PDF/HTML Page 1641 of 4199
single page version
સમરસીભાવરૂપ પરિણામ છે, અને તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનાર કષાય એટલે શુભાશુભભાવ છે. આ વ્રતાદિના શુભભાવ છે તે ચારિત્રના રોકનાર છે. શુભભાવનો વ્યવહાર કહો, કષાય કહો કે ચારિત્રનો વિરોધી પરિણામ કહો-એ બધું એકાર્થવાચક છે. હવે આમ છે છતાં કેટલાક કહે છે-શુભભાવથી ચારિત્ર થાય છે. પણ જે ચારિત્રને રોકનાર છે તે ચારિત્રને ઉત્પન્ન કેવી રીતે કરે? ભાઈ! પુણ્યના ભાવ, શુકલલેશ્યાના પરિણામ તો તેં અનંતવાર કર્યા અને નવમી ગ્રૈવેયક ગયો. પણ તેથી શું? અભવીને પણ શુકલ લેશ્યાના પરિણામ તો હોય છે. એ કયાં મોક્ષના કારણરૂપ ચારિત્ર છે? અહીં તો કહે છે-એ (શુભભાવ) ચારિત્રને રોકનાર ચારિત્રના વિરોધી છે. ભગવાનનો-જિનેશ્વરદેવનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! આવી વાત દિગંબર સિવાય બીજે કયાંય નથી.
પરમાત્મા ત્રિલોકનાથ કહે છે કે-આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ સદાય સિદ્ધ સમાન પરમેશ્વર છે; હમણાં પણ હોં. સિદ્ધમાં જેમ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ પ્રગટ છે તેમ ભગવાન આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વભાવ સદા વિદ્યમાન છે. આવા સ્વભાવમાં અંતર્લીન થઈ રમવું અને પ્રચુર આનંદનો અનુભવ કરવો એનું નામ ચારિત્ર છે. એ ચારિત્ર મોક્ષનું કારણ છે. તેને રોકનારો કષાય છે. કષ્-એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય તે કષાય છે. તે મોક્ષના કારણને અટકાવે છે.
શુભભાવ છે તે કષાય છે. તે મોક્ષના કારણને અટકાવે છે, કેમકે જગપંથ છે ને? સમયસાર નાટકમાં મોક્ષદ્વારમાં ૪૦ મા પદ્યમાં કહ્યું છે કે-
પંચમહાવ્રતના શુભરાગનો વિકલ્પ જગપંથ એટલે સંસારપંથ છે. એનાથી ભિન્ન જે આત્માનો અનુભવ છે તે મોક્ષનું કારણ છે.
ભાઈ! અનંતકાળ પરિભ્રમણ કરતાં ગયો પણ હજુ ભવનો અંત ન આવ્યો. ભવ- ભવ-ભવ; કદીક મનુષ્યના તો કદીક તિર્યંચના તો કદીક દેવના ને કદીક નરકના-એમ દરેકના અનંત-અનંત ભવ કર્યા પણ રે! જન્મ-મરણનો અંત ન આવ્યો! ઘણાં પાપ કરે તો નરકમાં જાય, માયા-કપટ કરે તો તિર્યંચમાં-ઢોરમાં જાય, કદીક કષાયની મંદતા અને સરળ પરિણામ ધરે તો મનુષ્ય થાય, અને વ્રત, તપ, શીલ આદિના વિશેષ શુભપરિણામ કરે તો દેવ થાય. પણ એ ચારે ગતિ સંસાર છે, દુઃખરૂપ છે. દેવને પણ એનું સુખ વિષયને આધીન હોવાથી દુઃખ જ છે. વિષય-ભોગના પરિણામ છે તે રાગ છે અને રાગ છે એ દુઃખ જ છે.
આત્મા અંદર એકલા આનંદનું ધામ છે. એ પરમાં સુખ શોધવા જાય છે એ
PDF/HTML Page 1642 of 4199
single page version
એની મૂઢતા છે; જેમ મૃગજળમાં પાણી શોધવા જવું એ મૂર્ખતા છે તેમ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માનવું એ મૂઢતા છે. ખારી જમીનમાં સૂર્યનાં કિરણ અડે એટલે જળ જેવું દેખાય તે મૃગજળ છે. મૃગલાં-હરણીયાં આવા મૃગજળની પાછળ જળની આશાએ દોડાદોડ કરી મૂકે છે, પણ ત્યાં જળ કયાં છે? તેમ અજ્ઞાની ઇન્દ્રિયો આદિ બહારના વિષયોમાં સુખ માની સુખ માટે વિષયોમાં ઝાવાં નાખે છે, પણ ત્યાં કયાં સુખ છે તે મળે? તારે સુખ જોઈતું હોય તો અનંત સુખનું ધામ પ્રભુ તું પોતે છે તેમાં જાને? આનંદનો સાગર પ્રભુ તું પોતે છે એને જોતો નથી અને બહાર સુખ શોધે છે એ તારી મૂઢતા છે.
લોકમાં તો કહે કે આ મોટા કરોડપતિઓ, મોટા-મોટા બંગલાવાળા, ગાડીવાળા બધા સુખી છે. પણ ભાઈ! પૈસામાં, બંગલામાં, ગાડીમાં કે સ્ત્રી-કુટુંબ-પરિવારમાં કયાંય રંચમાત્ર સુખ નથી. સુખ તો પ્રભુ! આત્મામાં છે. બહારમાં સુખ માને એ તો મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. અરે! એ ભવસમુદ્રમાં કયાંય ખોવાઈ જશે!
અહીં સ્વરૂપના આચરણરૂપ જે ચારિત્ર છે તેમાં આનંદ-સુખ છે એમ કહે છે. સ્વરૂપમાં ચરવું એ ચારિત્ર છે. ‘स्वरूपे चरणं चारित्रं’ એ પ્રવચનસારમાં આચાર્ય ભગવંતનું કથન છે. એ ચારિત્ર મોક્ષ એટલે સુખના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનાર કષાય છે. દયા, દાન, વ્રત, તપ આદિના જે શુભભાવ છે તે ચારિત્રને રોકનાર છે. હવે આવી વાત સાંભળીને રાડ નાખી જાય છે માણસ-કે આ કયાંથી કાઢયું? ભાઈ! આ તો સીમંધર પરમાત્મા પાસેથી જે ભગવાન કુંદકુંદાચાર્ય સંદેશો લાવ્યા એ વાત છે, નવીન તો કાંઈ નથી. તને ન બેસે તો શું થાય? સૌ પોતપોતામાં સ્વતંત્ર છે. અનાદિથી એને સત્ય બેઠું જ નથી ત્યારે તો તે વિપરીત માન્યતામાં રોકાઈને ભવભ્રમણ કરી રહ્યો છે.
આ સ્વરૂપમાં રમણતારૂપ જે ભાવ છે તે ચારિત્ર છે. તેને રોકનાર કષાય-શુભભાવ છે. તે પોતે કર્મ જ છે. તેના ઉદયથી એટલે પ્રગટ થવાથી આત્માને અચારિત્રીપણું છે. શુભભાવની પ્રગટતાથી આત્માને અચારિત્રીપણું છે. તેથી કહે છે-‘માટે, (કર્મ) પોતે મોક્ષના કારણના તિરોધાયીભાવસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.’ લ્યો, એ વિકારી શુભભાવ નિષેધવામાં આવ્યો છે. એટલે કે તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી; પરંતુ ધર્મથી વિરુદ્ધ સ્વભાવવાળો છે તેથી શુભભાવ નિષેધ્યો છે. ધર્મીને શુભભાવ આવે ખરો, પણ એને એ ધર્મ નહિ પણ હેય માને છે. આ ભગવાન કુંદકુંદાચાર્યનો પોકાર છે.
‘સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે તેમનાથી વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે.’
PDF/HTML Page 1643 of 4199
single page version
મોક્ષ એટલે આત્માના પરમ આનંદની પૂર્ણતાનો લાભ. આ બહારમાં ધનસંપત્તિ, વિષયભોગ સામગ્રી, ઇજ્જત-આબરૂ ઇત્યાદિમાં જે સુખ-આનંદ માને છે એ તો અજ્ઞાનીનો ભ્રમ છે. સુખ તો અંદર આત્મામાં છે. પર્યાયમાં સુખની પરિપૂર્ણ પ્રાપ્તિ થવી એનું નામ મોક્ષ છે. એ મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. અહા! ભગવાન આત્મા સદા પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. એની સન્મુખ થઈને એમાં ઢળવાથી પરિપૂર્ણ સ્વભાવનો ભાસ થઈ એની જે પ્રતીતિ થાય તે સમ્યગ્દર્શન છે, એના વેદન સહિત જે એનું જ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન છે અને એમાં રમણતા-લીનતા થતાં જે પ્રચુર આનંદનું વેદન થાય તે સમ્યક્ચારિત્ર છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, મોક્ષ જે પૂર્ણાનંદના લાભસ્વરૂપ પરિપૂર્ણ દશા છે તેના કારણરૂપ ભાવો છે.
અહીં કહે છે-તેમનાથી (-સમ્યક્ત્વાદિથી) વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે. પરમાં સુખ છે, પુણ્યભાવથી ધર્મ થાય, શરીરાદિ પર મારાં છે ઇત્યાદિ જે મિથ્યા માન્યતા છે તે સમ્યગ્દર્શનથી વિપરીત છે. એકલું પરલક્ષી પરનું જે જ્ઞાન છે તે મિથ્યાજ્ઞાન છે અને સ્વરૂપના આચરણરહિત જે પુણ્યભાવરૂપ આચરણ છે તે મિથ્યાચારિત્ર છે. આ મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનું કારણ જે સમ્યક્ત્વાદિ એનાથી વિપરીત છે. હવે કહે છે-
‘કર્મ તે મિથ્યાત્વાદિ ભાવોસ્વરૂપ છે.’ જુઓ, કર્મ એટલે પુણ્ય-પાપના ભાવ મારા છે, ભલા છે એવી માન્યતા મિથ્યાત્વ છે, એવું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે અને એનું જ આચરણ તે મિથ્યાચારિત્ર છે. પહેલાં આવી ગયું કે ચારિત્રને રોકનાર કષાયભાવ છે. ચાહે તો પાપનો ભાવ હો કે પુણ્યનો હો, એ કષાય છે અને તે સમ્યક્ત્વાદિથી વિપરીત છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો-સ્વરૂપ છે.
