Pravachansar (Gujarati). Charananuyogsuchak Chulika; Acharan Pragyapan; Gatha: 201-210.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 21 of 28

 

Page 370 of 513
PDF/HTML Page 401 of 544
single page version

जैनं ज्ञानं ज्ञेयतत्त्वप्रणेतृ
स्फीतं शब्दब्रह्म सम्यग्विगाह्य
संशुद्धात्मद्रव्यमात्रैकवृत्त्या
नित्यं युक्तैः स्थीयतेऽस्माभिरेवम्
।।१०।।
ज्ञेयीकुर्वन्नञ्जसासीमविश्वं
ज्ञानीकुर्वन् ज्ञेयमाक्रान्तभेदम्
आत्मीकुर्वन् ज्ञानमात्मान्यभासि
स्फू र्जत्यात्मा ब्रह्म सम्पद्य सद्यः
।।११।।
दंसणसंसुद्धाणं सम्मण्णाणोवजोगजुत्ताणं
अव्वाबाधरदाणं णमो णमो सिद्धसाहूणं ।।“१४।।

णमो णमो नमो नमः पुनः पुनर्नमस्करोमीति भक्ति प्रकर्षं दर्शयति केभ्यः सिद्धसाहूणं सिद्धसाधुभ्यः सिद्धशब्दवाच्यस्वात्मोपलब्धिलक्षणार्हत्सिद्धेभ्यः, साधुशब्दवाच्यमोक्षसाधकाचार्यो- पाध्यायसाधुभ्यः पुनरपि कथंभूतेभ्यः दंसणसंसुद्धाणं मूढत्रयादिपञ्चविंशतिमलरहितसम्यग्दर्शन- संशुद्धेभ्यः पुनरपि कथंभूतेभ्यः सम्मण्णाणोवजोगजुत्ताणं संशयादिरहितं सम्यग्ज्ञानं, तस्योपयोगः सम्यग्ज्ञानोपयोगः, योगो निर्विकल्पसमाधिर्वीतरागचारित्रमित्यर्थः, ताभ्यां युक्ताः सम्यग्ज्ञानोपयोग- युक्तास्तेभ्यः पुनश्च किंरूपेभ्यः अव्वाबाधरदाणं सम्यग्ज्ञानादिभावनोत्पन्नाव्याबाधानन्तसुख- रतेभ्यश्च ।।“ “ “ “ “

१४।। इति नमस्कारगाथासहितस्थलचतुष्टयेन चतुर्थविशेषान्तराधिकारः समाप्तः एवं

[હવે શ્લોક દ્વારા જિનભગવંતે કહેલા શબ્દબ્રહ્મના સમ્યક્ અભ્યાસનું ફળ કહેવામાં આવે છેઃ]

[અર્થઃ] એ રીતે જ્ઞેયતત્ત્વને સમજાવનારા જૈન જ્ઞાનમાંવિશાળ શબ્દબ્રહ્મમાં સમ્યક્પણે અવગાહન કરીને (ડૂબકી મારીને, ઊંડા ઊતરીને, નિમગ્ન થઈને), અમે માત્ર શુદ્ધ આત્મદ્રવ્યરૂપ જે એક વૃત્તિ (પરિણતિ) તેનાથી સદા યુક્ત રહીએ છીએ.

[હવે શ્લોક દ્વારા મુક્ત આત્માના જ્ઞાનનો મહિમા કરીને જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન અધિકારની પૂર્ણાહુતિ કરવામાં આવે છેઃ]

[અર્થઃ] આત્મા બ્રહ્મને (પરમાત્મપણાને, સિદ્ધત્વને) શીઘ્ર પામીને, અસીમ (અનંત) વિશ્વને ઝડપથી (એક સમયમાં) જ્ઞેયરૂપ કરતો, ભેદોને પામેલાં જ્ઞેયોને જ્ઞાનરૂપ કરતો (અર્થાત્ અનેક પ્રકારનાં જ્ઞેયોને જ્ઞાનમાં જાણતો) અને સ્વપરપ્રકાશક જ્ઞાનને આત્મારૂપ કરતો, પ્રગટ -દેદીપ્યમાન થાય છે. શાલિની છંદ


Page 371 of 513
PDF/HTML Page 402 of 544
single page version

द्रव्यानुसारि चरणं चरणानुसारि
द्रव्यं मिथो द्वयमिदं ननु सव्यपेक्षम्
तस्मान्मुमुक्षुरधिरोहतु मोक्षमार्गं
द्रव्यं प्रतीत्य यदि वा चरणं प्रतीत्य
।।१२।।

इति तत्त्वदीपिकायां प्रवचनसारवृत्तौ श्रीमदमृतचन्द्रसूरिविरचितायां ज्ञेयतत्त्वप्रज्ञापनो नाम द्वितीयः श्रुतस्कन्धः समाप्तः ।।२।। ‘अत्थित्तणिच्छिदस्स हि’ इत्याद्येकादशगाथापर्यन्तं शुभाशुभशुद्धोपयोगत्रयमुख्यत्वेन प्रथमो विशेषान्तराधिकारस्तदनन्तरं ‘अपदेसो परमाणू पदेसमेत्तो य’ इत्यादिगाथानवकपर्यन्तं पुद्गलानां परस्परबन्धमुख्यत्वेन द्वितीयो विशेषान्तराधिकारस्ततः परं ‘अरसमरूवं’ इत्याद्येकोनविंशतिगाथापर्यन्तं जीवस्य पुद्गलकर्मणा सह बन्धमुख्यत्वेन तृतीयो विशेषान्तराधिकारस्ततश्च ‘ण चयदि जो दु ममत्तिं’ इत्यादिद्वादशगाथापर्यन्तं विशेषभेदभावनाचूलिकाव्याख्यानरूपश्चतुर्थो विशेषान्तराधिकार इत्येकाधिक- पञ्चाशद्गाथाभिर्विशेषान्तराधिकारचतुष्टयेन विशेषभेदभावनाभिधानश्चतुर्थोऽन्तराधिकारः समाप्तः

इति श्रीजयसेनाचार्यकृतायां तात्पर्यवृत्तौ ‘तम्हा तस्स णमाइं’ इत्यादिपञ्चत्रिंशद्गाथापर्यन्तं सामान्यज्ञेयव्याख्यानं, तदनन्तरं ‘दव्वं जीवं’ इत्याद्येकोनविंशतिगाथापर्यन्तं जीवपुद्गलधर्मादिभेदेन विशेषज्ञेयव्याख्यानं, ततश्च ‘सपदेसेहिं समग्गो’ इत्यादिगाथाष्टकपर्यन्तं सामान्यभेदभावना, ततः परं ‘अत्थित्तणिच्छिदस्स हि’ इत्याद्येकाधिक पञ्चाशद्गाथापर्यन्तं विशेषभेदभावना चेत्यन्तराधिकारचतुष्टयेन त्रयोदशाधिकशतगाथाभिः सम्यग्दर्शनाधिकारनामा ज्ञेयाधिकारापरसंज्ञो द्वितीयो महाधिकारः समाप्तः ।।२।।

[હવે શ્લોક દ્વારા, દ્રવ્ય અને ચરણનો સંબંધ બતાવી, જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન નામના દ્વિતીય અધિકારની અને ચરણાનુયોગસૂચક ચૂલિકા નામના તૃતીય અધિકારની સંધિ દર્શાવવામાં આવે છેઃ]

[અર્થઃ] ચરણ દ્રવ્યાનુસાર હોય છે અને દ્રવ્ય ચરણાનુસાર હોય છેએ રીતે તે બન્ને પરસ્પર અપેક્ષાસહિત છે; તેથી કાં તો દ્રવ્યનો આશ્રય કરીને અથવા તો ચરણનો આશ્રય કરીને મુમુક્ષુ (જ્ઞાની, મુનિ) મોક્ષમાર્ગમાં આરોહણ કરો.

આમ (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસાર શાસ્ત્રની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત તત્ત્વદીપિકા નામની ટીકામાં જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન નામનો દ્વિતીય શ્રુતસ્કંધ સમાપ્ત થયો.

વસંતતિલકા છંદ


Page 372 of 513
PDF/HTML Page 403 of 544
single page version

ચરણાનુયોગસૂચક ચૂલિકા

अथ परेषां चरणानुयोगसूचिका चूलिका
तत्र
द्रव्यस्य सिद्धौ चरणस्य सिद्धिः
द्रव्यस्य सिद्धिश्चरणस्य सिद्धौ
बुद्ध्वेति कर्माविरताः परेऽपि
द्रव्याविरुद्धं चरणं चरन्तु
।।१३।।
इति चरणाचरणे परान् प्रयोजयति

कार्यं प्रत्यत्रैव ग्रन्थः समाप्त इति ज्ञातव्यम् कस्मादिति चेत् ‘उवसंपयामि सम्मं’ इति प्रतिज्ञासमाप्तेः अतःपरं यथाक्रमेण सप्ताधिकनवतिगाथापर्यन्तं चूलिकारूपेण चारित्राधिकारव्याख्यानं प्रारभ्यते तत्र तावदुत्सर्गरूपेण चारित्रस्य संक्षेपव्याख्यानम् तदनन्तरमपवादरूपेण तस्यैव चारित्रस्य विस्तरव्याख्यानम् ततश्च श्रामण्यापरनाममोक्षमार्गव्याख्यानम् तदनन्तरं शुभोपयोगव्याख्यान- मित्यन्तराधिकारचतुष्टयं भवति तत्रापि प्रथमान्तराधिकारे पञ्च स्थलानि ‘एवं पणमिय सिद्धे’ इत्यादिगाथासप्तकेन दीक्षाभिमुखपुरुषस्य दीक्षाविधानकथनमुख्यतया प्रथमस्थलम् अतःपरं ‘वदसमिदिंदिय’ इत्यादि मूलगुणकथनरूपेण द्वितीयस्थले गाथाद्वयम् तदनन्तरं गुरुव्यवस्थाज्ञापनार्थं

હવે બીજાઓને ચરણાનુયોગ સૂચવનારી ચૂલિકા છે.

[તેમાં પ્રથમ શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ શ્લોક દ્વારા હવેની ગાથાની ઉત્થાનિકા કરે છેઃ] [અર્થઃ] દ્રવ્યની સિદ્ધિમાં ચરણની સિદ્ધિ છે અને ચરણની સિદ્ધિમાં દ્રવ્યની સિદ્ધિ છેએમ જાણીને, કર્મથી (શુભાશુભ ભાવોથી) નહિ વિરમેલા બીજાઓ પણ દ્રવ્યથી અવિરુદ્ધ ચરણ (ચારિત્ર) આચરો.

