Page 570 of 642
PDF/HTML Page 601 of 673
single page version
કે [रूपं किञ्चित् न जानाति] રૂપ કાંઈ જાણતું નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [रूपम् अन्यत्] રૂપ અન્ય છે — [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [वर्णः ज्ञानं न भवति] વર્ણ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [वर्णः किञ्चित् न जानाति] વર્ણ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [वर्णम् अन्यम्] વર્ણ અન્ય છે — [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [गन्धः ज्ञानं न भवति] ગંધ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [गन्धः किञ्चित् न जानाति] ગંધ કાંઈ જાણતી નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [गन्धम् अन्यम्] ગંધ અન્ય છે — [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [रसः तु ज्ञानं न भवति] રસ જ્ઞાન નથી [यस्मात् तु] કારણ કે [रसः किञ्चित् न जानाति] રસ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે [रसं च अन्यं] અને રસ અન્ય છે — [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [स्पर्शः ज्ञानं न भवति] સ્પર્શ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [स्पर्शः किञ्चित् न जानाति] સ્પર્શ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [स्पर्शं अन्यं] સ્પર્શ અન્ય છે — [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [कर्म ज्ञानं न भवति] કર્મ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [कर्म किञ्चित् न जानाति] કર્મ કાંઈ જાણતું નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [कर्म अन्यत्] કર્મ અન્ય છે — [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [धर्मः ज्ञानं न भवति] ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) જ્ઞાન નથી [यस्मात्] કારણ
Page 571 of 642
PDF/HTML Page 602 of 673
single page version
કે [धर्मः किञ्चित् न जानाति] ધર્મ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [धर्मं अन्यं] ધર્મ અન્ય છે — [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [अधर्मः ज्ञानं न भवति] અધર્મ (અર્થાત્ અધર્માસ્તિકાય) જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [अधर्मः किञ्चित् न जानाति] અધર્મ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [अधर्मं अन्यम्] અધર્મ અન્ય છે — [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [कालः ज्ञानं न भवति] કાળ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [कालः किञ्चित् न जानाति] કાળ કાંઈ જાણતો નથી, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે, [कालं अन्यं] કાળ અન્ય છે — [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [आकाशम् अपि ज्ञानं न] આકાશ પણ જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [आकाशं किञ्चित् न जानाति] આકાશ કાંઈ જાણતું નથી, [तस्मात्] માટે [ज्ञानं अन्यत्] જ્ઞાન અન્ય છે, [आकाशम् अन्यत्] આકાશ અન્ય છે — [जिनाः ब्रुवन्ति] એમ જિનદેવો કહે છે. [अध्यवसानं ज्ञानम् न] અધ્યવસાન જ્ઞાન નથી [यस्मात्] કારણ કે [अध्यवसानम् अचेतनं] અધ્યવસાન અચેતન છે, [तस्मात्] માટે [ज्ञानम् अन्यत्] જ્ઞાન અન્ય છે [तथा अध्यवसानं अन्यत्] તથા અધ્યવસાન અન્ય છે ( – એમ જિનદેવો કહે છે).
[यस्मात्] કારણ કે [नित्यं जानाति] (જીવ) નિરંતર જાણે છે [तस्मात्] માટે [ज्ञायकः जीवः तु] જ્ઞાયક એવો જીવ [ज्ञानी] જ્ઞાની ( – જ્ઞાનવાળો, જ્ઞાનસ્વરૂપ) છે, [ज्ञानं च] અને જ્ઞાન [ज्ञायकात् अव्यतिरिक्तं] જ્ઞાયકથી અવ્યતિરિક્ત છે ( – અભિન્ન છે, જુદું નથી) [ज्ञातव्यम्] એમ જાણવું.
Page 572 of 642
PDF/HTML Page 603 of 673
single page version
न श्रुतं ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानश्रुतयोर्व्यतिरेकः । न शब्दो ज्ञानम- चेतनत्वात्, ततो ज्ञानशब्दयोर्व्यतिरेकः । न रूपं ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानरूपयोर्व्यतिरेकः । न वर्णो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानवर्णयोर्व्यतिरेकः । न गन्धो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानगन्धयोर्व्यतिरेकः । न रसो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानरसयोर्व्यतिरेकः । न स्पर्शो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानस्पर्शयोर्व्यतिरेकः । न कर्म ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानकर्मणोर्व्यतिरेकः । न धर्मो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानधर्मयोर्व्यतिरेकः । नाधर्मो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानाधर्मयोर्व्यतिरेकः । न कालो ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानकालयोर्व्यतिरेकः । नाकाशं ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानाकाशयोर्व्यतिरेकः । नाध्यवसानं
[बुधाः] બુધ પુરુષો (અર્થાત્ જ્ઞાની જનો) [ज्ञानं] જ્ઞાનને જ [सम्यग्द्रष्टिं तु] સમ્યગ્દ્રષ્ટિ, [संयमं] (જ્ઞાનને જ) સંયમ, [अङ्गपूर्वगतम् सूत्रम्] અંગપૂર્વગત સૂત્ર, [धर्माधर्मं च] ધર્મ-અધર્મ (પુણ્ય-પાપ) [तथा प्रव्रज्याम्] તથા દીક્ષા [अभ्युपयान्ति] માને છે.