પહેલાં ત્રણ ગાથાઓમાં (૧પ૭-૧પ૮-૧પ૯ ગાથામાં) કહ્યું હતું કે વ્રત, નિયમ, તપ, શીલ ઇત્યાદિ શુભભાવરૂપ કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું એટલે સમ્યક્ત્વાદિનું ઘાતક છે. પુણ્યાદિ ભાવ મારા છે, ભલા છે એવો જે મિથ્યાત્વભાવ તે મોક્ષના કારણરૂપ ભાવોનો ઘાતક છે એટલે કે તે સમ્યક્ત્વાદિને પ્રગટ થવા દેતો નથી. પછી એક ગાથામાં (ગાથા ૧૬૦ માં) કહ્યું કે કર્મ પોતે બંધસ્વરૂપ છે. પોતે જ બંધસ્વરૂપ હોવાથી તે મોક્ષનું કારણ થવાને લાયક નથી. હવે આ છેલ્લી ત્રણ ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરુદ્ધ ભાવસ્વરૂપ છે. માટે કર્મ સઘળુંય નિષેધ કરવા લાયક છે કેમકે એ ધર્મનું ઘાતક છે, ધર્મનું કારણ નથી અને ધર્મથી વિરુદ્ધભાવરૂપ છે.
પ્રશ્નઃ– એને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે ને?
ઉત્તરઃ– ખરેખર તો સમકિતી ધર્માત્માને જે શુદ્ધતા પ્રગટી છે, જે ચારિત્ર
PDF/HTML Page 1644 of 4199
single page version
પ્રગટયું છે તે વૃદ્ધિ પામતું થકું પૂર્ણતાનું એટલે મોક્ષનું પરંપરા કારણ થાય છે. પણ એની સાથે જે સહકારી શુભભાવ એને બાકી રહે છે, જેને એ શુદ્ધ ચૈતન્યસ્વભાવના ઉગ્ર આશ્રય વડે ક્રમશઃ ટાળતો જાય છે તેને ઉપચારથી આરોપ કરીને મોક્ષનું પરંપરા કારણ કહ્યો છે. તે વાસ્તવિક પરંપરા કારણ છે નહિ. નિશ્ચયથી રાગ મોક્ષનું સાક્ષાત્ કે પરંપરા કારણ હોઈ શકે નહિ. જુઓને! અત્યારે તો લોકો એને જ વળગી પડયા છે કે પરંપરા કારણ કહ્યું છે ને? ભાઈ! ઉપચાર કથનને પણ જેમ છે તેમ યથાર્થ સમજવું પડશે ને! અહીં તો કહે છે કે તે ઘાતક છે, બંધસ્વરૂપ છે અને વિપરીત ભાવસ્વરૂપ છે. આ યથાર્થ છે.
‘આ પ્રમાણે એમ બતાવ્યું કે-કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધસ્વરૂપ છે અને બંધના કારણસ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે.’
જુઓ, લોકો કહે છે કે-વ્રત, તપ, દાન, શીલ ઇત્યાદિ કરીએ એટલે ધર્મ થઈ જાય. તો અહીં કહે છે કે જે શુભકર્મ સ્વયં બંધસ્વરૂપ છે એ કરતાં કરતાં ભગવાન! તને અબંધ પરિણામ કયાંથી થશે? (નહિ થાય). એ તો અબંધ પરિણામનું ઘાતક છે, વિરોધી છે અને તેથી નિષિદ્ધ છે. આકરી વાત, ભાઈ! જ્ઞાનીએ તો અંદર આનંદનો નાથ અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવી ભગવાન પડયો છે તેને ઉપાદેય કર્યો છે અને એને જે શુભાશુભ રાગ આવે છે તેને એ હેય તરીકે જાણે છે. દયા, દાન, વ્રતાદિનો જે શુભરાગ આવે તેને તે હેયરૂપ જ્ઞેય તરીકે જાણે છે. જ્ઞેય તો ત્રણે છે; ત્રિકાળી શુદ્ધ આત્મા જ્ઞેય છે, મોક્ષમાર્ગના પરિણામ જ્ઞેય છે અને પુણ્ય-પાપના ભાવ પણ જ્ઞેય છે પણ એક જ્ઞેય ત્રિકાળી શુદ્ધ પોતાની વસ્તુ આદરવા લાયક ઉપાદેય છે, એક જ્ઞેય વર્તમાન શુદ્ધ પરિણમન મોક્ષનું કારણ પ્રગટ કરવા યોગ્ય છે અને એક જ્ઞેય પુણ્ય-પાપના ભાવ બંધરૂપ હોવાથી હેય છે. જાણવાનું હોય ત્યાં તો બધું જાણવું જોઈએ ને? સવારમાં આવ્યું હતું ને કે તત્ત્વ - અતત્ત્વને જાણીને તત્ત્વમાં લીન થવું. પણ અરે! અત્યારે તો આત્મા શું ચીજ છે એ સમજવાનું મૂકીને બહારની (ક્રિયાકાંડની) બધી વાતો ચાલે છે!
પ્રશ્નઃ– દિગંબર હોય એ તો સમજે જ ને?
ઉત્તરઃ– ભાઈ! દિગંબર કહેવું કોને? જયપુરમાં એક પંડિત હતા તે કહેતા હતા કે દિગંબરમાં જન્મ્યા એ બધા ભેદજ્ઞાની જ છે. એમ સ્થાનકવાસીમાં પણ કહેતા કે જે સ્થાનકવાસી છે તે બધાને સમ્યગ્દર્શન અર્થાત્ સાચી શ્રદ્ધા તો છે, હવે વ્રત પાળે એટલે ચારિત્ર. સ્થાનકવાસીની શ્રદ્ધા ગણધર જેવી છે એમ કહેતા. બાપુ! એ શ્રદ્ધા ગણધર જેવી કોને કહેવી? ભાઈ! અંદર વસ્તુ પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી ત્રિકાળ છે તેને જ્ઞાનમાં જ્ઞેય કરીને ઉપાદેય ન કરે ત્યાંસુધી એને સમ્યગ્દર્શન-જ્ઞાન નથી. તો પછી એને વ્રત, તપ અને ચારિત્ર કયાંથી હોય? (હોતાં જ નથી). અજ્ઞાની જે વ્રત ને
PDF/HTML Page 1645 of 4199
single page version
તપ કરે છે તેને ભગવાને બાળવ્રત અને બાળતપ કહ્યાં છે કેમકે એમાં ભગવાન આત્મા હોતો નથી.
હવે કહે છે-‘અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ, બાધક જ છે, તેથી નિષિદ્ધ જ છે; પરંતુ શુભ કર્મ પણ કર્મસામાન્યમાં આવી જતું હોવાથી તે પણ બાધક જ છે તેથી નિષિદ્ધ જ છે એમ જાણવું.’
જુઓ, આ શું કહ્યું? કે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, વિષયભોગની વાસના, કામ, ક્રોધ આદિ જે પાપ છે એ તો મોક્ષનું કારણ છે જ નહિ, પણ આ વ્રત, તપ, દાન ઇત્યાદિ શુભકર્મ પણ કર્મસામાન્યમાં આવી જાય છે અને તે પણ મોક્ષનું કારણ નથી, બાધક જ છે, અને તેથી નિષિદ્ધ જ છે. બહુ આકરું લાગે, પણ માર્ગ તો આ જ છે ભાઈ! એકાન્ત છે, એકાન્ત છે એમ લોકો રાડો પાડે પણ શું થાય? એની વર્તમાન લાયકાત એવી છે એટલે એમ કહે, પણ અંદર તો ત્રિકાળી ભગવાન છે ને? પર્યાયમાં ભૂલ છે. (તે સ્વાશ્રયે મટી જશે) અહીં તો સ્પષ્ટ કહ્યું કે શુભકર્મ પણ મોક્ષનું કારણ નથી, બાધક જ છે તેથી નિષિદ્ધ જ છે. વ્રત, તપ આદિના પરિણામ મોક્ષમાર્ગમાં બાધક જ છે, નિષિદ્ધ જ છે. મતલબ કે એ ધર્મ નહિ, ધર્મનું કારણ પણ નહિ, તેથી નિષેધ કરવા યોગ્ય જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘मोक्षार्थिना इदं समस्तं अपि तत् कर्म एव संन्यस्तव्यम्’ મોક્ષાર્થીએ આ સઘળુંય કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે.
મોક્ષાર્થીએ એટલે જેને મોક્ષનું પ્રયોજન છે, જેને પરમાનંદની પ્રાપ્તિનું પ્રયોજન છે તેને સઘળુંય કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે. લ્યો, સઘળુંય કર્મ કહ્યું ત્યાં એમાં શું બાકી રહી ગયું? સઘળુંય કહ્યું એમાં પુણ્ય અને પાપ એ બેય આવી ગયાં. પુણ્ય અને પાપ એ બેય ત્યાગવા યોગ્ય છે એમ વાત છે. એ જ કહે છે-
‘संन्यस्ते सति तत्र पुण्यस्य पापस्य वा किल का कथा’ જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત? જ્યાં બધું જ કર્મ છોડવામાં આવે છે ત્યાં પુણ્ય ઠીક અને પાપ અઠીક-એવી વાતને કયાં અવકાશ છે? એવો ભેદ છે જ નહિ, કેમકે જેમ પાપ બંધનું કારણ છે તેમ પુણ્ય પણ બંધનું જ કારણ છે. કર્મમાત્ર ત્યાજ્ય છે એમાં પાપ અને પુણ્ય બન્નેય કર્મસામાન્યમાં આવી ગયાં. હવે આવું આકરું લાગે પણ બાપુ! વીતરાગદેવનો માર્ગ જ વીતરાગની દ્રષ્ટિથી શરુ થાય છે. રાગને કારણે વીતરાગી દ્રષ્ટિ ન થાય; પણ અંદર ત્રિકાળી ભગવાન વીતરાગી દેવ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા વિરાજે છે તેના આશ્રયે વીતરાગી દ્રષ્ટિ એટલે સમ્યગ્દર્શન
PDF/HTML Page 1646 of 4199
single page version
થાય છે. એવા જીવને પુણ્ય અને પાપ બન્ને નિષેધવા લાયક છે. યોગીન્દ્રદેવ યોગસારમાં પુણ્યને પણ પાપ કહે છેઃ-
તેમ આ અધિકારમાં આચાર્ય જયસેનની ટીકામાં પણ આ વાત આવે છે. છેલ્લે શિષ્યનો પ્રશ્ન છે કે-
‘अत्राह शिष्यः। जीवादिसद्हणम् इत्यादि व्यवहाररत्नत्रयव्याख्यानं कृतं तिष्ठति कथं पापाधिकार इति।’
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-જીવાદિનું શ્રદ્ધાન વગેરે વ્યવહારરત્નત્રયનું વ્યાખ્યાન-આ તો પાપનો અધિકાર ચાલે છે તેમાં-કયાંથી આવ્યું? કેમકે વ્યવહારરત્નત્રય તો પુણ્ય છે.
