PDF/HTML Page 21 of 81
single page version
यत्तस्मादबिचलनं स एव पुरुषार्थसिद्धयुपायोऽयं।।१५।।
एकान्तविरतिरूपा भवति मुनीनामलौकिकी वृत्तिः।।१६।।
આત્મિક ચૈતન્યનો અનુભવ કરવામાં જ તેઓ તત્પર હોય છે.
–અનંત
–જગતમાં દ્રવ્યેન્દ્રિય કેટલી?
–અસંખ્યાત
દ્રવ્યેન્દ્રિય દરેક જીવને ભિન્નભિન્ન નથી કેમકે સાધારણ એકેન્દ્રિયોમાં અનંતા
ભાવેન્દ્રિય બે જીવો વચ્ચે એક ન હોય.
દ્રવ્યેન્દ્રિય તે જીવની પર્યાય નથી, તે તો સંયોગરૂપ છે, તે સંયોગ અનેક જીવને
PDF/HTML Page 22 of 81
single page version
जीर्णे स्वदेहेप्यात्मानं न जीर्णं मन्यते बुधः।।६४।।
PDF/HTML Page 23 of 81
single page version
સાધકદશા તે ધર્મની યુવાનદશા છે એટલે કે પુરુષાર્થની દશા છે, ને કેવળજ્ઞાન તથા
સિદ્ધપદ પ્રાપ્ત થાય તે આત્માની વૃદ્ધાવસ્થા છે, અર્થાત્ ત્યાં જ્ઞાન પરિપક્વ થયું છે. આ
સિવાય શરીરની બાલ–યુવાન કે વૃદ્ધાવસ્થા તે આત્માની નથી. શરીર વૃદ્ધ થાય ને
જ્ઞાન તો જાણે છે કે આ શરીરમાં પહેલાં આવી શક્તિ હતી, ને હવે શરીરમાં એવી શક્તિ
નથી. પણ શરીરમાં શક્તિ હો કે ન હો તે કાંઈ મારું કાર્ય નથી. હું તો જ્ઞાન અને
આનંદસ્વરૂપ જ છું, જ્ઞાનમાં જ મારો અધિકાર છે, શરીરમાં મારો અધિકાર નથી.
અજ્ઞાનીને એમ થાય છે કે ‘મારી શક્તિ મોળી પડી’–એટલે તે અજ્ઞાની તો દેહદ્રષ્ટિથી
આકુળ–વ્યાકુળ જ રહે છે, દેહની અનુકૂળતા હોય ત્યાં ‘હું સુખી’ એમ માનીને તે
અનુકૂળતામાં મૂર્છાઈ જાય છે, ને જ્યાં પ્રતિકૂળતા હોય ત્યાં ‘હું દુઃખી’ એમ માનીને તે
પ્રતિકૂળતામાં મૂર્છાઈ જાય છે; જ્ઞાની તો દેહાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપે જ પોતાને જાણે છે
તેથી તેઓ કોઈ સંયોગોમાં મૂર્છાતા નથી. ચૈતન્યના લક્ષે તેમને શાંતિ રહે છે.ાા ૬૪ાા
नष्टे स्वदेहोव्यात्मानं न नष्टं मन्यते बुधः।६५।।
નાશ થતાં જ્ઞાની પોતાનો નાશ માનતા નથી. શરીર ધન–પુષ્ટ રહો, જીર્ણ થાઓ કે નષ્ટ
થાઓ,–એ ત્રણે અવસ્થાથી જુદો હું તો જ્ઞાન છું, શરીરની બાલ્યાદિ ત્રણે દશાનો
જાણનાર હું છું પણ તે–રૂપે થનાર હું નથી.
