Niyamsar (Gujarati). Shlok: 38-51 ; Gatha: 25-36.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 21

 

Page 52 of 380
PDF/HTML Page 81 of 409
single page version

‘‘[ગાથાર્થઃ] પૃથ્વી, જળ, છાયા, ચાર ઇન્દ્રિયોના વિષયભૂત, કર્મને યોગ્ય અને
કર્માતીતએમ પુદ્ગલો (સ્કંધો) છ પ્રકારનાં છે.’’
વળી માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] સ્થૂલસ્થૂલ, પછી સ્થૂલ, ત્યારપછી સ્થૂલસૂક્ષ્મ, પછી સૂક્ષ્મસ્થૂલ, પછી
સૂક્ષ્મ અને ત્યારપછી સૂક્ષ્મસૂક્ષ્મ (આમ સ્કંધો છ પ્રકારના છે).’’
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૪૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કે
[શ્લોકાર્થઃ] આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં
વર્ણાદિમાન્ પુદ્ગલ જ નાચે છે, અન્ય કોઈ નહિ; (અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારનું
દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ;) અને આ જીવ તો રાગાદિક પુદ્ગલવિકારોથી
વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.’’
વળી (આ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ
વિવિધ પ્રકારનાં પુદ્ગલોમાં રતિ નહિ કરતાં ચૈતન્યચમત્કારમાત્ર આત્મામાં રતિ કરવાનું
શ્લોક દ્વારા કહે છે)
‘‘पुढवी जलं च छाया चउरिंदियविसयकम्मपाओग्गा
क म्मातीदा एवं छब्भेया पोग्गला होंति ।।’’
उक्तं च मार्गप्रकाशे
(अनुष्टुभ्)
‘‘स्थूलस्थूलास्ततः स्थूलाः स्थूलसूक्ष्मास्ततः परे
सूक्ष्मस्थूलास्ततः सूक्ष्माः सूक्ष्मसूक्ष्मास्ततः परे ’’
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(वसंततिलका)
‘‘अस्मिन्ननादिनि महत्यविवेकनाटये
वर्णादिमान् नटति पुद्गल एव नान्यः
रागादिपुद्गलविकारविरुद्धशुद्ध-
चैतन्यधातुमयमूर्तिरयं च जीवः
।।’’
तथा हि
૫૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 53 of 380
PDF/HTML Page 82 of 409
single page version

[શ્લોકાર્થઃ] આ રીતે વિવિધ ભેદોવાળું પુદ્ગલ જોવામાં આવતાં, હે ભવ્યશાર્દૂલ!
(ભવ્યોત્તમ!) તું તેમાં રતિભાવ ન કર. ચૈતન્યચમત્કારમાત્રમાં (અર્થાત્ ચૈતન્યચમત્કારમાત્ર
આત્મામાં) તું અતુલ રતિ કર કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થઈશ. ૩૮.
જે હેતુ ધાતુચતુષ્કનો તે કારણાણુ જાણવો;
સ્કંધો તણા અવસાનને વળી કાર્યપરમાણુ કહ્યો. ૨૫.
અન્વયાર્થઃ[पुनः] વળી [यः] જે [धातुचतुष्कस्य] (પૃથ્વી, પાણી, તેજ ને વાયુ
એ) ચાર ધાતુઓનો [हेतुः] હેતુ છે, [सः] તે [कारणम् इति ज्ञेयः] કારણપરમાણુ જાણવો;
[स्कन्धानाम्] સ્કંધોના [अवसानः] અવસાનને (છૂટા પડેલા અવિભાગી અંતિમ અંશને)
[कार्यपरमाणुः] કાર્યપરમાણુ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃઆ, કારણપરમાણુદ્રવ્ય અને કાર્યપરમાણુદ્રવ્યના સ્વરૂપનું કથન છે.
પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ ચાર ધાતુઓ છે; તેમનો જે હેતુ છે તે
કારણપરમાણુ છે. તે જ (પરમાણુ), એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતા હોતાં, સમ કે વિષમ
બંધને અયોગ્ય એવો જઘન્ય પરમાણુ છે
એમ અર્થ છે. એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતાની
(मालिनी)
इति विविधविकल्पे पुद्गले द्रश्यमाने
न च कुरु रतिभावं भव्यशार्दूल तस्मिन्
कुरु रतिमतुलां त्वं चिच्चमत्कारमात्रे
भवसि हि परमश्रीकामिनीकामरूपः
।।३८।।
धाउचउक्कस्स पुणो जं हेऊ कारणं ति तं णेयो
खंधाणं अवसाणं णादव्वो कज्जपरमाणू ।।२५।।
धातुचतुष्कस्य पुनः यो हेतुः कारणमिति स ज्ञेयः
स्कन्धानामवसानो ज्ञातव्यः कार्यपरमाणुः ।।२५।।
कारणकार्यपरमाणुद्रव्यस्वरूपाख्यानमेतत
पृथिव्यप्तेजोवायवो धातवश्चत्वारः; तेषां यो हेतुः स कारणपरमाणुः स एव
जघन्यपरमाणुः स्निग्धरूक्षगुणानामानन्त्याभावात् समविषमबंधयोरयोग्य इत्यर्थः
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૫૩

Page 54 of 380
PDF/HTML Page 83 of 409
single page version

ઉપર, બે ગુણવાળાનો અને ચાર ગુણવાળાનો *સમબંધ થાય છે તથા ત્રણ ગુણવાળાનો
અને પાંચ ગુણવાળાનો *વિષમબંધ થાય છે,આ ઉત્કૃષ્ટ પરમાણુ છે. ગળતાં અર્થાત
છૂટાં પડતાં પુદ્ગલદ્રવ્યોના અંતમાંઅવસાનમાં (અંતિમ દશામાં) સ્થિત તે કાર્યપરમાણુ છે
(અર્થાત્ સ્કંધો ખંડિત થતાં થતાં જે નાનામાં નાનો અવિભાગ ભાગ રહે તે કાર્યપરમાણુ
છે). (આમ) અણુઓના (પરમાણુઓના) ચાર ભેદ છેઃ કાર્ય, કારણ, જઘન્ય ને ઉત્કૃષ્ટ.
તે પરમાણુદ્રવ્ય સ્વરૂપમાં સ્થિત હોવાથી તેને વિભાવનો અભાવ છે, માટે (તેને) પરમ
સ્વભાવ છે.
એ જ રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૬૫ મી અને
૧૬૬મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] પરમાણુ-પરિણામો, સ્નિગ્ધ હો કે રૂક્ષ હો, બેકી અંશવાળા હો કે
એકી અંશવાળા હો, જો સમાન કરતાં બે અધિક અંશવાળા હોય તો બંધાય છે; જઘન્ય
અંશવાળો બંધાતો નથી.
સ્નિગ્ધપણે બે અંશવાળો પરમાણુ ચાર અંશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે
બંધ અનુભવે છે; અથવા રૂક્ષપણે ત્રણ અંશવાળો પરમાણુ પાંચ અંશવાળા સાથે જોડાયો
થકો બંધાય છે.’’
स्निग्धरूक्षगुणानामनन्तत्वस्योपरि द्वाभ्याम् चतुर्भिः समबन्धः त्रिभिः पञ्चभिर्विषमबन्धः
अयमुत्कृष्टपरमाणुः गलतां पुद्गलद्रव्याणाम् अन्तोऽवसानस्तस्मिन् स्थितो यः स
कार्यपरमाणुः अणवश्चतुर्भेदाः कार्यकारणजघन्योत्कृष्टभेदैः तस्य परमाणुद्रव्यस्य
स्वरूपस्थितत्वात् विभावाभावात् परमस्वभाव इति
तथा चोक्तं प्रवचनसारे
‘‘णिद्धा वा लुक्खा वा अणुपरिणामा समा व विसमा वा
समदो दुराधिगा जदि बज्झंति हि आदिपरिहीणा ।।
णिद्धत्तणेण दुगुणो चदुगुणणिद्धेण बंधमणुभवदि
लुक्खेण वा तिगुणिदो अणु बज्झदि पंचगुणजुत्तो ।।’’
*સમબંધ એટલે બેકી ગુણવાળા પરમાણુઓનો બંધ અને વિષમબંધ એટલે એકી ગુણવાળા
પરમાણુઓનો બંધ. અહીં (ટીકામાં) સમબંધનું અને વિષમબંધનું એકેક ઉદાહરણ આપ્યું છે તે
પ્રમાણે બધાય સમબંધો અને વિષમબંધો સમજી લેવા.
૫૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 55 of 380
PDF/HTML Page 84 of 409
single page version

