Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 22-29 (8. Siddh Stuti),1 (9. Aalochana),2 (9. Aalochana),3 (9. Aalochana),4 (9. Aalochana),5 (9. Aalochana),6 (9. Aalochana),7 (9. Aalochana),8 (9. Aalochana),9 (9. Aalochana),10 (9. Aalochana),11 (9. Aalochana),12 (9. Aalochana),13 (9. Aalochana),14 (9. Aalochana),15 (9. Aalochana),16 (9. Aalochana),17 (9. Aalochana),18 (9. Aalochana),19 (9. Aalochana),20 (9. Aalochana),21 (9. Aalochana),22 (9. Aalochana),23 (9. Aalochana),24 (9. Aalochana),25 (9. Aalochana),26 (9. Aalochana),27 (9. Aalochana),28 (9. Aalochana),29 (9. Aalochana),30 (9. Aalochana),31 (9. Aalochana),32 (9. Aalochana),33 (9. Aalochana),1 (10. Sadabodhachandroday),2 (10. Sadabodhachandroday); 9. Aalochana; 10. Sadabodhachandroday.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 13 of 21

 

Page 215 of 378
PDF/HTML Page 241 of 404
single page version

background image
सर्वोपाधिविवर्जितात्मनि परं शुद्धेकबोधात्मनि
स्थित्वा सिद्धिमुपाश्रितो विजयते सिद्धः समृद्धो गुणैः
।।२१।।
અનુવાદ : જે નિક્ષેપ, નય અને પ્રમાણની અપેક્ષાએ કરવામાં આવતા
વિવરણો, કર્તા આદિ સમસ્ત કારકો, કારક અને ક્રિયા આદિના સંબંધ, તથા ‘તમે’
અને ‘હું’ ઇત્યાદિ વિકલ્પાનેે પણ છોડીને કેવળ શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપ તથા સમસ્ત
ઉપાધિ રહિત આત્મામાં સ્થિત થઈને સિદ્ધિ પામ્યા છે એવા તે અનંત જ્ઞાનાદિ ગુણોથી
સમૃદ્ધ સિદ્ધ પરમેષ્ઠી જયવંત હો. ૨૧.
(शार्दूलविक्रीडित)
तैरेव प्रतिपद्यतेऽत्र रमणीस्वर्णादिवस्तु प्रियं
तत्सिद्धैकमहः सदन्तर
द्रशा मन्दैर्न यैद्रर्श्यते
ये तत्तत्त्वरसप्रभिन्नहृदयास्तेषामशेषं पुनः
साम्राज्यं तृणवद्वपुश्च परवद्भोगाश्च रोगा इव
।।२२।।
અનુવાદ : સંસારમાં જે મૂર્ખ જીવો ઉત્તમ અભ્યંતર નેત્ર (જ્ઞાન) થી તે
સમીચીન સિદ્ધાત્મારૂપ અદ્વિતીય તેજને દેખતા નથી તેઓ જ અહીં સ્ત્રી અને સુવર્ણ
આદિ વસ્તુઓને પ્રિય માને છે. પરંતુ જેમનું હૃદય તે સિદ્ધાત્મારૂપ રસથી પરિપૂર્ણ થઈ
ગયું છે તેમને સમસ્ત સામ્રાજ્ય (ચક્રવર્તિપણું) તૃણ સમાન તુચ્છ લાગે છે, શરીર બીજા
જેવું (અથવા શત્રુ જેવું) પ્રતિભાસે છે, તથા ભોગ રોગ સમાન જણાય છે. ૨૨.
(शार्दूलविक्रीडित)
वन्द्यास्ते गुणिनस्त एव भुवने धन्यास्त एव ध्रुवं
सिद्धानां स्मृतिगोचरं रुचिवशान्नामापि यैर्नीयते
ये ध्यायन्ति पुनः प्रशस्तमनसस्तान् दुर्गभूभृद्दरी-
मध्यस्थाः स्थिरनासिकाग्रिम
द्रशस्तेषां किमु ब्रूमहे ।।२३।।
અનુવાદ : જે ભવ્ય જીવ ભક્તિપૂર્વક સિદ્ધોના નામ માત્રનું પણ સ્મરણ કરે
છે તે સંસારમાં નિશ્ચયથી વંદનીય છે, તેઓ જ ગુણવાન છે અને તેઓ જ પ્રશંસા
યોગ્ય છે. તો પછી જે સાધુજનો દુર્ગ (દુર્ગમ સ્થાન) અથવા પર્વતની ગુફાની મધ્યમાં
સ્થિત રહીને અને નાસિકાના અગ્રભાગ ઉપર પોતાના નેત્રો સ્થિર કરીને પ્રસન્ન મનથી

Page 216 of 378
PDF/HTML Page 242 of 404
single page version

background image
તે સિદ્ધોનું ધ્યાન કરે છે તેમના વિષયમાં અમે શું કહીએ? અર્થાત્ તેઓ તો અતિશય
ગુણવાન અને વંદનીય છે જ. ૨૩.
(शार्दूलविक्रीडित)
यः सिद्धे परमात्मनि प्रविततज्ञानैकमूर्तौ किल
ज्ञानी निश्चयतः स एव सकलप्रज्ञावतामग्रणीः
तर्कव्याकरणादिशास्त्रसहितैः किं तत्र शून्यैर्यतो
यद्योगं विदधाति वेध्यविषये तद्बाणमावर्ण्यते
।।२४।।
અનુવાદ : જે ભવ્ય જીવ અતિશય વિસ્તૃત જ્ઞાનરૂપ અદ્વિતીય શરીરના ધારક
સિદ્ધ પરમાત્માના વિષયમાં જ્ઞાનવાન્ છે તે જ નિશ્ચયથી સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે.
પરંતુ જે સિદ્ધાત્મવિષયક જ્ઞાનથી શૂન્ય રહીને ન્યાય અને વ્યાકરણ આદિ શાસ્ત્રોના
જાણકાર છે તેમનું અહીં કાંઈ પણ પ્રયોજન નથી. કારણ એ કે જે લક્ષ્યના વિષયમાં
સંબંધ કરે છે તે જ બાણ કહેવાય છે.
વિશેષાર્થ : જે બાણ પોતાના લક્ષ્યને વીંધે છે તે જ બાણ પ્રશંસનીય મનાય છે, પણ
જે બાણ પોતાનું લક્ષ્ય વીંધવામાં અસમર્થ રહે છે તે વાસ્તવમાં બાણ કહેવરાવવાને યોગ્ય નથી.
એવી જ રીતે જે ભવ્ય જીવ પ્રયોજનભૂત આત્મતત્ત્વના વિષયમાં જાણકારી રાખે છે તે જ વાસ્તવમાં
પ્રશંસનીય છે. એનાથી વિપરીત જે ન્યાય, વ્યાકરણ અને જ્યોતિષ આદિ અનેક વિષયોનાં પ્રકાંડ
વિદ્વાન થઈને પણ જો પ્રયોજનભૂત આત્મતત્ત્વના વિષયમાં અજ્ઞાની છે તો તે નિન્દાને પાત્ર છે.
કારણ એ કે આત્મજ્ઞાન વિના જીવનું કદી કલ્યાણ થઈ શકતું નથી. એ જ કારણે દ્રવ્યલિંગી મુનિ
બાર અંગના પાઠી હોવા છતાં પણ અભવ્યસેનની જેમ સંસારમાં પરિભ્રમણ કરે છે અને એનાથી
વિપરીત શિવભૂતિ (ભાવ
- પ્રાભૃત - ૫૨ - ૫૩) મુનિ જેવા ભવ્ય પ્રાણી કેવળ તુષમાષ સમાન
આત્મપરના વિવેકથી જ સંસારથી મુક્ત થઈ જાય છે. ૨૪.
(शार्दूलविक्रीडित)
सिद्धात्मा परमः परं प्रविलसद्बोधः प्रबुद्धात्मना
येनाज्ञायि स किं करोति बहुभिः शास्त्रैर्बहिर्वाचकैः
यस्य प्रोद्गतरोचिरुज्ज्वलतनुर्भानुः करस्थो भवेत्
ध्वान्तध्वंसविधौ स किं मृगयते रत्नप्रदीपादिकान्
।।२५।।
અનુવાદ : જે વિવેકી પુરુષે સમ્યગ્જ્ઞાનથી વિભૂષિત કેવળ ઉત્કૃષ્ટ સિદ્ધ આત્માનું