મરી ગયેલો માન્યો તે ભ્રમણા હતી, તેમ જીવ આ દેહ છોડીને બીજા ભવમાં જાય ત્યાં
અજ્ઞાનનિદ્રામાં સૂતેલો અજ્ઞાની ભ્રમણાથી એમ માને છે કે ‘અરેરે! હું મરી ગયો.’ પણ
જાતિસ્મરણ વગેરેમાં ભાન થાય કે પૂર્વે જે અમુક ભવમાં હતો તે જ આત્મા હું અત્યારે
PDF/HTML Page 24 of 81
single page version
આત્માને દેહથી જુદો જ જાણે છે. હું તો જ્ઞાન છું; દેહ હું છું જ નહિ, પછી મારો નાશ
કેવો? દેહના નાશ પ્રસંગે પણ ‘મારું મરણ થશે’ એવો ભય કે સંદેહ જ્ઞાનીને થતો નથી,
માટે જ્ઞાનીને મૃત્યુનો ભય નથી. મૃત્યુ મારું છે જ નહિ–એમ જાણ્યું પછી મરણની બીક
જાણનારા સંતોને મરણની બીક હોતી નથી. સિંહ આવે ને ભયથી ભાગે છતાં તે વખતે
ય ‘મારું મરણ થઈ જશે’ એવો મરણનો ભય જ્ઞાનીને નથી. મારું ચૈતન્યતત્ત્વ
અવિનાશી છે, પૂર્વે અનંત દેહનો સંયોગ થયો ને નાશ થયો છતાં મારો નાશ થયો નથી;
હું તો જ્ઞાનસ્વરૂપ એવો ને એવો છું. શરીરાદિ કોઈ મારી વસ્તુ નથી, મારી વસ્તુ તો
જ્ઞાન–આનંદમય છે, તે કદી મારાથી છૂટી પડતી નથી. આ રીતે ધર્માત્મા શરીરના
નાશથી પોતાનો નાશ માનતા નથી; પણ અવિનાશી જ્ઞાનસ્વરૂપે પોતાને અનુભવે છે,
એટલે તેને પરમ શાંતિ ને સમાધિ વર્તે છે. આ રીતે ભેદજ્ઞાનની ભાવના તે જ પરમ
શાંતિની દાતાર છે.ાા ૬પાા
પુરુષો પોતાના આત્માને તેવો માનતા નથી. –
रक्ते स्वदेहेप्यात्मानं न रक्तं मन्यते धुधः।।६६।।
આત્માનો રંગ માનતા નથી. રંગવાળું રાતું–પીળું શરીર તે હું નથી, હું તો રંગ વગરનો
અરૂપી ચૈતન્ય છું–એમ જ્ઞાની પોતાને દેહથી ભિન્ન જાણે છે.
શરીર જુદા છે. તેમ કાળા–રાતા શરીરથી આત્મા કાળો–રાતો થઈ જતો નથી. શરીર
દેખાવડું હોય તેથી આત્મામાં કાંઈ ગુણ થઈ જાય, કે શરીર કદરૂપું હોય તેથી આત્માને
કરીને મોક્ષ પામે,–તેમાં કાંઈ શરીર નડતું નથી. ને કોઈને રૂપાળું શરીર હોય છતાં પાપ
કરીને નરકે જાય,–તેને કાંઈ શરીર રોકતું નથી. શરીર અને આત્મા તો જુદા જ છે.
PDF/HTML Page 25 of 81
single page version
આવતો નથી, આત્મા તો સળંગપણે તે જ રહે છે. મનુષ્યદેહમાં જે આત્મા હતો તે જ
દેવના શરીરમાં આવ્યો છે. રાતાપીળા રંગ દેખાય છે તે આત્મા નથી, આત્મા તો રંગ
વગરનો અરૂપી ચૈતન્યમૂર્તિ છે. શરીરના રંગ દેખીને ધર્મી પોતાને તેવા રંગવાળા
આમ ધર્મી પોતાના આત્માને દેહથી ભિન્ન જાણે છે.
છે. જેમ થાંભલાની ક્રિયાથી આત્માને ધર્મ નથી, તેમ દેહની ક્રિયાથી આત્માને ધર્મ નથી.
જેમ થાંભલો અચેતન પરમાણુનો પિંડ છે તેમ શરીર પણ અચેતન પરમાણુનો પિંડ છે.
