારું છે, વિરુદ્ધસ્વભાવી છે અને સ્વયં બંધનું કારણ છે. હવે કર્મધારા જે બંધનું કારણ છે તે મોક્ષનું સાધન કેમ થાય? (ન થાય). ભાઈ! શુભથી પણ થાય અને શુદ્ધથી પણ થાય-એમ અનેકાન્ત છે એવું માનનારા તો બેયને (સ્વભાવ-વિભાવને) ભેગા (એક) કરીને માનતા હોવાથી એકાંત મિથ્યાત્વરૂપ મદિરાને પીને પાગલ થયેલા છે-એમ અહીં કહ્યું છે.

હવે કહે છે-‘तत् सकलम् अपि कर्म’ એવા સમસ્ત કર્મને ‘बलेन’ પોતાના બળ વડે ‘मूलोन्मूलं कृत्वा’ મૂળથી ઉખેડી નાખીને ‘ज्ञानज्योतिः भरेण प्रोज्जजृम्भे’ જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ.

જુઓ, સમસ્ત કર્મ એટલે શુભ હો કે અશુભ, પુણ્યભાવ હો કે પાપભાવ-બન્નેય વિકારી કર્મ છે, આત્માના સ્વભાવરૂપ ધર્મ તો એકેય નથી, એવા સમસ્ત


PDF/HTML Page 1670 of 4199
single page version

કર્મને એટલે પુણ્ય-પાપના ભાવને પોતાના બળથી મૂળથી ઉખેડી નાખે છે. ‘પોતાના બળથી’- ભાષા જુઓ! પોતાના બળથી એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયના બળ વડે પુણ્ય-પાપ બેયનો જે મૂળથી નાશ કરે છે તે ધર્મી છે. પોતાના બળથી એટલે કર્મ મંદ પડે અને (ધર્મ) પ્રગટ થાય એમ નહિ પણ સ્વભાવના આશ્રયના પુરુષાર્થ વડે પુણ્ય-પાપનો નાશ કરે છે-એમ વાત છે.

ત્યારે કોઈ કહે છે-જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ પર્યાય થાય; એમાં કોઈ ફેરફાર ન કરી શકે. હવે આમ છે તો બીજો પુરુષાર્થ કરવાનો કયાં રહે છે?

બાપુ! જે સમયે જે થવાનું હોય તે સમયે તે જ થાય એવો જેને અંતરમાં નિર્ણય થયો છે એની દ્રષ્ટિ તો ત્રિકાળી જ્ઞાયકની સન્મુખ છે અને એ જ્ઞાયકસન્મુખની દ્રષ્ટિ છે એ જ પુરુષાર્થ છે. અહાહા...! હું એક શુદ્ધ જ્ઞાયકસ્વભાવી છું એવી દ્રષ્ટિના પુરુષાર્થમાં જે સમયે જે થાય તેનું માત્ર તે જ્ઞાન કરે છે. (જે થાય તેને હું કરું કે પલટી દઉં એવો એને અભિપ્રાય રહેતો નથી). ગજબ વાત છે, ભાઈ! શું થાય? માર્ગમાં ફેરફાર થઈ ગયો!

પરાશ્રયરૂપ સમસ્ત કર્મને સ્વઆશ્રયના બળથી મૂળથી ઉખેડી નાખે છે. જેમ વૃક્ષ ઊભું હોય તેનાં પાંદડાં તોડવામાં આવે તોય તે થોડા વખતમાં નવાં આવે. પણ જો વૃક્ષને મૂળથી ઉખેડી નાખે તો નવાં પાંદડાં ન આવે, હોય તે નાશ પામી જાય. તેમ અહીં કહે છે-પુણ્ય- પાપરૂપ સમસ્ત કર્મને સ્વરૂપના આશ્રયે મૂળમાંથી ઉખેડી નાખે છે એટલે કે અભિપ્રાયમાંથી તેનો નાશ કરે છે, જેથી નવાં ન આવે પણ અલ્પકાળમાં નાશ પામી જાય.

હવે સત્યની (-આત્માની) શ્રદ્ધાનાં ઠેકાણાં ન હોય અને બહારથી વ્રત ને તપ ને નિયમ ધારણ કરે પણ ભાઈ! એ તો બધાં બાળવ્રત, બાળતપ અને બાળનિયમ છે. હવે આથી માણસને દુઃખ લાગે તો કહીએ છીએ-દુઃખ લાગે તો ક્ષમા કરજે, ભાઈ! તારો આત્મા પણ સ્વરૂપથી ભગવાન છે, અમારો સાધર્મી છે. બાકી પર્યાયમાં મિથ્યાશ્રદ્ધાનનો દોષ છે તેનો પક્ષ કેમ કરીને કરીએ? વસ્તુસ્થિતિ જ જે છે તે છે; એમાં શું થાય? એના (વસ્તુસ્થિતિના) વિરોધનું ફળ બહુ આકરું છે બાપુ! સત્યથી વિરુદ્ધ શ્રદ્ધાનું એટલે મિથ્યાત્વનું પરંપરા ફળ નરક અને નિગોદ છે. અમને એવા પ્રાણી પ્રત્યે વેર ન હોય, વિરોધ ન હોય. અમને તો ‘सत्वेषु मैत्री’ બધા જીવો પ્રત્યે મૈત્રીભાવ છે. કેમકે બધા અંદર ભગવાન છે. વસ્તુ તરીકે વસ્તુ તો અંદર પરમાત્મસ્વરૂપે જ છે, એની પર્યાયમાં ભૂલ છે એ તો સ્વરૂપના આશ્રયે નીકળી જવા યોગ્ય છે.


