Atmadharma magazine - Ank 360
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
બંને ભાઈઓ અત્યંત હતાશપણે, માતા–પિતાના પગે પડી, વંદન કરી, તેમની રજા
લઈને નગર બહાર ચાલ્યા. (અરે, ત્રણખંડના ઈશ્વર માતા–પિતાનેય ન બચાવી
શક્્યા.) બહાર આવીને જોયું. –તો શું દેખ્યું? સુવર્ણરત્નમયી દ્વારકાનગરી આખી
ભડભડ સળગી રહી છે– ઘરે ઘરે આગ લાગી છે, રાજમહેલો ભસ્મ થયા છે. ત્યારે બંને
ભાઈઓ એકબીજાના કંઠે વળગીને રોવા લાગ્યા... ને દક્ષિણદેશ તરફ જવા લાગ્યા.
(જુઓ, આ પુણ્યસંયોગની દશા!)
આ બાજુ દ્વારકાપુરીમાં તેમના પિતા વસુદેવ વગેરે અનેક યાદવો, તેમની
રાણીઓ વગેરે પ્રાયોપગમન–સન્યાસ ધારણ કરીને દેવલોકમાં ગયા. બળદેવના કેટલાક
પુત્રો વગેરે જેઓ તદ્ભવમોક્ષગામી હતા, તેમજ સંયમ ધારવાનો જેમનો ભાવ હતો
તેમને તો દેવો નેમનાથ ભગવાનની નીકટ લઈ ગયા; અનેક યાદવો અને તેમની
રાણીઓ જેઓ ધર્મધ્યાનના ધારક હતા અને જેઓનું અંતઃકરણ સમ્યગ્દર્શનવડે શુદ્ધ હતું
તેઓએ પ્રાયોપગમન–સંન્યાસ ધારણ કરી લીધો, તેથી તેમને તો ઉપસર્ગ આર્ત્ત–
રૌદ્રધ્યાનનું કારણ ન થયો, ધર્મધ્યાનપૂર્વક દેહ છોડીને તેઓ સ્વર્ગમાં ગયા. દેવકૃત–
મનુષ્યકૃત–તિર્યંચકૃત કે કુદરતી ઉપજેલ–એ ચાર પ્રકારના ઉપસર્ગ છે, તે મિથ્યાદ્રષ્ટિ
જીવોને તો રૌદ્રધ્યાનનું કારણ થાય છે, પણ સમ્યગ્દ્રષ્ટિ જીવોને કદી કુભાવનું કારણ થતા
નથી. જેઓ સાચા જિનધર્મી છે તેઓ મરણ આવતાં પણ કાયર થતા નથી. ગમે ત્યારે
ગમે તે પ્રકારે મરણ આવે તોપણ તેમને ધર્મની દ્રઢતા જ રહે છે. અજ્ઞાનીને મરણ વખતે
કલેશ થાય છે તેથી કુમરણ કરીને તે કુગતિમાં જાય છે. અને જે જીવ સમ્યગ્દર્શનવડે શુદ્ધ
છે, જેનાં પરિણામ ઉજ્જવળ છે તે જીવ સમાધિપૂર્વક મરણ કરીને સ્વર્ગમાં જાય છે ને
પરંપરા મોક્ષને પામે છે. જે જિનધર્મી છે તેને એવી ભાવના રહે છે કે, આ સંસાર
અનિત્ય છે, તેમાં જે ઊપજે છે તે જરૂર મરે છે, – માટે અમને સમાધિમરણ હો; ઉપસર્ગ
આવી પડે તોપણ અમને કાયરતા ન થાઓ. –આમ સમ્યગ્દ્રષ્ટિને સદા સમાધિભાવના
રહે છે. ધન્ય છે તે જીવોને–કે અગ્નિની પ્રચંડ જ્વાળા વચ્ચે દેહ ભસ્મ થવા છતાં જેઓ
સમાધિને છોડતા નથી; કલેવરને તજે છે પણ સમતાને નથી તજતા. અહો, સત્પુરુષોનું
જીવન નિજ–પરના કલ્યાણ માટે જ છે; મરણ આવે તોપણ તેઓ કોઈ પ્રત્યે દ્વેષ
ચિંતવતા નથી, ક્ષમાભાવ સહિત દેહ છોડે છે, –એ સંતોની રીત છે.
અરે, દ્વિપાયન! જિનવાણીની શ્રદ્ધા છોડીને તેં તારો તપ પણ બગાડયો ને મરણ
પણ બગાડયું; તેં પોતાનો ઘાત કર્યો ને અનેક જીવોનો પણ પ્રલય કર્યો. દુષ્ટ

PDF/HTML Page 22 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૧૯ :
ભાવને લીધે તું સ્વપરને દુઃખદાયી થયો. જે પાપી પરજીવોનો ઘાત કરે છે તે ભવ–
ભવમાં પોતાનો ઘાત કરે છે. જીવ જ્યાં કષાયોને વશ થયો ત્યાં તે પોતાનો ઘાત કરી જ
ચૂક્્યો, –પછી બીજા જીવનો ઘાત તો થાય કે ન થાય, તે તેના પ્રારબ્ધને આધીન છે.
પણ આ જીવે તેનો ઘાત વિચાર્યો ત્યાં તેને જીવહિંસાનું પાપ લાગી ચૂકયું અને તે
આત્મઘાતી થઈ જ ગયો. બીજાને હણવાનો ભાવ કરવો તે તો, ધગધગતો લોખંડનો
ગોળો બીજાને મારવા માટે હાથમાં લેવા જેવું છે, – એટલે સામો તો મરે કે ન મરે પણ
આ તો દાઝે જ છે; તેમ કષાયવશ જીવ પ્રથમ તો પોતે પોતાને જ કષાયઅગ્નિવડે હણે
છે. કોઈને તપ તો નિર્વાણનું કારણ થાય, પરંતુ અજ્ઞાનને લીધે ક્રોધી દ્વીપાયનને તો તપ
પણ દીર્ઘ સંસારનું કારણ થયું. ક્રોધથી પરનું બૂરું કરવા ચાહનાર જીવ પોતે દુઃખની
પરંપરા ભોગવે છે. માટે જીવે ક્ષમાભાવ રાખવો યોગ્ય છે.
ક્રોધથી અંધ થયેલા દ્વીપાયન–તાપસે ભવિતવ્યતા–વશ દ્વારાવતી નગરીને ભસ્મ
કરી, તેમાં કેટલાય બાળકો–વૃદ્ધો–સ્ત્રી–પશુઓ બળી ગયા; અનેક જીવોથી ભરેલી તે
નગરી છ મહિના સુધી સળગતી રહી... અરે, ધિક્કાર આવા ક્રોધને કે જે સ્વ–પરનો
નાશ કરીને સંસાર વધારનારો છે. ક્રોધવશ જીવ સંસારમાં ઘણાં દુઃખો ભોગવે છે.
દ્વીપાયને ભગવાન નેમિનાથના વચનોની શ્રદ્ધાને ઓળંગીને, ભયંકર ક્રોધવડે પોતાનું
બૂરું કર્યું, ને દ્વારકાનગરીને ભસ્મ કરી. આવા અજ્ઞાનમય ક્રોધને ધિક્કાર હો.
અરે, જુઓ તો ખરા આ સંસારની સ્થિતિ! બળદેવ અને શ્રીકૃષ્ણવાસુદેવ જેવા
મોટા પુણ્યવંત પુરુષો કેવી મહાન વિભૂતિને પામ્યા, જેમની પાસે સુદર્શનચક્ર જેવા
અનેક મહારત્નો હતા, હજારો દેવો જેમની સેવા કરતા ને હજારો રાજા જેમને શિર
નમાવતા, –ભરતક્ષેત્રના એવા ભૂપતિ પુણ્ય ખૂટતાં રત્નોથી રહિત થઈ ગયા, નગરી ને
મહેલો બધું બળી ગયું, સમસ્ત પરિવારનો વિયોગ થઈ ગયો, માત્ર પ્રાણ એ જ જેનો
પરિવાર છે, કોઈ દેવ પણ એમની દ્વારકાનગરીને બળતી બચાવી ન શક્્યા; એવા તે
બંને ભાઈઓ અત્યંત શોકના ભારથી ભરેલા, જીવવાની આશાથી પાંડવો પાસે જવા
દક્ષિણ મથુરા તરફ ચાલ્યા, જેમને પોતે રાજ્યમાંથી કાઢી મુકેલા તેમના જ શરણે
જવાનો વારો આવ્યો. –રે સંસાર! પુણ્ય–પાપના આવા વિચિત્ર ખેલ દેખીને હે જીવ! તું
પુણ્યના ભરોસે બેસી ન રહીશ, શીઘ્ર આત્મહિતને સાધજે.
જન્મમાં કે મરણમાં વળી સુખમાં કે દુઃખમાં,
સંસારમાં કે મોક્ષમાં, રે જીવ! તું તો એકલો.