‘तत्र परिहारः’ તેનો ઉત્તર (ખુલાસો) આપે છે-
‘यद्यपि व्यवहारमोक्षमार्गो निश्चयरत्नत्रयस्योपादेयभूतस्य कारणभूतत्वादुपादेयः परंपरया जीवस्य पवित्रताकरणात् पवित्रस्तथापि बहिर्द्रव्यालंबनेन पराधीनत्वात्पतति नश्यतीत्येकं कारणं’–
જોકે વ્યવહાર મોક્ષમાર્ગ ઉપાદેયભૂત એવા નિશ્ચયરત્નત્રયનું કારણ હોવાથી વ્યવહારે ઉપાદેય કહેવામાં આવે છે અને પરંપરા જીવની પવિત્રતા કરનારું હોવાથી વ્યવહારે પવિત્ર કહેવામાં આવે છે તોપણ પરદ્રવ્યના અવલંબનથી પરાધીનપણું થવાથી સ્વરૂપથી પતિત થાય છે. એટલે સ્વાધીનતાનો નાશ થાય છે કેમકે શુભરાગમાં પરદ્રવ્યનું અવલંબન છે. આ એક કારણથી નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહારરત્નત્રય (પુણ્ય) એ પાપ છે.
‘निर्विकल्पसमाधिरतानां व्यवहारविकल्पालंबनेन स्वरूपात्पतितं भवतीति द्वितीयं कारणम्। इति निश्चयनयापेक्षया पापं।’
નિર્વિકલ્પ સમાધિમાં લીન પુરુષોને વ્યવહારના વિકલ્પના અવલંબનથી સ્વરૂપથી પડવાપણું થાય છે. એમ બીજા કારણથી વ્યવહાર સમકિત, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ચારિત્રરૂપ કષાયની મંદતા (પુણ્ય) નિશ્ચયનયે તો પાપ છે.
‘अथवा सम्यक्वादिविपक्षभूतानां मिथ्यात्वादीनां व्याख्यानं कृतमिति वा पापाधिकारः।’
અથવા સમ્યક્ત્વાદિથી વિપક્ષ હોવાથી મિથ્યાત્વાદિનો અર્થાત્ પાપનો અધિકાર ચાલે છે. કેમકે વ્યવહારરત્નત્રયનો શુભરાગ સમ્યક્ રત્નત્રયના વીતરાગી પરિણામથી વિરુદ્ધ હોવાથી એ પાપ છે. તેથી પાપ અધિકારમાં લીધેલ છે.
PDF/HTML Page 1647 of 4199
single page version
અહાહા...! અહીં કહે છે-જ્યાં સમસ્ત કર્મને છોડવામાં આવ્યું છે ત્યાં પુણ્ય અને પાપના ભેદ પાડવા એ શું? સ્વયં આચાર્ય કુંદકુંદદેવે પ્રવચનસાર ગાથા ૭૭ માં કહ્યું છે કે-
જે પુણ્ય અને પાપમાં ફેર નથી એમ નથી માનતો-એટલે કે પુણ્ય અને પાપમાં ફેર નહિ હોવા છતાં ફેર છે એમ માને છે તે મોહથી-મિથ્યાત્વથી ઢંકાયેલો થકો અપાર સંસારમાં રખડે છે. પુણ્ય અને પાપ સામાન્યપણે બન્ને બંધરૂપ હોવા છતાં, પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ જે કોઈ માને છે તે ઘોર સંસારમાં રખડે છે. અહો! માત્ર કુંદકુંદ જ નહિ, સર્વ દિગંબર સંતો આ સનાતન વીતરાગી જૈનદર્શનના પ્રવાહોને જ પોષે છે.
કુંદકુંદાચાર્ય ૨૦૦૦ વર્ષ પહેલાં થયા, અમૃતચંદ્રાચાર્ય ૧૦૦૦ વર્ષ પહેલાં થયા અને તેમની પછી જયસેનાચાર્ય ૯૦૦ વર્ષ પહેલાં થયા. બધાય દિગંબર સંતોનું એક જ કથન છે કે- દેવ-ગુરુ-શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધા, બાર વ્રત કે પાંચ મહાવ્રતના ભાવ અને શાસ્ત્રનું પરલક્ષી જ્ઞાન એ ત્રણે (નિશ્ચયનયની અપેક્ષાએ) પાપ છે. આવી વાત છે બાપા! દિગંબર મુનિરાજ- નાગા બાદશાહથી આઘા. એને કોઈ બાદશાહ કે સમાજની શું પડી છે? સમાજમાં શું પ્રતિક્રિયા થશે? સમાજ માનશે કે નહિ? -એની મુનિરાજને શું પડી છે? આ તો વસ્તુનું સત્ય ઉદ્ઘાટન કર્યું છે. કોઈ માનો કે ન માનો; સૌ સ્વતંત્ર છે.
જે જીવ એમ માને છે કે વ્યવહારના શુભરાગથી ધર્મ થશે અને એનાથી પરંપરાએ મોક્ષ થશે તે જીવ મૂળમાં દર્શનભ્રષ્ટ છે, અને જે દર્શનભ્રષ્ટ છે. તે જ્ઞાન અને ચારિત્ર બધેથી ભ્રષ્ટ છે. અરે ભાઈ! એવો શુભભાવ તો તેં અનંતવાર કર્યો અને નવમી ગ્રૈવેયક ગયો, પણ તે વડે હજીય સમ્યગ્દર્શન ન પામ્યો.
પ્રશ્નઃ– કાળલબ્ધિ પાકે ત્યારે સમકિત થાય ને?
ઉત્તરઃ– ભાઈ! કાળલબ્ધિ-કાળલબ્ધિ એમ તું કહે છે પણ કાળલબ્ધિ તો તું સ્વભાવનો પુરુષાર્થ કરે ત્યારે પાકે ને? કાળલબ્ધિ થઈ એવું સાચું જ્ઞાન કયારે થાય? આ કાળલબ્ધિનો પ્રશ્ન સં. ૧૯૭૨ થી ચાલ્યો હતો. એમ કે ભગવાન કેવળીએ દીઠું હશે ત્યારે થશે. પણ જગતમાં કેવળી ભગવાન છે એની તને પ્રતીતિ છે? જેણે એની પ્રતીતિ કરી હોય તેને ભવભ્રમણ હોય જ નહિ, કેમકે સ્વભાવસન્મુખ થયા વિના કેવળીની પ્રતીતિ થતી જ નથી.
જીવ પોતાના સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ કરે ત્યારે-
PDF/HTML Page 1648 of 4199
single page version
૧. સ્વભાવ આવી ગયો, ૨. સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ આવી ગયો, ૩. તે સમયે પોતાની જે નિર્મળ પર્યાય પ્રગટી તે કાળલબ્ધિ આવી ગઈ. ૪. ભવિતવ્યનો ભાવ આવી ગયો. (જે થવા યોગ્ય હતું તે થયું). પ. કર્મનું નિમિત્ત પણ હઠી ગયું એટલે કર્મનાં ઉપશમાદિ આવી ગયાં. આ પ્રમાણે પાંચે સમવાય સાથે જ હોય છે. આવી વાત છે. બાપુ! વીતરાગના માર્ગની સમજણ કરવી એ મહા પુરુષાર્થ છે. ચારિત્રનો પુરુષાર્થ તો અદ્ભુત અલૌકિક છે જ, પણ એ પહેલાં સમ્યગ્દર્શનનો પુરુષાર્થ પણ મહા અલૌકિક છે.
અહીં કહે છે-જયાં સઘળુંય કર્મ ત્યાજ્ય છે ત્યાં પુણ્ય-પાપના ભેદ શું કરવા? પાપની જેમ પુણ્યભાવરૂપ કર્મ પણ ત્યાજ્ય જ છે કેમકે તે આત્માનું-ચૈતન્યનું કર્મ નથી. નિશ્ચયથી તો જે જ્ઞાતા-દ્રષ્ટાના પરિણામ-નિર્મળ રત્નત્રયરૂપ પરિણામ થાય તે આત્માનું કર્મ છે, અને ભગવાન આત્મા તેનો કર્તા છે.
વળી દ્રવ્ય કર્તા અને પરિણામ-પર્યાય તેનું કર્મ-એમ કહેવું એ પણ વ્યવહાર છે. ખરેખર તો પરિણામ પોતે જ પર્યાયનું-પરિણામનું કર્તા-કર્મ-કરણ આદિ છે, દ્રવ્ય-ગુણ નહિ; કેમકે દ્રવ્ય- ગુણ તો અક્રિય છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય ઉપર લક્ષ જાય એટલું જ; બાકી સમ્યગ્દર્શનની પર્યાય પોતે જ તે પરિણામની કર્તા, પોતે જ તે કાર્ય, પોતે જ એનું કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ છે. છએ કારક પર્યાયના પોતાના પોતામાં જ છે. આવી વાત છે; આકરી લાગે તોય સત્ય આ જ છે. પરિણામ સમ્યગ્દર્શનના હોય કે મિથ્યાદર્શનના, એના કર્તાદિ નિમિત્ત પણ નહિ અને દ્રવ્ય-ગુણ પણ નહિ. પર્યાય પોતે જ પોતાના ષટ્કારકભાવને પ્રાપ્ત થઈને સ્વતંત્રપણે પરિણમે છે.
