Atmadharma magazine - Ank 319
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૯ :
તરફ ઝૂકતું ખંડખંડ રાગવાળું જ્ઞાન, તેમાં આત્માનો પ્રકાશ નથી, આત્મા તો અભેદ–
સ્વભાવ તરફ ઝૂકેલી નિર્મળ જ્ઞાનપર્યાયમાં પ્રકાશે છે. આ મહાવીરનો સન્દેશ છે કે
અંતર્મુખ જ્ઞાનવડે આત્માને અનુભવો. અંતર્મુખ જ્ઞાનવડે આત્મા જીવે છે, એ રીતે
આત્માને જીવાડો. આવું ખરૂં જીવન ભગવાને બતાવ્યું છે. આ સિવાય દેહથી, ખોરાકથી
કે રાગથી આત્મા જીવતો નથી. આત્માના જીવન માટે રાગની કે ખોરાકની જરૂર નથી.
ચૈતન્યપ્રાણથી સ્વયં આત્મા જીવે છે. આત્માનું આવું જીવન પ્રગટ કરે તેને જ સાચો વીર
કહેવાય છે. ‘ખરેખરો એ જ્ઞાયકવીર ગણાય જો.’
રાગ અને ઈન્દ્રિયના મિશ્રણ વિનાના જ્ઞાનની અનુભૂતિ, તેમાં સામાન્ય જ્ઞાનનો
આવિર્ભાવ છે. ઈન્દ્રિયો તો ક્્યાંય રહી,–જડમાં ગઈ, તે ઈન્દ્રિયો તરફનું જ્ઞાન, તેમાં જે
રોકાય તે પણ શુદ્ધઆત્માને જાણી શકતા નથી. ઈન્દ્રિયોથી પાર, રાગથી પાર, અંતર્મુખ
જ્ઞાનવડે આત્માને અનુભવવો તે ભગવાન મહાવીરનો માર્ગ છે. આવા અનુભવનું
સાધન શું? કે તેનું સાધન થવાની તાકાત પણ તારામાં જ પડી છે; બીજું બહારનું કોઈ
સાધન ગોતવું નહીં પડે. ભગવાન આત્મા પોતે રાગપ્રવૃત્તિથી જુદો પડીને જ્ઞાનમાં પ્રવર્તે
ત્યારે જ આત્માની સાચી અનુભૂતિ થાય છે ને મિથ્યાત્વ મટે છે. જ્ઞાની તો જ્ઞાનમાં
પ્રવર્તતો થકો રાગને પણ જાણે છે, પણ રાગને જાણતાં પોતે રાગમાં તન્મય થઈને
વર્તતો નથી. જ્ઞાન સાથે એકાકાર થઈને જ્ઞાનાકારે જ્ઞાન થયું, તેમાં સામાન્યજ્ઞાનનો
આવિર્ભાવ કહ્યો. જે વિશેષરૂપ જ્ઞાન છે તે પણ રાગાદિથી જુદું જ છે. રાગથી પાર
સ્વસંવેદ્ય આત્મા છે, તેને સ્વાનુભવમાં બીજા કોઈની અપેક્ષા નથી. આવા આત્માનો
અનુભવ કર્યો તેના ફળમાં ભગવાનને એવી પરમાત્મદશા પ્રગટ થઈ કે –
સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.
અહા! અનાદિ સંસારનો અંત આવ્યો ને અપૂર્વ સિદ્ધપદની શરૂઆત થઈ,
ઉદયભાવનો સર્વથા અભાવ થયો ને પૂર્ણ ક્ષાયિકભાવનો પ્રારંભ થયો, પારિણામિકભાવ
તો સદાય એકરૂપ છે. આવું અપૂર્વ મહિમાવંત કાર્ય જેનાથી પ્રગટ્યું તે કારણનો મહિમા
પણ અપૂર્વ જ હોય ને! રાગ અને ઈન્દ્રિયજ્ઞાન કાંઈ તેનું કારણ ન થઈ શકે.
ધર્મીએ પોતાના આત્માને દેહથી ભિન્ન દેખ્યો છે એટલે બીજા આત્માને પણ
બાળક વગેરે દશાપણે નથી દેખતા પણ શુદ્ધવસ્તુપણે દેખે છે. મહાવીર તીર્થંકર જ્યારે

PDF/HTML Page 22 of 54
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
હજી તો બાલવયમાં હતા ત્યારે સંજય–વિજય નામના બે મુનિવરોની સૂક્ષ્મ શંકાઓ
તેમને દેખતાં જ દૂર થઈ ગઈ, અને તેમણે તેનું ‘સન્મતિનાથ’ એવું નામ આપ્યું.
અંતરનું ચૈતન્યતત્ત્વ તેને દેખતાં શંકાઓ મટી જાય છે. તીર્થંકરના આત્માનો કોઈ
અચિંત્ય મહિમા છે. આવા તીર્થંકર પરમાત્માના જન્મકલ્યાણકનો આજે મંગલ
દિવસ છે. ભગવાન મહાવીર વૈશાલીના કુંડગ્રામમાં (જે હાલ મુજફરનગર
જિલ્લામાં આવેલું છે ત્યાં) જન્મ્યા હતા. અને જન્મીને ભાવશ્રુતજ્ઞાનના બળવડે
કેવળજ્ઞાનને સાધ્યું.
અહો! ધર્મી સાધકજીવ મતિશ્રુતજ્ઞાનવડે કેવળજ્ઞાનને બોલાવે છે.
કેવળજ્ઞાનને ભાવશ્રુતવડે નજીક લાવે છે. ભાવશ્રુતજ્ઞાનમાં શુદ્ધ આત્માને
અનુભવમાં લીધો ત્યાં કેવળજ્ઞાન થાય થાય ને થાય જ! પરજ્ઞેયોમાં જેનું જ્ઞાન
આસક્ત છે તેને આવું ભાવશ્રુતજ્ઞાન અનુભવમાં આવતું નથી. ભાવશ્રુત તો
શાસ્ત્રથી પણ પાર છે. શાસ્ત્રનું શ્રવણ તે કાનનો વિષય છે, તેના વડે આત્માનો
અનુભવ કેમ થાય? પરજ્ઞેયના અવલંબને સ્વજ્ઞેય કેમ પકડાય પરજ્ઞેયમાં જે
આસક્ત છે એટલે કે પરજ્ઞેય તરફના ઝુકાવમાં કિંચિત્ લાભબુદ્ધિ છે તે જીવ
સ્વજ્ઞેયમાં આસક્ત નથી, એટલે તેને સ્વજ્ઞેય એવા શુદ્ધાત્માના અનુભવરૂપ
ભાવશ્રુત પ્રગટતું નથી. અહીં તો ભાવશ્રુતવડે આત્માને પકડીને સમ્યગ્દર્શન પ્રગટ
કરવાની વાત છે. જેણે જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિવડે સમ્યગ્દર્શન કર્યું તે જીવ
વીરપ્રભુના માર્ગમાં ચાલ્યો, તે જિનેશ્વરદેવનો લઘુનંદન થયો.
સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે તું અમારા તરફ નહીં પણ તારા આત્મા તરફ ઝુક!
તારા જ્ઞાનને આત્મા તરફ વાળીને સ્વજ્ઞેયમાં એકાગ્ર થા. આવું તો વીતરાગ જ કહી
શકે. અમારી સામે જો–એમ ભગવાન નથી કહેતા; અમારી સામે નહીં પણ તારા
પોતાના આત્મા સામે જો તો તારો ઉદ્ધાર થશે–એમ વીતરાગ પરમાત્મા કહે છે. અહો!
વીતરાગનો સ્વસન્મુખ માર્ગ કોઈ અલૌકિક છે.
જ્ઞાની તો રાગાદિ પરભાવોને જાણતાં પણ પોતે જ્ઞાનરૂપે જ પોતાને અનુભવે
છે; રાગને જાણતાં તે પોતાને એમ નથી અનુભવતો કે હું રાગ છું, પણ એમ અનુભવે કે
રાગને જાણનારો હું રાગથી જુદો જ્ઞાનરૂપ છું.–આવી જે પરભાવોથી ભિન્ન શુદ્ધ જ્ઞાનની
અનુભૂતિ તે જૈનધર્મ છે.
ભાવશ્રુતપર્યાયને આત્મા કહ્યો. જ્ઞાનની સ્વસન્મુખ અનુભૂતિ તે શુદ્ધાત્માની
અનુભૂતિ છે, અને તે પોતે આત્મા જ છે. અનુભૂતિથી જુદો આત્મા નથી. આત્માની

