Moksha Shastra (Gujarati). Sutra: 2-14 (Chapter 7).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 26 of 36

 

Page 446 of 655
PDF/HTML Page 501 of 710
single page version

૪૪૬ ] [ મોક્ષશાસ્ત્ર અંશે નવીન કર્મબંધ કરતી નથી પરંતુ સંવર નિર્જરા કરે છે અને તે જ સમયે જેટલા અંશે રાગભાવ છે તેટલા અંશે કર્મબંધ પણ થાય છે.

પ. શ્રી રાજમલ્લજીએ ‘વૃત્તં કર્મ સ્વભાવેન જ્ઞાનસ્ય ભવનં નહિ’ સમયસાર પુણ્ય-પાપ અધિકારના આ કળશની ટીકામાં લખ્યું છે કે ‘જેટલી શુભ અથવા અશુભ ક્રિયારૂપ આચરણ છે-ચારિત્ર છે તેનાથી તો સ્વભાવરૂપ ચારિત્ર-જ્ઞાનનું (શુદ્ધ ચૈતન્ય વસ્તુનું) શુદ્ધ પરિણમન ન થઈ શકે એવો નિશ્ચય છે. ભાવાર્થ-જેટલી શુભાશુભક્રિયાઆચરણ છે અથવા બાહ્ય વકતવ્ય અથવા સૂક્ષ્મ અંતરંગ ચિંતવન રૂપ અભિલાષ, સ્મરણ ઇત્યાદિ સમસ્ત અશુદ્ધ પરિણમન છે તે શુદ્ધ પરિણમન નથી તેથી તે બંધનું કારણ છે-મોક્ષનું કારણ નથી. જેમ કામળાનો સિંહ (કપડા ઉપર ચિતરેલો વાઘ) તે કહેવામાત્ર સિંહ છે તેમ–શુભક્રિયા આચરણરૂપ ચારિત્ર કહેવામાત્ર ચારિત્ર છે પણ ચારિત્ર નથી એમ નિઃસંદેહપણે જાણો.

(જુઓ, સ. કળશટીકા હિ. પૃ. ૧૦૮)

૬. એ જ કળશટીકા પૃ. ૧૧૩ માં સમ્યગ્દ્રષ્ટિની પણ શુભભાવની ક્રિયાને- બંધક કહેલ છે-‘બંધાયસમુલ્લસતિ’ એટલે જેટલી ક્રિયા છે તેટલી જ્ઞાનાવરણીય આદિ કર્મનો બંધ કરે છે, સંવર નિર્જરા અંશમાત્ર પણ કરતી નથી;’ तत् एकं ज्ञानं मोक्षायस्थितं’ પરંતુ તે એક શુદ્ધ ચૈતન્યપ્રકાશ જ્ઞાનાવરણાદિ કર્મક્ષયનું નિમિત્ત છે. ભાવાર્થ એવો છે કે એક જીવમાં શુદ્ધત્વ, અશુદ્ધત્વ એક જ કાળે એક જ સાથે હોય છે પણ જેટલા અંશે શુદ્ધત્વ છે, તેટલા અંશે કર્મક્ષપણ છે. અને જેટલા અંશે અશુદ્ધત્વ છે, તેટલા અંશે કર્મબંધ થાય છે, એક જ સમયે બેઉ કાર્ય થાય છે, એમ જ છે તેમાં સંદેહ કરવો નહીં.

કવિવર બનારસીદાસજીએ કહ્યું છે કે-પુણ્યપાપકી દોઉ ક્રિયા મોક્ષપંથકી કતરણી; બંધકી કરૈયા દોઉ, દુહૂકી પ્રકૃતિ ન્યારી, ન્યારી, ન્યારી ઘરની, એટલું વિશેષ કે-કર્મધારા બંધરૂપ, પરાધીન શક્તિ વિવિધ બંધ કરની, જ્ઞાનધારા મોક્ષરૂપ, મોક્ષકી કરનહાર, દોષકી હરનહાર ભૌ સમુદ્રતરની. ૧૪.

૭. શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત પૃ. સિ. ઉપાય ગા. ર૧ર થી ૧૪ માં સમ્યગ્દ્રષ્ટિના સંબંધમાં કહ્યું છે કે જેટલા અંશે આ આત્મા પોતાના સ્વભાવરૂપે પરિણમે છે તે અંશ સર્વથા બંધનો હેતુ નથી; પણ જે અંશોથી આ રાગાદિક વિભાવરૂપ પરિણમન કરે છે તે જ અંશ બંધનો હેતુ છે.

શ્રી રાયચન્દ્ર જૈન શાસ્ત્રમાળાથી પ્રકાશિત પુરુષાર્થસિદ્ધિઉપાય ગા. ૧૧૧ નો


Page 447 of 655
PDF/HTML Page 502 of 710
single page version

અ. ૭ સૂત્ર ૧-૨ ] [ ૪૪૭ અર્થ ભાષા ટીકાકારે વિરુદ્ધ કરેલ છે તથા અણગાર ધર્મામૃતમાં પણ તેની ફૂટનોટમાં જૂઠો અર્થ છે તે નીચે બતાવવામાં આવે છે.

असमग्रं भावयतो रत्नत्रयमस्ति कर्मबन्धोयः।

स विपक्ष कृतोऽवस्य मोक्षोपाय न बन्धनोपायः।। २११।।

અન્વયાર્થ– અસંપૂર્ણ રત્નત્રયને ભાવનાર આત્માને જે શુભ કર્મનો બંધ થાય છે તે બંધ વિપક્ષકૃત અર્થાત્ બંધરાગકૃત હોવાથી અવશ્ય જ મોક્ષનો ઉપાય છે, બંધનો ઉપાય નથી.

હવે સુસંગત સાચો અર્થ જુઓ. તેને માટે આધાર શ્રી ટોડરમલજી કૃત ટીકાવાળો પુરુષાર્થસિદ્ધિ ગ્રંથ, પ્રકાશક જિનવાણી પ્રચારક કાર્યાલય કલકત્તા-તેનું પૃ. ૧૧પ ગા. ૧૧૧.

અન્વયાર્થ– અસમગ્રં રત્નત્રય ભાવયતઃ યઃ કર્મબંધ અસ્તિ સઃ વિપક્ષકૃત રત્નત્રય તુ મોક્ષોપાય અસ્તિ, ન બન્ધનોપાયઃ.

(અથર્-એકદેશ રત્નત્રયને પ્રાપ્ત કરવાવાળા પુરુષને જે કર્મબંધ થાય છે તે રત્નત્રયથી નથી થતો, પણ રત્નત્રયના વિપક્ષી જે રાગ-દ્વેષ છે તેનાથી થાય છે, તે રત્નત્રય તો વાસ્તવમાં મોક્ષનો ઉપાય છે બંધનો ઉપાય નથી થતો.)

ભાવાર્થ– સમ્યગ્દ્રષ્ટિ જીવ જે એકદેશ રત્નત્રય ધારણ કરે છે, તેમાં જે કર્મબંધ થાય છે તે રત્નત્રયથી નથી થતો પણ તેની સાથે જે શુભ કષાયો છે તેનાથી જ થાય છે. તેથી સિદ્ધ થયું કે કર્મબંધ કરવાવાળી શુભ કષાયો છે પરંતુ રત્નત્રય નથી.

હવે રત્નત્રય અને રાગનું ફળ બતાવે છે તે સ્થાને ગા. ર૧ર થી ર૧૪ માં ગુણસ્થાનાનુસાર સમ્યગ્દ્રષ્ટિના રાગને બંધનું જ કારણ કહ્યું છે અને વીતરાગભાવરૂપ સમ્યક્રત્નત્રયને મોક્ષનું જ કારણ કહ્યું છે. પછી ગાથા રર૦ માં કહ્યું છે કે- રત્નત્રયરૂપ ધર્મ મોક્ષનું જ કારણ છે અને બીજી ગતિનું કારણ નથી પણ રત્નત્રયના સદ્ભાવમાં જે શુભપ્રકૃતિઓનો આસ્રવ થાય તે બધાય (કર્મોનો આસ્રવબંધ શુભકષાયથી; શુભોપયોગથી જ થાય છે અર્થાત્ તે શુભોપયોગનો જ અપરાધ છે પણ રત્નત્રયનો નથી.

કોઈ એમ માને છે કે સમ્યગ્દ્રષ્ટિને શુભોપયોગમાં (-શુભભાવમાં) અંશે શુદ્ધતા છે પણ એમ માનવું વિપરીત છે, કારણ કે નિશ્ચયસમ્યક્ત્વ થયા પછી ચારિત્રની અંશે શુદ્ધિ સમ્યગ્દ્રષ્ટિને થાય છે તે તો ચારિત્રગુણની શુદ્ધ પરિણતિ છે અને જે શુભોપયોગ છે તે તો અશુદ્ધતા છે.

કોઈ એમ માને છે કે, સમ્યગ્દ્રષ્ટિનો શુભોપયોગ મોક્ષનું સાચું કારણ છે અર્થાત્


Page 448 of 655
PDF/HTML Page 503 of 710
single page version

૪૪૮ ] [ મોક્ષશાસ્ત્ર તેનાથી સંવર નિર્જરા છે માટે તે બંધનું કારણ નથી, તો એ બેઉ માન્યતા અયથાર્થ જ છે એવું ઉપરોકત શાસ્ત્રાધારોથી સિદ્ધ થાય છે.

૬. આ સૂત્રનો સિદ્ધાંત

સૌથી પ્રથમ તત્ત્વજ્ઞાનનો ઉપાય કરીને જીવોએ સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરવાં જોઈએ, તે પ્રગટ કર્યા પછી પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવા પ્રયત્ન કરવો; અને જ્યારે સ્થિર ન રહી શકે ત્યારે અશુભભાવ ટાળી દેશવ્રત-મહાવ્રતાદિ શુભભાવમાં જોડાય પણ તે શુભને ધર્મ ન માને, તેમ જ તેને ધર્મનો અંશ કે ધર્મનું સાધન ન માને. પછી તે શુભભાવને પણ ટાળીને નિશ્ચયચારિત્ર પ્રગટ કરવું અર્થાત્ નિર્વિકલ્પદશા પ્રગટ કરવી.

