Gurudevshreena Vachanamrut (Gujarati). Bol: 248-283.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 11

 

Page 134 of 181
PDF/HTML Page 161 of 208
single page version

સંયમના ભેદોમાં સંયમને ગોતવાથી સંયમની અવસ્થા પ્રગટે નહિ, પણ ‘હું આત્મા તો અભેદપણે વીતરાગ- સ્વરૂપ છું, અનંત ગુણોનો અભેદ પિંડ છું’ એવી અભેદ દ્રષ્ટિના જોરે (સ્થિરતા વધતાં) સંયમાદિ વીતરાગી પર્યાય પ્રગટે છે. ‘અસંયમનો ત્યાગ કરું તો સંયમ પ્રગટે’ એવા વિકલ્પથી સંયમ પ્રગટે નહિ પણ મારો સ્વભાવ જ કાયમ સમસ્વરૂપ છે, વીતરાગસ્વરૂપ છેએમ તેના ઉપર દ્રષ્ટિ મૂકવાથી (સ્થિરતા થતાં) સંયમ પ્રગટે છે. ગુણ-ગુણીનો ભેદ પણ વસ્તુદ્રષ્ટિનો વિષય નથી. વાસ્તવિક રીતે તો અનંત ગુણોના અભેદ પિંડરૂપ જે નિજ વસ્તુ તે જ દ્રષ્ટિનો વિષય છે. ૨૪૮.

ચંદ્ર તો પોતે સોળ કળાએ પૂર્ણ છે, તેને નિત્ય- રાહુ આડો હોય છે; રાહુ જેમ ખસતો જાય તેમ ચંદ્રની એક એક કળા ઊઘડતી જાય છે. ચંદ્રમાં બીજ, ત્રીજ, ચોથ વગેરે કળાના ભેદ પોતાથી નથી પણ રાહુના નિમિત્તની અપેક્ષાથી છે. એ રીતે જ્ઞાનસ્વરૂપ આત્મા ચંદ્ર સમાન આખો પરિપૂર્ણ છે, તેમાં પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનના ભેદની જે કળાઓ છે તે અખંડ આત્માની અપેક્ષાએ નથી, પણ નિમિત્ત એવો જે કર્મરૂપ રાહુ તેની અપેક્ષાએ છે. પુરુષાર્થ વડે તે ખસતો જાય છે તેથી સંયમની કળાના ભેદ પડે છે, પણ


Page 135 of 181
PDF/HTML Page 162 of 208
single page version

અભેદ આત્માની અપેક્ષાએ તે ભેદ પડતા નથી. તે કળાના ભેદ ઉપર દ્રષ્ટિ નહિ રાખતાં આખા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખવી તે જ કળા ઊઘડવાનું કારણ છે. ૨૪૯.

નીતિ તે કપડાં સમાન છે અને ધર્મ તે દાગીના સમાન છે. જેમ કપડાં વિના દાગીના શોભતા નથી, તેમ નીતિ વિના ધર્મ શોભા પામતો નથી. ૨૫૦.

દેવ-શાસ્ત્ર-ગુરુ એમ કહે છે કે ભાઈ! તારો મહિમા તને આવે તેમાં અમારો મહિમા આવી જાય છે. તને તારો મહિમા આવતો નથી તો તને અમારો પણ મહિમા ખરેખર આવ્યો નથી, અમને તેં ઓળખ્યાં નથી. ૨૫૧.

તપની વ્યાખ્યા ‘રોટલા ન ખાવા’ તે નથી; પણ આત્મા જ્ઞાનાનંદમય એક સ્વતંત્ર પદાર્થ છે એવો નિર્ણય થયા પછી અંતરમાં એકાગ્રતા થતાં જે ઉજ્જ્વળતાના પરિણામ થાય છે તેને ભગવાન તપ કહે છે; અને તે વખતે જે વિકલ્પ હોય તેને વ્યવહારે તપ કહેવાય છે. આત્માની લીનતામાં વિશેષ ઉગ્રતા થાય છે


Page 136 of 181
PDF/HTML Page 163 of 208
single page version

તે ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપ તપ છે. ૨૫૨.

જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન છે. ૨૫૩.

કોઈના આશીર્વાદથી કોઈનું ભલું થતું નથી, કોઈના શાપથી કોઈનું બૂરું થતું નથી. સૌનાં પુણ્ય-પાપ પ્રમાણે થાય છે. કેટલાક એમ માને છે કે ભક્તામર-સ્તોત્ર બોલવાથી નાગા-ભૂખ્યા રહીએ નહિ; પણ એનો અર્થ શું થયો?કે રોટલા, પાણી ને લૂગડાંના ઓશિયાળા કોઈ દિવસ મટીએ નહિ. અરે ભાઈ! આવું ઊંધું માગ્યું? એના કરતાં એવો ભાવ કર કે પ્રભુ! તમારા ગુણોનું મને બહુમાન છે, તમારા ગુણો મને ગોઠે છે, એટલે કે આત્માના ગુણો મને ગોઠે છે, તેથી તમારી ભક્તિ કરું છું, સ્તુતિ કરું છું. ૨૫૪.

