Page 486 of 655
PDF/HTML Page 541 of 710
single page version
૪૮૬ ] [ મોક્ષશાસ્ત્ર ભગવાન મહાવીર જ્યારે છદ્મસ્થ મુનિ હતા ત્યારે ચંદનબાળાએ નવધાભક્તિપૂર્વક તેમને આહાર આપ્યો હતો એ વાત પ્રસિદ્ધ છે.
મુનિને તથા ક્ષુલ્લકને ‘તિષ્ઠ! તિષ્ઠ! તિષ્ઠ! (અહીં બિરાજો) એમ અતિ અનુરાગ અને અતિ પૂજ્યભાવથી કહેવું તથા અન્ય શ્રાવકાદિક યોગ્ય પાત્ર જીવોને તેમના પદ અનુસાર આદરનાં વચન કહેવાં તે સંગ્રહ છે. જેને હૃદયમાં નવધાભક્તિ નથી તેને ત્યાં મુનિ ભોજન કરે જ નહિ; અને અન્ય ધર્માત્મા પાત્ર જીવો પણ આદર વગર, લોભી થઈને ધર્મનો નિરાદર કરાવીને ભોજનાદિક કદી ગ્રહણ કરે નહિ. જૈનીપણું તો દીનતા રહિત પરમ સંતોષ ધારણ કરવો તે છે.
પાત્રદાનની અપેક્ષાએ દેવા યોગ્ય પદાર્થો ચાર પ્રકારના છે-૧. આહાર, ર. ઔષધ, ૩. ઉપકરણ (પીછી, કમંડળ, શાસ્ત્ર વગેરે) અને ૪. આવાસ. આ પદાર્થો તપ, સ્વાધ્યાયાદિ ધર્મકાર્યમાં વૃદ્ધિનાં કારણ થાય એવાં હોવાં જોઈએ. (તપ = મુનિપણું)
દાતારમાં નીચેના સાત ગુણો હોવા જોઈએ- (૧) ઐહિક ફળ અનપેક્ષા– સાંસારિક લાભની ઇચ્છા ન હોવી તે. (ર) ક્ષાંતિ–દાન આપતાં ગુસ્સારહિત શાંતિપરિણામ હોવા તે. (૩) મુદિત– દાન આપતાં પ્રસન્નતા હોવી તે, (૪) નિષ્કપટતા- કપટરહિતપણું હોવું તે. (પ) અનસૂયત્વ–ઇર્ષારહિતપણું હોવું તે. (૬) અવિષાદિત્વ– વિષાદ (ખેદ) રહિતપણું હોવું તે. (૭) નિરહંકાર્ત્વિ–અભિમાનરહિતપણું તે. દાતારમાં રહેલા આ ગુણોની હીનાધિકતા પ્રમાણે તેને દાનનું ફળ થાય છે.
સત્પાત્રના ત્રણ પ્રકાર છેઃ- (૧) ઉત્તમપાત્ર-સમ્યક્ચારિત્રવાન મુનિ. (ર) મધ્યમપાત્ર-વ્રતધારી સમ્યગ્દ્રષ્ટિ.
Page 487 of 655
PDF/HTML Page 542 of 710
single page version
અ. ૭ સૂત્ર ૩૯ ] [ ૪૮૭
(૩) જઘન્યપાત્ર- અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ. આ ત્રણે સમ્યગ્દ્રષ્ટિ હોવાથી સુપાત્ર છે. સમ્યગ્દર્શન વગરના જે જીવો બાહ્યવ્રત સહિત હોય તે કુપાત્ર છે અને સમ્યગ્દર્શન રહિત તેમ જ બાહ્યવ્રત- ચારિત્રથી પણ રહિત હોય તે જીવો અપાત્ર છે.
(૧) અપાત્ર જીવોને દુઃખથી પીડિત દેખીને તેમના ઉપર દયાભાવ વડે તેમનું દુઃખ દૂર કરવાની ભાવના ગૃહસ્થ અવશ્ય કરે, પણ તેમના પત્યે ભક્તિભાવ ન કરે; કેમ કે તેવા પ્રત્યે ભક્તિભાવ કરવો તે તેમના પાપની અનુમોદના છે. કુપાત્રને યોગ્ય રીતે (કરુણાબુદ્ધિ વડે) આહારાદિ દાન દેવું જોઈએ.
(ર) પ્રશ્નઃ– અપાત્રને દાન આપતાં અજ્ઞાનીને જો શુભભાવ હોય તો તેનું ફળ શુ? અપાત્રને દાન આપવાનું ફળ નરક નિગોદ છે- એમ કોઈ કહે છે તે ખરું છે?
ઉત્તરઃ– અપાત્રને દાન આપતાં શુભભાવ છે, તેનું ફળ નરક-નિગોદ હોઈ શકે નહિ. આત્માનું જ્ઞાન અને આચરણ નહિ હોવાથી જે પરમાર્થશૂન્ય છે એવા અજ્ઞાની છદ્મસ્થ વિપરીત ગુરુ પ્રત્યે સેવા-ભક્તિથી વૈયાવૃત્ય, તથા આહારાદિક દાન દેવાની ક્રિયાથી જે પુણ્ય થાય છે તેનું ફળ નીચ દેવ અને નીચ મનુષ્યપણું છે.
(૩) આહાર, ઔષધ, અભય અને જ્ઞાનદાન-એવા દાનના ચાર પ્રકાર પણ છે. કેવળી ભગવાનને દાનાંતરાયનો સર્વથા નાશ થવાથી ક્ષાયિક દાનશક્તિ પ્રગટ થઈ છે. તેનું મુખ્ય કાર્ય એ છે કે સંસારના શરણાગત જીવોને અભય પ્રદાન કરે. આ અભયદાનની પૂર્ણતા કેવળજ્ઞાનીઓને હોય છે. તેમ જ દિવ્ય વાણીદ્વારા તત્ત્વોપદેશ દેવાથી ભવ્ય જીવોને જ્ઞાનદાનની પ્રાપ્તિ પણ થાય છે. બાકીનાં બે દાન (આહાર અને ઔષધ) રહ્યાં તે ગૃહસ્થનાં કાર્ય છે. એ બે સિવાયના પહેલાં બે દાન પણ ગૃહસ્થોને યથાશક્તિ હોય છે. કેવળી ભગવાન વીતરાગી છે તેમને દાનની ઇચ્છા હોતી નથી. ।। ૩૯।। (જુઓ, તત્ત્વાર્થસાર પા. ૨પ૬)
૧. આ અધિકારમાં પુણ્યાસ્રવનું વર્ણન છે; વ્રત તે પુણ્યાસ્રવનું કારણ છે. અઢારમા સૂત્રમાં વ્રતીની વ્યાખ્યા આપી છે. તેમાં જણાવ્યું છે કે, જે જીવ મિથ્યાત્વ, માયા અને નિદાન એ ત્રણ શલ્યરહિત હોય તે જ વ્રતી હોઈ શકે. ‘જેને વ્રત હોય તે વ્રતી’
Page 488 of 655
PDF/HTML Page 543 of 710
single page version
૪૮૮ ] [ મોક્ષશાસ્ત્ર એવી વ્યાખ્યા કરી નથી, માટે એ ખાસ લક્ષમાં રાખવું કે વ્રતી થવા માટે સમ્યગ્દર્શન અને વ્રત બન્ને હોવાં જોઈએ.
ર. સમ્યગ્દ્રષ્ટિ જીવને અંશે વીતરાગચારિત્રપૂર્વક મહાવ્રતાદિરૂપ શુભોપયોગ હોય તેને સરાગચારિત્ર કહેવાય છે; તે સરાગચારિત્ર અનિષ્ટ ફળવાળું હોવાથી છોડવાયોગ્ય છે. જેમાં કષાયકણ વિદ્યમાન હોવાથી જીવને જે પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ છે એવું તે સરાગચારિત્ર વચ્ચે આવી પડયું હોવા છતાં તેને દૂર ઓળંગી જવાનો પ્રયત્ન સમ્યગ્દ્રષ્ટિને ચાલુ હોય છે. (જુઓ, પ્રવચનસાર ગાથા ૧-પ-૬)
૩. મહાવ્રતાદિ શુભોપયોગને ઉપાદેયપણાથી ગ્રહણરૂપ માનવું તે મિથ્યાદ્રષ્ટિપણું છે. આ અધ્યાયમાં તે વ્રતોને આસ્રવરૂપે વર્ણવ્યાં છે તો તે ઉપાદેય કેવી રીતે હોય? આસ્રવ તો બંધનો સાધક છે અને ચારિત્ર તો મોક્ષનું સાધક છે, તેથી એ મહાવ્રતાદિરૂપ આસ્રવભાવોમાં ચારિત્રપણું સંભવતું નથી. ચારિત્રમોહના દેશઘાતી સ્પર્દ્ધકોના ઉદયમાં જોડાવાથી જે મહામંદ પ્રશસ્ત રાગ થાય છે તે તો ચારિત્રનો દોષ છે. તેને નહિ છૂટતો જાણીને જ્ઞાનીઓ તેનો ત્યાગ કરતા નથી અને સાવદ્યયોગનો જ ત્યાગ કરે છે. પણ જેમ કોઈ પુરુષ કંદમૂળાદિ ઘણા દોષવાળી હરિતકાયનો ત્યાગ કરે છે અને કોઈ હરિતકાયને વાપરે છે પણ તેને ધર્મ માનતો નથી તેમ મુનિ હિંસાદિ તીવ્ર કષાયરૂપ ભાવોનો ત્યાગ કરે છે તથા કોઈ મંદ કષાયરૂપ મહાવ્રતાદિને પાળે છે પરંતુ તેને મોક્ષમાર્ગ માનતા નથી.