આમ (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ હવેની ગાથા દ્વારા) બીજાઓને ચરણ આચરવામાં જોડે છે. *ઇન્દ્રવજ્રા છંદ ૧. ચૂલિકા = શાસ્ત્રમાં નહિ કહેવાઈ ગયેલાનું વ્યાખ્યાન કરવું અથવા કહેવાઈ ગયેલાનું વિશેષ વ્યાખ્યાન

કરવું અથવા બન્નેનું યથાયોગ્ય વ્યાખ્યાન કરવું તે.

Page 373 of 513
PDF/HTML Page 404 of 544
single page version

‘एस सुरासुरमणुसिंदवंदिदं धोदघाइकम्ममलं पणमामि वड्ढमाणं तित्थं धम्मस्स कत्तारं ।। सेसे पुण तित्थयरे ससव्वसिद्धे विसुद्धसब्भावे समणे य णाणदंसणचरित्ततव- वीरियायारे ।। ते ते सव्वे समगं समगं पत्तेगमेव पत्तेगं वंदामि य वट्टंते अरहंते माणुसे खेत्ते ।।

एवं पणमिय सिद्धे जिणवरवसहे पुणो पुणो समणे
पडिवज्जदु सामण्णं जदि इच्छदि दुक्खपरिमोक्खं ।।२०१।।

‘लिंगग्गहणे’ इत्यादि एका गाथा, तथैव प्रायश्चित्तकथनमुख्यतया ‘पयदम्हि’ इत्यादि गाथाद्वयमिति समुदायेन तृतीयस्थले गाथात्रयम् अथाचारादिशास्त्रकथितक्रमेण तपोधनस्य संक्षेपसमाचारकथनार्थं ‘अधिवासे व’ इत्यादि चतुर्थस्थले गाथात्रयम् तदनन्तरं भावहिंसाद्रव्यहिंसापरिहारार्थं ‘अपयत्ता वा चरिया’ इत्यादि पञ्चमस्थले सूत्रषट्कमित्येकविंशतिगाथाभिः स्थलपञ्चकेन प्रथमान्तराधिकारे समुदायपातनिका तद्यथाअथासन्नभव्यजीवांश्चारित्रे प्रेरयतिपडिवज्जदु प्रतिपद्यतां स्वीकरोतु किम् सामण्णं श्रामण्यं चारित्रम् यदि किम् इच्छदि जदि दुक्खपरिमोक्खं यदि चेत् दुःखपरिमोक्षमिच्छति स कः कर्ता परेषामात्मा कथं प्रतिपद्यताम् एवं एवं पूर्वोक्तप्रकारेण ‘एस सुरासुरमणुसिंद’ इत्यादिगाथापञ्चकेन पञ्चपरमेष्ठिनमस्कारं कृत्वा ममात्मना दुःखमोक्षार्थिनान्यैः पूर्वोक्तभव्यैर्वा यथा तच्चारित्रं प्रतिपन्नं तथा प्रतिपद्यताम् किं कृत्वा पूर्वम् पणमिय प्रणम्य कान् सिद्धे अञ्ञनपादुकादिसिद्धिविलक्षणस्वात्मोपलब्धिसिद्धिसमेतसिद्धान् जिणवरवसहे सासादनादिक्षीण-

[હવે ગાથા શરૂ કર્યા પહેલાં તેની સાથે સંધિને અર્થે શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવા માટે નીચે પ્રમાણે જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન અધિકારની પહેલી ત્રણ ગાથાઓ લખી છેઃ]

‘एस सुरासुरमणुसिंदवंदिदं धोदघाइकम्ममलं पणमामि वड्ढमाणं तित्थं धम्मस्स कत्तारं ।। सेसे पुण तित्थयरे ससव्वसिद्धे विसुद्धसब्भावे समणे य णाणदंसणचरित्ततव- वीरियायारे ।। ते ते सव्वे समगं समगं पत्तेगमेव पत्तेगं वंदामि य वट्टंते अरहंते माणुसे खेत्ते ।।

[હવે આ અધિકારની ગાથા શરૂ કરવામાં આવે છેઃ]
એ રીત પ્રણમી સિદ્ધ, જિનવરવૃષભ, મુનિને ફરી ફરી,
શ્રામણ્ય અંગીકૃત કરો, અભિલાષ જો દુખમુક્તિની.૨૦૧.
આ ત્રણ ગાથાઓના અર્થ માટે પાંચમું પાનું જુઓ.

Page 374 of 513
PDF/HTML Page 405 of 544
single page version

एवं प्रणम्य सिद्धान् जिनवरवृषभान् पुनः पुनः श्रमणान्
प्रतिपद्यतां श्रामण्यं यदीच्छति दुःखपरिमोक्षम् ।।२०१।।

यथा ममात्मना दुःखमोक्षार्थिना, ‘किच्चा अरहंताणं सिद्धाणं तह णमो गणहराणं अज्झावयवग्गाणं साहूणं चेव सव्वेसिं ।। तेसिं विसुद्धदंसणणाणपहाणासमं समासेज्ज उवसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती ।।’ इति अर्हत्सिद्धाचार्योपाध्यायसाधूनां प्रणति- वन्दनात्मकनमस्कारपुरःसरं विशुद्धदर्शनज्ञानप्रधानं साम्यनाम श्रामण्यमवान्तरग्रन्थसन्दर्भोभय- सम्भावितसौस्थित्यं स्वयं प्रतिपन्नं, परेषामात्मापि यदि दुःखमोक्षार्थी तथा तत्प्रतिपद्यताम् यथानुभूतस्य तत्प्रतिपत्तिवर्त्मनः प्रणेतारो वयमिमे तिष्ठाम इति ।।२०१।। कषायान्ता एकदेशजिना उच्यन्ते, शेषाश्चानागारकेवलिनो जिनवरा भण्यन्ते, तीर्थंकरपरमदेवाश्च जिनवरवृषभा इति, तान् जिनवरवृषभान् न केवलं तान् प्रणम्य, पुणो पुणो समणे चिच्चमत्कारमात्र- निजात्मसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपनिश्चयरत्नत्रयाचरणप्रतिपादनसाधकत्वोद्यतान् श्रमणशब्दवाच्याना- चार्योपाध्यायसाधूंश्च पुनः पुनः प्रणम्येति किंच पूर्वं ग्रन्थप्रारम्भकाले साम्यमाश्रयामीति

અન્વયાર્થઃ[यदि दुःखपरिमोक्षम् इच्छति] જો દુઃખથી પરિમુક્ત થવાની ઇચ્છા હોય તો, [एवं] પૂર્વોક્ત રીતે (જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની પહેલી ત્રણ ગાથાઓ પ્રમાણે) [पुनः पुनः] ફરી ફરીને [सिद्धान्] સિદ્ધોને, [जिनवरवृषभान्] જિનવરવૃષભોને (-અર્હંતોને) તથા [श्रमणान्] શ્રમણોને [प्रणम्य] પ્રણમીને, [श्रामण्यं प्रतिपद्यताम्] (જીવ) શ્રામણ્યને અંગીકાર કરો.

ટીકાઃદુઃખથી મુક્ત થવાના અર્થી એવા મારા આત્માએ જે રીતે *किच्चा अरहंताणं सिद्धाणं तह णमो गणहराणं अज्झावयवग्गाणं साहूणं चेव सव्वेसिं ।। तेसिं विसुद्धदंसण- णाणपहाणासमं समासेज्ज उवसंपयामि सम्मं जत्तो णिव्वाणसंपत्ती ।। એમ અર્હંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો તથા સાધુઓને પ્રણામ -વંદનાત્મક નમસ્કારપૂર્વક વિશુદ્ધદર્શનજ્ઞાન- પ્રધાન સામ્ય નામના શ્રામણ્યનેકે જેનું આ ગ્રંથની અંદર આવી ગયેલા (જ્ઞાનતત્ત્વ - પ્રજ્ઞાપન અને જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન નામના) બે અધિકારોની રચના વડે સુસ્થિતપણું થયું છે તેનેપોતે અંગીકાર કર્યું, તે રીતે બીજાનો આત્મા પણ, જો તે દુઃખથી મુક્ત થવાનો અર્થી હોય તો, તેને અંગીકાર કરો. તેને (શ્રામણ્યને) અંગીકાર કરવાનો જે યથાનુભૂત માર્ગ તેના પ્રણેતા અમે આ ઊભા. ૨૦૧. *આ, જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપનની ચોથી ને પાંચમી ગાથાઓ છે. અર્થ માટે છટ્ઠું પાનું જુઓ. ૧. નમસ્કાર પ્રણામ -વંદનમય છે. [વિશેષ માટે ત્રીજા પાનાનું પદટિપ્પણ જુઓ.] ૨. વિશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન = વિશુદ્ધ દર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન છે એવું. [સામ્ય નામના શ્રામણ્યમાં

વિશુદ્ધ દર્શન અને જ્ઞાન પ્રધાન છે.] ૩. સુસ્થિતપણું = સારી સ્થિતિ; આબાદી; દ્રઢપણું. ૪. યથાનુભૂત = જેવો (અમે) અનુભવ્યો છે તેવો


Page 375 of 513
PDF/HTML Page 406 of 544
single page version

अथ श्रमणो भवितुमिच्छन् पूर्वं किं किं करोतीत्युपदिशति
आपिच्छ बंधुवग्गं विमोचिदो गुरुकलत्तपुत्तेहिं
आसिज्ज णाणदंसणचरित्ततववीरियायारं ।।२०२।।
आपृच्छय बन्धुवर्गं विमोचितो गुरुकलत्रपुत्रैः
आसाद्य ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारम् ।।२०२।।

यो हि नाम श्रमणो भवितुमिच्छति स पूर्वमेव बन्धुवर्गमापृच्छते, गुरुकलत्रपुत्रेभ्य आत्मानं विमोचयति, ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारमासीदति तथाहिएवं बन्धुवर्ग- मापृच्छते, अहो इदंजनशरीरबन्धुवर्गवर्तिन आत्मानः, अस्य जनस्य आत्मा न किञ्चनापि युष्माकं भवतीति निश्चयेन यूयं जानीत; तत आपृष्टा यूयं; अयमात्मा अद्योद्भिन्नज्ञानज्योतिः शिवकुमारमहाराजनामा प्रतिज्ञां करोतीति भणितम्, इदानीं तु ममात्मना चारित्रं प्रतिपन्नमिति पूर्वापरविरोधः परिहारमाहग्रन्थप्रारम्भात्पूर्वमेव दीक्षा गृहीता तिष्ठति, परं किंतु ग्रन्थकरणव्याजेन क्वाप्यात्मानं भावनापरिणतं दर्शयति, क्वापि शिवकुमारमहाराजं, क्वाप्यन्यं भव्यजीवं वा तेन कारणेनात्र ग्रन्थे पुरुषनियमो नास्ति, कालनियमो नास्तीत्यभिप्रायः ।।२०१।। अथ श्रमणो भवितुमिच्छन्पूर्वं क्षमितव्यं करोति‘उवठ्ठिदो होदि सो समणो’ इत्यग्रे षष्ठगाथायां यद्वयाख्यानं तिष्ठति तन्मनसि धृत्वा पूर्वं किं कृत्वा श्रमणो भविष्यतीति व्याख्यातिआपिच्छ आपृच्छय पृष्टवा कम्

હવે શ્રમણ થવા ઇચ્છનાર પહેલાં શું શું કરે છે તે ઉપદેશે છેઃ
બંધુજનોની વિદાય લઈ, સ્ત્રી -પુત્ર -વડીલોથી છૂટી,
દ્રગ -જ્ઞાન -તપ -ચારિત્ર -વીર્યાચાર અંગીકૃત કરી,૨૦૨.