PDF/HTML Page 1671 of 4199
single page version

અહીં કહે છે-પુણ્ય-પાપના ભાવરૂપ સમસ્ત કર્મને મૂળથી ઉખેડી નાખીને જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. અહાહા...! જેને ચૈતન્યસૂર્યનો પ્રકાશ પ્રગટ થયો તેણે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કર્યો. પુણ્ય-પાપના ભાવ છે તે અજ્ઞાનરૂપ અંધકાર છે. હવે એમાં શુભની-પુણ્યની શું હોંશ કરીએ? ભાઈ! આવી જ વસ્તુસ્થિતિ જગતમાં છે એનો જ્ઞાનમાં સ્વીકાર કર.

ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાયકસ્વભાવી દેવ છે. તેનો આશ્રય લઈને જેણે પુણ્ય-પાપના ભાવનો મૂળમાંથી નાશ કર્યો એને નિર્મળ જ્ઞાનજ્યોતિ અતિશયપણે પ્રગટ થઈ. જે પુણ્ય-પાપનો સંતાપરૂપ, કલેશરૂપ, દુઃખરૂપ સ્વાદ હતો તેને છેદીને ભગવાન આત્માના આશ્રયે તેને ચૈતન્યના નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો, અંતરમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ ચૈતન્યની પરિણતિ પ્રગટ થઈ. અહાહા...! વસ્તુ તો અખંડ ચૈતન્યજ્યોતિરૂપ હતી જ; તેનો આશ્રય લેવાથી શુભાશુભ કર્મને છેદીને વર્તમાન પર્યાયમાં જ્ઞાનજ્યોતિ નિર્મળ પ્રગટ થઈ અર્થાત્ શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પ્રગટ થયો. આત્માના સ્વભાવમાં જ્યાં શુદ્ધ ઉપયોગનું અતિશય સામર્થ્ય પ્રગટ કર્યું, જ્યાં વીર્યનું સ્ફૂરણ અંતરમાં કર્યું, ત્યાં હીન પુણ્ય-પાપના ભાવ મૂળથી છેદાઈ ગયા, વ્યવહારરત્નત્રયનો રાગ પણ છેદાઈ ગયો અને શુદ્ધરત્નત્રયરૂપ વીતરાગ પરિણતિ ઉત્પન્ન થઈ.

સ્વભાવની સન્મુખ થતાં અને વિભાવથી વિમુખ થતાં, વ્યવહારરત્નત્રયના રાગથી પણ વિમુખ થઈને જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. હવે કહે છે-કેવી છે તે જ્ઞાનજ્યોતિ? ‘कवलिततमः’ જે અજ્ઞાનરૂપી અંધકારને કોળિયો કરી ગઈ છે અર્થાત્ જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે.

જુઓ, પુણ્ય-પાપરૂપ ભાવ છે તે અજ્ઞાન છે, કેમકે તેમાં જ્ઞાનજ્યોતિ નથી. અહીં અજ્ઞાન એટલે મિથ્યાત્વ એમ નહિ, પણ પુણ્ય-પાપના ભાવમાં જ્ઞાનના-ચૈતન્યના પ્રકાશનું કિરણ નથી તેથી તે અજ્ઞાન છે. જ્ઞાનજ્યોતિ અજ્ઞાનરૂપી અંધકારનો કોળિયો કરી ગઈ. ભાષા તો જુઓ! શુભભાવ મોક્ષમાર્ગીને આવે છે તેથી શુભથી ધર્મ થશે અને અશુભથી નહિ થાય- એવા અજ્ઞાનરૂપી અંધકારનો તેણે (જ્ઞાનજ્યોતિએ) નાશ કરી નાખ્યો.

વળી કેવી છે તે જ્ઞાનજ્યોતિ? તો કહે છે-‘हेला–उन्मिलत्’ જે લીલામાત્રથી (-સહજ પુરુષાર્થથી) ઉઘડતી-વિકસતી જાય છે. લીલામાત્રથી એટલે અંદર રમત કરતાં કરતાં, આત્માની અંદર આનંદની મોજ કરતાં કરતાં જ્ઞાનજ્યોતિ વિકસતી જાય છે. શુભાશુભભાવ જે દુઃખરૂપ હતા તેને ઉખેડી નાખ્યા એટલે જ્ઞાનજ્યોતિ સહજપણે ક્ષણે-ક્ષણે નિર્મળ વિકસતી જાય છે, પ્રગટ થતી જાય છે. આવો ધર્મ બાપુ! માણસને પરંપરાથી જે (ખોટું) મનાણું હોય એમાં ફેર પડે એટલે આકરું લાગે, પણ ભાઈ! માર્ગ તો આ જ છે.


PDF/HTML Page 1672 of 4199
single page version

અનંતા તીર્થંકરો અને અનંતા સંતોએ પ્રવાહરૂપે આ જ માર્ગ કહ્યો છે. આગળની ગાથાઓમાં વાત આવી ગઈ કે-

-શુભાશુભ ભાવની જે રુચિ એવો જે મિથ્યાત્વભાવ તે સમકિતનો ઘાતક છે -શુભભાવ સ્વયં બંધસ્વરૂપ જ છે, અને -શુભભાવ એ સમ્યગ્દર્શનાદિ મોક્ષના કારણરૂપ ભાવોથી વિપરીત ભાવસ્વરૂપ છે.

