Moksha Shastra (Gujarati). Sutra: 15-39 (Chapter 7).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 27 of 36

 

Page 466 of 655
PDF/HTML Page 521 of 710
single page version

૪૬૬ ] [ મોક્ષશાસ્ત્ર

(ર) લૌકિક સત્ય બોલવાના ભાવ જીવે ઘણીવાર કર્યા છે, પણ પરમાર્થ સત્યનું સ્વરૂપ સમજ્યો નથી, તેથી જીવનું ભવભ્રમણ મટતું નથી. સમ્યગ્દર્શન પૂર્વકના અભ્યાસથી પરમાર્થ સત્ય બોલવાનું થઈ શકે છે, અને તેના વિશેષ અભ્યાસથી સહજ ઉપયોગ રહ્યા કરે છે. મિથ્યાદ્રષ્ટિના કથનમાં કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા હોય છે તેથી, લૌકિક અપેક્ષાએ તે કથન સત્ય હોય તોપણ, પરમાર્થથી તેનું સર્વ કથન અસત્ય છે.

(૩) જે વચન પ્રાણીઓને પીડા આપવાના ભાવ સહિત હોય તે પણ અપ્રશસ્ત છે, પછી ભલે વચનો અનુસાર વસ્તુસ્થિતિ વિદ્યમાન હોય તોપણ તે અસત્ય છે.

(૪) પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિત્વરૂપ વસ્તુને અન્યથા કહેવી તે અસત્ય છે. વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું સ્વરૂપ નીચે પ્રમાણે છે-

દ્રવ્ય–જે સત્ છે અર્થાત્ જેની સત્તા (હોવાપણું) નિત્ય ટકી રહે છે; દ્રવ્યનું સત્ લક્ષણ છે, તે ઉત્પાદ-વ્યય-ધ્રુવપણા સહિત છે. ગુણ-પર્યાયના સમુદાયનું નામ દ્રવ્ય છે.

ક્ષેત્ર–પોતાના જે પ્રદેશમાં દ્રવ્ય સ્થિત હોય તે તેનું ક્ષેત્ર છે. કાળ–જે પર્યાયરૂપે દ્રવ્ય પરિણમે તે તેનો કાળ છે. ભાવ–દ્રવ્યની નિજશક્તિ-ગુણ તે તેનો ભાવ છે. આ ચાર પ્રકારથી દ્રવ્ય જે રીતે છે તે રીતે ન માનતાં અન્યથા માનવું એટલે કે-જીવ પોતે શરીર વગેરે પરદ્રવ્યો પણે થઈ જાય, પોતાની અવસ્થા કર્મ કે શરીર વગેરે પરદ્રવ્ય કરાવે કે કરી શકે અને પોતાના ગુણ બીજાથી થાય અગર તો દેવ- ગુરુ-શાસ્ત્રના અવલંબને ઉઘડે-ઇત્યાદિ પ્રકારે માનવું તથા તે માન્યતાનુસાર બોલવું તે અસત્યવચન છે. પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પર વસ્તુઓ નાસ્તિરૂપ છે, તેનું પોતે કાંઈ કરી શકે એવી માન્યતાપૂર્વક બોલવું તે પણ અસત્ય છે.

(પ) આત્મા કોઈ સ્વતંત્ર પદાર્થ નથી અથવા પરલોક નથી એમ કહેવું તે અસત્ય છેઃ તે બન્ને પદાર્થો આગમથી, યુક્તિથી તેમજ અનુભવથી સિદ્ધ થઈ શકે છે, છતાં તેનું અસ્તિત્વ ન માનવું તે અસત્ય છે; અને જે રીતે આત્માનું સ્વરૂપ ન હોય તે રીતે કહેવું તે પણ અસત્યવચન છે.

(૬) બધા પાપોનું કારણ પ્રમાદ છે; પ્રમાદ અહિતનું મૂળ છે. પ્રમાદથી બોલવાવાળા જીવના સુખ-ચૈતન્યરૂપ ભાવપ્રાણનો ઘાત થાય છે, તેથી પ્રમાદથી બોલવું તે અસત્યવચન છે અને પાપ છે.


Page 467 of 655
PDF/HTML Page 522 of 710
single page version

અ. ૭ સૂત્ર ૧૪-૧પ ] [ ૪૬૭

૩. પ્રશ્નઃ– વચન તે તો પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે, જીવ તેને કરી શકતો નથી, છતાં અસત્યવચનથી જીવને કેમ પાપ લાગે છે?

ઉત્તરઃ– ખરેખર પાપ કે બંધન અસત્યવચનથી થતું નથી પણ ‘प्रमत्तयोगात् એટલે કે પ્રમાદના સંયોગથી જ પાપ લાગે છે અને બંધન થાય છે. અસત્ય વચન જડ છે તે તો માત્ર નિમિત્ત છે. જ્યારે જીવ અસત્ય બોલવાના ભાવ કરે ત્યારે જો પુદ્ગલ પરમાણુઓ વચનરૂપે પરિણમવા લાયક હોય તો અસત્ય વચનરૂપે જ પરિણમે. જીવ અસત્ય બોલવાના ભાવ કરે છતાં ત્યાં પુદ્ગલ પરમાણુઓ વચનરૂપે ન પણ પરિણમે; એમ થાય તો પણ જીવનો વિકારીભાવ તે જ પાપ છે અને તે બંધનું કારણ છે.

પ્રમાદ બંધનું કારણ છે એમ આઠમા અધ્યાયના પહેલા સૂત્રમાં કહેશે. ૪. સમ્યગ્દ્રષ્ટિ જીવોને ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી કષાય પૂર્વકનો પ્રમાદ ટળી જાય છે; પાંચમા ગુણસ્થાને અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાન કષાય પૂર્વકનો પ્રમાદ ટળી જાય છે; છઠ્ઠા ગુણસ્થાને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન કષાય પૂર્વકનો પ્રમાદ ટળી જાય છે, પણ સંજ્વલનના તીવ્ર કષાય પૂર્વકનો પ્રમાદ હોય છે. આમ ઉત્તરોત્તર પ્રમાદ ટળતો જાય છે, અને બારમા ગુણસ્થાને સર્વ કષાયનો નાશ થાય છે.

પ. ઉજ્જ્વલ વચન, વિનય વચન અને પ્રિય વચનરૂપ ભાષાવર્ગણા સમસ્ત લોકમાં ભરેલી છે, તેનું કાંઈ કમીપણું નથી, કાંઈ કિંમત આપી લાવવી પડતી નથી, વળી મીઠાં કોમળરૂપ વચનો બોલવાથી જીભ દુઃખતી નથી, શરીરમાં કષ્ટ ઉપજતું નથી-આમ સમજીને, અસત્ય વચનને દુઃખનું મૂળ જાણી શીઘ્ર તેનો ત્યાગ કરવો જોઈએ અને સત્ય તથા પ્રિય વચનની જ પ્રવૃત્તિ કરવી જોઈએ. ।। ૧૪।।

સ્તેય (ચોરી) નું સ્વરૂપ
अदत्तादानं स्तेयम्।। १५।।

અર્થઃ– પ્રમાદના યોગથી, [अदत्तादानं] દીધા વગર કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવી તે [स्तेयम्] ચોરી છે.

ટીકા

પ્રશ્નઃ– કર્મવર્ગણા અને નોકર્મવર્ગણાઓનું ગ્રહણ તે ચોરી કહેવાય કે નહિ? ઉત્તરઃ– તે ચોરી ન કહેવાય; જ્યાં લેવા-દેવાનો સંભવ હોય ત્યાં ચોરીનો વ્યવહાર થાય છે-એ હેતુથી ‘अदत्त’ શબ્દ મૂક્યો છે.


Page 468 of 655
PDF/HTML Page 523 of 710
single page version

૪૬૮ ] [ મોક્ષશાસ્ત્ર

પ્રશ્નઃ– મુનિરાજને ગામ-નગર વગેરેમાં પર્યટન કરતાં શેરી-દરવાજા વગેરેમાં પ્રવેશ કરવાથી અદત્તાદાન થાય કે કેમ?

ઉત્તરઃ– તે અદત્તાદાન ન કહેવાય, કેમ કે તે જગ્યા બધાને આવવા જવા માટે ખુલ્લી છે. વળી શેરી વગેરેમાં પ્રવેશ કરતાં મુનિને પ્રમત્તયોગ હોતો નથી.

બાહ્ય વસ્તુનું ગ્રહણ થાય કે ન થાય, તોપણ ચોરી કરવાનો ભાવ હોય તે જ ચોરી છે અને તે જ બંધનું કારણ છે. પરવસ્તુને ખરેખર કોઈ ગ્રહણ કરી શકતું જ નથી, પોતાને પરવસ્તુ ગ્રહણ કરવાનો જે પ્રમાદયુક્ત ભાવ છે તે જ દોષ છે. ।। ૧પ।।

કુશીલ (બ્રહ્મચર્ય) નું સ્વરૂપ
मैथुनमब्रह्म।। १६।।

અર્થઃ– [मैथुनम् अब्रह्मं] મૈથુન તે અબ્રહ્મ અર્થાત્ કુશીલ છે.

