Atmadharma magazine - Ank 225
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 29
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૯
સળંગ અંક ૨૨૫
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 29
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ ૧૯ અંક ૯) તંત્રી જગજીવન બાઉચંદ દોશી (અષાઢ: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
હિત અહિતનું અજ્ઞાન
અજ્ઞાનથી શું શું થતું નથી! હરણો ઝાંઝવાને
જળ જાણી પીવા દોડે છે અને ખેદ ખિન્ન થાય છે,
અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને ભયથી ભાગે
છે. તેમ આ આત્મા સત્ય–અસત્યનો નિર્ધાર કરતો
નથી ત્યાં સુધી પરમાં અને શુભાશુભમાં
(પુણ્યપાપમાં) ઈષ્ટ અનિષ્ટ પણું માન્યા કરે છે;
અનુકૂળતાની આશા અને પ્રતિકૂળતાનો ડર રાખતો
અજ્ઞાનીજીવ પવનથી ડામાડોળ સમુદ્રથી જેમ અનેક
વિકલ્પ કરતો થકો ક્ષુબ્ધ થાય છે.
આત્માનો મૂળ સ્વભાવ શુદ્ધ વિજ્ઞાનઘન જ્ઞાતા
જ છે, તે રાગાદિનો ઉત્પાદક નથી, તો પણ હિત
અહિતના અજ્ઞાનથી રાગાદિનો કર્તા થાય છે આમ
સંયોગ અને રાગની રુચિવાળો તે જીવ જ્ઞાતામાત્ર
સ્વભાવની અરુચિ વડે દુઃખી જ થાય છે.
પૂ. ગુરુદેવ
(સમયસાર કળશ પ૮ ઉપરના પ્રવચન ઉપરથી)
(૨૨પ)

PDF/HTML Page 3 of 29
single page version

background image
સુ....વ....ર્ણ....પુ....રી....સ....મા....ચા....ર
વિજ્ઞપ્તિ
પ. પૂ. કાનજીસ્વામીનાં પ્રવચનો લઘુલિપિમાં અથવા ઝડપથી લખી શકે ને તેનું પ્રેસમેટર તૈયાર કરી
શકે તેવા સાહિત્યપ્રેમી જૈનધર્મના અનુરાગીભાઈની જરૂર છે યોગ્યતા પ્રમાણે સારો પગાર આપવામાં
આવશે. લખો–શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ–સૌરાષ્ટ્ર
જૈનદર્શન શિક્ષણવર્ગ
આ સાલ પ્રૌઢ ઉમરનાં જૈન ભાઈઓ માટે તા. પ–૮–૬૨ રવિવારથી તા. ૨૪–૮–૬૨ શુક્રવાર સુધી
જૈનદર્શન શિક્ષણવર્ગ ચાલશે. તેનો લાભ લેવા ઈચ્છનાર જિજ્ઞાસુઓને સત્પુરુષ શ્રી કાનજીસ્વામીદ્વારા દિ.
જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોનાં રહસ્યમય પ્રવચનોનો પણ લાભ મળશે. જિજ્ઞાસુઓને રહેવા જમવાની વ્યવસ્થા
સંસ્થા તરફથી થશે. આવવાની ભાવના હોય તેમણે અગાઉથી લખી જણાવવું
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ–સૌરાષ્ટ્ર
જૈન શિક્ષણ વર્ગ સંબંધી સમાચાર
જૈનદર્શન શિક્ષણવર્ગ તા. પ–૮–૬૨ થી તા. ૨૪–૮–૬૨ સુધી ચાલશે. તેમ લાભ લેવા આવનાર
ધર્મજિજ્ઞાસુ જૈન ભાઈઓને એક વખતનું રેલગાડી ભાડું એક શુકનરાજ શિવગંજવાળા તરફથી આપવાની
ભાવના છે. માટે જેઓ લાભ લેવા ઈચ્છતા હોય તે ભાઈઓએ અગાઉથી સંસ્થાને લખી જણાવવું.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ સૌરાષ્ટ્ર
સૂચના
જે ગામમાં મુમુક્ષુમંડળ હોય તેમને ખબર આપવામાં આવે છે કે–અષ્ટાન્હિકા, દસલક્ષણપર્વ આદિ
ખાસ પ્રસંગ ઉપર પ્રવચનકાર વિદ્વાન બોલાવવાની આવશ્યકતા હોય તો લખી જણાવવું.
શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મહામંડળ પ્રચાર વિભાગ
ઠે. શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ–સૌરાષ્ટ્ર
(પાંચમી આવૃત્તિ) મોક્ષમાર્ગ પ્રકાશક
આ ગ્રંથ અન્ય સંસ્થાઓ દ્વારા આઠવાર છપાઈ ગયેલ છે. ગઈસાલ ૨૦ દિવસમાં એકહજાર પુસ્તક
ખપી ગયાં તે તેનું અસાધારણ મહત્વ, સૂચવે છે. કિંમત ઘણી ઓછી રાખવામાં આવી છે. પૃષ્ઠ સં. ૩૯૦ કિ૦
બે રૂપિયા પોસ્ટેજ અલગ. (આ પુસ્તક–રાજકોટ, વાંકાનેર, મોરબી, મુંબઈ, અમદાવાદ, કલકત્તા, ફતેપુર
(ગુજરાત) તથા દાહોદમાં મુમુક્ષુ મંડળમાંથી પણ મળશે.)
નવું પ્રકાશન
સન્મતિસંદેશ–વિશેષાંક
પરમ પૂજ્ય ગુરુદેવની ૭૩મી જન્મજયંતિ ઉપર દિલ્હીથી “સન્મતિસંદેશ” કાર્યાલય તરફથી ખાસ
ભક્તિવશ, ધર્મપ્રભાવના માટે ૧૧૮ પાનાંનો દળદાર વિશેષ અંક પ્રગટ કરેલ છે. જેમાં આર્ટ પેપર ઉપર ૧૮
ચિત્રો છે. તીર્થક્ષેત્રોનાં પણ ચિત્રો છે. સત્પુરુષશ્રી કાનજીસ્વામી દ્વારા જે મહાન ધર્મ પ્રભાવના થઈ રહી છેે
તેનું વર્ણન આપવામાં આવ્યું છે; તથા વિદ્વાનો દ્વારા તેમનો પરિચય સંક્ષેપમાં જીવનચરિત્ર વગેરે ખાસ
મહત્વપૂર્ણ લેખો છે, (શ્રી કુન્દકુન્દાચાર્ય વિષે પ્રાચીન શિલાલેખ વગેરે ઐતિહાસિક લેખ પણ છે) જે લેખો
વિદ્વાનો, કવિઓ અને લેખકો દ્વારા લખાયેલા છે લેખ હિન્દી ભાષામાં છે.
દરેક મુમુક્ષુઓએ વાંચવા યોગ્ય છે. કિંમત બે રૂપિયા છે તો પણ એક ગૃહસ્થ દ્વારા ધર્મપ્રચારાર્થ એક
રૂપિયો રાખવામાં આવેલ છે. પોસ્ટેજ અલગ.
શ્રી દિ૦ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 4 of 29
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ ૧૯ અંક ૯) તંત્રી જગજીવન બાઉચંદ દોશી (અષાઢ: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શુદ્ધ ચૈતન્યપ્રકાશનો મહિમા
તે પરમજ્યોતિ સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતના પ્રકાશ જયવંત વર્તે
છે. જે શુદ્ધ ચેતના પ્રકાશમાં બધાય જીવાદિક પદાર્થોની પંક્તિ
પ્રતિબિમ્બિત થાય છે. કેવી રીતે? કે પોતાનાં સમસ્ત અનંત
પર્યાયો સહિત પ્રતિબિમ્બિત થાય છે. ભાવાર્થ–શુદ્ધ
ચૈતન્યપ્રકાશનો કોઈએવો જ મહિમા છે કે જેમાં જેટલા પદાર્થો
છે તે બધાય પોતાના આકાર સહિત પ્રતિભાસે છે.
જેમ દર્પણનાં ઉપરના ભાગમાં ઘટ પટાદિક પ્રતિબિમ્બિત
થાય છે. દર્પણના દ્રષ્ટાંતનું પ્રયોજન એમ જાણવું કે દર્પણને
એવી ઈચ્છા નથી કે હું એ પદાર્થોને પ્રતિબિમ્બિત કરું, જેમ
લોઢાની સોય ચુંબક પાષાણ પાસે સ્વયમેવ જાય છે તેમ દર્પણ
પોતાના સ્વરૂપને છોડી તેમને પ્રતિબિમ્બિત કરવા માટે પદાર્થો
પાસે જતું નથી તથા તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડી તે
દર્પણમાં પેસતા નથી. અને જેમ કોઈ પુરૂષ કોઈને કહે કે
અમારૂં આ કામ કરો જ કરો તેમ તે પદાર્થ પોતાના
પ્રતિબિમ્બિત થવા માટે દર્પણને પ્રાર્થના પણ કરતો નથી, સહજ
એવો જ સંબંધ છે કે જેવો તે પદાર્થનો આકાર છે તે જ
આકારરૂપ થઈને તે દર્પણમાં પ્રતિબિમ્બિત થાય છે.
પ્રતિબિમ્બિત થતાં દર્પણ એમ ન માને કે આ પદાર્થ મને ભલો
છે, ઉપકારી છે, રાગ કરવા લાયક છે. દર્પણને સર્વ પદાર્થોમાં
સમાનતા હોય છે.
દર્પણમાં કેટલાક ઘટ પટાદિક પદાર્થ પ્રતિબિમ્બિત થાય છે
પણ જ્ઞાનદર્પણમાં સમસ્ત જીવાદિક પ્રતિબિમ્બિત થાય છે, પણ
એવું કોઈ દ્રવ્ય અથવા પર્યાય નથી કે જે જ્ઞાનમાં ન આવે.
એવો શુદ્ધ ચૈતન્યપ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા છે અને તે જ
સ્તુતિ કરવા યોગ્ય છે. (શ્રી અમૃતચંદ્રાચાર્ય વિરચિત પુરૂષાર્થ
સિદ્ધિ ઉપાયની સ્વ. પં. ટોડરમલ્લજીકૃત ટીકા માંથી)

PDF/HTML Page 5 of 29
single page version

background image
શુદ્ધાત્માના આશ્રયે જ મોક્ષમાર્ગ;
નિશ્ચયવ્યવહારની મર્યાદા
મોક્ષમાર્ગ પ્રકાશક અ૦ ૭ પૃ–૨પ૭ ઉપર પૂ૦ ગુરુદેવનું
પ્રવચન વીર સં–૨૪૮૮ ચૈત્ર સુદી–૧૩ મહાવીર જયંતિ
(મોક્ષમાર્ગ તો વીતરાગ ભાવ છે. તે શુદ્ધ
નિશ્ચયનયના વિષયભૂત ત્રિકાળીપૂર્ણ જ્ઞાનઘન
જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરવાથી પ્રગટે છે.
સંયોગ, શુભરાગ, વ્યવહાર–ભેદના આશ્રયે કોઈને
મોક્ષમાર્ગ પ્રગટે નહી. આ નિયમને જેઓ માનતા
નથી તેને નિમિત્તાધિન દ્રષ્ટિ હોવાથી સંયોગ અને
વિકાર (શુભરાગ) પણ આત્માના હિતમાટે
કાર્યકારી છે; બેઉ નય સમકક્ષી છે; ઉપાદેય છે એમ
તેઓ માને છે તેથી તેઓ કદિ પણ વીતરાગની
આજ્ઞા માનતા નથી, મોક્ષમાર્ગ શું છે, નવ તત્ત્વોના
ભિન્ન લક્ષણ શું છે કેમ છે તે જાણતા જ નથી.)
નિશ્ચયનય અને વ્યવહારનય એ બે નયોના અર્થમાં કેમ ભૂલ્યા છે? જૈન મતમાં રહીને પણ, શાસ્ત્રના
અર્થ નહીં સમજવાથી કેમ ભૂલ્યા છે તેનું વર્ણન ચાલે છે.
નિમિત્ત નૈમિત્તિકનો યથાયોગ્ય મેળ ગુણસ્થાનક અનુસાર હોય છે. ત્યાં જ્ઞાનીજીવને સ્વદ્રવ્યનું
આલંબન જેટલું વધારે છે તેટલો રાગ અને રાગનું નિમિત્ત મટે છે. ત્યાં નિમિત્તનું આલંબન છોડવાની
અપેક્ષાએ ભૂમિકાનુસાર આણે આનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કથન આવે. ગુણસ્થાન મુજબ ઉપાદાન
કાર્ય પરિણત થાય ત્યાં કેવું નિમિત્ત અને કેવો રાગ હોય તે બતાવવા નિમિત્તનું કથન આવે છે. શાસ્ત્રમાં
જ્યાં શુભરાગ વ્યવહાર રત્નત્રયનું સ્વરૂપ બતાવવા માટે તેને નિમિત્ત ગણીને ઉપચારથી–વ્યવહારથી
મોક્ષમાર્ગપણે નિરૂપણ કરવામાં આવે છે ત્યાં તેને જ મોક્ષમાર્ગ ન માની લેવો કારણ કે તે તો બંધના
કારણરૂપ આસ્રવભાવ છે.