અન્વયાર્થઃ(શ્રામણ્યાર્થી) [बन्धुवर्गम् आपृच्छय] બંધુવર્ગની વિદાય લઈને, [गुरुकलत्रपुत्रैः विमोचितः] વડીલો, સ્ત્રી અને પુત્રથી મુક્ત કરવામાં આવ્યો થકો, [ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारम् आसाद्य] જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને અંગીકાર કરીને...

ટીકાઃજે શ્રમણ થવા ઇચ્છે છે, તે પહેલાં જ બંધુવર્ગની (સગાંસંબંધીની) વિદાય લે છે, વડીલો, સ્ત્રી અને પુત્રથી પોતાને છોડાવે છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારને અંગીકાર કરે છે. તે આ પ્રમાણેઃ

આ રીતે બંધુવર્ગની વિદાય લે છેઃ અહો આ પુરુષના શરીરના બંધુવર્ગમાં વર્તતા આત્માઓ ! આ પુરુષનો આત્મા જરા પણ તમારો નથી એમ નિશ્ચયથી તમે જાણો. તેથી


Page 376 of 513
PDF/HTML Page 407 of 544
single page version

आत्मानमेवात्मनोऽनादिबन्धुमुपसर्पति अहो इदंजनशरीरजनकस्यात्मन्, अहो इदंजनशरीर- जनन्या आत्मन्, अस्य जनस्यात्मा न युवाभ्यां जनितो भवतीति निश्चयेन युवां जानीतं; तत इममात्मानं युवां विमुञ्चतं; अयमात्मा अद्योद्भिन्नज्ञानज्योतिः आत्मानमेवात्मनो- ऽनादिजनकमुपसर्पति अहो इदंजनशरीररमण्या आत्मन्, अस्य जनस्यात्मानं न त्वं रमय- सीति निश्चयेन त्वं जानीहि; तत इममात्मानं विमुञ्च; अयमात्मा अद्योद्भिन्नज्ञानज्योतिः स्वानुभूतिमेवात्मनोऽनादिरमणीमुपसर्पति अहो इदंजनशरीरपुत्रस्यात्मन्, अस्य जनस्यात्मनो न त्वं जन्यो भवसीति निश्चयेन त्वं जानीहि; तत इममात्मानं विमुञ्च; अयमात्मा अद्योद्भिन्नज्ञानज्योतिः आत्मानमेवात्मनोऽनादिजन्यमुपसर्पति एवं गुरुकलत्रपुत्रेभ्य आत्मानं बंधुवग्गं बन्धुवर्गं गोत्रम् ततः कथंभूतो भवति विमोचिदो विमोचितस्त्यक्तो भवति कैः कर्तृभूतैः गुरुकलत्तपुत्तेहिं पितृमातृकलत्रपुत्रैः पुनरपि किं कृत्वा श्रमणो भविष्यति आसिज्ज आसाद्य आश्रित्य कम् णाणदंसणचरित्ततववीरियायारं ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारमिति अथ विस्तरःअहो बन्धुवर्ग- पितृमातृकलत्रपुत्राः, अयं मदीयात्मा सांप्रतमुद्भिन्नपरमविवेकज्योतिस्सन् स्वकीयचिदानन्दैकस्वभावं परमात्मानमेव निश्चयनयेनानादिबन्धुवर्गं पितरं मातरं कलत्रं पुत्रं चाश्रयति, तेन कारणेन मां मुञ्चत यूयमिति क्षमितव्यं करोति ततश्च किं करोति परमचैतन्यमात्रनिजात्मतत्त्वसर्वप्रकारोपादेय- रुचिपरिच्छित्तिनिश्चलानुभूतिसमस्तपरद्रव्येच्छानिवृत्तिलक्षणतपश्चरणस्वशक्त्यनवगूहनवीर्याचाररूपं હું તમારી વિદાય લઉં છું. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ બંધુ તેની પાસે જાય છે.

અહો આ પુરુષના શરીરના જનકના આત્મા! અહો આ પુરુષના શરીરની જનનીના આત્મા! આ પુરુષનો આત્મા તમારાથી જનિત નથી એમ નિશ્ચયથી તમે જાણો. તેથી આ આત્માને તમે છોડો. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ જનક તેની પાસે જાય છે. અહો આ પુરુષના શરીરની રમણીના આત્મા! આ પુરુષના આત્માને તું રમાડતો નથી એમ નિશ્ચયથી તું જાણ. તેથી આ આત્માને તું છોડ. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે સ્વાનુભૂતિરૂપી જે પોતાની અનાદિ રમણી તેની પાસે જાય છે. અહો આ પુરુષના શરીરના પુત્રના આત્મા! આ પુરુષના આત્માનો તું જન્ય નથી એમ નિશ્ચયથી તું જાણ. તેથી આ આત્માને તું છોડ. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ જન્ય તેની પાસે જાય છે.આ રીતે વડીલો, સ્ત્રી અને પુત્રથી પોતાને છોડાવે છે.

(અહીં એમ સમજવું કે, જે કોઈ જીવ મુનિ થવા ઇચ્છે છે, તે કુટુંબથી સર્વ પ્રકારે વિરક્ત જ હોય છે તેથી કુટુંબની સંમતિથી જ મુનિ થવાનો નિયમ નથી. એમ કુટુંબના ભરોસે ૧. જનક = પિતા. ૨.જન્ય = જન્મવાયોગ્ય; ઉત્પન્ન થવા યોગ્ય; સંતાન.


Page 377 of 513
PDF/HTML Page 408 of 544
single page version

विमोचयति तथा अहो कालविनयोपधानबहुमानानिह्नवार्थव्यञ्जनतदुभयसम्पन्नत्वलक्षण- ज्ञानाचार, न शुद्धस्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि, तथापि त्वां तावदासीदामि यावत्त्वत्प्रसादात् शुद्धमात्मानमुपलभे अहो निःशङ्कितत्वनिःकाङ्क्षितत्वनिर्विचिकित्सत्वनिर्मूढ- दृष्टित्वोपबृंहणस्थितिकरणवात्सल्यप्रभावनालक्षणदर्शनाचार, न शुद्धस्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि, तथापि त्वां तावदासीदामि यावत् त्वत्प्रसादात् शुद्धमात्मानमुपलभे अहो मोक्षमार्गप्रवृत्तिकारणपञ्चमहाव्रतोपेतकायवाङ्मनोगुप्तीर्याभाषैषणादाननिक्षेपणप्रतिष्ठापनसमिति- लक्षणचारित्राचार, न शुद्धस्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि, तथापि त्वां तावदासीदामि यावत्त्वत्प्रसादात् शुद्धमात्मानमुपलभे अहो अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्याग- विविक्तशय्यासनकायक्लेशप्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायध्यानव्युत्सर्गलक्षणतप आचार, न निश्चयपञ्चाचारमाचारादिचरणग्रन्थकथिततत्साधकव्यवहारपञ्चाचारं चाश्रयतीत्यर्थः अत्र यद्गोत्रादिभिः सह क्षमितव्यव्याख्यानं कृतं तदत्रातिप्रसंगनिषेधार्थम् तत्र नियमो नास्ति कथमिति चेत् पूर्वकाले प्रचुरेण भरतसगररामपाण्डवादयो राजान एव जिनदीक्षां गृह्णन्ति, तत्परिवारमध्ये यदा कोऽपि मिथ्यादृष्टिर्भवति तदा धर्मस्योपसर्गं करोतीति यदि पुनः कोऽपि मन्यते गोत्रसम्मतं कृत्वा રહેવાથી તો, જો કુટુંબ કોઈ રીતે સંમતિ ન જ આપે તો મુનિ જ ન થઈ શકાય. આમ કુટુંબને રાજી કરીને જ મુનિપણું ધારણ કરવાનો નિયમ નહિ હોવા છતાં, કેટલાક જીવોને મુનિ થતાં પહેલાં વૈરાગ્યના કારણે કુટુંબને સમજાવવાની ભાવનાથી પૂર્વોક્ત પ્રકારનાં વચનો નીકળે છે. એવાં વૈરાગ્યનાં વચનો સાંભળી, કુટુંબમાં કોઈ અલ્પસંસારી જીવ હોય તો તે પણ વૈરાગ્યને પામે છે.)

(હવે નીચે પ્રમાણે પંચાચારને અંગીકાર કરે છેઃ) (જેવી રીતે બંધુવર્ગની વિદાય લીધી, વડીલો, સ્ત્રી અને પુત્રથી પોતાને છોડાવ્યો,) તેવી રીતેઅહો કાળ, વિનય, ઉપધાન, બહુમાન, અનિહ્નવ, અર્થ, વ્યંજન અને તદુભય -સંપન્ન જ્ઞાનાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો નિઃશંકિતત્વ, નિઃકાંક્ષિતત્વ, નિર્વિચિકિત્સત્વ, નિર્મૂઢદ્રષ્ટિત્વ, ઉપબૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવનાસ્વરૂપ દર્શનાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિના કારણભૂત, પંચમહાવ્રત સહિત કાય -વચન -મનગુપ્તિ અને ઈર્યા -ભાષા- એષણા -આદાનનિક્ષેપણ -પ્રતિષ્ઠાપનસમિતિસ્વરૂપ ચારિત્રાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, પ્ર. ૪૮


Page 378 of 513
PDF/HTML Page 409 of 544
single page version

शुद्धस्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि, तथापि त्वां तावदासीदामि यावत् त्वत्प्रसादात् शुद्धमात्मानमुपलभे अहो समस्तेतराचारप्रवर्तकस्वशक्त्यनिगूहनलक्षणवीर्याचार, न शुद्ध- स्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि, तथापि त्वां तावदासीदामि यावत्त्वत्प्रसादात् शुद्धमा- त्मानमुपलभे एवं ज्ञानदर्शनचारित्रतपोवीर्याचारमासीदति च ।।२०२।। पश्चात्तपश्चरणं करोमि तस्य प्रचुरेण तपश्चरणमेव नास्ति, कथमपि तपश्चरणे गृहीतेऽपि यदि गोत्रादि- ममत्वं करोति तदा तपोधन एव न भवति तथाचोक्त म्‘‘जो सकलणयररज्जं पुव्वं चइऊण कुणइ य ममत्तिं सो णवरि लिंगधारी संजमसारेण णिस्सारो’’ ।।२०२।। अथ जिनदीक्षार्थी भव्यो जैनाचार्य- माश्रयतिसमणं निन्दाप्रशंसादिसमचित्तत्वेन पूर्वसूत्रोदितनिश्चयव्यवहारपञ्चाचारस्याचरणाचारण- प्रवीणत्वात् श्रमणम् गुणड्ढं चतुरशीतिलक्षगुणाष्टादशसहस्रशीलसहकारिकारणोत्तमनिजशुद्धात्मानुभूति- गुणेनाढयं भृतं परिपूर्णत्वाद्गुणाढयम् कुलरूववयोविसिट्ठं लोकदुगुंच्छारहितत्वेन जिनदीक्षायोग्यं कुलं વિવિક્ત શય્યાસન, કાયક્લેશ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ- સ્વરૂપ તપાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. અહો સમસ્ત *ઇતર આચારમાં પ્રવર્તાવનારી સ્વશક્તિના અગોપનસ્વરૂપ વીર્યાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તોપણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું.આ રીતે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારને અંગીકાર કરે છે.

(સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જાણે છેઅનુભવે છે, અન્ય સમસ્ત વ્યવહારભાવોથી પોતાને ભિન્ન જાણે છે. જ્યારથી તેને સ્વ -પરના વિવેકરૂપ ભેદવિજ્ઞાન પ્રગટ થયું હતું ત્યારથી જ તે સકલ વિભાવભાવોનો ત્યાગ કરી ચૂક્યો છે અને ત્યારથી જ એણે ટંકોત્કીર્ણ નિજભાવ અંગીકાર કર્યો છે. તેથી તેને નથી કાંઈ ત્યાગવાનું રહ્યું કે નથી કાંઈ ગ્રહવાનુંઅંગીકાર કરવાનું રહ્યું. સ્વભાવદ્રષ્ટિની અપેક્ષાએ આમ હોવા છતાં, પર્યાયમાં તે પૂર્વબદ્ધ કર્મોના ઉદયના નિમિત્તે અનેક પ્રકારના વિભાવભાવોરૂપે પરિણમે છે. એ વિભાવપરિણતિ નહિ છૂટતી દેખીને તે આકુળવ્યાકુળ પણ થતો નથી તેમ જ સમસ્ત વિભાવપરિણતિને ટાળવાનો પુરુષાર્થ કર્યા વિના પણ રહેતો નથી. સકલ વિભાવપરિણતિ રહિત સ્વભાવદ્રષ્ટિના જોરરૂપ પુરુષાર્થથી ગુણસ્થાનોની પરિપાટીના સામાન્ય ક્રમ અનુસાર તેને પહેલાં અશુભ પરિણતિની હાનિ થાય છે અને પછી ધીમે ધીમે શુભ પરિણતિ પણ છૂટતી જાય છે. આમ હોવાથી તે શુભ રાગના ઉદયની ભૂમિકામાં ગૃહવાસનો અને કુટુંબનો ત્યાગી થઈ વ્યવહારરત્નત્રયરૂપ પંચાચારોને અંગીકાર કરે છે. જોકે જ્ઞાનભાવથી તે સમસ્ત શુભાશુભ ક્રિયાઓનો ત્યાગી છે તોપણ પર્યાયમાં શુભ રાગ નહિ છૂટતો હોવાથી તે પૂર્વોક્ત રીતે પંચાચારને ગ્રહણ કરે છે.) ૨૦૨. *ઇતર = અન્ય; વીર્યાચાર સિવાયના બીજા.


Page 379 of 513
PDF/HTML Page 410 of 544
single page version

अथातः कीदृशो भवतीत्युपदिशति
समणं गणिं गुणड्ढं कुलरूववयोविसिट्ठमिट्ठदरं
समणेहिं तं पि पणदो पडिच्छ मं चेदि अणुगहिदो ।।२०३।।
श्रमणं गणिनं गुणाढयं कुलरूपवयोविशिष्टमिष्टतरम्
श्रमणैस्तमपि प्रणतः प्रतीच्छ मां चेत्यनुगृहीतः ।।२०३।।

ततो हि श्रामण्यार्थी प्रणतोऽनुगृहीतश्च भवति तथाहिआचरिताचारितसमस्त- विरतिप्रवृत्तिसमानात्मरूपश्रामण्यत्वात् श्रमणं, एवंविधश्रामण्याचरणाचारणप्रवीणत्वात् गुणाढयं, भण्यते अन्तरङ्गशुद्धात्मानुभूतिज्ञापकं निर्ग्रन्थनिर्विकारं रूपमुच्यते शुद्धात्मसंवित्तिविनाशकारिवृद्ध- बालयौवनोद्रेकजनितबुद्धिवैकल्यरहितं वयश्चेति तैः कुलरूपवयोभिर्विशिष्टत्वात् कुलरूपवयो- विशिष्टम् इट्ठदरं इष्टतरं सम्मतम् कैः समणेहिं निजपरमात्मतत्त्वभावनासहितसमचित्तश्रमणैर- न्याचार्यैः गणिं एवंविधगुणविशिष्टं परमात्मभावनासाधकदीक्षादायकमाचार्यम् तं पि पणदो न केवलं तमाचार्यमाश्रितो भवति, प्रणतोऽपि भवति केन रूपेण पडिच्छ मं हे भगवन्, अनन्तज्ञानादि- जिनगुणसंपत्तिकारणभूताया अनादिकालेऽत्यन्तदुर्लभाया भावसहितजिनदीक्षायाः प्रदानेन प्रसादेन मां

પછી તે કેવો થાય છે તે હવે ઉપદેશે છેઃ
‘મુજને ગ્રહો’ કહી, પ્રણત થઈ, અનુગૃહીત થાય ગણી વડે,
વયરૂપકુલવિશિષ્ટ, યોગી, ગુણાઢ્ય ને મુનિ -ઇષ્ટ જે.૨૦૩.

અન્વયાર્થઃ[श्रमणं] જે શ્રમણ છે, [गुणाढयं] ગુણાઢ્ય છે, [कुलरूपवयोविशिष्टं] કુળ, રૂપ તથા વયથી વિશિષ્ટ છે અને [श्रमणैः इष्टतरं] શ્રમણોને અતિ ઇષ્ટ છે [तम् अपि गणिनं] એવા ગણીને [माम् प्रतीच्छ इति] ‘મારો સ્વીકાર કરો’ એમ કહીને [प्रणतः] પ્રણત થાય છે (પ્રણામ કરે છે) [च] અને [अनुगृहीतः] અનુગૃહીત થાય છે.

ટીકાઃપછી શ્રામણ્યાર્થી પ્રણત અને અનુગૃહીત થાય છે. તે આ પ્રમાણેઃ આચરવામાં અને અચરાવવામાં આવતી સમસ્ત વિરતિની પ્રવૃત્તિના સમાન આત્મરૂપ એવા શ્રામણ્યપણાને લીધે જે ‘શ્રમણ’ છે, એવું શ્રામણ્ય આચરવામાં અને અચરાવવામાં પ્રવીણ હોવાને લીધે જે ‘ગુણાઢ્ય’ છે, સર્વ લૌકિક જનોથી નિઃશંકપણે સેવવાયોગ્ય હોવાને લીધે અને કુળક્રમાગત (કુળના ક્રમે ઊતરી આવતા) ક્રૂરતાદિ દોષોથી રહિત હોવાને લીધે સમાન = તુલ્ય; બરોબર; સરખું; મળતું. [વિરતિની પ્રવૃત્તિને તુલ્ય આત્માનું રૂપ અર્થાત્ વિરતિની

પ્રવૃત્તિને મળતીસરખીઆત્મદશા તે શ્રામણ્ય છે.] ગુણાઢ્ય = ગુણથી સમૃદ્ધ; ગુણથી ભરપુર.


Page 380 of 513
PDF/HTML Page 411 of 544
single page version

सकललौकिकजननिःशङ्कसेवनीयत्वात् कुलक्रमागतक्रौर्यादिदोषवर्जितत्वाच्च कुलविशिष्टं, अन्त- रङ्गशुद्धरूपानुमापकबहिरङ्गशुद्धरूपत्वात् रूपविशिष्टं, शैशववार्धक्यकृ तबुद्धिविक्लवत्वाभावा- द्यौवनोद्रेक विक्रि याविविक्त बुद्धित्वाच्च वयोविशिष्टं निःशेषितयथोक्तश्रामण्याचरणाचारणविषय- पौरुषेयदोषत्वेन मुमुक्षुभिरभ्युपगततरत्वात् श्रमणैरिष्टतरं च गणिनं शुद्धात्मतत्त्वोपलम्भ- साधकमाचार्यं शुद्धात्मतत्त्वोपलम्भसिद्धया मामनुगृहाणेत्युपसर्पन् प्रणतो भवति एवमियं ते शुद्धात्मतत्त्वोपलम्भसिद्धिरिति तेन प्रार्थितार्थेन संयुज्यमानोऽनुगृहीतो भवति ।।२०३।।

अथातोऽपि कीदृशो भवतीत्युपदिशति
णाहं होमि परेसिं ण मे परे णत्थि मज्झमिह किंचि
इदि णिच्छिदो जिदिंदो जादो जधजादरूवधरो ।।२०४।।

प्रतीच्छ स्वीकुरु चेदि अणुगहिदो न केवलं प्रणतो भवति, तेनाचार्येणानुगृहीतः स्वीकृतश्च भवति हे भव्य, निस्सारसंसारे दुर्लभबोधिं प्राप्य निजशुद्धात्मभावनारूपया निश्चयचतुर्विधाराधनया मनुष्यजन्म सफलं कुर्वित्यनेन प्रकारेणानुगृहीतो भवतीत्यर्थः ।।२०३।। अथ गुरुणा स्वीकृतः सन् कीदृशो भवतीत्युपदिशतिणाहं होमि परेसिं नाहं भवामि परेषाम् निजशुद्धात्मनः सकशात्परेषां भिन्नद्रव्याणां જે ‘કુળવિશિષ્ટ’ છે, અંતરંગ શુદ્ધ રૂપનું અનુમાન કરાવનારું બહિરંગ શુદ્ધ રૂપ હોવાને લીધે જે ‘રૂપવિશિષ્ટ’ છે, બાળપણાથી અને વૃદ્ધપણાથી થતી બુદ્ધિવિક્લવતાનો અભાવ હોવાને લીધે તથા યૌવનોદ્રેકની વિક્રિયા વિનાની બુદ્ધિ હોવાને લીધે જે ‘વયવિશિષ્ટ’ છે અને યથોક્ત શ્રામણ્ય આચરવા અને અચરાવવા સંબંધી પૌરુષેય દોષોને નિઃશેષપણે નષ્ટ કર્યા હોવાથી મુમુક્ષુઓ વડે (પ્રાયશ્ચિત્તાદિ માટે) જેમનો બહુ આશ્રય લેવાતો હોવાને લીધે જે ‘શ્રમણોને અતિ ઇષ્ટ’ છે, એવા ગણીની પાસેશુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિના સાધક આચાર્યની પાસેશુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિથી મને અનુગૃહીત કરો’ એમ કહીને (શ્રામણ્યાર્થી) જતો થકો પ્રણત થાય છે. ‘આ પ્રમાણે આ તને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ’ એમ (કહીને) તે ગણી વડે (તે શ્રામણ્યાર્થી) પ્રાર્થિત અર્થથી સંયુક્ત કરાતો થકો અનુગૃહીત થાય છે. ૨૦૩.

