Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 27-30 (15. Shrutdevata Stuti),1 (16. Svayambhoo Stuti),2 (16. Svayambhoo Stuti),3 (16. Svayambhoo Stuti),4 (16. Svayambhoo Stuti),5 (16. Svayambhoo Stuti),6 (16. Svayambhoo Stuti),7 (16. Svayambhoo Stuti),8 (16. Svayambhoo Stuti),9 (16. Svayambhoo Stuti),10 (16. Svayambhoo Stuti),11 (16. Svayambhoo Stuti),12 (16. Svayambhoo Stuti),13 (16. Svayambhoo Stuti),14 (16. Svayambhoo Stuti),15 (16. Svayambhoo Stuti),16 (16. Svayambhoo Stuti),17 (16. Svayambhoo Stuti),18 (16. Svayambhoo Stuti),19 (16. Svayambhoo Stuti),20 (16. Svayambhoo Stuti),21 (16. Svayambhoo Stuti),22 (16. Svayambhoo Stuti),23 (16. Svayambhoo Stuti),24 (16. Svayambhoo Stuti),1 (17. Suprabhatashtak),2 (17. Suprabhatashtak),3 (17. Suprabhatashtak),4 (17. Suprabhatashtak),5 (17. Suprabhatashtak),6 (17. Suprabhatashtak),7 (17. Suprabhatashtak),8 (17. Suprabhatashtak),1 (18. Shantinath Stotra),2 (18. Shantinath Stotra),3 (18. Shantinath Stotra),4 (18. Shantinath Stotra),5 (18. Shantinath Stotra),6 (18. Shantinath Stotra),7 (18. Shantinath Stotra),8 (18. Shantinath Stotra),9 (18. Shantinath Stotra); 16. Svayambhoo Stuti; 17. Suprabhatashtak; 18. Shantinath Stotra.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 18 of 21

 

Page 315 of 378
PDF/HTML Page 341 of 404
single page version

background image
ઉપદેશ છે. અભિપ્રાય એ છે કે તું તારૂં સ્મરણ કરનારા (જિનવાણીના ભક્તો)ને
સમાનરૂપે અનેક પ્રકારની લક્ષ્મી, અનેક ગુણો અને ઉત્તમપદનું પ્રદાન કરે છે. ૨૬.
(वंशस्थ)
अनेकजन्मार्जितपापपर्वतो विवेकवज्रेण स येन भिद्यते
भवद्वपुःशास्त्रघनान्निरेति तत्सदथवाक्यामृतभारमेदुरात् ।।२७।।
અનુવાદ : હે ભારતી! જે વિવેકરૂપ વજ્રદ્વારા અનેક જન્મોમાં કમાયેલ તે
પાપરૂપ પર્વત ખંડિત કરાય છે તે વિવેકરૂપ વજ્ર સમીચીન અર્થ સંપન્ન વાક્યો રૂપ
અમૃતના ભારથી પરિપૂર્ણ એવા તારા શ્રુતમય શરીર મેઘ વડે પ્રગટે છે.
વિશેષાર્થ : અહીં વિવેકમાં વજ્રનો આરોપ કરીને એમ બતાવવામાં આવ્યું છે કે જેવી
રીતે વજ્ર દ્વારા મોટા મોટા પર્વત ખંડિત કરવામાં આવે છે તેવી જ રીતે વિવેકરૂપ વજ્ર દ્વારા
બળવાન્ કર્મરૂપ પર્વત નષ્ટ કરવામાં આવે છે. વજ્ર જેમ જળ ભરપૂર વાદળામાં ઉત્પન્ન થાય છે
તેવી જ રીતે આ વિવેક પણ સમીચીન અર્થના બોધક વાક્યરૂપ જળથી પરિપૂર્ણ એવા સરસ્વતીના
શરીરભૂત શાસ્ત્રરૂપ મેઘમાંથી ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે જિનવાણીના પરિશીલનથી તે
વિવેકબુદ્ધિ પ્રગટ થાય છે જેના પ્રભાવથી નવીન કર્મોનો સંવર અને પૂર્વસંચિત કર્મોની નિર્જરા થઈને
અવિનશ્વર સુખ પ્રાપ્ત થઈ જાય છે. ૨૭.
(वंशस्थ)
तमांसि तेजांसि विजित्य वाङ्मयं प्रकाशयद्यत्परमं महन्महः
न लुप्यते तैर्न च तैः प्रकाश्यते स्वतः प्रकाशात्मकमेव नन्दतु ।।२८।।
અનુવાદ : શબ્દમય શાસ્ત્ર (દ્રવ્યશ્રુત) અંધકાર અને તેજ (સૂર્યચન્દ્રાદિની
પ્રભા) ને જીતી ને જે ઉત્કૃષ્ટ મહાન્ તેજ પ્રગટ કરે છે તે ન અંધકાર દ્વારા લુપ્ત
કરી શકાય છે અને ન અન્ય તેજ દ્વારા પ્રકાશિત પણ કરી શકાય છે. તે
સ્વસંવેદનસ્વરૂપ તેજ વૃદ્ધિ પામો.
વિશેષાર્થ : જિનવાણીના અભ્યાસથી અજ્ઞાનભાવ નષ્ટ થઈને કેવળજ્ઞાનરૂપ જે અપૂર્વ
જ્યોતિ પ્રગટ થાય છે તે સૂર્યચન્દ્રાદિના પ્રકાશની અપેક્ષાએ ઉત્કૃષ્ટ છે. એનું કારણ એ છે કે
સૂર્યચન્દ્રાદિનો પ્રકાશ નિયમિત (ક્રમશઃ દિવસ અને રાત્રિ) સમયમાં રહીને સીમિત પદાર્થોને જ
પ્રગટ કરે છે. પરંતુ તે કેવળજ્ઞાનરૂપ પ્રકાશ દિવસ અને રાત્રિની અપેક્ષા ન કરતાંસર્વકાળે રહીને
ત્રણે લોક અને ત્રણે કાળનાં સમસ્ત પદાર્થોને પ્રગટ કરે છે. આ કેવળજ્ઞાનરૂપ પ્રકાશને નષ્ટ કરવામાં
અંધકાર (કર્મ) સમર્થ નથી
તે સ્વપરપ્રકાશકસ્વરૂપે સદા સ્થિર રહે છે. ૨૮.

Page 316 of 378
PDF/HTML Page 342 of 404
single page version

background image
(वंशस्थ)
तव प्रसादः कवितां करोत्यतः कथं जडस्तत्र घटेत मादृशः
प्रसीद तत्रापि मयि स्वनन्दने न जातु माता विगुणे ऽपि निष्ठुरा ।।२९।।
અનુવાદ : હે સરસ્વતી! તારી પ્રસન્નતા જ કવિતા કરે છે કારણ કે મારા
જેવો મૂર્ખ મનુષ્ય ભલા તે કવિતા કરવા કેવી રીતે યોગ્ય થઈ શકે? થઈ શકતો
નથી. તેથી તું મૂર્ખ એવા મારા ઉપર પણ પ્રસન્ન થા, કારણ કે માતા પોતાના
ગુણ વિનાના પુત્ર પ્રત્યે પણ કઠોર થતી નથી. ૨૯.
(वंशस्थ)
इमामधीते श्रुतदेवतास्तुतिं कृतिं पुमान् यो मुनिपद्मनन्दिनः
स याति परां कवितादिसद्गुणप्रबन्धसिन्धोः क्रमतो भवस्य च ।।३०।।
અનુવાદ : જે મનુષ્ય પદ્મનન્દી મુનિની કૃતિસ્વરૂપ આ શ્રુતદેવીની સ્તુતિ વાંચે
છે તે કવિતાદિ ઉત્તમોત્તમ ગુણોના વિસ્તારરૂપ સમુદ્રના તથા ક્રમે કરીને સંસારના
પણ પારને પ્રાપ્ત થઈ જાય છે. ૩૦.
(शार्दूलविक्रीडित)
कुण्ठास्ते ऽपि बृहस्पतिप्रभृतयो यास्मन् भवन्ति ध्रुवं
तस्मिन् देवि तव स्तुतिव्यतिकरे मन्दा नराः के वयम्
तद्वाक्चापलमेतदश्रुतवतामस्माकमम्ब त्वया
क्षन्तव्यं मुखरत्वकारणमसौ येनातिभक्तिग्रहः
।।३१।।
અનુવાદ : હે દેવી! જે તારા સ્તુતિ સમૂહની બાબતમાં નિશ્ચયથી તે બૃહસ્પતિ
આદિ પણ કુંઠિત (અસમર્થ) થઈ જાય છે તેના વિષયમાં અમારા જેવા મંદબુદ્ધિ મનુષ્ય
કોણ હોય? અર્થાત્ અમારા જેવા તો તારી સ્તુતિ કરવામાં સર્વથા અસમર્થ છે. તેથી હે
માતા! શાસ્ત્રજ્ઞાન રહિત અમારી જે આ વચનોની ચંચળતા, અર્થાત્ સ્તુતિરૂપ વચનપ્રવૃત્તિ
છે, તેને તું ક્ષમા કર. કારણ એ છે કે આ વાચાળતા (બકવાદ)નું કારણ તે તારી અતિશય
ભક્તિરૂપ ગ્રહ (પિશાચ) છે. અભિપ્રાય એ કે હું એને યોગ્ય ન હોવા છતાં પણ જે આ
સ્તુતિ કરી છે તે કેવળ તારી ભક્તિને વશ થઈને જ કરી છે. ૩૧.
આ રીતે સરસ્વતીસ્તોત્ર સમાપ્ત થયું. ૧૫.

