Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 55-60 (13. Rhushabha Stoatra),1 (14. Jinavar Stavan),2 (14. Jinavar Stavan),3 (14. Jinavar Stavan),4 (14. Jinavar Stavan),5 (14. Jinavar Stavan),6 (14. Jinavar Stavan),7 (14. Jinavar Stavan),8 (14. Jinavar Stavan),9 (14. Jinavar Stavan),10 (14. Jinavar Stavan),11 (14. Jinavar Stavan),12 (14. Jinavar Stavan),13 (14. Jinavar Stavan),14 (14. Jinavar Stavan),15 (14. Jinavar Stavan),16 (14. Jinavar Stavan),17 (14. Jinavar Stavan),18 (14. Jinavar Stavan),19 (14. Jinavar Stavan),20 (14. Jinavar Stavan),21 (14. Jinavar Stavan),22 (14. Jinavar Stavan),23 (14. Jinavar Stavan),24 (14. Jinavar Stavan),25 (14. Jinavar Stavan),26 (14. Jinavar Stavan),27 (14. Jinavar Stavan),28 (14. Jinavar Stavan),29 (14. Jinavar Stavan),30 (14. Jinavar Stavan),31 (14. Jinavar Stavan),32 (14. Jinavar Stavan),33 (14. Jinavar Stavan),34 (14. Jinavar Stavan),1 (15. Shrutdevata Stuti),2 (15. Shrutdevata Stuti),3 (15. Shrutdevata Stuti),4 (15. Shrutdevata Stuti),5 (15. Shrutdevata Stuti),6 (15. Shrutdevata Stuti),7 (15. Shrutdevata Stuti),8 (15. Shrutdevata Stuti),9 (15. Shrutdevata Stuti),10 (15. Shrutdevata Stuti),11 (15. Shrutdevata Stuti),12 (15. Shrutdevata Stuti),13 (15. Shrutdevata Stuti),14 (15. Shrutdevata Stuti),15 (15. Shrutdevata Stuti),16 (15. Shrutdevata Stuti),17 (15. Shrutdevata Stuti),18 (15. Shrutdevata Stuti),19 (15. Shrutdevata Stuti),20 (15. Shrutdevata Stuti),21 (15. Shrutdevata Stuti),22 (15. Shrutdevata Stuti),23 (15. Shrutdevata Stuti),24 (15. Shrutdevata Stuti),25 (15. Shrutdevata Stuti),26 (15. Shrutdevata Stuti); 14. Jinavar Stavan; 15. Shrutdevata Stuti.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 17 of 21

 

Page 295 of 378
PDF/HTML Page 321 of 404
single page version

background image
(आर्या )
णीसेसवत्थुसत्थे हेयमहेयं णिरूवमाणस्स
तं परमप्पा सारो सेसमसारं पलालं वा ।।५५।।
અનુવાદઃહે ભગવન્! સમસ્ત વસ્તુઓના સમૂહમાં આ હેય છે અને આ
ઉપાદેય છે, એવું નિરૂપણ કરનાર શાસ્ત્રનો સાર તમે પરમાત્મા જ છો, બાકી બધુ
પરાળ (પૂળા) સમાન નિઃસાર છે. ૫૫.
(आर्या )
धरइ परमाणुलीलं जग्गब्भे तिहुयणं पि तं पि णहं
अंतो णाणस्स तुह इयरस्स ण एरिसी महिमा ।।५६।।
અનુવાદઃહે સર્વજ્ઞ! જે આકાશના ગર્ભમાં ત્રણે ય લોક પરમાણુની લીલા
ધારણ કરે છે અર્થાત્ પરમાણુ સમાન જણાય છે, તે આકાશ પણ આપના જ્ઞાનમાં
પરમાણુ જેવું લાગે છે. આવો મહિમા બ્રહ્મા-વિષ્ણુ વગેરે કોઈ બીજાનો નથી. ૫૬.
(आर्या )
भुवणत्थुय थुणइ जइ जए सरस्सई संतयं तुहं तह वि
ण गुणंतं लहइ तहिं को तरइ जडो जणो अण्णो ।।५७।।
અનુવાદઃહે ભુવનસ્તુત! જો સંસારમાં તમારી સ્તુતિ સરસ્વતી પણ નિરંતર
કરે તો પણ તે જો તમારા ગુણોનો અંત પામતી નથી તો પછી બીજો ક્યો મૂર્ખ
મનુષ્ય તે ગુણસમુદ્રમાં તરી શકે? અર્થાત્ આપના સર્વ ગુણોની સ્તુતિ કોઈ પણ કરી
શકતું નથી. ૫૭.
(आर्या )
खयरि व्व संचरंती तिहुयणगुरु तुह गुणोहगयणम्मि
दूरं पि गया सुइरं कस्स गिरा पत्तपेरंता ।।५८।।
અનુવાદઃહે ત્રિભુવનપતે! આપના ગુણસમૂહરૂપ આકાશમાં પક્ષિણી
(અથવા વિદ્યાધરી) સમાન ચિરકાળથી સંચાર કરનારી કોઈની વાણીએ દૂર જઈને
પણ શું તેનો (આકાશનો, ગુણસમૂહનો) અંત મેળવ્યો છે? અભિપ્રાય એ છે કે જેમ

Page 296 of 378
PDF/HTML Page 322 of 404
single page version

background image
પક્ષી ચિરકાળ સુધી ગમન કરીને પણ આકાશનો અંત પામતું નથી તેવી જ રીતે
ચિરકાળ સુધી સ્તુતિ કરીને પણ કોઈની વાણી આપના ગુણોનો અંત પામી શકતી
નથી. ૫૮.
(आर्या )
जत्थ असक्को सक्को अणीसरो ईसरो फणीसो वि
तुह थोत्ते तत्थ कई अहममई तं खमिज्जासु ।।५९।।
અનુવાદઃહે ભગવન્! તમારા જે સ્તોત્રના વિષયમાં ઇન્દ્ર અશક્ત છે,
ઇશ્વર (મહાદેવ) અનીશ્વર (અસમર્થ) છે તથા ધરણેન્દ્ર પણ અસમર્થ છે; તે તારા
સ્તોત્રના વિષયમાં હું નિર્બુદ્ધિ કવિ (કેવી રીતે) સમર્થ થઈ શકું? અર્થાત્ થઈ શકું
નહિ. તેથી ક્ષમા કરો. ૫૯.
(आर्या )
तं भव्वपोमणंदी तेयणिही णेसरु व्व णिद्दोसो
मोहंधयारहरणे तुह पाया मम पसीयंतु ।।६०।।
અનુવાદઃહે જિન! તમે સૂર્ય સમાન પદ્મનન્દી અર્થાત્ ભવ્યજીવોરૂપ
કમળોને આનંદિત કરનાર, તેજના ભંડાર અને નિર્દોષ અર્થાત્ અજ્ઞાનાદિ દોષરહિત
(સૂર્યના પક્ષે
દોષો રહિત) છો. તમારા પાદ (ચરણ) સૂર્યના પાદ (કિરણો) સમાન
મારા મોહરૂપ અંધકારનો નાશ કરવામાં પ્રસન્ન થાવ. ૬૦.
આ રીતે ૠષભસ્તોત્ર સમાપ્ત થયું. ૧૩.

