Pravachan Ratnakar (Gujarati). Gatha: 266-267 ; Kalash: 171.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 132 of 210

 

PDF/HTML Page 2621 of 4199
single page version

સાધવાની આ ધર્મશાળા છે, તથા સંસારતપનો નાશ કરનારી એ અમૃતસ્વરૂપ મેઘમાળા છે, અહાહ...! ઠંડા શીતળ પાણીથી ભરેલા વરસતા મેઘની પંક્તિ સમાન છે. અહાહા....! એ જિનવાણી મહામોહનો નાશ કરીને મોક્ષને-સર્વોત્કૃષ્ટ સુખને દેનારી છે. અહા! એવી જિનવાણી માતા વાગીશ્વરી દેવીને હું નમસ્કાર કરું છું એમ કવિ કહે છે.

પ્રશ્નઃ– પણ વાણી તો જડ છે એમ આપ કહો છો ને? એમાં ક્યાં આત્મા છે? - એમ આપ વારંવાર ફરમાવો છો ને? (એમ કે તો પછી આવી જિનવાણીની સ્તુતિ કેમ કરો છો?)

સમાધાનઃ– ભાઈ! જ્યાં જે અપેક્ષાથી વાત હોય તે યથાર્થ સમજવી જોઈએ. વાણીમાં આત્મા નથી, ભાષાવર્ગણાના પરિણમનરૂપ વાણી જડ છે એ તો સત્ય જ છે. પણ આ ભગવાન જિનેશ્વર સર્વજ્ઞ પરમેશ્વરના નિમિત્તે પ્રગટેલી વાણી-જિનવાણીનું વાચ્ય શું છે? અહાહા...! એનું વાચ્ય ચિદાનંદઘન પ્રભુ આત્મા છે. એ તો સ્તુતિમાં જ આવે છે કે-

‘ચિદાનંદ ભૂપાલકી રાજધાની, નમોં દેવિ વાગેશ્વરી જૈનવાણી.

અહાહા...! જિનવાણી, જેમાં ચિદાનંદ રાય ભગવાન આત્મા વસે છે એની રાજધાની છે, અર્થાત્ જિનવાણીમાં ચિદાનંદઘન પ્રભુ આત્માનું કથન છે. અહાહા...! એનો ભાવ જે સમજે તેને તે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં ઉપકારભૂત-નિમિત્તભૂત થાય છે. માટે તે વ્યવહારે સ્તુતિયોગ્ય પૂજનીક છે. ધર્માત્માને એવો જિનવાણી પ્રતિ સ્તુતિનો ભાવ આવે છે. આવ્યા વિના રહેતો નથી. બનારસીદાસે ગૃહસ્થાશ્રમમાં આ સ્તુતિ કરી છે. ભાઈ! અમે જે અપેક્ષાએ કહીએ છીએ તે ન્યાયથી યથાર્થ સમજવું જોઈએ.

આ વાણિયા આખો દિ’ ધંધા-વેપારમાં ને બૈરાં-છોકરાં સાચવવામાં પડયા રહે તે ન્યાયથી આ અર્થ ક્યાં સમજવા બેસે. એને તો અર્થ નામ પૈસાની ખબર હોય પણ આ અર્થની ખબર ન હોય.

પ્રશ્નઃ– એનું શું કારણ? ઉત્તરઃ– પેલામાં તો ઘરમાં-ઘરની મૂડીમાં નુકશાન થતું દેખાય છે? અને આમાં નુકશાન તો આવે પણ કહી દે કે ‘ખબર પડતી નથી’ એટલે હાલે. નુકશાન તો ખૂબ મોટું આવે ભાઈ! હોં, પણ એને ખબર પડતી નથી. બાપુ! એમ ને એમ આ જીવન જાય છે હોં.

અહીં કહે છે-રાગની એકતાબુદ્ધિનો અભિપ્રાય-અધ્યવસાય છે તે બંધનું કારણ છે; અને એ બંધના કારણનું કારણ જે પરવસ્તુ તેને અહીં (આશ્રયરૂપ) કારણ ગણ્યું છે. નિમિત્ત છે ને? એ કારણથી કાર્ય થાય છે એમ નહિ, પણ


PDF/HTML Page 2622 of 4199
single page version

અધ્યવસાયને બાહ્યવસ્તુ નિમિત્ત છે. એને અહીં કારણ કહ્યું છે. એ કારણના પ્રતિષેધથી કાર્યનો પ્રતિષેધ થાય છે એમ કહે છે. બાહ્યવસ્તુ અધ્યવસાયનું કારણ છે તેથી તે વસ્તુના પ્રતિષેધથી અધ્યવસાયનો પ્રતિષેધ થાય છે. જુઓ, પહેલાં એમ કહ્યું હતું કે અધ્યવસાયના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. પછી ફેરવીને આમ કહ્યું કે બાહ્યવસ્તુ અધ્યવસાયનું કારણ છે તેથી તેના પ્રતિષેધથી અધ્યવસાયનો પ્રતિષેધ થાય છે. બેમાં કાંઈ ફરક નથી કેમકે બાહ્ય વસ્તુના આશ્રયના અભાવમાં અધ્યવસાન નીપજતું નથી. અહીં તો બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, પણ બંધના કારણનું કારણ છે-એમ વાત છે.

એ જ વાત દ્રષ્ટાંતથી કહે છે-

‘પરંતુ, જો કે બાહ્યવસ્તુ બંધના કારણનું (અર્થાત્ અધ્યવસાનનું) કારણ છે. તોપણ તે (બાહ્યવસ્તુ) બંધનું કારણ નથી; કેમકે ઇર્યાસમિતિમાં પરિણમેલા મુનીન્દ્રના પગ વડે હણાઈ જતા એવા કોઈ ઝડપથી આવી પડતા કાળપ્રેરિત ઉડતા જીવડાની માફક, બાહ્યવસ્તુ-કે જે બંધના કારણનું કારણ છે તે-બંધનું કારણ નહિ થતી હોવાથી, બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં અનૈકાંતિક હેત્વાભાસપણું છે-વ્યભિચાર આવે છે.’

જુઓ, દ્રષ્ટાંત જે આપેલું છે તે સમજાવવાની વ્યવહારની રીત છે. ભાષા જુઓ તો ‘મુનીન્દ્રના પગ વડે’-એમ છે. વાસ્તવમાં પગ તો જડનો છે, મુનીન્દ્રનો નથી, મુનીન્દ્રનો તો શુદ્ધોપયોગ છે. અહાહા..! મુનીવર તો શુદ્ધોપયોગી હોય છે. ભાઈ! એમને ગમનમાં શરીર નિમિત્ત છે તેથી ‘મુનીન્દ્રના પગ વડે’-એમ ભાષા છે. ‘પગ વડે હણાઈ જતાં’-એમ કહ્યું ત્યાં પણ પર વડે પર હણાય નહિ એમ છે, પણ અહીં નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી વાત છે.

મુનિરાજ આમ સામું નીચે જોઈને ચાલે છે; ઈર્યાસમિતિપૂર્વક ત્યારે આમ પગ મૂકવા જાય ત્યાં કાળપ્રેરિત અર્થાત્ જેનું આયુષ્ય પૂરું થયું છે એવું જીવડું એકદમ ઝડપથી પગ નીચે ગરી જાય અને મરી જાય તોપણ મુનિરાજને હિંસા થતી નથી. તે ઉડતું જીવડું મરી ગયું એ મુનિરાજને બંધનું કારણ નથી, કેમકે મુનિરાજને ‘હું મારું-જિવાડું’-એવો અધ્યવસાય નથી. મુનિરાજને ઈર્યાસમિતિનો શુભભાવ છે, પણ બંધનું કારણ જે એકત્વબુદ્ધિનો અધ્યવસાય તે નથી. તેની માફક બાહ્યવસ્તુઓ જે બંધના કારણનું કારણ કહ્યું છે તે બંધનું કારણ નથી.

જો બાહ્યવસ્તુ બંધનું કારણ માનવામાં આવે તો મુનિરાજને પગ તળે જીવડું મરી જતાં હિંસા થાય અને તેથી બંધ પણ થાય; પણ એમ નથી. કેમકે મુનિરાજ અંતરમાં શુદ્ધ પરિણતિયુક્ત છે, ઈર્યાસમિતિએ પરિણમેલા છે, મારવા-જિવાડવાના


PDF/HTML Page 2623 of 4199
single page version

અધ્યવસાયથી રહિત છે. માટે તેમને જીવડું મરી ગયું એ બંધનું કારણ નથી. તેવી રીતે બાહ્યવસ્તુ જે બંધના કારણનું કારણ છે તે બંધનું કારણ નથી.

બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં આવે તે અનૈકાંતિક હેત્વાભાસ છે-એમાં વ્યભિચાર આવે છે. એટલે શું? કે બાહ્યવસ્તુને નિર્બાધપણે બંધનું કારણપણું સિદ્ધ થતું નથી. તે (-બાહ્યવસ્તુ) નિયમરૂપ બંધનું કારણ બની શકતી નથી.

‘માટે બાહ્યવસ્તુ કે જે જીવને અતદ્ભાવરૂપ છે તે બંધનું કારણ નથી; અધ્યવસાન કે જે જીવને તદ્ભાવરૂપ છે તે જ બંધનું કારણ છે.’