વ્રતના ભેદ
देशसर्वतोऽणुमहती।। २।।

અર્થઃ– વ્રતના બે ભેદ છે- [देशतः अणु] ઉપર કહેલાં હિંસાદિ પાપોનો એકદેશ ત્યાગ તે અણુવ્રત અને [सर्वतः महती] સર્વદેશ ત્યાગ તે મહાવ્રત છે.

ટીકા

૧. શુભભાવરૂપ વ્યવહારવ્રતના આ બે પ્રકાર છે. પાંચમા ગુણસ્થાને દેશવ્રત હોય છે અને છઠ્ઠા ગુણસ્થાને મહાવ્રત હોય છે. આ વ્યવહારવ્રત આસ્રવ છે એમ છઠ્ઠા અધ્યાયના વીસમા સૂત્રમાં કહેવામાં આવ્યું છે. નિશ્ચયવ્રતની અપેક્ષાએ આ બન્ને પ્રકારના વ્રતો એકદેશ વ્રત છે (જુઓ, સૂત્ર ૧ ની ટીકા, પારો પ). સાતમા ગુણસ્થાને નિર્વિકલ્પ દશા થતાં આ વ્યવહાર મહાવ્રત પણ છૂટી જાય છે અને આગળની અવસ્થામાં નિર્વિકલ્પ દશા વિશેષ વિશેષ દ્રઢ હોય છે તેથી ત્યાં પણ આ મહાવ્રત હોતાં નથી.

ર. સમ્યગ્દ્રષ્ટિ દેશવ્રતી શ્રાવક હોય તે સંકલ્પપૂર્વક ત્રસ જીવની હિંસા કરે નહિ, કરાવે નહિ અને અન્ય કોઈ કરે તેને ભલી જાણે નહિ. તેને સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ નથી તોપણ પ્રયોજન વિના સ્થાવર જીવોની વિરાધના કરે નહિ અને પ્રયોજનવશ પૃથ્વી, જલ વગેરે જીવોની વિરાધના થાય તેને ભલી જાણે નહિ.

૩. પ્રશ્નઃ– આ શાસ્ત્રના અ. ૯ ના સૂત્ર ૧૮ માં વ્રતને સંવર ગણેલ છે અને અ. ૯ ના સૂત્ર ર માં તેને સંવરના કારણમાં ગર્ભિત કર્યું છે; ત્યાં દશ પ્રકારના ધર્મમાં અથવા સંયમમાં તેનું ગર્ભિતપણું છે અર્થાત્ ઉત્તમ ક્ષમામાં અહિંસા, ઉત્તમ સત્યમાં સત્યવચન, ઉત્તમ શૌચમાં અચૌર્ય, ઉત્તમ બ્રહ્મચર્યમાં બ્રહ્મચર્ય અને ઉત્તમ આકિંચન્યમાં


Page 449 of 655
PDF/HTML Page 504 of 710
single page version

અ. ૭ સૂત્ર ૨ ] [ ૪૪૯ પરિગ્રહત્યાગ-એ રીતે વ્રતોનો સમાવેશ તેમાં આવી જાય છે, છતાં અહી વ્રતને આસ્રવનું કારણ કેમ કહ્યું છે?

ઉત્તરઃ– તેમાં દોષ નથી; નવમો સંવર અધિકાર છે ત્યાં નિવૃત્તિસ્વરૂપ વીતરાગભાવરૂપ વ્રતને સંવર કહ્યો છે અને અહીં આસ્રવ અધિકાર છે તેમાં પ્રવૃત્તિ દેખાડવામાં આવી છે; કેમ કે હિંસા, અસત્ય, ચોરી વગેરે છોડી દેતાં અહિંસા, સત્ય, અચૌર્ય-દીધેલી વસ્તુનું ગ્રહણ વગેરે ક્રિયા થાય છે, તેથી તે વ્રત શુભકર્મોના આસ્રવનું કારણ છે. એ વ્રતોમાં પણ અવ્રતોની માફક કર્મોનો પ્રવાહ હોય છે; તેનાથી કર્મોની નિવૃત્તિ થતી નથી તેથી વ્રતોનો સમાવેશ આસ્રવ અધિકારમાં કર્યો છે. (જુઓ, સર્વાર્થસિદ્ધિ અધ્યાય ૭ સૂત્ર ૧ ની ટીકા પા. પ-૬).

૪. મિથ્યાત્વ જેવા મહાપાપને છોડાવવાની પ્રવૃતિ મુખ્યતાએ ન કરવી અને કેટલીક બાબતોમાં હિંસા બતાવીને તે છોડાવવાની મુખ્યતા કરવી તે ક્રમભંગ ઉપદેશ છે.

(મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૧૬૩-૧૬૪)

પ. એકદેશ વીતરાગતા અને શ્રાવકદશાને નિમિત્તનૈમિત્તિકસંબંધ છે, એટલે કે એકદેશ વીતરાગતા થતાં શ્રાવકનાં વ્રત હોય જ; એ પ્રમાણે વીતરાગતાને અને મહાવ્રતને નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે, ધર્મની પરીક્ષા અંતર વીતરાગભાવથી થાય, બાહ્ય સંયોગથી થાય નહિ. (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨૭૩)

૬. આ સૂત્ર માં કહેલા ત્યાગનું સ્વરૂપ

અહીં છદ્મસ્થને બુદ્ધિગોચર સ્થૂળપણાની અપેક્ષાએ લોકપ્રવૃતિની મુખ્યતાસહિત કહ્યું છે પણ કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મપણાની અપેક્ષાએ કહ્યું નથી, કેમકે તેનું આચરણ થઈ શકતું નથી. તેના દષ્ટાંતો-

(૧) અહિંસા વ્રત સંબંધી

અણુવ્રતીને ત્રસહિંસાનો ત્યાગ કહ્યો છે; તેને સ્ત્રીસેવનાદિ કાર્યોમાં ત્રસહિંસા તો થાય છે, વળી એ પણ જાણે છે કે જિનવાણીમાં અહીં ત્રસ જીવ કહ્યા છે, પરંતુ તેને ત્રસ જીવ મારવાનો અભિપ્રાય નથી તથા લોકમાં જેનું નામ ત્રસઘાત છે તેને તે કરતો નથી; એ અપેક્ષાએ તેને ત્રસહિંસાનો ત્યાગ છે.

મહાવ્રતધારી મુનિને સ્થાવર હિંસાનો પણ ત્યાગ કહ્યો. હવે મુનિ પૃથ્વી, જળાદિકમાં ગમન કરે છે; ત્યાં ત્રસનો પણ સર્વથા અભાવ નથી કારણ કે ત્રસજીવોની


Page 450 of 655
PDF/HTML Page 505 of 710
single page version

૪પ૦ ] [ મોક્ષશાસ્ત્ર પણ એવી સૂક્ષ્મ અવગાહના છે કે જે દ્રષ્ટિગોચર પણ થતી નથી, તથા તેની સ્થિતિ પણ પૃથ્વી, જળાદિકમાં છે. વળી મુનિ જિનવાણીથી તે જાણે છે અને કોઈ વેળા અવધિજ્ઞાનાદિ વડે પણ જાણે છે; પણ મુનિને પ્રમાદથી સ્થાવર-ત્રસહિંસાનો અભિપ્રાય નથી, લોકમાં ભૂમિ ખોદવી, અપ્રાસુક જળથી ક્રિયા કરવી ઇત્યાદિ પ્રવૃત્તિનું નામ સ્થાવરહિંસા છે અને સ્થૂળ ત્રસજીવોને પીડવાનું નામ ત્રસહિંસા છે. તેને મુનિ કરતા નથી તેથી તેમને હિંસાનો સર્વથા ત્યાગ કહેવામાં આવે છે.

(૨) સત્યાદિ ચાર વ્રતો સંબંધી

મુનિને અસત્ય, ચોરી, અબ્રહ્યચર્ય અને પરિગ્રહનો ત્યાગ છે; પણ કેવળજ્ઞાનમાં જાણવાની અપેક્ષાએ અસત્યવચનયોગ બારમા ગુણસ્થાન સુધી કહ્યો છે, અદત્ત કર્મ-પરમાણુ આદિ પર દ્રવ્યોનું ગ્રહણ તેરમા ગુણસ્થાન સુધી છે, વેદનો ઉદય નવમા ગુણસ્થાન સુધી છે, અંતરંગ પરિગ્રહ દસમા ગુણસ્થાન સુધી છે, તથા સમવસરણાદિ બાહ્ય પરિગ્રહ કેવળી ભગવાનને પણ હોય છે; પરંતુ ત્યાં પ્રમાદપૂર્વક પાપરૂપ અભિપ્રાય નથી. લોકપ્રવૃત્તિમાં જે ક્રિયાઓ વડે ‘આ જૂઠું બોલે છે, ચોરી કરે છે, કુશીલ સેવે છે તથા પરિગ્રહ રાખે છે’ એવું નામ પામે છે તે ક્રિયાઓ તેમને નથી તેથી તેમને અસત્યાદિકનો ત્યાગ કહેવામાં આવ્યો છે.

(૩) મૂળગુણોમાં પાંચ ઇંદ્રિયોના વિષયોનો ત્યાગ કહ્યો તે સંબંધી

મુનિને મૂળગુણોમાં પાંચ ઇંદ્રિયોના વિષયોનો ત્યાગ કહ્યો છે. પણ ઇંદ્રિયોનું જાણવું તો મટતું નથી; તથા જો વિષયોમાં રાગ-દ્વેષ સર્વથા દૂર થયા હોય તો ત્યાં યથાખ્યાતચારિત્ર થઈ જાય, તે તો અહીં થયું નથી; પરંતુ સ્થૂળપણે વિષય-ઇચ્છાનો અભાવ થયો છે તથા બાહ્ય વિષયસામગ્રી મેળવવાની પ્રવૃતિ દૂર થઈ છે તેથી તેમને ઇંદ્રિયવિષયોનો ત્યાગ કહ્યો છે.