બીજી ચોપડીના પાઠમાં આવતું કે-
લાખો કીડીઓ ભેગી થઈને સાપને ફોલી ખાય. કીડી એમ તો નબળી (ક્ષુદ્ર જંતુ) છે; પણ ભેગી થઈને મોટા સર્પને પણ મારી નાખે. પણ આવું કાંઈ અધ્યાત્મમાં લાગુ ન પડે. જગતમાં મિથ્યાદ્રષ્ટિ ઝાઝા હોય પણ તેથી શું? તેઓ આવી ભગવાનની તત્ત્વની વાત ન માને તેથી આપણને તેમના પ્રતિ વેર ન હોય. અંદર તો બધા જ ભગવાન છે. પર્યાયમાં ભૂલ છે પણ એ તો સ્વરૂપના આશ્રયે નીકળી જવા યોગ્ય છે. અંદર તો બધા જ પૂર્ણાનંદના નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાનરૂપે છે. ચાહે બાળકનો દેહ હો, સ્ત્રીનો દેહ હો, પુરુષનો દેહ હો કે પાવૈયા-હીજડાનો દેહ હો; કીડીનો દેહ
PDF/HTML Page 1649 of 4199
single page version
હો, હાથીનો દેહ હો કે મોટા મત્સ્યનો હજાર યોજનનો દેહ હો; પણ અંદર તો આત્મા શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપે વિરાજી રહ્યો છે. અહીં કહે છે કે પુણ્ય-પાપના ભેદનું લક્ષ છોડીને પોતાના શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય કરતાં મોક્ષનો માર્ગ ઉત્પન્ન થાય છે. હવે આવી કલ્યાણની વાતને લોકો એકાન્ત કહે છે; શું થાય?
પ્રવચનસાર ગાથા ૭૭ માં કહ્યું છે કે-પુણ્ય-પાપમાં વિશેષ (-ફેર) કાંઈ નથી છતાં વિશેષ (-ફેર) છે એમ જે માને તે મોહથી ઢંકાયેલો થકો ઘોર સંસારમાં રખડે છે. આવું સ્પષ્ટ હોવા છતાં એની ગાથા ૪પ માં ‘पुण्णफला अरहंता’ એમ જે પાઠ છે એનો ‘પુણ્યના ફળ તરીકે અરિહંતપદ મળે છે’ એવો અર્થ કરે છે. અરે ભગવાન! ગાથાનું મથાળું તો જુઓ! ત્યાં એમ કહ્યું છે કે-
‘अथैवं सति तीर्थकृतां पुण्यविपाकोऽकिंचित्कर एवेत्यवधारयति’ તીર્થંકરને પુણ્યનો વિપાક અકિંચિત્કર જ છે એટલે કાંઈ કરતો નથી એમ નક્કી કરે છે. હવે આવે ચોકખો પાઠ છે છતાં કોઈ પંડિતો પુણ્યના ફળમાં અરિહંતપદ મળે એમ કહે છે! ભારે વિચિત્ર! આમાં તો પુણ્યના અતિશય મળે એની વાત છે; પણ આત્માને એ પુણ્ય કાંઈ કરતું નથી એમ કહે છે. અરિહંતપદમાં જે સમોસરણની રચના, દિવ્યધ્વનિ, વિહાર વગેરે ક્રિયા છે એ પુણ્યનું ફળ છે, અતિશય છે. એ બધી ઉદયની ક્રિયા છે તે મોહાદિથી રહિત હોવાથી તેને ક્ષાયિકી કહી છે. મતલબ કે ક્ષણેક્ષણે જે ઉદયભાવ છે તે ક્ષણેક્ષણે નાશ પામે છે કેમકે ત્યાં મોહભાવ છે નહિ. એટલે ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહી છે એ વાત ત્યાં કહી છે. તેમા હવે પુણ્યના ફળમાં અરિહંતપદ મળે એવી વાતને કયાં અવકાશ છે? (નથી).
હવે કહે છે-‘सम्यक्त्वादिनिजस्वभावभवनात् मोक्षस्य हेतुः भवन् સમસ્ત કર્મનો ત્યાગ થતાં, સમ્યક્ત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી-પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું ‘नष्कर्म्यप्रतिबद्धम् उद्धतरसम्’ નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉદ્ધત રસ પ્રતિબદ્ધ અર્થાત્ સંકળાયેલો છે એવું ‘ज्ञानं स्वयं धावति’ જ્ઞાન આપોઆપ દોડયું આવે છે.
પુણ્ય-પાપના ભાવ જે વિભાવ છે તે સર્વનો ત્યાગ થતાં સમ્યક્ત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે પરિણમવાથી, નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉત્કટ રસ સંકળાયેલો છે તે જ્ઞાન આપોઆપ દોડયું આવે છે.
જુઓ, પુણ્ય-પાપનો જે રસ છે એ દુઃખરૂપ ઝેરનો રસ છે, અને એના ત્યાગથી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે તે પરમ અતીન્દ્રિય આનંદનો અમૃતરસ છે. અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે નિષ્કર્મ અવસ્થા છે તે ઉત્કટ અતીન્દ્રિય આનંદના અમૃતરસથી સંબંધિત છે; પણ કર્મની (વ્યવહારરત્નત્રયની) અવસ્થા એનાથી સંબંધિત નથી કેમકે કર્મનો જે રસ છે એ તો ઝેરનો આકુળતામય રસ છે.
PDF/HTML Page 1650 of 4199
single page version
પુણ્ય-પાપના ભાવ જે કર્મ અવસ્થા છે તેનો ત્યાગ થતાં મોક્ષમાર્ગરૂપ નિષ્કર્મ અવસ્થાપણે જે જ્ઞાન એટલે આત્માની પરિણતિ થાય છે તે મોક્ષનું કારણ છે. એ નિષ્કર્મ અવસ્થા સાથે આત્માના અતીન્દ્રિય આનંદના રસની ઉદ્ધતાઈ પ્રગટી છે, તેથી એ રાગને ગણકારતો નથી. જેમ કુટુંબમાં કોઈ છોકરો ઉદ્ધત હોય તો તે કોઈને-માતાને પિતાને કે મોટાભાઈને ગણતો નથી, તેમ આ આત્મા જેને સ્વભાવની પરિણતિ-શ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપમાં રમણતા પ્રગટ થયાં છે તે રાગને અવગણીને અતીન્દ્રિય આનંદના ઉદ્ધત રસમાં લીન- તરબોળ થાય છે, રાગને તે ગણકારતો નથી, તેનો આદર કરતો નથી. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદરસના સ્વભાવથી છલોછલ ભરેલો છે. તેનું જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવ પરિણમન થાય તે તે ઉદ્ધત (ઉત્કટ) આનંદના રસથી સંકળાયેલું છે. અહા! સમ્યગ્દર્શન ઉત્કટ આનંદના રસથી સંકળાયેલું છે, સમ્યગ્જ્ઞાન ઉત્કટ આનંદના રસથી સંકળાયેલું છે અને સમ્યક્ચારિત્ર અતિ અતિ આનંદના રસથી સંકળાયેલું છે. આવી વાત છે.
અરે! લોકો ચારિત્રને દુઃખરૂપ કહે છે! ચારિત્ર તો મીણનાં દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે એમ કહે છે! પણ ભાઈ! એમ નથી. ચારિત્ર તો સહજ સુખરૂપ છે, એ તો અતીન્દ્રિય આનંદના રસથી સંકળાયેલું છે. એ દુઃખરૂપ કેમ હોય? ચારિત્રને દુઃખરૂપ માને એ તો મિથ્યાદ્રષ્ટિ છે. છહઢાલામાં કહ્યું છે ને કે-
એટલે કે જેઓ મિથ્યાદ્રષ્ટિ છે તેઓ એમ માને છે કે ચારિત્ર કષ્ટદાયી છે. અહીં તો કળશમાં અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે ચારિત્ર આત્માના અતીન્દ્રિય આનંદના ઉદ્ધતરસથી સંકળાયેલું છે.
‘ज्ञानं स्वयं धावति’ એમ કહ્યું છે ને? મતલબ કે નિર્મળ પરિણમન સ્વયં પ્રગટ થાય છે; એને વ્યવહારની કોઈ અપેક્ષા નથી. કષાયની મંદતારૂપ વ્યવહારરત્નત્રયથી નિશ્ચય થાય એમ શાસ્ત્રમાં આવે એ તો ઉપચારથી વ્યવહારનયનું કથન કરેલું હોય છે. અહીં તો ચોખ્ખું આવ્યું છે કે-એવું જ્ઞાન આપોઆપ દોડયું આવે છે. પુણ્ય-પાપથી રહિત અંદરમાં શ્રદ્ધા, જ્ઞાન અને સ્વરૂપરમણતાની પરિણતિ આપોઆપ દોડી આવે છે. હવે આવી વાત વાંચે નહિ, વિચારે નહિ અને પોતાનો પક્ષ છોડે નહિ; પણ શું થાય? ભાગ્યશાળી હોય એના કાને આવી વાત પડે. જેને અંતરમાં બેસી જાય એની તો વાત જ શી? અહીં એમ કહે છે કે-વ્રતાદિ શુભકર્મ દુઃખથી સંકળાયેલું છે અને પુણ્ય-પાપ રહિત આત્માના શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણમન અતીન્દ્રિય આનંદના રસથી સંકળાયેલું છે, કેમકે ભગવાન આત્મા એકલા આનંદનું ઢીમ છે.