વળી (૨૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોકદ્વારા પુદ્ગલની
ઉપેક્ષા કરી શુદ્ધ આત્માની ભાવના કરે છે)
[શ્લોકાર્થઃ] તે છ પ્રકારના સ્કંધો કે ચાર પ્રકારના અણુઓ સાથે મારે શું છે?
હું તો અક્ષય શુદ્ધ આત્માને ફરી ફરીને ભાવું છું. ૩૯.
જે આદિ-મધ્યે અંતમાં પોતે જ છે, અવિભાગી છે,
જે ઇન્દ્રિથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેહને. ૨૬.
અન્વયાર્થઃ[आत्मादि] પોતે જ જેનો આદિ છે, [आत्ममध्यम्] પોતે જ જેનું મધ્ય
છે અને [आत्मान्तम्] પોતે જ જેનો અંત છે (અર્થાત્ જેના આદિમાં, મધ્યમાં અને અંતમાં
પરમાણુનું નિજ સ્વરૂપ જ છે), [न एव इन्द्रियैः ग्राह्यम्] જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય (જણાવાયોગ્ય)
નથી અને [यद् अविभागि] જે અવિભાગી છે, [तत्] તે [परमाणुं द्रव्यं] પરમાણુદ્રવ્ય
[विजानीहि] જાણ.
ટીકાઃઆ, પરમાણુનું વિશેષ કથન છે.
જેમ સહજ પરમ પારિણામિકભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયની
અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધક્ષેત્ર પર્યંત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી
तथा हि
(अनुष्टुभ्)
स्कन्धैस्तैः षट्प्रकारैः किं चतुर्भिरणुभिर्मम
आत्मानमक्षयं शुद्धं भावयामि मुहुर्मुहुः ।।9।।
अत्तादि अत्तमज्झं अत्तंतं णेव इंदियग्गेज्झं
अविभागी जं दव्वं परमाणू तं वियाणाहि ।।२६।।
आत्माद्यात्ममध्यमात्मान्तं नैवेन्द्रियैर्ग्राह्यम्
अविभागि यद्द्रव्यं परमाणुं तद् विजानीहि ।।२६।।
परमाणुविशेषोक्ति रियम्
यथा जीवानां नित्यानित्यनिगोदादिसिद्धक्षेत्रपर्यन्तस्थितानां सहजपरमपारिणामिक-
भावविवक्षासमाश्रयेण सहजनिश्चयनयेन स्वस्वरूपादप्रच्यवनत्वमुक्त म्, तथा परमाणुद्रव्याणां
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૫૫

Page 56 of 380
PDF/HTML Page 85 of 409
single page version

અચ્યુતપણું કહેવામાં આવ્યું, તેમ પંચમભાવની અપેક્ષાએ પરમાણુદ્રવ્યનો પરમસ્વભાવ
હોવાથી પરમાણુ પોતે જ પોતાની પરિણતિનો આદિ છે, પોતે જ પોતાની પરિણતિનું મધ્ય
છે અને પોતે જ પોતાનો અંત પણ છે (અર્થાત
્ આદિમાં પણ પોતે જ, મધ્યમાં પણ પોતે
જ અને અંતમાં પણ પરમાણુ પોતે જ છે, ક્યારેય નિજ સ્વરૂપથી ચ્યુત નથી). જે આવો
હોવાથી, ઇન્દ્રિયજ્ઞાનગોચર નહિ હોવાથી અને પવન, અગ્નિ ઇત્યાદિ વડે નાશ પામતો નહિ
હોવાથી, અવિભાગી છે તેને, હે શિષ્ય! તું પરમાણુ જાણ.
[હવે ૨૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] જડાત્મક પુદ્ગલની સ્થિતિ પોતામાં (પુદ્ગલમાં જ) જાણીને
(અર્થાત્ જડસ્વરૂપ પુદ્ગલો પુદ્ગલના નિજ સ્વરૂપમાં જ રહે છે એમ જાણીને), તે
સિદ્ધભગવંતો પોતાના ચૈતન્યાત્મક સ્વરૂપમાં કેમ ન રહે? (જરૂર રહે.) ૪૦.
બે સ્પર્શ, રસરૂપગંધ એક, સ્વભાવગુણમય તેહ છે;
જિનસમયમાંહી વિભાવગુણ સર્વાક્ષપ્રગટ કહેલ છે. ૨૭.
અન્વયાર્થઃ[एकरसरूपगंधः] જે એક રસવાળું, એક વર્ણવાળું, એક ગંધવાળું અને
[द्विस्पर्शः] બે સ્પર્શવાળું હોય, [सः] તે [स्वभावगुणः] સ્વભાવગુણવાળું [भवेत्] છે;
[विभावगुणः] વિભાવગુણવાળાને [जिनसमये] જિનસમયમાં [सर्वप्रकटत्वम्] સર્વપ્રગટ (સર્વ
पंचमभावेन परमस्वभावत्वादात्मपरिणतेरात्मैवादिः, मध्यो हि आत्मपरिणतेरात्मैव, अंतोपि
स्वस्यात्मैव परमाणुः
अतः न चेन्द्रियज्ञानगोचरत्वाद् अनिलानलादिभिरविनश्वरत्वादविभागी
हे शिष्य स परमाणुरिति त्वं तं जानीहि
(अनुष्टुभ्)
अप्यात्मनि स्थितिं बुद्ध्वा पुद्गलस्य जडात्मनः
सिद्धास्ते किं न तिष्ठंति स्वस्वरूपे चिदात्मनि ।।४०।।
एयरसरूवगंधं दोफासं तं हवे सहावगुणं
विहावगुणमिदि भणिदं जिणसमये सव्वपयडत्तं ।।२७।।
एकरसरूपगंधः द्विस्पर्शः स भवेत्स्वभावगुणः
विभावगुण इति भणितो जिनसमये सर्वप्रकटत्वम् ।।२७।।
૧. સમય = સિદ્ધાંત; શાસ્ત્ર; શાસન; દર્શન; મત.
૫૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 57 of 380
PDF/HTML Page 86 of 409
single page version