PDF/HTML Page 23 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૧ :
આવી અનુભૂતિ કરતાં વીતરાગભાવ થાય તે ધર્મ છે; અને જિનશાસનમાં દેવ–ગુરુએ
આવી અનુભૂતિ કરવાનો ઉપદેશ આપ્યો છે.
[વાંકાનેરમાં ચૈત્ર સુદ ૧૩ ના સવારના પ્રવચન પછી જન્મજયંતિના
હર્ષોપલક્ષમાં મહાવીર ભગવાનની રથયાત્રા નીકળી હતી. રથયાત્રા આનંદપૂર્વક
નગરીમાં ફરી હતી; બરાબર એ જ વખતે શ્વેતાંબર ભાઈઓની પણ રથયાત્રા નીકળી
હતી. માત્ર પચાસ પગલાના અંતરે બંને રથયાત્રા એકસાથે નગરીમાં ફરી હતી, ને
સર્વત્ર મહાવીરપ્રભુના જયકાર ગાજતા હતા. અહીં મુમુક્ષુ ભાઈ–બહેનો ‘જ્ઞાનધામની
મુલાકાતે પણ ગયા હતા. વાંકાનેર એ પૂ. બેનશ્રી ચંપાબેનના આત્મજ્ઞાનનું ધામ છે.
ચૈત્ર સુદ ૧૪ ની સવારમાં જિનમંદિરમાં વીરનાથની ભક્તિ ગવડાવીને ગુરુદેવે
વાંકાનેરથી લાઠી શહેર તરફ પ્રસ્થાન કર્યું.)
* * * * *
એક યુવાન ભાઈ!
ગુજરાતમાં પ્રવાસ વખતે એક યુવાન ભાઈ મળ્‌યા...સંપ્રદાયથી જૈન
હતા. વાતચીતમાં પૂછયું–કદી સૌરાષ્ટ્રમાં આવ્યા છો? તો કહે...હા, દર વર્ષે
ચૈત્ર સુદ પૂનમે આવું છું. શું કામ? કે ત્યાં શત્રુંજયની પાસે ભૂરખીયા હનુમાન
છે ત્યાં દર્શન કરવા દર વર્ષે આવું છું મને એની શ્રદ્ધા છે! અરે મૂરખ ભાઈ!
અરિહંત ભગવાન જેવા પરમ દેવ તારા જ ગામમાં જિનમંદિરમાં બિરાજે છે,–
તેમની શ્રદ્ધાથી તને સંતોષ નથી? અને તારે ભૂરખીયા હનુમાનને પૂજવા જવું
પડે છે? વળી ત્યાં બાજુમાં શત્રુંજય જેવું સુપ્રસિદ્ધ સિદ્ધક્ષેત્ર હોવા છતાં તેના
દર્શનની ભાવના કેમ નથી જાગતી? શું એક જૈનયુવાનને આ શોભે છે?
જૈનના બચ્ચે–બચ્ચાના હૃદયમાં એમ હોવું જોઈએ કે –
અરિહંત મારા દેવ છે, સાચા એ વીતરાગ છે;
જગતને એ જાણે છે, મુક્તિમાર્ગ બતાવે છે.
આવા અરિહંતદેવ સિવાય બીજા દેવને જૈન કદી અંતરમાં લાવે નહીં.
આવા જૈનત્વના સંસ્કાર માટે ઘર–ઘરમાં પ્રચાર કરવા યોગ્ય પુસ્તક “જૈન
બાળપોથી” (બીજો ભાગ) છે. તેની એક લાખ પ્રતના ઝડપી ફેલાવા માટે
આપ સહકાર આપો.

PDF/HTML Page 24 of 54
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
અમરેલી શહેરમાં દિ. જિનમંદિરનું શિલાન્યાસ
* * * * *
અમરેલી શહેરમાં તા. ૨૪–૪–૭૦ ચૈત્રવદ ત્રીજના રોજ પૂ. ગુરુદેવની મંગલ
છત્રછાયામાં શેઠશ્રી નરભેરામ હંસરાજ કામાણી તથા હેમકુંવરબેન કામાણીના સુહસ્તે
દિગંબર જિનમંદિરનું શિલાન્યાસ થયું; અમરેલીના ભક્તોની ઘણા વખતથી જિનમંદિર
માટે ભાવના હતી તે સફળ થઈ.
અમરેલી તે પૂ. બહેન શાન્તાબેનનું વતન છે. ગુરુદેવ સાવરકુંડલા ચારદિવસ
પધાર્યા; ને સાવરકુંડલાથી અમરેલી પચીસ માઈલ જ છે. તેથી આ પ્રસંગે પૂ. ગુરુદેવની
મંગલછાયામાં જિનમંદિરનું શિલાન્યાસ કરી લેવાની પ્રેરણા થઈ. તે અનુસાર
રાજકોટના ડો. પ્રવીણભાઈ દોશી વગેરેએ સતત પરિશ્રમપૂર્વક ટૂંકા વખતમાં
શિલાન્યાસ માટે ઝડપી તૈયારી કરી. ગુરુદેવને વિનંતિ કરતાં તેમણે પણ અમરેલી
આવવાનું સ્વીકાર્યું. ગુરુદેવ તા. ૨૪ ની સવારમાં અમરેલી પધાર્યા. પૂ. બેનશ્રી–બેન
(ચંપાબેન શાંતાબેન) પણ આગલા દિવસે આવી ગયા હતા ને જિનમંદિરના સ્થાને
મંગલભક્તિ કરાવી હતી. અમરેલીના ટાવરની સામે જ જિનમંદિરની જગ્યા છે. ગુરુદેવ
પધારતાં સેંકડો મુમુક્ષુઓના ઉલ્લાસ અને ભક્તિના વાતાવરણ વચ્ચે જિનમંદિરના
શિલાન્યાસની વિધિ થઈ. બહારગામના સોએક મુમુક્ષુ ભાઈ–બહેનો ઉપરાંત સ્થાનિક
ઘણા મુમુક્ષુઓ પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે શિલાન્યાસની ખુશાલીમાં શેઠશ્રી
નરભેરામ હંસરાજ કામાણી તરફથી રૂા. પ૦૦૧/– પાંચહજારને એક જાહેર કરવામાં
આવ્યા હતા; કુલ એકવીસ હજારનું ફંડ થયું હતું. આ અગાઉ જિનમંદિર માટે લગભગ
રૂા. વીસ હજારની કિંમતનું મકાન ડો. પ્રવીણભાઈ દોશીએ અર્પણ કર્યું હતું તેમજ
કામાણી પરિવાર, ખારા–પરિવાર અને અન્ય મુમુક્ષુઓ તરફથી રૂા. બાવન હજાર
ઉપરાંતની રકમો જિનમંદિર માટે જાહેર થઈ હતી. એક નાનકડા બાળકે (જે
બાલવિભાગનો સભ્ય છે–તેણે પણ પોતાની નાની બચતમાંથી ૧૦૧/–રૂા. ઉત્સાહપૂર્વક
આપ્યા હતા.
શિલાન્યાસ પછી પોતાનો પ્રમોદ વ્યક્ત કરતાં શેઠશ્રી નરભેરામભાઈ એ કહ્યું
હતું કે–આજે આ અમરેલીમાં જિનમંદિરનું શિલાન્યાસ કુદરતી મારા હાથે થયું

PDF/HTML Page 25 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૩ :
તે મારા મહાન ભાગ્ય છે. સૌરાષ્ટ્રમાં ઘણે સ્થળે જિનમંદિરો થઈ ગયા પણ
અમરેલીમાં થયું ન હતું તેથી કેટલાકને મનમાં દુઃખ હતું પણ આજે હવે તે કામ શરૂ
થાય છે તે આનંદની વાત છે. જ્યારે જ્યારે હું મુંબઈથી દેશમાં આવું છું ત્યારે ત્યારે
પૂજ્ય મહારાજશ્રીના દર્શનનો લાભ લઉં છું; ને મારે ઘેરથી (શ્રી હેમકુંવરબેન)
સોનગઢ કાયમ મકાન લઈને દરવર્ષે ચાર છ માસ ત્યાં રહીને સત્સંગનો લાભ લ્યે
છે, તેથી અમારા પરિવારને પણ અવારનવાર ત્યાં આવવાનો લાભ મળે છે.
અમરેલીમાં ઘણા વખતથી જિનમંદિર કરવાની કેટલાકને ઊંડી ભાવના હતી તે
ગુરુદેવ પ્રતાપે આજે પૂરી થાય છે, તેમાં ખાસ કરીને ડો. પ્રવિણભાઈએ ઉદારતા
પૂર્વક તેમનું મકાન (વીસહજારની કિંમતનું) આપીને આ કામ સરળ બનાવી દીધું.
આવા કાર્યમાં પૈસાનો તૂટો પડતો નથી. હું રાજકોટ ગુરુદેવના દર્શને આવ્યો ને
શિલાન્યાસ માટે વાત થઈ, મેં હોંશથી સ્વીકાર કર્યો. આજે આ મંદિરનું શિલાન્યાસ
થતાં મને, મારા કુટુંબને તથા અમરેલીના સર્વે મુમુક્ષુઓને આનંદ થાય છે. તથા
આ પ્રસંગની ખુશાલીમાં અમારા તરફથી રૂા. પ૦૦૧/– (અગાઉ જાહેર કરેલા
પચીસ હજાર ઉપરાંત) અર્પણ કરવામાં આવે છે.
આ પ્રસંગે મંગલ પ્રવચનમાં ગુરુદેવે કહ્યું કે જેનાથી આત્માનું સુખ મળે ને
ચારગતિના દુઃખ ટળે તે મંગળ છે, દેહાદિ નાશવાન છે ને આત્મા અવિનાશી છે.
પુણ્ય–પાપ કે બહારની કીર્તિ વગેરે હું નથી, હું તો સ્ફટિક જેવો નિર્મળ શુદ્ધ
ચૈતન્યમૂર્તિ છું.– આ પ્રમાણે જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માના શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક જે નિર્મળ
ભાવ પ્રગટે તે મંગળ છે. જીવ અજ્ઞાનથી ચાર ગતિમાં દુઃખી છે; આત્માને
ઓળખીને તેના શરણે જતાં દુઃખ ટળે ને સુખ મળે તે અપૂર્વ મંગળ છે. તેના
નિમિત્તરૂપ જિનેન્દ્રભગવાનની પ્રતિષ્ઠા છે. ભગવાન જેવો પોતાનો આત્મા છે તેને
ઓળખીને શ્રદ્ધામાં–જ્ઞાનમાં સ્થાપવો તે ભગવાનની પરમાર્થ પ્રતિષ્ઠા છે, ને તે
મહાન મંગળ છે.
આમ મંગળપૂર્વક ઉલ્લાસથી અમરેલીમાં દિ. જિનમંદિરનું શિલાન્યાસ થયું. આ
મંગલ કાર્ય માટે અમરેલીના મુમુક્ષુઓને અભિનંદન!
[શિલાન્યાસ બાદ ગુરુદેવ પુન: સાવરકુંડલા પધાર્યા હતા; કેટલાક બહેનો
અમરેલીથી ઢસા (ગોપાલદાસ દરબારનું ગામ જ્યાં પૂ. શાન્તાબેનનો જન્મ થયેલ છે
તે) જોવા ગયા હતા.
]

