Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 19-62 (11. Nishchayapanchashat),1 (12. Brahmacharyarakshavarti),2 (12. Brahmacharyarakshavarti),3 (12. Brahmacharyarakshavarti),4 (12. Brahmacharyarakshavarti),5 (12. Brahmacharyarakshavarti),6 (12. Brahmacharyarakshavarti),7 (12. Brahmacharyarakshavarti),8 (12. Brahmacharyarakshavarti),9 (12. Brahmacharyarakshavarti),10 (12. Brahmacharyarakshavarti),11 (12. Brahmacharyarakshavarti),12 (12. Brahmacharyarakshavarti),13 (12. Brahmacharyarakshavarti),14 (12. Brahmacharyarakshavarti),15 (12. Brahmacharyarakshavarti),16 (12. Brahmacharyarakshavarti); 12. Brahmacharyarakshavarti.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 15 of 21

 

Page 255 of 378
PDF/HTML Page 281 of 404
single page version

background image
(आर्या )
सानुष्ठानविशुद्धे द्रग्बोधे जृम्भिते कुतो जन्म
उदिते गभस्तिमालिनि किं न विनश्यति तमो नैशम् ।।१९।।
અનુવાદ : ચારિત્ર સહિત વિશુદ્ધ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન વૃદ્ધિ પામતાં
ભલા જન્મમરણરૂપ સંસાર ક્યાંથી રહી શકે? અર્થાત્ રહી શકતો નથી. ઠીક છેસૂર્યનો
ઉદય થતાં શું રાત્રિનો અંધકાર નષ્ટ નથી થતો? અવશ્ય જ તે નષ્ટ થઈ જાય છે. ૧૯.
(आर्या )
आत्मभुवि कर्मबीजाच्चित्ततरुर्यत्फलं फलति जन्म
मुक्त्यर्थिना स दाह्यो भेदज्ञानोग्रदावेन ।।२०।।
અનુવાદ : આત્મારૂપ પૃથ્વી ઉપર કર્મરૂપ બીજથી ઉત્પન્ન થયેલ આ ચિત્તરૂપ
વૃક્ષ જે સંસારરૂપ ફળ ઉત્પન્ન કરે છે તેને મોક્ષાભિલાષી જીવે ભેદજ્ઞાનરૂપ તીક્ષ્ણ
તીવ્ર અગ્નિ દ્વારા બાળી નાખવું જોઈએ. ૨૦.
(आर्या )
अमलात्मजलं समलं करोति मम कर्मकर्दमस्तदपि
का भीतिः सति निश्चितभेदकरज्ञानकतकफले ।।२१।।
અનુવાદ : જોકે કર્મરૂપી કીચડ મારા નિર્મળ આત્મારૂપ જળને મલિન કરે
છે તો પણ નિશ્ચિત ભેદને પ્રગટ કરનાર જ્ઞાન (ભેદજ્ઞાન) રૂપ નિર્મળી ફળ હોતાં
મને તેનાથી ભય શાનો? અર્થાત્ કાંઈ પણ ભય નથી.
વિશેષાર્થ : જેમ કીચડથી મલિન કરવામાં આવેલું પાણી નિર્મળી ફળ (ફટકડી) નાખતાં
સ્વચ્છ થઈ જાય છે તેવી જ રીતે કર્મના ઉદયથી ઉત્પન્ન દુષ્ટ ક્રોધાદિ વિકારો દ્વારા મલિન થયેલ
આત્મા સ્વ-પરના ભેદજ્ઞાન દ્વારા નિશ્ચયથી નિર્મળ થઈ જાય છે. તેથી વિવેકી (ભેદજ્ઞાની) જીવને
કર્મકૃત તે મલિનતાનો કાંઈ પણ ભય રહેતો નથી. ૨૧.
(आर्या )
अन्योऽहमन्यमेतच्छरीरमपि किं पुनर्न बहिरर्थाः
व्यभिचारी यत्र सुतस्तत्र किमरयः स्वकीयाः स्युः ।।२२।।

Page 256 of 378
PDF/HTML Page 282 of 404
single page version

background image
અનુવાદ : જો હું અન્ય છું અને આ શરીર પણ અન્ય છે તો શું પ્રત્યક્ષ
ભિન્ન દેખાતાં બાહ્ય પદાર્થ (સ્ત્રીપુત્ર આદિ) મારાથી ભિન્ન નથી? અર્થાત્ તેઓ
તો અવશ્ય જ ભિન્ન છે. બરાબર છે જ્યાં પોતાનો પુત્ર જ વ્યભિચારી હોય અર્થાત્
પોતાને અનુકૂળ ન હોય ત્યાં શું શત્રુ પોતાને અનુકૂળ હોઈ શકે? અર્થાત્ હોઈ શકે
નહિ. ૨૨.
(आर्या )
व्याधिस्तुदति शरीरं न माममूर्तं विशुद्धबोधमयम्
अग्निर्दहति कुटीरं न कुटीरासक्त माकाशम् ।।२३।।
અનુવાદઃરોગ શરીરને પીડા કરે છે, તે અમૂર્ત અને નિર્મળ જ્ઞાનસ્વરૂપ મને
(આત્માને) પીડા કરતો નથી. યોગ્ય છેઅગ્નિ ઝુંપડીને જ બાળે છે, નહિ કે ઝુંપડી
સાથે આકાશને પણ. ૨૩.
(आर्या )
वपुराश्रितमिदमखिलं क्षुधादिभिर्भवति किमपि यदसातम्
नो निश्चयेन तन्मे यदहं बाधाविनिर्मुक्त : ।।२४।।
અનુવાદ : ભૂખતરસ વગેરે દ્વારા જે કાંઈ પણ દુઃખ થાય છે તે બધું શરીરાશ્રિત
છે. નિશ્ચયથી તે (દુઃખ) મને નથી કારણ કે હું સ્વભાવે બાધા રહિત છું. ૨૪.
(आर्या )
नैवात्मनो विकारः क्रोधादिः किंतु कर्मसंबन्धात्
स्फ टिकमणेरिव रक्त त्वमाश्रितात्पुष्पतो रक्तात् ।।२५।।
અનુવાદ : ક્રોધ આદિ વિકાર આત્માના નથી, પરંતુ તેઓ કર્મ સાથે
સંબંધવાળા હોવાને લીધે તેનાથી ભિન્ન છે. જેમલાલ ફૂલના આશ્રયે સ્ફટિકમણિને
પ્રાપ્ત થયેલ લાલિમા વાસ્તવમાં તેની નથી હોતી. ૨૫.
(आर्या )
कुर्यात्कर्म विकल्पं किं मम तेनातिशुद्धरूपस्य
मुखसंयोगजविकृतेर्न विकारी दर्पणो भवति ।।२६।।