Page 297 of 378
PDF/HTML Page 323 of 404
single page version

background image
૧૪. જિનવર સ્તવન
[१४. जिनवरस्तवनम् ]
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर सहलीहूआइं मज्झ णयणाइं
चित्तं गत्त च लहुं अमिएण व सिंचियं जायं ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શન થતાં મારા નેત્ર સફળ થઈ ગયા તથા
મન અને શરીર તરત જ અમૃત સિંચાઈ ગયા હોય તેમ શાન્ત થઈ ગયા છે. ૧.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर दिट्ठिहरासेसमोहतिमिरेण
तह णट्ठं जइ दिट्ठं जहट्ठियं तं मए तच्चं ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શન થતાં દર્શનમાં બાધા પહોંચાડનાર
સમસ્ત મોહ (દર્શનમોહ) રૂપ અંધકાર એવી રીતે નષ્ટ થઈ ગયો છે કે જેથી મેં
જેવું છે તેવું તત્ત્વ જોઈ લીધું છે
સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લીધું છે. ૨.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर परमाणंदेण पूरियं हिययं
मज्झ तहा जह मण्णे मोक्खं पिव पत्तमप्पाणं ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મારૂં અંતઃકરણ એવા ઉત્કૃષ્ટ
આનંદથી પરિપૂર્ણ થઈ ગયું છે કે જેથી હું મને મુક્તિ પ્રાપ્ત થયેલ જ સમજું
છું. ૩.

Page 298 of 378
PDF/HTML Page 324 of 404
single page version

background image
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर णट्ठं चिय मण्णियं महापावं
रविउग्ग्मे णिसाए ठाइ तमो कित्तियं कालं ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં હું મહાપાપને નષ્ટ થયેલું જ
માનું છું. બરાબર છેસૂર્યનો ઉદય થતાં રાત્રિનો અંધકાર ભલા કેટલો વખત ટકી
શકે છે? અર્થાત્ ટકતો નથી, તે સૂર્યનો ઉદય થતાં જ નષ્ટ થઈ જાય છે. ૪.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर सिज्झइ सो को वि पुण्णपब्भारो
होइ जणो जेण पहु इहपरलोयत्थसिद्धीणं ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં એવો કોઈ અપૂર્વ પુણ્યનો સમૂહ
સિદ્ધ થાય છે કે જેથી પ્રાણી આ લોક અને પરલોક સંબંધી ઇષ્ટ સિદ્ધિઓનો સ્વામી
બની જાય છે. ૫.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर मण्णे तं अप्पणो सुकयलाहं
होही सो जेणासरिससुहणिही अक्खओ मोक्खो ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શન થતાં હું મને એવા પુણ્યલાભવાળો માનું
છું કે જેથી મને અનુપમ સુખના ભંડારસ્વરૂપ તે અવિનશ્વર મોક્ષ પ્રાપ્ત થશે. ૬.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर संतोसो मज्झ तह परो जाओ
इंदविहवो वि जणइ ण तण्हालेसं पि जह हियए ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મને એવો ઉત્કૃષ્ટ સંતોષ ઉત્પન્ન
થયો છે કે જેથી મારા હૃદયમાં ઇન્દ્રનો વૈભવ પણ લેશમાત્ર તૃષ્ણા ઉત્પન્ન કરતો
નથી. ૭.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर वियारपडिवज्जिए परमसंते
जस्स ण हिट्ठी दिट्ठी तस्स ण णवजम्मविच्छेओ ।।।।

Page 299 of 378
PDF/HTML Page 325 of 404
single page version

background image
અનુવાદ : હે જિનેન્દ્ર! રાગાદિ વિકાર રહિત અને અતિશય શાંત એવા
આપના દર્શન થતાં જેની દ્રષ્ટિ હર્ષ પામતી નથી તેને નવીન જન્મનો નાશ થઈ શકતો
નથી અર્થાત્ તેની સંસાર પરંપરા ચાલતી જ રહેશે. ૮.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर जं मह कज्जंतराउलं हिययं
कइया वि हवइ पुव्वज्जियस्य कम्मस्स सो दोसो ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થયા પછી ય જો મારું હૃદય કોઈવાર
બીજા કોઈ મહાન્ કાર્યથી વ્યાકુળ થાય છે તો તે પૂર્વોપાર્જિત કર્મના દોષથી થાય
છે. ૯.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर अच्छउ जम्मंतरं ममेहावि
सहसा सुहेहिं घडियं दुक्खेहिं पलाइयं दूरं ।।१०।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શન થતાં અન્ય જન્મના સુખની ઇચ્છા
તો દૂર રહો, પરંતુ તેનાથી આ લોકમાં પણ મને અકસ્માત્ સુખ પ્રાપ્ત થયું છે અને
સર્વ દુઃખો દૂર ભાગી ગયા છે. ૧૦.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर बज्झइ पट्टो दिणम्मि अज्जयणे
सहलत्तणेण मज्झे सव्वदिणाणं पि सेसाणं ।।११।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શન થતાં બાકીના બધા જ દિવસોમાં
આજના દિવસે સફળતાનો પટ્ટ બાંધવામાં આવ્યો છે. અભિપ્રાય એમ છે કે આટલા
દિવસોમાં આજનો આ મારો દિવસ સફળ થયો છે કારણ કે આજ મને ચિરસંચિત
પાપનો નાશ કરનારૂં આપનું દર્શન પ્રાપ્ત થયું છે. ૧૧.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर भवणमिणं तुज्झ मह महग्धतरं
सव्वाणं पि सिरीणं संकेयघरं व पडिहाइ ।।१२।।

Page 300 of 378
PDF/HTML Page 326 of 404
single page version

background image
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં આ તમારૂં મહા-મૂલ્યવાન ઘર
(જિનમંદિર) મને બધી લક્ષ્મીઓના સંકેતગૃહ સમાન પ્રતિભાસે છે. અભિપ્રાય એ
કે અહીં દર્શન કરતાં મને સર્વ પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત થશે. ૧૨.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर भत्तिजलोल्लं समासियं छेत्तं
जं तं पुलयमिसा पुण्यबीयमंकुरियमिव सहइ ।।१३।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં ભક્તિરૂપ જળથી ભીંજાયેલા
ખેતર (શરીર) ને જે પુણ્યરૂપ બીજ પ્રાપ્ત થયું હતું તે જાણે રોમાંચના બ્હાને અંકુરિત
થઈને જ શોભી રહ્યું છે. ૧૩.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर समयामयसायरे गहीरम्मि
रायाइदोसकलुसे देवे को मण्णए सयाणो ।।१४।।
અનુવાદ : હે જિનેન્દ્ર! સિદ્ધાન્તરૂપ અમૃતના સમુદ્ર અને ગંભીર એવા
આપના દર્શન થતાં ક્યો બુદ્ધિમાન મનુષ્ય રાગાદિ-દોષોથી મલિનતાને પ્રાપ્ત થયેલ
દેવોને માને? અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય તેમને દેવ માનતો નથી. ૧૪.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर मोक्खो अइदुल्लहो वि संपडइ
मिच्छत्तमलकलंकी मणो ण जइ होइ पुरिसस्स ।।१५।।
અનુવાદ : હે જિનેન્દ્ર! જો પુરુષનું મન મિથ્યાત્વરૂપ મળથી મલિન ન હોય
તો આપનું દર્શન થતાં અત્યંત દુર્લભ મોક્ષ પણ પ્રાપ્ત થઈ શકે છે. ૧૫.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर चम्ममएणच्छिणा वि तं पुण्णं
जं जणइ पुरो केवलदंसणणाणाइं णयणाइं ।।१६।।
અનુવાદ : હે જિનેન્દ્ર! ચર્મમય નેત્રથી પણ આપનું દર્શન થતાં તે પુણ્ય પ્રાપ્ત
થાય છે કે જે ભવિષ્યમાં કેવળદર્શન અને કેવળજ્ઞાનરૂપ નેત્રોને ઉત્પન્ન કરે છે. ૧૬.