Page 217 of 378
PDF/HTML Page 243 of 404
single page version

background image
પરિજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે તે બાહ્ય પદાર્થોનું વિવેચન કરનાર ઘણા શાસ્ત્રોથી શું કરે?
અર્થાત્ તેને આમનું કાંઈ પણ પ્રયોજન રહેતું નથી. બરાબર જ છે
જેના હાથમાં
કિરણોના ઉદયથી સંયુક્ત ઉજ્જ્વળ શરીરવાળો સૂર્ય સ્થિત રહે છે તે શું અંધકારને નષ્ટ
કરવા માટે રત્નના દીપક આદિ ગોતે છે? અર્થાત્ ગોતતા નથી. ૨૫.
(शार्दूलविक्रीडित)
सर्वत्र च्युतकर्मबन्धनतया सर्वत्र सद्दर्शनाः
सर्वत्राखिलवस्तुजातविषयव्यासक्त बोधत्विषः
सर्वत्र स्फु रदुन्नतोन्नतसदानन्दात्मका निश्चलाः
सर्वत्रैव निराकुलाः शिवसुखं सिद्धाः प्रयच्छन्तु नः
।।२६।।
અનુવાદ : જે સિદ્ધ જીવ સમસ્ત આત્મપ્રદેશોમાં કર્મબંધનથી રહિત થઈ
જવાને કારણે સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપ્ત સમીચીન દર્શન સહિત છે, જેમની સમસ્ત
વસ્તુઓને વિષય કરનારી જ્ઞાનજ્યોતિનો પ્રસાર સર્વત્ર થઈ રહ્યો છે અર્થાત્ જે સર્વજ્ઞ
થઈ ગયા છે. જે સર્વત્ર પ્રકાશમાન શાશ્વત અનંત સુખસ્વરૂપ છે તથા જે સર્વત્ર નિશ્ચળ
નિરાકુળ છે. આવા તે સિદ્ધ અમને મોક્ષસુખ પ્રદાન કરો. ૨૬.
(शार्दूलविक्रीडित)
आत्मोत्तुङ्गगृहं प्रसिद्ध बहिराद्यात्मप्रभेदक्षणं
बह्वात्माध्यवसानसंगतलसत्सोपानशोभान्वितम्
तत्रात्मा विभुरात्मनात्मसुहृदो हस्तावलम्बी समा-
रुह्यानन्दकलत्रसंगतभुवं सिद्धः सदा मोदते
।।२७।।
અનુવાદ : જે આત્મારૂપી ઉન્નત ભવન પ્રસિદ્ધ બહિરાત્મા આદિ ભેદોરૂપ ખંડો
(માળ) થી સહિત તથા આત્માના પરિણામોરૂપ અનેક સુંદર પગથિયાઓની શોભા
સંયુક્ત છે તેમાં આત્મારૂપ મિત્રના હાથનો આશ્રય લેનાર આ આત્મારૂપ રાજા
આનંદરૂપ સ્ત્રીથી અધિષ્ઠિત પૃથ્વી ઉપર ચઢીને મુક્ત થતો થકો સદા આનંદિત રહે છે.
વિશેષાર્થ : જેમ અનેક સીડીઓથી સુશોભિત પાંચ સાત માળવાળા ભવનમાં મનુષ્ય
કોઈ મિત્રના હાથનો સહારો લઈને તે સીડીઓના આશ્રયે અનાયાસે જ ઉપર અભીષ્ટ સ્થાનમાં
પહોંચીને આનંદ પામે છે. તેવી જ રીતે આ જીવ અધઃપ્રવૃત્તકરણાદિ પરિણામોરૂપ સીડીઓ ઉપરથી

Page 218 of 378
PDF/HTML Page 244 of 404
single page version

background image
બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મારૂપ ત્રણ ખંડવાળા આત્મારૂપ ભવનમાં સ્થિત થયો થકો
પોતાના આત્મારૂપી મિત્રનું હસ્તાવલંબન લઈને (આત્મલીન થઈને) શાશ્વત સુખ સંયુક્ત તે
સિદ્ધક્ષેત્રમાં પહોંચી જાય છે જ્યાં તે અનંતકાળ સુધી અબાધ સુખ ભોગવે છે. ૨૭.
(शार्दूलविक्रीडित)
सैवैका सुगतिस्तदेव च सुखं ते एव द्रग्बोधने
सिद्धानामपरं यदस्ति सकलं तन्मे प्रियं नेतरत्
इत्यालोच्य द्रढं त एव च मया चित्ते धृताः सर्वदा
तद्रूपं परमं प्रयातुमनसा हित्वा भवं भीषणम् ।।२८।।
અનુવાદ : સિદ્ધોની જે ગતિ છે તે જ એક ઉત્તમ ગતિ છે. તેમનું જે સુખ
છે તે જ એક ઉત્તમ સુખ છે. તેમનાં જે જ્ઞાન-દર્શન છે તે જ યથાર્થ જ્ઞાનદર્શન છે
તથા બીજું પણ જે કાંઈ સિદ્ધોનું છે તે બધું મને પ્રિય છે. એના સિવાય બીજું કાંઈ
પણ મને પ્રિય નથી. આ રીતે વિચાર કરતાં મેં ભયાનક સંસાર છોડીને અને તે
સિદ્ધોના ઉત્કૃષ્ટ સ્વરૂપની પ્રાપ્તિમાં મન જોડીને મારા ચિત્તમાં નિરંતર તે સિદ્ધોને જ
દ્રઢતા પૂર્વક ધારણ કર્યા છે. ૨૮.
(शार्दूलविक्रीडित)
ते सिद्धाः परमेष्ठिनो न विषया वाचामतस्तान् प्रति
प्रायो वच्मि यदेव तत्खलु नभस्यालेख्यमालिख्यते
तन्नामापि मुदे स्मृतं तत इतो भक्त्याथ वाचालित-
स्तेषां स्तोत्रमिदं तथापि कृतवानम्भोजनन्दी मुनिः
।।२९।।
અનુવાદ : તે સિદ્ધ પરમેષ્ઠી વચનોના વિષય નથી તેથી જ ઘણું કરીને તેમના
લક્ષ્યે જે કાંઈ હું કહી રહ્યો છું તે આકાશમાં ચિત્રલેખન બરાબર છે. છતાં પણ તેમના
નામમાત્રનું સ્મરણેય આનંદ ઉત્પન્ન કરે છે, તેથી ભક્તિવિશે વાચાળ થઈને મેં
પદ્મનંદી મુનિએતેમનું આ સ્તોત્ર કર્યું છે. ૨૯.
આ રીતે સિદ્ધસ્તુતિ સમાપ્ત થઈ. ૮.

