Moksha Shastra (Gujarati). Sutra: 5-26 (Chapter 8); Upsanhar (Chapter 8); Nineth Chapter Pg 521 to 604.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 29 of 36

 

Page 506 of 655
PDF/HTML Page 561 of 710
single page version

પ૦૬ ] [ મોક્ષશાસ્ત્ર

અંતરાય–જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિધ્નમાં જે કર્મનો
ઉદય નિમિત્ત થાય તેને અંતરાયકર્મ કહે છે.

૨. પ્રકૃતિબંધના આઠ ભેદોમાંથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતિકર્મ કહેવાય છે, કેમ કે તેઓ જીવના અનુજીવી ગુણોના પર્યાયના ઘાતમાં નિમિત્ત છે; અને બાકીના વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચારને અઘાતિકર્મ કહેવાય છે, કેમ કે તેઓ જીવના અનુજીવી ગુણોના પર્યાયના ઘાતમાં નિમિત્ત નથી પણ પ્રતિજીવી ગુણોની પર્યાયના ઘાતમાં નિમિત્ત છે.

વસ્તુમાં ભાવસ્વરૂપ ગુણ અનુજીવી ગુણ અને અભાવસ્વરૂપ ગુણ પ્રતિજીવી ગુણ કહેવાય છે.

૩. જેમ એક જ વખતે ખાધેલા આહાર ઉદરાગ્નિના સંયોગે રસ, લોહી વગેરે જુદા જુદા પ્રકારે થઈ જાય છે, તેમ એક જ વખતે ગ્રહણ થયેલાં કર્મો જીવના પરિણામો અનુસાર જ્ઞાનાવરણ ઇત્યાદિ અનેક ભેદરૂપ થઈ જાય છે. અહીં ઉદાહરણથી એટલો ફેર છે કે આહાર તો રસ, લોહી વગેરે રૂપે ક્રમેક્રમે થાય છે પરંતુ કર્મો તો જ્ઞાનાવરણાદિરૂપે એક સાથે થઈ જાય છે. ।। ।।

પ્રકૃતિબંધના ઉત્તર ભેદ
पंचनवद्वयष्टार्विशतिचतुर्द्विचत्वारिंशद्द्विपंचभेदा यथाक्रमम्।। ५।।

અર્થઃ– [यथाक्रमम्] ઉપર કહેલાં જ્ઞાનાવરણાદિ આઠ કર્મોના અનુક્રમે [पंच नव द्वि अष्टाविंशति] પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, [चतुः द्विचत्वारिंशत् द्वि पंचभेदा] ચાર, બેંતાલીસ, બે અને પાંચ ભેદો છે.

નોંધ– તે ભેદોનાં નામ હવે પછીના સૂત્રોમાં અનુક્રમે જણાવે છે. ।। ।।

જ્ઞાનાવરણકર્મના પાંચ ભેદ
मतिश्रुतावधिमनःपर्ययकेवलानाम्।। ६।।

અર્થઃ– [मति श्रुत अवधि] મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, [मनःपर्यय केवलानाम्] મનઃપર્યયજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ-એ પાંચ ભેદો જ્ઞાનાવરણકર્મના છે.

પ્રશ્નઃ– અભવ્ય જીવને મનઃપર્યયજ્ઞાન તથા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવાનું સામર્થ્ય નથી, જો તે સામર્થ્ય હોય તો અભવ્યપણું કહી શકાય નહિ; માટે તે બે જ્ઞાનના સામર્થ્ય વગર તેને એ બે જ્ઞાનના આવરણ કહેવાં તે શું નિરર્થક નથી?


Page 507 of 655
PDF/HTML Page 562 of 710
single page version

અ. ૮ સૂત્ર ૭-૮ ] [ પ૦૭

ઉત્તરઃ– દ્રવ્યાર્થિકનયે અભવ્યજીવને પણ તે બન્ને જ્ઞાનની શક્તિ વિદ્યમાન છે માટે તે અપેક્ષાએ તેને પણ મનઃપર્યય અને કેવળજ્ઞાન બન્ને છે; અને પર્યાયાર્થિકનયે અભવ્યને તે બે જ્ઞાન નથી કેમકે તેને કોઈ કાળે પણ તેની વ્યક્તિ નહિ થાય; શક્તિમાત્ર છે પણ પ્રગટરૂપે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અભવ્યને થતાં નથી. માટે શક્તિમાંથી વ્યક્તિ નહિ થવાના નિમિત્ત તરીકે આવરણ હોવું જ જોઈએ; તેથી અભવ્ય જીવને પણ તે બે આવરણો છે. ।। ।।

દર્શનાવરણકર્મના નવ ભેદ
चक्षुरचक्षुरवधिकेवलानां निद्रानिद्रानिद्राप्रचलाप्रचलाप्रचला–
स्त्यानगृद्धयश्च।। ७।।

અર્થઃ– [चक्षुः अचक्षुः अवधि केवलानां] ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવળદર્શનાવરણ, [निद्रा निद्रानिद्रा] નિદ્રા, નિદ્રાનિદ્રા, [प्रचला प्रचलाप्रचला] પ્રચલા, પ્રચલાપ્રચલા, [स्त्यानगृद्धयः च] અને સ્ત્યાનગૃદ્ધિ-એ નવ ભેદ દર્શનાવરણકર્મના છે.

ટીકા

૧. છદ્મસ્થ જીવોને દર્શન અને જ્ઞાન ક્રમથી હોય છે અર્થાત્ પહેલાં દર્શન અને પછી જ્ઞાન હોય છે; પરંતુ કેવળી ભગવાનને દર્શન અને જ્ઞાન બન્ને એક સાથે હોય છે કેમ કે દર્શન અને જ્ઞાન બન્નેના બાધક કર્મોનો ક્ષય એક સાથે થાય છે.

૨. મનઃપર્યયદર્શન હોતું નથી, કેમકે મનઃપર્યયજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ થાય છે; તેથી મનઃપર્યયદર્શનાવરણકર્મ નથી.

૩. આ સૂત્રમાં આવેલ શબ્દોના અર્થ શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકામાંથી જોઈ લેવા. ।। ।।

વેદનીયકર્મના બે ભેદ
सदसद्वेधे।। ८।।

અર્થઃ– [सत् असत्वेधे] સાતાવેદનીયઃ અને અસાતાવેદનીય-એ બે ભેદ વેદનીયકર્મના છે.

ટીકા

સાતાવેદનીય અને અસાતાવેદનીય; તે બે જ વેદનીય કર્મની પ્રકૃતિઓ છે.


Page 508 of 655
PDF/HTML Page 563 of 710
single page version

પ૦૮ ] [ મોક્ષશાસ્ત્ર

સાતા તે નામ સુખનું છે. તે સુખનું જે વેદન અર્થાત્ ભોગવટો કરાવે તે સાતાવેદનીય કર્મ છે. અસાતા નામ દુઃખનું છે; તેનું જે વેદન અર્થાત્ ભોગવટો કરાવે તે અસાતાવેદનીય કર્મ છે.

શંકા– જો સુખ અને દુઃખ કર્મોથી થાય છે તો કર્મોનું વિનષ્ટ થઈ જવા પછી જીવ સુખ અને દુઃખથી રહિત થઈ જવો જોઈએ? કેમકે તેને સુખ અને દુઃખના કારણભૂત કર્મોનો અભાવ થઈ ગયો છે. જો એમ કહેવામાં આવે કે કર્મો નષ્ટ થઈ જતાં જીવ સુખ અને દુઃખ રહિત જ થઈ જાય છે, તો એમ કહી શકાતું નથી. કારણ કે જીવ દ્રવ્યને, નિઃસ્વભાવ થઈ જવાથી, અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય છે; અથવા જો દુઃખને જ કર્મજનિત માનવામાં આવે તો સાતાવેદનીય કર્મનો અભાવ પ્રાપ્ત થશે, કેમકે પછી તેનું કોઈ ફળ રહેતું નથી?