જુઓ, સમ્યગ્દર્શનાદિ અબંધ સ્વરૂપ છે, અને શુભભાવ બંધસ્વરૂપ છે અને શુભભાવની રુચિ સમ્યક્ત્વાદિની ઘાતક છે. હવે જે ઘાતક છે તે આત્માને સમ્યગ્દર્શનાદિમાં મદદ કેમ કરે? (ન કરે). ભાઈ! જ્યાં ભેદ સાધક અને અભેદ સાધ્ય-એમ કહ્યું છે ત્યાં તો ઉપચારથી આરોપ આપીને કહ્યું છે. જો એમ ન હોય તો જિનવાણીમાં વિરોધ આવે; કેમકે એકકોર ઘાતક કહે અને વળી બીજી કોર સાધક છે એમ કહે એ તો વિરોધ થયો. એ વિરોધ ટાળવાનો ઉપાય શું? જે સાધક કહ્યું એ તો વ્યવહારનયથી આરોપથી કહ્યું છે. પ્રજ્ઞાછીણી વડે રાગથી ભિન્ન પડીને જે અંતરઅનુભવ કર્યો તે વાસ્તવિક (મોક્ષનો) સાધક છે. તે કાળમાં જે વ્યવહારનું વર્તન છે તેને ઉપચારમાત્રથી આરોપ આપીને સાધક કહેવામાં આવે છે. આમ વાત છે. વસ્તુસ્થિતિ જ આવી છે એમાં કોઈનો કાંઈ (વિપરીત) પક્ષ ચાલી શકે નહિ.

‘લીલામાત્રથી’ એમ કહ્યું ને? એટલે કે ચૈતન્યસ્વભાવને જ્યાં દ્રષ્ટિમાં પકડયો અને તેના અનુભવમાં સ્થિરતા અને રમણતા જામી ત્યાં સહજ આનંદની દશા વિકસતી જાય છે. વળી ‘લીલામાત્રથી’ એમ કેમ કહ્યું? તો કહે છે કે-ચારિત્ર બહુ કષ્ટદાયક છે એમ કેટલાક લોકો માને છે તેનો આ શબ્દ વડે પરિહાર કર્યો છે, અર્થાત્ તેમની એ માન્યતા ખોટી છે એમ આ શબ્દ દ્વારા સ્પષ્ટ કર્યું છે. અહાહા...! ધર્મી જીવ લીલામાત્રથી એટલે સહજપણે આનંદની લહેર કરતો કરતો ચારિત્રને સાધે છે એમ કહેવું છે.

વળી તે જ્ઞાનજ્યોતિ કેવી છે? તો કહે છે-‘परमकलया सार्धम् आरब्धकेलि’ જેણે પરમકળા અર્થાત્ કેવળજ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે એવી તે જ્ઞાનજ્યોતિ છે. (જ્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિ છદ્મસ્થ છે ત્યાંસુધી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે, કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે).

અહાહા...! સાધકભાવ જે છે તે કેવળજ્ઞાનની સાથે ક્રીડા કરે છે એટલે શું? એટલે કે તેને સાધકભાવ મટીને અલ્પકાળમાં કેવળજ્ઞાન થશે. જેમ બીજ ઉગી છે તો ૧૩ દિવસે પૂનમ થયે જ છુટકો, તેમ જેને જ્ઞાનકલા જાગી એની જ્ઞાનકળાએ મતિ-શ્રુતની કળાને કેવળજ્ઞાનની કળા સાથે જોડી દીધી છે. ષટ્ખંડાગમમાં કહ્યું છે કે-મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. એટલે કે અલ્પકાળમાં એ (મટીને) કેવળજ્ઞાન થશે. હવે આવી વાત બીજે કયાં છે ભાઈ?


PDF/HTML Page 1673 of 4199
single page version

અરે! શુભભાવમાં તું સંતોષ માનીશ પણ એ વડે ચૈતન્યરત્ન હાથ નહિ આવે. મિથ્યાત્વના ભાવમાં તો ભવિષ્યના અનંત નરક-નિગોદના ભાવ પડયા છે. એ ભવનું નિવારણ કરવાનો આ એક જ ઉપાય છે કે-ચૈતન્યસ્વભાવની સન્મુખતા કરવી, સ્વભાવનો અનુભવ કરવો અને સ્વભાવની આનંદદશાનું વેદન કરવું. જેણે સ્વરૂપનું જ્ઞાન, સમ્યક્ મતિ-શ્રુતજ્ઞાન પ્રગટ કર્યું છે તેણે કેવળજ્ઞાન સાથે રમત માંડી છે, અર્થાત્ ભવનો અભાવ કરવાની રમત માંડી છે. આ હું (સાધક પર્યાય, અલ્પજ્ઞાન) તે એનો (કેવળજ્ઞાન સ્વભાવનો) અંશ છું, એ અંશીને (કેવળજ્ઞાનસ્વભાવની પૂર્ણતાને) હું પ્રગટ કરું. આશય એમ છે કે શુભભાવ કે વ્યવહારરત્નત્રયનો ભાવ એ કાંઈ સ્વભાવનો અંશ નથી; એ તો વિભાવભાવ છે. એનાથી રહિત જે ભગવાન આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટયાં એ સ્વભાવનો અંશ છે અને કેવળજ્ઞાન સ્વભાવની પૂર્ણતા છે. આ સ્વભાવનો અંશ પૂર્ણતાની સાથે રમત માંડે છે. અહાહા...! એને ધ્યેયમાં દ્રવ્ય છે અને સાધ્ય કેવળજ્ઞાન (પરિપૂર્ણતા) છે.

