Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 17-22 (12. Brahmacharyarakshavarti),1 (13. Rhushabha Stoatra),2 (13. Rhushabha Stoatra),3 (13. Rhushabha Stoatra),4 (13. Rhushabha Stoatra),5 (13. Rhushabha Stoatra),6 (13. Rhushabha Stoatra),7 (13. Rhushabha Stoatra),8 (13. Rhushabha Stoatra),9 (13. Rhushabha Stoatra),10 (13. Rhushabha Stoatra),11 (13. Rhushabha Stoatra),12 (13. Rhushabha Stoatra),13 (13. Rhushabha Stoatra),14 (13. Rhushabha Stoatra),15 (13. Rhushabha Stoatra),16 (13. Rhushabha Stoatra),17 (13. Rhushabha Stoatra),18 (13. Rhushabha Stoatra),19 (13. Rhushabha Stoatra),20 (13. Rhushabha Stoatra),21 (13. Rhushabha Stoatra),22 (13. Rhushabha Stoatra),23 (13. Rhushabha Stoatra),24 (13. Rhushabha Stoatra),25 (13. Rhushabha Stoatra),26 (13. Rhushabha Stoatra),27 (13. Rhushabha Stoatra),28 (13. Rhushabha Stoatra),29 (13. Rhushabha Stoatra),30 (13. Rhushabha Stoatra),31 (13. Rhushabha Stoatra),32 (13. Rhushabha Stoatra),33 (13. Rhushabha Stoatra),34 (13. Rhushabha Stoatra),35 (13. Rhushabha Stoatra),36 (13. Rhushabha Stoatra),37 (13. Rhushabha Stoatra),38 (13. Rhushabha Stoatra),39 (13. Rhushabha Stoatra),40 (13. Rhushabha Stoatra),41 (13. Rhushabha Stoatra),42 (13. Rhushabha Stoatra),43 (13. Rhushabha Stoatra),44 (13. Rhushabha Stoatra),45 (13. Rhushabha Stoatra),46 (13. Rhushabha Stoatra),47 (13. Rhushabha Stoatra),48 (13. Rhushabha Stoatra),49 (13. Rhushabha Stoatra),50 (13. Rhushabha Stoatra),51 (13. Rhushabha Stoatra),52 (13. Rhushabha Stoatra),53 (13. Rhushabha Stoatra),54 (13. Rhushabha Stoatra); 13. Rhushabha Stoatra.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 16 of 21

 

Page 275 of 378
PDF/HTML Page 301 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
एष स्त्रीविषये विनापि हि परप्रोक्तोपदेशं भृशं
रागान्धो मदनोदयादनुचितं किं किं न कुर्याज्जनः
अप्येतत्परमार्थबोधविकलः प्रौढं करोति स्फु रत्-
शृङ्गारं प्रविधाय काव्यमसकृल्लोकस्य कश्चित्कविः
।।१७।।
અનુવાદ : આ જનસમૂહ બીજાઓના ઉપદેશ વિના પણ કામ ઉદ્દીપ્ત
થવાથી રાગથી અંધ બનીને સ્ત્રીના વિષયમાં ક્યું ક્યું નિન્દ્ય કાર્ય નથી કરતા?
અર્થાત્ ઉપદેશ વિના જ તે સ્ત્રીની સાથે અનેક પ્રકારની નિન્દનીય ચેષ્ટાઓ કરે
છે. વળી હેય
ઉપાદેયના જ્ઞાન રહિત કોઈ કવિ નિરંતર શૃંગાર રસથી પરિપૂર્ણ
કાવ્ય રચીને તે લોકોના ચિત્તને વિશેષપણે રાગથી પુષ્ટ કરે છે. ૧૭.
(शार्दूलविक्रीडित)
दारार्थादि परिग्रहः कृतगृहव्यापारसारो ऽपि सन्
देवः सोऽपि गृही नरः परधनस्त्रीनिस्पृहः सर्वदा
यस्य स्त्री न तु सर्वथा न च धनं रत्नत्रयालङ्कृतो
देवानामपि देव एव स मुनिः केनात्र नो मन्यते
।।१८।।
અનુવાદ : જે ગૃહસ્થ સ્ત્રી અને ધન આદિ પરિગ્રહ સહિત હોઈને ઘરના
ઉત્તમ વ્યાપાર આદિ કાર્યો કરતો થકો પણ કદી પરધન અને પરસ્ત્રીની ઇચ્છા કરતો
નથી તે ગૃહસ્થ મનુષ્ય (હોવા છતાં) પણ દેવ (પ્રશંસનીય) છે. વળી જેમની પાસે
સર્વથા ન તો સ્ત્રી છે અને ન ધન પણ છે તથા જે રત્નત્રયથી વિભૂષિત છે તે મુનિ
તો દેવોના પણ દેવ (દેવોથી પણ પૂજ્ય) છે. તેમને ભલા અહીં કોણ માનતું નથી?
અર્થાત્ તેમની બધા જ પૂજા કરે છે. ૧૮.
(शार्दूलविक्रीडित)
कामिन्यादि विनात्र दुःखहतये स्वीकृर्वते तच्च ये
लोकास्तत्र सुखं पराश्रिततया तद्दुःखमेव ध्रुवम्
हित्वा तद्विषयोत्थमन्तविरसं स्तोकं यदाध्यात्मिकं
त्तत्त्वैक
द्रशां सुखं निरुपमं नित्यं निजं नीरजम् ।।१९।।

Page 276 of 378
PDF/HTML Page 302 of 404
single page version

background image
અનુવાદ : અહીં સ્ત્રી આદિ વિના જે દુઃખ થાય છે તેને નષ્ટ કરવા માટે
લોકો ઉક્ત સ્ત્રી આદિનો સ્વીકાર કરે છે પરંતુ તે સ્ત્રી આદિના નિમિત્તે જે સુખ થાય
છે તે વાસ્તવમાં પરને આધીન હોવાથી દુઃખ જ છે. તેથી વિવેકી જનો પરિણામે
અહિતકારક અને પ્રમાણમાં અલ્પ તે વિષયજન્ય સુખ છોડીને તત્ત્વદર્શીઓના તે
અનુપમ સુખનો સ્વીકાર કરે છે જે આત્માધીન, નિત્ય, આત્મિક (સ્વાધીન) અને
પાપરહિત છે. ૧૯.
(शार्दूलविक्रीडित)
सौभाग्यादिगुणप्रमोदसदनैः पुण्यैर्युतास्ते हृदि
स्त्रीणां ये सुचिरं वसन्ति विलसत्तारुण्यपुण्यश्रियाम्
ज्योतिर्बोधमयं तदन्तरद्रशा कायात्पृथक् पश्यतां
येषां ता न तु जातु ते ऽपि कृतिनस्तेभ्यो नमः कुर्वते ।।२०।।
અનુવાદ : જે મનુષ્ય શોભાયમાન યૌવનની પવિત્ર શોભાથી સંપન્ન એવી
સ્ત્રીઓના હૃદયમાં ચિરકાળ સુધી નિવાસ કરે છે તે સૌભાગ્યાદિ ગુણો અને આનંદના
સ્થાનભૂત પુણ્યયુક્ત હોય છે. અર્થાત્ જેમને ઉત્તમ સ્ત્રીઓ ચાહે છે તે પુણ્યાત્મા પુરુષ
છે. પરંતુ અભ્યંતર નેત્રથી જ્ઞાનમય જ્યોતિને શરીરથી ભિન્ન દેખનાર જે સાધુઓના
હૃદયમાં તે સ્ત્રીઓ કદી પણ નિવાસ કરતી નથી તે પુણ્યશાળી મુનિઓને તે પૂર્વોક્ત
(સ્ત્રીઓના હૃદયમાં રહેનાર) પુણ્યાત્મા પુરુષો પણ નમસ્કાર કરે છે. ૨૦.
(शार्दूलविक्रीडित)
दुष्प्रापं बहुदुःखराशिरशुचि स्तोकायुरल्पज्ञता-
ज्ञातप्रान्तदिनं जराहतमतिः प्रायो नरत्वं भवे
अस्मिन्नेव तपस्ततः शिवपदं तत्रैव साक्षात्सुखं
सौख्यार्थीति विचिन्त्य चेतसि तपः कुर्यान्नरो निर्मलम्
।।२१।।
અનુવાદ : સંસારમાં જે મનુષ્યપર્યાય દુર્લભ છે, ઘણા દુઃખોના સમૂહથી
વ્યાપ્ત છે, અપવિત્ર છે, અલ્પ આયુસહિત છે, જેના અંત (મરણ)નો દિવસ
અલ્પજ્ઞતાને કારણે જાણી શકાતો નથી, તથા જેમાં વૃદ્ધાવસ્થાને કારણે બુદ્ધિ પ્રાયઃ
કુંઠિત થઈ જાય છે; તે મનુષ્ય પર્યાયમાં જ તપ કરી શકાય છે અને મોક્ષપદની