સમાધાનઃ– દુઃખ નામની જે કોઈ પણ વસ્તુ છે તે અસાતાવેદનીય કર્મના ઉદયથી થાય છે, કારણ કે તે જીવનું સ્વરૂપ નથી. જો જીવનું સ્વરૂપ માનવામાં આવે તો ક્ષીણકર્મા અર્થાત્ કર્મ રહિત જીવોને પણ દુઃખ હોવું જોઈએ, કેમ કે જ્ઞાન અને દર્શનની સમાન, કર્મનો વિનાશ થવા છતાં, દુઃખનો વિનાશ નહિ થાય. પણ સુખ કર્મથી ઉત્પન્ન નથી થતું, કેમકે તે જીવનો સ્વભાવ છે, અને તેથી તે કર્મનું ફળ નથી. સુખને જીવનો સ્વભાવ માનતાં સાતાવેદનીય કર્મનો અભાવ પણ થતો નથી, કેમકે દુઃખ-ઉપશમનના કારણભૂત *સુદ્રવ્યોના સંપાદનમાં સાતાવેદનીય કર્મનો વ્યાપાર થાય છે. _________________________________________________________________

*ધન, સ્ત્રી, પુત્ર વગેરે બાહ્ય પદાર્થોના સંયોગ-વિયોગમાં પૂર્વકર્મનો ઉદય (નિમિત્ત) કારણ છે. તેના આધારોઃ-

સમયસાર-ગાથા ૮૪ ની ટીકા. પ્રવચનસાર-ગાથા ૧૪ ની ટીકા. પંચાસ્તિકાય-ગાથા ર૭ ની ટીકા. પરમાત્મપ્રકાશક-અ. ર. ગાથા પ૭, ૬૦. નિયમસાર-ગાથા ૧પ૭ ની ટીકા. પંચાધ્યાય અ. ૧. ગાથા ૧૮૧. પંચાધ્યાયી-અ. ર. ગાથા પ૦, ૪૪૦ ૪૪૧. રયણસાર-ગાથા ર૯. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા-ગાથા ૧૦, ૧૯, પ૬, પ૭, ૩૧૯, ૩૨૦, ૪૨૭. પદ્મનંદી પંચવિંશતિ-પૃષ્ઠ ૧૦૧, ૧૦૩, ૧૦૪, ૧૦૬, ૧૦૯, ૧૧૦, ૧૧૯, ૧૨૮, ૧૩૧, ૧૩૮, ૧૪૦, ૧પપ. મોક્ષમાર્ગપ્રકાશક-પૃષ્ઠ ૮, ૪પ, ૬૧, ૬૨, ૬૪, ૬૮, ૭૦, ૭૧, ૭૨, ૭૩. વગેરે અને સ્થળે. ગોમ્મટસાર-કર્મકાંડ-પૃષ્ઠ ૯૦૩, શ્લોકવાર્તિક-અ. ૮-સૂત્ર ૧૧ ની ટીકા; અ. ૯. સૂત્ર-૧૬ રાજવાર્તિક-અ. ૮-સૂત્ર ૧૧ ની ટીકા; અ. ૯ સૂત્ર ૧૬.

શ્રીમદ્ રાયચંદ્ર (ગુજરાતી બીજી આવૃત્તિ) પૃષ્ઠ ૨૩પ, ૪૪૩. તથા મોક્ષમાળા-પાઠ ૩. સત્તાસ્વરૂપ -પૃષ્ઠ ૨૬. અણગાર ધર્મામૃત-પૃષ્ઠ ૬૦, ૭૬.


Page 509 of 655
PDF/HTML Page 564 of 710
single page version

અ. ૮ સૂત્ર ૯ ] [ પ૦૯

આવી વ્યવસ્થા માનતાં સાતાવેદનીય પ્રકૃતિને પુદ્ગલવિપાકીપણું પ્રાપ્ત થશે! એવી આશંકા ન કરવી; કેમકે દુઃખના ઉપશમથી ઉત્પન્ન થયેલ, દુઃખના અવિનાભાવી, ઉપચારથી જ સુખ સંજ્ઞાને પ્રાપ્ત અને જીવથી અપૃથગ્ભૂત એવા સ્વાસ્થ્યના કણનો હેતુ હોવાથી સૂત્રમાં સાતાવેદનીય કર્મને જીવ-વિપાકીત્વ અને સુખ-હેતુત્વનો ઉપદેશ દેવામાં આવ્યો છે. જો એમ કહેવામાં આવે કે ઉપયુર્કત વ્યવસ્થાનુસાર તો સાતાવેદનીય કર્મને જીવ-વિપાકીપણું અને પુદ્ગલ-વિપાકીપણું પ્રાપ્ત થાય છે; (તો) તે પણ કોઈ દોષ નથી, કેમ કે જીવનું અસ્તિત્વ અન્યથા બની શકતું નથી, તેથી તે પ્રકારના ઉપદેશના અસ્તિત્વની સિદ્ધિ થઈ જાય છે. સુખ અને દુઃખના કારણભૂત દ્રવ્યોનું સંપાદન કરવાવાળું બીજું કોઈ કર્મ નથી, કેમ કે એવું કોઈ કર્મ મળતું નથી. (ધવલા ટીકા પુસ્તક ૬ પૃષ્ઠ ૩પ-૩૬) ।। ।।

મોહનીયકર્મનાઅઠ્ઠાવીસભેદ
दर्शनचारित्रमोहनीयाकषायकषायवेदनीयाख्यास्त्रिद्विनवषोडशभेदाः
सम्यक्त्वमिथ्यात्वतदुभयान्यि कषायकषायौ हास्यरत्यरतिशोकभय–
जुगुप्सास्त्रीपुंनपुंसकवेदा अनंतानुबंध्यप्रत्याख्यानप्रत्याख्यान–
संज्वलनविकल्पाश्चेकशः क्रोधमानमायालोभाः।। ९।।

અર્થઃ– [दर्शन चारित्रमोहनीय अकषाय कषाय कषावेदनीय आख्याः] દર્શનમોહનીય, ચારિત્રમોહનીય, અકષાયવેદનીય અને કષાયવેદનીય એ ચાર ભેદરૂપ મોહનીયકર્મ છે, અને તેના પણ અનુક્રમે [त्रि द्वि नव षोडशभेदः] ત્રણ, બે, નવ અને સોળ ભેદ છે. તે આ પ્રમાણે [सम्यक्त्व मिथ्यात्व तदुभयानि] સમ્યક્ત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને સમ્યગ્મિથ્યાત્વમોહનીય આ ત્રણ ભેદ દર્શનમોહનીયના છે; [अकषायकषायौ] અકષાય વેદનીય અને કષાયવેદનીય-આ બે ભેદ ચારિત્ર મોહનીયના છે; [हास्य रति अरति शोक भय जुगुप्सा स्त्री पुं नपुंसकवेदाः] હાસ્ય, રતિ અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ-આ નવ ભેદ અકષાયવેદનીયના છે; અને [अनंतानुबंधी अप्रत्याख्यान प्रत्याख्यान संज्वलन विकल्पाः च] અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન તથા સંજ્વલનના ભેદથી તથા [एकशः क्रोध मान माया लोभाः] એ દરેકના ક્રોધ, માન, માયા તથા લોભ એ ચાર પ્રકાર-એ સોળ ભેદ કષાય વેદનીયના છે. આ રીતે કુલ અઠ્ઠાવીસ ભેદ મોહનીયકર્મના છે.

નોંધઃ– અકષાયવેદનીય અને કષાયવેદનીય એ બેનો સમાવેશ ચારિત્રમોહમાં થઈ જાય છે તેથી તેમને ગણતરીમાં જુદા લેવામાં આવ્યા નથી.


Page 510 of 655
PDF/HTML Page 565 of 710
single page version

પ૧૦ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

૧. મોહનીયકર્મના મુખ્ય બે ભેદ છે- દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય, જીવનો મિથ્યાત્વભાવ એ જ સંસારનું મૂળ છે તેમાં નિમિત્ત મિથ્યાત્વમોહનીયકર્મ છે; તે દર્શનમોહનીયનો એક ભેદ છે. દર્શનમોહનીયના ત્રણ ભેદ છે- મિથ્યાત્વપ્રકૃતિ, સમ્યક્ત્વપ્રકૃતિ અને સમ્યક્ મિથ્યાત્વપ્રકૃતિ. આ ત્રણમાંથી બંધ એક મિથ્યાત્વપ્રકૃતિનો જ થાય છે. જીવનો એવો કોઈ ભાવ નથી કે જેનું નિમિત્ત પામીને સમ્યક્ત્વમોહનીયપ્રકૃતિ કે સમ્યક્ મિથ્યાત્વમોહનીયપ્રકૃતિ બંધાય; જીવને પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ થવાના કાળમાં (-ઉપશમ કાળમાં) મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ટુકડા થઈ જાય છે, તેમાંથી એક મિથ્યાત્વરૂપે રહે છે. એક સમ્યક્ત્વપ્રકૃતિરૂપે થાય છે અને એક સમ્યગ્મિથ્યાત્વપ્રકૃતિરૂપે થાય છે. ચારિત્રમોહનીયના પચીસ ભેદ છે તેનાં નામ સૂત્રમાં જ જણાવ્યાં છે. એ રીતે બધાં મળીને ૨૮ ભેદ મોહનીયકર્મના છે.

૨. આ સૂત્રમાં આવેલ શબ્દોના અર્થ જૈનસિદ્ધાંતપ્રવેશિકામાંથી જોઈ લેવા. ૩. અહીં હાસ્યાદિક નવને અકષાયવેદનીય કહેલ છે; તેને નોકષાયવેદનીય પણ કહેવાય છે.

૪. અનંતાનુબંધીનો અર્થ–અનંત મિથ્યાત્વ, સંસાર; અનુબંધી તેને અનુસરીને બંધાય તે. મિથ્યાત્વને અનુસરીને જે કષાય બંધાય છે તેને અનંતાનુબંધી કષાય કહેવામાં આવે છે. અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભની વ્યાખ્યા નીચે મુજબ છે.