ટીકા

૧. મૈથુનઃ– ચારિત્રમોહનીયના ઉદયમાં જોડાવાથી રાગ-પરિણામ સહિત સ્ત્રી- પુરુષોની પરસ્પર સ્પર્શ કરવાની ઈચ્છા તે મૈથુન છે. (આ વ્યાખ્યા વ્યવહાર મૈથુનની છે.)

મૈથુન બે પ્રકારનું છે-નિશ્ચય અને વ્યવહાર. આત્મા પોતે બ્રહ્મસ્વરૂપ છે; આત્માની પોતાના બ્રહ્મસ્વરૂપમાં લીનતા તે ખરું બ્રહ્મચર્ય છે અને રાગ કે કષાય સાથે જોડાણ થવું તે અબ્રહ્મચર્ય છે. આ જ નિશ્ચય મૈથુન છે. વ્યવહાર મૈથુનની વ્યાખ્યા ઉપર આપી છે.

ર. તેરમા સૂત્રમાં કહેલા ‘प्रमत्तयोगात्’ શબ્દની અનુવૃત્તિ આ સૂત્રમાં પણ આવે છે; તેથી, સ્ત્રી-પુરુષના યુગલસંબંધી રતિસુખને માટે જે ચેષ્ટા (પ્રમાદ પરિણામ) કરવામાં આવે તે મૈથુન છે-એમ સમજવું.

૩. જેના પાલનથી અહિંસાદિક ગુણો વૃદ્ધિ પામે તે બ્રહ્મ છે અને જે બ્રહ્મથી વિરુદ્ધ છે તે અબ્રહ્મ છે. અબ્રહ્મ (મૈથુન) માં હિંસાદિક દોષ પુષ્ટ થાય છે; વળી તેમાં ત્રસ-સ્થાવર જીવો પણ હણાય છે, મિથ્યાવચન બોલાય છે, વિના દીધેલી વસ્તુને ગ્રહણ કરવાનું બને છે અને ચેતન તથા અચેતન પરિગ્રહનું ગ્રહણ પણ થાય છે-માટે તે અબ્રહ્મ છોડવા લાયક છે. ।। ૧૬।।

પરિગ્રહનું સ્વરૂપ
मूर्च्छा परिग्रहः।। १७।।

અર્થઃ– [मूर्च्छा परिग्रह] મૂર્છા તે પરિગ્રહ છે.


Page 469 of 655
PDF/HTML Page 524 of 710
single page version

અ. ૭ સૂત્ર ૧૭-૧૮ ] [ ૪૬૯

ટીકા

૧. અંતરંગ પરિગ્રહ ચૌદ પ્રકારના છે-એક મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય.

બાહ્ય પરિગ્રહ દસ પ્રકારના છે-ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કપડાં અને વાસણ.

ર. પરદ્રવ્યમાં મમત્વબુદ્ધિ તે મૂર્છા છે. બાહ્ય સંયોગ વિદ્યમાન ન હોવા છતાં પણ ‘આ મારું છે’ એવો સંકલ્પ જે જીવ કરે છે તે પરિગ્રહ સહિત છે; બાહ્ય દ્રવ્ય તો નિમિત્તમાત્ર છે.

૩. પ્રશ્નઃ– ‘આ મારું છે’ એવી બુદ્ધિને જો તમે મૂર્છા કહેશો તો સમ્યગ્જ્ઞાન વગેરે પણ પરિગ્રહ ઠરશે, કેમ કે તે મારાં છે એવી બુદ્ધિ જ્ઞાનીને પણ થાય છે?

ઉત્તરઃ– પરદ્રવ્યમાં મમત્વબુદ્ધિ તે પરિગ્રહ છે. સ્વદ્રવ્યને પોતાનું માનવું તે પરિગ્રહ નથી. સમ્યગ્જ્ઞાનાદિ તો આત્માનો સ્વભાવ હોવાથી તેનો ત્યાગ હોઈ શકે નહિ માટે તેને પોતાનાં માનવા તે અપરિગ્રહપણું છે.

રાગાદિમાં ‘આ મારાં છે’ એવો સંકલ્પ કરવો તે પરિગ્રહ છે કેમ કે રાગાદિથી જ સર્વ દોષ ઉત્પન્ન થાય છે.

૪. તેરમા સૂત્રના ‘प्रमत्तयोगात्’ શબ્દની અનુવૃત્તિ આ સૂત્રમાં પણ છે; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવાન જીવને જેટલા અંશે પ્રમાદ-ભાવ ન હોય તેટલા અંશે અપરિગ્રહીપણું છે. ।। ૧૭।।

વ્રતની વિશેષતા
निःशल्यो व्रती।। १८।।

અર્થઃ– [व्रती] વ્રતી જીવ [निःशल्यो] શલ્યરહિત જ હોય છે.

ટીકા

૧. શલ્ય–શરીરમાં ભોંકાયેલા બાણ, કાંટા વગેરે શસ્ત્રની માફક જે મનમાં બાધા કરે તે શલ્ય છે અથવા આત્માને કાંટાની માફક જે દુઃખ આપે તે શલ્ય છે.

શલ્યના ત્રણ ભેદ છે-મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિદાનશલ્ય. મિથ્યાદર્શનશલ્ય–આત્માના સ્વરૂપની શ્રદ્ધાનો અભાવ તે મિથ્યાદર્શનશલ્ય છે.

માયાશલ્ય–છળ, કપટ, ઠગાઈ તે માયાશલ્ય છે.


Page 470 of 655
PDF/HTML Page 525 of 710
single page version

૪૭૦ ] [ મોક્ષશાસ્ત્ર

નિદાનશલ્ય–આગામી વિષય-ભોગની વાંછા તે નિદાનશલ્ય છે. ર. મિથ્યાદ્રષ્ટિ જીવ શલ્ય સહિત જ છે તેથી તેને સાચાં વ્રત હોય નહિ, બાહ્યવ્રત હોય. દ્રવ્યલિંગી મિથ્યાદ્રષ્ટિ છે તેથી તે પણ ખરો વ્રતી નથી. માયાવી- કપટીના બધાં વ્રત જુઠ્ઠાં છે. ઇંદ્રિયજનિત વિષયભોગોની વાંછા તે તો આત્મજ્ઞાનરહિત રાગ છે; તે રાગસહિતના વ્રત તે પણ અજ્ઞાનીનાં વ્રત છે, તે ધર્મ માટે નિષ્ફળ છે. સંસાર માટે સફળ છે. માટે શલ્યરહિત પરમાર્થથી જ વ્રતી થઈ શકાય છે.

૩. દ્રવ્યલિંગીનું અન્યથાપણું

પ્રશ્નઃ– દ્રવ્યલિંગી મુનિ જિનપ્રણીત તત્ત્વોને તો માને છે, છતાં તેને મિથ્યાદ્રષ્ટિ કેમ કહો છો?

ઉત્તરઃ– તેને વિપરીત અભિનિવેશ હોવાથી શરીરાશ્રિત ક્રિયાકાંડને તે પોતાના માને છે (તે અજીવતત્ત્વમાં જીવતત્ત્વની શ્રદ્ધા થઈ). આસ્રવ-બંધરૂપ શીલ-સંયમાદિ પરિણામોને તે સંવર-નિર્જરારૂપ માને છે. તે જો કે પાપથી વિરક્ત થાય છે. પરંતુ પુણ્યમાં ઉપાદેયબુદ્ધિ રાખે છે તેથી તેને તત્ત્વાર્થની યથાર્થ શ્રદ્ધા નથી; માટે તે મિથ્યાદ્રષ્ટિ છે.

પ્રશ્નઃ– દ્રવ્યલિંગીના ધર્મ સાધનમાં અન્યથાપણું શું છે? ઉત્તરઃ– (૧) સંસારમાં નરકાદિકનાં દુઃખ જાણી તથા સ્વર્ગાદિમાં પણ જન્મ- મરણાદિના દુઃખ જાણી સંસારથી ઉદાસ થઈ તે મોક્ષને ઇચ્છે છે; હવે, એ દુઃખોને તો બધાય દુઃખ જાણે છે. પણ ઇંદ્ર અહમિંદ્રાદિક વિષયાનુરાગથી ઇંદ્રિયજનિત સુખ ભોગવે છે તેને પણ દુઃખ જાણી નિરાકુળ અવસ્થાને ઓળખી તેને જે મોક્ષ જાણે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે.

(ર) વિષય સુખાદિકના ફળ નરકાદિક છે, શરીર અશુચિમય અને વિનાશિક છે, તે પોષણ કરવા યોગ્ય નથી, તથા કુટુંબાદિક સ્વાર્થનાં સગાં છે-ઇત્યાદિ પર દ્રવ્યોના દોષ વિચારી તેનો ત્યાગ કરે છે. પર દ્રવ્યોના દોષ જોવા તે તો મિથ્યાત્વ સહિત દ્વેષ છે.