ભરત ચક્રવર્તી, રામચંદ્રજી, પાંડવો વગેરે ધર્માત્મા સંસારમાં હતા પરંતુ તેમને નિરાળા નિજ આત્મતત્ત્વનું ભાન હતું. બીજાને સુખી-દુઃખી કરવું, મારવું-જિવાડવું તે આત્માના હાથમાં નથી એમ તેઓ બરાબર સમજે


Page 137 of 181
PDF/HTML Page 164 of 208
single page version

છે તોપણ અસ્થિરતા છે તેથી લડાઈના પ્રસંગમાં જોડાવા વગેરેના પાપભાવ અને બીજાને સુખી કરવાના, જિવાડવાના તથા ભક્તિ વગેરેના પુણ્યભાવ આવે છે. પરંતુ તેઓ સમજે છે કે આ ભાવો પુરુષાર્થની નબળાઈથી થાય છે. સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરી, અવશિષ્ટ રાગને ટાળીને મોક્ષપર્યાય પ્રગટ કરીશું એવી ભાવનાનું બળ તેમને નિરંતર હોય છે. ૨૫૫.

દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. સ્વતંત્રતાની આ વાત સમજવામાં મોંઘી લાગે, પરંતુ જેટલો કાળ સંસારમાં ગયો તેટલો કાળ મુક્તિ પ્રગટ કરવામાં ન જોઈએ માટે સત્ય તે સહેલું છે. સત્ય જો મોંઘું હોય તો મુક્તિ થાય કોની? માટે જેને આત્મહિત કરવું છે તેને સત્ય નજીક જ છે. ૨૫૬.

આત્મા જ આનંદનું ધામ છે, તેમાં અંતર્મુખ થયે જ સુખ છેઆવી વાણીના રણકાર જ્યાં કાને પડે ત્યાં આત્માર્થી જીવનો આત્મા અંદરથી ઝણઝણી ઊઠે છે કે વાહ! આ ભવરહિત વીતરાગી પુરુષની વાણી! આત્માના પરમ શાન્તરસને બતાવનારી આ વાણી


Page 138 of 181
PDF/HTML Page 165 of 208
single page version

ખરેખર અદ્ભુત છે, અશ્રુતપૂર્વ છે. વીતરાગી સંતોની વાણી પરમ અમૃત છે. ભવરોગનો નાશ કરનાર એ અમોઘ ઔષધ છે. ૨૫૭.

જે નિજ શુદ્ધ જ્ઞાયકવસ્તુમાં મિથ્યાત્વ કે રાગાદિ વિભાવો છે જ નહિ તેમાં રુચિના પરિણામ તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે; બીજા કોઈ ઉપાયથી મિથ્યાત્વ ટળે નહિ. ગુણભેદનો વિકલ્પ પણ શું શુદ્ધવસ્તુમાં છે?નથી; તો તે શુદ્ધવસ્તુની પ્રતીતિ ગુણભેદના વિકલ્પની અપેક્ષા રાખતી નથી. શુદ્ધવસ્તુમાં વિકલ્પ નથી, ને વિકલ્પમાં શુદ્ધવસ્તુ નથી. બન્નેની ભિન્નતા જાણતાં પરિણતિ વિકલ્પોથી ખસીને સ્વભાવમાં આવી ત્યાં સમ્યક્ત્વ થયું ને મિથ્યાત્વ ટળ્યું., મિથ્યાત્વ ટાળવાની રીત છે. તે માટે, અંદર ચિદાનંદસ્વભાવનો અનંતો મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ, એમ કરવાથી પરિણામ તેમાં તન્મય થાય છે. ૨૫૮.

હે ભાઈ! અનંત ગુણોનો વૈભવ જેમાં વસેલો છે એવી ચૈતન્યવસ્તુ તું પોતે છો. અરે ચૈતન્યરાજા! તારા અચિંત્ય વૈભવને તેં કદી જાણ્યોજોયોઅનુભવ્યો નથી, તારા સ્વઘરમાં તેં વાસ કર્યો નથી. સ્વઘરને ભૂલી


Page 139 of 181
PDF/HTML Page 166 of 208
single page version

રાગાદિ વિભાવને પોતાનું ઘર માનીને તેમાં તું વસ્યો છો. પણ શ્રીગુરુ તને સ્વઘરમાં વાસ્તુ કરાવે છે કે હે જીવ! તું તારા આત્માને ચૈતન્યસ્વરૂપ જાણીને તેની સેવા કર. તેનાથી તારું કલ્યાણ થશે. અહા! સ્વઘરમાં આવવાનો ઉમંગ કોને ન આવે? ૨૫૯.