(૧) આત્માના શુદ્ધસ્વરૂપની અરુચિ તે અનંતાનુબંધી ક્રોધ છે. (ર) ‘હું પરનું કરી શકું’ એવી માન્યતા પૂર્વક જે અહંકાર તે અનંતાનુબંધી

માન-અભિમાન છે.

(૩) પોતાનું સ્વાધીનસ્વરૂપ ન સમજાય એવી આડ મારીને વિકારીદશા વડે

આત્માને ઠગવો તે અનંતાનુબંધી માયા છે.

(૪) પુણ્યાદિ વિકારથી લાભ માનીને પોતાની વિકારીદશાને વધાર્યા કરવી તે

અનંતાનુબંધી લોભ છે.

અનંતાનુબંધી કષાય આત્માના સ્વરૂપાચરણ ચારિત્રને રોકે છે. શુદ્ધાત્માના અનુભવને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય છે. તેની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે અને ચૌદમા ગુણસ્થાને તેની પૂર્ણતા થઈને સિદ્ધદશા પ્રગટે છે. ।। ।।


Page 511 of 655
PDF/HTML Page 566 of 710
single page version

અ. ૮ સૂત્ર ૧૦-૧૧ ] [ પ૧૧

આયુકર્મના ચાર ભેદ
नारकतैर्यग्योनमानुषदैवानि।। १०।।

અર્થઃ– [नारकतैर्यग्योन] નરકાયુ, તિર્યંચાયુ, [मानुष देवानि] મનુષ્યાયુ અને દેવાયુ- એ ચાર ભેદ આયુકર્મના છે. ।। ૧૦।।

નામ કર્મના બેંતાલીસ ભેદ

૪ પ પ ૩ ૨ પ પ ૬ ૬ ૮ પ गतिजातिशरीरांगोपांगनिर्माणबंधनसंघातसंस्थानसंहननस्पर्शरस– ૨ પ ૪ गंधवर्णानुपूर्व्यागुरुलधूपघातपरघातातपोधोतोच्छ्वास–

विहायोगतयः प्रत्येकशरीरत्रससुभगसुस्वरशुभसूक्ष्म– पर्याप्तिस्थिरादेययशः कीर्तिसेतराणि तीर्थकरत्वं च।। ११।।

અર્થઃ– [गति जाति शरीर अंगोपांग निर्माण] ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, નિર્માણ, [बंधन संघात संस्थान संहनन] બંધન, સંઘાત, સંસ્થાન, સંહનન, [स्पर्श रस गंध वर्ण] સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, [आनुपूर्व्य अगुरुलघु उपघात परघात] આનુપૂર્વ્ય, અગુરુલઘુ, ઉપઘાત, પરઘાત, [आतप उद्योत उच्छ्वास विहायोगतयः] આતપ, ઉદ્યોત, ઉચ્છ્વાસ અને વિહાયોગતિ-એ એકવીસ, તથા [प्रत्येकशरीर त्रस सुभग सुस्वर शुभ सूक्ष्म पर्याप्ति स्थिर आदेय यशःकीर्ति] પ્રત્યેક શરીર, ત્રસ, સુભગ, સુસ્વર, શુભ, સૂક્ષ્મ, પર્યાપ્તિ, સ્થિર, આદેય અને યશઃકીર્તિ એ દસ તથા [स इतराणि] તેમનાથી ઉલટા દસ અર્થાત્ સાધારણ શરીર, સ્થાવર દુર્ભગ, દુસ્વર, અશુભ, બાદર (-સ્થુળ), અપર્યાપ્ત, અસ્થિર, અનાદેય અને અયશઃકીર્તિ-એ દસ, [तीर्थकरत्वं च] અને તીર્થંકરત્વ-એ રીતે કુલ બેંતાલીસ ભેદ નામકર્મના છે.

ટીકા

સૂત્રના જે શબ્દ ઉપર જે આંકડો લખેલ છે તે, તે શબ્દના તેટલા પેટા ભેદ છે-એમ સૂચવે છે; ઉદા

ગતિ શબ્દ ઉપર ચારનો આંકડો છે તે એમ સૂચવે છે; કે

ગતિના ચાર પેટા ભેદ છે. ગતિ વગેરેના પેટા ભેદ સહિત ગણવામાં આવેતો નામ કર્મના કુલ ૯૩ ભેદ થાય છે.

આ સૂત્રમાં આવેલા શબ્દોના અર્થ શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકામાંથી જોઈ લેવા. ।। ૧૧।।


Page 512 of 655
PDF/HTML Page 567 of 710
single page version

પ૧૨ ] [ મોક્ષશાસ્ત્ર

ગોત્રકર્મના બે ભેદ
उच्चैर्नीचैश्च।। १२।।

અર્થઃ– [उच्चैः नीचः च] ઉંચગોત્ર અને નીચગોત્ર એ બે ભેદ ગોત્રકર્મના છે. ।। ૧૨।।

અંતરાયકર્મના પાંચ ભેદ
दानलाभभोगोपभोगवीर्याणाम्।। १३।।

અર્થઃ– [दान लाभ भोग उपभोग वीर्याणाम्] દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય-એ પાંચ ભેદ અંતરાય કર્મના છે.

પ્રકૃતિબંધના પેટા ભેદોનું વર્ણન અહીં પૂરું થયું. ।। ૧૩।।

હવે સ્થિતિબંધના ભેદોનું વર્ણન કરે છે-

જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયકર્મની
ઉત્કૃષ્ટસ્થિતિ
आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागररोपमकोटीकोटयः
परा स्थितिः।। १४।।

અર્થઃ– [आदितः तिसृणाम्] પહેલેથી ત્રણ (અર્થાત્) જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા વેદનીય) [अंतरायस्य च] અને અંતરાય-એ ચાર કર્મોની [परा स्थिति] ઉત્કૃષ્ટ સ્થિતિ [त्रिंशत् सागरोपमकोटीकोटयः] ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમ છે.

નોંધઃ– (૧) આ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ મિથ્યાદ્રષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક જીવને જ થાય છે. (ર) એક કરોડને એક કરોડથી ગુણતાં જે ગુણાકાર આવે તે ક્રોડાક્રોડી છે. ।। ૧૪।।

મોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ
सप्ततिर्मोहनीयस्य।। १५।।

અર્થઃ– [मोहनीयस्य] મોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [सप्ततिः] સિત્તેર ક્રોડા ક્રોડી સાગરોપમ છે.

નોંધઃ– આ સ્થિતિ પણ મિથ્યાદ્રષ્ટિ સંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્તક જીવને જ બંધાય છે. ।। ૧પ।।


Page 513 of 655
PDF/HTML Page 568 of 710
single page version

અ. ૮ સૂત્ર ૧૬-૧૭-૧૮-૧૯-૨૦-૨૧ ] [ પ૧૩

નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ
विंशतिर्नामगोत्रयोः।। १६।।

અર્થઃ– [नामगोत्रयोः] નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [विंशतिः] વીસ ક્રોડાક્રોડી સાગરોપમ છે. ।। ૧૬।।

આયુકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ
त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुषः।। १७।।

અર્થઃ– [आयुषः] આયુકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ [त्रयस्त्रिंशत् सागरोपमाणि] તેત્રીસ સાગરોપમ છે. ।। ૧૭।।

વેદનીયકર્મની જઘન્યસ્થિતિ
अपरा द्वादशमुहूर्ता वेदनीयस्य।। १८।।

અર્થઃ– [वेदनीयस्य अपरा] વેદનીયકર્મની જઘન્યસ્થિતિ [द्वादशमुहूर्ता] બાર મુહૂર્ત છે. ।। ૧૮।।

નામ અને ગોત્રકર્મની જઘન્યસ્થિતિ
नामगोत्रयोरष्टौ।। १९।।

અર્થઃ– [नामगोत्रयोः] નામ અને ગોત્રકર્મની જઘન્યસ્થિતિ [अष्ठौ] આઠ મુહૂર્તની છે. ।। ૧૯।।

બાકીનાં જ્ઞાનાવરણાદિ પાંચ કર્મોની જઘન્યસ્થિતિ
शेषाणामंतर्मुहूर्ता।। २०।।

અર્થઃ– [शेषाणाम्] બાકીનાં એટલે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય અને આયુ-એ પાંચ કર્મોની જઘન્યસ્થિતિ [अंतर्मुहूर्ता] અંતર્મુહૂર્ત છે.

સ્થિતિબંધના પેટાભેદનું વર્ણન અહીં પુરું થયું. ।। ૨૦।।

હવે અનુભાગબંધનું વર્ણન કરે છે (અનુભાગબંધને અનુભવબંધ પણ કહેવાય છે) -

અનુભવબંધનું લક્ષણ
विपाकोऽनुभवः।। २१।।

અર્થઃ– [विपाकः] વિવિધ પ્રકારનો પાક [अनुभवः] તે અનુભવ છે.