(૪) ત્રસહિંસાનાં ત્યાગ સંબંધી

કોઈએ ત્રસહિંસાનો ત્યાગ કર્યો, તો ત્યાં તેણે ચરણાનુયોગમાં અથવા લોકમાં જેને ત્રસહિંસા કહે છે તેનો ત્યાગ કર્યો છે, પણ કેવળજ્ઞાન વડે જે ત્રસજીવો દેખાય છે તેની હિંસાનો ત્યાગ બનતો નથી. અહીં જે ત્રસહિંસાનો ત્યાગ કર્યો તેમાં તો તે હિંસારૂપ મનનો વિકલ્પ ન કરવો તે મનથી ત્યાગ છે, વચન ન બોલવાં તે વચનથી ત્યાગ છે અને કાયાથી ન પ્રવર્તવું તે કાયાથી ત્યાગ છે. ।। २।।


Page 451 of 655
PDF/HTML Page 506 of 710
single page version

અ. ૭ સૂત્ર ૨ ] [ ૪પ૧

વ્રતોમાં સ્થિરતાનાં કારણો
तत्स्थैर्यार्थं भावनाः पंच पंच।। ३।।

અર્થઃ– [तत् स्थैर्य अर्थ] તે વ્રતોની સ્થિરતા માટે [भावनाः पंच पंच] દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે.

કોઈ વસ્તુનું વારંવાર ચિંતવન કરવું તે ભાવના છે. ।। ।।

અહિંસા વ્રતની પાંચ ભાવનાઓ
वाङ्मनोगुप्ती र्यादाननिक्षेपणसमित्यालोकितपान
भोजनानि पंच।। ४।।

અર્થઃ– [वाङ्मनोगुप्ति] વચનગુપ્તિ-વચનને રોકવું, મનગુપ્તિ-મનની પ્રવૃતિને રોકવી, [ईया आदाननिक्षेपणसमिति] ઇર્યાસમિતિ-ચાર હાથ જમીન જોઈને ચાલવું. આદાનનિક્ષેપણસમિતિ-જીવરહિત ભૂમિ જોઈને સાવધાનીથી કોઈ વસ્તુને લેવી- મૂકવી અને [आलोकितपानभोजनानी] જોઈને-શોધીને ભોજન-પાણી ગ્રહણ કરવાં [पंच] એ પાંચ અહિંસા વ્રતની ભાવનાઓ છે.

ટીકા

૧. જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે નહિ; તેથી વચન, મન વગેરેની પ્રવૃત્તિને જીવ રોકી શકે નહિ પણ બોલવાના ભાવને તથા મન તરફ લક્ષ કરવાના ભાવને જીવ રોકી શકે; તેને વચનગુપ્તિ તથા મનગુપ્તિ કહેવાય છે. ઇર્યાસમિતિ વગેરેમાં પણ તે જ પ્રમાણે અર્થ થાય છે. જીવ શરીર ને ચલાવી શકતો નથી પણ પોતે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવાનો ભાવ કરે છે અને શરીર તેની પોતાની તે વખતની લાયકાતના કારણે ચાલવા લાયક હોય તો સ્વયં ચાલે છે. જ્યારે જીવ ચાલવાનો ભાવ કરે ત્યારે ઘણે ભાગે શરીર તેની પોતાની લાયકાતથી સ્વયં ચાલે છે. - એવા નિમિત્તનૈમિત્તિકસંબંધ હોય છે તેથી વ્યવહારનયે ‘વચનને રોકવું, મનને રોકવું, જોઈ ને ચાલવું, વિચારીને બોલવું’ એમ કહેવામાં આવે છે. તે કથનનો ખરો અર્થ શબ્દ પ્રમાણે નહિ પણ ભાવ પ્રમાણે થાય છે.

૨. પ્રશ્નઃ– અહીં ગુપ્તિ અને સમિતિને પુણ્યાસ્રવમાં ગણી, અને અ. ૯ ના સૂત્ર ૨ માં તેને સંવરના કારણમાં ગણી છે. - એ રીતે તો કથનમાં પરસ્પર વિરોધ થશે?

ઉત્તરઃ– એ વિરોધ નથી; કેમ કે અહીં ગુપ્તિ તથા સમિતિનો અર્થ અશુભવચનનો વિરોધ તથા અશુભ વિચારોનો નિરોધ- એમ થાય છે; તથા નવમા અધ્યાયના


Page 452 of 655
PDF/HTML Page 507 of 710
single page version

૪પ૨ ] [ મોક્ષશાસ્ત્ર બીજા સૂત્રમાં શુભાશુભ બન્ને ભાવોનો નિરોધ એવો અર્થ થાય છે. (જુઓ, તત્ત્વાર્થ-સાર અધ્યાય ૪ ગાથા ૬૩ હિંદી ટીકા, પા. ૨૧૯)

૩. પ્રશ્નઃ– અહીં કાયગુપ્તિ કેમ લીધી નથી? ઉત્તરઃ– ઇર્યાસમિતિ અને આદાન નિક્ષેપણનો અર્થ શુભકાયગુપ્તિ થઈ શકે છે કેમ કે તે બન્ને પ્રવૃત્તિમાં અશુભકાયપ્રવૃત્તિનો નિરોધ સારી રીતે થઈ જાય છે.

૪. આલોકિતપાનભોજનમાં રાત્રિભોજન ત્યાગનો સમાવેશ થઈ જાય છે. ।। ।।

સત્ય વ્રતની પાંચ ભાવનાઓ
क्रोधलोभभीरुत्वहास्यप्रत्याख्यानान्यनुवीचिभाषणं च पंच।। ५।।

અર્થઃ– [क्रोध लोभ भीरुत्व हास्यप्रत्याख्यानानि] ક્રોધપ્રત્યાખ્યાન, લોભપ્રત્યાખ્યાન, ભીરુત્વપ્રત્યાખ્યાન, હાસ્યપ્રત્યાખ્યાન અર્થાત્ ક્રોધનો ત્યાગ કરવો, લોભનો ત્યાગ કરવો, ભયનો ત્યાગ કરવો, હાસ્યનો ત્યાગ કરવો, [अनुवीचि भाषणं च] અને શાસ્ત્રની આજ્ઞા અનુસાર નિર્દોષ વચન બોલવા-[पंच] એ પાંચ સત્ય વ્રતની ભાવનાઓ છે.

ટીકા

૧. પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિ નિર્ભય છે તેથી નિઃશંક છે, અને એવી અવસ્થા ચોથા ગુણસ્થાને હોય છે. તો અહીં સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને અને મુનિને ભયનો ત્યાગ કરવાનું કેમ કહ્યું છે?

ઉત્તરઃ– ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિ અભિપ્રાય અપેક્ષાએ નિર્ભય છે; અનંતાનુબંધી કષાય હોય ત્યારે જે પ્રકારનો ભય હોય છે તે પ્રકારનો ભય તેમને હોતો નથી તેથી તેમને નિર્ભય કહ્યા છે; પણ ચારિત્ર અપેક્ષાએ તેઓ સર્વથા નિર્ભય થયા છે-એમ કહેવાનો આશય ત્યાં નથી. આઠમા ગુણસ્થાન સુધી ભય હોય છે, તેથી અહીં શ્રાવકને તથા મુનિને ભય છોડવાની ભાવના કરવાનું કહ્યું છે.

૨. પ્રત્યાખ્યાન બે પ્રકારનાં હોય છે- એક નિશ્ચયપ્રત્યાખ્યાન અને બીજું વ્યવહારપ્રત્યાખ્યાન. નિશ્ચયપ્રત્યાખ્યાન તે નિર્વિકલ્પદશારૂપ છે, તેમાં બુદ્ધિપૂર્વક થતા શુભાશુભભાવો છૂટે છે; વ્યવહાર પ્રત્યાખ્યાન શુભભાવરૂપ છે; તેમાં સમ્યગ્દ્રષ્ટિને અશુભભાવો છુટીને શુભભાવ રહે છે. આત્મસ્વરૂપના અજાણ-આત્મસ્વરૂપનું જ્ઞાન વર્તમાનમાં કરવાની ના પાડે તેને-આત્મસ્વરૂપનું જ્ઞાન વર્તમાનમાં મેળવવાના ઉપદેશ પ્રત્યે જેને અરુચિ હોય તેને શુભભાવરૂપ પ્રત્યાખ્યાન પણ હોતું નથી; મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ પાંચ મહાવ્રત નિરતિચાર પાળે પણ તેને આ ભાવનામાં બતાવેલ


Page 453 of 655
PDF/HTML Page 508 of 710
single page version

અ. ૭ સૂત્ર ૬-૭ ] [ ૪પ૩ પ્રત્યાખ્યાન હોતાં નથી. કેમ કે આ ભાવનાઓ પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. મિથ્યાદ્રષ્ટિને હોતી નથી.