બાહ્યવસ્તુ જીવને અતદ્ભાવરૂપ છે, તે જીવના પોતાના ભાવરૂપ નથી. આ સ્ત્રી, કુટુંબપરિવાર ઈત્યાદિ પર જીવ, પૈસા, ધન-સંપત્તિ, શરીર, વાણી, ઈન્દ્રિય ઈત્યાદિ સઘળી પરવસ્તુ આત્માને અતદ્ભાવરૂપ છે, તે આત્માના ભાવરૂપ નથી, પરભાવરૂપ છે. તે જીવને બંધનું કારણ નથી.

પરંતુ હું બીજાને જિવાડું-મારું, સુખી-દુઃખી કરું, કુટુંબને પાળુ-પોષું ને નભાવું, ધનાદિ સામગ્રી આપું-લઉં અને શરીરની ક્રિયા યથેષ્ટ કરું-એવો જે અહંકારરૂપ અધ્યવસાય છે તે જીવને તદ્ભાવરૂપ છે અને તે જ જીવને બંધનું કારણ છે.

* ગાથા ૨૬પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘બંધનું કારણ નિશ્ચયથી અધ્યવસાન જ છે;....?

જોયું? આ એકાન્ત કર્યું કે બંધનું કારણ અધ્યવસાન જ છે. આ સમ્યક્ એકાન્ત છે ભાઈ! મતલબ કે બંધનું કારણ અધ્યવસાન જ છે, પરવસ્તુ નહિ એમ (સમ્યક્) અનેકાન્ત છે; પણ બંધનું કારણ અધ્યવસાન પણ છે ને પરવસ્તુ પણ છે એ તો મિથ્યાવાદ છે બાપુ!

‘અને જે બાહ્યવસ્તુઓ છે તે અધ્યવસાનનું આલંબન છે-તેમને આલંબીને અધ્યવસાન ઉપજે છે, તેથી તેમને અધ્યવસાનનું કારણ કહેવામાં આવે છે.’

જુઓ, આ અધ્યવસાન નામ પરિણામ (-વિભાવ) જે ઉપજે છે તેને બાહ્યવસ્તુનું આલંબન અર્થાત્ આશ્રય હોય છે. તેને આશ્રય કહો, નિમિત્ત કહો, કારણ કહો કે આલંબન કહો-એ બધું એકાર્થવાચક છે. અહાહા..! બાહ્યવસ્તુના આલંબને ઉપજે છે તેથી બાહ્યવસ્તુને અધ્યવસાનનું કારણ કહેવામાં આવે છે. અહીં એમ નથી કે બાહ્યવસ્તુ અધ્યવસાનને (ઉત્પન્ન) કરાવે છે. અહાહા..! અધ્યવસાન આશ્રયભૂત નિમિત્તથી ઉત્પન્ન થાય છે એમ નથી. બાહ્યવસ્તુ આલંબનરૂપ-આશ્રયરૂપ નિમિત્ત


PDF/HTML Page 2624 of 4199
single page version

કારણ છે, એ નિમિત્ત જીવમાં અધ્યવસાન ઉત્પન્ન કરે વા કરાવી દે છે એમ છે નહિ. આ તો અધ્યવસાન બાહ્યવસ્તુના આલંબને ઉપજે છે તેથી તેને (બાહ્યવસ્તુને) અધ્યવસાનનું કારણ કહેવામાં આવે છે.

જુઓ, નાનું કુમળું બાળક હોય, રૂપાળું કુણું હોય એટલે એને ચુંબન લે. ત્યાં આનો જે અભિપ્રાય છે કે ‘હું આને ચુંબન લઉં’ એ અભિપ્રાય ચુંબનની ક્રિયા કરી શકતો નથી, કેમકે હોઠથી ચુંબનની ક્રિયા થાય એ તો પરની-જડની ક્રિયા છે. તે જીવને અતદ્ભાવરૂપ હોવાથી જીવ એ ક્રિયા કરી શકતો નથી. અહા! જે ક્રિયા આ કરતો-કરી શકતો નથી તે એને બંધનું કારણ કેમ થાય? ન થાય. તેથી બાહ્યવસ્તુ બંધનું કારણ નથી. પણ ‘હું આમ ચુંબન લઉં’ એવું જે પરિણામ-અધ્યવસાન છે તે જ બંધનું કારણ છે.

અહાહા...! ક્ષણેક્ષણનું ભેદજ્ઞાન બતાવ્યું છે ભાઈ! સમયે સમયે થતી પર્યાય (- પરિણામ) અને તે તે સમયે થતી પરદ્રવ્યની ક્રિયા-એ બે ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે એમ કહે છે. તે તે સમયે થતા પરિણામ જીવને તદ્ભાવરૂપ છે, અને તે તે સમયની પરદ્રવ્યની ક્રિયા જીવને અતદ્ભાવરૂપ છે. તથાપિ તે તે પરિણામને બાહ્યવસ્તુ આલંબન છે તેથી તેને અધ્યવસાનનું-પરિણામનું કારણ કહેવામાં આવે છે. અહા! અતદ્ભાવરૂપ એવી બાહ્યવસ્તુ આલંબનભૂત હોવાથી તદ્ભાવરૂપ અધ્યવસાનનું કારણ છે એમ કહેવાય છે. સમજાણું કાંઈ...?

‘બાહ્યવસ્તુ વિના નિરાશ્રયપણે અધ્યવસાન ઉપજતાં નથી તેથી બાહ્યવસ્તુઓનો ત્યાગ કરાવવામાં આવે છે.’

બીજાને મારવા-જિવાડવાનો, સુખી-દુઃખી કરવાનો અધ્યવસાય બાહ્યવસ્તુના આશ્રય વિના ઉપજતો નથી તેથી બાહ્યવસ્તુઓનો ત્યાગ કરાવવામાં આવે છે. ત્યાં આશય તો અધ્યવસાનનો જ ત્યાગ કરાવવાનો છે. કોઈને બાહ્યવસ્તુઓનો ત્યાગ હોય પણ અંતરંગ અધ્યવસાન મટે નહિ તો તેથી કાંઈ (લાભ) નથી.

હવે કહે છે-‘જો બંધનું કારણ બાહ્યવસ્તુ કહેવામાં આવે તો તેમાં વ્યભિચાર આવે છે.’ એટલે શું? એટલે કે તેમાં સત્યતા આવતી નથી, વિરુદ્ધતા-વિપરીતતા આવે છે; કેમકે કારણ હોવા છતાં કોઈ સ્થળે કાર્ય દેખાય અને કોઈ સ્થળે કાર્ય ન દેખાય તેને વ્યભિચાર કહે છે. કારણ હોય છતાં કાર્ય થાય વા ન પણ થાય તો તે કારણમાં વ્યભિચાર છે, અને એવા કારણને વ્યભિચારી-અનૈકાંતિક કારણાભાસ કહે છે. માટે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી.

જેમકે ‘કોઈ મુનિ ઈર્યાસમિતિપૂર્વક યત્નથી ગમન કરતા હોય તેમના પગ તળે કોઈ ઊડતું જીવડું વેગથી આવી પડીને મરી ગયું તો તેની હિંસા મુનિને લાગતી


PDF/HTML Page 2625 of 4199
single page version

નથી. અહીં બાહ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો હિંસા થઈ, પરંતુ મુનિને હિંસાનો અધ્યવસાય નહિ હોવાથી તેમને બંધ થતો નથી.’ અહાહા...! પગ તળે જીવડું મરી ગયું એ દ્રષ્ટિએ બહારથી જોતાં હિંસા થઈ છે, પણ મુનિરાજને મારવાના પરિણામ નહિ હોવાથી તેમને બંધ થતો નથી. જુઓ અહીં પરિણામના અર્થમાં અધ્યવસાય શબ્દ વાપર્યો છે; કેમકે મુનિરાજને એકત્વબુદ્ધિ તો છે જ નહિ તેથી અધ્યવસાયનો અર્થ અહીં પરિણામ લેવો.

‘જેમ તે પગ નીચે મરી જતું જીવડું મુનિને બંધનું કારણ નથી તેમ અન્ય બાહ્યવસ્તુઓ વિષે પણ સમજવું.’

શરીર, મન, વાણી ઈત્યાદિ બધી જે પરની ક્રિયા થાય તે પરિણામનો આશ્રય હોય, પણ એ બાહ્યવસ્તુની ક્રિયા બંધનું કારણ નથી; વાણીથી બંધ નથી, દેહથી બંધ નથી; કેમકે એ બધી પરચીજ જીવને અતદ્ભાવરૂપ છે. જે પરિણામ છે તે જીવને તદ્ભાવરૂપ છે અને તે જ જીવને બંધનું કારણ છે.

‘આ રીતે બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં વ્યભિચાર આવતો હોવાથી બાહ્યવસ્તુ બંધનું કારણ નથી એમ સિદ્ધ થયું. વળી બાહ્યવસ્તુ વિના નિરાશ્રયે અધ્યવસાન થતાં નથી તેથી બાહ્યવસ્તુનો નિષેધ પણ છે જ.’

જુઓ, આ પ્રમાણે બાહ્યવસ્તુના નિષેધ દ્વારા બાહ્યવસ્તુનો આશ્રય છોડાવે છે.

