Atmadharma magazine - Ank 108
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૯
સળંગ અંક ૧૦૮
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ દસમું, અંક ત્રીજો, વીર સં. ૨૪૭૯ પોષ (વાર્ષિક લવાજમ ૩ – ૦ – ૦)
: સંપાદક :
વકીલ રામજી માણેકચંદ દોશી
સર્વજ્ઞ ભગવાનો નંદન
ધર્મી જીવ પોતાના આત્મવૈભવને જાણે છે કે અહો! મારું સર્વજ્ઞપદ પ્રગટવાની
તાકાત મારામાં વર્તમાન જ ભરી છે. ––આમ સ્વભાવસામર્થ્યની શ્રદ્ધા કરતાં જ તે
અપૂર્વ શ્રદ્ધા જીવને બહારમાં ઉછાળા મારતો અટકાવી દે છે ને તેના પરિણમનને
અંતર્મુખ કરી દે છે. સ્વભાવસન્મુખ થયા વિના સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત થાય નહિ. આ
રીતે આત્માની સર્વજ્ઞત્વશક્તિની પ્રતીત કરતાં તેમાં મોક્ષની ક્રિયા–ધર્મની ક્રિયા આવી
જાય છે. અલ્પજ્ઞ પર્યાય વખતે પણ સર્વજ્ઞશક્તિ હોવાનો જેણે નિર્ણય કર્યો તેની રુચિનું
જોર અલ્પજ્ઞ પર્યાય ઉપરથી ખસીને અખંડ સ્વભાવમાં વળી ગયું છે, એટલે તે જીવ
‘સર્વજ્ઞ ભગવાનનો નંદન’ થયો છે. જે આત્મા પોતાના આવા જ્ઞાનવૈભવની પ્રતીત કરે
તે જ ખરો જૈન અને સર્વજ્ઞદેવનો ભક્ત છે.
–પૂ. ગુરુદેવશ્રીના ખાસ ઉદ્ગારો.

PDF/HTML Page 3 of 25
single page version

background image
સુ.વ.ર્ણ.પુ.રી. સ.મા.ચા.ર
: દસલક્ષણી પર્વ:
સોનગઢમાં ભાદરવા સુદ પાંચમથી શરૂ કરીને ચૌદસ સુધીના દસ દિવસો સનાતન જૈનધર્મના પર્યુષણ
તરીકે ધામધૂમથી ઊજવવામાં આવ્યા હતા. આ દિવસો દરમિયાન હંમેશાં પૂ. ગુરુદેવશ્રી ઉત્તમક્ષમા વગેરે ધર્મ
ઉપર ખાસ પ્રવચન કરતા હતા; તે પ્રવચનોમાં જૈનધર્મ શું છે? –જૈનધર્મના સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર કેવાં હોય?
સાચા દેવ–ગુરુનો ભક્ત–જૈન કેવો હોય? સર્વજ્ઞને ખરેખર ક્યારે માન્યા કહેવાય? ––ઈત્યાદિ વિષયો બહુ જ
સ્પષ્ટતાથી ખુલ્લા કરીને પૂ. ગુરુદેવશ્રીએ સમજાવ્યા હતા. અને તેઓશ્રી વારંવાર સ્પષ્ટ કહેતા હતા કે દિગંબર
જૈનધર્મ એ જ સાચો જૈનધર્મ છે તથા આ જ જૈનધર્મના સાચા પર્યુષણ છે. દસે દિવસો દરમિયાન જિનમંદિરમાં
હંમેશાંં દસલક્ષણધર્મ વગેરેનું સમૂહપૂજન થતું હતું. ભાદરવા સુદ છઠ્ઠને દિવસે શ્રી શાસ્ત્રજીની રથયાત્રા નીકળી
હતી. આ ઉપરાંત ભાદરવા સુદ દસમે ‘સુગંધ દસમી’ નું પર્વ વિશેષ ઉલ્લાસપૂર્વક ઊજવાયું હતું. આ દિવસે
જિનમંદિરમાં અભિષેકપૂર્વક દસ પૂજન, દસ સ્તોત્ર તથા ‘ખાસ ભક્તિ’ કરવામાં આવ્યાં હતાં, અને વિધિપૂર્વક
સર્વ મંદિરોમાં ધૂપનું ક્ષેપણ કરવામાં આવ્યું હતું. ભાદરવા સુદ ૧૧ ને ‘રવિવારે’ પણ અભિષેકપૂજન વગેરેની
કેટલીક વિધિ થઈ હતી. છેલ્લા દિવસોમાં રત્નત્રયપૂજા, સોળકારણ પૂજા વગેરે પણ વિધિપૂર્વક થયા હતા.
ભાદરવા સુદ ચૌદસે અનંતચતુર્દશી પણ ધામધૂમથી ઊજવવામાં આવી હતી. આ દિવસે સવારે શ્રી શાસ્ત્રજીની
રથયાત્રા, બપોરે સ્વાધ્યાય, સાંજે ૨૪ તીર્થંકરોનું તથા રત્નત્રયનું પૂજન વગેરે ખાસ કાર્યક્રમો રાખવામાં આવ્યા
હતા. ભાદરવા વદ એકમે ઉત્તમ ક્ષમાવણી દિન ઊજવાયો હતો, તે દિવસે જિનમંદિરમાં ૧૦૮ કલશથી
અસાધારણ ભક્તિપૂર્વક શ્રી સીમંધર જિનેન્દ્રનો મહાઅભિષેક થયો હતો, અભિષેકનું ભવ્ય દ્રશ્ય દેખી દેખીને
ભક્તોના હૈયાં ભક્તિથી નાચી ઉઠતાં હતાં. બપોરે સમસ્ત સંઘે મળીને પૂ. ગુરુદેવશ્રી સમક્ષ ભક્તિપૂર્વક
ક્ષમાયાચના કરી હતી અને જિનમંદિરમાં પણ સીમંધર પ્રભુજી સન્મુખ ક્ષમાવણી પ્રસંગની ખાસ ભક્તિ થઈ
હતી; આ દિવસે પરસ્પર ક્ષમાવણીનું ભવ્ય દ્રશ્ય ચારે તરફ નજરે પડતું હતું. એ પ્રમાણે ઘણા જ ઉમંગપૂર્વક
દસલક્ષણી પર્વનો મહોત્સવ સોનગઢમાં ઊજવાયો હતો.
આ દસલક્ષણીપર્વના ઉત્સવ દરમિયાન તપશ્ચર્યા પણ સારા પ્રમાણમાં થઈ હતી. પોરબંદરવાળા
પ્રાણજીવનભાઈના પુત્રી વિદ્યાબેને દસે દિવસ ઉપવાસ કર્યા હતા. તે ઉપરાંત રાજકોટવાળા પારેખ
પ્રભુદાસભાઈના પુત્રી ચંચળબેને છ ઉપવાસ કર્યા હતા; અને કેટલાક એકાંતરા ઉપવાસ, ત્રણ ઉપવાસ, બે
ઉપવાસ વગેરે પણ થયા હતા.
ખરેખર! વર્તમાનમાં પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના મહાન પ્રભાવે સોનગઢમાંથી સનાતન દિગંબર
જૈનધર્મની જે મહાન પ્રભાવના થઈ રહી છે તે આ કાળમાં અજોડ છે. ભારતના મુમુક્ષુ જીવો ઉપર પૂ.
ગુરુદેવશ્રીનો અપાર ઉપકાર છે.
દસલક્ષણ ધર્મ પહેલાંં વદ તેરસથી શરૂ કરીને આઠ દિવસ સુધી ‘ધાર્મિક–પ્રવચનના ખાસ દિવસો’
રાખવામાં આવ્યા હતા. આ દિવસો દરમિયાન પણ હમેશાં પૂજન, સ્વાધ્યાય વગેરે રાખવામાં આવ્યા હતા. એ
દિવસે શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા નીકળી હતી. ‘શ્રી જૈન વિદ્યાર્થીગૃહ’ ની સહાયતામાં લગભગ ત્રણ હજાર રૂા.
નો ફાળો થયો હતો. આ દિવસો દરમિયાન ખાસ પ્રવચન તરીકે સવારે શ્રી દ્રવ્યસંગ્રહની ૩૯–૪૦–૪૧ ગાથાઓ
વંચાઈ હતી, તેમાં નિશ્ચય–વ્યવહારરૂપ મોક્ષમાર્ગનું વર્ણન હતું; અને બપોરે સત્તાસ્વરૂપમાંથી ખાસ ખાસ ભાગો
વંચાયા હતા. આ પ્રવચનોમાં સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનું સ્વરૂપ તેમ જ ખોટા દેવ–ગુરુ–શાસ્ત્રનું સ્વરૂપ ઘણી સ્પષ્ટ
રીતે પૂ. ગુરુદેવશ્રીએ સમજાવ્યું હતું તથા સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો ભક્ત એટલે કે વ્યવહારુ જૈન કેવો હોય? –
તેની જવાબદારી કેટલી છે? –તે પણ સમજાવ્યું હતું. જિજ્ઞાસુ જીવોને તે પ્રવચનો ઉપયોગી હોવાથી આત્મધર્મમાં
તે થોડા વખતમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
(અનુસંધાન ટાઈટલ પૃષ્ઠ ૩ ઉપર)

PDF/HTML Page 4 of 25
single page version

background image
આસો: ૨૪૭૮ : ૨૩૧:
‘આત્મા કોણ છે
ને કઈ રીતે પમાય?’
[૧]
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયોદ્વારા આત્મદ્રવ્યનું
વર્ણન કર્યું છે, તેના ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં
વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર
(અંક ૧૦૬ થી ચાલુ)
• શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે–પ્રભો! ‘આ આત્મા કોણ
છે અને કઈ રીતે પ્રાપ્ત કરાય છે? ’
• તેના ઉત્તરમાં શ્રી આચાર્યદેવ કહે છે કે ‘આત્મા અનંત ધર્મોવાળુ એક દ્રવ્ય છે,
અને અનંત નયાત્મક શ્રુતજ્ઞાન–પ્રમાણ પૂર્વક સ્વાનુભવ વડે તે જણાય છે.
• આવા આત્મદ્રવ્યનું ૪૭ નયોથી વર્ણન કર્યું છે, તેમાંથી ૧૯ નયો ઉપરના પ્રવચનો
અત્યાર સુધીમાં આવી ગયા છે, ત્યાર પછી આગળ અહીં આપવામાં આવે છે.
(૨૦) સર્વગતનયે આત્માનું વર્ણન
સાધક જીવ પોતાના શ્રુતજ્ઞાનને સ્વસન્મુખ કરીને અનંત ધર્મસ્વરૂપ આત્માને સ્વાનુભવથી જાણે છે;
સર્વગતનયથી જોતાં તે આત્મા, ખુલ્લી રાખેલી આંખની માફક, સર્વવર્તી છે. જેમ ખુલ્લી આંખ બધા પદાર્થોમાં
પહોંચી વળે છે તેમ આત્માનું જ્ઞાન સર્વ પદાર્થોમાં પહોંચી વળે છે તેથી આત્મા સર્વમાં વ્યાપક છે. ખરેખર
આત્મા પોતાનું સ્વક્ષેત્ર છોડીને કાંઈ પરદ્રવ્યમાં પેસી જતો નથી; પણ તેના જ્ઞાનસામર્થ્ય વડે તે સર્વે પદાર્થોને
જાણી લ્યે છે, તે અપેક્ષાએ તેને સર્વવ્યાપક કહ્યો છે–એમ સમજવું. આ પણ આત્માનો એક ધર્મ છે, ને તે જ
વખતે તેની સાથે બીજા અનંતધર્મો રહેલાં છે. બીજા ધર્મોનો સર્વથા નિષેધ કરીને એકાંત એક ધર્મને જ પકડી
બેસે, તો તે નય કહેવાય નહિ, તે તો મિથ્યાજ્ઞાન છે. મિથ્યાજ્ઞાનમાં નય હોય નહીં.
જેમ ખુલ્લી આંખ બધાને દેખે છે એટલે ‘આંખ બધે ઠેકાણે પહોંચી વળે છે’ એમ કહેવામાં આવે છે, તેમ
આત્મા લોકાલોકના સમસ્ત પદાર્થોને જાણે છે તે અપેક્ષાએ તેનામાં સર્વગતધર્મ છે. આત્માનું જ્ઞાન બધાને
જાણતાં જાણે કે બધામાં વ્યાપતું હોય! –એમ સર્વગતધર્મ કહીને જ્ઞાનસામર્થ્ય બતાવ્યું છે. આત્મા પોતે ફેલાઈને
કાંઈ સર્વ પદાર્થોમાં વ્યાપી જતો નથી પણ પૂરું જ્ઞાન ખીલતાં તે સર્વ પદાર્થોનેજાણી લે છે તે અપેક્ષાએ તેને
‘સર્વગત’ કહ્યો છે. પોતાના આત્મામાં આવો સર્વગત સ્વભાવ સદાય છે, તેન.ી પ્રતીત કરતાં જ્ઞાનનું પરિણમન
વિકાસરૂપે થઈને એવું ખીલે છે કે એક સમયમાં સર્વને જાણી લ્યે. કેવળજ્ઞાન થયા પહેલાંં પણ આત્મામાં
‘સર્વંગતધર્મ’ તો છે, પણ તેની પ્રતીત કરે તેને સર્વગત એવું કેવળજ્ઞાન પ્રગટે છે. આત્માનાં સર્વગતપણાની
પ્રતીત કરે અને સર્વજ્ઞતા ન પ્રગટે એમ બને નહીં.
પ્રશ્ન:– એક જીવ સર્વજ્ઞ થતાં તેના કેવળજ્ઞાનમાં લોકાલોકના બધા ભાવો જણાયા, અને જેમ તેના
જ્ઞાનમાં જણાયું છે તેમ જ થવાનું છે, તો પછી જીવોને પુરુષાર્થ કરવાનું ક્યાં રહ્યું? કેવળી ભગવાને જે જોયું છે
તેમાં કાંઈ ફેરફાર તો થવાનો નથી!
ઉત્તર:– કેવળી ભગવાનના જ્ઞાનમાં જેમ જણાયું તેમ જ થશે, તેમાં ફેરફાર થવાનો નથી–એ વાત સાચી,