આ જ્ઞાનજ્યોતિ શુદ્ધનયના બળથી કેવળજ્ઞાન સાથે ક્રીડા કરે છે. એટલે કે ધ્રુવને ધ્યેય બનાવીને એણે પૂર્ણ પર્યાયને સાધ્ય બનાવી છે. શુદ્ધનયના બળથી એટલે શુદ્ધનયનો વિષય જે શુદ્ધ આત્મા તેને ધ્યેય બનાવીને શુદ્ધનયની પૂર્ણતા જે કેવળજ્ઞાન તેનો ઉદ્યમ માંડયો છે. જોકે શુદ્ધનયનો વિષય તો પરિપૂર્ણ ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય છે, પણ જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે ધ્રુવનો આશ્રય કરવાનો રહેતો નથી એટલે શુદ્ધનયની પૂર્ણતા કેવળજ્ઞાનમાં થાય છે એમ કહેવાય છે. જ્યાં સુધી પૂર્ણતા થઈ નથી ત્યાં સુધી શુદ્ધનયનો એટલે તેના વિષયભૂત દ્રવ્યનો આશ્રય હોય છે અને પૂર્ણતા થતાં તેનો (દ્રવ્યનો) આશ્રય કરવાનો રહેતો નથી એટલે ત્યાં શુદ્ધનય પૂર્ણ થઈ ગયો એમ કહે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનની પર્યાય થતાં શુદ્ધનયની પૂર્ણતા થઈ એમ કહેવામાં આવે છે. (જ્યાં સુધી જ્ઞાનની પર્યાયનો ઉપયોગ શુદ્ધનયના વિષયભૂત ધ્રુવ આત્મદ્રવ્યમાં પરિપૂર્ણપણે જામતો નથી ત્યાં સુધી શુદ્ધનયની અપૂર્ણતા અર્થાત્ અલ્પજ્ઞાન છે અને જ્યારે જ્ઞાનનો ઉપયોગ શુદ્ધનયના વિષયભૂત આત્મદ્રવ્યમાં પરિપૂર્ણ જામી ગયો, પછી ઉપયોગ પલટતો નથી-જ્ઞેયથી જ્ઞેયાંતરપણે થતો નથી, એક ધ્રુવમાં જ જામેલો રહે છે ત્યારે તેને શુદ્ધનયની પૂર્ણતા અર્થાત્ કેવળજ્ઞાન કહેવાય છે).

૧૧ મી ગાથામાં ભગવાન પૂર્ણાનંદનો નાથ ત્રિકાળી ધ્રુવ અખંડ એક ચૈતન્યભાવી સત્યાર્થ-ભૂતાર્થ વસ્તુને શુદ્ધનય કહ્યો. ત્યાં શુદ્ધનયના વિષય સાથે અભેદ કરીને એને શુદ્ધનય કહ્યો. અહીં કેવળજ્ઞાન થતાં શુદ્ધનયનો આશ્રય પૂરો થયો, પછી એનો આશ્રય કરવાનો રહ્યો નહિ એ અપેક્ષાએ શુદ્ધનયની પૂર્ણતાને કેવળજ્ઞાન કહ્યું. આસ્રવ અધિકારમાં આ વાત આવે છે. અરે ભાઈ! હોંશથી તું હા તો પાડ; એનો વિરોધ ન કર, ભાઈ! કેમકે એનો વિરોધ થતાં તારો પોતાનો જ વિરોધ થાય છે. જ્યાં પુણ્યભાવનું બળપણું થાય છે ત્યાં પોતાનું બળપણું ઢંકાઈ જાય છે. અહા! શુભભાવની હોંશ કરતાં એની


PDF/HTML Page 1674 of 4199
single page version

ભાવના થઈ જાય છે; અને એની ભાવના થતાં મિથ્યાત્વ થાય છે. એનું ફળ બહુ આકરું છે ભાઈ!

અહીં કહે છે કે ચૈતન્યસ્વભાવની ભાવના એટલે એકાગ્રતારૂપ જે દશા પ્રગટી તે પૂર્ણ એકાગ્રતાને સાધે છે. એની સાથે ક્રીડા માંડી છે ને! તેથી તે પૂર્ણ એકાગ્રતા કરશે જ. ગજબની વાત છે! અંતરમાં બેસવી કઠણ છે; જેના ભવના આરા નજીક છે તેને તે ગોઠી જશે.

મિથ્યાદ્રષ્ટિને, ભલે તે વ્યવહારને સાધે તોય નિશ્ચય અસાધ્ય જ છે. પુણ્યના પ્રેમમાં પડયા છે તે અસાધ્ય દશામાં પડયા છે. અરે! તેઓ મહા અસાધ્ય દશામાં-નિગોદમાં જ્યાં અક્ષરના અનંતમા ભાગે ક્ષયોપશમ ખુલ્લો છે ત્યાં જશે! ત્યાં વસ્તુ તો પૂર્ણાનંદસ્વરૂપ પરિપૂર્ણ ચૈતન્યમય છે, પણ પર્યાયમાં ઉઘાડ તો અક્ષરના અનંતમા ભાગે જ છે. અક્ષર એટલે ક્ષય-નાશ ન થાય એવું જે કેવળજ્ઞાન એના અનંતમો ભાગ ત્યાં નિગોદમાં ઉઘાડ રહેવા પામે છે. ભાઈ! જેણે સત્યને આળ દીધાં છે, પોતાના સચ્ચિદાનંદ ભગવાનને આળ દીધાં છે તે આળ દીધેલાની એવી હીન પર્યાય રહે છે કે પોતે જીવ છે એની એને તો ખબર ન મળે પણ બીજા જીવ પણ ‘આ જીવ છે’ એમ માનવા તૈયાર ન રહે. આજે પણ એવા નિગોદના અનંતા જીવ છે જેઓ પોતાની હયાતીને આળ આપતા થકા-આ શરીર તે હું, રાગ તે હું -એમ પરમાં એકત્વબુદ્ધિ કરીને ચિરકાળથી પડેલા છે.

ચોથી ગાથામાં ન આવ્યું? કે ‘સુદપરિચિદાણુભૂદા સવ્વસ્સ...’ નિગોદમાંથી હજુ જે જીવો નીકળ્‌યા નથી તેમણે રાગની કથા સાંભળી છે એમ ત્યાં કહ્યું. મતલબ કે તેઓ રાગને જ વેદે છે. ત્યાં પણ ક્ષણમાં શુભ, ક્ષણમાં અશુભ-એમ જે પરિણામ થાય છે તેને જ અનુભવે છે, અને ભગવાન આત્મા એકકોર રહી જાય છે.

