Pravachan Ratnakar (Gujarati). Gatha: 268-269 ; Kalash: 172.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 133 of 210

 

PDF/HTML Page 2641 of 4199
single page version

સેવે છે પણ તે ભાવ તે તે પર દ્રવ્યની ક્રિયા કરવા શક્તિમાન નથી અર્થાત્ તે ભાવ પરની ક્રિયામાં અકિંચિત્કર છે. ભગવાન! તારી હોશિયારી કે બુદ્ધિ શું પરમાં ગરી જાય છે? ના; કદીય નહિ. માટે એ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા જ છે.

કોઈ વૈદ્ય એમ માને કે હું આ દવા એને (-પર જીવને) આપું છું એનાથી એના શરીરની નીરોગિતા થઈ જશે તો એનો એ અધ્યવસાય જૂઠો નિરર્થક છે એમ કહે છે; કેમકે શરીરની નીરોગિતા એ અધ્યવસાયનું કાર્ય નથી. એ અધ્યવસાય કર્તા ને શરીરની નીરોગિતા કાર્ય એમ છે નહિ. અહા! શરીરની નીરોગિતા થાય એમાં એના (વૈદ્યના) પરિણામ નિમિત્ત હો, પણ એ નિમિત્ત એના શરીરની નીરોગિતાનું કર્તા નથી. આવી ઝીણી વાત ભાઈ!

અત્યારે ઉપાદાન અને નિમિત્તની બહુ મોટી ચર્ચા ચાલે છે ને? ઉપાદાન એટલે દ્રવ્યની પોતાની પર્યાયની તત્કાલીન યોગ્યતા; તે એની જન્મક્ષણ છે અને એનાથી પર્યાય જન્મે છે, ઉત્પન્ન થાય છે; પણ નિમિત્તથી થાય છે એમ ત્રણકાળમાં નથી. હા, નિમિત્ત છે ખરું, છે તો ભલે છે, પણ નિમિત્ત પરમાં કાંઈ વિલક્ષણતા કરતું નથી, એ પરમાં અકિંચિત્કર છે.

જુઓ, આ પાણી ગરમ થાય છે તે પોતાની પર્યાયની તત્કાલીન યોગ્યતાથી થાય છે. તે કાળે બહાર અગ્નિનું નિમિત્ત છે, પણ અગ્નિ પાણીને ગરમ કરે છે એમ છે નહિ. પાણીની ગરમ અવસ્થાનો અગ્નિ કર્તા નથી. પાણી પહેલાં ઠંડું હતું ને હવે ગરમ થયું એ પોતાની પર્યાયના ઉપાદાનથી (-નિજ શક્તિથી) ગરમ થયું છે, એ એની જન્મક્ષણથી થયું છે; એમાં અગ્નિ નિમિત્ત અવશ્ય છે, નિમિત્તે પાણીને ગરમ કર્યું નથી. આવી ભારે સૂક્ષ્મ વાત ભાઈ! દુનિયાથી સાવ જુદી.

પ્રત્યેક દ્રવ્યની જે સમયમાં જે પર્યાય થવાયોગ્ય હોય તે સમયમાં તે જ થાય છે; તે સમયે પરવસ્તુ નિમિત્ત હોય; પણ નિમિત્ત ઉપાદાનની પર્યાયને કરે છે વા તેમાં કાંઈ વિલક્ષણતા કરે છે એ સાવ ખોટી વાત છે. બનારસીદાસે ઉપાદાન-નિમિત્તના દોહામાં લખ્યું છે કે-

‘ઉપાદાન બલ જહાઁ તહાઁ, નહિ નિમિત્તકો દાવ’

જ્યાં ત્યાં અર્થાત્ સર્વત્ર (પ્રત્યેક) દ્રવ્યની જે જે પર્યાય થાય છે તે દ્રવ્યની નિજશક્તિથી-ઉપાદાનના બળથી થાય છે, તેમાં નિમિત્તનો કોઈ દાવ જ નથી, અર્થાત્ નિમિત્ત-પરવસ્તુ એમાં અકિંચિત્કર છે.

અહો! આ તો મહા અલૌકિક સિદ્ધાંત છે. જેની સમજમાં તે બેસી જાય તેના


PDF/HTML Page 2642 of 4199
single page version

ભાગ્યની શી વાત! તેનું તો મહાકલ્યાણ થઈ જાય. અહા! આ શરીર, મન, વાણી, કુટુંબ- પરિવાર ઇત્યાદિ સર્વ પરદ્રવ્યની ક્રિયા હું કરી શકતો નથી એમ જેને અંતરમાં બેસી જાય તેની દ્રષ્ટિ સર્વ પરદ્રવ્યથી ખસીને ભગવાન જ્ઞાયકસ્વભાવી આત્મામાં લાગી જાય અને ત્યારે તેને મિથ્યાત્વનો નાશ થઈને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ જાય. આવો અદ્ભૂત સિદ્ધાંત ને અદ્ભૂત અંતઃતત્ત્વ છે. સમજાણું કાંઈ....?

* ગાથા ૨૬૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જે હેતુ કાંઈપણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે.’ જુઓ, આ મહાસિદ્ધાંત કહ્યો. હેતુ નામ કારણ કહેવાય ખરું, પણ તે કાંઈપણ ન કરે તો અકિંચિત્કર છે, નિમિત્તકારણ અકિંચિત્કર છે, કેમકે તે પરમાં કાંઈ કરતું નથી. ‘નિશ્ચય-વ્યવહાર’માં પણ નિશ્ચયનો હેતુ-કારણ વ્યવહાર છે એમ (શાસ્ત્રમાં) આવે છે. ‘કારણ સો વ્યવહારો’-એમ આવે છે ને? તેમાં પણ આ જ સિદ્ધાંત છે કે વ્યવહાર છે તે હેતુ છે પણ એ કાંઈ નિશ્ચયને કરતું નથી અર્થાત્ એ અકિંચિત્કર છે. જે કોઈ કારણ, નિમિત્ત વા હેતુ પરનું કાંઈપણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે.

‘આ બાંધવા-છોડવાનું અધ્યવસાન પણ પરમાં કાંઈ કરતું નથી; કારણ કે તે અધ્યવસાન ન હોય તોપણ જીવ પોતાના સરાગ-વીતરાગ પરિણામથી બંધ-મોક્ષને પામે છે. અને તે અધ્યવસાન હોય તોપણ પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધ-મોક્ષને નથી પામતો.’

જુઓ, ‘બીજાને હું પાપ બંધાવું જેથી તે નરકાદિ દુર્ગતિએ જાય’-એવો જે અધ્યવસાય છે તે અકિંચિત્કર છે કેમકે તે પરને બંધાવાનું કાર્ય કરી શકતો નથી. પરને બંધાવાનો અધ્યવસાય પરને બંધાવી શકતો નથી. વળી ‘બીજાને હું બંધાવું’ એવો અધ્યવસાય ન હોય તોપણ બીજો પોતાના સરાગ-વિકારી પરિણામથી બંધાય છે. માટે પરને બંધાવાના તારા અધ્યવસાનના કારણે પર જીવ બંધાય છે એમ છે નહિ. પર જીવ તો પોતાના અજ્ઞાનમય રાગાદિભાવથી જ બંધાય છે.

વળી તારો પરને મુક્ત કરવાનો અધ્યવસાય હોય તોપણ વીતરાગભાવ વિના, સરાગ પરિણામનો અભાવ થયા વિના તે મૂકાતો નથી; અને પરને મુક્ત કરવાનો અધ્યવસાય ન હોય તોપણ વીતરાગભાવથી, સરાગ પરિણામના અભાવથી એની મુક્તિ થઈ જાય છે. માટે પરને મુક્ત કરવાના તારા અધ્યવસાનના કારણે પર જીવ મુકાય છે એમ છે નહિ. પર જીવ તો પોતાના વીતરાગભાવથી જ મુકાય છે. અહા! આ તો એકલા ન્યાય ભર્યા છે.

ભાઈ! તારા પરિણામ એવા હોય કે આને હું બંધાવું-મુકાવું તોપણ એ સામો જીવ પોતાના સરાગભાવ વિના બંધાય નહિ અને પોતાના વીતરાગભાવ વિના મુકાય


PDF/HTML Page 2643 of 4199
single page version

નહિ. વળી ‘હું આને બંધાવું-મૂકાવું-એવા તારા પરિણામ ન હોય તોપણ સામો જીવ પોતાના સરાગભાવથી બંધાય છે અને વીતરાગભાવથી મૂકાય છે. આ પ્રમાણે પરના બંધ-મોક્ષમાં તારો અધ્યવસાય અકિંચિત્કર છે, અર્થાત્ કાંઈ પણ કરી શકતો નથી; માટે તે મિથ્યા-નિરર્થક છે.

લ્યો, આ નિમિત્તના સંબંધમાં મોટી તકરાર છે ને કે-નિમિત્ત પરનું કાંઈક કરે છે. એમ નથી ભાઈ! નિમિત્ત છે ખરું, પણ નિમિત્ત પરનું કાંઈ પણ ન કરે. નિમિત્ત પરમાં અકિંચિત્કર છે. આવી જ વસ્તુવ્યવસ્થા છે બાપુ! કર્મનો ઉદય જીવના વિકારી પરિણામનો હેતુ-નિમિત્ત છે, પણ તે જીવના વિકારી પરિણામને જરીય ન કરે. આ વસ્તુસ્થિતિ છે.

અહીં કહે છે-‘આ રીતે અધ્યવસાન પરમાં અકિંચિત્કર હોવાથી સ્વ-અર્થક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા છે.’

જીવના પરને દુઃખી-સુખી કરવાના, પરને મારવા-જિવાડવાના કે પરને બંધાવા- મૂકાવાના અધ્યવસાન છે તે પરમાં અકિંચિત્કર હોવાથી પોતાની પ્રયોજનભૂત ક્રિયા- સ્વઅર્થક્રિયા કરતા નથી માટે તે મિથ્યા છે. અલબત તે અધ્યવસાય પોતાના અનર્થ માટે સફળ છે, પણ પરમાં ક્રિયા કરવામાં નિષ્ફળ હોવાથી મિથ્યા છે. આવી વાત છે.

હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ-

* કળશ ૧૭૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

अनेन निष्फलेन अध्यवसायेन मोहितः’ આ નિષ્ફળ (નિરર્થક) અધ્યવસાયથી મોહિત થયો થકો ‘आत्मा’ આત્મા ‘तत् किञ्जन अपि न एव अस्ति यत् आत्मानं न करोति’ પોતાને સર્વરૂપ કરે છે, એવું કાંઈ પણ નથી કે જે-રૂપ પોતાને ન કરતો હોય.

શું કહે છે? કે આ જૂઠા-નિરર્થક અધ્યવસાયથી જીવ અનાદિથી ઘેલો નામ પાગલ થઈ રહ્યો છે. હું આનું કરું ને તેનું કરું, હું બાયડીનું કરું, છોકરાંનું કરું, રળવાનું કરું ને તેની વ્યવસ્થા કરું, બીજાને જિવાડવાનું કરું ને મારવાનું કરું, ઈત્યાદિ એવા અધ્યવસાયથી એ વિમોહિત અર્થાત્ પાગલ થઈ ગયો છે. અહા! આ બધા દુનિયાના કહેવાતા ડાહ્યા લોકો આ રીતે મૂર્ખ-પાગલ છે એમ કહે છે. જગતમાં જેટલા પદાર્થ છે તેની ક્રિયા હું કરું છું એમ માને છે ને? તેથી તેઓ મૂઢ મિથ્યાદ્રષ્ટિ પાગલ છે, કેમકે વાસ્તવિક સ્વરૂપ તો આ છે કે-

‘હોતા સ્વયં જગત પરિણામ, મૈં ઈસકા કયા કરતા કામ?’

શાસ્ત્રમાં (સમયસાર કળશટીકામાં) આવે છે કે-જીવ સંસારમાં ભમતાં ભમતાં જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તન માત્ર કાળ બાકી રહે છે ત્યારે જ સમ્યક્ત્વ ઉપજવાને


PDF/HTML Page 2644 of 4199
single page version

યોગ્ય છે. આનું નામ કાળલબ્ધિ છે. હવે આવું જો નક્કી કરવા જાય તો ક્રમબદ્ધ (પરિણમન) નક્કી થઈ જાય; પર્યાયનો કાળ અને ક્રમ નક્કી થઈ જાય, ક્રમબદ્ધપર્યાય સિદ્ધ થઈ જાય. એટલે કોઈ લોકો એને ઉડાડી દે છે, એમ કે-અર્ધપુદ્ગલપરાવર્તન સંસાર બાકી હોય ત્યારે જ સમકિત થાય એમ નહિ. પણ બાપુ! છે તો એમ હોં, તારા અભિપ્રાયમાં ભૂલ છે; વસ્તુનો સ્વભાવ તો જેમ છે તેમ જ છે. (આત્મા કેવળજ્ઞાન- સ્વભાવી જ છે).

એ લોકો ક્રમબદ્ધનો નિષેધ કરતાં કહે છે-જુઓ, ‘પરીક્ષામુખ’ માં સૂત્ર છે કે જ્ઞાનની અવસ્થા, આ શરીર-મન-વાણી છે, આ ઘટ-પટ છે, આ મહેલ-મકાન છે ઇત્યાદિ પરને ‘છે, છે’ -એમ પ્રત્યક્ષ નક્કી કરે છે અને તેમાં (જ્ઞાનમાં) એ પ્રત્યક્ષ થાય છે તો એ જ્ઞાનની પર્યાય સ્વને પ્રત્યક્ષ કેમ ન કરે? એમાં (જ્ઞાનમાં) સ્વસ્વરૂપ પ્રત્યક્ષ કેમ ન જણાય? આમાંથી એ લોકો એમ કાઢે છે કે-અર્ધપુદ્ગલપરાવર્તનનો કાળનો નિયમ લાગુ ન પડે.

ભાઈ! ત્યાં પરીક્ષામુખમાં સૂત્રકારનો એ આશય નથી. ત્યાં તો એમ કહેવું છે કે અંદર આત્માનો જે જ્ઞાનદર્શનસ્વભાવ છે તે સ્વપરપ્રકાશક છે. એની પર્યાયમાં પણ સ્વપરપ્રકાશકપણું છે. અહા! જે જ્ઞાનની પર્યાય, આ શરીર છે, વાણી છે ઇત્યાદિ પરને પ્રત્યક્ષ કરે છે તે સ્વને પ્રત્યક્ષ કેમ ન કરે?

અહાહા...! ભગવાન! તારો સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે ને! અંદરમાં જ્ઞાનદર્શન ગુણ છે તે સ્વ-પરપ્રકાશક છે ને! એની પર્યાયમાં પણ સ્વ-પરપ્રકાશકપણું છે તો એ પરને પ્રકાશે છે, આ છે, આ છે, -એમ પરનો જ્ઞાનની પર્યાય નિર્ણય કરે છે તો પછી ‘આ હું ત્રિકાળી જ્ઞાયક છું’ એમ સ્વનો નિર્ણય એમાં કેમ ન કરે! એમ કરીને પરીક્ષામુખમાં ત્યાં સૂત્ર મૂકયું છે તો કાળને છેદવા (એટલે કે મુક્તિને પામવા, પણ ત્યાં અર્ધપુદ્ગલપરાવર્તનની વાત નથી), પણ ત્યાં સિદ્ધાંત એ સિદ્ધ કરવો છે કે જે જ્ઞાનની પર્યાય આ બાયડી, છોકરાં, દુકાન, પૈસા વગેરે બધું છે, છે, છે-એમ પ્રત્યક્ષ જાણે છે અર્થાત્ જ્ઞાનમાં બરાબર નક્કી કરે છે, એ ચીજોને કરે છે એમ નહિ, જ્ઞાનમાં જાણે છે તે જ્ઞાનની પર્યાય તો સ્વ-પરપ્રકાશક છે; તો પછી તે સ્વને કેમ ન પ્રકાશે? ન્યાય સમજાય છે કાંઈ...?

જેમ પરનો નિર્ણય (-પ્રકાશ) કરતાં એ બધું પર પ્રત્યક્ષ થાય છે તેમ જ્યારે સ્વનો નિર્ણય (-પ્રકાશ) કરે છે ત્યારે સ્વ પ્રત્યક્ષ થાય છે; કેમકે પ્રકાશ નામનો એનામાં ગુણ છે. એ એકાંતે પરને પ્રકાશે છે એ તો એકાંત થઈ ગયું; એનો ગુણ તો સ્વ- પરપ્રકાશક છે. ખરેખર સ્વ પ્રત્યક્ષ થાય એવો એનો ગુણ છે અને એ ગુણમાં પરને પ્રકાશવાનું સામર્થ્ય સહેજે ખીલી જાય છે. આવી વાત છે.


PDF/HTML Page 2645 of 4199
single page version

હવે વિશેષ વાતઃ કે જ્ઞાનની પર્યાયમાં વર્તમાન પરને પ્રકાશવાનું-પ્રત્યક્ષ કરવાનું સામર્થ્ય છે તો તે સ્વને પ્રત્યક્ષ કેમ ન કરે? કરે. જો એમ છે તો પછી તે જ્ઞાનની પર્યાય ભવિષ્યની પર્યાયને પણ અત્યારે (-વર્તમાનમાં) કેમ ન જાણે? વર્તમાન જ્ઞાનપર્યાય અનંતા દ્રવ્ય, ગુણ ને પર્યાયને જાણે છે તો પોતાની અનંત ભવિષ્યની પર્યાયને પણ કેમ ન જાણે? શું કીધું? કે જ્ઞાનમાં પરને જાણવાનું સામર્થ્ય પ્રત્યક્ષ નક્કી થાય છે તો એનામાં સ્વને જાણવાનું પણ સામર્થ્ય નક્કી થાય છે. અને તો પછી એ શ્રુતજ્ઞાનની પર્યાય ભવિષ્યને પણ વર્તમાનમાં જાણે છે એમ કેમ નક્કી ન થાય? ન્યાય સમજાય છે કાંઈ...? અહાહા...! કેવળજ્ઞાની પ્રત્યક્ષ જાણે છે અને શ્રુતજ્ઞાની પરોક્ષ જાણે છે. શ્રુતજ્ઞાની, ભવિષ્યની જે શ્રુતજ્ઞાનની થશે તે, ને કેવળજ્ઞાનની થશે તે-તે બધીય અનંતી પર્યાયને (પરોક્ષ) જાણે છે. અહા! ભગવાન! તારું કોઈ ગજબ અદ્ભુત સામર્થ્ય છે! પ્રભુ! તું મહાન છો પણ તને તારા મહિમાની ખબર નથી.

ભગવાન! તું પર ચીજની મોટપમાં મુંઝાઈ ગયો? આ શું થયું તને? આ રાગ ને આ શેઠાઈ, આ દેવતાઈ ને આ વૈભવ, આ પૈસા કે આ શરીરનું રૂપાળાપણું-ઇત્યાદિમાં એમાં તું કયાંય નથી ભાઈ! અને એ ચીજો તારામાં નથી. તારામાં તો એક સમયમાં લોકાલોકને પ્રકાશે એવું સામર્થ્ય છે પ્રભુ! અરેરે! એણે પરની મોટપ આડે અનંતકાળ દુઃખમાં-પામરતામાં જ વીતાવ્યો છે!