જ્ઞાનગુણને પ્રધાન કરીને આત્માને ‘જ્ઞાયક’ કહેવાય છે. જ્ઞાનગુણ પોતે સવિકલ્પ છે, એટલે કે તે પોતાને અને પરને જાણનાર છે; અને જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણમાં સ્વ-પરને જાણવાનું સામર્થ્ય નથી, જેથી જ્ઞાન સિવાય બધા ગુણો નિર્વિકલ્પ છે. ૨૬૦.

તત્ત્વ સમજવામાં, તેના વિચારમાં જે શુભભાવ સહેજે આવે છે તેવા ઊંચા શુભભાવ ક્રિયાકાંડમાં નથી. અરે! એક કલાક ધ્યાન રાખી તત્ત્વને સાંભળે તોપણ શુભભાવની ટંકશાળ પડે અને શુભભાવની સામાયિક થઈ જાય; તો પછી જો ચૈતન્યની જાગૃતિ લાવી નિર્ણય કરે તો તેની તો વાત જ શી? તત્ત્વજ્ઞાનનો વિરોધ ન કરે અને જ્ઞાનીને શું કહેવું છે તે સાંભળે તો તેમાં, શુભ રાગનું જે પુણ્ય બંધાય તેના કરતાં, પરમાર્થના લક્ષ સહિત સાંભળનારને ઉત્કૃષ્ટ પુણ્યના શુભભાવ થઈ


Page 140 of 181
PDF/HTML Page 167 of 208
single page version

જાય છે; પણ તે પુણ્યની કિંમત શી? પુણ્યથી માત્ર સાંભળવાનું મળે પણ તેમાં જાતને ભેળવીને સત્યનો નિર્ણય ન કરે તો થોથાં છે. ૨૬૧.

આત્મામાં કર્મની ‘નાસ્તિ’ છે. બન્ને સ્વતંત્ર ચીજ છે. જે પોતામાં નથી તે પોતાને નુકસાન કરી શકે નહિ. પોતે સ્વલક્ષે વિકાર કરી શકે નહિ, પણ વિકારમાં નિમિત્તરૂપ બીજી વસ્તુની હાજરી હોય છે. કોઈની અવસ્થા કોઈના કારણે થતી નથી. જ્યાં જીવને વિકારી ભાવ કરવાની વર્તમાન યોગ્યતા હોય ત્યાં નિમિત્તરૂપે થનાર કર્મ હાજર જ હોય. ૨૬૨.

વીતરાગવાણીરૂપી સમુદ્રના મંથનથી જેણે શુદ્ધ ચિદ્રૂપ-રત્ન પ્રાપ્ત કર્યું છે એવો મુમુક્ષુ ચૈતન્યપ્રાપ્તિના પરમ ઉલ્લાસથી કહે છે કે અહો! મને સર્વોત્કૃષ્ટ ચૈતન્યરત્ન મળ્યું, હવે મારે ચૈતન્યથી અન્ય બીજું કોઈ કાર્ય નથી, બીજું કોઈ વાચ્ય નથી, બીજું કોઈ ધ્યેય નથી, બીજું કાંઈ શ્રવણયોગ્ય નથી, બીજું કાંઈ પ્રાપ્ત કરવા જેવું નથી, બીજું કોઈ શ્રેય નથી, બીજું કોઈ આદેય નથી. ૨૬૩.


Page 141 of 181
PDF/HTML Page 168 of 208
single page version

મોહ, રાગ, દ્વેષ વગેરે જે વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય તે જડની જ અવસ્થા છે, કારણ કે જડ તરફના વલણવાળો ભાવ છે માટે તેને જડનો કહ્યો છે. તે ભાવ આત્માનો સ્વભાવ નથી અને તેની ઉત્પત્તિ મૂળ આત્મામાંથી થતી નથી માટે તેને જડ કહ્યો છે. ૨૬૪.

અમે કાંઈ પણ બીજાનું કરી શકીએ એમ માનનારા ચોરાશીના અવતારમાં રખડવાના છે. આત્મા તો એકલો જ્ઞાતાદ્રષ્ટા છે; તેનું જ કાર્ય હું કરી શકું તેમ ન માન્યું અને પરવસ્તુનું હું કરી શકું છું એમ જેણે માન્યું તેને પોતાના ચૈતન્યની જાગૃતિ દબાઈ ગઈ માટે તે અપેક્ષાએ તે જડ છે. આથી કાંઈ એમ નથી સમજવાનું કે ચૈતન્ય ફીટીને જડદ્રવ્ય થઈ જાય છે. જો આત્મા જડ થઈ જતો હોય તો ‘તું સમજ, આત્માને ઓળખ’ એમ સંબોધી પણ ન શકાય. એ તો ઘણી વાર કહીએ છીએ કે આબાળગોપાળ, રાજાથી રંકબધા આત્મા પ્રભુ છે, બધા આત્મા પરિપૂર્ણ ભગવાન છે, બધા આત્મા વર્તમાનમાં અનંત ગુણોથી ભર્યા છે; પણ તેનું ભાન ન કરે, ઓળખે નહિ અને જડના કર્તવ્યને પોતાનું કર્તવ્ય માને, જડના