(૩) વ્રતાદિનું ફળ સ્વર્ગ-મોક્ષ છે, તપશ્ચરણાદિક પવિત્ર ફળ આપનાર છે, એ વડે શરીર શોષવા યોગ્ય છે તથા દેવ-ગુરુ-શાસ્ત્રાદિ હિતકારી છે-ઇત્યાદિ પરદ્રવ્યોના ગુણ વિચારી તેને અંગીકાર કરે છે. પરદ્રવ્યને હિતકારી માનવું તે મિથ્યાત્વ સહિત રાગ છે.

(૪) એ વગેરે પ્રકારે કોઈ પરદ્રવ્યોને બૂરાં જાણી અનિષ્ટરૂપ શ્રદ્ધા કરે છે તથા કોઈ પરદ્રવ્યોને ભલાં જાણી ઇષ્ટરૂપ શ્રદ્ધા કરે છે; પરદ્રવ્યમાં ઇષ્ટ-અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરવું તે મિથ્યાત્વ છે. વળી એ જ શ્રદ્ધાનથી તેની ઉદાસીનતા પણ દ્વેષરૂપ હોય છે, કેમ કે કોઈ પરદ્રવ્યોને બૂરાં જાણવાં તેનું નામ દ્વેષ છે.


Page 471 of 655
PDF/HTML Page 526 of 710
single page version

અ. ૭ સૂત્ર ૧૮ ] [ ૪૭૧

(પ) વળી જેમ પહેલાં શરીરાશ્રિત પાપ કાર્યોમાં તે કર્તાપણું માનતો હતો તે જ પ્રમાણે હવે તે શરીરાશ્રિત પુણ્યકાર્યોમાં પોતાનું કર્તાપણું માને છે. એ પ્રમાણે પર્યાયાશ્રિત (-શરીરાશ્રિત) કાર્યોમાં અહંબુદ્ધિ માનવાની સમાનતા થઈ; જેમ કે-હું જીવને મારું છું, પરિગ્રહધારી છું-ઇત્યાદિરૂપ માન્યતા પહેલાં હતી, તે જ પ્રમાણે હું જીવોની રક્ષા કરું છું, હું પરિગ્રહરહિત નગ્ન છું-એવી માન્યતા હવે થઈ, તે મિથ્યા છે.

૪. અઢારમા સૂત્રનો સિદ્ધાંત

(૧) અજ્ઞાન અંધકારથી આચ્છાદિત થયા થકા જેઓ આત્માને (પરનો) કર્તા માને છે તેઓ મોક્ષને ઇચ્છનારા હોય તોપણ લૌકિકજનોની માફક તેમનો પણ મોક્ષ થતો નથી; એવા જીવો ભલે મુનિ થયા હોય તોપણ તેઓ લૌકિકજન જેવા જ છે. લોક ઇશ્વરને કર્તા માને છે અને તે મુનિઓએ આત્માને પરદ્રવ્યનો કર્તા (પર્યાયાશ્રિત ક્રિયાનો-શરીરનો અને તેની ક્રિયાનો કર્તા) માન્યો, એમ બન્નેની માન્યતા સમાન થઈ. તત્ત્વને જાણનાર પુરુષ ‘સઘળુંય પરદ્રવ્ય મારું નથી’ એમ જાણીને, લોક અને શ્રમણ (દ્રવ્યલિંગી મુનિ) એ બન્નેને જે આ પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય છે તે તેમના સમ્યગ્દર્શનરહિતપણાને લીધે જ છે એમ સુનિશ્ચિતપણે જાણે છે. જે પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે, લૌકિકજન હો કે મુનિજન હો, -મિથ્યાદ્રષ્ટિ જ છે.

(જુઓ, શ્રી સમયસાર પા. ૩૯૦ થી ૩૯૪)

(ર) પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિ પણ પરદ્રવ્યોને બૂરાં જાણીને ત્યાગ કરે છે? ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિ પરદ્રવ્યોને બૂરાં જાણતાં નથી; પરદ્રવ્યનું ગ્રહણ-ત્યાગ થઈ શકતું નથી એમ તે જાણે છે. પોતાના રાગભાવને તે બૂરો જાણે છે તેથી સરાગભાવને છોડે છે અને તેના નિમિત્તરૂપ પરદ્રવ્યોનો પણ સહજ ત્યાગ થાય છે. વસ્તુ વિચારતાં કોઈ પરદ્રવ્ય તો ભલાં-બૂરાં છે જ નહિ. મિથ્યાત્વભાવ સૌથી બૂરો છે તે મિથ્યાભાવ તો સમ્યગ્દ્રષ્ટિએ પ્રથમ છોડયો જ હોય છે.

(૩) પ્રશ્નઃ– વ્રત હોય તેને જ વ્રતી કહેવા જોઈએ, તેને બદલે ‘નિઃશલ્ય હોય તે વ્રતી થાય’ એમ શા માટે કહો છો?

ઉત્તરઃ– શલ્યનો અભાવ થયા વિના, હિંસાદિક પાપભાવોના ટળવા માત્રથી કોઈ જીવ વ્રતી થઈ શકે નહિ. શલ્યનો અભાવ થતાં વ્રતના સંબંધથી વ્રતીપણું આવે છે તેથી સૂત્રમાં ‘निःशल्यो’ શબ્દ વાપર્યો છે. ।। ૧૮।।


Page 472 of 655
PDF/HTML Page 527 of 710
single page version

૪૭૨ ] [ મોક્ષશાસ્ત્ર

વ્રતીના ભેદ
अगार्यनगारश्च।। १९।।

અર્થઃ– [अगारी] અગારી અર્થાત્ સાગાર (ગૃહસ્થ) [अनगारःच] અને અણગાર (ગૃહત્યાગી ભાવમુનિ)-એ પ્રમાણે વ્રતીના બે ભેદ છે.

નોંધઃ– મહાવ્રતોને પાળનારા મુનિ અણગારી કહેવાય છે અને દેશવ્રતને પાળનારા શ્રાવક સાગારી કહેવાય છે. ।। ૧૯।।

સાગારનું લક્ષણ
अणुव्रतोऽगारी।। २०।।

અર્થઃ– [अणुव्रतः] અણુવ્રત અર્થાત્ એકદેશવ્રત પાળનારા સમ્યગ્દ્રષ્ટિ જીવ [अगारी] સાગાર કહેવાય છે.

ટીકા

અહીંથી અણુવ્રતધારીઓનું વિશેષ વર્ણન શરૂ થાય છે, અને આ અધ્યાય પૂરો થતાં સુધી તે જ વર્ણન છે. અણુવ્રતના પાંચ ભેદ છે. ૧. અહિંસા અણુવ્રત ર. સત્ય અણુવ્રત ૩. અચૌર્ય અણુવ્રત ૪ બ્રહ્મચર્ય અને પ. પરિગ્રહ પરિમાણ અણુવ્રત. ।। ૨૦।।

અણુવ્રતના સહાયક સાત શીલવ્રતો
दिग्देशानर्थदंडविरतिसामायिकप्रौषधोपवासोपभोगपरिभोग–
परिमाणातिथिसंविभागव्रतसंपन्नश्च।। २१।।

અર્થઃ– [च] વળી તે વ્રતી [दिग् देश अनर्थदंडविरतिः] દિગ્વ્રત દેશવ્રત તથા અનર્થદંડવ્રત એ ત્રણ ગુણવ્રત અને [सामायिक प्रौषधोपवास उपभोगपरिभोगपरिमाण अतिथिसंविभागव्रत] સામાયિક, પ્રૌષધ ઉપવાસ, ઉપભોગ- પરિભોગનું પરિમાણ (-મર્યાદા) તથા અતિથિસંવિભાગ વ્રત-એ ચાર શિક્ષાવ્રત [संपन्नः] સહિત હોય છે અર્થાત્ વ્રતધારી શ્રાવક પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ રીતે બાર વ્રતો સહિત હોય છે.

ટીકા

૧. પૂર્વે ૧૩ થી ૧૭ સુધીના સૂત્રોમાં હિંસાદિ પાંચ પાપોનું જે વર્ણન કર્યું છે તેમનો એકદેશ ત્યાગ તે પાંચ અણુવ્રત છે. અણુવ્રતોને જે પુષ્ટિ કરે તે ગુણવ્રત છે અને જેનાથી મુનિવ્રત પાલન કરવાનો અભ્યાસ થાય તે શિક્ષાવ્રત છે.


Page 473 of 655
PDF/HTML Page 528 of 710
single page version

અ. ૭ સૂત્ર ૨૧ ] [ ૪૭૩

ર. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. - દિગ્વ્રતઃ– મરણપર્યંત સૂક્ષ્મ પાપોની નિવૃત્તિને માટે દશે દિશાઓમાં આવવા-

જવાની મર્યાદા કરવી તે દિગ્વ્રત છે.

દેશવ્રતઃ– જીવનપર્યંત લીધેલા દિગ્વ્રતની મર્યાદામાંથી પણ વધારે સંકોચ કરીને

ઘડી, કલાક, માસ, વર્ષ વગેરે વખત સુધી અમુક ઘર, શેરી વગેરે
સુધી જવા-આવવાની મર્યાદા કરવી તે દેશવ્રત છે.