ફરીફરીને દેહને ધારણ કરે છે, ને સંસારમાં રખડે છે. જ્ઞાનીને એકાદ બે ભવ કદાચ
થાય, પણ ત્યાં તે શરીરને આત્મબુદ્ધિથી ધારણ કરતા નથી; તે તો આત્માને જ પોતાનો
માનીને આરાધે છે, એટલે આત્માની આરાધનાથી તે મુક્તિ પામે છે.
પર્યાયો પલટે છે પણ તેનો સર્વથા નાશ થતો નથી. શરીર તો જડ પરમાણુ ભેગા થઈને
રચાયેલું છે, તેમાં ક્્યાંય સુખ કે ધર્મ ભર્યો નથી; મારું તો ચૈતન્યશરીર છે, મારા
ચૈતન્યશરીરમાં જ જ્ઞાન–આનંદ ભર્યા છે, તેમાં જેટલો એકાગ્ર થાઉં તેટલા જ્ઞાન ને
આનંદ પ્રગટે છે.–આમ જાણીને ધર્મી પોતાના આત્મામાં જ એકાગ્રતા કરે છે, તેનું નામ
ધર્મ છે.
શકતો નથી, કેમકે તે ચીજ જુદી છે. આત્મા તેનું જ્ઞાન કરી શકે પણ તેને ફેરવી શકે નહિ.
તેમજ શરીર કાળું હોય તો તેને આત્મા જાણે પણ તેને કાળમાંથી ધોળું કરી શકે નહિ.
ને આનંદ તે જ ચૈતન્યનો રંગ છે, તે જ ચૈતન્યનું રૂપ છે; સિદ્ધ જેવી (કેવળ જ્ઞાન ને
કેવળદર્શનરૂપ) એની આંખો છે. આ સિવાય કામદેવ જેવું દેહનું રૂપ કે હરણીયાં
PDF/HTML Page 26 of 81
single page version
આત્મસ્વરૂપને જે જાણતો નથી ને દેહને જ આત્મા માને છે તેને ધર્મ થતો નથી, ને ધર્મ
વગર શાંતિ કે સમાધિ થતી નથી.
તૈયારીમાં હતા, તેણે રૂપના જરાક અભિમાનથી દેવોને કહ્યું કે અત્યારે તો હું અલંકાર
વગરનો છું, પણ હું જ્યારે ઠાઠમાઠથી અલંકૃત થઈને રાજસભામાં બેઠો હોઉં ત્યારે તેમ
મારું રૂપ જોવા આવજો. જ્યારે રાજસભામાં દેવો આવ્યા અને રૂપ જોઈને ખેદથી માથું
ધુણાવ્યું ત્યારે ચક્રવર્તી પૂછે છે કે અરે દેવો! આમ કેમ? શણગાર વગરનું શરીર હતું તે
જોઈને તો તમે આશ્ચર્ય પામ્યા હતા, ને અત્યારે આટલો બધો શણગાર છતાં તમે
અસંતોષ કેમ બતાવો છો! ત્યારે દેવો કહે છે–રાજન્! તે વખતે તારું શરીર જેવું નિર્દોષ
હતું તેવું અત્યારે નથી રહ્યું, અત્યારે તેમાં રોગ અને સડાનો પ્રવેશ થઈ ચૂક્્યો છે. એ
સાંભળતાં જ રાજા એકદમ વૈરાગ્ય પામે છે. અરે, આવું ક્ષણભંગુર શરીર! શરીરના
તોડીને અતીન્દ્રિય ચૈતન્યને સાધવા ચાલી નીકળ્યા. દેહથી ભિન્નતાનું જેને ભાન નથી ને
દેહની ક્રિયાઓને–દેહનાં રૂપને પોતાના માને છે તે દેહાતીત એવા સિદ્ધપદને કે આત્માને
ક્્યાંથી સાધશે? ભાઈ, સમ્યગ્દર્શન થયું ત્યાં જ દેહના રૂપમદનો અભાવ થઈ જાય છે.
સમસ્ત પરદ્રવ્યોની જેમ શરીરને પણ તે પોતાથી જુદું જ અનુભવે છે. આવા
અનુભવવાળું ભેદજ્ઞાન તે જ શાંતિનો અને સમાધિનો ઉપાય છે.
