Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 14

 

Page 89 of 253
PDF/HTML Page 101 of 265
single page version

background image
પ્રભુ વીરે એ માર્ગ બતાવીયો રે,
કુંદકુંદે રોપ્યા રાજથંભ.....રૂડા.
કહાન ગુરુએ કાદવમાંથી કાઢીયા રે,
ચડાવ્યા એ રાજમાર્ગ દ્વાર.....રૂડા.
સીમંધરના નાદ કુંદ લાવીયા રે,
રણશીંગા વગાડ્યા ભરતમાંય......રૂડા.
ગુરુ કહાને રણશીંગા સાંભળ્યા રે,
વગાડનાર એ છે કોણ...રૂડા.
ગુરુ કહાને એ કુંદકુંદ શોધીયા રે,
શોધી લીધો શાસન થંભ.....રૂડા.
ગુરુ કહાને ભરતને જગાડીયું રે,
જાગો જાગો એ ઊંઘતા અંધ.....રૂડા.
ગુરુ કહાને ચિદાતમ બતાવીયો રે,
રોપ્યા છે મુક્તિ કેરા થંભ.....રૂડા.
એવા શાસનસ્થંભ મારા નાથ છે રે,
તેને જોઈ જોઈ અંતર ઊભરાય.....રૂડા.
ગુરુના હૃદયે જિનેશ્વર વસી રહ્યા રે,
ગુરુના શિરે જિનેશ્વરનો હાથ.....રૂડા.
પ્રભુ સેવક રત્નત્રય માગતા રે,
એ તો લળી લળી લાગે પાય.....રૂડા.

Page 90 of 253
PDF/HTML Page 102 of 265
single page version

background image
શ્રી જિનસ્તવન
(પ્રભુ પાવન કરોને મારું આંગણું રેરાગ)
આજ દિવ્યધ્વનિ છૂટી વીર મુખથી રે,
આજ ૐધ્વનિ છૂટી વીર મુખથી રે,
અનંત જીવોના તારણહાર.....આજ.
સહુ મહોત્સવ કરીએ આજ.....આજ.
આજ ઇંદ્રોના ટોળાં ઊતર્યાં રે,
આ ભરતક્ષેત્રની માંહી.....આજ.
ૠજુવાલિકાએ શુક્લધ્યાન આદર્યું રે,
પ્રભુ પામ્યા છો કેવળજ્ઞાન.....આજ.
પ્રભુ સમોસરણ રચના બની રે,
ભવ્યો જુએ છે ધ્વનિ વાટ.....આજ.
આજ પાત્ર ગૌતમજી પધારીયા રે,
પ્રભુ દિવ્યધ્વનિના છૂટ્યા ધોધ.....આજ.
વિપુલાચલે સમોસરણ જામીયા રે,
શ્રેણિક રાજાની રાજધાની માંહી.....આજ.
રૂડી રાજગૃહી નગરીમાંહી.....આજ.
પ્રભુ ગગને વાજિંત્રો વાજીયા રે,
વાગ્યા ત્રણ ભુવનમાં નાદ.....આજ.
આજ દિવ્યધ્વનિના ધોધ ઊછળ્યા રે,
આજ ૐકાર નાદો ગાજીયા રે,
જાણે ઊછળ્યો સમુદ્ર અગાધ.....આજ.

Page 91 of 253
PDF/HTML Page 103 of 265
single page version

background image
ચાર તીર્થ ધ્વનિરસે તરબોળ થયા રે,
ગણધરમુનિશ્રાવકના થયા વૃંદ.....આજ.
આત્મ આનંદમાં નાચી ઊઠ્યા આજ.....આજ.
સાક્ષાત્ જિનેન્દ્ર ભરતમાં બિરાજતા રે;
ત્રિલોકીનાથ ભરતમાં બિરાજતા રે,
એ દિવસ ઊગ્યો છે આજ.....આજ.
ધન્ય ધન્ય તે દિન રાત.....આજ.
વીરપુત્ર એવા કહાનગુરુ પાકીયા રે,
જેણે સુણાવ્યા ૐના સ્વરૂપ.....આજ.
અદ્ભુત રચના કહાનગુરુએ રે,
ખોલ્યા દિવ્યધ્વનિનાં રહસ્ય.....આજ.
દેવ ગુરુની સેવા હૃદયે વસો રે,
વસો વસો પ્રભુ એ ત્રિકાળ.....આજ.
શ્રી ગુરુદેવસ્તવન
(ભેટે ઝૂલે છે તલવારરાગ)
વૈશાખ સુદ બીજને વાર, ઉજમબા ઘેર કહાન પધાર્યા.
ગર્જ્યા દુંદુભિના નાદ ઉમરા૪ળા ગામે કહાન પધાર્યા.
ન માય આનંદ કુટુંબીજન હૈયે, ભાગ્યવાન મોતીચંદભાઈ
કહાન કુંવરનો જન્મ જ થાતાં ગંધોદક વૃષ્ટિ થાય....ઉ.
કહાન કુંવરનો જન્મ જ થાતાં,
મનવાંછિત કુદરત થાય....ઉજમબા,