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૨૩૨: આત્મધર્મ: ૧૦૮
પરંતુ તેથી પુરુષાર્થ ઊડી જતો નથી પણ તેમાં જ યથાર્થ પુરુષાર્થ આવી જાય છે. અહો! સર્વજ્ઞ ભગવાનના
કેવળજ્ઞાનનું અચિંત્ય સામર્થ્ય જેણે પોતાની પ્રતીતમાં લીધું તેને પોતાના જ્ઞાનસ્વભાવ તરફનો અપૂર્વ પુરુષાર્થ
આવી જાય છે. ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ્યું તે ક્યાંથી પ્રગટ્યું? –કે જ્ઞાનસ્વભાવમાંથી; એટલે કેવળજ્ઞાનનો
નિર્ણય કરતાં જ્ઞાનસ્વભાવની સન્મુખ દ્રષ્ટિ થઈ જાય છે અને મોક્ષમાર્ગનો પુરુષાર્થ શરૂ થઈ જાય છે. કેવળી
ભગવાને પોતાના જ્ઞાનમાં બધું જોયું તેમાં પુરુષાર્થને પણ જોયો છે.
કેવળી ભગવાનને જે કેવળજ્ઞાન પ્રગટ્યું તે આત્માની શક્તિમાંથી જ પ્રગટ્યું છે, કાંઈ બહારથી કે
રાગમાંથી નથી આવ્યું. અહો! મારા આત્મામાં સર્વગતપણું પ્રગટ થાય એવું સામર્થ્ય છે–આમ જેણે પોતાની
પર્યાયમાં સર્વગતશક્તિનો નિર્ણય કર્યો તેણે દ્રવ્યસન્મુખ એકાગ્રતાવડે જ તે નિર્ણય કર્યો છે, એટલે તે પોતે
સ્વભાવ તરફના પુરુષાર્થથી મોક્ષમાર્ગમાં આવી જ ગયો છે અને કેવળીપ્રભુના સર્વગતજ્ઞાનમાં પણ એમ જ
ભાસ્યું છે; તે જીવને હવે અલ્પકાળમાં મોક્ષદશા થઈ જશે. જુઓ, આ આત્માના સર્વગતધર્મની પ્રતીતનું ફળ!
એક ધર્મને જુદો પાડીને પ્રતીતમાં લેવાની આ વાત નથી, પણ એક ધર્મનો યથાર્થ નિર્ણય કરવા જતાં દ્રષ્ટિ
અખંડ દ્રવ્યમાં ઘૂસી જાય છે. આત્માના સર્વગતધર્મની પ્રતીત કોઈ પરની સામે જોઈને નથી થતી; પણ
સર્વગતધર્મ આત્માનો છે તેથી આત્મા સામે જોઈને તેની પ્રતીત થાય છે. સર્વગતધર્મની પ્રતીત કરનારને પર
સામે જોવાનું તો ન રહ્યું ને પોતામાં પણ રાગ–દ્વેષ કે અલ્પજ્ઞતા ઉપર દ્રષ્ટિ ન રહી; ‘અલ્પજ્ઞતા જેટલો હું’ એવી
પ્રતીત ન રહી, રાગાદિનો આશ્રય ન રહ્યો, અને ક્ષણિક પર્યાય ઉપર કે એકેક ધર્મના ભેદ ઉપર પણ દ્રષ્ટિ ન રહી,
પણ અનંતધર્મને ધરનાર એવા અભેદ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ. અભેદ દ્રવ્યની દ્રષ્ટિ વગર તેના એકેક ધર્મનું પણ
સાચું જ્ઞાન થતું નથી. આ રીતે સર્વગતધર્મને કબૂલનાર જીવની દ્રષ્ટિમાં કોઈપણ પરનો, વિકારનો, અલ્પજ્ઞતાનો
કે ભેદનો આશ્રય ન રહ્યો પણ અખંડ પરિપૂર્ણ શુદ્ધ સ્વદ્રવ્યનો જ આશ્રય રહ્યો; સ્વભાવના આશ્રયે તેને
અલ્પકાળમાં સર્વજ્ઞદશા થયા વિના રહે નહીં.
સિદ્ધ ભગવાના આનંદનો નમૂનો
જેણે આત્માના પરમ આનંદસ્વરૂપનું માહાત્મ્ય જાણ્યું નથી તે જ જીવ
પુણ્ય–પાપના વિકારી ભાવોને પોતાનું સ્વરૂપ માનીને ભોગવે છે; આત્મામાં પરમ
સુખ ભર્યું છે–તેનો મહિમા જાણીને જો તેનો અનુભવ કરે તો વિકારી ભાવોનું
સ્વામીપણું છૂટી જાય છે.
અજ્ઞાનીને શુભ–અશુભભાવનું જ ધણીપણું છે, એટલે ‘રાગ–દ્વેષ તે જ હું
છું’ એમ તેના અભિપ્રાયમાં રાગ–દ્વેષનું ધણીપણું ત્રિકાળ ઊભું છે, તેથી તે રાગ–
દ્વેષને જ ભોગવે છે પણ રાગ–દ્વેષરહિત ત્રિકાળી સ્વભાવ આનંદથી પરિપૂર્ણ છે
તેને તે કિંચિત્ પણ ભોગવતો નથી.
જ્ઞાની–ધર્માત્માને પોતાના આનંદસ્વભાવનું ભાન છે અને અંશે ભોગવટો
પણ છે, સિદ્ધ ભગવાનના આનંદના સ્વાદનો નમૂનો તેણે ચાખી લીધો છે, પણ
હજી સંપૂર્ણ વીતરાગતા પ્રગટી નથી ત્યાં સુધી પુરુષાર્થની હીનતાને લીધે અલ્પ
રાગ–દ્વેષ થઈ જાય છે, પણ તેને તેનું સ્વામીત્વ નથી. અંતરમાં ચિદાનંદી
આત્મસ્વભાવની રુચિ અને મહિમા હોવાથી આખા સંસારનું માહાત્મ્ય તેને ઊડી
ગયું છે. ધર્મીને વિકારરહિત કેવળ શુદ્ધ સ્વભાવનો જ પ્રેમ–આદર–ઉત્સાહ છે, તેથી
તેનાથી વિરુદ્ધ એવા કોઈ પણ ભાવોનો તે સ્વામી થતો નથી.
–પ્રવચનમાંથી

PDF/HTML Page 6 of 25
single page version

background image
આસો: ૨૪૭૮ : ૨૩૩:
‘અહો, સર્વ પદાર્થોને જાણી લઉં એવું મારા જ્ઞાનનું સામર્થ્ય છે તેથી મારો આત્મા સર્વગત છે’ –આમ
સાધક ધર્માત્માને પોતાના સમ્યગ્જ્ઞાનમાં આત્માનો સ્વભાવ જણાય છે, અને તેને જ ‘સર્વગતનય’ હોય છે.
અભવ્યને ત્રણકાળમાં કદી પણ સર્વગતપણું વ્યક્ત થાય–એવો તેનો સ્વભાવ જ નથી તેમ જ તેને આવો
સર્વગતધર્મ પ્રતીતમાં પણ આવતો નથી, અને જેને આવો ધર્મ પ્રતીતમાં આવે તેને સર્વગતપણું (–કેવળજ્ઞાન)
પ્રગટ્યા વગર રહેતું નથી. અભવ્ય જીવને કેવળજ્ઞાનાવરણીય કર્મ છે એટલે તેને સર્વગતપણું (–કેવળજ્ઞાન)
પ્રગટ્યા વગર રહેતું નથી. અભવ્ય જીવને કેવળજ્ઞાનાવરણીય કર્મ છે એટલે તેને પણ કેવળજ્ઞાનની શક્તિ તો છે
પણ તે કેવળજ્ઞાન પ્રગટીને સર્વંગતપણું થાય એવો ધર્મ તેનામાં નથી. ધર્મી જીવને સર્વજ્ઞદશા પ્રગટ્યા પહેલાંં
પણ ભાવશ્રુતજ્ઞાનમાં પોતાના સર્વગત ધર્મનો નિર્ણય થઈ જાય છે, અને અલ્પકાળમાં સર્વગતપણું પ્રગટે એવો
ધર્મ તેનામાં હોય છે.
‘સર્વ જીવ છે સિદ્ધસમ’ ––નિશ્ચયથી સર્વે જીવો સિદ્ધ જેવા છે–એ કથનમાં તો અભવ્ય જીવ પણ આવી
જાય છે, પરંતુ અત્યારે જે સર્વગતધર્મ કહેવાય છે એવું સર્વગતપણું પ્રગટવાનો ધર્મ તેનામાં નથી; પણ અહીં
પરની વાત નથી લેવી, અહીં તો પોતાના આત્માને જાણવાની વાત છે. જે જીવ સર્વંગતધર્મની પ્રતીત કરે તેને
પોતામાં સર્વગતપણું પ્રગટવાનો ધર્મ ન હોય એમ બને નહીં. જેણે પોતાના સર્વગતસ્વભાવની પ્રતીત કરી તેને
પર્યાય ક્ષણેક્ષણે નિર્મળ થતી જાય છે ને અલ્પકાળમાં સર્વજ્ઞતા પ્રગટી જાય છે. જેણે આત્માના સર્વગતધર્મની
પ્રતીત કરી તેને, પર્યાયમાં અલ્પજ્ઞતા અને વિકાર હોવા છતાં, ‘હું સદા અલ્પજ્ઞતાપણે કે રાગપણે રહીશ’ –એવી
શંકા રહેતી નથી, પણ તે તો નિઃશંક છે કે મારા સ્વભાવના આશ્રયે રાગ અને અલ્પજ્ઞતાને તોડીને અલ્પકાળમાં
હું સર્વજ્ઞ થઈશ. નાનામાં નાના ધર્માત્માને પણ આવી નિઃશંકતા થયા વિના રહે નહિ; અને જો આવી નિઃશંકતા
ન થાય તો તેણે સર્વગતધર્મને જાણ્યો જ નથી.
‘આત્મા તો સદા અલ્પજ્ઞ જ રહે, આત્માને કદી ત્રણકાળ ત્રણલોકનું પરિપૂર્ણ જ્ઞાન થાય જ નહીં’ –એમ
જે માને તેણે તો આત્માને અભવ્ય જેવો માન્યો છે; જો અભવ્યની મુક્તિ થાય તો એવી માન્યતાવાળાની મુક્તિ
થાય! અભવ્ય જીવોને ત્રણલોકમાં સર્વજ્ઞતા પ્રગટતી નથી. જો કોઈ એમ માને કે ‘આત્મા કદી સર્વજ્ઞ થાય જ
નહિ, આત્મા સદા અલ્પજ્ઞ જ રહે’ ––તો તેણે અભવ્ય કરતાં પોતાના આત્માની કાંઈ વિશેષતા ન માની. અહીં
એવા જીવોની વાત નથી. અહીં તો જેને પોતાના સર્વગતસ્વભાવની પ્રતીત થઈ જાય છે અને અલ્પકાળમાં જ
સર્વજ્ઞદશા પ્રગટવાની નિઃશંકતા થઈ જાય છે એવા સાધક જીવની વાત છે. જ્યાં પોતાના સર્વગતધર્મને માન્યો
ત્યાં પૂર્ણસ્વભાવની પ્રતીત થઈ, અને અલ્પજ્ઞતાનો, વિકારનો કે નિમિત્તનો આદરભાવ દ્રષ્ટિમાંથી છૂટી ગયો,
એટલે તેમાં જ સમ્યક્ત્વનો મહાન પુરુષાર્થ આવી ગયો. જેને આત્માના સર્વંગતસ્વભાવની પ્રતીત થઈ હોય તે
એમ ન માને કે ‘સમ્યગ્દર્શનમાં આત્માનો પુરુષાર્થ નથી’ ચારિત્રમાં આત્માનો પુરુષાર્થ છે પણ સમ્યક્ત્વમાં
આત્માનો પુરુષાર્થ નથી–એ માન્યતા તો મહા વિપરીત છે; પહેલાંં સમ્યક્ત્વ વગર ચારિત્રદશા કે મુનિપણું
હોવાનું જે માને તેને તો ધર્મના એકડાની પણ ખબર નથી. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે, સમ્યગ્દર્શન વગર કોઈ
જાતનો ધર્મ હોતો નથી; પણ અરેરે! મૂઢ જીવોને સમ્યગ્દર્શનના મહિમાની ખબર નથી, અને સમ્યગ્દર્શન વગર
ધર્મ માની રહ્યા છે.
અહીં આત્માને ‘સર્વગત’ કહ્યો તેથી એવો ભ્રમ ન કરવો કે એક આત્મા સર્વ પદાર્થોમાં વ્યાપક હશે!
અહીં તો સર્વને જાણવાના સામર્થ્યની અપેક્ષાએ આત્મામાં સર્વગતપણું કહ્યું છે, પણ આત્માનું જ્ઞાન કાંઈ પરમાં
જતું નથી. જેમ ચપળ માણસની આંખ ચારે કોર ફરી વળે છે–એમ કહેવાય છે પણ આંખ કાંઈ પોતામાંથી બહાર
નીકળીને પરમાં જતી નથી, તેમ આત્માનું જ્ઞાન પરને જાણતી વખતે આત્મામાંથી નીકળીને કાંઈ પરમાં ચાલ્યું
જતું નથી, પણ સર્વને જાણવાનું તેનું સામર્થ્ય છે તે અપેક્ષાએ તેને ‘સર્વગત’ કહેવાય છે. આવું સર્વગતપણું તે
આત્માનો એક ધર્મ છે.
સર્વગતધર્મ આત્માનો પોતાનો છે એટલે ત્રણકાળ ત્રણલોકને જાણવાનું સામર્થ્ય પોતામાંથી જ પ્રગટે છે;
શરીરના સંહનનને લીધે કે કર્મ ખસ્યું તેને લીધે આત્મામાં સર્વગતપણું પ્રગટ્યું નથી. આત્માના જ્ઞાનસામર્થ્યનો
પરિપૂર્ણ વિકાસ થઈ જતાં તે સર્વને જાણે છે માટે સર્વગત છે, પણ ક્ષેત્રથી કાંઈ આત્મા સર્વગત નથી; ક્ષેત્રથી તો
અસંખ્યપ્રદેશી જ છે પણ સામર્થ્યથી અનંત છે. અહો!