વળી ત્યાર પછી તે કેવો થાય છે તે હવે ઉપદેશે છેઃ
પરનો ન હું, પર છે ન મુજ, મારું નથી કંઈ પણ જગે,
એ રીત નિશ્ચિત ને જિતેંદ્રિય સાહજિકરૂપધર બને.૨૦૪.

૧. વિક્લવતા = અસ્થિરતા; વિકળતા. ૨.યૌવનોદ્રેક = યૌવનનો ઉદ્રેક; જુવાનીની અતિશયતા. ૩. પૌરુષેય = મનુષ્યને સંભવતા ૪.પ્રાર્થિત અર્થ = અરજ કરીને માગેલી વસ્તુ


Page 381 of 513
PDF/HTML Page 412 of 544
single page version

नाहं भवामि परेषां न मे परे नास्ति ममेह किञ्चित्
इति निश्चितो जितेन्द्रियः जातो यथाजातरूपधरः ।।२०४।।

ततोऽपि श्रामण्यार्थी यथाजातरूपधरो भवति तथाहिअहं तावन्न किञ्चिदपि परेषां भवामि, परेऽपि न किञ्चिदपि मम भवन्ति, सर्वद्रव्याणां परैः सह तत्त्वतः समस्तसम्बन्धशून्यत्वात् तदिह षड्द्रव्यात्मके लोके न मम किञ्चिदप्यात्मनोऽन्यदस्तीति निश्चितमतिः परद्रव्यस्वस्वामिसम्बन्धनिबन्धनानामिन्द्रियनोइन्द्रियाणां जयेन जितेन्द्रियश्च सन् धृतयथानिष्पन्नात्मद्रव्यशुद्धरूपत्वेन यथाजातरूपधरो भवति ।।२०४।। संबन्धी न भवाम्यहम् ण मे परे न मे संबन्धीनि परद्रव्याणि णत्थि मज्झमिह किंचि नास्ति ममेह किंचित् इह जगति निजशुद्धात्मनो भिन्नं किंचिदपि परद्रव्यं मम नास्ति इदि णिच्छिदो इति निश्चितमतिर्जातः जिदिंदो जादो इन्द्रियमनोजनितविकल्पजालरहितानन्तज्ञानादिगुणस्वरूपनिजपरमात्म- द्रव्याद्विपरीतेन्द्रियनोइन्द्रियाणां जयेन जितेन्द्रियश्च संजातः सन् जधजादरूवधरो यथाजातरूपधरः, व्यवहारेण नग्नत्वं यथाजातरूपं, निश्चयेन तु स्वात्मरूपं, तदित्थंभूतं यथाजातरूपं धरतीति यथाजात- रूपधरः निर्ग्रन्थो जात इत्यर्थः ।।२०४।। अथ तस्य पूर्वसूत्रोदितयथाजातरूपधरस्य निर्ग्रन्थस्यानादि- कालदुर्लभायाः स्वात्मोपलब्धिलक्षणसिद्धेर्गमकं चिह्नं बाह्याभ्यन्तरलिङ्गद्वयमादिशतिजधजादरूवजादं पूर्वसूत्रोक्त लक्षणयथाजातरूपेण निर्ग्रन्थत्वेन जातमुत्पन्नं यथाजातरूपजातम् उप्पाडिदकेसमंसुगं

અન્વયાર્થઃ[अहं] હું [परेषां] પરનો [न भवामि] નથી, [परे मे न] પર મારાં નથી, [इह] આ લોકમાં [मम] મારું [किञ्चित्] કાંઈ પણ [न अस्ति] નથી[इति निश्चितः] આવા નિશ્ચયવાળો અને [जितेन्द्रियः] જિતેંદ્રિય વર્તતો થકો તે [यथाजातरूपधरः] યથાજાતરૂપધર (સહજરૂપધારી) [जातः] થાય છે.

ટીકાઃવળી ત્યાર પછી શ્રામણ્યાર્થી યથાજાતરૂપધર થાય છે. તે આ પ્રમાણેઃ ‘પ્રથમ તો હું જરાય પરનો નથી, પર પણ જરાય મારાં નથી, કારણ કે સર્વ દ્રવ્યો તત્ત્વતઃ પર સાથે સમસ્ત સંબંધ રહિત છે; તેથી આ ષટ્દ્રવ્યાત્મક લોકમાં આત્માથી અન્ય એવું કાંઈ પણ મારું નથી;’આમ નિશ્ચિત મતિવાળો (વર્તતો થકો) અને પરદ્રવ્યો સાથે સ્વ -સ્વામિસંબંધ જેમનો આધાર છે એવી ઇન્દ્રિયો અને નોઇન્દ્રિયના જય વડે જિતેંદ્રિય વર્તતો થકો તે (શ્રામણ્યાર્થી) આત્મદ્રવ્યનું યથાનિષ્પન્ન શુદ્ધ રૂપ ધારણ કરવાથી યથાજાતરૂપધર થાય છે. ૨૦૪. ૧. યથાજાતરૂપધર = (આત્માનું) જેવું મૂળભૂત છે તેવું (સહજ, સ્વાભાવિક) રૂપ ધારણ કરનાર ૨. તત્ત્વતઃ = ખરી રીતે; તત્ત્વની દ્રષ્ટિએ; પરમાર્થે. ૩. યથાનિષ્પન્ન = જેવું બનેલું છે તેવું; જેવું મૂળભૂત છે તેવું; સહજ; સ્વાભાવિક.


Page 382 of 513
PDF/HTML Page 413 of 544
single page version

अथैतस्य यथाजातरूपधरत्वस्यासंसारानभ्यस्तत्वेनात्यन्तमप्रसिद्धस्याभिनवाभ्यास- कौशलोपलभ्यमानायाः सिद्धेर्गमकं बहिरङ्गान्तरङ्गलिङ्गद्वैतमुपदिशति

जधजादरूवजादं उप्पाडिदकेसमंसुगं सुद्धं
रहिदं हिंसादीदो अप्पडिकम्मं हवदि लिंगं ।।२०५।।
मुच्छारंभविजुत्तं जुत्तं उवओगजोगसुद्धीहिं
लिंगं ण परावेक्खं अपुणब्भवकारणं जेण्हं ।।२०६।। [जुगलं]
यथाजातरूपजातमुत्पाटितकेशश्मश्रुकं शुद्धम्
रहितं हिंसादितोऽप्रतिकर्म भवति लिङ्गम् ।।२०५।।
मूर्च्छारम्भवियुक्तं युक्तमुपयोगयोगशुद्धिभ्याम्
लिङ्गं न परापेक्षमपुनर्भवकारणं जैनम् ।।२०६।। [युगलम्]
केशश्मश्रुसंस्कारोत्पन्नरागादिदोषवर्जनार्थमुत्पाटितकेशश्मश्रुत्वादुत्पाटितकेशश्मश्रुकम् सुद्धं निरवद्य-
चैतन्यचमत्कारविसद्रशेन सर्वसावद्ययोगेन रहितत्वाच्छुद्धम् रहिदं हिंसादीदो शुद्धचैतन्यरूपनिश्चय-
प्राणहिंसाकारणभूताया रागादिपरिणतिलक्षणनिश्चयहिंसाया अभावात् हिंसादिरहितम् अप्पडिकम्मं हवदि
परमोपेक्षासंयमबलेन देहप्रतिकाररहितत्वादप्रतिकर्म भवति किम् लिंगं एवं पञ्चविशेषणविशिष्टं लिङ्गं

હવે, અનાદિ સંસારથી અનભ્યસ્ત હોવાથી જે અત્યંત અપ્રસિદ્ધ છે એવા આ યથાજાતરૂપપણાનાં બહિરંગ અને અંતરંગ બે લિંગોનોકે જેઓ અભિનવ અભ્યાસમાં કુશળતા વડે ઉપલબ્ધ થતી સિદ્ધિનાં સૂચક છે તેમનોઉપદેશ કરે છેઃ

જન્મ્યા પ્રમાણે રૂપ, લુંચન કેશનું, શુદ્ધત્વ ને
હિંસાદિથી શૂન્યત્વ, દેહ -અસંસ્કરણએ લિંગ છે.૨૦૫.
આરંભ મૂર્છા શૂન્યતા, ઉપયોગયોગ વિશુદ્ધતા,
નિરપેક્ષતા પરથી,જિનોદિત મોક્ષકારણ લિંગ આ.૨૦૬.

અન્વયાર્થઃ[यथाजातरूपजातम्] જન્મસમયના રૂપ જેવા રૂપવાળું, [उत्पाटित- केशश्मश्रुकं] માથાના અને દાઢીમૂછના વાળનો લોચ કરાયેલું, [शुद्धं] શુદ્ધ (અકિંચન), [हिंसादितः रहितम्] હિંસાદિથી રહિત અને [अप्रतिकर्म] પ્રતિકર્મ (શરીરની સજાવટ) વિનાનું[लिंगं भवति] એવું (શ્રામણ્યનું બહિરંગ) લિંગ છે. ૧. અનભ્યસ્ત = નહિ અભ્યાસેલું ૨. અભિનવ = તદ્દન નવા. [યથાજાતરૂપધરપણાના તદ્દન નવા અભ્યાસમાં પ્રવીણતા વડે શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.]