Page 92 of 253
PDF/HTML Page 104 of 265
single page version

background image
કહાન જનમતાં ભરતખંડ ડોલ્યું;
જનમ્યા અનુપમ કહાન....ઉજમબા.
મોતીચંદભાઈને ઘેર નૃત્ય આજ થાય છે,
ઘેર ઘેર મંગળ થાય...ઉજમબા.
દેવ દેવેન્દ્રો (સહુ મળી) મંગળ આજ ગાય જે;
ભરતખંડમાં ડંકા થાય...ઉજમબા.
બાળક કુંવર કહાન એ જુદા હતા કોઈ,
ખેલતા’તા જ્ઞાનકુંજ માંહી ઉજમબા.
વીત્યા વીત્યા તે કાંઈ બાળકાળ વીત્યા,
લાગી ધૂન આતમાની માંહી...ઉજમબા.
વૈરાગી કહાને ત્યાગ જ લીધો,
કાઢ્યું અલૌકિક કાંઈ...ઉજમબા.
કહાન પ્રભુએ બંસરી બજાવી,
મીઠા એ બંસરીના સૂર...ઉજમબા.
મીઠા આ સૂર અહીં આવ્યા છે ક્યાંથી,
જાગ્યો છે એક કોઈ સંત...ઉજમબા.
ચાલો સહુ એ સુણવા જઈએ,
મીઠા આ બંસરીના સૂર...ઉજમબા.
અબધૂત અલખ જગાડનાર સંત આ,
દેવોને આશ્ચર્ય થાય, આજ ગુરુજન્મ વધામણા
અધ્યાત્મરસનો રસીલો સંત આ,
શ્રુતસાગર ઊછળ્યા મહાન...ઉજમબા.

Page 93 of 253
PDF/HTML Page 105 of 265
single page version

background image
પાક્યા છે યુગપ્રધાની સંત આ,
સેવકને હરખ ન માય...ઉજમબા.
એવા સંતની ચરણસેવાથી,
ભવના આવે છે અંત...ઉજમબા.
પંચમકાળે અહો ભાગ્ય ખીલ્યા છે,
વંદન હોજો અનંત...ઉજમબા.
શ્રી જિનસ્તવન
(અયોધ્યા નગરીમાં જનમીયા રે લાલરાગ)
વીર જિનેન્દ્ર જનમીયા રે લાલ,
મંગળ દિન આજ ઊગીયો રે લાલ,
જન્મ કલ્યાણક આજનો રે લાલ,
કુંડલપુર નગરી સોહામણી રે લાલ,
પિતા સિદ્ધાર્થ માત ત્રિશલા રે લાલ...જન્મ.
રત્નવૃષ્ટિ જિનપુરીમાં રે લાલ,
સોહે પિતાજીના આંગણા રે લાલ...જન્મ.
ઇન્દ્ર ઇન્દ્રાસન ડોલીયા રે લાલ,
શક્ર શચિ સહ આવીયા રે લાલ...જન્મ.
કુંડલપુરે દેવો ઊતર્યા રે લાલ,
ભરતે વાજિંત્ર એના ગાજીયા રે લાલ...જન્મ.
દેવો ગગનમાં ચાલીયા રે લાલ,
જોવા મળ્યું જગ સામટું રે લાલ....જન્મ.
મેરુએ અભિષેક કરાવીયા રે લાલ,
પિતા આંગણે તાંડવ નૃત્ય થતાં રે લાલ....જન્મ.