અનર્થદંડવ્રતઃ– પ્રયોજનરહિત પાપવર્દ્ધક ક્રિયાનો ત્યાગ કરવો તે અનર્થદંડવ્રત છે;

અનર્થદંડના પાંચ ભેદ છે. ૧. પાપોપદેશ (હિંસાદિ પાપારંભનો ઉપદેશ
કરવો તે); ર. હિંસાદાન (તલવાર વગેરે હિંસાના ઉપકરણો આપવા
તે); ૩. અપધ્યાન (બીજુનું બૂરું વિચારવું તે); ૪. દુઃશ્રુતિ (રાગ-
દ્વેષને વધારનારાં ખોટાં શાસ્ત્રોનું શ્રવણ કરવું તે) અને પ. પ્રમાદચર્યા
(પ્રયોજન વગર જ્યાં-ત્યાં જવું તથા પૃથ્વી વગેરે ખોદવું તે).

શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી વગેરેનું કોઈપણ વખતે ચિંતવન કરવું નહિ, કેમ કે તે માઠાં ધ્યાનોનું ફળ પાપ જ છે.

-આ ત્રણ ગુણવ્રત છે. સામાયિકઃ– મન, વચન, કાયા વડે કૃત કારિત અનુમોદનાથી હિંસાદિ પાંચ

પાપોનો ત્યાગ કરવો તે સામાયિક છે; આ સામાયિક શુભભાવરૂપ છે.
(સામાયિકચારિત્રનું સ્વરૂપ નવમા અધ્યાયમાં આપવામાં આવશે.)

પૌષધોપવાસઃ– પહેલા અને પછીના દિવસે એકાશનપૂર્વક આઠમ અને ચૌદશ

આદિ દિવસે ઉપવાસાદિ કરી, એકાંતવાસમાં રહી, સંપૂર્ણ
સાવદ્યયોગને છોડી, સર્વ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ
ધર્મધ્યાનમાં રહેવું તે પ્રૌષધોપવાસ છે.

ઉપભોગપરિભોગપરિમાણવ્રતઃ– શ્રાવકોને ભોગનાં નિમિત્તથી હિંસા થાય

છે. ભોગ અને ઉપભોગની વસ્તુઓનું માપ કરી (મર્યાદા બાંધી)
પોતાની શક્તિ અનુસાર ભોગઉપભોગને છોડવા તે
ઉપભોગપરિભોગપરિમાણવ્રત છે.

અતિથિસંવિભાગવ્રતઃ– અતિથિ અર્થાત્ મુનિ વગેરેને માટે આહાર, કમંડળ,

પીંછી, વસતિકા આદિનું દાન દેવું તે અતિથિસંવિભાગવ્રત છે.
-આ ચાર શિક્ષાવ્રત છે.

Page 474 of 655
PDF/HTML Page 529 of 710
single page version

૪૭૪ ] [ મોક્ષશાસ્ત્ર

૩. લક્ષમાં રાખવા લાયક સિદ્ધાંત

અનર્થદંડવ્રત નામે આઠમા વ્રતમાં દુઃશ્રુતિનો ત્યાગ કહ્યો છે, તે સૂચવે છે કે- જીવોએ દુઃશ્રુતિરૂપ શાસ્ત્ર ક્યા છે અને સુશ્રુતિરૂપ શાસ્ત્રો ક્યા છે તેનો વિવેક કરવો જોઈએ. જે જીવને ધર્મના નિમિત્ત તરીકે દુશ્રુતિ હોય તેને સમ્યગ્દર્શન પ્રગટે જ નહિ; અને ધર્મના નિમિત્ત તરીકે જેને સુશ્રુતિ (સત્શાસ્ત્રો) હોય તેણે પણ તેનો મર્મ જાણવો જોઈએ; જો તેનો મર્મ સમજે તો જ સમ્યગ્દર્શન પ્રગટ કરી શકે, અને જો સમ્યગ્દર્શન પ્રગટ કરે તો જ અણુવ્રતધારી શ્રાવક કે મહાવ્રતધારી મુનિ થઈ શકે. જે સુશાસ્ત્રનો મર્મ જાણે તે જ જીવ, આ અધ્યાયના પાંચમા સૂત્રમાં સત્યવ્રત સંબંધી કહેલી અનુવિચી ભાષણ એટલે કે શાસ્ત્રની આજ્ઞાનુસાર નિર્દોષ વચન બોલવાની ભાવના કરી શકે. સુશાસ્ત્ર અને કુશાસ્ત્રનો વિવેક કરી શકવા માટે દરેક મનુષ્ય લાયક છે; માટે મુમુક્ષુ જીવોએ તે વિવેક બરાબર કરવો જોઈએ. જો સત્-અસત્નો વિવેક જીવ નહિ સમજે તો સાચો વ્રતધારી થઈ શકે નહિ. ।। ૨૧।।

વ્રતીને સલ્લેખના ધારણ કરવાનો ઉપદેશ
मारणांतिकीं सल्लेखनां जोषिता।। २२।।

અર્થઃ– વ્રતધારી શ્રાવક [मारणांतिकीं] મરણ વખતે થનારી [सल्लेखनां] સલ્લેખનાનું [जोषिता] પ્રીતિપૂર્વક સેવન કરે છે.

ટીકા

૧. આ લોક કે પરલોક સંબંધી કાંઈપણ પ્રયોજનની અપેક્ષા કર્યા વગર શરીર અને કષાયને કૃશ કરવાં (-સમ્યક્ પ્રકારે પાતળાં પાડવા) તે સલ્લેખના છે.

૨. પ્રશ્નઃ– શરીર તો પર વસ્તુ છે, જીવ તેને કૃશ કરી શકે નહિ, છતાં અહીં શરીરને કૃશ કરવાનું કેમ કહ્યું?

ઉત્તરઃ– કષાયને કૃશ કરતાં શરીર તેના પોતાના કારણે ઘણે ભાગે કૃશ થાય છે એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ બતાવવા માટે ઉપચારથી તેમ કહ્યું છે. વાત-પીત્ત- કફ વગેરેના પ્રકોપથી મરણ અવસરે પરિણામમાં આકુળતા આવવા ન દેવી અને આરાધનાથી ચલાયમાન ન થવું તે જ ખરી કાય સલ્લેખના છે; મોહ-રાગ-દ્વેષાદિથી પોતાના સમ્યગ્દર્શન-જ્ઞાન પરિણામ મરણ અવસરે મલિન ન થવા દેવા તે કષાય સલ્લેખના છે.

૩. પ્રશ્નઃ– સમાધિપૂર્વક દેહનો ત્યાગ થયો માટે તેમાં આત્મઘાત છે કે નહિ?


Page 475 of 655
PDF/HTML Page 530 of 710
single page version

અ. ૭ સૂત્ર ૨૩ ] [ ૪૭પ

ઉત્તરઃ– રાગ-દ્વેષ-મોહથી લેપાયેલ જીવ ઝેર, શસ્ત્ર વગેરેથી ઘાત કરે તે આત્મઘાત છે, પણ સમાધિપૂર્વક સલ્લેખના મરણ કરે તેમાં રાગાદિક નથી અને આરાધના છે તેથી તેને આત્મઘાત નથી. પ્રમત્તયોગ રહિત અને આત્મજ્ઞાન સહિત જે જીવ, કલેવર અવશ્ય વિનાશિક છે એમ જાણીને તે પ્રત્યેનો રાગ ઓછો કરે છે તેને હિંસા નથી. ।। ૨૨।।

સમ્યગ્દર્શનના પાંચ અતિચાર
शंकाकांक्षाविचिकित्सान्यद्रष्टिप्रशंसासंस्तवाः
सम्यग्दृष्टेरतीचाराः।। २३।।

અર્થઃ– [शंका कांक्षा विचिकित्सा] શંકા, કાંક્ષા, વિચિકિત્સા, [अन्यद्रष्टिप्रशंसा संस्तवाः] અન્યદ્રષ્ટિની પ્રશંસા અને અન્યદ્રષ્ટિનું સંસ્તવ-એ પાંચ [सम्यग्द्रष्टेः अतीचाराः] સમ્યગ્દર્શનના અતિચારો છે.

ટીકા

૧. જે જીવનું સમ્યગ્દર્શન નિર્દોષ હોય તે વ્રત બરાબર પાળી શકે છે તેથી અહીં પ્રથમ સમ્યગ્દર્શનના અતિચારો જણાવ્યા છે, કે જેથી તે અતિચાર ટાળી શકાય. ઔપશમિકસમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ તો નિર્મળ હોય છે, તેમાં અતિચાર હોતા નથી. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ચળ, મળ અને અગાઢ એ દોષ સહિત હોય છે એટલે તેમાં અતિચાર લાગે છે.

ર. સમ્યગ્દ્રષ્ટિને આઠ ગુણ (-અંગ, લક્ષણ અર્થાત્ આચાર) હોય છે, તેનાં નામ-નિઃશંકા, નિઃકાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢદ્રષ્ટિ, ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના.