આ તો ન્યાયથી વાત છે ભાઈ! અહા! જે જ્ઞાનની પર્યાય પરને પ્રકાશે છે તે સ્વને કેમ ન પ્રકાશે! અને જો સ્વદ્રવ્યને પ્રકાશે છે તો પછી પોતાની વર્તમાન, ભૂત ને ભવિષ્યની પર્યાયને કેમ ન જાણે? જાણે; લ્યો, આ વસ્તુસ્થિતિ છે. શું? કે કરવાનું કાંઈ નહિ ને જાણવાનું બાકી કાંઈ નહિ. અહાહા...! પરમાં અકિંચિત્કર અને પરને જાણવામાં કાંઈ બાકી ન રહે એવો જ્ઞાનસ્વભાવી-સર્વજ્ઞસ્વભાવી પ્રભુ આત્મા છે. અહાહા...! એ તો રાગવાળોય નહિ, પુણ્યવાળોય નહિ ને એના ફળવાળોય નહિ પણ એ તો સ્વપરપ્રકાશી જ્ઞાનનો પિંડ પ્રભુ છે.

જુઓ, પરનું કરવું ને રાગાદિનું કરવું એ આત્માનો સ્વભાવ નથી. ભાઈ! આ વ્યવહારરત્નત્રયનો રાગ કરવો એ એનો સ્વભાવ નથી. પણ એ વ્યવહારરત્નત્રયના રાગને અને બીજાને જાણે એવો તેનો સ્વભાવ છે. હવે એ જાણે છે તો અનાદિથી પણ સ્વપ્રકાશને જાણ્યા વિના પરપ્રકાશનું પ્રમાણજ્ઞાન યથાર્થ થતું નથી. બાપુ! આવો વીતરાગનો માર્ગ સંતોએ જાહેર કર્યો છે.

અહાહા...! આત્મા પરનું કાંઈ ન કરે પણ પરને કાંઈપણ બાકી રાખ્યા વિના જાણે એવો એનો સ્વભાવ છે. પોતે જ્ઞ-સ્વભાવી છે ને? એટલે સ્વને પર-સર્વને જાણે એવું એનું સહજ સામર્થ્ય છે, પણ પરમાં કાંઈ કરે એવું એનું સામર્થ્ય જ નથી.


PDF/HTML Page 2646 of 4199
single page version

અહાહા...! એક રજકણની કે રાગના અંશની ક્રિયાને કરે એવી આત્માની શક્તિ જ નથી. તો પછી દેહની ને વાણીની ને વેપાર આદિની ક્રિયાને તે કરે એ વાત જ ક્યાં રહે છે?

અહાહા...! આ તો ચૈતન્યહીરો પ્રભુ! બધાયને જાણે પણ કરે કોઈને નહિ. અરે! પણ એની એને ખબર નથી! ‘પરીક્ષા મુખ’ ગ્રન્થ છે એમાં આવે છે કે-

પરખ્યાં માણકે મોતિયાં પરખ્યાં હેમકપૂર
પણ એક ન પરખ્યો આતમા,...............

અહા! આત્મા શું ચીજ છે એને જાણ્યો નહિ અને એણે જ્ઞાનની પર્યાયમાં પરને જિવાડવાના, પરને મારવાના, તથા શરીર, મન, વાણી, બાયડી, છોકરાં, કુટુંબ, સમાજ વગેરેની ક્રિયા કરવાના નિષ્ફળ અધ્યવસાય કર્યા. અહીં કહે છે-એ રીતે નિષ્ફળ અધ્યવસાનથી વિમોહિત-મૂચ્ર્છિત તે અનંતકાળથી પાગલ થઈ રહ્યો છે. હું પરનું કરું છું- એવી માન્યતા વડે તે પોતાના સ્વસ્વરૂપને-ચૈતન્યરૂપને ભૂલીને પોતાને સર્વરૂપ કરે છે. આ પ્રમાણે તે સર્વ પરભાવોનો કર્તા થાય છે તે મિથ્યાદ્રષ્ટિ છે.

ભાઈ! આ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની ઓમ્ધ્વનિમાં જાહેર થયું છે કે-ભગવાન! તું સર્વજ્ઞસ્વભાવી અંદરમાં પરમેશ્વર પરમાત્મા છો. અહાહા...! જગતના અનંત આત્મા બધાય (પ્રત્યેક) અંદરમાં સર્વજ્ઞસ્વભાવી ભગવાનસ્વરૂપ છે. તે સ્વ-પરને સર્વને જાણે એવો એનો સ્વભાવ છે. પણ એને ઠેકાણે હું પરનું કરું-પરને મારું-જિવાડું, પરને દુઃખી- સુખી કરું, પરને બંધાવું-મૂકાવું-ઇત્યાદિ મિથ્યા તું અધ્યવસાન કરે એ તો તું પોતાને સર્વરૂપ (પરરૂપ) કરતો મિથ્યાદ્રષ્ટિ છે. અહા! પોતાને પરનું કર્તાપણું માને તે પોતાને સર્વરૂપ (પરરૂપ) કરતો મિથ્યાદ્રષ્ટિ છે. અહા! પરને પોતારૂપ જાણે તો તેમાં સ્વનો લોપ થઈ ગયો તેથી તે બહિર્દ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિ છે. સમજાણું કાંઈ...! આ તો સર્વજ્ઞનો મારગ બાપા!

જુઓ, અહીં શબ્દ શું છે! કે- ‘तत कञ्चिन अपि न एव अस्ति यत् आत्मानं न करोति’ –અહાહા...! એવું કાંઈ પણ નથી કે જે-રૂપ પોતાને ન કરતો હોય અર્થાત્ એ સર્વરૂપ પોતાને કરે છે. ખરેખર તો એ સર્વરૂપને જાણનાર છે; પણ એને ઠેકાણે આ સર્વ મારું છે ને હું તેને કરું છું એમ જે અધ્યવસાય કરે છે તે પોતાને સર્વરૂપ કરે છે એવો મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. લ્યો, આવી વાત! હજી તો ભાનેય ન હોય કે હું સર્વજ્ઞસ્વભાવી આત્મા છું ને મંડી પડે સામાયિક, પડિક્કમણ ને પોસા વગેરે કરવા ને માને કે મને ધર્મ થઈ ગયો તો કહે છે-એનાથી ધૂળેય ધર્મ નહિ થાય સાંભળને. ભગવાન! તું કેવો છું ને કેવડો છું એ ત્રણલોકના નાથ દેવાધિદેવ અરિહંત પરમાત્માએ ઓમ્ધ્વનિમાં જાહેર કર્યું છે. તેને તું જાણે નહિ તો આ બધી ક્રિયાઓ તો ફોગટ છે, નિષ્ફળ છે અર્થાત્ સંસાર માટે સફળ છે.


PDF/HTML Page 2647 of 4199
single page version

એક ફેરા છેલ્લે છેલ્લે સંપ્રદાયમાં હતા ત્યારે મોટી સભામાં વ્યાખ્યાનમાં કહ્યું હતું કે આ આત્મા ક્રમે ક્રમે, ક્રમે ક્રમે દરેકને જાણે છે; જ્યાં જે ભવમાં-ગતિમાં ગયો, જે સંયોગમાં આવ્યો તેને જાણે તો છે ને? પણ એને આમ ક્રમે ક્રમે જાણે છે, પણ એને બદલે એ સર્વને એક સમયમાં જાણે તે સર્વજ્ઞ થાય છે. આ આત્મા જ્યાં જ્યાં ભવ કરે છે ત્યાંના તે તે ક્ષેત્રનું ને ભાવનું જ્ઞાન કરે છે. તે જ્ઞાન તો તે પ્રકારે તેને છે, પણ એ ક્રમે ક્રમે આમ ભવ કરીને, રાગ કરીને સર્વનું જ્ઞાન કરે છે. હવે એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને ક્રમ વિના જાણે એવો એનો સ્વભાવ છે. એ સ્વભાવને અનુસરીને એક સમયમાં સર્વને-લોકાલોકને જાણે એવી પર્યાય પ્રગટ થાય તેને જ્ઞાનની પરિપૂર્ણ દશા- સર્વજ્ઞદશા કહે છે. લ્યો, આવી વાત છે. ભાઈ! આ તો ન્યાયથી બેસે એવી વાત છે. વસ્તુની સ્થિતિ જે રીતે છે તે રીતે તેને ન્યાયથી સમજવી એનું નામ જૈનદર્શન છે, એમ ને એમ (ઓઘે ઓઘે) માની લે કે આ કેવળી ને આ આત્મા ને આ ફલાણું ને આ ઢીંકણું-એમ જૈનદર્શનમાં છે નહિ. જ્ઞાનને વસ્તુસ્થિતિ ભણી દોરી જવું એનું નામ ન્યાય છે અને ન્યાયથી વસ્તુને ગ્રહણ કરવી તે યથાર્થમાં જૈનદર્શન છે. સમજાણું કાંઈ...?

અહીં તો એ લેવું છે કે-નિરર્થક અધ્યવસાનથી વિમોહિત-ઉન્મત્ત જીવ, જગતમાં એવી કોઈ વસ્તુ નથી જે-રૂપ તે પોતાને ન કરતો હોય. અનંતકાળમાં એણે આ દેહ મારી ને વાણી મારી ને ઇન્દ્રિયો મારી, ને કર્મ મારાં ને આ બાયડી-છોકરાં મારાં, પૈસા મારા, આબરૂ મારી, દુકાન મારી, દેશ મારો ને સમાજ મારો-એમ કર્મ, નોકર્મ ને પરજીવોને-સર્વને તે પોતાનાં કરે છે. અરે ભાઈ! એ પરચીજને તારી કરે છે એને બદલે સર્વને જાણવાનો તારો સ્વભાવ છે એની પ્રતીતિ કરીને એને તારો કર ને! અહા! સર્વને (-પરને) પોતાના કરવા જાય છે એને બદલે હું સર્વને જાણનાર કેવળજ્ઞાનસ્વભાવી પરમાત્મદ્રવ્ય છું-એમ પોતાને પોતાનો કરને! બાપુ! પરચીજ તો અનંતકાળે તારી નહિ થાય. અને તારી ચીજ તો તારી જ છે, એની પ્રતીતિ-દ્રષ્ટિ કરતાં જ સુખ અને આનંદ છે.