ટીકાઃ — શ્રુત (અર્થાત્ વચનાત્મક દ્રવ્યશ્રુત) જ્ઞાન નથી, કારણ કે શ્રુત અચેતન છે; માટે જ્ઞાનને અને શ્રુતને વ્યતિરેક (અર્થાત્ ભિન્નતા) છે. શબ્દ જ્ઞાન નથી, કારણ કે શબ્દ (પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક (અર્થાત્ ભેદ) છે. રૂપ જ્ઞાન નથી, કારણ કે રૂપ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને રૂપને વ્યતિરેક છે (અર્થાત્ બન્ને જુદાં છે). વર્ણ જ્ઞાન નથી, કારણ કે વર્ણ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને વર્ણને વ્યતિરેક છે (અર્થાત્ જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે). ગંધ જ્ઞાન નથી, કારણ કે ગંધ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને ગંધને વ્યતિરેક ( – ભેદ, ભિન્નતા) છે. રસ જ્ઞાન નથી, કારણ કે રસ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને રસને વ્યતિરેક છે. સ્પર્શ જ્ઞાન નથી, કારણ કે સ્પર્શ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને સ્પર્શને વ્યતિરેક છે. કર્મ જ્ઞાન નથી, કારણ કે કર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને કર્મને વ્યતિરેક છે. ધર્મ ( – ધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે ધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને ધર્મને વ્યતિરેક છે. અધર્મ ( – અધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે અધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને અધર્મને વ્યતિરેક છે. કાળ ( – કાળદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે કાળ અચેતન છે; માટે જ્ઞાનને અને કાળને
Page 573 of 642
PDF/HTML Page 604 of 673
single page version
ज्ञानमचेतनत्वात्, ततो ज्ञानाध्यवसानयोर्व्यतिरेकः । इत्येवं ज्ञानस्य सर्वैरेव परद्रव्यैः
सह व्यतिरेको निश्चयसाधितो द्रष्टव्यः । अथ जीव एवैको ज्ञानं, चेतनत्वात्; ततो
ज्ञानजीवयोरेवाव्यतिरेकः । न च जीवस्य स्वयं ज्ञानत्वात्ततो व्यतिरेकः कश्चनापि
शङ्कनीयः । एवं तु सति ज्ञानमेव सम्यग्द्रष्टिः, ज्ञानमेव संयमः, ज्ञानमेवाङ्गपूर्वरूपं
सूत्रं, ज्ञानमेव धर्माधर्मौ, ज्ञानमेव प्रव्रज्येति ज्ञानस्य जीवपर्यायैरपि सहाव्यतिरेको निश्चयसाधितो द्रष्टव्यः । अथैवं सर्वपरद्रव्यव्यतिरेकेण सर्वदर्शनादिजीवस्वभावा- व्यतिरेकेण वा अतिव्याप्तिमव्याप्तिं च परिहरमाणमनादिविभ्रममूलं धर्माधर्मरूपं परसमयमुद्वम्य स्वयमेव प्रव्रज्यारूपमापद्य दर्शनज्ञानचारित्रस्थितिरूपं स्वसमयमवाप्य मोक्षमार्गमात्मन्येव परिणतं कृत्वा समवाप्तसम्पूर्णविज्ञानघनस्वभावं हानोपादानशून्यं साक्षात्समय-
વ્યતિરેક છે. આકાશ ( – આકાશદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે આકાશ અચેતન છે; માટે જ્ઞાનને અને આકાશને વ્યતિરેક છે. અધ્યવસાન જ્ઞાન નથી, કારણ કે અધ્યવસાન અચેતન છે; માટે જ્ઞાનને અને (કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ) અધ્યવસાનને વ્યતિરેક છે. આમ આ રીતે જ્ઞાનનો સમસ્ત પરદ્રવ્યો સાથે વ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો – અનુભવવો).
હવે, જીવ જ એક જ્ઞાન છે, કારણ કે જીવ ચેતન છે; માટે જ્ઞાનને અને જીવને જ અવ્યતિરેક ( – અભિન્નતા) છે. વળી જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક જરા પણ શંકનીય નથી (અર્થાત્ જ્ઞાનની જીવથી ભિન્નતા હશે એમ જરાય શંકા કરવાયોગ્ય નથી), કારણ કે જીવ પોતે જ જ્ઞાન છે. આ પ્રમાણે (જ્ઞાન જીવથી અભિન્ન) હોવાથી, જ્ઞાન જ સમ્યગ્દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ - અધર્મ (અર્થાત્ પુણ્ય - પાપ) છે, જ્ઞાન જ પ્રવ્રજ્યા (દીક્ષા, નિશ્ચયચારિત્ર) છે — એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો – અનુભવવો).
હવે, એ પ્રમાણે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિરેક વડે અને સર્વ દર્શનાદિ જીવસ્વભાવો સાથે અવ્યતિરેક વડે અતિવ્યાપ્તિને અને અવ્યાપ્તિને દૂર કરતું થકું, અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ - અધર્મરૂપ (પુણ્ય - પાપરૂપ, શુભ - અશુભરૂપ) પરસમયને દૂર કરીને, પોતે જ પ્રવ્રજ્યારૂપને પામીને (અર્થાત્ પોતે જ નિશ્ચયચારિત્રરૂપ દીક્ષાપણાને પામીને), દર્શન - જ્ઞાન - ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ - ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધજ્ઞાન એક અવસ્થિત ( – નિશ્ચળ રહેલું) દેખવું (અર્થાત્
Page 574 of 642
PDF/HTML Page 605 of 673
single page version
सारभूतं परमार्थरूपं शुद्धं ज्ञानमेकमवस्थितं द्रष्टव्यम् । પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું).
ભાવાર્થઃ — અહીં જ્ઞાનને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાના પર્યાયોથી અભિન્ન બતાવ્યું, તેથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામના જે લક્ષણના દોષો તે દૂર થયા. આત્માનું લક્ષણ ઉપયોગ છે, અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે; તે (જ્ઞાન) અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે અતિવ્યાપ્તિવાળું નથી, અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે તેથી અવ્યાપ્તિવાળું નથી. આ રીતે જ્ઞાનલક્ષણ કહેવાથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો આવતા નથી.
અહીં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે, કારણ કે જ્ઞાનલક્ષણથી જ આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અનુભવગોચર થાય છે. જોકે આત્મામાં અનંત ધર્મો છે, તોપણ તેમાંના કેટલાક તો છદ્મસ્થને અનુભવગોચર જ નથી; તે ધર્મોને કહેવાથી છદ્મસ્થ જ્ઞાની આત્માને કઈ રીતે ઓળખે? વળી કેટલાક ધર્મો અનુભવગોચર છે, પરંતુ તેમાંના કેટલાક તો — અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ તો — અન્ય દ્રવ્યો સાથે સાધારણ અર્થાત્ સમાન છે માટે તેમને કહેવાથી જુદો આત્મા જાણી શકાય નહિ, અને કેટલાક (ધર્મો) પરદ્રવ્યોના નિમિત્તથી થયેલા છે તેમને કહેવાથી પરમાર્થભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે જણાય? માટે જ્ઞાનને કહેવાથી જ છદ્મસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે.