Page 219 of 378
PDF/HTML Page 245 of 404
single page version

background image
૯. આલોચના
[९. आलोचना ]
(शार्दूलविक्रीडित)
यद्यानन्दनिधिं भवन्तममलं तत्त्वं मनो गाहते सिङ्घस्ताुतिा
त्वन्नामस्मृतिलक्षणो यदि महामन्त्रो ऽस्त्यनन्तप्रभः
यानं च त्रितयात्मके यदि भवेन्मार्गे भवद्दर्शिते
को लोकेऽत्र सतामभीष्टविषये विघ्नो जिनेश प्रभो
।।।।
અનુવાદ : હે જિનેન્દ્રદેવ! જો સજ્જનોનું મન આનંદના સ્થાનભૂત
આપના નિર્મળ સ્વરૂપનું અવગાહન કરે છે, જો અનંત દીપ્તિ સંપન્ન આપના
નામ સ્મરણરૂપ મહામંત્ર પાસે છે અને જો આપના દ્વારા બતાવવામાં આવેલ
રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગમાં ગમન છે; તો પછી અહીં લોકમાં તે સજ્જનોને
પોતાના ઇષ્ટ વિષયમાં વિઘ્ન ક્યું હોઈ શકે? અર્થાત્ તેમને ઇષ્ટ વિષયમાં કોઈ
બાધા ઉપસ્થિત થતી નથી. ૧.
(शार्दूलविक्रीडित)
निःसंगत्वमरागिताथ समता कर्मक्षयो बोधनं
विश्वव्यापि समं
द्रशा तदतुलानन्देन वीर्येण च
द्रग्देव तवैव संसृति परित्यागाय जातः क्रमः
शुद्धस्तेन सदा भवच्चरणयोः सेवा सतां संमता ।।।।
અનુવાદ : હે દેવ! પરિગ્રહત્યાગ, વીતરાગતા, સમતા, કર્મનો ક્ષય,
કેવળદર્શન સહિત સમસ્ત પદાર્થોને એક સાથે વિષય કરનારૂં જ્ઞાન (કેવળજ્ઞાન),
અનંત સુખ અને અનંતવીર્ય; આ પ્રકારની આ વિશુદ્ધ પ્રવૃત્તિ સંસારથી મુક્ત

Page 220 of 378
PDF/HTML Page 246 of 404
single page version

background image
થવા માટે આપની જ થયેલી છે. તેથી સજ્જનોને સદા આપના ચરણોની
આરાધના ઇષ્ટ છે. ૨.
(शार्दूलविक्रीडित)
यद्येतस्य द्रढा मम स्थितिरभूत्त्वत्सेवया निश्चितं
त्रैलोक्येश बलीयसोऽपि हि कुतः संसारशत्रोर्भयम्
प्राप्तस्यामृतवर्षहर्षजनकं सद्यन्त्रधारागृहं
पुंसः किं कुरुते शुचौ खरतरो मध्याह्नकालातपः
।।।।
અનુવાદ : હે ત્રિલોકીનાથ! જો આપની આરાધનાથી નિશ્ચયથી મારી એવી
દ્રઢ સ્થિતિ થઈ ગઈ છે તો પછી મને અતિશય બળવાન્ સંસારરૂપ શત્રુથી પણ ભય
કેમ હોય? અર્થાત્ ન હોય. ઠીક છે
અમૃતવર્ષાથી હર્ષ ઉત્પન્ન કરનાર એવા ઉત્તમ
ફુવારા યુક્ત ગૃહને પ્રાપ્ત થયેલ પુરુષને શું ગ્રીષ્મ ૠતુમાં મધ્યાહ્નકાલીન સૂર્યનો
અત્યંત તીક્ષ્ણ સંતાપ પણ શું દુઃખી કરી શકે છે? અર્થાત્ કરી શકતો નથી. ૩.
(शार्दूलविक्रीडित)
यः कश्चिन्निपुणो जगत्त्रयगतानर्थानशेषांश्चिरं
सारासारविवेचनैकमनसा मीमांसते निस्तुषम्
तस्य त्वं परमेक एव भगवन् सारो ह्यसारं परं
सर्वं मे भवदाश्रितस्य महती तेनाभवन्निर्वृतिः
।।।।
અનુવાદ : હે ભગવાન! જે કોઈ ચતુર પુરુષ સાર અને અસાર પદાર્થોનું
વિવેચન કરનાર અસાધારણ મન દ્વારા નિર્દોષ રીતે ત્રણે લોકના સમસ્ત પદાર્થોનો
ઘણા કાળ સુધી વિચાર કરે છે તેને કેવળ એક આપ જ સારભૂત અને અન્ય સર્વ
અસારભૂત છે તેથી આપના શરણે આવેલા મને મહાન્ આનંદ પ્રાપ્ત થાય છે. ૪.
(शार्दूलविक्रीडित)
ज्ञानं दर्शनमप्यशेषविषयं सौख्यं तथात्यन्तिकं
वीर्यं च प्रभुता च निर्मलतरा रूपं स्वकीयं तव
सम्यग्योगद्रशा जिनेश्वर चिरात्तेनोपलब्धे त्वयि
ज्ञातं किं न विलोकितं न किमथ प्राप्तं न किं योगिभिः ।।।।

Page 221 of 378
PDF/HTML Page 247 of 404
single page version

background image
અનુવાદ : હે જિનેશ્વર! આપનું જ્ઞાન અને દર્શન સમસ્ત પદાર્થોનો વિષય
કરનાર છે, આપનાં સુખ અને વીર્ય અનંત છે, તથા આપનું પ્રભુત્વ અતિશય નિર્મળ
છે; આ પ્રકારનું આપનું નિજ સ્વરૂપ છે. તેથી જે યોગીજનોએ સમ્યક્ ધ્યાનરૂપ નેત્ર
દ્વારા ચિરકાળમાં આપને પ્રાપ્ત કરી લીધા છે તેમણે શું નથી જાણ્યું? શું નથી જોયું,
અને શું નથી પ્રાપ્ત કરી લીધું? અર્થાત્ એક માત્ર આપને જાણી લેવાથી તેમણે બધું
જ જાણી લીધું, દેખી લીધું અને પ્રાપ્ત કરી લીધું છે. ૫.
(शार्दूलविक्रीडित)
त्वामेकं त्रिजगत्पतिं परमहं मन्ये जिनं स्वामिनं
त्वामेकं प्रणमामि चेतसि दधे सेवे स्तुवे सर्वदा
त्वामेकं शरणं गतोऽस्मि बहुना प्रोक्तेन किंचिद्भवे-
दित्थं तद्भवतु प्रयोजनमतो नान्येन मे केनचित्
।।।।
અનુવાદ : હું એક આપને જ ત્રણે લોકના સ્વામી, ઉત્કૃષ્ટ, જિન અને પ્રભુ
માનું છું. હું એક આપને જ સર્વદા નમસ્કાર કરૂં છું, આપને જ ચિત્તમાં ધારણ કરૂં
છું, આપની જ સેવા કરૂં છું, આપની જ સ્તુતિ કરૂં છું, તથા એક આપના જ શરણને
પ્રાપ્ત થયો છું. ઘણું કહેવાથી શું લાભ? આ રીતે જે કાંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકતું
હોય તે થાવ. મને આપના સિવાય અન્ય કોઈની સાથે પ્રયોજન નથી. ૬.
(शार्दूलविक्रीडित)
पापं कारितवान् यदत्र कृतवानन्यैः कृतं साध्विति
भ्रान्त्याहं प्रतिपन्नवांश्च मनसा वाचा च कायेन च
काले संप्रति यच्च भाविनि नवस्थानोद्गतं यत्पुन-
स्तन्मिथ्याखिलमस्तु मे जिनपते स्वं निन्दतस्ते पुरः
।।।।
અનુવાદ : હે જિનેન્દ્રદેવ! મન, વચન અને કાયાથી મેં અહીં જે કાંઈ પણ
અજ્ઞાનવશે પાપ કર્યું હોય, અન્ય દ્વારા કરાવ્યું હોય અને બીજાઓ દ્વારા કરાતાં ‘સારું
કર્યું’; એમ સ્વીકાર કર્યો હોય અર્થાત્ અનુમોદના કરી હોય; એ ઉપરાંત આ જ નવ
સ્થાનો (૧ મનકૃત, ૨ મન કારિત, ૩ મન અનુમોદિત, ૪ વચનકૃત, ૫ વચનકારિત,
૬ વચનાનુમોદિત, ૭ કાયકૃત, ૮ કાયકારિત અને કાયાનુમોદિત) દ્વારા બીજા પણ