PDF/HTML Page 23 of 45
single page version

background image
: ર૦ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
પંચમકાળ પણ ધર્મકાળ છે
સમ્યગ્દર્શન માટે અત્યારે પણ સુકાળ છે
પ્રશ્ન:– આ પંચમકાળને નિયમસાર (ગા. ૧પ૪) માં દગ્ધ અકાળ કહ્યો
છે ને! તો આવા અકાળમાં ધર્મ કેમ થાય?
ઉત્તર:– ભાઈ, ધર્મને માટે કાંઈ આ અકાળ નથી, પંચમઆરાના છેડા
સુધી ધર્મ રહેવાનો છે એટલે ધર્મને માટે તો આ પંચમકાળ પણ સુકાળ છે.
પંચમકાળને અકાળ કહ્યો તે તો કેવળજ્ઞાન–અપેક્ષાએ તથા વિશેષ
ચારિત્રદશાની અપેક્ષાએ અકાળ કહ્યો છે; પણ સમ્યગ્દર્શનનો કાંઈ
પંચમકાળમાં અભાવ નથી કહ્યો, સમ્યગ્દર્શનનાદિ ધર્મ તો અત્યારે થઈ શકે છે.
ભાઈ, સમ્યગ્દર્શનને માટે તો અત્યારે સુકાળ છે, ઉત્તમ અવસર છે; માટે કાળનું
બહાનું કાઢીને સમ્યગ્દર્શનમાં પ્રમાદી થઈશ મા.
તું એટલે બધો શક્તિહીન નથી, તેમજ આ પંચમકાળ એટલો બધો
ખરાબ નથી, કે સમ્યગ્દર્શન પણ થઈ ન શકે! અનેક જીવો આ પંચમકાળમાં
સમ્યગ્દ્રષ્ટિ થાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન સહિત ચારિત્રદશાના ધારક અનેક
મુનિભગવંતો પણ (કુંદકુંદસ્વામી, સમંતભદ્રસ્વામી વગેરે) આ પંચમકાળમાં
થયા છે. માટે હે ભવ્ય! શ્રી ગુરુનો ઉપદેશ પામીને સમ્યક્દર્શનધર્મ તો તું જરૂર
પ્રગટ કર. પછી વિશેષ શક્તિ હોય તો ચારિત્રધર્મનું પણ પાલન કરજે.
કદાચિત ચારિત્ર માટે વિશેષ શક્તિ ન હોય તોપણ, ચારિત્રની ભાવના
રાખીને સમ્યક્શ્રદ્ધા તો તું જરૂર કરજે. હીનશક્તિનું બહાનું કાઢીને
સમ્યગ્દર્શનમાં તું શિથિલ થઈશ મા; તેમજ ચારિત્રનું સ્વરૂપ વિપરીત
માનીશ મા.

PDF/HTML Page 24 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ર૧ :
પંચમકાળ મોક્ષ માટે ભલે અકાળ હો– પણ કાંઈ સમ્યગ્દર્શનાદિ ધર્મને
માટે તે અકાળ નથી; પંચમકાળ પણ ધર્મકાળ છે. જે જીવ સમ્યકત્વાદિ ધર્મ કરે
તેને આ પંચમકાળમાં પણ થઈ શકે છે; એટલે સમ્યગ્દર્શન માટે અત્યારે પણ
સુકાળ છે. સાતમા ગુણસ્થાન સુધીની દશા હજી સાડા અઢારહજાર (૧૮,
પ૦૦) વર્ષ સુધી આ ભરતક્ષેત્રમાં વિદ્યમાન રહેશે. માટે આ કાળને યોગ્ય
સમ્યકત્વાદિ ધર્મ તું આત્માની નિજશક્તિથી જરૂર કરજે. એટલી શક્તિ તો
તારામાં છે. નિજશક્તિથી ધર્મ સાધતા તને એમ થશે કે અહો! સંતોના પ્રતાપે
મારે માટે તો આ ઉત્તમ કાળ છે.
ધર્મકાળ અહો વર્તે હજી પણ આ ભરતમાં,
આજ પણ ધર્મીજીવો છે પ્રભુ શ્રી વીરમાર્ગમાં.

જાંબુડી:
ગુજરાતમાં હિંમતનગરથી આઠ માઈલ દૂર આવેલ જાંબુડી
ગામમાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર થઈને પ્રતિષ્ઠા, તથા
કળશધ્વજારોહણ નિમિત્તે એક ઉત્સવ ઉજવવાનું નક્કી થયું
છે. બાવીસ વર્ષે કલશ–ધ્વજારોહણ થતું હોવાથી ત્યાંના
મુમુક્ષુઓને ઘણો ઉલ્લાસ છે. આ પ્રસંગે કારતક સુદ
પાંચમથી તેરસ સુધી શિક્ષણવર્ગ પણ રાખવામાં આવ્યો છે.
કલશ–ધ્વજારોહણનું મૂરત કારતક સુદ તેરસનું છે. આ
પ્રસંગે ગુરુદેવને જાંબુડી પધારવાની વિનતિ કરવા માટે
જાંબુડી તેમજ ગુજરાતના પચાસભાઈ ઓ બાબુભાઈ સાથે
સોનગઢ આવ્યા હતા; ગુરુદેવે તેમની વિનતિ સ્વીકારી છે.
ને કારતક સુદ ચોથે સોનગઢથી પ્રસ્થાન કરી, અમદાવાદ–
હિંમતનગર થઈ, કારતક સુદ પાંચમે જાંબુડી પધારશે અને
કારતક સુદ તેરસ સુધી જાંબુડી રહેશે.

PDF/HTML Page 25 of 45
single page version

background image
: રર : આત્મધર્મ : આસો ર૪૯૯ :
સમ્યગ્જ્ઞાનો મહિમા; અને તેની આરાધનાનો ઉપદેશ
મોક્ષમાર્ગનું બીજું રત્ન સમ્યગ્જ્ઞાન છે; સમ્યગ્દર્શન સાથેનું
તે સમ્યગ્જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ
જેવો છે તેવો જાણે છે. સમ્યગ્દર્શન સાથેના તે સ્વસન્મુખી
જ્ઞાનમાં અંશે અતીન્દ્રિયપણું થયું છે, રાગથી ભિન્ન ચૈતન્યના
અતીન્દ્રિય આનંદનો સ્વાદ તેમાં આવ્યો છે. – આવું સમ્યગ્જ્ઞાન
તે વીતરાગ વિજ્ઞાન છે. આવા જૈનધર્મને પામીને આત્માના
સુખને માટે હે ભવ્ય જીવો! તમે સમ્યગ્જ્ઞાનને નિરંતર આરાધો–
એમ વીતરાગ. માર્ગી સંતોનો ઉપદેશ છે.

સમ્યગ્દર્શનની સાથે જ સમ્યગ્જ્ઞાનથી ઉત્પત્તિ થાય છે, એકસાથે જ બન્ને પ્રગટે
છે, તેમાં સમયભેદ નથી, તોપણ તે બન્નેની ભિન્ન–ભિન્ન આરાધના કહેવામાં આવી છે;
કેમકે લક્ષણભેદે બંનેમાં ભેદ છે, તેમાં કાંઈ બાધા નથી. સમ્યગ્દર્શનનું લક્ષણ તો
શુદ્ધાત્માની શ્રદ્ધા છે, અને સમ્યગ્જ્ઞાનનું લક્ષણ સ્વ–પરને પ્રકાશવારૂપ જ્ઞાન છે. તેમાં
સમ્યક્ શ્રદ્ધા તે કારણ છે અને સમ્યગ્જ્ઞાન તે કાર્ય છે; બન્ને સાથે હોવા છતાં દીપક અને
પ્રકાશની માફક તેમનામાં કારણ કાર્યપણું કહેવામાં આવે છે. સમ્યક્શ્રદ્ધા અને જ્ઞાન બંને
આરાધના એકસાથે જ શરૂ થાય છે પણ પૂર્ણતા એકસાથે થતી નથી. ક્ષાયિક સમ્યક્ત્વ
થતાં શ્રદ્ધા–આરાધના તો પૂરી થઈ ગઈ, પણ જ્ઞાનની આરાધના તો કેવળજ્ઞાન થાય
ત્યારે પૂરી થાય છે; માટે જ્ઞાનની આરાધના જુદી બતાવી છે. સમ્યગ્દર્શનની જેમ
સમ્યગ્જ્ઞાનનો પણ ઘણો મહિમા છે.
જેમ સૂર્ય પોતાને તેમજ પરને પ્રકાશે છે, તેમ સમ્યગ્જ્ઞાનરૂપી ચૈતન્યસૂર્ય પોતાના
આત્મસ્વરૂપને તેમજ પરને પ્રકાશે એવો તેનો સ્વભાવ છે. રાગમાં કાંઈ સ્વને કે પરને
જાણવાની શક્તિ નથી. ‘હું રાગ છું’ એમ કાંઈ રાગને ખબર નથી પણ રાગથી જુદું
એવું જ્ઞાન જાણે છે કે ‘આ રાગ છે અને હું જ્ઞાન છું, આ રીતે રાગનો