ભવ કરતાં તને શરમ નથી આવતી? સ્વભાવ સમજવાના
ઉદ્યમમાં તને થાક લાગે છે ને પરભાવોમાં તને થાક લાગતો નથી,
પણ અરે ભાઈ! સ્વભાવને સાધવો એમાં થાક શા? એમાં થાક ન
હોય.....એમાં તો પરમ ઉત્સાહ હોય....એ તો અનાદિના થાક
ઉતારવાના રસ્તા છે. મુમુક્ષુને તો પરભાવમાં થાક લાગે ને
સ્વભાવ સાધવામાં પરમ ઉત્સાહ જાગે.
PDF/HTML Page 27 of 81
single page version
સ્વભાવનું સાધન કરવાને બદલે ધનને વધારવા માટે તું આ અવસર વેડફી નાંખે છે તો
તારા જેવો મૂર્ખ કોણ? તું દિનરાત ધનની વૃદ્ધિ અર્થે પ્રયત્ન કરીને પાપ બાંધે છે, ને
સ્વભાવધર્મનું સાધન તું કરતો નથી. આયુષ્ય અને પુણ્ય ઘટે છે છતાં ધનની વૃદ્ધિથી તું
માને છે કે હું વધ્યો, પણ ભાઈ, એમાં તારું કાંઈ હિત નથી. તારું હિત તો એમાં છે કે તું
તારા સ્વભાવનું સાધન કર...આત્માના મોક્ષને માટે પ્રયત્ન કર. આ ભવ છે તે ભવના
અભાવને માટે છે એમ સમજીને તું આત્માના હિતનો ઉદ્યમ કર, આવો હિતકારી ઈષ્ટ
ઉપદેશ સંતોએ આપ્યો છે.
એને કાંઈ વિચાર નથી. એને ધન જેટલું વહાલું છે તેટલું જીવન વહાલું નથી, તેથી ધનને
અર્થે તે જીવનને વેડફી નાંખે છે. ઈષ્ટ એવો જે આત્મા તેને ભૂલીને તેણે ધનને ઈષ્ટ
માન્યું, તેથી ધનને અર્થે જીવન ગાળે છે. પણ ઈષ્ટ તો મારો જ્ઞાન સ્વભાવી આત્મા છે,
એના સિવાય બીજું કાંઈ મારું ઈષ્ટ નથી એમ જેણે આત્માને ઈષ્ટ જાણ્યો તે જીવ
આત્માને સાધવા માગે પોતાનું જીવન ગાળે છે, ઈષ્ટ તો સાચું તે જ છે કે જેનાથી ભવ
દુઃખ ટળે ને મોક્ષસુખ મળે. આવા ઈષ્ટને જે ભૂલ્યો તે જ પરને ઈષ્ટ માનીને તેમાં સુખ
માને છે ને તેમાં જીવન ગુમાવે છે. ધર્મીને તો આત્માનો સ્વભાવ જ સુખરૂપ ને વહાલો
લાગ્યો છે, ‘જગત ઈષ્ટ નહિ આત્માથી’ એમ આત્માને જ ઈષ્ટ સમજીને તેના સાધનમાં
જીવન ગાળે છે.
PDF/HTML Page 28 of 81
single page version
ધનની લોલુપતા ન કર. તારી વૃત્તિને આત્માના હિતના ઉદ્યમમાં જોડ એ જ સૌથી ઈષ્ટ
છે, લક્ષ્મી મેળવવાની લોલુપતાથી તો તારો આત્મા કાદવ જેવા પાપથી લેપાય છે.
ચોપડીને પછી સ્નાન કરી લેવું એમ માનનાર જેવો તે મૂર્ખ છે. ભાઈ, કાદવ ચોપડીને
પછી નહાવું, એના કરતાં પહેલેથી જ કાદવથી દૂર રહેને? તેમ ભવિષ્યમાં દાનાદિ
કરવાના બહાને અત્યારે તારા આત્માને પાપરૂપી કાદવથી શા માટે લેપે છે? હા, સહેજે
તને પુણ્યથી જે લક્ષ્મી વગેરે મળી હોય તેને તું દાન–પૂજા–સાધર્મીનો આદર વગેરે
સત્કાર્યમાં વાપર.