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે- ‘જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેનાં

વચનના વિચારયોગે-

-શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, -એમ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, -વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, -ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે,


PDF/HTML Page 2648 of 4199
single page version

મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે. પહેલાં પોતાનો કેવળજ્ઞાનસ્વભાવ માન્યો નહોતો, કેવળજ્ઞાનનું સ્વરૂપ માન્યું નહોતું, તે પોતાનો શુદ્ધ સ્વપરપ્રકાશી એક જ્ઞાયકભાવ શ્રદ્ધાનમાં ને જ્ઞાનમાં આવ્યો ત્યાં ‘શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે’ એમ કહ્યું. કેવળજ્ઞાન તો ૧૩ મે ગુણસ્થાને થશે, આ તો સમકિતીનો આત્માનો કેવળજ્ઞાનસ્વભાવ પ્રતીતિમાં આવ્યો છે તો શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે એમ કહ્યું છે. હે ભાઈ! તું આવા કેવળજ્ઞાનસ્વભાવી આત્માની પ્રતીતિ કર ને!

અજ્ઞાની સર્વરૂપ પોતાને કરે છે એ હવે ગાથામાં આવશે. આ તો એનો ઉપોદ્ઘાત છે કે-એવું કાંઈ પણ નથી કે જે-રૂપ પોતાને ન કરતો હોય. એમ કહીને આચાર્ય એમ કહે છે કે-ભગવાન! તું પરમાં ક્યાં ગયો? સ્વરૂપની પ્રતીતિ કરીને તારા સર્વજ્ઞસ્વરૂપમાં રહે ને! સર્વને જાણનારા તારા સ્વભાવમાં સ્થિર થા ને!

અહાહા! જ્ઞાનની પર્યાય જે સ્વ-પરને જાણે છે એમાં ભવિષ્યની પર્યાય પણ જાણવામાં આવી જ જાય છે. ભવિષ્યમાં રાગ કરીશ એમ નહિ, પણ ભવિષ્યમાં રાગ થશે તેનું જે જ્ઞાન થશે તે જ્ઞાન જ્ઞાનીને આવી જાય છે, સર્વ જ્ઞાન આવી જાય છે. ‘ત્રણકાળ ત્રણલોકને જાણનારો હું,’ એવી વાસ્તવિક પ્રતીતિ એને આવી જાય છે. માણસને અભ્યાસ નહિ એટલે આ વાત ઝીણી પડે. ઓલા ઘડિયા ગોખ્યા હોય ને કે - ‘પડિક્કમામિ ભંતે ઇરિયાવહિયાએ, વિરાહણાએ...’ એટલે આ ઝીણું પડે, પણ શું થાય? સ્વરૂપને જાણ્યા વિના એ બધું થોથેથોથાં છે.

* કળશ ૧૭૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આ આત્મા મિથ્યા અભિપ્રાયથી ભૂલ્યો થકો ચતુર્ગતિ-સંસારમાં જેટલી અવસ્થાઓ છે, જેટલા પદાર્થો છે તે સર્વરૂપ પોતાને થયેલો માને છે, પોતાના શુદ્ધ સ્વરૂપને નથી ઓળખતો.’

શું કીધું? અહાહા...! પોતાનું તો જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપ છે અને એણે સર્વના જ્ઞાતા- દ્રષ્ટાપણે રહેવું જોઈએ. પણ એને ઠેકાણે તે મિથ્યા અભિપ્રાયથી મોહિત થઈને ચતુર્ગતિ સંસારમાં જેટલી અવસ્થાઓ અને જેટલા પદાર્થો છે તે સર્વ મારાં છે એમ માને છે, સર્વરૂપ પોતાને કરે છે.

જોયું? જેટલી અવસ્થાઓ, છે તે સર્વરૂપ પોતાને થયેલો માને છે. એટલે કે ભવિષ્યની સર્વ અવસ્થાઓને જાણવાનું એમ સામર્થ્ય છે, અને તે જે જે અવસ્થાઓને જાણે છે તે સર્વરૂપ પોતાને કરે છે, અર્થાત્ તે સર્વ મારી છે એમ તે માને છે. અહા! આ દેહની, વાણીની, ઇન્દ્રિયની, રાગની, કર્મની ઇત્યાદિ સર્વની અવસ્થાઓને તે પોતાની માને છે.


PDF/HTML Page 2649 of 4199
single page version

અહાહા...! પડખું ફેરવીને ગુલાંટ ખાય તો અંદર પોતાનું એક જ્ઞાયકસ્વરૂપ જણાય એમ છે. ‘પરનું કરનારો હું’ એમ પરના પડખેથી ખસીને હું તો સર્વને જાણનાર એક જ્ઞાયકસ્વભાવમાત્ર છું એમ સ્વના પડખે આવતાં ભગવાન નિર્મળાનંદસ્વરૂપ પ્રભુ આત્મા જણાય છે. બસ પડખું ફેરવવાની જરૂર છે અર્થાત્ સ્વરૂપનો-સ્વનો આશ્રય લેવો જરૂરી છે. આ બધી વાત કહેવાનો આશય આ એક જ છે કે પરથી ખસીને સ્વનો આશ્રય કર. તેમ કર્યા વિના કેવળજ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની ને કેવળીની યર્થાથ પ્રતીતિ નહિ થાય. અહાહા...! સ્વનો આશ્રય કર્યા વિના પોતે ભગવાન સ્વ-પરપ્રકાશી જ્ઞાનસ્વરૂપ ત્રિકાળ છે એની પ્રતીતિ નહિ થાય.

અહાહા....! એનો સ્વભાવ તો અંદર એવો છે કે કાંઈપણ બાકી રાખ્યા વગર બધાયને જાણે, પણ એના બદલે એ પોતાના સ્વભાવને ભૂલીને કાંઈપણ બાકી રાખ્યા વગર બધીય પરવસ્તુ મારી છે એમ તે માને છે. સ્વનો પ્રકાશક અને પરનો પ્રકાશક - એવું એનું સ્વરૂપ છે. પણ આ પર બધું મારું છે એમ પરરૂપ પોતાને તે કરે છે તેથી સ્વરૂપનો અજાણ તે મહા મિથ્યાદ્રષ્ટિ દીર્ઘ સંસારી છે.

અહા! અજ્ઞાનીએ ગુલાંટ ખાધી છે પણ અનાદિથી ઊંધી ગુલાંટ ખાધી છે. રાગના વિકલ્પથી માંડીને કાંઈપણ બાકી રાખ્યા વગર જગતની બધી ચીજોને તે મારી છે એમ માન્યા વિના તે રહેતો નથી. અહા! બધાયને પૂર્ણ જાણવાનો જ પોતાનો સ્વભાવ-ધર્મ છે એમ યથાર્થ માનવાને બદલે એણે બધાયને કરવાનો પોતાનો ધર્મ છે એમ માન્યું છે. તેથી બધીય વસ્તુ મારી છે ને તેને કરી દઉં એમ તે માને છે. આ પ્રમાણે પરમાં રોકાઈ ગયેલો તે પોતાના શુદ્ધ-સ્વરૂપને ઓળખતો નથી. અરે! પર મારું ને પરનું હું કરું-એવા મિથ્યા અભિપ્રાયની આડમાં અંદર ચૈતન્યમૂર્તિ ચિદાનંદઘન પ્રભુ પોતે પડેલો છે તેને દેખતો નથી-ઓળખતો નથી.

[પ્રવચન નં. ૩૨૧ (શેષ) અને ૩૨૨ દિનાંક ૧૬-૨-૭૭ અને ૧૭-૨-૭૭]
×

PDF/HTML Page 2650 of 4199
single page version

ગાથા ૨૬૮–૨૬૯
सव्वे करेदि जीवो अज्झवसाणेण तिरियणेरइए।
देवमणुए य सव्वे पुण्णं पावं च णेयविहं।। २६८।।
धम्माधम्मं च तहा जीवाजीवे अलोगलोगं च।
सव्वे करेदि जीवो अज्झवसाणेण अप्पाणं।। २६९।।
सर्वान् करोति जीवोऽध्यवसानेन तिर्यङ्नैरयिकान्।
देवमनुजांश्च सर्वान् पुण्यं पापं च नैकविधम्।। २६८।।
धर्माधर्म च तथा जीवाजीवौ अलोकलोकं च।
सर्वान् करोति जीवः अध्यवसानेन आत्मानम्।। २६९।।

હવે આ અર્થને સ્પષ્ટ રીતે ગાથામાં કહે છેઃ-

તિર્યંચ, નારક, દેવ, માનવ, પુણ્ય પાપ વિવિધ જે,
તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૮.
વળી એમ ધર્મ અધર્મ, જીવ–અજીવ, લોક–અલોક જે,
તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૯.

ગાથાર્થઃ– [जीवः] જીવ [अध्यवसानेन] અધ્યવસાનથી [तिर्यङ्नैरयिकान्] તિર્યંચ, નારક, [देवमनुजान् च] દેવ અને મનુષ્ય [सर्वान्] એ સર્વ પર્યાયો, [च] તથા [नैकविधम्] અનેક પ્રકારનાં [पुण्यं पापं] પુણ્ય અને પાપ- [सर्वान्] એ બધારૂપ [करोति] પોતાને કરે છે. [तथा च] વળી તેવી રીતે [जीवः] જીવ [अध्यवसानेन] અધ્યવસાનથી [धर्माधर्म] ધર્મ-અધર્મ, [जीवाजीवौ] જીવ-અજીવ [च] અને [अलोकलोकं] લોક-અલોક- [सर्वान्] એ બધારૂપ [आत्मानम् करोति] પોતાને કરે છે.