૪. આ આસ્રવ અધિકારમાં અહિંસાદિ વ્રતોનું વર્ણન કર્યું છે તેથી એમ સમજવું કે, કોઈ જીવને ન મારવો એવા શુભભાવરૂપ અહિંસા, સત્ય, અચૌર્યતા, બ્રહ્યચર્ય અને અપરિગ્રહ ભાવ એ બધા પુણ્યાસ્રવ છે. આ અધિકારમાં સંવર- નિર્જરાનું વર્ણન નથી. તે અહિંસાદિ જો સંવર-નિર્જરાનું કારણ હોત તો આ આસ્રવ- અધિકારમાં તેમનું વર્ણન આચાર્યદેવ કરત નહિ.
પ. વ્રતાદિના શુભભાવ વખતે પણ ચાર ઘાતિકર્મો બંધાય છે અને ઘાતિકર્મો તો પાપ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવને સાચી શ્રદ્ધા હોવાથી દર્શનમોહ, અનંતાનુબંધી ક્રોધ- માન-માયા-લોભ તથા નરકગતિ ઇત્યાદિ કુલ ૪૧ કર્મપ્રકૃતિઓનો બંધ થતો નથી; તે તો ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શનનું ફળ છે અને ઉપરની દશામાં જેટલે અંશે ચારિત્રની શુદ્ધતા પ્રગટે છે તે વીતરાગચારિત્રનું ફળ છે, પરંતુ મહાવ્રત કે દેશવ્રતનું ફળ તે શુદ્ધતા નથી. મહાવ્રત કે દેશવ્રતનું ફળ તો બંધન છે.
૬. અશુભભાવમાં તો ધર્મ નથી એમ તો સાધારણ જીવો ઓઘદ્રષ્ટિએ માને છે એટલે તે સંબંધી વિશેષ કહેવાની જરૂર નથી. પરંતુ પોતાને ધર્મી તરીકે માનતા
Page 489 of 655
PDF/HTML Page 544 of 710
single page version
અ. ૭ સૂત્ર ઉપસંહાર ] [ ૪૮૯ જીવો પણ મોટે ભાગે શુભભાવને ધર્મ અગર તો ધર્મનો સહાયક માને છે-તે માન્યતા ખરી નથી. શુભભાવ તે ધર્મનું કારણ નથી પણ કર્મબંધનું કારણ છે એ વાત છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં કરી છે, તેની ટૂંક નોંધ નીચે પ્રમાણે છે-
ઉપર કહેલા બધા બોલોને આસ્રવ તરીકે વર્ણવ્યા છે. એ રીતે છઠ્ઠા અને સાતમા અધિકારમાં આસ્રવનું વર્ણન પૂરું કરીને હવે આઠમા અધિકારમાં બંધનું વર્ણન કહેવામાં આવશે.
૭. હિંસા, જુઠ્ઠું, ચોરી, કુશીલ અને પરિગ્રહનો ત્યાગ તે વ્રત છે-એમ શ્રી અમૃતચંદ્રાચાર્યે તત્ત્વાર્થસારના ચોથા અધ્યાયની ૧૦૧ મી ગાથામાં કહ્યું છે. એટલે કે વ્રત પુણ્યાસ્રવ છે એમ જણાવ્યું છે. ગાથા ૧૦૩ માં કહ્યું કે-સંસારમાર્ગમાં પુણ્ય અને પાપ વચ્ચે ભેદ છે; પણ ત્યારપછી ગાથા ૧૦૪ માં સ્પષ્ટપણે જણાવ્યું કે-મોક્ષમાર્ગમાં પુણ્ય અને પાપ વચ્ચે ભેદ (વિશેષ, જુદાપણું) નથી. કેમકે તે બન્ને સંસારનું કારણ છે-આ પ્રમાણે જણાવીને આસ્રવ અધિકાર પૂરો કર્યો છે.
૮. પ્રશ્નઃ– વ્રત તો ત્યાગ છે, જો ત્યાગને પુણ્યાસ્રવ કહેશો પણ ધર્મ નહિ કહો તો ત્યાગનો ત્યાગ તે ધર્મ કેમ થઈ શકે?
Page 490 of 655
PDF/HTML Page 545 of 710
single page version
૪૯૦ ] [ મોક્ષશાસ્ત્ર
ઉત્તરઃ– (૧) વ્રત તે શુભભાવ છે; શુભભાવનો ત્યાગ બે પ્રકારે થાય કે-એક તો શુભને છોડીને અશુભમાં જવું તે; આ પ્રકારનો ત્યાગ તો જીવ અનાદિથી કરતો આવ્યો છે, પણ આ ત્યાગ તે ધર્મ નથી પણ પાપ છે. બીજો પ્રકાર એ છે કે- સમ્યક્ભાનપૂર્વક શુદ્ધતા પ્રગટ કરતાં શુભનો ત્યાગ થાય છે; આ ત્યાગ તે ધર્મ છે. તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવો વ્રતરૂપ શુભભાવનો ત્યાગ કરીને જ્ઞાનમાં સ્થિરતા કરે છે, એ સ્થિરતા તે જ ચારિત્રધર્મ છે. આ રીતે, જેટલે અંશે વીતરાગચારિત્ર વધે તેટલે અંશે વ્રતનો ત્યાગ થાય છે.
(ર) એ ધ્યાનમાં રાખવું કે-વ્રતમાં શુભ-અશુભ બન્નેનો ત્યાગ નથી, પરંતુ વ્રતમાં અશુભભાવનો ત્યાગ અને શુભભાવનું ગ્રહણ છે એટલે કે વ્રત તે રાગ છે; અને અવ્રત તેમજ વ્રત (અશુભ તેમજ શુભ) બન્નેનો ત્યાગ તે વીતરાગતા છે. શુભ-અશુભ બન્નેનો ત્યાગ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રપૂર્વક જ હોઈ શકે.
(૩) ‘ત્યાગ’ તો નાસ્તિવાચક છે; યથાર્થ નાસ્તિ ત્યારે કહેવાય કે જો તે અસ્તિ સહિત હોય. હવે જો વ્રતને ત્યાગ કહીએ તો તે ત્યાગરૂપ નાસ્તિ થતાં આત્મામાં અસ્તિરૂપે શું થયું? વીતરાગતા તો સમ્યક્ચારિત્ર વડે પ્રગટે છે અને વ્રત તો આસ્રવ છે-એમ આ અધિકારમાં જણાવ્યું છે, તેથી વ્રત તે ખરો ત્યાગ નથી, પણ જેટલા અંશે વીતરાગતા પ્રગટી તેટલો ખરો ત્યાગ છે. કેમ કે જ્યાં જેટલે અંશે વીતરાગતા હોય ત્યાં તેટલા અંશે સમ્યક્ચારિત્ર પ્રગટયું હોય છે, અને તેમાં શુભ- અશુભ બન્નેનો (અર્થાત્ વ્રત-અવ્રત બન્નેનો) ત્યાગ હોય છે.
Page 491 of 655
PDF/HTML Page 546 of 710
single page version
ભૂમિકા
પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં કહ્યું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની અકેતા તે મોક્ષમાર્ગ છે. બીજા સૂત્રમાં કહ્યું કે તત્ત્વાર્થશ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે; ત્યારપછી ચોથા સૂત્રમાં સાત તત્ત્વોનાં નામ જણાવ્યાં; તેમાંથી જીવ, અજીવ અને આસ્રવ એ ત્રણ તત્ત્વોનું વર્ણન સાત અધ્યાય સુધીમાં કર્યું. આસ્રવ પછી બંધતત્ત્વ આવે છે; તેથી આચાર્યદેવ આ અધ્યાયમાં બંધ તત્ત્વનું વર્ણન કરે છે.
બંધના બે પ્રકાર છે-ભાવબંધ અને દ્રવ્યબંધ. આ અધ્યાયના પહેલા બે સૂત્રમાં જીવના ભાવબંધનું અને તે ભાવબંધનું નિમિત્ત પામીને થતા દ્રવ્યકર્મના બંધનું વર્ણન કર્યું છે. ત્યારપછીના સૂત્રોમાં દ્રવ્યબંધના પ્રકાર, તેની સ્થિતિ અને તે ક્યારે છૂટે એ વગેરેનું વર્ણન કર્યું છે.
અર્થઃ– [मिथ्यादर्शन अविरति प्रमाद कषाय योगाः] મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ- એ પાંચ [बंधहेतवः] બંધનાં કારણો છે.