ઇન્દ્રિયોથી ગ્રાહ્ય) [इति भणितः] કહેલ છે.
ટીકાઃઆ, સ્વભાવપુદ્ગલના સ્વરૂપનું કથન છે.
તીખો, કડવો, કષાયલો, ખાટો અને મીઠો એ પાંચ રસોમાંનો એક રસ; ધોળો, પીળો,
લીલો, રાતો અને કાળો એ (પાંચ) વર્ણોમાંનો એક વર્ણ; સુગંધ અને દુર્ગંધમાંની એક ગંધ;
કઠોર, કોમળ, ભારે, હળવો, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણો) અને રૂક્ષ (લૂખો) એ આઠ
સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના અવિરુદ્ધ બે સ્પર્શ; આ, જિનોના મતમાં પરમાણુના
સ્વભાવગુણો છે. વિભાવપુદ્ગલ વિભાવગુણાત્મક હોય છે. આ
દ્વિ-અણુકાદિસ્કંધરૂપ
વિભાવપુદ્ગલના વિભાવગુણો સકળ ઇન્દ્રિયસમૂહ વડે ગ્રાહ્ય (જણાવાયોગ્ય) છે.આમ (આ
ગાથાનો) અર્થ છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસમયમાં (૮૧મી
ગાથા દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો અને બે સ્પર્શવાળો
તે પરમાણુ શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે (અર્થાત
સદાય સર્વથી ભિન્ન, શુદ્ધ એક દ્રવ્ય છે).’’
વળી માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
स्वभावपुद्गलस्वरूपाख्यानमेतत
तिक्त कटुककषायाम्लमधुराभिधानेषु पंचसु रसेष्वेकरसः, श्वेतपीतहरितारुण-
कृष्णवर्णेष्वेकवर्णः, सुगन्धदुर्गन्धयोरेकगंधः, कर्कशमृदुगुरुलघुशीतोष्णस्निग्धरूक्षाभिधाना-
मष्टानामन्त्यचतुःस्पर्शाविरोधस्पर्शनद्वयम्; एते परमाणोः स्वभावगुणाः जिनानां मते
विभावगुणात्मको विभावपुद्गलः अस्य द्वयणुकादिस्कंधरूपस्य विभावगुणाः सकल-
करणग्रामग्राह्या इत्यर्थः
तथा चोक्तं पंचास्तिकायसमये
‘‘एयरसवण्णगंधं दोफासं सद्दकारणमसद्दं
खंधंतरिदं दव्वं परमाणुं तं वियाणाहि ।।’’
उक्तं च मार्गप्रकाशे
૧. બે પરમાણુઓથી માંડીને અનંત પરમાણુઓનો બનેલો સ્કંધ તે વિભાવપુદ્ગલ છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૫૭

Page 58 of 380
PDF/HTML Page 87 of 409
single page version

‘‘[શ્લોકાર્થઃ] પરમાણુને આઠ પ્રકારના સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના બે
સ્પર્શ, એક વર્ણ, એક ગંધ અને એક રસ સમજવાં, અન્ય નહિ.’’
વળી (૨૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા ભવ્યજનોને
શુદ્ધ આત્માની ભાવનાનો ઉપદેશ કરે છે)ઃ
[શ્લોકાર્થઃ] જો પરમાણુ એકવર્ણાદિરૂપ પ્રકાશતા (જણાતા) નિજગુણસમૂહમાં છે,
તો તેમાં મારી (કાંઈ) કાર્યસિદ્ધિ નથી, (અર્થાત્ પરમાણુ તો એક વર્ણ, એક ગંધ વગેરે
પોતાના ગુણોમાં જ છે, તો પછી તેમાં મારું કાંઈ કાર્ય સિદ્ધ થતું નથી);આમ નિજ હૃદયમાં
માનીને પરમ સુખપદનો અર્થી ભવ્યસમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. ૪૧.
પરિણામ પરનિરપેક્ષ તેહ સ્વભાવપર્યય જાણવો;
પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવપર્યય જાણવો. ૨૮.
અન્વયાર્થઃ[अन्यनिरपेक्षः] અન્યનિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાનો) [यः
परिणामः] જે પરિણામ [सः] તે [स्वभावपर्यायः] સ્વભાવપર્યાય છે [पुनः] અને
(अनुष्टुभ्)
‘‘वसुधान्त्यचतुःस्पर्शेषु चिन्त्यं स्पर्शनद्वयम्
वर्णो गन्धो रसश्चैकः परमाणोः न चेतरे ।।’’
तथा हि
(मालिनी)
अथ सति परमाणोरेकवर्णादिभास्व-
न्निजगुणनिचयेऽस्मिन् नास्ति मे कार्यसिद्धिः
इति निजहृदि मत्त्वा शुद्धमात्मानमेकम्
परमसुखपदार्थी भावयेद्भव्यलोकः
।।४१।।
अण्णणिरावेक्खो जो परिणामो सो सहावपज्जाओ
खंधसरूवेण पुणो परिणामो सो विहावपज्जाओ ।।२८।।
अन्यनिरपेक्षो यः परिणामः स स्वभावपर्यायः
स्कंधस्वरूपेण पुनः परिणामः स विभावपर्यायः ।।२८।।
૫૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 59 of 380
PDF/HTML Page 88 of 409
single page version

[स्कंधस्वरूपेण परिणामः] સ્કંધરૂપે પરિણામ [सः] તે [विभावपर्यायः] વિભાવપર્યાય છે.
ટીકાઃઆ, પુદ્ગલપર્યાયના સ્વરૂપનું કથન છે.
પરમાણુપર્યાય પુદ્ગલનો શુદ્ધપર્યાય છેકે જે પરમપારિણામિકભાવસ્વરૂપ છે, વસ્તુમાં
થતી છ પ્રકારની હાનિવૃદ્ધિરૂપ છે, અતિસૂક્ષ્મ છે, અર્થપર્યાયાત્મક છે અને સાદિ-સાન્ત હોવા
છતાં પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાને લીધે શુદ્ધસદ્ભૂતવ્યવહારનયાત્મક છે અથવા એક સમયમાં
પણ ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક હોવાથી સૂક્ષ્મૠજુસૂત્રનયાત્મક છે.
સ્કંધપર્યાય સ્વજાતીય બંધરૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે.
[હવે ટીકાકાર મુનિરાજ ૨૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] (પરમાણુ) પરપરિણતિથી દૂર શુદ્ધપર્યાયરૂપ હોવાથી પરમાણુને
સ્કંધપર્યાયરૂપ શબ્દ હોતો નથી; જેમ ભગવાન જિનનાથમાં કામદેવની વાર્તા હોતી નથી, તેમ
પરમાણુ પણ સદા અશબ્દ જ હોય છે (અર્થાત
્ પરમાણુને પણ કદી શબ્દ હોતો નથી). ૪૨.
પરમાણુને ‘પુદ્ગલદરવ’ વ્યપદેશ છે નિશ્ચય થકી;
ને સ્કંધને ‘પુદ્ગલદરવ’ વ્યપદેશ છે વ્યવહારથી. ૨૯.
पुद्गलपर्यायस्वरूपाख्यानमेतत
परमाणुपर्यायः पुद्गलस्य शुद्धपर्यायः परमपारिणामिकभावलक्षणः वस्तुगतषट्प्रकार-
हानिवृद्धिरूपः अतिसूक्ष्मः अर्थपर्यायात्मकः सादिसनिधनोऽपि परद्रव्यनिरपेक्षत्वाच्छुद्धसद्भूत-
व्यवहारनयात्मकः
अथवा हि एकस्मिन् समयेऽप्युत्पादव्ययध्रौव्यात्मकत्वात्सूक्ष्मऋजुसूत्र-
नयात्मकः स्कन्धपर्यायः स्वजातीयबन्धलक्षणलक्षितत्वादशुद्ध इति
(मालिनी)
परपरिणतिदूरे शुद्धपर्यायरूपे
सति न च परमाणोः स्कन्धपर्यायशब्दः
भगवति जिननाथे पंचबाणस्य वार्ता
न च भवति यथेयं सोऽपि नित्यं तथैव
।।४२।।
पोग्गलदव्वं उच्चइ परमाणू णिच्छएण इदरेण
पोग्गलदव्वो त्ति पुणो ववदेसो होदि खंधस्स ।।9।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૫૯

