Atmadharma magazine - Ank 289
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
સુખ જેણે ચાખ્યું તેને પરભાવમાં ક્્યાંય એકત્વબુદ્ધિથી લીનતા થાય જ નહીં. આ રીતે જ્ઞાનીની
પરિણતિ પર વિષયોથી પાછી વળીને નિજાત્માને જ ધ્યેય બનાવે છે.
।। ૯૬ ।।
હવે ધ્યેયરૂપ શુદ્ધઆત્મા કે જેમાં ચિત્તને લીન કરવાનું છે, તેની ઉપાસના બે પ્રકારે છે–
એક ભિન્ન ઉપાસના અને બીજી અભિન્ન ઉપાસના. એ બંનેનું સ્વરૂપ દૃષ્ટાંત સહિત સમજાવે છે;
તથા તેનું ફળ પણ બતાવે છે.
ધર્માત્માને જે વિષયમાં ચિતની લીનતા કરવા જેવી છે તે ધ્યેયની ઉપાસના બે પ્રકારે છે–
એક તો ભિન્ન આત્મા–અરહંત–સિદ્ધભગવાન;અને બીજું–અભિન્ન એવો પોતાનો આત્મા. તેમાં
ભિન્ન આત્માની ઉપાસનાનું ફળ શું છે તે દૃષ્ટાંત સહિત બતાવે છે–
भिन्नात्मानमुपास्यात्मा परा भवति तादशः
वतिदीपं यथोपास्य भिन्ना भवति तादशी।।९७।।
આ આત્મા પોતાથી ભિન્ન એવા અરિહંત તથા સિદ્ધ પરમાત્માની ઉપાસના–
આરાધના કરીને તેમના જેવો પરમાત્મા પોતે થઈ જાય છે. –કઈ રીતે? કે દીપકથી ભિન્ન
એવી જે વાટ તે પણ દીપકની આરાધના કરીને (અર્થાત્ તેની અત્યંત નીકટતા પામીને) પોતે
દીપકસ્વરૂપ થઈ જાય છે, તેમ અરિહંત અને સિદ્ધ પરમાત્માના સ્વરૂપને ધ્યાવતાં આત્મા પોતે
પરમાત્મા થઈ જાય છે.
સમયસારની પહેલી ગાથામાં પણ આ વાત કરી છે કે–(वंदित्तु सव्वसिद्धे) સર્વ સિદ્ધને
વંદન કર્યા.....કઈ રીતે? કે સિદ્ધભગવંતો પૂર્ણ શુદ્ધતાને પામેલા છે તેથી, સાધ્યસ્વરૂપ જે
શુદ્ધઆત્મા તેના પ્રતિછંદના સ્થાને છે, તેથી તે સિદ્ધ ભગવાનને ધ્યાવી–ધ્યાવીને એટલે કે તેમના
જેવા પોતાના શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરીને આ આત્મા પણ તેમના જેવો શુદ્ધ થઈ જાય છે. આ રીતે
ભિન્નમાંથી અભિન્નમાં આવી જાય, પરલક્ષ છોડીને સ્વતત્ત્વને લક્ષમાં લ્યે ત્યારે તેની ભિન્ન–
ઉપાસના પણ સાચી કહેવાય; ને તે પોતે ઉપાસ્ય જેવો પરમાત્મા બની જાય. પણ એકલા પર
સામે જ જોયા કરે તો તેને ભિન્ન ઉપાસના પણ સાચી થતી નથી, ને તેનું ખરૂ ફળ તે પામતો
નથી.
વળી પ્રવચનસાર ગા ૮૦માં પણ કહ્યું છે કે–
જે જાણતો અર્હંતને ગુણ–દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.

PDF/HTML Page 22 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૧૯ :
દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણેથી સર્વત: શુદ્ધ એવા ભગવંત અરિહંતદેવના આત્માને
ઓળખતાં, તેના જેવા પોતાના શુદ્ધ સ્વરૂપને પણ જીવ ઓળખી લ્યે છે, એટલે તેનો મોહ
નાશ થઈ જાય છે. આ રીતે પરમાત્માને ઓળખીને ઉપાસના કરનાર પોતે પણ પરમાત્મા થઈ
જાય છે.
જુઓ, આ પરમાત્માની ઉપાસનાનું ફળ! પણ ઉપાસના કઈ રીતે કરવી? કેવળજ્ઞાની
પરમાત્માને પ્રતીતમાં લઈને તેને જ ઉપાસ્ય તરીકે જેણે સ્વીકાર્યા તેણે પોતાના આત્મામાંથી
રાગાદિનો કે અલ્પજ્ઞતાનો આદર કાઢી નાંખ્યો, ને પૂર્ણ સામર્થ્યવાન જ્ઞાનસ્વભાવનો જ આદર
કર્યો; એ રીતે જ્ઞાનસ્વભાવનો જ આદર કરીને પોતે પોતાના સ્વભાવ તરફ ઝુકી જાય છે. –તે જ
અરિહંત–અને સિદ્ધ પરમાત્માની ખરી ઉપાસના છે; અને એ રીતે જ્ઞાનસ્વભાવ તરફ ઝુકીને તેમાં
એકાગ્ર થતાં થતાં તે પોતે પણ પરમાત્મા થઈ જાય છે.
જુઓ, ભિન્ન આત્માની ઉપાસનામાં એકલું ભિન્નનું જ લક્ષ નથી, પણ ભિન્ન આત્માનું
લક્ષ છોડીને પોતે પોતાના અભિન્ન આત્મા તરફ વળી ગયો ત્યારે જ ભિન્નઆત્માની
(અરિહંત–સિદ્ધભગવાનની) ખરી ઉપાસના થઈ. એકલા રાગવડે ભગવાનની ભક્તિ કર્યા કરે ને
તે રાગવડે લાભ માને તો તે ખરેખર સર્વજ્ઞ ભગવાનની ઉપાસના કરતો નથી પણ રાગની જ
ઉપાસના કરે છે; સર્વજ્ઞની ઉપાસના કરવાની રીત તે જાણતો નથી. ‘સર્વજ્ઞની નીકટતા’ કરીને
તેની ઉપાસના કરે કે અહો! આવી સર્વજ્ઞતા! –જેમાં રાગ નહિ, અલ્પજ્ઞતા નહિ, પરિપૂર્ણ જ્ઞાન
ને આનંદનું જ જેમાં પરિણમન છે; –મારા આત્માનો પણ આવો જ સ્વભાવ છે; –એમ પ્રતીત
કરીને, જ્ઞાનસ્વભાવનું બહુમાન કરીને અને રાગાદિનું બહુમાન છોડીને જ્યાં પોતે પોતાના
જ્ઞાનસ્વભાવમાં તન્મય થયો ત્યાં ભાવ અપેક્ષાએ ભગવાન સાથે એકતા થઈ, જેવો ભગવાનનો
ભાવ છે તેવો ભાવ પોતામાં પ્રગટયો, એટલે તેણે ભગવાનની ઉપાસના કરી. આ રીતથી જે જીવ
સર્વજ્ઞ પરમાત્માની ઉપાસના કરે છે તે પોતે પરમાત્મા થઈ જાય છે.
કેવળીભગવાનની પરમાર્થસ્તુતિનું સ્વરૂપ સમયસારની ૩૧મી ગાથામાં કહ્યું છે, ત્યાંપણ
આમ જ કહ્યું છે કે જે જીવ ઈંદ્રિયોથી ભિન્ન પોતાના ઉપયોગસ્વરૂપ આત્માને જાણે છે તે
જીતેન્દ્રિય છે, અને તે જ કેવળજ્ઞાનીની પરમાર્થસ્તુતિ છે, જુઓ, આમાં કેવળજ્ઞાની તરફ તો લક્ષ
પણ નથી, આત્મા તરફ જ લક્ષ છે, છતાં તેને કેવળજ્ઞાનીની સ્તુતિ કહી છે. પહેલાંં તે તરફ લક્ષ
હતું ને તેના દ્વારા નિજસ્વરૂપ નક્કી કરીને સ્વ તરફ ઝુકી ગયો–ત્યારે સાચી સ્તુતિ થઈ.
પંચપરમેષ્ઠીની પરમાર્થ ઉપાસના આત્માના