મેળવવાના ભાવમાં દુઃખ છે, ધનની રક્ષાના ભાવમાંય દુઃખ છે ને ધનને ભોગવવાના
હિત જરાય નથી. તો તેને ઈષ્ટ કોણ માને? હિત તો આત્માની સાધનામાં છે,–જેમાં
શરૂઆતમાં પણ શાંતિ ને જેના ફળમાં પણ મોક્ષસુખની અપૂર્વ શાન્તિ. –આવું
મોક્ષસાધન તે જ આત્માનું ઈષ્ટ છે. માટે તેનો જ ઉદ્યમ તું કર–એમ સંતોનો ઈષ્ટોપદેશ
છે.
જાણે કે તે સંતોના ચરણ સમીપ
બેસીને તે સંતોની સાથે તત્ત્વગોષ્ઠી
કરતા હોઈએ એવો આહ્લાદ,
બહુમાન અને શ્રુતભાવના જાગે છે.
PDF/HTML Page 29 of 81
single page version
સાધક ધર્માત્મા સમ્યગ્જ્ઞાનપણે પરિણમતો થકો રાગાદિને જાણે છે.
જ્ઞાતાપણે બંને સરખા છે. એટલે શું? કે
જેમ કેવળજ્ઞાન લોકાલોકનું જાણનાર છે, કરનાર નથી; તેમ સાધક સમ્યગ્જ્ઞાનીનું
નિરપેક્ષપણે વર્તે છે. તેમ સાધકના સમ્યગ્જ્ઞાનમાં, પહેલાં જ્ઞાન ને પછી વિકલ્પરૂપ
વ્યવહાર એમ નથી, અથવા પહેલાં રાગરૂપ વ્યવહાર ને પછી જ્ઞાન એમ પણ નથી, બંને
એક સાથે હોવા છતાં, જ્ઞાનનું પરિણમન રાગથી નિરપેક્ષ વર્તે છે.
સાધકનું જ્ઞાન પણ પરથી નિરપેક્ષ. જ્ઞાન પૂરું ને અધૂરું એવા ભેદ હોવા છતાં
કર્તર્ૃત્વ નથી, તેમ સાધકના જ્ઞાનમાં (તે જ્ઞાન અલ્પ હોવા છતાં–તેમાં) રાગનું કર્તૃત્વ
નથી. ફેર ફક્ત એટલો કે કેવળીને રાગનું પરિણમન જ નથી, ને સાધકને રાગનું
પરિણમન છે, છતાં જ્ઞાનમાં તેનું કર્તૃત્વ નથી; એટલે જ્ઞાનની જાતી તો સર્વજ્ઞને અને
સાધકને એકસરખી જ થઈ. ચોથા ગુણસ્થાનથી સમ્યગ્દ્રષ્ટિને આવું જ્ઞાન શરૂ થઈ
ગયું છે.
PDF/HTML Page 30 of 81
single page version
અહો, જ્ઞાનનો આ એક ન્યાય સમજે તો નિશ્ચય–વ્યવહારના બધા ઊકેલ થઈ જાય.
ચૈતન્યજાતનો પ્રવાહ રાગથી જુદો જ છે. રાગના પ્રવાહમાં ચૈતન્યનો પ્રવાહ ભળી જતો
નથી. જ્ઞાનની ધારા શાંતરસમય છે, ને રાગની ધારા આકુળતારૂપ છે. શાંતરસમય
જ્ઞાનધારામાં રાગ નથી. એને જાણે ભલે પણ તે પોતાના ચૈતન્યપ્રવાહથી ચ્યૂત થતું
નથી. એ ચૈતન્યધારાનો પ્રવાહ જ વધીવધીને કેવળજ્ઞાન થાય છે. પહેલેથી એ જ્ઞાન
જેના ઉપર નજર પડતાં જ આત્મા
જાગી ઊઠે ને આનંદના ઊભરા વહે
એવું ચૈતન્યતત્ત્વ તું જ છો. તો હવે
તને જગતમાં કોની વાંછા છે?