પ્રવચનસારમાં જ્ઞેય અધિકારમાં આવે છે કે દરેક દ્રવ્યની પર્યાય દોડતી એટલે એક પછી એક ક્રમસરથી દોડતી આવે છે. એમ અહીં કહે છે કે મોક્ષના કારણભૂત
PDF/HTML Page 1651 of 4199
single page version
એવું આનંદના ઉત્કટ રસથી સંકળાયેલું જ્ઞાન એટલે આત્માનું નિર્મળ પરિણમન આપોઆપ દોડતું આવે છે. જેણે, વર્તમાન પુણ્યના પરિણામ હોવા છતાં, પુણ્ય-પરિણામને ઓળંગીને જ્ઞાનની પર્યાયને દ્રવ્યમાં જોડી દીધી તેને તે પર્યાયમાં ઉત્કટ આનંદના રસનો સ્વાદ આવે છે, કેમકે મોક્ષમાર્ગની દશા સહજ આનંદના રસ સાથે સંકળાયેલી છે.
લૌકિકમાં તો કહે છે કે-પોતે યુવાન હોય, ૨પ-પ૦ લાખની સંપત્તિ હોય અને રોજની મોટી આવક હોય, પત્ની પણ રૂપાળી જુવાન હોય એટલે મનમાન્યા વિષયભોગ ભોગવતો તે સુખી છે. હવે ધૂળેય સુખી નથી, સાંભળને. વિષયોમાં કયાં સુખ છે? સુખ તો આત્મામાં છે. વિષયભોગમાં પડીને એણે તો આત્માને-આનંદના નાથને દુઃખમાં રગદોળી નાખ્યો છે. ભગવાન! એક મોક્ષમાર્ગની દશા જ આનંદના રસથી પ્રતિબદ્ધ છે, શુભાશુભ કર્મ નહિ. સમજાણું કાંઈ...
‘કર્મને દૂર કરીને,.. .’
આ પુણ્ય-પાપ અધિકાર છે ને! દયા, દાન, વ્રત, તપ આદિના ભાવ પુણ્યકર્મ છે. તેને દૂર કરીને, ‘પોતાના સમ્યક્ત્વાદિ સ્વભાવરૂપે પરિણમવાથી મોક્ષના કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.’
જુઓ, ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘનસ્વભાવી વસ્તુ છે, એની નિર્મળ પ્રતીતિ, એની સન્મુખનું જ્ઞાન, અને એમાં રમણતા-તે-રૂપે પરિણમવાથી, તે-રૂપ થવાથી પૂર્ણ આનંદની પ્રાપ્તિરૂપ જે મોક્ષ તેના કારણરૂપ થતું જ્ઞાન (-આત્મા) આપોઆપ પ્રગટ થાય છે. આત્મા પુણ્ય-પાપના ભાવથી રહિત થઈને, પોતાના સ્વભાવના લક્ષે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન થવાથી તે-રૂપે આપોઆપ પ્રગટ થાય છે. મતલબ કે તે-રૂપ પરિણમતાં એને કાંઈ પરની-નિમિત્તની કે વ્યવહારરત્નત્રયની અપેક્ષા નથી.
હવે કહે છે-‘ત્યાં પછી તેને કોણ રોકી શકે?’
જ્યાં રોકાઈ રહ્યો હતો તે પુણ્ય-પાપના ભાવને જ્યાં છોડી દીધા ત્યાં મોક્ષના કારણરૂપ જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે. આપોઆપ એટલે વ્યવહારરત્નત્રયની અપેક્ષા વિના પ્રગટ થાય છે. જ્યાં કોઈની અન્યની અપેક્ષા નથી ત્યાં એને કોણ રોકી શકે? શુભાશુભ ભાવ જેણે દ્રષ્ટિમાંથી છોડી દીધા અર્થાત્ શુભાશુભભાવનું જેણે લક્ષ છોડી દીધું અને એક ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ ઉપર દ્રષ્ટિ સ્થાપીને તેનો આશ્રય કર્યો તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણમન આપોઆપ થયું કે જે મોક્ષનું કારણ
PDF/HTML Page 1652 of 4199
single page version
છે. અહીં કહે છે કે એને (જ્ઞાનને) પ્રગટતું કોણ રોકી શકે? જ્યાં કોઈની-વ્યવહારની અપેક્ષા નથી ત્યાં કોણ રોકી શકે?
કેટલાક લોકો કહે છે કે-શું આવો ધર્મ હોય? એમ કે વ્રત કરવાં, તપ કરવાં, દયા કરવી, સમ્મેદશિખરની જાત્રા કરવી ઇત્યાદિ બધું કહો તો એમાં તો સમજણ પડે, પણ આ તે કેવો ધર્મ? તેને કહે છે કે-ભાઈ! જેને તું ધર્મ માને છે એ તો બધો રાગ છે, કર્મ છે. એનાથી કદીય ધર્મ થાય નહિ. ધર્મ તો સ્વભાવના આશ્રયે જ થાય. સ્વભાવનો આશ્રય કરવાથી ધર્મ આપોઆપ પ્રગટ થાય છે.
એટલે એ રાડો પાડે છે કે-એકાન્ત છે, એકાન્ત છે. વ્યવહારરત્નત્રયથી નિશ્ચય થાય એવો એને વ્યવહારનો પક્ષ થઈ ગયો છે ને? એટલે એકાન્ત છે, એકાંત છે એમ રાડો પાડે છે.
પણ ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે. સ્વદ્રવ્યના આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના - રાગના આશ્રયે ધર્મ ન થાય એમ સાચો અનેકાન્ત છે.
આ શરીર, મન, વાણી, ઇન્દ્રિયો તો એકકોર રહ્યાં. એ તો એના (-આત્માના) દ્રવ્ય- ગુણ કે પર્યાયમાં એક સમયમાત્ર પણ નથી. પરંતુ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભભાવનું એની પર્યાયમાં એક સમય માટે અસ્તિત્વ છે. અહીં કહે છે-એ શુભભાવનું લક્ષ છોડી દઈને અંદર જ્ઞાયકસ્વભાવી આત્મામાં એકાગ્ર થવાથી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સહજ પરિણમન થાય તે ધર્મ છે, મોક્ષનું કારણ છે. આ સમ્યક્ એકાન્ત છે. અને બીજા જે વ્રત, તપ આદિ શુભરાગ કરતાં કરતાં નિશ્ચય ધર્મ પ્રગટ થાય એમ કહે છે તે મિથ્યા એકાન્ત છે.
પ્રશ્નઃ– કોઈ એમ માને કે એનાથી (વ્રતાદિના શુભભાવથી) ન થાય પણ એના (વ્રતાદિના શુભભાવ) વિના પણ ન થાય-એમ તો અનેકાન્ત છે ને?
ઉત્તરઃ– ના; એ મિથ્યા અનેકાન્ત છે. એના વગર જ થાય; એનો અભાવ કર્યો તો એના વગર જ થયું ને? ‘કર્મને દૂર કરીને’-શબ્દ તો એમ છે. એનો અર્થ શું? કે રાગભાવને દૂર કરીને, સ્વભાવની સમીપમાં આવ્યો એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન થયું. હવે એ નિર્મળ પરિણમન એના (શુભરાગના) વિના થયું છે. ભાઈ! સમ્યગ્દર્શનનો આશ્રય ત્રિકાળી દ્રવ્યસ્વભાવ છે, રાગાદિ નહિ. રાગાદિના આશ્રયે પરિણમે ત્યાં સુધી સમકિત થતું જ નથી. સમ્યક્ત્વાદિના નિર્મળ પરિણામ વ્યવહારના રાગથી તદ્ન નિરપેક્ષ છે, એટલે કે એ વ્યવહારના- રાગના લક્ષે થતું જ નથી.
આવી વાત છે; પણ અત્યારે પરંપરા બધી તૂટી ગઈ એટલે આ એકાન્ત લાગે છે. પણ માર્ગ તો આ છે, બાપુ! એની સમ્યક્ શ્રદ્ધાના પક્ષમાં આવવું પડશે. પહેલાં શ્રદ્ધાનો દોર સમજણમાં તો બાંધ કે રાગથી-પરદિશા તરફના વલણથી સ્વદિશા
PDF/HTML Page 1653 of 4199
single page version
તરફનું વલણ ન થાય. ઉગમણા જવું હોય તો શું આથમણે ચાલવાથી જવાય? (ન જવાય). તેમ શું ઊંધી શ્રદ્ધાથી મોક્ષમાં જવાય? (ન જવાય). એ વડે તો ચારગતિનું પરિભ્રમણ જ થાય.
અરે! ચોરાસીના અવતારોમાં જન્મ-મરણ કરી-કરીને જીવ દુઃખી દુઃખી થયો છે, કેમકે એને ભગવાન આત્માના નિરાકુલ આનંદના સ્વાદની ખબર નથી. કળશમાં આવ્યું ને કે- ‘नैष्कर्म्यप्रतिबद्धउद्धतरसं’ જેનો અર્થ કર્યો કે-રાગરહિત જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિષ્કર્મ અવસ્થા તે ઉદ્ધત આનંદના રસથી સંબંધિત છે, સંકળાયેલી છે. ભાઈ! જેને અનાકુળ મોક્ષનું કારણ પ્રગટ કરવું હોય, ધર્મ પ્રગટ કરવો હોય તેણે પુણ્ય-પાપના પરિણામોને- આકુળતામય રાગને દ્રષ્ટિમાંથી છોડી દઈને અંતરમાં આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ જે વિરાજે છે તેનો આશ્રય કરવો પડશે. ભાઈ! વ્યવહારરત્નત્રયના જે પરિણામ છે તે આકુળતામય રાગના પરિણામ છે, એ જેનાથી આનંદરસ સંકળાયેલો છે એવું મોક્ષનું કારણ નથી.
હવે એ બહારના ધંધામાંથી નવરો ન થાય, આખો દિવસ ધન-સંપત્તિ, બાયડી-છોકરાં અને વિષય-ભોગોમાં ગૂંચાયેલો રહે ત્યાં એને આવી વાત વિચારવાની ફુરસદ કયાં મળે? વળી અજ્ઞાનથી એમ માને કે આ વડે અમે સુખ છીએ તે એકલા પાપના પ્રપંચમાં સંડોવાયેલો રહીને આત્માને દુઃખના દાવાનળમાં જ ધકેલી દે છે. કદાચિત્ દેવ-ગુરુ-શાસ્ત્રની બાહ્ય શ્રદ્ધા થાય તો તે પાપથી ખસીને પુણ્યભાવમાં આવે છે, પણ એ પુણ્યભાવ પણ રાગ-વિકાર છે, બંધન છે એમ નહિ જાણવાથી તે કેવળ વ્રત, તપ, ભક્તિ આદિ પુણ્યકર્મમાં જ રોકાયેલો રહે છે. એ પણ મિથ્યાદ્રષ્ટિ જ છે. અહાહા...! જે પુણ્યના ફળરૂપ ધૂળમાં (લક્ષ્મી આદિમાં) રોકાયેલો રહે છે એ તો ભ્રમણામાં છે પણ જે દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવમાં રોકાયેલો રહે છે એ પણ મિથ્યાત્વભાવમાં જ રોકાયેલો છે. આવી વાત છે.
