Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 3-50 (10. Sadabodhachandroday),1 (11. Nishchayapanchashat),2 (11. Nishchayapanchashat),3 (11. Nishchayapanchashat),4 (11. Nishchayapanchashat),5 (11. Nishchayapanchashat),6 (11. Nishchayapanchashat),7 (11. Nishchayapanchashat),8 (11. Nishchayapanchashat),9 (11. Nishchayapanchashat),10 (11. Nishchayapanchashat),11 (11. Nishchayapanchashat),12 (11. Nishchayapanchashat),13 (11. Nishchayapanchashat),14 (11. Nishchayapanchashat),15 (11. Nishchayapanchashat),16 (11. Nishchayapanchashat),17 (11. Nishchayapanchashat),18 (11. Nishchayapanchashat); 11. Nishchayapanchashat.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 21

 

Page 235 of 378
PDF/HTML Page 261 of 404
single page version

background image
જ્યોતિથી દૈદિપ્યમાન અને તત્ત્વના વિચારમાં ચતુર એવો મનુષ્ય પણ મોહ પામે છે
તે ચેતન તત્ત્વ જીવિત રહે.
વિશેષાર્થ : તે ચિદ્રૂપ તત્ત્વ (સમજવું) ઘણું અઘરું છે કારણ કે ભિન્ન ભિન્ન
અપેક્ષાએ તેનું સ્વરૂપ અનેક પ્રકારનું છે. જેમ કેઉક્ત ચિદ્રૂપ તત્ત્વ જો દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ
નિત્ય છે તો પર્યાયાર્થિક નયની અપેક્ષાએ તે અનિત્ય પણ છે. જો તે અનન્ત પદાર્થોનો વિષય
કરવાને કારણે સ્થૂળ છે તો મૂર્તિ રહિત હોવાના કારણે સૂક્ષ્મ પણ છે, જો તે સામાન્ય સ્વરૂપે
એક છે તો વિશેષ સ્વરૂપે અનેક પણ છે, જો તે સ્વકીય દ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ સત્
છે તો પરકીય દ્રવ્યાદિચતુષ્ટયની અપેક્ષાએ અસત્ પણ છે તથા જો તે અનંતચતુષ્ટય આદિ
ગુણોથી પરિપૂર્ણ છે તો રૂપ
રસાદિ રહિત હોવાના કારણે શૂન્ય પણ છે. આ રીતે તેનું સ્વરૂપ
ગંભીર હોવાથી કદી સમસ્ત શ્રુતના પારગામી પણ તેના વિષયમાં મોહ પામી જાય છે. ૨.
(शार्दूलविक्रीडित)
सर्वस्मिन्नणिमादिपङ्कजवने रम्येऽपि हित्वा रतिं
यो दृष्टिं शुचिमुक्ति हंसवनितां प्रत्यादराद्दत्तवान्
चेतोवृत्तिनिरोधलब्धपरमब्रह्मप्रमोदाम्बुभृत्-
सम्यक्साम्यसरोवरस्थितिजुषे हंसाय तस्मै नमः
।।।।
અનુવાદ : અણિમામહિમા આદિ આઠ ૠદ્ધિઓરૂપ રમણીય સમસ્ત
કમળવન રહેવા છતાં પણ જે આત્મારૂપ હંસ તેના વિષયમાં અનુરક્ત ન થતાં
આદરથી મુક્તિરૂપ હંસી ઉપર જ પોતાની દ્રષ્ટિ રાખે છે તથા જે ચિત્તવૃત્તિના
નિરોધથી પ્રાપ્ત થયેલ પરબ્રહ્મસ્વરૂપ આનંદરૂપી જળથી પરિપૂર્ણ એવા સમીચીન
સમતાભાવરૂપ સરોવરમાં નિવાસ કરે છે તે આત્મારૂપ હંસને નમસ્કાર હો. ૩.
(रथोद्धता)
सर्वभावविलये विभाति यत् सत्समाधिभरनिर्भरात्मनः
चित्स्वरूपमभितः प्रकाशकं शर्मधाम नमताद्भुतं महः ।।।।
અનુવાદ : જે આશ્ચર્યજનક ચિત્સ્વરૂપ તેજ રાગદ્વેષાદિરૂપ વિભાવ પરિણામો
નષ્ટ થતાં સમ્યક્ સમાધિના ભારને ધારણ કરનાર યોગીને શોભાયમાન થાય છે,
જે સર્વ પદાર્થોનું પ્રકાશક છે તથા જે સુખનું કારણ છે તે ચિત્સ્વરૂપ તેજને નમસ્કાર
કરો. ૪.

Page 236 of 378
PDF/HTML Page 262 of 404
single page version

background image
(रथोद्धता)
विश्ववस्तुविधृतिक्षमं लासज्जालमन्तपरिवर्जितं गिराम्
अस्तमेत्यखिलमेकहेलया यत्र तज्जयति चिन्मयं महः ।।।।
અનુવાદ : જે ચિદ્રૂપ તેજ સમસ્ત વસ્તુઓને પ્રકાશિત કરવામાં સમર્થ છે,
દૈદીપ્યમાન છે, અંત રહિત અર્થાત્ અવિનશ્વર છે તથા જેના વિષયમાં સમસ્ત વચનોનો
સમૂહ ક્રીડામાત્રથી જ નાશ પામે છે અર્થાત્ જે વચનનો અવિષય છે; તે ચિદ્રૂપ તેજ
જયવંત હો. ૫.
(रथोद्धता)
नो विकल्परहितं चिदात्मकं वस्तु जातु मनसो ऽपि गोचरम्
कर्मजाश्रितविकल्परूपिणः का कथा तु वपुषो जडात्मनः ।।।।
અનુવાદ : તે ચૈતન્યરૂપ તત્ત્વ સર્વ પ્રકારના વિકલ્પ રહિત છે અને ત્યાં તે
મન કર્મજનિત રાગદ્વેષના આશ્રયે થનારા વિકલ્પ સ્વરૂપ છે. તેથી જ્યારે તે ચૈતન્ય
તત્ત્વ તે મનનો પણ વિષય નથી તો પછી જડસ્વરૂપ (અચેતન) શરીરની તો વાત
જ શી છે?
તેનો તો વિષય તે કદી થઈ જ શકતું નથી. ૬.
(रथोद्धता)
चेतसो न वचसोऽपि गोचरस्तर्हि नास्ति भविता खपुष्पवत्
शङ्कनीयमिदमत्र नो यतः स्वानुभूतिविषयस्ततो ऽस्ति तत् ।।।।
અનુવાદ : જો તે ચૈતન્યરૂપ તેજ મન અને વચનનો પણ વિષય ન હોય
તો તે આકાશના ફૂલ સમાન અસત્ થઈ જશે એવી પણ અહીં આશંકા ન કરવી
જોઈએ કારણ કે તે સ્વાનુભવનો વિષય છે. તેથી તે સત્ જ છે, નહિ કે અસત્.
૭.
(रथोद्धता)
नूनमत्र परमात्मनि स्थितं स्वान्तमन्तमुपयाति तद्बहिः
तं विहाय सततं भ्रमत्यदः को बिभेति मरणान्न भूतले ।।।।
અનુવાદ : અહીં પરમાત્મામાં સ્થિત થયેલું મન નિશ્ચયથી મરણને પ્રાપ્ત થઈ
જાય છે. તેથી તે તેને (પરમાત્માને) છોડીને નિરંતર બાહ્ય પદાર્થોમાં વિચરે છે.