૩. અનુવીચિ ભાષણ– આ ભાવના પણ સમ્યગ્દ્રષ્ટિ જ કરી શકે, કેમ કે તેને જ શાસ્ત્રના મર્મની ખબર છે તેથી તે સત્શાસ્ત્ર અનુસાર નિર્દોષ વચન બોલવાના ભાવ કરે છે. આ ભાવનાનું રહસ્ય એ છે કે, સાચા સુખના શોધકે શાસ્ત્ર અભ્યાસ કરીને તેનો મર્મ સમજવો જોઈએ. શાસ્ત્રોમાં જુદે જુદે ઠેકાણે પ્રયોજન સાધવા અનેક પ્રકારનો ઉપદેશ આપ્યો છે, તેને સમ્યગ્જ્ઞાન વડે યથાર્થ પ્રયોજનપૂર્વક ઓળખે તો જીવને હિત-અહિતનો નિશ્ચય થાય. માટે ‘સ્યાત્’ પદની સાપેક્ષતા સહિત સમ્યગ્જ્ઞાન વડે જ જીવો પ્રીતિસહિત જિનવચનમાં રમે છે તે જીવ થોડા જ વખતમાં શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. મોક્ષમાર્ગનો પ્રથમ ઉપાય આગમજ્ઞાન કહ્યું છે, માટે સાચા આગમ કયા છે તેની પરીક્ષા કરીને આગમજ્ઞાન મેળવવું જોઈએ. આગમજ્ઞાન વિના ધર્મનું સત્ય સાધન થઈ શકે નહિ; માટે દરેક મુમુક્ષુ જીવે યથાર્થ બુદ્ધિ વડે સત્ય આગમનો અભ્યાસ કરવો અને સમ્યગ્દર્શન પ્રગટ કરવું, તેનાથી જ જીવનું કલ્યાણ થાય છે. ।। ।।

અચૌર્ય વ્રતની પાંચ ભાવનાઓ
शून्यागारविमोचितावासपरोपरोधाकरणभैक्ष्यशुद्धि
सघर्माऽविसंवादाः पंच।। ६।।

અર્થઃ– [शून्यागार विमोचितावास] શૂન્યાગારવાસ-પર્વતોની ગૂફા, વૃક્ષની કોટર વગેરે નિર્જન સ્થાનોમાં રહેવું, વિમોચિતાવાસ- બીજાઓએ છોડી દીધેલા સ્થાનમાં નિવાસ કરવો, [परोपरोधाकरण] કોઈ સ્થાન પર રહેલો બીજાઓને ઉઠાડવા નહિ તથા કોઈ પોતાના સ્થાનમાં આવે તો તેને રોકવા નહિ, [भैक्ष्यशुद्धि] શાસ્ત્રાનુસાર ભિક્ષાની શુદ્ધિ રાખવી અને [सधर्मा अविसंवादाः] સહધર્મીઓ સાથે આ મારું છે- આ તારું છે એવો કલેશ ન કરવો-[पंच] આ પાંચ અચૌર્યવ્રતની ભાવનાઓ છે.

ટીકા

સમાન ધર્મના ધારક જૈન સાધુ-શ્રાવકોએ પરસ્પર વિસંવાદ કરવો નહિ, કેમ કે વિસંવાદથી આ મારું-આ તારું એવો પક્ષ ગ્રહણ થાય છે અને તેથી અગ્રાહ્યનું ગ્રહણ કરવાનો સંભવ થાય છે. ।। ।।


Page 454 of 655
PDF/HTML Page 509 of 710
single page version

૪પ૪ ] [ મોક્ષશાસ્ત્ર

બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓ
स्त्रीरागकथाश्रवणतन्मनोहराङ्गनिरीक्षणपूर्वरतानुस्मरणवृष्येष्टरस–
स्वशरीरसंस्कारत्यागाः पंच।। ७।।

અર્થઃ– [स्त्रीरागकथाश्रवणत्यागः] સ્ત્રીઓમાં રાગ વધારનારી કથા સાંભળવાનો ત્યાગ, [तत् मनोहर अंगनिरीक्षण त्यागः] તેના મનોહર અંગો નિરખીને જોવાનો ત્યાગ, [पूर्वरत अनुस्मरण त्यागः] અવ્રત અવસ્થામાં ભોગવેલા વિષયોના સ્મરણનો ત્યાગ, [वृष्येष्टरस त्यागः] કામવર્ધક ગરિષ્ટ રસોનો ત્યાગ અને [स्व शरीर संस्कार त्यागः] પોતાના શરીરના સંસ્કારોનો ત્યાગ-[पंच] પાંચ બ્રહ્મચર્ય વ્રતની ભાવનાઓ છે.

ટીકા

પ્રશ્નઃ– પર વસ્તુ આત્માને કાંઈ લાભ-નુકશાન કરી શકતી નથી તેમજ પરવસ્તુનો ત્યાગ આત્માથી થઈ શકતો નથી, તો પછી અહીં સ્ત્રીરાગની કથા સાંભળવી એ વગેરેનો ત્યાગ કેમ કહ્યો છે?

ઉત્તરઃ– પર વસ્તુઓને આત્માએ કદી ગ્રહણ કરી નથી તેમ ગ્રહણ કરી પણ શકતો નથી તેથી તેનો ત્યાગ બને જ શી રીતે? માટે ખરેખર પરનો ત્યાગ જ્ઞાનીઓએ કહ્યો છે-એમ માનવું તે યાગ્ય નથી. બ્રહ્મચર્ય પાલન કરનારાએ સ્ત્રીઓ અને શરીર પ્રત્યેનો રાગ ટાળવો જોઈએ માટે તે પ્રત્યેના રાગનો ત્યાગ કરવાનું આ સૂત્રમાં કહ્યું છે. વ્યવહારનાં કથનોને જ નિશ્ચયના કથન તરીકે માનવાં નહિ; પરંતુ તે કથનનો જે પરમાર્થ અર્થ થાય તે કરવો.

જો જીવને સ્ત્રી આદિ પ્રત્યે રાગ ટળી ગયો હોય તો તે સંબંધી રાગવાળી વાત સાંભળવા તરફ તેની રુચિનું વલણ કેમ થાય? તે પ્રકારણની રુચિનો વિકલ્પ તે તરફનો રાગ સૂચવે છે; માટે તે રાગનો ત્યાગ કરવાની ભાવના આ સૂત્રમાં જણાવી છે. ।। ।।

પરિગ્રહત્યાગ વ્રતની પાંચ ભાવનાઓ
मनोज्ञामनोज्ञेन्द्रियविषयरागद्वेषवर्जनानि पंच।। ८।।

અર્થઃ– [इन्द्रिय] સ્પર્શન વગેરે પાંચે ઇન્દ્રિયોના [मनोज्ञ अमनोज विषय] ઇષ્ટઅનિષ્ટ વિષયો પ્રત્યે [रागद्वेष वर्जनानि] રાગ-દ્વેષનો ત્યાગ કરવો-[पंच] તે પાંચ પરિગ્રહત્યાગ વ્રતની ભાવનાઓ છે.


Page 455 of 655
PDF/HTML Page 510 of 710
single page version

અ. ૭ સૂત્ર ૯-૧૦ ] [ ૪પપ

ટીકા

ઇંદ્રિયો બે પ્રકારની છે-દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય; તેની વ્યાખ્યા બીજા અધ્યાયના ૧૭-૧૮ મા સૂત્રની ટીકામાં આપી છે-જુઓ પા. ૨૬પ થી ર૬૭, ભાવેન્દ્રિય તે જ્ઞાનનો ઉધાડ છે; તે જ પદાર્થોને જાણે તે પદાર્થો જ્ઞાનના વિષય હોવાથી જ્ઞેય છે, પણ જો તે પ્રત્યે રાગ-દ્વેષ કરવામાં આવે તો તેને ઉપચારથી ઈંદ્રિયોના વિષયો કહેવામાં આવે છે. ખરેખર તે વિષયો (જ્ઞેય પદાર્થો) પોતે ઇષ્ટ કે અનિષ્ટ નથી પણ જીવ જ્યારે રાગ-દ્વેષ કરે ત્યારે ઉપચારથી તે પદાર્થોને ઈષ્ટ- અનિષ્ટ કહેવાય છે. આ સૂત્રમાં તે પદાર્થો તરફના રાગ-દ્વેષ છોડવાની ભાવના કરવાનું જણાવ્યું છે.

રાગનો અર્થ લોલુપતા છે અને દ્વેષનો અર્થ નારાજી, તિરસ્કાર છે. ।। ८।।

હિંસા વગેરેથી વિરક્ત થવાની ભાવના
हिंसादिष्विहामुत्रापायावधदर्शनम्।। ९।।

અર્થઃ– [हिंसादिषु] હિંસા વગેરે પાંચ પાપોથી [इह अमुत्र] આ લોકમાં તથા પરલોકમાં [अपायावधदर्शनम्] નાશની (દુઃખ, આપત્તિ, ભય તથા નિંધગતિની) પ્રાપ્તિ થાય છે-એમ વારંવાર ચિંતવન કરવું જોઈએ.

ટીકા

અપાય–અભ્યુદય અને મોક્ષ માટેની જીવની ક્રિયાને નાશ કરનારો ઉપાય તે અપાય છે.

અવધ= નિંધ, નિંદવાયોગ્ય. હિંસા વગેરે પાપોની વ્યાખ્યા સૂત્ર ૧૩ થી ૧૭ સુધીમાં આવશે. ।। ।।

दुःखमेव वा।। १०।।

અર્થઃ– [वा] અથવા તે હિંસાદિક પાંચ પાપો [दुःखम् एव] દુઃખરૂપ જ છે- એમ વિચારવું.

ટીકા

૧. અહીં કારણમાં કાર્યનો ઉપચાર સમજવો, કેમ કે હિંસાદિ તો દુઃખનાં કારણ છે પણ તેને જ કાર્ય અર્થાત્ દુઃખરૂપ વર્ણવ્યાં છે.

૨. પ્રશ્નઃ– વિષયરમણતાથી તથા ભોગવિલાસથી રતિસુખ ઊપજે છે, એમ અમે દેખીએ છીએ, છતાં તેને દુઃખરૂપ કેમ કહ્યું?