PDF/HTML Page 26 of 54
single page version

background image
જેવો સંસારનો પ્રેમ છે તેવો આત્માનો પ્રેમ
પ્રગટ કર, તો ભવનો અંત આવે
*
[વાંકાનેરથી પૂ. ગુરુદેવ ચૈત્રસુદ ૧૪ તથા ૧પના રોજ બે
દિવસ લાઠી શહેર પધાર્યા હતા. લાઠીનું રાજકુટુંબ પહેલેથી ગુરુદેવ
પ્રત્યે આદર ધરાવે છે. લાઠીના દરબારશ્રી કરુણરસના રાજકવિ
કલાપિના પ્રપૌત્ર ગુરુદેવના પ્રવચનમાં આવ્યા હતા. ગુરુદેવે લાઠી
મુમુક્ષુ મંડળને સ્વાધ્યાય વગેરેમાં રસ લેવા માટે પ્રેરણા આપી
દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા કેવો છે તેની આ વાત છે. આસ્રવ એટલે કે
પુણ્ય–પાપમાં એકત્વબુદ્ધિરૂપ અજ્ઞાનભાવ તે જીવને દુઃખદાયક છે; પ્રભો! તે આસ્રવની
પ્રવૃત્તિથી આત્મા કેમ છૂટે? એટલે આત્માનું દુઃખ કેમ છૂટે? એમ શિષ્ય જિજ્ઞાસાથી પૂછે
છે. તેને આચાર્યદેવ આ સમયસારમાં આસ્રવોથી છૂટવાની રીત બતાવે છે. આસ્રવ અને
આત્મા ભિન્ન છે, એટલે કે ક્રોધ અને જ્ઞાન ભિન્ન છે–એવા ભેદજ્ઞાનવડે બંનેને જ્યારે
ભિન્નસ્વરૂપે ઓળખે છે ત્યારે જીવ જ્ઞાનમાં જ પોતાપણે વર્તે છે અને ક્રોધાદિ
પરભાવોને જુદા જાણીને તેનાથી તે નિવર્તે છે. આ રીતે ભેદજ્ઞાનવડે આત્મા આસ્રવોથી
છૂટે છે ને તેને સંવરધર્મ પ્રગટે છે.
હું આત્મા પોતે કોણ છું? તેને ઓળખવાની મહેનત જીવે કદી કરી નથી. પોતે
પોતાને ભૂલીને હું દેશનું કંઈક કરી દઉં, હું નાતનું કે કુટુંબનું–ગામનું કાંઈક કરી દઉં એવી
મિથ્યાબુદ્ધિથી ચારગતિના વંટોળિયામાં ચડયો છે,–ઘડીકમાં આ ગતિમાં ને ઘડીકમાં
બીજી ગતિમાં, એમ સ્વર્ગ–નરકના અનંત અવતાર જીવે કર્યા પણ આત્માના જ્ઞાન વગર
ક્્યાંય જરાય શાંતિ ન પામ્યો. હવે અહીં તો જે જીવ આવા દુઃખ અને ભવભ્રમણથી
છૂટવા માટે પ્રશ્ન પૂછે છે એવા જીવની વાત છે. તે જીવને એટલું તો લક્ષ થયું છે કે આ
શુભાશુભ–આસ્રવભાવોમાં મને શાંતિ નથી એટલે તે છોડવા જેવો તો છે જ. રાગ
વગરનું મારું સ્વરૂપ સમજ્યા વગર હું સંસારમાં દુઃખી થયો, પાપ કરીને તો દુઃખી થયો,
ને પુણ્ય કરીને પણ દુઃખી જ થયો. તે બંનેથી પાર મારું ચિદાનંદ સ્વરૂપ હું જાણું તો મને
સુખ પ્રગટે ને દુઃખ ટળે.
(અનુસંધાન પૃ. ૩૩ ઉપર)

PDF/HTML Page 27 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૫ :
કારંજાનો અધ્યાત્મ કાર્યક્રમ

આકોલાથી વચ્ચે મૂર્તિજાપુર થઈને માહ વદ ૭ ના રોજ કારંજા આવ્યા.
ઉમંગભર્યું ભવ્ય સ્વાગત થયું. અહીં આકોલા કારંજા વગેરેમાં સ્વાગત સરઘસ
વખતે પહેલાં બહેનો ને પછી ભાઈઓ ચાલે એવી પદ્ધત્તિ હતી. કારંજા ત્રીસેક
હજારની વસ્તીમાં જૈનસમાજના ૧પ૦ જેટલા ઘર, છતાં સ્વાગતમાં ને પ્રવચનમાં
બે–અઢી હજાર માણસો થતા હતા. મુખ્ય વસ્તી દિગંબર જૈનોની છે. ગામમાં ત્રણ
સુંદર જિનમંદિરો છે, તથા ગામથી બે માઈલ દૂર મહાવીર બ્રહ્મચર્યાશ્રમમાં એક
સુંદર જિનાલય–માનસ્તંભ સહિત છે. એક મંદિરમાં અનેકવિધ રત્નોનાં તથા સુવર્ણ
વગેરેનાં સુંદર પ્રતિમાઓ બિરાજે છે; તેમનાં દર્શન કરતાં આનંદ થતો હતો.
જિનમંદિરોનાં દર્શન કરતાં કરતાં સ્વાગત–જુલૂસ ભટ્ટારકજીના જિનમંદિરે
આવ્યું; જિનમંદિરનો વિશાળ ચોક ખીચોખીચ ભરાઈ ગયો. મંગલ પ્રવચન કરતાં
ગુરુદેવે કહ્યું–આત્મા સત્ ચૈતન્ય આનંદમય શાશ્વત વસ્તુ છે. આવા
આત્મસ્વભાવની સન્મુખ થઈને શરીરાદિથી તથા રાગાદિ વિભાવોથી વિમુખ થવું તે
માંગળિક છે. અનાદિકાળમાં ન મળેલી એવી અપૂર્વ આત્મશાંતિ જેનાથી મલે તે
મંગળ છે. અંતરમાં આત્મા પવિત્રસ્વભાવી ભગવાન છે, તેની પાસે જતાં જે
સુખની પ્રાપ્તિ થાય તે મંગળ છે. લોકોમાં પુત્રજન્મ, વિવાહ, લક્ષ્મીની પ્રાપ્તિ વગેરેને
મંગળ કહેવાય છે, પણ એ કાંઈ વાસ્તવિક મંગળ નથી. વાસ્તવિક મંગળ તો
ભગવાન આત્માના સ્વભાવમાં વાસ કરીને અવિનાશી સુખની પ્રાપ્તિ થાય, ને
મમકારરૂપ પાપ ગળે, તે સાચું મંગળ છે; તેમાં અંતરના આનંદસમુદ્રમાંથી શાંતિનો
સ્રોત વહે છે. આવું મંગળ જીવે કદી નથી કર્યું, આત્મજ્ઞાન વગર અનંતવાર ત્યાગી
થઈને મુનિવ્રત પાળ્‌યાં, પણ તે શુભથી ધર્મ માનીને આકુળતાનું જ વેદન કર્યું,
આકુળતા વગરનો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે તેનું વેદન કદી ન કર્યું; તેની
ઓળખાણ પણ ન કરી. આત્મા પોતે આનંદસ્વરૂપ છે, તેના જ્ઞાનથી આનંદની પ્રાપ્તિ
થાય છે, તે જ મંગળ છે. આઠ વર્ષનો બાળક પણ આત્માના ભાન વડે આવું મંગળ
પ્રગટ કરીને કેવળજ્ઞાન પામે છે.