Page 277 of 378
PDF/HTML Page 303 of 404
single page version

background image
પ્રાપ્તિ આ તપથી થાય છે અને વાસ્તવિક સુખ તે મોક્ષમાં જ છે. મનમાં આવો
વિચાર કરીને મોક્ષસુખાભિલાષી મનુષ્યે આ દુર્લભ મનુષ્ય પર્યાયમાં નિર્મળ તપ કરવું
જોઈએ. ૨૧.
(शार्दूलविक्रीडित)
उक्तेयं मुनि पद्मनन्दिभिषजा द्वाभ्यां युतायाः शुभा
सद्वृत्तौषधविंशतेरुचितवागर्थाम्भसा वर्तिता
निर्ग्रन्थैः परलोकदर्शनकृते प्रोद्यत्तपोवार्धकै-
श्चेतश्चक्षुरनङ्गरोगशमनी वर्तिः सदा सेव्यताम्
।।२२।।
અનુવાદ : બાવીશ ઉત્તમ છન્દો (પદ્યો) રૂપ ઔષધિ (બાવીશ શ્લોકમાં રચિત
આ બ્રહ્મચર્ય પ્રકરણ) ની જે આ બત્તી પદ્મનન્દી મુનિરૂપ વૈદ્ય દ્વારા બતાવવામાં આવી
છે, શ્રેષ્ઠ છે, યોગ્ય શબ્દ અને અર્થરૂપ જળથી જેનું ઉદ્વર્તન કરવામાં આવ્યું છે તથા
જે ચિત્તરૂપ ચક્ષુના કામરૂપ રોગને શાંત કરે છે, તેનું સેવન તપોવૃદ્ધ સાધુઓએ
પરલોકદર્શન માટે નિરંતર કરવું જોઈએ.
વિશેષાર્થ : અહીં શ્રી પદ્મનન્દી મુનિએ જે આ બાવીશ શ્લોકમય બ્રહ્મચર્ય પ્રકરણ રચ્યું
છે તેને તેમણે ઔષધિની બત્તી (રૂમાં ઔષધ રેડીને આંખમાં નાખવા માટે બનાવેલી વાટ અથવા
અંજનશલાકા) ની ઉપમા આપી છે. અભિપ્રાય તેનો એ છે કે જેમ ઉત્તમ વૈદ્ય દ્વારા બતાવાયેલ
શ્રેષ્ઠ આંજણ સળી દ્વારા આંખોમાં આંજતાં મનુષ્યની આંખોનો રોગ (ફૂલું વગેરે) દૂર થઈ જાય
છે અને પછી તે બીજા લોકોને સ્પષ્ટ જોવા લાગે છે. તેવી જ રીતે જે ભવ્ય જીવ પદ્મનન્દિ મુનિ
દ્વારા ઉત્તમોત્તમ શબ્દો અને અર્થનો આશ્રય લઈને રચાયેલ આ બ્રહ્મચર્ય પ્રકરણનું મનન કરે છે
તેમના ચિત્તનો કામરોગ (વિષય વાંછા) નષ્ટ થઈ જાય છે અને ત્યારે તે મુનિવ્રત ધારણ કરીને
પરલોક (બીજો ભવ) જોવામાં સમર્થ થઈ જાય છે. તાત્પર્ય એ કે આમ કરવાથી દુર્ગતિનું દુઃખ
નષ્ટ થઈને તેમને કાં તો મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે અથવા તો બીજા ભવમાં દેવાદિની ઉત્તમ
પર્યાય પ્રાપ્ત થાય છે. ૨૨.
આ રીતે બ્રહ્મચર્યરક્ષાવર્તી નામનો અધિકાર સમાપ્ત થયો. ૧૨.

Page 278 of 378
PDF/HTML Page 304 of 404
single page version

background image
૧૩. ઋષભસ્તોત્ર
[१३. ऋषभस्त्रोत्रम् ]
(आर्या )
जय उसह णाहिणंदण तिहुवणणिलएक्कदीव तित्थयर
जय सयलजीववच्छल णिम्मलगुणरयणणिहि णाह ।।।।
અનુવાદ : હે ૠષભ જિનેન્દ્ર! નાભિ રાજાના પુત્ર, આપ ત્રણ લોકરૂપ ગૃહને
પ્રકાશિત કરવા માટે અદ્વિતીય દીપક સમાન છો, ધર્મતીર્થના પ્રવર્તક છો, સમસ્ત
પ્રાણીઓના વિષયમાં વાત્સલ્યભાવ ધારણ કરો છો તથા નિર્મળ ગુણોરૂપ રત્નોનાં
સ્થાન છો. આપ જયવંત હો. ૧.
(आर्या )
सयलसुरासुरमणिमउडकिरणकब्बुरियपायपीढ तुमं
धण्णा पेच्छंति थुणंति जवंति झायंति जिणणाह ।।।।
અનુવાદ : નમસ્કાર કરતાં સર્વ દેવો અને અસુરોના મણિમય મુગટોના
કિરણોથી જેમની પાદપીઠ (પગ રાખવાનું આસન) વિચિત્ર વર્ણની થઈ રહી છે, એવા
હે ૠષભ જિનેન્દ્ર! પુણ્યાત્મા જીવ આપના દર્શન કરે છે, સ્તુતિ કરે છે, જપ કરે
છે અને ધ્યાન પણ કરે છે. ૨.
(आर्या )
चम्मच्छिणा वि दिट्ठे तइ तइलोए ण माइ महहरिसो
णाणच्छिणा उणो जिण णयाणिमो किं परप्फु रइ ।।।।
અનુવાદ : હે જિન! ચર્મમય નેત્રથી પણ આપના દર્શન થતાં જે મહાન

Page 279 of 378
PDF/HTML Page 305 of 404
single page version

background image
હર્ષ ઉત્પન્ન થાય છે તે ત્રણે લોકમાં સમાતો નથી. તો પછી જ્ઞાનરૂપ નેત્રથી આપના
દર્શન થતાં કેટલો આનંદ પ્રાપ્ત થાય, એ અમે જાણતાં નથી. ૩.
(आर्या )
तं जिण णाणमणंतं विसईकयसयलवत्थुवित्थारं
जो थुणइ सो पयासइ समुद्दकहमवडसालूरो ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! જે જીવ સમસ્ત વસ્તુઓના વિસ્તારનો વિષય કરનાર
આપના અનંત જ્ઞાનની સ્તુતિ કરે છે તે પોતાને પેલા કૂપમંડુક (કૂવામાં રહેનાર દેડકા)
સમાન પ્રકટ કરે છે જે કુવામાં રહેવા છતાં પણ સમુદ્રના વિસ્તારાદિ બતાવે છે.
વિશેષાર્થ : જેમ કૂવામાં રહેનારો તુચ્છ દેડકો કદી સમુદ્રનો વિસ્તાર આદિ બતાવી
શકતો નથી તેવી જ રીતે અલ્પજ્ઞ મનુષ્ય આપના તે અનંત જ્ઞાનની સ્તુતિ કરી શકતો નથી કે જેમાં
સમસ્ત દ્રવ્યો અને તેમના અનંત ગુણ તથા પર્યાયો યુગપત્ પ્રતિભાસિત થઈ રહ્યા છે. ૪.
(आर्या )
अम्हारिसाण तुह गोत्तकित्तणेण वि जिणेस संचरइ
आएसं मग्गंती पुरओ हियइच्छिया लच्छी ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપના નામના કીર્તનથીકેવળ નામના સ્મરણ
માત્રથી પણ અમારા જેવા મનુષ્યોની સામે મનચાહી લક્ષ્મી આજ્ઞા માગતી ઉપસ્થિત
થાય છે. ૫.
(आर्या )
जासि सिरी तइ संते तुव अवइप्णम्मि तीए णट्ठाए
संके जणियाणिट्ठा दिट्ठा सव्वट्ठसिद्धी वि ।।।।
અનુવાદ : હે ભગવન્! આપ સર્વાર્થસિદ્ધિમાં સ્થિત હતા તે વખતે તેની જે
શોભા હતી તે આપનો અહીં અવતાર થતાં નષ્ટ થઈ ગઈ. તેથી મને એવી આશંકા
થાય છે કે તે વખતે સર્વાર્થસિદ્ધિ પણ એવી દેખવામાં આવી કે જાણે તેનું અનિષ્ટ
જ થઈ ગયું હોય.
વિશેષાર્થ : જે વખતે ભગવાન ૠષભ જિનેન્દ્રનો જીવ સર્વાર્થસિદ્ધિમાં વિદ્યમાન હતો
તે વખતે ભાવિતીર્થંકર ત્યાં રહેવાથી તેની શોભા નિરાળી જ હતી. પછી જ્યારે તે ત્યાંથી ચ્યુત