Page 222 of 378
PDF/HTML Page 248 of 404
single page version

background image
જે પાપ વર્તમાનકાળમાં કરી રહ્યો છું, અને ભવિષ્યકાળમાં કરીશ તે સર્વ મારા પાપ
આપની સામે આત્મનિંદા કરવાથી મિથ્યા થાવ. ૭.
(शार्दूलविक्रीडित)
लोकालोकमनन्तपर्यययुतं कालत्रयीगोचरं
त्वं जानासि जिनेन्द्र पश्यसि तरां शश्वत्समं सर्वतः
स्वामिन् वेत्सि ममैकजन्मजनितं दोषं न किंचित्कुतो
हेतोस्ते पुरतः स वाच्य इति मे शुद्धयर्थमालोचितम्
।।।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપ ત્રિકાળવર્તી અનંત પર્યાયો સહિત લોક અને
અલોકને સદા સર્વ તરફથી યુગપત્ જાણો અને દેખો છો. તો પછી હે સ્વામી! આપ
મારા એક જન્મમાં ઉત્પન્ન દોષોને ક્યા કારણે નથી જાણતા? અર્થાત્ અવશ્ય જાણો
છો. છતાં પણ હું આલોચના પૂર્વક આત્મશુદ્ધિ માટે ઉક્ત દોષ આપની સામે પ્રગટ
કરૂં છું. ૮.
(शार्दूलविक्रीडित)
आश्रित्य व्यवहारमार्गमथवा मूलोत्तराख्यान् गुणान्
साधोर्धारयतो मम स्मृतिपथप्रस्थायि यद्दूषणम्
शुद्धयर्थं तदपि प्रभो तव पुरः सज्जोऽहमालोचितुं
निःशल्यं हृदयं विधेयमजडैर्भव्यैर्यतः सर्वथा
।।।।
અનુવાદ : વ્યવહાર માર્ગનો આશ્રય કરીને અથવા મૂળ અને ઉત્તર ગુણોને
ધારણ કરનાર મારા જેવા સાધુને જે દૂષણ સ્મરણમાં આવી રહ્યું છે તેની પણ શુદ્ધિ
માટે હે પ્રભો ! હું આપની પાસે આલોચના કરવા માટે ઉદ્યત થયો છું. કારણ એ
છે કે વિવેકી ભવ્ય જીવોએ સર્વ પ્રકારે પોતાનું હૃદય શલ્યરહિત કરવું જોઈએ. ૯.
(शार्दूलविक्रीडित)
सर्वो ऽप्यत्र मुहुर्मुहुर्जिनपते लोकैरसंख्यैर्मित-
व्यक्ताव्यक्त विकल्पजालकलितः प्राणी भवेत् संसृतौ

Page 223 of 378
PDF/HTML Page 249 of 404
single page version

background image
तत्तावद्भिरयं सदैव निचितो दोषैर्विकल्पानुगैः
प्रायश्चित्तमियत् कुतः श्रुतगतं शुद्धिर्भवत्संनिधेः
।।१०।।
અનુવાદ : હે જિનેન્દ્રદેવ! અહીં સંસારમાં સર્વ પ્રાણી વારંવાર અસંખ્યાત
લોકપ્રમાણ સ્પષ્ટ અને અસ્પષ્ટ વિકલ્પોના સમૂહથી સંયુક્ત હોય છે. તથા ઉક્ત
વિકલ્પો અનુસાર આ પ્રાણી નિરંતર એટલા (અસંખ્યાત લોક પ્રમાણ) જ દોષોથી
વ્યાપ્ત હોય છે. આટલું પ્રાયશ્ચિત્ત ભલા, આગમપ્રમાણે ક્યાંથી થઈ શકે? અર્થાત્
થઈ શકતું નથી. માટે તે દોષોની શુદ્ધિ આપની નિકટતા અથવા આરાધનાથી થાય
છે. ૧૦.
(शार्दूलविक्रीडित)
भावान्तःकरणेन्द्रियाणि विधिवत्संहृत्य बाह्याश्रया-
देकीकृत्य पुनस्त्वया सह शुचिज्ञानैकसन्मूर्तिना
निःसंगः श्रुतसारसंगतमतिः शान्तो रहः प्राप्तवान्
यस्त्वां देव समीक्षते स लभते धन्यो भवत्संनिधिम्
।।११।।
અનુવાદ : હે દેવ! જે ભવ્ય જીવ ભાવમન અને ભાવેંન્દ્રિયોને નિયમાનુસાર
બાહ્ય વસ્તુઓ તરફથી ખસેડીને તથા નિર્મળ અને જ્ઞાનરૂપ અદ્વિતીય ઉત્તમ મૂર્તિના
ધારક આપની સાથે એકમેક કરીને પરિગ્રહરહિત, આગમના રહસ્યના જ્ઞાતા, શાન્ત
અને એકાન્ત સ્થાનને પ્રાપ્ત થતા થકા આપને દેખે છે તે પ્રશંસનીય છે. તે જ આપની
સમીપતા પ્રાપ્ત કરે છે. ૧૧.
(शार्दूलविक्रीडित)
त्वामासाद्य पुरा कृतेन महता पुण्येन पूज्यं प्रभुं
ब्रह्माद्यैरपि यत्पदं न सुलभं तल्लभ्यते निश्चितम्
अर्हन्नाथ परं करोमि किमहं चेतो भवत्संनिधा-
वद्यापि ध्रियमाणमप्यतितरामेतद्बहिर्धावति
।।१२।।
અનુવાદ : હે અર્હંત્ દેવ! પૂર્વકૃત મહાન્ પુણ્યના ઉદયથી પૂજવાને યોગ્ય
આપ જેવા સ્વામીને પામીને જે પદ બ્રહ્મા આદિને માટે પણ દુર્લભ છે તે નિશ્ચિતપણે