૩. સમ્યગ્દર્શનના પાંચ અતિચાર કહ્યા તેમાંથી પહેલા ત્રણ તો નિઃશંકિતાદિ પહેલા ત્રણ ગુણોમાં આવતા દોષો છે. અને બાકીના બે અતિચારોનો સમાવેશ છેલ્લા પાંચ ગુણોના દોષમાં થાય છે. આ અતિચારો ચોથાથી સાતમા ગુણસ્થાનવાળા ક્ષાયોપશમિક સમ્યગ્દ્રષ્ટિને હોય છે એટલે કે ક્ષાયોપશમિક સમ્યગ્દર્શનવાળા મુનિ, શ્રાવક કે સમ્યગ્દ્રષ્ટિ-એ ત્રણને આ અતિચાર હોઈ શકે છે. આ અતિચારમાં સમ્યક્ત્વમોહનીયનો ઉદય નિમિત્ત છે. અંશે ભંગ થાય (અર્થાત્ દોષ લાગે) તેને અતિચાર કહે છે, તેના પરિણામે સમ્યગ્દર્શન નિર્મૂળ થતું નથી, માત્ર મલિન થાય છે.

૪. શુદ્ધાત્મસ્વભાવની પ્રતીતિરૂપ નિશ્ચયસમ્યગ્દર્શનના સદ્ભાવમાં સમ્યગ્દર્શન


Page 476 of 655
PDF/HTML Page 531 of 710
single page version

૪૭૬ ] [ મોક્ષશાસ્ત્ર સંબંધી વ્યવહાર દોષો હોવા છતાં ત્યાં મિથ્યાત્વપ્રકૃતિઓનું બંધન થતું નથી. વળી બીજા ગુણસ્થાને પણ સમ્યગ્દર્શન સંબંધી વ્યવહાર દોષો હોવા છતાં ત્યાં પણ મિથ્યાત્વ પ્રકૃતિનું બંધન નથી.

પ. સમ્યગ્દર્શન એ ધર્મરૂપી વૃક્ષની જડ છે, મોક્ષ મહેલનું પહેલું પગથિયું છે; તેના વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યક્પણાને પામતા નથી. માટે લાયક જીવોને માટે એ ઉચિત છે કે, જે પ્રકારે બને તે રીતે અર્થાત્ ગમે તેમ કરીને આત્માના વાસ્તવિક સ્વરૂપને સમજીને સમ્યગ્દર્શનરૂપી રત્નથી પોતાના આત્માને ભૂષિત કરે અને તે સમ્યગ્દર્શનને અતિચાર રહિત બનાવે. ધર્મરૂપી કમળની મધ્યમાં સમ્યગ્દર્શનરૂપી કળી શોભાયમાન છે, નિશ્ચય વ્રત, શીલ વગેરે તે કળીનાં પાંદડાં છે. માટે ગૃહસ્થોએ અને મુનિઓએ તે સમ્યગ્દર્શનરૂપી કળીમાં અતિચાર આવવા ન દેવો.

૬. પાંચ અતિચારનું સ્વરૂપ

શંકાઃ– પોતાના આત્માને જ્ઞાતા-દ્રષ્ટા, અખંડ, અવિનાશી, અને પુદ્ગલથી ભિન્ન જાણીને પણ આલોક, પરલોક, મરણ, વેદના, અરક્ષા, અગુપ્તિ અને અકસ્માત્-એ સાત ભયને પ્રાપ્ત થવું અથવા તો અર્હંત સર્વજ્ઞ વીતરાગદેવે કહેલા તત્ત્વના સ્વરૂપમાં સંદેહ થવો તે શંકા નામનો અતિચાર છે.

કાંક્ષા– આ લોક કે પરલોક સંબંધી ભોગોમાં તથા મિથ્યાદ્રષ્ટિઓના જ્ઞાન કે આચરણાદિમાં વાંછા થઈ આવવી તે વાંછા-અતિચાર છે. આ રાગ છે.

વિચિકિત્સા– રત્નત્રય વડે પવિત્ર પણ બાહ્યમાં મલિન શરીર-એવા ધર્માત્મા મુનિઓને દેખીને તેમના પ્રત્યે અથવા ધર્માત્માના ગુણો પ્રત્યે કે દુઃખી-દારિદ્રી જીવોને દેખીને તેમના પ્રત્યે ગ્લાનિ થઈ આવવી તે વિચિકિત્સા-અતિચાર છે. આ દ્વેષ છે.

અન્યદ્રષ્ટિ પ્રશંસાઃ– આત્મસ્વરૂપના અજાણ જીવોનાં જ્ઞાન, તપ, શીલ, ચારિત્ર, દાન વગેરેને પોતામાં પ્રગટ કરવાનો મનમાં વિચાર થવો અગર તો તેને સારાં જાણવાં તે અન્યદ્રષ્ટિ પ્રશંસા-અતિચાર છે. (અન્યદ્રષ્ટિ એટલે મિથ્યાદ્રષ્ટિ.)

અન્યદ્રષ્ટિ સંસ્તવ– આત્મસ્વરૂપના અજાણ જીવોનાં જ્ઞાન, તપ, શીલ, ચારિત્ર, દાનાદિકનાં ફળને સારું જાણીને વચન દ્વારા તેની સ્તુતિ થઈ જવી તે અન્યદ્રષ્ટિ સંસ્તવઅતિચાર છે.

૭. આ બધાં દોષો છતાં સમ્યગ્દ્રષ્ટિ જીવ તેને દોષ તરીકે ગણે છે અને તે દોષોનો તેને ખેદ છે, માટે તે અતિચાર છે, પણ જે જીવ તે દોષોને દોષ તરીકે ન જાણે અને ઉપાદેય ગણે તેને તો તે અનાચાર છે એટલે કે તે તો મિથ્યાદ્રષ્ટિ જ છે.

૮. આત્માનું સ્વરૂપ સમજવા માટે શંકા કરીને જે પ્રશ્ન કરવામાં આવે તે શંકા


Page 477 of 655
PDF/HTML Page 532 of 710
single page version

અ. ૭ સૂત્ર ૨૪-૨પ ] [ ૪૭૭ નથી પણ આશંકા છે; અતિચારોમાં જે શંકા દોષ કહ્યો છે તેમાં તેનો સમાવેશ થતો નથી.

પ્રશંસા અને સંસ્તવમાં એટલો ભેદ છે કે, પ્રશંસા મન દ્વારા થાય છે અને સંસ્તવ વચન દ્વારા થાય છે. ।। ૨૩।।

પાંચ વ્રત અને સાત શીલોના અતિચાર
व्रतशीलेषु पंच पंच यथाक्रमम्।। २४।।

અર્થઃ– [व्रतशीलेषु] વ્રત અને શીલોમાં પણ [यथाक्रमम्] અનુક્રમે દરેકમાં [पंच पंच] પાંચ પાંચ અતિચારો છે.

નોંધઃ– વ્રત કહેતાં અહિંસાદિ પાંચ અણુવ્રત સમજવા અને શીલ કહેતાં ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત એ સાત સમજવા. આ દરેકના પાંચ અતિચારોનું વર્ણન હવેના સૂત્રોમાં કરે છે. ।। ૨૪।।

અહિંસા–અણુવ્રતના પાંચ અતિચાર

बंधवधच्छेदातिभारारोपणान्नपाननिरोधाः।। २५।।

અર્થઃ– [बंध वध च्छेद] બંધ, વધ, છેદ, [अतिभारआरोपण] ઘણો ભાર

લાદવો અને [अन्नपाननिरोधाः] અન્નપાનનો નિરોધ કરવો-એ પાંચ અહિંસા- અણુવ્રતના અતિચાર છે.

ટીકા

બંધ–પ્રાણીઓને ઇચ્છિત સ્થાનમાં જતાં રોકવા માટે રસ્સી વગેરેથી બાંધવા તે. વધ–પ્રાણીઓને લાકડી વગેરેથી મારવું તે. છેદ–પ્રાણીઓના નાક-કાન વગેરે અંગો છેદવા તે. અતિભાર–આરોપણ–પ્રાણીની શક્તિથી અધિક ભાર લાદવો તે. અન્નપાનનિરોધ–પ્રાણીઓને વખતસર ખાવા-પીવા ન દેવું તે. અહીં અહિંસા-અણુવ્રતના અતિચાર તરીકે ‘પ્રાણવ્યપરોપણ’ને ગણવું નહિ, કેમ કે પ્રાણવ્યપરોપણ તે હિંસાનું લક્ષણ છે એટલે તે અતિચાર નથી પણ અનાચાર છે. તે સંબંધી પૂર્વે સૂત્ર ૧૩ માં કહેવાઈ ગયું છે. ।। ૨પ।।


Page 478 of 655
PDF/HTML Page 533 of 710
single page version

૪૭૮ ] [ મોક્ષશાસ્ત્ર

સત્ય–અણુવ્રતના પાંચ અતિચાર
मिथ्योपदेशरहोभ्याख्यानकूटलेखक्रियान्यासापहार–
साकारमन्त्रभेदाः।। २६।।

અર્થઃ– [मिथ्या उपदेश] મિથ્યા ઉપદેશ, [रहोभ्याख्यान] રહોભ્યાખ્યાન [कूटलेखक्रिया] કૂટલેખક્રિયા, [न्यास अपहार] ન્યાસ અપહાર અને [साकारमन्त्रभेदाः] સાકાર મંત્રભેદ-એ પાંચ સત્ય-અણુવ્રતના અતિચારો છે.