Page 257 of 378
PDF/HTML Page 283 of 404
single page version

background image
અનુવાદ : કર્મ વિકલ્પ ભલે કરે, અતિશય શુદ્ધ સ્વરૂપ યુક્ત એવા મારી
તેના દ્વારા શી હાનિ થઈ શકે? કાંઈ પણ નહિ. બરાબર છેમુખના સંયોગથી ઉત્પન્ન
થયેલ વિકારના કારણે કાંઈ દર્પણ વિકારયુક્ત થઈ જતું નથી. ૨૬.
(आर्या )
आस्तां बहिरुपधिचयस्तनुवचनविकल्पजालमप्यपरम्
कर्मकृतत्वान्मत्तः कुतो विशुद्धस्य मम किंचित् ।।२७।।
અનુવાદ : બાહ્ય ઉપાધિઓનો સમૂહ (સ્ત્રીપુત્રધનાદિ) તો દૂર જ રહો,
પરંતુ શરીર અને વચન સંબંધી વિકલ્પોનો સમૂહ પણ કર્મકૃત હોવાના કારણે મારાથી
ભિન્ન છે. હું સ્વભાવે શુદ્ધ છું તેથી કોઈ પણ વિકાર મારો ક્યાંથી હોઈ શકે? ન
હોઈ શકે. ૨૭.
(आर्या )
कर्म परं तत्कार्यं सुखमसुखं वा तदेव परमेव
तस्मिन् हर्षविषादौ मोही विदधाति खलु नान्यः ।।२८।।
અનુવાદ : કર્મ ભિન્ન છે તથા તેના કાર્યભૂત જે સુખ અને દુઃખ છે તે
પણ ભિન્ન છે. કર્મના કાર્યભૂત તે સુખ અને દુઃખમાં નિશ્ચયથી અજ્ઞાની જીવ જ
હર્ષ અને વિષાદ કરે છે, નહિ કે જ્ઞાની જીવ. ૨૮.
(आर्या )
कर्म न यथा स्वरूपं न तथा तत्कार्यकल्पनाजालम्
तत्रात्ममतिविहीनो मुमुक्षुरात्मा सुखी भवति ।।२९।।
અનુવાદ : જેવી રીતે કર્મ આત્માનું સ્વરૂપ નથી તેવી જ રીતે તેના કાર્યભૂત
વિકલ્પોનો સમૂહ પણ આત્માનું સ્વરૂપ નથી. તેથી તેમનામાં આત્મબુદ્ધિ અર્થાત્
મમત્વબુદ્ધિથી રહિત થયેલ મોક્ષાભિલાષી જીવ સુખી થાય છે. ૨૯.
(आर्या )
कर्मकृतकार्यजाते कर्मैव विधौ तथा निषेधे च
नाहमतिशुद्धबोधो विधूतविश्वोपधिर्नित्यम् ।।३०।।

Page 258 of 378
PDF/HTML Page 284 of 404
single page version

background image
અનુવાદ : કર્મકૃત કાર્યસમૂહ (રાગદ્વેષાદિ) અને તેની વિધિ તથા નિષેધમાં
કર્મ જ કારણ છે. હું (આત્મા) નથી. હું તો સદા અતિશય નિર્મળ જ્ઞાનસ્વરૂપ હોઈને
સમસ્ત ઉપાધિ રહિત છું. ૩૦.
(आर्या )
बाह्यायामपि विकृतौ मोही जागर्ति सर्वदात्मेति
किं नोपभुक्त हेमो हेम ग्रावाणमपि मनुते ।।३१।।
અનુવાદ : અજ્ઞાની જીવ કર્મકૃત બાહ્ય વિકારમાં પણ નિરંતર ‘હું છું’ એમ
માને છે. બરાબર છે.જેણે ધતૂરાનું ફળ ખાધું હોય તે શું પથ્થરને પણ સુવર્ણ નથી
માનતો? માને જ છે.
વિશેષાર્થ : જેવી રીતે ધતૂરાનું ફળ ખાઈને મનુષ્ય તેના ઉન્માદથી પથ્થરને પણ સુવર્ણ
માને છે તેવી જ રીતે મિથ્યાજ્ઞાની જીવ મિથ્યાત્વના પ્રભાવથી જે બાહ્ય વિકાર (રાગદ્વેષ, સ્ત્રી,
પુત્ર અને ધન આદિ) કર્મજનિત હોઈને આત્માથી ભિન્ન છે તેમને તે પોતાના માને છે. ૩૧.
(आर्या )
सति द्वितीये चिन्ता कर्म ततस्तेन वर्तते जन्म
एको ऽस्मि सकलचिन्तारहितो ऽस्मि मुमुक्षुरिति नियतम् ।।३२।।
અનુવાદ : આત્માથી ભિન્ન કોઈ બીજો પદાર્થ હોતાં તેને માટે ચિન્તા ઉત્પન્ન
થાય છે, તેનાથી કર્મનો બંધ થાય છે તથા તે કર્મબંધથી ફરી જન્મ પરંપરા ચાલે
છે. પરંતુ હું નિશ્ચયથી એક છું અને તેથી સમસ્ત ચિન્તાઓથી રહિત થયો થકો મોક્ષનો
અભિલાષી છું. ૩૨.
(आर्या )
याद्रश्यपि तद्रश्यपि परतश्चिन्ता करोति खलु बन्धम्
किं मम तया मुमुक्षोः परेण किं सर्वदैकस्य ।।३३।।
અનુવાદ : અન્ય પદાર્થના નિમિત્તે જે કોઈ પણ પ્રકારની ચિન્તા થાય છે
તે નિશ્ચયથી કર્મબંધ કરે છે. મોક્ષના ઇચ્છુક મારે તે ચિન્તાથી અને પરવસ્તુઓથી
પણ શું પ્રયોજન છે? અર્થાત્ એમનાથી મારે કાંઈ પણ પ્રયોજન નથી. કારણ એ
છે કે હું એમનાથી ભિન્ન હોઈને સર્વદા એક સ્વરૂપ છું. ૩૩.

Page 259 of 378
PDF/HTML Page 285 of 404
single page version

background image
(आर्या )
मयि चेतः परजातं तच्च परं कर्म विकृतिहेतुरतः
किं तेन निर्विकारः केवलमहममलबोधात्मा ।।३४।।
અનુવાદ : મારામાં જે ચિત્ત છે તે પરથી ઉત્પન્ન થયેલ છે અને તે પર
(જેનાથી ચિત્ત ઉત્પન્ન થયું છે) કર્મ છે કે જે વિકારનું કારણ છે. તેથી મારે તેનાથી
શું પ્રયોજન છે? કાંઈ પણ નથી. કારણ કે હું વિકાર રહિત, એક અને નિર્મળ
જ્ઞાનસ્વરૂપ છું. ૩૪.
(आर्या )
त्याज्या सर्वा चिन्तेति बुद्धिराविष्करोति तत्तत्त्वम्
चन्द्रोदयायते यच्चैतन्यमहोदधौ झगिति ।।३५।।
અનુવાદ : સર્વ ચિન્તા ત્યાગવા યોગ્ય છે. આ જાતની બુદ્ધિ તે તત્ત્વને પ્રગટ
કરે છે કે જે ચૈતન્યરૂપ મહાસમુદ્રની વૃદ્ધિમાં શીઘ્ર જ ચન્દ્રમાનું કામ કરે છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જેવી રીતે ચન્દ્રમાનો ઉદય થતાં સમુદ્ર વૃદ્ધિ
પામે છે તેવી જ રીતે ‘સર્વ પ્રકારની ચિન્તા હેય છે’ આ ભાવનાથી ચૈતન્યસ્વરૂપ પણ વૃદ્ધિ
પામે છે. ૩૫.
(आर्या )
चैतन्यमसंपृक्तं कर्मविकारेण यत्तदेवाहम्
तस्य च संसृतिजन्मप्रभृति न किंचित्कुतश्चिन्ता ।।३६।।
અનુવાદ : જે ચેતન તત્ત્વ કર્મકૃત વિકારના સંસર્ગ રહિત છે તે જ હું છું.
તેને (ચૈતન્યસ્વરૂપ આત્માને) સંસાર અને જન્મ-મરણાદિ કાંઈ પણ નથી. તો પછી
ભલા મારે (આત્માને) ચિન્તા ક્યાંથી હોઈ શકે? અર્થાત્ હોઈ શકે નહિ. ૩૬.
(आर्या )
चित्तेन कर्मणा त्वं बद्धो यदि बध्यते त्वया तदतः
प्रतिबन्दीकृतमात्मन् मोचयति त्वां न संदेहः ।।३७।।
અનુવાદ : હે આત્મન્! તું મન દ્વારા કર્મથી બંધાયો છો, જો તું તે મનને