અહીં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે એટલું જ નહિ, પણ જ્ઞાનને જ આત્મા જ કહ્યો છે; કારણ કે અભેદવિવક્ષામાં ગુણગુણીનો અભેદ હોવાથી, જ્ઞાન છે તે જ આત્મા છે. અભેદવિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો — કાંઈ વિરોધ નથી; માટે અહીં જ્ઞાન કહેવાથી આત્મા જ સમજવો.
ટીકામાં છેવટે એમ કહેવામાં આવ્યું કે — જે, પોતામાં અનાદિ અજ્ઞાનથી થતી શુભાશુભ ઉપયોગરૂપ પરસમયની પ્રવૃત્તિને દૂર કરીને, સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, એવા સ્વસમયરૂપ પરિણમનસ્વરૂપ મોક્ષમાર્ગમાં પોતાને પરિણમાવીને, સંપૂર્ણવિજ્ઞાનઘનસ્વભાવને પામ્યું છે, અને જેમાં કાંઈ ત્યાગ - ગ્રહણ નથી, એવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, પરમાર્થભૂત, નિશ્ચળ રહેલા, શુદ્ધ, પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્મદ્રવ્યને) દેખવું. ત્યાં ‘દેખવું’ ત્રણ પ્રકારે સમજવું. શુદ્ધનયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. તે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે. જ્ઞાન - શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી તેનો ( – પૂર્ણ જ્ઞાનનો) અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં જ થંભાવવો, જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્યું - શ્રદ્ધ્યું હતું તેવું
Page 575 of 642
PDF/HTML Page 606 of 673
single page version
मादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितम् ।
शुद्धज्ञानघनो यथाऽस्य महिमा नित्योदितस्तिष्ठति ।।२३५।।
જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર – સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું દેખવું છે. આ દેખવું અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. આ, દેખવાનો બીજો પ્રકાર થયો. અહીં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું છે. કેવળજ્ઞાન ઊપજે ત્યારે સાક્ષાત
્ દેખવું થાય છે તે ત્રીજા પ્રકારનું દેખવું છે. તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થયું થકું સર્વનું દેખનાર - જાણનાર છે, તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે.
શ્લોકાર્થઃ — [अन्येभ्यः व्यतिरिक्त म्] અન્ય દ્રવ્યોથી ભિન્ન, [आत्म-नियतं] પોતામાં જ નિયત, [पृथक् - वस्तुताम् बिभ्रत्] પૃથક્ વસ્તુપણાને ધારતું ( – વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક હોવાથી પોતે પણ સામાન્યવિશેષાત્મકપણાને ધારણ કરતું), [आदान - उज्झन-शून्यम्] ગ્રહણ - ત્યાગ રહિત, [एतत् अमलं ज्ञानं] આ અમલ ( – રાગાદિક મળથી રહિત) જ્ઞાન [तथा - अवस्थितम् यथा] એવી રીતે અવસ્થિત ( – નિશ્ચળ રહેલું) અનુભવાય છે કે જેવી રીતે [मध्य - आदि - अन्त - विभाग - मुक्त - सहज-स्फार - प्रभा - भासुरः अस्य शुद्ध - ज्ञान - घनः महिमा] આદિ-મધ્ય - અંતરૂપ વિભાગોથી રહિત એવી સહજ ફેલાયેલી પ્રભા વડે દેદીપ્યમાન એવો એનો શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા [नित्य - उदितः तिष्ठति] નિત્ય - ઉદિત રહે ( – શુદ્ધ જ્ઞાનના પુંજરૂપ મહિમા સદા ઉદયમાન રહે).
ભાવાર્થઃ — જ્ઞાનનું પૂર્ણ રૂપ સર્વને જાણવું તે છે. તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે; તેથી તેના મહિમાને કોઈ બગાડી શકતું નથી, સદા ઉદયમાન રહે છે. ૨૩૫.
‘આવા જ્ઞાનસ્વરૂપ આત્માનું આત્મામાં ધારણ કરવું તે જ ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું અને ત્યાગવાયોગ્ય સર્વ ત્યાગ્યું’ — એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ —
Page 576 of 642
PDF/HTML Page 607 of 673
single page version
तथात्तमादेयमशेषतस्तत् ।
पूर्णस्य सन्धारणमात्मनीह ।।२३६।।
શ્લોકાર્થઃ — [संहृत - सर्व - शक्ते : पूर्णस्य आत्मनः] જેણે સર્વ શક્તિઓ સમેટી છે ( – પોતામાં લીન કરી છે) એવા પૂર્ણ આત્માનું [आत्मनि इह] આત્મામાં [यत् सन्धारणम्] ધારણ કરવું [तत् उन्मोच्यम् अशेषतः उन्मुक्त म्] તે જ છોડવાયોગ્ય બધું છોડ્યું [तथा] અને [आदेयम् तत् अशेषतः आत्तम्] ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું.
ભાવાર્થઃ — પૂર્ણજ્ઞાનસ્વરૂપ, સર્વ શક્તિઓના સમૂહરૂપ જે આત્મા તેને આત્મામાં ધારણ કરી રાખવો તે જ, ત્યાગવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ત્યાગ્યું અને ગ્રહણ કરવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ગ્રહણ કર્યું. એ જ કૃતકૃત્યપણું છે. ૨૩૬.
‘આવા જ્ઞાનને દેહ જ નથી’ — એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [एवं ज्ञानम् परद्रव्यात् व्यतिरिक्तं अवस्थितम्] આમ (પૂર્વોક્ત રીતે) જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત ( – નિશ્ચળ રહેલું) છે; [तत् आहारकं कथम् स्यात् येन अस्य देहः शङ्कयते] તે (જ્ઞાન) આહારક (અર્થાત્ કર્મ - નોકર્મરૂપ આહાર કરનારું) કેમ હોય કે જેથી તેને દેહની શંકા કરાય? (જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ, કારણ કે તેને કર્મ - નોકર્મરૂપ આહાર જ નથી.) ૨૩૭.
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ —
Page 577 of 642
PDF/HTML Page 608 of 673
single page version
ગાથાર્થઃ — [एवम्] એ રીતે [यस्य आत्मा] જેનો આત્મા [अमूर्तः] અમૂર્તિક છે [सः खलु] તે ખરેખર [आहारकः न भवति] આહારક નથી; [आहारः खलु] આહાર તો [मूर्तः] મૂર્તિક છે [यस्मात्] કારણ કે [सः तु पुद्गलमयः] તે પુદ્ગલમય છે.