PDF/HTML Page 26 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ર૩ :
અને જ્ઞાનનો સ્વભાવ જુદો છે. ખરેખર રાગમાં ચેતનપણું જ નથી; જ્ઞાનના અચિંત્ય
સામર્થ્ય પાસે રાગ તો કાંઈ છે જ નહીં. નિજભાવમાં અભેદ થઈને, અને પરભાવથી
ભિન્ન રહીને જ્ઞાન સ્વ–પરને સ્વભાવ–વિભાવને બધાયને જેમ છે તેમ જાણે છે. રાગ
પણ જ્ઞાનથી ભિન્ન તત્ત્વ છે, રાગ તે કાંઈ સ્વતત્ત્વ નથી. આવું ભેદજ્ઞાન કરવાની
તાકાત જ્ઞાનમાં જ છે. તે જ્ઞાન વીતરાગ–વિજ્ઞાન છે, તે જગતમાં સારરૂપ છે, મંગળરૂપ
છે અને મોક્ષનું કારણ છે.
મુમુક્ષુજીવે પ્રથમ તો સાચા તત્ત્વજ્ઞાન વડે સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ. જ્ઞાન
કે ચારિત્ર સમ્યગ્દર્શન વગર સાચા હોતાં નથી. મિથ્યાત્વસહિત શાસ્ત્રનું જે કાંઈ
જાણપણું હોય કે વ્રતાદિ શુભ આચરણ હોય તે બધું મિથ્યા જ છે, તેનાથી જીવને
અંશમાત્ર સુખ મળતું નથી. મોક્ષનું પ્રથમ પગલું સમ્યગ્દર્શન છે, તેને હે ભવ્ય જીવો!
તમે શીઘ્ર ધારણ કરો.
અરે, આ સંસારના દુઃખોથી છૂટીને જેને મોક્ષ જોઈતો હોય તેને માટે આ વાત
છે. જીવ સંસારદુઃખ તો અનાદિથી વેદી જ રહ્યો છે; પુણ્ય ને પાપ; સ્વર્ગને નરક એ તો
અનાદિથી કરી જ રહ્યો છે, એ કોઈ નવી વાત નથી; તેનાથી પાર આત્માનો અનુભવ
કેમ થાય, સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન કેમ થાય? તેની આ વાત છે. આ અપૂર્વ છે, અને
આ જ સુખી થવાનો ઉપાય છે. ભાઈ! સંસારની ચારગતિની રખડપટીથી તું થાક્્યો હો
ને હવે તેનાથી છૂટીને મોક્ષસુખને ચાહતો હો–તો આ ઉપાય કર.. વીતરાગ વિજ્ઞાનરૂપ
સાચું જ્ઞાન કર, આત્મજ્ઞાન કર.
અહો! સમ્યગ્જ્ઞાન અપૂર્વ ચીજ છે; તે જ સર્વ કલ્યાણનું મૂળ છે, તેના વગર
કિંચિત્ કલ્યાણ થતું નથી. એક ક્ષણ પણ નિર્વિકલ્પ ચિદાનંદ આત્માના અનુભવ સહિત
સમ્યગ્જ્ઞાન કરે તો કલ્યાણ થાય. તેની પ્રાપ્તિ પોતાથી થાય છે, બીજા પાસેથી થતી નથી.
દેવ–ગુરુ–શાસ્ત્ર એમ કહે છે કે હે જીવ! તારે માટે અમે પરદ્રવ્ય છીએ; અમારી
સન્મુખતાથી તને સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ નહિ થાય, પણ તારા પોતાના લક્ષે જ તને
સમ્યગ્દર્શનાદિ થશે, માટે રાગની ને પરાશ્રયની બુદ્ધિ છોડ. પરલક્ષ છોડીને પોતામાં
પુણ્યપાપથી પાર એવા શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની રુચિ કર. બાહ્યપદાર્થો તો ક્્યાંય
રહ્યા, પોતામાં રહેલા ગુણના ભેદનો વિકલ્પ પણ જેમાં નથી–એવું સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાન છે તે અપૂર્વ ચીજ છે. તેના વગર પૂર્વે બીજું બધું જીવે કર્યું, પણ પોતાના સ્વરૂપનું

PDF/HTML Page 27 of 45
single page version

background image
: ર૪ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
સાચું શ્રવણ–રુચિ–આદર ને અનુભવ કદી ન કર્યો; માટે હવે જાગીને તું આત્માની
ઓળખાણ કર એમ સંતોનો ઉપદેશ છે. પોતાનું પરમાત્મસ્વરૂપ અનંત શાંતરસથી
ભરેલું છે, તેમાં ગુણ–ગુણીભેદને પણ છોડીને અંતર્મુખ સમ્યગ્દર્શનનું આરાધન કરવું,
તેની વાત કરી. હવે તે સમ્યગ્દર્શન–પૂર્વક જ્ઞાનની આરાધનાની વાત ચાલે છે.
ગુણભેદનો વિકલ્પ સમ્યગ્દર્શનમાં કે સમ્યગ્જ્ઞાનમાં કામ કરતો નથી, સમ્યગ્દર્શનને જ્ઞાન
બંન્ને વિકલ્પોથી તો જુદા છે. અંતરમાં રાગથી જુદો પડીને ચૈતન્યસ્વભાવની
અનુભૂતિપૂર્વક સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થાય છે. ધર્મની શરૂઆતમાં જ આવા
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન હોય છે, અને અનંતાનુબંધીના અભાવથી પ્રગટેલો
સમયક્ચારિત્રનો અંશ પણ હોય છે, તેને સ્વરૂપાચરણ કહેવાય છે. ચોથા ગુણસ્થાનથી
જીવને આવી ધર્મની શરૂઆત થઈ ગઈ અને તે મોક્ષના માર્ગમાં ચાલવા માંડ્યો.
પહેલાંં સમ્યગ્દર્શન ને પછી સમ્યગ્જ્ઞાન–એવો સમયભેદ નથી, બન્ને સાથે જ છે.
જ્યાં આત્માની સમ્યક્શ્રદ્ધારૂપ દીવો થયો ત્યાં તેની સાથે જ સમ્યગ્જ્ઞાન–પ્રકાશ પ્રગટે
છે. સમ્યગ્દર્શન હોય ત્યાં સાથે મુનિદશા હોય જ–એવો નિયમ નથી, મુનિદશા તો હોય કે
ન પણ હોય, પરંતુ સમ્યગ્જ્ઞાન તો સાથે હોય જ–એવો નિયમ છે. દર્શન સમ્યક્ થાય ને
જ્ઞાન મિથ્યા રહે એમ ન બને. જ્ઞાન ભલે ઓછું હોય પણ તે સમ્યક્ હોય છે. આમ
સમ્યગ્દર્શન ને જ્ઞાન બંને સાથે હોવા છતાં તે બંનેમાં લક્ષણભેદ વગેરેથી અંતર પણ છે,
એમ જાણીને જ્ઞાનનું પણ આરાધન કરો. સમ્યગ્જ્ઞાન છે તે સમ્યગ્દર્શનની સાથે જ શરૂ
થાય છે. પણ સમ્યગ્દર્શનની સાથે જ તે પૂરું થઈ જતું નથી માટે તેનું જુદું
આરાધન કરવું.
બંને સાથે હોવા છતાં તેમાં સમ્યગ્દર્શન કારણ છે, ને સમ્યગ્જ્ઞાન કાર્ય છે–એમ
તેમાં કારણ–કાર્યનો વ્યવહાર કરવામાં આવે છે. નિજાનંદસ્વરૂપનો અનુભવ ને પ્રતીત
થઈ ત્યાં જ્ઞાન પણ સમ્યક્ થયું. જુઓ, સમ્યગ્દર્શનનું કાર્ય સમ્યગ્જ્ઞાન કહ્યું; તેમાં
સમ્યગ્દર્શનની પ્રધાનતા બતાવવા તેને કારણ કહ્યું. આ કારણ–કાર્યમાં પહેલાંં કારણ ને
પછી કાર્ય–એમ નથી, બંને સાથે જ છે.
આત્મા પોતે શું ચીજ છે તેને તો જાણી નહિ, અને તેના વગર ભક્તિ–વ્રત–દાન–
પૂજા વગેરે કર્યાં, તેનાથી પુણ્ય બાંધીને સ્વર્ગમાં ગયો ને પાછો ચાર ગતિમાં રખડ્યો.
સમ્યગ્દર્શન વગર આત્માનો લાભ ન થયો ને ભવનો આરો ન આવ્યો. આ