PDF/HTML Page 28 of 54
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
સ્વાગત વખતે, પ્રવચન વખતે તેમજ હરેક પ્રસંગે અહીંના સમાજની
શિસ્તબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે. અહીંના સમાજનો મોટો ભાગ (બહેનો પણ)
શાસ્ત્રનો અભ્યાસ ધરાવે છે ને શાસ્ત્રસભામાં સૌ ભાગ લે છે.
સ્વાગત–પ્રવચનમાં શ્રી અભયકુમારજી ચવરે એ કહ્યું કે–सौराष्ट्रके
आध्यात्मिक सत्पुरुष श्री कानजीस्वामीजीका परिचय भारतके हर कोनेमें
रहनेवाले अध्यात्मप्रेमी जैनोंको है। समयसार पढनेके बाद आपकी
सत्यशोधक वृत्तिको आनंद हो सका। इस महान ग्रंथराजसे स्वामीजीने
शाश्वतसुखका मार्ग पाया; और प्रभावक प्रवचनों द्वारा शाश्वतसुखके मार्गको
सारे जैनसमाजके सामने समीचीन द्रष्टिसे रखा। आपकी समीचीन ज्ञानद्रष्टि
सारे समाजके लिये भारी उपकार कर रही है।
इस अवसर पर ‘आत्मख्याति ग्रंथकी सर्वप्रथम छपाई कारंजा शहरमें
हुई थी’ इस बातका स्मरण होने पर हर्ष होता है। यह पू. आचार्य श्री
अमृतचन्द्रजीकी समयसार पर लिखी हुई संस्कृत टीका है। इस टीकामें शुद्ध
अध्यात्मकी चर्चा है।
आज आपके शुभदर्शनका, व शुद्धद्रष्टि प्रदान करनेवाले प्रवचनोंका
लाभ हम कारंजावासी भाई–बहनोंको मिल रहा है यह हमारे सौभाग्यकी
बात है। अतः बङे ही हर्ष भरे दिलसे हम आपका स्वागत करते है।
સંઘનો ઉતારો મહાવીર બ્રહ્મચર્યાશ્રમમાં હતો. શહેરથી બે માઈલ દૂર
વિશાળ શાંત સ્થળમાં આ આશ્રમ આવેલો છે. વ્યવસ્થા ઘણી સારી છે; સો
ઉપરાંત બાળકો સાદાઈ ભરેલા જીવન સાથે ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત કરે છે.
આશ્રમના એક મોટા હોલમાં મોટા સમ્મેદશિખર પર્વતની સ્થાપના છે;
જિનમંદિરમાં બે ખડ્ગાસન સુંદર પ્રતિમા છે; અને ભંડકમાં વિવિધ રત્ન મણિના
તેમજ સુવર્ણના કુલ ૨૦ જેટલા પ્રતિમાજી બિરાજે છે. આ ઉત્તમ પ્રતિમાઓ
ગુલબર્ગ પાસે અકલંક સ્વામીની જન્મભૂમિ માન્યખેટપુર (જેને હાલ મલખેડ કહે
છે) ત્યાંના એક પ્રાચીન મંદિરના ખંડેરના ભંડકમાંથી ઈ. સ. ૧૯૩૯ માં
સમંતભદ્રજી મહારાજને પ્રાપ્ત થયા હતા ને તેમણે આ કારંજા આશ્રમમાં
બિરાજમાન કરેલ છે. આ આશ્રમના બાળકો સમક્ષ ગુરુદેવે પા કલાક ધાર્મિક
વાતચીત કરી હતી. અહીંની બીજી સંસ્થા કંકુભાઈ શ્રાવિકાશ્રમ છે, ત્યાં પણ
ગુરુદેવ પધાર્યા હતા. આ આશ્રમ દ્વારા પણ બાળકોમાં ઉત્તમ સંસ્કારો અપાય છે.

PDF/HTML Page 29 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૭ :
બપોરે સમયસારની ૧૧ મી ગાથા ઉપર પ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું કે આ
ગાથામાં જૈન સિદ્ધાંતનું રહસ્ય છે. કુંદકુંદ આચાર્યદેવ આ ભરતભૂમિમાં બે હજાર વર્ષ
પહેલાં થયા; તેઓ મદ્રાસથી ૮૦ માઈલ દૂર પોન્નૂર (સોનાનો ડુંગર) પર રહેતા હતા
ને ધ્યાન કરતા હતા. તેઓ અહીંથી વિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા પાસે જઈને આઠ
દિવસ રહ્યા હતા અને ભગવાનની વાણી સાંભળીને આ ભરતક્ષેત્રમાં આવ્યા.
આત્માનો ઘણો અનુભવ તેમને હતો. એવા આચાર્ય ભગવાને આ સમયસાર વગેરે
શાસ્ત્રો રચ્યાં છે. શુદ્ધાત્માનું અલૌકિક વર્ણન તેમાં છે. આ રીતે સિદ્ધાન્તની ઉત્પત્તિ કેમ
થઈ તે બતાવ્યું.
આત્માનું સાચું સ્વરૂપ શું છે? તે જાણીને તેનો અનુભવ કરવો તે ધર્મ છે, તે
મોક્ષમાર્ગ છે. જેટલા વ્યવહારના વિકલ્પો છે તે અભૂતાર્થ છે; ગુણ–ગુણી ભેદના
વિકલ્પરૂપ વ્યવહાર તે પણ ભૂતાર્થઆત્મા નથી, તેના વડે આત્મા અનુભવમાં આવતો
નથી. શુભરાગ તે આત્માના ચેતનસ્વભાવમાં અસદ્ભુત છે. એકલા રાગ તરફ ઝુકેલું
જ્ઞાન તે પણ સાચું જ્ઞાન નથી. એકલો ચિદાનંદ સ્વભાવ રાગથી પાર છે, તે સ્વભાવના
આશ્રયથી જ સમ્યક્ શ્રદ્ધા થાય છે. જાતિસ્મરણ કે દુઃખ–વેદના વગેરે કારણોથી
સમ્યક્ત્વ થવાનું કહેવું તે વ્યવહાર છે, ખરેખર જ્યારે અંતરમાં એકરૂપ આત્માનું
અવલંબન કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરે ત્યારે જ બીજા બધા કારણોને વ્યવહારકારણ
કહેવાય છે; એ સિવાયના એકલા વ્યવહારકારણોથી કોઈને સમ્યગ્દર્શન થતું નથી.
પર્યાયને ગૌણ કરી છે, પણ તે આત્મામાં છે જ નહીં–એમ નથી; સર્વથા પર્યાય
ન હોય તો એકાંત વેદાંત જેવું થઈ જાય. પર્યાય છે, પણ શુદ્ધાત્માના અનુભવમાં
પર્યાયનો ભેદ નથી. વ્યવહાર છોડવો એટલે કાંઈ પર્યાયને છોડી દેવી એમ નથી, પણ
અભેદસ્વભાવનો આશ્રય કરીને ભેદનો આશ્રય છોડવો, તે સમ્યગ્દર્શન છે, તેમાં
આત્માના આનંદનો સ્વાદ આવે છે.
સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર આત્માના મુખ્ય ગુણ છે. જેમ અગ્નિમાં પાચક,
પ્રકાશક અને દાહક એવી ત્રણ શક્તિ છે; પાચકશક્તિ અનાજને પકાવે છે, પ્રકાશક
શક્તિ પ્રકાશ આપે છે ને દાહકશક્તિ લાકડા વગેરેને બાળે છે; તેમ આત્માની શ્રદ્ધાશક્તિ
આખા શુદ્ધઆત્માને ભૂતાર્થદ્રષ્ટિમાં પચાવે છે એટલે કે શ્રદ્ધામાં સ્વીકાર કરે છે; પ્રકાશક
એવી જ્ઞાનશક્તિથી તે સ્વ–પરને પ્રકાશે છે; તથા દાહકરૂપ ચારિત્રશક્તિવડે આઠ કર્મોને
તેમજ રાગાદિ પરભાવોને બાળીને નષ્ટ કરે છે. આવા સ્વભાવવાળો આત્મા છે. તે
આત્માને શુદ્ધનય વડે ઓળખે ત્યારે સમ્યગ્દર્શન થાય છે.

PDF/HTML Page 30 of 54
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
જન્મ–મરણથી જેને બહાર નીકળવું હોય તેની આ વાત છે. જેનું હૃદય
વ્યવહારમાં જ મોહિત છે તે પોતાના એકરૂપ શુદ્ધાત્માને નથી દેખતો, પણ અનેકરૂપ
એવા રાગાદિ પરભાવોને જ દેખે છે; તે જીવોને આત્માનું સમ્યગ્દર્શન થતું નથી અને
જન્મમરણથી છૂટતા નથી. જો અંતરમાં દ્રષ્ટિ કરીને આત્માના અસલી સ્વભાવને દેખે
તો સાતમી નરકનો નારકી પણ સમ્યગ્દર્શન પામી શકે છે. એવું સમ્યગ્દર્શન પામેલા
અસંખ્યાત જીવો ત્યાં છે. અને જો આવા આત્માની શ્રદ્ધા ન કરે તો ભગવાનના
સમવસરણમાં બેઠેલો જીવ પણ સમ્યગ્દર્શન પામતો નથી ને મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.–
બહારનો સંયોગ શું કરે? અંતરમાં ભૂતાર્થ સ્વભાવ છે તેને ન પકડે ને પરભાવને જ
પકડે તો તે જીવ અભૂતાર્થ એવા વ્યવહારમાં મગ્ન છે. એકક્ષણ પણ વ્યવહારનો પક્ષ
છોડીને અંતરમાં રાગથી પાર ચિદાનંદ સ્વભાવને પકડે તો સમ્યગ્દર્શન થાય, ને જન્મ–
મરણનો અંત આવે.
ચારગતિના દુઃખોથી છૂટીને આનંદધામ એવા નિજનગરમાં પ્રવેશ કરવાનો આ
અવસર છે; તેમાં હે જીવ! તું પ્રમાદી થઈશ મા.
કારંજામાં રાત્રે તત્ત્વચર્ચા પણ સારી ચાલતી હતી. બે દિવસનો કાર્યક્રમ પૂરો
થતાં માહ વદ ૯ ની સવારે જિનેન્દ્રદેવના દર્શન કરીને કારંજાથી શિરપુર (અંતરીક્ષ
પાર્શ્વનાથ) તરફ પ્રસ્થાન કર્યું. વચ્ચે બાસીમ ગામથી ત્રણ માઈલ પહેલાં અનસિંગ
નામના એક ગામમાં ત્યાંનાં પદ્મપ્રભ વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સ્વાગત
કર્યું અને ત્યાં સ્વાધ્યાય મંદિરની શરૂઆત માટે ગુરુદેવના આશીર્વાદ માંગ્યા; ‘“ સહજ
ચિદાનંદ’ એવા મંગલસૂચક હસ્તાક્ષરપૂર્વક ગુરુદેવે કહ્યું કે આત્મા પોતે જ્ઞાનવિદ્યાસ્વરૂપ
છે; તેને ભૂલીને શરીરને કે રાગાદિ પરભાવોને પોતાના માનવા તે અવિદ્યા છે અને
નિજભાવને ઓળખવો તે સમ્યક્વિદ્યા છે, આવી વિદ્યા તે મોક્ષનું કારણ છે.
એકત્વનો આનંદ જંગલમાં એકલા કેમ ગોઠે?
મુનિઓને વનમાં એકલા એકલા કેમ ગોઠતું
હશે?–તો કહે છે કે અહો! એ એકલા નથી, અંતરમાં
અનંત ગુણોનો એમને સાથ છે. બહારનો સંગ છોડીને
અંતરમાં આત્માના અનંત ગુણો સાથે ગોષ્ઠી કરી તેમાં
અપૂર્વ આનંદ છે, તો કેમ ન ગોઠે? આનંદમાં કોને ન
ગોઠે? આત્માના અનંત ગુણો સાથે ગોષ્ઠી કરતા તેમાં
અનંત આનંદ છે.