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૨૩૪ : આત્મધર્મ: ૧૦૮
આત્મામાં એવું અચિંત્ય જ્ઞાનસામર્થ્ય છે કે પોતાના સ્વક્ષેત્રમાં જ રહીને સમસ્ત પદાર્થોને એક સમયમાં જાણી લે
છે; આખા જગતમાં તેની આણ વર્તે છે. ત્રણલોકના નાથ એવા ચૈતન્ય બાદશાહનો હુકમ જગતમાં સર્વત્ર ચાલે
છે, તે જ્ઞાનની આજ્ઞા બહાર જગતમાં કાંઈ પણ થતું નથી. જુઓ, અજ્ઞાનીઓ ઈશ્વરને જગતના કર્તા કહે છે
એવી આ વાત નથી, પણ જ્ઞાનસામર્થ્યમાં ત્રણકાળ ત્રણલોક જણાઈ ગયા છે અને તે જ પ્રમાણે જગતમાં બની
રહ્યું છે, સર્વજ્ઞજ્ઞાનમાં જે જણાયું તેમાં કદી કાંઈ ફેરફાર થતો નથી––આ અપેક્ષાએ જ્ઞાનની આણ આખા
જગતમાં વર્તે છે, ––એમ કહ્યું છે. જે જીવ સર્વગતસ્વભાવને જાણે તેને સર્વજ્ઞતા પ્રગટ્યા વગર રહે નહિ. સાધક
જીવ સ્વસન્મુખ થઈને પોતાની આવી ભક્તિની પ્રતીત કરે છે અને તેને અલ્પકાળમાં તે શક્તિ ઊઘડી જાય છે.
જે જીવ આવી શક્તિની પ્રતીત નથી કરતો તેની અહીં વાત નથી. અહીં તો જે જીવ સમજવા માટે તૈયાર થઈને
ઝંખનાથી પૂછે તેને આચાર્યદેવ સમજાવે છે; એટલે ઉપાદાન–નિમિત્તની સંધિ સહિતનું આ વર્ણન છે.
સર્વગતશક્તિ આત્મામાં ત્રિકાળ છે; આ સર્વગતશક્તિને જે સ્વીકારે તેને પોતાના જ્ઞાનની ખીલવટ માટે
ક્યાંય નિમિત્તો સામે જોવાનું રહેતું નથી કેમ કે નિમિત્તોમાંથી સર્વગતશક્તિ આવતી નથી, સર્વગતશક્તિ
પોતાની છે; એ જ પ્રમાણે પુણ્ય–પાપ કે અલ્પજ્ઞપર્યાયની સામે પણ જોવાનું રહેતું નથી કેમ કે તેના આધારે
સર્વગતશક્તિ પોતાની છે; એ જ પ્રમાણે પુણ્ય–પાપ કે અલ્પજ્ઞપર્યાયની સામે પણ જોવાનું રહેતું નથી કેમ કે તેના
આધારે સર્વંગતશક્તિ રહેલી નથી. સર્વગતશક્તિ તો દ્રવ્યના આધારે રહેલી છે એટલે સર્વગતશક્તિ કબૂલનારે
દ્રવ્યની સામે જોવાનું જ રહે છે. જેની દ્રષ્ટિમાં નિમિત્તોની કે પુણ્યની રુચિ છે તેને પોતાના સર્વગતસ્વભાવની
પ્રતીત થતી નથી; અને પોતાની સર્વગત શક્તિને જાણનારો જીવ પુણ્યની કે નિમિત્તોના આશ્રયની રુચિ કરતો
નથી. જુઓ, એક સર્વગતશક્તિ કબૂલવામાં કેટલી જવાબદારી આવે છે? સર્વગતધર્મની પ્રતીત કરનારને
નિમિત્તના, પુણ્યના કે પર્યાયના આશ્રયની દ્રષ્ટિ છૂટીને, અંતરમાં ચિદાનંદ અખંડ દ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ હોવી
જોઈએ. અખંડ દ્રવ્યની દ્રષ્ટિ કર્યા વગર ધર્મમાં એક ડગલું પણ આગળ ચલાય તેમ નથી.
આ પરિશિષ્ટમાં અનેક ધર્મોથી આત્મદ્રવ્યનું વર્ણન કરીને આચાર્યદેવે સ્પષ્ટ વસ્તુસ્વરૂપ ઓળખાવ્યું છે.
જેને સુખી થવું હોય તેણે યથાર્થ વસ્તુસ્વરૂપ ઓળખવું જોઈએ. જેવો વસ્તુસ્વભાવ હોય તેવો જાણે તો જ સાચું
જ્ઞાન થાય, અને સાચું જ્ઞાન થાય તો જ તેના ફળરૂપ સાચું સુખ તથા શાંતિ છે. આત્માનું જેવું સ્વરૂપ છે તેવું
જ્ઞાનમાં જાણે તો તેનો મહિમા આવે અને જ્ઞાન આત્મા સન્મુખ થાય, એટલે આત્મા અને જ્ઞાનની એકતા થતાં
વચ્ચેનો રાગ તૂટી જાય તેનું નામ સમ્યગ્જ્ઞાન અને વીતરાગતા છે, તે જ સુખનો ઉપાય છે, તે જ મોક્ષમાર્ગ છે,
તે જ ધર્મ છે. આત્માનો અસલી સ્વભાવ જાણતાં, જ્ઞાન અને રાગની એકત્વબુદ્ધિ ટળે ને જ્ઞાન અને સ્વજ્ઞેયની
(આત્મસ્વભાવની) એકત્વબુદ્ધિ થાય એનું નામ ભેદવિજ્ઞાન અથવા સમ્યગ્જ્ઞાન છે.
આત્મદ્રવ્યમાં સર્વગતધર્મ છે, તે ધર્મદ્વારા ધર્મી એવા અખંડદ્રવ્યની પ્રતીત કરીને–તેમાં એકાગ્ર થતાં
સર્વગતપણું (–કેવળજ્ઞાન) પ્રગટે છે. જેણે પોતાની સર્વગતશક્તિની પ્રતીત કરી તે કોઈ પરથી, વિકારથી કે
અલ્પજ્ઞતાના આધારે પોતાનું કેવળજ્ઞાન થવાનું માને નહિ. સર્વગતશક્તિવાળો આત્મા છે તેમાંથી જ સર્વજ્ઞપણું
ઊઘડે છે, તેની પ્રતીત કરીને તેમાં એકાગ્ર થતાં સર્વગતજ્ઞાન પ્રગટી જાય છે. આ સર્વગતધર્મની મુખ્યતાથી
આત્માને જાણવો તે સર્વગતનય છે; અભવ્યને આવો સર્વગતનય કદી હોતો નથી. સર્વગતનયથી છે; અભવ્યને
આવો સર્વગતનય કદી હોતો નથી. સર્વગતનયથી સર્વગતધર્મવાળા આત્માને જે જાણે તેને સર્વગતપણું પ્રતીત
કરનારને અખંડ આત્મસ્વભાવનો આશ્રય થાય છે.
સમ્યક્રૂપ એકેક ધર્મથી આત્માની પ્રતીત કરવા જતાં પણ ધ્રુવસ્વભાવનો જ આશ્રય થઈ જાય છે; કેમ કે
તે ધર્મ કોઈ પરના, વિકારના કે પર્યાયના આશ્રયે નથી, પણ ધર્મી એવા અખંડ દ્રવ્યના આશ્રયે જ તેના દરેક
ધર્મ રહેલા છે; માટે તે દ્રવ્યના આશ્રયે જ તેના ધર્મની યથાર્થ પ્રતીત થાય છે, પણ કોઈ પરના, નિમિત્તના કે
ભેદના આશ્રયે તેની પ્રતીત થતી નથી. જો દ્રવ્યથી તેના ધર્મને જુદો પાડીને પ્રતીતમાં લેવા જાય તો ત્યાં ધર્મીનું
કે ધર્મનું એકેયનું સાચું જ્ઞાન થતું નથી.
જુઓ, આ વાત કરીને એમ બતાવે છે કે હે જીવ! તારી અનંતશક્તિઓ તારામાં એક સાથે ભરી છે તેને
તું સંભાળ! તું જ તારો સર્વશક્તિમાન પરમેશ્વર છો–એનો

PDF/HTML Page 8 of 25
single page version

background image
આસો: ૨૪૭૮ : ૨૩૪ :
વિશ્વાસ કરીને તેમાં અંતર્મુખ થા તો તારી પર્યાયમાં સર્વશક્તિ પ્રગટી જાય. તારી જેટલી શક્તિ છે તે બધી
તારામાં જ ભરી છે, માટે ક્યાંય પણ પરાશ્રયની આશા છોડીને તારા સ્વભાવનો જ આશ્રય કર. જીવ પોતાની
શક્તિથી પરિપૂર્ણ છે પણ તે પોતાની સંભાળ કરતો નથી તેથી પરાશ્રયની ભીખ માગી માગીને ભટકી રહ્યો છે.
જો નિજશક્તિને સંભાળે તો પરાશ્રય છૂટીને સ્વાશ્રયે અલ્પકાળમાં સિદ્ધ થઈ જાય. જે અનંત સિદ્ધભગવંતો થયા
તે બધાય નિજશક્તિની સંભાળ કરીને તેના આશ્રયે જ સિદ્ધ થયા છે.
આત્મામાં સર્વગતધર્મ ત્રિકાળ છે, પણ તેની પ્રતીત કરનારી પર્યાય છે તે નવી પ્રગટે છે; અને તે પર્યાયને
પરનો, રાગનો કે ક્ષણિક પર્યાયનો આશ્રય રહેતો નથી પણ ત્રિકાળી સ્વભાવનો જ આશ્રય હોય છે.
જુઓ ભાઈ! આ અંતરની અચિંત્ય વાત છે; આ ઈન્દ્રિયોથી જણાય એવો સ્થૂળ વિષય નથી પણ
અતીન્દ્રિય જ્ઞાનથી જણાય એવો સૂક્ષ્મ વિષય છે. ચૈતન્ય પદાર્થ મનવાણી–દેહથી તો પાર છે ને મનના સંકલ્પ–
વિકલ્પોથી પણ પાર છે. શ્રી સર્વજ્ઞભગવાન શરીર–મન–વાણીથી પાર એવી ઊંડી ઊંડી ખીણમાં લઈ જઈને
ચૈતન્યનાં બેહદ નિધાન બતાવે છે; તેનો વિશ્વાસ કરીને હે જીવ! તારા જ્ઞાનચક્ષુમાં રુચિના અંજન આંજ તો તને
તારા ચૈતન્યનિધાન દેખાય. અજ્ઞાનથી અંધ થયેલા જીવો પોતાની પાસે જ પડેલા નિજ–નિધાનને દેખતા નથી,
શ્રીગુરુ તેને સમ્યક્શ્રદ્ધારૂપી અંજન આંજીને તેનાં નિધાન બતાવે છે કે–જો! તારા નિધાન તારા અંતરમાં જ
પડ્યા છે; બાહ્યદ્રષ્ટિ છોડીને અંતરમાં દ્રષ્ટિ કર તો સિદ્ધભગવાન જેવા નિધાન તારામાં ભર્યા છે તે તને દેખાશે.
એક ચૈતન્યની પ્રતીત કરતાં અનંતા સિદ્ધભગવંતો, કેવળીઓ અને સંતોની બધી ઋદ્ધિ તને તારામાં જ દેખાશે,
તે ઋદ્ધિ તારે ક્યાંય બીજે નહિ શોધવી પડે. સંત–મહંતો જે ઋદ્ધિ પામ્યા તે પોતાના ચૈતન્યમાંથી જ પામ્યા છે,
કાંઈ બહારમાંથી નથી પામ્યા. તારા ચૈતન્યમાં પણ એ બધી ઋદ્ધિ ભરી છે, આંખ ઉઘાડીને અંતરમાં જો તો તે
દેખાય. પણ જો પરમાંથી તારી ઋદ્ધિ લેવા જઈશ તો આંધળો થઈને ઘોર સંસારરૂપી જંગલમાં ભટકીશ. અજ્ઞાની
જીવો અંતર્મુખ થઈને પોતાના સ્વભાવના મહિમાની પ્રતીત કરતા નથી ને પુણ્ય–પાપનાં ટપલાં ખાઈને
અનાદિથી ભવચક્રમાં ભટકી રહ્યા છે; અહીં આચાર્યપ્રભુ કરુણા કરીને તે ભવભ્રમણથી છૂટકારાનો માર્ગ બતાવે
છે કે અંતર્મુખ થઈને નિજશક્તિની સંભાળ કર તો ભવભ્રમણથી છૂટકારો થાય.
અહો! આચાર્યદેવ ચૈતન્યનાં એવા નિધાન બતાવે છે કે બીજી કોઈ ચીજની જરૂર ન પડે. સુપાત્ર જીવોને
સંબોધીને આચાર્યદેવ કહે છે કે: અરે જીવ! તને ચૈતન્યનાં એવા નિધાન બતાવું કે બીજી કોઈ ચીજની તારે જરૂર
ન પડે.. તારા ચૈતન્યનો મહિમા દેખતાં જ તને પરનો મહિમા છૂટી જશે... અનંતધર્મસ્વભાવી તારો આત્મા જ
ચૈતન્યમૂર્તિ ભગવાન છે, તને કોઈ બીજાની જરૂર નથી; તું પોતે જ દુનિયાના નિધાનને જોનારો છે. સદાય
અલ્પજ્ઞસેવક જ રહ્યા કરે એવો તારા આત્માનો સ્વભાવ નથી, તારો આત્મા તો સર્વજ્ઞનો સમોવડિયો છે; જેટલું
સર્વજ્ઞે કર્યું તેટલું કરવાની તાકાત તારામાં પણ ભરી છે. જે જીવ આવી શક્તિવાળા નિજઆત્માની પ્રતીત કરે
તેને કોઈ નિમિત્તના કે વિકલ્પના આશ્રયની શ્રદ્ધા ઊડી જાય છે, પર્યાયબુદ્ધિ છૂટી જાય છે ને અનંત
ચૈતન્યશક્તિનો પિંડ તેની પ્રતીતમાં આવી જાય છે... તે સમ્યગ્દ્રષ્ટિ થઈને મોક્ષમાર્ગે વિચરવા માંડે છે..
અંર્તદ્રષ્ટિથી તે પોતે જ પોતાને ત્રણલોકના નાથ પરમેશ્વર તરીકે દેખે છે.
પ્રથમ જે જીવ શ્રુતજ્ઞાનચક્ષુ ઉઘાડીને અંતરના ચૈતન્યનિધાનને જુએ તેને કેવળજ્ઞાનચક્ષુ પણ ઊઘડ્યા
વિના રહે નહિ. માટે શ્રી આચાર્યભગવાન કહે છે કે હે ભાઈ! ઉઘાડ... રે.. ઉઘાડ! તું તારા જ્ઞાનચક્ષુઓને ઉઘાડ.
તારી આંખ ઉઘાડીને ચૈતન્યનિધાનને દેખ. તારું અપૂર્વ નિધાન દેખાડવા માટે આ તને અંજન અંજાય છે.
શ્રુતજ્ઞાન તે અનંત કિરણોથી ઝળહળતા સૂર્યસમાન છે અને નય તેનું એક કિરણ છે; તેમાં ‘સર્વગત
નય’ આત્માના સર્વગતધર્મને દેખે છે. ‘સર્વગત’ કહેતાં ક્યાંય અટકવાનું ન આવ્યું. આત્મા રાગ–દ્વેષ કરીને
ક્યાંય અટકે નહિ ને સંસારમાં ક્યાંય ભટકે નહિ–એવો તેનો જ્ઞાનસ્વભાવ છે. જ્યાં તે સ્વભાવને પ્રતીતમાં
લીધો ત્યાં દ્રષ્ટિમાં તો ભગવાન થયો, ને હવે અલ્પકાળે પર્યાયે પણ પ્રભુતા પ્રગટશે એટલે એક સમયમાં
ત્રણકાળ ત્રણલોકને જાણી લ્યે એવું સર્વગત જ્ઞાનસામર્થ્ય ખીલી જશે.
––અહીં ૨૦ મા સર્વગતનયથી આત્માનું વર્ણન પૂરું થયું. ।। ૨૦।।
• • •