Page 237 of 378
PDF/HTML Page 263 of 404
single page version

background image
બરાબર છેઆ પૃથ્વી ઉપર મૃત્યુથી કોણ ડરતું નથી? અર્થાત્ તેનાથી બધા જ ડરે
છે. ૮.
(रथोद्धता)
तत्त्वमात्मगतमेव निश्चितं यो ऽन्यदेशनिहितं समीक्षते
वस्तु मुष्टिविधृतं प्रयत्नतः कानने मृगयते स मूढधीः ।।।।
અનુવાદ : ચૈતન્યતત્ત્વ નિશ્ચયથી પોતામાં જ સ્થિત છે, તે ચૈતન્યરૂપ તત્ત્વને
જે અન્ય સ્થાનમાં સ્થિત સમજે છે તે મૂર્ખ મુઠીમાં રાખેલી વસ્તુને જાણે પ્રયત્નપૂર્વક
વનમાં શોધે છે. ૯.
(रथोद्धता)
तत्परः परमयोगसंपदां पात्रमत्र न पुनर्बहिर्गतः
नापरेण चलि [ल] तो यथेप्सितः स्थानलाभविभवो विभाव्यते ।।१०।।
અનુવાદ : જે ભવ્ય જીવ આ પરમાત્મતત્ત્વમાં તલ્લીન થાય છે તે સમાધિરૂપ
સંપત્તિઓનું પાત્ર થાય છે, પરંતુ જે બાહ્ય પદાર્થોમાં મુગ્ધ રહે છે તે તેમનું પાત્ર
થતો નથી. યોગ્ય છે
જે બીજા માર્ગે ચાલી રહ્યો છે તેને ઇચ્છાનુસાર સ્થાનની
પ્રાપ્તિરૂપ સંપત્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. ૧૦.
(रथोद्धता)
साधुलक्ष्यमनवाप्य चिन्मये यत्र सुष्ठु गहने तपस्विनः
अप्रतीतिभुवमाश्रिता जडा भान्ति नाटयगतपात्रसंनिभाः ।।११।।
અનુવાદ : જે તપસ્વી અતિશય ગહન તે ચૈતન્યસ્વરૂપ તત્ત્વના વિષયમાં લક્ષ્ય
(વેધ્ય) ન પામીને અતત્ત્વશ્રદ્ધાન (મિથ્યાત્વ) રૂપ ભૂમિકાનો આશ્રય લે છે તે મૂઢબુદ્ધિ
જીવ નાટકના પાત્ર સમાન લાગે છે.
વિશેષાર્થ : જેમ નાટકના પાત્ર રાજા, રંક અને સાધુ આદિનો વેશ લઈને તથા તે પ્રમાણે
જ તેમનું ચરિત્ર બતાવીને જોનારાઓને જો કે મુગ્ધ કરી લે છે, છતાં પણ તેઓ યથાર્થ રાજા વગેરે
હોતા નથી. બરાબર એ જ રીતે જે બાહ્ય તપશ્ચરણાદિ તો કરે છે, પરંતુ સમ્યગ્દર્શન રહિત હોવાના
કારણે તે ચૈતન્ય તત્ત્વનો અનુભવ કરી શકતા નથી. તેઓ યોગીનો વેશ લઈને પણ વાસ્તવિક યોગી
થઈ શકતા નથી. ૧૧.

Page 238 of 378
PDF/HTML Page 264 of 404
single page version

background image
(रथोद्धता)
भूरिधर्मयुतमप्यबुद्धिमानन्धहस्तिविधिनावबुध्य यत्
भ्राम्यति प्रचुरजन्मसंकटे पातु वस्तदतिशायि चिन्महः ।।१२।।
અનુવાદ : અજ્ઞાની જીવ અનેક ધર્મોવાળા જે ચેતન તત્ત્વને અંધહસ્તિ
ન્યાયથી જાણીને અનેક જન્મમરણથી ભયાનક આ સંસારમાં પરિભ્રમણ કરે છે તે
અનુપમ ચેતન તત્ત્વરૂપ તેજ આપ સર્વેનું રક્ષણ કરો.
વિશેષાર્થ : જેવી રીતે આંધળો મનુષ્ય હાથીનો યથાર્થ આકાર ન જાણતાં તેના જે
અવયવ (પગ કે સૂંઢ વગેરે) નો સ્પર્શ કરે છે તેને જ હાથી સમજી લે છે, તેવી જ રીતે મિથ્યાદ્રષ્ટિ
જીવ અનેક ધર્મયુક્ત તે ચેતન તત્ત્વને યથાર્થ સ્વરૂપે ન જાણતાં એકાંતે કોઈ એક જ ધર્મસ્વરૂપ
સમજી લે છે. એ જ કારણે તે જન્મ
મરણસ્વરૂપ આ સંસારમાં જ પરિભ્રમણ કરીને દુઃખ સહન
કરે છે. ૧૨.
(रथोद्धता)
कर्मबन्धकलितो ऽप्यबन्धनो रागद्वेषमलिनो ऽपि निर्मलः
देहवानपि च देहवर्जितश्चित्रमेतदखिलं किलात्मनः ।।१३।।
અનુવાદ : આ આત્મા કર્મબંધ સહિત હોવા છતાં પણ બંધન રહિત છે,
રાગદ્વેષથી મલિન હોવા છતાં પણ નિર્મળ છે તથા શરીર સાથે સંબંધવાળો હોવા
છતાં પણ તે શરીર રહિત છે. આ રીતે આ બધું આત્માનું સ્વરૂપ આશ્ચર્યજનક છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે શુદ્ધ નિશ્ચયનયથી આ આત્માને ન રાગ-દ્વેષ પરિણામ
છે, ન કર્મોનો બંધ છે અને ન શરીરે ય છે. તે વાસ્તવમાં વીતરાગ, સ્વાધીન અને અશરીર હોઈને
સિદ્ધ સમાન છે. પરંતુ પર્યાયસ્વરૂપે તે કર્મબંધ સહિત હોઈને રાગ
દ્વેષથી મલિન અને શરીર સહિત
માનવામાં આવે છે. ૧૩.
(रथोद्धता)
निर्विनाशमपि नाशमाश्रितं शून्यमप्यतिशयेन संभृतम्
एकमेव गतमप्यनेकतां तत्त्वमीद्रगपि नो विरुध्यते ।।१४।।
અનુવાદ : તે આત્મતત્ત્વ વિનાશ રહિત હોવા છતાં પણ નાશને પ્રાપ્ત છે, શૂન્ય
હોવા છતાં પણ અતિશયથી પરિપૂર્ણ છે તથા એક હોવા છતાં પણ અનેકતાને પ્રાપ્ત છે.
આ રીતે નયવિવક્ષાથી એમ માનવામાં કાંઈ પણ વિરોધ આવતો નથી. ૧૪.