Page 383 of 513
PDF/HTML Page 414 of 544
single page version

आत्मनो हि तावदात्मना यथोदितक्रमेण यथाजातरूपधरस्य जातस्यायथाजातरूप- धरत्वप्रत्ययानां मोहरागद्वेषादिभावानां भवत्येवाभावः, तदभावात्तु तद्भावभाविनो निवसन- भूषणधारणस्य मूर्धजव्यञ्जनपालनस्य सकिञ्चनत्वस्य सावद्ययोगयुक्तत्वस्य शरीरसंस्कार- करणत्वस्य चाभावाद्यथाजातरूपत्वमुत्पाटितकेशश्मश्रुत्वं शुद्धत्वं हिंसादिरहितत्वमप्रतिकर्मत्वं च भवत्येव, तदेतद्बहिरङ्गं लिङ्गम् तथात्मनो यथाजातरूपधरत्वापसारितायथाजातरूपधरत्वप्रत्यय- मोहरागद्वेषादिभावानामभावादेव तद्भावभाविनो ममत्वकर्मप्रकमपरिणामस्य शुभाशुभोपरक्तो- द्रव्यलिङ्गं ज्ञातव्यमिति प्रथमगाथा गता ।। मुच्छारंभविमुक्कं परद्रव्यकाङ्क्षारहितनिर्मोहपरमात्मज्योति- र्विलक्षणा बाह्यद्रव्ये ममत्वबुद्धिर्मूर्च्छा भण्यते, मनोवाक्कायव्यापाररहितचिच्चमत्कारप्रतिपक्षभूत आरम्भो व्यापारस्ताभ्यां मूर्च्छारम्भाभ्यां विमुक्तं मूर्च्छारम्भविमुक्त म् जुत्तं उवओगजोगसुद्धीहिं निर्विकारस्व- संवेदनलक्षण उपयोगः, निर्विकल्पसमाधिर्योगः, तयोरुपयोगयोगयोः शुद्धिरुपयोगयोगशुद्धिस्तया युक्त म् ण परावेक्खं निर्मलानुभूतिपरिणतेः परस्य परद्रव्यस्यापेक्षया रहितं, न परापेक्षम् अपुणब्भवकारणं पुनर्भवविनाशकशुद्धात्मपरिणामाविपरीतापुनर्भवस्य मोक्षस्य कारणमपुनर्भवकारणम् जेण्हं जिनस्य संबन्धीदं जिनेन प्रोक्तं वा जैनम् एवं पञ्चविशेषणविशिष्टं भवति किम् लिंगं भावलिङ्गमिति इति

[मूर्च्छारम्भवियुक्तम्] મૂર્છા (મમત્વ) અને આરંભ રહિત, [उपयोगयोगशुद्धिभ्यां युक्तं] ઉપયોગની અને યોગની શુદ્ધિથી યુક્ત તથા [न परापेक्षं] પરની અપેક્ષા વિનાનુંએવું [जैनं] જિનદેવે કહેલું [लिङ्गम्] (શ્રામણ્યનું અંતરંગ) લિંગ છે [अपुनर्भवकारणम्] કે જે મોક્ષનું કારણ છે.

ટીકાઃપ્રથમ તો પોતાથી યથોક્ત ક્રમ વડે યથાજાતરૂપધર થયેલા આત્માને અયથાજાતરૂપધરપણાનાં કારણભૂત મોહરાગદ્વેષાદિભાવોનો અભાવ હોય જ છે; અને તેમના અભાવને લીધે, તેમના સદ્ભાવમાં હોય છે એવાં જે (૧) વસ્ત્રાભૂષણનું ધારણ, (૨) માથાના અને દાઢીમૂછના વાળનું રક્ષણ, (૩) *સકિંચનપણું, (૪) સાવદ્યયોગથી યુક્તપણું તથા (૫) શરીરસંસ્કારનું કરવું, તેમનો (એ પાંચનો) અભાવ હોય છે; તેથી (તે આત્માને) (૧) જન્મસમયના રૂપ જેવું રૂપ, (૨) માથાના અને દાઢીમૂછના વાળનું લુંચિતપણું, (૩) શુદ્ધપણું, (૪) હિંસાદિરહિતપણું તથા (૫) અપ્રતિકર્મપણું (શરીરની સજાવટનો અભાવ) હોય જ છે. માટે આ બહિરંગ લિંગ છે.

વળી આત્માને યથાજાતરૂપધરપણાથી દૂર કરવામાં આવેલું જે અયથાજાતરૂપધરપણું તેના કારણભૂત મોહરાગદ્વેષાદિભાવોનો અભાવ હોવાને લીધે જ, તેમના સદ્ભાવમાં હોય ૧. યથાજાતરૂપધર = (આત્માનું) સહજ રૂપ ધરનાર ૨. અયથાજાતરૂપધર = (આત્માનું) અસહજ રૂપ ધરનાર *સકિંચન = જેની પાસે કાંઈ પણ (પરિગ્રહ) હોય એવું


Page 384 of 513
PDF/HTML Page 415 of 544
single page version

पयोगतत्पूर्वकतथाविधयोगाशुद्धियुक्तत्वस्य परद्रव्यसापेक्षत्वस्य चाभावान्मूर्च्छारम्भवियुक्तत्व- मुपयोगयोगशुद्धियुक्तत्वमपरापेक्षत्वं च भवत्येव, तदेतदन्तरङ्गं लिङ्गम् ।।२०५।२०६।।

अथैतदुभयलिङ्गमादायैतदेतत्कृत्वा च श्रमणो भवतीति भवतिक्रियायां बन्धुवर्गप्रच्छन- क्रियादिशेषसकलक्रियाणां चैककर्तृकत्वमुद्योतयन्नियता श्रामण्यप्रतिपत्तिर्भवतीत्युपदिशति

आदाय तं पि लिंगं गुरुणा परमेण तं णमंसित्ता
सोच्चा सवदं किरियं उवट्ठिदो होदि सो समणो ।।२०७।।
आदाय तदपि लिङ्गं गुरुणा परमेण तं नमस्कृत्य
श्रुत्वा सव्रतां क्रियामुपस्थितो भवति स श्रमणः ।।२०७।।
द्रव्यलिङ्गभावलिङ्गस्वरूपं ज्ञातव्यम् ।।२०५।२०६।। अथैतलिङ्गद्वैतमादाय पूर्वं भाविनैगमनयेन यदुक्तं
पञ्चाचारस्वरूपं तदिदानीं स्वीकृत्य तदाधारेणोपस्थितः स्वस्थो भूत्वा श्रमणो भवतीत्याख्यातिआदाय
तं पि लिंगं आदाय गृहीत्वा तत्पूर्वोक्तं लिङ्गद्वयमपि क थंभूतम् दत्तमिति क्रि याध्याहारः के न दत्तम्
છે એવાં જે (૧) મમત્વના અને કર્મપ્રક્રમના પરિણામ, (૨) શુભાશુભ ઉપરક્ત ઉપયોગ
અને તત્પૂર્વક તથાવિધ યોગની અશુદ્ધિથી યુક્તપણું તથા (૩) પરદ્રવ્યથી સાપેક્ષપણું, તેમનો
(એ ત્રણનો) અભાવ હોય છે; તેથી (તે આત્માને) (૧) મૂર્છા અને આરંભથી રહિતપણું,
(૨) ઉપયોગ અને યોગની શુદ્ધિથી યુક્તપણું તથા (૩) પરની અપેક્ષાથી રહિતપણું હોય
જ છે. માટે આ અંતરંગ લિંગ છે. ૨૦૫ -૨૦૬.

હવે (શ્રામણ્યાર્થી) આ બન્ને લિંગને ગ્રહીને અને આ આ (આટલું આટલું) કરીને શ્રમણ થાય છેએમ ભવતિક્રિયાને વિષે, બંધુવર્ગની વિદાય લેવારૂપ ક્રિયાથી માંડીને બાકીની બધી ક્રિયાઓનો એક કર્તા દર્શાવતાં, આટલાથી (અર્થાત્ આટલું કરવાથી) શ્રામણ્યની પ્રાપ્તિ થાય છે એમ ઉપદેશે છેઃ

ગ્રહી પરમગુરુ -દીધેલ લિંગ, નમસ્કરણ કરી તેમને,
વ્રત ને ક્રિયા સુણી, થઈ ઉપસ્થિત, થાય છે મુનિરાજ એ.૨૦૭.

અન્વયાર્થઃ[परमेण गुरुणा] પરમ ગુરુ વડે દેવામાં આવેલાં [तद् अपि लिंगम्] તે બન્ને લિંગને [आदाय] ગ્રહીને, [तं नमस्कृत्य] તેમને નમસ્કાર કરીને, [सव्रतां क्रियां श्रुत्वा] વ્રત સહિત ક્રિયાને સાંભળીને [उपस्थितः] ઉપસ્થિત (આત્માની સમીપ સ્થિત) થયો થકો [सः] તે [श्रमणः भवति] શ્રમણ થાય છે. ૧. કર્મપ્રક્રમ = કામ માથે લેવું તે; કામમાં જોડાવું તે; કામની વ્યવસ્થા. ૨. તત્પૂર્વક = ઉપરક્ત (મલિન) ઉપયોગપૂર્વક ૩.ભવતિક્રિયા = થવારૂપ ક્રિયા


Page 385 of 513
PDF/HTML Page 416 of 544
single page version

ततोऽपि श्रमणो भवितुमिच्छन् लिङ्गद्वैतमादत्ते, गुरुं नमस्यति, व्रतक्रिये शृणोति, अथोपतिष्ठते; उपस्थितश्च पर्याप्तश्रामण्यसामग्रीकः श्रमणो भवति तथाहितत इदं यथाजातरूपधरत्वस्य गमकं बहिरङ्गमन्तरङ्गमपि लिङ्गं प्रथममेव गुरुणा परमेणार्हद्भट्टारकेण तदात्वे च दीक्षाचार्येण तदादानविधानप्रतिपादकत्वेन व्यवहारतो दीयमानत्वाद्दत्तमादानक्रियया सम्भाव्य तन्मयो भवति ततो भाव्यभावकभावप्रवृत्तेतरेतरसंवलनप्रत्यस्तमितस्वपरविभागत्वेन दत्तसर्वस्वमूलोत्तरपरमगुरुनमस्क्रियया सम्भाव्य भावस्तववन्दनामयो भवति ततः सर्वसावद्य- योगप्रत्याख्यानलक्षणैकमहाव्रतश्रवणात्मना श्रुतज्ञानेन समये भवन्तमात्मानं जानन् सामायिक- गुरुणा परमेण दिव्यध्वनिकाले परमागमोपदेशरूपेणार्हद्भट्टारकेण, दीक्षाकाले तु दीक्षागुरुणा लिङ्गग्रहणानन्तरं तं णमंसित्ता तं गुरुं नमस्कृत्य, सोच्चा तदनन्तरं श्रुत्वा काम् किरियं क्रियां बृहत्प्रतिक्रमणाम् किंविशिष्टम् सवदं सव्रतां व्रतारोपणसहिताम् उवट्ठिदो ततश्चोपस्थितः स्वस्थः सन् होदि सो समणो स पूर्वोक्तस्तपोधन इदानीं श्रमणो भवतीति इतो विस्तरःपूर्वोक्त लिङ्गद्वय- ग्रहणानन्तरं पूर्वसूत्रोक्तपञ्चाचारमाश्रयति, ततश्चानन्तज्ञानादिगुणस्मरणरूपेण भावनमस्कारेण तथैव तद्गुणप्रतिपादकवचनरूपेण द्रव्यनमस्कारेण च गुरुं नमस्करोति ततः परं समस्तशुभाशुभपरिणाम- निवृत्तिरूपं स्वस्वरूपे निश्चलावस्थानं परमसामायिकव्रतमारोहति स्वीकरोति मनोवचनकायैः कृतकारितानुमतैश्च जगत्त्रये कालत्रयेऽपि समस्तशुभाशुभकर्मभ्यो भिन्ना निजशुद्धात्मपरिणतिलक्षणा या तु क्रिया सा निश्चयेन बृहत्प्रतिक्रमणा भण्यते व्रतारोपणानन्तरं तां च शृणोति ततो