બાપુ! સત્યનો માર્ગ કોઈ અચિંત્ય અલૌકિક છે. જેના ફળમાં જે અનંતી ભૂતકાળની પર્યાયો ગઈ એનાથી અનંતગણી ભવિષ્યની પર્યાયો અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત આનંદના વેદનયુક્ત પર્યાયો ફળે છે તે મોક્ષનો ઉપાય મહા અલૌકિક છે. અહીં કહે છે-જેને આવો મોક્ષમાર્ગ મળ્‌યો, જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ તે શુદ્ધનયના બળથી કેવળજ્ઞાન સાથે પરોક્ષ ક્રીડા કરે છે, અને કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે-એટલે કે કેવળજ્ઞાન થતાં શુદ્ધનય પૂર્ણ થાય છે. અહાહા...! એક કળશમાં કેટલી બધી વાત મૂકી છે! શુદ્ધનયના બળે જે કેવળજ્ઞાન સાથે રમત માંડી છે તે રમત પૂરી થયે કેવળજ્ઞાન થઈને રહેશે. અહો! શું અદ્ભુત માર્ગ! અને શું અદ્ભુત દિગંબર સંતોની કથની!

* કળશ ૧૧૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પોતાને (જ્ઞાનજ્યોતિને) પ્રતિબંધક કર્મ કે જે શુભ અને અશુભ એવા


PDF/HTML Page 1675 of 4199
single page version

ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભુલાવી દેતું હતું તેને પોતાની શક્તિથી ઊખેડી નાખી જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ.’

જુઓ, કર્મ તો એક જ જાત છે; શુભ અને અશુભ ભાવ બન્નેથી બંધન થતું હોવાથી કર્મ એક જ જાત છે. તોપણ શુભભાવની જાત જુદી અને અશુભભાવની જાત જુદી; પુણ્યબંધની પ્રકૃતિ જુદી અને પાપબંધની પ્રકૃતિ જુદી એમ કર્મ ભેદરૂપ થઈને નાચતું હતું, પરિણમતું હતું અને જ્ઞાનને એટલે આત્માને ભુલાવી દેતું હતું. શુભભાવ ઠીક અને અશુભ અઠીક-એમ ભેદરૂપ થઈને કર્મ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ચિદાનંદમય ભગવાન આત્માને ભુલાવી દેતું હતું. (શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા ઠીક અને શુભાશુભકર્મ અઠીક એમ ભેદ પાડવા જોઈએ એને બદલે શુભ ઠીક અને અશુભ અઠીક એમ ખોટા ભેદ પાડીને કર્મ જ્ઞાનને ભુલાવી દેતું હતું). હવે તે કર્મને પોતાની શક્તિથી એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયના પુરુષાર્થથી ઉખેડી નાખીને જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ.

‘આ જ્ઞાનજ્યોતિ અથવા જ્ઞાનકળા કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે અને કેવળજ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે તેમ જ તે તરફ પ્રગતિ કરે છે.’

લ્યો, લોકોને આમાંય વિવાદ; એમ કે કેવળજ્ઞાનનો અંશ આ હોય? કેવળજ્ઞાન પ્રગટે તે પૂર્ણરૂપે પ્રગટે છે, તો એનો વળી અંશ કેવો? કેમકે કેવળજ્ઞાનાવરણીય ઘાતી કર્મની પ્રકૃતિ તો સર્વઘાતી છે, તે ટળે તો એકી સાથે ટળે, એનો થોડો અંશ કાંઈ ઉઘડે નહિ. વળી મતિ- શ્રુતજ્ઞાનાવરણીય દેશઘાતી પ્રકૃતિ છે, તેનો ઉઘાડ એ તો ક્ષયોપશમનો અંશ છે. એને કેવળજ્ઞાનનો-ક્ષાયિકનો અંશ કેમ કહેવાય?

સમાધાનઃ– મતિ-શ્રુતજ્ઞાનનો જે અંશ સમ્યક્ પ્રગટ થયો તેને કેવળજ્ઞાનનો અંશ કહ્યો કેમકે બન્ને એક જ સમ્યગ્જ્ઞાન (શુદ્ધ ચૈતન્યની)ની જાતિના જ છે. મતિ-શ્રુતજ્ઞાન છે તે કેવળજ્ઞાનના પરિપૂર્ણ સ્વરૂપને જાણે છે અને તે અંશ વધી વધીને કેવળજ્ઞાન થશે. જેમ બીજનો ચંદ્ર ઉગે છે તે બીજને પ્રકાશે છે અને ચંદ્રના પૂરા આકારને પણ બતાવે છે. બીજના ચંદ્રમાં થોડી રેખા ચમકતી પ્રગટ દેખાય છે અને તેના પ્રકાશમાં બાકીનો આખો આકાર પણ ઝાંખો જણાય છે. આમ બીજનો ચંદ્ર પૂર્ણ ચંદ્રને બતાવે છે. તેમ મતિ-શ્રુતજ્ઞાનનો અંશ પૂર્ણ કેવળજ્ઞાનને બતાવે છે.

મતિ-શ્રુતજ્ઞાન પૂર્ણને જાણે છે અને પૂર્ણ તરફ ગતિ કરે છે. શુભાશુભભાવ પ્રગતિ નથી કરતા કેમકે એ તો વિકાર છે. શુભાશુભભાવરહિત જે નિર્મળ મતિ-શ્રુતજ્ઞાનનો અંશ છે તે અંશ વધતો-વધતો પરિપૂર્ણ કેવળજ્ઞાનરૂપ થાય છે. જેમ બીજની ત્રીજ, ચોથ, પાંચમ,.. . વગેરે થઈને પૂનમ થાય તેમ મતિ-શ્રુતનો અંશ વધી-વધીને કેવળજ્ઞાનને પ્રાપ્ત થશે. તેથી એમ કહ્યું છે કે- ‘‘જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રીડા માંડી છે.’’