PDF/HTML Page 31 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૯ :
આત્માની વાત સૂક્ષ્મ છે –
પણ સમજી શકાય તેવી છે
[રાજકોટ શહેરમાં ગુરુદેવ ૧પ દિવસ રહ્યા, તે વખતના પ્રવચનોમાંથી
કેટલોક ભાગ ગતાંકમાં આપ્યો હતો; વિશેષ અહીં આપવામાં આવ્યો છે.)
આત્માના સ્વભાવની આ વાત સૂક્ષ્મ છે; સૂક્ષ્મ છે પણ ન સમજાય એવી નથી;
જિજ્ઞાસાથી સમજવા માંગે તેને સમજાય તેવી છે, અને આ સમજવાથી પરમ હિત છે.
આત્માની સમજણ વગર બીજી કોઈ રીતે હિત નથી. અહા, કેવળજ્ઞાની થઈને
લોકાલોકને જાણવાની જેની તાકાત, તે એમ કહે કે મારા સ્વરૂપની વાત મને ન
સમજાય–એ તે કાંઈ એને શોભે છે? પોતે પોતાના સ્વરૂપની વાત કેમ ન સમજી શકે?
અંતરમાં દ્રષ્ટિ કરતાં પોતાનું સ્વરૂપ પોતાને સાક્ષાત્ સમજવામાં આવે છે, ને સાક્ષાત્
અનુભવ થાય એવી આ વસ્તુ છે. સમજ્યા વગર એમ ને એમ માની લેવાની વાત
નથી, પણ જાતે સમજીને અનુભવી શકાય એવી આ વાત છે. પોતાના સ્વાનુભવથી
પ્રમાણ કરવાનું આચાર્ય દેવે કહ્યું છે.
આ જગતમાં અનંત આત્માઓ ભિન્ન ભિન્ન બિરાજે છે; તેમાં દરેક આત્મા
ચૈતન્યમૂર્તિ આનંદ ધામ છે; વિકારરૂપે થવું તે તેનો સ્વભાવ નથી; પવિત્રપણે પરિણમવું
તે એનો સ્વભાવ છે. આવા સ્વભાવને ભૂલીને અજ્ઞાની રાગાદિભાવોના
કર્તાભોક્તાપણે પરિણમે છે. સમકિતી પોતાના નિર્મળ જ્ઞાનભાવરૂપે પરિણમે છે; રાગાદિ
ભાવોનું જે પરિણમન છે તેના સ્વામીપણે કે તેમાં તદ્રૂપ થઈને ધર્મી પરિણમતો નથી.
નિર્મળ પરિણતિ થઈ તેને શુદ્ધઉપયોગ અથવા શુદ્ધઉપાદાન કહેવાય, તેમાં રાગાદિ
અશુદ્ધભાવોનું કર્તાપણું નથી. પોતાના આત્માને જ્ઞાનરૂપ જાણ્યો–અનુભવ્યો તે જીવ
જ્ઞાનથી વિરુદ્ધ ભાવોને પોતારૂપે કેમ અનુભવે? અને પોતાથી જેને ભિન્ન જાણ્યાં તેનો
કર્તા–ભોક્તા તે કેમ થાય? જેમ આંખ પોતાથી ભિન્ન દ્રશ્યવસ્તુની કર્તા–ભોક્તા નથી,
માત્ર દેખનાર જ છે, તેમ ધર્મીનાં જ્ઞાનચક્ષુ પોતાથી ભિન્ન સર્વ ભાવોને કરતું–ભોગવતું
નથી, માત્ર જાણે જ છે, એટલે કે શુદ્ધ જ્ઞાનભાવરૂપ જ રહે છે. આવું જ્ઞાનભાવરૂપ
પરિણમન તે જ મોક્ષનો માર્ગ.
પાપ કે પુણ્યમાં તન્મયપણે પરિણમવું તે તો મિથ્યાત્વ છે, તે અજ્ઞાનીનું
પરિણમન છે. ધર્મીએ વસ્તુસ્વભાવને જાણ્યો એટલે કે જ્ઞાનસ્વભાવરૂપ સ્વધર્મને જાણ્યો
ત્યાં શુદ્ધતારૂપ પરિણમન થયું, તે સુખરૂપ પરિણમન છે, તે આનંદરૂપ છે, તે જ્ઞાન–

PDF/HTML Page 32 of 54
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
રૂપ છે, આવું જે પરિણમન થયું તેમાં રાગાદિ કોઈ ભાવો નથી; તે રાગાદિ ભાવોમાં
ચેતનપણું નથી. આવા જ્ઞાનપરિણમનને ભગવાને મોક્ષમાર્ગ કહ્યો છે; તે જ ધર્મ છે.
આનંદરસનું ધામ આત્મા તેની સન્મુખ થઈને તેનું વેદન કરવું તે શાસ્ત્રનું
તાત્પર્ય છે.
આત્મામાં બે સ્વભાવ–એક ધ્રુવભાવ; બીજો ક્ષણિક ભાવ; તેમાં ધ્રુવભાવ જે
ત્રિકાળ એકરૂપ છે તેને જોતાં બંધ–મોક્ષ નથી; બંધન ટાળવું ને મોક્ષદશા પ્રગટ કરવી
એવા ભેદ ધ્રુવમાં નથી. એટલે પારિણામિક ભાવરૂપ જે ધ્રુવ છે તે બંધ–મોક્ષરૂપ નથી,
બંધ–મોક્ષના કારણરૂપ પણ નથી. બંધ–મોક્ષ અને તેનાં કારણો પર્યાયમાં છે. તે પર્યાય
ઔદયિક–ક્ષાયિકાદિ ચાર ભાવરૂપ હોય છે.
દ્રવ્યરૂપ પારિણામિકભાવ, પર્યાયરૂપ ચાર ભાવ,–આવા દ્રવ્ય–પર્યાય બંનેનું
જોડકું તે આત્મવસ્તુ છે. આત્મા પોતે દ્રવ્ય–પર્યાયરૂપ વસ્તુ છે. દ્રવ્ય અને પર્યાય એવા
બંને ભાવરૂપ આખો આત્મા છે; તે પ્રમાણજ્ઞાનનો વિષય છે.
દ્રવ્યનયનો વિષય તે પણ એક અંશ છે, ને પર્યાયનયનો વિષય તે પણ એક
અંશ છે. શુદ્ધનય પોતે પર્યાય છે પણ તે અખંડદ્રવ્યને વિષય કરે છે, ત્યાં નય અને તેનો
વિષય અભેદ થઈ જાય છે. આવા અભેદઆત્માની પ્રતીત તે સમ્યગ્દર્શન છે. ‘આ
શુદ્ધનય, અને આ તેનો વિષય’ એવા ભેદ અનુભૂતિમાં નથી.
અવસ્થાનો કાળ એક સમયનો; પણ આત્મા કદી અવસ્થા વગરનો થઈ જતો
નથી, સમયે સમયે નવી અવસ્થારૂપે તે પરિણમ્યા જ કરે છે. સિદ્ધદશામાંય અવસ્થા છે.
અવસ્થા એ કાંઈ બહારની ઉપાધિ નથી, આત્માનું જ સ્વરૂપ છે. પણ એક પર્યાય જેટલો
જ આખો આત્મા નથી, દ્રવ્ય–સ્વરૂપે એકરૂપ ધ્રુવ ટકનારો આત્મા છે; તેના આશ્રયે
થયેલી નિર્મળ પરિણતિ તે મોક્ષમાર્ગ અને મોક્ષ છે.
રાગમાં એકતાબુદ્ધિરૂપ તાળાં તોડ તો ચૈતન્યના ખજાના ખૂલી જાય. તને
આત્માની પ્રભુતા સન્તો બતાવે છે. બહિરાત્મદશા, અંતરાત્મદશા, પરમાત્મદશા એ ત્રણે
આત્માની પર્યાયો છે, ત્રણે અવસ્થા વખતે દ્રવ્યસ્વભાવ એકરૂપ છે.
ભાઈ, દુનિયાની વાત સમજવા માટે તેમાં રસ લઈને તું ઊંડો ઊતરે છે, તો આ
તારા આત્માના વૈભવની વાત સમજવા માટે તેમાં રસ લઈને તું ઊંડો ઊતર, તો કોઈ
અપૂર્વ વસ્તુનો તને તારામાં અનુભવ થશે. બાકી રાગની ને પુણ્ય–પાપની વાતો