ટીકાઃ– જેવી રીતે આ આત્મા પૂર્વોકત પ્રકારે *ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે, (અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે) અને અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે, તેવી જ રીતે ઉદયમાં _________________________________________________________________ * હિંસા આદિનાં અધ્યવસાનો રાગદ્વેષના ઉદયમય એવી હણવા આદિની ક્રિયાઓથી ભરેલાં છે,

અર્થાત્ તે ક્રિયાઓ સાથે આત્માનું તન્મયપણું હોવાની માન્યતારૂપ છે.

PDF/HTML Page 2651 of 4199
single page version

(इन्द्रवज्रा)
विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावा–
दात्मानमात्मा विदधाति विश्वम्।
मोहैककन्दोऽध्यवसाय एष
नास्तीह येषां यतयस्त एव।।
१७२।।

આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારક (-નારકી) કરે છે, ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે, ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે, ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે, ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે અને ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે; વળી તેવી જ રીતે જાણવામાં આવતો જે ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) તેના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ કરે છે, જાણવામાં આવતા અધર્મના (અર્થાત્ અધર્માસ્તિકાયના) અધ્યવસાનથી પોતાને અધર્મરૂપ કરે છે, જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્યજીવરૂપ કરે છે, જાણવામાં આવતા પુદ્ગલના અધ્યવસાનથી પોતાને પુદ્ગલરૂપ કરે છે, જાણવામાં આવતા લોકાકાશના અધ્યવસાનથી પોતાને લોકાકાશરૂપ કરે છે અને જાણવામાં આવતા અલોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકાકાશરૂપ કરે છે. (આ રીતે આત્મા અધ્યવસાનથી પોતાને સર્વરૂપ કરે છે.)

ભાવાર્થઃ– આ અધ્યવસાન અજ્ઞાનરૂપ છે તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું. તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ તેમનામાં પોતાપણું માની પ્રવર્તે છે.

હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનિકારૂપે કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ–

[विश्वात् विभक्तः अपि हि] વિશ્વથી (સમસ્ત દ્રવ્યોથી) ભિન્ન હોવા

છતાં [आत्मा] આત્મા [यत्–प्रभावात् आत्मानम् विश्वम् विदधाति] જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે [एषः अध्यवसायः] એવો આ અધ્યવસાય- [मोह–एक–कन्दः] કે જેનું મોહ જ એક મૂળ છે તે- [येषां इह नास्ति] જેમને નથી [ते एव यतयः] તે જ મુનિઓ છે. ૧૭૨.

*
સમયસાર ગાથા ૨૬૮–૨૬૯ઃ મથાળું

હવે આ અર્થને સ્પષ્ટ રીતે ગાથામાં કહે છેઃ-


PDF/HTML Page 2652 of 4199
single page version

* ગાથા ૨૬૮ – ૨૬૯ઃ ગાથાર્થ ઉપરનું પ્રવચન *
‘તિર્યચ, નારક, દેવ, માનવ, પુણ્યપાપ વિવિધ જે,
તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી.’

જોયું? આમાં ચાર ગતિ ભેગા પુણ્ય-પાપના ભાવ, શુભ-અશુભ ભાવ પણ નાખ્યા. ખરેખર તો પોતે સ્વને જાણે, સ્વપ્રકાશી થાય ત્યારે, પુણ્ય-પાપ આદિ બધાયને જાણે એવો એનો પરપ્રકાશક સ્વભાવ છે. પરંતુ એના વગર (સ્વને પ્રકાશ્યા વગર) કેવળ પરપ્રકાશક સૌને જાણે છે પણ તે યથાર્થ નથી. ખરેખર તો જ્યારે આત્માના સ્વપ્રકાશનું-શુદ્ધ ચૈતન્યપ્રકાશનું એને ભાન થયું ત્યારે રાગાદિ (પુણ્ય-પાપ આદિ) જે છે તે વ્યવહારે જાણેલો પ્રયોજનવાન છે. છે તો આમ; એને બદલે તે (-રાગાદિ) કરેલો પ્રયોજનવાન છે એમ અજ્ઞાની માને છે. અનેક પ્રકારના શુભ-અશુભભાવને કરું, પુણ્યભાવ કરું, પાપભાવ કરું, આ કરું ને તે કરું એમ કરવાના મિથ્યા અહંકાર વડે તે સર્વરૂપ પોતાને કરે છે. અહો! આ તો ગજબ શૈલીથી વાત છે. અહા! શું સમયસાર! ને શું એની શૈલી!!

તે જ પ્રમાણે મિથ્યા અધ્યવસાયથી, ધર્મ, અધર્મ આદિ જે છ દ્રવ્યો છે તે સર્વરૂપ પોતાને તે કરે છે. અહીં ગાથામાં ધર્મ, અધર્મ એટલે પુણ્ય-પાપની વાત નથી, પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યોની વાત છે. ‘સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર’ માં (ગાથા ૪૦૪માં) ‘ધરમાધરમ, દીક્ષા વળી...’ એમ આવે છે ત્યાં ધર્મ, અધર્મ એટલે પુણ્ય-પાપ જ્ઞાન છે, આત્મા છે-એમ વાત આવે છે. એ તો ત્યાં આત્માના અસ્તિત્વમાં જેટલું જેટલું જેટલું છે તે બધું સિદ્ધ કરવું છે. એમ કે શુભ-અશુભ ભાવ પણ પોતાના (પર્યાયરૂપ) અસ્તિત્વમાં છે, એ કાંઈ પરના અસ્તિત્વમાં નથી એમ ત્યાં સિદ્ધ કરવું છે. આવી વાત છે બાપુ!

હવે આખો દિ’ એનું ચિત્ત વેપાર-ધંધામાં, બાયડી-છોકરામાં ને ખાવા-પીવા ને ઊંઘવામાં રોકાયેલું રહે તેમાં માંડ એકાદ કલાક સાંભળવા મળે; એમાંય પાછી આવી (નિર્ભેળ) વાત સમજાય નહિ એટલે કહે કે-દયા પાળો, વ્રત કરો, તપસ્યા કરો, ભક્તિ કરો એવું કહો તો કંઈક સમજાય. પણ ભાઈ! એ કરવાનો તારો જે ભાવ છે તે મિથ્યાત્વ છે.

અહાહા...! ભાઈ! તું પ્રજ્ઞાબ્રહ્મ છો ને? તું જ્ઞાનસ્વરૂપ છો ને પ્રભુ? અહાહા...! આત્મા એકલું જ્ઞાનનું દળ છે. તે જ્ઞાન કરે, પર્યાયમાં સર્વને જાણે-એમ ન માનતાં સર્વને હું કરું છું એમ માને છે તે મિથ્યાબુદ્ધિ છે ભાઈ! આ પુણ્યના ભાવ મારા, પાપના ભાવ મારા, આ સ્ત્રી-પુત્ર-પરિવાર સૌ મારાં એમ તું માને પણ એ બધાં તારાં કયાંથી થયાં બાપા? એ તો બધાં તારા પરપ્રકાશનો (પરપ્રકાશી જ્ઞાનનો)


PDF/HTML Page 2653 of 4199
single page version

વિષય (પરજ્ઞેય) છે. એને ઠેકાણે એ બધાં મારાં-એમ કયાંથી લાવ્યો? હું ઘરનો માલિક, હું સ્ત્રીનો માલિક, હું પૈસાનો માલિક એમ માને પણ કોણ માલિક પ્રભુ! તું તો એકલા જ્ઞાનસ્વરૂપનો માલિક છે, પરવસ્તુનો માલિક માને છે એ તારો મિથ્યા ભ્રમ છે, અજ્ઞાન છે.

* ગાથા ૨૬૮–૨૬૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેવી રીતે આ આત્મા પૂર્વોક્ત પ્રકારે ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે,.....’

અહાહા....! આત્મા પૂર્વોક્ત પ્રકારે એટલે કે હું બીજાને મારું-જિવાડું, દુઃખી-સુખી કરું, બંધાવું-મૂકાવું ઇત્યાદિ પ્રકારે ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે. આ પર સાથે એકત્વબુદ્ધિસહિત જે અધ્યવસાન છે તે રાગ-દ્વેષની ક્રિયાથી ભરેલા છે. શું કીધું? કે સ્વ ને પર સદા ભિન્ન વસ્તુ છે. તેથી હું પરનું કરું-પરને મારું-જિવાડું ઇત્યાદિ અભિપ્રાય એ સ્વ-પરની એકત્વબુદ્ધિ છે. અહીં કહે છે-આવી સ્વ- પરની એકત્વબુદ્ધિસહિત જે અધ્યવસાન છે તે રાગ-દ્વેષની ક્રિયાથી ભરેલા છે અને રાગ- દ્વેષરૂપ હિંસાના અધ્યવસાનથી તે પોતાને હિંસક કરે છે.

આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ એકલા જ્ઞાનભાવથી-વીતરાગભાવથી ભરેલો ભગવાન છે; જ્યારે પરને બંધાવું-મૂકાવું ઇત્યાદિ પ્રકારે આ પરની એકત્વબુદ્ધિરૂપ જે અધ્યવસાન છે તે એકલા રાગ-દ્વેષની ક્રિયાથી ભરેલા છે, અહા! અધ્યવસાનના ગર્ભમાં એકલા રાગ-દ્વેષ ભરેલા છે. હવે એક જ્ઞાયકભાવસ્વરૂપ-વીતરાગભાવસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ કરવાને બદલે હું આને બંધાવી દઉં, મૂકાવી દઉં ઇત્યાદિ પ્રકારે જે આ અધ્યવસાન કરે છે તે એકલા મલિન રાગ-દ્વેષના પરિણામથી ભરેલો હોવાથી પોતાને રાગરૂપ-મલિન-હિંસક કરે છે.