Page 317 of 378
PDF/HTML Page 343 of 404
single page version

background image
૧૬. સ્વયંભૂસ્તુતિ
[१६. स्वयंभूस्तुति ]
(वंशस्थ)
स्वयंभुवा येन समुद्धतं जगज्जडत्वकूपे पतितं प्रमादतः
परात्मतत्त्वप्रतिपादनोल्लसद्वचोगुणैरादिजिनः स सेव्यताम् ।।।।
અનુવાદ : સ્વયંભૂ અર્થાત્ પોતે જ પ્રબોધને પ્રાપ્ત થયેલા જે આદિ
(ૠષભ) જિનેન્દ્રે, પ્રમાદને વશ થઈને અજ્ઞાનતારૂપ કૂવામાં પડેલા જગતના
પ્રાણીઓનો પરતત્ત્વ અને આત્મતત્ત્વ (અથવા ઉત્કૃષ્ટ આત્મતત્ત્વ)ના ઉપદેશમાં
શોભાયમાન વચનરૂપ ગુણોથી ઉદ્ધાર કર્યો છે, તે આદિ જિનેન્દ્રની આરાધના કરવી
જોઈએ.
વિશેષાર્થ : અહીં શ્લોકમાં યોજાયેલી ગુણ શબ્દના બે અર્થ છેહિતકારત્વ આદિ
ગુણ અને દોરડું. તેનો અભિપ્રાય એ છે કે જેમ કોઈ મનુષ્ય જો અસાવધાનીથી કૂવામાં પડી
જાય છે તો બીજા દયાળુ મનુષ્ય કૂવામાં દોરડું નાખીને તેની મદદથી તેમને બહાર કાઢી લે
છે. એ જ રીતે ભગવાન આદિ જિનેન્દ્રે જે અનેક પ્રાણી અજ્ઞાન વશ થઈને ધર્મના માર્ગથી
વિમુખ થઈ રહ્યા થકા કષ્ટ ભોગવી રહ્યા હતા તેમનો હિતોપદેશ દ્વારા ઉદ્ધાર કર્યો હતો
તેમને મોક્ષમાર્ગમાં લગાવ્યા હતા. તેમણે તેમને એવા વચનો દ્વારા પદાર્થનું સ્વરૂપ સમજાવ્યું
હતું કે જે હિતકારક હોવા ઉપરાંત તેમને મનોહર પણ લાગતું હતું.
‘हितं मनोहारि च दुर्लभं
वचः’ આ કથન અનુસાર એ સર્વ સાધારણને સુલભ નથી. ૧.
(वंशस्थ)
भवारिरेको न पराऽस्ति देहिनां सुहृच्च रत्नत्रयमेक एव हि
स दुर्जयो येन जितस्तदाश्रयात्ततोऽजितान्मे जिनतोऽस्तु सत्सुखम् ।।।।
અનુવાદ : પ્રાણીઓનો સંસાર જ એક ઉત્કૃષ્ટ શત્રુ તથા રત્નત્રય જ એક

Page 318 of 378
PDF/HTML Page 344 of 404
single page version

background image
ઉત્કૃષ્ટ મિત્ર છે. એના સિવાય બીજા કોઈ શત્રુ અથવા મિત્ર નથી. જેણે તે
રત્નત્રયરૂપ મિત્રના અવલંબનથી તે દુર્જય સંસારરૂપ શત્રુને જીતી લીધો છે તે
અજિત જિનેન્દ્રથી મને સમીચીન સુખ પ્રાપ્ત થાવ. ૨.
(वंशस्थ)
पुनातु नः संभवतीर्थकृज्जिनः पुनः पुनः संभवदुःखदुःखिताः
तदर्तिनाशाय विमुक्तिवर्त्मनः प्रकाशकं यं शरणं प्रपेदिरे ।।।।
અનુવાદ : વારંવાર જન્મમરણરૂપ સંસારના દુઃખથી પીડિત પ્રાણી તે પીડા
દૂર કરવા માટે મોક્ષમાર્ગ પ્રકાશિત કરનાર જે સંભવનાથ તીર્થંકરના શરણને પામ્યા
હતા તે સંભવ જિનેન્દ્ર અમને પવિત્ર કરો. ૩.
(वंशस्थ)
निजैर्गुणैरप्रतिमैर्महानजो न तु त्रिलोकीजनतार्चनेन यः
यतो हि विश्वं लघु तं विमुक्तये नमामि साक्षादभिनन्दनं जिनम् ।।।।
અનુવાદ : અજ અર્થાત્ જન્મમરણ રહિત જે અભિનન્દન જિનેન્દ્ર પોતાના
અનુપમ ગુણો દ્વારા મહિમા પામ્યા છે, નહિ કે ત્રણે લોકના પ્રાણીઓ દ્વારા કરવામાં
આવતી પૂજાથી; તથા જેની આગળ વિશ્વ તુચ્છ છે અર્થાત્ જે પોતાના અનન્તજ્ઞાન
દ્વારા સમસ્ત વિશ્વને સાક્ષાત્ જાણે
દેખે છે તે અભિનંદન જિનને હું મુક્તિની પ્રાપ્તિ
માટે નમસ્કાર કરું છું. ૪.
(वंशस्थ)
नयप्रमाणादिविधानसद्घटं प्रकाशितं त तत्त्वमतीव निर्मलम्
यतस्त्वया तत्सुमतेऽत्र तावकं तदन्वयं नाम नमो ऽस्तु ते जिनः ।।।।
અનુવાદ : હે સુમતિ જિનેન્દ્ર! આપે નય અને પ્રમાણ આદિની વિધિથી સંગત
તત્ત્વ (વસ્તુ સ્વરૂપ) અતિશય નિર્દોષ રીતે પ્રકાશિત કર્યું હતું, માટે જ આપનું સુમતિ
(
सु शोभना मतिर्यस्यासौ सुमतिः=ઉત્તમ બુદ્ધિમાન) એ નામ સાર્થક છે. હે જિન! આપને
નમસ્કાર હો. ૫.
(वंशस्थ)
रराज पद्मप्रभतीर्थकृत्सदस्यशेषलोकत्रयलोकमध्यगः
नभस्युडुव्रातयुतः शशी यथा वचो ऽमृतैर्वर्षति यः स पातुनः ।।।।