Page 301 of 378
PDF/HTML Page 327 of 404
single page version

background image
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर सुकयत्थो मण्णिओ ण जेणप्पा
सो बहुयबुणुब्बुणाइं भवसायरे काही ।।१७।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં જે જીવ પોતાને અતિશય કૃતાર્થ
(કૃતકૃત્ય) માનતો નથી તે સંસારરૂપ સમુદ્રમાં અનેકવાર ગોથા ખાશે. ૧૭.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर णिच्छयदिट्ठीए होइ जं किं पि
ण गिराए गोचरं तं साणुभवत्थं पि किं भणिमो ।।१८।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં જે કાંઈ પણ થાય છે તે
નિશ્ચયદ્રષ્ટિએ વચનનો વિષય નથી, તે તો કેવળ સ્વાનુભવનો જ વિષય છે. તેથી
તે વિષયમાં ભલા અમે શું કહી શકીએ? અર્થાત્ કાંઈ કહી શકતા નથી
તે
અનિર્વચનીય છે. ૧૮.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर दट्ठव्वावहिविसेसरूवम्मि
दंसणसुद्धीए गयं दाणिं मह णत्थि सव्वत्था ।।१९।।
અનુવાદ : હે જિનેન્દ્ર! દેખવા યોગ્ય પદાર્થોના સીમાવિશેષ સ્વરૂપ (સર્વથી
અધિક દર્શનીય) આપનું દર્શન થતાં જે દર્શનવિશુદ્ધિ થઈ છે તેનાથી આ વખતે એ
નિશ્ચય થયો છે કે સર્વ બાહ્ય પદાર્થ મારા નથી. ૧૯.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर अहियं सुहिया समुज्जलो होइ
जणदिट्ठी को पेच्छइ तद्दंसणसुहयरं सूरं ।।२०।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં લોકોની દ્રષ્ટિ અતિશય સુખયુક્ત
અને ઉજ્જ્વળ થઈ જાય છે. પછી ભલા ક્યો બુદ્ધિમાન મનુષ્ય તે દ્રષ્ટિને સુખકારક
એવા સૂર્યનું દર્શન કરે? અર્થાત્ કોઈ કરે નહિ. ૨૦.

Page 302 of 378
PDF/HTML Page 328 of 404
single page version

background image
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर बुहम्मि दोसोज्झियम्मि वीरम्मि
कस्स किर रमइ दिट्ठी जडम्मि दोसायरे खत्थे ।।२१।।
અનુવાદ : હે જિનેન્દ્ર! જ્ઞાની, દોષરહિત અને વીર એવા આપને જોઈ લીધા
પછી કોની દ્રષ્ટિ ચન્દ્રમા તરફ રમે? અર્થાત્ આપનું દર્શન કરીને પછી કોઈને ય
ચન્દ્રમાના દર્શનની ઇચ્છા રહેતી નથી. કારણ કે તેનું સ્વરૂપ આપનાથી વિપરીત છે
આપ જ્ઞાની છો, પરંતુ તે જડ (મૂર્ખ, શીતળ) છે. આપ દોષોજ્ઝિત અર્થાત્, અજ્ઞાનાદિ
દોષોથી રહિત છો. પરંતુ તે દોષાકર (દોષોની ખાણ, રાત્રિ કરનાર) છે તથા આપ
વીર અર્થાત્ કર્મશત્રુઓને જીતનાર સુભટ છો પરંતુ તે ખસ્થ (આકાશમાં સ્થિત)
અર્થાત્ ભયભીત થઈને આકાશમાં છુપાઈને રહેનાર છે. ૨૧.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर चिंतामणिकामधेणुकप्पतरु
खज्जोय व्व पहाए मज्झ मणे णिप्पहा जाया ।।२२।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મારા મનમાં ચિંતામણી, કામધેનુ
અને કલ્પવૃક્ષ પણ એવી રીતે કાન્તિહીન (ફીક્કા) થઈ ગયા છે જેમ પ્રભાત થઈ
જતાં આગિયા કાન્તિહીન થઈ જાય છે. ૨૨.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर रहसरसो मह मणम्मि जो जाओ
आणंदंसुमिसा सो तत्तो णीहरइ बहिरंतो ।।२३।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મારા મનમાં જે હર્ષરૂપ જળ
ઉત્પન્ન થયું છે તે જાણે હર્ષના કારણે ઉત્પન્ન થયેલ આંસુઓના બહાને અંદરની
બહાર જ નીકળી રહ્યું છે. ૨૩.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर कल्लाणपरंपरा पुरो पुरिसे
संचरइ अणाहूया वि ससहरे किरणमाल व्व ।।२४।।

Page 303 of 378
PDF/HTML Page 329 of 404
single page version

background image
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં કલ્યાણની પરંપરા (સમૂહ)
બોલાવ્યા વિના જ પુરુષની આગળ એવી રીતે ચાલે છે જેમ ચન્દ્રમાની આગળ તેના
કિરણોનો સમૂહ ચાલે છે. ૨૪.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर दिसवल्लीओ फलंति सव्वाओ
इट्ठं अहुल्लिया वि हु वरिसइ सुण्णं पि रयणेहिं ।।२५।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં સર્વ દિશાઓરૂપ વેલ ફૂલો વિના
પણ ઇષ્ટ ફળ આપે છે તથા ખાલી આકાશ પણ રત્નોની વર્ષા કરે છે. ૨૫.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर भव्वो भयवज्जिओ हवे णवरं
गयणिद्दं चिय जायइ जोण्हापसरे सरे कुमुयं ।।२६।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં ભવ્ય જીવ સહસા ભય અને
નિદ્રાથી એ રીતે રહિત (પ્રબુદ્ધ) થઈ જાય છે, જેમ ચાંદનીનો વિસ્તાર થતાં સરોવરમાં
કુમુદ (સફેદકમળ) નિદ્રારહિત (પ્રફુલ્લિત) થઈ જાય છે. ૨૬.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर हियएणं मह सुहं समुल्लसियं
सरिणाहेणिव सहसा उग्गमिए पुण्णिमाइंदे ।।२७।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મારૂં હૃદય સહસા એવી રીતે
સુખપૂર્વક હર્ષ પામ્યું છે જેમ પૂર્ણિમાના ચન્દ્રનો ઉદય થતાં સમુદ્ર આનંદ (વૃદ્ધિ) પામે
છે. ૨૭.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर दोहिमि चक्खूहिं तह सुही अहिय
हियए जह सहसच्छोहोमि त्ति मणोरहो जाओ ।।२८।।
અનુવાદ : હે જિનેન્દ્ર! બે જ આંખો વડે આપના દર્શન થતાં હું એટલો
બધો સુખી થયો છું કે જેથી મારા હૃદયમાં એવો મનોરથ ઉત્પન્ન થયો છે કે હું
સહસ્રાક્ષ (હજાર નેત્રોવાળો) અર્થાત્ ઇન્દ્ર બનીશ. ૨૮.