તારામાં જ નજર કર. નિજવૈભવ
ઉપર નજર કરતાં તું ન્યાલ થઈ
જઈશ.
જો તારે આત્માર્થ સાધવો
દેજે. તું જગત સામે જોઈને બેસી ન
રહીશ. જગતમાં ગમે તેમ બને, તું
તારા આત્મહિતના પંથે નિઃશંકપણે
ચાલ્યો જજે.
PDF/HTML Page 31 of 81
single page version
ઉપર જોર ઘણું, જ્યારે એમનાથી વિરુદ્ધ વિચારવાળાને સર્વજ્ઞની પ્રતીતમાં જ વાંધા.
જેણે સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે તેના અનંતભવ સર્વજ્ઞે દીઠા જ નથી, કેમકે એના હૃદયમાં
તો સર્વજ્ઞ બેઠા છે. જેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા તેને અનંત ભવ હોય નહિ. સર્વજ્ઞના
નિર્ણય વગર જ્ઞાનસ્વભાવનો નિર્ણય થાય નહિ. ભગવાનના માર્ગનો નિર્ણય થાય નહિ,
ભગવાનની વાણીનો (શાસ્ત્રનો) નિર્ણય થાય નહિ. એક્કેય તત્ત્વનો નિર્ણય સર્વજ્ઞના
નિર્ણય વગર થાય નહિ. સર્વજ્ઞનો નિર્ણય કરતાં જ્ઞાનસ્વભાવમાં બુદ્ધિ ઘૂસી જાય છે,
ત્યારે માર્ગ હાથ આવે છે. જૈનશાસનની આ મૂળભૂત વસ્તુ છે. જુઓને, સમયસારમાં
વક્તા અને શ્રોતા બંનેના આત્મામાં સિદ્ધને સ્થાપીને જ શરૂઆત કરી છે.
ગુરુદેવ! આપ ધોળા ને હું કાળો એમ કેમ?
ગુરુદેવ કહે–ભાઈ આત્મા ક્્યાં કાળો કે ધોળો છે? હું જીવ ને તું પણ જીવ,
PDF/HTML Page 32 of 81
single page version
PDF/HTML Page 33 of 81
single page version
PDF/HTML Page 34 of 81
single page version
વીતરાગભાવમાં જે આગળ વધે છે, ને ઘણો રાગ
ઘટાડવાથી જેને શ્રાવકપણું થયું છે એ શ્રાવકના ભાવ કેવા
હોય તેની આ વાત છે. સર્વાર્થસિદ્ધિના દેવ કરતાંય જેની
પદવી ઊંચી, ને સ્વર્ગના ઈન્દ્ર કરતાંય જેનું આત્મસુખ
વધારે–એવી શ્રાવકદશા છે તે શ્રાવક પણ હંમેશા દાન કરે
છે. એકલા લક્ષ્મીની લોલુપતાના પાપભાવમાં જીવન
વીતાવી દ્યે ને આત્માની કાંઈ દરકાર કરે નહિ–એવું જીવન
ધર્મીનું કે જિજ્ઞાસુનું હોય નહિ.
પણ ધન વધારે વહાલું છે; પાપથી ભરેલા સેંકડો અકાર્યો કરીને, સમુદ્ર–પર્વત ને પૃથ્વીમાં
ભ્રમણ કરીને, તથા અનેક પ્રકારનાં કષ્ટથી મહા ખેદ ભોગવીને દુઃખથી જે ધન પ્રાપ્ત કરે
છે તે ધન, જીવોને પુત્ર કરતાં અને જીવન કરતાં પણ વધારે વહાલું છે; આવા ધનને
વાપરવાનો શુભ માર્ગ એક દાન જ છે, એના સિવાય ધન ખર્ચવાનો બીજો કોઈ ઉત્તમ
માર્ગ નથી. માટે આચાર્યદેવ કહે છે કે અહો, ભવ્ય જીવો! તમે આવું દાન કરો.