[પ્રવચન નં. ૩૧૮ (શેષ) થી ૩૨૦ * દિનાંક ૧૩-૨-૭૭ થી ૧પ-૨-૭૭]

PDF/HTML Page 2626 of 4199
single page version

ગાથા–૨૬૬
दुक्खिदसुहिदे जीवे करेमि बंधेमि तह विमोचेमि।
जा एसा मूढमदी णिरत्थया सा हु दे मिच्छा।। २६६।।
दुःखितसुखितान् जीवान् करोमि बन्धयामि तथा विमोचयामि।
या एषा मूढमतिः निरर्थिका सा खलु ते मिथ्या।।
२६६।।

આ રીતે બંધના કારણપણે (-કારણ તરીકે) નક્કી કરવામાં આવેલું જે અધ્યવસાન તે પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી મિથ્યા છે-એમ હવે દર્શાવે છેઃ-

કરું છું દુખી–સુખી જીવને, વળી બદ્ધ–મુક્ત કરું અરે!
આ મૂઢ મતિ તુજ છે નિરર્થક, તેથી છે મિથ્યા ખરે. ૨૬૬.

ગાથાર્થઃ– હે ભાઈ! ‘[जीवान्] હું જીવોને [दुःखितसुखितान्] દુઃખી-સુખી [करोमि] કરું છું, [बन्धयामि] બંધાવું છું [तथा विमोचयामि] તથા મુકાવું છું, [या एषा ते मूढमतिः] એવી જે આ તારી મૂઢ મતિ (-મોહિત બુદ્ધિ) છે [सा] તે [निरर्थिका] નિરર્થક હોવાથી [खलु] ખરેખર [मिथ्या] મિથ્યા (-ખોટી) છે.

ટીકાઃ– હું પર જીવોને દુઃખી કરું છું, સુખી કરું છું ઇત્યાદિ તથા બંધાવું છું, મુકાવું છું ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે બધુંય, પરભાવનો પરમાં વ્યાપાર નહિ હોવાને લીધે પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી, ‘હું આકાશના ફૂલને ચૂંટું છું’ એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે, કેવળ પોતાના અનર્થને માટે જ છે (અર્થાત્ માત્ર પોતાને જ નુકસાનનું કારણ થાય છે, પરને તો કાંઈ કરી શકતું નથી).

ભાવાર્થઃ– જે પોતાની અર્થક્રિયા (-પ્રયોજનભૂત ક્રિયા) કરી શકતું નથી તે નિરર્થક છે, અથવા જેનો વિષય નથી તે નિરર્થક છે. જીવ પર જીવોને દુઃખી-સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે, પરંતુ પર જીવો તો પોતાના કર્યા દુઃખી-સુખી થતા નથી; તેથી તે બુદ્ધિ નિરર્થક છે અને નિરર્થક હોવાથી મિથ્યા છે-ખોટી છે.

*

PDF/HTML Page 2627 of 4199
single page version

સમયસાર ગાથા ૨૬૬ઃ મથાળું

આ રીતે બંધના કારણપણે (-કારણ તરીકે) નક્કી કરવામાં આવેલું જે અધ્યવસાન તે પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી મિથ્યા છે-એમ હવે દર્શાવે છેઃ-

* ગાથા ૨૬૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘હું પર જીવોને દુઃખી કરું છું, સુખી કરું છું ઈત્યાદિ તથા બંધાવું છું, મુકાવું છું ઈત્યાદિ જે આ અધ્યવસાન છે તે બધુંય, પરભાવનો પરમાં વ્યાપાર નહિ હોવાને લીધે પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી, “હું આકાશના ફૂલને ચૂંટું છું” એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે, કેવળ પોતાના અનર્થ માટે જ છે.’

જુઓ, પરજીવોને મારું-જિવાડું, સુખી-દુઃખી કરું-એવો અભિપ્રાય મિથ્યા અધ્યવસાય છે એ વાત આવી ગઈ છે, હવે આમાં પરને ‘બંધાવું-મુકાવું છું’ એ અભિપ્રાય પણ મિથ્યા છે એમ વધારે નાખ્યું છે.

શું કહેવું છે? કે ‘હું પરને બંધાવું’ એવો તારો જે ભાવ છે તે પરને બંધાવી શકતો નથી, અને ‘હું બીજાને મુક્ત કરું’ એવો તારો જે ભાવ છે તે બીજાને મુક્ત કરી શકતો નથી. ‘હું બીજાને મોક્ષ કરી દઉં’ એવો તારો ભાવ શું બીજાનો મોક્ષ કરી દે છે? ના; તેમ ‘હું બીજાને બંધાવું’ એવો તારો ભાવ શું બીજાને બંધાવે છે? ના. અરે ભાઈ! બીજાને બંધાવા-મૂકાવાના પરિણામ તો બીજાના એના છે અને બંધાવા-મૂકાવાની ક્રિયા પણ બીજામાં-એનામાં થાય છે. અહા! પોતાને પરનું કરવાના ભાવ-પરિણામ થાય પણ એ પરની ક્રિયા કરી શકતો નથી. ઝીણી વાત ભાઈ!

ઐક દ્રષ્ટાંત આવે છે ને કે-એક શેઠ હતા હવે એનું મકાન બંધાતું હતું ત્યારે તેનો એક વેરી છુપી રીતે મંદિરની થોડી ઈંટો એમાં મૂકી આવ્યો. એને મન એમ કે આ દેવદ્રવ્ય-દેરાસરનો માલ મકાનમાં વપરાશે એટલે એનું નખ્ખોદ જશે, એને તીવ્ર બંધ થશે. પેલા મકાન બંધાતું હતું એ શેઠને તો આની ખબરેય નથી ત્યાં એને શું થાય? મૂર્ખ લોકો આવો ને આવો અભિપ્રાય રાખે કે હું બીજાને બંધાવું! અહીં કહે છે-એ અભિપ્રાય મિથ્યા જૂઠો છે.

શ્વેતાંબરમાં ‘દસ અચ્છેરાં’ માં એક વાત આવે છે. હરિવંશક્ષેત્રમાં એક જુગલીયાં હતાં. હવે તે જુગલિયાં નિયમથી મરીને સ્વર્ગે જાય. તેનો વેરી એક દેવ હતો તેણે આ જુગલિયાનું શરીર નાનું કરીને ભરતક્ષેત્રમાં મૂક્યાં અને ત્યાં દારૂ, માંસ આદિ ખવડાવ્યાં ને સાત વ્યસનમાં તેને નાખી દીધાં. પછી તે જુગલિયાં મરીને નરકે ગયાં. હવે આવી ને આવી મેળ વગરની વાત; કેમકે હરિવંશક્ષેત્રમાંથી જુગલિયાંને


PDF/HTML Page 2628 of 4199
single page version

અહીં ભરતમાં લવાય નહિ, જુગલિયાં દારૂ, માંસ સેવે નહિ અને મરીને નરકે જાય નહિ. અહા! બીજાને બીજો કોઈ બંધાવી દે એ અધ્યવસાય જ જૂઠો છે.

આવી તો બધી કલ્પિત વાતો ત્યાં (શ્વેતાંબરમાં) ઘણી છે. ભગવાન મહાવીર ૮૨ દિવસ બ્રાહ્મણીની કુખે ગર્ભમાં રહ્યા, પછી દેવે આવીને તેને (-ગર્ભને) ત્રિશલા માતાને કુખે મૂકયા. લ્યો, આવી કલ્પિત વાત! અહા! ભગવાનનું ગર્ભકલ્યાણક બીજે ને જન્મકલ્યાણક બીજે ઉજવાય એમ કદી બની શકે નહિ. ભગવાન બ્રાહ્મણીને ત્યાં ગર્ભમાં આવ્યા અને જન્મ્યા શ્રી ત્રિશલા ક્ષત્રિયાણીને ત્યાં એમ બની શકે નહિ. આવું ખોટું બધું હલાવ્યે રાખે! અહા! આમાં બીજાને દુઃખ લાગે પણ ભાઈ! શું થાય? માર્ગ તો વીતરાગનો દિગંબર આચાર્યોએ બતાવેલ છે તે સનાતન સત્યાર્થ છે.

અહીં કહે છે-તું બીજાને માંસ-દારૂ ખવડાવીને પાપમાં નાખી દે, નરકમાં નાખી દે એમ કદી બની શકતું નથી. અહા! તું એને પરાણે માંસ ખવડાવી દે, એના મોઢામાં નાખી દે તો તેથી શું? એને તો તે વિષ્ટા સમાન છે. તું ભલે તારા દુષ્ટ પરિણામ કરે, પણ એને ક્યાં માંસ ખાવાના પરિણામ છે? માટે તેને પાપ બંધાય એમ છે જ નહિ. દામનગરમાં આ બનેલી વાત છે કે એક માણસને રોગ હતો તો એને બહુ ઉલટી થઈ. ઉલટી થતાં થતાં વિષ્ટાનો આખો ગાંગડો મોંઢામાં આવ્યો; તો શું એને એમાં મીઠાશ-રુચિ છે? જરાય નહિ. એમ કોઈ પરાણે કોઈને માંસ ખવડાવે માટે એના પરિણામ બગડી જાય એમ છે નહિ. ભાઈ! ‘હું પરને બંધાવી દઉં, એના પરિણામ ફેરવી દઉં’ એમ તું અધ્યવસાય કરે પણ પરમાં એમ બની શકતું નથી, કેમકે પરના પરિણામ કરનારો પર પોતે છે. અહા! મારા શરણે આવે એનો મોક્ષ કરી દઉં, એને ધર્મ પમાડી દઉં’ એવો અભિપ્રાય મિથ્યા અધ્યવસાન છે એમ કહે છે.