Page 142 of 181
PDF/HTML Page 169 of 208
single page version

સ્વરૂપને પોતાનું સ્વરૂપ માને, તેની દ્રષ્ટિમાં તેને જડ જ ભાસે છે માટે તેને જડ કહ્યો છે. ૨૬૫.

જ્ઞાન આત્માનો સ્વભાવ છે. જ્ઞાનમાં કાળભેદ નથી, જ્ઞાનને વજન નથી અને જ્ઞાનમાં વિકાર નથી.

પચાસ વર્ષ પહેલાંની વાત યાદ કરવી હોય તો તે સંભારવા જ્ઞાનમાં ક્રમ પાડવો પડતો નથી. જેમ કાપડના પચાસ તાકા ઉપરાઉપર ખડક્યા હોય ને તેમાંથી નીચેનો તાકો કાઢવો હોય તો ઉપરના તાકા ફેરવ્યા પછી જ નીચેનો તાકો નીકળે, તેમ જ્ઞાનમાં પચાસ વર્ષ પહેલાંની વાત યાદ કરવા માટે વચલાં ઓગણપચાસ વર્ષની વાતને સંભારવી પડતી નથી. જે રીતે ગઈ કાલની વાત યાદ આવે તે જ રીતે પચાસ વર્ષ પહેલાંની વાત પણ ઝટ યાદ આવી શકે છે. માટે જ્ઞાનમાં કાળભેદ પડતો નથી; કાળને ખાઈ જાય એવો અરૂપી જ્ઞાનમૂર્તિ આત્મા છે.

જ્ઞાન અરૂપી છે તેથી જ્ઞાન ગમે તેટલું વધી જાય તોપણ તેનું વજન લાગતું નથી. ઘણાં પુસ્તકો જાણ્યાં તેથી જ્ઞાનમાં ભાર વધી જતો નથી. એ રીતે જ્ઞાનને વજન નથી માટે તે અરૂપી છે.

જ્ઞાન શુદ્ધ અવિકારી છે; જ્ઞાનમાં વિકાર નથી. જુવાનીમાં કામ-ક્રોધાદિ વિકારી ભાવોથી ભરેલી, કાળા


Page 143 of 181
PDF/HTML Page 170 of 208
single page version

કોયલા જેવી જિંદગી ગાળી હોય, પણ પછી જ્યારે તેને જ્ઞાનમાં યાદ કરે ત્યારે જ્ઞાન સાથે તે વિકાર થઈ આવતો નથી; તેથી જ્ઞાન પોતે શુદ્ધ અવિકારી છે. જો વિકારી હોય તો પૂર્વના વિકારનું જ્ઞાન કરતાં તે વિકાર પણ સાથે થઈ આવવો જોઈએ, પણ તેમ થતું નથી. આત્મા પોતે શુદ્ધ-અવસ્થામાં રહીને વિકારનું જ્ઞાન કરી શકે છે. અવસ્થામાં પરના અવલંબનથી ક્ષણિક વિકાર થાય છે તેને અવિકારી સ્વભાવના ભાન વડે સર્વથા તોડી શકાય છે. નાશ થઈ શકે તે આત્માનો સ્વભાવ હોય નહિ; તેથી વિકાર આત્માનો સ્વભાવ નથી. ૨૬૬.

વીતરાગી પર્યાય એ જ નિશ્ચય મોક્ષમાર્ગસાચો ધર્મછે. જોઈને ચાલવું, ભાષા મૃદુ બોલવી, તે ખરેખર સમિતિ નથી. શાસ્ત્રમાં કથન આવે કે મુનિએ ધોંસરાપ્રમાણ જોઈને ચાલવું વગેરે. તો તેવો ઉપદેશ કેમ કર્યો? તેનું સમાધાન એ છે કે વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ મ્લેચ્છ ન સમજી શકે, પણ ‘સ્વસ્તિનો અર્થ તેની ભાષામાં કહે કે ‘તારું અવિનાશી કલ્યાણ થાઓ’ તો તે જીવ સમજી શકે છે. આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર


Page 144 of 181
PDF/HTML Page 171 of 208
single page version

એવા ભેદ પાડીને સમજાવે છે પણ તે ભેદ કહેવામાત્ર છે; આત્મામાં ખરેખર એવા ભેદ નથી, આત્મા તો અભેદ છે. વળી વ્યવહાર અંગીકાર કરાવવા વ્યવહાર કહેતા નથી. વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. સમયસારમાં શ્રીમદ્- ભગવત્કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે जह णवि सक्क मणज्जो अणज्जभासं विणा दु गाहेदुं

तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं ।।

જેમ અનાર્યનેમ્લેચ્છને મ્લેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવાનું શક્ય નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. તેથી વ્યવહારનો ઉપદેશ છે. નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ દેવામાં આવે છે, પરંતુ વ્યવહાર છે તે અંગીકાર કરવાયોગ્ય નથી. ૨૬૭.