ટીકા

મિથ્યા ઉપદેશઃ– કોઈ જીવને અભ્યુદય અગર મોક્ષ સાથે સંબંધ રાખવાવાળી ક્રિયામાં સંદેહ ઉત્પન્ન થયો અને તેણે આવીને પૂછયું કે આ વિષયમાં મારે શું કરવું? તેનો ઉત્તર આપતાં સમ્યગ્દ્રષ્ટિ વ્રતધારીએ પોતાની ભૂલથી વિપરીતમાર્ગનો ઉપદેશ આપ્યો, તો તે મિથ્યા ઉપદેશ કહેવાય છે; અને તે સત્ય-અણુવ્રતનો અતિચાર છે. જાણવા છતાં જો મિથ્યા ઉપદેશ કરે તો તે અનાચાર છે. વિવાદ ઉપસ્થિત થતાં સંબંધને ઉલંઘીને અસંબંધરૂપ ઉપદેશ આપવો તે પણ અતિચારરૂપ મિથ્યાઉપદેશ છે.

રહોભ્યાખ્યાનઃ– કોઈ ખાનગી વાત પ્રગટ કરવી તે. કૂટલેખક્રિયાઃ– પર પ્રયોગના વશે (અજાણતાં) કોઈ ખોટો લેખ લખવો તે. ન્યાસ અપહારઃ– કોઈ માણસ કાંઈ વસ્તુ મૂકી ગયો અને તે પાછી માગતી વખતે તેણે ઓછી માંગી ત્યારે એ પ્રમાણે ઓછું કહીને તમારું જેટલું હોય તેટલું લઈ જાવ એ કહેવું તથા ઓછું પાછું આપવું તે ન્યાસ અપહાર છે.

સાકાર મંત્રભેદઃ– હાથ વગેરેની ચેષ્ટા ઉપરથી બીજાના અભિપ્રાયને જાણીને તે પ્રગટ કરી દેવો તે સાકાર મંત્રભેદ છે.

વ્રતધારીને આ દોષો પ્રત્યે ખેદ હોય છે તેથી તે અતિચાર છે. પણ જીવને જો તે પ્રત્યે ખેદ ન હોય તો તે અનાચાર છે એટલે કે ત્યાં વ્રતનો અભાવ જ છે એમ સમજવું. ।। ૨૬।।

અચૌર્ય–અણુવ્રતના પાંચ અતિચાર
स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिक–
मानोन्मानप्रतिरूपकव्यवहाराः।। २७।।

અર્થઃ– [स्तेन प्रयोग] ચોરી માટે ચોરને પ્રેરણા કરવી કે તેનો ઉપાય બતાવવો [तत् आहृत आदान] ચોરે ચોરેલી વસ્તુને ખરીદવી, [विरुद्ध राज्य अतिक्रम] રાજ્યની


Page 479 of 655
PDF/HTML Page 534 of 710
single page version

અ. ૭ સૂત્ર ૨૮-૨૯ ] [ ૪૭૯ આજ્ઞા વિરુદ્ધ ચાલવું, [हीनाधिकमानोन्मान] દેવા લેવાનાં માપ ઓછાં વધારે રાખવાં અને [प्रतिरूपक व्यवहाराः] કિંમતી વસ્તુમાં હલકી (-ઓછી કિંમતની) વસ્તુ મેળવીને અસલી ભાવે વેચવી-આ પાંચ અચૌર્ય-અણુવ્રતના અતિચારો છે.

ટીકા

સ્તેનપ્રયોગઃ– ચોરને એમ કહેવું કે-‘આજકાલ ધંધા વગરના કેમ છો? ભોજન વગેરે ન હોય તો મારી પાસેથી લઈ જજો; તમારી પાસેની ચીજનો કોઈ ખરીદનાર ન મળે તો હું વેચી દઈશ’ ઇત્યાદિ વચનોથી ચોરને ચોરીમાં પ્રવૃત્ત કરે, પણ પોતે પોતાની કલ્પનાથી ચોરી કરતો નથી તો તેને અચૌર્યવ્રત ટકી રહેવાથી વ્રતધારી કહેવાય છે. ચોરીને માટે ચોરને તે સહાયક થાય છે તેથી તેને સ્તેનપ્રયોગ અતિચાર છે.

બ્રહ્મચર્ય–અણુવ્રતના પાંચ અતિચાર
परविवाहकरणेत्वरिकापरिगृहीतापरिगृहीतागमनानंगक्रीडा–
कामतीव्राभिनिवेशाः।। २८।।

અર્થઃ– [परविवाहकरण] બીજાનાં પુત્ર-પુત્રીઓના વિવાહ કરવા-કરાવવા, [परिगृहीत इत्वरिकागमन] પતિસહિત વ્યભિચારિણી સ્ત્રીઓ પાસે આવવું-જવું, લેણદેણ રાખવી, રાગ-ભાવપૂર્વક વાતચીત કરવી, [अपरीगृहीत इत्वरिकागमन] પતિરહિત વ્યભિચારિણી સ્ત્રી (વેશ્યાદિ) ને ત્યાં આવવું-જવું, લેણ દેણ વગેરેનો વ્યવહાર રાખવો, [अनंगक्रीडा] અનંગ ક્રીડા એટલે કે કામસેવન માટે નિશ્ચિત અંગોને છોડીને અન્ય અંગોથી કામસેવન કરવું અને [कामतीव्राभिनिवेशाः] કામસેવનની અત્યંત અભિલાષા-એ પાંચ બ્રહ્મચર્ય-અણુવ્રતના અતિચારો છે. ।। ૨૮।।

પરિગ્રહ–પરિમાણ–અણુવ્રતના પાંચ અતિચાર
क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यप्रमाणात्रिक्रमाः।। २९।।

અર્થઃ– [क्षेत्रवास्तु प्रमाणातिक्रमाः] ક્ષેત્ર અને રહેવાના સ્થાનના પરિમાણનું ઉલ્લંઘન કરવું, [हिरण्यसुवर्णप्रमाणातिक्रमाः] ચાંદી અને સોનાના પરિમાણનું ઉલ્લંઘન કરવું. [धनधान्यप्रमाणातिक्रमाः] ધન (પશુ વગેરે) તથા ધાન્યના પરિમાણનું ઉલ્લંઘન કરવું, [दासीदासप्रमाणातिक्रमाः] દાસી અને દાસના પરિમાણનું ઉલ્લંઘન કરવું તથા [कृप्यप्रमाणातिक्रमाः] વસ્ત્ર, વાસણ, વગેરેના પરિમાણનું ઉલ્લંઘન કરવું-એ પાંચ અપરિગ્રહ-અણુવ્રતના અતિચારો છે. ।। ૨૯।।


Page 480 of 655
PDF/HTML Page 535 of 710
single page version

૪૮૦ ] [ મોક્ષશાસ્ત્ર

આ રીતે પાંચ અણુવ્રતોના અતિચારોનું વર્ણન કર્યું, હવે ત્રણ ગુણવ્રતોના અતિચારો વર્ણવે છે.

દિગ્વ્રતના પાંચ અતિચાર
ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तराधानानि।। ३०।।

અર્થઃ– [ऊर्ध्व व्यतिक्रम] માપથી અધિક ઊંચાઈવાળા સ્થળોએ જવું, [अधः व्यतिक्रम] માપથી નીચા (કૂવો, ખાણ વગેરે) સ્થળોએ ઉતરવું, [तिर्यक् व्यतिक्रम] ત્રાંસા અર્થાત્ સમાન સ્થાનના માપથી વધારે દૂર જવું, [क्षेत्रवृद्धि] મર્યાદા કરેલા ક્ષ્રેત્રને વધારવું અને [स्मृति अन्तराधानानि] મર્યાદા કરેલા ક્ષેત્રને ભૂલી જવું-એ પાંચ દિગ્વ્રતના અતિચારો છે. ।। ૩૦।।

દેશવ્રતના પાંચ અતિચાર
आनयनप्रेष्यप्रयोगशद्वरूपानुपातपुद्गलक्षेपाः।। ३१।।

અર્થઃ– [आनयन] મર્યાદા બહારની ચીજને મંગાવવી, [प्रेष्यप्रयोग] મર્યાદા બહાર નોકર વગેરેને મોકલવા, [शब्द अनुपात] ખાંસી, શબ્દ વગેરેથી મર્યાદા બહારના જીવોને પોતાનો અભિપ્રાય સમજાવી દેવો, [रूपानुपात] પોતાનું રૂપ વગેરે દેખાડીને મર્યાદા બહારના જીવોને ઇસારા કરવા અને [पुद्गल क्षेपाः] મર્યાદા બહાર કાંકરા વગેરે ફેંકવા-એ પાંચ દેશવ્રતના અતિચારો છે. ।। ૩૧।।

અનર્થદંડવ્રતના પાંચ અતિચાર
कन्दर्पकौत्कुच्यमौखर्याऽसमीक्ष्याधिकरणोपभोग–
परिभोगानर्थक्यानि।। ३२।।

અર્થઃ– [कन्दर्प] રાગથી હાસ્યસહિત અશીષ્ટ વચન બોલવાં, [कौत्कुच्य] શરીરની કુચેષ્ટા કરીને અશીષ્ટ વચન બોલવાં [मौखर्य] દુષ્ટતાપૂર્વક જરૂર કરતાં વધારે બોલવું, [असमीक्ष्याधिकरण] પ્રયોજન વગર મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરવી અને [उपभोग परिभोग अनर्थक्यानि] ભોગ-ઉપભોગના પદાર્થોનો જરૂર કરતાં વધારે સંગ્રહ કરવો-એ પાંચ અનર્થદંડવ્રતના અતિચારો છે. ।। ૩૨।।

આ રીતે ત્રણ ગુણવ્રતના અતિચારોનું વર્ણન કર્યું, હવે ચાર શિક્ષાવ્રતના અતિચારો વર્ણવે છે.