પ્રશ્નઃ– તો ઉપદેશ દઈને શ્રીગુરુ ધર્મ પમાડે છે ને? ઉત્તરઃ– એમ છે નહિ. એ તો પોતે સ્વાશ્રયે ધર્મ પામે છે તો શ્રીગુરુએ ધર્મ પમાડયો એમ નિમિત્તથી કહેવાય છે; બાકી પમાડે કોણ? ઉપદેશના વિકલ્પને કાળે વાણી આવે, ત્યાં ‘બીજા ધર્મ પામો’ એવો શ્રીગુરુનો વિકલ્પ છે, પણ એનાથી બીજાને ધર્મ- લાભ થાય એમ વસ્તુસ્થિતિ નથી. ધર્મ તો તે પોતાના સ્વના આશ્રયે જ્યારે પરિણમે ત્યારે જ થાય. આ વસ્તુસ્થિતિ છે.

‘નમુત્થુણં’ માં આવે છે ને? કે-તિન્નાણં તારયાણં, બુદ્ધાણં, બોહિયાણં, મુત્તાણં મોયગાણં? ભાઈ! આ તીર્થંકર ભગવાનની સ્તુતિ છે એટલે વ્યવહારથી નિમિત્તનું જ્ઞાન કરાવવાનું ત્યાં પ્રયોજન છે, બાકી ભગવાન કોઈને તારી દે છે, મુક્ત કરી દે છે, મોક્ષ કરી દે છે એમ છે નહિ. સમજાણું કાંઈ...?

અહાહા.....! પરને બંધાવા-મૂકાવાના પરિણામ, પરને મારવા જિવાડવાના


PDF/HTML Page 2629 of 4199
single page version

પરિણામ, પરને દુઃખી-સુખી કરવાના પરિણામ-એ બધા અધ્યવસાન મિથ્યા છે. કેમ? કેમકે પર ભાવનો પરમાં વ્યાપાર હોતો નથી તેથી તે પોતાની અર્થક્રિયા કરનારા નથી. અહા! પરિણામનું જે પ્રયોજન છે તે તે પરિણામ સિદ્ધ કરી શકતા નથી. અર્થાત્ પરને જિવાડવાના પરિણામવાળો પરને જિવાડવાની ક્રિયા કરી શકતો નથી, પરને મારવાના પરિણામવાળો પરને મારવાની ક્રિયા કરી શકતો નથી, પરને બંધાવા-મૂકાવાના પરિણામ પરમાં કાંઈ કરી શકતા નથી. અહાહા..! પરભાવનો પરમાં વ્યાપાર થવો જ શક્ય નથી. તેથી તે સઘળા અધ્યવસાન મિથ્યા જ છે. કોની જેમ? તો કહે છે-

‘હું આકાશના ફૂલને ચૂંટું છું’ એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે. અહા! આકાશને ફૂલ હોય જ નહિ તેથી આકાશના ફૂલને ચૂંટું છું એવો ભાવ જેમ મિથ્યા છે, જુઠો છે તેમ આને પરને મારવા-જિવાડવાના, બંધ-મોક્ષ કરવાના ને દુઃખી-સુખી કરવાના અધ્યવસાય તદ્દન મિથ્યા છે, જૂઠા છે. તેથી પરની ક્રિયા હું કરી શકું છું એવો જે અભિપ્રાય છે તે મિથ્યાત્વ છે, કેવળ પોતાના અનર્થને માટે જ છે.

ભગવાન ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવે પ્રરૂપેલા સત્ય સિદ્ધાંતને અહીં સિદ્ધ કરે છે કે- પરજીવના પ્રાણને હું હરી શકું, કે પર જીવના પ્રાણની હું રક્ષા કરી શકું, વા બીજાના બંધ-મોક્ષને હું કરી શકું ઈત્યાદિ જે અભિપ્રાય છે તે મિથ્યાત્વ છે, કેમકે તે અભિપ્રાય પોતાનું જે પ્રયોજન છે તે સિદ્ધ કરી શકતો નથી. પરભાવનો પરમાં વ્યાપાર થવો અશક્ય છે તેથી પરને મારવા-જિવાડવા આદિના જે ભાવ છે તે પોતાની અર્થક્રિયા કરી શકતા નથી માટે તે ભાવ મિથ્યા છે, અને તેવો અભિપ્રાય મિથ્યાત્વ છે. ભજનમાં આવે છે ને કે-

‘વૈશ્નવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે;
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.’

અહીં કહે છે- પરની પીડા કોઈ બીજું ટાળી શકતું જ નથી. કોઈને એવો વિકલ્પ આવે એ બીજી વાત છે, પણ એ વિકલ્પ બીજાની પીડા હરવા માટે સમર્થ નથી. તેથી બીજાની પીડા હરી શકું છું એવો અભિપ્રાય મિથ્યાત્વ છે. સૂક્ષ્મ વાત છે ભગવાન!

બીજા જીવને હું કર્મબંધ કરાવું કે એને કર્મથી મૂકાવી દઉં ઇત્યાદિ અભિપ્રાય જેને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. અહાહા....! બીજા જીવને હું એવા પરિણામ કરાવું કે તે કર્મથી બંધાય ને સંસારમાં રઝળી મરે,-અહીં કહે છે-એ પરિણામ તારા મિથ્યા છે, કેમકે પરજીવ પોતાના અજ્ઞાનવશ રાગ-દ્વેષથી બંધાય છે; તેમાં તું શું કરે છે? કાંઈ નહિ. તારા પરને બંધાવાના પરિણામ બીજાને બંધન કરાવી શકતા નથી. તેવી


PDF/HTML Page 2630 of 4199
single page version

રીતે હું એવો ઉપદેશ દઉં કે બીજા તરી જાય, તો કહે છે-એ પરિણામ પણ તારા મિથ્યા છે, કેમકે પરનું તું શું કરે? કાંઈ નહિ. તારા પરને તારી દેવાના પરિણામ બીજાને તારી શકતા નથી, કારણ કે પરનો પરમાં વ્યાપાર જ નથી. સમકિતીને જરી અસ્થિરતાનો વિકલ્પ આવે એ બીજી વાત છે, બાકી મિથ્યાદ્રષ્ટિને જે વિપરીત અભિપ્રાયના પરિણામ છે એ તેને દીર્ઘ સંસારનું કારણ છે.

મા-બાપ હોય ને? એમને એમ થાય કે-આ છોકરાંને બરાબર ભણાવી-ગણાવીને હોશિયાર કરી દઉં, એમને ધંધો શીખવાડી દઉં, તેઓ પૈસા કમાતા થઈ જાય એટલે આપણે નિવૃત્ત થઈ જઈએ; -અહીં કહે છે-ભાઈ! તારો એ અભિપ્રાય મિથ્યા છે, કેમકે પરભાવનો પરમાં વ્યાપાર જ શક્ય નથી.

પ્રશ્નઃ– પણ આવકનું સાધન તો કરી આપવું જોઈએ ને? ઉત્તરઃ– કોણ સાધન કરી આપી શકે? એના પુણ્યનો ઉદય હોય તો સાધન આપોઆપ આવી મળે, અને પાપનો ઉદય હોય તો સાધન ન મળે. એમાં તું શું કરે? સાધન કરી આપવાનો ભાવ આવે, પણ આને (છોકરાને) પાપનો ઉદય હોય તો સાધન મળે નહિ. અરે ભાઈ! પરની ક્રિયા આત્મા ત્રણ કાળમાં કરી શકે જ નહિ. તું ભાવ કરે પણ તે ભાવ પરમાં કાંઈ કરી શકે નહિ. તેથી તારા પરિણામ નિરર્થક મિથ્યા છે અને તારા તેવો અભિપ્રાય મિથ્યાત્વ છે.

એ તો અહીં કહ્યું ને કે-‘હું આકાશનાં ફૂલો ચૂંટું છું’- એવા અધ્યવસાનની માફક ‘હું પરને મારું-જિવાડું છું, પરને દુઃખી-સુખી કરું છું, પરને બંધાવું-મૂકાવું છું’ ઇત્યાદિ સર્વ અધ્યવસાન નિરર્થક છે. અહા! જેમ આકાશને ફૂલ હોય નહિ તેમ પરવસ્તુ આત્માની છે નહિ; તેથી પરની ક્રિયા હું કરું છું એ અધ્યવસાય જૂઠો છે. આ છોકરાઓ બધા ભણી- ગણીને મોટા થાય એટલે બધાને સરખાં મકાન બનાવી દઉં અને બધાની સરખી વ્યવસ્થા કરી દઉં એવું અધ્યવસાન જૂઠું છે, કેમકે પરમાં કાંઈપણ કરવા માટે આત્મા પાંગળો છે. આત્મા પરની વ્યવસ્થા ત્રણકાળ ત્રણલોકમાં કરી શકે નહિ. તે પોતાના પોતામાં બંધના પરિણામ કે મોક્ષના પરિણામ કરી શકે પણ પરમાં કાંઈ પણ કરી શકે નહિ.