આત્મા તદ્દન જ્ઞાયક છે; તે સ્વભાવનું ન રુચવું, ન ગોઠવું, તેનું નામ ક્રોધ છે. ‘અખંડ ચૈતન્યસ્વભાવ તે હું નહિ’ એમ સ્વભાવનો અણગમોસ્વભાવ ન ગોઠેતે અનંતાનુબંધી ક્રોધ છે. વસ્તુ અખંડ છે, બધા ભંગ-ભેદ અજીવના સંબંધે દેખાય છે. દ્રષ્ટિમાં તે અખંડ સ્વભાવનું પોષણ ન થવું તે ક્રોધ છે; પર પદાર્થ પ્રત્યે


Page 145 of 181
PDF/HTML Page 172 of 208
single page version

અહંબુદ્ધિ તે અનંતાનુબંધી માન છે; વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો નહિ માનતાં આડ મારીને બીજી રીતે ખતવવું તેનું નામ અનંતાનુબંધી માયા છે; સ્વભાવની ભાવના ચૂકીને વિકારની ઇચ્છા કરવી તે અનંતાનુબંધી લોભ છે. ૨૬૮.

ભરત ચક્રવર્તી અને બાહુબલી બન્ને ભાઈને લડાઈ થઈ. સાધારણને તો એવું લાગે કે સમ્યગ્જ્ઞાની, વળી બન્ને ભાઈ, વળી એ જ ભવે બન્ને મોક્ષ જવાના ને આ શું? પરંતુ લડતી વખતે પણ ભાન છે કે હું આ બધાથી ભિન્ન છું. તે લડાઈના જ્ઞાતા છે. જે ક્રોધ થાય છે તે ક્રોધના પણ જ્ઞાતા છે. પોતાના શુદ્ધ, પવિત્ર આનંદઘનસ્વભાવનું ભાન વર્તે છે, પરંતુ અસ્થિરતા છે તેથી લડાઈમાં ઊભા છે. ભરત ચક્રવર્તી જીતી શક્યા નહિ, તેથી છેવટે બાહુબલીજી ઉપર ચક્ર મૂક્યું. એ વખતે બાહુબલીજીને વૈરાગ્ય આવ્યો કે ધિક્કાર છે આ રાજને! અરે! આ જીવનમાં રાજને માટે આ શું? જ્ઞાની પુણ્યથી પણ રાજી નથી અને પુણ્યનાં ફળથી પણ રાજી નથી. બાહુબલીજી કહે છે કે હું ચિદાનંદ આત્મા, પરથી ભિન્ન છું, એને આ ન હોય, આ ન શોભે! ધિક્કાર છે આ રાજને! એમ વૈરાગ્ય આવતાં મુનિપણું


Page 146 of 181
PDF/HTML Page 173 of 208
single page version

લીધું. મીંદડી જે મોઢેથી પોતાના બચ્ચાને પકડે તે જ મોઢેથી ઉંદરને પકડે પણ ‘પકડ પકડમેં ફેર હૈ,’ તેમ જ્ઞાની ને અજ્ઞાનીની ક્રિયા એક સરખી દેખાય પણ ભાવમાં આંતરા હોય છે. ૨૬૯.

સ્ત્રી, પુત્ર, પૈસા આદિમાં રચ્યા-પચ્યા રહેવું એ તો ઝેરીલો સ્વાદ છે, સર્પનો મોટો રાફડો છે; પણ શુભ ભાવમાં આવવું તે પણ સંસાર છે. પરમ પુરુષાર્થી મહા- જ્ઞાનીઓ અંદરમાં ગુમ થયા તે બહાર ન આવ્યા. ૨૭૦.

જ્ઞાનીને પણ આકરા રોગ આવે, ઇન્દ્રિયો મોળી પડી જાય, બહારથી ઇન્દ્રિયો કામ ન કરે, બહારમાં બેસૂધ જેવું લાગે, પણ અંદરમાં બેસૂધ નથી. ૨૭૧.