PDF/HTML Page 1676 of 4199
single page version

‘જ્ઞાનકળા સહજપણે વિકાસ પામતી જાય છે અને છેવટે પરમકળા અર્થાત્ કેવળજ્ઞાન થઈ જાય છે.’ અહીં સિદ્ધાંત શું સિદ્ધ કરવો છે? કે શુભાશુભ ભાવથી ભિન્ન પડેલું જ્ઞાન વધીને કેવળજ્ઞાન થઈ જાય છે. એ સમ્યગ્જ્ઞાનજ્યોતિ પોતાથી વધતી જાય છે; એને રાગની મદદની જરૂર નથી. વ્યવહારરત્નત્રય હોય એનાથી પ્રગતિ થાય, આગળ વધાય એમ નથી. જોકે કેવળજ્ઞાન ભણી ગતિ કરતા જ્ઞાનીને વચમાં શુભભાવ આવશે ખરો, પણ એના વડે કેવળજ્ઞાન ભણી ગતિ થશે એમ છે નહિ. જેટલા અંશે શુભ-અશુભથી ભિન્ન પડીને નિર્મળ થયો છે તેટલા અંશે તે ગતિ કરે છે અને તે નિર્મળ અંશ વધતો વધતો કેવળજ્ઞાનને-પૂર્ણને પ્રાપ્ત થશે. એટલે કે શુભભાવનો અભાવ કરીને પૂર્ણને પામશે, પણ શુભભાવ વધી વધીને કેવળજ્ઞાન પામશે એમ છે નહિ. આવો માર્ગ છે, બાપુ! પૂર્વે કોઈ દિ કર્યો નથી એટલે નવો લાગે છે પણ એ પોતાની જ જાતની ચીજ છે, પોતાના ઘરમાં જ પડી છે. અરે, પોતે જ એ-રૂપે છે. ભગવાન પૂર્ણાનંદનો નાથ જે સદાય પરમાત્મસ્વરૂપે જ છે તે જ (પર્યાયમાં) પરમાત્મરૂપે પ્રગટ થાય છે.

* ગાથા ૧૬૧ થી ૧૬૩ઃ આગળની ટીકા ઉપરનું પ્રવચન *

‘પુણ્ય-પાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ એક પાત્રરૂપે થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયું.’

કર્મરૂપે થઈને બહાર નીકળી ગયું. એ પાત્ર જે વેશ હતા તે છોડી દઈને કર્મરૂપ થઈને બહાર નીકળી ગયું. જયસેનાચાર્યની ટીકામાં તો જે પુણ્ય છે તેને પાપ જ કહ્યું છે. પુણ્ય-પાપ એમ બે નથી પણ બેય એક પાપ જ છે એમ કહ્યું છે. યોગસારમાં પણ કહ્યું છે કે-

‘‘પાપતત્ત્વને પાપ તો, જાણે જગ સૌ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.’’

લોકોને આ આકરું લાગે છે પણ શું થાય? વસ્તુની સ્થિતિ જ આવી છે. એને કચડી- મચડીને બીજી રીતે બેસાડવા જઈશ તો એ નહિ બેસે, ભાઈ! માત્ર તને ખેદ અને દુઃખ જ થશે.

* ભાવાર્થ (બાકીના અંશનો) ઉપરનું પ્રવચન *

‘કર્મ સામાન્યપણે એક જ છે તોપણ તેણે પુણ્ય-પાપરૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો. તેને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું ત્યારે તે એક પાત્રરૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું, નૃત્ય કરતું અટકી ગયું.’

જુઓ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના શુભભાવ અને હિંસા, જૂઠ, ચોરી,

PDF/HTML Page 1677 of 4199
single page version

કુશીલ, પરિગ્રહ ઇત્યાદિના અશુભભાવ-એ બેય ભાવ વિકાર છે, બેમાંથી એકેય ધર્મ કે ધર્મનું કારણ નથી. બેય બંધસ્વરૂપ અને બંધનાં જ કારણ છે. તેથી બેય કર્મ-સામાન્યપણે એક જ છે.

પુણ્ય-પાપના તો એના બે સ્વાંગ-ભેખ છે. જેમ નાટકમાં એક જ પુરુષ જુદા જુદા પાત્રરૂપે સ્વાંગ ધારણ કરે તેમ કર્મ પુણ્ય અને પાપના સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ્યું હતું તેને જ્ઞાને યથાર્થ જાણી લીધું. ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવી છે. તેમાં એકાગ્ર થયેલા જ્ઞાને પુણ્ય-પાપના સ્વાંગ ધારણ કરેલા કર્મને યથાર્થ જાણી લીધું. પહેલાં બેમાં ફેર જણાતો હતો તે મિથ્યાત્વ હતું. પણ અંતરમાં એકાગ્ર થતાં જે જ્ઞાન પ્રગટ થયું તેણે જાણી લીધું કે બેય એક જ છે, વિભાવ છે, પુદ્ગલની જાત છે, ફરક કાંઈ નથી, બન્નેય સંસારનું જ કારણ છે. આમ યથાર્થ જ્ઞાન જ્યાં પ્રગટ થયું ત્યાં તે પુણ્ય-પાપના સ્વાંગ તજી દઈને રંગભૂમિમાંથી કર્મ બહાર નીકળી ગયું. અહાહા...! આત્માએ જ્યાં જ્ઞાનનો ભેખ ધારણ કર્યો ત્યાં પુણ્ય-પાપ પલાયન થઈ ગયાં. હવે આ બધાનો સરવાળો કહે છે-

‘‘આશ્રય, કારણ, રૂપ સવાદસું ભેદ વિચારી ગિને દોઊ ન્યારે,
પુણ્ય રુ પાપ શુભાશુભભાવનિ બંધ ભયે સુખદુઃખકરા રે;
જ્ઞાન ભયે દોઊ એક લખૈ બુધ આશ્રય આદિ સમાન વિચારે,
બંધકે કારણ હૈ દોઊ રૂપ, ઇન્હૈં તજિ જિનમુનિ મોક્ષ પધારે.’’