Page 304 of 378
PDF/HTML Page 330 of 404
single page version

background image
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर भवो वि मित्तत्तणं गओ एसो
एयम्मि ठियस्स जओ जायं तुह दंसणं मज्झ ।।२९।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં આ સંસાર પણ મિત્રતાને પ્રાપ્ત
થયો છે. એનું કારણ એ છે કે તેમાં સ્થિત રહેવા છતાં પણ મને આપનું દર્શન પ્રાપ્ત
થયું છે. ૨૯.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर भव्वाणं भूरिभत्तिजुत्ताणं
सव्वाओ सिद्धिओ होंति पुरो एक्कलीलाए ।।३०।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં અતિશય ભક્તિયુક્ત ભવ્ય જીવો
પાસે બધી સિદ્ધિઓ એક રમત માત્રમાં જ (અનાયાસે જ) આવીને પ્રાપ્ત થાય છે. ૩૦.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर सुहगइसंसाहणेक्कबीयम्मि
कंठगयजीवियस्स वि धीरं संपज्जए परमं ।।३१।।
અનુવાદ : હે જિનેન્દ્ર! શુભ ગતિ સાધવામાં અનુપમ બીજભૂત એવા આપનું
દર્શન થતાં મરણોન્મુખ પ્રાણીને પણ ઉત્કૃષ્ટ ધૈર્ય પ્રાપ્ત થાય છે. ૩૧.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर कमम्मि सिद्धे ण किं पुणो सिद्धं
सिद्धियरं को णाणी महइ ण तुह दंसणं तम्हा ।।३२।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપના દર્શનથી આપના ચરણ સિદ્ધ થતાં શું ન
સિદ્ધ થયું? અર્થાત્ આપના ચરણોના પ્રસાદથી બધું જ સિદ્ધ થઈ જાય છે તેથી ક્યો
જ્ઞાની પુરુષ સિદ્ધિ આપનાર આપના દર્શનને ચાહતો નથી? અર્થાત્ બધા જ
વિવેકીજનો આપના દર્શનની અભિલાષા કરે છે. ૩૨.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर पोम्मकयं दंसणत्थुइं तुज्झ
जो पहु पढइ तियालं भवजालं सो समोसरइ ।।३३।।

Page 305 of 378
PDF/HTML Page 331 of 404
single page version

background image
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં જે ભવ્ય જીવ પદ્મનન્દી મુનિદ્વારા
રચવામાં આવેલી આપની આ દર્શન સ્તુતિ ત્રણે સંધ્યાકાળે વાંચે છે, તે હે પ્રભો!
પોતાના સંસાર સમૂહનો નાશ કરે છે. ૩૩.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर भणियमिणं जणियजणमणाणंदं
सव्वेहिं पढिज्जंतं णंदउ सुइरं धरावीढे ।।३४।।
અનુવાદ : હે જિનેન્દ્ર ! આપના દર્શન કરીને મેં ભવ્યજનોના મનને આનંદિત
કરનાર જે દર્શન સ્તોત્ર કહ્યું છે તે સર્વને વાંચવાનો વિષય બનીને પૃથ્વીતળ ઉપર
ચિરકાળ સુધી સમૃદ્ધિ પામો. ૩૪.
આ રીતે જિનદર્શનસ્તુતિ સમાપ્ત થઈ. ૧૪.

Page 306 of 378
PDF/HTML Page 332 of 404
single page version

background image
૧૫. શ્રુતદેવતા સ્તુતિ
[१५. श्रुतदेवतास्तुति ]
(वंशस्थ)
जयत्यशेषामरमौलिलालितं सरस्वति त्वत्पदपङ्कजद्वयम्
हृदि स्थितं यज्जनजाडयनाशनं रजोविमुक्तं श्रयतीत्यपूर्वताम् ।।।।
અનુવાદ : હે સરસ્વતી! જે તારાં બન્ને ચરણ-કમળ હૃદયમાં સ્થિત થઈને
લોકોની જડતા (અજ્ઞાન) નષ્ટ કરનાર તથા રજ (પાપરૂપ ધૂળ) રહિત થતાં થકાં
તે જડ અને ધૂળવાળા કમળની અપેક્ષાએ અપૂર્વતા (વિશેષતા) પામે છે તે તારાં બન્ને
ચરણકમળ સર્વ દેવોના મુકુટોથી સ્પર્શિત થયા થકા જયવંત હો. ૧.
(वंशस्थ)
अपेक्षते यन्न दिनं न यामिनीं न चान्तरं नैव बहिश्च भारति
न तापकृज्जाडयकरं न तन्महः स्तुवे भवत्याः सकलप्रकाशकम् ।।।।
અનુવાદ : હે સરસ્વતી! જે તારૂં તેજ ન દિવસની અપેક્ષા રાખે છે કે ન
રાત્રિની ય અપેક્ષા રાખે છે, ન અભ્યંતરની અપેક્ષા રાખે છે અને ન બાહ્યની પણ
અપેક્ષા રાખે છે, તથા ન સંતાપ કરે છે ન જડતા પણ કરે છે; તે સમસ્ત પદાર્થોને
પ્રકાશિત કરનાર તારા તેજની હું સ્તુતિ કરૂં છું.
વિશેષાર્થ :ó અભિપ્રાય એ છે કે સરસ્વતીનું તેજ સૂર્ય અને ચન્દ્રના તેજની અપેક્ષાએ
અધિક શ્રેષ્ઠ છે. એનું કારણ એ છે કે સૂર્યનું તેજ જ્યાં દિવસની અપેક્ષા રાખે છે ત્યાં ચન્દ્રમાનું
તેજ રાત્રિની અપેક્ષા રાખે છે, એવી જ રીતે સૂર્યનું તેજ જો સંતાપ કરે છે તો ચન્દ્રનું તેજ જડતા
(શીતળતા) કરે છે. એ સિવાય આ બન્નેય તેજ કેવળ બાહ્ય અર્થને અને તેને પણ અલ્પ માત્રામાં
જ પ્રકાશિત કરે છે, નહિ કે અંતઃ તત્ત્વને. પરંતુ સરસ્વતીનું તેજ દિવસ અને રાત્રિની અપેક્ષા ન
કરતાં સર્વદા વસ્તુઓને પ્રકાશિત કરે છે. તે ન તો સૂર્યપ્રકાશ સમાન મનુષ્યને સંતપ્ત કરે છે અને