૧. આ સૂત્ર ઘણું ઉપયોગી છે; સંસાર શું કારણે છે તે આ સૂત્ર બતાવે છે. ધર્મ માં પ્રવેશ કરવા ઇચ્છતા જીવો તથા ઉપદેશકો, જ્યાં સુધી આ સૂત્રનો મર્મ ન સમજે ત્યાં સુધી એક મહાન ભૂલ કરે છે. તે આ પ્રમાણે છે. બંધનાં પાંચ કારણોમાંથી સૌથી પહેલાં મિથ્યાદર્શન ટળે છે અને પછી અવિરતિ વગેરે ટળે છે, છતાં તેઓ પ્રથમ મિથ્યાદર્શનને ટાળ્યા વગર અવિરતિને ટાળવા મથે છે અને તે હેતુથી તેમણે માનેલા બાળવ્રત વગેરે ગ્રહણ કરે છે તથા બીજાને પણ તેઓ ઉપદેશ આપે છે; વળી આ બાળવ્રત વગેરે ગ્રહણ કરવાથી અને તેનું પાલન કરવાથી મિથ્યાદર્શન ટળી જશે-એમ
Page 492 of 655
PDF/HTML Page 547 of 710
single page version
૪૯૨ ] [ મોક્ષશાસ્ત્ર માને છે. તે જીવોની આ માન્યતા સંપૂર્ણપણે જુઠ્ઠી છે એમ આ સૂત્રમાં ‘મિથ્યાદર્શન’ પહેલું જણાવીને સૂચવ્યું છે.
ર. આ સૂત્રમાં બંધના કારણોનાં નામ જે ક્રમથી આપ્યા છે તે જ ક્રમથી તે ટળે છે, પરંતુ પહેલું કારણ વિદ્યમાન હોય અને ત્યારપછીનું કારણ ટળી જાય એ રીતે ક્રમભંગ થતો નથી. તેમના ટળવાનો ક્રમ આ પ્રમાણે છે- (૧) મિથ્યાદર્શન ચોથા ગુણસ્થાને ટળે છે. (ર) અવિરતિ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાને ટળે છે. (૩) પ્રમાદ સાતમા ગુણસ્થાને ટળે છે. (૪) કષાય બારમા ગુણસ્થાને ટળે છે. અને (પ) યોગ ચૌદમા ગુણસ્થાને ટળે છે. વસ્તુસ્થિતિનો આ નિયમ નહિ સમજવાથી અજ્ઞાનીઓ પ્રથમ બાળવ્રત અંગીકાર કરે છે અને તેને ધર્મ માને છે; એ રીતે અધર્મને ધર્મ માનવાના કારણે તેઓને મિથ્યાદર્શન અને અનંતાનુબંધી કષાયનું પોષણ થાય છે. માટે જિજ્ઞાસુઓએ વસ્તુસ્થિતિનો આ નિયમ સમજવાની ખાસ જરૂર છે. આ નિયમ સમજીને ખોટા ઉપાયો છોડી પ્રથમ મિથ્યાદર્શન ટાળવા માટે સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો યોગ્ય છે.
૩. મિથ્યાત્વાદિ કે જેઓ બંધના કારણો છે તેઓ જીવ અને અજીવ એમ બે પ્રકારના છે. જે મિથ્યાત્વાદિ પરિણામો જીવમાં થાય છે તેઓ જીવ છે, તેને ભાવબંધ કહેવાય છે; અને જે મિથ્યાત્વાદિ પરિણામો પુદ્ગલમાં થાય છે તેઓ અજીવ છે, તેને દ્રવ્યબંધ કહેવામાં આવે છે. (જુઓ, શ્રી સમયસાર ગાથા ૮૭-૮૮)
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના ભેદોને જીવ બાહ્યરૂપથી જાણે પણ અંતરંગમાં એ ભાવોની જાતને ઓળખે નહિ તો મિથ્યાત્વ ટળે નહિ. અન્ય કુદેવાદિના સેવનરૂપ ગૃહીતમિથ્યાત્વને તો મિથ્યાત્વ તરીકે જાણે પણ અનાદિ અગૃહીતમિથ્યાત્વ છે તેને ન ઓળખે, તેમજ બાહ્ય ત્રસ-સ્થાવરની હિંસાને તથા ઇંદ્રિય-મનના વિષયોમાં પ્રવૃત્તિ થાય તેને અવિરતિ જાણે પણ હિંસામાં પ્રમાદ પરિણતિ તે મૂળ છે તથા વિષયસેવનમાં અભિલાષા મૂળ છે તેને અવલોકે નહિ, તો ખોટી માન્યતા ટળે નહિ. બાહ્ય ક્રોધ કરવો તેને કષાય જાણે પણ અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહે છે તે જ મૂળ ક્રોધ છે; જો તેને ન ઓળખે તો મિથ્યા માન્યતા ટળે નહિ. બાહ્ય ચેષ્ટા થાય તેને યોગ જાણે પણ શક્તિભૂત (-આત્મપ્રદેશોના પરિસ્પંદનરૂપ) યોગને ન જાણે તો મિથ્યા માન્યતા ટળે નહિ માટે તેમના અંતરંગ ભાવને ઓળખીને તે સંબંધી અન્યથા માન્યતા ટાળવી જોઈએ.
Page 493 of 655
PDF/HTML Page 548 of 710
single page version
અ. ૮ સૂત્ર ૧ ] [ ૪૯૩
(૧) જીવને અનાદિથી મિથ્યાદર્શનરૂપ અવસ્થા છે. તમામ દુઃખનું મૂળ્ા (સંસારની જડ) મિથ્યાદર્શન છે. જેવું જીવને શ્રદ્ધાન છે તેવું પદાર્થસ્વરૂપ ન હોય અને જેવું પદાર્થસ્વરૂપ ન હોય તેવું એ માને તેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. જીવ પોતાને અને શરીરને એકરૂપ માને છે; શરીર કોઈ વેળા દુબળું થાય, કોઈ વેળા જાડું થાય, કોઈ વાર નષ્ટ થઈ જાય, કોઈ વાર નવીન ઊપજે ત્યારે એ બધી ક્રિયાઓ શરીરાધીન થવા છતાં આ જીવ તેને પોતાને આધીન માની ખેદખિન્ન થાય છે.
દ્રષ્ટાંત–જેમ કોઈ જગ્યાએ એક ગાંડો બેઠો હતો ત્યાં અન્ય ઠેકાણેથી માણસ, ઘોડા અને ધનાદિક આવી ઉતર્યા; તે સર્વે ને આ ગાંડો પોતાના માનવા લાગ્યો, પણ એ બધાં પોતપોતાને આધીન હોવાથી તેમાં કોઈ આવે, કોઈ જાય; કોઈ અનેક અવસ્થારૂપે પરિણમે, એમ સર્વેની ક્રિયા પોતપોતાને આધીન હોવા છતાં આ ગાંડો તેને પોતાને આધીન માની ખેદખિન્ન થાય છે.
સિદ્ધાંતઃ– તેમ આ જીવ જ્યાં શરીર ધારણ કરે ત્યાં, કોઈ અન્ય ઠેકાણેથી પુત્ર, ઘોડા, ધનાદિક આવીને સ્વયં પ્રાપ્ત થાય છે; તે સર્વેને આ જીવ પોતાનાં જાણે છે, પણ એ બધાં તો પોતપોતાને આધીન હોવાથી કોઈ આવે, કોઈ જાય તથા કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે, તે ક્રિયા તેમને આધીન છે, આ જીવને આધીન નથી, તોપણ તેને પોતાને આધીન માનીને આ જીવ ખેદખિન્ન થાય છે.
(ર) આ જીવ પોતે જેમ છે તેમ પોતાને માનતો નથી પણ જેમ નથી તેમ માને છે તે મિથ્યાદર્શન છે. પોતે અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિનિધન વસ્તુરૂપ છે, તથા મૂર્તિક પુદ્ગલ દ્રવ્યોનો પિંડ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણો રહિત, નવીન જ જેનો સંયોગ થયો છે એવા આ શરીરાદિ પુદ્ગલ કે જે પોતાથી પર છે-એ બન્નેના સંયોગરૂપ મનુષ્ય, તિર્યંચાદિ અનેક પ્રકારની અવસ્થાઓ થાય છે, તેમાં આ મૂઢ જીવ પોતાપણું ધારી રહ્યો છે, સ્વ-પરનો ભેદ કરી શકતો નથી; જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે. એ પર્યાયમાં (૧) જે જ્ઞાનાદિ ગુણો છે તે તો પોતાના ગુણો છે, (ર) જે રાગાદિક ભાવો થાય છે તે વિકારીભાવો છે, તથા (૩) જે વર્ણાદિ છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ પુદ્ગલના ગુણો છે અને (૪) શરીરાદિમાં પણ વર્ણાદિનું તથા પરમાણુઓનું પલટાવું ઘણા જુદા જુદા પ્રકારે થાય છે; તે સર્વે પુદ્ગલની અવસ્થાઓ છે; આ બધાંને આ જીવ પોતાનું સ્વરૂપ માને છે; સ્વભાવ અને પરભાવનો વિવેક કરતો નથી; વળી પોતાથી પ્રત્યક્ષ ભિન્ન ધન-કુટુંબાદિકનો સંયોગ થાય છે તેઓ પોતપોતાને આધીન પરિણમે છે,
Page 494 of 655
PDF/HTML Page 549 of 710
single page version
૪૯૪ ] [ મોક્ષશાસ્ત્ર તથા આ જીવને આધીન થઈ પરિણમતા નથી; છતાં પણ તેમાં આ જીવ મમકાર કરે છે કે ‘આ બધાં મારાં છે,’ પણ એ કોઈ પણ પ્રકારથી તેનાં થતાં નથી, માત્ર પોતાની માન્યતાથી જીવ તેને પોતાનાં માને છે.