Page 239 of 378
PDF/HTML Page 265 of 404
single page version

background image
(रथोद्धता)
विस्मृतार्थ परिमार्गणं यथा यस्तथा सहजचेतनाश्रितः
स क्रमेण परमेकतां गतः स्वस्वरूपपदमाश्रयेद्ध्रुवम् ।।१५।।
અનુવાદ : જેવી રીતે મૂર્ચ્છિત મનુષ્ય સ્વાભાવિક ચેતના પામીને (હોશણાં
આવીને) પોતાની ભૂલાયેલી વસ્તુની શોધ કરવા માંડે છે તેવી જ રીતે જે ભવ્ય પ્રાણી
પોતાના સ્વાભાવિક ચૈતન્યનો આશ્રય લે છે તે ક્રમે કરીને એકત્વ પામી પોતાના
સ્વાભાવિક ઉત્કૃષ્ટ પદ (મોક્ષ) ને નિશ્ચિતપણે જ પ્રાપ્ત કરી લે છે. ૧૫.
(रथोद्धता)
यद्यदेव मनसि स्थितं भवेत् तत्तदेव सहसा परित्यजेत्
इत्युपाधिपरिहारपूर्णता सा यदा भवति तत्पदं तदा ।।१६।।
અનુવાદ : જે જે વિકલ્પ આવીને મનમાં સ્થિત થાય છે તેને શીઘ્ર જ છોડી
દેવો જોઈએ. આ રીતે જ્યારે તે વિકલ્પોનો ત્યાગ પરિપૂર્ણ થઈ જાય છે ત્યારે તે
મોક્ષ પદ પણ પ્રાપ્ત થઈ જાય છે. ૧૬.
(रथोद्धता)
संहृतेषु खमनो ऽनिलेषु यद्भाति तत्त्वममलात्मनः परम्
तद्गतं परमनिस्तरङ्गतामग्निरुग्र इह जन्मकानने ।।१७।।
અનુવાદ : ઇન્દ્રિય, મન અને શ્વાસોચ્છ્વાસ નષ્ટ થઈ ગયા પછી જે નિર્મળ
આત્માનું ઉત્કૃષ્ટ સ્વરૂપ પ્રતિભાસિત થાય છે તે અતિશય સ્થિરતા પામીને અહીં જન્મ
(સંસાર) રૂપ વનને બાળવા માટે તીક્ષ્ણ અગ્નિ સમાન હોય છે. ૧૭.
(रथोद्धता)
मुक्त इत्यपि न कार्यमञ्जसा कर्मजालकलितो ऽहमित्यपि
निर्विकल्प पदवीमुपाश्रयन् संयमी हि लभते परं पदम् ।।१८।।
અનુવાદ : વાસ્તવમાં ‘હું મુક્ત છું’ એ જાતનો વિકલ્પ પણ ન કરવો જોઈએ.
તથા ‘હું કર્મોના સમૂહથી સંબદ્ધ છું’ એવો વિકલ્પ પણ ન કરવો જોઈએ. કારણ
એ છે કે સંયમી પુરુષ નિર્વિકલ્પ પદવી પામીને જ નિશ્ચયથી ઉત્કૃષ્ટ મોક્ષપદ પામે
છે. ૧૮.

Page 240 of 378
PDF/HTML Page 266 of 404
single page version

background image
(रथोद्धता)
कर्म चाहमिति च द्वये सति द्वैतमेतदिह जन्मकारणम्
एक इत्यपि मतिः सती न यत्साप्युपाधिरचिता तदङ्गभृत् ।।१९।।
અનુવાદ : હે પ્રાણી! ‘કર્મ અને હું’ આવા પ્રકારની બે પદાર્થોની કલ્પના
થતાં જે અહીં દ્વૈતબુદ્ધિ થાય છે તે સંસારનું કારણ છે. તથા ‘હું એક છું’ એ જાતનો
વિકલ્પ પણ યોગ્ય નથી કારણ કે તે પણ ઉપાધિથી નિર્મિત હોવાના કારણે સંસારનું
જ કારણ થાય છે. ૧૯.
(रथोद्धता)
संविशुद्धपरमात्मभावना संविशुद्धपदकारणं भवेत्
सेतरेतकृते सुवर्णतो लोहतश्च विकृतीस्तदाश्रिते ।।२०।।
અનુવાદ : અતિશય વિશુદ્ધ પરમાત્મતત્ત્વની જે ભાવના છે તે અતિશય
નિર્મળ મોક્ષપદનું કારણ થાય છે. તથા એનાથી વિપરીત જે ભાવના છે તે સંસારનું
કારણ થાય છે. બરાબર છે
સુવર્ણથી જે પર્યાય ઉત્પન્ન થાય છે તે સુવર્ણમય અને
લોહથી જે પર્યાય ઉત્પન્ન થાય છે તે લોહમય હોય છે. ૨૦.
(रथोद्धता)
कर्म भिन्नमनिशं स्वतो ऽखिलं पश्यतो विशदबोधचक्षुषा
तत्कृते ऽपि परमार्थवेदिनो योगिनो न सुखदुःखकल्पना ।।२१।।
અનુવાદ : સમસ્ત કર્મ મારાથી ભિન્ન છે, આ રીતે નિરંતર નિર્મળ જ્ઞાનરૂપ નેત્રથી
દેખનારા અને યથાર્થ સ્વરૂપના વેત્તા યોગીને કર્મકૃત સુખદુઃખ હોવા છતાં પણ તેને ઉક્ત સુખ
દુઃખની કલ્પના હોતી નથી. ૨૧.
(रथोद्धता)
मानसस्य गतिरस्ति चेन्निरालम्ब एव पथि भास्वतो यथा
योगिनो द्रगवरोधकारकः संनिधिर्न तमसां कदाचन ।।२२।।
અનુવાદ : જો યોગીના મનની ગતિ સૂર્ય સમાન નિરાધાર માર્ગમાં જ હોય
તો તેને જોવામાં બાધા ઉત્પન્ન કરનાર અંધકાર (અજ્ઞાન) ની સમીપતા કદી પણ
હોઈ શકે નહિ.

Page 241 of 378
PDF/HTML Page 267 of 404
single page version

background image
વિશેષાર્થ : જેવી રીતે નિરાધાર આકાશમાર્ગે ગમન કરનાર સૂર્ય રહે ત્યારે અંધકાર
કોઈ રીતે બાધા પહોંચાડી શકતો નથી તેવી જ રીતે સમસ્ત માનસિક વિકલ્પોથી રહિત આત્મતત્ત્વમાં
સંચાર કરનાર યોગીના તત્ત્વદર્શનમાં અજ્ઞાન
અંધકાર પણ બાધા પહોંચાડી શકતો નથી. ૨૨.
(रथोद्धता)
रुग्जरादिविकृतिर्न मे ऽञ्जसा सा तनोरहमितः सदा पृथक्
मीलितेऽपि सति खे विकारिता जायते न जलदैर्विकारिभिः ।।२३।।
અનુવાદ : રોગ અને જરા આદિ રૂપ વિકાર વાસ્તવમાં મારા નથી, તે તો
શરીરના વિકાર છે અને હું તે શરીરથી સંબદ્ધ હોવા છતાં પણ વાસ્તવમાં તેનાથી
સર્વદા ભિન્ન છું. ઠીક છે
વિકાર ઉત્પન્ન કરનાર વાદળાઓ સાથે આકાશનો મેળાપ
થવા છતાં પણ તેમાં કોઈ પ્રકારનો વિકારભાવ ઉત્પન્ન થતો નથી. ૨૩.
(रथोद्धता)
व्याधिनाङ्गमभिभूयते परं तद्गतो ऽपि न पुनश्चिदात्मकः
उत्थितेन गृहमेव दह्यते वह्निना न गगनं तदाश्रितम् ।।२४।।
અનુવાદ : રોગ કેવળ શરીરને પરાધીન કરે છે પણ તેમાં સ્થિત હોવા છતાં
ચેતન આત્માને પરાધીન કરતો નથી. બરાબર છેઉત્પન્ન થયેલી અગ્નિ કેવળ ઘરને
જ બાળે છે, પરંતુ તેના આશ્રયભૂત આકાશને બાળતી નથી. ૨૪
(रथोद्धता)
बोधरूपमखिलैरुपाधिभिर्वर्जितं किमपि यत्तदेव नः
नान्यदल्पमपि तत्त्वमीद्रशं मोक्षहेतुरिति योगनिश्चयः ।।२५।।
અનુવાદ : સમસ્ત ઉપાધિથી રહિત જે કાંઈ પણ જ્ઞાનરૂપ છે તે જ અમારૂં
સ્વરૂપ છે, તેનાથી ભિન્ન જરાય તત્ત્વ અમારૂં નથી; આ જાતનો યોગનો નિશ્ચય
મોક્ષનું કારણ થાય છે. ૨૫.
(रथोद्धता)
योगतो हि लभते विबन्धनं योगतो ऽपि किल मुच्यते नरः
योगवर्त्म विषमं गुरोर्गिरा बोध्यमेतदखिलं मुमुक्षुणा ।।२६।।