Page 481 of 655
PDF/HTML Page 536 of 710
single page version

અ. ૭ સૂત્ર ૩૩-૩૪-૩પ ] [ ૪૮૧

સામાયિક–શિક્ષાવ્રતના પાંચ અતિચાર

योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थानानि।। ३३।।

અર્થઃ– [मन वचन काय) योग दुष्प्रणिधान] મન સંબંધી પરિણામોની

અન્યથા પ્રવૃત્તિ કરવી, વચન સંબંધી પરિણામોની અન્યથા પ્રવૃત્તિ કરવી, કાયા સંબંધી પરિણામોની અન્યથા પ્રવૃત્તિ કરવી, [अनादर] સામાયિક પ્રત્યે ઉત્સાહરહિત થવું અને [स्मृति अनुपस्थानानि] એકાગ્રતાના અભાવને લીધે સામાયિકના પાઠ વગેરે ભૂલી જવા-એ પાંચ સામાયિક-શિક્ષાવ્રતના અતિચારો છે.

નોંધઃ– સૂત્રમાં ‘योगदुष्प्रणिधान’ શબ્દ છે તેને મન, વચન અને કાયા એ ત્રણેમાં લાગુ

પાડીને તે ત્રણ પ્રકારને ત્રણ અતિચાર ગણવામાં આવ્યા છે.

પ્રૌષધ ઉપવાસ–શિક્ષાવ્રતના પાંચ અતિચાર
अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादानसंस्तरोपक्रमणानादर–
स्मृत्यनुपस्थानानि।। ३४।।
અર્થઃ– [अप्रत्यवेक्षित अप्रमार्जित] જોયા વિનાની અને શોધ્યા વિનાની

જમીનમાં [उत्सर्ग] મળ-મૂત્રાદિનું ક્ષેપણ કરવું, [आदान] પૂજન વગેરેનાં ઉપકરણો લેવાં, [संस्तर उपक्रमण] વસ્ત્ર, ચટાઈ વગેરે બિછાવવી, [अनादर] ભૂખ વગેરેથી વ્યાકુળ થઈ આવશ્યક ધર્મકાર્યો ઉત્સાહરહિત થઈને કરવાં અને [स्मृति अनुपस्थानानि] આવશ્યક ધર્મકાર્યો ભૂલી જવાં-એ પાંચ પ્રૌષધોપવાસ- શિક્ષાવ્રતના અતિચારો છે. ।। ૩૪।।

ઉપભોગપરિભોગપરિણામ–શિક્ષાવ્રતના પાંચ અતિચાર

सचित्तसंबंधसंमिश्राभिषवदुःपक्काहाराः।। ३५।।

અર્થઃ– [सचित्त] સચિત્ત-જીવવાળાં (કાચાં ફળ વગેરે) પદાર્થો [संबंध]

સચિત્ત પદાર્થની સાથે સંબંધવાળા પદાર્થો, [संमिश्र] સચિત્ત પદાર્થની સાથે મળેલા પદાર્થો, [अभिषव] ગરિષ્ટ પદાર્થો અને [दुःपक्व] દુઃપક્વ અર્થાત્ અર્ધ પાકેલ કે માઠી રીતે પાકેલ પદાર્થો-[आहाराः] તેમનો આહાર કરવો-એ પાંચ ઉપભોગ પરિભોગ શિક્ષાવ્રતના અતિચારો છે.


Page 482 of 655
PDF/HTML Page 537 of 710
single page version

૪૮૨ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

ભોગ–જે વસ્તુ એક જ વખત વપરાય તે ભોગ, જેમ કે અન્ન; તેને પરિભોગ પણ કહેવાય છે.

ઉપભોગ–જે વસ્તુ વારંવાર વપરાય તે ઉપભોગ, જેમકે વસ્ત્ર વગેરે. ।। ૩પ।।

અતિથિસંવિભાગ–શિક્ષાવ્રતના પાંચ અતિચાર
सचित्तनिक्षेपापिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः।। ३६।।

અર્થઃ– [सचित्तनिक्षेप] પત્ર-પાન વગેરે સચિત્ત વસ્તુમાં રાખીને ભોજન દેવું, [अपिधान] સચિત્ત વસ્તુથી ઢાંકેલ ભોજન દેવું, [परव्यपदेश] બીજા દાતારની વસ્તુને દેવી, [मात्सर्य] અનાદરપૂર્વક દેવું અથવા બીજા દાતારની ઈર્ષાપૂર્વક દેવું અને [कालातिक्रमाः] યોગ્યકાળનું ઉલ્લંઘન કરીને દેવું-એ પાંચ અતિથિસંવિભાગ- શિક્ષાવ્રતના અતિચારો છે.

આ રીતે ચાર શિક્ષાવ્રતના અતિચારો કહ્યા. ।। ૩૬।।

સલ્લેખનાના પાંચ અતિચાર
जीवितमरणाशंसामित्रानुरागसुखानुबन्धनिदानानि।। ३७।।

અર્થઃ– સલ્લેખના ધારણ કર્યા પછી [जीवितमरणआशंसा] જીવવાની ઇચ્છા કરવી કે વેદનાથી વ્યાકુળ થઈને શીઘ્ર મરવાની ઇચ્છા કરવી, [मित्रानुराग] અનુરાગ વડે મિત્રોનું સ્મરણ કરવું, [सुखानुबंध] પૂર્વે ભોગવેલા સુખોનું સ્મરણ કરવું અને [निदानानि] નિદાન કરવું એટલે કે ભવિષ્યમાં વિષયો મળે એવી ઇચ્છા કરવી-એ પાંચ સલ્લેખના વ્રતના અતિચારો છે.

આ પ્રમાણે શ્રાવકના અતિચારોનું વર્ણન પૂરું થયું. ઉપર કહ્યા પ્રમાણે સમ્યગ્દર્શનના પ, બાર વ્રતના ૬૦ અને સલ્લેખનાના પ એ રીતે કુલ ૭૦ અતિચારોનો જે ત્યાગ કરે તે જ નિર્દોષ વ્રતી છે. ।। ૩૭।।

દાનનું સ્વરૂપ
अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम्।। ३८।।

અર્થઃ– [अनुग्रहअर्थं] અનુગ્રહના હેતુથી [स्वस्य अतिसर्गः] ધન વગેરે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે [दानम्] દાન છે.


Page 483 of 655
PDF/HTML Page 538 of 710
single page version

અ. ૭ સૂત્ર ૩૮ ] [ ૪૮૩

ટીકા

૧. અનુગ્રહ–પોતાના આત્માને અનુસરીને થતો ઉપકારનો લાભ-એમ અનુગ્રહનો અર્થ છે. પોતાના આત્માને લાભ થાય તેવા ભાવથી કરવામાં આવતું કોઈ કાર્ય બીજાને લાભમાં નિમિત્ત થાય ત્યારે તે પરનો અનુગ્રહ થયો એમ કહેવાય છે; ખરેખર અનુગ્રહ સ્વનો છે, પર તો નિમિત્તમાત્ર છે.

ધન વગેરેના ત્યાગથી ખરી રીતે પોતાને શુભભાવનો અનુગ્રહ છે, કેમ કે તેથી અશુભભાવ અટકે છે અને પોતાના લોભકષાયનો અંશે ત્યાગ થાય છે. જો તે વસ્તુ (ધન વગેરે) બીજાને લાભનું નિમિત્ત થાય તો બીજાને અનુગ્રહ (ઉપકાર) થયો એમ ઉપચારથી કહેવાય છે, પણ ખરેખર બીજાને જે ઉપકાર થયો છે તે તેના ભાવનો થયો છે. તેણે પોતાની આકુળતા મંદ કરી તેથી તેને ઉપકાર થયો, પણ જો આકુળતા મંદ ન કરે અને નારાજી કરે અથવા તો લોલુપતા કરી આકુળતા વધારે તો તેને ઉપકાર થાય નહિ. દરેક જીવને પોતાના ભાવનો ઉપકાર થાય છે. પરદ્રવ્યથી કે પર મનુષ્યથી કોઈ જીવને ઉપકાર થતો નથી.