Page 514 of 655
PDF/HTML Page 569 of 710
single page version

પ૧૪ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

(૧) મોહકર્મનો વિપાક થતાં જીવ જે પ્રકારનો વિકાર કરે તે પ્રકારે જીવે ફળ ભોગવ્યું કહેવાય છે; તેનો અર્થ એટલો છે કે જીવને વિકાર કરવામાં મોહકર્મનો વિપાક નિમિત્ત છે. કર્મનો વિપાક કર્મમાં થાય, જીવમાં થાય નહિ. જીવને પોતાના વિભાવભાવનો અનુભવ થાય તે જીવનો વિપાક-અનુભવ છે.

(ર) આ સૂત્ર પુદ્ગલકર્મના વિપાક-અનુભવને સૂચવનારું છે. બંધ થતી વખતે જીવનો જેવો વિકારીભાવ હોય તેને અનુસરીને પુદ્ગલકર્મ માં અનુભાગ બંધ થાય છે અને તે ઉદયમાં આવે ત્યારે કર્મનો વિપાક, અનુભાગ કે અનુભવ થયો- એમ કહેવાય છે.।। ૨૧।।

અનુભાગબંધ કર્મના નામ અનુસાર થાય છે
स यथानाम।। २२।।

અર્થઃ– [सः] તે અનુભાગબંધ [यथानाम] કર્મોના નામ પ્રમાણે જ થાય છે.

ટીકા

જે કર્મનું જે નામ છે તે કર્મમાં તેનો જ અનુભાગબંધ પડે છે. જેમ કે- જ્ઞાનાવરણકર્મમાં ‘જ્ઞાન જ્યારે રોકાય ત્યારે નિમિત્ત થાય’ એવો અનુભાગ હોય છે; દર્શનાવરણકર્મમાં ‘દર્શન જ્યારે રોકાય ત્યારે નિમિત્ત થાય’ એવો અનુભાગ હોય છે.।। ૨૨।।

ફળ આપ્યા પછી કર્મોનું શું થાય છે
ततश्च निर्जरा।। २३।।

અર્થઃ– [ततः च] તીવ્ર, મધ્યમ કે મંદફળ (અનુભાગ) આપ્યા પછી [निर्जरा] તે કર્મોની નિર્જરા થઈ જાય છે અર્થાત્ ઉદયમાં આવ્યા પછી કર્મ આત્માથી જુદાં થઈ જાય છે.

ટીકા

૧. આઠે કર્મો ઉદય થયા પછી નિર્જરી જાય છે; તેમાં કર્મની નિર્જરાના બે ભેદ છે-સવિપાક નિર્જરા અને અવિપાક નિર્જરા.

(૧) સવિપાક નિર્જરા– આત્મા સાથે એક ક્ષેત્રે રહેલાં કર્મ પોતાની સ્થિતિ

પૂરી થતાં જુદાં થઈ ગયાં તે સવિપાક નિર્જરા છે.

Page 515 of 655
PDF/HTML Page 570 of 710
single page version

અ. ૮ સૂત્ર ૨૪ ] [ પ૧પ

(ર) અવિપાક નિર્જરા– ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલાં જે કર્મો આત્માના
પુરુષાર્થના કારણે આત્માથી જુદાં થઈ ગયાં તે અવિપાક નિર્જરા
છે. તેને સકામનિર્જરા પણ કહેવાય છે.

ર. નિર્જરાના બે ભેદ બીજી રીતે પણ પડે છે તેનું વર્ણન-

(૧) અકામનિર્જરા– તેમાં બાહ્ય નિમિત્ત તો ઇચ્છા રહિત ભૂખ-તૃષા
સહન કરવી એ છે અને ત્યાં જો મંદ કષાયરૂપ ભાવ હોય તો
પાપની નિર્જરા થાય અને દેવાદિ પુણ્યનો બંધ થાય- તેને
અકામનિર્જરા કહે છે.

જે અકામનિર્જરાથી જીવની ગતિ કંઈક ઊંચી થાય છે તે પ્રતિકૂળ સંયોગો વખતે જીવ મંદકષાય કરે છે તેથી થાય છે, પણ કર્મો જીવને ઊંચી ગતિમાં લઈ જતાં નથી.

(ર) સકામનિર્જરા–તેની વ્યાખ્યા ઉપર આવી ગઈ છે. ૩. આ સૂત્રમાં શબ્દ છે તે નવમા અધ્યાયના ત્રીજા સૂત્ર [तपसा निर्जरा च] સાથે સંબંધ ધરાવે છે.

અનુભાગબંધનું વર્ણન અહીં પુરું થયું. ।। ૨૩।।

હવે પ્રદેશબંધનું વર્ણન કરે છે-

પ્રદેશબંધનું સ્વરૂપ
नामप्रत्ययाः सर्वतो योगविशेषात्सूक्ष्मैकक्षेत्रावगाहस्थिताः
सर्वात्मप्रदेशेष्वनंतानंतप्रदेशाः।। २४।।

અર્થઃ– [नाम प्रत्ययाः] જ્ઞાનાવરણાદિ કર્મપ્રકૃતિઓનું કારણ, [सर्वतो] સર્વ તરફથી અર્થાત્ સમસ્ત ભવોમાં, [योगविशेषात्] યોગ વિશેષથી, [सूक्ष्म एकक्षेत्रावगाहस्थिताः] સૂક્ષ્મ, એકક્ષેત્રાવગાહરૂપ સ્થિત [सर्वात्मप्रदेशेषु] અને સર્વ આત્મપ્રદેશોએ [अनंतानंतप्रदेशाः] જે કર્મપુદ્ગલના અનંતાનંત પ્રદેશો (પરમાણુઓ) છે તે પ્રદેશબંધ છે.

નીચેની છ બાબતો આ સૂત્રમાં જણાવી છે- (૧) સર્વ કર્મના જ્ઞાનાવરણાદિ મૂળપ્રકૃતિરૂપ, ઉત્તરપ્રકૃતિરૂપ અને ઉત્તરોત્તરપ્રકૃતિરૂપ થવાનું કારણ કાર્મણવર્ગણા છે.


Page 516 of 655
PDF/HTML Page 571 of 710
single page version

પ૧૬ ] [ મોક્ષશાસ્ત્ર

(૨) ત્રિકાળવર્તી સમસ્ત ભવોમાં (-જન્મોમાં) મન-વચન-કાયાના યોગના નિમિત્તે તે કર્મો આવે છે.

(૩) તે કર્મો સૂક્ષ્મ છે- ઇન્દ્રિયગોચર નથી. (૪) આત્માના સર્વ પ્રદેશોની સાથે દૂધ-પાણીની જેમ એક ક્ષેત્રમાં તે કર્મો વ્યાપ્ત છે.

(પ) આત્માના સર્વ પ્રદેશોએ અનંતાનંત પુદ્ગલો સ્થિત થાય છે. (૬) એક આત્માના અસંખ્યપ્રદેશ છે, તે દરેક પ્રદેશે સંસારી જીવને અનંતાનંત પુદ્ગલસ્કંધો વિદ્યમાન છે.

પ્રદેશબંધનું વર્ણન અહીં પુરું થયું.।। ૨૪।।

આ રીતે ચારે પ્રકારના બંધનું વર્ણન કર્યું. હવે કર્મપ્રકૃતિઓમાંથી પુણ્યપ્રકૃતિ કેટલી છે તથા પાપપ્રકૃતિ કેટલી છે તે જણાવીને આ અધ્યાય પૂરો કરે છે.

પુણ્ય પ્રકૃતિઓ
सद्वेधशुभायुर्नामगोत्राणि पुण्यम्।। २५।।

અર્થઃ– [सत् वेध शुभायुः नाम गोत्राणि] સાતાવેદનીય, શુભ આયુ, શુભ નામ અને શુભ ગોત્ર [पुण्यम्] એ પુણ્યપ્રકૃતિઓ છે.

ટીકા

૧. ઘાતિકર્મોની ૪૭ પ્રકૃતિઓ છે; તે બધી પાપરૂપ છે; અઘાતિકર્મોની ૧૦૧ પ્રકૃતિઓ છે; તેમાં પુણ્ય અને પાપ બન્ને પ્રકાર છે; તેમાંથી ૬૮ પ્રકૃતિઓ પુણ્યરૂપ છે, તે નીચે પ્રમાણે-

૧. સાતાવેદનીય, ર. તિર્યંચાયુ, ૩. મનુષ્યાયુ, ૪. દેવાયુ, પ. ઉચ્ચ ગોત્ર, ૬. મનુષ્યગતિ, ૭. મનુષ્યગત્યાનુપૂર્વી, ૮. દેવગતિ, ૯. દેવગત્યાનુપૂર્વી, ૧૦. પંચેન્દ્રિય જાતિ, ૧૧-૧પ. પાંચ પ્રકારના શરીર, ૧૬-૨૦. શરીરનાં પાંચ પ્રકારના બંધન, ૨૧- ૨પ. પાંચ પ્રકારના સંઘાત, ૨૬-૨૮. ત્રણ પ્રકાર અંગોપાંગ, ૨૯-૪૮. સ્પર્શ, વર્ણાદિકની વીસ પ્રકૃતિ, ૪૯. સમચતુરસ્રસંસ્થાન, પ૦. વજ્રર્ષભનારાચસંહનન, પ૧. અગુરુલધુ, પ૨. પરઘાત, પ૩. ઉચ્છ્વાસ, પ૪. આતપ, પપ. ઉદ્યોત, પ૬. પ્રશસ્ત વિહાયોગતિ, પ૭. ત્રસ, પ૮. બાદર, પ૯. પર્યાપ્તિ, ૬૦. પ્રત્યેક શરીર, ૬૧. સ્થિર, ૬૨. શુભ, ૬૩. સુભગ, ૬૪. સુસ્વર, ૬પ. આદેય, ૬૬. યશઃકીર્તિ, ૬૭. નિર્માણ, અને


Page 517 of 655
PDF/HTML Page 572 of 710
single page version

અ. ૮ સૂત્ર ૨૬ ] [ પ૧૭ ૬૮. તીર્થંકરત્વ. ભેદ વિવક્ષાએ આ ૬૮ પુણ્યપ્રકૃતિ છે અને અભેદ વિવક્ષાથી ૪ર. પુણ્યપ્રકૃતિ છે, કેમકે વર્ણાદિકના ૧૬. ભેદ, શરીરમાં અંતર્ગત પ બંધન અને પ સંઘાત એમ કુલ ર૬ પ્રકૃતિઓ ઘટાડવાથી ૪ર પ્રકૃતિ રહે છે.