Page 307 of 378
PDF/HTML Page 333 of 404
single page version

background image
ન ચન્દ્રપ્રકાશ સમાન જડતા ય કરે છે, પરંતુ તે લોકોનો સંતાપ નષ્ટ કરીને તેમની જડતા (અજ્ઞાન)
પણ દૂર કરે છે. એ સિવાય તે જેવી રીતે બાહ્ય પદાર્થોને પ્રકાશિત કરે છે તેવી જ રીતે અંતઃતત્ત્વને
પણ પ્રગટ કરે છે. તેથી તે સરસ્વતીનું તેજ સૂર્ય અને ચન્દ્રના તેજની અપેક્ષાએ અધિક શ્રેષ્ઠ હોવાના
કારણે સ્તુતિ કરવા યોગ્ય છે. ૨.
(वंशस्थ)
तव स्तवे यत्कविरस्मि सांप्रतं भवत्प्रसादादपि लब्धपाटवः
सवित्रि गङ्गासरिते ऽर्घदायको भवामि तत्तज्जलपूरिताञ्जलिः ।।।।
અનુવાદ : હે સરસ્વતી માતા! તારા જ પ્રસાદથી નિપુણતા પ્રાપ્ત કરીને જે
હું આ વખતે તારી સ્તુતિના વિષયમાં કવિ થયો છું અર્થાત્ કવિતા કરવાને ઉદ્યત
થયો છું તે આ પ્રમાણે છે કે જેમ જાણે હું ગંગા નદીનું પાણી ખોબામાં ભરીને
તેનાથી તે જ ગંગા નદીને અર્ઘ્ય આપવા માટે જ ઉદ્યત થયો હોઉં. ૩.
(वंशस्थ)
श्रुतादिकेवल्यपि तावकीं श्रियं स्तुवन्नशक्तो ऽहमिति प्रपद्यते
जयेति वर्णद्वयमेव मादृशा वदन्ति यद्देवि तदेव साहसम् ।।।।
અનુવાદ : હે દેવી! જ્યારે તારી લક્ષ્મીની સ્તુતિ કરતાં શ્રુતકેવળીઓ પણ
એ સ્વીકાર કરે છે કે ‘અમે સ્તુતિ કરવામાં અસમર્થ છીએ’ તો પછી મારા જેવો
અલ્પજ્ઞ મનુષ્ય જે તારા વિષયમાં ‘જય’ અર્થાત્ ‘તું જયવંત હો’ એવા બે જ અક્ષર
કહે છે તેને પણ સાહસ જ સમજવું જોઈએ. ૪.
(वंशस्थ)
त्वमत्र लोकत्रयसद्मनि स्थिता प्रदीपिका बोधमयी सरस्वती
तदन्तरस्थाखिलवस्तुसंचयं जनाः प्रपश्यन्ति सदृष्टयो ऽप्यतः ।।।।
અનુવાદ : હે સરસ્વતી! તમે ત્રણ લોકરૂપ ભવનમાં સ્થિત તે જ્ઞાનમય દીપક
છો કે જેના દ્વારા દ્રષ્ટિહીન (અંધ) મનુષ્યોની સાથે દ્રષ્ટિયુક્ત (દેખતા) મનુષ્ય પણ
ઉક્ત ત્રણે લોકરૂપ ભવનમાં સ્થિત સમસ્ત વસ્તુઓના સમૂહને દેખે છે.
વિશેષાર્થ : અહીં સરસ્વતીને દીપકની ઉપમા આપીને તેનાથી પણ કાંઈક વિશેષતા
પ્રગટ કરવામાં આવી છે. તે આ રીતેદીપક દ્વારા કેવળ સદ્રષ્ટિ (આંખોવાળા) પ્રાણીઓને જ

Page 308 of 378
PDF/HTML Page 334 of 404
single page version

background image
પદાર્થનું દર્શન થાય છે, નહિ કે દ્રષ્ટિહીન મનુષ્યોને પણ. પરંતુ સરસ્વતીમાં આ વિશેષતા છે
કે તેના પ્રસાદથી જેવી રીતે દ્રષ્ટિયુક્ત મનુષ્ય પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તેવી જ રીતે દ્રષ્ટિહીન
(અંધ) મનુષ્ય પણ તેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યાં સુધી કે સરસ્વતીની ઉત્કર્ષતાથી
કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જીવ સમસ્ત વિશ્વને પણ દેખવામાં સમર્થ બની જાય છે કે જે દીપક
દ્વારા સંભવ નથી. ૫.
(वंशस्थ)
नभःसमं वर्त्म तवातिनिर्मलं पृथु प्रयातं विबुधैर्न कैरिह
तथापि देवि प्रतिभासते तरां यदेतदक्षुण्णमिव क्षणेन तु ।।।।
અનુવાદ : હે દેવી! તારો માર્ગ આકાશ સમાન અત્યંત નિર્મળ અને વિસ્તૃત
છે, આ માર્ગે ક્યા વિદ્વાને ગમન નથી કર્યું? અર્થાત્ તે માર્ગે અનેક વિદ્વાનો ચાલતા
રહ્યા છે. છતાં પણ એ ક્ષણ વાર માટે અતિશય અનભ્યસ્ત જેવો (પરિચય ન હોય
તેવો) જ પ્રતિભાસે છે.
વિશેષાર્થ : જ્યારે કોઈ વિશિષ્ટ નગર આદિના પાર્થિવ રસ્તે જનસમૂહ ગમનાગમન
કરે છે ત્યારે તે અક્ષુણ્ણ ન રહેતાં તેમના પગલાં આદિથી અંકિત થઈ જાય છે, તે સિવાય તે
સંકુચિત થવાથી થોડા જ મનુષ્ય તેના ઉપરથી આવી જઈ શકે છે, એક સાથે અનેક માણસો નહિ.
પરંતુ સરસ્વતીનો માર્ગ આકાશ સમાન નિર્મળ અને વિશાળ છે. જેમ આકાશ માર્ગે જો કે અનેક
વિબુધ (દેવો) અને પક્ષી આદિ એકી સાથે પ્રતિદિન નિર્બાધપણે ગમનાગમન કરે છે, તો પણ તે
તૂટ-ફૂટથી રહિત હોવાને કારણે વિકૃત થતો નથી, અને તેથી એવું લાગે છે કે જાણે અહીંથી કોઈનો
સંચાર જ થયો નથી. એવી જ રીતે સરસ્વતીનો પણ માર્ગ એટલો વિશાળ છે કે તેના ઉપરથી
અનેક વિદ્વાનો કેટલે ય દૂર કેમ ન જાય છતાં પણ તેનો ન તો અંત આવે છે અને ન તેમાં કોઈ
પ્રકારનો વિકાર પણ થઈ જાય છે. તેથી તે સદાય અક્ષુણ્ણ બની રહે છે. ૬.
(वंशस्थ)
तदस्तु तावत्कवितादिकं नृणां तव प्रभावात्कृतलोकविस्मयम्
भवेत्तदप्याशु पदं यदीक्षते तपोभिरुग्रैर्मुनिभिर्महात्मभिः ।।।।
અનુવાદ : હે દેવી! તારા પ્રભાવથી મનુષ્ય જે લોકોને આશ્ચર્ય ઉત્પન્ન
કરનારી કવિતા આદિ કરે છે તે તો દૂર જ રહો, કારણ કે તેનાથી તો તે પદ (મોક્ષ)
પણ શીઘ્ર પ્રાપ્ત થઈ જાય છે કે જેને મહાત્મા મુનિજનો તીવ્ર તપશ્ચરણ દ્વારા દેખી
શકે છે. ૭.