PDF/HTML Page 28 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : રપ :
તો જેનાથી ભવનો આરો આવે ને મોક્ષનું સુખ મળે એવા સમ્યગ્દર્શનને સમ્યગ્જ્ઞાનની
વાત છે. આત્મદર્શનને આત્મજ્ઞાન વગર ત્રણકાળ ત્રણલોકમાં ક્્યાંય સુખ મળે નહીં;
ભલે પુણ્ય કરીને સ્વર્ગે જાય તોપણ ત્યાંય લેશમાત્ર સુખ નથી. જીવે પુણ્ય–પાપ કર્યાં તે
તો અનાદિની ચાલે છે, તે કાંઈ નવું નથી. આત્માના જ્ઞાનવડે મિથ્યાત્વનો અભાવ થાય
તે અપૂર્વ મોક્ષમાર્ગની ચાલ છે. જુઓ, સમ્યગ્જ્ઞાનને સમ્યગ્દર્શનનું કાય કહ્યું પણ તેને
શુભરાગનું કાર્ય ન કહ્યું. રાગ કરતાં–કરતાં સમ્યગ્જ્ઞાન થઈ જશે–એમ નથી, કેમકે
સમ્યગ્દર્શન કે સમ્યગ્જ્ઞાન તે કાંઈ રાગનું કાર્ય નથી.
સમ્યગ્દર્શનનું લક્ષણ ‘શ્રદ્ધા;’ સમ્યગ્જ્ઞાનનું લક્ષણ જાણવું.
સમ્યગ્દર્શન તે કારણ; સમ્યગ્જ્ઞાન તે કાર્ય.
–એમ બે પ્રકારે લક્ષણથી જુદાપણું બતાવ્યું તેમાં કાંઈ બાધા નથી. જેમ દીવો
અને પ્રકાશ બંને એકસાથે થાય છે છતાં ત્યાં દીપકના કારણે અજવાળું થયું– એમ
કહેવાય છે, તેમ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન એકસાથે થતા હોવા છતાં તેમનામાં કારણ
કાર્યપણું કહી શકાય છે. જુઓ, બંને પર્યાયો એકસાથે હોવા છતાં તેમાં કારણ–કાર્યપણું
કહ્યું, શ્રદ્ધાને મુખ્ય બતાવવા તેને કારણ કહ્યું ને જ્ઞાનને કાર્ય કહ્યું. આ કારણ–કાર્ય બન્ને
શુદ્ધ છે. તેમાં વચ્ચે ક્્યાંય રાગ ન આવ્યો. રાગ કે દેહાદિની ક્રિયામાં તો સમ્યગ્જ્ઞાનના
કારણનો ઉપચાર પણ આવતો નથી.
પૂર્વપર્યાય કારણ ને ઉત્તરપર્યાય કાર્ય–એમ પણ કહેવાય,
–જેમકે મોક્ષમાર્ગ તે કારણ ને મોક્ષ તે કાર્ય.
અનેક વર્તમાનપર્યાયોમાં એક કારણને બીજું કાર્ય–એમ પણ કહેવાય,
–જેમકે સમ્યગ્જ્ઞાન તે કારણ ને સુખ કાર્ય.
દ્રવ્ય કારણ ને પર્યાય કાર્ય–એમ પણ કહેવાય,
–જેમકે સમ્યગ્દર્શનનું કારણ શુદ્ધભૂતાર્થ આત્મા.
–એમ અનેક પ્રકારે વિવક્ષાથી કારણ–કાર્યના ભેદ પડે છે તેને જેમ છે તેમ
જાણવા જોઈએ. કારણ–કાર્યને એકાંત અભેદ માનવા, કે એકાંત જુદા આગળ–પાછળ
માનવા–તે સાચું નથી. અજ્ઞાની સાચા કારણ–કાર્યને જાણતો નથી ને બીજા વિપરીત
કારણને માને છે, અથવા તો એકના કારણ–કાર્યને બીજામાં ભેળસેળ કરીને માને છે,
તેને જ્ઞાનમાં કારણ કાર્યનો વિપર્યાસ છે એટલે કે મિથ્યાજ્ઞાન છે. મિથ્યાજ્ઞાનમાં ત્રણ
દોષ કહ્યા છે– કારણ

PDF/HTML Page 29 of 45
single page version

background image
: ર૬ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
વિપરીતતા, સ્વરૂપ–વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા.
આત્મા છે એમ માને પણ તેની પર્યાયનું કારણ પરદ્રવ્ય છે એમ માને, અથવા
આત્મા બીજાના કાર્યનું કારણ છે– એમ માને, અથવા આત્માની મોક્ષ દશાનું
કારણ રાગ છે એમ માને, તો તેને કારણવિપરીતતા છે, સાચું જ્ઞાન નથી.
આત્મા છે એમ તો કહે પણ ઈશ્વરે તેને બનાવ્યો છે એમ માને, અથવા પૃથ્વી
વગેરે પંચભૂતના સંયોગથી આત્મા બન્યો છે એમ માને, અથવા સર્વવ્યાપક
બ્રહ્મ માને, જુદું સ્વતંત્ર અસ્તિત્વ ન માને, તો તેને સ્વરૂપ–વિપરીતતા છે, એટલે
સાચું જ્ઞાન નથી.
ગુણ અને ગુણીનો સર્વથા ભેદ માને, કે સર્વથા અભેદ માને તો તેને ભેદાભેદ
વિપરીતતા છે. અથવા બીજા બ્રહ્મ સાથે આ આત્માને અભેદ માનવો, કે જ્ઞાનને
આત્માથી જુદું માનવું તે પણ વિપરીતતા છે, તેને વસ્તુનું સાચું જ્ઞાન નથી.
આ પ્રમાણે અજ્ઞાની જે કાંઈ જાણે છે તેમાં તેને કોઈને કોઈ પ્રકારે વિપરીતતા
હોવાથી તેનું બધુંય જાણપણું મિથ્યાજ્ઞાન જ છે, મોક્ષને સાધવા માટે તે કાર્યકારી
થતું નથી.
જ્ઞાનમાં મિથ્યાશ્રદ્ધાને કારણે જ મિથ્યાપણું છે કે જ્ઞાનમાં પોતામાં કાંઈ દોષ છે?
એવા પ્રશ્નના ઉત્તરમાં પં. ટોડરમલજી કહે છે કે, અજ્ઞાનીને જ્ઞાનમાં પણ ભૂલ છે; કેમકે
જ્ઞાનમાં જાણપણું હોવા છતાં તે જ્ઞાન પોતાના સ્વપ્રયોજનને સાધતું નથી, સ્વજ્ઞેયને
જાણવા તરફ વળતું નથી– એ તેનો દોષ છે. અજ્ઞાની અપ્રયોજનભૂત પદાર્થોને
જાણવામાં તો જ્ઞાનને પ્રવર્તાવે છે પણ જેનાથી પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે એવા
આત્માનું જ્ઞાન તથા સ્વ–પરનું ભેદજ્ઞાન તો તે કરતો નથી, માટે તેને જ્ઞાનમાં પણ ભૂલ
છે. મોક્ષના હેતુભૂત સ્તત્ત્વને જાણવારૂપ પ્રયોજનને સાધતું ન હોવાથી તે જ્ઞાન મિથ્યા
છે. ભગવાનના માર્ગઅનુસાર જીવાદિતત્ત્વોનું સ્વરૂપ બરાબર ઓળખતાં અજ્ઞાન ટળે છે
ને સાચું જ્ઞાન થાય છે; સાચું જ્ઞાન તે પરમ અમૃત છે, અમૃત એવા મોક્ષસુખનું તે કારણ
છે. માટે હે ભવ્ય જીવો! તમે આવા સમ્યગ્જ્ઞાનનું સેવન કરો.
સમ્યગ્દર્શન સાથેનું જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ જેવો છે
તેવો સ્વસંવેદનપૂર્વક અતીન્દ્રિયજ્ઞાનથી જાણે છે. સમ્યગ્દર્શન સાથેના સમ્યગ્જ્ઞાનમાં અંશે
અતીન્દ્રિયપણું થયું છે. આવું સમ્યગ્જ્ઞાન તે મોક્ષમાર્ગનું બીજું રત્ન છે. ઉપયોગ
શુદ્ધાત્મા–સન્મુખ વળતાં આ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન બંને રત્નો એકસાથે

PDF/HTML Page 30 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ર૭ :
પ્રગટે છે; અને તે જ વખતે અનંતાનુબંધી કષાયોના અભાવથી સ્વરૂપાચરણ પણ થાય
છે– આવો મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન થતાં ચોથા ગુણસ્થાને શરૂ થાય છે. સિદ્ધપ્રભુના
આનંદનો નમુનો ચાખતું સમ્યગ્દર્શન પ્રગટ્યું ત્યાં એકસાથે અનંતગુણમાં નિર્મળ કાર્ય
થવા માંડ્યું છે.
શ્રદ્ધાગુણની શુદ્ધપર્યાય તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન તે કાંઈ ત્રિકાળી ગુણ
નથી, શ્રદ્ધાગુણ ત્રિકાળ છે તેની સમ્યક્પર્યાય થઈ તે સમ્યગ્દર્શન છે, ને તેમાં મિથ્યાત્વ
સંબંધી દોષનો અભાવ હોવાથી તે સમ્યગ્દર્શનને ‘ગુણ’ કહેવાય છે. મિથ્યાત્વ તે
મલિનતા ને દોષ છે, તેની સામે સમ્યગ્દર્શન તે પવિત્ર ગુણ છે, તેમાં શુદ્ધતા છે,
નિર્મળતા છે તેથી તેને ગુણ કહ્યો. તેમાં અભેદ આત્માની નિર્વિકલ્પ પ્રતીત છે, તે
મોક્ષપુરીમાં પ્રવેશવાનો દરવાજો છે.
સમ્યગ્જ્ઞાન તે જ્ઞાનગુણની પર્યાય છે. ચોથા ગુણસ્થાને આત્માનું અનુભવજ્ઞાન
થયું ત્યારથી સમ્યગ્જ્ઞાન શરૂ થયું, પણ તે એક સાથે પૂરૂં ન થાય; કેવળજ્ઞાન થાય ત્યારે
પૂરું થાય. સમ્યગ્જ્ઞાન સ્વ–પરને, ભેદ–અભેદને, શુદ્ધ–અશુદ્ધને, બધાયને જેમ છે તેમ
જાણીને પોતાના આત્માને પરભાવોથી ભિન્ન સાધે છે.
હું શુદ્ધ પરિપૂર્ણ અભેદ એક ભૂતાર્થ આનંદમય ચૈતન્યતત્ત્વ છું–એવા
સ્વસંવેદનપૂર્વક સમ્યગ્દ્રષ્ટિજીવ આત્માની માન્યતા કરે છે. સમ્યગ્દર્શનમાં પોતાના આવા
આત્માનો સ્વીકાર છે. સમ્યગ્દર્શનપર્યાયમાં સ્વસન્મુખતા છે, સમ્યગ્દર્શનમાં
પરસન્મુખતા નથી. શું પર સામે જોયે સમ્યગ્દર્શન થાય છે? –ના; કોઈ પરની સામે
જોયેથી (દેવ–ગુરુની સન્મુખતાથી પણ) સમ્યગ્દર્શન થતું નથી. પોતાના ભૂતાર્થ
આત્માની સન્મુખતાથી જ સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન–પર્યાય શ્રદ્ધા ગુણની છે, ને
શ્રદ્ધાગુણ આત્માનો છે, તો આત્માની સન્મુખ થયા વગર સમ્યગ્દર્શન પર્યાય ક્્યાંથી
થશે? શ્રદ્ધાગુણ ને તેની સમ્યગ્દર્શનપર્યાય તે તો આત્માનું નિજસ્વરૂપ છે; તે
નિજસ્વરૂપની સન્મુખ થતાં તે પોતે શ્રદ્ધાગુણની નિર્મળપર્યાયરૂપે પરિણમે છે. આ
જીવનો શ્રદ્ધાગુણ કાંઈ બીજા કોઈ દેવ–ગુરુ–શાસ્ત્ર પાસે નથી, – કે તેમાંથી
સમ્યગ્દર્શનપર્યાય આવે! શ્રદ્ધાગુણ જ્યાં હોય ત્યાંથી તેની સમ્યગ્દર્શનપર્યાય આવે.
શ્રદ્ધાગુણ આત્મવસ્તુનો છે તેની અખંડ પ્રતીત વડે સમ્યક્ત્વરૂપ શુદ્ધપર્યાય પ્રગટે છે.
સમ્યક્ત્વની જેમ બધા ગુણોની શુદ્ધપર્યાયો પણ સ્વાશ્રયે પ્રગટે છે–એમ સમજી લેવું.