હું ખૂબ ધન કમાઉં છું તો એની એવી વ્યવસ્થા કરું કે જેથી કુટુંબનાં સર્વ સુખી થાય, સેવકો સુખી થાય ને સમાજને લાભ થાય-એમ પરને સુખી કરવાનો અભિપ્રાય અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિનો છે. અજ્ઞાનીના આવા સર્વ પરિણામ મિથ્યા છે અને પોતાના અનર્થને માટે જ છે. પરનું તો તે કાંઈ કરી શકે નહિ, પણ પોતાને અવશ્ય નુકશાનનું કારણ થાય છે. અહા! આવા સર્વ પરિણામ પરની ક્રિયા કરવામાં નિષ્ફળ છે અને પોતાના આત્માનું નુકશાન કરવામાં, ચતુર્ગતિ-પરિભ્રમણ અર્થે સફળ છે.


PDF/HTML Page 2631 of 4199
single page version

લ્યો, હવે આવું કદી સાંભળવા મળે નહિ અને બીજે દયા કરો ને દાન કરો ને ભક્તિ કરો ને તપ કરો એમ પરની ક્રિયા કરો, કરો-એવો ઉપદેશ બધે સાંભળવા મળે. પણ અહીં કહે છે-ભગવાન! એ પરનું કરવાના પરિણામ સર્વ નિરર્થક છે અને પોતાના અનર્થને માટે જ છે. અહા! ભાષા તો જુઓ! એ પરિણામ પોતાનું અનર્થ કરનારા એટલે સંસારમાં દીર્ઘકાળ રખડાવનારા-રઝળાવનારા છે. કેમ? કેમકે તે મિથ્યા અભિપ્રાય સહિત છે. અરે! લોકોને મિથ્યાદર્શન શું છે એની ખબર નથી!

ઝીણી વાત છે ભાઈ! શું તારી સત્તામાં થતા પરિણામ પરની સત્તામાં પ્રવેશ કરી શકે છે કે તે પરનું કાર્ય કરી દે? ના, કદીય નહિ. તેમ શું પરસત્તા તારામાં પ્રવેશી શકે છે કે પર તારું કાર્ય કરી દે? એમ પણ નહિ. અહા! કોઈ સત્તા પોતાની સત્તાને છોડીને પરની સત્તામાં પ્રવેશ પામતી જ નથી તો પછી તે પરનું શું કરી શકે? કાંઈ જ નહિ.

આ શરીર છે તેને આમ તેમ હું હલાવું છું એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ! શું આત્માની સત્તા જડ શરીરમાં જાય છે? ના; તો પછી આત્મા શરીરનું શું કરે? તે શરીરને કેવી રીતે હલાવે? અહા! પાણીમાં માખી પડી ગઈ હોય તો આંગળી વડે કાઢીને હું તેને બચાવી શકું છું- એવો અભિપ્રાય મિથ્યા છે. શું આંગળીની કે પર માખીની સત્તામાં તું જઈ શકે છે? ના; તો પછી આંગળીનું તું શું કરે? ને માખીને તું કેવી રીતે બચાવે? આંગળીની ક્રિયા તો સ્વયં એના પરમાણુઓથી થાય છે અને માખી બચે છે તે એના આયુકર્મના ઉદયથી બચે છે. માટે માખીને હું બચાઉં છું એવો તારો અભિપ્રાય મિથ્યા છે અને તે પોતાના અનર્થ માટે જ છે, અર્થાત્ પોતાને સંસારની વૃદ્ધિનું જ કારણ છે.

અહાહા...! પ્રત્યેક જીવનની અને પરમાણુ-પરમાણુની જે ક્ષણે જે અવસ્થા પોતાની થાય છે એને કોઈ બીજો કરી દે એ ત્રણકાળમાં બની શકે નહિં. પ્રત્યેક જીવ અને પ્રત્યેક પરમાણુની પોતપોતાની પર્યાયની જન્મક્ષણ છે. અહા! પ્રતિસમય તેમાં જે જે અવસ્થા થાય છે તે તેની ઉત્પત્તિનો કાળ છે. હવે એમાં કોઈ બીજો કહે છે કે-હું એને ઉપજાવી દઉં કે બદલાવી દઉં તો તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે બીજાનો બીજામાં પ્રવેશ જ નથી. આ અમે લોકોની સેવા કરીએ છીએ, દીન-દુખિયાંનાં દુઃખ દૂર કરીએ છીએ ઇત્યાદિ પરનાં કાર્ય કરવાના સર્વ અધ્યવસાય જૂઠા-નિરર્થક છે, કેમકે પોતાના અધ્યવસાય પ્રમાણે પરમાં બનતું નથી. હા, એવા જૂઠા અધ્યવસાય વડે પોતાનો આત્મા હણાય છે, તેથી તે અધ્યવસાય પોતાને સંસારમાં રખડાવવામાં સાર્થક છે, પણ પરનું કાર્ય કરવામાં તે તદ્દન નિરર્થક છે.

પ્રશ્નઃ– નિશ્ચયથી તો કોઈ પરનું કાંઈ ન કરી શકે એ તો બરાબર, પણ વ્યવહારથી શું છે? (એમ કે વ્યવહારથી તો કરી શકે ને?)


PDF/HTML Page 2632 of 4199
single page version

ઉત્તરઃ– ભાઈ! વ્યવહારથી પણ આત્મા પરનું કાંઈ ન કરી શકે. આણે આનું ભલું-બુરું કર્યું એમ વ્યવહારથી જે કહેવાય છે એ તે બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે, પણ કોઈ કોઈનું ભલું-બુરું કરી શકે છે એમ છે નહિ. દરેક પદાર્થ સ્વયં પોતે પોતાની ક્રિયા સ્વતંત્ર કરે તે નિશ્ચય અને તે કાળે બાહ્ય અનુકૂળ નિમિત્ત જે હોય તેનું જ્ઞાન કરવું તે વ્યવહારનય છે. પણ નિમિત્તે-બીજા પદાર્થે એમાં (ઉપાદાનમાં) કાંઈ કરી દીધું છે એમ જાણવું તે વ્યવહારનય નથી, એ તો અજ્ઞાન છે. સમજાણું કાંઈ....?

પ્રશ્નઃ– વ્યવહારથી પરનું કરી ન શકે પણ ‘આણે આનું કર્યું’ એમ વ્યવહારથી બોલાય તો છે ને?

ઉત્તરઃ– બોલાય છે એની કોણ ના પાડે છે? પણ એમ છે? ના, તથાપિ બોલાય તો છે ને-એમ જેની બોલાવા ઉપર દ્રષ્ટિ છે તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે તેને અંતરમાં અભિપ્રાય યથાર્થ થયો નથી. અંતરના અભિપ્રાયને જોતો નથી ને આમ તો બોલાય છે ને-એમ જે ભાષાને વળગે છે તે બહિર્દ્રષ્ટિ જ છે.

અહીં કહે છે-પરને મારું-જિવાડું, સુખી-દુઃખી કરું, બંધાવું-મૂકાવું ઇત્યાદિ જેટલા અધ્યવસાય છે તે સઘળા નિરર્થક નામ જૂઠા છે અને તે પોતાના અનર્થ માટે જ છે. લ્યો, આવી વાત છે!

* ગાથા ૨૬૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જે પોતાની અર્થક્રિયા (-પ્રયોજનભૂત ક્રિયા) કરી શકતું નથી તે નિરર્થક છે, અથવા જેનો વિષય નથી તે નિરર્થક છે.’

જુઓ આ સિદ્ધાંત મૂક્યો. ‘હું પર જીવને મારી કે બચાવી શકું’ એવો જે પરિણામ છે તેનો વિષય નથી; કારણ કે પર જીવના મરણ કે જીવનની ક્રિયા એની સ્વતંત્ર છે, એ કાંઈ આના પરિણામથી થાય છે એમ નથી. તથાપિ એને પોતાના પરિણામનો વિષય માને તો એ મિથ્યા માન્યતા છે. ભાઈ! ધર્મ શું ચીજ છે એ લોકોને ખબર નથી. વિના સમજ્યે અજ્ઞાનપૂર્વક દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિ બહારની ક્રિયાઓ કરે રાખે છે? પણ એથી શું? આત્મજ્ઞાન વિના એવું તો અનંતવાર કર્યું પ્રભુ! પણ સંસાર તો ઊભો જ રહ્યો. અહાહા.....! ‘એ રાગની ક્રિયા હું કરી શકું છું’ એવો અભિપ્રાય પણ મિથ્યા છે. રાગાદિ ક્યાં એનામાં છે તે એ કરી શકે? જેમ પરદ્રવ્યની ક્રિયા આત્મા કરી શકતો નથી તો એ પરિણામનો વિષય નથી તેમ. હું રાગાદિ કરી શકું છું-એ પરિણામનો વિષય નથી. અને જેનો વિષય નથી તે નિરર્થક છે. અહા! પરની ક્રિયા ને રાગની ક્રિયા કરવાનો અભિપ્રાય નિરર્થક છે.