Page 260 of 378
PDF/HTML Page 286 of 404
single page version

background image
બાંધી દે અર્થાત્ તેને વશ કરી લે તો એનાથી તે પ્રતિબંદી સ્વરૂપ થઈને તને છોડાવી
દેશે, એમાં શંકા નથી. ૩૭.
(आर्या )
नृत्वतरोर्विषयसुखच्छायालाभेन किं मनःपान्थ
भवदुःखक्षुत्पीडित तुष्टोऽसि गृहाण फलममृतम् ।।३८।।
અનુવાદ : હે સાંસારિક દુઃખરૂપ ક્ષુધાથી પીડિત મનરૂપ પથિક! તું મનુષ્ય
પર્યાયરૂપ વૃક્ષની વિષયસુખરૂપ છાયાની પ્રાપ્તિથી જ શા માટે સંતુષ્ટ થાય છે? તેનાથી
તું અમૃતરૂપ ફળનું ગ્રહણ કર.
વિશેષાર્થ : જેમ સૂર્યના તાપથી સંતપ્ત કોઈ મુસાફર માર્ગમાં છાયાયુક્ત વૃક્ષ
મેળવીને તેની કેવળ છાયાથી જ સંતુષ્ટ થઈ જાય છે, જો તે તેમાં લાગેલા ફળોનું ગ્રહણ
કરવાનો પ્રયત્ન કરે તો તેને એનાથી પણ ક્યાંય અધિક સુખ પ્રાપ્ત થઈ શકે. બરાબર એ
જ પ્રમાણે આ જીવ મનુષ્ય પર્યાય પામીને તેનાથી પ્રાપ્ત થતા વિષયસુખનો અનુભવ કરતો
થકો એટલા માત્રથી જ સંતુષ્ટ થઈ જાય છે. પરંતુ તે અજ્ઞાનવશ એમ નથી વિચારતો કે
આ મનુષ્ય પર્યાયથી તો તે અજર
અમર પદ (મોક્ષ) પ્રાપ્ત કરી શકાય છે કે જે અન્ય
દેવાદિ પર્યાયથી (મેળવવું) દુર્લભ છે. તેથી અહીં મનને સંબોધન કરીને એ ઉપદેશ આપવામાં
આવ્યો છે કે તું આ દુર્લભ મનુષ્ય પર્યાય પામીને તે અસ્થિર વિષય સુખમાં જ સંતુષ્ટ ન
થા, પરંતુ સ્થિર મોક્ષસુખ પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કર. ૩૮.
(आर्या )
स्वान्तं ध्वान्तमशेषं दोषोज्झितकर्मबिम्बमिव मार्गे
विनिहन्ति निरालम्बे संचरदनिशं यतीशानाम् ।।३९।।
અનુવાદ : મુનિઓનું મન સૂર્યબિંબ સમાન આલંબન રહિત માર્ગે
નિરંતર સંચાર કરતું થકું દોષ રહિત થઈને સમસ્ત અજ્ઞાનરૂપ અંધકારનો નાશ
કરે છે.
વિશેષાર્થ : જેમ સૂર્યનું બિંબ નિરાધાર આકાશમાર્ગે ગમન કરતુ થકું દોષા (રાત્રિ) ના
સંબંધ રહિત થઈને સમસ્ત અંધકારનો નાશ કરી નાખે છે તેવી જ રીતે મુનિઓનું મન અનેક
પ્રકારના સંકલ્પ
વિકલ્પરૂપ આશ્રય રહિત મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થઈને દોષોના સંસર્ગ રહિત થતું થકું
સમસ્ત અજ્ઞાનનો નાશ કરી નાખે છે. ૩૯.

Page 261 of 378
PDF/HTML Page 287 of 404
single page version

background image
(आर्या )
संविच्छिखिना गलिते तनुमूषाकर्ममदनमयवपुषि
स्वमिव स्वं चिद्रूपं पश्यन् योगी भवति सिद्धः ।।४०।।
અનુવાદ : સમ્યગ્જ્ઞાનરૂપ અગ્નિના નિમિત્તે શરીરરૂપ બીબામાંથી કર્મરૂપ
મીણનું શરીર ગળી જતાં આકાશ સમાન પોતાના ચૈતન્ય સ્વરૂપને દેખનાર યોગી સિદ્ધ
થઈ જાય છે.
વિશેષાર્થ : જેમ અગ્નિના સંબંધથી બીબામાં રહેલું મીણ ગળી જતાં ત્યાં શુદ્ધ આકાશ
જ બાકી રહી જાય છે તેવી જ રીતે સમ્યગ્જ્ઞાન દ્વારા શરીરમાંથી કાર્મણ પિંડ નિજીર્ણ થઈ જતાં
પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રગટ થઈ જાય છે. તેનું અવલોકન કરતા યોગી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત
થઈ જાય છે. ૪૦.
(आर्या )
अहमेव चित्स्वरूपश्चिद्रूपस्याश्रयो मम स एव
नान्यत् किमपि जडत्वात्प्रीतिः सद्रशेषु कल्याणी ।।४१।।
અનુવાદ : હું જ ચિત્સ્વરૂપ છું અને ચિત્સ્વરૂપ જે હું છું તેથી મારો આશ્રય
પણ તે જ ચિત્સ્વરૂપ છે. તેના સિવાય જડ હોવાથી બીજો કોઈ મારે આધાર હોઈ
શકે નહિ એ યોગ્ય પણ છે કેમ કે સમાન વ્યક્તિઓમાં જે પ્રેમ હોય છે તે જ
કલ્યાણકારક થાય છે. ૪૧.
(आर्या )
स्वपरविभागावगमे जाते सम्यक् परे परित्यक्ते
सहजैकबोधरूपे तिष्ठत्यात्मा स्वयं सिद्धः ।।४२।।
અનુવાદ : સ્વ અને પરના વિભાગનું (ભેદનું) જ્ઞાન થઈ જતાં આ આત્મા
સારી રીતે પરને છોડીને સ્વયં સિદ્ધ થયો થકો એક પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપમાં
સ્થિત થઈ જાય છે. ૪૨.
(आर्या )
हेयोपादेयविभागभावनाकथ्यमानमपि तत्त्वम्
हेयोपादेयविभागभावनावर्जितं विद्धि ।।४३।।