Page 456 of 655
PDF/HTML Page 511 of 710
single page version

૪પ૬ ] [ મોક્ષશાસ્ત્ર

ઉત્તરઃ– એ વિષયાદિમાં સુખનથી, અજ્ઞાની લોકો ભ્રાંતિથી તેને સુખરૂપ માને છે; પરથી સુખ થાય એમ માનવું તે મોટી ભ્રમણા છે. જેમ, ચામડી-માંસ-લોહીમાં જ્યારે વિકાર થાય ત્યારે નખ-પત્થર વગેરેથી શરીરને ખંજોળે છે, ત્યાં જો કે ખંજોળવાથી વધારે દુઃખ થાય છે છતાં ભ્રમણાથી સુખ માને છે; તેમ અજ્ઞાની જીવ પરથી સુખ-દુઃખ માને છે તે મોટી ભ્રમણા છે.

જીવ પોતે ઇંદ્રિયોને વશ થાય તે જ સ્વાભાવિક દુઃખ છે; જો તેમને દુઃખ ન હોય તો ઇંદ્રિયવિષયોમાં જીવ પ્રવૃત્તિ શા માટે કરે? નિરાકુળતા તે જ સાચું સુખ છે; સમ્યગ્દર્શન-જ્ઞાન વિના તે સુખ હોઈ શકે નહિ. પોતાના સ્વરૂપની ભ્રમણારૂપ મિથ્યાત્વ અને તે પૂર્વક થતું મિથ્યાચારિત્ર તે જ બધા દુઃખનું કારણ છે. વેદના ઓછી થાય તેને અજ્ઞાનીઓ સુખ માને છે, પણ તે સુખ નથી. વેદના જ ન ઉપજે તે સુખ છે અથવા તો અનાકુળતા તે સુખ છે-બીજું નથી; અને તે સુખ સમ્યગ્જ્ઞાનનું અવિનાભાવી છે.

૩. પ્રશ્નઃ– ધનસંચયથી તો સુખ દેખાય છે, છતાં ત્યાં પણ દુઃખ કેમ કહો છો? ઉત્તરઃ– ધનસંચય વગેરેથી સુખ નથી. એક પંખી પાસે માંસનો કટકો પડયો હોય ત્યારે બીજા પંખીઓ તેને ચૂંથે છે અને તે પંખીને પણ ચાંચો મારે છે, ત્યારે તે પંખીની જેવી હાલત થાય છે તેવી હાલત ધન-ધાન્ય વગેરે પરિગ્રહધારી મનુષ્યોની થાય છે. સંપત્તિમાન મનુષ્યને લોકો તેવી જ રીતે ચૂંથે છે. ધનને સંભાળવામાં પણ આકુળતાથી દુઃખી થવું પડે છે, એટલે ધનસંચયથી સુખ થાય છે એ માન્યતા ભ્રમરૂપ છે. પર વસ્તુથી સુખ-દુઃખ કે લાભ-નુકશાન થાય એમ માનવું તે જ મોટી ભ્રમણા છે. પર વસ્તુમાં આ જીવના સુખ-દુઃખનો સંગ્રહ પડયો નથી કે જેથી તે પરવસ્તુ આ જીવને સુખ-દુઃખ આપે.

૪. પ્રશ્નઃ– હિંસાદિ પાંચ પાપોથી વિરક્ત થવાની ભાવના કરવાનું કહ્યું, પરંતુ મહાપાપ તો મિથ્યાત્વ છે છતાં તે છોડવા સંબંધી કાંઈ કેમ ન કહ્યું?

ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવને કેવા શુભાસ્રવ હોય તેની પ્રરુપણા આ અધ્યાય કરે છે. સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વરૂપ મહાપાપ તો હોતું જ નથી તેથી તે સંબંધી વર્ણન આ અધ્યાયમાં નથી. આ અધ્યાયમાં સમ્યગ્દર્શન પછીના વ્રતસંબંધી વર્ણન છે. જેણે મિથ્યાત્વ છોડયું હોય તે જ અસંયત સમ્યગ્દ્રષ્ટિ દેશવિરતિ અને સર્વવિરતિ થઈ શકે છે. - એ સિદ્ધાંત આ અધ્યાયના ૧૮ મા સૂત્રમાં કહ્યો છે.

મિથ્યાદર્શન મહાપાપ છે, તેને છોડવાનું પૂર્વે છઠ્ઠા અધ્યાયના ૧૩ મા સૂત્રમાં કહ્યું છે તથા હવે પછી આઠમા અધ્યાયના પહેલા સૂત્રમાં કહેશે. ।। ૧૦।।


Page 457 of 655
PDF/HTML Page 512 of 710
single page version

અ. ૭ સૂત્ર ૧૧ ] [ ૪પ૭

વ્રતધારી સમ્યગ્દ્રષ્ટિની ભાવના
मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि च सत्त्वगुणाधिक
क्लिश्यमानाविनयेषु।। ११।।

અર્થઃ– [सत्त्वेषु मैत्री] પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી-નિર્વેરબુદ્ધિ [गुणाधिकेषु प्रमोद] અધિક ગુણવાનો પ્રત્યે પ્રમોદ, [क्लिश्यमानेषु कारुण्य] દુઃખી-રોગી જીવો પ્રત્યે કરુણા [अविनयेषु माध्यस्थ्यानि च] અને હઠાગ્રહી-મિથ્યાદ્રષ્ટિ જીવો પ્રત્યે માધ્યસ્થભાવના- આ ચાર ભાવના અહિંસાદિ પાંચ વ્રતોની સ્થિરતા માટે વારંવાર ચિંતવવી યોગ્ય છે.

ટીકા

૧. આ ચાર ભાવના સમ્યગ્દ્રષ્ટિ જીવોને શુભભાવરૂપે હોય છે. આ ભાવના મિથ્યાદ્રષ્ટિને હોતી નથી. કેમ કે તેને વસ્તુસ્વરૂપનો વિવેક નથી.

મૈત્રી– બીજાને દુઃખ ન દેવાની ભાવના તે મૈત્રી છે. પ્રમોદ–અધિક ગુણોના ધારક જીવો પ્રત્યે પ્રસન્નતા વગેરેથી અંતરંગ ભક્તિ

પ્રગટ થાય તે પ્રમોદ છે.

કારુણ્ય– દુઃખી જીવોને દેખીને તેમના પ્રત્યે કરુણાભાવ થવો તે કારુણ્ય છે. માધ્યસ્થ્ય–જે જીવ તત્ત્વાર્થશ્રદ્ધાથી રહિત છે અને તત્ત્વનો ઉપદેશ દેવાથી

ઉલટો ચિડાય છે, તેની પ્રત્યે ઉપેક્ષા રાખવી તે માધ્યસ્થપણું છે.

૨. આ સૂત્રના અર્થની પૂર્ણતા કરવા માટે નીચેના ત્રણમાંથી કોઈ એક વાક્ય

ઉમેરવું-

૧. ‘तत्स्थैयर्थिम् भावयितव्यानि’ = તે અહિંસાદિક પાંચ વ્રતોની સ્થિરતા માટે ભાવવાયોગ્ય છે.

૨. ‘भावयतः पुर्णान्यहिंसादीनि व्रतानि भवन्ति’ = આ ભાવના ભાવવાથી અહિંસાદિક પાંચ વ્રતોની પૂર્ણતા થાય છે.

૩. ‘तत्स्थैर्यार्थम् भावयेत्’ = તે પાંચ વ્રતોની દ્રઢતા માટે ભાવના કરે.

[જુઓ, સર્વાર્થસિદ્ધિ અ. ૭. પાનું-૨૯]

૩. ‘જ્ઞાનીઓને અજ્ઞાની જીવો પ્રત્યે દ્વેષ હોતો નથી, પણ કરુણા હોય છે; આ સંબંધમાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ત્રીજી ગાથામાં કહ્યું છે કે-

કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શૂષ્ક જ્ઞાનમાં કોઈ,
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. ૩.

Page 458 of 655
PDF/HTML Page 513 of 710
single page version

૪પ૮ ] [ મોક્ષશાસ્ત્ર

અર્થઃ– કોઈ ક્રિયામાં જ જડ થઈ રહ્યા છે, કોઈ જ્ઞાનમાં શૂષ્ક થઈ રહ્યા છે અને એમાં તેઓ મોક્ષમાર્ગ માની રહ્યા છે તે જોઈને કરુણા ઊપજે છે.

૪. ગુણાધિક–સમ્યગ્જ્ઞાનાદિ ગુણોમાં જે પ્રધાન-માન્ય-મોટા હોય તે ગુણાધિક છે. કિલશ્યમાન– મહામોહરૂપ મિથ્યાત્વથી જે ગ્રસ્ત છે, કુમતિ-કુશ્રુતાદિ અજ્ઞાનથી

પરિપૂર્ણ છે, વિષયો સેવવાની તીવ્ર તૃષ્ણારૂપ અગ્નિથી જેઓ
અત્યંતદગ્ધ થઈ રહ્યા છે અને વાસ્તવિક હિતની પ્રાપ્તિ અને
અહિતનો પરિહાર કરવામાં જે વિપરીત છે- તે કારણે જેઓ
દુઃખથી પીડિત છે, તે જીવો કિલશ્યમાન છે.

અવિનયીઃ માટીનો પિંડ, લાકડું કે ભીંત સમાન જે જીવ જડ-અજ્ઞાની છે,

જેઓ વસ્તુસ્વરૂપનું ગ્રહણ કરવા (સમજવા અને ધારણ કરવા)
માગતા નથી, વિવેક શક્તિ દ્વારા હિતાહિતનો વિચાર કરવા
માગતા નથી, તર્કશક્તિથી જ્ઞાન કરવા માગતા નથી તથા
દ્રઢપણે વિપરીત શ્રદ્ધાવાળા છે અને દ્વેષાદિકને વશ થઈ
વસ્તુસ્વરૂપને અન્યથા ગ્રહણ કરી રાખે છે, તેવા જીવો અવિનયી
છે; આવા જીવોને અપદ્રષ્ટિ પણ કહેવાય છે.
।। ૧૧।।
વ્રતોની રક્ષા અર્થે સમ્યગ્દ્રષ્ટિની વિશેષ ભાવના

जगत्कायस्वभावौ वा संवेगवैराग्यार्थम्।। १२।।

અર્થઃ– [संवेगवैराग्य अर्थम्] સંવેગ અર્થાત્ સંસારનો ભય અને વૈરાગ્ય

અર્થાત્ રાગદ્વેષનો અભાવ-તે માટે [जगत् कायस्वभावौ वा] ક્રમથી સંસાર અને શરીરના સ્વભાવનું ચિંતવન કરવું.