PDF/HTML Page 6 of 29
single page version

background image
અશાડ : ૨૪૮૮ : પ :
આત્મા તો સદાય અતીન્દ્રિય જ્ઞાનમય છે છતા તેને મૂર્તિક કહેવો; પરનો કર્તા, હર્તા કે સ્વામી કહેવો તે સ્થૂળ
વ્યવહારનયનું કથન છે. કોઈ જીવ પરનો કર્તા, પ્રેરક કે સ્વામી થઈ શકતો નથી પણ એવો વિકલ્પ–રાગભાવ
કરે છે. તે વિકલ્પનો પણ જ્ઞાની સ્વામી થતો નથી, કોઈપણ પ્રકારનો રાગ કરવા જેવો માને નહિ, પરવડે,
જડકર્મ વડે રાગદ્વેષ સુખદુઃખ થવાનું માને નહીં. નિમિત્ત નૈમિત્તિકનો મેળ બતાવવા શાસ્ત્રમાં વ્યવહારના
કથન ઘણા આવે છે. જોઈને ચાલવું–ઊઠવું–બેસવું, આમ લેવું મુકવું વગેરે, રાત્રી આહાર પાણી છોડું એમ
રાગ આવે ખરો, પણ ખરેખર આત્મા પરની ક્રિયાને કરી શકતો નથી. અજ્ઞાનથી બે દ્રવ્યમાં એકતાબુદ્ધિ
વાળો માને છે કે મેં વનસ્પતિ ખાવી છોડી છે, મેં આજે આહાર છોડયો, અમુક દ્રવ્યનો ત્યાગ કર્યો, એમ
ત્યાગનું અભિમાન કરે છે. હું આહાર લઈ શકું–છોડી શકું, હાથ ઊંચે ઉઠાવી શકું છું, હું પરવસ્તુને મેળવી શકું
છોડી શકું એ માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે.
આત્મા સદાય પોતાના ભાવનો કર્તા–હર્તા છે. પણ આહાર પાણી આદિ પર દ્રવ્યના ગ્રહણ ત્યાગનું
કાર્ય પરનું કાર્ય છે તેને કરવાનું સામર્થ્ય કોઈ આત્મામાં નથી.
પ્રશ્ન:– તો જ્ઞાની આ બધા કાર્યો કેમ કરે છે?
ઉત્તર:– સંયોગને દેખનાર બે દ્રવ્યની એકતા બુદ્ધિથી એમ માને છે પણ તેનો એ મિથ્યા પ્રતિભાસ છે.
તેના વિકલ્પ વ્યવહારથી એમ બોલાય કે આણે આનું કર્યું પણ ખરેખર એમ નથી. કેમકે જીવ તો શરીરથી
તદ્ન જુદા સ્વરૂપે છે.
જીવ પોતાનાં જ્ઞાનરૂપે હોવાથી પોતાના ભાવને જ કરી શકે છે. અમુક દશામાં રાગ મંદ પડે છે, જ્યાં
સુદેવાદિના આલંબનરૂપ રાગ હોય છે ત્યાં કુદેવ–કુશાસ્ત્ર–કુગુરુ આદિના આલંબનનો ત્યાગ થઈ જાય છે,
અમુક આહાર ન લઉં, આનો ત્યાગ કરૂં એ પ્રકારે ચરણાનુયોગ શાસ્ત્રના કથન છે અને એવો રાગ જ્ઞાનીને
પણ આવે છતાં ખરેખર તે મોક્ષમાર્ગ નથી પણ બંધમાર્ગ છે.
કોઈ નિમિત્તને લાવી છોડી શકે એવી તાકાત આત્મામાં નથી છતાં વ્યવહારથી એમ બોલાય છે–તે
કહેવા માત્ર છે, આવો રાગ લાવું અને છોડું એ પણ વ્યવહારનું કથન છે. જો રાગનું ગ્રહણ–ત્યાગ આત્મામાં
(ત્રિકાળી સ્વભાવમાં) હોય તો તે કદિ છૂટી શકે નહિ, પણ તે પરાશ્રયવડે થતો ક્ષણિક અને વિશુદ્ધભાવ
હોવાથી સ્વાશ્રય વડે છૂટી જાય છે માટે રાગાદિ આત્માનો સ્વભાવ નથી. જે સ્વભાવમાં નથી તે પોતાના
હિતમાં મોક્ષમાર્ગમાં મદદ કેમ કરે?
બહુ મુદની વાત આવી છે. આજે મહાવીર ભગવાનની જન્મ કલ્યાણક જયંતિનો દિવસ છે. જન્મ
જયંતિ તો સાધારણ પ્રાણીની પણ ઉજવાય છે પણ તીર્થંકરભગવાનના જન્મ કલ્યાણક પ્રસંગે ઈન્દ્રો આવીને
મહોત્સવ ઉજવે છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું ત્યારથી જ્ઞાયક સ્વભાવની વીરતા પ્રગટ થાય છે. સર્વજ્ઞ ભગવાન
ક્ષુધા તૃષાદિ ૧૮ દોષ રહિત હોય છે, સર્વજ્ઞ દશા પ્રાપ્ત થતાં તીર્થંકરને તો વાણીનો યોગ હોય છે. પાત્ર જીવને
આત્મ સ્વભાવ તરફ પ્રેરે, વીતરાગતા અને જ્ઞાતાપણું એ જ કર્તવ્ય છે એમ બતાવે, એવા આત્માને વીર
કહેવામાં આવે છે.
વીર પ્રભુનો માર્ગ અંદરમાં છે પૂર્ણ સ્વરૂપની રુચિ મહિમા વડે–મિથ્યાત્વ રાગાદિની ઉત્પતિ થવા ન દે
રાગની રુચિરૂપ દિનતા થવા ન દે એટલે કે જ્ઞાતા રહે તેમાં વીર પ્રભુનો માર્ગ છે.
મહાવીર ભગવાને કહેલો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ હિતનો ઉપાય–મોક્ષમાર્ગ છે, તેને
અનિયટ્ટગામી એટલે પાછા ન ફરે એવા વીર ધર્માત્મા સંતો અંદર આત્મતત્ત્વમાં એકાગ્રતાના બળ વડે
(મોક્ષમાર્ગને) સાધે છે. વીરપ્રભુના પંથે ચડેલા મહાપુરુષાર્થી અફર ગામી હોય છે. જે પંથે ચડયા તે ચડયા
કેવળજ્ઞાન લીધ્યે છુટકો એવો નિઃસંદેહ અપૂર્વમાર્ગ આ કાળે પણ સ્પષ્ટ સમજી શકાય છે. મુનિ હો કે ગૃહસ્થ
હો, દેવ, નારકી અથવા પશુનું શરીર હોય પણ હું પરનું ગ્રહણ ત્યાગ કરી શકું, પરથી કોઈનું કાર્ય થઈ શકે,
રાગથી ભલું થઈ શકે એવો અભિપ્રાય કોઈ જ્ઞાનીનો હોતો નથી. શુભાશુભ રાગ નીચલી દશામાં હોય પણ
તેનાથી આત્માનું હિત થાય; ભગવાનની ભક્તિથી કલ્યાણ થાય એમ કોઈ જ્ઞાની માને નહીં. છતાં અશુભ
રાગમાં ન જવા ભક્તિ વગેરેનો રાગ આવે ખરો.

PDF/HTML Page 7 of 29
single page version

background image
: ૬ : આત્મધર્મ : ૨૪૮૮
મેં એટલા દ્રવ્ય છોડયા લીલોતરી છોડી, આટલી વસ્તુ ખપે છે એનો અર્થ–એ તરફના આલંબનરૂપ રાગ
છોડયો. રાગને છોડયો એ પણ વ્યવહાર કથન છે. ખરેખર તો રાગદ્વેષાદિ મલીનભાવનો ત્યાગ કરવો પડતો
નથી પણ વીતરાગી દ્રષ્ટિ સહિત જેટલા અંશે સ્વરૂપમાં સ્થિરતા થઈ તેટલા રાગાદિ ઉત્પન્ન થતા જ નથી
એવી મર્યાદા છે.
હિંસાદી અવ્રત છોડયા, વ્રત ગ્રહણ કર્યા, આટલું મારે ખપે, મેં સ્ત્રી આદિનો ત્યાગ કર્યો ત્યાં એમ
સમજવું કે એ જાતના રાગને ત્યાગ ક્્ર્યો છે અથવા મંદ કર્યો છે. પણ જો તેનાથી ભલું થવું માને તો તેણે
મિથ્યાત્વનું ગ્રહણ કર્યું છે. શાસ્ત્રમાં પરદ્રવ્યના ગ્રહણ ત્યાગના કથન આવે છે પણ તેનો અર્થ એ છે કે એ
એમ નથી પણ નિમિત્ત નૈમિત્તિકનો એવો મેળ બતાવવા ઉપચારથી એમ કહેલ છે.
ખરેખર જો આત્મા પરદ્રવ્યનો કર્તા હર્તા–સ્વામી હોય તો જુદો ન રહે. શાસ્ત્રમાં આવે કે ધર્માત્મા જીવ
વિશેષ વૈરાગી થઈ નગ્ન થાય છે, વસ્ત્રાદિ છોડે છે તેનો અર્થ એમ નથી કે આત્મા પરનું ગ્રહણ ત્યાગ કરે છે,
અથવા ઈચ્છાને લીધે વસ્ત્રાદિનો ત્યાગ થયો પણ તેનો અર્થ એ છે કે મહાવ્રત ધારણ કરવાની પ્રગટ યોગ્યતા
આવે ત્યારે આવા પ્રકારના વિકલ્પ આવે કે આ છોડું ગ્રહું પણ જો કોઈ ખરેખર એમ માને કે–મેં લુગડાં
છોડયા, હું નગ્ન થયો, શરીરની ક્રિયા વ્યવહારથી કરી શકાય છે. તો તે બે ક્રિયાવાદી છે, બે દ્રવ્યને એક
માનનાર મિથ્યાદ્રષ્ટિ છે, જૈનમતથી બાહ્ય છે.
મેં આ છોડયું એ માન્યતામાં એમ આવ્યું કે પહેલા હું આને લઈ શકતો હતો, મેં આટલા રસ છોડયા,
પણ તું ક્્યારે પરનું ગ્રહણત્યાગ કરી શકતો હતો? હા માને કે મેં પરમાં કાંઈ કર્યું અશુભ રાગ છોડી શુભ
રાગ ગ્રહણ કર્યો એમ વ્યવહારથી કથન છે. વિકલ્પ એવો આવે કે આ છોડયું; છોડું, લઉં, પણ ખરેખર પરનું
કાંઈ કરી શકતો નથી કેમકે ઈચ્છા અથવા જ્ઞાન પરનું કાંઈ કાર્ય કરવામાં અકિંચિત્કર છે, બે દ્રવ્યને જુદા નહી
માનનારને કર્તાપણાનો ભ્રમ થાય છે.
શરીર નગ્ન છે, અમુક સંયોગ નથી, બાહ્યમાં બ્રહ્મચર્યના શુભભાવ છે માટે તેના આત્મામાં વીતરાગી
ચારિત્ર છે એમ નથી. શુભરાગના આધારે ચારિત્ર નથી પણ આ ગુણસ્થાનમાં કેવો રાગ હોય, કેવા રાગનો
અભાવ હોય તે બતાવવા વ્યવહારનયથી ગ્રહણત્યાગના કર્તાપણાનું કથન હોય છે પણ એનો અર્થ–એ એમ
નથી પણ આ રીતે કથન કરવાની પદ્ધતિ છે એમ જાણવું તેનું જ નામ વ્યવહારનયનું ગ્રહણ છે.
નિશ્ચયનય તો જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ નિરૂપણ કરે છે માટે સત્યાર્થ છે વ્યવહારનય તો એકને
બીજારૂપે, અથવા કોઈના કારણ કાર્ય કોઈમાં મેળવીને નિરૂપણ કરે છે માટે અસત્યાર્થ ને કહેનાર છે માટે બેઉ
નય સમકક્ષી નથી.
સનાતન દિગમ્બર વીતરાગપંથ જૈન ધર્મ છે એની પરંપરામાં જન્મ લઈને, તત્ત્વ અતત્ત્વને સમજે
નહી, બે નયોના અર્થને–પ્રયોજનને સમજે નહીં, તેઓ ભ્રમથી આત્માને પરનો કર્તા, હર્તા, સ્વામી માનીને
શરીરાદિમાં એકતા બુદ્ધિ કરે છે. જેવું તત્ત્વ છે તેમ નથી માનતા પણ નથી એવું માને છે. હું વચનબોલી શકું
છું, મૌન રહી શકું છું પરનું કાંઈ કરી શકાય છે એ માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે.
શાસ્ત્રમાં પરદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષાએ (અર્થાત્ સ્વાશ્રયદ્વારા નિમિત્તનું આલંબન છોડી
કેટલી વીતરાગતા થઈ એ બતાવવા માટે) વ્રત, તપ, શીલ, સંયમાદિને મોક્ષમાર્ગ કહ્યો પણ તે મોક્ષમાર્ગ
નથી, બાહ્ય વસ્તુ તો નિમિત્તમાત્ર છે તેને છોડવા લેવાનો અધિકાર આત્માનો નથી, પરની કોઈ ક્રિયા
આત્માને આધીન નથી જ.
મેં રાગ મંદ કર્યો માટે આહાર ન આવ્યો, મેં આહાર લીધો–મુક્્યો એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે ભલે
તે સાધુ નામ ધરાવતો હોય પણ જૈનધર્મને માનતો નથી.
આત્મા પરદ્રવ્યનું ગ્રહણ ત્યાગ કરી શકતો નથી પણ પોતાના મિથ્યાભાવને–રાગભાવને છોડી,
સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રરૂપભાવ પોતામાં કરી શકે છે. અથવા મિથ્યાભાવ વડે વિકારનો કર્તા ભોક્તા થઈ
શકે છે. ઉંધુ માની શકે છે. આવી મર્યાદા છે.