PDF/HTML Page 31 of 45
single page version

background image
: ર૮ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
શું આત્માનો કોઈ ગુણ રાગમાં છે? – ના;
–તો રાગની સન્મુખતાથી કોઈ ગુણ પ્રગટે નહિ.
શું આત્માનો કોઈ ગુણ નિમિત્તમાં છે? – ના;
–તો નિમિત્તની સન્મુખતાથી કોઈ ગુણ પ્રગટે નહિ.
શું આ આત્માનો કોઈ ગુણ દેવ–ગુરુ–શાસ્ત્ર પાસે છે? –ના;
–તો તેમની સન્મુખતાથી કોઈ ગુણ પ્રગટે નહીં.
ભગવાન આત્માના સર્વે ગુણો પોતામાં જ છે, બીજે ક્યાંય નથી; માટે આત્માની
પોતાની સામે જોયે જ સર્વે ગુણો પ્રગટે છે, પર સામે જોયે કોઈ ગુણ પ્રગટતો નથી.
ત્રિકાળી ગુણસ્વભાવ પોતામાં છે તેની સન્મુખ થતાં જ સમ્યગ્દર્શન થયું, સમ્યગ્જ્ઞાન
થયું, આનંદ પણ થયો, ને અનંતગુણની નિર્મળતાના વેદનસહિત મોક્ષમાર્ગ ખૂલી
ગયો... પોતાનું આનંદમય સ્વઘર જીવે દેખી લીધું.
હે ભાઈ! આ તારા નિજઘરની વાત છે. તારા સ્વઘરની વાત તું હોંશથી સાંભળ.
અનાદિથી રાગાદિ પરઘરને જ પોતાનું માન્યું હતું; અહીં સર્વજ્ઞ પરમાત્મા અને સંતો
તને તારું સ્વઘર બતાવે છે, ને અંતરમાં મોક્ષના દરવાજા ખુલી જાય છે. સમ્યગ્દર્શન તો
ધર્મનો મૂળ એકડો છે, તેને ભૂલીને જીવ જે કાંઈ કરે તેનાથી જન્મ–મરણના આરા નહિ
આવે. માટે, જે અનંતકાળમાં પૂર્વે નથી કરેલ અને જે પ્રગટ કરતાં જ જન્મ–મરણનો
અંત આવીને મોક્ષ તરફનું પરિણમન શરૂ થઈ જાય છે. –એવું સમ્યગ્દર્શન શીઘ્ર
આરાધવા યોગ્ય છે. તે સમ્યગ્દર્શન સહિત સમ્યગ્જ્ઞાનની વિશેષ આરાધનાનું વર્ણન
ચાલે છે.
સમવસરણની વચ્ચે ગણધરો અને સો ઈંદ્રોની ઉપસ્થિતિમાં સર્વજ્ઞવીતરાગ
ભગવાનની દિવ્યવાણી છૂટતી હતી, ગણધર ભગવંતો તે ઝીલતા હતા; તે ઝીલીને
ગણધરોએ તેમ જ કુંદકુંદાચાર્ય વગેરે વીતરાગી સંતોએ જે સમયસારાદિ પરમાગમો
રચ્યા, તેની જ પરંપરા જૈનમાર્ગમાં ચાલી રહી છે; તેને અનુસરીને જ પં. દૌલત
રામજીએ આ છઢાળાની રચના કરી છે. તેમાં કહે છે કે હે જીવ! તારા સમ્યગ્દર્શન–જ્ઞાન–
આનંદ વગેરેની ખાણ જડમાં નથી, રાગમાં નથી, વિકલ્પમાં નથી, તારા આત્માનો
શ્રદ્ધાગુણ જ તારા સમ્યગ્દર્શનની ખાણ છે, તારો જ્ઞાનગુણ જ તારા જ્ઞાનની ખાણ છે,
તારો આનંદગુણ જ મહાઆનંદની ખાણ છે; અનંતગુણની ખાણ તારા આત્મામાં છે,
આવા આત્માની સન્મુખ થતાં આત્માના શ્રદ્ધા વગેરે અનંતગુણોનું સમ્યક્

PDF/HTML Page 32 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ર૯ :
પરિણમન થયું તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન વગેરે છે. જ્યાં જે વસ્તુની ખાણ ભરી હોય
તેમાંથી તે નીકળે; કુવામાં પાણી હોય તો બહાર આવે; તેમ સમ્યગ્દર્શનની ખાણ ક્યાં
છે? સમ્યગ્દર્શનની ખાણ આત્મા છે. અનંત ગુણની ખાણ આત્મા છે. સમ્યગ્દર્શન
વગેરેની પ્રાપ્તિ માટે પોતાના આત્મા સિવાય બીજે ક્યાંય જવું પડે તેમ નથી.
સમ્યગ્દર્શનની ધ્રુવ ખાણ એવો આત્મસ્વભાવ તેનો સ્વીકાર કરતાં જ સમ્યગ્દર્શન થાય
છે, બીજો કોઈ ઉપાય છે જ નહિ. સમ્યગ્જ્ઞાન વગેરેની પણ આ જ રીત છે શુદ્ધાત્માની
સન્મુખતામાં વચ્ચે બીજા કોઈનું કે રાગાદિનું આલંબન છે જ નહીં. આખોય મોક્ષમાર્ગ
એકલા આત્માના જ આશ્રયે છે.
જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તેમાં કેવળજ્ઞાન ભર્યું છે; રાગની ભેળસેળ વગરનું એકલું
શુદ્ધ જ્ઞાન તે આત્માનું સ્વરૂપ છે. આવા આત્માને જાણતાં આનંદરસથી ભરેલું
સમ્યગ્જ્ઞાન પ્રગટે છે. સમ્યગ્દર્શન સાથે આવું સમ્યગ્જ્ઞાન સદાય હોય છે. ભગવાન
આત્માના શ્રદ્ધાગુણની સમ્યગ્દર્શનપર્યાય જ્ઞાન–આનંદ ને શાંતિના અપૂર્વ વેદન સહિત
પ્રગટે છે. જીવાદિ સાત તત્ત્વો અને તેમાં પરથી ભિન્ન પોતાનો શુદ્ધાત્મા તેને સમ્યગ્દ્રષ્ટિ
જાણે છે ને તેની શ્રદ્ધા કરે છે. સામાન્ય અને વિશેષ બન્નેની વિપરીતતા રહિત પ્રતીત
સમ્યગ્દ્રષ્ટિને છે. એકલું સામાન્ય માને, વિશેષને ન માને, અથવા એકલું વિશેષ માને,
સામાન્યને ન માને, તો તત્ત્વશ્રદ્ધા સાચી થતી નથી. વસ્તુ પોતે સામાન્ય–વિશેષ સ્વરૂપ
છે, તેને વિપરીતતા વગર જેમ છે તેમ જાણીને શ્રદ્ધા કરવી જોઈએ. ધર્મીને શ્રદ્ધા–જ્ઞાનમાં
વિપરીતતા નથી કે સંશયાદિ દોષ નથી. અમારા આત્માને અમે જાણ્યો કે નહીં, અમને
સમ્યગ્દર્શન હશે કે નહીં, અમને અનુભવ થયો તે સાચો હશે કે નહીં! આવો સંશય
ધર્માત્માને હોતો નથી. જ્યાં એવો સંશય હોય ત્યાં તો અજ્ઞાન છે. ધર્મી તો પોતાની
દશાને નિઃશંક જાણે છે કે અપૂર્વ આનંદના વેદનસહિત અમને સમ્યગ્દર્શન થયું છે,
આત્માની સ્વાનુભૂતિ થઈ છે, સર્વજ્ઞદેવે જેવો આત્મા જાણ્યો તેવો જ અમારો આત્મા
અમે અનુભવસહિત જાણ્યો છે; તેમાં હવે કોઈ શંકા નથી. આવા શ્રદ્ધા–જ્ઞાનવડે
મોક્ષમાર્ગની આરાધના થાય છે. આત્માના શ્રદ્ધા–જ્ઞાન વગર કોઈ જીવ ભલે દ્રવ્યલિંગી
સાધુ થાય પણ અંદર તેને સંશયાદિ દોષ રહ્યા જ કરે છે. જ્યાં સમ્યગ્જ્ઞાન ત્યાં
આત્માનો સંશય નહીં, અને જ્યાં આત્માનો સંશય ત્યાં સમ્યગ્જ્ઞાન નહીં. ‘જ્યાં શંકા
ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ. ’ જ્ઞાની જીવો આત્મસ્વરૂપમાં નિઃશંકિત
હોય છે અને તેથી મરણાદિના ભયરહિત નિર્ભય હોય છે.