PDF/HTML Page 23 of 45
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
આશ્રયે થાય છે, પરના આશ્રયે થતી નથી. વચ્ચે જેટલો રાગ રહી જાય તેટલી તો ઉપાસનાની
ખામી છે. સર્વજ્ઞનો નિર્ણય પોતાના જ્ઞાનસ્વભાવના જ આશ્રયે થાય છે. જ્ઞાન અલ્પ હોવા છતાં,
તે જ્ઞાનને પૂર્ણજ્ઞાનસ્વભાવ તરફ વાળીને તેમાં સર્વજ્ઞનો નિર્ણય થાય છે. હજી તો જેને સર્વજ્ઞના
નિર્ણયની પણ ખબર નથી તેને સર્વજ્ઞની ઉપાસના ક્્યાંથી હોય?
અર્હંત અને સિદ્ધ ભગવાનને જેવા પરિપૂર્ણ જ્ઞાન ને આનંદ પ્રગટરૂપ પ્રસિદ્ધ છે તેવા જ
જ્ઞાન ને આનંદરૂપ મારો સ્વભાવ છે, એમ અર્હંત અને સિદ્ધને ધ્યેય બનાવીને તેમના જેવા
પોતાના આત્મા તરફ ઢળીને, તેની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતારૂપ આરાધના વડે જીવ પોતે પરમાત્મા
થઈ જાય છે.
અર્હંત અને સિદ્ધ ભગવાનની ઉપાસનાને ભિન્ન ઉપાસના કહી,–પણ તે કયારે? કે
આત્મા તરફ વળીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કરે ત્યારે. એટલે ખરેખર તો અભિન્ન
ઉપાસનારૂપ નિશ્ચય પ્રગટ્યો ત્યારે ભિન્ન ઉપાસનાને વ્યવહાર કહ્યો. જે એકલા પર સામે જોયા
કરે ને સ્વસન્મુખ ન થાય તેને તો અભિન્ન કે ભિન્ન એક્કેય ઉપાસના થતી નથી, એમ સમજવું.
।। ૯૭।।
અભિન્ન ઉપાસનાનું દૃષ્ટાંત તથા તેનું ફળ હવે કહેશે.
એક માણસને એવી ટેવ કે જો ખુલ્લા આકાશને ન દેખે
તો એને મુંઝારો થાય; તેમ રાગની રુચિ આડે પોતાના ખુલ્લા
જ્ઞાનગગનને અજ્ઞાની દેખતો નથી એટલે પરભાવના
કર્તૃત્વમાં તે મુંઝાઈ રહ્યો છે. રાગથી જુદું ખુલ્લું જ્ઞાન બતાવીને
જ્ઞાની તેને કહે છે કે દેખ! આ તારું જ્ઞાન ખુલ્લું જ છે, એ
રાગથી ઢંકાઈ નથી ગયું, રાગમાં એકમેક નથી થઈ ગયું; તારા
મુક્તસ્વભાવને દેખ, જેથી તારી મુંઝવણ મટશે ને તને તારો
આનંદ અનુભવમાં આવશે.

PDF/HTML Page 24 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૨૧ :
ટી. બી. ની ઈસ્પિતાલમાં એક પ્રસંગ–
જ્યાં સંતના દર્શને દેહનાં ર્દ ભૂલાઈ જાય છે,
ને સ્વાનુભૂતિની ભાવના જાગે છે
ગત આસો માસમાં ગુરુદેવ અમરગઢની ઈસ્પિતાલની મુલાકાતે પધારેલા. ત્યાંના અનેક
દરદીઓ ગુરુદેવના દર્શન કરીને આનંદિત થયા...અહા! ઈસ્પિતાલની ટી. બી. ની પથારી વચ્ચે
પણ અમને આવા સંતના દર્શન ક્્યાંથી!! –એમ તેઓ ઉલ્લાસમાં આવી ગયા ને દેહનું દરદ તો
ક્ષણભર ભૂલાઈ ગયું.
તે વખતે રાજસ્થાનના એક જિજ્ઞાસુ ભાઈ, –કે જેઓ ઈસ્પિતાલમાં ટી. બી.ની સારવાર
લઈ રહ્યા છે, તેમણે ગુરુદેવને પૂછયું– સ્વાનુભૂતિ વખતે અબુદ્ધિપૂર્વક રાગ હોય? ગુરુદેવે જવાબ
આપતાં કહ્યું–ભાઈ, એ કાળે અબુદ્ધિપૂર્વક રાગ વર્તે ભલે, પણ સ્વાનુભૂતિમાં તો તે રાગનો
અભાવ છે, સ્વાનુભૂતિમાં તો રાગ વગરનો ચૈતન્યમય આત્મા જ પ્રકાશે છે, અબુદ્ધિપૂર્વકનો રાગ
પણ સ્વાનુભૂતિથી જુદો જ રહે છે. આ ઉપરાંત જ્ઞાની જ્યારે સ્વાનુભૂતિમાં ન હોય ને
બુદ્ધિપૂર્વકનો રાગ વર્તતો હોય ત્યારે પણ તે જ્ઞાની તે રાગને ભિન્નપણે જ જાણે છે, તે રાગ સાથે
જ્ઞાનની એકતા તે વખતેય તેમને ભાસતી નથી. પ્રજ્ઞાછીણી વડે જ્ઞાન અને રાગની એકતાને છેદી
નાંખી છે, તેમાં ફરીને હવે જ્ઞાનીને એકતા થતી નથી.
ઈસ્પિતાલના બીજા એક ગુજરાતી ભાઈએ પૂછયું કે–આ દેહ ઉપર લક્ષ જાય છે ને આત્મા
ઉપર લક્ષ કેમ નથી જાતું? ત્યારે ગુરુદેવે સમજાવ્યું કે ભાઈ, આ દેહ અને આત્મા જુદા છે–તેની
પહેલાંં ઓળખાણ થવી જોઈએ, આત્મા તો જ્ઞાનસ્વરૂપ જાણનાર છે, તે આ શરીરથી ભિન્ન છે.
–એમ સત્સમાગમે વારંવાર અભ્યાસ કરે તો આત્મા લક્ષમાં આવે, ને આ દેહબુદ્ધિ છૂટી જાય.
વાહ, ટી. બી. ની ઈસ્પિતાલ વચ્ચેય જ્યાં દર્દીઓ દેહથી ભિન્ન આત્માને યાદ કરે છે,
તથા દેહાતીત ને રાગાતીત સ્વાનુભૂતિની ચર્ચા ચાલે છે ને દર્દીઓ દેહની ચિંતા છોડીને હોંશથી તે
ચર્ચા સાંભળે છે, –ત્યારે શ્રીમદ્ રાજચંદ્રજીનું એ વચન યાદ આવે છે કે ‘સદ્ગુરુવૈદ્ય સુજાણ’
આત્માને
ભવરોગ મટાડવા માટે સદ્ગુરુજ્ઞાની એ જ સાચા વૈદ્ય છે. અને, પરમ શાંતરસથી
ભરેલા વીતરાગનાં વચનામૃત એ જ આ ભવરોગને મટાડવાની પરમ ઔષધિ છે. તેના વિચાર
ને તેનું ધ્યાન કરવા જેવું છે. જ્ઞાની કહે છે કે હે ભાઈ! દેહને અર્થે તો આત્મા અનંતવાર ગાળ્‌યો,
પણ હવે એકવાર આત્માને અર્થે દેહ એવી રીતે ગાળ કે જેથી ફરીને દેહ મળે જ નહીં.