Page 224 of 378
PDF/HTML Page 250 of 404
single page version

background image
પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ હે નાથ! હું શું કરૂં? આપની સમીપમાં બળપૂર્વક
લગાવવા છતાં પણ આ ચિત્ત હજી યે બાહ્ય પદાર્થો તરફ દોડે છે. ૧૨.
(शार्दूलविक्रीडित)
संसारो बहुदुःखदः सुखपदं निर्वाणमेतत्कृते
त्यक्त्वार्थादि तपोवनं वयमितास्तत्रोज्झितः संशयः
एतस्मादपि दुष्करव्रतविधेर्नाद्यापि सिद्धिर्यतो
वातालीतरलीकृतं दलमिव भ्राम्यत्यदो मानसम्
।।१३।।
અનુવાદ : સંસાર બહુ દુઃખદાયક છે, પરંતુ મોક્ષ સુખનું સ્થાન છે. આ
મોક્ષ પ્રાપ્ત કરવા માટે અમે ધનસંપત્તિ આદિ છોડીને તપોવનમાં આવ્યા છીએ અને
તેના વિષયમાં અમે સર્વ પ્રકારનો સંદેહ પણ છોડી દીધો છે. પરંતુ આ કઠિન
વ્રતવિધાનથી પણ હજી સુધી સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. એનું કારણ એ છે કે વાયુસમૂહ
દ્વારા ચંચળ કરવામાં આવેલા પાંદડા સમાન આ મન ભ્રમિત થઈ રહ્યું છે. ૧૩.
(शार्दूलविक्रीडित)
झम्पाः कुर्वदितस्ततः परिलसद्बाह्यार्थलाभाद्दद-
न्नित्यं व्याकुलतां परां गतवतः कार्यं विनाप्यात्मनः
ग्रामं वासयदिन्द्रियं भवकृतो दूरं सुहृत् कर्मणः
क्षेमं तावदिहास्ति कुत्र यमिनो यावन्मनो जीवति
।।१४।।
અનુવાદ : જે મન આમતેમ ભટક્યા કરે છે, બાહ્ય પદાર્થોની પ્રાપ્તિથી હર્ષ
પામે છે, કોઈ પણ પ્રયોજન વિના નિરંતર જ્ઞાનમય આત્માને અતિશય વ્યાકુળ કરે
છે, ઇન્દ્રિય સમૂહને વસાવે છે તથા સંસારના કારણભૂત કર્મનો પરમ મિત્ર છે; એવું
તે મન જ્યાં સુધી જીવિત છે ત્યાંસુધી અહીં સંયમીનું કલ્યાણ ક્યાંથી થઈ શકે?
અર્થાત્ થઈ શકતું નથી.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે જ્યાંસુધી મન શાન્ત થતું નથી ત્યાંસુધી સંયમનું
પરિપાલન કરવા છતાં પણ કદી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. કારણ એ છે કે મનની
અસ્થિરતાથી બાહ્ય ઇષ્ટાનિષ્ટ પદાર્થોમાં રાગ
દ્વેષની પ્રવૃત્તિ બની રહે છે અને જ્યાં સુધી રાગ
દ્વેષનું પરિણમન છે ત્યાંસુધી કર્મનો બંધ પણ અનિવાર્ય છે. તથા જ્યાંસુધી નવા નવા કર્મનો બંધ

Page 225 of 378
PDF/HTML Page 251 of 404
single page version

background image
થતો રહે ત્યાંસુધી દુઃખમય આ જન્મમરણરૂપ સંસારની પરંપરા પણ ચાલુ જ રહે છે. આ
હાલતમાં આત્માને કદી શાંતિની પ્રાપ્તિ થઈ શકતી નથી. માટે આત્મકલ્યાણની ઇચ્છા કરનાર ભવ્ય
જીવોએ સૌથી પહેલાં પોતાનું ચંચળ મન વશ કરવું જોઈએ. મન વશ થતાં તેના ઇશારે ચાલતી
ઇન્દ્રિયો સ્વયમેવ વશ થઈ જાય છે. તો એવી અવસ્થામાં બન્ધનો અભાવ થઈ જવાથી મોક્ષ પણ
કાંઈ દૂર રહેતો નથી. ૧૪.
(शार्दूलविक्रीडित)
नूनं मृत्युभुपैति यातममलं त्वां शुद्धबोधात्मकं
त्वत्तस्तेन बहिर्भ्रमत्यविरतं चेतो विकल्पाकुलम्
स्वामिन् किं क्रियते ऽत्र मोहवशतो मृत्योर्न भीः कस्य तत्
सर्वानर्थपरंपराकृदहितो मोहः स मे वार्यताम्
।।१५।।
અનુવાદ : હે સ્વામિન્! આ ચિત્ત નિર્મળ અને શુદ્ધચૈતન્યસ્વરૂપ આપને
પ્રાપ્ત થયું થકું નિશ્ચયથી મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. તેથી તે વિકલ્પોથી વ્યાકુળ
થતું થકું આપના તરફથી ખસીને નિરંતર બાહ્ય પદાર્થોમાં પરિભ્રમણ કરે છે.
શું કરીએ? મોહના વશે અહીં મૃત્યુનો ભય ભલા કોને નથી હોતો? અર્થાત્
તેનો ભય ઘણું કરીને બધાને હોય છે. તેથી હે પ્રભો! સમસ્ત અનર્થોની
પરંપરાના કારણભૂત મારા આ મોહરૂપ શત્રુનું નિવારણ કરો. ૧૫.
(शार्दूलविक्रीडित)
सर्वेषामपि कर्मणामतितरां मोहो बलीयानसौ
धत्ते चञ्चलतां बिभेति च मृतेस्तस्य प्रभावान्मनः
नो चेज्जीवति को म्रियेत क इह द्रव्यत्वतः सर्वदा
नानात्वं जगतो जिनेन्द्र भवता
द्रष्टं परं पर्ययैः ।।१६।।
અનુવાદ : બધા કર્મોમાં તે મોહ અતિશય બળવાન છે. તેના જ પ્રભાવથી
મન ચપળતા ધારણ કરે છે અને મૃત્યુથી ડરે છે. જો એમ ન હોત તો પછી સંસારમાં
દ્રવ્યની અપેક્ષાએ કોણ જીવે છે અને કોણ મરે છે? હે જિનેન્દ્ર! આપે ફક્ત પર્યાયોની
અપેક્ષાએ જ સંસારની વિવિધતા જોઈ છે.
વિશેષાર્થ : જો નિશ્ચયનયથી વિચાર કરવામાં આવે તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આ આત્મા

Page 226 of 378
PDF/HTML Page 252 of 404
single page version

background image
અનાદિનિધન છે. તેનો ન કદી જન્મ થાય છે અને ન કદી મરણ. તેના જન્મમરણની કલ્પના
વ્યવહારી જન પર્યાયની પ્રધાનતાથી કેવળ મોહના નિમિત્તે કરે છે. જેનો તે મોહ નષ્ટ થઈ જાય
છે તેનું મન ચપળતા છોડીને સ્થિર થઈ જાય છે. તેને પછી મૃત્યુનો ભય રહેતો નથી. આ રીતે
તેને યથાર્થ આત્મસ્વરૂપની પ્રતીતિ થવા લાગે છે અને ત્યારે તે તરત જ પરમાનંદમય અવિનશ્વર
પદને પ્રાપ્ત કરી લે છે. ૧૬.
(शार्दूलविक्रीडित)
वातव्याप्तसमुद्रवारिलहरीसंघातवत्सर्वदा
सर्वत्र क्षणभङ्गुरं जगदिदं संचिन्त्य चेतो मम
।।
संप्रत्येतदशेषजन्मजनकव्यापारपारस्थितं
स्थातुं वाञ्छति निर्विकारपरमानन्दे त्वयि ब्रह्मणि
।।१७।।
અનુવાદ : આ વિશ્વ વાયુથી તાડિત થયેલા સમુદ્રના જળમાં ઉત્પન્ન થતી
લહેરોના સમૂહ સમાન સદા અને સર્વત્ર ક્ષણનશ્વર છે, એવો વિચાર કરીને આ મારૂં
મન અત્યારે જન્મ
મરણરૂપ સંસારના કારણભૂત આ સમસ્ત પ્રવૃત્તિઓની પાર
પહોંચીને અર્થાત્ આવી ક્રિયાઓ છોડીને નિર્વિકાર અને પરમાનંદસ્વરૂપ આપ
પરમાત્મામાં સ્થિત થવાની ઇચ્છા કરે છે. ૧૭.
(शार्दूलविक्रीडित)
एनः स्यादशुभोपयोगत इतः प्राप्नोति दुःखं जनो
धर्मः स्याच्च शुभोपयोगत इतः सौख्यं किमप्याश्रयेत्
द्वन्द्वं द्वन्द्वमिदं भवाश्रयतया शुद्धोपयोगात्पुन-
र्नित्यानन्दपदं तदत्र च भवानर्हन्नहं तत्र च
।।१८।।
અનુવાદ : અશુભ ઉપયોગથી પાપ ઉત્પન્ન થાય છે અને એનાથી પ્રાણી
દુઃખ પ્રાપ્ત કરે છે તથા શુભ ઉપયોગથી ધર્મ થાય છે અને એનાથી પ્રાણી કોઈ
વિશેષ સુખ પ્રાપ્ત કરે છે. સુખ અને દુઃખનું આ કલહકારી જોડું સંસારની સહાયથી
ચાલે છે. પરંતુ એનાથી વિપરીત શુદ્ધ ઉપયોગથી તે શાશ્વત સુખનું સ્થાન અર્થાત્
મોક્ષ પ્રાપ્ત થાય છે. હે અરહંત જિન! આ પદ (મોક્ષ)માં તો આપ સ્થિત છો અને
હું તે પદમાં અર્થાત્ શાતા, અશાતા વેદનીયજનિત ક્ષણિક સુખ
દુઃખના સ્થાનભૂત
સંસારમાં સ્થિત છું. ૧૮.