ટીકા
૧. જગતનો સ્વભાવ

છ દ્રવ્યોનો સમૂહ તે જગત છે. દરેક દ્રવ્ય અનાદિઅનંત છે; તેમાં જીવ સિવાયના પાંચ દ્રવ્યો જડ છે અને જીવદ્રવ્ય ચેતન છે. જીવોની સંખ્યા અનંત છે; પાંચ અચેતન દ્રવ્યોને સુખ-દુઃખ નથી, જીવદ્રવ્યને સુખ-દુઃખ છે. અનંત જીવોમાં કેટલાક સુખી છે અને મોટા ભાગના જીવો દુઃખી છે. જે જીવો સુખી છે તેઓ સમ્યગ્જ્ઞાની જ છે, સમ્યગ્જ્ઞાન વગર કોઈ જીવ સુખી હોઈ શકે નહિ; સમ્યગ્જ્ઞાનનું કારણ સમ્યગ્દર્શન છે; આ રીતે સુખની શરુઆત સમ્યગ્દર્શનથી જ થાય છે, અને સુખની પૂર્ણતા સિદ્ધદશામાં


Page 459 of 655
PDF/HTML Page 514 of 710
single page version

અ. ૭ સૂત્ર ૧૨ ] [ ૪પ૯ થાય છે. પોતાનું સ્વરૂપ નહિ સમજનારા મિથ્યાદ્રષ્ટિ જીવો દુઃખી છે. તે જીવોને અનાદિથી બે મહાન ભૂલો ચાલી આવે છે; તે ભૂલો નીચે મુજબ છે-

(૧) શરીર વગેરે પરદ્રવ્યનું હું કરી શકું અને પરદ્રવ્ય મારું કરી શકે, એમ પરવસ્તુથી મને લાભ-નુકશાન થાય અને પુણ્યથી જીવને લાભ થાય- આવી માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે. આ માન્યતા ખોટી છે. શરીરાદિનાં રજકણે રજકણ સ્વતંત્ર દ્રવ્ય છે, જગતનું દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. પરમાણુ દ્રવ્યો સ્વતંત્ર છે, છતાં જીવ તેને હલાવી ચલાવી શકે, તેની વ્યવસ્થા સંભાળી શકે એ માન્યતા દ્રવ્યોની સ્વતંત્રતા છીનવી લેવા બરાબર છે, અને તેમાં દરેક રજકણ ઉપર જીવનું સ્વામિત્વ હોવાની માન્યતા આવે છે; તે અજ્ઞાનરૂપ માન્યતા સંસારનું કારણ છે. દરેક જીવ પણ સ્વતંત્ર છે; જો આ જીવ પરજીવોનું કાંઈ કરી શકે અગર પરજીવો આ જીવનું કાંઈ કરી શકે તો એક જીવ ઉપર બીજા જીવનું સ્વામીત્વ આવી પડે અને સ્વતંત્ર વસ્તુનો નાશ થાય. પુણ્યભાવ તે વિકાર છે, સ્વદ્રવ્યનો આશ્રય ચૂકીને અનંત પરદ્રવ્યોના આશ્રયે તે ભાવ થાય છે, તેનાથી જીવને લાભ થાય એમ માને તો ‘પરાશ્રય-પરાધીનતાથી લાભ છે અર્થાત્ પરાધીનતા તે સુખ છે’-એવો સિદ્ધાંત ઠરે, પણ તે માન્યતા અપસિદ્ધાંત છે-મિથ્યા છે.

(૨) મિથ્યાદ્રષ્ટિ જીવની અનાદિથી બીજી ભૂલ એ છે કે-જીવ વિકારી અવસ્થા જેટલો જ છે અગર તો જન્મથી મરણ સુધી જ છે એમ માનીને પોતાના દરેક સમયે ધ્રુવરૂપ ત્રિકાળ શુદ્ધ ચૈતન્યચમત્કારસ્વરૂપને ઓળખતો નથી અને તે તરફ લક્ષ કરતો નથી.

આ બે ભૂલો તે જ સંસાર છે, તે જ દુઃખ છે. તે ટાળ્‌યા સિવાય કોઈ જીવ સમ્યગ્જ્ઞાની-ધર્મી -સુખી થઈ શકે નહીં . જ્યાં સુધી તે માન્યતા હોય ત્યાં સુધી જીવ દુઃખી જ છે.

શ્રી સમયસારશાસ્ત્રમાંથી આ સંબંધી કેટલાક આધારો આપવામાં આવે છેઃ- (પા. ૩૮૦) “ સર્વ દ્રવ્યોના પરિણામો જુદા જુદા છે, પોતપોતાના પરિણામોના સૌ દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામોના કર્તા છે, તે પરિણામો તેમનાં કર્મ છે. નિશ્ચયથી (ખરેખર) કોઈનો કોઈની સાથે કર્તાકર્મસંબંધ નથી, માટે જીવ પોતાનાં પરિણામોનો જ કર્તા છે, પોતાનાં પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાના પરિણામનો જ કર્તા છે. પોતાના પરિણામ કર્મ છે. આ રીતે જીવ બીજાના પરિણામોનો અકર્તા છે.”

(પા. ૩૯૦ કલશ ૧૯૯) “ જેઓ અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત થયા થકા આત્માને (પરનો) કર્તા માને છે, તેઓ ભલે મોક્ષને ઇચ્છનારા હોય તોપણ સામાન્ય(લૌકિક) જનોની માફક તેમનો પણ મોક્ષ થતો નથી.”


Page 460 of 655
PDF/HTML Page 515 of 710
single page version

૪૬૦ ] [ મોક્ષશાસ્ત્ર

(પા. ૩૯૪) “ જે વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે- લૌકિકજન હો કે મુનિજન હો-મિથ્યાદ્રષ્ટિ જ છે.”

(પા. ૩૯૪) “ કારણ કે આ લોકમાં એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, તેથી જ્યાં વસ્તુભેદ છે અર્થાત્ ભિન્ન વસ્તુઓ છે ત્યાં કર્તાકર્મ ઘટના હોતી નથી- એમ મુનિજનો અને લૌકિકજનો તત્ત્વને (વસ્તુના યથાર્થ સ્વરૂપને) અકર્તા દેખો (-કોઈ કોઈનું કર્તા નથી, પરદ્રવ્ય પરનું અકર્તા જ છે એમ શ્રદ્ધામાં લાવો).”

આવી સાચી બુદ્ધિને શિવબુદ્ધિ અથવા કલ્યાણકારી બુદ્ધિ કહેવાય છે. શરીર, સ્ત્રી પુત્ર, ધન વગેરે પરવસ્તુઓમાં જીવનો સંસાર નથી; પણ હું તે પરદ્રવ્યોનું કાંઈ કરી શકું અથવા તેમનાથી મને સુખ-દુઃખ થાય એવી ઊંધી માન્યતા (મિથ્યાત્વ) તે જ સંસાર છે. સંસાર એટલે (સં+સાર) સારી રીતે સરી જવું. જીવ પોતાના સ્વરૂપની સાચી માન્યતામાંથી સારી રીતે સરી જવાનું કાર્ય (અર્થાત્ ઊંધી માન્યતારૂપી કાર્ય) અનાદિથી કરે છે તેથી તે સંસારઅવસ્થાને પ્રાપ્ત થયો છે. આ રીતે જીવની વિકારી અવસ્થા તે જ સંસાર છે, પણ જીવનો સંસાર જીવથી બહાર નથી. દરેક જીવ પોતે પોતાના ગુણ-પર્યાયોમાં છે, પોતાના ગુણ-પર્યાયો તે જીવનું સ્વ-જગત છે. જીવમાં જગતના અન્ય દ્રવ્યો નથી અને જગતનાં અન્ય દ્રવ્યોમાં આ જીવ નથી.

આવા પ્રકારે જગતના સ્વરૂપનું ચિંતવન સમ્યગ્દ્રષ્ટિ જીવો કરે છે.

૨. શરીરનો સ્વભાવ

શરીર અનંત રજકણોનો પિંડ છે. કાર્મણશરીર અને તૈજસશરીર સાથે જીવને અનાદિથી સંબંધ છે, તે શરીરો સૂક્ષ્મ હોવાથી ઇંદ્રિયગમ્ય નથી. આ સિવાય જીવને એક સ્થૂળ શરીર હોય છે; પરંતુ જીવ જ્યારે એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે ત્યારે વચમાં જેટલો વખત લાગે તેટલો વખત સુધી (એટલે કે વિગ્રહગતિ વખતે) તે સ્થૂળ શરીર જીવને હોતું નથી. મનુષ્યો તથા એકેંદ્રિયથી પંચેંદ્રિય સુધીના તિર્યંચોને જે સ્થૂળ શરીર હોય છે તે ઔદારિકશરીર છે, અને દેવ તથા નારકીઓને વૈક્રિયિક શરીર હોય છે. આ સિવાય એક આહારક શરીર થાય છે, આ શરીર સ્થૂળ હોય છે અને વિશુદ્ધ સંયમના ધારક મુનિરાજને જ તે હોય છે. આ પાંચે પ્રકારના શરીરો ખરેખર જડ છે-અચેતન છે એટલે ખરી રીતે તે શરીરો જીવના નથી. કાર્મણશરીર તો ઇંદ્રિયથી દેખાતું નથી; છતાં પણ ‘સંસારી જીવોને કાર્મણશરીર હોય છે’ એવું


Page 461 of 655
PDF/HTML Page 516 of 710
single page version

અ. ૭ સૂત્ર ૧૨ ] [ ૪૬૧ વ્યવહારકથન સાંભળીને તેનો ખરો આશય સમજવાને બદલે તેને નિશ્ચયકથન માની લઈને અજ્ઞાનીઓ ખરેખર જીવનું જ શરીર હોય-એમ માની લે છે.