(૩) મનુષ્યાદિ અવસ્થામાં કોઈ વેળા દેવ-ગુરુ-શાસ્ત્ર અથવા ધર્મનું જે અન્યથા કલ્પિત સ્વરૂપ હોય તેની તો પ્રતીત કરે છે પણ તેઓનું જે યથાર્થ સ્વરૂપ છે તેની પ્રતીત કરતો નથી.
(૪) જગતની દરેક વસ્તુ અર્થાત્ દરેક દ્રવ્યો પોતપોતાને આધીન પરિણમે છે, પણ આ જીવ તેમ માનતો નથી અને પોતે તેને પરિણમાવી શકે અથવા કોઈ વખતે અંશે પરિણમાવી શકે-એમ માને છે.
ઉપર પ્રમાણે બધી માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે. પોતાનું અને પરદ્રવ્યોનું જેવું સ્વરૂપ નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું તે વિપરીત અભિપ્રાય હોવાથી મિથ્યાદર્શન છે.
(પ) જીવ અનાદિકાળથી અનેક શરીર ધારણ કરે છે, પૂર્વનું છોડી નવીન ધારણ કરે છે; ત્યાં એક તો પોતે આત્મા (જીવ) તથા અનંત પુદ્ગલ પરમાણુમય શરીર-એ બન્નેના એક પિંડ બંધનરૂપ એ અવસ્થા હોય છે; તેમાં તે સર્વમાં ‘આ હું છું’ એવી અહંબુદ્ધિ કરે છે. જીવ તો જ્ઞાનસ્વરૂપ છે અને પુદ્ગલ પરમાણુઓનો સ્વભાવ વર્ણ-ગંધ-રસ-સ્પાર્શાદિ છે, એ સર્વને પોતાનું સ્વરૂપ માની ‘આ મારાં છે’ એવી બુદ્ધિ કરે છે. હાલવું-ચાલવું ઇત્યાદિ ક્રિયા શરીર કરે છે તેને ‘હું કરું છું’ એમ જીવ માને છે. અનાદિથી ઇંદ્રિયજ્ઞાન તરફ લક્ષ છે તેથી અમૂર્તિક એવો પોતે તો પોતાને ભાસતો નથી અને મૂર્તિક એવું શરીર જ ભાસે છે, તેથી અન્યને પોતારૂપ જાણીને જીવ તેમાં અહંબુદ્ધિ ધારણ કરે છે. પોતાનું સ્વરૂપ પોતાને પરથી જુદું ન ભાસ્યું એટલે શરીર, જ્ઞાનાદિગુણ, ક્રોધાદિ વિકાર તથા સગાસંબંધીનો સમુદાય તે સર્વેમાં પોતે અહંબુદ્ધિ ધારે છે. વળી પોતાને અને શરીરને નિમિત્ત-નૈમિત્તિક ધનિષ્ટ સંબંધ હોવાથી શરીરથી પોતાની ભિન્નતા યથાર્થપણે ભાસતી નથી. (આત્માના સ્થાનનું ચલન થતું હોય ત્યારે શરીરનું સ્થાન પણ ચલનરૂપ હોય જ-તેથી ઘનિષ્ટ સંબંધ કહ્યો છે.)
(૬) પોતાનો સ્વભાવ તો જ્ઞાતાદ્રષ્ટા છે છતાં પોતે કેવળ દેખવા જાણવાવાળો તો રહેતો નથી, પણ જે જે પદાર્થોને દેખે-જાણે છે તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું માને છે; એ ઇષ્ટ- અનિષ્ટપણું માનવું તે મિથ્યા છે કારણ કે કોઈ પણ પર પદાર્થ ઇષ્ટ-અનિષ્ટરૂપ નથી. પદાર્થોમાં જો ઈષ્ટ-અનિષ્ટપણું હોય તો જે પદાર્થ ઇષ્ટરૂપ હોય તે સર્વેને ઇષ્ટરૂપ જ થાય તથા જે પદાર્થ અનિષ્ટરૂપ હોય તે સર્વેને અનિષ્ટરૂપ જ થાય, પણ એમ તો થતું
Page 495 of 655
PDF/HTML Page 550 of 710
single page version
અ. ૮ સૂત્ર ૧ ] [ ૪૯પ નથી; માત્ર જીવ પોતે જ કલ્પના કરીને તેને ઇષ્ટ-અનિષ્ટરૂપ માને છે. એ માન્યતા જૂઠી છે. કલ્પિત છે.
(૭) જીવ કોઈ પદાર્થના સદ્ભાવ તથા કોઈના અભાવને ઇચ્છે છે પણ તેનો સદ્ભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો નથી કારણ કે કોઈ દ્રવ્ય કોઈ અન્યદ્રવ્યનું કે તેની પર્યાયનું કર્તા છે જ નહિ, પણ સર્વ દ્રવ્યો પોતપોતાનાં સ્વરૂપે પોતાથી જ પરિણમે છે.
(૮) રાગાદિ ભાવો વડે મિથ્યાદ્રષ્ટિ જીવ તો સર્વ દ્રવ્યોને અન્ય પ્રકારે પરિણમાવવા ઇચ્છે છે પણ તે સર્વ દ્રવ્યો જીવની ઇચ્છાને આધીન પરિણમતા નથી, તેથી તેને આકુળતા થાય છે. જો સર્વ કાર્ય જીવની ઇચ્છાનુસાર જ થાય, અન્યથા ન થાય તો જ નિરાકુળતા રહે, પણ એમ તો થઈ શકતું જ નથી, કારણ કે કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી. માટે જીવને રાગાદિ ભાવ દૂર થાય તો જ નિરાકુળતા થાય છે.- એમ ન માનતાં પોતે પર દ્રવ્યનો કર્તા, ભોક્તા, દાતા, હર્તા આદિ છે અને પરદ્રવ્યથી પોતાને લાભ-નુકશાન થાય છે-એમ માનવું તે મિથ્યા છે.
૧. સ્વ-પર એકત્વદર્શન. ર. પરની કર્તૃત્વબુદ્ધિ. ૩. પર્યાયબુદ્ધિ. ૪. વ્યવહાર- વિમૂઢ. પ. અતત્ત્વ શ્રદ્ધાન. ૬. પોતાના સ્વરૂપની ભ્રમણા. ૭. રાગથી શુભભાવથી આત્માને લાભ થાય એવી બુદ્ધિ. ૮. બહિરદ્રષ્ટિ. ૯. વિપરીત રુચિ. ૧૦. વસ્તુસ્વરૂપ ન હોય તેમ માનવું, હોય તેમ ન માનવું. ૧૧. અવિદ્યા. ૧ર. પરથી લાભ-નુકશાન થાય એવી માન્યતા. ૧૩. અનાદિઅનંત ચૈતન્યમાત્ર ત્રિકાળી આત્માને ન માનવો પણ વિકાર જેટલો જ આત્મા માનવો. ૧૪. વિપરીત અભિપ્રાય. ૧પ. પરસમય. ૧૬. પર્યાયમૂઢ. ૧૭. શરીરની ક્રિયા જીવ કરી શકે એવી માન્યતા. ૧૮. પર દ્રવ્યોની વ્યવસ્થા કરનાર તથા તેનો કર્તા, ભોક્તા, દાતા, હર્તા જીવને માનવો. ૧૯. જીવને જ ન માનવો. ર૦. નિમિત્તાધીનદ્રષ્ટિ. ર૧. પરાશ્રયે લાભ થાય એવી માન્યતા. રર. શરીરાશ્રિત ક્રિયાથી લાભ થાય એવી માન્યતા. ર૩. સર્વજ્ઞની વાણીમાં જેવું આત્માનું પૂર્ણસ્વરૂપ કહ્યું છે તેવા સ્વરૂપની અશ્રદ્ધા. ર૪. વ્યવહારનય ખરેખર આદરણીય હોવાની માન્યતા. રપ. શુભાશુભભાવનું સ્વામીત્વ. ર૬. શુભવિકલ્પથી આત્માને લાભ થાય એવી માન્યતા. ર૭. વ્યવહારરત્નત્રય કરતાં કરતાં નિશ્ચયરત્નત્રય પ્રગટે એવી માન્યતા. ર૮. શુભ-અશુભમાં સરખાપણું ન માનવું તે અર્થાત્ શુભ સારાં અને અશુભ ખરાબ એવી માન્યતા. ર૯. મનુષ્ય અને તિર્યંચ પ્રત્યે મમત્વબુદ્ધિથી કરુણા થવી તે.
Page 496 of 655
PDF/HTML Page 551 of 710
single page version
૪૯૬ ] [ મોક્ષશાસ્ત્ર
(૧) મિથ્યાત્વના બે પ્રકાર છે-અગૃહીતમિથ્યાત્વ અને ગૃહીતમિથ્યાત્વ. અગૃહીતમિથ્યાત્વ અનાદિથી ચાલ્યું આવે છે. જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે કે શુભ વિકલ્પથી આત્માને લાભ થાય એવી માન્યતા તે અનાદિનું અગૃહીતમિથ્યાત્વ છે. જન્મ થયા પછી પરોપદેશના નિમિત્તથી જે અતત્ત્વશ્રદ્ધા જીવ ગ્રહણ કરે છે તે ગૃહીતમિથ્યાત્વ કહેવાય છે. અગૃહીતમિથ્યાત્વને નિસર્ગજ મિથ્યાત્વ અને ગૃહીતમિથ્યાત્વને બાહ્ય પ્રાપ્ત મિથ્યાત્વ પણ કહેવામાં આવે છે. જેને ગૃહીતમિથ્યાત્વ હોય તેને તો અગૃહીતમિથ્યાત્વ હોય જ.