Page 262 of 378
PDF/HTML Page 288 of 404
single page version

background image
અનુવાદ : હેય અને ઉપાદેયના વિભાગની ભાવનાથી કહેવામાં આવતું તત્ત્વ
પણ તે હેયઉપાદેયવિભાગની ભાવના રહિત છે એમ જાણવું જોઈએ.
વિશેષાર્થ : પર પદાર્થ હેય છે અને ચૈતન્યમય આત્માનું સ્વરૂપ ઉપાદેય છે, એ રીતે
વ્યવહારનયની અપેક્ષાએ હેયઉપાદેય વિભાગની ભવનાથી જોકે આત્મતત્ત્વનું વર્ણન કરવામાં આવે
છે; છતાં પણ નિશ્ચયનયની અપેક્ષાએ તે સમસ્ત વિકલ્પોથી રહિત હોવાને કારણે ઉક્ત હેય
ઉપાદેયવિભાગની ભાવનાથી પણ રહિત છે. ૪૩.
(आर्या )
प्रतिपद्यमानमपि च श्रुताद्विशुद्धं परात्मनस्तत्त्वम्
उररीकरोतु चेतस्तदपि न तच्चेतसो गम्यम् ।।४४।।
અનુવાદ : જો કે મન આગમની સહાયથી વિશુદ્ધ પરમાત્માનું સ્વરૂપ જાણીને
જ તેનો સ્વીકાર કરે છે છતાં પણ તે આત્મતત્ત્વ વાસ્તવમાં તે મનનો વિષય નથી.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે આત્મતત્ત્વનું પરિજ્ઞાન આગમ દ્વારા થાય છે અને તે
આગમના વિચારમાં મન કારણ છે કારણ કે મન વિના કોઈ પ્રકારનો ય વિચાર સંભવિત નથી.
આ રીતે તે આત્મતત્ત્વનો સ્વીકાર કરવામાં જો કે મન કારણ થાય છે, છતાં પણ નિશ્ચયનયની
અપેક્ષાએ તે આત્મતત્ત્વ કેવળ સ્વાનુભવ દ્વારા જ ગમ્ય છે, નહિ કે અન્ય મન આદિ દ્વારા. ૪૪.
(आर्या )
अहमेकाक्यद्वैतं द्वैतमहं कर्मकलित इति बुद्धेः
आद्यमनपायि मुक्तेरितरविकल्पं भवस्य परम् ।।४५।।
અનુવાદ : ‘‘હું એકલો છું.’’ આ પ્રકારની બુદ્ધિથી અદ્વૈત તથા ‘‘હું કર્મ
સંયુક્ત છું’’ આ પ્રકારની બુદ્ધિથી દ્વૈત થાય છે. આ બન્નેમાંથી પ્રથમ વિકલ્પ
(અદ્વૈત) અવિનશ્વર મુક્તિનું કારણ અને દ્વિતીય (દ્વૈત) વિકલ્પ કેવળ સંસારનું
કારણ છે. ૪૫.
(आर्या )
बद्धो मुक्तो ऽहमथ द्वैते सति जायते ननु द्वैतम्
मोक्षायेत्सुभयमनोविकल्परहितो भवति मुक्त : ।।४६।।
અનુવાદ : હું બદ્ધ છું અથવા મુક્ત છું, આ પ્રકારની દ્વૈતબુદ્ધિ થતાં નિશ્ચયથી

Page 263 of 378
PDF/HTML Page 289 of 404
single page version

background image
દ્વૈત થાય છે. તેથી જે યોગી મોક્ષના નિમિત્તે આ બન્ને વિકલ્પોથી રહિત થઈ ગયા
છે તે મુક્ત થઈ જાય છે. ૪૬.
(आर्या )
गतभाविभवद्भावाभावप्रतिभावभावितं चित्तम्
अभ्यासाच्चिद्रूपं परमानन्दान्वितं कुरुते ।।४७।।
અનુવાદ : ભૂત, ભવિષ્ય અને વર્તમાન પદાર્થોના અભાવની ભાવનાથી
પરિપૂર્ણ ચિત્ત અભ્યાસના બળથી ચૈતન્યસ્વરૂપને ઉત્કૃષ્ટ આનંદથી સહિત કરી દે છે.
વિશેષાર્થ : નિશ્ચયથી હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું, તેના સિવાય બીજો કોઈ પણ
પદાર્થ મારો ન તો થયો હતો, ન વર્તમાનમાં છે અને ન ભવિષયમાં થવાનો; આ પ્રકારે
જ્યારે આ મન અદ્વૈતની ભાવનાથી દ્રઢતા પામી જાય છે ત્યારે જીવને પરમાનંદસ્વરૂપ પદ પ્રાપ્ત
થાય છે. ૪૭.
(आर्या )
बद्धं पश्यन् बद्धो मुक्तं मुक्तो भवेत्सदात्मानम्
याति यदीयेन पथा तदेव पुरमश्नुते पान्थः ।।४८।।
અનુવાદ : જે જીવ આત્માને નિરંતર કર્મથી બંધાયેલો દેખે છે તે કર્મથી
બંધાયેલો જ રહે છે પરંતુ જે તેને મુક્ત દેખે છે તે મુક્ત થઈ જાય છે. બરાબર
છે
મુસાફર જે નગરના માર્ગે ચાલે છે તે જ નગરમાં તે પહોંચે છે. ૪૮.
(आर्या )
मा गा बहिरन्तर्वा साम्यसुधापानवर्धितानन्द
आस्स्व यथैव तथैव च विकारपरिवर्जितः सततम् ।।४९।।
અનુવાદ : હે સમતારૂપી અમૃતના પાનથી વૃદ્ધિગત આનંદને પ્રાપ્ત આત્મન્!
તું બાહ્ય તત્ત્વ અથવા અંતસ્તત્ત્વમાં ન જા. તું જે રીતે નિરંતર વિકાર રહિત થવાય
તે જ પ્રકારે સ્થિત થઈ જા. ૪૯.
(आर्या )
तज्जयति यत्र लब्धे श्रुतभुवि मत्यापगातिधावन्ती
विनिवृत्ता दूरादपि झगिति स्वस्थानमाश्रयति ।।५०।।

Page 264 of 378
PDF/HTML Page 290 of 404
single page version

background image
અનુવાદ : જે ચૈતન્યસ્વરૂપ પ્રાપ્ત થતાં આગમરૂપ પૃથ્વી ઉપર વેગથી દોડતી
બુદ્ધિરૂપી નદી દૂરથી પાછી વળીને તરત જ પોતાના સ્થાનનો આશ્રય લે છે તે
ચૈતન્યસ્વરૂપ જયવંત રહે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જ્યાં સુધી ચૈતન્યસ્વરૂપની ઉપલબ્ધિ નથી થતી ત્યાં
સુધી જ બુદ્ધિ આગમના અભ્યાસમાં પ્રવૃત્ત થાય છે, પરંતુ જેવો ઉક્ત ચૈતન્યસ્વરૂપનો અનુભવ
પ્રાપ્ત થાય છે કે તરત જ તે બુદ્ધિ આગમ તરફથી વિમુખ થઈને તે ચૈતન્યસ્વરૂપમાં જ લીન થઈ
જાય છે. એનાથી જ જીવને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. ૫૦.
(आर्या )
तन्नमत गृहिताखिलकालत्रयगतजगत्त्रयव्याप्ति
यत्रास्तमेति सहसा सकलोऽपि हि वाक्परिस्पन्दः ।।५१।।
અનુવાદ : જે આત્મજ્યોતિમાં ત્રણે કાળ અને ત્રણે લોકના બધા જ પદાર્થો
પ્રતિભાસિત થાય છે તથા જે પ્રગટ થવાથી બધી જ વચન પ્રવૃત્તિ સહસા નષ્ટ થઈ
જાય છે તે આત્મજ્યોતિને નમસ્કાર કરો. ૫૧.
(आर्या )
तन्नमत विनष्टाखिलविकल्पजालद्रुमाणि परिकलिते
यत्र वहन्ति विदग्धा दग्धवनानीव हृदयानि ।।५२।।
અનુવાદ : જે આત્મતેજને જાણી લેતાં ચતુર જનો બળેલા વન સમાન વિનાશ
પામેલા સમસ્ત વિકલ્પસમૂહરૂપ વૃક્ષો યુક્ત હૃદયો ધારણ કરે છે તે આત્મતેજને
નમસ્કાર કરો.
વિશેષાર્થ : જેમ વનમાં અગ્નિ લાગતાં સર્વ વૃક્ષો બળીને નાશ પામી જાય છે તેવી
જ રીતે વિવેકી મનુષ્યના હૃદયમાં આત્મતેજ પ્રગટ થઈ જતાં સમસ્ત વિકલ્પસમૂહ નષ્ટ થઈ જાય
છે. આવા આત્મતેજને નમસ્કાર કરવા જોઈએ. ૫૨.
(आर्या )
बद्धो वा मुक्तो वा चिद्रूपो नयविचारविधिरेषः
सर्वनयपक्षरहितो भवति हि साक्षात्समयसारः ।।५३।।
અનુવાદ : ચૈતન્ય સ્વરૂપ બદ્ધ છે અથવા મુક્ત છે, એ તો નયોને આશ્રિત