Page 94 of 253
PDF/HTML Page 106 of 265
single page version

background image
શ્રી વીર જિનેન્દ્ર જનમીયા રે લાલ,
ત્રણ ભુવનનો નાથ છે રે લાલ...જન્મ.
ઉગ્ર તપશ્ચર્યા આદરી રે લાલ,
લવલીન થયા ચિદાત્મમાં રે લાલ...જન્મ.
કેવળજ્ઞાન પ્રગટાવીયા રે લાલ,
અનંતગુણો માંહી ઝૂલતા રે લાલ...જન્મ.
દિવ્ય રચનાએ દિવ્યધ્વનિ છૂટી રે લાલ,
અનંત આતમ તર્યા સામટા રે લાલ,
ધન્ય અવતાર વીર નાથનો રે લાલ.
દીસે વૃદ્ધિકાળ તુજ શાસને રે લાલ,
પ્રભુ પ્રગટ્યા છે કહાન પુત્ર તાહરા રે લાલ,
ધન્ય અવતાર ગુરુરાજનો રે લાલ.
જેણે હલાવ્યા આખા હિંદને રે લાલ,
સત્ ધર્મના દરિયા વહાવીયા રે લાલ...ધન્ય.
શ્રુતસાગર ઉછાળ્યા ગુરુ અંતરે રે લાલ,
અદ્વિતીય અવતાર ભરતખંડમાં રે લાલ...ધન્ય.
શાસનવૃદ્ધિ દિન આજનો રે લાલ,
વધતાં દેખું ગુરુદેવને રે લાલ...ધન્ય.
આજ મંગળ દિન અહો ઊગીયો રે લાલ,
ગુરુદેવના ચિદાતમે મંગળ થયા રે લાલ...ધન્ય.
વંદન કરું છું તુજ ચરણમાં રે લાલ,
સેવકને શરણમાં રાખજો રે લાલ...ધન્ય.

Page 95 of 253
PDF/HTML Page 107 of 265
single page version

background image
શ્રી જિનસ્તવન
(ભેટે ઝૂલે છે તલવારરાગ)
નિર્વાણ મહોત્સવ દિન આજ,
વીર પ્રભુ સિદ્ધ થયા છે.
વીર જિનેશ્વર સિદ્ધ થયા છે,
ગૌતમ કેવળજ્ઞાન.....વીર.
સમશ્રેણી પ્રભુ પાવાપુરીમાં,
મુક્તિમાં બિરાજ્યા નાથ.....વીર.
અનાદિ દેહનો સંબંધ છૂટીને,
ચૈતન્ય ગોળો છૂટ્યો આજ.....વીર.
યોગ વિભાવનું કંપન છૂટ્યું,
અનંત અકંપતા આજ.....વીર.
અનંત અનંત ગુણ પર્યાયે પરિણમ્યા,
પ્રગટ્યો અગુરુલઘુ મહાન.....વીર.
પુનિત પગલાં કાલ હતાં ભરતમાં,
આજે થયા ચિદ્દબિંબ.....વીર.
કાલે વીરજી અરિહંત હતા,
આજે સિદ્ધ ભગવાન.....વીર.
ભરતક્ષેત્રે પાવાપુરીમાં,
સ્મરણ વીરનાં થાય.....વીર.
દેવ દેવેંદ્રો પાવાપુરીમાં ઊતર્યા;
નિર્વાણ મહોત્સવ કાજ.....વીર.

Page 96 of 253
PDF/HTML Page 108 of 265
single page version

background image
વિરહ પડ્યા આ ભરતક્ષેત્રમાં,
ત્રિલોકીનાથના આજ.....વીર.
હે વીર! હે વીર! ભરતક્ષેત્રમાં,
સેવક કરે તુને સાદ.....વીર.
સિદ્ધ મંદિરે નાથ બિરાજ્યા,
શાસનમાં જાગ્યા કોઈ સંત.....વીર.
સાદ સાંભળ્યો સેવક તણો એ,
જાગ્યા કુંદકહાન સંત.....વીર.
કુંદકુંદ અમૃતાદિ કહાનગુરુ પાકીયા,
શાસનના રક્ષણહાર.....વીર.
કહાનગુરુને શ્રુતસાગર ઊછળ્યા,
અમૃત વરસ્યા મેહ.....વીર.
આતમ આધાર એ અમ સેવકના,
શિવપુરનો એ સાથ.....વીર.
શ્રી સ્તવન
(અયોધ્યા નગરીમાં જનમિયા રે લાલરાગ)
અનંત ચતુર્દશી દિન આજનો રે લાલ,
જિનદેવ ઝૂલે આનંદરસે રે લાલ;
ધન્ય દિવસ ચિદ્ધર્મના રે લાલ.
અનંતાનંદ પ્રગટો મુજ અંતરે રે લાલ,
સેવક ઇચ્છે એ સ્વરૂપને રે લાલ.....ધન્ય.