Page 309 of 378
PDF/HTML Page 335 of 404
single page version

background image
(वंशस्थ)
भवत्कला यत्र न वाणि मानुषे न वेत्ति शास्त्रं स चिरं पठन्नपि
मनागपि प्रीतियुतेन चक्षुषा यमीक्षसे कैर्न गुणैः स भूष्यते ।।।।
અનુવાદ : હે વાણી! જે મનુષ્યમાં આપની કળા નથી તે ચિરકાળ સુધી
વાંચવા છતાં પણ શાસ્ત્ર જાણી શકતો નથી અને તમે જેની તરફ પ્રીતિયુક્ત નેત્રથી
જરાક પણ દેખો છો તે ક્યા ક્યા ગુણોથી વિભૂષિત નથી થતા? અર્થાત્ તે અનેક
ગુણોથી સુશોભિત થઈ જાય છે. ૮.
(वंशस्थ)
स सर्ववित्पश्यति वेत्ति चाखिलं न वा भवत्या रहितो ऽपि बुध्यते
तदत्र तस्यापि जगत्त्रयप्रभोस्त्वमेव देवि प्रतिपत्तिकारणम् ।।।।
અનુવાદ : હે દેવી! જે સર્વજ્ઞ સમસ્ત પદાર્થોને દેખે અને જાણે છે તે પણ
તમારા વિના રહીને નથી દેખતાજાણતા. તેથી ત્રણે લોકના અધિપતિ તે સર્વજ્ઞને
પણ જ્ઞાનનું કારણ તમે જ છો. ૯.
(वंशस्थ)
चिरादतिक्लेशशतैर्भवाम्बुधौ परिभ्रमन् भूरि नरत्वमश्नुते
तनूभृदेतत्पुरुषार्थसाधनं त्वया विना देवि पुनः प्रणश्यति ।।१०।।
અનુવાદ : હે દેવી! દીર્ઘકાળથી સંસારરૂપ સમુદ્રમાં પરિભ્રમણ કરતાં પ્રાણી
સેંકડો મહાન કષ્ટો સહન કરીને પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ના સાધનરૂપ
જે મનુષ્યપર્યાય પ્રાપ્ત કરે છે તે પણ તારા વિના નષ્ટ થઈ જાય છે. ૧૦.
(वंशस्थ)
कदाचिदम्ब त्वदनुग्रहं विना श्रुते ह्यधीते ऽपि न तत्त्वनिश्चयः
ततः कुतः पुंसि भवद्विवेकिता त्वया विमुक्तस्य तु जन्म निष्फलम् ।।११।।
અનુવાદ : હે માતા! જો કદાચ મનુષ્ય તારા અનુગ્રહ વિના શાસ્ત્રનું અધ્યયન
પણ કરે તો પણ તેને તત્ત્વનો નિશ્ચય થઈ શકતો નથી. તો આવી અવસ્થામાં ભલા
તેને વિવેક બુદ્ધિ ક્યાંથી થઈ શકે? અર્થાત્ થઈ શકતી નથી. હે દેવી! તારા વિના
તો પ્રાણીનો જન્મ નિષ્ફળ થાય છે. ૧૧.

Page 310 of 378
PDF/HTML Page 336 of 404
single page version

background image
(वंशस्थ)
विधाय मातः प्रथमं त्वदाश्रयं श्रयन्ति तन्मोक्षपदं महर्षयः
प्रदीपमाश्रित्य गृहे तमस्तते यदीप्सितं वस्तु लभेत मानवः ।।१२।।
અનુવાદ : હે માતા! મહામુનિ જ્યારે પહેલાં તારૂં અવલંબન લે છે ત્યારે
જ તે મોક્ષપદનો આશ્રય લે છે. બરાબર છેમનુષ્ય અંધકારથી વ્યાપ્ત ઘરમાં દીપકનો
આશ્રય લઈને જ ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરે છે. ૧૨.
(वंशस्थ)
त्वयि प्रभूतानि पदानि देहिनां पदं तदेकं तदपि पयच्छसि
समस्तशुक्लापि सुवर्णविग्रहा त्वमत्र मातः कृतचित्रचेष्टिता ।।१३।।
અનુવાદ : હે માતા! તમારા વિષયમાં પ્રાણીઓનાં અનેક પદ છે, અર્થાત્ પ્રાણી
અનેક પદો દ્વારા તમારી સ્તુતિ કરે છે, તો પણ તમે તેમને તે એક જ પદ (મોક્ષ) આપો
છો. તમે સમ્પૂર્ણ રીતે શ્વેત હોવા છતાં પણ ઉત્તમ વર્ણમય (અકારાદિ અક્ષર સ્વરૂપ)
શરીરવાળા છો. હે દેવી! તમારી આ પ્રવૃત્તિ અહીં આશ્ચર્ય ઉત્પન્ન કરે છે.
વિશેષાર્થ : સરસ્વતી પાસે મનુષ્યનાં અનેક પદ છે, પરંતુ તે તેમને એક જ પદ
આપે છે; આ રીતે જો કે અહીં શબ્દથી વિરોધ લાગે છે, પરંતુ યથાર્થપણે વિરોધ નથી. કારણ
એ કે અહીં ‘પદ’ શબ્દના બે અર્થ છે.
શબ્દ અને સ્થાન. તેથી અહીં એ ભાવ નીકળે છે કે
મનુષ્ય અનેક શબ્દો દ્વારા જે સરસ્વતીની સ્તુતિ કરે છે તેથી તે તેમને અદ્વિતીય મોક્ષપદનું પ્રદાન
કરે છે. એવી જ રીતે સરસ્વતી પૂર્ણપણે ધવલ (શ્વેત) છે તે સુવર્ણ જેવા શરીરવાળી કેવી રીતે
હોઈ શકે? એ પણ જો કે વિરોધ લાગે છે, પરંતુ વાસ્તવમાં વિરોધ અહીં કાંઈ પણ નથી.
કારણ એ કે શુક્લ શબ્દથી અભિપ્રાય અહીં નિર્મળનો અને વર્ણ શબ્દથી અભિપ્રાય અકારાદિ
અક્ષરોનો છે. તેથી જ એનો ભાવ એ થયો કે અકારાદિ ઉત્તમ વર્ણોરૂપ શરીરવાળી તે સરસ્વતી
પૂર્ણપણે નિર્મળ છે. ૧૩.
(वंशस्थ)
समुद्रघोषाकृतिरर्हति प्रभौ यदा त्वमुत्कर्षमुपागता भृशम्
अशेषभाषात्मतया त्वया तदा कृतं न केषां हृदि मातरद्भुतम् ।।१४।।
અનુવાદ : હે માતા! જ્યારે તમે અર્હંત્ ભગવાનના વિષયમાં સમુદ્રના શબ્દ
સમાન આકાર ધારણ કરીને અતિશય ઉત્કર્ષ પામો છો ત્યારે સમસ્ત ભાષાઓમાં