Page 60 of 380
PDF/HTML Page 89 of 409
single page version

અન્વયાર્થઃ[निश्चयेन] નિશ્ચયથી [परमाणुः] પરમાણુને [पुद्गलद्रव्यम्] ‘પુદ્ગલદ્રવ્ય’
[उच्यते] કહેવાય છે [पुनः] અને [इतरेण] વ્યવહારથી [स्कन्धस्य] સ્કંધને [पुद्गलद्रव्यम् इति
व्यपदेशः] ‘પુદ્ગલદ્રવ્ય’ એવું નામ [भवति] હોય છે.
ટીકાઃઆ, પુદ્ગલદ્રવ્યના કથનનો ઉપસંહાર છે.
શુદ્ધનિશ્ચયનયથી સ્વભાવશુદ્ધપર્યાયાત્મક પરમાણુને જ ‘પુદ્ગલદ્રવ્ય’ એવું નામ હોય
છે. અન્ય એવા વ્યવહારનયથી વિભાવપર્યાયાત્મક સ્કંધપુદ્ગલોને પુદ્ગલપણું ઉપચાર દ્વારા
સિદ્ધ થાય છે.
[હવે ૨૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] એ રીતે જિનપતિના માર્ગ દ્વારા તત્ત્વાર્થસમૂહને જાણીને પર એવાં
સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો; અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે પરવિરહિત
(પરથી રહિત) ચિત્ચમત્કારમાત્ર પરમતત્ત્વને ભજો. ૪૩.
[શ્લોકાર્થઃ] પુદ્ગલ અચેતન છે અને જીવ ચેતન છે એવી જે કલ્પના તે પણ
पुद्गलद्रव्यमुच्यते परमाणुर्निश्चयेन इतरेण
पुद्गलद्रव्यमिति पुनः व्यपदेशो भवति स्कन्धस्य ।।9।।
पुद्गलद्रव्यव्याख्यानोपसंहारोऽयम्
स्वभावशुद्धपर्यायात्मकस्य परमाणोरेव पुद्गलद्रव्यव्यपदेशः शुद्धनिश्चयेन इतरेण
व्यवहारनयेन विभावपर्यायात्मनां स्कन्धपुद्गलानां पुद्गलत्वमुपचारतः सिद्धं भवति
(मालिनी)
इति जिनपतिमार्गाद् बुद्धतत्त्वार्थजातः
त्यजतु परमशेषं चेतनाचेतनं च
भजतु परमतत्त्वं चिच्चमत्कारमात्रं
परविरहितमन्तर्निर्विकल्पे समाधौ
।।४३।।
(अनुष्टुभ्)
पुद्गलोऽचेतनो जीवश्चेतनश्चेति कल्पना
साऽपि प्राथमिकानां स्यान्न स्यान्निष्पन्नयोगिनाम् ।।४४।।
૬૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 61 of 380
PDF/HTML Page 90 of 409
single page version

(उपेन्द्रवज्रा)
अचेतने पुद्गलकायकेऽस्मिन्
सचेतने वा परमात्मतत्त्वे
न रोषभावो न च रागभावो
भवेदियं शुद्धदशा यतीनाम्
।।४५।।
गमणणिमित्तं धम्ममधम्मं ठिदि जीवपोग्गलाणं च
अवगहणं आयासं जीवादीसव्वदव्वाणं ।।३०।।
गमननिमित्तो धर्मोऽधर्मः स्थितेः जीवपुद्गलानां च
अवगाहनस्याकाशं जीवादिसर्वद्रव्याणाम् ।।३०।।
धर्माधर्माकाशानां संक्षेपोक्ति रियम्
अयं धर्मास्तिकायः स्वयं गतिक्रियारहितः दीर्घिकोदकवत स्वभावगति-
क्रियापरिणतस्यायोगिनः पंचह्रस्वाक्षरोच्चारणमात्रस्थितस्य भगवतः सिद्धनामधेययोग्यस्य
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૬૧
પ્રાથમિકોને (પ્રથમ ભૂમિકાવાળાઓને) હોય છે, નિષ્પન્ન યોગીઓને હોતી નથી (અર્થાત
જેમને યોગ પરિપકવ થયો છે તેમને હોતી નથી). ૪૪.
[શ્લોકાર્થઃ] (શુદ્ધ દશાવાળા યતિઓને) આ અચેતન પુદ્ગલકાયમાં દ્વેષભાવ
હોતો નથી કે સચેતન પરમાત્મતત્ત્વમાં રાગભાવ હોતો નથી;આવી શુદ્ધ દશા યતિઓની
હોય છે. ૪૫.
જીવ-પુદ્ગલોને ગમન-સ્થાનનિમિત્ત ધર્મ-અધર્મ છે;
જીવાદિ સર્વ પદાર્થને અવગાહહેતુ આભ છે. ૩૦.
અન્વયાર્થઃ[धर्मः] ધર્મ [जीवपुद्गलानां] જીવ-પુદ્ગલોને [गमननिमित्तः] ગમનનું
નિમિત્ત છે [च] અને [अधर्मः] અધર્મ [स्थितेः] (તેમને) સ્થિતિનું નિમિત્ત છે; [आकाशं]
આકાશ [जीवादिसर्वद्रव्याणाम्] જીવાદિ સર્વ દ્રવ્યોને [अवगाहनस्य] અવગાહનનું નિમિત્ત છે.
ટીકાઃઆ, ધર્મ-અધર્મઆકાશનું સંક્ષિપ્ત કથન છે.
આ ધર્માસ્તિકાય, વાવના પાણીની માફક, પોતે ગતિક્રિયારહિત છે. માત્ર (અ, ઇ,
ઉ, ૠ,
ऌृએવા) પાંચ હ્રસ્વ અક્ષરના ઉચ્ચારણ જેટલી જેમની સ્થિતિ છે, જેઓ ‘સિદ્ધ’