ર. પૂર્વે ૧૧ મા સૂત્રમાં નામકર્મની ૪ર પ્રકૃતિ જણાવી છે તેમાં ગતિ, જાતિ, શરીરાદિના પેટાભેદો જણાવ્યા નથી; પરંતુ પુણ્યપ્રકૃતિ અને પાપપ્રકૃતિ એવા ભેદ પાડતાં તેમના પેટા ભેદ આવ્યા વગર રહેતા નથી. ।। ૨પ।।

પાપપ્રકૃતિઓ
अतोऽन्यत्पापम्।। २६।।

અર્થઃ– [अतः अन्यत्] તે પુણ્યપ્રકૃતિઓથી અન્ય અર્થાત્ અસાતાવેદનીય, અશુભઆયુ, અશુભ નામ અને અશુભ ગોત્ર [पापम्] એ પાપપ્રકૃતિઓ છે.

ટીકા

૧. પાપપ્રકૃતિઓ નીચે પ્રમાણે છે- ૧-૪૭ ઘાતિકર્મોની સર્વ પ્રકૃતિઓ, ૪૮. નીચ ગોત્ર, ૪૯. અસાતાવેદનીય, પ૦. નરકગતિ, પ૧. નરકગત્યાનુપૂર્વી, પર. તિર્યંચગતિ, પ૩. તિર્યંચગત્યાનુપૂર્વી, પ૪-પ૭. એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય એ ચાર જાતિ, પ૯-૬૩ પાંચ સંસ્થાન, ૬૪-૬૮. પાંચ સંહનન, ૬૯-૮૮. વર્ણાદિક વીસ પ્રકાર, ૮૯. ઉપઘાત, ૯૦. અપ્રશસ્ત વિહાયોગતિ, ૯૧. સ્થાવર, ૯ર. સૂક્ષ્મ, ૯૩. અપર્યાપ્તિ, ૯૪. સાધારણ, ૯પ. અસ્થિર, ૯૬. અશુભ, ૯૭. દુર્ભગ, ૯૮. દુઃસ્વર ૯૯. અનાદેય અને ૧૦૦. અયશઃકીર્તિ. ભેદ વિવક્ષાએ આ ૧૦૦ પાપપ્રકૃતિઓ છે; અને અભેદવિવક્ષાએ ૮૪ છે, કેમ કે વર્ણાદિકના ૧૬ પેટા ભેદ ઘટાડવાથી ૮૪ રહે છે. આમાંથી પણ સમ્યક્મિથ્યાત્વપ્રકૃતિ તથા સમ્યક્ત્વમોહનીયપ્રકૃતિ એ બે પ્રકૃતિઓનો બંધ થતો નહિ હોવાથી તે બે બાદ કરતાં ભેદવિવક્ષાઓ ૯૮ અને અભેદવિવક્ષાઓ ૮ર પાપ પ્રકૃતિઓનો બંધ થાય છે; પરંતુ તે બે પ્રકૃતિઓની સત્તા તથા ઉદય હોય છે તેથી સત્તા અને ઉદય તો ભેદવિવક્ષાએ ૧૦૦ તથા અભેદવિવક્ષાએ ૮૪ પ્રકૃતિઓના થાય છે.

ર. વર્ણાદિક ચાર અથવા તો તેના ભેદ ગણવામાં આવે તો વીસ પ્રકૃતિઓ છે તેઓ પુણ્યરૂપ પણ છે અને પાપરૂપ પણ છે તેથી તે પુણ્ય અને પાપ બન્નેમાં ગણાય છે.

૩. આ સૂત્રમાં આવેલા શબ્દોના અર્થ શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકામાંથી જોઈ લેવા. ।। ૨૬।।


Page 518 of 655
PDF/HTML Page 573 of 710
single page version

પ૧૮ ] [ મોક્ષશાસ્ત્ર

ઉપસંહાર

૧. આ અધ્યાયમાં બંધતત્ત્વનું વર્ણન છે; પહેલા સૂત્રમાં મિથ્યાત્વાદિ પાંચ વિકારી પરિણામોને બંધના કારણ તરીકે જણાવ્યાં છે, તેમાં પહેલું મિથ્યાદર્શન જણાવ્યું છે કેમ કે તે પાંચે કારણોમાં સંસારનું મૂળ મિથ્યાદર્શન છે. તે પાંચે પ્રકારના જીવના વિકારી પરિણામોનું નિમિત્ત પામીને આત્માના એકેક પ્રદેશે અનંતાનંત કાર્મણવર્ગણારૂપ પુદ્ગલ પરમાણુઓ એકક્ષેત્રાવગાહરૂપે બંધાય છે, તે દ્રવ્યબંધ છે.

ર. બંધના ચાર પ્રકાર વર્ણવ્યા છે. કર્મબંધ જીવ સાથે કેટલા વખત સુધી રહીને પછી તેનો વિયોગ થાય એ પણ આમાં જણાવ્યું છે. પ્રકૃતિબંધમાં મુખ્ય આઠ ભેદ પડે છે, તેમાંથી એક મોહનીયપ્રકૃતિ જ નવા કર્મબંધમાં નિમિત્ત થાય છે.

૩. વર્તમાનગોચર જે કોઈ દર્શનો છે તેમાં કોઈ પણ સ્થળે આવી સ્પષ્ટ અને વૈજ્ઞાનિક પદ્ધતિએ જીવના વિકારી ભાવોનું તથા તેના નિમિત્તે થતા પુદ્ગલબંધના પ્રકારોનું સ્વરૂપ જૈનદર્શન સિવાયના બીજા કોઈ દર્શનમાં કહેવામાં આવ્યું નથી. અને તે પ્રકારનું કથન સર્વજ્ઞ -વીતરાગતા વગર આવી શકે જ નહિ. માટે જૈનદર્શનનું બીજા કોઈ પણ દર્શનની સાથે સમાનપણું માનવું તે વિનયમિથ્યાત્વ છે.

૪. મિથ્યાત્વ સંબંધમાં પહેલા સૂત્રમાં જે વિવેચન કરવામાં આવ્યું છે તે બરાબર સમજવું.

પ. બંધત્ત્વ સંબંધી ખાસ ખ્યાલમાં રાખવા યોગ્ય સિદ્ધાંત એ છે કે શુભ તેમ જ અશુભ બન્ને ભાવો બંધનું જ કારણ છે તેથી તેમનામાં તફાવત નથી અર્થાત્ બન્ને બૂરાં છે. જે અશુભભાવ વડે નરકાદિરૂપ પાપબંધ થાય તેને તો જીવ બૂરાં જાણે છે, પણ જે શુભભાવો વડે દેવાદિરૂપ પુણ્યબંધ થાય તેને તે ભલા જાણે છે; એ રીતે દુઃખ સામગ્રીમાં (-પાપબંધના ફળમાં) દ્વેષ અને સુખસામગ્રીમાં (-પુણ્યબંધના ફળમાં) રાગ થયોઃ માટે જો પુણ્ય સારું અને પાપ ખરાબ એમ માનીએ તો રાગ- દ્વેષ કરવા યોગ્ય છે એવી શ્રદ્ધા થઈ; અને જેમ આ પર્યાય સંબંધી રાગ-દ્વેષ કરવાની શ્રદ્ધા થઈ તેમ ભાવી પર્યાય સંબંધી પણ સુખ-દુઃખ સામગ્રીમાં રાગ-દ્વેષ કરવા યોગ્ય છે એવી શ્રદ્ધા થઈ. અશુદ્ધ (શુભ-અશુભ) ભાવો વડે જે કર્મબંધ થાય તેમાં અમુક ભલો અને અમુક બૂરો એવા ભેદ માનવા તે જ મિથ્યાશ્રદ્ધા છે; એવી શ્રદ્ધાથી બંધતત્ત્વનું સત્ય શ્રદ્ધાન થતું નથી. શુભ કે અશુભ બન્ને બંધભાવ છે, તે બન્નેથી ઘાતિકર્મોનો બંધ તો નિરંતર થાય છે; સર્વે ઘાતિકર્મો પાપરૂપ જ છે અને તે જ આત્મગુણના ઘાતમાં નિમિત્ત છે. તો પછી શુભભાવથી જે બંધ થાય તેને સારો કેમ કહેવાય?