Page 97 of 253
PDF/HTML Page 109 of 265
single page version

background image
અનંત ગુણ પ્રગટાવીયા રે લાલ,
ભક્તિ કરું હું તારી ભાવથી રે લાલ.....ધન્ય.
ધન્ય મુનિ આચાર્યવૃંદને રે લાલ,
ચિદ્સંયમ પ્રગટાવીયો રે લાલ.....ધન્ય.
અપૂર્વદિન ક્યારે આવશે રે લાલ,
ચિદ્સંયમ પ્રગટાવશું રે લાલ.....ધન્ય.
જ્યારે થશે રત્નત્રય એકતા રે લાલ,
દિનરાત અહો એ ધન્ય છે રે લાલ.....ધન્ય.
જિનદેવે ક્ષમાદિ પ્રગટાવીયા રે લાલ,
સહુ પ્રગટાવો શુદ્ધ ભાવને રે લાલ.....ધન્ય.
પ્રભુ કેવળ જ્યોતિ જળહળે રે લાલ,
જિનરાજ કૃતકૃત્ય સ્વરૂપ છો રે લાલ.....ધન્ય.
નજરે નિહાળું જિનનાથ રે લાલ,
લયલીન બનું ભક્તિભાવમાં રે લાલ.....ધન્ય.
મુજ મન મંદિરે જિનનાથ છો રે લાલ,
ચાલ્યો આવું છું તુજ પાસમાં રે લાલ....ધન્ય.
ગુરુદેવ કૃપા વરસાવતા રે લાલ,
મુજ અંતર આતમ ઉલ્લાસતા રે લાલ....ધન્ય.
ગુરુરાજ પ્રતાપે જિન ભેટશું રે લાલ,
ચિદાત્મમાંહી રાચશું રે લાલ.....ધન્ય.

Page 98 of 253
PDF/HTML Page 110 of 265
single page version

background image
દેવગુરુની સમીપતા પામશું રે લાલ,
જેથી પૂર્ણાનંદને પામશું રે લાલ.
ધન્ય દિવસ ચિદ્ધર્મના રે લાલ.
શ્રી કુંદકુંદાચાર્યસ્તવન
(આદિ જિણંદજી સોહામણા રે લાલરાગ)
મંગળ દિન આજ ઊગીયો રે લાલ,
કુંદદેવ આચાર્યપદ પામીયા રે લાલ.
આચાર્યપદ સોહામણા રે લાલ.
કુંદકુંદ આચાર્ય જાગીયા રે લાલ,
ભરતક્ષેત્રના ભાગ્યથી રે લાલ...આચાર્ય.
પ્રમત્ત અપ્રમત્તે ઝૂલતાં રે લાલ;
અવિહડ અબધૂત યોગી છો રે લાલ...આચાર્ય.
દેહધારી છતાં દેહાતીત છો રે લાલ,
ૠદ્ધિ લબ્ધિનો નહિ પાર છે રે લાલ...આચાર્ય.
અનેકાંત જ્ઞાન બળવાન છે રે લાલ,
શ્રુતકેવળીની સાખ છે રે લાલ...આચાર્ય.
આજ આચાર્યપદે મુનિ કુંદને રે લાલ
ઇન્દ્રો નરેન્દ્રો સ્થાપતા રે લાલ...આચાર્ય.
દેવેન્દ્રગણ આજ આવીયા રે લાલ,
મનુષ્યગણ અપાર છે રે લાલ...આચાર્ય.
કુંદકુંદદેવ અદ્ભુત છે રે લાલ,
ચૌદિશમાં વાજાં વાગીયા રે લાલ...આચાર્ય.