Page 62 of 380
PDF/HTML Page 91 of 409
single page version

નામને યોગ્ય છે, જેઓ છ અપક્રમથી વિમુક્ત છે, જેઓ મુક્તિરૂપી સુલોચનાનાં લોચનનો
વિષય છે (અર્થાત
્ જેમને મુક્તિરૂપી સુંદરી પ્રેમથી નિહાળે છે), જેઓ ત્રિલોકરૂપી
શિખરીના શિખર છે, જેમણે સમસ્ત ક્લેશના ઘરરૂપ પંચવિધ સંસારને (દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ, ભવ અને ભાવના પરાવર્તનરૂપ પાંચ પ્રકારના સંસારને) દૂર કર્યો છે અને જેઓ
પંચમગતિના સીમાડે છે
એવા અયોગી ભગવાનને સ્વભાવગતિક્રિયારૂપે પરિણમતાં
*સ્વભાવગતિક્રિયાનો હેતુ ધર્મ છે. વળી છ અપક્રમથી યુક્ત એવા સંસારીઓને તે (ધર્મ)
*વિભાવગતિક્રિયાનો હેતુ છે. જેમ પાણી માછલાંને ગમનનું કારણ છે, તેમ તે ધર્મ તે
જીવ-પુદ્ગલોને ગમનનું કારણ (નિમિત્ત) છે. તે ધર્મ અમૂર્ત, આઠ સ્પર્શ રહિત, તેમ જ
પાંચ વર્ણ, પાંચ રસ અને બે ગંધ વિનાનો, અગુરુલઘુત્વાદિ ગુણોના આધારભૂત, લોકમાત્ર
આકારવાળો (
લોકપ્રમાણ આકારવાળો), અખંડ એક પદાર્થ છે. ‘‘સહભાવી ગુણો છે
અને ક્રમવર્તી પર્યાયો છે’’ એવું (શાસ્ત્રનું) વચન હોવાથી ગતિના હેતુભૂત આ ધર્મદ્રવ્યને
શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો હોય છે.
અધર્મદ્રવ્યનો વિશેષગુણ સ્થિતિહેતુત્વ છે. આ અધર્મદ્રવ્યના (બાકીના) ગુણ-પર્યાયો
જેવા તે ધર્માસ્તિકાયના (બાકીના) સર્વ ગુણ-પર્યાયો હોય છે.
આકાશનો, અવકાશદાનરૂપ લક્ષણ જ વિશેષગુણ છે. ધર્મ અને અધર્મના બાકીના
ગુણો આકાશના બાકીના ગુણો જેવા પણ છે.
षट्कापक्रमविमुक्त स्य मुक्ति वामलोचनालोचनगोचरस्य त्रिलोकशिखरिशेखरस्य अप-
हस्तितसमस्तक्लेशावासपंचविधसंसारस्य पंचमगतिप्रान्तस्य स्वभावगतिक्रियाहेतुः धर्मः, अपि
च षट्कापक्रमयुक्तानां संसारिणां विभावगतिक्रियाहेतुश्च
यथोदकं पाठीनानां गमनकारणं
तथा तेषां जीवपुद्गलानां गमनकारणं स धर्मः सोऽयममूर्तः अष्टस्पर्शनविनिर्मुक्त :
वर्णरसपंचकगंधद्वितयविनिर्मुक्त श्च अगुरुकलघुत्वादिगुणाधारः लोकमात्राकारः अखण्डैक-
पदार्थः
सहभुवोः गुणाः, क्रमवर्तिनः पर्यायाश्चेति वचनादस्य गतिहेतोर्धर्मद्रव्यस्य
शुद्धगुणाः शुद्धपर्याया भवन्ति अधर्मद्रव्यस्य स्थितिहेतुर्विशेषगुणः अस्यैव तस्य
धर्मास्तिकायस्य गुणपर्यायाः सर्वे भवन्ति आकाशस्यावकाशदानलक्षणमेव विशेषगुणः
इतरे धर्माधर्मयोर्गुणाः स्वस्यापि सद्रशा इत्यर्थः लोकाकाशधर्माधर्माणां समानप्रमाणत्वे
શિખરી = શિખરવંત; પર્વત.
*સ્વભાવગતિક્રિયા તથા વિભાવગતિક્રિયાના અર્થ માટે ૨૨મું પાનું જુઓ.
૬૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 63 of 380
PDF/HTML Page 92 of 409
single page version

આ પ્રમાણે (આ ગાથાનો) અર્થ છે.
(અહીં એમ ખ્યાલમાં રાખવું કે) લોકાકાશ, ધર્મ અને અધર્મ સરખા પ્રમાણવાળાં
હોવાથી કાંઈ અલોકાકાશને ટૂંકાપણુંનાનાપણું નથી (અલોકાકાશ તો અનંત છે.)
[હવે ૩૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] અહીં એમ આશય છે કેજે (દ્રવ્ય) ગમનનું નિમિત્ત છે, જે (દ્રવ્ય)
સ્થિતિનું કારણ છે, વળી બીજું જે (દ્રવ્ય) સર્વને સ્થાન દેવામાં પ્રવીણ છે, તે બધાંને સમ્યક્
દ્રવ્યરૂપે અવલોકીને (
યથાર્થપણે સ્વતંત્ર દ્રવ્યો તરીકે સમજીને) ભવ્યસમૂહ સર્વદા નિજ
તત્ત્વમાં પ્રવેશો. ૪૬.
આવલિસમયના ભેદથી બે ભેદ વા ત્રણ ભેદ છે;
સંસ્થાનથી સંખ્યાતગુણ આવલિપ્રમાણ અતીત છે. ૩૧.
અન્વયાર્થઃ[समयावलिभेदेन तु] સમય અને આવલિના ભેદથી [द्विविकल्पः]
વ્યવહારકાળના બે ભેદ છે [अथवा] અથવા [त्रिविकल्पः भवति] (ભૂત, વર્તમાન અને
ભવિષ્યના ભેદથી) ત્રણ ભેદ છે. [अतीतः] અતીત કાળ [संख्यातावलिहतसंस्थानप्रमाणः तु]
(અતીત) સંસ્થાનોના અને સંખ્યાત આવલિના ગુણાકાર જેટલો છે.
सति न ह्यलोकाकाशस्य ह्रस्वत्वमिति
(मालिनी)
इह गमननिमित्तं यत्स्थितेः कारणं वा
यदपरमखिलानां स्थानदानप्रवीणम्
तदखिलमवलोक्य द्रव्यरूपेण सम्यक्
प्रविशतु निजतत्त्वं सर्वदा भव्यलोकः
।।४६।।
समयावलिभेदेण दु दुवियप्पं अहव होइ तिवियप्पं
तीदो संखेज्जावलिहदसंठाणप्पमाणं तु ।।३१।।
समयावलिभेदेन तु द्विविकल्पोऽथवा भवति त्रिविकल्पः
अतीतः संख्यातावलिहतसंस्थानप्रमाणस्तु ।।३१।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૬૩