[यत् परद्रव्यम्] જે પરદ્રવ્ય છે [न अपि शक्यते ग्रहीतुं यत्] તે ગ્રહી શકાતું નથી [न विमोक्तुं यत् च] તથા છોડી શકાતું નથી, [सः कः अपि च] એવો જ કોઈ [तस्य] તેનો ( – આત્માનો) [प्रायोगिकः वा अपि वैस्रसः गुणः] પ્રાયોગિક તેમ જ વૈસ્રસિક ગુણ છે.
[तस्मात् तु] માટે [यः विशुद्धः चेतयिता] જે વિશુદ્ધ આત્મા છે [सः] તે [जीवाजीवयोः द्रव्ययोः] જીવ અને અજીવ દ્રવ્યોમાં ( – પરદ્રવ્યોમાં) [किञ्चित् न एव गृह्णाति] કાંઈ પણ ગ્રહતો નથી [किञ्चित् अपि न एव विमुञ्चति] તથા કાંઈ પણ છોડતો નથી.
Page 578 of 642
PDF/HTML Page 609 of 673
single page version
ज्ञानं हि परद्रव्यं किञ्चिदपि न गृह्णाति न मुञ्चति च, प्रायोगिकगुणसामर्थ्यात् वैस्रसिकगुणसामर्थ्याद्वा ज्ञानेन परद्रव्यस्य गृहीतुं मोक्तुं चाशक्यत्वात् । परद्रव्यं च न ज्ञानस्यामूर्तात्मद्रव्यस्य मूर्तपुद्गलद्रव्यत्वादाहारः । ततो ज्ञानं नाहारकं भवति । अतो ज्ञानस्य देहो न शङ्कनीयः ।
ટીકાઃ — જ્ઞાન પરદ્રવ્યને કાંઈ પણ (જરા પણ) ગ્રહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક (અર્થાત્ પર નિમિત્તથી થયેલા) ગુણના સામર્થ્યથી તેમ જ વૈસ્રસિક (અર્થાત્ સ્વાભાવિક) ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. વળી, (કર્મ - નોકર્માદિરૂપ) પરદ્રવ્ય જ્ઞાનનો — અમૂર્તિક આત્મદ્રવ્યનો — આહાર નથી, કારણ કે તે મૂર્તિક પુદ્ગલદ્રવ્ય છે; (અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહિ). તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી.
(અહીં ‘જ્ઞાન’ કહેવાથી ‘આત્મા’ સમજવો; કારણ કે, અભેદ વિવક્ષાથી લક્ષણમાં જ લક્ષ્યનો વ્યવહાર કરાય છે. આ ન્યાયે ટીકાકાર આચાર્યદેવ આત્માને જ્ઞાન જ કહેતા આવ્યા છે.)
ભાવાર્થઃ — જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક છે અને આહાર તો કર્મ - નોકર્મરૂપ પુદ્ગલમય મૂર્તિક છે; તેથી પરમાર્થે આત્માને પુદ્ગલમય આહાર નથી. વળી આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને તો ગ્રહતો જ નથી; — સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણમો, પોતાના જ પરિણામનાં ગ્રહણત્યાગ છે, પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ તો જરા પણ નથી.
આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી. આત્માને દેહ જ નહિ હોવાથી, પુદ્ગલમય દેહસ્વરૂપ લિંગ ( – વેષ, ભેખ, બાહ્ય ચિહ્ન) મોક્ષનું કારણ નથી — એવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [एवं शुद्धस्य ज्ञानस्य देहः एव न विद्यते] આમ શુદ્ધ જ્ઞાનને દેહ જ નથી; [ततः ज्ञातुः देहमयं लिङ्गं मोक्षकारणम् न] તેથી જ્ઞાતાને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી. ૨૩૮.
Page 579 of 642
PDF/HTML Page 610 of 673
single page version
केचिद्द्रव्यलिङ्गमज्ञानेन मोक्षमार्गं मन्यमानाः सन्तो मोहेन द्रव्यलिङ्गमेवोपाददते । तदनुपपन्नम्; सर्वेषामेव भगवतामर्हद्देवानां, शुद्धज्ञानमयत्वे सति द्रव्यलिङ्गाश्रयभूत-
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [बहुप्रकाराणि] બહુ પ્રકારનાં [पाषण्डिलिङ्गानि वा] મુનિલિંગોને [गृहिलिङ्गानि वा] અથવા ગૃહીલિંગોને [गृहीत्वा] ગ્રહણ કરીને [मूढाः] મૂઢ (અજ્ઞાની) જનો [वदन्ति] એમ કહે છે કે ‘[इदं लिङ्गम्] આ (બાહ્ય) લિંગ [मोक्षमार्गः इति] મોક્ષમાર્ગ છે’.
[तु] પરંતુ [लिङ्गम्] લિંગ [मोक्षमार्गः न भवति] મોક્ષમાર્ગ નથી; [यत्] કારણ કે [अर्हन्तः] અર્હંતદેવો [देहनिर्ममाः] દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા [लिङ्गम् मुक्त्वा] લિંગને છોડીને [दर्शनज्ञानचारित्राणि सेवन्ते] દર્શન - જ્ઞાન - ચારિત્રને જ સેવે છે.
ટીકાઃ — કેટલાક લોકો અજ્ઞાનથી દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનતા થકા મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે. તે ( – દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનીને ગ્રહણ કરવું તે) અનુપપન્ન અર્થાત્ અયુક્ત છે; કારણ કે બધાય ભગવાન અર્હંતદેવોને, શુદ્ધજ્ઞાનમયપણું હોવાને લીધે
Page 580 of 642
PDF/HTML Page 611 of 673
single page version
शरीरममकारत्यागात्, तदाश्रितद्रव्यलिङ्गत्यागेन दर्शनज्ञानचारित्राणां मोक्षमार्गत्वेनोपासनस्य दर्शनात् ।
न खलु द्रव्यलिङ्गं मोक्षमार्गः, शरीराश्रितत्वे सति परद्रव्यत्वात् । दर्शनज्ञानचारित्राण्येव
मोक्षमार्गः, आत्माश्रितत्वे सति स्वद्रव्यत्वात् ।
દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ હોવાથી, શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે દર્શનજ્ઞાનચારિત્રની મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે (અર્થાત્ તેઓ શરીરાશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરીને દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે).