PDF/HTML Page 33 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૩૧ :
તે તો સ્થૂલ છે, અનંતવાર અજ્ઞાનભાવે કરેલી છે. પુણ્ય–પાપથી ભિન્ન એવો ચૈતન્યભાવ
ઓળખીને મોક્ષમાર્ગ પ્રગટ કરવો તે અપૂર્વ છે.
મોક્ષમાર્ગમાં ત્રણભાગ લાગુ પાડયા, પણ જ્ઞાનની અપેક્ષાએ તો સમ્યક્
ક્ષયોપશમ ભાવ જ છે. જ્ઞાનનો ક્ષાયિકભાવ થતાં કેવળજ્ઞાન થાય છે.
સિદ્ધના આત્મામાં પણ સક્રિયપણું ને અક્રિયપણું બંને છે. ધ્રુવઅપેક્ષા એ તે
અક્રિય છે; ને પર્યાયના ઉત્પાદ–વ્યય અપેક્ષાએ તે સક્રિય છે. પર્યાયનો પલટો હોવો તે
કાંઈ દુઃખ નથી. વચ્ચે મોહ હોય તો દુઃખ હોય. (પ્ર. ગા. ૬૦ માં કહે છે કે અરિહંતોને
ખેદ નથી, કેમકે મોહ નથી.)
[ભાખ્યો ન તેમાં ખેદ જેથી ઘાતીકર્મ વિનષ્ટ છે.]
દ્રવ્ય છે ને પર્યાય નથી, અથવા પર્યાય જ છે ને દ્રવ્ય નથી–એમ માનવું તે
એકાંત મિથ્યાત્વ છે. જીવના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને એક સાથે સર્વજ્ઞ ભગવાને જાણી
લીધા છે; તેમણે જ જીવનું યથાર્થ સ્વરૂપ કહ્યું છે.
આમાં મોક્ષનું કારણ બતાવ્યું. ધ્રુવધામ સન્મુખ એકાગ્ર થયેલી પરિણતિ તે
મોક્ષનું કારણ છે; દેહની ક્રિયા નહિ, રાગ નહિ. આ દુઃખથી છૂટીને સુખનો અલૌકિક
માર્ગ છે. પોતાના દ્રવ્યમાં પોતાની પર્યાયને વાળવી તે જ સુખ; આ રીતે સુખનો માર્ગ
પોતામાં જ છે, ને પોતે જ સુખ છે.
પહેલાં સ્વસન્મુખ થતાં આનંદના અંશનું વેદન થાય છે ને તેની સાથે સમ્યક્
પ્રતીત થાય છે કે આવો આખો આનંદ હું છું. પર્યાય આત્મામાં નથી એમ કહે તેને
આત્માનો અનુભવ હોઈ શકે નહીં. અનુભવ તે પર્યાય છે. સિદ્ધને પણ પર્યાય છે.
ચૈતન્યને પોતાના સ્વઘરમાં આવવું તેમાં બોજો શો? ઉલ્ટું પરભાવનો બોજો
ઉતારીને હળવો થઈ જાય–તેવું છે.
ઘંટીના દ્રષ્ટાન્તે વસ્તુની સમજણ
(લોકોને અઘરૂં લાગતાં ઘંટીના બે પડનું દ્રષ્ટાંત આપીને ગુરુદેવે સમજાવ્યું)
એક ઘંટીમાં બે પડ; તેમાં સ્થિર પડની સાથે ફરતું પડ સ્પર્શીને ઘસાય ત્યારે લોટ
થાય છે, તે પડ આઘું રહે તો લોટ થતો નથી. તેમ દ્રવ્ય–પર્યાયસ્વરૂપ આત્મા વસ્તુ; તેમાં
પરિણમતી પર્યાયને સ્થિર દ્રવ્યમાં ભેળવીને અભેદ કરે ત્યારે આનંદ પ્રગટ થાય છે; તે
પર્યાય બર્હિવલણમાં રહે, દૂર રહે, એટલે કે દ્રવ્યથી જુદી રહે તો

PDF/HTML Page 34 of 54
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
આનંદ થતો નથી, જ્યારે અંતર્મુખ થઈને અંતરમાં સ્વભાવ સાથે એકતાની ભીંસ કરે
ત્યારે આનંદનો અનુભવ થાય છે.–આવો આત્માનો સ્વભાવ છે.
અવસ્થા ભલે પલટતી છે પણ જ્યાં તે ધ્રુવ સાથે એકાગ્ર થઈ ત્યાં તે આનંદરૂપ
થઈ, હવે ધ્રુવના આશ્રયે પરિણમન થતાં આનંદરૂપ પર્યાયો થયા કરશે.
સ્થિર રહેવું ને ફરવું–બંને ભાવો ઘંટીમાં છે; બંને થઈને ઘંટી છે. આખી ઘંટી
સ્થિર નથી, કે આખી ઘંટી ફરતી નથી. આખી ઘંટી સ્થિર રહે કે આખી ઘંટી ફરતી હોય
–તો તેમાં અનાજ દળાય નહીં. ફરવું ને સ્થિર રહેવું બંનેરૂપ ઘંટી છે. તેમ આત્મ વસ્તુમાં
સ્થિર રહેવું ને પરિણમવું–બંને ભાવો છે; બંને થઈને વસ્તુ છે આખી વસ્તુ સ્થિર નથી કે
આખી વસ્તુ પરિણમતી નથી. સ્થિર રહેવું ને પરિણમવું બંનેરૂપ વસ્તુ છે. આખી વસ્તુ
સ્થિર રહે કે આખી વસ્તુ પરિણમે તો તેમાં સમ્યગ્દર્શનાદિ કાર્ય થઈ શકે નહીં.
આતમરામ પોતાના અંતરમાં દેખે સિદ્ધ ભગવાન
રામનવમીના દિવસે રાજકોટના પ્રવચનમાં પૂ. કાનજીસ્વામીએ કહ્યું કે રામચંદ્ર
તો પરમાત્મપદને પામેલા ભગવાન છે. આતમરામ એવા નિજપદમાં રમનારા તે રામ
હતા. આત્મામાં જે રમે તેને રામ કહેવાય. ભગવાન રામચંદ્રજી આવા નિજાનંદસ્વરૂપ
આત્માને જાણતા હતા ને પછી રાજપાટ–સંસાર છોડી, સાધુ થઈ, આતમરામમાં રમતાં–
રમતાં કેવળજ્ઞાન પ્રગટ કરીને સર્વજ્ઞપરમાત્મા થયા. એવા રામને ઓળખીને પૂજવા
યોગ્ય છે.
રામચંદ્રજી તે ભવે મોક્ષ પામવાના હતા, તેમના બાળપણની એક વાત આવે છે
કે, એકવાર આકાશમાં ચંદ્રને દેખીને નાનકડા રામને ભાવના જાગી કે આ ચાંદલિયો
નીચે ઉતારીને મારા ગજવામાં રાખું. એટલે ચંદ્ર તરફ હાથ લાંબા કરીને તેને નીચે
ઉતારવાની ચેષ્ટા કરવા લાગ્યા. અંતે સ્વચ્છ દર્પણમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખીને સમાધાન
કર્યું. તેમ આતમરામ એવા સાધક ધર્માત્મા ચંદ્ર જેવા પોતાના સિદ્ધપદને પ્રગટ કરવા
ચાહે છે; પણ સિદ્ધ કાંઈ ઉપરથી નીચે ન આવે. એટલે સાધક પોતાના સ્વચ્છ
જ્ઞાનદર્પણમાં સિદ્ધના પ્રતિબિંબરૂપ પોતાના શુદ્ધઆત્માને દેખીને, તેના શ્રદ્ધા–જ્ઞાન–
અનુભવ વડે સિદ્ધપદને સાધે છે. સિદ્ધપણું પોતાના આત્મામાં જ દેખે છે.