Page 64 of 380
PDF/HTML Page 93 of 409
single page version

ટીકાઃઆ, વ્યવહારકાળના સ્વરૂપનું અને તેના વિવિધ ભેદોનું કથન છે.
એક આકાશપ્રદેશે જે પરમાણુ રહેલો હોય તેને બીજો પરમાણુ મંદ ગતિથી ઓળંગે
તેટલો કાળ તે સમયરૂપ વ્યવહારકાળ છે. એવા અસંખ્ય સમયોનો નિમેષ થાય છે, અથવા
આંખ વિંચાય તેટલો કાળ તે નિમેષ છે. આઠ નિમેષની કાષ્ઠા થાય છે. સોળ કાષ્ઠાની કળા,
બત્રીશ કળાની ઘડી, સાઠ ઘડીનું અહોરાત્ર, ત્રીશ અહોરાત્રનો માસ, બે માસની ૠતુ, ત્રણ
ૠતુનું અયન અને બે અયનનું વર્ષ થાય છે. આમ આવલિ આદિ વ્યવહારકાળનો ક્રમ છે.
આ પ્રમાણે વ્યવહારકાળ સમય અને આવલિના ભેદથી બે પ્રકારે છે અથવા અતીત, અનાગત
અને વર્તમાનના ભેદથી ત્રણ પ્રકારે છે.
આ (નીચે પ્રમાણે), અતીત કાળનો વિસ્તાર કહેવામાં આવે છેઃ અતીત સિદ્ધોને
સિદ્ધપર્યાયના પ્રાદુર્ભાવસમયથી પહેલાં વીતેલો જે આવલિ આદિ વ્યવહારકાળ તે, તેમને
સંસાર-અવસ્થામાં જેટલાં સંસ્થાનો વીતી ગયાં તેમના જેટલો હોવાથી અનંત છે. (અનાગત
સિદ્ધોને મુક્તિ થતાં સુધીનો) અનાગત કાળ પણ અનાગત સિદ્ધોનાં જે મુક્તિપર્યંત અનાગત
व्यवहारकालस्वरूपविविधविकल्पकथनमिदम्
एकस्मिन्नभःप्रदेशे यः परमाणुस्तिष्ठति तमन्यः परमाणुर्मन्दचलनाल्लंघयति स
समयो व्यवहारकालः ताद्रशैरसंख्यातसमयैः निमिषः, अथवा नयनपुटघटनायत्तो
निमेषः निमेषाष्टकैः काष्ठा षोडशभिः काष्ठाभिः कला द्वात्रिंशत्कलाभिर्घटिका
षष्टिनालिकमहोरात्रम् त्रिंशदहोरात्रैर्मासः द्वाभ्याम् मासाभ्याम् ऋतुः ऋतु-
भिस्त्रिभिरयनम् अयनद्वयेन संवत्सरः इत्यावल्यादिव्यवहारकालक्रमः इत्थं समया-
वलिभेदेन द्विधा भवति, अतीतानागतवर्तमानभेदात् त्रिधा वा अतीतकालप्रपंचो-
ऽयमुच्यतेअतीतसिद्धानां सिद्धपर्यायप्रादुर्भावसमयात् पुरागतो ह्यावल्यादिव्यवहारकालः स
कालस्यैषां संसारावस्थायां यानि संस्थानानि गतानि तैः सद्रशत्वादनन्तः
अनागतकालोऽप्यनागतसिद्धानामनागतशरीराणि यानि तैः सद्रश इत्यामुक्ते : मुक्ते :
૧. પ્રાદુર્ભાવ = પ્રગટ થવું તે; ઉત્પન્ન થવું તે.
૨. સિદ્ધભગવાનને અનંત શરીરો વીતી ગયાં; તે શરીરો કરતાં સંખ્યાતગુણી આવલિઓ વીતી ગઈ.
માટે અતીત શરીરો પણ અનંત છે અને અતીત કાળ પણ અનંત છે. અતીત શરીરો કરતાં અતીત
આવલિઓ સંખ્યાતગુણી હોવા છતાં બન્ને અનંત હોવાથી બન્નેને અનંતપણાની અપેક્ષાએ સરખાં
કહ્યાં છે.
૬૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 65 of 380
PDF/HTML Page 94 of 409
single page version

શરીરો તેમના જેટલો છે.
આમ (આ ગાથાનો) અર્થ છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસમયમાં (૨૫મી
ગાથા દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિનરાત, માસ, ૠતુ, અયન અને
વર્ષએ રીતે પરાશ્રિત કાળ (જેમાં પરની અપેક્ષા આવે છે એવો વ્યવહારકાળ) છે.’’
વળી (૩૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિનરાત વગેરે ભેદોથી આ કાળ
(વ્યવહારકાળ) ઉત્પન્ન થાય છે; પરંતુ શુદ્ધ એક નિજ નિરુપમ તત્ત્વને છોડીને, તે કાળથી
મને કાંઈ ફળ નથી. ૪૭.
જીવોથી ને પુદ્ગલથી પણ સમયો અનંતગુણા કહ્યા;
તે કાળ છે પરમાર્થ, જે છે સ્થિત લોકાકાશમાં. ૩૨.
सकाशादित्यर्थः
तथा चोक्तं पंचास्तिकायसमये
‘‘समओ णिमिसो कट्ठा कला य णाली तदो दिवारत्ती
मासोदुअयणसंवच्छरो त्ति कालो परायत्तो ।।’’
तथा हि
(मालिनी)
समयनिमिषकाष्ठा सत्कलानाडिकाद्याद्
दिवसरजनिभेदाज्जायते काल एषः
न च भवति फलं मे तेन कालेन किंचिद्
निजनिरुपमतत्त्वं शुद्धमेकं विहाय
।।४७।।
जीवादु पोग्गलादो णंतगुणा चावि संपदा समया
लोयायासे संति य परमट्ठो सो हवे कालो ।।३२।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૬૫

Page 66 of 380
PDF/HTML Page 95 of 409
single page version

અન્વયાર્થઃ[संप्रति] હવે, [जीवात्] જીવથી [पुद्गलतः च अपि] તેમ જ પુદ્ગલથી
પણ [अनंतगुणाः] અનંતગુણા [समयाः] સમયો છે; [च] અને [लोकाकाशे संति] જે
(કાલાણુઓ) લોકાકાશમાં છે, [सः] તે [परमार्थः कालः भवेत्] પરમાર્થ કાળ છે.
ટીકાઃઆ, મુખ્ય કાળના સ્વરૂપનું કથન છે.
જીવરાશિથી અને પુદ્ગલરાશિથી અનંતગુણા છે. કોણ? સમયો. કાલાણુઓ
લોકાકાશના પ્રદેશોમાં પૃથક્ પૃથક્ રહેલા છે, તે કાળ પરમાર્થ છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૩૮મી ગાથા
દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] કાળ તો અપ્રદેશી છે. પ્રદેશમાત્ર પુદ્ગલ-પરમાણુ આકાશદ્રવ્યના
પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે અર્થાત્ નિમિત્તભૂતપણે પરિણમે
છે.’’
આમાં (આ પ્રવચનસારની ગાથામાં) પણ ‘સમય’ શબ્દથી મુખ્યકાલાણુનું સ્વરૂપ
કહ્યું છે.
વળી અન્યત્ર (આચાર્યવર શ્રીનેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્દ્રવ્યસંગ્રહમાં ૨૨મી
ગાથા દ્વારા) કહ્યું છે કેઃ
जीवात् पुद्गलतोऽनंतगुणाश्चापि संप्रति समयाः
लोकाकाशे संति च परमार्थः स भवेत्कालः ।।३२।।
मुख्यकालस्वरूपाख्यानमेतत
जीवराशेः पुद्गलराशेः सकाशादनन्तगुणाः के ते ? समयाः कालाणवः लोका-
काशप्रदेशेषु पृथक् पृथक् तिष्ठन्ति, स कालः परमार्थ इति
तथा चोक्तं प्रवचनसारे
‘‘समओ दु अप्पदेसो पदेसमेत्तस्स दव्वजादस्स
वदिवददो सो वट्टदि पदेसमागासदव्वस्स ।।’’
अस्यापि समयशब्देन मुख्यकालाणुस्वरूपमुक्त म्
अन्यच्च
૬૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 67 of 380
PDF/HTML Page 96 of 409
single page version