‘હું પરનો મોક્ષ કરી દઉં, હું પર જીવોને બચાવી દઉં’ ઇત્યાદિ પરિણામ તું


PDF/HTML Page 2633 of 4199
single page version

કરે પણ એ પરિણામનો વિષય શું તારો છે? એ પરિણામ પોતાની અર્થક્રિયા કરી શકતો નથી માટે એ મિથ્યા છે, નિરર્થક છે. પરનો મોક્ષ તો એના વીતરાગી પરિણામથી થાય છે એમાં તું શું કરે? તેમ પર જીવ એનું આયુષ્ય હોય તો બચે છે, પણ તારા પરિણામથી એ ક્યાં બચે છે? આ પ્રમાણે પરની ક્રિયા કરવાના પરિણામ પોતાની અર્થક્રિયાથી રહિત હોવાથી નિરર્થક છે.

જુઓ, સમ્યગ્દર્શનના પરિણામનો વિષય નામ ધ્યેય ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે. એ તો વિષય વસ્તુ યથાર્થ, સત્યાર્થ છે; તેથી એ પરિણામનો વિષય છે. પણ ‘હું મારી-જિવાડી શકું છું’ ઇત્યાદિ પરિણામનો વિષય જ નથી કેમકે પરને મારવા- જિવાડવાના પરિણામ પરને મારી-જિવાડી શકતા નથી. શું કીધું? કે ‘પરને હું જિવાડું’ એમ અભિપ્રાય રાખે પણ પરને તે જિવાડી શકતો નથી. માટે એ પરિણામનો વિષય ખોટો-અસત્યાર્થ છે અર્થાત્ એનો વિષય જ નથી એમ કહે છે. સમજાણું કાંઈ...?

અહો! દિગંબર સંતોએ વસ્તુસ્વરૂપ ખુલ્લું કરીને માર્ગને ટકાવી રાખ્યો છે. અહા! સંતોને-કેવળીના કેડાયતીઓને સમાજની શું પડી છે? સમાજ વસ્તુના સ્વરૂપને સ્વીકારશે કે નહિ એની એમને શું પડી છે? એ તો સર્વજ્ઞનું ફરમાન જેમ છે તેમ યથાસ્થિત નિઃસંકોચપણે ખુલ્લું કરે છે. ભાઈ! એને સમજવું હોય તો પોતાનો દુરાગ્રહ છોડી દેવો જોઈશે.

‘હું શરીરની ક્રિયા કરી શકું છું’-એવા જે પરિણામ તે શરીરની ક્રિયા કરી શકતા નથી, કેમકે શરીરની ક્રિયા તો ભિન્ન જડની ક્રિયા જડથી થાય છે. તો પછી એ પરિણામનું શું? તો કહે છે-એ પરિણામ મિથ્યા, નિરર્થક છે અને પોતાના અનર્થ માટે છે. જેનો વિષય નથી તે નિરર્થક છે. જેવા પરિણામ થયા તે પ્રમાણે પરમાં કરી શકે નહિ તેથી પરિણામનો વિષય અસત્યાર્થ છે અર્થાત્ નથી એમ કહેવાય છે. અહા! આવી વાત વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી. આ પરમ સત્યનો પોકાર છે કે જીવના પરિણામનો જો વિષય નથી તો તે પરિણામ નિરર્થક છે, પોતાના અનર્થને માટે છે.

એ જ કહે છેઃ ‘જીવ પર જીવોને દુઃખી-સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે, પરંતુ પર જીવો તો પોતાના કર્યા દુઃખી-સુખી થતા નથી; તેથી તે બુદ્ધિ નિરર્થક છે અને નિરર્થક હોવાથી મિથ્યા છે-ખોટી છે.’

પ્રશ્નઃ– તો પછી શું કરવું?

ઉત્તરઃ– ભાઈ! જ્ઞાતા-દ્રષ્ટાપણે (-જાણવા-દેખવાપણે) રહેવું. અહાહા....! હું જ્ઞાનાનંદસ્વભાવી છું. -એમ દ્રષ્ટિ સ્વસ્વરૂપમાં એકાગ્ર કરવી.


PDF/HTML Page 2634 of 4199
single page version

આત્મા સદા સર્વજ્ઞસ્વભાવી છે. સર્વજ્ઞ પર્યાય જે કેવળી પરમાત્માને ઉત્પન્ન થાય છે તે ક્યાંથી ઉત્પન્ન થાય છે? શું એ ક્યાંય બહારથી આવે છે? ના; એ તો અંદર સર્વજ્ઞસ્વભાવ પડયો છે એમાં લીન થતાં પ્રગટ થાય છે. તો મારો પણ સર્વજ્ઞસ્વભાવ છે, બધાને જાણવા-દેખવાનો સ્વભાવ છે, પણ પરનું કાંઈ કરવું એવો વ્યવહારે પણ એનો ભાવ નથી એમ જાણી ભાઈ! અંતર્નિમગ્ન થવું એ એક જ કર્તવ્ય છે. આત્મા પોતાના સિવાય શરીર, મન, વાણી કર્મ, પરજીવો વગેરે પર પદાર્થોનું કાંઈ પણ કરી શકતો નથી એમ જાણી નિજ સ્વરૂપ જે સર્વજ્ઞસ્વભાવ તેમાં લીન થઈને રહેવું એ એનું વાસ્તવિક કાર્ય છે. આવું ઝીણું પડે માણસને, પણ શું થાય? મારગ તો આ છે બાપુ!

છહઢાલામાં પંડિત શ્રી દોલતરામજીએ કહ્યું ને કે-

‘મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.’

ભગવાન! એણે અનંતવાર મુનિપણાં લઈને પંચમહાવ્રત, પંચસમિતિ, ગુપ્તિ વગેરે પાળ્‌યાં; હજારો સ્ત્રીઓ ત્યાગીને જંગલમાં રહ્યો ને શુક્લ લેશ્યાના પરિણામ કરીને નવમી ગ્રૈવેયક સુધી ગયો. પણ એમાં શું વળ્‌યું? અહા! રાગ ને પરપદાર્થોથી ભિન્ન પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાનું ભાન કર્યું નહિ તો શું વળ્‌યું? કાંઈ નહિ. કહ્યું ને કે ‘સુખ લેશ ન પાયો’- અર્થાત્ દુઃખ જ પાયો. હું રાગ ને પરથી ભિન્ન હોવાથી રાગની ને પરથી ક્રિયા કરી શકતો નથી એમ જાણી જ્ઞાતા-દ્રષ્ટાપણે પ્રવર્તવું તે એક જ કર્તવ્ય છે ભાઈ! એના વિના બીજી બધી બહારની ક્રિયા તો દુઃખ જ દુઃખ છે.

અહાહા....! હું અખંડ એક શુદ્ધ ચૈતન્યમૂર્તિ ચિદાનંદઘન પ્રભુ ભગવાન આત્મા છું; હું સર્વને જાણું એવું મારામાં જ્ઞાન છે, પણ હું પરનો કર્તા થાઉં એવી મારામાં કોઈ શક્તિ નથી. હું મારી નિર્મળ પર્યાયનો કર્તા થાઉં એવી શક્તિ મારામાં છે, પણ પરનો કર્તા થાઉં એવી કોઈ શક્તિ મારામાં નથી. જુઓ, આ વસ્તુનું સ્વરૂપ છે. મારામાં નિર્મળ પર્યાય થાય એ પર્યાય-પરિણામનો વિષય તો યથાર્થ, સત્યાર્થ છે. નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગની પર્યાયનું કર્તવ્ય તો મારામાં છે એ બરાબર છે. કેમકે એ તો સ્વભાવ છે; પણ પરભાવનું કર્તાપણું મને નથી.

તેથી કહે છે-‘હું પરનો જાણવાવાળો છું’ એ ભૂલીને ‘હું પરનો કરવાવાળો છું’- એવો જે અભિપ્રાય છે તે મિથ્યા અભિપ્રાય છે. એક રજકણથી માંડીને બધીય ચીજો, દુનિયાના ધંધા-વેપાર, કુટુંબનું ભરણ-પોષણ, સંસ્થાઓનો વહિવટ, રાજ્યનો વહિવટ, શરીરાદિની ક્રિયા ઇત્યાદિ હું કરું છું -એ બધાય પરિણામનો વિષય નથી, કેમકે એ પરિણામ પરમાં કાંઈ કરી શકતા નથી. આ તો બધા દાખલા કીધા. સંક્ષેપમાં


PDF/HTML Page 2635 of 4199
single page version

સિદ્ધાંત આ છે કે -સ્વદ્રવ્ય પરદ્રવ્યનું કાંઈ પણ કરવા શક્તિમાન નથી અને છતાં કરી શકે છે એમ માનવું તે મિથ્યા માન્યતા હોવાથી મિથ્યાત્વ છે, મહા અનર્થનું કારણ છે.

પરનું કર્તાપણું તો દૂર રહો, ‘હું પરનો જાણનાર-દેખનાર છું’ એ પણ વ્યવહાર છે. નિશ્ચયથી તો હું પોતાનો (-આત્માનો) જાણનાર-દેખનાર છું-એ પરિણામ સાર્થક છે. સમજાણું કાંઈ....? આવી વાત છે! ગાથા ૨૬૬ પૂરી થઈ.