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૨૩૪ : આત્મધર્મ: ૧૦૮
(૨૧) અસર્વગતનયે આત્માનું વર્ણન
‘સર્વવર્તી’ ધર્મની સાથે આત્મામાં એક ‘આત્મવર્તી’ ધર્મ પણ છે; અસર્વગતનયથી જોતાં આત્મા
સર્વવર્તી નથી પણ આત્મવર્તી છે. જેમ મી ચેલી આંખ પોતામાં જ રહેલી છે તેમ અસર્વગતનયે આત્મા પોતામાં
જ રહેલો છે, તેથી તે આત્મવર્તી છે. અહીં આત્માને ‘અસર્વગતનય’ થી ‘આત્મવર્તી’ કહ્યો તેનો અર્થ
‘અલ્પજ્ઞતા’ નથી; મીં ચેલી આંખનું દ્રષ્ટાંત અલ્પજ્ઞતા બતાવવા માટે નથી આપ્યું પણ ‘આત્મવર્તીપણું’
બતાવવા માટે આપ્યું છે. આત્મા પોતાના જ્ઞાન–સામર્થ્યથી સર્વને જાણતો હોવા છતાં પોતે પોતામાં જ લીન રહે
છે, સર્વમાં વ્યાપી જતો નથી, –માટે તે સર્વવર્તી નથી પણ આત્મવર્તી છે. સમસ્ત જ્ઞેયોને જાણી લે છે તે
અપેક્ષાઓ આત્માને સર્વવર્તી કહ્યો, પણ આત્મા પરજ્ઞેયોમાં વર્તતો નથી પણ પોતામાં જ વર્તે છે તે અપેક્ષાએ તે
આત્મવર્તી છે. ‘સર્વવર્તી કહીને આત્માનું પરિપૂર્ણ જ્ઞાનસામર્થ્ય બતાવ્યું, ને આત્મવર્તી’ કહીને પરથી ભિન્નતા
બતાવી. અહો! સમસ્ત પદાર્થોને જાણવા છતાં જ્ઞાન પરજ્ઞેયોમાં વર્તતું નથી, જ્ઞાન તો આત્મવર્તી છે, આત્મામાં
જ લીન રહીને તે સર્વને જાણી લે છે; માટે પરજ્ઞેયોની સન્મુખ થઈને તેને જાણવાની આકુળતા છોડ, ને તારા
જ્ઞાનને સ્વભાવસન્મુખ એકાગ્ર કર તો તેમાં લોકાલોકના સમસ્ત જ્ઞેયો જણાઈ જશે. જુઓ, આ ચૈતન્યપદનું
અચિંત્ય સામર્થ્ય! અનંત ધર્મવાળા ચૈતન્યપદનો મહિમા વાણીથી પૂરો પડે તેમ નથી; જ્ઞાનમાં પરિપૂર્ણ આવે
પણ વાણીથી તેનો મહિમા પૂરો પડે તેમ નથી. માટે કહ્યું છે કે–
‘જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં
કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’
––અહીં પરિશિષ્ટની શરૂઆતમાં પણ આચાર્યદેવે કહ્યું હતું કે શ્રુતજ્ઞાનપૂર્વક સ્વાનુભવથી આત્મા પ્રમેય
થાય છે. પરિપૂર્ણ પ્રત્યક્ષ તો કેવળજ્ઞાનમાં થાય છે. આવા આત્માના મહિમાને જાણ્યા વગર બહારમાં ગમે તેટલા
ફાંફા મારે પણ ધર્મ થાય તેમ નથી.
જેમ આંખ બધા પદાર્થોને જાણતી હોવા છતાં આંખ તો આંખમાં જ રહે છે, આંખ કાંઈ બહાર નીકળીને
બીજા પદાર્થોમાં જતી નથી, તેમ આત્માનું જ્ઞાન સર્વ જ્ઞેયોને જાણતું હોવા છતાં તે પોતાના સ્વક્ષેત્રમાં જ રહે છે;
આત્માની પૂર્ણ જ્ઞાનશક્તિ ખીલે તેથી કાંઈ તે બહાર ફેલાઈ જા૧ય––એમ નથી. જ્યાં ચૈતન્યનું દિવ્ય કેવળજ્ઞાન
ઝળહળી ઊઠે ત્યાં ભાવથી અનંતતા થાય છે પણ ક્ષેત્રથી અનંતતા થતી નથી. અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં
અનંતસામર્થ્ય ભર્યું છે–એવો ચૈતન્યનો મહિમા છે. કેવળજ્ઞાનનું ક્ષેત્ર પોતાના આત્મા પ્રમાણે જ છે, એટલે
કેવળજ્ઞાન પ્રગટ કરવા માટે ક્યાંય બહારમાં એકાગ્ર થવું પડતું નથી, પણ આત્મામાં જ એકાગ્ર થતાં કેવળજ્ઞાન
થાય છે. જેમ મીંચેલી આંખ પોતે પોતામાં જ રહેલી છે તેમ આત્મા પરની સન્મુખ થયા વિના અને પરમાં ગયા
વિના પોતે પોતામાં જ રહીને જાણે છે તેથી તે આત્મવર્તી છે, –આમ અસર્વગતનય જાણે છે.
લોકાલોકને જાણવા છતાં આત્મદ્રવ્ય પોતામાં જ સ્વસન્મુખ રહે છે માટે તે પોતામાં જ વર્તે છે; પરને
જાણતાં પરમાં વ્યાપે છે એમ કહેવું તે ઉપચાર છે અને સ્વમાં જ વ્યાપે છે–તે પરમાર્થ છે. એક જીવ અનંતને
જણવા છતાં પોતે તે અનંત પદાર્થોપણે થઈ જતો નથી, પોતે તો પોતાના એકપણે રહીને જ જાણે છે.
જુઓ, કેવળજ્ઞાનનું પરિપૂર્ણ સામર્થ્ય ખીલી ગયું છે, તેમાં બધા જ્ઞેયો જણાય છે, તેથી તેને ‘સર્વગત’
કહીને તેમાં બધા પદાર્થોનું નિમિત્તપણું પણ બતાવ્યું છે. કેવળજ્ઞાનમાં જગતના બધા પદાર્થો નિમિત્ત છે. પણ
જ્ઞાનમાં આવા નિમિત્તનૈમિત્તિકસંબંધની પૂર્ણતા ક્યારે થાય? –કે નિમિત્તની અપેક્ષા છોડીને જ્ઞાનસ્વભાવમાં
એકાગ્ર થાય ત્યારે! કેવળજ્ઞાનનો વિષય તો ‘બધુંય’ છે અને મિથ્યાજ્ઞાનનો કોઈ વિષય જગતમાં છે જ નહિ.
મિથ્યાજ્ઞાનમાં નિમિત્ત હોય, પણ તે મિથ્યાજ્ઞાન પ્રમાણે સામી વસ્તુનું સ્વરૂપ નથી તેથી મિથ્યાજ્ઞાનો વિષય
જગતમાં નથી.
એક જીવ સામી વસ્તુને પોતાના જ્ઞાનથી જાણે, ત્યાં તે વસ્તુમાં જ્ઞાનનું નિમિત્ત થવાનો ધર્મ છે.
તે જ વસ્તુના લક્ષે કોઈ જીવ રાગદ્વેષ કરે તો તેના રાગદ્વેષમાં નિમિત્ત થાય એવો પણ તે વસ્તુનો ધર્મ છે.
કોઈ જીવ તે વસ્તુના લક્ષે મિથ્યાજ્ઞાન કરે તો ત્યાં સામી વસ્તુને ‘મિથ્યાજ્ઞાનનું નિમિત્ત’ કહેવાય, પણ
તેના મિથ્યાજ્ઞાન પ્રમાણે સામી વસ્તુનું સ્વરૂપ નથી એટલે તે ‘મિથ્યાજ્ઞાનનો વિષય’ નથી. અહો! આખું જગત
સમ્યગ્જ્ઞાનનો જ વિષય છે.

PDF/HTML Page 10 of 25
single page version

background image
આસો: ૨૪૭૮ : ૨૩૫ :
જે જ્ઞાન એમ માને કે ‘આત્મા સર્વથા ક્ષણિક જ છે અથવા સર્વથા નિત્ય જ છે’ –તો તે જ્ઞાનના
વિષયભૂત થાય એવી કોઈ વસ્તુ જગતમાં નથી, એટલે તે જ્ઞાન મિથ્યા છે, તે મિથ્યાજ્ઞાનમાં નય પણ હોય નહિ.
નય તો ક્યારે કહેવાય? કે વસ્તુનું પ્રમાણજ્ઞાન થયું હોય ત્યારે નય કહેવાય. પણ વસ્તુના ભાન વગર એકાંત
નિત્ય કે એકાંત ક્ષણિક માને તો નય કહેવાય નહિ, તે તો કુનય છે. મિથ્યાજ્ઞાનમાં નય ન હોય, મિથ્યાજ્ઞાનને
વિષય પણ ન હોય, પરંતુ મિથ્યાજ્ઞાનમાં નિમિત્ત તો હોય.
એકેક આત્મા અનંત ધર્મોથી પરિપૂર્ણ છે, આવડા મોટા આત્માને આખો જાણ્યા વિના શ્રદ્ધા–જ્ઞાનમાં
સાચું બળ આવે નહિ એટલે તે સમ્યક્ થાય નહિ. આત્માનો જેવડો મહિમા છે તેવડો જાણતાં શ્રદ્ધા–જ્ઞાન તેની
સન્મુખ થઈને સમ્યક્ થઈ જાય છે. જેમ એકેક આત્મામાં પોતાના અનંત ધર્મો છે તેમ એકેક પુદ્ગલપરમાણુમાં
પણ તેના અનંતધર્મો છે; જગતના દરેક દ્રવ્યમાં પોતપોતાના અનંતધર્મો છે, પણ અહીં તો આત્માની જ
પ્રધાનતા છે. બધાને જાણનારો તો આત્મા છે, આત્મા વગર ‘બીજાનું અસ્તિત્વ છે’ એમ જાણે કોણ? માટે
‘જાણનાર’ તરીકે આત્માનો મહિમા છે. આત્મા જ બધાને જાણે છે માટે સર્વ દ્રવ્યમાં આત્મા જ ઉત્તમ પદાર્થ છે.
–આવા આત્માને જાણવો તે મોક્ષનું કારણ છે.
–એવા આત્માને જાણવા માટે જિજ્ઞાસુ શિષ્યે પ્રશ્ન પૂછ્યો હતો, તેના ઉત્તરમાં ‘અનંતધર્મોવાળું
આત્મદ્રવ્ય છે’ એમ કહીને પછી આચાર્યદેવે ૪૭ ધર્મોથી તેનું વર્ણન કર્યું છે; તેમાં ૨૦ મા બોલમાં
‘સર્વગતનયથી સર્વવર્તી’ કહીને જ્ઞાનનું પરિપૂર્ણ જાણવાનું સામર્થ્ય બતાવ્યું અને ૨૧ મા બોલમાં
‘અસર્વગતનયથી આત્મવર્તી’ કહીને જ્ઞાન પરમાં જઈને જાણતું નથી પણ પોતામાં રહીને જ જાણે છે––એમ
બતાવ્યું.
અહીં ૨૧ મા અસર્વગતનયથી આત્માનું વર્ણન પૂરું થયું. ।। ।।
આ પરિશિષ્ટમાં ૪૭ નયોથી આત્માનું વર્ણન કર્યા પછી, ‘આત્મા કેવો છે’ તે વિષેનું કથન પૂરું કરતાં
આચાર્યદેવ એમ કહેશે કે: ‘આ રીતે સ્યાત્કારશ્રીના વસવાટને વશ વર્તતા નયસમૂહો વડે જુએ તોપણ, અને
પ્રમાણ વડે જુએ તોપણ, સ્પષ્ટ અનંત ધર્મોવાળા નિજ આત્મદ્રવ્યને અંદરમાં શુદ્ધચૈતન્યમાત્ર દેખે છે જ. ’ ––
એટલે કોઈ પણ નયથી આત્માનું વર્ણન કર્યું હોય પણ તેનું તાત્પર્ય તો અંદરમાં શુદ્ધચૈતન્યમાત્ર નિજ
આત્મદ્રવ્યને દેખવું તે જ છે––એ ખાસ ધ્યાન રાખવું.
જિનાગમના અભ્યાસનું ફળ
અને
તેના નિરંતર અભ્યાસનો ઉપદેશ


ભોઆત્મન્! આ જિનેન્દ્ર ભગવાનના વચન દિનરાત નિરંતર પઢવા યોગ્ય છે. જિનવચન સિવાય કોઈ
શરણ નથી, માટે તેને સર્વ પ્રકારે હિતરૂપ જાણી, તે જિનાગમની આરાધના કરીને મનુષ્ય–જન્મને સફળ કરો!
જિનાગમના અભ્યાસથી જે ગુણ પ્રગટ થાય છે તે સંક્ષેપથી કહે છે–
(૧) આત્મહિતનું પરિજ્ઞાન જિનાગમથી થાય છે. (અજ્ઞાનીજનો ઈન્દ્રિયજનિત સુખને જ હિતરૂપ જાણે
છે... અને સમ્યગ્જ્ઞાની જન તો તે ઈન્દ્રયવિષયોને તૃષ્ણા