Page 242 of 378
PDF/HTML Page 268 of 404
single page version

background image
અનુવાદ : મનુષ્ય યોગના નિમિત્તે વિશેષ બંધન પ્રાપ્ત કરે છે તથા યોગના
નિમિત્તે જ તેનાથી મુક્ત પણ થાય છે. આ રીતે યોગનો માર્ગ વિષમ છે.
મોક્ષાભિલાષી ભવ્ય જીવે આ સમસ્ત યોગમાર્ગનું જ્ઞાન ગુરુના ઉપદેશથી પ્રાપ્ત કરવું
જોઈએ. ૨૬.
(रथोद्धता)
शुद्धबोधमयमस्ति वस्तु यद् रमणीयकपदं तदेव नः
स प्रमाद इह मोहजः क्वचित्कल्प्यते वद परो [रे] ऽपि रम्यता ।।२७।।
અનુવાદ : જે શુદ્ધ જ્ઞાનરૂપ વસ્તુ છે તે જ અમારૂં રમણીય પદ છે. એનાથી
ઉલ્ટું જે અન્ય કોઈ બાહ્ય જડ વસ્તુમાં પણ રમણીયતાની કલ્પના કરવામાં આવે છે
તે કેવળ મોહજનિત પ્રમાદ છે. ૨૭.
(रथोद्धता)
आत्मबोधशुचितीर्थमद्भुतं स्नानमत्र कुरुत्तोत्तमं बुधाः
यन्न यात्यपरतीर्थकोटिभिः क्षालयत्यपि मलं तदान्तरम् ।।२८।।
અનુવાદ : આત્મજ્ઞાનરૂપ પવિત્ર તીર્થ આશ્ચર્યજનક છે. હે વિદ્વાનો! આપ
એમાં ઉત્તમ રીતે સ્નાન કરો. જે અભ્યંતર મળ બીજા કરોડો તીર્થોથી પણ જતો નથી
તેને પણ આ તીર્થ ધોઈ નાખે છે. ૨૮.
(रथोद्धता)
चित्समुद्रतटबद्धसेवया जायते किमु न रत्नसंचयः
दुःखहेतुरमुतस्तु दुर्गतिः किं न विप्लवमुपैति योगिनः ।।२९।।
અનુવાદ : ચૈતન્યરૂપ સમુદ્રના તટથી સંબંધિત સેવા દ્વારા શું રત્નોનો સંચય
નથી થતો? અવશ્ય થાય છે. તથા તેનાથી દુઃખના કારણભૂત યોગીની દુર્ગતિ શું
નાશ નથી પામતી? અર્થાત્ તે અવશ્યમેવ નાશ પામે છે.
વિશેષાર્થ : જેવી રીતે સમુદ્રના કિનારે રહેનારા માણસો પાસે કોઈ બહુમૂલ્ય રત્નોનો
સંચય થઈ જાય છે તથા એનાથી તેની દુર્ગતિ (નિર્ધનતા) નાશ પામે છે તેવી જ રીતે ચૈતન્યરૂપ
સમુદ્રના તટની આરાધના કરનાર યોગીને પણ અમૂલ્ય રત્નો (સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર
આદિ) નો સંચય થઈ જાય છે અને એનાથી તેની દુર્ગતિ (નારક પર્યાય આદિ) પણ નષ્ટ

Page 243 of 378
PDF/HTML Page 269 of 404
single page version

background image
થઈ જાય છે. આ રીતે તેને નારકાદિ પર્યાય જનિત દુઃખ નષ્ટ થઈ જવાથી અપૂર્વ શાંતિનો
લાભ થાય છે. ૨૯.
(रथोद्धता)
निश्चयावगमनस्थितित्रयं रत्नसंचितिरियं परात्मनि
योगद्रष्टिविषयीभवन्नसौ निश्चयेन पुनरेक एव हि ।।३०।।
અનુવાદ : પરમાત્માના વિષયમાં જે નિશ્ચય, જ્ઞાન અને સ્થિરતા થાય
છે; એ ત્રણેનું નામ જ રત્નસંચય છે. તે પરમાત્મા યોગરૂપ નેત્રનો વિષય છે.
નિશ્ચયનયની અપેક્ષાએ તે રત્નત્રયસ્વરૂપ આત્મા એક જ છે, તેમાં
સમ્યગ્દર્શનાદિનો ભેદ પણ દ્રષ્ટિગોચર થતો નથી.
વિશેષાર્થ : સમ્યગ્દર્શનાદિના સ્વરૂપનો વિચાર નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ
બે પ્રકારે કરવામાં આવે છે. જેમ કેજીવાદિ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન કરવું. એ વ્યવહાર
સમ્યગ્દર્શન છે. ઉક્ત જીવાદિ તત્ત્વોનું જે યથાર્થ જ્ઞાન હોય છે, તેને વ્યવહાર સમ્યગ્જ્ઞાન
કહે છે. પાપરૂપ ક્રિયાઓના પરિત્યાગને વ્યવહાર સમ્યક્ ચારિત્ર કહેવામાં આવે છે. આ
વ્યવહારની અપેક્ષાએ તેમના સ્વરૂપનો વિચાર થયો. નિશ્ચયનયની અપેક્ષાએ તેમનું સ્વરૂપ આ
રીતે છે. શુદ્ધ આત્માના વિષયમાં રુચિ ઉત્પન્ન થવી તે નિશ્ચય સમ્યગ્દર્શન, તે જ આત્માના
સ્વરૂપને જાણવું તે નિશ્ચય સમ્યગ્જ્ઞાન અને ઉક્ત આત્મામાં જ લીન થવું એ નિશ્ચય ચારિત્ર
કહેવાય છે. આમાં વ્યવહાર જ્યાં સુધી નિશ્ચયનો સાધક છે ત્યાંસુધી જ તે ઉપાદેય છે,
વાસ્તવમાં તે અસત્યાર્થ હોવાથી હેય જ છે. ઉપાદેય કેવળ નિશ્ચય જ છે, કેમકે તે યથાર્થ
છે. અહીં નિશ્ચય રત્નત્રયના સ્વરૂપનું જ દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે તે નિર્મળ ધ્યાનની
અપેક્ષા રાખે છે. ૩૦.
(रथोद्धता)
प्रेरिताः श्रुतगुणेन शेमुषीकार्मुकेण शरवद् दृगादयः
बाह्यवेध्यविषये कृतश्रमाश्चिद्रणे प्रहतकर्मशत्रवः ।।३१।।
અનુવાદઃઆગમરૂપ દોરીથી સંયુક્ત એવા બુદ્ધિરૂપ ધનુષ્યથી પ્રેરિત
સમ્યગ્દર્શનાદિરૂપ બાણ ચૈતન્યરૂપ રણમાં બાહ્ય પદાર્થરૂપ લક્ષ્યના વિષયમાં પરિશ્રમ
કરીને કર્મરૂપ શત્રુઓનો નાશ કરી નાખે છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જેવી રીતે રણભૂમિમાં દોરીથી સુસજજ ધનુષ્ય દ્વારા
છોડવામાં આવેલ બાણ લક્ષ્યભૂત શત્રુઓને વીંધીને તેમનો નાશ કરી નાખે છે તેવી જ રીતે અહીં