અગૃહીતમિથ્યાત્વ– શુભવિકલ્પથી આત્માને લાભ થાય એવી અનાદિથી ચાલી આવતી જીવની માન્યતા તે મિથ્યાત્વ છે; તે કોઈના શીખવવાથી થયું નથી માટે અગૃહીત છે.
ગૃહીતમિથ્યાત્વ–ખોટા દેવ, ખોટા ગુરુ અને ખોટાં શાસ્ત્રોની શ્રદ્ધા તે ગૃહીતમિથ્યાત્વ છે.
(ર) પ્રશ્નઃ– જીવ જે કુળમાં જન્મ્યો હોય તે કુળમાં માનવામાં આવતાં દેવ, ગુરુ, શાસ્ત્ર સાચાં હોય અને જીવ તેને ઓઘદ્રષ્ટિએ સાચાં માનતો હોય તો તેને ગૃહીતમિથ્યાત્વ ટળ્યું છે કે નહિ?
ઉત્તરઃ– ના, તેને પણ ગૃહીતમિથ્યાત્વ છે, કેમ કે સાચા દેવ, સાચા ગુરુ અને સાચાં શાસ્ત્રોનું સ્વરૂપ શું છે તથા કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રમાં શું દોષો હોય તેનો સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરીને બધા પડખેથી તેના ગુણ (merits) અને દોષ (demerits) નો યથાર્થ નિર્ણય ન કર્યો હોય ત્યાં સુધી જીવને ગૃહીતમિથ્યાત્વ છે અને તે સર્વજ્ઞ વીતરાગદેવનો ખરો અનુયાયી નથી.
(૩) પ્રશ્નઃ– આ જીવે પૂર્વે કોઈ વાર ગૃહીતમિથ્યાત્વ છોડયું હશે કે નહિ? ઉત્તરઃ– હા; જીવે પૂર્વે અનંતવાર ગૃહીતમિથ્યાત્વ છોડયું અને દ્રવ્યલિંગી મુનિ થઈ નિરતિચાર મહાવ્રત પાળ્યાં; પરતું અગૃહીતમિથ્યાત્વ છોડયું નહિ તેથી સંસાર ઉભો રહ્યો; ફરી પાછું ગૃહીતમિથ્યાત્વ અંગીકાર કર્યું. નિર્ગ્રંથદશાપૂર્વક પંચ મહાવ્રત તથા અઠ્ઠાવીશ મૂળગુણાદિના શુભવિકલ્પ તે દ્રવ્યલિંગ છે; ગૃહીતમિથ્યાત્વ છોડયા વગર જીવ દ્રવ્યલિંગી થઈ શકે નહિ અને દ્રવ્યલિંગ વગર નિરતિચાર મહાવ્રત હોઈ શકે નહિ. દ્રવ્યલિંગીના નિરતિચાર મહાવ્રતને પણ વીતરાગ ભગવાને બાળવ્રત અને અસંયમ કહ્યાં છે, કેમ કે તેણે અગૃહીતમિથ્યાત્વ છોડયું નથી.
Page 497 of 655
PDF/HTML Page 552 of 710
single page version
અ. ૮ સૂત્ર ૧ ] [ ૪૯૭
ગૃહીતમિથ્યાત્વના પાંચ ભેદ છે- (૧) એકાંત મિથ્યાત્વ; (ર) સંશય મિથ્યાત્વ; (૩) વિનય મિથ્યાત્વ; (૪) અજ્ઞાન મિથ્યાત્વ; અને (પ) વિપરીત મિથ્યાત્વ. તે દરેકની વ્યાખ્યા નીચે મુજબ છે.
(૧) એકાંત મિથ્યાત્વ–પદાર્થનું સ્વરૂપ અનેકાંતમય (અનેક ધર્મોવાળું) હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળું માનવું તે એકાંત મિથ્યાત્વ છે. જેમ કે જીવને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે એકાંત મિથ્યાત્વ છે.
(ર) સંશય મિથ્યાત્વ– આત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કર્તા થતો હશે? એ વગેરે પ્રકારે સંશય રહેવો તે સંશય મિથ્યાત્વ છે.
(૩) વિપરીત મિથ્યાત્વ–સગ્રંથને નિર્ગ્રંથ માનવા, મિથ્યાદ્રષ્ટિ સાધુને સાચા ગુરુ માનવા, કેવળીના સ્વરૂપને વિપરીતપણે માનવું ઇત્યાદિ પ્રકારે ઊંધી રુચિ તે વિપરીત મિથ્યાત્વ છે.
(૪) અજ્ઞાન મિથ્યાત્વ–જ્યાં હિત-અહિતનો કાંઈ પણ વિવેક ન હોય, કે કાંઈ પણ પરીક્ષા કર્યા વગર ધર્મની શ્રદ્ધા કરવી તે અજ્ઞાન મિથ્યાત્વ છે. જેમ કે પશુવધમાં ધર્મ માનવો તે અજ્ઞાન મિથ્યાત્વ છે.
(પ) વિનય મિથ્યાત્વ– સમસ્ત દેવને તથા સમસ્ત ધર્મમતોને સરખા માનવા તે વિનય મિથ્યાત્વ છે.
૮. ગૃહીતમિથ્યાત્વના પાંચ ભેદોનો વિશેષ ખુલાસો
(૧) એકાંત મિથ્યાત્વ– વસ્તુને સર્વથા અસ્તિરૂપ, સર્વથા નાસ્તિરૂપ, સર્વથા એકરૂપ, સર્વથા અનેકરૂપ, સર્વથા નિત્ય, સર્વથા અનિત્ય, ગુણ-પર્યાયોથી સર્વથા અભિન્ન, ગુણ-પર્યાયોથી સર્વથા ભિન્ન ઇત્યાદિ સ્વરૂપે માનવી તે એકાંત મિથ્યાત્વ છે; વળી, કાળ જ બધું કરે છે, કાળ જ બધાનો નાશ કરે છે, કાળ જ ફળ, ફૂલ વગેરેને ઉપજાવે છે, કાળ જ સંયોગ-વિયોગ કરાવે છે, કાળ જ ધર્મ પમાડે છે- ઇત્યાદિ માન્યતા જુઠ્ઠી છે, તે એકાંત મિથ્યાત્વ છે. દરેક વસ્તુ પોતે પોતાના કારણે પોતાની પર્યાય ધારણ કરે છે, તે જ તે વસ્તુનો સ્વકાળ છે અને તે વખતે વર્તતી કાળદ્રવ્યની પર્યાય (સમય) તે નિમિત્ત છે; આમ સમજવું તે યથાર્થ સમજણ છે અને તે વડે એકાંત મિથ્યાત્વનો નાશ થાય છે.
કોઈ કહે છે કે આત્મા તો અજ્ઞાની છે, આત્મા અનાથ છે; આત્માનાં સુખ-
Page 498 of 655
PDF/HTML Page 553 of 710
single page version
૪૯૮ ] [ મોક્ષશાસ્ત્ર દુઃખ, જીવન-મરણ, લાભ-અલાભ, જ્ઞાનીપણું, પાપીપણું, ધર્મીપણું, સ્વર્ગગમન, નરકગમન ઇત્યાદિ બધું ઇશ્વર કરે છે; સંસારના કર્તા ઈશ્વર છે, હર્તા પણ ઈશ્વર છે, ઈશ્વરથી જ સંસારની ઉત્પત્તિ અને પ્રલય છે, -ઇત્યાદિ પ્રકારે ઈશ્વરકર્તૃત્વની કલ્પના કરે છે તે મિથ્યા છે. ઈશ્વરપણું તો આત્માની સંપૂર્ણ શુદ્ધ (સિદ્ધ) અવસ્થા છે. આત્મા નિજસ્વભાવે જ્ઞાની છે પણ પોતાના સ્વરૂપની અનાદિથી ખોટી માન્યતાના કારણે પર્યાયમાં અજ્ઞાનીપણું; દુઃખ, જીવન, મરણ, લાભ, અલાભ, પાપીપણું વગેરે પોતે પ્રાપ્ત કરે છે, અને જ્યારે પોતે પોતાના સ્વરૂપની ખોટી માન્યતા ટાળે ત્યારે પોતે જ જ્ઞાની, ધર્મી થાય છે; ઈશ્વર (સિદ્ધ) તો તેના જ્ઞાતા-દ્રષ્ટા છે.