PDF/HTML Page 25 of 45
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
ભગવાન મહાવીરનો અહિંસા ધર્મ
(તેને બીજા કોઈ સાથે સરખાવશો નહીં)
બંધુઓ, ‘અહિંસા’ બાબત એક મહત્ત્વનો ખુલાસો સમજવો જરૂરી છે: આજે ઘણા
માણસો (લેખકો ને પત્રકારો પણ) ગાંધીજીની અહિંસાની વાતોને ભગવાન મહાવીરની અહિંસા
સાથે સરખાવે છે, તે સર્વથા અયોગ્ય છે. ભગવાન મહાવીરની અહિંસા તે તો વીતરાગી અહિંસા
હતી, તેમાં સર્વેજીવો પ્રત્યે સમભાવ હતો. વાંદરા અનાજ ખાઈ જાય તો તેને મારી
નાંખવા, કે અનાજ ન મળે માટે માંસ–માંછલા–ઈંડા ખાવા, અને દુઃખથી પીડાતા કોઈ
જીવને ઝેરના ઈન્જેકશનથી મારી નાંખવો–એવું પ્રતિપાદન ‘અહિંસા’ માં કદી સંભવી શકે નહીં,
એ બધા તો સ્પષ્ટપણે તીવ્રહિંસાના પાપભાવો જ છે. ગાંધીજી જેને અહિંસા કહેતા તેની મર્યાદા
બહુ તો રાજકીય હેતુ પૂરતી હતી–રાજકીય યુદ્ધ ન થાય એટલી જ મર્યાદા હતી, વીરની
વીતરાગીઅહિંસા તો કોઈ અનેરી છે.....જેમાં પંચેન્દ્રિયવધની તો વાત જ ક્્યાં, –પણ એકેન્દ્રિયાદિ
જીવોનીયે હિંસાનો સ્પષ્ટ નિષેધ જ છે.
સં. ૧૯૯પ માં જ્યારે પૂ. ગુરુદેવ રાજકોટમાં બિરાજતા હતા, તે વખતે રાજકોટના
સત્યાગ્રહપ્રસંગે ગાંધીજી પણ રાજકોટ આવેલા ને શેઠશ્રી નાનાલાલભાઈ જસાણીના મહેમાન
બનેલા, ત્યારે ગુરુદેવના પ્રવચનમાં એકવાર ગાંધીજી આવેલા, તે વખતે ગુરુદેવે મહાવીરની
વીતરાગીઅહિંસાનું સ્વરૂપ સમજાવતાં કહેલું કે ‘આત્માનો સ્વભાવ રાગ
વગરનો છે, તેમાં
જેટલી રાગની ઉત્પત્તિ થાય તેટલી હિંસા છે, ને વીતરાગભાવ તે જ ખરી અહિંસા છે..... ’ ત્યારે
ગાંધીજી તે અહિંસાધર્મનું સ્વરૂપ સમજી શક્્યા ન હતા, ને તેમણે કહેલું કે મારું મગજ હવે નવી
વાતને ગ્રહણ કરી શકતું નથી.
આ પ્રસંગ એટલા માટે રજુ કર્યો છે કે ભગવાન મહાવીરની કહેલી વીતરાગી–અહિંસાને
સૌ યથાર્થ સમજે, ને તેને બીજા કોઈ સાથે સરખાવીને તેમાં વિકૃતિ ન કરે. જેઓ (–જે
જૈનપત્રકારો પણ) મહાવીરની અહિંસા સાથે ગાંધીજી વગેરેની અહિંસાને સરખાવીને બંનેને
સમકક્ષમાં મૂકે છે તેઓ ભગવાન મહાવીરના વીતરાગીઅહિંસા માર્ગને સમજ્યા નથી.
અહિંસા માર્ગના પ્રણેતા અરિહંતોનો જય હો
અહિંસા ધર્મનો જય હો.

PDF/HTML Page 26 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૨૩ :
ત્ત્ર્
(સર્વે જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ)
* “जो तुमको सम्यग्दर्शन प्राप्त करना हो, आत्माकी शान्ति करनी हो तो जरूर
सोनगढ आओ, –वहाँ अपूर्व शान्तिका जीवन है।
(આગરામાં નેમિચંદભાઈ રખિયાલવાળાના ઉદ્ગાર)
“સાધર્મીઓને એકબીજા પ્રત્યે અંતરથી સહાનુભૂતિ હોય જ. તેમાંય વૈરાગ્યપ્રસંગે વિશેષ
લાગણી જાગે–એ સહજ છે. ભાઈ, સર્વ પ્રસંગે વૈરાગ્યભાવના એ જ ઉપાય અને શરણ છે.
ગુરુદેવ કહે છે કે–જીવનું શુદ્ધસ્વરૂપ એવું છે કે જેની ઓળખાણ કરતાં જન્મ–મરણ ટળે ને
મોક્ષસુખ મળે. સ્વાનુભવથી જણાય એવો આત્મા છે, ને આવો અનુભવ કરનાર જીવને બીજે
ક્્યાંય જગતમાં સુખ લાગે નહિ, બીજે ક્્યાંય અધિકતા ભાસે નહીં. જન્મ–મરણથી છૂટવા માટે
પોતાના આવા શુદ્ધઆત્માને જાણવો જોઈએ.”
(– એક પત્રમાંથી)
* સત્ય નં. પ૭: ભાઈશ્રી, આપે એક સાથે ઘણા પ્રશ્નો લખ્યા, એની ચર્ચા માટે ખૂબ
વિસ્તાર કરવો પડે. આ વિભાગમાં એટલો અવકાશ નથી; તેમજ મતભેદવાળી ચર્ચાઓ આપણે
આ વિભાગમાં લેતા નથી. ખાસ કરીને બાળકોના હૃદયમાં ઊઠતા જિજ્ઞાસાના તરંગો, તથા
પ્રાથમિક જિજ્ઞાસુઓને માર્ગદર્શન મળે એવી પ્રશ્ન–ચર્ચાઓને આપણે સ્થાન આપીએ છીએ.
(આપના પ્રશ્નોમાંથી બેત્રણ પ્રશ્નો લીધા છે.)
પ્રશ્ન:– નિશ્ચયની અપેક્ષાએ વ્યવહાર જુઠો છે તો વ્યવહારની અપેક્ષાએ નિશ્ચયને જુઠો
કહી શકાય કે નહીં?
ઉત્તર:– જેમ આત્માની અપેક્ષાએ વિકાસ હેય છે, તેમ વિકારની અપેક્ષાએ આત્મા હેય છે–
એમ જો કોઈ કહે તો તે જેમ તદ્ન વિપરીત છે, એવો, જ ઉપરનો પ્રશ્ન છે. ભાઈશ્રી, નિશ્ચયને
એટલે કે શુદ્ધઆત્માને ઉપાદેય કરીને વ્યવહારને હેય કરવો તેમાં તો જીવને શુદ્ધતાનું પ્રયોજન
સધાય છે, મોક્ષમાર્ગ સધાય છે; ત્યારે નિશ્ચયને જુઠો કહેવો તેમાં તો શુદ્ધઆત્માનો સીધો અનાદર
છે. એનાથી કોઈ જ પ્રયોજન સધાતું નથી; પણ ઉલટું અહિત થાય છે. માટે ઉપરનું પ્રતિપાદન
નિષ્પ્રયોજન છે.
પ્રશ્ન:– અકાળમરણ એટલે શું?
ઉત્તર:– આયુષ્યકર્મ બંધાયું તે વખતે

PDF/HTML Page 27 of 45
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
તેના નિષેકોની રચનાનો એવો એક પ્રકાર છે, તેને ઉદીરણામરણ પણ કહે છે. પણ તેથી કરીને
વર્તમાન આયુષ્યની જેટલી સ્થિતિ હતી તે ઘટી ગઈ–એમ નથી. તેમજ તે જીવને તે મૃત્યુનો કાળ
ન હતો ને છતાં મરણ થઈ ગયું–એમ ‘અકાળમરણ’ નો અર્થ નથી. અકાળમરણ પણ આયુના
ક્ષયથી જ થાય છે.
પ્રશ્ન:– જો શરીરથી ધર્મ ન થતો હોય તો દેવો પણ મનુષ્યપર્યાયની ઈચ્છા કેમ કરતા હશે?
ઉત્તર:– ધર્માત્મા દેવો ખરેખર મનુષ્ય દેહની ઈચ્છા નથી કરતા. પણ મનુષ્યઅવતારમાં
આત્માની ઉગ્ર આરાધના કરીને, શુદ્ધોપયોગરૂપ મુનિદશાની ને કેવળજ્ઞાનની ભાવના કરે છે. દેવો
પણ મનુષ્યદેહને વાંછે છે. ’ એમ ક્્યાંક લખ્યું હોય તો તેનો ભાવાર્થ એમ સમજવો કે મનુષ્ય
થઈને આત્માની ચારિત્રદશાને આરાધવાની ભાવના તેઓ ભાવે છે.
પ્રશ્ન:– દરરોજ સરેરાશ કેટલા જીવો મોક્ષમાં જાય?
ઉત્તર:– છ મહિના ને આઠ સમયે ૬૦૮ જીવો મોક્ષમાં જવાનો નિયમ છે; તે હિસાબે
મોક્ષમાં જનાર જીવોની સરેરાશ દરરોજ ત્રણ કરતાં થોડી વધુ, ત્રણ દિવસે લગભગ દશ જેટલી)
છે. મહિને સરેરાશ એકસો એક જેટલી થાય. જો કે એ રીતે દરરોજ અથવા મહિને એટલા જીવો
મોક્ષમાં જાય–એમ નથી, પણ એકંદર છ મહિના ને આઠ સમયમાં ૬૦૮ જીવો મોક્ષ જાય છે.
પ્રશ્ન:– એક સમયમાં એક સાથે વધુમાં વધુ કેટલા જીવો મોક્ષમાં જાય?
ઉત્તર:– ૧૦૮ (એકસો ને આઠ)
પ્રશ્ન:– કોઈ જીવ મોક્ષ ન પામે–એવો સમય વધુમાં વધુ કેટલો હોય?
ઉત્તર:– છ મહિના.
* સોનગઢમાં રહેતા અને ભાવનગરની કોલેજમાં અભ્યાસ કરતા એક ઉત્સાહી સભ્ય
લખે છે કે–આપણા માટે એ ઘણા હર્ષની વાત છે કે આપણું ધાર્મિક મિત્રમંડળ બે હજારની સંખ્યા
સુધી પહોંચી રહ્યું છે, અને હજી પણ દિનેદિને તેની સંખ્યા વધતી જાય છે. જિનવરના સંતાનોનું
આ બાળ–મિત્રમંડળ એ એક અજાયબી જેવું છે. ગુરુદેવના પ્રતાપે એક વખત એવો હશે કે જ્યારે
ભારતનો એકેએક જૈનબાળક આપણા આ મિત્રમંડળનો સભ્ય હશે. જો કે આત્મધર્મ દ્વારા
આપણને દર મહિને પ્રેરણા મળતી રહે છે, પરંતુ આપણી સભ્ય સંખ્યા જોતાં આપણને પંદર
દિવસે કે આઠ દિવસે પ્રેરણા મળે એવું કોઈ સાહિત્ય બહાર પડે તો ઘણો લાભ થાય. તે માટે
આપણા સંપાદકશ્રીને તેમજ સંસ્થાને આપણી બધાની વિનંતી છે.