Page 99 of 253
PDF/HTML Page 111 of 265
single page version

background image
મહાવિદેહમાં ચાલીયા રે લાલ,
સીમંધરનાથને નિહાળીયા રે લાલ...આચાર્ય.
દિવ્યધ્વનિના સૂર સુણીયા રે લાલ,
આતમમાંહી ઓગાળીયા રે લાલ...આચાર્ય.
જિન દર્શન ચિત્ત ઊછળ્યા રે લાલ,
ભરતે આવીને બોધ છૂટીયા રે લાલ...આચાર્ય.
થોકે થાય મુનિ અર્જિકા રે લાલ,
વ્રતધારી ઘણા સામટા રે લાલ...આચાર્ય.
આકાશે પાતાળે એક થાંભલો રે લાલ,
જગત નભે સંતો વડે રે લાલ...આચાર્ય.
વનવાસી એ મુનિસંતની રે લાલ,
આતમશક્તિની શું વાતડી રે લાલ...આચાર્ય.
કહાનદેવે કુંદકુંદ ઓળખ્યા રે લાલ,
બહુ (જીવો) સંબોધ્યા કળિકાળમાં રે લાલ...આચાર્ય.
આતમયોગી આ જાગીયો રે લાલ,
આતમનાદ વગાડીયા રે લાલ...આચાર્ય.
કુંદકહાન સેવક અંતરે વસો રે લાલ;
ઝટ તારજો તારણહાર છો રે લાલ...આચાર્ય.
શ્રી જિનસ્તવન
(અયોધ્યા નગરીમાં જનમીયા રે લાલએ રાગ)
સમવસરણ સોહામણા રે લાલ.
જિનેન્દ્રનાથ જ્યાં વિરાજતા રે લાલ.
સમવસરણ સોહામણા રે લાલ.

Page 100 of 253
PDF/HTML Page 112 of 265
single page version

background image
સમવસરણ વિદેહમાં લાલ,
એ દ્રશ્ય ભરતમાં દેખીયું રે લાલસમવસરણ.
સમોસરણ સાક્ષાત્ જાણે દેખીયા રે લાલ,
સીમંધરનાથ જ્યાં બિરાજતા રે લાલસમવસરણ.
જિનભૂમિ સંયુક્ત જિન વંદના રે લાલ,
વનભૂમિ સંયુક્ત જિન વંદના રે લાલસમવસરણ.
ધ્વજભૂમિ સંયુક્ત જિન વંદના રે લાલ,
અષ્ટભૂમિ સંયુક્ત જિન વંદના રે લાલસમવસરણ.
તુજ પાસે શોભા મળી સામટી રે લાલ,
સર્વ વસ્તુ જગતની તુજને નમે રે લાલસમવસરણ.
વનાદિ ભૂમિ અર્ઘ્યો વડે રે લાલ,
જાણે પૂજા કરે જિન તાહરી રે લાલસમવસરણ.
દિવ્ય રચના અષ્ટભૂમિ તણી રે લાલ,
તું તો સર્વથી અલિપ્ત છે રે લાલસમવસરણ.
આત્માલંબે બિરાજતા રે લાલ,
કમળ સિંહાસન ભિન્ન છે રે લાલસમવસરણ.
ચક્રેશ સુરેશ ગણનાથ છો રે લાલ,
ત્રણ ભુવન આધાર છો રે લાલસમવસરણ.
ભવવારિધ તારણ ઉદાર છો રે લાલ,
એક સહસ્ર વસુ નામ છે રે લાલસમવસરણ.
અનંતગુણ રત્નત્રયા રે લાલ,
એવા જિન વિદેહમાં બિરાજતા રે લાલસમવસરણ.
કુંદદેવ વિદેહક્ષેત્રે ગયા રે લાલ,
જિન દેખી વિરહ દુઃખ મેટીયા રે લાલસમવસરણ.

Page 101 of 253
PDF/HTML Page 113 of 265
single page version

background image
કુંદદેવ અહો અમ આંગણે રે લાલ,
વંદન હો સંત ચરણમાં રે લાલસમવસરણ.
ગુરુ પ્રતાપે સહુ દેખીયા રે લાલ,
ભવભ્રમણ આજ મેટીયા રે લાલસમવસરણ.
ગુરુદેવે ૐકાર સુણાવીયા રે લાલ,
આ પામરને પાર ઉતારીયા રે લાલસમવસરણ.
દેવગુરુના ગુણને શું કથું રે લાલ,
તુજ ભક્તિ વસો મુજ અંતર રે લાલસમવસરણ.
શ્રી જિનસ્તવન
(ભેટે ઝૂલે છે તલવારરાગ)
આજ પધાર્યા જિનનાથ,
જિનધામ સોહે સોહામણા.
આજ પધાર્યા સીમંધરનાથ,
સુવર્ણધામ સોહે સોહામણા.
જિનમંદિરે વાજિંત્રો છવાયાં,
જિનદ્વારે તોરણ બંધાય....જિનધામ.
સાક્ષાત્ સીમંધરનાથ અહો આંગણે;
ચિત્તડું હરખી જાય....જિનધામ.
મનહર મૂરત જિનેશ્વરદેવની,
પ્રશાંતકારી દેદાર....જિનધામ.
જિનેશ્વરદેવને નયને નિરખતાં,
આતમને નિરખાય....જિનધામ.