Page 319 of 378
PDF/HTML Page 345 of 404
single page version

background image
અનુવાદ : જેમ આકાશમાં તારાઓના સમૂહથી યુક્ત થઈને ચંદ્ર શોભે છે
તેવી જ રીતે જે પદ્મપ્રભ તીર્થંકરના સમવસરણ સભામાં ત્રણે લોકના સમસ્ત
પ્રાણીઓની વચ્ચે સ્થિત થઈને શોભાયમાન થયા હતા તથા જેમણે ત્યાં વચનરૂપી
અમૃતની વર્ષા કરી હતી તે પદ્મપ્રભ જિનેન્દ્ર અમારી રક્ષા કરો. ૬.
(वंशस्थ)
नरामराहीश्वरपीडने जयी धृतायुधो धीरमना झषध्वजः
विनापि शस्त्रैर्ननु येन निर्जितो जिनं सुपार्श्वं प्रणमामि तं सदा ।।।।
અનુવાદ : જે સાહસી મીનકેતુ (કામદેવ) શસ્ત્ર ધારણ કરી ચક્રવર્તી, ઇન્દ્ર અને
ધરણેન્દ્રને પણ પીડિત કરીને તેમના ઉપર વિજય મેળવે છે એવા તે કામદેવ સુભટને પણ
જેમણે શસ્ત્ર વિના જ જીતી લીધો તે સુપાર્શ્વ જિનને હું સદા પ્રણામ કરું છું.
વિશેષાર્થ : સંસારમાં કામદેવ (વિષય વાસના) અત્યંત પ્રબળ મનાય છે. બીજાઓની
તો વાત જ શી છે? પરંતુ ઇન્દ્ર, ધરણેન્દ્ર અને ચક્રવર્તી આદિ પણ તેને વશ (થયેલા) દેખવામાં
આવે છે. એવા સુભટ તે કામદેવ ઉપર તેઓ જ વિજય મેળવી શકે છે જેમના હૃદયમાં આત્મ
પરનો વિવેક જાગૃત છે. ભગવાન સુપાર્શ્વ એવા જ વિવેકી મહાપુરુષ હતા. તેથી તેમને ઉક્ત કામદેવ
ઉપર વિજય મેળવવા માટે કોઈ શસ્ત્રાદિની પણ જરૂર ન પડી. તેમણે એક માત્ર વિવેકબુદ્ધિથી તેને
હરાવી દીધો હતો. માટે તે નમસ્કાર કરવાને યોગ્ય છે. ૭.
(वंशस्थ)
शशिप्रभो वागमृतांशुभिः शशी परं कदाचिन्न कलङ्कसंगतः
न चापि दोषाकरतां ययौ यतिर्जयत्यसौ संसृतितापनाशनः ।।।।
અનુવાદ : ચન્દ્રમા સમાન પ્રભાવાળા ચન્દ્રપ્રભ જિનેન્દ્ર જો કે વચનરૂપ
અમૃતના કિરણોથી ચન્દ્રમા હતા, પરંતુ જેમ ચન્દ્રમા કલંક (કાળા ચિહ્ન) સહિત છે
તેમ તેઓ કલંક (પાપ
મળ) સહિત કદી નહોતા, તથા જેમ ચન્દ્રમા દોષકર (રાત્રિ
કરનાર) છે તેમ તેઓ દોષકર (દોષોની ખાણ) નહોતા. અર્થાત્ તેઓ અજ્ઞાનાદિ સર્વ
દોષરહિત હતા. તે સંસારનો સંતાપ નષ્ટ કરનાર ચન્દ્રપ્રભ મુનીન્દ્ર જયવંત હો. ૮.
(वंशस्थ)
यदीयपादद्वितयप्रणामतः पतत्यधो मोहनधूलिरङ्किनाम्
शिरोगता मोहठकप्रयोगतः स पुष्पदंतः सततं प्रणम्यते ।।।।

Page 320 of 378
PDF/HTML Page 346 of 404
single page version

background image
અનુવાદ : જેના બન્ને ચરણોમાં નમસ્કાર કરતી વખતે મોહરૂપ ઠગના
પ્રયત્નથી પ્રાણીઓના શિરમાં સ્થિત થયેલ મોહન ધૂળ (મોહજનક પાપરજ) નીચે
પડી જાય છે તે પુષ્પદંત ભગવાનને હું નિરન્તર પ્રણામ કરૂં છું.
વિશેષાર્થ : પ્રાણીઓના મસ્તકમાં જે અજ્ઞાનતાને કારણે અનેક પ્રકારના દુર્વિચાર ઉત્પન્ન
થાય છે તે જિનેન્દ્ર ભગવાનના નામસ્મરણ, ચિન્તન અને વંદનથી નષ્ટ થઈ જાય છે. અહીં ઉપર્યુક્ત
દુર્વિચારોમાં મોહ દ્વારા સ્થાપિત ધૂળનો આરોપ કરીને આ ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે કે મોહદ્વારા
જે પ્રાણીઓના મસ્તક ઉપર મોહનધૂળ સ્થાપવામાં આવે છે તે જાણે કે પુષ્પદંત જિનેન્દ્રને પ્રણામ
કરવાથી (મસ્તક નમાવવાથી) અનાયાસે જ નષ્ટ થઈ જાય છે. ૯.
(वंशस्थ)
सतां यदीयं वचनं सुशीतलं यदेव चन्द्रादपि चन्दनादपि
तदत्र लोके भवतापहारि यत् प्रणम्यते किं न स शीतलो जिनः ।।१०।।
અનુવાદ : લોકમાં જેમના વચન સજ્જન પુરુષોને માટે ચન્દ્ર અને ચન્દનથી
પણ અધિક શીતળ તથા સંસારનો તાપ નષ્ટ કરનાર છે તે શીતલ જિનને શું પ્રણામ
ન કરવા જોઈએ? અર્થાત્ અવશ્ય જ તે પ્રણામ કરવા યોગ્ય છે. ૧૦.
(वंशस्थ)
जगत्त्रये श्रेय इतो ह्ययादिति प्रसिद्धनामा जिन एष वन्द्यते
यतो जनानां बहुभक्तिशालिनां भवन्ति सर्वे सफला मनोरथाः ।।११।।
અનુવાદ : ત્રણે લોકમાં પ્રાણીઓ આ શ્રેયાંસ જિન દ્વારા શ્રેય અર્થાત્
કલ્યાણને પ્રાપ્ત થયા છે, તેથી જે ‘શ્રેયાન્’ એવા સાર્થક નામે પ્રસિદ્ધ છે તથા જેના
નિમિત્તે અનેક ભક્તિ કરનાર મનુષ્યોના સર્વ મનોરથ (અભિલાષાઓ) સફળ થાય
છે તે શ્રેયાંસ જિનેન્દ્રને પ્રણામ કરૂં છું. ૧૧.
(वंशस्थ)
पदाब्जयुग्मे तव वासुपूज्य तज्जनस्य पुण्यं प्रणतस्य तद्भवेत्
यतो न सा श्रीरिह हि त्रिविष्टपे न तत्सुखं यन्न पुरः प्रधावति ।।१२।।
અનુવાદ : હે વાસુપૂજ્ય! તારા ચરણ યુગલમાં પ્રણામ કરતાં પ્રાણીને તે
પુણ્ય ઉત્પન્ન થાય છે જેનાથી ત્રણે લોકમાં અહીં એવી કોઈ લક્ષ્મી નથી અને એવું
કોઈ સુખ પણ નથી કે જે તેની આગળ દોડતું ન હોય.