PDF/HTML Page 28 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૨૫ :
(સાથે ગુરુમહિમા સૂચક એક કોયડો મળેલ છે, તે વિશેષ લાંબો હોવાથી લઈ શકાયો નથી. બીજા
ટૂંકા કોયડા મોકલો. તમારી ભાવના માટે આભાર!)
પ્રશ્ન:– એક ઠેકાણે વાંચેલ કે ત્રણ રત્નમાંથી સમ્યગ્દર્શન ચાલ્યું જાય તો બાકી કેટલા રહે?
–તો શું સમ્યગ્દર્શન થયા પછી ચાલ્યું જાય ખરું? (R.P.Jain વીંછીયા)
ઉત્તર:– સમ્યગ્દર્શન પામ્યા પછી પાછો ચૈતન્યને ભૂલીને કોઈ જીવ મિથ્યાદ્રષ્ટિ થઈ જાય
તો તેનું સમ્યગ્દર્શન ચાલ્યું પણ જાય. (પણ એ નિયમ છે કે તે જીવ ફરી પાછો અમુક કાળે
સમ્યગ્દર્શન પામે જ, ને મોક્ષમાં જાય જ.)
પ્રશ્ન:– સમ્યગ્દર્શન થયા પછી પાપ કરે તો શું થાય?
ઉત્તર:– સમ્યગ્દર્શન થયા પછી એવા તીવ્ર પાપ તો હોય જ નહિ કે નરકાદિનું આયુષ
બંધાય; અસ્થિરતા પૂરતા જે પાપ–પરિણામ હોય તે ઘણા જ મંદ હોય છે, અને તે પરિણામ તેના
સમ્યક્ત્વને બાધા પહોંચાડી શકતા નથી. સમ્યક્ત્વના પ્રતાપે અનંતગુણમાં જે શુદ્ધિ થઈ છે તે તો
તે વખતેય વર્તી રહી છે.
પ્રશ્ન:– કેટલા ભવે મારો મોક્ષ? (Gunvant Jain ખાંભા)
વાહ રે વાહ! તમે ખરા પ્રશ્નકાર નીકળ્‌યા ભાઈ! વ્યક્તિગત રીતે તો તમારા પ્રશ્નનો ઉત્તર
હું ક્્યાંથી આપી શકું? પરંતુ સૈદ્ધાન્તિક રીતે ઉત્તર એ છે કે આત્માની ખરી લગનીથી
સમ્યગ્દર્શનાદિનો સાચો પ્રયત્ન કરીએ તો ઘણા જ થોડા ભવમાં આપણો મોક્ષ થાય.
આ પ્રશ્ન ઉપરાંત તમે નીચેનું સુંદર લખાણ લખ્યું છે (શેમાંકથી જોઈ જોઈને) તે બદલ
ધન્યવાદ!
“જેમ ડુંગર ઉપર વીજળી પડે અને તેના સેંકડો કટકા થઈ જાય તે રેણ દીધે સંધાય નહિ,
તેમ એકવાર પણ જીવ જો ભેદવિજ્ઞાન પ્રગટ કરે તો તેની મુક્તિ થાય ને તેને ફરીથી અવતાર રહે
નહીં; માટે તે ભેદવિજ્ઞાન નિરંતર ભાવવાયોગ્ય છે. જેમ તલવારને સજ્જ કરે તેમ જ્ઞાનજ્યોતિ
સારી રીતે સજ્જ થઈ છે એટલે કે તૈયાર થઈ છે. એવી તૈયાર થઈ કે કેવળજ્ઞાન લીધે છૂટકો.
કેવળજ્ઞાન લેવામાં વચ્ચે બીજું કાંઈ આવવાનું નથી. જ્ઞાનજ્યોતિ પ્રગટી તે પ્રગટી, હવે અખંડ
ધારાએ કેવળજ્ઞાન સુધી પહોંચી જવાની. ધર્માત્મા હાલતાં–ચાલતાં–ખાતાં–પીતાં આત્માને નથી
ભૂલતા, કદાચ દેહનું નામ ભૂલશે પણ આત્માને નહિ ભૂલે.”
प्रः– ज्ञानीको पहचानने की क्या रीत? (M.K.Jain ખૈરાગઢ)
ઉ:– જ્ઞાન અને રાગ એ બંનેની ભિન્નતા પોતાના ખ્યાલમાં આવે તો
જ્ઞાનપરિણતિવાળા જ્ઞાનીની ઓળખાણ થઈ શકે–કે રાગથી ભિન્ન આવી જ્ઞાનપરિણતિરૂપે
જ્ઞાનીનો આત્મા પરિણમી રહ્યો છે. અને વ્યક્તિગત રીતે ‘આ જીવ જ્ઞાની છે’ એમ તેમના
સત્સંગપરિચયથી,

PDF/HTML Page 29 of 45
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
તેમની આત્મપ્રધાન વાણીથી, તેમના ચૈતન્યઉત્સાહથી, તેમની કોઈ વિશિષ્ટ વીતરાગી–
આત્મચેષ્ટાથી ઓળખાય છે. જ્ઞાનીને ઓળખવા માટે પણ ખાસ મુમુક્ષુતા હોય છે. યથાર્થ લક્ષે
જ્ઞાનીને ઓળખતાં મહાન આત્મલાભ થાય છે.
प्रः– परवस्तुको अपना मानते हैं वह भूल हमारी किस उपायसे टले?
ઉ:– સત્સમાગમ દ્વારા ચેતન અને જડના ભિન્ન લક્ષણો જાણીને, વારંવાર તેનો અભ્યાસ
કરવાથી જ્યારે સ્વ–પરનું બરાબર ભેદજ્ઞાન થાય છે ત્યારે જીવ પોતાને શુદ્ધચેતનારૂપે જ અનુભવે
છે, ને ત્યારે પરવસ્તુને તે જરાપણ પોતાની માનતો નથી. –આ રીતે ભેદજ્ઞાન વડે ભૂલ ટળે છે.
પ્રશ્ન:– આઠ કાટખૂણાવાળી એક આકૃતિ જેને જૈનો માંગલિક માને છે, હીટલર પણ જેને
પોતાનું ચિહ્ન માનતો, જે ચાર ગતિનો અભાવ અને અરહંતદેવના ચતુષ્ટયની દર્શક છે; એના
મધ્યબિંદુથી નીચે મુજબ લીટીઓ નીકળે છે:–
(૧) ઊંચે જઈને આડી થાય. (૨) આડી થઈને નીચે જાય.
(૩) નીચે જઈને પાછી જાય. (૪) પાછી વળીને ઉપર જાય.
–એ આકૃતિ કઈ? (K.M.Jain સોનગઢ)
ઉત્તર:–
પ્રશ્ન:– તમે મુનિઓને માનો છો?
ઉત્તર:– જી હા; ઘણી જ ભક્તિથી. પૂ. શ્રી કાનજીસ્વામી તો પ્રવચનમાં રોજેરોજ
કુંદકુંદાચાર્યદેવ, અમૃતચંદ્રસ્વામી, વીરસેનસ્વામી, સમન્તભદ્રસ્વામી વગેરે દિગંબર મુનિવરોને
અતિશય ભક્તિપૂર્વક યાદ કરી કરીને તેમનો મહિમા ને વંદન કરે છે; એવા સંત મુનિરાજના
દર્શનની રોજ ભાવના ભાવે છે ને એવા કોઈ મુનિરાજ દર્શન આપે તો પરમ ભક્તિથી એમના
ચરણ સેવીએ–એમ વારંવાર કહે છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો જતો હશે કે તેઓએ ભક્તિપૂર્વક
મુનિઓને યાદ ન કર્યા હોય! પણ, અત્યારે એવા સાચા મુનિરાજના દર્શન જ અહીં દુર્લભ થઈ
ગયા છે, –ત્યાં શું થાય! અરે, આઠ વર્ષના બાળક પણ દિગંબર મુનિ થઈને આત્માના આનંદમાં
ઝુલતા હોય–તેનો જે અપાર મહિમા ગુરુદેવ સમજાવે છે તે સાંભળતાં તે મુનિરાજ પ્રત્યે ભક્તિથી
મુમુક્ષુના રોમરોમ ઉલ્લસી જાય છે.
પ્રશ્ન:– શરીરને કષ્ટ આપ્યા વગર મોક્ષ જવાય?
ઉત્તર:– આ પ્રશ્ન જીવ અને શરીરની ભિન્નતાના ભેદજ્ઞાનનો અભાવ સૂચવે છે. ભાઈ,
મોક્ષ આપણે જવું ને તેને માટે કષ્ટ શરીરને દેવું–એ ક્્યાંનો ન્યાય? શરીર તો જડ છે, એને કષ્ટ
શું? ને સુખ શું? કંઈ શરીરને કષ્ટ દેવાથી મોક્ષ થવાનું ભગવાને નથી કહ્યું, ભગવાને તો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધનાથી મોક્ષ થવાનું કહ્યું છે; ને તે આરાધના તો બહુ જ
આનંદકારી છે, તેમાં કાંઈ કષ્ટ નથી. એવી આરાધના કરનાર જીવને શરીરનો મોહ રહેતો નથી.