શરીર અનંત રજકણોનો પિંડ છે અને તે દરેક રજકણ સ્વતંત્ર દ્રવ્ય છે; તે હલનચલનાદિરૂપ પોતાની અવસ્થા પોતાના કારણે સ્વતંત્રપણે ધારણ કરે છે. દરેક પરમાણુ દ્રવ્ય પોતાની નવી પર્યાય સમયે-સમયે ઉત્પન્ન કરે છે અને જૂની પર્યાયનો અભાવ કરે છે. આ રીતે પર્યાયના ઉત્પાદ-વ્યયરૂપ કાર્ય કરતા થકા તે દરેક પરમાણુ ધ્રુવપણે હંમેશા ટકી રહે છે. આ રીતે જગતમાં સમસ્ત દ્રવ્યો ટકીને બદલનારા (Permanent with a Change) છે. આમ હોવા છતાં શરીરના અનંત પરમાણુદ્રવ્યોની પર્યાય જીવ કરી શકે એવી ભ્રમણા અજ્ઞાની જીવ સેવે છે, અને જગતના અજ્ઞાનીઓ તરફથી જીવને પોતાની તે ઊંધી માન્યતાનું બળવાનપણે પોષણ મળ્‌યા કરે છે. શરીર સાથેની એકત્વબુદ્ધિ તે આ અજ્ઞાનનું કારણ હોવાથી તેના ફળરૂપે; જીવને પોતાના વિકારભાવો અનુસાર નવા નવા શરીરનો સંયોગ થયા કરે છે. આ ભૂલ ટાળવા માટે ચેતન અને જડ વસ્તુના સ્વભાવની સ્વતંત્રતા સમજવાની જરૂર છે.

આ વસ્તુસ્વભાવને સમ્યગ્દ્રષ્ટિ જીવો સમ્યગ્જ્ઞાનથી જાણે છે. આ સમ્યગ્જ્ઞાન અને સાચી માન્યતાને વિશેષ સ્થિર-નિશ્ચલ કરવા માટે તેનો વારંવાર વિચાર- ચિંતવન કરવાનું અહીં કહ્યું છે.

૩. સંવેગ

સમ્યગ્દર્શનાદિ ધર્મમાં તથા તેના ફળમાં ઉત્સાહ હોવો અને સંસારનો ભય હોવો તે સંવેગ છે. પર વસ્તુ તે સંસાર નથી પણ પોતાનો વિકારીભાવ તે સંસાર છે. તે વિકારીભાવનો ભય રાખવો એટલે કે તે વિકારીભાવ ન થવાની ભાવના રાખવી, અને વીતરાગદશાની ભાવના વધારવી. સમ્યગ્દ્રષ્ટિ જીવોને સંપૂર્ણ વીતરાગતા ન પ્રગટે ત્યાં સુધી અનિત્ય રાગ-દ્વેષ રહે છે, તેનાથી ભય રાખવાનું અહીં કહ્યું છે. જેમ બને તેમ વિકારભાવ થવા દેવો નહિ, અને જે વિકાર થાય તેમાં પણ અશુભ તો થવા દેવો નહિ, અશુભ ટાળતાં શુભ રહી જાય તેને પણ ધર્મ માનવો નહિ, પણ તે ટાળવાની ભાવના કરવી.

૪. વૈરાગ્ય

રાગ-દ્વેષનો અભાવ તે વૈરાગ્ય આ શબ્દ ‘નાસ્તિ’ વાચક છે; પરંતુ કંઈક અસ્તિ વગર નાસ્તિ હોય નહિ. જ્યારે જીવમાં રાગ-દ્વેષનો અભાવ હોય ત્યારે શેનો સદભાવ હોય? જીવમાં જેટલા અંશે રાગ-દ્વેષનો અભાવ છે તેટલા અંશે વીતરાગતા-


Page 462 of 655
PDF/HTML Page 517 of 710
single page version

૪૬૨ ] [ મોક્ષશાસ્ત્ર જ્ઞાન-આનંદ-સુખનો સદ્ભાવ થાય છે. સમ્યગ્દ્રષ્ટિ જીવોને સંવેગ અને વૈરાગ્યને માટે જગત અને શરીરના સ્વભાવનું વારંવાર ચિંતવન કરવાનું અહીં જણાવ્યું છે.

પ. વિશેષ ખુલાસા

પ્રશ્નઃ– જો જીવ શરીરનું કાંઈ કરતો નથી અને શરીરની ક્રિયા તેનાથી સ્વયં જ થાય છે, તો શરીરમાંથી જીવ નીકળી ગયા પછી શરીર કેમ ચાલતું નથી?

ઉત્તરઃ– પરિણામો (પર્યાયનો ફેરફાર) પોતપોતાના દ્રવ્યના આશ્રયે થાય છે; એક દ્રવ્યના પરિણામને અન્ય દ્રવ્યનો આશ્રય હોતો નથી. વળી કોઈ પણ કર્મ (કાર્ય) કર્તા વિના હોતું નથી; તેમ જ વસ્તુના એકરૂપે સ્થિતિ હોતી નથી. આ સિદ્ધાંત પ્રમાણે મૃતકશરીરના પુદ્ગલોની લાયકાત જ્યારે લંબાઈરૂપે સ્થિર પડી રહેવાની હોય છે ત્યારે તેઓ તેવી દશામાં પડયા રહે છે, અને તે મૃતકશરીરના પુદ્ગલોના પિંડની લાયકાત જ્યારે ઘરબહાર અન્યત્ર ક્ષેત્રાંતર થવાની હોય ત્યારે તેઓ પોતાના કારણે ક્ષેત્રાંતર થાય છે; અને તે વખતે રાગી જીવ વગેરે નિમિત્તપણે- હાજરરૂપ હોય છે, પણ તે રાગીજીવ વગેરે પદાર્થોએ મડદાની અવસ્થા કરી નથી. મડદાનાં પુદ્ગલો સ્વતંત્ર વસ્તુ છે; તે દરેક રજકણનું પરિણમન તેના પોતાના કારણે થાય છે; તે રજકણોની જે વખતે જેવી હાલત થવા યોગ્ય હોય તેવી જ હાલત તેના સ્વાધીનપણે થાય છે. પરદ્રવ્યોની અવસ્થામાં જીવનું કાંઈ પણ કર્તાપણું નથી. એટલી વાત ખરી છે કે, તે વખતે રાગી જીવને પોતામાં જે કષાયવાળો ઉપયોગ અને યોગ થાય છે તેનો કર્તા તે જીવ પોતે છે.

સંસાર (અર્થાત્ જગત) અને શરીરના સ્વભાવનો યથાર્થ વિચાર સમ્યગ્દ્રષ્ટિ જ કરી શકે છે. જેઓને જગત અને શરીરના સ્વભાવનું યથાર્થ ભાન નથી એવા જીવો-(-મિથ્યાદ્રષ્ટિ જીવો), ‘આ શરીર અનિત્ય છે, સંયોગી છે; જેનો સંયોગ થાય તેનો વિયોગ થાય છે’ એ પ્રકારે શરીરાશ્રિત માન્યતાથી ઉપલક વૈરાગ્ય (અર્થાત્ મોહગર્ભિત કે દ્વેષગર્ભિત વૈરાગ્ય) પ્રગટ કરે છે, પણ તે ખરો વૈરાગ્ય નથી. સમ્યગ્જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય તે જ સાચો વૈરાગ્ય છે. આત્માના સ્વભાવને જાણ્યા વગર યથાર્થ વૈરાગ્ય હોય નહિ. આત્માના ભાન વગર, માત્ર જગત અને શરીરની ક્ષણિકતાને લક્ષે થયેલો વૈરાગ્ય તે અનિત્ય જાગ્રીકા છે, તે ભાવમાં ધર્મ નથી. સમ્યગ્દ્રષ્ટિને પોતાના અસંયોગી નિત્ય જ્ઞાયક સ્વભાવના લક્ષપૂર્વક અનિત્યભાવના હોય છે, તે જ સાચો વૈરાગ્ય છે. ।। ૧૨।।


Page 463 of 655
PDF/HTML Page 518 of 710
single page version

અ. ૭ સૂત્ર ૧૩ ] [ ૪૬૩

હિસાં–પાપનું લક્ષણ
प्रमत्तयोगात्प्राणव्यपरोपणं हिंसा।। १३।।

અર્થઃ– [प्रमत्तयोगात्] કષાય-રાગ-દ્વેષ અર્થાત્ અયત્નાચાર (અસાવધાની, પ્રમાદ) ના સંબંધથી-અથવા તો પ્રમાદી જીવના મન-વચન-કાયયોગથી [प्राणव्यपरोपणं] જીવના ભાવપ્રાણનો, દ્રવ્યપ્રાણનો, અગર તે બન્નેનો વિયોગ કરવો તે [हिंसा] હિંસા છે.

ટીકા

૧. જૈનશાસનનું આ એક મહાસૂત્ર છે; ને તે બરાબર સમજવાની જરૂર છે. આ સુત્રમાં ‘प्रमत्तयोगात्’ શબ્દ ભાવવાચક છે; તે એમ બતાવે છે કે, પ્રાણોનો વિયોગ થવા માત્રથી હિંસાનું પાપ નથી પણ પ્રમાદભાવ તે હિંસા છે અને તેનાથી પાપ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે- પ્રાણીઓના પ્રાણોથી જુદા થવા માત્રથી હિંસાનો બંધ થતો નથી; જેમ કે ઇર્યાસમિતિવાળા મુનિને તેમના નીકળવાના સ્થાનમાં કોઈ જીવ આવી પડે અને પગના સંયોગથી તે જીવ મરી જાય તો ત્યાં તે મુનિને તે જીવના મૃત્યુના નિમિત્તે જરા પણ બંધ થતો નથી, કેમકે તેમના ભાવમાં પ્રમાદયોગ નથી.