Page 280 of 378
PDF/HTML Page 306 of 404
single page version

background image
થઈને મરુદેવી માતાના ગર્ભમાં અવતર્યા ત્યારે સર્વાર્થસિદ્ધિની તે શોભા નષ્ટ થઈ ગઈ હતી. આ
બાબતમાં અહીં એવી ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે કે ભગવાન્ ૠષભ જિનેન્દ્ર ચ્યુત થતાં તે
સર્વાર્થસિદ્ધિ જાણે વિધવા જ થઈ ગઈ હતી તેથી તે વખતે તે સૌભાગ્યશ્રી વિનાની દેખાઈ. ૬.
(आर्या)
णाहिघरे वसुहारावडणं जं सुइरमिहं तुहोयरणा
आसि णहाहि जिणेसर तेण धरा वसुमई जाया ।।।।
અનુવાદ : હે જિનેશ્વર! આપે અવતાર લેવાથી નાભિ રાજાના ઘેર આકાશમાંથી
જે લાંબા સમય સુધી (પંદર માસ સુધી) ધનની ધારાનો વરસાદ થયોરત્નોની વર્ષા
થઈતેથી આ પૃથ્વી ‘વસુમતી (ધનવાળી)’ એવા સાર્થક નામવાળી બની. ૭.
(आर्या )
स च्चिय सुरणवियपया मरुएवी पहु ठिओ सि जंगब्भे
पुरओ पट्टो बज्झइ मज्झे से पुत्तवंतीणं ।।।।
અનુવાદ : હે ભગવાન્! જે મરૂદેવીના ગર્ભમાં તમારા જેવા પ્રભુ સ્થિત
હતા તેમના જ ચરણોમાં તે વખતે દેવોએ નમસ્કાર કર્યા હતા. તે વખતે પુત્રવતી
સ્ત્રીઓમાં તેમની સમક્ષ તેમને પટ્ટ બાંધવામાં આવ્યો હતો અર્થાત્ સમસ્ત પુત્રવતી
સ્ત્રીઓની વચ્ચે તીર્થંકર જેવા પુત્રરત્નને જન્મ આપનાર એક તે જ મરૂદેવીને
પુત્રવતી તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ૮.
(आर्या )
अंकत्थे तइ दिट्ठे जंतेण सुरायलं सुरिंदेण
अणिमेसत्तबहुत्तं सयलं णयणाण पडिवण्णं ।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! સુમેરુ પર્વત ઉપર જતી વખતે ઇન્દ્રને ખોળામાં બેઠેલા
આપના દર્શન થતાં તે પોતાના નેત્રોની નિર્નિમેષતા (પલકારાનો અભાવ) અને
અધિકતા (હજારની સંખ્યા) ને સફળ સમજવા લાગ્યાં.
વિશેષાર્થ : એ આગમ પ્રસિદ્ધ વાત છે કે દેવોના નેત્ર નિર્નિમેષ (પલકારા વિનાના)
હોય છે. તે પ્રમાણે ઇન્દ્રના નેત્ર નિર્નિમેષ તો હતા જ, સાથોસાથ તેમની સંખ્યા પણ એક હજાર
હતી. ઇન્દ્રે જ્યારે આ નેત્રોથી પ્રભુના દર્શન કર્યા ત્યારે તેમણે તેને સફળ માન્યા. આ સુયોગ અન્ય

Page 281 of 378
PDF/HTML Page 307 of 404
single page version

background image
મનુષ્ય આદિને પ્રાપ્ત થતો નથી. કારણ કે તેમને બે જ નેત્ર હોય છે અને તે પણ સનિમેષ. તેથી
તેઓ જ્યારે ત્રિલોકીનાથના દર્શન કરે છે ત્યારે તેમને વચ્ચે વચ્ચે પલક બીડાઈ જવાથી એકાગ્રતા
પણ રહેતી નથી. તેઓ તે દેવોની જેમ ઘણા સમય સુધી એકટક દ્રષ્ટિથી ભગવાનના દર્શન કરી
શકતા નથી. ૯.
(आर्या)
तित्थत्तणमावण्णो मेरू तुह जम्मण्हाणजलजोए
तं तस्स सूरपमुहा पयाहिणं जिण कुणंति सया ।।१०।।
અનુવાદ : હે જિન! તે વખતે મેરુ પર્વત આપના જન્માભિષેકના જળના
સંબંધથી તીર્થસ્વરૂપ બની ગયો હતો તેથી જ જાણે સૂર્યચન્દ્રાદિ જ્યોતિષી દેવ
નિરંતર તેની પ્રદક્ષિણા કર્યા કરે છે. ૧૦.
(आर्या )
मेरुसिरे पडणुच्छलियणीरताडणपणट्ठदेवाणं
तं वित्तं तुह ण्हाणं तह जह णहमासि संकिण्णं ।।११।।
અનુવાદ : જન્માભિષેક વખતે મેરૂ પર્વતના શિખર ઉપરથી નીચે પડીને ઊંચે
ઊછળતા જળના આઘાતથી કાંઈક ખેદ પામેલા દેવો દ્વારા આપનો તે જન્માભિષેક
એવી રીતે સંપન્ન થયો કે જેથી આકાશ તે દેવો અને જળથી ભરાઈ ગયું. ૧૧.
(आर्या )
णाह तुह जम्मण्हाणे हरिणो मेरुम्मि णच्चमाणस्स
वेल्लिरभुयाहि भग्गा तइ अज्ज वि भंगुरा मेहा ।।१२।।
અનુવાદ : હે નાથ! આપના જન્માભિષેક મહોત્સવમાં મેરુ પર્વત ઉપર નૃત્ય
કરતા ઇન્દ્રની ચંચળ ભુજાઓથી નાશ પામેલા વાદળા અત્યારે પણ ભંગુર (વિનશ્વર)
જોવામાં આવે છે. ૧૨.
(आर्या )
जाण बहुएहिं वित्ती जाया कप्पद्दुमेहिं तेहिं विणा
एक्केण वि ताण तए पयाण परिकप्पिया णाह ।।१३।।