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૨૩૬ : આત્મધર્મ: ૧૦૮
વધારનારા, આકુળતા ઉપજાવનારા, પરાધીનતા સહિત અલ્પકાળ રહીને નાશ થઈ જનારા તથા ભયસહિત અને
દુર્ગતિમાં લઈ જનારા જાણીને છોડે છે. કદાચ ચારિત્રમોહના ઉદયને વશ તે ઈન્દ્રિયવિષયોને ભોગવે છે––એમ
જગતને ભલે દેખાય પણ અંતરંગમાં તો તે તેનાથી અત્યંત ઉદાસીન વર્તે છે. આ રીતે જિનાગમથી જ
આત્મહિતનું જ્ઞાન થાય છે.)
(૨) જિનાગમના અભ્યાસથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા યોગનો અભાવ થતાં ભાવસંવર થાય છે.
(૩) વળી જિનાગમના અભ્યાસથી ધર્મને વિષે તથા ધર્મના ફળને વિષે નિરંતર તીવ્ર અનુરાગ વધતાં
નવીન નવીન સંવેગ–વૈરાગ્ય થાય છે.
(૪) જિનાગમના અભ્યાસથી રત્નત્રયધર્મમાં અત્યંત નિષ્કંપતા થાય છે; કેમકે જિનાગમથી દર્શન–
જ્ઞાનચારિત્રને અચલ નિજરૂપ જાણશે તે જ ધર્મનાં નિષ્કપતાને ધારણ કરશે.
(પ) વળી જિનાગમથી તપોભાવના થાય છે; જિનાગમથી જે સ્વ–પરનો ભેદ જાણશે તે જ કષાયમળને
આત્માથી દૂર કરવા તપશ્ચરણ કરશે, તેથી જિનાગમથી જ તપની ભાવના થાય છે.
(૬) વળી જિનેન્દ્રના સ્યાદ્વાદરૂપ આગમ જેણે સારી રીતે જાણ્યા હોય તેને જ પ્રમાણનયથી ચાર
અનુયોગનું યથાતવ્ ઉપદેશકપણું બને છે, તેથી જિનાગમથી જ પરોપદેશકપણું થાય છે.
––આ રીતે જિનાગમના સેવનથી પ્રગટ થતા ગુણો કહ્યા.
૧. આત્મહિતનું જ્ઞાન
૨. ભાવસંવર
૩. નવીન સંવેગ ૪. રત્નત્રયધર્મમાં અત્યંત નિષ્કંપતા
પ. તપોભાવના ૬. યથાવત્ પરોપદેશકપણું
–આ છએ ગુણો જિનાગમના અભ્યાસથી પ્રગટે છે.
(૧) આત્મહિત જાણવાથી શું થાય છે તે કહે છે:–
આત્મજ્ઞાન વડે જ જીવ–અજીવ–આસ્રવ–બંધ–સંવર–નિજરા–મોક્ષરૂપ સર્વ પદાર્થોનું સત્યસ્વરૂપ જાણવામાં
આવે છે તથા આ લોક તથા પરલોક સંબંધી હિત–અહિત પણ તે જ્ઞાનથી જ જણાય છે.
આત્મહિતને નહિ જાણનારો મૂઢ જીવ મોહને પામે છે, મોહથી કર્મબંધ થાય છે, અને કર્મબંધથી જીવ
અનંત સંસાર–સમુદ્રમાં પરિભ્રમણ કરે છે.
આત્મહિતને જાણનારા જીવને હિતમાં પ્રવૃત્તિ તથા અહિતથી નિવૃત્તિ થાય છે. માટે આત્મહિત શીખવા
યોગ્ય છે.
(૨) જિનાગમના અભ્યાસથી સંવર થવાનું બતાવે છે:–
સ્વાધ્યાય કરનાર સાધુ પાંચ ઈન્દ્રિયોના સંવરરૂપ થાય છે એટલે સ્પર્શ–રસ–ગંધ–રૂપ–શબ્દ એ પાંચ
પ્રકારના ઈન્દ્રિય–વિષયોથી તે રોકાઈ જાય છે, મન–વચન–કાયાની ત્રણ ગુપ્તિરૂપ થાય છે, તથા મનની
એકાગ્રતારૂપ થાય છે અને વિનયથી સહિત હોય છે; માટે જિનાગમની સ્વાધ્યાયથી જ ઈન્દ્રિય દ્વારા–મન વચન
કાયા દ્વારા તથા કષાય દ્વારા આવતા કર્મો અટકી જાય છે ને તેથી મહાન સંવર થાય છે.
(૩) સ્વાધ્યાયથી નવીન નવીન સંવેગની ઉત્પત્તિ થવાનું કહે છે–
જેમ જેમ શ્રુતનું અવગાહન કરે છે–અભ્યાસ કરે છે–અર્થચિંતન કરે છે તેમ તેમ નવા નવા ધર્માનુરાગરૂપ
સંવેગની શ્રદ્ધા વડે જીવને આનંદની પ્રાપ્તિ થાય છે. કેવું છે શ્રુત! પૂર્વે અનંત કાળમાં જેનું શ્રવણ કર્યું નથી, અને
કદાચિત્ કોઈ પર્યાયમાં તેનું શ્રવણ કર્યું તોપણ યથાર્થ અર્થના શ્રદ્ધાન–અનુભવન–આસ્વાદનના અભાવને લીધે
તે નહિ શ્રવણ કરવા તુલ્ય જ થયું. વળી તે શ્રુતમાં અતિશયરૂપ રસનો ફેલાવ છે; કેમ કે જ્ઞાન આત્માનું નિજરૂપ
છે અને તેમાં સર્કલ પદાર્થ પ્રતિબિંબિત થાય છે. જેમ જેમ જીવ તેનો અનુભવ કરે તેમ તેમ અજ્ઞાનભાવના
નાશપૂર્વક અપૂર્વ આનંદ ઉલ્લસે છે. આવા શ્રુતનો જેમ જેમ અભ્યાસ કરે છે તેમ તેમ જીવને નવીન નવીન
ધર્માનુરાગ જાગે છે તથા સંસાર ભોગોથી ભયભીતતા વધે છે, તેથી નવા નવા સંવેગનું (વૈરાગ્યનું) કારણ પણ
આ જિનેન્દ્રના પરમાગમનું સેવન જ છે.

PDF/HTML Page 12 of 25
single page version

background image
આસો: ૨૪૭૮ : ૨૩૭ :
(૪) જિનેન્દ્રના આગમના અભ્યાસથી અને શ્રદ્ધાપૂર્વક અનુભવથી ધર્મમાં નિષ્કંપતાદ્રઢતા–અચલતા થાય
છે તે વાત કરે છે:
આગમનો જાણનાર જ પરમાગમના અભ્યાસથી રત્નત્રયની વૃદ્ધિ તથા હાનિને જાણે છે, અને રત્નત્રયની
હાનિ–વૃદ્ધિને જે જાણે તે જ હાનિના કારણોને છોડીને અને વૃદ્ધિના કારણોને અંગીકાર કરીને, વિશુદ્ધતાને પ્રાપ્ત
થયો થકો દર્શનમાં–જ્ઞાનમાં–તપમાં તથા સંયમમાં સ્થિત થઈને જીવનપર્યંત તેમાં નિશ્ચલ પ્રવર્તે છે.
(પ) જિનાગમથી તપોભાવના
પ્રવીણ પુરુષ એવા શ્રી ગણધરદેવથી અવલોકન કરવામાં આવેલા બાહ્ય–અભ્યંતર બાર પ્રકારના તપમાં
સ્વાધ્યાય સમાન તપ કદી થયું નથી, થશે નહિ અને છે નહિ.
જોકે અનશનાદિ પણ તપ છે અને સ્વાધ્યાય પણ તપ છે, તોપણ સ્વાધ્યાયના બળ વિના સર્વ તપ
નિર્જરાનું કારણ નથી; જ્ઞાનસહિત તપ જ પ્રશંસનીય છે. આત્માની ઉજ્જવળતા–પરમ વીતરાગતા સ્વાધ્યાયના
બળથી જ થાય છે, તથા આત્મા અને મોહ–રાગાદિ કર્મો––એ બનેનું ભિન્નપણું જ્ઞાનમાં જ અનુભવગોચર થાય
છે; અને જ્ઞાનમાં જુદા દેખે ત્યારે જ જુદાપણામાં પ્રવર્તે કે આ તો રાગાદિક કર્મજનિત ભાવો છે અને આ હું
જ્ઞાન–દર્શનમય શુદ્ધઆત્મા છું, તે રાગાદિક આ પ્રકારે દૂર થશે–એ પ્રમાણે સમજીને અનશનાદિ તપ કરે તેને જ
કર્મની નિર્જરા થાય છે. માટે સ્વાધ્યાય સમાન તપ કદી થયું નથી, થશે નહિ અને છે નહિ.
સમ્યગ્જ્ઞાનરહિત અજ્ઞાની જીવ જે કર્મોનો લાખો–કરોડો ભવસુધી તપશ્ચરણ કરીને ખપાવે છે તે કર્મોને
સમ્યગ્જ્ઞાની જીવ ત્રણ ગુપ્તિરૂપ થયો થકો અંતર્મુહૂર્તમાં ખપાવે છે.
મિથ્યાજ્ઞાની જે તપ કરે છે તે આ લોક–પરલોકના ભોગની ચાહનાપૂર્વક કરે છે તેથી નવીન કર્મનું બંધન
જ થાય છે; અને સમ્યગ્દ્રષ્ટિ ભોજન કરતો હોય તોપણ વાંછાના અભાવથી તે નિર્જરા જ કરે છે, રાગ–દ્વેષના
અભાવને લીધે તેને નવીન કર્મબંધ થતો નથી. આ શુદ્ધતા છે અને જે કર્મબંધ કરે છે તે અશુદ્ધતા છે.
સ્વાધ્યાય–ભાવના વડે, કર્મના આગમનના કારણરૂપ જે મન–વચન–કાયાનો વેપાર તેનો અભાવ થતાં
ત્રણ પ્રકારની ગુપ્તિ થાય છે; અને ગુપ્તિ થવાથી મરણ સુધી આરાધના નિર્વિઘ્ન રહે છે. માટે સ્વાધ્યાય જ
આરાધનાનું પ્રધાન કારણ છે. અહીં એટલું વિશેષ છે કે જે સ્વાધ્યાય ભાવનામાં રત હોય તે જ પર જીવોને
ઉપદેશ દેનાર હોય, બીજે કોઈ પરના ઉપકારમાં સમર્થ નથી.
(૬) પરને ઉપદેશદાતા થવામાં ક્યા ગુણો પ્રગટ થાય છે તે કહે છે–
બીજા ભવ્ય જનોને સત્યાર્થ ધર્મનો ઉપદેશ દેવાથી પોતાને તેમ જ અન્ય શ્રોતાજનોને સંસારથી
ભયભીતતા થાય છે, તથા પરમ ધર્મમાં પ્રવર્તતથી સંસારપરિભ્રમણનો અભાવ થાય છે; માટે પોતાનો તેમ જ
પરનો ઉદ્ધાર જિનવચનના ઉપદેશથી જ થાય છે. વળી, પોતાના આત્માને તથા અન્ય જીવોને જિનેન્દ્રના
આગમનો ઉપદેશ કરવાથી ભગવાન સર્વજ્ઞની આજ્ઞાનું પાલન થાય છે જિનેન્દ્રના ધર્મમાં જેને અત્યંત પ્રીતિ હોય
તે જ, નિર્વાંછક અને અભિમાનરહિત થઈને ધર્મોપદેશ કરે છે, તેથી તેમાં વાત્સલ્યગુણ પણ પ્રગટ થાય છે. વળી
જિનેન્દ્રના ધર્મનો ઉપદેશ આપીને ધર્મનો પ્રભાવ પ્રગટ કરવામાં જેને ઉત્સાહ હોય તથા આત્મગુણ વધારવાની
વાંછા હોય તેને ‘પ્રભાવના’ નામનો ગુણ હોય જ છે. વળી સ્યાદ્વાદરૂપ પરમાગમમાં જેને અત્યંત પ્રીતિ હોય
તેને જ ધર્મનું ઉપદેશકપણું હોય, એટલે તેમાં ભક્તિ ગુણ પણ પ્રગટ થાય છે. વળી પરમાગમના સત્યાર્થ
ઉપદેશવડે ધર્મતીર્થની અવિચ્છિન્નતા રહે છે, તેની પરંપરા તૂટતી નથી, સર્વે જનો ધર્મનું સ્વરૂપ જાણતા રહે છે
અને ઘણા કાળ સુધી ધર્મનો પ્રવાહ ચાલે છે; તેથી પોતાનો તેમ જ પરનો ઉદ્ધાર, ભગવાનની આજ્ઞાનું પાલન,
વાત્સલ્ય, પ્રભાવના, ભક્તિ તથા ધર્મતીર્થની અવિચ્છિન્નતા––એ ગુણો ધર્મોપદેશના દાતાપણાથી જાણીને
આગમની આજ્ઞા પ્રમાણે ધર્મોપદેશમાં પ્રવર્તન કરવું તે જ પરમ કલ્યાણ છે.
આ પ્રમાણે જિનવયનોના અભ્યાસથી થતા ગુણો કહ્યા; આ જાણીને જિનેન્દ્રભગવાનના વચન દિન–રાત
નિરંતર પઢવા યોગ્ય છે. જિનવચન સિવાય કોઈ શરણ નથી, માટે તેને સર્વપ્રકારે હિતરૂપ જાણી તેની આરાધના
કરીને મનુષ્ય જન્મને સફળ કરો.
(જુઓ: ભગવતી આરાધના, શિક્ષા અધિકાર ગાથા: ૧૦૧ થી ૧૧૩)

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૨૩૮ : આત્મધર્મ: ૧૦૮
ભવ્ય જીવોના કલ્યાણ – અર્થે
ઉપકારી શ્રી ગુરુઓએ
કેવો ઉપદેશ આપ્યો?
[‘સમસ્ત જનશસન સર!’]

ઉપકારી શ્રી ગુરુઓએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો
ઉપદેશ પધાનતાથી દીધો છે... વીતરાગી સંતોનો પોકાર છે કે શુદ્ધ સ્વભાવના
આશ્રયથી જ મોક્ષ થાય છે, એ સિવાય બીજા કોઈ પણ ઉપાયથી મોક્ષ ત્રણકાળ
ત્રણલોકમાં થતો નથી.

ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ કલ્યાણ થાય છે, માટે ભૂતાર્થસ્વભાવને દેખાડનારો શુદ્ધનય જ આશ્રય
કરવા યોગ્ય છે, આવો શ્રીગુરુઓનો ઉપદેશ છે; વ્યવહારનય આશ્રય કરવા જેવો નથી. એક અભેદ
આત્મવસ્તુમાં ગુણ–ગુણીના ભેદ પાડીને કથન કરવું તે વ્યવહાર છે. જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે
વ્યવહાર તેનાથી પણ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે; આ રીતે વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક છે, પણ તે
વ્યવહાર પોતે અનુસરવા યોગ્ય નથી; પરમાર્થસ્વભાવ જ આશ્રય કરવા યોગ્ય છે.
વ્યવહાર તે પરમાર્થનો પ્રતિપાદક છે, –પણ કોને? કે જે જીવ વ્યવહાર ઉપરનું લક્ષ છોડીને પરમાર્થ
સ્વભાવને લક્ષમાં લઈ લ્યે તેને; જે જીવ પરમાર્થ સ્વભાવને લક્ષમાં લ્યે નહિ ને વ્યવહારનો જ આશ્રય કરીને
અટકી જાય તે તો વ્યવહારમૂઢ અજ્ઞાની છે, તેને સમજાવવા આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! વ્યવહારનય પોતે તો
અભૂતાર્થ છે, તેથી તે આશ્રય કરવા જેવો નથી. વ્યવહારથી ભેદ પાડીને કથન કર્યું ત્યાં પણ અમારો આશય તો
પરમાર્થને જ બતાવવાનો હતો; માટે તું વ્યવહારનો આશ્રય છોડ ને અભેદરૂપ પરમાર્થ વસ્તુને લક્ષમાં લે.
અહો! આચાર્યદેવ કહે છે કે વ્યવહાર પણ પરમાર્થનો જ પ્રતિપાદક છે; ‘જ્ઞાન તે આત્મા’ એમ ભેદ
પાડીને કહેનારો વ્યવહાર પણ ‘પરમાર્થરૂપ આત્મા’ જ બતાવે છે; ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેનારો વ્યવહાર
કાંઈ રાગને કે પરને નથી બતાવતો; માટે તું ભેદની સામે જોઈને ન અટકતાં અભેદવસ્તુને પકડી લેજે.
વ્યવહારથી ભેદ પાડીને કથન કર્યું તે વખતે કહેનારનો આશય અભેદનું પ્રતિપાદન કરવાનો છે અને સામો
સમજનાર પણ તે આશયને પકડીને પરમાર્થ સમજી જાય છે, તેથી ત્યાં ‘વ્યવહારે પણ પરમાર્થનું જ પ્રતિપાદન
કર્યું’ એમ કહેવાય છે. જુઓ, આમાંથી તો એવું તાત્પર્ય નીકળે છે કે–કથન ભલે નિશ્ચયથી હો કે વ્યવહારથી હો,
પણ પરમાર્થસ્વરૂપ સમજીને તેનો જ આશ્રય કરવા યોગ્ય છે, વ્યવહારનય આશ્રય કરવા યોગ્ય નથી; જે જીવ
વ્યવહારના આશ્રયે લાભ થવાનું માને તેને તો નિશ્ચય કે વ્યવહારનું કાંઈ ભાન નથી, તેને આચાર્યદેવ
‘અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ’ કહે છે.
કોઈ એમ પૂછે કે જો વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક છે તો તે વ્યવહારનો આશ્રય શા માટે ન કરવો?
આચાર્યદેવ તેને ઉત્તર આપે છે કે અરે ભાઈ! ‘વ્યવહારનય પરમાર્થનો જ પ્રતિપાદક છે’ ––એમ કહીને અમે તો
તને પરમાર્થનું લક્ષ કરવાનું કહ્યું હતું, તેને બદલે જો તું વ્યવહારના આશ્રયે લાભ માનીને તેને જ વળગી રહે તો
તને કહીએ છીએ કે તે વ્યવહાર તો અભૂતાર્થ છે, તેના અશ્રયે લાભ નથી, માટે તેનો આશ્રય છોડ, ને
શુદ્ધનયવડે પરમાર્થસ્વભાવનું અવલંબન કર. જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યગ્દ્રષ્ટિ છે, જેઓ
શુદ્ધનયનો આશ્રય નથી કરતા ને વ્યવહારનો આશ્રય કરે છે તેઓ સમ્યગ્દ્રષ્ટિ નથી. ધર્મી જીવ શુદ્ધનયના
અવલંબનથી પોતાને સહજ એક જ્ઞાયકસ્વભાવપણે અનુભવે છે. આવા શુદ્ધનયનો આશ્રય જીવે પૂર્વે