PDF/HTML Page 33 of 45
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
પરમાગમમંદિરમાં જિનબિંબ પ્રતિષ્ઠાનું મંગલ મુહૂર્ત
વીર નિર્વાણ સંવત રપ૦૦ ફાગણ સુદ ૧૩
આપણે સૌ ખૂબ આતૂરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા તે સોનગઢના
પરમાગમ–મંદિરમાં વીરનાથ ભગવાનની તથા વીતરાગી શ્રુતની મહા મંગલ
પ્રતિષ્ઠાનું ઉત્તમ મંગલ મુહૂર્ત વીરનિર્વાણ સંવત રપ૦૦ ના ફાગણ સુદ તેરસનું
આવેલ છે. એકકોર વીરપ્રભુના મોક્ષગમનનું બરાબર અઢીહજારમું વર્ષ ચાલતું હશે
ને સોનગઢમાં વીરનાથપ્રભુના પંચકલ્યાણક થતા હશે. અત્યંત મનોજ્ઞ અને
સૌરાષ્ટ્રના જિનબિંબોમાં સૌથી મોટા એવા વીરનાથ પ્રભુ વેલાવેલા સોનગઢ
પધારશે, સાથે ભારતના ધર્મધૂરંધર સંત કુંદકુંદપ્રભુ, અમૃતચંદ્રસ્વામી,
પદ્મપ્રભસ્વામી અને ઘણાય સંતો પધારશે, પરમાગમમંદિર તો જાણે આપણને
જિનવાણી સંભળાવતું હોય! એમ સર્વત્ર જિનવાણીથી ભરેલું છે,
પરમાગમમંદિરમાં તો બસ, જ્યાં જુઓ ત્યાં ચારેકોર વીતરાગ સંતો ને વીતરાગી
જિનવાણી જ નજરે પડશે. આવા અજોડ પરમાગમમંદિરનો મહોત્સવ નજીક આવી
રહ્યો છે... ગુરુદેવને પણ ખૂબ ઉમંગ છે... મુમુક્ષુજનો પણ હૈયામાં એનું રટણ કરી
રહ્યા છે: પધારો મહાવીરપ્રભુ! પધારો કુંદકુંદપ્રભુ! પધારો જિનવાણી માતા!
મંગલ વધાઈ! મંગલ સ્વાગત!
ગુલાબની સાથે કાંટા હોય–તેથી કાંઈ ગુલાબ પોતાના
ગુલાબી સ્વભાવને છોડતું નથી, તેમ લાખ સંકટના કંટકની
વચ્ચે પણ મુમુક્ષુ પોતાની મોક્ષસાધનાને છોડતો નથી.

PDF/HTML Page 34 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૩૧ :
આત્મધર્મ–પ્રચાર તથા બાલવિભાગ માટે આવેલ રકમોની યાદી
રપ હરગોવિંદ ઉજમશી ગોપાણી બોટાદ ૧પ પ્રદીપકુમાર છબીલદાસ વારીઆ રાજકોટ
પ૧ ભરતકુમાર હિંમતલાલ ઝોબાલીઆ સોનગઢ રપ હેમકુંવરબેન નરભેરામ કામાણી જમશેદપુર
રપ મરઘાબેન મણિલાલ શાહ સોનગઢ પ૧ મંછાબેન જયંતિલાલ ભાયાણી લાઠી
ર૧ કાંતાબેન હિંમતલાલ વીરમગામ રપ સ્વ. જયોત્સ્નાબેન શરદચંદ મુંબઈ
રપ કોકિલાબેન ધીરજલાલ વડોદરા ર૧ વિલાસબેન ચંદ્રકાન્ત ડગલી વીંછીયા
રપ તારામતીબેન કપૂરચંદ નંદરબાર રપ નટવરલાલ કેશવલાલ
૩૧ મંગળદાસ કેશવલાલ સંઘવી અમદાવાદ ૧૦૧ રંગુલાલજી દિલ્હીવાળા દિલ્હી
ર૧ ઝનકારીબેન ખેમરાજજી ખૈરાગઢ ૧૧ ત્રિકમલાલ કાળીદાસ અજમેરા દામનગર
રપ ગુલાબચંદ ભગવાનજી હેમાણી પ૧ છોટાલાલ ડામરભાઈશાહ સોનગઢ
રપ ખેમરાજ દુલીચંદ જૈન ખૈરાગઢ રપ૧ ભોગીલાલ પ્રેમચંદ વડોદરા
૧પ સવિતાબેન નૌતમલાલ રાજકોટ રપ અમરચંદ ન્યાલચંદ વાંકાનેર
રર રાજેશ, નલિન, આલોક તથા પ્રદીપ મુંબઈ ર૧ મંગળાબેન લાભશંકર મહેતા –
(તા. ર–૧૦–૭૩ સુધી)
[આ ઉપરાંત પચીસ ગ્રાહકોને આત્મધર્મ ભેટ મોકલવા માટે રૂા. ૧૦૦) પાલનપુરવાળા ભાઈશ્રી
ચીમનલાલ વેલચંદ તરફથી આવ્યા છે.]
* રાજકોટના ભાઈશ્રી માસ્તર હીરાચંદ ભાઈચંદ પારેખ (તેઓ બ્ર. ઈચ્છાબેન વગેરેના
પિતાજી) શ્રાવણ વદ અમાસના રોજ પક્ષઘાતની બિમારીથી રાજકોટ મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ભદ્રિક હતા ને ઘણા વર્ષોથી અવારનવાર સોનગઢ રહીને
સત્સંગનો લાભ લેતા હતા.
* જોરાવરનગરના ભાઈશ્રી કસ્તુરચંદ પ્રાણજીવનદાસ દોઢીવાલા ભાદરવા વદ ૧૪ ના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ઘણા વર્ષોથી ગુરુદેવના પરિચયમાં આવ્યા હતા.
* શ્રીમતી નન્નીદેવી (તેઓ દિલ્હીવાળા પ્રેમચંદજી જૈનના માતુશ્રી) ઉ. વર્ષ ૮૦
તા. ૧–૯–૭૩ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેમણે એક વર્ષ સોનગઢ રહીને લાભ
લીધો હતો.
સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવગુરુધર્મના શરણે આત્મહિત પામો.

PDF/HTML Page 35 of 45
single page version

background image
: ૩ર : આત્મધર્મ : આસો ર૪૯૯ :
આ પંદર દિવસ પછી દિવાળીએ ભગવાન મહાવીર મોક્ષપધાર્યાનું રપ૦૦ મું વર્ષ
બેસશે; અને પછીના વર્ષે ઈ. સ. ૧૯૭૪ ની દીવાળીએ અઢી હજાર વર્ષ પૂરા થશે. ત્યારથી
શરૂ કરીને તે આખું વર્ષ વીરનાથના મોક્ષગમનની પાવન સ્મૃતિરૂપે સમસ્ત ભારતના
જૈનો એકમેકના સહકારપૂર્વક આનંદથી ઊજવીશું– તે યોગ્ય જ છે. વીરનાથના શાસનમાં
આપણે આવ્યા, ને વીરપ્રભુની અઢી હજારમી મોક્ષજયંતિ આપણા જ જીવનકાળમાં
ઊજવવાનું સૌભાગ્ય મળ્‌યું, તો આવા સુયોગ વખતે સમસ્ત જૈનસમાજ જાગૃત બને ને
વીરપ્રભુના વીતરાગમાર્ગને ઓળખીને તેનો પ્રચાર કરે તે પ્રશંસનીય છે. જયપુરમાં,
ફતેપુરમાં તેમ જ સોનગઢમાં પણ આ સંબંધી આશીર્વાદ રૂપે પૂ. ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીએ કહ્યું હતું કે–
“બધા જૈનોએ ભેગા થઈને આનંદથી ભગવાનના નિર્વાણનો ઉત્સવ કરવો તે
સારું છે; તે જૈનધર્મની પ્રસિદ્ધિનું અને પ્રભાવનાનું કારણ છે. તેમાં મતભેદ ભૂલીને
સૌએ સાથ આપવો જોઈએ. જૈનના બધા સંપ્રદાયોએ મળીને ભગવાન મહાવીરના
માર્ગની પ્રસિદ્ધિ થાય તે કરવા જેવું છે; તેમાં કોઈએ વિરોધ કરવો ન જોઈએ. અરસ–
પરસ કોઈ જાતના કલેશ વગર સૌ સાથે મળીને મહાવીર ભગવાનનો ઉત્સવ થાય તે
સારી વાત છે. મહાવીર ભગવાનના વીતરાગમાર્ગમાં પરસ્પર કલેશ થાય–એવું
કોઈએ કરવું જોઈએ નહીં. જૈનોની સંખ્યા બીજા કરતાં ભલે થોડી હોય પણ
જૈનસમાજની શોભા વધે, દુનિયામાં તેનો મહિમા પ્રસિદ્ધ થાય ને ભગવાનના
ઉપદેશની પ્રભાવના વધે–તેમ કરવું જોઈએ.”
ધાર્મિક સિદ્ધાંતમાં કેટલોક ભેદ હોવા છતાં, સમસ્ત જૈનો પરસ્પર સંપ સહકારપૂર્વક
મૈત્રીભાવે આનંદથી રહી શકે છે. સમાજમાં ક્યાંય વેરઝેર ન હોય ને જેટલો બની શકે
તેટલો સહકાર આપીને વીરનાથના મોક્ષમહોત્સવને સૌ સાથે મળીને શોભાવીએ.. ને
વીરપ્રભુએ દેખાડેલા મુક્તિમાર્ગને સાધીને આત્મહિત કરીએ, તે પ્રશંસનીય છે. આપણા
મહાવીર પ્રભુના મોક્ષનો મહાન ઉત્સવ આપણે સૌ જૈનો જરૂર ઉજવીએ. આપણા પ્રભુનો
મહોત્સવ આપણે નહિ ઉજવીએ તો કોણ ઉજવશે?