Page 321 of 378
PDF/HTML Page 347 of 404
single page version

background image
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે વાસુપૂજ્ય જિનેન્દ્રના ચરણકમળમાં નમસ્કાર કરવાથી
જે પુણ્યબંધ થાય છે તેનાથી સર્વ પ્રકારની લક્ષ્મી અને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. ૧૨.
(वंशस्थ)
मलेर्विमुक्तो विमलो न कैर्जिनो यथार्थनामा भुवने नमस्कृतः
तदस्य नामस्मृतिरप्यसंशयं करोति वैमल्यमघात्मनामपि ।।१३।।
અનુવાદ : જે વિમળ જિનેન્દ્ર કર્મમળ રહિત થઈને ‘વિમળ’ એવું સાર્થક નામ
ધારણ કરે છે તેમને લોકમાં ભલા ક્યા ભવ્ય જીવોએ નમસ્કાર નથી કર્યા? અર્થાત્ બધા
ભવ્ય જીવોએ તેમને નમસ્કાર કર્યા છે. તેથી તેમના નામનું સ્મરણ પણ નિશ્ચયથી પાપી
જીવોને પણ તે પાપ
મળ નષ્ટ કરીને તેમને વિમળ (નિર્મળ) કરે છે. ૧૩.
(वंशस्थ)
अनन्तबोधादिचतुष्टयात्मकं दधाम्यनन्तं हृदि तद्गुणाशया
भवेद्यदर्थी ननु तेन सेव्यते तदन्वितो भूरितृषेव सत्सरः ।।१४।।
અનુવાદ : જે અનંતજિન અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય
આ અનંતચતુષ્ટયસ્વરૂપ છે તેને હું તે જ ગુણો (અનંતચતુષ્ટય) પ્રાપ્ત કરવાની ઇચ્છાથી
હૃદયમાં ધારણ કરું છું. બરાબર પણ છે
જે જે ગુણના અભિલાષી હોય છે તે તે
જ ગુણયુક્ત મનુષ્યની સેવા કરે છે. જેમ કેઅતિશય તરસવાળો અર્થાત્ પાણીનો
અભિલાષી મનુષ્ય ઉત્તમ તળાવની સેવા કરે છે. ૧૪.
(वंशस्थ)
नमोऽस्तु धर्माय जिनाय मुक्तये सुधर्मतीर्थप्रविधायिने सदा
यमाश्रितो भव्यजनो ऽतिदुर्लभां लभेत कल्याणपरंपरां पराम् ।।१५।।
અનુવાદ : જે ધર્મનાથ જિનેન્દ્રના શરણે ગયેલા ભવ્ય જીવ અતિશય દુર્લભ
ઉત્કૃષ્ટ કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરે છે એવા તે ઉત્તમ ધર્મતીર્થના પ્રવર્તક ધર્મનાથ
જિનેન્દ્રને હું મુક્તિપ્રાપ્તિની ઇચ્છાથી નમસ્કાર કરૂં છું. ૧૫.
(वंशस्थ)
विधाय कर्मक्षयमात्मशान्तिकृज्जगत्सु यः शान्तिकरस्ततो ऽभवत्
इति स्वमन्यं प्रति शान्तिकारणं नमामि शान्तिं जिनमुन्नतश्रियम् ।।१६।।

Page 322 of 378
PDF/HTML Page 348 of 404
single page version

background image
અનુવાદ : જે શાન્તિનાથ જિનેન્દ્ર કર્મોનો નાશ કરીને પ્રથમ તો પોતે પોતાની
શાન્તિ કરનાર થયા અને ત્યાર પછી જગત્ના બીજા પ્રાણીઓને પણ શાન્તિનું કારણ
થયા. આ રીતે જે સ્વ અને પર બન્નેની ય શાન્તિનું કારણ છે તે ઉત્કૃષ્ટ લક્ષ્મી
(સમવસરણાદિરૂપ બાહ્ય તથા અનંતચતુષ્ટયસ્વરૂપ અંતરંગ લક્ષ્મી) યુક્ત શાન્તિનાથ
જિનેન્દ્રને હું નમસ્કાર કરૂં છું. ૧૬.
(वंशस्थ)
दयाङ्गिनां चिद् द्वितयं विमुक्तये परिग्रहद्वन्द्वविमोचनेन तत्
विशुद्धमासीदिह यस्य मादृशां स कुन्थुनाथो ऽस्तु भवप्रशान्तये ।।१७।।
અનુવાદ : સંસારમાં જે કુન્થુનાથ જિનેન્દ્રને મુક્તિ માટે અંતરંગ અને બાહ્ય
બન્ને ય પ્રકારના પરિગ્રહ છોડી દેવાથી પ્રાણીઓની દયા અને ચૈતન્ય (કેવળજ્ઞાન)
આ બે વિશુદ્ધ ગુણ પ્રગટ થયા હતા તે કુંથુનાથ જિનેન્દ્ર મારા જેવા છદ્મસ્થ પ્રાણીઓને
સંસારની શાન્તિ (નાશ)નું કારણ થાવ. ૧૭.
(वंशस्थ)
विभान्ति यस्याङ्घ्रिनखा नमत्सुरस्फु रच्छिरोरत्नमहो ऽधिकप्रभाः
जगद्गृहे पापतमोविनाशना इव प्रदीपाः स जिनो जयत्यरः ।।१८।।
અનુવાદ : નમસ્કાર કરતા દેવોના પ્રકાશમાન શિરોરત્ન (ચૂડામણિ)ની કાન્તિથી
અધિક કાન્તિવાળા જેના પગોના નખ, સંસારરૂપ ઘરમાં પાપરૂપ અંધકાર નષ્ટ કરનાર
દીપક સમાન શોભાયમાન થાય છે તે અરનાથ જિનેન્દ્ર જયવંત હો. ૧૮.
(वंशस्थ)
सुहृत्सुखी स्यादहितः सुदुःखितः स्वतो ऽप्युदासीनतमादपि प्रभोः
यतः स जीयाज्जिनमल्लिरेकतां गतो जगद्विस्मयकारिचेष्टितः ।।१९।।
અનુવાદ : અત્યંત ઉદાસીનતા (વીતરાગતા) ને પ્રાપ્ત થયેલ હોવા છતાં પણ
જે મલ્લિ પ્રભુના નિમિત્તે મિત્ર સ્વયં સુખી અને શત્રુ સ્વયં અતિશય દુઃખી થાય
છે, આ રીતે જેમની પ્રવૃત્તિ વિશ્વને માટે આશ્ચર્યજનક છે તથા જે અદ્વૈતભાવને પ્રાપ્ત
થયા છે તે મલ્લિ જિનેન્દ્ર જયવંત થાવ.

Page 323 of 378
PDF/HTML Page 349 of 404
single page version

background image
વિશેષાર્થ : જે પ્રાણી શત્રુને દુઃખી અને મિત્રને સુખી કરે છે તે કદી ઉદાસીન રહી
શકતો નથી. પરંતુ મલ્લિ જિનેન્દ્ર ન તો શત્રુ પ્રત્યે દ્વેષ રાખતા હતા અને ન મિત્ર પ્રત્યે અનુરાગ.
છતાં પણ તેમનો ઉત્કર્ષ જોઈને તેઓ સ્વભાવથી જ ક્રમશઃ દુઃખી અને સુખી થતા હતા. તેથી
અહીં તેમની પ્રવૃત્તિને આશ્ચર્યકારી કહેવામાં આવી છે. ૧૯.
(वंशस्थ)
विहाय नूनं तृणवत्स्वसंपदं मुनिर्व्रतैर्यो ऽभवदत्र सुव्रतः
जगाम तद्धाम विरामवर्जितं सुबोधदृङ्मे स जिनः प्रसीदतु ।।२०।।
અનુવાદ : જે મુનિસુવ્રત અહીં પોતાની સંપત્તિ તૃણ સમાન છોડીને વ્રતો
(મહાવ્રતો) દ્વારા સુવ્રત (ઉત્તમ વ્રતોના ધારક) મુનિ થયા હતા અને ત્યારપછી તે
અવિનશ્વર પદ (મોક્ષ) પણ પામ્યા હતા તે સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શનથી વિભૂષિત
મુનિસુવ્રત જિનેન્દ્ર મારા ઉપર પ્રસન્ન થાવ. ૨૦.
(वंशस्थ)
परं परायत्ततयातिदुर्बलं चलं खसौख्यं यदसौख्यमेव तत्
अदः प्रमुच्यात्मसुखे कृतादरो नमिर्जिनो यः स ममास्तु मुक्तये ।।२१।।
અનુવાદ : જે ઇન્દ્રિયસુખ પર (કર્મ) ને આધીન હોવાના કારણે આત્માથી
પર અર્થાત્ ભિન્ન છે, અતિશય દુર્બળ છે તથા વિનશ્વર છે તે વાસ્તવમાં દુઃખરૂપ
જ છે. જેણે તે ઇન્દ્રિયસુખ છોડીને આત્મિક સુખના વિષયમાં આદર કર્યો હતો તે
નેમિનાથ જિનેન્દ્ર મારા માટે મુક્તિનું કારણ થાવ. ૨૧.
(वंशस्थ)
अरिष्टसंकर्तनचक्रनेमिताम् उपागतो भव्यजनेषु यो जिनः
अरिष्टनेमिर्जगतीति विश्रुतः स ऊर्जयन्ते जयतादितः शिवम् ।।२२।।
અનુવાદ : જે અશુભકર્મ કાપવા માટે ચક્રની ધાર સમાન હોવાથી જગતમાં
ભવ્ય જીવો વચ્ચે ‘અરિષ્ટનેમિ’ એવા સાર્થક નામથી પ્રસિદ્ધ થઈને ગિરનાર પર્વત
ઉપરથી મુક્તિ પામ્યા છે તે નેમિનાથ જિનેન્દ્ર જયવંત હો. ૨૨.
(वंशस्थ)
यदूर्ध्वदेशे नभसि क्षणादहिप्रभोः फणारत्नकरैः प्रधावितम्
पदातिभिर्वा कमठाहतेः कृते करोतु पार्श्वः स जिनो ममामृतम् ।।२३।।