૬. જીવના એક સમયના વિકારી ભાવમાં સાત કર્મના બંધમાં અને કોઈ વખતે


Page 519 of 655
PDF/HTML Page 574 of 710
single page version

અ. ૮ ઉપસંહાર ] [ પ૧૯ આઠે પ્રકારના કર્મના બંધમાં નિમિત્ત થવાની લાયકાત કેવી રીતે છે તે અહીં બતાવવામાં આવે છે-

(૧) જીવ પોતાના સ્વરૂપની અસાવધાની રાખે છે, તે મોહ કર્મના બંધનું નિમિત્ત થાય છે.

(ર) સ્વરૂપની અસાવધાની હોવાથી જીવ તે સમયે પોતાનું જ્ઞાન પોતાના તરફ ન વાળતાં પર તરફ વાળે છે તે ભાવ જ્ઞાનાવરણકર્મના બંધનું નિમિત્ત થાય છે.

(૩) તે જ સમયે, સ્વરૂપની અસાવધાનીને લીધે પોતાનું દર્શન પોતાના તરફ ન વાળતાં પર તરફ વાળે છે તે ભાવ દર્શનાવરણકર્મના બંધનું નિમિત્ત થાય છે.

(૪) તે જ સમયે, સ્વરૂપની અસાવધાની હોવાથી પોતાનું વીર્ય પોતાના તરફ ન વાળતાં પર તરફ વાળે છે તે ભાવ અંતરાયકર્મના બંધનું નિમિત્ત થાય છે.

(પ) પર તરફના લક્ષે પરનો સંયોગ થાય છે તેથી તે સમયનો (-સ્વરૂપની અસાવધાની સમયનો) ભાવ શરીર વગેરે નામકર્મના બંધનું નિમિત્ત થાય છે.

(૬) જ્યાં શરીર હોય ત્યાં ઊંચ-નીચ આચારવાળા કુળમાં ઉત્પત્તિ હોય, તેથી તે જ સમયનો વિકારી ભાવ ગોત્રકર્મના બંધનું નિમિત્ત થાય છે.

(૭) જ્યાં શરીર હોય ત્યાં બહારની સગવડ, અગવડ, સાજું, માંદુ વગેરે હોય; તેથી તે સમયનો ભાવ વેદનીયકર્મના બંધનું નિમિત્ત થાય છે.

અજ્ઞાનદશામાં આ સાત કર્મો તો સમયે સમયે બંધાયા જ કરે છે; સમ્યગ્દર્શન થયા પછી ક્રમે ક્રમે જેમ જેમ ચારિત્રની અસાવધાની દૂર થાય તેમ તેમ જીવમાં અવિકારીદશા વધતી જાય અને તે અવિકારી ભાવ પુદ્ગલકર્મના બંધમાં નિમિત્ત થાય નહિ તેથી તેટલે અંશે બંધન ટળે છે.

(૮) શરીર તે સંયોગી વસ્તુ છે, તેથી જ્યાં તે સંયોગ હોય ત્યાં વિયોગ પણ થાય જ, એટલે કે શરીરની સ્થિતિ અમુક કાળની હોય. ચાલુ ભવમાં જે ભવને લાયક ભાવ જીવને થાય તેવા આયુનો બંધ નવા શરીર માટે થાય છે.

૭. કર્મબંધનાં જે પાંચ કારણો છે તેમાં મુખ્ય મિથ્યાત્વ છે અને તે કર્મબંધનો અભાવ કરવા માટે સૌથી પહેલું કારણ સમ્યગ્દર્શન જ છે. સમ્યગ્દર્શન થતાં જ મિથ્યાદર્શનનો અભાવ થાય છે અને ત્યાર પછી જ ક્રમે ક્રમે અવિરતિ વગેરેનો અભાવ થાય છે.

એ પ્રમાણે શ્રી ઉમાસ્વામી વિરચિત મોક્ષશાસ્ત્રના
આઠમા અધ્યાયની ગુજરાતી ટીકા પૂરી થઈ.

Page 520 of 655
PDF/HTML Page 575 of 710
single page version

મોક્ષશાસ્ત્ર – ગુજરાતી ટીકા
અધ્યાય નવમો

ભુમિકા

૧. આ અધ્યાયમાં સંવર અને નિર્જરાતત્ત્વનુંવર્ણન છે. આ મોક્ષશાસ્ત્ર હોવાથી સૌથી પહેલાં મોક્ષનો ઉપાય બતાવ્યો કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. પછી સમ્યગ્દર્શનનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન કહ્યું અને સાત તત્ત્વોના નામ દર્શાવ્યા; ત્યારપછી અનુક્રમે તે તત્ત્વોનું વર્ણન કર્યું છે; તેમાંથી જીવ, અજીવ, આસ્રવ અને બંધ એ ચાર તત્ત્વોનું વર્ણન અત્યાર સુધીમાં કર્યુ છે. હવે આ અધ્યાયમાં સંવર તથા નિર્જરા એ બંને તત્ત્વોનું વર્ણન કર્યું છે અને ત્યારપછી છેલ્લા અધ્યાયમાં મોક્ષતત્ત્વનું વર્ણન કરીને આ શાસ્ત્ર આચાર્યંદેવે પુરું કર્યુંર્ છે.

ર. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને સાચાં સંવર અને નિર્જરાતત્ત્વ કદી પ્રગટયાં નથી; તેથી તેને આ સંસારરૂપ વિકારીભાવો ઊભા રહ્યા છે અને સમયે સમયે અનંત દુઃખ પામે છે. તેનું મૂળકારણ મિથ્યાત્વ જ છે. ધર્મની શરૂઆત સંવરથી થાય છે અને સમ્યગ્દર્શન તે જ પ્રથમ સંવર છે; તેથી ધર્મનું મુળ સમ્યગ્દર્શન છે. સંવરનો અર્થ જીવના વિકારીભાવોને અટકાવવા તે છે; સમ્યગ્દર્શન પ્રગટ કરતાં મિથ્યાત્વભાવ અટકે છે તેથી સૌથી પહેલાં મિથ્યાત્વભાવનો સંવર થાય છે.

૩ સંવરનું સ્વરૂપ

(૧) ‘સંવર’ શબ્દનો અર્થ ‘રોકવું’ થાય છે. છઠ્ઠા-સાતમા અધ્યાયમાં જણાવેલા આસ્રવને રોકવો તે સંવર છે. જીવ જ્યારે આસ્રવ ભાવને રોકે ત્યારે જીવમાં કોઈ ભાવનો ઉત્પાદ તો થવો જ જોઈએ. જે ભાવનો ઉત્પાદ થતાં આસ્રવભાવ રોકાય તે સંવરભાવ છે. સંવરનો અર્થ વિચારતાં તેમાં નીચેના ભાવો આવે છેઃ-

૧. આસ્રવ રોકાતાં આત્મામાં જે પર્યાયનો ઉત્પાદ થાય છે તે શુદ્ધોપયોગ છે; તેથી ઉત્પાદ અપેક્ષાએ સંવરનો અર્થ શુદ્ધોપયોગ થાય છે. ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્મામાં ઉપયોગનું રહેવું-ટકવું તે સંવર છે. (જુઓ, શ્રી સમયસાર ગાથા ૧૮૧)

૨. ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્મામાં જ્યારે જીવનો ઉપયોગ રહે છે ત્યારે નવો વિકારી


Page 521 of 655
PDF/HTML Page 576 of 710
single page version

પ૨૨ ] [ મોક્ષશાસ્ત્ર પર્યાય (-આસ્રવ) અટકે છે અર્થાત્ પુણ્ય-પાપના ભાવ અટકે છે. તે અપેક્ષાએ સંવરનો અર્થ ‘જીવના નવા પુણ્ય-પાપના ભાવ રોકવા’ એવો થાય છે.

૩. ઉપર જણાવેલ ભાવ પ્રગટતાં નવાં કર્મો આત્મા સાથે. એકક્ષેત્રાવગાહરૂપે આવતાં અટકે છે, તેથી કર્મ અપેક્ષાએ સંવરનો અર્થ ‘નવાં કર્મનો આસ્રવ અટકવો’ એવો થાય છે.