Page 282 of 378
PDF/HTML Page 308 of 404
single page version

background image
અનુવાદ : હે નાથ! ભોગભૂમિના સમયમાં જે પ્રજાજનોની આજીવિકા ઘણાં
કલ્પવૃક્ષો દ્વારા સંપન્ન થઈ હતી તેમની તે આજીવિકા તે કલ્પવૃક્ષોના અભાવમાં એક
માત્ર આપના દ્વારા સંપન્ન (પ્રદર્શિત) કરવામાં આવી હતી.
વિશેષાર્થ : પૂર્વે અહીં (ભરતક્ષેત્રમાં) જ્યારે ભોગભૂમિની પ્રવૃત્તિ હતી ત્યારે
પ્રજાજનોની આજીવિકા ઘણા (દસ પ્રકારનાં) કલ્પવૃક્ષો દ્વારા સંપન્ન થતી હતી. પરંતુ જ્યારે
ત્રીજા કાળનો અંત આવવામાં પલ્યનો આઠમો ભાગ બાકી હતો ત્યારે તે કલ્પવૃક્ષ ધીરે ધીરે
નષ્ટ થઈ ગયા હતા. તે વખતે ભગવાન્ આદિ જિનેન્દ્રે તેમને કર્મભૂમિને યોગ્ય અસિ--મસિ
આદિ આજીવિકાના સાધનોનું શિક્ષણ આપ્યું હતું. જેમ કે શ્રી સમન્તભદ્રાચાર્ય સ્વામીએ કહ્યું
પણ છે
प्रजापतिर्या प्रथमं जिजीविषु : शशास कृष्यादिषु कर्मसु प्रजाः प्रबुद्धतत्त्वः पुनरद्भुतोदयो
ममत्वतो निर्विविदे विदांवरः ।। અભિપ્રાય એ છે કે જે ૠષભ જિનેન્દ્ર પહેલાં કલ્પવૃક્ષો નષ્ટ
થઈ જતાં આજીવિકા નિમિત્તે વ્યાકુળતા પામેલી પ્રજાને પ્રજાપતિ રૂપે કૃષિ આદિ છ કર્મોનું
શિક્ષણ આપ્યું હતું તે જ ૠષભ જિનેન્દ્ર પછી વસ્તુસ્વરૂપ જાણીને સંસાર, શરીર અને
ભોગોથી વિરક્ત થતાં થકા આશ્ચર્યજનક અભ્યુદયને પ્રાપ્ત થયા અને સર્વ વિદ્વાનોમાં અગ્રેસર
થઈ ગયા. બૃ. સ્વ. સ્તો. ૨. આ રીતે જે પ્રજાજન ભોગભૂમિના સમયમાં અનેક કલ્પવૃક્ષોથી
આજીવિકા સમ્પન્ન કરતા હતા તેમણે કર્મભૂમિના પ્રારંભમાં એકમાત્ર ઉક્ત ૠષભ જિનેન્દ્રથી
જ તે આજીવિકા સમ્પન્ન કરી હતી. તેઓ ૠષભ જિનેન્દ્ર પાસેથી અસિ, મસિ અને કૃષિ
આદિ કર્મોનું શિક્ષણ મેળવીને આનંદપૂર્વક આજીવિકા મેળવવા લાગ્યા હતા. ૧૩.
(आर्या )
पहुणा तए सणाहा धरासि तीए कहण्णहा वूढो
णवधणसमयसमुल्लसियसासछम्मेण रोमंचो ।।१४।।
અનુવાદ : હે ભગવન્! તે વખતે પૃથ્વી આપ જેવા પ્રભુને પામીને સનાથ
થઈ હતી. જો એમ ન થયું હોય તો પછી તે નવીન વર્ષાકાળના સમયે પ્રગટ થયેલા
ધાન્યાંકુરોના બ્હાને રોમાંચ કેવી રીતે ધારણ કરી શકત? ૧૪.
(आर्या )
विज्जु व्व घणे रंगे दिट्ठपणट्ठा पणच्चिरी अमरी
जइया तइया वि तए रायसिरी तारिसी दिट्ठा ।।१५।।
અનુવાદ : હે ભગવન્! જ્યારે આપે વાદળાની વચ્ચે ક્ષણમાં નષ્ટ થનારી
વીજળી સમાન રંગભૂમિ ઉપર જોત જોતામાં મૃત્યુ પામનારી નૃત્ય કરતી નીલાંજના

Page 283 of 378
PDF/HTML Page 309 of 404
single page version

background image
અપ્સરાને જોઈ હતી ત્યારે આપે રાજ્યલક્ષ્મીને પણ એ જ રીતે ક્ષણભંગુર સમજી
લીધી હતી.
વિશેષાર્થ : કોઈ વખતે ભગવાન્ ૠષભ જિનેન્દ્ર અનેક રાજા મહારાજાઓથી વીંટળાઈને
સિંહાસન ઉપર બિરાજમાન હતા. તે વખતે તેમની સેવા કરવા માટે ઇન્દ્ર અનેક ગંધર્વો અને
અપ્સરાઓ સાથે ત્યાં આવ્યા. તેણે ભક્તિવશે ત્યાં અપ્સરાઓનું નૃત્ય શરૂ કરાવ્યું. તેણે ભગવાનને
રાજ્યભોગથી વિરક્ત કરવાની ઇચ્છાથી આ કાર્યમાં એવા પાત્રની (નીલાંજનાની) નિમણુંક કરી કે
જેનું આયુષ્ય તરત જ પૂર્ણ થવાનું હતું. તે પ્રમાણે નીલાંજના રસ, ભાવ અને લય સાથે નૃત્ય કરી
રહી હતી કે એટલામાં તેનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું. અને તે દેખતાં દેખતાં ક્ષણવારમાં અદ્રશ્ય
થઈ ગઈ. જોકે ઇન્દ્રે રસભંગના ભયથી ત્યાં બીજી તેવી જ અપ્સરા તત્કાળ ખડી કરી દીધી હતી,
છતાં પણ ભગવાન ૠષભ જિનેન્દ્ર એનાથી અજાણ ન રહ્યા. આથી તેમના હૃદયમાં ઘણો વૈરાગ્ય
થયો. (આ. પુ. ૧૭, ૧
૧૧.) ૧૫.
(आर्या )
वेरग्गदिणे सहसा वसुहा जुण्णं व जं मुक्का
देव तए सा अज्ज वि विलवइ सरिजलरवा वराई ।।१६।।
અનુવાદ : હે દેવ! આપે વૈરાગ્યના દિવસે પૃથ્વીને જીર્ણ તૃણ સમાન એકાએક
જ છોડી દીધી હતી, તેથી તે બિચારી આજ પણ નદીજળના ધ્વનિના બ્હાને વિલાપ
કરી રહી છે. ૧૬.
(आर्या )
अइसोहिओ सि तइया काउस्सग्गट्ठिओ तुमं णाह
धम्मिक्कघरारंभे उब्भीकयमूलखंभो व्व ।।१७।।
અનુવાદ : હે નાથ! આપ કાર્યોત્સર્ગમાં સ્થિત થઈને એવા અત્યંત શોભતા
હતા, જાણે ધર્મરૂપી અદ્વિતીય મહેલના નિર્માણમાં ઉપર ખડો કરવામાં આવેલો મૂળ
સ્તંભ જ હોય! ૧૭.
(आर्या )
हिययत्थझाणसिहिडज्झमाण सहसा सरीरधूमो व्व
सहइ जिण तुज्झ सीसे महुयरकुलसंणिहो केसभरो ।।१८।।
અનુવાદ : હે જિન! આપના શિર ઉપર જે ભમરાઓના સમૂહ સમાન કાળા