મુનિને કર્મપ્રક્રમ હોતો નથીમુનિ કોઈ કામ માથે લેતા નથી. ‘પાઠશાળાનું ધ્યાન રાખવું પડશે; પૈસા ઉઘરાવવા માટે તમારે જવું પડશે; તીર્થ માટે પૈસા ઉઘરાવવા પડશે.’આવાં કોઈ પણ કામ મુનિ માથે લેતા જ નથી. કોઈ પણ પ્રકારનો બોજો મુનિ માથે રાખતા જ નથી. ૨૭૨.


Page 147 of 181
PDF/HTML Page 174 of 208
single page version

સંયોગનું લક્ષ છોડી દે ને નિર્વિકલ્પ એકરૂપ વસ્તુ છે તેનો આશ્રય લે. ‘વર્તમાનમાં ત્રિકાળી જ્ઞાયક તે હું છું’ એમ આશ્રય કર. ગુણ-ગુણીના ભેદનું પણ લક્ષ છોડીને એકરૂપ ગુણીની દ્રષ્ટિ કર. તને સમતા થશે, આનંદ થશે, દુઃખનો નાશ થશે. એક ચૈતન્યવસ્તુ ધ્રુવ છે, તેમાં દ્રષ્ટિ દેવાથી તને મુક્તિનો માર્ગ પ્રગટ થશે. અભેદ ચીજ કે જેમાં ગુણ-ગુણીના ભેદનો પણ અભાવ છે ત્યાં જા, તને ધર્મ થશે, રાગથી ને દુઃખથી છૂટવાનો પંથ તને હાથ આવશે. ૨૭૩.

પં ભાગચંદજી કૃત ‘સત્તાસ્વરૂપમાં અર્હંતનું સ્વરૂપ જાણીને ગૃહીત મિથ્યાત્વ ટાળવાનું સ્વરૂપ બહુ સારી રીતે સમજાવેલ છે. પરમાર્થતત્ત્વના વિરોધી એવાં કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રને ઠીક માનવાં તે ગૃહીત મિથ્યાત્વ છે. હું પરનો કર્તા છું, (કર્મથી) રોકાયેલો છું, પરથી જુદોસ્વતંત્ર નથી, શુભરાગથી મને ગુણ થાય છે એવી જે ઊંધી માન્યતા અનાદિથી છે તે અગૃહીત મિથ્યાત્વ અથવા નિશ્ચયમિથ્યાત્વ છે. તે નિશ્ચયમિથ્યાત્વ ટાળવા પહેલાં, જે ગૃહીત મિથ્યાત્વ અથવા વ્યવહાર- મિથ્યાત્વ છે તે ટાળવું જોઈએ. ૨૭૪.


Page 148 of 181
PDF/HTML Page 175 of 208
single page version

સ્વાનુભૂતિ થતાં જીવને કેવો સાક્ષાત્કાર થાય? સ્વાનુભૂતિ થતાં, અનાકુળ-આહ્લાદમય, એક, આખાય વિશ્વની ઉપર તરતો વિજ્ઞાનઘન પરમપદાર્થપરમાત્મા અનુભવમાં આવે છે. આવા અનુભવ વિના આત્મા સમ્યક્પણે દેખાતોશ્રદ્ધાતો જ નથી, તેથી સ્વાનુભૂતિ વિના સમ્યગ્દર્શનનીધર્મની શરૂઆત જ થતી નથી.

આવી સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા જીવે શું કરવું? સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે જ્ઞાનસ્વભાવી આત્માનો ગમે તેમ કરીને પણ દ્રઢ નિર્ણય કરવો. જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય દ્રઢ કરવામાં સહાયભૂત તત્ત્વજ્ઞાનનો દ્રવ્યોનું સ્વયંસિદ્ધ સત્પણું ને સ્વતંત્રતા, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, નવ તત્ત્વનું સાચું સ્વરૂપ, જીવ અને શરીરની તદ્દન ભિન્નભિન્ન ક્રિયાઓ, પુણ્ય અને ધર્મના લક્ષણભેદ, નિશ્ચય-વ્યવહાર ઇત્યાદિ અનેક વિષયોના સાચા બોધનોઅભ્યાસ કરવો. તીર્થંકર ભગવંતોએ કહેલાં આવાં અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસની સાથે સાથે સર્વ તત્ત્વજ્ઞાનનો શિરમોરમુગટમણિ જે શુદ્ધદ્રવ્યસામાન્ય અર્થાત્ પરમ પારિણામિકભાવ એટલે કે જ્ઞાયકસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યસામાન્યજે સ્વાનુભૂતિનો આધાર છે, સમ્યગ્દર્શનનો આશ્રય છે, મોક્ષમાર્ગનું આલંબન છે, સર્વ શુદ્ધભાવોનો નાથ છેતેનો દિવ્ય મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે


Page 149 of 181
PDF/HTML Page 176 of 208
single page version

નિજ શુદ્ધાત્મદ્રવ્યસામાન્યનો આશ્રય કરવાથી જ અતીન્દ્રિય આનંદમય સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય છે. ૨૭૫.