Page 244 of 378
PDF/HTML Page 270 of 404
single page version

background image
ચૈતન્યરૂપી રણભૂમિમાં આગમાભ્યાસરૂપી દોરીથી બુદ્ધિરૂપી ધનુષ્યને સજ્જ કરી તેની પ્રેરણાથી પ્રાપ્ત
થયેલા સમ્યગ્દર્શનાદિરૂપી બાણો દ્વારા કર્મરૂપી શત્રુ પણ નષ્ટ કરી દેવામાં આવે છે. ૩૧.
(रथोद्धता)
चित्तवाच्यकरणीयवर्जिता निश्चयेन मुनिवृत्तिरीद्रशी
अन्यथा भवति कर्मगौरवात् सा प्रमादपदवीमुपेयुषः ।।३२।।
અનુવાદ : નિશ્ચયથી મુનિની વૃત્તિ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ રહિત
એવી હોય છે. તાત્પર્ય એ છે કે તે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ સહિત
હોય છે. પરંતુ પ્રમાદ અવસ્થા પામેલા મુનિને કર્મની અધિકતાને કારણે તે (મુનિવૃતિ)
આનાથી વિપરીત અર્થાત્ ઉપર્યુક્ત ત્રણ ગુપ્તિઓથી રહિત હોય છે. ૩૨.
(रथोद्धता)
सत्समाधिशशलाञ्छनोदयादुल्लसत्यमलबोधवारिधिः
योगिनो ऽणुसद्रशं विभाव्यते यत्र मग्नमखिलं चराचरम् ।।३३।।
અનુવાદ : સમીચીન સમાધિરૂપ ચન્દ્રમાના ઉદયથી હર્ષિત થઈને યોગીનો
નિર્મળ જ્ઞાનરૂપ સમુદ્ર વૃદ્ધિ પામે છે, જેમાં ડૂબેલું આ સમસ્ત ચરાચર વિશ્વ અણુ-
સમાન પ્રતિભાસે છે. ૩૩.
(रथोद्धता)
कर्मशुष्कतृणराशिरुन्नतो ऽप्युद्गते शुचिसमाधिमारुतात्
भेदबोधदहने हृदि स्थिते योगिनो झटिति भस्मसाद्भवेत् ।।३४।।
અનુવાદ : પવિત્ર સમાધિરૂપ વાયુ દ્વારા યોગીના હૃદયમાં સ્થિત
ભેદજ્ઞાનરૂપી અગ્નિ પ્રજ્વલિત થતાં તેમાં કર્મરૂપી સૂકા ઘાસનો ઊંચો ઢગલો પણ
તરત જ ભસ્મ થઈ જાય છે. ૩૪.
(रथोद्धता)
चित्तमत्तकरिणा न चेद्धतो दुष्टबोधवह्निनाथवा
योगकल्पतरुरेष निश्चितं वाञ्छितं फलति मोक्षसत्फलम् ।।३५।।
અનુવાદ : જો તે યોગરૂપી કલ્પવૃક્ષ ઉન્મત્ત હાથી દ્વારા અથવા

Page 245 of 378
PDF/HTML Page 271 of 404
single page version

background image
મિથ્યાજ્ઞાનરૂપી અગ્નિ દ્વારા નષ્ટ કરવામાં ન આવે તો તે નિશ્ચયથી ઇષ્ટ મોક્ષરૂપી
ઉત્તમ ફળ ઉત્પન્ન કરે છે. ૩૫.
(रथोद्धता)
तावदेव मतिवाहिनी सदा धावति श्रुतगता पुरः पुरः
यावदत्र परमात्मसंविदा भिद्यते न हृदयं मनीषिणः ।।३६।।
અનુવાદ : અહીં વિદ્વાન સાધુની બુદ્ધિરૂપી નદી આગમમાં સ્થિત થઈને
નિરંતર ત્યાં સુધી જ આગળ આગળ દોડે છે જ્યાં સુધી તેનું હૃદય ઉત્કૃષ્ટ આત્મતત્ત્વના
જ્ઞાનથી ભેદાતું નથી.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે વિદ્વાન સાધુને જ્યારે ઉત્કૃષ્ટ આત્માનું સ્વરૂપ
સમજવામાં આવી જાય છે ત્યારે તેને શ્રુતના પરિશીલનની વિશેષ આવશ્યકતા નથી રહેતી. કારણ
એ છે કે આત્મતત્ત્વનું પરિજ્ઞાન પ્રાપ્ત કરવું એ જ તો આગમના અભ્યાસનું ફળ છે, અને તે તેને
પ્રાપ્ત થઈ જ ગયું છે. હવે તેને મોક્ષપદ કાંઈ દૂર નથી. ૩૬.
(रथोद्धता)
यः कषायपवनैरचुम्बितो बोधवह्निरमलोल्लसद्दशः
किं न मोहतिमिरं विखण्डयन् भासते जगति चित्प्रदीपकः ।।३७।।
અનુવાદ : જે ચૈતન્યરૂપી દીપક કષાયરૂપી વાયુથી સ્પર્શાયો નથી, જ્ઞાનરૂપી
અગ્નિ સહિત છે તથા પ્રકાશમાન નિર્મળ દશાઓ (દ્રવ્ય પર્યાયો) રૂપ દશા (બત્તી)
થી સુશોભિત છે, તે શું સંસારમાં મોહરૂપી અંધકારને નષ્ટ કરતો પ્રતિભાસિત નથી
થતો? અર્થાત્ અવશ્ય જ પ્રતિભાસિત થાય છે. ૩૭.
(रथोद्धता)
बाह्यशास्त्रगहने विहारिणी या मतिर्बहुविकल्पधारिणी
चित्स्वरूपकुलसद्मनिर्गता सा सती न सद्रशी कुयोषिता ।।३८।।
અનુવાદ : જે બુદ્ધિરૂપી સ્ત્રી બાહ્ય શાસ્ત્રરૂપી વનમાં ફરનારી છે, અનેક
વિકલ્પો ધારણ કરે છે તથા ચૈતન્યરૂપી કુલીન ઘરમાંથી નીકળી ચુકી છે, તે પતિવ્રતા
સમાન સમીચીન નથી, પરંતુ દુરાચારિણી સ્ત્રી સમાન છે. ૩૮.

Page 246 of 378
PDF/HTML Page 272 of 404
single page version

background image
(रथोद्धता)
यस्तु हेयमितरच्च भावयन्नाद्यतो हि परमाप्तुमीहते
तस्य बुद्धिरुपदेशतो गुरोराश्रयेत्स्वपदमेव निश्चलम् ।।३९।।
અનુવાદ : જે ભવ્ય જીવ હેય અને ઉપાદેયનો વિચાર કરતો થકો પહેલાની
(હેયની) અપેક્ષાએ બીજી (ઉપાદેય) ને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેની બુદ્ધિ ગુરુના
ઉપદેશથી સ્થિર આત્મપદ (મોક્ષ)ને જ પ્રાપ્ત કરે છે. ૩૯.
(रथोद्धता)
सुप्त एष बहुमोहनिद्रया लङ्द्यितः स्वमबलादि पश्यति
जाग्रतोच्चवचसा गुरोर्गतं संगतं सकलमेव द्रश्यते ।।४०।।
અનુવાદ : મોહરૂપી ગાઢ નિદ્રાને વશીભૂત થઈને સૂતેલો આ જીવ સ્ત્રી
પુત્રાદિ બાહ્ય વસ્તુઓને પોતાની સમજે છે. તે જ્યારે ગુરુના ઊંચા વચન અર્થાત્
ઉપદેશથી જાગી ઉઠે છે ત્યારે સંયોગને પ્રાપ્ત થયેલ તે બધા જ બાહ્ય પદાર્થોને નશ્વર
સમજવા માંડે છે. ૪૦.
(रथोद्धता)
जल्पितेन बहुना किमाश्रयेद् बुद्धिमानमलयोगसिद्धये
साम्यमेव सकलैरूपाधिभिः कर्मजालजनितैर्विवर्जितम् ।।४१।।
અનુવાદ : ઘણું કહેવાથી શું? બુદ્ધિમાન મનુષ્યે નિર્મળ યોગની સિદ્ધિ માટે
કર્મસમૂહથી ઉત્પન્ન થયેલ સમસ્ત ઉપાધિ રહિત એક માત્ર સમતાભાવનો જ આશ્રય
કરવો જોઈએ. ૪૧.
(रथोद्धता)
नाममात्रकथया परात्मनो भूरिजन्मकृतपापसंक्षयः
बोध वृत्तरुचयस्तु तद्गताः कुर्वते हि जगतां पतिं नरम् ।।४२।।
અનુવાદ : પરમાત્માના નામ માત્રની કથાથી જ અનેક જન્મોમાં સંચિત કરેલા
પાપોનો નાશ થાય છે. તથા ઉક્ત પરમાત્મામાં સ્થિત જ્ઞાન, ચારિત્ર અને સમ્યગ્દર્શન
મનુષ્યને જગતનો અધીશ્વર બનાવી દે છે. ૪૨.