અજ્ઞાની જીવ પુણ્યપરિણામ મોક્ષમાર્ગના આશ્રયે છે અને પાપપરિણામ બંધના આશ્રયે છે એમ ભેદ પાડે છે. અજ્ઞાની પુણ્યબંધમાં શુભભાવ નિમિત્ત છે અને પાપબંધમાં અશુભભાવ નિમિત્ત છે-એમ કારણભેદ માને છે. વળી તે એક પુણ્યપ્રકૃતિરૂપ છે બીજું પાપપ્રકૃતિરૂપ છે એક સ્વરૂપભેદ માને છે. તથા પુણ્યનો સ્વાદ ભલો-મીઠો અને પાપનો સ્વાદ બૂરો-કડવો માને છે. આ પ્રમાણે તે કર્મમાં ભેદ પાડી બન્નેને જુદાં જુદાં સુખ દુઃખનાં કરવાવાળા માને છે.

પરંતુ પોતે સચ્ચિદાનંદસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પ્રભુ ભગવાન છે એનું જેને ભાન થયું તે ધર્મી જીવ પુણ્ય અને પાપ બન્નેને એક જ જાણે છે. બન્ને બંધમાર્ગના આશ્રયે જ છે એમ જાણે છે. પુણ્ય-પાપના ભાવ બન્ને વિકાર છે અને બંધના જ કારણ છે એમ જાણે છે. બન્ને પ્રકૃતિ પુદ્ગલમય જ છે અને બન્નેનું ફળ પણ પુદ્ગલમય જ છે એમ યથાર્થ જાણે છે.

પુણ્યના ફળમાં મોટો દેવ થાય વા મોટો શેઠ થાય અને સ્ત્રી, કુટુંબ-પરિવાર વગેરે સંજોગો ઠીક મળે, સંપત્તિના ઢગલા થાય પણ એ બધું ધૂળ-માટી પુદ્ગલ જ છે એમ સમકિતી યથાર્થ જાણે છે.


PDF/HTML Page 1678 of 4199
single page version

પ્રશ્નઃ– આપ ધનાદિ સંપત્તિ વગેરેને ધૂળ-માટી કહો છો પણ એના વિના શું ચાલે છે?

ઉત્તરઃ– એના વિના ન ચાલે એ તારી માન્યતા ભ્રમ અને અજ્ઞાન છે. એ તો કહ્યું હતું એક ફેરા કે સ્વદ્રવ્ય (-જીવ) અનંતા પરદ્રવ્ય (પુદ્ગલાદિ સર્વ)ના અભાવથી જ ટકી રહ્યું છે. જુઓ, આ બે આંગળી છે ને? તેમાં આ એકમાં બીજીનો અભાવ છે. બીજીનો અભાવ છે તો આ એક પોતાના ભાવે ટકી રહી છે. તેમ સચ્ચિદાનંદ નિર્મળાનંદસ્વરૂપ આ ચૈતન્ય મહાપ્રભુમાં કર્મ-દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્માદિનો અભાવ છે એટલે એ ત્રિકાળ અસ્તિપણે ટકી રહ્યો છે. ભાઈ! આ શરીર, બાયડી-છોકરાં અને ધૂળના (-ધનના) ઢગલા-એ બધાનો એમાં અભાવ છે, સદાકાળ અભાવ છે. એ બધાના વિના જ એનું જીવન ચાલે છે એટલે એ ટકી રહ્યો છે. વસ્તુ સદાય પોતાના ભાવથી અને પરના અભાવથી સ્વયં ટકી રહી છે. (જો આત્મા ધનાદિ પરભાવથી ટકે તો બે એક થઈ જતાં આત્માનો અભાવ થઈ જાય). હવે આવી વાત છે ત્યાં આના વિના ન ચાલે એમ માનનારા તો મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, સંસારમાં ચારગતિમાં રઝળનારા- રખડનારા છે. સમજાણું કાંઈ...!

પ્રશ્નઃ– આ છોકરા પૈસા-બેસા રળે ત્યારે (ધંધામાંથી) નિવૃત્તિ મળે ને?

ઉત્તરઃ– આ પૈસા-બૈસા તો ધૂળેય નથી, સાંભળને. એ કાંઈ જીવનું જીવતર છે? જીવનું જીવતર તો ચૈતન્યપ્રાણ વડે છે, ધૂળ વડે નહિ; એનો તો જીવમાં અત્યંત અભાવ છે. અને નિવૃત્તિ તો અંદર જે પુણ્ય-પાપના વિકલ્પો થાય છે તેનાથી નિવૃત્ત થતાં-વિરત્ત થતાં થાય છે. જેમાં જન્મ-મરણના અંત આવે એને નિવૃત્તિ કહીએ. ભગવાન આત્માની સહજ-પ્રાપ્ત પરમાનંદમય દશા તે નિવૃત્તિનો-મોક્ષનો માર્ગ છે. બાકી આ કરો ને તે કરો, વ્રત કરો ને દયા કરો એ બધો સંસારનો માર્ગ છે.