શું કીધું? કે ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ અખંડ એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ છે. તેમાં દ્રષ્ટિ પ્રસરતાં પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગભાવ પ્રસરે છે. પણ એને ઠેકાણે એનાથી વિરુદ્ધ આ, હું પરનું કરું-પરના પ્રાણોને (પાંચ ઇન્દ્રિય, મન-વચન- કાયબળ, શ્વાસોચ્છ્વાસ ને આયુષ્ય) હણું કે એની રક્ષા કરું-ઇત્યાદિ પ્રકારે રાગ-દ્વેષની ક્રિયાથી જે ભરેલાં છે એવાં અધ્યવસાન કરે છે તે અનાદિથી પોતાને રાગ-દ્વેષરૂપ કરે છે, હિંસક કરે છે. અહા! પોતે ત્રિકાળ વીતરાગસ્વભાવે છે, પણ એને ભૂલીને તે પોતાને હિંસક કરે છે! (મહા ખેદની વાત).

તેવી રીતે ક્રિયા જેનો ગર્ભ છે એવા અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે.


PDF/HTML Page 2654 of 4199
single page version

અહા! આ જગતને આકરી લાગે એવી વાત છે. ભાઈ! ‘પર જીવની રક્ષા કરું’ એવો અહિંસાનો અધ્યવસાય છે તે વાસ્તવમાં પાપ છે. ભગવાન! પરની રક્ષા તો તું કરી શકતો નથી, છતાં ‘પરની રક્ષા કરું’ એવો અહિંસાનો અધ્યવસાય તું કરે એ મિથ્યા છે, નિરર્થક છે અને તે એકત્વબુદ્ધિ સહિત હોવાથી એકલી રાગ-દ્વેષની ક્રિયાથી ભરેલો છે. એના ગર્ભમાં-પેટમાં એકલો રાગ-દ્વેષ ભરેલો છે; એમાં ભગવાન આત્માનો વીતરાગભાવ, ચૈતન્યભાવ આવતો નથી, પણ એકલા રાગ-દ્વેષ ભરેલા છે.

પ્રશ્નઃ– તો સમ્યગ્દ્રષ્ટિ સર્વ જીવોને અભયદાનનો દાતા છે તે કેવી રીતે છે? સમાધાનઃ– ભાઈ! પર જીવોને હું અભયદાન દઉં વા પર જીવોની રક્ષા કરું-એવો એકત્વબુદ્ધિસહિત અભિપ્રાય સમકિતીને છે નહિ, કેમકે પર સાથેની એકત્વની ગ્રંથિ એને છૂટી ગઈ છે. સમકિતીને કિંચિત્ અસ્થિરતાના કારણે પર જીવોના અભયદાન સંબંધી વિકલ્પ અવશ્ય આવે છે, પણ એ પર જીવોથી અને તેની રક્ષાના વિકલ્પથી હું ભિન્ન છું એવી અંતર-પ્રતીતિ એને નિરંતર હોય છે. અહા! અહિંસાના વિકલ્પના કાળે પણ એને અંતરંગમાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ વીતરાગભાવરૂપ પરિણતિ પ્રગટ હોય છે. આ રીતે તેને અંતરંગમાં નિશ્ચય અને બહારમાં વ્યવહાર અભયદાન વર્તે છે.

જ્યારે મિથ્યાદ્રષ્ટિને તો ‘હું પરને ન મારું, પરને રાખું’ -એવા અધ્યવસાયમાં એકલા રાગ-દ્વેષ-મોહના ભાવ જ ભર્યા છે.

‘પરના પ્રાણોની રક્ષા કરું’ એવો જે પરને બચાવવાનો અભિપ્રાય તે પાપ છે એ લોકોને આકરું લાગે છે. પણ ભાઈ! પોતાની સત્તા પરમાં જાય તો તું પરની રક્ષા કરે ને? પણ એમ તો બનતું નથી. પોતાની સત્તા તો ત્રિકાળ પોતામાં જ રહે છે, પરમાં કદીય જતી નથી. તેથી તે અધ્યવસાય પરનું તો કાંઈ કરી શકતો નથી, પણ પોતાને અહિંસક કરે છે, અહિંસક કરે છે એટલે કે રાગદ્વેષમોહરૂપ પોતાને કરે છે. અહીં અહિંસક એટલે વીતરાગી અહિંસક-એમ નહિ, પણ જેના ગર્ભમાં રાગ-દ્વેષ-મોહની ક્રિયા ભરેલી છે તેવો અહિંસક પોતાને કરે છે. સમજાણું કાંઈ....?

પ્રશ્નઃ– પણ ‘અહિંસા પરમ ધર્મ છે’ -એમ કહ્યું છે ને? ઉત્તરઃ– હા, એ કહ્યું છે એ તો યથાર્થ જ છે. પણ તે અહિંસા કયી? ભાઈ! એ વીતરાગી અહિંસાની વાત છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે અંતરમાં નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી પરિણતિ પ્રગટ થાય તે અહિંસા છે અને તે પરમ ધર્મ છે. (અને એવા ધર્મીને પર જીવોની રક્ષા કરવાનો વિકલ્પ આવે છે તેને વ્યવહારથી વ્યવહારધર્મ કહેવામાં આવે છે).

અહીં એ વાત નથી. અહીં તો જેને પરમ ધર્મ અર્થાત્ નિશ્ચયધર્મેય નથી અને વ્યવહારધર્મેય નથી એવા અજ્ઞાનીની વાત છે. અજ્ઞાનીને પર જીવોને હું


PDF/HTML Page 2655 of 4199
single page version

બચાવું અર્થાત્ પર જીવોને ન હણું એવો જે પરમાં એકત્વબુદ્ધિનો અહિંસાનો અધ્યવસાય છે તે રાગદ્વેષમોહની ક્રિયાથી અંતર્ગર્ભિત છે અને તેવા અધ્યવસાય વડે તે પોતાને અહિંસક કરે છે એટલે કે રાગદ્વેષમોહરૂપ કરે છે એમ વાત છે. ઝીણી વાત છે પ્રભુ! અહા! પર સાથે ને રાગદ્વેષની ક્રિયા સાથે જે તદ્રૂપ-તન્મય છે એવા આ અધ્યવસાય મિથ્યાત્વના મહાપાપરૂપ છે. તેથી એવા અધ્યવસાય વડે જીવ પોતાને અહિંસક કરે છે એટલે કે પાપરૂપ કરે છે એમ વાત છે; એ પુણ્યેય નથી પણ મિથ્યાત્વના મહાપાપરૂપ છે એમ કહેવું છે. સમજાણું કાંઈ...?

પર જીવોની દયા પાળવાનો જે ભાવ છે તે પુણ્યભાવ છે, પણ તેમાં પર જીવોની દયા હું પાળી શકું છું એવો જે પરના એકત્વસહિત અધ્યવસાય છે તે મિથ્યાત્વના મહાપાપરૂપ છે, અને તે વડે જીવ પોતાને અહિંસક એટલે પાપરૂપ કરે છે એમ અહીં કહે છે. ભારે આકરી વાત!

હવે કહે છે- ‘અને અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે,......’ અહા! અનેક પ્રકારે, હું આ કરું ને તે કરું, ઘરમાં કન્યાઓ મોટી થઈ છે એમને સારા ઠેકાણે પરણાવી દઉં, આ છોકરાઓને કામધંધે લગાડી દઉં, તેમના સુખ માટે બંગલા ને બાગ-બગીચા બનાવી દઉં ઇત્યાદિ અધ્યવસાયથી પોતાના એક જ્ઞાયકભાવને ભૂલીને તું પરમાં એકાકાર થઈ જાય છે પણ ભગવાન! તું એમાં હણાઈ જાય છે, કેમકે એ અધ્યવસાય રાગ-દ્વેષ-મોહની ક્રિયાથી ભરેલા છે. ભગવાન! તું ચોરાસીના અવતારમાં આવા મિથ્યા ભાવ વડે ચારેકોરથી લૂંટાઈ રહ્યો છે.

અહાહા....! બીજાને સામગ્રી દઈ ને સુખી કરી દઉં, પાણી પાઈને તૃષા મટાડું, દવા આપીને એનો રોગ મટાડું, મા-બાપની સેવા કરું, ગરીબોની સેવા કરું, દેશની સેવા કરી લોકોને સુખી કરી દઉં ઇત્યાદિ અધ્યવસાય બધા રાગદ્વેષથી ભરેલા મિથ્યાત્વભાવ છે. આ સત્યાગ્રહ નથી કરતા? એમ કે આ પ્રમાણે ન થાય તો કાયદાનો ભંગ કરીને લોકો જેલમાં જાય છે. ઘણા લોકો આ પ્રમાણે જેલમાં જઈ આવ્યા છે ને? અરે! એ જેલ નહિ બાપુ! જેલ તો આ મિથ્યા અભિપ્રાય છે તે છે. શ્રીમદ રાજચંદ્રે ‘અમૂલ્ય તત્ત્વવિચાર’માં કહ્યું છે ને કે-

‘એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.’ અહાહા...! આત્મા દિવ્ય શક્તિમાન પ્રભુ વીતરાગી પરમાનંદથી ભરેલો અનંત શક્તિઓનો ભંડાર ચિત્ચમત્કારસ્વરૂપ ભગવાન છે. તેને ‘આ પરનું કરું’ એવો મિથ્યા અધ્યવસાય જંજીર નામ જેલ છે. (કેમકે એને આ અધ્યવસાય ૮૪ લાખના અવતારમાં- જેલમાં ધકેલી દે છે.)

અહા! અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે. હું વાણિયો છું, હું બ્રાહ્મણ


PDF/HTML Page 2656 of 4199
single page version

છું, હું ક્ષત્રિય છું, હું હરીજન છું, દરજી છું, મોચી છું, લુહાર છું,-ઇત્યાદિ એવા અધ્યવસાનથી પોતાને તે-રૂપ કરે છે. હું જ્ઞાયક છું એમ અનુભવવાને બદલે મિથ્યા અધ્યવસાનથી આ હું અન્ય છું એમ પોતાને અન્યરૂપ કરે છે. ભગવાન આત્મા તો એક જ્ઞાયકભાવરૂપ છે; તે વાણિયો કે બ્રાહ્મણ આદિ કયાં છે? પણ પરમાં એકાકાર થઈને તે મિથ્યા અધ્યવસાન વડે પોતાને પરરૂપ માને છે. અહા! પોતાના પેટમાં તો પરમાનંદ ભરેલો છે પણ મિથ્યા અધ્યવસાન વડે તે ચારગતિની જેલરૂપ-દુઃખરૂપ પોતાને કરે છે એ મહા ખેદ છે.