[પ્રવચન નં. ૩૨૦ (શેષ) અને ૩૨૧ * દિનાંક ૧પ-૨-૭૭ અને ૧૬-૨-૭૭]
×

PDF/HTML Page 2636 of 4199
single page version

ગાથા–૨૬૭

कुतो नाध्यवसानं स्वार्थक्रियाकारीति चेत्–

अज्झवसाणणिमित्तं जीवा बज्झंति कम्मणा जदि हि। मुच्चंति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुमं।। २६७।।

अध्यवसाननिमित्तं जीवा बध्यन्ते कर्मणा यदि हि।
मुच्यन्ते मोक्षमार्गे स्थिताश्च तत् किं करोषि त्वम्।। २६७।।

હવે પૂછે છે કે અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું કઈ રીતે નથી? તેનો ઉત્તર કહે છેઃ-

સૌ જીવ અધ્યવસાનકારણ કર્મથી બંધાય જ્યાં
ને મોક્ષમાર્ગે સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા? ૨૬૭.

ગાથાર્થઃ– હે ભાઈ! [यदि हि] જો ખરેખર [अध्यवसाननिमित्तं] અધ્યવસાનના નિમિત્તે [जीवाः] જીવો [कर्मणा बध्यन्ते] કર્મથી બંધાય છે [च] અને [मोक्षमार्गे स्थिताः] મોક્ષમાર્ગમાં સ્થિત [मुच्यन्ते] મુકાય છે, [तद्] તો [त्वम् किं करोषि] તું શું કરે છે? (તારો તો બાંધવા-છોડવાનો અભિપ્રાય વિફળ ગયો.)

ટીકાઃ– ‘હું બંધાવું છું, મુકાવું છું’ એવું જે અધ્યવસાન છે તેની પોતાની અર્થક્રિયા જીવોને બાંધવા, મૂકવા (-મૂકત કરવા, છોડવા) તે છે. પરંતુ જીવ તો, આ અધ્યવસાયનો સદ્ભાવ હોવા છતાં પણ, પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી નથી બંધાતો, નથી મુકાતો; અને પોતાના સરાગ-વીતરાગ પરિણામના સદ્ભાવથી, તે અધ્યવસાયનો અભાવ હોવા છતાં પણ, બંધાય છે, મુકાય છે. માટે પરમાં અકિંચિત્કર હોવાથી (અર્થાત્ કાંઈ નહિ કરી શકતું હોવાથી) આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી; અને તેથી મિથ્યા જ છે. -આવો ભાવ (આશય) છે.

ભાવાર્થઃ– જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે. આ બાંધવા- છોડવાનું અધ્યવસાન પણ પરમાં કાંઈ કરતું નથી; કારણ કે તે અધ્યવસાન ન હોય તોપણ જીવ પોતાના સરાગ-વીતરાગ પરિણામથી બંધ-મોક્ષને પામે છે, અને તે અધ્યવસાન હોય તોપણ પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધ-મોક્ષને નથી પામતો. આ રીતે અધ્યવસાન પરમાં અકિંચિત્કર હોવાથી સ્વ-અર્થક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા છે.

હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ-


PDF/HTML Page 2637 of 4199
single page version

(अनुष्टुभ्)
अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः।
तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत्।। १७१।।

શ્લોકાર્થઃ– [अनेन निष्फलेन अध्यवसायेन मोहितः] આ નિષ્ફળ (નિરર્થક) અધ્યવસાયથી મોહિત થયો થકો [आत्मा] આત્મા [तत् किञ्चन अपि न एव अस्ति यत् आत्मानं न करोति] પોતાને સર્વરૂપ કરે છે, -એવું કાંઈ પણ નથી કે જે-રૂપ પોતાને ન કરતો હોય.

ભાવાર્થઃ– આ આત્મા મિથ્યા અભિપ્રાયથી ભૂલ્યો થકો ચતુર્ગતિ-સંસારમાં જેટલી અવસ્થાઓ છે, જેટલા પદાર્થો છે તે સર્વરૂપ પોતાને થયેલો માને છે; પોતાના શુદ્ધ સ્વરૂપને નથી ઓળખતો. ૧૭૧.

*
સમયસાર ગાથા ૨૬૭ઃ મથાળું

હવે પૂછે છે કે અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું કઈ રીતે નથી? તેનો ઉત્તર કહે છેઃ-

* ગાથા ૨૬૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘હું બંધાવું છું, મૂકાવું છું-એવું જે અધ્યવસાન છે તેની પોતાની અર્થક્રિયા જીવોને બાંધવા, મૂકવા તે છે.’

જુઓ અહીં ‘બંધાવું, મૂકાવું-’ એમ બે બોલ કેમ લીધા? કેમકે તે નવા આવ્યા છે. જીવન-મરણ કરું ને દુઃખી-સુખી કરું-એ બોલની વાત તો પહેલાં આવી ગઈ છે. આ બોલ પહેલાં નહોતા આવ્યા તો તેનો અહીં ખુલાસો કરે છે.

શું કહે છે? કે હું બીજા પ્રાણીને કર્મબંધન કરાવું છું કે એને કર્મબંધનથી છોડાવું છું એવું જે અધ્યવસાન છે તેની અર્થક્રિયા શું? તો કહે છે-બીજા જીવોને બાંધવા કે મૂકવા તે એની અર્થક્રિયા છે. હવે કહે છે-

‘પરંતુ જીવ તો, આ અધ્યવસાયનો સદ્ભાવ હોવા છતાં પણ, પોતાના સરાગ- વીતરાગ પરિણામના અભાવથી નથી બંધાતો નથી મૂકાતો; અને પોતાના સરાગ-વીતરાગ પરિણામના સદ્ભાવથી, તે અધ્યવસાયનો અભાવ હોવા છતાં પણ, બંધાય છે મૂકાય છે.’

અહાહા...! જોયું? કહે છે કે-બીજાને હું બંધાવું છું અર્થાત્ પાપમાં નાખું છું અને બીજાને છોડાવું છું અર્થાત્ મુક્ત કરાવું છું એવો તારો અધ્યવસાય-પરિણામ હોવા છતાં પર જીવો તો પોતાને સરાગ પરિણામ ન હોય તો બંધાતા નથી અને પોતાને વીતરાગ પરિણામ ન હોય તો મૂકાતા નથી. આ વસ્તુસ્થિતિ છે ત્યાં


PDF/HTML Page 2638 of 4199
single page version

તારા પરિણામ શું કરી શકે? એ પ્રાણી તો પોતાના રાગના પરિણામ વિના બંધાશે નહિ અને વીતરાગતાના પરિણામ વિના મૂકાશે નહિ.

વળી જો કદીક બીજા જીવને બંધાવાના કે મૂકાવાના તારા પરિણામ ન હોય તો પણ તે બીજો જીવ પોતાના સરાગ પરિણામથી બંધાશે અને વીતરાગ પરિણામથી મૂકાશે. આવું જ વસ્તુસ્વરૂપ છે ત્યાં તારું શું કર્તવ્ય છે? ભાઈ! આ સમજ્યા વિના જ દુનિયા આખી સંસારમાં અનંતકાળથી રખડી મરે છે.

ભગવાન! તું અનાદિથી દુઃખી જ દુઃખી છે. મોટો પૈસાવાળો ધનપતિ થયો ત્યારે પણ, હું પૈસાવાળો છું, હું સંપત્તિની બરાબર વ્યવસ્થા કરી શકું છું, હું પૈસા દાનમાં આપી શકું છું અને ધન વડે બીજાને (-ગરીબોને) સુખ પહોંચાડી શકું છું-એવી મિથ્યા માન્યતા વડે મિથ્યાદ્રષ્ટિ થઈને દુઃખી જ રહ્યો છે. ભાઈ! તને મિથ્યાદર્શન શું ચીજ છે એની ખબર નથી પણ એના ગર્ભમાં અનંતકાળનાં પરિભ્રમણનાં પારાવાર દુઃખ રહ્યાં છે.

અહાહા....! હું બીજાને દુઃખી-સુખી કરું છું, બંધાવું-મૂકાવું છું એમ જે માને છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે અને તે ચારગતિમાં અનંતકાળ રખડી ખાય છે.

જુઓ, પહેલાં કહ્યું કે -તારા પરિણામ હોય કે હું પરને બંધાવું-મૂકાવું તો પણ પર જીવ તો એના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધાતો નથી કે મૂકાતો નથી. વળી કહ્યું કે તારા પરને બંધાવા-મૂકાવાના અધ્યવસાય ન હોય તોપણ પર જીવો તો પોતાના સરાગ-વીતરાગ પરિણામથી બંધાય છે કે મૂકાય છે. આમાં ખૂબી જોઈ? એમ કે-તારા અધ્યવસાય હોય કે ન હોય, પર જીવો તો પોતાના મિથ્યાત્વના ભાવને કારણે બંધાય છે અને વીતરાગભાવને કારણે મૂકાય છે. એટલે કે તારું અધ્યવસાન તો પર જીવોને બંધાવા-મૂકાવામાં ફોગટ વ્યર્થ છે.