PDF/HTML Page 8 of 29
single page version

background image
અસાડ : ૨૨પ : ૭ :
દરેક દ્રવ્ય ત્રણે કાળ પરથી ભિન્ન અને પોતાના ત્રિકાળી ભાવોથી અભિન્ન છે, પરરૂપ થયા વિના પરનું
કાંઈપણ કરે એમ માનનારા બે દ્રવ્યને ભિન્ન માનવાથી કોઈને સ્વતંત્ર સત્રૂપ માનતા નથી. એક દ્રવ્ય
બીજાનું કાંઈ ન કરી શકે એ વાત સાંભળીને કેટલાંક તો જૈનધર્મનો (વસ્તુ સ્વભાવનો) નિષેધ કરે છે.
અથવા આ વાત એકાંત નિયતિવાદ છે એમ કહી, શકડાલ કુંભારની કથા દ્વારા મહાવીરભગવાને પુરુષાર્થથી
પરનું થઈ શકે અમે કહ્યું હતું, એમ પોતાની માનેલી વાત મહાવીરને નામે ચડાવે છે. પણ તે સર્વજ્ઞભગવાને
શું કહ્યું અને જીવનો પુરુષાર્થ શું? જીવ શેમાં પુરુષાર્થ કરી શકે તેની તેને કાંઈ ખબર નથી. આત્મા શું કરી શકે
છે, વસ્તુ નિરન્તર નિજશક્તિથી પોતાની નવી નવી પર્યાયની પ્રાપ્તિરૂપઉત્પતિ અને પૂર્વની પર્યાયનો વ્યય
કર્યા જ કરે છે તેને કોઈના ટેકાની જરૂર નથી. આ સત્યની સંયોગી દ્રષ્ટિવાનને જરાય ખબર પડતી નથી.
આત્મા તો ભેદ વિજ્ઞાન વડે રાગાદિ છોડી, સ્વરૂપમાં એકાગ્રતાનો અભ્યાસ કરી વીતરાગતા પ્રગટ કરે
તે પુરુષાર્થ આત્મામાં હોય છે. રાગ–ઈચ્છા–વિકલ્પો કરવામાં ઊંધો પુરુષાર્થ પણ પોતામાં હોય છે.
વીતરાગતા પ્રગટ કરે ત્યાં રાગ મટતાં નિમિત્તનું આલંબન મટવાની અપેક્ષાએ બોલાય કે ભગવાન
નેમિનાથે વસ્ત્રા ભૂષણ છોડયા, પણ ખરેખર એમ નથી. કેમકે તેમણે પણ પરનું ગ્રહણ–ત્યાગ કરેલ નથી,
રાગનો ત્યાગ અને સ્વભાવનું ગ્રહણ કરેલ છે.
ગિરનારજી યાત્રા ગયા ત્યાં ચડયો–ઉતર્યો એમ વ્યવહારથી બોલાય (અર્થાત્ એવો રાગ આવે) પણ
એમ નથી. આત્મા શરીરને ઉપર લઈ જાય. નીચે ઉતારે એવું સામર્થ્ય કોઈ આત્મામાં નથી માત્ર એ વખતે
નિમિત્ત નૈમિત્તિકનો મેળ દેખી એ પ્રકારનો વિકલ્પ હોય તેને ઉપચારથી કર્તા બોલાય છે પણ ખરેખર
શરીરની ક્રિયા મેં કરી મેં રોકી એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. નિમિત્ત નૈમિત્તિકનો તેના કાળે મેળ કેવો હોય છે
એ બતાવવા વ્યવહારનયના કથન શાસ્ત્રમાં ઘણાં આવે છે પણ કે કથનના કારણે ભ્રમ નથી, પોતે સંયોગી
દ્રષ્ટિથી બે દ્રવ્યની એકતા માને છે, બે દ્રવ્યની સ્વતંત્ર જુદી ક્રિયા માનતો નથી, સંયોગને જ દેખે છે તેથી ભ્રમ
છે.
દરેક વસ્તુ તેના કારણે નિરન્તર પરિણમે છે એમ તેના સ્વભાવ તરફથી વસ્તુને નથી દેખતો, પણ
તેની સંયોગી દ્રષ્ટિથી દેખે છે તેથી જ્યાં દેખે ત્યાં બધું વિપરીત જ દેખે છે. ભાવલિંગી મુનિ હોય તેને દરેક
પ્રતિજ્ઞામાં દ્રઢતા હોય છે, ભાવલિંગી મુનિ હોય તેને દરેક પ્રતિજ્ઞામાં દ્રઢતા હોય છે, આહાર લેવાનો વિકલ્પ
ઊઠે, જવાનું બને, સંકલ્પ–પ્રતિજ્ઞા કરે કે આહાર દેનારના હાથમાં અમુક વસ્તુ હોય, આવી ચેષ્ઠા હોય,
પ્રાર્થના કરે તો આહાર લઉં નહીંતર ન લઉં પણ તેનો અર્થ પરને ગ્રહી શકે છે એવ૦ નથી. કેમકે પરના ગ્રહણ
ત્યાગનું કથન વ્યવહારનું છે. શરીર, આહાર અને તેની ક્રિયા, સંયોગનું મળવું રાગનું થવું એ દરેકનું તેના
આશ્રિત સ્વતંત્ર છે, કોઈ બીજાના કારણે કોઈની ક્રિયા થઈ નથી. સંયોગથી કોઈની ક્રિયા થઈ નથી છતાં
બીજાના કારણે બીજામાં કાર્ય બતાવવું તે માત્ર વ્યવહારનયની રીત છે. વ્યવહારનું કથન કથન અપેક્ષાએ
વ્યવહારમાં સાચું ક્્યારે કહેવાય કે નિશ્ચયથી જે હકીકત છે તેનો સ્વિકાર કરી તેને તે રૂપે માને, પણ જે
બેઉનયના કથનને સમાન અને સત્યાર્થ માને તેને બે નયો નથી પણ મિથ્યાત્વ જ છે.
વ્યવહારનય અભૂતાર્થ દર્શીત શુદ્ધનય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિથી નિશ્ચય હોય છે.
(સમયસાર ગા૦ ૧૧)
શાસ્ત્રમાં સર્વત્ર વ્યવહારનય માટે એમ કહ્યું છે કે તે પર દ્રવ્યને આશ્રિત કથન કરે છે, કોઈના કારણ
કાર્ય કોઈમાં મેળવીને કથન કરે છે માટે એવી શ્રદ્ધાથી તો મિથ્યાત્વ છે, માટે વ્યવહારના કથનને સત્યાર્થ માં
નવાની શ્રદ્ધા છોડવી અને નિશ્ચયનયનો વિષય સત્યાર્થ છે એમ શ્રદ્ધા કરવી–વ્યવહારનયનો વિષય છે ખરો
તેને જ્યાં જેમ હોંય તેમ જાણવું પ્રયોજનવાન છે પણ સર્વત્ર વ્યવહારનય અભૂતાર્થ– અસત્યાર્થ દર્શીત છે એમ
શ્રદ્ધા કરવી અને વ્યવહારથી જેટલા કથન હોય તેનો નિશ્ચયનય પ્રમાણે અર્થ સમજવો.

PDF/HTML Page 9 of 29
single page version

background image
: ૮ : આત્મધર્મ : ૨૪૮૮
જેમ હાથીના દાંત બહારના દેખાવના જુદા છે અને અંદર ચાવવાના જુદા છે એમ વ્યવહારનયનું
કથન જુદું છે, નિશ્ચયનયના કથનથી વિરૂદ્ધતા સહિત છે. જો બેઉ નય સરખા હોય તો તેમના પરસ્પર
વિરૂદ્ધતા સહિત લક્ષણ કેમ રહ્યા છે.
પ્રશ્ન:–શાસ્ત્રમાં સીધું કથન ન કરતાં આનાથી આનું ગ્રહણ–ત્યાગ–રક્ષણ થાય એમ કેમ લખ્યું છે?
ઉત્તર:–લખે કોણ, બોલે કોણ માત્ર એ જાતની ઈચ્છા હતી, જો વાણી અને લખાણ થાય તો ઈચ્છા
આદિને ઉપચારથી કારણ કહેવાય. ખરેખર તો જીવથી, ઈચ્છાથી, શબ્દોની કે શરીરની ક્રિયા થઈ નથી પણ
પુદ્ગળથી જ થઈ છે એમ નિશ્ચયનયથી ખરો અર્થ જાણો તો નિમિત્તના વ્યવહાર કથનને–“એનો અર્થ એમ
નથી પણ નિમિત્તાદિ બતાવવા માટે ઉપચારથી તેમ કહ્યું છે” એમ વ્યવહારનું જાણવું વ્યવહારે સાચું ગણાય
પણ તેનો અર્થ વ્યવહારથી પરનું કાંઈ કરી શકાય છે એવો થતો નથી.
એક આકાશ ક્ષેત્રે પરસ્પર અવગાહ સંબંધ બતાવવા આત્માને મૂર્ત્તિક કહ્યો, નર, નારક, સ્ત્રી,
કોળોધોળો કહ્યો પણ આત્મા મૂર્તિક અથવા શરીરરૂપે કોઈ રીતે થયો નથી છતાં વ્યવહારનયથી એમ કહેવાની
રીત છે. કોઈ વારંવાર પ્રશ્ન પૂછે, સાંભળે છતાં તત્ત્વ ન સમજાય તો તેણે શું કરવું? તેનો જવાબ આવે કે
પોતાના હિતરૂપ પ્રયોજન સહિત ઘણા દિવસ શ્રવણ કરવા આવો, પરિચય કરો તો સમજાશે તેનો અર્થ શું કે
બીજાથી સમજાશે એમ નથી પણ તમે સાચી જિજ્ઞાસાથી તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરો તો તમારાથી જ
સમજાશે. પોતે સમજે તો જ બીજાને નિમિત્તમાત્ર કારણ કહેવાય, પછી વિનયથી નમ્રતામાં એમ બોલાય કે
આપનાથી સમજ્યો, ત્યાં એમ નથી પણ વ્યવહારનયની એ રીત છે.
નેમિનાથ ભગવાનને પશુઓને બંધીખાને દેખી વૈરાગ્ય આવ્યો, રથ પાછો ફેરવ્યો. તેનો અર્થ એમ ન
લેવો કે સંયોગના કારણે જીવમાં ફેરફાર થયો અને પરની ક્રિયા કોઈથી ફેરવી શકાય છે, એ તો નિમિત્તથી
કથન એ રીતે આવે છે.
આનાથી સમાજમાં ધર્મ પ્રભાવના થઈ, આનાથી અટકી, એનો અર્થ કે કોઈએ કોઈમાં ફેરફાર
કરાવ્યો નથી પણ તેઓની યોગ્યતા મુજબ જ થયું છે, જોરથી બોલો, ધીમેથી બોલો તેનો અર્થ એવી ઈચ્છા
આવે છે. ઈચ્છા થઈ માટે વાણી ધીમેથી બોલાય છે એમ નથી. ત્રણકાળ ત્રણલોકમાં ઈચ્છાથી વાણી બોલાતી
નથી. વાણી ઉત્પન્ન થાય તો ઈચ્છાને નિમિત્ત કહેવાય.
આજ મારે ઉપવાસ કરવો છે, આજ આટલા દ્રવ્યરાખી બાકીનાનો ત્યાગ કરવો છે. પરને લે–ત્યાગે
કોણ? પણ આવો રાગ આવે તેનું નિમિત્તથી કથન કરનાર વ્યવહારનયની એ રીતે છે આમ હજારો દ્રષ્ટાંતથી
વ્યવહારનય અસત્ય અર્થને બતાવનાર છે.
ખરેખર તો દરેક પદાર્થ પોતાપણે ટકીને પોતાના આધારે પોતાની નવી નવી અવસ્થારૂપી કાર્ય
નિરંતર કર્યા જ કરે છે. કોઈ દ્રવ્ય પોતાની ક્રિયાથી રહિત નથી કે બીજાનું કરી શકે, જો બીજાનું કાર્ય કરે–
કરાવે તો તે પોતાપણે ન રહે. કોઈ પરમાણુ બીજાને આધીન નથી. શરીર અને તેની ક્રિયા એટલે તેની
અવસ્થાનું બદલવું તેનાથી છે બીજાને આધીન નથી. જીવ અજીવ દરેક નિરાલંબી તત્ત્વ છે કોઈના આધારે
નથી છતાં કહેવું તે કથનમાત્ર વ્યવહાર છે.
તીર્થંકર ભગવાન ગૃહસ્થદશામાં હતા તેમણે વસ્ત્ર છોડયા, આહાર છોડયો, આહાર લીધો એ બધા
વ્યવહાર કથન અસદ્ભૂત ઉપચારથી છે. તેને ખરેખર માની લે તો સ્વતંત્ર દ્રવ્યનો નિષેધ થાય,
વીતરાગતાનો વૈરી થાય છે.
સંયોગ અને શરીરની ક્રિયામાં કર્તા, ભોક્તાપણું સ્વામીપણું અજ્ઞાનથી માન્યું હતું, શુભાશુભ રાગને
કર્તવ્ય માનતો હતો, ભેદવિજ્ઞાનદ્વારા ભાન કર્યું કે દરેક દ્રવ્ય ત્રિકાળ પરથી ભિન્ન અને પોતાની સર્વશક્તિથી
પોતામાં પરિપૂર્ણ છે. હું દેહાદિનો કર્તાભોક્તા કે સ્વામી નથી, હું તો ત્રિકાળ જ્ઞાનાનંદમય આત્મા છું એવો