PDF/HTML Page 30 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૨૭ :
* મુ. શ્રી મગનલાલભાઈ (ટ્રસ્ટી) સુરેન્દ્રનગરથી પોતાનો પ્રમોદ વ્યક્ત કરતાં લખે છે–
“આત્મધર્મ અંક ૨૮૬માં નવ બહેનોએ આજીવન બ્રહ્મચર્યવ્રત લીધાનું જાણ્યું. તે વાંચી ખૂબ
આહ્લાદ થયો. પૂ. ગુરુદેવશ્રીના ઉપદેશનું પાન કરીને અને બેનશ્રી–બહેનોનાં સાન્નિધ્યમાં રહીને
જે બેનોએ શીલ આદર્યું છે તે સૌને મારા હૃદયના અભિનંદન.”
વિશેષમાં તેઓશ્રી લખે છે– “આત્મધર્મ બધી રીતે સમૃદ્ધ બન્યું છે. તમે તેમાં તમારું
જીવન અને કળા રેડ્યાં છે; તમારી શ્રુતજ્ઞાન–પ્રત્યેની ભક્તિને મારા અંતરના અભિનંદન.”
“આત્મધર્મનું ભેટ પુસ્તક ‘શ્રાવકધર્મપ્રકાશ’ વાંચ્યું. તેમાં સમયસાર કલશ ૨૧૧ ઉપરનું
પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન (સ્વતંત્રતાની ઘોષણા) અવગાહ્યું છે. પૂ. ગુરુદેવશ્રીએ દ્રવ્યની સ્વતંત્રતા
અને તેના ગુણોની સ્વતંત્રતાના અદ્ભુત ન્યાયો આપ્યા છે. આ કળિકાળમાં આપણા સૌનાં
પુણ્યયોગે આપણને આ મહાન વિભૂતિનો ભેટો થયો છે. –જેટલો પરમાર્થ સાધીએ તે પરમ
શાંતિનું
કારણ છે.” (તેમના પત્રમાંથી)
* N. ૨૧પ: ‘આસો વદ ચોથે’ તમે ધર્માત્માઓ પ્રત્યે ભક્તિપૂર્વક સમ્યક્ત્વની અને
ધર્માત્માઓ જેવા મંગલ જીવનની ઉત્તમ ભાવનાઓ ભાવી તેમાં અમારી અનુમોદના છે. ખરું જ
છે કે પ્રત્યક્ષભૂત ધર્માત્માઓનું જીવન આપણને આત્મબોધ આપી રહ્યું છે. એમનું દર્શન પણ
આત્મહિતની પ્રેરણા આપનારું છે.
* ઉત્તર પ્રદેશ–મુઝફરનગરથી ભાઈશ્રી ઉગ્રસેનજી જૈન B.A.B.T. નિવૃત્ત અધ્યાપક
ભાવભીની લાગણી વ્યક્ત કરતાં ગુરુદેવ ઉપર લખે છે કે– “પરમ પૂજ્ય ગુરુદેવશ્રી, આપશ્રીકે
ઉપદેશને જો આધ્યાત્મિક ક્રાન્તિ મેરેમેં ઉત્પન્ન કી ઉસકે લિયે મૈં આભાર વાસ્તવિક રીતિસે કિસ
પ્રકાર પ્રગટ કરું?
અભાગા મૈં ઐસા હૂં કિ આજ તક ભી સોનગઢમેં ઉસ અમૃતવર્ષાકા પાન કરને કો ન આ
સકા! કેવલ આત્મધર્મ સે હી–ઉસકે જન્મ દિવસસે, તથા સોનગઢકે સમસ્ત ગ્રંથોકે અવલોકનસે
લાભ લિયા. સન ૧૯પ૭ મેં તીર્થરાજ શ્રી સમ્મેદશિખર વ દેહલીમેં, તથા દો વર્ષ પશ્ચાત્
શ્રવણબેલગોલ તથા મૈસૂરમેં આપશ્રીકી અમૃતવાણીકી પ્રાપ્તિ મુઝે હુઈ.
પ્રાપ્ત કરાનેમેં રામબાણકે સમાન હૈ. પં. બંસીધરજી ઈન્દૌરવાલોંકે શબ્દોંકે અનુસાર આપ જ્ઞાનકે
સમુદ્ર હૈં. આપને વ્યવહારવિમૂઢ જગતકી પરાશ્રયકી શ્રદ્ધા છુડાકર અવિચલદ્રષ્ટિ રખનેકા માર્ગ
ઉસકે લિયે સુગમ તથા સુબોધ કર દિયા.”

PDF/HTML Page 31 of 45
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
શ્રીમદ્ – રાજચંદ્ર જન્મશતાબ્દિ – લેખમાળા (૨)
સં. ૧૮૨૪માં કારતક સુદ પૂર્ણિમાએ વવાણીયા (મોરબી) માં
જન્મીને સૌરાષ્ટ્ર–ગુજરાતમાં અધ્યાત્મધારા વહેવડાવનાર આત્મજ્ઞસંત શ્રીમદ્
રાજચંદ્રજીના જન્મને આ કારતક સુદ પૂર્ણિમાએ સો વર્ષ પૂર્ણ થઈને ૧૦૧ મું
વર્ષ શરૂ થશે. આજે તો તેઓ આપણી સમક્ષ નથી પણ આત્માની મુમુક્ષુતાને
જગાડનારા તેમનાં વચનો આજેય હજારો જિજ્ઞાસુઓ હોંશે હોંશે વાંચે–
વિચારે છે. ને તેનું જ થોડુંક દોહન આપણી આ લેખમાળામાં રજુ થાય છે.
ગતાંકમાં એક લેખમાળા રજુ થયેલી, તે ઉપરાંત બીજા અનેક
મુમુક્ષુઓ તરફથી વચનામૃતો મળ્‌યા છે. જેમાં ખાસ કરીને ડો. પી. વી. શાહ
(સુરત), ધ્રાંગધ્રા, કેશવલાલ ઉગરચંદ (રમોસ), હર્ષદાબેન જૈન
(પાલનપુર), રાજાબહાદુર જૈન (ખંડવા) હેમકુંવરબેન (ભીલાઈ)
પ્રભાવતીબેન (ભાવનગર) મીનાબેન જૈન (સોનગઢ) ભીખાલાલ
વર્દ્ધમાન (ગઢડા) વગેરે તરફથી અનેક વચનામૃતો મળ્‌યા છે, તેમાંથી
સંકલન કરીને (અને કેટલાક સંપાદક તરફથી ચૂંટીને) આ લેખમાળામાં
ક્રમેક્રમે રજુ કરવામાં આવશે. જે મુમુક્ષુઓએ ઉત્સાહપૂર્વક આ વચનામૃતો
પસંદ કરીને લખી મોકલ્યા છે તેમનો આભાર માનીએ છીએ. ધાર્યા કરતાં
ઘણાં વધુ વચનામૃતો પ્રાપ્ત થયા છે, એટલે હવે કારતક સુદ પુનમ પછી ન
મોકલવા વિનંતી છે.
એક વાત આજે યાદ આવે છે. સં. ૧૯૪૬ થી ૧૯પ૭ એ ૧૧ વર્ષ
દરમિયાન શ્રીમદ્ રાજચંદ્રજી અને પૂ. શ્રી કાનજી સ્વામી–એ બંને એક સાથે
આ સૌરાષ્ટ્રની ધરતીને પાવન કરતા હતા.....બંનેની વય વચ્ચે માત્ર ૨૨
વર્ષનું જ અંતર છે. એ રીતે ૧૧ વર્ષ સુધી બંનેનું સમકાલીનપણું હતું. ને
ભાવ અપેક્ષાએ પણ સમ–ભાવીપણું છે. આપણા ‘આત્મધર્મ’ નું એ એક
ગૌરવ છે કે આજે ‘રજતજયંતિ’ વર્ષમાં પ્રવેશકાળે એ બંને મહાત્માઓનાં
વચનામૃતને એકસાથે તે રજુ કરી રહ્યું છે.
(– બ્ર. હ. જૈન)
(૧) જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્મપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે
તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે તે તીર્થંકરદેવને,
સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.
(૪૩૬)