ભાવાર્થઃ — જો દેહમય દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો અર્હંતદેવ વગેરે દેહનું મમત્વ છોડી દર્શનજ્ઞાનચારિત્રને શા માટે સેવત? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત! માટે એ નક્કી થયું કે — દેહમય લિંગ મોક્ષમાર્ગ નથી, પરમાર્થે દર્શનજ્ઞાનચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે.
હવે એ જ સિદ્ધ કરે છે (અર્થાત્ દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ નથી, દર્શન - જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે — એમ સિદ્ધ કરે છે)ઃ —
ગાથાર્થઃ — [पाषण्डिगृहिमयानि लिङ्गानि] મુનિનાં અને ગૃહસ્થનાં લિંગો [एषः] એ [मोक्षमार्गः न अपि] મોક્ષમાર્ગ નથી; [दर्शनज्ञानचारित्राणि] દર્શન - જ્ઞાન-ચારિત્રને [जिनाः] જિનદેવો [मोक्षमार्गं ब्रुवन्ति] મોક્ષમાર્ગ કહે છે.
ટીકાઃ — દ્રવ્યલિંગ ખરેખર મોક્ષમાર્ગ નથી, કારણ કે તે (દ્રવ્યલિંગ) શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. દર્શન - જ્ઞાન - ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તેઓ આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે.
Page 581 of 642
PDF/HTML Page 612 of 673
single page version
यतो द्रव्यलिङ्गं न मोक्षमार्गः, ततः समस्तमपि द्रव्यलिङ्गं त्यक्त्वा दर्शनज्ञानचारित्रेष्वेव, मोक्षमार्गत्वात्, आत्मा योक्तव्य इति सूत्रानुमतिः ।
ભાવાર્થઃ — મોક્ષ છે તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ ( – આત્માના પરિણામ) છે, માટે તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. દર્શન - જ્ઞાન - ચારિત્ર આત્માના પરિણામ છે; માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે.
લિંગ છે તે દેહમય છે; દેહ છે તે પુદ્ગલદ્રવ્યમય છે; માટે આત્માને દેહ મોક્ષનો માર્ગ નથી. પરમાર્થે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે.
જો આમ છે (અર્થાત્ જો દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શનજ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે) તો આમ (નીચે પ્રમાણે) કરવું — એમ હવે ઉપદેશ કરે છેઃ —
ગાથાર્થઃ — [तस्मात्] માટે [सागारैः] સાગારો વડે ( – ગૃહસ્થો વડે) [अनगारकैः वा] અથવા અણગારો વડે ( – મુનિઓ વડે) [गृहीतानि] ગ્રહાયેલાં [लिङ्गानि] લિંગોને [जहित्वा] છોડીને, [दर्शनज्ञानचारित्रे] દર્શનજ્ઞાનચારિત્રમાં — [मोक्षपथे] કે જે મોક્ષમાર્ગ છે તેમાં — [आत्मानं युंक्ष्व] તું આત્માને જોડ.
ટીકાઃ — કારણ કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, તેથી સમસ્ત દ્રવ્યલિંગને છોડીને દર્શનજ્ઞાનચારિત્રમાં જ, તે (દર્શનજ્ઞાનચારિત્ર) મોક્ષમાર્ગ હોવાથી, આત્માને જોડવાયોગ્ય છે — એમ સૂત્રની અનુમતિ છે.
ભાવાર્થઃ — અહીં દ્રવ્યલિંગને છોડી આત્માને દર્શનજ્ઞાનચારિત્રમાં જોડવાનું વચન છે તે સામાન્ય પરમાર્થ વચન છે. કોઈ સમજશે કે મુનિ - શ્રાવકનાં વ્રતો છોડાવવાનો ઉપદેશ છે. પરંતુ એમ નથી. જેઓ કેવળ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ જાણી ભેખ ધારણ કરે છે, તેમને દ્રવ્યલિંગનો
Page 582 of 642
PDF/HTML Page 613 of 673
single page version
आसंसारात्परद्रव्ये रागद्वेषादौ नित्यमेव स्वप्रज्ञादोषेणावतिष्ठमानमपि, स्वप्रज्ञागुणेनैव ततो પક્ષ છોડાવવા ઉપદેશ કર્યો છે કે — ભેખમાત્રથી (વેશમાત્રથી, બાહ્યવ્રતમાત્રથી) મોક્ષ નથી, પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના પરિણામ જે દર્શન - જ્ઞાન - ચારિત્ર તે જ છે. વ્યવહાર આચારસૂત્રમાં કહ્યા અનુસાર જે મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતો છે, તેઓ વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગનાં સાધક છે; તે વ્રતોને અહીં છોડાવ્યાં નથી, પરંતુ એમ કહ્યું છે કે તે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી – વ્રતમાત્રથી મોક્ષ નથી.
હવે આ જ અર્થને દ્રઢ કરતી આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [आत्मनः तत्त्वम् दर्शन - ज्ञान - चारित्र - त्रय - आत्मा] આત્માનું તત્ત્વ દર્શન- જ્ઞાનચારિત્રત્રયાત્મક છે (અર્થાત્ આત્માનું યથાર્થ રૂપ દર્શન, જ્ઞાન ને ચારિત્રના ત્રિકસ્વરૂપ છે); [मुमुक्षुणा मोक्षमार्गः एकः एव सदा सेव्यः] તેથી મોક્ષના ઇચ્છક પુરુષે (આ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ) મોક્ષમાર્ગ એક જ સદા સેવવાયોગ્ય છે. ૨૩૯.
હવે આ જ ઉપદેશ ગાથા દ્વારા કરે છેઃ —
ગાથાર્થઃ — (હે ભવ્ય!) [मोक्षपथे] તું મોક્ષમાર્ગમાં [आत्मानं स्थापय] પોતાના આત્માને સ્થાપ, [तं च एव ध्यायस्व] તેનું જ ધ્યાન કર, [तं चेतयस्व] તેને જ ચેત – અનુભવ અને [तत्र एव नित्यं विहर] તેમાં જ નિરંતર વિહાર કર; [अन्यद्रव्येषु मा विहार्षीः] અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર.