ટીકાઃવળી ત્યાર પછી શ્રમણ થવાનો ઇચ્છક બન્ને લિંગને ગ્રહે છે, ગુરુને નમસ્કાર કરે છે, વ્રત તથા ક્રિયાને સાંભળે છે અને ઉપસ્થિત થાય છે; ઉપસ્થિત થયો થકો શ્રામણ્યની સામગ્રી પર્યાપ્ત થવાને લીધે શ્રમણ થાય છે. તે આ પ્રમાણેઃ

પરમ ગુરુપ્રથમ જ અર્હંતભટ્ટારક અને તે વખતે (દીક્ષાકાળે) દીક્ષાચાર્ય, આ યથાજાતરૂપધરપણાનાં સૂચક બહિરંગ તથા અંતરંગ લિંગના ગ્રહણની વિધિના પ્રતિપાદક હોવાને લીધે, વ્યવહારથી તે લિંગના દેનાર છે; એ રીતે તેમના વડે દેવામાં આવેલાં તે લિંગને ગ્રહણક્રિયા વડે સંભાવીનેસન્માનીને (શ્રામણ્યાર્થી) તન્મય થાય છે. પછી જેમણે સર્વસ્વ દીધેલું છે એવા મૂળ અને ઉત્તર પરમગુરુને, ભાવ્યભાવકપણાને લીધે પ્રવર્તેલા ઇતરેતર મિલનના કારણે સ્વપરનો વિભાગ જેમાંથી અસ્ત થઈ ગયો છે એવી નમસ્કારક્રિયા વડે સંભાવીનેસન્માનીને ભાવસ્તુતિવંદનામય થાય છે. પછી સર્વ સાવદ્યયોગના ૧. પર્યાપ્ત = પૂરતી; સંપૂર્ણ. ૨. મૂળ પરમગુરુ જે અર્હંતદેવ તથા ઉત્તર પરમગુરુ જે દીક્ષાચાર્ય તેમના પ્રત્યે અત્યંત આરાધ્યભાવને

લીધે આરાધ્ય એવા પરમગુરુ અને આરાધક એવા પોતાનો ભેદ અસ્ત થાય છે. ૩. ભાવ્ય અને ભાવકના અર્થ માટે ૮મા પાનાનું પદટિપ્પણ જુઓ. ૪. ભાવસ્તુતિવંદનામય = ભાવસ્તુતિમય અને ભાવવંદનામય પ્ર. ૪૯


Page 386 of 513
PDF/HTML Page 417 of 544
single page version

मधिरोहति ततः प्रतिक्रमणालोचनप्रत्याख्यानलक्षणक्रियाश्रवणात्मना श्रुतज्ञानेन त्रैकालिक- कर्मभ्यो विविच्यमानमात्मानं जानन्नतीतप्रत्युत्पन्नानुपस्थितकायवाङ्मनःकर्मविविक्त त्वमधि- रोहति ततः समस्तावद्यकर्मायतनं कायमुत्सृज्य यथाजातरूपं स्वरूपमेकमेकाग्रेणालम्ब्य व्यव- तिष्ठमान उपस्थितो भवति उपस्थितस्तु सर्वत्र समदृष्टित्वात् साक्षाच्छ्रमणो भवति ।।२०७।।

अथाविच्छिन्नसामायिकाधिरूढोऽपि श्रमणः कदाचिच्छेदोपस्थापनमर्हतीत्युपदिशति
वदसमिदिंदियरोधो लोचावस्सयमचेलमण्हाणं
खिदिसयणमदंतवणं ठिदिभोयणमेगभत्तं च ।।२०८।।
एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिं पण्णत्ता
तेसु पमत्तो समणो छेदोवट्ठावगो होदि ।।२०९।। [जुम्मं]

निर्विकल्पसमाधिबलेन कायमुत्सृज्योपस्थितो भवति ततश्चैवं परिपूर्णश्रमणसामग्यां सत्यां परिपूर्ण- श्रमणो भवतीत्यर्थः ।।२०७।। एवं दीक्षाभिमुखपुरुषस्य दीक्षाविधानकथनमुख्यत्वेन प्रथमस्थले પ્રત્યાખ્યાનસ્વરૂપ એક મહાવ્રતને સાંભળવારૂપ શ્રુતજ્ઞાન વડે સમયમાં પરિણમતા આત્માને જાણતો થકો, સામાયિકમાં આરૂઢ થાય છે. પછી પ્રતિક્રમણ -આલોચના -પ્રત્યાખ્યાનસ્વરૂપ ક્રિયાને સાંભળવારૂપ શ્રુતજ્ઞાન વડે ત્રિકાળિક કર્મોથી વિવિક્ત (ભિન્ન) કરવામાં આવતા આત્માને જાણતો થકો, અતીત -વર્તમાન -અનાગત કાય -વચન -મનસંબંધી કર્મોથી વિવિક્તપણામાં આરૂઢ થાય છે. પછી સમસ્ત સાવદ્ય કર્મના આયતનભૂત કાયનો ઉત્સર્ગ કરીને યથાજાતરૂપવાળા સ્વરૂપને એકને એકાગ્રપણે અવલંબીને રહેતો થકો, ઉપસ્થિત થાય છે. અને ઉપસ્થિત થયો થકો, સર્વત્ર સમદ્રષ્ટિપણાને લીધે સાક્ષાત્ શ્રમણ થાય છે. ૨૦૭.

અવિચ્છિન્ન સામાયિકમાં આરૂઢ થયો હોવા છતાં શ્રમણ કદાચિત્ છેદોપસ્થાનપનને યોગ્ય છે એમ હવે ઉપદેશે છેઃ

વ્રત, સમિતિ, લુંચન, આવશ્યક, અણચેલ, ઇન્દ્રિયરોધનં,
નહિ સ્નાન -દાતણ, એક ભોજન, ભૂશયન, સ્થિતિભોજનં,૨૦૮.
આ મૂળગુણ શ્રમણો તણા જિનદેવથી પ્રજ્ઞપ્ત છે,
તેમાં પ્રમત્ત થતાં શ્રમણ છેદોપસ્થાપક થાય છે.૨૦૯.

૧. સમયમાં (આત્મદ્રવ્યમાં, નિજદ્રવ્યસ્વભાવમાં) પરિણમવું તે સામાયિક છે. ૨. અતીત -વર્તમાન -અનાગત કાય -વચન -મનસંબંધી કર્મોથી ભિન્ન નિજશુદ્ધાત્મપરિણતિ તે પ્રતિક્રમણ-

આલોચના -પ્રત્યાખ્યાનસ્વરૂપ ક્રિયા છે. ૩. આયતન = સ્થાન; રહેઠાણ. ૪. કાયનો ઉત્સર્ગ કરીને = કાયાને છોડીને અર્થાત્ તેની ઉપેક્ષા કરીને


Page 387 of 513
PDF/HTML Page 418 of 544
single page version

व्रतसमितीन्द्रियरोधो लोचावश्यकमचेलमस्नानम्
क्षितिशयनमदन्तधावनं स्थितिभोजनमेकभक्तं च ।।२०८।।
एते खलु मूलगुणाः श्रमणानां जिनवरैः प्रज्ञप्ताः
तेषु प्रमत्तः श्रमणः छेदोपस्थापको भवति ।।२०९।। [युग्मम्]

सर्वसावद्ययोगप्रत्याख्यानलक्षणैकमहाव्रतव्यक्तिवशेन हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहविरत्या- त्मकं पञ्चतयं व्रतं, तत्परिकरश्च पञ्चतयी समितिः पञ्चतय इन्द्रियरोधो लोचः षट्तयमा- वश्यकमचेलक्यमस्नानं क्षितिशयनमदन्तधावनं स्थितिभोजनमेकभक्तश्चैवं एते निर्विकल्प- गाथासप्तकं गतम् अथ निर्विकल्पसामायिकसंयमे यदा च्युतो भवति तदा सविकल्पं छेदोपस्थापन- चारित्रमारोहतीति प्रतिपादयतिवदसमिदिंदियरोधो व्रतानि च समितयश्चेन्द्रियरोधश्च व्रतसमितीन्द्रय- रोधः लोचावस्सयं लोचश्चावश्यकानि च लोचावश्यकं, ‘‘समाहारस्यैकवचनम्’’ अचेलमण्हाणं खिदिसयणमदंतवणं ठिदिभोयणमेगभत्तं च अचेलकास्नानक्षितिशयनादन्तधावनस्थितिभोजनैकभक्तानि एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिं पण्णत्ता एते खलु स्फु टं अष्टाविंशतिमूलगुणाः श्रमणानां जिनवरैः प्रज्ञप्ताः तेसु पमत्तो समणो छेदोवट्ठावगो होदि तेषु मूलगुणेषु यदा प्रमत्तः च्युतो भवति सः कः श्रमणस्तपोधनस्तदाकाले छेदोपस्थापको भवति छेदे व्रतखण्डने सति पुनरप्युपस्थापकश्छेदोपस्थापक इति तथाहिनिश्चयेन मूलमात्मा, तस्य केवलज्ञानाद्यनन्तगुणा मूलगुणास्ते च निर्विकल्पसमाधिरूपेण

અન્વયાર્થઃ[व्रतसमितीन्द्रियरोधः] વ્રત, સમિતિ, ઇન્દ્રિયરોધ, [लोचावश्यकम्] લોચ, આવશ્યક, [अचेलम्] અચેલપણું [अस्नानं] અસ્નાન, [क्षितिशयनम्] ક્ષિતિશયન, [अदन्तधावनं] અદંતધાવન, [स्थितिभोजनम्] ઊભાં ઊભાં ભોજન [च] અને [एकभक्तं] એક વખત આહાર[एते][खलु] ખરેખર [श्रमणानां मूलगुणाः] શ્રમણોના મૂળગુણો [जिनवरैः प्रज्ञप्ताः] જિનવરોએ કહ્યા છે; [तेषु] તેમાં [प्रमत्तः] પ્રમત્ત થયો થકો [श्रमणः] શ્રમણ [छेदोपस्थापकः भवति] છેદોપસ્થાપક થાય છે.