Page 247 of 378
PDF/HTML Page 273 of 404
single page version

background image
(रथोद्धता)
चित्स्वरूपपदलीनमानसो यः सदा स किल योगिनायकः
जीवराशिरखिलश्चिदात्मको दर्शनीय इति चात्मसंनिभिः ।।४३।।
અનુવાદ : જે મુનિનું મન ચૈતન્યસ્વરૂપમાં લીન થાય છે તે યોગીઓમાં શ્રેષ્ઠ
થઈ જાય છે. સમસ્ત જીવરાશિ ચૈતન્યસ્વરૂપ છે માટે તેમને પોતાના સમાન જ ગણવા
જોઈએ. ૪૩.
(रथोद्धता)
अन्तरङ्गबहिरङ्गयोगतः कार्यसिद्धिरखिलेति योगिना
आसितव्यमनिशं प्रयत्नतः स्वं परं सद्रशमेव पश्यता ।।४४।।
અનુવાદ : સર્વ કાર્યોની સિદ્ધિ અંતરંગ અને બહિરંગ યોગથી થાય છે. તેથી
યોગીએ નિરંતર પ્રયત્નપૂર્વક સ્વ અને પરને સમદ્રષ્ટિથી દેખતા રહેવું જોઈએ.
વિશેષાર્થ : યોગ શબ્દના બે અર્થ છેમન, વચન અને કાયાની પ્રવૃત્તિ અને સમાધિ.
એમાં મન, વચન અને કાયની પ્રવૃત્તિરૂપ જે યોગ છે તે બે પ્રકારનો છેશુભ અને અશુભ. આમાં
શુભ યોગથી પુણ્ય અને અશુભ યોગથી પાપનો આસ્રવ થાય છે અને તે પ્રમાણે જ જીવને સાંસારિક
સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે. આ બન્નેય પ્રકારના યોગ શરીર સાથે સંબદ્ધ હોવાના કારણે
બહિરંગ કહેવાય છે. અંતરંગ યોગ સમાધિ છે. એનાથી જીવને અવિનશ્વર પદની પ્રાપ્તિ થાય છે.
અહીં ગ્રન્થકર્તાએ સ્વ અને પરમાં સમબુદ્ધિ રાખતા યોગીને આ અંતરંગ યોગમાં સ્થિત રહેવા
તરફ સંકેત કર્યો છે. ૪૪.
(रथोद्धता)
लोक एष बहुभावभावितः स्वार्जितेन विविधेन कर्मणा
पश्यतोऽस्य विकृतीर्जडात्मनः क्षोभमेति हृदयं न योगिनः ।।४५।।
અનુવાદ : આ જનસમૂહ પોતાના કમાયેલા અનેક પ્રકારના કર્મ અનુસાર અનેક
અવસ્થાઓ પામે છે. તે અજ્ઞાનીના વિકારો જોઈને યોગીનું મન ક્ષોભ પામતું નથી. ૪૫.
(रथोद्धता)
सुप्त एष बहुमोहनिद्रया दीर्घकालमविरामया जनः
शास्त्रमेतदधिगम्य सांप्रतं सुप्रबोध इह जायतामिति ।।४६।।

Page 248 of 378
PDF/HTML Page 274 of 404
single page version

background image
અનુવાદ : આ પ્રાણી નિરંતર રહેનારી મોહરૂપ ગાઢ નિદ્રાથી ઘણા કાળ
સુધી સૂતો છે. હવે તેણે અહીં આ શાસ્ત્રનો અભ્યાસ કરીને જાગૃત (સમ્યગ્જ્ઞાની)
થઈ જવું જોઈએ. ૪૬.
(रथोद्धता)
चित्स्वरूपगगने जयत्यसावेकदेशविषयापि रम्यता
ईषदुद्गतवचःकरैः परैः पद्मनन्दिवदनेन्दुना कृता ।।४७।।
અનુવાદ : પદ્મનંદી મુનિના મુખરૂપ ચંદ્રમા દ્વારા કિંચિત્ ઉદય પામેલા ઉત્કૃષ્ટ
વચનરૂપ કિરણોથી કરવામાં આવેલી તે રમણીયતા એક દેશનો વિષય કરતી હોવા
છતાં પણ ચૈતન્યરૂપ આકાશમાં જયવંત હો. ૪૭.
(शार्दूलविक्रीडित)
त्यक्ताशेषपरिग्रहः शमधनो गुप्तित्रयालंकृतः
शुद्धात्मानमुपाश्रितो भवति यो योगी निराशस्ततः
मोक्षो हस्तगतो ऽस्य निर्मलमतेरेतावतैव ध्रुवं
प्रत्यूहं कुरुते स्वभावविषमो मोहो व वैरी यदि
।।४८।।
અનુવાદ : જે યોગીએ સમસ્ત પરિગ્રહનો પરિત્યાગ કરી દીધો છે, જે
શાંતિરૂપ સંપત્તિ સહિત છે, ત્રણ ગુપ્તિઓથી અલંકૃત છે તથા શુદ્ધ આત્મસ્વરૂપને
પ્રાપ્ત કરીને આશા રહિત (ઇચ્છા કે તૃણા રહિત) થઈ ગયા છે તેના માર્ગમાં
સ્વભાવથી દુષ્ટ તે મોહરૂપી શત્રુ જો વિધ્ન ન કરે તો એટલા માત્રથી જ મોક્ષ
આ નિર્મળબુદ્ધિ યોગીના હાથમાં સ્થિત (છે એમ) સમજવું જોઈએ. ૪૮.
(शार्दूलविक्रीडित)
त्रैलोक्ये किमिहास्ति को ऽपि स सुरः किं वा नरः किं फणी
यस्माद्भीर्मम यामि कातरतया यस्याश्रयं चापदि
उक्तं यत्परमेश्वरेण गुरुणा निःशेषवाञ्छाभयं
भ्रान्तिक्लेशहरं हृदि स्फु रति चेत्तत्तत्त्वमत्यद्भुतम्
।।४९।।
અનુવાદ : મહાન પરમેશ્વર દ્વારા કહેવામાં આવેલું જે ચૈતન્યતત્ત્વ સમસ્ત
ઇચ્છા, ભય, ભ્રાન્તિ અને ક્લેશ દૂર કરે છે તે આશ્ચર્યજનક ચૈતન્યતત્ત્વ જો હૃદયમાં