PDF/HTML Page 10 of 29
single page version

background image
અશાડ : ૨૨પ : ૯ :
અનુભવરૂપ નિશ્ચય થયા પછી અંતરમાં એકાગ્રતાના બળથી સ્થિર થતાં રાગ છૂટતો જાય છે ત્યાં
ભૂમિકાનુસાર પરદ્રવ્યનું આલંબન મટવાની અપેક્ષાએ પરદ્રવ્યનું ગ્રહણ–ત્યાગ વ્યવહારથી કહેવામાં આવે છે
પણ ખરેખર એમ નથી. આત્મામાં નિશ્ચય અને શરીરની ક્રિયામાં તેનો વ્યવહાર એમ નથી.
આત્મહિતના માર્ગમાં પ્રથમથી જ તત્ત્વજ્ઞાનદ્વારા શુભાશુભનું સ્વામીત્વ તથા આશ્રય છોડી ધુ્રવ
જ્ઞાતાસ્વભાવનું સ્વામીત્વ અને આશ્રય કરવાની વિધિ છે પછી તેમાં વિશેષ સ્થિરતા કરે તે અપેક્ષાએ (પરનું
આલંબન છૂટવાની અપેક્ષાએ) શરીરની ક્રિયા વ્રત, શીલ, સંયમાદિકને ઉપચાર–વ્યવહારથી મોક્ષમાર્ગ કહ્યો
ત્યાં તેને જ મોક્ષમાર્ગ માની ન લેવો, કારણ કે જો પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ આત્માને હોય તો આત્મા
પરદ્રવ્યની ક્રિયાનો કર્તાહર્તા થઈ જાય. પણ કોઈદ્રવ્ય કોઈને આધીન છે જ નહીં. આત્મા તો પોતાના
રાગાદિભાવને છોડી વીતરાગ થાય છે તેથી નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. નીચલી દશામાં અંશે
વીતરાગતા અને અમુક પ્રકારની સરાગતા એક સાથે હોય છે તેથી તે વીતરાગભાવોને અને વ્રતાદિકોને
કદાચિત્ત નિમિત્ત–નૈમિત્તિકપણે મેળ હોય છે કે આવો આટલો વીતરાગભાવ જ્યાં હોય ત્યાં આ જાતનો
શુભરાગ નિમિત્તરૂપે હોય છે (પણ તેનાથી વિરૂદ્ધ એવા ગમે તેવા નિમિત્ત–વ્યવહાર ન હોય) એમ બતાવવા
ઉપચારથી વ્રતાદિક શુભાસ્રવને મોક્ષમાર્ગ કહ્યો પણ તે કહેવા માત્ર જ છે. પરમાર્થથી તે મોક્ષમાર્ગ નથી એવું
જ શ્રદ્ધાન કરવું. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહારનયની કથન પદ્ધતિ જાણવી તેનું નામ
વ્યવહારનયનું ગ્રહણ છે. પણ વ્યવહારનયનો આશ્રય કરવાથી મોક્ષમાર્ગ થશે એ માન્યતા મિથ્યાત્વ છે.
મિથ્યાજ્ઞાનમાં નિશ્ચય–વ્યવહારનય હોતા જ નથી.
નિશ્ચય એટલે ખરેખર વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. પણ નીચલી ભૂમિકામાં અમુક રાગ હોય છે. તે
હોય છે માટે મોક્ષમાર્ગ છે એમ નથી. વ્રતાદિનો રાગ શુભ છે, અવ્રતનો રાગ અશુભ છે, બેઉ આસ્રવતત્ત્વ છે,
મલીન છે, બંધના જ કારણ છે, દુઃખદાતા છે, વીતરાગતાથી વિરુદ્ધ જ છે એમ અકષાય સ્વભાવની દ્રષ્ટિવાન
માને છે, છતાં ચારિત્રમાં રાગ સર્વથા છૂટતો નથી એમ જાણી અશુભમાં–પાપમાં ન જવા માટે અમુક અંશે
શુભરાગમાં જોડાય છે. પણ તે શુભરાગવડે, વ્યવહાર રત્નત્રયવડે, અથવા શરીરની ક્રિયાથી વીતરાગભાવ છે
એમ માનતો નથી.
લૂગડાંં છોડયાં, ઘર છોડયું એનો અર્થ તેનું મમત્વ છોડી વૈરાગ્ય ધારણ કર્યો. બાહ્યવસ્તુમાં, શરીરની
ક્રિયામાં શુભઅશુભ નથી છતાં વ્યવહારથી કથન આવે કે અશુભ દ્રવ્યનું આલંબન છોડી સાચા દેવ, શાસ્ત્ર
ગુરુનું આલંબન લેવું, એવો શુભભાવ આવે છે ત્યાં અમુક સંયોગ તથા રાગનો ત્યાગ આ આત્માએ કર્યો
એમ ઉપચારથી કથન આવે છે. પણ તેનો અર્થ એમ નથી. ખરેખર તો જ્ઞાન સ્વભાવનું શ્રદ્ધા જ્ઞાન અને
ચારિત્રમાં ગ્રહણ થતાં તે જાતનો રાગ તે ભૂમિકાનુસાર ઉત્પન્ન થતો જ નથી પણ વીતરાગતા ઉત્પન્ન કરી ત્યાં
તેટલો રાગ મટયો, નિમિત્તનું આલંબન મટયું એમ બતાવવા નિમિત્તકર્તાનું કથન કરવાની પદ્ધતિ છે–તે
વ્યવહાર છે.
“ ઉપાદાનવિધિ નિર્વચન, હૈ નિમિત્ત ઉપદેશ” ઉપદેશમાં શું આવે? જિનમંદિરમાં નિત્ય દર્શન કરવા
જવું. ચંપલ છોડી, પગ ધોઈને જવું, આમ મસ્તક નમાવી અષ્ટાંગ નમસ્કાર કરવા. તો શું આત્મા પરદ્રવ્યની
ક્રિયા કરી શકતો હશે? ના. પણ એ જાતનો શુભરાગ ભક્તિવાનને આવે છે. ભગવાન વીતરાગ છે તેની
ઓળખ થતાં તેમના પ્રત્યે બહુમાન–વિનયનો એવો શુભરાગ હોય છે.
મંદિરમાં ચામડું, લાકડી, તલવાર આદિ લઈને ન જવું એનો અર્થ–એ ટાણે એવો રાગ ન હોય.
વ્યવહારનયના કથનનો અર્થ આત્માને શુભરાગવડે ભલું થાય અથવા પરનું ગ્રહણ ત્યાગ કરી શકાય છે એમ
ન સમજવો.
શાસ્ત્રમાં કહ્યું છે કે દરેક કથનના પાંચ પ્રકારે અર્થ સમજવા જોઈએ. શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ,
આગમાર્થ, અને ભાવાર્થ.
(૧) શબ્દાર્થ–પ્રકરણાનુસાર શબ્દનો અર્થ.
(૨) નયાર્થ–નિશ્ચયનય અથવા વ્યવહારનય એમાંથી કઈ દ્રષ્ટિથી નિરૂપણ છે?

PDF/HTML Page 11 of 29
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૨પ
(૩) મતાર્થ–અહીં સાંખ્યાદિક કોણ એકાન્ત મતનો નિષેધ અને સમ્યક્ અનેકાન્તનું સ્થાપન કરનાર
કથન છે?
(૪) આગમાર્થ–સર્વજ્ઞ વીતરાગ કથિત શાસ્ત્રમાં તત્ત્વાર્થોનું સ્વરૂપ આમ કહ્યું છે એમ આધાર
આપવો.
(પ) ભાવાર્થ–તાત્પર્ય; હેય ઉપાદેય શું?
જેઓ શબ્દને જ પકડે પણ શાસ્ત્રના ગુઢ અર્થને સમજવાનો પ્રયત્ન ન કરે તેનો શ્રમ વ્યર્થ જાય છે.
તેનું દ્રષ્ટાંત પિતા લખી ગયેલા કે શંકરના મંદિરના શીખર ઉપર ઈંડામાં કિમતી હીરા દાટયા છે. ચૈત્ર સુદી ૮
સવારે ૮ વાગ્યે, આણે મંદિર ખરીધું, તોડયું, ધન ન મળ્‌યું. પિતાના મિત્રને ઘેર જઈ પૂછયું તો તેમણે કહ્યું કે
તારા પિતા પોતાનું ધન બીજાના સ્થાનમાં રાખે એવા મુર્ખ ન હતા. પણ પાનામાં લખ્યું છે ને? હા, તેનો
અર્થ એમ નથી પણ ચૈત્ર સુદી ૮ સવારે ૮ વાગ્યે તારા આંગણામાં તે મંદિરની ટોચની છાંયાપડે ત્યાંજ
ખોદવાથી ધન મળશે. એમ જ્ઞાનીના કથન શા માટે છે તે પ્રથમ જાણવું જોઈએ અને દરેક કથનનો
નિશ્ચયનયથી અર્થ સમજવો જોઈએ. શાસ્ત્રમાં વ્યવહારનયનું કથન હોય તો પણ તેમાંથી નિશ્ચયનયદ્વારા અર્થ
ગ્રહણ કરવો.
મિથ્યાત્વ રાગાદિ પરતંત્રતા તારા અપરાધથી છે તેની નિવૃત્તિ અને સ્વતંત્રતા–ભેદવિજ્ઞાનદ્વારા
અંતરમાં એકાગ્રતાથી છે તેથી એવી સ્વતંત્રતાની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવા શાસ્ત્રમાં આજ્ઞા છે.
વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ,
તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષસ્વભાવ.
જૈનધર્મ રાગના આશ્રયરહિત વીતરાગ વિજ્ઞાનમય છે. અતીન્દ્રિયજ્ઞાનમય આત્મામાં સંયોગ અને
વિકારની અપેક્ષારહિત નિર્મળ શ્રદ્ધા જ્ઞાન અને સ્થિરતા તે જૈનધર્મ છે. વચ્ચે વ્રતાદિ શુભરાગ આવે છે તે
જૈનધર્મ નથી. ધર્મીજીવને નીચે એવો શુભરાગ હોય છે માટે તેને મોક્ષમાર્ગ છે એમ નથી.
જો વીતરાગતા (–મોક્ષમાર્ગ) ની સાથે વ્રતાદિ શુભરાગને ખરેખર મેળ હોય અર્થાત્ તે ખરેખર
મોક્ષનું કારણ હોય તો મોક્ષદશામાં પણ તે રહેવા જોઈએ.
પ્રશ્ન:– જો વ્રતાદિ મોક્ષમાર્ગ નથી તો તેનું આચરણ કરવાનો ઉપદેશ શાસ્ત્રમાં કેમ છે?
ઉત્તર:– વ્રતાદિનું નિરૂપણ બે પ્રકારે છે. ખરેખર તો વીતરાગીદ્રષ્ટિ અને ચારિત્રવડે
જ્ઞાનાનંદસ્વભાવમાં વીંટાવું સ્થિર થવું તે નિશ્ચયવ્રત પુરેપુરો સ્થિર ન રહી શકે ત્યાં ભૂમિકાનુસાર એ જાતનો
શુભરાગ હોય છે તે વ્યવહાર વ્રત છે. મુનિદશામાં ૨૮ મૂળગુણનું પાલન નગ્નશરીર તે જ નિમિત્તરૂપે હોય છે,
નિશ્ચયશ્રદ્ધા જ્ઞાનસહિત અંશ ચારિત્રમાં શુદ્ધતા વર્તે છે ત્યાં વ્રતાદિ આવા હોય છે તે બતાવવા વ્રતાદિકને
વ્યવહારનયદ્વારા મોક્ષમાર્ગ કહ્યો પણ તે કહેવામાત્ર જ છે. શાસ્ત્રમાં તેને એ અપેક્ષાથી કારણ કહેલ છે પણ તે
કહેવામાત્ર કારણ છે. તે જો ખરેખર કારણ હોય તો વીતરાગતા તે મોક્ષમાર્ગ અને તેનાથી વિરુદ્ધ રાગભાવ તે
પણ મોક્ષમાર્ગ ઠરે. માટે વ્યવહારનયદ્વારા જે નિરૂપણ કર્યું હોય છે તે નિમિત્ત નૈમિત્તિકનો યથાસ્થાને મેળ
બતાવવા માટે જ છે. તેટલું જાણવા માટે વ્યવહારનય પ્રયોજનવાન્ છે પણ તે ખરેખર મોક્ષમાર્ગ છે એમ
બતાવવા માટે વ્યવહારનય નથી એમ શ્રદ્ધા કરવી.
પરદ્રવ્યની અવસ્થા, દેહની ક્રિયા વ્યવહારથી પણ કોઈ કરી શકતો નથી. માત્ર બે દ્રવ્યમાં એકતા
માનનાર ઊંધું જ દેખે છે ને માને છે કે હું પરથી કાંઈ કરી શકું છું. પરનું કરી શકાય છે પણ તેનું અભિમાન ન
કરવું એ માન્યતા પણ મિથ્યા જ છે. જ્ઞાનીને પરના ગ્રહણત્યાગનો વિકલ્પ આવે પણ તેનો તે કર્તા નથી,
સ્વામી નથી. વ્યવહારનયથી જીવને પરનો કર્તા, ભોક્તા કે સ્વામી કહેવો તે કહેવામાત્ર જ છે એમ તે જાણે છે.
શુભાશુભ રાગ થાય છે તે જીવની અવસ્થામાં થાય છે. પરિણમન અપેક્ષાએ તેનો કર્તા જીવ છે. જ્ઞાની
પણ એમ માને છે પણ શ્રદ્ધા–જ્ઞાન અપેક્ષાએ તેનો કર્તા–ભોક્તા કે સ્વામી નથી.
મોક્ષમાર્ગનું ખરૂં કારણ વ્રતાદિ શુભ વ્યવહાર નથી તો ખરૂં કારણ કોણ છે? શાસ્ત્રમાં બે કારણ કહ્યા
છે ને? સંયોગ અને વિકારથી ભેદજ્ઞાન કરી ત્રિકાળી શુદ્ધજ્ઞાયકસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને વીતરાગભાવરૂપ
ચારિત્ર તો