Page 265 of 378
PDF/HTML Page 291 of 404
single page version

background image
વિચારનું વિધાન છે. વાસ્તવમાં સમયસાર (આત્મસ્વરૂપ) સાક્ષાત્ આ બધા નયપક્ષોથી
રહિત છે. ૫૩.
(आर्या )
नयनिक्षेपप्रमितिप्रभृतिविकल्पोज्झित परं शान्तम्
शुद्धात्मानुभूतिगोचरमहमेकं धाम चिद्रूपम् ।।५४।।
અનુવાદ : જે ચૈતન્ય સ્વરૂપ તેજ નય, નિક્ષેપ અને પ્રમાણ આદિ વિકલ્પો
રહિત, ઉત્કૃષ્ટ, શાન્ત, એક અને શુદ્ધ અનુભવનો વિષય છે તે જ હું છું. ૫૪.
(आर्या )
ज्ञाते ज्ञातमशेषं द्रष्टे द्रष्टं च शुद्धचिद्रूपे
निःशेषबोध्यविषयौ द्रग्बोधौ यन्न तद्भिन्नौ ।।५५।।
અનુવાદ : શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન થઈ જતાં બધું જ જણાઈ જાય છે
તથા તેને જોઈ લેતાં બધું જ દેખવામાં આવી જાય છે. કારણ એ કે સમસ્ત જ્ઞેય
પદાર્થોનો વિષય કરનાર દર્શન અને જ્ઞાન ઉક્ત ચૈતન્યસ્વરૂપથી ભિન્ન નથી. ૫૫.
(आर्या )
भावे मनोहरेऽपि च काचिन्नियता च जायते प्रीतिः
अपि सर्वाः परमात्मनि द्रष्टे तु स्वयं समाप्यन्ते ।।५६।।
અનુવાદ : મનોહર પદાર્થના વિષયમાં પણ કાંઈક નિયમિત (મર્યાદિત) જ
પ્રીતિ ઉત્પન્ન થાય છે. પરંતુ પરમાત્માના દર્શન થતાં સર્વ પ્રકારની પ્રીતિ સ્વયમેવ
નષ્ટ થઈ જાય છે. ૫૬.
(आर्या )
सन्नप्यसन्निव विदां जनसामान्यो ऽपि कर्मणो योगः
तरणपटूनामृद्धः पथिकानामिव सरित्पूरः ।।५७।।
અનુવાદ : જેમ તરવામાં કુશળ મુસાફરો માટે વૃદ્ધિગત થયેલો નદીનો પ્રવાહ
હોવા છતાં પણ ન હોવા બરાબર છેતેને તેઓ કાંઈ પણ બાધક માનતા નથી
તેવી જ રીતે વિદ્વાનોને જનસાધારણમાં રહેતો કર્મનો સંબંધ વિદ્યમાન હોવા છતાં પણ
અવિદ્યમાન જેવો લાગે છે. ૫૭.

Page 266 of 378
PDF/HTML Page 292 of 404
single page version

background image
(आर्या )
मृगयमाणेन सुचिरं रोहणभुवि रत्नमीप्सितं प्राप्य
हेयाहेयश्रुतिरपि विलोक्यते लब्धतत्त्वेन ।।५८।।
અનુવાદ : જેમ લાંબા કાળથી રોહણ પર્વતની ભૂમિમાં ઇચ્છિત રત્ન ગોતનાર
મનુષ્ય તેને મેળવીને હેય અને ઉપાદેયની શ્રુતિનું પણ અવલોકન કરે છેઆ ગ્રહણ
કરવા યોગ્ય છે કે ત્યાગવા યોગ્ય, એ પ્રકારનો વિચાર કરે છેતેવી જ રીતે તત્ત્વજ્ઞ
પુરુષ આત્મારૂપ રોહણભૂમિમાં ચિરકાળથી ઇચ્છિત આત્મતત્ત્વરૂપ રત્નને ગોતતો થકો
તેને પ્રાપ્ત કરીને હેય
ઉપાદેય શ્રુતિનું પણ અવલોકન કરે છે. ૫૮.
(आर्या )
कर्मकलितो ऽपि मुक्त : सश्रीको दुर्गतो ऽप्यहमतीव
तपसा दुःख्यपि च सुखी श्रीगुरुपादप्रसादेन ।।५९।।
અનુવાદ : હું કર્મથી સંયુક્ત હોવા છતાં પણ શ્રીગુરુદેવના ચરણોના પ્રસાદથી
મુક્ત જેવો જ છું, અત્યંત દરિદ્ર હોવા છતાં પણ ધનવાન છું, તથા તપથી દુઃખી
હોવા છતાં પણ સુખી છું.
વિશેષાર્થ : તત્ત્વજ્ઞ જીવ વિચાર કરે છે કે જો કે હું પર્યાયની અપેક્ષાએ કર્મથી
બંધાયેલો છું, દરિદ્રી છું અને તપથી દુઃખી પણ છું તો પણ ગુરુએ જે મને શુદ્ધ આત્મસ્વરૂપનો
બોધ કરાવ્યો છે તેથી હું એ જાણી ગયો છું કે વાસ્તવમાં ન હું કર્મથી બંધાયો છું, ન દરિદ્રી
છું અને ન તપથી દુઃખી પણ છું. કારણ એ છે કે નિશ્ચયથી હું કર્મબંધ રહિત, અનંત ચતુષ્ટયરૂપ
લક્ષ્મીસહિત અને પરમાનંદથી પરિપૂર્ણ છું. આ પરપદાર્થ શુદ્ધ આત્મસ્વરૂપ ઉપર કાંઈ પણ પ્રભાવ
પાડી શકતા નથી. ૫૯.
(आर्या )
बोधादस्ति न किंचित्कार्यं यद्द्रश्यते मलात्तन्मे
आकृष्टयन्त्रसूत्राद्दारुनरः स्फु रति नटकानाम् ।।६०।।
અનુવાદ : મારે જ્ઞાન સિવાય બીજું કાંઈ પણ કાર્ય નથી. બીજું જો
કાંઈ પણ દેખાય છે તે કર્મમળથી દેખાય છે. જેમનટોનો કાષ્ટમય પુરુષ
(કઠપુતળી) યંત્રની દોરી ખેંચવાથી નાચે છે.

Page 267 of 378
PDF/HTML Page 293 of 404
single page version

background image
વિશેષાર્થ : જેમ નટ દ્વારા કઠપુતલીના યંત્રની દોરી ખેંચવામાં આવતાં તે કઠપુતળી
નાચ્યા કરે છે તેવી જ રીતે પ્રાણી કર્મરૂપ દોરીથી પ્રેરિત થઈને ચાર ગતિસ્વરૂપ સંસારમાં પરિભ્રમણ
કર્યા કરે છે, નિશ્ચયથી જોવામાં આવે તો જીવ કર્મબંધ રહિત શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા છે, તેને કોઈ પણ
બાહ્ય પર પદાર્થ સાથે પ્રયોજન નથી. ૬૦.
(आर्या )
निश्चयपञ्चाशत् पद्मनन्दिनं सूरिमाश्रिभिः कैश्चित्
शब्दैः स्वशक्ति सूचितवस्तुगुणैर्विरचितेयमिति ।।६१।।
અનુવાદ : પદ્મનન્દી મુનિનો આશ્રય લઈને પોતાની શક્તિથી (વાચક
શક્તિથી) વસ્તુના ગુણોને સૂચિત કરનાર કેટલાક શબ્દો દ્વારા આ ‘નિશ્ચય પંચાશત્’
પ્રકરણ રચવામાં આવ્યું છે. ૬૧.
(उपेन्द्रवज्रा)
तृणं नृपश्रीः किमु वच्मि तस्यां न कार्यमाखण्डलसंपदोऽपि
अशेषवाञ्छाविलयैकरूपं तत्त्वं परं चेतसि चेन्ममास्ते ।।६२।।
અનુવાદ : જો મારા મનમાં સમસ્ત ઇચ્છાઓના અભાવરૂપ અનુપમ
સ્વરૂપવાળું ઉત્કૃષ્ટ આત્મતત્ત્વ સ્થિત હોય તો પછી રાજ્યલક્ષ્મી તૃણ સમાન તુચ્છ
છે. તેના વિષયમાં તો શું કહું? પરંતુ મને તો ત્યારે ઇન્દ્રની સંપત્તિનું ય કાંઈ પ્રયોજન
નથી. ૬૨.
આ રીતે નિશ્ચયપંચાશત્ અધિકાર સમાપ્ત થયો. ૧૧.