‘‘[ગાથાર્થઃ] લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાલાણુ રત્નોના રાશિની
માફક ખરેખર સ્થિત છે, તે કાલાણુઓ અસંખ્ય દ્રવ્યો છે.’’
વળી માર્ગપ્રકાશમાં પણ (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] કાળના અભાવમાં, પદાર્થોનું પરિણમન ન હોય; અને
પરિણમન ન હોય તો, દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય; એ રીતે સર્વના
અભાવનો (શૂન્યનો) પ્રસંગ આવે.’’
વળી (૩૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે
છે)ઃ
[શ્લોકાર્થઃ] કુંભારના ચક્રની માફક (અર્થાત્ જેમ ઘડો થવામાં કુંભારનો ચાકડો
નિમિત્ત છે તેમ), આ પરમાર્થકાળ (પાંચ અસ્તિકાયોની) વર્તનાનું નિમિત્ત છે. એના વિના,
પાંચ અસ્તિકાયોને વર્તના (
પરિણમન) હોઈ શકે નહિ. ૪૮.
[શ્લોકાર્થઃ] સિદ્ધાંતપદ્ધતિથી (શાસ્ત્રપરંપરાથી) સિદ્ધ એવાં જીવરાશિ, પુદ્ગલ-
‘‘लोयायासपदेसे एक्केक्के जे ट्ठिया हु एक्केक्का
रयणाणं रासी इव ते कालाणू असंखदव्वाणि ।।’’
उक्तं च मार्गप्रकाशे
(अनुष्टुभ्)
‘‘कालाभावे न भावानां परिणामस्तदंतरात
न द्रव्यं नापि पर्यायः सर्वाभावः प्रसज्यते ।।’’
तथा हि
(अनुष्टुभ्)
वर्तनाहेतुरेषः स्यात् कुम्भकृच्चक्रमेव तत
पंचानामस्तिकायानां नान्यथा वर्तना भवेत।।४८।।
(अनुष्टुभ्)
प्रतीतिगोचराः सर्वे जीवपुद्गलराशयः
धर्माधर्मनभः कालाः सिद्धाः सिद्धान्तपद्धतेः ।।9।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૬૭

Page 68 of 380
PDF/HTML Page 97 of 409
single page version

રાશિ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ બધાંય પ્રતીતિગોચર છે (અર્થાત્ છ યે દ્રવ્યોની પ્રતીતિ
થઈ શકે છે). ૪૯.
જીવપુદ્ગલાદિ પદાર્થને પરિણમનકારણ કાળ છે;
ધર્માદિ ચાર સ્વભાવગુણપર્યાયવંત પદાર્થ છે. ૩૩.
અન્વયાર્થઃ[जीवादिद्रव्याणाम्] જીવાદિ દ્રવ્યોને [परिवर्तनकारणम्] પરિવર્તનનું કારણ
(વર્તનાનું નિમિત્ત) [कालः भवेत्] કાળ છે. [धर्मादिचतुर्णां] ધર્માદિ ચાર દ્રવ્યોને
[स्वभावगुणपर्यायाः] સ્વભાવગુણપર્યાયો [भवंति] હોય છે.
ટીકાઃઆ, કાળાદિ શુદ્ધ અમૂર્ત અચેતન દ્રવ્યોના સ્વભાવગુણપર્યાયોનું કથન
છે.
મુખ્યકાળદ્રવ્ય, જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશની (પાંચ અસ્તિકાયોની)
પર્યાયપરિણતિનો હેતુ હોવાથી તેનું લિંગ પરિવર્તન છે (અર્થાત્ કાળદ્રવ્યનું લક્ષણ
વર્તનાહેતુત્વ છે) એમ અહીં કહ્યું છે.
હવે (બીજી વાત એ કે), ધર્મ, અધર્મ, આકાશ અને કાળને સ્વજાતીય કે
વિજાતીય બંધનો સંબંધ નહિ હોવાથી તેમને વિભાવગુણપર્યાયો હોતા નથી, પરંતુ
સ્વભાવગુણપર્યાયો હોય છે
એમ અર્થ છે. તે સ્વભાવગુણપર્યાયોનું પૂર્વે પ્રતિપાદન
કરવામાં આવ્યું છે તેથી જ અહીં સંક્ષેપથી સૂચન કરવામાં આવ્યું છે.
जीवादीदव्वाणं परिवट्टणकारणं हवे कालो
धम्मादिचउण्हं णं सहावगुणपज्जया होंति ।।३३।।
जीवादिद्रव्याणां परिवर्तनकारणं भवेत्कालः
धर्मादिचतुर्णां स्वभावगुणपर्याया भवंति ।।३३।।
कालादिशुद्धामूर्ताचेतनद्रव्याणां स्वभावगुणपर्यायाख्यानमेतत
इह हि मुख्यकालद्रव्यं जीवपुद्गलधर्माधर्माकाशानां पर्यायपरिणतिहेतुत्वात् परि-
वर्तनलिङ्गमित्युक्त म् अथ धर्माधर्माकाशकालानां स्वजातीयविजातीयबंधसम्बन्धाभावात
विभावगुणपर्यायाः न भवंति, अपि तु स्वभावगुणपर्याया भवंतीत्यर्थः ते गुणपर्यायाः पूर्वं
प्रतिपादिताः, अत एवात्र संक्षेपतः सूचिता इति
૬૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 69 of 380
PDF/HTML Page 98 of 409
single page version

[હવે ૩૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] એ રીતે ભવ્યોનાં કર્ણોને અમૃત એવું જે છ દ્રવ્યોનું અતિ રમ્ય
દેદીપ્યમાન (-સ્પષ્ટ) વિવરણ વિસ્તારથી કરવામાં આવ્યું, તે જિનમુનિઓના ચિત્તને પ્રમોદ
દેનારું ષટ્દ્રવ્યવિવરણ ભવ્ય જીવને સર્વદા ભવવિમુક્તિનું કારણ હો. ૫૦.
જિનસમયમાંહી કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે
તે અસ્તિકાય કહ્યા; અનેકપ્રદેશયુત તે કાય છે. ૩૪.
અન્વયાર્થઃ[कालं मुक्त्वा] કાળ છોડીને [एतानि षड्द्रव्याणि च] આ છ દ્રવ્યોને
(અર્થાત્ બાકીનાં પાંચ દ્રવ્યોને) [जिनसमये] જિનસમયમાં (જિનદર્શનમાં) [अस्तिकायाः इति]
‘અસ્તિકાય’ [निर्दिष्टाः] કહેવામાં આવ્યાં છે. [बहुप्रदेशत्वम्] બહુપ્રદેશીપણું [खलु कायाः] તે
કાયત્વ છે.
ટીકાઃઆ ગાથામાં કાળદ્રવ્ય સિવાય પૂર્વોક્ત દ્રવ્યો જ પંચાસ્તિકાય છે એમ કહ્યું
છે.
અહીં (આ વિશ્વમાં) કાળ દ્વિતીયાદિ પ્રદેશ રહિત (અર્થાત્ એક કરતાં વધારે
પ્રદેશો વિનાનો) છે, કારણ કે ‘समओ अप्पदेसो (કાળ અપ્રદેશી છે)’ એવું (શાસ્ત્રનું) વચન
(मालिनी)
इति विरचितमुच्चैर्द्रव्यषट्कस्य भास्वद्
विवरणमतिरम्यं भव्यकर्णामृतं यत
तदिह जिनमुनीनां दत्तचित्तप्रमोदं
भवतु भवविमुक्त्यै सर्वदा भव्यजन्तोः
।।५०।।
एदे छद्दव्वाणि य कालं मोत्तूण अत्थिकाय त्ति
णिद्दिट्ठा जिणसमये काया हु बहुप्पदेसत्तं ।।३४।।
एतानि षड्द्रव्याणि च कालं मुक्त्वास्तिकाया इति
निर्दिष्टा जिनसमये कायाः खलु बहुप्रदेशत्वम् ।।३४।।
अत्र कालद्रव्यमन्तरेण पूर्वोक्त द्रव्याण्येव पंचास्तिकाया भवंतीत्युक्त म्
इह हि द्वितीयादिप्रदेशरहितः कालः, ‘समओ अप्पदेसो’ इति वचनात
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૬૯