Page 324 of 378
PDF/HTML Page 350 of 404
single page version

background image
અનુવાદ : જેની ઉપર આકાશમાં ધરણેન્દ્રની ફેણો સંબંધી રત્નોના કિરણ
કમઠના આઘાત માટે અર્થાત્ તેનો ઉપદ્રવ વ્યર્થ કરવા માટે ક્ષણમાત્રમાં પાયદળ
સેનાની જેમ દોડ્યા હતા તે પાર્શ્વનાથ જિનેન્દ્ર મને અમૃત અર્થાત્ મોક્ષ આપો. ૨૩.
(वंशस्थ)
त्रिलोकलोकेश्वरतां गतो ऽपि यः स्वकीयकायेऽपि तथापि निःस्पृहः
स वर्धमानो ऽन्त्यजिनो नताय मे ददातु मोक्षं मुनिपद्मनन्दिने ।।२४।।
અનુવાદ : ત્રણ લોકના પ્રાણીઓમાં પ્રભુતાને પ્રાપ્ત હોવા છતાં પણ જે
પોતાના શરીરના વિષયમાં પણ મમત્વ ભાવ રહિત છે તે વર્ધમાન અંતિમ તીર્થંકર
નમ્રીભૂત થયેલ મને પદ્મનન્દીને મોક્ષ પ્રદાન કરો. ૨૪.
આ રીતે સ્વયંભૂસ્તોત્ર સમાપ્ત થયું. ૧૬.

Page 325 of 378
PDF/HTML Page 351 of 404
single page version

background image
૧૭. સુપ્રભાતાષ્ટકમ્
[१७. सुप्रभाताष्टकम् ]
(शार्दूलविक्रीडित)
निःशेषावरणद्वयस्थितिनिशाप्रान्ते ऽन्तरायक्षया[यो]-
द्द्योते मोहकृते गते च सहसा निद्राभरे दूरतः
सम्यग्ज्ञानदृगक्षियुग्ममभिता विस्फारितं यत्र त-
ल्लब्धं यैरिह सुप्रभातमचलं तेभ्यो जिनेभ्यो नमः
।।।।
અનુવાદ : જે સુપ્રભાતમાં સમસ્ત જ્ઞાનાવરણ અને દર્શનાવરણ આ બે
આવરણ કર્મોની સ્થિતિરૂપ રાત્રિનો અંત થઈને અન્તરાય કર્મના ક્ષયરૂપી પ્રકાશ થઈ
જતાં તથા શીઘ્ર જ મોહકર્મથી નિર્મિત નિદ્રાભાર સહસા દૂર થઈ જતાં સમીચીન
જ્ઞાન અને દર્શનરૂપ નેત્રયુગલ સર્વ તરફ વિસ્તાર પામ્યા છે અર્થાત્ ખૂલી ગયાં છે
એવા તે સ્થિર સુપ્રભાતને જેમણે પ્રાપ્ત કરી લીધું છે તે જિનેન્દ્રદેવોને નમસ્કાર હો.
વિશેષાર્થ : જેમ પ્રભાત થઈ જતાં રાત્રિનો અંત થઈને ધીરે ધીરે સૂર્યનો પ્રકાશ ફેલાવા
માંડે છે તથા લોકોની નિદ્રા દૂર થઈને તેમના નેત્રયુગલ ખુલી જાય છે કે જેથી તે સર્વ તરફ જોવા
લાગી જાય છે. બરાબર એ જ રીતે જિનેન્દ્રદેવોને જે અપૂર્વ પ્રભાતનો લાભ થયા કરે છે તેમાં
રાત્રિ સમાન તેમના જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મોની સ્થિતિનો અંત થાય છે, અંતરાયકર્મનો ક્ષય
જ પ્રકાશ છે, મોહકર્મજનિત અવિવેકરૂપ નિદ્રાનો ભાર નષ્ટ થઈ જાય છે. ત્યારે તેમના કેવળજ્ઞાન
અને કેવળદર્શનરૂપ બન્ને નેત્રો ખુલી જાય છે જેથી તેઓ સમસ્ત વિશ્વને સ્પષ્ટપણે જાણવા અને
દેખવા લાગે છે. એવા તે અલૌકિક, અવિનશ્વર સુપ્રભાતને પ્રાપ્ત કરનાર જિનેન્દ્રોને અહીં નમસ્કાર
કરવામાં આવ્યા છે. ૧.
(शार्दूलविक्रीडित)
यत्सच्चक्रसुखप्रदं यदमलं ज्ञानप्रभाभासुरं
लोकालोकपदप्रकाशनविधिप्रौढं प्रकृष्टं सकृत्

Page 326 of 378
PDF/HTML Page 352 of 404
single page version

background image
उद्भूते सति यत्र जीवितमिव प्राप्तं परं प्राणिभिः
त्रैलोक्याधिपतेर्जिनस्य सततं तत्सुप्रभातं स्तुवे
।।।।
અનુવાદ : જે સુપ્રભાત સત્ચક્ર અર્થાત્ સજ્જનોને સુખ આપનાર (અથવા
ઉત્તમ ચક્રવાક પક્ષીઓને સુખ આપનાર અથવા સમીચીન ચક્રરત્ન ધારણ કરનાર
ચક્રવર્તીને સુખ આપનાર), નિર્મળ, જ્ઞાનની પ્રભાથી પ્રકાશમાન, લોક અને અલોકરૂપ
સ્થાનને પ્રકાશિત કરવાની વિધિમાં ચતુર અને ઉત્કૃષ્ટ છે તથા જે એકવાર પ્રગટ થતાં
જાણે પ્રાણી ઉત્કૃષ્ટ જીવનને જ પ્રાપ્ત કરી લે છે; એવા તે ત્રણ લોકના અધિપતિસ્વરૂપ
જિનેન્દ્ર ભગવાનના સુપ્રભાતની હું નિરંતર સ્તુતિ કરૂં છું. ૨.
(शार्दूलविक्रीडित)
एकान्तोद्धतवादिकौशिकशतैर्नष्टं भयादाकुले-
र्जातं यत्र विशुद्धखेचरनुतिव्याहारकोलाहलम्
यत्सद्धर्मविधिप्रवर्धनकरं तत्सुप्रभातं परं
मन्ये ऽर्हत्परमेष्टिनो निरुपमं संसारसंतापहृत्
।।।।
અનુવાદ : જે સુપ્રભાતમાં સર્વથા એકાન્તવાદથી ઉદ્ધત સેંકડો પ્રવાદીરૂપ ઘૂવડ
પક્ષી ભયથી વ્યાકુળ થઈને નષ્ટ થઈ ગયા છે, જે આકાશગામી વિદ્યાધરો અને દેવો દ્વારા
કરવામાં આવતી વિશુદ્ધ સ્તુતિના શબ્દથી શબ્દાયમાન છે, જે સમીચીન ધર્મવિધિને
વધારનાર છે, ઉપમા સહિત અર્થાત્ અનુપમ છે અને સંસારનો સંતાપ નષ્ટ કરનાર છે,
એવા તે અરહંત પરમેષ્ઠીના સુપ્રભાતને જ હું ઉત્કૃષ્ટ સુપ્રભાત માનું છું. ૩.
(शार्दूलविक्रीडित)
सानन्दं सुरसुन्दरीभिरभितः शक्रैर्यदा गीयते
प्रातः प्रतरधीश्वरं यदतुलं वैतालिकैः पठयते
यच्चाश्रावि नभश्चरैश्च फणिभिः कन्याजनाद्गायत-
स्तद्वन्दे जिनसुप्रभातमखिलत्रैलोक्यहर्षप्रदम्
।।।।
અનુવાદ : ઇન્દ્રો સાથે દેવાંગનાઓ જે સુપ્રભાતનું આનંદપૂર્વક સર્વ તરફ ગાન