PDF/HTML Page 36 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૩૩ :
જેમને જૈનતત્ત્વનું જ્ઞાન નથી કે વીરનાથની ઓળખાણ નથી–એવા જૈનેતરો દ્વારા આ
ઉત્સવનું નેતૃત્વ થાય તે ભલે આપણને ન ગમે, પરદેશમાં પ્રચારની મોટી મોટી વાતોમાં
પણ આપણને રસ ન હોય, –એ પણ ઠીક છે. પરદેશમાં પ્રચારની કે જૈનેતરોમાં
ધર્મપ્રચારની મોટી યોજનાઓ કરવા કરતાં, આપણા ભારતમાં, ગામેગામમાં આપણા
જૈનસમાજના ઘરઘરમાં, વૃદ્ધ–યુવાન કે બાળક સૌને ધર્મના ઉત્તમ સંસ્કારો મળી રહે,
આખા ભારતના જૈનસમાજમાં પરસ્પર પ્રેમ–વાત્સલ્યનું વાતાવરણ ફેલાય, અત્યાર
સુધીમાં અણઉકેલ્યા રહેલા તીર્થ વગેરે સંબંધી મતભેદો પરસ્પર અત્યંત ડહાપણ પૂર્વક
કાયમ માટે ઉકેલી નાંખીએ, ને વીરપ્રભુની છાયામાં શાંતિ અને તત્ત્વજ્ઞાનસહિત સૌ
વીરનાથના મંગલ મુક્તિમાર્ગે આગેકૂચ કરીએ, –એ જરૂર કરવા જેવું છે, ને તેમાં સમસ્ત
જૈન–સમાજ નિઃશંકપણે એકમત છે.
આપણા સમાજનું કોઈપણ બાળક તત્ત્વજ્ઞાન વગરનું ન હોય, જૈન દેવ–ગુરુ–ધર્મ
સિવાય બીજા તરફ તેનું આકર્ષણ ન થાય, –ને તેનું આચરણ પણ જૈનને શોભે તેવું ઉત્તમ
હોય, – એવા ઉત્તમ સંસ્કારની રેલમછેલ દ્વારા વીરપ્રભુના નિર્વાણ મહોત્સવને જરૂર
ઊજવીએ. સમસ્ત જૈનપત્રકારો દ્રઢ નિશ્ચય કરીએ કે સમાજમાં ક્યાંય વેર વિરોધ ફેલાય,
કે કોઈની વ્યકિતગત લાગણી દુભાય–એવા કોઈ લખાણો પ્રસિદ્ધ નહિ કરીએ. સંપ–સહકાર
વધારીને સૌ આનંદથી એકબીજાની નજીક આવીએ અને ભારતભરમાં વીરશાસનના
જયકાર ગજાવીએ.
जैनं जयतु शासनम्। जय महावीर।
–બ્ર. હરિલાલ જૈન.
ચાર વાર્તા
અરે જીવ! પરમાત્મા તારી પાસે છે,... પછી તું દુઃખી કેમ થાય
છે? પરમાત્માની હાજરીમાં દુઃખ હોય નહીં.
અંતરમાં દેખ... તારા પરમાત્મા જરાય દૂર નથી, એ પરમાત્મા
તને પરમસુખ આપી રહ્યા છે.
જેમ પારસમણિના સ્પર્શે લોઢું સોનું બની જાય છે, તેમ ચૈતન્ય
પરમાત્માના સ્પર્શે પામરતામાંથી પ્રભુતા થઈ જાય છે.
તારે સાચી શાંતિ વેદવી હોય તો રાગ અને વીતરાગતાને જુદા
રાખજે. શુભરાગને પણ વીતરાગતામાં ભેળવીશ મા. શાંતિ
વીતરાગતામાંથી આવશે... રાગમાંથી નહિ આવે.

PDF/HTML Page 37 of 45
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
[તથા વાંચકો સાથે વાતચીત અને તત્ત્વચર્ચા]
સોનગઢમાં પૂ. ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. સવારના પ્રવચનમાં ભાદરવા
વદ ત્રીજથી નિયમસારને બદલે અષ્ટપ્રાભૃત શરૂ થયું છે. બપોરે સમયસારમાં
સર્વવિશુદ્ધજ્ઞાનઅધિકાર વંચાય છે.
રાજકોટ: દિગંબર જૈનસંઘે ઉત્સાહપૂર્વક પર્યુષણપર્વ ઉજવ્યા હતા. અહીં
પાઠશાળા બહુ સુંદર ઉત્સાહથી ચાલે છે, સવાસો જેટલા બાળકો ઉત્સાહથી
ધર્મઅભ્યાસ કરે છે. પર્યુષણમાં ધાર્મિક–નાટિકાઓ વગેરે દ્વારા બાળકોએ પણ
પોતાનો ધાર્મિક–ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, ને બાળકોમાં આવા સુંદર સંસ્કાર
દેખીને સૌ પ્રભાવિત થયા હતા તથા બાળકોને ઉત્તેજન આપ્યું હતું. પર્યુષણ બાદ
સંઘના ચારસો જેટલા ભાઈ–બહેનો સોનગઢ ગુરુદેવના દર્શને આવ્યા હતા, ને
રાજકોટ પધારવા વિનતિ કરી હતી. સોનગઢમાં વર્દ્ધમાન–કુંદકુંદ–પરમાગમ–
મંદિરના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું મૂરત આવ્યા પછી વિહારસંબંધી
કાર્યક્રમ નક્કી થઈ શકે. પ્રતિષ્ઠાનું મૂરત ફાગણ માસમાં આવે તે રીતે જોવડાવેલ
છે. વૈશાખ સુદ બીજ મુંબઈમાં કરવા માટે મુંબઈથી પણ વિનતિ આવેલ છે.
દિલ્હીનું મુમુક્ષુમંડળ પણ સોનગઢ આવેલ ને વૈશાખ સુદ બીજ માટે દિલ્હી
પધારવા ગુરુદેવને વિનતિ કરી હતી. પરંતુ આવતી વૈશાખ સુદ બીજ મુંબઈમાં
થવાની ધારણા છે.
ફત્તેપુર, ચોરીવાડ તથા તલોદ (ગુજરાત) માં પર્યુષણપર્વ ઉત્સાહથી ઉજવાયા
હતા. નાનકડા ગામમાં પણ જિનમંદિર ભવ્ય છે. પાઠશાળા પણ બહુ સારી ચાલે
છે. બાળકો ઉત્સાહથી ધર્મસંસ્કાર લ્યે છે. પર્યુષણ દરમિયાન બાળકોએ
આત્મિકભાવનાવાળી સુંદર નાટિકાઓ રજુ કરી હતી. ભક્તિ–પૂજનના કાર્યક્રમો
પણ સુંદર હતા. ફત્તેપુરમાં વહેલી સવારથી આખો દિવસ દેવ–ગુરુની આરાધના
તથા શાસ્ત્રસ્વાધ્યાયના ભરચક કાર્યક્રમો રહેતા હતા. સામાયિક–ઉપવાસાદિ પણ