ટીકાઃ — (હે ભવ્ય!) પોતે અર્થાત્ પોતાનો આત્મા અનાદિ સંસારથી માંડીને પોતાની પ્રજ્ઞાના ( – બુદ્ધિના) દોષથી પરદ્રવ્યમાં – રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહેલો હોવા છતાં, પોતાની
Page 583 of 642
PDF/HTML Page 614 of 673
single page version
व्यावर्त्य दर्शनज्ञानचारित्रेषु नित्यमेवावस्थापयातिनिश्चलमात्मानं; तथा समस्तचिन्तान्तर- निरोधेनात्यन्तमेकाग्रो भूत्वा दर्शनज्ञानचारित्राण्येव ध्यायस्व; तथा सकलकर्मकर्मफलचेतनासंन्यासेन शुद्धज्ञानचेतनामयो भूत्वा दर्शनज्ञानचारित्राण्येव चेतयस्व; तथा द्रव्यस्वभाववशतः प्रतिक्षण- विजृम्भमाणपरिणामतया तन्मयपरिणामो भूत्वा दर्शनज्ञानचारित्रेष्वेव विहर; तथा ज्ञानरूप- मेकमेवाचलितमवलम्बमानो ज्ञेयरूपेणोपाधितया सर्वत एव प्रधावत्स्वपि परद्रव्येषु सर्वेष्वपि मनागपि मा विहार्षीः
सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति ।।२४०।।
પ્રજ્ઞાના ગુણ વડે જ તેમાંથી પાછો વાળીને તેને અતિ નિશ્ચળપણે દર્શન - જ્ઞાન - ચારિત્રમાં નિરંતર સ્થાપ; તથા સમસ્ત અન્ય ચિંતાના નિરોધ વડે અત્યંત એકાગ્ર થઈને દર્શન - જ્ઞાન - ચારિત્રને જ ધ્યા; તથા સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગ વડે શુદ્ધજ્ઞાનચેતનામય થઈને દર્શન - જ્ઞાન - ચારિત્રને જ ચેત – અનુભવ; તથા દ્રવ્યના સ્વભાવના વશે (પોતાને) જે ક્ષણે ક્ષણે પરિણામો ઊપજે છે તે - પણા વડે (અર્થાત્ પરિણામીપણા વડે) તન્મય પરિણામવાળો ( – દર્શન - જ્ઞાનચારિત્રમય પરિણામવાળો) થઈને દર્શન - જ્ઞાન - ચારિત્રમાં જ વિહર; તથા જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, જેઓ જ્ઞેયરૂપ હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવાં સર્વ તરફથી ફેલાતાં સમસ્ત પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર.
ભાવાર્થઃ — પરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શન - જ્ઞાન - ચારિત્ર છે; તે જ મોક્ષમાર્ગ છે. તેમાં જ ( – દર્શનજ્ઞાનચારિત્રમાં જ) આત્માને સ્થાપવો, તેનું જ ધ્યાન કરવું, તેનો જ અનુભવ કરવો અને તેમાં જ વિહરવું – પ્રવર્તવું, અન્ય દ્રવ્યોમાં ન પ્રવર્તવું. અહીં પરમાર્થે એ જ ઉપદેશ છે કે – નિશ્ચય મોક્ષમાર્ગનું સેવન કરવું, કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [द्रग् - ज्ञप्ति - वृत्ति - आत्मकः यः एषः एकः नियतः मोक्षपथः] દર્શન- જ્ઞાનચારિત્રસ્વરૂપ જે આ એક નિયત મોક્ષમાર્ગ છે. [तत्र एव यः स्थितिम् एति] તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે અર્થાત્ સ્થિત રહે છે, [तम् अनिशं ध्यायेत्] તેને જ નિરંતર ધ્યાવે છે,
Page 584 of 642
PDF/HTML Page 615 of 673
single page version
लिङ्गे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः ।
प्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यन्ति ते ।।२४१।।
[तं चेतति] તેને જ ચેતે – અનુભવે છે, [च द्रव्यान्तराणि अस्पृशन् तस्मिन् एव निरन्तरं विहरति] અને અન્ય દ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે, [सः नित्य - उदयं समयस्य सारम् अचिरात् अवश्यं विन्दति] તે પુરુષ, જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને (અર્થાત્ પરમાત્માના રૂપને) થોડા કાળમાં જ અવશ્ય પામે છે — અનુભવે છે.
ભાવાર્થઃ — નિશ્ચયમોક્ષમાર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે. ૨૪૦.
‘જેઓ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ માની તેમાં મમત્વ રાખે છે, તેમણે સમયસારને અર્થાત્ શુદ્ધ આત્માને જાણ્યો નથી’ — એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ये तु एनं परिहृत्य संवृति - पथ - प्रस्थापितेन आत्मना द्रव्यमये लिङ्गे ममतां वहन्ति] જે પુરુષો આ પૂર્વોક્ત પરમાર્થસ્વરૂપ મોક્ષમાર્ગને છોડીને વ્યવહારમોક્ષમાર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે (અર્થાત્ એમ માને છે કે આ દ્રવ્યલિંગ જ અમને મોક્ષ પમાડશે), [ते तत्त्व - अवबोध - च्युताः अद्य अपि समयस्य सारम् न पश्यन्ति] તે પુરુષો તત્ત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થકા હજુ સુધી સમયના સારને (અર્થાત્ શુદ્ધ આત્માને) દેખતા – અનુભવતા નથી. કેવો છે તે સમયસાર અર્થાત્ શુદ્ધ આત્મા? [नित्य - उद्योतम् ] નિત્ય પ્રકાશમાન છે (અર્થાત્ કોઈ પ્રતિપક્ષી થઈને જેના ઉદયનો નાશ કરી શકતું નથી), [अखण्डम्] અખંડ છે (અર્થાત્ જેમાં અન્ય જ્ઞેય આદિના નિમિત્તે ખંડ થતા નથી), [एकम्] એક છે (અર્થાત્ પર્યાયોથી અનેક અવસ્થારૂપ થવા છતાં જે એકરૂપપણાને છોડતો નથી), [अतुल - आलोकं] અતુલ ( – ઉપમારહિત) જેનો પ્રકાશ છે (કારણ કે જ્ઞાનપ્રકાશને સૂર્યાદિકના પ્રકાશની ઉપમા આપી શકાતી નથી), [स्वभाव - प्रभा - प्राग्भारं] સ્વભાવપ્રભાનો પુંજ છે (અર્થાત્ ચૈતન્યપ્રકાશના સમૂહરૂપ છે), [अमलं] અમલ છે (અર્થાત્ રાગાદિ - વિકારરૂપી મળથી રહિત છે).