PDF/HTML Page 14 of 25
single page version

background image
આસો: ૨૪૭૮ : ૨૩૯ :
यह निचोर या ग्रंथको, यहै परम रस पोष।
तजै शुद्धनय बंध है, गहै शुद्धनय मोख।।

––શુદ્ધનયને છોડવાથી બંધન થાય છે ને શુદ્ધનયના ગ્રહણથી મોક્ષ થાય છે;––આવો આ શાસ્ત્રનો નિચોડ
છે અને આ વાત પરમ તત્ત્વરસની પોષક છે.
જુઓ, આ મોક્ષનો માર્ગ! અજ્ઞાનીઓ ‘વ્યવહાર... વ્યવહાર’ કરે છે ને વ્યવહારના આશ્રયે મોક્ષ થવાનું
મનાવે છે; તેની સામે અહીં વીતરાગી સંતોનો પોકાર છે કે શુદ્ધસ્વભાવના આશ્રયથી જ મોક્ષ થાય છે, એ
સિવાય બીજા કોઈપણ ઉપાયથી મોક્ષ ત્રણકાળ ત્રણલોકમાં થતો નથી. અરે મૂઢ! તું વ્યવહારના આશ્રયથી લાભ
થવાનું માને છે, પણ વ્યવહારનો આશ્રય તો અનાદિથી તું કરી જ રહ્યો છે, છતાં કેમ કલ્યાણ ન થયું!! માટે
સમજ કે વ્યવહારના આશ્રયે કલ્યાણ થતું નથી. ભૂતાર્થ સ્વભાવના આશ્રયે જ કલ્યાણ થાય છે, પણ તેનો
આશ્રય તો તેં કદી કર્યો નથી.
શુદ્ધનયના આશ્રય સિવાય વ્યવહારના આશ્રયથી લાભ થવાનું જે મનાવતા હોય, –મિથ્યાદ્રષ્ટિના દાન–
દયાના શુભપરિણામથી પરીતસંસાર થવાનું મનાવતા હોય, તે ઉપદેશક મિથ્યાદ્રષ્ટિ છે તથા તેને માનનારા
જીવો પણ મિથ્યાદ્રષ્ટિ છે. શુદ્ધસ્વભાવના આશ્રય વિના ભવકટ્ટી થાય જ નહિ. જે શાસ્ત્રમાં મિથ્યાદ્રષ્ટિને પણ
દયા–દાનના ભાવથી પરીતસંસાર થવાનું કહ્યું હોય તેમાં ‘શુદ્ધસ્વભાવના’ આશ્રયથી લાભ થાય’ એવી વાત
યથાર્થ હોય જ નહિ. રાગના આશ્રયથી પણ લાભ માને અને શુદ્ધ આત્માના આશ્રયથી પણ લાભ માને––એ
બે વાતનો મેળ ખાય નહિ, કેમ કે એ બંને વાત પરસ્પર વિરુદ્ધ છે; જે શુદ્ધઆત્માના આશ્રયથી લાભ થવાનું
માને તે રાગથી લાભ થવાનું માને જ નહિ અને જે રાગથી લાભ થવાનું માને તે ‘શુદ્ધઆત્માના આશ્રયથી
લાભ થાય’ એમ યથાર્થપણે માની શકે નહિ. મિથ્યાદ્રષ્ટિને દયાદાનના રાગથી ભવકટ્ટી થવાનું જેમાં કહ્યું હોય
તેવા શાસ્ત્રને જે જીવ શાસ્ત્ર તરીકે માનતો હોય, તથા તેવું કહેનારાને ગુરુ તરીકે માનતો હોય, –તે જીવ
શુદ્ધાત્માના આશ્રયે લાભ થવાની વાત કરતો હોય તો તે વાત તેના ઘરની નથી પણ ક્યાંકથી ચોરી લીધેલી
છે. મિથ્યાદ્રષ્ટિના રાગથી ભવનો નાશ થવાનું જે કહે તેના ઘરે ‘શુદ્ધાત્માના આશ્રયથી લાભ થાય’ એ વાતની
ગંધ પણ શેની હોય?
અજ્ઞાની જીવો પરમાર્થરૂપ અભેદસ્વભાવને જાણતા નથી તેથી તેને અભેદ સમજાવવા માટે, વ્યવહારથી
ભેદ પાડીને કથન કરવામાં આવે છે; પણ ત્યાં ભેદની પ્રધાનતા નથી, પણ અભેદ બતાવવાનું પ્રયોજન છે.
પરમાર્થસ્વભાવ સમજાવતાં, સમજાવનાર આચાર્યને તથા સમજનાર શિષ્યને વચ્ચે ગુણગુણી ભેદના વિકલ્પરૂપ
વ્યવહાર આવ્યા વિના રહેતો નથી, પણ ત્યાં તેમનો આશય તો પરમાર્થસ્વભાવ કહેવાનો અને સમજવાનો છે.
વાણીમાં ભેદ આવતો હોવા છતાં શ્રી આચાર્યદેવનો આશય અભેદ જ કહેવાનો છે, અને શિષ્યને ભેદનો વિકલ્પ
હોવા છતાં તેનું વલણ પણ અભેદને પકડવા તરફ છે, અને તે ભેદનું લક્ષ છોડીને અભેદસ્વભાવને લક્ષમાં લઈ
લ્યે છે, તેથી તેને તો વ્યવહારનયે પણ પરમાર્થ જ બતાવ્યો; આ રીતે વ્યવહાર પરમાર્થનો જ પ્રતિપાદક છે.
અભેદસ્વભાવના આશ્રયે અનુભવ કરતાં ભેદનો વિકલ્પ તૂટી જાય છે, માટે ભેદરૂપ વ્યવહારનય

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૨૪૦ : આત્મધર્મ: ૧૦૮
અભૂતાર્થ છે, તે આશ્રય કરવા જેવો નથી.
વ્યવહારનયને પરમાર્થનો પ્રતિપાદક કહ્યો ત્યાં કોઈ જીવ પરમાર્થને તો લક્ષમાં ન લ્યે અને એકલા
વ્યવહારને જ પકડીને રોકાઈ જાય, તો તેને વ્યવહારનો આશ્રય છોડાવીને ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિ કરવાનું
આચાર્યદેવ અગિયારમી ગાથામાં સમજાવે છે. અરે ભાઈ! અમે વ્યવહારને પરમાર્થનો જ પ્રતિપાદક કહ્યો તે તો
તને વ્યવહારનું લક્ષ છોડાવીને પરમાર્થના લક્ષમાં પહોંચાડવા માટે કહ્યું હતું, પણ તે વ્યવહારનો જ આશ્રય
કરીને જો તું રોકાઈશ તો તને પરમાર્થસ્વરૂપ આત્મા નહિ સમજાય; કેમ કે વ્યવહારનય તો અભૂતાર્થ છે તેના
આશ્રયે શુદ્ધઆત્માનું જ્ઞાન થતું નથી, માટે તે આશ્રય કરવા યોગ્ય નથી. ભૂતાર્થસ્વભાવને દેખાડનારો શુદ્ધનય
જ આશ્રય કરવા યોગ્ય છે. ––આવો શ્રીગુરુઓનો ઉપદેશ છે.
જેમ આંગળી ચંદ્રને દેખાડનાર છે, પણ આંગળી પોતે ચંદ્ર નથી; તેમ વ્યવહાર પરમાર્થનો દેખાડનાર છે
પણ તે પોતે પરમાર્થ નથી, માટે અંગીકાર તો પરમાર્થને જ કરજે, વ્યવહારને અંગીકાર કરીશ નહિ. જેમ
આંગળી સામે જોયા કરે તો ચંદ્ર દેખાય નહિ, પણ જો આંગળીનું લક્ષ છોડીને સીધું ચંદ્ર ઉપર લક્ષ કરે તો
આંગળીએ ચંદ્રને દેખાડ્યો–એમ કહેવાય છે; તેમ અભેદ આત્મસ્વરૂપ સમજાવવા માટે વ્યવહારથી ભેદ પાડીને
કહ્યું હોય, ત્યાં તે ભેદની સામે જ જોયા કરે તો આત્માનું પરમાર્થ સ્વરૂપ સમજાય નહિ, પણ તે ભેદરૂપ
વ્યવહારનું લક્ષ છોડીને જો સીધો અભેદસ્વભાવને લક્ષમાં લઈ લ્યે તો ત્યાં વ્યવહારને પરમાર્થનો પ્રતિપાદક
કહેવામાં આવે છે. પણ જે જીવ વ્યવહારના જ આશ્રયમાં રોકાઈ જાય ને વ્યવહારનું લક્ષ છોડીને પરમાર્થને
લક્ષમાં ન લ્યે તો તેને માટે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે’ –એ વાત લાગુ પડતી નથી.
જુઓ, શાસ્ત્રોમાં સ્ત્રીના શરીરનું માથાથી પગ સુધીનું વર્ણન કર્યું હોય, પણ ત્યાં સંતોનો આશય તો
વૈરાગ્ય કરાવવાનો છે તેથી તે વિકથા નથી પણ વીતરાગીકથા છે. તે વર્ણન સાંભળતાં જોકોઈ અશુભરાગ કરે તો
તેને માટે તે વિકથા છે, અને જો વૈરાગ્યપરિણામ કરે તો તે વીતરાગીકથા છે. ––એ રીતે વિકથા કે વીતરાગીકથા
જીવના ભાવઅનુસાર કહેવાય છે; તેમ વ્યવહારે ભેદ પાડીને સમજાવતાં જે જીવે પરમાર્થને લક્ષમાં લઈ લીધો છે
તે જીવને માટે ‘વ્યવહારે પણ પરમાર્થનું જ પ્રતિપાદન કર્યું’ એમ કહેવામાં આવે છે.
એ જ પ્રમાણે બીજું દ્રષ્ટાંત સપ્તભંગીનું લ્યો, છદ્મસ્થની વાણીમાં એક સાથે સાત ભંગનું કથન આવતું
નથી; પણ જે વાક્ય દ્વારા, સમજનાર પ્રમાણસપ્તભંગીને સમજી જાય ત્યાં તે વાક્યને પ્રમાણસપ્તભંગીનું વાક્ય
કહેવાય; અને સમજનાર નયસપ્તભંગીને સમજે તો તે જ વાક્યને નયપ્રરૂપણા કહેવાય. સપ્તભંગીનું પૂરું કથન
તો એક વાક્યમાં આવતું નથી પણ સમજનાર તે પ્રકારનો આશય સમજી જાય છે તેથી ત્યાં વાણીએ પણ તેનું
પ્રતિપાદન કર્યું––એમ કહેવામાં આવે છે; એ રીતે આત્માનું પરમાર્થસ્વરૂપ સમજાવવા કોઈ પણ વચન બોલતાં
તેમાં ભેદરૂપ વ્યવહાર આવ્યા વિના રહેતો નથી; આ અપેક્ષાએ પરમાર્થસ્વભાવને કથંચિત્ વચનઅગોચર
કહેવાય છે, પણ સામો સમજનાર જીવ કહેનારના આશયને પકડીને અભેદસ્વભાવને સમજી જાય છે તેથી ત્યાં તે
વાણીએ પણ પરમાર્થનું પ્રતિપાદન કર્યું એમ કહેવાય છે; સામો જીવ આશય સમજી જાય છે તે અપેક્ષાએ પરમાર્થ
કથંચિત્ વક્તવ્ય પણ છે.
કોઈ પણ પ્રકારના વ્યવહારના આશ્રયે પરમાર્થ આત્માનો અનુભવ થતો નથી માટે સઘળોય વ્યવહારનય
અભૂતાર્થ છે. અહીં વ્યવહારનયને ‘સઘળોય’ એવું વિશેષણ આપ્યું છે એટલે તેનાથી વિરુદ્ધ એવો પરમાર્થ–નિશ્ચય
‘એક જ પ્રકારનો’ છે––એ વાત તેમાં આવી જાય છે, અને તે એકરૂપ નિશ્ચયસ્વભાવ જ ભૂતાર્થ હોવાથી તેના
આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. માટે સંતોએ જીવોના કલ્યાણ અર્થે ફરી ફરીને એના જ આશ્રયને ઉપદેશ આપ્યો છે.
શાસ્ત્રમાં એમ કથન આવે કે ‘શુદ્ધનયનો આશ્રય કરવો;’ –હવે શુદ્ધનય તો એક પર્યાય છે, તો શું
પર્યાયનો આશ્રય કરવાનું કહ્યું છે? ના; પર્યાયનો આશ્રય કરવાનું નથી કહ્યું, પણ શુદ્ધનયના વિષયભૂત જે
અખંડદ્રવ્ય છે તેનો આશ્રય કરવાનું કહ્યું છે; શુદ્ધનયનો આશ્રય કરવાનું કહ્યું છે; શુદ્ધનયનો આશ્રય કરવાનું કહ્યું
તે કથન તો નય અને નયના વિષયને અભેદ કરીને કહ્યું છે. શુદ્ધનય ક્યારે થાય? કે જ્યારે અખંડ દ્રવ્યની સામે
જુએ ત્યારે, તેથી શુદ્ધનયનો આશ્રય કરવાનું કહેતાં પણ અખંડ દ્રવ્યની સન્મુખ જોવાનું જ આવ્યું.
અધ્યાત્મમાં ઘણીવાર નય અને નયના વિષયને અભેદપણે વર્ણવવામાં આવે છે. અહીં ૧૧ મી ગાથામાં
વ્યવહારનયને