(ર) વિપરીત મિથ્યાત્વ –૧ સ્ત્રીના રાગી, રોટલા ખાનાર, પાણી પીનાર, માંદા થનાર, મંદવાડ થતાં દવા લેનાર ઇત્યાદિ દોષ સહિત જીવને પરમાત્મા કે કેવળજ્ઞાની માનવા, ર-સતિ સ્ત્રીને પાંચ ભરથારવાળી માનવી, ૩-ગૃહસ્થદશામાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ માનવી, ૪-કેવળજ્ઞાની ભગવાન છદ્મસ્થ જીવની વૈયાવચ્ચ કરે એમ માનવું, પ-છઠ્ઠા ગુણસ્થાન પછી પણ વંધવંદકભાવ હોય અને કેવળી ભગવાનને છદ્મસ્થગુરુ પ્રત્યે, ચતુર્વિધસંઘ અર્થાત્ તીર્થ પ્રત્યે કે બીજા કેવળી પ્રત્યે વંધવંદકભાવ હોય એમ માનવું, ૬- વસ્ત્રોને પરિગ્રહ તરીકે ન ગણવા અર્થાત્ વસ્ત્ર સહિત હોવા છતાં અપરિગ્રહપણું માનવું, ૭- વસ્ત્ર વડે આત્માનું સાધન વધારે થઈ શકે એવી બધી માન્યતાઓ તે વિપરીત મિથ્યાત્વ છે.
૮-સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પહેલાં અને પછી છઠ્ઠા ગુણસ્થાન સુધી જે શુભભાવો થાય છે તે શુભભાવમાં જુદે જુદે વખતે જુદી જુદી વ્યક્તિઓને જુદા જુદા પદાર્થો નિમિત્ત હોય છે, કેમ કે શુભભાવ તે વિકાર છે અને વિકારને પરાવલંબન હોય છે. કેટલાક જીવોને શુભરાગ વખતે વીતરાગદેવની તદાકાર પ્રતિમાના દર્શન- પૂજનાદિ નિમિત્તરૂપે હોય છે. વીતરાગી પ્રતિમાના દર્શન-પૂજન તે પણ રાગ છે, પરંતુ કોઈ પણ જીવને શુભરાગ વખતે વીતરાગી પ્રતિમાના દર્શન-પૂજનાદિનું નિમિત્ત ન જ હોય એમ માનવું તે શુભભાવના સ્વરૂપની વિપરીત માન્યતા હોવાથી વિપરીત મિથ્યાત્વ છે.
૯-વીતરાગી પ્રતિમાના દર્શન-પૂજનાદિના શુભરાગને ધર્માનુરાગ કહેવામાં આવે છે; ધર્મ તો નિરાવલંબી છે, દેવ-ગુરુ-શાસ્ત્રના અવલંબનથી છૂટીને સ્વભાવનો આશ્રય કરે ત્યારે ધર્મ પ્રગટે છે. જો તે શુભરાગને ધર્મ માને તો તે શુભભાવના સ્વરૂપની વિપરીત માન્યતા હોવાથી વિપરીત મિથ્યાત્વ છે.
છઠ્ઠા અધ્યાયના તેરમા સૂત્રની ટીકામાં અવર્ણવાદનું સ્વરૂપ વર્ણવ્યું છે તેનો સમાવેશ વિપરીત મિથ્યાત્વમાં થાય છે. (જુઓ, અ. ૬ સૂ. ૧૩ ની ટીકા)
Page 499 of 655
PDF/HTML Page 554 of 710
single page version
અ. ૮ સૂત્ર ૧ ] [ ૪૯૯
(૩) સંશય મિથ્યાત્વઃ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે, તે જ સાચો મોક્ષમાર્ગ હશે કે અન્ય સમસ્ત મતોમાં જુદા જુદા માર્ગ પ્રરુપ્યા છે તે માર્ગ સાચો હશે? તેમના વચનમાં પરસ્પર વિરુદ્ધતા છે અને કોઈ પ્રત્યક્ષ જાણવાવાળા સર્વજ્ઞ નથી, શાસ્ત્રો પરસ્પર એક બીજાને મળતાં નથી તેથી કોઈ નિશ્ચયનિર્ણય થઈ શકતો નથી, -ઇત્યાદિ પ્રકારનો અભિપ્રાય તે સંશય મિથ્યાત્વ છે.
(૪) વિનય મિથ્યાત્વઃ– ૧-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ-સંયમ-ધ્યાનાદિ વગર માત્ર ગુરુ પૂજનાદિક વિનયથી જ મુક્તિ થશે એમ માનવું તે, ર-સર્વ દેવ, સર્વ શાસ્ત્ર, સમસ્ત મત તથા સમસ્ત વેષધારકો સમાન માનીને તે બધાયનો વિનય કરવો તે અને ૩-વિનય માત્રથી જ પોતાનું કલ્યાણ થઈ જશે એમ માનવું તે વિનય મિથ્યાત્વ છે. ૪-સંસારમાં જેટલા દેવો પૂજાય છે અને જેટલા શાસ્ત્રો કે દર્શનો પ્રચલિત છે તે બધાય સુખદાયી છે, તેમનામાં ભેદ નથી, તે બધાયથી મુક્તિ (અર્થાત્ આત્મકલ્યાણની પ્રાપ્તિ) થઈ શકે છે એવી માન્યતા તે વિનય મિથ્યાત્વ છે અને તે માન્યતાવાળા જીવો વૈનયિક મિથ્યાદ્રષ્ટિ છે.
ગુણગ્રહણની અપેક્ષાથી અનેક ધર્મમાં પ્રવૃત્તિ કરવી અર્થાત્ સત્-અસત્નો વિવેક કર્યા વગર સાચા તથા ખોટા બધા ધર્મોને સમાનપણે જાણીને તેનું સેવન કરવું તેમાં અજ્ઞાનની મુખ્યતા નથી. પણ વિનયના અતિરેકની મુખ્યતા છે તેથી તેને વિનય મિથ્યાત્વ કહેવામાં આવે છે.
(પ) અજ્ઞાન મિથ્યાત્વઃ– ૧-સ્વર્ગ, નરક, મુક્તિ કોણે દીઠાં? ર-સ્વર્ગના સમાચાર કોને આવ્યા? બધાં ધર્મશાસ્ત્ર જુઠ્ઠાં છે, કોઈ સાચું જ્ઞાન બતાવી શકતા નથી, ૩-પુણ્ય-પાપ ક્યાં લાગે અથવા પુણ્ય-પાપ કાંઈ છે જ નહિ, ૪-પરલોકને કોણે જાણ્યો? શું પરલોકના સમાચાર-પત્ર કે તાર કોઈને આવ્યા? પ-સ્વર્ગ-નરક તો ઇત્યાદિ બધું કહેવામાત્ર છે, સ્વર્ગ-નરક તો અહીં જ છે; અહીં સુખ ભોગવે તે સ્વર્ગ, દુઃખ ભોગવે તે નરક; ૬-હિંસાને પાપ કહે છે તથા દયાને પુણ્ય કહે છે તે કહેવામાત્ર છે, કોઈ ઠેકાણું હિંસારહિત નથી, સર્વમાં હિંસા છે, ક્યાંય પગ મૂકવાનું ઠેકાણું નથી, જમીન પવિત્ર છે તે પગ મૂકવા આપે છે, ૭- આ ભક્ષ્ય અને આ અભક્ષ્ય-એવા વિચાર પણ નિરર્થક છે, એકેંદ્રિય વૃક્ષ તથા અન્ન વગેરે ભક્ષણ કરવામાં અને માંસભક્ષણ કરવામાં તફાવત નથી, તે બન્નેમાં જીવહિંસા સમાન છે. ૮-જીવને જીવનો જ આહાર ભગવાને બતાવ્યો છે અથવા જગતની બધી વસ્તુઓ ખાવા ભોગવવા માટે જ છે ઇત્યાદિ-આ બધા અભિપ્રાયો અજ્ઞાન મિથ્યાત્વ છે.
૯- ઉપર પ્રમાણે મિથ્યાત્વ સ્વરૂપ જાણીને સર્વ જીવોએ ગૃહીત તથા અગૃહીત
Page 500 of 655
PDF/HTML Page 555 of 710
single page version
પ૦૦ ] [ મોક્ષશાસ્ત્ર મિથ્યાત્વ છોડવું જોઇએ. સર્વ પ્રકારનાં બંધનું મૂળકારણ મિથ્યાત્વ છે, અને તે જ સૌથી પહેલાં ટળે છે. મિથ્યાત્વ ટળ્યા વગર અન્ય બંધના કારણો (અવિરતિ આદિ) પણ ટળતાં નથી, માટે સૌથી પહેલાં મિથ્યાત્વ ટાળવું જોઈએ.
પાંચ ઇંદ્રિયો તથા મનનાં વિષયો અને પાંચ સ્થાવર તથા એક ત્રસની હિંસા એ બાર પ્રકારના ત્યાગરૂપ ભાવ ન થવા તે બાર પ્રકારની અવિરતિ છે.
જેને મિથ્યાત્વ હોય તેને તો અવિરતિ હોય જ છે, પરંતુ મિથ્યાત્વ છૂટી જવા છતાં તે કેટલોક કાળ રહે છે. અવિરતિને અસંયમ પણ કહેવાય છે. સમ્યગ્દર્શન પ્રગટયા પછી દેશચારિત્રના બળ વડે એકદેશવિરતિ થાય તેને અણુવ્રત કહેવાય છે. મિથ્યાત્વ છૂટયા પછી તરત અવિરતિનો પૂર્ણ અભાવ થઈ જાય અને સાચાં મહાવ્રત તથા મુનિદશા પ્રગટ કરે એવા જીવો તો થોડા વિરલા જ હોય છે.
ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મોમાં ઉત્સાહ ન રાખવો તેને સર્વજ્ઞદેવે પ્રમાદ કહ્યો છે. જેને મિથ્યાત્વ અને અવિરતિ હોય તેને તો પ્રમાદ હોય જ છે. પરંતુ મિથ્યાત્વ અને અવિરતિ ટળ્યા પછી પ્રમાદ તરત ટળી જ જાય એવો નિયમ નથી, તેથી સૂત્રમાં અવિરતિ પછી પ્રમાદ કહ્યો છે, તે અવિરતિથી જુદો છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ પ્રમાદ ટાળીને અપ્રમત્તદશા પ્રગટ કરે એવા જીવો વિરલા જ હોય છે.
કષાયના ૨પ પ્રકાર છે. ક્રોધ, માન, માયા, લોભ; તે દરેકના અનંતાનુબંધી આદિ ચાર પ્રકાર- એ રીત ૧૬ તથા હાસ્યાદિક ૯ નોકષાય; એ બધા કષાય છે, અને તે બધામાં આત્મહિંસા કરવાનું સામર્થ્ય છે. મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણે અથવા અવિરતિ અને પ્રમાદ એ બે અથવા તો પ્રમાદ જ્યાં હોય ત્યાં તો કષાય અવશ્ય હોઈ જ છે, પણ એ ત્રણે ટળી જવા છતાં પણ કષાય હોય શકે છે.
યોગનું સ્વરૂપ છઠ્ઠા અધ્યાયના પહેલા સૂત્રની ટીકામાં આવી ગયું છે. (જુઓ, પા. ૩૯૩) મિથ્યાદ્રષ્ટિથી ઠેઠ તેરમા ગુણસ્થાન સુધી યોગ રહે છે. ૧૧, ૧૨, ને ૧૩ મા ગુણસ્થાનને મિથ્યાત્વાદિ ચારનો અભાવ થવા છતાં યોગનો સદ્ભાવ રહે છે.
કેવળજ્ઞાની ગમનાદિ ક્રિયારહિત થયા હોય તોપણ તેમને ઘણો યોગ છે અને
Page 501 of 655
PDF/HTML Page 556 of 710
single page version
અ. ૮ સૂત્ર ૧ ] [ પ૦૧ બેઇંદ્રિયાદિ જીવો ગમનાદિ ક્રિયા કરે છે તોપણ તેમને અલ્પ યોગ હોય છે એ ઉપરથી સિદ્ધ થાય છે કે યોગ તે બંધનું ગૌણકારણ છે, તે તો પ્રકૃતિ અને પ્રદેશબંધનું કારણ છે. બંધનું મુખ્ય કારણ તો મિથ્યાત્વ, અવિરીત, પ્રમાદ અને કષાય છે અને તે ચારમાં પણ સર્વોત્કૃષ્ટ કારણ તો મિથ્યાત્વ જ છે. મિથ્યાત્વ ટાળ્યા વિના અવિરતિ આદિ બંધનાં કારણો ટળે જ નહિ-એ અબાધિત સિદ્ધાંત છે.
મિથ્યાદ્રષ્ટિ (ગુણસ્થાન-૧) ને પાંચે બંધ હોય છે, સાસાદન સમ્યગ્દ્રષ્ટિ, સમ્યગ્મિથ્યાદ્રષ્ટિ અને અસંયત સમ્યગ્દ્રષ્ટિ (ગુણસ્થાન ર-૩-૪) ને મિથ્યાત્વ સિવાયના અવિરતિ આદિ ચારે બંધ હોય છે, દેશસંયમી (ગુણસ્થાન-પ) ને અંશે અવિરતિ તથા પ્રમાદાદિ ત્રણે બંધ હોય છે, પ્રમત્ત સંયમી (ગુણસ્થાન-૬) ને મિથ્યાત્વ અને અવિરતિ સિવાયના પ્રમાદાદિ ત્રણ બંધ હોય છે, અપ્રમત્ત સંયમીને (ગુણસ્થાન ૭ થી ૧૦ સુધી) કષાય અને યોગ એ બે જ બંધ હોય છે. ૧૧-૧૨ ને ૧૩ મા ગુણસ્થાને એક માત્ર યોગનો સદ્ભાવ છે અને ચૌદમા ગુણસ્થાને એકે પ્રકારનો બંધ નથી; તે અબંધ છે અને ત્યાં સંપૂર્ણ સંવર છે.
પ્રશ્નઃ– જીવને સૌથી મહાન પાપ કયું? ઉત્તરઃ– મિથ્યાત્વ એક જ. મિથ્યાત્વ હોય ત્યાં અન્ય સર્વે પાપોનો સદ્ભાવ છે, મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી.
આત્મસ્વરૂપની ઓળખાણ વડે મિથ્યાત્વ ટાળતાં તેની સાથે અનંતાનુબંધી કષાયનો તેમ જ એકતાલીસ પ્રકૃતિઓના બંધનો અભાવ થાય છે, તથા બાકીના કર્મોની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરની રહી જાય છે, અને જીવ થોડા જ કાળમાં મોક્ષપદને પામે છે. સંસારનું મૂળ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વનો અભાવ કર્યા સિવાય અન્ય અનેક ઉપાય કરવા છતાં મોક્ષ કે મોક્ષમાર્ગ થતો નથી. માટે સૌથી પહેલાં યથાર્થ ઉપાયો વડે સર્વ પ્રકારથી ઉધમ કરી એ મિથ્યાત્વનો સર્વથા નાશ કરવો યોગ્ય છે. ।। ૧।।
અર્થઃ– [जीवः सकषायत्वात्] જીવ કષાય સહિત હોવાથી [कर्मणः योग्यान्]
Page 502 of 655
PDF/HTML Page 557 of 710
single page version
પ૦૨ ] [ મોક્ષશાસ્ત્ર કર્મને યોગ્ય [पुद्गलान्] પુદ્ગલ પરમાણુઓનું [आदत्ते] ગ્રહણ કરે છે [सबंधः] તે બંધ છે.
૧. આખા લોકમાં કાર્મણવર્ગણારૂપ પુદ્ગલો ભર્યાં છે. જ્યારે જીવ કષાય કરે ત્યારે તે કષાયનું નિમિત્ત પામીને કાર્મણવર્ગણા પોતે કર્મરૂપે પરિણમે છે અને જીવની સાથે સંબંધ પામે છે, તેને બંધ કહેવામાં આવે છે. અહીં જીવ અને પુદ્ગલના એક ક્ષેત્રાવગાહરૂપ સંબંધને બંધ કહ્યો છે. બંધ થવાથી જીવ અને કર્મ એક વસ્તુ થઈ જતી નથી, તેમ જ તે બે ભેગાં થઈને કોઈ કાર્ય કરતાં નથી એટલે જીવ અને કર્મ એ બન્ને ભેગાં થઈને આત્મામાં વિકાર કરતાં નથી, તેમજ જીવ અને કર્મ ભેગાં થઈને પુદ્ગલ કર્મમાં વિકાર કરતા નથી. કર્મોનો ઉદય જીવમાં વિકાર કરતો નથી, જીવ કર્મોમાં વિકાર કરતો નથી, પણ બન્ને સ્વતંત્રપણે પોતપોતાના પર્યાયના કર્તા છે. જ્યારે જીવ પોતાની વિકારી અવસ્થા કરે ત્યારે જુના કર્મોના વિપાકને ‘ઉદય’ કહેવામાં આવે છે. અને જો જીવ વિકારી અવસ્થા ન કરે તો તેને મોહકર્મની નિર્જરા થઈ-એમ કહેવામાં આવે છે. પરલક્ષ વગર જીવમાં વિકાર થાય નહિ, જીવ જ્યારે પરલક્ષે પોતાની અવસ્થામાં વિકાર ભાવ કરે ત્યારે તે ભાવ અનુસાર નવાં કર્મો બંધાય છે-આટલો જીવ પુદ્ગલનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે. તે આ સૂત્રમાં બતાવે છે.
૨. જીવ અને પુદ્ગલનો જે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે તે ત્રિકાળી દ્રવ્યમાં નથી પણ માત્ર એક સમયની અવસ્થા પુરતો છે. જીવમાં કદી બે સમયનો વિકાર ભેગો થતો નથી તેથી તેનો કર્મ સાથેનો સંબંધ પણ બે સમયનો નથી.
પ્રશ્નઃ– જો તે સંબંધ એક જ સમય પુરતો છે તો જીવ સાથે લાંબી સ્થિતિવાળાં કર્મનો સંબંધ કેમ બતાવ્યો છે?
ઉત્તરઃ– ત્યાં પણ સંબંધ તો વર્તમાન એક સમય પુરતો જ છે; પરંતુ જીવ જો વિભાવ પ્રત્યેનો જ પુરુષાર્થ ચાલુ રાખશે અને જો સમ્યગ્દર્શનાદિરૂપ સત્ય પુરુષાર્થ નહિ કરે તો તેનો કર્મ સાથેનો સંબંધ ક્યાં સુધી રહેશે તે જણાવ્યું છે.