લેશે એમ દિન રાત ભયભીત રહ્યા કરે,–એમ પૈસા માટે કેટલાં કષ્ટ સહન કરે છે ને કેટલા
પાપ કરે છે? એના ખાતર પોતાનું કિંમતી જીવન પણ વેડફી નાંખે છે, પુત્રાદિનો પણ
PDF/HTML Page 35 of 81
single page version
ઉત્તર:– ભાઈ, જો તારો પુત્ર સપુત્ર અને પુણ્યવંત હશે તો તે તારા કરતાં સવાયું
પુત્ર કપુત તો સંચય શાનો?
PDF/HTML Page 36 of 81
single page version
PDF/HTML Page 37 of 81
single page version
PDF/HTML Page 38 of 81
single page version
બા, જો....મેં કેવી સગડી કરી! જોતાવેંત મા સમજી ગઈ કે અરે, આણે તો પાંચહજાર રૂા.
નો ભડકો કર્યો!! એને એવો ક્રોધ ચડયો ને છોકરાને એટલો બધો માર્યો કે છોકરો મરી
ગયો જુઓ, પુત્ર કરતાંય ધન કેટલું વહાલું છે! બીજો એક બનાવ; એક ભરવાડણ દૂધ
વેચીને તેના ત્રણ રૂપિયા લઈને પોતાને ગામ જતી હતી; દુષ્કાળના દિવસો હતા;
રસ્તામાં લૂટારું મળ્યા. બાઈને બીક લાગી કે આ લોકો મારા રૂપિયા પડાવી લેશે એટલે
તે રોકડા ત્રણ રૂપિયા પેટમાં ગળી ગઈ; પણ લૂટારુઓએ તે જોયું ને બાઈને મારી
નાંખીને તેના પેટમાંથી રૂપિયા કાઢયા. જુઓ,–આ ક્રૂરતા! આવા જીવો દોડીને નરકે ન
જાય તો બીજે ક્્યાં જાય? આવા તીવ્ર પાપનાં પરિણામ તો જિજ્ઞાસુને હોય જ નહિ.
ઘણા લોકોને તો લક્ષ્મી રળવાની ધૂન આડે પૂરું ખાવાનો વખત ન મળે, દેશ છોડીને
અનાર્ય જેવા પરદેશમાં જાય, જ્યાં ભગવાનના દર્શન પણ ન મળે, સત્સંગ પણ ન મળે;
અરે ભાઈ! જેને ખાતર તેં આટલું કર્યું તે લક્ષ્મીનો કંઈક સદુપયોગ કર. પ૦–૬૦ વર્ષ
સંસારની મજુરી કરીને, મરવા પડ્યો હોય, મરતાં મરતાં છેલ્લછેડીએ બચી જાય ને
પથારીમાંથી ઊઠે તોપણ પાછો ત્યાં ને ત્યાં પાપકાર્યમાં જોડાઈ જાય છે.–પણ એમ નથી
વિચારતો કે અરે, જીંદગી આખી ધન રળવામાં ગૂમાવીને ને મફતનાં પાપ બાંધ્યા, છતાં
આ ધન તો કાંઈ સાથે આવવાનું નથી, માટે મારા હાથે રાગ ઘટાડીને એનો કંઈક
સદુપયોગ કરું ને કંઈક આત્માનું હિત થાય એવો ઉદ્યમ કરું દેવ ગુરુ–ધર્મનો ઉત્સાહ,
સત્પાત્રદાન, તીર્થયાત્રા વગેરેમાં રાગ ઘટાડીશ ને લક્ષ્મીનો ઉપયોગ કરીશ તોપણ તને
અંતરમાં એમ સન્તોષ થશે કે જીવનમાં આત્માના હિત માટે મેં કંઈક કર્યું છે; બાકી
એકલા પાપમાં જ જીવન ગાળીશ તો તારી લક્ષ્મી પણ નિષ્ફળ જશે ને મરણ ટાણેય તું
પસ્તાઈશ કે અરે, જીવનમાં આત્માના હિત માટે કાંઈ ન કર્યું. અશાંતિપણે દેહ છોડીને