Page 284 of 378
PDF/HTML Page 310 of 404
single page version

background image
કેશોનો ભાર છે તે એવો શોભે છે જાણે હૃદયમાં રહેલી ધ્યાનરૂપી અગ્નિથી સહસા
બળનાર શરીરનો ધૂમાડો જ હોય! ૧૮.
(आर्या )
कम्मकलंकचउक्के णट्ठे णिम्मलसमाहिभूईए
तुह णाणदप्पणे च्चिय लोयालोयं पडिप्फलियं ।।१९।।
અનુવાદ : હે ભગવાન! નિર્મળ ધ્યાનરૂપ સંપત્તિથી ચાર ઘાતિ કર્મરૂપ કલંક
નષ્ટ થઈ જતાં પ્રગટ થયેલ આપના જ્ઞાન (કેવલજ્ઞાન) રૂપ દર્પણમાં જ લોક અને
અલોક પ્રતિબિંબિત થવા લાગ્યા હતા. ૧૯.
(आर्या)
आवरणाईणि तए समूलमुम्मूलियाइ दट्ठूण
कम्मचउक्केण मुयं व णाह भीएण सेसेण ।।२०।।
અનુવાદ : હે નાથ! તે વખતે જ્ઞાનાવરણાદિ ચાર ઘાતી કર્મોને મૂળમાંથી
નષ્ટ થયેલાં જોઈને શેષ (વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર) ચાર આઘાતી કર્મ
ભયથી જ જાણે મરેલા સમાન (અનુભાગથી ક્ષીણ) થઈ ગયા હતા. ૨૦.
(आर्या )
णाणामणिणिम्माणे देव ठिओ सहसि समवसरणम्मि
उवरिं व संणिविट्ठो जियाण जोईण सव्वाणं ।।२१।।
અનુવાદ : હે દેવ! વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત સમવસરણમાં સ્થિત
આપ જીતી લેવામાં આવેલા સર્વ યોગીઓની ઉપર બેઠેલા જેવા સુશોભિત થાવ છો.
વિશેષાર્થ : જિનેન્દ્ર ભગવન્ સમવસરણ સભામાં ગંધકૂટીમાં સ્વભાવથી જ સર્વથી ઉપર
વિરાજમાન રહે છે. એ બાબત ઉપર અહીં એ ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે કે તેમણે પોતાની
અભ્યંતર અને બાહ્ય લક્ષ્મી દ્વારા સર્વ યોગીઓને જીતી લીધા હતા. તેથી તેઓ જાણે તે બધા
યોગીઓની ઉપર સ્થિત હતા. ૨૧.
(आर्या )
लोउत्तरा वि सा समवसरणसोहा जिणेस तुह पाए
लहिऊण लहइ महिमं रविणो णलिणि व्व कुसुमट्ठा [ड्ढा] ।।२२।।

Page 285 of 378
PDF/HTML Page 311 of 404
single page version

background image
અનુવાદ : હે જિનેશ! તે સમવસરણની શોભા જો કે અલૌકિક હતી, છતાં
પણ તે આપના પાદ (ચરણો) ને પ્રાપ્ત કરીને એવી મહિમા પામી કે જેથી પુષ્પોથી
વ્યાપ્ત કમલિની સૂર્યના પાદ (કિરણો) ને પામીને મહિમા પ્રાપ્ત કરે છે. ૨૨.
(आर्या )
णिद्दोसो अकलंको अजडो चंदो ब्व सहसि तं तह वि
सीहासणायलत्थो जिणिंद कयकुवलयाणंदो ।।२३।।
અનુવાદ : હે જિનેન્દ્ર! સિંહાસનરૂપ ઉદયાચળ ઉપર સ્થિત આપ ચન્દ્રમા
સમાન કુવલય (પૃથ્વીમંડળ, ચંદ્રપક્ષે કુમુદ) ને આનંદિત કરો છો; તેથી જ તે ચન્દ્રમા
સમાન સુશોભિત થાવ છો, તો પણ આપમાં તે ચન્દ્રમાની અપેક્ષાએ વિશેષતા છે
કારણ કે જેવી રીતે આપ અજ્ઞાનાદિ દોષોથી રહિત હોવાને કારણે નિર્દોષ છો તેવી
રીતે ચન્દ્રમા નિર્દોષ નથી
તે સદોષ છે કારણ કે તે દોષો (રાત્રિ) સાથે સંબંધ રાખે
છે. આપ કર્મમળ રહિત હોવાના કારણે અકલંક છો, પરંતુ ચન્દ્રમા કલંક (કાળા ચિહ્ન)
સહિત જ છે. આપ જડતા (અજ્ઞાનતા) રહિત હોવાને કારણે અજડ છો પરંતુ ચન્દ્રમા
અજડ નથી, પણ જડ છે
હિમગ્રસ્ત છે. ૨૩.
(आर्या )
अच्छंतु ताव इयरा फु रियविवेया णमंतसिरसिहरा
होइ असोओ रुक्खो वि णाह तह संणिहाणत्थो ।।२४।।
અનુવાદ : હે નાથ! જેમને વિવેક પ્રગટ થયો છે તથા જેમનું શિરરૂપ શિખર
આપને નમસ્કાર કરવામાં નમ્રીભૂત થાય છે એવા બીજા ભવ્ય જીવ તો દૂર જ રહ્યા
પરંતુ આપની સમીપમાં સ્થિત વૃક્ષ પણ અશોક થઈ જાય છે.
વિશેષાર્થ : અહીં ગ્રન્થકર્તા ભગવાન ૠષભ જિનેન્દ્રની સ્તુતિ કરતાં તેમની
સમીપે રહેલ આઠ પ્રાતિહાર્યોમાંથી પ્રથમ અશોક વૃક્ષનો ઉલ્લેખ કરે છે તે વૃક્ષ
જો કે નામથી જ ‘અશોક’ પ્રસિદ્ધ છે, છતાં પણ તેઓ પોતાના શબ્દચાતુર્યથી
એમ વ્યક્ત કરે છે કે જો જિનેન્દ્ર ભગવાનની કેવળ સમીપતા જ પામીને તે સ્થાવર
વૃક્ષ પણ અશોક (શોક રહિત) થઈ જાય છે તો ભલા જે વિવેકી જીવ તેમની
સમીપમાં રહીને તેમને ભક્તિપૂર્વક નમસ્કાર આદિ કરે છે તેઓ શોક રહિત કેમ
ન થાય? અવશ્ય જ તેઓ શોક રહિત થઈને અનુપમ સુખ પ્રાપ્ત કરશે. ૨૪.

Page 286 of 378
PDF/HTML Page 312 of 404
single page version

background image
(आर्या )
छत्तत्तयमालंबियणिम्मलमुत्ताहलच्छला तुज्झ
जणलोयणेसु वरिसइ अमयं पि व णाह बिंदूहिं ।।२५।।
અનુવાદ : હે નાથ! આપના ત્રણ છત્ર લટકતા નિર્મળ મોતિઓના બ્હાને
જાણે બિંદુઓ દ્વારા ભવ્યજનોનાં નેત્રોમાં અમૃતની વર્ષા જ કરે છે.
વિશેષાર્થ : ભગવાન ૠષભ જિનેન્દ્રના શિર ઉપર જે ત્રણ છત્ર અવસ્થિત હતા તેમની
ચારે તરફ જે સુન્દર મોતી લટકતા હતા તે લોકોના નેત્રોમાં એવા લાગતા હતા કે જાણે તે ત્રણ
છત્ર તે મોતીઓના બ્હાને અમૃતબિન્દુઓની જ વર્ષા કરી રહ્યા હોય. ૨૫.
(आर्या)
कयलोयलोयगुप्पलहरिसाइ सुरेसहत्थचलियाइं
तुह देव सरय हरकिरणकयाइं व चमराइं ।।२६।।
અનુવાદ : હે દેવ! લોકોનાં નેત્રોરૂપ નીલકમળોને હર્ષિત કરનાર જે ચમર
ઇન્દ્રના હાથે આપના ઉપર ઢોળવામાં આવતા હતા તે શરદ કાળના ચન્દ્રમાના
કિરણોથી કરવામાં આવ્યા હોય તેવા લાગતા હતા. ૨૬.
(आर्या )
विहलीकयपचसरे पंचसरो जिण तुमम्मि काऊण
अमरकयपुप्फ विट्ठिच्छला बहू मुवइ कुसुमसरे ।।२७।।
અનુવાદ : હે જિન આપના વિષયમાં પોતાના પાંચ બાણોને વ્યર્થ જોઈને
તે કામદેવ દેવો દ્વારા કરવામાં આવતી પુષ્પવૃષ્ટિનાં બ્હાને જાણે આપના ઉપર ઘણાં
પુષ્પમય બાણો છોડી રહ્યા છે.
વિશેષાર્થ : કામદેવનું એક નામ પંચશર પણ છે જેનો અર્થ થાય છે પાંચ બાણોવાળા
આ બાણ પણ તેમના લોહમય ન હોતા પુષ્પમય માનવામાં આવે છે. તે આ જે બાણો દ્વારા કેટલાય
અવિવેકી પ્રાણીઓને જીતીને તેમને વિષયાસક્ત કર્યા કરે છે. મૂળમાં અહીં ભગવાન ૠષભજિનેન્દ્ર
ઉપર જે દેવોદ્વારા પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી હતી તેની ઉપર આ ઉત્પ્રેક્ષા કરવામાં આવી
છે કે તે પુષ્પવર્ષા નથી પણ જ્યારે ભગવાનને પોતાને વશ કરવા માટે તે કામદેવે તેમની ઉપર
પોતાના પાંચે બાણ ચલાવ્યા અને છતાં પણ તેઓ તેને વશ ન થયા ત્યારે તેણે જાણે તેમના ઉપર
એક સાથે ઘણા બાણો છોડવા જ શરૂ કર્યા હતા. ૨૭.