‘તેવી જ રીતે ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારક (-નારકી) કરે છે,.....’

અહા! એ નરકગતિમાં જાય છે ત્યારે હું નારકી છું એમ માને છે. અરે ભગવાન! તું તો એક જ્ઞાયકમાત્ર છો, નારકી તો જડ દેહ છે. એનામાં હું નારકી છું એવો અભિપ્રાય તું કરે તે મિથ્યાત્વ છે; એમાં એકલો રાગદ્વેષ ને મિથ્યાત્વરૂપી કષાય ભરેલો છે. મિથ્યાત્વ એ કષાય છે ને? કષાયના ભેદમાં મિથ્યાત્વ આવી જાય છે. સ્થિતિ ને અનુભાગ (રસ) નો બંધ કષાયથી પડે છે ને પ્રકૃતિ ને પ્રદેશબંધ યોગથી પડે છે.

‘ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી...’ એમ કહીને અહીં એમ પણ સિદ્ધ કરવું છે કે તું નારકીપણે પણ ભગવાન! અનંતવાર ઉપજ્યો છે અને ત્યારે હું નારકી છું એવો અધ્યવસાય કરીને તેં તારા જીવને હણી નાખ્યો છે. અહા! એ નારકી નથી પણ જેના પેટમાં પરમાનંદ પડેલો છે તેવો એ જ્ઞાયકસ્વરૂપ ભગવાન છે. એમાંથી પ્રસવ થાય તો અતીન્દ્રિય આનંદ પ્રસવે એવી એ ચીજ છે.

જુઓ, શ્રેણીક રાજા હાલ નરકમાં છે; પણ હું નારકી છું એમ એમને નથી. સમકિતી છે ને? અંદર નિર્મળાનંદનો નાથ છે એને ભાળ્‌યો છે ને? એટલે હું જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા છું એમ પોતાને અનુભવે છે. આ નારકપર્યાય છે એ તો પરચીજ છે, એનો તો હું જાણનારમાત્ર છું-એમ પોતે માને છે. માન્યતામાં મોટો ફેર બાપુ! એ ચોરાસીના અવતાર કરી કરીને તું ભવસમુદ્રમાં ડૂબી ગયો છું એનું કારણ એક આ મિથ્યા અધ્યવસાય જ છે. સમજાણું કાંઈ...?

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે- ‘મિથ્યાત્વનું લક્ષણ એ છે કે પરચીજને પોતાની માનવી અને પોતાની ચીજને ભૂલી જવી.’ અહા! એણે શાસ્ત્રનાં જાણપણાં કર્યાં, પરલક્ષી પરપ્રકાશક જ્ઞાન કર્યું, પણ એ જ્ઞાન ક્યાં પોતાનું હતું? અહા! પરલક્ષી જ્ઞાન કાંઈ પોતાનું જ્ઞાન નથી, જ્ઞાનનું જ્ઞાન નથી. અરે! પરના લક્ષે તો એ અનંતવાર


PDF/HTML Page 2657 of 4199
single page version

શાસ્ત્ર ભણ્યો, પણ દિશા બદલી સ્વલક્ષ કર્યું નહિ, પરમાનંદસ્વરૂપ પોતાના ભગવાનને અંદર જાણ્યો નહિ તો શો લાભ? અહા! પરને પોતાનું માનવું, પૂર્ણસ્વરૂપને અપૂર્ણ માનવું ને પોતાને પર્યાય જેવડો માનવો એ મિથ્યાત્વ છે ભાઈ! એના ગર્ભમાં અનંતાં જન્મ- મરણ પડેલાં છે.

હવે કહે છે - ‘ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે,.....’

આમ કહીને એમ પણ સિદ્ધ કરે છે કે આ ભવસમુદ્રમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના તિર્યંચમાં પ્રભુ! તું અનંત અનંતવાર ગયો છું અને ત્યારે ત્યાં ‘હું તિર્યંચપણે છું’ એમ તેં માન્યું હતું. જુઓને! આ ગાય, ભેંસ વગેરે તિર્યંચો કેવાં શરીરમાં એકાકાર થઈ રહ્યાં છે! અંદર પોતે ચિદાનંદસ્વરૂપ ભગવાન છે એનું કાંઈ ભાન ન મળે ને એકલા શરીરમાં તદ્રૂપ થઈ રહ્યાં છે. અહા! એને (શરીરને) રાખવા માટે ઘાસ ખાય, પાણી પીએ ને કદાચિત્ લીલું ઘાસ મળી જાય તો રાજીરાજી થઈ જાય ને માને કે હું (તિર્યંચપણે) સુખી છું. બહુ ગંભીર વાત! અહીં કહે છે-એ મિથ્યા અધ્યવસાયથી જીવ પોતાને તિર્યંચ કરે છે. તિર્યંચ થઈ જાય એમ નહિ, એ તો જ્ઞાયક જ રહે છે, પણ મિથ્યા અધ્યવસાયથી જીવ પોતાને તિર્યંચ માને છે. લ્યો, આવી વાત છે!

વળી કહે છે- ‘ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે,.....’

મનુષ્ય થયો તો માને કે હું મનુષ્ય છું. એમાંય વળી હું સ્ત્રી છું, પુરુષ છું, નપુંસક છું, બાળક છું, યુવાન છું, વૃદ્ધ છું, પંડિત છું, મૂર્ખ છું, રોગી છું, નીરોગી છું, રાજા છું, રંક છું, શેઠ છું, નોકર છું, નાનો છું, મોટો છું, કાળો છું, રૂપાળો છું ઈત્યાદિ અધ્યવસાનથી અનેક પ્રકારે પોતાને તે-રૂપે કરે છે.

કોઈ વળી સમાજસેવામાં ને દેશસેવામાં ભળેલા હોય તો માને કે અમે મોટા સમાજસેવક ને દેશસેવક છીએ. અમે દીન-દુઃખિયાંની સેવા કરનારા દરિદ્રનારાયણ લોકસેવક છીએ. ભાઈ! આવું તારું અધ્યવસાન એકલા રાગદ્વેષને મિથ્યાત્વથી ભરેલું છે. ભાઈ! તું એ રાગમય અધ્યવસાનમાં તદ્રૂપ થઈ રહ્યો છે પણ એમાં આત્માની ગંધેય નથી. ભજનમાં આવે છે ને કે-

‘વૈષ્ણવજન તો તેને કહિયે, જે પીડ પરાઈ જાણે રે;
પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.’

ત્યાં જાણે એ તો જુદી વાત છે, ‘પણ પરની પીડા હું હરું ને પરનો ઉપકાર કરું’ -એવી પરના એકત્વરૂપ માન્યતા બાપુ! મિથ્યા અધ્યવસાન છે, ને તેના ગર્ભમાં એકલા રાગદ્વેષ ભરેલા છે.


PDF/HTML Page 2658 of 4199
single page version

વળી કોઈ ગર્વથી કહે છે કે-અમે ગર્ભશ્રીમંત છીએ, એમ કે માતાના પેટમાં આવ્યા ત્યારથી શ્રીમંત છીએ, અમે કાંઈ નવા નથી થયા; ત્યારે કોઈ વળી રાંકાઈથી કહે- અમે જન્મથી દીન-દરિદ્રી છીએ. તેને કહીએ છીએ-તું આ શું કહે છે પ્રભુ? શ્રી નામ જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરેલો સહજચતુષ્યરૂપ લક્ષ્મીનો ભગવાન! તું સ્વામી છો. અહાહા...! જેમાંથી અનંત ચતુષ્ટય-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંત વીર્ય નીકળે એવો ભંડાર છો ને તું પ્રભુ! અહા! આ હું શ્રીમંતને ઘરે જન્મ્યો એમ તું શું માને છે? બહારના સંયોગથી તું પોતાને શ્રીમંત ને દરિદ્રી કરે છે તે તારો મિથ્યા અધ્યવસાય છે; એના ગર્ભમાં અનંતા રાગદ્વેષ ભરેલા છે જે અનંત સંસારનું કારણ છે.

હવે કહે છે- ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે,... ...’

આ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના દેવ હોય છે ને? તે એમ માને કે અમે આવા રિદ્ધિવાળા દેવ છીએ, અસંખ્ય દેવોના સ્વામી છીએ, અમારે આટલી દેવીઓ-અપ્સરાઓ છે. ભાઈ! આ તું ક્યાંથી લાવ્યો? એ અધ્યવસાન મિથ્યાત્વના એકલા મલિન પરિણામથી ભરેલા છે. દેવ કિંકર હોય તો એમ માને કે અમારે હાથી વગેરેનાં રૂપ ધારણ કરવાં પડે. આ ઇન્દ્રો ભગવાનનો જન્મ-કલ્યાણક ઉજવે છે ને? ત્યારે ઐરાવત હાથી ઉપર બેસાડીને ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જાય. ત્યાં હાથી-બાથી કાંઈ હોય નહિ, પણ કિંકર દેવ હોય તે ઐરાવત હાથીનું રૂપ ધારણ કરે અને એના ઉપર દેવીઓ નાચે. પણ ભાઈ! તું ક્યાં દેવ છો? તું ક્યાં હાથી છો? તું ક્યાં દેવી છો? અરે ભાઈ! હું દેવ છું, દેવી છું, હાથી છું ઈત્યાદિ અધ્યવસાયથી, હું ભગવાન જ્ઞાયક છું એમ દ્રવ્યદ્રષ્ટિ છોડી દઈને, પર્યાયમાં સલવાઈ ગયો? એ અધ્યવસાય બાપુ! તને અનંત સંસારનું કારણ છે.