હું આત્મા શુદ્ધ છું, અશુદ્ધ છું, બદ્ધ છું, મુક્ત છું, નિત્ય છું, અનિત્ય છું, એક છું, અનેક છું ઇત્યાદિ પ્રકારો વડે જેણે પ્રથમ શ્રુતજ્ઞાન વડે જ્ઞાનસ્વભાવી નિજ આત્માનો નિર્ણય કર્યો છે એવા જીવને, તત્ત્વવિચારના રાગની જે વૃત્તિ ઊઠે છે તે પણ દુઃખદાયક છે, આકુળતારૂપ છે. તેવા અનેક પ્રકારના શ્રુતજ્ઞાનના ભાવને મર્યાદામાં લાવતો, હું આવો છું ને તેવો છુંએવા વિચારને પુરુષાર્થ દ્વારા રોકતો, પર તરફ વળતા ઉપયોગને સ્વ તરફ ખેંચતો, નયપક્ષના આલંબનથી થતો જે રાગનો વિકલ્પ તેને આત્માના સ્વભાવરસના ભાન દ્વારા ટાળતો, શ્રુતજ્ઞાનને પણ જે આત્મસન્મુખ કરે છે તે, તે વખતે અત્યંત વિકલ્પરહિત થઈને તત્કાળ નિજરસથી પ્રગટ થતા, આદિ-મધ્ય-અન્ત રહિત આત્માના પરમાનંદસ્વરૂપ અમૃતરસને વેદે છે. ૨૭૬.

જીવ પરદ્રવ્યની ક્રિયા તો કરતો નથી, પરંતુ વિકારકાળે પણ સ્વભાવ-અપેક્ષાએ નિર્વિકાર રહે છે,


Page 150 of 181
PDF/HTML Page 177 of 208
single page version

અપૂર્ણ દશા વખતે પણ પરિપૂર્ણ રહે છે, સદાશુદ્ધ છે, કૃતકૃત્ય ભગવાન છે. જેમ રંગિત દશા વખતે સ્ફટિક- મણિના વિદ્યમાન નિર્મળ સ્વભાવનું ભાન થઈ શકે છે, તેમ વિકારી, અધૂરી દશા વખતે પણ જીવના વિદ્યમાન નિર્વિકારી, પરિપૂર્ણ સ્વભાવનું ભાન થઈ શકે છે. આવા શુદ્ધસ્વભાવના અનુભવ વિના મોક્ષમાર્ગનો પ્રારંભ પણ થતો નથી, મુનિપણું પણ નરકાદિનાં દુઃખોના ડરથી કે બીજા કોઈ હેતુએ પળાય છે. ‘હું કૃતકૃત્ય છું’ પરિપૂર્ણ છું, સહજાનંદ છું, મારે કાંઈ જોઈતું નથી’ એવી પરમ ઉપેક્ષારૂપ, સહજ ઉદાસીનતારૂપ, સ્વાભાવિક તટસ્થતારૂપ મુનિપણું દ્રવ્યસ્વભાવના અનુભવ વિના કદી આવતું નથી. આવા શુદ્ધદ્રવ્યસ્વભાવના જ્ઞાયકસ્વભાવના નિર્ણયના પુરુષાર્થ પ્રત્યે, તેની લગની પ્રત્યે વળવાનો પ્રયાસ આત્માર્થીઓએભવભ્રમણથી મૂંઝાયેલા મુમુક્ષુઓએકરવા જેવો છે. ૨૭૭.

જેને આત્માની ખરેખરી રુચિ જાગે તેને ચોવીશે કલાક એનું જ ચિંતન, ઘોલન ને ખટક રહ્યા કરે, ઊંઘમાં પણ એનું એ રટણ ચાલ્યા કરે. અરે! નરકમાં પડેલો નારકી ભીષણ વેદનામાં પડ્યો હોય તે વખતે પણ, પૂર્વે સત્ સાંભળ્યું હોય તેનું સ્મરણ કરી, ફડાક


Page 151 of 181
PDF/HTML Page 178 of 208
single page version

દઈને અંદરમાં ઊતરી જાય છે; એને પ્રતિકૂળતા નડતી જ નથી ને! સ્વર્ગનો જીવ સ્વર્ગની અનુકૂળતામાં પડ્યો હોય તોપણ તેનું લક્ષ છોડી અંદરમાં ઊતરી જાય છે. અહીં જરાક પ્રતિકૂળતા હોય તો ‘અરેરે! મારે આમ છે ને તેમ છેએમ કરી કરીને અનંત કાળ ગુમાવ્યો. હવે એનું લક્ષ છોડી અંદરમાં ઊતરી જા ને! ભાઈ! આ વિના બીજો કોઈ સુખનો માર્ગ નથી. ૨૭૮.