Page 287 of 378
PDF/HTML Page 313 of 404
single page version

background image
(आर्या )
एस जिणो परमप्पा णाणी अण्णाण सुणह मा वयणं
तुह दुंदुही रसंतो कहइ व तिजयस्स मिलियस्स ।।२८।।
અનુવાદઃહે ભગવન્! શબ્દ કરતી થકી તમારી ભેરી ત્રણે લોકના
સર્વ પ્રાણીઓને જાણે એમ કહી રહી હતી કે હે ભવ્ય જીવો! આ જિનદેવ
જ જ્ઞાની પરમાત્મા છે, બીજા કોઈ પરમાત્મા નથી; તેથી એક જિનેન્દ્રદેવ સિવાય
તમે બીજાઓનો ઉપદેશ ન સાંભળો. ૨૮.
(आर्या )
रविणो संतावयरं ससिणो उण जयायरं देव
संतावजडत्तहरं तुज्झ च्चिय पहु पहावलयं ।।२९।।
અનુવાદઃહે દેવ! સૂર્યનું પ્રભામંડળ તો સંતાપ કરનાર છે અને ચંદ્રનું
પ્રભામંડળ જડતા (શીતપણું) ઉત્પન્ન કરે છે. પરંતુ હે પ્રભો! સંતાપ અને જડતા
(અજ્ઞાનતા) આ બન્નેને દૂર કરનાર પ્રભામંડળ એક આપનું જ છે. ૨૯.
(आर्या )
मंदरमहिज्जमाणंबुरासिणिग्घोससंणिहा तुज्झ
वाणी सुहा ण अण्णा संसारविसस्स णासयरी ।।३०।।
અનુવાદઃમેરુ પર્વત વડે મથવામાં આવતા સમુદ્રની ધ્વનિ સમાન ગંભીર
આપની ઉત્તમ વાણી અમૃત સ્વરૂપ હોઈને સંસારરૂપ વિષને નષ્ટ કરનાર છે, એના
સિવાય બીજા કોઈની વાણી તે સંસારરૂપ વિષને નષ્ટ કરી શકતી નથી.
વિશેષાર્થઃજિનેન્દ્ર ભગવાનની જે દિવ્યધ્વનિ ખરે છે તે તાળવું, કંઠ અને હોઠ
આદિના વ્યાપારરહિત નિરક્ષર હોય છે. તેનો અવાજ સમુદ્ર અથવા મેઘગર્જના સમાન ગંભીર
હોય છે. તેમાં એક આ વિશેષતા હોય છે કે જેથી શ્રોતાગણને એવું જ લાગે છે કે ભગવાન
આપણી ભાષામાં જ ઉપદેશ આપી રહ્યા છે. ક્યાંક એવો પણ ઉલ્લેખ મળે છે કે તે દિવ્યધ્વનિ
હોય છે તો નિરક્ષર જ, પણ તેને માગધદેવ અર્ધમાગધી ભાષામાં પરિણમાવે છે. તે દિવ્યધ્વનિ
સ્વભાવથી ત્રણે સંધ્યાકાળે નવ મુહૂર્ત સુધી જ ખરે છે. પરંતુ ગણધર, ઇન્દ્ર અને ચક્રવર્તી આદિના
પ્રશ્ન અનુસાર કોઈ વાર તે અન્ય સમયમાં પણ ખરે છે. તે એક યોજન સુધી સંભળાય છે.

Page 288 of 378
PDF/HTML Page 314 of 404
single page version

background image
ભગવાન જિનેન્દ્ર વીતરાગ અને સર્વજ્ઞ હોય છે તેથી તેમના દ્વારા નિર્દિષ્ટ તત્ત્વના વિષયમાં કોઈ
પ્રકારનો સંદેહ આદિ કરી શકાતો નથી. કારણ એ છે કે વચનમાં અસત્યપણું કાં તો કષાયવશ
જોવામાં આવે છે અથવા તો અલ્પજ્ઞતાને કારણે, અને તે જિનેન્દ્ર ભગવાનમાં રહ્યા નથી. માટે
તેમની વાણીને અહીં અમૃત સમાન સંસાર વિષનાશક બતાવવામાં આવી છે. ૩૦.
(आर्या )
पत्ताण सारणि पिव तुज्झ गिरं सा गई जडाणं पि
जा मोक्खतरुट्ठाणे असरिसफलकारणं होइ ।।३१।।
અનુવાદઃહે જિનેન્દ્રદેવ! ક્યારી સમાન તમારી વાણીને પ્રાપ્ત થયેલ
અજ્ઞાની જીવોની પણ તે અવસ્થા થાય છે જે મોક્ષરૂપ વૃક્ષના સ્થાનમાં અનુપમ ફળનું
કારણ થાય છે.
વિશેષાર્થઃજેવી રીતે ઉત્તમ ક્યારી બનાવીને તેમાં લગાવવામાં આવેલું વૃક્ષ જળસિંચન
પામીને ઇચ્છિત ફળ આપે છે તેવી જ રીતે જે ભવ્ય જીવ મોક્ષરૂપ વૃક્ષની ક્યારી સમાન તે
જિનવાણી પામીને (સાંભળીને) તે પ્રમાણે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થાય છે તેમને અવશ્ય જ તેનાથી
અનુપમ ફળ (મોક્ષસુખ) પ્રાપ્ત થાય છે. ૩૧.
(आर्या )
पोयं पिव तुह वयणं संलीणा फु डमहोकयजडोहं
हेलाए च्चिय जीवा तरंति भवसायरमणंत्तं ।।३२।।
અનુવાદઃજેવી રીતે જલૌઘ અર્થાત્ પાણીના સમૂહને અધઃકૃત (નીચે
કરનારી) નૌકાનો આશ્રય લઈને પ્રાણી અનાયાસ જ અપાર સમુદ્રનો પાર પામી જાય
છે, તેવી જ રીતે જડૌઘ અર્થાત્ અજ્ઞાન સમૂહને અધઃકૃત (તિરસ્કૃત) કરનારી આપની
વાણીરૂપ નૌકાનો આશ્રય લઈને ભવ્ય જીવ પણ અનાયાસે જ અનંત સંસારરૂપ
સમુદ્રને પાર થઈ જાય છે, એ સ્પષ્ટ છે. ૩૨.
(आर्या )
तुह वयणं चिय साहइ णूणमणेयंतवादवियडवहं
तह हिययपईइअरं सव्वत्तणमप्पणो णाह ।।३३।।
અનુવાદઃહે નાથ! હૃદયમાં પ્રતીતિ ઉત્પન્ન કરનારી આપની વાણી જ