Page 70 of 380
PDF/HTML Page 99 of 409
single page version

છે. આને દ્રવ્યપણું જ છે, બાકીનાં પાંચને કાયપણું (પણ) છે જ.
બહુ પ્રદેશોના સમૂહવાળું હોય તે ‘કાય’ છે. ‘કાય’ કાય જેવાં (શરીર જેવાં
અર્થાત્ બહુપ્રદેશોવાળાં) હોય છે. અસ્તિકાયો પાંચ છે.
અસ્તિત્વ એટલે સત્તા. તે કેવી છે? મહાસત્તા અને અવાંતરસત્તાએમ સપ્રતિપક્ષ
છે. ત્યાં, સમસ્ત વસ્તુવિસ્તારમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત વસ્તુમાં વ્યાપનારી
તે અવાંતરસત્તા છે; સમસ્ત વ્યાપક રૂપમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત એક
રૂપમાં વ્યાપનારી તે અવાંતરસત્તા છે; અનંત પર્યાયોમાં વ્યાપનારી તે મહાસત્તા છે,
પ્રતિનિયત એક પર્યાયમાં વ્યાપનારી તે અવાંતરસત્તા છે. પદાર્થનો
अस्ति’ એવો ભાવ તે
અસ્તિત્વ છે.
આ અસ્તિત્વથી અને કાયત્વથી સહિત પાંચ અસ્તિકાયો છે. કાળદ્રવ્યને અસ્તિત્વ
જ છે, કાયત્વ નથી, કારણ કે કાયની માફક તેને બહુ પ્રદેશોનો અભાવ છે.
[હવે ૩૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] એ રીતે જિનમાર્ગરૂપી રત્નાકરમાંથી પૂર્વાચાર્યોએ પ્રીતિપૂર્વક
अस्य हि द्रव्यत्वमेव, इतरेषां पंचानां कायत्वमस्त्येव बहुप्रदेशप्रचयत्वात् कायः
काया इव कायाः पंचास्तिकायाः अस्तित्वं नाम सत्ता सा किंविशिष्टा ?
सप्रतिपक्षा, अवान्तरसत्ता महासत्तेति तत्र समस्तवस्तुविस्तरव्यापिनी महासत्ता,
प्रतिनियतवस्तुव्यापिनी ह्यवान्तरसत्ता समस्तव्यापकरूपव्यापिनी महासत्ता, प्रतिनियतैक-
रूपव्यापिनी ह्यवान्तरसत्ता अनन्तपर्यायव्यापिनी महासत्ता, प्रतिनियतैकपर्यायव्यापिनी
ह्यवान्तरसत्ता अस्तीत्यस्य भावः अस्तित्वम् अनेन अस्तित्वेन कायत्वेन सनाथाः
पंचास्तिकायाः कालद्रव्यस्यास्तित्वमेव, न कायत्वं, काया इव बहुप्रदेशाभावादिति
(आर्या)
इति जिनमार्गाम्भोधेरुद्धृता पूर्वसूरिभिः प्रीत्या
षड्द्रव्यरत्नमाला कंठाभरणाय भव्यानाम् ।।५१।।
૧. સપ્રતિપક્ષ = પ્રતિપક્ષ સહિત; વિરોધી સહિત. (મહાસત્તા અને અવાંતરસત્તા પરસ્પર વિરોધી છે.)
૨. પ્રતિનિયત = નિયત; નિશ્ચિત; અમુક જ.
૩.
अस्ति= છે (અસ્તિત્વ = હોવાપણું)
૭૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

Page 71 of 380
PDF/HTML Page 100 of 409
single page version

ષટ્દ્રવ્યરૂપી રત્નોની માળા ભવ્યોના કંઠના આભરણને અર્થે બહાર કાઢી છે. ૫૧.
અણસંખ્ય, સંખ્ય, અનંત હોય પ્રદેશ મૂર્તિક દ્રવ્યને,
અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ, અધર્મ તેમ જ જીવને; ૩૫.
અણસંખ્ય લોકાકાશમાંહી, અનંત જાણ અલોકને,
છે કાળ એકપ્રદેશી, તેથી ન કાળને કાયત્વ છે. ૩૬.
અન્વયાર્થઃ[मूर्तस्य] મૂર્ત દ્રવ્યને [संख्यातासंख्यातानंतप्रदेशाः] સંખ્યાત, અસંખ્યાત
અને અનંત પ્રદેશો [भवन्ति] હોય છે; [धर्माधर्मयोः] ધર્મ, અધર્મ [पुनः जीवस्य] તેમ જ
જીવને [खलु] ખરેખર [असंख्यातप्रदेशाः] અસંખ્યાત પ્રદેશો છે.
[लोकाकाशे] લોકાકાશને વિષે [तद्वत्] ધર્મ, અધર્મ તેમ જ જીવની માફક
(અસંખ્યાત પ્રદેશો) છે; [इतरस्य] બાકીનું જે અલોકાકાશ તેને [अनंताः देशाः] અનંત
પ્રદેશો [भवन्ति] છે. [कालस्य] કાળને [कायत्वं न] કાયપણું નથી, [यस्मात्] કારણ કે
[एकप्रदेशः] તે એકપ્રદેશી [भवेत्] છે.
ટીકાઃઆમાં છ દ્રવ્યોના પ્રદેશનું લક્ષણ અને તેના સંભવનો પ્રકાર કહેલ છે.
(અર્થાત્ આ ગાથામાં પ્રદેશનું લક્ષણ તેમ જ છ દ્રવ્યોને કેટલા કેટલા પ્રદેશ હોય છે તે
કહ્યું છે).
संखेज्जासंखेज्जाणंतपदेसा हवंति मुत्तस्स
धम्माधम्मस्स पुणो जीवस्स असंखदेसा हु ।।३५।।
लोयायासे तावं इदरस्स अणंतयं हवे देसा
कालस्स ण कायत्तं एयपदेसो हवे जम्हा ।।३६।।
संख्यातासंख्यातानंतप्रदेशा भवन्ति मूर्तस्य
धर्माधर्मयोः पुनर्जीवस्यासंख्यातप्रदेशाः खलु ।।३५।।
लोकाकाशे तद्वदितरस्यानंता भवन्ति देशाः
कालस्य न कायत्वं एकप्रदेशो भवेद्यस्मात।।३६।।
षण्णां द्रव्याणां प्रदेशलक्षणसंभवप्रकारकथनमिदम्
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૭૧