અહા! આચાર્યદેવે આમાં ગજબની ખૂબી નાખી છે. તારા પર જીવોને બંધાવા- મૂકાવાના અધ્યવસાય ન હોય તોય પર જીવો તો પોતાના સરાગ-વીતરાગ પરિણામને કારણે બંધાય-મૂકાય છે, અને તને પર જીવોને બંધાવા-મૂકાવાના પરિણામ હોય તોપણ પર જીવો તો પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધાતા-મૂકાતા નથી. માટે તારા અધ્યવસાય પરમાં કાંઈ કરતાં નથી. લ્યો, આવી વાત છે! હવે એ જ કહે છે કે-

‘માટે પરમાં અકિંચિત્કર હોવાથી આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી; અને તેથી મિથ્યા જ છે-આવો ભાવ (-આશય) છે.’

અહો! અદ્ભૂત અલૌકિક વાત છે ભાઈ! આ. અત્યારે તો પંડિતોમાં મોટી ચર્ચા


PDF/HTML Page 2639 of 4199
single page version

ને વિવાદ ચાલે છે કે-પરનું કરી શકે છે; તથા કેટલાક લોકો પણ માને છે કે (-જીવ) પરનું કરી શકે છે.

અરે ભાઈ! જો તો ખરો ભગવાન! કે અહીં શું કહે છે આ? કહે છે-તારું અધ્યવસાન પરમાં તદ્દન અકિંચિત્કર છે, અર્થાત્ પરમાં કાંઈપણ કરી શકતું નથી. જેમ તારા સુખ-દુઃખના પરિણામમાં વિષયો અકિંચિત્કર છે. (જુઓ, પ્રવચનસાર ગાથા ૬૭), વિષયો તારા સુખ-દુઃખના પરિણામના કર્તા નથી તેમ તારું અધ્યવસાન પરમાં કાંઈ કરતું નથી અર્થાત્ પરદ્રવ્યની ક્રિયા કરવામાં-નીપજાવવામાં અકિંચિત્કર છે.

અહાહા...! ત્રણલોકના નાથ ભગવાન જિનેન્દ્રદેવ ધર્મસભામાં ગણધરો ને ઇન્દ્રોની સમક્ષ ઓમ્ધ્વનિમાં આ વાત કહેતા હતા અને સંતો એ વાત અહીં કહે છે. જુઓ, અત્યારે મહાવિદેહમાં સર્વજ્ઞ ત્રિલોકનાથ ભગવાન સીમંધર પ્રભુ બિરાજે છે. ત્યાં ૨૦૦૦ વર્ષ પર પ્રચુર આનંદમાં ઝૂલનારા, જ્ઞાની, ધ્યાની, મહાપવિત્ર દિગંબર સંત મહા મુનિવર ભગવાન કુંદકુંદાચાર્ય સં. ૪૯ માં ભગવાન પાસે સદેહે ગયા હતા અને આઠ દિ’ ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને આ સમયસાર, પ્રવચનસાર આદિ શાસ્ત્ર બનાવ્યાં છે. તેઓ કહે છે-ભગવાનનો આ સંદેશો છે કે આત્મા પરદ્રવ્યમાં કાંઈપણ કરવા અકિંચિત્કર છે. અહાહા....! પર જીવોની દયા પાળવામાં આત્મા અકિંચિત્કર છે, અને પર જીવોને મારવામાં પણ આત્મા અકિંચિત્કર છે. આત્મા પરની દયા પાળી શકતો નથી અને પર જીવોને મારી શકતો નથી. ભાઈ! આ તો વસ્તુસ્થિતિની મર્યાદા છે કે પરદ્રવ્યની કોઈ ક્રિયા આત્મા કરી શકતો નથી.

પણ પરદ્રવ્યની ક્રિયા થાય એમાં એ નિમિત્ત તો છે ને?

નિમિત્ત છે એની કોણ ના પાડે છે? પણ નિમિત્ત પરમાં કાંઈ કરતું નથી, પરની ક્રિયામાં અકિંચિત્કર છે એમ વાત છે. નિમિત્ત પરમાં કાંઈક કરે છે એમ જો માનો તો નિમિત્ત જ ના રહે. અહા! મૂળ વાતમાં ફેર હોય ત્યાં શું થાય?

અરે! અનાદિથી જીવ મહા અનર્થનું કારણ એવા મિથ્યાત્વને લઈને સંસારમાં રખડે છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ એણે અનંતવાર કર્યાં; અને ભગવાનના સમોસરણમાં પણ અનંતવાર ગયો, છતાં ભવભ્રમણ ના મટયું. કેમ? કે મિથ્યાત્વ ઊભું હતું. અહા! તે મિથ્યાત્વ શું છે તે અહીં બતાવે છે. અહા! પરદ્રવ્યની ક્રિયા (દયા, દાન વગેરે) હું કરી શકું છું એવો જે ભાવ તે, પરમાં અકિંચિત્કર હોવા છતાં, આને અનંતકાળમાં સેવ્યા જ કર્યો છે; તે મિથ્યાત્વભાવ છે, અનંત સંસારનું મૂળ છે.

જયપુરમાં ‘ખાણિયા ચર્ચા’ થઈ એમાં મોટી ચર્ચા થઈ કે સોનગઢવાળા,


PDF/HTML Page 2640 of 4199
single page version

નિમિત્ત પરમાં કાંઈ કરતું નથી એમ માને છે માટે તેઓ નિમિત્તને માનતા નથી. તો કહીએ છીએ-

નિમિત્ત હોય છે ખરું, પણ એ પરમાં અકિંચિત્કર છે. અર્થાત્ પરમાં કાંઈ કરતું નથી. કોઈ પંડિતે ઠીક જ લખ્યું છે કે-સોનગઢવાળા નિમિત્તને માનતા નથી એમ નથી, પણ નિમિત્ત પરમાં કાંઈ કરતું નથી એમ માને છે.

ભાઈ! આ શરીર હાલે છે, વાણી થાય છે તો એમાં આત્મા નિમિત્ત છે, પણ આત્મા શરીરને હલાવે છે, તેમ જ વાણી બોલે છે એમ નથી. આત્મા શરીરને હલાવી શકતો નથી, વાણી બોલી શકતો નથી. તેવી રીતે પર જીવની રક્ષા એના કારણે થાય તેમાં બીજો જીવ નિમિત્ત હોય પણ તે એની રક્ષા કરી દે છે એમ નથી. ભાઈ! નિમિત્ત અકિંચિત્કર છે, તે પરમાં કાંઈ કરી શકતું નથી. ભગવાન આત્મા પરદ્રવ્યની ક્રિયા કરવામાં અકિંચિત્કર છે.

આ વેપારીઓ બધા મોટો વેપાર કરે છે ને ચોપડા લખે છે ને? તેમાં લખે છે ને કે-બાહુબલીનું બળ હજો, અભયકુમારની બુદ્ધિ હજો વગેરે વગેરે. અહીં કહે છે-ભાઈ! એ વેપાર હું કરું છું ને ચોપડા હું લખું છું એવી તારી જે બુદ્ધિ છે તે વિપરીત બુદ્ધિ છે; કેમકે વેપારની-પૈસાની લેવડ-દેવડની ક્રિયા તું કરી શકતો નથી. એ ક્રિયા તો જડ પરમાણુની છે અને તેમાં તું નિમિત્ત ભલે હો, પણ તું એ ક્રિયા કરે છે-કરી શકે છે એમ છે જ નહિ. નિમિત્ત પરનું કાંઈ કરે છે એમ ત્રણકાળમાં નથી.

શ્રી જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે જ્ઞાની-ધર્માત્મા-સમકિતીને, પર જીવોને મારવા-બચાવવાના પરિણામ આવે, એવા વિકલ્પ થાય, પણ પર જીવોને હું મારી-બચાવી શકું છું એમ તે માનતા નથી. અરે તે એ વિકલ્પનાય સ્વામી થતા નથી ત્યાં પરની ક્રિયાના સ્વામી કેમ થાય? એ તો પર જીવ મર્યા કે બચ્યા તેમાં હું નિમિત્તમાત્ર છું, નિમિત્તકર્તા નહિ હોં, -એમ જાણે છે. અજ્ઞાનીને તો હું કરું છું, પરની ક્રિયાનો હું કરનારો છું-એમ કર્તાબુદ્ધિ છે, જ્યારે જ્ઞાની તો પોતાને થયેલા વિકલ્પના અને તે કાળે તેના નિમિત્તે થયેલી પરની ક્રિયાના જ્ઞાતા જ છે; કર્તા નહિ, નિમિત્તકર્તાય નહિ. લ્યો, આવો નિમિત્તકર્તા અને નિમિત્તમાત્રમાં મોટો ફેર છે. સમજાણું કાંઈ....?

અરે! લોકોને પોતાનો કાંઈ વિચાર નથી કે હું કોણ છું? ક્યાં ઊભો છું? ને મારું શું થશે? એમણે તો બસ રળવું-કમાવું, બાયડી-છોકરાંને પાળવાં-પોષવાં ને વિષયભોગ ભોગવવા ઈત્યાદિમાં પોતાનું સર્વસ્વ માની લીધું છે. અહીં કહે છે- ભાઈ! રળવા- કમાવાના, બાયડી-છોકરાંને પાળવા-પોષવાના ને વિષયભોગના ભાવ તું