Page 327 of 378
PDF/HTML Page 353 of 404
single page version

background image
કરે છે, ભાટચારણો પોતાના સ્વામીનું લક્ષ્ય રાખીને જે અનુપમ સુપ્રભાતની સ્તુતિ
કરે છે તથા જે સુપ્રભાત વિષે વિદ્યાધર અને નાગકુમાર જાતિના દેવ ગાતી કન્યાઓ
પાસેથી સાંભળે છે; આ રીતે સમસ્ત ત્રણે લોકને હર્ષિત કરનાર તે જિન ભગવાનના
સુપ્રભાતને હું વંદન કરૂં છું. ૪.
(शार्दूलविक्रीडित)
उद्दयोते सति यत्र नश्यति तरां लोके ऽघचौरो ऽचिरं
दोषेशो ऽन्तरतीव यत्र मलिनो मन्दप्रभो जायते
यत्रानीतितमस्ततेर्विघटनाज्जाता दिशो निर्मला
वन्द्यं नन्दतु शाश्वतं जिनपतेस्तत्सुप्रभातं परम्
।।।।
અનુવાદ : જે સુપ્રભાતનો પ્રકાશ થતાં લોકમાં પાપરૂપી ચોર અત્યંત જલ્દી
નષ્ટ થઈ જાય છે, જે સુપ્રભાતના પ્રકાશમાં દોષેશ અર્થાત્ મોહરૂપ ચન્દ્રમા અંદર
અતિશય મલિન થઈને મન્દ તેજવાળો થઈ જાય છે તથા જે સુપ્રભાત થતાં અન્યાયરૂપ
અંધકારનો સમૂહ ન થઈ જવાથી દિશાઓ નિર્મળ થઈ જાય છે; એવા તે વંદનીય
અને અવિનશ્વર જિન ભગવાનનું ઉત્કૃષ્ટ સુપ્રભાત વૃદ્ધિને પ્રાપ્ત થાવ.
વિશેષાર્થ : પ્રભાતનો સમય થતાં રાત્રે સંચાર કરનાર ચોર ભાગી જાય છે, દોષેશ
(રાત્રિનો સ્વામી ચન્દ્રમા) મલિન અને ઝાંખા પ્રકાશવાળો (ફીક્કો) થઈ જાય છે અને રાત્રિજનિત
અંધકાર નષ્ટ થઈ જવાથી દિશાઓ નિર્મળ થઈ જાય છે. એ જ રીતે જિન ભગવાનને જે અનુપમ
સુપ્રભાતનો લાભ થાય છે તે થતાં ચોર સમાન ચિરકાલીન પાપ તરત જ નષ્ટ થઈ જાય છે, દોષેશ
(દોષોના સ્વામી મોહ) કાન્તિહીન થઈને દૂર ભાગી જાય છે તથા અન્યાય અને અત્યાચાર નષ્ટ
થઈ જવાથી બધી બાજુએ પ્રસન્નતા છવાઈ જાય છે. તે જિનેન્દ્રદેવનું સુપ્રભાત વંદનીય છે. ૫.
(शार्दूलविक्रीडित)
मार्गं यत्प्रकटीकरोति हरते दोषानुषङ्गस्थितिं
लोकानां विदधाति दृष्टिमचिरादर्थावलोकक्षमाम्
कामासक्तधियामपि कृशयति प्रीतिं प्रियायामिति
प्रातस्तुल्यतयापि को ऽपि महिमापूर्वः प्रभातो ऽर्हताम्
।।।।
અનુવાદ : અરહંતોનું પ્રભાત માર્ગ પ્રગટ કરે છે. દોષોના સંબંધની સ્થિતિ

Page 328 of 378
PDF/HTML Page 354 of 404
single page version

background image
નષ્ટ કરે છે, લોકોની દ્રષ્ટિ તરત જ પદાર્થોને દેખવામાં સમર્થ બનાવે છે તથા
વિષયભોગમાં આસક્ત બુદ્ધિવાળા પ્રાણીઓની સ્ત્રીવિષયક પ્રીતિ કૃશ (નિર્બળ) કરે
છે. આ રીતે તે અરહંતોનું પ્રભાત જો કે પ્રભાતકાળ તુલ્ય જ છે, છતાં પણ તેનો
કોઈ અપૂર્વ જ મહિમા છે.
વિશેષાર્થ : જેવી રીતે પ્રભાત થતાં માર્ગ પ્રગટ દેખાવા માંડે છે તેવી જ રીતે અરહંતોના
આ પ્રભાતમાં પ્રાણીઓને મોક્ષનો માર્ગ દેખાવા લાગે છે, જેમ પ્રભાત દોષા (રાત્રિના) સંગનો નાશ
કરે છે તેવી જ રીતે આ અરહંતોનું પ્રભાત રાગદ્વેષાદિરૂપ દોષોની સંગતિ નષ્ટ કરે છે. જેમ પ્રભાત
લોકોની દ્રષ્ટિને તરત જ ઘટ
પટાદિ પદાર્થો દેખવામાં સમર્થ કરી દે છે તેવી જ રીતે આ અરહંતોનું
પ્રભાત પ્રાણીઓની દ્રષ્ટિ (જ્ઞાન) ને જીવાદિ સાત તત્વોનું યથાર્થ સ્વરૂપ દેખવાજાણવામાં સમર્થ
કરી દે છે તથા જેમ પ્રભાત થઈ જતાં કામી જનની સ્ત્રીવિષયક પ્રીતિ ઓછી
થઈ જાય છે તેવી જ રીતે તે અરહંતોના પ્રભાતમાં પણ કામીજનની વિષયેચ્છા ઓછી થઈ જાય
છે. આ રીતે અરહંતોનું તે પ્રભાત પ્રસિદ્ધ પ્રભાત સમાન હોઈને પણ અપૂર્વ જ મહિમા ધારણ
કરે છે. ૬.
(शार्दूलविक्रीडित)
यद्भानोरपि गोचरं न गतवान् चित्ते स्थितं तत्तमो
भव्यानां दलयत्तथा कुवलये कुर्याद्विकाशश्रियम्
तेजः सौख्यहतेरकर्तृ यदिदं नक्तंचराणामपि
क्षेमं वो विदधातु जैनमसमं श्रीसुप्रभातं सदा
।।।।
અનુવાદ : ભવ્ય જીવોના હૃદયમાં સ્થિત જે અંધકાર સૂર્યગોચર થયો નથી
અર્થાત્ જેને સૂર્ય પણ નષ્ટ કરી શક્યો નથી તેને જે જિન ભગવાનનું સુપ્રભાત નષ્ટ
કરે છે, જે કુવલય (ભૂમંડળ) ના વિષયમાં વિકાસલક્ષ્મી (પ્રમોદ) કરે છે
લોકના સર્વે
પ્રાણીઓને હર્ષિત કરે છે તથા જે નિશાચરો (ચન્દ્ર અને રાક્ષસ આદિ) ના પણ તેજ
અને સુખનો ઘાત કરતું નથી; તે જિન ભગવાનનું અનુપમ સુપ્રભાત સર્વદા આપ
સૌનું કલ્યાણ કરો.
વિશેષાર્થ : લોકપ્રસિદ્ધ પ્રભાતની અપેક્ષાએ જિનભગવાનના આ સુપ્રભાતમાં અપૂર્વતા
છે. તે આ રીતેપ્રભાતનો સમય કેવળ રાત્રિનો અંધકાર નષ્ટ કરે છે, તે જીવોના અભ્યંતર અંધકાર
(અજ્ઞાન) ને નષ્ટ કરી શકતો નથી; પરંતુ જિન ભગવાનનું તે સુપ્રભાત ભવ્ય જીવોના હૃદયમાં સ્થિત
તે અજ્ઞાનાન્ધકારને પણ નષ્ટ કરે છે, લોકપ્રસિદ્ધ પ્રભાત કુવલય (સફેદ કમળ) ને વિકસિત નથી