Page 102 of 253
PDF/HTML Page 114 of 265
single page version

background image
રગરગમાં જિનભક્તિ પ્રગટતાં,
સહુ સિદ્ધિ ચૈતન્યમાં થાય....જિનધામ.
સ્વયંભૂ વિભુ સ્વયંપ્રકાશ છો,
જ્ઞાનેશ્વર ભગવાન....જિનધામ.
અશેષનાણી કલ્યાણકારી,
સર્વ વિભાવ વિમુક્ત....જિનધામ.
સરવંગે સરવ જ્યોત જાગી,
ચિદ્ રમે ચિદ્માંહી....જિનધામ.
ચૈતન્યનાથ દેખું અહો આંગણે,
ચૌદ બ્રહ્માંડ અપાર....જિનધામ.
ભરતક્ષેત્રમાં વિરહ હતા જિનના,
આજે ભેટ્યા ભગવાન....જિનધામ.
કઈ વિધ પૂજું સ્તવું હું તુજને,
આંગણે પધાર્યા જિનનાથ....જિનધામ.
નાચું ગાઉં ને શું રે કરું હું,
નજરે નિહાળું સીમંધરનાથ....જિનધામ.
ગુરુ પ્રતાપે જિનેન્દ્રદેવ દેખ્યા,
મનવાંછિત સિદ્ધ્યા આજ....જિનધામ.
ગુરુદેવે જિનસ્વરૂપ બતાવ્યા,
બતાવ્યા આત્મસ્વરૂપ....જિનધામ.
દેવગુરુની મહિમા અપાર છે,
તુજ ભક્તિ હો દિન રાત....જિનધામ.

Page 103 of 253
PDF/HTML Page 115 of 265
single page version

background image
શ્રી જિનસ્તવન
(આદિ જિણંદજી સોહામણા રે લાલ)
વિદેહક્ષેત્ર રળિયામણું રે લાલ,
મોક્ષપુરીના જ્યાં પાક છે રે લાલ,
ક્યારે નિહાળું મારા નાથને રે લાલ,
ધન્ય નિહાળું સીમંધરનાથને રે લાલ.
પુષ્કલાવતી વિજય સોહતી રે લાલ,
પુંડરગિરિ દેવપુરી સમી રે લાલ....ક્યારે.
સીમંધરનાથ ત્યાં જનમીયા રે લાલ,
શ્રેયાંસરાય માત સત્ય છે રે લાલ....ક્યારે.
જિનક્ષેત્રમાં જિન વસે રે લાલ,
જ્યાં જન્મતપકૈવલ્ય છે રે લાલ....ક્યારે.
પાંચસો ધનુષે નાથ સોહતા રે લાલ,
સમોસરણમાંહિ બિરાજતા રે લાલ....ક્યારે.
મુખ પુનમ કેરો ચંદ છે રે લાલ,
દેહ દેદાર અદ્ભુત છે રે લાલ....ક્યારે.
ગુણ પર્યાયમાંહી રાચતા રે લાલ,
ચૈતન્ય રસમાં અડોલતા રે લાલ....ક્યારે.
નિર્દ્વંદ અને નિરાહાર છો રે લાલ,
વળી અપુનર્ભવનાથ છો રે લાલ....ક્યારે.
અંતર બાહીર લક્ષ્મીથી રે લાલ,
સુશોભિત જગવંદ્ય છો રે લાલ....ક્યારે.
સીમંધરનાથ ક્યારે દેખશું રે લાલ,
આતમમાં લયલીન થશું રે લાલ....ક્યારે.