હવે કહે છે-’ ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે,... ...’

જુઓ, બહારમાં સામગ્રી ભરપૂર મળી હોય, કરોડો-અબજોની સંપત્તિની સાહ્યબી હોય, બંગલામાં રાચ-રચીલામાં કરોડો રૂપિયા નાખ્યા હોય, મોટા લીલાછમ બગીચા મખમલના ગાલીચા જેવા દેખાતા હોય, ઘરે હાથી, ઘોડા, નોકર-ચાકર વગેરેની ભરમાર હોય, -આવા ઉદયમાં આવતા સુખના સાધનોમાં મારાપણાની એકત્વબુદ્ધિથી અર્થાત્ સુખના અધ્યવસાનથી (અજ્ઞાની) જીવ પોતાને પુણ્યરૂપ કરે છે. અહા! અમને અઢળક સંપત્તિ! કુટુંબ-પરિવાર, નોકર-ચાકર ઈત્યાદિ ચારેકોરથી અમને સગવડતા! અહો! અમે સુખી મહા ભાગ્યશાળી-પુણ્યશાળી છીએ. આ પ્રમાણે સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી તે પોતાને પુણ્યરૂપ કરે છે.


PDF/HTML Page 2659 of 4199
single page version

વળી, કોઈ ગરીબ માણસ હોય ને ઘેર દીકરો હોશિયાર હોય તો કન્યા બે-પાંચ કરોડ લઈ ને આવે એટલે માને કે અમારાં પુણ્ય ફળ્‌યાં ને સામાવાળો કન્યાનો બાપ પણ માને કે અમારું ભાગ્ય કે અમને આવો હોશિયાર જમાઈ મળ્‌યો ને છોકરી સારી પેઠે ઠેકાણે પડી. આ પ્રમાણે સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી અજ્ઞાની પોતાને પુણ્યરૂપ કરે છે; એટલે કે અમે પુણ્યશાળી-એમ પોતાને માને છે. પણ ભાઈ! એ પુણ્ય આદિ સાધનો તારાં ક્યાં છે? નાહકનું અમે પુણ્યશાળી એમ સુખના અધ્યવસાનથી તું પોતાના માટે અનર્થ-નુકશાન કરે છે; કેમકે તે અધ્યવસાન રાગ-દ્વેષ ને મિથ્યાત્વથી ભરેલાં છે, અનંત સંસારનું બીજ છે. અહા! આવો વીતરાગનો મારગ! પણ જગતને ક્યાં પડી છે? (એ તો પુણ્યની ધૂનમાં છે).

’ અને ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે.......’

જુઓ, પ્રતિકૂળ સામગ્રી બહારમાં આવી પડે, શરીરમાં ક્ષય આદિ રોગ થાય, ઘરમાં બાયડી મરી જાય, કમાઉ દીકરો હોય તે મરી જાય, છોકરી રાંડે, ઘરમાં કોઈ આજ્ઞા માને નહિ, સગાં-વહાલાં વિપરીત ચાલે, વેપાર-ધંધામાં અવળું પડે ને નુકશાન જાય, ધંધો ભાંગી પડે ઈત્યાદિ બધી પ્રતિકૂળતા આને ઘેરો ઘાલે ત્યારે આ મુંઝાઈ જાય અને રાડો પાડે કે-અરે! અમે મરી ગયા, અમને ભારે પાપનો ઉદય છે, અમે નિરાધાર થઈ ગયા. આ પ્રમાણે દુઃખ આદિ પાપના અધ્યવસાનથી તે પોતાને પાપરૂપ કરે છે. અરે ભાઈ! એ સામગ્રીમાં તું ક્યાં છે? અને તારામાં એ સામગ્રી ક્યાં છે કે એના વિના તું નિરાધાર થઈ જાય? બાપુ! તું પરના આધાર વિનાનો સ્વરૂપથી જ સદા એક સ્વાધીન છો. છે તો આમ, તોપણ અજ્ઞાની ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે.

‘વળી તેવી જ રીતે જાણવામાં આવતો જે ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) તેના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ કરે છે,......’

જુઓ, આ જૈનદર્શનની વાત. બીજે (અન્યમતમાં) તો ધર્માસ્તિકાય આદિ કાંઈ છે નહિ, પણ જૈનમાં ધર્માસ્તિકાય નામનું એક લોકવ્યાપી અરૂપી દ્રવ્ય છે એમ સ્વીકારાયું છે. અહા! જીવ-પુદ્ગલોને સ્વયં ગતિ કરવામાં જે ઉદાસીન નિમિત્ત છે એવું ધર્માસ્તિકાય નામનું એક અરૂપી દ્રવ્ય છે એમ સર્વજ્ઞ ભગવાને જોયું છે, હવે એનો વિચાર કરતાં અજ્ઞાનીને એ તરફનો જે વિકલ્પ ઉઠે છે એ વિકલ્પને પોતાનો માનીને ધર્માસ્તિકાય પોતાનું છે એમ માને છે. શું કીધું? કે જૈનમાં (જૈન સંપ્રદાયમાં) હોય અને ધર્માસ્તિકાયનો વિચાર આવતાં એમાં એકત્વ કરીને તે ધર્માસ્તિકાયરૂપ પોતાને કરે છે અર્થાત્ ધર્માસ્તિકાય મારું છે એમ તે માને છે. અહા! અજ્ઞાનીને ધર્માસ્તિકાયને


PDF/HTML Page 2660 of 4199
single page version

જાણવા પ્રતિ જે વિકલ્પ ઉઠે છે તેમાં તેને એકત્વબુદ્ધિ થઈ જાય છે ને તે એકત્વબુદ્ધિના અધ્યવસાનથી પોતાને ધર્માસ્તિકાયરૂપ કરે છે. પોતે અખંડ એક જ્ઞાયકભાવરૂપ છે એનું ભાન નહિ હોવાથી મિથ્યાદ્રષ્ટિ જીવ જાણવામાં આવતા ધર્માસ્તિકાયના અધ્યવસાનથી પોતાને ધર્માસ્તિકાયરૂપ કરે છે. આવી વાત છે!

વળી, ‘જાણવામાં આવતા અધર્મના (અર્થાત્ અધર્માસ્તિકાયના) અધ્યવસાનથી પોતાને અધર્મરૂપ કરે છે... ...’

ચૌદ બ્રહ્માંડમાં ગતિપૂર્વક સ્વયં સ્થિર થતા જીવ-પુદ્ગલોને સ્થિતિ કરવામાં ઉદાસીન નિમિત્ત છે એવું બીજું અરૂપી તત્ત્વ-પદાર્થ અધર્માસ્તિકાય છે. તે ચૌદરાજુ લોકવ્યાપી છે. એ અધર્માસ્તિકાયનો વિચાર કરતાં જૈનનો શ્રાવક કે સાધુ (સંપ્રદાયના હોં) એના અધ્યવસાનથી પોતાને અધર્માસ્તિકાયરૂપ કરે છે. અહા! પોતે સ્વ-પરપ્રકાશી સહજ એક જ્ઞાયકભાવરૂપ છે એને ભૂલી ગયો અને અધર્માસ્તિકાયને જાણવા પ્રતિ જે વિકલ્પ ઉઠયો તે વિકલ્પમાં જ એ ગૂંચાઈ ગયો, એ વિકલ્પમાં જ એકત્વ કરીને માનવા લાગ્યો કે મને અધર્માસ્તિકાયનું જ્ઞાન છે. (પોતે જ્ઞાન છે એમ નહિ). લ્યો, આવા અધર્મના અધ્યવસાનથી તે પોતાને અધર્મરૂપ કરે છે. સમજાણું કાંઈ....? બહુ ઝીણી વાત ભાઈ! (મતલબ કે ઉપયોગને ઝીણો કરે તો સમજાય એવી વાત છે).

હવે કહે છે- ‘જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્યજીવરૂપ કરે છે,......’

જુઓ, આ બાયડી-છોકરાં, દીકરા-દીકરીઓ, ભાઈ-ભાંડુ, સગાં-સ્નેહીઓ ને નોકર-ચાકરો વગેરે સર્વ અન્ય જીવ છે. તે બધાં પર છે, સ્વ નથી. છતાં તે બધાં મારાં છે ને મને ઉપકારી છે એમ અધ્યવસાય કરે તે મિથ્યા છે. અજ્ઞાની આવા મિથ્યા અધ્યવસાય વડે પોતાને સર્વ અન્યજીવરૂપ કરે છે-એમ કહે છે. આ સ્ત્રીને-આ મારી અર્ધાંગના છે-એમ નથી કહેતા? ધૂળેય અર્ધાંગના નથી સાંભળને. આ અંગ શરીર તારી ચીજ નથી તો અર્ધાંગના તારી ક્યાંથી થઈ? દુનિયા એમ ને એમ (જૂઠે-જૂઠ) ચલાવે રાખે છે, પણ ભાઈ! એમ ને એમ તું ચારગતિમાં રખડી રખડીને મરી ગયો છે, કેમકે એ મિથ્યા અધ્યવસાન રાગ-દ્વેષ-મોહથી ભરેલું છે.

આ દેવ-ગુરુનો આત્મા છે તે પણ અન્ય જીવ છે, પર છે, સ્વ નથી. તેને જાણવામાં આવતાં તે મને હિતકારી છે, મારા તારણહાર છે એમ એકત્વબુદ્ધિનો જે અધ્યવસાય થાય છે તે મિથ્યાદર્શન છે. બહુ આકરી વાત બાપા! અહીં તો નિજ જ્ઞાયકભાવને ભૂલીને અન્યજીવમાં-પરજીવમાં પોતાપણાનો વિકલ્પ કરે તો તે વિકલ્પ વડે જીવ પોતાને અન્યજીવરૂપ કરે છે એમ કહેવું છે, અર્થાત્ તે મિથ્યાદ્રષ્ટિ છે એમ કહે છે. સમજાણું કાંઈ...?