PDF/HTML Page 16 of 25
single page version

background image
આસો: ૨૪૭૮ : ૨૪૧ :
અભૂતાર્થ કહ્યો અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો, ત્યાં શુદ્ધનય તો જોકે શ્રુતજ્ઞાનની પર્યાય છે અને પર્યાય તો અભૂતાર્થ
છે, પરંતુ અહીં તે પર્યાય દ્રવ્યમાં અભેદ થઈ હોવાથી આખાને (દ્રવ્ય–પર્યાયની અભેદતા થઈ તેને) ભૂતાર્થ કહી
દીધું છે. અનુભવ વખતે શુદ્ધનયની પર્યાય જુદી નથી રહેતી પણ દ્રવ્યમાં અભેદ થઈ જાય છે; જો ભૂતાર્થસ્વભાવમાં
અભેદ ન થાય તો તે શુદ્ધનય જ નથી. શુદ્ધનય પોતે શ્રુતજ્ઞાનની પર્યાય હોવા છતાં તેનો વિષય ભૂતાર્થરૂપ
શુદ્ધઆત્મા છે, તે ભૂતાર્થસ્વભાવમાં લક્ષ કરીને અભેદ થાય છે તેથી શુદ્ધનયને પણ ભૂતાર્થ કહેવાય છે. શુદ્ધઆત્મા
વિષય અને જ્ઞાન તેને જાણનાર–એવા બે ભેદનું લક્ષ શુદ્ધનયની અનુભૂતિ વખતે હોતું નથી.
જુઓ ભાઈ, આ વાત સૂક્ષ્મ છે પણ સમજવા જેવી છે, આ સમજતાં અપૂર્વ કલ્યાણ થાય છે;
આવા આત્માને ઓળખીને અંતરમાં તેનો અનુભવ કરવો તે જૈનધર્મનો સાર છે. સમસ્ત જિનશાસનનો
સાર શું? કે શુદ્ધઆત્માની અનુભૂતિ! આગળ પંદરમી ગાથામાં આચાર્યદેવ કહેશે કે જે આ શુદ્ધઆત્માની
અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનનીઅનુભૂતિ છે. અહો! ત્યાં તો આચાર્યદેવે અલૌકિક વાત
કરી છે, આખાય જૈનશાસનનું રહસ્ય બતાવી દીધું છે.
(–શ્રી સમયસાર ગા. ૮ થી ૧૧ ઉપરના પ્રવચનોમાંથી)
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
(૧)
• સ્વચ્છત્વ – શક્ત •
અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક (અર્થાત્ અનેક આકારરૂપ) એવો
ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ આત્મામાં છે. જેમ અરીસાની સ્વચ્છત્વશક્તિથી તેની પર્યાયમાં
ઘટ–પટાદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે.
અનંત શક્તિઓવાળા આત્માના આધારે ધર્મ થાય છે, તેથી તેની શક્તિઓ વડે તેને ઓળખવા માટે આ
વર્ણન ચાલે છે. આત્માના ઉપયોગમાં લોકાલોક જણાય એવો તેનો સ્વચ્છ સ્વભાવ છે. બહારમાં શરીરને
ધોવાથી આત્માની સ્વચ્છતા થાય–એમ નથી; સ્વચ્છતા તો આત્માનો જ ગુણ છે, તે ક્યાંય બહારથી આવતી
નથી. અજ્ઞાનીઓ ચૈતન્યના સ્વચ્છ સ્વભાવને ભૂલીને શરીરની સ્વચ્છતામાં ધર્મ માને છે, ને શરીરની અશુચિ
થતાં જાણે કે પોતાના આત્મામાં મલિનતા લાગી ગઈ એમ તે માને છે; પણ આત્મા તો સ્વયં સ્વચ્છ છે, તેના
ઉપયોગમાં લોકાલોક જણાય છતાં તેને મલિનતા ન લાગે એવો તેનો સ્વચ્છસ્વભાવ ત્રિકાળ છે.
હે જીવ! તારી સ્વચ્છતા એવી છે કે તેમાં જગતનો કોઈ પદાર્થ જણાયા વગર રહે નહિ. જેમ અરીસાની
સ્વચ્છતામાં બધું દેખાય છે તેમ સ્વચ્છત્વશક્તિને લીધે આત્માના ઉપયોગમાં લોકાલોક જણાય છે. શરીર તો જડ
છે, તેનામાં કોઈને જાણવાની તાકાત નથી, રાગાદિ ભાવોમાં પણ એવી સ્વચ્છતા નથી કે તે કોઈને જાણી શકે, તે
તો આંધળા છે; આત્મામાં જ એવી સ્વચ્છતા છે કે તેના ઉપયોગમાં બધું ય જણાય છે. સ્વચ્છતાને લીધે
આત્માનો ઉપયોગ જ લોકાલોકના જ્ઞાનપણે પરિણમી જાય છે. શરીર સ્વચ્છ હોય તો આત્માના ભાવ નિર્મળ
થાય–એમ નથી.

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૨૪૨ : આત્મધર્મ: ૧૦૮
જગતના બધા પદાર્થો મારા ઉપયોગમાં જણાય ભલે, પણ તે કોઈ પદાર્થ મારી સ્વચ્છતાને બગાડવા સમર્થ નથી.
બહારના પદાર્થો કાંઈ જ્ઞાનમાં નથી આવી જતા, પણ જ્ઞાનના ઉપયોગનો એવો મેચક સ્વભાવ છે કે સમસ્ત
પદાર્થોના જ્ઞાનપણે તે પરિણમે છે, છતાં પોતે સ્વચ્છતાને છોડતો નથી. જેણે પોતાના આવા પવિત્ર ઉપયોગ
સ્વભાવની પ્રતીત કરી તે જીવ સ્વસન્મુખતાથી પર્યાયે પર્યાયે પવિત્રતાને પ્રગટ કરતો કેવળજ્ઞાનની સન્મુખ થતો
જાય છે.
લોકાલોકને દેખવા માટે જીવને ક્યાંક બહાર જોવું નથી પડતું, પણ જ્યાં જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપમાં લીન
થઈને સ્વચ્છપણે પરિણમ્યો ત્યાં તેની સ્વચ્છતામાં લોકાલોક આપોઆપ આવીને ઝળકે છે. વસ્તુપાળ–
તેજપાળના સંબંધમાં એમ વાત આવે છે કે એક વાર ચોરના ભયથી ઘરેણાં વગેરે મિલ્કત દાટવા માટે જમીનમાં
ખાડો ખોદતા હતા, ત્યાં તે ખાડામાંથી જ સોનામહોરોનાં નિધાન નીકળી પડ્યા. તે જોઈને તેમની સ્ત્રીઓ કહે છે
કે અરે! આપણે તે કાંઈ જમીનમાં દાટવાનું હોય? જ્યાં પગલે પગલે નિધાન નીકળે છે ત્યાં દાટવાનું શું હોય?
માટે આ લક્ષ્મીને એવી રીતે વાપરો કે જે કોઈ ચોરી ન શકે. ––આ ઉપરથી પછી તેઓએ મંદિરો બંધાવ્યા. તેમ
અહીં ચૈતન્યમાં એવી ઉપયોગલક્ષ્મીનો ભંડાર ભર્યો છે કે અંતર્મુખ ઊંડા ઉત્તરીને તેને ખોદતાં કેવળજ્ઞાનનાં
નિધાન પ્રગટે છે, ને લોકાલોક આવીને તેમાં ઝળકે છે. તે ઉપયોગની સ્વચ્છતાને કોઈ ચોરી જઈ શકતું નથી.
જેના સ્વભાવમાં આવા નિધાન ભર્યા તેને વળી કોઈ પરનો આશ્રય કેમ હોય? સ્વભાવના આશ્રયે પર્યાયે
પર્યાયે પૂરા નિધાન પ્રગટે છે. આત્મામાં જ એવી સ્વચ્છતા ભરી છે કે કોઈ પરવસ્તુના કે મંદકષાયના આશ્રય
વગર જ તેનો ઉપયોગ લોકાલોકને જાણવાપણે પરિણમે છે.
સ્વચ્છ અરીસાની સામે મોર હોય ત્યાં અરીસામાં એવું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય, –જાણે કે મોર અરીસામાં
પેસી ગયો હોય! ત્યાં ખરેખર અરીસામાં મોર નથી દેખાતો પણ તેવું અરીસાની સ્વચ્છતાનું જ પરિણમન છે.
તેમ ચૈતન્યમૂર્તિ આત્માનો ઉપયોગ તે આખા જગતનો મંગલઅરીસો છે; તેની સ્વચ્છતામાં લોકાલોક એવા
સ્પષ્ટપણે જણાય છે કે જાણે લોકાલોક તેમાં પ્રવેશી ગયા હોય! ખરેખર કાંઈ લોકાલોક આત્માના ઉપયોગમાં
પેસી જતા નથી, લોકાલોક તો બહાર જ છે, આત્માનો સ્વચ્છ ઉપયોગ જ તેવા સ્વરૂપે પરિણમ્યો છે. આવી
સ્વચ્છત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે. કાઈ બહારના લક્ષે ઉપયોગની સ્વચ્છતા નથી થતી પણ ત્રિકાળી સ્વચ્છ
ઉપયોગસ્વભાવની સન્મુખ થતાં ઉપયોગની સ્વચ્છતા પ્રગટે છે. આ રીતે સ્વચ્છત્વશક્તિ દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણેમાં વ્યાપેલી છે. એક સમયમાં જગતના અનેક પદાર્થોને જાણે તેવા આકારરૂપે ઉપયોગનું પરિણમન થવા
છતાં તેનામાં ખંડખંડ કે મલિનતા થઈ જતી નથી–એવો સ્વચ્છતા શક્તિનો પ્રતાપ છે.
પરની સામે જોયે કે શુભરાગને લઈને ઉપયોગનું સ્વચ્છત્વ નથી થતું, શુભરાગ તો પોતે મલિનતા છે.
આત્માનો ત્રિકાળી સ્વચ્છસ્વભાવ છે તેની પ્રતીત કરીને પરિણમતાં લોકાલોકને પ્રકાશે એવો સ્વચ્છ ઉપયોગ
પ્રગટે છે. તે ઉપયોગ પરની સામે જોયા વિના પોતે પોતામાં લીન રહીને પોતાની સ્વચ્છતામાં બધાને જાણી લે
છે. જેમ કોઈવાર સ્વયંવર વગેરેમાં કન્યાને રાજકુમારો સામે જોવું ન પડે તે માટે એક સ્વચ્છ મોટો અરીસો રાખે
છે, તે અરીસાની સામે જોતાં કન્યા તેમાં રાજકુમારનું મોઢું દેખી લે છે, કન્યાને બીજા સામે જોવું નથી પડતું; તેમ
આત્મામાં એવી સ્વચ્છતા છે કે પર લોકાલોકની સામે જોયા વિના, પોતે પોતાના સ્વભાવની સામે જોતાં નિર્મળ
ઉપયોગભૂમિમાં લોકાલોકને દેખી લે છે. જેમ સતી સ્ત્રીઓ પરપુરુષની સામે આંખ ઊંચી કરતી નથી તેમ
પવિત્રમૂર્તિ આત્મા પરની સામે જોયા વગર જ લોકાલોકને પ્રકાશવારૂપે પરિણમવાની તાકાતવાળો છે.
દ્રૌપદી, સીતાજી વગેરે મહાન સતીઓ હતી, એક પતિ સિવાય બીજા કોઈને સ્વપ્નેય ઈચ્છે નહિ. દ્રૌપદી
સતીને એક જ પતિ હતો, સ્વયંવરમાં તેણે પાંચ પાંડવોને વરમાળા નથી નાંખી, પણ એકલા અર્જુનને તે વરી
છે; પૂર્વના પ્રારબ્ધયોગે એવી ખોટી લોકવાયકા ઊડી ગઈ કે દ્રૌપદીને પાંચ પતિ હતા. અહો! યુધિષ્ઠિર અને
ભીમ એ જેઠ તો પિતાતુલ્ય હતા ને નકુલ–સહદેવ એ દિયર તો તેને દીકરા તુલ્ય હતા, આવી પવિત્ર સતીને પાંચ
પતિ માનનારા મૂઢ છે. સતીને સ્વપ્નેય તેવું ન હોય. સતી સીતા, દ્રૌપદી, રાજિમતી વગેરે તો જગતની
હીરલાઓ હતી, તેમને આત્માનું ભાન હતું, અંદરમાં બ્રહ્મ–આનંદનો રસ ચાખ્યો હતો તેથી વિષયો નિરસ
લાગ્યા હતા, વિષયમાં