Page 311 of 378
PDF/HTML Page 337 of 404
single page version

background image
પરિણમીને તમે ક્યા જીવોના હૃદયમાં આશ્ચર્ય નથી કરતા? અર્થાત્ સર્વે જીવોને
આશ્ચર્યચકિત કરો છો.
વિશેષાર્થ : જિનેન્દ્ર ભગવાનની જે સમુદ્રના શબ્દ સમાન ગંભીર દિવ્યધ્વનિ ખરે
છે એ જ વાસ્તવમાં સરસ્વતીની સર્વોત્કૃષ્ટતા છે. એને જ ગણધરદેવ બાર અંગોમાં ગૂંથે
છે, તેમાં આ અતિશય વિશેષ છે કે જેનાથી તે સમુદ્રના શબ્દ સમાન અક્ષરમય ન હોવા
છતાં પણ શ્રોતાજનોનેે પોતપોતાની ભાષા સ્વરૂપે પ્રતીત થાય છે અને તેથી તેને સર્વભાષાત્મક
કહેવામાં આવે છે. ૧૪.
(वंशस्थ)
सचक्षुरप्येष जनस्त्वया विना यदन्ध एवेति विभाव्यते बुधैः
तदस्य लोयत्रितयस्य लोचनं सरस्वति त्वं परमार्थदर्शने ।।१५।।
અનુવાદ : હે સરસ્વતી! આ મનુષ્ય તમારા વિના આંખો સહિત હોવા છતાં
પણ વિદ્વાનો દ્વારા અંધ (અજ્ઞાની) જ ગણાય છે. તેથી ત્રણે લોકના પ્રાણીઓને યથાર્થ
તત્ત્વનું દર્શન (જ્ઞાન) કરાવવામાં તમે અનુપમ નેત્ર સમાન છો. ૧૫.
(वंशस्थ)
गिरा नरप्राणितमेति सारतां कवित्ववक्तृत्वगुणेन सा च गीः
इदं द्वयं दुर्लभमेव ते पुनः प्रसादलेशादपि जायते नृणाम् ।।१६।।
અનુવાદ : જેમ વાણી દ્વારા મનુષ્યોનું જીવન શ્રેષ્ઠત્વ પામે છે તેવી જ રીતે
તે વાણી પણ કવિત્વ અને વક્તૃત્વ ગુણો દ્વારા શ્રેષ્ઠતા પામે છે. આ બન્ને (કવિત્વ
અને વકતૃત્વ) જો કે દુર્લભ જ છે, તો પણ હે દેવી! તારી થોડીક પ્રસન્નતાથી ય
તે બન્ને ગુણ મનુષ્યોને પ્રાપ્ત થઈ જાય છે. ૧૬.
(वंशस्थ)
नृणां भवत्संनिधिसंस्कृतं श्रवो विहाय नान्यद्धितमक्षयं च तत्
भवेद्विवेकार्थमिद परं पुनर्विमूढतार्थं विषयं स्वमर्पयत् ।।१७।।
અનુવાદ : હે સરસ્વતી! તમારી સમીપતાથી સંસ્કાર પામેલા શ્રવણ (કાન)
સિવાય મનુષ્યોનું બીજું કોઈ અવિનશ્વર હિત નથી. તમારી સમીપતાથી સંસ્કાર
પામેલ આ શ્રવણ વિવેકનું કારણ થાય છે અને પોતાને વિષય તરફ પ્રવૃત્તિ
કરાવનારા બીજું શ્રવણ અવિવેકનું કારણ થાય છે.

Page 312 of 378
PDF/HTML Page 338 of 404
single page version

background image
વિશેષાર્થ : અભિપ્રાય આનો એ છે કે જે મનુષ્ય પોતાના કાને જિનવાણીનું શ્રવણ કરે
છે તેમના કાન સફળ છે. એનાથી તેમને અવિનશ્વર સુખની પ્રાપ્તિ થાય છે. પરંતુ જે મનુષ્ય તે
કાનોથી જિનવાણી ન સાંભળતાં અન્ય રાગવર્ધક કથા આદિ સાંભળે છે તે વિવેક રહિત બનીને
વિષયભોગમાં પ્રવૃત્ત થાય છે અને આ રીતે અંતે અસહ્ય દુઃખ ભોગવે છે. ૧૭.
(वंशस्थ)
कृतापि ताल्वोष्ठपुटादिभिर्नृणां त्वमादिपर्यन्तविवर्जितस्थितः
इति त्वयापिदृशधर्मयुक्त्या स सर्वथैकान्तविधिर्विचूर्णितः ।।१८।।
અનુવાદ : હે ભારતી! જો કે તું મનુષ્યોના તાળવું અને હોઠ આદિ દ્વારા
ઉત્પન્ન કરાયેલી છે તો પણ તારી સ્થિતિ આદિ અંત રહિત છે, અર્થાત્ તું
અનાદિનિધન છે. આ જાતના ધર્મ (અનેકાન્ત) યુક્ત તે સર્વથા એકાન્તવિધાનને નષ્ટ
કરી નાખ્યું છે.
વિશેષાર્થ : વાણી કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય પણ છે. તે વર્ણ-
પદ વાક્યરૂપ વાણી તાળવું અને હોઠ આદિ સ્થાનોમાંથી ઉત્પન્ન થાય છે તેથી જ
પર્યાય સ્વરૂપે અનિત્ય છે. સાથે જ દ્રવ્યસ્વરૂપે તેનો વિનાશ સંભવિત નથી તેથી
દ્રવ્યસ્વરૂપે અથવા અનાદિપ્રવાહથી તે નિત્ય પણ છે. આ રીતે અનેકાન્તસ્વરૂપ તે વાણી
સમસ્ત એકાન્તમતોનું નિરાકરણ કરે છે. ૧૮.
(वंशस्थ)
अपि प्रयाता वशमेकजन्मनिद्युधेनुचिन्तामणिकल्पपादपाः
फलन्ति हि त्वं पुनरत्र वा परे भवे कथं तैरुपमीयसे बुधैः ।।१९।।
અનુવાદ : કામધેનુ, ચિન્તામણિ અને કલ્પવૃક્ષ એ આધીન થઈને એક
જન્મમાં જ ફળ આપે છે, પરંતુ હે દેવી! તું આ ભવમાં અને પરભવમાં પણ ફળ
આપે છે. તો પછી ભલા વિદ્વાન મનુષ્યો તને આમની ઉપમા કેવી રીતે આપે? અર્થાત્
તું એમની ઉપમાને યોગ્ય નથી
તેમનાથી શ્રેષ્ઠ છે. ૧૯.
(वंशस्थ)
अगोचरो वासरकृन्निशाकृतोर्जनस्य यच्चेतसि वर्तते तमः
विभिद्यते वागधिदेवते त्वया त्वमुत्तमज्योतिरिति प्रणीयसे ।।२०।।