૩. આ સૂત્રમાં सकषायत्वात् શબ્દ છે તે જીવ અને કર્મ બન્નેને (અર્થાત્ કષાયરૂપ ભાવ અને કષાયરૂપ કર્મ એ બન્નેને) લાગુ પડી શકે છે; અને એ પ્રમાણે લાગુ પાડતાં તેમાંથી નીચેના નિયમો નીકળે છે.
(૧) અનાદિથી જીવ કદી પણ શુદ્ધ થયો નથી પણ કષાયસહિત જ છે અને તેથી જીવ અને કર્મનો સંબંધ અનાદિથી છે.
Page 503 of 655
PDF/HTML Page 558 of 710
single page version
અ. ૮ સૂત્ર ૨ ] [ પ૦૩
(૨) કષાયભાવવાળો જીવ કષાય-કર્મના નિમિત્તે નવો બંધ કરે છે. (૩) કષાય-કર્મને મોહકર્મ કહેવાય છે, આઠ કર્મોમાંથી તે એક જ કર્મ બંધનું નિમિત્ત થાય છે.
(૪) પહેલા સૂત્રમાં બંધના જે પાંચ કારણો જણાવ્યાં છે તેમાંથી પહેલાં ચારનો સમાવેશ અહીં કહેલા કષાય શબ્દમાં થઈ જાય છે.
(પ) અહીં જીવ સાથે કર્મનો બંધ થવાનું કહ્યું છે; તે કર્મ પુદ્ગલો છે એમ બતાવવા માટે સૂત્રમાં પુદ્ગલ શબ્દ કહ્યો છે, તેથી ‘કર્મ આત્માનો અદ્રષ્ટ ગુણ છે’ એવી કેટલાક જીવોની જે માન્યતા છે તે દૂર થાય છે.
૪. ‘सकषायत्वात्’ -અહીં પાંચમી વિભક્તિ લગાડવાનો હેતુ એવો છે કે જેવો તીવ્ર, મધ્યમ કે મંદ કષાય જીવ કરે તે મુજબ જ કર્મોમાં સ્થિતિ અને અનુભાગબંધ થાય છે.
પ. કર્મના નિમિત્તે જીવ સકષાય થાય છે એટલે કે જીવની અવસ્થામાં વિકારી થવાયોગ્ય લાયકાત હોય તેને કર્મનું નિમિત્ત હાજર હોય છે અને જે જીવને કર્મનો સંબંધ ન હોય તે જીવની પોતાની લાયકાત પણ સકષાયરૂપ થવાની હોતી નથી. એ ધ્યાન રાખવું કે સામે કર્મ ઉદય હોય માટે જીવને કષાય કરવો જ પડે એમ નથી; કર્મ હાજર હોવા છતાં જીવ પોતે જો સ્વલક્ષમાં ટકીને કષાયરૂપે ન પરિણમે તો તે કર્મોને બંધનું નિમિત્ત કહેવાતું નથી.
૬. જીવને કર્મ સાથે જે સંબંધ છે તે પ્રવાહે અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે એક જ સમય પુરતો છે. દરેક સમયે પોતાની યોગ્યતાથી જીવ નવો નવો વિકાર કરે છે તેથી તે સંબંધ ચાલુ રહે છે. પણ જડ કર્મો જીવને વિકાર કરાવતાં નથી. જીવ પોતાની યોગ્યતાથી વિકાર કરે તો થાય અને ન કરે તો ન થાય. જેમ ઘણાં કાળથી ઊનું થયેલું પાણી ક્ષણમાં ઠરી જાય છે તેમ અનાદિથી વિકાર ચાલ્યો આવતો હોવા છતાં, વિકારની યોગ્યતા એક જ સમય પુરતી હોવાથી સ્વભાવના લક્ષે તે ટળી શકે છે. વિકાર ટળતાં કર્મ સાથેનો સંબંધ પણ ટળે છે.
૭. પ્રશ્નઃ– આત્મા તો અમૂર્તિક છે, હાથ-પગ વગરનો છે અને કર્મો તો મૂર્તિક છે, તો તે કર્મોને કઈ રીતે ગ્રહણ કરે?
ઉત્તરઃ– ખરેખર એક દ્રવ્ય બીજા દ્રવ્યને ગ્રહણ કરી શકતું નથી; તેથી અહીં જે ‘ગ્રહણ’ કરવાનું કહ્યું છે તે ઉપચારથી કહ્યું છે એમ સમજવું. જીવને અનાદિથી કર્મપુદ્ગલો સાથે સંબંધ છે અને જીવના વિકારનું નિમિત્ત પામીને સમયે સમયે જૂનાં કર્મો સાથે નવાં કર્મો સ્કંધરૂપ થાય છે-એટલો સંબંધ બતાવવા માટે આ ઉપચાર કર્યો છે; ખરેખર જીવ સાથે કર્મપુદ્ગલો બંધાતાં નથી પણ જૂનાં કર્મપુદ્ગલો સાથે નવાં કર્મપુદ્ગલોનો બંધ થાય
Page 504 of 655
PDF/HTML Page 559 of 710
single page version
પ૦૪ ] [ મોક્ષશાસ્ત્ર છે; પરંતુ જીવમાં વિકારી યોગ્યતા છે અને તે વિકારનું નિમિત્ત પામીને નવાં કર્મપુદ્ગલો બંધાય છે માટે ઉપચારથી જીવને કર્મપુદ્ગલોનું ગ્રહણ કહ્યું છે.
૮. જગતમાં ઘણા પ્રકારનાં ‘બંધ’ હોય છે જેમ કે-ગુણગુણી બંધ વગેરે. તે બધા પ્રકારના બંધથી આ બંધ જુદો છે એમ બતાવવા માટે આ સૂત્રમાં બંધ પહેલાં ‘सः’ શબ્દ વાપર્યો છે.
જીવ અને પુદ્ગલને ગુણગુણીસંબંધ કે કર્તાકર્મસંબંધ નથી એમ ‘सः’ શબ્દથી બતાવ્યું છે, તેથી અહીં તેમનો એક ક્ષેત્રાવગાહરૂપસંબંધ અથવા તો નિમિત્તનૈમિત્તિકસંબંધ સમજવો. કર્મનો બંધ જીવના તમામ પ્રદેશોએ થાય છે અને બંધમાં અનંતાનંત પરમાણુઓ હોય છે. (જુઓ, અ. ૮. સૂ ર૪.)
૯. અહીં બંધ શબ્દનો અર્થ વ્યાકરણ દ્રષ્ટિએ નીચે જણાવેલ ચાર પ્રકારે સમજવો-
(૧) આત્મા બંધાયો તે બંધ, એ કર્મસાધન છે. (૨) આત્મા પોતે જ બંધરૂપ પરિણમે છે તેથી બંધને કર્તા કહેવાય, એ
કર્તૃસાધન છે.
કરણસાધન છે.
સાધન છે.।। ૨।।
સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ [विधयः] એ ચાર ભેદ છે.
સ્થિતિબંધ– જ્ઞાનાવરણાદિ કર્મો પોતાના સ્વભાવરૂપે જેટલો કાળ રહે તે
પ્રદેશબંધ–જ્ઞાનાવરણાદિ કર્મોરૂપે થનાર પુદ્ગલસ્કંધોના પરમાણુઓની સંખ્યા
Page 505 of 655
PDF/HTML Page 560 of 710
single page version
અ. ૮ સૂત્ર ૪ ] [ પ૦પ
અનુભાગબંધ કષાયના નિમિત્તે થાય છે.
૨. અહીં જે બંધના પ્રકાર વર્ણવ્યા છે તે પુદ્ગલકર્મબંધના છે; તે દરેક પ્રકારના ભેદ-ઉપભેદ હવે અનુક્રમે કહે છે. ।। ૩।।
અર્થઃ– [आधो] પહેલો અર્થાત્ર પ્રકૃતિબંધ [ज्ञानदर्शनावरण] જ્ઞાનાવરણ, દર્શનાવરણ, [वेदनीय मोहनीय] વેદનીય, મોહનીય, [आयुःनाम गोत्र अन्तरायाः] આયુ, નામ, ગોત્ર અને અંતરાય- એ આઠ પ્રકારનો છે.
૧. જ્ઞાનાવરણ– જ્યારે આત્મા પોતે પોતાના જ્ઞાનભાવનો ઘાત કરે ત્યારે
જ્ઞાનાવરણ કહે છે.
દર્શનાવરણ– જ્યારે આત્મા પોતે પોતાના દર્શનભાવનો ઘાત કરે ત્યારે
દર્શનાવરણ કહે છે.
વેદનીય– જ્યારે આત્મા પોતે મોહભાવ વડે પરલક્ષે આકુળતા કરે ત્યારે
નિમિત્ત થાય તેને વેદનીય કહે છે.
મોહનીય– જીવ પોતાના સ્વરૂપને ભૂલીને અન્યને પોતાના સમજે અથવા
થાય તેને મોહનીય કહે છે.
આયુ– જ્યારે જીવ પોતાની યોગ્યતાથી નારકી, તિર્યંચ, મનુષ્ય કે દેવના
આયુકર્મ કહે છે.
નામ– જીવ જે શરીરમાં હોય તે શરીરાદિની રચનામાં જે કર્મનો ઉદય નિમિત્ત
ગોત્ર– જીવને ઊંચ કે નીચ આચરણવાળા કુળમાં પેદા થવામાં જે કર્મનો ઉદય