Page 227 of 378
PDF/HTML Page 253 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
यन्नान्तर्न बहिः स्थितं न च दिशि स्थूलं न सूक्ष्मं पुमान्
नैव स्त्री न नपुंसकं न गुरुतां प्राप्तं न यल्लाघवम्
कर्मस्पर्शशरीरगन्धगणनाव्याहारवर्णोज्झितं
स्वच्छज्ञान
द्रगेकमूर्ति तदहं ज्योतिः परं नापरम् ।।१९।।
અનુવાદ : જે ઉત્કૃષ્ટ જ્યોતિ (ચૈતન્ય) ન તો અંદર સ્થિત છે અને ન બહાર
સ્થિત છે, જે દિશાવિશેષમાં સ્થિત નથી, જે ન સ્થૂળ છે અને ન સૂક્ષ્મ છે; જે ન
પુરુષ છે, ન સ્ત્રી છે અને ન નપુંસક છે; જે ન ગુરુતાને પ્રાપ્ત છે અને ન લઘુતાને
પ્રાપ્ત છે; જે કર્મ, સ્પર્શ, શરીર, ગંધ, ગણના, શબ્દ અને વર્ણરહિત છે; તથા જે
નિર્મળ જ્ઞાન અને દર્શનની મૂર્તિ છે; તે જ ઉત્કૃષ્ટ જ્યોતિસ્વરૂપ હું છું
એનાથી ભિન્ન
બીજું કોઈ પણ સ્વરૂપ મારૂં નથી.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે ભેદબુદ્ધિ રહે ત્યાંસુધી શરીર અને સ્વ અને પરની
કલ્પના થાય છે. અંદરબહાર; સ્થૂળસૂક્ષ્મ તથા પુરુષસ્ત્રી આદિ ઉપર્યુક્ત બધા વિકલ્પ એક
તે શરીરના આશ્રયે જ થયા કરે છે. પણ જ્યારે તે ભેદબુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને
અભેદબુદ્ધિ પ્રગટ થઈ જાય છે ત્યારે તે સમસ્ત ભેદ વ્યવહાર પણ તેની સાથે જ નષ્ટ થઈ
જાય છે. તે વખતે અખંડ ચિત્પિંડસ્વરૂપ એક માત્ર આત્મજ્યોતિનો જ પ્રતિભાસ થાય છે.
ત્યાંસુધી કે આ નિર્વિકલ્પ અવસ્થામાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર આદિનો પણ
ભેદ નષ્ટ થઈ જાય છે. ૧૯.
(शार्दूलविक्रीडित)
एतेनैव चिदुन्नतिक्षयकृता कार्यं विना वैरिणा
शश्वत्कर्मखलेन तिष्ठति कृतं नाथावयोरन्तरम्
एषोऽहं स चते पुरः परिगतो दुष्टो ऽत्र निःसार्यतां
सद्रक्षेतरनिग्रहो नयवतो धर्मः प्रभोरी
द्रशः ।।२०।।
અનુવાદ : હે સ્વામિન્! કોઈ પ્રયોજન વિના જ વૈરભાવ પામીને ઉન્નત
ચૈતન્ય- સ્વરૂપનો ઘાત કરનાર આ કર્મરૂપ દુષ્ટ શત્રુ દ્વારા આપણા બન્ને વચ્ચે ઉત્પન્ન
કરવામાં આવેલો ભેદ સ્થિત છે. આ હું અને તે કર્મશત્રુ બન્ને ય આપની સામે હાજર
છીએ. આમાંથી આપ દુષ્ટને ખેંચીને બહાર ફેંકી દો કારણ કે, સજ્જનનું રક્ષણ કરવું

Page 228 of 378
PDF/HTML Page 254 of 404
single page version

background image
અને દુષ્ટને દંડ દેવો એ ન્યાયપ્રિય રાજાનું કર્તવ્ય હોય છે. ૨૦.
(शार्दूलविक्रीडित)
आधिव्याधिजरामृतिप्रभुतयः संबन्धिनो वर्ष्मण-
स्तद्भिन्नस्य ममात्मनो भगवतः किं कर्तृमीशा जडाः
नानाकारविकारकारिण इमे साक्षान्नभोमण्डले
तिष्ठन्तो ऽपि न कुर्वते जलमुचस्तत्र स्वरूपान्तरम्
।।२१।।
અનુવાદ : આધિ (માનસિક કષ્ટ), વ્યાધિ (શારીરિક કષ્ટ), જરા અને મૃત્યુ
આદિ શરીર સાથે સંબંધ રાખનાર છે. હું ભગવાન્ આત્મા તે શરીરથી ભિન્ન છું,
માટે તે શરીર સંબંધી જડ આધિ
વ્યાધિ આદિ મારૂં શું કરી શકે? અર્થાત્ એ આત્માનું
કાંઈ પણ નુકશાન કરી શકતા નથી. યોગ્ય પણ છેપ્રત્યક્ષ અનેક આકારો અને
વિકારો કરનારા આ વાદળા આકાશમંડળમાં રહેવા છતાં પણ આકાશના સ્વરૂપમાં
કાંઈ પણ અંતર કરતા નથી. ૨૧.
(शार्दूलविक्रीडित)
संसारातपदह्यमानवपुषा दुःखं मया स्थीयते
नित्यं नाथ यथा स्थलस्थितिमता मत्स्येन ताम्यन्मनः
कारुण्यामृतसंगशीतलतरे त्वत्पादपङ्केरुहे
यावद्देव समर्पयामि हृदयं तावत्परं सौख्यवान्
।।२२।।
અનુવાદ : જેમ પાણી સુકાઈ જતાં સ્થળ ઉપર રહેલું માછલું મનમાં અતિશય
કષ્ટ પામે છે તેવી જ રીતે સંસારરૂપ ગરમીથી જલતા શરીરને ધારણ કરતો થકો
અહીં રહીને હું પણ અતિશય કષ્ટ પામી રહ્યો છું. હે દેવ! જ્યાં સુધી હું દયારૂપ
અમૃતના સંબંધથી અતિશય શીતળતાને પ્રાપ્ત થયેલ આપના ચરણ
કમળોમાં મારૂં
હૃદય સમર્પિત કરૂં છું. ત્યાં સુધી અતિશય સુખનો અનુભવ કરૂં છું. ૨૨.
(शार्दूलविक्रीडित)
साक्षग्राममिदं मनो भवति यद्बाह्यार्थसंबन्धभाक्
तत्कर्म प्रविजृम्भते पृथगहं तस्मात्सदा सर्वथा