PDF/HTML Page 12 of 29
single page version

background image
અશાડ : ૨૨પ : ૧૧ :
૧૪માં ગુણસ્થાન સુધી વ્યવહાર કારણ છે; અને અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ–કારણ પરમાત્મા
છે તે નિશ્ચયકારણ છે, એમ સ્વીકાર્યા પછી–અધુરી નિર્મળતારૂપ વીતરાગતાના ભેદ વ્યવહાર કારણ અને
અભેદ તથા સ્વાશ્રય અપેક્ષાએ તે જ નિશ્ચયકારણ છે. ૧૪માં ગુણસ્થાનના છેલ્લા સમયની શુદ્ધપર્યાયને પણ
મોક્ષનું નિશ્ચયકારણ અને વ્યવહારકારણ ગણી શકાય છે તથા નીચે તેની ભૂમિકાને યોગ્ય વ્રતાદિ શુભરાગ
હોય છે તે તો અસદ્ભૂતવ્યવહારનયથી ઉપચાર કારણ છે. ખરૂં કારણ નથી, શાસ્ત્રના અર્થ નહીં
સમજનારાઓ જીવનો અંશ અજીવમાં, અને અજીવનો અંશ જીવમાં મેળવીને વ્યવહારના નિરૂપણને
નિશ્ચયની જેમ સત્યાર્થ માને છે તેથી તેને શાસ્ત્રમાં કહેલ વ્યવહારનયની પણ ખબર નથી. વ્યવહાર રત્નત્રય
અભૂતાર્થ મોક્ષમાર્ગ છે એટલે કે ખરેખર મોક્ષમાર્ગ નથી. છતાં અજ્ઞાની જીવપોતાની બુદ્ધિના દોષથી તે
રાગભાવને ભૂતાર્થ મોક્ષમાર્ગ માને છે.
આ ખાસ મુદનીવાત છે. આ અધિકાર બરાબર ભગવાન શ્રી મહાવીર જન્મકલ્યાણકની જયંતિ ઉપર
આવ્યો છે. ભગવાન થવા માટે જ આ વાત કહી છે. કોઈના ઘરની કલ્પના નથી. બાહ્યક્રિયા, વ્રતાદિના
શુભભાવ જ્ઞાનીને પણ હોય છે અને તે તેની ભૂમિકા મુજબ એવો જ મેળ હોય છે, તેનો નિષેધ નથી પણ
તેને જે ખરેખર સાધન અર્થાત્ મોક્ષનું કારણ માને છે તે મિથ્યામાન્યતાનો નિષેધ છે.
કોઈ જુઠા આક્ષેપ કરે છે કે સોનગઢમાં તો દેવ–શાસ્ત્ર–ગુરુની શ્રદ્ધાને મિથ્યાત્વ કહે છે; વ્રત પૂજા,
ઉપવાસને મિથ્યાત્વ કહે છે તો તેમ નથી પણ તે શુભરાગ છે, પુણ્ય છે, આસ્રવતત્ત્વ છે તેને તેમ નહીં માનતાં
જ, શુભરાગ ખરેખર મોક્ષનું કારણ છે; હિતકર છે એમ માનવું તે મિથ્યાત્વ છે એમ કહેવામાં આવે છે. જે
શુભઆસ્રવ છે તેને ધર્મ માનવારૂપ મિથ્યાશ્રદ્ધાનો નિષેધ કરી, સત્યાર્થ ધર્મ શું છે તે બતાવવામાં આવે છે.
અનંતવાર ધર્મના નામે એવા શુભભાવ કર્યા પણ તે ખરેખર મોક્ષનું કારણ થઈ શક્્યા નથી. કેમકે જેટલી
શુભ વા અશુભ વૃત્તિ ઊઠે છે તે રાગ છે–દોષ છે.
આ વાત રુચિપૂર્વક સાંભળી નથી તેને કઠણ લાગે, જાણ્યે મુનિ થયા પછી ઊંચી દશાની આ વાત હશે.
આ વાત સમાજમાં ચાલતી નથી, સાંભળતાં જ અરેરે ધર્મ રસાતાળ ચાલ્યો જશે. અમારા માનેલા ધર્મને
કોણ માનશે? નિમિત્તાધીન દ્રષ્ટિવાળાને નવતત્ત્વોના ભિન્નભિન્ન નવસ્વરૂપ શું છે તેની ખબર પડતી નથી.
હિંસાદિ અથવા દયા, અહિંસાદિના ભાવ આવે છે તે પાપ અથવા પુણ્યબંધનું કારણ છે. તે જીવ
દ્રવ્યની વિકારી અવસ્થા છે પણ તેના કારણે બાહ્યમાં ક્રિયા થઈ એમ નથી, શરીરની ક્રિયાના કારણે જીવમાં
પુણ્યપાપ ધર્મ અધર્મ નથી, દયા દાન, સત્ય આદિનો શુભભાવ આવ્યો તે આસ્રવ તત્ત્વ છે–આત્માનો ધર્મ
નથી જો હોય તો સિદ્ધ પરમાત્મામાં તે રહેવા જોઈએ. પરમાર્થે તત્ત્વદ્રષ્ટિથી જોતાં શુભ અશુભભાવ અશુદ્ધતા
હોવાથી હિતરૂપ નથી ધર્મ નથી એમ પ્રથમથી શ્રદ્ધા કરવી જોઈએ. દયા–દાનાદિના શુભભાવ આવે ખરા પણ
ધર્મી તેને મોક્ષમાર્ગ ન માને. વીરલા જીવ વીતરાગમાર્ગનો આદર કરી શકે. વીરનો પંથ સંસારમાર્ગથી વિરુદ્ધ
હોવાથી કાયરને કંપાવી દે છે.
પાવૈયા (નપુંસક) લશ્કરનો વેશ પહેરીને લડાઈમાં ઉભા ન રહી શકે, એમ જેણે આત્મબળ (–વીર્ય)
ને પુણ્યપાપમાં ધર્મ માનીને જોડયું તે આત્મહિતના કાર્યમાં નાલાયક છે, અસમર્થ છે. પુણ્ય જોઈએ; પ્રથમ
શુભરાગરૂપ વ્યવહાર જોઈએ, નિમિત્ત જોઈએ એમ પરાશ્રયની શ્રદ્ધા કરનાર વીર્યહીન નપુંસક છે. અનાદિરુઢ
વ્યવહારમાં વિમુઢ છે તેથી તેઓ પ્રૌઢ વિવેકવાળા નિશ્ચયમાં અનારૂઢ છે–અર્થાત્ આત્મહિતરૂપ સ્વકાર્યમાં
આળસુ થઈ ઊંધે છે.
જેઓ વીતરાગભાવથી જ ધર્મ થાય એ શ્રદ્ધા છોડી પુન્યમાં, દયા, દાન, પૂજાના શુભરાગમાં ખરેખર
ધર્મ માને છે તે ચૈતન્યની જાગૃતિ રહિત હોવાથી વીર્યહીન નપુંસક છે.
ચૈતન્યસ્વભાવનું આલંબન તે ધર્મ છે, ધર્મનું કારણ છે, નીચે વ્રત, તપાદિ, દાન, પૂજા, ભક્તિ આદિ
શુભભાવ હોય છે પણ તે પરાશ્રયરૂપ રાગ છે, બંધનું જ કારણ છે–સ્વયં બંધભાવ છે, તેને કંથચિત
વ્યવહારથી, મોક્ષમાર્ગ કહ્યો હોય ત્યાં એમ સમજવું કે એમ નથી. કેમકે તે

PDF/HTML Page 13 of 29
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૪૮૮
મલીન ભાવ આસ્રવતત્ત્વ છે. તેને જે ધર્મ માને–મનાવે તે હિંસા કરનાર મિથ્યાદ્રષ્ટિ છે, અધર્મી છે, રાગને
ધર્મ મનાવનારા જૈનશાસનના લુંટારા–ડાકુ છે.
શ્રી ટોડરમલજીએ પૂર્વાચાર્યોના કથનના આધારે નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ જેમ છે તેમ સ્પષ્ટ કરેલ છે.
શ્રી કુન્દકુન્દાચાર્ય તથા શ્રી અમૃતચંદ્રાચાર્યે પણ એમ જ કહ્યું છે. વ્યવહારનય અભૂતાર્થદર્શી છે.
શુદ્ધનય ભૂતાર્થદર્શી છે. ભૂતાર્થનો આશ્રય કરનાર સમ્યગ્દ્રષ્ટિ છે.
વ્યવહારનયનો વિષય જ્યાં જેમ હોય તેમ જાણવા યોગ્ય છે પણ મોક્ષમાર્ગ માટે વ્યવહારનય આશ્રય
કરવા યોગ્ય નથી.
આ વાતતો જેને સંસાર દાવાનળ જેવો લાગ્યો હોય, જન્મ જરા મરણના અંત કરવા હોય, તેને માટે છે.
પ્રશ્ન:– શુભ રાગથી કલ્યાણ થતું નથી છતાં ધર્માત્મા ભક્તિ પૂજા દયા દાન વ્રતાદિ કેમ કરે છે?
ઉત્તર:– શ્રદ્ધામાં તેને કર્તવ્ય માનતા નથી છતાં અશુભથી બચવા શુભ આવે છે. ઈન્દ્રો પણ
ભગવાનની ભક્તિ કરે છે. શુભભાવના કાળે એવોરાગ હોય છે; પણ એવો રાગ હોય છે માટે શરીરની ક્રિયા
થાય છે એમ નથી. “ હે નાથ? તારી ભક્તિથી મુક્તિ મળી જશે” એટલે કે એમ નથી પણ એ જાતનો રાગ
વચ્ચે આવે છે તેને વીતરાગતાના બળવડે તોડીને તમારા જેવો પૂર્ણ વીતરાગ થવાનો છું, પ્રથમથી જ રાગનો
અભાવ કરવાની શ્રદ્ધા છે, તો તેના શુભરાગને ઉપચારથી પરંપરા મુક્તિનું કારણ કહે છે પણ તે કહેવા માત્ર
છે. ખરેખર તે કારણ નથી. એમ નિર્ણય કરવો જોઈએ.
મહા મંગળ પરિવર્તન દિને અપરિવર્તનશીલ જ્ઞાયક સ્વભાવનો અને મોક્ષમાર્ગનો અફર આદર
કરવાથી અને પંચ પરાવર્તન રૂપ સંસારનો અભાવ કરનાર શ્રી સદ્ગુરુદેવનો જય હો.
જગતના જીવને ભવમાં
ભ્રમણ અને દુઃખ કેમ છે?
વ્યવહારિક ધંધે ફસ્યા, બહુધા જગના જીવ,
આત્મહિતની શુદ્ધિ નહીં, તેથી ભમે સદૈવ.
(યોગીન્દ્રદેવ)
જેઓ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત છે, સર્વજ્ઞ કથિત પદાર્થનું
વિપરીત શ્રદ્ધાન કરવાવાળા છે, હિત–અહિતના વિવેકથી રહિત અને
દેહાદિ–રાગાદિમાં એકતાબુદ્ધિરૂપ મોહથી મોહી છે તેઓ સંસારનો
વ્યવહાર કે જે આધિ (માનસિક પીડા) વ્યાધિ (રોગ, વૃદ્ધત્વ,
જન્મમરણાદિની ચિંતા) અને ઉપાધિ (બાહ્ય પરપદાર્થના સંયોગવિયોગ
તેની ચિંતા) રૂપ છે તે અજ્ઞાનમય વ્યવહારમાં ફસાયા કરે છે. પરમાં
કર્તાપણારૂપ મિથ્યા અભિપ્રાયવડે પરથી ભલું બુરૂં થવું માને છે, પરને
ઈષ્ટ–અનિષ્ટરૂપે દેખે છે. એમ મોહવશે ખેદખિન્ન થતો રહે છે.
પોતાના અસલી સ્વરૂપને ભૂલી જવું અને પરને પોતાનું માનવું
એવા મોહથી જ જગતના અજ્ઞાની જીવો દુઃખી છે.