Page 249 of 378
PDF/HTML Page 275 of 404
single page version

background image
પ્રકાશમાન છે તો પછી ત્રણે લોકમાં અહીં શું એવો કોઈ દેવ છે, એવો કોઈ મનુષ્ય
છે અથવા એવો કોઈ સર્પ છે; જેનાથી મને ભય ઉત્પન્ન થાય અથવા આપત્તિ આવતાં
હું ડરી જઈને તેના શરણે જાઉં? અર્થાત્ ઉપર્યુક્ત ચૈતન્યસ્વરૂપ હૃદયમાં સ્થિત રહેતાં
કદી કોઈનો ભય રહેતો નથી અને તેથી કોઈના શરણે જવાની પણ આવશ્યકતા રહેતી
નથી. ૪૯.
(शार्दूलविक्रीडित)
तत्त्वज्ञानसुधार्णवं लहरिभिर्दूरं समुल्लासयन्
तृष्णापत्रविचित्रचित्तकमले संकोचमुद्रां दधत्
सद्विद्याश्रितभव्यकैरवकुले कुर्वन् विकासश्रियं
योगीन्द्रोदयभूधरे विजयते सद्बोधचन्दोदयः
।।५०।।
અનુવાદ : જે સદ્બોધચન્દ્રોદય (સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્રનો ઉદય) તત્ત્વજ્ઞાનરૂપી
અમૃતના સમુદ્રને તત્ત્વવિચારરૂપ લહેરો દ્વારા દૂરથી જ પ્રગટ કરે છે, તૃષ્ણારૂપી
પાંદડાઓથી વિચિત્ર એવા ચિત્તરૂપી કમળને સંકોચે છે તથા સમ્યગ્જ્ઞાનનો આશ્રય
પામેલા ભવ્ય જીવો રૂપ કુમુદોના સમૂહને વિકસિત કરે છે; તે સદ્બોધ ચન્દ્રોદય
(આ પ્રકરણ) મુનીન્દ્રરૂપી ઉદયાચળ પર્વત ઉપર જયવંત થાય છે. ૫૦.
આ રીતે સદ્બોધચંદ્રોદય અધિકાર સમાપ્ત થયો. ૧૦.

Page 250 of 378
PDF/HTML Page 276 of 404
single page version

background image
૧૧. નિશ્ચયપંચાશત્
[११. निश्चयपञ्चाशत् ]
(आर्या )
दुर्लक्ष्यं जयति परं ज्योतिर्वाचां गणः कवीन्द्राणाम्
जलमिव वज्रे यस्मिन्नलब्धमध्या बहिर्लुठति ।।।।
અનુવાદ : જેવી રીતે જળ વજ્રની મધ્યમાં પ્રવેશ ન પામતાં બહાર જ દડી
પડે છે તેવી જ રીતે જે ઉત્કૃષ્ટ જ્યોતિની મધ્યમાં મહાકવિઓના વચનોનો સમૂહ પણ
પ્રવેશ ન પામતાં બહાર જ રહી જાય છે, અર્થાત્ જેનું વર્ણન મહાકવિ પણ પોતાની
વાણી દ્વારા કરી શકતા નથી તથા જે ઘણી મુશ્કેલીથી દેખી શકાય છે તે ઉત્કૃષ્ટ જ્યોતિ
જયવંત હો. ૧.
(आर्या )
मनसो ऽचिन्त्यं वाचामगोचरं यन्महस्तनोर्भिन्नम्
स्वानुभवमात्रगम्यं चिद्रूपममूर्तमव्याद्वः ।।।।
અનુવાદ : જે ચૈતન્યરૂપ તેજના વિષયમાં મનથી કાંઈ વિચાર કરી શકાતો
નથી, વચનથી કાંઈ કહી શકાતું નથી તથા જે શરીરથી ભિન્ન, અનુભવ માત્રથી ગમ્ય
અને અમૂર્ત છે; તે ચૈતન્યરૂપ તેજ આપ લોકોની રક્ષા કરો. ૨.
(आर्या )
वपुरादिपरित्यक्ते मज्जत्यानन्दसागरे मनसि
प्रतिभाति यत्तदेकं जयति परं चिन्मयं ज्योतिः ।।।।
અનુવાદ : મનથી બાહ્ય શરીરાદિ તરફથી ખસીને આનંદરૂપ સમુદ્રમાં ડૂબી જતાં

Page 251 of 378
PDF/HTML Page 277 of 404
single page version

background image
જે જ્યોતિ પ્રતિભાસિત થાય છે તે ઉત્કૃષ્ટ ચૈતન્યસ્વરૂપ જ્યોતિ જયવંત હો. ૩.
(आर्या )
स जयति गुरुर्गरीयान् यस्मामलवचनरश्मिभिर्झगिति
नश्यति तन्मोहतमो यदविषयो दिनकरादीनाम् ।।।।
અનુવાદ : જે અજ્ઞાનરૂપ અંધકાર સૂર્યાદિ દ્વારા નષ્ટ કરી શકાતો નથી તે
જે ગુરુના નિર્મળ વચનરૂપ કિરણોદ્વારા શીઘ્ર જ નષ્ટ થઈ જાય છે તે શ્રેષ્ઠ ગુરુ જયવંત
હો. ૪.
(आर्या )
आस्तां जरादिदुःखं सुखमपि विषयोद्भवं सतां दुःखम्
तैर्मन्यते सुखं यत्तन्मुक्तौ सा च दुःसाध्या ।।।।
અનુવાદ : વૃદ્ધત્વ આદિના નિમિત્તે ઉત્પન્ન થનારૂં દુઃખ તો દૂર જ રહે,
પરંતુ વિષયભોગોથી ઉત્પન્ન થયેલું સુખ પણ સાધુ પુરુષોને દુઃખરૂપ જ પ્રતિભાષિત
થાય છે. તેઓ જેને વાસ્તવિક સુખ માને છે તે સુખ મુક્તિમાં છે અને તે ઘણી
મુશ્કેલીથી સિદ્ધ કરી શકાય છે. ૫.
(आर्या )
श्रुतपरिचितानुभूतं सर्वं सर्वस्य जन्मने सुचिरम्
न तु मुक्त येऽत्र सुलभा शुद्धात्मज्योतिरुपलब्धिः ।।।।
અનુવાદ : લોકમાં સર્વ પ્રાણીઓએ ચિરકાળથી જન્મમરણરૂપ સંસારના
કારણભૂત વસ્તુઓના વિષયમાં સાંભળ્યું છે, પરિચય પ્રાપ્ત કર્યો છે તથા અનુભવ
પણ કર્યો છે. પરંતુ જે શુદ્ધ આત્માની જ્યોતિ મુક્તિના કારણભૂત છે તેની ઉપલબ્ધિ
તેમને સુલભ નથી. ૬.
(आर्या )
बोधोऽपि यत्र विरलो वृत्तिर्वाचामगोचरे बाढम्
अनुभूतिस्तत्र पुनर्दुर्लक्ष्यात्मनि परं गहनम् ।।।।
અનુવાદ : જે આત્મા વચનોથી અગોચર છેવિકલ્પાતીત છેતે આત્મતત્ત્વના

Page 252 of 378
PDF/HTML Page 278 of 404
single page version

background image
વિષયમાં પ્રાયઃ જ્ઞાન જ થતું નથી. તેના વિષયમાં સ્થિતિ તો વિશેષ કઠિન છે અને
તેનો અનુભવ તો દુર્લભ જ છે. તે આત્મતત્ત્વ અત્યંત દુર્ગમ છે. ૭.
(आर्या )
व्यवहृतिरबोधजनबोधनाय कर्मक्षयाय शुद्धनयः
स्वार्थं मुमुक्षुरहमिति वक्ष्ये तदाश्रितं किंचित् ।।।।
અનુવાદ : વ્યવહારનય અજ્ઞાનીજનોને પ્રતિબોધ કરવા માટે છે, પરંતુ શુદ્ધ
નિશ્ચયનય કર્મોના નાશનું કારણ છે. તેથી મોક્ષની અભિલાષા રાખનાર હું (પદ્મનંદી)
સ્વના નિમિત્તે શુદ્ધ નિશ્ચયનયના આશ્રયે પ્રયોજનભૂત આત્મસ્વરૂપનું વર્ણન કરૂં છું. ૮.
(आर्या )
व्यवहारो ऽभूतार्थो भूतार्थो देशितस्तु शुद्धनयः
शुद्धनयमाश्रिता ये प्राप्नुवन्ति यतयः पदं परमम् ।।।।
અનુવાદ : વ્યવહારનયને અસત્ય પદાર્થનો વિષય કરનાર અને નિશ્ચયનયને
યથાર્થ વસ્તુનો વિષય કરનાર કહેવામાં આવેલ છે. જે મુનિ શુદ્ધ નિશ્ચયનયનો આશ્રય
લે છે તે ઉત્કૃષ્ટ પદ (મોક્ષ) ને પ્રાપ્ત કરે છે. ૯.
(आर्या )
तत्त्वं वागतिवर्ति व्यवहृतिमासाद्य जायते वाच्यम्
गुणपर्ययादिविवृतेः प्रसरति तच्चापि शतशाखम् ।।१०।।
અનુવાદ : વસ્તુનું યથાર્થ સ્વરૂપ વચન અગોચર છે અર્થાત્ તે વચન દ્વારા
કહી શકાતું નથી. તે વ્યવહારનો આશ્રય લઈને જ વચન દ્વારા કહેવાને યોગ્ય બને
છે તે પણ ગુણો અને પર્યાયો આદિના વિવરણથી સેંકડો શાખાઓમાં વિસ્તાર પામે
છે. ૧૦.
(आर्या )
मुख्योपचारविवृतिं व्यवहारोपायतो यतः सन्तः
ज्ञात्वा श्रयन्ति शुद्धं तत्त्वमिति व्यवहृतिः पूज्या ।।११।।
અનુવાદ : સજ્જન મનુષ્ય વ્યવહારનયના આશ્રયે જ મુખ્ય અને ઉપચારભૂત