Page 229 of 378
PDF/HTML Page 255 of 404
single page version

background image
चैतन्यात्तव तत्तथेति यदि वा तत्रापि तत्कारणं
शुद्धात्मन् मम निश्चयात्पुनरिह त्वय्येव देव स्थितिः
।।२३।।
અનુવાદ : હે શુદ્ધ આત્મન્! ઇન્દ્રિયસમૂહ સાથે આ મન બાહ્ય પદાર્થો સાથે
સંબંધ રાખે છે, માટે જ તેનાથી કર્મ વધે છે. હું તે કર્મથી સદા અને સર્વ પ્રકારે ભિન્ન
છું અથવા આપના ચૈતન્યથી તે કર્મ સર્વથા ભિન્ન છે. અહીં પણ તે જ પૂર્વોક્ત (ચેતના-
ચેતનત્વ) કારણ છે. હે દેવ! મારી સ્થિતિ નિશ્ચયથી અહીં આપના વિષયમાં જ છે. ૨૩.
(शार्दूलविक्रीडित)
किं लोकेन किमाश्रयेण किमुत द्रव्येण कायेन किं
किं वाग्भिः किमुतेन्द्रियैः किमसुभिः किं तैर्विकल्पैरपि
सर्वे पुद्गलपर्यया बत परे त्वत्तः प्रमत्तो भव-
न्नात्मन्नेभिरभिश्रयस्यतितरामालेन किं बन्धनम्
।।२४।।
અનુવાદ : હે આત્મન્! તારે લોકથી, આશ્રયથી, દ્રવ્યથી, શરીરથી, વચનોથી,
ઇન્દ્રિયોથી, પ્રાણોથી અને તે વિકલ્પોથી પણ શું પ્રયોજન છે? અર્થાત્ એમનાથી તારે કાંઈ
પણ પ્રયોજન નથી. કારણ એ છે કે આ બધી પુદ્ગલની પર્યાયો છે જે તારાથી ભિન્ન છે.
ખેદ છે કે તું પ્રમાદી થઈને એમના દ્વારા વ્યર્થ જ શા માટે બંધનને પ્રાપ્ત થાય છે? ૨૪.
(शार्दूलविक्रीडित)
धर्माधर्मनभांसि काल इति मे नैवाहितं कुर्वते
चत्वारोऽपि सहायतामुपगतास्तिष्ठन्ति गत्यादिषु
एकः पुद्गल एव संनिधिगतो नोकर्मकर्माकृति-
वैरी बन्धकृदेष संप्रति मया भेदासिना खण्डितः
।।२५।।
અનુવાદ : ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ ચારે દ્રવ્ય મારું કાંઈ પણ
અહિત કરતા નથી. તે ચારે તો ગતિ આદિ (સ્થિતિ, અવકાશ અને વર્તના) માં સહાયક
થઈને રહ્યા છે. પરંતુ કર્મ અને નોકર્મના સ્વરૂપે પરિણમેલ આ એક પુદ્ગલરૂપ શત્રુ
જ મારૂં સાન્નિધ્ય પામીને બંધનું કારણ થાય છે. તેથી મેં તેને આ વખતે ભેદ (વિવેક)
રૂપ તલવારથી ખંડિત કરી દીધું છે. ૨૫.

Page 230 of 378
PDF/HTML Page 256 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
रागद्वेषकृतैर्यथा परिणमेद्रूपान्तरैः पुद्गलो
नाकाशादिचतुष्टयं विरहितं मूर्त्या तथा प्राणिनाम्
ताभ्यां कर्मघनं भवेदविरतं तस्मादियं संसृति-
स्तस्यां दुःखपरंपरेति विदुषा त्याज्यौ प्रयत्नेन तौ
।।२६।।
અનુવાદ : જેમ રાગ અને દ્વેષ દ્વારા કરવામાં આવેલા પરિણામાન્તરોથી
પુદ્ગલ દ્રવ્ય પરિણમે છે તેવી રીતે તે અમૂર્તિક આકાશાદિ ચાર દ્રવ્ય ઉક્ત
પરિણામાન્તરોથી પરિણમતા નથી. ઉક્ત રાગ અને દ્વેષથી નિરંતર પ્રાણીઓને સદા
કઠોર કર્મનો બંધ થાય છે તેનાથી (કર્મબંધથી) આ સંસાર થાય છે અને તે સંસારમાં
દુઃખોની પરંપરા પ્રાપ્ત થાય છે. આ કારણે વિદ્વાન પુરુષે પ્રયત્નપૂર્વક ઉક્ત રાગ
અને દ્વેષનો પરિત્યાગ કરવો જોઈએ. ૨૬.
(शार्दूलविक्रीडित)
किं बाह्येषु परेषु वस्तुषु मनः कृत्वा विकल्पान् बहून्
रागद्वेषमयान् मुधैव कुरुषे दुःखाय कर्माशुभम्
आनन्दामृतसागरे यदि वसस्यासाद्य शुद्धात्मनि
स्फीतं तत्सुखमेकतामुपगतं त्वं यासि रे निश्चितम्
।।२७।।
અનુવાદ : રે મન! તું બાહ્ય પર પદાર્થોમાં ઘણા રાગદ્વેષરૂપ વિકલ્પો કરીને
વ્યર્થ જ દુઃખના કારણભૂત અશુભ કર્મ શા માટે કરે છે? જો તું એકત્વ (અદ્વૈતભાવ)ને
પ્રાપ્ત થઈને આનંદરૂપ અમૃતના સમુદ્રભૂત શુદ્ધાત્મામાં નિવાસ કરે તો નિશ્ચયથી જ મહાન
સુખ પામી શકીશ. ૨૭.
(शार्दूलविक्रीडित)
इत्यास्थाय हृदि स्थिरं जिन भवत्पादप्रसादात्सती-
मध्यात्मैकतुलामयं जन इतः शुद्धयर्थमारोहति
एनं कर्तुममी च दोषिणमितः कर्मारयो दुर्धरा-
स्तिष्ठन्ति प्रसभं तदत्र भगवन् मध्यस्थसाक्षी भवान्
।।२८।।