ટીકાઃસર્વ સાવદ્યયોગના પ્રત્યાખ્યાનસ્વરૂપ એક મહાવ્રતની વ્યક્તિઓ (વિશેષો, પ્રગટતાઓ) હોવાને લીધે, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની વિરતિસ્વરૂપ પાંચ પ્રકારનાં વ્રત તથા તેના પરિકરભૂત પાંચ પ્રકારની સમિતિ, પાંચ પ્રકારનો ઇન્દ્રિયરોધ, લોચ, છ પ્રકારનાં આવશ્યક, અચેલકપણું, અસ્નાન, ક્ષિતિશયન, અદંતધાવન, ઊભાં ૧. પરિકર = અનુસરનારો સમુદાય; અનુચરસમૂહ. [સમિતિ, ઇંદ્રિયરોધ વગેરે ગુણો પાંચ વ્રતોની પાછળ

પાછળ હોય જ છે તેથી સમિતિ વગેરે ગુણો પાંચ વ્રતોનો પરિકર અર્થાત્ અનુચરસમૂહ છે.] ૨. અચેલકપણું = વસ્ત્રરહિતપણું; દિગંબરપણું. ૩. ક્ષિતિશયન = ભૂમિશયન, પૃથ્વી પર સૂવું. ૪. અદંતધાવન = દાંત સાફ ન કરવા તે; દાતણ ન કરવું તે.


Page 388 of 513
PDF/HTML Page 419 of 544
single page version

सामायिकसंयमविकल्पत्वात् श्रमणानां मूलगुणा एव तेषु यदा निर्विकल्पसामायिक- संयमाधिरूढत्वेनानभ्यस्तविकल्पत्वात्प्रमाद्यति तदा केवलकल्याणमात्रार्थिनः कुण्डलवलयाङ्गुली- यादिपरिग्रहः किल श्रेयान्, न पुनः सर्वथा कल्याणलाभ एवेति सम्प्रधार्य विकल्पेनात्मान- मुपस्थापयन् छेदोपस्थापको भवति ।।२०८ २०९।।

अथास्य प्रव्रज्यादायक इव छेदोपस्थापकः परोऽप्यस्तीत्याचार्यविकल्पप्रज्ञापन- द्वारेणोपदिशति

लिंगग्गहणे तेसिं गुरु त्ति पव्वज्जदायगो होदि
छेदेसूवट्ठवगा सेसा णिज्जावगा समणा ।।२१०।।

परमसामायिकाभिधानेन निश्चयैकव्रतेन मोक्षबीजभूतेन मोक्षे जाते सति सर्वे प्रकटा भवन्ति तेन कारणेन तदेव सामायिकं मूलगुणव्यक्तिकारणत्वात् निश्चयमूलगुणो भवति यदा पुनर्निर्विकल्पसमाधौ समर्थो न भवत्ययं जीवस्तदा यथा कोऽपि सुवर्णार्थी पुरुषः सुवर्णमलभमानस्तपर्यायानपि कुण्डलादीन् गृह्णाति, न च सर्वथा त्यागं करोति; तथायं जीवोऽपि निश्चयमूलगुणाभिधानपरमसमाध्यभावे छेदोपस्थानं चारित्रं गृह्णाति छेदे सत्युपस्थापनं छेदोपस्थापनम् अथवा छेदेन व्रतभेदेनोपस्थापनं छेदोपस्थापनम् तच्च संक्षेपेण पञ्चमहाव्रतरूपं भवति तेषां व्रतानां च रक्षणार्थं पश्चसमित्यादिभेदेन पुनरष्टाविंशतिमूलगुणभेदा भवन्ति तेषां च मूलगुणानां रक्षणार्थं द्वाविंशतिपरीषहजयद्वादशविध- तपश्चरणभेदेन चतुस्त्रिंशदुत्तरगुणा भवन्ति तेषां च रक्षणार्थं देवमनुष्यतिर्यगचेतनकृतचतुर्विधोपसर्ग- जयद्वादशानुप्रेक्षाभावनादयश्चेत्यभिप्रायः ।।२०८।२०९।। एवं मूलोत्तरगुणकथनरूपेण द्वितीयस्थले ઊભાં ભોજન અને એક વખત આહારએ પ્રમાણે આ (અઠ્યાવીશ), નિર્વિકલ્પ સામાયિકસંયમના વિકલ્પો (ભેદો) હોવાથી શ્રમણોના મૂળગુણો જ છે. જ્યારે (શ્રમણ) નિર્વિકલ્પ સામાયિકસંયમમાં આરૂઢપણાને લીધે જેમાં વિકલ્પોનો અભ્યાસ (સેવન) નથી એવી દશામાંથી ચ્યુત થાય છે, ત્યારે ‘કેવળ સુવર્ણમાત્રના અર્થીને કુંડળ, કંકણ, વીંટી વગેરેનું ગ્રહણ કરવું (પણ) શ્રેય છે, પરંતુ એમ નથી કે (કુંડળ વગેરેનું ગ્રહણ કદી નહિ કરતાં) સર્વથા સુવર્ણની જ પ્રાપ્તિ કરવી તે જ શ્રેય છે’ એમ વિચારીને તે મૂળગુણોમાં વિકલ્પરૂપે (ભેદરૂપે) પોતાને સ્થાપતો થકો છેદોપસ્થાપક થાય છે. ૨૦૮૨૦૯.

હવે આને (શ્રમણને) પ્રવ્રજ્યાદાયકની માફક છેદોપસ્થાપક પર પણ હોય છે એમ, આચાર્યના ભેદો જણાવવા દ્વારા, ઉપદેશે છેઃ

જે લિંગગ્રહણે સાધુપદ દેનાર તે ગુરુ જાણવા;
છેદદ્વયે સ્થાપન કરે તે શેષ મુનિ નિર્યાપકા.૨૧૦.

Page 389 of 513
PDF/HTML Page 420 of 544
single page version

लिङ्गग्रहणे तेषां गुरुरिति प्रव्रज्यादायको भवति
छेदयोरुपस्थापकाः शेषा निर्यापकाः श्रमणाः ।।२१०।।

यतो लिङ्गग्रहणकाले निर्विकल्पसामायिकसंयमप्रतिपादकत्वेन यः किलाचार्यः प्रव्रज्यादायकः स गुरुः, यः पुनरनन्तरं सविकल्पच्छेदोपस्थापनसंयमप्रतिपादकत्वेन छेदं प्रत्युपस्थापकः स निर्यापकः, योऽपि छिन्नसंयमप्रतिसन्धानविधानप्रतिपादकत्वेन छेदे सत्युपस्थापकः सोऽपि निर्यापक एव ततश्छेदोपस्थापकः परोऽप्यस्ति ।।२१०।। सूत्रद्वयं गतम् अथास्य तपोधनस्य प्रव्रज्यादायक इवान्योऽपि निर्यापकसंज्ञो गुरुरस्ति इति गुरुव्यवस्थां निरूपयतिलिंगग्गहणे तेसिं लिङ्गग्रहणे तेषां तपोधनानां गुरु त्ति होदि गुरुर्भवतीति कः पव्वज्जदायगो निर्विकल्पसमाधिरूपपरमसामायिकप्रतिपादको योऽसौ प्रव्रज्यादायकः स एव दीक्षागुरुः, छेदेसु अ वट्टगा छेदयोश्च वर्तकाः ये सेसा णिज्जावगा समणा ते शेषाः श्रमणा निर्यापका भवन्ति शिक्षागुरवश्च भवन्तीति अयमत्रार्थःनिर्विकल्पसमाधिरूपसामायिकस्यैकदेशेन च्युतिरेकदेशच्छेदः,

અન્વયાર્થઃ[लिंगग्रहणे] લિંગગ્રહણ વખતે [प्रव्रज्यादायकः भवति] જે પ્રવ્રજ્યાદાયક (દીક્ષા દેનાર) છે તે [तेषां गुरुः इति] તેમના ગુરુ છે અને [छेदयोः उपस्थापकाः] જે છેદદ્વયે ઉપસ્થાપક છે [એટલે કે (૧) જે ભેદોમાં સ્થાપિત કરે છે તેમ જ (૨) જે સંયમમાં છેદ થતાં ફરી સ્થાપિત કરે છે] [शेषाः श्रमणाः] તે શેષ શ્રમણો [निर्यापकाः] નિર્યાપક છે.

ટીકાઃજે આચાર્ય લિંગગ્રહણકાળે નિર્વિકલ્પ સામાયિકસંયમના પ્રતિપાદક હોવાથી પ્રવ્રજ્યાદાયક છે, તે ગુરુ છે; અને ત્યાર પછી તુરત જે (આચાર્ય) સવિકલ્પ છેદોપસ્થાપનસંયમના પ્રતિપાદક હોવાથી ‘છેદ પ્રત્યે ઉપસ્થાપક (ભેદમાં સ્થાપનાર)’ છે, તે નિર્યાપક છે; તેમ જ જે (આચાર્ય) છિન્ન સંયમના પ્રતિસંધાનની વિધિના પ્રતિપાદક હોવાથી ‘છેદ થતાં ઉપસ્થાપક (સંયમમાં છેદ થતાં ફરી તેમાં સ્થાપિત કરનાર)’ છે, તે પણ નિર્યાપક જ છે. તેથી છેદોપસ્થાપક પર પણ હોય છે. ૨૧૦. ૧. છેદદ્વય = બે પ્રકારના છેદ. [અહીં, (૧) સંયમમાં જે ૨૮ મૂળગુણરૂપ ભેદ પડે તેને પણ છેદ કહેલ

છે અને (૨) ખંડનને અથવા દોષને પણ છેદ કહેલ છે.] ૨. નિર્યાપક = નિર્વાહ કરનાર; સદુપદેશથી દ્રઢ કરનાર; શિક્ષાગુરુ; શ્રુતગુરુ. ૩. છિન્ન = છેદ પામેલો; ખંડિત; તૂટેલો; દોષપ્રાપ્ત. ૪. પ્રતિસંધાન = ફરીને સાંધવું તે; સંધાન; સંધાણ; જોડી દેવું તે; દોષ ટાળીને સરખું (દોષ વિનાનું)

કરી દેવું તે. ૫. છેદોપસ્થાપકના બે અર્થ છેઃ (૧) જે ‘છેદ (ભેદ) પ્રત્યે ઉપસ્થાપક’ છે અર્થાત્ જે ૨૮ મૂળગુણરૂપ

ભેદો સમજાવી તેમાં સ્થાપિત કરે છે તે છેદોપસ્થાપક છે; તેમ જ (૨) જે ‘છેદ થતાં ઉપસ્થાપક’
છે એટલે કે સંયમ છિન્ન (ખંડિત) થતાં ફરી તેમાં સ્થાપિત કરે છે તે પણ છેદોપસ્થાપક છે.