૨. આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામને ઘાતવાવાળો ભાવ તે સંપૂર્ણ હિંસા છે; ખરેખર રાગાદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે અને તે રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે-આવું જૈનશાસ્ત્રનું ટુંકું રહસ્ય છે.

(પુરુષાર્થસિદ્ધિ ઉપાય ગાથા ૪૨-૪૪)

૩. પ્રશ્નઃ– જીવ મરે કે ન મરે, તોપણ પ્રમાદ યોગથી (અયત્નાચારથી) નિશ્ચય હિંસા થાય છે, તો પછી અહીં સૂત્રમાં ‘प्राणव्यपरोपणं’ એ શબ્દ શા માટે વાપર્યો છે?

ઉત્તરઃ– પ્રમાદયોગથી જીવના પોતાના ભાવપ્રાણોનું મરણ અવશ્ય થાય છે. પ્રમાદમાં પ્રવર્તતાં, જીવ પ્રથમ તો પોતાના જ શુદ્ધભાવપ્રાણોનો વિયોગ કરે છે; પછી ત્યાં અન્ય જીવના દ્રવ્ય પ્રાણોનો વિયોગ (વ્યપરોપણ) થાય કે ન થાય, તોપણ પોતાના ભાવપ્રાણોનું મરણ તો અવશ્ય થાય છે-એમ બતાવવા માટે ‘प्राणव्यपरोपणं’ શબ્દ વાપર્યો છે.

૪. જે પુરુષને ક્રોધાદિક કષાય પ્રગટ થાય છે તેને પોતાના શુદ્ધોપયોગરૂપ ભાવપ્રાણોનો ઘાત થાય છે. કષાયના પ્રગટવાથી જીવના ભાવપ્રાણોનું જે વ્યપરોપણ થાય છે તે ભાવ હિંસા છે અને તે હિંસા વખતે જો સામા જીવના પ્રાણનો વિયોગ થાય તો તે દ્રવ્યહિંસા છે.

પ. આત્મામાં વિભાવ ભાવોની ઉત્પત્તિ થાય તેનું નામ જ ભાવહિંસા છે, -આ જૈન સિદ્ધાંતનું રહસ્ય છે. ધર્મનું લક્ષણ જ્યાં અહિંસા કહ્યું છે ત્યાં ‘રાગાદિવિભાવ-


Page 464 of 655
PDF/HTML Page 519 of 710
single page version

૪૬૪ ] [ મોક્ષશાસ્ત્ર ભાવોનો અભાવ તે અહિંસા’ એમ સમજવું માટે રાગાદિ વિભાવ રહિત પોતાનો સ્વભાવ છે એવા ભાવપૂર્વક જે પ્રકારે જેટલો બને તેટલા પોતાના રાગાદિ ભાવોનો નાશ કરવો તે ધર્મ છે. મિથ્યાદ્રષ્ટિ જીવને રાગાદિ ભાવોનો નાશ થતો નથી; તેને દરેક સમયે ભાવમરણ થયા જ કરે છે; ભાવમરણ તે જ હિંસા છે, તેથી તેને ધર્મનો અંશ પણ નથી.

૬. ઇંદ્રિયોની પ્રવૃત્તિ પાપમાં હો કે પુણ્યમાં હો, પણ તે પ્રવૃત્તિ ટાળવા વિચાર ન કરવો તે પ્રમાદ છે. (તત્ત્વાર્થસાર પા. ૨૨૩).

૭. આ હિંસા-પાપમાં અસત્ય વગેરે બીજા ચારે પાપો સમાઈ જાય છે. અસત્ય વગેરે ભેદો તો શિષ્યને સમજાવવા માટે દ્રષ્ટાંતરૂપે જુદા કહ્યાં છે.

૮. કોઈ જીવ બીજાને મારવા ચાહતો હોય પણ પ્રસંગ ન મળવાથી મારી ન શકયો, તોપણ તે જીવને હિંસાનું પાપ તો લાગ્યું, કેમ કે તે જીવ પ્રમાદભાવ સહિત છે અને પ્રમાદભાવ તે જ ભાવપ્રાણોની હિંસા છે.

૯. જે એમ માને છે કે‘હું પર જીવોને મારું છું અને પર જીવો મને મારે છે’ તે મૂઢ છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત-અર્થાત્ જે આવું નથી માનતો તે - જ્ઞાની છે (જુઓ, સમયસાર ગાથા-૨૪૭)

જીવોને મારો કે ન મારો-અધ્યવસાનથી જ કર્મબંધ થાય છે. સામો જીવ મરે કે ન મરે તે કારણે બંધ નથી (જુઓ, સમયસાર ગા. ૨૬૨).

૧૦. ‘યોગ’નો અર્થ અહીં સંબંધ થાય છે. ‘પ્રમત્તયોગાત્’ એટલે પ્રમાદના સંબંધથી. વળી, મન-વચન-કાયાના લક્ષે આત્માના પ્રદેશોનું હલન-ચલન તે યોગએવો અર્થ પણ અહીં થઈ શકે છે. પ્રમાદરૂપ પરિણામના સંબંધથી થતો યોગ તે ‘પ્રમત્તયોગ’ છે.

૧૧. પ્રમાદના પંદર ભેદ છે-૪ વિકથા (સ્ત્રીકથા, ભોજનકથા, રાજકથા, ચોરકથા), પ પાંચ ઇંદ્રિયના વિષયો, ૪ કષાય (ક્રોધ, માન, માયા, લોભ), ૧ નિદ્રા અને ૧ પ્રણય. ઇંદ્રિયાદિ તો નિમિત્ત છે અને જીવનો અસાવધાન ભાવ તે ઉપાદાનકારણ છે. પ્રમાદનો અર્થ પોતાના સ્વરૂપની અસાવધાની-એવો પણ થાય છે.

૧૨. તેરમા સૂત્રનો સિદ્ધાંત

જીવનો પ્રમત્તભાવ તે શુદ્ધોપયોગનો ઘાત કરે છે માટે તે હિંસા છે; અને સ્વરૂપના ઉત્સાહથી શુદ્ધોપયોગનો જેટલે અંશે ઘાત ન થાય તેટલે અંશે અહિંસા છે. મિથ્યાદ્રષ્ટિને ખરી અહિંસા કદી હોતી નથી. ।। ૧૩।।


Page 465 of 655
PDF/HTML Page 520 of 710
single page version

અ. ૭ સૂત્ર ૧૪ ] [ ૪૬પ

અસત્યનું સ્વરૂપ
असदभिधानमनृतम्।। १४।।

અર્થઃ– પ્રમાદના યોગથી [असत् अभिधानं] જીવોને દુઃખદાયક અથવા મિથ્યારૂપ વચન બોલવાં તે [अनृतम्] અસત્ય છે.

ટીકા

૧. પ્રમાદના સંબંધથી જૂઠું બોલવું તે અસત્ય છે. જે શબ્દો નીકળે છે તે તો પુદ્ગલ દ્રવ્યની અવસ્થા છે, તેને જીવ પરિણમાવતો નથી, તેથી માત્ર શબ્દોના ઉચ્ચારનું પાપ નથી પણ જીવનો અસત્ય બોલવાનો પ્રમાદભાવ તે જ પાપ છે.

ર. સત્યનું પરમાર્થ સ્વરૂપ

(૧) આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી, બીજા કોઈનું આત્મા કરી શકતો નથી-આમ વસ્તુસ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ; અને દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ વગેરે પર વસ્તુઓના સંબંધમાં વ્યવહારથી ભાષા બોલતાં એ ઉપયોગ (-અભિપ્રાય) રાખવો જોઈએ કે ‘હું આત્મા છું, એક આત્મા સિવાય બીજું કોઈ મારું નથી; એ કોઈનું હું કાંઈ કરી શકતો નથી.’ અન્ય આત્માના સંબંધમાં બોલતાં પણ એ ઉપયોગ (અભિપ્રાય) રાખવો જોઈએ કે ‘જાતિ, લિંગ ઇંદ્રિયાદિક ઉપચરિત ભેદવાળો તે આત્મા ખરેખર નથી, પણ પ્રયોજન પૂરતું વ્યવહારનયથી સંબોધવામાં આવે છે.’ જો આ રીતની ઓળખાણના ઉપયોગપૂર્વક સત્ય બોલવાનો ભાવ હોય તો તે પારમાર્થિક સત્ય છે. વસ્તુસ્વરૂપના ભાન વગર સત્ય પરમાર્થે હોય નહિ. આ સંબંધી સ્પષ્ટ સમજાવવામાં આવે છે-

. કોઈ જીવ આરોપિત વાત કરતાં ‘મારો દેહ, મારું ઘર, મારી સ્ત્રી, મારા પુત્ર’ ઇત્યાદિ પ્રકારે ભાષા બોલે છે; તે વખતે, હું તે અન્ય દ્રવ્યોથી ભિન્ન છું, કોઈ ખરેખર મારાં નથી, હું તેમનું કાંઈ કરી શકતો નથી’ આવું જો તે જીવને સ્પષ્ટપણે ભાન હોય તો તે પરમાર્થ સત્ય કહેવાય.

. કોઈ ગ્રંથકાર શ્રેણિક રાજા અને ચેલણા રાણીનું વર્ણન કરતાં હોય; તે વખતે ‘તે બન્ને આત્મા હતા. અને માત્ર શ્રેણિકના ભવ-આશ્રયે તેમનો સંબંધ હતો’ એ વાત જો તેમના લક્ષમાં હોય અને ગ્રંથ રચવાની પ્રવૃત્તિ કરે, તો તે પરમાર્થ સત્ય છે. (જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર આવૃત્તિ ૨. પાનું ૬૧૩)