અહીં કહે છે-પુણ્ય-પાપરૂપ સમસ્ત કર્મની દ્રષ્ટિ છોડીને જે સ્વના આશ્રયમાં રોકાઈને પરિણમ્યો તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિરાકુળ આનંદના ભાવે પરિણમતો કોણ રોકી શકે? પહેલાં તો પુણ્યના પ્રેમમાં રોકાયો હતો, અર્થાત્ પુણ્યની રુચિએ તેને રોકી રાખ્યો હતો, પણ હવે જ્યાં પુણ્યભાવની રુચિ-દ્રષ્ટિ છૂટી ગઈ ત્યાં સ્વાધીન સુખના સ્વભાવભાવે પરિણમતો એને કોણ રોકી શકે?
જેમ દરેક પદાર્થ પોતાના દ્રવ્ય-ગુણ અને પર્યાયની સત્તામાં છે, તેમ આ આત્મા પણ પોતાના દ્રવ્ય-ગુણ અને પર્યાયની સત્તામાં છે. આ અબાધિત મર્યાદા છે. આ શરીર, મન, વાણી, સ્ત્રી-કુટુંબ, પૈસો-ટકો-એ બધી તો બહારની ચીજ છે, એ આત્માની પર્યાયમાં નથી. એની સાથે આત્માને સંબંધ શું? (કાંઈ નથી). પણ શરીર
PDF/HTML Page 1654 of 4199
single page version
મારું, સ્ત્રી-કુટુંબ મારાં, પૈસો મારો-એવી જે મમતા છે તે એની એક સમયની પર્યાયમાં છે, પણ એ ચીજ કયાં એની પર્યાયમાં છે? કાંઈ વિચાર નહિ અને એમને એમ આંધળે-બહેરું કૂટે રાખે છે. અહીં કહે છે એ બધાં મારાં છે એવી જે મમતા છે તે મિથ્યાત્વભાવ છે અને તે સમકિતને રોકી રાખે છે. તથા પર્યાયમાં જે વ્રતાદિના શુભભાવ થાય છે તે બંધરૂપ છે તોપણ તે ભલા છે એમ જે તું માને છે તે પણ મિથ્યાત્વભાવ છે અને તે સમકિતને પ્રગટ થવા દેતો નથી. પરંતુ જેણે પુણ્ય-પાપની ભાવના છોડીને સ્વરૂપને આશ્રય કર્યો છે, સ્વરૂપમાં પરિણામ જોડયાં છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આનંદનું પરિણમન થાય છે અને તેને તેમ પરિણમતાં કોણ રોકી શકે? ગજબ વાત છે.
ભાઈ! દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવની રુચિમાં જે અટકયો છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. આનંદઘનજીએ સ્તવનમાં કહ્યું છે કે-‘દ્વેષ અરોચક ભાવ.’ આત્માની અરુચિ અને પરની રુચિ એ દ્વેષ છે, ક્રોધ છે. સ્વભાવથી જે વિરુદ્ધભાવ છે તેનો પ્રેમ એ ક્રોધ છે. માટે સદાય જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવે રહેલું જે જ્ઞાયકતત્ત્વ તેને પામવા માટે પુણ્યભાવની રુચિ છોડવી પડશે. એ સિવાય આત્માની રુચિ જાગ્રત નહિ થાય. ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ ફરમાવે છે કે પુણ્યની રુચિ છોડીને ભગવાન જ્ઞાયકદેવ જ્યાં અંદર વિરાજે છે ત્યાં તું જા, ત્યાં તને નિરાકુલ આનંદ થશે.
જેને હજુ પુણ્યનાં ઠેકાણાં નથી અને નિરંકુશ પાપ-પ્રવૃત્તિમાં પડેલો છે તેની તો શું વાત કરવી? એ તો ભવસમુદ્રમાં બૂડેલો છે જ. અહીં તો જે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ આદિ પુણ્યભાવમાં આવેલો છે તેને કહે છે કે-ભાઇ! જો તારે જન્મ-મરણથી, ભવભ્રમણના ૮૪ના અવતારના દુઃખથી છૂટવું હોય તો પુણ્યભાવની રુચિ છોડી દે અને અંદર જ્યાં ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયકસ્વરૂપે વિરાજમાન છે તેમાં દ્રષ્ટિ કર, તેમાં રમણતા-લીનતા કર; તેથી તને પરમ આનંદની પ્રાપ્તિ થશે.
બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા. ૭૦૦ વર્ષનું એનું આયુષ્ય હતું. એને ૯૬૦૦૦ રાણીઓ, ૯૬ કરોડ ગામ અને ૯૬ ક્રોડનું પાયદળ હતું. એના વૈભવની શી વાત? સોળ હજાર દેવો તો એની સેવામાં રહેતા. એની પટરાણીની એક હજાર દેવો સેવા કરતા. તે હીરા-મણીરત્નના ઢોલિયામાં તો શયન કરતો. આ બ્રહ્મદત્ત ચક્રવર્તી મરતી વખતે કુરુમતિ...કુરુમતિ કરતાં કરતાં સાતમી નરકે ગયો. મમતાની તીવ્રતાની તીખાશના ફળમાં તે એક શ્વાસોચ્છ્વાસની સામે ૧૧ લાખ છપ્પન હજાર પલ્યોપમના દુઃખમાં સાતમી નરકે પોઢયો. એને ૮પ હજાર વર્ષ થયાં, હજુ તો અસંખ્ય અબજ વર્ષનો નરકવાસ રહેશે.
PDF/HTML Page 1655 of 4199
single page version
માગે ત્યાં મહેસૂબના રસદાર કટકા મળે, જેને ખમ્મા, અન્નદાતા શું જોઈએ એમ પૂછનારા સેવકો સદા તત્પર હોય અને જે મણિરત્નના ઢોલિયામાં મખમલની ગાદીઓમાં હંમેશાં સૂતો હોય એવા ચક્રવર્તીની આ દશા! એવા પરિણામનું એવું જ ફળ હોય છે. તું આડું-અવળું કરવા જઈશ તો તેમ નહિ થાય.
એક પ્રશ્ન કર્યો હતો સાત વર્ષના છોકરાએ (સં. ૧૯૯૪ માં) કે-મહારાજ! ભરત ચક્રવર્તી જેને ૯૬૦૦૦ રાણીઓ હતી અને જે મણિરત્નના ઢોલિયામાં મખમલનાં ત્રણ ત્રણ ગાદલામાં સૂતા તે ધર્મી અને અમે સાદાઈથી રહીએ તોપણ ધર્મી નહિ-એ કેવી વાત?
ત્યારે કહ્યું કે-બાપુ! એને રાણીઓ હતી અને મખમલનાં ગાદલામાં એ સૂતા હતા પણ એ રાણીઓમાં અને ગાદલાંમાં કયાં હતા? જે રાગ થાય એમાં એ નહોતા, એ તો રાગને જાણતા થકા જ્ઞાતાના જ્ઞાનમાં હતા. ધર્મી તો રાગમાં હતા જ નહિ અને રાણીઓમાં અને ગાદલાંમાં પણ કયારેય નહિ. સમજાણું કાંઈ?
જ્યારે અજ્ઞાનની દશાવાળા રતનના ઢોલિયામાં સૂતા હોય ત્યાં એની દ્રષ્ટિમાં ફેર છે. તે વડે અમે સુખી છીએ, અમને આ સુખનાં સાધન છે, અને અમે તે ભોગવીએ છીએ એવી તેની અજ્ઞાનમય મિથ્યા માન્યતા હોય છે. અને સાદાઈથી રહે ત્યાં અમે સાદાઈથી રહીએ છીએ એવી પરદ્રવ્યના લક્ષે થતા પરિણામમાં આત્મબુદ્ધિ હોય તો તે પણ અજ્ઞાનમય મિથ્યા દશા છે. સમજાણું કાંઈ...?
અહા! જે પાપમાં તલ્લીનપણે રોકાયા છે એમની તો અહીં વાત નથી; કેમકે એમને તો ઉપદેશ શું કામ કરે? અહીં તો જે દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવમાં રોકાયા છે તેને કહે છે-ભગવાન! જો તારે ધર્મ કરવો હોય તો પુણ્યની રુચિ છોડવી પડશે અને ભગવાન આનંદના નાથના પ્રેમમાં તારે આવવું પડશે. જ્યાં પુણ્યભાવનો પ્રેમ દૂર થયો ત્યાં ભગવાન આત્મા જે દૂર હતો તે સમીપ થયો, અને ત્યારે મોક્ષનું કારણ ખરેખર પ્રગટયું. અહીં કહે છે-જેને મોક્ષનું કારણ પ્રગટયું તેને મોક્ષ સુધી પહોંચતાં કોણ રોકી શકે? એને તો જ્ઞાન આપોઆપ દોડતું આવે છે, અર્થાત્ તે પૂર્ણ વીતરાગપદને અવશ્ય પ્રાપ્ત કરશે.
કોઈને થાય કે આવી વ્યાખ્યા અને આવો ધર્મ? પાંચ-દસ લાખનું દેરાસર બનાવીએ ને ધર્મ થાય એમ તો સાંભળ્યું છે.
તેને કહીએ છીએ-ભાઈ! એમાં ધૂળેય ધર્મ નહિ થાય. અંદર ચૈતન્યમૂર્તિ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શાશ્વત સ્વરૂપે રહેલો છે એનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા કરે તો જ ધર્મ થાય, અને તો જ મોક્ષ પામે. આ એક જ માર્ગ છે.