કોણ જાણે ક્્યાં જઈને ઉતારા કરીશ? માટે હે ભાઈ! છઠ્ઠા–સાતમા ગુણસ્થાને ઝુલતા
મુનિરાજે કરુણા કરીને તારા હિતને માટે આ શ્રાવકધર્મનો ઉપદેશ આપ્યો છે. તારી
પાસે ગમે તેટલા ધનના ઢગલા હોય, પણ તેમાંથી તારું કેટલું?–કે તું દાનમાં વાપર
તેટલું તારું. રાગ ઘટાડીને દાનાદિ સત્કાર્યમાં વપરાય એટલું જ ધન સફળ છે. વારંવાર
સત્પાત્ર દાનના પ્રસંગથી, મુનિવરો ધર્માત્માઓ વગેરે પ્રત્યે બહુમાન, વિનય, ભક્તિ
વગેરે પ્રકારે તને ધર્મના સંસ્કાર રહ્યા કરશે, ને એ સંસ્કાર પરભવમાંય સાથે આવશે.–
લક્ષ્મી કાંઈ પરભવમાં સાથે નહિ આવે. માટે કહે છે કે સંસારના કાર્યોમાં (વિવાહ,
ભોગોપભોગ વગેરેમાં) તું લોભ કરતો હો તો ભલે કર, પણ ધર્મકાર્યોમાં તું લોભ
કરીશ નહિ, ત્યાં તો ઉત્સાહપૂર્વક વર્તજે. જે પોતાને ધર્મી–શ્રાવક કહેવડાવે છે પણ
PDF/HTML Page 39 of 81
single page version
શકતો નથી, તો આચાર્યદેવ કહે છે કે તે ખરેખર ધર્મી નથી પણ દંભી છે, ધર્મીપણાનો તે
ખાલી દંભ કરે છે. ધર્મનો જેને ખરેખર રંગ હોય તેને તો ધર્મપ્રસંગમાં ઉત્સાહ આવે જ;
ને ધર્મના નિમિત્તોમાં જેટલું ધન ખર્ચાય તેટલું જ સફળ છે–એમ સમજીને દાન વગેરેમાં
અંતરભેદ સ્વભાવ વિભાવ કરે જડ–ચેતનરૂપ દુફારા;
સો જિન્હકે ઉરમેં ઉપજ્યો, ન રુચે તિન્હકો પરસંગ સહારા,
આતમકો અનુભૌ કરિ તે હરખેં પરખેં પરમાતમ ધારા.
અને જડ ચેતનને જુદા જુદા કરી નાંખે છે. આવું
ભેદવિજ્ઞાન જેના અંતરમાં ઉપજ્યું તેને પરસંગ કે
પરનો સહારો સુહાવતો નથી–ગમતો નથી, તે તો
પરમાત્મપદની ધારાને પહિચાને છે.
PDF/HTML Page 40 of 81
single page version
સોનગઢમાં વીર સં. ૨૪૭૧ ના વૈશાખ માસમાં (એટલે કે આજથી ૨૨ વર્ષ
અરસ્પરસ કરેલા એક દિવસના પ્રશ્નોત્તરનો કેટલોક ભાગ. (ગતાંકથી ચાલુ)
કાગળપણે ધુ્રવપણે ટકી રહ્યો છે; આ રીતે ઉત્પાદ–વ્યય–ધુ્રવ થયા છે.
ઉત્તર:– જીવનું લક્ષણ ચેતના; પુદ્ગલનું લક્ષણ વર્ણ–ગંધ રસ–સ્પર્શ, અર્થાત્
થવામાં નિમિત્ત થવું તે; આકાશ દ્રવ્યનું લક્ષણ બધાને જગ્યા આપવી તે; અને
કાળદ્રવ્યનું લક્ષણ પરિણમનમાં નિમિત્ત થવું તે છે; છએ દ્રવ્યો જુદા જુદા હોવાથી તે
છએનાં લક્ષણ જુદા છે. જુદી જુદી વસ્તુનું લક્ષણ જુદું જુદું જ હોય. લક્ષણની ભિન્નતા
વગર વસ્તુની ભિન્નતા ઓળખી શકાય નહિ.
દ્રવ્યને નિશ્ચયકાળ કહે છે અને સમય, આવલિ, મુહૂર્ત, દિવસ વગેરે કાળ દ્રવ્યના ભેદો છે.