PDF/HTML Page 14 of 29
single page version

background image
અશાડ : ૨૨પ : ૧૩ :
આ ત્મ હિ ત ની ક થા
નિર્મળ
ભેદજ્ઞાન
(જે કોઈ સિદ્ધને પામ્યા તે ભેદવિજ્ઞાનથી જ પામ્યા છે.)
(નિર્જરા અધિકાર ગાથા ૨૨૮ ઉપર
પૂ. ગુરુદેવનું પ્રવચન....તા. ૧પ–૪–૬૨ ચૈત્ર સુદી ૧૦)
આત્મા અને મિથ્યાત્વાદિ આસ્રવોના ભેદનું જ્ઞાન થતાં અખંડજ્ઞાનસ્વભાવમાં અભેદબુદ્ધિ થાય છે
અને મિથ્યાત્વરાગાદિ મલિનભાવરૂપ આસ્રવભાવનો ક્રમે ક્રમે અભાવ થાય જ છે. શુભાશુભ આસ્રવભાવ
મલિન છે, તેનાથી વિરોધી સંવરભાવ શુદ્ધ છે. તેનું ફળ નિર્જરા અને મોક્ષ છે. સંવર નિર્જરા સાથે જ હોય છે.
ભેદજ્ઞાનમાં અંશે વિભાવથી મુક્તિરૂપદશા ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે.
આત્મા સદાય દેહ–મન–વાણીથી ભિન્ન જ્ઞાનસ્વભાવી છે. ક્ષણિક વિકાર અને દેહાદિ સંયોગ આત્માથી
ભિન્ન છે આત્મા તેનાથી અત્યંત અભાવરૂપે છે–ત્રણે કાળ ભિન્ન છે. રાગ–દ્વેષ–મોહરૂપ વર્તમાન ક્ષણિક દશા તે
મલિનભાવ છે, આસ્રવતત્ત્વ છે તે આત્મા (જીવતત્ત્વ) નથી.
આત્માને તેના કાયમી સ્વસ્વરૂપની દ્રષ્ટિથી દેખવો તે સાચી દ્રષ્ટિ છે. આત્મા અનંત પરપદાર્થની
ક્રિયાથી જુદો, અનંત અન્યત્વ સ્વરૂપ છે. પુણ્ય, પાપ અને મિથ્યાત્વરૂપ અનંત વિભાવ ક્રિયાથી પૃથક્,
પરાશ્રય વિનાનો, ત્રિકાળ અવિકાર જ્ઞાનમય આત્માને જોવો એટલે કે આ હું છું, એમ નિર્વિકલ્પ શ્રદ્ધાવડે
તેનો આશ્રય કરવો તેનું નામ ભેદજ્ઞાન છે.
સંવર અધિકારમાં, भेद विज्ञानतः सिद्धाः सिद्धाः ये किल केचन। यस्य एव अभावतो बद्धाः
बद्धाये किल केचन।।
અર્થાત્–અનાદિકાળથી અત્યાર સુધી જે કોઈ સિદ્ધપદને પામ્યા છે એ બધા ભેદજ્ઞાનથી પામ્યા છે.
અને સંસાર દુઃખમાં જે કોઈ રખડયા છે, રખડે છે, અને રખડશે તે બધાય ભેદજ્ઞાનના અભાવથી જ–એમ
સમજવું. અનંત અનંત પદાર્થ અને તેના કાર્યથી હું જુદો છું, તેનો કર્તા–પ્રેરક હું નથી. શુભાશુભભાવ આસ્રવ
છે, મલિનતારૂપ હોય છે; તે આત્મા નથી. કેમકે તે ક્ષણિક દોષ જેટલો ને જેવડો આત્મા નથી. અને તે ભાવો
આત્માના નથી. સ્વભાવમાં સંયોગ અને વિકારનો અત્યંત અભાવ છે. એવું અનુભવ સહિતનું ભેદજ્ઞાન કદી
કર્યું નથી. અર્થાત્ તેના અભાવના કારણે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય–નિગોદથી માંડીને નવગૈ્રવેયિક સુધીના
અનંતાભવ આ સંસારી જીવે અનંતવાર કર્યા છે. પોતાને ભૂલી જવો ને પરને પોતાનું માનવું તે મિથ્યાત્વ જ
મોટામાં મોટો અપરાધ છે અને તે વડે જ જીવ દુઃખને ભોગવે છે.
જે અવિનાશી પરમાનંદમય સિદ્ધિપદને પામ્યા છે

PDF/HTML Page 15 of 29
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૪૮૮
તેઓ બધા ભેદજ્ઞાનથી જ પામ્યા છે. કોઈપણ પ્રકારનો રાગ તે અપરાધ છે. દયા, દાન, વ્રત, તપ, પૂજા,
ભક્તિના શુભભાવ હો કે હિંસા, જુઠ, ચોરી આદિના અશુભ (પાપ) ભાવ હો તે બંને આસ્રવ છે.
અનાત્મા છે. હું તેનાથી જુદો છું, અસંગ, અવિકારજ્ઞાનમય છું એવું ભાન કરીને અંતર્મુખ થવું–એ સંવર
નિર્જરા છે. એ વિના વ્રત આદિના શુભભાવને વ્યવહાર ધર્મનો આરોપ પણ આવતો નથી. બહારમાં
શુભભાવ તથા દેહની ક્રિયાથી અથવા તેના આધારે ધર્મ થાય એમ જે માને તેને અભવ્ય સમાન
અનાદિનો મિથ્યા અભિપ્રાય જ છે.
પ્રથમ પાપને છોડી, પુણ્ય કરીએ તો હળવે હળવે નિશ્ચય ધર્મ થશે એમ માનનારા પણ રાગને–
અનાત્માને આત્મા માને છે. પુણ્યમાં ધર્મ નથી માટે પાપ હોય તો વાંધો નથી. એમ વાત નથી. ઊંધી
ખતવણી, ઊંધી માન્યતાનું પાપ કેવી રીતે છે તે બતાવવામાં આવે છે. હિત–અહિતરૂપ પોતાના જ ભાવ છે.
તેને જે જાણતો નથી તેથી જીવ તો સર્વત્ર ભય અને દુઃખનો અનુભવ કરે છે. જ્ઞાનીને ભય હોતો નથી, કારણ
કે તેઓ સદાય સર્વ પ્રકારનાં પુણ્ય–પાપ અને તેના ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી કર્મ પ્રત્યે (શુભાશુભ
આસ્રવ પ્રત્યે) અત્યંત નિરપેક્ષ વર્તે છે. નિત્ય જ્ઞાતા સ્વભાવની અપેક્ષા અને સમસ્ત વિભાવ વ્યવહારથી
ઉપેક્ષારૂપ આત્મભાવમાં બળવાનપણું છે. તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક, દ્રઢ નિશ્ચયવાળા હોવાથી
અત્યંત નિર્ભય હોય છે.
આલોક–પરલોકના ભય કેમ હોતા નથી? તેનું કાવ્ય કહે છે. આ ચૈતન્ય સ્વરૂપ લોક જ પરથી
ભિન્નપણે પરિણમતા આત્માનો લોક છે. જેટલું સ્વજ્ઞેય છે તેટલો જ લોક છે. જે શાશ્વત અને સર્વદા પ્રગટ છે.
સંગ અને વિકાર વિનાનો માત્ર ચિત્તસ્વરૂપ જ્ઞાનાનંદથી પરિપૂર્ણ જ્ઞાયક તે જ મારો ચિત્તસ્વરૂપ લોક છે. તેમાં
જ એકત્વને અનુભવતો જ્ઞાની વિચારે છે કે આ અવિનાશી, સમસ્ત પરદ્રવ્યરૂપ લોકથી જુદો જ્ઞાનસ્વરૂપ લોક
કે જે સદા અંતરંગમાં પ્રગટ છે તે જ મારો લોક છે, તેનાથી બીજો કોઈ લોક કે પરલોક મારો નથી. આમ
સાવધાનતાથી જાણે છે, તેથી જ્ઞાનીને આ લોક કે પરલોકનો ભય ક્્યાંથી હોય? ભૂમિકાને યોગ્ય શુભાશુભ
રાગ આવે છે. તેથી મારું ભેદજ્ઞાન નાશ થઈ જશે એવો ભય પણ જ્ઞાનીને હોતો નથી. તે તો પોતે
જ્ઞાનસ્વભાવની અધિકતાથી નિરંતર, નિશંક–નિર્ભય વર્તતો થકો સહજ જ્ઞાનને જ સદા અનુભવે છે. વર્તમાન
દશામાં જ્ઞાન છે. તે દ્વારા સ્વસન્મુખ થઈને સ્વજ્ઞેય તરીકે પોતાના આત્માને જાણે છે કે આ મારો સ્વલોક છે,
તે જ મારું અવિચલ ધુ્રવ જ્ઞાનધામ છે, શાશ્વત શરણ છે. તેના આશ્રયથી સર્વ સમાધાન અને નિઃશંકતા–
નિર્ભયતા હોય છે.
એ વિના ત્યાગી સાધુ અનંતવાર થયો તો પણ અશંમાત્ર રાગના અભાવરૂપે નિઃશંક નિર્ભય થયો
નહિ.
“મુનિવ્રતધાર અનંતવાર ગ્રૈવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો”
વ્રતાદિ તથા દયા, દાન, પૂજા, ભક્તિના વિકલ્પ જે આસ્રવતત્ત્વ છે તેને હિતકર માની મંદ કષાય કરી
નવ ગ્રૈવયક સુધી ગયો, પણ આત્માની યથાર્થ સમજણ કરી નહિ તેથી લેશ માત્ર પણ સુખ પામ્યો નહિ.
પોતે અનાદિથી છે. શુભાશુભભાવ (પુણ્યપાપ) કરતો આવ્યો છે. તેના ફળમાં ક્્યાં હતો, તેની
અત્યારે ખબર નથી. તેથી શું ત્યાં પોતે ન હતો? અનંત પુદ્ગલ પરાવર્તનમાં ૮૪ લાખ યોનિ (ઉત્પત્તિ
સ્થાન) માં એકલો દુઃખ ભોગવતો હતો. પુણ્ય–પાપના વેદનમાં આખો ખોવાઈ ગયો હતો. ભેદજ્ઞાન
વિના પ્રાણ ધારણરૂપ દીનતાવડે અનંત કાળથી રખડે છે. પાપમાં હાર્યો ને જરા પુણ્યની સામગ્રી મળી,
શુભભાવ થયા તો હું જીતી ગયો–એમ અજ્ઞાની એ માની લીધું. મિથ્યાત્વરૂપી યોદ્ધાએ મોટા મોટા પંડિત,
ત્યાગી બધાને