(આ રીતે, જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેમને નિશ્ચય - કારણસમયસારનો અનુભવ નથી; તો પછી તેમને કાર્યસમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય?) ૨૪૧.
Page 585 of 642
PDF/HTML Page 616 of 673
single page version
ये खलु श्रमणोऽहं श्रमणोपासकोऽहमिति द्रव्यलिङ्गममकारेण मिथ्याहङ्कारं कुर्वन्ति, तेऽनादिरूढव्यवहारमूढाः प्रौढविवेकं निश्चयमनारूढाः परमार्थसत्यं भगवन्तं समयसारं न पश्यन्ति ।
હવે આ અર્થની ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [ये] જેઓ [बहुप्रकारेषु] બહુ પ્રકારનાં [पाषण्डिलिङ्गेषु वा] મુનિલિંગોમાં [गृहिलिङ्गेषु वा] અથવા ગૃહસ્થલિંગોમાં [ममत्वं कुर्वन्ति] મમતા કરે છે (અર્થાત્ આ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે), [तैः समयसारः न ज्ञातः] તેમણે સમયસારને નથી જાણ્યો.
ટીકાઃ — જેઓ ખરેખર ‘હું શ્રમણ છું, હું શ્રમણોપાસક ( – શ્રાવક) છું’ એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિ કાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય ( – નિશ્ચયનય) પર ૧અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય ( – જે પરમાર્થે સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને દેખતા – અનુભવતા નથી.
ભાવાર્થઃ — અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે ‘આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે’, પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ — ૧. અનારૂઢ = નહિ આરૂઢ; નહિ ચડેલા.
Page 586 of 642
PDF/HTML Page 617 of 673
single page version
ज्ञानमेकमिदमेव हि स्वतः ।।२४३।।
શ્લોકાર્થઃ — [व्यवहार - विमूढ - द्रष्टयः जनाः परमार्थं नो कलयन्ति] વ્યવહારમાં જ જેમની દ્રષ્ટિ ( – બુદ્ધિ) મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી, [इह तुष - बोध - विमुग्ध - बुद्धयः तुषं कलयन्ति, न तण्डुलम्] જેમ જગતમાં ૧તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે ( – મોહ પામી છે) એવા પુરુષો તુષને જ જાણે છે, ૨તંડુલને જાણતા નથી.
ભાવાર્થઃ — જેઓ ફોતરાંમાં મુગ્ધ થઈ રહ્યા છે, ફોતરાંને જ કૂટ્યા કરે છે, તેમણે તંડુલને જાણ્યા જ નથી; તેવી રીતે જેઓ દ્રવ્યલિંગ આદિ વ્યવહારમાં મુગ્ધ થઈ રહ્યા છે (અર્થાત્ શરીરાદિની ક્રિયામાં મમત્વ કર્યા કરે છે), તેમણે શુદ્ધાત્મ-અનુભવનરૂપ પરમાર્થને જાણ્યો જ નથી; અર્થાત્ એવા જીવો શરીરાદિ પરદ્રવ્યને જ આત્મા જાણે છે, પરમાર્થ આત્માનું સ્વરૂપ તેઓ જાણતા જ નથી. ૨૪૨.
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [द्रव्यलिङ्ग - ममकार - मीलितैः समयसारः एव न द्रश्यते] જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધ – વિવેકરહિત છે, તેઓ સમયસારને જ દેખતા નથી; [यत् इह द्रव्यलिङ्गम् किल अन्यतः] કારણ કે આ જગતમાં દ્રવ્યલિંગ તો ખરેખર અન્યદ્રવ્યથી થાય છે, [इदम् ज्ञानम् एव हि एकम् स्वतः] આ જ્ઞાન જ એક પોતાથી (આત્મદ્રવ્યથી) થાય છે.
ભાવાર્થઃ — જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડે અંધ છે તેમને શુદ્ધાત્મદ્રવ્યનો અનુભવ જ નથી, કારણ કે તેઓ વ્યવહારને જ પરમાર્થ માનતા હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે. ૨૪૩. ૧. તુષ = ડાંગરનાં ફોતરાં; અનાજનાં ફોતરાં. ૨. તંડુલ = ફોતરાં વિનાના ચોખા; ફોતરાં વિનાનું અનાજ.
Page 587 of 642
PDF/HTML Page 618 of 673
single page version
यः खलु श्रमणश्रमणोपासकभेदेन द्विविधं द्रव्यलिङ्गं भवति मोक्षमार्ग इति प्ररूपणप्रकारः स केवलं व्यवहार एव, न परमार्थः, तस्य स्वयमशुद्धद्रव्यानुभवनात्मकत्वे सति परमार्थत्वा- भावात्; यदेव श्रमणश्रमणोपासकविकल्पातिक्रान्तं द्रशिज्ञप्तिप्रवृत्तवृत्तिमात्रं शुद्धज्ञानमेवैकमिति निस्तुषसञ्चेतनं परमार्थः, तस्यैव स्वयं शुद्धद्रव्यानुभवनात्मकत्वे सति परमार्थत्वात् । ततो ये व्यवहारमेव परमार्थबुद्धया चेतयन्ते, ते समयसारमेव न सञ्चेतयन्ते; य एव परमार्थं परमार्थबुद्धया
‘વ્યવહારનય જ મુનિલિંગને અને શ્રાવકલિંગને — એ બન્ને લિંગોને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈ લિંગને મોક્ષમાર્ગ કહેતો નથી’ — એમ હવે ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [व्यावहारिकः नयः पुनः] વ્યવહારનય [द्वे लिङ्गे अपि] બન્ને લિંગોને [मोक्षपथे भणति] મોક્ષમાર્ગમાં કહે છે (અર્થાત્ વ્યવહારનય મુનિલિંગ તેમ જ ગૃહીલિંગને મોક્ષમાર્ગ કહે છે); [निश्चयनयः] નિશ્ચયનય [सर्वलिङ्गानि] સર્વ લિંગોને (અર્થાત્ કોઈ પણ લિંગને) [मोक्षपथे न इच्छति] મોક્ષમાર્ગમાં ગણતો નથી.