PDF/HTML Page 1656 of 4199
single page version
તો તમે કહો છો તે સત્ય ન હોય-એવો ભાવ; અને આશંકાનો અર્થ તો તમે કહો છો એ સમજાયું નથી એવો ભાવ છે. શંકા અને આશંકા વચ્ચે આવો ફેર છે. અહીં શિષ્ય આશંકા ઉપજાવીને સમજવા માગે છે કે-‘અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને જ્યાંસુધી કર્મનો ઉદય રહે ત્યાંસુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે?’ એમ કે એને રાગ થાય છે, દ્વેષ થાય છે અને વિષય-કષાયના ભાવ પણ થાય છે. આવા શુભાશુભ ભાવ તો એને હોય છે; તો કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન (-આત્મા) મોક્ષનું કારણ કેમ થઈ શકે?
‘વળી કર્મ અને જ્ઞાન બન્ને સાથે કેમ રહી શકે? કર્મ એટલે શુભાશુભ રાગની પરિણતિ અને જ્ઞાનની પરિણતિ બન્ને સાથે કેમ રહી શકે? પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને વિકાર હોય અને ધર્મ (નિર્વિકાર પરિણામ) પણ હોય-એ બન્નેય સાથે કેમ હોઈ શકે? આ આશંકાના સમાધાનનું કાવ્ય કહે છેઃ-
‘यावत्’ જ્યાં સુધી ‘ज्ञानस्य कर्मविरतिः’ જ્ઞાનની કર્મવિરતિ ‘सा सम्यक् पाकम् न उपैति’ બરાબર પરિપૂર્ણતા પામતી નથી...એટલે શું કહે છે? કે ધર્મીને પણ જ્યાં સુધી પુણ્ય- પાપના ભાવની-રાગના ભાવની નિવૃત્તિ બરાબર પરિપૂર્ણતાને પામતી નથી અર્થાત્ પરિપૂર્ણ વીતરાગતા થતી નથી-‘तावत्’ ત્યાં સુધી ‘कर्मज्ञानसमुच्चयः अपि विहितः न काचित् क्षतिः’ કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી.
‘अत्र अपि’ અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં ‘अवशतः यत् कर्म समुल्लसति’ અવશપણે (-જબરદસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે ‘तत् बन्धाय’ તે તો બંધનું કારણ થાય છે.
ધર્મીને રાગની જરા પણ રુચિ નથી, છતાં તેને શુભાશુભ રાગ થાય છે. જે પુણ્ય- પાપના ભાવ એને થાય છે તે બંધનું કારણ થાય છે એમ કહે છે.
તો જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ કહ્યું છે ને?
હા, પણ કઈ અપેક્ષાએ? એ તો સમકિતીને જેને ભગવાન પૂર્ણાનંદનો નાથ અનુભવમાં આવ્યો છે તેને દ્રષ્ટિનું જોર છે. તો તે કાળમાં એને જે ભોગનો ભાવ આવ્યો તે, એને ભોગની રુચિ નહિ હોવાથી નિર્જરી જાય છે, ખરી જાય છે એ અપેક્ષાએ જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે. (ત્યાં એના એ ભોગનો મહિમા નથી પણ દ્રષ્ટિનો એ મહિમા છે એમ વાત છે.) અહીં એમ વાત છે કે ધર્મીને જે શુભ કે અશુભ પરિણામ થાય છે એ તો બંધનું કારણ છે.
PDF/HTML Page 1657 of 4199
single page version
અને ‘मोक्षाय’ મોક્ષનું કારણ તો ‘एकम् एव परमं ज्ञानं स्थितम्’ જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે. અહાહા...! જુઓ, ધર્મીને જેટલું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવનું-આનંદનું પરિણમન છે એટલું મોક્ષનું કારણ છે. જેટલા શુભાશુભ ભાવ છે એ બંધનું કારણ છે અને નિર્મળ રત્નત્રયનું જે પરિણમન છે તે મોક્ષનો હેતુ છે.
ધર્મીને પણ અવશપણે-એટલે રુચિ નથી છતાં નબળાઈને કારણે પુણ્ય-પાપના ભાવ થાય છે. એને પુણ્ય-પાપની હોંશ નથી, પણ જબરદસ્તીથી એટલે અસ્થિરતાને કારણે તેને પુણ્ય-પાપના ભાવ થાય છે તે બંધનું કારણ થાય છે. અને મોક્ષનું કારણ તો જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે. ‘एकमेव’નો અર્થ કળશટીકામાં નિષ્કર્મ કર્યો છે. એટલે કે કર્મથી નિરપેક્ષપણે, પુણ્ય-પરિણામની અપેક્ષા વિના જે શુદ્ધ ચૈતન્યસ્વભાવનાં દ્રષ્ટિજ્ઞાન અને રમણતા પ્રગટ થાય તે એક જ મોક્ષનું કારણ છે, અને પુણ્ય-પાપના ભાવ જે થાય છે એ તો બંધનું કારણ છે.
પૂર્ણ બંધરહિત તો પોતે ભગવાન થાય ત્યારે થાય. ભગવાન કેવળી સંપૂર્ણ અબંધ છે, મિથ્યાદ્રષ્ટિને સંપૂર્ણ બંધ છે અને મોક્ષમાર્ગી સમકિતી સાધક જીવને કાંઈક અબંધ અને કાંઈક બંધ છે. સમકિતી ધર્મીને કાંઈક બંધનો અભાવ અને કાંઈક બંધનો સદ્ભાવ બન્ને એક સાથે હોય છે. દ્રવ્યસ્વભાવને સ્પર્શીને સાધકને જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવ પ્રગટ થાય એ જ્ઞાન જ એકલું મોક્ષનું કારણ છે, અને જેટલો શુભાશુભભાવે પરિણમે એટલું બંધનું કારણ છે. ‘स्वतः विमुक्तम्’ જ્ઞાન સ્વતઃ વિમુક્ત છે. તેથી જ્ઞાન જ એકલું મોક્ષનું કારણ છે.
જ્યાં સુધી પૂર્ણ વીતરાગદશા ન થાય ત્યાં સુધી સાધકને રાગરહિત દશા અને કાંઈક રાગસહિત દશા એમ બન્ને એકસાથે હોય છે. એમ બેને સાથે રહેવાનો વિરોધ નથી. મિથ્યાદર્શન અને સમ્યગ્દર્શનને સાથે રહેવામાં વિરોધ છે. જ્યાં મિથ્યાદર્શન હોય ત્યાં સમ્યગ્દર્શન ન હોય અને સમકિત હોય તો મિથ્યાદર્શન ન હોય. પણ કાંઈક રાગ અને કાંઈક વીતરાગતાને સાથે રહેવામાં વિરોધ નથી. પણ ત્યાં જે આત્મદર્શન-જ્ઞાન અને રમણતારૂપ વીતરાગતા છે તે મોક્ષનું કારણ થાય છે અને જેટલો પુણ્ય-પાપરૂપ રાગ છે તે એકાન્ત બંધનું કારણ છે. જેટલું જ્ઞાન છે તે એકાન્ત મોક્ષનું કારણ છે અને જેટલો રાગ છે તે એકાન્ત બંધનું કારણ છે. આવો માર્ગ છે. ઓલું તો સહેલું સટ કે-‘ઇચ્છામિ ભંતે.........તચ્ચ મિચ્છામિ દ્રુક્કડં’ એમ પાઠ થઈ ગયો અને થઈ ગયાં પ્રતિક્રમણ અને સામાયિક. પણ એમાં તો ધૂળેય સામાયિક નથી, સાંભળને. સામાયિક તો એને કહીએ જેમાં આત્મામાં સમભાવ પ્રગટ થઈને અતીન્દ્રિય આનંદ પ્રગટયો હોય. એ સામાયિક મોક્ષનું કારણ છે અને જેટલો રાગ વર્તે છે એટલું બંધનું કારણ છે.
PDF/HTML Page 1658 of 4199
single page version
અહીં કહે છે-જેને આત્મજ્ઞાન થયું છે તેને રાગમાંથી પ્રેમ ઊઠી ગયો છે, અને ભગવાન આત્માની રુચિ જાગી છે. પરંતુ હજુ એને અપૂર્ણતા-અસ્થિરતા છે, રાગની પૂર્ણ નિવૃત્તિ નથી. વીતરાગ ભગવાનને રાગની પૂર્ણ નિવૃત્તિ થઈ છે, મિથ્યાદ્રષ્ટિને ભગવાન આત્માની પૂર્ણ નિવૃત્તિ છે અને સાધકને કાંઈક રાગથી નિવૃત્તિ છે અને કાંઈક રાગમાં પ્રવૃત્તિ છે. જેટલી રાગથી નિવૃત્તિ છે તે મોક્ષનું કારણ છે અને જેટલી રાગમાં પ્રવૃત્તિ છે તેટલું બંધનું કારણ છે.
શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હતા, હજારો રાણીઓ હતી, હજારો રાજા એમની સેવા કરતા. એમણે તીર્થંકર ગોત્ર બાંધ્યું હતું, પણ નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું-એટલે હાલ નરકમાં છે. ત્યાંથી નીકળીને ભગવાન મહાવીરની જેમ તીર્થંકર થવાના છે. અત્યારે પહેલી નરકમાં ૮૪ હજાર વર્ષની સ્થિતિએ છે.
શ્રેણીક પહેલાં બૌદ્ધધર્મી હતા, જૈનના દ્વેષી મિથ્યાદ્રષ્ટિ હતા. તેમની રાણી ચેલણા સમકિતી જૈન ધર્મી હતી. એક વખતે શ્રેણીક રાજાએ જૈન મુનિની ડોકમાં મરેલો સાપ નાખ્યો. ઘેર આવીને મહારાણી ચેલણાને વાત કરી તો તે ખૂબ ખેદ પામી. ત્યારે રાજાએ કહ્યું, મુનિરાજે તો સાપ કયારનોય કાઢી નાખ્યો હશે. તો ચેલણાએ કહ્યું-મહારાજ! એ તો મુનિને ઉપસર્ગ થયો, જૈન મુનિ તો ઉપસર્ગના સમયે ધ્યાનસ્થ રહે પણ ઉપસર્ગ દૂર કરવાની ચેષ્ટા ન કરે. બીજે દિવસે ખાત્રી કરવા બંને મુનિ પાસે ગયાં તો જોયું કે ગળામાં સર્પ એમ જ હતો અને એના ઉપર કરોડો કીડીઓ ચઢી હતી. મુનિને શરીરનું લક્ષ જ ન હતું, એ તો આત્મધ્યાનમાં લીન હતા. શ્રેણીક રાજા તો જોઈને આભો જ બની ગયો અને વિચારવા લાગ્યો કે-આવો જૈન ધર્મ અને આવા મુનિ! ધન્ય મુનિદશા! બન્નેએ મુનિનો ઉપસર્ગ દૂર કર્યો. ત્યાર પછી મુનિરાજના ધર્મોપદેશને પ્રાપ્ત થઈ શ્રેણીક સમકિત પામ્યા.