Page 231 of 378
PDF/HTML Page 257 of 404
single page version

background image
અનુવાદ : હે જિન! હૃદયમાં આવો સ્થિર વિચાર કરીને આ મનુષ્ય શુદ્ધિ
માટે આપના ચરણોના પ્રસાદથી નિર્દોષ અધ્યાત્મરૂપી અદ્વિતીય ત્રાજવામાં એક
તરફ ચડે છે અને બીજી તરફ તેને દોષિત કરવા માટે આ દુર્જય કર્મરૂપી શત્રુ
બળપૂર્વક સ્થિત છે. તેથી હે ભગવાન્! આ વિષયમાં આપ મધ્યસ્થ (નિષ્પક્ષ)
સાક્ષી છો. ૨૮.
(शार्दूलविक्रीडित)
द्वैतं संसृतिरेव निश्चयवशादद्वैतमेवामृतं-
संक्षेपादुभयत्र जल्पितमिदं पर्यन्तकाष्ठागतम्
निर्गत्यादिपदाच्छनैः शबलितादन्यत्समालम्बते
यः सो ऽसंज्ञ इति स्फु टं व्यवहृतेर्ब्रह्मादिनामेति च
।।२९।।
અનુવાદ : નિશ્ચયથી દ્વૈત (આત્મપરનો ભેદ) જ સંસાર અને અદ્વૈત જ મોક્ષ
છે. આ એ બન્નેના વિષયમાં સંક્ષેપથી કથન છે જે ચરમ સીમાને પ્રાપ્ત છે. જે ભવ્ય
જીવ ધીરે ધીરે આ વિચિત્ર પ્રથમ (દ્વૈત) પદથી નીકળીને બીજા (અદ્વૈત) પદનો આશ્રય
કરે છે તે જો કે નિશ્ચયથી વાચ્ય
વાચકભાવનો અભાવ થઈ જવાના કારણે
સંજ્ઞા(નામ) રહિત થઈ જાય છે; છતાં પણ વ્યવહારથી તે બ્રહ્મા આદિ (પરબ્રહ્મ,
પરમાત્મા) નામને પ્રાપ્ત કરે છે. ૨૯.
(शार्दूलविक्रीडित)
चारित्रं यदमाणि केवलद्रशा देव त्वया मुक्त ये
पुंसा तत्खलु माद्रशेन विषमे काले कलौ दुर्धरम्
भक्ति र्या समभूदिह त्वयि दृढा पुण्यैः पुरोपार्जितैः
संसारार्णवतारणे जिन ततः सैवास्तु पोतो मम
।।३०।।
અનુવાદ : હે જિનદેવ! કેવળજ્ઞાની! આપે જે મુક્તિ માટે ચારિત્ર
બતાવ્યું છે તેને નિશ્ચયથી મારા જેવા પુરુષ આ વિષમ પંચમ કાળમાં ધારણ
કરી શકતો નથી. તેથી પૂર્વોપાર્જિત મહાન્ પુણ્યથી અહીં જે મારી આપના
વિષયમાં દ્રઢ ભક્તિ થઈ છે તે જ મને આ સંસારરૂપી સમુદ્રથી પાર થવા માટે
જહાજ સમાન થાય. ૩૦.

Page 232 of 378
PDF/HTML Page 258 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
इन्द्रत्वं च निगोदतां च बहुधा मध्ये तथा योनयः
संसारे भ्रमता चिरं यदखिलाः प्राप्ता मयानन्तशः
तन्नापूर्वमिहास्ति किंचिदपि मे हित्वा विमुक्ति प्रदां
सम्यग्दर्शनबोधवृत्तिपदवीं तां देव पूर्णां कुरु
।।३१।।
અનુવાદ : હે દેવ! મેં ચિરકાળ સંસારમાં પરિભ્રમણ કરતાં અનેક વાર
ઇન્દ્રપદ, નિગોદ પર્યાય તથા વચમાં પણ બીજા જે સમસ્ત અનંત ભવ પ્રાપ્ત કર્યા
છે તેમાં મુક્તિ આપનાર સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ પરિણતિ
સિવાય બીજા કોઈ પણ અપૂર્વ નથી. તેથી રત્નત્રયસ્વરૂપ જે પદવી હજી સુધી
મેં કદી પ્રાપ્ત કરી નથી તે અપૂર્વ પદવી પૂર્ણ કરો. ૩૧.
(शार्दूलविक्रीडित)
श्रीवीरेण मम प्रसन्नमनसा तत्किंचिदुच्चैः पद-
प्राप्त्यर्थं परमोपदेशवचनं चित्ते समारोपितम्
येनास्तामिदमेकभूतलगतं राज्यं क्षणध्वंसि यत्
त्रैलोक्यस्य च तन्न मे प्रियमिह श्रीमज्जिनेश प्रभो
।।३२।।
અનુવાદ : હે જિનેન્દ્ર પ્રભો! શ્રી વીર ભગવાને (અથવા શ્રી વીરનન્દી
ગુરુએ) પ્રસન્નચિત્ત થઈને ઉચ્ચ પદ (મોક્ષ)ની પ્રાપ્તિ માટે જે મારા ચિત્તમાં
થોડા ઉત્તમ ઉપદેશરૂપ વચનોનું આરોપણ કર્યું છે તેના પ્રભાવથી ક્ષણનશ્વર જે
એક પૃથ્વીનું રાજ્ય છે તે તો દૂર રહો, પરંતુ મને તે ત્રણ લોકનું રાજ્ય પણ
અહીં પ્રિય નથી. ૩૨.
(शार्दूलविक्रीडित)
सूरेः पङ्कजनन्दिनः कृतिमिमामालोचनामर्हता-
मग्रे यः पठति त्रिसंध्यममलश्रद्धानताङ्गो नरः
योगीन्द्रैश्चिरकालरूढतपसा यत्नेन यन्मृग्यते
तत्प्राप्नोति परं पदं स मतिमानानन्दसद्म ध्रुवम्
।।३३।।

Page 233 of 378
PDF/HTML Page 259 of 404
single page version

background image
અનુવાદ : જે બુદ્ધિમાન મનુષ્ય નિર્મળ શ્રદ્ધાથી પોતાના શરીરને નમ્રીભૂત
કરીને ત્રણે સંધ્યાકાળે અર્હંત્ ભગવાન આગળ શ્રી પદ્મનન્દિ સૂરિ દ્વારા વિરચિત આ
આલોચનારૂપ પ્રકરણ ભણે છે તે નિશ્ચયથી આનંદના સ્થાનભૂત તે ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત
કરે છે જેને યોગીશ્વર તપશ્ચરણ દ્વારા પ્રયત્નપૂર્વક ચિરકાળથી શોધ્યા કરે છે. ૩૩.
આ રીતે આલોચના અધિકાર સમાપ્ત થયો. ૯.

Page 234 of 378
PDF/HTML Page 260 of 404
single page version

background image
૧૦. સદ્બોધ ચંદ્રોદય
[ १०.सद्बोधचन्द्रोदयः ]
(शार्दूलविक्रीडित)
यज्जानन्नपि बुद्धिमानपि गुरुः शक्तो न वक्तुं गिरा
प्रोक्तं चेन्न तथापि चेतसि नृणां संमाति चाकाशवत्
यत्र स्वानुभवस्थिते ऽपि विरला लक्ष्यं लभन्ते चिरा-
त्तन्मोक्षैक निबन्धनं विजयते चित्तत्त्वमत्यद्भुतम्
।।।।
અનુવાદ : જે ચેતન તત્ત્વને જાણવા છતાં પણ અને બુદ્ધિમાન ગુરુ પણ વાણી
દ્વારા કહેવાને સમર્થ નથી તથા જો કહેવામાં આવે તો પણ જે આકાશ સમાન
મનુષ્યોના હૃદયમાં સમાતું નથી તથા જેના સ્વાનુભવમાં સ્થિત હોવા છતાં પણ વિરલા
મનુષ્યો જ ચિર કાળે લક્ષ્ય (મોક્ષ) ને પ્રાપ્ત કરી શકે છે; તે મોક્ષના અદ્વિતીય
કારણભૂત આશ્ચર્યજનક ચેતનતત્ત્વ જયવંત હો. ૧.
(शार्दूलविक्रीडित)
नित्यानित्यतया महत्तनुतयानेकैकरूपत्ववत्
चित्तत्वं सदसत्तया च गहनं पूर्णं च शून्यं च यत्
तज्जीयादखिलश्रुताश्रयशुचिज्ञानप्रभाभासुरो
यस्मिन् वस्तुविचारमार्गचतुरो यः सो ऽपि संमुह्यति
।।।।
અનુવાદ : જે ચેતન તત્ત્વ નિત્ય અને અનિત્ય સ્વરૂપે, સ્થૂળ અને કૃશ સ્વરૂપે,
અનેક અને એક સ્વરૂપે, સત્ અને અસત્ સ્વરૂપે તથા પૂર્ણ અને શૂન્ય સ્વરૂપે ગહન
છે; તથા જેના વિષયમાં સમસ્ત શ્રુતનો વિષય કરનારી એવી નિર્મળ જ્ઞાનરૂપ