Page 313 of 378
PDF/HTML Page 339 of 404
single page version

background image
અનુવાદ : હે વાગધિદેવતે! લોકોના ચિત્તમાં જે અંધકાર (અજ્ઞાન) સ્થિત
છે તે સૂર્ય અને ચન્દ્રનો વિષય નથી અર્થાત્ તેને ન તો સૂર્ય નષ્ટ કરી શકે છે અને
ન ચન્દ્ર પણ. પરંતુ હે દેવી! તેને (અજ્ઞાન અંધકારને) તું નષ્ટ કરે છે. તેથી તને
‘ઉત્તમ જ્યોતિ’ અર્થાત્ સૂર્ય
ચન્દ્રથી પણ શ્રેષ્ઠ દીપ્તિ ધારણ કરનાર કહેવામાં આવે
છે. ૨૦.
(वंशस्थ)
जिनेश्वरस्वच्छसरः सरोजिनी त्वमङ्गपूर्वादिसरोजराजिता
गणेशहंसव्रजसेविता सदा करोषि केषां न मुदं परामिह ।।२१।।
અનુવાદ : હે સરસ્વતી! તમે જિનેન્દ્રરૂપ સરોવરની કમલિની થઈને
અંગપૂર્વાદિરૂપ કમળોથી શોભાયમાન અને નિરંતર ગણધરરૂપ હંસોના સમૂહની સેવા
પામતી થકી અહીં ક્યા જીવોને ઉત્કૃષ્ટ હર્ષ નથી આપતી? અર્થાત્ સર્વ જીવોને
આનંદિત કરો છો. ૨૧.
(वंशस्थ)
परात्मतत्त्वप्रतिपत्तिपूर्वकं परं पदं यत्र सति प्रसिद्धयति
कियत्ततस्ते स्फु रतः प्रभावतो नृपत्वसौभाग्यवराङ्गनादिकम् ।।२२।।
અનુવાદ : હે દેવી! જ્યાં તારા પ્રભાવથી આત્મા અને પર (શરીરાદિ)નું
જ્ઞાન થઈ જવાથી પ્રાણીને ઉત્કૃષ્ટ પદ (મોક્ષ) સિદ્ધ થઈ જાય છે ત્યાં તે તારા
દેદીપ્યમાન પ્રભાવ આગળ રાજાપણું, સૌભાગ્ય અને સુંદર સ્ત્રી આદિ શી વસ્તુ છે?
અર્થાત્ કાંઈ પણ નથી.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જિનવાણીની ઉપાસનાથી જીવને હિત અને અહિતનો
વિવેક ઉત્પન્ન થાય છે અને એથી તેને સર્વોત્કૃષ્ટ મોક્ષપદ પણ પ્રાપ્ત થઈ જાય છે. આવી અવસ્થામાં
તેની ઉપાસનાથી રાજ્યપદ આદિ પ્રાપ્ત થવામાં ભલા શી કઠિનાઈ હોય? કાંઈ પણ નહિ. ૨૨.
(वंशस्थ)
त्वदङ्ध्रिपद्मद्बयभक्तिभाविते तृतीयमुन्मीलति बोधलोचनम्
गिरामधीशे सह केवलेन यत् समाश्रितं स्पर्धमिवेक्षते ऽखिलम् ।।२३।।
અનુવાદ : હે વચનોની અધીશ્વરી! જે તારા બન્ને ચરણોરૂપ કમળોની

Page 314 of 378
PDF/HTML Page 340 of 404
single page version

background image
ભક્તિથી પરિપૂર્ણ છે તેને પૂર્ણ શ્રુતજ્ઞાનરૂપ તે ત્રીજું નેત્ર પ્રગટ થાય છે કે જે જાણે
કેવળજ્ઞાન સાથે સ્પર્ધા પામીને જ તેના વિષયભૂત સમસ્ત વિશ્વને દેખે છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જિનવાણીની આરાધનાથી દ્વાદશાંગરૂપ પૂર્ણ શ્રુતનું જ્ઞાન
પ્રાપ્ત થાય છે જે વિષયની અપેક્ષાએ કેવળજ્ઞાનની સમાન જ છે. વિશેષતા બન્નેમાં કેવલ એ જ
છે કે જ્યાં શ્રુતજ્ઞાન તે બધા પદાર્થોને પરોક્ષ (અવિશદ) સ્વરૂપે જાણે છે. ત્યાં કેવળજ્ઞાન તેમને
પ્રત્યક્ષ (વિશદ) સ્વરૂપે જાણે છે. આ જ વાતને લક્ષ્યમાં રાખીને એમ કહેવામાં આવ્યું છે કે તે
શ્રુતજ્ઞાનરૂપ ત્રીજું નેત્ર જાણે કેવળજ્ઞાન સાથે સ્પર્ધા જ કરે છે. ૨૩.
(वंशस्थ)
त्वमेव तीर्थं शुचिबोधवारिमत् समस्तलोकत्रयशुद्धिकारणम्
त्वमेव चानन्दसमुद्रवर्धने मृगाङ्कमूर्तिः परमार्थदर्शिनाम् ।।२४।।
અનુવાદ : હે દેવી! નિર્મળ જ્ઞાનરૂપજળથી પરિપૂર્ણ તમે જ તે તીર્થ છો કે જે
ત્રણે લોકના સમસ્ત પ્રાણીઓને શુદ્ધ કરે છે. તથા તત્ત્વના યથાર્થસ્વરૂપને દેખનાર જીવોના
આનન્દરૂપ સમુદ્રને વધારવામાં ચન્દ્રમાની મૂર્તિ ધારણ કરનાર પણ તમે જ છો. ૨૪.
(वंशस्थ)
त्वयादिबोधः खलु संस्कृतो व्रजेत् परेषु बोधेष्वखिलेसु हेतुताम्
त्वमक्षि पुंसामतिदूरदर्शने त्वमेव संसारतरोः कुठारिका ।।२५।।
અનુવાદ : હે વાણી! તમારા દ્વારા સંસ્કાર પામેલ પ્રથમજ્ઞાન (મતિજ્ઞાન)
અથવા અક્ષરબોધ બીજા સમસ્ત (શ્રુતજ્ઞાનાદિ) જ્ઞાનોમાં કારણ બને છે. હે દેવી!
તમે મનુષ્યોને દૂર ક્ષેત્રે રહેલી વસ્તુઓ દેખાડવામાં નેત્ર સમાન બનીને તેમનું સંસારરૂપ
વૃક્ષ કાપવા માટે કુહાડીનું કામ કરો છો. ૨૫.
(वंशस्थ)
यथाविधानं त्वमनुस्मृता सती गुरूपदेशो ऽयमवर्णभेदतः
न ताः श्रियस्ते न गुणा न तत्पदं यच्छसि प्राणभृते न यच्छुभे ।।२६।।
અનુવાદ : હે શુભે! જે પ્રાણી તારૂં વિધિપૂર્વક સ્મરણ કરે છેઅધ્યયન કરે
છેતેને એવી કોઈ લક્ષ્મી નથી, એવા કોઈ ગુણ નથી તથા એવું કોઈ પદ નથી,
જેને તું વર્ણભેદ વિનાબ્રાહ્મણત્વ આદિની અપેક્ષા ન કરતાંન આપતી હો. આ ગુરુનો