PDF/HTML Page 32 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૨૯ :
(૨) શ્રી જિન વીતરાગે દ્રવ્ય–ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે; અને
તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડ માર્ગ કહ્યો છે, તે શ્રી
જિનવીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.
(પ૮૮)
(૩) અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે; જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન
વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી.”
(૧૯૪)
(૪) જો કોઈ આત્મજોગ બને તો, આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું
છે...... આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. (પ૬૯)
(૪અ) આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે–એવો પરમપુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત
પ્રત્યક્ષ છે.
(પ) આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.
(૮પ)
(૬) આ કાળને વિષે પૂર્વે ક્્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો,
તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો ‘માર્ગ’ પ્રાપ્ત કરવો દુષ્કર હોય, એમાં આશ્ચર્ય નથી. તથાપિ,
જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખ્યો જ નથી તે આ કાળને વિષે પણ અવશ્ય તે
માર્ગને પામે છે.
(૭૨૭)
(૭) શ્રી ઋષભદેવજી ભગવાનનો ૯૮ પુત્રોને ઉપદેશ:–
હે આયુષ્યમાનો! આ જીવે સર્વ કર્યું છે, એક આ વિના.....તે શું? તો કે નિશ્ચય કહીએ
છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્‌યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા
નથી.
(૧૯૪)
(૮) જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કાંઈ મારે
કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. (૬૦૯)
(૯) સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે, એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય
છે. (૬૭૦)
(૧૦) અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ
કર્તવ્ય છે. (૭૧૨)
(૧૧) આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશો. જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે,
અને આકુળતા કરતાં પણ જે થવા યોગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે.
(૧૨) પરમાત્મા એમ કહે છે કે–તમે તમારા કુટુંબ પ્રત્યે નિઃસ્નેહ હો, અને તેના

PDF/HTML Page 33 of 45
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
પ્રત્યે સમભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ; તે તમારું છે–એમ ન માનો. (૨૨૩)
(૧૩) પરમાત્મામાં પરમ સ્નેહ, ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તોપણ કરવો યોગ્ય જ છે.
(૧૪) દેહધારીને વિટંબના એ તો એક ધર્મ છે, ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું?
(૧૩૪)
(૧પ) ‘હું શરીર નથી પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું;
આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી; માટે ખેદ કર્તવ્ય
નથી’ –એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે. (૯૨૭)
(૧૬) સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન
સાંભળ્‌યા નથી, અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ શ્રી તીર્થંકર કહે છે.
(૪પ૪)
(૧૭) જ્ઞાનીપુરૂષને કાયાને વિષે આત્મબુદ્ધિ થતી નથી, અને આત્માને વિષે કાયાબુદ્ધિ
થતી નથી; બેય સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે. (પ૦૯)
(૧૮) અમારા ચિત્તમાં તો એમ આવે છે કે મુમુક્ષુ જીવને આ કાળને વિષે સંસારની
પ્રતિકૂળદશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાસેલો એવો
આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા
યોગ્ય છે. (૪૯૨)
(૧૯) સર્વ જગતના જીવો કંઈને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે; મોટો ચક્રવર્તી
રાજા તે પણ વધતા વૈભવ–પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે. અને મેળવવામાં સુખ માને છે.–
–પણ અહો! જ્ઞાનીઓએ તો તેનાથી વિપરીત જ સુખનો માર્ગ નિશ્ચિત કર્યો કે– ‘કિંચિત્
માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. ’ (૮૩૨)
(૨૦) જ્ઞાનીપુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય, એ કલ્યાણ વિષેનો મોટો નિશ્ચય છે.
(૪૭૦)
(૨૧) જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઈ અંતરભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું
જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે? (૬૪૨)
(૨૨) મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. (૮૨૬)
(૨૩) જ્ઞાનીપુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. અને જે કોઈ અંતર માને છે તેને
માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. (૨૨૩)
(૨૪) જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેની ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થતી
નથી. (૨૨૩)

PDF/HTML Page 34 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૩૧ :
(૨પ) કોઈ પણ જીવને અવિનાશીદેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી, તથા
સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે; એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે; તેમ છતાં
પણ આ જીવ તે વાત ફરીફરી ભૂલી જાય છે, એ મોટું આશ્ચર્ય છે. (પ૬૮)
(૨૬) અચિંત્ય જેનું માહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ
બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય છે. (૯૩૬)
(૨૭) જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે, એમ જ્ઞાનીપુરુષો કહી ગયા છે, –જે
વાત જરૂર આપણે વિચારવા યોગ્ય છે. (૩૭૪)
(૨૮) વ્યાવહારિક ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું, એ એક માર્ગ પામવાનું સાધન
છે. (૧૯૨)
(૨૯) બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી;– તો પછી ધર્મ–
પ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો? (૪૭)
(૩૦) અત્યંત દુષમકાળ છે તેને લીધે, અને હતપુણ્યલોકોએ ભરતક્ષેત્રે ઘેર્યું છે તેને લીધે,
પરમસત્સંગ સત્સંગ કે સરળપરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે, –એમ જાણી
અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. (અભ્યંતર પરિણામ–અવલોકન)
(૩૧) જ્ઞાનીપુરુષનાં વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય.
(પ૬૦)
(૩૨) જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે. (પ૬૦)
(૩૩) સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ તથા
માનાદિનું પાતાળાપણું, એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી. (પ૨૭)
(૩૪) અસાર અને કલેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ
નિર્ભય કે અજાગૃત રહે તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે
છે, એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને, નિરૂપાય પ્રસંગમાં, કંપતા ચિત્તે, ન જ છૂટકે, પ્રવર્તતું ઘટે
છે, –એ વાતનો મુમુક્ષુ જીવે કાર્ય કાર્ય ક્ષણેક્ષણે અને પ્રસંગેપ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા
રહેવી દુર્લભ છે. અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. (પ૬૧)
(૩પ) જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય
આવ્યા વિના રહે નહીં; કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. (પ૭૦)
(૩૬) મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં, જો મુમુક્ષુતા આવી હોય તો નિત્ય
પ્રત્યે તેનું સંસારબળ ઘટ્યા કરે.

PDF/HTML Page 35 of 45
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
સંસારમાં ધનાદિ સંપતિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસારપ્રત્યે જે જીવની ભાવના તે મોળી
પડ્યા કરે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય.
(૩૭) જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું
સફળ થવું કયારે સંભવે? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણક છે. (૧૯૯)
(૩૮) જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કાંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.
(૨૭૪)
(૩૯) અસત્સંગ અને અસત્પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી.
(૪૦) આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણેક્ષણે ભાસ્યા કરે, એ
મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. (૪૯૮)
(૪૧) એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય
નિવૃત્ત થાય છે;– તે કયો? અને કેવા પ્રકારે? તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. (૪૭૧)
(૪૨) સત્ એ કાંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. (૨૧૧)
(૪૩) જેને (સત્) પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે, તેણે પોતે કાંઈ જ જાણતો નથી–
એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી ‘સત્’ ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું.
તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. (૨૧૧)
(૪૪) આ જે વચનો લખ્યાં છે તે સર્વે મુમુક્ષુને પરમ બાંધવરૂપ છે; એ તમને અને કોઈ
પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. (૨૧૧)
(૪પ) માત્ર જ્ઞાનીને ઈચ્છે છે ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે, અને તે
ઉત્તમ મુમુક્ષુ જાણવા યોગ્ય છે. (૩પપ)
(૪૬) આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુજીવે સંક્ષેપ કરવો ઘટે છે, કેમકે તે
વિના પરમાર્થ અવિર્ભાવ થવો કઠણ છે. (૬પ૩)
(૪૭) આરંભ–પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પુરુષના વચનનું
અથવા સત્શાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. (૭૮૩)
(૪૮) જે કાંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી, અને બાકીનું કાંઈ પ્રિય કરવા
જેવું નથી, આ અમારો નિશ્ચય છે. (૧૯૮)
(૪૯) વિશાળબુદ્ધિ મધ્યસ્થતા સરળતા અને જિતેન્દ્રિયપણું–આટલા ગુણો જે આત્મામાં
હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે (૪૦)
(પ૦) પ્રથમ મનુષ્યને યથાયોગ્ય જિજ્ઞાસુપણું આવવું જોઈએ છે; પૂર્વના આગ્રહો અને
અસત્સંગ ટળવા જોઈએ છે. એ માટે પ્રયત્ન કરશો. (૧૭૮) (અનુસંધાન પૃષ્ઠ ૩૭)