૨. શ્રી મુનિરાજને દાન આપવાના અનુસંધાનમાં આ સૂત્ર કહેવાયું છે. મુનિને આહારનું અને ધર્મના ઉપકરણોનું દાન ભક્તિભાવપૂર્વક આપવામાં આવે છે. દાન દેવામાં પોતાનો અનુગ્રહ (-ઉપકાર) તો એ છે કે પોતાને અશુભ રાગ ટળીને શુભ થાય છે અને ધર્માનુરાગ વધે છે; અને પરનો અનુગ્રહ એ છે કે દાન લેનારા મુનિને સમ્યગ્જ્ઞાન વગેરે ગુણોની વૃદ્ધિનું નિમિત્ત થાય છે. કોઈ જીવ વડે પરનો ઉપકાર થયો એમ કહેવું તે કથન માત્ર છે.

૩. આ વાત લક્ષમાં રાખવી કે આ દાન શુભરાગરૂપ છે, તેનાથી પુણ્યનો બંધ થાય છે તેથી તે ધર્મ નથી; પોતાને પોતાના શુદ્ધસ્વભાવનું દાન તે જ ધર્મ છે. જેવો શુદ્ધસ્વભાવ છે તેવી શુદ્ધતા પર્યાયમાં પ્રગટ કરવી તેનું નામ શુદ્ધસ્વભાવનું દાન છે.

બીજાઓ દ્વારા પોતાની ખ્યાતિ, લાભ કે પૂજા થાય એવા હેતુથી જે કાંઈ આપવામાં આવે તે દાન નથી, પણ પોતાના આત્મકલ્યાણ માટે તથા પાત્ર જીવોને રત્નત્રયીની પ્રાપ્તિ માટે, રક્ષા માટે કે પુષ્ટિ માટે શુભભાવ પૂર્વક જે કાંઈ દેવામાં આવે તે દાન છે; આમાં શુભભાવ તે દાન છે, વસ્તુ દેવા-લેવાની ક્રિયા તે તો પરદ્રવ્યની ક્રિયા છે.

૪. જેનાથી પોતાને તથા પરને આત્મધર્મની વૃદ્ધિ થાય એવું દાન તે ગૃહસ્થોનું એક મુખ્ય વ્રત છે; એ વ્રતને અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે. શ્રાવકોએ પ્રતિદિન કરવા યોગ્ય છ કર્તવ્યોમાં પણ દાનનો સમાવેશ થાય છે.


Page 484 of 655
PDF/HTML Page 539 of 710
single page version

૪૮૪ ] [ મોક્ષશાસ્ત્ર

પ. આ અધિકારમાં શુભાસ્રવનું વર્ણન છે. સમ્યગ્દ્રષ્ટિ જીવોને શુદ્ધતાના લક્ષે શુભભાવરૂપ દાન કેવું હોય તે આ સૂત્રમાં જણાવ્યું છે. શુભભાવથી ધર્મ થાય એમ સમ્યગ્દ્રષ્ટિઓ કદી માનતા નથી, પણ પોતાના સ્વરૂપમાં સ્થિર રહી શકતા નથી તેથી શુદ્ધતાના લક્ષે અશુભભાવ ટાળીને શુભભાવ કરે છે. ત્યાં જેટલો અશુભરાગ ટળ્‌યો તેટલો લાભ છે એમ સમજે અને જે શુભરાગ રહ્યો તે આસ્રવ છે એમ સમજીને તેને પણ ટાળવાની ભાવના વર્તે છે; તેથી તેમને અંશે શુદ્ધતાનો લાભ થાય છે. મિથ્યાદ્રષ્ટિ જીવો આ પ્રકારનું દાન કરી શકે નહિ; સમ્યગ્દ્રષ્ટિના જેવી દાનની બાહ્ય ક્રિયા તેઓ કરે પણ આ સૂત્રમાં કહેલું ‘દાન’ તેઓને લાગુ પડે નહિ કેમ કે શુદ્ધતાનું તેને ભાન નથી અને શુભને તે પોતાનું સ્વરૂપ માને છે. આ સૂત્રમાં કહેલું દાન સમ્યગ્દ્રષ્ટિને જ લાગુ પડે છે.

૬. આ સૂત્રનો સામાન્ય અર્થ કરવામાં આવે તો તે બધા જીવોને લાગુ પડે; આહાર, પાત્ર, ધર્મ-ઉપકરણ કે ધન વગેરે આપવાની જે બાહ્ય ક્રિયા તે દાન નથી પરંતુ તે વખતે જીવનો શુભભાવ તે દાન છે. શ્રી પૂજ્યપાદસ્વામી સર્વાર્થસિદ્ધિમાં આ સૂત્રનું મથાળું બાંધતાં દાનની વ્યાખ્યા નીચે પ્રમાણે કરે છે.

‘શીલવિધાનમાં અર્થાત્ શિક્ષાવ્રતોના વર્ણનમાં અતિથિસંવિભાગવ્રત કહેવામાં આવ્યું, પણ તેમાં દાનનું લક્ષણ જાણવામાં ન આવ્યું માટે તે કહેવું જોઈએ, તેથી આચાર્ય દાનના લક્ષણનું સૂત્ર કહે છે.’

ઉપરના કથનથી જણાય છે કે આ સૂત્રમાં કહેલું દાન સમ્યગ્દ્રષ્ટિ જીવના શુભભાવરૂપ છે.

૭. આ સૂત્રમાં વાપરેલ स्व શબ્દનો અર્થ ધન થાય છે અને ધનનો અર્થ ‘પોતાની માલિકીની વસ્તુ’ એમ થાય છે.

૮. કરુણા દાન

કરુણાદાન સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ બન્ને કરી શકે છે, પણ તેઓના ભાવમાં મહાન અંતર હોય છે. આ દાનના ચાર પ્રકાર છે-૧. આહારદાન, ર. ઔષધિદાન, ૩. અભયદાન અને ૪. જ્ઞાનદાન. જરૂરીઆતવાળા જૈન, અજૈન, મનુષ્ય કે તિર્યંચ વગેરે કોઈપણ પ્રાણી પ્રત્યે અનુકંપાબુદ્ધિથી આ દાન થઈ શકે છે. મુનિને જે આહારદાન દેવામાં આવે છે તે કરુણાદાન નથી પણ ભક્તિદાન છે. પોતાથી મહાન ગુણો ધરાવનાર હોય તેમના પ્રત્યે ભક્તિદાન હોય છે. આ સંબંધમાં વિશેષ હકીકત હવે પછીના સૂત્રની ટીકામાં જણાવી છે. ।। ૩૮।।


Page 485 of 655
PDF/HTML Page 540 of 710
single page version

અ. ૭ સૂત્ર ૩૯ ] [ ૪૮પ

દાનમાં વિશેષતા
विधिद्रव्यदातृपात्रविशेषात्तद्विशेषः।। ३९।।

અર્થઃ– [विधिद्रव्यदातृपात्रविशेषात्] વિધિ, દ્રવ્ય, દાતૃ અને પાત્રની વિશેષતાથી [तत् विशेषः] દાનમાં વિશેષતા હોય છે.

ટીકા

૧. વિધિવિશેષઃ– નવધા ભક્તિના ક્રમને વિધિવિશેષ કહે છે. દ્રવ્યવિશેષઃ– તપ, સ્વાધ્યાય વગેરેની વૃદ્ધિમાં કારણ એવા આહારાદિને દ્રવ્ય

વિશેષ કહે છે.

દાતૃવિશેષઃ– જે દાતાર શ્રદ્ધા વગેરે સાત ગુણો સહિત હોય તેને દાતૃવિશેષ

કહે છે. (દાતૃ=દાતાર)

પાત્રવિશેષઃ– જે સમ્યક્ચારિત્ર વગેરે ગુણોસહિત હોય એવા મુનિ વગેરેને

પાત્રવિશેષ કહે છે.
ર. નવધા ભક્તિનું સ્વરૂપ

(૧) સંગ્રહ (–પ્રતિગ્રહણ)–‘પધારો, પધારો, અહીં શુદ્ધ આહાર-પાણી છે’

ઇત્યાદિ શબ્દો વડે ભક્તિ-સત્કારપૂર્વક વિનયથી મુનિને
આવકાર આપવો તે.

(ર) ઉચ્ચસ્થાન–તેમને ઊંચા સ્થાન ઉપર બેસાડવા તે. (૩) પાદોદક–ગરમ કરેલા શુદ્ધ જળ વડે તેમના ચરણ ધોવા. (૪) અર્ચન–તેમની ભક્તિ-પૂજા કરવી. (પ) પ્રણામ– તેમને નમસ્કાર કરવો. (૬–૭–૮) મનઃશુદ્ધિ વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ (૯) એષણાશુદ્ધિ આહારની શુદ્ધિ આ નવે ક્રિયાઓ ક્રમસર હોવી જોઈએ; આવો ક્રમ ન હોય તો મુનિ આહાર લઈ શકે નહિ.

પ્રશ્નઃ– સ્ત્રી એ પ્રમાણે નવધા ભક્તિવડે મુનિને આહાર આપે કે નહિ? ઉત્તરઃ– હા, સ્ત્રીનો કરેલો અને સ્ત્રીના હાથથી પણ સાધુઓ આહાર લે છે.