Page 329 of 378
PDF/HTML Page 355 of 404
single page version

background image
કરતું પણ મુકુલિત જ કરે છે (બીડાઈ જાય છે); પરંતુ જિન ભગવાનનું સુપ્રભાત તે કુવલય
(ભૂમંડળના સમસ્ત જીવો) ને વિકસિત (પ્રમુદિત) જ કરે છે. લોકપ્રસિદ્ધ પ્રભાત નિશાચરો (ચન્દ્ર,
ચોર અને ઘૂવડ વગેરે)ના તેજ અને સુખનો નાશ કરે છે પરંતુ જિન ભગવાનનું તે સુપ્રભાત તેમના
તેજ અને સુખનો નાશ નથી કરતું. આ રીતે તે જિન ભગવાનનું અપૂર્વ સુપ્રભાત સર્વ પ્રાણીઓને
માટે કલ્યાણકારી છે. ૭.
(शार्दूलविक्रीडित)
भव्याम्भोरुहनन्दिकेवलरविः प्राप्नोति यत्रोदयं
दुष्कर्मोदयनिद्रया परिहृतं जागर्ति सर्वं जगत्
नित्यं यैः परिपठयते जिनपतेरेतत्प्रभाताष्टकं
तेषामाशु विनाशमेति दुरितं धर्मः सुखं वर्धते
।।।।
અનુવાદ : જે સુપ્રભાતમાં ભવ્યજીવોરૂપ કમળોને આનંદિત કરનાર
કેવળજ્ઞાનરૂપ સૂર્ય ઉદય પામે છે તથા સંપૂર્ણ જગત્ (જગતના જીવ) પાપકર્મના
ઉદયરૂપ નિદ્રાથી છૂટકારો પામીને જાગે છે અર્થાત્ પ્રબોધ પામે છે તે જિન
ભગવાનના સુપ્રભાતની સ્તુતિ સ્વરૂપ આ પ્રભાતાષ્ટક જે જીવ નિરંતર ભણે છે તેમના
પાપ તરત જ નાશ પામે છે તથા ધર્મ અને સુખ વૃદ્ધિ પામે છે.
વિશેષાર્થ : જેમ સુપ્રભાત થતાં કમળોને પ્રફુલ્લિત કરનાર સૂર્ય ઉદય પામે છે તેવી
જ રીતે જિન ભગવાનના તે સુપ્રભાતમાં ભવ્ય જીવોને પ્રફુલ્લિત કરનાર કેવળજ્ઞાનરૂપ સૂર્ય ઉદય
પામે છે તથા જેમ પ્રભાત થતા જગતના પ્રાણી નિદ્રા રહિત થઈને જાગી ઉઠે છે તેવી જ રીતે
જિન ભગવાનના પ્રભાતમાં જગતના સર્વ પ્રાણી પાપકર્મના ઉદયસ્વરૂપ નિદ્રારહિત થઈને જાગી જાય
છે
પ્રબોધ પામી જાય છે આ રીતે આ જિન ભગવાનનું સુપ્રભાત અનુપમ છે. તેના વિષયમાં જે
શ્રી પદ્મનન્દી મુનિએ આઠ શ્લોકોમાં આ સ્તુતિ કરી છે તે વાંચવાથી પ્રાણીઓના પાપનો વિનાશ
અને ધર્મ તથા સુખની અભિવૃદ્ધિ થાય છે. ૮.
આ રીતે સુપ્રભાતાષ્ટક સમાપ્ત થયું. ૧૭.

Page 330 of 378
PDF/HTML Page 356 of 404
single page version

background image
૧૮. શાન્તિનાથ સ્તોત્ર
[१८. शान्तिनाथ स्तोत्रम् ]
(शार्दूलविक्रीडित)
त्रैलोक्याधिपतित्वसूचनपरं लोकेश्वरैरुद्धृतं
यस्योपर्युपरीन्दुमण्डलनिभं छत्रत्रयं राजते
अश्रान्तोद्गतकेवलोज्ज्वलरुचा निर्भर्त्सितार्कप्रभं
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
।।।।
અનુવાદ : જે શાન્તિનાથ ભગવાનના એક એક ઉપર ઇન્દ્રો દ્વારા ધારણ
કરવામાં આવતા ચન્દ્રમંડળ સમાન ત્રણ છત્ર ત્રણે લોકની પ્રભુતા સૂચિત કરતા
નિરન્તર ઉદયમાન રહેનાર કેવળજ્ઞાનરૂપ નિર્મળ જ્યોતિ દ્વારા સૂર્યના પ્રકાશને
તિરસ્કૃત કરીને સુશોભિત થાય છે તે પાપરૂપ કાલિમાંથી રહિત શ્રી શાન્તિનાથ
જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૧.
(शार्दूलविक्रीडित)
देवः सर्वविदेष एष परमो नान्यस्त्रिलोकीपतिः
सन्त्यस्यैव समस्ततत्त्वविषया वाचः सतां संमताः
एतद्घोषयतीव यस्य विबुधैरास्फालितो दुन्दुभिः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
।।।।
અનુવાદ : જેની ભેરી દેવો દ્વારા તાડિત થઈને જાણે એ જ ઘોષણા કરે
છે કે ત્રણે લોકના સ્વામી અને સર્વજ્ઞ આ શાન્તિનાથ જિનેન્દ્ર જ ઉત્કૃષ્ટ દેવ છે
અને બીજા નથી; તથા સમસ્ત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ પ્રગટ કરનાર એમના જ

Page 331 of 378
PDF/HTML Page 357 of 404
single page version

background image
વચન સજ્જનોને ઇષ્ટ છે, બીજા કોઈના ય વચન તેમને ઇષ્ટ નથી; તે પાપરૂપ
કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૨.
(शार्दूलविक्रीडित)
दिव्यस्त्रीमुखपङ्कजैकमुकुरप्रोल्लासिनानामणि-
स्फारीभूतविचित्ररश्मिरचितानम्रामरेन्द्रायुधैः
सच्चित्रीकृतवातवर्त्मनि लसत्सिंहासने यः स्थितः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
।।।।
અનુવાદ : જે શાન્તિનાથ જિનેન્દ્ર દેવાંગનાઓના મુખકમળરૂપ અનુપમ
દર્પણમાં દેદીપ્યમાન અનેક મણિઓના ફેલાતાં વિચિત્ર કિરણો દ્વારા રચવામાં આવેલા
કેટલાક નમ્રીભૂત મેઘધનુષ્યો દ્વારા આકાશને સમીચીનપણે વિચિત્ર (અનેક વર્ણમય)
કરનાર સિંહાસન ઉપર સ્થિત છે તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ ભગવાન
સદા આપણી રક્ષા કરો. ૩.
(शार्दूलविक्रीडित)
गन्धाकृष्टमधुव्रतजरुतैर्व्यापारिता कुर्वती
स्तोत्राणीव दिवः सुरः सुमनसां वृद्धिर्यदग्रे ऽभवत्
सेवायातसमस्तविष्टपपतिस्तुत्याश्रयस्पर्द्धया
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
।।।।
અનુવાદ : જે શાન્તિનાથ જિનેન્દ્રની આગળ દેવો દ્વારા વ્યાપારિત થયેલી
અર્થાત્ કરવામાં આવતી જે આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ હતી તે ગન્ધદ્વારા આકર્ષેલા
ભ્રમરસમૂહના શબ્દોથી જાણે સેવાના નિમિત્તે આવેલા સમસ્ત લોકના સ્વામી દ્વારા
કરવામાં આવતી સ્તુતિના નિમિત્ત સ્પર્ધા પામીને સ્તુતિઓ જ કરી રહી હતી, તે
પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૪.
(शार्दूलविक्रीडित)
खद्योतौ किमुतानलस्य कणिके शुभ्राभ्रलेशावथ
सूर्याचन्द्रमसाविति प्रगुणितौ लोकाक्षियुग्मैः सुरैः