PDF/HTML Page 36 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૩૩ :
વીરતણાં સન્તાન
(૧) નિજ સ્વરૂપને જાણજો કરજો આતમજ્ઞાન,
ચેતીને ચાલો તમે છો વીરતણાં સન્તાન.
(૨) જિનવર દર્શન નિત કરી, કરજો આતમજ્ઞાન,
જિન–મારગમાં ચાલજો..ઓ..વીરતણાં સન્તાન.
(૩) વીતરાગવાણી સૂણી કરજો આતમજ્ઞાન,
સત્ય પુરુષારથ કરો ઓ...વીરતણાં સન્તાન.
(૪) ગુરુચરણ સેવા કરો જ્ઞાનીનું બહુમાન,
ભવનો છેડો પામવા ઓ...વીરતણાં સન્તાન.
(પ) રત્નત્રયને પામજો લેજો કેવળજ્ઞાન,
સિદ્ધપદ સાધક તમે છો વીરતણાં સન્તાન.
(૬) સાધર્મીની પ્રીતડી, સ્વાધ્યાય ને વળી દાન,
ભાવો ઊંચી ભાવના......છો વીરતણાં સન્તાન.
(૭) બહિરભાવ સ્પર્શે નહિ, જુદે જુદું જ્ઞાન,
ભેદજ્ઞાન જાગૃત કરો હો વીરતણાં સન્તાન.
(૮) અનંતશક્તિ આત્મની કરજો એનું ભાન,
ભવભ્રમણથી છૂટવા, છો વીરતણાં સન્તાન.
(૯) અભેદમાં ભેદ ન કરો, અનુભૂતિ એકતાન,
ઉપયોગ અંતર્મુખ કરો ઓ....વીરતણાં સન્તાન.
(૧૦) સભ્યો બાલવિભાગના ગાવો ગુરુનાં ગાન,
સમકિત પામીને થજો સૌ જિનવરનાં સન્તાન.
(ચંદ્રાબેન જૈન સ. નં. ૨ રાજકોટના કાવ્ય ઉપરથી)

PDF/HTML Page 37 of 45
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
બંધુઓ, દીપાવલીપર્વ આનંદથી ઉજવ્યું હશે. અહીં અમે સોનગઢમાં તો દેવ–ગુરુની
છાયામાં બહુ આનંદથી ઉજવ્યું છે. શ્રીમહાવીર ભગવાનનાં ભાવભીનાં પૂજન–ભક્તિ
કર્યા....વીરપ્રભુ મોક્ષ પધાર્યા તેનું સ્વરૂપ ગુરુદેવે સમજાવ્યું....ને આપણે પણ વીરપ્રભુના એ
મોક્ષમાર્ગમાં જઈએ એવી ઉત્તમ ભાવનાથી સૌ સાધર્મીઓએ એકબીજાને અભિનંદન કર્યા...આ
વર્ષમાં આરાધના માટેની ઊંચી ઊંચી ભાવનાઓ ભાવી...તમે પણ કેવી ઊંચી ઊંચી ભાવનાઓ
ભાવી –તે જણાવજો...ને આ વર્ષને આત્મસાધના વડે શોભાવજો....
जय जिनेन्द्र
નવા પ્રશ્નો
(૧) જીવ અને શરીર, તેમાં રૂપી કોણ? અને
અરૂપી કોણ?
(૨) મરૂદેવીમાતા, ત્રિશલામાતા,
શિવાદેવીમાતા અને અચિરામાતા–એ
ચારે માતાજીના પુત્રોને શોધી કાઢો
(૩) ગયા અંકના બાલવિભાગમાં ‘પાંચ
ગતિ’ બતાવી હતી; તો–
મહાવીર ભગવાન, સીમંધર ભગવાન અને
કુંદકુંદાચાર્યદેવ–એ ત્રણે અત્યારે કઈ ગતિમાં
બિરાજે છે? તે શોધી કાઢો.
(૪) આપણે મોક્ષમાં જશું ત્યારે નીચેની દસ
વસ્તુમાંથી આપણી પાસે શું શું હશે?–
સમ્યગ્દર્શન, પુણ્ય, પાપ, શરીર, દુઃખ,
સુખ, આસ્રવ, નિર્જરા, જ્ઞાન, અસ્તિત્વ.
જવાબો વેલાસર નીચેના સરનામે લખવા–
સંપાદક આત્મધર્મ, સોનગઢ (સૌ.)
* દીવાળીના દિવસે *
૧. મહાવીરપ્રભુજી મોક્ષ પામ્યા.
૨. ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા.
૩. સુધર્મસ્વામી શ્રુતકેવળી થયા.
* આ અંકનો કોયડો
ચાર અક્ષરનું નામ છે,
જગજાહેર ભગવાન છે;
પહેલો ને બીજો અક્ષર લેતાં
એક મહિનો બને છે.
ત્રીજો અને ચોથો અક્ષર લેતાં
તેનો અર્થ ‘બહાદૂર’ થાય છે.
બીજો અને ચોથો અક્ષર ભેગો કરતાં
બાળકોને ડોકમાં પહેરવો ગમે છે.
તેમના પ્રતાપે જ દીવાળીને દિવસે
દીવડા પ્રગટે છે....
–એ કોણ?
(કોયડો મોકલનાર: પ્રવીણચંદ્ર જૈન નં. ૧૯૩૬)
પાંચ વસ્તુ પૂરી કરો
ગતાંકમાં પૂછેલી પાંચ વસ્તુઓ નીચે મુજબ છે:–
૯. પાંચ શ્રુતકેવળી: વિષ્ણુમુનિ, નંદિમિત્ર, અપરાજિત, ગોવર્ધન, ભદ્રબાહુસ્વામી (પહેલા)
૧૦. પાંચ શાશ્વતમેરુતીર્થ: સુદર્શનમેરુ, અચલમેરુ, વિજયમેરુ, મંદરામેરુ, વિદ્યુન્માલીમેરુ
૧૧. પાંચ નામ વીરપ્રભુનાં: વર્દ્ધમાન, વીર, અતિવીર, મહાવીર, સન્મતિનાથ
૧૨. પાંચ નામ કુંદપ્રભુનાં: પદ્મનંદી, કુંદકુંદ, ગૃદ્ધપિચ્છાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય.