આત્મચિંતનમાં ક્યાંય ગુણભેદની કે રાગની મુખ્યતા નથી, વિકલ્પનું જોર નથી, પણ જ્ઞાનમાં પરમ જ્ઞાયક- સ્વભાવના કોઈ અચિંત્ય મહિમાનું જોર છે, અને તેના જ જોરે નિર્વિકલ્પ થઈને મુમુક્ષુજીવ આત્માને સાક્ષાત સ્વાનુભવમાં લઈ લે છે; ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. આ રીતે ભેદ-વિકલ્પ વચ્ચે આવતા હોવા છતાં સ્વભાવના મહિમાના જોરે મુમુક્ષુજીવ તેને ઓળંગી જઈને સ્વાનુભૂતિમાં પહોંચી જાય છે. ૨૭૯.

લીંડીપીપરનો દાણો કદે નાનો અને સ્વાદે અલ્પ તીખાશવાળો હોવા છતાં તેનામાં ચોસઠ પહોરી


Page 152 of 181
PDF/HTML Page 179 of 208
single page version

તીખાશનીપૂર્ણ તીખાશની શક્તિ સદા ભરપૂર છે. એ દ્રષ્ટાન્તે આત્મા પણ કદે શરીરપ્રમાણ અને ભાવે અલ્પ હોવા છતાં તેનામાં પરિપૂર્ણ સર્વજ્ઞસ્વભાવ, આનંદસ્વભાવ ભરેલો છે. લીંડીપીપરને ચોસઠ પહોર ઘૂંટવાથી તેની પર્યાયમાં જેમ પૂર્ણ તીખાશ પ્રગટ થાય છે, તેમ રુચિને અંતર્મુખ વાળીને સ્વરૂપનું ઘૂંટણ કરતાં કરતાં આત્માની પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. ૨૮૦.

પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. હું પણ એક સ્વતંત્ર પદાર્થ છું, મને કર્મ રોકી શકે નહિ.

પ્રશ્નઃમહારાજ! બે જીવોને ૧૪૮ કર્મપ્રકારો સંબંધી સર્વ ભેદપ્રભેદોનાં પ્રકૃતિ-પ્રદેશ-સ્થિતિ-અનુભાગ બધુંય બરાબર એક સરખું હોય તો તે જીવો ઉત્તરવર્તી ક્ષણે સરખા ભાવ કરે કે ભિન્નભિન્ન પ્રકારના?

ઉત્તરઃભિન્ન ભિન્ન પ્રકારના.

પ્રશ્નઃબંને જીવોની શક્તિ તો પૂરી છે અને આવરણ બરાબર સરખાં છે, તો પછી ભાવ ભિન્નભિન્ન પ્રકારના કેમ કરી શકે?

ઉત્તરઃઅકારણ પારિણામિક દ્રવ્ય છે’; અર્થાત જીવ જેનું કોઈ કારણ નથી એવા ભાવે સ્વતંત્રપણે


Page 153 of 181
PDF/HTML Page 180 of 208
single page version

પરિણમતું દ્રવ્ય છે, તેથી તેને પોતાના ભાવ સ્વાધીનપણે કરવામાં ખરેખર કોણ રોકી શકે? તે સ્વતંત્રપણે પોતાનું બધું કરી શકે છે. ૨૮૧.

જેમ ચણામાં મીઠાશની તાકાત ભરી છે, કચાશને લીધે તે તૂરો લાગે છે ને વાવવાથી ઊગે છે, પણ શેકવાથી તેનો મીઠો સ્વાદ પ્રગટ થાય છે અને તે વાવ્યો ઊગતો નથી; તેમ આત્મામાં મીઠાશ એટલે અતીન્દ્રિય આનંદશક્તિ ભરપૂર પડી છે, તે શક્તિને ભૂલીને ‘શરીર તે હું, રાગાદિ તે હું’ એવી અજ્ઞાનરૂપી કચાશને લીધે તેને પોતાના આનંદનો અનુભવ નથી પણ આકુળતાનો અનુભવ છે ને ફરી ફરી અવતાર ધારણ કરે છે, પરંતુ પોતાના સ્વરૂપ સન્મુખ થઈને તેમાં એકાગ્રતારૂપ અગ્નિ વડે શેકવાથી સ્વભાવના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે અને પછી તેને અવતાર થતો નથી. ૨૮૨.

મુનિરાજને હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં ચૈતન્યગોળો છૂટો પડી જાય છે ને તેઓ અતીન્દ્રિય આનંદામૃતરસને વેદે છે. ઊંઘમાં પણ તેમને ક્ષણવાર ઝોલું આવે છે ને ક્ષણવાર જાગે છે; ક્ષણવાર જાગે છે ત્યારે તેમને