PDF/HTML Page 16 of 29
single page version

background image
અશાડ : ૨૨પ : ૧પ :
પછાડયા છે. એ મિથ્યાત્વને સમ્યગ્દર્શનરૂપી સંવર જીતે છે. એમાં વિશેષ શુદ્ધિરૂપ નિર્જરા ફેલાય છે.
નિર્જરાના ત્રણ પ્રકાર છે. (૧) અંશે શુદ્ધિની વૃદ્ધિરૂપભાવ, (૨) અંશે અશુદ્ધિની હાનિ, અને (૩) જડ
કર્મોની અંશે હાનિ.
એકલા શુભભાવથી પાપની નિર્જરા થતી નથી. મોટું પાપ તો અતત્ત્વશ્રદ્ધારૂપ મિથ્યાઅભિપ્રાય છે.
ત્રિકાળ નિર્વિકાર જ્ઞાનસ્વભાવથી પોતાને એકરૂપ માને અને રાગાદિથી જુદો જાણી, જ્ઞાનસ્વભાવમાં
અધિકપણે વર્તે તે જ્ઞાની છે. કર્મનું જોર હોય તે આત્મામાં ન વર્તી શકે એવું કોઈ કાળે બનતું નથી, પણ
અજ્ઞાન વડે આ જીવ જ ઊંધી માન્યતા કર્યા કરે છે. રાગ, દ્વેષ, પુણ્ય, પાપ મારાં અને હું એનો કર્તા, એમ
આસ્રવની ભાવનારૂપ અપરાધ જીવ પોતે જ કરે છે. એકેન્દ્રિય નિગોદ દશામાં પણ જીવ પોતાના દોષથી રખડે
છે. ગોમ્મટસાર શાસ્ત્રમાં લખ્યું છે કે “ભાવ કલંક સુપ્રચુરા નિગોદ વાસં ન મુંચતિ” ત્યાં પોતાના મલિન
ભાવોની ઉગ્રતાથી નિગોદસ્થાનને જીવ છોડતો નથી. એમ કહ્યું છે. કોઈ એમ માને છે કે અસંજ્ઞી પંચેન્દ્રિય
સુધીના જીવને જડકર્મનું જોર છે. ત્યાં સ્વતંત્ર નથી, પુરુષાર્થ નથી. તો એ વાત ત્રણે કાળે જૂઠ છે.
નિગોદવાસમાં પણ દરેક જીવ ચૈતન્યમૂર્ત્તિ ભગવાન સમાન જ છે. પણ વર્તમાન ભૂલરૂપે થયો થકો
ભેદજ્ઞાનના અભાવથી જ રખડે છે. દેહ, મન, વાણી, શુભાશુભ વિકલ્પ એ ચૈતન્યસ્વભાવથી ભિન્ન છે, તેની
વિરુદ્ધ જાતિ છે–તેમ નહિ માનતાં તેમાં એકત્વબુદ્ધિ કરવી, પરાશ્રયથી લાભ માનવો એ સંસારમાં રખડવાનું
કારણ છે, કોઈ બીજાએ રખડાવ્યો છે એમ નથી.
અંતરંગમાં પ્રગટ ચૈતન્યજ્ઞાનઘન વસ્તુ ત્રણેકાળે પરદ્રવ્ય–પરભાવથી ભિન્ન છે, એમ ભાન કરી
અંતરમાં ઢળવાથી નિશ્ચયથી સમ્યગ્દર્શન–ભેદજ્ઞાન થાય છે. શુક્લધ્યાન અને મોક્ષપણ ભેદવિજ્ઞાનથી પમાય
છે. સર્વત્ર હિતનો ઉપાય એક જ પ્રકારે છે. હિતનું કારણ પોતે જ છે. અહિતનું અર્થાત્ રખડવાનું કારણ પોતે
જ છે. કાંઈ જડકર્મ અને કુગુરુથી રખડયો એમ નથી.
ભેદજ્ઞાનીને આ લોક કે પરલોકનો ભય હોતો નથી. પણ નિત્ય નિર્ભય જ્ઞાતાસ્વભાવના આશ્રયે
સાવધાન વર્તે છે. તેથી સમયે સમયે શુદ્ધિની વૃદ્ધિરૂપ નિર્જરા થાય છે. સ્વરૂપણાને લીધે ચૈતન્ય અસ્તિપણે
અને રાગાદિ પરભાવો પરપણે–વિરુદ્ધપણે જણાય છે.
ભેદજ્ઞાન વિના જન્મ, જરા, મરણનો અંત નથી. જેવું સર્વજ્ઞના આગમમાં કહ્યું છે તેવું જ ગુરુગમે
પ્રમાણ કરી યુક્તિ અને સ્વાનુભવ વડે નિઃસંદેહ ભાવભાસન થવું તે ભેદવિજ્ઞાન છે. એ વિના વિકલ્પ અને
શબ્દોની ધારણા રાખી માને કે અમને સાચું જ્ઞાન છે તો તે ભ્રમ છે. (યુક્તિ–નય–પ્રમાણદ્વારા)
અહો! પરાશ્રય વિનાનો ચૈતન્યઆત્મા અત્યારે પણ દેહથી અને રાગાદિથી ભિન્નપણે છે, વર્તમાન
દશામાં શુભ–અશુભભાવ (પુણ્યપાપ) હોવા છતાં તેનાથી જુદા છે. પૂર્ણસ્વભાવની નિર્મળ શ્રદ્ધા–જ્ઞાનવડે
પોતામાં એકમેક વર્તે છે. પુણ્ય–પાપ, વ્રત–અવ્રતના ભાવ બધા આસ્રવતત્ત્વ છે, ચૈતન્ય તેનાથી ભિન્ન છે.
વર્તમાન ભૂમિકાના (દશાના) પ્રમાણમાં ભિન્ન ભિન્ન વિકલ્પ આવે છે તે રૂપે થનારો હું નથી, પણ તેને
જાણનાર હું છું, સ્વાશ્રયે વર્તતું જ્ઞાન સર્વ રાગાદિથી અધિક છે અને સ્વભાવમાં અભેદતા–એકતાને અભિનંદે
છે.
આ ચૈતન્ય (જ્ઞાતાદ્રવ્ય) સ્વરૂપ લોક બહારમાં ક્્યાંય વ્યાપક નથી પણ અંતરંગમાં સર્વ કાળે પ્રગટે
છે, અને પોતાના અનંત જ્ઞાનાદિ ગુણમાં વ્યાપક છે, વળી તે સર્વજ્ઞતાની શક્તિ સહિત છે, જે પ્રગટ થતાં
તેના જ્ઞાનમાં ત્રણકાળ–ત્રણલોકવર્તી સમસ્ત દ્રવ્ય–ગુણપર્યાય એક સાથે અત્યંત સ્પષ્ટપણે જણાય છે, એવો
આત્મા અત્યારે પણ પોતાના સકલ વ્યક્ત સ્વભાવ સહિત છે. આનો નિર્ણય કરવામાં ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન
અને જ્ઞાતાપણાનો સાચો પુરુષાર્થ આવે જ

PDF/HTML Page 17 of 29
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૪૮૮
છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં બધું વસ્તુ તરીકે અને પર્યાય તરીકે સકલ વ્યક્ત છે. સર્વજ્ઞ ભગવાને
જેવું જોયું તેવું વિશ્વ (છ દ્રવ્ય સ્વરૂપ છે તે) ક્રમસર દરેક દ્રવ્યની પર્યાયમાં વ્યક્ત થાય છે. ભેદજ્ઞાનીને
સકલપ્રત્યક્ષ કેવલજ્ઞાનની પ્રતીતિ વર્તે છે. જેની જે કાળે જે અવસ્થા થવાની છે તે સર્વજ્ઞના જ્ઞાનમાં
અને તેમાં ક્રમમાં નિયતપણે થાય છે. એવો જેને પોતાના સર્વજ્ઞ સ્વભાવના આલંબનથી નિર્ણય થાય છે
તેને જ પરથી વિભક્ત અને સ્વથી એકત્વ આત્માની સ્પષ્ટ પ્રતીતિ અને ભેદજ્ઞાન થાય છે.
જીવ પોતાપણે છે અને પરપણે નથી, પોતાના જ પરિણામે પરિણમનાર છે, અન્યના પરિણામો
રૂપે પરિણમી શકતો નથી; તેથી જીવ પરના ભાવનો અકર્તા છે. એ વાત પણ ત્યારે જ સમજાય છે કે
જ્યારે પુણ્યપાપના વિકલ્પથી પાર, સમસ્ત રાગાદિનો અકર્તા ત્રિકાળી જ્ઞાયક છું, તેમાં ઢળીને
સ્વભાવમાં જ એકતા બુદ્ધિ થાય. સર્વજ્ઞની સત્તાનો અંતરમાં નિશ્ચય થાય ત્યારે જ સંયોગ અને
વિકારમાંથી કર્તૃત્વ–મમત્વ છૂટી ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે. અને મારો શાશ્વત ચૈતન્ય સ્વભાવ જ
નિર્મળ પર્યાયનો આધાર છે. તેની અપેક્ષાએ થાય છે. આવું જાણતો જ્ઞાની પરનો કર્તા થતો નથી, પણ
જ્ઞાતા જ રહે છે.
પરનું કામ અનાસક્તિથી કરવું એમ કોઈ કહે છે. તો તેને કહે છે કે કરી શકાય છે, અને કર્તા
નથી. એમ માનવું એ યથાર્થ નથી. જીવ પરનું કાંઈ કરી શકતો જ નથી. તેમજ અટકાવી પણ શકતો
નથી. પરની વ્યવસ્થા રાખું, ફેરફાર કરું, આમ બોલું, આમ ન બોલું, એ માન્યતામાં જ પરના
કર્તાપણાનું અભિમાન છે. તે અભિમાન સર્વજ્ઞસ્વભાવને સ્વીકારે તો જ ટળે. સર્વજ્ઞનું સ્વરૂપ અને
ત્રિકાળવર્તી પદાર્થનું સ્વરૂપ જાણે તો દરેકની ક્રમબદ્ધ પર્યાય છે. એમ સમજે, કોઈ કોઈનો કર્તા નથી,
સહુ પોતાના પરિણામોરૂપે થનાર હોવાથી પોતાના પરિણામોના જ કર્તા છે. એમ માનનારને પરનું
અકર્તાપણું, રાગનું અકર્તાપણું અને જ્ઞાતા સ્વભાવમાં એકતા બુદ્ધિ પૂર્વક સમ્યક્ભેદજ્ઞાન થાય છે.
એકલો ચૈતન્ય સ્વભાવ પોતાથી ટકીને પરિણમનારો છે. રાગાદિ તે આસ્રવતત્ત્વ છે. તે
જીવતત્ત્વથી તદ્ન વિરૂદ્ધ ભાવ છે. ભેદજ્ઞાની જ્ઞાતાસ્વભાવી તેનો કર્તા ભોક્તા–સ્વામી કેમ હોઈ શકે? ન
જ હોઈ શકે, નીચલી ભૂમિકામાં શુભાશુભભાવ જ્ઞાનીને પણ હોય છતાં તેને હું અનુસરનારો નથી. એમ
તે માને છે. પ્રથમ શ્રદ્ધામાંથી વિકાર અને સંયોગનું કર્તૃત્વ–સ્વામીત્વ સર્વથા ટળે જ છે. પછી સ્વપર
પ્રકાશક જ્ઞાન ચારિત્રના દોષને હેયપણે જાણે છે. પણ શુભરાગને હિતરૂપ જાણતો નથી. શુભ વ્યવહારના
આશ્રયથી હળવે હળવે કલ્યાણ થશે એમ જ્ઞાની માનતો નથી. મોક્ષમાર્ગ તો વીતરાગભાવ છે. તેને
શુભરાગરૂપ વ્યવહાર મદદગાર છે, એમ માને તેને ભેદજ્ઞાન નથી. અને ભેદજ્ઞાન વિના જૈન નામ
ધરાવી સાધુ થાય, શાસ્ત્ર ભણે તો પણ આત્મ કલ્યાણ નથી.
પ્રવચનસાર શાસ્ત્રમાં છેલ્લી પાંચ ગાથાને રત્નસમાન કહેલ છે. તેમાં દ્રવ્યલિંગી સાધુને
સંસારતત્ત્વ કહેલ છે. હું મારી અમુક પર્યાયને ફેરવું અથવા પરની અવસ્થાને ફેરવું; આવા સંયોગને
મેળવું, રક્ષણ કરું, ટાળું; શુભરાગ ધર્મમાં મદદ કરે છે; શરીરની ક્રિયા વ્યવહારનયથી હું કરી શકું છું,
એમ જેને પરમાં કર્તૃત્વ–મમત્વ છે તેઓ ભલે દ્રવ્યલિંગી મુનિ હોય તો પણ અનંતભવમાં ભ્રમણ કરે
એવો સંસારતત્ત્વ છે.
કોઈ કહે છે કે તમે દિગંબર મુનિઓને માનતા નથી. અરે! અમે મુનિઓના દાસાનુદાસ છીએ.
મુનિ તો પરમેશ્વરપદના ધારક છે. મિથ્યાત્વ અને ત્રણકષાય રહિત હોવાથી દરેક મુનિ દિવસમાં
હજારોવાર છઠ્ઠા–સાતમાં ગુણસ્થાનમાં ઝૂલતા હોય છે, અતીન્દ્રિય આનંદમાં મોજ કરતાં હોય છે. એવા
મુનિને ક્રોડવાર વંદન–નમસ્કાર કરીને માનીએ છીએ. પ્રવચનસારજીમાં એવા સાધુને મોક્ષતત્ત્વ કહેલ
છે. “સાધુ હુવા તો સિદ્ધ હુવા.” અહો! ચાર જ્ઞાનના ધારક શ્રી ગણધરદેવ, ધર્મના વજીર છે. તેઓ પણ
નમસ્કાર મંત્ર બોલતી વેળા