Page 268 of 378
PDF/HTML Page 294 of 404
single page version

background image
૧૨. બ્રહ્મચર્યરક્ષાવર્તિ
[१२. ब्रह्मचर्यरक्षावर्तिः ]
(शार्दूलविक्रीडित)
भ्रूक्षेपेण जयन्ति ये रिपुकुलं लोकाधिपाः केचन
द्राक् तेषामपि येन वक्षसि
द्रढं रोपः समारोपितः
सोऽपि प्रोद्गतविक्रमः स्मरभटः शान्तात्मभिर्लीलया
यैः शस्त्रग्रहवर्जितैरपि जितस्तेभ्यो यतिभ्यो नमः
।।।।
અનુવાદ : જે કેટલાય રાજા ભૃકુટિની વક્રતાથી જ શત્રુઓને જીતી લે છે
તેમના પણ વક્ષસ્થળમાં જેણે દ્રઢતાથી બાણનો આઘાત કર્યો છે એવા તે પરાક્રમી
કામદેવરૂપ સુભટને જે શાન્ત મુનિઓએ શસ્ત્ર વિના જ સહેલાઈથી જીતી લીધો છે
તે મુનિઓને નમસ્કાર હો. ૧.
(शार्दूलविक्रीडित)
आत्मा ब्रह्म विविक्त बोधनिलयो यत्तत्र चर्यं परं
स्वाङ्गासंगविवर्जितैकमनसस्तद्ब्रह्मचर्यं मुनेः
एवं सत्यबलाः स्वमातृभगिनीपुत्रीसमाः प्रेक्षते
ाृद्धाद्या विजितेन्द्रियो यदि तदा स ब्रह्मचारी भवेत्
।।।।
અનુવાદ : બ્રહ્મ શબ્દનો અર્થ નિર્મળ જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તે આત્મામાં
લીન થવાનું નામ બ્રહ્મચર્ય છે. જે મુનિનું મન પોતાના શરીર સંબંધે પણ મમત્વ
રહિત થઈ ગયું છે તેને જ તે બ્રહ્મચર્ય હોય છે. આમ થતાં જો ઇન્દ્રિયવિજયી થઈને
વૃદ્ધા વગેરે (યુવતી, બાળા) સ્ત્રીઓને ક્રમશઃ પોતાની માતા, બહેન અને પુત્રી સમાન
સમજે છે તો તે બ્રહ્મચારી થાય છે.

Page 269 of 378
PDF/HTML Page 295 of 404
single page version

background image
વિશેષાર્થ : વ્યવહાર અને નિશ્ચયની અપેક્ષાએ બ્રહ્મચર્યના બે ભેદ કરી શકાય છે. આમાં
મૈથુન ક્રિયાના ત્યાગને વ્યવહાર બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. તે પણ અણુવ્રત અને મહાવ્રતના ભેદથી
બે પ્રકારનું છે. પોતાની પત્નીને છોડીને બાકીની બધી સ્ત્રીઓને યથાયોગ્ય માતા, બહેન અને પુત્રી
સમાન માનીને તેમના પ્રત્યે રાગપૂર્વક વ્યવહાર ન કરવો; તેને બ્રહ્મચર્યાણુવ્રત અથવા સ્વદારસંતોષ
પણ કહેવામાં આવે છે. તથા અન્ય સ્ત્રીઓની જેમ પોતાની પત્નીના વિષયમાં પણ અનુરાગબુદ્ધિ
ન રાખવી, એ બ્રહ્મચર્ય મહાવ્રત કહેવાય છે જે મુનિને હોય છે. પોતાના વિશુદ્ધ આત્મસ્વરૂપમાં
જ રમણ કરવાનું નામ નિશ્ચય બ્રહ્મચર્ય છે . આ તે મહામુનિઓને હોય છે જે અન્ય બાહ્ય પદાર્થોના
વિષયમાં તો શું, પરંતુ પોતાના શરીરના વિષયમાં પણ નિઃસ્પૃહ થઈ ગયા છે. આ જાતના બ્રહ્મચર્યનું
જ સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. ૨.
(शार्दूलविक्रीडित)
स्वप्ने स्यादतिचारिता यदि तदा तत्रापि शास्त्रोदितं
प्रायश्चित्तविधिं करोति रजनीभागानुगत्या मुनिः
रागोद्रेकतया दुराशयतया सा गौरवात् कर्मणः
तस्य स्याद्यदि जाग्रतोऽपि हि पुनस्तस्यां महच्छोधनम्
।।।।
અનુવાદ : જો સ્વપ્નમાં પણ કદાચ બ્રહ્મચર્યના વિષયમાં અતિચાર (દોષ)
ઉત્પન્ન થાય છે તો મુનિ તેના વિષયમાં પણ રાત્રિવિભાગ અનુસાર વિધિપૂર્વક
પ્રાયશ્ચિત્ત કરે છે. અને જો કર્મોદયવશ રાગની પ્રબળતાથી અથવા દુષ્ટ અભિપ્રાયથી
જાગૃત અવસ્થામાં તેવો અતિચાર થાય તો તેમને મહાન પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. ૩.
(शार्दूलविक्रीडित)
नित्यं खादति हस्तिसूकरपलं सिंहो बली तद्रति-
र्वर्षणैकदिने शिलाकणचरे पारावते सा सदा
न ब्रह्मव्रतमेति नाशमथवा स्यान्नैव भुक्तेर्गुणा-
त्तद्रक्षां
द्रढ एक एव कुरुते साधोर्मनः संयमः ।।।।
અનુવાદ : જે બળવાન સિંહ નિરંતર હાથી અને સુવ્વરનું માંસ ખાય છે
તેને અનુરાગ (સંભોગ) વર્ષમાં કેવળ એક દિવસને માટે હોય છે. એનાથી ઉલ્ટું જે
કબૂતર કાંકરા ખાય છે તેને તે અનુરાગ નિરંતર રહ્યા કરે છે. અથવા ભોજનના
ગુણથી
ગરિષ્ટ ભોજન અથવા લૂખૂં સૂકું ભોજન કરવા અથવા ઉપવાસ કરવાથી