Page 289 of 378
PDF/HTML Page 315 of 404
single page version

background image
નિશ્ચયથી અનેકાન્તવાદરૂપ કઠિન માર્ગને તથા આત્માના સર્વજ્ઞત્વને પણ સિદ્ધ કરે છે.૩૩.
(आर्या )
विप्पडिवज्जइ जो तुह गिराए मइसुइबलेण केवलिणो
वरद्दिट्ठिदिट्ठिणहजंतपविखगणणे वि सो अंधो ।।३४।।
અનુવાદઃહે ભગવાન! જે મનુષ્ય પોતાના મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના બળ
ઉપર આપના જેવા કેવળીની વાણીના વિષયમાંતેના દ્વારા નિરૂપિત તત્ત્વસ્વરૂપમાં
વિવાદ (સંદેહાદિ) પામે છે, તેનું આ આચરણ તે અંધ મનુષ્ય સમાન છે, જે કોઈ
નિર્મળ નેત્રોવાળા અન્ય મનુષ્ય દ્વારા દેખવામાં આવેલા એવા આકાશમાં સંચાર કરતાં
પક્ષીઓની ગણતરી (સંખ્યા)માં વિવાદ કરે છે. ૩૪.
(आर्या )
भिण्णाण परणयाणं एक्केक्कमसंगया णया तुज्झ
पावंति जयम्मि जयं मज्झम्मि रिऊण किं चित्तं ।।३५।।
અનુવાદઃહે ભગવન્! જગતમાં આપના પૃથક્ પૃથક્ એક એક નય
શત્રુભૂત ભિન્ન ભિન્ન પરમતોની મધ્યમાં જો જય પામે છે તો એમાં આશ્ચર્ય શું
છે! કાંઈ પણ નહિ. ૩૫.
(आर्या )
अण्णस्स जए जीहा कस्स सयाणस्स वण्णणे तुज्झ
जत्थ जिण ते वि जाया सुरगुरुपमुहा कई कुंठा ।।३६।।
અનુવાદઃહે જિન! જગતમાં તમારા વર્ણનમાં જે બૃહસ્પતિ આદિ કવિ પણ
કુંઠિત (અસમર્થ) થઈ ગયા છે તેમાં ભલા અન્ય ક્યા બુદ્ધિમાનની જીભ સમર્થ થઈ
શકે? અર્થાત્ આપના ગુણોનું કીર્તન જ્યાં બૃહસ્પતિ આદિ પણ કરી શક્યા નથી તો
પછી બીજો ક્યો એવો કવિ છે જે આપના તે ગુણોનું પૂર્ણપણે કીર્તન કરી શકે? ૩૬.
(आर्या )
सो मोहथेणरहिओ पयासिओ पहु सुपहो तए तइया
तेणज्ज वि रयणजुया णिव्विग्घं जंति णिव्वाणं ।।३७।।

Page 290 of 378
PDF/HTML Page 316 of 404
single page version

background image
અનુવાદઃહે પ્રભો! તે વખતે આપે મોહરૂપ ચોર રહિત તે સુમાર્ગ
(મોક્ષમાર્ગ) પ્રગટ કર્યો હતો કે જેથી આજે પણ મનુષ્ય રત્નો (રત્નત્રય) સહિત થઈને
નિર્બાધપણે મોક્ષમાં જાય છે.
વિશેષાર્થઃજેમ શાસનના સારા પ્રબંધથી ચોર રહિત કરવામાં આવેલા માર્ગે
મનુષ્ય ઇચ્છિત ધન લઈને નિર્બાધપણે ગમનાગમન કરે છે, તેવી જ રીતે ૠષભદેવ ભગવાને
પોતાના દિવ્ય ઉપદેશ દ્વારા જે મોક્ષમાર્ગને મોહરૂપ ચોરથી રહિત કરી દીધો હતો તેના ઉપર
ચાલીને સાધુ પુરુષો અત્યારે પણ સમ્યગ્દર્શનાદિરૂપ અનુપમ રત્નો સાથે નિર્વિઘ્નપણે ઇચ્છિત
સ્થાન (મોક્ષ) પ્રાપ્ત કરે છે. ૩૭.
(आर्या )
उम्मुद्दियम्मि तम्मि हु मोक्खणिहाणम्मि गुणणिहाण तए
केहिं ण जुण्णतिणाइ व इयरणिहाणेहिं भुवणम्मि ।।३८।।
અનુવાદઃહે ગુણનિધાન! આપના દ્વારા તે મોક્ષરૂપ નિધિ (ખજાનો)
ખોલી નાખવામાં આવતા લોકમાં ક્યા ભવ્ય જીવોએ રત્નસુવર્ણાદિ રૂપ બીજા
ખજાના જીર્ણ ઘાસ સમાન છોડ્યા નહોતા? અર્થાત્ ઘણાએ તેમનો ત્યાગ કરી
જિનદીક્ષાનો સ્વીકાર કર્યો હતો. ૩૮.
(आर्या )
मोहमहाफ णिडक्को जणो विरायं तुमं पमुत्तूण
इयराणाए कह पहु विचेयणो चेयणं लहइ ।।३९।।
અનુવાદઃહે પ્રભુ! મોહરૂપી મહા સર્પદ્વારા કરડાવાથી મૂર્ચ્છા પામેલો
મનુષ્ય આપ વીતરાગને છોડીને બીજાની આજ્ઞા (ઉપદેશ)થી કેવી રીતે ચેતના પામી
શકે? અર્થાત્ પામી શકે નહિ.
વિશેષાર્થઃજેમ સર્પ કરડવાથી મૂર્ચ્છા પામેલો મનુષ્ય મંત્ર જાણનારના ઉપદેશથી
નિર્વિષ બનીને ચેતનપણું પ્રાપ્ત કરી લે છે તેવી જ રીતે મોહથી ગ્રસાયેલ સંસારી પ્રાણી આપના
સદુપદેશથી અવિવેક છોડીને પોતાનું ચૈતન્યસ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. ૩૯.
(आर्या )
भवसायरम्मि धम्मो धरइ पडंतं जणं च्चेय
सवरस्स व परमारणकारणमियराण जिणणाह ।।४०।।

Page 291 of 378
PDF/HTML Page 317 of 404
single page version

background image
અનુવાદઃહે જિનેન્દ્ર! સંસારરૂપ સમુદ્રમાં પડતા પ્રાણીનું રક્ષણ આપનો
જ ધર્મ કરે છે. બીજાઓનો ધર્મ તો ભીલના ધર્મ (ધનુષ્ય) સમાન અન્ય જીવોને
મારવાનું જ કારણ થાય છે. ૪૦.
(आर्या )
अण्णो को तुह पुरओ वग्गइ गरुयत्तणं पयासंतो
जम्मि तइ परमियत्तं केसणहाणं पि जिण जायं ।।४१।।
અનુવાદઃહે જિન! જે આપના વાળ અને નખ પણ પરિમિતતા પામ્યા
અર્થાત્ વૃદ્ધિરહિત થઈ ગયા હતા તેવા આપની આગળ બીજો કોણ પોતાનો મહિમા
પ્રગટ કરતો થકો જઈ શકે? અર્થાત્ કોઈ જઇ શકે નહિ.
વિશેષાર્થઃકેવળજ્ઞાન પ્રગટતાં નખ અને વાળની વૃદ્ધિ થતી નથી. એ બાબત
ઉપર અહીં એમ ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે કે તે નખકેશની વૃદ્ધિનો અભાવ જાણે એમ
સૂચન કરતો હતો કે આ જિનેન્દ્ર ભગવાન સર્વશ્રેષ્ઠ છે, એમની આગળ બીજા કોઈનો પ્રભાવ
રહી શકતો નથી. ૪૧.
(आर्या )
सहइ शरीरं तुह पहु तिहुयणजणणयणबिंबविच्छुरियं
पडिसमयमच्चियं चारुतरलणीलुप्पलेहिं व ।।४२।।
અનુવાદઃહે પ્રભો! આપના શરીર ઉપર જે ત્રણે લોકના પ્રાણીઓના
નેત્રોનું પ્રતિબિંબ પડી રહ્યું હતું તેનાથી વ્યાપ્ત તે શરીર એવું લાગતું હતું કે જાણે
તે નિરંતર સુંદર અને ચંચળ નીલકમળો દ્વારા પૂજા પામી રહ્યું હોય. ૪૨.
(आर्या )
अहमहमियाए णिवडंति णाह छुहियालिणो व्व हरिचक्खू
तुज्झ च्चिय णहपहसरमज्झट्ठियचलणकमलेसुं ।।४३।।
અનુવાદઃહે નાથ! તમારા જ નખોની કાન્તિરૂપ સરોવરની મધ્યમાં
સ્થિત ચરણરૂપ કમળો ઉપર જે ઇન્દ્રના નેત્રો પડે છે તે એવા દેખાય છે કે
જાણે અહમહમિકા અર્થાત્ હું પહેલાં પહોંચું, હું પહેલાં પહોંચું, આ રૂપે ભૂખ્યા
ભ્રમર જ તેમની ઉપર પડી રહ્યા હોય. ૪૩.