PDF/HTML Page 18 of 29
single page version

background image
અશાડ : ૨૪૮૮ : ૧૭ :
કહે છે. કે “નમો લોએ સવ્વસાહૂણં.” હે સંત! તમારા ચરણમાં મારા નમસ્કાર હો!
અઢીદ્વીપમાં જેટલા નિર્ગ્રંથ સંત મુનિ હોય તે બધાય વારંવાર છઠ્ઠા–સાતમે ગુણસ્થાને ઝૂલતા હોય છે.
તેઓ બધા મોક્ષતત્ત્વ છે ભલે બે ઘડી પહેલાં સાધુપદ પ્રગટ કર્યું હોય તે બધાને મારા નમસ્કાર છે. જેઓ
મિથ્યા અભિપ્રાયરૂપી શલ્યવાન છે, તેઓ મોક્ષમાર્ગના વિરોધના ફળરૂપે હળવે હળવે અથવા શીઘ્ર નિગોદ
(એકેન્દ્રિય) માં જાય છે. નિગોદમાં જનાર જીવને બીજા જોનારા તો જીવ નહિ માને પણ હું જીવ છું એમ
પોતે પણ નહિ માને.
પુણ્યપાપરૂપભાવ અને વિપરીત અભિપ્રાય તે આસ્રવ તત્ત્વ છે. તેને અહિતકારી ન માનતાં જે
હિતકારી માને છે તે–સંસારતત્ત્વ છે. નવ ગ્રૈવેયક જનાર ઊંચા શુભભાવમાં ટકેલો દ્રવ્યલિંગી સાધુ અને
સામાન્ય મિથ્યાદ્રષ્ટિ બધા મિથ્યાત્વ અપેક્ષાએ સરખા જ છે. તેમાં આત્મહિતનો આંતરો પાડવા જેવો કાંઈ
તફાવત નથી, પુણ્યપાપનો ફેર તે સંસારખાતામાં છે.
પરથી નિરપેક્ષ સ્વાનુભવથી નિર્મળ પરિણામ થાય છે. તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સ્વલોક–સ્વજ્ઞેયનું
અવલોકન કરનાર મુનિ કહેવાય છે.
અખંડજ્ઞાન શાંતિમાત્ર લોક તે મારો લોક છે. જે ભાવવડે તીર્થંકર નામકર્મ બંધાય તે મારો લોક નથી.
વ્યવહાર તેની ભૂમિકાનુસાર હોય છે. પૂજા, ભક્તિ, દયા, દાન, પ્રભાવના આદિનો શુભભાવ તેના કાળે આવે
છે ખરો પણ ધર્મીજીવ તેને સ્વજ્ઞેય–સ્વલોક તરીકે અવલોકતો નથી. પણ પરજ્ઞેયપણે દેખે છે. આ લોકમાં
અથવા પરલોકમાં મારું શું થશે એવી શંકા ધર્મીને થતી જ નથી. નિત્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ છે અને સ્વરૂપ
સન્મુખ નિઃશંક, અખંડ ધારાવાહી રુચિ છે તે અનુસાર પોતામાં પરિણમન થાય છે. તેથી તે નિર્મળ
ભેદજ્ઞાનની દ્રષ્ટિથી હું ચિત્સ્વરૂપ જ્ઞાનઘન છું–એમ અવલોકન કરે છે અને વ્યવહારના અનેક ભેદ તે તે કાળે
જાણેલા પ્રયોજનવાન છે એમ જ્ઞાની માને છે.
સંધ્યાના ક્ષણિક રંગ ખીલે–વિણસે તેમ સંયોગી ચીજ અને સંયોગીભાવ (પુણ્યપાપના ભાવ) પણ
ક્ષણિક છે, તે આવે–જાય છે. જ્ઞાની તે સર્વનો જ્ઞાતાદ્રષ્ટા સાક્ષી છે. ભૂમિકા અનુસાર વ્યવહાર આવે છે પણ તે
તેને અનુસરતો નથી.
શરીરાદિ સંયોગ પાણીના પરપોટાની જેમ શીઘ્ર નાશવંત છે. શરીર સારું (નીરોગ) રહે કે ન રહે
તેની સાથે મારે સંબંધ નથી. ભગવાન આત્મા નિત્ય જ્ઞાનસ્વરૂપ છે. સંકલ્પવિકલ્પ પણ હો, તે તેના કાળે
આવે છે હું એવો ને એવડો નથી. મારે અને પરદ્રવ્યને કાંઈ સંબંધ નથી.
જીવ અને અજીવ બેઉના સ્વભાવ સદાય ભિન્નભિન્ન છે. કોઈ કોઈનું સ્વામી નથી, કર્તા નથી.
શુભરાગ પુણ્ય છે તેનાથી પણ ધર્મ નથી. ધર્મ તો આત્માનો અવિકારી સ્વભાવ છે. એમ પ્રથમ નિર્ણય કરી,
સ્વભાવ તરફ દ્રષ્ટિ કરે તો સાચું સમાધાન થાય. હું કોણ છું, હું શું કરી શકું, સ્વભાવ–પરભાવ, હિત–અહિત
શું એનો નિર્ધાર કર્યા વિના સાધુ અથવા ધર્મી નામ ધારે તો તેથી કાંઈ ધર્મી થવાતું નથી, કોળીના બાળકનું
નામ “સયાજીરાવ” પાડે તેથી તે રાજા ન થઈ જાય.
કોઈ સમ્મેદશિખરજી જાય, તીર્થયાત્રા કરે, દાન–ઉપવાસાદિ કરે તેથી ધર્મી નથી કેમકે ધર્મનો સંબંધ
તેની સાથે નથી. ધર્મનો સંબંધનિત્ય ચૈતન્યસ્વભાવ સાથે છે. પુણ્યના સંયોગ અને શુભરાગ છે માટે તે ધર્મી
છે એમ નથી. વ્યવહારરત્નત્રય આદિના શુભભાવ થાય તે આસ્રવ છે, બંધનું કારણ છે એમ જ્ઞાની માને છે.
પણ તેનો આશ્રય કરવાથી ધર્મ થશે એમ જ્ઞાની માનતો નથી. કોઈ કાળે, કોઈ વ્યક્તિને, કોઈ અપવાદથી
શુભરાગના કારણે ધર્મ થાય એવું મોક્ષમાર્ગમાં નથી. જે કોઈ રાગ ઊપજે તેને જ્ઞાની ઉપાધિ માને છે, તે
કરવા યોગ્ય છે, એમ તે માનતો નથી.
ધર્મીજીવ તો સર્વ વિરુદ્ધભાવનો નિષેધ કરી સદાય પોતાને ચિત્સ્વરૂપે અવલોકે છે, ત્રણે કાળ
મિથ્યાત્વરાગાદિથી રહિત, શરીરથી ભિન્ન પોતાને જ્ઞાયકપણે માને છે, જાણે છે, અને અનુભવે છે. તેનાથી
તેને

PDF/HTML Page 19 of 29
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૨પ
અશુદ્ધિનો વ્યય અને શુદ્ધિની વૃદ્ધિરૂપ નિર્જરા થાય છે.
સંયોગથી દુઃખ નથી, રોગાદિ પ્રતિકૂળતાથી દુઃખ છે એમ નથી. દુઃખ તો સુખગુણની ઉંધી દશા
છે, તેનો કર્તા જીવ છે. પરથી ભિન્ન ચૈતન્યના ભાન વિના મુનિ થયો તો પણ તેનો આત્મા અજ્ઞાનથી
દુઃખી છે. રાગથી, પુણ્યથી, શરીરની ક્રિયાથી લાભ માને તેને ભેદજ્ઞાન નથી. તેને શુદ્ધજ્ઞાન રહિત
અંધબુદ્ધિ કહ્યો છે. જડકર્મ રાગાદિ કરાવે છે, કર્મમાં માંડયું હોય તો ધર્મ થાય–એમ માનનાર વિવેક
રહિત છે, તેને આત્માનું ભાન નથી.
આચાર્યે તાડપત્ર ઉપર શાસ્ત્રો લખ્યા. એમ વ્યવહારમાં કથન આવે, પણ ખરેખર એમણે
તાડપત્રની અને અક્ષરો લખવાની ક્રિયા કરી નથી. આવું શાસ્ત્ર લખવું એવી ઈચ્છા આવેલી પણ તેઓ
ઈચ્છાના કર્તા નથી–સ્વામી નથી, પણ વ્યવહારે તેના જ્ઞાતા છે!
આત્માને રાગનો અને શરીરની ક્રિયાનો કર્તા માને તે કદી નગ્ન મુનિવેશ ધારે તેથી શું?
અંતરમાં ત્રિકાળી જ્ઞાયકસ્વભાવના આલંબન વડે મિથ્યાત્વ અને રાગાદિની લાગણીરૂપી લૂગડાં કાઢીને
નિર્ગ્રથપદ ધારણ કરે તે સાચા સાધુ કહેવાય.
કોઈ કહે છે કે અત્યારે નિશ્ચયધર્મ ન હોય, પુણ્યની ક્રિયા કરો, વ્રતાદિ કરો, પુણ્યથી સ્વર્ગ મળશે.
પછી પરંપરાએ નિશ્ચય ધર્મ થશે; પણ કોઈ કાળે પુણ્યથી આત્મા ન મળે. અજ્ઞાનીને તેના માનેલા
ધર્મના ફળમાં સ્વર્ગનો પ્રેમ છે. અને જેને અનુકૂળતાનો પ્રેમ છે. તેને તેટલો જ તે જ સમયે
પ્રતિકૂળતાનો તીવ્ર દ્વેષ છે.
જ્ઞાની તો માને છે કે મારો ચૈતન્ય સ્વભાવ કોઈથી બગાડયો બગડતો નથી અને બીજા વડે
સુધાર્યો સુધરે એમ નથી.
પ્રશ્ન:– જ્ઞાની નિઃશંક–નિર્ભય છે. તો સિંહ, સર્પ, અગ્નિ વગેરેથી ડરીને ભાગે કે નહિ?
ઉત્તર:– શરીરનું ભાગવું–ન ભાગવું પોતાને આધીન નથી. જ્ઞાનીને ચારિત્રમાં નબળાઈ હોય તો
ઈચ્છા થાય, ભયનો વિકલ્પ આવે, ભાગવું દેખાય અને અજ્ઞાની ન પણ ભાગે. જ્ઞાની મુનિદશામાં હોય
તો ભય ન કરતાં, સ્થિરતા વધારે પણ નીચલી દશા હોય ત્યાં ચારિત્રની નબળાઈ વશ ભયથી ભાગે
છતાં અંદરમાં નિત્યજ્ઞાયક છું–એવાં શ્રદ્ધા–જ્ઞાનમાં સ્થિર છે, નિર્ભય છે. તેથી અજ્ઞાન દશામાં ભયને
લીધે જે બંધ થતો હતો તે કદી થતો નથી, પણ નિરંતર નિર્જરા (શુદ્ધિની વૃદ્ધિ) થાય છે.
ભેદવિજ્ઞાનનું બળ
निजमहिम रतानां भेदविज्ञानशक्त्या भवति नियतमेषां शुद्धतत्त्वोपलंभः।
अचलितमखिलान्यद्रव्य दूरेस्थितानां भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः।।१२८।।
અર્થ:– જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ
(સ્વરૂપના) મહિમામાં લીન રહે છે તેમને નિયમથી
(ચોક્કસ) શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થાય છે; શુદ્ધ
તત્ત્વની ઉપલબ્ધિ થતાં, અચલિતપણે સમસ્ત અન્ય
દ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને અક્ષય કર્મમોક્ષ થાય છે
(અર્થાત્ ફરીને કદી કર્મબંધ ન થાય એવો કર્મથી છૂટકારો
થાય છે.)

PDF/HTML Page 20 of 29
single page version

background image
અશાડ : ૨૪૮૮ : ૧૯ :
મોક્ષગામી
ચક્રવર્તી વજ્રનાભિ
(આદિપુરાણ ઉપરથી)
(ગતાંક ૨૨૪થી ચાલુ)
(ભરતક્ષેત્રમાં થઈ ગયેલા શ્રી રૂષભદેવતીર્થંકરના
પૂર્વભવની આ કથા છે. તેઓશ્રી ચક્રવર્તી વજ્રનાભિના
ભવમાં નિર્ગ્રંથમુનિપદ ધારણ કરી આયુના અંતભાગમાં
ઉપશાંતમોહ નામે ૧૧ મા ગુણસ્થાને પ્રાણ ત્યાગ કરી
સર્વાર્થસિદ્ધિવિમાન નામે દેવલોકમાં ઊપજ્યા ત્યાં
સમ્યક્ભેદ વિજ્ઞાનના બળ વડે તત્ત્વજ્ઞાન પૂર્વક
વૈરાગ્યભાવનાનું ચિન્તન પણ કરતા હતા તેમાં
આચાર્યદેવ કહે છે કે, સંસારમાં લોકો જેને સુખ માને છે
તે સુખ નથી કારણ કે જેના ચિત્ત અનેક પ્રકારની
આકુળતાથી વ્યાકુળ થઈ રહ્યા છે.)
જેવી રીતે મનમાં મોહ ઉત્પન્ન કરવાથી તૃષ્ણા વધારવાથી સુખ નથી જેમ શરીરમાં શિથિલતા લાવનાર
દાહજ્વર (તાવ) સુખરૂપ થતો નથી એવી રીતે ચિત્તમાં મોહ, શરીરમાં શિથિલતા, વિષયોમાં રતિ લાલસા
અને સંતાપ વધારવાનું કારણ હોવાથી સ્ત્રી સંભોગ પણ સુખરૂપ થઈ શકતો નથી. જેવી રીતે કોઈ રોગી
પુરૂષ કડવી દવાનું પણ સેવન કરે છે એવી રીતે કામ જ્વરથી દુઃખી થયેલો જીવ પણ એને દૂર કરવાની
ઈચ્છાથી સ્ત્રીરૂપી ઔષધનું સેવન કરે છે. જ્યારે મનોહર વિષયોનું સેવન કેવળ તૃષ્ણા માટે જ છે, સંતોષ
માટે નહીં, ત્યારે તૃષ્ણા રૂપી જ્વાળા વડે તપેલો આ જીવ સુખી કેવી રીતે થઈ શકે? જેમ જે દવા રોગ દૂર ન
કરી શકે તે દવા નથી, જે પાણી તરસ દૂર ન કરી શકે તે પાણી નથી અને જે ધન સંકટ હરી શકે નહીં તે ધન
નથી.
એ રીતે જે વિષયથી જન્મેલું સુખ તૃષ્ણાનો નાશ ન કરી શકે વિષયોથી ઉત્પન્ન સુખ છે નહિ, સ્ત્રી
આદિના સંયોગમાં રતી માનવાથી ઉત્પન્ન સુખ કેવળ કામેચ્છારૂપી રોગોને દૂર કરવાનું સાધન છે. શું! એવો
મનુષ્ય ઔષધિનું સેવન કરે છે કે જે નિરોગ અને સ્વાસ્થ્યને પ્રાપ્ત છે?
ભાવાર્થ:– જેવી રીતે રોગરહિત સ્વસ્થ મનુષ્ય ઔષધિનું સેવન ન કરવા છતાં પણ સુખી રહે છે એવી
રીતે કામેચ્છા રહિત સંતોષી અહમિન્દ્ર સ્ત્રી સંભોગ ન કરતાં થકાં પણ સુખી રહે છે. વિષયોમાં અનુરાગ
કરવા–