જિન ભગવાનના માર્ગમાં તો જિનમુનિ પુણ્ય-પાપની ભાવના છોડીને અંતર ચૈતન્યસ્વરૂપમાં ઉગ્ર લીનતા કરી પુણ્ય-પાપરહિત થઈને મોક્ષ પધારે છે. તે રાગની રમત છોડીને શુદ્ધ ચૈતન્યની રમતમાં સાવધાન થઈ ઉગ્ર પુરુષાર્થ વડે સર્વરાગરહિત વીતરાગપદને પ્રાપ્ત થઈ જાય છે-એમ કહે છે. આ અધિકાર પૂરો થયો, લ્યો.

આ પ્રમાણે ભગવાન કુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયસાર શાસ્ત્ર પરનાં પરમ કૃપાળુ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનનો ત્રીજો પુણ્ય-પાપ અધિકાર સમાપ્ત થયો. ઇતિ.

[પ્રવચન નં. ૨૨૩ થી ૨૨૮ (ચાલુ) * દિનાંક ૬-૧૧-૭૬ થી ૧૧-૧૧-૭૬]

PDF/HTML Page 1679 of 4199
single page version

-૪-
આસ્રવ અધિકાર

अथ प्रविशत्यास्त्रवः।

(द्रुतविलम्बित)
अथ महामदनिर्भरमन्थरं
समररङ्गपरागतमास्रवम्।
अयमुदारगभीरमहोदयो
जयति दुर्जयबोधधनुर्धरः।। ११३ ।।
દ્રવ્યાસ્ત્રવથી ભિન્ન છે, ભાવાસ્ત્રવથી કરી નાશ;
થયા સિદ્ધ પરમાતમા, નમું તેહ, સુખ આશ.

પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે આસ્ત્રવ પ્રવેશ કરે છે’.

જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર માણસ સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં આસ્ત્રવનો સ્વાંગ છે. તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યગ્જ્ઞાન છે; તેના મહિમારૂપ મંગળ કરે છેઃ-

શ્લોકાર્થઃ– [अथ] હવે [समररङ्गपरागतम्] સમરાંગણમાં આવેલા, [महामद– निर्भरमन्थरं] મહા મદથી ભરેલા મદમાતા [आस्रवम्] આસ્રવને [अयम् दुर्जयबोधधनुर्धरः] આ દુર્જય જ્ઞાન-બાણાવળી [जयति] જીતે છે- [उदारगभीरमहोदयः] કે જે જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદ્રાર છે (અર્થાત્ આસ્રવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો પૂરો પાડે એવો છે) અને ગંભીર છે (અર્થાત્ જેનો પાર છદ્મસ્થ જીવો પામી શક્તા નથી એવો છે).

ભાવાર્થઃ– અહીં નૃત્યના અખાડામાં આસ્ત્રવે પ્રવેશ કર્યો છે. નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય છે તેથી અહીં રસવત્ અલંકાર વડે શાન્ત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે ‘જ્ઞાનરૂપી બાણાવળી આસ્ત્રવને જીતે છે’. આખા જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસ્ત્રવ સંગા્રમની ભૂમિમાં આવીને ખડો થયો; પરંતુ જ્ઞાન તો તેના કરતાં વધારે બળવાન યોદ્ધો છે તેથી તે આસ્ત્રવને જીતી લે છે અર્થાત્ અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય છે. ૧૧૩.


PDF/HTML Page 1680 of 4199
single page version

तत्रास्रवस्वरूपमभिदधाति–

मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु।
बहुविहभेया जीवे तस्सेव अणण्णपरिणामा।। १६४ ।।
णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होंति।
तेसिं पि होदि जीवो य रागदोसादिभावकरो।। १६५ ।।

मिथ्यात्वमविरमणं कषाययोगौ च संज्ञासंज्ञास्तु।
बहुविधभेदा जीवे तस्यैवानन्यपरिणामाः।। १६४ ।।

ज्ञानावरणाद्यस्य ते तु कर्मणः कारणं भवन्ति।
तेषामपि भवति जीवश्च रागद्वेषादिभावकरः।। १६५ ।।

હવે આસ્ત્રવનું સ્વરૂપ કહે છેઃ-

મિથ્યાત્વ ને અવિરત, કષાયો, યોગ સંજ્ઞ અસંજ્ઞ છે,
એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪.
વળી તેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને,
ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬પ.

ગાથાર્થઃ– [मिथ्यात्वम्] મિથ્યાત્વ, [अविरमणं] અવિરમણ, [कषाययोगौ च] કષાય અને યોગ-એ આસ્રવો [संज्ञासंज्ञाः तु] સંજ્ઞ (અર્થાત્ ચેતનના વિકાર) પણ છે અને અસંજ્ઞ (અર્થાત્ પુદ્ગલના વિકાર) પણ છે. [बहुविधभेदाः] વિવિધ ભેદવાળા સંજ્ઞ આસ્રવો- [जीवे] કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ- [तस्य एव] જીવના જ [अनन्यपरिणामाः] અનન્ય પરિણામ છે. [ते तु] વળી અસંજ્ઞ આસ્રવો [ज्ञानावरणाद्यस्य कर्मणः] જ્ઞાનાવરણ આદિ કર્મનું [कारणं] કારણ (નિમિત્ત) [भवन्ति] થાય છે [च] અને [तेषाम् अपि] તેમને પણ (અર્થાત્ અસંજ્ઞ આસ્રવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં) [रागद्वेषादिभावकरः जीवः] રાગદ્વેષાદિ ભાવ કરનારો જીવ [भवति] કારણ (નિમિત્ત) થાય છે.

ટીકાઃ– આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ-એ આસ્ત્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે માટે તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે (-જેમાં ચૈતન્યનો આભાસ છે એવા છે, ચિદ્વિકાર છે).