ટીકાઃ — શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છે — એવો જે પ્રરૂપણ - પ્રકાર (અર્થાત્ એવા પ્રકારની જે પ્રરૂપણા) તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી, કારણ કે તે (પ્રરૂપણા) પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે; શ્રમણ અને શ્રમણોપાસકના ભેદોથી અતિક્રાંત, દર્શનજ્ઞાનમાં પ્રવૃત્ત પરિણતિમાત્ર ( – માત્ર દર્શન - જ્ઞાનમાં પ્રવર્તેલી પરિણતિરૂપ) શુદ્ધ જ્ઞાન જ એક છે — એવું જે નિસ્તુષ ( – નિર્મળ) અનુભવન તે પરમાર્થ છે, કારણ કે તે (અનુભવન) પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવન- સ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે. માટે જેઓ વ્યવહારને જ પરમાર્થબુદ્ધિથી ( – પરમાર્થ માનીને) અનુભવે છે, તેઓ સમયસારને જ નથી અનુભવતા; જેઓ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી
Page 588 of 642
PDF/HTML Page 619 of 673
single page version
चेतयन्ते, ते एव समयसारं चेतयन्ते ।
रयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः ।
न्न खलु समयसारादुत्तरं किञ्चिदस्ति ।।२४४।।
અનુભવે છે, તેઓ જ સમયસારને અનુભવે છે.
ભાવાર્થઃ — વ્યવહારનયનો વિષય તો ભેદરૂપ અશુદ્ધદ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી; નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે. માટે, જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને અનુભવતા નથી; જેઓ પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે (તેથી તેઓ જ મોક્ષને પામે છે).
‘બહુ કથનથી બસ થાઓ, એક પરમાર્થનો જ અનુભવ કરો’ — એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अतिजल्पैः अनल्पैः दुर्विकल्पैः अलम् अलम्] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ; [इह] અહીં એટલું જ કહેવાનું છે કે [अयम् परमार्थः एकः नित्यम् चेत्यताम्] આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો; [स्व - रस - विसर - पूर्ण - ज्ञान - विस्फू र्ति - मात्रात् समयसारात् उत्तरं खलु किञ्चित् न अस्ति] કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર ( – પરમાત્મા) તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી ( – સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત નથી).
ભાવાર્થઃ — પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો; આ ઉપરાંત ખરેખર બીજું કાંઈ પણ સારભૂત નથી. ૨૪૪.
હવે છેલ્લી ગાથામાં આ સમયસાર ગ્રંથના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્યભગવાન આ ગ્રંથ પૂર્ણ કરશે; તેની સૂચનાનો શ્લોક પ્રથમ કહે છેઃ —
શ્લોકાર્થઃ — [आनन्दमयम् विज्ञानघनम् अध्यक्षतां नयत्] આનંદમય વિજ્ઞાનઘનને ( – શુદ્ધ
Page 589 of 642
PDF/HTML Page 620 of 673
single page version
यः खलु समयसारभूतस्य भगवतः परमात्मनोऽस्य विश्वप्रकाशकत्वेन विश्व-
समयस्य प्रतिपादनात् स्वयं शब्दब्रह्मायमाणं शास्त्रमिदमधीत्य, विश्वप्रकाशनसमर्थ- परमार्थभूतचित्प्रकाशरूपमात्मानं निश्चिन्वन् अर्थतस्तत्त्वतश्च परिच्छिद्य, अस्यैवार्थभूते भगवति एकस्मिन् पूर्णविज्ञानघने परमब्रह्मणि सर्वारम्भेण स्थास्यति चेतयिता, स साक्षात्तत्क्षण-
પરમાત્માને, સમયસારને) પ્રત્યક્ષ કરતું [इदम् एकम् अक्षयं जगत्-चक्षुः] આ એક ( – અદ્વિતીય) અક્ષય જગત - ચક્ષુ ( – સમયપ્રાભૃત) [पूर्णताम् याति] પૂર્ણતાને પામે છે.
ભાવાર્થઃ — આ સમયપ્રાભૃત ગ્રંથ વચનરૂપે તેમ જ જ્ઞાનરૂપે — બન્ને પ્રકારે જગતને અક્ષય (અર્થાત્ જેનો વિનાશ ન થાય એવું) અદ્વિતીય નેત્ર સમાન છે, કારણ કે જેમ નેત્ર ઘટપટાદિને પ્રત્યક્ષ દેખાડે છે તેમ સમયપ્રાભૃત આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવગોચર દેખાડે છે. ૨૪૫.
હવે ભગવાન કુંદકુંદાચાર્યદેવ આ ગ્રંથને પૂર્ણ કરે છે તેથી તેના મહિમારૂપે તેના અભ્યાસ વગેરેનું ફળ ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [यः चेतयिता] જે આત્મા ( – ભવ્ય જીવ) [इदं समयप्राभृतम् पठित्वा] આ સમયપ્રાભૃતને ભણીને, [अर्थतत्त्वतः ज्ञात्वा] અર્થ અને તત્ત્વથી જાણીને, [अर्थे स्थास्यति] તેના અર્થમાં સ્થિત થશે, [सः] ते [उत्तमं सौख्यम् भविष्यति] ઉત્તમ સૌખ્યસ્વરૂપ થશે.
ટીકાઃ — સમયસારભૂત આ ભગવાન પરમાત્માનું — કે જે વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે તેનું — પ્રતિપાદન કરતું હોવાથી જે પોતે શબ્દબ્રહ્મ સમાન છે એવા આ શાસ્ત્રને જે આત્મા ખરેખર ભણીને, વિશ્વને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત, ચૈતન્ય - પ્રકાશરૂપ આત્માનો નિશ્ચય કરતો થકો (આ શાસ્ત્રને) અર્થથી અને તત્ત્વથી જાણીને, તેના જ અર્થભૂત