Page 270 of 378
PDF/HTML Page 296 of 404
single page version

background image
તે બ્રહ્મચર્યનો ન તો નાશ થાય છે અને ન રક્ષા ય થાય છે. તેની રક્ષા તો દ્રઢતાથી
નિગ્રહ પ્રાપ્ત કરાવવામાં આવેલ એક સાધુનું મન જ કરે છે. ૪.
(शार्दूलविक्रीडित)
चेतः संयमनं यथावदवनं मूलव्रतानां मतं
शेषाणां च यथाबलं प्रभवतां बाह्यं मुनेर्ज्ञानिनः
तज्जन्यं पुनरान्तरं समरसीभावेन चिच्चेतसो
नित्यानन्दविधायि कार्यजनकं सर्वत्र हेतुद्वयम्
।।।।
અનુવાદ : મૂળગુણોનું તથા શક્તિ અનુસાર ઉત્પન્ન થતાં શેષ (ઉત્તર)
ગુણોનું વિધિપૂર્વક રક્ષણ કરવું, એ જ્ઞાની મુનિનો બાહ્ય મનોસંયમ કહેવાય છે.
આનાથી ફરી તે અંતરંગ સંયમ ઉત્પન્ન થાય છે જે ચૈતન્ય અને ચિત્તના એકરૂપ
થઈ જવાથી શાશ્વત સુખ ઉત્પન્ન કરે છે. બરાબર છે
સર્વ બાહ્ય અને અભ્યંતર
આ બન્નેય કારણ કાર્યના જનક થાય છે. ૫.
(शार्दूलविक्रीडित)
चेतोभ्रान्तिकरी नरस्य मदिरापीतिर्यथा स्त्री तथा
तत्संगेन कुतो मुनेर्व्रतविधिः स्तोकोऽपि संभाव्यते
तस्मात्संसृतिपातभीतमतिभिः प्राप्तैस्तपोभूमिकां
कर्तव्यो व्रतिभिः समस्तयुवतित्यागे प्रयत्नो महान्
।।।।
અનુવાદ : જેમ મદ્યપાન મનુષ્યનું ચિત્ત ભ્રાન્તિયુક્ત કરી મૂકે છે તેવી
જ રીતે સ્ત્રી પણ તેના ચિત્તને ભ્રાન્તિયુક્ત કરી મૂકે છે. તો પછી ભલા તેના
સંગથી મુનિને થોડાય વ્રતાચરણની સંભાવના ક્યાંથી હોઈ શકે? ન હોઈ શકે.
તેથી જેમની બુદ્ધિ સંસાર પરિભ્રમણથી ભય પામી છે તથા જે તપનું અનુષ્ઠાન
કરે છે તે સંયમી મનુષ્યોએ સમસ્ત સ્ત્રીઓના ત્યાગનો પ્રયત્ન કરવો જોઈએ. ૬.
(शार्दूलविक्रीडित)
मुद्वर्क्तोरि द्रढार्गला भवतरोः सेके ऽङ्गना सारिणी
मोहव्याधविनिर्मिता नरमृगस्याबन्धने वागुरा

Page 271 of 378
PDF/HTML Page 297 of 404
single page version

background image
यत्संगेन सतामपि प्रसरति प्राणातिपातादि तत्
तद्वार्तापि यतेर्यतित्वहतये कुर्यान्न किं सा पुनः
।।।।
અનુવાદ : જે સ્ત્રી મોક્ષરૂપી મહેલના દ્વારની મજબૂત ભોગળ (બન્ને
બારણાને રોકનાર ખાસ લાકડું આગળિયા) સમાન છે, જે સંસારરૂપ વૃક્ષને
સીંચવા માટે સારિણી (નાની નદી કે ઝારી) સમાન છે, જે પુરુષરૂપ હરણને
બાંધવા માટે જાળ સમાન છે તથા જેના સંગથી સજ્જનોને પણ પ્રાણઘાતાદિ
(હિંસાદિ) દોષ વધે છે; તે સ્ત્રીનું નામ લેવું પણ જો મુનિવ્રતના નાશનું કારણ
થતું હોય તો ભલા તે સ્વયં શું ન કરી શકે? અર્થાત્ તે બધા વ્રત
નિયમાદિનો
નાશ કરે છે. ૭.
(शार्दूलविक्रीडित)
तावत्पूज्यपदस्थितिः परिलसत्तावद्यशो जृम्भते
तावच्छुभ्रतरा गुणाः शुचिमनस्तावत्तपो निर्मलम्
तावद्धर्मकथापि राजति यतेस्तावत्स द्रश्यो भवेद्
यावन्न स्मरकारि हारि युवते रागान्मुखं वीक्षते ।।।।
અનુવાદ : જ્યાં સુધી કામનું ઉદ્દીપન કરનાર યુવાન સ્ત્રીનું મનોહર મુખ
અનુરાગ પૂર્ણ દ્રષ્ટિથી દેખતા નથી ત્યાંસુધી જ મુનિની પૂજ્ય પદમાં સ્થિતિ રહી શકે
છે. ત્યાં સુધી જ તેમની મનોહર કીર્તિનો વિસ્તાર થાય છે. ત્યાંસુધી જ તેના નિર્મળ
ગુણ વિદ્યમાન રહે છે. ત્યાંસુધી જ તેનું મન પવિત્ર રહે છે, ત્યાંસુધી જ નિર્મળ તપ
રહે છે, ત્યાંસુધી જ ધર્મકથા સુશોભિત રહે છે અને ત્યાંસુધી જ તે દર્શનને યોગ્ય
રહે છે. ૮.
(शार्दूलविक्रीडित)
तेजोहानिमपूततां व्रतहतिं पापं प्रपातं पथो
मुक्ते रागितयाङ्गनास्मृतिरपि क्लेशं करोति ध्रुवम्
तत्सांनिध्यविलोकनप्रतिवचःस्पर्शादयः कुर्वते
किं नानर्थपरंपरामिति यतेस्त्याज्याबला दूरतः
।।।।

Page 272 of 378
PDF/HTML Page 298 of 404
single page version

background image
અનુવાદ : રાગબુદ્ધિથી કરવામાં આવેલું સ્ત્રીનું સ્મરણ પણ જો નિશ્ચયથી
મુનિના તેજની હાનિ, અપવિત્રતા, વ્રતનો વિનાશ, પાપ, મોક્ષમાર્ગથી પતન અને ક્લેશ
કરે છે. તો ભલા તેની સમીપતા, દર્શન, વાર્તાલાપ અને સ્પર્શ આદિ શું અનર્થોની
નવી પરંપરા નથી કરતાં? અર્થાત્ અવશ્ય કરે છે. તેથી સાધુએ એવી સ્ત્રીનો દૂરથી
જ ત્યાગ કરવો જોઈએ. ૯.
(शार्दूलविक्रीडित)
वेश्या स्याद्धनतस्तदस्ति न यतेश्चेदस्ति सो स्यात् कुतो
नात्मीया युवतिर्यतित्वमभवत्तत्त्यागतो यत्पुरा
पुंसोऽन्यस्य च योषितो यदि रतिश्छिन्नो नृपात्तत्पतेः
स्यादापज्जननद्वयक्षयकरी त्याज्यैव योषा यतेः
।।१०।।
અનુવાદ : વેશ્યા ધનથી પ્રાપ્ત થાય છે અને ધન મુનિ પાસે હોતું નથી.
કદાચ જો તે ધન પણ તેની પાસે હોય તો ય તે ક્યાંથી પ્રાપ્ત થાય? અર્થાત્ તેની
પ્રાપ્તિ દુર્લભ છે. એ સિવાય જો પોતાની જ સ્ત્રી મુનિ પાસે હોય તો એ પણ સંભવિત
નથી; કારણ કે પૂર્વે તેનો ત્યાગ કરીને તો મુનિધર્મનો સ્વીકાર કર્યો છે. જો કોઈ
બીજા પુરુષની સ્ત્રી સાથે અનુરાગ કરવામાં આવે તો રાજા દ્વારા તથા તે સ્ત્રીના પતિ
દ્વારા ઇન્દ્રિય છેદન આદિ કષ્ટને પ્રાપ્ત થાય છે તેથી સાધુએ બન્ને લોકનો નાશ
કરનારી સ્ત્રીનો ત્યાગ જ કરવો જોઈએ. ૧૦.
(शार्दूलविक्रीडित)
दारा एव गृहं न चेष्टकचित तत्तैर्गृहस्थो भवेत्
तत्त्यागे यतिरादधाति नियतं स ब्रह्मचर्यं परम्
वैकल्यं किल तत्र चेत्तदपरं सर्वं विनष्टं व्रतं
पुंसस्तेन विना तदा तदुभयभ्रष्टत्वमापद्यते
।।११।।
અનુવાદ : સ્ત્રી જ ઘર છે, ઇંટોથી નિર્મિત ઘર વાસ્તવમાં ઘર નથી. તે સ્ત્રીરૂપ
ઘરના સંબંધથી જ શ્રાવક ગૃહસ્થ થાય છે અને તેનો ત્યાગ કરીને સાધુ નિયમિત
ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય ધારણ કરે છે. જો તે બ્રહ્મચર્યના વિષયમાં વિકળતા (દોષ) હોય તો
પછી અન્ય સર્વ વ્રત નષ્ટ થઈ જાય છે. આ રીતે તે બ્રહ્મચર્ય વિના પુરુષ બન્નેય