Page 332 of 378
PDF/HTML Page 358 of 404
single page version

background image
तर्क्येते हि यदग्रतो ऽतिविशदं तद्यस्य भामण्डलं
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
।।।।
અનુવાદ : જે શાન્તિનાથ ભગવાનનું અત્યંત નિર્મળ તે ભામંડળ છે કે
જેની આગળ લોકોના બન્ને નેત્ર તથા દેવ સૂર્ય અને ચન્દ્રના વિષયમાં એવી કલ્પના
કરે છે કે આ શું બે આગિયા છે અથવા અગ્નિના બે તણખા છે, અથવા સફેદ
વાદળના બે ટૂકડા છે, તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી
સદા રક્ષા કરો.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે ભગવાન શાન્તિનાથ જિનેન્દ્રનું પ્રભામંડળ એટલું નિર્મળ
અને દેદીપ્યમાન હતું કે તેની આગળ સૂર્યચન્દ્ર લોકોને આગિયા, અગ્નિકણ અથવા સફેદ વાદળાના
ટૂકડા સમાન કાન્તિહીન લાગતા હતા. ૫.
(शार्दूलविक्रीडित)
यस्याशोकतरुर्विनिद्रसुमनोगुच्छप्रसक्तैः क्वणद्-
भृङ्गैर्भक्तियुतः प्रभोरहरहर्गायन्निवास्ते यशः
शुभ्रं साभिनयो मरुच्चललतापर्यन्तपाणिश्रिया
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
।।।।
અનુવાદ : જે શ્રી શાન્તિનાથ જિનેન્દ્રનું અશોકવૃક્ષ વિકસિત પુષ્પોના ગુચ્છોમાં
આસક્ત થઈને શબ્દ કરનાર ભમરા દ્વારા જાણે ભક્તિયુત થઈને પ્રતિદિન પ્રભુના
ધવલ યશનું ગાન કરતું તથા વાયુથી ચંચળ લતાઓના પર્યન્તભાગરૂપ ભુજાઓની
શોભાથી જાણે અભિનય (નૃત્ય) કરતું સ્થિત છે તે પાપરૂપ કાલિમારહિત શ્રી
શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૬.
(शार्दूलविक्रीडित)
विस्तीर्णाखिलवस्तुतत्त्वकथनापारप्रवाहोज्ज्वला
निःशेषार्थिषेवितातिशिशिरा शैलादिवोत्तुङ्गतः
प्रोदभूता हि सरस्वती सुरनुता विश्वं पुनाना यतः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
।।।।

Page 333 of 378
PDF/HTML Page 359 of 404
single page version

background image
અનુવાદ : ઉન્નત પર્વત સમાન જે શાન્તિનાથ જિનેન્દ્રથી ઉત્પન્ન થયેલી
દિવ્ય વાણીરૂપ સરસ્વતી નામની નદી (અથવા ગંગા) વિસ્તીર્ણ સમસ્ત વસ્તુસ્વરૂપના
વ્યાખ્યાનરૂપ અપાર પ્રવાહથી ઉજ્જ્વળ, સર્વ યાચકો વડે સેવિત, અતિશય શીતળ,
દેવોથી સ્તુતિ પામેલ અને વિશ્વને પવિત્ર કરનારી છે; તે પાપરૂપ કાલિમા રહિત
શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો.
વિશેષાર્થ : અહીં ભગવાન શાન્તિનાથની વાણીની સરસ્વતી નદી સાથે તુલના કરતાં
એમ બતાવવામાં આવ્યું છે કે જેવી રીતે સરસ્વતી નદી અપાર નિર્મળ જળપ્રવાહથી યુક્ત છે
તેવી જ રીતે ભગવાનની વાણી વિસ્તીર્ણ સમસ્ત પદાર્થોના સ્વરૂપના કથનરૂપ પ્રવાહથી સંયુક્ત
છે, જેમ સ્નાનાદિના અભિલાષી જનો તે નદીની સેવા કરે છે તેવી જ રીતે તત્ત્વના જિજ્ઞાસુ
જીવો ભગવાનની તે વાણીની પણ સેવા કરે છે, જેમ નદી ગરમીથી પિડાયેલા પ્રાણીઓને
સ્વભાવથી શીતળ કરનારી છે તેવી જ રીતે ભગવાનની તે વાણી પણ પ્રાણીઓના સંસારરૂપ
સંતાપનો નાશ કરીને તેમને શીતળ કરનારી છે, નદી જો ઊંચા પર્વત ઉપરથી ઉત્પન્ન થાય
છે તો તે વાણી પર્વત સમાન ગુણોથી ઉન્નતિ પામેલા જિનેન્દ્ર ભગવાનથી ઉત્પન્ન થઈ છે,
જો દેવ નદીની સ્તુતિ કરે છે તો તેઓ ભગવાનની તે વાણીની પણ સ્તુતિ કરે છે; તથા જો
નદી શારીરિક બાહ્ય મળ દૂર કરીને વિશ્વને પવિત્ર કરે છે તો તે ભગવાનની વાણી પ્રાણીઓના
અભ્યંતર મળ (અજ્ઞાન અને રાગ
દ્વેષ) ને દૂર કરીને તેમને પવિત્ર કરે છે. આ રીતે તે
શાન્તિનાથ જિનેન્દ્રની વાણી નદી સમાન હોવા છતાં પણ તેનાથી ઉત્કૃષ્ટ છે, કારણ કે તે તો
કેવળ પ્રાણીઓના બાહ્ય મળ જ દૂર કરી શકે છે પરંતુ તે ભગવાનની વાણી તેમનો અભ્યંતર
મળ પણ દૂર કરે છે. ૭.
(शार्दूलविक्रीडित)
लीलोद्वेलितबाहुकङ्कणरणत्कारप्रहृष्टैः सुरैः
चञ्चच्चन्द्रमरीचिसंचयसमाकारैश्चलच्चामरैः
नित्यं यः परिवीज्यते त्रिजगतां नाथस्तथाप्यस्पृहः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
।।।।
અનુવાદ : ત્રણે લોકોના સ્વામી જે શાન્તિનાથ જિનેન્દ્રની ઉપર
રમતમાત્રમાં ઉંચકેલી ભુજાઓમાં સ્થિત કંકણના શબ્દથી હર્ષ પામેલા દેવ સદા
પ્રકાશમાન ચન્દ્રકિરણોના સમૂહ સમાન આકારવાળા ચંચળ ચામરો ઢોળે છે, તો
પણ જે ઇચ્છારહિત છે; તે પાપરૂપ કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી
સદા રક્ષા કરો. ૮.

Page 334 of 378
PDF/HTML Page 360 of 404
single page version

background image
(शार्दूलविक्रीडित)
निःशेषश्रुतबोधवृद्धमतिभिः पायैरुदारैरपि
स्तोत्रैर्यस्य गुणार्णवस्य हरिभिः पारो न संप्राप्यते
भव्याभ्भोरुहनन्दिकेवलरविर्भक्त्या मयापि स्तुतः
सो ऽस्मान् पातु निरञ्जनो जिनपतिः श्रीशान्तिनाथः सदा
।।।।
અનુવાદ : સમસ્ત શાસ્ત્રજ્ઞાનથી વૃદ્ધિ પામેલી બુદ્ધિવાળા ઇન્દ્રો પણ અનેક
મહાન સ્તોત્રો દ્વારા જે શાન્તિનાથ જિનેન્દ્રના ગુણસમૂહનો પાર પામતા નથી તે
ભવ્ય જીવોરૂપ કમળોને પ્રફુલ્લિત કરનાર એવા કેવળજ્ઞાનરૂપ સૂર્ય સંયુક્ત
જિનેન્દ્રની મેં જે સ્તુતિ કરી છે તે કેવળ ભક્તિને વશ થઈને જ કરી છે. તે પાપરૂપ
કાલિમા રહિત શ્રી શાન્તિનાથ જિનેન્દ્ર આપણી સદા રક્ષા કરો. ૯.
આ રીતે શાન્તિનાથ સ્તોત્ર સમાપ્ત થયું. ૧૮.