PDF/HTML Page 35 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૩૩ :
[અનુસંધાન પૃ. ૨૪ થી ચાલુ: લાઠીનું પ્રવચન]
જુઓ, અનાદિથી જીવે શું કર્યું?
જડના શરીરના કાર્યોની પ્રવૃત્તિ જડમાં છે, જીવ તેનો કર્તા નથી; જીવે અનાદિ
અજ્ઞાનથી રાગ–દ્વેષ–પુણ્ય–પાપને પોતાનાં માનીને તેની જ પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિનું
નામ અધર્મની પ્રવૃત્તિ છે, તે દુઃખદાયકપ્રવૃત્તિ છે. પોતાના રાગ વગરના
ચિદાનંદસ્વરૂપને ઓળખતાં વીતરાગવિજ્ઞાનરૂપ પ્રવૃત્તિ થાય છે; આવી જ્ઞાનપ્રવૃત્તિ તે
ધર્મપ્રવૃત્તિ છે, તે પરમ આનંદરૂપ છે.
જીવને સંસારનો રસ છે એટલે ત્યાં બધું યાદ રહે છે. વેપાર કેટલો? દીકરી
દીકરા કેટલા? કોની ઉંમર કેટલી? કઈ વસ્તુનો ભાવ શું? તેમાં વધઘટ કેટલી? નફો
કેટલો? એ બધું પ્રેમથી યાદ રાખે છે, ને આત્માનું સ્વરૂપ સમજવાની વાત આવે ત્યાં
કહે કે અમને કાંઈ યાદ નથી રહેતું.–તો એને આત્માનો પ્રેમ જ ક્્યાં છે? આત્માનો
સાચો પ્રેમ હોય તેની વાત સમજાયા વગર રહે નહીં. ચૈતન્યની પ્રીતિપૂર્વક (એટલે કે
રાગના લક્ષે નહિ પણ ચૈતન્યના લક્ષે) એકવાર પણ તેની વાત જેણે સાંભળી છે એટલે
કે સાંભળીને લક્ષમાં લીધી છે, તે જીવ અલ્પકાળમાં સમ્યગ્દર્શનાદિ પામીને મોક્ષદશા
પામે છે.
અરેરે, અનંતકાળથી મારો આત્મા સંસારમાં બહુ દુઃખી છે. હું મારું સાચું સ્વરૂપ
ન સમજ્યો તેથી જ હું દુઃખી થયો, માટે હવે મારું સાચું સ્વરૂપ સમજું–જેથી મારું દુઃખ
મટે. સાચું સ્વરૂપ કેવું છે? તે કહે છે –
છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાનદર્શનપૂર્ણ છું;
એમાં રહી સ્થિત લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું.
પ્રથમ તો, સ્વસંવેદનથી પ્રત્યક્ષ એવો હું છું–એમ નક્કી કરવું. આત્માનો અનુભવ
કરવામાં કોઈ પરની, દેવ–ગુરુ–શાસ્ત્રની કે શુભરાગની પણ અપેક્ષા નથી, પોતે પોતાના
સ્વસંવેદનથી આત્મા સ્વાનુભવ કરે છે. રાગનો એક કણિયો પણ મને ધર્મ પામવામાં
જરાય મદદ કરશે એમ માને તો તે રાગથી ભિન્ન કદી થાય નહી ને તેને જ્ઞાનસ્વરૂપ
આત્મા કદી અનુભવમાં આવે નહીં. અહીં તો કહે છે કે સ્વને ભૂલીને એકલા રાગને
જાણવામાં રોકાયેલું જ્ઞાન તે પણ આત્માનું સ્વરૂપ નથી, તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે,
ખંડ–ખંડજ્ઞાન છે. અંતરમાં જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થઈને તેને સંચેતે તે જ ખરૂં જ્ઞાન
છે. આવી જ્ઞાનચેતનાસ્વરૂપે આત્માને અનુભવતાં ભવના અંત આવે છે.

PDF/HTML Page 36 of 54
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
ભાવનગર––મહોત્સવ સમાચાર * (પૃ. ૮ થી ચાલુ)
શુદ્ધઆત્માકા અનુભવ કરના યહી શ્રેષ્ઠ કાર્ય હૈ.
પોતામાં આનંદનો અનુભવ થાય, અને મોક્ષના ભણકાર વાગે.
જિસકી પાસ જ્ઞાનચેતના હૈ, વહ ધન્ય હૈ, ઉનકો હમારા નમસ્કાર હૈ
(૯) ઋષભદેવ ભગવાનકા આદેશ કયા હૈ?
ઋષભ કહે છે રે જીવો...કરજો આતમજ્ઞાન,
આતમજ્ઞાનથી પામશો...તમે પદવી મોક્ષ મહાન.
આ પ્રમાણે માતાજીનો સમય દેવીઓ સાથે ધર્મચર્ચા સહિત આનંદપૂર્વક વીતી
રહ્યો છે.
(ચૈ. વ. ૧૩) પ્રવચન બાદ સાંજે ૧૦૮ કલશોની જલયાત્રા નીકળી હતી. રાત્રે
ભક્તિગીતનો કાર્યક્રમ હતો.
ચૈત્ર વદ ૧૪ ની વહેલી સવારમાં ઈન્દ્રના દરબારમાં એકાએક તીર્થંકરજન્મસૂચક
મંગલ ચિહ્નો પ્રગટ્યા, ઈન્દ્રાસન કંપાયમાન થયું ને ભગવાન ઋષભદેવનો જન્મ થવાનું
જાણીને ઈન્દ્રે બાલતીર્થંકરને નમસ્કાર કર્યા; ઈન્દ્રે તેમજ ઈન્દ્રાણીઓએ નીચેના શબ્દોથી
પોતાનો હર્ષ–આનંદ અને ભક્તિ વ્યક્ત કર્યા:–
૧. અહો, ભરતક્ષેત્રની અયોધ્યા નગરીમાં આજે તીર્થંકર ભગવાનનો અવતાર
થયો છે. ભગવાન ઋષભદેવ આ ભરતક્ષેત્રમાં મોક્ષના દરવાજા ખોલશે. ધન્ય એમનો
અવતાર! તેમનો અવતાર આખા વિશ્વને માટે આનંદકારી છે.
૨. આકાશમાંથી જાણે આનંદના ફૂલ વરસી રહ્યા છે.
૩. અહા, દશ દશ ભવથી શરૂ કરેલી આત્મસાધના ભગવાન આ ભવમાં પૂરી
કરશે, ને પરમાત્મા થઈને મોક્ષ પધારશે.

PDF/HTML Page 37 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૩૫ :
૪. તીર્થંકર ભગવાન એકલા મોક્ષ નહીં જાય, સાથે અસંખ્યાત જીવોને પણ
મોક્ષમાં લઈ જશે.
પ. સ્વર્ગના આ મંગલ ઘંટા એની મેળે વાગી રહ્યા છે ને વિશ્વને બોલાવી રહ્યા
છે કે અહો જીવો! આ તીર્થંકર ભગવાનનો જન્મોત્સવ જોવા આવો.
૬. તીર્થંકરના અલૌકિક મહિમાના ચિંતનથી ઘણા જીવો તો સમ્યગ્દર્શન પણ
પામી જાય છે.
૭. અહા, ધન્ય છે એ જગતજનેતા મરૂદેવી માતા...કે જેમની ગોદમાં તીર્થંકર
ભગવાન બિરાજે છે.
૮. જેની મુદ્રા જોતાં આત્મસ્વરૂપ લખાય છે રે...
૯. ‘
शुद्धोसि बुद्धोसि’ ...કહીને મરૂદેવી માતા એનું પારણું ઝુલાવશે.
૧૦. ઋષભકુમાર મોટા થઈને મુનિ થશે ને ભરતક્ષેત્રમાં ધર્મતીર્થ વર્તાવશે.
૧૧. ભગવાન તો મોક્ષગામી, ને તેમના બધા પુત્રો પણ મોક્ષગામી ચરમશરીરી
છે.
૧૨. કલ્પવૃક્ષ જ્યારે સુકાયા ત્યારે ઋષભદેવે પોતે જ કલ્પવૃક્ષનું કામ કર્યું.
૧૩. ભગવાને જગતને આત્મવિદ્યા શીખવી.
૧૪. તીર્થંકરના અવતારની વાત સાંભળતાં હૃદયમાં આનંદનો સાગર ઊછળે છે.
૧૫. પ્રભો, આ આંખથી આપને દેખતાં પણ હર્ષ થાય છે, તો જ્ઞાનચક્ષુથી
આપને દેખતાં જે પરમ આનંદ થાય તેની શી વાત?
૧૬. ચાલો રે ચાલો, ભગવાનના જન્મનો મહાન ઉત્સવ કરવા આપણે અયોધ્યા
નગરીમાં જઈએ. સ્વર્ગનો દિવ્ય ઠાઠમાઠ અને ઐરાવત લઈને આનંદથી પ્રભુનો
જન્મોત્સવ ઉજવીએ.
ઈન્દ્રોની સાથે ઈન્દ્રાણીઓએ પણ પ્રભુના જન્મોત્સવમાં પોતાનો આનંદ પ્રગટ
કરીને પોતાની ભક્તિ વ્યક્ત કરી.
૧. (શચી ઈન્દ્રાણી કહે છે–) અહા, નાનકડા તીર્થંકર કુમારને તેડીને મારા આ
બે હાથ આજે પાવન થશે...મારું જીવન આજ ધન્ય બનશે!

PDF/HTML Page 38 of 54
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
૨. મંગલ વધાઈ આજ છે...તીર્થંકર અવતાર છે.
૩. દર્શન આનંદકાર છે...એ જગના તારણહાર છે.
૪. એ જ્ઞાનાનંદ દાતાર છે...જ્ઞાનના ભંડાર છે.
૫. એ ત્રણ જ્ઞાનથી શોભે છે...એ ત્રિકાળ મંગળ જીવ છે.
૬. એ ચાર ગતિ છોડાવે છે...પંચમ પદ પમાડે છે.
૭. આનંદ મંગળ આજ છે...દેવોનાં વાજાં વાગે છે.
૮. અયોધ્યા તીર્થધામ છે...જ્યાં આદિનાથ અવતાર છે.
૯. તીર્થંકર ભગવાનના અવતારને લીધે આપણા આ સ્વર્ગલોકની શોભા કરતાં
પણ આજે અયોધ્યા નગરીની શોભા વધી ગઈ છે.
૧૦. અહા, આજે તો ધર્મના અંકુરા ફૂટયા છે...રત્નત્રયના બગીચા ખીલ્યા છે.
આખી પૃથ્વી સુખમય બની ગઈ છે.
૧૧. ભગવાને પૂર્વે આઠમા ભવે મુનિવરોને આહારદાન દીધું હતું અને
ભોગભૂમિમાં સમ્યગ્દર્શન પામ્યા હતા.
૧૨. અહા, સમ્યગ્દર્શનનો પ્રતાપ કોઈ અનેરો છે.
૧૩. ભગવાને સમ્યગ્દર્શનને જ ધર્મનું મૂળ કહ્યું છે.
૧૪. તીર્થંકરનો અવતાર અનેક જીવોને સમ્યક્ત્વનું કારણ થાય છે.
૧૫. ધન્ય છે–તીર્થંકરના માતાપિતા...કે જેમને ત્યાં જગતના તારણહારનો
અવતાર થયો.
૧૬. ભગવાનનો આ છેલ્લો અવતાર છે. આ અવતારમાં તેઓ આત્મસાધના
પૂરી કરીને પરમાત્મા બનશે. ચાલો, આવા ભગવાનનો મંગલ જન્મોત્સવ ઉજવવા
જઈએ.
એ પ્રમાણે જિનેન્દ્રદેવનો મહિમા કરતાં કરતાં ઈન્દ્રો ઐરાવત લઈને આનંદ પૂર્વક
જન્મોત્સવ ઉજવવા ઐરાવત હાથી પર અયોધ્યાપુરીમાં આવી પહોંચ્યા..ત્રણ પ્રદક્ષિણા
કરી; બીજી તરફ અયોધ્યાનગરીમાં નાભીરાજાના દરબારમાં પણ ઋષભકુંવરના જન્મની
મંગલ વધાઈ–આનંદ વધાઈ લઈને છડીદાર આવી પહોંચ્યા...નાભીરાજાએ મંગલ
વધાઈથી પ્રસન્ન થઈને કહ્યું–અહો, તીર્થંકરના જન્મની વધાઈ સાંભળતાં મારા