Page 104 of 253
PDF/HTML Page 116 of 265
single page version

background image
સેવકને દર્શન આશ છે રે લાલ,
જિનનાથ મળ્યે ઉલ્લાસ છે રે લાલ....ક્યારે.
પ્રભુ વાટ જુઓ કેમ આવડી રે લાલ,
મુજ રગે રગે ભક્તિ તાહરી રે લાલ....ક્યારે.
વિરહ પડ્યા આ ક્ષેત્રમાં રે લાલ,
દૂર રહ્યા અમે વિદેહથી રે લાલ....ક્યારે.
ક્ષમા કરો અમ બાળને રે લાલ,
ઝટ ચરણે ગ્રહો જગનાથ છો રે લાલ,
ક્યારે નિહાળું સીમંધરનાથને રે લાલ.
શ્રી જિનવાણી સ્તવન
(પ્રભુ પાવન કરોને મારું આંગણું રેરાગ)
આજ મંગળ દિન મહા ઊગીયો રે,
શ્રુતશાસ્ત્ર પધાર્યા અમ ઘેર. આજ૦
પરમાગમ પધાર્યા અહો આંગણે રે,
શ્રી સીમંધર જિનની વાણ. આજ૦
મોતી અક્ષકે પૂજન કરું તાહરા રે,
રત્ન દીવડે આરતી હોય. આજ૦
કુંદકુંદદેવ વિદેહક્ષેત્રથી રે
લાવ્યા છે તીર્થંકરવાણ. આજ૦
સકલ કલુષગણ વિધ્વંસતી રે
પરિવર્ધક પવિત્ર પ્રકાશ. આજ૦
મુનિમન પ્રમોદક ચંદ્રમા રે,
લોકઅલોક ઉદ્યોતક ભાણ. આજ૦

Page 105 of 253
PDF/HTML Page 117 of 265
single page version

background image
સુરત્નત્રયે પ્રદ્મદલો પૂરતી રે
કોટિ જીભે મહિમા નવ થાય. આજ૦
ત્રણ લોકપતિ જેને સેવતા રે
એવી ત્રણ જગત હિતકાર. આજ૦
કહાન ગુરુ હૃદયે જિનજી વસ્યા રે
એના મુખે વસે જિનવાણ. આજ૦
એણે ઉપેક્ષા કરવી પરદ્રવ્યથી રે,
નિરપેક્ષ સમજાવી સ્વરૂપ. આજ૦
નિષ્તુષ યુક્તિ અવલંબને રે,
ચોફેર પ્રકાશ્યા મુક્તિમાર્ગ. આજ૦
શ્રુત સરિતાના પૂર વહ્યા હિંદમાં રે,
એની લહરી પેઢી ભવ્ય માંહી. આજ૦
દેવ-ગુરુ-શ્રુત ભક્તિ મુજ અંતરે રે,
જેથી પામીએ પૂર્ણ સ્વરૂપ. આજે૦
શ્રી પાર્શ્વજિનસ્તવન
તુમ સે લાગી લગન, લે લો અપની શરણ,
પારસ પ્યારા, મેટો મેટોજી સંકટ હમારા.
નિશદિન તુમકો જપૂં, પર સે નેહા તજૂં,
જીવન સારા, તેરે ચરણોં મેં બીતે હમારા.
અશ્વસેન કે રાજદુલારે, વામાદેવી કે સુત પ્રાણ પ્યારે,
સબસે મુહ કો મોડા, સારા નેહા તોડા, સંયમ ધારા. મેટો..૧
ઇન્દ્ર ઔર ધરણેન્દ્ર ભી આયે, દેવી પદ્માવતી મંગલ ગાયે,
પરચા પૂરો સદા, દુઃખ નહિ પાવે કદા, સેવક તારા. મેટો..૨

Page 106 of 253
PDF/HTML Page 118 of 265
single page version

background image
જગ કે દુઃખ કી તો પરવા નહીં હૈ,
સ્વર્ગ-સુખ કી ભી ચાહ નહીં હૈ,
છૂટે જામન મરણ, ઐસા હોવે યતન, તારણહારા. મેટો..૩
લાખોં બાર તુમ્હેં શીશ નમાવૂં, જગ કે નાથ તુમ્હેં કૈસે પાઊં,
‘પંકજ’ ( હમ સબ) વ્યાકુલ ભયા, દર્શન બિન યે જિયા;
લાગે ખારા. મેટો મેટોજી..૪
શ્રી મહાવીર જિનસ્તવન
મહાવીરા તેરી ધુનમેં આનંદ આ રહા હૈ,
આનંદ આ રહા હૈ, આનંદ આ રહા હૈમહાવીરા.
તેરી તો ધુન હમ સુનકર, આયે હૈં તેરે દર પર,
આયે હૈં તેરે દર પર;
અરદાસ કર રહા હૈ, મહાવીરા કે ચરણોં મેંમહાવીરા.
લાખોંકી બિગડી બનાઈ, મેરી ભી બના દેના (૨)
પુકાર કર રહા હૈ, મહાવીરા કે મંદિરમેંમહાવીરા.
પ્રભુ પાર કરદે હમકો, તૂફાન યે કર્મોંકા (૨)
મસ્તક ઝુક રહા હૈ, મહાવીરાકે ચરણોંમેંમહાવીરા.
હમ સબકી અરજી પૂરી, હે નાથ તુમ્હીં કરના (૨)
પુકાર કર રહા હૂં, મહાવીરાકે મંદિરમેંમહાવીરા.
શ્રી જિનસ્તવન
નચા મન મોર (૨) ઠૌર ન પાઈ ઔર,
તોરે ભુવન આયાઆયાતોરે
એક ગાંવકા જો હૈ સ્વામી વહ દુઃખિયા દુઃખ ખોવે,