Page 273 of 378
PDF/HTML Page 299 of 404
single page version

background image
લોકમાંથી ભ્રષ્ટ થાય છે અર્થાત્ તેનો આ લોક અને પરલોક બન્નેય બગડે છે. ૧૧.
(शार्दूलविक्रीडित)
संपद्येत दिनद्वयं यदि सुखं नो भोजनादेस्तदा
स्त्रीणामप्यतिरूपगर्वितधियामङ्गं शवाङ्गायते
लावण्याद्यपि तत्र चञ्चलमिति श्लिष्टं च तत्तद्गतां
द्रष्ट्वा कुङ्कुमकाजलादिरचनां मा गच्छ मोहं मुने ।।१२।।
અનુવાદ : જો બે દિવસ જ ભોજન આદિનું સુખ પ્રાપ્ત ન થાય તો પોતાના
સૌન્દર્યનું અત્યંત અભિમાન કરનારી તે સ્ત્રીઓનું શરીર મૃત શરીર સમાન થઈ જાય
છે. સ્ત્રીના શરીરમાં સંબદ્ધ લાવણ્ય આદિ પણ વિનશ્વર છે તેથી હે મુને! તેના શરીર
ઉપર લગાડેલ કુમકુમ અને કાજળ આદિની રચના જોઈને તું મોહ ન પામ. ૧૨.
(शार्दूलविक्रीडित)
रम्भास्तम्भमृणालहेमशशभृन्नीलोत्पलाद्यैः पुरा
यस्य स्त्रीवपुषः पुरः परिगतैः प्राप्ता प्रतिष्ठा न हि
तत्पर्यन्तदशां गतं विधिवशात्क्षिप्तं क्षतं पक्षिभि-
र्भीतैश्छादितनासिकैः पितृवने
द्रष्टं लघु त्यज्यते ।।१३।।
અનુવાદ : પૂર્વે જે સ્ત્રી-શરીરની આગળ કેળનું થડ, કમળનાળ, સુવર્ણ, ચન્દ્રમા
અને નીલકમળ આદિ પ્રતિષ્ઠા પામી શક્યા નથી તે શરીર જ્યારે દૈવવશે મરણ
અવસ્થાને પ્રાપ્ત થતાં સ્મશાનમાં ફેંકી દેવામાં આવે છે અને પક્ષી તેને આમતેમ
ખોતરીને છિન્ન ભિન્ન કરી નાખે છે ત્યારે આવી અવસ્થામાં તેને જોઈને ભય પામેલા
લોકો નાક બંધ કરીને તરત જ છોડી દે છે
ત્યારે તેના ઉપર અનુરાગ કરવો તો
દૂર રહ્યો પણ તે અવસ્થામાં તેઓ તેને જોઈ પણ શકતા નથી. ૧૩.
(शार्दूलविक्रीडित)
अङ्गं यद्यपि योषितां प्रविलसत्तारुण्यलावण्यवद्
भूषावत्तदपि प्रमोदजनकं मूढात्मनां नो सताम्
उच्छूनैर्बहुभिः शवैरतितरां कीर्णं श्मशानस्थलं
लब्ध्वा तुष्यति कृष्णकाकनिकरो नो राजहंसव्रजः
।।१४।।

Page 274 of 378
PDF/HTML Page 300 of 404
single page version

background image
અનુવાદ : જો કે શોભાયમાન યૌવન અને સૌન્દર્યથી પરિપૂર્ણ સ્ત્રીઓના
શરીર આભૂષણોથી વિભૂષિત છે તો પણ તે મૂર્ખજનોને જ આનંદ ઉત્પન્ન કરે છે,
નહિ કે સજજન મનુષ્યોને. બરાબર છે
ઘણા સડીગળી ગયેલા મૃત શરીરોથી અત્યંત
વ્યાપ્ત સ્મશાનભૂમિમાં આવીને કાળા કાગડાઓનો સમૂહ જ સંતુષ્ટ થાય છે, નહિ
કે રાજહંસોનો સમૂહ. ૧૪.
(शार्दूलविक्रीडित)
यूकाधाम कचाः कपालमजिनाच्छन्नं मुखं योषितां
तच्छिद्रे नयने कुचौ पलभरौ बाहू तते कीकसे
तुन्दं मूत्रमलादिसद्म जघनं प्रस्यन्दिवर्चोगृहं
पादस्थूणमिदं किमत्र महतां रागाय संभाव्यते
।।१५।।
અનુવાદ : સ્ત્રીઓના વાળ જુઓનું ઘર છે, મસ્તક અને મુખ ચામડાથી
ઢંકાયેલું છે, બન્ને આંખ તે મુખના છિદ્ર છે, બન્ને સ્તન માંસથી પરિપૂર્ણ છે, બન્ને
ભૂજાઓ લાંબા હાડકાં છે, પેટ મળ
મૂત્રાદિનું સ્થાન છે. યોનિ વહેતા મળનું ઘર
છે અને પગ થાંભલા સમાન છે. આવી અવસ્થામાં આ સ્ત્રીનું શરીર અહીં શું મહાન્
પુરુષોને અનુરાગનું કારણ હોઈ શકે? અર્થાત્ તેમને માટે તે અનુરાગનું કારણ પણ
હોતું નથી. ૧૫.
(शार्दूलविक्रीडित)
कार्याकार्यविचारशून्यमनसो लोकस्य किं ब्रूमहे
यो रागान्धतयादरेण वनितावक्त्रस्य लालां पिबेत्
श्लाघ्यास्ते कवयः शशाङ्कवदिति प्रव्यक्त वाग्डम्बरै-
श्चर्मानद्धकपालमेतदपि यैरग्रे सतां वर्ण्यते
।।१६।।
અનુવાદ : જેનું મન કર્તવ્ય અને અકર્તવ્યના વિચાર રહિત છે અને તેથી
જે રાગમાં અંધ બનીને ઉત્સુકતાથી સ્ત્રીના મુખની લાળ પીએ છે, તે મનુષ્યના
વિષયમાં અમે શું કહીએ? પરંતુ જે કવિઓ પોતાના સ્પષ્ટ વચનોના વિસ્તારથી
સજ્જનો આગળ ચામડાથી આચ્છાદિત આ કપાળયુક્ત મુખને ચંદ્રમા સમાન સુંદર
બતાવે છે તેઓ પણ પ્રશંસનીય ગણાય છે
જે વાસ્તવમાં નિંદાને પાત્ર છે. ૧૬.