PDF/HTML Page 38 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૩પ :
થયા હતા. અભિષેક વગેરે ક્રિયાઓ દિવસ ઉગ્યા પછી જ થતી હતી, તે પ્રશંસનીય
છે ને દરેક ગામમાં તેમ થવું જરૂરી છે. ફત્તેપુરમાં સમવસરણ–મંદિર દર્શનીય છે.
તલોદમાં પાઠશાળા સુંદર ચાલે છે. ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ લાભ લ્યે છે.
પર્યુષણ દરમિયાન ભારતમાં વિવિધ પ્રાંતના ૭૦–૮૦ જેટલા ગામ–શહેરોના
નિમંત્રણથી સોનગઢની પ્રચારસમિતિ દ્વારા વિદ્વાનભાઈઓને મોકલવામાં
આવ્યા હતા, ને દરેક ઠેકાણે ખૂબ ઉલ્લાસપૂર્વક પર્યુષણ ઉજવાયા હતા તથા
તાત્ત્વિક પ્રવચનોનો લાભ હજારો જિજ્ઞાસુઓએ લીધો હતો. તે સંબંધી
ઉત્સાહભર્યા સમાચારો ખાસ કરીને આગ્રા, બડોત (મેરઠ), ઈંદોર, ગૌહત્તી,
દિલ્હી, તલોદ, મુંબઈ, દાદર, મલાડ, ઘાટકોપર, અમદાવાદ, રતલામ, સિદ્ધવરફૂટ,
કરહલ (મૈનપુરી), સાગર, ગુના, ખંડવા લોહારદા, ફતેપુર, હિંમતનગર,
જાંબુડી, રણાસણ, સોલાપુર, મલકાપુર, ખુરઈ, આરોંન, રતલામ, દમોહ,
દેપાલપુર, કોટા, ગુના, પિપરઈ, ઉદયપુર, રાધૌગઢ, કારંજા, ગ્વાલિયર,
મહાવીરજી, કલકત્તા વગેરે સ્થળેથી આવ્યા છે. આ ઉપરાંત બાહ, ઐતમાદપુર,
ટૂંડલા, શિકોહાબાદ, જસવંતનગર, સિરસાગંજ, કરહલ, કુરાવલી, ઈટાવા,
કરેલી, મહિદપુર, બેંગલોર, શમશાબાદ, મૌ (ભિંડ) નીમચ, શાહગઢ વગેરેથી
પણ પર્યુષણપર્વ દરમિયાન થયેલી ધર્મપ્રભાવનાના ઉત્સાહપૂર્ણ સમાચારો
આવ્યા છે.
ઘણે ઠેકાણે આસપાસના ગામોના જૈનસમાજે પણ લાભ લીધો હતો. બડોત
નાનું શહેર હોવા છતાં ત્યાં વીસહજાર ઉપરાંત દિ. જૈનોની વસ્તી છે. ગુના
શહેરમાં સિદ્ધચક્રવિધાન મહાપૂજન થયું હતું, તથા મંદિરમાં નવીન
સ્વાધ્યાયભવન બની રહ્યું છે; ને સંપૂર્ણ સમાજના સહકારથી સારી પ્રભાવના
થાય છે. મહાવીરજીમાં સોલહકારણપૂજન–વિધાનનિમિત્તે ભવ્ય આયોજન થયું હતું.
બેંગલોરના સમાચારમાં લખે છે કે પર્યુષણ પર્વ આનંદથી ઉજવાયા હતા.
ગુજરાતી–મારવાડી અને કન્નડભાઈઓએ સંયુક્તપણે ઉત્સાહથી લાભ લીધો
હતો. ગુરુદેવના પ્રતાપે ધર્મ પ્રભાવના દિન–દિન વધતી જાય છે. અહીં
જિનમંદિર, સમવસરણમંદિર તથા સ્વાધ્યાયમંદિરનું કામકાજ ચાલી રહ્યું છે.
ગુજરાતી ઉપરાંત કન્નડ ૧પ ભાઈઓ પણ વીતરાગવિજ્ઞાનની પરીક્ષામાં બેઠા
હતા. અહીં આત્મધર્મમાં ઘણી જ તત્ત્વની વાત વાંચીને ઘણો જ ઉલ્લાસ આવે
છે. દરમહિને

PDF/HTML Page 39 of 45
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : આસો ર૪૯૯ :
ગુરુદેવની તત્ત્વપ્રસાદી મળવાનું સાધન બહારગામવાળાને માત્ર એક આત્મધર્મ
જ છે. –મનહરલાલ પોપટલાલ શેઠ.
નીમચમાં અનેક મુમુક્ષુઓએ ૧૧ ઉપવાસ કર્યાં હતા. સોનગઢમાં એક મુમુક્ષુ
બહેને ૧૧ ઉપવાસ કર્યાં હતા, તથા એક મુમુક્ષુ બહેને એકાંતર ઉપવાસ દ્વારા
સોલહકારણવિધાન કર્યું હતું. જેતપુરમાં પણ એક મુમુક્ષુ બહેને ૧૧ ઉપવાસ કર્યાં
હતા. આ ઉપરાંત ઠેરઠેર રત્નત્રયવિધાન, સુંગધદશમી વગેરે નિમિત્તે ૩–પ વગેરે
ઉપવાસો પણ થયા હતા.
ઠેરઠેરથી મળેલા પર્યુષણપર્વના સમાચારો વાંચતાં જણાય છે કે– આજે
ભારતભરમાં યુવાનો પણ જાગ્યા છે ને ઉત્સાહપૂર્વક ધાર્મિકપ્રવૃત્તિમાં તેમજ
તત્ત્વજ્ઞાનમાં રસ લઈ રહ્યા છે. આ આનંદની વાત છે, અને જૈનસમાજની
ઉન્નતિ માટે આ ઉત્તમ નિશાની છે. વડીલો યુવાનોને આગળ વધવા માટે
ઉત્સાહિત કરે તે જરૂરી છે.
આત્મધર્મના ચાલુ વર્ષના ગ્રાહકોને વીતરાગવિજ્ઞાન (છહઢાળા પ્રવચન) ભાગ
૩ ભેટ અપાયેલ છે; તથા અલિંગગ્રહણ–પ્રવચનોનું પુસ્તક પણ ભેટ અપાયેલ
છે. છહઢાળા–પ્રવચન બાબતમાં ધ્રાંગધ્રાથી એડવોકેટ શ્રી કેશવલાલભાઈ લખે છે
કે– “પ્રત્યક્ષ સત્પુરુષના ભાવવાહી પ્રવચનોનું જે મહાત્મ્ય તેમાં તરી આવે છે તે
ખરેખર અદ્ભુત, અચિંત્ય, અલૌકિક અને અનુપમ છે. ધર્મનું ખરૂં કારણ
સમ્યગ્દર્શન તેનું વાસ્તવિકસ્વરૂપ સાદી પરંતુ અસરકારક ભાષામાં યથાક્રમે
સંકલિત કરેલ છે. જૈનના મોટા સમૂહમાં મૂળભૂત વસ્તુનો જે પ્રાયે લોપ થઈ
રહ્યો હતો તેને પુન: પ્રકાશમાં મૂકનાર ગુરુદેવ જયવંત વર્તો–એવી અંતરની
ઉર્મિઓ સાથે વંદન”
આ બંને ભેટપુસ્તકો આપે મેળવી લીધા હશે. ન મેળવ્યા હોય તો હજી
પણ દીવાળી સુધીની છેલ્લી તક આપીએ છીએ. –ત્યાં સુધી વીતરાગવિજ્ઞાનના
પુસ્તકના પોસ્ટેજના ૩પ પૈસા, અને અલિંગગ્રહણ–પ્રવચનના પોસ્ટેજના રપ
પૈસા મોકલીને મંગાવી લેશો. સરનામું– આત્મધર્મ કાર્યાલય, સોનગઢ, સૌરાષ્ટ્ર
(364250)
આત્મધર્મનું લવાજમ આપે ભરી દીધું? ... હા; તો આપના સગાં–સંબંધીનું
લવાજન પણ વેલાસર ભરી દેશો. કેમકે આત્મધર્મનાં અંકો મર્યાદિત છપાય છે,

PDF/HTML Page 40 of 45
single page version

background image
: આસો ર૪૯૯ : આત્મધર્મ : ૩૭ :
ને પાછળથી અંકો મેળવવાનું મુશ્કેલ પડે છે. કાગળ વગેરેની પણ હાલમાં
મુશ્કેલી છે. તો લવાજમ વેલારસ ભરી સહકાર આપશો. હજારો ગ્રાહકોએ
પોતાનું લવાજમ ભરી દીધું છે. વાર્ષિક લવાજમ ચાર રૂપિયા છે. આવતું વર્ષ
ભગવાન મહાવીરના નિર્વાણગમનનું અઢી હજારમું (રપ૦૦મું) મંગલવર્ષ છે.
સોનગઢમાં પરમાગમનો પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવવાનો છે. લવાજમ
મોકલવાનું સરનામું–આત્મધર્મ કાર્યાલય, સોનગઢ સૌરાષ્ટ્ર (
364250)
ગુરુદેવ અવારનવાર પ્રવચનમાં કહે છે કે મુમુક્ષુનું જીવન નીતિમય હોય;
રાત્રિભોજન તો જૈન નામ ધરાવનારને પણ હોવું ન જોઈએ.
રાત્રિભોજનમાં ત્રસહિંસાનું વિશેષ પાપ છે, તેથી તે છોડી દેવું જોઈએ.
આજના સીનેમામાં પણ એકલા પાપસંસ્કારનું પોષણ છે, મુમુક્ષુને તે
શોભે નહિ. તેમજ જિનમંદિરમાં રાતના ભાગમાં પૂજન–સામગ્રી
અભિષેકની ક્રિયા કરવી જોઈએ નહિ. –દરેક મુમુક્ષુએ આ વાત બરાબર
લક્ષમાં લઈને તેનો પ્રચાર કરવા જેવું છે. અરે, આવી મુમુક્ષુતા પામીને
આત્માને સાધવાનો યોગ, તેમાં તીવ્ર પાપની ને તીવ્ર આરંભની પ્રવૃત્તિ
મુમુક્ષુને કેમ શોભે? પ્રભુનું અઢી હજારમું નિર્વાણવર્ષ આવી રહ્યું છે...
મુમુક્ષુજૈનો જાગો... ને ઉત્તમ આચરણ વડે વીરમાર્ગને શોભાવો.
બાળકો, બહેનો, વડીલો, આવતા વર્ષ (અઢી હજારમી વીર નિર્વાણસંવત) માં
નીચેની પાંચ વાતો જરૂર કરો–
(૧) દરરોજ ભગવાનના દર્શન કરો.
(ર) દરરોજ કાંઈક ધાર્મિક પુસ્તક વાંચો.
(૩) સીનેમા જોવાનું સદંતર બંધ કરો.
(તેની બચત થાય તે ધાર્મિક કાર્યમાં વાપરો.)
(૪) રાત્રિભોજનનો ત્યાગ કરો. (ભલે મુંબઈમાં રહેતા હો.)
(પ) સાધર્મી ભાઈ–બહેનોને વાત્સલ્યથી અરસપરસ કંઈને કંઈ મદદ કરો.
આમાંથી તમે કેટલું કરશો તે અમને જણાવો.