PDF/HTML Page 38 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૩૫ :
૧૩. પાંચ અનુત્તરવિમાન: વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત, સર્વાર્થસિદ્ધિ
૧૪. પાંચ પ્રકારે અર્થ: શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ, ભાવાર્થ.
૧પ. પાંચ ઈન્દ્રિયો: સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્ર.
૧૬. પાંચ વિદેહ: જંબુદ્વીપમાં, પૂર્વ અને પશ્ચિમ ધાતકી ખંડમાં, પૂર્વ અને પશ્ચિમ
પુષ્કરદ્વીપમાં
૧૭. પાંચ તીર્થંકરો અયોધ્યામાં જન્મેલા: ઋષભદેવ, અજિતનાથ, અભિનંદન,
સુમતિનાથ, અનંતનાથ
૧૮. પાંચ પહાડ– રાજગૃહીના: વિપુલાચલ, રત્નાગિરિ, ઉદયગિરિ, શ્રમણગિરિ,
વૈભારગિરિ
૧૯. પાંચ રત્નો– પ્રવચનસારના: ગાથા ૨૭૧, ૨૭૨, ૨૭૩, ૨૭૪, ૨૭પ (તેને પાંચ
રત્નો કહ્યાં છે.)
૨૦. પાંચ રત્નો નિયમસારના: ગાથા ૭૭, ૭૮, ૭૯, ૮૦, ૮૧ (તેને પાંચ રત્નો કહ્યાં છે.)
(રાજગૃહીનગરીના પાંચ પહાડમાંથી વિપુલાચલ પર્વત ઉપર મહાવીર ભગવાનની
દિવ્યવાણી પહેલવેલી છૂટી હતી, ને ગૌતમસ્વામીને ગણધરપદ થયું હતું. ૨૩ ભગવંતોના
સમવસરણ આ નગરીમાં આવ્યા છે. મુનિસુવ્રતનાથના ચાર કલ્યાણક અહીં થયા છે.
શ્રમણગિરિને સુવર્ણગિરિ અથવા સોનાગિરિ પણ કહેવાય છે. ષટ્ખંડાગમની ધવલા ટીકામાં
તેમજ તિલોયપણ્ણત્તિમાં આ પાંચ પહાડીનાં નામ આ પ્રમાણે આવે છે– (૧) ઋષિગિરિ (૨)
વૈભારગિરિ (૩) વિપુલાચલ (૪) છિન્ન અને (પ) પાણ્ડુ. –આ પાંચ પહાડને કારણે
રાજગૃહીનગરીનો ‘પંચશૈલનગર’ તરીકે પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.)
હવે નીચેના દસ બોલમાં પાંચમી વસ્તુ પૂરી કરો: –
૨૧. (પાંચ અરૂપીદ્રવ્યો) ધર્મ અધર્મ, આકાશ, કાળ.........
૨૨. (પાંચ અસ્તિકાય) જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય.........
૨૩. (પાંચ અજીવદ્રવ્યો) પુદ્ગલ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, કાળ,.........
૨૪. (પાંચ આચાર) દર્શનાચાર, ચારિત્રાચાર, તપઆચાર, વીર્યાચાર,.........
૨પ. (પાંચ વ્રત) અહિંસાવ્રત, સત્યવ્રત, અચોર્યવ્રત, બ્રહ્મચર્યવ્રત,.........
૨૬. (પાંચ આસ્રવો) અવ્રત, પ્રમાદ, કષાય, યોગ,.........
૨૭. (પાંચ પાપ) જૂઠું, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ,.........
૨૮. (પાંચ પાંડવ) યુધિસ્થિર, અર્જુન, નકુલ, સહદેવ,.........
૨૯. (પાંચ ભરતક્ષેત્ર) ધાતકીખંડમાં બે (પૂર્વ ને પશ્ચિમ), પુષ્કરદ્વીપમાં બે.........
૩૦. (પાંચ ઐરવતક્ષેત્ર) જંબુદ્વીપમાં, પૂર્વધાતકીખંડમાં; પશ્ચિમધાતકીમાં, પૂર્વપુષ્કરમાં.........

PDF/HTML Page 39 of 45
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
જીવની નિત્યતા
રાજસ્થાનમાં આઠ વર્ષની ‘સોના’ ને પૂર્વજન્મનું જ્ઞાન
પૂર્વભવમાં જુનાગઢની ગીતા ને વર્તમાનમાં વાંકાનેરની રાજુલ, જે હમણાં સાત વર્ષની
છે, તેને અઢી વર્ષની વયે પૂર્વજન્મની સ્મૃતિ આવવાનો કિસ્સો આપણે જાણીએ છીએ, ને ઘણાએ
તે રાજુલબેનને નજરે પણ જોઈ છે; હમણાં ‘મુંબઈ સમાચાર’ માં પણ આ પ્રકારના એક
કિસ્સાનો ઉલ્લેખ આવ્યો છે. તેમાં લખેલ છે કે–સોના નામની આઠ વર્ષની એક બાળાએ પોતાના
ગતજન્મની સાચેસાચી વિગતો આપીને સૌ કોઈને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે. બાળાએ
પોતાના પૂર્વજન્મ સંબંધે જે કાંઈ કહ્યું હતું તેની સત્તાવાર તપાસ કરતાં તે સાચેસાચું પૂરવાર થયું
છે. પૂરેપૂરી તપાસ બાદ કોટાના કલેકટર શ્રી બી. પી. શુદેએ જણાવ્યું હતું કે સોનાએ જે કાંઈ કહ્યું
છે તે પૂરેપૂરું સત્ય જ છે તેની મને ખાતરી થઈ છે. પુનર્જન્મનો આ એક ખરો કિસ્સો છે. બેન
સોનાએ પોતાના ગતજન્મના મકાનને તેમજ સંબંધીઓને નામ સહિત ઓળખી બતાવ્યા હતા.
(સોના તે રાજસ્થાનમાં કોટા જિલ્લાના ખજુરાણા ગામની છે.)
જો કે સોનગઢને માટે આ કોઈ આશ્ચર્યની વાત નથી, કેમકે આરાધકભાવ સહિતના
અત્યંત સ્પષ્ટ ધાર્મિક જાતિસ્મરણવાળા જીવો જ્યાં નજરે દેખાતા હોય ત્યાં તેમના લોકોત્તર
પવિત્રજ્ઞાન પાસે બીજું જ્ઞાન આશ્ચર્ય ઉપજાવતું નથી, પણ જીવોને આવા ઉદાહરણથી આત્માની
નિત્યતા અને પુનર્જન્મની પ્રતીતિ પુષ્ટ થાય તે કારણે આવા બનાવોનો ઉલ્લેખ કરીએ છીએ.
બાકી તો ‘આત્મસિદ્ધિ’ માં આત્માની નિત્યતા સરસ રીતે યુક્તિપૂર્વક સિદ્ધ કરતાં શ્રીમદ્
રાજચંદ્રજીએ કહ્યું છે કે–
દેહ માત્ર સંયોગ છે, વળિ જડ, રૂપી દ્રશ્ય, ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વસ્ય?
જેના અનુભવવશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન, તે તેથી જુદા વિના, થાય ન કેમેં ભાન.
જે સંયોગો દેખીયે, તે તે અનુભવ દ્રશ્ય, ઉપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ.
જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને, ક્્યારે કદી ન થાય.
કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.
ક્રોધાદી તરતમ્યતા, સર્પાદિકની માંય, પૂર્વજન્મ સંસાર તે, જીવ નિત્યતા ત્યાંય
આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદી વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.
અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વેદનાર, વદનોે તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર.
ક્્યારે કોઈ વસ્તુનો, કેવળહોય ન નાશ, ચેતન પાસે નાશ તો, કેમાં ભળે તપાસ
આ રીતે આત્મા નિત્ય છે; અને ક્ષણિકસંયોગી એવા આ શરીરથી તે જુદો છે એમ
સમજીને તેને ઓળખવાનો પ્રયત્ન કરવો.

PDF/HTML Page 40 of 45
single page version

background image
: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૩૭ :
H શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃત H
(અનુસંધાન પૃષ્ઠ ૩૨ થી)
(પ૧) દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું
નહીં; પણ આ મનુષ્યદેહે કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા,
તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. (૬૯૨)
(પ૨) દુર્લભયોગ જીવને પ્રાપ્ત થયો, તો પછી થોડોક પ્રમાદ છોડી દેવામાં જીવે મુંઝાવા જેવું
અથવા નિરાશ થવા જેવું કંઈ જ નથી. (૮૨૯)
(પ૩) હે આત્મન્! તેં આ મનુષ્યપણું કાકતાલીયન્યાયથી પ્રાપ્ત કર્યું છે તો તારે પોતામાં
પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. (૧૦૨)
(પ૪) જે અનિત્ય છે, જે અસાર છે, અને જે અશરણરૂપ છે, તે આ જીવને પ્રીતિનું કારણ કેમ
થાય છે? તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે. (૮૧૦)
(પપ) અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્‌યો છે; જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે
આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વે દેહાર્થની કલ્પના છોડી દઈ એકમાત્ર
આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુજીવને અવશ્ય નિશ્ચય જોઈએ. (૭૧૯)
(પ૬) એક ભવના થોડા સુખને માટે અનંત ભવનું દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે
છે.
(૪૭)
(પ૭) દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ એથી અનંતગણી ચિંતા આત્માની રાખ,
કારણ અનંતભવ એકભવમાં ટાળવા છે. (૮૪)
(પ૮) જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ–વ્યવહારમાં વર્તતા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ
આત્મામાં સ્થાપવું જોઈએ, નહિ તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. એ નીતિ મુકતાં
પ્રાણ જાય, એવી દશા આવ્યે ત્યાગ–વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે; અને તે જ જીવને
સત્પુરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાત્મ્ય અને રહસ્ય સમજાય
છે. (૪૯૬)
(પ૯) ગૃહવાસનો જેને ઉદય વર્તે છે તે જો કંઈ પણ શુભધ્યાનની પ્રાપ્તિ કરવા ઈચ્છતા હોય તો
તેના મૂળ હેતુભૂત એવા અમુક સદ્વર્તનપૂર્વક રહેવું યોગ્ય છે; જે અમુક નિયમમાં
‘ન્યાય–સંપન્ન આજીવિકાદિ વ્યવહાર’ તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. (૮૭૨)