Page 292 of 378
PDF/HTML Page 318 of 404
single page version

background image
(आर्या )
कणयकमलाणमुवरिं सेवा तुह विबुहकप्पियाण तुहं
अहियसिरीणं तत्तो जुत्तं चरणाण संचरणं ।।४४।।
અનુવાદઃહે ભગવન્! આપની સેવા માટે દેવો દ્વારા રચવામાં આવેલા
સુવર્ણમય કમળો ઉપર જે આપના ચરણોનો સંચાર થતો હતો તે યોગ્ય જ હતું કેમ
કે આપના ચરણોની શોભા તે કમળો કરતાં વધારે હતી. ૪૪.
(आर्या )
सइ-हरिकयकण्णसुहो गिज्जइ अमरेहिं तुह जसो सग्गे
मण्णे तं सोउमणो हरिणो हरिणंक वमल्लीणो ।।४५।।
અનુવાદઃહે જિનેન્દ્ર! સ્વર્ગમાં ઇન્દ્રાણી અને ઇન્દ્રના કાનોને સુખ આપનારું
જે દેવોદ્વારા આપનું યશોગાન કરવામાં આવે છે તે સાંભળવા માટે ઉત્સુક થઈને જ
જાણે હરણે ચન્દ્રનો આશ્રય લીધો છે, એમ હું સમજું છું. ૪૫.
(आर्या )
अलियं कमले कमला कमकमले तुह जिणिंद सा वसइ
णहकिरणणिहेण घडंति णयजणे से कडक्खछडा ।।४६।।
અનુવાદઃહે જિનેન્દ્ર! કમળમાં લક્ષ્મી રહે છે એમ કહેવું અસત્ય છે; કારણ
કે તે તો આપના ચરણકમળમાં રહે છે, તેથી જ તો નમસ્કાર કરતા જનો ઉપર
આપના નખોના કિરણોના બ્હાને તેના નેત્રકટાક્ષોની કાન્તિ સંગ પામી શકે છે. ૪૬.
(आर्या )
जे कयकुवलयहरिसे तुमम्मि विद्देसिणो स ताणं पि
दोसो ससिम्मि वा आहयाण जह वाहिआवरणं ।।४७।।
અનુવાદઃહે જિનેન્દ્ર! કુવલય અર્થાત્ ભૂમંડળને હર્ષિત કરનાર આપના
વિષયમાં જે વિદ્વેષ રાખે છે તે તેમનો જ દોષ છે. જેમકુવલય (કુમુદ)ને પ્રફુલ્લિત
કરનાર ચન્દ્રના વિષયમાં જે મૂર્ખ બહારનું આવરણ કરે છે તો તે તેમનો જ દોષ
હોય છે, નહિ કે ચન્દ્રનો. અભિપ્રાય એમ છે કે જેવી રીતે કોઈ ચન્દ્રનો પ્રકાશ

Page 293 of 378
PDF/HTML Page 319 of 404
single page version

background image
(ચાંદની) રોકવા માટે જો બાહ્ય આવરણ કરે છે તો તે તેનો જ દોષ ગણવામાં
આવે છે, નહિ કે ચન્દ્રનો, કારણ કે તે તો સ્વભાવે પ્રકાશક અને આહ્લાદજનક
જ છે. એવી જ રીતે જો કોઈ અજ્ઞાની જીવ આપને પામીને પણ આત્મહિત કરતો
નથી તો એ તેનો જ દોષ છે, નહિ કે આપનો. કારણ કે આપ તો સ્વભાવથી
બધા જ પ્રાણીઓના હિતકારક છો. ૪૭.
(आर्या )
को इह हि उव्वरंतो जिण जयसंहरणमरणवणसिहिणो
तुह पयथुइणिज्झरणी वारणमिणमो ण जइ होंति ।।४८।।
અનુવાદઃહે જિન! જો આપના ચરણોની સ્તુતિરૂપ આ નદી રોકનારી
(ઓલવનારી) ન હોત તો પછી અહીં જગતનો સંહાર કરનારી મૃત્યુરૂપ દાવાગ્નિથી
કોણ બચી શકતું હતું? અર્થાત્ કોઈ બાકી ન રહી શકત. ૪૮.
(आर्या )
करजुवलकमलमउले भालत्थे तुह पुरो कए वसइ
सग्गापवग्गकमला कुणंति तं तेण सप्पुरिसा ।।४९।।
અનુવાદઃહે ભગવન્! આપની આગળ નમસ્કાર કરતી વખતે મસ્તક ઉપર
સ્થિત બન્ને હાથરૂપ કમળની કળીમાં સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી નિવાસ કરે છે, તેથી
સજ્જન પુરુષ તેને (બન્ને હાથ કપાળ ઉપર સ્થિત) કર્યા કરે છે. ૪૯.
(आर्या )
वियलइ मोहणधूली तुह पुरओ मोहठगपरिट्ठविया
पणवियसीसाओ तआ पणवियसीसा बुहा होंति ।।५०।।
અનુવાદઃહે જિનેન્દ્ર! તમારી આગળ નમ્રીભૂત થયેલા શિરથી મોહરૂપ
ઠગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી મોહનધૂળ (મોહ પમાડનારી ધૂળ) નાશ પામી
જાય છે, તેથી વિદ્વાનો શિર નમાવીને આપને નમસ્કાર કરે છે. ૫૦.
(आर्या )
बंभप्पमुहा सण्णा सव्वा तुह जे भणंति अण्णस्स
ससिजोण्हा खज्जोए जडेहि जोडिज्जए तेहिं ।।५१।।

Page 294 of 378
PDF/HTML Page 320 of 404
single page version

background image
અનુવાદઃહે ભગવન્! જે લોકો આપના બ્રહ્મા આદિ સર્વ નામોને બીજા
(વિધાતા આદિ) ના બતાવે છે તે મૂર્ખ જાણે ચન્દ્રની ચાંદનીને આગિયા સાથે જોડે છે.
વિશેષાર્થઃજેમ આગિયાનો પ્રકાશ કદી ચાંદની સમાન થઈ શકતો નથી તેવી જ રીતે
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઇત્યાદિ જે આપના સાર્થક નામ છે તે દેવરૂપે મનાતા બીજાઓના કદી
થઈ શકતા નથી. તે સર્વ તો આપના જ નામ છે. જેમ કે
त्वामव्यय विभुमचिन्त्संख्यमाद्यं
ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् ! योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ।। बुद्धस्त्वमेव
विबुधार्चितबुद्धिबोधात्त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् धातासि धीर शिवमार्गविधेर्विधानाद् व्यक्तं त्वमेव
भगवन् पुरुषोत्तमोऽसि [भक्तामर० २४-२५] ।। ૫૧.
(आर्या )
तं चेव मोक्खपयवी तं चिय सरणं जणस्स सव्वस्स
तं णिक्वारणविज्जो जाइजरामरणवाहिहरो ।।५२।।
અનુવાદઃહે જિનેન્દ્ર! તમે જ મોક્ષમાર્ગ છો. તમે જ સર્વ પ્રાણીઓને
શરણભૂત છો; તથા તમે જ જન્મ, જરા અને મરણરૂપ વ્યાધિને નષ્ટ કરનાર નિસ્વાર્થ
વૈદ્ય છો. ૫૨.
(आर्या )
किच्छाहिं समुवलद्धे कयकिच्चा जम्मि जोइणो होंति
तं परमकारणं जिण ण तुमाहिंतो परो अस्थि ।।५३।।
અનુવાદઃહે અર્હન્! જે આપને કષ્ટપૂર્વક પ્રાપ્ત કરીને (જાણીને) યોગીજન
કૃતકૃત્ય થઈ જાય છે તે તમે જ તે કૃતકૃત્યતાના ઉત્કૃષ્ટ કારણ છો, તમારા સિવાય
બીજા કોઈ તેનું કારણ થઈ શકતું નથી. ૫૩.
(आर्या )
सुहमो सि तह ण दीससि जह पहु परमाणुपेच्छएहिं पि
गुरुवो तह बोहमए जह तइ सव्वं पि संमायं ।।५४।।
અનુવાદઃહે પ્રભો! તમે એવા સૂક્ષ્મ છો કે જેથી પરમાણુને દેખનારા પણ
તમને દેખી શકતા નથી તથા તમે એવા સ્થૂળ છો કે જેથી અનંત જ્ઞાનસ્વરૂપ આપમાં
આખું ય વિશ્વ સમાઈ જાય છે. ૫૪.