PDF/HTML Page 18 of 25
single page version

background image
આસો: ૨૪૭૮ : ૨૪૩ :
કિંચિત્ સુખ માનતા ન હતા. એવી પવિત્ર સતિઓ બીજા સામે જુએ નહિ. અહીં સતિઓનો દાખલો આપીને
એમ સમજાવવું છે કે જેમ પવિત્ર સતિઓ બીજા પુરુષની સામે જોતી નથી તેમ ભગવાન આત્માનો એવો
સ્વચ્છ–પવિત્ર સ્વભાવ છે કે કોઈ બીજાની સામે જોયા વિના, પોતે પોતાના સ્વભાવથી જ લોકાલોકને
જાણવારૂપે પરિણમી જાય છે, ઈન્દ્રિયોના આલંબનથી કે પરજ્ઞેયોની સન્મુખતાથી તે નથી જાણતો.
આ દ્રવ્યદ્રષ્ટિની વાત છે; વર્તમાન પર્યાયમાં કચાસ હોવા છતાં, સ્વસન્મુખ સ્વભાવની પ્રતીત કરવાની
આ વાત છે. જેટલું બહિર્મુખ વલણ જાય તે મારું સ્વરૂપ નથી, મારો આખો સ્વભાવ અંતર્મુખ છે. મારા
સ્વભાવની સ્વચ્છતા એવી છે કે તેની સામે જોતાં બધુંય જણાઈ જાય છે. બહારમાં જોવા જતાં તો વિકલ્પ ઊઠે છે
ને પૂરું જણાતું નથી; લોકાલોકને જાણવા માટે બહારમાં લક્ષ લંબાવવું નથી પડતું પણ અંતરમાં એકાગ્ર થવું પડે
છે; અનંતું અલોકક્ષેત્ર, અનંતો કાળ ને લોકના અનંતા પદાર્થો તે બધું ય સ્વભાવની સામે જોતાં જણાઈ જાય છે.
લોકાલોકની સામે જોઈને કોઈ જીવ લોકાલોકનો પાર ન પામી શકે, પણ જ્ઞાન અંદરમાં ઠરતાં લોકાલોકનો પાર
પામી જાય છે. ––આમ ધર્મીને પોતાના અંતર્મુખ સ્વભાવની પ્રતીત છે.
આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! તું પરને જાણવાની આકુળતા છોડીને તારામાં ઠર. પરને જાણવાની
આકુળતા કરવાથી તો સારું જ્ઞાન ઊલટું રોકાઈ જશે ને પૂરું જાણી નહિ શકે. પણ જો સ્વરૂપમાં સ્થિર થા તો
તારા જ્ઞાનનો એવો વિકાસ પ્રગટી જશે કે લોકાલોક તેમાં સહજપણે જણાશે. માટે સ્વભાવસન્મુખ થઈને તારી
સ્વચ્છતાના સામર્થ્યની પ્રતીત કર અને તેમાં ઠર. જુઓ, ઓ લોકાલોકને જાણવાનો ઉપાય!
અમૂર્તિક આત્મપ્રદેશોમાં જ લોકાલોક ઝળકે છે. લોકમાં મૂર્તિક પદાર્થો છે તેઓ પણ અમૂર્તિકજ્ઞાનમાં
જણાય છે. મૂર્તિકપદાર્થોને જાણતાં જ્ઞાન કાંઈ મૂર્તિક થઈ જતું નથી, કેમ કે મૂર્તિક પદાર્થોનું જ્ઞાન તો અમૂર્તિક જ
છે. જગતમાં આત્મા છે, તેમાં જ્ઞાનગુણ છે, તેના ઉપયોગનું પરિણમન છે, તેનું પૂર્ણ સ્વચ્છ પરિણમન થતાં તેમાં
લોકાલોક જણાય છે, સામે લોકાલોક જ્ઞેયપણે છે, પણ લોકાલોકને જાણનારું જ્ઞાન તેનાથી જુદું છે, લોકાલોકનું
જ્ઞાન તો આત્મપ્રદેશોમાં જ સમાઈ જાય છે. ––એક સ્વચ્છત્વશક્તિને માનતાં તેમાં આ બધુંય આવી જાય છે. જે
આ બધું ન સ્વીકારે તેને આત્માના સ્વચ્છત્વસ્વભાવની પ્રતીત નથી.
અરીસાની સ્વચ્છતાને લીધે તેમાં મયૂર વગેરે સ્વયંપ્રકાશિત થાય છે. જિનમંદિરમાં બંને બાજુના
અરીસામાં અનેક જિનપ્રતિમાની હાર હોય તેવું દેખાય છે, ત્યાં અરીસામાં કાંઈ જિનપ્રતિમા નથી, તે તો
અરીસાની સ્વચ્છતાનું તેવું પરિણમન છે. અનેક પ્રકારના રંગ અને આકૃતિઓ અરીસામાં દેખાય છે તે કાંઈ
બહારની ઉપાધિ નથી પણ અરીસાની સ્વચ્છતાની જ અવસ્થા છે. તેમ આત્માનો એવો સ્વચ્છસ્વભાવ છે કે
તેના ઉપયોગના પરિણમનમાં લોકાલોકનું પ્રતિબિંબ ઝળકી રહ્યું છે, અનંત સિદ્ધ ભગવંતો જ્ઞાનમાં એક સાથે
ઝળકી રહ્યા છે; ત્યાં જ્ઞાનમાં કાંઈ પરદ્રવ્યો નથી પણ જ્ઞાનની સ્વચ્છતાનું જ તેવું પરિણમન છે. જ્ઞાનમાં
લોકાલોકની ઉપાધિ નથી. અહો! આવા સ્વચ્છ જ્ઞાનસ્વભાવમાં ક્યાંય પરનું આલંબન, વિકાર કે અધૂરાશ છે જ
ક્યાં?
જેમ બજારમાં દુકાનમાં અરીસો ટાંગ્યો હોય તેમાં બજારમાં ચાલ્યા જતા હાથી ઘોડા મોટર સાયકલ
માણસો સ્ત્રીઓ કોલસા કે વિષ્ટા વગેરે વિચિત્ર પદાર્થો ઝળકે છે પણ તે અરીસાને કોઈ ઉપર રાગ કે દ્વેષ થતો
નથી; અરીસો પોતે સ્થિર રહે છે ને પદાર્થો તેમાં સ્વયમેવ ઝળકે છે. તેમ આત્માના ચૈતન્યઅરીસામાં વિશ્વના
સમસ્ત ચિત્ર–વિચિત્ર પદાર્થો ઝળકે છે એવો તેનો સ્વભાવ છે પણ તેમાં કોઈ ઉપર રાગદ્વેષ કરવાનો તેનો
સ્વભાવ નથી; સિદ્ધ ઉપર રાગ અને અભવ્ય ઉપર દ્વેષ કરે એવું તેમાં નથી, તે તો નિજસ્વરૂપમાં સ્થિર રહીને
વીતરાગપણે વિશ્વના પ્રતિબિંબને પોતામાં ઝળકાવી રહ્યો છે. અરીસાનું દ્રષ્ટાંત આપ્યું તે અરીસો તો જડ છે, તેને
પરની કે પોતાના સ્વભાવની ખબર નથી, આત્મા તો લોકાલોક–પ્રકાશક ચૈતન્યઅરીસો છે, તે પોતે પોતાના
સ્વભાવનો તેમજ પરનો પ્રકાશક છે. સ્થિર થઈને પોતે પોતાના અરીસામાં જુએ તો તેમાં પોતાનું શુદ્ધસ્વરૂપ
દેખાય, ને લોકાલોકનું પણ જ્ઞાન થઈ જાય.
જુઓ, અહીં આચાર્યભગવાન કહે છે કે નિજસ્વરૂપને જાણતાં પરનું જ્ઞાન થઈ જાય છે. સ્વભાવને જાણ્યા
વગર એકલા પરને જ જાણવા જાય તો તે મિથ્યાજ્ઞાન છે, તેમાં પરનું પણ યથાર્થ જ્ઞાન થતું નથી. જ્યાં
સ્વપ્રકાશકતારૂપ નિશ્ચય હોય ત્યાં જ પરપ્રકાશકતારૂપ વ્યવહાર હોય છે.

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૨૪૪ : આત્મધર્મ: ૧૦૮
જગતમાં સ્વ અને પર બંને વસ્તુઓ છે, અને તે બંનેને જાણવાનું જ્ઞાનનું સામર્થ્ય છે; પણ સ્વમાં પરનો
અભાવ છે ને પરમાં સ્વનો અભાવ છે. ––આમ જાણવું તે અનેકાન્ત છે, અને તે જ સત્યસ્વરૂપ છે. આવું સત્ય
સ્વરૂપ જાણ્યા વગર ખરેખર કોઈ સત્યવાદી હોઈ ન શકે. એકાંતવાદી જે કાંઈ બોલે તે બધું મિથ્યા છે–અસત્ય છે.
સ્યાદ્વાદ તે જ ખરો સત્યવાદ છે. દરેક વસ્તુ પોતપોતાના સ્વભાવસામર્થ્યથી પરિપૂર્ણ છે ને પરથી છૂટી છે–એમ
અનેકાન્ત વડે સત્યવસ્તુસ્વરૂપને ઓળખ્યા વગર વીતરાગી સત્યની જાહેરાત થઈ શકે નહિ.
આત્માની સ્વચ્છશક્તિમાં વિકાર નથી અને તે સ્વચ્છશક્તિમાં અભેદ થઈને પરિણમતાં પર્યાયમાં પણ
મલિનતા રહી શકતી નથી. જેમ આંખમાં એક રજકણ પણ રહી શકે નહિ, તેમ આત્માના સ્વચ્છઉપયોગમાં
વિકારનો અંશ પણ રહી શકે નહિ.
માનસ્તંભ

માનસ્તંભ તે જૈનધર્મની એક મહત્ત્વની ચીજ છે.
ત્રણ લોકમાં અનેક સ્થળે શાશ્વત માનસ્તંભો છે,
ભગવાન શ્રી તીર્થંકરદેવના સમવસરણમાં ચારે બાજુ
માનસ્તંભ છે, ભારતમાં અનેક શહેરોમાં પણ માનસ્તંભ
છે. માનસ્તંભને દૂરથી દેખતાં જ મિથ્યાદ્રષ્ટિ–માની
જીવોનું માન ચૂરચૂર થઈ જાય છે; માનસ્તંભ તે
જૈનધર્મનો વૈભવ છે, ધર્મનો સ્તંભ છે, સૌરાષ્ટ્રમાં સૌથી
પહેલો સોનગઢમાં ૬૨ ફૂટ ઊંચો ભવ્ય માનસ્તંભ
તૈયાર થઈ રહ્યો છે. આ મંગલકાર્ય માટેના ફંડમાં નીચે
મુજબ નવી રકમો આવી છે––
૧૦૨૪૧૩ા ‘આત્મધર્મ’ અંક ૧૦પમાં જણાવ્યા મુજબ.
પ૦૧/–શેઠ પ્રાણજીવન હરજીવનદાસ પોરબંદર
૧પ૧/–કોઠારી જટાશંકર પાનાચંદ મુંબઈ
૧પ૧/–શાહ હેમચંદ ચત્રમુજ મુંબઈ
૧પ૧/–શેઠ બાલચંદ દયાળદાસ સોનગીર
(પશ્ચિમ
ખાનદેશ)
૧૦૧/–એક મુમુક્ષુબેન જેતપુર
૧૦૧/–શેઠ ઝૂમરમલજી લાડનૂ
૧૦૧/–મણીબેન કોઠારી મુંબઈ
૧૦૧/–કાશીબેન દલીચંદ મોદી રાજકોટ
૧૦૧/–ઝવેરી લાલજી વાલજીના ધ. પ. ગોમતીબેન, લાઠી
૧૦૧/–ઝવેરી કેશવલાલ વાલજી લાઠી
૧૦૧/–શેઠ મોતીલાલ પીતાંબરદાસ પારોલા (ખાનદેશ)
૧૦૧/–શાહ ગોરધનદાસ ફૂલચંદ સોનગઢ
પ૧/–કોઠારી મનસુખલાલ જાદવજી રાજકોટ
પ૧/–પારેખ હરિલાલ અમૃતલાલ રાજકોટ
પ૧/–વિલાસબેન અનુપચંદ કુંડલા
પ૧/–મહેતા પોપટલાલ પીતાંબરદાસ હા.
સંતોકબાઈ કચરા રાજકોટ
પ૧/–મહેતા લક્ષ્મીશંકર લીલાધર રાજકોટ
પ૧/–પ્રભાબેન પોપટલાલ રાજકોટ
પ૧/–શેઠ મગનલાલ સુંદરજી રાજકોટ
પ૧/–ખંધાર રાયચંદ જીવરાજ રાણપુર
પ૧/–પ્રભાબેન અમૃતલાલ પારેખ રાજકોટ
પ૧/–મુરલીધર શેઠી લક્ષ્મણગઢ
પ૧/–શાહ ગોપાળજી કરશનદાસ કુંડલા
પ૧/–મણીબેન ભગવાનજી ખારા અમરેલીવાળા, સોનગઢ
પ૧/–દોશી હરગોવિંદદાસ ગફલભાઈ વઢવાણ કેમ્પ
૧૯૪/–જુદાજુદા મુમુક્ષુઓ તરફથી આવેલી પચાસથી
નીચેની રકમો
૧૦પ૦૩૨ા (એક લાખ પાંચ હજાર સાડી બત્રીસ)
(આસો વદ ૬)
(સૂચના: આત્મધર્મ અંક ૧૦૩માં રૂા. પ૦૧) ભાઈ
રાયશી ધરમશી ચેલાવાળાના નામથી લખાયેલા છે
તેને બદલે શાહ રાયચંદ ધરમશી (મોસી–આફ્રિકા) એ
પ્રમાણે વાંચવું.)

PDF/HTML Page 20 of 25
single page version

background image
આસો: ૨૪૭૮ : ૨૪૫ :
‘આત્મધર્મ’ ના લેખોની કક્કાવારી
[વષ નવમ: અક ૯૭ થ ૧૦૮]
વિષય અંક–પૃષ્ઠ વિષય અંક–પૃષ્ઠ
• અ – આ – ઉ – ઓ •
અતીન્દ્રિયજ્ઞાન ૧૦૬–૨૦૪ આત્મકાર્ય ૧૦૭–૨૨૮
અધ્યાત્મનું રહસ્ય ૨૦૭–૨૧૭ આત્મજ્ઞ તે શાસ્ત્રજ્ઞ ૯૭–૨૪
અનેકાન્તગર્ભિત સમ્યક્ નિયતવાદ ૯૮–૪૪ આત્મજ્ઞાનને ઈન્દ્રિયો કે રાગનું આલંબન નથી ૧૦૧–૧૦૭
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની કેટલીક શક્તિઓ આત્મજ્ઞાનીની સેવા ૧૦૧–૯૬
(સમયસારની ૪૭ શક્તિઓ ઉપરનાં પ્રવચનો) ‘આત્મધર્મ’ માસિકનો પ્રથમ સૈકો ૧૦૦–૮૩
(૧) જીવત્વશક્તિ ૯૮–૩૬ આત્મધર્મના લેખોની કક્કાવારી ૧૦૮–૨૪પ
(૨) ચિતિશક્તિ ૯૯–૪૮ ‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય? (૩) ૯૭–૧પ
(૩) દ્રશિશક્તિ ૯૯–પ૮ (પ્રવચનસારના પરિશિષ્ટ ઉપરનાં પ્રવચનો)
(૪) જ્ઞાનશક્તિ ૧૦૦–૭૧ ‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય? (૪) ૯૮–૩૨
(પ) સુખશક્તિ ૧૦૨–૧૧૧ ‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય? (૫) ૯૯–પ૦
(૬) વીર્યશક્તિ ૧૦૨–૧૧૪ ‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય? (૬) ૧૦૦–૬૭
(૭) પ્રભુત્વશક્તિ ૧૦૩–૧૩૮ ‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય? (૭) ૧૦૨–૧૧૮
(૮) વિભુત્વશક્તિ ૧૦૪–૧પ૮ ‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય? (૮) ૧૦૩–૧૩૨
(૯) સર્વદર્શિત્વશક્તિ ૧૦૬–૧૯પ ‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય? (૯) ૧૦૪–૧પ૧
(૧૦) સર્વજ્ઞત્વશક્તિ ૧૦૭–૨૧૧ ‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય? (૧૦) ૧૦૬–૧૯૧
(૧૧) સ્વચ્છત્વશક્તિ ૧૦૮–૨૪૧ ‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય? (૧૧) ૧૦૮–૨૩૧
અનંત જ્ઞાનીઓના અભિપ્રાયની એકતા ૧૦૨–૧૨૮ આત્માના જ્ઞાનમાત્ર ભાવમાં ઉછળતી અનંતશક્તિઓ ૯૮–૨૭
અભેદસ્વભાવના આશ્રયે જ ધર્મની ધીકતી ધારા ૧૦૩–૧૪૬ આત્માની પ્રભુતાનું અદ્ભુત વર્ણન ૧૦૩–૧૩૮
અરે જીવ! વિરોધ છોડીને હા પાડ! ૧૦૭–૨૧૬ આત્માની વિભુતાનું વર્ણન ૧૦૪–૧પ૮
અર્ધશ્લોકમાં મુક્તિનો ઉપદેશ ૯૯–૬૩ આત્માની સમજણ ૯૮–૪૩
અલ્પજ્ઞતા વખતે પણ સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય૧૦૪–૧૬૪ આત્માને રાજી કરવાની ધગશ ૧૦૧–૧૦૭
અહો, જૈનધર્મનો વૈભવ! ૧૦પ–૧૭૮ આત્મિક શૌર્યને ઊછાળનારી પૂ. ગુરુદેવશ્રીની વાણી ૧૦૦–૮૩
અહો, રત્નત્રય–મહિમા! ૯૭–૨૩ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે! ૧૦૬–૨૦પ
અહો, શુદ્ધાત્મપ્રાપ્તિની દુર્લભતા! ૧૦૧–૯૯ ઉલ્લાસ અને વિશ્વાસ ૧૦૨–૧૦૯
અહો, સંતોનું પરાક્રમ ૯૭–૧૪ “કાર ધ્વનિના નાદ ૧૦પ–૧૬૯
અંધકાર અને પ્રકાશ ૯૮–૪૩ જ્ઞ
કલ્યાણકારી સમ્યગ્દર્શનનો ઉપદેશ ૧૦૮–૧૮૯