મુનિની વિરાધનાથી જે સાતમી નરકનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બંધાયું હતું તે સ્થિતિ તોડી નાખી અને પહેલી નરકની ૮૪ હજાર વર્ષની સ્થિતિ બંધાઈ ગઈ. ગતિ તો રહી પણ આયુની સ્થિતિ ઘટી ગઈ. હાલ શ્રેણીકનો જીવ નરકમાં છે. અઢી હજાર વર્ષ ગયાં છે અને ૮૧૧/
આવીને એમની માતાની સેવા કરશે.
સમકિત થયા પછી શ્રેણીકે ભગવાનની સભામાં જઈ દિવ્ય દેશના સાંભળી અને ત્યાં ક્ષાયિક સમકિત પામીને તીર્થંકર ગોત્ર બાંધ્યું. આ શ્રેણીક રાજાને હજારો રાણીઓ હતી, હજારો રાજાઓ સેવા કરતા હતા, હીરાજડિત સિંહાસન પર બિરાજતા, ઇત્યાદિ પ્રકારે રાગ તો હતો પણ અંદર સાથે સમકિત પણ હતું. હું તો પૂર્ણાનંદનો નાથ છું, રાગ છે તે ચીજ મારી નથી, પર્યાયમાં અપૂર્ણતા છે એ પણ હું નથી એવું
PDF/HTML Page 1659 of 4199
single page version
નિર્મળ શ્રદ્ધાન અને અતીન્દ્રિય આનંદના વેદન સહિત આત્મપ્રતીતિ અને જ્ઞાન હતાં. અહીં એ સમકિત અને આનંદ જે હતાં એ તો મોક્ષનું કારણ કહ્યું અને જે અવશેષ રાગ હતો એને બંધનું કારણ કહ્યું. આ રીતે જ્ઞાનીને એકસાથે કર્મધારા અને જ્ઞાનધારા બન્ને હોય છે, કેવળીને એકલી જ્ઞાનધારા છે અને અજ્ઞાનીને એકલી કર્મધારા હોય છે. આશય એમ છે કે-જ્ઞાનીને જેટલી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્મળ પરિણતિ થાય તે એકાન્તે મોક્ષનું જ કારણ છે, બંધનું નહિ અને તેને જેટલો શુભાશુભ રાગ છે તે એકાન્તે બંધનું જ કારણ છે અને બીલકુલ મોક્ષનું નહિ.
‘જ્યાં સુધી યથાખ્યાતચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિને બે ધારા રહે છે- શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા.’
શું કહ્યું? કે સમ્યગ્દ્રષ્ટિને આત્માનું દર્શન થયું, ભાન (-જ્ઞાન) થયું અને અંશે શુદ્ધનું પરિણમન પણ થયું પણ પરિપૂર્ણ શુદ્ધનું પરિણમન-યથાખ્યાતચારિત્ર ન થાય ત્યાં સુધી બે ધારા રહે છે; એક શુભાશુભ કર્મધારા એટલે રાગધારા અને બીજી જ્ઞાનધારા. અહીં રાગધારામાં એકલી શુભ લીધી નથી પણ શુભ અને અશુભ બેય હોય છે અને જ્ઞાનધારા, રાગથી ભિન્ન એવી આત્મજ્ઞાનની ધારા પણ વહે છે.
‘તે બન્ને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી.’
શુદ્ધ ચૈતન્યસ્વભાવના અવલંબનથી પ્રગટેલી સમ્યગ્દર્શનની જ્ઞાનધારા અને પરના અવલંબનથી પ્રગટેલી શુભાશુભ ભાવની રાગધારા-એ બેય એક સમયે રહેવામાં વિરોધ નથી. જેમ સમ્યગ્જ્ઞાન અને મિથ્યાજ્ઞાનને સાથે રહેવામાં પરસ્પર વિરોધ છે એમ અહીં નથી. જેમ મિથ્યાજ્ઞાન હોય ત્યાં સમ્યગ્જ્ઞાન ન હોય અને સમ્યગ્જ્ઞાન હોય ત્યાં મિથ્યાજ્ઞાન ન હોય એવું અહીં નથી. અહીં તો કર્મસામાન્ય એટલે પુણ્ય-પાપના ભાવ અને જ્ઞાનને સાથે રહેવામાં વિરોધ નથી એમ કહે છે.
સમકિતીને ચોથે ગુણસ્થાને લડાઈના ભાવ પણ હોય છે અને પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન હોય છે. એ અશુભ રાગની ધારા છે, અને સમ્યગ્દર્શન-જ્ઞાન અને અંશે સ્થિરતા છે તે જ્ઞાનધારા છે. રાગની અશાંતિની ધારા છે અને સમ્યગ્દર્શન-જ્ઞાનની શાંતિની ધારા છે. હવે કહે છે-
‘તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે.’
આવી સ્થિતિમાં કર્મ એટલે પુણ્ય-પાપના ભાવ બંધનું કાર્ય કરે છે અને સ્વભાવના અવલંબને પ્રગટેલાં જે દર્શન-જ્ઞાન તે શુદ્ધતા અને શુદ્ધતાની વૃદ્ધિનું અર્થાત્ સંવર-નિર્જરાનું કામ કરે છે. સાધકને એક સમયે બેય હોય છે અને બેયનું કામ ભિન્ન-ભિન્ન છે.
PDF/HTML Page 1660 of 4199
single page version
વીતરાગને કર્મધારા હોતી નથી, એકલી જ્ઞાનધારા છે; મિથ્યાદ્રષ્ટિને જ્ઞાનધારા હોતી નથી, એકલી કર્મધારા હોય છે. અહા! જેને ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો ચૈતન્યપ્રકાશ પર્યાયમાં પ્રગટયો નથી એવા મિથ્યાત્વી જીવને એકલી કર્મધારા-રાગધારા વર્તે છે. તેને કેવળ બંધ જ છે. અહીં સાધકને બેય ધારા સાથે હોય છે એની વાત છે. સાધકને-જ્ઞાનીને જે શુભ- અશુભ ભાવ આવે છે તે બંધનું કારણ બને છે. એને જે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિના ભાવ વર્તે છે તે બંધનું કારણ બને છે, મોક્ષનું નહિ. જે બંધનું કારણ છે અને જે હેય છે તે મોક્ષનું સાધન કેમ હોય? (ન હોય).
પ્રશ્નઃ– પંચાસ્તિકાયમાં એને સાધન કહ્યું છે ને?
ઉત્તરઃ– એ તો ધર્મીને એવા શુભભાવ નિશ્ચયધર્મની સાથે સહવર્તી હોય છે એનું જ્ઞાન કરાવવા એને ઉપચારથી સાધન કહ્યું છે. ખરેખર એ સાધન નથી. નિશ્ચયથી જેને સ્વરૂપની દ્રષ્ટિ અને અનુભવ થયાં છે એવા જીવને બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય છે. એ રાગને વ્યવહારથી વ્યવહાર સમકિત કહ્યું છે પણ તેથી કાંઈ એ સમકિત નથી. એ તો રાગ જ છે અને બંધનું જ કારણ છે. ભાઈ! જેટલું સ્વાવલંબન પ્રગટયું છે એટલો સંવર-નિર્જરારૂપ મોક્ષમાર્ગ છે અને જેટલો પરાવલંબી ભાવ છે તે ચાહે તો ભગવાનની ભક્તિરૂપે હો, કે વ્રત- તપરૂપે હો, એ પરાવલંબી ભાવ બંધનું જ કારણ છે, મોક્ષનું સાધન નથી. એને સાધન કહેવું એ તો ઉપચારમાત્ર છે. નિશ્ચય અને વ્યવહારનું બધે આ પ્રમાણે લક્ષણ સમજવું. મોક્ષમાર્ગપ્રકાશકમાં પંડિત પ્રવર ટોડરમલજીએ આનો સરસ ખુલાસો કર્યો છે. (પાનું ૨પ૩- ૨પપ-૨પ૬).
શ્રીમદ રાજચંદ્રે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે -‘એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.’ પરમાર્થનો પંથ એક જ હોય. પોતાની શુદ્ધ ચૈતન્યસ્વભાવમય જે વસ્તુ તેનું અવલંબન-આશ્રય લેવાથી જે દશા પ્રગટ થાય તે એક જ મોક્ષનો માર્ગ છે. બે મોક્ષમાર્ગ છે જ નહિ. બેનું તો નિરૂપણ હોય છે, પણ એમાં એક તો યથાર્થનું નિરૂપણ છે અને બીજું આરોપિત કથન છે. બે મોક્ષમાર્ગ માનવા એ તો ભ્રમ છે.
ત્યારે કોઈ પંડિત વળી અત્યારે એમ કહે છે કે બે મોક્ષમાર્ગ ન માને એ ભ્રમ છે. અરે ભગવાન! તું આ શું કહે છે? તારા હિતની વાત તો અહીં આ કહી છે કે-‘જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય-કષાયના વિકલ્પો કે વ્રત-નિયમના વિકલ્પો-શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં-કર્મબંધનું કારણ છે.’
સમકિતીને પાંચમે ગુણસ્થાને તીર્થંકર જેવાને પણ અશુભભાવ હોય છે. ઉત્તર પુરાણમાં પાઠ છે કે-કોઈ તીર્થંકર ચક્રવર્તી કે કામદેવ હોય તે આઠમા વર્ષે પંચમ