(ર) ઉપરના ત્રણે અર્થો નય અપેક્ષાએ કરવામાં આવ્યા છે, તે આ પ્રમાણે ૧-પહેલો અર્થ આત્માનો શુદ્ધપર્યાય પ્રગટયાનું જણાવે છે, તેથી પર્યાય અપેક્ષાએ તે કથન શુદ્ધનિશ્ચયનયનું છે ર- બીજો અર્થ આત્મામાં ક્યો પર્યાય અટકયો તે જણાવે છે; તેથી તે કથન વ્યવહારનયનું છે. અને ૩-ત્રીજો અર્થ જીવના તે પર્યાય વખતે પર વસ્તુની સ્થિતિ કેવી હોય તેનું જ્ઞાન કરાવે છે, તેથી તે કથન અસદ્ભૂત વ્યવહારનયનું છે. તેને અસદ્ભૂત કહેવાનું કારણ એ છે કે, આત્મા જડ કર્મનું કાંઈ કરી શકતો નથી પણ આત્માના તે પ્રકારના શુદ્ધભાવને અને નવા કર્મના આસ્રવના રોકાઈ જવાને માત્ર નિમિત્ત-નૈમિત્તિકસબંધ છે.

(૩) આ ત્રણે વ્યાખ્યાઓ નય અપેક્ષાએ હોવાથી તે દરેક વ્યાખ્યામાં બાકીની બે વ્યાખ્યાઓ ગર્ભિત રીતે અંતર્ભૂત થાય છે, કેમ કે નય-અપેક્ષાના કથનમાં એકની મુખ્યતા અને બીજાની ગૌણતા હોય છે. જે કથન મુખ્યતાએ કર્યું હોય તેને આ શાસ્ત્રના પાંચમા અધ્યાયના ૩ર માં સુત્રમાં અર્પિત’ કહેવામાં આવેલ છે અને જે કથન ગૌણ રાખવામાં આવ્યુ હોય તેને ‘અનર્પિત’ કહેવામાં આવેલ છે. અર્પિત અને અનર્પિત એ બંને કથનોને એકત્રિત કરતાં જે અર્થ થાય તે પૂર્ણ (-પ્રમાણ) અર્થ છે, તેથી તે સર્વાંગ વ્યાખ્યા છે. અર્પિત કથનમાં અનર્પિતની જો ગૌણતા રાખવામાં આવી હોય તો તે નય કથન છે. ર્સ્વાંગ વ્યાખ્યારૂપ કથન કોઈ પડખું ગૌણ નહિ રાખતાં બધાં પડખાંને એકી સાથે બતાવે છે. શાસ્ત્રમાં નયદ્રષ્ટિથી વ્યાખ્યા કરી હોય કે અને કાન્તદ્રષ્ટિએ વ્યાખ્યા કરી હોય, પણ ત્યાં અનેકાંત સ્વરૂપ સમજીને અનેકાંતસ્વરૂપે જે વ્યાખ્યા હોય તે પ્રમાણે સમજવું.

(૪) સંવરની સર્વાંગ વ્યાખ્યા શ્રી સમયસારજી ગાથા ૧૮૭ થી ૧૮૯ સુધીમાં નીચે આપી છે-

“આત્માને આત્મા વડે બે પુણ્ય-પાપરૂપ શુભાશુભયોગોથી રોકીને દર્શનજ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય વસ્તુની ઇચ્છાથી વિરમ્યો થકો જે આત્મા, સર્વ સંગથી રહિત થયો થકો પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે,-કર્મ અને નોકર્મને ધ્યાવતો નથી, ચેતયિતા હોવાથી એકત્વને જ ચિંતવે છે-ચેતે છે- અનુભવે છે, તે આત્મા,


Page 522 of 655
PDF/HTML Page 577 of 710
single page version

અ. ૯ ભૂમિકા ] [ પ૨૩ આત્માને ધ્યાવતો, દર્શનજ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે.”

આ વ્યાખ્યામાં સંપૂર્ણ કથન હોવાથી આ કથન અનેકાન્તદ્રષ્ટિએ છે; માટે કોઈ શાસ્ત્રમાં નયદ્રષ્ટિએ વ્યાખ્યા કરી હોય, કે કોઈ શાસ્ત્રમાં અનેકાંતદ્રષ્ટિએ સર્વાંગ વ્યાખ્યા કરી હોય તો ત્યાં વિરોધ ન સમજતાં બન્નેમાં સમાન પ્રકારે વ્યાખ્યા કરી છે-એમ સમજવું.

(પ) શ્રી સમયસાર કળશ ૧રપ માં સંવરનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે- ૧. આસ્રવનો તિરસ્કાર કરવાથી જેણે સદા વિજય મેળવ્યોછે એવા સંવરને ઉત્પન્ન કરતી જયોતિ.........

ર. પરરૂપથી જુદી પોતાના સમ્યક્ સ્વરૂપમાં નિશ્ચલપણે પ્રકાશતી, ચિન્મય, ઉજ્જ્વળ અને નિજરસના ભારવાળી જ્યોતિનું પ્રગટવું,

(આ વર્ણનમાં આત્માની શુદ્ધ પર્યાય અને આસ્રવનો નિરોધ એ રીતે આત્માના બન્ને પડખાં આવી જાય છે.)

(૬) શ્રી પુરુષાર્થસિદ્ધિ-ઉપાય, ગાથા ર૦પ માં બાર અનુપ્રેક્ષાના નામ કહ્યાં છે તેમાં એક સંવર અનુપ્રેક્ષા છે; ત્યાં પંડિત ઉગ્રસેન કૃત ટીકા પા.૨૧૮ માં ‘સંવર’ નો અર્થ નીચે પ્રમાણે કર્યો છે -

‘જિન પુણ્ય પાપ નહીં કીના, આતમ અનુભવ ચિત દીના;
તિન હિ વિધિ
આવત રોકે, સંવર લહિ સુખ અવલોકે.’

અર્થઃ– જે જીવોએ પોતાના ભાવને પુણ્ય-પાપરૂપ કર્યા નથી અને આત્મઅનુભવમાં પોતાના જ્ઞાનને જોડયુ છે તેઓએ કર્મોને આવતાં રોક્યાં છે અને સંવરની પ્રાપ્તિરૂપ સુખને તેઓ અવલોકે છે.

(આ વ્યાખ્યામાં ઉપર કહેલ ત્રણે પડખાં આવી જાય છે તેથી તે અનેકાંત અપેક્ષાએ સર્વાંગ વ્યાખ્યા છે.)

(૭) શ્રી જયસેનાચાર્યે પંચાસ્તિકાય ગાથા ૧૪ર ની ટીકામાં સંવરની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે -

‘अत्र शुभाशुभसंवर
समर्थः शुद्धोपयोगो भावसंवरः,
भावसंवराधारेण नवतरकर्मनिरोधो द्रव्यसंवर ईति तात्पर्यार्थः।।

અર્થઃ– અહીં શુભાશુભભાવને રોકવાને સમર્થ જે શુદ્ધોપયોગ તે ભાવસંવરઃ


Page 523 of 655
PDF/HTML Page 578 of 710
single page version

પ૨૪ ] [ મોક્ષશાસ્ત્ર છે; ભાવસંવરના આધારે નવા કર્મનો નિરોધ થવો તે દ્રવ્યસંવર છે. એ તાત્પર્ય અર્થ છે.’ (પંચાસ્તિકાય પા. ર૦૭)

(સંવરની આ વ્યાખ્યા અનેકાંતદ્રષ્ટિએ છે, તેમાં પહેલાં ત્રણે અર્થો આવી જાય છે.)

(૮) શ્રી અમૃતચંદ્રાચાર્યે પંચાસ્તિકાય, ગાથા ૧૪૪ ની ટીકામાં સંવરની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે-

शुभाशुभपरिणामनिरोधः संवरः शुद्धोपयोगः એટલે કે શુભાશુભ પરિણામના નિરોધરૂપ સંવર તે શુદ્ધોપયોગ છે. (પા. ર૦૮)

(સંવરની આ વ્યાખ્યા અનેકાંતદ્રષ્ટિએ છે, તેમાં પહેલા બે અર્થો આવી જાય છે.) (૯) પ્રશ્નઃ– આ અધ્યાયના પહેલા સુત્રમાં સંવરની વ્યાખ્યા ‘आस्रव निरोधः संवरः’ એટલી કરી છે, પણ સર્વાંગ વ્યાખ્યા કરી નથી, તેનું શુ કારણ છે?

ઉત્તરઃ– આ શાસ્ત્રમાં વસ્તુ સ્વરૂપનું વર્ણન નય અપેક્ષાએ ઘણું જ ટુંકામાં આપવામાં આવ્યું છે. વળી આ શાસ્ત્રનું વર્ણન મુખ્યપણે પર્યાયાર્થિકનયથી હોવાથી ‘आस्रवनिरोधः संवरः’ ‘એવી વ્યાખ્યા પર્યાય અપેક્ષાએ કરી છે અને તેમાં દ્રવ્યાર્થિકનયનું કથન ગૌણ છે.

(૧૦) પાંચમા અધ્યાયના ૩ર મા સુત્રની ટીકામાં જૈનશાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ જણાવી છે. તે પદ્ધતિ પ્રમાણે આ અધ્યાયના પહેલા સુત્રનો અર્થ કરતાં શ્રી સમયસાર, શ્રી પંચાસ્તિકાય વગેરે શાસ્ત્રોમાં સંવરનો જે અર્થ કર્યો છે તે જ અર્થ અહીં કહ્યો છે એમ સમજવું.