Page 107 of 253
PDF/HTML Page 119 of 265
single page version

background image
તીનલોકપતિ દુઃખ હરે નહિ, અનહોની કબ હોવે,
બડા લલચાયાજી, બડા લલચાયાજી.
કર્મોને લાલા નયા દર્શ દિખલાયા૧.
દીનાનાથ દયા કે સાગર, ઝોલી પલક પસારે,
દર્શનકો સૌભાગ્ય ખડા હૈ, કબસે તોરે દ્વારે;
જરા અપનાઓજી, જરા અપનાઓજી;
તેરે પે આશ ધરે હિયે ઉમગાયા૨.
શ્રી જિનસ્તવન
જિનવાણી માતા દર્શન કી બલિહારિયાં....ટેક..
પ્રથમ દેવ અરિહન્ત મનાઊઁ, ગણધરજી કો ધ્યાઊં.
કુન્દકુન્દ આચારજ સ્વામી, નિતપ્રતિ શીશ નવાઊં....જિન૦
યોનિ લાખ ચૌરાસી માંહી, ઘોર મહાદુઃખ પાયો;
તેરી મહિમા સુનકર માતા! શરણ તિહારી આયો....જિન૦
જાને થારો શરણો લીનોં, અષ્ટ કર્મ ક્ષય કીનોં.
જામનમરન મેટકે માતા! મોક્ષ મહાપદ દીનો....જિન૦
વાર-વાર મૈં વિનવું માતા, મહરજુ મો પર કીજે;
પાર્શ્વદાસ કી અરજ યહી હૈ, ચરણ શરણ મોહી દીજે....જિન૦
શ્રી જિનસ્તવન
નાચો (૨) પ્યારે મનકે મોર
જાગે (૨) હૈં ભાગ્ય હમારે,
આજ પ્રભુ પાયે હૈં દરશ તુમ્હારે.
ચારોં તરફ સે હૃદયમેં આજ
આતી અવાજ હે જિનરાજ

Page 108 of 253
PDF/HTML Page 120 of 265
single page version

background image
જય જયહી જય જયહી શબ્દ ઉચારે......જાગે.
તુમસે લાગી લગન પ્રભુ દીજે શરણ
હમ જીવનકો અપને સુધારેં
કાર્ય સફલ હોં સારે હમારે......જાગે.
દર્શનકો પાકે પાપ નશાને
આયે હૈં સ્વામી પુણ્ય કમાને
વૃદ્ધિ હો સિદ્ધિ હો જો ભી વિચારે.......જાગે.
શ્રી જિનસ્તવન
(અનમોલ ઘડીઆજા આજા મેરી બરબાદ મોહોબતકે)
આયા, આયા, આયા તેરે દરબારમેં ત્રિશલાકે દુલારે,
અબ તો લગા મઝધાર સે યહ નાવ કિનારે;
અથાહ સંસારસાગરમેં ફંસી હૈ નાવ યહ મેરી
ફંસી હૈ નાવ યહ મેરી
તાકત નહીં હૈ ઔર જો પતવાર સંભારે, અબ તો, ૧.
સદા તૂફાન કર્મોંકો નચાતા નાચ હૈ ભારી,
નચાતા નાચ હૈ ભારી.
સહે દુઃખ લાખ ચૌરાસી નહીં વો જાતે ઉચારે, અબ તો, ૨.
પતિતપાવન તરણતારણ, તુમ્હીં હો દીન દુઃખભંજન,
તુમ્હીં હો દીન દુઃખભંજન.
બિગડી હજારોંકી બની હૈ તેરે સહારે, અબ તો, ૩.
તેરે દરબારમેં આકર ન ખાલી એક ભી લૌટા,
ન ખાલી એક ભી લૌટા,
મનોરથ પૂર દે ‘સૌભાગ્ય’ દેતા ધોક તુમ્હારે, અબ તો. ૪.