PDF/HTML Page 39 of 54
single page version

background image
: વૈશાખ : ૨૪૯૬ આત્મધર્મ : ૩૭ :
અસંખ્ય પ્રદેશે જાણે ધર્મના અંકુરા ફૂટી રહ્યા છે, એવો મહાન આનંદ થાય છે. આખી
અયોધ્યાનગરીમાં પ્રભુના જન્મનો આનંદોત્સવ મનાવો.
–આમ સર્વત્ર આનંદ–મંગલ છવાઈ રહ્યો છે...મંગલ વાજાં વાગી રહ્યા છે,
પુષ્પવૃષ્ટિ–રત્નવૃષ્ટિ થઈ રહી છે...હજારો નગરજનો જન્મોત્સવ જોવા ઉમંગભેર આવી
રહ્યા છે. આપણે પણ એ આનંદમાં ભાગ લઈએ. અહા, રાજદરબારમાં દેવાંગનાઓ
આનંદથી મંગલ–નૃત્ય કરતી કરતી પ્રભુગુણ ગાઈ રહી છે. ઐરાવત પર ઈન્દ્ર–શચી
અયોધ્યા આવી પહોંચ્યા...ઈન્દ્રાણીએ માતાજી પાસે જઈ બાલ તીર્થંકરને પોતાની ગોદમાં
તેડીને કૃતાર્થતા અનુભવી ને પછી તે ઈન્દ્રને સોંપ્યા...જન્માભિષેક માટે પ્રભુજીની
સવારી મેરુ પર્વત તરફ ચાલી. અહા, શી અદ્ભુત એની શોભા! ઐરાવત પર તીર્થંકર
ઋષભકુમારને દેખી દેખીને જનતા આશ્ચર્ય અનુભવતી હતી. ભાવનગરની જનતા તો
મુગ્ધ બની ગઈ હતી કે અરે, આપણી આ ભાવેણી નગરી આજે એકાએક અયોધ્યા
ક્યાંથી બની ગઈ! નગરજનોના કહેવા પ્રમાણે ભગવાનની પ્રતિષ્ઠાનો આવો
પંચકલ્યાણક મહોત્સવ ભાવનગરના આંગણે અઢીસો વર્ષે ઉજવાઈ રહ્યો છે. પ્રભુજીની
જન્માભિષેકની સવારીમાં ત્રણ હાથી ઉપરાંત કેટલોય ઠાઠમાઠ વૈભવ હતો. નગરજનોને
આશ્ચર્ય પમાડતી–પમાડતી, અને તીર્થંકરના અદ્ભુત ધર્મવૈભવને પ્રગટ કરતી–કરતી
પ્રભુજીની સવારી મેરૂપર્વતે (ગંગાજળીયા તળાવની મધ્યમાં) આવી પહોંચી. ઈન્દ્રોએ
મેરુની ત્રણ પ્રદક્ષિણા કરી...ને મેરુ ઉપર ઋષભતીર્થંકરનો જન્માભિષેક શરૂ કર્યો.
પ્રભુજીના જન્માભિષેકનું ગૌરવ પોતાને મળવાથી એ મેરુ પર્વત મધ્યલોકમાં સૌથી
ઊંચો બની ગયો.
હજારો મનુષ્યો આનંદપૂર્વક જિનેન્દ્રદેવનો જન્માભિષેક નીહાળી રહ્યા હતા.
ભગવાનના આત્માએ જન્મ પૂરા કરી લીધા, જન્મરહિત થઈ ગયા, ને જગતને
જન્મમરણ રહિત થવાનો વીતરાગમાર્ગ ઉપદેશ્યો...એવા પ્રભુને દેખીને ભક્તોને
મુક્તિમાર્ગની પ્રેરણા જાગતી હતી. જન્માભિષેક પછી ઈન્દ્રો બાલતીર્થંકરને પુન:
અયોધ્યા લાવ્યા, અને માતા–પિતાને પુત્ર સોંપીને આનંદથી તાંડવનૃત્ય કર્યું. અનેક
ભક્તો પણ આનંદથી નાચી ઊઠયા. ધન્ય તીર્થંકર–અવતાર! ધન્ય એના ભક્તો!
બપોરે બાલતીર્થંકર ઋષભકુમારને માતાજી તથા ઈન્દ્રાણીઓ પારણામાં ઝુલાવતી
હતી. રાત્રે ઋષભકુમારની રાજસભાનું દ્રશ્ય થયું હતું.
(ચૈ. વદ અમાસ) આજે પ્રભુના વૈરાગ્યનો અને દીક્ષા કલ્યાણકનો દિવસ હતો;
અને એકાએક વૈરાગ્ય પમાડે એવો બનાવ બની ગયો. આગલી રાતે ઝગઝગાટ કરતો

PDF/HTML Page 40 of 54
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૬
મંડપ...સવારમાં જુઓ તો ભસ્મીભૂત! આવો ક્ષણભંગુર સંસાર! ફાગણ વદ નોમે
જ્યારે પ્રભુના જન્મોત્સવ નિમિત્તે દેવદેવીઓ ભક્તિ અને નૃત્ય કરી રહ્યા હતા ત્યારે
નીલંજસા દેવીનું આયુષ્ય એકાએક પૂરું થયું, ને એ ક્ષણભંગુરતા દેખીને ભગવાન
સંસારથી વિરક્ત થયા.
નીલંજસા દેવીના મરણથી સંસારની ક્ષણભંગુરતા ઋષભદેવે દિવ્યજ્ઞાન વડે દેખી
લીધી, અને સંસારથી વિરક્ત થયા; એ ક્ષણભંગુરતા તો ઋષભદેવે જ દેખી, જ્યારે અહીં
પ્રભુના વૈરાગ્ય પ્રસંગે તો સૌને નજરે દેખાય એવો ક્ષણભંગુરતાનો બનાવ બની ગયો...
રાતે ઝગમગતો દેખેલો આખો મંડપ સવાર પહેલાં તો ક્ષણભરમાં વિલીન થઈ ગયો
અને અનિત્યતાએ પોતાનું સ્વરૂપ જગત સમક્ષ ખુલ્લું કર્યું. આવી અનિત્યતા દેખીને
ભગવાન ઋષભદેવ સંસારમાં કેમ રહે? તરત ભગવાન સંસારથી વિરક્ત થઈને બાર
વૈરાગ્ય ભાવના ભાવવા લાગ્યા ને દીક્ષા માટે તૈયાર થયા. તરત લૌકાંતિક દેવોએ
આવીને સ્તુતિપૂર્વક વૈરાગ્યનું અનુમોદન કરતાં કહ્યું –
(૧) હે પ્રભો! આત્માની અનુભૂતિના બળે આ સંસારથી આપ વિરક્ત થયા
છો, ને સાક્ષાત્ મોક્ષમાર્ગ માટે આપ તૈયાર થયા છો; તે માટે આપ જે વૈરાગ્ય–
ભાવનાઓ ભાવી રહ્યા છો તેમાં અમારી અનુમોદના છે.
(૨) લક્ષ્મી શરીર સુખદુઃખ અથવા શું, મિત્ર જનો અરે;
જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગઆત્મક જીવ છે.
– આવા ધ્રુવસ્વભાવની ભાવના વડે હે પ્રભો! આપ શીઘ્ર કેવળજ્ઞાન પામો ને
દિવ્યધ્વનિ વડે મોક્ષના દરવાજા ખુલ્લા કરો.
(૩) પ્રભો! આપ જે વૈરાગ્યભાવના ભાવી રહ્યા છો તેને શીઘ્ર અમલમાં મુકો;
ને દીક્ષા લઈને, આ ભરતક્ષેત્રમાં અસંખ્ય વર્ષથી બંધ રહેલો મુનિમાર્ગ ખુલ્લો કરો.
(૪) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જલના તરંગ,
પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ.
(૫) હે આદિનાથ દેવ! હમ લૌકાંતિકદેવ અન્ય કિસી કલ્યાણકમેં નહીં આતે,
માત્ર આપકે દીક્ષાકલ્યાણક કે પ્રસંગ પર આપકે વૈરાગ્યકી અનુમોદના કરનેકો આતે હૈ
આત્મજ્ઞાનીકો હી સચ્ચા વૈરાગ્ય હોતા હૈ ઔર વહી સંસારમેં શરણ હૈ
(૬) અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અશુચી, આસ્રવ, સંવર, નિર્જરા,
લોકભાવના