૪ લક્ષમાં રાખવાયોગ્ય કેટલીક બાબતો

(૧) પહેલા અધ્યાયના ચોથા સુત્રમાં જે સાત તત્ત્વો કહ્યાં છે તેમાં સંવર અને નિર્જરા એ બે તત્ત્વો મોક્ષમાર્ગરૂપ છે. પહેલા અધ્યાયના પહેલા સુત્રમાં મોક્ષમાર્ગની વ્યાખ્યા ‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’ એ પ્રમાણે કરી છે; તે વ્યાખ્યા મોક્ષમાર્ગ થતાં આત્માની શુદ્ધ પર્યાય કેવી હોય તે જણાવે છે, અને આ અધ્યાયના પહેલા સુત્રમાં ‘आस्रवनिरोधः संवरः’ એમ કહીને મોક્ષમાર્ગરૂપ શુદ્ધપર્યાય થતાં અશુદ્ધપર્યાય તથા નવા કર્મો અટકે છે તે જણાવ્યુ છે.

(૨) એ રીતે એ બંને સુત્રોમાં (અ. ૧ સૂ. ૧ તથા અ. ૯. સુ. ૧ માં) જણાવેલી મોક્ષમાર્ગની વ્યાખ્યા સાથે લેતાં આ શાસ્ત્રમાં સર્વાંગ કથન આવી જાય છે. શ્રી સમયસાર, શ્રી પંચાસ્તિકાય વગેરે શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિકનયે કથન છે, તેમાં સંવરની જે વ્યાખ્યા આપી છે તે જ વ્યાખ્યા પર્યાયાર્થિકનયે કથન કરનાર આ શાસ્ત્રમાં જુદા શબ્દોથી આપી છે.


Page 524 of 655
PDF/HTML Page 579 of 710
single page version

અ. ૯ ભૂમિકા ] [ પ૨પ

(૩) શુદ્ધોપયોગનો અર્થ સમયગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે. (૪) આ શાસ્ત્રમાં આચાર્યદેવે નિર્જરાની વ્યાખ્યા આપી નથી, પણ સંવર થતાં જે અશુદ્ધિ ટળી અને શુદ્ધિ વધી તે જ નિર્જરા છે તેથી ‘શુદ્ધોપયોગ’ કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર’ કહેતાં તેમાં જ નિર્જરા આવી જાય છે.

(પ) સંવર તથા નિર્જરા એ બંને એક જ સમયે હોય છે, કેમ કે જે સમયે શુદ્ધપર્યાય (-શુદ્ધોપયોગ) પ્રગટે તે જ સમયે નવો અશુદ્ધપર્યાય (શુભાશુભોપયોગ) અટકે તે સંવર છે અને તે જ સમયે જુની અશુદ્ધિ ટળે અને શુદ્ધતા વધે તે નિર્જરા છે.

(૬) આ અધ્યાયના પહેલા સુત્રમાં સંવરની વ્યાખ્યા કર્યા પછી બીજા સુત્રમાં તેના છ ભેદ કહ્યા છે. તે ભેદોમાં સમિતિ, ઘર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ચારિત્ર એ પાંચ ભેદો ભાવવાચક (-અસ્તિસુચક) છે, અને છઠ્ઠો ભેદ ગુપ્તિ છે તે અભાવવાચક (-નાસ્તિસૂચક) છે. પહેલા સુત્રમાં સંવરની વ્યાખ્યા નય અપેક્ષાએ નિરોધવાચક કરી છે, તેથી તે વ્યાખ્યા ‘સંવર થતાં કેવો ભાવ થયો’ તે ગૌણપણે સૂચવે છે અને ‘કેવો ભાવ અટક્યો ‘તે મુખ્યપણે સૂચવે છે.

(૭) ‘आस्रवनिरोधः संवरः’ એ સુત્રમાં ‘નિરોધ ‘શબ્દ જો કે અભાવવાચક છે તોપણ તે શુન્યવાચક નથી; અન્ય પ્રકારના સ્વભાવપણાનું તેમાં સામર્થ્ય હોવાથી જો કે આસ્રવનો નિરોધ થાય છે તોપણ, આત્મા સંવૃત સ્વભાવપણે થાય છે, તે એક પ્રકારનો આત્માનો શુદ્ધપર્યાય છે, સંવરથી આસ્રવનો નિરોધ થતો હોવાથી અને બંધનું કારણ આસ્રવ હોવાથી સંવર થતાં બંધનો પણ નિરોધ થાય છે. (જુઓ, શ્લોકવાર્તિકસંસ્કૃત ટીકા, આ સુત્ર નીચેની કારિકા ર. પા. ૪૮૬)

(૮) શ્રી સમયસારજીની ૧૮૬ મી ગાથામાં કહ્યું છે કે-‘શુદ્ધ આત્માને જાણતો- અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણતો- અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે.’

આમાં શુદ્ધ આત્માને પામવો તે સંવર છે અને અશુદ્ધ આત્માને પામવો તે આસ્રવ-બંધ છે.

(૯) સમયસાર નાટકની ઉત્થાનિકામાં ર૩ મે પાને સંવરની વ્યાખ્યા નીચે મુજબ કરી છે -

જો ઉપયોગ સ્વરૂપ ધરિ, વરતે જોગ વિરિત્ત,
રોકે આવત કરમકોં, સો હૈ સંવર તત્ત
।। ૩૧।।

અર્થઃ– આત્માનો જે ભાવ જ્ઞાનદર્શન ઉપયોગને પામીને યોગોની ક્રિયાથી વિરક્તથાય છે અને નવા કર્મના આસ્રવને રોકે છે તે સંવરતત્ત્વ છે.


Page 525 of 655
PDF/HTML Page 580 of 710
single page version

પ૨૬ ] [ મોક્ષશાસ્ત્ર

પ. નિર્જરાનું સ્વરૂપ

ઉપર કહેલા ૯ બોલોમાં નિર્જરા સંબંધી કેટલીક હકીકત આવી ગઈ છે. સંવરપૂર્વકની નિર્જરા તે મોક્ષમાર્ગ છે; તેથી તે નિર્જરાની વ્યાખ્યા જાણવાની જરૂર છે.

(૧) શ્રી પંચાસ્તિકાયની ૧૪૪ ગાથામાં નિર્જરાની વ્યાખ્યા નીચે પ્રમાણે છે-

संवरजोगेहिं जुदो तवेहिं जो चिट्ठदे बहुविहेहिं।
कम्माणं
णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं।।

અર્થઃ– શુભાશુભાસ્રવના નિરોધરૂપ સંવર અને શુદ્ધોપયોગરૂપ યોગોથી સંયુક્ત એવો જે ભેદવિજ્ઞાની જીવ અનેક પ્રકારના અંતરંગ-બહિરંગ તપો દ્વારા ઉપાય કરે છે તે નિશ્ચયથી ઘણા પ્રકારના કર્મોની નિર્જરા કરે છે.’

આ વ્યાખ્યામાં ‘કર્મોની નિર્જરા થાય છે’ એમ કહ્યું છે; તે વખતે આત્માની શુદ્ધપર્યાય કેવી હોય છે તે તેમાં ગર્ભિત રાખ્યું છે; આ ગાથાની ટીકા કરતાં શ્રી અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે કે-

.... स खलु बहूनां कर्मणां निर्जरणं करोति। तदत्र कर्मविर्यशातनसमर्थो बहिरंगान्तरंग तपोभिर्ब्रृहितः शुद्धोपयोगो भावनिर्जरा।’

અર્થઃ– તે (જીવ) ખરેખર ઘણા કર્મોની નિર્જરા કરે છે તેથી એ સિદ્ધાંત થયો કે, અનેક કર્મોની શક્તિઓને ગાળવામાં સમર્થ બહિરંગ-અંતરંગ તપોથી વૃદ્ધિ પામેલો જે શુદ્ધોપયોગ તે ભાવ નિર્જરા છે. (જુઓ, પંચાસ્તિકાય પા. ૨૦૯)

(૨) શ્રી સમયસાર ગાથા ૨૦૬ માં નિર્જરાનું સ્વરૂપ નીચે જણાવ્યું છે-

‘एदह्मि रदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदह्मि।
एदेण होहि तित्तो होहदि
तुह उत्तमं सोक्खं।। २०६।।

અર્થઃ– હે ભવ્ય પ્રાણી! તું આમાં (-જ્ઞાનમાં) નિત્ય રત અર્થાત્ પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; આમ કરવાથી તને ઉત્તમ સુખ થશે.’

નિર્જરા થતાં આત્માની શુદ્ધપર્યાય કેવી હોય છે તે આમાં જણાવ્યું છે. (૩) સંવરની સાથે અવિનાભાવપણે નિર્જરા હોય છે. નિર્જરાના આઠ આચાર (-અંગ, લક્ષણ) છે, તેમાં ઉપબૃંહણ અને પ્રભાવના એ બે આચાર શુદ્ધિની વૃદ્ધિ બતાવે છે, આ સંબંધમાં શ્રી સમયસાર ગાથા ર૩૩ ની ટીકા માં નીચે પ્રમાણે જણાવ્યું છે-