Page 253 of 378
PDF/HTML Page 279 of 404
single page version

background image
કથન જાણીને શુદ્ધ સ્વરૂપનો આશ્રય લે છે તેથી તે વ્યવહાર (પૂજ્ય) ગ્રાહ્ય છે. ૧૧.
(आर्या )
आत्मनि निश्चयबोधस्थितयो रत्नत्रयं भवक्षतये
भूतार्थपथप्रस्थितबुद्धेरात्मैव तत्त्रितयम् ।।१२।।
અનુવાદ : આત્માના વિષયમાં દ્રઢતા (સમ્યગ્દર્શન), જ્ઞાન અને સ્થિતિ
(ચારિત્ર)રૂપ રત્નત્રય સંસારના નાશનું કારણ છે. પરંતુ જેની બુદ્ધિ શુદ્ધ નિશ્ચયનયના
માર્ગમાં પ્રવૃત્ત થઈ ચુકી છે તેને તે ત્રણે (સમ્યગ્દર્શનાદિ) એક આત્મસ્વરૂપ જ છે
તેનાથી ભિન્ન નથી. ૧૨.
(आर्या )
सम्यक्सुखबोधद्रशां त्रितयमखण्डं परात्मनो रूपम्
तत्तत्र तत्परो यः स एव तल्लब्धिकृतकृत्यः ।।१३।।
અનુવાદ : સમ્યક્ સુખ (ચારિત્ર), જ્ઞાન અને દર્શન આ ત્રણેની એકતા
પરમાત્માનું અખંડ સ્વરૂપ છે. તેથી જે જીવ ઉપર્યુક્ત પરમાત્મસ્વરૂપમાં લીન થાય
છે તે જ તેમની પ્રાપ્તિથી કૃતકૃત્ય થાય છે. ૧૩.
(आर्या )
अग्नाविवोष्णभावः सम्यग्बोधो ऽस्ति दर्शनं शुद्धम्
ज्ञातं प्रतीतमाभ्यां सत्स्वास्थ्यं भवति चारित्रम् ।।१४।।
અનુવાદ : જેવી રીતે અભેદ સ્વરૂપે અગ્નિમાં ઉષ્ણતા રહે છે તેવી જ રીતે
આત્મામાં જ્ઞાન છે. આ પ્રકારની પ્રતીતિનું નામ શુદ્ધ સમ્યગ્દર્શન અને તે જ પ્રકારે
જાણવાનું નામ સમ્યગ્જ્ઞાન છે. આ બન્નેની સાથે ઉક્ત આત્માના સ્વરૂપમાં સ્થિત
થવાનું નામ સમ્યક્ચારિત્ર છે. ૧૪.
(आर्या )
विहिताभ्यासा बहिरर्थवेध्यसंबन्धिनो द्रगादिशराः
सफलाः शुद्धात्मरणे छिन्दितकर्मारिसंघाताः ।।१५।।
અનુવાદ : જે સમ્યગ્દર્શન આદિરૂપ બાણ બાહ્ય વસ્તુરૂપ વેધ્ય (લક્ષ્ય)

Page 254 of 378
PDF/HTML Page 280 of 404
single page version

background image
સાથે સંબંધ રાખે છે તથા જેમણે આ કાર્યનો અભ્યાસ પણ કર્યો છે તે
સમ્યગ્દર્શનાદિરૂપ બાણ શુદ્ધ આત્મારૂપ રણમાં કર્મરૂપ શત્રુઓના સમૂહનો નાશ
કરીને સફળ થાય છે. ૧૫.
(आर्या )
हिंसोज्झित एकाकी सर्वोपद्रवसहो वनस्थो ऽपि
तरुरिव नरो न सिध्यति सम्यग्बोधाद्रते जातु ।।१६।।
અનુવાદ : જે મનુષ્ય વૃક્ષ સમાન હિંસા કર્મ રહિત છે, એકલો છે અર્થાત્
કોઈ સહાયકની અપેક્ષા રાખતો નથી, સમસ્ત ઉપદ્રવો સહન કરે છે તથા વનમાં સ્થિત
પણ છે છતાં પણ તે સમ્યગ્જ્ઞાન વિના કદી પણ સિદ્ધ થઈ શકતો નથી.
વિશેષાર્થ : વનમાં એકલું રહેલ જે વૃક્ષ ઠંડી અને ગરમી આદિના ઉપદ્રવો સહન કરે
છે તથા સ્થાવર હોવાના કારણે હિંસાકર્મથી પણ રહિત છે છતાં ય સમ્યગ્જ્ઞાન રહિત હોવાના કારણે
જેમ તે કદી મુક્તિ પામી શકતું નથી તે જ રીતે મનુષ્ય સાધુ થઈને સર્વ પ્રકારના ઉપદ્રવો અને
પરિષહો સહન કરે છે, ઘર છોડીને વનમાં એકાકીપણે રહે છે તથા પ્રાણીઓના ઘાતથી વિરત છે;
છતાં પણ જો તેણે સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી તો તે પણ કદી મુક્ત થઈ શકતો નથી. ૧૬.
(आर्या )
अस्पृष्टमबद्धमनन्यमयुतमविशेषभ्रमोपेतः
यः पश्यत्यात्मानं स पुमान् खलु शुद्धनयनिष्ठः ।।१७।।
અનુવાદ : જે ભવ્ય જીવ ભ્રમરહિત થઈને પોતાને કર્મથી અસ્પૃષ્ટ, બંધરહિત,
એક, પરના સંયોગ રહિત તથા પર્યાયના સંબંધ રહિત શુદ્ધ દ્રવ્યસ્વરૂપને દેખે છે
તેને નિશ્ચયથી શુદ્ધ નયમાં નિષ્ઠા રાખનાર સમજવો જોઈએ. ૧૭.
(आर्या )
शुद्धाच्छुद्धमशुद्धं ध्यायन्नाप्नोत्यशुद्धमेव स्वम्
जनयति हेम्नो हैमं लोहाल्लो [लौ] हं नरः कटकम् ।।१८।।
અનુવાદ : જીવ શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ આત્માનું ધ્યાન કરતો શુદ્ધ જ
આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે તથા વ્યવહારનયનું અવલંબન લઈને અશુદ્ધ આત્માનો
વિચાર કરતો અશુદ્ધ જ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. બરાબર છે
મનુષ્ય સોનામાંથી
સોનામય કડું અને લોઢામાંથી લોહમય કડું જ ઉત્પન્ન કરે છે. ૧૮.